સમયનો પલટો - 3 Poojan Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સમયનો પલટો - 3

સમયનો પલટો - ૩

______________________________________________________

પૂજન ખખ્ખર

(તન્મય પોતાના ઘરે પહોંચે છે અને તેને અચાનક જ એક ફોન આવે છે. )

"હેલ્લો..!"

"હેલ્લો..તમે રીયા શેઠને ઓળખો છો?"

"હા. આપ કોણ?"

"હું શતીશભાઈ જોબનપુત્રા બોલું છું. રીયાબહેનનું એક્સિડન્ટ થયું છે. ગાડીના ડ્રાઈવરે આપનો નંબર આપેલો, તે અત્યારે સરકારી દવાખાનામાં ઈજાને સરખી કરાવવા ગયા છે. હું જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી બોલું છું. તમે અહિં અંડરટેકિંગ ફોર્મમાં સહિ કરવા આવી શકશો?"

"જી શું થયું રીયાને તે બરાબર તો છે ને..??"

"તમે અહિં આવો તો ખબર પડશે.."

"હું હમણાં જ પહોંચું છું.."

"ઓકે."

તન્મય એકદમ જ સફાળો બેઠો થઈ જાય છે. તેને સમજાતું નથી કે શું કરવું? તે તરત જ પોતાની ગાડી લઈને હોસ્પિટલે જવા નીકળી પડે છે. રસ્તામાં તેને અનેક વિચારો આવી પડે છે.

"કાકા એ અંડરટેકિંગ ફોર્મનું શું કામ કહ્યુ?"

"રીયા સરખી તો થઈ જશેને? તેના મમ્મી-પપ્પાને હું શું જવાબ આપીશ?"

"કાકાને ઊંઘ આવી ગઈ હશે?"

"હું મારા મમ્મી-પપ્પાને શું કહીશ?"

"એના પપ્પા કેસ કરશે તો?"

"પણ મૈં થોડી કંઈ ભટકાવી છે ગાડી.."

"પપ્પાને કંઈક ધંધામાં અસર પડશે નહિં ને?"

આવા અઢળક વિચારો સાથે તન્મય રાત્રિના ૧૦-૧૦:૩૦ની આજુ-બાજુ પહોંચે છે. તે તરત જ રીયા શેઠની તપાસ કરાવે છે તથા જરૂરી બધી જ વિગતો ભરે છે. ૨૫,૦૦૦ રૂપિયા રોકડ રકમ તે જમા કરાવે છે. બધા જ ફોર્મમાં સહિ કરી દે છે અને ડૉક્ટરને મળવાની વાત કરે છે. "તમે જઈ શકો છો." આ વાત સાંભળતા જ તે દોટ મૂકે છે.

(ડૉક્ટરની કેબીનમાં)

"આવું સાહેબ??"

"આવો."

"સાહેબ, રીયાને શું થયું છે."

"આપ કોણ?"

"હેલો સર, આઈ એમ તન્મય દિપેનકુમાર ચોવટીયા.. રીયા રસ્તામાં ભટકાણી એ પહેલા એ મારી સાથે હતી."

"ઓકે.. તો તમે જરૂરી ફોર્મ ભર્યા?"

"હાં સર.. આઈ ઓલ્સો ડિપોઝીટ ૨૫,૦૦૦ રૂપીઝ.."

"ગુડ.. સી મિસ્ટર તન્મય, રીયા ઈઝ ઈન ક્રિટીકલ સિસ્ચ્યુએશન.. શું થશે એ હું તમને અત્યારે કંઈ જ ના કહી શકું. બસ, પ્રાર્થના કરી શકાય ભગવાનને.

"એવું તે શું થયું?"

"રીયાને માથા પર જોરદાર ઝટકા લાગ્યા છે. અમારા એનાલિસિસમાં એવું પણ આવ્યુ છે કે કાર ભટકાયા પછી તે બેભાન થઈ ગઈ હતી અને તેની સાથે જાતીય સતામણી.. ડૉકટર અચકાય જાય છે.. જાતીય સતામણી તો ના કહી શકું પરંતુ તેની સાથે કોઈએ તેની યુવાનીનો લાભ લિધો છે." ડૉક્ટર આમ કહી અટકી જાય છે.

"સાફ સાફ કહો વાત શું છે." તન્મય અકળાતા બોલ્યો.

"જી, મારા અનુભવ પરથી એવું લાગે છે કે તેની સાથે તેની જ કારમાં તેના પર બળત્કાર કરાયું છે. ટેસ્ટમાં તે સાબિત કરી શકાય તેમ છે."

"તન્મય એકદમ જ ગભરાઈ જાય છે.."

(હું શું જવાબ આપીશ રીયાના માતા-પિતાને? પ્રેમની આ તે કેવી પરિક્ષા?")

"તમે અહિં છો ને તન્મય!!" ડૉક્ટર તન્મયને સભાન કરે છે.

"હા, તમે ગમે તેમ કરીને બચાવી લેજો.. મારી રીયાને.."

"હું અને મારી ટીમ પૂરતી ટ્રાય(પ્રયત્ન) કરીએ છીએ."

"એક વિનંતી કરું?"

"હા.. બોલો ને.."

"તમે આ બળાત્કારની વાત કોઈને કરતા નહિં.."

"પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે દોસ્ત.."

"હા, હું એ સંભાળી લઈશ.."

"તો હું આ વાત નહિં કરું."

"ધન્યવાદ.."

તન્મય આ વાત રાખીને બહાર આવે છે ત્યાં તો..

"તમે તન્મય?"

"આપ કોણ?"

"હું ઈન્સ્પેક્ટર જોબનપુત્રા.."

"શતીશભાઈ જોબનપુત્રા તમે??"

"હા, હું જ એ.."

"તો તમે અત્યાર સુધી ક્યાં હતા? કોણ હતું એ કારમાં..? આ અકસ્માતની પાછળ કોણ હતું એ..?"

"જુઓ તન્મય બેટા, શાંતિ રાખો તપાસ શરૂ થઈ ચૂકી છે. હું રીયાના ડ્રાઈવર પાસે જ હતો. તેને બયાનમાં એમ કહ્યું હતું કે સામેથી કોઈ ચાર છોકરાવ ધરાવતી ગાડી રોંગ સાઈડમાં આવી રહી હતી. કાકાએ ખુબ હોર્ન માર્યા પરંતુ ચલાવનારો નશામાં હતો અને બીજા બે જણ પણ નશામાં હતા. ગાડી અથડાતા રીયા બેભાન બની હતી કેમ કે, તેનો ચહેરો બહારની બાજુ એ હતો. કાકા ટર્ન મારવા જતા જ રીયાનું માથુ ભટકાયું અને તેને થડકો આવતા તે બેભાન થઈ ગઈ."

"તો કાકા.. એ ક્યાં હતા??"

"એના કહેવા પ્રમાણે તેઓ છોકરાઓની પાછળ દોડ્યા હતા અને તેમાનાં કોઈ એક એ તેના પર પથ્થરનો ઘા માર્યો હતો.”

“વધુ જોરમાં તપાસ ચલાવો.."

"હા, અમે એ જ કર્યું અને કાકાએ એમ કહ્યું કે તેઓ ક્યાંકથી પાર્ટી કરીને આવી રહ્યા હોય એમ લાગતું હતું. તેઓ ખુબ જ ગાંડા વેળા કાઢી અને એકબીજા સાથે મજાક ઉડાવતા હતા. તેથી કાકાએ તેને આઘું જવા કહ્યુ અને તેમાથી એકે પથ્થર ફેકીને કાકાને માર્યો. કાકા ત્યાં બેભાન થયા અને સીધા સરકારી દવાખાને ઉઠ્યા.

"બીજા શું ખબર છે?"

"બસ, હજી અમે અહિં જ પહોંચ્યા છીએ."

"ઓકે.. હું આશા રાખું છું કે તમે જલ્દિથી તપાસ કરશો."

"હા.. તમે દિપેનભાઈને જાણ કરી આ વિશે?"

"ના... પણ તમે એને કેમ ઓળખો??"

"એને કોણ ન ઓળખે!!"

"ઓહ.."

"તમે રીયાના મમ્મી-પપ્પાને જવાબ આપવા તૈયાર છો?"

"ના, મને કંઈ જ ખબર નથી કે હું એમને શું કહીશ."

"ઓહ.. તૈયાર રહેજો અને મીડિયાથી દૂર રહેજો.."

"હા, એ તો ખબર જ છે મને.."

"સરસ"

અચાનક જ કોઈ રાડો પાડતુ આવ્યુ. કોણ છે એ છોકરો? શું છે તેને? તેને કહી દેજો મારી દિકરીથી દૂર રહે. પ્રવીણકાકા કંઈ ગયા????? તેમને જલ્દિથી મારી પાસે મોકલો. સાહેબ, બધા અહિં જ છે. ઈન્સપેક્ટર જોબનપુત્રા ત્યાં જઈને બોલો છે.

"જી આપ, હસમુખભાઈ શેઠ?"

"હા.. તમે કોણ?"

"હું ઈન્સપેક્ટર જોબનપુત્રા.."

"ઓહ, માફ કરશો સાહેબ હું ઓળખી ના શક્યો.."

"કંઈ વાંધો નહિં.. તમે અહિં જરા સાઈડમાં આવો.."

"હા, બોલોને સાહેબ કંઈ ખાસ વાત?"

"હા, આ સામે ઊભો એ છોકરો દિપેનકુમાર શેઠનો સુપુત્ર છે. તેનું નામ તન્મય છે."

(ઈન્સપેક્ટર હજી આગળ બોલવા જાય ત્યાં તો..)

"સાલા હરામખોર..નીચ..**** ને મારી મારીને પાડી દ્યો.." એકદમ ઉગ્રતા સાથે રીયાના પપ્પા બોલ્યા."

"સાહેબ, દિકરી તમારી પણ ત્યાં હતી અને તે પણ આને પ્રેમ કરે છે. હું તમને કહું છું કે તમે આ કેસ અહિં જ જો પતાવા માગતા હોય તો પૂરો કરો. આમ ભી દિપેનભાઈ પાસે કંઈ જ તમારું ચાલવાનું નથી. શું લાગે છે તમને?"

"તે દિપેનભાઈ છે તો હુ ય હસમુખભાઈ છું. મારો ખાસ મિત્ર કૌશિક શુક્લ ગામનો શ્રેષ્ઠ વકિલ છે. તમે તેની ચિંતા ના કરશો સાહેબ તમે ખાલી કાગળીયા તૈયાર કરો.. બાકીનું હું એની પાસેથી જાણી લઈશ."

"ભલે ભલે જેમ તમે ક્યો એમ..તમે કંઈ અહિં કરતા નહિં આ છોકરાને.. કેમ કે, વાંક પેલા ગાડી વાળાનો છે. "

"હા, હું સભાન જ છું."

"સારું તો મળી લ્યો એને.."

"હા, જરૂર.."

જોબનપુત્રા સાહેબ તેના કોન્સ્ટેબલને તન્મયને બોલાવવાનો ઈશારો કરે છે. તન્મય એકદમ જ ગભરાયેલો છે.

"શું પૂછશે મને? હું જવાબ તો આપી શકીશ ને! શું મારે બધું સાચુ જ કહેવુ જોઈએ? મને મારા પપ્પા માફ નહિં કરે તો? હું રીયાના પપ્પાને નહિં પસંદ પડું તો? શું હું ઘરે જઈ શકીશ? રીયાને કંઈ થઈ જશે તો??"

આવા પ્રશ્નોથી ઘેરાયેલો તન્મય મળવા જાય છે.

"બેટા તન્મય,તુ મને વચન આપ કે જે કહીશ તે મને સાચું જ કહીશ."

"હા, અંકલ હું તમને વચન આપું છું કે તમને સાચું જ કહીશ."

"બેટા, તને જરૂર વિચાર આવવો જોઈએ કે મૈં તને મારવા અને ખીજાવવાને બદલે તારી સાથે પ્રેમથી વાતો કરી. જો દિકરા હું તમારા પરિવારની જેમ જમાનાની સાથે બદલાવમાં માનનારો છું. મને કદી કોઈ સમાજની પરવાહ કે એવું કશું નથી. જો મારી દિકરી તને પ્રેમ કરતી હોય તો હું તને ચોક્કસ તેની સાથે આગળ વધવા પ્રોત્સાહન આપીશ. તને ખીજાવવાનો પણ કંઈ મતલબ નથી કેમ કે મારી દિકરી પણ તારી સાથે સંબંધમાં છે. એટલે સિક્કો તો મારો પણ ખોટો કહેવાય. હું માત્ર એટલું કહી શકું કે મારી દિકરીને મને આ વાત કરવામાં બીક લાગી હશે. બાકી મને તેના પર પૂરો ભરોસો છે તે કદી આવું કશું કરે જ નહિ.

"અંકલ, તમારી આ સમજદારી ભરી વાતથી હું તો ચકિત જ થઈ ગયો. મૈં નહોતું ધાર્યુ કે તમે આ રીતના બોલશો."

"બેટા, બે દિકરીનો બાપ છું. મને સભાનતા છે અને એન્જોયમેન્ટ સારી વાત છે. બસ, એક જ વિનંતી કરું કે લિમિટ ક્રોસ કરતા નહિં."

"અરે..અરે..અરે.. અંકલ અમે રિલેશનમાં આવ્યા એને હજું સાત જ દિવસ થયા છે. મને મારી મર્યાદાની ખબર છે. હું કદી તમને નીચું મોઢું જોવું પડે તેવું નહિં કરું."

"થેન્કયુ બેટા.."

"અંકલ… આજે આ તન્મય દિપેનકુમાર ચોવટીયા આપને વચન આપે છે કે હું તમને આ કેસના ગુનેગારને પકડીને આપની સમક્ષ રજુ કરીશ."

(કંઈ જ બોલ્યા વગર હસમુખભાઈ આગળ જતા રહે છે.)

તન્મય તેની શાંતિને બરાબર સમજી જાય છે. એક દિકરીના બાપ થઈને હસમુખભાઈએ દાખવેલી સમજણ ઉપર તન્મયને માન થઈ આવે છે. તે વિચારે છે કે આ માણસ સાથે કદી કંઈ જ ખોટું ના થવું જોઈએ.

*****

"હેલ્લો.. દિપેનભાઈ ચોવટીયા..??"

"હા, તમે કોણ..?"

"સાહેબ, હું જોબનપુત્રા.."

"હા, બોલો બોલો શેઠ.."

"મૈં ટ્રાય મારી લીધી.. રીયાના પપ્પા ટસના મસ ના થયા."

"તો હવે..???"

"કેસ થશે..!"

"તમે કંઈક પૈસાથી પતાવોને જોબનપુત્રા.."

"પણ સાહેબ તેની પાસે એક હકારાત્મક પાસું છે."

"કોણ?"

"કૌશિક શુક્લ!"

"ઓહ.. ગામનો શ્રેષ્ઠ વકિલ..??"

"હા, તે એનો ખાસ મિત્ર છે.."

"કંઈ વાંધો નહિં. તન્મયને આ વાતની જાણ ના થવી જોઈએ કે મને બધી ખબર છે."

"છોકરાવો બધી કોર છે સાહેબ.. કંઈ જ ખબર નહિં પડે.."

"તો વાંધો નહિ.."

*****

"અરે! જોબનપુત્રા સર તમે અહિંયા બારે..??" તન્મયએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"હા, સિગારેટની લત છે તન્મય બેટા.."

"તમે મારા પપ્પાને કંઈ કીધું નથી ને?"

"ના.."

"આખી રાત પતવા આવશે. આજે એવો પહેલો દિવસ છે કે જ્યારે પપ્પા કે મમ્મીએ મને ફોન નહિં કર્યો હોય. બાકી, તો ૧૫-૨૦ ફોન હોય. તેઓને તો કંઈ નહિં થયું હોય ને? કશો વાંધો નહિં હમણા ઘરે જાવ જ છું તો બધુ પપ્પાને શાંતિથી કહી દઈશ."

"શું ગુણગુણ કરો છો તમે?"

"કશું નહિં સર.."

"ઓકે.. એક મિનિટ, તમે ક્યાં જાવ છો??"

"હું મારા ઘરે જાવ છું."

"ઠિક.."

તન્મય મનમાં અઢળક પ્રશ્નો લઈને ઘરે જાય છે અને તે ઘરે જઈને જ મમ્મીને ભેટીને રડી પડે છે. તન્મયના મમ્મીને જરાય આશ્ચર્ય થતો નથી કેમકે તેને બધી જ ખબર છે. તેના પતિના ડરથી તે કશું બોલી શકતા નથી. તે પણ તન્મયને વહાલ કરવા લાગે છે.

"મમ્મી શું કામ મારી સાથે જ આ થતું હશે..?"

"શું થયું બેટા??"

"અરે મમ્મી! પેલી મૈં તમને વાત નહોતી કરી મારી ફ્રેન્ડ રીયા વિશે?"

"હા."

"તે અને હું ગઈકાલે....."

તન્મય આ રીતે તેના મમ્મીને આખી વાત કરે છે. ત્યારે જ દિપેનભાઈ પાછળ આવી જાય છે અને તેને બધું જ સાંભળી લીધુ હોય અને તેને કંઈ જ ખબર નથી એમ વર્તવા લાગે છે. તન્મયનું ધ્યાન હજું ત્યા પડ્યું નથી. તે તેના મમ્મીની વાત સાંભળવામાં મશગુલ છે. ત્યાં અચાનક જ દિપેનભાઈ તેની પત્નીને ઈશારો કરે છે કે તે મને અંદર આવવાનું કહે..

"અરે તમે!"

"પપ્પા..."

"બસ, મૈં બધું સાંભળી લીધું છે. મારે હવે એક પણ જાતની દલીલ જોઈએ નહિં. આ વિશે તારો કંઈ જ વાંક નથી. તમારા જોબનપુત્રા સાહેબ સાથે હું હમણા વાત કરી લઉ છું. આ કેસની અસરથી તને કંઈ જ નહિં થાય."

"પણ પપ્પા, તમે શાંતિથી વર્તજો.. રીયાના પપ્પા ખુબ જ સારા છે હું તેમને મળ્યો છું અને તેઓએ મને દોષી ઠેરાવ્યો નથી."

"ભલે..ભલે.. તુ મને ના શીખવાડ.."

"સોરી પપ્પા.."

દિપેનભાઈ ત્યાંથી તરત જ નીકળી જાય છે અને તે જોબનપુત્રાને ફોન કરે છે કે "અહિં મૈં બધું સંભાળી લીધું છે તન્મય મારા કાબૂમાં છે. તુ હવે તેના મમ્મી-પપ્પા પર ચાંપતી નજર રાખજે. કંઈ પણ નવા સમાચાર હોય તો પહેલા મને આપજે. તન્મય કદાચ ફ્રેશ થઈને હોસ્પિટલ આવશે. તુ એનું ધ્યાન રાખજે. હું હમણા જ ચેતનને ફોન કરીને ગૌરવ ક્યાં છે તેની માહિતી તને આપુ છું." આમ કહીને દિપેનકુમાર ફોન કટ કરી નાખે છે. જોબનપુત્રા અત્યારે થાકેલો જણાય છે અને તેથી તે તેની જીપમાં થોડી વાર આરામ કરવા માટે જાય છે. રીયાના પપ્પા અને મમ્મીને ચેન નથી પડતું તે ક્યારના ઑપરેશન થિયેટરની આજુ-બાજુ આંટા મારે છે. ડૉક્ટરના ક્યાય એંધાણ નથી.

"સાહેબ, આટલી વાર હોય??"

"બસ, હવે ૧૫ મિનિટ ખમી જાવ.."

"ઑકે.."

"રીયાના ઘરના કોણ છે??" અચાનક જ એક અંદરથી ડોક્ટર બહાર આવે છે.

"જી હું.."

ક્રમશઃ..