ઉર ઉરના સૂર
લેખક
ગોવિંદ બારોટ
અર્પણ
મારા વડીલ બંધુ અને અનેક સેવા સંસ્થાઓમાં સક્રિય કાર્યકર, કલાની કદર કરનાર અને કલાસખીઓને હૃદયના ઉંડાણથી માનસન્માન અદા કરનાર
શ્રી ગોવિંદભાઇ મણિલાલ બારોટ (કંથરાવી)ને સસ્નેહ તથા સાદર
પ્રસ્તાવના
સર્જક ગોવિંદભાઇ એક વ્યક્તિ તરીકે સભર છે. તેમનું સાહિત્ય સરળ છતાંય સમય સાથે નવા વિચારોને આગળ ધપાવનારું છે. શબ્દોના ચાવીમાં વાક્યોના વળાંકમાં સહજ રીતે સાવધકામ છે.
શિક્ષણ, સાહિત્ય અને સંગીતને વરેલા ગોવિંદભાઇ બારોટની પ્રથમ મુલાકાત સ્પર્શી ગયેલી. છેલ્લા ૧૨ વર્ષમાં મે જોયું કે, તેઓ શિક્ષકમાંથી સાહિત્યજીવ બની વાચકોને સાહિત્યરસ પીરસી રહ્યા છે. આ સાહિત્યમાં પોતાના અનુભવોને કાલ્પનીક સૃષ્ટિમાં વણી લેવાં સુંદર પ્રયાસ કર્યો છે.
ગોવિંદભાઇમાં ગજબની તાકાત છે. ‘ગોડ ગિફ્ટ’ની વાત કરું તો તેઓ હાથ ઉપર ૧૦૦ મીટર ચાલી શકે છે. આંખના પલકારામાં વાક્ય રચનાના શબ્દો ગણી શકે છે. ઉંધુ બોલી શકે છે. (તમે જે વાક્ય બોલો તેના પ્રત્યેક શબ્દને ઉલ્ટાવી શકે છે.) અને આ વિશેષતાના કામણે તેઓ દુરદર્શન, ટી.વી.નાઇન, ઇ.ટી.વી. જેવી ચેનલોમાં પણ ચમકી ચૂક્યા છે.
નવલકથા, નવલિકા, કાવ્યો અને નિબંધમાં માહિર ગોવિંદભાઇએ મહેસાણીશૈલીમાં સંગઠિત ગીતોનો વિડિયો આલ્બમ તૈયાર કર્યો છે. ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોડ’માં પોતાની ‘ર્ય્ઙ્ઘ ય્ૈકં’ ને સમાવવા રજીસ્ટ્રેશન પણ કર્યું છે.
ખંભાતના પ્રતિષ્ઠિત જાગૃતિ સાપ્તાહિકમાં તેઓ લાંબા સમય સુધી હજારો વાચકોને નવલકથાનો રસ પીરસતા રહ્યા છે. તેમનાં કાવ્યોને રાજ્યના પ્રતિષ્ઠિત મેગેઝિનોમાં પણ સ્થાન મળેલ છે.
શ્રી ગોવિંદભાઇએ સામાજિક કૌટુંબિક પરિવેશની ચોટદાર અને લાગણીઓથી ભીંજાયેલી નવલકથાઓ આપી છે. તેમની વર્ણનશૈલી અને વળી પ્રસ્તુત કરવાની અત્યંત આકર્ષક છતા એક અદ્ભૂત કૌશલ્ય છે, એક આગવી શૈલી છે. તેમની વિચક્ષણ અને તરવરાટવૃત્તિ જ સાહિત્યના ખેંડાણ કરાવી રહી છે. તેમનાં લખાણોમાં જડતા, શુષ્કતા કે નીરસતા જોવા મળતાં નથી.
તેમનાં કથાનકોમાં ક્યાંય લાગણીવેડા કે સ્ત્રી પુરુષ સંબંધોની અતિશયતા નથી, પરંતુ વનમાં એમ જ ઊગેલા હરિયાળા વાંસમાં છૂપાયેલા સૂરો જેવા ગર્ભિત અર્થો અને માનવ સહજ વૃત્તિઓને ઝીણી નજરે જોવાનો કલાપરક અભિગમ છે.
ગોવિંદભાઇની કૃતિઓમાં ભાષાના આડંબર અને નાહકના નાયકને સ્થાને સાદગી જોવા મળે છે. તેઓ ઘટના તત્ત્વમાં માનનાર લેખક છે. સાહિત્યને શોખ માનીને તેઓ સર્જન કરે છે અને એટલા જ ખંતથી તેઓ સમાજસેવા પણ કરે છે. ગરીબ બાળકોની પડખે ઊભા રહી સાચા શિક્ષક સાહિત્યકારને શોભે તેવી પ્રવૃત્તિથી હું જ નહીં ખંભાતીયો પણ વાકેફ છે.
ગોવિંદભાઇને મિત્ર તરીકે તથા સહપંથી તરીકે હૃદયપૂર્વક અભિનંદનાં એટલું વાંચ્યું છે કે, તેની અડગતા, નિડરતા, પારદર્શકતા અને અનેકવિધ અન્યાયો સામે લડવાની પરમશક્તિ ચિરંજીવ બની રહે અને તેમની કલમ સમાજના લાચારો, નિઃસહાયો, પીડિતો, શોષિતો અને અન્યાયોથી સિસકતા માનવીઓની તારણહાર બની રહે. તેઓની સફળતા સાહિત્યીક પાત્ર વધુ વેગવંતી બની શકે તેવી અભ્યર્થના.
લેખકીય
“ઉર ઉરના સૂર” નવલ કથા તથા ટી.વી. ક્ષેત્રે પ્રેરણા આપનાર ગોરેલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી. ડૉ.રમેશભાઇ સોલંકી સાહેબને યાદ કરી લઉં છું. શ્રી શૈલેષભાઇ રોઠેડે મારો પરિચય અંતરથી આપ્યો. તેમનો પણ આભાર. એમ.એમ.સાહિત્ય પ્રકાશક શ્રી યાકુબભાઇને પણ મારી વિશેષ સ્મૃતિ.
ગોવિંદ બારોટ
ગામ કંથરાવી, તા. ઊંઝા,
જિ. મહેસાણા.
લેખકના અન્ય પુસ્તકો
૧. પ્રેમ સુમનની સુરભી - નવલકથા
૨. સ્વપ્નમાલા - નવલકથા
૩. અભિસારિકા - નવલકથા
૪. કંથરાવીનો નાથ કંથડીનાથ
૫. પ્રયાણ - કાવ્ય સંગ્રહ
૬. પ્રકીર્ણ હિન્દી અને સંસ્કૃત સાહિત્ય - પ્રકીર્ણ
“ઉર ઉરના સૂર”
પ્રકરણ : ૧
બાવીસ વર્ષની ઉંમરે પહોચેલી સપના લગ્નવયે પહોંચી હતી. એક કોડીલી કન્યા પોતાના ઘરમાં સુંદર, સંસ્કારી અને પ્રતિભાશાળી યુવાનનાં સપનાં સજાવતી હતી. તેના મનોરથ ઘણા ઊંચા હતા. બી.એ. અંગ્રેજી વિષય સાથે પાસ કરીને પોતાની પ્રતિભાને વિકસાવી હતી. પોતે સ્વરૂપવતી, નમણી, શરમિંદા સ્વભાવની અને કામણગારી યુવતી હતી. હૃષ્ટપુષ્ટ કાયા ધરાવતી આ યુવતી સૌંદર્યની અનુપમ સામ્રાજ્ઞી હતી. ભલભલાને આંજી નાખે તેવી યુવાનીમાં પોતાનું રૂપ તેની યુવાસમૃદ્ધિની ચાડી ખાતું હતું.
આજે તેને જોવા માટે એક છોકરો આવવાનો હતો. જાણીતાં સમાજસેવિકા સીમાબેન ઉપાધ્યાય મારફતે તેના સગપણની વાતચીત કરવાની હતી. બંધ બારણે પોતાના પિતા ગૌતમભાઇ પટેલ તેમજ માતા લક્ષ્મી બહેન સાથે વાતો કરતી બેઠી હતી.
“સપના, મને સમજાતું નથી કે આ સીમાબેન જે છોકરાને લઇને આવવાનાં છે કોણ છે, ક્યાંના છે તે વાત આપણને જણાવતાં કેમ નથી?” ‘એક છોકરો છે.’ એમ કહી છોકરાની ઓળખાણ પિછાણ કેમ આપતાં નથી?” ગૌતમભાઇએ પ્રશ્ન કર્યો.
“તમને ખબર, તમારો સીમાબેન સાથે મારા કરતાંય વધુ અને જૂનો પરિચય છે. ભલે આવે ત્યારે જોઇ લઇશું. જોયા વિચાર્યાં વિના તો પસંદગી થવાની નથી ને?”
એટલામાં તો ડોરબેલ રણકી ઉઠ્યો. સપનાએ બારણું ખોલ્યું. એક બાવીસેક વર્ષના જણાતા ઘાટીલા યુવાન સાથે સીમાબહેને પ્રવેશ કર્યો.
સપનાનાં માતા પિતાએ તેમનું સ્વાગત કરી તેમને ખુરશી આપી બેસાડ્યાં.
અત્યાર સધી સપનાએ ચાર પાંચ છોકરા જોયા હતા. પણ તેને એકેય પસંદ પડ્યો ન હતો. આવેલ યુવાન તેને પહેલી નજરે મનમાં વસી ગયો. તેને એવું લાગ્યું કે આ યુવનના સામાન્ય પરિચય અને કૌટુંબિક વિગતો સિવાય વધુ કંઇ જાણવું જરૂરી નથી. બસ, તેના ચહેરા પરથી નિખાલસતા અને પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ જ પસંદગી માટે પૂરતાં છે.
“સપના, હું તારી મમ્મી અને સીમાબેન જરા ઉપરના ખંડમાં જરૂરી વાતો કરવા જઇએ છીએ. તમે બંન્ને પરિચય અર્થે વાતચીત કરીલો.” ગૌતમભાઇએ તેમને એકાંતની તક આપવા કહ્યું.
તેઓ ઉપરના ખંડમાં ચાલ્યાં ગયા. સપના થોડીવાર મૌન રહી.
“આપનું નામ તો મેં સીમાબેન મારફતે જાણ્યું. પણ વિશેષ પરિચય માટે આતુર છું. મારું નામ તુષાર પટેલ છે. મારા પિતાજી શ્રી રોહિતભાઇ પટેલ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના મેનેજર છે.”
“હા, આ જીવનમાં મેં અનેક માણસો એવા જોયો છે, જે નામથી પરચિય આપે છે અને એ જરૂરી તો છે જ પણ નામની સાથે સાથે એમના કામનો પરિચય થાય એ જરૂરી છે.” સપનાએ વિશેષ પરિચયની આશા વ્યક્ત કરી.
“સપના, તમે કામની વાત કરો છો પણ મારું કામ હવે શરૂ થશે. જીવનમાં પોતના માટે કંઇક કરવું એ અગત્યનું નથી, પણ અન્યના માટે આહુતિ આપવી એ ધન્યતા સમજુ છું. આવું એક સંસ્કારી પત્નીની મદદથી જ વધુ શક્ય છે એટલે જ સરસ્વતીચંદ્રને સંસારી બનવાનો કુમુદે આગ્રહ કર્યો હતો.”
“તો શું તમે તમારા જીવનસાથીની પસંદગી કરી લીધી?”
“હા.”
“ત્યારે હું પણ આપની સાથે રહી જીવનની લીલીસૂકી અનુભવી સ્નેહસાગરનું મોજું બનવા માગું છું.”
સપના અને તુષાર પરસ્પર હાથ મિલાવ્યા. એક બીજાની સાથે ભૌતિક કરાર તો થયા પણ હૃદયમાંથી સ્નેહ સરવાણી છલકાઇ ત્યારે બંન્ને ભીંજાઇ ગયાં.
થોડીવાર સામાન્ય વાતચીત કરી બંન્ને નીચે આવ્યાં, ત્યારે સીમાબેન જવાની તૈયારી કરતાં હતાં.
“મારે ભગિની સમાજ”ના ખાસ કામે ગામડે જવાનું છે. આ તો જરાક સમય મળ્યો એટલે નીકળી હતી.” એમણે પોતાની સેવાસંસ્થા ભગિની સમાજ વિશેની નિષ્ઠા વ્યક્ત કરી.
તુષાર અને સીમાબેન બંન્ને નીકળવાની તૈયારી કરવા લાગ્યા. જતાં જતાં તુષારે એક નજર સપના પર ફેરવી લીધી. સપનાએ પણ “આવજો” કહીને તેમની વિદાયને વધાવી લીધી.
ગૌતમભાઇ, લક્ષ્મીબેન અને સપના બે જણાંને વળાવતા સુધી આશિષ સોસાયટી દરવાજા સુધી ગયાં. એક રીક્ષામાં તુષાર અને સીમાબેન બેસી ગયા. અને થોડીવારમાં તેઓ રવાના થઇ ગયા.
પોતાના ઘર તરફ વળતાં ગૌતમભાઇએ પોતાના પત્નીને પૂછ્યું - “લક્ષ્મી, તને આ છોકરો કેવો લાગ્યો?”
‘‘પૂછો સપનાને.’’
અને સપના શરમાઇ ગઇ.
ઘર આવ્યું. અંદર પ્રવેશ કર્યો ત્યારે ટેલિફોનની ઘંટડી રણકતી હતી.
ગૌતમભાઇએ રીસીવર ઉપાડ્યું.
“હેલો, હું રોહિતભાઇ બોલું છું.”
“હા, આપ તુષારના પપ્પા ને!”
“હા.”
“બોલો, શું કામ હતું?”
“તુષારની સાથે મારે વાતચીત કરવી છે. આતો જરૂરી કામ હતું એટલે વાત કરવી છે. સીમાબેને મને તમારો નંબર આપેલો હતો. એટલે ફોન પર વાત કરવાની ઇચ્છા થઇ.”
“એ તો નીકળી ગયા.”
“તો ખોટું ન લગાડતા. હમણાં જ મને સમાચાર મળ્યા કે મારા મોટા પુત્રનું સગપણ તૂટી ગયું છે એનું બીજે ન થાય ત્યાં સુધી તુષારનું નક્કી કરી શકીએ તેમ નથી. દિલગીર છીએ.”
ફોન કટ થઇ ગયો. ગૌતમભાઇને તો આ વાતની ખાસ અસર ન થઇ પણ સપનાને એમણે આ સમાચાર કહ્યા ત્યારે તેના માથે વીજળી પડી. તેની આંખમાંથી આંસું નીકળી ગયાં.
પ્રકરણ : ૨
સપનાને જે કંઇ અનુભવ થયો તેનો આઘાત શમે તેવો ન હતો. યુવાનીનાં અરમાનોના એકાએક ચૂરેચૂરા થઇ ગયા ત્યારે તે ભાંગી પડેલી હતી. પલંગમાં સૂતાં સૂતાં તેને તુષારની યાદ આવી ગઇ પણ વિચારવા લાગી કે એ બધું યાદ કરવું એ વ્યર્થ છે. કારણ કે જીવનમાં પામવા જેવી ચીજ હાથમાંથી છટકી જાય ત્યારે ફરી પ્રાપ્ત થાય કે ન થાય તે નિશ્ચિત નથી. એટલે હવે ન ભૂલવું હતું તો પણ ભૂલી જવું તેમાં જ ડહાપણ અને મહાનતા છે.
હવે સપના માટે એક એવો દિવસ ઊગ્યો કે એ દિવસે એને પોતાના વતન કલ્યાણપુરમાં જવાનું હતું. કલ્યાણપુર અમદાવાદની ઉત્તરે ત્રીસ કિલોમીટર દૂર હતું. અને સપના વતનમાં જાય એટલે કુદરતના સાન્નિધ્યમાં કોઇ આસમાનની ભવ્ય અને દિવ્ય પરીનાં કામણ લઇ ઉભેલી મસ્ત માનુની સમું રૂપ ધારણ કરતી હતી.
માતા પિતાનું એકનું એક સંતાન હોવાથી તેને ખૂબ લાડકોડથી ઉછેરવામાં આવી હતી. એટલે જ તેને પોતાના પિતા સાથે લઇ જતા. મા બાપ અને પ્યારી પુત્રી સવારના દશેક વાગે પોતાની કારમાં કલ્યાણપુર ઉતરી પડ્યાં.
શેરીના નાકેથી જ ગીત ગાતો ગાતો એક ભિખારી શેરીના મધ્યભાગમાં આવેલા સપનાના ઘર તરફ આવતો હોય છે, તેની સાથે પંદરેક વર્ષની એક છોકરી થોડાંક ફાટેલાં વસ્ત્રો પહેરેલી જણાય છે. સપનાએ ભિખારીનું ગીત સાંભળવા ઘરની બહાર આવી. તેની નજર પેલી છોકરી પર પડી. તેના સમજુ હૃદયે તાત્કાલિક જ કબૂલ કરી લીધું કે રૂપ માત્ર પોતાનામાં જ નથી પણ કાદવમાં જેમ કમળ ખીલે છે તેમ પેલા ભિખારીને ટેકો આપતી એ કોમલાંગી કન્યામાં પણ છે. ભિખારી ગાતો હતો. “તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દેરે ઝોલી,” પણ એક બે કૂતરાં તેને જોઇને ભસવા લાગ્યાં.
શેરીની કેટલીક સ્ત્રીઓ તેને ‘આગળ જા’, ‘આગળ જા’, એમ કહી તેને તિરસ્કાર દર્શાવતી હતી. પણ તે જ્યારે સપનાની નજીક આવ્યો ત્યારે તેની લાચાર આંખો અને સપનાની આમી ભરી દૃષ્ટિ એક થયાં ત્યારે તેની આશાના કિરણો ઉગ્ર બન્યાં.
ગીત પૂરું થયું, ત્યારે ભિખારી બોલ્યો, “બહેન, મારો એક હાથ કપાયેલો છે. હું મારી આ પુત્રી માટે રાત દિવસ મહેનત કરું છું પણ મને ગુજરાન ચલાવતા ફાંફાં પડી જાય છે.”
“આવો, આ ઓટલા પર બેસો.” સપનાએ તેમનું સ્વાગત કર્યું.
તેની આ અતિથિ સત્કારની ભાવના જોઇ તિરસ્કાર દર્શાવતી સ્ત્રીઓનો ભાવ બદલાઇ ગયો. અને થોડી જ વારમાં ચાર પાંચ સ્ત્રીઓ તેની પાસે આવીગઇ. મહોલ્લામાં તેને જોઇને ભસતાં કૂતરાં બંધ થઇ ગયાં. ભિક્ષુક અને પુત્રી ઓટલા પર બેસી ગયાં.
“કાકા, હું તમને વધારે તો કંઇ આપી શકું એમ નથી પણ આ છોકરી માટે હું વસ્ત્રો આપીશ તે સ્વીકારી લેજો.”
“ભલે.”
સપના ઘરમાંથી વસ્ત્રો લઇ આવી તેને આપવા લાગી.
“બહેન, ઊભાં રહો. મારી છોકરી તમને સરસ મજાનું ગીત સંભળાવે પછી હુંવસ્ત્રો લઇશ. હું ભલે ભિક્ષુક છું પણ હું મારી મહેનતનું લઉં કે ખાઉં તેમાં મને આત્મસંતોષ થાય છે.”
“ભલે.” સપનાએ ગીત સાંભળવાની તૈયારી દર્શાવી.
છોકરીએ ગીત ઉપાડ્યું.
“મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો,
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો,
હે....એવો રાધાને નંદનો કિશોર
એવો મારો સાંવરીયો
મારા તે...”
સપનાનો છોકરીનો મધુર કંઠ માણીને તેમાં આસક્ત બની ગઇ.
તેણે છોકરીના હાથ પકડી લીધા. નાજુક કળીના હૃદયને એક સ્ત્રીએ સન્માન આપી સથવારો આપ્યો. તેથી આ બાળકીની આંખોમાં આંસુ આવી ગયાં. લાગણીનો સાગર છલકાય ત્યારે નીરસાગર ખરેખર શરમાતો નથી શું?!
“બેન, તું અત્યારે જ મારી બાજુના રૂમમાં જઇ આ વસ્ત્રો બદલી લે. અને કાકા લો આ દશ રૂપિયા.”
ભિખારીએ પૈસા લઇ લીધા. હવે તે ભિખારી રહ્યો નહીં. તે એક કલાકાર છે ગવૈયો છે એવું સપનાના હૃદયે માની લીધું.
છોકરી વસ્ત્રો બદલવા રૂમમાં ગઇ.
“બેન, તમારા દશ રૂપિયા એળે નહીં જાય. એમાંથી હું એક સરસ અને સારી વાંસળી ખરીદીશ. તમારા શુકન થયા છે તો હું ચોક્કસ સુખી થવાનો. ભગવાન તમને સુખી રાખે.”
“કાકા, તમારી કલા માણીને સૌ પ્રસન્ન થઇ ગયાં છીએ. તમે ક્યાં રહો છો?”
“બેન, હું બાજુના ગામ ધરમપુરથી આવું છું. ત્યાં એક નાની ઝૂંપડી છે. તેમાં અમે રહીએ છીએ.”
“ગમે ત્યારે તમને હું આગળ લાવવા કોશિશ કરીશ. મારું નામ સપના છે. આમ તો અમે અમદાવાદમાં રહીએ છીએ. પણ અવારનવાર અહીં આવીએ છીએ.”
“બસ, મને આટલો સહારો મળ્યો તેથી હું ખુશ છું. બાકી અમારા આ રખડપટ્ટીના કામમાં અમે અનેક માણસોનાં અપમાન પણ વેઠી ચૂક્યાં છીએ. છતાં અમે સૌનું ભલું થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અમારો સાચો ધર્મ એમાં છે. મારું નામ ચરણદાસ છે. અનાથાશ્રમમાંથી છૂટા થયેલા મને મારી જ્ઞાતિની ખબર નથી.
આટલું સાંભળીને પેલી સપનાની પાસે ઊભેલી જે સ્ત્રીઓ “આગળ જાઓ” કહી થોડીવાર પહેલાં તિરસ્કાર દર્શાવતી હતી તે શરમાઇ ગઇ. પેલો કલાકાર ઓટલા પરથી ઊભો થયો.
થોડીવાર પછી પેલી છોકરી વસ્ત્રો બદલીને પાછી આવી. નવાં પંજાબી વસ્ત્રોમાં લપેટાયેલી એની કાયા સુડોળ, નયનગમ્ય અને રમણીય લાગતી હતી. સપના અને બીજાં બધાં તેને આવા સ્વરૂપમાં જોઇ અવાક્ બની ગયાં.
“બેટા, રૂપા તને ભગવાને નહીં પણ સપના બહેને એક નવો અવતાર આપ્યો. ભલે આપણે બ્રાહ્મણ છીએ પણ આ ગરીબી આપણને વળગી પડી છે. ત્યાં સ્નેહ અને હિંમતનું દાન કરનારી યુવતીને હું દાદ આપું છું.”
આટલું કહેતાં તેની આંખો ભીની થઇ.
સુંદર મુખાકૃતિ અને ચંદ્રમાનું તેજ ધારણ કરતી રૂપા આજે નવીનતા ધારણ કરીને ઊભી હતી. પિતાપુત્રી હવે ત્યાંથી નીકળવાની તૈયારી કરવા લાગ્યાં.
“ચાલો, રૂપા આપણે આપણા મારગે...”
પિતાની સાથે નવપલ્લવિત બનેલી ધરતીનું સૌંદર્ય ધારણ કરતી રૂપાના હાથમાં હજુ પેલી જૂનાં વસ્ત્રોની થેલી હતી. જે જૂનાં વસ્ત્રો એની મોહક અને ચંચળ કાયાને ઢાંકતાં હતાં તે એક નાનકડી થેલીમાં લપેટાયેલાં પડ્યાં હતાં. રૂપાએ એ વસ્ત્રોને સાથે લઇ લીધાં. એનો પણ મોહ કેવો અને કેટલો એ ધનિક માણસને ખબર પડે ખરી?!
પ્રકરણ : ૩
સવારના સાતેક વાગ્યાના સમયે એ આધેડ વયના સદ્ગૃહસ્થ આળસ મરડીને પથારીમાંથી ઊભા થાય છે. એ છે રોહિતભાઇ પટેલ. એક નાનકડું દવાખાનું લઇ અમદાવાદના વાડજ વિસ્તામાં જીવન વીતાવતા એક ડોક્ટર છે.
પોતાના મોટા પુત્ર નટવર મોટા પુત્ર નટવરનું સગપણ એક મધ્યમવર્ગના, પરિવારમાં કર્યું હતું. માંડ તેનું ઠેકાણું પડ્યું હતું અને ત્રણ ચાર મહિનામાં તો તે તૂટી ગયું. તેના લીધે તેઓ તુષારનું પણ સપના સાથે ગોઠવી શક્યા નહીં. એમને ડર હતો કે નાના પુત્રનું થાય અને મોટા પુત્રનું સગપણ ન થાય તો પછી પાછળથી મોટાનું નક્કી કરતાં ઘણી તકલીફ પડે છે. પોતાનો મોટો પુત્ર નટવર હજુ પરિપક્વ અને જવાબદાર થયો ન હતો. તે આડાઅવળા ધંધા કરી ઘરનાંને તેમ જ બહારના લોકોને રંજાડતો હતો. રોહિતભાઇએ તેને સુધારવા ઘણા પ્રયત્નો કર્યા પણ ધૂળધાણી....
ઉપરાંત બે ભાઇઓથી નાની પુત્રી વિભા પણ ગાંડીતૂર બની ગયેલી, પર્વત પરથી ઉતરતી ઉચ્છૃંખલ નદીનું ચાંચલ્ય ધરાવતી કેટલીક છોકરીઓના કુસંગથી ઉચ્છૃંખલ બની ગઇ હતી. આ ચિંતા પણ તે કોઇને કહી શકતા ન હતા. રમીલાબહેન પણ પોતાનાં આ સંતાનોને ઘણું ઘણું સમજાવી ચૂક્યાં હતાં પણ પથ્થર ઉપર પાણી....
વિભામાં રૂપ પ્રમાણે ગુણ ન હતા. રૂપને શું કરવાનું જ્યાં રૂપ જ મા બાપને સંતાપ આપે અને શીતળ ન કરી શકતું હોય તો તેની સાર્થકતા શી?
બરાબર આઠ વાગે ડોરબેલ વાગતાં વિભાએ બારણું ખોલ્યું. એક સત્તાવીસ અઠ્ઠાવીસને ઉંમરના યુવાને પ્રવેશ કર્યો. હાથમાં રહેલું પુસ્તક તેણે ટેબલ પર મૂક્યું. એ હતા પ્રોફેસર વિભાકર પટેલ. વિભાને તે અંગ્રેજી ભણાવવા હોમવિઝિટ કરતા હતા. ટી.વાય.બી.એના અભ્યાસ માટે આટલી સગવડ રોહિતભાઇએ વિભા માટે કરી હતી જેથી વિભાને સંસ્કાર અને શિક્ષણ બંન્ને મળે.
અભ્યાસ માટે નક્કી કરેલ ખંડમાં પ્રોફેસ વિભાકર અને વિભા વિદ્યાભ્યાસ માટે પ્રવૃત્ત થઇ ગયાં.
બરાબર નવના સમયે ટ્યુશન પૂરું થતું. કલાક બાદ વિભાકર જતા રહેતા.
“સર! આજે તો ભણવામાં મારું ધ્યાન નથી. કોઇક વાર્તા કહો ને!” વિભાએ બેધ્યાનપણું વ્યક્ત કર્યું.
“જો વિભા મારું કામ તને ભણાવવાનું છે તને સુધારવાનું નહીં. પણ ભણવાના બદલે બીજી વાતોમાં તારું ધ્યાન વાળવામાં મદદ કરવી એ મારું કામ નથી. મારું કામ હવે તને સુધારવામાં બગડે નહીં તેનું ધ્યાન રાખજે.”
“પણ....”
“પણ બણ કંઇ નહીં.”
“સારું સર, ભણાવો પણ મને પ્રશ્નો ન પૂછતા. તમે જે કંઇ કહેશો તે સાંભળી લઇશ.”
“એ તારે મને સમજાવવાની જરૂર નથી. મારે શી પદ્ધત્તિથી ભણાવવું તે મારે જોવાનું છે. મારા કામમાં તારે દખલ કરી મને કાર્ય વિમુખ બનાવવાની કોશિશ ન કરવી જોઇએ. આળસ ચડી હોય તો એક મિનિટનો સમય આપું છું. આંખોમાં પાણી છાંટીને ચહેરો પણ ધોઇને આવ.”
“સારું.”
અને વિભા અભ્યાસખંડમાંથી બહાર નીકળી.
“કેમ વિભા, હજુ આંટા મારે છે. ભણતાં ભણતાં ય વચ્ચેથી ઊઠીને ટહેલવાની ટેવ ગઇ નથી?” રોહિતભાઇ બોલી ઊઠ્યા.
“આ તો જરા આંખમોં ધોવા આવી હતી. સરની રજા લઇને આવી છું.”
વિભા બાથરૂમમાં ગઇ અને થોડીવારમાં પાછી વળી ગઇ. પાછી તે ભણવામાં પ્રવૃત્ત થઇ ગઇ.
“સર, તમે કહ્યું તે પ્રમાણે હું ધ્યાનથી ભણીશ. પણ મને દશેક મિનિટ વહેંલી છોડશો? મારે ખાસ કામે બહાર જવાનું છે.”
“વળી પાછી...” પ્રોફેસર ગુસ્સે થયા.
“પ...ણ”
“પણ બણ કંઇ નહીં, કહ્યું ને?”
“સારું.”
ફરી એક વાર વિભાકરે ભણાવવાનું શરું કર્યું. બરાબર નવ વાગે તેઓ ઘર તરફ રવાના થઇ ગયા.
વિભાએ નોટબુક ટેબલ પર પછાડી બહાર જવાની તૈયારી કરવા અરીસા તરફ દોડી. જલદી જલદી વાળ સરખા કરવા લાગી. ચહેરા પર ઝટ પટ વધારે ને વધારે સુંદર બનવાનાં પ્રસાધનોનો ઝેરી ઊપયોગ કરવા લાગી.
“પપ્પા! મારે થોડાં પુસ્તકો ખરીદવાં છે. તો હું બજારમાં જઇને થોડા સમયમાં જ પાછી આવું છું. જાઉ ને?”
“ના.” પપ્પા એની ચાલ સમજી ગયા હતા.
“એક બાજુ તમે મને ભણાવવાની મોટી મોટી વાતો કરો છો. પ્રોફેસર બોલાવીને મને પોપટ જેવી કરવાની હોશ ધરાવો છો અને બીજી બાજુ પુસ્તકો ખરીદવાની ના પાડી તમે તમારા વિચારોનું જ ખંડન કરો છો.”
“જો છોકરી વધારે ચાલાકી કરવાની જરૂર નથી. હમણાં તુષાર આવે એટલે તેની સાથે તું પુસ્તકો ખરીદવા જઇ શકે છે. એટલે દૂર અમે તને એકલી મોકલવાના નથી.”
“પપ્પા, એને તમે બહાર નથી જવા દેતા એટલે એના પર તમને વિશ્વાસ નથી એમ ને?” વચ્ચે નટવર કૂદી પડ્યો.
“તું તારું કામ કર. તારું પોતાનું જ ઠેકાણું નથી અને તું આ છોકરીને પ્રોત્સાહન આપવા બેઠો છે? અમારી વાતમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી.” રોહિતભાઇનો ગુસ્સો વધ્યો.
“સારું, હું નહીં બોલું પણ મને એટલું કહેવા દો કે કોલેજમાં તમે ક્યાં સાથે જાઓ છો?”
“નટવ....ર, જો વધુ બોલીશ તો તારે આ ઘરની બહાર નીકળી જવું પડશે. સમજી લેજે.”
અને નટવર તો ચૂપ થયો. પણ વિભા કહેવા લાગી. “પપ્પા, તમારું કહેવું એમ છે કે હું કોઇ આડાઅવળા કામે જાઉં છું? તો પછી હું ભણવાનું જ છોડી દઇશ. અને પછી મને એક રૂમમાં પૂરી રાખજો”
રમીલાબહેનથી રહેવાયું નહીં એટલે તે બોલી ઊઠ્યાં, “ખબરદાર, ચિબાવલી! તું કોની સામે બોલે છે તે તને ભાન છે? હવે સમજી લે જે કે આ ઘરમાં તારે ચૂપ રહેવું પડશે. તારા પર હજુ સુધી હાથ ઉપાડ્યો નથી. એટલે એમ ન સમજતી કે બધાં તારાથી ડરી ગયાં છે. આ બધાં ચેનચાળા ભૂલી જા. નહિતર જોયા જેવા થઇ જશે.”
વિભા સમજી ગઇ કે હવે મમ્મીનું ત્રીજું નેત્ર ખુલવાની તૈયારી છે એટલે તે ચૂપ થઇ ગઇ.
રોહિતભાઇ થોડીવાર પછી પોતાના દવાખાના તરફ જવાની તૈયારી કરવા લાગ્યા. રમીલાબહેન પણ થોડું થોડું બબડતાં બબડતાં ઘરકામમાં પરોવાઇ ગયા. વિભા પોતાના અભ્યાસખંડ વાંચવાનો ઢોંગ કરતાં કરતાં વિચારોના વાદળોમાં ઢંકાઇ ગઇ.
રોહિતભાઇ આજે બહુ બેચેન થઇ ગયા હતા. એમને સમજાઇ ગયું કે સંતાનને બહુ લાડકોડથી ઉછેરવામાં મજા નથી. ઘણા દિવસથી હેરાન થતા તે આજે વિચાર કરવા લાગ્યા કે વિભાનું વર્તન ઘરના વાતાવરણથી નહીં બહારના વાતાવરણથી બગડ્યું લાગે છે. એ ક્યાં જાય છે, કોની સાથે સોબત ધરાવે છે અને પછી ઘરમાં એની અવળી અસર ઉપજાવે છે. એ બધું જાણવા સમજવાના દિવસો પાકી ગયા છે. છોકરીને ગમે તેમ કરી સુધારી લેવી એ માતા પિતાની નૈતિક ફરજ છે. હવે વિભા સાથે જીભાજોડી કરી એટલે તે સુધરી ગઇ તેવું માનવાની જરૂર નથી. તેના વર્તનનું રહસ્ય જાણવું હોય તો તેને બહાર જવાની જરૂર છૂટ આપવી અને તુષાર મોર્નીંગવોક કરીને પાછો આવે એટલે તેનો પીછો કરવો. ક્યાં શી ખોડ છે તેને જાણવી હોય તો આજે તેને બહાર જવાની તક આપી દઉં.”
અને...થોડીવાર પછી તેમણે વિભાને બોલાવવાનો વિચાર કર્.
“વિભા....”
પણ વિભાએ વળતો જવાબ ન આપ્યો. અનુત્તર રહેલી વિભાને ગમે તેમ કરી આજે એને બહાર મોકલી જ દઉં એમ વિચારી તેઓ તેના ખંડમાં ગયા.
“જો વિભા, મને વિશ્વાસ છે કે મારી પુત્રી કામ સિવાય બહાર જાય નહીં. પણ તું તો મારો સ્વભાવ જાણે છે ને કે મને બોલવાની ટેવ છે? આ તો તારી પરીક્ષાનો સમય નજીક છે એટલે સમય ન બગડે એટલે તુષારને તારી સાથે મોકલવા માંગતો હતો. પણ તું જઇ આવે અને શક્ય બને તેટલી વહેલી આવી જજે.”
વિભા કંઇ બોલી નહીં પણ જવાની તૈયારી તો કરવા લાગી.
થોડીવાર પછી તે નીકળી ગઇ અને તુષારે ઘરમાં પ્રવેશ કર્યો.
“બેટા, તુષાર તું જાણે છે ને કે આપણી વિભાનું વર્તન કેટલું બધું બદલાયું છે? એ કોઇના કહ્યામાં રહી નથી. આપણા સૌ માટે આ ચિંતાનો વિષય છે. તું જલદી જા એ ક્યાં જાય છે શું કરે છે એ માટે એનો પીછો કર. જમણી બાજુના રોડ પર નીકળી છે?”
અને તુષારે તેનો પીછો શરૂ કરી દીધો.
તુષાર પાસે સ્કુટર છે અને વિભા ચાલતી નીકળી છે. તેણે ગમે તેમ કરીને પણ પીછો સફળ બનાવ્યો. થોડેક દૂરથી એ વિભાને ઓળખી ગયો. તે આમ તેમ નજર ફેરવતી હતી થોડી થોડી વારે કોઇની રાહ જોતી હોય તેમ તે અટકતી હતી.
તુષાર સ્કુટર ઉભું કરીને એક લીમડા ઓથે ઊભો. બેનના ચેનચાળા જોવા માટે તે આડી નજરે જોવા લાગ્યો. વચ્ચે વચ્ચે તે સંતાવાનો પણ પ્રયત્ન કરતો. હવે તેને ખ્યાલ આવ્યો કે વિભા રીક્ષા કરવાની નથી. એટલે તેણે પોતાના મિત્રની દુકાને સ્કુટર પાર્ક કરી દીધું. વિભા ચાલવા લાગી. થોડે અંતરે તુષાર પણ પીછો કરવા લાગ્યો. આમ આ સંતાકૂકડી થોડી વાર ચાલ્યા કરી. તે કોઇને શોધતી હતી એ માણસ તેને મળ્યો નહીં એટલે તે ચાલવા લાગી એવું તુષારને લાગ્યું.
એક રૂપની પૂતળી અને કોમળ યુવાની ક્યાં જઇ રહી છે તેનું તેને ભાન નથી. રસ્તા પર સામે મળતા કેટલાક યુવાનોની ભૂખ્યા વરુ જેવી નજરો તેના પર પડતી હતી. રૂક્ષ કાળા ડામર પર રૂપનાં પાથરણાં પથરાતાં હોય એમ તેની યુવાની અનેરી લાગતી હતી. અનુપમ સૌંદર્યની આ દોટ ક્યાં સુધી!?
એકવાર તો વિભાએ પાછું વળીને જોયું પણ તુષારે તરત જ એક ઊભેલી રીક્ષાની ઓથ લઇ લીધી. તેથી તેને જોઇ શકી નહીં. થોડીવાર તે ઊભી રહી.
ચાર રસ્તા આવ્યા. ડાબી બાજુના રસ્તેથી એક પડછંદ યુવાન આવ્યો. વિભા પર એની નજર હતી. વિભાએ હજુ તેને જોયો ન હતો. તે ઊભો રહ્યો. મોટી ભરાવદાર મૂછો, મધ્યમરૂપ, મોટી આંખો અને કાળુપેન્ટ તેમ જ લાલ શર્ટ ધારણ કરેલા આ યુવાને વિભાની આગળ આગળ ચાલવાનું શરું કર્યું. હવે વિભાની નજર તેના પર પડી. તે પેલા યુવાનની ઝડપી ગતિને અનુસરવા લાગી જાણે મગરની પાછળ ભોગ બનવા માગતી માછલી ન હોય!
તુષારને નવાઇ લાગી. યુવાને પાછુ ફરીને જોયું કે વિભાની નજર તેના પર છે કે નહીં અને ખાતરી કરીને તેણે ઝડપ વધારી.
તુષારને લાગ્યું કે ખેલ પકડાઇ ગયો છે પણ એ ખેલ ખતરનાક છે. કોણ, કોને, ક્યાં ભોળવી નાંખે છે તેનો અંદાજ લગાવવો બહુ અઘરો છે. આ યુવાન વિભાની પાછળ પડ્યો છે કે વિભા તેની પાછળ પડી છે કે પછી એકમેક અનાયાસે મળી ચૂક્યા છે તેની ખબર તેને ન પડી. યુવાને ગતિ ઘટાડી. વિભાએ ગતિ વધારી. તે યુવાનના આગળ નીકળી ગઇ. યુવાન હવે તેની પાછળ પાછળ વિભાની ગતિ અનુસરવા ચાલવા લાગ્યો. હવે માછલી આગળ અને મગર પાછળ.
પ્રકરણ : ૪
ઘણા સમય પછી પુસ્તકોની દુકાનોની હારમાળા દેખાઇ એક બુકસ્ટોલ પર જઇ વિભા ઊભી રહી.
“બોલો બેન ક્યું પુસ્તક જોઇએ છે? વિક્રેતાએ પૂછ્યું.
“હેમલેટ.”
“બીજું કંઇ?”
“તમારી પાસે ઓકસ્ફર્ડ ઇંગ્લીશ ડિક્ષનરી છે?”
“હા.”
“તો આપી દો હેમલેટ અને ડિક્ષનરી બંન્ને. અને હા, હું અહીંથી ઘણીવાર પચીસ ટકા કમિશનથી પુસ્તકો ખરીદું છું. તો તે પ્રમાણે કિંમત લગાવજો. બિલ આપજો.”
“હું તમને ઘણીવાર મારી દુકાને આવેલાં જોઉં છું. વિશ્વાસ રાખજો તમને છેતરીશ નહીં.”
પુસ્તક વિક્રેતાએ વિભાની પાછળ ઊભેલા ગ્રાહકને જોયો. તે પેલો યુવાન જ હતો.
“બોલો ભાઇ, તમારે....?”
“કંઇ નહીં હું આમની સાથે છું.” તેણે વિભા તરફ આંગળી ચીંધી જવાબ આપ્યો.
તુષાર દૂર ઊભો હતો. તેની વચ્ચે બેત્રણ માણસો ઊભા હતા. અને બીજી છૂટી છવાઇ ભીડ પણ હતી તેથી વિભા તેને જોઇ શકે તેમ ન હતું. પુસ્તકો અને બિલ અપાઇ ગયાં.
“ચાલો.” પ્રથમવાર વિભાએ યુવાનને કહ્યું.
હવે તેઓ સાથે ચાલવા લાગ્યાં. આગળ પાછળ નહીં. બજારમાં બરાબરની મેદની જામી હતી. કોઇનું એકબીજા પર ધ્યાન ન હતું. સૌ પોતપોતાના કામમાં મશગુલ હતાં. બંન્ને જણાં વળતાં થવાને બદલે બીજા રસ્તે ગયાં. ઘર તરફ જાવનો તો રસ્તો જુદો હતો અને એ રસ્તે તો એક બગીચા તરફ જવાતું હતું. બંન્ને જણાં એ રસ્તે કંઇક વાતો કરતાં કરતાં ચાલતાં હતાં.
તુષાર તેમનાથી હવે થોડોક જ દૂર પાછળ હતો. મેદની વધારે હોવાથી વિભા તેને પાછું વળીને જુએ તો ય જોઇ શકે તેમ ન હતી.
“વિભા, મારે તને એક મહત્ત્વની વાત કહેવાની છે.” યુવાને કહ્યું.
“શી?”
“બગીચો હવે નજીક જ છે. ચાલો આપણે ત્યાં બેસીને જ વાત કરીશું.”
થોડું ચાલ્યાં એટલે ‘સુંદરબાગ’ જેનું નામ છે તે સ્થળ આવી ગયું.
એકમેકના હાથમાં હાથ લઇ આંખોમાં આંખો પરોવી પ્રેમી પંખીડાં ટહેલતાં કેટલાંક દુઃખની વાતો કરીને બગીચામાં આંસુસીંચન કરતાં હતાં. રંગબેરંગી પુષ્પો વચ્ચે માનવપુષ્પો પોતાની સૃષ્ટિને કુદરત સાથે મિલાવવા મથતાં હતાં.
બંન્નેએ એક આસોપાલવના વૃક્ષ નીચે બેઠક લીધી.
મંદમંદ પવન હતો. વિભાનો દુપટ્ટો પવનમાં ફરકતો હતો. તેનાં ગુલાબી વસ્ત્રો ગુલાબ નાં ફૂલ સાથે ઓતપ્રોત થઇ ગયાં હતાં. તેનાં અંગેઅંગમાં યુવાનીની મસ્તી ઉભરાતી હોય તેવી એ સુંદર અને કામણગારી લાગતી હતી. મંદમંદ પવનની સાથે કામદેવ પ્રવેશ કરતા હોય તેવું લાગ્યું. એકાએક પવનની ગતિ વધી. એવો સપાટો આવ્યો કે તેનો દુપટ્ટો ઊડી ગયો. યુવાન તેનાં અંગો તરફ જોઇ રહ્યો. વિભાનો હાથ પકડી લીધો. વિભા વિવશ બનતી જતી હતી. પણ તોય એણે હાથ છોડાવી દીધો.
“બોલ મહત્ત્વની વાત શી હતી?” વિભાએ પૂછ્યું.
“એ જ કે જો તુષાર આટલો બધો સજાગ છે તો કોઇને કોઇ દિવસે તારા ઘેર વાત તો જવાની જ. એને આપણી ગંધ તો આવી જ જશે. એટલે ખબર પડી જાય અને આપણા પ્રેમમાં ભંગાણ પડી જાય એ પહેલાં આપણે કોઇ એવી યોજના ઘડીએ કે આપણે સદાય સાથે જ રહીએ.”
તુષાર સંતાઇને સાંભળતો હતો. થોડીક જ વારમાં આટલી વાતચીત ચાલી પણ વિભાએ કહ્યું.
“મારું મન કહે છે મેં તારી પસંદગી કરી નથી. રામસિંહ, મને ખાતરી થશે કે મારું પાત્ર બરાબર છે. પછી જ હું હા પાડીશ.”
એટલામાં નટવર આવી ગયો. બંન્નેની પાસે ગયો. જઇને એટલું બોલ્યો.
“વિભા, તું આનાકાની કરતી નહીં. મેં શોધેલો યુવાન બરાબર છે. પિતાને અને તુષારને શી ખબર પડે? જો મારું ક્યાં ગોઠવ્યું હતું? અને આખરે એ સગપણ તૂટી ગયું ને?”
વિભા હજુ હવે પેલો ઊડી ગયેલો દુપટ્ટો લેવા જતી હતી. યુવાનની આંખોમાં ઊંડી ભૂખ હતી.
પ્રકરણ : ૫
કલ્યાણપુરમાં સપનાને અમદાવાદ કરતાં પણ વિશેષ ફાવતું હતું. તેઓ પોતાનાં ખેતરોની મુલાકાત લેતાં નહીં.
પણ એક સવારે રામજી પટેલના બળદગાડામાં માતા પિતાની સાથે સપના ખેતર તરફ જવાનો આનંદ માણવા લાગી.
એણે ગામડી ચણિયાચોળી પહેરી હતી. હેરસ્ટાઇલમાં આધુનિકતા લાવવાને બદલે એક ચોટલો ગુંથાવી દીધો હતો. શહેરી રૂપને શરમાવે તેવું ગ્રામ્ય રૂપ એક બળદગાડામાં સફરનો આનંદ માણતું માણતું રસ્તો કાપતું હતું. રોજ કરતાં આ દિવસે તે ખુશ હતી. રોજરોજની ચિંતા તેને હવે સતાવતી ન હોય, પ્રફુલ્લિત હૈયું સદાય આનંદ સાથે ધબકતું હોય તેવું તેના કમળવદન પરથી જણાઇ આવતું હતું. ચહેરા પરના સ્મિતથી તેનું ચાંચલ્ય અપાર શોભા આપતું હોય તેવું લાગતું હતું.
ગાડું જેમ જેમ આગળ ચાલતું જતું હતું તેમ તેમ તેની આનંદ સૃષ્ટિ વિકાસ પામતી હતી. કુંદરતના સાન્નિધ્યમાં તેની અપાર રૂપસમૃદ્ધિ ખીલતી જતી હતી.
“રામજીકાકા, આ ગાડામાં તો હું ઘણીવાર બેઠેલી છું.” સપનાએ વાતની શરૂઆત કરી.
“બેટા, ગાડું તો એ જ છે. પણ બળદો ઘણા બદલાયા.” રામજી પટેલ બોલ્યા.
ગૌતમભાઇ અને લક્ષ્મીબહેન પણ આજે આનંદમાં હતાં. આ વખતે તો ઘઉંનો પોંક તૈયાર કરવાની પૂર્વયોજના એમણે ઘેરથી જ ઘડી દીધી હતી.
પંદરેક મિનિટ પછી ખેતર આવ્યું. ઘઉંનો લીલા પીળી વર્ણનો ઊભો પાક આંખોને અને મનને આનંદને અનુભૂતિ કરાવતો હતો. બધાં ગાડામાંથી ઉતર્યાં. ઉડીને આંખે વળગે તેવી વનસમૃદ્ધિ અને સપનાનું લાવણ્ય જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવાં રળિયામણાં લાગતાં હતા.
દૂરથી,“બેટી, બેટી” મોટેથી બૂમ મારતું કોઇ દોડતું દોડતું બધાંની નજીક આવતું હતું. સપનાએ જોયું કે એક વૃદ્ધ પાગલ અવસ્થા ભોગવતો બ્હાવરો બની તે બધાંની નજીક આવતો હતો.
“ડરીશ નહીં સપના. એ કોઇને કશું ય નુકસાન કરતો નથી!” રામજીપટેલે સપનાને હિંમત આપી.
“બેટી! બેટી!” એમ કહી સપનાની નજીક જ આવ્યા કરતો હતો.
સપના તો આ બધું જોયા જ કરતી હતી. તેને કંઇ ખબર ન પડી કે આ કોણ છે અને કેમ આવું વર્તન કરે છે?
પેલો વૃદ્ધ નજીક આવ્યો,બેટી! બેટી! તું મને છોડીને ક્યાં ગઇ હતી? બેટી! બેટી રૂપા તારાં લગ્ન બાકી છે ને! એ તને ખબર નથી? મારી પુત્રી મને મળી ગઇ. મળી ગઇ. એ અતિ ઉત્સાહમાં બોલતો હતો.
“હા ધીરુંકાકા એ તમારી પુત્રી છે. સારું થયું તમને મળી ગઇ. રૂપા, જો તારો બાપ તારી કેટલી ચિંતા કરે છે? રામજીપટેલે સપનાને નીલું નું સંબોધન કરીને કહ્યું.
વૃદ્ધ સપનાને ભેટી પડ્યો. સપના બધુ સમજી ઘઇ. વૃદ્ધ માણસને આશ્વાસન આપવા માટે એવું ન બોલી કે હું તમારી પુત્રી નથી.
કુદરતે કેવો મજાનો મેળાપ કર્યો. અજાણ્યા સંબંધમાં ય કેવી વાસ્તવિકતાની છાંટ!
ગૌતમભાઇ અને લક્ષ્મીબહેન પણ લાગણીવશ થઇ ગયાં. આવો અપાર પ્રેમ તો અમે ખુદ જ અમારી પુત્રીને આપ્યો નથી એવું વિચારતાં એમની આંખો પણ અશ્રુભીની થઇ ગઇ.
“બેટી! મને ખબર હતી કે તું આવવાની. હું ક્યારનોય તારી રાહ જોઉં છું. આજે તો હું તમને બધાંને ઘઉંનો પોંક મારા હાથે તૈયાર કરીને જ ખવડાવીશ.” વૃદ્ધે સ્વાગતભાવ વ્યક્ત કર્યો.
“બલે, પિતાજી તમારા હાથનો પોંક તો મને ખૂબ ભાવે છે. અને આજે તો તમે આ બધાંનેય ખુશ કરી દેશો કેમ?” સપનાએ વૃદ્ધની ખુશી વધારવા કહ્યું.
“હા.”
અને એ પછી એ જ્યાંથી આવ્યો હતો તે બાજુ થોડે દૂર નાનકડી ઝૂંપડી તરફ ગયો. અને થોડીવાર પછી તાજો શેકેલો પોંક લઇને પાછો આવ્યો.
આમેય પોંકનો કાર્યક્રમ તો નિશ્ચિત હતો. ખાલી ફેર એટલો કે એ પોંકને બદલે આ વૃદ્ધની લાગણીનો પોંક. એ તો ખરેખર લાગણીની પ્રસાદી કહેવાય.
સૌ પોંક ખાવા લાગ્યાં.
“બેટા રૂપા, તને તો હું મારા હાથથી ખવડાવીશ.” અને તે પોતાના હાથથી સપનાના મુખમાં દાણા નાંખવા લાગ્યો. આટલી મીઠાશ કોઇ દિવસ કોઇએ અનુભવી ન હતી તે દુઃખી માણસે આપી.
હવે તેનાથી કેવી રીતે છૂટું પડવું તે રામજી પટેલ જાણતા હતા.
“ધીરુકાકા, હવે તમે થાકી ગયા હશો. તમે સૂઇ જાઓ. નીલુ પણ આરામ કરશે. પછી એને થોડા દિવસ માટે બહારગામ મોકલીશું ને?
“હા, પણ પછી હું તેનું લગ્ન મારા જીવતાં જ કરી દઉં. તેને સાસરે જતી જોઉં પછી મને શાંતિ મળશે.”
“ભલે, એ બધુ થઇ જશે. તમે જાઓ.” તે વૃદ્ધ ગયો.
આવું તો વૃદ્ધ અનેક વાર કરતો અને પછી ફોસલાઇ પણ જતો અને ભૂલી જતો.
“આ વૃદ્ધ આવું વર્તન કેમ કરે છે? એની પાછળ કંઇક રહસ્ય તો હશે જ.” ગૌતમભાઇએ રામજી પટેલને પૂછ્યું.
“જુઓ ભાઇ, એ વાત સાંભળીને તમારું હૃદય ભરાઇ આવશે. આ માણસના જીવનમાં જે ઘટના બની ગઇ તે બહુ કરુણ છે.”
“મેં થોડુંક સાંભળ્યું છે કે કોઇ માણસની પુત્રીને કોઇ મારીને જતું રહ્યું હતું તે આ?” ગૌતમભાઇ જેટલું જાણતા હતા તેટલું કહેવા લાગ્યા.
“એ શું છે, કેમ બન્યું એ બધી તમને વિગતવાર ખબર નથી, હું કહું છું.”રામજી પટેલે કહ્યું.
“કહો.”
“સાંભળો ત્યારે. આ વૃદ્ધ ધીરુકાકા એ યુવાનીકાળથી જ ખડતલ અને બાહોશ માણસ હતો. લગભગ પાંચેક વર્ષ પહેલાંથી એ આપણાં ખેતરોના પાસે ઝૂંપડી બાંધીને રહે છે. ખેતરમાં મજૂરી કરવા પોતાનું ગામ છોડી અહીં વસતો હતો, તેને ઘણું કામ મળી રહેતું. એ રીતે એ પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની અને સત્તરેક વર્ષની પુત્રી રૂપા તેના કામમાં સાથ આપતાં.
તેને પોતાની એકની એક પુત્રી પર ખૂબ પ્રેમ હતો. એક દિવસ એવો હતો કે ભારે વરસાદના કારણે ખેતરો સૂમસામ હતાં. કાળું ચકલું ય ફરકતું ન હતું. રૂપા ખેતરમાં એકલી હતી. તેનાં મા બાપ ચીજવસ્તુ ખરીદવા ગામમાં ગયેલાં હતાં. તે ગામ તરફ ગયાં ત્યારે વરસાદ ન હતો. પણ તે પછી વરસાદે માઝા મૂકી. છોકરી ખેતરમાં એકલી જ હતી.
તકનો લાગ લઇ કોઇ અગાઉથી સંતાયેલો માણસ હોય તેમ એક બુકાનીધારી રૂપાની ઝૂપડી તરળ વળ્યો. રૂપા ઘરમાં હતી. જ્યારે તે બારણાં બંધ કરવા, જતી હતી ત્યારે તેને કોઇ આવતું જણાયું નહીં. ઘરની પછીતના ભાગથી આવીને અચાનક જ કોઇ પેલા માણસે તેને પકડી લીધી. રૂપા બધું જ સમજી ગઇ. તેણે ખૂબ બળ કરીને છોડાવવા પ્રયત્ન કર્યોં પણ છૂટી શકી નહીં. છેવટે તેણે પગથી જોર કરી પેલા નરાધમના પેટમાં લાત મારી. વેદનાના, કારણે પક્કડ છૂટી ગઇ અને ખૂણામાં પડેલું દાંતરડું ઉઠાવી સીધું જ મારવા ગઇ ત્યાં પેલા નરાધમે હાથથી પકડવા કોશિશ કરી. હાથના આંગળામાંથી લોહી પડવા માંડ્યું. તે બચાવો બચાવો એવી બૂમો તો પાડવાં લાગી. પેલો નરાધમ હવે વધારે જોર કરવા લાગ્યો. પણ રૂપા લડાયક બની હતી. છેવટે તેણે પોતાની કેડેથી છરી કાઢી અને રૂપાના પેટમાં ઘુસાડી દીધી. તે ભાગ્યો. ત્યાંથી એક યુવાન પસાર થતો હતો તેણે તેને ભાગતો જોયો. રૂપા હજુ બોલ્યે જતી હતી, બચાવો બચાવો.
બીજા બે વૃદ્ધ ખેડૂતો પેલા નરાધમની પાછળ યુવાનને ભાંગતો જોઇ ગયા. એમણે પણ પીછો કર્યો. તેણે તેની પાછળ છુટ્ટો છરીનો ઘા કર્યો. એને વાગી પણ એ ઊબો રહ્યો નહીં. યુવાન ઠેસ આવવાથી પડી ગયો. તેની પાછળ આવનાર બે ખેડૂતો યુવાનને ઊભો કરવા રહ્યાં ત્યાં તો પેલો યુવાન ઘણે દૂર પહોંચી ક્યાય સરકી ગયો તેની ખબર ન પડી.
સૌ રૂપાની ઝૂંપડી તરફ ગયા. તે બોલતી હતી. “હું મરી જાઉં તેનો વાંધો નથી. પણ મેં મારો દેહ અભડાવા દીધો નથી.”
અને એનું પ્રાણપંખેરું ઊડી ગયું. પાછળથી તેના માતાપિતા આવીને વિલાપ કરવા લાગ્યાં. વૃદ્ધ માની ન શક્યો કે પુત્રી મરી ગઇ છે. તેને કોઇ સમજાવી શક્યું નહીં. હજુ પોલીસ ગુનેગારને પકડી શકી નથી.
“સપના, હજુ પણ તારા જેવી ચણિયાચોળી વાળી છોકરીઓને પોતાની પુત્રી માને છે. કોણ એની પુત્રી બને અને અહીંથી કન્યાદાન લઇ સાસરે જાય?”
“કાકા, ભગવાન બધું સારું કરશે. એની પુત્રી એને પાછી મળી જશે.”
પ્રકરણ : ૬
તુષારે નટવર અને વિભાની ચાલચલગત વિષે બધું જ પોતાના મા બાપને જણાવી દીધું. અને તેણે પોતાના ચાર પાંચ મિત્રોને પણ ગોઠવી દીધા. કોલેજની પરીક્ષાઓ શરૂ થાય કે તરત જ ચોકી પહેરો ચાલુ કરી દેવાનો હતો.
તે વિભાની કોલેજમાં જ હતો. પણ તે એમ.એ. કરતો હતો એટલે તેમના સમય જુદા જુદા હતા. અધ્યાપકવર્ગમાં તે ખૂબ માનીતો હતો. પ્રોફેસર વિભાકર મોર્નીંગમાં બી.એ.નું અંગ્રેજી ભણાવતા હતા. કોઇ વાર સાંજે કોલેજ બાજુ ફરવા આવે ત્યારે તે તુષારને મળતા તે એક અપરિણીત અધ્યાપક હતા. તે ઘણીવાર તુષારની સાથે ઊંડી ચર્ચામાં પણ ઉતરી જતા.
એક સાંજે એચ.કે.કોલેજના દરવાજાની બહાર અધ્યાપકે તુષારને આવતો જોયો.
“તુષાર, આવ આજે તો આપણે મારા ઘેર જઇએ. થોડીવાત કરવી છે.”
“સારું. પણ હું ઘેર ફોન કરી દઉં. મારે જવાનું મોડું થાય તો કોઇ ચિંતા ન કરે.”
અને ફોન કરી તેઓ પ્રોફેસરની સાથે તેમના ઘરે ગયા.
બંન્ને સામસામે ખુરશી ગોઠવી વાતો કરવા લાગ્યા. “તુષાર, આ સપના તો મહાન છોકરી છે.”
“સર, કેવી રીતે ખબર પડી તમને?”
“તું એને જોવા ગયો હતો એટલી જ મને ખબર છે એમ નથી. એ તો તારા પપ્પાએ મને કહ્યું હતું. પણ મને એના વિષે ઘણું ઘણું જાણવા મળ્યું.”
“શું?” તુષારે આતુરતા બતાવી.
“તુષાર, હું મહેસાણા બાજુના એક ગામમાં મારા મિત્રની બહેનના લગ્નપ્રસંગે ગયો હતો ત્યારે મને એક સુખદ અનુભવ થયો.”
“અમારા ગામની બાજુમાં?”
“તારા ગામનું નામ જાણું છું. પણ જોયેલું નથી. એટલે મને એ ખબર નથી. કે તમારા બાજુના ગામમાં ગયો છું કે દૂરના.”
“એ ગામનું નામ?”
“ધરમપુર.”
“હા, એ અમારા ગામથી નજીક છે. ત્યાં શો અનુભવ થયો?”
“એક પંદર સોળ વર્ષની છોકરી તેના બાપ સાથે માગવા નીકળેલી. તે પોતાના કંઠની કલાથી સૌને મુગ્ધ કરી દેતી હતી. જ્યારે તેણે વાંસળી વગાડી ત્યારે સૌ આશ્ચર્યચકિત્ બની સાંભળવા લાગ્યા. મેં પણ આવું મધુર સંગીત પ્રથમ વાર માણ્યું. મેં વિચાર કર્યો કે જો એના બાપની મરજી હોય તો બંન્નેને આપણી કોલેજના વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે બોલાવીએ અને તેને તક આપીએ. મને એમ વિચાર આવ્યો કે આ લોકો ભલે સાધારણ લાગે છે પણ જો સ્વમાની હોય તો મને પણ ના પાડી શકે. વળી છોકરીની બાબતમાં વાતચીત કરવી એ ગામડામાં ઠીક ન લાગે.”
“તોય મેં એમનો પરિચય મેળવવા સામાન્ય વાતચીતની કોશિશ કરી.”
“કાકા, તમે કેટલા સમયથી એક કલાકાર સ્વરૂપે પોતાનું ગુજરાન ચલાવો છો?”
“ભાઇ, કલા તો મારામાં અને મારી આ પુત્રીમાં જન્મજાત છે. ઘણા સમયથી અમે પિતાપુત્રી સાથે ફરી અમારું જીવન વીતાવીએ છીએ. પણ અમારી કલામાં ચાર ચાંદ લગાવી દેનાર એક બહેન છે. કલ્યાણપુરનાં સપનાબહેને દશ રૂપિયા આપ્યા અને એમાંથી અમે વાંસળી લાવ્યા. અમારી કલાની ત્યાં કદર થઇ એટલે અમને લાગ્યું અમે પણ કંઇક કરી શકીશું.” બાપે કહ્યું.
“તુષાર, હું એમને એમ પૂછવા માંગતો હતો કે અમારી કોલેજના કાર્યક્રમ વખતે તમે આવશો? એને બદલે મેં એમ કહ્યું,
“કોઇ તમને મોટા પ્રોગ્રામમાં બોલાવે અને તમને સારું વળતર મળે તો જાઓ ખરા?”
“હા, પણ અમે બહુ દૂર સુધી જઇ શકીએ નહીં. હું રહ્યો છોકરીનો બાપ, અજાણ્યા શહેરમાં કે દૂરના ગામડાઓમાં હું ક્યાં રહુ, ક્યાં ફરું તે અનુભવ પણ મને નથી. અને મને જે કંઇ મળે તેનાથી હું સંતોષ માનું છું.”
“તમને સપનાબહેન બોલાવે તો?”
“તો આવીએ. સપનાબહેને જ અમને આગળ લાવવાનું કહેલું છે. અમારી પ્રગતિ થાય તેમાં એમની જ પ્રેરણા હશે. મારું નામ રૂપા છે.”
પ્રોફેસર વિભાકરે આમ તુષારને વાત કરી અને તુષારે પણ વિચાર્યું કે એ લોકોને સપના મારફત બોલાવીએ.
તુષારે કહ્યું, “સર, હું આ પ્રોગ્રામ માટે તત્પર છું પણ જો હું સપનાને બોલાવવાની કોશિશ કરું તો એને ગેરસમજ નહીં થાય?
“શાની?”
“એ જ કે મારું સગપણ તેની સાથે થવાનું હતું એ તો તમે જાણો છો પણ કારણસર એ ન થઇ શક્યું. હવે સપનાને એમ ન લાગે કે આપણે વાગ્યા પર પાટા બાંધવાનો પ્રયત્ન કરીએ છીએ! જો કે એનો અને મારો માર્ગ, મારા વિચારો બધું એક જેવું જ છે. એટલે હું ઇચ્છું છું કે આપણે તેને મળીએ અને આ કાર્યક્રમ નિશ્ચિત બનાવીએ.”
“તો તુષાર, એક કામ કરીએ. તેના માતાપિતાની હાજરીમાં જ આપણે તેને મળી અને કાર્યક્રમમાં સહકાર આપવાની તથા પેલી વાંસળીવાળી છોકરીને અને એના બાપને કાર્યક્રમ રજૂ કરાવવા અંગે વાતચીત કરીએ. તો આપણે રૂબરૂ મળીશું ને?” વિભાકર બોલ્યા.
“જરૂર. કદાચ મને એમ લાગે છે કે સપના આપણી વાત વધાવી લેશે. ટાળી દેશે નહીં.”
“તુષાર, તને બીજી એક વાતનો ખ્યાલ આવે છે? આ વિભા જેને તમે ખરાબ માનો છો તે ખરાબ નથી પણ તેને સોબતનો દોષ છે. વળી નટવર પણ ફસાઇ ગયો હોય એવું લાગે છે. નહિતર પોતાની સગી બહેનની ખરાબીમાં એ ભાગીદાર ન બને. તે ભાઇબહેનને સારી સોબતે લગાડી દો તો એ ચોક્કસ સુધરી જશે. આજકાલ સારી સોબત વાળી છોકરીઓ ઓછી મળે છે. યુવાનોમાં પણ એવું જ છે. તો આપણે સપનાની મુલાકાત લઇ એક કાંકરે બે પક્ષી મારી શકીએ તેમ છીએ.”
“તો સર, સપનાને મળવા જઇએ ત્યારે વિભાને સાથે લઇ જાઇએ તો?”
“યસ, ધેર યુ આર. હવે તું સમજ્યો. હું એ જ કહેવા માંગતો હતો. આપણે બધાં મળીશું તો આત્મીયતા વધશે. અને એમાં સપનાને કોઇ ગેરસમજ નહીં થાય કારણ કે આપણે જે કામ લઇને જઇએ છીએ તે હલકું કામ નથી.”
“પણ સર, આપણે જતાં પહેલાં તેને ફોન કરીને જણાવીએ તો કેવું?”
“હા, એમ કરીએ.”
આ રીતે પ્રો.વિભાકર અને તુષારની મુલાકાત ---- સદ્વૃત્તિનો લ્હાવો લેવા ગોઠવાઇ હોય તેવું ફલિત થયું.
પ્રકરણ : ૭
કલ્યાણપુરમાં અનેક સુખદુઃખનાં સંભારણાં લઇ સપના અમદાવાદ આવી.
બીજા દિવસની સવારે તેં વસ્ત્રસજાવટ કરી અરીસા આગળ ઊભી હતી. પોતાનું સૌમ્ય રૂપ નીરખતી એક યુવતીને એવો એહસાસ થયો કે ભગવાને આપેલા આ શરીરસૌંદર્ય કરતાં પોતાના આત્મામાં રહેલું સૌંદર્ય વ્યક્તિની પ્રતિભાને સાચા અર્થમાં સજાવે છે. ગુલાબી રંગની સાડી, સફેદ બ્લાઉઝ અને કપાળે ચળકતી બીંદી એના રૂપને નિખાર આપતાં હતાં. તેના અંગેઅંગમાં યુવાનીનું ચાંચલ્ય એવું સમાયું હતું કે તેના હલન ચલનના બહાને ય છૂપું રહી શકાતું ન હતું.
ટેલિફોનની ઘંટડી રણકી.
“હેલો.”
“યસ.”
“આપ સપના બોલો છો?”
“જી હા, આપ કોણ?”
“હું તુષાર, મારે આપનું એક જરૂરી કામ પડ્યું છે. થોડીક વાતચીત કરવા માંગુ છું.”
“ભલે, આપની વાતચીતને હું સત્કારું છું. બોલો, શું કામ પડ્યું?”
“હું આપને રૂબરૂ મળવા માગું છું. કામ એ છે કે અમારા સર પ્રોફેસર વિભાકર આપના સંપર્કનાં પિતાપુત્રી જે પોતાની વાંસળીની કલાથી જીવન ગુજારો કરે છે તેમને કોલેજના જાહેર સમારંભમાં આમંત્રણ આપવા માગે છે. એમાં તમારા સહકારની જરૂર છે. આ અંગે અમે તમને રૂબરૂ મળવા માંગીએ છીએ.”
“આપનો સત્કાર છે. હું એ કામમાં આપની સાથે જ છું.”
“પણ....તમારા પિતાજીને આ બાબતે વાતચીત...”
“તમે રૂબરૂ આવો. મારા પિતાજી તો મારા કામમાં કોઇ બાબતની આનાકાની કરતા નથી.”
“તો પછી અમે આવતીકાલે સવારે આવવા માગીએ છીએ.”
“સારું.”
....અને તે પછીના દિવસની સવારે પ્રો. વિભાકરે તુષારના ઘેર મળવાનું નક્કી કર્યું, નક્કી કર્યા પ્રમાણે તે આવી પણ ગયા.
“આવો સર, બેસો” તુષારે ખુરશી ખસેડતાં કહ્યું. પ્રોફેસર ખુરશી પર બેઠા. આમતેમ નજર ફેરવવા લાગ્યા. થોડીવાર પછી તેમણે પૂછ્યું.
“બધાં ક્યાં ગયાં છે, તુષાર?”
“જરૂરી કામે બહાર ગયાં છે, સર. પણ વિભા અંદરના ખંડમાં છે.”
“તો પછી આપણે તમારાં મમ્મી પપ્પાની રજા લીધા વિના સપનાના ગામ જઇશું?
“હા.”
“પણ સાથે વિભાને લઇ જવાની છે. એટલે આપણે તેમની સંમતિ લઇએ તો સારું કહેવાય.,”
“કંઇ વાંધો નહીં, સર. હું સાથે જ છું ને અને તમે જે કામ કરતા હોય તેમાં મારા મમ્મી પપ્પા સંમત જ હોય.”
“તો પૂછો વિભાને....”
તુષારે વિભાને બોલાવી. તે ખૂબ થાકેલી લાગતી હતી. મુખ પર હાસ્ય ન હતું. કંટાળેલા ચહેરા પર પણ સુંદરતા તો ભૂસાઇ ગઇ ન હતી.
“શું વિભા, તું અમારી સાથે આવીશ?”
“ક્યાં?”
“કલ્યાણપુર, સપનાને ત્યાં.”
“કેમ? પાછું તમે બધાંએ સપના સાથે તુષારભાઇનું નક્કી કરવાનું વિચાર્યું છે કે શું?”
“ના, એ કામ નથી. પણ એક કાર્યક્રમને શોભાવવા સપનાના સહકારની જરૂર છે.
“પણ સર, એમાં મારી શી જરૂર છે?”
“જો વિભા, તારી જરૂર એટલી જ કે આપણે એક નારીને મળવા જઇએ છીએ. તેની સાથે વાતચીતનો જે સહવાસ થાય ત્યારે તેની સાથે તું હોય તો વધુ અનુકૂળ પડે. વળી આપણે જે કામે જઇએ છીએ તે કામમાં તને પણ રસ પડે તેવું છે. તારી મરજી હોય તો બહુ સારું.”
“ભલે.” વિભાએ સાધારણ હસીને કહ્યું.
આ વખતે વિભાના સ્વભાવમાં વધારે હઠાગ્રહ દેખાયો નહીં. ચંચળતામાં ય સાધારણ ગંભીરતાનો ઉમેરો થાય ત્યારે નારીના નવલા અને મનને વિશેષ મજા આવે છે.
પ્રોફેસર થોડીવાર તેની સામે જોઇ રહ્યા. પછી થોડીવાર પછી નજર ફેરવીને બોલ્યા, “થાઓ ત્યારે તૈયાર.”
“હું તૈયાર જ છું, સર.”
પ્રોફેસર પોતાની કાર દરવાજા બહાર કાઢી. તે અને તુષાર આગળ બેઠા અને પાછળની સીટે વિભા બેઠી.
ગાડી હંકારી.
થોડીક જ મિનિટોમાં કાર હાઇવે પર આવી ગઇ. વિભાનો ચહેરો પ્રોફેસરને અરીસામાંથી દેખાતો હતો. તે એ જોવા માગતા હતા કે વિભાનું વર્તન પ્રેમથી બદલાયું છે કે નહીં? અને તેના ચહેરામાં ખરેખર ખુશાલી હતી. તેને સુંદરતાની ક્ષણે ક્ષણે વૃદ્ધિ થતી હોય તેવું લાગતું હતું.
“તુંષાર, આપણે સપનાને મળીએ છીએ પણ ત્યાં વધારે સમય રોકાવું નથી. હોં?” પ્રોફેસરે કહ્યું.
“કેમ, તુષારભાઇને ગમતું હોય તો ભલેને વધારે સમય રોકાય!” વિભાએ મજાક કરી.
“વિભા, એવું નથી. સપના જેવી છોકરી એની જીવનસાથી બને તેમાં બધાંને આનંદ છે. પણ આજના કામનું લક્ષ બીજું જ છે જેથી આપણો શિષ્ટાચાર આપણા ખપ પૂરતી વાતમાં જ છે.”
“હા, સર એ તો હું સમજું છું. બીજી બધી કલ્પનાઓમાં ડૂબવા કરતાં સપનાને હું એક મિત્ર તરીકે સમજું અને મિત્રતાની રીતે અમારો સંબંધ વિકસે એથી વધારે અપેક્ષા તો ન જ થાય ને?”
“તુષાર, જીવનમાં આપણી વૃત્તિને સદ્માર્ગે વાળવી એ જ સાચી કલા છે.”
“સર, હું પણ એવું કરવા માગું છું. જેમાં જીવન મહેકી ઊઠે. અને અન્યને પણ આપણા જીવનમાંથી પ્રેરણા મળે.” તુષારે કહ્યું.
વિભાકરની નજર દર્પણમાં વિભાના ચહેરા પર પડી. વિભાની નજર પણ તેમના ચહેરા પર પડી. થોડી થોડીવાર આવું બનતું અને બંન્ને નજર ખસેડી લેતાં, પણ ક્યાય મોહ કે આકર્ષણ જેવું બંન્ને વચ્ચે જણાતું ન હતું. અનાયાસે એકબીજાનો ચહેરો બંન્ને જોતાં હતા.
આમને આમ થોડોક સમય વીત્યો ત્યારે કલ્યાણપુર આવવાની તૈયારી હતી.
અને મધ્યાહ્નના સમયે બપોરે બાર વાગે સપનાના ગામમાં ગાડીએ પ્રવેશ કર્યો.
એક યુવાન ગામને ગોંદરે ઊભો હતો. તેની સાથે બે નાના છોકરાઓ પણ હતા. ત્યાં ગાડી ઊભી રાખી.
“ભાઇ અમને ગૌતમભાઇ પટેલનું ઘર બતાવશો?” તુષારે પૂછ્યું.
“હા, કહો તો આપનીસાથે ગાડીમાં બેસી જાઉં.” યુવાને તૈયારી બતાવી.
તે આગળ બેસી ગયો. ગાડી ઘર તરફ આવી ગઇ. ગૌતમભાઇ અને સપના બારણે જ ઊભેલાં હતાં. બંન્ને તેમને સત્કારવા માટે ગાડી તરફ ગયાં.
“આવો.” ગૌતમભાઇએ કહ્યું.
“નમસ્તે.” વિભાકરે કહ્યું.
તે સપનાને પહેલી જ નજરે ઓળખી ગયા.
“ચાલો.” એમ કહી ગૌતમભાઇ બધાંને ઘરમાં લઇ ગયા.
સપના અને તુષાર એક બીજાની સામે જોઇ રહ્યાં હતાં.
પ્રકરણ : ૮
સપનાએ સૌને જમવાનો આગ્રહ કર્યો. ગૌતમભાઇએ કહ્યું, “આપણે બધાં સાથે મળીને જ જમી લઇએ. પણ એક શરત. તુષાર, તારી સાથે આવેલી તારી આ બેન સપનાની સાથે રસોઇ બનાવવાના કામમાં લાગી જાય, ખરું ને?”
મહેમાનોને પણ આ રીતે મહત્ત્વ મળ્યું. રસોઇ બનાવવા માટે વિભા તૈયાર થઇ ગઇ. તેને આ ઘરમાં કોઇ શરમસંકોચ જેવું લાગ્યું નહીં.
“સપના, આ વિભાને બહુ કામ ન કરાવતી હોં કારણ કે એને જમવાનું પણ બહુ ઓછું જ છે.” તુષારે ટીખળી કરતાં કહ્યુ.ં
“તુષારભાઇ એમ કરજો ને તમે પણ ઓછું જ ખાઓ છો ને? એટલે રસોઇ હમણાં તૈયાર થઇ જશે.”
થોડીવાર પછી જમવામું શરું કર્યું. જમતાં જમતાં વાતો તો ચાલુ જ રહી. બધાંનો પરિચય પણ વધ્યો.
“બોલો સર, તમે તમારી કોલેજના કાર્યક્રમમાં પેલી વાંસળીવાળી રૂપાને બોલાવવા માંગો છો? હવે તો એને ફરીફરીને માંગવા જવું પડે તેમ નથી લાગતું કારણ કે તેને નાનામોટા કાર્યક્રમો, મળી જાય તો તેમાં તેના પરિવારનો ગુજારો થઇ શકે તેમ છે.” સપનાએ કહ્યું.
“હા, તેની કલાને માણવી એ એક લ્હાવો છે. એવું મને લાગ્યું. આપણે એવી કલાની રજૂઆત કરાવીશું તો સૌને મનોરંજન મળશે.” પ્રોફેસરે કહ્યું.
“જુઓ સર, તેની કલાને માણી અને એને આપણે એની પ્રગતિ કરાવીએ તે સારું છે પણ છતાં ય આપણને કલા માણવાનો આનંદ મળે એ આપણો પણ સ્વાર્થ નથી? આપણે તેની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા અન્ય પ્રયત્નો કરવા એ પણ જરૂરી છે.” વિભા બોલી.
“તો તેને અહીં બોલાવીશું ને?” તુષારે કહ્યું.
“હા.”
જમીને ટેલિફોન તરફ બે ડગલાં ચાલી અને રીસીવર ઉપાડી નંબર લગાડ્યો.
“હેલો, ઉર્વશી તારા ગામની રૂપા જે પોતાના કંઠથી જીનવગુજારો કરે છે તેની ઝુંપડીએ જઇ અને તેને અહીં મારા ઘેર મોકલ, હું સપના બોલું છું.”
“હા, સપના કલ્યાણપુરમાં જ છે તું?”
“હા, પણ તું ભૂલતી નહીં. ખાસ કામ છે. અને તેના બાપને પણ મોકલજે. જો કે એ ક્યાંય એકલી તો જતી જ નથી.”
“સારું.”
સપનાએ આમ રૂપાને સમાચાર પહોંચાડી દીધા.
કલાક વીત્યા બાદ ચરણદાસ અને રૂપા સપનાના ઘેર આવી પહોંચ્યાં. આ વખતે તેમનું સન્માન કલાકારના માનમરતબાને સમજીને થયું. કોઇ તેમને હવે રસ્તા પરનાં ભિક્ષુક ન માનતાં હતાં.
એ જ પંજાબી ડ્રેસ જે સપનાએ તેને અગાઉ આપ્યો હતો. જે પહેરી અને તે અત્યંત સુંદર લાગતી હતી. તે સૌને ઓળખી ગઇ પણ તુષાર અને વિભાની સામે જોવા લાગી. હજુ તે બાપબેટી ઊભાં હતાં. પણ સપનાએ તેમને એક પલંગ પર બેસાડી દીધાં.
“જો રૂપા, તારી પાસે કલા છે, વિવેક છે, હોશિયારી છે. સાથે સાથે ચાંચલ્ય અને ચતુરાઇ પણ છે. જો તું આ સરની સાથે તારા પિતાને લઇને એમની કોલેજમાં કાર્યક્રમ આપવા જાય તો તારા માટે મહત્ત્વની શરૂઆત છે. હું વિચારું છું કે તું મારા આગ્રહને માન આપી તૈયાર થઇ જઇશ.”
“હા બેન. હું તો તૈયાર જ છું. મારા પિતાજી પણ મને ના ન પાડે. તમે કહો અને હું તૈયાર ન થાઉં તેવું બને?”
વિભા અને તુષાર તો ઘડીભર આ છોકરીની સામે જોઇ જ રહ્યાં. અત્યાર સુધી વિભા પોતાના રૂપને વિશેષ માનતી હતી પણ તેને લાગ્યું કે આ નાનકડી છોકરી ભલભલા યુવાનોને આંજી નાખે તેવાં રૂપ લઇને અવતરી છે. તેના ગોળ ચહેરા પરની બે લીંબુની ફાડ જેવી આંખોના પલકારામાં રૂપ તો નીતરતું હતું પણ સાથે સાથે એટલી બધી નિખાલસતાએ ચહેરા પર તરવરતી હતી કે ઘડીભર તેને એમ થયું કે આવી હું હોત તો? આવી અપાર સુંદરતાની સાથે સાથે વિવેકનો સુમેળ એ તો ખરેખર સોનામાં સુગંધ નથી ભળી શું?
“જો આ સર હવે તને સમય આપે એટલે એ વખતે તમે પિતાપુત્રી તૈયાર થઇ અને પહોંચી જજો.” સપના બોલી.
“કાર્યક્રમ ક્યારે છે?” છોકરીએ પ્રો. વિભાકરને પૂછ્યું. “આવતી પંદરમી તારીખે સાંજે છ વાગ્યે અમારી કોલેજના સભાખંડમાં જ છે.”
“પણ, સાહેબ અમે અજાણ્યાં....”
“કોઇ ચિંતા ન કર. તું એકલી નથી અમે તો સપનાને પણ આમંત્રણ આપીશું. અને તે પણ તેનાં માતાપિતા સહિત.”
“તો તો બહું સારું.”
સપનાને પણ નવાઇ લાગી, એને પોતાને આમંત્રણ મળશે એવી તો એની ધારણા જ ન હતી. એટલે તે બોલી,“મારી સંમતિ વગર તમે રૂપાને મારી ખાતરી આપી દીધી? હું નહીં આવું તો શું કરશો તમે?” સપના મજાકમાં બોલી.
“સપનાબેન આવશે જ. એમની ખાતરી હવે તમે નહીં પણ હું આપું છું.” છોકરી પણ હસતાં હસતાં બોલી.
“બહુ ચાલાક છે હોં, રૂપા તું. જુઓ ચરણકાકા, તમે તૈયાર થયાં છો તો હું પણ આવીશ.”
“તમારાં મમ્મી પપ્પાને પણ હું આમંત્રણ આપું છું.” ગૌતમભાઇ અને લક્ષ્મીબેન તરફ નજર કરતાં પ્રોફેસર વિભાકરે કહ્યું.
સૌએ પ્રસન્નતાથી એકબીજાને ભાવને સત્કાર્યો.
“તુષારભાઇ, સરે તો આમંત્રણ આપ્યું. પણ તમે કેમ નથી કહેતા કે બધાં આવજો.” વિભાએ સપના અને તુષારની સામે વારાફરતી જોઇને પૂછ્યું.
“હા, સરના આમંત્રણમાં બધાંનું કહેણ આવી ગયું એમ સમજો છતાં વિભાનું ડહાપણ કામે લગાડીને હું પણ કહું છું. “આવજો.”
“સારું.” સપનાએ હસીને કહ્યું.
“સપનાબેન, હવે અમે આપની રજા લઇએ?” ચરણદાસે જવાની સંમતિ માંગી.
“હા, પણ એમ કરોને, તમે બંન્ને આ લોકોની કારમાં બેસી જાઓ. તેઓ તમને બંન્નેને તમારા ગામ સુધી છોડી દેશે અને ત્યાંથી બીજે રસ્તે અમદાવાદ તરફ રવાના થશે. જ્યારે હું તમને અહીં બોલાવું ત્યારે એટલે કે કદાચ સોમવારે અહીં આવીજજો. આપણે બધાં સાથે જ અમદાવાદ જઇશું.” સપનાએ કહ્યું.
તુષાર, વિભા અને પ્રો.વિભાકર ઊભાં થયાં. તેઓ જવાની તૈયારી કરવા લાગ્યાં.
તુષાર અને સપનાને પરસ્પર એવું લાગ્યું કે તેઓ મિત્ર બની ગયાં છે. વિભા પણ એક નવી સખી પ્રાપ્ત થઇ એવું તેને લાગ્યું.
તુષાર, વિભા અને પ્રો. વિભાકર ગાડીમાં બેઠાં. પાછળ વિભાની સાથે ચરણદાસ અને રૂપા પણ બેસી ગયાં.
“ગુડબાય, અંકલ, આન્ટી, સપના ગુડબાય.” પ્રોફેસરે કહ્યું. સૌએ હાથ ઊંચા કર્યાં.
ગાડી અદૃશ્ય થઇ ત્યાં સુધી સપના એ દિશા તરફ જોઇ રહી.
પ્રકરણ : ૯
વિભા એક સવારે કોલેજના રસ્તે જઇ રહી હતી. ત્યારે પેલો રામસિંહ સામે મળ્યો. તે તેને જોઇ ઊભો રહ્યો.
“રામસિંહ, હવે હું તને એકાંતમાં મળવાની નથી. મારા ભાઇ નટવરભાઇ તમારાં ગમે તેટલાં વખાણ કરે અને આપણને મળવાના પ્રયત્નો કરાવે તેમાં મને તેમનું ભોળપણ દેખાઇ આવે છે. હવે હું માત્ર મિત્રભાવે કોઇ વાર મળું એ અલગ બાબત છે. અને ચોરી છુપીથી મળવું એ મને પસંદ નથી.”
“જો વિભા, હું જે ચીજવસ્તુ હાંસલ કરવા માંગું તેમાં બળજબરી કરવા નથી માગતો. પણ તેં મારી સાથે પરિચય કેળવ્યો અને એકાંતમાં મળવા લાગી હતી તો હવે શું બન્યું કે તે તારું વર્તન બદલી દીધું?”
“જો રામસિંહ, તને એમ હોય કે તું મને પ્રાપ્ત કરીશ તો એ બાબત વિચારવી ઠીક નથી.”
રામસિંહ વિભાના ગોરા ગોરા ચહેરા પર જોઇ રહ્યો હતો. પવનની લહેરથી તેના વાળની કેટલીક લટો ઊડતી હતી તેથી તે વધુ સુંદર લાગતી હતી. ચહેરા પરની ખુમારીથી તે પ્રતિભાશાળી દેખાતી હતી. ઘણીવાર એવું બને છે કે કેટલીક સ્વમાન અને ખુમારીભર્યું વર્તન ખૂબ સાથ આપે છે. નારી નમણું ફૂલ એ ઉક્તિ સાચી છે. પણ ફૂલ પાસે પણ કાંટાનો પ્રભાવ તેની રક્ષા માટે ખૂબ જ સમર્થ નીવડે છે. તેના એકાએક બદલાયેલા વર્તનથી રામસિંહ તો વિચારમાં પડી ગયો. તેણે પોતાની ભરાવદાર મૂછો પર હાથ નાખ્યો પણ એ વ્યર્થ પ્રયત્નની વિભા પર અસર ન પડી.
એટલામાં તો નટવર આવતો જણાયો. વિભા જ્યારે તે પાસે આવ્યો ત્યારે રામસિંહને કહેવા લાગ્યો,
“રામસિંહ, આપણે એકાદ વર્ષથી મળીએ છીએ. પણ તારું ઘર ક્યાં છે તે બતાવ્યું?”
“જો, તુષાર મારા માતાપિતા બહુ કંકાસીયાં છે તેથી તે કોઇ ઘેર આવે કે જાય તો બહુ માન સન્માન આપતાં નથી અને ઉપરથી કંકાસ કરે છે. આવું તો મેં તને ઘણીવાર કહ્યું છે. આ તો વારંવાર આપણે ક્રિકેટ રમવા માટે મળતા અને અવારનવાર એકબીજાને મળતા તેમાંથી આપણી મૈત્રી વધી. હું તો મારાં માતાપિતાથી અલગ રહીશ.”
“હું જાણું છું રામસિંહ કે તેં મારા પર ઝઘડા કરવાવાળા અનેકને માર મારવામાં મને સાથ, આપ્યો છે. એ હું નહીં ભૂલું. વળી ક્રિકેટમેચ જોવા આવતી વિભા સાથે તારી મિત્રતા વધી. હું તને અને વિભાને એક કરવા પ્રયત્ન કરવા લાગ્યો. એકબાજુ મારું મારા સમાજમાં એક સંસ્કારી છોકરી સાથે નક્કી થતું હતું પણ તે તૂટી ગયું. એવું કેમ બન્યું એ તને ખબર છે? જો આપણે ઘણાં તોફાનો કર્યાં. વળી તું કેટલાય માણસોને ખૂબ ગાળો બોલી ચૂક્યો છે. તારી છાપ ખરાબ પડી ત્યારે મારી છાપ પણ ખરાબ પડી. સમાજ બધું જાણતો થાય ત્યારે મારા સગપણ પર અસર ન પડે? વશી હું ઓછું ભણેલો. રખડપટ્ટી કરીને જિંદગી ગાળું એના કરતાં મેં વિચારી લીધું છે કે હવે રમત છોડી કોઇ ધંધે લાગી જવું. આપણે મિત્રો છીએ. પણ જો વિભા તને પસંદ કરવા ન માગતી હોય તો હું તને હવે કોઇ બાબતે સાથ ન આપી શકું.” નટવરે સ્પષ્ટતા કરી.
રામસિંહ લાલચોળ થઇ ગયો.
“જો, નટવર મને લાલચ આપીને પાછી ખેંચી લે છે? એકાએક વિચારો ક્યાંથી બદલી દીધા? હવે હું જોઉં છું કે આપણે બંન્ને મળીને ઘણા દુશ્મનો બનાવ્યા છે કોઇ એકાદ માણસ એવો ભેટી જશે ને જ્યારે મારામારી પર આવશે ત્યારે કોને બોલાવીશ?
“એટલે રામસિંહ, તું પણ મને બચાવવાની લાલચ આપે છે?” નટવરે કહ્યું.
વિભા પણ બોલી, “જો રામસિંહ તું એમ સમજતો હોય કે હું બધાને બચાવીશ પણ મારા ભાઇ સાથે ઝઘડો કરવા કોણ આવે છે તે હું જોઉં છું. તારો જ ઇરાદો એને ભરાવવાનો તો નથી ને? પછી તને એમ છે કે અમે બચવા માટે તારી પાસે આવીશું? નટવર ભાઇ તો લડતાં શું લડે પણ મને ય લડતા આવડે છે. છોકરીઓ લડાયક બનશે તો લડવાવાળા ભાગી જશે. બોલ, કોની સાથે લડવું છે?”
રામસિંહ વધારે બોલી શક્યો નહીં. તે બધી પરિસ્થિતિ સમજી ગયો એને લાગ્યું કે કદાચ ઝઘડો પણ થઇ જાય. વળી વિભા લડાયક મિજાજથી બોલતી હતી તેથી તેની લડાયક ક્ષમતા વધારે હશે એવું માની તે ઢીલો પડવા લાગ્યો. નટવરની સામે તે જોવા લાગ્યો ત્યારે નટવર પણ ચહેરા પર નીડરતા અને ખુમારીના જ પ્રતીતિ કરાવતો હતો.
“જો રામસિંહ, એક વાત સમજી લેજે. હું જેની મિત્રતા કરું છું તેની કરી જાણું છું. પણ મારી આંખમાંથી જે નીકળી ગયો તેની સાથે હું જીવનમાં ક્યારેય વ્યવહાર કરતો નથી. આજે આપણે મળ્યા પણ ફરીવાર તું મને મિત્રભાવે મળતો નહીં. હું અત્યારે ઝઘડો કરવા માગતો નથી. પણ તારી મિત્રતા ખસેડી લેવા માગું છું.” નટવરે નીડરતાથી કહ્યું.
હા, રામસિંહ અમારે મિત્રતા તો નથી જોઇતી ને દુશ્મનાવટ પણ નથી જોઇતી. પણ ફરી વાર અમને મળીને કોઇ દુર્વ્યવહાર કર્યો તો સમજી લેજે કે દુશ્મનીની પહેલ તેં કરી હશે. અમે નહીં.” વિભાએ કહ્યું.
રામસિંહ પરિસ્થિતિ સમજી ગયો હતો તો પણ તે એક નજર એવી નાખવા લાગ્યો કે તેનો અર્થ એમ કરી શકાય કે તે હવે નટવર અને વિભાનો બદલો લેશે. તે જવા લાગ્યો, બે ડગલાં દૂર ગયો પછી તરત જ જાણે શું યાદ આવ્યું તે એકદમ બોલી ઊઠ્યો. “નટવર, તું એમ ન માનતો કે હું રસ્તો બદલી લઇશ, ભવિષ્યની વાત ભવિષ્યમાં અત્યારે તો હું જાઉં છું.”
“જા, અને ભવિષ્યમાં જે થવું હોય તે થશે તેની ફિકર હું રાખતો જ નથી. ચાલો વિભા, હું તને કોલેજગેટ સુધી મૂકવા આવું છું.”
રામસિંહ ચાલ્યો ગયો. નટવર અને વિભા પણ કોલેજના રસ્તે ચાલવા લાગ્યાં. થોડીવાર પછી કોલેજગેટ આવ્યો. નટવર ત્યાંથી પાછો વળ્યો. ગેટ વટાવી કોલેજમાં પ્રવેશ કરતી વિભાને પાસેથી પ્રોફેસર વિભાકરનું સ્કૂટર પસાર થયું. તે પાસેથી વિભા છે કે બીજું કોઇ તે ઓળખાણ વિભાકરને પાછું વળીને એક નજર કરી. વિભાએ પણ તેમની સામે જોયું. એક સ્મિત કરી “ગુડ મોર્નીંગ સર” કહી તેમનું સન્માન કર્યું. ત્યારે કોલેજની બીજી છોકરીઓ વિભા સામે જોઇ રહી હતી. પ્રોફેસર પણ “ગુડ મોર્નીંગ” કહી તેની સામે હસ્યા.
પ્રકરણ : ૧૦
તુષાર પોતાના વાંચનકાર્યમાં પ્રવૃત્ત થવા માંગતો હતો. હાથમાં પુસ્તક લઇને તે અંદરના ખંડમાં જતો હતો ત્યારે તેને વિચાર આવ્યો કે આજનું વાંચન પૂર્ણ કરી શહેરના સુંદરબાગમાં લટાર મારી આવું. તેણે પોતાના વાંચનખંડમાં જઇ બે કલાક જેટલું વાંચન કર્યું. ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. રીસીવર ઉપાડ્યું.
“હેલો, તુષાર.”
“હા, હું તુષાર, આપ કોણ?”
“હું સીમાબહેન બોલું છું, ઓળખી નહીં?”
“હા, બોલો.”
“જો તુષાર, તું સાંજે ઘેર હોય તો હું તને મળવા માંગુ છું.”
“ભલે, પણ કંઇ કામકાજ?”
“એ તો હું રૂબરૂ મળીશ ત્યારે વાત અને તારા મમ્મી પપ્પાને પણ કહી દેજે કે ક્યાંય બહાર જાય નહીં. તેઓ હાજર હશે તો ઠીક રહેશે.
“સારું.”
“ચાલો ત્યારે મારી વાત પૂર્ણ થાય છે. તમે ચોક્કસ હાજર રહેજો.”
“ભલે.”
...અને આટલી જ વાતમાં તુષાર ઘણી બધી અટકળો કરવા લાગ્યો. શું સીમાબેન આવીને મારા સગપણની વાત ચલાવવા કહેશે? વળી એવું ન બને કે નટવરનું સગપણ થાય તો મારું ક્યાંક ગોઠવાય. શું તેઓ સપના સિવાયની બીજી કોઇ છોકરીની વાત લઇને તે નહીં આવે? વળી એવું પણ બને કે તે મારા પિતાજીને સમજાવી પણ દે કે નટવરનું ક્યાંય નક્કી ન થાય તો પણ તુષારનું ગોઠવી દો. કદાચ મારા પિતાની માન્યતા બદલી પણ દે. મોટાનું થાય તો જ નાનાનું કરવું એવી માન્યતા રાખવી એ અયોગ્ય તો નથી પણ વ્યાવહારિક ઉકેલ કાઢવો હોય તો એ જડતા વાળી વિચારસરણી ફગાવી તુષારનું નક્કી કરી દો. નટવરનું પણ થઇ જશે. આમ તેને ઘણા ઘણા વિચાર આવવા લાગ્યા.
વાંચન પૂર્ણ થયું એટલે તે ઊભો થયો. તેને સુંદરબાગ તરફ જવાનું તો માંડી વાળવું પડ્યું.
થોડીવાર પછી વિભાએ પ્રવેશ કર્યો. હાથમાંથી પુસ્તકો ટેબલ પર મૂક્યાં. તે જરા અસ્વસ્થ જણાતી હતી. તો પણ તેના ચહેરા પરનું રૂપ ઓછું થયું ન હતું. સાધારણ ખિન્ન અને વિચારમગ્ન જણાતી યુવતીમાં પણ રૂપનું વૈવિધ્ય એક અનેરી છાપ પાડે છે. તે અરીસા તરફ પોતાનો ચહેરો જોવા લાગી. ઘણીવાર એવું બને છે કે પોતાની સુંદરતા જોવા કરતાં બીજાની સુંદરતા જોવી એ એક લ્હાવો છે. પરંતુ કેટલીક વાર આજકાલની યુવતીઓ પોતના દૈહિક સૌંદર્યને નીરખવામાં તલ્લીન બની જાય છે. વિભાને પોતાનું રૂપ જોવામાં અનેરો આનંદ આવ્યો. તેણે વિચાર્યું , “આ સૌંદર્ય કોની પાસે જશે? એનો ભોક્તા કોણ હશે? હજુ સુધી કોઇ એવી વ્યક્તિ નથી મળી જેણે આ રૂપની સાચા અર્થમાં કદર કરી હોય. વાસના અને બુરાઇની નજરથી સ્ત્રીને જોનારા પુરુષો તેના આત્મસૌંદર્યને નીરખી શકતા નથી. ત્યારે પ્રેમ અને સમર્પણની સાચી પ્રતીતિ થતાં વ્યક્તિને ઘણી વાર લાગે છે.
વિભા થોડીવાર પછી સાધારણ સ્વસ્થ દેખાવા લાગી. સ્ત્રીઓ વારંવાર પોતાનું રૂપ નિહાળીને સ્વસ્થ બની જાય છે. સ્વરૂપદર્શન કરવું એ પણ એક અનેરો આનંદ છે. તે તુષારને કહેવા લાગી.
“તુષારભાઇ, હવે આપણે પેલો કાર્યક્રમ કરીશું ત્યારે તમે અને પ્રોફેસર વિભાકર મને એક કામ સોંપશો?”
“ક્યું?”
“મને એનાઉન્સર બનાવવાનું.”
“અરે, વિભા કોલેજના આવા કામમાં તું અગાઉ, બેવાર સતત એનાઉન્સર તરીકે રહી ચૂકી છે. અરે, એકવાર તો પ્રોફેસર વિભાકર તારી વાણીની એટલી બધા પ્રસંસા કરતા હતા તે મેં તને નથી કહ્યું.” તુષારે પ્રસન્નતાથી કહ્યું.
“શું કહેતા હતા?” વિભા ખુશ થઇ ગઇ.
જ્યારે સ્ત્રીની પ્રસંશા થાય છે ત્યારે તે ખૂબ પ્રસન્ન થાય. તેના વાણીના પ્રશંસા કરનાર વિભાકર તરફ તેને અહોભાવ જાગ્રત થયો. “જો વિભા, એનાઉન્સર તરીકે તો તું જ રહી શકે તેમ છે, પણ આ વખતે કદાચ તું આ તક ન પણ પામી શકે.”
“કેમ?” વિભાને આશ્ચર્ય થયું.
“જો વિભા, કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે જે કાર્યક્રમ થવાનો છે તેમાં જે આગંતુકો છે તે આપણા આત્મીય અને ખાસ મહેમાનો જેવા છે. સપના અને તેનાં મમ્મી પપ્પા આવે ત્યારે તેમની સાથે કંપની આવવા તારા જેવી છોકરીને કોઇ કામે લગાડવી તેના કરતાં તો નવરાશમાં રહેતી કરવી એ સારું.”
“તો બીજું કોણ એનાઉન્સર તરીકે રહેશે?” વિભાએ પ્રશ્ન કર્યો.
“તારા ધ્યાનમાં કોઇ કોલેજ બહારની વ્યક્તિ છે ખરી?”
“હા, મારી એક સખી છે જેનું નામ વૃંદા છે. એકવાર તમે ઘેર હાજર ન હતા ત્યારે આપણે ત્યાં આવી હતી. તેની સ્પીચ પણ મધુર છે. બોલવામાં ચપળ અને ચબરાક છે. તે એક સારા વક્તા તરીકે પણ જાણીતી છે.”
“હા,કોઇ વૃંદા નામની છોકરીનું નામ મેં સાંભળી છે ખરું હો.” તુષારે કહ્યું.
“તો તો મને એ વાત પસંદ પડી. જો વૃંદા આવે તો કાર્યક્રમની રોનક વધી જાય. તે કાર્યક્રમ વખતે ભાવાવેશમાં આવી જાય છે અને શ્રોતાઓને તલ્લીન તેમજ મંત્રમુગ્ધ કરી દે છે.”
“તો તેનો સંપર્ક ક્યારે કરીશું?”
“અત્યારે.”
“અત્યારે તેને બોલાવવી નથી. પણ આવતી કાલે કોલેજમાં સ્થાનિક રજા છે કારણ કે પરમદિવસના કાર્યક્રમમાં તૈયારી કરવા આપણા જેવા ઘણા કાર્યકરોની જરૂર રહેશે.”
તુષાર અને વિભા કાર્યક્રમ અંગે જરૂરી વાતો કરતાં હતાં એવામાં ડોરબેલ વાગ્યો. બારણું ખોલવા તુષાર ઊભો થયો. બારણું ખોલતાં જ તેની નજર યુવતી પર પડી. ગોરોવાન, કાળા ભમ્મર વાળ, ઘાટીલો ચહેરો, ઘાટીલી કાયા, નયનને ગમે તેવાં કમળનયન, શરમાળ અને નમણી પ્રકૃતિ ધરાવતી એ યુવતી આંખોને આંજી દે તેવી નજરે પડી.
“આવો.” તુષારે સ્વાગત કર્યું.
“જી, હું વિભાને મળવા માગું છું.”
યુવતી અંદર આવી. વિભાને મળી. વિભાએ તરત જ તુષાર સામે જોયું પણ પરિચય આપ્યો નહીં અને તેને પૂછ્યું.
“તુષારભાઇ, વૃંદા તો કાલે મળશે પણ આ છોકરી કોણ છે તે તમે કહી શકશો?”
“આ પોતે જ વૃંદા છે. હું તેને કેવી રીતે ઓળખી ગયો એ તને ખબર પડી?”
“ના.”
“અરે શું ન ઓળખી શકાય. તેં હમણાં જ વૃંદાની વાત કરી એટલે એની વાણીની મધુરતા મેં તેના એક વાક્યમાં જ પારખી દીધી.” તુષારે કહ્યું.
વૃંદા તુષાર સામે જોઇ મંદ મંદ સ્મિત વેરવા લાગી. તેને તુષારમાં એક હીરાનું મૂલ્ય કરનાર ઝવેરીનાં દર્શન થયાં. તેની વાણીની પ્રશંસા થતાં તે પણ ખુશ ખુશ થઇ ગઇ.
...ત્યારે સીમાબેનનો ફોન આપ્યો.
“તુષાર, હું આવતી કાલે મળીશ. આજે નહીં.”
“સારું.”
અને સીમાબેન શું કરવા આવવાનાં છે તેની આતુરતા રાખી તુષાર કાલની રાહ જોવા લાગ્યો.
પ્રકરણ : ૧૧
કાર્યક્રમનો દિવસ આવ્યાની બહુ વાર ન હતી. એક જ દિવસ બાકી હતો. કાર્યક્રમના આગલા દિવસની એક વહેલી સવારે તુષારના ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.
“હેલો.”
“જી, આપ કોણ?”
“હું સપના બોલું છું. બપોરના બારથી સાડા બારની વચ્ચે અમે આપના ઘેર આવી પહોંચીશું. મેં ચરણ દાસ અને રૂપાને એક દિવસ પહેલાં એટલા માટે બોલાવ્યા કે કાર્યક્રમની પૂર્વવ્યવસ્થા સમજાવી દેવાય. વળી એકાદ રિહર્સલ પણ લઇ શકાય.”
“ભલે, સપના તમે કોણ કોણ આવવાનાં છો ને મને જણાવી દો, જેથી હું ઘેર જમવાની વ્યવસ્થા પણ કરી દઉં.” તુષારે ખાતરી કરવા કહ્યું.
“અમે ઘરનાં ત્રણ જણ અને ચરણદાસ તથા રૂપા એમ કુલ પાંચ જણ છીએ.”
“સારું.”
“અને, હા, વિભાને જણાવી દેજો કે રૂપાને સજાવવા માટે કોઇ છોકરી શોધી રાખે. કાર્યક્રમ આપે છે તો તેને કલાકારના સ્વપ્નની સ્ટાઇલ બનાવી દે તેવી હોશિયાર છોકરીની જરૂર છે.”
“સારું, વિભા સાથે વાત કરવી હોય તે ઘેર જ છે. વિભાને આપું?”
“હા, આપો.”
અને વિભાએ રીસીવર કાને ધર્યું.
“હેલો, વિભા આપણાં કલાકાર એટલે કે રૂપા મંચ પર પોતાની પ્રતિભા તથા સૌંદર્યને બરાબર પ્રદર્શિત કરી શકે તેના માટે તેને સજાવે તેવી છોકરી તૈયાર કરી રાખજે. વળી એકાદ કિલો ફૂલ પણ લઇ રાખજો. જેથી આ કલાકારને પણ સન્માનવાનો અવસર ધન્ય બને.”
“સારું.”
“ચાલો, હું મૂકું છું. થોડીવાર પછી અમે આવી પહોંચીએ છીએ.”
“ચાલો, આવજો.” વિભાએ કહ્યું.
થોડીવાર થઇ અને ડોરબેલ વાગ્યો. સીમા બેનનો અવાજ આવ્યો. “તુષાર, બારણું તો ખોલો. આજે ઘણા દિવસે આ અતિથિ આવ્યા છે.”
તુષાર મંદ મંદ સ્મિત રેલાવતો બારણા તરફ ગયો. “આવો, સીમાબેન તમારી તો આતુરતાથી રાહ જોતાં હતાં.” તુષારે સત્કાર કરતાં કહ્યું. પછી બેસાડ્યાં.
“તમારી આતુરતા હું પૂરી કરીશ. તમને બધાંને મળીને હું જે કંઇ વાત કરીશ તે જીવનમાં મહત્ત્વની બાબત છે. પણ એ બધું થોડીવાર પછી, બોલો કેવું ચાલે છે?”
રોહિતભાઇ અને રમીલાબેન પણ અંદરના ખંડમાંથી સીમાબેનને સત્કારવા આવ્યાં.
થોડીવાર પછી સીમાબેન બોલ્યાં, “મને ખબર છે કે, આપ સહુ એક મોટા કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છો, તે કાર્યક્રમમમાં મને પણ કોલેજના પ્રિન્સિપાલ તરફથી આમંત્રણ મળ્યું છે. હું આવીશ પણ ખરી. જોઇએ કેવો કાર્યક્રમ હશે?”
“કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હજુ કોઇનું નામ બહાર પડ્યું નથી. અમારા પ્રિન્સિપાલ સાહેબે મનોમન નક્કી કર્યું છે. પણ તેમણે કોનું નામ વિચાર્યું છે તે કોઇને કહેતા નથી.” તુષારે કહ્યું.
“જે હોય તે, આપણે તો કાર્યક્રમ નીરખવાથી મતલબ.” સીમાબેન બોલ્યાં.
“પણ અમને એ નામ જાણવામાં રસ એટલા માટે છે કે અગાઉ થયેલા કાર્યક્રમમાં અમને અગાઉથી જ મુખ્ય મહેમાન કોણ છે તેની ખબર પડી જતી હતી. પણ આ વખતે તો સમારંભના થોડાક સમય અગાઉ જ જાણવા મળશે.” તુષારે ખુલાસો કર્યો.
“રોહિતભાઇ, તમને મારે ખાસ વાત એ કરવાની છે કે હવે તમે નટવરની રાહ જોયા વિના તુષારનું નક્કી કરી દો. કારણ કે તમને ભવિષ્યમાં સપના જેવી છોકરી મળશે નહીં. અને નટવર કંઇ કુવારો નહીં રહે. તેની જવાબદારી હું લઉં છું. મારી દૃષ્ટિએ સપના એટલે એના જેવી બીજી કોઇ છોકરી સંસ્કારી, સમજુ અને સુંદર નથી.” સીમાબેને રોહિતભાઇને કહ્યું.
“હા, હું પણ હવે તો એવું જ વિચારું છું. કારણ કે ભવિષ્યમાં એવું બને કે સપનાનાં માતાપિતા આપણી રાહ જોઇને બેસી ન રહે. અને આપણા હાથમાં આવતું રત્ન નીકળી જાય.”
“બસ ત્યારે હવે તમારી મુલાકાત ગૌતરમભાઇ સાથે થાય ત્યારે એમને જણાવી ફરી એક મુલાકાત ગોઠવી પાકું કરી દો.” સીમાબેને ઉત્સાહપૂર્વક કહ્યું.
તુષારના મનમાં સપના પ્રત્યેની લાગણી પુરજોશથી વધવાં લાગી. તેનું મન હવે તેના વિચારોમાં ઓતપ્રોત થવા લાગ્યું. પોતાના જીવનમાં એક આદર્શ સાથી મળે અને જીવન મહેકતું તેમજ ધબકતું બની જાય તો તેમાં ચાર ચાંદ લાગી જાય.
“પણ હવે આપણે એમ કરીએ. આપણો કાર્યક્રમ પતી જાય અને તરત જ બંન્ને પક્ષ મળીને આ વાત પતાવી દઇએ જેથી આપણા મગજ પરથી એક જવાબદારી તો ઓછી થાય ને.” રોહિતભાઇએ સીમાબેનને કહ્યું.
આમ ઘણી ઘણી વાતો ચાલુ રહી. સીમાબેન જવાની. ઉતાવળ કરતાં હતાં. તે કહેવા લાગ્યાં. “મારે ખાસ કામે બહાર જવાનું હોવાથી હું અહીં વધારે રોકાઇશ નહીં. કાલે કાર્યક્રમ વખતે આવીશ. અને પછી આપણે ગૌતમભાઇ, સપના અને તેમની સાથેના અન્ય મહેમાનોને રોકીશું. વાત આગળ ચલાવીશું.”
“ભલે.” રોહિતભાઇ બોલ્યા.
બપોરે મહેમાનો આવવાના હતા. તેની તૈયારીમાં વિભા, વૃંદા, તુષાર અને અન્ય સૌ લાગી ગયાં. સપના વિષેનાં સપનાં સાકાર થાય તે માટે તુષાર પોતાના મનોરથોને વધુને વધુ પ્રબળ બનાવતો હતો.
સીમાબહેન ઊઠ્યાં.
“ગુડ બાય.” રોહિતભાઇએ કહ્યું.
“ગુડ બાય.”
...અને ઝપાટાભેર સીમાબેન રૂમની બહાર નીકળી ગયાં. સૌએ ઊંચા હાથ કરી તેમની વિદાયને સત્કારી.
આમ ને આમ તૈયારી કરતાં કરતાં મહેમાનોને આવવાનો સમય આવી પહોંચ્યાં. સૌ રાહ જોતાં હતાં.
“વિભા આપણે ફોન કરીશું? હજુ સુધી કેમ આવ્યાં નથી?” તુષારે પૂછ્યું.
“તુષારભાઇ, અત્યારથી બહુ ઉતાવળ ન કરશો. બધાં આવશે પણ ખરાં. અને સપના વિના કોઇ નહીં આવે.” વિભા મજાકમાં બોલી.
“તું મારી મજાક કરે છે? હું એકલી સપના વિશે વાત કરતો નથી.”
વૃંદા પણ આવા સંવાદો સાંભળી મસ્તીમાં આવી ગઇ. કહેવા લાગી.
“તુષારભાઇ, વિભા મજાક નથી કરતી પણ તમેય આશા રાખતા હો તો એમાં તમારું શું જાય છેજ? વળી મને પાછા એમ ન કહેતા કે વૃંદા, તું પણ મારી મજાક કરવા લાગી છે.”
...આમ ને આમ વાતાવરણ પ્રફુલ્લિત બનતું હતું. સૌના મનમાં ખુશાલી હતી.
થોડીવાર થઇ અને એક સફેદ ગાડી આવીને દરવાજે ઊભી રહી. એક પછી એક એમ સૌ ઊતરવા લાગ્યાં.
કલાકાર પરિવાર અને સપનાનો પરિવાર, તુષાર ના પરિવાર સાથે ત્રિવેણીસંગમ કરવા આવી પહોંચ્યા હોય તેવી પ્રતિભાથી ઘર તરફ આવતા હતા.
રોહિતભાઇ, રમીલાબહેન અને બીજાં બધાં તેમને સત્કારવા આગળ વધ્યાં.
“આવો. આનંદની વાત છે કે આપ સમયસય જ આવી ગયાં છો.” રોહિતભાઇએ આનંદપૂર્વક કહ્યું.
“હા, સમય સાચવી લેવામાં તો મને સપના ખૂબ જ મદદ કરે છે.” ગૌતમભાઇ બોલ્યા.
રૂપા અનેરું રૂપ ધારણ કરી સપનાની પાછળ પાછળ ઘરમાં આવી.
પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો હોય અને તેની ચાંદની પૃથ્વી પર અજવાળાં પાથરતી સૌને શીતળતા આપતી હોય તેવાં સૌમ્ય રૂપ ધારણ કરતી સપના પણ સૌની નજરમાં વસી ગઇ. રેશમી અને ગુલાબી રંગવાળો એનો પંજાબી ડ્રેસ એની કોમળ કાયા પર વિશેષ કોમળતા પાથરતો હતો. મોહક રૂપમાં ગુલાબી સૌંદર્ય તેને નિખાર આપતું હતું. તેનાથી તેના હોઠ અને મુખની શોભા વધી જતી હતી.
કલાકાર રૂપા પણ જાણે સુંદરતાની દોટમાં આગળ વધતી ચંચલ સરિતા હોય તેવી પ્રવાહી ચાલથી રમણીય લાગતી હતી.
બધાં અંદર ગયાં. સૌને સત્કારીને બેસાડ્યાં. ટૂંક સમયમાં તો જમવાનું પણ શરૂ થયું.
જમતાં જમતાં સપના બોલી, “વિભા, મેં કહ્યું હતું તે પ્રમાણે રૂપાને સજાવવા માટેની વ્યવસ્થા કરી છે કે નહીં?”
ત્યારે વિભાએ કહ્યું - “સપનાબહેન રૂપાને તો બરાબર સજાવીશું પણ તમારે સજવું છે કે નહીં તે પણ જણાવી દો. જુઓને તમને પણ એવાં સજાવીશું કે....”
“કે”એટલે શું? વચ્ચે વૃંદા બોલી.
...અને સૌ હસી પડ્યાં.
પ્રકરણ : ૧૨
હવે કાર્યક્રમનો દિવસ ઊગી ગયો. વહેલી સવારનાં સોનેરી કિરણો બારીમાંથી ઘરમાં પ્રવેશી ચૂક્યાં હતાં. આગલા દિવસે કાર્યક્રમની વ્યવસ્થા વિશે ખૂબ જ મહેનત કરી સૌ આજના દિવસને શોભવવા પ્રવૃત્ત થવા લાગ્યાં.
વૃંદા અને વિભા બંન્ને આ કામમાં તુષારને ખૂબ જ મદદ કરતાં હતાં. કોલેજ હોલની સજાવટ કરવા માટે વૃંદા અને વિભાને જવાનું હતું ત્યારે નટવર બોલી ઊઠ્યો.“મેં શો ગુનો કર્યો છે કે મને કોઇ કામ જ બતાવતું નથી?”
“અરે નટવરભાઇ, તમારું કામ તો સૌથી મોટું છે. આખાય પ્રેક્ષાવૃંદનું રક્ષણ કરવું એ તો તમારા જેવા લડાયક માણસ જ કરી શકે.” વિભાએ ઉત્તર આપ્યો.
“તો શું તું મને સિપાહી કે ચોકીદાર સમજે છે?”
“ના, એમ નથી. તમને એ શબ્દો ન શોભે પણ મનોરંજન કરવા આવેલી જનમેદનનીના રક્ષણહાર નટવરલાલ કહીએ તો ચાલે ને?”
સપના અને તુષાર એકબીજા સામે જોઇ જોઇને આ ટીખળનો આનંદ મનાવતાં હસતાં હતાં.
“હા, એમ કરો નટવરભાઇ તમે પુષ્પહાર પૂરા પાડવા મંચની પાછળ ઊભા રહેજો.”
“ભલે, એ કામ મને ગમશે. એક પછી એક મહેરમાનોને ફૂલોના હાર હું પૂરા પાડીને ધન્યતા અનુભવીશ.”
“એમ કરો નટવરભાઇ, તમે અત્યારે જ ફૂલહારની વ્યવસ્થા કરવા માટે માળીને ત્યાં પહોંચી જાઓ અને થોડાંક છૂટાં ફૂલ પણ લાવજો. હું તમારી સાથે વૃંદાને મોકલું છું તેને પણ સૌંદર્યપ્રસાધનો લાવવાનાં છે તો તમે બન્ને જાઓ. ત્યાં સુધીમાં તો પ્રો.વિભાકર આવી જશે એટલે અમારા કામમાં મદદ કરશે. વળી બપોરે જમીને કોલેજમાં જવાનું છે. તો તમે જલદી આવજો.” તુષારે કહ્યું.
નટવર અને વૃંદા એક રીક્ષા કરી ટૂંક સમયમાં જ રવાના થયાં. શહેરના એક ભદ્ર વિસ્તારમાં આવેલી દુકાનો તરફ વળ્યાં. ફૂલહારનો ઓર્ડર તો અગાઉથી આપેલો હતો તે મુજબ ફૂલહાર અને થોડાંક છુટાં ફૂલ લઇ લીધાં.
“નટવર, આ બધું તારી સાથે રાષ કારણ કે મારી પર્સમાં હું મારી ચીજવસ્તુઓ લઇશ એટલે આપણને એ બધું સાચવી રાખતાં ફાવે.” વૃંદાએ કહ્યું.
“ભલે, તો ચાલ હવે તારાં સૌંદર્યપ્રસાધનોની ખરીદી કરી લઇએ.”
“હા, જો પેલી સામે જ લીલા રંગની દુકાન છે ત્યાં જ આપણે જવાનું છે. અને જો નટવર બ્યુટીપાર્લર તરફ પણ મારે જવાનું છે. આમ તો હું ઘણાંને સજાવું છું. પણ મારી પોતાની સજાવટ હું બ્યુટીપાર્લરની એક બહેન પાસે કરાવું છું.”
“તો જલદી કરજે. ચાલ પહેલાં પેલી દુકાનેથી તારી સામગ્રી લઇ લઇએ.”
દુકાન આવી. સામગ્રી લઇ લીધી. અને પછી ચાલતાં ચલાતં બંન્ને ‘મોર્ડન’ બ્યુટીપાર્લર તરફ વળ્યાં. પાંચ મિનિટનો રસ્તો હતો. ત્યાં સુધી બંન્ને વાતો કરતાં કરતાં આગળ વધ્યાં.
“નટવર, તારા જીવનમાં જે કંઇ મુશ્કેલી આવી તે તારી સોબતના કારણે. અને હવે તું ખરાબ સોબત છોડી સારી સોબત કરવા લાગ્યો છે એટલે ફક્ત તુષારનું જ નહીં પણ તારુંય કોઇ સારી જગાએ સગપણ થઇ જશે.” વૃંદાએ લાગણીપૂર્વક કહ્યું.
“વૃંદા, મને એ ચિંતા નથી. મારે તો મારા માતાપિતાને શાંતિ થાય અને તેમને સારો સહારો મળે તેવી ભલે પછી ગરીબઘરની કન્યા હશે તોય મને અફસોસ નહીં થાય.”
“નટવર, હું અને વિભા ઘણા સમયથી મિત્ર છીએ. મને વિભાએ બધું જ કહેલું છે. તે જેટલી તુષારની ચિંતા નથી કરતી તેટલી તારી ચિંતા કરે છે. તારા વિશે એ પોતે પણ કેટલીય છોકરીઓની તપાસ કરે છે.જેની તને ખબર નથી. પણ તને હું એક જ સલાહ આપું છું. કે તેં પેલા રામસિંહની સોબતમાં ને સોબતમાં કેટલાય માણસો સાથે ઝઘડા અને મારામારી કરી તેનું નુકસાન કેટલું બધું થયું? હવે જે કોઇ સાથે ઝઘડો કર્યો હોય તે વ્યક્તિ તને ગમે ત્યાં મળે તો તેની માફી માંગી લેજે. દુનિયામાં માનવતા સિવાય બીજી કોઇ આપણી મૂડી નથી.”
“જો વૃંદા, મેં કેટલાક ઝઘડા ખોટા કર્યા છે, પણ મારા જીવનમાં એક બે વખત મારામારી જુદા જુદા માણસો સાથે થઇ તેમાં હું ધર્મ અને ન્યાયના માર્ગે હતો.”
“ભલે, હવે કોઇ જગાએ મારામારી ન કરતો. નટવર હું તને અહીં જ નહીં પણ બધાંની હાજરીમાં કહીશ કે “નટવર માટે છોકરીની પસંદગી કરવી હોય તો મને પૂછજો.”
“એટલે....?”
“એટલે એમ કે મેં તારા માટે એક છોકરી જોઇ રાખી છે. હજુ છોકરી પક્ષનાને વાત કરી નથી પણ મારા ધ્યાનમાં સુશીલ અને સંસ્કારી છોકરી છે.”
“કઇ?”
“એ તને કશું જ કહેવાની નથી.”
નટવર કંઇ સમજી શક્યો નહીં. એ જાતજાતની અટકળો મનમાં ને મનમાં કરવા લાગ્યો.
“વૃંદા મને કોઇ ઉતાવળ નથી પણ હું એ જાણવા માંગું છું કે મને એ છોકરી ગમશે કે નહીં? તેં એને વચન તો આપી દીધું નથી ને?” નટવર પૂછવા માંડ્યો.
“તને તો એ છોકરી ગમી જશે. પણ તને હું અત્યારે કશું જ કહીશ નહીં.”
બંન્ને ચાલતાં ચાલતાં મોર્ડન બ્યુટીપાર્લર આગળ આવી ગયાં. પ્રવેશદ્વારમાં જતાં પહેલાં વૃંદાએ નટવરને કહ્યું, “તું બહાર ઊભો રહેજે. અહીં બ્યુટીપાર્લરની અંદર પુરુષોને આવવાની મનાઇ છે.”
“ભલે.”
“હું વીસેક મિનિટ પછી પાછી આવી જ. તું અહીં ઊભો રહેજે. ક્યાંય જતો નહીં. નહિતર તું અહીંથી ખસીશ તો મારે તારા આવવાની રાહ જોવી પડે.”
“હા, આપણે ઘરનાં બધાંને જલદી આવવાનું કહ્યું છે. અને સમય તો થવા આવ્યો છે. હવે તું પણ જલદીથી પાછી આવી જજે. હું અહીં જ છું.”
અને વૃંદા અંદર ગઇ. નટવર રાહ જોતો ઊભો જ હતો. થોડા સમય પછી તેણે નજીક જ એક ખાલી ઓટલો જોયો. ત્યાં જઇને બેઠો બેઠાં બેઠાં કાર્યક્રમના વિચારો કરવા લાગ્યો. અને વધારે વિચારો ત તેને વૃંદાએ હમણાં જ જણાવેલી છોકરી વિશેની માહિતીના આવ્યા. શું વૃંદા સાચું કહેતી હશે કે મજાક કરતી હશે એ તે નક્કી ન કરી શક્યો. પણ છેલ્લે તેણે નક્કી કર્યું કે વૃંદા મજાક ન કરે. તેણે કહેલું સાચું જ હશે. પણ તેના મનમાંથી એ ન ગયું કે આ છોકરી કોણ હશે? આવા ઘણાં ઘણાં વિચારોએ એના મનને ઘેરી લીધું. તેને પોતાના જીવન વિશે સોનેરી સપનાં સજાવવાનું શરૂ કરી દીધું.
પચીસ મિનિટ તો આમને આમ વીતી ગઇ. પણ વૃંદા અંદરથી પાછી આવી નહીં. નટવર વિચારવા લાગ્યો કે આ સ્ત્રીઓને રૂપની કેટલી બધી ઘેલછા હોય છે. સુંદરતા તો તેમની મૂડી છે. ખેર! સામાન્ય સુંદરતાતો દરેક યુવતી ઇચ્છે પણ આજકાલ અતિસુંદર બનવાનું ઘણી ખરી યુવતીઓ ઇચ્છે છે. વધુ પડતું રૂપ અને તે પણ કૃત્રિમ રીતે સજાવવું. કેવું કહેવાય!
તે ઊભો થયો. વિચાર કર્યો, “લાવ, અંદર જાઉં. બહું બહું તો મને તેની સંચાલિકા કાઢી મૂકશે. બીજું શું કરશે?” તે પ્રવેશદ્વાર તરફ ગયો. તેના પ્રવેશની તૈયારી હતી. ત્યાં તો એક વીસેક વર્ષની યુવતી બહાર નીકળી. આજુબાજુ જોવા લાગી. તેની નજર નટવર પર તો પહેલેથી જ પડી ગઇ હતી. પણ તેને ખબર નહીં હોય કે નટવર આ જ છે તેથી તેણે પૂછ્યું.
“હેલો, મિ.નટવર આપ જ છો ને?”
“હા, હું જ નટવર છું.”
“તો, સાંભળો આપની સાથે આવેલ વૃંદા મારી સખી છે. તેણે કહ્યું છે કે બહાર ઊભેલ નટવર નામના યુવાનને મળજે. એઠલા સમાચાર આવવાના છે કે તે પંદર મિનિટ પછી આવશે.
“થેન્ક યુ.” નટવરે આભાર માન્યો.
અને એ યુવતી ચહેરા પર સાધારણ હાસ્યના ભાવને દર્શાવતી નટવરથી છૂટી પડી. તે ચાલતી હતી ત્યારે નટવર તેના પીઠ તરફ જોવા લાગ્યો. તેને થયું કે આ છોકરી કોણ હશે? વૃંદા જેની વાત ચલાવવાની છે તે છોકરી તો નહીં હોય? વૃંદાને અંદર વાર કેમ લાગી? શું તેનો સમય આ છોકરીની સાથે વાતચીત કરવામાં તો નથી ગયો ને?
નટવર તરંગી હતો. તેને ઘણા ઘણા વિચાર આવતા અને ચાલ્યા જતા. પણ તેના કેટલાક તરંગો અગાઉ વાસ્તવિકતામાંય પરિણમેલા હતા. તેથી તેને લાગતું હતું કે ભવિષ્યમાં એક એવી વાસ્તવિકતા સ્વરૂપવતી યુવતી બનીને આવશે કે પોતાના જીવનને સુખથી ભર્યું ભર્યું બનાવી દેશે.પેલી યુવતી હવે નટવરની નજરથી અદ્રશ્ય થઇ ગઇ.
હવે તે એકની એક જગાએ બેસીને રાહ જોતાં કંટાળ્યો. આજુબાજુ વિહરવાની અને એ રીતે સમય પસાર કરવાની તેની ઇચ્છા થઇ એટલે તે બ્યુટીપાર્લરની હરોળમાં આવેલી એક રેસ્ટોરન્ટ તરફ ગયો. થોડીક ભૂખ લાગી હતી એટલે તેને ઉપાહારની પણ ઇચ્છા થઇ ગઇ.
રેસ્ટોરન્ટમાં પ્રવેશતાં પહેલાં જ એક યુવાને તેના ખભા પર હાથ મૂક્યો. અને પછી તે હસતાં હસતાં કહેવા લાગ્યો.
“આ સામેની રોશન બીલ્ડીંગ તરફ જુઓ તમારા મિત્રો તમને બોલાવે છે. તમારું નામ જ નટવર ને?”
“હા, મારું નામ નટવર.”
નટવર રોશન બીલ્ડીંગ તરફ ગયો. ત્યાં કોઇ ઊભેલું ન હતું. તેથી તેને લાગ્યું કે પેલા યુવાને મજાક તો નહીં કરી હોય ને?
પણ થોડી જ વારમાં બે યુવાનો નટવરની પાસે આવ્યા. નટવર તેમને ઓળખતો ન હતો. એક યુવાને પૂછ્યું.
“અલ્યા, નટવરીયા અમે કોણ છીએ ખબર છે? અમે તારા મિત્રો નથી. તારા બાપ છીએ.”
પછી નટવરે જોયું કે બીજો યુવાન કમરમાંથી પટ્ટો કાઢવા લાગ્યો.
પ્રકરણ : ૧૩
નટવરને લાગ્યું કે આવેલા માણસો ઝઘડો કરવાની તૈયારીમાં છે. પેલા યુવાને નટવરના વાંસા પર એક પટ્ટો અજમાવી દીધો. બીજા બે યુવાનો પણ હાથબાજી કરવા લાગ્યા. નટવરના હાથમાં કશું જ ન હતું. તેણે પોતાના પર આવતો કમર પટ્ટો પકડી લીધો અને જોરથી આંચકો મારી ઝૂટવી લીધો. હવે તેના માટે મરણિયા થવા સિવાય કોઇ છૂટકો ન હતો. તેણે ઉછળીને સીધો જ કમરપટ્ટાના માલિકના ચહેરા પર મારી દીધો. તે પછી તરત જ તે પટ્ટો વીંઝવા લાગ્યો પણ બે યુવાનો સશક્ત હતા. જોર કરીને બન્નેને વારાફરતી મારવા લાગ્યો. તે બેઉં જણા ગુસ્સે થઇને નટવર પર આક્રમક બની તૂટી પડ્યા. જેને સૌ પહેલાં કરમપટ્ટો વાગ્યો હતો તે યુવાને પાછળથી નટવરને પકડી લીધો. કમરથી પકડીને નટવરને ઊંચક્યો અને જોરથી પછાડ્યો. તેના હાથમાંનો કમરપટ્ટો ખેંચવા ત્રણેય યુવાનો પોતાની તાકાત અજમાવવા લાગ્યા. જમીન પર પટકાયેલો નટવર કરમપટ્ટો છોડતો ન હતો. પણ પછી તેણે યુક્તિ અજમાવી. હવે બહુ જોરથી પોતાના તરફ ખેંચી અને તેણે પટ્ટો છોડી દીધો. ત્રણેય જણ જમીન પર પટકાયા. ઊભો થઇને નટવર તો દોડવા લાગ્યો. તેને વેદના થતી હતી તેથી જ તે વધુ આક્રમક બન્યો. તે કંઇક હથિયારની શોધમાં દોડતાં દોડતાં નજર કરવા લાગ્યો. એક વૃદ્ધના હાથમાંથી તેણે લાકડી પડાવી લીધી. પેલા હુમલાખોરો તેની પાછળ જ હતા. નટવર લાકડી ફેરવવા લાગ્યો. એકને તો માથા પર મારી જમીન પર ઢાળી દીધો. બાકીના બેમાંથી એક કમરપટ્ટાના આધારે લડાયક બની પીછેહઠ કરતો ન હતો. નટવરના હાથમાંથી લાકડી છૂટી ગઇ. વૃંદા આવી પહોંચી હતી. તેણે તરત જ લાકડી લઇ ઝીંકવા માંડી. પડી ગયેલો યુવાન ઊભો થઇને ભાગવા લાગ્યો. વૃંદાએ બંન્નેના શરીર પર વારાફરતી લાકડી મારી દીધી. નટવરે પણ મુક્કાબાજી ચાલુ રાખી. હુમલાખોરોએ ભાગવાનું ચાલુ કર્યું. નટવર પોતાની વેદનાના કારણે દોડી શકે તેમ ન હતો. તેણે પરિસ્થિતિ સમજી પીછો ન કર્યો. પણ વૃંદા તો દોડવા લાગી.
“વૃંદા, વૃંદા, દોડીશ નહીં. વૃંદા વૃંદા...” નટવર બૂમો પાડતો હતો.
વૃંદાએ પાછું વળીને જોયું ત્યારે નટવર વાંસો પંપાળતો પંપાળતો તેની પાછળ ધીમેથી દોડતો દોડતો આવતો હતો.
હુમલાખોરો ભાગી ગયા પછી ભીડ જામવા લાગી. એક માણસે પણ બૂમ મારી,“બે...ન, પાછાં આવી જાઓ. લડવું નથી. આ ભાઇને સંભાળો.”
અને વૃંદા પાછી વળી. કોઇએ પોલીસને જાણ કરી હશે તેથી પોલીસ પણ આવી પહોંચી. યોગ્ય પૂછપરછ કરી હુમલાખોરોનો પીછો કરવા પોલીસના બે માણસો મોટરબાઇક પર બેસી રવાના થયા. બાકીની પોલીસ નટવરની પાસે રોકાઇ ગઇ. તેની સારવાર માટે તૈયારી કરી. તેના ઘેર પણ ફોન કરી સમાચાર આપી દીધા.
થોડી વાર પછી રોહિતભાઇ, તુષાર અને પ્રો.વિભાકર આવી પહોંચ્યા. પોલીસે જરૂરી સ્થળ તપાસ કરી બનાવની વિગતો નોંધી કાર્યવાહી આદરી દીધી. નટવરને સરકારી હોસ્પિટલમાં લઇ જવા નક્કી કર્યું. સૌ રવાના થયાં.
એક ટેક્ષીમાં સૌ હોસ્પિટલ તરફ જતાં હતાં ત્યારે તુષારે પૂછ્યું, “નટવરભાઇ, પેલા ત્રણ હુમલાખોરો અને તમે એક આ તો નસીબે યારી આપી કે તમે જીવતા રહ્યા અને વૃંદાને પણ સલામત રાખી શક્યા.”
“અરે, તુષાર, વૃંદાને મેં સલામત નથી રાખી વૃંદાએ મને સલામત રાખ્યો છે. તે ખરેખર મારા માટે ઝઝૂમી છે. નહિતર અત્યારે મારા હાલ ભૂંડા હોત.” નટવર પીડાતાં બોલ્યો.
“નટવર, તેં સારી ફાઇટ આપી એટલે મારામાં પણ હિંમત આવી ગઇ. તું લઘુતાગ્રંથિ રાખીશ નહીં. તેં આક્રમકતાથી સામનો કર્યો છે. સલામત તો રાખનાર ભગવાન છે. તું તેનો પાડ માન.”
બધાં તો ઘડીભર વૃંદા સામે જોઇ રહ્યાં. તુષાર કહેવા લાગ્યો, “કંઇ વાંધો નિશ્ચિત સમયે આપણે આપણો કાર્યક્રમ કરવાના જ છીએ. આ તો કાર્યક્રમમાં વિઘ્ન નાંખવા માટે દુશ્મનોએ દાવ અજમાવ્યો છે. આ ચાલ કોની હશે એતો આપણા મનમાં છે જ અને એ અંગે આપણે પૂરી તપાસ કરીશું. રામસિંહ સિવાય કોઇનો હાથ આમાં ના હોય. પોલીસ તેની શોધ ચાલુ રાખશે.”
“પણ તેનું રહેઠાણ ક્યાં છે, તે કોઇને ખબર નથી. તે કોઇ જગાએ જતો રહ્યો હોય એમ લાગે છે કારણ કે કેટલાક સમયથી તે શહેરમાં દેખાતો જ નથી. એકવાર વિભા અને નટવર સાથે માથાકૂટ કર્યા પછી પલાયન થઇ ગયો છે પણ મળશે તો ખરો જ.” પ્રો. વિભાકરે આશા વ્યક્ત કરી.
થોડોક રસ્તો કાપી ટેક્ષી હોસ્પિટલના દરવાજે આવી ઊભી રહી. નટવરની સારવાર માટે જે તે વિધિ કરવાની હતી તે કરી લીધી. તબીબી સારવારના અંતે ડોક્ટરે જણાવ્યું. “દાખલ કરવાની જરૂર નથી. બેઠો માર વાગ્યો છે એટલે જરૂરી દવાઓ લખી આપું છું. પૂરી સંભાળ રાખી દવા લેજો. ઇજા નોર્મલ છે.”
નટવરને તો ભાવતું હતું વૈદ્યે કીધું. તેને કોઇ બંધન ગમતું ન હતું. મુક્ત પંખીની માફક વિહાર કરવા ટેવાયેલો નટવર ખુશ થયો. નહિતર તેને કાર્યક્રમ જોવા ન મળત.
ડૉક્ટર સાથે રોહિતભાઇ અને તુષારે થોડીક મસલત કરી. જરૂરી સલાહ પણ લઇ લીધી. થોડીવાર પછી તેઓ ઘર તરફ રવાના થયાં.
ઘેર પહોંચ્યાં ત્યારે અડોશ પડોશમાંથી ઘણાં માણસો એકઠાં થયેલાં હતાં. સપના, રૂપા અને ચરણદાસ તો નટવરના પરિવાર કરતાં ય વધુ ખિન્ન બની ગયાં હતાં.
ઘરમાં પ્રવેશતાં જ સપનાએ કહ્યુ, “ વિભા ક્યારનીય ચિંતા કરતી હતી પણ આ નાનકડી રૂપાએ એને જે સાંત્વન આપ્યું છે તે કોઇ ન આપી શકે. આટલી નાનકડી છોકરી ખરેખર બહુ જ સમજુ છે હો.ં”
“શું કહેતી હતી, રૂપા?” નટવરે આતુરતા દર્શાવી.
“અરે, જ્યારે વિભાએ રડવાનું શરૂ કર્યું ત્યારે રૂપાએ તેના માથે હાથ મૂકી કહ્યું. જુઓ વિભાબહેન, મને ખાતરી છે કે કોઇને વધારે વાગ્યું હશે નહીં. ભવિષ્યમાં આપણે સૌ એક થઇને દુશ્મનો સામે બદલો લઇશું. અને નાનકડી રૂપાના શબ્દોને સમર્થન આપતાં તેનો બાપ કહેતો હતો, “અમે ભલે ગરીબ છીએ પણ અમારો જીવ આપતાં ડરીશું નહીં. મારો એક હાથ તો શું કરવાનો છે એ જોઇ લેજો.”
જેણે વિભાને તેમજ અન્ય સૌને હિંમત આપી હતી તે રૂપા વૃંદા અને નટવરની સામે જોઇ રહી. સપનાની આંખોમાંથી લાગણી વરસવા લાગી.
વિભા તો વૃંદાને ભેટીને લાગણીવશ બની ગઇ. રૂપાની આંખમાંથી પણ બે આંસુ....
વિભાકરે વિભાને હિંમત આપતાં કહ્યું, “જો વિભા, હવે આ પ્રસંગની પાછળ અફસોસ કરવામાં સમય વીતાવીએ તો રૂપાના કાર્યક્રમનું મહત્ત્વ ઓછું આંક્યું કહેવાય.”
આટલું સાંભળી વિભા થોડું હસી. ત્યારે સપના બોલી, “સર, વિભાએ કોઇનું કહ્યું ન માન્યું પણ તમારા કહેવાથી ફેર પડ્યો.” અને સૌ હસી પડ્યાં.
પ્રકરણ : ૧૪
કાર્યક્રમનો સમય આવી પહોંચ્યો. કોલેજનો હોલ જનમેદનીથી ખીચો ખીછ ભરાયેલો છે. આછાં આછા અજવાળામાં યુવક યુવતીઓ એકબીજાની નજીક બેઠક લેવાની કોશિશ કરી રહ્યાં છે. સપના, તુષાર અને વિભાકર હોલની વ્યવસ્થા સંભાળવામાં પ્રવૃત્ત છે. વિભા અને વૃંદા સંચાલન વ્યવસ્થામાં સંકળાયેલાં છે.
કાર્યક્રમ શરૂ થવાની થોડી વાર હતી. વિભાકર બોલ્યા, “સપના, ચાલો આપણે આપણી બેઠક લઇ લઇએ.”
તુષાર બેસી ગયો. પાસેની જ બેઠકે વિભાકરે સપનાને બેસાડી. તેમની પાછળની બેઠકે વિભાકર બેસી ગયા. તુષારનાં માતાપિતા અને નટવર પણ આગળની બેઠકોમાં બેસી ગયાં હતાં.
આછા અજવાળામાં ય સપનાનું ગોરું મુખ ચમકતું હતું. રેશમી વસ્ત્રોમાં સજ્જ થયેલી તે સૌમ્ય અને મોહક લાગતી હતી. મનોરંજક વાતાવરણમાં તેનું હૈયું પ્રફુલ્લિત થયું હોય તેવી સ્મિત વહાવતી કોમલાંગી સપના તરફ કેટલાય યુવાનો નજર નાખીને હટાવી લેતા હતા. આંખોને આંજી દે તેવી સુંદરતા તો તેનામાં નૈસર્ગિક રીતે જ હતી. પણ છતાંય સૌંદર્યપ્રસાધનોથી તેણે પોતાના રૂપને મઠાર્યું હતું. આછો આછો શણગાર સજેલી તેની કાયા આકર્ષક યૌવનમાં ચાર ચાંદ લગાવી દેતી હતી.
કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં અર્થાત્ પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા પૂર્ણ થાય ત્યાં સધી કેટલાંક હિન્દી ચલચિત્રનાં જૂનાં ગીતોનો મધુર ધ્વનિ સાંભળતાં સૌ આતુરતાની ઘડીઓમાં રાહત માણતાં હતાં.
મંચપરની પૂર્વવ્યવસ્થા કર્યા બાદ વિભા મંચનાં સોપાનો ઉતરીને પોતાના વૃંદને શોધવા પ્રેક્ષાગૃહની આગળની હરોળે આવી. તે કોઇને ખાસ નજરથી શોધતી હોય તેમ લાગતું હતું. જ્યારે તેની નજર સપના તરફ પડી ત્યારે સપનાએ ઇશારો કરીને પાસે બોલાવી. વિભા તેની પાસે ગઇ ત્યારે તેની આગળ બેઠેલા વિભાકર સરને પણ જોયા.
“વિભા, પ્રોફેસરની બાજુની બેઠક ખાલી છે. ત્યાં બેસી જા.” સપનાએ કહ્યું.
“ના.” વિભાએ રીસમાં કહ્યું.
“કેમ?”
“મને આમંત્રણ ન મળે ત્યાં હું બેસતી નથી. વિભાકર સર મને કેમ બેસવાનું કહેતા નથી?”
ત્યારે વિભાકરની નજર તેના ચહેરા પર પહેલેથી જ પડેલી હતી. તે જોતા હતા કે ખેલ શરૂ થયા પહેલાં વિભા ક્યા ક્યા પ્રયત્નો કરે છે? શું વિભા તેમની નજીક બેસવા કોશિશ કરશે? અને નજીક બેસે તો શરીરથી અને અંતરથી બેઉં રીતે કે શું?
પણ વિભાને થોડુંક સ્વમાન જાળવવું હતું. વિભાકર સમજી ગયા કે અત્યારે મનોરંજનના સમયે તેને સતાવવી ઠીક ન કહેવાય.
“વિભા, આ તારી બેઠક. ઇચ્છતી હોય તો બેસ.”
“કેમ ઇચ્છતી હોય તો...?” વચ્ચે સપના બોલી ઊઠી.
“એમ કે વિભા સમજે કે બેઠક ખાલી પડેલી છે તોય હું ભાવપૂર્વક કહું છું, વિભા, સમયને માન આપી બિરાજમાન થાઓ.” વિભાકરે કહ્યું.
“વિભા, સરનું માન રાખી બેસીજા.” સપનાએ સમજાવતાં કહ્યું.
વિભા બેસી ગઇ.
એક ગીત ગુંજતું હતું. “મેરી જિંદગી મેં આતે તો કુછ ઔર બાત હોતી, તો કુછ ઔર બાત હોતી.”
સપના-તુષાર અને વિભા-વિભાકર આ ગીત સાંભળવામાં મગ્ન બની ગયાં. જીવનની ધન્ય પળો પસાર કરતાં હોય તેમનાં હૈયાં આ સમયે નૃત્ય કરતાં હતાં. કોઇ એકબીજાની સામે જોતું ન હતું. કોણ જાણે એકબીજાથી શરમાતાં તો નહીં હોય ને!
શોનો સમય થયો. આગળનો પડદો ઊંચકાયો સાક્ષાત્ પરી સમાન રૂપ ધારણ કરતી રૂપા મોહક અંગવળાંક કરી ઊભી હતી. તેના હાથમાંથી વાંસળી બે નાજુક હોઠ પર ગોઠવાયેલી હતી. ગુલાબી રંગનાં ચણીયાચોળી તેના શરીરને શોભાવતાં હતાં. તેના સુંદર ચહેરા પર મધુર સ્મિત રેલાતું હતું. પ્રેક્ષકોમાં સ્થિરતા છવાઇ ગઇ. રૂપાએ સૌ પ્રથમ ચોતરફ વારાફરતી નજર કરી અને છેલ્લે તેની નજર પ્રેક્ષાવૃંદના મધ્યભાગ તરફ સ્થિર થઇ ગઇ.
વાંસળીના મધુર સૂર રેલાવા લાગ્યા. કદી ય ન માણ્યું હોય તેવું મધુર અને માદક સંગીત પ્રેક્ષાગૃહના ખૂણે ખૂણામાં વ્યાપી ગયું. કર્ણપ્રિય સંગીતનો અનુભવ કરતા પ્રેક્ષાવૃંદે તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. તેણે થોડીવાર મધુરતા ફેલાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. વાંસળીનો સૂર બદલાવા લાગ્યો. તેણે મુગલે આઝમનું ગીત વાંસળીના સૂરોમાં વણી લીધું,
“મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...
મોરી નાજુક કલાઇયોં મરોડ ગયો રે,
મોહે પનઘટ પે નંદલાલ...”
અને ફરીથી તાળીઓના ગડગડાટ પ્રેક્ષાગૃહમાં વ્યાપી ગયા. મધુર સંગીત પૂરું થયું પછી રૂપાએ એક મોહક નૃત્ય કર્યું. એનાં અંગેઅંગમાં યૌવનની મસ્તી દેખાતી હતી. એક અભિનેત્રી કે ઉત્તમ નૃત્યાંગનાને પણ ઝાંખી પાડે તેવી તેની નૃત્યશૈલીથી પ્રેક્ષકો પ્રભાવિત થઇ ગયા.
મૃદંગ અને બીજાં વાજિંત્રોનો અવાજ તેના શરીરના ઉછાળાને અનુરૂપ હતો. રૂપા નૃત્યમાં મગ્ન બની ગઇ હતી. સૌ કોઇની નજરમાં વસી જાય તેવું તેનું દૈવી રૂપ અનેરી પ્રતિભા ઉપસાવતું હતું. અવનવા રંગો બદલાતા હતા અને તેનું રૂપ પણ ક્ષણે ક્ષણે નવું તેજ ધારણ કરતું હતું. નૃત્યની ગતિ વધારતી વધારતી રૂપા મંચના આગળના ભાગ તરફ આવતી હતી. ઘણો ઘણો આનંદ આપ્યા પછી તેનું નૃત્ય પૂર્ણ થયું.
ત્યાર પછી પ્રેક્ષકોની ફરમાઇશના આધારે રૂપાએ એક પછી એક ગીતો ગાવાનું શરૂ કર્યું. વૃંદા એનાઉન્સમેન્ટ દ્વારા એની કલાને બિરદાવતી હતી.
તુષાર અને સપના જેટલાં કલામગ્ન બની ગયાં હતાં તેટલાં વિભા અને વિભાકર પણ મગ્ન બની ગયાં હતાં.
એક ગીતના અંતે વૃંદાએ રજૂઆત કરી. “રૂપાને ઘડીવાર આરામ આપવા થોડીવાર આપણી સમક્ષ વિભા ઉપસ્થિત થશે અને તે સુંદર ગીત ગાશે.”
વિભાને અચાનક આ ગોઠવણીની ખબર ન હતી. પણ સપનાએ તેને ઊભી કરી મોકલી દીધી. મંચ તરફ જતી વિભાના પીઠભાગ તરફ વિભાકર જોઇ રહ્યા હતા.
તેણે એક ગીત ગાયું.
“પરદેશીયોંસે ના અખિયા મિલાના
પરદેશીયોંકો તો એક દિન જાના
પરદેશીયોંસે ના....
કોઇને ખ્યાલ નહીં વિભા આવું ગાશે. તુષારને અને તેના પરિવારે તેને જાહેરમાં ખીલતી પ્રથમ વાર જોઇ. રૂપા અને વિભાએ છેલ્લે યુગલ ગીતથી કાર્યક્રમ પૂર્ણ કર્યો. છેલ્લે વિભાકરે ઘર તરફ જતી વખતે રૂપાનાં મનભરી વખાણ કર્યા ત્યારે વિભા ફરીવાર રીસાઇ ગઇ.
પ્રકરણ : ૧૫
એક ભવ્ય કાર્યક્રમની ભવ્ય રાત્રિ પછીનું એક ભવ્ય સવાર ઊગ્યું. ભવ્ય સવાર એટલા માટે કહેવાય કે એ સવારે સપના અને તુષારની જિંદગીને એકરૂપ કરવાનો પ્રયત્ન સીમાબહેન દ્વારા થવાનો હતો. તે કાર્યક્રમ જોવા આવી શક્યાં ન હતાં. કારણ કે તેમને એક અગત્યના કામે જવાનું થયું હતું.
મહેમાનો રોકાયેલા હતા. અંદરના મોટા ખંડમાં સૌ એકઠાં થયાં હતાં. સૌથી પ્રથમ શરૂઆત વિભાકરે કરી, “સીમાબહેન, હવે આપણે તુષાર-સપનાની જિંદગી એકરૂપ બને તેના પ્રયત્ન રૂપે એક પાર્ટી જાહેર કરવાનું વિચારો.”
“હા, આ પાર્ટી જ છે ને જે કંઇ ઉત્સાહ ઉમંગ રૂપે કરવું હોય તે કરી શકો છો.” ગૌતમભાઇએ કહ્યું.
વિભાકર જ્યારે વાતચીત કરતા હતા ત્યારે તે વિભાની આંખોમાં આંખ પરોવીને જોતા હતા. હવે સૌને ખબર પડી ગઇ હતી કે તે બંન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઇ ગયાં છે.
વૃંદાએ મજાકમાં કહ્યું, “અમારી વિભા માટે પણ સારું પાત્ર હોય તો તપાસમાં રહેજો ને વિભાકર સર...”
“સારું.” વિભાકર પણ સમજાકમાં જ બોલ્યા.
“પણ મને વિભાકર સરનો તો ડર છે એનાઉન્સમેન્ટ મને સોંપી હતી અને કાર્યક્રમ વખતે વૃંદા, તને એ કામ સોંપી દીધું. વિભાકર સર પાત્ર નક્કી કરે તેવાં ખરા અને કદાચ બદલીને બીજા પાત્ર તરફ વાળવની કોશિશ કરે તો? તેમની ખાતરી શી?” વિભાએ કટાક્ષમાં કહ્યું.
“હા એવું ઘણીવાર બને છે પણ તેનાં વિવિધ કારણો હોય છે. આપણો કાર્યક્રમ શોભી ઊઠ્યો હતો તે જ આપણે જોવાનું છે. કોણે શું કર્યું તે નથી જોવાનું જોકે વિભા તું એ દિવસે નટવરના લીધે વિચારોથી દુઃખી હતી. નટવર પરના હુમલાની તારા મન પર ઘેરી અસર હોવાથી મેં એ બધું તાત્કાલિક બદલી દીધું હતું. બાકી તું હોત તો પણ એનાઉન્સમેન્ટ સારી કરે. વૃંદાની અને તારી એ કલામાં કોઇ ફરક નથી.”
ગૌતમભાઇ અને રોહિતભાઇ સામસામે જ બેઠા હતા. તેઓ આ બધું સાંભળીને મરક મરક હસતા હતા.
સૌના મનમાં એક જ વાત રમતી હતી કે તુષાર-સપના તેમજ વિભાકર-વિભા એ દુનિયાની અનુપમ જોડીઓ બની ચૂકી છે હવે તેમને વિધિસર જોડવી એ જ કામ બાકી હતું.
સીમાબહેન તરફ નજર કરીને ગૌતમભાઇએ પૂછ્યું, “બોલો હવે કઇ રીતે આગળ વધવું છે?”
“મારું માનવું એમ છે કે આજે સૌ મહેમાનો આખો દિવસ રોકાવાના છો તો સપના અને તુષારને પોતાના જીવનની મહત્ત્વની વાતો કરવી હોય, કોઇ શરતો કરવી હોય અને પસંદગી પાકી કરવી હોય તો તેમને બહાર ફરવા જવાની તક આપો. તે લોકો જરૂરી વાતચીત કરીને પાછાં આવે. ત્યારે આજે જ આપણે વિધિસર આગળ વધીશું.”
“પણ સીમાબહેન તેમની સાથે કોઇને મોકલવાં નથી?” ગોતમભાઇ બોલ્યા.
“ના, એ ઉચિત ન ગણાય. જવાદો એમને એકલાંને, છૂટથી વાતચીત તો કરે.” સીમાબહેને સલાહ આપી.
વચ્ચે સપના બોલી ઊઠી, “જો હું ઇચ્છું તો મારી સાથે કોઇને ન લઇ જઇ શકું?”
“હા.” સીમાબહેન બોલ્યા.
“તો હું મારી સાથે વિભાને લઇ જવા માંગુ છું. તે અમને નડતરરૂપ થવાની નથી. મારે તુષાર સાથે કંઇ કાનમાં વાત નથી કરવાની. છૂટથી હરીશું ફરીશું અને હરતાં ફરતાં એકબીજાના વિચારોની આપલે થશે.” સપના બોલી.
તુષારે હસતાં હસતાં કહ્યુ, “તો સપના, આપણે એમ કરીએ. તું વિભાને લઇ જવાની વાત કરે છે તે તેને કંપની આપશે. હવે હું વિભાકર સરને સાથે લઇ જવા માગું છું. આવશો ને વિભાકર સર?”
મોટેરાંઓ સૌ આ યુવાનીયાંની ચાલબાજી સમજી ગયાં. તેમણે લીલી ઝંડી આપી દીધી.
વિભા અને સપના દેહ અને વસ્ત્રોની સજાવટ માટે વૃંદાને કહેવા લાગ્યાં.
“વૃંદા, તારી પસંદગી પ્રમાણે આજે અમને તૈયાર કરી દે.” “સારું.”
એક રૂમમાં જઇ થોડીવાર સુધી બંન્નેએ પોતાના દેહને સુંદરતાથી સજ્જ કરી દીધો.
બંન્ને બહાર નીકળ્યા. બંન્ને એટલાં બધાં સૌમ્ય અને કામણગારાં લાગતાં હતાં કે જાણે સૌંદર્યસામ્રાજ્ઞીઓની સ્પર્ધા માટેનાં હરીફો ન હોય!
આસમાની રંગની સાડી પહેરેલી વિભાની કાયામાંથી યુવાની નીતરતી હતી. તેના કાળા કાળા વાળ ગોરા મુખને શોભાવતા હતા. કુસુમ જેવી કોમળ કાયા પર રેશમી સાડી શોભી ઊઠતી હતી. આ ફૂલ પર તો એક પણ કંટકની મજાલ ન હતી કે એનો ઉપહાસ કરવા પણ નજીક આવીને બેસે. તેના અંગેઅંગમાં કોઇના મિલનનો તરવરાટ હોય તેમ તે અતિશય ચંચળ લાગતી હતી. વિભાકર તેના રૂપને પીતા હોય તેવી નજર નાખી ખુશ થતા હતા.
તો બીજી તરફ સપના....વનદેવીનો સાક્ષાત્ અવતાર હોય તેવી વનનાં અનેરાં ફૂલોના સમૂહનું સમગ્રરૂપ ધારણ કરી પ્રેમમાર્ગ પર ચાલી સાગરને મળવા જતી સરિતાના ચાંચલ્યને વરી ચૂકેલી સ્મિત વેરતી હતી. આછાં પીળાં વસ્ત્રોથી ઢંકાયેલી તેની કાયાનાં કામણ તુષારને પણ જોવા મળ્યાં. રેશમી અને રંગીન ચાઇનીઝ પર લાલ દુપટ્ટો તેને અભિનેત્રી કરતાં પણ વિશેષ શોભા આપતો હતો. આછો આછો પવન બેય સુંદરીઓનાં વસ્ત્રોને સ્પર્શ કરી હલાવતો હતો. બંન્ને કોઇ એકવૃક્ષની શાખાઓ હોય અને પવનથી હલતાં હલતાં મિલનોત્સુક બની હોય તેમ એકબીજાના સૌંદર્યને સરકાવવા માગતી હોય તેમ પરસ્પર જોવા લાગી.
થોડીવાર પછી તુષારસપના, વિભાકર-વિભા નીકળી ગયાં. નદી કિનારાની એક વાડીમાં પ્રવેશ્યાં. ત્યાં બાલોદ્યાન જેવી રચના હતી. ત્યાંના સુંદર ફૂલોએ પવનથી ડોલતાં ડોલતાં ચારેયને સત્કાર આપ્યો.
ફૂલોની સાથે ફૂલ ભળી ગયાં.
વિભા બોલી, “સપના, જો પેલું સામેનું આસોપાલવનું વૃક્ષ. ત્યાં નીચેના બાંકડે તમે બન્ને બેસો અને વાતચીત કરો. હું અને વિભાકર સર બન્ને સામેના આમ્રવૃક્ષોની નીચે આમતેમ ફરી સમય પસાર કરીશું.”
તુષાર અને સપના અલગ પડી ગયાં. તે એક બાંકડે બેસી વાતો કરવા લાગ્યાં.
“સપના, આજનો દિવસ આપણા માટે જુદા જ પ્રકારનો છે. આજે આપણે આપણા જીવનને ઉજાળવાની પૂર્વવ્યવસ્થા કરવા અહીં આવ્યાં છીએ. બોલ તારું શું કહેવું છે?” તુષાર પૂછવા લાગ્યો.
“હું શું કહું? તુષાર તારી મરજી અને મારી મરજી જુદી હોય. આપણે બન્ને એક થવાનું નથી. એક જ છીએ.”
તુષાર સપનાની નજીક આવ્યો. તેનો હાથ પોતાના હાથમાં લીધો. સપના શરમાવા લાગી. એકાએક પવનનો સપાટો આવ્યો. સપનાના દુપટ્ટાનો એક છેડો તુષારના મુખ પર પડ્યો. તેનો કોમળ સ્પર્શ અનુભવતા તુષારે તેને પોતાના તરફ ખેંચી. શરમાતી સપનાના ખભે પોતાના હાથ મૂકી દીધા.
“બસ સપના, હવે આજથી આ ધન, આ સૌંદર્ય, આ શરમાતું રૂપ બધું જ મારું બની ચૂક્યું છે. તું મારાથી અલગ રહી શકવાની નથી.”
“થોડાક દૂર ખસો. કોઇ જોઇ જશે તો?”
“કોણ જુએ? ભગવાન તો જુએ જ છે અને એની તો આ મરજી છે!”
અને તુષારે સપનાના ગાલનો સ્પર્શ કર્યો. સપના તેના તરફ અનાયાસે ખેંચાવા લાગી. આસોપાલવની એક ડાળ પર મેના અને પોપટ પોતાની ચાંચો લડાવી ગેલ કરતાં હતાં.
થોડીકવાર થઇ. ત્યારે વિભા એકલી આ બન્ને તરફ આવતી હતી. વિભાકર એ જ વૃક્ષસમૂહની નીચે લમણે હાથ દઇ બેઠા હતા.
વિભા તો સપનાની નજીક આવી ધ્રુસકે ધ્રુસકે રડવા લગી.
“કેમ શું થયું, વિભા? કેમ રડે છે?” સપના દુઃખ અને આશ્ચર્યથી પૂછ્યું. તુષાર તો ચોંકી ગયો.
“કંઇ નહીં?”
“કંઇ નહીં તો કેમ રડે છે? શું વિભાકર સર ગુસ્સે થયા તો નથી ને?” સપના પૂછવા લાગી.
“એવું નથી એ કહે છે કે હું ગુરુ છું ને વિભા તું શિષ્યા છે. આપણે અહીં એક બીજાની પસંદગી કરવા નથી આવ્યાં. હું એક ઉત્તમ મિત્ર તરીકે વર્તું છું. આપણું જીવન સપના અને તુષારની માફક જોડાઇ ન શકે.”
“એવું તેં શું કહ્યું કે આ જવાબ મળ્યો?”
“કંઇ નહીં સપનાબહેન, મેં તો એમ જ કહ્યું હતું જે મારા મનમાં હતું. મેં કહ્યું, “સર, સપના અને તુષાર જે નિર્ણય કરે તે નિર્ણય આપણે બંન્ને અનુસરીએ તો સોનામાં સુગંધ ભળી કહેવાય ને?”
“પછી...?”
“પછી...પ્રોફેસરે મને યોગ્ય પ્રતિભાવ ન આપ્યો. મારું હૃદય હવે બીજા કોઇને નહીં સ્વીકારે.”
“તું ચિંતા ન કરીશ, વિભા. હું વિભાકરને સમજાવું છું.” સપનાએ ધીરજ આપી.
વિભાકર ચાલતા ચાલતા વિભા પાસે આવીને ઊભા રહ્યા.
પ્રકરણ : ૧૬
સપના અને તુષાર તો ઘડીભર વિભાકરના ચહેરા તરફ જોઇ રહ્યાં.
“શું વિભાકર સર, તમે એમ માનો છો કે હું અને તુષાર બંન્ને જીવનનો નિર્ણય કરવા અહીં આવ્યાં છીએ! વિભા તમારા તરફ કેટલો બધો પ્રેમ વરસાવે છે અને તમે એના હૃદયને તોડી નાંખ્યું. એને અગાઉ તમે કેટલો બધો પ્રેમ આપ્યો અને હવે તેને આ જવાબ આપો છો કે “હું ગુરુ છું અને તું શિષ્યા?”
“એ જ એક મોટી સમસ્યા છે સપના, મારી પણ ભૂલ તો કહેવાય કે હું પણ વિભા તરફ ખેંચાતો ગયો અને એ પણ ખેંચાઇ. અન્યોન્ય પ્રેમના અંકુર ફૂટ્યા અને હવે મારા માટે મોટી સમસ્યા ખડી થઇ.”
“એ સમસ્યાનો પૂર્વવિચાર કર્યો ન હતો? પ્રેમ શું છે? પ્રેમની વ્યાખ્યાઓ અને એની ફલશ્રુતિના જીવનપાઠ તો તમે કોલેજમાં ભણાવો છો ત્યારે પાલન કરવાનો વારો આવે એટલે ખસી જાશો એમ ને?”
“પણ......”
“પણ...પણ...શું કરો છો, પ્રોફેસર. હું પોતે પણ માનું છું કે ગુરુશિષ્યાનાં લગ્ન અયોગ્ય છે પણ તમે તેના તરફ આકર્ષાયા કેમ? તેનું ટ્યુશન રાખીને તેને પોતાના તરફ વાળી તેના રૂપને જ જોતા રહ્યા અને જ્યારે જીવનનો નિર્ણય કરવાનો વારો આવ્યો ત્યારે એના હૃદય પર કાળમીંઢ પથ્થરનો ઘા કરી દીધો? આ તો એક બહાનું છે.” સપના ઉગ્ર બની ગઇ.
તુષાર કહેવા લાગ્યો.
“સર, એક વાત સમજી લો. માનો કે આ જ સપના તમારી બહેન છે અને હું એને ઠુકરાવું. પ્રેમ સંપાદન કરી લીધો. હવે તેને એમ કહું કે “ઘડીક ગમ્મત કરી લીધી. હવે જીવનસાથી તરીકે મને પસંદ ન કરતી. કોઇ અન્યને શોધી લેજે. ત્યારે આ કોમળ, અરમાનોથી ભરેલી સપનાને કેવું લાગશે?”
“ના,ના, તુષાર તું અને સપના એક જ રહેશો. તું એને ઠુકરાવે એ હું માનતો નથી.”
“હું પણ નહોતો માનતો કે તમે વિભાને આવો જવાબ આપશો.”
“હું હજી વિચારું છું.” પ્રોફેસરે કહ્યું.
“તમે શું વિચારો છો? વિચાર કવા માટે તો ઘણો સમય હતો અને એ સમયના અંતે તમે પાણીમાં બેઠા?” તુષાર પણ ઉગ્રતાથી બોલતો હતો.
“તુષાર, હવે પ્રોફેસરને વધારે મનાવવામાં મજા નથી. પરાણે પાટા બાંધવા એ મને ઠીક લાગતું નથી. વિભાની જિંદગીનું જે થવું હોય તે થાય પણ આ રીતે સમજાવવા કરતાં દુઃખ ભોગવવું વધુ યોગ્ય છે. જે માણસ સમજે નહીં એને તમે સમજાવો અને સમજ્યા પછી પણ પાછી અણસમજ આવી જાય ત્યારે ક્યો ઉપાય કરશો?” સપનાએ દલીલ કરી.
પ્રોફેસર લાચાર ચહેરો રાખી ઊભા હતા. વિભાની આંખમાંથી આંસુ સૂકાતાં ન હતાં. પણ તે વિવશ હતી.
તે પૂછવા લાગી, “એટલે સર, હવેથી આપણે જુદાં થઇ ગાયં એમ જ ને? હવેથી આપણે પહેલાંની જેમ મળીશું નહીં. કાર્યક્રમો નહીં કરીએ. ગીતો નહીં ગાઇએ. એમ જ ને? હવે તમે મને ઠુકરાવી દીધી. ત્યારે એટલું તો કહો કે, “વિભા, તેં માણસ ઓળખવાની ભૂલ કરી. હવે તું તારા પડછાયાનો પણ વિશ્વાસ ન કરતી. બસ આટલું કહેશો તોય મને સંતોષ થશે. પછી હું તમારો આગ્રહ રાખીશ નહીં. એકવાર બોલો સર, એકવાર બોલો, “વિભા તેં માણસ ઓળખવામાં ભૂલ કરી છે.” અને વિભા ડૂંસકાં ભરવા લાગી.
સપનાએ તેને પોતાના છાતી સરસી ચાંપી. તે પંપાળવા લાગી.
“વિભા, રડીશ નહીં. તું ચિંતા ન કરતી. ભગવાન જે કરશે તે ઠીક કરશે.”
“પણ સપનાબહેન...મને આવા દુઃખની કલ્પના પણ ન હતી. હવે હું શું કરીશ. આ પથ્થર જેવા વિભાકર કોઇ દિવસ ફૂલ બનીને મારી પાસે આવે એવી કોઇ આશાના એંધાણ નથી. હવે શું કરવું?
“કંઇ જ નહીં વિભા, હવે વિભાકર સરને જવા દો. તેમને આપણી જરૂર નથી. તો આપણે તેમની ઇચ્છા રાખવી નથી. વિભાકર સર, હવે એક સમય એવો આવશે જ્યારે તમે પસ્તાશો અમે વિભાની કિંમત થશે. અને તમે જ્યારે પસ્તાઇને પાછા આવશો ત્યારે અને તો કહીશું, “વિભા, તું વિભાકર સરને સ્વીકાર. પણ વિભા તમને નહીં સ્વીકારે તો?” સપના બોલતી હતી. પણ તુષારે તેને અટકાવી અને કહેવા લાગ્યો - “સપના, એમને એ ચિંતા હોત તો આ પગલું ભર્યું જ ન હોત. જવા દો એમને હવે આપણે ભીખ માંગવા ઇચ્છતા નથી. પણ સર, યાદ રાખજો કે આવું બીજા કોઇને ફસાવીને રડાવવાનું કામ જિંદગીમાંય ન કરશો. કોઇ કોમળ હૃદયને આઘાત પહોંચાડી કચડી ન નાંખતા. આટલી અમે તમારી પાસે ભીષ માંગીએ છીએ પણ હવે વિભા માટે તમારી માંગણી કરીશું નહીં.” તુષારે સ્પષ્ટતા કરી દીધી.
વિભાકર અનુત્તર રહ્યા. લાચારોથી વિવશ બની ગયા હોય તેમ તે નીચું મસ્તક રાખી ઊભા રહ્યા હતા. તેમની આંખમાં પણ આંસું હતાં.
“ચાલો સપના, ચાલો વિભા હવે આપણે ઘર તરફ જઇએ.” તુષારે કહ્યું.
“પણ ઘેર જઇને બધાંને શું કહીશું?” સપના પૂછવા લાગી.
“કહીશું કે આપણે બન્નેએ જીવનનો નિર્ણય લઇ લીધો. ગમે ત્યારે સગપણ કરી દઇશું. અને વિભાકર સરની વાત અત્યારે કરવી નથી. વિભાને બનાવટી હાસ્ય સાથે ઘેર લઇ જઇશું.” તુષારે કહ્યું.
સૌ ચાલવા લાગ્યાં. વિભાએ છેલ્લી એક નજર વિભાકર સામે કરી, વિભાકરે પણ મજબૂર અને આંસું ભર્યાં ચહેરે તેની સામે જોયું. સૌ ત્યાંથી ગયાં પણ વિભાકર જમીન પર લમણે હાથ દઇને ત્યાં જ બેસી રહ્યા.
રસ્તામાં પણ વિભા રડતી હતી. સપનાએ તેને આશ્વાસન આપતાં કહ્યું, “એ માણસને એક ભૂત વળગ્યું છે. તેને કાઢીશું. તેને જ અપનાવીશું. તું ચિંતા ન કરતી. ઘેર જઇને બધા દુઃખનું વર્ણન કરવું નથી. હું તારા પડખે છું. જરાય ચિંતા કરીશ નહીં.”
“ક્યું ભૂત વળગ્યું છે?”
“એને એના આદર્શનું ભૂત વળગ્યું છે. તારા તરફ ખેંચાતો હતો ત્યારે તે બેભાન હતો. અને નિર્ણયનો વારો આવ્યો ત્યારે તે મજબૂર બની ગયો. એને એની માન્યતા નડે છે. બાકી આપણી સામે એણે ઉદ્ધતાઇ કરી નથી. વિભા તું એને માફ કરી દેજે. એ સમજશે, પસ્તાશે અને આપણી પાસે આવશે. મને જરૂર વિશ્વાસ છે. તું એને સ્વીકારી લેજે.”
વિભામાં હિંમત આવી ગઇ. સૌ રીક્ષા કરી ઘર તરફ રવાના થયાં.
“સપના, મને તારો જેટલો સહારો મળ્યો એના કરતાં વિશેષ સહારો વિભાને મળ્યો છે, આજે તું ન હોત તો વિભાને આશ્વાસન કોણ આપત?” તુષારે આભાર વરસાવતાં કહ્યું.
“હજુય હું તો કહું છું. “વિભા, તું ચિંતા ન કરતી. તારા અને વિભાકરના મેળાપની જવાબદારી મારી. અત્યારથી તું એ માણસ તરફ નફરત ન વરસાવતી. એ વિવેકી, સમજુ અને શાણો છે પણ વિવશ છે એ જરૂર આવશે....રાહ જુઓ.” સપનાના હૃદયમાંથી આશા વરસતી હતી.
આખરે ત્રણેય ઘેર આવ્યાં ત્યારે વડીલોએ પૂછપરછ કરી. બધુ જાણવા આતુર બન્યાં.
ત્યારે સપનાએ એક જ જવાબ આપ્યો.“મેં અને તુષારે એકબીજાની પસંદગી કરી લીધી. અમે વચનબદ્ધ બન્યાં. પણ હમણાં અમે સગપણ કરીશું નહીં. આ વિભાનું એક વર્ષ પૂરું થાય ત્યારે એનો અભ્યાસ પૂરો થશે. તે વખતે વિભા અને પ્રો. વિભાકરની સગાઇની સાથે અમે પણ જોડાઇશું. અમે પસંદગી કરી લીધી છે.”
સૌ રાજી થઇ ગયાં.
વૃંદાએ વિભાને એકબાજુ બોલાવી ત્યારે વિભાથી રહેવાયું નહીં. તેણે બધું બન્યું હતું તે જણાવી દીધું.
ત્યારે વૃંદાએ કહ્યું, “ચિંતા ન કરતી વિભા, વિભાકર માનશે તો સારું છે અને નહીં માને તો મારી પાસે એક ઉપાય છે. તને તારો પ્રેમ પાછો મળી જશે આ વૃંદાનું વચન છે, સમજી?
પ્રકરણ : ૧૭
સપના અને તેનાં માતાપિતા, ચરણદાસ, રૂપા સૌ એક ભાવભીની વિદાય લઇ કલ્યાણપુર તરફ રવાના થયાં. આ દિવસે સપનાની ઇચ્છા અમદાવાદના નિવાસ સ્થાનને બદલે કલ્યાણપુર જવાની ઇચ્છા થઇ હતી. ત્યાંથી તેઓ રૂપા અને ચરણદાસને ધરમપુર છોડી આવવાની સગવડ કરવાનાં હતાં.
નિશ્ચિત સમય પ્રમાણે મધ્યાહ્ન પહેલાં ગાડી કલ્યાણપુરમાં પ્રવેશી. સૌ ઉતર્યાં.
“આવ, રૂપા અહીંથી જમીને જવાનું છે.” સપનાએ રૂપાનું સ્વાગત કરતાં કહ્યું.
ચરણદાસ અને રૂપાએ પણ ઘરમાં પ્રવેશ કર્યો. જમવાનું તૈયાર કરવા માટે સપના અને રૂપા કામે લાગી ગયાં. જ્યારે સપના રોટલી શેકતી હતી ત્યારે કોઇ ઊંડા વિચારમાં પડી ગઇ હોય તેમ સ્થિર નજરે ભોંયતળીયાના ભાગ ઉપર જોઇ રહી હતી. વિચારમાંને વિચારમાં રોટલી દાઝવા લાગી.
“અરે, સપનાબહેન, આ રોટલી....”
“ઓહ!...હું તો ભૂલી જ ગઇ.” આટલું કહીને સપનાએ રોટલી સંભાળી લીધી.
“શાના વિચારમાં ભૂલી ગયાં? એવું તમને શું યાદ આવી ગયું કે રસોઇમાં ભૂલ પડી?” રૂપા ધીમું હસીને મર્મમાં પૂછવા લાગી.
સપના અનુત્તર રહી. પણ તેના મનમાં જે વિચાર ચાલતા હતા તે જણાવ્યા નહીં. તેના મનમાં એવું તો થઇ ગયું કે રૂપા શું સમજી હશે? શું રૂપા એવું સમજી હશે કે સપનાબહેન તુષારના વિચારમાં પડી ગયાં હશે? અને જો તે એમ જ સમજી હશે તો સમજવું કે રૂપા પણ આવા બધા ભાવ સમજી શકતી હોય તો તે હવે નાની ન કહેવાય. કોઇના હૃદયની વાત જાણી શકતી છોકરી ઉંમરમાં ભલે નાની હોય પણ માનસિક રીતે તે પોતાની ભાવસૃષ્ટિને પુષ્ટ અને પ્રબળ કરી શકતી હોય છે. તેના ઉરમાં પણ કોઇના પ્રણયનાં બી ઉગ્યાં હોય તો તે પોતાના પ્રણયી ભાવોને વ્યક્ત કરી શકે છે.
રૂપા આમ તો સપનાની ખૂબ મર્યાદા રાખતી હતી. પણ કેટલાક શબ્દો સહજ ભાવે બોલાઇ જાય છે. સપના પરના સન્માનને કારણે તે વધુ બોલી નહીં. પણ સપના તો સમજી જ ગઇ કે રૂપા એમ કહેવા માંગતી હતી કે તુષારની યાદમાં રોટલી શેકાઇ ગઇ.
“રૂપા, મારે એક વખતે તને એવી જોવી છે કે તું રોટલી શેકતી હોય અને તે રોટલી દાઝી જવાને બદલે બિલકુલ બળી જાય.”
અને રૂપા શરમાઇ ગઇ.
સપના રૂપા સાથેની એક મર્યાદાની રેખાને ઓળંગવા માગતી ન હતી એટલે તે વધુ વાતચીતમાં ઉતરવાને બદલે રસોઇમાં સ્થિર થઇ ગઇ. રૂપા પણ સપના તરફના સન્માનને જાળવી રાખવા ઇચ્છતી હતી. તેથી તે પણ કામે લાગી ગઇ.
થોડીક અન્ય વાતો કરતાં કરતાં તો તે બંન્નેએ રસોઇ તૈયાર કરી દીધી. ટૂંક સમયમાં તો સૌ જમવા બેસી ગયાં.
જમ્યા બાદ રૂપાને મૂકવા જવાનું હતું. સપનાએ તે બાપ દીકરી માટે ગાડી તૈયાર કરી દીધી. તેમને બેસાડી દીધાં. સપના પોતે ગાડી ચલાવીને રસ્તો કાપવા લાગી. રસ્તામાં એણે વિભા વિષે અને પ્રોફેસર વિભાકર વિષે ઘણી વાતો કરી.
“શું ચરણકાકા પ્રોફેસર વિભાકર અને વિભાનો પરિચયમાં તો તમે આવી ગયા ને?”
“હા, પણ સપનાબહેન, મને એ સમજાતું નથી કે વિધિના લેખ બહુ અફર હોય છે. છતાં માણસ પોતાના માટે અવળી પરિસ્થિતિ અનુભવતો હોય તો કેવો નિરાશ થાય છે. વિભાને જે તકલીફ છે તે તેના કોઇ એવા લેખ કે પૂર્વજન્મના કોઇ કર્મનું પરિણામ ન હોય? બાકી વિભાકર સાહેબના પરિચયમાં આવીને હું તેમની કોઇ જોઇ શક્યો નથી.” ચરણદાસે કહ્યું.
“અરે, ચરણકાકા લેખ અને કર્મ પર જો બધું જ છોડી દઇએ તો માણસ પ્રયત્ન કરતો બંધ થઇ જાય. મેં તો નક્કી કર્યું છે કે વિભા અને વિભાકર જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી હું પણ તુષાર સાથે મારું જીવન જોડીશ નહીં.”
“એવું કેમ કરો છો, બહેન તમારું જીવન તુષાર સાથે ન જોડાય તો પેલાં બે એક થઇ જશે કાંઇ?”
“ના, પણ હું જેના માટે પ્રયત્ન કરવાની ગાંઠ વાળું છું. તે કરીને જ રહું છું. કોઇ પ્રતિજ્ઞા કે નિશ્ચય આપણા મનમાં આવે તો એ કામ માટે જ જીવન છે એવું મને લાગે છે.”
“હું તમારી વાતમાં સંમત છું હું પણ એમના વતી ઇશ્વરને પ્રાર્થના કરું છું કે વિભાને એનો પ્રેમ પાછો મળે. બન્ને એક થાય તો અમને પણ આનંદ થશે.”
“સફળતા અને નિષ્ફળતા ઇશ્વરના હાથમાં છે પણ આપણે આપણી આશા છોડીને નાસીપાસ થવું એના કરતાં જરૂર પ્રયત્નશીલ રહેવું જોઇએ. આપણું જીવન કોઇના માટે ઉપયોગી બને એનાથી બીજી મોટી ધન્યતા કઇ છે?” સપનાએ આત્મવિશ્વાસથી કહ્યું.
“કોઇ નહીં.”
“તો ચરણકાકા, સમજી લો કે આપણું કામ થઇ જશે.”
બધાંએ થોડી વાર વાતો બંધ કરી. ગાડી રસ્તો કાપતી હતી. રસ્તામાં મોટું ટોળું ઊભું હતું તે દૂરથી સપનાએ જોયું. ગાડી ઊભી રાખી સપના ઉતરવાની તૈયારી કરતી હતી.
“સપનાબહેન ઉતરશો નહીં. ગાડી પાછી લઇ લો. વધારાની કોઇ ઉપાધિ થઇ જશે તો? તમે ગાડી પાછી લઇ લો.” ચરણકાકાએ કહ્યું.
“ચિંતા ન કરશો કાકા, એ લોકો આપણને, મારવા કે લૂંટવા નથી ઊભા પણ કોઇ તકલીફમા મૂકાયેલા માણસો લાગે છે.”
“તમને કેવી રીતે ખબર પડી, બહેન?” રૂપાએ પૂછ્યું.
“અરે, રૂપા એટલું તો સમજ કે લોકોના વર્તનની પણ ભાષા હોય છે. એ ઊભેલા માણસોની પાસે જો એક છોકરી ઊભી છે. તેની કોઇ સમસ્યા લાગે છે. આ કોઇ ચોર લૂંટારા નથી.”
સપના ઉતરીને ટોળા તરફ ચાલતી હતી. નજીક ગઇ ત્યારે એક માણસે આજીજી કરી મદદ માગી.
“બહેન, આ ઊભા રસ્તે જ એક માણસ અપહરણ કરતાં કરતાં રહી ગયો. આ છોકરીની છેડતી કરી તેને લઇ જવા કોશિશ કરતો હતો. છોકરીએ બૂમાબૂમ કરી એટલે સૌ એકઠા થઇ ગયા. પેલો માણસ નાસી ગયો. તમે અમને મદદ કરો. ગાડી લઇને આ રોડે રોડ તપાસ કરવા દો. તમે અમારી સાથે આવો તો સારું.”
“અરે, પણ પોલીસને જાણ કરી દો. આ છોકરીનું એ માણસ શું લઇ ગયો છે? છોકરી તો સલામત છે ને? તમે મને એ નિશાની આપી છે. અમે એ રસ્તે જ જઇએ છીએ. રસ્તામાં કોઇ તમારી નિશાનીનો માણસ જણાશે તો પોલીસને બાતમી આપી દઇશું.”
“છોકરીએ નિશાની આપી છે. તો જુઓ એ માણસ બુકાનીધારી હતો અને બળજબરીથી છોકરીને લઇ જવા માંગતો હતો. છોકરી એકલી ખેતરમાં કામ કરતી હતી ત્યારે એક સફેદ કાર દૂર ઊભી રાખીને એ બુકાનીધારી આવ્યો હતો.
“કારમાં કેટલા માણસો હતા?”
“એ ખબર નથી. ત્યાંથી કોઇ અવાજ આવતો ન હતો. કાચ બંધ હતા.”
“છોકરી કેવી રીતે બચી ગઇ?” સપના એ પૂછ્યું.
“બેન, છોકરી બહુ હિંમતબાજ છે. તેણે બૂમાબૂમ તો કરી પણ એ બુકાનીધારીને મારતાં મારતાં બૂમો પાડતી હતી. તેણે જે સામનો કર્યો તેનાથી પેલો માણસ જલદીથી પોતાનું કામ કરી શક્યો નહીં. અને બૂમાબૂમથી આજુબાજુના ખેતરોના માણસો એકઠા થઇ ગયા. અને તે માણસ દોટ મારીને કારમાં પ્રવેશી ગયો અને ઘડીવારમાં તો અદ્રશ્ય થઇ ગયો.”
“પણ પોલીસને બાતમી આપી દો.”
“હા, માણસો મોકલી દીધા છે. પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા છે.”
“તો બસ, એ માણસ ચોક્કસ પકડાઇ જશે. પણ પોલીસના હાથે જ ઝડપાશે. કારણ કે બુકાની ધારી માણસનો આ બીજો કિસ્સો છે. તે જરૂર વાસનાનો ભૂખ્યો માણસ હશે. હવે પોલીસતપાસ આગળ વધશે. આશા રાખજો આવો ગુનેગાર પકડાશે તો અમને પણ ધીરુકાકાની છોકરીના ગુનેગાર મળી જશે.”
સપના થોડીવાર પછી કામ તરફ વળી. બધાં બેસી ગયાં. ફરી ગાડી ઉપાડી. થોડોક રસ્તો કાપ્યો ત્યારે રસ્તાની એકબાજુ ઊભેલી એક સફેદ કાર દૂરથી દેખાઇ. સપનાએ વિચાર્યું. “હવે શું કરવું?”
પ્રકરણ : ૧૮
સપનાએ ગાડી જવા દીધી. ઊભી રાખી નહીં. “રૂપા, હું ગાડી ચલાવું છું. તું એ બાજુ નજર કરી લે. ગાડીની પોઝીશન જોઇ લે. કોણ છે અને શું કરે છે તે જોઇલો. આપણે અહીં ગાડી ઊભી રાખીશું નહીં.” સપનાએ ગાડીની ગતિ વધારીને કહ્યું.
રૂપા અને ચરણદાસ પેલી ઊભેલી કાર તરફ જોવા લાગ્યા. એક નવયુવાન ઊભો ઊભો ટાયર ચેક કરતો હતો. અને તેની પાછળ એક યુવતી ઊભી હતી. જેટલું જોવાય તેટલું જોઇ લીધું અને ગાડી ઝડપથી પસાર થઇ ગઇ.
“કેમ, સપનાબહેન, આ વખતે કેમ ઊતર્યાં નહીં? શું આ વખત તમને ખતરા જેવું લાગ્યું?” રૂપાએ પૂછ્યું.
“ના, રૂપા ખતરો નહીં પણ ખાતરી કરવા માટે આપણે આ રીત અપનાવી, કદાચ એ લોકો આ ગુનામાં સંડોવાયા હોય તો આપણે એમને પકડી શકીએ નહીં. પણ હું શું કરું છું એ તું જોયા કર.” આટલું કહીને થોડે દૂર જઇને ગાડી રીવર્સ કરી પાછા રસ્તે લઇ લીધી. છેક ધરમપુર પહોંચવાની તૈયારી હતી અને ગાડી પાછી લીધી.”
“કેમ, સમજાયું નહીં સપનાબહેન આ શું કરો છો?”
“સપના બહેન એક યુવક ટાયર ચેક કરતો હતો અને પાછળ એક યુવતી ઊભી હતી. કોઇ સુખી પરિવારનાં સભ્ય હતાં પણ આપણને સફેદ ગાડીના કારણે વહેમ પડ્યો હતો, નહીં?”
“એવું નથી. એ ગાડી પણ ચેક કરવી જરૂરી છે. ગુનેગારો તો પોતાની સાથે છોકરીઓને પણ રાખે છે. અને તેવી યુવતીઓ પણ અપહરણ કરાવતી હોય છે. તમને ખબર ન પડે પણ મેં આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે.” સપનાએ કહ્યું.
થોડીવાર ગાડી ચલાવી એટલે પાછાં બધાં પેલા ટોળા પાસે આવ્યાં. સપનાએ ગાડી ઊભી રાખી. હજુ પોલીસ આવી ન હતી.
“એમ કરો પોલીસ ન આવી હોય તો કંઇ વાંધો નહીં. પણ હથિયારધારી ચાર માણસો મારી ગાડીમાં આવી જાઓ. જુઓ, આપણે શક પડતા માણસની તપાસ કરવા જઇએ છીએ. એ ભાગી ન જાય એટલે તેને આપણા તાબે કરવા જઇએ છીએ. હુમલો ન કરતા. શક પડ્યો હોય તો ખાતરી કરવી પણ બધા ગુનેગારો નથી હોતા.” સપનાએ પાછળના ભાગમાં ચાર માણસનો બેસાડ્યા. પેલી છોકરીને પણ સાથે લીધી.
રૂપા અને ચરણદાસને આગળ બેસાડ્યાં. ગાડી થોડીક વારમાં જ સફેદ કાર પાસે ઊભી રહી.
“તમે બધા ન ઊતરશો. કારણ કે તમારી પાસે હથિયારો જોઇ આ લોકો નિર્દોષ હશે તો વિચારમાં પડી જશે. અને કદાચ ગભરાઇ પણ જાય એવું બને. જરૂર પડે ત્યારે તમને હું ઇશારો કરી દઇશ. ચારમાંથી એક માણસ મારી સાથે ચાલો અને ખાલી હાથે જ આવો.”
સપનાએ એક સશક્ત માણસને સાથે લીધો. બાકીનાં બધાં ગાડીમાં જ બેસી રહ્યાં. પાસે જઇને પેલા યુવાનને કહ્યું.
“માફ કરજો, યુવાન આપ કોણ છો તે જણાવશો? કઇ તકલીફથી આપ અહીં ઊભા છો?”
“જી, અમે અમદાવાદથી આવીએ છીએ અને અહીં એક કલાકારને મળવા અમે, આગળના ગામે જતા હતા તેવામાં પંક્ચરનો પ્રોબ્લેમ ઊભો થયો. અમારે ઊભા રહેવું પડ્યું.” યુવાને કહ્યું.
“પેલી છોકરીને બોલાવો, ભાઇ” સપનાએ છોકરીને બોલાવી.
“બોલ, આ ગાડી હતી? અને આ વ્યક્તિ તો નથી ને?”
“પણ બહેન એ માણસો તો બુકાનીધારી હતો. આ ભાઇ તો એ રૂપે નથી. કદાચ બુકાની હટાવી લીધી હોય તો અવાજ પરથી તો ઓળખાયને? મેં તમારી વાતચીત સાંભળી ત્યારે આ ભાઇનો અવાજ પણ અલગ જ લાગતો હતો.” છોકરી બોલવા લાગી.
“શું થયું છે? તમારી વાત સમજાઇ નહીં. જે હોય તે કહી દો.” પેલા યુવાને કહ્યું.
“જુઓ ભાઇ, આ છોકરીના અપહરણનો પ્રયત્ન કરી એક સફેદ કારમાં કોઇ બુકાનીધારી માણસ ભાગી નીકળ્યો છે. આવા રંગની આ પ્રકારની કાર જોઇ અમે તમને પૂછપરછ કરી.” સપના બોલી.
“હા, એક સફેદ કાર નીકળી હતી અને એ કાર પેલા ડાબી બાજુના ખેતરોના કાચા રસ્તા પર જતી જોઇ.”
“એ રસ્તો તો ચાર કિલોમીટર પછી જવાય તેવો નથી.” પેલી છોકરી બોલી ઊઠી.
“કેમ?”
“આગળ જતાં નદીનો પુલ તૂટી ગયેલો છે. બીજો કોઇ રસ્તો નથી. અને ચાર કિલોમીટરનો કાચો રસ્તો કાપતાં કાપતાં તેમને અડધો કલાક થાય તેમ છે.” છોકરી બોલી.
એટલામાં પોલીસ આવી ગઇ. પોલીસે પણ પૂછપરછ કરી એ સફેદ કારની દિશા જાણી લીધી. રસ્તો પણ આગળથી કપાયેલો છે તે જાણ્યું.
પોલીસના બે યુવાનો તો આ ગાડી પાસે જઇ ઊભા રહ્યા અને ત્રણ યુવાનોએ સપનાની કારમાં જે બધાં હતાં તે સહિત પીછો શરૂ કરી દીધો.
પોલીસ કોન્સ્ટેબલે સૂચના આપવા માટે ગાડી ઊભી રાખી. પાછળ આવતી સપનાની ગાડીના માણસોને કહ્યું, “તમારે લડવાનું નથી. જરૂર પડ્યે અમને મદદ કરવાની છે. બાકીનું કામ અમે સંભાળી લઇશું. તેમને કોઇ ભોગે એરેસ્ટ કરવાના છે.”
ચાર કિલોમીટર સુધીના કાચા રસ્તા પર બે વાહનો ચાલતાં હતાં. પોલીસ વાન ઝડપી દોડતું હતું. સપના પણ ફાસ્ટ ચલાવવાની કોશિશ કરવા લાગી. પણ થોડી પાછળ રહી ગઇ.
ઘણો રસ્તો કાપ્યો એટલે પૂલ દેખાવા લાગ્યો. તૂટેલા પૂલથી રસ્તો કપાઇ ગયો હતો એટલે આગળ જઇ શકાતું ન હતું.
“તો પેલી સફેદ કાર કેવી રીતે નીકળી હશે? કાર તો આટલામાં દેખાતી નથી. ઊભા રહો.” પોલીસ કોન્સ્ટેબલે પોતાના સાથીઓને ઉતારતાં કહ્યું.
ત્યાંથી ડાબી બાજુના એક ખેતર તરફ એક કાર ઊભેલી જણાઇ. પોલીસે વાન ઊભી રાખીને પીછો કર્યો.
ત્યાં એક નહીં પણ બે માણસો બેઠેલા જોયા. પોલીસને જોઇ તેઓ ભાગવા લાગ્યાં. પણ પોલીસના યુવાનો ખૂબ જ ઝડપથી દોડતા હતા. પોલીસે ફાયરીંગ શરૂ કરી દીધું. એક માણસને તો પગના ભાગ પર ગોળી વાગતાં પડી ગયો. તેને દોડીને ઝડપી લેવામાં આવ્યો. બીજો ખૂબ જ ઝડપથી દોડતો હતો. તે એક ઝાડીમાં ઘૂસી ગયો.
સપના, રૂપા, ચરણદાસ અને પેલી છોકરી સાથેના બધા માણસો પણ એ રસ્તે દોડવા લાગ્યાં. પોલીસનો એક યુવાન પડી ગયેલા માણસ પાસે ઊભો રહ્યો. બાકીના બે પોલીસ યુવાનો ઝાડી તરફ જવા લાગ્યા.
ઝાડીમાંથી પથ્થરબાજી ચાલુ થઇ ગઇ. અંદર કેટલાક માણસો અગાઉથી ભરાઇ રહેલા હોય તેવું પોલીસ યુવાનોને લાગ્યું. પોલીસ પર ભારે પથ્થરમારો થયો. બન્ને પોલીસ જવાનો ઘાયલ થયા. કોન્સ્ટેબલ હાથ ઉપર ઇજા થઇ. અને બીજા પોલીસ યુવાનના ખભા પર મોટો પથ્થર વાગ્યો. ઝાડીમાંથી છ માણસો હથિયારો લઇ નીકળી પડ્યા.
સપનાની ટુકડીએ ઝડપ વધારી. તેની સાથેના યુવાનોએ ગુંડાઓ સામે લડવાની હિંમતથી શરૂઆત કરી.
સામસામે હથિયારો ઉછળી પડ્યાં. સપના ચરણદાસ, રૂપા અને તેમની સાથેની છોકરી એ સૌ હથિયાર વિનાનાં હતાં. વળી ચરણદાસનો એક હાથ કપાયેલો. સપનાને તો લડતાં જ ન આવડે. રૂપા નાની ઉંમરની અને આખરે નારી જાતિ મદદ કઇ રીતે કરવી?
તોય રૂપાએ તો પોલીસવાન તરફ દોટ મારી અંદરથી બે લાઠી લઇને તરત પાછી ફરી. એક ચરણદાસને આપી અને એક પોતાના માટે તે લાઠી વીંઝવા લાગી. ચરણદાસ પણ વીંઝવા લાગ્યા. જોતજોતામાં બે માણસોને તો જમીનદોસ્ત કરી દીધા. બીજા બે જણ ઝાડીમાંથી નીકળ્યા. તેમના હાથમાં કુહાડીઓ હતી. તેઓ રૂપા અને ચરણદાસ તરફ ધસી આવ્યા. સપનાએ એક તો પાછળથી જોરથી પકડી લીધો. ચરણદાસ એને મારવા લાગ્યા. રૂપા લડાયક બની હતી. જોરથી લાકડી વીંઝતી હતી. પણ તેના પાછળના ભાગ તરફ ધારિય.ાનો ઘા આવ્યો અને તે આમ ઘાયલ થઇ. સપના અને ચરણદાસ પેલા રૂપા પર ઘા કરનાર યુવાન પર તૂટી પડ્યા. સાથે એક માણસ નાસી છૂટ્યો બાકીના પકડાઇ ગયા. એટલામાં તો પોલીસની બીજી વાન આવી ગઇ. બંન્ને પક્ષે ઇજા થઇ હતી. પણ હુમલાખોરો પકડાઇ ગયા.
પોલીસે ઘાયલ થયેલાં સૌને વાન બેસાડી દીધાં. પેલી છોકરીને પૂછ્યું, “બોલ, કોણ છે આમાંથી?” ત્યારે છોકરી બોલી, “આમાં એ નથી પણ કાર આ જ હતી.”
પ્રકરણ : ૧૯
પોલીસ કાફલા સહિત ચાર કિલોમીટર વટાવી જ્યાંથી બાતમી મળી હતી તે સફેદ કાર પાસે આવીને ઊભી. બે પોલીસ જવાનોને જપ્ત કરેલી કાર પાસે જ્યાં મારામારી થઇ હતી તે ઝાડીની બહારની જગાએ રોકી દીધી અને બાકીના અહીં આવ્યા હતા.
“ધન્યવાદ, યુવાન આપે આપેલી બાતમીના આધારે અને ગુનેગારોને પકડી શક્યા. અમે અહીં વધુ રોકાઇશું નહીં. આપની ગાડીનો નંબર અમે લઇ લીધો છે. અમારી સાથે આવેલ સૌને હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશને લઇ જવાં પડશે. આપનો મોબાઇનંબર આપી દો. અમે જઇએ છીએ.”
“હું ફિલ્મ ડાયરેક્ટર સુરેશ દવે છું. મારો નંબર ૬૫૮૯૨૦૨૧૦૧ છે. ચાલો પછી મળીશું.”
સપનાએ નંબર નોંધી લીધો. સૌ પોત પોતાના રસ્તે ચાલ્યાં ગયાં. હોસ્પિટલની કામગીરી પૂર્ણ કરી. પોલીસસ્ટેશન તરફ રવાના થયાં. ગુનેગારો પરનું એફ.આઇ.આર. તૈયાર કરવામાં આવ્યું.
પોલીસ ઇન્સ્પેક્ટરને આટલી તો માહિતી મળી કે ઘાયલ થયેલા હુમલાખોરો ગુનામાં સંડોવાયેલા છે. અને મુખ્ય માણસ ભાગી ગયો હતો.
એક ગુનેગારને પૂછ્યું, “બોલ કોણે મોકલ્યા હતા તમને? અસલ ગુનેગાર બતાવો. નહિતર મારી મારીને ચામડી તોડી નાખીશું.”
પણ તોય કોઇ જવાબ ન આપે. અંતે ખૂબ માર પડવાથી એક બોલ્યો, “અમને મોકલનાર એક માણસ છે. જેનું નામ સરનામું અમે જાણતા નથી. અમે પૈસાથી કામ કર્યું છે. તે મોકલનારની અમને પોતાનું નામ નથી કહ્યું,“પણ તમે મને છોડી દો તો હું નિશાની દઉં.”
“બોલ શી નિશાની જલદી બોલ, નહિતર તારા હાડકાં ભાગી જશે.” ઇન્સ્પેક્ટરે દમ આપ્યો.
“ગાડી તો અમારી છે એ કબૂલ કરીએ છીએ પણ અમને મોકલનારનો કેમેરો મારા ઘેર છે. તેમાંથી તે મોકલનારનો નેગેટીવ મળી આવી હતી. સોદો કરવા માટે એક માણસ અમને રોહિતબાગ અમદાવાદ કલોલના રસ્તા પર છે ત્યાં લઇ ગયેલો. તે અમારા દલાલ મારફત આવ્યો હતો.”
પોલીસે તાત્કાલિક જે તે વિગતો મેળવવા પ્રયત્નો શરૂ કરી દીધા. દલાલનું નામ પણ જાણી લીધું.
તકરારમાં સામેલ તમામના નામ સરનામા લઇ લીધાં. બીજાં ઘાયલ થયેલાની પણ ફરિયાદ લખાઇ ગઇ.
રૂપા હોસ્પિટલમાં હતી. ચરણદાસ અને સપના પણ ત્યાં જ હતાં. ત્યાં રહેલી પોલીસે પણ સપનાના આખા કાફલાનો આભાર માન્યો. અને ધન્યવાદ પણ આપ્યા.
“રૂપા તું આટલી બધી લડાયક છે તે ખબર તો મને હવે પડી. અને ચરણકાકા એક હાથે પણ લડી શકે છે તો એ તો અજાયબીની વાત છે.” સપનાએ આશ્ચર્યસહિત કહ્યું.
“પણ, સપનાબહેન તમારી હિંમત પણ ઓછી ન કહેવાય. બાકી સુખી ઘરની છોકરીઓ હડકાયા કૂતરાનું નામ પણ સાંભળીને ઘરમાં પેસી જાય છે. જ્યારે તમે આપણી ટુકડીની નેતાગીરી સંભાળી લીધી હતી. મારામારી વખતે પણ તમે ઘણા પ્રયત્નો કરીને અમને ઉગારી લીધાં.
થોડો સમય વીત્યો એટલે સૌ સૌનાં સ્વજનો બધાંની ખબર પૂછવા હોસ્પિટલમાં એકઠાં થવા લાગ્યાં. સપનાના માતાપિતા, રૂપાની મા, તુષારના પરિવારનાં સૌ આવી ગયાં.
તુષાર પૂછતો હતો, “સપના, આ કોઇ સપનું તો નથી ને? તું આટલી બધી હિંમત ધરાવે એવું મારા માનવામાં આવતું નથી. ખરેખર તારા અને રૂપા જેવી નાજુક અને સુંદર યુવતીઓ લડાઇના મેદાનમાં પાર પડે એ તો ગૌરવની વાત કહેવાય.”
“એવું નથી, તુષાર ગૌરવ મેળવવા કરતાં તો આપણી માનવતાની કામગીરી બજાવવી અને એનું જતન કરવું એ એક લ્હાવો છે. કોઇના જીવનને ઉજાળતાં કે તેને ઉગારવા જાતાં મોત આવે તે સારું. તેમાં પણ ગૌરવ નહીં પણ યુદ્ધની લીલાનો એક અનેરો લ્હાવો છે.” સપનાની બોલીમાં અનેરી તાકાત વ્યક્ત થઇ.
“તુષારભાઇ, તમે ખુશ થશો કે સપનાબ્હેન જે કામ હાથમાં લે છે તે પૂરું કર્યા વિના છોડતાં નથી. અને ખરાબ કામ હાથમાં લેતાં નથી.” રૂપા બોલી.
“રૂપા, તેં પણ તારું જીવન ઉજાળ્યું. હવે આનાથી આપણને નટવર પરના હુમલાની પણ જાણકારી મળશે. ધીરુકાકાની છોકરી પર હુમલો કરી મારી નાખરનારે બુકાની ધારણ કરી પ્રયત્ન કર્યો હતો. તેની પણ માહિતી મળી જશે. તમે બધાં જે કામ કરી શક્યાં તે હજુ સુધી હું અને નટવર કરી શક્યા નથી.”
બધાંએ વારાફરતી ખબર અંતર પૂછ્યા. વિભાએ પણ લાગણીપૂર્વક હર્ષનાં આંસુ વહાવ્યાં. વિભાએ સપનાને એક બાજુ અલગ બોલાવી.
કોઇની અવરજવર ન હોય તેવા એક ખૂણે બંન્ને ઊભાં ઊભાં વાતો કરતાં હતાં.
“બોલ વિભા, મારા વિના તને સૂનું લાગે છે કે શું? એવી કઇ ખાસ વાત છે કે તેં મને અહીં અલગ બોલાવી?
“કંઇ નહી, સપના બીજા બધાનું ભલુ કરજે. પણ મારા પર એક ઉપકાર કરજે.”
“કેવો ઉપકાર?”
“વિભાકર સાથે મને જોડવા પ્રયત્ન ન કરતી. કુદરતી રીતે એ ખેંચાઇને આવે તો મને વાંધો નથી. બાકી નટવરનો મિજાજ જુદો છે. એ બહુ જ સ્વમાની છે. મને સાફ સાફ કહી દીધું છે કે એ માણસનું મુખ પણ જોવાનું નથી. વિભાકર સ્વાર્થી છે. અત્યારે આ બધી વાતો કરવી મને ઠીક લાગતી નથી. પણ તમારો પ્રયત્ન વિભાકરને મનાવવાનો કરશો તો તમે તે પૂરો જ કરશો એવી મને ખાતરી છે. મને તો વિશ્વાસ છે કે એમને પસ્તાવો થશે અને એ આવવાના જ.” વિભાએ આશા વ્યક્ત કરી.
“મને પણ ખાતરી છે. વિભા તું ચિંતા ન કરતી. હું એમને મનાવીશ નહીં, બસ. તારું અને નટવરનું સ્વમાન સચવાય એથી રૂડું બીજું શું? પણ નટવરને એટલું કહી દેજે કે વિભાકર સર સામે હમણાં કોઇ વાદવિવાદમાં ઉતરવાનું નહીં, જો કે હું તુષારને પણ કહી દઇશ કે તે નટવરને આ બાબતે સાચવી રાખે. કોઇ ઉતાવળીયું પગલું ભરવામાં ઘણીવાર જીવનભર પસ્તાવો ભોગવવો પડે છે. સમજીને? આશા રાખજે.”
“સારું, હવે તું તારા સ્થાને જા. અને હું બહાર દરવાજે રાહ જોઉં છું. કદાચ વૃંદાને ખબર પડી હશે તો એ પણ આવે. તેની રાહ જોઇ આવે તો તો તેને વોર્ડ બતાવી દઉં.”
“પણ વિભા, બહાર ન જતી. જો ને કેટલા બધા અણબનાવ બને છે? આજકાલ બહુ સાચવવા જેવું છે. જો ને આપણે કેટલા બધા માણસોને સામનો કરવો પડે છે? આપણે કોઇનો ગુનો કર્યો નથી. છતાં અસામાજિક દૂષણો આપણને કરડી ખાવા મોં ફાડીને બેઠાં છે. એટલે ચેતીને ચાલવામાં મજા છે.”
“સારું તમે જાઓ. હું વૃંદાની રાહ થોડીવાર જ જોઇશ. મારે એને પણ તમને કહ્યું એવું જ કહેવું છે. જેથી તે પણ વિભાકરને સમજાવવાનો પ્રયત્ન ન કરે. એટલે હું તેને અલગ મળવા માટે રાહ જોઉં છું.”
“ભલે. પણ કંઇ વધારાનું....”
“ના, હું જ કહીશ તે વિવેકપૂર્વક કહીશ. હું જાણું છું કે તે મારા પર જેટલી લાગણી રાથે છે તે લાગણીને હું ઠુકરાવી શકું નહીં. પણ હું તે લાગણીનો યોગ્ય વળાંક આપવા માંગુ છું.”
“ઠીક.”
ઘણી રાહ જોઇ પણ વૃંદા આવી નહીં. આખરે વિભાને ઇચ્છા થઇ “લાવ એને ફોન કરી જોઉં કદાચ એને ખબર નહીં હોય. એ મારા ઘેર નહીં આવી હોય નહિતર પડોશીઓ પણ એને વાત કરે અને એ હોસ્પિટલમાં આવે જ.”
અને તેણે ફોન લગાડ્યો. સામેથી અવાજ આવ્યો.
“હેલો, આપ કોણ?”
“હું, વિભા, ઓળખી નહીં?”
“હા, બોલ વિભા.”
“તને ખબર નથી?”
“શાની?”
“રૂપાને સામાન્ય વાગ્યું છે. સપના પણ તેની સાથે છે.”
“ના, મને ખબર નથી. ક્યાં છે?”
“સીવીલ હોસ્પિટલ હ્લ - ૧૬ માં છે.”
“જી, હું હમણાં જ આવું છું.”
વિભા તેની રાહ જોતી પ્રવેશદ્વાર પાસે જ ઊભી હતી. પણ વૃંદાને વાર લાગી.
ઉલટાનું એવું બન્યું વિભાકર આવતા જણાયા. બંન્નેની નજર એક થઇ પણ વિભાએ નજર હટાવી લીધી. કશું બોલી નહીં. વિભાકર અંદર ગયા.
વિભાને ખબર ન પડી કે વિભાકરને કોણે જાણ કરી હશે? પણ તેને કશું પૂછવાની ઇચ્છા ન થઇ. તે અંદર ન ગઇ.
વિભાકર સૌની પાસે ગયા ત્યારે સપના અને તુષારે હસીને આવકાર્યા.
“આવો સર.” સપનાએ કહ્યું.
“રૂપાને વધારે વાગ્યું છે, ખરું?”
ત્યારે રૂપા બોલી, “સર, આ તો શરીર પરનો ઘા છે. કાલે મટી જશે. સારું છે કે હૃદય પર કોઇએ ઘા કર્યો નથી.”
પ્રકરણ : ૨૦
સારવાર લઇને રૂપા અઠવાડિયા પછી પોતાના ઘર તરફ વળી હતી. તેના પિતા હવે પોતાના કલાકાર્ય તરફ વળવા માગતા હતા. તેમની પાસે પાર્ટીના કેટલાક ઓર્ડર આવેલા હતા., પણ તે ઘણા દૂરનાં ગામોના હતા. હવે યુવાન છોકરીને સાથે રાખી ધંધો કરવામાં તેમને ઘણું જોખમ લાગતું હતું. પણ રૂપા તે બંન્ને સ્વભાવે નીડર હોવાથી બહાર નીકળવાનાં પાછી પાની કરે તેમ ન હતું. બસ, સાવધાની રાખી વર્તવું એ જ સિદ્ધાંત એમને સાચવવાનો હતો.
ઘરના આંગણે એક ખાટલો નાંખી બન્ને વાતો કરતાં હતાં. “બેટા રૂપા, પહેલાંની જિંદગી કરતાં હવે આપણે આસાનીથી પૈસા કમાઇ શકીએ છીએ. હવે મને જીવનગુજારા માટે એટલી બધી ચિંતા રહેતી નથી. છતાંય આ દુનિયામાં હિંસા, ચોરી, જૂઠ, બેઇમાની કેટલાં ફેલાયેલાં છે?”
“બાપુ, એ તો બન્યા કરે. આપણે હિંમત કરીને નીકળી ગયાં. ભવિષ્યમાં જે બને તે ખરું.” રૂપાએ સરસ ઉત્તર વાળ્યો.
બન્ને પોતાના જાવનની પ્રગિતની ઘડીઓને વાગોળતાં હતાં. ત્યારે એક પંદરેક વર્ષનો છોકરો દોડતો દોડતો આવ્યો.
“ચરણકાકા, ચરણકાકા સરપંચ સાહેબે કહેડાવ્યું છે કે એક મોટા સાહેબ તમને મળવા આવવાના છે. તો તમે હાજર રહેજો. અને તેઓ કલાક પછી આવવાના છે.”
“કોણ છે તે...?” રૂપાએ પૂછ્યું.
“એ સાહેબ. ફિલમ બનાવે છે. તે અહીં સરપંચ સાહેબ સાથે આવશે.”
“સારું.” રૂપા બોલી.
“તો હું જાઉં?”
“હા, બેટા, એમને કહેજે કે હું અને રૂપા તથા તેની મા ત્રણેય તમારા સ્વાગત માટે આતુર છીએ. આનંદ થયો. પધારજો.” ચરણદાસે અતિથિ માટે ભાવ દર્શાવ્યો.
છોકરો ચાલતો થયો. બાપ બેટી ઘરસફાઇના તેમજ અતિથિ સત્કારના કામકાજમાં લાગી ગયાં.
“બાપુ, મને હોસ્પિટલમાં સપનાબહેન કહેતાં હતાં કે એક મોટા ગજાના ફિલ્મ ડાયરેક્ટર તમને મળવા આવવાના છે. તકનો લાભ લઇ પ્રગતિ કરજે.”
“પણ એક મોટા માણસ આપણે ઘેર આવે એ નવાઇની વાત છે.” ચરણદાસે કહ્યું.
“બાપુ, મોટા માણસ જ નમ્ર અને સાદા હોય છે. બાકીના બધા ખોટો શો કરે છે. તમે તેમની સાથે વાતો કરશો ત્યારે તમને ખ્યાલ આવશે.”
ચાર પાંચ બાળકો ખુરશીઓ લઇને આવ્યાં. સરપંચે તેમને સુશોભન વ્યવસ્થા માટે મોકલ્યાં હતાં. સપનાના ઘરની બાજુમાં વરંડા જેવી મોટી જગા હતી. ત્યાં બે ખાટલા અને પાંચ ખુરશી ગોઠવી દીધી. પોતાની વાડીમાં જ ફૂલ બાળકોએ એકઠાં કરી એક ટોપલીમાં મૂકી દીધાં. એક મોટું ટેબલ પણ ગોઠવી દીધું.
જોતજોતામાં તો ઘણી તૈયારીઓ થઇ ગઇ. વરંડાના એક ભાગે નાના ફૂલછોડ હતા. રંગબેરંગી ફૂલો હસતાં હસતાં પવનના સહારે ડોલતાં હતાં. કરેણ તો એક જ હતી પણ નવયૌવનાની માફક તે મસ્ત બનીને પોતાનાં હલનચલન કરતાં પર્ણોની સુંદરતાને નિહાળતી હોય તેમ વૈભવી છટાથી ઊભી હતી. સુંદર વાતાવરણ સર્જાયું હતું અને હવે એક અતિથિના ઉમેરાથી આ શોભામાં ચાર ચાંદ લાગી જાય તેવી પૂર્ણ તૈયારીઓ થઇ ગઇ.
રૂપાએ પોતાની કાયાને શણગારવા માટે અંદરના ઓરડામાં પ્રવેશ કર્યો. તેને હવે પોતાની સજાવટ કરતાં ફાવી ગયું હતું.
એક કલાકારને શોભે તેવી સુંદર વસ્ત્રસજાવટ કરવા રૂપા ઘેલી બની ગઇ. ગુલાબી રંગની, ફુલોની છાંટવાળી સાડી પહેરીને તે પોતાના રૂપને જોવા અરીસા આગળ ઊભી રહી. આ સાડી સાથે કાળું બ્લાઉઝ તેની સુંદરતાને ઓપ આપતું હતું. એ અભિનેત્રી કરતાં ય અલગ સૌંદર્ય ધારણ કરીને ઊભી હતી. એનાં વસ્ત્રોને અનુરૂપ તેનું રૂપ અને રૂપને અનુરૂપ વિવેક અને નમ્રતા ભર્યો સ્વભાવ તેની યુવાનીમાં ભળી ગયો હતો. તે સાડીમાં પૂર્ણ સ્ત્રી લાગતી હતી. તેને કોઇ છોકરી સ્વરૂપે જુએ તેના કરતાં એક રમણીય નારી તરીકે જુએ તેમ લાગતું હતું.
રૂપનો વૈભવ લઇ રૂપા આંગણામાં આવી. ચરણદાસ તો પોતાની પુત્રીને જોઇ જ રહ્યો. રૂપાની માતા પણ પોતાની પુત્રીનાં રૂપ વૈભવને જોઇ આશ્ચર્ય અનુભવતી જોઇ રહી હતી.
“બેટા રૂપા, આપણા ત્યાં મહેમાન આવે તે પહેલાં આપણે તેમને આમંત્રણ આપવા ત્યાં જઇને અહીં લાવીએ તો?” ચરણદાસે કહ્યું.
“બાપુ, મારો પણ એ જ વિચાર હતો. હવે આપણી પાસે સમય છે. આપણે બન્ને જઇ અને મહેમાનને આપણી સાથે લેતાં આવીએ.”
“હા,હવે અહીંની તૈયારીઓ તો સંપૂર્ણ રીતે થઇ ગઇ છે. હવે આપણે ચાલીએ. રૂપા, અહીં બાળકો એકઠાં થયાં છે તેમને વિખેરી નાંખીશું? ક્યાંક તોડફોડ કરે તો?”
“ના,ના, એ બાળકો જ સ્વાગત સમિતિ છે એમ સમજો ને એમના લીધે તો આપણી તૈયારીઓમાં ઝડપ આવી. ચાલો હવે આપણે જઇએ.” રૂપા બોલી.
બાપબેટી મહેમાનને લેવા માટે સરપંચના ઘેર ગયાં. સરપંચ શ્રી મનોર પટેલ મહેમાન સહિત પોતાની મેડી પર બેઠા હતા. ત્યાં મેડી પર બન્ને પહોંચી ગયા.
ઉજળો વાન, હસમુખો ચહેરો અને એકદમ સફેદ દંતપંક્તિઓ ધરાવતો એક ચહેરો શ્રી મનોર પટેલ સાથે વાતોમાં મશગુલ હતો.
“આવો ચરણદાસ, આવ બેટી રૂપા, કેમ છો? આવો.” સરપંચ બોલ્યા.
“હા, થયું કે મહેમાનને મળીએ અને અમારે ત્યાં આવવાનું આમંત્રણ આપીએ.” ચરણદાસે મહેમાન સામે જોઇને કહ્યું.
“હા, આપને હવે ઓળખ્યાં. રૂપાને અહીં આવેલી જોઇ હું ધન્યવાદ આપું છું.” મહેમાન શ્રુ સુરેશ દવે આશ્ચર્ય વ્યક્ત કરતાં બોલ્યાં.
“કેમ?” રૂપાએ પૂછ્યું.
“પહેલાં તમે બન્ને બેસો પછી આપણે વાત આગળ લંબાવીએ.” સરપંચે ખુરશીઓ બતાવતાં કહ્યું. બન્નેએ બેઠક લીધી.
“જુઓ, હું મારું કામ લઇને આવ્યો છું. હું એક સારા કલાકારની શોધમાં છું. કલાકાર જે પરિવેશમાં શોભે તે જ પરિવેશમાં હું અત્યારે જોઇ રહ્યો છું. મારી યાત્રાને સફળ બનાવવા માટે હું સૌ પ્રથમ મનોરભાઇને મળ્યો. હવે મનોરભાઇ જે કહે તે સાંભળો.” ડાયરેક્ટર શ્રી સુરેશદવેએ કહ્યું.
સરપંચ શ્રી મનોરભાઇએ કહ્યું, “ચરણદાસ, આ આવેલ ડાયરેક્ટર સુરેશભાઇ મારા સ્વર્ગસ્થ પિતાના મિત્રના પુત્ર છે. તેમના પરિવાર સાથે મારા જૂના સંબંધ છે. તે તમારા ઘેર આવે અને રૂપાની કલાને તેમની ફિલ્મોમાં કે સીરીયલોમાં લેવાની માંગણી કરે તો હા કે ના કહેવી તમારી મરજીની વાત છે. પણ જો તમને ઇચ્છા થાય કે આગળ વધવું છે તો મારી તમને ખાતરી છે કે સારા ચરિત્રના માણસ છે. અને રૂપાની ક્રેડીટને કોઇ આંચ આવે તેવું તેમના કે તેમના માણસો તરફથી કંઇ વર્તન નહીં થાય. આ તો તમને લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. રાહ ન જોતા. બાકી તમારી મરજીના તમે માલિક.”
ખરું છે, મનોરભાઇ હું તો આવું કંઇક શોધી જ રહ્યો છું. પણ રૂપા સાથે વિગતવાર વાતચીત કરીને તેને સમજાવશો. તૈયાર થશે જ. ખરુંને રૂપા?” ચરણદાસે રૂપાને પણ પૂછ્યું.
“ડાયરેક્ટર સાહેબ, તમને મારા વિશે કોણે માહિતી આપી? સરપંચ સાહેબે?” રૂપાએ પૂછ્યું.
“અરે ફૂલની મહેક ફેલાય છે. એ તો આપમેળે ખબર પડે છે. તમારો કોલેજમાંનો કાર્યક્રમ મેં નહોતો જોયો પણ મારા માણસો ત્યાં જ હાજર હતા. હું અત્યારે એક હીરોઇનની શોધમાં છું. જે શક્તિ તારામાં જોઇ તે શક્તિને મારી ફિલ્મોમાં લગાડવા માંગુ છું. બોલ, તૈયાર થઇશ ને?”
“ડાયરેક્ટર સાહેબ, એકબાજુ હીરોઇન બનવા માટે લાઇન લાગે છે. તોય મેળ પડતો નથી. જ્યારે મને તો સામેથી ઓફર મળે છે તે સન્માન ઓછું કહેવાય? હું આવીશ પણ મારી એક શરત છે. મારાં માતાપિતાના કહ્યા પ્રમાણે હું ફિલ્મી લાઇનમાં રહીશ અને મને વસ્ત્રોની અને રૂપની સજાવટ કરવા માટે મારી પરિચિત સખી વૃંદાનો સાથ લઇશ. જે વૃંદાની સજાવટથી હું તમારા કાર્યક્રમ જોવા આવેલા માણસોને પસંદ પડીશ તેવી વૃંદા જ મારી સજાવટ ફિલ્મોમાં પણ કરશે.” રૂપાએ કહ્યું.
“વૃંદા તારી સાથે આવશે?” ડાયરેક્ટરે પૂછ્યું.
“જરૂર. અને તે તો હીરોઇનને પણ ટક્કર મારે તેવી છે. આપ એને એકવાર ઓળખો તો ખ્યાલ આવે.”
“જોઇએ ત્યારે વૃંદા રૂપાને ટક્કર મારે તેવી છે કે નહીં?”
અને રૂપા હસી પડી. થોડું શરમાઇ ગઇ.
પ્રકરણ : ૨૧
રૂપાનું નાનકડું ઘર અને મોટેરાં મન અતિથિ શ્રી ડાયરેક્ટર સુરેશ દવેના આગમનથી દીપી ઊઠેલ છે. સાથે સરપંચ શ્રી મનોરભાઇ અને બીજા બે ગ્રામજનો ટેબલ પર ચાની લિજ્જત માણતા બેઠા છે. ડાયરેક્ટરની સાથે આવેલા કેમેરામેને ઉપરાઉપરી તસ્વીરો લેવાનું ચાલુ કર્યું. વીડીયો પણ ફેરવવામાં આવ્યો. રૂપાને તો અત્યારથી જ શૂટીંગ ચાલુ થયું તેવું લાગ્યું.
“જુઓ સુરેશભાઇ, તમે મને વચ્ચે રાખીને તમારું કામ પાર પાડ્યું, પણ તમે રૂપાને શરુઆતમાં કંઇ ન આપો તો અમદાવાદમાં સારો બંગલો મળે તેવું કરી આપજો. એ મારી પુત્રી બરાબર છે. ચરણદાસ કંઇ બોલી શકતા નથી. તેને વ્યવસ્થિત મહેનતાણું આપજો. રૂપા તો એક નિષ્ઠાવાન કલાકાર છે. તેની નજર મહેનતાણા પર તો ક્યારેય નહીં પડે. આ તો મારી ફરજ...” મનોર પટેલે રૂપાને પ્રોત્સાહિત કરવા કહ્યું.
“અરે, મનોરબાઇ મારી ઓફર છે કે રૂપા મારા કામમાં જોડાઇ જાય એટલે તેને હું પહેલો જ હપ્તો રૂપિયા ૧૦ લાખનો આપીશ.”
“દશ લાખ?” ચરણદાસ આશ્ચર્ય સાથે બોલી ઊઠ્યા.
“હા, એ કોઇ લોભ કે લાલચના નથી પણ તેની લાયકાત બોલે છે.” ડાયરેક્ટરે કહ્યું.
“રૂપા, આ પંડાબી ડ્રેસ છે. તે અંદર જઇને પહેરી આવ. એક તસ્વીર તે ડ્રેસમાં લઇ લઇએ.” ડાયરેક્ટરે ડ્રેસ આપતાં કહ્યું.
રૂપાએ ડ્રેસ લઇ લીધો અને થોડીવાર અંદર ગઇ. સૌ વાતો કરતા બેઠા હતા ત્યારે મનોર પટેલે કહ્યું, “સારું, હવે મારે એક ખાસ કામ માટે બહાર જવાનું છે. તો હું રજા લઉં?”
“હા, મનોરભાઇ, આપનો આભાર. આપે અમારા માટે કીંમતી સમય ફાળવ્યો અને અમને સારું એવું પ્રોત્સાહન આપ્યું. અમારી પ્રગતિની વાતમાં આપ નિમિત્ત બન્યા. બહુ આનંદ થયો.” ચરણદાસે કહ્યું.
“મને પણ આનંદ થયો, તમારી રૂપા એક સામાન્ય કલાકારમાંથી અભિનેત્રી બને છે. તેનું જીવન હવે સુખના છાંયડે પસાર થશે. ચાલો હું જોઉં છું. સુરેશભાઇ, આવજો” કહી મનોર પટેલ ચાલતા થયા.
સૌએ ઊંચા હાથ કરીને તેમને જતા જતાં માન આપ્યું. “ચરણકાકા, તમને હું એક વાત પૂછવા માંગુ છું. સાચું કહેશો?” ડાયરેક્ટરે પૂછ્યું.
“હા, સાહેબ હું સાચું જ કહીશ ને? પણ વાત શી છે?”
“તમારી રૂપાને તમે પરણાવી દેશો તો?”
“એમાં શું? અમારા બધાંની ઇચ્છા જાગશે અને સારો છોકરો મળશે તો પરણાવીશું. પણ તમને એમ છે કે તમારું શુંટીંગ અધૂરું રહેશે?”
“ના, એમ નથી પણ પરણેલી અભિનેત્રીઓનાં ચલચિત્રો ઉપડતાં નથી તેવો મારો અનુભવ છે. હું તમને દબાણ ન કરી શકું કે તેનાં લગ્ન ન કરાવશો પણ પાંચ વર્ષ સુધી તેને આ જ હાલતમાં રહેવા દો તો સારું એવો મારો આગ્રહ છે.
“હું પણ એવું જ ઇચ્છું છું. પણ કાલે ખુદ છોકરીની જ મરજી થાય કે મારે લગ્ન કરવાં છે. તો હવે આ જમાનામાં એના પર બાપ પણ દબાણ ન કરી શકે. અને તેના હાથ પીળા કરી દેવા પડે. પણ છતાંય મને મારી છોકરી પર પૂરો ભરોસો છે. તે પોતાનું જીવન કલામાં જ ગુજારે તેવી છે.”
પંજાબી ડ્રેસ ધારણ કરેલી રૂપા બહાર આવી. ડ્રેસમાં તેનું શરીર ચુસ્ત અને ઘાટીલું લાગતું હતું. ભરાવદાર દેહ અને સુડોળ મુખાકૃતિ ધરાવતી રૂપાને આ વસ્ત્રો ચોંટી જતાં હતાં. વળી તેની માતાએ નજર ન લાગે એટલે કપાળના ડાબા ભાગે લમણાથી સહેજ ઉપરના ભાગે કાળો, નાનકડો ડાઘ કર્યો હતો. આ ડાઘથી તો તે અતિ સુંદર દેખાતી હતી. આટલી સુંદરતા હોવા છતાં તેનામાં ક્યાંય આછકલાપણું જણાતું ન હતું. રૂપવૈભવમાં રમી રહેલી રમણીય દેવી રૂપગર્વિતા ન હતી. તેના ચહેરા પર શરમ અને નિખાલસતા હતાં. ડાયરેક્ટર તો ઘડીભર તેની સામે જોઇ જ રહ્યા. ઉપરાઉપરી તસ્વીરો ખેંચાવા લાગી. તે આવીને ડાયરેક્ટરની ખુરશી પાસે ઊભી રહી.
“બસ, સાહેબ હવે તો મારે જુદાં જુદાં વસ્ત્રો બદલવાં નહીં પડે ને?” રૂપા બોલી.
“ના, રૂપા અભિનેત્રીઓ તો એક ગીત પૂરું થાય તેમાં પંદર વખત ડ્રેસ ચેઇન્જ કરે છે પણ તારા માટે તો એક ડ્રેસ કાફી છે.”
રૂપાને પોતાનું મહત્ત્વ વધતું જતું લાગ્યું. તેને તો સપનેય ખ્યાલ ન હતો. કે રૂપ અને કલાના આધારે તે એક ઊંચા શિખરે બિરાજમાન થશે. પ્રગતિનાં સોપાનોને સર કરવા થનગની રહેલી રૂપા હવે પોતાની જિંદગીને મનોમન ધન્ય ગણવા લાગી.
“હવે ચરણકાકા તમને અમે એકવાર લેવા આવીશું. આ લ્યો પહેલા હપ્તાના દશ લાખ મળ્યા પહેલાં બે લાખ રૂપિયા લઇ લો. બસ, એ તમારી ધંધાકીય પૂર્વતૈયારી કરવા માટે કામ આવશે. હું આપના માટે અમદાવામાં જ એક બંગલો ખરીદી લઇશ. તેમાં તમારે રહેવાનું છે.”
“પૈસા રાખો સાહેબ, અમારા ગરીબના ઘેર આટલા બધા પૈસા સાચવવા એ જોખમ કહેવાય. તેના કરતાં ભલે તમારી પાસે રહ્યા. અમને તો અમારી કલા બદલ આટલું સન્માન મળ્યું એટલે પૈસો બીજા નંબરની વાત છે. પછી સ્વીકારી લઇશું. અત્યારે રાખો.” ચરણદાસે કહ્યું.
“ભીખ નથી. આ સન્માન છે અને હવે તમે ગરીબ શાનાં? ગરીબ તો હું છું કે અત્યાર સુધી મને કોઇ કલારૂપી ધન ન મળ્યું એટલે મારે સામે ચાલીને કલા અને સુંદરતાના સંગમ જેવી રૂપાની અભિનેત્રી તરીકે માંગણી કરવા આવવું પડ્યું તોય કંઇ હું લાચાર દેખાઉં છું? માગવું એ લાયકાત છે અને આપવું એ ઉદારતા છે. તમે ઉદાર બન્યા એની કદર રૂપે મારી ફૂલની પાંખડી સ્વીકારો તો મને આનંદ થશે.”
“સ્વીકારી લો બાપુ, આ આપણી કદર છે સ્વીકારી લો.” રૂપાએ સમજાવતાં કહ્યું.
ચરણદાસે પૈસા લઇ લીધા. સૌ પ્રથમવાર આટલી મૂડી હાથમાં આવતાં તે ગદ્ગદિત થઇ ગયા. તેમની આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં.
જિંદગીનું નવું સ્વરૂપ રૂપાના જીવનને ધન્ય બનાવવા માટે આવીને ઊભું ત્યારે તેનો યોગ્ય સત્કાર કરીને રૂપાએ એક અનેરી ધન્યતા પ્રાપ્ત કરી.
“સારું, ધન્યવાદ તમને. હવે અમે જવાની તૈયારી કરીએ છીએ.” ડાયરેક્ટરે રૂપા સામે જોઇને કહ્યું.
“એમ ન જવાય.” રૂપાએ કહ્યું.
“કેમ હવે શું બાકી છે?”
“હવે જમવાનું બાકી છે. બપોરનો સમય થયો છે. અહીં અમારા ગામડામાં હોટલની વ્યવસ્થા નથી. હમણાં જમવાનું તૈયાર કરીશ.”
“ના રૂપા, જમવાનું આગત્યનું નથી. તમારો આટલો બધો ભાવ છે તે અમે જોયો પણ અમારે ઘણું કામ હોવાથી રોકાઇ શકીશું નહીં.”
“અમારા ગરીબ માણસને ત્યાં તમે શાના જમો? ભાવે જ નહીં ને!”
“વળી પાછો ‘ગરીબ’ શબ્દ આવ્યો? એ શબ્દ હવે જીવનમાં ઉચ્ચારવાનો જ નહીં રૂપા. આપણે ભગવાન આગળ જ રાંક છીએ. બાકી કોઇ કોઇનો અન્નદાતા નથી. તમે જમવાનું કહ્યું છે તે મેં નોંધી લીધું. હવે અમે તમને લેવા આવીશું ત્યારે ચોક્કસ જમીશું. જમ્યા વિના નહીં જઇએ. અમે અઠવાડિયા પછી આવીશું. મારા પર ફોન કરતાં રહેજો અને તમે એક મોબાઇલ લાવી દો. પછી મને નંબર મોકલજો. હું કોઇ પણ રીતે તમને જાણ કરીને લેવા આવીશ.”
“ભલે.”
“અને હા, વૃંદાને વાત કરી દેજે. તેનાં માતાપિતાની રજા મળે પછી હું તેને આપણાં સાથે સામેલ કરીશ. છોકરી સાથે સીધો સોદો હું ક્યારેય ન કરું. એટલે તો તને પણ તારાં માબાપ અને ગામના સરપંચની વચ્ચે મળવા આવ્યો. આ અમારા ધંધાની રીતભાત છે અને ત્યારે જ અમે અજાણ્યા વર્ગમાંય સન્માન પ્રાપ્ત કરીએ છીએ.”
“સારું, હું વૃંદાને રૂબરૂ મળીશ. તેનાં માતાપિતા સાથે પણ વાતચીત કરીશ.”
ડાયરેક્ટર ઊભા થયા. થોડીક જ વારમાં સફેદ કાર ચાલવા લાગી.
“આવજો.” બાપબેટીએ કહ્યું.
જ્યાં સુધી ગાડી દેખાતી બંધ થઇ ત્યાં સુધી રૂપા ઊંચા હાથ કરીને ઊભી રહી.
પ્રકરણ : ૨૨
રૂપાએ પોતાના જૂના ઘરનું સમારકામ પણ ખૂબ ઝડપી કરાવી દીધું. થોડુંક ઠીક દેખાય તેવું ઘર બનાવી દીધું. થોડુંક રાચરચીલું પણ વસાવી દીધું. સપના તેમ જ તુષારના પરિવારને પણ પોતાને મળેલી અમૂલ્ય તકના સમાચાર આપી દીધા. સૌએ રૂપાને અભિનંદન પણ પાઠવી દીધા.
હવે તેના મનમાં એક જ વિચાર આવ્યો, “લાવ, વૃંદાને ફોન કરી બોલાવી લઉં. અને તેનાં માતાપિતાને પણ બોલાવી લઉં. તેમની અનુભૂતિથી જ વૃંદાને લઇ જવી એ ડાયરેક્ટર સાહેબની વાત બરાબર છે.”
તેણે ફોન કર્યો.
“હેલો.”
“જી, હું રૂપા બોલું છું. વૃંદાની સખી છું. આપ કોણ?” “હું શ્રી ચંદ્રવદન પંડ્યા બોલું છું. વૃંદાનો પિતા. બોલો શું કામ છે?”
“આપ વૃંદાને કહેશો કે તે આવે એટલે મને ફોન કરે.”
“અરે, ઘરમાં જ છે. ક્યાંય નથી ગઇ. વૃંદા...વૃંદા....રૂપાનો ફોન છે.”
થોડીવાર પછી વૃંદાનો અવાજ આવ્યો.
“બોલ, રૂપા કેવું ચાલે છે. વિભાએ તારા સમાચાર આપ્યા. અભિનંદન.”
“અરે, વૃંદા, મારું કામ પૂરું નથી થયું.”
“કેમ વળી શું થયું?”
“એમ નથી. તું મારી સાથે જોડાય તો મને વધારે મજા આવશે. તેં જે સજાવટ કરી તેનાથી જ મારી પસંદગી થઇ છે. એકલી મારી કલાથી નહીં. મેં ડાયરેક્ટર સાહેબને તારા વિશે વાત કરી છે. જો તું આવે તો તારાં માતાપિતાની સંમતિની પ્રથમ જરૂર છે. ડાયરેક્ટર સાહેબ બહુ ખાનદાન અને સ્ત્રીઓની ઇજ્જત કરે એવા માણસ લાગ્યા. મને ટૂંક સમયમાં તે લેવા આવશે તો તું પણ તૈયાર થઇ જાય તો આ લાઇન સારી છે. આપણને એકબીજાનો સહવાસ રહેશે.”
“રૂપા, હું તો મારું કેરીઅર બનાવવા માટે તૈયાર છું. મને અભિનયમાં અને વસ્ત્ર તથા રૂપ સજાવટમાં જેટલો રસ છે તે તારી જાણ બહાર નથી. આ મારા માટે એક સોનેરી તક છે. હું તારી સાથે આવીશ. હું મારાં મમ્મી પપ્પા સાથે વાતચીત કરી તેમને લઇને તારા ઘેર આવીશ.”
“હા, વૃંદા જ્યારે ડાયરેક્ટર સાહેબ અમને લેવા માટે આવશે ત્યારે તને અહીં બોલાવીશ.”
“હું જરૂર આવીશ.”
“પછી આપણે સપના તુષાર અને વિભા સૌની વાતો કરતાં કરતાં કેવો સરસ મજાનો સમય પસાર કરીશું, વૃંદા?”
“રૂપા, સમયે એવો વળાંક લીધો છે કે આપણે સૌ વિભાના દુઃખે દુઃખી છીએ.”
“અરે, વિભાનો સમય પણ બદલાઇ જશે. એક સમય એવો આવશે કે વિભાકર તેની પાસે આવીને ક્ષમા માંગશે. આપણે વિભાના જીવનને અત્યારથી જ સુખી કલ્પીએ એમાં જ આપણું સુખ છે.” રૂપા ડહાપણભર્યું બોલી.
“સારું, રૂપા હવે આપણે રૂબરૂ મળીશું અને ઘણી વાતો કરીશું. બોલ આ સિવાય કંઇ નવીન?”
“ના, બસ હું ફોન કરીને સમય આપું ત્યારે આવી જજો. ચાલો આવજો, વધુ રૂબરૂમાં.”
...અને એક સમય એવો આવી પહોંચ્યો જ્યારે ડાયરેક્ટર સાહેબ રૂપાના ઘેર આવી પહોંચ્યા. વૃંદા અને તેનાં માતાપિતા પણ આવી ગયાં.
જ્યારે ડાયરેક્ટર સાહેબે વૃંદાને પ્રથમવાર જોઇ ત્યારે ઘડીભર જોઇ જ રહ્યાં. અને કહેવા લાગ્યા, “વૃંદા, રૂપાએ તારા વિશે મને થોડીક વાતો કરી હતી અને હું આખુંય સ્વરૂપ પામી ગયો હતો અને વિચારતો થયો કે અભિનયનાં અજવાળાં પાથરનાર રૂપાની સજાવટ કરનાર વૃંદા ખરેખર અજોડ હશે.”
ડાયરેક્ટર સાહેબના મુખે વૃંદાએ પોતાની પ્રશંસા સાંભળી ત્યારે તેને પોતાની જાત કંઇક વિશેષ લાગી. પણ તેને ડાયરેક્ટર સાહેબનું અંતર નિખાલસ લાગ્યું. તેણે અત્યાર સુધી ઘણા પુરુષોના ચહેરા જોયા હતા પણ અંતરની આકૃતિની ઓળખ તો ડાયરેક્ટરની જ કરી.
ડાયરેક્ટર સાહેબે ચંદ્રવદન પંડ્યાની સામે વાત શરૂ કરી, “અંકલ, હું આપની સંમતિ લઇ વૃંદાને રૂપ સજાવટના તેમજ થોડાક અભિનયના કામમાં જોડવા માંગું છું. શું આપ તૈયાર થશો?”
“તૈયાર છીએ એટલે તો અહીં આવ્યા છીએ. પણ ડાયરેક્ટર સાહેબ તમે સીધાસાદા માણસ લાગો છો. પણ ફિલ્મીલાઇનમાં કેટલાક એવા માણસો હોય છે જે ભોળી છોકરીઓને ગેરમાર્ગે દોરી પોતાની હેવાનીયત બતાવતાં શરમાતા નથી. તમે તમામ ઘડીએ તેની સંભાળ રાખતા હો તો અમે તેને મોકલીએ. અને તમેય અમદાવાદમાં છો. હું પણ અમદાવાદમાં છું. એટલે રહેઠાણનો તો કોઇ પ્રશ્ન નથી. હું તો તૈયાર છું.” ચંદ્રવદન પંડ્યાએ ઉત્સાહ સાથે કહી દીધું.
“અંકલ, અમારી પાસે કામ કરનાર જે પુરુષવર્ગ છે તે બહુ વ્યવસ્થિત છે. મારાં ચલચિત્રોમાં ખલનાયક તરીકે ભૂમિકા અદા કરનાર પ્રતાપસિંહના અંગત જીવનમાં ડોકિયું કરીએ તો તે નારીસન્માન કરનાર પુરુષ છે. લડાયક અને ઉગ્ર સ્વભાવ છે. તો પણ અમારા નિયંત્રણમાં રહે છે. બાકી ચરિત્રનો બહુ સારો. બીજા કેટલાય યુવક યુવતીઓ કલાને લક્ષમાં રાખી કામ કરે છે. જેવું તેવું હું ચલાવી લેતો નથી. હું વૃંદાની ખૂબ જ કાળજી રાખીશ. ભવિષ્યમાં ક્યાંય તમારે નીચું જોવા વારો આવે એવું અમારા કોઇ પણ માણસ દ્વારા નહીં થાય તેની ખાતરી આપું છું. હું અહીં રૂપાને પ્રથમવાર મળવા આવ્યો હતો ત્યારે ગામના સરપંચ શ્રી મનોરપટેલનો અભિપ્રાય પામીને આવ્યો હતો. ચિંતા ન કરતા.” ડાયરેક્ટરે કહ્યું.
ત્યારે વૃંદાની મમ્મી બોલી, “ડાયરેક્ટર સાહેબ, તમે અમારી ચિંતા ન કરતા. વૃંદાને આ લાઇનમાં લઇ જવાની હું પણ સંમતિ આપું છું.”
“તમે આજકાલ ફિલ્મ ઉપરાંત કઇ સીરીયલ બનાવો છો?” ચંદ્રવદને પૂછ્યું.
“અંકલ, સીરીયલ તો ઘણી બનાવી પણ સૌને ટક્કર મારે એવી એક સીરીયલની સ્ટોરી અત્યારે વંચાઇ રહી છે. તે વાર્તા પરથી હું “રાગ વૈરાગ” સીરીયલ બનાવીશ પણ તેમાં સારું અંગ્રેજી જાણનાર અભિનેત્રીઓ તો ઘણી મળી પણ આ સીરીયલ માટે તે ઝાંખી પડી જાય તેવી લાગતી હતી. અહીં સુંદર ઉપરાંત પ્રતિભાશાળી અભિનેત્રીની જરૂર છે.”
“તો સાહેબ, રૂપા અંગ્રેજી શીખી જાય તો? તો તો આ સીરીયલને ચાર ચાંદ લાગી જાય.” વચ્ચે વૃંદા બોલી ઉઠી.
“અરે, વૃંદા એકલી રૂપા શું કરવા અંગ્રેજી શીખે? તું તો ભણેલી ગણેલી છે એટલે એની સાથે તું પણ અંગ્રેજીનો મહાવરો વધારવા એની સાથે બેસી જાય તો? આ સીરીયલમાં કેટલાક અંગ્રેજી સંવાદો છે. જેને માટે તૈયારી કરવાની જરૂર છે. રૂપા કદાચ અંગ્રેજીમાં કાચી પડી તો તેને બીજી સીરીયલમાં અને આમાં વૃંદા તને લઇ લઉં?”
“અરે, રૂપા અંગ્રેજી શીખી શકશે. હું એને કંપની આપીશ.” વૃંદા બોલી.
“મારી પાસે એક સરસ વિદ્વાન ટ્યુટર છે. જેના હાથ નીચે શીખવું એ એક લ્હાવો છે.”
“કોણ?”
“પ્રોફેસર વિભાકર.”
“વિભાકર!!” આટલું કહીને રૂપા ગુસ્સે થઇ ગઇ, “ડાયરેક્ટર સાહેબ, હું આ સોદો કરવા માંગતી નથી. જ્યાં વિભાકર હોય ત્યાં હું નહીં. મને પહેલેથી કહ્યું હોત તો હું કરાર ન કરત. હું તમારા પૈસા પાછા આપી દઉં છું.” રૂપા ગુસ્સામાં હતી.
“અરે! રૂપા તું જે કહેવા માંગે છે તે હું સમજી ગયો. વિભાકરના જીવનની વાતો હું જાણું છું તે તું પણ જાણે છે ખરું ને? હકીકતમાં એવું નથી. એ માણસને પાટા પર લાવવાનો છે. પાટા પરથી ઉતારી દેવાનો નથી. હું કોઇ હલકટ માણસ નથી. હું તેને સમજી શક્યો છું તમે તેને સમજ્યા નથી. આટલો આપણામાં ફરક છે.” ડાયરેક્ટરે સમજાવતાં વિવેકપૂર્ણ કહ્યું.
વૃંદાએ પોતાની સમજ લાગુ પાડીને કહ્યું,“રૂપા, આ તો સારી વાત છે. આપણા માટે એક ચેલેન્જ છે. વિભાકરની સાથે કામ કરતાં કરતાં વિભાકરનું હૃદય પરિવર્તન કરવાની આ સુવર્ણ તક છે. બીજું બધું ભૂલી જા. દુનિયામાં કોઇ માણસ ખરાબ નથી.”
“પણ...”
“રૂપા, પણ...બણ કંઇ નહીં. તું હા પાડી દે. મારું માની જા.” વૃંદાએ આજીજી કરી.
“સારું.” રૂપા બોલી.
“તો હવે આપણો કાફલો ઉપાડીશું ને?” ડાયરેક્ટરે પૂછ્યું.
રૂપા બોલી, “સાહેબ, જમવાનું નથી?”
“હા, જમવાનું પણ ભૂલી ગયા.”
...અને ભાવપૂર્વક જમ્યા બાદ અભિનયમાં અજવાળાં ફેલાવવા એક કાફલો ધરમપુરથી અમદાવાદ તરફ રવાના થયો.
પ્રકરણ : ૨૩
એક દિવસ એવો ઊગ્યો, જ્યાં વિભાકર, વૃંદા અને રૂપા એક કક્ષમાં બેઠા હતાં. એ કક્ષ હતો શ્રી ડાયરેક્ટર શ્રી સુરેશ દવેના બંગલાના ઉપરના માળનો. સુંદર અને શાંત વાતાવરણમાં રૂપા અને વૃંદા અંગ્રેજી શીખવા માટે બેસી ગયાં.
“રૂપા, તને એક વાત કહું તો ખોટું નહીં લાગે ને?” વિભાકરે કહ્યું.
“ના.”
“જો આ વૃંદા કેવી રીતે બેઠી છે? અને તું કેવી રીતે બેઠી છે? તું લમણે હાથ દઇને બેઠી છે, અને વૃંદા ધ્યાન દઇને શીખવા માટે તત્પર હોય તેવા ભાવે બેઠી છે.”
“હા, સાહેબ મને એમાં ખોટું નથી લાગ્યું.” એમ કહી તેણે લમણેથી હાથ લઇ લીધો.
વિભાકર પાસે એક નોટબુક હતી, તેમાં તે લખી લખીને બન્નેને સમજાવતા હતા. વૃંદાને તો ઘણું બધું આવડતું હતું પણ રૂપાએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર હતી.
“એમ કરો, રૂપા તું મારી ડાબી બાજુ અને વૃંદા તું જમણી બાજુ બેસ. આપણે ત્રણેય એક હરોળમાં બેસીએ તો નોટબુક પર બધાની નજર પડે અને શીખતાં ફાવે.”
સૌ એક હરોળમાં બેસી ગયાં. વૃંદા તો વિભાકર સરની પાસે શરીરનો સ્પર્શ થાય તેવી રીતે ગોઠવાઇ ગઇ. ભણવાનું શરૂ થયું. વૃંદાના હાથની કોણીઓ વિભાકરની કોણીઓ સાથે અથડાતી હતી. વિભાકરને થોડા સમય પછી ખ્યાલ આવ્યો.
“અરે વૃંદા, તું તો સાવ નજીક ગોઠવાઇ ગઇ છે. જરાક દૂર રહે તો મને ફાવે ને?”
“ઓહ સોરી સર, લો હું થોડીક દૂર બેસું. પછી ફાવશે ને?” એમ કહી વૃંદા થોડીક ખસી.
“સર, એમ કરોને આજે ભણ્યા પછી એક વાર્તા કહો. મને વાર્તા બહુ ગમે છે.”
“ના, વૃંદા હું વાર્તાઓ જાણું છું પણ કોઇને કહેતો નથી.”
“તો સર, તમારું જ્ઞાન શું કામનું? અમને વાર્તા નહીં કહો તો કોને કહેશો?”
“મારી વાર્તાઓ બહુ કારુણરસથી ભરેલી હોય છે. જીવનનું સત્ય રજૂ કરતી કોઇ એક એવી વાર્તા તમને સ્પર્શી જશે તો દુઃખી થશો. કોઇના દુઃખના અનુભવો પરથી બનાવેલી અને વાર્તાઓ સાંભળનારને પણ સુખી કરતી નથી.”
“સર, હું આ વાત સાથે સંમત નથી. ભલે વાર્તા કોઇ દુઃખી માણસોની હોય તેમાં ભલે જીવનની લીલીસૂકી સમાઇ હોય. દુઃખ એ તો તપ છે. શું આપણે ચલચિત્ર જોતાં હોઇએ અને તેમાં કરુણરસ આવે તો શું એ અધૂરું મૂકીને ચાલ્યાં જઇએ છીએ? કરુણરસમાં પણ ઘણો આનંદ મળે છે. તે આનંદ છે. કોઇના દુઃખને જાણીને તેના પર સહાનુભૂતિ પેદા કરવાનો. એટલે સર, કરુણ વાર્તા જ સાંભળવી છે.”
“તો વૃંદા આપણે થોડો સમય ભણવામાં વીતાવીએ અને ત્યાર પછી હું વાર્તા કહીશ.” વિભાકર સર પ્રસન્નતાથી બોલ્યા.
બધાં પોતાના જ્ઞાનકર્મમાં લાગી ગયાં. વિભાકર સરે સારું સમજાવ્યું. અંગ્રજી માટે રસ પેદા થાય તેવી કેટલીક વાતો પણ કરી. વૃંદા અને રૂપાને તેમની પદ્ધતિ ખૂબ જ ગમી. તેમના મનમાં વિભાકર પ્રત્યે નફરત થયેલી હતી તે ઘટવા લાગી. આખરે માનવી કોઇ ભૂલ કરી બેઠો હોય તો તેને ધિક્કારવાને બદલે તેને સમજવો બહુ જરૂરી છે. વિભા અને વિભાકરના જીવનમાં જે કંઇ દુઃખ ભર્યું બન્યું તે સૌને દુઃખી કરી ગયું પણ વિભાકર વર્તન અને વ્યવહારમાં તો એક મહાનતા ડોકિયું કરતી હોય તેવી અનુભૂતિ વૃંદાને થઇ જ. કોઇ ખુરશીટેબલનો ઉપયોગ કર્યા વિના એક સામાન્ય ફકીરની માફક પોતાની શિષ્યાઓને લઇને એક સાદા પાથરણા પર બેઠા હતા. કોઇ મોટાઇ કે અભિમાન તેમના પર સવાર ન હતું.
પોતાની વૉટરબેગ ખોલીને વિભાકરે પાણી પીતાં પહેલાં રૂપા અને વૃંદાને આગ્રહ કર્યો.
“લો, આપ પાણી પીશો?”
“સર, પહેલાં તમે પીઓ પછી અમે પીશું.” રૂપા બોલી.
સૌએ વારાફરતી પાણી પી લીધું. ત્યારબાદ રૂપા અને વૃંદા ઊભાં થઇ અને વિભાકરની સામે ગોઠવાઇ ગયાં. હવે તેમને વાર્તા સાંભળવાની છે. તેમની આતુરતા પૂર્ણ કરવા માટે તેઓ તત્પર થયાં હતાં.
“સર, હવે વાર્તા કહેશો ને?” વૃંદાએ પૂછ્યું.
“જરૂર.”
...અને વિભાકરે પોતાના શિક્ષકપણાના સ્વરૂપને ઢાંકી એક વાર્તાકારના પ્રભાવથી વાર્તા શરૂ કરી.
“અમદાવાદથી આબુરોડ જતી લોકલ ટ્રેઇનમાં રોજ મુસાફરી કરતી એક યુવતી ઘણા બધા લોકોનું ધ્યાન ખેંચે તેવી સ્વરૂપવતી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી હતી. અનેક યુવાનો તેના રૂપને પીવા માટે તેની પાસે અથવા સામે આવીને ગોઠવાઇ જતા. પણ પેલી યુવતી કોઇના તરફ પણ નજર કર્યા વિના કોઇ પણ લપ્પન છપ્પન કર્યા વિના પોતાની યાત્રા કર્યે જતી હતી.
એક દિવસ એવો ઊગ્યો કે તેના જીવનમાં એક યુવાનનો પરિચય કેળવવાનો સંયોગ ઊભો થયો.
એ દિવસે યુવતી ખૂબ જ ચિંતાતુર અને વિચારોમાં ડૂબી ગયેલી લાગતી હતી. કંઇક હૃદયની લાગણીઓને સાંત્વન આપવા મથતી હોય તેવા ભાવે તે દુઃખી મને બેઠી હતી.
રોજબરોજના યાત્રીઓ તેની સાથે વાતો કરવાની તક ઊભી કરે, તેના રૂપને જોઇ તેની મૈત્રી કેળવવાની કોશિશ કરે પણ તેના હૃદયના ઊંડાણમાં ડોકિયું કરી સમાંતર ભાવના વ્યક્ત કરનાર કોઇ પુરુષ તેને મળ્યો ન હતો. તે યુવતી પોતાના જીવનને વૈભવી કે મોજીલું બનાવવાને બદલે સરળ અને વાસ્તવિક બનાવવા માંગતી હતી. એટલે જ એણે રોજબરોજના અને સહવાસો હોવા છતાં પણ કોઇ પુરુષો સાથે મૈત્રી કેળવી ન હતી. દુન્યવી સ્વાર્થ અને બૂરી ઇચ્છાઓથી એ અજાણ ન હતી. અનેક અનુભવોમાંથી પસાર થયેલી તેની જિંદગી તપ કર્યા પછીની તપસ્વિનીનાં ઓજ ધરાવતી હતી.
તે બારી પાસે બેઠી હતી. ઊંડા વિચારોમાં ગરકાવ થઇ ગઇ હતી. તેના મુખ પર મથામણ જણાઇ આવતી હતી.
પેલો યુવાન તેની સામેની સીટ પર આવીને બેઠો. તેની નજર સહજ રીતે જ યુવતીના ચહેરા પર પડી. અને તે નજર તેના ચહેરા પર સ્થિર થઇ ગઇ. પણ યુવતીનું ધ્યાન તો બારી બહારની કુદરત પર હતું. યુવાન થોડી વાર જોઇ રહ્યો અને પછી નજર હટાવી લીધી. તેને થયું કે આ યુવતીને કોઇ જગાએ જોયેલી છે. ચહેરો પરિચિત છે, પણ અજાણ્યાં માણસોને પૂછપરછ કરવી યોગ્ય નથી. અને આ તો એક યુવતી છે. સ્ત્રીઓ તો દૂધની દાઝી છાશને ફૂંકીને પીતી હોય છે. આટલી બધી સુંદરતા ધરાવનાર, મોહક વ્યક્તિત્વ અને અનેરાં કામણ ધરાવતી આ યુવતીને કેટલા બધા રૂપભૂખ્યા સ્વાર્થીઓ મળ્યા હશે? તો મારે તેને કંઇ પૂછવું નથી. કોઇ ગેરસમજ થાય તેના કરતાં જે હશે તે હશે મારે પૂછીને કંઇ મેળવવું નથી.
છતાં તેને એ યુવતીમાં રસ પડ્યો. કારણ કે તે સુંદર હતી એટલે નહીં પણ તેના ચહેરા પર દુઃખ પથરાયેલું હતું. અપાર ચિંતાઓ વાળા ચહેરાને આ યુવાને વાંચી લીધો. યુવતીએ બારી બહારથી નજર હટાવી એક નજર આ યુવાન સામે નાંખી અને તરત પાછી લઇ લીધી. વળી, પાછી વિચારોમાં મશગૂલ બની ગઇ. યુવાનને હવે રસ પડ્યો. કારણ કે યુવતીના ગાલ પર તેણે આંખથી ટપકીને આવેલાં આંસુ જોયાં. આવા દુઃખમાં કોઇને સાથ આપીએ તો કોઇ ગેરસમજ આ યુવતીને થશે નહીં. એટલે તે યુવાન તેના ચહેરા તરફ નજર સ્થિર કરીને પૂછવાની તૈયારી કરતો હતો ત્યાં યુવતી ડૂસકાં ભરવા લાગી.
પ્રકરણ : ૨૪
યુવતી તરફ નજર નાંખીને પૂછવા આવેલ યુવાન થોડી વાર ઊભો રહ્યો. તેને થયું કે ટ્રેઇનના ડબ્બામાં બીજાં કોઇ પેસેન્જર નથી ત્યારે એક દુઃખી માણસને આશ્વાસન આપવું એ ફરજ છે. ભલે પછી તે સ્ત્રી હોય કે પુરુષ પણ હાલનું કર્તવ્ય તેની લાગણીઓને શાંત પાડી દુઃખમાં સહભાગી બનવાનું. પણ તે યુવાન તેને પૂછવાને બદલે થોડીવાર ઊભો રહ્યો. કારણ કે તે એવું ઇચ્છતો હતો કે તેનું રૂદન પૂરું થઇ જાય પછી પૂછું જેટલું રડવું હોય તેટલું ભલે રડી લે. રડતાને અટકાવવા કરતાં તેને રડી લેવા દેવું સારું. યુવતી ડૂસકાં ભરતાં ભરતાં કોઇ કોઇ વાર તે યુવાન તરફ નજર ફેરવીને પાછી લઇ લેતી હતી. તેણે થોડીવાર પછી રુદન અટકાવ્યું. અર્થાત્ રુદન અટક્યું અને બે આંખો બંધ કરી પરિસ્થિતિથી વિવશ બની હોય તેમ લમણે હાથ દઇ પાછી બારી બહારની સૃષ્ટિને જોવા લાગી.
યુવક તો હજુય સ્થિર ઊભો હતો. તેને સમજાયું નહીં કે અચાનક આ શું બની ગયું?
“આપ કોણ છો? આ બધું શું છે? ભલે હું અજાણ્યો છું પણ તમે મને ધર્મ સંકટમાં મૂક્યો એટલે મારે તમને પૂછવાની ઉપરાંત શક્ય હોય તો મદદ કરવાની ફરજ છે. એટલે આપ જણાવો. આપને શી તકલીફ છે?” યુવાને પૂછ્યું.
“જી, આભાર. તકલીફ દરેકને હોય છે. પણ મારી તકલીફ જુદી જ છે.”
“કેમ?”
“જુદી એટલે સાવ જુદી,”
“પણ કહો ને?”
“હું કહું તે પહેલો આપનો પરિચય આપો જેથી મને પણ ખબર પડે કે હું કોના આગળ પોતાની કહાની સંભળાવું છું. પહેલાં હું મારો પરિચય ફક્ત મારા નામથી જ આપું છું. મારું નામ શ્વેતા છે. અને હું રોજ આ ટ્રેઇનમાં અમદાવાદથી મહેસાણા સર્વિસ માટે જાઉં છું.”
“હું સનત ઝવેરી, અમદાવાદની લેખા ટેક્ષ્ટાઇલનો માલિક છું.”
“તમે લેખા ટેક્ષ્ટાઇલના માલિક છો, સર? તો આવી લોકલ ટ્રેઇનમાં મુસાફરી કરવાનું કેમ ઊભું થયું?
“એવું નથી. એ બધું પછી જણાવું છું પણ તમારું દુઃખ મને જણાવો જેથી મારાથી બની શકે તો હું મદદ કરું અને એ મદદ ત્યારે જ થાય કે તેમાં તમને ગેરસમજ ન થાય. નહિતર સારું કરનારનું તો બૂરું થાય તેવા ઘણા અનુભવો થયેલા છે.” સનત ઝવેરીએ કહ્યું.
“સર, મારે મદદ નથી જોઇતી મને તો કોઇના તરફથી હૂંફ કે તાકાત મળી જાય તો હું મારા દુઃખને ઓછું થયું એમ સમજું છું. તમે મને આટલું પૂછ્યું તે ઓછું છે?”
“હા, તો મિસ શ્વેતા તમે શરુ કરી દો, શું વીત્યું છે તમને કે આટલાં બધાં આંસુ વહાવી દુઃખી થાઓ છો?”
“સાંભળો સર, હું મારાં માબાપ સાથે અમદાવાદમાં રહું છુ.ં અમે ત્રણ જણાં છીએ. મારી એક બેનને બે વર્ષ પહેલાં અમદાવાદના જ એક ખાનદાન કુટુંબમાં પરણાવી હતી. હું અને મારી બહેન સરખા બાંધાના અને સરખો ચહેરો જ ધરાવતાં હતાં. તેના પરણ્યાનાં બે વર્ષ વીત્યાં એટલે એક પ્રસૂતિને લીધે તે પોતાના સંતાનસહિત અવસાન પામી. અમારા પરિવારનું એક ફૂલ ખરી જતાં અમને અપાર દુઃખ થયું. હજુ સધી એ કોમળ ફૂલને મારાં માતાપિતા ભૂલતાં નથી. મારી સામે જુએ છે ને મારી બેન તેમની આંખો સામે તરવરે છે. અને સૌથી દુઃખની વાતનો એ હતી કે મારા બનેવી જે પૈસેટકે ખૂબ જ સુખી છે. ધારે તો ગમે તેવા કુળની, ઘણી સુંદર કન્યા તે લાવી શકે છે પણ તે મારી બહેનને ભૂલી શકતા નથી. અમે ખૂબ જ આશ્વાસન આપ્યું પણ કોઇ ફેર પડ્યો નહીં.
હવે એકવાર મારાં મમ્મીપપ્પા તેમને મળવા ગયાં હતાં. મળીને સાંજે પાછાં આવવાનો હતાં ત્યારે હું અમદાવાદથી મહેસાણા જવા માટે આ જ ટ્રેઇનમાં એક સવારે પ્રવાસ કરતી હતી. તે દિવસે કોઇ કારણસર ટ્રેઇનમાં ઓછાં ઉતારુઓ હતાં. હું રોજના નિયમ પ્રમાણે અપડાઉનનાં સ્ટાફ જે ડબામાં અવરજવર કરતો તેમાં બેસતી. કલોલ સ્ટેશન પછી ટ્રેઇનમાં ફક્ત હું એકલી હતી. ગાડી થોડી આગળ ચાલી તેવામાં પાંચ યુવાનો મારી સીટ આગળ આવી ને બેઠા. તેઓ જાતજાતનાં નખરાં કરવા લાગ્યાં. એક યુવાન ગાવા લાગ્યો.
“પ્યાર કિયા તો ડરના ક્યા”
હું ધ્યાન આપ્યા વિના બેસી રહી. ચાર યુવાનો નખરાં કરતા હતા પણ એક યુવાન તેમને સમજાવતો હતો, “ચાલો આપણે અહીં નથી બેસવું. ચાલો પાછળના ભાગમાં બેસીએ. બહુ નખરાં કરવામાં મજા નથી.”
પણ પેલા યુવાનો માન્યા નહીં. એક યુવાન તો મારી પાસે આવીને બેસી ગયો.
“શ્વેતા, તું અમને નહીં ઓળખતી હોય પણ અમે તને ઓળખીએ છીએ. તારું અભિમાન છોડી અમારી સાથે ફ્રેન્ડશીપ કર પછી જોઇ લે ફ્રેન્ડશીપમાં કેવી મજા છે?”
હું કશું જ બોલી નહીં. પણ તે ચાર યુવાનો નખરાં કરવા લાગ્યા. મને સહન ન થયું એટલે મેં મારી પાસે બેઠેલા યુવાનને કહ્યું, “હટી જા, નહિતર પોલીસને બોલાવું છું.”
“અરે તારી પોલીસની ઐસીતૈસી.” અને એમ કહી તે મને ભેટવાની તૈયારી કરવા હાથ લંબાવતો હતો ત્યારે મેં તેને જોરથી ચહેરા પર મુક્કો માર્યો. બીજો મુક્કો પણ મારી દીધો. તે યુવાનમાં તો તાકાત રહી નહીં પણ ત્રણ યુવાનો મને મારવા લાગ્યા. તેમનો ઇરાદો મને શિથિલ કરી મારી આબરૂ લેવાનો હશે એવું મને લાગ્યું. એટલે હું ખૂબ જ આક્રમક બની મારા હાથ વીંઝવા લાગી બીજા એક યુવાનને તો મેં છાતી પર મુક્કામારી ખોંખરો કર્યો પણ મારા હાથ પર એક યુવાને લોખંડની બૅગનો ઘા કર્યો. હું ઢળી પડી. પેલો સીધોસાદો યુવાન આ સહન કરી શક્યો નહીં. તે પોતાની ટુકડીના માણસોને મારવા લાગ્યો. મારામારી વધી ગઇ. આ સીધાસાદા માણસને પેલા મારવા લાગ્યા. તેને પકડી લીધો. પેટમાં મુક્કા મારવા લાગ્યા. હું જોર કરી ઊભી થઇ. એકને પાછળથી ગળું પકડી દબાવવા લાગી. બીજાને પગની લાતો મારવા લાગી. મને મારવા પેલા યુવાનને છૂટો કરી મારા તરફ વળ્યા. મારામારી વધી ગઇ. મેં અને એ યુવાને એક પછી એક મેં અને એ યુવાને એક પછી એક એ બધાનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં.
અમને વાગ્યું હતું પણ યુવાન તેની વેદનાને ભૂલીને મારા ઘા પર પોતાનો રૂમાલ ઘસીને લોહી લૂછવા લાગ્યો. આટલું આશ્વાસન મને જીવનમાં ક્યાંય મળ્યું ન હતું. એ યુવાન ઘણીવાર ટ્રેઇનમાં આવતો હતો પણ તેને ધારીને તો મેં આજે જ જોયો. હવે આગળનું સ્ટેશન આવ્યું ત્યારે પેલા હુમલાખોરોને પોલીસના હવાલે કરી જરૂરી વિધિ પતાવી હું ઘેર પાછી વળવા તે સ્ટેશનથી ટ્રેઇનમાં ન ચડી. પેલા યુવાનને મેં પૂછ્યું. “આ તમારી ટુકડીના માણસો હતા? અને તમે માર્યાં?”
“હા, એમણે મારું અપાર નુકસાન કરાવ્યું છે. મારી સગાઇ પણ એમણે તોડાવી નાંખી હતી. સારા સમાજમાં મારી ખરાબ વાતો કરી તેઓ મને રંઝાડતા હતા. તે કેમ આવું કરતા હતા તે મારે નથી કહેવું પણ હું તેમને મારવાનો લાગ શોધતો હતો તે અચાનક મળી ગયો. એટલે હું તેમની સાથે જ ફરતો હતો.”
...અને સાહેબ, પછી એ યુવક મારા મનમાં વસી ગયો. મારાથી છૂટા પડતાં પહેલાં મેં એનું નામ પૂછ્યું.
“તમારું શું નામ?”
“દીપક પટેલ.”
અને મારા જીવનના અંધકારમાં દીપક આવ્યો.
પ્રકરણ : ૨૫
જ્યારે હું એક માઠા અનુભવનો ભાર લઇ પાછી ફરી ત્યારે મારા પિતા શ્યામલાલ પટેલ અને મારી માતા નયના મારા બનેવીના ઘેરથી પાછાં આવી ગયેલાં હતાં.
“બેટા શ્વેતા મારે તને એક વિનંતી કરવાની છે.” મારા પિતાજીએ મને પાસે બેસાડીને કહ્યું.
“શી?”
“તારી મમ્મી તને જે કહે તે વાત માની લેજે બેટા.”
“પણ તમે કહો ને.”
“બેટા, તારી મમ્મી તને કહેશે.”
પછી મારી મમ્મીએ મને રસોડામાં બોલાવી કહ્યું - “બેટા, બેન તો ગુજરી ગઇ પણ તારા જીજાજીનો આઘાત શમ્યો નથી. તું અને બેન બે સરખો ચહેરે અને સરખો સ્વભાવ ધરાવનારાં છો. એટલે તેમને આશ્વાસન આપવા મેં તારા જીજાજીને બેન જેવી છોકરીનો હાથ સોંપી દેવા વચન આપ્યું છે. તારા પિતાજી પણ આ બાબતે સંમત છે. તો બેટા, તું સુખી થઇશ.”
“શું કહ્યું મમ્મી? મને પૂછ્યું પણ નહીં?”
“પણ બેટા પસંદગી કરીને આપણે બેન પરણાવી હતી. તારા જીજાજી બાબતે તને કેવી રીતે પૂછું? તું એમને જાણે છે, સમજે છે. એ એક ગુણવાન અને સમજુ વ્યક્તિ છે એટલે તારા માટે એ સ્થળ બરાબર છે.”
“પણ મમ્મી....”
“શું પણ... શું તું બીજા કોઇને વચન આપી ચૂકી છે? અને આપી ચૂકી હોય તો અમને જણાવ્યું છે? બેટા, તારા પિતાનું વચન કોઇ દિવસ એળે ગયું નથી. એમને તારા પર કેટલો વિશ્વાસ છે? તને અમે થોડી કાંઇ દુઃખી કરવા માંગીએ છીએ?” મમ્મીએ ખૂબ આશા વ્યક્ત કરતાં કહ્યું.
અને હું કંઇ ઉત્તર આપી શકી નહીં પણ પેલો યુવાન મારા મનમાંથી ભૂસાતો ન હતો. હું ભાંગી પડી.
મેં મમ્મીને પૂછ્યુ, “તમે શી વાત કરી? જીજાજીને કઇ રીતનું આશ્વાસન આપ્યું?”
“બેટા, તારા જીજાજી વારંવાર બેનની તસ્વીર સામે જોતા હતા અને આંસુ વહાવતા હતા. એ ચહેરો એમને વીસરાતો ન હતો. એટલે અમે એમ નથી કહ્યું કે તમને શ્વેતા સાથે પરણાવીશું પણ બેન જેવો ચહેરો ધરાવતી યુવતી સાથે ગોઠવી દઇશું. તારી નામરજી હોય તો બીજો એવો ચહેરો ધરાવતી છોકરી કોણ છે? બસ તું જ.”
“હું કંઇ બોલી નહીં. મનમાં વિચારવા લાગી કે આનો કંઇક ઉપાય કરીશ. ત્યાર પછી એ યુવાન મને બે ત્રણ દિવસ પછી ટ્રેઇનમાં મળ્યો અને મને તેની બર્થડે પાર્ટીનું આમંત્રણ આપ્યું.
“હું આવી શકીશ નહીં.” મેં ડરતાં ડરતાં કહ્યું. “કેમ શો વાંધો છે શ્વેતા?”
“ભલે આવીશ.” થોડીકવાર પછી હું સંમત થઇ.
“થેન્કયું.” કહી દીપકે મારી સામે સ્મિત રેલાવ્યું.
જ્યારે તેની બર્થડે પાર્ટીમાં હું હાજર થઇ ત્યારે તેના કેટલાય મિત્રો યુવક યુવતીઓ એકઠાં થયેલાં હતાં. સૌની નજર મારા પર મંડાઇ હતી. મારી સાથે પરિચયના હેતુથી દીપક મને તેનાં માતાપિતા પાસે લઇ ગયો.”
“મમ્મી આ શ્વેતા તેનો પરિચય કરાવવા મારી પાસે બીજા કોઇ શબ્દો નથી પણ એક સીધી સાદી અને જમાનાનો વાયરો નથી લાગ્યો તેવી યુવતી હોવાથી તેની સોબત કરી છે.”
“અરે શ્વેતા, તારી વાત દીપકે અમારા ઘરમાં કરેલી છે. તું તો બહાદુર છે હો ભાઇ, જો બેટા શ્વેતા માત્ર બર્થડે પાર્ટીના દિવસે જ આવવું જોઇએ એવું વિચારવાના બદલે ઘણીવાર આવવું એવું વિચારીને અવારનવાર અમને મળતી રહેજે.” દીપકની મમ્મીએ મને ખાસ મહત્ત્વ આપતાં કહ્યું.
“સારું.” એમ કહી હું પ્રસન્નતા બતાવવા લાગી.
જ્યારે બર્થડે પ્રેઝન્ટ આપવાનો સમય થયો ત્યારે સૌ પ્રેઝન્ટ આપવા લાગ્યાં ત્યારે મને ખ્યાલ આવ્યો કે પ્રેઝન્ટ તો હું ભૂલી ગઇ છું. હવે શું કરવું. રોકડ રકમ આપવી મને ઠીક ન લાગી એટલે રોકડ રકમનું કવર બનાવવાને બદલે હું સીધી દીપકને મળી અને કહેલા લાગી.
“દીપક, સાવ સાફ વાત કહી દઉં છું. હું પ્રેઝન્ટ લાવવી તો ભૂલી ગઇ છું. આઇ એમ સોરી. મારામાં વિવેકની ખામી કહેવાય. આ બધાં કરતાં હું ઓછી પ્રેક્ટિકલ છું એ કબૂલ કરું છું.”
“અરે, શું વાત કરે છે. પ્રેઝન્ટ વધુ મહત્ત્વની કે તારી હાજરી? શ્વેતા તને ખબર છે કે પ્રેઝન્ટ એક રૂઢિ છે અને ઉપસ્થિતિ એ એક હુંફ છે. તું અહીં ઉપસ્થિત રહી અને હુંફ આપી એ એક અમૂલ્ય ભેટ છે. તારે લાચાર પડવાની શી જરૂર છે?”
દીપકે મને આશ્વાસન આપ્યું. મને દીપકનો સ્વભાવ ગમ્યો. તે વિચારસમૃદ્ધ યુવાન હતો. તેની આંખમાં શુદ્ધ સ્નેહનાં પણ મને દર્શન થયાં. તેણે મને ઘણું બધું મહત્ત્વ આપ્યું.
ડીનરનો સમય થયો એટલે તેનાં મમ્મપપ્પાએ મને તેમની પાસે બેસાડી થોડીક વાતો કરી. અમારો પરિચય વિકસ્યો.
જ્યારે મારે ત્યાંથી નીકળવાનો સમય આવ્યો ત્યારે દીપક થોડે સુધી વળાવવા આવ્યો.
“શ્વેતા મારે તને મળવું છે. એક ખાસ વાત માટે મળવું છે.”
“શી વાત છે? જણાવ તો ખરો દીપક.”
“પછી. નિરાંતે બેસીને આપણે વાત કરીશું.”
“સારું આવજે.” કહીં હું છૂટી પડી.
દીપક શી વાત કરશે? એના મનમાં શું હશે એ બધું હું કળી શકી નહીં. પણ મારા મનમાં એમ જ થયું કે તે એક સારો મિત્ર છે. કંઇ અજુગતી વાત એ નહીં કરે પણ હું તેની મુલાકાતથી ભાવવિભોર બની ઘેર પાછી ફરી ત્યારે મારાં મમ્મી પપ્પા મને નવાં વસ્ત્રો અને અલંકારો ખરીદવા લઇ ગયાં. હું કશું કરી શકી નહીં. સમય અને સંજોગોમાં તણાઇ ગઇ અને એ લોકો મારાં લગ્ન મારા જીજાજી સાથે કરાવવા તૈયારીઓ કરવા લાગ્યાં. હું શું કરું એ વિચારોથી ઘેર રોજ ઘેરાઇ જતી. હાલ પણ આ ટ્રેઇનમાં પ્રવાસ કરતાં કરતાં મને એ જ થાય છે કે મારું જીવન કોની સાથે જોડાશે? હું ક્યાં જઇશ?
આમ શ્વેતા પોતાની કહાની કહેતાં કહેતાં સનત ઝવેરી આગળ રડી પડી.
“શ્વેતા રડીશ નહીં. ભવિષ્યનો વિચાર કરવાને બદલે વર્તમાનને સબળ બનાવ. હું તને આ બાબતે શક્ય તેટલી મદદ કરી આ કેસ સુધારી લઇશ.”
થોડીવાર પછી શ્વેતા સ્વસ્થ બની. તે પૂછવા લાગી.
“શું સર, તમે એક મોટા માણસ થઇ મારી મદદ કરવા સમય બગાડશો ખરા?”
“અરે શ્વેતા, મોટું કોણ અને નાનું કોણ? એવો ખ્યાલ તારા મનમાં કેમ આવ્યો? હું હર પળ તારી સાથે છું. આજથી તું મારા માટે એક અજાણી શ્વેતા નામની છોકરી નથી. તું મારી બહેન છે. સમજી લેજે કે હું ભલે એક ધનવાન ઉદ્યોગપતિ છું પણ માનવતા કરતાં પૈસાને અધિક સમજતો નથી. હું તારા માટે તન, મન અને ધન સર્વનો ઉપયોગ કરી તારું જીવન સુખી કરવા માગું છું. પણ હું એક વસ્તુ જોવા માંગુ છું કે તારો ચહેરો તારી બેન જેવો છે એવું તું કહેતી હતી તો તારી બેનની તસ્વીર તું બતાવીશ? તારા ઘેરથી લાવીને મને આપીશ ખરી? હું ફક્ત જોવા માંગુ છું.”
“હા સર, ઘેરથી લાવવાની જરૂર નથી. તે તસ્વીર મારા પર્સમાં જ છે. બેચાર દિવસથી તેને એન્લાર્જ કરવાનું કામ ઉપાડ્યું હતું એટલે તે મારા પર્સમાં જ રહી ગઇ છે.” એમ કહી શ્વેતાએ પર્સ ખોલી,“લો, સર આ તસ્વીર.”
સનત ઝવેરીએ તસ્વીર હાથમાં લીધી. બરાબર જોઇ ચકાસીને પ્રશ્ન પૂછ્યો, “અરે આ તસ્વીર તને મળી જ આવે છે પણ તારા નાકનો ભાગ આના કરતાં સાધારણ જુદો છે.”
“હા સર. મારા નાકે એક વર્ષથી ઇજા થયેલી હતી. અને પ્લાસ્ટિક સર્જરી પછી મારો ચહેરો સાધારણ બદલાયો એટલે હું આબેહુબ મારી બેન જેવું છે તે સમજી નહીં શકાય.”
“ચિંતા ન કરતી શ્વેતા, ભગવાન બધું જ થાળે પાડી દેશે. આ બધી વાત તું મને સોંપી દે. તારી પાસે તેની બીજી તસ્વીર છે? તારી બેનનું નામ શું હતું?”
“સર, તે તસ્વીર છે પણ તેના બચપણની છે. તેનું નામ હતું રોશની.”
બીજી તસ્વીર પર્સમાંથી કાઢી અને તેણે સનત ઝવેરીને આપી. તેમણે તસ્વીર જોઇ. એકદમ પરોવાઇ ગયા હોય તેમ એકીટશે તસ્વીર સામે જોઇ રહ્યા. થોડીવાર પછી બોલ્યા, “આ છોકરીને તો મેં જોયેલી છે. મારી ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ ત્રણથી ચાર વખત આવેલી છે. તે વખતે હું પણ નાનો હતો.”
“શું આ છોકરી એટલે કે મારી બેન રોશની આવેલી?”
“હા.”
“તમને બરાબર યાદ છે, સર?”
“હા શ્વેતા. મારી યાદશક્તિ પર મને વિશ્વાસ છે. તે તારી મમ્મીની સાથે આવી હતી.”
“કેમ?”
“તારી મમ્મીએ અમારી ઇન્ડસ્ટ્રીઝમાં સર્વિસ કરેલી. પણ તેના લગ્ન પછી તેણે છોડી દીધી. લગ્ન થયા પછી તે ઘણા વરસ પછી આ બાળકીને લઇને મારાં મા બાપને મળવા માટે આવતી હતી.”
“શું નામ છે મારી મમ્મીનું એ કહેશો?”
“સુધાબહેન.”
“શું વાત છે? એ મારી મમ્મીનું નામ નથી. પણ એ તો મારી અપર માતાનું નામ કહ્યું તમે. ક્યાં છે એ?”
“તારી અપરમાતા છે શ્વેતા?”
“હા, પણ અત્યારે ક્યાં છે તે ખબર નથી.”
“કેમ એવું શું થયું છે. તે તારા પિતાજી પાસે નથી? એટલે કે તમારી પાસે નથી?”
“ના.”
“તો ક્યાં છે?” સનત ઝવેરીએ આશ્ચર્ય અને ચિંતાતુર ચહેરે પ્રશ્ન પૂછ્યો.
“એ મને ખબર નથી પણ તમે જે છોકરીની વાત કરો છો તે રોશની નહીં પણ મારી અપર માતા સુધાની પુત્રી આશા હતી, તેને તમે જોઇ હશે.”
“હા, એ આશા હતી એવું હું માનું છું પણ આ બધું શું છે એ તો મને સમજાવ. તે બધાં ક્યાં છે તેની ય તને ખબર નથી?”
“સર મને તો એટલી ખબર છે કે ક્યા સંજોગોમાં મારા પિતાજીનો પ્રથમ લગ્ન થયાં અને કેવી રીતે પડ્યો અને જુદાં થઇ ગયાં, હાલ ક્યાં છે તે હું જાણતી નથી.”
“કંઇ વાંધો નહીં. તારા ઘરનું એડ્રેસ આપ એટલે હું તારા પિતાજી પાસેથી બધી વાત જાણી અને એ બાબતે વિશેષ તપાસ કરીશ., આ બાબતમાં ઊંડું પડવા જેવું છે કારણ કે પેલી નાનકડી છોકરી જે તારે આમ તો બેન થાય તે મોટી થઇ હોય તો તે બરાબર તારી બેન રોશની જેવી જ હોય ને? તો તેને ગમે તે કરીને તારા જીજાજી સાથે ગોઠવી દેવાય. આ કામ ઉતાવળથી લેવા જેવું છે. કદાચ એ છોકરીને ક્યાંય પરણાવી દીધી હોય તો આપણી મથામણ વધી જાય અને નસીબજોગે એ કુંવારી હોય તો તેનું ક્યાંય ગોઠવાય તે પહેલાં આપણે બાજી મારી લઇશું.” સનત ઝવેરીએ શ્વેતાને ઉપાય દર્શાવ્યો.
“પણ સર, મારા પિતાજીને એ બાબત ગમે કે ન ગમે તો? કદાચ મારા પિતાજી તે તરફ લક્ષ ન પણ આપે.” શ્વેતાએ ચિંતા વ્યક્તિ કરી.
“એ બધું હું સંભાળી લઇશ. આવતી કાલે જ તું મને તારાં ઘરનાં માણસોને પરિચય કરાવ અને હું તેમને સમજાવી ફોસલાવીને પણ આ કામ પાર પાડી લઇશ.”
“તો સર હું કાલે સર્વિસ જઇશ નહીં. રજા લઇ લઇશ.”
....અને બીજા દિવસની સવારે સનત ઝવેરી શ્વેતાના ઘેર એક આરામખુરશીમાં બેઠાં બેઠાં ચાનો સ્વાદ માણતા હતા. બધાંનો પરિચય મેળવ્યા બાદ તેમણે શરૂઆત કરી.
“જુઓ અંકલ, હું જે કામે આવ્યો છું તે એક દુઃખી વ્યક્તિને સહારો, સહાનુભૂતિ અને ઉત્સાહ આપવાનું કામ છે. વાત એમ છે કે આપની શ્વેતા માટે અને આપના પરિવાર માટે હું અજાણી વ્યક્તિ કહેવાઉં. પણ તમારા ઘરની રીતભાત અને સંસ્કારોનું મને આકર્ષણ થયું. મારો આત્મા કહે છે કે આપના જીવનમાં આવેલાં પરિવર્તનો એ એક સંજોગ હશે. અને પ્રતિકુળ સંજોગો માનવીને ઘેરી લે છે.” સનત ઝવેરીની વાણી સાંભળી શ્વેતાના પિતા ઘડીભર જોઇ રહ્યા. મનોમન આ વાણીની કદર કરતા હોય તેવા ભાવે તે સાંભળતા હતા.
“હા, આપ શું કહેવા માંગો છો?” શ્વેતાના પિતાજી શ્યામલાલે પ્રશ્ન કર્યો.
“અંકલ, મને એટલું જણાવશો કે તમારા ભૂતકાળમાં આવેલાં માણસો છે ક્યાં?”
“એમનું નામ છોડો. હું એમનાથી જ દુઃખી થયો હતો. છૂટ્યો એમાં મજા છે. પણ તમે એમને કેમ યાદ કરો છો?”
“જુઓ અંકલ તમે મારા પર વિશ્વાસ રાખજો. તમને વિશ્વાસ ન હોય તો મારું અપમાન કરીને અત્યારે વિદાય આપી દો પણ શ્વેતાનો દુઃખી ચહેરો તમને એમ નહીં કહી શકે કે “પપ્પા તમે મને ક્યાં પરણાવશો?” સનત ઝવેરી પ્રયત્ન કરીને તેમના ભૂતકાળની યાદને પ્રેરવા પ્રયત્નો કરતા હતા.
“સનતભાઇ, શ્વેતાને તો અમે કશી જ વાત કરી નથી. મારા ભૂતકાળના કપરા પ્રસંગોની યાદથી તો અમે તેને દૂર રાખી છે. પણ તમે આવ્યા છો તો હૈયું ખાલી કરવા બધું જણાવી દઇશ.”
શ્વેતા ચાનાં કપરકાબી લેવા આવી. તેના પિતાએ કહ્યું “બેટા, શ્વેતા તું અને તારી મમ્મી ઉપરના રૂમમાં બેસો. અત્યારે હું તમારી હાજરીમાં સનતભાઇને કંઇ વાત કરું તે મારી મર્યાદમાં ઉણપ જેવું લાગે.” પછી મા દીકરી ઉપરના રૂમમાં ગયાં. અને શ્યામલાલ કહેવા લાગ્યાં.
“સનતભાઇ આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં હું એક તમારા જેવા ધનાઢ્ય માણસની કંપનીમાં મેનેજર હતો. ત્યાં મારું વર્ચસ્વ હતું. મારા હાથ નીચે ઘણા કામદારો કામ કરતા હતા. એક મજૂર બાઇ સુધા ઘણા સમયથી ત્યાં કામ કરતી હતી. તે અવારનવાર મારા ઘેર આવતી. હું મારાં માબાપ સાથે રહેતો હતો. મારાં લગ્ન થયાં ન હતાં. એટલે એક દિવસ સુધાને મેં કહ્યું, “સુધા, તું અહીં અવારનવાર આવે છે પણ મારા ઘરનું કામ મારી મા કરી લે છે. તું આવે એનો વાંધો નહીં પણ આ દુનિયાને પહોંચી શકાતું નથી.”
ત્યારે સુધાએ કહ્યું, “સાહેબ, દુનિયાની ચિંતા ન કરશો. કાલથી હું નહીં આવું. હું તો જેટલી કંપનીને વફાદાર છું તેટલી આપના માટે પણ વફાદાર છું. આપણી કંપનીના કામકાજ માટે આપણા શેઠ મને તમારા ત્યાં મોકલે છે. આજે પણ શેઠે મોકલી છે. અને કહ્યું છે કે શ્યામલાલના ઘેર પડેલા કંપનીના કાગળોની તાત્કાલિક જરૂર છે. એટલે હું લેવા આવી છું. વળી આપનાં માતાપિતા હેતાળ અને ઉદાર છે તેમના સ્વભાવથી આકર્ષાઇને હું ઘણીવાર કામ વગર પણ આવું છું. તમે કહેતા હો તો હવે નહીં આવું.”
...એની વાત મને સમજાઇ. હું દુનિયાની ચિંતા ઓછી કરવા લાગ્યો અને તે ઘણાવાર મારે ત્યાં આવતી.
આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. એક વખત અમારી કંપનીના શેઠે મને બોલાવ્યો અને કહ્યું.
“શ્યામલાલ, સુધાનો ભાઇ સુંદર આવ્યો હતો. તે એક આદિવાસી કરતાં થોડીક સુધરેલી જાતિનો એક ગરાસિયા કુટુંબનો સભ્ય છે એટલે તેની એક વાત લઇને આવ્યો હતો. કહેતો હતો.
“મારી બેન સુધાની સગાઇ કરવા ઘણાં ફાંફાં મારું છું. પણ ક્યાંય થતું નથી. તેનામાં કોઇ ખામી નથી. છતાં પણ લોકોએ અમારા કુટુંબને બદનામ કરી દીધું છે.”
મેં કહ્યું, “સુંદર એવું શું છે? લોકો શી વાતો કરે છે?”
“સાહેબ, શ્યામલાલ સાથે સુધાના સંબંધો છે. તે બંન્ને ખૂબ મળે છે.”
ત્યારે હું ચોકી ઊઠ્યો હતો. પછી સુંદરને લઇને મારા શેઠ ફરી એક વાર મારી પાસે આવ્યા. કહેવા લાગ્યા, “શ્યામલાલ એક ધરમનું કામ છે. આ સુંદરને તમારા પર વિશ્વાસ છે પણ જમાનાએ તમને અને સુધાને બદનામ કર્યા છે. બિચારી સુધાની જિંદગીને બચાવવી હોય તો તમે તેને અપનાવી લો.”
“અરે શેઠ સાહેબ, શું કહો છો તે ખુદ જ કહેતી હતી કે જમાનાની પરવા કરવી જોઇએ નહીં. હું તો તેની આવવાની ના પાડતો હતો. પણ તમે તેને અવારનવાર અહીં મોકલતા હતા. ખબર છે ને તમને? સુધાને કેમ સાથે નથી લાવ્યા?”
“શ્યામલાલ, તમે સમજતા કેમ નથી. તે એક વિશ્વાસુ બાઇ હોવાથી આપણે તેની પાસે અગત્યનાં કામ કરાવ્યાં છે. ક્યાંય એણે એક પૈસાની ય ચોરી કરી કે જૂઠાણું કરી કોઇ ગફલત કરી છે? કંપનીના કાગળો જેવી અગત્યની સામગ્રી તે લાવે છે. લઇ જાય છે. તેની વફાદારીનો આપણે લાભ લીધો. પણ કમનસીબે એ બદનામીનો ભોગ બની. જમાનાથી અજાણ વ્યક્તિ પ્રથમ તો જમાનાની “ઐસી તૈસી” કહી તેને મહત્ત્વ નથી આપતી. પણ જ્યારે બદનામી ચાલુ થાય ત્યારે તેને જમાનાની કિંમત સમજાય છે. એટલે સુધાને હવે પસ્તાવો થાય છે.”
“પણ શેઠ મારાં માબાપ બહારગામ ગયાં છે તે જાણશે કે આ ખોટી બદનામી....”
“ચિંતા ન કરશો. શ્યામલાલ તમે તો ઉદાર છો. તમારાં મા બાપને સમજાવવાનું કામ મારું.”
અને પછી એક દિવસે મારાં માબાપને સમજાવી અને મારા શેઠે મારાં લગ્ન સુધા સાથે ગોઠવી દીધાં.
લગ્ન બાદ સુધાનો ભાઇ સુંદર નોકરીની શોધમાં તેના એક ત્રણેક વર્ષના છોકરાને લઇને આવ્યો. તેને અમે અમારી પાસે રાખ્યો. સુંદરને મેં કંપનીમાં ગોઠવવા પ્રયત્ન કર્યો પણ ત્યાં તે જોડાયો નહીં. તેને કામ કરવું ન હતું અને બેનને ત્યાં પડી રહેવું હતું. મેં સુધાને કહ્યું, “તારા ભાઇને જિંદગી બનાવવી નથી. મને એનો રોટલો ભારે પડતો નથી. પણ તે જવાબદાર ક્યારે બનશે? બેન પરણાવવા તો ઠાવકો થઇને નીકળ્યો હતો. હવે તું પણ તેને કંઇ કહેતી નથી?”
“હવે એને નોકરી નહીં મળે તો કંઇ નહીં. તે અહીંથી ચાલ્યો જશે. આપણે શું કરીએ?”
તોય હું સહન કરીને તેને રાખતો. પણ એક વાર ઘરમાંથી રૂપિયા બાર હજારની ચોરી કરી તે પલાયન થઇ ગયો.
સુધા રડવા લાગી. અમે કોઇને જણાવ્યું નહીં. અંદરો અંદરની બાબતમાં પોલીસને પણ શી રીતે જણાવાય? સુધા કહેતી હતી, “હવે તેનો પગ આ ઘરમાં ન જોઇએ. હવે કેવો આવે છે તે જોઉં.”
અને ત્યાર પછી એકવાર મારાં મા બાપનું એક અકસ્માતમાં અવસાન થયું. તે પ્રસંગે સુંદર આવ્યો. કહેવા લાગ્યો, “જીજાજી હું સુધરી ગયો છું. હવેથી હું કોઇ ખરાબ કામ નહીં કરું.”
“પણ સુંદર હવે તારો ભરોસો કેવી રીતે રાખવો? એકવાર તને જતો કરું છું. ભગવાનને ખાતર હવે કોઇ ખોટું કામ ન કરતો.” મેં કહ્યું.
“ભલે.” કહી સુંદર ચૂપ થઇ ગયો.
મારી પત્ની ગર્ભવતી બની હતી. તેને પિયર લઇ જવા માટે સુંદરે કહ્યું, જીજાજી, મારી બેનનો ખોલો ભરાઇ જાય તે પછી હું તેને મારા ઘેર લઇ જઇશ. પિયરમાં તેને સારું ફાવશે.”
અને મા બાપનો શોક મૂક્યા પબછી એક દિવસે ખોળો ભરી સુધાને તેના પિયર મોકલી. રૂપિયા દશ હજાર આપીને મેં સુંદરને પણ કહ્યું, “તારી બેનને સાચવજે. અને સમાચાર મોકલતો રહેજે.”
સુંદર અને સુધા વિદાય થયાં.
ત્યાર પછી સુંદરે સુધાના કોઇ સમાચાર મોકલ્યા નહીં. હું ઘણી રાહ જોઇને થાક્યો ત્યારે રૂબરૂ તેને મળવા ગયો. આખાય ખાનપુર ગામમાં એક વાત હતી. “સુંદર આવ્યો હતો પણ રૂપિયા એક લાખની ચોરી કરી તેની બેન અને તેના નાના છોકરાને લઇને ક્યાંય પલાયન થઇ ગયો છે.”
ત્યારપછી સુધા કે સુંદરના કોઇ સમાચાર ન મળ્યા. મારે હવે તેમની જરૂર જ ન રહી. સુધા જ તેના ભાઇના કામમાં ભળેલી હોય તો તેને તેડી લાવીને શું કામ?”
થોડો સમય વીત્યો પછી હું મારી જ જ્ઞાતિની એક સંસ્કારી છોકરી રમા સાથે પરણી ગયો અને શ્વેતા જેવી પુત્રી પામ્યો.
“શ્યામલાલ મેં તમારી વાત સાંભળી પણ એ જ સુધાબહેન અમારી ઇન્ડસ્ટ્રીઝમાં સર્વિસ કરતાં હતાં અને તે વખતે હું ખૂબ નાનો તેમની સાથે એક પાંચ છ વર્ષની સુંદર છોકરી પણ હતી.” સનત ઝવેરીએ કહ્યું.
“તે ક્યાં રહેતી હતી?”
“તે મને ખબર નથી. મારા પિતાજી અવસાન પામ્યા નહિતર તે જાણતા હતા. કંપનીનું સંચાલન કરતા હતા. પણ ભલે તે મળે કે ન મળે પણ સુધબહેન કે સુંદર ગમે તેવાં હશે છતાં તેમની નાનકડી છોકરી બહુ પ્રામાણિક હતી. તે કહેતી, “મારી મા અને મારા મામા જૂઠું બોલે છે. મને તેમની સાથે ફાવતું નથી.” હું તેની સાથે રમતો. મારા પૈસા પડી જતા ત્યારે તે વીણી વીણીને મને આપી દેતી.
પણ ત્યાંથી ક્યા કારણસર સુધબહેન સર્વિસ છોડી ચાલ્યાં ગયાં તે ખબર ન પડી. ત્યારની એ છોકરી પણ મેં જોઇ નથી.”
છોકરીનાં વખાણ સાંભળ્યાં ત્યારે શ્યામલાલ ગદ્ગદિત થઇ ગયા અને તેમની આંખમાંથી બે આંસુ પણ ગાલ પર ટપક્યાં.
સનત ઝવેરીએ તેમને આશ્વાસન આપતાં કહ્યું, “ચિંતા કરશો નહીં, અંકલ બધું થાળે પડી જશે. અને શ્વેતાને પરણાવવાની ઉતાવળ ન કરશો.”
“પરંતુ સુધાથી ઉત્પન્ન થયેલી પુત્રી મળી જાય તો પણ શા કામની? સુધા અને સુંદર હવે તે મને આપે ખરાં?” શ્યામલાલે પૂછ્યું.
“એ ચિંતા ન કરતો છોકરી પોતે જ દુઃખી હશે તો સુંદર અને સુધાથી કંટાળીને બીજા કોઇનો આશ્રય લેવા મથતી હોય એવુ ન બને? વળી, એનામાં તમારા ગુણનો વારસો ઉતર્યો હશે તો બાજી આપણા હાથમાં જ છે. એમ સમજવું. તમે જમાઇને આપેલું વચન પાળવામાં એક પંથ દો કાજ જેવું બની શકે. શ્વેતાને યોગ્ય વર મળે તેની પસંદગી ક્યાં છે તે અગત્યનું નથી પણ જ્યાં યોગ્યતા હશે તેને તે પામી શકશે. અને તમારા જમાઇને તમારી સદ્ગત પુત્રીનો ચહેરો પાછો મળે તે મોટું આશ્વાસન અને ત્રીજો ફાયદો એ કે એક કાદવના ફૂલને યોગ્ય ઘરમાં સ્થાન મળે એટલે કે સુધાની પુત્રીને આપણે જમાઇ સાથે ગોઠવી શકીએ. પણ મારો અધિકાર આટલી બધી અને આવી વાત કરવામાં કંઇ અજુગતું હોય તો મને અત્યારથી જરૂર રોકી દેજો અને આ બાબતે સહકારની જરૂર હોય તો હું માથું આપી દઇશ. ચિંતા ન કરશો. શ્વેતા મારી બેન છે અને હું તમારો પુત્ર છું એમ સમજજો.” સનત ઝવેરી બોલ્યા.
શ્યામલાલને સનત ઝવેરીની વાણી સાંભળી ઘણી આશા અને અનેરું આસ્વાસન પામ્યા.
થોડીવાર બંન્ને ચૂપ બેઠા પછી શ્યામલાલે કહ્યું,“હવે શ્વેતાના બોલાવું. આપનું ભોજન અહીં જ પતાવી લો. મારી પત્ની રમા અને શ્વેતાની રસોઇનો લાભ લેવાનો લાભ અમને આપશો ને?
“ના, અંકલ હવે તો આપણી આત્મીયતા વધી છે એટલે મારે જમવું હશે તો હું પોતે જ ફરી વાર કહેવાડાવીશ. અત્યારે હું જઇશ.” એમ કહી સનતઝવેરી ઊભા થયા.
“બેટા શ્વેતા, તમે અહીં આવોને. આ સનત ભાઇને જવું છે.” શ્વેતા અને તેનાં મમ્મી પપ્પા સનત ઝવેરીના વળાવવા ઘરની બહાર ગયાં. પ્રેમભરી વિદાય આપી તે પાછાં વળ્યાં.
જતાં પહલાં તેમના પર ફોન આવ્યો. ઝવેરીએ કહ્યું, “હેલો.” “સાહેબ, હું આપનો મેનેજર બોલું છું. આપણી ઇન્ડસ્ટ્રીઝની રજતજયંતીની તૈયારીઓ ચાલતી હોવાથી મેં છેલ્લાં પચીસ વર્ષનો હિસાબ મેળવવા તથા કારકિર્દીની ચડઉતર તપાસવા આપના બંગલેથી તથા તથા ઓફિસનાં કબાટોમાંથી જૂનું સાહિત્ય એકઠું કરી તપાસ્યું છે. તેમાં આપના પિતાજીની એક ડાયરી મળી છે. જેમાં સુધાબહેન નામની એક મહિલા કર્મચારીનું પચીસ હજાર રૂપિયાનુ લેણું નીકળે છે. તો તમે ક્યારે આવવાના છો?
“એટલું બધું લેણું કેવી રીતે હોઇ શકે?”
“સાહેબ તેના પગારનું લેણું નથી પણ તેણે એકઠી કરેલી પૂંજી આપણી ઇન્ડસ્ટ્રીઝની બચતમંડળીમાં રોકેલી પણ ડાયરીમાં ઉલ્લેખ છે કે એ કર્મચારી લાપતા છે. છતાં જ્યારે આવે ત્યારે અર્પણ કરવા.”
“સારું હું આવું છું.” આટલું કહીને વિચારવા લાગ્યા, કે “આ વાત મારા પિતાજીએ કોઇને જણાવી કેમ નહીં? મારી મમ્મી જાણતી હોત તો મને ન કહ્યું હોત? પણ ઘણીવાર મોટી બાબત પણ ભૂલમાં ભૂલાઇ જાય છે. એવું બન્યું હોય અને એ રીતે હિસાબ બાકી રહી ગયો હશે...”
પછી શ્યામલાલ તરફ ફરીને બોલ્યા, “હજુ, સુધાબહેનનો હિસાબ બાકી છે. આશા રાખજો. એ કોઇના કોઇ દિવસે આટલાં વર્ષ પછી ય આવશે તો ખરાં. અને તે મળી જાય તો તમને તમારી બેટી પણ મળી જાય. તમે એક વાત ખાનગી રાખજો કે તમારો અને મારો સંબંધ થયો છે હવે હું તમારા ઘેર નહીં આવું કે શ્વેતા અને તમે મારાં ઘેર ન આવતાં. કોઇ ખાસ વાત હોય તો ફોન પર જણાવજો. નહિતર સધાબહેનન ખબર પડશે તો તે મારાથી અને કંપનીનાં માણસોથી પણ છુપાશે. પછી આપણે તેમને શોધી નહીં શકીએ.
“સારું.” શ્યામલાલ બોલ્યા. પછી ધીમેથી શ્વેતાને સનત ઝવેરીએ કહ્યું. “શ્વેતા તેં તારા પિતાજીને જણાવ્યું નથી લાગતું કે સુધાબહેન મારી કંપનીમાં સર્વિસ કરતાં હતાં.”
“સનતભાઇ, તમારા મુખે વર્ણન થાય તેવું હું ઇચ્છતી હતી. એટલે ન જણાવ્યું.” શ્વેતા બોલી.
“હેં, તમારી કંપનીમાં સુધા સર્વિસ કરવા આવી હતી?” શ્યામલાલે આશ્ચર્યસહિત પૂછ્યું.
“હા, તેમના પિયરથી લાપતા બનીને જ એ મારે ત્યાં જોડાયા હશે, આશરે વીસેક વર્ષ થયાં હશે. હું તે વખતે નાનો હતો. એ વાત પછી વિગતવાર ચર્ચીશું.”
“બરાબર.” શ્યામલાલ બોલ્યા.
“જુઓ, હું જતાં પહેલાં તમને એટલું જ જણાવું છું. કે શ્વેતાનાં લગ્નની ઉતાવળ કરશો નહીં, મારી કંપનીની રજતજયંતી વખતે સુધા બાકી રહેલાં નાણાં ઉપાડવા કદાચ આવે તો હું તેની સાથે કઇ રીતે કામ લઇશ તે જોયા કરજો. હવે ધીરજ રાખીને રાહ જોયા કરો.”
અને શ્યામલાલ સનત ઝવેરીને વિદાય આપીને શ્વેતા સહિત પોતાના ઘરમાં વિચારોના વમળોમાં ડૂબી ગયાં.
આ બધી તમામ અટપટી હકીકતો વાળી વાર્તા સંભળાવીને વૃંદાને પ્રોફેસર વિભાકર કહેવા લાગ્યા, “વૃંદા, આ વાર્તા એ માત્ર કાલ્પનિક વિચારો નથી. પણ સત્ય કથા છે. આ હકીકત મને મારા એક પ્રોફેસર મિત્રે કહેલી. સનત ઝવેરીના તે મિત્ર છે.”
“પણ સર, પછી આગળ શું થયું વાર્તા તો અધૂરી છે.”
“વૃંદા, વાર્તા અધૂરી છે ખરી અને એનો શો વળાંક છે. એ તો સનતઝવેરીની કંપનીની રજયજયંતી આવે ત્યારે જ આપણને ખ્યાલ આવે.”
“પણ સર તમે તો કહેતા હતા કે વાર્તા બહુ કરુણ છે. તમે એમ કહેતા હતા કે વાર્તા સાંભળી દુઃખી થવાશે પણ મને તો વાર્તાનો વળાંક સુખદ આવશે તેવું લાગે છે.”
“પણ, વૃંદા એ વાર્તાનો સંવેદનાઓ મારા હૃદયને સ્પર્શે છે. એ વાર્તાની અસર તળે મારા જીવનમાં ચાલી રહેલી વાર્તામાં પણ એક ગંભીર વળાંક આવે છે. મારા હૃદય પર પણ એ વાર્તા સામ્રાજ્ય કરી ગઇ છે.”
“તો શું સર, તમે વિભાને સ્વીકારશો? શું તમારું હૃદય પરિવર્તન થઇ ગયું છે?”
“વૃંદા, એવું નથી. મેં કહેલી વાર્તામાંથી શ્વેતા પોતાના પ્રેમ માટે દીપકની આશા રાખીને બેઠી હતી. શ્યામલાલ જમાઇ મૃત પત્નીના જેવા જ ચહેરાની અપેક્ષા રાખીને ય દિવસો પસાર કરતા હતા. ત્યાં પ્રેમની જે કિંમત હતી તે મને સમજાઇ. અને તેથી ય વધારે તો સનત ઝવેરી કે જેમને કોઇ સ્વાર્થ નથી અને સાચા પ્રેમીઓને આશ્વાસન આપીને જે મહાનતા વ્યક્ત કરી તેવી મહાનતા મારા માટે તમે અને સપનાએ વ્યક્ત કરી હતી. પણ મારા આદર્શના કારણે હું માની શક્યો નહીં. હું જાણું છું કે વિભા મારા અંતરમાં છે પણ હું વિભાના અંતરમાં રહી શક્યો નહીં. હવે હું પસ્તાયો. તેના પ્રત્યેનો પ્રેમ જાળવવા હું ભલે તેને સ્વીકારી ન શકું.પણ આજે હું તમારી સમક્ષ જાહેર કરું છું કે હું દુનિયાની બીજી કોઇ સ્ત્રીની સાથે લગ્ન નહીં....”
“બસ, બસ, સર આગળ ન બોલશો.” વૃંદાએ તેમને અટકાવી દીધા. રૂપાએ પણ કહ્યું, “સર, એવો ઉતાવળીયો નિર્ણય ન કરશો. ભગવાન બધાં માટે સુખભરી પરિસ્થિતિ લાવે એવા સમય માટે પ્રાર્થના કરીએ.”
“પણ, મારા માટે હવે આ જિંદગી નકામી છે. હવે હું મનથી હારી ગયો છું. તમારી સમક્ષ મારું હૈયું ખાલી કર્યું. પણ વિભાને તો હું તેના ગુરુ તરીકેના આદર્શને કારણે ખોઇ ચૂક્યો.” આટલું કહી વિભાકરની આંખો આંસુભીની થઇ ગઇ।
આંસુની સરિતાનો વેગ એ અંતરની સરવાણીની અનેરી પ્રતીતિ છે. રૂપા અને વૃંદા પણ ગળગળાં થઇ ગયાં. અંતરની વ્યથાનાં સહભાગી બની તેઓએ પ્રોફેસર વિભાકરની સામે ઘડીભર મૌન ધરી બેસી રહ્યાં.
“વૃંદા, બીજે ક્યાંય જિંદગીને ન જોડું એ જ મારા પશ્ચાતાપની ફલશ્રુતિ છે.”
“સર, જિંદગીથી હારી જશો નહીં. હવે તમે વિભાથી દૂર થઇ ગયા છો પણ અંતરથી પણ અપરિણીત રહેવાનું તો ક્યારેય વિચારશો નહીં. એ જાણીને શું વિભા ખુશ થશે એમ માનો છો? તમારી જિંદગીને એ જ બંધાવશે. તમે એને નહીં સ્વીકારો તો હવે તેને ખોટું નહીં લાગે કારણ કે તે અને અમે બધાં તમારા આદર્શને કારણે બનેલી પરિસ્થિતિને જાણી ચૂક્યાં છીએ. એટલે તમારું જીવન વેડફાય એવું નહીં ઇચ્છીએ. તમે વિભાના ગુરુ તો તેની ગુરુદક્ષિણા બાકી છે. એના પર તમને લાગણી હોય તો તે જે ગુરુ દક્ષિણા આપે તે સ્વીકારી લેશો ને? તે તમને દક્ષિણા તરીકે બીજું કંઇ નહીં આપી શકે પણ તમારા જીવનને એકલવાયું બનવાને બદલે કોઇ યોગ્ય વ્યક્તિ સાથે જોડાઇ મઘમઘતું બને તેવી હસતે હૈયે છૂટ આપે. હવે એ છૂટ ને દક્ષિણા માની સ્વીકારશો ને?”
“વૃંદા, તું વિભા વતી આટલો બધો દક્ષિણાનો નિર્ણય લઇ લે છે?”
“હા, સર, તે અત્યારે ભલે નિરાશ છે પણ તે તમારું જીવન જોડાવવા તમને આગ્રહ કરશે. મને તેના પર વિશ્વાસ છે. વિભા તમારું સુખ જોશે. તેનો સ્વાર્થ નહીં જુએ.” વૃંદાએ તેમને મોટો વિશ્વાસ અર્પણ કર્યો.
વિભાકર થોડાક સ્વસ્થ થયા. પણ તેમના અંતરમાં તો કોઇ ભોળા પંખીનો નિરર્થક શિકાર કરી તેના જીવનનો ઉપહાસ કર્યાની પ્રતીતિ તેમના ચહેરા પરથી વ્યક્ત થતી હતી.
પ્રકરણ : ૨૬
એક સવાર સપના માટે જીવનની ઉત્તમ આશાઓને જન્મ આપતી ઊગી જે દિવસે નટવર અને રૂપા સપનાનાં અતિથિ બન્યાં. તેઓ બન્ને વારાફરતી આવ્યાં હતાં. રૂપા ઘણા દિવસ પછી સપનાને રૂબરૂ મળી અતીતનાં સંસ્મરણોને વાગોળવા આવી હતી. અને નટવર તેના એક વિશિષ્ટ સમાચાર લઇને આવ્યો હતો. અને તે બધાં માટે જે ખુશાલીનું સ્થળ હતું. તે કલ્યાણપુર હતું. સૌ પોતપોતાની ખાટીમીઠી વાતો કરી સમય પસાર કરતાં હતાં.
પણ નટવર જે કામે આવ્યો હતો તે તુષાર સપનાના સગપણનું હતું. એક દિવસ નક્કી કર્યો હતો તે દિવસે સૌને તેડું આપવા માટે તે આવ્યો હતો.
તેણે સપનાનાં મમ્મીપપ્પા સાથે બધી વાતચીત કરી નક્કી કરેલા દિવસનું નામ પણ આપી દીધું. એ દિવસ હતો લાભપાંચમનો. લાભપાંચમને દિવસે જ તુષારનું નક્કી કરી દેવું એવી સૌની મરજી એક થઇ.
સપનાના પિતાજીએ કહ્યું, “હવે તો અમે તમને નટવરલાલ કહીશું કેમ?”
...અને રૂપા તો ખડખડાટ હસી પડી. “કેમ આટલું બધું હસે છે, રૂપા?” નટવરે પણ તેની સાથે હસતાં હસતાં પૂછ્યું.
“અરે, અમારી ફિલ્મી દુનિયામાં મિ. નટવરલાલનું નામ પ્રખ્યાત છે. તમારું આ નામ સાંભળી મને અમિતાભ બચ્ચનનું નામ યાદ આવે છે. એટલે હું પણ આજથી નટવરલાલ કહીશ.” રૂપા બોલી.
“કહેજો. એમાં મને આનંદ આવશે. મારી સરખામણી મહાન કલાકાર સાથે કરી તેનો મને આનંદ છે.”
“પણ નટવરલાલ, તમે સપના બેનના જેઠ થાઓ તે રીતે પણ અમારે તમને નટવરલાલ કહેવાના હોય ને?”
“તો પછી તમે મને જ્યારે નટવરલાલ કહેશો ત્યારે હું કેવી રીતે સમજીશ કે મને તમે અમિતાભ બચ્ચન તરીકે બોલાવો છો. કે સપનાના જેઠ તરીકે નટવરલાલ કહો છો?”
“અરે, નટવરલાલ એ વાત બહુ ભેદી છે, તમે નહીં સમજી શકો.”
“તો સમજાવ રૂપા.”
“બસ, સાવ સાદી વાત છે. નટવરલાલ નામની આગળ મિસ્ટર એટલે કે મિ. લગાડીએ ત્યારે..........”
“બસ, બસ, સમજી ગયો. હવે બીજી વાત કર. હું સમજી ગયો. રૂપા તારા વિના આટલી બધી ગમ્મત કરે કોણ? આ સપના તો અમારા ઘેર આવીને ત્યાં પણ હસાવશે નહિ.”
“સાચું કહ્યું, સપનાબહેન થોડો ઓછો રમૂજી સ્વભાવ ધરાવે છે. પણ તેને બદલે તમે તો આખું ઘર હસતું ને હસતું રાખી શકશો ને?”
“રૂપા, મને તારી વાત આમ હસવા જેવી લાગે છે પણ તેમાં ઘણું સમજવા જેવું ય છે.”
થોડીવાર પછી સપનાનાં માતા પિતા બહાર ગયા.ં તે પછી રૂપાએ કહ્યું, “ચાલો સપનાબહેન, હવે મારા ઘરની મુલાકાત લઇશું?”
“હા, હું તૈયાર છું.” વચ્ચે નટવર બોલી ઊઠ્યો. ત્યારે રૂપા બોલી, “લો, હવે મિ.નટવરલાલ ખરા કે નહીં? તમે તો તૈયાર જ છો. આગ્રહ કરાવતા જ નથી નહીં?”
સપના, રૂપા અને નટવર થોડીવાર વાતો કરી રૂપાને ત્યાં ગયાં. ચાલાક, ચબરાક અને ટીખળી સ્વભાવની રૂપાએ સપનાને પૂછ્યું, “શું સ્વાગત કરું તમારું? તમારી સગાઇની તૈયારીઓ ચાલે છે એટલે સપનાબહેન આજે તો હું સુંદર રસોઇ બનાવી દઉં? હું એકલી નથી. મારા ગામની કેટલીક સખીઓ પણ મને તેમાં મદદ કરશે.”
“ના, ના, રૂપા જમવું નથી. એના કરતાં એક કામ કરો આ નટવરભાઇનો પરિચય કોઇ યોગ્ય સખી સાથે કરાવી દે પછી નટવરભાઇને સમય પસાર કરતાં વાર નહી ંલાગે.” સપનાએ હળવી મજાક કરી.
“જુઓ, સપના હું તારો જેઠ થઇશ. પછીય તું મને આવું કહીશ? રૂપા તું આને સમજાવી દે. તું બોલે તો ચાલે પણ સપના ન બોલી શકે.” નટવરે હસતાં હસતાં કહ્યું.
“પણ, નટવરલાલ અમે ખરેખર એવું ઇચ્છીએ છીએ કે તમે પણ કોઇ સારું પાત્ર શોધીને જોડાઇ જાઓ. અહીં મજાક નથી. આજે તો અમે તમારા ભૂતકાળમાં છોકરી મેળવવા કેમ નિષ્ફળ ગયા તે જાણવા અને સાંભળવા આતુર છીએ. પછી અમે તમને મદદ પણ કરીશું?” રૂપા બોલી.
“અરે, રૂપા વૃંદાએ મારા માટે છોકરી શોધવાનું વચન આપ્યું છે. અને તે વચન પાળશે જ. પછી જુઓ હું કેવી જીવન જીવું છું?”
“હા, એવાં સપનાં સેવ્યા કરો. મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા. આપણે બીજાના પર આધાર રાખીને જીવન જીવ્યા કરીએ તેના કરતાં પોતાની શક્તિ કામે લગાડીએ તો કેટલો ફેર પડે?” સપના બોલી.
“હા, હું એ વાત કબૂલ કરું છું. પણ વાડ વિના વેલો ચડે નહીં એ તને ખબર છે?”
“જુઓ નટવરલાલ વૃંદા અપરિણીત છે. તેને પણ સંસાર બાંધવાનો છે. કદાચ તે બીજી છોકરી શોધવાની વાત કરતી હોય પણ તમારી સાથે ગોઠવાઇ જવા માંગતી હોય તેવું ન બને?” સપનાએ પૂછ્યું.
“ના.”
“કેમ?”
“વૃંદાને તો હું બહેન તરીકે ગણું છું.”
“શું એણે તમને પરણાવવાની લાલચ આપી એટલે?”
“ના.”
“તો?”
“એનો મારી પાસે જવાબ નથી. પણ સપના તમે બધાં મને ખરેખર મદદ કરવા માંગતાં હો તો વૃંદાની જેમ તમે પણ મારા માટે જ્ઞાતિની જ કન્યા શોધવા તૈયાર થઇ જાઓ.”
“તો પછી વૃંદા પર ભરોસો નથી? કન્યા શોધી શકશે નહીં.” વચ્ચે રૂપા બોલી ઊઠી.
“અરે, એમ નથી તમે શોધશો તો એને ખોટું નહીં લાગે.”
“કેમ?”
“આપણે તો વહેલા તે પહેલામાં માનીએ છીએ. અને તમે શોધશો તો તેને મહેનત નહીં કરવી પડે.”
ત્યારે સપના બોલી, “રૂપા તું તો એક અભિનેત્રી છે. અમારી જ્ઞાતિની સુંદર અને સુશીલ કન્યા શોધી આપજે.”
“અરે, સપનાબહેન ફિલ્મ ઇન્ટસ્ત્રીઝમાં એવું બધું નથી ચાલતું. લોકોનો ભ્રમ છે. બાકી અભિનેત્રીઓ બહુ સંસ્કારી હોય છે. ફાવે તેની સાથે પ્રેમ કરીને જ્યાં ત્યાં જોડાઇ જતી નથી. અમારા ડાયરેક્ટર સુરેશ દવે એક સંસ્કારી અને ઉચ્ચ કુળને અનુરૂપ સંસ્કારો ધરાવે છે. અમારામાં પણ એવી કોઇ ખરાબી જોઇ જાય તો એ ધમકાવી મૂકે. વિચિત્ર અને વિકૃત મનવાળા કલાકારો ને તે સંઘરતા જ નથી. પરંતુ હું બીજી કોઇ જગાએ નટવરલાલ માટે તપાસ કરીશ.”
“રૂપા, સુરેશ દવે પરણેલા છે?” નટવરે પૂછ્યું.
“કેમ આમ પૂછો છો?” રૂપાએ પૂછ્યું.
“આ તો, તું એમને બહુ વખાણે છે એટલે.”
“તમે શું કહેવા માંગો છો?”
“હું એ જ કહું છું રૂપા કે જેમ તું મારા માટે વિચારે છે તેમ હું તારા માટેય વિચારું ને. તે સંસ્કારી હોય તો કરીલે ફ્રેન્ડશીપ અને.......”
“બસ, નટવરવાલ તમને એ માણસની વાત કરતાં પહેલાં એ ન વિચાર્યું કે આ ઉદ્યોગમાં લપસી પડતાં પડી જવાય છે. હું એમને સંસ્કારી અને માનનીય ગણું છું, ક્યારેય તેમના હૃદયમાં પૂરાઇ જવાની વૃત્તિ નથી રાખી.”
“ધન્યવાદ, રૂપા તું સફળ થઇશ. તારાં ચલચિત્રો તારા જેવાં ઉપડશે. તું કેવી રાતો રાત ઉપડી ગઇ જોયું?”
“હું કોની સાથે ઉપડી ગઇ?”
“અરે, ઉપડી ગઇ એટલે પ્રગતિ કરી એમ કહેવા માંગું છું. રૂપા, આમાં આટલી બધી લાલચોળ કેમ થઇ જાય છે?”
“હા, તો એમ સીધું કહોને.”
“હું તો સીધું જ કહું છું. તને વાંકુ લાગે છે.”
“સારું, સોરી, બસ.”
સપના હસવા લાગી. તેણે કહ્યું, “નટવરલાલ હવે એ વાત જવા દો. તમે મારાં મમ્મીપપ્પા સાથે જે વાતચીત કરવાની હોય તે કરી લેજો. લાભપાંચમનો દિવસ નક્કી કર્યો હોય તો તે પ્રમાણે અમે પણ તૈયારી કરીએ.”
“એટલે તમે પણ ઉતાવળાં થયાં છો, ખરું ને?” નટવરે હળવી મજાક કરી.
“ઉતાવળની વાત નથી, નટવરલાલ. પણ એક કામ ઉકલી જાય પછી તમારું કામ હાથમાં આવે.”
“આભાર.”
“બોલો, હવે વિભાના શા સમાચાર છે?” સપનાએ પૂછ્યું. “વિભા તમને યાદ કરે છે. એને અમે મોજમજામાં રાખીએ. કુદરતી સંજોગો બન્યા કરે. દિવસે દિવસે એ સહનશીલ બને તેવી કોશિશ કરીએ છીએ.”
“શું તે મને યાદ કરે છે કે નહીં? આમ તો કોઇ કોઇ વાર હું એને ફોન કરું છું. પણ હમણાંથી એના સમાચાર નથી લીધા.” રૂપા બોલી.
“હા, રૂપા તારી વાતો પણ કોઇ કોઇ વાર કરે છે.વૃંદાને તો એ રોજ યાદ કરે છે. તું અને વૃંદા તમારા ક્ષેત્રે જે પ્રગતિ કરો છો તેના સમાચાર અમે મેળવીએ છીએ. તમે બંન્ને અંગ્રેજી શીખો છો તે પણ ખબર છે. બોલ કેવું શીખી તું?”
“હું તો અંગ્રેજી શીખી ગઇ પણ હજુ વદારે બોલવાનું ન ફાવે. થોડાં થોડાં વાક્યો બોલી શકું.”
“અને વૃંદા?”
“અરે હા, વૃંદા તો વિભાકર સર પાસે અંગ્રેજી શીખવા બેસતી નથી. એણે છોડી દીધું. હું એક જ હવે વિભાકર સરની શિષ્યા તરીકે શીખું છું.”
“વૃંદાએ કેમ છોડી દીધું? કંઇ કારણ ખરું?”
“ના, એણે એમ જ કહ્યું કે થોડા સમયમાં જ હું સારું શીખી શકી. હવે સારું બોલી શકું છું. બીજું કોઇ ખાસ કારણ નથી.” રૂપા બોલી.
“રૂપા, આ તો મનેય ખબર નથી. ભલે પણ તે અંગ્રેજી સારી રીતે બોલી શકે છે ને?”
“હા સરનું ટીચીંગ બહુ સારું છે. હું પણ એકાદ વરસમાં સરસ બોલી શકીશ તેવો તેમનો દાવો છે.”
“તો તો સારું કહેવાય. વૃંદાનું જીવન પણ ધન્ય બની જશે એ તું પણ સારી પ્રગતિ કરી શકીશ.” સપનાએ કહ્યું.
વિભાકરે બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન ન કરવાની વાત કરી હતી અને પછી વૃંદાએ તથા રૂપાએ તેમને એવું ન કરવા આગ્રહ કર્યો હતો. ભલે તે વિભાની સાથે લગ્ન કરી ન શકે પણ સાવ અપરિણીત રહી જીવન ગાળવાના તેમના નિર્ણયને જે રીતે રૂપા તથા વૃંદાએ પાછો પાડ્યો હતો તે સર્વ ઘટના રૂપાએ નટવર અને સપનાને જણાવી દીધી.
સપના આજે બધા દિવસો કરતાં વધારે ખુશ દેખાતી હતી. થોડીવાર બધાંએ વાતો કરી અને નટવર ઊભો થયો. ઘરની દિવાલો તરફ નજર નાંખી જૂની તસ્વીરો, રાચરચીલું બધું જોવા લાગ્યો. તેને આ ઘરનું વાતાવરણ સુંદર લાગ્યું. સપનાની તસ્વીર તરફ નજર ગઇ.
પૂછવા લાગ્યો, “સપના, આ તસ્વીર તો તારા બચપણની લાગે છે કેમ?”
“આ તસ્વીર મારી નથી.”
“તો?”
“મારી મમ્મીની તસ્વીર છે.”
“આબેહૂબ તારા જેવો જ ચહેરો છે.”
“પણ એમાં તમને નવાઇ શાની લાગે છે?”
“નવાઇની વાત નથી સપના, તારાં મમ્મી અત્યારે બિલકુલ બદલાઇ ગયેલાં લાગે છે.”
“હા, નટવરલાલ એને અકાળે વૃદ્ધત્વ આવ્યું છે બધું સવંદનશીલ અને ચિંતાવાળો સ્વભાવ હોવાથી તેના શરીરમાં ઘણી બધી તકલીફો ઊભી થઇ, રંગરૂપના અનેક ફેરફારો આવ્યા અને આ તસ્વીરથી તે ઘણી બદલાઇ ગઇ છે.”
“તો સપના, મારું કહેવું એમ જ છે. એ જ સ્વભાવ તારામાં છે. એટલે અતિ સંવેદનશીલતા અને બીજાં બધાંની ચિંતા તારા શરીરને પણ કોરી ખાશે.”
“છતાં નટવરલાલ હું રૂપ કગરતાં પણ સેવાને વધારે માનું છું. રૂપ ગમે છે બધાંને. મને પણ બહુ ગમે છે. હું મારી જાતને ખૂબ સજાવું છું. ખૂબ સુંદર દેખાવા પ્રયત્ન કરું છું. કોઇ પણ સ્ત્રી રૂપને નકારશે નહીં. પૂછો આ રૂપાને, શું રૂપ નથી ગમતું? પણ રૂપ એ સર્વસ્વ નથી. સુંદર ચહેરા જેવો સુંદર આત્મા હોય ત્યારે એ પુરુષ કે સ્ત્રીનું જીવન સુંદર કહેવાય.”
“એટલે તું રૂપને સર્વસ્વ માનતી નથી. તો મારા ભાઇ તુષારના પહેલાં રૂક્ષ બની જઇશ કે શું?”
“ના.”
“તો?”
“અકાળે આવતા વૃદ્ધત્વને ખાળવા માટે તમે, રૂપા, વૃંદા, તુષાર, વિભા આ બધાં સાથીદારો છો તો મારા શિરે વધારે ચિંતા રહેવાની નથી. સંવેદનશીલતા અલગ બાબત છે. એ તો રહેવાની. આપણાં સૌને પરમેશ્વરે એક કર્યાં છે તો પછી શું કરવા નિશ્ચિંત બનીને એક બીજાની સહાયની ભાવના રાખી પ્રગતિને ન પામીએ?”
“વાહ, વાહ, આ વાતની તો બહુ મજા આવી.”
“મજા નહીં પણ હમણાં સજા થશે.”
“શાની?”
“બંધાઇ જવાની.”
“ક્યાં?”
“ઉરમાં.”
“કોના?”
પછી સપનાએ એક તસ્વીર રૂપાને બતાવી. “રૂપા, આ છોકરી નટવરલાલને ગમશે?”
ત્યારે નટવર બોલ્યો,
“મને તો એ તસ્વીર બતાવો.”
પ્રકરણ : ૨૭
વિભાકર ઘણા સમયથી રૂપાને ભણાવતા હતા. તેમને એમ લાગ્યું કે સાચી જિજ્ઞાસા તો રૂપામાં છે. વૃંદા તો ભણવા જ નથી માગતી. ભણાવતાં ભણાવતાં એમને રૂપાને કહ્યું, “રૂપા, વૃંદા હોત તો તને કંપની મળી જાત. ભણવાની અને અંગ્રેજીમાં ચર્ચા કરવાની પણ મજા પડે.”
“પણ સર, એ ભણેલી જ છે હવે જાતે પ્રેક્ટિસ કરીને આગળ આવી શકે તેમ છે.”
“છતાં એ હજુ ધારીએ એવું બોલી શકતી નથી.”
“બોલે છે.”
“પણ સચોટ નહીં......”
“પરીક્ષા લીધી છે?”
“લીધા પહેલાં તો એ જતી રહી.”
“જુઓ સર, એને ભણવામાં જેટલી કાળજી નથી તેટલી તમારી ચિંતા છે.”
“કેમ?”
“તમારા દુઃખી જીવનની અનેક વાર્તા તે મને કરે છે. અને કહે છે કે સરને ગમે તે કરીને સંસારમાં પાડીએ.”
“રૂપા, આપણે ભણવાનું પૂરું કરીએ અને પછી વાતો કરીએ.” થોડા સમય બાદ ભણવાનું પૂર્ણ થયું અને રૂપા તથા વિભાકર વાતે વળગ્યાં.
“બોલ, રૂપા આજે તો વૃંદા મળે તો એને જણાવી દઉં કે તું કેવું બોલે છે તે અગત્યનું નથી પણ કેટલું બોલી શકે છે એ અગત્યનું છે.”
“સર, એ બોલે કે ન બોલે એ અગત્યનું નથી પણ મને એક વાત ક્યારની ય સતાવે છે. તે તમને આજે જણાવી દઉં.”
“કઇ?”
“ધ્યાનથી સાંભળો તો વાત બહુ ગંભીર છે.”
“કઇ?”
“જુઓ સર, વિભાની ગુરુદક્ષિણા તમે ન માંગો પણ જ્યારે તે આવે અને તમને જે આપે તે સ્વીકારશો ને?”
“હા.”
“આ એક વચન આપ્યું કહેવાય. પછી ફરી ન જતા.”
“ફરી જવાનો સવાલ જ ક્યાં છે. મને ખાતરી છે કે વિભા એક જ વાત લઇને આવશે કે સર તમે અપરિણીત રહેવાનો નિર્ણય ન લેતા. હું છૂટ આપું છું. મને ખોટું નહીં લાગે. બીજે પરણી જાઓ. એ જ ને?”
“હા.”
“પણ મારે અત્યારે લગ્નની કોઇ ઉતાવળ નથી. બધું શાંતિથી કરાય. હમણાં વિભાને ગુરુદક્ષિણાની ઉતાવળ નથી. તેને બોલાવીને તેના કુદરતી રીતે એવા સંજોગો ઊભા થશે ત્યારે તે આવશે જ.”
“સર, આપણે વૃંદાને મળવું છે?”
“ના.”
“કેમ?”
“અત્યારે નહીં.”
“અરે જુઓ તો ખરા આજે એ શૂટીંગ માટે નીકળવાની છે. એક ગામડાની ગોરીનો રોલ કરવા એની પાસે કેવી અભિનય શક્તિ છે તે તો જોઇએ.”
“ક્યાં મળે.”
“વિહાર ઉદ્યાનમાં.”
અને થોડીવાર પછી વિભાકર અને રૂપા વિહાર ઉદ્યાનમાં પહોંચી ગયાં.
ડાયરેક્ટર સુરેશ દવે અને બીજા ઘણા કલાકારો વચ્ચે વૃંદા રૂપનાં અજવાળાં પાથરતી હોય તેવી ઝગારા મારતી મુખાકૃતિવાળી હાસ્યને રેલાવતી ઊભી હતી.
વિભાકર તરફ તેની નજર ગઇ. “અહો, સર, આવો આવો. આમ અચાનક......”
“અચાનક નહીં. પણ આ રૂપા મને ખેંચી લાવી.” “એટલે તમે ખેંચાઇને નથી આવ્યા એમ ને?”
બધાં હસી પડ્યાં.
રૂપાએ સુરેશ દવેને કહ્યું, “સર, અમારે વૃંદાનું થોડુંક કામ છે. તેની સાથે થોડો સમય હરીએ ફરીએ ને?”
“હા, ફરો મને વાંધો નથી.”
અને વિભાકર, રૂપા તેમજ વૃંદા બગીચાના એક ખૂણે આસોપાલવ નીચે બેઠાં.
“સર, તમને એક ખાસ વાત જણાવવાની છે. મેં તમારા માટે ગુરુદક્ષિણાનો વિચાર કર્યો છે. તો તે સ્વીકારશો ને?”
“અરે, ગુરુદક્ષિણા તો વિભા આપવાની છે. વળી તું પણ આપીશ. જો તું અધુરુ ભણી છે. તેથી તું શિષ્યા નહીં પણ માત્ર સંબંધી કહેવાય. તેં પૂરેપૂરો અંગ્રેજીનો અભ્યાસ કર્યો નથી. હું એને જ શિષ્યાનું નામ આપું છું જેણે મારું શિક્ષણ મારા કહ્યાથી પૂરું કર્યું હોય. પોતાની મરજીથી નહીં.”
“સર, હું ભણવાની નથી.”
“કેમ?”
“મેં એક બાધા લીધી છે.”
“માતાજીની બાધા?”
“ના.”
“તો?”
“માતાજીની નહીં પણ મનની જ બાધા કે જ્યાં સુધી તમારું જીવન ક્યાંય જોડાશે નહીં. ત્યાં સુધી હું તમારી પાસે ભણવાની નથી.”
“મારું જીવન તું કોની સાથે જોડવા ઇચ્છે છે?” “હરીશ, ફરીશ અને યોગ્ય સખી મળશે તો હું તેને સમજાવીને તમારી પાસે લાવીશ.”
એટલામાં એક ઊંચો પાતળો માણસ આ ત્રણે જણાં બેઠાં હતાં ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો.
“સર, રૂપાને મોકલશો?”
“કેમ?”
“ડાયરેક્ટર સાહેબ બોલાવે છે. થોડીક સીન અંગે ચર્ચા કરવી છે. પછી પાછી આવી જશે.”
“હા, રૂપા જા.” વિભાકરે કહ્યું.
રૂપા ગઇ.
વિભાકર અને વૃંદા વાતો કરતાં બેસી રહ્યાં.
“સર, હવે એક જ કામ કરો. હું કહું તે કન્યા પસંદ કરશો ને?”
“હા કરીશ, બસ હવે તને સંતોષ થયો ને? તારે મારી પાસે હા જ કહેવડાવાની હતી ને? બસ, હવે?”
“એમ નહીં સર, પૂર્ણ સંતોષથી કહો અને પછી તે વિચારોમાં જ પડી જાઓ. તમારું કામ અધૂરું રહેશે ત્યાં સુધી હું જંપવાની નથી.”
“વૃંદા, અમે તારો અભિનય જોવા આવ્યાં છીએ.”
“એ તો અત્યારે ચાલે જ છે.”
એવામાં એક પવનનો સૂસવાટો આવ્યો. ધૂળની થોડીક ડમરીઓ વિભાકરની આંખોમાં પ્રેવશી. વાતાવરણ થોડુંક ધુંધળું થયું. પવનથી વૃંદાની ઓઢણીનો છેડો ફરકવા લાગ્યો. વિભાકરના મુખ આગળ આવી ગયો. તેમના ચહેરાને ઓઢણીનો સ્પર્શ થયો.
વૃંદાએ શરમાઇને અભિનય આપતી હોય તેમ છેડો પાછો ખેંચી લેવા હાથ લંબાવ્યો. વિભાકર તેના શરમાયેલા મુખ સામે જોઇ રહ્યા. થોડીવાર પછી બંન્ને યથાવત્ થયાં.
“સર, તમે અભિનય જોવા માગો છો પણ મારી વેશભૂષા અને મારો દેખાવ એટલે કે સૌંદર્ય આ બધું મારા રોલને અનુરૂપ લાગશે કે નહીં એ તો જણાવો?”
“રૂપનાં વખાણ નહીં કરું, વૃંદા.” “કેમ?”
“રૂપ તો ઘણાએ વખાણ્યું છે અને ઘણાંના વખાણેલા રૂપને હું વખાણ જ કરું એ તો અતિશયોક્તિ કહેવાય.”
“પણ હું અભિનય અર્થે જવાની છું. કોઇ વેશભૂષા માં ફેરફાર કરવાનો હોય તો તમારી પાસે એક દૃષ્ટિ છે. તેથી સલાહ લઉં છું.”
“વેશભૂષા બરાબર છે. પણ વૃંદા તને એક વાત ખાસ કહેવાની છે. કે જ્યારેતું કેમેરા આગળ આવે ત્યારે સૌ પહેલાં તો વ્યક્તિત્વની જરૂર છે.”
“વ્યક્તિત્વની ઉણપ છે?”
“ના.”
“તો?”
“વાત એમ નથી સૌંદર્ય અને એ જ વ્યક્તિત્વ નથી પણ સાચી આત્મીય સુંદરતા અને સરળતા તારામાં છે એ જ તારું વ્યક્તિત્વ કામમાં આવશે.”
વૃંદા પોતાનાં વખાણથી ખુશ થઇ. વિભાકર બોલ્યા, “વૃંદા, તારા સૌંદર્યમાં કોઇ ખામી નથી. અનેક ચહેરાઓને શણગારનારી તું અનેક થી વધુ સુંદર છે,પૂર્ણ ચંદ્રમાનાં અજવાળાં તારા ચહેરા પર આપોઆપ જણાઇ આવે છે. સ્ત્રીનું સાચું ધન સૌંદર્ય છે પણ ઉત્તમ ધન તેના સદુપયોગનું છે. રૂપલાલસા અને રૂપની ઘેલછાં તેં કોઇ દિવસ બતાવી નથી. તું અભિપ્રાય માગે છે કે કેવું રૂપ છે તો છેલ્લે જણાવી દઉં. વૃંદા, આ રૂપને પામનારો કોઇ ભાગ્યશાળી જ હશે.”
વળી પવનનો સૂસવાટો આવ્યો. ઓઢણી ઉડી ગઇ. વૃંદા ઊડી શકી નહીં. શરમાવા લાગી. વિભાકર ઓઢણી લઇ આવ્યા. અને તેને ઓઢાડી. જાણે કોઇ રસિક પુરુષ પોતાની પ્રેમિકાને સજાવતો હોય તેવું લાગતું હતું. એટલામાં રૂપા આવી ગઇ.
પ્રકરણ : ૨૮
રૂપાએ વૃંદાને શરમાતી જોઇ. થોડી મજાકમાં કહ્યું, “વૃંદા, અભિનયમાં તો મારા કરતાં આગળ નીકળી જઇશ.” ત્યારે વૃંદા બોલી, “શું, રૂપા તને ઇર્ષ્યા તો નથી આવતી ને?”
પછી વિભાકર બોલ્યા, “તમે બંન્ને આમ ચર્ચા કર્યા કરશો તો આગળ શી રીતે જશો?”
“અરે સર, આગળ જવાનું તમારે એ પાછળ અમારે જવાનું.” રૂપા બોલી.
“એટલે?” વિભાકરે હસીને પૂછ્યું.
“બસ, એમ જ કહેવા માંગું છું કે માર્ગદર્શન આગળ છે અને અનુકરણ પાછળ છે.”
“રૂપા, તું આ ભાષા ક્યારથી બોલતી થઇ ગઇ?”
“હમણાં હમણાંથી.........”
એટલામાં તો ડાયરેક્ટર સુરેશ દવે અને તેમના કેટલાક માણસો ત્યાં આવી પહોંચ્યાં.
ડાયરેક્ટરે કહ્યું, “બાકીનું કામ કાલે, અત્યારે શૂટીંગ વહેલું પૂરું કરીએ છીએ.
સૌ પોતપોતાના ઘેર જતાં હતાં ત્યારે વૃંદાએ વિભાકર સરને કહ્યું, “સર, આજે મારો જન્મદિવસ છે. સામાન્ય રીતે હું દર વર્ષે તે સાદાઇથી ઊજવું છું. આ વખતે પણ મેં કોઇને આમંત્રણ નથી આપ્યું. પણ તમે સાંજે મારા ઘેર આવજો.”
“ભલે.”
“ભૂલ નહીં થાય ને?”
“ના.”
“થેન્કયું, તો હું પણ જઇ શકું ને?”
“હા, પણ વૃંદા, તેં બીજા કોઇને બોલાવ્યા છે?”
“ના.”
“તો હું એકલો આવું?”
“તમે સાથે કોને લાવવા માંગો છો? બીજા કોઇનું તમારે કામ છે?” વૃંદાએ હળવી રીસ બતાવતાં કહ્યું.
“ભલે, આવીશ.”
.......અને નિશ્ચિંત કાર્યક્રમ પ્રમાણે બરાબર સાંજના સાત વાગે વિભાકર વૃંદાના ઘેર પહોંચી ગયા.
“વેલ્કમ, સર. આપ સમય પ્રમાણે આવી ગયા. હવે આપ બેસો. હું થોડીવારમાં પાછી આવું છું.”
“કેમ?”
“હું આવું છું. મારાં મમ્મી પપ્પા બહાર ગયાં છે તે આવે તે પહેલાં હું આવું છું.”
“સારું.”
વૃંદા ચાલી ગઇ. વિભાકર એકલા બેઠા બેઠા વિચાર કરવા માંડ્યાં. તે બેઠા હતા તેની સામેની દીવાલ પર એક મોટી છબી લટકતી હતી. તે વૃંદાની હતી. એ જોતાં જ તેમની દૃષ્ટિ તેના પર સ્થિર થઇ. રૂપનો ખજાનો જાણે એમણે પહેલી વાર જોયો હોય તેમ તે જોવા લાગ્યો. વૃંદાનું અનુપમ રૂપ આ છબીમાં નીતરતું હતું.
વિચારવા લાગ્યા. “ખરેખર, આ વૃંદા ખૂબ માયાળું અને સ્નેહાળ છે. તેના હૃદયમાં મારા તરફ જે લાગણી છે તે જઇને તેના તરફ ખરેખર અહોભાવ થાય છે. આટલો સ્નેહ મેં ક્યાંય જોયો નથી. તેને મારા તરફ કોઇ સ્વાર્થ નથી. તો પછી આ હૃદયમાં ખેંચાણ અનુભવું છું. તે ક્યો સંબંધ હશે? હું તેની નજીક આવ્યો. કેવી રીતે? મને તે ખેંચે છે કે તેું હૃદય?” એ સમજાતું નથી.
વિચાર કરતાં કરતાં તે છબીથી નજર હટાવીને વૃંદાના અન્ય સ્વરૂપની કલ્પના કરવા લાગ્યા.
ઘણું ઘણું વિચારીને આખરે તેમની નજર તો પેલી છબી પર જ ગઇ.
“સર” તેમના પાછળથી વૃંદાનો અવાજ આવ્યો. “ઓહ! આવી ગઇ, વૃંદા?”
“હા, પણ મેં તમારી વાતમાં ભંગ પડાવ્યો નહીં?”
“કોની સાથે હું વાત કરતો હતો? હું તો એકલો તારી રાહ જોતો બેઠો છું.” વિભાકરે પાછળ રહેલી વૃંદા તરફ નજર કરીને કહ્યું. જેવી નજર પડી કે તરત જ તે બોલી ઊઠ્યા.
“અદ્ભૂત.”
“શું અદ્ભુત સર?”
“કાંઇ નહીં.”
“કેમ વાત ટાળી દીધી? તમે મને જોઇને અદ્ભુત કેમ કહ્યું?”
“વૃંદા સૌંદર્યને જોવું એ પાપ નથી. તને જોતા જ એમ થયું કે સુંદરતા તો નિર્વિવાદ છે પણ તેને સજાવવાની કળા અદ્ભુત છે.” એમ કહી તે ગુલાબી, રેશમી સાડીમાં લપેટાયેવા વૃંદાના યૌવનને નીરખવા લાગ્યા. રૂપનું પૂરેપૂરું જતન તેનાં એ વસ્ત્રોમાં ઉભરતું હતું. તેનો શણગાર તેના સુંદર વદન પર ચાર ચાંદ લગાવતો હતો. તેના રૂપને વિભાકરની નજરે ચોરી લીધું. રૂપ શું નથી કરતું? હવે એ પેલી છબી ભૂલી ગયા અને તેની સજાવટમાં રહેલું યૌવન જોવા લાગ્યા.”
વૃંદા બોલી, “સર, આ જગતમાં સુંદર કોણ નથી? વ્યક્તિ તો સુંદર ક્યારે લાગે? જ્યારે તેના પર પ્રેમ અને વિશ્વાસ હોય ત્યારે.
“એટલે વૃંદા તું શું કહેવા માગે છે?”
“હું એટલું કહેવા માંગું છું કે સર, તમારા જીવનમાં ખરેખર હવે નવી આશાનો સંચાર થયો છે.”
“હજુ, હું સમજ્યો નહીં?”
“સમજ્યા નહીં?”
“અરે, પણ તેં મને જન્મદિવસ માટે બોલાવ્યો છે. તેનું શું?” “હા, મારો જન્મદિવસ તો છે જ પણ એ જ જન્મદિવસની સાથે સાથે આજે મારા નવા પ્રેમનો ઉદય થયો છે.”
“નવા પ્રેમનો ઉદય, કોની સાથે?”
“બસ, જેણે મારા વખાણ કરી કરીને મારા રૂપની મને સાચી પરખ આપી તે રૂપને પામનાર ભાગ્યશાળી મનુષ્ય હું તમને થોડા સમયમાં જ બતાવીશ.”
“ક્યાં છે?”
“બાજુના રૂમમાં એ મારી રાહ જોઇને ઊભો છે. આ તો તમને આજે મેં જન્મદિવસના કારણે તો બોલાવ્યા છે. અને તે ઉપરાંત તમને પણ હું મારા નવા પ્રેમનો પરિચય કરાવું. આવો અને જુઓ મારી પસંદગી કેવી છે?”
“ખરેખર, વૃંદા તું આ સાચું કહે છે?” “કેમ, વિશ્વાસ નથી?”
“વિશ્વાસની વાત કરે છે તો વિશ્વાસ છે. પણ આમ અચાનક બધું ક્યારે નક્કી કરી દીધું?”
“બસ, મારું હૃદય જે કહે તે હું પામ્યા વિના રહી શકતી નથી.” “તો એને અહીં બોલાવ, કેવી તારી પસંદગી છે તે તો જોઇ લઇએ?”
અને બંન્ને બાજુના ખંડમાં ગયાં. આગળ વૃંદા અને પાછળ વિભાકર. અંદર પ્રવેશ્યાબાદ વિભાકર ખંડમાં નજર કરવા લાગ્યા. અહીં તહીં જોવા લાગ્યા.
“વૃંદા, અહીં તો કોઇ નથી. તું મારી મજાક કરે છે.” અહીં કોઇ નથી ને તું કહે છે કે તમને મારો પ્રેમ બતાવું. તો બતાવ તારો પ્રેમ.”
“હું નહીં બતાવું તો તમે શું કરશો?”
“હું એમ માનીશ હું એક જૂઠ્ઠી છોકરી સાથે નકામી મિત્રતા કરી મૂર્ખ બન્યો.”
“વિભાકર, આ દુનિયામાં કોઇ મૂર્ખ નથી. બીજાને મૂર્ખ કરનાર પોતે જ મૂર્ખ છે પણ તમે તો પોતાને મૂર્ખા કહો છો ત્યારે તમે મૂર્ખ નહીં પણ પૂર્ણ સમજ ધરાવનારા, સ્થિર વ્યક્તિત્વ ધરાવનારા,સમર્થ વિચારક અને રૂપની કદર કરનારા પુરુષવિશેષ છો!” વૃંદા બોલી.
“પુરુષ વિશેષ?”
“હા.”
“એનો અર્થ.”
“પુરુષ વિશેષ એટલે?”
“સાંભળો જે પુરુષ સ્ત્રીના માટે વિશેષ છે જેના નિર્ણયો સ્ત્રી માન્ય રાખે છે. અને સ્ત્રી તેને સર્વસ્વ માને છે તે પુરુષ વિશેષ.”
“તો હું કોના માટે પુરુષ વિશેષ?”
“તમે ભવિષ્યમાં જેની સાથે જોડાવાના છો તે સ્ત્રી માટે તો પુરુષવિશેષ ખરા ને?”
વિભાકર હસવા લાગ્યા. હસતાં હસતાં કહેવા લાગ્યાં.
“વૃંદા, તું પ્રેમને બતાવ.”
“ધીરજ રાખો.”
“ધીરજ?”
“હા, ધીરજ શબ્દ નથી ગમતો?”
“ધીરજ સારો ગુણ છે. પણ અત્યારે તે શબ્દ મને અવગુણ જેવો લાગે છે.”
“તો, હું તમને વધુ રાહ જોવડાવીશ નહીં જુઓ પેલી પૂર્વ બાજુની દીવાલ આગળ કોણ ઊભું છે?”
“અરે, વૃંદા તને કોઇ ભૂતતો દેખાતું નથી ને? હું તો કશું જ જોઇ શકતો નથી!”
....અને વૃંદા તેમનો હાથ પકડીને થોડાક દીવાલ તરફ આગળ લઇ ગઇ.
“હવે જુઓ.”
“ઓહ, આ તો અરીસો છે.”
“અરીસામાં કોણ છે?”
- વિભાકરનું હૈયું નાચી ઊઠ્યું.
“ખરેખર, વૃંદા તું મને પુરુષવિશેષ માને છે?”
“હા.”
“ક્યારથી?”
“આજથી.”
“કેમ ગઇ કાલે હું તને કેવો લાગતો હતો?”
“પ્રેમની બાબતમાં અણસમજું હતા તમે.”
“પ્રેમ?”
“હા, પ્રેમ વ્યક્તિને ખેંચી લાવે છે તમે આજે ખેંચાઇને આવ્યા. તમારા પ્રેમની પરખ થઇ. હું તમને પામી ગઇ.
“વૃંદા, મારા માટે સદ્ભાગ્યની વાત કહેવાય. પણ હું એ પ્રેમને સ્વીકારી શકું કે નહીં?”
“કેમ?”
“પછી વિભાના ને તારા સંબંધો ટકી શકશે નહીં.” “વિભાને તમે કેવી સમજો છો?”
“અરે, વિભાને તો એમ જ થશે કે વૃંદાએ જ મારો પ્રેમ પડાવી લીધો. અને ત્યાર પછી તુષાર, સપના, રૂપા અને ડાયરેક્ટર સુરેશ દવે સુધી તારી પ્રતિભા બહુ હલકી પડી જશે. તું બરાબર વિચાર કર્યા વિના આ બધું કરી બેઠી?”
“હું બધો વિચાર કરી ચૂકી છું. પહેલાં હું વિભાને વિશ્વાસમાં લઇને તમને સંમતિ અપાવું તો?”
“તો પણ ન ચાલે. તુષાર આ બધી યોજનાને ઊંધી સમજી બેસશે તો ક્યાંય તારા તરફ કોઇની સહાનુભૂતિ રહેશે નહીં.”
“તમને હું બધા દરવાજા ખોલી આપીશ. પણ વિભાકર હું તમને પામ્યા વિના રહીશ નહીં.”
“ધીરજ રાખ.” “હવે તમે મને કહો છો ધીરજ રાખ. હમણાં તો તમે પોતે ધીરજ ખોઇ બેઠા હતા.”
“વૃંદા, વાત એમ નથી. ગંભીરપણે વિચારવાનું છે. જો એકવાર આપણે ભૂલ કરી બેઠાં અને એ ભૂલને દુનિયા જોઇ જશે તેના જેવી બીજી ભૂલ કોઇ નથી.”
“વિભા અને તુષાર કોઇ ગેરસમજ કરે તેની જવાબદારી મારી છે. તે બંન્ને એમ જ કહેશે” વિભાકર અને વૃંદા ભલે એકબીજાને પામે તેમાં કશું જ ખોટું નથી.”
“આ તો તું આવું માને છે બાકી તું અત્યારે મારા પ્રેમની માંગણી કરે છે પણ એ માંગણી કરે છે પણ એ માંગણી વિભા અત્યારે સંતાઇને સંતાઇને હોય તો શું સ્વીકારી શકે? એનું અંતર શું કહેશે? એ તો બસ એમ જ કહેશે કે મને છેતરવાનું કારણ જ આ વૃંદા છે. એક નારી બીજી નારીની આવી છેતરપીંડી સહન નહીં કરે.”
“શું આ છેતરપીંડી છે?” વૃંદા રીસાઇને પૂછવા લાગી. “અરે, છેતરપીંડી નહીં પણ એની નજર તો છેતરપીંડી એવો અર્થ કરશે ને?”
“તમે ચિંતા કરશો નહીં. મને વિશ્વાસ છે, વિભા મારા નિર્ણયને વધાવશે.”
“પણ મારા નિર્ણયનેય વધાવશે?”
“હા, તમે ગુરુદક્ષિણામાં વિભા પાસે વૃંદાની માંગણી કરજો. એ હસતા ચહેરે તમને આપે છે કે નહીં?”
“હું માગું અને આપે ત્યાં તેની લાચારીનો લાભ લીધો કહેવાય.”
“લાચારી નહીં. એ ખુશ થઇને આપશે. પછી આપણે બંન્ને મળીને તેના જીવનને સુખી બનાવે તેવું પાત્ર તેના માટે જરૂર શોધી કાઢીશું.”
“તો વૃંદા, તું મજાક તો નથી કરતી ને? તું મને જ સર્વસ્વ માને છે?”
“હા.”
.....અને વિભાકર વૃંદાને ભેટી પડ્યા. તેના કોમળ મુખ ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યા.
“વૃંદા, આજે મારું જીવન ધન્ય બની ગયું. તારું રૂપ તો હું ઘણીવાર જોયા કરતો હતો પણ તારી ભાવના તો આજે જ અનુભવી.”
“વિભાકર, હવે તમે મને સ્વીકારીને?”
“હા.”
“હું પણ તમને સદાય સાથે રાખીશ.”
બન્ને પ્રેમી હૈયાં એકબીજાનાં થઇ ગયાં. તેમનો પ્રેમ, ભય અનુભવતો હતો. કોઇને હમણાં કશું કહેવું નહીં. હમણાં પ્રેમ છૂપો રાખવો એવા બધા વિચાર વિભાકરના હૃદયમાં લાગ્યા.
“વૃંદા, તારાં મમ્મીપપ્પા હજુ કેમ આવ્યાં નહીં?”
“તેમની શું કરવા ચિંતા કરો છો? મારી ચિંતા કરો ને?”
“અરે, પણ તેમની મરજી છે કે નહીં?” વિભાકરે પૂછ્યું.
“કેમ ન હોય?”
“તને શી ખબર, એમની મરજી છે. તેવી ખબર તને કેવી રીતે પડી?”
“મેં મારાં મમ્મીપપ્પાને તમારી વાત કરી છે. હું તમને ખાતાં પીતાં અને ઘરનું તમામ કામ કાજ કરતાં કરતાં યાદ કરતી હતી અને વખાણ કરતી હતી ત્યારે મારી મમ્મી એકવાર બોલી ઊઠી.
“એ વિભાકર સાથે જ તારાં લગ્ન કરી દઇશ. પછી તું રોજ એમને યાદ કર્યા કરજે અને મને ભૂલી જઇશ તોય ચાલશે.”
“એટલે વૃંદા, હવે આપણા બધા દરવાજા ખુલી ગયા એમ જ ને?”
“હા.”
“તો આજે તારા જન્મદિવસ પ્રસંગે હું તને એક વીંટી આપું છું. સાચવી રાખજે.”
આટલું કહેતાં કહેતાં વિભાકરે વીંટી બતાવી. સોનાની વીંટીનો ચળકાટ તો તેના મુખ આગળ ઝાંખો પડતો હતો. પણ પ્રેમની નિશાની મેળવી વૃંદા ખુશ થઇ ગઇ.
“તો હું હવે જાઉં છું, વૃંદા, હોં?”
“હા, પણ તમે કોઇને કશુંય કહેતા નહીં. કહેવાનો સમય આવે એટલે હું રૂપાને, વિભાને અને તુષાર સપના વગેરે બધાંને આપણા પ્રેમ બાબતે સમાચાર આપીશ. પણ તમે ઉતાવળા ન થતા.”
“સારું.”
“તો અત્યારે તમે જઇ શકો છો. હું પણ આ વીંટી હમણાં કોઇને બતાવીશ નહીં.”
“ચાલો, ગુડબાય.”
“ગુડબાય.”
અને વિભાકર ન ધારેલા પ્રેમને પામીને પોતાના ઘર તરફ જવા લાગ્યા.
થોડાક આગળ નીકળ્યા ત્યારે દરવાજા આગળ જ રૂપા મળી.
“ઓહ, સર તમે, અહીં?”
“હા.”
“કેમ? આજે તમે અહીં?”
“હા, અહીં, ઘણીવાર વૃંદા કહેતી કે મારા ઘેર આવજો એટલે આજે જરા મળવાની ઇચ્છા થઇ.”
“કોને મળવાની ઇચ્છા, ઘરને કે વૃંદાને?”
“બધાંને મળવાની ઇચ્છા થઇ.”
“તો તેનાં મમ્મીપપ્પા છે?”
“નથી, એટલે તો હું પાછો વળ્યો.”
વૃંદાની નજર રૂપા પર પડી, “અરે રૂપા, અહીં આવ, વિભાકર સરને મોડું થાય છે અને તું તેમને રોકી રાખે છે?”
રૂપા હસતી હસતી વૃંદા પાસે ગઇ.
“વૃંદા....”
“હા, બોલ.”
“વૃંદા.....”
“હા, બોલને...”
“વૃંદા....”
“રૂપા, તું શું કહેવા માંગે છે?”
“કંઇ જ નહીં વૃંદા, જો તું પ્રેમમાં ફસાઇશ તો સમજી લેજે. તું તારો વિકાસ કરી શકીશ નહીં.”
“કોના પ્રેમમાં.”
“વિભાકર, તારા માટે કોઇ વરરાજા શોધી લાવ્યા તો નથી ને?”
“કેમ, આજે આવી વાતો કરે છે?”
“તને ખબર નથી, મને મજાક કરવાની મોટી આદત છે?”
“તો હું પણ તારી મજાક કરીશ. તું ડાયરેક્ટર સુરેશ દવેને વારંવાર મળે છે ને? ત્યાં હું આવું ધારી બેસું છું?”
“હું તો વગર કામે તેમને નથી મળતી. મારે અને એમને શી લેવા દેવા? તું તારી ચિંતા કર.” રૂપા સમજપૂર્વક બોલી.
“પણ, રૂપા તને મારી એક સલાહ છે. તું કોઇ પણ જગાએ મોહિત થઇ જતી નહીં. એ માર્ગ તારા માટે કપરો છે. હજુ તું પૂરતી પરિપક્વ નથી. સપનાની સલાહ પ્રમાણે જ તું જીવન બનાવજે. એ તારું જીવન ધન્ય બનાવી દેશે.”
પ્રકરણ : ૨૯
સનત ઝવેરી પોતાની કંપનીની રજય જયંતી ઉજવવા માટે પ્રવૃત્ત હતા. એ દિવસે તે પોતાના સોફા પર બેઠા બેઠા વિચાર કરતા હતા. એમના મનમાં એમ થયું કે સુધા જો લાપતા થઇ ગઇ હોય તો કદાચ ન પણ આવે.
થોડીવાર થઇ. પછી દરવાજાની બહાર એક છોકરી ઊભી જણાઇ.
દરવાને પૂછ્યું, “કોને મળું છે?”
“શેઠને.”
“આપ અંદર જઇ શકો છો.”
છોકરી અંદર ગઇ. સનત ઝવેરીએ કહ્યું, “આવો, ક્યાંથી આવો છો?”
“સર, મને ન ઓળખી?” એમ કહી તેણે ગોગલ્સ કાઢી નાખ્યા.
સનત ઝવેરી એ જોયું તો આતો બીજું કોઇ નહીં પણ શ્વેતાનું જ બીજું રૂપ છે. થોડોક જ ફરક છે.
“ઓળખી ગયો.”
“કેવી રીતે?”
સનત ઝવેરીએ શ્વેતાની વાત ન કરી. શ્યામલાલની વાત પણ ન કરી. તે કહેવા લાગ્યા. “તને કેવી રીતે ઓળખું, ખબર છે?”
“હા. પણ તમે કહો.”
“અરે, આપણે બચપણમાં સાથે રમતાં ને?”
“બરાબર, હવે તમે મને ઓળખી ગયા.”
“પણ તારી માતા......?”
“એ આ દુનિયામાં નથી.”
“કેમ શું થયું?”
“બસ, એક માંદગી આવી ગઇ અને તેને લીધે તે ટકી શકી નહીં. મેં માંડમાંડ એનું જીવન સુધાર્યું હતું. પણ તે પછીની જિંદગી હું જોઇ શકી નહીં.”
“બોલ,હવે શું કહેવાનું છે?” સનત ઝવેરીએ પૂછ્યું.
“સાહેબ, મારા મામા સુંદર અહીં હિસાબ લેવા આવે તો એમને ફૂટી કોડી પણ આપવાની નથી.”
“પરંતુ, તારા મામાને તો શું પણ તને પણ આ રકમ હું કાયદેસર આપી શકું નહિં.”
“હું એ રકમ લેવા માંગતી નથી. પણ, મારા મામાની દાનત એ રકમ હડપ કરી લેવાની છે. તે મને પણ પૈસા લઇ વેચી દેવા માંગે છે.”
“તું ચિંતા કરીશ નહીં. શક્ય હશે તો એ તને જ મળી શકશે. પરંતુ, વારસદાર તરીકેના કાગળો તેમ જ તેના મૃત્યુ અંગેના રેકૉર્ડ તારે મને આપવાના રહેશે.”
“સારું.”
“એ તારા મામા ક્યાં છે?”
“એ તો મને પણ ખબર નથી.”
“તો પછી શી ચિંતા કરે છે?”
“અરે, સાહેબ, એ ગમે તે જગ્યાએ હશે તો ખરાજ ને? અને અહીં અચાનક આવીપણ જાય જેથી હિસાબ પણ લઇ જઇ શકે. એટલે હું સાવધાન બની ગઇ છું.”
“તારું નામ શું છે, હું તો ભૂલી જ ગયો.”
“મારું નામ શીલા છે.”
“હા, યાદ આવી ગયું.”
“હું તો તમને નામથી જાણું છું. સાહેબ. મારી યાદશક્તિ પર મને બહુ જ વિશ્વાસ છે. જીવનમાં બનેલી સુખદ અને દુઃખદ ઘટનાઓ મને હજુ સુધી વિસરતી નથી. અને વધુ પડતી તો દુઃખદ ઘટનાઓ મને બહુ સાંભરે છે.”
“કેમ એવી દુઃખદ ઘટનાઓ કઇ બની?” સનત ઝવેરીએ શ્વેતાને પોતાના અતીતમાં જવા મજબૂર કરતાં કહ્યું.
“સાહેબ, જવા દો બધી એ વાત હું કહીશ તો તમે માનશો ય નહીં.”
“કેમ?”
“મારા મામા મને પણ વેચીને પૈસા ઊભા કરી લેવા માંગતા હતા.”
“ક્યાં?”
“ગમે તે જગ્યાએ મને પરણાવી દેવી એ એમનું લક્ષ હતું.” “પણ શીલા તું એમનાથી બચી કેવી રીતે?”
“સાહેબ, વાઘ જેવી થઇને રહેતી હતી. આમ તો મારો ડર મારા મામાને ખૂબ જ હતો. પણ મને ફોસલાવી સમજાવીને મારા પૈસા ઊભા કરવા માંગતા હતા.”
“તેં સારું કર્યું કે એમની વાતમાં ન આવી. નહિતર તારું જીવન બરબાદ થઇ જાત.”
“હા, અત્યારે હું એ વાતથી તો બચેલી છું. પણ હવે એકલી પડી છું. હિંમત રાખીને હું મારું જીવન વીતાવું છું.”
“શું કરે છે?”
“હું ટ્યુશન કરીને મારું ગુજરાન ચલાવું છું. મારા મામાએ મને ભણાવી હતી કેમ કે ભણેલી ગણેલી છોકરીના પૈસા વધારે ઉપજે પણ મેં તેમને વશ ન રહેતાં મારા ભણતરનો ઉપયોગ ટ્યુશનો કરવામાં કર્યો.” શીલા બોલી.
“તું ક્યાં રહે છે?”
“સાહેબ, હું એલિસબ્રીજ વિસ્તારની પૂર્વા સોસાયટીમાં રહું છું. મારી સાથે બે રૂમ પાર્ટનર અને મારા જેવી પરિસ્થિતિ ધરાવતી બે છોકરીઓ રહે છે. જેમના સહવાસથી હું આગળ આવી શકી છું.”
“શીલા હું તને એક વાત કહું તું માનીશ ખરી?”
“કહો તો ખરા?”
“પહેલાં તો તને એ પૂછવા માંગું છું કે તને તારા બાપના નામની ખબર છે?”
“ના.”
“કેમ?”
“મને મારી માતાએ અને મામાએ કશુંય જણાવ્યું નથી. મરતાં મરાતં મને મારી માતા કંઇક કહેવા માંગતી હતી પણ કહે તે પહેલાં તેનો જીવ જતો રહ્યો.
“હું જાણું છું.”
“શું તમે મારા પિતાને જાણો છો?”
“હા.”
“ખરેખર?” શીલાએ આનંદ અને આશ્ચર્યથી પૂછ્યું.
“કેમ શીલા, હું તને મજાક કરું તેવો લાગું છું?”
“ના સર વાત તો સાચી હશે.”
“હશે નહીં પણ છે.”
“તો કહો.” શીલાએ આતુરતા બતાવી.
“પણ શીલા તું તો મારા માટે અજાણી છોકરી કહેવાય. નથી ને ક્યાંક વાતનું વતેસર થઇ જાય તો હું જે કહેવા અને કરવા માંગું છું તે બધું એકદમ ધૂળધાણી થઇ જાય.”
“શું?”
“સાંભળ. તારા બાપનું નામ શ્યામલાલ છે. અને હું તેમને ઓળખું છું.”
“તમે ઓળખો છો?”
“હા, પણ તું સમજું લાગે છે એટલે તને જણાવું છું તે ક્યાં રહે છે તેની ચિંતા ન કરીશ. પણ તને તારા પિતા મળી જશે.”
અને થોડી વારમાં ઝવેરી સાહેબે શીલાને બધી ભૂતકાળની ઘટના કહી દીધી. સરનામું પણ છૂપું ન રાખ્યું પણ કહેવા લાગ્યા, “શીલા, તું ધીરજ રાખજે હમણાં મને પૂછ્યા વિના તું તેમને મળતી નહીં.”
“કેમ?”
“અરે, તું તેમને મળે એટલે સુંદર તારી તકલીફો વધારી દેશે. તેની નજર તારા પર હશે જ.”
“ભલે રહી.” શીલા નીડરતાથી બોલી.
“એમ નહીં. આપણે બુદ્ધિથી કામ લઇશું.”
“સારું.”
“તું એક કામ કર. અત્યારે તું અહીંથી નીકળી જા. તને જ્યારે બોલાવું ત્યારે પાછી આવી જજે.”
“ભલે.” આટલું કહી શીલા નીકળી પડી.
સનત ઝવેરી ઊંડા વિચારોમાં પડી ગયા. તેમણે વિચાર કરી કે હવે બાજી હાથમાં છે. અને હાથમાં આવેલી બાજી ધીરજથી સફળ કરવી.
થોડોક સમય વીત્યો. રજતજયંતીના પ્રસંગે એકએક કરીને અનેક મહેમાનો એકઠા થવા લાગ્યા. શ્વેતા પણ આવી ગઇ. શ્યામલાલ ન આવ્યા હતા. સનત ઝવેરીના અનેક મિત્રો ત્યાં આવી ગયા હતા. રજતજયંતીના અવસરનું પ્રાધાન્ય ઝવેરીના મન પર સવાર ન હતું. તેમને તો આટલો મોટો ઉત્સવ ગૌણ લાગતો હતો. તેમણે તો એક જ વાત નક્કી કરી લીધી હતી કે શ્વેતા અને શીલાનું જીવન આપેલાં વચનો પ્રમાણે ઉજાળવું. અને આવો પરમાર્થ કરવો એ જ મહોત્સવ.
શ્રી સનતઝવેરીએ શ્વેતાને અલગ બોલાવીને શીલાની મુલાકાત થઇ તે અને તે અંગે તમામ વાતચીત જણાવી. તે ખુશ થઇ ગઇ. તેનું હૃદય થનગની ઊઠ્યું. હવે તેને પોતાનું કામ સફળ થશે તેવી આશા જણાતી હતી. તેને હવે પૂરી શ્રદ્ધા જાગી હતી. શ્રી ઝવેરીના પ્રત્યેક પ્રયત્નને તે બિરદાવતી હતી. તેના મનમાં જાગેલી અપાર શ્રદ્ધાના સાચા પૂરક હોય તો શ્રી ઝવેરી. આમ અનેક વિટંબણાઓમાં અને વ્યથાઓમાં ગુંચવાયેલી શ્વેતાને આશાનાં નવકિરણો દેખાયાં. હવે તેનું હૃદય નાચી ઊઠ્યું.
તે બોલી ઊઠી, “સાહેબ, હવે કેટલા ઉપકાર કરશો? આવા ઉપકારોનો બદલો હું કઇ રીતે લઇ શકીશ?”
ત્યારે ઝવેરી બોલ્યા, “શ્વેતા, ક્યારેય એવું વિચારતી નહીં અને આવું વિચારીશ તો મને જરૂર એમ જ લાગશે કે તને હજુ મારામાં શ્રદ્ધા નથી. પણ મને આવાં કામ કરવામાં રસ છે. તેનો બદલો તું તો શું પણ ભગવાન નહીં આપે તો ય મને ચિંતા નથી. હું મારું કામ કર્યા કરીશ. આવું બોલીને તું મને નિરાશ ન કર.”
“ભલે, તમે એ કામ કરતા જાવ. હું તમારી સહાય આનંદપૂર્વક લઇશ. તમે તકલીફ લો છો એવું વિચારીશ નહીં.” શ્વેતા બોલી.
અને એ રીતે નિજાનંદમાં ડૂબેલા શ્રી ઝવેરીએ શ્વેતાને કહ્યું, “ચાલો, છોડો બધી વાત. આપણે આપણા કામમાં વ્યસ્ત બની જઇએ. સજતજયંતીની મુખ્ય કામગીરી તો આજે શ્વેતા, તને જ સોંપું છું. સંભાળીશ ને?”
અને શ્વેતા હસી પડી.
પ્રકરણ : ૩૦
વિભાકર અને વૃંદા એક સાંકડી ગલીમાંથી પસાર થતાં હતાં. એકબીજા સામે લળીલળીને વાતો કરતાં હતાં. કોઇ કોઇ વાર એક બીજાના હાથ પકડીને ચાલતાં. ઘડીકમાં હાથ છોડી દે. એકબીજા સાથે ગમ્મત કરતાં તાળી લઇ ચાલે. અને વાસ્તવિક પ્રેમી પંખીડાં અભિનય કરવા નીકળ્યાં હોય તેમ તેઓ દુનિયાનું ભાન ભૂલી એક અનેરા રાહ પર ચાલતાં હતાં.
ચાલતાં ચાલતાં વિભાકરે વૃંદાને પૂછ્યુ,“ચાલ વૃંદા આજે તો આપણે બગીચા તરફ જઇશું?”
“હા, કેમ નહીં. ઘણા સમય સુધી બેસીને મારે અનેક વાતો કરવી છે. હવે તો મને આ દુનિયામાં આપણા પ્રેમ સિવાય કશું જ દેખાતું નથી.
“મને પણ વૃંદા, હવે તું જ સર્વત્ર દેખાય છે. દુનિયામાં અનેક પ્રેમની ઝાંખી કરાવનાર કોઇ વ્યક્તિ હોય તો તે તું જ છે. તારા નિખાલસ ચહેરા પરથી તારા અંતરમાં ડોકિયું કરતાં મને જે આનંદ આવ્યો તેની અનુભૂતિ ખુદ તું જ કરી શકે તેમ નથી.”
“સર, છોડો આ બધી વાતો. તમે પ્રેમનું તત્ત્વજ્ઞાન જાણો છો. સમજો છો, પણ મને એક બાબતે સમજવામાં તમે વાર કરી છે.” વૃંદા બોલી.
“કઇ?” વિભાકરે પૂછ્યું.
“તમે મને કોઇ ભેટ આપી છે?”
“હા, વીંટી આપી હતી ને!”
“એ ભેટ નહીં. દુનિયામાં જેનું ભૌતિક મૂલ્ય છે તે ભેટ નથી. પણ જે અલૌકિક અને અમૂલ્ય છે તે તમે આપ્યું નથી. અને એ તમે આપી શકશો પણ નહીં.”
“એ શું?”
“હું માંગીશ તે તમે આપશો?”
“હા, વૃંદા હું આપીશ અને આપીશ જ. પણ એક શરત મંજૂર છે?”
“કઇ?”
“તું એવી માંગણી તો નહીં કરે ને કે વિભાને પરણો?” “અરે, સર તમને હજુ મારા પર વિશ્વાસ નથી? જાઓ, હું કહું છું કે આ વાત નહીં કરું. આ તો આપણા બન્નેની વાત છે. અને હું જે માંગણી કરું છું તે એક જ માંગણી છે. અને એ કે તમે મને આપેલ પરણવાનું વચન સપનાના સગપણ પહેલાં પૂર્ણ કરી દેશો. આપણાં લગ્ન જલ્દી થઇ જાય છે તેવું ઇચ્છું છું.”
“કેમ હું ફરી જઇશ?” “ના, એવું નથી. મને અવિશ્વાસ પણ નથી. અણધાર્યાં અનેક વિઘ્નો આપણી પાછળ છે એવું મને લાગે છે.”
“કેમ, વૃંદા આવું બોલે છે? અનેક વિઘ્નોની સાથે લડીને હું તારી સાથે લગ્ન કરીશ. વિઘ્નો તો આવ્યા કરે. અ વિઘ્નોની તું શું કરવા અત્યારથી ચિંતા કરે છે?”
વિભાકર ઘડી વાર વૃંદા સામે જોઇ રહ્યા. પછી વૃંદા પૂછવા લાગી, “સારું, અત્યારે આપણે સિનેમા જોવા જોઇએ તો કેવું?”
“બહુ સારું, પણ પહેલાં તો ગાર્ડન તરફ જઇએ.”
“કેમ?” વૃંદાએ પૂછ્યું.
“કેમ કે આપણે ગાર્ડન તરફ જવાનું પહેલાં નક્કી કર્યું છે.”
“મારી મરજી પ્રમાણે નહીં ચાલો?”
“અરે તું કહે તેમ કરીશ, વૃંદા. ચાલ બગીચે જવાનું બંધ અને બોલ હવે ક્યા સિનેમાગૃહ તરફ જઇશું?” વિભાકરે પૂછ્યું.
“એમ કરો સર, એ બધું નક્કી કરવા પહેલાં બગીચે તો જવું જ પડશે.”
“જોયું ને? કેવી પાછી તું જ ડગી ગઇ. અત્યારથી ડગી જાય છે એટલે મને તો વહેમ છે કે વૃંદા તું પરણવાનું માંડી તો નહીં વાળે? પછી એવું તો નહીં બોલે ને કે હવે હું તમને નહીં પરણું?”
“જોઇ લીધો તમારો વિશ્વાસ જ્યાં વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી. આમ તો મોટા મોટા આદર્શોની વાતો કરો છો. તો પછી શું કરવા મોહી ગયા મને? મારામાં એવું શું છે કે તમે મોહી ગયા પણ વિશ્વાસ નથી રાખતા? શું હું ફરી જઇશ? એટલે કે બેવફા બનીશ? આપણે તો પરણીશું અને ટૂંક સમયમાં જ આપણા પ્રેમની જાહેરાત બધાંને કરી દઇશું. રૂપા, સપના અને બીજાં બધાંને પણ જણાવી દઇશું.” વૃંદાએ કહ્યું.
“એ બધું પછી જણાવીશું. હમણાં નહીં.” વિભાકરે વૃંદાને હળવેથી કહ્યું./।
“સારું, સર પણ એક વાત સમજવાની છે કે સપનાને સૌથી મોડી ખબર પડે એવું નથી કરવું. તેને આપણે સમયસર વાત જણાવી દઇશું. કારણ કે તેને વિભાના જીવનની ખૂબ ચિંતા હતી. અત્યારે આપણે વિભાના વિરોધમાં નથી. પણ મને બિલકુલ ન પરણવું એવી વાત કરતા હતા એટલે મેં તમને મારા તરફ વાળ્યા છે. ઘણો ઘણો પ્રેમ લંબાય અને સૌથી છેલ્લે સપનાને ખ્યાલ આવે તેવું નથી કરવું.” વૃંદાએ કહ્યું.
“પણ વૃંદા, આપણે તુષારને જ સંમત કરી લઇશું. તુષાર જ સપનાને બધી વાત કોમળતાથી સમજાવશે. જેથી આપણા પ્રેમસંબંધો વિશે કોઇ ખોટો ખ્યાલ કેળવી શકે નહીં અને મને તો સપના પર પૂરો ભરોસો છે. તે આપણાં હૃદયને જોડાતાં જોઇ ખુશાલી અનુભવશે. હમણાં હમણાં એને વિભાના દઃખ નું દઃખ છે પણ એ જેમ સમય વીતે તેમ વીસરી જઇ આપણા તરફ પૂર્ણ સહાનુભૂતિ રેલાવતી થઇ જશે. અત્યારે ઉતાવળી જાહેરાત કરવાથી તેના હૃદયને જલદી કબૂલ મંજૂર કરી શકીશું નહીં. આપણે સપનાના જીવનમાંથી તો ઘણું બધું શીખ્યાં છીએ. તે એક મહાન સ્ત્રી છે. ક્યારે ય આપણે તેના હૃદયમાં ઉતરી જઇએ અને તેની નફરતનો ભોગ બનીએ તેવું કરવું નથી.” વિભાકરે ખૂબ સમજપૂર્વક કહ્યું.
વૃંદાએ તેમનાં વાક્યોને મંદ મંદ સ્મિતથી વધાવ્યાં. તેના રૂપને જોવા વિભાકર પાછા ધારી ધારીને નજર ફેરવવા લાગ્યા. અત્યારે તેઓ ચાલતાં ચલતાં ખુલ્લી સડક પર આવ્યા હતા. મંદ મંદ પવનથી વૃંદાના વાળની લટો ઉડતી હતી. તેના કપાળ પર કોમળ પ્રહારો કરતી એ લટોને વિભાકર જોઇ રહ્યા. વૃંદાનું અપાર રૂપ પવનના સપાટે સપાટે નીખરતું જતું હતું. તેના સુંદર હોઠ, કાળી ભમ્મર આંખો, અને હસતાં બોલતાં દેખાઇ આવતી સફેદ દંતપંક્તિઓ વાળું એનું યૌવન વિભાકર માટે સદ્ભાગ્ય બનીને પૃથ્વી પર અવતર્યું હતું. તેનાં કામણ કોઇ પણ પુરુષને મોહી લે તેવી રમણીયતાનો તે અવતાર હતી. રંગ્બેરંગી પંજાબી વસ્ત્રો તેનો દેહનું આવરણ કરીને તેને અપાર શોભા આપતાં હતાં. તેના દુપટ્ટો હજુય ફરકતો ફરકતો આઝાદીનાં કોઇ સંકેત દેતો હોય તેવો શોભતો હતો. વિભાકર તો રૂપને પીવામાં જ તલ્લીન બની ગયા હતા. તેઓ ઉદ્યાનના દરવાજે પહોંચી ગયાં. દરવાજો ખુલ્લો હતો, પ્રવેશ કરતાં જ રંગબેરંગી ફૂલોના સૌંદર્યથી વિભાકર પ્રભાવિત થયા. તેવા વાતાવરણમાં તેમને વૃંદાના રૂપને અનુરૂપ નહીં પરંતુ સહેજ ઉતરતું લાગ્યું. તેઓ એક લીમડાના વૃક્ષ નીચે રહેલા બાંકડા પર બેસી ગયાં. વિભાકરે વૃંદાના મુખને એક હાથથી પકડીને કહ્યું, “વૃંદા આ ચંદ્રનાં અમી પીવાનો અનુપમ આનંદ મેળવતાં હું કેવી ધન્યતાનો અનુભવ કરું છું? તું એ આનંદને માપી શકે ખરી?”
“અરે, સર તમારા કરતાંય વધારે આનંદ મારા હૃદયમાં છે. હવે આપણે નક્કી કરીએ કયા સિનેમાગૃહ તરફ વળીશું?”
“વૃંદા, તને કેવાં ચલચિત્રો ગમે છે? તું તો એક અભિનેત્રી છે એટલે તને વધારે ખબર પડે. બોલ ક્યું ચિત્ર પસંદ કરે છે તું?”
“આપણે એવું કરીએ “દિલતો પાગલ હૈ” જોવા જઇએ. એ નટરાજ સિનેમાગૃહમાં ચાલે છે. મને માધુરી દીક્ષિતનો અભિનય ખૂબ જ ગમે છે. પ્રેમમાં ધીરે ધીરે દીવાની બની જતી તે દરેકના હૃદયને સ્પર્શે છે. તો થોડીવાર પછી તૈયારી કરીએ.” વૃંદા બોલી.
“સારું, જેવી તારી પસંદગી.”
“અને તમને પસંદ નહીં પડે?” વૃંદાએ પૂછ્યું.
“કેમ નહીં, તું અને હું હવે જુદાં છીએ?” “ના.”
“તો કરો તૈયારી.” વિભાકર બોલ્યા.
પણ વૃંદાની નજર તેમના તરફ ન જતાં જાણે કોઇને શોધતી હોય તેમ આતુર હતી. તે વારંવાર દરવાજા તરફ જોતી હતી.
“શું જુએ છે, વૃંદા, મારા તરફ કેમ ધ્યાન નથી?” “કંઇ નહીં સર.”
“કેમ કંઇ નહીં એવું બોલે છે? તું તો કોઇને શોધતી હોય તેવું
લાગે છે.”
“ના, એવું નથી.” “તો શું છે?”
“બસ આ ઉપવનની અપાર શોભા જોયા કરું છું.”
“અરે, વૃંદા પેલું સામે કોઇ આવતું જણાય છે. કોણ હશે?
એ પણ તારી જેમ આમતેમ નજર કરીને કોઇને શોધે છે. એવું નથી
લાગતું તને?”
“એટલે તમે શું કહેવા માંગો છો?” વૃંદા રીસ ચડાવતાં બોલી. “અરે, એટલામાં રીસાઇ ગઇ?”
“અરે સર, એ બીજુ કોઇ નહીં પણ તુષાર છે.” “તુષાર? અત્યારે તુષાર અહીં ક્યાંથી?”
“હા, એ તુષાર છે.”
“હા, હા, બરાબર વૃંદા, હવે હું તેને ઓળખી ગયો. પણ હવે તે આપણને જોઇ લેશે તો?”
“કંઇ વાંધો નહીં. જેવી કુદરતી મરજી. આજે આપણે તેને વાત સમજાવીએ.”
“અરે પણ તેને આ બધું ગોટાળા જેવું લાગશે તો?” “શું લાગશે? ગેરસમજ થશે એને?”
“હા.” “કેવી?”
“અને એમ થશે વૃંદા કે વિભાનો પ્રેમ તોડાવી તું વચ્ચે ઘુસી ગઇ . એને આ બધું પેંતરા જેવું લાગશે તો?”
“ગભરાશો નહીં સર, અને હવે વાત બંધ કરો કારણ કે તેની
નજર આપણા તરફ છે તે અહીં આવે છે.”
“હેલો, વૃંદા, ઓહ સર, આપ અહીં છો?” નજીક આવતાં તુષારે પૂછ્યું.
વિભાકર શરમાઇ ગયા. વૃંદાએ તેમના ચહેરા સામે જોયું અને કહ્યું, “સર, તુષારનો સત્કાર તો કરો. કેમ કશું ય બોલતા નથી?”
“હા, આવ તુષાર, બેસ.” વિભાકરે થોડો સંકોચ ઓછો કરતાં કહ્યું.
“ઓહ સર, કેમ આજે કંઇ શૂટીંગ ચાલવાનું છે કે શું?”
તુષારે પૂછ્યું.
“ના ભાઇ. આમ અમસ્તુ વૃંદા મળી ગઇ અને હું પણ આ
બાજુ.....”વિભાકર બોલ્યા.
“હા, તુષાર. હું અને સર, આજે તો સાથે નીકળ્યાં.” વૃંદાએ કહ્યું.
“ભલે, હું પણ આજે ફરવા નીકળ્યો.”
થોડીવાર બધાં ચૂપ રહ્યાં. પછી તુષારે વાત ઊપાડી. “સર, હવે અમે બધુંજ ભૂલી ગયાં છીએ. હવે તો અમને પણ એમ થયું કે તમે કોઇ યોગ્ય પાત્ર શોધી લગ્ન કરો તોય અમને ખોટું નહીં લાગે.”
“જુઓ સર, હું કહેતી હતી ને? તુષાર તરફથી લાગણીનો અણસાર આવી ગયો ને?” વૃંદા બોલી.
વિભાકર ખુશ થયા. તેમના હૈયામાં જે આશા હતી તે તેમના
ચહેરા પર પુનર્જીવિત થઇ હોય તેવું લાગ્યું.
તુષાર પણ પોતાના ઉદાર હૃદયથી જણાવતો હતો. “સર, તમે હવે ખુશ છો ને?”
“તુષાર, હું તો ખુશ છું પણ મને એમ હતું કે હું કોઇ પાત્ર પસંદ કરું અને તમે તેનાથી ખુશ થશો કે નહીં? પણ હવે મને આપણો જૂનો પ્રેમ સમજાય
છે. હું તારા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરું છું.”
“આભાર સાહેબ. હવે આપના જીવનને ગમે તેવો વળાંક આપશો તોય એમાં ખોટું નથી.” તુષારે પ્રસન્નતાથી વિભાકર અને વૃંદા બંન્ને તરફ વારા ફરતી નજર કરતાં કહ્યું.
“તો તુષાર, તારી નજરમાં એવું કોઇ પાત્ર ખરું?” વિભાકરે
પૂછ્યું.
“હા, પણ હું તમને ન જણાવું.” તુષારે કહ્યું.
તેને એ નજરથી જોતો નથી.”
“કોણ?” વિભાકરે પૂછ્યું. “પસંદ કરશો?” તુષારે પૂછ્યું.
“તું જણાવતો ખરો, તુષાર હું પણ જાણવા તો માંગું ને કે તારી
પસંદગી કેવી છે?” વિભાકરે આતુર ચહેરે પૂછ્યું.
“જુઓ સર, છોકરી બહુ જ સુંદર છે અને તે સંસ્કારી તેમજ બહુ લાગણીશીલ છે. વિભા પણ તેને ઓળખે છે. તમને તેની સાથે જીવન જીવવાની મજા આવશે.”
“એ કોણ?” “કહું.”
“હા, કહી દેને. સાંભળવા તો બેઠો છું.”
“રૂપા, રૂપાને તમે તો બરાબર જોઇ છે ઓળખી છે. અને હું તથા સપના, વૃંદા બધાં જ તેની સમક્ષ આપનો પ્રસ્તાવ મૂકી સમર્થન આપીશું.” તુષાર હસતાં હસતાં બોલ્યો.
વિભાકર થોડીવાર ચૂપ રહ્યા પણ તેમના ચહેરે જણાઇ આવ્યું. “અરે, તુષાર.” વિભાકર બોલ્યા.
“કેમ?”
“વાત એમ નથી તુ ષાર, રૂપા તો....”
“શું રૂપા ક્યાંય બીજાને પસંદ કરવાની છે?” તુષારે કહ્યું. “ના, એમ નથી પણ રૂપા સાથે મને આત્મીયતા છે પણ હું
“તો શું કરીશું? સર, એક કામ કરો. હવે તમે એ કામ મને
સોંપવાને બદલે વૃંદાને સોંપો તો કેવું?”
“સોંપી દીધું છે.” વિભાકર બોલ્યા. “તો વૃંદા, શું કરશો?” તુષારે પૂછ્યું.
ત્યારે વૃંદા સહેજ શરમાતાં શરમાતાં બોલી, “તુષાર. મેં છોકરી પસંદ કરી છે. પણ હું તારા અભિપ્રાય જાણવા માગું છું.
ત્રણેય જણાં ઊભાં થયાં. દરવાજા તરફ જવા લાગ્યાં. વિભાકર બોલ્યા, “આવો આપણે દરવાજા તરફ રહેલા આસોપાલવના વૃક્ષ નીચે બેસીએ. હું આસોપાલવની સાક્ષીએ વાત સાંભળીન ે વૃંદાનો અભિપ્રાય માન્ય રાખીશ’
“સર, વૃંદા જે કહે તે માન્ય રાખશો?” “હા.” વિભાકરે જણાવ્યું અને ખુશ થયાં.
વૃંદા બોલી, “તુષાર, હવે તને સાચું કહું? બેસો આ આસોપાલવના વૃક્ષ નીચે.”
બધાં બેઠાં થોડીવાર સ્વસ્થ થયા પછી વૃંદાએ જણાવ્યું. “તુષાર, વિભાકરે છોકરી પસંદ કરી છે અને એ છે વૃંદા.”
“હેં?” તુષારે કહ્યું. “હા, બરાબર ને?”
“તો તો હું ઘણો ખુશ છું. આવો તમારા હાથ હું મિલાવી આપું.”
એટલામાં કોઇના પગનો અવાજ આવ્યો. એ હતી સપના. એ તો રીસાઇને બધાંની અવગણના કરી ઝડપથી ઘર તરફ ચાલવા લાગી.
પ્રકરણ : ૩૧
તુષારને ચિંતા થઇ. સપના ક્યારનીય સાંભળતી હશે એવો વહેમ પેસી ગયો.
“સપના, સપના” તે બૂમો પાડવા લાગ્યો. પણ બધું વ્યર્થ. સપના તો ઝડપભેર જ્યાં પોતાનું સ્કૂટર પડ્યું હતું તે તરફ પહોંચી ગઇ. સ્કૂટર સ્ટાર્ટ કરી જતી રહી.
વિભાકર, વૃંદા અને તુષાર એકબીજા સામે ચિંતિત નજરે જોવા
લાગ્યાં. સૌને એક બીક પેસી ગઇ કે સપના જેવી સપના રીસાઇ ત્યારે
આખી દુનિયા ખારી લાગી જાય. હવે તેને શી રીતે મનાવવી?
“તુષાર, આપણે ભૂલ કરી. સપનાને વ્હેમ પેસી ગયો છે કે વિભાનું બંધન તોડી હું વચ્ચે ઘૂસી વિભાકરને પ્રેમ કરવા લાગી. આ તો અર્થનો અનર્થ થયો’ વૃંદા બોલી.
“પણ વૃંદા, એમાં સપનાએ ખોટું ન લગાડવું જોઇએ. વિભા
મારી બહેન છે અને તેનો સંસાર અશક્ય લાગ્યો તે પછી તારી સાથે
વિભાકરનું ગોઠવવામાં આવ્યું છે. આપણે તને ગમે તેમ કરીને મનાવી
લઇશું.” તુષારે કહ્યું.
“પણ તુષાર, એ નહીં માને તો તમારા બંન્ને વચ્ચે વિવાદ
થશે અને તમારા ભાવિ જીવનમાં તો કોઇ મુસીબત નહીં આવે?
તમારો મનમે ળ અમારા લીધે ઓછો થાય તેની અમને ખૂબ લાચારી
રહેશે.” વિભાકર બોલ્યા.
“સર, અમારા માટે તમે લાચાર ન બનો. સપનાનો સ્વભાવ હું જાણું છું. તે સ્વભાવે બહુ જ કોમળ છે. પણ તેને અત્યારે તો ખોટુ એટલા માટે લાગ્યું કે આપણે તેને અંધારામાં રાખીને કામ કર્યું. તેને વિભા પ્રત્યે ખૂબ જ લાગણી છે. તેને એમ લાગ્યું કે એક ભોળા પંખીનો શિકાર થઇ રહ્યો છે. અને બીજી બાજુ વૃંદા અને વિભાકર સર જીવન જોડવા માગે છે.” તુષારે કહ્યું.
“એમ વા ત નથી, તુષાર પણ સપનાના હૃદયને આઘાત એટલા
માટે લાગ્યો છે કે મારા બદલે બીજી કોઇ સ્ત્રી સામે વિભાકર સર જોડાય
તો ખોટું ન લાગે પણ હું વિભાની ખાસ સખી અને તેને બદલે હું..........”
“યસ, રાઇટ” તુષારે કહ્યું.
“તો તુષાર હવે તારે રૂબરૂ સપનાને મળ ી બધી હકીકત જણાવી
દેવી જરૂરી છે.” વૃંદાએ કહ્યું.
“સારું હવે એક કામ કરો, સર તમે અને વૃંદા ઘેર જાઓ બીજો કોઇ પ્રોગ્રામ બનાવતા નહીં. હું સપનાને હમણાં જ મળી આવું છું.” તુષાર બોલ્યો.
અને નિશ્ચિત યોજના પ્રમાણે બરાબર કલાક પછી તુષારે સપનાનાં બારણાં ખખડાવ્યાં. સપનાએ બારણું ખોલ્યું તેના હૃદયને આઘાત લાગેલો હતો. તેથી તેના ચહેરા પર રીસ પણ વર્તાઇ આવતી હતી.
“બેસ તુષાર.” સપનાએ બેઠક આપતાં કહ્યું.
“એટલે તને સંદેહ છે કે હું.....?
તુષાર બેઠો. સપના થોડીવાર કશું જ ન બોલી, પણ થોડી વાર
પછી મૌન તોડ્યું.
“બોલ તુષાર મને મનાવવા આવ્યો છે ને?” “કેમ તું રીસાઇ ગઇ છે,સપના?”
“તુષાર મને તારું વર્તન ઠીક ન લાગ્યું. તારી બહેનને બદલે તું વૃંદાને ગોઠવે છે?”
“ના, સપના એ બંન્ને ગોઠવાતાં હોય તો હું તેમને સહકાર આપું છું.”
“તને શરમ નથી આવતી? વિભાને વિભાકર પરણ્યા નથી તેનો મને વાંધો નથી. પણ વૃંદાએ ચાલાકી કરીને વિભાને દૂર કરી પગપેસારો કર્યો તેવો ખ્યાલ તને ન આવ્યો?”
“અરે, સપના વિભાને કોઇ વાંધો નથી.” તુષાર બોલ્યો. “એને વાંધો નથી એ એની માનવતા છે પણ એનું અંતર કેટલું
બધું નિસાસા નાંખતું હશે?”
“ના,ના વિભાકર અને વૃંદાનું જીવન બને તેમાં વિભા ખુશ
છે.”
“તો પછી તુષાર, બગીચામાં તમારી સાથે વિભાને કેમ ન
લાવ્યા? અને જો તેને લાવ્યા હોત તો એ વિભાકર વૃંદાનો મેળાપ કરી
આપે પણ શું તેને પોતાનો જૂનો પ્રેમ યાદ ન આવે? એ પોતાના પ્રેમની
કુરબાની આપે. પણ વિભાને બદલે તું વિભાકરને ખુશ કરવા લાગ્યો.
પોતાની બેનના પ્રેમની કુરબાની આપનાર તેનો ભાઇ હવે પરણીને મને
શું સાચવશે?”
“સંદેહ તો પ્રશ્ન જ ક્યાં છે? હું વચનભંગ કરીને આપણો સંબંધ ફોક કરવા નથી માંગતી. તારી બેનના ભાવિના નિર્ણયની હું અધિકારી નથી. એવું દોઢ ડહાપણ હું પ્રગટ કરવા નથી માંગતી પરંતુ
મને તો આ બધું જોઇ તમારી વિચિત્રતાની અનુભૂતિ થાય છે. આપણો આટલો બધો સહવાસ આપણને એકમેકના ઘણા આદર્શો ની પ્રતીતિ કરાવી ગયો અને તે સંબંધોના અનુભવો ના સરવાળે મેં એક એવી વિચિત્રતા જોઇ જે તારા અધિકારની વાત છે પણ મને તો ત્યાં તારી વિચિત્રતાનું એક પ્રમાણ મળ્યું આ પ્રમાણ મને પણ કોઇને કોઇ વખતે
લાગુ ન પડે એમ? પણ હું મારી ચિંતા નથી ક રતી. વૃંદા જેવાં વિચિત્ર પાત્રોને અને વિભાકર જેવા ઢોંગી પાત્રોને પ્રોત્સાહન આપવાનું કામ તું પોતાની બહેનના ભોગે કરી રહ્યો છે. તેનો અણગમો દર્શાવવાનો અધિકાર તો મને જરૂર છે.”
“સપના, તું મને સમજવાની કોશિશ કર....”
“હું તો સમજી ગઇ છું. તુષાર હું હવે વધુ સમજવાની કોશિશ નથી કરવાની. માણસને વારંવાર સમજસમજ ન કરવાનો હોય. તેની સમજતો એકવાર
થઇ જાય છે. પછી વારંવાર તેને ફેરવી ફેરવીને ચકાસી ચકાસીને તપાસવાની જરૂર નથી હોતી. તું તને ફાવે તેમ કરજે બાકી તમને એક વાર પસ્તાવો ન થાય તો સમજી લેજે કે સપના ખોટી અને તું સાચો. આતો મારી ફરજ અને લાગણીમાં આવતું તને ન જણાવું તો મેં પણ તને છેતર્યો કહેવાય. લગ્નજીવનના સહચાર પહેલાં એક નારીનું આ કર્તવ્ય બજાવતાં મને દુઃખ નથી થતું પણ અપાર આનંદ થાય છે. દુઃખ તો માત્ર તારી દાનતનું છે. મોટો પગારદાર અને ઉચ્ચ વર્ગનો
માણસ શોધી વૃંદા પ્ ાોતાનું ઘર કરે તે સારું છે પણ વિભાને ભોગે તે કરે
છે તેનું મને દુઃખ છે. આ દુઃખને તારે વધારવું હોય કે ઘટાડવું તારી
મરજીની વાત છે. હું કોઇ એવો પ્રયત્ન નથી કરવા માંગતી કે તને છોડી
બીજે જોડાઉં. હું મારું વચન પ્રાણના ભોગે પણ પાળીશ. ” સપના નિરાશા
સાથે બોલતી હતી.
“સપના તું ઉદાસ ન બનીશ. મારી મજબૂરી સમજવાની કોશિશ કર.” તુષારે જણાવ્યું.
“શી મજબૂરી છે તું મને વાત તો કર. તને કોઇ મારી નાંખે
છે? કોઇ એવું કહે છે કે વિભા વિભાકરને પરણશે તો તેના પરિવારને
મારી નાંખીશું? અથવા હેરાન કરીશું? જે હોય તે મને જણાવી દે.......
“એવું નથી. સપના તું ચિંતા ન કર. તારે તો એક જ બાબત
લક્ષમાં લેવાની છે કે વૃંદા અને વિભાકર પોતાના મનમેળથી નજીક
આવ્યાં છે. અને તેમનો પ્રેમ વિકસ્યો એટલે આ નિર્ણય પર આવ્ય.ાં.
બાકી વૃંદાએ તો વિભાકરને આ અગાઉ ઘણું સમજાવ્યું હતું કે સર,
તમે વિભાનો ત્યાગ ન કરશો. તેનું હૃદય ન તોડશો. ત્યારે વિભાકર પણ
ભાવવિભોર બન્યા હતા. એમનો આદર્શ એ એમની મજબૂરી હતી. તે
પછી બીજે ક્યાંય લગ્ન કરવા માંગતા ન હતા. વૃંદાએ ઘણું સમજાવી
તેમને અપરિણીત ન રહેવા જણાવ્યું હતું. આવી લાગણીભરી સમજ
આપતી વૃંદામાં વિભાકરે પ્રેમ જા ેયો. લાગણી જોઇ અને તેની સાથે તે
નિકટતા અનુભવતાં અનુભવતાં જીવનના સહપંથી બનવાના નિર્ણય
પર આવી ગયા.” તુષારે સપનાને સમજાવતાં કહ્યું.
“એટલે, વૃંદાનું રૂપ જોઇ વિભાકર લપસી પડ્યા, એમ ને? અને વૃંદા તો લપસી પડવા તૈયાર જ હતી. કારણ કે પેટમાં અગાઉથી જ વિભાને હટાવી પગપેસારો કરી લેવાની દાનત જન્મેલી જ હતી.”
“અરે, સપના, રૂપ તો વિભામાં ય ક્યાં ઓછું હતું. રૂપને
કારણે લપસી પડ્યા એ વાત કેવી રીતે માની શકાય? વિભા કોને ગમે
તેવી નથી? કેટલી સુંદર છે? પછી વિભાકર વૃંદાના રૂપથી પલળ્યા
એવું શી રીતે કહી શકાય?”
“વિભાનું રૂપ જોઇ જોઇને ધરાઇ ગયેલો એ માણસ હવે વૃંદાને એક નવી અભિનેત્રી તરીકેના રૂપને જોવા માટે તલસે છે. બસ, હવે હું આ બાબતે વધારે કહેવા નથી માંગતી. તમારી જે મરજી હોય તે કરો.
મારી મરજી મારું વ ચન સાચવીરાખવાની છે એટલે તુષાર હું આ મારી
નફરતનો ઉપયોગ આપણા જીવનને તોડવા માટે નથી કરવાની.
લાભપાંચમને દિવસે આપણી સગાઇ થશે જ. બાકી તમે મને ઘણી
મોટી વિચિત્ર અને ન કરવા જેવી ઘટનાનો અનુભવ કરાવી દીધો એ
દ્રશ્ય ના સાક્ષી બનવાનું જ મને દુઃખ છે.” સપના બોલી.
“સપના, મારી મજબૂરી એ જ છે કે હું પણ તે બંન્નેને જોડવાનું વચન આપી ચૂક્યો છું અને વચન પાળતા પહેલાં હું તારી પ્રસન્નતા જોવા માંગું છું.”
“તુષાર, હવે આ વાત હું જલ્દી ખતમ કરવા માગું છું.
પ્રસન્નતા બતાવવી કે ન બતાવવી એ મારો અધિકાર છે. તને જે ફાવે
તે કર. અને હું પણ મને ફાવે તો પ્રસન્ન રહું કે નિરાશ રહું તે બાબતે
તારે ચિંતા કરવાની જ નથી. બસ, હું હવે તમારા નિર્ણયને આડે
આવીશ નહીં.
તુષાર નિરાશ થઇ ગયો. સપનાનો આદર્શ જોઇ તેને તેના પર
ખૂબ જ માન સન્માન ઉપજ્યું, પણ એક ભાવિ પત્ની કોઇ પણ પળે
નિરાશ હોય તે જોઇ પ્રેમીજન જે અનુભવે તેવી ચિંતા તેનામાં ઉત્પન્ન
થઇ. હવે તેને નિશ્ચિંત કરવાની આવડત તેનામાં રહી નહીં. તે સપનાના
નિખાલસ મુખ તરફ જોઇ રહ્યો. પણ સપના યથાવત્ હતી. તેનામાં
કોઇ ફરક પડ્યો નહીં. તે પોતાના કર્તવ્યને નિભાવતી હતી એટલે તે
નિષ્પાપી જણાતી હતી. પણ તુષારને પોતાની કૃવૃત્તિ દર્શાવવાની લાચારી
હતી એટલે સપના આટલી બધી ચિંતાવાળા ચહેરામાં પણ વિજયી
ભાવ લઇને ઊભી હતી. થોડીવાર મૌન રહ્યા પછી તુષાર કહેવા લાગ્યો,
“સપના, હવે હું જવાની રજા લઉં?”
“અરે, તુષાર, આ બધી વાતોમાં ને વાતોમાં હું તો તારું સ્વાગત કરવાનુંય ભૂલીગઇ। હું થોડી જ વારમાં આ બનાવીને લાવું છું. મમ્મી પપ્પા બહાર ગયાં છે એટલે મારે જ......”
“ના,ના. પછી મારે મોડું થશે. તું આ બનાવવાનું ભૂલી ગઇ
તેનું મને ખોટું નથી લાગ્યું.”
“અરે, વાર નહિ લાગે” એમ કહી તે રસોડા તરફ ગઇ. તુષાર બેઠો બેઠો વધુ વિચારવા લાગ્યો. તેના મનમાં ખૂબ
પસ્તાવો થવા લાગ્યો કે સપનાને પરિસ્થિતિ સમજાવી શકાતી ન્ ાથી. શું
કરવું? એટલે તે નિરૂપાય અને નિઃસહાય એવો પોતાની નિરાશાની
પળોમાં સમય પસાર કરતો હતો.
થોડીવાર પછી ચા આવી ગઇ. રીસાયેલી સપનાએ અતિથિના સ્વાગતમાં રીસ ન રાખી. તેના સ્વાગતનું સન્માન કરતા ચાના ઘૂંટડાઓ તેને ફિક્કા લાગવા માંડ્યા.
થોડી જ વાર પછી ‘ગુડબાય’ કહી તુષાર જવા તૈયાર થયો. તેને જતો જોઇ સપનાએ એક નજર નાંખી પણ એ મૌન રહી. માત્ર હાથ ઊંચો કરી “આવજે” કહેવાનો અભિનય કર્યો પણ મુખથી “આવજે” એવું કહી શકી નહીં.
પ્રકરણ : ૩૨
સનત ઝવેરી પોતાની ઓફિસમાં શીલાની સાથે વાતો કરતા કરતા બેઠા હતા.
“શીલા, આજે અચાનક તું કેમ આવી ગઇ?”
“સર, ઘણો સમય થયો પણ હવે મારા મામા કે તેમનો છોકરો કોઇ અહીં હિસાબ લેવા આવી શક્યું નથી. હવે આપણે તેમની રાહ જોવા કરતાં આપણા સુખને જોવાનું છે. મારી ધીરજ ખૂટ છે. મને મારા પિતાજીનાં દર્શન કરાવો.”
“શીલા, આજે તારી ધીરજનો અંત આવશે હવે તારે હોસ્ટેલમાં નથી રહેવાનું. હું તારો પરિવાર બતાવી દઇશ. મેં તારા પિતાજીને પણ તારી બાબતે વાતચીત કરી દીધી છે. ચાલ હવે આપણે અહીં બેસવું નથી.”
સનત ઝવેરીએ પોતાની કારમાં શીલાને બેસાડી પોતે જ કાર
ચલાવી શ્યામલાલના ઘર તરફ લઇ ગયા.
તેમના ઘર આગળ કાર ઊભી રહી. શ્યામલાલ તો હાજર હતા જ. પણ સાથે સાથે શ્વેતા ય ત્યાં હાજર હતી. તે સર્વિસ ગયેલી ન હતી.
શ્વેતાને ખબર પડી ગઇ આજ મારી બહેન છે તે દોડી.
શ્યામલાલ પણ દોડ્યા અને શીલાને ભેટી પડ્યા. સૌ હર્ષનાં આંસુ
સાથે રડવા લાગ્યાં. ઘણા સમય પછી એક સુખ યુવાન પુત્રીના રૂપમાં
બોલી.
“પિતાજી, હવે તમે જે કંઇ કહો તેમાં હું તૈયાર છું.” શીલા
“હવે શ્વેતાનો માર્ગ પણ ખુલ્લો થયો. તેને પણ મારે પરણાવવી
પાછું અ ાવ્યું. શ્યામલાલ તો પોતાની પુત્રીને પંપાળી પંપાળીને ખૂબ લાડ
લડાવવા માંડ્યા. તે કહેવા લાગ્યા.
“બેટી, શીલા હવે આપણને કોઇ અલગ કરી શકશે નહીં.” “પપ્પા” કહી પાછી શીલા તેમને ભેટી પડી. તે રડતાં રડતાં
કહેલા લાગી, “આ ઝવેરી સાહેબનો આભાર માનીએ તેટલો ઓછો
છે તેના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી.”
સનત ઝવેરી કહેવા લાગ્યા, “મેં ઉપકાર નથી કર્યો. મને આ મિલન જોઇ, આ પંખીડાંનો મેળો જોઇ આનંદ થાય છે.”
ધીરે ધીરે સૌ સ્વસ્થ થવા લાગ્યાં.
“તો સનતભાઇ, આપણે હવે શીલાને પરણાવી દઇશું ને?” “બસ, પપ્પા મને વિદાય જ કરવા માંગો છો?”
“ના બેટા, તને વિદાય કરીને ય અમારા અંતરમાં રાખવાની છે. અમે તો તારું સુખ જોવા આતુર છીએ.” શ્યામલાલે લાગણીપૂર્વક કહ્યું.
....અને પછી શીલાને પોતાના દુઃખની બધી જ વાન તેમણે
છે.” શ્યામલાલે કહ્યું.
ત્યારે દીપક ઝવેરી હસતાં હસતાં બોલ્યાં, “હવે હું વચ્ચે ન હોઉં તો ચાલશે ને?”
ત્યારે શ્વેતા બોલી. “તમારા વિના અમારો કોઇ અવસર શોભશે નહીં. અને તમે નહીં આવો તો તમારા અવસરમાં કોણ આવશે?”
સૌ હસી પડ્યાં.
શીલા થોડીવાર ચિંતાતુર બની વિચારવા લાગી. થોડી વાર પછી કહેવા લાગી, “પપ્પા આપણે મળી તો ગયાં પણ મારા મામાનો છોકરો બદમાશ છે. તે ગમે ત્યારે પણ મારી પાછળ પડીને દગો દેશે. તેને મારું લગ્ન કાંટાની જેમ ખૂંચશે કારણ કે મને બીજે પરણાવીને
મારા મામા તેમજ તેમનો એ છોકરો પૈસા ઊભા કરી લેવા માગતાં
હતાં. એ બધી યોજના ધૂળધાણ ી થઇ. હવે એ આપણી સામે ધૂળ
ઊડાડ્યા વિના રહેશે?”
“બેટા, તું એ બધી ચિંતા છોડી દે. કુદરત એમને નહીં છોડે.”
શ્યામલાલે હિંમત આપી.
જણાવી.
શીલા પોતાના ભાવિ જીવન માટે સંમત થઇ. પિતાજીનું અને
છોડે.”
“પણ પપ્પા, કુદરત એમને નહીં છોડે અને એ આપણને નહીં
પરિવારજનોનું દુઃખ જે રીતે ટળતુ ં હોય તે રીતે ટાળવુ ં અને એક આદર્શ
સંસાર ઊભો કરી સૌને ખુશ રાખવા માટે એ તત્પર બની.”
“તો શું તું હિંમત હારી ગઇ?”
“ના,પપ્પા હિંમત તો જરાય હારી નથી પણ તેમની કોઇ દગો
કરવાની ચાલ હોય તેનાથી સાવધ રહેવું તો જરૂરી છે ને?”
“હા...આ વાત સાચી આપણ ેસાવધ રહીશું. પણ ગમે ત્યારે કંઇ પણ બને તો ગભરાયા વિના સામનો કહી લેવાની તાકાત કેળવજો. જરાય પાછા પડવાનું નહીં. અને ક્યાંય એકાંતમાં વધારે પડતું ટાળી દઇ સાવચેત રહેવું જરૂરી છે.”
“હા, પપ્પા એમાં તો કહેવું નહીં પડે. હું એ લોકોને જાણું છું કે સામી છાતીએ તો એ આવવાના નથી. વળી મારું ગ્રુપ પણ મોટું છે. કંઇ પણ થશે તો હું સામનો તો કરીશ જ.”
સનતઝવેરી બધી વાતો સાંભળીન ે ખુશ થયા. હવે તેમને જવાનો સમય થયો. તે ઘડીઆળ તરફ જોવા લાગ્યા. અને પછી કહેવા લાગ્યા, “ચાલો અંકલ, હવે
હું જવાની રજા લઉં.”
“કેમ આટલી બધી ઉતાવળ?” શ્યામાલાલે પૂછ્યું.
“અરે, આપ તો જાણો છો ને કે મારે ક્યાંય નીકળી શકાતું નથી. કંપનીના જવાબદારી સંભાળતાં સમયનો ખૂબ જ ભોગ આપવો પડે છે.”
અને સનત ઝવેરી નીકળી પડ્યા.
કંપનીનાં પહોંચતાં જ એમણે દરવાજાની અંદર ઊભેલી એક સફેદ કાર જોઇ. કોઇ આવ્યું લાગે છે એમ સમજી તેઓ સીધા ઓફિસમાં ગયા.
તેમના એક પ્રોફેસર મિત્ર બેઠેલા હતા. સાથે તેમણે એક યુવતી અને એક યુવાનને જોયાં. તેમનું સ્વાગત કરતાં કહ્યું, “આવો, ઘણા
દિવસે આજે આ બાજુ? આનંદ થયો. અમારી કંપનીમાં પ્રોફેસર સાહેબ
આપનું સ્વાગત કરતાં આનંદ અનુભવુ છું.”
“થેન્ક યુ મિ. ઝવેરી” પ્રોફેસરે આભાર માન્યો.
“આ શ્રીમાન અને એમની સાથે આ મેડમ કોણ છે?” સનત ઝવેરીએ ઓળખાણની માંગણી કરતો પ્રશ્ન કર્યો. ત્યારે પ્રોફેસરે કહ્યું, “એ પણ પ્રોફેસર છે. મારા મિત્ર છે. જેમનું નામ વિભાકર છે. અને તેમની સાથે છે તે મિસ વૃંદા જે એક અભિનેત્રી છે અને ટૂંક સમયમાં જ તે બંન્ને લગ્નગ્રંથિથી જોડાવાનાં છે.”
“ઓહ, સરસ આપની મુલાકાતથી આનંદ થયો આપ સૌ બેસો હું આપના સ્વાગતની તૈયારી કરું. એમ કરો હું અહીં જ બેઠાં બેઠાં આપના માટે ઠંડું પીણું મંગાવું. પછી આપણે વાતો કરીએ.”
બારણે ઉભેલા નોકરને તેમણે કહ્યું, “જાવ, ચાર થમ્સઅપ
લઇ અ ાવ. અને થોડોક નાસ્તો પણ....”
નોકર રવાના થયો.
ત્યાર પછી સનત ઝવેરીએ પૂછ્યું, “બોલો, પ્રોફેસર સાહેબ કંઇ કામકાજ?”
“કામકાજ કશું જ નથી. પણ ઝવેરી સાહેબ આપને મળ્યે
ઘણો સમય થયો તેથી ઇચ્છા થઇ કે લાવો જોઇ આવું. વિભાકર
અને વૃંદા મારા ઘેર આવ્યાં હત્ ાાં. ત્યારે તેમને પણ સાથે લાવવાની
ઇચ્છા થઇ.
“ભલે, તેઓ આવ્યાં તેતી ઘણો આનંદ થયો.” સનત ઝવેરી
ખૂબ ઉત્સાહપૂર્વક બોલ્યા.
“ઝવેરી સાહેબ, આપની શ્વેતા સાથેની મુલાકાત થતાં જે વેદના
ભરી વાર્તા આપને પ્રાપ્ત થઇ હતી અને તેને તથા તેના પૂરા પરિવારને
સહાયભૂત થવાની વાત મેં આ વિભાકરને કહી સંભળાવી હતી.”
“પછી?”
“પછી શું વિભાકરને એ વાત જાણી બહુ આનંદ થયો.”
પ્રોફેસરે જવાબ આપ્યો.
“અત્યારે તો એને તેની બેન શીલા મળી ગઇ છે. આખું કુટુંબ
સુખપૂર્વક જીવે છે.” ઝવેરી બોલ્યા.
ત્યારે વૃંદા બોલી, “હું અને વિભાકર સર આપને ઘણા સમયથી મળવ ા માગતાં હતાં. કારણ કે માણસ સાચાં પ્રેમીઓને અલગ કરવાને બદલે ભેગાં કરે છે. પોતાના સમયના ભોગે બીજાને સુખી કરે છે. તે મનુષ્ય તીર્થ સમાન છે.”
“મિસ વૃંદા, તમારી વાત સાચી છે. તમે મને તીર્થ સમાન ગણો છો એ તમારી સમજ છે પણ હું તો આવી સમજ કેળવીન ે વ્યક્તિને જાણનાર, સમજનાર તમારા જેવી નારીઓને તીર્થ સમાન ગણું છું. નારીસન્માન જે જગાએ નથી તે જગા ઉજ્જડ અખાડા જેવી છે. મને આવાં બીજાનાં કામ કરવામાં તકલીફ નથી પડી પરંતુ મજા આવી છે.” ઝવેરીએ વૃંદાને, પ્રેરક વિચારો આપતાં કહ્યું.
વિભાકર અને વૃંદાને અહીં મજા આવી.
થોડીકવારમાં જ નોકરે ઠંડાં પીણાં તેમ જ નાસ્તા સાથે પ્રવેશ કર્યો. સૌનું આ રીતે સ્વાગત થયું. થોડીવાર બધાંએ વાતો કરી. કંપનીના વિકાસ અંગેની ભાવના પણ સૌએ વ્યક્ત કરી. આ મુલાકાતથી સનત ઝવેરીને એક નવો સંબંધ પ્રાપ્ત થયો. એક નવી હૂંફ મળી.
૧૧૩
જ્યારે છૂટા પડવાનો સમય થયો ત્યારે તેમને વિદાય આપવા
સનત ઝવેરી દરવાજા બહાર નીકળી થોડેક દૂર સુધી તેમની પાછળ
આવ્યા. વૃંદા કાર ચલાવીને ત્યાં સુધી લાવી. વૃંદા, વિભાકર અને
પ્રોફેસર ત્રણેય જણાં બેસી ગયાં. સનત ઝવેરીએ હાથ ઊંચો કરી
“આવજો” કહી તેમને વિદાયનું સન્માન વ્યક્ત કર્યું.
વૃંદાએ કાર સ્ટાર્ટ કરી. સનત ઝવેરી હજું ઊભા હતા. છેક કાર દેખાતી બંધ થાય ત્યાં સુધી તેમને ઇરાદો ત્યાં ઊભા રહેવાનો હતો. તે ઊભા હતા
એટલામાં બહાર તરફ ખુલેલા દરવાજાની ઓથે ઊભેલો એક માણસ તેમની પીઠ તરફ ઘસ્યો. તેમની નજર આગ ળ હતી. પાછળથી તેણે ગરદન પર ચાકુનો ઘા કર્યો. થોડીવારમાં તો તે તેમને ગડદાપાટુ કરી નીચે પાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઝવેરી ઘાયલ હોવા છતાં તેનો ચાકુ વાળો હાથ પકડવા મથ્યા અને જેમ તેમ કરીને એ હાથ પકડી લીધો. તેમણે પણ પગથી બે લાત એ માણસને મારી. પણ પેલો માણસ શક્તિશાળી હતો.
એટલામાં તો કાર પાછી આવી ગઇ. વૃંદા નીચે ઉતરી પડી અને હુમલાખોર પર તૂટી પડી. હુમલાખોરે બ ળ વાપરીને ચાકુ છોડાવી દીધું. તેણે વૃંદાના હાથ પર પ્રહાર કર્યો. વિભાકર પણ તેને મારવા માંડ્યા. વૃંદાએ ઝડપથી મોબાઇલ લઇ પોલીસને તથા નટવરને ફોન કરી દીધો. કદાચ એ માણસ ભાગી જાય તો નટવર પીછો કરવામાં કાબેલ હતો.
ઘણી મારામારીના અંતે સનત ઝવેરી તો બેહોશ બનીને ઢળી પડ્યા
પણ વિભાકર તેમ જ વૃંદાએ હુમલાખોરને કાબુમાં લાવી દીધો.
વિભાકરના પ્રોફેસર મિત્રે પણ તેને કમરથી પકડી રાખ્યો. તેના હાથમાંથી
ચાકુ પડી ગયું. હવે તેને માર પડવા લાગ્યો. વૃંદાએ ચાકુ ઉઠાવી લીધું.
જોરથી તેના ચહેરા પર ચાર પાંચ ઘા મારી દીધા. પેલો માણસ જમીન
પર ઢળી પડ્યો. કંપનીના બે ચાર કર્મચારીઓ પણ દોડીને આવ્યા.
જોતજોતામાં ટોળું વધી ગયું. બધા હુમલાખોરને મારવા માંડ્યા.
સનત ઝવેરીને હોસ્પિટલમાં લઇ જવાયા.
વૃંદાને પણ લઇ જવામાં આવી. થોડીવાર પછી પોલીસ આવી. તેને એરેસ્ટ કરી લીધો. બરાબર સ્થળ તપાસ કરી ત્યાં ઊભેલાં સૌને પૂછપરછ કરી. કોસ્ટેબલ પૂછવા લાગ્યા, “આ માણસ કોણ છે તમે ઓળખો છો?”
વિભાકર બોલ્યા, “ના, આ માણસે અચાનક હુમલો કર્યો. અમે કામાં વિદાય લેતા હતા ત્યારે અમારી નજર સનત ઝવેરીની પાછળ હતી. અમે હુમલો થતો જોયો. કાર પાછી વાળી તેમને બચાવી લીધા.”
એટલામાં નટવર આવી પહોંચ્યો. તે લોહીલુહાણ ચહેરા તરફ ધારી ધારીને જોવા લાગ્યો. થોડોક વિચાર કરીને બોલ્યો. “સાહેબ, ચહેરો લોહીલુહાણ છે. છતાં ય તેની દાઢીના તથા કપાળન ા ભાગ પરથી તે રામસીંગ છે. એવું લાગે છે.”
કોસ્ટેબલે કહ્ય્ ાું, “ઊભા રહો. કપડાથી ચહેરો લુછી લઇએ.”
એક માણસે કપડું આપ્યું. તેમણે ચહેરો લુછી લીધો.
પછી નટવર બોલ્યો, “હા, આ રામસીંગ છે.” “રામસીંગ કોણ?” પોલીસે પ્રશ્નોત્તરી ચાલુ રાખી.
નટવરે બધી વાત માંડીને કરી. નટવરની વાત સૌએ સાંભળી
લીધી. પણ પોલીસના માણસોને હજુ વધુ તપાસ કરવી પડે તેવું લાગ્યું.
એટલે તેમણે વધુ માહિતી મેળવવા નટવરને પૂછ્યું, “મિ.નટવર, આ
માણસને વેર તમારા પર છે અને થોડુંક વૃંદા પર પણ છે એવું તમે
જણાવ્યું. પણ આ તો હુમલાખોર સનતઝવેરીને કેમ નિશાન બનાવી
ચૂક્યો. તે અંગે તમે કંઇ જાણો છો?”
“ના સાહેબ.”
થોડીવાર પછી પોલીસે ખિસ્સાં તપાસ્યાં તેના ખિસ્સામાંથી એક તસ્વીર નીકળી. તે તસ્વીર એક છોકરીની હતી. તસ્વીરની પાછળ નામ લખ્યું હતું શીલા, અને તેની તેની નીચે સરનામું પણ લખ્યું હતું. સરનામું શ્યામલાલના ઘરનું હતું. થોડીક જ વારમાં પાલીસે
શ્યામલાલને બોલાવી લીધા. તેમને પણ આ માણસનો ચહેરો બતાવ્યો.
શ્યામલાલ તો ઘડીભર જોઇ રહ્યા તેમની સાથે શીલા પણ હતી. શીલા
બોલી ઊઠી, “અરે આ તો સુંદરમામાનો છોકરો છે.”
“શું નામ?” પોલીસે પૂછ્યું.
“એ તો ઘણાં નામ બદલે છે પણ તેનું અસલ નામ ગણેશ
છે.”
પોલીસે નટવરને પૂછ્યું, “આને તમે રામસીંગ કહો છો ને?” “હા.” નટવરે જવાબ આપ્યો.
અને ત્યાર પછી પાકી ખાતરી થઇ ગઇ અને વૃંદા, નટવર, ધીરુંકાકાની પુત્રી અને બીજા જે બનાવમાં સંડોવાયો હતો તે બધા ગુનાની
ખાતરી કરવા તેને વાનમાં બેસાડી દીધો.
અડધો કલાક પછી તેના તમામ ગુનાઓની જાણકારી તે
ભાનમાં આવ્યા પછી પોલીસે કરી લીધી. ધીરુંકાકાની પુત્રીનો ખૂની,
રૂપાના ગામ પાસેના ખેતર પર બાળાની છેડતી કરનાર, નટવર વૃંદા
પરનો હુમલો કરાવનાર આ માણસ જ હતો તેવું તેની કબૂલાતમાં આવ્યું.
સૌને આશ્ચર્ય થયું. શ્યામલાલના મદદગાર સનત ઝવેરીને
મારવા આવનાર સુંદરનો પુત્ર નટવર માટે “રામસીંગ” ની ઓળખ
આપી છૂપો ફરતો હતો. બંન્નેનો ગુનેગાર આખરે કેવો ઝડપાઇ ગયો!
સૌથી વધુ ખતરનાક ગુનો તો ધીરુંકાકાની એકની એક પુત્રીને
મારી નાંખવાનો હતો. નટવરની તો પાછ ળ પડી ગયેલો રામસીંગ જીવતો
પકડાઇ ગયો તેનાથી બીજા તેની સાથે કામ કરતા હુમલાખોરોનો પણ
પત્તો મળી ગયો અને થોડાક દિવસમાં તો તેની આખી ટુકડી કસ્ટડીમાં
મૂકાઇ ગઇ.
હવે સૌના માટે શાંતિનાં દ્વાર ખુલ્લાં થયાં હતાં.
પ્રકરણ : ૩૩
સપનાને રૂપા મારફત રામસીંગના પકડાઇ જવાના સમાચાર
મળી ગયા. રૂપા એને મળવા રૂબરૂ આવી હતી. વૃંદાનું પરાક્રમ જોઇ તે
બંન્ને વિચારમાં તો પડી ગયાં. પણ સપનાને એક વાત ન સમજાઇ કે
આટલા બધા રૂપગુણથી ભરેલી વૃંદા વિભાકરના પ્રેમમાં ફસાઇ ગઇ
અને વિભાના જીવનનો વિચાર કર્યા વિના પોતાની જ સ્વાર્થવૃત્તિને વળગી
રહી? વૃંદાનાં સારાં કામ કેટલાં બધાં છે? જ્યારે બીજી બાજુ તેનાં એકાદ
અણસમજુ નિર્ણયથી સારાં કામને પણ ધક્કો લાગી જાય છે. છતાંય
સપનાના ઘેર રૂપા અને સપના જ્યારે વાતો કરતાં હતાં ત્યારે વૃંદાની
પ્રશંસા કરતાં હતાં.
“રૂપા, કોઇવાર કોઇ મનુષ્યથી ભૂલ થઇ જાય પણ ઘણી વાર
માણસ જાણી જોઇને ભૂલ કરે તે કેટલું બધું નવાઇ ભર્યું કહેવાય?”
સપના પૂછતી હતી.
“હા, સપનાબેન વૃંદાના આ નિર્ણયથી તો મને પણ નવાઇ
લાગી છે. છતાં હું કોઇના જીવનના આડે આવે તેવાં વાક્યો તેને કહેવા
માંગતી નથી. હું તો એવું જ ઇચ્છું છું કે બધું સારું થઇ જાય એવી
પરિસ્થિતિ બને તો વિભાનું જીવન પણ દુઃખમાં ન જાય.” રૂપાએ
આશાવાદ વ્યક્ત કર્યો.”
“એટલે તું શું કહેવા માંગે છે, રૂપા શું તું એમ માને છે કે વૃંદા
અને વિભાકર એવા સમાધાન પર આવે કે જેમાં વિભાને જીવનસુખ
મળે. આટલા આટલા ગુણથી ભરેલી વૃંદા શું હજુય વિભાના સુખનો
વિચાર કરશે?”
“એ કરે કે ન કરે, પણ સપના બહેન જે પરિસ્થિતિ નિર્માઇ ચૂકી છે તેમાં ફેરફાર ન થાય તો પણ હવે આપણે તેમાં માથું મારવું નથી કે કોઇના પર નફરત કેળવવી ન્ ાથી. વૃંદા વિભાકરના પ્રેમપાશમાં બંધાઇ તેમાં તેની કોઇ મજબૂરી હશે. એટલે આપણે તેના તરફ અભાવ કેળવવા માગતાં નથી. સપનાબહેન તમે માનો તો આપણે વૃંદાની અને વિભાકર સરની ખબર પૂછવા જવું જોઇએ.”
“હા, મને પણ એમ થાય છે કે આટલો ખતરનાક હુમલાખોર કોઇ વશ ન કરી શક્યું અને વૃંદાએ એને મોટા પરાક્રમથી પકડી પાડ્યો તે તો એક મોટું આશ્ચર્ય કહેવાય. આવા આશ્ચર્યને પોષવા આપણે તેમની મુલાકાત અવશ્ય લઇશું. આ તો મને વૃંદા તરફ નફરત થઇ હતી તે વિભા બાબતે, અને એ બાબતે તો મારા મનનું સમાધાન નહીં થાય હું બહુ બહુ તો વૃંદાને માફ કરી દઉં અને તે પણ ઔપચારિક ધોરણે પણ તુષારે તેમાં ટેકો પૂર્યો તે મને જરા પણ ન ગમ્યું. તુષારે તેમાં
પ્રોત્સાહન આપવાની ક્યાં જરૂર હતી?”
“પણ સપનાબહેન શું તમે તુષાર સામે જીવનભર નફરત રાખશો? એને પણ એમાં કંઇક ભલું કરવાની ભાવના ન હોય?”
“ના.” “કેમ?”
“બસ, એનું કારણ સ્પષ્ટ છે કે રૂપા, જ્યાં પોતાની બહેન
ટળવળત ી હોય અને તે વૃંદા અને વિભાકરને પ્રોત્સાહન આપી વિભાના
પ્રેમને નિર્જીવ કરીને કોનું ભલું કર્યું કહેવાય?”
“સપનાબહેન, હવે બધું ભગવાનના ભરોસે છોડી આપણે અત્યારે આપણું કર્તવ્ય નિભાવવાનું છે કે પ્રેમપૂર્વક વૃંદા તથા વિભાકર સરના ખબર અંતર પૂછવા જવું અને ગુનેગારને ઝડપવાના કાર્યને બિરદાવવું. નહિતર આ કામ નહીં કરીએ તો આપણી દાનતનાં કેવાં રૂપ દેખાશે?આપણે એમની નજરોમાં ઉતરી જઇએ એના કરતાં એમને બિરદાવીએ અને બાકીનું બધું ભગવાન પર છોડી દઇએ તેમાં જ મને તો એક ઉત્તમ રીત દેખા છે.”
“સારું.”
“સપના બહેન અત્યારે જ નીકળ ી જઇએ. ચાલો.” રૂપા બોલી.
થોડી જ વારમાં રૂપા અને સપના નીકળી પડ્યાં. વિભાકરતો
ખૂબ બીમાર પડી ગય ા. હોસ્પિટલમાં અનેક સ્વજનો એકઠાં થયાં હતાં.
વૃંદાની તો સામાન્ય સારવાર જ જરૂરી હતી તે થઇ ગઇ હોવાથી તે
હરતી ફરતી હતી. પણ વિભાકરની તબિયત બહુ નાજુક હતી. તુષાર,
નટવર, વિભા અને સુરેશ દવે પણ ત્યાં હાજર હતાં. સૌના ચહેરા
ગમગીન હતા. પણ સપનાએ વિભા સામે જોયું તો તે આંસુ વહાવતી
હતી. પ્રેમની પ્રબળતા કેટલી બધી? ભવિષ્યમાં જે પોતાનો સાથી નથી
પણ ભૂતકાળના પ્રેમની એક યાદ કેટલું બધું સતાવી જાય છે? આમ
વિભાનું અંતર ખરેખર એક સાચા પ્રેમીના જીવનને બરબાદ થતું જોઇ
વિહ્વળતા અનુભવતું હતું. બીજી બાજુ વૃંદા પણ વિભાકરના ચરણોમાં
બેસી પોતાનું કરુણ સ્વરૂપ દર્શાવી સૌને આકર્ષતી હતી. તેની સેવાનું
આકર્ષણ સૌને થયું.
સપનાએ વૃંદાને કહ્યું, “વૃંદા, તમે બધાં અભિનંદનને પાત્ર
બન્યાં છો. તમે જે કામ કર્યું તે સાંભળીને અમે ખુશ થયાં પણ હવે અમે
વિભાકર સર સાજા થઇ જાય તે માટે પરમેશ્વર પાસે દુઆ માંગીએ
છીએ. તે જરૂર સાજા થઇ જશે. ટૂંક સમયમાં જ સૌને સુખ મળશે.
રાહ જુઓ. મને તો આશા છે કે ટૂંક સમયમાં જ વિભાકર સર આપણ
સૌ સાથે વાતો કરતા થઇ જશે. જો નિરાશ થશો તો તમે આશ્વાસન પ્રાપ્ત
કરવામાં નિષ્ફળ ગયાં એવું જ કહેવાય.”
“સપના, વિભાકર જો સાજા થઇ જાય તો ભગવાનનો તો
પાડ માનું તેટલો ઓછો છે પણ સાથે સાથે તમારી ભાવનાનો પણ પાડ
માનવો કેમ ભૂલાય?” વૃંદાએ આશા સાથે જણાવ્યું.
“ડૉક્ટરે શું કહ્યું?” વચ્ચે સુરેશ દવે બોલ્યા.
“સાહેબ, ડૉક્ટરે તો હમણાં જ વિઝિટ લીધી હતી અને જણાવ્યું છે કે બે વાગ્યા સુધીમાં ભાન આવી જશે પણ અત્યારે તો સવા બે થયા છે એટલે અમને ચિંતા થવા લાગી.”
વિભાકરનાં માતા પિતા પણ આવેલાં હતાં. તેમને પણ સપનાએ આશ્વાસન આપ્યું. સૌ સ્વસ્થ થવા માંગતાં હતાં પણ વિભાતકરની આંખ ખુલી નહીં. વિભા થોડી નજીક આવી. તે વૃંદાની પાછળ ઊભી. બહુ જ ચિંતિત ચહેરે ઊભી ઊભી તે વિભાકર સરના જીવનને ધબકતું જોવા ઝંખતી હતી. તેની આંખમાંથી એક આંસુ ટપક્યું એ વૃંદાના જમણાં હાથ પર પડ્યું. વૃંદાએ તેની સામે નજર કરી. હાથ પકડી તેને પાસે બેસાડી અને કહ્યું, “વિભા, સૌની લાગણી જ તેમને ચેતનવંતા કરશે. હવે ચિંતા કરવાની જરૂર નથી.”
થોડીકજ વારમાં વિભાકરના હોઠ આછા આછા ફફડવા
લાગ્યા. સૌ જોઇ રહ્યાં હતાં. બધા વિચારમાં પડી ગયાં કે તે કંઇક
કહેવા માંગે છે છતાં સૌને હવે આશા બંધાઇ કે શરીર હવે ઠીક થતું
લાગે છે.”
પરિસ્થિતિ કેટલી વિકટ હતી? સનત ઝવેરી ઘાયલ થઇને બાજુના વોર્ડમાં હતા જ્યારે વિભાકર બીમારીથી બેહોશ થઇ ગયા હતાં. એમને પણ છાતીમાં થોડું વાગ્યું હતું.
સનત ઝવેરીને તો ઠીક થઇ ગયું હતું. પણ વિભાકરની હાલત નાજુક જણાતી હતી. વિભાએ હાથ જોડી પરમેશ્વરને પ્રાર્થના કરી, “ભગવાન, મારો જીવ લેજો પણ વિભાકર સરને સાજા કરી દો. તમે તો શક્તિશાળી છો.”
વૃંદા તો વિભાની પરિસ્થિતિ જોઇ પીગળી ગઇ. તે તેને ઊભી થઇને ભેટી પડી પણ વિભાની નજર તો વિભાકરના ચહેરા પર જ સ્થિર થયેલી હતી.
થોડીવાર પછી વિભાકરની આંખો પટપટતી હોય તેવું લાગ્યું. અને સૌએ ક્ષણવાર પછી તો આંખ અર્ધબીડી હોય તેવું જોયું. ધીરે ધીરે તે આંખો પટપટાવતા હતા. સૌને આશા બંધાઇ. થોડીક જ વારમાં તેમણે પૂરી આંખો ખોલી દીધી. તે હોઠ ફફડાવતાં કંઇક કહેવા માંગતા હતા. પણ કંઇ કહી શક્યા નહીં. છતાંય સૌને ખૂબ આશા બંધાઇ. આંખ ખુલતાં જ તેમની સામે વિભા હતી. સૌ પ્રથમ વિભાનાં દર્શન થયાં અને તે બોલી ઊઠ્યાં, “વિભા........!”
અને વિભા તો ખુશ થઇ ગઇ. તે વિભાકરની નજીક ગઇ. અને ભેટી પડવા ઇચ્છતી હતી પણ બિચારી પરિસ્થિતિથી વિવશ તે કશું જ ન કરી શકી. પણ તેમને સાજાસમા જોઇ ખુશ થઇ ગઇ. વૃંદા પણ આનંદથી વિભાકરના કપાળે હાથ મૂકી કહેવા લાગી, “હાશ, તમે સાજા થયા ત્યારે જ અમારા જીવને શાંતિ થઇ. અને તે તો ભેટી પડી.
રૂપા અને સુરેશ દવે એકબીજા સામે જોઇ રહ્યાં હતાં. સપના,
તુષાર, નટવર સૌ સૌની રીતે આનંદ પ્રાપ્ત કરી ગદ્ગદિત થઇ ગયાં
હતાં. આ તે કેવું દ્રશ્ય વિભા અને વૃંદાને જાણે નવજીવન મળ્યું હોય
તેવાં પ્રફુલ્લિત બન્યાં.
“સપના, ભગવાનનો પાડ માનીને પછી તારો પણ આભાર
માનું છું. તારી વાત સાચી પ્ ાડી. હવે અમારી ચિંતા ઓછી થઇ ગઇ.”
વૃંદા બોલી.
“બસ ત્યારે. હવે તેમની સેવા કરી તેમની પ્રસન્નતા મેળવો એમાં જ અમારાં સૌની પણ પ્રસન્નતા છે.”
“હવે પેલાં સનત ઝવેરીની પણ મુલાકાત લઇએ ને?” સપનાએ પૂછ્યું.
“હા.” વૃંદા બોલી. “ક્યાં છ ે?”
“બાજુના જ વોર્ડમાં.” “તેમને તો ઠીક છે ને?” “હા.” વૃંદા બોલી.
એક આશા ફળીભૂત કરી બીજી આશાનો નવસંચાર કરવા તેઓ શ્રી ઝવેરીના વોર્ડમાં ગયાં. વિભા અને વૃંદા વિભાકર જોડે બેસી રહ્યાં.
તબિયતની ચિંતા વિશેષ છે. તમને ખૂબ વાગ્યું એવું સાંભળ્યું હતું છતાં
તમે તો જલ્દી સાજા થઇ ગયા તે આનંદની વાત છે.”
“હા, વિભાકરને કેવું છે, હવે?” ઝવેરી પૂછવા લાગ્યા. “તેમને ભાન આવ્યું છે.”
“બહુ સારું.”
“પણ આશ્ચર્યની વાત એ છે કે હુમલામાં તેમને કશુંય નહોતું થયું. થોડું છાતીમાં વાગ્યું હતું. પણ બીમારીમાં પટકાઇ પડવાથી તેમને પણ દાખલ કર્યાં.”
“હા, પણ એ તો મારા કરતાં ય જલદી સાજા થઇ જશે. હું
ભલે ઘાયલ છુ ં. પણ મારી લાગણી તેમની સાથે છે. તેમણે મને બચાવવા
અથાગ પ્રયત્ન કર્યો છે. વૃંદા પણ ખરેખર બહાદૂર છોકરી છે. મને તો
વિભાકરસર અને વૃંદાનો પરિચય મારા એક અધ્યાપક મિત્ર મારફત
થયો. અને આ પરિચયે શ્રેષ્ઠ પાત્રતાનાં દર્શન કરાવ્યાં.” સનત ઝવેરીએ
વિભાકર પ્રત્યેનો સદ્ભાવ વ્યક્ત કરતાં કહ્યું.
રૂપા અને સુરેશદવેએ પણ સનત ઝવેરીના ખબર અંતર પૂછ્યા. સૌની લાગણી જોઇ તે ખુશ થયા. સહાનુભૂતિ અને પ્રેમ મનુષ્યના જીવનને કેટલું બધું બળ પુરું પાડે છે તે ની ખાતરી તેમને થઇ ગઇ.
“રૂપા, હવે આપણે થોડીવાર પછી નીકળીશું ને?” સપનાએ
પૂછ્યું.
“ના.” રૂપા બોલી.
સૌએ સનત ઝવેરીના પણ ખબર અંતર પૂછ્યા.
સપનાએ કહ્યું, “ઝવેરી સાહેબ તમારો પરિચય અમને આ
પરિસ્થિતિમાં થયો. છતાં અમને પરિચયના આનંદ કરતાં તમારી
“કેમ?”
“બસ, થોડીવાર રોકાઇ જઇએ કારણ કે નટવર અને તુષાર
મને મળીને કંઇક વાત કરવા માંગે છે. તે વાત શી છે તે સાંભળીને પછી
જઇએ.”
“સારું, પણ રૂપા મને એ વાત કહીશ ને?”
“તમારી અને તુષારની સગાઇની તૈયારી ઓનીજ વાત હશે. પણ સપનાબહેન તમે તુષારથી રીસાયાં હતાં ને એટલે તે રીસામણાંને
મનામણામાં ફેરવવા નટવર અને તુષાર મારી મદદ લેવા માગે છે. કરશો ને મ દદ?”
“પણ રૂપા તને પહેલેથી જ ખબર છે કે એજ વાત છે?” “ન્ ાા, પણ મારો અંદાજ સાચો પડશે.”
“અંદાજ પરથી કોઇ વાતની પૂર્વતૈયારી કરવી એને તેનાં સપનાં
મનોમન ચલાવવાં તે ઠીક નથી.”
“પણ, સપનાબહેન એ બહાને તમારું અને તુષારનું પણ મિલન તો કરાવીએ ને?”
“એ બધી વાત અત્યારે નહીં, રૂપા તું પણ હમણાં હમણાં બહુ રોમેન્ટીક બનતી જાય છે હોં!”
તુષાર, નટવર અને બીજાં બધાં થોડાં દૂર ઊભાં હતાં. સપનાએ રૂપાને થોડે દૂર લઇ જઇને કહ્યું, “રૂપા, હવે તારો પણ ચાન્સ લાગી જવાનો.”
“ક્યાં?” રૂપાએ આતુરતાથી પૂછ્યું.
“બસ, સુરેશદવેની સાથે. હું તેમનો તારી સાથે મેળાપ કરાવી
દઉં.”
“”સપના બહેન, હવે એ વાત બંધ કરો. બધાં સાંભળી જશે
તો સાચું માની બેસશે.”
“વાત તો તેં ઉપાડી રૂપા. સપના બોલી.
સૌ પાછાં વિભાકરની વોર્ડમાં આવ્યાં. બધાંએ જોયું તો વિભાકર વૃંદા અને વિભા સાથે વાતો કરતા હતાં.
“વૃંદા, આપણે તો અગત્યનું કામ એ કર્યું કે રામસિંહ પકડાયો. મને મારી બીમારીની ચિંતા નથી. હું તો સાજો થઇ જઇશ. હવે મને ઠીક લાગે છે. તબિયત સુધરતી જાય છે.” વિભાકર બોલતા હતા.
વિભા પણ બહુ ખુશ હતી. પણ તે ખાસ બોલતી ન હતી. તે અત્યારે વધુ શરમાળ અને ગભરુ જણાતી હતી.
સપના બોલી, “સર, હવે અમે વિદાય લઇએ? તમારી તબિયત સુધરી જાય એવું લાગે છે.”
“આભાર, સપના તમે અમારા ખબર અંતર પૂછવા આવ્યાં
છો. મને તમારી મુલાકાતનો આનંદ આવ્યો. એક હુંફ પણ મળી.”
“અમારી ફરજ છે. સર.” સપના બોલી.
તુષારે સપનાને બોલાવી કહ્યું, “સપના, હું રૂપાને મળીન ે તારા વિશે કંઇક કહેવા માંગતો હતો. પણ હવે પછી મળીશ.”
“કેમ, તુષાર કહી દેને. વળી પાછું છેક સુધી મારા મનમાં રહી જશે કે તું શું કહેવા માંગે છે.”
“બસ, કામ સરળ છે. આપણે જરા તિથિ ફેરવવાની છે.
લાભપાંચમની ત્િ ાથિને બદલે અન્ય દિવસ રાખીે તો કેવું?”
કહ્યું.
“કેમ?”
“એ દિવસે મારે બીજા એક શુભ કામે જવાનું છે.” તુષારે
“મને તો કોઇ વાંધો નથી. એમાં મારી રજા ન લીધી હોય તો
ધીરુકાકાની ઝૂંપડીથી પાંચેક ખેતરવા દૂર ઊભાં ઊભાં વાતો કરવા
લાગ્યાં. સપનાએ કહ્યું, “રૂપા, આવી જ ચણિયાચોળી પહેરીને હું
આવી હતી અને ધીરુકાકાએ પોતાની પુત્રી માનીને મને ગદ્ગદિત કરી
દીધી હતી અને એ પ્રસંગ મેં તને જણાવી દીધો. યાદ છે ને?”
પણ હું તમારો વિરોધ ન કરું. તુષાર તું જે કંઇ કરે તેમાં હું સંમત છું.” “હા , તો આપણે આપણું સગપણ લાભપાંચમને બદલે બીજા
કોઇ દિવસે રાખીએ. અને બીજો દિવસ પછી વડીલો જે નક્કી કરે તે
જણાવીશું. બરાબર ને?”
“હા.”
“બસ એટલું જ.....”
“ભલે.” સપનાએ હસતાં હસતાં કહ્યું.
અને થોડા સમય પછી તુષારથી પ્રસન્ન ચિત્તે રીસાયા વિનાની સપના પોતાના ઘર તરફ વળી. ઘેર જતા જ તેને જણાવવામાં આવ્યું કે બીજા દિવસે કલ્યાણપુર જવાનું છે. સાથે રૂપા પણ આવવાની હતી.
બીજા દિવસની સવારનાં સોનેરી કિરણો પૃથ્વી પર અજવાળાં
પાથરે તે પહેલાં જ બધાં કલ્યાણપુર પહોંચી ગયાં.
રૂપાએ ચણીયાચોળી પહેરી હતી. એક સામાન્ય છોકરીએ જ્યારે અભિનેત્રીનો નવાવતાર ધારણ કર્યો હતો તે પછી તેના વ્યક્તિત્વમાં ગાંભીર્યનો ઉમેરો થતો હતો. છતાં ગ્રામ્ય વાતાવરણ,
ખેતરોની લીલીછમ વનસ્પતિ, ડોલતાં ડૂંડાં અને ઉત્તરોત્તર વધતી જતી પવનની લહેરો તેના હૃદયને માદકતા અર્પણ કરતી હતી. આવાં ખેતરો અને વાતાવરણની કલ્પનાથી ખેંચાઇને સપના અને રૂપા બરાબર
“હા સપના બહેન, યાદ છે મને.”
“તો સાવધાન....” સપના બોલી. “કેમ?” રૂપા બોલી.
“અરે, અણસમજુ, સાવધાનનો અર્થ સમજતી નથી? અહીં કંઇ શૂટીંગ કરવાનું નથી. તારે અભિનય માટે સાવધાન થવાનું નથી. પણ ધીરુકાકા તને આ ચણિયાચોળીમાં નીલુ માની બેસશે અને પકડીને
લઇ જશે.”
“તો શું કરીશું?” રૂપાએ પૂછ્યું.
“એટલે આપણે અહીંથી જવાનું નથી.”
“તો શું કરવાનું છે? તમે જણાવો તો ખરાં, સપના બહેન.” “અભિનય.”
“કેમ સમજી નહીં, રૂપા તારે જ નીલુ બની જવાનું.”
“સારું.”
......અને થોડી જ વારમાં અગાઉની જેમ ધીરુકાકા પોતાની નીલુને મળતા હોય તેમ દોડતા દોડતા આવી અને રૂપાને ભેટી પડ્યા. બોલવા લાગ્યા. “નીલુ, મને મૂકીને હવે ક્યાંય ન જતી.” તે બોલતાં બોલતાં આંસુ વહાવતા હતા.
સપનાએ તેમને દિલાસો આપ્યો. અને જણાવ્યું, “કાકા, ક્યાંય
નહીં જાય હવે એ તમારી સાથે રહેશે. તમારાથી જરાય છૂટી નહીં પડે.
પાછી શું કામ નાહકના ગભરાઓ છો?”
અને પછી એ હસવા લાગ્યા. પણ રૂપા રડવા લાગી. તેને પોતાના બાપની આવી જ લાગણીનું એક અભિસંધાન થતાં બાળપણ યાદ આવી ગયું. ઘેરઘેર કલારસ પીરસી પોતાનો નિર્વાહ ચલાવનાર બાપ ચરણદાસનો અને બીજો ધીરુકાકાનો એકાકાર થયા. તેની આંખમાંથી દડદડ આંસું વહેલા લાગ્યાં. એક દુઃખી બાપને સાંત્વન આપવાની જે મજાનો લ્હાવો રૂપાએ લીધો તે લ્હાવો દુનિયાનાં ઓછાં યુવકયુવતીઓ લઇ શકે છે.
ત્રણેય જણાં ચાલતાં ચાલતાં તેમની ઝૂંપડીએ ગયાં. એક
ખાટલામાં બેઠાં બેઠાં વ ાતો કરવા લાગ્યાં. ત્યાં એક ફોન આવ્યો. રૂપાએ
મોબાઇલ ફોન કાને ધર્યો.
“હેલો.”
“હા,રૂપા હું સેરશ બોલું છું. તાત્કાલિક શૂટીંગ માટે
માઉન્ટઆબુ જવાનું છે.”
“પણ સર.”
“કેમ? પ્રોડ્યુસર સાહેબનો ઓર્ડર છે. કલાકારોનું વૃંદ તૈયાર
છે. સૌ તારી રાહ જુએ છે.”
“પણ સર, હમણાં હું આવી શકું તેમ નથી. કાલે જઇએ તો
ન ચાલે?”
“ના.” સુરેશ દવે બોલ્યા.
આ વાત સાંભળીને વચ્ચે ધીરુકાકા બોલી ઊઠ્યા. “કોણ છે?
કોણ બોલાવે છે? નથી જવાનું.”
ત્યારે રૂપાએ સુરેશ દવેને કહ્યું, “સર, હું પાંચેક મિનિટ પછી
આપને ફોન કરું.”
“સારું.” સુરેશ દવે બોલ્યા.
પણ ધીરુકાકા તો પૂછતા હતા, “કોણ બોલાવે છે? હવે હું તને ક્યાંય મોકલવાનો નથી.”
“સારું પપ્પા હું નહીં જાઉં. પણ પપ્પા તમે થોડીવાર પેલા સામેના ખેતરમાંથી મીઠાં ડૂંડાં લાવોને. શેરડીથી ય મીઠાં ડૂંડાંનો સ્વાદ હજુય યાદ આવે છે.”
“ભલે બેટા, તું કહેતી હોય આકાશના તારા લાવી દઉં. પણ તને હવે નહીં જવા દઉં.” એમ કહી ઝડપભેર પોતાની પ્યારી પુત્રી
માટે કસદાર, લીંલાછમ ડૂંડા કાપવા દાતરડું લઇને ધીરુકાકા ખેતર તરફ ગયા.
પછી સપના બોલી, “તું અહીં થોડા દિવસ રહેજે. હું સુરેશ
દવેને વાત કરું છું.”
અને ત્યાર પછી ફોન પર સુરેશ દવેને બદી વાત સમજાવી. સુરેશ દવેને રૂપાના આ સ્વભાવનો આનંદ આવ્યો.
તે બોલ્યા, “સપના બહેન, રૂપા તો રૂપા જ છે. ખૂબ દયાળુ અને મળતાવડી અભિનેત્રી મેં મારી જિંદગીમાં બીજી કોઇ જોઇ નથી કે સાંભળી પણ નથી.”
“તો સર, શૂટીંગ પછી રાખીશું?”
“હા, બે વાર જવાનું છે તો અત્યારે અમે બીજા શો લઇશું અને પછી બીજી વાર રૂપાને લઇ જઇશું.”
સપનાએ મોબાઇલ મૂકી દીધો. રૂપા પોતાનાં વખાણ સાંભળી
ખુશ થઇ ગઇ.
“એની એ જ વાત આવીને રૂપા?”
અને રૂપા સપનાની દલીલો સાંભીને હસી પડી.
પ્રકરણ : ૩૪
સપનાએ રૂપાના રૂપને ફરી એક વાર ધારીધારીને જોયું. તેણે વિચાર્યું, “ખરેખર, આ છોકરી ખૂબ જ ગુણસંપન્ન છે. રૂપમાં પણ કંઇ કમી નથી. કોને ન ગમે આ રૂપ? ખરેખર તે અને સુરેશ દવે એકબીજાને પ્રેમનાં વચન નહીં આપી ચૂક્યાં હોય પણ એકમેકનાં
મન પરસ્પર ઢળેલા ં તો હશે. ખૂબ માનસન્માન પણ એ પ્રેમની શરૂઆતની નિશાની છે.”
આમ તેના મનમાં એક અનુમાન શરૂ થયું કે રૂપા ગમે તે રીતે વાત છુપાવતી હોય પણ તે સુરેશ દવેના પ્રેમમાં છે. તેણે રૂપાને મજાક
મજાકમાં કહ્યું, “રૂપા, તારા પપ્પા હવે તારા માટે કોઇ પાત્રની શોધમાં છે કે નહીં?” ત્યારે રૂપા બોલી, “કેમ સપનાબહેન મારી માટે તમે જ શોધી રાખજો ને?”
“અરે રૂપા, હું તો એક નહીં પણ અનેક પાત્રો બતાવું, તું
પસંદ કરીશ?”
“સપના બહેન, પસંદ કરવા લાયક હશે તો પસંદ કરીશ.” “મને પસંદ હોય તો?”
“તો તમારી આજ્ઞા ઉથામીશ નહીં.”
એટલામાં તો ધીરુકાકા લીલીંછમ ડૂંડાં લઇને આવ્યા. લે બેટા તું અને સપના બેઉં મળીને ખાઓ.
સપના ઘણા દિવસે ડૂંડાં ખાવા લાગી. રૂપા પણ આ વાત્સલ્યથી ગદ્ગદિત થઇ ગઇ. એને ડૂંડાના સ્વાદમાં પિતૃવત્સલતાનો મધુર સ્વાદ
માણવા મળ્યો. તે ખૂબ ખુશ હતી. ધીરુકાકા બંન્ને માટે ડૂંડાં છોલતા હત્ ાા. તે પોતે ખાતા ન હતા. પણ ખવડાવતા હતા. તે પૂછતા હતા.
“બેટી, હવે તારે મને છોડીને ક્યાંય જવાનું નહીં હો. અને સપના, તારે પણ અહીં જેટલા દિવસ રહેવું હોય તેટલું રહી જજે. આ તારું જ ઘર છે.”
“ના, કાકા આ ઘર મારું નથી.” સપના બોલી. “કેમ?” ધીરુકાકાએ નવાઇ દર્શાવી.
“મારું નથી એટલે એમ કહેવા માંગું છું કે આપણું છે.” સપનાનું ડહાપણ જોઇ ધીરુકાકા આનંદમાં આવી ગયાં.
સૌ ખેતરની મજા માણતાં હતાં. આનંદ ઉત્સાહની સાથે સાથે તેઓ એકબીજાની હૂંફની પણ મજા માણતાં હતાં. આવો અનેરો પ્રેમ તો ગામડામાં મળે છે.
“રૂપા, મને હમણાં હમણાંથી મનમાં એમ જ થયા કરે છે કે આટલા બધા આનંદમાં ય નિરાશાની ઝલક હોય છે.”
“કેમ?”
“રૂપા, આપણે સુખી છીએ પણ જગતમાં અનેક દુઃખી
માનવીઓના વિચારોથી આપણું સુખ પણ ચાલ્યું જાય છે.” સપના
દુઃખી ચહેરે બોલી.
“અત્યારે કેમ યાદ આવ્યું, સપના બહેન? આટઆટલા
સુખીની પળોમાં તમને આ વિચાર કેમ આવ્યા?”
“બસ, મને એમ જ થયા કરે છે કે માત્ર વિભા જ દુઃખી છે. અને મને એમ પણ લાગે છે કે વૃંદા અને વિભાકર પરણશે એ પણ એમની કંઇક મજબૂરી હશે. બાકી વૃંદા જેવી મહાન છોકરી કોઇના જીવનમાં દખલ કરે નહીં.”
“હું તો ક્યારનીય આમ વિચારું છું. કંઇક કારણ હશે એટલે વૃંદા વિભાકર સરની નજીક આળી. તમે જુઓ તો ખરા. સમય વીતશે એટલે વિભા પણ સુખી થઇ જશે. સરસ મજાનું પાત્ર શોધીને એ પોતાના સંસારને વહાવતી હશે તે પછી તેના માટે અન્ય કોઇ પુરુષની કલ્પના કરવાની કોઇ પળ પણ નહીં આવે.” રૂપા બોલી.
“હા, એનાં લગ્ન જલદી જલદી થઇ જાય તો ત્યાર પછી એને રાહત અનુભવતી અને વિટંબણાથી ઘણી દૂર હોય તેવી આપણે જોઇ શકીએ.” સપનાએ પણ રૂપાની વાતને સ્વીકારી.
“એનાં લગ્ન થઇ જશે.”
“બસ, હું જ એવું ઇચ્છું છું, રૂપા.”
ધીરુકાકા પ્ ાોતાના કામમાં વ્યસ્ત હતા. તે થોડેક દૂર હતા અને
સપના તેમજ રૂપા વાતોમાં વ્યસ્ત હતાં.
એક દિવસ રૂપાની સાથે વીતાવીને સપના અમદાવાદ રવાના
થઇ.જતાં જતાં કહેતી ગઇ. “ધીરુકાકા, તમારી આ નીલુ ક્યાંય નહીં
જાય હો. હવે મારી જવાબદારી બની ગઇ. મારું કોઇ કામ પડે તો
જણાવજો. હું આવીશ.”
“ભલે બેટા.” ધીરુકાકાએ સપનાના માથે હાથ ફેરવી કહ્યું. સૌને આવજો કહી સપના ચાલતી થઇ.
પ્રકરણ : ૩૫
રૂપાથી વિખૂટા પડ્યા બાદ બરાબર દશ દિવસ થયા ત્યારે સપના પાસે ઘણા બધા ફેરફારો થયેલા, વિવિધ ઘટનાઓ ના સમાચાર આવી ગયા હતા.
તેને માહિતી મળ ી હતી કે સનત ઝવેરી શ્વેતા અને શીલાના
લગ્ન માટે શ્યામલાલને તમામ પ્રકારની મદદ કરવા તૈયાર થઇ ગયા છે.
પોતાની માલિકીના એક ફાર્મમાં તે બંન્ને છોકરીઓનો લગ્ન સમારંભ
ગોઠવી ઘણી બધી મદદ કરવાનાં હતી. પણ તેનું ધ્યાન વાંચનમાં ન રહ્યું.
બહાર કોઇએ દરવાજો ખખડ ાવ્યો. તે ઊભી થઇ જોવા લાગી. જોયું તો વૃંદા અને વિભા આવતાં હતાં.
“આવો” કહી સપનાએ બંન્ને સત્કાર્યાં.
વિભા આજે ખુશ હતી. વૃંદાએ એને શી રીતે સમજાવીને ખુશ કરી હતી તે કંઇ ખબર પડી નહીં. પણ તે ખુશ હતી તેવો અણસાર તેના હાસ્ય પરથી ખબર પડી ગઇ.
“બેસો.” કહી સપનાએ બન્ને ખુરશી પર બેસાડ્યાં. “બોલ, વિભા કેવું ચાલે છે?” સપના એ પૂછ્યું. “બસ, હું ખૂબ સ્વસ્થ અને ખુશ છું.”
“એવું શું પરિવર્તન આવી ગયું કે વિભા તું સાવ બદલાઇ
ગઇ? નિરાશામાંથી દૂર થઇ છે એટલે કોઇ આશાનાં કિરણો તારા જીવન
માટે આવી રહ્યાં હોય તેવું લાગે છે. બોલ ક્યાં છે આશાનાં કિરણો?”
“બસ, સપના હવે આપણ બધાંએ વૃંદાના લગ્નમાં જવાનું છે” “એ તો મને ખબર છે પણ ક્યારે,વૃંદા તું કેમ કંઇ બોલતી
નથી? કે પછી મારી શરમ તો નથી આવતીને?”
“અરે સપના, મારે બોલવાનું નથી પણ આપવાનું છે.” વૃંદા બોલી.
“શું?” સપનાએ આતુરતા સાથે પૂછ્યું. “મારા લગ્નનું કાર્ડ.”
“હેં!”
“હા, લો. અને વિભા પણ ખુશ થઇને જોડાય છે. એનો આત્મા
મારીને મેં કોઇ કામ કર્યું નથી.” વૃંદાએ આનંદપૂર્વક સમજાવ્યું.
સપનાએ કાર્ડ હાથમાં લઇને વાંચ્યું. અને તેં પછી તેણે
ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું, “વૃંદા, હું ખૂબ ખુશ છું. વિભાની
નિરાશાનો સુખદ અંત લાવી શકનાર તું જ છે. નહિતર મેં તેને આટલી
બધી ખુશ કોઇ દિવસ જોઇ નથી.” વૃંદાએ કહ્યું, “તો મારી ફરજ
પણ એ છે.” વૃંદા બોલી.
“હમણાં વિભાકર અહીં જ આવવાના છે.” “કેમ?” સપનાએ પૂછ્યું.
“બસ, તમારી હાજરીમાં એક ચર્ચા કરવાની છે.” વૃંદા બોલી.
“શી?”
“એ ચર્ચા શરૂ થાય એટલે જુઓ તો ખરા કેવી મજા આવે
છે?” વૃંદા બોલી.
“તો તો વિભાકર સરને ફોન કરીને જલદી બોલાવો.” સપનાએ ધીરજ ઘટી હોય તેમ કહ્યું.
“લો, આ આવતા જણાય છે.” વૃંદાએ ખુલ્લા બારણેથી
દરવાજા તરફ નજર કરતાં કહ્યું.
વિભાકર અંદર આવ્યા.
“બેસો, સર.” કહી સપનાએ સ્વાગત કર્યું.
“સપના, વૃંદા તો તને આમંત્રણ આપે. પણ હું મારા તરફથી
ય તને આમંત્રણ આપું કે નહીં?” વિભાકર બોલ્યા.
“હા, ભલે. મને એકલીને આમંત્રણ આપો છો કે પછી
સહકુટુંબ?” સપના પૂછવા લાગી.
“સપના, હજુ તને મારા પર ભરોસો ઓછો છે એવું લાગે
છે.” વિભાકર બોલ્યા.
“હવે ભરોસો આવ્યો, બસ.” સપનાએ હસતાં હસતાં કહ્યું. પછી વૃંદા તરફ જોઇને પૂછ્યું, “બોલ વૃંદા, પેલી ચર્ચા કરવાની હતી એનું શું થયું?”
“હા, હું વિભાકર સર સાથે ચર્ચા કરું છું.” વૃંદા બોલી. “કરો,” સપનાએ સાંભળવાની તૈયારી દર્શાવતાં કહ્યું. વિભાકર વૃંદા સામે જોવા લાગ્યાં, વૃંદાએ શરૂઆત કરી.
“સર, આપણે આમંત્રણ તો આપ્યાં. પણ તમને ખબર છે કે આ
કંકોત્રીમાં ભૂલ છે?”
“ના, કોઇ ભૂલ નથી.” વિભાકરે કહ્યું. “છે.” વૃંદાએ દ્રઢતાથી કહ્યું.
“તો બતાવ. હું સુધારી દઉં.” વિભાકરે કહ્યું. “નહીં સુધારો હોં સર.” વૃંદા બોલી.
“કેમ ન સુધારું? તું કહેતી હોય કે ભૂલ છે. અને ભૂલ લાગતી હોય તો સુધારવી કેમ નહીં?” વિભાકરે સુધારાની તૈયારી બતાવતાં કહ્યું.
“તો. જુઓ સર, એક નામ ખોટું લખાયું છે.” વૃંદાએ કહ્યું. “ક્યું?” વિભાકરે પૂછ્યું.
“એ નામ છે વૃંદા.”
વિભાકર એકદમ ચોંકી ઊઠ્યાં. સપના પણ આ સાંભળી અ વાક્ બની ગઇ. વિભા ય જોતી રહી ગઇ. વિભાકરને તો ધરતી ખસતી
લાગી. તે બોલી ઊઠ્યા.
“એટલે, વૃંદા તું મારી સાથે લગ્ન કરવા માંગતી નથી?” “ના.”
“આ તો દગો કહેવાય.”
“સર, મેં દગો કર્યો પણ તમે શું કર્યું છ ે?”
“મેં શો દગો કર્યો, વૃંદા? હું તો મારા આદર્શને વળગ ી રહ્યો.”
“તમે તમારા આદર્શની પરવા કરી. પણ તે અગાઉ વિભાના
ગમે?” વૃંદા પોતાની દલીલો મજબૂત કરતાં બોલતી હતી.
પ્રેમમાં પડ્યા. સાથે હર્યાં ફર્યા. તેની ચિંતા કરી. તેના વિના રહી શકતા
ન હતા. અરે એકવાર તો તમે વિભાને એમ પણ કહ્યું હતું, “વિભા, તું
મને બહુ ગમે છે. આ બધું કરવાની જરૂર શી હતી?”
“હું કબૂલ કરું છું. વૃંદા કે હું પળવાર ખેંચાઇ ગયો હતો અને આવી પળમાં આદર્શનું ભાન નથી રહેતું. પણ મેં જ્યારે ઘણું બધું વિચારીને મારી આબરું, મારો મોભો અને માનમહત્તા તથા એક અધ્યાપકના નાતાનો આદર્શ આ બધું વિચાર્યું ત્યારે મને સત્ય સમજાયું કે વિભા સાથે લગ્ન કરવાં એ સમાજને તો માન્ય હોય કે ન હોય પણ
મારા આદર્શને માન્ય નથી.” વિભાકરની દલીલ સબળ હતી.
પણ વૃંદાએ એનાથી ય સબળ દલીલ શરૂ કરી, “સર, તમે પળવાર ખેંચાયા. પણ તમને એ ભાન નહોતું કે વિભા જીવનની પ્રત્યેક પળ સુધી ખેંચાઇ ગઇ. એક પળનું બહાનું તો માણસને આપધાત કરાવે છે. આ તો સપના જેવી વ્યક્તિઓના આશ્વાસનથી વિભા જીવતી રહી છે. બાકી તમે તો હિંસા કરી ચૂક્યા છો.”
“જો, વૃંદા હું તને પહેલેથી જ કહેતો હતો કે તું વિભા માટેની
ભલામણ કરીશ. ત્યારે તેં કહ્યું હતું કે ના વિભાને પરણો એવો આગ્રહ
નહિ કરું અને હું વૃંદા પોતે જ તમારા પ્રેમમાં રહી પરણવા સુધી પહોંચીશ.”
“હા મેં કહ્યું હતું અને પછી ફોક કર્યું ત્યારે તમને કેવું લાગ્ય.ું
સર? શું હું તમને ન પરણું એ કાર્ય તમને ગમે છે?” વૃંદાએ પૂછ્યું.
“ના.” વિભાકર બોલ્યા.
“તો પછી વિભાની સાથે તમે એવા પ્રેમના જોગસંજોગ, અનુભવો ઊભા કર્યા અને પછી તેની સાથે દગો કરો તો એને કઇ રીતે
“તો વૃંદા તારો નિર્ણય અફર છે?”
“હા, સર. વિભાને ન પરણવાનો પણ તમારો નિર્ણય અફર જ છે ને?”
“પણ વૃંદા, હું મારા આદર્શને વળગી રહ્યો છું એટલે અમે એકબીજાને પામી શક્યાં નહીં?”
“ક્યો આદર્શ?”
“હું તે તો અધ્યાપક છું.”
“તો સર, શું તમે મને પરણો તો તમે મારા શું થાઓ?” “હું પતિ થાઉં.” વિભાકર બોલ્યા.
“અરે, તમે મારા ગુરુ ખરા કે નહીં?” “ના.”
“કેમ, તમે મને ભણાવી નથી?”
“ના.”
“કેમ મને અને રૂપાને અંગ્રેજી કોણે શીખવ્યું?” “મેં.”
“તો, તમે મારા ગુરુ ખરા કે નહીં?” વૃંદા વિભાકર ને
દલીલોમાં ગુંચવતી હતી.
“પણ, તું મારી વિદ્યાર્થિની નથી.”
“હું એ જ કોલેજની છું. તમારા કલાસમાં ભણી નથી. પણ
તમે મને ટ્યુશન લઇને ય ભણાવી તો ખરી ને?”
“હા.”
“તો પછી તમે મારા એ રીતે ય ગુરુ ખરા કે નહીં.” “વ ૃંદા, તું ફરી ગઇ.”
“અરે સર, ફરી તો તમે ગયા. એ વિભાનેય તમે કોલેજમાં જોઇ છે પણ તમારા ક્લાસમાં જોઇ છે?”
“ના.”
“બસ ત્યારે એ તમારી વિદ્યાર્થિની નથી. તમે આમ તો એ સંસ્થાની રીતે ગુરુપદે છો પણ એક ભૂલ કરી દગો દઇ, પ્રેમને ફગાવી આદર્શના બહાનાને આગળ ધરી દેવું એ તમારી શોભા નથી. તો, સર હું કહી દઉં છું કે તમને નહીં પરણું. હવે તમારે વિભા સાથે લગ્ન કરવાં જ પડશે અને ભૂલ સ્વીકારવી પડશે.”
“પણ, વૃંદા જગતના દરેક શિક્ષકને આ રૂઢિ જોઇ કમકમી આવી જશે. અને કોઇ શિક્ષક આવી ભૂલ કરશે તો?”
“અરે, સર તમે કરેલી એક ભૂલના કારણે ઘણા અધ્યાપકો
ભૂલ ન કરતા થઇ જશે. એ તમને મહાન માનશે. સાથે સાથે એવું ય
વિચારશે કે વિભાકરને આદર્શનો ભોગ એમની મોહમાયામાં જલદી
ખેંચાઇ જવાની ભૂલના કારણે આપવો પડ્યો. અને પરણવું એ એક
કર્તવ્ય બની પડ્યું. ત્યારે જગતનો દરેક શિક્ષક આ ભૂલ ન કરવા
પ્રેરાશે. તમારી એક ભૂલ ઘણી બધી ભૂલોને ટાળશે . તમારા પર જગતની
અને અમારી સૌની સહાનુભૂતિ રહેશે.”
ત્યારે સપના બોલી, “સર, વૃંદા સાચું કહે છે હવે તમે વિભાને
સ્વીકારો. તમે તો એને છોડીને વૃંદાના પ્રેમમાં પડ્યા પણ તેણે કોઇ
બીજા પુરુષની કલ્પના ય કરી નથી.”
ત્યારે આ સાંભળી વિભા રડી પડી. તેના સુંદરગોરા ગોરા
મુખના ભાગ પર કરુણા વ્યાપી ગઇ. ગાલ પરનાં આંસુ લુછવા સપનાએ
હાથ લંબાવ્યો.
ત્યારે વૃંદાએ સપનાને આંસુ લુછવાની ના પાડી. “રહેવા દે
સપના, એનાં આંસુ લુછીશ નહીં.”
“કેમ?” સપનાએ આશ્ચર્યસહિત પૂછ્યું.
“એટલા માટે કહું છું કે એ આંસુ વિભાકર સર લુછશે.”
અને પછી વિભાકર ઊભા થઇ વિભા પાસે ગયા તેમણે તેના ગાલ પર હાથ ફેરવી આંસુ લુછી આશ્વાસન આપ્યું.
“વિભા, મને માફ કરી દે.”
“અરે, શું કહો છો, તમારે મારી માફી માગવાની હોય? આવું બધું બન્યું એ તો આપણા જીવનની કસોટી છે અને કસોટીની એરણ પર ટીપાઇ ટીપાઇને કંચનની જેમ આપણો પ્રેમ શુદ્ધ બન્યો છે.” વિભા બોલી.
“અરે, વાહ વિભા તું તો કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલ”ની
ભાષા બોલે છે.
અને વિભાકર વિભા એકબીજાને ભેટી પડ્યાં. સપના અને વ ૃંદા સામસામે તાળીઆ ે લેવા લાગ્યાં. એ આનંદને તેમણે વધાવી લીધો.
વૃંદાએ આનંદમાં ને આનંદમાં કહ્યું, “હવે, એક માંડવો ઊભો
થઇ ગયો.”
ત્યારે સપના બોલી. “સનત ઝવેરી જ્યાં શ્વેતા અને તેની બહેનનાં લગ્નનું આયોજન કરે છે. ત્યાં જ આ લગ્ન થાય તો કેવું?”
“એ એમના વડીલોની મરજી.....”
“અરે, વૃંદા આપણે જ વડીલ અને ખાસ કરીને તો તું જ વડીલ છે. આ બંન્નેને એક કોણે કર્યાં !” સપના બોલી.
“મેં એક કર્યા. પણ છતાંય વડીલો જે કંઇ કરે તેમાં આપણે
સૂર પૂરાવીશું.”
“પણ વૃંદા, આ તો ત્રણ માંડવા થયા. દંપતી સાથે ચોથી ચોરી તારી અને તુષારની ગોઠવી દઇએ તો?”
“હા, તુષાર તૈયાર તો હું પણ તૈયાર છું. હવે સમૂહલગ્નમાં જ મજા આવશે.”
એટલામાં તો નટવર અને તુષાર આવતા જણાયા. તેમણે વિભા વિભાકરને એકબીજાના હાથમાં હાથ મિલાવી પ્રેમાલાપ કરતાં જોઇ આનંદ તો થયો પણ આશ્ચર્યની સીમા ન હતી.
નટવરે પૂછ્યું, “કેમ શું છે આ બધું?”
ત્યારે વૃંદા બ્ ાોલી, “વિભા અને વિભાકર સરનાં લગ્નનું પણ અમે નક્કી કરી દીધું. બન્ને એક થઇ ગયાં.”
“શી વાત છે? તો પછી તું રહી ગઇ? તેં જ તારા પ્રેમનો ભોગ આપી દીધો?”
“ભોગ નહીં. મેં એક નાટક કર્યું હતું. હું વિભાકર સરની
શિષ્યા બની ટ્યુશન ભણવા લાગી. અને મારે સમજાવવું હતું કે વિભાને
ન પરણી શકાય તો મને કેવી રીતે પરણી શકાય? આ વાત તુષાર જાણે
છે. તુષાર પણ આ નાટકમાં સંડોવાયેલો હતો.”
સપના બોલી, “તો પછી, તમે મને વાત કેમ ન કરી?” ત્યારે વૃંદા બોલી, “સપના, તું દયાળું છે. તારા સ્વભાવને ઓળખીએ છીએ.
મારે વિભાને મદદ કરવા વિભાકરનું હૃદય તોડવાનું હતું તે હૃદય તોડવા
માટે ના નાટકમાં તું સામેલ થાય નહીં અને અમે તને વાત કરીએ તો તું
પણ અમને રોકે.”
“કંઇ વાંધો નહીં. જે થયું તે સારું થયું.”
વિભાકર ઊભા થઇ સપના પાસે આવ્યા, કહેવા લાગ્યા, “સપના, વૃંદાએ ભાવિનો વિચાર કરી તેને યોગ્ય પાત્ર બતાવવું પડશે ને?”
“એ તો સર, વૃંદાએ પોતાનું ભાવિ નક્કી કરી લીધું હશે.” સપનાએ મજાકમાં કહ્યું.
“અરે સપના, તમે બધાં મારો વિચાર કરો છો પણ ગરીબીમાંથી માંડમાંડ પ્રગતિ પામેલી રૂપાના ભાવિનો વિચાર કેમ નથી કરતાં?”
ત્યારે ડાયરેક્ટર સુરેશ દવે અને રૂપાએ પ્રવેશ કર્યો.
સૌ આ જોડીને જોઇ રહ્યાં. રૂપાનું રૂપ અને સુરેશ દવેનું
વ્યક્તિત્વ બંન્ને હરકોઇ માટે મોહક લાગતાં હતાં.
“આવો સર.” સપનાએ બંન્નેનું સ્વાગત કર્યું.
પછી રૂપાને પૂછ્યું. “કેમ, ધીરુકાકાને છોડીને આવી? તને
એમણે મોકલી?” ત્યારે રૂપાએ કહ્યું, “સપનાબહેન, આજે તો બહુ
ખુશ હતા. તેમણે મને રજા આપી દીધી કે “બહાર ફરવા જવું હોય તો
જા. હું મારી પ્યારી પુત્રીને આખો દિવસ ઘરમાંને ઘરમાં બેસાડી રાખું
એના કરતાં થોડું હરે ફરે અને આ દુનિયાની મોજમજા માણે.” અને
પછી હું નીકળી પડી ડાયરેક્ટર સાહેબને ત્યાં. અમદાવાદ તેમના ઘેર
મળી અને તેમને સાથે લઇ અહીં આવી.”
“ભલે.” સપના બોલી.
રૂપાએ પૂછ્યું, “કેમ, આજે આટલો મોટો મેળાવડો એકઠો
થયો છે ?”
“તને ખબર નથી રૂપા, હવે આપણને એક લગ્ન મહોત્સવ
ઊભો કરીએ છીએ.” સપનાએ કહ્યું.
“કોનો?” રૂપાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
સપનાએ તેને એકબાજુ બોલાવી કાનમાં બધું કહી દીધું.
પછી સપનાએ બધાં વચ્ચે કહ્યું, “હવે રૂપા અને વૃંદા રહી જાય છે. બોલ રૂપા, હું જેની ઓફર કરું તેને પસંદ કરીશ?”
“સપના બહેન, પહેલાં મને પૂછી અને પછી મારાં મા બાપને જણાવજો. તમે જેને પસંદ કરશો તેની સાથે હું લગ્નગ્રંથિથી જોડાઇશ. તમે પણ મારાં વડીલ જ છો. મારા માટે જે પાત્ર શોધ્યું હશે તે બરાબર હશે. હું ના પાડીશ નહીં.”
એટલામાં તો નટવરે પ્રવેશ કર્યો. વિભાકર અને વિભાને પ્રેમથી વાતો કરતાં જોઇ ખુશ થયો. તેણે વૃંદાને પૂછ્યું, “શું છે આ બધું? દુનિયા બૂદલાઇ ગઇ હોય તેવું લાગે છે.”
અને વૃંદા તથા સપનાએ એને પણ બધું જણાવી દીધું. નટવર
ખૂબ ખુશ થઇ ગયો.
ત્યારે સપનાએ જાહેરાત કરી, “સજ્જનો અને સન્નારીઓ, મિસ રૂપાએ પોતાના ભાવિનો ફેંસલો મારા પર છોડ્યો છે તેનો હું આનંદ વ્યક્ત કરું છું. સૌ પોતપોતાનાં પાત્રને શોધીને પરણે છે. જ્યારે રૂપાના ભાવિનું પાત્ર હું જાહેર કરું છું. હું રૂપાનું અંતર જાણી ચૂકી છું. અને તેના માટે હું સુરેશ દવેને વિનંતી કરું છું કે રૂપા સાથે હૈયાનો
મેળાપ જાહેર કરી ભાવિજીવનના સહભાગી થવાનું વચન આપે. અને
રૂપા પણ સહર્ષ મારા પ્રસ્તાવને સ્વીકારી લે.”
“અરે, સપના આ શું કર્યું?” સુરેશ દવપે બોલી ઊઠ્યા. “કેમ?”
“રૂપાનો તો મેં મનથી ય વિચાર કર્યો નથી.”
“તો શું તમે એને ચાહતા નથી?”
“અરે, મને એક સારી અભિનેત્રી મળી છે તે બદલ હું તેના
પ્રત્યે માનસન્માન વ્યક્ત કરું છું પણ મેં એની સાથે જોડાવાનો વિચાર
કર્યો નથી.”
ત્યારે સપનાએ રૂપાને પૂછ્યું, “સાચી વાત છે?” રૂપા બોલી, “હા, એમણે મને કોઇ દિવસ એ નજરથી જોઇ નથી. હું પણ તેમના
પ્રત્યે માનસન્માન ધરાવું છું એ વાત સાચી છે. પણ ભાવિ સાથી તરીકેનો
ખ્યાલ મેં નથી કર્યો. આ ફિલ્મ લાઇનમાં ઘણાં બધાંની વાતો ઊડે છે.
મારી પણ અફવા ફેલાયેલી હતી કે અભિનેત્રી રૂપા ડાયરેક્ટર સુરેશ
દવેને મોહમાયામાં ફસાવી લગ્ન કરવા માંગે છે. હવે સુરેશ દવે સાહેબે
જ ઇન્કાર કર્યો પછી મારે તમારા બોલ માથે ચડાવવાનો પ્રશ્ન જ ક્યાં
છે? એટલે સપનાબહેન, મેં વચન તોડ્યું એવું તો નહીં લાગે ને તમને?”
“ના, રૂપા. હું પણ માની બેસી હતી કે તમે બંન્ને એકબીજાને
ચાહો છો.”
ત્યારે વૃંદાએ ખુલાસો કર્યો, “સપના, દવે સાહેબે તો પોતાના
ભાવિ જીવનનું પાત્ર શોધી લીધું છે.”
સપનાએ પૂછ્યું, “તને કેવી રીતે ખબર પડી?” “એ પાત્ર હું છું.” વૃંદાએ ઘટસ્ફોટ કર્યો.
“શી વાત છે. તું ડાયરેક્ટર સાહેબ સાથે....?”
“હા, અમે ઘણા સમયથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. અમે અજાણ્યા છીએ તેવું નાટક કર્યું હતું. રૂપાને અભિનેત્રી તરીકે પસંદ કરી તેના ગામ સુધી લેવા માટે મે જ તેમને મોકલ્યા હતા. પણ રૂપાને આ વાતની ખબર નથી.”
રૂપા વૃંદા સામે જોઇ રહી. તેના ચહેરા પર આશ્ચર્ય અને
ખુશાલી બંન્ને હતાં.
સૌ આ વાત સાંભળીન્ ો અવાક્ બની ગયાં.
“સારું આ ખુશાલીના સમાચાર સાંભળી મને આનંદ થયો.” રૂપાએ કહ્યું.
ત્યારે સૌ ખુશ હતાં. એકમાત્ર નટવરના ચહેરા પર નિરાશા
ત્યારે નટવરે કહ્યું, “ચહેરો પડી જ જાયને. લોકો પોતાનાં
કહેલાં વચનો પાળતાં નથી. સૌ પોતપોતાનું કરી લે છે. અને હું એકલો
રહી ગયો.”
“કેમ કોણે વચન આપ્યું ને ન પાળ્યું.”
“સપના, વૃંદાએ મને વચન આપ્યું હતું કે તે મારા માટે એક
છોકરી ગોતી આપશે.” નટવર બોલ્યો.
“અરે, હા નટવર તે વચન હું પાળીશ. હું તારા માટે છોકરી શોધીશ. તને પરણાવીશ. પછી જ હું પરણીશ.”
“પણ વૃંદા, હજુ સુધી તેં મગનું નામ મરી પાડ્યું નથી. અત્યાર
સુધી શું કર્યું?”
“અત્યાર સુધી વિચારી રાખ્યું. હવે હું આ વાતને અમલમાં
મૂકી બતાવીશ.”
“ભલે, હું ધીરજ રાખીશ.”
“નટવર, ધીરજ એટલે એક મિનિટની ધીરજ રાખવાની છે. હું તારા ભાવિ પાત્રનું નામ જણાવું છું. આનંદ આવી જશે.”
“કોણ?”
“રૂપા.” વૃંદા બોલી. અને રૂપા સરમાઇ ગઇ. ત્યારે સપનાએ કહ્યું, “શું રૂપા તને મંજૂર છે?”
હતી.
સપનાએ કહ્યું, “કેમ નટવરભાઇ, તમારો ચહેરો પડી
ગયો છે ?”
પડ્યાં.
“તો તો સારું.” નટવરે વચ્ચે બોલી ઊઠ્યો. અને સૌ હસી
વૃંદાએ નટવરને એકબાજુ બોલાવ્યો અને કહેવા લાગ્યો, “એ
પ્રકરણ : ૩૬
રૂપા થોડીવાર શરમાયેલી ચૂપ રહી. તે કશું બોલી શકતી ન હતી. તેની નજર નટવર પર ન પડી પણ નટવર તો તેને ટગર ટગર જોઇ રહ્યો હતો. તે ખૂબ ખુશ હતો. તે રૂપાના રૂપને પીતો પીતો સુખની પળો પસાર કરતો હતો. તેના મનમાં જે આનંદ હતો તે આનંદ કોઇ દિવસ હતો નહીં. અગાઇની પળો અને અત્યારની પળોમાં આસમાન જમીનનો ફેર હતો.
થોડીવાર પછી રૂપા બોલી, “હું મારાં મમ્મી પપ્પાને પૂછી
લઉં તો?”
અને નટવરનો આનંદ દૂર થઇ ગયો. પણ તેને આશા તો રહી. પછી સપનાએ તેને કહ્યું, “રૂપા, મા બાપને પૂછવું જોઇએ. અને તેમની શી મરજી છે તે પણ જાણી લે. અમે એમને દબાણ નહીં કરીએ. અને શરમમાં હા પાડી દેવી એવું આપણે નથી કરવાનું.”
“ભલે.” રૂપા બોલી.
પછી વૃંદા બોલી, “રૂપા, ભગવાન જે કરશે તે બધું સારું જ કરશે. આપણે બધાં એવા ઋણાનુબંધથી મળ્યાં છી એ કે જનમોજનમ એકબીજાની સાથે વણાયેલાં રહીશું.”
નટવર, તું બાફી મારતો નહીં. જેમ તેમ કરીને તારું કરાવવા માગીએ
છીએ ને તું વચ્ચે બોલ બોલ કરે છે. જા, હવે હું તારી વચ્ચે બોલવા
માંગતી નથી.”
“અરે, વૃંદા હું તારી માફી માગું છું. હવે નહીં બોલું.”
“જો, નટવર, જ્યાં સુધી તારું નક્કી ન થાય ત્યાં સધી કુવારી છોકરીની માફક શરમાયેલા જ રહેવાનું. બીજું કોઇ ડહાપણ બતાવીશ તો હું ખસી જઇશ. હા, તને જે પૂછવામાં આવે તેનો જવાબ આપજે.” બાકી આવી છોકરી તને મળે નહીં.”
“સારું, વૃંદા તું કહે તેમ થશે.” નટવર બોલ્યો.
નટવર અને વૃંદા વળી પાછાં સપના પાસે ગયાં. સપનાને એક બાજુ બોલાવી વૃંદાએ કહ્યું, “સપના, રૂપાની બીજી કોઇ મૂંઝવણ હોય તો પૂછી લે. તેનાં માબાપ હા પાડ્યા પછી તો તે તૈયાર છે ને?”
અને સપનાએ રૂપાને એકબાજુ બોલાવી રૂપા તો શરમાયેલી
ને શરમાયેલી હત્ ાી. નટવર તો તેના પરથી નજર જ ખસેડતો ન હતો.
“બોલ રૂપા, તારાં માબાપ હા પાડે પછી તો તું તૈયાર જ છે
ને?” સપનાએ પૂછ્યું.
શરમાયેલી રૂપા કશો ઉત્તર આપતી ન હતી. તે પગના નખથી જમીન ખોતરતી હતી. તે કંઇક મૂંઝવણમાં હોય તેવું લાગ્યું.
ફરી સપનાએ પૂછ્યું, “રૂપા, તને જબરદસ્તીથી પરણાવવાની
નથી. હા કે ના કહેવામાં કોઇની શરમ રાખવાની નથી. બાકી અમે તો
તને એટલા માટે આગ્રહ કરીએ છીએ કે તું નટવરભાઇ જેવા સીધાસાદા
અને ભલાભોળા માણશ જોડે બંધાય અને એને પણ એક સારી કન્યા
મળે તો કજોડા જેવો પ્રશ્ન નથી એટલે જે પેટછૂટી વાત હોય તે જણાવી
દે. તમારો બંન્નેનો પ્રેમ શરૂ થઇ જશે. એકબીજાના ખ્યાલો ચાલુ થશે.
પછીની પળોમાં આનંદ હશે. પણ સવાલ છે તારી મરજીનો.”
“સપનાબહેન, તમે અને વૃંદા જે કહેશો તે હું કરીશ.” “અરે, રૂપા એ વાત છોડ. તમે નટવરભાઇ ગમે કે નહીં.
એટલો જવાબ અ ાપ. તેં અન્ય કોઇને વચન આપ્યું હોય તો પણ જણાવી
દે.”
“ના, એવું નથી. સપનાબહેન.” “તો શું છે?”
“જુઓ સપનાબહેન, હું એક ગરીબ અને સાધારણ છોકરી હતી. એક કલાકારના સ્વરૂપમાં આમ તેમ ફરીને ગુજરાતન ચલાવતી. પરમેશ્વરે જ્યારથી મને તમારી પાસે મોકલી ત્યારથી હું સુખી છું. તમે
મારો વિકાસ ક ર્યો. હું અત્યારે જે પ્રગતિ પર છું. જે સુખ ભોગવી રહી છું તે તમારા જ લીધે છે. બાકી હું રસ્તા પર હતી અને તમે મારો હાથ પકડ્યો. હું તમને શી રીતે ભૂલું?”
“જો રૂપા, મેં તારા પર કોઇ ઉપકાર કર્યો નથી. મને તો તારા જેવાં અનેકનાં કામ કરવામાં આનંદ આવે છે. આ તો આપણા સ્વભાવ એકબીજાને અનુકૂળ આવતા હતા એટલે આપણે એકબીજાની નજીક આવ્યાં. બાકી તું તારા ઘેર હોત અને હું મારા ઘેર હોત. આ મેળાપ
કુદરતે કરી આપ્યા છે. તું મારા કાર્યને ઉપકાર સમજતી હોય તો તારો
લાભ લેવા હું ઇચ્છતી નથી. તારી મરજી જ્યાં હશે ત્યાં અમે રાજી
છીએ. અત્યારે તો નટવર બાબતનો મારો આગ્રહ છે. તને ફરજ પાડતી
નથી. તું જરાય ચિંતા ન કર અમે તને પરાણે હા નહીં પડાવીએ.”
“એમ ન્ ાથી. સપનાબહેન.” “તો શું છે? વાત તો કર.”
“સપના બહેન, ઉપકારની વાત હું નથી કરતી પણ તમે મારા
માટે સન્માનનીય છો અને હું તમારા ઘરમાં પરણીને આવું તો કેવું
લાગે?”
“કેમ કેવું લાગે? સારું લાગે.” સપના બોલી. “અરે, નટવર તમારા શું થાય?”
“જેઠ.”
“તો હું એમની સાથે પરણીને તમારી જેઠાણી બનું તે કેવું
લાગે?”
“અરે, પાગલ જેઠાણી. તારું પદ તો હું મારા હૃદયમાં નાનું
માનતી ન્ ાથી. તું પણ મારા માટે સન્માનનીય છે. તેં મારા સન્માનની
કદર કરી. આ કદર કરનાર રૂપા તારા માટે હું સન્માનનીય છું. તો તું
મારે સન્માનનીય નથી. ઉંમરમાં પણ ભલે નાની છો પણ બુદ્ધિ, સમજ
અને બીજું ઘણું બધુ તારામાં છે. આ તો રોજબરોજની ઘરેડને લીધે હું
તને તું કહીને બોલાવું છું.” સપનાએ તેને સમજાવી.
“પણ, પછી મને ‘તમે’ કહીને ન બોલાવતાં હોં.”
“અરે, રૂપા મારું વચન છે. તને હું તું જ કહીશ. પણ વાતનો
પાર લાવી દે.”
“સારું, હું કોઇ પણ શેહશરમ કે કોઇના દબાણ વિના અત્યંત
ખુશ થઇને નટવરને પસંદ કરું છું. અને જાહેર કરું છું કે હું તેમની સાથે
પરણીને આપના પરિવારની માનીતી વ્યક્તિ તરીકે રહીશ.”
“અહીં મારી સાથે જાહેર નથી કરવાનું.” “તો?”
“રૂપા, તારે બધાં વચ્ચે કહેવાનું કે નટવર સાથે મારું સગપણ
થાય તે મંજૂર રાખું છ ું. પણ તારાં મા બાપને પૂછીને જાહેર કરીશ ને?”
“સપનાબહેન, મારાં મા બાપ મને ના કહેશે જ નહીં. પણ તેમને પૂછવું પડે એટલે હું અત્યારે બધાંની વચ્ચે જાહેરાત નથી કરતી પણ એટલું કહું છું કે આ વાત પતી જશે. જાઓ મારું વચન છે.” રૂપા ઉત્સાહથી બોલી.
“તો, રૂપા હવે તારે જવું હોય તો તું જઇ શકે છે.” સપનાએ
પ્રકરણ : ૩૭
રૂપા ઘેર પહોંચી. પહોંચીને સીધી જ પોતાના પપ્પાને મળી. “અરે રૂપા, તું ધીરુંકાકાને ત્યાંથી અહીં આવી ગઇ?” “ચિંતા ન કરશો પપ્પા, ધીરુકાકાનો મારા પર વિશ્વાસ છે. કે
હું ક્યાંય નહીં જાઉં. હવે તો તે મને બહાર જવાની છૂટ આપે છે.”
રૂપાએ જવાબ આપ્યો.
કહ્યું.
સૌને હાથ ઊંચો કરી “ગુડબાય” કહી રૂપા ત્યાંથી સડસડાટ
“રૂપા આજ તો તું ખૂબ જ ખુશ લાગે છે. બોલ શું કારણ છે?”
ચાલતી થઇ.
વૃંદાએ પૂછ્યું, “કેમ છે બોલ સપના, રૂપા માની ગઇ ને?” “લગભગ બધું થશે. હવે તે ચિંતા, વૃંદા તારા એકલાને નહિં
પણ મારા શિરેય એ ચિંતા આવી ગઇ. ચિંતા કર્યા જેવું નથી. વાત પતી
જશે.”
“પપ્પા, હું આજે ખુશ છું એનું કારણ કોઇ નહિં જાણી શકે.”
“પણ રૂપા, હું આજે ખૂબ ખુશ છું એનું કારણ તું જાણી શકે ખરી?”
“પપ્પા, તમે શાના ખુશ છો. એવું શું બન્યું છે?”
ગયું.”
“ક્યારે?” નટવરે પૂછ્યું.
“પાછો બોલ્યો?” વૃંદાએ નટવરને દબાવ્યો.
“સારું, નહીં બોલું. અત્યારે તો રૂપાની ગેર હાજરીમાં બોલાઇ સૌ હસી પડ્યાં. નટવર પણ હસવા લાગ્યો.
બાપદીકરીની વાતોમાં રૂપાની માતાને સાંભળવામા ં રસ પડતો.
ચંચળ છોકરી કોઇ કોઇ વાર તેના બાપના ચહેરાને પકડી લેતી તો કોઇ
વાક કાંડું પકડી તેમનું શરીર હલાવતી જુદી જુદી ચેષ્ટાઓ કરતાં કરતાં
ઘણીવાર અનેરી વાતો કર્યા કરતી. ચંચળ સરિતાની માફક પોતાના
મનના તરંગોને તે લાડમસ્તીમાં વહાવી પોતાના ઉરના સૂરોને રેલાવવાની
વિશેષ તક લઇ લેતી હતી.
“બેટા, હું જેટલો તને જોઇને ખુશ છું તેટલો તારા ભવિષ્યના
સુખને જોવાની કલ્પના કરીને ખુશ થાઉં છું.”
“પપ્પા, એવી કલ્પનાઓ કરી કરીને આપણે આખી જિંદગી કાઢી નાંખીશું. કલ્પનાઓ તો ખલાસ થવાની નથી. પણ તમારી મારા સુખની કલ્પનાઓ રહી છે તે તો જણાવો. હું સાંભળું તો ખરી?”
“બેટા, હું હવે થોડાક સમયમાં જ તારા હાથ પીળા કરી દેવા
માંગું છું.”
“ભલે, પપ્પા. હું ક્યાં ના પાડું છું? સમય આવ્યે જે થશે તે
થવાનું જ છે. અને હું તૈયાર છું.” રૂપા ઉત્સાહપૂર્વક બોલતી હતી.
“બેટા, આજે મારે તને એક ખાસ વાત કહેવાની છે. અને તે તારા ભવિષ્યના પાત્રની છે.”
“પાત્ર?” રૂપાએ ભડકતાં ભડકતાં પૂછ્યું.
“હા, પાત્ર એટલે સરસ મજાનો તારો સંસાર જેવું એવું પાત્ર. જો અમદાવાદમાં જ રહેતા આપણી જ્ઞાતિના મારા ખાસ મિત્ર રામજી આપણા ઘેર આવ્યા હતા. તેમનો છોકરો કોલેજ પૂરી કરીને હમણાં જ સારી સર્વિસમાં જોડાયેલો છે. મેં રામજીને તેમના છોકરા માટે તારો હાથ સોંપવાનું વચન વિચારીને નક્કી કરી લીધું છે.” ચરણદાસ ઉત્સાહપૂર્વક રૂપાની સામું જોઇ બોલતા જતા હતા.
“નક્કી કરી લીધું છે એટલે? શું તમે છોકરાને અને તેના બાપને વચન આપી દીધું?”
“હા બેટા આમ તો તને પૂછી પણ લઉં પણ ઘર એટલું બધું
સરસ છે કે પૂછવા જેવું કાંઇ નથી. એ તારી વાત તો તું નાની હતી
ત્યારની નક્કી થઇ હતી. અને આજે રામજી આપણા ઘરે આવ્યો હતો
તેણે મને વાત યાદ કરાવી વચન લઇ લીધું છે.”
“પપ્પા, તમે શું કર્યું?”
“કેમ, બેટા, હું તને કૂવામાં નાંખીશ? ઘર સારું છે.” “પપ્પા, ઘર ગમે તેટલું સારું હોય પણ મને જાણ પૂરતી જાણ
કરી હોત તો સારું.”
“કેમ?” ચરણદાસે આશ્ચર્યસહિત પૂછ્યું.
“જુઓ પપ્પા, સપના બહેન અને વૃંદાએ મને નટવર બાબતે આગ્રહ કર્યો. મને એ અનુકૂળ આવે છે. મેં એમને મારું વચન આપ્યું છે છતાં તમારી સંમતિની બારી રાખી છે.”
“પણ બેટા, હવે રામજીને તો મેં પાંચ માણસો વચ્ચે વચન આપ્યું છે.”
“પપ્પા, તમે આ શું કર્યું. તમારી મારા માટે આટલી જ
લાગણી. તમે તો જૂનવાણી જ રહ્યા. છોકરીને પૂછાય નહીં? તમારા
કરતાં તો ધીરુકાકા કેટલા બધા સારા? એ બિચારો પાગલ માણસ પણ
મને પુત્રી માની કેટલો પ્રેમ કરે છે?”
“પ્રેમ તો હું ક્યાં ઓછો કરું છું બેટા? તારા ભવિષ્યની ચિંતામાં તો હું વિચાર્યા જ કરું છું.”
“ભવિષ્યનો સવાલ નથી. ભવિષ્યમાં તો જે પાત્ર મળે તે
પોતાની પસંદગીમાં હોવું જોઇએ.”
“બેટા, સપનાબહેન અને વૃંદાને સમજાવીશું અને નટવર સાથે
ના પાડી દઇશું. નટવરને ખોટું નહીં લાગે.”
“જુઓ પપ્પા, સપનાબહેન કે વૃંદાએ મારું ગળુ ં પકડીને
ફરજ નથી પાડી. એક સામાન્ય વાતમાંને વાતમાં નટવર મારા મનમાં
વસી ગયો. હવે હું બીજે ક્યાંય પરણવા નથી માંગતી. મારું સુખ
જોવા માંગતા હો તો તમે રામજી કાકાને જણાવી દો કે રૂપાને પૂછીને
બધું નક્કી થશે. પપ્પા, મને પણ ચિંતા છે કે તમારું વચન તોડી તમે
ખરાબ દેખાઓ પણ જ્યાં જીવનનો સવાલ છે ત્યાં વાત સમજૂતી પર
લાવી એને યોગ્ય વળાં ક આપી. આ વાતનો નિકાલ બુદ્ધિપૂર્વક થાય
તેવું કરજો.” રૂપા બોલી.
ચરણદાસ ચૂપ હતા. તેની આંખમાં આંસુ હતાં. પોતાની પ્યારી પુત્રીની વેદના સમજી ગયા. પણ તે મૌન એટલા માટે હતા કે પુત્રીને પૂછ્યા વિના એક ભૂલ કરી બેઠા છે. તે લાચાર હતા. પણ છતાં એણે રૂપાને એટલી તો આશા આપી.
“બેટા, હમણાં તું ઉતાવળ ન કરતી. ભગવાન પર ભરોસો રાખ અને પ્રાર્થના કર કે તારું અને મારું બન્નેનું વચન સચવાઇ રહે. એ રીતે તારી પસંદગી પ્રમાણે હું નટવર સાથે જોડાય તેમાં હું રાજી છું.
મારે તને પૂછવું જોઇતું હતું. પણ હું આટલી બધી ગંભીર વાતને સમજી
શક્યો ન્ ાહીં. તને નાની બાલિકા એટલે કે કાચી ઉંમરની નાદાન છોકરી
માની તને પૂછ્યા વિના હું જ બધો ભાર માથે લઇ નિર્ણય કરી બેઠો.
હવે તું હમણાં ધીરજ રાખ. કોઇ ઉતાવળ ન કરતી.” ચરણદાસે કહ્યું.
“ઉતાવળ તો તમે કરી, પપ્પા.”
“ભલે, રૂપા એનો અફસોસ ન કરતી.”
“અરે પપ્પા, આ તો ધર્મ સંકટ કહેવાય. હું તો મારી પસંદગી
પ્રમાણે નટવરને પસંદ કરું. પણ તે કરવામાં મને તમારા વચનની અને
તમને થતાં વચનભંગના અફસોસનું દુઃખ ન થાય તેમ માનો છો? શું
મને તમારા આપેલ વચનની કિંમત નથી એમ? પણ હવે પછી આવી
ભૂલ ન કરતા. આ વાતનો તો ભગવાન યોગ્ય નિકાલ લાવે તેવી હું
પ્રાર્થના કરીશ.” રૂપા બોલી.
પોતાની પ્યારી પુત્રીની ઊંચી ભાવનાનાં દર્શન એક બાપને અત્યારે જ થયાં. પુત્રી મહાન કે પિતા બેશક પુત્રી જ મહાન કહેવાય. પણ ચરણદાસ નિર્દોષ હતો. રામજીએ તેના પર યુવાનીમાં ઘણા બધા ઉપકારો કર્યા હતા. આ ઉપકારના ભાર નીચે દબાયેલો તે જે નિર્ણય
લઇ બેઠો હ તો તે તેની મજબૂરી હતી. રામજી તો તેનો છોકરો પરણાવવા
બેઠો હતો. રૂપા સારી છોકરી હોવાથી તરત તૈયાર થઇને ચરણદાસનું
વચન લઇ લીધું.
ચરણદાસે રૂપાને સાંત્વન આપ્યું, “બેટા, તું જરાય ચિંતા ન કરતી. હું કાલે જ રામજીને બોલાવું છું.”
“બોલાવો છોે. એટલે બોલાવીને ફરી જવા માટે?” “ ના,રામજી તો મારો ખાસ મિત્ર છે. હું તેને જે કહું તે સાંભળશે
અને મને યોગ્ય સાંત્વન આપશે.”
“એની એ જ વાત થઇને પપ્પા?”
“બેટા, ધીરજ રાખ. હું ભગવાનમાં માનું છું.”
પ્રકરણ : ૩૮
વિભા, વૃંદા અને નટવર શહેરના બગીચામાં ફરવા નીકળ્યાં હતાં. આમ રોજબરોજ તેઓ બહાર સાથે ન નીકળતાં. પણ જ્યારથી વૃંદાએ નટવરને રૂપા બાબતે વચન આપ્યું હતું ત્યારથી તે વચનને પાળવા તે તલસી રહી હતી. તે વિચાર કરતી હતી કે રૂપાને આ બગીચામાં બોલાવી લીધી હોત તો કેવું?
નટવર ઉત્સાહમાં હતો. તેના હૃદયમાં રૂપાના વિચારો રમી રહ્યા હતા. તેની એક એક પળ રૂપાના નિખાલસ ચહેરાને તલસી રહી હતી. તે વિચારતો હતો કે રૂપા જેવી છોકરીનું સૂચન કરીને વૃંદાએ
મોટો ઉપકાર કરી દીધો છે.
વૃંદાએ પૂછ્યું, “નટવર, હવે મારે તને બીજી એક વાત
પૂછવી છે.”
“શી?” નટવરે આતુરતાથી પૂછ્યું.
“તને ખબર તો હશે ને કે રૂપાનું કન્યાદાન તેના બાપ નહીં પણ ધીરુકાકા કરવાના છે?”
“હા.” નટવરે જવાબ અ ાપ્યો. “તને કોણે કહ્યું?”
“મને બધી જ ખબર છે. સપનાએ તુષારને કહ્યું હતું. અને
તુષારે મને બધી વાત કરી હતી. એક ગરીબ અને પુત્રી વિનાના બાપને
મદદ કરી ખરેખર સપનાએ અને રૂપાએ ઉપકાર કર્યો છે. બાકી ધીરુકાકા
ભાંગી પડ્યા હતા. તેમના જીવનમાં કોઇ ઉત્સાહ ન હતો. હવે
ધીરુકાકાના જીવનમાં બહાર આવી ગઇ.” નટવર બોલ્યો.
ત્યારે વૃંદા કહેવા લાગી, “નટવર, એ જ રીતે હવે તારા જીવનમાં રૂપાને લીધે બહાર આવી જશે. એ એક મોટી અભિનેત્રી છે. એટલે તું ભાગ્યશાળી છે એવું હું નથી કહેતી પણ એક નિખાલસ અમે ઉમદાચરિત્રવાળી છોકરી છે એટલે હું તેને મહાન ગણું છું. આપણે તેનો પરિચય કર્યો એ સપનાના લીધે કર્યો હવે તે પરિચયનું જતન કરવાનું છે.”
“હા, વૃંદા હું આ પરિચય પામેલી રૂપાના જીવનને ભર્યું ભર્યું બનાવી દઇશ. હું તેની પાસે જે સુખની આશા રાખું છું તે સુખ મેળવવાની સાથે તેને પણ સુખી કરવાની ઉત્તમ ભાવના પણ રાખીશ.”
“જો નટવર, રૂપા આપણને કદાચ પંદર દિવસ સુધી ન પણ
મળી શકે. ફોન પર બધી વિગતવાર વાત ન પણ કરે. વળી એણે તેનાં
માબાપની સલાહના આધારે તારી પસંદગી કરવાની વાત કરી છે એટલે
એમ ન માનતો કે તું પસંદ નથી. તે તો નિર્ણય કરી ચૂકી છે પણ છોકરી
સંસ્કારી છે એટલે તેનાં માબાપને આગળ કરે છે એટલે તારા માટે
અફસોસ કરવા લાયક પરિસ્થિતિ નથી. આપણે ધીરજથી આગળ
વધવાનું છે. એટલે તને આવા વિચારો આવે ત્યારે મારી પાસે આવજે
હું તને સાંત્વન આપીશ.”
“મને ઘણા બધા વિચારો આવે છે પણ વૃંદા, સૌથી વધુ
મહત્ત્વની બાબત તો એ છે કે આપણે એકબીજાનાં પ્રિય પાત્રો માટે
આટલાં બધાં અરમાન બાંધીને જીવીએ છીએ. એકબીજાથી વિખૂટા
પડવાનું દુઃખ અનુભવીએ છીએ. પ્રિય પાત્ર ન મળે તો એકબીજાના
મિલન માટે કણસવાનો અનુભવ કરીએ છીએ. ત્યારે મને એક ખાસ
વિચાર એ આવે છે કે વિભાના જીવનને વિભાકર સાથે જોડી દેવાના
પ્રયત્ન કરનાર તું અને સપના હતાં. જો વિભાનું જીવન બરબાદ થયું
હોત તો તેને કેટલા બધા નીસાસા પડત તે તને ખબર છે?”
“હા નટવર, મને ખબર પડી ગઇ હતી કે વિભા બહુ દુઃખી થાત એટલે હું ખૂબ પ્રયત્નશીલ બની તેને સુખી કરવાના પ્રયત્નો જ કરવા લાગી.”
“એટલે વૃંદા તેં વિભા અને મારા પર ઉપકારો કર્યાં છે. આનો બદલો અમે વાળી શકીશું નહીં.”
“નટવર, ઉપકારની વાત રહેવા દે મારે તારી સાથે એક ખાસ
ચર્ચા કરવાની હતી તે તો રહી ગઇ.”
“કઇ?” નટવરે આતુરતાથી પૂછ્યું.
“નટવર, હું એમ કહેવા માંગુ છું કે ડાયરેક્ટર સુરેશ છે
સાથે મારાં લગ્ન થ્ ાવાનાં છે તેની ખબર તો તમને હમણાં પડી.”
“હા, વૃંદા તેં અગાઉ સસ્પેન્સ રાખ્યું હતું એટલે પહેલેથી
ખબર પડે જ નહીં ને?”
“હવે નટવર તને ખબર પડી કે સુરેશ દવે અને હું લગ્નગ્રંથિથી જોડાઇશું. પણ નટવર જો તું અને વિભા અત્યારે મારી સાથે એક બગીચામાં હાજર છો તમને હું જે ખાનગી વાત કહેવા માંગું છું. તે તમારે હમણાં તુષાર અને સપનાને પણ કહેવાની નથી.” વૃંદાએ દુઃખી ચહેરે કહ્યું.
ત્યારે વિભા બોલી, “વૃંદા તું જે કહીશ તે કોઇને કહીશું નહીં.
બોલ શી વાત છે?”
“વિભા, હું ખુશ છું કે મને એક સારું પાત્ર મળ્યું છે પણ જ્યારે મેં સુરેશ દવેને લગ્નગ્રંથિથી જોડાવવાનું વચન આપ્યું ત્યારે તે
મારા પર ખુબ ખુશ હત્ ાા. હું મારા વચન પ્રમાણ તેમની સાથે પ્રેમભર્યો વર્તાવ કરતી રહી તે પણ મારા પર ખૂબ પ્રેમ વરસાવતા હતા. પરંતુ હાલ તે ખૂબ ઉદાસ રહે છે એમના મનમાં એવી કોઇ ઘટના ઘર કરી ગઇ છે અને તે ઘટના તેમને સતાવતી હોય તેમ તે બેચેન રહે છે.”
“વૃંદા, બેચેનીની નિશાનીઓ પકડીને તું વિચારતી થઇ કે બેચેન રહે છે પણ તે કઇ રીતે બેચેન છે. તેમના મનમાં કાંઇ દુઃખ છે તે તને કહ્યું છે ખરું?” વિભાએ પૂછ્યું.
“ના.” વૃંદા બોલી.
“તો પછી તારા માટે ચિંતાનો વિષય નથી. એ બેચેન રહે છે એટલે કંઇ થોડા તને ભૂલી જવાના છે? પ્રેમ તો ટકાવવા કેટલો બધો વિશ્વાસ કેળવવો પડે છે?” વિભા બોલી.
ત્યારે વૃંદાએ કહ્યું, “જો વિભા, છેલ્લા બે માસથી હું તેમને અગાઉ કરતાં જુદા સ્વરૂપમાં જ જોઉં છું.”
“જુદા સ્ વરૂપમાં...?” “હા.”
“કેવા?”
“સાવ જુદા સ્વરૂપમાં.”
“પણ વૃંદા, બોલ તો ખરી જુદા સ્વરૂપનો અર્થ શો?”
“જણાવું ત્યારે.”
“હા, જણાવ તે સાંભળવા તો બેઠાં છીએ.”
“જો વિભા હું એકવાર તેમના ઘેર ઘઇ ત્યારે તે બારણાને અઢેલીને એક દુઃખી વિરહાતુર નારીની માફક ભાંગી પડેલા ઊભા હતા. મેં તેમને કશું જ પૂછ્યું નહીં. તેમણે મને આવકાર આપ્યો પણ વળ ી પાછા તે જ દશામાં બારણે ને બારણે ઊભા રહ્યા. મેં તેમને
મારી પાસે બેસી વ ાતોે કરવાનું કહ્યું. પણ તે મારી સાથે ખાસ બોલ્યા નહીં. હું નિરાશ બેસી રહી. મેં કોઇને આ બાબતે ન જણાવવાનો નિર્ણય કર્યો. પણ મને ધીરજ રહેતી ન હતી. એ દિવસે તે મારી પાસે બેઠા અને કહેવા લાગ્યા, “વૃંદા, હું મારા ભૂતકાળમા ં ખૂબ રોમેન્ટિક સ્વભાવનો હતો. સ્વભાવ કદી
બદલાતો નથી. આજ સુધી હું રોમેન્ટિક જ છું અને વળ ી પાછી આ ફિલ્મી લાઇન એવી છે કે જેમાં અનેરી તકો મળ ે છે. અનેક ચહેરાઓ આપણી નજર સમક્ષ ખડા થાય છે. હું તને એક ચહેરો બતાવું તો તને એમ લાગશે કે એવો ચહેરો દુનિયામાં કોઇનોય નહીં હોય.”
અને તેમણે એક સ્ત્રીની તસ્વીર કાઢી હું જોઇ રહી.
સુરેશ દવેના હાથમાં રહેલી તસ્વીર એક સુંદર સ્ત્રીની હતી. તેનો ચહેરો નિખાલસ અને નિરભિમાની લાગતો હતો. તે પૂર્ણિમાના ચંદ્ર જેવું ઘાટીલું મુખ ધરાવતી હતી. તેના ચહેરા પર કોઇ ગંભીર ભાવ પડ્યા હોય તેમ ચિંતિત અને વ્યથિત લાગતી હતી. અપાર સુંદરતા જો દુનિયામાં હોય તો એ સ્ત્રીની તસ્વીર સિવાય બીજે ક્યાંય ન હતી એવું
મને લ ાગ્યું. છતાંય કહી શકાય કે તેના વ્યક્તિત્વથી તે એક સાદગીવાળી
છતાં ઉચ્ચ પ્રતિભાશાળી વ્યક્તિ હોય તેવું લાગ્યું.
મેં સુરેશ દવેને પૂછ્યું, “તમારો આ છોકરી સાથે ક્યાં અને
કેવી રીતે પરિચય થયો?”
“આ પરિચય તો મને કુદરતી રીતે થયેલો છે. જે પરિચય આપણે શોધીશોધીને કેળવીઅ ે તેના કરતાં કુદરતી રીતે જે પરિચય થયા તે સદાય ટકી રહે છે. એટલે આ પરિચય સદાય ટકી રહે તેવો અને
ભાવનામય છે.” સુરેશ દવે એ કહ્યું.
“તો તમે આ પરિચયને સદાને માટે ટકાવી મારાથી તો દૂર જ રહેવાના ને?”
“ના.”
“ત્યારે આ સ્ત્રીની નજીક આવો અને મારાથી ય દૂર નથી જવાના એમ કહો છો એ કેવી વિચિત્ર વાત કહેવાય? હું આપની સાથે સુમે ળ કરીને મારા જીવનને ધન્ય સમજું છું. જીવનનાં અનેક સુખદુઃખની સાથે તાલ મિલાવવા અને એકબીજાને સાંત્વન આપવા માટે જીવન સાથીની જરૂર હોય છે. ત્યારે તમે તો આ સાંત્વન મેળવવા માટે બે જીવનસાથી શોધી કાઢ્યા એવું ને?”
“વૃંદા, તું જે કહેવા માંગે છે તેમાં તારી સમજણનો અભાવ છે. જીવનસાથી બે ન હોય. હું જે રીતે નારી જગતમાં માનસન્માન ધરાવું છું તે ક્યાંય પણ નથી. મોહ નથી કે માયા નથી. એ તો એક વ્યક્તિનો કોઇ એક ગુણ મારા જીવનને સ્પર્શી ગયો હોય અને હું એકાએક સમીપ આવી ગયો હોઉં તેવું મને લાગે છે. અને સામેય સંવેદનશીલ હૃદયનો પુરુષ હોવાથી હું તેની પાસે આવ્યો. પણ એટલું વિચારજે કે જીવનમાં આપેલી આવી હરકોઇ વ્યક્તિ જીવન સાથી ન બની શકે. બલ્કે જીવનને સુખસાંત્વન આપવા વાળું એક મિત્રજગત બની શકે.”
“મિત્રજગતનો હું પણ એક સભ્ય છું એમ કહો ને?”
“ના, વૃંદા, તું મિત્ર જગતનો સભ્ય નહીં. અને તું મિત્ર જગત પણ નહીં. તું તો માત્ર મારા હૃદયના સિંહાસન પર આરુઢ થઇ મારા જીવનને ધન્ય બનાવવાની અને પૂર્ણ સુખોની અભિલાષા સેવનારી એક હૃદયેશ્વરી બની કહેવાય. અને આ હૃદયેશ્વરી જ્યાં હોય ત્યાં અન્ય યુવતી સાથે મારું હૃદય પ્રેમ ન કરી શકે. મારે આ તસ્વીર વાળી યુવતી સાથે તો જે નાતો છે તેમાં માનસન્માનનું મહત્ત્વ છે. કોઇ વ્યક્તિ એવી હોય જેના પર કોઇ બીજી વ્યક્તિ માનસન્માન ધરાવતી હોય. આ બાબતને આપણે પ્રેમ ન કહી શકીએ.” સુરેશ દવેએ ગંભીરતાથી કહ્યું.
“ત્યારે એવું ન બની સખે કે આ જે યુવતીને તમે
માનસન્માનની નજરે જુઓ છો તેના પર એક સમયે ભવિષ્યમાં તમે
મોહિત થઇ તેની સાથે વધુ ને વધુ પડતો નિસ્બત રાખી તેની સાથેના
સંબંધો વિકસાવી એક પ્રેમજગત ખડું કરી દો. મને આપના આ સંબંધો
પર શંકાકુશંકા નથી. પણ એવું બને કે ભવિષ્યમાં મારી આ પ્રકારની
ધારણાઓ પણ શંકાકુશંકા જેવી આપને લાગશે. ત્યારે આપણા જીવનમાં
એક તિરાડ પડી જશે. અને આ પડેલી તિરાડ કોઇ પૂરી શકે નહીં
કારણ કે જ્યાં હૃદયના ખેલ હોય ત્યાં આઘાતથી જન્મેલી જે તિરાડ
હોય છે તે જીવનમાં અનેક દુઃખોનું નિર્માણ કરી શકે છે. એ પછી
આપણે જે જીવનસુખ અને સાચો સહવાસ ઇચ્છીએ છીએ તે સહવાસની
ઇમારતમાં એક આવી સૂક્ષ્મ તિરાડ પડે તે શું નથી કરી શકતી? તમે
એમ માનો છો કે યુવતીઓની મૈત્રી સદાય ટકી રહે છે? માનસન્માન
ધરાવવા માટે પણ પોતાનું એ અલગ વિશ્વ છે. એ વિશ્વ છે એક સંસાર.
પોતાના સંસારને જોઇએ તો અન્ય જગતની વિસ્મૃતિ થઇ જાય એ જ
સાચો પ્રે મ છે. તેને બદલે તમે તો પોતાના સંસાર બાબતે આંખમિંચામણાં
કરીને નવી નવી અનેક દિશાઓ જોવા લાગ્યાં છે કે જ્યાં સંસારની
વિસ્મૃતિ થાય. આપણા લગ્નજીવન માટે વિચ્છેદ ઉત્પન્ન થાય તેવી
કોઇ પણ બાબત હોય તો તેને ભૂલાવી તમને હું સાચા માર્ગ તરફ દોરું
છું એ જ મારું સમર્પણ છે. અને મારી આ વાતને તમે મહત્ત્વ નહીં
આપો તો પાછળના જીવનમાં પશ્ચાતાપ સિવાય બીજું કશું જ નથી.”
“વૃંદા, તારી વાત સાચી છે અને તેથી જ તે વાત ગળે ઉતરે તેવી છે. જીવનમાં ઘણી બધી વ્યક્તિ આપણને ભાવિ તકલીફો અને કડવા સંઘર્ષો ન બને તે માટે અત્યારથી લાલબત્તી આપતી હોય અને તું પણ આવી તકલીફો ન ઉત્પન્ન થાય તે બાબતે સદા સાચો સાથ આપી રહી છે. હું તારી બધી જ વાત માનવા માગું છું. પણ મારી સામે જે સંજોગો ઊપસ્થિત થયા છે તેનું વર્ણન કરું ત્યારે તને ખબર પડશે કે હકીકત શી છે અને આ બાબતે જે ગેરસમજ છે તે
શી છે.” સુરેશ દવે દુઃખ સાથે બોલ્યા.
“સારું, હું તમારી વૃંદા છું. તમારી સાથે સુખ ચેનથી જીવવા
માટે ભાવિ આયોજનો કરી રહેલી એક સન્નારી છું. મારું સુખ કલ્પતાં
પહેલાં હું તમારું સુખ જોઇશ. તમારી કોઇ જગાએ કોઇને કોઇ મજબૂરી
હોય તો કહો. હું તે પણ સાંભળવા તૈયાર છું. તમે તમારી મજબૂરીનો
વર્ણન કરો. હું તમને પણ કોઇ યોગ્ય માર્ગ બતાવીશ.”
“જો વૃંદા, એવી કોઇ મજબૂરી નથી કે એવા કોઇ ઉતાવળીયાં વચનો પણ હું આ યુવતીને આપી શક્યો નથી કે મારે તેની સાથે લગ્ન કરવાં પડે અને તારો ત્યાગ કરવો પડે. પણ કોઇના સુખની અભિલાષાઓ કચડાતી હોય તો તેને સાચવવા માટે હું અડીખમ બનીને તેના પડખે ઊભો રહ્યો છું. એક દુઃખી યુવતીને હું સાથ આપું છું. તે જ
મારી મૈત્રી છે.”
“તો જણાવો તમારી કથા શી હકીકત છે તે તો જાણું ને!”
“હા.”
“તો કહો.”
“કહું પણ એક શરત.” “શી?”
“પાળીશ?”
પ્રકરણ : ૩૯
“ના.” “કેમ?”
“મને તમે બાંધવા માંગો છો. અને તમે છૂટા? એવું શું થાય છે કે શરત કરવી પડે?”
“અરે વૃંદા, શરત કોઇ અઘરી નથી પણ એ શરત તો દરેક
પાળી શકે તેમ છે.”
“શી શરત?”
“મારી વાત પૂર્ણ થાય ત્યાં સુધી તારે કશો જ વિરોધ કરવાનો
નહીં.”
“જો વૃંદા, આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં હું એક ગામડાના ફળીયામા ં રહેતો હતો. તે ગામ હતું રામપુરા. આ ગામમાં એક ગરીબ પરિવાર પોતાનું ગુજરાન ખૂબ જ મહેનત મજૂરી કરીને ચલાવતો હતો. રોજ રોજ કમાવવા જવાનું, છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવવાનું અને એના પર પોતાનો આખો દિવસ કાઢવો એ આ પરિવારનો નિત્યક્રમ હતો. ગરીબ પરિવાર હતો પણ ખાનદાનીમાં ય આખા ગામમાં મોખરે.
મંગળકાકાના ે આ પરિવાર ચાર સભ્યોનો હતો. બે પતિ પત્ની અને એક
એક પુત્ર પુત્રી. છોકરી સત્તર વર્ષની હતી. રૂપ તો એ છોકરીનું જ. આખાય
ગામમાં સૌની નજરે ચડે એવી કામણગારી હુષ્ટપુષ્ટ અને મસ્તીભરી
યુવાની વાળ ી એ છોકરી હતી. હું તેમના જ ફળીયામા ં રહેતો. બરાબર
મારા ઘરની સામે તેનું ઘર. તેની અલ્લડ યુવાની પર અનેક યુવાનો મોહિત
થઇ ફળીયામા ં કોઇને કોઇ બહાને આંટો ફેરા કરતા. આ યુવતીની સગાઇ
થઇ ચૂકેલી હતી. તેનું મન પોતાના પરણેતરમાં જ પરોવાયું હોય તેવું મને
લાગતું હતું. કારણ કે તે કોઇ યુવાન તરફ જોતી નહીં. તેને સૌ જોતું. ક્યારે
કોની નજરમાં તે આવી જતી તે આ યુવતીને કોઇ ખ્યાલ રહેતો નહીં. ખૂબ
જ ગોરા ગોરા રંગની અને ભૂરી ભૂરી આંખોનાં કામણ ભલભલાના હૃદયને
છેદી નાંખતાં. પણ સૌની નજર બગડતી અને હું તેની પવિત્રતા પર
માનસન્માન ધરાવતો હતો. તેનુ ના મગોરી હતું. રંગે ગૌરી એટલે
બચપણથી જ તે ગૌરી તરીકે જ ઓળખાવ ા લાગી.
એકવાર મારે બહારગામ જવાનું હતું. ત્યારે ગૌરીનાં મા બાપ
મારી પાસે આવ્યાં. તેનો બાપ કહેવા લાગ્યો,“સાહેબ, આ ફળીયામાં
મને વિશ્વાસ હોય તો તમારા જેવા બેચાર માણસો પર તમે એકલા જ
રહો છો, છતાં પણ કોઇની બેનદીકરી તરફ નજર નથી નાંખી. સાહેબ,
અમે ગરીબ ભલે રહ્યાં પણ મહેનત મજૂરી કરીને કમાઇએ છીએ. જો
સાહેબ, તમને પસંદ પડે તો અમારા ઘેર જમવાનું રાખજો. અને તમારાં
કપડાં વગેરેનું કામ પણ ગૌરી કરશે.
મેં તેમને કહ્યું, “કાકા, જમવાનું તમે મને મને કહો છો. તે સારી વાત છે. પણ હું તમારા ત્યાં એક દિવસ જમવા આવીશ. દરરોજ તો હું ક્યાંય ન જમું. હું બબ્બે નોકરો રાખીને રહી શકું પણ જાતમહેનતનો મને આનંદ આવે છે પણ છતાંય હું કપડાંનું કામ ગૌરીને આપીશ. તે કપડાં ધોઇ આપે અને ઇસ્ત્રી કરી આપે. અરે હા, વાસણનું કામ પણ તે કરશે. હું તેને સારામાં સારા પૈસા આપીશ. મારે તો ઘી ઢળ્યું તો ખીચડીમાં.”
“સાહેબ, સારમાં સારા પૈસા એટલે મહેનત મજૂરી જે ચાલતા હોય તેટલા જ આપજો. એનાથી વધારે એક પાઇ પણ અમને ન ખપે. અને બીજાં નાનાં નાનાં કામો પણ અમે કરતાં રહીશું.”
“સારું, હું તેને મહિને બસો રૂપિયા આપીશ. અને દીવાળી
પર જે બોનસ આપું તે સ્વીકારજો. તેને વધારાની રકમ ન ગણતા.”
“ભલે સાહેબ.”
અને પછી ગોરી રોજબરોજ મારા ઘેર આવતી. એક દિવસ તે ન આવી. મેં તેના બાપને એટલે કે મંગળકાકાને બોલાવ્યા, મેં કહ્યું, “કેમ, આજે ગોરી આવી નથી?”
“સાહેબ, એ બીમાર છે. કાલ રાતથી તેને ખૂબ તાવ આવતો
હતો. ત્યારથી તે પથારીમાંથી ઊઠી શકી નથી.”
“દવા લીધી?” મેં પૂછ્યું. “ના સાહેબ.”
“કેમ?”
“સાહેબ, તેને કોઇ નજર લાગેલી હોય તેવું લાગે છે એટલે
સમય આવશે ત્યારે મટી પણ જશે.”
“અરે, તમે આવું કેમ કહો છો?”
“નજર લાગે ને મટી જાય? તમે કોઇ ડોક્ટરની દવા લઇ
લો.”
“સાહેબ, દવા ન લેવાય.”
“અરે છોડો તમારી નજર બજરની વાતો. ચાલો હું ગૌરી પાસે આવું છું અને તેની મરજી લઇ હું ડોક્ટરને બોલાવું.” ત્યાર પછી હું ગોરી પાસે ગયો.
તેની આંખો બંધ હતી. ધીમા ધીમા ફફડતા હોઠે તે ભગવાન નું નામ લેતી હતી. અમે બધાં થોડીવાર તેની પાસે બેઠા. દસેક મિનિટ પછી તેણે આંખ ખોલી. મારી સામે જોઇને તે આછું આછું હસવા લાગી.
મેં પૂછ્યું, “ગૌરી, ડોક્ટર હમણાં જ આવે છે, હોં. ચિંતા ન કરતી.”
“ભલે.”
અને થોડા જ સમયમાં મેં મારા એક ડોક્ટર મિત્રને બોલાવ્યા,
તેમણે તપાસ કરી દવા આપી. દવા આપીને તેમણે સૂચના પણ આપી.
તે સૂચના પ્રમાણે મેં તેને ત્રણ દિવસ સુધી કોર્સ બતાવ્યો અને જોડે
રહીને પૂરો પણ કરાવ્યો.
ચોથા દિવસે ગોરીના શરીરમાં તાકાત આવી ગઇ. તેણે મારો આભાર માન્યો. “સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર તમે મને ભયંકર બીમારીમાંથી ઉગારી લીધી. એટલે સાહેબ, દવાનો જે ખરચો થયો હોય એટલે કે ડોક્ટર સાહેબનું બિલ જે રકમનું તમે ચૂકવ્યું છે તે રકમ
મારી પાસેથી લેવાની. સાહેબ, હાલ મારી પાસે પૈસા નથી પણ આ
મહિના નો પગાર હું નહીં લઉં. સાહેબ.”
“શું બોલે છે ગૌરી? પગાર તો લેવાનો જ અને દવાનું ખર્ચ કશું જ નથી થયું. માત્ર સાત રૂપિયાની દવામાં તો તું ઊભી થઇ ગઇ.”
“હેં?” “હા.”
“પણ સાહેબ, ડોક્ટરની વિઝિટનું ખર્ચ?” “એ દવામાં આવી ગયું.”
“ભલે સાત રૂપિયાતો હું તમને હમણાં જ આપી દઉં.” “ગૌરી, અત્યારે પાસે રાખ. એ વાત પછી પણ બોલ હવે
તારા શરીરમાં તો સ્ફૂર્તિ છે ને? કે પછી આજનો દિવસ કર. કાલે કામે
આવે તો?”
“ના સાહેબ, આજથી જ હું કામે લાગીશ.”
અને પછી ગૌરી મન દઇને કામ કરવા લાગી.
એક દિવસ હું પર્સમાં રૂપિયા ચાલીસ હજાર લઇને ઘેર આવતો
હતો. ઘેર આવતાં જોયું તો પર્સ હતું નહીં. રાતનું અંધારું હતું. ફળીયા
બહાર લાઇટ હતી નહીં. રાત્રિના દશ વાગ્યા હતા. મેં ગૌરીનાં મા
બાપને વાત કરી.
થોડીક જ વારમાં ગોરી મારી ટોર્ચ લઇને તેના બાપ સાથે નીકળી પડી. જતાં જતાં કહેતી ગઇ. “સાહેબ, તમે ગાડી લઇને જે રસ્તે આવ્યા તે રસ્તે જલદી પહોચી જાઓ. જોતા જોતા જજો. અને અમે ચાલતાં જઇએ છીએ.
હું તો શોધ્યા વિના પાછો આવ્યો હું નિરાશ થઇ ગયો. ફળીયાનાં માણસો પણ બત્તીઓ લઇ શોધાશોધ કરતાં રસ્તા
પર પહોંચી ગયા હતાં.
મને આશા ન હતી.
પણ થોડીવાર પછી ગો રી અને તેનો બાપ હસતાં મુખે ફળીયામાં
પ્રવેશ્યાં.
સૌ જોઇ રહ્યાં.
“લો સાહેબ, આ તમારું પર્સ.”
અને મને પૈસા મળ્યાના આનંદ કરતાંય વધારે તા ે આનંદ આ
પવિત્ર બાપ બેટીની જોડીનાં દર્શન કરી આભાર માનવાના અવસર તો
મળ્યો.
હું મનોમન તેમની પ્રામાણિકતાને વંદી રહ્યો.
અમારા અને ગૌરીના પરિવાર વચ્ચે દિવસો દિવસ આત્મીયતા વધવા લ ાગી. રોજબરોજના આ સંબંધો અમારા માટે એક
મોટી મૂડી રૂપ પૂરવાર થયા. જીવનના દરેક ભાગે પોતાનાં માણસો જ
યાદ આવે તેમ ગૌરી મને કોઇને કોઇ રીતે યાદ આવતી. મારા અને
તેના સંબંધોમાં અપાર પવિત્રતા હતી. પરંતુ એક વિજાતીય મૈત્રી હોય
તેનો મોહ માનવીને ક્યાંયને ક્યાંય દોરી જાય છે. હું કોઇને કોઇ
અગત્યનું કામ હોય તો તે ગૌરીના પરિવાર મારફત જ કરાવતો. તે
લોકો પણ મારા પરિવાર મારફત જ તેમનું કામ કરાવતાં. એકબીજાની
હૂંફ મળતાં આ હૂંફ એક વ્યક્તિની નજરમાં આવી ગઇ.
અમારા ફળીયામાં જ ગોરીનાં કાકી રહેતાં હતાં. એક વાર એવું બન્યું કે ગોરીની સગાઇ થઇ હતી એટલે તે છોકરો ગૌરીને મળવા આવ્યો. થોડીવાર
ગૌરીને મળીને જતો રહ્યો પણ જતાં જતાં તે ગોરીની કાકીને ત્યાં ગયો. કાકીએ પહેલેથી જ કહ્યું હતું કે મહેમાનને મારા ઘેર
મોકલજો.
ફળીયાનાં સૌ છોકરાનાં વખાણ કરવા લાગ્યાં. તે વિવેકી, ઓછાબોલો અને ઘણો ગુણવાન હતો. તેના મા બાપ પણ ખુશ હતાં કે આખરે અમારી પુત્રીને એક ઉત્તમ પાત્ર તો મળ્યું ને!
છોકરો કાકીના ઘેર ખૂબ સમય સુધી રહ્યો. તેનું ભોજન પણ ત્યાં જ ગોઠવાયું.
જ્યારે તેને જવાનો મસય થોય ત્યારે ગૌરીનાં મા બાપ તેને વિદાય આપવા આવ્યાં. ત્યારે કાકીએ કહ્યું, “આપણા ત્યાં જમાઇ દિવસો સુધી રોકાય તોય શું? જેવા તમારા જમાઇ તેવા તે મારા જમાઇ છે. તેમનાં પગલાં પણ ક્યાંથી હોય? કાકાએ પણ છોકરાને રોકાઇ જવા જણાવ્યું.
ત્યારે છોકરાએ ક હ્યું, “ના, મારે ઘણું કામ છે ઘરનાં માણસોને
પણ મારી ગેરહાજરીની ખોટ પડે છે . તો હું અત્યારે રજા લઉં. ગોરીના
મા બાપે પણ તેને રોકાઇ જવાનો આગ્રહ કર્યો. ત્યારે તે આગ્રહ તરફ
પણ છોકરાએ વિવેકપૂર્વક જવાબ આપી જવાનો જ આગ્રહ રાખ્યો.
ગૌરીનાં કાકીએ કહ્યું મારે આમેય સ્ટેશન તરફ જવાનું જ છે. તો એમ
કરો અમારી ગાડીમાં જ તેમને સ્ટેશન સુધી લેતાં જઇએ.
અને ડ્રાયવરે કાકી અને છોકરાને લઇને સ્ટેશન તરફ ગાડી
ઉપાડી.
તેનાં ગયાં પછી એક જ સપ્તાહમાં સમાચાર આવ્યા. આ સમાચાર મને મળ્યા, સમાચાર લાવનાર મારો એક ખાસ મિત્ર હતો. તેણે કહ્યું, “સુરેશ, ગૌરીની સગાઇ તૂટી જાય તેવું મને તો લાગે છે.”
“કેમ?” મેં પૂછ્યું.
“અરે, હું કહીશ તો તું નહીં માને.” “શું?”
“વાત બહુ વિચિત્ર છે.” “પણ બોલ તો ખરો.”
“સુરેશ, તું ગૌરીથી સંબંધ કાપી નાખ!” “કેમ?”
“બસ, એના જીવનનું ભલું ઇચ્છવું હોય તો તારે એનાથી જૂર જવું પડશે. તે છોકરો અહીં કાકીને ત્યાં આવ્યો હતો. ત્યાંથી જ કાનભંભેરણી થઇ લાગી હોય તેવું મને લાગે છે.”
“ના, હોય.” મેં કહ્યું.
ત્યારે મારો મિત્ર બોલી ઉઠ્યો. “સુરેશ, મેં એવું સાંભળ્યું છે કે કાકીને ગૌરીના પરિવાર પર ઇર્ષ્યા છે. અને આ ઇર્ષ્યાથી પ્રેરાઇને
તેણે તારા અને ગૌરીના સંબંધો પર છાંટા ઊડાડ્યા છે. તેણે ખોટી ખોટી
ઉશ્કેરણી કરી આ સંબંધોને ગેરલાયક ઠેરવી સગાઇ તોડાવવાની
ચાલબાજી કરી છે.”
“તો શું સગાઇ તૂટી જશે?” “હા.”
“કોણ કહે છે?”
“એ બધું તું જાણવા કોશિશ ન કર, પણ તું હમણાં તેનાથી દૂર રહેજે. તેના આખાય ગામમાં એક જ વાત ચર્ચાય છે કે છોકરો મળવા ગયો હતો ગૌરીને પણ ગૌરીનું મન છોકરામાં ન હતું. છોકરાના આખાય ગામમાં વાત પહોંચાડનાર તો કાકી સિવાય બીજું કોઇ હોઇ શકે?”
“સારું ભ ાઇ, હું હવે ગોરી સાથે બોલીશ નહીં.” “ચોક્કસ?”
“હા.”
“તો હું જાઉં?”
“કેમ ઉતાવળ છે?” “ના.”
“તો?”
“પણ, અહીં શું કામ છે?” મારા મિત્રે પૂછ્યું. “ભોજન?”
“લઇને જઇશ.”
અને થોડીવાર પછી મારો મિત્ર રવાના થયો. હું મારું ભોજન
પતાવી આરામ કરવા લાગ્યો. વિચારોમાંને વિચારોમાં પૂરી ઊંઘ ન
આવી, આમથી આમ પાસાં ફેરવવા લાગ્યો. ક્ષણ બે ક્ષણ ઊંઘ આવી
અને પાછી ચાલી જતી.
આ જગત કેટલું બધું વિચિત્ર છે, કોઇને સુખ ચેનથી જીવવા દેતું નથી. એકનું સુખ બીજો પડાવી જાય અને વગર કારણે શાંત પાણીમાં પથ્થર ફેંકીને આંદોલનો ઊભાં કરવાં એ જ જગતનું કામ?
આવા અનેક વિચારોથી ઘેરાયેલો હું ભગવાનને પ્રાર્થવા
લાગ્યો, “હે પ્રભુ, જીવનનું તમામ સુખ ઇચ્છનારને તમે આપી દેતા
નથી. પણ હું ગોરી વતી તમને પ્રાર્થના કરું છું કે તેનું જીવન બરબાદ ન
થવા દેતા. નહિતર એક સગાઇ તૂટ્યા પછી બીજું શોધવું એ તો થીંગડું
માર્યા બરાબર કહેવાય છે. તો પ્રભુ મારી આટલી અરજ સ્વીકારી
મારા પર ઉપકાર કરજો.”
પ્રાર્થના કર્યા પછી મનુષ્યને પરમેશ્વરનો જવાબ તરત નથી
મળતો પણ શાંતિ થાય છે. મને પણ પ્રાર્થના પછી થોડીક શાંતિ થઇ.
થાકેલું મન શાંત પડ્યું ત્યારે થાકથી તો ઊંઘ ન હોતી આવતી પણ
શાંતિને લીધે હવે ઊંઘ આવવા માંડી.
હું થોડીવાર ઊંઘ્યો.
ખબર નહીં હું કેટલો સમય ઊંઘ્યો હોઇશ પણ મારી ઊંઘ
વાસણના ખખડાટથી તૂટી ગઇ.
જોયું તો ગૌરી વાસણ માંજતી હતી. તે બોલી, “અરે જાગી ગયા?”
“હા ગૌરી.”
“માફ કરજો, સાહેબ, મારા હાથમાંથી તપેલી પડી ગઇ અને
તેના ખખડાટથી તમે જાગી ગયા.”
“ગૌરી, કંઇ વાંધો નહીં. પણ એક કામ કર આજે તું ઘેર જા. વાસણ તારે ત્યાં લેતી જા પછી સાંજે હું મંગાવી લઇશ. અત્યારે હું આરામ લઇશ. ઊંઘ તૂટી એનો કોઇ વાંધો નહીં પણ ગૌરી હવે પાછી
મને ઊંઘ આવી જશે.”
“સારું, તમે આરામ કરો.” એમ કહી ગૌરી બધા વાસણ
લઇ ઘેર ગઇ.
મને ઊંઘ ન આવી. ગૌરી તો ગઇ પણ હવે તેને અહીંથી બિલકુલ ન આવવાનું કેવી રીતે કહીશ? તે તો આવે તેવો ક્યો ઉપાય? હવે તો મારો આરામ પણ હરામ થઇ ગયો.
મેં વિચાર્યું, “ગૌરીને બોલાવીને હાલને હાલ બધું જણાવી
પ્રકરણ : ૪૦
હું થોડો સમય તો અવાક્ બની ગયો. મારા ચહેરા પરનો
ભય ગૌરી પારખી ગઇ. તે મારી પાસે આવી અને સૌ પ્રથમવાર મારા
પલંગ પર બેઠી અને કહેવા લાગી.
“સાહેબ, મેં તો નક્કી કરી લીધું છે કે તમારું બધું કામ હું
ઉપાડી લઇશ. કાલથી કપડાંની ઇસ્ત્રી પણ હું કરીશ.”
“ગૌરી....”
દઉં.”
પણ મારું મન તરત પાછુ પડ્યું.
ના, ગૌરીને બધું ન કહેવાય. તેનું મન ભાંગી પડે અને તેના
“હા, બોલો. શું કહેવા માંગો છો, કેમ અટકી ગયા?” “ગૌરી હવે હું તારી પાસે કામ કરાવીશ નહીં.”
કરતાં બુદ્ધિપૂર્વક સંબંધ કાપી નાખીશ.
ત્યાં તો પાછી ગૌરી સામે આવીને ઊભી રહી
“કેમ?”
“ગૌરી, હું તને કંઇ પણ કહું તેમાં ખોટું ન લગાડતી.” “સાહેબ, ખોટું લગાડવા જેવું શું કહેવાનું છે?”
“જો ગોરી, હું એકલોઅટૂલો માણસ અને તું એક યુવાન અને સ્વરૂપવતી છોકરી. મેં તને કામ સોપ્યું. આપણા સંબંધો પવિત્ર છે. વળી તારી સગાઇ થઇ ગઇ હોવા છતાં આ દુનિયાના મોંઢે તાળું
મારી શકાય નહીં.”
“તમે શું કહેવા માંગો છો?”
“ગૌરી, હું જે કહું છું તે વિચારી સમજીને કહું છું. અને મારી સમજને લાગુ પાડીને જે વિચાર કરું છું તેનું એક જ પરિણામ આવશે કે તારી અહીં ગેરહાજરી રહેશે અને તારું ભવિષ્ય તે રીતે જ ઉજળું બનશે.” મેં તેને સમજાવી.
“પણ સાહેબ, મને દુનિયાની કોઇ પરવા નથી. મારી અને
મારાં માબાપની મરજી છે ત્યાં સુધી ચિંતા શાની કરવાની હોય?”
ગૌરી સ્વમાનપૂર્વક બોલી.
“ગૌરી આ તું નથી બોલતી, તારું બાળપણ બોલે છે. હજુ તને આ દુનિયાનો ખ્યાલ નથી, દુનિયા સામી છાતીએ કશું કહેવા આવતી નથી, પણ ટીકાનો વરસાદ વરસાવી દે છે અને પછી ફરતી ફરતી આપણને વાત મળે ત્યારે સત્ય સમજાય છે કે દુનિયા કડવા ઘૂંટડાઓ પીવડાવવા ઝેરના કટોરા લઇને ઊભી છે.” મેં ગૌરીને સમજાવી.
પણ ગૌરી તો નિર્ભય ચહેરો રાખીને વાત કરતી હતી. “સાહેબ, આવું બધું ક્યારથી તમારા મનમાં પેસી ગયું. જો તમને ન ગમતું હોય તો કાલથી હું અહીં નહીં આવીશ બસ.” તે થોડીક રીસાઇ હોય તેમ લાગ્યું.
પછી તે બોલી, “સાહેબ, તમે ખોટા વિચારોમાં પડીને નાહકના હેરાન થાઓ છો. આ હેરાનગતિની દવા મારી પાસે છે.
“તું શું કહેવા માંગે છે, ગૌરી?”
“સાહેબ, હું જરા વાર તો તમારાથી રીસાઇ ગઇ હતી. પરંતુ હવે મને સમજાય છે કે રીસાઇને તો નજીક રહેવાનું નથી. નજીક રહેવું હોય તો મન મનાવી લેવું પડે છે.”
“ગૌરી મને આ તારી ગોળ ગોળ ભાષા સમજાતી નથી.”
“સાહેબ, ગોળ ગોળ નહીં પણ સીધેસીધું કહી દઉં. હવે તમે
મારાથી જેટલા દૂર રહેવા માંગો છો. તેટલી હું નજીક આવવાની.”
“ગૌરી.”
“ના સાહેબ, હું કશું જ સાંભળવાની નથી. તમે આમને આમ વિચારો કરી દુઃખી થયા કરો છો. તે મને જરાય પણ પસંદ નથી. હવે હું દિવસમાં ત્રણ વાર આવતી હતી. તેને બદલે ચાર વાર આવીશ. અને તમે તો મારા ઘેર બિલકુલ આવતા નથી તો તમારે પણ મારા ઘેર એકવાર તો દિવસમાં આવવાનું રહેશે જ.”
“ગૌરી, મારી વાત તો સાંભળ. હું.....”
“સાહેબ, વાત બાત કંઇ જ નહીં સાંભળવામા ં આવે. હું તો આ ચાલી અને પણ રીસાયા વિના.” અને તે ઊભી થઇ. વળ ી પાછી કહેવા લાગી, “સાહેબ, કલાક જેટલા સ્વસ્થ થઇ જાઓ. આરામ કરો. હું પાછી હમણાં આવવાની છું. ઘરનું ઘણું કામકાજ બાકી છે. તમારાં કપડાં ઇસ્ત્રી કરવા લઇ જાઉં છું.” એમ કરી એ કપડાં લઇ ચાલથી થઇ.
હું પાછો પડ્યો રહ્યો. વધુ ને વધુ અસ્વસ્થ બનવા લાગ્યો.
મારી માનસિક મૂંઝવણની ગૌરીને શી ખબર પડે. મને ગૌરીનું વર્તન
નાદાન બા ળ જેવું લાગ્યું. આટઆટલી ભરયુવાનીમાં પણ તેનામાં રહેલી
છોકરમત મને ડોકિયાં કરી કરીને સતાવતી હોય તેવી લાગતી હતી.
હું કોઇને કોઇ યુક્તિ વિચારવા લાગ્યો. ગમે તેમ કરીને ગૌરી તથા તેના પરિવારથી વિમુખ થઇ જવું. બીજી બાજુ મને એ વિચાર પણ સતાવતો હતો કે આટલા બધા અપાર પ્રેમની પાછળ મારે તેને હડધૂત
કરીને જુદી પાડી દેવી? પણ મન તો એમ જ કહેતું હતું કે ગૌરી તો
યુવતી હતી પણ બચપણ ભર્યુ ંવર્તન કરવામાં ને કરવામાં આ દુનિયાની
ટીકા બાબતે ગંભીર નહીં બની શકે પરંતુ મારે તો સંપૂર્ણ ગંભીરતાથી
વિચારીને નિર્ણય કરી લેવો જોઇએ કે ગૌરીને દૂર રાખવી.
ઘણાઘણા વિચારો કરી હું ઊભો થયો. વિચાર્યું “આજે તો ગોરીને ખોટું ન લાગે તેમ કહી દઉં કે હવેથી અહીં આવીશ તો ટીકા થશે. અને આ ટીકાનું ઝેર પીવાનાં પારખાં કરવાં એનાં કરતાં વિમુખ થવું સારું.”
અને થોડો સમય અસ્વસ્થતા સાથે વીત્યો અને પાછી ગૌરી
“ગૌરી, મારી તકલીફ તું અત્યારથી નહીં સમજી હોય અને
તું સાથ આપવા તૈયાર થઇ છે તો હું કહું તે પ્રકારનો સાથ નહીં અપાવી
શકે.” મેં દુઃખ સાથે જણાવ્યું.
ત્યારે તે બોલી, “સાહેબ, તમે જણાવી દો. હું જે કોઇ તકલીફ
હશે તેનું નિવારણ કરીશ.”
“જો ગૌરી, તું અને હું ઓછાં મળીએ તેમાં મજા છે. આપણા સંબંધો ભલે પવિત્ર છે. પણ દુનિયા ટીકા કરશે. અને તારી સગાઇ પણ....”
“સાહેબ, પાછી એ જ વાત લાવ્યા.”
આવી.
અગાઉના ક્રમ પ્રમાણે જ એ આવીને બેસી ગઇ. ગાંડીઘેલી
“હા, ગૌરી. હું જે કહું છું તે તારા ભલા માટે કહું છું. તને હજુ આ દુનિયાનું......”
કાલીઘેલી વાતોનો તો પાર ન આવે. એના મુખમાંથી નિખાલસતા ઝરતી
હોય અને તે નિખાલસતામાં કૌમાર્યની મધુરતા વહેતી વહેતી કોઇને
મંત્રમુગ્ધ કરવા આવી હોય તેવો ફૂલ જેવો કોમળ ચહેરો થોડીવાર
મારા દર્શનાર્થે લાવી હોય તેમ તે મને મુગ્ધતાથી જોઇને બોલવા લાગી.
“સાહેબ, દરરોજ તો તમે મને આવ ગૌરી, કેમ ચાલે છે? કેવું છે?
એવું પૂછતા. વળી હું ન બોલું તો તમે “કેમ ગૌરી ચૂપ છે, બોલતી
નથી?” આવું પૂછીને મને આનંદિત કરી મૂકતા હતા. આજે કેમ સાવ
અલગ દેખાઓ છો? સાહેબ, સાચે સાચું કહી દો. તમને કોઇ પણ
તકલીફ હશે તો આ ગૌરી તમને સાથ આપશે. કહી દો.”
“ગૌરી તું બોલે છે પણ બોલ્યા પ્રમાણે વર્તીશ ખરી?” “હા સાહેબ.”
“ભલે, સાહેબ, તમારા મનમાં એક જ પ્રશ્ન રમ્યા કરે છે તો હું નક્કી કરી દઉં છું, કે સાહેબ હું તમારા ઘેર નહીં આવું.”
“ગૌરી, દુઃખ ન લગાડતી. મારે તને આવું કહેવું ન હતું. તો પણ છૂટકો ન હતો. તેં મઢાવવા આપી હતી તે તસ્વીર મારી પાસે છે. હમણાં જ હું તને આપી દઉં.”
“ના સાહેબ, રાખો કોઇ વાર અમારા પરિવારને યાદ કરવા
માટે કામમાં આપશે. તમે મારી તસ્વીરને સાચવી રાખજો.”
“ભલે, પણ ગૌરી તું દુઃખ ન લગાડતી...”
ગોરીએ કહ્યું, “ભલે સાહેબ, સુખી થજો....” અને એ દુઃખી
ચહેરે ચાલતી થઇ. પછી તે મારા ઘેર આવવા લાગી નહીં.
છતાંય અઠવાડીયા પછી ખબર પડી કે ગૌરીની સગાઇ તૂટી
ગઇ. હું વિચારવા લાગ્યો ગૌરીને મળવું કે ન મળવું? શું કરવું? ગોરી
તો આવશે નહીં.
હવે ગૌરીની સગાઇ તૂટ્યાની ચર્ચાઓ સારાય ગામમાં ફેલાવા
લાગી. મને પણ ખૂબ ચિંતા થવા લાગી. મારા મનમાં એ જ વિચારો
આવવા લાગ્યાં. મેં તેને ખૂબ ચેતવણી આપી દૂર કરી, છતાંય તેની
સગાઇ તૂટી ગઇ. આ કાવતરું તેની કાકીનું જ હોઇ શકે.”
પણ હું તેને આસ્વાસન આપવા જઇ શક્યો નહીં. બીજા દિવસે જાણ્યું કે તે બીમાર પડી છે તેથી મારા પગ ત્યાં ઉપડી ગયા. મને એક આશ્વાસન તો ઇશ્વર તરફથી એવું મળ્યું, મારામાં એવું મનોબળ પેદા થયું કે હું એવું વિચારતો થયો કે લોકો ગૌરીને ખરાબ માનતા નથી. ફક્ત તેનાં શ્વસુરપક્ષવાળાંન ે અને છોકરાને ખોટું ખોટું ભરમાવી ને કાકી કંઇક કરવા માંગે છે. બીજા કોઇ માણસો ટીકા કરતા નહીં હોય. ફક્ત કાકીનું જ કારસ્તાન લાગે છે. હું સીધો જ ગોરીના ઘેર ગયો.
તે એક પથારીમાં પડી પડી જાગતી હતી. તેનું મન વિચારોના વમળમાં ઘેરાયેલું હતું. હું તેની પથારી પાસે જઇને બેઠો. તેની નજર
મારા પર પડી. તે કહેવા લાગી, “આવો સાહેબ,” પછી તેની આંખમાંથી આંસુ વહેલા લાગ્યાં. તેનાં માબાપ પણ તેની પાસે બેઠાં હતાં. તેના બાપે કહ્યું, “સાહેબ, અમારાં અરમાનો તૂટી ગયાં. હવે શું કરવું.”
મેં કહ્યું, “ચિંતા ન કરશો, કાકા ગૌરીને કોઇ આંચ નહીં આવે.” “એટલે?”
“બસ, તે છોકરાને મનાવી લઇશું અને સાચી વાત
સમજાવવામાં આગળ વધીને તેની ગેરસમજ દૂર કરીશું.”
“ના સાહેબ, એ અમસમજુ લોકોને સમજાવવા નથી. એવા
લોકોનો મનાવીએ. પાછું કોઇ કાન ફૂંકે તો પાછા એનું એ જ કરવાના.
તેના કરતાં હું જે રીતે જીવું છું તે રીતે જીવવા દો.”
“ગૌરી, તારી નાદાનીયત આ બધું કહે છે. તું નથી કહેતી. સામેના માણસોમાં અવગુણની ધારણા કરવાને બદલે વાત પાટા પર આવતી હોય. તો બાજી સુધારી દેવામાં મજા છે. અને આ કામ કોઇ પણ તટસ્થ અને ન્યાયી માણસો કરતા હોય તો કરવા દે જે.” મેં કહ્યું.
“સાહેબ, જેવું મારું નસીબ.”
મેં તેનાં માબાપને કહ્યું, “જુઓ, કેટલીક વાર માણસો કોઇથી
ભરમાઇને કોઇની વાતમાં આવી જાય અને ભૂલ કરી બેસે ત્યારે એકવાર
તો તેમને કોઇ તટસ્થ માણસો મોકલીને ખુલાસો કરવા પણ મોકલી
દેવાં જોઇએ જેથી આપણને પણ સત્યનો ખ્યાલ આવે.”
“સાહેબ, સત્યનો ખ્યાલ મેળવવ ા શું આપણે સામા પક્ષ સામે
ઝૂકી જવું?” તેના પિતા બોલ્યા.
મેં કહ્યું, “ના, એવું નથી. તમે ચિંતા ન કરતા. આવું તો ઘણા કિસ્સાઓમાં બને છે. આવું મન પર રાખીને આપણે જીવન પસાર કરીએ એના જેવું દુઃખ બીજું કોઇ નથી.”
“ભલે સાહેબ. તમને ઠીક લાગે તેવા પ્રયત્ન કરજો.” તેના પિતા બોલ્યા અને પછી ગોરીને કહેવા લાગ્યા, “શું કરીશું ગૌરી, હજુ તારી મરજી સમાધાન કરવાની છે ને?”
—પણ ગોરી કશું જ ન બોલી.
છતાં મેં મનોમન ગાંઠ વાળી અને નક્કી કરી દીધું કે હું આ
સગાઇ જોડાવીને જ રહીશ. મેં કહ્યું, “કાકા, સમય એવો આવશે કે
તમારી પુત્રીનું તમે ધાર્યા પ્રમાણે સુખ જોશો. આ મારું વચન છે.”
અને હું થોડીક વાતો કરી ત્યાંથી ચાલતો થયો. ઘણા સમય સુધી હું તે પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ હજુ ગૌરીના
પ્રશ્નનું સમાધાન ન થયું.”
આ બધી જ વાત સુરેશ દવે વૃંદાને સંભ ળાવી ચૂક્યા. ત્યારે વૃંદા બોવીસ, “આ તસ્વીર જે તમે રોજબરોજ જુઓ છો તે છોકરી હવે તમને મળે છે?”
“ના વ ૃંદા, હું તેનું સુખ પાછું લાવીને જ તેને મળીશ.” “તો તમે શું કરશો?”
“વૃંદા, હું એકલો નહીં.પરંતુ મારી સાથે પરમેશ્વર છે. તે અ ાવી ભલી ભોળ ી છોકરીના જીવનને બરબાદ કરવાની મરજી ન ધરાવે. જરૂર મોડે મોડેય માર્ગ નીકળશે. હવે તે હું તેનું ગામ છોડી શહેરમાં
ઘણા સમયથી રહેવા આવ્યો છું. રોજબરોજ અમે નથી મળતાં પણ આ તસ્વીર જોઇ મને મારું વચન યાદ આવે છે.”
“સારું, તમે હવે એનું કલ્યાણ કરી શકશો ખરા?”
“વૃંદા, કલ્યાણ થાય કે ન થાય એ માનવીના ગજાની વાત નથી પણ મન હોય તો માળવે જવાય. હું માળવે પહોંચવા માટેની ઇચ્છાઓનો ઘડો બની સમય વ્યતીત કરું છું.” સુરેશ દવે બોલ્યા.
“આપણે આ વાત તુષાર, સપના અને વિભાકર સરને કરીએ તો?”
“ના, રૂપાને પણ મેં આ વાત કરી નથી. અને તને જ આ વાત હવે જાણવા મળી . તો વૃંદા, બીજા કોઇને કહીને શું આનો ઉપાય નીકળશે?”
“જરૂર.”
“કેવી રીતે?”
“જુઓ, આ પ્રશ્નનો ઉપાય સીધો સાદો છે. કોઇ નાતનું પંચ
મોકલવાથી કે વ્યક્તિનો ઉપયોગ મધ્યસ્થી બનાવીને મોકલવાથી કરીએ
તો તે સાર્થક થાય કે ન થાય પણ વિભાકર સર આપણા બધાંય કરતાં
સ્થિર ગંભીર અને સરળ સ્વભાવના માનવી છે. ગોરીના મનમાં વસી
ગયેલા છોકરાની મજબૂરીઓનો તમામ અહેવાલ લાવીને આ બાબતે
યોગ્ય સલાહ આપશે.” વૃંદાએ ઠાવકાઇથી કહ્યું.
“પણ, વૃંદા જે સમયે જે કહેવાતું હોય તે કહેવાય. અત્યારે
નહીં.”
“કેમ, અત્યારે કહીએ તો શું થાય?”
“અત્યારે કહીએ તો મૂર્ખ દેખાઇએ પહેલાં આપણે ગોરીને
મળવું પડે. જાણવું પડે. હજુ તેમનો વિચાર છે. કે પછી તેમણે અન્ય
પાત્ર શોધ્યું છે? હમણાં હમણાં મારો સંપર્ક ત્યાં નથી.” સુરેશ દવે
બોલ્યા.
“તો, એમ કરો આપણે બે પહેલાં તો ત્યાં મળી આવીએ અને પછી આપણે તેમની મરજી જાણી લઇએ. કદાચ સમય વીત્યો છે એટલે ઘણા બધા ફેરફારો ઊભા થાય તેવું બની શકે.”
“જઇએ. પણ વૃંદા આપણે તેનાં મા બાપના સ્વમાનને પણ
લક્ષમાં રાખીને આગળ વધવું જોઇએ. ડહાપણ કરતાં કરતાં ક્યાંક
આપણું દોઢડહાપણ દેખાઇ ન જાય તે આપણે જોવાનું છે.”
“સારું, તમે કહો તે પ્રમાણે આપણે વર્તીશું.”
“વૃંદા, એક કામ કરીએ આવતા રવિવારે ગૌરીનો જન્મ
દિવસ છે. મને તેનો જન્મદિવસ યાદ છે. આપણે બંન્ને ત્યાં જન્મદિવસ નિમિત્તે જઇએ અને વાતચીત કરી લઇએ. અને મારા આગમનથી ગોરી ખૂબ ખુશ થઇ જશે. વળી સાથે તું હોઇશ એટલે ઘરનાં બ્ ાધાંય
ખુશ થશે. આખરે આપણો હેતુ તો તેમને, આનંદ જ આપવાનો છે
ને?”
“ભલે.” વૃંદા બોલી.
“તો નક્કીને?” સુરેશ દવેએ પૂછ્યું. “હા, નક્કી.” વૃંદા બોલી.
અને એક પછી એક દિવસ વીતતાં વીતતાં રવિવાર આવી
પ્રકરણ : ૪૧
વૃંદા તો સાંભળીને અવાક્ બની ગઇ. શું ખરેખર આ રૂપા બોલે છે?
“હેલો રૂપા, તું બોલે છ ે?”
“હા, વૃંદા, હું પોતે રૂપા છું, ઓળખી નહીં?”
પહોંચ્યો.
પણ રવિવારે સવારે જ રૂપાનો ફોન આવ્યો. “હેલો વૃંદા, હું રૂપા બોલું છું.”
“બોલ.” વૃંદાએ કહ્યું. “બાજી બગડી ગઇ.” “શાની?”
“હું નટવર સાથે લગ્ન નહીં કરી શકું એવા આકરા સંજોગો
“રૂપા, તને તો ઓળખી. પણ તારી વાતને ઓળખી નહીં.” “બેન, મારે હવે બધાંને શો જવાબ આપવો? હું એક બાજુ
સપનાબહેનને અને તુષાર સૌને હૈયાધારણા આપી ચૂકી છું. જેટલી
તેમને મારા પર સહાનુભૂતિ છે તેથી વિશેષ મને તેમના પર સહાનુભૂતિ
છે. મારા પિતા પણ મજબૂર છે. અગાઉનાં આપેલાં વચનોનો ભાર
મારા વચનને ગૌણ બનાવી ગયો અને હું પરાજિતા નારીની જેમ મુખ
સંતાડવા લાયક બની.”
“કંઇ વાંધો નહીં. રૂપા તારા સગપણનો દિવસ ક્યારે છે
ઊભા થયા છે.”
બતાવ.”
“બેન, આવતી કાલે...” “કાલે જ?””
“હા.” રૂપાએ નિરાશાપૂર્વક કહ્યું.
“ગભરાઇશ નહીં રૂપા. તું અમને આમંત્રણ આપે કે ન આપે.
પણ અમે તારે ત્યાં આવવાનાં જ.”
“મારે ત્યાં એટલે?” “તારા ઘેર.”
“અરે આ બધું મારા ઘેર નથી ગોઠવ્યું. હું તો હવે ધીરુકાકાને ત્યાં જવાની. ત્યાં જ બધું ગોઠવાયું છે.”
“ભલે, ત્યાં આવીશું.”
“પણ બેન, કોઇ વાતની આનાકાની કે ચાલાકી કરવાથી
મુસીબત વધી જશે.”
“કશું જ નહીં થાય. બધા માટે સારાં વારાં થાય તેવું કરીશું.”
અને એક સમય એવો આવ્યો કે રૂપાની આવતીકાલ આવી ગઇ અને આજ બનીને તેના માનસને હરવા માટે ડોકિયાં કરી કરી ડરાવતી હોય તેવી તેની સામે ઘસીઘસીને ડરાવતી હતી.
“એ જે થયું તે સારું છે. આખરે તમે ધીરુકાકાની આંતરડી
ઠારી. ભગવાન તમારી આંતરડી પણ ઠારસે.”
ચરણદાસ અબોલ રહ્યા.
રૂપા નતમસ્તકે બેઠી બેઠી નટવરની યાદોમાં પોતાની પળો વીતાવતી હતી. તેની નજર સમક્ષ નટવરનો દુઃખી ચહેરો તરવરતો હતો. પણ તેને એમ લાગતું હતું કે એ દુઃખી ચહેરો પણ આશીર્વાદ આપતો હોય તેમ તું સુખી રહેજે. તને હરપળ તારા જીવનમાં સંતોષ
મળે. તું સુખચેનમાં જીવન વ ીતાવજે. એવા શબ્દો કર્ણપર અથડાઇને
ક્યાંય વીલાઇ જતા હતા. પણ તેનું મન માનતું ન હતું. વધુ ને વધુ વ્યગ્ર
થવા લાગી. હવે કોઇ ઉપાય નથી. બસ વડીલો જે રસ્તો બતાવે ત્યાં
પ્રયાણ કરવું અને જીવનને તે રીતે જ વહાવવું એ જ હવે સારી રીત છે.
બીજું કોઇ ડહાપણ કરવામાં મજા નથી. તે રીતે તે પોતાની લાચારીને
ઢાંકવા માટે પોતાના જ મનને પોતે આશ્વાસન આપવા પ્રયાસ કર્યા
કરતી હતી.
ખરેખર તો તે વૈચારિક વંટોળમા ં ફાંફાં મારતી હતી. ઝઝૂમતી
રામજીપટેલ છોકરાને લઇને આવી ગયા હતા. ધીરુકાકા
આરામમાં હ તા. એટલે બધી વાત ચરણદાસ કરી લેવાના હતા.
હતી.
“તો ચરણદાસ, આપણે છોકરા છોકરીને એકબીજાની
“રામજીભાઇ, તમે તો જાણો છો ને કે મેં આ છોકરી ધીરુકાકાને
આપી છે?”
“હા, મેં જાણ્યું છે. તમે જ કહ્યું હતું.”
“તો તમને વાંધો નથી ને? કન્યાદાન ત્યાંથી જ થવાનું. હું નિષ્ક્રિય થાંભલાની જેમ ઊભો રહેવાનો મારી પુત્રીને વળાવશ ે તો ધીરુકાકા. હૃદય બંન્નેનાં રડવાના પણ કન્યાદાનનું સૌભાગ્ય ધીરુકાકાને
મળશે.”
પસંદગી માટે ભેગાં કરીશું. છોકરાંને થોડીવાર વાતો કરવા દઇએ. એમને આપણે તક આપીએ. એકબીજાની મરજી તો જાણી લે ને....?” રામજીભાઇ બોલ્યા.
“હા...”ચરણદાસે ભાંગતા અવાજે ઉત્તર આપ્યો.
અને વડીલોની સૂચના મુજબ રૂપા અને રામજીભાઇનો છોકરો એક રૂમમાં બેસી ગયાં.
“રૂપા, હું તને પસંદ કરું તે પહેલાં મારો એક પ્રશ્ન છે. શું તું
હું કહીશ તેમ કરીશ?”
“એટલે?”
“શું હું એમ કહું કે તું ચલચિત્રોની માયા છોડી દે તો છોડી
દઇશ?”
“તમારું નામ શું?” રૂપાએ જવાબ આપવાને બદલે છોકરાનું
નામ પૂછ્યું.
“રૂપા, તારું નામ મને આવડે છે. મારું નામ તો તે જાણ્યું જ
નથી. તારા પપ્પાએ પણ ન કહ્યું?”
“ના.” રૂપાએ ધીમેથી બોલી.
“તો, સાંભળ મારું નામ મિલન છે.” છોકરો બોલ્યો.
“મને મિલન ચલચિત્ર ખૂબ ગમ્યું. તેના પરથી ોત મારો રસ અને આવડત બધું વધવા લાગ્યું. પણ તમારું નામ મિલન અને જુદાઇની સંભાવના વાળી વાતો કરો તે ચાલે?”
“તો શું તું ચલચિત્રોની લાઇન ન છોડી શકે?” “ ના.” રૂપા બોલી.
“કેમ?”
“જુઓ, મિલન, તમે તો પહેલાં મને આ લાઇન છોડાવો. પછી મને છોડી દો. તે કેમ ચાલે?”
“હું તને નહીં છોડું.” “શી ખાતરી?”
“બસ, ખાતરી એ જ કે ચલચિત્ર ઉદ્યોગની વાતોમાં રસ
લીધા વિના હું તારા નામ પર જ પહેલાં રૂા. પાંચલાખ મૂકાવી દઇશ.”
છોકરો બોલ્યો.
“મને આવો આર્થિક મોહ લગાડશો નહીં. હું એ રીતે તૈયાર
થઇ શ નહીં.”
“સારું, તું ચલચિત્ર ઉદ્યોગ ન છોડતી, બસ તને દુઃખ લાગે તેવું નથી કરવું.” છોકરો બોલ્યો.
“મારે રૂા. પાંચ લાખ પણ મૂકાવવા નથી.” રૂપા બોલી. “તો હું તને પસંદ કરીને ખાતરી આપું છું કે સુખ દુઃખમાં
સાથે આપીશ.” છોકરાએ કહ્યું.
“મિલન, ઉતાવળ કરશો નહીં.” “કેમ?”
“કારણ કે ઉતાવળ તો તમે મોહના કારણે કરો છો. તમે એક યુવાન છોકરીના મોહમાં ને મોહમાં ધીરજ ગુમાવી બેઠા છો. પણ તમારે ઉતાવળ હોય તો ગોરીને સ્વીકારી લો, મિલન.”
“રૂપા....?” “મિલન.....હા...ગો....રી!!!” “ગૌરીને તું ઓળખે છે?”
“હા, મિલન, ગોરીને મારે કોઇ પૂર્વનો સંબંધ નથી. પણ મારી સખી મારફત જાણ્યું કે મારા સર્કલનો જ છોકરો મિલન ગોરી નામની છોકરીને ઠુકરાવીને તને જોવા આવવાનો છે. એટલે ગૌરી અને હું દુઃખમાં
સરખાં છીએ. તેથી ગોરી મારી બેન બની કહેવાય. ભલે હું તેને
ઓળખતી નથી. પણ દુઃખમાં તો તેના માટે હમદર્દ બનવા માંગું છું.”
“પણ રૂ પા, મેં તેની સાથે દગો નથી કર્યો. વાત તો એમ છે કે તે અને ડાયરેક્ટર સુરેશ દવે....”
“શું?” રૂપાએ પૂછ્યું.
“છોકરીના કાકી જ કહેતાં હતાં કે સુરેશ દવેના પ્રેમમાં ગોરી તમને ભૂલી જશે અને ઘર કરીને રહેશે નહીં.”
“તો મિલન. જાણી લો સુરેશ દવે જ મારા ડાયરેક્ટર છે. હવે હું તેમના હાથ નીચે છું. શું હવે પરણવું છે?”
એટલામાં તો વૃંદા અને સુરેશ દવે આવી ગયા હતા. એટલે રૂપાના પિતાએ રૂપાને બોલાવવા તેની પસંદગી થતી હતી તે રૂમમાં બહારથી અવાજ કર્યો.
“બેટા, રૂ પા....” “હા પપ્પા.”
“પાંચ મિનિટ પછી બહાર આવો. વૃંદા અને ડાયરેક્ટર
સાહેબ આવી ગયાં છે.” તેના પપ્પાએ કહ્યું.
“સારું. હમણાં આવું છું.”
મિલન જાણી ગયો કે ખરેખર રૂપા એક ચાલાક અને ચબરાક
છોકરી છે. જે સત્ય હશે તે કહેશે.
“શું રૂપા, ગોરીની વાતથી તને નફરત આવી?” “હા.”
“કેમ?”
“મિલન, મેં તમને પ્રશ્ન કર્યો કે સુરેશ દવેના માર્ગદર્શન હેઠળ જ હું હીરોઇન તરીકે કામ કરું છું. શું એ ગૌરી સાથે ખરાબ સંબંધ રાખતા હોય અને પ્રેમ કરતા માંગતા હોય તો તે ખરાબ માણસ કહેવાય. પણ એ ખરાબ માણસ સાથે હું ઘણા જ સમયથી છું. મિલન એ ખરાબ હોય તો મારા તરફ ખરાબી ન કરે? તમે ઘણી મોટી ભૂલ કરી સુરેશ દવે જેવો માણસ તો આ દુનિયામાં કોઇ ન મળે. તેમની ગૌરી સાથે નિખાલસ મિત્રતા જરૂર હશે. પણ આવી વાત માનીને તમે ગૌરીનું અહિત કર્યું.”
“રૂપા, મને તેની કાકી એ કહ્યું હતું.” “શું કહ્યું હતું?” રૂપાએ પૂછ્યું.
“કાકી કહેતાં હતાં કે મિલનકુમાર ગૌરી તો સુરેશ દવે ને પરણવા માંગે છે . તમે ખસી જાઓ. તેના સંબંધો બહુ સારા છે. અને મેં પણ ગૌરીને સુરેશ દવેને આંખમાં આંખ પરોવી વાતો કરતાં જોયેલાં.” મિલન બોલ્યો.
“ખોટી વાત છે. કાકીનો સ્વાર્થ જુદો છે એ વાત તમને જ્યારે ત્યારે મળી જશે. ચાલો બહાર બેસીએ.”
બન્ને બહાર નીકળ્યાં. મિલનની નજર સુરેશ દવે પર પડી. તે શરમાઇ ગયો.
તેમણે બધાંની સાથે બેઠક લીધી. મિલન કશુંય બોલી શક્યો નહીં. તેને એકબાજુ બોલાવીને જણાવ્યું, “મિલન તું જો રૂપાને પામી શકે તો સર્વસ્વ પામ્યો કહેવાય, પણ ગૌરીને ગુમાવે તો સર્વસ્વ ગુમાવ્યું એમ કહેવાય.”
“સાહેબ, ગૌરીનાં કાકીએ મને ખૂબ ભડકાવ્યો. એની વાતમાં
ને વાતમાં મારી બાજી બગડી ગઇ.”
“કંઇ વાંધો નથી. હવે વિશ્વાસથી જીવન જીવવું હોય તો હજુય
પ્રયત્ન થઇ શકે છે. હું ગોરીને હમણાંથી મળ્યો ય નથી. વિભાકર નામના
એક સર છે તેમને મારે આ બધી વાત કરી સમાધાન પર લાવવા માંગતો
હતો પણ તેને બદલે ભગવાને તારું અને ગોરી વચ્ચેનું અંતર કાપવા
મને બોલાવ્યો હોય તેવું લાગે છે. હવે આ પ્રકારની છોકરમત કર્યા
વિના તું સંમત થઇ જા અને ગોરીના ઘેર જઇ તેનો હાથ પુનઃ માંગી
સદ્ભાગી બની જા. એમાં તારું શ્રેય છે.”
“ભલે સાહેબ, હું જઇશ.” “ક્યારે?”
“અત્યારે.” િ મલને ઉતાવળા થઇ કહ્યું.
“અરે, એમ ઉતાવળો ન થા. એ વાતને આપણે વ્યવસ્થિત વળાંક આપીશું.” સુરેશ દવે બોલ્યા.
“પણ ગોરી, મને સ્વીકારશે?” મિલને પૂછ્યું.
“અરે, તું તેને ઓળખતો જ નથી. તને નહિ સ્વીકારી તો દુનિયામાં કોઇનેય નહીં સ્વીકારે. હજુ ય તેણે પોતાનું જીવન બીજે નહીં જોડ્યું હોય.” સુરેશ દવે એ ખાતરીપૂર્વક રજૂઆત કરી.
મિલનને ઘણો પસ્તાવો થયો. તેનું મુખ પડી ગયું હતું. હવે તેના મનમાં એ જવિચારો આવવા લાગ્યા કે, ગોરીએ આટલા બધા દિવસો કેવી રીતે વીતાવ્યા હશે? તે અત્યારે શું કરતી હશે? તેની પરિસ્થિતિ કેવી હશે? બસ, તે પોતાના પ્રિય પાત્રને વહેલામાં વહેલી તકે મળવા તૈયાર થયો.
સુરેશ દવેએ કહ્યું, “હવે હું આવતી કાલેજ ગૌરીને સમાચાર
મોકલીશ. તેનાં માબાપને જાણ કરી દઇશ. એટલે તેમની આશા જીવપંત
થશે. પણ અત્યારે તું અહીં રૂપાને જોવા આવ્યો છે તો તે વાતનો નિકાલ
શી રીતે કરે છે?”
“બસ, હું હાલ જ મારા પપ્પાને કહી દઉં છું કે હું રૂપા સાથે
સગાઇ કરવા માંગતો નથી.”
રામજી પટેલ ચરણદાસને એક બાજુ લઇ ગયા, “બોલ, ચરણભાઇ તારો વિચાર પાકો છે ને?”
“રૂપાને પછો ને. હવે પસંદગી થઇ ગઇ છે. છોકરો છોકરી રાજી થાય એ જ જોવાનું હતું.”
પણ મિલન તેમની પાછળ પાછળ ગયો અને નજીક જઇને કહેવા લાગ્યો, “પપ્પા, હું રૂપા સાથે નહિ પરણું.”
“કેમ?”
“બસ, એમ જ અમારા બન્ને વચ્ચે બરાબર પસંદગી થઇ નથી. મને રૂપાએ ના પાડી નથી. પણ મારી મરજી છે કે હું આ સંબંધની સન્માનપૂર્વક ના પાડું છું.”
“બેટા, ભલે જેવી તારી મરજી.” રામજીભાઇ બોલ્યા. “બસ ત્યારે આપણે હવે નીકળીશું ને?”
“ના.”મિલને કહ્યું.
“કેમ?”
“જુઓ પપ્પા, આપણે પણ વચન તોડ્યું નથી અને રૂપાએ
પણ વચન તોડ્યું ન્ ાથી. આપણો કુદરતી સંજોગ ગૌરી તરફ વળે છે. તે
બધું હું અહીં આવીને પામ્યો. રૂપાએ મને જે વાત કરી મારા સાચા
જીવન તરફ વાળ્યો. જે કંઇ સમજાવ્યું તે બદલ તેનો આભાર માની
પછી આપણે છૂટા પડીશું.”
તેમણે રૂપાને બોલાવી.
“બેટા, રૂપા તારો આભાર. હું તો આ છોકરાને અહીં ના છૂટકે લાવ્યો હતો. બાકી મારો વિચાર તો હજુય ગોરીની સાથે આ છોકરાને પરણાવવાનો હતો. પણ તે એક નિર્ણય કરી ચૂક્યો હતો. કોણ જાણે ગોરીની કાકીએ....”રામજીભાઇ બોલ્યા.
“કાકા, બધું જ વ્યવસ્થિત થઇ જશે. મેં તો આ વાત જાણી
લીધી હત્ ાી. પણ તમે આ અગાઉના સગપણને કેમ છૂપાવ્યું?” રૂપાએ
પૂછ્યું.
“તને પામવાના સ્વાર્થમાં આ છોકરાએ મને રોકી રાખ્યો. તારું એક ચલચિત્ર જોયું અને આ છોકરાએ તારો આગ્રહ શરૂ કર્યો. પણ રૂપા. અહીં આવ્યા તે સારું થયું. અમારી આંખ ખુલી ગઇ. રામજીભાઇ બોલ્યા. અને પછી ચરણદાસની સામે જોઇ કહ્યું, “ચરણદાસ, તારું વચન તો તેં પાળ્યું. નાતો બંધાય કે ન બંધાય તે કુદરતી મરજી. હવે આપણે છૂટા પડીશું ને, અને રૂપા તારો પણ ખૂબ આભાર.”
“આભાર ન માનશો કાકા. હવે તમે આભાર શબ્દ લાવશો તો તમે અને મારા પપ્પાના મિત્ર શાના કહેવાઓ?” રૂપાએ ડહાપણ દર્શાવતાં કહ્યું.
“હવે, છૂટા પડીશું ને?” રામજીભાઇ બોલ્યા.
“હા, કાકા હવે અહીં આવતા રહેજો.” રૂપા બોલી.
“ભેલ બેટા, સુખી થજે.”
થોજીવાર પછી તેઓ નીકળી ગયાં. સુરેશ દવે, વૃંદા અને
ચરણદાસ તથા રૂપા, તેની મા વગેરે બેસી રહ્યાં.
“રૂપા, તેં બધું શી રીતે જાણ્યું?” સુરેશ દવેએ પૂછ્યું. “મેં મારી સખી મારફત જાણી લીધું હતું.”
“ઠીક કર્યું. એને એક માર્ગ બતાવ્યો. અને એક કાંકરે બે
પક્ષી. હવે નટવર સાથે તને જોડાઇ જવાનું સદ્ભાગ્ય તો સાંપડ્યું ને?”
અને રૂપા શરમાઇ ગઇ. છતાં શરમાયેલા ચહેરા પર આનંદ ચરમસીમાએ દેખાતો હતો.
“હવે રૂપા આ બાજુ કે ગોરીને સમાચાર મોકલાવી દઉં છું તેનાં મા બાપ પર સમાચાર જલદીથી પહોંચાડી દઇશ.”
“સાહેબ, આ રહ્યો ગૌરીનો ફોન ન્ ાંબર...” “હેં, રૂપા તું ક્યાંથી લાવી?”
“સાહેબ, જેની પાસેથી મેં બધી વાત જાણી હતી તે મારી
સખી પાસેથી લાવી. તે ગૌરીના ગામની જ છે.”
“હેં?”
“હા, સાહેબ.”
“તો પછી લાવ નંબર....”
થોડીવાર પછી ગૌરીનાં મા બાપ સાથે વાતચીત ચાલુ થઇ. “હેલો...” સુરેશ દવેએ શરૂ કર્યું.
“કોણ?”
આમ ગૌરીને સમાચાર પહોંચી ગયા.
“જી, હું સુરેશ. કોણ ગૌરી બોલે છે?” “હા.”
“ઓળખ્યો?”
“હા, હવે ઓળખ્યા, સાહેબ, આપ ઘણા સમય પછી અમને
યાદ કર્યા?”
“ગૌરી. તારાં મમ્મી પપ્પા ક્યાં છે?”
“કલાક પછી આવશે. બહારગામ ગયાં છે.” ગોરી બોલી. “ગોરી એક શુભ સમાચાર છે.”
“શા?”
“મિલનને સાચી વાત સમજાઇ ગઇ. તે તારો સંબંધ મંજૂર રાખશે. તેને પસ્તાવો થયો છે. માફી માગે તો આપી દેજે.”
“સાચું છે સાહેબ?”
“હા, સાચું કહું છું. અને પછી હું તારા ત્યાં આવી જઇશ. તરાં માબાપને જણાવી દેજે. કોઇ ચિંતા ન કરશો. બાજી સુધરી ગઇ છે.”
“આભાર સાહેબ.”
“બસ, ગૌરી અત્યારે વધારે વાત નથી કરતો. વધારે વાત
રૂબરૂમાં કરીશું.”
“સારું.”
“આવજે. ચિંતા ન કરીશ. વાત પૂરી કરું છું.”
હવે જે ખાસ સમાચાર આપવાના હતા તે નટવરની ખુશાલી બાબતના હતા.
“સપના અને તુષારે તો પોતાની ખુશીની રાહ જોયા વિના બીજાંના સુખનું ચિંતન જ શરું કર્યું હતું. હમણાં તેઓ રૂપાને મળવા તત્પર હતાં પણ ભાગ્યમાં રૂપા નટવર માટે થોડો સમય દૂર હતી તે હવે નજીક આવી ગઇ. હવે આ વાત તેઓ જાણશે તો ખુશ થશે.” સુરેશ દવેએ વૃંદાને કહ્યું.
ત્યારે વૃંદા બોલી, “આપણે એવું કરીશું. રૂપાને અને નટવરને કાલે જ એકઠાં કરી દઇએ. પણ અત્યારે સપના ને ફોન કરી દો. અને કહી દો કાલે નટવર હાજર રહે અને બધી રીતે તેને જીવનમાં બાંધીને સુખી કરી દેવા સૌ હાજર રહેજો.”
“અરે વૃંદા, કાલે જઇએ પણ હું અત્યારે જ સપનાને નહીં પણ નટવરને જ ફોન કરી દઉં છું.”
અને સુરેશ દવેએ નટવરને નંબર લગાવી વાતચીત શરુ કરી. “હેલો.”
“હા, કોણ?” નટવરે પૂછ્યું.
“હું, સુરેશ દવે અરે નટવર અવાજ ન પારખ્યો. “અરે, હા ઓળખ્યા, બોલો.”
“નટવર, તારા માટે ખુશીના સમાચાર છે.” “શા?”
“બસ, આવતીકાલે રૂપા તારા માટે જ આવશે અમે પણ આવીશું. રૂપાનું બીજે ક્યાંય નહીં પણ તારી સાથે સગપણ થશે.”
પ્રકરણ : ૪૨
અને બીજા જ દિવસે સુરેશ દવે તથા વૃંદા ગોરી ના ઘેર બેઠાં હતાં. સાથે મિલનને પણ લઇ ગયાં. આ વખતે કાકી તાળુ ં મારીને બહાર જતાં રહ્યા હતાં.
બીજી બાજુ નટવરને રૂપાના આગમનના સમાચાર મળી ગયા હતા તેથી તે મિલનોત્સુક બની ગયો હતો. તેણે એક સરસ
મજાનો કોટ પહેર્યો હતો. ગળ ે ટાઇ લગાવી હતી. તેનાં કપડાંમાં ચાર ચાંદ લગાવી દે તેવું સરસ મજાનું પેન્ટ પણ તે તાત્કાલિક ખરીદી કરી લાવ્યો હતો. તેને જે ચીજ પામવી હતી તે સમૃદ્ધિનો પર્યાંય બની એ દિવસે આવવાની હતી.
તુષારને પણ ખબર હતી કે રૂપા અને સપના સાથે આવશે. અને એ વ્યવસ્થા વૃંદાએ કરી હતી.
બરાબર અગિયાર વાગ્યા અને દરવાજે એક સફેદ કાર આળી ગઇ. નટવર દરવાજા તરફ ઉતાવળે પગલે દોડ્યો. વિભા, અને તેનાં
માતાપિતા તેની પાછળ હતાં.
રૂપાની નટવરની આંખો મળી. એક અનેરું તારામૈત્રક તો પહેલેથી જ રચાતું હતું તે પુનઃ જીવિત થયું. તેના જીવનમાં એકે અમર આશા બંધાઇ.
જીન્સપેન્ટ અને બ્લ્યુ શર્ટ પહેરી રૂપા અભિનેત્રીના સ્વરૂપમાં
જ દેખાઇ. તેનું અંગેઅંગ મસ્તીથી ભરેલું અને ઉન્માદથી ઊભરાતું
હતું. પણ આંખોમાં નીતરતો અપાર સ્નેહ જ નટવર માટે આકર્ષણનું
સ્થાન હતો. રૂપ નગરનું સામ્રાજ્ય વધુને વધુ વિસ્તરવા લાગ્યું. રૂપા
જેમ નજીક આવી તેમ તેની મોહકતા વધુ ને વધુ ખીલવા લાગી. નટવરે
સ્વાગત કરતાં કહ્યું.
“આવો.”
રૂપા, સપના બંન્ને એ “થેન્ક યુ” કહી આછું હાસ્ય રેલાવ્યું. બધાં અંદર આવ્યાં. કાર એક બાજુ પાર્ક કરી દીધી હતી. સપનાએ કહ્યું, “હવે નટવરભાઇ તમે ટૂંક સમયમાં જ અમારા
કાયદેસરના જેઠ થઇ જશો. ખરું ને?
“એટલે સપના તું એમ કહેવા માંગે છે ને કે રૂપા જેઠાણી બનશે?” નટવરે મમરો મૂક્યો.
“હા.” સપના બોલી.
....અને રૂપા શરમાઇ ગઇ. એને સંકોચ પણ થયો કે આ પરિવારમાં સપના નાની અને હું ઉંમરમાં નાની હોવા છતાં મોટી છતાં તે હિંમત રાખીને બોલી. “જે સમજું તે મોટું. જે ડાહ્યું તે વડીલ હું તો એક અબુધ બાળા છું જેને તમે આગળ લાવ્યાં છો. સપનાબહેન”
“બસ, રૂપા હવે મને વધુ શરમાવીશ નહીં.” સપના બોલી. “હા, હવે આપણે એમ કરીએ.......”નટવરને માતાએ કહ્યું. “શું?” નટવરે પૂછ્યું.
ત્યારે મમ્મીએ કહ્યું, “આજની રસોઇ સપના અને રૂપા
બનાવશે.”
“અરે, મહેમાનને.....” નટવરે સંકોચ દર્શાવ્યો.
ત્યારે સપના બોલી ઊઠી, “નટવરલાલ, તમારાં મમ્મીને શાંતિથી બેસવા દોને. એ અમને કેટલું બધું મહત્ત્વ આપે છે. જે નારીને શરૂઆતમાં રસોડું સોંપાય તે ભાગ્યશાળી નારી છે. શું અમે રસોઇ ન કરીએ તો તમે કરશો, નટવરલાલ?”
ત્યારે નટવરે કહ્યું, “ભલે, તમારી મરજી.” થોડીવારમાં જ રસોઇ તૈયાર થઇ ગઇ. જમીને સૌએ સમારંભ પાછો ભરી દીધો.
સપનાએ કહ્યું, “જુઓ હવે, અમારાં વડીલોની સંપૂર્ણ મરજીથી અમે આ સંબંધને આગળ વધારવાનો વિધિસર કોલ આપીએ છીએ.”
ત્યારે નટવરના પિતાજીએ કહ્યું.
“હું વારાફરતી રૂપાના તેમજ સપનાના વડીલોને બોલાવી
સગપણની વિધિ પૂર્ણ કરીશ.”
નટવર રૂપાની સામે જોઇ રહ્યો હતો. તેનાં મા બાપે કહ્યું, “હવે, તમે ચારેય જણ ફરવા જવું હોય તો જાવ. અને વિભાને પણ
લેતા જાવ.”
“ભલે.” નટવર બોલ્યો.
ત્યાર પછી બધાં ફરવા નીકળ્યાં. મા બાપ જ ખાલી ઘેર રહ્યાં. સૌ ગયાં એક બગીચે અને ત્યાં ગયાં ત્યારે બગીચે તેનો એક
છેડો નટવરરૂપાએ પકડી લીધો અને બીજો એક છેડો તુષાર સપનાએ
પકડી લીધો.
વિભા “હું મારી સખીના ઘેર જાઉં છું.” એમ કહી નીકળી
પડી અને તેમને એકાંત આપી દીધું.
નટવર અને રૂપા વાતો કરવા લાગ્યાં, “રૂપા, હવે આપણને કોઇ જુદાં નહીં કરે, કેમ?”
“ના. કોઇ નહીં કરે, નટવર તમે તો ખરા છો હોં. અત્યારથી જુદાઇનો વિચાર કેમ આવે?”
“રૂપા, વસ્તુ મળે ત્યારે તે ખોવાય નહીં અને તેનું જતન થાય
તેવો વિચાર તો પહેલો આવે છે.”
રૂપા શાંત ચિત્તે સાંભળતી હતી. તેની લટો કપાળ પર આવતી હતી. આછો પવન વાતો હતો. પંખીઓના કલરવની વચ્ચે બન્ને
પ્રેમીપંખીડાંનો વાર્તાલાપ મધુર જણાતો હતો. પાસેના ઝાડ પર મેના
પોપટ ગેલ કરતાં હતાં. પાસેના ઝાડ પર નટવરની નજર પડી.
“જો રૂપા, પેલી મેના પોપટને શું કહે છે?”
“નટવર, એ મેના એમ કહે છે કે ગાંડા ઘેલા થશો નહીં. જીવનમાં બીજુંય ઘણું કામ હોય છે. તેનું ચિંતન કરવાનું છે.”
“પણ રૂપા, પોપટ તો એમ જ કહે છે કે બીજુ કોઇ કામ નહીં પણ જીવનસાથીનો સંગ એટલે કે સાથે રહેવું, એ કામ. અને સાથે રહેતાં રહેતાં અનેક કાર્યો કેમ ન થાય?”
રૂપા અચરજ પામી ગઇ, “નટવર, તમારી પાસેથી મારી આ જ અપેક્ષા હતી. આટલું ઊંડું તત્ત્વજ્ઞાન તમે ધરાવતા હશો એ મને
ખબર જ ન હોતી.”
“રૂપા તને પામ્યા પછી બધી જ સમજ મને પ્રાપ્ત થઇ. હવે
મારે કશુંય પામવાનું બાકી નથી રહેતું.”
નટવરે થોડીવાર સુધીતો રૂપાના સુંદર મુખને જોયા કર્યું. અને પછી ધીમેથી તેના ગાલ પર હાથ ફેરવ્યો. પછી તેનો હાથ પકડી પોતાની પાસે ખેંચી તેના શરીરને સ્પર્શ્યું. બન્નેના હૃદયમાં રોમાંચથી અનેરું સુખ અનુભવ્યું. રૂપાએ થોડીવાર પછી હાથ છોડાવી દીધો.
“અરે હમણાં તમારા ભાઇ તુષાર જોઇ જશે. એ પણ આ બગીચામાં જ છે.”
“અરે, રૂપા તુષાર પણ સપનાની આંખો માં હશે અને સપના તુષારની આંખોમાં પેસી ગઇ હશે. હમણાં કલાક સુધી તેઓ તો ગુંથાયેલા જ રહેશે.” નટવરે કહ્યું.
“પણ, અમુક મર્યાદા તો રાખવી પડે. એમને જોતાં બેહુદી રીતે ભેટી ન પડાય.”
એટલામાં તો સપના અને તુષાર આવતાં જણાયા. રૂપા ઊભી થઇ ગઇ. નટવર પણ ઊભો થયો. બન્નેએ સંતોષ વ્યક્ત કરતાં હોય તેવું મુખ કરી સપનાની સામે જોયું.
એટલામાં તો રૂપા પર ફોન આવ્યો. “હેલો,” રૂપા બોલી.
“હા, હું વૃંદા બોલું છું. ગોરી અને મિલન સાચા મનથી મળી ગયાં. બહુ પ્રયત્ન કર્યા વિના જલદીથી મનમેળ થઇ ગયો.”
“અહીં પણ બધું પતી ગયું.” રૂપા બોલી.
પ્રકરણ : ૪૩
એક દિવસ એવો ઊગ્યો કે સૌ લગ્નોત્સુક યુવક યુવતીઓનો એક લગ્નોત્સવ યોજાય એવો દિવસ નક્કી થયો. સપના તુષાર, વિભાકર, વિભા, સુરેશ દવે વૃંદા, નટવર રૂપા શ્યામલાલની પુત્રી અને જમાઇ સૌ માટે સનત ઝવેરીએ પોતાનું ફાર્મ લગ્નોત્સવ માટે નક્કી કરી આપ્યું.
સૌએ દિવસ તો નક્કી કર્યો. અને તે દિવસ પ્રમાણે લગ્ન કરવાનાં હતાં. પણ સૌથી ભવ્ય પ્રસંગ તો તે હતો કે રૂપાને ધીરુકાકાના
ઘેરથી કન્યાદાન આપી વિદાય કરવી.
એટલે રૂપાને સમૂહ લગ્નમાં જોડાવાનું ન થયું.
અને તે પ્રમાણે એક સવાર એવી ઊગી કે ધીરુકાકાના આંગણે ઢોલ ઢબૂકતો હતો. મંદ મંદ પવન જાણે પિયુને પ્રેમસંદેશ લઇ જતો હોય તેમ રૂપાનાં અંગેઅંગને સ્પર્શીને વાતો હતો. સપના તુષાર બન્ને એ સમારંભનું સંચાલન કરવા લાગી ગયાં હતાં.
તુષારે કહ્યું, “સપના, તેં ઘણાં બધાંનાં કામ કર્યાં. આ રૂપાને તો બહુ મદદ કરી. પણ આપણાં લગ્ન થાય ત્યારે તું મને એક મદદ કરીશ?”
“શી?” સપના બોલી.
“બસ, આ રૂપા અને આપણા નટવરભાઇનીસાથે આપણે
મહાકાલનાં દર્શન જઇ આવીશું ને?”
“કેમ?” સપના બોલી.
“મેં મહાકાલને પ્રાર્થના કરેલી જ હતી. તું પણ નહોતી જાણતી ત્યારે મેં નટવરભાઇ માટે રૂપાની માંગણી આ પ્રાર્થના દ્વારા કરેલી. રૂપા ખૂબ જ લાયક અને ઉન્નત સંસ્કારો ધરાવતી એક અજબની છોકરી છે. નટવરભાઇ સુખી થઇ જશે.” તુષારે કહ્યું.
“અને તુષાર મારાથી તું સુખી નહીં થાય?” સપનાએ પૂછ્યું. “જરૂર તારાથી હું સુથી થઇશ. પણ રૂપાના ઉરમાં રહેલાં
સૂર સૌએ સાંભળ્યાં. તેની વાંસળીન ે આપણે ઘણી વાર માણી.
પણ માણતાં ણાણતાં આપણા સૌનાં એકમેક તરફ મંડાતાં ઉર
ધબકતાં ધબકતાં પ્ ાોતપોતાના સૂરને સંભળાવતા ં હતાં અને એના
શ્રવણથી આપણા સૌની આત્મીયતા વધી. ઘણી ઘણી મથામણને
અંતે આપણે સૌ પોતપોતાનાં ઉરને પામી શક્યાં. તેનું શ્રેય હું તેને
આપું છું.” તુષારે કહ્યું.
“આભાર.” સપનાએ કહ્યું. પછી તે ફરીથી બોલી. “તુષાર આપણે આપણી વાતો પછી કરીશું. આ લગ્નોત્સવને તો માણો. જુઓ ને વિભાકર વિભા અને સુરેશ દવે તથા વૃંદા કેટલાં કાર્યમગ્ન બની રૂપાના ઉત્સવને શોભાવે છે. તેનું પૂર્ણિમાના ચંદ્ર જેવું ગો ળ અને તેજસ્વી
મુખ ટૂંક સમયમાં જ મ્લાન થશે.”
“કેમ, સપના મ્લાન. થશે એટલે?”
“એટલે, એ ટૂંક સમયમાં જ ધીરુકાકાનો બાપ તરીકેનો અપાર
પ્રેમ પામી છે. આ લગ્ન તો હમણાં પતી જશે. પણ દીકરી વિદાય લેશે
ત્યારે....અને ખરેખર, લગ્ન તો ધૂમધામથી પતી ગયાં પણ ધીરુકાકાએ
રૂપાને ખૂબ જ લાડ લડાવતાં લડાવતાં તેના ગાલ પર હાથ મૂકી કહ્યું,
“બેટા, મારે તને જરાય દૂર મોકલવી ન હતી. પણ કઠણ હૈયે વિદાય
આપવી પડે છે. દીકરીને ક્યાં સુધી રખાય?” અને ધીરુકાકાના ડૂંસકાંથી
સૌનાં ઉપર આદ્ર બન્યાં. ધીરુકાકા રડવા લાગ્યા.
ઉપસ્થિત રહેલાં સૌની આંખોની ભીનાશથી પ્રસંગ વખતે કરુણતા જણાવા લાગી.
લાગણીનો પ્રવાહ વહેલા લાગ્યો. તમામ કન્યાદાનની તૈયારીઓ કરી. તે વિધિ પૂર્ણ કરી ધીરુકાકા તૃપ્ત થયા હતા. પણ અત્યંત આઘાતથી તે બેભાન બની ગયા. તે પછી છોકરીનો બાપ ચરણદાસ તેને ભેટીને રડવા લાગ્યો.
“બેટી, બેટી. હું તારા વિના નહીં રહીં શકું.”
“પપ્પા, શાંત રહો. હું સુખમાં જાઉં છું. મને હસતાં વિદાય
આપો.”
સૌ જોઇ રહ્યાં હતાં અને ઝગારા મારતું રૂપાનું મુખ પણ કરમાઇ ગયું. રડવા લાગ્યું.
સપનાએ તેને બાથ ભીડી દીધી. અને ગાડીમાં બેસાડી.
અને એ એક અનેરો અવસર પૂરો થયો ત્યારે સૌ ઉત્સુક પાત્રોએ આ અવસર પોતાના આગામી અવસરનું પ્રતિબિંબ આપે અને તેમાં “ભાવમિલન” નું પ્રાધાન્ય જણાય તેવી ભાવના વ્યક્ત કરી.
છેલ્લે વૃંદા, વિભા અને સપના પણ એકબીજા સામે જોઇ આછું સ્મિત રેલાવી અવસરની પૂર્ણાહુતિને વધાવવા લાગ્યાં. ત્યારે નટવરે રૂપાની સામે જોઇ એટલું જ કહ્યું, “રૂપા, હવે ઘર નજીક છે. તને પામવી એ જ એક મહત્ત્વનું કામ છે. આપણાં હૃદય એક થયાં. હવે આપણે સૌનાં લગ્નમાં જવા માટે તૈયારીઓ કરીશું ને?”
સૌ હસી પડ્યાં.