મહિમા
સંગીઅખિલ
ભાગ - 7
1. નજર
કરે છે કાળજાના કટકા મારા ધારદાર નજર તારી,
આરપાર શરીરને મારા છેદતી રહે નજર તારી.
માનવ મેદનીમાં મને શોધતી રહે એક નજર તારી.
ચાખી તો નિકળી ચટણી જેવી તિખી તિખી નજર તારી.
પંડને છુપાવી - છુપાવી ચાલુ છું હું, એક નજરથી તારી.
કરે છે કાળજાના કટકા મારા ધારદાર નજર તારી.
મારી નજરના જામ છલકાવીને ચાલી નજર તારી.
મારી દુઃખતી રગ દબાવીને ચાલી એક નજર તારી.
કરે છે કાળજાના કટકા મારા ધારદાર નજર તારી.
ના પુછ મને કે હું શું કામ આમ કરુ છું તને જોયને,
છેતરારયો છુ હું ખબર હોવા છતા નજરથી તારી.
કરે છે કાળજાના કટકા મારા ધારદાર નજર તારી.
મળે જો "મહિમા" તારી, તો હુંઈ ઉતારુ નજર તારી,
મે વર્ષો સુધી વાટ જોઈ છે ગાંડી, જોવા એક નજર તારી.
- સંગીઅખિલ "અખો"
2. વતન
વનત છોડી વિસરી ગયા છે, સાવ એકલા મુકીને નિકળી ગયા છે.
પરદેશી વાયરાને મોહી ગયા છે, સાવ એકલા છોડી નિકળી ગયા છે.
ખિલેલા ફુલને ભુલી રે ગયા છે, આંખમાં આસુડા છોડી રે ગયા છે.
પુરવની પ્રીતને ભુલી રે ગયા છે, દલડા અમારા દુઃખમાં ડુબાડી ગયા છે.
પરદેશી વાયરાને મોહી ગયા છે, સાવ એકલા છોડી નિકળી ગયા છે.
સાધુડાનો "સંગ" છુટી રે ગયો છે, ધુતારાનો "સંગ" કરી રે લીધો છે.
ઘરબાર છોડીને નિકળી રે ગયા છે, પારકા જણને પામી રે ગયા છે.
વનત છોડી વિસરી ગયા છે, સાવ એકલા મુકીને નિકળી ગયા છે.
પરદેશી વાયરાને મોહી ગયા છે, સાવ એકલા છોડી નિકળી ગયા છે.
ના રાખ્યા રે વ્યાવહાર તમે, ના ચાખ્યા રે "મહિમા" ના સંબંધ તમે.
ના રહી પુરવની પ્રીતને, ના રહ્યાં અમારા રદય કોરા.
વનત છોડી વિસરી ગયા છે, સાવ એકલા મુકીને નિકળી ગયા છે.
પરદેશી વાયરાને મોહી ગયા છે, સાવ એકલા છોડી નિકળી ગયા છે.
- સંગીઅખિલ "અખો"
3. તો તને કહું...
અંબરથી હેઠે આવ તો તને કહું,
હૈયુ મારુ સાવ કોરુ ધાકોર છે,
થોડું ભિંજવ તો તને કહું.......
હરેક તરસે અડઘું પીવું છું,
અડઘું આવતી તરસ માટે રાખું છું,
મારી તરસ મિટાવ તો તને કહું....
ખિલતા પહેલાં જ ફુલો કરમાય જાય છે,
ફુલોને બદલે રદય પીલાય જાય છે,
મારી વેદના સાંભળ તો તને કહું.....
રહ્યા નહીં ન્હાવા નદીએ નિર,
ધરતીના તળિયા સુકાયા તાપથી,
એક વાર મન ભરીને વરસ તો તને કહું.
એક ટીપાં પાણીની કિંમત હવે સમજાણી,
"અખિલ"બ્રહ્માંડમાં "મહિમા" એક બુંદની કહેવાણી,
આંખ વર્ષે તે પહેલાં વર્ષી જા તો તને કહું.
- સંગીઅખિલ "અખો"
03/07/2010
4. દુહા
આ રંગ, આ ઉમંગ, અને "અખા" આ અષાઢી વાયરો,
મને એંધાણ દેખાડે આવવાનાં પરદેશ ગયેલાં પ્રિતમના. (1)
ડુંગર ભણી બોલે મોર, અને "અખા" મેઘે માંડ્યા મડાણ,
મારા હૈયાને વાલમ સાંભરે, આતો આયો અહાડી માસ. (2)
સંત્યો અને જત્યો તણો "અખા" આતો પાંચાલ પરદેશ,
(પણ) અહિં નરબંકા નર નિપજે, આતો ભડવીરની ભોમ. (3)
(પણ) કોયલ તારા ટહુકા તણી, મારા વાલાને લાગી નઈ લેસ શરમ,
નઈ તો "અખા" મેહુલ્યો આવ્યો હોત મળવા, આંખે ચોમાસા આવે એ પહેલા. (4)
5. મજા આવે.
કેડે કટાંરી, હાથે ભાલા સજી લ્યો તો મજા આવે,
વતનની આબરુ રાખવા, રણમેદાન મરવા જાવ તો મજા આવે,
ધિગાણાનો ઢોલ વાગેને, અવસર વરવા જાવ તો મજા આવે,
"મર્દો તણો 'શણગાર' સજી લ્યો તો મજા આવે."
જીસ્મ એ બખ્તરને, હાથે ઢાલ સજી લ્યો તો મજા આવે,
સમરાગણે હાથીને હણવા જાવ તો મજા આવે,
દુશ્મનોનાં શિશ વધેરી, શંકરને ચડાવો તો મજા આવે,
"મર્દો તણો 'શણગાર' સજી લ્યો તો મજા આવે."
વિરનું હૈયુ કટાંરી ને હાથ "સંગ" રહે તો મજા આવે.
માથડા દેવા મરદ કસુબલ રંગ ચડે તો મજા આવે. એક એક લોહીના ટીપે મરદ પેદા કરો તો મજા આવે.
"મર્દો તણો 'શણગાર' સજી લ્યો તો મજા આવે."
રક્તની ધારાએ મર્દોનો "મહિમા" લખો તો મજા આવે.
સિંધુરીયા થાપા ભિતડે થાપો તો મજા આવે.
ગામને પાદરે પાળિયા થઈ બેસો તો મજા આવે.
"મર્દો તણો 'શણગાર' સજી લ્યો તો મજા આવે."
- સંગીઅખિલ "અખો"
6. માતૃભૂમિ
મારી જન્મભૂમિ તું, મારી કર્મભૂમિ તું, મારી શબ્દ ભુમિ તું.,
એ વતન, એ વતન, એ વતન, મારી માતૃભૂમિ તું.., (2)
મારુ ત્યાગ તું, મારુ ગર્વ તું, મારુ સમરપણ છે તું,
મારુ સ્વપ્નું તું, મારુ અંગ તું, મારુ મસ્તિક છે તું,
મારુ કાવ્ય તું, મારુ નૃત્ય તું, મારુ સંગીત છે તું.
એ વતન, એ વતન, એ વતન, મારી માતૃભૂમિ તું.., (2)
મારી જન્મભૂમિ તું, મારી કર્મભૂમિ તું, મારી શબ્દ ભુમિ તું.,
એ વતન, એ વતન, એ વતન, મારી માતૃભૂમિ તું.., (2)
મારી શક્તિ તું, મારી ભક્તિ તું, મારી "મહિમા" તું,
મારી રુહ તું, મારી રાહ તું, મારી ચાહ તું,
મારી આન તું, મારી બાન તું, મારી સાન તું,
એ વતન, એ વતન, એ વતન, મારી માતૃભૂમિ તું.., (2)
મારી જન્મભૂમિ તું, મારી કર્મભૂમિ તું, મારી શબ્દ ભુમિ તું.,
એ વતન, એ વતન, એ વતન, મારી માતૃભૂમિ તું.., (2)
મારુ રક્ત તું, મારુ કર્મ તું, મારુ સત્ય તું,
મારો ધર્મ તું, મારો આત્મ તું, મારો મોક્ષ તું,
મારુ અસ્તિત્વ તું, મારુ તેજ તું, મારો આધાર તું,
એ વતન, એ વતન, એ વતન, મારી માતૃભૂમિ તું.., (2)
મારી જન્મભૂમિ તું, મારી કર્મભૂમિ તું, મારી શબ્દ ભુમિ તું.,
એ વતન, એ વતન, એ વતન, મારી માતૃભૂમિ તું.., (2)
- સંગીઅખિલ "અખો"
7. જયારે એનું આગમન થાશે....
જ્યારે એનું આગમન થાશે,
ત્યારે આ ક્ષિતિજો આપો આપ રંગાઈ જાશે.
વાદળાંઓ પાણીથી ભરી જોર જોરથી વર્હી જાશે,
વિજળીના ચમકારા સાથે મેઘ ગરજી જાશે,
મોર કળા કરી કેહુ- કેહુના ટહુકા કરી જાશે,
દેડકા દોડા દોડ કરી ધમાચકડીએ ચડી જાશે.
જ્યારે એનું આગમન થાશે,
ત્યારે આ ક્ષિતિજો આપો આપ રંગાઈ જાશે.
છોકરાઓ પાણીમાં છબછબીયા કરવા ઘરથી નિકળી જાશે,
એને કોણ સમજાવે અંબર પણ શોધાર આંસુએ રડી જાશે,
પરદેશ ગયેલાં ફરી પાછા વતન આવી જાશે,
દુઃખના કાળા વાદળાં ધોધમાર વર્ષી જાશે.
જ્યારે એનું આગમન થાશે,
ત્યારે આ ક્ષિતિજો આપો આપ રંગાઈ જાશે.
ખેતરો ખેડી, વાવણી કરી ખેડુના હૈયા રાજી થાશે,
ગોવાળો ઢોર ઢાખરને ગામને પાદરે છરવા હાકી જાશે.
ધરા નવી સુંદડી ઓઢી અણમોલ "મહિમા" મુક્તિ જાશે.
ભિંની માટીની સુગંધ બંધાના હૈયા તૃપ્ત કરતી જાશે.
જ્યારે એનું આગમન થાશે,
ત્યારે આ ક્ષિતિજો આપો આપ રંગાઈ જાશે.
- સંગીઅખિલ "અખો"
8. અસ્તિત્વ
નથી કોઈ અસ્તિત્વ મારું તુજ વિન,
જ્યા રહું ત્યાં સથવારો તારો મળતો રહે.
અસ્તિત્વ વિનાનો સફરમાં ભટકતો,
તારા શહેરનો એકલો મુસાફિર છું.
નથી કોઈ જાણતું મને તુજ વિન,
દેખાય આવતું અસ્તિત્વ મારુ તુજ બળે.
મારા હોવાનું અસ્તિત્વ છે તારા હોવાથી,
નઈ તો મારુ મુલ્ય છે શુન્ય માફક.
સ્થિર જળમાં અસ્તિત્વ શોધું છું મારુ,
માટીથી બનેલા દેહમાં અસ્તિત્વ શોધું છું મારુ.
"મહિમા" હમેશાં લખાતો રહે મુજ "સંગ" તારો,
એવું અસ્તિત્વ હું ગગન આભમાં શોધ્યા કરુ.
- સંગીઅખિલ "અખો"
9. એજ્યુકેશન એક બિઝનેસ
ખુદ કોલેજમાં ફેલ થયેલો સ્કુલમાં ભણાવે છે,
કારણ કે એજ્યુકેશન એક બિઝનેસ છે.
સ્કુલોની ટકાવારી ઊચી જ કેમ.?
કારણ કે એજ્યુકેશન એક બિઝનેસ છે.
જે શિક્ષક સ્કુલમાં મુકવો પડે એ કોલેજમાં છે અને,
જે શિક્ષક કોલેજમાં મુકવો પડે એ સ્કુલમાં છે.
કારણ કે એજ્યુકેશન એક બિઝનેસ છે.
જ્યાં શિક્ષણ આપવું જોઈએ ત્યાં હરીફાઈ શિખવે છે,
કારણ કે એજ્યુકેશન એક બિઝનેસ છે.
વિદ્યાનો "મહિમા" ભુલાતો જાય છે, ધંધો વધતો જાય છે,
કારણ કે એજ્યુકેશન એક બિઝનેસ છે.
- સંગીઅખિલ "અખો"
10. બલિદાન
માતૃભૂમિને માટે મરદો મરવા હાલ્યા રે...
બલિદાન દેશને માટે દેવા હાલ્યા રે....
લીલી ચુંદડી ઓઢી, ચાંદલો છોડી, થાળ સજાવી,
પોખવા એને બાળ કુવારી હાલી રે....
મરજોને કા મારજો પીઠ ન દેજો દેશને માટે રે...
બલિદાન માગે છે દેશ મારો રે...
માતૃભૂમિને માટે મરદો મરવા હાલ્યા રે...
બલિદાન દેશને માટે દેવા હાલ્યા રે....
જોગીદાસને તમે યાદ કરી લેજો રે...
પ્રતાપની તમે પાઘડી પહેરી લેજો રે...
બલિદાન દેતા પહેલાં દુશ્મનોની બલી ચડાવી દેજો રે...
મોઢું મિઠુ કરવા માત હાલી છે રે...
મંગળ ઘડી આજ આવી છે રે...
બલિદાન દેવા માતના બેટડા હાલે રે...
દેશને માટે મરવા માતના બેટડા હાલે રે...
માતૃભૂમિને માટે મરદો મરવા હાલ્યા રે...
બલિદાન દેશને માટે દેવા હાલ્યા રે....
અંખડ ભારતની આબરુ રાખવા હાલ્યા રે...
દેશનો "મહિમા" કહેતા, મોતના માડવે મહાલવા હાલ્યા રે...
લોહીના રાતા રક્તે ન્હાવા હાલ્યા રે...
તેજ કટાંરી બખ્તર ભિડતા હાલ્યા રે..
માતૃભૂમિને માટે મરદો મરવા હાલ્યા રે...
બલિદાન દેશને માટે દેવા હાલ્યા રે....
- સંગીઅખિલ "અખો"