સફર ભાગ-૧ Tushar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

સફર ભાગ-૧

જન્મ અને મરણ વચ્ચે ઘણો પ્રતિસાદ રહેલો છે, ઘણા લોકો તો બસ જીવવા ખાતર જ જીવતા હોય એવું મને લાગે છે, પણ આ જન્મ અને મુર્ત્યું વચ્ચે અનેક ઉમદા પ્રસંગો આવે છે. માણસનું ઘડતર તો બાળપણ માં જ થાય છે એવું લોકો માને છે પરંતુ, વાસ્તવિકતા એ નથી, કારણ કે, માણસ નું ઘડતર તો સમય ને આધારે નક્કી થાય છે. બાળપણ તો કુદરતની અમુલ્ય ભેટ છે, સ્વીકારશો તો ઘણું જાણશો અને સાથે સાથે બાળપણની મજા પણ માણશો. તો દોસ્તો દિલથી વાંચજો એક અદભૂત સ્ટોરી, જે તમારા બાળપણની રંગીન તસ્વીર પ્રકાશિત કરશે અને સફર એ બાળપણ ની મહેફિલ બનાવશે.

શબ્દો નથી મારી પાસે, તોય હું બાળપણને બિરદાવું છું,

સબંધ અતુટ લાગણી અને વ્હાલનો, ખજાનો હું પ્રગટાવું છું.

– ભાવેશ સવાણી ‘અનુભવ’

કુદરતે લાગણી અને વાત્સલ્યનો ખજાનો જાણે બાળપણમાં જ આપી દીધો એવું મને લાગે છે. માતા-પિતા, દાદા-દાદી અને ઘરના બીજા સભ્યોનું બાળકો પ્રત્યેનું વ્હાલ એક માણવા જેવી વાસ્તવિકતા છે. બાળક ૩-૪ વર્ષનું હોય ત્યાં સુધી તો, નિશાળ ના દાદર ચડ્યા વગર જ પોતના પરિવાર પાસે લાગણી અને પ્રેમને સમજતું હોય છે. બાલમંદિર પણ એક અદભૂત સીડી છે, મને યાદ છે મારા બાળપણ વિશેની વાત જે મને મારા મમ્મી-પપ્પા કહેતા. હું જયારે બાલમંદિર માં ઘર્ઘરાવ જતો ત્યારે એટલો રડેલો કે, જાણે કોઈ મને મારા જ ઘરમાંથી બહાર કાઢી મૂકતું હોય કે, પોતાના સવ્જનો થી સંપૂર્ણ પણે દુર કરતુ હોય. આતો વાત હતી હજુ ઘરની. જયારે પ્રથમ દિવસ હોય નિશાળનો એ આક્રતમ્ક સંયોગ જેવો હોય છે. ધીમે ધીમે તો બાળપણનું ગાડું પાટે ચડતું જાય છે. એ પણ ખરો સમય હતો કક્કો અને બારાખડી વારે ઘણી બોલાવી બોલાવી ગોખી નખાવતા. એ પણ કેવું અદભૂત કેવાય નહી?? બાળક બોલતા તો ૨-૩ વર્ષનું થાય એટલે શીખી જ જાય છે, પણ એને શબ્દોની ખબર નથી હોતી કે, આ શબ્દો આગળ જતા એને શીખવાના છે. પણ એ પણ સાચી વાત છે, એને તો શબ્દો સાંભળી સાંભળીને બોલેલા હોય છે, ક્યાં હજુ એ શબ્દોને જોયેલા હોય છે. ખરો સમય તો ત્યારે હતો જયારે ૦ થી લઈને ૯ સુધી આંકડાંઓ ધુટતા હતા, એ પણ એક રમત રમતાં હોય એવો આનંદ હતો. જેમ જેમ બાળપણની સીડી ચડતા જાવ એમ એમ, અનુભવો અને પ્રસંગો બદલાતા જાય છે. ઘણા આનંદમય તો, ઘણા દુઃખ વાળા પ્રસંગ પણ હોય છે. વાત તો એ સાંભળવાની મજા આવતી કે, જયારે આપડે રમતાં રમતાં પડી જતા અને મમ્મી કહેતા કે, જો કીડી મરી ગય , ઉભો થય જા. એ પણ આજે યાદ આવે એટલે હાસ્યાસ્પદ ધટના લાગે છે. અને બીજી એક એવી જ વાત આપડે કોઈ કીમતી વસ્તુ સાથે રમતાં હોયે ત્યારે એ વસ્તુ હાથમાંથી લઈ લે, અને કહેતા કે, જો કાગડો લઈ ગયો, આજે ખબર પડી કે આવો એકેય કાગડો હતો જ નહી, આજે ખરેખર એ કાગડો અને કીડી મને બોવ યાદ આવે છે. અને તમને પણ કદાચ આ સ્ટોરી વાંચતા વાંચતાં યાદ આવી ગયા હશે. આગળ પણ ઘણી એવી વાતો આવશે જે, બાળપણ બેઠું કરી જશે.
જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં પ્રવેશ થાય છે. બાળપણનું ચિત્ર હવે ધીમે ધીમે મોટું થતું જાય છે. નવા નવા વિષયો, નવા નવા મિત્રો અને શિક્ષકોનો સામનો ચાલુ થાય છે. પણ સાલું આ અંગ્રેજી સામું આવે ને ધક ધક વધી જાય છે. મને તો ધોરણ ૧૦ સુધી તો, અંગ્રેજીમાં કઈ ટપ્પો પડ્યો નહી, કોને ખબર કે આગળ જતા શું ભણવાનું છે. ધોરણ ૧૦ માંથી બહાર નીકળ્યા એટલે આવ્યું મોટુ જબરું મહાનાયક વેકેશન. આગળ જતા સાયન્સ લેવું કે, કોમર્સ એવું વિચારવા પેહલા તો વેકેશનની મજા માણવાનું ચાલુ કરી દીધું. મને યાદ છે, મેં મારું ૧૦માનું અડધું વેકેશન અમદાવાદમાં પસાર કરેલું હતું, ત્યાં ફઇને એ રહેતા તો તેની ઘરે જતા અને ત્યાંથી અમને અમદાવાદમાં કાંકરીયા અને સાયન્સ સીટીમાં લય જતા, બાકી નું અડધું વેકેશન કાઢયું મારા ગામ ઘેટી માં. એય ને મજા આવતી ગામડામાં રખડવાની અને આખો દિવસ હડીયાપટ્ટી કરવાની. સવારે સાયકલ લઈને ફરવા નીકળી જતા અને ખેતર પહોંચી જતા, એ પણ અનેરો આનંદ હતો. ચારેય બાજુ લીલોતરીમાં રહેવાની અને ફરવાની. બપોરે ઘરે આવવી તો ઠીક છે, બાકી તો ખેતરમાં ભાથું પહોંચી જતું હો. બપોરે ઘરે હોય તો કેબલમાં ફિલ્મ જોતા એટલે બપોર વચ્ચેનો સમય નીકળો જતો, અને બાળપણ ની એ વાત તો કેમ જ ભૂલાય ઉનાળામાં તો કેરીનું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી જાય હો અને સાથે સાથે સક્કરટેટી પણ યાદ છેને મિત્રો. વેકેશન હોય એટલે પત્ત્તો, કેરેમ અને સાપસીડી જેવી રમતો તો પાક્કી જ હો, અને એથીએ પણ વધારે મજા તો આ ટાયર ફેરવવામાં આવતી. કદાચ આ સાંભળીને તમને પણ તમારી આવી કરામત યાદ આવી ગય હશે. શેરીમાં લખોટી અને બેટ-દડો રમવાનું એ ભૂલાય એવું નથી. બે રૂપિયાની ચાર પેપ્ચી ચૂસતા અને રાત્રે ગુલ્ફી ખાવાની મજા પણ અલગ હતી. ભાઈઓ સાથે મળીને વીડીયો ગેમ રમતાં અને જોરદાર મજા આવતી હો, એ સમયે મોબાઇલ અને કોમ્પુટર નતા પણ, જાણે જબરી મજા આવતી. રાત્રે મહાભારત કે રામાયણ આવતી તો એ જોવા બેચી જતા. મામાનું ઘર ભૂલાય દોસ્તો??, ના ક્યારેય નહી હો, ખરેખર તો વેકેશન એટલે મામા મહિનો એવું જ કેવાય છે, એ પણ ના ભૂલાય એવા પ્રસંગો હતા. ધીમે ધીમે હવે વેકેશન પૂરું થવાની આડ માં છે અને હવે ગાઠા વાગવાનું ચાલુ, આખા ૩ મહિના જલસા ઠોકિયા હોય ને હવે નિશાળે જવાનું થાય એટલે ગાઠા વાગે જ ને નય ??, એક તો પાછુ આ સાયન્સ અને કોમર્સ મનમાં આડેધડ ભ્રમણ કરતુ હોય, અને શું લેવું? ક્યાં જવું? એ બધું તો મગજમાં ઘૂમ્યા જ કરતુ હોય.

સારો નરસો સમય પસાર થય ગયો અને હવે વારી આવી છે, ઉચ્ચમાધ્યમિક શાળાની. આપડે તો સાયન્સમાં બોવ ટપ્પો પડે નય એટલે કોમર્સ જ રાખેલું, અને થોડા જુના દોસ્તો અને થોડા નવા દોસ્તોનું ટોળું બનાવ્યું અને આ આધુનીક સફર ની મુલાકાતે નીકળી પડ્યા, કોને ખબર હજુ આગળ શું કરવાનું છે, બસ અમે તો અત્યારની મજા માણતા, અને દોસ્તો પણ આપડી જેવા જ રખડું મળી ગયેલા, કોક હોકારો મારવું જોય એટલે, આ નીકળી પડ્યા. ધોરણ ૧૧મું પાસ કરીને આગળ વધી ગયા અને સમય આવ્યો ખરો, ધોરણ ૧૨નો, ઓહો આપડે તો ઘણી અફવાઓ સાંભળેલી હતી કે, બોવ હાર્ડ વિષયો આવે અને ખુબજ મહેનત કરવી પડે, પણ આપડે તો એ બધી ક્યાં માથાકૂટ હતી, આપણને તો ખાલી આ અંગ્રજો નો અંગ્રેજી વિષ્ય જ નડતો હતો. પણ સમય સારો હતો એટલે કડક સર મળી ગયા અને જેમ તેમ કરીને ગાડું આગળ વધારતા ગયા, મહેનત તો કરવી પડે એમ જ હતી, કારણ કે આગળ જતા કોલેજ જો કરવાની હતી. છેલ્લે સુધી મહેનત કરી અને સારું એવું પરિણામ લાવ્યા, અંગ્રેજીમાં ૭૦ આવ્યા ઓહો થય ગયું..!! બાપલીયા.

સાર એટલો જ નીકળે છે કે, બાળપણથી જવાની સુધી ખુબ જાણવા અને સમજવા જેવું હોય છે, જે આપડી જવાનીથી અંત સુધી કાર્યરત રહે છે. બાળપણનું શીખેલું ભુલાતું નથી અને બાળપણ જેવું એકેય જીવન નથી, નથી દુઃખની ખબર કે નથી સુખની બસ જેમ ચાલ્યા કરે છે, એમ જ ચાલતું જવું છે. હવે અહીથી આપણી યુવાની શરુ થાય છે, એની વાતો આપણે આવતા ભાગમાં એટલે કે સફર ભાગ-૨માં કરીશું, જેમાં આપણે યુવાની થી વૃદ્ધાઅવસ્થા સુધીની સફર કરીશું.

બધાનો ખુબ ખુબ આભાર, સ્ટોરી સારી લાગે તો અચૂક શેર કરજો અને સાથે સાથે આ સ્ટોરીના સારા-નરસા રીવીયું પણ આપતા જજો.