સમયનો પલટો - 6 Poojan Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમયનો પલટો - 6

સમયનો પલટો - ૬

_____________________________________________________

પૂજન ખખ્ખર

બીજા દિવસે સવાર પડતા જ દિપેનભાઈ દરરોજની જેમ ઑફિસે જવા નીકળે છે. હસમુખભાઈ આજે વહેલા ઘરેથી કહ્યા વગરના નીકળી ગયા. જોબનપુત્રા સાહેબે મળવાનું કહ્યુ હતુ એટલે તે તો સીધા દિપેનભાઈની ઑફિસે પહોંચી ગયા.

"આવુ?" હસમુખભાઈએ અચકાતા જ પૂછ્યુ.

"આવો..ને"

"જી..હું હસ.."

"હસમુખભાઈ શેઠ.. ઓળખી ગયો.."

"વાહ.. શેઠતો તમે સાહેબ..હૈં અમે ક્યાં.."

"આ તમારા જમીનનું મોડેલ.. આજ પછીથી તમે મને આ કેસ બાબતે કોઈ પણ જાતની હેરાનગતિ આપશો નહિં. આમાં જ્યાં જ્યાં ચોકડી છે ત્યાં ત્યાં સહિ કરી દો."

"જી હાજી સાહેબ.."

"કંઈ લેશો??"

"આમાં બધું જ આવી ગયું.."

દિપેનભાઈ કશું બોલ્યા નહિં અને સહિ કરીને કાગળીયાઓ પાછા આપે તેની રાહ જોતા રહ્યા.

"સાહેબ, ધન્યવાદ તમે મને દિકરીના બદલામાં જમીન આપી. પેલો ખર્ચો હતી અને હું આજે કંઈ પણ ગુમાવ્યા વગર મેળવીને જઉં છું."

આટલુ બોલીને હસમુખભાઈ નીકળી ગયા અને દિપેનભાઈના આંખમાંથી આંસુ ટપકી પડ્યા. તેને પોતાના ૧૭ વર્ષ પેલાનો એ દિવસ કે જ્યારે તેઓ દિકરીને ઝંખતા હતા અને ભગવાનની કૃપાથી દિકરી થઈ પણ ખરા અને ૪ દિવસમાં જ ગુજરી ગઈ. તે દિકરીને જવાથી આવતો શોક અને તે દિવસ અને તે રાત આજ પણ તે ભૂલી શક્યા નથી. સામે બાજુ આ એક બાપ છે કે જેને બે દિકરી છે અને તે મારી સાથે સોદો કરી ચાલ્યો જાય છે. પોતાના ધંધા પ્રત્યેનો સ્વાર્થ અને નાનાભાઈ પ્રત્યેની લાગણીથી તેઓ આ કરવા માટે લાચાર બન્યા છે. દર વખતે કંઈક ખોટુ કરે છે પરંતુ આ વખતે તેને કંઈક અલગ જ લાગણી તે છોકરી પ્રત્યે બંધાય છે. દિપેનભાઈને એક જ ડર છે કે બે દિવસ પછી તન્મય આવીને શું કરશે? તે બધુ ભૂલી ગયો હશે? તેને હું શું જવાબ આપીશ..? તેને આ પસંદ નહિં પડે તો? તે કંઈક કરી બેસશે તો? તેનું હું શું કરીશ. આ વિચાર વિમશની વચ્ચે તેને તન્મયનો મેસેજ આવે છે..

"ડેડ આઈ એમ કમીંગ.. કાન્ટ ટોક વીથ યુ રાઈટ નાઉ.."

આ મેસેજ વાંચીને દિપેનભાઈના હોશ ઉડી જાય છે. તે જલ્દિથી ઘરે ફોન કરે છે કે તમે બધા ત્યાં જ રહેજો, હું હમણાં જ ત્યાં પહોંચુ છુ. હું આવું એ પહેલા કોઈ કશું બોલે નહિં. હજુ એક વાર રિપિટ કરું છું કે " હું આવું એ પહેલા કોઈ કશું બોલે નહિં." દિપેનભાઈ તરત જ પોતાની ગાડી ચલાવે છે અને તરત જ ઘરે પહોંચે છે.

"સાંભળો છો કઉં છું કે તમને ક્યારનું આવવાનું કહ્યું હતુ?"

"મૈં તમને ૧૧ વખત મેસેજ બતાવ્યોને એમાં માત્ર એટલું જ લખ્યું છે કે તે આવશે આજે.. ક્યારે? શું? કેવી રીતે? તે કશું જ લખ્યું નથી."

"ભલે..ભલે.. આતો ખબર પડેને તમને ય કે તમારે શું બોલવાનું છે એટલે કહું છું.."

"તમે ચુપ રહેજો.. મને બધી ખબર જ છે શું બોલવું એ.."

આ રીતે તન્મયની આવવાની ખબરે બધાને હક્કાબક્કા કરી નાખ્યા છે. આ બાજુ જોબનપુત્રાને પણ ખબર પડી ગઈ છે કે જો તન્મય આવે તો એને શું કહેવું. તન્મય એરપોર્ટ પર ઉતરી ગયો છે. તેને લેવા આજે ગાડી આવી નથી. કેમકે ફ્લાઈટના ટાઈમિંગની ખબર ના હોવાથી દિપેનભાઈએ કશું મોકલાવ્યું નથી. તન્મય ટેક્સી સાથે સીધે-સીધો રીયાના ઘરે જાય છે. હસમુખભાઈ એ કંઈક અલગ જ વહેમમાં છે.

"અંદર આવુ આંટી..?"

(સામેની બાજુથી કંઈ જ જવાબ મળતો નથી. તન્મયને લાગે છે કે આંટી હજુ શોકમાંથી બહાર આવ્યા નથી. તે ફરી પ્રયત્ન કરે છે.

"અંદર આવુ??"

કંઈ જ પ્રતિભાવ ના મળતા તે અંદર ચાલ્યો જાય છે. તેના મમ્મી સોફા પર સૂમસામ બેઠા છે. તેની આંખ એકદમ જ ભીની અને લાલ છે જાણેકે તે ૨-૩ દિવસથી સૂતા ના હોય. તેની હાથમાં રીયાનો ફોટો છે. રીયાની નાની બહેન દાદરા પર બેઠી છે. તન્મય તેને પણ બોલાવવાનો પ્રયત્ન કરે છે. તે પણ કંઈ જ જવાબ નથી દેતી. તન્મય ફરી રીયાના મમ્મી પાસે જાય છે.

"શું થયું આંટી..?"

પ્રતિભાવ વગરની શાંતિ..

તન્મય રીયાના મમ્મી પર હાથ રાખીને તેને ફરી એક વખત પૂછે છે.

"આપ બરાબર તો છો ને?"

એક જોરદાર તમાચો રીયાના મમ્મી તન્મયને ઠોકી દે છે.

"સાલા..હરામખોર..નીચ.. તારે મારવી જ હતી મારી રીયાને તો શા માટે પ્રેમ કર્યો??"

"શું કહો છો આપ..?"

"ચુપ થઈ જા સાવ.. ચુપ થઈ જા.."

આમ બોલીને રીયાના મમ્મી જોરજોરથી રડવા લાગે છે. હસમુખભાઈને ખબર પડે છે કે નીચે કોઈક આવ્યુ છે. તે તરત જ નીચે દોડી આવે છે.

"અરે તન્મય તુ!"

"હા.."

"આવ આવ બેટા.."

"અરે તન્મય તુ!"

"હા.."

"આવ આવ બેટા.."

"જી અંકલ આ આંટી શું બોલે છે??"

"તુ એને છોડ બેટા..એ પાગલ છે.."

"હવે તમે શું બોલો છો અંકલ?"

"હા, સાચુ જ કહુ છું. મને નહોતી ખબર કે તમારો આવડો પ્લાનિંગ હશે. તુ અને તારો પરિવાર મને રીયાના બદલામાં આવુ આપશો."

"શું આપ્યું મૈં અને મારા પરિવારે??"

"એટલે તને કંઈ જ ખબર નથી?"

"શેની વાત કરો છો અંકલ તમે..?"

"તુ અહિંથી નીકળી જા નીચ.. મારી બદ્દુઆ છે તને કે તને દિકરી થાય અને તે આના કરતા પણ કમોતે મરે.." રીયાના મમ્મી એકદમ જ ગુસ્સાભર્યા અવાજ સાથે બોલ્યા.

"શું વાત કરો છો તમે રીયાના મમ્મી.. જબાન સંભાળીને વાત કરો.. તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો?? જેમણે આપણને રીયાન બદલામાં એક કરોડ રૂપીયાની જમીન આપી છે. મારું સપનું જેન પૂરું કર્યુ એવા દિપેનભાઈ આપણાં માટે ભગવાન જ કહેવાય.."

"શું કહો છો અંકલ તમે આ..? મારા પપ્પા આવું કશું કરી જ ના શકે!"

"બેટા, મને લાગે છે તને અંધારામાં જ રાખ્યો છે તારા પપ્પાએ.. આવ હું તને આખી વાત સમજાવું. તુ મારી સાથે ઊપર આવ. રૂમમાં બેસીને આખી વાત કરું."

તન્મય અને હસમુખભાઈ બંને સીડી દ્વારા રૂમમાં ઉપર જાય છે. હસમુખભાઈ એક પછી એક પોલ દિપેનભાઈની ખોલતા જાય છે. તે બધી વાત કરી દે છે. કેસથી લઈને રીયાના હોસ્પિટલના મૃત્યુ સુધીની.. તન્મય આ સાંભળતા જ બેબાકળો બની જાય છે. તેની પ્રેમિકાની સાથે થયેલો આ જુર્મ તેનાથી બરદાશ નથી થતો. વળી, તેને ડૉક્ટરના બળાત્કારની વાત પણ યાદ આવે છે. આથી, તન્મય આખું તેની સાથે રચવામાં આવેલું કાવતરું સમજી જાય છે.

તન્મયને ગળે ડૂમો ભરાઈ આવે છે. તન્મય હજુ એક વાતથી અજાણ છે અને એજ એને સૌથી વધુ મૂંજવે છે.

"પણ તમે તો રીયાને બચાવવા કેમ કંઈ જ ના કર્યુ?"

"ગાંડો છે લા તુ.. મને ૧ કરોડ રૂપીયા મળતા હતા તો પાગલ છું કે મારી દિકરીના ખૂનમાં તારા ભાઈ વિશે કંઈ જ બોલુ?"

"પણ એક દિકરીથી અળગો બાપ આમ શી રીતે રહી શકે..!"

"દિકરાની લાલચમાં.. આ તો સારી છે એની નાની કે પૈસા આપ્યા બાકી ક્યારની એકને મારી નાખી હોત.."

"શું??"

"હા.. નકામીની ખર્ચા સિવાય છે શું પેદા થઈ છે ત્યારથી.."

તન્મય ત્યાંથી ઊભો થઈ ગયો તે સમજી ગયો કે દિપેનભાઈએ બરાબરનો શિકાર શોધી કાઢ્યો છે. તેની સાથે રચાયેલી રમત અને તેને અંધારામાં રોકી રાખનાર અને સતત તેના માતા-પિતાથી દૂર રાખનાર જોબનપુત્રાની ચાલને પણ તે સમજી ગયો છે. તે બધાને પણ કંઈક ને કંઈક તો મળ્યું જ હશે. તન્મય એકદમ જ ભીની આંખે નીચે ઉતરે છે.

"આંટી હું શું કહું એ મને નથી ખબર.. પણ એટલું જરૂર કહીશ કે મને આ વાતની નહોતી ખબર.. હું મારી રીયાને જરૂર ન્યાય અપાવીશ."

આટલું જ કહીને તન્મય ત્યાંથી ચાલ્યો જાય છે. તે હવે બરાબર બધુ સમજી ગયો છે અને તેને હવે શું કરવાનું છે એ પણ તે સમજી ગયો છે. તે સૌથી પેલા તેના પિતાને મળવા માગે છે. ટેક્સીમાં તન્મય ઘરે પહોંચે છે.

"
આવી ગયો જુઓ તન્મયના મમ્મી મારો દિકરો.."

તન્મયના મમ્મી દોડતા આવે છે.

"મજા આવી બેટા? કેવું લાગ્યું દુબઈ??"

તન્મય કંઈ જ બોલતો નથી.

"શું લાવ્યો મમ્મી માટે? હાં જો તુ વહેલો કેમ આવી ગયો બે દિવસ બેટા? નહોતું ગમતું ને મારા વગર.. તને મૈં કહેલું જ તારા મમ્મીને કે આને નહિં ગમતું હોય..."

"પપ્પા તમે મારી સાથે કેમ આવુ કર્યુ?"

દિપેનભાઈ ગભરાય છે.

"શું કર્યુ બેટા મૈં તારી સાથે?"

"શા માટે તમે મને ગૌરવની વાત ના કહી??"

"કોણ ગૌરવ બેટા? કઈ વાત?"

"પપ્પા અજાણ ના બનશો.." તન્મય જોરથી ગુસ્સામાં બોલે છે.

"તો તુ શું કરી લેત??"

"ગૌરવને એની સજા દેવડાવત.. પૈસાથી આ વાતને દબાવી ના દેત.."

"જુઓ તન્મય બેટા, મૈં જે કર્યુ ને એ તમારા ભવિષ્યને માટે જ કર્યુ છે. હું રીયા કરતા પણ સારી છોકરી તમારી માટે શોધી આપીશ."

"ખબરદાર નામ લીધું છે તો રીયાનું આમાં વચમાં.."તન્મય પોતાનો હાથ ઉપાડી લે છે અને તેના મમ્મી એને રોકે છે.

"બાપ છે બેટા..હાથ ના ઉપાડાય.." એના મમ્મી રોતારોતા બોલી ઉઠે છે.

"એ જ ને હું એના જેવો નથી નહિંતો ક્યારનો એને મારીને બધુ પચાવી પાડત.."

"બોલવામાં ધ્યાન રાખ તન્મય.."

"ના, એ તમારા પૈસાથી જોબનપુત્રાને જજ કાબૂમાં રહેશે.. હું અને મારી માં નહિં. કદિ પ્રયત્ન પણ ના કરતા..એ કરવાનો નહિં તો બધો જ ભાંડો ફોળી નાખીશ."

"હજુ કહુ છુ કે બોલવામાં સભાનતા રાખ.."

"બસ, બહુ થયુ.. હવે તમારા દિવસો પૂરા.."

"કહેવા શું માંગે છે તુ?"

"કરીને બતાવુ.. તમારી જેમ જ.."

"નમસ્કાર! દિપેનભાઈ ચોવટીયા.. હું ઈન્સપેક્ટર ભૂપતસિંહ આપના ઘરને ચેક કરવા આવ્યો છુ."

"જી તમે??"

"હા..હું અને મારી સાથે ૭ જણાની ટીમ.."

દિપેનભાઈ ફોન બહાર કાઢવા જાય છે.

"ચોવટીયા સાહેબ, જોબનપુત્રા અમારા કબજામાં છે. એને ના શોધશો.. આપના જજ શાહ સાહેબ પણ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને આપના સુપુત્ર તન્મયના બયાનથી કલેક્ટર પર પણ તપાસ ચાલુ છે."

દિપેનભાઈને પરસેવો વળી જાય છે.

"બસ પપ્પા આટલી જ પહોંચ હતી ને તમારી.. મૈં બધુ ઉઘાડું કરી નાખ્યું."

"મારા પુત્ર છો એનો મને ધિક્કાર છે તન્મય! મૈં તારા માટે કેટલું કરી રાખ્યુ હતુ પૈસાથી લઈને તારા એન્જિનિયરીંગ સુધીની મિલકત.." દિપેનભાઈએ કહ્યુ.

"શું કામનું પપ્પા આ બધુ?? મને અત્યાર સુધી એમ હતુ કે તમે મહેનતથી અને સાચા દિલથી પૈસા કમાઓ છો અને વાપરો છો.. પણ તમે તો.."

"સાચા દિલથી કશુ આ દેશમાં થતું નથી..બેટા.."

"જ્યાં સુધી તમારા જેવા લોકો છે ત્યાં સુધી થશે પણ નહિ પપ્પા.."

"ઈન્સપેક્ટર સાહેબ તમે આમને લઈ જઈ શકો છો.."

દિપેનભાઈ જેવા બહાર નીકળ્યા ત્યાં મીડિયાવાળાએ તેમને ઘેરી લીધા. અઢળક સવાલોનો સિલસિલો ચાલુ થયો. છાપા અને સામાયિકોમાં ચર્ચાનો મુદ્દો બની ગયો. બાપ અને દિકરા વચ્ચેની આ ટસલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયુ.

દિપેનભાઈ પર કેસ ચાલ્યો અને તેમને સજા ફરમાવવામાં આવી. તેમના અને તેના નાનાભાઈના બધા જ ધંધા પર સિલ લગાવી દેવામાં આવ્યા. તેઓના ઘર સિવાય હવે કશુ તેમની પાસે હતુ નહિં. તન્મયના માતા તેની પાસે આવ્યા.

"બેટા, તને શું કહુ? ખુશ થવું કે દુઃખી..?"

"માં તને તો ખબર હતી તો તે મને કેમ ના કહ્યુ."

"બેટા.. મને પણ હમણાં જ ખબર પડી હતી.."

"મને એક વચન આપ માં!"

"શું દિકરા?"

"તુ દર અઠવાડિયે રીયાના મમ્મી અને તેની નાની બહેનને મળવા જઈશ."

"હા, બેટા હું જઈશ.."

બે-ત્રણ મિનિટની શાંતિ છવાય જાય છે. અચાનક જ તેના મમ્મી બોલે છે.

"તુ નહિં આવ દિકરા..?"

"હું મમ્મી લંડન જાવ છું અને વખત આવતા તમને અને રીયાની નાની બહેન અને તમને પણ બોલાવી લઈશ.."

"પણ બેટા.."

"મમ્મી કંઈ જ ના બોલશો.. મારે પ્રામાણિકતાથી જીંદગી જીવીને મહેનતના પૈસા કમાવવા છે. હું ભલે મોટો ના બનું પણ હું એક માણસ જરૂર બનીશ. હજી મારે રીયાનું વિશલિસ્ટ પણ પૂરું કરવાનું છે.."

"વિશલિસ્ટ..?"

"હા, વખત આવતા હું બધુ જ કહીશ તમને.."

"જેમ તને ઠીક લાગે એમ..દિકરા.."

તન્મય તે જ સાંજે લંડન જવા નીકળી પડે છે. તન્મય હવે સમજી ગયો છે સમયને.. કે જીવનમાં ભલે આપણી પાસે બધુ જ છે પરંતુ સમય ક્યારેય કોઈનો થયો નથી અને થવાનો પણ નથી. આ ૭ દિવસમાં થયેલો પ્રેમ અને તેને મળેલી ખુશી અને સમયનો તેના જીવનમાં આવેલો પલટો કંઈક અલગ જ હતો અને એથી મળેલી એની પ્રામાણિકતાની શીખ એ પણ કંઈક અલગ જ હતી. હવે તે લંડન જઈને રીયાની બધી જ વિશ પૂરી કરશે. જો કે લંડનમાં સેટ થવું એ પણ એક એની જ વિશમાંની એક હતી..