ધરબાયેલો ચિત્કાર ભાગ - ૭ Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૭

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com

ધરબાયેલો ચિત્કાર

Part – 7

ઇશાન જલ્દીથી પોતાની બાઈક લઈને હોસ્પિટલ જવા નીકળ્યો ત્યાં જ તેના ફોન પર રીંગ આવી અને ફોન ઉપાડ્યો તો ગભરાયેલા અવાજે સંધ્યાના ઘરેથી નોકરનો ફોન હતો.

"સંધ્યા મેડમે હાથની નસ કાપેલી છે, તમે જલ્દી આવો. અમે બધા બહાર હતા અને ઘરે આવીને જોયું તો તેઓ બેહોશ પડ્યા હતા."

ઇશાન બેબાકળો થઈને બાઈક વાળીને સંધ્યાના ઘર તરફ ગયો અને પહોચતા જ જોયું તો સંધ્યા બેહોશ હતી. ડોક્ટર આવી ચુક્યા હતા. જે તેની સારવાર કરી રહ્યા હતા. અચાનક ઇશાનનું ધ્યાન સંધ્યાના ચેહરા પર ગયું તો ખબર પડી કે કપાળ પર મુઢમાર લાગેલો હતો. ઉઝરડા પડી ગયેલા હતા જાણે કોઈ ધારદાર વસ્તુ ત્યાં ઘસી નાખી હોય. હવે ઇશાનના મગજમાં શંકાના વાદળો ઘેરાઈ ચુક્યા હતા. તેને પેલી ઓડિયો કલીપ યાદ આવી ગઈ જે તેણે હજુ સવારે જ સાંભળી હતી. જે કોઈ અજાણ્યા નંબર પરથી આવેલી હતી જેમાં ઘટાનો અને સંધ્યાનો અવાજ હતો.

"
તું શું માને છે કે હું પાગલ થઇ જઈશ અને પછી તું ઇશાન જોડે રહીને એશ કરીશ ? ઇશાન ફક્ત મારો છે. એણે જો બીજી કોઈ જોડે લગ્ન કરવાનું કે સબંધ રાખવાનું વિચાર્યું પણ છે તો હું તે સામેવાળીનું તો શું પણ ઇશાનનું ખૂન કરતા પણ અચકાઈશ નહિ. મારે મારી લાઈફમાં હજુ ઘણા શોખ પુરા કરવાના છે. એટલે જ તો મેં ઇશાન જોડે સગાઇ કરી છે. તને ખબર છે ઇશાન જોડે સગાઇ માટે મેં જ આખો પ્લાન કર્યો હતો. તારા પાપા અને મારા પાપા તો ફક્ત મારી ગેમના મહોરા હતા. ઇશાન જોડે લગ્ન કરીશ તો પૈસો હશે,રૂતબો હશે, કોઈ ચીજની કમી નહિ હોય. પરંતુ હવે તો તું આડે આવી ગઈ છે અને તને બધી ખબર પણ પડી ગઈ છે એટલે હવે તને જીવવાનો હક પણ નથી." ઘટા એકદમ ગુસ્સાથી આ બધું બોલી રહી હતી.

"
નહિ ઘટા પ્લીઝ, મને છોડી દે. હું તારા પગે પડું છું. મને જવા દે. મારા અને ઇશાન વચ્ચે કશું જ નથી.", આટલું બોલતા સંધ્યાએ ચીસ પાડી.

આ ઓડિયો કલીપ હકીકતે સંધ્યાએ જ બનાવી હતી. પહેલા જ્યારે તે ઘટાના ઘરે ઘટાની ખબર પૂછવાના બહાને તેનો અવાજ રેકોર્ડ કરીને લાવી હતી. ત્યારબાદ તેના જેવો જ અવાજ કાઢી શકે એવા વ્યક્તિ પાસે તેમણે આ રેકોર્ડીંગ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓટોટ્યુંનરની મદદથી એકદમ ઘટાનો જ અવાજ લાગે એ રીતે આખી કલીપ બનાવી હતી કે જેથી કરીને ઇશાનને સાબિતી આપી શકાય. એક નવા નંબર પરથી જ ઇશાનને આ ઓડિયો કલીપ મોકલવામાં આવી જેથી કરીને ઇશાનને ખબર નાં પડે.
સંધ્યાએ બધું જ પ્લાનિંગ સાથે કર્યું હતું. પોતાની નસ પણ પોતે જ કાપી હતી. પરંતુ એવી રીતે કાપી હતી કે જેનાથી મુખ્ય નસને કશું નુકશાન નાં થાય અને પોતાના કપાળ પર તેણે ધારદાર વસ્તુ વડે થોડું ઘસી નાખ્યું હતું જેથી ઈજા જેવું લાગી શકે અને ઘરમાં થોડો સામાન આડોઅવળો કરી નાખ્યો હતો.

આટલી ઓડિયો કલીપથી ઇશાન રોષે ભરાયો હતો. પરંતુ અત્યારે તો સંધ્યાની હાલત ખરાબ હતી એટલે ત્યાં રહેવું જરૂરી
હતું. ઘણું લોહી વહી જવાના કારણે ડોકટરે સંધ્યાને લોહી ચડાવાનું શરુ કર્યું હતું. અને સાંજ સુધી સખત આરામની જરૂર છે એવું કહ્યું હતું. આથી ઇશાન ઘરના નોકરને કડક સૂચનાઓ આપીને ઘરેથી નીકળી ગયો.

ઘટાના ઘરે જઈને જોયું તો ઘટા તો આરામથી સુઈ રહી હતી. ઇશાન ત્યાં જઈને બરાડી ઉઠ્યો
, "તે આ શું કર્યું ? કશું જાણ્યા વગર તે એનો જીવ લેવાની કોશિશ કરી ?" આટલું બોલીને ઈશાને ૩-૪ લાફા ચડાવી દીધા. ઘટા તો જાણે સ્તબ્ધ થઈને ઉભી હતી. કઈ પણ વાત કર્યા વગર જ ઘટા જોરથી બોલી, "ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ."

ઇશાન ફટાફટ ત્યાંથી નીકળી ગયો.

===***===***===

અંશુલે ઘડિયાળમાં જોયું તો સવારના ૪ વાગી ચુક્યા હતા. ઇશાનની વાતો સાંભળીને તેને બધો દારુનો નશો ઉતરી ચુક્યો હતો. ઈશાને આટલો દારુ પીધો હોવા છતાય આટલો સ્વસ્થ થઈને વાત કરતો હતો જાણે આ બધી મુસીબતોમાં દારુ પણ પોતાની અસર ગુમાવી બેઠો હોય. અંતે ઇશાન ઉભો થઈને મોઢું ધોવા માટે ઉભો થયો અને તરત જ સંધ્યાની ખબર પૂછવા માટે સંધ્યાના ઘરે જવા નીકળી ગયો. વહેલી સવાર હોવાથી સંધ્યા હજુ સુઈ રહી હતી અને આખી રાતનો ઉજાગરો હોવાના લીધે તે પણ ત્યાં બેઠો બેઠો સોફા પર સુઈ ગયો.

સવાર પડતા જ ડોક્ટર આવ્યા અને બધું ચેકઅપ કરીને કહ્યું કે હવે સંધ્યાને કશો વાંધો નથી. ફક્ત ઘરમાં જ હલનચલન કરવું હોય તો કરી શકે છે. કોઈ તકલીફ નથી. હું જે દવા આપું એ રેગ્યુલર આપતા રહેજો એટલે જલ્દીથી ઘા પર રૂઝ આવી જશે.

ડોક્ટર ઘરમાંથી બહાર જતા જ સંધ્યાએ ઇશાનને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે
, “મારે બહાર જવું છે. તારી જોડે વાતો કરવી છે. ચલ આપણે બહાર જઈએ.”

"ના ના, ડોકટરે નાં પાડી છે. આપણે ક્યાય નથી જવાનું. આરામ કરો શાંતિથી એટલે જલ્દીથી સાજી થઇ જઈશ. પછી જઈશું."

“નાં મારે અત્યારે જ જવું છે. ચલ તું.”, એમ કરીને સંધ્યા બેડ પરથી ઉભી થઈને રૂમની બહાર ચાલવા લાગી. કી-સ્ટેન્ડમાંથી કારની ચાવી લઈને સીધી જ કારમાં ગોઠવાઈ ગઈ.

આખરે ઈશાને હંમેશાની જેમ સંધ્યા સામે નમતું મુકવું પડ્યું અને ચુપચાપ ગાડીમાં ગોઠવાઈ ગયો. અને સંધ્યાએ ગાડી દોડાવી મૂકી.

૨ કલાકના લાંબા ડ્રાઈવિંગ બાદ સંધ્યા અને ઇશાન એક હિલ સ્ટેશન પર હતા જ્યાં પર્વતની ઉપરનાં ભાગે જ્યાં ગાડી લઇ જઈ શકાય એવી જગ્યાએ સંધ્યાએ ગાડી ઉભી રાખી અને બહાર નીકળીને આળસ મરડીને ગાડીના બોનેટ પર બેસી ગઈ.

ઇશાન પણ બેસી બેસીને થાકી ગયો હતો તેથી તે પણ બંને હાથ ફેલાવીને આળસ મરડીને શાંતિથી ઉભો રહી ગયો હતો.

"તને યાદ છે ઈશુ ? તું મારી તકલીફો દુર કરવામાં જેલમાં પણ જઈ આવેલો છે ?"

ઈશાને નીચું મોઢું રાખીને ડોક ધુણાવીને હા પાડી.

===***===***===

૧૦ વર્ષ પહેલા

આમ તો પ્રબોધ મહેતા સંધ્યા જ્યારે ૬ વર્ષની હતી ત્યારે જ વિધુર થઇ ગયેલા અને આ માં વિહોણી દીકરીને ઉછેરવામાં પ્રબોધભાઈએ કશું જ બાકી નહોતું રાખ્યું એટલા લાડપ્રેમથી ઉછેરી હતી. એવામાં જ સંધ્યાથી ૩ વર્ષ મોટા ઇશાનને પોતાના ઘરમાં લાવીને તો જાણે પ્રબોધભાઈએ સંધ્યા માટે બધું જ આપી દીધું હોય એવું થઇ ચુક્યું હતું.

ઇશાન સંધ્યાનું ખુબ જ ધ્યાન રાખતો. તેને સમયસર જમાડી દેતો
, તેની સાથે રમતો, તૈયાર કરીને સ્કુલે મુકવા જતો અને ત્યારબાદ તે પોતાની સ્કુલે જતો. જાણે બીજી માં હતી. ઇશાનના લાડકોડને કારણે સંધ્યા વધુ ને વધુ જીદ્દી થતી ચાલી. નાની નાની વાતમાં રિસાઈ જઉં, ગુસ્સો કરવો, ઝઘડો કરવો એવી કુટેવો હવે સંધ્યામાં આવવા લાગી હતી. ક્યારેક ક્યારેક તો સંધ્યાને મનાવવામાં પ્રબોધભાઈ પણ નિષ્ફળ જતા અને કોઈના કહ્યા બહાર રહેતી સંધ્યા આખરે ઇશાન જ્યારે થાળી લઈને તેની પાસે આવતો અને રોટલીનું બટકું સંધ્યાના મોઢા પાસે લઇ જઈને પ્રેમથી "જમી લે" એટલું બોલતા જ સંધ્યા હસીને જમવા લાગતી. પલભરમાં બધો જ ગુસ્સો ગાયબ થઇ જતો. ઇશાન વિના સંધ્યાને બે ઘડી માટે પણ હવે ચાલતું નહિ. ઇશાનનું વ્યસન થઇ ચુક્યું હતું સંધ્યાને. આખો દિવસ બસ ઈશુ ઈશુ ઈશુ. અને સામે ઇશાન પણ તેને એટલા જ લાડ પ્રેમથી રાખતો.

એક દિવસ પ્રબોધભાઈના ગામડેથી તેમના દુરના કઝીન ભાઈનો ૨૮ વર્ષનો દીકરો હિરેન આવ્યો હતો. તે અહિયાં શહેરમાં નોકરીની શોધ માટે આવ્યો હતો. ઘરમાં ખાવાપીવાની અમુક ચીજો લેવા માટે થઈને ઇશાન માર્કેટમાં ગયો હતો અને ઘરમાં ત્યારે સંધ્યા અને હિરેન સિવાય કોઈ પણ નહોતું. સંધ્યા પોતાના રૂમમાં બુક વાંચી રહી હતી. ત્યાં જ હિરેન આખા ઘરમાં ફરતો ફરતો સંધ્યાના રૂમ પાસે આવીને અટકી ગયો. તેનું ધ્યાન સંધ્યા પર ગયું.

એકદમ શોર્ટ્સ અને લુઝ ટી-શર્ટ પહેરીને સંધ્યા ઉંધી સુઈને કોઈક બુક વાંચી રહી હતી. ૧૪ વર્ષની ઉમર થઇ જવાને કારણે તેનામાં શારીરિક ફેરફારો પણ આવી ચુક્યા હતા એ જોઇને હિરેન પોતાના મગજ પરનો કાબુ ગુમાવી બેઠો અને સીધો જ સંધ્યાના રૂમમાં જઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો. હજુ તો સંધ્યા કશું સમજે તે પહેલા જ હિરેને સંધ્યાનું મોઢું દબાવી દીધું જેથી કરીને સંધ્યા કશું બોલી ના શકે અને બીજા હાથ વડે તેના શરીર પર અડપલા કરવા લાગ્યો. સંધ્યાએ વિરોધ કરવા માટે હાથ પગ ઉછાળ્યા પરંતુ હિરેનના મજબુત હાથો સામે તે હારી ગઈ. હિરેન હવે સંધ્યાના શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો અને ચુંબનો કરવા લાગ્યો હતો અને સંધ્યાની આંખોમાંથી દડ-દડ આંસુઓ વહી રહ્યા હતા.

હિરેનને ક્રોધ આવતા જ તે થોડો જોરથી સંધ્યા પર ચિલ્લાયો અને એને ધમકાવી. "જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ."

આટલું સાંભળીને સંધ્યા હવે ધરબાઈ ચુકી હતી. એટલી હદે ડરી ગઈ હતી કે તેનામાં હવે પ્રતિકાર કરવાની શક્તિ પણ નહોતી બચી.

થોડીવારે ઇશાન માર્કેટમાંથી ઘરે આવ્યો અને સામાન મુકીને સીધો જ સંધ્યાના રૂમમાં ગયો અને જોયું તો સંધ્યા ચાદર ઓઢીને સુતી સુતી રડી રહી હતી.

સંધ્યા ? શું થયું ? કેમ રડે છે ?

ઈશુ..... કહીને સંધ્યા દોડીને ઇશાનને ગળે વળગી પડી. ઈશાને તેને માથે હાથ રાખીને છાની રાખતા ફરી પાછુ રડવાનું કારણ પૂછ્યું.

સંધ્યા પૂરી રીતે ડરી ચુકી હતી એટલે તે કશું બોલી શકવાની હાલતમાં નહોતી એટલે ફક્ત એમ બોલી ગઈ કે "મને મમ્મીની યાદ આવે છે."

ઈશાને માંડ માંડ તેને શાંત પાડી અને સુવડાવી દીધી પરંતુ તેને કશુક અજુગતું લાગ્યું કે સંધ્યા આજે આવું શું કામ કરી રહી છે.

થોડા દિવસ આમને આમ જ ચાલ્યું
, સંધ્યા ગુમસુમ બેઠી રહેતી. કશું જ બોલતી નહિ અને ચુપચાપ પોતાના રૂમમાં બારણું બંધ કરીને ભરાઈ રહેતી. તેના ચહેરાનું નુર જાણે છીનવાઈ ગયું હતું. તે બીમાર રહેવા લાગી હતી. ઇશાનને ચિંતા થઇ ગઈ હતી કે શું કરવું ?કારણ કે સંધ્યા પણ કશું બોલી નહોતી રહી જેથી તેની તકલીફ શું છે એ સમજવી થોડી અઘરી થઇ પડી હતી.

એક રાત્રે ઇશાન પાણી પીવા માટે જાગ્યો અને ધ્યાન ગયું તો હીરેનને સંધ્યાના રૂમમાં જતા જોઈ ગયો. ઈશાને ધીમા પગલે જઈને જોયું તો હિરેન સંધ્યા પર જબરદસ્તી કરી રહ્યો હતો. આ જોઇને ઇશાન રોષે ભરાયો અને ટેબલ પર પડેલો ફ્લાવર-વાઝ લઈને સીધો જ હિરેનના માથામાં મારી દીધો અને હિરેન તમ્મર ખાઈને નીચે પડી ગયો. ઇશાનનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો એટલે તે હજુ પણ હિરેનને ઘુસ્તા અને પાટા મારી રહ્યો હતો. ત્યાં જ દીવાલ પર લટકાવેલી હોકી પર ઇશાનનું ધ્યાન જતા જ તે લઈને સીધી જ હિરેનના માથામાં ફટકારી દીધી. હિરેન તરફડીયા મારતો ત્યાં જ મોતને ભેટ્યો. હિરેનની લાશ પાસે લોહીનું ખાબોચિયું થઇ આવ્યું. હા
, ઈશાને હિરેનનું ખૂન કરી નાખ્યું હતું. એ પણ સંધ્યાની હાજરીમાં, સંધ્યાને બચાવવા માટે.

ખૂન કેસમાં પોલીસે ઇશાનને પકડી લીધો હતો. પરંતુ પ્રબોધભાઈની ઉંચી પહોંચને લીધે અને ઇશાનની ૧૮ વર્ષ કરતા ઓછી ઉમરનાં કારણે તેને કડક સજા નહોતી મળી. તેને પોલીસના રી-હેબીલીટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને ભણાવામાં આવતો અને સારા નાગરિક બનવાની તાલીમ આપવામાં આવતી. ઇશાન જેલમાં જતો રહ્યો હોવાથી સંધ્યા હવે જાણે સાવ જ મીણનું પુતળું બની ચુકી હતી. તે હવે રાતોરાત મોટી થઇ ચુકી હતી. તે હવે મુરજાયેલા ફૂલની માફક સંકોચાઈ ગઈ હતી. એ જોઇને પ્રબોધભાઈને તેની ચિંતા થવા લાગી હતી. આથી
, વાતાવરણ બદલવા માટે સંધ્યાને તેની નાની ફોઈ પાસે અમેરિકા મોકલી દેવામાં આવી હતી. જ્યાં તે યુવાનીમાં ઉછરી હતી અને સમય જતા થોડી નોર્મલ બનવા લાગી હતી. પરંતુ તે શારીરિક ફેરફારો વખતે જ તેના પર થયેલું આ શારીરિક શોષણ તેને આ બધી લગ્ન અને પ્રેમ અને સેક્સની વાતો પ્રત્યે અણગમો ફેલાવી ગયું હતું આથી તે વધારે લોકો જોડે વાતો નાં કરતી. આ બધા કારણો ઉપરાંત પણ જો કોઈ સાથે એકદમ નોર્મલ બિહેવ કરતી તો એ ફક્ત અને ફક્ત ઇશાન હતો કે જેનો સાથે અને પ્રેમ કાયમ સંધ્યાને પોતાના લાગતા. તે ઇશાનને મનોમન ખુબ જ પ્રેમ કરતી પરંતુ એ ઇશાન ક્યારે તેને સામેથી પ્રપોઝ કરે તેની રાહે હતી.

===***===***===

વર્તમાન સમય

શું છે સેન્ડી ? તું મને અહિયાં શું કામ લાવી છે ? બોલ તારે શું વાત કરવી હતી ?

તું મારી માટે બધું જ કરે છે. મારી ખુશી સચવાઈ રહે એવા બધા પ્રયત્નો તું હંમેશા કરતો રહે છે. મારી દરેક જીદને તું પૂરી કરે છે. મારી દરેક નાની નાની બાબતોને તું ધ્યાન રાખે છે, કાળજી લે છે. મારી જિંદગીના કોઈ પણ મહત્વના નિર્ણયો લેવામાં તું હમેશા જોડે જ હોય છે. પરંતુ શું હું તારી જિંદગીનો કોઈ નિર્ણય લેવામાં બોલી નાં શકું ?

"ઓફ કોર્સ બોલી શકે. શું થયું ? કેમ આવી વાતો કરે છે ?"

જો મને બોલવાનો હક હોય તો તું ઘટા સાથે સગાઇ તોડી નાખ. એ તને બરબાદ કરી નાખશે. તું એની સાથે ખુશ નહિ રહી શકે. તારા પર એ શક કર્યા કરે છે અને આજે તેણે મારી પર જાન લેવા હુમલો કર્યો છે. કાલે કદાચ તારો જીવ લેવાની કોશિશ પણ કરે.

ઘટાનું નામ સાંભળીને ઇશાન થોડો ગુસ્સે જરૂર થયો હતો પરંતુ સગાઇ તોડવાની વાત આવતા તે થોડો વિચારમાં પડી ગયો હતો. "પણ તે શંકાનું સમાધાન થઇ શકે છે સેન્ડી. તેને માત્ર કોઈ ગેરસમજ ઉભી થયેલી છે કે આપણી વચ્ચે કશું છે એમ પરંતુ એવું કશું જ નથી એટલે એને મનાવવી અઘરી નહિ પડે."

એ નહિ થાય, હું તને સાચું કહી રહી છું. ભલે આ સગાઇ પાપાએ કરાવી હોય, એ હું તેને સમજાવી દઈશ પરંતુ તું આ સગાઇ તોડી નાખ. મને આ તારો નિર્ણય યોગ્ય લાગતો નથી. હું તને હેરાન થતો નહી જોઈ શકું ઈશુ. પ્લીઝ મારી વાત માની જા.

"ના.. ના..", ઇશાન હળવેથી બોલ્યો.

સંધ્યા સીધી જ પોતાની કારમાં બેસી અને "છેલ્લી વાર બાય" એમ બોલીને ગાડીને ફૂલ રેસ આપીને જવા દીધી. સામે મોટી ખાઈ હતી તો પણ સંધ્યાએ પોતાની ગાડી તે બાજુ જ જવા દીધી હતી. સંધ્યા હવે પોતાનો જીવ દેવા જ જઈ રહી હતી અને ઇશાન જોઈ રહ્યો.

વધુ આવતા અંકે.