સમયનો પલટો - ૪
______________________________________________________
પૂજન ખખ્ખર
"તમે રીયાના પપ્પા?" ડૉક્ટરએ એકદમ ધીમા અવાજે પૂછ્યુ.
"હા, હું હસમુખભાઈ શેઠ રીયાના પપ્પા.. બોલોને શું થયું મારી દિકરીને?"
"જી અમે માફી ચાહિએ છીએ અમે તેને બચાવી ના શક્યા.."
"શું?????" રીયાના પપ્પા જરા જોરથી બોલ્યા.
"વી આર રીઅલી સોરી.. સર બટ ઘાવ અને તેના શરીર પરની ચોટને કારણે તે હેમરેજનો ભોગ બની અને અમારા અઢળક પ્રયત્નો છતા અમે તેને બચાવી ના શક્યા."
"પણ સાહેબ.."
એકદમ જ સન્નાટો છવાય ગયો બે-ત્રણ મિનિટ માટે..
"શું થાય છે તમને?" રીયાના મમ્મી આવ્યા.
"કલ્પના, આપણી રીયા..."
"શું થયું રીયાને??"
અચાનક જ હસમુખભાઈ બેભાન થઈ જાય છે. તેના મમ્મી આ બેહોશીને સમજી જાય છે અને ચોધાર આંસુએ રડવા લાગે છે. આખી લોબીમાં માતમ છવાય જાય છે. બધાને સમજ નથી પડતી કે આ ૨૪ કલાકમાં થયું શું? કોન્સ્ટેબલને આ વાત ખબર પડતા જ તે તરત જ જીપમાં જોબનપુત્રા સાહેબને બોલાવવા જાય છે. જોબનપુત્રા સાહેબ મૂછમાં હસે છે અને કહે છે કે તમે ત્યાં પહોંચો હું હમણાં જ એક જરૂરી ફોન કરીને પહોંચુ છુ. રીયાના મૃત્યુની ખબર તરત જ દિપેનભાઈને પહોંચી જાય છે. દિપેનભાઈ સતર્ક થઈ જાય છે. આ બાજુ તન્મય હજુ હૉસ્પિટલ જવા નીકળે છે. તે રસ્તામાં વિચારે છે કે હવે શું થશે.. સમય મને અને રીયાને ક્યાં લઈ જશે. જાણે બાળપણથી જ કોઈ અમારી સાથે ખેલખેલતું હોય એમ લાગે છે. પેલા અમે એક શાળામાં ભણ્યા પછી અમે એક કૉલેજમાંં મિત્ર બન્યા અને માત્ર એક અઠવાડિયાથી અમે પ્રેમી થયા. ૨૪ કલાક પેલા મારી પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. હું કેટલો ખુશ હતો અમે એકબીજામાં ખોવાય ગયા હતા અને અત્યારે શું કેમ અને કેવી રીતે થઈ રહ્યું છે એ મને સમજ નથી પડતી. તન્મય હૉસ્પિટલે પહોંચે છે અને જુએ છે તો સામે રીયાની લાશને ચાર જણા શબવાહિનીમાં લઈને જતા હોય છે. તન્મય પોતાને કંટ્રોલ નથી કરી શકતો અને તરત જ ભાગે છે. તે જોબનપુત્રા સાહેબ પાસે જાય છે અને કહે છે કે શું થયું?
"બેટા, તેઓ રીયાને ના બચાવી શક્યા."
"શું??"
"હા, તારી રીયા હવે આ દુનિયામાં નથી."
તન્મય પોતાના આંસુને હવે રોકી શકતો નથી. તે જમીન પર ઘૂંટણીયે બેસી જાય છે અને આક્રંદભરી ચીસ પાડે છે. તેની નજર સામે રીયા કંડારાયેલી હોય છે.
"રીયા........" આમ બોલીને તે જોરથી ચીસ પાડે છે. કહેવાય છે ને તમે ગમે તેટલી મહાન વ્યક્તિ હો પરંતુ છેલ્લે તો ચાર માણસો 'રામ-રામ' કહીને ભૂલી જ જવાના. તન્મયને હવે પરિસ્થિતિનું ભાન નથી. તે માત્ર રીયાને પામવા માગે છે અને તેને બસ હવે રીયા જોય છે. રીયાની એ સ્માઈલ કે જેનાથી તેને પ્રેમ થયો હતો એ તન્મય ઝંખે છે. બધા સ્મશાન તરફ આગળ જતા જોઈને તન્મયને પણ જોબનપુત્રા સાહેબ ત્યાં લઈ જવાનું સૂચવે છે. તે અને તન્મય પાછળ જીપમાં બેસે છે અને જોબનપુત્રા સાહેબ કૉન્સ્ટેબલને ગાડી સ્મશાન તરફ હંકારવાનો હૂકમ આપે છે. સ્મશાન પહોંચતા જ તન્મય રીયાના મમ્મીને જઈને ભેટી પડે છે. રીયાના મમ્મી પણ તન્મયને વળગીને એકદમ જ રોવા લાગે છે. સગા-વ્હાલાઓને પણ વિશ્વાસ આવતો નથી. બધાને એક જ પ્રશ્ન છે કે થયું શું?
"હજુ તો કાલે હસમુખ આપણી ભેરો પ્રસંગમાં હતો અને આજે આ રીયાનું મૃત્યુ..! કંઈ સમજાતું નથી."
"આ આજકાલના છોકરાઓ રેઢા મુકવા જેવા નથી. નક્કિ કંઈક પગલું ભર્યું લાગે.. હસમુખની છોરીએ.."
"શું લાગે છે તેમને આમાં કોનો વાંક કહેવાય? જમાનાનો કે હસમુખએ આપેલી છૂટથી બગડતા આ છોકરાઓનો..?"
"વાંક હસમુખનો જ છે એને છોકરીયુંને દાબમાં નહોતી રાખી.. નહિં તો આ દિવસ જોવો ના પડત.."
"એટલે જ મને તો દિકરા ગમે.. આ દિકરીયું હોય ને ઉપાદિ ઝાઝી.."
તન્મય અંતિમ વાક્ય સાંભળી જાય છે અને દિકરી પ્રત્યેના આ સમાજના વલણથી તે એકદમ જ રોષે ભરાય ઊઠે છે. તે જઈને એ ભાઈને એક જ તમાચો ગાલ પર ઝીંકી દે છે.
"તારી બાયડી એક દિકરી નથી?? હરામખોર સાલા.. શોકમાં આવ્યો છો ને તો મૂંગો મર.."
આજુબાજુ એકદમ જ લોકોનું ટોળું ઘૂમટો વળી જાય છે. જોબનપુત્રા સાહેબનું ધ્યાન પડતા તે તન્મયને પાછો ખેંચી લાવે છે અને બાળક છે જવા દો એમ કહીને મામલો સૂલટાવે છે.
"
કોણ છે આ ચૌ...?"
"લોકો કહે છે કે રીયા કાલે રાત્રે આના ભેગી હતી.."
"અચ્છા.."
"તો આ પ્રેમપ્રકરણનો મામલો લાગે છે.."
આ બાજુ જોબનપુત્રા સાહેબ તન્મયને ગાડી તરફ લઈ જઈને સમજાવે છે.
"જો બેટા, બધે આપણાં જેવું વલણ હોય એ જરૂરી નથી. ક્યાંક લોકોની માનસિકતા અલગ પણ હોય.."
"પણ મારી રીયા એ લોકો કહે છે એવી નહોતી.."
"તને ખબર છે.. મને ખબર છે..એના પપ્પાને ખબર છે.. તો હવે શુંકામ લોકોને આપણે કહેવું જોઈએ.. લોકોનું તો કામ છે ઝખમમાં મીઠું ઉમેરવું.."
તન્મય કશું જ બોલ્યા વગર રીયાના મમ્મી અને પપ્પા પાસે જાય છે. તેની નાની બહેનને તન્મય સંભાળે છે. હસમુખભાઈ તેનો આપો ખોય બેઠા છે. તેના મમ્મી પણ કશું જ બોલતા નથી. બધા અવાક થયા છે. સ્મશાનની જરૂરી વિધી પતાવી તેઓ બધા ઘરે જવા માટે નીકળે છે. રીયાના ઘરે તન્મય પણ પહોંચે છે. જોબનપુત્રા સાહેબ તેના ભેગા જાય છે કેમકે, તન્મયને એકલો રાખવો એ હિતાવહ નથી.
(
રીયાના ઘરમાં)
"મારે કોઈ પણ જાતની હવે વિધિ કરવી નથી. હું આમાં સંતુષ્ટ છું. આમ, પણ મૈં જોયું લોકોને વાતની જાણ ન હોવા છતા બધા પોતપોતાના તુક્કા લગાવે છે. મને હવે આ વાત આગળ વધારવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી. મીડિયામાં કંઈ જ પ્રકારે આ બહાર આવવું જોઈએ નહિં. ઈન્સપેક્ટર સાહેબ તમે જોરશોરથી તપાસ ચલાવો. એફ.આઈ.આર. નોંધાય જ ગઈ છે..."
"પણ તમે કેસ કોની સામે ચલાવશો?"
"તો તમે હજુ ગુનેગારોને તુક્કા લગાવે છે. મને હવે આ વાત આગળ વધારવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી. મીડિયામાં કંઈ જ પ્રકારે આ બહાર આવવું જોઈએ નહિં. ઈન્સપેક્ટર સાહેબ તમે જોરશોરથી તપાસ ચલાવો. એફ.આઈ.આર. નોંધાય જ ગઈ છે..."
"પણ તમે કેસ કોની સામે ચલાવશો?"
"તો તમે હજુ ગુનેગારોને પકડ્યા નથી?"
"તો શું તમે ઝખ મરાવો છો અમારી ભેગા ક્યારના..?"
"જુઓ સાહેબ તમે બોલવામાં ધ્યાન રાખો. હું સમજું તમારી પરિસ્થિતિ અને અનુભૂતિ. હું આ કેસમાં ઉંડો ઉતરેલો જ છું."
"હોયો.. મને એક ભી અંશથી લાગતું નથી કે તમે આ કેસમાં ઉંડા ઉતરેલા હોય.."
"હું મારા પ્રયત્નમાં છું. આથી વિશેષ હું તમને કંઈ જ કહી શકું એમ નથી.”
હસમુખભાઈ કશું જ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા જાય છે. ઈન્સપેક્ટર જોબનપુત્રા પણ તેને કંઈ જ કહી શકતા નથી. તે પણ તન્મયને ત્યાંથી જવાનો ઈશારો કરે છે. તન્મય તેને ના પાડે છે. અચાનક જ ઈન્સ્પેક્ટર જોબન્પુત્રાને ફોન આવે છે અને તે બારે ચાલ્યા જાય છે. રીયાના રૂમમાં તન્મય તેની નાની બહેન ભેગો ચાલ્યો જાય છે. તન્મયને એક-એક ખૂણે રીયાનું પ્રતિબિંબ દેખાય છે. તે તેનો કપબોર્ડ ખોલે છે. તેમાંથી તેની ડાયરીની આદત યાદ આવતા તે તેની ડાયરી ખોલે છે અને તે જુએ છે. તેનો અને રીયાનો ૩ દિવસ પેલાનો ફોટો અને તેની કવિતા.. તેઓની પરિવાર સાથેની ટ્રીપ્સ, તેઓના બર્થડે સેલિબ્રેશન્સ, તેની નાની બહેન સાથેની શરારતો, તેના વેકેશનમાં ગાળેલો સમય, તે નર્વસ હોય ત્યારે આવેલા વિચારો.. એકાંત અને રીયા આમ, અઢળક કવિતાઓ તે પુસ્તકમાં ફોટા સાથે જુએ છે. તેની આંખમાંથી આંસુ સરી પડે છે. તે ડાયરીને ઊંધેથી જુએ છે તો તેના જીવનમાં થયેલી તકરારો અને અધવચ્ચે તેને ક્યાંક રીયાનું વિશલિસ્ટ મળે છે. તન્મય તેનું વિશલિસ્ટ જોઈને ચોધાર આંસુએ રડવા લાગે છે. તેના પલંગની બાજુમાં રહેલા ટેબલ પર રહેલા ફોટામાં તે હાથ ફેરવે છે અને તેનું પોતાનું પ્રતિબિંબ તેને દેખાય છે. અચાનક આવેલા આંસુઓના ટીપા તેમાં પડે છે. જાણે પોતાના આવવાથી જ રીયાના જીવનમાં આંસુ આવ્યા હોય તેમ તેને લાગે છે.
તે અચાનક જ નીચે દોડી જાય છે અને નસ હાથમાં લઈને પોતાના હાથની નસ કાપી નાખવા જાય છે ત્યાં જ રીયાના મમ્મી તેને જોરદારનો તમાચો મારી દે છે.
"પાગલ છે તુ??"
"નથી જીવવું મારે.. હું શું કરીશ રીયા વગર..??"
બસ આટલું બોલતા જ તે રડી પડે છે. હવે શું થશે એ કોઈને સમજાતું નથી. રીયાના પપ્પા કેસને ધમધોકાર ચાલુ કરવામાં પડ્યા છે. આ બાજુ તન્મય અને રીયાના મમ્મી રડવાનું બંધ કરતા નથી. જોબનપુત્રા સાહેબ આવે છે અને તન્મયને તે બહાર આવવાનું કહે છે.
"દિપેનભાઈએ આપણને ઘરે બોલાવ્યા છે."
"પણ.."
"તમારું કઈ પણ સાંભળવામાં આવશે નહિં.. તમે જલ્દિથી ઘરે ચાલો.."
"પણ મને અહિં મળવા તો દો.."
"તમે ચાલો ઘરે મૈં કહ્યું ને.."
આમ, ધકો મારીને તન્મયને બેસાડી દેવામાં આવે છે અને જોબનપુત્રા સાહેબ ગાડી હાંકી કાઢી મૂકે છે.
"આમ કાંઈ રીત હોય.. મને સરખો મળવા પણ ના દિધો.."
"જુઓ તન્મય બેટા, મને વકિલનો ફોન આવી ગયો છે તેના પપ્પાએ આપણા પર કેસ ચલાવી દિધો છે. તમારું ત્યાં જવું જરાય હિતાવહ નથી. હું તો કહું છું હવે આ ઘરમાંથી કોઈ મને પૂછ્યા વગર બહાર જશે નહિ. મીડિયા વાળા બહુ જ ચાલાક છે."
"પણ હું રીયાના મમ્મી-પપ્પાને સાંત્વના આપવા જઈશ.."
"જો એ બહું સારા હોતને તો સમજીને આપણી પર કેસ નો ચલાવત..તમે ત્યાં જશો નહિં તન્મય.."
"પણ પપ્પા.."
"
ચુપ..! આ લો..પકડો આ હાથમાં.."
"ટિકિટ!! એ પણ દુબઈની..??"
"હા, તમે જરા સદમામાંથી બહાર આવો..એટલે તમારા માટે સ્પેશિયલ ટિકિટ બુક કરાવી છે. આપણા ત્રણ જણા તમારી સાથે જશે. સાથે એક ટુર પણ છે નવા મિત્રો મળશે અને તમને વાતાવરણમાં પલટો મળશે."
"હું ક્યાંય જવાનો નથી મારી રીયાને મૂકીને.."
"રીયાની વિશ છે એમ માનીને જજે.."
અચાનક જ તન્મય ચુપ થઈ જાય છે. તે રીયાની વિશલિસ્ટ યાદ કરે છે અને તેને વાગોળતા યાદ આવે છે કે એક વિશ હતી કે બુર્જ ખલીફા સાથે સેલ્ફિ પડાવવો..
"પપ્પા હું જઈશ.."
"આ કરીને કંઈક ચોવટીયા વાળી વાત.."
તન્મય કંઈ જ બોલ્યા વગર ત્યાંથી જતો રહે છે. તેને ખબર છે કે તેના પપ્પા આવું શું કામ કરે છે. તે બધાને લાગે છે કે હું થોડા દિવસોમાં રીયાને ભૂલી જઈશ પણ એવુ થવાનું નથી. તે હંમેશા મારા હ્રદયમાં જ રહેશે. આ સાઈડ હસમુખભાઈ કેસની ફુલ તૈયારી કરે છે અને દિપેનભાઈ પણ હક્કાબકા છે. તન્મય પોતાની બેગ તૈયાર કરે છે અને તરત જ તે સાંજે ફ્લાઈટમાં દુબઈ જવા નીકળી પડે છે.
(જોબનપુત્રા દિપેનભાઈને મળવા ઑફિસે આવે છે.)
"શું વિચાર્યુ છે આગળ શેઠ?"
"જો જોબનપુત્રા, મૈં તન્મયને તો રસ્તામાંથી દૂર કરી દિધો છે. હવે બાકી છે તો બસ એક આ હસમુખ અને તેનો વકિલ.."
"હા, પણ આ કેસ..?"
"હું પણ એ જ વિચારુ છું. ચેતન અને ગૌરવ સાથે મૈં સરખી વાત કરી નથી હજુ.."
"હું પણ આ વકિલ અને હસમુખભાઈને ફોડવાની ટ્રાયમાં જ છું.. જો થશે તો સોદો પાક્કો કરી જ નાખીશ.."
"મીડિયાના કંઈ સમાચાર છે જોબનપુત્રા..?"
"ના, હજુ કોઈ જ જગ્યાએ આનો અણસાર નથી.."
"ધ્યાન રાખજો મને એ કૌશિક વકિલ પર જરાય ભરોસો નથી અને તે આપણો જૂનો દુશ્મન છે એ તમારાથી વિશેષ કોઈ નથી જાણતું.."
"મને એની પહોંચ અને એની ચાલાકી બધાનો જ આઈડિયા છે શેઠ.."
"હા, તો બરાબર.."
"તે કારને પણ ઠેકાણે મૂકી દિધી છે.. સ્ક્રેપમાં વાત થઈ ગઈ છે.."
"હા, એ સારું કર્યું.. આ જજ કોણ છે? કશો અંદાજ ખરો?"
"એ લગભગ શાહ સાહેબ જ છે.."
"અને કિંમત??"
"૩0 થી ૩૨.૫"
"કોઈ ડૂબતી રગ..??"
"કલેક્ટર સાહેબ..!"
"એની કિંમત?"
"૪ પૂરા.."
"આ વાત બને એટલી ખાનગી રાખવી અને કોઈને પણ આનો અંદાજ ના થવો જોઈએ.."
"એમાં પણ કંઈ કહેવું પડે સાહેબ.."
"ભલે.. તો વખતો વખત મળતા રહેજો.."
"પાકુ.."
આ વાત પતાવી બંને દિપેનભાઈ અને ઈન્સપેક્ટર જોબનપુત્રા ઘરે જવા નીકળે છે.
ઘરે જતા જ દિપેનભાઈને એની પત્ની કહે છે કે તેઓના ઘરે કોઈનો ફોન આવેલો કે જે પૈસાનું કે'તા હતા. દિપેનભાઈ એકદમ જ ગભરાય જાય છે.
"શું થયું કેમ એકદમ જ પસીનો થઈ ગયો શરીર પર??"
"કશું જ નહિં. તમે કહોને ફોન કોનો હતો??"
"સ્ટર્લિંગ હૉસ્પિટલમાંથી.."
દિપેનભાઈ એકદમ જ બેબાકળા થઈ જાય છે.
"શું કહ્યુ??"
"કંઈ ૨૫-૩૦ આપવાના છે લેવા ક્યારે આવુ??" આવુ કશુક બોલતા હતા.
"તમે એને શું કહ્યું??"
"મેં એને એમ કહ્યું કે હું એના પત્ની બોલું છુ તો ફોન તરત જ કટ કરી નાખ્યો.."
"કશું નહિં ભૂલથી લાગી ગયો હશે.."
"ના, એવું તો ના બને.."
"તમે પણને ખોટે ખોટું વિચારો છો આટલું બધુ.."
"પણ મને એ ના સમજાયું મૈં જેવું હોસ્પિટલનું કહ્યું અને તમને પરસેવો થવા લાગ્યો.. અને હા, તમે તો હોસ્પિટલની મુલાકાત જ નથી લિધી તો એ તમને કેમ ઓળખે?? રીયાને તમે ઓળખતા પણ નથી છતા આપણા ઘરે પૈસા માટે ફોન વાત કંઈક હજમ નથી થતી..!"
"તમે પણને શા માટે આટલો વિચાર કરો છો? હશે હવે છોડોને..અહિં થાક્યા પાક્યા ઘરે આવ્યા છીએને તમે સવાલ પર સવાલ કરો છો.."
"જો કવ છું કે પેલા ઈન્સપેક્ટર નહિં જોબનપુત્રા.. એ ભી પેલા ઘરે જ આવ્યા હતા પછી મૈં એમને મોકલ્યા ત્યાં ઑફિસે એ મળ્યા..? શું કામ હતુ વળી એમને??"
"તમને બહું પંચાત.. કામ કરો તમારું.."
"ગુસ્સે થાવમાં.. મને બધું સમજાય છે તન્મયને આમ બહારે મોકલવો અને તમારું આમ ઘરે મોડું આવવું.."
"જુઓ તમે શાંતિ રાખો વખત આવતા હું તમને બધું જ કહી દઈશ.."
"તમને ખબર છે ને મને ચેન નથી પડતો વાતને જાણ્યા વગર.. તમે કહો છો કે.."
"કે શું હૈં..? શું ઉખાડી શું લઈશ તુ??"
"હું મીડિયામાં ફોન કરું છું. ઉભા રહ્યો.. કે આ દિપેનભાઈનો છોકરો તન્મય ગઈકાલે રાત્રે જે છોકરી સાથે ડેટ કરતો હતો એ સવારે મૃત્યુ પામી છે. જાણવા માટે મળો દિપેનભાઈને.."
"તો તમે મને બ્લેક મેઈલ કરશો..?"
"એ તમે જે સમજો એ.. મને વિગતે વાત સમજાવો.."
દિપેનભાઈ હવે ફસાય ચૂક્યા છે અને હવે તેને તેની પત્નીને વાત કર્યા વગર કંઈ છૂટકો નથી તેમ લાગે છે અને તે વિગતે વાત માંડે છે…
ક્રમશઃ...