ધરબાયેલો ચિત્કાર Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરબાયેલો ચિત્કાર

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com

ધરબાયેલો ચિત્કાર

Part – 8

સેન્ડીને અચાનક જતી જોઇને ઈશાને બની શકે એટલી જોરથી ચીસ પાડી, "સેન્ડી................. પ્લીઝ સ્ટોપ."

અચાનક જ સેન્ડીએ એકાએક બ્રેક મારી અને હેન્ડલને ઘુમાવી દીધું. ગાડી ઘણી ઢસડાણી અને અંતે સાવ ખાઈની નજીક આવીને ગાડી અટકી ગઈ અને સેન્ડીએ ત્યા જ સ્ટીયરીંગ પર પોતાનું માથું ઢાળી દીધું.

ઇશાન સીધો જ તે દિશામાં દોડ્યો અને કારનો દરવાજો ખોલીને સેન્ડીને બહાર કાઢીને ગાલ પર જોરથી ૨ તમાચા ચોડી દીધા. સેન્ડી કશું પણ બોલ્યા વિના ચુપચાપ જ ઉભી રહી.

શું થયું છે તને સેન્ડી ? કેમ આવી રીતે બિહેવ કરે છે ?

તું સગાઇ તોડી નાખ બસ. શું તું તારા હૃદયને પૂછીને મને કહી શકે કે તું ઘટાને હકીકતે પ્રેમ કરે છે કે નહિ ? શું તું એના માટે કઈ પણ કરવા માટે તૈયાર થાય ખરો ?

આટલું સાંભળીને ચુપ થઇ જવાનો વારો હવે ઇશાનનો હતો કારણ કે સેન્ડીએ હવે તેને અરીસો બતાવી દીધો હતો. ઇશાનનું દિલ અને દિમાગ બંને અત્યારે ફક્ત ને ફક્ત ઓફીસમાં છેલ્લા કેટલાક સમયથી આવેલી સદિયા પર જ લાગેલું હતું. જાણે સદિયાએ તેના અસ્તિત્વ પર પુરેપુરો કબજો જ મેળવી લીધો હતો. જાણે-અજાણે પણ ઇશાન તેના તરફ ઢળી રહ્યો હતો. જેની હજુ કોઈને પણ જાણ નહોતી જ.

ઓફીસમાં વારાઘડીએ કોઈને કોઈ કામના બહાને સદિયાને પોતાની કેબીનમાં બોલાવીને તેની સાથે વાતો કર્યા કરતો હતો. કોઈને કોઈ પ્રોજેક્ટમાં તેને સાથે જ રાખતો. તેની સાથે વાતચિત કરવાનો કે તેની સાથે રહેવાનો એક પણ મોકો હવે ઇશાન જવા દેતો નહોતો અને તેના પરિણામે ઓફીસના સ્ટાફમાં આ બંનેના સબંધોની ઘુસપુસ શરુ થઇ ચુકી હતી. ઓફીસ દરમિયાન સાથે ને સાથે અને ઓફીસથી છુટ્ટા પાડીને ઘણીવાર તો ઇશાન હવે સદિયાને ઘરે મુકવા પણ જતો. તે ઉપરાંત ઘરે આવીને પણ એ બંને કલાકો સુધી ફોન પર વાતો કર્યા કરતા. ઇશાન તેના તરફ એકદમ કેરફુલ બની ગયો હતો. નાની નાની વાતમાં સદિયાની કાળજી લેવી, તેને મદદ કરવી, ઓફીસમાં તેની જોડે જ જમવા બેસવું, સદિયા જ્યાં અનાથાલયમાં મોટી થઇ ત્યાં જઈને બાળકો માટે મદદ કરવી, એ બધું ઇશાનથી ક્યારે શરુ થઇ ગયું હતું તે ખબર નહોતી પડી અને તેના કારણે જ તે હવે ઘટા તરફ દુર્લક્ષ સેવવા લાગ્યો હતો. ઘટાનું આવું શંકાશીલ વર્તન તેને હવે કડવું લાગતું. સદિયાને પણ ઇશાનની આવી બધી બાબતોના કારણે તે ગમવા લાગ્યો હતો. જ્યારથી તેણે દરેક બાળકોના શિક્ષણના ડોનેશનની વ્યવસ્થા કરાવી આપી હતી ત્યારથી તે સંપૂર્ણપણે ઇશાનના પ્રેમમાં પડી ગઈ હતી. પરંતુ આ સબંધને હજુ સુધી કોઈ નામ નહોતું લાગ્યું અને તેના પર આજે સેન્ડીએ ઘા કર્યો હતો જે ઇશાનના હૃદયને આરપાર નીકળી ગયો. તે સેન્ડીને કહી પણ શકે એમ નહોતો કે તે ઘટાને નહિ પણ સદિયાને પ્રેમ કરે છે. સેન્ડીએ ભલે ઘટા વિશે જ સવાલ કર્યો હતો પરંતુ ઇશાનના હૃદયમાં તો તે સવાલ સદિયા પર પણ લાગ્યો જ હતો. આ હૃદયમાં સેન્ડીનું તો ક્યાય પણ નામ જ નહોતું તેમ છતાય સેન્ડી ઇશાનના હૃદયના દરિયામાં મરજીવો બનીને પોતાના નામનું મોતી શોધવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી.

આ સવાલ પછી જાણે ઇશાનના મગજમાં એક ચિત્ર ક્લીયર થઇ ચુક્યું હતું કે તે ઘટા સાથે આવી રીતે જિંદગી જીવી શકશે નહિ. બંનેની જિંદગી બરબાદ થાય એના કરતા છુટું પડી જવું જ વધારે સારું રહેશે. હવે મારે બની શકે એટલું જલ્દી આ સબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું વધુ સારું રહેશે.

આખરે સેન્ડીને ગમે તેમ કરીને મનાવી ફોસલાવીને ઇશાન તેને ઘરે મૂકી આવ્યો અને ત્યાંથી સીધો જ ઘટાના ઘરે જવા માટે નીકળી ગયો.

===***===***===

ઘટા ! મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે.

હા તો બોલોને મિસ્ટર ઇશાન. હવે તો તમારું જ સાંભળવાનું છે અમારે.

ઇશાનને ઘટાનો આવો ટોન્ટ નાં ગમ્યો પરંતુ તો પણ પોતાના પર કાબુ રાખીને બોલ્યો, "મને નથી લાગતું કે આપણે એકબીજા જોડે આખી જિંદગી પસાર કરી શકીશું. મેં ઘણો વિચાર કર્યો પરંતુ નિષ્કર્ષ એક જ વાત પર આવે છે કે આપણે હવે છુટા પડી જવું જોઈએ. આપણે આ સબંધને અહિયાં જ પૂર્ણવિરામ આપી દેવું જોઈએ. અને...."

"શું અને, ઈશ ?"

"હું કોઈ બીજીને પ્રેમ કરું છું ઘટા ! મને લાગે છે કે હું એની સાથે જ ખુશીથી જીવી શકીશ. હું પ્રેમ તેને કરું અને લગ્ન તારી જોડે કરું એમ કરીને બંને સાથે દગો નાં કરી શકું. હું આશા રાખું કે તું મને સમજી શકીશ."

ઘટાના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હોય એવું લાગવા લાગ્યું. અચાનક જ આવા નિર્ણયના કારણે તે કશું જ વિચારી નાં શકી. પરંતુ બીજી કોઈને પ્રેમ કરે છે એ વાત તેના દિમાગમાં ઘુસી ગઈ. જેને કારણે ઘટા એ ફક્ત એટલું જ કહ્યું, "જ્યાં રહો ત્યાં ખુશ રહો. ગુડ બાય." આટલું બોલીને ઘટાએ પોતાની આંગળીમાંથી સગાઇની રીંગ કાઢીને ઇશાનના હાથમાં મૂકી દીધી અને ઘરના દરવાજા તરફ જવા માટે ઈશારો કર્યો.

ઇશાન કશું પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો.

ઇશાનના જતાની સાથે જ ઘટા ત્યાં જ બેઠી ગઈ અને રડવા લાગી. જેને આટલો પ્રેમ કર્યો અને દિલથી ચાહ્યો એ કોઈ છોકરીના કહેવાથી મારી સાથે સબંધ તોડી નાખવા તૈયાર થઇ ગયો. મેં શું ખામી રાખી હતી તેને પ્રેમ આપવામાં ? સેન્ડીનાં કારણે આજે મારે આ પરિસ્થિતિમાંથી નીકળવું પડે છે. એમ વિચારતા જ તેણે તરત જ સેન્ડીને ફોન લગાવ્યો.

"આખરે ઇશાનને તે મારી પાસેથી છીનવી જ લીધો એમને. પરંતુ યાદ રાખજે સેન્ડી કે કોઈ વ્યક્તિને દુઃખી કરીને મેળવેલો પ્રેમ વધારે ટકતો નથી. મારા નસીબમાંથી તે મારો પ્રેમ છીનવી લીધો છે જેના કારણે આજે હું રડી રહી છું પરંતુ કાલે જ્યારે તારા નસીબમાંથી પણ આ જ પ્રેમ કોઈ બીજું છીનવીને લઇ જશે ત્યારે તને મારી પરિસ્થિતિ સમજાશે. કોઈના હૃદય ચીરીને પોતાના હૃદયને જોડી નથી શકાતા હોતા. મારી બદદુવાઓ લાગશે તને સેન્ડી."

સેન્ડીએ જવાબમાં ફક્ત અને ફક્ત એટલું જ કહ્યું, "થેંક્યું ડાર્લિંગ. ગુડ બાય ફ્રોમ મી & માય ઈશુ."

===***===***===

થોડા દિવસમાં જ કંપનીની એક મોટા પ્રોજેક્ટની ડીલ કરવા માટે ઇશાન અને સદિયાને જોડે જોડે બીજા શહેરમાં મીટીંગ માટે જવાનું થયું. બંને જણા અંદરથી ખુશ હતા કે તેઓ હવે એકબીજા જોડે વ્યવસ્થિત સમય પસાર કરી શકશે. એકબીજા જોડે વાતો કરી શકશે. થોડો પર્સનલ ટાઈમ વિતાવી શકશે. સદિયા તો ઉત્સાહિત હતી કે કદાચ દુબઈ ટ્રીપ દરમિયાન જ ઇશાન તેને પ્રપોઝ પણ કરી દેશે. પરંતુ એકવાત પણ નક્કી હતી કે સદિયાને એ જાણ નહોતી કે ઇશાનની સગાઇ થઇ હતી અને તે તૂટી પણ ગઈ.

મીટીંગ દરમિયાન સદિયાનું પ્રેઝેન્ટેશન આપવાની રીત અને તેની દરેક જીણી જીણી વિગતોને સામે વાળી પાર્ટીને સમજવાની રીત જોઇને ઇશાન ખુબ જ ઈમ્પ્રેસ થયો હતો. સદિયાના આ પ્રેઝેન્ટેશનનાં કારણે કંપનીને આ પ્રોજેક્ટ મળી ચુક્યો હતો. તેથી તે બંને ખુબ જ ખુશ હતા. જ્યારથી બંને જોડે આવ્યા હતા ત્યારથી જ ઇશાન સદિયાનું ખુબ જ ધ્યાન રાખતો હતો. તેની નાની નાની બાબતોને પણ તે ખુબ જ કેરફુલી હેન્ડલ કરતો હતો તે જોઇને સદિયા પણ મનોમન ખુબ હસતી.

સાંજે ઇશાન પોતાના હોટેલ એપાર્ટમેન્ટમાંથી સદિયાના રૂમ તરફ ગયો કારણ કે ઈશાને પહેલેથી જ સદિયાને જણાવી દીધું હતું કે તેઓ આજે બહાર ડીનર માટે જશે. થોડીવાર થયા ઇશાનના રાહ જોયા બાદ સદિયા બહાર આવી અને ઇશાનની આંખો સ્તબ્ધ થઇ ગઈ.

એકદમ ઘટ્ટ લાલ રંગની સાડી અને કાળા કલરનું બેકલેસ શાઈનીંગ બ્લાઉઝ. ચેહરા પર એકદમ માફકસરનો મેકઅપ અને એકદમ પાતળી પાંદડી જેવા એ હોઠ પર લાલ કલરની લીપ્સ્ટીક, તેની મોટી ભાવવાહી આંખોમાં લગાવેલું કાજળ જાણે તેના ચેહરાની નજર ઉતારી રહ્યું હતું. કાનમાં જાણે ઝુમર લટકાવ્યા હોય એટલા લાંબા ડીઝાઈનીંગ એરિંગ કે જે કર્લી કરેલા વાળ જે કાન પાસે આવી જતા હતા તેને ચીરીને બહાર દેખાઈ રહ્યા હતા. સાડીનો પલ્લું ફક્ત એક જ ઉરોજને ઢાંકીને ખભા પર ગોઠવાઈ ગયો હતો જેના કારણે સદિયાની ક્લીવેજ તેની સેક્સ અપીલમાં વધારો કરી રહી હતી. સદિયા આજે એકદમ બ્લેક બ્યુટી અને સેક્સ બોમ્બ લાગી રહી હતી જેને જોઇને ઇશાન તો થોડીવાર માટે સ્થળ અને સમયનું ભાન ભૂલી ગયો હતો. પરંતુ તરત જ પોતાની જાતને સંભાળતા જ ઈશાને પોતાની પાછળ સંતાડી રાખેલું ગુલાબનું ફૂલ સદિયાને આપતા ડીનર માટે ઇન્વીટેશન આપતા હોય એ રીતે હાથ લાંબો કર્યો અને બંને હોટેલ તરફ ચાલતા થયા.

ટેબલ પર જમવાની સાથે સાથે રેડ વાઈન અને વ્હીસ્કીના પેગ પણ મરાયા. જેના કારણે બંનેના ચેહરા પર થોડો થોડો નશો વર્તાઈ રહ્યો હતો. આખરે ત્યાંથી ઉભા થઈને બંનેએ ફરી પાછુ બીયર પણ પીધું અને આખરે બંને ઘણાખરા નશામાં ધુત થઇને લથડીયા ખાતા ખાતા હોટેલ સુધી પહોચ્યા. સદિયા પોતાના રૂમમાં ગઈ પરંતુ દરવાજો બંધ નાં કર્યો. ઇશાન હજુ પણ રૂમની બહાર જ ઉભો હતો. સદિયાનો સાડીનો પલ્લું નીચે પડ્યો અને તેની માંસલ ખુલ્લી પીઠ જાણે કોઈ શિલ્પકલાની મૂર્તિ હોય તેને ઇશાનની નજરે વીંધી નાખી. ઇશાનના પગલાં આપોઆપ સદીયાની રૂમમાં પડવા લાગ્યા. ઇશાન હજુ તો સદિયાને સ્પર્શ કરવા જાય ત્યાં જ સદિયા ઝડપભેર સીધી જ ઇશાનને ગળે વળગી ગઈ. ઇશાન હવે પોતાના પરનો કાબુ ગુમાવી રહ્યો હતો અને તેણે સદિયાનો ચેહરો બંને હાથો વડે પકડ્યો અને તેની સામે જોવા લાગ્યો અને ધીમેથી રહીને તેના ધ્રુજતા હોઠ પર પોતાના હોઠ બીડી દીધા. ઇશાનના બંને હાથ સદિયાની ખુલ્લી પીઠ પર એવી રીતે ફરી રહ્યા હતા જાણે અજગર પોતાના શિકાર ફરતે ભરડો લઇ ગયો હોય. સદિયાની ડોક પાછળ બાંધી રાખેલી દોરી ખેંચતા જ સદિયાના તંદુરસ્ત લચીલા સ્તનોનો ભાર ઇશાન પર ઢળી ચુક્યો અને ઇશાન અને સદિયા કામાવેગમાં તલ્લીન થઇ ગયા.

સવારે ઉઠતાવેત ઈશાને જોયું કે તે એકલો જ પથારીમાં હતો. ઉભા થઈને રૂમમાંથી બહાર નીકળતા જ જોયું તો સદિયા ઇશાનનો સફેદ કલરનો માત્ર શર્ટ પહેરીને હોટેલની ગેલેરીમાં ઉભી ઉભી ચાની ચુસ્કીઓ ભરી રહી હતી. ઇશાન આંખો ચોળતો ચોળતો આવ્યો અને સદિયાને ઉભેલી જોઈ અને આછા સુર્યપ્રકાશમાં સદિયાનો એ માસુમ ચેહરો જોઇને તેને તેના પર વ્હાલ ઉમટી આવ્યું અને સીધો જ સદિયાની પાછળથી કમર પકડીને સદિયાના ખભા પર પોતાની દાઢી ટેકવી દીધી અને હળવેથી કાન પર બટકું ભરીને પોતાના ગરમ શ્વાસ વડે બોલ્યો, "આઈ લવ યુ"

થોડું શરમાઈને હસી લીધા બાદ સદિયાએ પોતાના હાથમાં રહેલો ચાનો કપ ઇશાનના મોઢા નજીક લઇ ગઈ અને ઈશાને તેમાંથી એક સીપ પીધી.

"યુ નો મિસ્ટર એમ. ડી. હવે આપ શ્રી મારી જિંદગીમાં બંધાઈ ચુક્યા છો. મારી પોતાની કહી શકું એવી વ્યક્તિ હવે તું છે. મારી અધુરી રહેલી જિંદગી બસ હવે તારી સાથે જ વિતાવી દેવી છે. આઈ લવ યુ." , સદિયા એમ જ ઉભા ઉભા બોલી.

ઈશાને જવાબમાં ફક્ત સદિયાના ગાલને હેતથી ચૂમી લીધો.

===***===***===

ઘટા અને ઇશાનની સગાઇ તૂટ્યા બાદ પણ ઇશાનનું ધ્યાન હજુ સેન્ડી પર નહોતું જતું એ જોઇને સેન્ડીને ખુબ જ ગુસ્સો આવ્યો હતો પરંતુ એ કશું બોલી શકે એમ નહોતી. ઇશાન તેની સાથે વાત તો કરતો હતો પરંતુ એવી વાત નહિ કે જે સેન્ડીએ ધારી હતી. સેન્ડીને એમ હતું કે ઘટા સાથે સગાઇ તૂટ્યા બાદ ઇશાનની જિંદગીમાં તે ફક્ત એક જ છોકરી છે અને હું તેને મારો પ્રેમ બતાવીશ જેથી કરીને તે સમજીને ખુદને પ્રપોઝ કરશે પરંતુ એવું કશું જ અહિયાં બન્યું નહોતું. ઇશાન જ્યારે ને ત્યારે ફક્ત ઓફીસમાં જ રહેતો. ક્યાય પણ બહાર જાય તો હમેશા સદિયા સાથે જ હોતો. તે મીટીંગમાંથી આવ્યા બાદ તો ઇશાનમાં જે પરિવર્તન આવ્યું હતું તે સેન્ડી સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી. તેને હવે ઇશાન પર શંકા જવા લાગી હતી કે કશુક તો કાચું રંધાઈ રહ્યું છે જેની જાણ તેને પોતાને નથી. જાણવું તો પડશે જ.

સેન્ડી એકવાર અચાનક જ ઓફીસમાં આવી ચડી. સીધી જ કોઈને કહ્યા કે પૂછ્યા વગર ઇશાનની કેબીનમાં પ્રવેશી અને જોયું તો ત્યાં જ સડક થઈને ઉભી રહી ગઈ. ઇશાન અને સદિયા બંને એકબીજાનો હાથ પકડીને વાતો કરી રહ્યા હતા. સેન્ડીથી આ સહન નાં થયું એટલે સીધી જ તે બહાર નીકળી ગઈ. ઇશાન તેની પાછળ ધસી ગયો. સાદિયા સીધી જ મીટીંગ રૂમમાં જઈને કપાળ પર હાથ ટેકવીને બેસી ગઈ. ઈશાને ચુપચાપ આવીને મીટીંગ રૂમ બંધ કર્યો અને સેન્ડીની બાજુમાં જઈને બેસી ગયો.

શું થયું સેન્ડી ? કેમ અચાનક ઓફીસમાં ? કેમ આટલી ગુસ્સે છે ? તારી તબિયત તો ઠીક છે ને ?

ઈશાને સવાલોનો વરસાદ કરી મુક્યો જેથી કરીને સેન્ડીનો ગુસ્સો હળવો પડે.

"એ જ હું તને પૂછું છું કે ઇશાન શું હતું એ બધું ? ઓફીસમાં તું આ બધું કરવા આવે છે ? પાપાને ખબર પડશે તો તારી શું હાલત થશે એ ખબર છે તને ?"

ઇશાન થોડો ઝંખવાઈ ગયો. "અરે સેન્ડી એ તો એને થોડી પર્સનલ તકલીફ હતી તો એને સારું લાગે અને પોતાનું લાગે એ માટે થઈને તેનો હાથ પકડીને સમજાવી રહ્યો હતો. બીજું કશું જ નહોતું. વી આર જસ્ટ ફ્રેન્ડ. એક્ચ્યુઅલી ગુડ ફ્રેન્ડ"

"હા એ તો જોયું મેં, કેટલી ગુડ ફ્રેન્ડ છે એ તારી એ !" , સેન્ડી ચીસ પાડીને બોલી.

"કુલ ડાઉન સેન્ડી, કુલ કુલ. લે પાણી પી લે.", ઈશાને શાંતિથી જવાબ આપતા કહ્યું.

"આવતીકાલથી હું પણ રેગ્યુલર ઓફીસમાં આવાની છું. મેં પાપાને કહી દીધું છે કે હું હવે બીઝનેસ શીખવા માંગું છું જેથી પાપાએ મંજુરી આપી દીધી છે અને તારી સાથે રહીને શીખવાનું કહ્યું છે."

"ઓહ્હ વાઉ, ધેટ્સ ગ્રેટ ન્યુઝ સેન્ડી. હું તને બધું જ શીખવીશ.", ઈશાને તેનો ગુસ્સો ઠંડો પાડવા અને ભૂલાવવા માટે વાત બદલવાનો પ્રયત્ન કરતો હોય એ રીતે હસતા હસતા જવાબ આપ્યો.

"ઓકે", સેન્ડી આટલું બોલીને ચાલી ગઈ.

બીજા દિવસે આવીને બધા જોડે ઓળખાણ કરી અને છેલ્લે સદિયા પાસે જઈને થોડા સ્પેશીયલ અવાજે બોલી, "તો તમે છો જેમણે આખી ઓફીસ માથે લઇ લીધી છે. તમારા કારણે આ કંપનીમાં આટલા મોટા મોટા પ્રોજેક્ટ્સ આવવા લાગ્યા છે. ગુડ. આઈ એમ ઈમ્પ્રેસ્ડ."

"થેંક્યું સંધ્યા", સદિયા થોડા ધીમા અવાજે બોલી.

"કંપની તો માથે લઇ લીધી છે પરંતુ કંપનીના ડાયરેક્ટરને માથે લેવાની કોશિશ નહિ કરતી નહિતર તારી જિંદગી નર્કથી પણ બદતર બનાવી દઈશ એટલું યાદ રાખજે.", સેન્ડીના અવાજમાં એકદમ કડકાઈ આવી ગઈ અને આંખોમાં લાલાશ જોઇને સદિયા થોડી સહેમી ગઈ.

"તને ખબર છે ઇશાનની સગાઇ થઇ ગઈ હતી અને તૂટી પણ ગઈ. અને હવે તે મારી સાથે સગાઇ કરીને લગ્ન કરવાનો છે. એટલે એ વધારે સારું છે કે તું ફક્ત કામ પર ધ્યાન આપે. નહી કે કંપનીના માલિક પર.", સેન્ડી જાણે કે ઝેર ઓકતી હોય એવું લાગી રહ્યું હતું.

"વ્હોટ ?" સદિયા ચોકી ગઈ.

મનમાં ને મનમાં વિચારો કરવા લાગી. "તો શું ઈશાને મારી સાથે ફક્ત શરીરસબંધ રાખવા માટે જ પ્રેમનું નાટક કર્યું ?"

વધુ આવતા અંકે....