MAHIMA
Sangeeakhil
ભાગ - 5
1 - લડતા_રહો
ધરતી પર લોહીના ઢગલા થતાં હોય તો થવા દ્યો,
ઘાયલોથી દવાખાના ઉભરાતા હોય તો ઉભારાવા દ્યો.
ન્યાય માટે લડતા રહો, ધર્મ માટે લડતા રહો.
શરીર છેદાતા હોય તો છેદાવા દ્યો,
રક્તથી રંગાતા હોય તો રંગાવા દ્યો.
ન્યાય માટે લડતા રહો, ધર્મ માટે લડતા રહો.
ધડ કપાતા હોય તો કપાવા દ્યો,
હાથ-પગ વેતરાતા હોય તો વેતરાવા દ્યો.
ન્યાય માટે લડતા રહો, ધર્મ માટે લડતા રહો.
તલવારથી માથા વઢાતા હોય તો વઢાવા દ્યો,
છર્યુથી અંગ કપાતા હોય તો કપાવા દ્યો.
ન્યાય માટે લડતા રહો, ધર્મ માટે લડતા રહો.
સ્ત્રીની આબરૂને વિખવાવાળાને વિખી નાખો,
ગુના કરવાવાળાને દયા નહી, ડંડીત કરી નાખો.
ન્યાય માટે લડતા રહો, ધર્મ માટે લડતા રહો.
કલમની ધારે અને તલવારના વારે મસ્તક કાપી નાખો,
શુરવીરની પથારી પાથરી સુવાવાળાનો "મહિમા" રકતથી લખી નાખો.
ન્યાય માટે લડતા રહો, ધર્મ માટે લડતા રહો.
- સંગીઅખિલ "અખો"
***2 - થઈ છે.
રોજ મળતા'તા એ નદીને કાંઠે,
કુણા ઘાસ પરે બેસીને કરતા'તા વાતું.
આજ પુરી યાદ તાજી થઈ છે,
પાછળથી કોઈએ હાથ જાલ્યો હોય,
એવી ભાસ થઈ છે.
થરથરતા બે હોઠની વચ્ચે,
ઉષ્મા ભર્યા શ્વાસની વચ્ચે,
વર્ણ કહેલી રદયની વાત થઈ છે.
નાજુક રદય પર કેમ ઘણના ઘા થાય છે.?
વસ્મી વિદાયે કેમ આંસુની ધાર થાય છે.?
ફરી એકવાર એજ હાલત મારી થઈ છે,
હું પુછૂ છું, "મહિમા" વગર તારી પણ,
શું એજ હાલત થઈ છે.
- સંગીઅખિલ "અખો" 3 - અમદાવાદની પ્રેમની પતંગ
લુટણીયાની લડાઇમાં અમદાવાદની પ્રેમની પતંગ ફાટી ગઈ છે.
એકબીજાની ધારદાર દોરી, અમદાવાદની પ્રેમની પતંગ કાપી ગઈ છે.
શેરડીના સાંઠાએ સોઈ વગાડીને, અમદાવાદની પ્રેમની પતંગ વાઢી નાખી છે.
વધી ગયેલા એડવર્ટાઈઝના બોર્ડ પર, અમદાવાદની પ્રેમની પતંગ ફસાઈ ગઈ છે.
લુટવાવાળાના રાજમાં, અમદાવાદની પ્રેમની પતંગ લુટાઈ ગઈ છે.
આમ જ જો ચાલતું રહેશે તો "મહિમા" વગરની,
અમદાવાદની પ્રેમની પતંગ નીચે આવી જશે.
- સંગીઅખિલ "અખો"
4 - ગાંડાના ગામનો માણસ છું.
ડાહ્યા લોકોની ડાહી વાતો મને શું કહો છો,
હું તો ગાંડાના ગામનો માણસ છું...
સાવ ખોટો છું, અભણની જેમ આટા મારુ છું,
નાની વાતથી લઈને, મોટીમોટી વાત સુધી અજાણ છું.
હું તો ગાંડાના ગામનો માણસ છું....
સિક્કાને ઉસાળીને નહી, મહેનત કરીને નસીબમાં માનવાવાળો માણસ છું,
એક હાથે લઈએ તો બીજા હાથે આપવામાં માનવાવાળો માણસ છું.
હું તો ગાંડાના ગામનો માણસ છું.....
ભઠ્ઠીમાં તપીને આકાર લઈ બનવાવાળો માણસ છું,
"ભૂમિ" થી ઉઠી અંબરથી ઉચ્ચે આબવાવાળો માણસ છું.
હું તો ગાંડાના ગામનો માણસ છું.....
પોતે રડી, બીજાને હસાવવાનો હૂનર જાણવાવાળો માણસ છું,
એમ જ "સંગ" નથી રહેતા લોકો "મહિમા" થી માન આપવાવાળો માણસ છું.
હુ તો ગાંડાના ગામનો માણસ છું....
- સંગીઅખિલ "અખો"
5 - ચેપ્ટર
મારી લાઈફનું અઘરામાં અઘરું ચેપ્ટર એટલે તું.
અને મારી લાઈફનું મન ગમતું ચેપ્ટર એટલે તું...
વગર વાંચે બધું યાદ રહી જતું ચેપ્ટર એટલે તું.
વાંચ્યા જ કર્યાનું મન થાય એવું ચેપ્ટર એટલે તું.
વગર ગોખે આવડી જતું ચેપ્ટર એટલે તું.
અણ ધાર્યા સવાલો વાળું ચેપ્ટર એટલે તું.
હરેક મીઠી યાદ માંથી નિકળતુ ચેપ્ટર એટલું તું.
બાકી બધા જ ચેપ્ટર ભૂલાવી દેતું ચેપ્ટર એટલે તું.
રોજ સવારે સપનામાં આવતું ચેપ્ટર એટલે તું.
મુલાકાત નો "મહિમા" સઘરતું ચેપ્ટર એટલે તું.
- સંગીઅખિલ "અખો"
6 - મળતો નથી ખજાનો.
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
સઘળું જતું કરી જાવું પડે છે જગત ના દરબારમાં,
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
શુ તારું, શું મારુ કર્યાં કરી, જાવું પડે છે નરકમાં.
છોડી દે સ્વાર્થ, પછી જ ઉચ્ચ સ્થાન મળે છે સ્વર્ગમાં.
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
ખુબ સમજાવ્યો, પણ જરા માન્યો નય સંસાર માં.
પુરો "મહિમા" ખોય જાવું પડે છે, ઈશ્વર ના ધામમાં,
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
ક્યાંક રાખ થઈ, તો ક્યાંક ચણાંવુ પડે છે કબરમાં.
મળતો નથી ઈશ્વર, ખુબ કામ કરવું પડે છે સંસારમાં.
સઘળું જતું કરી જાવું પડે છે જગત ના દરબારમાં,
દુનિયામાં આવ્યા પછી જરા પણ શાંતિ નથી રદયમાં,
મળતો નથી કોઈ નો ખજાનો મર્યા પછી જન્નતમાં,
સઘળું જતું કરી જાવું પડે છે જગત ના દરબારમાં,
- સંગીઅખિલ "અખો" 7 - મત જા વાલમ
સજશું છર્યુ, છાકાને તલવાડ્યું, ગામે ગામ રખડ્શું 'સંગ',
પણ મત જા વાલમ પરદેશ, મને હવે જોન રોજડા રંજાડે.
હું માગીને લાવીશ અને 'સંગ' ભેગા બેસી ને ખાસ્યું બાલ્મા,
પણ મત જા વાલમ પરદેશ, મને હવે જોન રોજડા જંજાડે.
ભલે ખાવા ખુટી ગ્યુ અન્ન અને ભલે પીવા ખુટી ગ્યુ પાણી,
પણ મત જા વાલમ પરદેશ, મને હવે જોન રોજડા રંજાડે.
- સંગીઅખિલ "અખો"
8 - પ્રેમ
પ્રેમ એ બે પવિત્ર આત્માઓનું મિલન છે,
પ્રેમ એ એકબીજાના રદયને જીતી લેવાની કળા છે,
પ્રેમ એ અસંખ્યમાંથી કોઈ એકને પસંદ કરેલો વિકલ્પ છે,
પ્રેમ એ બિજાના આત્મા સુધી પહોચવાનો માર્ગ છે,
પ્રેમ એ રદયની દરેક વાત શેર કરી શકવાનું પ્લેટફોર્મ છે,
પ્રેમ એ એકબીજાના સુખદુઃખ વાંચવાની કિતાબ છે,
પ્રેમ એ અગ્નિના માર્ગ પર ચાલવાની શક્તિ છે,
પ્રેમ એ એકબીજાનો "મહિમા" કહેવાની રીતભાત છે.
- સંગીઅખિલ "અખો"
9 - એને_મળવા_હું_આતુર_હતી...
એને મળવા હું આતુર હતી
ભાન ભૂલી મળવા એને હું ભાગી હતી.
શબ્દના સથવારા લઈને, આંખોમાં અજવાળા લઈને,
થરથરતાં હૈયે હુંફાળા લઈને.
એને મળવા હું આતુર હતી.
સંધ્યાએ સર્માતી - સર્માતી હાલી હતી,
કોઈ જોવે ના, એવા ધિરા ડગલે ચાલી હતી.
એને મળવા હું આતુર હતી.
કોઈ પુછે તો હું કહેતી હતી,
થોડીવારમાં પાછી આવું છું.
એને મળવા હું આતુર હતી...
એના મીઠા પ્રેમની વેદના ઉરે ઉસળતી હતી,
વારંવાર નજરમાં એની તસ્વીર ભમતી હતી.
એને મળવા હું આતુર હતી...
એના "મહિમા" ને હું મોહિ પડી હતી,
એના સહવાસની "ખુશ્બુ" ચારે દિશાએ ફેલી હતી.
એને મળવા હું આતુર હતી...
- સંગીઅખિલ "અખો"
10 - સફર
સફરમાં સાથે કોઈ હોય કે ના હોય, પણ હું સફર પુરી કરીશ.
તારો સાથ હોય કે ના હોય, પણ હું મંઝિલ પાર જરૂર કરીશ.
જીવતો રહું કે ના રહુ, પણ સપનાઓને સાકાર જરૂર કરીશ.
તું મને મળે કે ના મળે, પણ તારો "મહિમા" હું જરૂર લખીશ.
- સંગીઅખિલ "અખો"