વાતે થાય વડાં.બાલવાર્તા ભાગ-1 Param palanpuri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

વાતે થાય વડાં.બાલવાર્તા ભાગ-1

1. શિયાળ અને કુંભાર

એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ રહેતું હતું. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેથી તે આકુળ-વ્યાકુળ હતું. તેને ખાવાનું તો ન મળ્યુ પણ, જંગલી કૂતરા સામે મળ્યા.કૂતરા ખૂબ જ ઘાતકી હતા. શિયાળ તો જીવ બચાવી ત્યાંથી ભાગવા લાગ્યું. તે જ્યાં ભાગવા ગયું ત્યાં જ સામે એક બીજા કૂતરાનુ ટોળું મળ્યુ. શિયાળને તો કોઇ જ રસ્તો ન મળ્યો. તે તો એક ગામના રસ્તા તરફ દોડવા લાગ્યુ. દોડતું દોડતું એ તો જીવ બચાવવા ગામમાં એક કુંભારના નિભાડામાં એક મટુકીમાં સંતાઇ ગયું! થોડી વાર થઇ એટલે કૂતરા તો જંગલ તરફ જતા રહ્યા. પણ, હવે કુંભાર નિભાડો પેટાવવા લાગ્યો. શિયાળ તો ગરમી લાગતા જ ત્યાંથી નીકળી પલાળેલી માટીમા પડ્યું. માટી ચીકણી અને કાળી હોવાથી શિયાળ તો કાળું કાળું થઇ ગયું. જેવું બહાર નીકળ્યું કુંભાર તો ડરી ગયો ! તે તો ત્યાંથી ભાગતો હતો ત્યાં જ શિયાળ બોલ્યું “અરે કુંભારભાઇ મારાથી તમે કેમ ડરો છો? હું તો શિયાળ છું શિયાળ”. કુંભાર કહે “અરે આ તો કોઇ દેવતાઇ પ્રાણી લાગે છે”. શિયાળ કહે “કુંભારભાઇ હું કોઇ દેવતાઇ પ્રાણી નથી હું તો શિયાળ છું શિયાળ.” શિયાળ છે એ જાણીને કુંભાર તો ખુશ ખુશ થઇ ગયો પછી તો કુંભારે શિયાળને પોતાને ત્યાં જ કામ પર રાખી લીધો. શિયાળ કહે “મારે શું કામ કરવાનું? તે કહો. કુંભાર કહે “જો શિયાળ તારે મને એ મદદ કરવાની કે હું જ્યારે મારા ગધેડો ને જંગલમાં લઇને જાઉં ત્યારે તારે તારું આ માટી વાળું રુપ ધરી લેવાનું , તેનાથી પેલા જંગલના પ્રાણીઓ ડરશે અને કોઇનાથી બીક પણ નઇ લાગે!.”

શિયાળ તો રાજીના રેડ થઇ ગયું.

પછી તો રોજ કુંભાર શિયાળને માટીમાં બોળીને ગધેડાઓની આગળ કરે. જંગલના પ્રાણીઓતો આ દેવતાઇ પ્રાણીથી ખુબ ડરે. જ્યારે પણ કુંભાર ગધેડા અને શિયાળને લઇને જંગલમાં જાય જંગલમાં સોપો પડી જાય. આવું તો ઘણા દિવસ ચાલ્યું. એક વાર ચોમાસામાં ખુબ વરસાદ આવ્યો. કુંભાર અંને ગધેડો ખુબ પલળી ગયા શિયાળ થોડું કઇ બાકી રહે? એ પણ પલળી ગયું. આ બધું એક કાગiડો જોઇ ગયો.એણે તો આખાય જંગલમાં જઇ કહી દીધું કે “આપણે જેનાથી ડરીએ છીએ તે કોઇ દેવતાઇ પ્રાણી નથી પણ એ તો પેલુ શિયાળયું છે” બધા પ્રાણીઓ તો જોત જોતામાં કુંભાર અને શિયાળ પાસે આવી ગયા.બધા તો ગયા પેલા કુંભાર પાસે....

સિંહ કહે “એ કુંભાર તે અમને કેમ બીવડવ્યા?”

કુંભાર કહે “એમાં મારો કોઇ વાંક નથી આ શિયાળ મારા નિભડામાં આવી ને લપાઇ ગયું તે મે એને બચાવ્યું. હવે રાજા તમે જ કહો મારવા વાળો મોટો કે બચાવવા વાળો?”

સિંહ રાજા કહે; “આ કુંભારને અને તેના ગધેડો ને જવાદો. શિયાળને પકડીમારી પાસે લાવો”

શિયાળતો રાજા પાસે આવ્યું.

સિંહ કહે “એ શિયાળીયા તે આ તારા જ ભાઇ- બન્ધુઓને કેમ બીવડવ્યા?”શિયાળ કહે “રાજાજી... રાજાજી... મારે તો કોઇને બીવડાવવા નહોતા પણ પેલા કુંભારે મને બચાવ્યો તો મારે એની વાત માનવી કે નઇ? તમે જ કહો.? રાજા તમે જ કહો મારવા વાળો મોટો કે બચાવવા વાળો?”

રાજા કહે “હા, વાત તો તારી સાચી પણ તારે જંગલ છોડી કુંભારના ઘરે કેમ જ્વું પડ્યુ? શિયાળે તો માંડીને બધી વાત કરી.રાજા તો ગુસ્સે થઇ ગયા તરત જ જંગલી કુતરાઓને બોલાવ્યા અને આખોય ઉનાળો વૃક્ષોને પાણી પીવદડાવવાની સજા કરી! અને જંગલના તમામ પ્રાણી પક્ષીઓને હળીમળીને રહેવાનું ફરમાન કર્યુ.

2. મને ખબર નથી.....!!!

એક સુંદર મજાનું નગર હતું. આ નગરના રાજા મહાનસિંહ ખુબ જ ગભરુ અને ગંભીર હતા.તેમને રાજ્યના વહીવટ કરતાં ટુચકા ઉકેલવામા ખૂબ શોખ હતો. એક દિવસની વાત છે રાજા દરબાર ભરી બેઠા હતા ત્યાં જ તેમની નજર સેનાપતિની બેઠક્ પર પડી.રાજાએ તરત જ બીજા દરબારીઓને પુછ્યું,

“અરે ! આ સેનાપતિજી કયાં છે?”ત્યાં તો સેનાપતિ આવ્યા અને જોરજોર થી હસવા લાગ્યા!રાજા એ પૂછ્યું શું થયું કહો તો ખરા? સેનાપતિએ કહ્યું....” પડી ગઇ... પડી ગઇ.... “

રાજાએ કહ્યું “કોણ પડી ગયું? કયાં પડી ગયુ ? શું પડી ગયું ?”સેનાપતિ એ કહયું “મને ખબર નથી પણ આ તો પેલા રાણી મીનાવતી હસતા હતા એટલે હું પણ હસવા લાગ્યો એમની વાત સાંભળી મારું હાસ્ય બંદ જ રહેતુ જ નથી.”રાજાએ તો તરત જ રાણીને બોલાવવાનો આદેશ કર્યો.

રાણી આવ્યા.રાજા પૂછવા જાય એ પહેલા તો રાણી જોર જોરથી હસવા લાગ્યા !

રાણીએ કહ્યું “પડી ગઇ...પડી ગઇ “રાજાએ રાણીને કહ્યું “કોણ પડી ગયું? કયાં પડી ગયું ? શું પડી ગયું ?”તમે કેમ હસો છો?

રાણી કહે “મને ખબર નથી પણ આ તો પેલો દરવાન હસતો હતો એટલે હું પણ હસવા લાગ્યો એમની વાત સાભળી મારું હાસ્ય બંદ જ રહેતુ જ નથી.”રાજા અને દરબારીઓ તો અકળાયા.થયું છે શુ એ જ સમજાતું નથી.ત્યાં તો રાજાએ દરવાન ને બોલાવ્યો.દરવાન પણ જોરજોર થી હસવા લાગ્યો કહે “પડી ગઇ? પડી ગઇ ?

“રાજાએ દરવાનને કહ્યું “કોણ પડી ગયુ? કયાં પડી ગયું ? શું પડી ગયું ?”દરવાન કહે “મને ખબર નથી પણ આ તો પેલી દાસી હસતી હતી એટલે હું પણ હસવા લાગ્યો એની વાત સાંભળી મારું હાસ્ય બંદ જ રહેતુ જ નથી”.

રાજાએ તો દાસીને બોલાવી કહ્યું “હે દાસી તું મને હસ્યા વગર કહી દે કે આ કોણ પડી ગયું? કયાં પડી ગયું ? શું પડી ગયું ?”આ આખી વાત છે શું?

દાસી કહે “રાજા આતો મારા ઘરના આગણાંમાં બનાવતી હતી ત્યારે છાસમાં એક માખી પડી......એ જોઇ હું હસવા લાગી અને વાતનું વતેસર થયું.

રાજા અને દરબારીઓ તો હસી હસીને ઘેલા ઘેલા થઇ ગયા...

3. આળસુ ધનજી

મંડાલી નામનું સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં એક ધનજી નામે વાળંદ રહેતો હતો. ધનજી ખૂબ જ આળસુ હતો. આખો દિવસ તે બસ ઉંઘ ઉંઘ જ કરતો. તે પોતાનું કામ પણ બીજા જોડે કરાવવા મથતો. ઘરનું કામ પણ તે જાતે નહોતો કરતો. એક દિવસ ધનજી ગામના ગોંદરે ફરતો હતો. ત્યાં એક શેઠ આવ્યા શેઠે ધનજીને કહ્યુ કે “મારે આ ગામમાં પાણીની પરબ ખોલવાની છે તેથી જે કોઇ પરબ ચાલુ રાખી શકે એને નોકરી આપવાની છે” ધનજી કહે “લાવને મેં આજ સુધી કોઇ કામ કર્યુ નથી તો હું જ પરબ ચલાવવાની શેઠને વાત કરુ.”ધનજી એ તો શેઠ ને વાત કરી શેઠે તરતજ ધનજીને દસ મટુકી આપી દીધી અને કહ્યું કે “એક મહીના પછી હું પગાર આપવા આવીશ” ધનજી તો ખુશ થતો થતો તેના ઘરે ગયો.રાતપડી એટલે ધનજી વિચારોમાં ડૂબી ગયો

“અરે વાહ! હવે હું આ પરબ ચલાવી ખૂબ પૈસા કમાઇશ.એ પૈસા કમાઇને હું મોટો બંગલો બનાવીશ.અને એ બંગલામાં હું અને મારી પત્ની જલસા કરીશું જો મારી પત્ની નહી માને તો એને ડંડો આમ મારીશ તેમ મારીશ એમ વિચારી ધનજીએ તો ડંડો પેલી મટુકી પર મારવા લાગ્યો. જોત જોતામાં તો મટુકી ભાગીને ભૂક્કો થઇ ગઇ. ધનજી ભાનમાં આવે તે પેહલા તો જોયેલાં સપનાં પર પાણી ફરી ગયું...... બિચારો ધનજી...!!!

- પરમ પાલનપુરી