ધરબાયેલો ચિત્કાર ભાગ - ૪ Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૪

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com

ધરબાયેલો ચિત્કાર

Part – 4

શું ?

ઘટા આ સાંભળીને સંધ્યા સામે ગુસ્સાથી રાતીચોળ થઇ ગઈ હતી.

હા, હા એ વાત સાચી છે ઘટા, તારો ઇશાન મને અને ફક્ત મને જ પ્રેમ કરે છે. અમે થોડા સમયમાં લગ્ન પણ કરી લઈશું. સગાઇ ભલે તેણે તારી જોડે કરી પરંતુ ચોરીના ચાર ફેરા તો તે મારી જોડે જ ફરશે. પાપાની શરમમાં એ કશું બોલી નથી શક્યો અને તને હા પાડી દીધી પરંતુ હકીકતમાં તો એ બાળપણથી મને જ પ્રેમ કરે છે. કટાક્ષમાં હસીને સેન્ડી આજે એવું એવું બોલી રહી હતી કે જે હકીકતમાં કશું બન્યું જ નહોતું અને બનવાનું પણ નહોતું.

સેન્ડીને જ્યારથી ઇશાન વિશે ખબર પડી હતી ત્યારથી બસ એક જ રટણ લગાવીને બેઠી હતી કે મારી સિવાય ઇશાનની જિંદગીમાં કોઈ નહિ આવી શકે. હું એને પામવા માટે ગમે તે કરીશ. એ મારો જ પ્રેમ છે અને મારો જ થઈને રહેશે. જે પણ મારા પ્રેમની વચ્ચે આવશે એને હું રસ્તામાંથી હટાવી દઈશ પછી ભલે મારે કોઈ પણ હદ સુધી જવું પડે. સેન્ડીના મગજમાં ઘટાને બરબાદ કરવાના પુરેપુરા પ્લાન બની રહ્યા હતા. એક નિષ્ફળ જશે તો બીજો પ્લાન અને બીજો નિષ્ફળ જશે તો ત્રીજો પ્લાન પરંતુ પ્લાન સફળ બનાવીને તો રહેશે જ. મારી જિંદગીમાં મારા પાપા સિવાય કોઈ મારી સાથે રહ્યું હોય અને જેને હું પ્રેમ કરતી હોઉં એવું કોઈ હોય તો એ ફક્ત ઇશાન જ છે. શું હું એને જવા દઉં ? ક્યારેય નહિ બને એ તો ? અને આમ પણ પાપા હંમેશા મને શીખડાવતા આવ્યા છે.

"બેટા ! પોતાનો હક પાછો મેળવવા માટે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી લેવાનું."

તો અહિયાં તો ઇશાન પર મારો હક પણ છે અને ઇશાન મારો પ્રેમ પણ છે. અને એ પામવા માટે હું કોઈ પણ સામે લડીશ. પછી ભલે મારે ઘટાનું ખૂન કેમ નાં કરવું પડે.

ઘટાના મગજની તકલીફ વિશે સેન્ડીએ ઇશાન પાસેથી બધું જાણી લીધું હતું જેથી તે પોતાનો રસ્તો ક્લીયર કરી શકે. ડોક્ટરના કહેવા પ્રમાણે ઘટાને મગજમાં ઈજા પહોચવાને કારણે મુડ ડીસ્ટર્બન્સ થયા કરશે, નાની નાની બાબતોમાં ગુસ્સો આવી જશે, લાગણીઓ પર કાબુ નહિ રાખી શકે, હતાશા વધતી જશે. જો વધારે પડતી આવી તકલીફ થશે તો બની શકે કે મગજ પરનો કાબુ પણ ગુમાવી શકે અને હિંસક પણ બની શકે અને ગાંડી પણ થઇ શકે.

સેન્ડીએ આ બધું જ જોઈ જાણીને જ પ્લાન કર્યો હતો. ઘટાને બતાવેલા ફોટા તેણે ઇશાનના ફેસબુકમાંથી ડાઉનલોડ કરીને, એ ફોટાને સ્યુટ થતા પોઝ આપીને સેન્ડીએ કોમ્પ્યુટરમાં મર્જ કરીને બનાવેલા હતા અને તેમાં તેણે પોતાના કોમ્પ્યુટર એક્સપર્ટ અમેરિકન દોસ્તની મદદ લીધી હતી જેથી કરીને ઇન્ડિયામાં તેના આ કામનો કોઈ સાક્ષી નાં રહે. એ ફોટા ઘટાને સાબિતી તરીકે બતાવવા માટે કાફી હતા. તેને ઘટાની તબિયતની સહેજપણ નહોતી પડી, તેને તો બસ પોતાનો સ્વાર્થ જ દેખાઈ રહ્યો હતો અને તેના આ દુષ્કર્મના કારણે ઘટાની હાલત વધારે બગડી શકે તેમ હતી.

ઘટાએ તાત્કાલિક સેન્ડીને ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું. તેમ છતાં હજુ પણ સેન્ડી તેની સામે ઉભી ઉભી કટાક્ષમાં હસી રહી હતી અને ઘટા આ સહન નાં કરી શકી.

"Get out from my house, I don’t want to see your face again", ઘટા રીતસર ચિલ્લાઈ ઉઠી જેનો અવાજ સાંભળીને ઘટાની મમ્મી અને દાદી પણ રૂમમાં આવી ગયા.

હવે સેન્ડીને લાગ્યું કે પોતાનું તીર નિશાન પર લાગ્યું છે એ જાણીને સીધી જ ત્યાંથી ફટાફટ નીકળી ગઈ. ઘટાના મમ્મીએ ઘટાને પૂછ્યું કે "શું થયું ?" એમ પરંતુ ઘટાએ કશો જવાબ નાં આપ્યો અને એને એકલી મૂકી દેવાનું કહ્યું.

જેવી ઘટા રૂમમાં એકલી પડી કે તેણે રૂમ બંધ કરી દીધો અને રૂમની વચ્ચે આવીને ત્યાં જ ફસડાઈ પડી અને જોરથી પોક મુકીને રડવા લાગી. તેને તો અત્યારસુધી માત્ર શક હતો પરંતુ સેન્ડીએ બતાવેલ ફોટા જોઇને તો પુરેપુરો વિશ્વાસ બેસી ગયો હતો કે ઇશાન તેને છેતરી રહ્યો છે.તેને માટે હવે આ આઘાત જીલવો સરળ નહોતો. કારણ કે ઘટા એક શહેરની સાવ નજીક આવેલા ગામડામાં ઉછરેલી એક સામાન્ય છોકરી હતી. ત્યાં જ ભણી હતી અને ત્યાં જ ઉછરીને મોટી થઇ હતી અને તેથી જ તેના મગજની વિચારધારા પણ થોડી સંકુચિત હતી. તેને માટે આવી છોકરા છોકરી વચ્ચેની દોસ્તી પણ થોડી વિચિત્ર હતી. છોકરા છોકરીઓને વાત કરતા જોતી ત્યારે પણ તેને ફક્ત એવા જ વિચારો આવતા કે આ બંને વચ્ચે કશુક રંધાઈ રહ્યું હશે ?

પરંતુ ઇશાનને ખાતર તે હવે શહેરની છોકરી જેમ મોડર્ન બનવાની ટ્રાય કરતી હતી. મોડર્ન કપડા પહેરવાથી અને મેકઅપ કરવાથી મગજ મોડર્ન નથી થઇ જતું હોતું. ઇશાનની ઘણી વાતો તેને થોડી અજીબ લાગતી પરંતુ એને સારું લગાવવા માટે હા એ હા કર્યા કરતી. પોતાના પિતાના નક્કી કરેલા આ સગપણના કારણે ઇશાનને જ તે પોતાનું સર્વસ્વ માનતી. પોતાનો પહેલો પ્રેમ માનતી પરંતુ પોતાના શંકાશીલ સ્વભાવને લીધે જ આજે આ ઘડી આવી પહોચી હતી કે કોઈ ત્રીજા વ્યક્તિના કહેવામાં પોતે પોતાના વ્યક્તિ પર શંકા કરવા માંડી હતી.

પ્રેમ અને શંકા ક્યારેય પણ એકસાથે એક મ્યાનમાં નથી રહી શકતા. જ્યાં શંકા ઉદભવે ત્યાંથી પ્રેમ આપોઆપ જતો રહે છે. અને જ્યારે આંધળો વિશ્વાસ ધરાવતો પ્રેમ જોડે હોય છે ત્યારે શંકાને ત્યાં કોઈ સ્થાન નથી હોતું. પરંતુ કહેવાયને કે વહેમની દવા ભગવાને કે માણસે બનાવી જ નથી. જન્મજાત શંકાશીલ માણસ પોતે તો સુખી નથી જ રહી શકતો પરંતુ બીજાને પણ સુખી નથી રેવા દેતો હોતો. એની આસપાસના લોકોને પણ પોતાની શંકાના ઘેરામાં લઈને તેનું જીવવું હરામ કરતો હોય છે.

===***===***===

બીજી તરફ સંધ્યા ઘટાના ઘરેથી નીકળીને સીધી જ ઇશાનની ઓફીસ પહોચી ગઈ હતી. તેણે બનાવેલા આ પ્લાનમાં તેનો શિકાર ઇશાન પણ બનાવાનો જ હતો પરંતુ માણસના પોતાના સ્વાર્થની સામે દુનિયા આખી ગૌણ બની જતી હોય છે.

કેબીનમાં એન્ટર થતાની સાથે જ સંધ્યાએ હાંફતી હોય એવી એક્ટિંગ શરુ કરી. એકદમ બેબાકળી અને અધીરી થઈને આવી હોય એ રીતે સંધ્યા પોતાના ચેહરાના એક્ષ્પ્રેશન રાખી રહી હતી. જાણે કોઈ તેની પાછળ પડ્યું હોય એ રીતે આવીને સીધી જ તે કેબીનમાં ઉભી રહી ગઈ.

ઇશાન તેને જોઇને પોતાની ખુરશી પરથી ઉભો થઇ ગયો. સંધ્યા પાસે જઈને તેનું બાવડું પકડીને તેને શાંતિથી ખુરશી પર બેસાડી અને પાણી આપ્યું. ઇશાન સંધ્યાની આવી હાલત જોઇને તેની પીઠ પસારવા લાગ્યો હતો. સેન્ડી હજુ પણ જોરજોરથી શ્વાસ લઇ રહી હતી. થોડીવારે ઇશાન બોલ્યો, "શું થયું સેન્ડી ? કેમ આમ ભાગતી ભાગતી આવી ?"

સેન્ડીએ કશું પણ બોલ્યા વિના જ રડવાનું શરુ કર્યું. એક્ટિંગ પણ જાણે એવી કરી રહી હતી કે આ મગરના આંસુ ઇશાન ઓળખી નાં શક્યો. થોડીવાર રડી લીધા પછી સંધ્યા જેવી ચુપ થઇ કે ફરી પાછુ ઈશાને તેને પાણી આપ્યું અને ફરીવાર એ જ પ્રશ્ન પૂછ્યો, "શું થયું સેન્ડી ? કેમ આમ ભાગતી ભાગતી આવી ? અને રડે છે શું કામ ? થયું શું એ કહીશ મને ?"

"હું આજે ઘટાને મળવા ગઈ હતી."

હા તો એને શું થયું ? કઈ તકલીફ થઇ એને ? તેની તબિયત તો ઠીક છે ને ? લાવ હું એને ફોન કરીને પૂછી લઉં. ઇશાન ઘટાની આ રીતે ફિકર કરી રહ્યો હતો એ જોઇને સેન્ડીના હૃદયમાં જાણે કોઈએ ગરમાગરમ લાવા મૂકી દીધો હોય અને હૃદય સળગી રહ્યું હોય એવી લાગણી થઇ આવી. ઇશાન હજુ તો ફોન લગાવવા જતો હતો ત્યાં જ સેન્ડીએ તેના હાથમાંથી ફોન આંચકી લેતા અવાજને થોડો ઢીલો રાખતા કહ્યું, "એ એકદમ ઠીક છે. પરંતુ, પરંતુ..."

"શું પરંતુ ? આગળ કશું બોલીશ ?", ઇશાન રીતસર બરાડી ઉઠ્યો.

તેણે આજે મને જાનથી મારી નાખવાની કોશિશ કરી. હું માંડ માંડ બચીને ભાગી છું ત્યાંથી.

"વ્હોટ ?" ઇશાન આશ્ચર્યના ભાવ સાથે એકદમ સડક થઇ ગયો.

હા, હું તેને મળવા અને તેની જોડે વાતો કરવા ગઈ હતી. મારે આજે કશું કામ નહોતું જેના કારણે હું ફ્રી હતી એટલે થયું કે ઘટાની ખબર પૂછી આવું અને એની સાથે થોડો સમય પસાર કરી આવું જેથી તેને થોડું સારું લાગે. એથી હું ત્યાં ગઈ હતી. ત્યાં થોડીવાર બેઠીને બધી વાતો કરી રહ્યા હતા. અચાનક તારી વાત નીકળીને તો સીધી જ આવીને મને ગાલ પર તમાચો મારી દીધો અને મને નીચે પાડી દીધી. પોતાના બંને પગના ગોઠણ વડે મારા બંને હાથ દબાવી દીધા અને માથે બેસી ગઈ અને મારું ગળું દાબ્વાની કોશિશ કરી. ગળું દબાવતાની સાથે જ તેણે બોલવાનું શરુ કર્યું. એ બોલતી હતી તો જાણે મને તો એ યમરાજ જેવી દેખાતી હતી. એટલી ગુસ્સે હતી.

"પણ તે એવું કરે જ શુ કામ ? એ તને મારવાની કોશિશ શું કામ કરે ?", ઇશાન ઘટાનો પક્ષ લઇને બોલતો હોય એ રીતે થોડો અકળાઈને બોલ્યો.

"તે મને કહેવા લાગી કે તારા કારણે જ મારી આ હાલત થઇ છે. તારા કારણે જ મારી અને ઇશાન વચ્ચે કેટલા દિવસોથી ચડભડ ચાલવા લાગી હતી. તું મારા પ્રેમને મારી પાસેથી છીનવવા આવી છે. અમારા બંનેના સબંધમાં તિરાડ પાડવા માટે આવી છે જે હું બર્દાશ્ત નહિ કરી શકું. હું આજે તને મારીને એનો બદલો લઈશ. નાં રહેગા બાંસ, નાં બજેગી બાસુરી.

તેમ છતાં મેં હિંમત કરીને તેને કહ્યું પણ ખરા કે મારી અને ઇશાન વચ્ચે એવું કશું જ નથી પરંતુ તે કહેવા લાગી કે મેં મારી સગી આંખે જોયા છે બંનેને સાથે નખરા કરતા. અને આમ પણ તારા કરતા ઇશાન મારી વાત જલ્દી માનશે એટલે હું એને તારા વિશે ચડાવીશ, હું ઇશાનને કહીશ કે સંધ્યાએ મને તારા અને તેના જોડે હોય એવા ફોટા બતાવ્યા છે. અને તે ફોટા એવા હતા કે જેનાથી ચોખ્ખુ સાબિત થશે કે તું ઇશાન જોડે રાત વિતાવી ચુકી છે. હું થોડાક દિવસ તો ઇશાન જોડે પણ ઝઘડીશ. મને તડપાવવા માટે એની પાસેથી પણ બદલો લઈશ. એ મારો જ છે અને મારો જ રહેશે. એમ કહીને ફરીવાર તેણે મારા ગળા ફરતે ભીંસ વધારી દીધી હતી પરંતુ એકસાથે બળ કરીને હું ત્યાંથી ભાગી છૂટી અને સીધી જ અહિયાં આવી ગઈ.", સેન્ડી એકદમ ગભરાયેલા માણસની જેમ વર્તન કરી રહી હતી અને નીચું જોઇને આવી બધી બનાવેલી વાતો ઇશાનને કહી રહી હતી. ઇશાનને સેન્ડીની વાત એકદમ બરાબર લાગી કારણ કે તેને ડોક્ટરની કહેલી વાત યાદ આવી ગઈ જેના કારણે તેને ઘટાના આવા વર્તન અંગે નવાઈ નાં લાગી. તેણે સેન્ડીને સોરી કહીને આશ્વાસન આપીને ત્યાંથી ઘરે મોકલી દીધી અને ચાની ચુસ્કીઓ ભરવા લાગ્યો.

ઈશાને ઘટાનો નંબર લગાવ્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. તે હવે પરેશાન થઇ ચુક્યો હતો કે ઘટાને એવો શક લાગી ગયો છે કે મારી અને સંધ્યા વચ્ચે કોઈ અફેયર ચાલી રહ્યું છે તેને કેમ દુર કરીશ ? આવી જ રીતે ચાલશે તો મારી જિંદગી તો નર્કથી પણ બદતર થઇ જશે. મારે કશું કરવું પડશે.

થોડી જ વારમાં ઇશાન ઓફીસથી નીકળીને સીધો જ ઘટાના ઘરે જવા નીકળી ગયો. ઘટાના ઘરે પહોચતા જ ઘટાના મમ્મી અને દાદી બહાર ફળિયામાં બેઠા હતા અને ઇશાન આવતા જ તેમણે કહ્યું કે બેટા ! ઘટા અંદર રૂમમાં દરવાજો બંધ કરીને રડી રહી છે. એને શું થયું એ ખબર નથી પરંતુ સંધ્યા અહિયાં આવી હતી તેની ખબર પૂછવા પરંતુ અમે તો બીજી રૂમમાં સુતા હતા એટલે ખ્યાલ નથી કે તે લોકો વચ્ચે એવું તો શું બન્યું કે સંધ્યા ફટાફટ જતી રહી અને ઘટા રડવા લાગી.

ચિંતાભર્યા સુર સાથે ઈશાને ઘટાના મમ્મીને શાંત રહેવા કહ્યું અને રૂમ પાસે આવ્યો. જોયું તો રૂમનો દરવાજો ખુલ્લો જ હતો. વિચાર કર્યો કે ઘટાના મમ્મી તો કહેતા હતા કે દરવાજો બંધ કરીને બેઠી છે તો દરવાજો ખુલ્લો કેમ છે. પરંતુ એ વિચાર પછીનો છે એમ કરીને તેણે રૂમમાં જઈને જોયું તો ઘટા એક હાથમાં ચાકુ લઈને બેઠી હતી અને બીજા હાથમાં ચેકા લાગેલા હતા અને લોહીથી તરબોળ હાથ થઇ ગયો હતો. ઘટાને જોતા જ ઇશાન બરાડી ઉઠ્યો અને ઘટાનું ધ્યાન ઇશાન તરફ જતા જ ઘટા ઉભી થઈને ઇશાનને ચાકુ મારવા દોડી.

વધુ આવતા અંકે..