Vinela Moti Bipinbhai Chandulal Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Vinela Moti

વિણેલા મોતી

સંપાદક

બિપીનભાઇ ચંદુલાલ રાવલ

પ્રસ્તાવના

આ આધ્યાત્મિક ડાયરીમાં જુદા જુદા મહાનુભાવોના તત્વબોધ “ચંદ્રકાન્ત”ના ત્રણ ભાગ, માનનીય પ્રભુદેસાઇ સાહેબ, તથા ઉકા ભગતની પ્રશ્રનોત્તરી અને પરબ્રહ્મ પરમાત્મા રામજી અને જગતના મહાન પુજનિય ગુરુવર્ય વશિષ્ઠ દેવના આધ્યાત્મિક રામાયણના સાર સંચય કરવામાં આવેલ છે. અને તેમનો તત્ત્વબોધ આત્મા પરમાત્માનું ઐક્ય મીલન સમયના હાડમારી ભર્યું જીવન જીવવામાં મનુષ્યને આત્મ દર્શન તથા પોતે પોતાનો ઓળખવા માટે આ સંસારના સઘળા કાર્યો કરવાના રહી જાય પણ આત્મ દર્શનનું જ્ઞાન મેળવવા કિંચિત પ્રયત્ન કર્યો છે. અને તેનું અધ્યયન કરવા વિણેલા મોતી ટાંક્યા છે. તો આ મહામૂલો મનુષ્ય અવતાર સફળ કરવા વારંવાર મનન ચિંતન કરી મનુષ્ય અવતાર સફળ કરવા અધ્યયન કરવા સારું આ આધ્યાત્મિક ડાયરી પ્રસિદ્ધ કરી છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રીમતી રમીલાબેન પટેલના સત્સંગી તરીકે મદદરૂપ થવા બદલ આભાર માનું છું.

બીપીન રાવલના

જયશ્રી કૃષ્ણ

કુળદેવી :- શ્રી ખંભલાવ્ય માતાજી (ચામુંડા માતા)

મુ. માંડલ, જી. અમદાવાદ

ગોત્ર :- કુત્સસ શાખા :- માધ્યાંદિની

ભૈરવ :- રૂરૂ ભૈરવ માંડલીયા રાવલ

ઔદિચ્ય સહ બ્રાહ્મણ

વતન :- પાટણ (ઉત્તર ગુજરાત)

નર્મદાગીરીજી મહારાજ

મારા પોતાના ગુરુદેવ પૂજ્ય નર્મદાગીરીજી મહારાજની કૃપાથી, અમીદૃષ્ટિથી તથા આશીર્વાદથી આ ડાયરી તૈયાર થયેલ છે. તો તેમના ચરણ કમળમાં સમર્પીત કરું છું.

બિપીન રાવલ

ફોટાનંબર ૨

બે બોલ

મારા પૂજ્ય પિતાજી બીપીનચંદ્ર રાવલ તારીખ ૧૬-૦૯- ૨૦૦૯, ભાદરવા વદ ૧૩ ના રોજ પૂજ્ય ચંદુલાલ દાદાનું શ્રાદ્ધ હોવાથી શ્રી જાગેશ્વર મહાદેવના મંદિર, સરૈયાવાડો, પાટણ જગ્યાએ અભિષેક, લઘુરૂદ્ર કરતા હતા. હું કોર્ટમાં હતો ત્યારે મને આશરે ૧૨-૩૦ કલાકે મોબાઇલ ઉપર મેસેજ મળેલો જેથી હું ત્યાં પહોંચેલો. પપ્પાનું મસ્તક મહાદેવજીના શીવલીંગ ઉપર નમસ્કાર કરતાની સ્થિતિમાં હતું. તેઓએ મહાદેવજીના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરી આત્માનું પરમાત્મા શીવબાબા સાથે મિલન થયેલું. તેમણે મહાદેવના મંદિરમાં જ દેહત્યાગ કર્યો. આ દૃષ્ય જોઇને હું ઘડીભર સ્તબ્ધ થઇ ગયેલો. થોડીવાર પછી મેં સ્થીરતા પ્રાપ્ત કરી ને પરિસ્થિતિ સાંભળી લીધેલી. તેઓ મહાદેવજીના પરમ ભક્ત, દ્વારકાધીશ પ્રભુ,મા અંબાના ઉપાસક હતા. પરમપૂજ્ય મહંત શ્રી નર્મદા ગીરીજી બાપુ ગુરુમહારાજના સેવક હતા. તેઓની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા, આધ્યાત્મિક વાંચનનો ઊંડો રસ હતો. તેઓ જુદા જુદા ધર્મગ્રંથોનો અભ્યાસ કરી નિવૃત્તિના સમયમાં એક ડાયરી લખતા હતા. તેમણે આ આધ્યાત્મિક ડાયરીનું “વિણેલા મોતી” નામ આપેલું છું. આ ડાયરી મને મળતાં મેં વાંચી, ફરી વાંચી અને તે જ સ્વરૂપમાં આ પુસ્તક તેમના મનશીલ ઉદ્દાત અને જીવનમાં ઉતારવા લાયક વિચારોની મહામૂડીના આ આધ્યાત્મિક પુસ્તક “વિણેલાં મોતી”ને પિતૃઋણ અદા કરી આપ સમક્ષ રજુ કરતાં ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું.

મારા આ પ્રયાસને મમતાને વાત્સલ્ય સભર નજરે નિહાળી માનનીય બી.કે.નીલમ દીદી, એ આમુખ લખી આપવા બદલ અમો ગર્વ અનુભવીએ છીએ. તેઓશ્રીનો સહૃદય આભાર માનુ છ

જતન પૂર્વક, લાગણીસભર, સમતોલ અભિગમથી અને ત્વરિત પણે બીપીનભાઇની “જીવન ઝરમર” લખી આપવા બદર પૂ.શ્રી. રાજેશ ભાઇ રાવલ (કાકા)નો આભારી છું.

આ પુસ્તકને અદ્‌ભૂત, આકર્ષક અને અનિવાર્ય બનાવવા માટે મારા કાર્યમાં મારા ઇષ્ટ મિત્ર શ્રી ગોપાલભાઇ વ્યાસે સતત રસ લીધો છે. જે શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. તેઓએ ફુરસદના સમયનો ભોગ આપીને મને સહાય કરી છે. તેની નોંધ લઉ છું.

પૂજ્ય શ્રી રજનીકાન્તભાઇ રાવલ (કાકા) એ આ કાર્યમાં મારો બોજ ઘણો હળવો કર્યો છે. પ્રુફરીડીંગમાં તેમનો સિંહફાળો છે. તેમણે આભાર માનવાની ના પાડી છે.

બી.કે.નીતાબેન, અરૂણભાઇ બી. આચાર્ય, રમીલાબેન પટેલનો આભારી છું.

એમ.એમ. સાહિત્ય પ્રકાશક, આણંદના શ્રી યાકુબભાઇ તથા તેમનો સ્ટાફ કે જેઓ આ સારું પુસ્તક આપવા માટે તેમનો ઉત્સાહને દાદ આપુ છું.

મારા પિતાજીના જીવનમાં મદદરૂપ થનારા તેમના અંગત મિત્રવર્તુળ, સ્નેહીજનો, સંબંધીઓ, સગાઓ, જ્ઞાતિજનો કે જેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપેલો છે. તે તમામ નામી અનામી વ્યક્તિઓ, વડીલોનો હું ખૂબ જ હૃદય પૂર્વક આભારી છું.

તાઃ- ૧૯- મે, ૨૦૧૧

નરેશ રાવલ

એડવોકેટ નોટરી,

૪૨,ચિત્રકુટ સોસાયટી, બી.કે.માર્ગ,

પાટણ, તા.જી.પાટણ. પીન.૩૮૪ ૨૬૫

મો :- ૦૯૮૭૯૦ ૫૨૪૯૯

બી.કે. નીલમબેન

“દિવ્ય દર્શન’

૧૧, શ્રીકુંજ સોસાયટી,

બ્રહ્માકુમારીઝ, પાટણ,

તા :- ૧૬-૫-૨૦૧૧

આમુખ

જ્ઞાન એ શક્તિ છે. જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાનનો જેટલો વ્યાપ વધે તેટલો સમાજ જાગૃત બને. જ્ઞાનની કોઇ સીમા નથી. અનંત છે. અમાપ છે. તેમાં પણ અધ્યાત્મ જ્ઞાન એ સાગર સમાન છે. આ સાગરમાંથી ડુબકી લગાવીને જેમ મોતી લાવ્યા હોય તેમ બીપીનભાઇ ચંદુલાલ રાવલે પણ અધ્યાત્મિક વાંચનમાંથી મોતી રુપે પોતાના મૌલિક વિચારોને વાચા આપવાનું કામ કર્યું છે. જીવનભર કરેલા વાંચનને વાચા આપવા માટે જાણે અનમોલ મોતી સમાન વિચારોને સાકાર રુપે પ્રગટ ન કરવાના હોય તેમ બિપીનભાઇ એ જીવન સંધ્યાના અંતિમ સમયમાં પણ પોતાનો અમૂલ્ય સમયનો ઉપયોગ આવા શ્રેષ્ઠ કાર્ય માટે કર્યો છે. બીપીનભાઇ ખેતીવાડી ખાતામાં નોકરી કરી પરંતુ સાથે સાથે ધાર્મિંક વાંચન તેમની ખૂબી રહી જેને તેમણે અનુભવના નિચોડ સમાન આ પુસ્તકમાં વર્ણવી છે.

મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા, આત્મા પરમાત્મા, ગીતાના જીવન બોધ, નષ્ટોમોહા બનવાની યુક્તિ, પ્રજ્ઞા, સમાધી, શિવ આમુખ ના સત્ય સ્વરૂપ અને રાજયોગની વિધિનું વર્ણન ચિત્ત શુદ્ધિ, જેવા અનેક વિષયોને આવરી લઇને પોતાના અનમોલ વિચાર બિંદુથી સાગર ને ગાગરમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે.

બિપીનભાઇ થોડા દિવસ માટે બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં આવીને રાજયોગને જાણવાનો પ્રયાસ કરેલો તે આ પુસ્તકમાં દૃશ્યમાન થાય છે. નરેશભાઇ જે બિપીનભાઇના દીકરાને મળેલી અનમોલ ડાયરીનાં સોનેરી પાનાં પર અંકીત થયેલા વિણેલાં મોતીને જગત માટે ઉપયોગી બનાવવા અને પિતાજીના અધુરા કાર્યને પુરો કરવાનો સંકલ્પ આવ્યો.

આ પુસ્તક જનજીવન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય. બિપીનભાઇ હાલ ભલે હયાત નથી પરંતુ તેમની અંતિમ મહેનત ને સાકાર થતી જોઇને તેમનો આત્મા ખુબ ખુશ થયો હશે.

પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

“મળે છે દેહ માટીમાં માનવીના નામ જીવે છે.

મરે છે માનવી પોતે પણ માનવીનાં કામ જીવે છે.”

ઓમ શાન્તિ

જીવન ઝરમર

સ્વ. બિપિનચંદ્ર ચંદુલાલા રાવલ ઉર્ફે બચુભાઇ

શ્રી બિપીનચંદ્ર ચંદુલાલ રાવલનો જન્મ પાટણ મુકામે શ્રી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નાની ઉંમરમાં એમણે માતાનું સુખ ગુમાવ્યું. પિતા ચંદુલાલ ધાર્મિંક વૃત્તિના હતા. બિપિનભાઇએ મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. પ્રારંભમાં એમણે ધરમપુર મુકામે સહકારીક્ષેત્રે નોકરીની શરૂઆત કરી. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં “ગ્રામસેવક” તરીકે ખંત અને વફાદારીપૂર્વક નોકરી પૂર્ણ કરી તેઓ તા. ૩૧-૫-૯૯ ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા.

બિપિનભાઇ સ્વભાવે અત્યંત લાગણીશીલ, નમ્ર અને નિખાલસ હતા. તેઓ સરળતા અને સાદગીને વરેલા હતા. એમનામાં કરુણા, દયા અને પ્રેમ છલોછલ ભરેલાં હતાં. તેઓ કુટુંબપ્રેમી અને સમાજપ્રેમી હતા.

પ્રભુ પ્રત્યે એમને અતૂટ શ્રદ્ધા હતી. એમનું જીવન ધાર્મિંક અભિગમથી ભરપૂર હતું. એમનું વ્યક્તિત્વ નિરાડંબરી અને સ્વભાવે તેઓ અલગારી હતા. બિપિનભાઇ સ્વભાવે આખા બોલા હતા. કોઇને પણ સાચી વાત શેહશરમ વગર સહજભાવે કહી દેવી એ એમના સ્વભાવની લાક્ષણિકતા હતી. તેઓ જેટલા જલ્દી ગુસ્સે થતા એટલા પરમાત્મા શિવરુપમાં જ્યોર્તિંબિંદુ સ્વરુપ છે. અને ગુણોમાં સિંધુ છે. સર્વ ધર્મની આત્માઓના પિતા છે. સદા સત્ય છે. માટે સત્યમ્‌, સદા કલ્યાણકારી છે. માટે શિવમ્‌ અને સદા સુંદર છે માટે સુંદરમ્‌ કહીએ છીએ. પરમાત્મા પરમધામ નિવાસી છે. ગીતામાં દર્શાવ્યા પ્રમાણે ધર્મ ગ્લાનિના સમયે કળીયુગના અંતમાં પરકાયા પ્રવેશ કરી ધરા પર આવે છે. ગીતાનું જ્ઞાન અને રાજયોગનું શિક્ષણ આપે છે.

રાજયોગ એટલે આત્માનું મિલન પરમાત્મા સાથે જોડવું સ્વયંને જ્યોર્તિંબિંદુ આત્મા સમજી પ્રભુને પણ જ્યોર્તિંબિંદુ સ્વરુપમાં યાદ કરવા. આત્માનું પરમાત્મા સાથેનું મિલન જ રાજયોગ છે. રાજયોગથી આત્મા ના જન્મ જન્મના પાપો નષ્ટ થાય છે. રાજયોગ એક અનંત શક્તિ છે. જીવન જીવવાની કળા શીખવે છે. કંટ્રોલીંગ પાવર અને રુલિંગ પાવર પણ વધે છે. આત્મા શુદ્ધ પવિત્ર બને છે. આત્મા પોતાના મૂળભૂત ગુણો અને શક્તિઓને ફરીથી ધારણ કરી શકે છે. પરમાત્માની વૈશ્વિક ઉર્જાને પોતાનામાં સમાવી કાર્યકુશલતા પ્રાપ્ત કરી શકે છે. રાજયોગ એ કોઇ હઠ ક્રીયા નહીં પરંતુ સહજયોગ છે. એક બાળક પોતાના માતાપિતાને યાદ કરી શકે છે. રાજયોગ એ સર્વ શ્રેષ્ઠ યોગ છે. જેનું વર્ણન ગીતામાં છે. મનમનાભાવ એટલે પ્રભુ પિતા કહે છે કે “બાળકો તમે પોતાને આત્મા સમજીને મને યાદ કરો. તો તમારા જન્મ જન્મના પાપો નાશ થશે અને આત્મા પવિત્ર બનીને પરમધામ ઘર જઇ શકશે.”

બ્રહ્મકુમારીઝ નિલમબેન

સંચાલિકા પાટણ, સેવાકેન્દ્ર

શ્રી ગણેશાય નમઃ

૧. વસુદેવ સુતમ્‌ દેવં કંસ ચાણુર મર્દનમ્‌ ।।

દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગત્‌ ગુરમ્મ્‌ ।।૫।।

૨. મુકં કરોતિ વાચાલં પંગુ લંઘયતે ગિરિમ્‌।।

થત કૃપા તમહં વંદે પરમાનંદન માધવમ્‌ ।।૬।।

૩. બ્રહ્માનંદં પરમ સુખદં કેવલં જ્ઞાન મૂર્તિંમ્‌ ।

દ્વંદ્વાતીતં ગગન સદશં તત્વ મસ્યાદિ લક્ષમ્‌ ।।૩।।

એકં નિત્યં વિમલમયલં સર્વધિ શાક્ષી ભૂતમ્‌ ।

ભવા તિતં ત્રિગુણ રહીતં સદ્‌ગુરુ ત્વમ્‌ નમામિ ।।

૪. વિઘ્નેશ્વરાય વરદાય સૂરપ્રિપાય લંબોદરાય સકલાય જગદ્‌ધિતાય ।

નાગાનનાથ શ્રુતિયજ્ઞ વિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમોનમસ્તે ।।

૫. યા કુન્દે ન્દુતુષાર હારધવલા યાશુભ્ર વસ્ત્રાંવૃતા ।

યા વિણા વર દંડ મંડી તકરા યા શ્વેત પદ્માસના ।।

યા બ્રહ્મા ચ્યુત શંકર પ્રભુર્તિંભિ દેવૈ સદા વંદિતા ।

સામાન્‌ પાતુ સરસ્વતિ ભગવતી નિઃશેષ જાડ્યાં પહા ।।૨।।

૬. ગંગાસિંધુ સરસ્વતિ ચ યમુના ગોદાવરી નર્મદા ।

કાવેરી સરયૂ મહેન્દ્ર તન્મ્યા ચર્મણ્યવતી વેદીકા ।।

ક્ષિપ્રાવેત્રવતી મહાસૂર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણ પુણ્યજલા ।

સમુદ્ર સહિતામ કર્યાત કુર્થાંત્‌ સદા સમંગલમ્‌ તનયા એવ સદા મંગલં ।।૭।।

૭. બ્રહ્મા મુરારિ સ્ત્રીપુરાન્તકારી, ભાનૂ, શશિ, ભૂમિ સૂતોબુધેશ્વ ।

ગુરુ શુક્ર શનિ રાહુ કેતવઃ સર્વે ગ્રહાશાંતિ કરા ભવંતુ ।।૮।।

૮. કસ્તુરી તિલંક લલાટ પટલે, વક્ષઃ સ્થલે કૌસ્તુભમ્‌

નાસાગ્રે વટમોક્લિકં, કસ્તલે, વૈણુકરે કંકણમ્‌ ।।

સર્વાંગે હરીચંદનં સુલલિતં, કંકેચ મૂકતાવલીમ્‌

ગોપસ્ત્રી પરિતેષ્ઠિતો ભગવતે, ગોપાલ ચુડામણીમ્‌ ।।૪।।

ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ

-ઃ વિણેલા મોતીનું મનન ચિંતન કરો :-

૧. ગીતાના ૧૨મા અધ્યાયમાં પ્રભુના બે આદિ સ્વરૂપ સાકાર અને નિરાકાર બતાવવામાં આવેલ છે. ને પ્રભુએ પોતાના સંસારી જીવાત્માઓને સાકાર સ્વરૂપનું ધ્યાન, પૂજન, અર્ચન, પૂજન સેવા કરવાથી મનુષ્યનું જીવન ધન્ય બને છે. નિરાકાર સ્વરૂપ ફક્ત યોગીઓ અને સન્યાસીઓ માટે છે. સંસારી જીવો કષ્ટ દાયક જીંદગી જીવતા હોય યોગ સિદ્ધિ મેળવવામાં તકલીફ પડે છે. તેથી સાકાર સ્વરૂપનું ધ્યાન, મનન, ચિંતન અને સ્મરણ કરવું.

૨. શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ દિવ્ય છે. જ્ઞાન પણ દિવ્ય છે. તેમને ધારણ કરેલા સાધન તથા પરીવારનું સ્મરણ કરતાં કરતાં દિવ્યતાપ્રાપ્ત થાય છે.

પરીવારના નામ તથા અધ્યાત્મીક અર્થ

૧. નંદ એ બ્રહ્મ છે,

૨. યશોદા મુક્તિ છે.

૩. વસુદેવ એ વેદ છે.

૪. દેવકી બ્રહ્મવિદ્યા છે.

૫. રોહણી ધ્યાનમૂર્તિં છે.

૬. ગોપી એ વાણી સંયતા છે.

૭. સત્યભામા અહીંસા છે.

૮.પટરાણી રૂક્ષ્મણી વૃદ્ધિ છે, આદ્યશક્તિ મહામાયા છે.

૯. ઉદ્ધવજી ઇન્દ્ર યતિગ્રહ

૧૦. અકૃર સત્ય છે.

૧૧. વૃંદાવન વૈકુંઠ છે.

જ્યારે કંસ એટલે કલહ, આધાયુર એટલે કામ, બકાસુર દ્વેષ, મુષ્ટીક મત્સર (અભીમાન) કૃવલ પાપીડનું સ્વરૂપ છે.

નિર્દય બકાસુર ગર્વ, તૃષાવૃત લોભ, કેશીદૈત્ય ક્રોધ

શ્રી કૃષ્ણે ધારણ કરેલા યષ્ટિકા યોગ મંત્ર, બંસી સોમરસ, ગોપશાખાઓ દેવતાઓ છે. વનના વૃક્ષ અશ્વિનીશે છે.

૧.હાથમાં ધારણ કરેલ શંખ લયેતી સ્વરૂપ છે, ૨.વેદક ખડગ રૂદ્રનું સ્વરૂપ છે. ૩.સુદર્શન ચક્ર જ્ઞાનનું ચિહ્ન છે. ૪.યષ્ટિ કાળ છે. ૫.સાંગધનુષ્ય માયા છે. ૬.પદ્મ જગતનું બીજ છે. ૭.છત્રિ આકાશ છે. ૮.ચામર ધર્મ છે. ૯.તુલસીમાળા ભક્તિ છે.

૩. મનુષ્ય પણાની શ્રેષ્ઠતા :-

પોતે પોતાના આત્માને જાણવો, જોવો, અનુભવવો એમાં મનુષ્યની શ્રેષ્ઠતા છે. આ માટે મનુષ્યે નવ ગુણો કેળવવા માટે પ્રયત્ન કરવો અને સદ્‌ગુરુનું સાનિધ્ય તથા સતસંગ અને ચિંતન મનન સતત કરતાં રહેવાથી આત્મદર્શન માટે આ આધ્યાત્મીક ડાયરીનું સતત વાંચન કરવાથી મનુષ્ય અવતાર ધન્ય બનાવી, મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી આશા તૃષ્ણાના બંધનમાંથી મુક્ત થશે.

નવ ગુણો :- ૧.મનનો નિગ્રહ, ૨.ઇન્દ્રિય નિગ્રહ, ૩.તપ, ૪.પવિત્રતા, ૫.સહન શીલતા, ૬.સરળતા, ૭.શાસ્ત્રસંબંધી જ્ઞાન, ૮.અનુભવ યુક્ત જ્ઞાન, ૯.અનાસક્ત પણું.

૪. તેનું નિત્ય શ્રવણ કરવાની સદ્‌ગુરુની કૃપા પ્રાણ થાય છે. હરિ ૐ તત્સત્‌ એ પરમાત્માનું નામ છે. તેનું મન માતૃ શુદ્ધી, પિતૃ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, વિચાર, કર્મશુદ્ધિ અને આત્મા શુદ્ધિ આમ પાંચ પ્રકારની શુદ્ધતા જેનામાં આવે તેને ઇશ્વરના દર્શન થાય છે.

૫. વૈરાગ્ય :- અંતકાળમાં વાત-પિત્ત-કફ-વાયુથી ત્રિદોષ થાય છે. મૃત્યુની વેદના ભયંકર છે. જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહિ થાય. તેથી મૃત્યુની બીક રાખો એનું સ્મરણ રાખો, વિચાર કરો, કે મેં મૃત્યુને ભેટવાની તૈયારી કરી લીધી છે કે નહીં ? તે ક્યારે આવશે તેવી ખબર છે? ના તો ઉપર પ્રમાણે ચિંતન મનન કરવાથી વૈરાગ્ય આવે છે. સંસારના કોઇ પણ વિષયમાં મન ન ભરો એ વૈરાગ્ય સંસારના વિષયો દેખવા છતાં જેનું મન તેમાં જતું નથી તેનો વૈરાગ્ય સિદ્ધ થયો. તેનો વૈરાગ્ય વગર દૃઢતા આવતી નથી વૈરાગ્યથી જ્ઞાન દિપે છે. વૈરાગ્યથી ભક્તિ શોભે તેમ કહી શકાય છે. ભક્તિ વૈરાગ્યથી શોભે છે. પરીપૂર્ણા થાય છે. તે મનુષ્ય બ્રહ્મમય થાય છે.

૬. નિરાભિમાની પણું :- વિષ્ણુના પરમપદ આત્મા સ્વરૂપ જ્યોતિ સ્વરૂપને પામવા માટે મનુષ્યે શરીર તથા ઘરને લીધે ઉપડતી અભિમાન બુદ્ધિ હું મને, મારુંનો ત્યાગ કરવો, લોકોના નીંદા વચનો સહન કરવા, કોઇનું અપમાન ન કરવું. અને દેર ઉફરના અહંભાવનો આશ્રય કરી કોઇ સાથે વેર ન કરવું એ રીતે વર્તનાર માનવ આત્મસાક્ષાત્કાર કરી પરમપદ યાને મુક્તિને પામે છે.

૭.પરમધામ :- પરબ્રહ્મ પરમાત્મા અદ્વિતિય છે. પુરુષોત્તમ તમ પ્રેમ સ્વરૂપ છે. તેથી પુરુષોત્તમ બ્રહ્મ કહેવાય છે. ત્યાં અચ્યુત ધામમાં સૌ એક જ છે. ત્યાં જઇ ત્યાં હું અને તમો દ્વૈતમાંથી છુટી એકત્વને પામીશું. અધ્વૈત રૂપે અનંત કાળ રહીશું. તેને જ અચ્યુતધામ, મુક્તિ ધામ, શ્વેત દ્વિપ, શાંતિ ધામ કહેવાય છે. ત્યાં જ અચ્યુત ભગવાન બિરાજેલા છે. તેમના તેજમાં આપણું અદૈત્ય પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ માં સમાઇ જવાનું છે તે જ મોક્ષ, યાને મુક્તિ કહેવાય છે. આ સાચૂ પૂર્વ જન્મના પૂણ્ય અને તેમના સંવાદનો સાર છે.

૮. અભ્યાસ :- દેહ ભાવે હું પરમાત્માનો દાસ છુ.ં જીવ ભાવ તેનો અંશી છું. આત્મા ભાવે હું તેજ છું. એવી હનુમાનજીએ આપેલ જ્ઞાનની ભાવના નિત્ય રાખી જીવ અસત્યને ત્યજવા માટે બ્રહ્મત્વનો અભ્યાસ સર્વોત્તમ સાધન છે.

૯. સત્યતા :- પરબ્રહ્મ ના લીધે આ સાકાર જગત ભાસે છે. પરબ્રહ્મ સત્ય છે. તે જ્ઞાનને પ્રજ્ઞાન કહેવામાં આવે છે. આ જીવનું તે જ્ઞાન પ્રાપ્ત કરવું તે કર્તવ્ય છે. એ કર્તવ્ય તેને બંધન કરતું નથી. પણ મુક્ત કરે છે. અંતઃ કરણ એટલે ચિત્ત યાને ચેતન જીવ કહેવાય છે. પણ જે જગત દેખાય છે તે સ્વપ્ન સમાન છે.

૧૦. સાક્ષાત્કાર :- દરેક આત્માઓની વાસના અને તૃષ્ણાને લીધે આ જગત લોકના આત્મા, જીવાત્મા અને શીવનાં ભેદ રહેલ છે. જે આ વાસના અને તૃષ્ણા કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર મદને કાબુમાં કરી પરમાત્માના વિશે એક તાર થાય છે. તેને પરમાત્મા શીવબાબાનો સાક્ષાત્કાર થાય છે. તેના માટે અગાધ સદ્‌બુદ્ધિ દ્વારા અને સત્સંગ દ્વારા, યથાર્થ જ્ઞાન સંપાદન કરે છે. તે જ જીવ પરબ્રહ્મ શીવ બાબાની કૃપાથી શ્વેત દ્વિપની ઓળખાણ મેળવી ત્યાં પહોંચી શીવ બાબાની કરૂણા મેળવી તેજ તમારું અસલ ઘર છે. ત્યાં જ નિત્ય મને મુક્ત દશા છે. તેની પ્રાપ્તિ થયા પછી આવા ગમનના ફેરામાં ભટકવું પડતું નથી. તેને મુક્ત દશા પામે છે તેને મુક્તિ કહેવાય છે. પરમાત્મા મહેશ્વસ (શીવ હરિહર અદ્વિત્ય છે. શ્રેષ્ઠ છે. સર્વનું કારણ છે. ગમે તે નામે ઉપાસો તો પણ તેજ છે. ઉપાસના કરવાની અંતે તો એજ પરબ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે.

૧૧. આત્મરસાયણ :- આ પ્રાપ્તીમાં શ્રદ્ધાની દૃઢતા, વિશ્વાસ અને વાસનાની નિર્મૂળતા પ્રપંચનું મિથ્યા તત્ત્વ, અને સત્યની પ્રતિતિ સંકલ્પનો અભ્યાસ, મને અદ્વિત્ય મય દ્રષ્ટિ એ જ પ્રધાન કારણ છે. જેને આત્મ રસાયણ ખાધું છે. જે આત્મા સમાન વેષ્ટિત છે. જે આત્મ રસનો સ્વાદીયો છે તે જ આત્મા પરમાત્માનું અનુસંધન કરી પરમપદને પામે છે. એટલું કહીને હરિહર અંતર ધ્યાન થઇ ગયા.

આના માટે અભીમાનનો નાશ, દ્વૈતનો નાશ, અને અધ્વૈતમય દ્રષ્ટિ એ જ પ્રધાન કારણ છે.

અસ્ખલીત બુદ્ધિવાળા ભગવાન વેદવ્યાસના ચરણ કમળનું ધ્યાન ધરી તેમને નમસ્કાર કરું છું.

જે પુરુષ પોતાની સાધનામાં શામ, દામ, હામ, ઉપરની, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા આ છ ગુણેથી સજ્જ થઇ માયાના રૂપમાં સ્ત્રી, પુત્ર, ધન, દેહ, કીર્તિં વિષય સુખ ઇત્યાદિ તે જીવની વૃત્તિ વાસના પુત્રપ્રેમ, સ્ત્રીપ્રેમ, ધનપ્રેમ, કીર્તિં પ્રેમ, એવા કર્મના વિલાસ ભોગેશ્વરથી પરાંગમુખ થાય છે તે જ વૈરાગ્ય વ્યાપ્ત કરીને એ આશા તૃષ્ણાનો નાશ કરી માયાના બંધનમાંથી છુટે છે.

વૈરાગ્ય સંપન્ન પુરુષ પ્રપંચનો ત્યાગ કરવાને સદાય ઉત્સાહી રહે છે. અને તે જ વૈરાગ્ય તે પ્રાપ્ત કરીને માયાનો નાશ કરવા રમર્થ બને છે. મોહ પામેલો જીવ માયાના સ્વરૂપથી ભ્રમીત થયેલ છે. અને તે ઇશ્વરને પરમાત્માના સ્વરૂપને જાણવા માટે સમર્થ થતો નથી. માટે વિવેક કેળવી વૈરાગ્ય સંપન્ન કરવા થી અચ્યુત ભગવાન જ્યાં શ્વેતદ્વિપમાં વસે છે તેમને એટલે આત્મા દ્વારા જ્યાં ભગવાન પરમાત્મા નારાયણ પૂર્ણ પુરુષ પુરુષોત્તમ વસે છે તેમના શરણે જવાથી ચૈતન્ય જીવાત્મા મોક્ષ પામે અથવા મુક્તિ મેળવવા લાયક બને છે.

તે પ્રભુ ઘનશ્યામ છે તે દ્વિપિતાનું તે જ કોટાનકોટી સૂર્યના તેજથી પણ વિશેષ હોવાથી તેનું વર્ણન કરી શકાતું નથી. તે પુંડરીકાક્ષ છે જનાર્દન જગદાત્મામાં ચૈતન્ય આત્મા વિલીત થવું તે મુક્તિ કહે છે. મોક્ષ કહેવાય છે. આના માટે માણસે પોતાની અતિતૃષ્ણાને લીધે નીચે યોનીમાં લઇ જાય છે. અને નરક યાત્ના ભોગવવી પડે છે. માટે ધીમે ધીમે તૃષ્ણાનો ત્યાગ કરવો.

મન મરા મરા મરમર શરીર આશા તૃષ્ણાને મળે કહે ગયે દાસ કબિર.

પોતાના દેહ નગરીના રાજા અને તેની પ્રજાનું અવલોકન કરો :-

૧. આ દેહ નગરીના રાજા ચૈતન્ય જીવાત્મા છે. આ રાત્રીના કારભારીમાં મન, બુદ્ધિ, કામ, ક્રોધ છે. ૧.મંત્રી બુદ્ધી, ૨.પ્રધાન કામ, ૩.સેનાપતિ ક્રોધ છે.

મોહથી કામ ઉત્પન્ન થાય છત

૨. અનુચર :- ચત્તુ, તથા શ્રોતાદીક જ્ઞાનેન્દ્રીયો હસ્ત પાદાદીક કર્મેન્દ્રિયો, સદ્‌વાસના, દૂરવાસના અનેક પ્રકારની મનોવૃત્તિઓ તેની પ્રજા છે.

૩. સદ્‌બુદ્ધિરૂપિ મંત્રી સાથે મન એકતા ન રાખતાં એક વિચાર ન રાખતા શ્વેચ્છારી બની મોહ રૂપી કામ રૂપી તૃષ્ણા ભોગવવા સ્વેચ્છાચારી બની ચૈતન્ય જીવાત્મા દુઃખી થઇ નરક યાત્ના ભોગવે છે. માટે

૪. દેહરૂપી નગરના રાજા ચૈતન્ય જીવાત્માએ સદ્‌બુદ્ધિ રૂપિ મંત્રિ દ્વારા એક મત થઇ એકાંતમાં ચિંતન કરી તૃષ્ણા રૂપી પ્રધાન કામદેવની સત્તા નિર્મળ કરી કાંચિત વિરુદ્ધ ન ચાલવાનું નક્કી કરે કરબ રાખે. તો ક્રોધરૂપિ જ્વાળામુખી કોટવાલ આપ મેળે શાંત થશે. ત્યારબાદ પરમસુખ ચૈતન્ય જીવાત્માને (રાજાને) પ્રાપ્ત થશે.

૫. ચૈતન્ય રૂપિ જીવાત્મા રાજા બુદ્ધિ રૂપી મંત્રી દ્વારા પોતાન ઇન્દ્રિયાદિક સેવક વર્ણને કાબુ રાખી રાજ્ય કરે તો દેહ નગરી સુખી થાય છે.

૬. ચૈતન્ય જીવાત્મા રાજાએ બુદ્ધિરૂપી મંત્રી દ્વારા પોતના મહારાજાધિરાજ પરમાત્માની કૃપા મેળવી તેમની ભક્તિ સેવા કરી ઉપરના છ શત્રુઓના નાશ કરવાની શક્તિ મેળવી તેમની કૃપા મેળવી સંપાદન કરી પોતાના ચૈતન્ય જીવાત્માનો ઉદ્ધાર કરવો.

૭. અંગે અંગ વ્યાપેલી તૃષ્ણાનો આવશ્યક અને અન આવશ્યક દ્રવ્યનો નીતિ ધર્મ્‌, કર્તવ્ય કર્મ કરી ઉપભોગ કરવો પરંતુ તે મેળવવા માટે અનીતિ, અત્યાચારી આચરી લોભ કરવો નહીં. પણ જે મળે ઇશ્વરેચ્છાએ તેમાં સંતોષ માની પોતાના ચૈતન્ય જીવાત્માનો ઉદ્ધાર કરવો.

૮. અચ્યુત પ્રભુની ભક્તિ કરી સર્વે કર્મો સારા નરસા ઇશ્વરને સમર્પણ કરી સદ્‌બુદ્ધિ કેળવી પારવૃદ્ધા કર્મ ભોગવી સુખ દુઃખને સમાન માની ઇસ્વરે ચ્છાએ આધીન રહી પ્રભુ ભક્તિ કરી તમારા મિત્ર દુશ્મન રૂપી જે આ દેહ નગરી મળી છે. તેને મિત્ર બનાવી પ્રભુ ભક્તિ કરી પોતાના આત્માનો ઉદ્ધાર કરવો.

૯. તમારા જીવનનું વહાણ સંસાર સાગરમાં તરવા માટે ઇશ્વરને સોંપી સદ્‌કર્મ અને સદ્‌બુદ્ધિ સતસંગ દ્વારા પોતાના આત્માનો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરી તમારા આદિ પિતા પરબ્રહ્મને ઓળખવા પ્રયત્ન કરવા માટે :-

૧૦. કબીરજીએ કમાલકો કહી હૈ કી દો બાતે શીખલે એખ દે ભુખ્યાકો અન્ન ઔર પૂરાર કર ખુદાકી પરબ્રહ્મની પ્રાર્થના બંદગી, ગીતા, રામાયણ, ચંદ્રકાંતા વિભાગ, અમરચરિત્ર, ઉક્ત ભક્તની પ્રપ્રશ્રનો તરી મને મા.પૂ.વશિષ્ટ દેવની આધ્યાત્મિક સાર દરેક માનવ માટે અચ્યુત સાર આ ડાયરીમાં સમાવેશ કરેલ છે. તો તેનું મનન ચિંતન કરતાં રહી આત્મ, જ્ઞાન, આત્મદર્શન, પરમાત્મા દર્શન અને મનુષ્ય જીવનનો જન્મનાં દરેક કર્મ કરવાના ભલે રહી જાય પણ જે આનાં વાંચનથી આત્મજ્ઞાન અને દર્શન મેળવી પરમાત્મા સુધી પરમાત્માને ઓળખવા માટે મનન ચિંતન નિત્ય થોડું થોડું પઠન કરી સદ્‌ગુરુનાં ચરણ કમળ પકડી, મનુષ્ય જીવનનો ફેરો લેખે કરો. અને પોતાના આત્માનો ઉદ્ધાર કરો.

સૃષ્ટિલોક જગતલોક મૃત્યુલોક અન્ય સહુ ંકરીએ ભગવાન :-

જીવાત્મા પડે તો અજર અમર તથા અવિનાશ પરંતુ માયા આસૂરી સંમતિ મોહથી વશ થઇ કરેલા સારા નરસા કર્મને લીધે અસંખ્યા સુખદુઃખ ભોગવવા પડે છે. અનેક જન્મ ધારણ કરી વારંવાર અને યોનીમાં જન્મ ધારણ કરી મરણ પામી કરેલા કર્મો તે આત્માને ભોગવવા પડે છે. અને એક ખાડામાંથી નીકળી બીજા ખાડામાં પડવું તેને પુનરૂપી જન્મ પુનઃજન્મ મરણ મૂળના જે અપાર કષ્ટ છે તે દેહરૂપે નિરુપાય ભોગવવા પડે છે.

માયાના સંગથી તેને જીવાત્માને અનેક પ્રકારના દેહ ધારણ કરવા પડે છે. તથા મુકવા પડે છે. તેને પણ દેહ ધારણ કરવાનું તથા મુકવાનું તે દેહને નિરૂપાયે પ્રકૃતિના સંગે રહીને પ્રવૃત્તિશ લીધે ઉત્પન્ન થયેલા સારા નરસા કર્મો ભોગવવા પડે છે તેના લીધે સારી નરસી મનુષ્યપણાથી જન્મ લેવા પડે છે. જે તે કર્મ કરે અને અંતે તે કર્મનું તેવું જ ઉત્તમ કે અધમ ફળ પામે છે. ભોગવે છે. માટે મનુષ્યપણાથી ભ્રષ્ટ થઇને અધમા અધમ યોનીમાં અવતાર લેવા પડે છે.

સ્થુળ મને લીંગ શરીરો દરેકના અંતઃકરણને આધિન છે. હૃદય પરમાત્માને ઓળખવાની શક્તિ એ અંતઃકરણ ચિત્તમાં છે માટે ચિત્તને સુસંસ્કાર વાળું કરવાનું છે.

પૂર્ણ અજ્ઞાન અવસ્થા તે વિદ્રા અવસ્થા છે. તેને બીજભાવ કહેવાય છે. સ્વપ્ન તથા જાગૃત અવસ્થા તે ફળભાવ કહેવામાં આવે છે.

વેદશાસ્ત્રમાં જે સ્થિતિને બીજભાવ કહેવામાં આવે છે તે જ સ્થિતિને અક્ષર પુરુષ કહેવામાં આવે છે.તેમાંથી જે વિપરીત જ્ઞાન, ઉત્પન્ન થઇ જાગૃત અને સ્વપ્ન રૂપે પ્રસાર પામે છે જેનાથી અનેક બુદ્ધિ તરંગથી જ્ઞાન પ્રગટ થાય છે. અને તેનાથી અનંત વિશ્વ ઉત્પન્ન થાય છે. તેને ચૈતન્યનને અક્ષક પુરુષ કહેવામાં આળે છે તે આત્મા બીજે દ્વાર પુરુષ જીવ દેહ ધારણ કરી જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં રમે છે તે અવસ્થાઓ માયાથી ભરપૂર રહેલી છે. તેને નિંદ્રા અવસ્થામાં સુસુપ્ત અવસ્થા કહેવામાં આવે છે. નિંદ્રા અવસ્થામાં જાગ્રત તથા સ્વપ્નનો અવિર્ભાવ ન થાય તેને શુશુપ્ત અવસ્થા ને જ બ્રાહ્મ સ્થિતિ કહેવામાં આવે છે. તે નાશવંત થનાર છે.

ગીતાના અધ્યાયનો સાર :-

કાર્ય અને કારણના લીધે જીવ માયાના અધિપત્યથી ચૈતન્ય જીવ તેને અપાર પુરુષ કહેવાય છે. શાસ્ત્રોના પ્રમાણ આધારે તે દ્વાર મને અક્ષરથી પર છે તેને પુરુષોત્તમ કહેવામાં આવે છે. તે ઉત્તમ પુરુષ છે. તે જ અવિનાશી, ઘણે કાળ મને ન્દ્રાણલોકમાં પ્રવેશ કરીને સર્વનું પોષણ કરે છે તે અચ્યુત ભગવાન તે જ પરસોત્તમ કહેવાય છે.

જ્ઞાન અજ્ઞાનનો લોપ થયા પછી જે જ્ઞાન શેષ રહે છે તેને ઉત્તમ પુરુષ અથવા વીત્ત કહેવાય છે. તે ઉપરના બંન્ને પુરુષોની નોપો છે તેનું આદય સ્થાન અચ્યુતધામ શ્વેતધામ મુક્તિ ધામ શાંતિધામ નામેથી જુદા જુદા મતમતાંતર વાળા ઉપરના સ્થળને ઓળખે છે. પરંતુ તેન્‌ શ્વેતદ્વિપ જ કહેવામાં આવે છે. તે પરબ્રહ્મ પરમાત્માના જ્યોતિ સ્વરૂપમાં ચૈતન્ય જીવાત્માનું ચિત્ત માંથી અદ્વિતમાં રૂપમાં ભળી જવાથી તેને જન્મ મરણના ચક્કરમાં ભટકાવવું પડતું નથી. તથા ચોરાસીયોનીના ચક્કરમાં આવા ગમન કરવું પડતું નથી. તેને મુમુક્ષુઓ મુક્તિ ધામ કહે છે.

આ માટે મનુષ્ય પણાની શ્રેષ્ઠતા માટે પોતે પોતાના આત્માને જાણવા માટે યોગ્ય તિષ્ઠ સારા ગુની સેવા ચાકરી કરી આત્મસાત મેળવવા સતયોગ સદ્‌શાસ્ત્રોનો અભ્યાસ કરી સારા નરસા કર્મોનું પ્રાયશ્ચિત કરી ભક્તિ દ્વારા અમૂલ્ય માનવદેહનો ફેરો સફળ કરવા પ્રયત્ન કરવો. ધ્યાન, તપ વાણી સંયમ પ્રાણાયામ, યોગ, વિવેક, વૈરાગ્ય કેળવી ગૃહસ્થાશ્રમમાં રહી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ કેળવી સંસારના દ્રષ્ય પદાર્થોમાં આશક્તિ મળતા મોક્ષ મારું, તારું છોડી અહંકાર પર વિભા મેળવી ઇશ્વર પ્રેરણાથી કર્તવ્ય કર્મ કરવા પણ તેમાં તૃષ્ણા રાખવી નહીં અને તે કર્મોને ઇશ્વરેચ્છા માની તે કાર્યમાં ફુલશક્તિ છોડી ધર્મ યાને ફરજ સમજી નિભાવવી. મન ઉપર કાબુ મેળવી સત્સંગ કરવો. સદ્‌બુદ્ધિ માટે પ્રભુને પ્રાર્થના કરવી કામને જીતો તો ક્રોધ આપોઆપ સમી જશે. માટે કામ પર વિભા મેળવવા પ્રભુને પ્રાર્થના કરો.

આધ્યાત્મ જ્ઞાન મેળવવા સદ્‌ગુરુ, સત્સંગ ગીતા અધ્યાત્મિક રામાયણના આ આધ્યાત્મિક ડાયરીમાં વિણેલા મોતી યાને સ્ફટીક મણીનો સતત ચિંતન કરો.

જેવી રીતે આકાશમાં થયેલા વાદળાં જ્યારે વિખરાઇ જાય છે ત્યારે ચારેય ઇન્દ્રિય દ્વારા સૂર્ય દર્શન કરે છે. તેવી રીતે આ જીવાત્મા એ ---દ્વારા મન રૂપી જરૂખામાં વાસના રૂપી ઉપાધિ વાળા અહંકાર મોહનો જ્ઞાનથી નાશ કરે તમે હું આત્મા હું અને હું આત્મા તે પરબ્રહ્મનો અંશ છે. મન બ્રહ્મસુપ્રેમ છે. વિરાટ છે. તેનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તેને આત્મ સાક્ષાત્કાર થાય છે.

આ રીતે વિવેક રૂપી શાસ્ત્રની માયામય અહંકાર રૂપી આત્મ વેદાનને કાપી નાખે છે. જીવ પરીપૂર્ણ આત્મસ્વરૂપનો અનુભવ કરે તેને જ આધ્યાત્મિક પ્રલય કહે છે.

આત્મા સાથે સંબંધવાળા દેહો, ગુણો તથા કર્મોને મન ઉત્પન્ન કરે છે અને તે મનને માયા ઉત્પન્ન કરે છે. આ રીતે માયા વગેરે ઉપાધિના સમુદાયની જીવને સંસાર લાશ પડે છે ઉપાધિનો નાશ થતાં જીવ પણ ચાલ્યો જાય છે.

જેવી રીતે તેલ, ઘી વગેરે તેનું પાત્ર દિવેટ અને અગ્નિનો સંયોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી દિવાનું દિવાપણું દેખાય છે. તેવી રીતે

તેલ ઘી જેવા કર્મ તેના પાત્ર જેવું મન દિવેટ જેવો દેહ અને અગ્નિ જેવા ચૈતન્ય ધ્યાસ આ સર્વે હોય છે ત્યાં સુધી દિવા જેવી દેહે કરેલો સંસાર જીવને જણાય છે. અને રજોગણ સત્વગુણ તમોગુણની વૃદ્ધિ વડે તે સંસાર ઉત્પન્ન થાય છે. અને નાશ પામે છે. મરણ પણ તેમાં જણાતો આત્મા અમૂલ દેહ અનેલીંગ દેહ સુસંયમ દેહથી જુદો સ્વયં જ્યોતિ આકાસની પેટે દેહાદિ પ્રપંચોનો આધાર નિર્વિંકાર, અનંત અને ઉપમા રહીત છે.

પરબ્રહ્મમાં આત્માને સ્થાયી બ્રહ્મમય બની બ્રહ્મમાં લીન થઇ અધ્વિતિય આદિત્ય બનો તે જ મુક્તિ જીવનું શીવમાં મિલન તેજમાં તે જ મળી જાય અને શીવ સાથે એૈક્ય બની જવાય તેને મુક્તિ કહે છે. તેને જ શીવ સાથે લૌક્તિ રીત પ્રમાણ મીલન અથવા લગ્ન કહેવાય છે. જીવનું શીવમાં ભળી જવું જ્યોતિમાં જ્યોત ભળી જવી એટલે જીવ ની મુક્તિ.

હવે અષ્ટ્રાવર્ક મહામૂર્તિંઓ આપેલ જનક રાજને તેનો આત્મા મુક્ત અને બેદાનથી કેવી રીતે જીવન જીવવું તેનો અષ્ટ્રાવક્રી ગીતાના --- મનન મંથન કરી આત્માને બંધન અને મુક્તિ વિષેનું જણાવવામાં આવે છે. તેનું મનન ચિંતન કરો.

જ્યારે ચિત્ત કાંઇ ઇચ્છે શો કરે, કાંઇ છોડી દે કાંઇક ગ્રહણ કરે, કાંઇક હર્ષ પામે કે કાંઇ કરે ત્યારેબંધન થાય છે.

જ્યારે ચિત્ત ઇચ્છા નથી કરતો, છોડી નથી દેતો ગ્રહણ નથી કરતો. હર્ષ રનથી પામતો, કે કોપ નથી કરતો ત્યારે મોક્ષ થાય છે.

જ્યારે ચિત્ત દ્રષ્ટિથી વિષયોમાં આશક્ત થઇ જાય છે ત્યારે બંધન થાય છે.

જ્યારે ચિત્ત દ્રષ્ટિથી વિષયોમાંથી અનાશક્ત થાય છે ત્યારે મોક્ષ થાય છે.

જ્યારે હું દેહ છું તેવું અહં થાય છે ત્યારે બંધન છે.

જ્યા હું ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા છું ત્યારે મોક્ષ થાય છે.

માટે સહજ વિચાર કરીશું, ગ્રહણ કે ત્યાગ કર નહીં કાંઇક ધન્યપુરુષ જ જીવવાની ભાંગવવાની તેમજ બનવાની ઇચ્છા લોક ચેષ્ટાના અવલોકન વડે વૈરાગ્ય થતાં શાંત બને છે.

દૃશ્ય જગત્‌ આધ્યાત્મિક, અધિદૈવિક અને અતિભૌતિક ત્રિવિધ તાપથી દોષ યુક્ત, સારહીત, નિંદવા યોગ્ય અને ત્યાજ્ય છે. એમ નિશ્ચય કરીને શાંત બનો સુખ દુઃખથી દ્વંદ્વોથી જેવેથી પ્રાપ્ત વસ્તુઓમાં વર્તવાવાળો પુરુષ સિદ્ધિના પામે છે.

વૈરાગ્ય સમત્વ અને મુક્તિદ્વારા ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ પોતે સંસારમાંથી તરે છે.

પંચ મહાભૂતોના કાર્યને વાસ્તવિક રીતે ભૂરી માત્ર જીવ જો તે જ --- વિવેકથી સમજી શકે તો તે બંધન નથી તેના માટે સ્વસ્વરૂપમાં સ્થિર આત્મામાં બની વાસનાઓનો જે સંસાર છે તે વાસનાઓના ત્યાગની સંસારનો ત્યાગ થઇ જશે અને જે પરમપદ્‌માં સ્થિતિ થવી જોઇએ તે સ્થિતિ પ્રાપ્ત થઇ જશે.

શત્રુરૂપી કામને, અનર્થથ ભરેલા ધનને તેમજ અધર્મનો અનાદર કરી મિત્ર, જાતિ, ધન, ઘર, સ્ત્રી સગા સંબંધી વગેરે સંપત્તિ પણ ભંગુર છે. એમ વિચાર.

જ્યાં તૃષ્ણા છે ત્યાં સંસાર છે. માટે બળવાન વૈરાગ્યનો આશ્રય લઇને તૃષ્ણા રહીત બની સુખી થા.

બંધન તૃષ્ણા માત્ર સ્વરૂપનો છે તેમ જ તે તૃષ્ણાનો નાશ મોક્ષ કહેવાય છે.

સંસાર પ્રત્યે અર્થશક્તિ, મોહની જ વારંવાર આત્માની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે કેટલાય જન્મો ધારણ કર્યા રાજ્ય, પુત્રો, પત્નીઓ, શરીરો અને સુખો અને દુઃખો ભોગવ્યા થ્છતાં પણ જન્મો જન્મોનો નાશ પામી ગયાં. અર્થ, કામ, અને સુકૃત કર્મો પણ કર્યા છતાં આ બધાથી સંસાર રૂપી વનમાં મન શાંત થયું નથી. કેટલાય જન્મોમાં કેટલાય શરીરો ધારણ કર્યા. મન અને વાચા વડે પરીશ્રમ વાળા દુઃખ પ્રદ ક્રમો કર્યા છે તો હવે હે મન શાંત થઇ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં રમણ કરી દૈત્યભાવ છોડી અદ્વિત્ય સ્વરૂપ પરમપિતા પરમાત્માના ચૈતન્યમાં અખૂટ ભંડાર ભરેલો છે તેવા અચ્યુત ભગવાનમાં લીન થઇ ભોવભવાટમાંથી બંધનથી મુક્તિ મેળવ.

આ સંસાર જગતલોક અષ્ટવસ્થ વૃક્ષ છે. માયાના મોહથી આશા અને તૃષ્ણાથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને લીધે કરેલા સારા નરસા કરમોથી ઉદ્‌ભવ થયો છે. તે સંસાર ગતીશિલતા ક્રીયશીલ, પરીવર્તનશીલા સુખદુઃખ અનેક રહસ્યથી ભરેલ છે. તે તરવા માટે આત્મ સ્વરૂપનું દર્શનનું જ્ઞાન મેળવી પરમપિતા પરમાત્મા માં અહિત્ય સ્થિતિ સંસારના આવા ગમનના ફેરામાંથી છુટકારો થાય.

પ્રભુ પાસે માંગવા જેવું શું છે શું માગવું જોઇએ?

સદ્‌બુદ્ધિ, સત્સંગ, તેની ભક્તિ, તેનું ધ્યાન અને હરનીશ તેમના નામનું રટણ.

શ્રવણ કરવા જેવું શું છે જેના લીધે સૃષ્ટિ લોકના આવા ગમનમાંથી છુટકારો થાય.

અંતકાલમાં વાત પીત અને કફથી ત્રિદોષ થાય છે. મૃત્યુની વેદના ભયંકર છે. જન્મ મરણના દુઃખોનો વિચાર કરો તો પાપ નહીં થાય. તેથી મૃત્યુની બીક રાખો એનું સ્મરણ કરો. કે મેં મૃત્યુને ભેટવાની તૈયારી કરી છે કે નહીં? આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. અને કોઇ પણ વિષયમાં મન ન ભળે એ વૈરાગ્ય સંસારના વિષયો દેખાવવા છતાં તેમાં મન જાય નહીં ત્યારે વૈરાગ્ય સિદ્ધ થયો કહેવાય. વિવેક કેળવ્યા વગર વૈરાગ્ય આવતો નથી. અને વૈરાગ્ય વગર દૃઢતા આવતી નથી. જ્ઞાનથી વિવેક આવે છે.વિવેકથી વૈરાગ્ય આવે છે. અને વૈરાગ્યથી દૃઢતા આવે છે. વૈરાગ્યથી જ્ઞાન દિપે છે. અને વૈરાગ્યથી ભક્તિ શોભે છે. ભક્તિથી માણસ પૂર્ણ થાય છે. પરિપૂર્ણ થાય ત્યારે બ્રહ્મમય થાય છે. --- એ પરમાત્માનું નામ છે. તેથી સત્ય એ જ નારાયણ.

જ્યાં સુધી માણસમાં પાંચ પ્રકારની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી પરમાત્માના દર્શન થતાં નથી.

માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, અન્ન શુદ્ધિ, અને આત્મ શુદ્ધિ થાય ત્યારે ઇશ્વર દર્શન થાય છે.

જેવી રીતે સૂર્યનો પ્રકાશ પ્રભાતમાં પ્રસરતાં રાત્રિરૂપી અંધકારનો નાશ થાય છે. તેવી રીતે સ્વયં જ્યોતિ સ્વરૂપ આત્માનું જ્ઞાનનો અનુભવ થતાં આત્માનુભૂતિ થાય છે.

જ્યોતિ સ્વરૂપ આત્માને ઓળખવા માટે મહામંત્ર ગાયત્રિનો જાપ કરવાથી હિરણ્ય ગર્ભ સવિના નારાયણ દેવતાની ગાયત્રિમંત્ક દ્વારા પ્રાર્થના કરવાથી પ્રકાશ તેજનું ધ્યાન ધરવાની તે તે જ પ્રકાશ તમારા કરેલા પાપનો નાશ કરનાર દુઃખ નાશક પ્રાણપોષક આત્માનું ભૂતિનું કારણ થાય છે. નિયમિત ગાયત્રિ મંત્ર કરવાની તેની ચારે બાજુ રક્ષા કવચ નિર્માણ થાય છે. માટે દરેકે ગાયત્રિ મંત્રની ધ્યાન, પૂજન, પ્રાર્થના કરી, તેમની કૃપા મેળવી સદ્‌બુદ્ધિ પ્રશંસા પ્રાપ્ત કર્યા પછી યોગની પ્રક્રિયા માટે નીચે મુજબનું મન કરવું. અને ઇષ્ટદેવ શિવશયાની વર્શાપ પુનીઃ કરવાથી તેમની કૃપા મેળવો. અને આત્મજ્ઞાન પ્રાપ્ત એ જ પરમાત્માકાર માટે પ્રયત્ન કરવા.

ધ્યાન મંત્ર :- ૐ ભૂર્ભૂવઃસ્વઃ તત્સ વિતુર્વરેણ્યં, ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યોનઃ પ્રચોદયાત ૐ ।

હે ભર્ગોદેવસ્ય, સવિતા નારાયણ સૂર્ય દેવતા આપ અંધકાર રૂપિ રાત્રીનો નાશ કરી સર્વત્ર પ્રકાશ પાથરી અંધકારનો નાશ કરો છો તેવી રીતે અમારી અજ્ઞાન રૂપિ બુદ્ધિને પ્રકાશીત કરા જ્ઞાન આપી. પ્રકાશીત કરી અમારી બુદ્ધિને સદ્‌બુદ્ધિ આપો. જ્ઞાનરૂપી પ્રકાશિત કરે.

ગાયત્રી મંત્રની પ્રાર્થના પુજ્ય વિશીષ્ટદેવે કરેલી નીચે મુજબની પ્રાર્થના ઘીનો દિવો અગર વાત કરી એકવીસ વાર કરવાથી ગાયત્રિ માતાની દયા થાય છે. અને તે જેમ માતા બાળકને પાન કરાવી તૃપ્ત કરે છે. તેમ તે તેના બાળકોનું જીવન તૃપ્ત કરી સદ્‌બુદ્ધિ આપી. મનુષ્ય અવતાર સંસાર સાગરને પાર પાડે છે.

દિપકને પ્રગટાવી ગાયત્રિનું જ્યોતિમયી ભગવતીનું સ્વરૂપમાની અંતરના નમન કરવા. આ દિપમાં ગાયત્રીનું જ્યોતિમય સ્વરૂપ અને કર્મના સાયંત રૂપ મનાય છે.

જ્યો દ્વિપ દેવી સ્વરૂપમ્‌ વિં કર્મસાક્ષી ધ્યય વિઘ્નકૃત આવત કર્મ સમાપ્તી : સ્થાત્તાતત્વમૂ સુ સ્થિરો ભવઃ ।

હે દિપ આવ પ્રત્યયા ભગવતી સ્વરૂપ છો સત્કર્મના પૂર્ણાહુતિ મતાં પર્યંત આપ સુસ્થિર રહો.

મા ભગવતી ગાયત્રિદેવી આપ ચરાચર ત્રિવેણી નિયંતા ઘટ ઘટ વાસીત આપની સન્મુખ અને હૃદય મંદરીરમાં પણ આપ બિરાજીત છો. આ ભાવની અંતઃકરણને સ્થિર મનને કરી બે હાથ જોડી નીચે મુજબ બે હાથ જોડી એકવીસ વાર પ્રાર્થના કરવી.

ગાયત્રી મંત્ર, પ્રાર્થના સ્તવન :-

ૐ નમસ્તે દેવી ગાયત્રી, સાવિત્રી ત્રિપદ અક્ષરે ।

અજરે અમરે માત સત્પહી માં ભવ સાગરત્‌ ।।

હે ભગવતી સાવિત્રી ત્રિપદે હે અવિનાશીની છે. અજર અમર સ્વરૂપા મા ગાયત્રિ તમને મારા અંતરના નમસ્કાર હો. નમન હો. સંસાર સિંધુમાંથી મારું રક્ષણ કરો. રક્ષણ કરો. રક્ષણ કરો.

નમસ્તે સૂર્ય સશાંકે સૂર્ય સાવિત્રી કે અમલે ।

બ્રહ્મવિદ્યા, મહાવિદ્યા વંદમાતા ર્ન નમસુતે ।।

હે સૂર્ય સમ્‌ દ્રભાવંતા સૂર્યના ઉત્પદક હે અમલે તમને મારા નમસ્કાર છે. બ્રહ્મવિદ્યા, મહાવિદ્યા વેદ જનની તમને અમારા નમસ્કાર છે.

અનંત કોટી બ્રહ્માંડ વ્યાપિતી બ્રહ્મ ચારીણી

નિત્યાનંદે મહામાયે પરેશાની નમસ્તુતે ।

હે અનંત બ્રહ્માંડમાં વ્યાપેલા બ્રહ્મ સ્વરૂપા બ્રહ્મચારીની હે નિત્ય આનંત મુક્ત હે મહાભાયે દે પરમેશ્વરી તમને મારા નમન હો.

ત્વં બ્રહ્મા, ત્વં સાક્ષાત્‌ રૂપ સ્તમિમ્‌ ચંદ્રદેવતા ।

મિત્ર સ્તત્વં વરૂણ સ્તત્વં અગ્નિર અશ્ચિનો ભગઃ ।।

મા ભગવતી તમો બ્રહ્મા, તમો વિષ્ણું તમે જ સાક્ષાત્‌ રૂપ સ્વરૂપ છો. અને ચંદ્રદેવ છો. તમો સૂર્ય તમો વરુણ તમો અગ્નિ અને અશ્વિન કુમારો અને તમો ભર્ગ સ્વરૂપ છો.

મૂષા, આર્યમા, મરૂતત્વાંશ્ચ, ઋષિયાંઅપી મૂર્તિંશ્વરા ।

પિતરો નાગાસાશ્વ ગત્ધર્વ અપસરાશ્ચામૂ ગણાઃ ।।

મા તમે જ પૂસા, આર્યમા, મરૂત્વાત, ઋષિઓ પ્રતિવરો, પિતૃઓ વાગો ગંધર્વો અને અપસરા ગણો છે. હે પરમેશ્વરી તમો પોતે જ છો.

રક્ષો ભૂત પિસાચશ્વઃ ત્વમેવ પરમેશ્વરી ।

દ્વાદ, પજુ, સારવેદ, અર્થવવેદસ્યડઃગ્‌ર સાનિશઃ ।।

હે પરમેશ્વરી રાસયો, ભૂત પિશાય, વગેરેથી તમે જ ભગવતી અમારી રક્ષા કરો છો તમો ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અથર્વવેદ. તમો પોતે જ છો.

ત્વમેવ પંચ ભૂતાવી તત્વાતિ જગયેશ્વરી ।

બ્રહ્મી, સરસ્વતી, સંધ્યા, તુરીયા ત્વં મહેશ્વરી ।।

હે જગદ્વેશ્વરી, જગદ્‌સેવા પંચમહાભૂત અગ્નિ, વાય, જળ, આકાશ પૃથ્વી, અને સર્વે તત્વોમાં પાત્ર તમે સ્વયંમ્‌ છો. હે પરમેશ્વરી બ્રહ્મી, સરસ્વતી, સંધ્યા ઇરીયા સ્વરૂપ આપ મહેશ્વરી છો.

ત્વમેવ સર્વ શાસાની ત્વમેવ સર્વ સંહિતા ।

પુરાણીની તંત્રીણી મહા ગમનાનીચઃ ।।

તમે સર્વશાસ્ત્રો, તમે જ સર્વ સંહીતાઓ, તમે જ પુરાણો, તંત્રો અને મહી અગમા નિગમ્‌ પણ આપ પોતે જ છો.

તત્સય બ્રહ્મ સ્વરૂપા ત્વં કિંચિત સદ્‌ શબ્દાતીક ।

પરત્‌ પરેશી ગાયત્રિ મનસ્તે માતઃ ત્વં અ વિકે ।।

હે મા ભગવતી તત્‌ સદ્‌ બ્રહ્મ સ્વરૂપા અને જે કાંઇ સદ્‌સદાત્મક છે તે પણ તમો પોતે જ છો હે પરથી પર ઇશ્વરી હે ગાયત્રિ, હે મા અંબીકા આપને મારા નમન હો.

ચંદ્ર ક્રાંતિત્મીકા નિત્યે કાલ રાત્રિ સ્વઘેશ્વરી ।

સ્વાહકારે અગ્નિવક્રતે ત્વં તમારી જડાદેધરી ।।

હે ચંદ્ર સ્વરૂપા હે કાળ સ્વરૂપીની કલાતીકા હે નિત્ય મલરાત્રી હે સ્વધારૂપે હે સ્વાહાકાર રૂપે અને અગ્નિ જેનું મુખ છે. એવા જગદેશ્વરી તમને હું નમસ્કાર કરું છું.

નમો નમસ્તે ગાયત્રિ, સાવિત્રી ત્વં નમા અહ્યમૂ ।

સરસ્વતી નમસ્તુભ્યં તુરીયે બ્રહ્મ રૂપિણી ।।

હે મા ગાયત્રિ આપને વારંવાર નમસ્કાર કરું છું. હે સાવિત્રી તમને વારંવાર નમસ્કાર કરું છું. હે સરસ્વતિ તથા ઇરીયા બ્રહ્મરૂપીની આપને વારંવાર નમસ્કાર કરું છું.

અપરાધમ્‌ સત્રાન્રાની કર્મણામી તત્સમ્‌ હર્ષ શતા ।

મતો જાતાની દેવેશી ત્વં દામસ્વ દિને દિને ।।

પ્રતિદિને હદેવંશી મારાથી હજારો અપરાધો તેમજ સેંકડો પાપ કર્મ થયેલ છે તે બધાને આપ ક્ષમા કરો.

હરિ ૐ તત્સત્‌ હરિ ૐ શાંતિ શાંતિ.

પૂજ્ય માનનિય વશિષ્ટ ચેવ રચીત આ પ્રાર્થાનાનો એક એક શબ્દ પૂર્ણ સમજવા જેવો છે. વાંચી વિચારી મનન કરતાં ભવતી ચિદાનંદ મયી ગાયત્રિની સર્વ સ્વરૂપની અને સર્વ વ્યાપકતા અને સર્વ શક્તિ માતાનો ભાવ સમજાશે. બ્રહ્માંડ ચરે એમાં નિવાસીન સર્વ કાંઇ જ એનું જ મૂર્તિંમંત સ્વરૂપ છે. એ જ્ઞાન સાકાર થશે.

ગાયત્રિ મંત્ર ત્રણ વાર ઉંચા શ્વરો બોલવો અને ત્યારબાદ નીચે મુજબ ગાયત્રિ સ્તવન ગાવું.

સૃષ્ટિ સ્તવિયમ્‌ હિ સુખ દુઃખ મયૈ ક્ષણિકા ।

માયા પતેર વિલસિતં નહિ કિં ઉચત્દયન્તમ્‌ ।।

સુખદુઃખ રૂપ અને સમગ્ર કાર્યોની અપેક્ષાએ જોતાં ખૂબ અલ્પ સમય ટકનારી ક્ષણ ભંગુર એવી આ સૃષ્ટિ ત્રિગુણાતીકા માયાના અધિપતિ પરમાત્માની માત્ર રમત છે. છતાં પણ પરમાત્માની તે સત્વાર જરા અને તામસ ગુણ સ્વરૂપ માયામાં બધા લોકો બંધાયેલા છે.

દૃષ્ટવાત્વિદમ્‌ સુવિપુલમ સુદૃઢં વિૃશિષ્ટમ્‌ ।

જ્ઞાન જાતમ્‌ નિષ્કંટ કરં જનાનમ્‌ પ્રાર્દુભૂતાહી ।।

જનની પરમાત્મ મૂર્તિ ।।

ગાયત્રિ વેદ જનની પરમાત્મ મૂર્તિ ગાયત્રિ વેદ જનની ત્રિપદા દ્રારાનું પરંતુ આ લોતા આ મૂળ વિશાળ રૂઢ થઇ ગયેલા અતી દુઃખદાયી જોઇને ખરેખર વેદમાતાત સાવિત્રાન પરમાત્માની મૂર્તિં ગાન કરનારનું રક્ષણ કરનારા મા ગાયત્રિ અપીર દેહે પ્રગટ થાઓ.

ગાયન્તિ યે રસનયા તવ જ્ઞાન મૂર્તિં ।

ધ્યાન્તિ યે હૃયાદી સદા તવ મંત્રમૂર્તિંમ્‌ ।।

હૃદયન્તિ યે સુમનસા સ્મરણં વિદ્યાયઃ ।

નન્દન્તિ તેપ્રતિદિનમ્‌ નહિ દુઃખ ક્લેશઃ ।।

જે લોક જીભથી તારી સાત મૂર્તિંનું ગાન કરે તારી મૂર્તિંનું હૃદયમાં સદા ધ્યાન ધરે છે. અને નિર્મળ મનથી તારું સ્મરણ કરવામાં પ્રસન્નતા અનુભવે છે. તેઓ સદાસુખ પામે છે. તેમને જરાય દુઃખ હોતું નથી.

માયા પ્રભાવ નિહતા વિષયેસુ રહતાઃ ।

વિભ્રાન્ત બુદ્ધિ જનિતા ધતમ્‌ સુમિન્ન ।।

ઇચ્છતી તે યદી સદા વિમલાત્મ બુદ્ધિ ત્રિપદા અપોરેત્વામ્‌ ।।

હે ત્રિપદાયીરા મા ગાયત્રિ આ દુનિયામાં માયાના પ્રભાવથી આવી ગયેલા વિષયોમાં રચ્યા પચ્યા અને મોહ પામેલ બુદ્ધિને કારણે પેદા થતાં ધુરખ રૂપી અંધકારથી ખુબ જ ખિન્ન થયેલા લોકો પણ કાયમ માટે અર્તિંવિશુદ્ધી મન અને બુદ્ધિ જ્ઞાન પામવા તારું જ જળ ધ્યાન કરે છે.

કામાદી ષડ રિપુ ગ્રહણ સુનિહીત મૂલમ્‌ છેતું ક્ષમો ।

અત્ર વરદસ્તવ મંત્ર ખડગઃ। ધૃતવા દૃઢં યદી જન ।।

સ્તવ પાદનિષ્ઠઃ કોવામ્‌ શત્રુ નિવહોધૃત પાદ મુલમ્‌।।

હે મા ગાયત્રિ આ જગતમાં તારો વરદાયી મંત્રરૂપી ખડગ્‌ ખૂબ ઊંડા મૂળ નાખ્યા હોય તેવા કામ ક્રોધ લોભ, મોહ, મદ અને મત્ય રૂપી છે. શત્રુઓઓનો ઉચ્છેદ કરવા શક્તિમાન છે. એટલે માણસ જો તે ખડગને ધારણ કરે ચરણ કમળમાં નિષ્ઠાથી ધરારણ કરે તો શત્રુઓના એમાની શી તાકાત છે તે પોતાના ચરણ મૂળિયા ટકાવી શકે.

વિશ્વંભરે દેવી જનની હે કરુણાર્દ્રભાવે ।

જ્યોતિઃ પ્રદાય જીવિતં તવ જ્ઞાન રૂપમ્‌ પાહી પ્રસન્ન વદને

પરમેસ્વરી ત્વમૂકીં તામ્‌ દુસ્કર મહાદી ત્વં પ્રસન્ન ।।

હે વિશ્વંભરી હે કરુણાદ્ર ચિત્ત વાળા હે સદાસદા પ્રસન્ન વદના પરમેશ્વરી મા ગાયત્રિ જ્ઞાનરૂપી તારું પવિત્ર તે જ અર્પીને અમારું રક્ષણ કર. અને પરંપર તું જેના ઉપર પ્રસન્ન થાય તેના માટે આ દુનિયામાં શું અશક્ય છે.

મતાહિતં ત્રિજીવને તવ દિવ્ય દિવ્યં લોકાનું મંગળ કરેમ્‌ વચસામ્‌ ગમ્યમ્‌।

જનકં સુવર્ષયમ્‌ મેતદ ભર્ગોન્રમઃ સુખ કરંત્વયી ભક્તિ નમ્રાં ।।

હે મા ગાયત્રિ તારા વિશેની ભક્તિથી નમ્ર બનેલા અને ત્રણે ભુવનોમાં વ્યાપી રહેલી અતી દિવ્ય લોકોનું સતત મંગળ કરનાર વાણીથી ન વર્ણવી શકાય તેવા ચિત્તને પ્રસન્ન કરનારા અતિ સુંદર અને સુખકારી એવા તારા ભર્ગને તેજને નમીએ છીએ.

રેવાતટે સુતુનિતે કરનાલ યોત્રે ધ્યાનં જપં ચ હવનં વિદઘાતી નિત્યમ્‌ ।

દસ્ત્રી દદાસી ચ સિઘ્ર લાભં ભદ્યુતા ય શાન્તવન માનસ કાય સર્વમ્‌ ।।

હે મા ગાયત્રિ ભગવતી નર્મદા મૈયાના પરમ પુનિત તટપટ આવેલ કરનાલ તીર્થમાં જે માણસ નિત્ય તારું ધ્યાન જાપ હવન કરે છે તેના પર તું શીઘ્ર પ્રસન્ન થાય છે. અને તેને હું સત્વર લાભ આપે છે. પણ જેમની વૃત્તિઓના વન શાંત થઇ ગયા છે. તે મનવાળા તારા ભક્તોને તો તું સર્વ કાંઇ આપે છે.

પાહી પાહી જગદ્‌માત શાધિ ત્વં ત્રિપક્ષરે તા પત્ર ।

યેન અંતપ્તાન સર્વન્તઃ શરણાર્વીનઃ ।।

એ જગતજનની મા ગાયત્રી આધિ, વ્યાધિ, ઉપાધી રૂપ ત્રણ તાપથી સતપ્ત એવાં અને શરણે આવેલો એવાં સમસર્વનું તું રક્ષણ કર. રક્ષણકર અને અમને સાધુજ્ઞાન આપ.

ૐ શાંતિ શાંતિ શાંતિઃ

-ઃ આંખ :-

મોહ, નષ્ટ કરવાનાં ઉપાયઃ આંખ સર્વ અનર્થનું કારણ છે. શબ્દ સાંભળવાથી જે અસર થતી નથી. એટલી નેત્રથી જોવાથી થાય છે. આંખ વડે જોતાં જ કામ ક્રોધ, લોભ, મોહ વગેરે એકદમ જાગૃત થઇ જાય છે. સર્વ આશક્તિનું મૂળ જ આંખ છે. મન રૂપી સર્પનો નિવાસ આંખ માટે આંખ સ્વરૂપ દર્શન થતાં હૃદયમાં કામાગ્નિ જાગ્રત થતાં જીવ વાસનાના બંધમાં એવો જકડાઇ જાય છે કે સદ્‌ગુરુના સંમત ઉપદેશ છતાં બોધામૃતના વચનો રૂપી ઔષદ નિષ્ફળ બની જાય છે. માટે આંખની જોતાં બ્રાહ્મસ્વરૂપ ન વિરખતાં આંતર સ્વરૂપ નિરખવામાં આવે તો જ બ્રહ્મસ્વરૂપ જે બ્રહ્મસ્વરૂપે સુંદર દેખાય છે. તત્ર સ્તન માસનો લોચો બાળકને પોષણ આપવાનું અંગ છે. મુખારવિંદ જેટલું બહારની સુંદર દેપાર્યા તે અગ્નિ, જળ, લોહી, ચામડી વગેરે જ દુર્ગંધ મુક્ત પદાર્થો વસ્તુ દેખાય છે. તે જડ છે. તેના પર નફરત કરો તૃષ્ણા થશે એટલે મોહ નષ્ટ થશે.

પ્રજ્ઞા એટલે શું?

જગત એ ઠાકોરનીતિ મુક્તિ છે. અને બ્રહ્મ સાનિને જગત ઠાકોરનીતિ મૂર્તિં રૂપ લાગે છે. સંસારીને એ જગ્યાએ સંસાર દેખાય છે.

અભ્યાસ અને વૈરાગ્ય એ અભ્યાસ જલદી દૂર થાય અને મન ધ્યંયાકાર થાય અને ધ્યેયમાં મન અને બુદ્ધિની સ્થિતિ સ્થિર થાય તેને પ્રજ્ઞા કહેવાય છે.

કેવલ્ય પદ ક્યારે પ્રાપ્ત થાય?

વૃત્તિનો નાશ થતાં સંસ્કારનો ઉદય થાય અને સ્રવૃપ ભૂત શાંતિનો અર્વિંભાવ થાય અને શાંતિમાં સ્થિરતાં આવે ત્યારે શરીર અને ઇન્દ્રિયોમાં જ્યારે દિવ્ય શક્તિઓ પ્રગટ થાય ત્યારે તે શક્તિથી નવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અને તેમાં જ્યારે વૈરાગ્ય આવે ત્યારે બધા દોષોના નાશ થાય છે. ત્યારે પુરુષને કેવલ્યપદ પ્રાપ્ત થાય છે.

દેહ શુદ્ધિ કોને કહેવાય?

નિષ્કામ ભાવે આત્મ લાભ મેળવવા માટે સકામ પુરુષે માન, ભંગ, પ્રતિષ્ઠા, સેવક આદિમાં ન ફસાતા આત્મ લાભની રક્ષા કરવી તેને શુદ્ધી કહે છે. સમાધિ એટલે શું?

ઉપર પ્રમાણે જ્યારે ખરી શુદ્ધી થાય ત્યાં સહજ અવસ્થા ઉત્પન્ન થાય છે. તેને ખરી સમાધિ કહેવાય.

ચિત્ત તથા મનને માયારૂપી આશા, તૃષ્ણા, કામ લોભ, મોહ, આશક્તિ અભિમાન રૂપિ શત્રુઓને વિવેક રૂપી જ્ઞાનથી ધીમે ધીમે ત્યજી દઇ જે આત્મા શુદ્ધ છે તેમાં સાતિ પુરુષો આત્મતૃપ્ત રહે છે.

શાંતિ માટે તમારે ગમે ત્યાં ભટકવાનું નથી. તમારી શાંતિ તમારી પાસે છે. જ્યાં છે ત્યાંથી મેળવવી જોઇએ. આત્માનો સહજ સ્વભાવ આચરણ દ્વારા પ્રગટ થવા દેવો. હંમેશા સારા વિચારોની ટેવ પાડો. હું અને મારા ભગવાન એક છે. આખી સૃષ્ટિલોકના જીવાત્માઓ અને હું એક છે. દૈત્ય ભાવ છોડી અદ્વિત્યમાં સ્થિતિ પ્રાપ્ત કરો. મારા જીવનના સઘળા દરેક કાર્યો થાય છે. તે પરબ્રહ્મ પરમાત્માની કૃપાથી અને તેમના સહારાથી થાય છે. હું વિરાગી રહીશ મને બધા સાથે પ્રેમ રહેશે. આવા વિચારોની અસેટ આપતા હર્ષ ઉપર બહુ થાય છે ધીમે ધીમે આત્મભાવ જાગૃત થશે. પછી એમ લાગશે કે મારો આ છેલ્લો જ ભવ છે. જેવી રીતે માણસ કોકના ઘરમાં સમાઇ શકતો નથી તેમ બ્રહ્મ જ્ઞાનિ માણસના શરીરમાં સમાઇ શકતો નથી.

સાચો કારીગર

જેને સંસાર રૂપિ ચિત્રની રચના કરી છે. તે પરમાત્માને તેમનો નિદી દયાસન વગેરે પ્રપાનાદ્વાર સાક્ષાત્કાર કરે છે તે સાચો કારીગર છે.

અષ્ટાગ્નિ પ્રકૃતિ :-

એટલે આઠ અંગ વાપી સૃષ્ટિ યાને પ્રકૃત્તિ કહેવામાં આવે છે. તેના આઠ અંગ ધરાણ કરી સુંદરી રૂપે પ્રગટ થયેલ છ તે (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, તથા મન અને બુદ્ધિ, અહંકાર) અષ્ટાંગી પ્રકૃત્તિ કહેવાય છે. અખીલ બ્રહ્માંડના કર્તા એક ચૈતન્ય પુરુષ શીવ છે. તેથી બ્રહ્માડના માતા પિતા શિવ શક્તિ છે. પાંચ ભૂતોની ઉત્પત્તિ તેમનાથી થયેલ છે. સાંસારિક રીત પ્રમાણે પાર્વતીને શીવના મિલન માટે તપ કરવું પડેલ છે. તેવી રીતે જીવે શિવના મિલન માટે તપ કરવું પડે તો જ શિવ સાથે મિલન ઐક્ય સાધી શીવના જ્યોતિ સ્વરૂપમાં ભળી જાવ. ત્યારે જ જન્મ મરણના ભવાટવીના આવા ગમનના ફેરાથી છૂટકારો થાય તેને મુક્તિ કહેવામાં આવે છે.

દરેકની અંદર રજોગુણ, સત્વગુણ અને તમોગુણ હોય છે. જે ગુણની પ્રધાનતા તે પ્રમાણે મન ક્ષણે ક્ષણે બદલાતું રહે છે. સત્વગુણ નાનો પ્રકાશ ઋતુ તરણા જેવો હોય છે. તે જીવાત્માને આત્મસાત અને સાત્વિકતા પ્રધાન પ્રાપ્ત કરાવે છે. જ્યારે રજોગુણ પ્રેરક અને ચંચળ છે તે વિકારી છે. મન, લોભ, મોહ, મમતા અને આશા તૃષ્ણાથી ભરેલો છે. તેના લીધે જીવાત્માએ આવાગમન જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરવું પડે છે.

તમોગુણ મોટો અને અવરોધક છે. તે સારા નરસા વિચાર કર્યા વગર ન કરવાના ભારે દુષ્ટ કૃત્યો કરી મૂઢ જડ યોની પ્રાપ્ત કરે છે.

લક્ષ્મીનો ખરો અર્થ :-

અભય અંતઃકરણ ચિત્તની શુદ્ધિ જ્ઞાન અને યોગમાં નિત્ય સ્થિતિ છવીસ ગુણો જેનામાં હોય તેને દેવી સંપત્તિ યાને લક્ષ્મી કહેવામાં આવે છે. જે સાચુ ઐશ્વર્ય છે તે જ સાચુ સૌંદર્ય છે. જે સાચુ માધુર્ય છે તેના જીવનમાં એ દેવી સંપત્તિ લક્ષ્મી છે. (પરચૂરણ નહીં અને માટીના ઢેફા, સોનું, ચાંદી, જર જવેરાત સ્થાવર જગંમ મિલ્કત નહીં.)

અલ્પ દ્રષ્ટિ છોડી દઇ જ્યારે ભગવાનના અખંડ સ્વરૂપમાં ચિત્ત સ્થિર થશે ત્યારે ઉચિભૂમિકા પ્રાપ્ત થશે. ત્યારે તમને લાગશે કે સાધન ભગવાન છે. અને ફળ પણ ભઘવાન છે. ત્યારે ભગવાન પ્રગટ થશે. તેથી પ્રત્યય રહેશે. ભગવાનમાં પ્રેમ વયર્શ, ત્યારે ભગવતી પ્રત્યય છે તેવો અનુભવ વાળો આવશે અને તમારું સ્વાભાવિક સુખ મળશે. પડદો છે ત્યાં ભેદ છે. વિકાર છે. ત્યાં પ્રેમથી પ્રેમ એ જ પરમાનંદ છે. પરમાનંદ એ જ પરવૃક્ષ પરમાત્માની કૃપા.

પ્રભુનું અખંડ સ્વરૂપ સાકાર અને નિરાકાર છે તે આદિ અને અનાદિ છે. સંસારીએ શ્રી કૃષ્ણ પ્રભુએ સાકાર સ્વરૂપનું ગીતામાં બોધ આપ્યો છે તે સ્વરૂપનું નિરંતર ધ્યાન ધરવું. તે ભક્ત પ્રભુને અતિપ્રિય છે. અને ખાસ પ્રક્રિયા કઠીન અને અઘરી છે. માટે આ સારી સૃષ્ટિ પ્રાપ્ય જગત્‌ એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. અને પુરુષ સુકૃતથી --- પ્રાર્થના કરવી.

શિવ અને વિષ્ણું એ એક જ પરબ્રહ્મ પરમાત્મા છે.તે ભલે એક જન્મ આપનાર પિતા છે. અને બીજા તમારું ભરણ પોષણ કરનાર પિતા છે. તેથી બંન્નેની પ્રભુચર્ય અને અર્ધ પ્રથમા કરવી જોઇએ. એ માટે પહેલા લીંગ ભગવાનની સાકાર સ્વરૂપ યતિ જ્યોતિ સ્વરૂપ કલ્યાણકારીની પુજા અર્ચન આશીર્વાદ મેળવો. અને ત્યારબાદ વિષ્ણુંની પૂજાના અધિકારી થાઓ। તેના માટે શીવ ઉપસના માટે, લીંગાષ્ટક, શરણાગતી સોસ અને મહીભૂતથી તેમની સાકાર સ્વરૂપની આરાધના કરો. ત્યાર પછી તેમની કૃપાથી વિષ્ણું ભગવાન પ્રભુ પ્રાર્થના અને સ્તુતિ ભજન કરવાથી તેમની કૃપા મેળવી. મોક્ષ પ્રાપ્તીના માર્ગને અનુસરો :- મનુષ્ય જન્મ સફળ કરો. કોઇ પણ કાર્ય માટે પહેલા માતાના આશીર્વાદ મેળવો. માતાની ----- મને તેમની કલ્યાણમયી અમીદ્રષ્ટિથી તમારામાં શીલ વિષ્ણુની ભક્તિ દૃઢ થશે. અને કલ્યાણ થશે. તે માટે વિશ્વંભરી, સહાયદ સ્તુતિથી પુજા અર્થ, અર્ધ્ય અર્પી તેમની ઉપાસના ગાય કે સતફ, ગાયત્રિ ચાલીસા અને ગાયત્રી મંત્રથી તે યશશક્તિ શીવજીની સહિતથી સંસાર માયાથી રચાય લઇ. માટે માયા શક્તિ તેમની કૃપાથી. આશા તૃષ્ણાના બંધનમાંથી મુક્તિ કરવા ગાયત્રિ ધ્યાનમંત્ર, ગાયત્રિ મંત્રની ઉપાસના કરવાથી જપ કરવાથી. શીવ અને શક્તિ બંન્નેની ઉપાસના સાથે જ થાય છે. ગાયત્રિ મંત્ર સવિતા નારાયણ સૂર્ય દેવતાની પાસે રાત્રિ રૂપી અંધકાર દૂર કરી સારી સૃષ્ટિને તેજોમય દ્રષ્ટિ પ્રાપ્તિ કરાવે છે. તેવી રીતે અજ્ઞાન રૂપિ અંધકારને દૂર કરી જ્ઞાન યજ્ઞરૂપિ બુજવીને પ્રજ્ઞાનાને અટબુદથી પ્રાપ્ત કર. તે પણ દેવની ઉપાસના માટે, શીવ રૂપિ વિશ્વાસ મને પાર્વતી રૂપિ શ્રદ્ધાને દૃઢ કરી. મન,કર્મ, વચન અને દેહની તે દેવની શરણાગતી સ્વીકરવી જોઇએ. શરણગતિ હિતકાર ત્યારે જે તેની સેવાના ૩૫ અધિકારી બને છે. માટે અપને પહેલા જીનેશ્વર પ્રભુએ શિવજીની શરણાગતી માટે જે સ્ત્રો રચાયેલ છે તેનું નીચે પ્રમાણે અધ્યયન કરો.

નમાની શંકર ભવાની શંકર હર હર શંકર તમ્‌,

જય જય હે શિવ પરમ્‌ પરાત્મક ૐકારેશ્વરં તમ્‌.

દશ ભૂજ મંડન પંચવદન શિવ ત્રિતય નયના શાંતીત

શીવ સુખદમ જરાજુટ શિર મુકુટ વિરાજીત શ્રી વણેકુંડણ

શ્રવણે કુંડલ અતી રમણમ્‌ નમાની શંકર ભવાની શંકરઃ

લલાટ ચમક્ત રજની નાયક પન્નગભૂખણુ ગૌરીશં,

ત્રિશુલ અંકુશ ગણપતીશોભા, ડમરૂ બાજત ધૂની મધુરમ્‌ ।

નમાની શંકર ભવાની શકરઃ

ભસ્મ વિલેપન શિવ સર્વાંગ શિવ નંદી વહાવઅતિરમણં ।

વામાગે ગિરીજા વિરાજીત ઘંટા નાદીત્‌ ધ્વનિ મધુરં નમામિ શંકર । નમાની શંકર ભવાની શકરઃ

ગજચર્માંબર વાઘાંબર હર કપાલ માલા ગંગેશમ્‌ ।

પંચ વદન પર ગણપતી શોભા પૃષ્ઠે ગિરીયતિ જવલસમ્‌ ।

નમાની શંકર ભવાની શકરઃ

સિદ્ધેશ્વર, મમલેશ્વરં શંકર કપીલેશ્વર શિવકોટેશ્વરઃ ।

વામાગે ગિરીજા વિરાજીત ઘંટા નાદીત્‌ ધ્વનિ મધુરં નમામિ શંકર ।

નમાની શંકર ભવાની શકરઃ

નર્મદા કાવેરી જલ સંગમ્‌ મધ્યે શાંતિ નમાનિ ગીરી શિખરમ્‌ ।

શવકાંદિક મૂર્તિં સુરપતિ સંવીત રંભક આહીકદવની મધુરમ્‌ ।

નમાની શંકર ભવાની શકરઃ

પ્રણવા,્‌ટ પદ ધ્યાન રચિત જીનેશ્વર વિમલમ્‌ સુખદમ્‌ ।

તુમારી કૃપા ત્રિગુણાત્મીક શિવજી પતીત પાવન ।

ભય હરણંમ્‌ નમામી શંકર ભવાની શંકર હર હર શંકરતમ્‌ ।

શરણમ્‌ જયના હે શિવ પરમાત્મક ૐકારેશ્વર તમ્‌ શરણમ્‌ ।।

હવે શિવજીનું ધ્યાન સ્વરૂપ અને લિંગાષ્ટકની સમજ :-

શિવજીનું નિરાકાર સ્વરૂપ ૐકાર શાકાર સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ છે. અને આખું વિશ્વ લીંગાકાર છે તેથી દરેક ધર્મમાં જુદી જુદી રીતે શીવજીના લીંગસ્ટ શરીરની પુજા અર્ચન ધ્યાન કરવામાં આવે છે. તેની દરેકના સબકા માલીક એક છે. અને તેથી દરેક હિન્દુમાં જ્યોતિમાં જ્યોત ભરી જાય ત્યારે હૈત્યમાંથી અદિત્ય સ્થિતિ પ્રાપ્ત થાય તેને મુક્તિ કહે છે. વૈષ્ણવો પરબ્રહ્મનું સ્વરૂપ જ્યોત સ્વરૂપ છે. તે વિરાટ છે. તે જ બ્રહ્મ પરબ્રહ્મ કહેવામાં આવે છે. તેથી આ જન્મ સાકાર જગત પણ બ્રહ્મ કહેવાય છે. આપનામાં જે હાલે છે ચાલે છે બોલે છે તે આત્મમાં પણ જ્યોત સ્વરૂપ છે. તેને પરબ્રહ્મમાં છે. અથવા તેના અંશ છે. તેથી સંતો સત્સંગીયો યોગીઓ આ ૐ જ્યોતિ સ્વરૂપનું ધ્યાનમાં મગ્ન રહે છે. મુસલમાન લોકો પણ આજ પરબ્રહ્મ પરમાત્માના જ્યોતિ સ્વરૂપ એટલે અલ્હાના નૂરમાં પોતાનું નૂર તેની ભરી જાય તો આવા ગમનકા દુરા મીટ જાય હૈ. ઇસ લિએ કહા ગયા હૈ કિ આકાશં પતિતમ્‌ તોયે અથા કચ્છની સાગરમ્‌ સર્વદેવ નમસ્કારમ્‌ પ્રતિ કેશવર પ્રતિ ગચ્છતિ તેથી જેવી રીતે દરેક નદીઓ જુદી જુદી જગ્યાએથી વહે છે પરંતુ તેનું ----- સ્થાન સાગરને મળવાનું છે. તેવી રીતે દરેક ધર્મનો મુખ્ય આશય પરબ્રહ્મ પરમાત્માને મળવાનો છે. માટે હવે આપનું શિવજી ધ્યાન સાકાર સ્વરૂપનું ધરીએ. નિરાકાર સ્વરૂપનું ધ્યાન યોગ પ્રક્રીયા યોગી સંન્યાસીઓ માટે છે. આ કલીયુગમાં તો સાકાર સ્વરૂપનું ધ્યાન પુજા અર્ચન, સેવા ભક્તિ કરી તેમની કૃપા મેળવીએ સ્મરણ અને ધ્યાન તેનું નામ સ્મરણ તેનું નામ સ્મરણ કરવું.

રાજયોગનું અધ્યય અને યોગની પ્રક્રિયા :-

રાજયોગનું અધ્યયન પ્રભુને ઓળખવા માટે અને તેના સ્થાનમાં અદ્વિત્ય બનાવવા માટે રાજયોગનું અધ્યયન અને યોગ ની પ્રક્રિયા શરું કરો.

રાજયોગનું અધ્યય અને યોગની પ્રક્રિયા :-

શરીર સાધનને સ્વચ્છ કરો. બદા જ કાર્યો સમેટીને વિશેષ યોગમાં બેસો ત્યારે નીચે બતાવેલ વિચાર મંથન દ્વારા યોગની શરૂઆત કરો.

હું આત્મા છું જ્યોતિ બિંદુ સ્વરૂપ છું. હું આત્મા ભ્રુકુટીમાં બિરાજમાન છું. હું આ દેહ નથી. દેહ તો મુજ આત્માને રહેવાનું ઘર છે. આ શરીર તો જડ છે. હું આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. હું આત્મા અજર અમર અવીનાશી છું. આ જડ શરીર તો હાડકા માંસનું ખોયું છે. શરીર રૂપી દાંબડામાં હું આત્મા ચૈતન્ય હિરો છું. આંખદ્વારા જોનાર, કાન દ્વારા સાંભળનાર, કર્મેન્દ્રિય દ્વારા કર્મ કરનાર, હું આત્મા છું. કર્મનું ફળ ભોગવનાર અને સુખદુઃખ મને અનુભવ કરનાર હું આત્મા છું. આ શરીરતો મારા પ્રભુ છે. હું આત્મા તેને કંટ્રોલ કરનાર અવિનાશી ચૈતન્ય શક્તિ છું.

હું આત્મા છું. આ શરીર પણ માટી સાથે મળી જવાનું. તે પરાયું છે. કામ ક્રોધ લોભ મોહ, અહંકાર ઇર્ષા, દ્વેષ તિરસ્કાર સ્વાર્થ ઇચ્છા આશક્તિ, ચિંતા આ બધાતો પરાયા શરીરના ધર્મો છે. તેને જ મારો સ્વભાવ ભૂલાવી દીધો છે. તેથી જ હું દુઃખી દુઃખી થયો છું. પરંતુ હવે તો હું મારો ધર્મ બજાવીશ. હું આથ્મા સદા પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ શક્તિ સ્વરૂપ, અને પ્રકાશ સ્વરૂપ છું. તેનો જ અનુભવ પરમપિતા શીવ કરાવી રહ્યા છે. તેની યાદ દેવડાવી રહ્યા છે. તેની જ મેળે સ્થિર કરવી રહ્યા છે.

આ પ્રમાણે આત્મા ચિંતન કરતાં કરતાં આ દેહને દેહના સંબંધોથી દેહની દુનિયાથી પણ પટ સૂર્ય ચંદ્ર તારાગણાવી પણ સદ્‌બુદ્ધિની ઉપર પરમધામ શ્વેતદ્વિપ અમૃતધામ, શાંતિધામ આવે મુક્તિધામ ચાલ્યા જાવ. મન રૂપી --- ત્યાં પ્રર્વતતા ફૂલાયેલા લાલ સોનેરી પ્રકાશ મુક્ત અસલી બ્રહ્મલોકને નિહારો. વૃદ્ધિની સ્વયંને ત્યાં સ્થિર કરી દુરાની વિચે મુજબનું મનન ચિંતન શરૂ કરો.

વાસ્તવમાં હું આત્મા પરલોક, બ્રહ્મલોક નિવાસી છું. હું આ અખંડ જ્યોતિ સ્વરૂપ વાળા ધામથી નીચે ઉતરી સૃષ્ટિ ઉપર આવ્યો હતો. અનેક નામ રૂપ વાળા શરીરે ધારણ કરી પાઠ બભવ્યા. પરંતુ હવે ફરીથી આ જ્યોતિવાળા ધામમાં સર્વત્ર શાંતિ શાંતિ જ છે. પવિત્રતા છે. પ્રકાશ છે. વિઃસંકલ્પતા છે. હું આત્મા પણ સર્વ બંધનોમાંથી મુક્ત કર્માહિત અવસ્થામાં સ્થિત છું. જ્યોતિકર છું. શાંત છું. શુદ્ધ છું. એક શક્તિ પ્રકાશ બિંદુ છું.

હવે આ સુતદશ ધામમાં, મન નેત્રો દ્વારા પ્યારા, પ્રિયતમ, પ્રાણનાથા પ્રાણેશ્વર,પરમમિત્ર, પરમાત્માને એટલે કે પરમ સુંદર જ્યોત સ્વરૂપ શિવપિતાને વિહારતા નીચે મુજબનું ચિંતન મનન શરૂ કરો.

પરમ પ્રિય શિવબાબા આપનો હું અવિનાશી સંતાન ફરીથી આમની પાસે આવી ચુક્યો છું. જન્મ જરા હું આવતો કાંઇક માર્ગોપર શોધી રહ્યો હતો. આપની સાથે મિલન મનાવવા માટે તડપી રહ્યો હતો. હવે તો પિતા આપે ખુદ આપની ગોદમાં બોલાવી લીધો. મીઠા બાબા આપતો પ્રેમના સાગર છો. અમો બદા જ જ્યોતિ આત્મા બાળકોના આપ પરમ પિતા છો. સારાય વિશ્વના માલિક છો. પરમધામ, દિવ્યતા વિવા-- છો. આપ નિરાકાર, અકાલમૃત્યુ, અખંડ જ્યોતિ સ્વરૂપ પરમ સુંદર છો. જન્મ મરણથી ન્યારા અજન્મા અભોક્તા, અકર્તા અવિનાશી છો. પ્યારા બાબા આપ સુખ કરતાં, દુઃખ કરતાં ગતિ સદ્‌ગતિ દાતા છો. મુક્તિ જીવન મુક્તિ દાતા દિવ્ય ચક્ષુદાતા, અને ગિતાજ્ઞાન દાવા છો. સૃષ્ટિના આદિ મધ્ય અને ચેતને જાણનાર, સૃષ્ટિ વૃદ્ધોના બીજરૂપ સર્વશક્તિમાન સર્વ આત્મા બાળકો કલા કરનાર વિશ્વ કલ્યાણકારી આપ જ છો. પતિતમાંથી પાવન બનાવનાર, મનુષ્યની દેવતા બનાવટ, તપો પ્રધાનમાંથી સત્તોપ્રધાન બનાવનાર બાબા આપને હું કઇ રીતે ભૂલું. ત્રણ દેવની રચના કરનાર બ્રહ્મા વિષ્ણું મહેશ ત્રિમુર્તિં ત્રિકાલદર્શન ત્રિવેદિ ત્રિલોકાનાથ,પિતાનો હું સંતાવ છું.

શિવબાબા આપ પ્રકાશ અને શક્તિના અખૂટ ભંડાર છો. પુજનો મુજ આત્મા પર એ શક્તિ મને પ્રકાશ આવી તે ચારે બાજુ ફેલાય રહ્યો છું. માથે હું આત્મા તેમાં --- રહ્યો છું. લાઇ--- સ્વરૂપ વળી રહ્યો છું.

શિવબાબા હું ખુબ જ સૌભાગ્ય શાળી છું. મારી પ્રિત આપણી સાથે છે. આપનો હર્ષકારી પરીચય મારું આખું જીવન બદલી નાખ્યું છે. હું સ્વંય ઇશ્વરદ્વારા મળેલ જ્ઞાન લઇ રહ્યો છું. વિશ્વના કોટી કોટી આત્મામાંથી હું કેટલો ભાગ્ય શળી છું કે આપે મને અપનાવ્યો છે. અને આંતર્દ્રિં સુખને શાંતિનો ---આફી દીધો છે. બસ બાવા હું તો કેવળ આપનો છું. હું જ્યોતિ બિંદુ છું. શાંત છું. થહિત છું. લાઇક માઇક છું.

પ્યારા બાપા આપ જ મારા માતા પિતા ગુરુ, શિક્ષક અને બંધુ સખા છો. ૫૦૦૦ વર્ષના કલ્પબાદ આપની સાથે સાચા વેદ મિલન થયું છે. આપ જીજવ આત્માને સર્વ સંબંધોથી સર્વ પ્રાપ્તિ અને અનુભૂતિ કરાવી રહ્યા છો. મારી જન્મ મરણની પ્યાસ તરસ મટી ગઇ છે. બાવાં હવે કોઇ શોક ગ્લાની ઉદાસી નથી. બસ બાવા આપ જ મારું સર્વસ્વ છો. મારા મનના મિર છો. અહીં કેટલી મધુરતા છે. હું આપનો અમર મુક્ત બની મુક્યાં આપ મુજ આત્માને પતિતમાંથી પાવન બનાવી રહ્યા છો.

ૐ પૂર્ણ મદઃ પૂર્ણ મિદં પૂર્ણાત્પૂર્તિં મુદચ્ચેતં । પૂર્ણસ્ય પૂર્ણ

માદાય પૂર્ણ મે વાવશિષ્યતે । ૐ શાંતિ શાંતિ શાંતિ

સર્વેત્ર સુખિવઃ સન્તુ સર્વે સન્તુ વિરા મયાઃ ।

સર્વેતી દ્રોણ અચ્યુન્તુ કશ્ચિત દુઃખ માયનું યાત ।।

શ્રી હરયે નમઃ ।। શ્રી હરયે નમઃ ।। શ્રી હરયે નમઃ ।।

ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ

અધ્યાત્મિક રામાયણનો ટુંક સાર :-

કહેવાની આત્મા કલ્યાણ માટે જે પુરાણજીએ માનનિય આવે તેના જીવ બ્રહ્મ મય થાય છે ત્યારે બ્રહ્મ બીજી વસ્તુની જેમ માફક જોઇ શકતો નથી. પાપ વૃત્તિ વ્યાપતિથી અનુભવમાં આવી શકે છે. વૃત્તિ બ્રહ્માકાર થાય ત્યારે બધુ બ્રહ્મમય લાગે છે. તેનાથી તારું હૃદય ભરાઇ જશે. તે વખતે નવું દિવ્ય સ્વરૂપ સુખ ઉત્પન્ન થશે. તેને આનંદ કહો પ્રભુ કહે કે બ્રહ્મ કહો જે કહેવું હોય તે કહો નામમાં કાંઇ નથી. લાગણીમાં બધું છે. જે સંકલ્પોથી ઇચ્છા અને બીકથી ઉત્પન્ન થાય છે. તે સંકલ્પોને આત્મા વિચારથી હઠાવવા પ્રયત્ન કરવો.

આવા ઉપદેશ ઉપર મનન કરવાથી ઘણા સંકલ્પો ઓછા થઇ જાય છે. અને સારું ધ્યાન લાગે છે. તે વખતે નિહિધ્યાસન દશા સહું થાય છે.

સજાતિય પ્રયત્નોનો પ્રવાહ ચાલે અને વિજાતિય પ્રવાહો દૂર થવા લાગે તેને નિદીધ્યાસન કહે છે.

સચ્ચિદાનંદનો પ્રવાહ ચાલે અને નામ તથા રૂપના સંકલ્પો દૂર થાય તેને નિદિધ્યાસન કહે છે.

આવી દશા ઉત્પન્ન થાય ત્યારે અંતરાત્મામાં ઊંડા ઉતરવું. ત્યાં ઘણું જ્ઞાન ઘણી શક્તિ અને ઘણું સુખ ભરેલું છે. જેઓ બહું ઉંડા ઉતરી શકે છે તેઓને જીવ અને જગતનું સત્ય જણાય છે.

મનમાં આત્માનો આવાસ પ્રતિબિંબ પડવાથી તેમાં --- ચેતના આવે છે. તેનું સાવ મનને થાય છે. મનનાં સત્વગુણ મનના રજોગુણ અને તમોગુણને વશ કરે છે.

જ્યારે પંદર વર્ષની વયે વૈરાગ્ય થયો ત્યારે વિશ્વામિત્ર વશિષ્ઠદેવને પ્રપ્રશ્રનોપૂછી. આધ્યાત્મિક માર્ગદર્શન પહેલા અને બીજા ભાગની માર્ગદર્શીકા :-

જ્ઞાન બે પ્રકારનું હોય છે. સિદ્ધરૂપ જ્ઞાન અને વૃત્તિ રૂપી જ્ઞાન સ્દ્ધ રૂપી જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. તે ઉત્પન્ન થતું નથી. અને વૃત્તિ રૂપી જ્ઞાન ચિત્તને થાય છે. માટે શાસ્ત્રઅને સત્સંગથી અંતઃકરણને જ્ઞાન લેવાને યોગ્ય બનાવતા જવું.

આત્માનું ચિંતન ઉત્તમ છે. મોહનું ચિંતન મધ્યમ છે. કામનું ચિંતન કવિષ્ઠ છે. અને બીજાઓની ચિંતા કરવી એ અધમાધમ છે. જે પોતાનો સંસાર સુધારી શકે તે મર્દ કહેવાય છે. તે એક જન્મમાં અનેક જન્મો પૂરા કરી શકે છે.

માટે સિદ્ધાંતમાં અહંકાર એ એક એવું તત્વ છે કે જે આપણા જીવનની જાનમાં આત્માથી સગા તરીકે ઘુસી ગયેલ છે. પણ તે પારકો માણસ છે. તે ક્યાંથી આવ્યો તેની ક્યાંથી આવ્યો તેની તપાસ એકાંતમાં કરશો તો તે તમારા જીવનમાંથી નાશી જશે. અંતે તે જશે એટલે તેને કરેલા સંકલ્પો વિકલ્પો પણ દૂર થશે.

કરોડો કામ કરવાના રહી જાય પણ જો મોક્ષ સિદ્ધ થાય તો ઘણો લાભ છે. પણ જો મોક્ષ સિદ્ધ ન થાય તો ગમે તેટલા કાર્યો કર્યા હોવા છતાં અલ્પ જીવન છે.

હાલના જમાનામાં ભણતર વધ્યું છે. પણ ંસંસ્કાર ખુટ્યા છે. સમજણ ખુટી છે. સારા નરસાના વિવેકનું ભાન ભૂલ્યા છીએ. તે માટે મૃત્યુ અને પ્રેમ શું છે તે જાણતા નથી. માણસનું જીવન બરાબર ચાલવા માટે આ બે તત્વોનું રહસ્ય જાણવાની બહુ જરૂર છે. તે માટે સતસંગની જરૂર છે.

પ્રારબ્ધ કર્મ પ્રમાણે સો મણ સુખ અને સો મણ દુઃખ દરેક વ્યક્તિને ભોગવ્યા વગર છુટકો નથી. તો નીતિ થી ચાલી સુખ ભોગવો તો પુણ્ય કમાય છે. અને અનીતિથી પણ સુખ ભોગવાય છે. પણ પાછળથી દુઃખ ભોગવવું પડે છે. માટે ભોગો ભોગવવા માટે વિવેક બુદ્ધિ રાખવામાં અને નીતિ અને સત્ય આચરણ કરવાની જે સુખ અને દુઃખ ભોગવવાના છે તે ભોગવી પ્રારબ્ધ કર્મ પૂરા કરી આત્મા જ્ઞાન આત્મા સાક્ષાત્કરા કરી મનુષ્ય જીવનનો અમૂલ્ય ફેરાને સફળ કરી મુક્તિ માટે પ્રયત્ન કરે.

ભક્તિ કરવામાં, તપ કરવામાં સત્‌સંગ કરવા માટે જે અગવડો પડે તેને વિવેક બુદ્ધિથી વિચાર કરી સહન કરો. જેથી તેનો --- થવાથી પુણ્ય ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી આત્મ જ્ઞાન થાય છે. આ હેતુ લક્ષ્યમાં રહે તો પુરુષાર્થ બરાબર થાય અને પ્રારબ્ધ કર્મ પણ બરાબર ભોગવી શકાય જેથી જે સત્‌કર્મ કરવામાં વિઘ્ન આવે તેનાથી પાછું હઠવું જોઇએ નહીં પણ ખોટા રસ્તે સુખ મળતું હોય તો તે છોડી દેવું જોઇએ.

ભગવાન સૌને પ્રાપ્ત છે. પણ યોગ્ય ગુરુ પાસેથી સાવ લીધા સિવાય જોઇ શકાય તેમ નથી માટે યોગ્ય ગુરુની શોધ કરી તેમની સેવા ચાકરી કરી ભગવાનને ઓળખવા માટેનું જ્ઞાન મેળવો તો જ ભગવાન પ્રાપ્ત થાય. આપનો પ્રેમ ભગવાન ઉપર લાગે એટલે ભગવાન આપના હૃદય અવકાશમાં ભરાઇ જાય છે.

જનક રાજાને તમાલ વનની પર્વતની ગુફામાં ફરનારા સિદ્ધ લોકોએ તેમને સિદ્ધ ગીતાનો જે બોધ આપેલ તેના સિદ્ધ ગીતાના શ્રવણ માંથી આત્મા સાપેક્ષત્કાર કરાવી દે તેવી ગીતાનો નીચે પ્રમાણે ઉપદેશ આપેલ છે. તેને સિદ્ધ ગીતા કહેવાય છે. અને તેનીથી જનક રાજા વિદેહ કહેવાય છે.

જે આત્મા દ્રષ્ટાંતપણાનો તથા દશ્યના અધ્યાસને લીધે તુચ્છ વિષયોના આનંદત જે પુરુષાર્થ માની લે છે જન્મ મરણ પામ્યા કરે છે. તે જ આત્માને અમો શ્રવણાદીકથી થયેલી અપકારવૃત્તિ વડે પરબ્રહ્મ સમજીએ છીએ અને તેનું જ અધ્યયન કરીએ છીએ.

દ્રષ્ટાંતે દર્શનનો અને દૃશ્યોને અને તેની વાસનાઓને પણ છોડી દઇને અમો એ સર્વેની ઉત્પત્તિના સાક્ષી રૂપે એ સર્વથી પ્રથમ સિદ્ધ થતા આત્માનું નિરંતર અનુસંધાત કર્યા કરીએ છીએ તે પરબ્રહ્મ જગતના છે અને જગતથી એ બંન્ને યજ્ઞોના અધિસ્થાન રૂપ છે. અને સઘળા પાપોનો તથા આભાવેશો પ્રકાશક છે. તેનું જ અમો નિરંતર અનુસંધાન કર્યા કરીયે.

આ સઘળું બ્રહ્માંડ જેમાં છે જેનું છે જેને અર્થે છે. જેના થકી છે અને જે રૂપે છે તે સત્ય આત્માનું અમો નિરંતર અનુસંધાન કર્યા કરીએ છીએ.

અમારો આત્મા સઘળા બ્રહ્માંડો રૂપે રહેલો હોવા છતાં પણ ઉપનિસદો તેપણ અગમ્ય છે. અને નિરંતર શ્વાસોશ્વાસના બહાનાથી સોહંન સોચદંત તે પરમાત્મા હું છું. એવા શબ્દો બોલ્યા કરે છે. તે જ આત્માનું અમો અનુસંધાન કર્યા કરીએ છીએ.

જે પુરુષો હૃદય રૂપી ગુફામાં સ્વામી અંતરયામી દેવને છોડીને દઇને બીજા દેવની પાસે જાય છે તેઓ પોતાના હાથમાં રહેતા કસ્તુરી મણીને છોડીને બીજા રત્નની ઇચ્છા કરે છે.

જે પુરુષ ભોગ્ય પદાર્થમાં અત્યંત વિરક્ત થઇ રસરહીત પણ જાણવા છતાં પણ તે પદાર્થમાં પાછી વાસના બાંધે છે. તે કરમતિ વાળા આત્માઓને પુરુષ કે સ્ત્રીને માણસ નહિ પણ ગધેડો કે ગધેડી જ સમજવી.

જે સુરપતિ ઇન્દ્ર વજ્રથી પર્વને તોડી નાખે છે તેમ તે રસ હીન આથ્માએ ઇન્દ્રિયો રૂપી સર્પો જેમ જેમ ઉડતા જાય તેમ તેમ તેમને વારંવાર વિવેક રૂપી ધોકાથી તોડી નાખવા જોઇએ.

ઇન્દ્રિયોના ઉપસમ રૂપ પવિત્ર સુખથી ચિત્ત સારી રીતે પ્રશાંત થાય છે. તે પુરુષને પરમ સુખ રૂપે એવા પોતાના સ્વરૂપમાં અખંડ અને ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે.

ઉપર પ્રમાણેનો બોધ સિદ્ધ પુરુષોએ આપ્યા પછી જનક રાજા વિચાર વિમરસના અંતે સમતા પામેલું મન અને નિષ્કામ થયેલા મન વાસનાઓથી રહીત રહે તો પ્રારબ્ધ કર્મ વડે પ્રાપ્ત કરેલા દેહના ચલન અને અચલન એ બંન્ને ફળ સરખા છે. કોઇથી કોઇ પુન્ય કે પાપના થાય તેમ નથી. કર્મથી થયેલા ફળોમાં જે કર્તા પણું તથા જે ભોગ પણું થાય છે તે મન ને લીધે જ છે. માટે મન જો શાંત થાય તો કરેલું પણ ન કરે છે. બરાબર થાય. ભોગવેવલું પણ નહીં ભોગવેલા બરાબર થાય. તે રીતે પુરુષને મન માં કર્તા ભક્તિ પણું થાય છે. મારું મન તે કર્તા ભોક્તા પણાના અતિ આગ્રહ રૂપી રોગથી રહીત થયું છે અને બુદ્ધિથી આત્મા પદમાં બુદ્ધિ સ્થિર થઇ છે. દૃઢ નિશ્ચય વાળી થઇ છે માટે હું પાપ પુણ્યના ફલ મળવાની શંકાથી થતી તમામ અધિરતા ત્યજી દઉં છું.

હે ચંચળ મન ચિત્ત આ સંસાર તારા સુખ માટે નથી પણ દુઃખ માટે જ છે. માટે તું સંસારની પટપટ છોડી દઇને ઉપશમન નિરસ કર ધારણ કર ઉપશમન ધારણ કરવાથી તને વિક્ષેપો વિનાનું સાચું સુખ મળશે. હે ચિત્ત તું વિષયોના ચિંતન રૂપી મોટી ચિંતાને છોડી દે. મૌન રહીને સ્વરૂપમાં આત્મામાં સ્થિતિ કરવાનો જ ઉત્સાહ ધારણ કર.

હે સઠ મન આ દ્રષ્ટા વર્ગમાં કોઇ પણ એવી સર્વોત્તમ વસ્તુ નથી તે મેળવવાથી તને અત્યંત પરીપૂર્ણતા મળે. આથી વૈરાગ્ય આદીના બળથી ઘણી ધિરજડ રાખીને અને પરબ્રહ્મનો આશ્રય કરીને તું તારે ચંચળતા ત્યજી દે.

સર્વોત્તમ બ્રહ્મ પદને પામવા ઇચ્છતા પુરુષ સૌથી પ્રથમ વિવેક સીખીને બુદ્ધિને નિર્મળ કરવી જોઇએ. વિવેકી પુરુષને હૃદયરૂપી ભંડારમાં બુદ્ધિ રૂપી ચિંતામણી ઇચ્છેલું ફળ આપે છે. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તી માટે પ્રથમ શાસ્ત્રોના અને સજ્જનતા અંગેની બુદ્ધિને વાપરવી જોઇએ.

આત્માનું સંકલ્પ પણું મન કહેવાય છે. અને આત્માનું જે સંકલ્પોથી રહીત પણું છે તેમાંથી કહેવાય છે આમ હોવાથી આત્મ દર્શન મોક્ષ જ છે.

સંકલ્પોથી ઉન્નતમૂળ અને આથ્માનો નિર્વીકલ્પ પણામાં જે કાંઇ ફેરપાર થાય છે તે જ મન નો જન્મ છે. એથી સંસારની વૃદ્ધિ થાય છે. કલ્પનાઓ એ જ ચિત્ત છે. તેને અંતઃકરણ યાને મન કહેવાય છે. મન પ્રાણ સ્વરૂપ છે. વૈરાગ્ય કેળવી પ્રાણાયામ ના અભ્યાસથી સમાધિથી વિષયોમાં મનના જવા આવવા રૂપ દુષ્ટ અભ્યાસનો નાશ કરવાથી અને આત્મ તત્વના જ્ઞાનથી પ્રાણનો નિરોધ કરી શકાય છે. મનની જે ચલન શક્તિ છે તે પ્રાણન્ત છે. અને જે સાન શક્તિ છે તે ચૈતન્યની છે. જે ચલન છે તે અનિત્ય છે. અને જે જડ છે તે મન. જે જ્ઞાન છે તે આત્મા સ્વરૂપ છે. સર્વદા સ્વચ્છ છે. તથા સર્વ વ્યાપક છે.

જગતને જાણવાની રીત :-

આ જગત જ પ્રત્યય દેખાય છે તેને બ્ર્‌હમના સાક્ષાત્કાર માત્રથી શાંતિ થઇ જનાર છે. તે સત પણ નથી અને અસત પણ નથી પરંતું પરીવર્તન શિલ અર્નિંવચનીય છે.

બ્રહ્મ ને જાણવાની રીત :-

સર્વથી પર, મરણથી રહીત, જન્મથી રહીત સૂર્યઆદિ સર્વ સગળા પ્રકાશકોનું પણ પ્રકાશક જરાથી રહીત કારણોનું પણ કારણ નિરંતર, સ્વયં પ્રકાશક પરમ આનંદ સ્વરૂપ જેને મન પહોંચતું નથી એવુંવિભાગો વિનાનું અદ્વિત્ય વિકારોથી રહીત પરમ આનંદ સ્વરૂપ ઇન્દ્રિયોના સમૂહથી રહીત સર્વને જીવન આપનાર પ્રાણને પણ જીવન આપનાર સઘળી કલ્પનાઓથી રહીત કારણોનું પણ કારણ નિરંતર સ્વયં પ્રકાશક સર્વનું અધિષ્ઠાન અને વિસ્તરણ ચૈતન્ય રૂપમાં અપસેયા પણાથી ઉપદેશ કરવા યોગ્ય ત્રણે કાળમાં આબાધિત અને અનુભવ રૂપ જે બ્રહ્મ છે તે જ રામ વૃક્ષ છે. તે જ હું છું અને તે જ આ સઘળું જગત છે. એમ જુદું કાંઇ જ નથી એથી જુદું કાંઇ જ નથી. આવો નિશ્ચય તમારા અંતઃકરણ ચિત્ત મનમાં સર્વેમાં રહે સર્વજા વૃદ્ધિ પામેલો રહે ને તે જ બ્રહ્મ જ્ઞાન છે.

ધ્યેય નામના વાસનાના ત્યાગની વિલાસ પામનારી પૂર્ણ દ્રષ્ટિનો આશ્રય કરો. મનમાંથી સઘળી આશાઓ તૃષ્ણાઓ રાગ દ્વેષ તથા વાસનાનો ત્યાગ કરી સઘળા વ્યવહારને યોગ્ય આચરણો રહી લોકોમાં વિહાર કરો. વર્ણાશ્રમના સદાચાર પાપો, લોકોને સંતોષ આપવા તેમની પદ્ધત્તિને પણ યોગ્ય રીતે અનુસરો નિર્લેપ રહીને જકતમાં વિહાર કરો.

સંસારની દશાઓનો તથા જ્ઞાનની ભૂમિકાઓનું સંપૂર્ણ રીતે વિચાર કરો. જે ઉત્તમ પદ છે. તેનું જ તમો ભાવતી અવલોકન કરો. મનથી આશાઓ રહીત રહી બહારથી આશાઓ જેવી ચેષ્ટા કરો. આવી રીતે નિર્લેપ પણાથી વિહાર કરો. મનથી ક્રોધ કરો નહીં પણ બાર્હય દ્રષ્ટિથી કૃત્રિમ ક્રોધનો વેગ દોરાઓ. મનથી અકર્તા રહી બહારથી કર્તા રહી જગતના વ્યવહાર કરો. વ્યવહાર દ્રષ્ટિથી તથા પરમાર્થ દ્રષ્ટિથી સર્વ પદાર્થમાં જે કોઇ સાસ્ર અસાર પણાનો ફેરફાર છે તેને જાણી --- છો તેથી હવે જગતમાં સારા વ્યવહારથી વર્તો. જગતમાં વિર્લેપ પણાથી વિહાર કરો. આ જગત મોહથી ઉત્પન્ન થયું છે. અને મોહથી--- છે.

હે રૈમ તમો એકાગ્રતા વ્યાપી સુયંમ બુદ્ધિથી પોતાનું આત્મ તત્વ જાણી શક્યા છો અને અહંકાર અભિમાનથી રહીત થયા છો તેથી આસની જેમ નિર્લેપ રહી સર્વે સત કર્મ કરો.

હું કેવળ આનંદ સ્વરૂપ બ્રહ્મ છું. જીવન સંબંધી કર્મમાં દુઃખ અને સુખને સમાન ગણી ધૈર્ય ધરો અને આવી પડેલા કાર્યોને અનુસરવું એજ ફરજ છે. સુખ અને દુઃખમાં સમતા ધારણ કરો.

પરમાત્મા સર્વ વ્યાપક છે. તમો અંત વિશેના ગોરસા સ્વરૂપ થયા છો આકાસની પેઠે વ્યાપક છો. જેમ અંત વિનાના અને નિત્ય શુદ્ધ છો. --- સ્વરૂપમાં અજ્ઞાન કે દુઃખાદીનો આવકાશ નથી. તમો અદુષ્ય છો. જેમ દેરામાં મણકા જુદા જુદા રહ્યા છે તેમ તમો સર્વના હૃદય આત્મા સ્વરૂપે રહેલા છો. આત્મા સ્વરૂપમાં રહેલ પુરુષ હર્ષ શોકના અભિ વિવેશથી રહીત રહીને સર્વ જગતને જોયા કરે છે.

ચૈતન્ય જ કે જે સર્વમાં રહેલું છે. સ્વરૂપ છે. સમ છે. નિરવિકાર છે. અને સર્વરૂપ છે. તેથી જ સર્વ કાળમાં સઘળી રીતનું સંપૂર્ણા સુખ સારી રીતે મળે છે. સમન્વયને નિરવિકાર એવું પરમ ચૈતન્ય જ પોતાના સંકલ્પમાંથી સૂર્યના પ્રકાશની શક્તિ, ચંદ્રની અમૃતમય શક્તિ, ઇન્દ્રિયની ત્રિલોકની સત્તા શક્તિ, સદા શિવની આનંદ શક્તિ, વિષ્ણનુ ઉત્કૃષ્ટ શક્તિ, મનની સિઘ્ર ગતી વળી શક્તિ, અને વાયુની બળવાન શક્તિ, અગ્નિની દાહક શક્તિ જળની તૃપ્ત શક્તિ અને દેવોની આકાશ ગમન શક્તિ પર્વતોની સ્થિર શક્તિ, શાંતિપૂર્ણ શક્તિ ચપળતા કરનાર શક્તિ માયાવી શક્તિ, આકાશની નિર્લેપ શક્તિ, મનની જળની તૃપ્ત શક્તિ ઉત્પન્ન કરનાર છે. દેશ કાળ તથા ક્રોધોને લગતી શક્તિ, પદાર્થમાં રહેલી શક્તિ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની શક્તિઓ એ જ ચૈતન્યમાંથી થાય છે. એવી રીતે સંસારમાં શક્તિથી થયેલ છે. થાય છે અને થશે. અનેક સંકલ્પોને લીધે અનંત બ્રહ્માંડો રૂપે ફેલાયલું આ વ્યાપક શુદ્ધ ચૈતન્ય પરીપૂર્ણ જ છે ત્રણે કાળમાં અનંત દ્રષ્યોના અનુભવ રૂપે જણાતા તે ચૈતન્યમાંથી ઘણે કાળના કલ્પિત પ્રષ્યોને દૂર કરી નાખતું અખંડ અનુભવ જ અવશેષ રહે છે. કે જે સમત્વ કહેવાય છે. અને પૂર્ણતાપણ કહેવાય છે. મિઠા રસનો અને કડવા રસનો સ્વાદનો અનુભવ થાય છે. બંન્ને રસના સ્વાદનો ત્યાગ કરતાં અનુભવ જ અવશેષ રહે છે. તે જ અનુભવ ચૈતન્યનું સ્વરૂપ છે. એ બંન્ને રસને સરખી રીતે લાગું પડે છે. તેવી રીતે સંસારમાં સુખ અને દુઃખ જે પડે છે તે અનુભવ જ છે.

ચૈતન્ય કે જે સુષમ છે સર્વ પદાર્થમાં ગૂંથાયેલા છે સત્તા રૂપ છે અને મુખ્ય અદ્વિત્ય છે.

ભેદના સંકલ્પનો વિકલ્પનો ત્યાગ કરવાનો

ૐ શાંતિ ઊપાય ૐ શાંતિ

દૃશ્ય માત્રના આભાવથી આશ્રય કરવાથી ચિત્ત તરત જ શોક તથા મોર આધીના પરીણામોને ત્યજી દે છે. અને એની રીતે દૃશ્ય માત્રને મિથ્યા સમજીને સર્વના અધિષ્ઠાન રૂપ સચ્ચિદાનંદ આત્માને જોવાથી રાગાદિ દોષોને ત્યજી દે છે. આ રીતે રાગ આદી છુટી જવાથી ભેદના સંકલ્પોના ત્યાગ થાય છે. ચૈતન્યની પૂર્ણતા સમતા અવશેષ રહે છે. ચૈતન્ય જો સમજવાને લીધે જાણે સર્વદા અસૂત હોય એવું થઇ જાય છે. અને સુત્ય પણાને પામ્યું હોય એવું થઇને રહે છે. એ ચૈતન્ય આત્મા કહેવાય છે.

આ ચૈતન્ય કાંઇ રૂપ નથી અને આરોપ દ્રષ્ટિથી જોતા એ ચૈતન્ય સ્વરૂપ છે. સઘળા પ્રખ્યાતો અત્યંત બાધ થઇ જતાં અખંડરૂપે અવશેષ રહેનારું એ જે પરમ ચૈતન્ય છે તે જ મોક્ષ એ નામથી કહેવાય છે. સત્ય બોધ થવાથી સંકલ્પો શાંત થઇ જાય છે. તે રૂપ આત્મા કે અખંડ ચૈતન્ય સ્વરૂપ છે તેમને હું પ્રણામ કરું છું.

હે દેવ આત્મા તમો ઘણા સમયે જાણવામાં આવ્યા છે. હે આત્મદેવ તમોને ઘણા જાણ્યા છે. મળ્યા છો. ઉદય પામ્યા છો. અને વિકલ્પોમાંથી દૂર કાઢવામાં આવ્યા છો. હવે તમો જે છો તે જ તેજ છો હું તમને પ્રણામ કરું છું.

હે આત્મદેવ હું રૂપ તમો કે જે અંત વિનાના છો. હું રૂપ કે તમો કે જ આનંદરસથી ભરપૂર છો. હું રૂપ તમો કે જે બ્રહ્માંડના પ્રકાશક છો. હું રૂપ તમો કે જ સર્વથી ન્યારા પરમાત્મા છો તેમને હું પ્રણામ કરું છું.

મારું પોતાનું રૂપ કે જે સંકલ્પોરૂપી આવરણ યત જવાના લીધે વાદળાઓ રૂપી આવરણ હટી જવાથી વાદળા વિનાના સ્વચ્છ આકાશમાં મારું મન પૂર્ણચંદ્ર જેવું થયું છે. પોતાના જ આનંદ સ્વરૂપની રસથી ભરપૂર બીજા કોઇ પણ આધાર વિશે પોતાનાથી જ રહેલ છે. સ્વયં પ્રકાશ છે. અંતે સ્વતંત્ર છે. તે પરબ્રહ્મ પરમાત્માને પ્રણામ કરું છું.

સમજવા જેવું :-

પ્રકૃતિ ભોગવે છે. મન લે છે.

દેહ ક્લેશોને પામે છે. આત્મા જોયા કરે છે.

આત્મા જોયા કરે છે. પરંતુ પોતાના હાથે પોતે કર્મ કહેલ છે તેમ માની બંધનમાં પડે છે અને કર્મની ગતિને પામે છે.

અહંકાર રૂપી પિશાચને દૂર કરી દેહ રૂપી બાગને અત્યંત પવિત્ર બનાવી બ્રહ્મરૂપી આત્મા રૂપી વિધાને વિવેક પ્રાપ્ત કરી મોહરૂપી દરીદ્રતાને નષ્ટ કરો. આશક્તિ વગર સંસારના સઘળા કાર્યો પ્રારબ્ધ કર્મ ભોગવો સઘળા કર્મ કરો તેને જીવન મુક્તિની સમાધી કહે છે.

યોગની પદ્ધતિ :-

કર્તા ભોગતા પણાનો આગ્રહ ન રાખતાં કોઇ પણ વસ્તુના નાશથી દુઃખ નહીં ધરતાં એને તે વસ્તુની દયાથી સુખને માનતા વ્યવહારની અનુસરતી તે વસ્તુની ગોઠવણ કરવી એ જ એકજાતની યોગની પદ્ધતિ છે. જેવી રીતે ઘટાકાસ મહાઆકાશમાં મળી જાય છે. તેવી રીતે થરાટ રૂપી ઘટાકાશ નાશ પામતાં આ આત્માએ સંયમ દેહે પરબ્રહ્મ પરમાત્માના વિરાટ સ્વરૂપમાં લીન નિવાસ કરવો છે. જેવી રીતે તત્વ તેવાની દ્રષ્ટિએ સાચો પણ હોય નથી અને ખોટો પણ નથી પરંતુ અનિર્વચનીય છે. આત્મજ્ઞાન ઉપમા પણ દેહનો સંબંધ છૂટી જવાય છે. તેને મુક્તિ કહે છે.

અર્થાત્‌ રીતે આત્મ તત્વને જાણનાર જે જ્ઞાની છે તેવી મતિ આત્મતત્વના જાણનાર જે ખસતી નથી તે મનુષ્યનું જીવન ધન્ય છે શોભા પાત્ર છે.

જે પુરુષ, સ્ત્રી સર્વમાં આત્મદ્રષ્ટિ રાખી વાસનાઓથી રહીત થઇને લીલા માત્રથી આ જગતનું કામ કાજ કરતાં હોય વ્યવહાર કરવા છતાં આશક્તિ રહીત હોય સદ્‌ગુણોનો સમૂહ હોય જેનું સ્મરણ આવતાં સાંભળવાથી આનંદ પામતો હોય તેવા પુરુષનું જીવન શોભા પાત્ર છે. જે પુરુષના ઉદયથી જીવા રૂપી ભ્રમરો વાળા સઘળા પ્રાણીઓ રૂપી કુમુદો પ્રફુલ્લિત થયાં હોય તે પુરુષનું જીવન જ અક્ષય ચંદ્રની પૂર્ણતાની જેમ શોભે છે. બીજાનું નહીં.

પ્રહલાદજીની આ જીવન મુક્તિની કથાનો વિચાર કરી અજ્ઞાન રૂપી માયાનો મોહ, મમતા, આશક્તિ કામ ક્રોધ લોભ અહંકાર, ઇર્ષા છોડશે તેના સાત જન્મના કરેલા પાપ કર્મથી છૂટકારો મેળવી તૃષ્ટ કરશે તેમને જ્ઞાનની પ્રાપ્તિ મેળવી મોક્ષ પામશે.

મોક્ષના પ્રકાર :-

મુક્તિના બે પ્રકાર છે. એક સદેહ મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ. આશક્તિથી રહીત થયેલી બુદ્ધિવાળા પુરુષોને કર્મોના ત્યાગમાં કે કર્મોના ગ્રહણમાં ઇચ્છા જ ન હોય તે પુરુષની સ્થિતિને સદેહ મુક્તિ અથવા જીવન મુક્તિ કહે છે. આ મુક્તિ ફક્ત વિદેહ જનક રાજાને જ હતી.

પૂર્નજન્મથી રહીત ભોગોથી પ્રારબ્ધકર્મનો ક્ષય થતાં શરી પડી જતાં મરણ થતાં પુર્નંજન્મ રહીત જે બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે તે વિદેહ મુક્તિ કહેવાય છે.

શુદ્ધ પરબ્રહ્મ પરમાત્મા એ જ માયાથી અને જીવોના આ દ્રષ્ટરૂપ નિમિત્તથી પોતાનામાં જ જગતની સૃષ્ટિને માટે વિષ્ણું નામની શરીર ગ્રહણ કર્યું છે એટલા માટે વિષ્ણું નામની શરીર ગ્રહણ કર્યું છે એટલા માટે આત્માનું અવલોકન કરવાથી તરત જ વિષ્ણુનું દર્શન થાય છે. અને વિષ્ણુનું આરાધન કરવાથી આત્માનું અવલોકન થાય છે હે રામ તમો આ નિશ્ચયને હૃદયમાં રાખી આત્માના અવલોકનોનો યત્ન કરો. વિચાર કરવાથી તમને તરત જ અવિનાશી પદની પ્રાપ્તિ થશે.

દેખાવમાં આવતી આ પ્રબલ માયા જેવી રીતે પિશાચી મંત્રને જાણનારને ડાકણ હેરાન કરતી નથી તેમ આ વિષ્ણુરૂપી મંત્રને જાણનાર વિષ્ણુની કૃપાથી ધીર થયેલ પુરુષને નડતર કરતી નથી. સંસાર જાળની રચના માયા નગરીની રૂપી આ માયા સર્વના આત્મા રૂપી વિષ્ણુની ઇચ્છાથી ઘાટી થાય છે. અને પાછી સમય થતાં વિષ્ણુની ઇચ્છાથી પાતળી થઇ જાય છે. જે કોઇ આત્મજ્ઞાન મળે છે તે પોતાના યત્ન પ્રયત્ન દ્વારા ચિત્તને મનને વિવેકથી દબાવવાથી મળે છે. પોતાના પુરુષાર્થથી જે આત્મદર્શન થાય છે એમ સમજી ઇન્દ્રિયો રૂપી સર્પોને દબાવીને અભ્યાસથી તથા વિનયથી વૈરાગ્યથી મુક્ત કરેલ પુરુષાર્થથી આતદ્મ દર્શન થાય છે અને આત્માથી જે ફળ માફી થાય છે તેના માટે આત્માના અવલોકનનો મુખ્ય ઉપાય કહેવામાં આવે છે. વિચાર અને ઉપશમ વગર પૂર્ણાનંદ આત્મા પ્રાપ્ત થતો નથી. અને જેને વિચાર ઉપશમન ન હોય તેનું ઇશ્વર પણ હીત કરી શકતો નથી. હે રામ તમો વિચારવી તથા ઉપસમ રહીને પોતાના ચિત્તનું જ આરાધાન કરો. ચિત્ત નિર્મળ થાય ત્યારે જ તમો નિર્મળ દશાવાળા છે. નહિતર જંગલી ગધેડા જેવી દશાવાળા છે. પુજન રૂપી તીવ્ર તપથી કેટલાક કાળે ચિત્ત નિર્મળ થઇ વૈરાગ્યને આપનાર થાય છે. પરંતુ બ્રહ્મ વિધાના નિરંતર અભ્યાસથી અને વિવેકની તો ચિત્ત તરત નિર્મળ થાય છે. પોતાના સંકલ્પની જ ફળ મળે છે. પોતાના ચિત્ત મનનો નિગ્રહ સઘળી ઉત્તમ સ્થિતિનું ઉત્પત્તિ સ્થાન છે. મન રૂપી છકેલો મહાસાગર મનની એકાગ્રતા વિના મોટા કાર્યો સિદ્ધ થાય નહીં. માટે મનને એકાગ્ર કરવું બ્રહ્મા વિષ્ણું મહેશ પણ મનના રોગ રૂપી મોટા ઉપદ્રવમાંથી બચાવી શકતા નથી. મનનો બોજ પોતાના પ્રયત્નથી મટે.

આ વિષય કે જેઓ કેવળં દેખાવ માત્ર જ છે. તેઓને તમો બહારથી તથા મનમાંથી પણ ત્યજી દઇને પુનઃજન્મના નાશ માટે તરત નિરવિકારી ચૈતન્યનું મનન અખંડ ચિંતન કરો.

સત્તા માત્ર અખંડ ચૈતન્યની છે તેનું ચિંતન કરવાથી કે જ બહાર તથા અંદરના વિષયોથી રહીત છે. નિર્દોષ અખંડજ્ઞાન રૂપે સ્ફુરે છે. સઘળા રૂપોની કલ્પનાઓના આદ્યષ્ઠાન રૂપ છે અને સર્વથા સાર રૂપ છે. તેનો જ --- તદાકાર વૃત્તિથી સ્વાદલો. એમ કરવાથી જ તમો જતાં રૂપી નદીના કિનારાને તરી પારને પામશો.

જીવમાં જે માયાનો અજ્ઞાનરૂપી અજ્ઞાન મોહ મમતા આશક્તિ ભોગવવાની વૃત્તિ છુટી જાય છે. અને ખરાબ વાસના અને આશા તૃષ્ણાની લોખંડની બેડીઓ છુટી જાય છે. અને અનામત રહીત થાય છે. અને અદ્વિતિય ચૈતન્યરૂપી પૂર્ણાનંદમાં પરમાત્માં બુદ્ધિ સ્થિર થાય છે ત્યારે પૂર્ણાનંદ પ્રાપ્ત થાય છે.

ચિત્તને વસ કરવા માટેનો ઉપાય :-

ચિત્તને વસ કરવા માટે નીચે મુજબનું મનન ચિંતન કરો. ચિત્ત એ જ મન અંતઃકરણ જે કહેવું હોય તે કહો.

હે ચિત્ત સંકલ્પના ત્યાગ માત્રથી વાસનાનો ત્યાગ કરો.

આ વાસના જ તમોને મોહના પાસમાં બાંધે છે. અને જન્મ મરણના ચક્કરમાં નાંખી અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. વાસના જ કારણભૂત બને છે.

સઘળી ઇન્દ્રિયોના આધારભૂત ચિત્ત પોતાના મિથ્યા, રૂપપણાનો નિશ્ચય કરી નિર્મળ અને પરમશાંતિ બ્રહ્મરૂપ થઇને રહે.

હે ચિત્ત પ્યારા વિષયોનો ત્યાગ કરવા રૂપ મંત્રની શુદ્ધિથી આ છેડા વિનાની માયા રૂપ અજ્ઞાન વિષમ વાસના નહીં ઉત્પન્ન થયેલી અહંતા મમતા નામની વાસના રૂપી વિષૂચીકા તે દૂર કરી નાખીને સંસારની રહીત એવા પૂર્ણાનંદરૂપ અને જેને મરણ આદિ પહોંચી શકતા નથી એવા પરમાત્મા રૂપ થઇ જા.

ચૈતન્ય જ સર્વથા આત્મારૂપ છે. અને સર્વથા જીવન રૂપ છે. આ આત્મા ચૈતન્ય જ સર્વમાં ભરપૂર ભરેલું છે.

ત્રિગુણ મયી માયાથી આ દ્રષ્ય જગત પ્રષ્ટ થયેલ છે. સત્વગુણ આત્માના પ્રકાશરૂપ ચૈતન્ય સ્વરૂપ છે.

રજોગુણ :- ચિત્તને પ્રેરક અને ચંચળ હોવાથી પ્રવૃત્તિ જાય, પોતાનું કાર્ય કરે છે.

તમોગુણ :- ચિત્તથી થયેલ સારા નરસા વિચાર કર્યા વગર કઠોરમાં કઠોર મને મહાન કષ્ટ દાયક કાર્યો કરાવી દુઋખ અને અધોગતિ મૂલ્યોની પ્રાપ્તિ કરાવે છે.

આ દેહ મંદિરમાં જે આત્મા છે. તે સર્વવ્યાપક સઘળા દેહમાં રહેવા વાળા ચૈતન્ય સ્વરૂપ સર્વ કાળમાંય અને સર્વથી મહાન કેવળ પરમાત્મા જ છે. દેહના જન્મ મરણ થાય છે. પણ તે તો જુના કપડાઓ છોડી નવા કપડા જેમ દેહ વારંવાર પહેર્યાં કરે છે. તેમ આત્મા સારા નરસા કર્મોનો ભાગીકૃત બની ક્ષિણ થતાં જન્મ મરણના અસાહ્ય દુઃખો ભોગવી ત્રણ પાપમાંથી લપો, ચોપારી, અથવા અધમ યોનીમાં જીવ ધારણ કરી દેહ પ્રાપ્ત કરી પ્રારબ્ધ કર્મ મને સુખદુઃખો ભોગવે છે. કષ્ટ સહન કરે છે અને દુઃખી થાય છે. તે દુઃખોમાંથી છૂટવા માટે જ્યાં આત્માનું જ્ઞાન છે. ત્યાં મન નથી, ઇન્દ્રિયો નથી વાસનાઓ નથી. આશા તૃષ્ણાઓ નથી. સંકલ્પ વિકલ્પ નથી તે જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય આત્મા છે. ઇન્દ્રિયોની કે વાસનાઓની સ્થિતિ સંભવે જ નહીં હું એ બ્રહ્મ પદને પામ્યો છું. સર્વથી શ્રેષ્ઠ છું. શાંત છું. અંસોથી રહીત છું. કાયાઓથી રહીત છું અને ઇચ્છાઓથી રહીત છું.

હું જ્યારે અવશેષ રહેલા પ્રારબ્ધ દુર્ભત્વ ભોગો ભોગવવા રૂપી લીલા કરવા સારું સમાધિ રૂપ ઉત્તમ પદમાંથી ચલીત થઇશ અને પૂર્વની વાસના મારી બુદ્ધિને બ્રહ્મકાર પદમાંથી જુદી પાડશે. ત્યારે આ દેહ તથા ઇન્દ્રિયો આદિ પદાર્થો મારા પરિવારની પેઠે મને વિનોદ આપશે. હું કે જે બ્રહ્મ દ્રષ્ટિવાળો છું આ રીતે વ્યવહારના સઘળા કાર્યો કરવા માટે આભાષમાં આવીશ ત્યારે સ્વચ્છતા, પૂર્વકામણા આત્મજ્ઞતા પ્રિયતા, અસત્યતા, વિદ્યવત્ત, આનંદની છટા, ઉપશાંતિ, સર્વદા કોમળ વાણી, પૂર્ણતા, ઉદારતા, સ્વભાવની આવાધીન સ્થિતિ ક્રાંતિ એકાગ્રતા સર્વમાં એકતા, નિર્ભયતા, અને દ્રૈતરૂપ વિકલ્પથી --- વગેરે મન ગમતી સ્ત્રીઓની પેઠે મારા સેવા કરશે કે જેઓ સમતા વાળી છે. સ્વસ્થ છે સુંદર છે. ચડતી કળાઓવાળી છે. અને ભાગ્યશાળી દેખાવો વાળી છે. સર્વકાળમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન સર્વદેશમાં દરેક જગ્યાએ અને સર્વ પ્રકારે સઘળું દૈત્ય કલ્પના કરવાથી ઉત્પન્ન થાય છે. પ્રાષ્ય દેખાય છે. તે સઘળું માટે હું સર્વ કલ્પનાઓને છોડી દઇશ. મારાથી આ સૃષ્ટિ લોકના ક્ષણિક સુખ આપનાર ભોગોનો ત્યાગ કરીશ. સઘળા વિષયોની ઉપર રાગ દ્વેષ અને તેઓથી થતાં સુખદુઃખો ફરજ થઇ ગયા છે. તેમજ સમતા સતસંગ, સતબોધ આત્માનું સંધાન કરી મોહને નષ્ય કરી મોહ નાશ પામ્યો છે. મન નાશ પામ્યું છે. ચિત્ત સંબંધી વિકલ્પો દેવીની રીતે જમા રહ્યા છે. જેવી રીતે નાનું વાદળું દશ્યપણાને ત્યજી દઇને શરદઋતુના નિર્મળ આકાશમાં વિશ્રાતી લે છે તેમ હું આ ક્ષાયિક દ્રશ્ય પદાર્થોને ત્યજી દઇ પરબ્રહ્મ પરમાત્મામાં શાંત થાઉં છું યાને મુક્ત દશા પ્રાપ્ત કરી મુક્તિ મેળવું છું.

સર્વ દૃશ્ય પદાર્થોનો સંપૂર્ણ નાશ થઇ ચિત્ત મન અંતઃકરણ પણ સ્વરૂપમાં લીન થઇ જાય અને કેવળ એક સામાન્ય ચૈતન્ય બાકી રહે તેને ---- સામાન્ય કહે છે.

આત્મ દર્શન માટે :-

જેવી રીતે આપને ધારેલી વસ્તુ મેળવવા માટે અથાગ પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે વસ્તુ પ્રાપ્તી થાય છે તેવી રીતે :-

આત્મ દર્શનને અર્થ સઘળી અનામત વસ્તુઓનો ત્યાગ કરવો જોઇએ. સઘળી વસ્તુઓનો ત્યાગ કરતાં સર્વથા જેનો ત્યાગ ન થઇ શકે એવું જે જોવામાં આવે અનુભવવામાં આવે તે જ પરમપદ છે.

સઘળા કાર્યોની તથા કારણોની પરંપરામાં આ જગતની અંદર રહેલી સત્તા માત્ર આત્મામાં કલ્પનાથી જે દેખીતી સઘળી અનામત વસ્તુઓને ત્યજી દઇ અને તે પણ મનના રૂપને પણ લીન કરી નાખી જે જે વસ્તુ પ્રાપ્ત થાય છે તે જ બ્રહ્મ છે. સ્વયં પ્રકાશ

હું દેહ નથી, મન નથી. બુદ્ધિ નથી. તો હવે ચૈતન્ય રૂપ જે જીવ રહ્યો તે પ્રમાતા છે. પ્રમાના પ્રમાણ પ્રમેયા એ નામની ત્રિપુટીમાં જીવ આવી જાય છે. આ ત્રિપુટી સાપેક્ષ રૂપ. આ જીવ સ્વયં પ્રકાશ નહીં હોવાથી એ પણ આત્માનું વાસ્તવીક સ્વરૂપ નથી.

સર્વનો ત્યાગ કરતાં તો જ્યાં કોઇપણ જાતના વિકલ્પો નથી એવું શુદ્ધ ચૈતન્ય શેષ રહે છે. માટે તે જ હું છું. તે જ આત્માની પ્રાપ્તી છે. હું નિર્મળ ચૈતન્ય શક્તિ છે કે જે ચૈતન્ય શક્તિ વિષયોરૂપી રોગથી રહીત છે. આ જ રીત સંબંધી જે કલ્પનાઓ જોવામાં આવે છે. તે સઘળી એ અનુભવ રૂપ ચૈતન્ય શક્તિ રૂપ જ છે. પરં ચૈતન્યરૂપ જે આત્મા છે. તે જુદાં જુદા આકારોની દેખાય છે. આ મારો આત્મા સર્વમાં વ્યાપક છે આ મારી બુદ્ધિની સાક્ષીપત્ર એ જ છે.

માયાથી જીવ પણા રૂપી ભ્રમ એ બ્રહ્મથી થયેલ છે. બાહ્ય વસ્તુઓનો દ્રાષ્યભાવ જેવી રીતે જાગ્રત અને સ્વપ્ન રૂપી જે અનુભવ થાય છે તે ભ્રમથી સંકલ્પોથી ઉત્પન્ન થયેલ સંચાર તે તે જાગ્રત બ્રહ્મનું સાકાર ચૈતન્ય સ્વરૂપ છે. સુખદુઃખ શોકહર્ષ, નિગ્રહ અનુગ્રહ આ જે દૃષ્ટ જકત છે તે બ્રહ્મ જ છે. મોહથી પર થવાથી ઉપર પ્રમાણેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે આ તો ઔલોકીક ચમત્કાર વાળું ચૈતન્ય સ્વરૂપ રૂપી આકાસ જ આ બ્રહ્માંડ રૂપે દેખાય છે.

સઘળા પંચભૂત તત્વો રહીત ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા પરમાત્મા ને હું વારંવાર પ્રણામ કરું છું.

હે સુંદર તું ભલે જોવામાં આવ્યો હવે હું જગ્રત થયો છું. જે મેં જાણ્યું તે સંપૂર્ણ અને બરાબર જાણ્યું છે. હું કે જે અંત વિનાનો છું. અને આચાર્યજ્ઞાનથી પ્રગટ થયો છું તેને પ્રણામ કરું છું.

પરબ્રહ્મના સાક્ષાત્કાર બાદ દેહ પડી ગયા બાહ્ય સપૂત, સુયંમ અને કારણ શરીરનો ભંગ થતાં પરબ્રહ્મની સાથે એક રસ થઇ ગયેલ તે જીવાત્માની જેમ મુક્તી પામે છે.

ટુંકમાં સમજવાનું એટલું કે ચંચળ મન ચિત્ત સર્વ પદાર્થોમાં આશક્ત થયા વગર રોગ વિનાનું મને વિક્ષેપ રૂપી વિસ્મતા વિનાનું થઇને ચૈતન્ય આત્મામાં જ સંતુષ્ટ રહે તે જ ઉત્તમ શાંતિ છે. અને જેનાથી ચિત્તથી આ શાંતિ આનંદ પ્રાપ્ત થાય તે જ વિચારોનું જ સર્વથા ચિંતન મનન કરવું તે જ સુખ માટે છે. યોગ્ય છે.

સંસાર તરવા માટેનો ઉપાય :-

સંસારમાં ડુબેલા માણસના આત્માનો ઉદ્ધાર કરવા માટે માણસને ધન, મિત્ર, શાસ્ત્રો કે બાંધવો કે પત્નિ, પુત્ર કોઇ જ કામમાં આવતા નથી. મન ચિત્ત રૂપી મિત્ર કે જે સર્વદા સાથે રહે છે રહેનાર છે તેને શુદ્ધ કરીને જો તેની સાથે કાંઇક મનન મંથન વિચાર કરવામાં આવે તો જ આત્માનો ઉદ્ધાર થાય છે. વિવેક કેળવી વૈરાગ્ય એટલે ભૌતિક પદાર્થો જે આંખેથી દેખાય છે અને આકર્ષક લાગે છે તેમના પ્રત્યે આ કરસણ ન થાય અને જાણવાની ઇચ્છાના થાય તો જ વૈરાગ્ય સિદ્ધ થયો ગણાય અને તત્વ બોધનો અભ્યાસ કરી. સોહંમ્‌ની તૃતિય અવસ્થા પ્રાપ્ત થઇ તત્વલોકનનો અનુભવ કરી તે અનુભવ રૂપી નાવ વહાણથી આ સંસાર રૂપી સમુદ્ર તરાય છે.

આત્મા કે જે નિત્ય દુષ્ટ વાસના અને તૃષ્ણાના ક્ષણિક સુંદરતા વિજાતિય તરફ આકર્ષે છે. તેમાં ફસાઇ જઇ બળતો રહે છે તેની ઉપેક્ષા ન કરતાં વિવેક સાસા નરસા વિચાર કરી તેના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવો જોઇએ.

આ જીવ રૂપી હાથી કે જે અહંકર અભિમાન રૂપી ખીલામાં તૃષ્ણા રૂપી સાંકળથી બંધાયેલો છે. મન ચિત્ત રૂપી મદવાળો છે. અને જન્મરૂપી કાદવમાં ખૂંચી ગયેલ છે. ડૂબી ગયેલ છે. તે કાદવ કામા, ક્રોધ, લોભ માંથી કાઢવા જોઇએ આ સ્પર્શન સુખમાં મોહાંધ બનેલ ચિત્તનો મોહ નષ્ટ કરવા માટે વિવેક કેળવી સદ્‌બુદ્ધિની તેમાંથી છૂટકારા મેળવવા તેને ચિત્તને ધોઇ સાફ કરવાથી જ આ આચ્માનું રક્ષણ થાય છે અહંમ્‌ રૂપી વાદળા વિખરાંતા જ ચૈતન્ય રૂપી સૂર્યનો પ્રકાશ, જ્યોતિ સ્વરૂપ આત્માનો અનુભવ થાય છે અને જોતજોતામાં એક રસ પણાની પ્રાપ્તિ થાય છે. અહંકાર દુર થતાં આત્માનું અવલોકન થાય છે.

આ સઘળા પદાર્થો આત્માની સત્તાથી જુદી સત્તાવાળા નહીં થઇ શકનાર ચિત્તથી થયેલ છે.

આત્મા ગતિવાળા પદાર્થોમાં ગતિરૂપે રહે છે.

આત્મા ગતિવાળા નાના પદાર્થોમાં ગતિ વિના રહેલા છે.

સઘળા સ્થાવર જંગમ્‌ પદાર્થોમાં જે શક્તિઓ જોવામાં આવે છે. તે સઘળી શક્તિઓ સિદ્ધિસ્થાન ભૂત આત્માની ચૈતન્ય સ્વરૂપની શક્તિ છે.

માયાનો જે અંશ ચિત્ત આત્માના પ્રતિબિંબથી શોભી રહેલો છે. તે જીવ કહેવાય છે.

આ જીવ જ માહામોહરૂપી માયાના પાંજરામાં શરીર રૂપી દેહમાં પાંજરામાં બંધાયેલો છે.

આ જીવ પ્રાણને ધારણ કરે છે. તેથી જીવ કહેવાય છે.

અહંકારને ધારણ કરે છે તેથી હું કહેવાય છે.

નિશ્ચય કરે છે તેથી વૃદ્ધિ કહેવાય છે. સંકલ્પો કરે છે તેથી મન કહેવાય છે.

ને કલ્પનાઓથી સર્વ ક્ષાણિક પદાર્થોમાં ઉત્પન્ન કરે છે તેથી પ્રવૃત્તિ કહેવાય છે.

મોહથી ખરડાયેલો હોવાથી, દેહ કહેવાય છે.

તેનામાં અજ્ઞાન હોવાથી જડ કહેવાય છે. અને જ્યોતિ સ્વરૂપ આત્માનું પ્રતિબિંબ રૂપી ચૈતન્ય વિશેષ હોવાથી ચેતન કહેવાય છે.

આ રીતે માયાનો વિસ્તાર અજ્ઞાનરૂપી અંધકાર અને ભોગવટો અને ચૈતન્યનો પ્રતિબિંબ ભાગ એ બંન્ને મળીને જે પદાર્થ ગોઠવાયેલો છે તે પદાર્થ મારા હાડરૂધીર પુરુનો દેહ થયેલ છે. તે પદાર્થ દેહ જીવ, બુદ્ધિ, મન, ચિત્ત તથા અહંકાર અને ઇન્દ્રિયોથી થયેલો આ દેહ ઇતીયા દી નામોથી ઓળખાય છે.

જીવ તથા ચિત્તથી થયેલ આ સંસારનું કારણ છે. શુદ્ધ આત્મા અને જડ શરીર સંસારી નથી પણ વચમાં લટકતો જીવ આત્માનું પ્રતિબિંબ સંસારી છે. શરીર નાશ થતાં શરીરમાં રહેવા જીવશે નાશ થતો નથી. શરીરનો નાશ થતાં કુટસ્થ દેહ કે નાશ થતો નથી. શરીરનો નાશ થતાં કુટસ્થ દેહ કે જે જીવ પોતાના કરેલા સારા નરસા કર્મો પ્રમાણે સારી નરસી યોની માં બીજા શરીરમાં જાય છે.

વાસનાથી રહીત થયેલો જીવ બીજા શરીમા નહીંવત્‌ પરબ્રહ્મ સત્તા સામાન્યરૂપ અસલ સ્વરૂપમાં ચૈતન્ય સ્વરૂપમાં રહે છે. ચિત્તનો નાશ થાય તો જ મોટો ભાગ્યોદય થાય છે. માટે ચિત્તને વશ કરવા વિવેક દ્વારા બાહ્ય દ્રષ્ટિથી દેખાતા સર્વે ઉપભોગ પદાર્થો તરફનું આકર્ષણ છુટા જવાથી જ્યારે ચિત્તનો નાશ થાય એટલે ત્રિગુણાત્મક પ્રકૃતિનો લોપ થવાથી જીવ નો નાશ થાય ત્યારે જ આ પરમ પુરુષાર્થથી મોક્ષ મુક્તિ પ્રાપ્ત થાય છે. દૈત્યભાવ છુટી અદિત્ય ભાવમાં પ્રવેશ કરી. જન્મ મરણના ચક્કરમાંથી આ જીવાત્મા બંધનમાંથી છુટી સાસ્વત સુખ ભોગવે છે એમ શાસ્ત્રો કહે છે.

જીવ વાસનાઓને લીધે એક શરીર છોડી બીજા શરીરમાં અને બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં એમ લાખ ચોર્યાંસી યોનીના ચક્કરમાં ભવાટીમાં ભટક્યા કરે છે. એક જ ઉદભિવ, સ્વડજ, ત્રણલાખ ચોર્યાસી યોનીમાં ભટકવું પડે છે.

અંતઃકરણમાં હૃદયમાં ચિત્તદ્વારા મન રહેતી આશા તૃષ્ણા અને કરેલા સારા નરસા કર્મોને લીધે અનાદિ કાળથી ટકી રહેલા જગત્‌ લોકમાં કરેલા કર્મોનો ભાર ઉપાડી જીવાત્મા કષ્ટ દાયક રોગો અને દરિદ્રના બોડને ઉપાડી પ્રારબ્ધ કર્મ ભોગવતો એના કષ્ટ સહન કરતો દુઃખી દુઃખી થતો વેદના પામતો બરાબર અનીતિ અત્યાચાર વ્યભિચારી જીવાત્મા દુરદશાઓથી ખદ બદેલા નરકના સમૂહમાં વાંસ કરે છે અને અનેક કષ્ટભોગ વારા પડે છે.

માટે જગતના દ્રષ્ય પદાર્થોના દર્શનનો ત્યાગ કરી જે આહત સુંદરતાં અને આકર્ષણ છે વિભક્તિ સાથે તેનાથી બાહ્ય સુંદરતાં ક્ષણિક છે તેનો ત્યાગ કરી તેની અંદર જે વિરાજેલ ચૈતન્ય આત્મા અને તમારો આત્માં પરબ્રહ્મનો અંશ અતિસુંદર જ્યોતિ સ્વરૂપ પ્રકાશ છે. અંશ છે. ઐક્ય છે. અશત્ય તે ચૈતન્યમાં એકરસ તથા પૂર્ણાનંદ થાય અને આથ્મા કે જ જગતના દર્શનથી રહીત છે છતાં તમો ચૈતન્ય શુદ્ધ પ્રકાશ આત્મા જ્યોતિ છું.

જીવન મુક્ત પુરુષ કોને કહેવાય?

જીવન મુક્ત પુરુષ પારબદ્ધ કર્મ જે ભોગવવા પડે છે તેમાં તે વ્યવહાર કુશળ અને ક્રીશીલ પ્રવૃત્તિમય રહે છે. તે જગતના દ્રાષ્ય અને ભ્રાંતિરૂપ જગત લોકના પદાર્થો ભોગવે છે. છતાં અંતર આત્મા ચિત્તથી આ પોષક પદાર્થોને ક્ષીણ માને છે. અને આ જ જગત લોકને લૌકીક દ્રષ્ટિથી માને છે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં આ પદાર્થો નાશવંત છે તેમ માને છે. અને વૃદ્ધિથી સારા સારનો વિચાર કરી કરવા લાયક કાર્યો કરે છે. અને ભોગવવા લાયક ભોગો ભોગવે છે. છતાં તેમાં તે આકર્ષાતો નથી. અને તેમાં તૃષ્ણા રાખતો નથી. સુખ અને દુઃખ એ સમાન માની આનંદમાં રહે છે. અને આ જગત લોક એ બ્રહ્મનું પ્રાપ્ય લોક છે અને તે પરબ્રહ્મનું સાકાર સ્વરૂપ છે. આપણે તેના અંશો છીએ. તે આપણનો જગતના લોકનો જગતનો નાથ પિતા કે માતા જે કહેવું હોય તે કહો તે જ આપણા આત્માનો ઉદ્ધારક પાવર ઓફ ગર્વમેન્ટ ઇજ ગોડની ઓના લાઇન છે અને આ જગતને બ્રહ્માંડની રચના કરનાર પરબ્રહ્મ પરમાત્મા છે.

બ્રહ્મન પદની પ્રાપ્તિ ક્યારે થાય?

આ જગત લોકના પદાર્થો ભોગવવવા છતાં તેમાં તેના પ્રત્યે પુત્ર, પત્નિ, મિત્ર, ધન, ઘરમાં મમતા રાખ્યા વગર મોહથી લેપાતો નથી, માયાનાં સંકટમાં ફસાતો નથી પોતે સેંકડો કાર્યો સારા નરસા કરવા છતાં તેમાં ફસાતો નથી. વિષયો ભોગવ્યા છતાં તેમાં તૃષ્ણા રાખતો નથી. સદાયી વાસનાઓને ભોગવવા છતાં તેમાં ફરીથી લેપાતો નથી તેને બંધન નથી તે જ મોક્ષ છે. તે જ પુરુષ જીવન મુક્ત કહેવાય છે. અને પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપ આભા જ્યોતિમાં ચૈતન્ય સ્વરૂપમાં આનંદીત રહે છે. સુખ દુઃખમાં સમાનતા રાખનાર જીવન મુક્ત માણસ જતા મરણના ચક્કરમાં ફસાતો નથી. લેપાતો નથી તેને મુક્તિ કહેવાય છે.

સઘળું જગત પરબ્રહ્મનું સાકાર ચૈતન્ય સ્વરૂપ છે તે જ મારું ચૈતન્ય સ્વરૂપ છે. હું અને પ્રબુ જુદા નથી. આ ઐક્ય ભાવના અચૈત્ય પણું પ્રાપ્ત થાય છે. ત્યારે હું અને જગતના લોકો જુદા નથી મારા ચૈતન્ય સ્વરૂપ સિવાય કોઇ જ નથી. આ તત્વ બોધ સો અહંમ્‌ તત્વમસિ નો અર્થાત્‌ જ્ઞાન અનુભવ થાય છે ત્યારે જીવાત્મા પોતાના સ્વાભાવિક રૂપને પ્રાપ્ત થાય છે. આ જગત લોકની બીજ સત્તા છે તે સત્તામાંથી આ જીવાત્મા ઉદય પામે છે. સત્તા બે પ્રકારની છે. એકતાવાળી સત્તા (અનિષ્ટ સત્તા) તે ઇશ્વરી સત્તા છે. તે જીવાત્માનું બીજ છે. ઘટ્ટ પણું પટ્ટપણું તુંપણું અને હું પણું ઇન્દ્રિયાદી અનેક વિભાગોમાં વહેંચાયેલી છે સત્તા છે. તેને અનેકતા વાળી સત્તા કહેવામાં આવે છે. શિવ, વિષ્ણું, બ્રહ્મા, દેવ દેવીઓ, દાનવ, મનુષ્ય પશુપક્ષી વગેરેની અનેકતાવાળી વિસ્તાર વાળી વેલ છે.

અનેકતાવાળી સત્તા કે જે અનેક વિભાગોમાં વહેંચાયેલી છે. તેને ત્યજી દઇને સર્વને સમાવતારી જે વિસ્તીર્ણ એક સત્તા છે. તેને સમષ્ટિ સત્તા કહેવામાં આવે છે. એકતા વાળી જે નિર્મળ સત્તા તેને જ ઇશ્વર કહેવામાં આવે છે.

હેરાન તમો પોતાનાં આ સમીષ્ટ સત્તાની ભાવના કરી પરીપૂર્ણ પરમાનંદવાળા સઘળી દિશાઓમાં ભરપૂર થઇ રહ્યો હે મહા પંડીત રામ એ સમષ્ટિ સત્તાની છેડે એટલે તેના પણ અધિષ્ઠાન રૂપ જે પરમ સત્તા પરબ્રહ્મ છે તે જ વાસ્તવિક રીતે જીવનું તથા જગતનું બીજ છે. એ કેમ કે આ સર્વે એમાંથી જ પ્રવર્તે છે. સમીષ્ટ સત્તા ને છેડે કલ્પના વિનાનું અને આદિ અંત વિશનું એ આધ્ય પદ છે. તેનું કોઇ પણ બીજ નથી. એમાં જ સર્વેનો લય થાય છે અને પોતે નિરવિકાર રહે છે. એ પદમાં જેને સ્થિતિ પ્રાપ્ત થાય તે પુરુષ ફરીવાર આ દુઃખરૂપી સંસારનાં આવા નામને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે. આજ પદકમાં સઘળા કારણોનું કારણ છે. એ પદ્મમાં સઘળો સારો સાર છે. જીભથી મધુરાદી છ રસો પ્રગટ થાય છે. તેમ આનંદના આદ્ર રૂપ એ પદ્મમાં પ્રગટ થાય છે. એ પદ્મમાં અખીલ બ્રહ્માંડ સમૂહો ઉત્પન્ન થાય છે. એ પદ ભારેમાં ભારે છે. હલકામાં હલકા દૂધ જેવું છે. સ્થૂળ છે. સૂર્યમાં સુપ્રેમ છે. એ પદ દૂરમાં દૂર છે. સમીપમાં સમીપ છે. નાનામાં નાના અને વૃદ્ધમાં વૃદ્ધ છે. તેજના તેજ રૂપ છે. અંધારાના તત્વરૂપ છે. સઘળી વસ્તુઓનાં અધિષ્ઠાત રૂપ છે. અને દિશાઓના આવકાસ રૂપ છે. જગતમાં પ્રસિદ્ધ છે. તે પણ એ જ છે. જગતના આભાષરૂપ પણ તે જ છે. દૃશ્યપણ તે છે. અને તે અદૃશ્ય પણ તે છે. સ્વરૂપથી હું તેનો અંશ છું અને અભિમાનથી અહંકાર રૂપી હું નથી. આ પદ નિર્મળ છે. અવિનાશી છે. અને એ જ આત્માનું વાષ્તવિક સ્વરૂપ છે. જો આનો સાક્ષાત્કાર થઇ જાય તો અનુભવ જ શેષ છે. તો હે રામ ચિત્ત વાધિત થઇ જાય છે. જો તેમાં આ વ્યાપક મુખ્ય સ્વરૂપને જાણી ચુક્યા હશો તો તમો આ સંસારના ભાવથી મુક્ત છો. તમો દૂરથી આવતા મન થવાતા નથી તમો મુક્તિ છો. પરબ્રહ્મ છો.

કૃપા બીજનો આશ્રય કરવાથી હે માતપિત મહાભૂતિ વશિષ્ઠ દેવ ક્યા બીજનો આશ્રય કરવાથી બ્રહ્મ રૂપ પરમપદની પ્રાપ્તી થાય છે તે કહો.

ઉપર મુજબ જ્ઞાન દ્વારા જે બીજો કહ્યા તે એક પછી એક રાગ દુઃખ ઉત્પન્ન કરનારા સંકલ્પો છે. તો સંકલ્પો એક પછી એક દૂર કરવાથી પરબ્રહ્મ પદની પ્રાપ્તી થાય છે.

ઇશ્વપરથી પણ ઉપર જે પરબ્રહ્મ પદની પ્રાપ્તી છે તેને બળાત્કાર પોતાના પ્રયત્નોથી વાસનાઓનો ભાગ કરીને પરબ્રહ્મ પદની પ્રાપ્તી થાય છે.

ક્ષણ માત્ર શિવની નિશ્ચલ સ્થિતિ પ્રાપ્ત કરો તો આ જ ક્ષણોમાં જ પરબ્રહ્મની પ્રાપ્તી થાય છે. ચૈતન્ય સર્વત્ર સર્વમાં વ્યાપક હોવાને લીધે આ સૃષ્ટિ લોકની પ્રક્રિયા ચાલુ છે ત્યાં જડ વગેરે પદાર્થોમાં ચૈતન્યમાં અદયસ્ત છે.

વાસનાઓનો ત્યાગ કરી મનનો નાશ કરો. એટલે રાગદ્વેષનો આપો આપ નાશ થશે. મને મન શિથિલ થશે. પરંતુ આ પ્રયત્ન અઘરો છે. જેમ મેરૂપર્વત ઉખેડી શકાય નહીં તેમ વાસનાઓનો નાશ કરવો જડ મુળથી ઉખેડી નાખવી બહુ જ અઘરી કસોટી છે. મનનો લયન થાય ત્યાં સુધી વાસના ઓનો નાશ થતો નથી. જ્યાંથી વાસનાઓનો ક્ષય થતો નથી ત્યાં સુધી ચિત્ત શાંત થું નથી. બનતું નથી. જ્યાં સધી ઉફર મુજબનું તત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી ત્યાં સુધી ચિત્તનો નાશ થતો નથી. જ્યાં સુધી ચિત્તનો નાશ ન થાય ત્ય.ાં સુધી આ તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી.

જળનો પ્રવાહ સતત વહેતો રહેતો તે પ્રવાહ પત્થરને પણ છીન્નભિન્ન તોડી નાખે છે. તેમ તમને સતત પ્રયત્ન દ્વારા વારંવાર મનોમંથન દ્વારા ક્યારે કામ, ક્રોધ આ ત્રણ શત્રુઓનો ---- વિવેકથી સારા નરસાનો વિચાર કરી ત્યજી દો તો જ તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.

માનનિય પુજ્ય જ્ઞાની ગુરુ વશિષ્ઠ દેવને નમનન કરી રામજી પરબ્રહ્મ પરમાત્માનો આદર્શ ગુરુને નિચે વળી નમસ્કાર કરી હાથ જોડી તત્વજ્ઞાન, ચિત્ત મનનો અઙંકારનો તેમની કૃપાથી નષ્ટ કરી પરપદ પરબ્રહ્મ પરમાત્મા સાથે આનંદ મિલન થાય તેવી કૃપા કરવા સાષ્ટાંગ પ્રણામ કરી વંદન કરું છું.

ચિત્તને જીતવા માટે તપ, દાન, યજ્ઞ કે તિર્થ યાત્રા કોઇ કામમાં આવવાના નથી. આવતા નથી. આ કર્મ કરવામાં કોઇક જ દેવ ગતીથી આત્મ તત્વને પ્રાપ્ત કરે છે. અથવા પ્રાપ્ત કરતાં નથી. ભોગોરૂપી વિનિમયો લીધે વારંવાર અનેકા અનેક યોનીઓમાં આવન જાવન કર્યા કરતાં એ લોકો વારવાર જન્મ રોગ અને મરણ આધિથી પીડાયા કરે છે. આ સંસારમાં આર્વતનો પામ્યા કરે છે. અહીંયાથી નરકમાં જાય છે. મરકમાંથી સ્વર્ગમાં જાય છે. અને સ્વર્ગમાંથી પાછા અહીંયા આવે છે. માટે હે રઘુનંદન આમ હોવાથી દેહાધી અભિમાનનો ત્યાગ કરી યોગ્ય ઉપાયોથી ચિત્તને જીતિ શુદ્ધ આત્મતત્વના બોધનો અનુભવના આશ્રય કરી રાગ દ્વેષથી રહીત થઇ સ્થિર થાઓ. શાંતિ પુરુષ જ સુખી હોય છે. જ્ઞાનિનું જ જીવન સફળ છે. અને જ્ઞાનિ જ સર્વથી અધિક બળવાન છે. માટે જ્ઞાનમય થાઓ.

હે મહાત્મા તમો ચિત્તને વિષયોમાં જવા નહીં દેતાં બ્રહ્મપદ કે જે વિષયોથી રહીત છે. સર્વથી ઉત્તમ છે. આદ્રશ્ય છે. એક છે. અને નિરવિકાર છે. તેવું જ અનુસંધાન કરતાં રહો અને વ્યવહાર સંબંધી ક્રિયાઓ, કરતાં રહો. છતાં તેમાં આશક્તિના ત્યાગ કરવાથી તેમાં જીવન મુક્તના ગુણોની સંપત્તિવાળા થઇને આ કર્તા જ રહો. લેપાયો નહીં. જ્ઞાન પ્રાપ્ત થતાં જાણવા યોગ્ય પરબ્રહ્મ પોતાની મેળે પ્રગટ થાય છે. ઉદય પામે છે. જે શાસ્ત્રવિચારથી બ્રહ્મ તત્વ ભણવામાં આવે તે શાસ્ત્રવિચારજ્ઞાન કહેવાય છે. વિવેક વિચારથી થયેલા આથ્મસાતને જ્ઞાન કહેવામાં આળે છે. એ પંડીતાનો સિદ્ધાંત છે. જાગ્રત પણું જે દૂધમાં રહે છે તેમ આત્મજ્ઞાન અનુભવ અંતઃકરણ ચિત્ત મનની અંદર રહે છે. અર્થાત્‌ જ્ઞાનની પોતાના પુરુષ ભરપૂર પ્રકાશવાળા જ્યોતિમય આત્માં જ રમણ કરે છે. નિર્મળ થયેલું મન સમતાને ધારણ કરી સ્થિર થાય છે. અને પોતાનું જ્યોતિમય આત્મ સ્વરૂપ તે જાણવા યોગ્ય પોતે જ બ્રહ્મ છે. અને તે પરબ્રહ્મ પરમાત્માનો અંશ પરબ્રહ્મ છે. એમ વિધવાનોનો મત્ત છે. નિશ્ચય છે. આશક્તિ રહીત જીવાત્મા પોતાના જ્યોતિમય આત્મા માં રમણ કરનાર મનુષ્ય આશક્તિ અને ઇચ્છાઓની રહીત થઇ તેમાં ડુબતો નથી પણ સમ્રાટની જેમ પૂર્ણ સુખવાળો હોય છે.

ચૈતન્ય શક્તિ :-

ચૈતન્ય શક્તિ ચૈતન્ય રૂપ જીવાત્માને સંસારનો અનુભવ થવામાં ચિત્ત કારણભૂત છે.

ચૈતન્ય હિરણ્ય ગર્ભના ચિત્તથી જીવનશક્તિ પ્રગટ થાય છે. ભાવના માત્રથી કરેલા સારા નરસા કર્મોથી સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. જ્ઞાનિ પુરુષ સંસારના માયા, મોહ, મમતા છોડી દેતો જ ત્યારે જ સંસાર રૂપ અનર્થ દુષ્ટ દાયક દુઃખ દાયક અનર્થ શાંત થઇ જાય છે.

જે સર્વ વ્યાપક ચૈતન્ય છે તે અદ્વિત્ય છે. નિરવિકલ્પ પરમ એક જ સર્વથી પર અતિ સ્વચ્છ અને સૂર્યાદિ તેમને પણ પ્રકાશ આપનાર શક્તિ તે ચૈતન્ય ગર્ભ છે. તે દરેકમાં સર્વમાં રહે છે. નિત્ય, નિર્મળ, નિત્ય પ્રકાશીત મનથી રહીત નિરવિકાર અને નિર્લેપ છે. આ બ્રહ્મ ચૈતન્ય શક્તિ સંકલ્પોથી ભાવના કરવાથી જીવ પણાને પામે છે. માયા ચૈતન્ય શક્તિ ટળી જતાં ચૈતન્ય કે જે કેવલ્યપદને પામે છે.

આ અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપ પ્રકાશત્વરૂપ નિત્ય પોતાના સ્વરૂપમાં જ રહેલું છે. કે જે આ ચૈતન્ય જગતને ધારણ કરે છે. આ અદ્વિત્ય ચૈતન્ય અસ્ત પામતું નથી. ગતી પામતું નથી. અને વધતું પણ નથી. આ જીવપણું સંકલ્પો અને વાચનાથી કરેલા સારા નરસા કર્મોથી તૃષ્ણારૂપી ----થી મળ્યું છે.

બ્રહ્મ ચૈતન્યનો રથ જીવ, જીવતો રથ અહંકાર. અહંકાર નો રથ વૃદ્ધિ, બુદ્ધિનો રથ મન મનનો રથ પ્રાણ, પ્રાણનો રથ સાનેદ્રિયનો સમૂહ, સાનેદ્રિયોના સમૂરનો રથ દેહ, દેહનો રથ કર્મેન્દ્રિયોનો સમૂહ, આ સઘળા રથોને લીધે જીવાત્માને ભ્રમણ કરાવે છે. જરા મરણ વાળા દેહો રૂપી પાંજરામાં પુરાયેલા જીવો રૂપી પક્ષીઓનું ચક્ર કે જે મૂળ કારણના માયા રૂપી મોહથી થયેલા કારણથી માયા રૂપી ઐશ્વર્યથી થયેલ છે તે એવી રીતે જમ્યા કરે છે કે મોહ રૂપી તૃષ્ણાને કારણે આત્માએ કરેલા સાનેદ્રિય અને કર્મેન્દ્રિયના સાથ સહકારથી કરેલા કર્મોથી જેમ સ્વપન અવસ્થાનું સ્વપ્ન મિથ્યા છે તેમ આ જગત લોકમાં આત્માનું પ્રતિવિધ મિથ્યા ભૂત પ્રતિત થાય છે.

પ્રાણવાયુ જ્યાં રહે ત્યાં કલ્પના રહે છે. પ્રાષ હોય ત્યાં જ રૂપ દેખાય છે. બળવાન, પ્રાણુ હોય ત્યાં સંકલ્પો કે વિકલ્પો રહે છે. પ્રાણ હોય ત્યાં ચલન થાય છે. પ્રાણ વાયુ શાંત થાતાં ચિત્ત જરાપણ ચલીત થતું નથી. જ્યાં પ્રાણ ત્યાં મન હોય છે. જ્યાં રથ જાય ત્યાં સારથી રહે છે. તેમ પ્રાણ જ્યાં જાય ત્યાં જ મન રહે છે. આ ચિત્ત પ્રાણ પ્રેરીત મન પ્રાણમાં દૂર જતુંરહે છે. પ્રાણનો વિરોધ થાય તોજ મનનો ક્ષય થાય છે. ચૈતન્યનું જીવરૂપ પ્રતિબિંબ લિંગ શરીર એટલે અંતઃકરણમાં હૃદયાકાસમાં પડે છે. સઘળા કાર્યોનું મુખ્ય કારણ રૂપ જે અંતઃકરણ તટસ્થ જીવ તે જ લીંગ શરીર સમજો.

એવા પરમ ચૈતન્ય સ્વરૂપ મહાસાગરમાં તરંગની જેમ જે વિવર્ત થાય છે તે જ દ્રશ્યનો સંબંધ છે. એ જ સત્ય પરબ્રહ્મ ઇશ્વર શીવ વિષ્ણુ એક અને પરમાત્મા ઇત્યાદી નામોથી કહેવાય છે. આ પ્રમાણે રૂપો તથા નામોની પટ જે પરમાત્માનું નિર્મળ જ્યોતિરૂપ છે તે જ વાસ્તવિક રીતે મારું તત્વ છે.

આજે આકાર જોવામાં આવે છે તે હું નથી. મારા તત્વોને મન કે વાણી પહોંચી શકે તેમ નથી. જે આ દ્રશ્ય જકત જોવામાં આવે છે તે મહા ચૈતન્ય રૂપી લત્તા ફળ, પુષ્પ પલ્લવો વગેરે રૂપે દેખાય છે. તે લત્તાથી કાંઇ જ ભિન્ન નથી કારણ કે તેમાં કલ્પાએલા હોવાના લીધે તેવા જ અંગ છે. જીવપણું કે જગતપણું જે પ્રત્યક્ષ દેખાય છે તે પરબ્રહ્મ પરમાત્માનું વિર્વતતા અનિર્વચનીય પ્રાણીક રૂપ કોટું હોવા છતાં વિવેક રૂપે પ્રવૃત્ત હોય તો સાંભળો કે એ ચૈતન્ય જ્યારે માયા રૂપ વિચિત્ત માયા જાળ જે ધારણ કરે છે ત્યારે જીવરૂપે એ નામરૂપ થઇને જેવી રીતે ચંદ્ર એક હોવા છતાં બે પણારૂપ દેખાય છે. તેવી રીતે જીવપણાને અને જગતને બે રૂપે જુએ છે. પોતાના સંકલ્પથી ્‌નુભવતી આ દેહ જડ છે. અને આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. લિંગ શરીર જીવપણાને પામેલું શરીર પાંચ મહાભૂતો વાળું સ્થૂળ દેહના સંસ્કારથી યુક્ત થઇને તે સ્થૂળ દેહની, પ્રાપ્તી માટે અન્ન તથા બીના દિક દ્રવ્ય હું છું એવી સારી રીતે ભાવના કરે છે. એ દ્રવ્ય દ્રવ્યપદાર્થ પ્રાણીના ખાવામાં આવતાં તિર્યંચપણાને પ્રાપ્ત કરે છે. પછી ગર્ભાધાનના ક્રમથી હું પ્રાણવાળા દેહ થયો છે એમ સમજી બેસે છે.

કાકત્યાનિય ન્યાયથી કર્મના યોગરૂપ નિયમિષ્તથી પૂર્વ યોનીની વાસનાનો સર્વદા થતાં એક આકારને મૂકીને બીજા આકારને પ્રાપ્ત થાય છે. તેમ અક જ દ્રવ્યથી વાસનાથી દૈત્ય પણું થાય છે. જેવી રીતે કર્તા હર્ષ ઇશ્વર છે. તેવી રીતે આકાર પ્રાપ્ત કરી શરીરના કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરતાં આત્મા એમ માને કે કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરતાં આત્મા એમ માને કે કર્મેન્દ્રિયો કર્મ કરે છે. હું દ્રષ્ટા છું તેવો ભાવ ઉત્પન્ન થઇ કર્તાં હતાં ઇશ્વર છે. ફક્ત હું નિયમીત બનું છું તે ભાવ પ્રગટ થતાં સંકલ્પોથી કરેલા કાર્યો નહીં કર્તાપણાનો નષ્ટ થાય છે. આત્માને દૈત્ય ભાવ નથી. હું આત્મા અદ્વિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. ત્યારે દ્વેષભાવ ટપી જાય છે.

પરબ્રહ્મ પરમાત્માનો અને તમારો આત્મા એક હોવા છતાં સંકલ્પોથી કરેલા કર્મ બંધનમાં પડતાં દૈત્યભાવ પ્રગટ થાય છે. તેમ જગત કે જે અનેક સ્વરૂપે ભાસ્ય થાય છે દેખાય છે તે દરેક જ્યોતિ આત્માઓના ચિત્ત મનની જુદા જુદા સંકલ્પોથી કરેલા સર્વેના સારા નરસા ભોગવટાથી પુષ્ટ થયેલા સંકલ્પોથી જે કોઇ દુઃખ પ્રાપ્ત થયેલ છે તે ભોગવ્યા પછી ટપી જાય છે. કોઇ પણ પદાર્થનો સંકલ્પ કરવાથી દુઃખ પ્રાપ્ત થાય છે. અને કોઇ પણ પદાર્થની ઇચ્છા ન કરો તો અક્ષય સુખ પામો છો.

સંકલ્પો રૂપી ઇચ્છાઓથી ઉદ્‌ભવેલ ભરપૂર નદીઓને સંકલ્પ રહીત, ઇચ્છા રહીત ચિંતામણીમાંથી ચૂકવી નાખો. તેમાં તૃષ્ણાના --- આથ્માને શાંતિ આપે છે. મન વગરના થાવ અને ચિદાત્મા કે જે અંતઃકરણ (હૃદયાકાશ)માં સકલ્પ રૂપી ઇચ્છામાંથી ભમ્યા કરે છે. તેને પકડી લઇને આત્માના ખરા સ્વરૂપનું અવલોકન કરો. પોતાની મલીન વાસનાઓને પોતાના પુરુષાર્થથી નિષ્ક્રીય કરી પોતાના આત્માનું અવલોકન કરો અને પરમાનંદ પ્રાપ્ત થાઓ. આ તૃષ્ણારૂપી રાક્ષસી અત્યંત જાળી ગયેલ છે. તેને વિવેક રૂપી સંકલ્પથી મૂળથી ઉખેડી નાખો તેનો તૃષ્ણાનો ભાગ કરો.

આત્મા આ દેહનગરીનો રાજા છે. પણ જ્યાં સુધી તેને પોતાના સ્વરૂપનું બ્રહ્મપણાનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી શોક કરે છે. જ્યારે હું આત્મા છું તેવું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને દેહ નગરીની કર્મેન્દ્રિયો કર્મ કરે છે હું કર્તા હર્તા નથી હું ફક્ત દાષ્પ છું. લેનાર છું. સાક્ષી છું. તેવો આત્મા પ્રત્યે દૃઢ વિશ્વાસ પ્રાપ્ત થાય છે ત્યારે આ ભાવનાથી મુક્ત થતાં ભાવનારૂપી પુજાથી દેવ રૂપ થવાય છે. એક પરમાર્થ સત્ય પરબ્રહ્મ દેવ જ તમારે માટે ઉત્તમ પદરૂપ છે.

દેહની અંદર રહેલી સાક્ષીરૂપ બ્રહ્મશક્તિથી વ્યાપ્ત થયેલું મન ચિત્ત આત્માના સ્વયં પ્રકાશના પ્રતિબિંબ પણાના બળને લીધે પ્રમાતા રૂપ થાય છે. આ રીતે અંદરની કલ્પના જ બહારના દ્રષ્યોની સત્તાથી કલ્પનામાં કારણરૂપ થાય છે. એ હૃદયાકાર ચિત્તમાંજ કલ્પનાથી ઉત્પન્ન થતી નીચેની શક્તિઓની સત્તાઓ બહાર ઉદય નહીં પામેથી છતાં પણ પાછળથી ઉદય પામેલી હોય તેવી પ્રતિતિ થાય છે.

વાયુ સત્તા ચલન સત્તા વિચારસત્તા તેજના પ્રકાશવાળી ચક્ષુ સત્તા જળની હસતા સત્તા રસ સત્તા, ગંધસત્તા, પૃથ્વી સત્તા, બ્રહ્માંડના છે. પદની સત્તા, અત્યંત મોટા પાયાવાળી બ્રહ્માંડ સત્તા દેશસત્તા, અને સર્વથી જોડાયેલી છતાં આકારવગરની મનસત્તા, આ સઘળી સત્તાઓના સમૂહનો સમાવેશ અતિવાહ્યિક દેહના સ્વરૂપમાં જ થાય છે. આમ અતી વાહિક દેહ જે જેનું પર્યાષ્ટક ઇન્દ્રિયરૂપી આઠદ્વાર વાળી નગરીવાળો દેહ એવું નામ પડ્યું છે.

પરમાત્માથી સ્ફુરેલું આ જગત બ્રહ્મ સાકાર સ્વરૂપ પરમાત્મામાં જ વિવર્તક રૂપ છે. અને કેવળ પરમાત્માની સત્તાથી સત્તાવાળું છે. આદિ અનાદિ છે. અને પરીવર્તન શીલ છે. જે કોઇ દ્રવ્ય પદાર્થ છે તે સઘળું અનુભવ છું. અને સમજવાથી અનુભવ થઇ જાય છે. આ પરબ્રહ્મ પરમાત્માનું સ્થળ ક્યાં છે અને આ આત્મા ઓના દેહરૂપી નગરી દ્વારો ભોગવટો ભોગો ભોગવી સુખ દુઃખ સારા નરસા કર્મોના ફળો રાગ દ્વેષ, રોગ નિર્મળતા એને સબળતા ભોગવી પોતાના અસલ ધામમાં જવાનું છે. તેનું અધ્યયન સરૂ કરો. જેથી આત્મા ત્યાં જઇ આ દેહની સાત જનમના અને આ જન્મના કરેલા સાર નરસા કર્મોનું પ્રાયશ્ચિત કરી છોડી એક પ્યારા પ્રીયતમ જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ યાને શિવનું જીવ સાથે જ્યાં મિલન માટે. આ આત્મા તડપી રહ્યો છે. તે સ્થળની ઓળખ કરી ત્યાં સુધી પહોંચવા તત્વબોધ આત્માજ્ઞાન અને કરેલા સારા નરસા કર્મોને બાળી આદિત્ય પરબ્રહ્મ સાથે મિલન માટે જવાનું છે તે અસવીર બ્રહ્મલોક ને ઓળખો.

પરબ્રહ્મ પરમાત્માનું સ્થળ :-

ઉત્તર દિશામાં મેરુપર્વતરૂપ હજારો યોજનના વિસ્તાર વાળું છે. આમાં ચૌદલોક, અને આખા જગતનો સમાવેશ થયેલ છે. આ સ્થળ લિલું અવિનાશી રસથી ભરેલું છે. અમૃત કરતાં પણ અધિક અધિક રસવાળું છે જુનું છતાં બાળચંદ્ર જેવી કળાવાળું છે. કોમળતા વાળું છે. છતાં આ બીલાની ઉત્પત્તિ ના મૂળને કે ઉંડીને બ્રહ્મા વિષ્ણુ રૂપ પણ જાણતાં નથી. આ બિલાનો ગર્ભ વિશાળ છે. નિરંજન છે. નિર્વિંકાર છે. તેમાંથી અમૃત જર્યા કરે છે.

સઘળા પ્રકારના ભેદો જેના વિવર્ત છે. સંયમથી પરણ સુપ્રેમ વાળા, સ્થૂળથી પણ સ્થુળતા વાળા, છતાં પણ વિકાર વગરના આ ગર્ભ ચાહું છું. એવી કલ્પનાથી મિથ્યાભૂત, માયાના રૂપ મળીને જગત્‌ રૂપે ઉત્પન્ન કરીને ભેદોદિકની ભાવના કરી છે. એ ગર્ભ હું છું. એવા અહંકારનો ઉદય થતાં તરત જ આકાશાદીક ભૂતોથી તથા શબ્દાદીક --- માત્રથી ગોઠવાયેલા બ્રહ્માંડો વૃક્ષોનો રૂપ પરમાણુંઓછી વ્યાપ્ત થયો છું. પોતાના આ રહેઠાણને ન છોડતાં છતાં પણ તે ગર્ભ આવા અનુક્રમથી વ્યવહારમાં સમર્થ થયેલ છે. ચપળ રૂપવાળી તે ગર્ભની વ્યવહાર શક્તિઓ નિરવિકાર, સ્વરૂપમાં જ આવા પ્રકારનો જગતરૂપ દેખાવ ફેલાવ્યો છે. આ ચૈતન્ય શક્તિનો એક જ હોવા છતાં અનેક જેવી જણાય છે. અનેકરૂપવાળી જણાતાં છતાં એક જ છે. જ્યાં જોઇએ ત્યાં તે એની એ જ રહે છે. સત્ય છે. અખંડ છે. સંપૂર્ણ શાંતિથી ભરપૂર રૂપવાળી છે. સર્વાત્માક છે અને અત્યંત મોટી છે.

ચિત્ત શુદ્ધ થતાં વિવેક પ્રાપ્ત થાય છે તે વિવેક નષ્ટ ન થાય તે માટે શાંતિ રૂપી અમૃત આપી વધાર્યા કરવો. આત્મા તત્વનું અર્થાત્‌ સારા થતાં દેહ સત્તાનો અનાદર કરી દેવો અને લજ્જા, ભય, પેદા ઇર્ષા સુખ તથા દુઃખ એ સર્વેને એક સાથે જીતી લેવા.

શરીના કારણ રૂપ જગત આદી અને શરીરદીક પ્રથમ ઉત્પન્ન થયેલા નથી કદાચિત્ત જાગ્રત આધીને બ્રહ્મરૂપ કારણના કાર્યરૂપે માનીયે તો પણ કાર્ય કારણ રૂપ હોવાથી તે બ્રહ્મ રૂપ જ છે. નિર્વિંકાર પર બ્રહ્મ જ વિર્વત રૂપે જગત અહીંના આકાર રૂપે ભાસે ચે. બાકી ઘટાદીક, આકારો પદાર્થો વિર્વત છે. સત્ય પરબ્રહ્મ પરમાત્મા છે. જગત આધિનો જે ભાસ છે તે ચિદાનંદને લીધે છે જગતની સિદ્ધિ ચિદાભાસને આધિન છે. અને તે ચિદાભાસનું સ્વરૂપ ચૈતન્ય રૂપ છે.

આત્મતત્વનું ખરું સ્વરૂપ ઓળખવા માટે અંતઃકરણ રૂપી ઉદાધીમાં ચિદાત્માનાનું જ પ્રતિબિંબ તથા જે ચિદાભાસ રૂપે દેખાય છે તે જ્ઞાન દ્વારા પોતાના આત્માનું સ્વરૂપ ઓળખાવે છે માટે જ્ઞાન મેળવવાથી ઓળખી શકાય છે. ચિત્ત પણું અંતઃકરણમાંથી ખશી જતાં ચૈતન્યપણામાં આવે છે. અને ચિદાભાસ અર્તિંર્વાચનીય થઇ જાય છે. અને છેવટે શાશ્વત ચૈતન્ય શેષ રહે છે. તે ચૈતન્યજ આત્મ દર્શન છે. આ સર્વ શાંત પરબ્રહ્મ ચૈતન્ય જ સર્વત્ર વ્યાપી રહ્યું છે. આ પરબ્રહ્મ તત્વ જ્ઞાતા, પ્રશ્રનેયા જ્ઞાન એ ત્રિપુટીથી રહીત છે. તમે જ્ઞાતા, સેહા એ બેથી રહીત થઇ યંત્રની પેઠે ચાવી પડેલા કર્મ કરો. અને બીજા પાસે પણ કરાવતા રહો અને તમો જીવન મુક્ત થઇ રહ્યા.

તમો કાર્ય, કર્મ અને કારણ ના સારરૂપ ચૈતન્ય તત્વને જ પોતાના આત્મારૂપ સમજી લઇને આકાશની જેમ નિર્લેપ રહી અસંગ અને નિર્વિંકાર થઇ કાર્યરત રહ્યો જેથી તમારે જન્મ મરણ માટે ભટકવું પડશે નહીં. આત્માને ઓળખનાર જ વિવેકિયો પોતાના ચૈતન્ય આત્મા સ્વરૂપમાં લીન રહી નિષ્ક્રિય થઇ ક્રમ કરતાં પણ નિર્લેપ રહી અસંગ અને નિર્વિંકાર થઇ કાર્યરત રહ્યો જેથી તમારે જન્મ મરણ માટે ભટકવું પડશે નહીં. આત્માને ઓળખનાર જ વિવેકિયો પોતાના ચૈતન્ય આત્મા સ્વરૂપમાં લીન રહી નિષ્ક્રીય થઇ કર્મ કરતાં પણ નિર્લેપ રહે છે તે જ મોક્ષ મેળવે છે.

તેવા પુરુષો સર્વનો ત્યાગ કરીને શાંત અંતઃકરણ વાળા અને ઉજ્વળ મન વાળા હોય છે. તેઓ વ્યવહાર કાળ તથા સમાધીકાળમાં નિરંતર એક જ ભાવમાં જ્ઞાનમાં તરબોળ રહે છે. તેમના સંકલ્પો શાંત થઇ ગયેલા હોય છે.

પ્રારબ્ધ કર્મના ભોગો ભોગવી અજ્ઞાનના લીધે માયાના બંધનમાં આવી મોહ માયા અને મમતાના ચક્કરમાં ફર્યા કરવાથી ભોગો ભોગવવાથી અને વારંવાર ઇચ્છા કરી ભોગો ભોગવવા છતાં તેના પ્રત્યે આશક્તિ છુટતી નથી. અને સાંસારિક આશક્તિ અને તૃષ્ણાઓ વધે જ જાય છે. સંકલ્પો અને કલ્પનાઓ કરવાથી તૃપ્તી વધતી નથી તે પછી વધે ભય છે. અને તેમાં કાર્ય રીત જીવાત્મા ઘુંટાતો જતો હોવાથી જન્મ મરણના અસહ્ય સુખ દુઃખો ભોગવે છે. માટે માયારૂપી અજ્ઞાનને વિવેક વૃદ્ધિથી સારા નરસાનો વિચાર કરી ભોગો ભોગવો પણ આશક્ત તથા અને ધીમે ધીમે ભોગો પ્રત્યે નિસ્પૃહ બની મહાત્મા પુરુષોની જેમ તેનો ત્યાગ કરી ચિદાનંદમાં મસ્ત રહી કોઇક વિરલા મહાત્માઓ જ સહદેહે અનુભવ કરી શકે છે. અને તે જ મુક્ત બને છે. સંસાર બંધનમાંથી બ્રહ્મ લોકથી માંડી તૃણ લોકના ક્ષણિક પદાર્થોમાં વિવેકરૂપી જ્ઞાન મેળવીને દ્રશ્ય સુંદર પદાર્થ જે ભોગવા જેવા લાગે છે. તે સ્વરૂપ આદિ સુંદરતાં મોહને છોડી ધીમે ધીમે આંખ મને ઇન્દ્રિયો દ્વારા જોવા છતાં તેનામાં વાસના ઉત્પન્ન ન થાય ત્યારે જ વૈરાગ્ય થયો કહેવાય અને વૈરાગ્ય થાય તો જ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય જે તે જ મુક્તિ કહે છે. અને પોતાના આત્મામાં જ નિજાનંદ રસ પીવો અને વૃત્તિ રાખવી. તેને જ દુઃખપાય યાને મુક્તિ કહે છે. પોતાના અંર આત્મારૂપી પરમાત્માને રીતે અનુભવ કરતાં કરતાં જન્મ જરા અને મરણ ઇતીયાદિ દેહના વિકારોથી છૂટકારો મેળવી આત્મ દર્શનમાં લીન રહ્યો. આત્મ દર્શનન એ જ પ્રભુ દર્શન છે. આત્મ દર્શન સુપ્રેમ છે. પ્રબુ દર્શન વિરાટ છે. તે સર્વત્ર અને સર્વસ્થળે આદિ અનાદીથી આવાધીત છે.

વસંતઋતુમાં જેવી રીતે વસંતઋતુના આગમન સાથે વસંત ઋતુની જે રસ છે તે વસંત આવતા ફુલ ફળ વક્ષ, ડાળીઓ, અને પાંદડા ખીલી ઊઠે છે તેવી રીતે આત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય જ આસૃષ્ટિના આકાર રૂપે થઇ રહે છે. તે જ શુદ્ધ ચૈતન્ય જ પર તત્વ છે. તે જ વિર્વત રૂપે જગત રૂપે ભાસે ચે. તેમાં દૈત્ય, એકત્વ કે ભેદ અભેદ સંભવતું જ નથી. માટે તમો બ્રહ્મ રસ પી તમો નિજાનંદ બનો. તમો ચિદાકાર રૂપ થઇ રહ્યો. અને નંદનવનની અદૃઢ નિઃશંક પણે સુખી રહો. અને મુક્તિ મેળવો.

હે મહારાજ જ્ઞાન,યોગ, બ્રહ્માર્પણ, સંન્યાસ, સતયંત્ર ઇશ્વરાપણ એ બધાના સ્વરૂપ અનુકૃપાથી કહો. જેથી મારો મોહ મટી જાય.

જ્ઞાન :- સઘળા સંકલ્પો શાંત થતાં સઘળી વાસનાઓ વગરનું અને જેમાં કોઇ પણ ભાવનાવાળા આકાર હે નહીં એવું જે પ્રત્યાગાત્મ અવસે, રહે તે જ પરબ્રહ્મ કહેવાય છે. એવા સ્વરૂપની પ્રાપ્તી માટે જે ઉદ્યોગ કરવામાં આવે તેને વિદ્યાજ્ઞાન કહે છે. અને યોગ પણ કહે છે.

બ્રહ્માર્પણ :- સઘળું જગત અને હું પાપ બ્રહ્મ છીએ એવી સમજણથી જગત અને અહંકારનો નાશ થાય. એ જ મુખ્ય બ્રહ્માર્પણ છે.

સન્યાસ :- બ્રહ્મનું સ્વરૂપ અંદર પણ દ્રષ્યવગરનું પથ્થરના ઉદરના જેવું એકાકાર છે. શાંત છે. આકાર અને કોષની પેઠે સ્વચ્છ છે અદૃશ્ય છે. અને પોતે જ દ્રષ્ટ અને દર્શન રહીત કેવળ દ્રશ્ય માત્ર છે. આવા બ્રહ્મ સ્વભાવમાંથી અન્ય પણાનો જે ભાવ પ્રગટ થવો તે જ જગતનો પ્રતિભાસ છે. જે પ્રતિભાસ ગંધર્વ નગરના આકાશની પેઠે સુન્ય છે. જેમ બ્ર્‌હમમાં જગતનો અધ્યાસ થયો છે તેમ બ્રહ્મના કરોડો અંશો જેવા જીવોમાં પ્રત્યેક અહંભાવનો આ એક પ્રકારના અધ્યાસ થયો છે માટે અહંભાવ ઉપર આ ગ્રહ રાખવો યોગ્ય નથી. અહંભાવ પોતાના અધિષ્ઠાન રૂપ બ્રહ્મથી જુદા જેવો જાણતા છતાં પણ વાસ્તવીક રીતે જુદો નથી જ. કેમ કે જુદાપણું એ મર્યાદા છે. એ મર્યાદા બ્રહ્મમાં નથી. એટલા માટે વિદ્યાવાન મનુષ્યો અહંભાવ ધરતા જ નથી. તેમ ઘટપટ આદિ મારા છે એવો જે આદરપણાનો ભાવ તે પણ બ્રહ્મથી જુદો નથી. અદતા મને મમતા બંન્ને સમદ્રની પેઠે ભરપુર પોતાના આત્મા સ્વરૂપ છે. માટે તેમાં આગ્રહ રાખવો યોગ્ય નથી. જેમ જેમ અહંતા તથા મમત્વ થવાથી વિષયોની વિચિત્રતા ઓરસ્ફુરે છે મને તેથી જે અભેદ દેખાય છે તે અભેદભાવ શા માટે દૂર કરવો? આવા વિચારથી સારાસારના વિભાગને જાણનાર પુરુષની વૃદ્ધિમાં અહંતા તથા મમતાના આગ્રહનો ક્ષય થતાં સઘળાં કર્મોનાં ફળોની સ્પૃહાનો જે ત્યાગ થાય છે તેને વિધાવાનો સન્યાસ કહે છે. એવો સન્યાસ થતાં સઘળા સંકલ્પોના ગુંચળાંનો જે ત્યાગ થાય છે તે સંગ ત્યાગ કહેવાય છે. તે સઘળું તેના ઉપાદન રૂપ ઇશ્વર માત્ર જ છે. એળી ભાવનાથી દૈત્યના પ્રતિભાષને દૂર કરવો ઇશ્વરર્પણ છે એમ સમજવું.

ચિદાત્મામાં માયાના લીધે આ જગત સર્વથી પદાર્થો નો ભેદ દેખાય છે. માટે તે નામ માત્ર જ છે. સઘળા નામોનો અર્થ અનુભવ રૂપ પરબ્રહ્મ જ છે. માટે જગત અને પરબ્રહ્મ એક જ છે. તેમાં કશો સંદેહ નથી.

પરબ્રહ્મનું સ્વરૂપ :-

જે કાંઇ આ કલ્પના રૂપ દૈત્યભાસ છે. તે સઘળું તેના ઉપાદાનરૂપ ઇશ્વર માત્ર જ છે. એવી ભાવનાથી ચેતના પ્રતિભાસને દૂર કરવો એ જ ઇશ્વરીપણું છે. એમ સમજવું.

ચિદાત્મામાં માયાને લીધે જ આ જગત સંબંધી પદાર્થોનો ભેદ દેખાય છે. માટે તે નામ માત્ર જ છે. સઘળા નામોનો અર્થ અનુભવ રૂપ આથ્મા પરબ્રહ્મ જ છે. માટે જગત અને પરબ્રહ્મ એક જ છે. તેમા ંકશો સંદેહ નથી. દિશાઓ પણ હું છું. જગત પણ હું છું. નિરાકાર રૂપપણ હું છુ. સાકાર રૂપ પણ હું છું. અને સાકારરૂપને આધિન રહેનારું જગત પણ હું છું. તમે મારામાં જ મન રાખો મારું જ ભજન કરો. મારું જ ભજન કરો. મને જ પ્રણામ કરો અધિકારને અનુસરી મારા સાકાર સ્વરૂપમાં અથવા નિરાકાર સ્વરૂપમાં ચિત્ત રાખી મારામાં જ તત્પર રહેશો તો હું કે જે તમારો આત્મા છું તેને પામશો.

હાથ, પગ આદિ અવયવો વાળું શંખર ચક્રા અને ગદાને ધરનારું જે રૂપ છે તેને સાકાર સ્વરૂપ સમજો. આદિથી તથા અંતથી રહીત એ અને નિર્દોષ જે મારું સ્વરૂપ છે. તેને નિરાકાર સ્વરૂપ જે સ્વરૂપ બ્હ્મ, આત્મા તથા પરમાત્મા ઇત્યાદિ શબ્દોથી કહેવાય છે જ્યાં સુધી તેમાં આત્મા જાણો નહીં ત્યાં સુધી મારા સાકાર સ્વરૂપનું ચાર ભુજાવાળું પુજન કરો. પછી ચિત્ત સુધીના ક્રમથી આવિ થશો ત્યારે મારું આ દિવ્ય તથા અંતથી રહીત જે નિરાકાર રૂપ છે તે તમારા જોવામાં આવર્શ કે જે જાણવાથી ફરીવાર જન્મ લેવો પડતો નથી.

બ્રહ્મા --- તૃષ્ણ સુધીના સઘળા પદાર્થો ના સમૂહોમાં જે સત્તા આમાત્ય રહ્યું છે તે જ અજન્મ આત્મા છે એમ બ્રહ્મ --- નિશ્ચય છે.

જે પુરુષ આત્માને સર્વ પદાર્થોમાં અસ્પૃશ્ય જુએ અને આત્માને એકર્તા જુએ તે પુરુષને જ દેખતો સમજવો. અનેક આકારે અને અનેક વિકારો વાળા સર્વ ભૂતોમાં આત્મા રહેલો છે. સઘળા ભૂતો પરમાત્મામાં રહ્યા છે. સઘળા પદાર્થો પ્રાણીમાં અને પરબ્રહ્મ એ સઘળું એક જ છે. એમ સમજો જુદાપણું જરાપણ નથી. જે કાંઇ છે તે બ્રહ્મ જ છે.

વૃથા મોહ છોડી નિર્ભય બ્રહ્મ સ્વરૂપનું શ્રવણ કરી અને અંદર પુરી નિશ્ચયથી તેવો આત્માનો અનુભવ કરી સંતુષ્ટ ચિત્તવાળા સમદર્શી મહાત્મા જીવન મુક્ત લોકો આ જગતમાં વિચરે છે. માનથી તથા મોહથી રહીત તથા ને સંગના દોષને જીતી લેનારા વેદાંત શાસ્ત્રમાં જતિષ્ઠા રાખનારા કામનાઓથી રહીત અને સુખ દુઃખ આદિ નામના ---- મુર્ત થયેલા વિદ્વાન લોકો અને વિદેહ કેવલ્ય રૂપ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે.

જે માણસ કર્મેન્દ્રિયોને ક્રમો કરવાથી અટકાવી દે છે. પણ મનથી વિષયોનું સ્મરણ કર્યા કરે તે મૂઢ માણસ યોગી કહેવાય છે. જે માણસ મનથી ઇન્દ્રિયોને નિયમમાં રાખી ને કર્મેન્દ્રિયોથી કર્મો કર્યા કરે છે. તે આશક્તિ વગરનો માણસ શ્રેષ્ઠ કહેવાય છે. જેવી રીતે નદીમાં સમુદ્રને માનને સમુદ્રમાં પણું પામીને સમુદ્રમાં જ લીન થાય છે તેમ મિથ્યાતત્વથી દૂર થયેલો બુદ્ધિની સઘળા વિષયો જે પુરુષના આત્મામાં પ્રવેશ કરે છે અને આત્મામાં જ લીન થઇ જાય છે. તે પુરુષ શાંતિ પામે છે. કામનાઓ વાવો પુરુષ કદી શાંતિ પામતો નથી.

આત્માનો દેહ સાથે સંબંધ થાય છે. તેનું કારણ ચિત્ત છે.

સઘળા પ્રાણીઓનાં શરીર પંચમહાભૂતો વાળા છે. તેથી તેમને બબ્બે દેહ છે. બ્રહ્મા તો સહકારી કારણથી રહીત છે. તેથી તેમને લિંગ દેહ જ છે. બ્રહ્મા સઘળા પ્રાણીઓના મૂળ કારણ રૂપ છે. પણ બ્રહ્માનું કાંઇ કારણ જ નથી. આથી બ્રહ્મા એક દેહવાળા છે. પ્રથમ પ્રજાપતિ એ બ્રહ્માંનાં દેહ ભૂતમય નથી. ચિદાકાસરૂપ એ બ્રહ્મા કેવળ લીંગ દેહ વાળા જ છે. બ્રહ્મા ચિદાકાસ રૂપ છે. માત્ર ચિત્ત રૂપ શરીર વાળા છે. અને પૃથ્વી આદીથી ઉત્પન્ન થયેલા નથી. માટે તે અદ્ય પ્રજાપતિથી પ્રજા ઉત્પન્ન થયેલી છે. આ સઘળી પ્રજાઓ ચિદાકાસ રૂપ જ છે. બ્રહ્માના સંકલ્પ વિના વીતી કોઇ પણ કારણોથી તે ઉત્પન્ન થતી નથી. બ્રહ્માં જેમ બ્રહ્મ રૂપ છે તેમ સઘળી પ્રજામાં બ્રહ્મ રૂપ છે. કારણ કે જે જેમાંથી ઉત્પન્ન થયું હોય છે તે તે રૂપ જ હોય છે. એવો સઘળાઓનો અનુભવ હોય છે. જીવ પણ એ રીતે ઉપાધિથી બ્રહ્માનો ચિત્ત માત્ર છે અને બ્ર્‌હમાની પેઠે પરમ બોધ રૂપ પર બ્રહ્મ જ છે. તે પૃથ્વી આદિથી ઉત્પન્ન થયેલા શરીર પણાને પામતો નથી.

મન આ વિનાશી જગતને ઉત્પન્ન કરે છે. એ મત પોતાની ઇચ્છાથી પોતાની મેળે જ સ્થૂલ દેહની કલ્પના કરે છે અને લાંબા કાળની ભાવનાથી વૃદ્ધિથી પામેલા એ સંકલ્પથી જ આ ઇન્દ્રજાળ ઉભી થઇ છે. એકલું મન જ પોતે ચંચળ શક્તિવાળું છે. તેથી તે ચાલે છે. ફરક્યા કરે છે. કુદકા માર્યા કરે છે. ચાલ્યા કરે છે. માંગે છે ભમે છે. ડુબે છે. સંહારે છે. સંસારપણું ભોગવે છે. અને મોહરૂપ ઉત્કર્ષ પામે છે.

આકાશ જ નામનો બ્રાહ્મણ હતો તે ધ્યાનમાં જ નિષ્ઠા રાખતો હતો અને પ્રજાઓનું હિત કરવામાં તત્પર રહેતો હતો. આ બ્રાહ્મણને ખાઇ જવા માટે મૃત્યુએ ઘણા પ્રયત્નો કર્યાં પણ તેને ખાઇ શક્યો નહીં. તેથી યમરાજને તેના કર્મો માટે તપાસ કરી પણ તેનો પત્તો લાગ્યો નહીં. તેથી તે યમરાજ પાસે આવ્યો અને તેમને પાછો એ જ સવાલનો જવાબ આપ્યો કેતેવા કોઇ જ કર્મ નથી કારણ કે એ બ્રહ્મ આકાશથી જ ઉત્પન્ન થયેલો છે. જે આકાશથી ઉત્પન્ન થયેલો હોય તે નિર્મળ આકાસ જેવો જ હોય છે. આથી તેને સહાય આપે તેવો કોઇ ક્રમનથી આકાશજને કોઇ પ્રાચિન કર્મનો જરા પણ અવેદથી માયા આદિ કારણો નહીં હોવાનેલીધે એ બ્રહ્મ આકાશ રૂપ જ છે. આજ સુધી પોતાનને ભોગવવું પડે એવું કોઇ કર્મ તેને કર્યું નથી. આ પ્રમાણે આકાસના ધરરૂપ એ બ્રાહ્મણ સ્વચ્છ આકાશ રૂપી પોતાના કારણમાની રહેલો છે માટે તે નિત્ય છે. આવી જગતમાં તે ચિદાકાશ રૂપ જ છે. એ બ્રાહ્મણ ચૈતન્ય રૂપ સ્તંભમાં ચૈતન્ય રૂપ પૂતળી જેવો છે. શાન્ત તેનો આકાર ચૈતન્યથી વિલક્ષણ દેખાય છે તેતો દેખાવ માત્ર જ છે. વાસ્તવિક રીતે તો ચૈતન્ય નથી વિલક્ષણ નથી. જેવી રીતે જાનમાં દ્રવ્યપણું રહેલું છે. આકાશમાં શુન્ય પણું રહેલું છે અને વાયુમાં ચલન પણું રહ્યું છે. તેમ પરમ પદમાં એ બ્રાહ્મણ રહેલો છે આ બ્રાહ્મણ સંસારને વસ થયો નથી જે જીવ સદાય આપનારાં વીતી બીજા કોઇ પણ કારણોની સહાય વિના ઉત્પન્ન થાય છે. તે પોતાના કારણથી જુદો હોતો નથી. એ અનુભવ સિદ્ધ છે. એથી ઉત્પત્તિમાં પણ સહાય આપનારાં બીજા કોઇ તરણો નથી તેથી તે સ્વયંભૂ કહેવાય છે. એ દેહ રહીત છે. જેવી રીતે મજબૂત દોરીથી આકાસને બાંધી શકાતું નથી તેમ તરાથી તેને બાંધી શકાશે નહીં. આ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાનના પ્રકાશ રૂપ છે. એતો સદા નિર્વિંકાર રૂપે રહેલો છે.

જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે બીજું કોઇ પણ અવશેષ રહેતું નથી માત્ર, શાંત, અજર, અનંત, કેવળ સુક્ષ્મ ઉપાધિ રહીત સર્વોત્તમ અને અનાત્મ પદાર્થોથી રહીત એ પરબ્રહ્મ જ રહે છે.

પછી જ્યારે સૃષ્ટિનો આરંભ થાય ચે સમય થાય છે ત્યારે એ બ્ર્‌હમનો સ્વભાવ સાવ --- હોવાના લીધે તેમાં પર્વતના જેવું તથા હું દેહ છું એમ કહેવાના પાત્રરૂપ એવું વિરાટ સ્વરૂપ આપણી વાસનાઓ રૂપી હેતુથી સ્વપ્ન સંબંધી શરીર જેવો મિથ્યા આકાર અકસ્માત્‌ જોવામાં આવે છે. સૃષ્ટિના આરંભમાં અને અંતમાં એ પરબ્રહ્મરૂપ આકાસમાં એ આકાસ જ બ્રહ્મણ રહેલો છે અને તે તિર્વિંકલ્પ તથા ચિદાકાસ રૂપ ધારણ કરીને રહ્યો છે. એને દેહ, કર્મો, કર્તા પણું કે વાસના કોઇ પણ નથી. એ શુદ્ધ ચિદાકાસ રૂપ છે. જ્ઞાનવત્‌ છે અને વ્યાપક છે. જેમ તે જ કેવળ પ્રાભરૂપ છે. એ બ્રાહ્મણ પરમાત્મામાં દ્રષ્યા કે દ્રષ્ય પણું કાંઇ જ નથી. ફક્ત ચૈતન્યપણું

આજે સઘળું જગત છે તે તર્કમાન આવે એવું અને વિક્ષેપોથી રહીત પરબ્રહ્મ જ છે. એવી દૃઢ ભાવનાથી જેવી આ લેવા યોગ્ય છે. અને આ છોડવા યોગ્ય છે. એવી વાસના ક્ષીણ થઇ ગઇ હોય. તે જ પુરુષ છે. સઘળું જગત બ્રહ્મ રૂપ જ છે. એવા દૃઢ નિશ્ચયને લીધે જે પુરુષ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં છતાં પણ કોઇ પ્રવૃત્તિથી રંગાઇ જતો નથી તે મહાત્મા સાક્ષાત મહેશ્વર જ છે. જે પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી છુટ્યો હોય છે. મૃત્યુના પણ આત્મારૂપ થયેલો હોય છે. સોમ્ય છે. સમતા વાવો છે અને તુરીય પદ્માં જ રહેનારો હોય છે. તે પુરુષ ઉત્તમ પદ પામી ચૂક્યો છે. અને તેવા પુરુષને હું નમસ્કાર કરું છું. સકળ જગત વિષે એક બ્રહ્મ જ છે. એવી જેની બુદ્ધિ રહી છે અને વિચિત્ર વૈભવો વાળી જગતની ઉત્પત્તિ સ્થિતિ, તથા પ્રલયરૂપ વિચિત્ર દશાઓમાં જેને સદૈવ અપરિચ્છિન્ન બ્રહ્માકાર વૃત્તિ રહી હોય છે તે સાક્ષાત સદાશિવરૂપ જીવન મુક્ત પુરુષને હું નમસ્કાર કરું છું.

ચિત્તની સાધારણ રીતની શુદ્ધિએ જુદી વાત છે. પણ પરમ શુદ્ધિ તો અત્યંત રીતે વાસનાઓથી રહીતપણું એટલે કોઇ પણ સંસ્કારનું નહીં રહેવા પણું અને સર્વદા એકરૂપપણું એ જ છે. આ રીતે ચૈતન્ય માત્ર રૂપે સ્થિતિરૂપ એવી ચિત્તની શુદ્ધિ થાય છે. એટલે તે તુરત જ પરમ બંદીવાળો થાય છે. અને એટલા જ લાભથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે.

આવા વિશાળ પૃથ્વી તળમાં તે જ પુરુષો ભાગ્યશાળી છે તે જ પુરુષો બુદ્ધિશાળી છે. અને તે પુરુષો ડાહ્યા પુરુષોની ગણનામાં આવે છે. કે જેમને પોતાના ચિત્ત જાતિ લીધા નથી. હૃદયરૂપી રાફડામાં ગુંચળું વાળી ગર્વ ધારણ કરીને બેઠેલો જેનો મનરૂપી મહાન સૂર્ય નિગ્રહથી અત્યંત નિર્મળ થઇને ઉપશાંત થોય હોય છે. તે ભાગ્યશાળી અને અત્યંત નિર્મળ તત્વવેત્તા ને હું પ્રમાણ કરું છું.

સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતાં શુદ્ધ થયેલ ચિત્તની જે સ્થિતિ ધ્યાય છે તે જ સત્ય બ્રહ્મ છે. અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે.

જગતનો ઉદય અને જગતનો અસ્ત એ સઘળું ભ્રાંતિ માત્ર છે. કારણ કે માયા જ ઉન્મત્તની પેઠે એ સઘળા વિલાસો કર્યા કરે છે. જેવી રીતે આપને આ સંસારનો પ્રતિભાસ થાય છે તેવી રીતે બીજા હજારો એ સારના દભરતે જીવો પ્રતિભાષા થયા કરે છે આ બધા સંસારના પિશાચો, યક્ષો, મને, --- દેવો અને માનવો તથા સૃષ્ટિના તમામ જીવો સંકલ્પ મને તૃષ્ણા વાસનાને અને કરેલા કર્મના રૂણાનુબંધ તથા લેણદેણથી એકત્વ માત્ર શરીર વાળા છે. સંકલ્પ માત્રથી સુખ દુઃખની પીડાય છે.

હિરણ્ય ગર્ભમાં પણ આજ કારણ છે. આ મિતિવર્ણિંય સંસાર જગતલોક પોતાની સત્તાથી નહીં પણ અધિષ્ઠાન રૂપ બ્રહ્મની સત્તાથી જ રહેલા છે. માટે જે અધિષ્ઠાન છે તે જ પરબ્રહ્મ પરમાત્મા અને દરેક જીવોનો આત્મા જ અધિષ્ઠાન છે. તે જ સત્ય છે. આ રીતે તત્વ દ્રષ્ટિથી જોતા અર્થાત્‌ જાણવામાં આવે છે. પોતાનો જે સંકલ્પ છે તે જ જગતરૂપે વિસ્તાર પામે છે.

અનાદિ કાળથી જે માયા તેના પેટમાં રહેલું ચિત્ત જ આ મોટા સમારંભવાળા જગતરૂપ દેખાય છે. આમ જે જાણે છે તે જ તત્વવેતા છે.

જો ચિત્ત શુદ્ધ હોય તો એક રૂપવાળા જ જેમ તે પરસ્પર મળી જાય છે અને જો ચિત્ત અશુદ્ધ હોય તો મેલા જાળની પેઠે પરસ્પર મળી જતો નથી. આનં પમાડે છે. માટે તેને ઇન્દ્રિય કહે છે. પરમાત્મા અદ્રષ્ટ છતાં સર્વ દ્રશ્ય સમૂહતા ઉપાદાન કાયવાળારૂપ હોવાની તેને પ્રકૃતિ કહે છે. તે સત્‌ પદાર્થોમાં અસતપણું તથા અસત પદાર્થમાં સતપણું કરે છે. એમ તેને સત્તા તથા અસત્તાના વિકલ્પને માયા કહે છે.

દર્શના શ્રવણ, મનન, સ્પર્શ, રસન, તથા ઘ્રાણ ઇત્યાદિ કર્મ કરીને તેને ક્રિયા કહેવામાં આવે છે. મને તે ક્રીય સંસૃતિના બીજરૂપ છે. ઉપર પ્રમાણે ચૈતન્યને અનુસરવાર ચૈતન્યનું જેવું રૂપ સ્ફુરણ પામે છે. તેવાં તેના પર્યાયથી નામ પડે છે. ચિત્ત પણાને પ્રાપ્ત થઇ સંસાર પદવીમાં જવાથી યોગના --- સંકલ્પો વિકલ્પોમાંથી મન, બુદ્ધિ વિગેરે નામ રૂઢીમાં આવ્યા છે. ચિત્ત વિષય વાસના રૂપ યા દ્વૈત વાસના રૂપ કલંકથી પોતાના પૂર્ણસ્વરૂપની વિકલતાવી આકુળ હોય તેમ દેહાદીક જડતાની જાળમાં પડે છે. માટે એક જ ચિત્તની મન તથા બુદ્ધિ આદીની કલ્પના છે. એ જ ચિત્ત લોકામાં જીવ કહેવાય છે. અને મન પણ કહેવાય છે. વળી તે ચિત્ત પણ કહેવાય છે બુદ્ધિ પણ કહેવાય છે. આ પ્રમાણે પરમાત્માથી છૂટા પડેલા પદમાંથી ભ્રષ્ટ થયેલા એ ---રૂપી કલ્ક વાળા ચિત્તના ભિન્ન ભિન્ન નામો એક સંકલ્પોથી પડ્યા છે. એમ પંડીતો કહે છે.

જેવી રીતે ચેતન રૂપ કરોળિયા માંથી જેમ જડ તંતુની ઉત્પત્તિ થાય છે તેવી રીતે નિત્યપ્રબ્દ પરૂખ જડ તંતુની ઉત્પત્તિ થાય છે. તેવી રીતે નિત્યપ્રબળપરૂખ પરબ્રહ્મમાંથી પ્રવૃત્તિ માયા ઉત્પન્ન થયેલ છે. માયાના પરવશ પણાથી ચિત્તની ભાવ થયો સ્થિરતાને પામી છે. તેથી વાદીઓના મત્તમાં મનના જે નામભેદ મરે રૂપ ભેદ છે. તે શાંતિ વડે કલ્પિત છે. મલિન ચિત્તની જીવ, મત,બુદ્ધિ તથા અહંવૃત્તિ એવી સંજ્ઞા પડેલી છે. અને તે જ આ જગતમાં ચેતન ચિત્ત તથા જીવ એવી રીતે કહેવાય છે આમાં સર્વથી એકતા હોવાથી વિવાદનું કારણ નથી.

ભાવના માત્ર મન છે. સ્ફુરણ ક્રિયા રૂપ છે. અને તે ક્રિયાના સુખથી સર્વને ફળ મળે છે.

અનંત અને સર્વ શક્તિમાન માયા સબલ આત્મ તત્વનું સંકલ્પ શક્તિ વડે રચેલું જ રૂપ છે. તેને જે મન કહે છે.

આત્મા ચૈતન્ય પણાથી સદા પ્રકાશ પામે છે.

આ આખું જગત એ મન વડે વ્યાપ્ત છે. એ જગત ચૈત્યરૂપ છે. માયા મય છે. નિષ્કારણ છે. સ્થિતિ વિનાનું છે. અને વાસનાથી થતી કલ્પનાથી વ્યાકુળ છે. સ્થિતિ વિનાનું અને વાસનાથી થતી લ્પનાથી વ્યાકુળ છે. અકસ્માત --- યોગની ચૈતન્યને જ્યારે બાહ્ય કલ્પના પણું પ્રાપ્ત થાય છે. ત્યારે પર્યાયથી તેનાં મન, બુદ્ધિ, વગેરે નામ પડે છે.

પર સંવિત માયાએ કરી કલંકપણાને પામી સંકલ્પ વિકલ્પ રૂપે અનેક રૂપે થાય છે ત્યારે તેને કહે છે થયા પહેલા એક વસ્તુનો નિશ્ચય કરી પર સંવિત જ્યારે સ્થિર પણે રહે છે ત્યારે તેને બુદ્ધિ કહે છે. મીથ્યા દેહ પદાર્થમાં અન્નમાન જેરી પોતાની --- કલ્પના કરે છે ત્યારે તેને અહંકાર કહે છે. અને તેથી સંસારમાં બંધન થાય છે. એક વિષયનો ત્યાગ કરી બીજા વિષયોનું સ્મરણ કરે છે. તેથી ----- કરે છે ત્યારે તે સંવિતને રિખ્ત કહે છે. સ્ફુરણ થવું એ સંવિતનો ધર્મ છે. તેના લીધે દેશાંતરનો સંયોગ સંપાદન કરે છે. તેને કર્મ કહે છે. પરમાત્માનાં સ્વરૂપનો ત્યાગ કરી બીજી વસ્તુની કલ્પના કરે છે ત્યારે તેને કલ્પના કહે છે એક વસ્તુ પદાર્થ વ્યહિત જોયો કહે છે કે નથી --- તેને સંસ્કૃતિ કહે છે. કોઇ પણ પદાર્થની શક્તિ જ્યારે કોઇ પણ ચેષ્ય કર્યા વગર સુયંત રૂપે રહે છે તેને વાસના કહે છે. આત્મ તત્વ છે તે જ નિર્મળ છે. તેમાં પ્રપંચની પ્રતિભા ત્રસકાળમાં જેથી એન જાણવામાં આવે છે. તેને વિદ્યા કહે છે. વિવિધ પ્રકારના પદાર્થનું આશા ---- તેથી તેને સ્મૃતિ કહે છે.

તે શ્રવણ કરી સાર્થકારી અને વિચાર કરી દર્શન કરી, ભોજન કરી, સુગંધનું ગ્રહણ કરે છે અને વિચાર કરી જીવભાવે રહેલ કર્મેન્દ્રિયના સ્વામીને પરબ્રહ્મનું સ્વરૂપ અવિર્વચનીય છે અને તેનાથી તે પોતે જ ઘના પણાને પામીને મન રૂપે થાય છે. તે મન તન્મપણાની કલ્પના પૂર્વક સ્વપ્નના શરીરની પેઠે વાસનામય પુરુષાકાર થાય છે. તેમાંથી તે જ પુરુષ ઉત્પન્ન થાય છે. તેને બ્રહ્મા કહે છે. જે બ્રહ્મા છે તે મન છે. તેમને રામ તમે સમજો. આ બ્રહ્મા મન તત્વના આકારવાળા અને સર્વ કાર્ય કરવાને સમર્થ એવા બ્રહ્મ સંકલ્પ મય છે.

જે રીતે તરંગની ઉત્પત્તિ સમુદ્રમાંથી છે તેવી રીતે તે લોકમાં રહેનારા સર્વ આત્મામાં પદાર્થની ઉત્પત્તિ બ્રહ્મમાંથી છે. એ પ્રમાણે વિર્વર્ત પણાથી જગતની ઉત્પત્તિ થયેલ છ

અનંત અને સર્વ શક્તિશાળી માયા સંબલ આત્મ તત્વનું સંકલ્પ શક્તિ વડે રચેલું જે રૂપ છે તેને જ મન લીંગ દેહ કહે છે. માણસના ચિત્તનાં સંકલ્પ વિકલ્પ જે ---- આવે છે તે જ મનનું રૂપ છે. આત્મા ચૈતન્યપણાથી સર્વદા પ્રકાશ પામે છે.

આ આખું જગત એ મન વડે વ્યાપ્ત છે. મેં જગત દ્વૈત રૂપ છે. માયા મય છે. નિષ્કારણ છે. સ્થિતિ વિનાનું છે. અને વાસનાથી થતી કલ્પનાથી વ્યાકુળ છે. જે માણસ વાસનાનું જેવી રીતે આરોપણ કરે છે. તે વાસના તેવી રીતે તેને ફળ આપે છે. વાસના રૂપી ---- ક્રમ રૂપી બીજ છે. મને માનવા સ્ફુરણ રૂપી શરીર છે. અનેક પ્રકારની ક્રીયાએ શાખા છે. અને તેમાં વિચિત્ર ફળ રહેલું છે.

ગાયત્રિ ધ્યાન મંત્ર :-

૧. મુક્તા વિદ્રુ મહેમ નીલ ધવલચ્છાર્યૈ ર્મુખૈ ।।

સ્વયશ્રણૈ ર્યુક્તા મિંદું ગાયત્રિ વરદામ્‌ ।।

મયાં કુશ કુશામ્‌ શુભ્રં કપાલં ગદાં શંખા ।।

ચક્રમ ધાર વિંદ યુગલં હસ્તૈર્વહન્તિ ભજે ।।

૨. સ્રવે અત્ર સુખિન્નઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ ।।

સર્વે ભદ્રાણિ પશ્યન્તું મા કિશ્ચિંત્‌ દુઃખ માપ્નુયાત ।।

શ્રી હરયે નમઃ ।। શ્રી હરયે નમઃ ।। શ્રી હરયે નમઃ ।।

ૐ પૂર્ણમદઃ પૂર્ણ મિદં પૂર્ણાત્‌ પૂર્ણ મુદચ્યેત

પૂર્ણસ્ય પૂર્ણમાદય પૂર્ણ મેવા વશિષ્યતે ।।

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।

સ્વસ્તિનો ઇન્દ્રો વૃદ્ધપ્રશ્રનવા સ્વસ્તિ નઃપૂષા વિશ્વ વેદાઃ ।

સ્વસ્તિ નસ્તાદર્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ ।।

ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ ।।