મુન્નાભાઈ નો સર્કિટ ને પત્ર Chetna Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુન્નાભાઈ નો સર્કિટ ને પત્ર

CHETNA THAKOR

9920656360

chetna.thakor@yahoo.in

મુન્નાભાઇ, એમ.બી.બી.એસ યરવડા

પૂના,

તા. x/xx/xxxx.

પ્રિય સર્કીટ,

જેલના સેલમાંથી મુન્નાના રામ રામ,તને એમ લાગે છે કે મુન્નાને ગુજરાતી કેવી રીતે આવડી ગયુ ? યાર , અહીં બાપુ રોજ રાત્રે મળવા આવે છે અને સલાહ સૂચન આપે છે .આપણને ગુડ મેનર્સ શિખવાડે છે.અમારુ શીખવા શીખવાડવાનુ કામ કાજ ગુજરાતીમા જ ચાલે છે . યાર, પણ એનાથી પણ મોટુ આશ્ચર્ય એ છે કે અહીં બા પણ રહે છે . સવારે મારા માથે હાથ મૂકે છે અને કહે છે ,’ મુન્ના ઉઠો ,સવાર થયુ ‘ મને .પ્રાર્થના ગવડાવે છે .’ રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈશ્નવ જન તો તેને રે કહીએ “ યાર ભજન ગાવાથી મારા સ્વભાવમા ફરક પડ્યો છે.તુ કહેતો હતો કે વિનમ્રતાથી વાત કરવી .એવુ બધુ મારી સાથે થઇ રહ્યુ છે.હુ વિનમ્ર થયો છુ .વાતે વાતે માફી માંગી લઉ છુ . સોરી શબ્દ તો મારી નસોમા વહે છે.

મુમ્બઇમા તો રેડીયો વાગે ત્યારે ઉઠતો હતો ‘”ગૂડ મોર્નિંગ ................ઇંડીયા’બૂમ પાડીને પેલી રેડીયો વાળી સવારે સાત વાગે ઉઠાડતી હતી .અહીં તો બા પાંચ ,સાડા પાંચ વાગે માથે હાથ મૂકીને ઉઠાડે છે. પ્રાર્થના અને યોગા પતે ,પછી લાઇનમા ઉભા રહીને ચા, નહાવાનુ , હલકા થવાનુ ,એમ અમારી પ્રાતઃક્રિયાચાલે . આ બધાથી મારી જિંદગી બદલાઇ ગઇ છે . મને ઘરમા બધુ હાથો હાથ મળતુ હતુ. પણ અહીં રાહ જોવાથી , ધીરજ રાખવાની ટેવ પડી ગઇ છે.પણ સર્કીટ તારી કી ચેઇન બહુ યાદ આવે છે . જો મારા હાથમા અવી તો અમારા સેલનુ તાળુ ખોલવા કામ લાગત .

અહીંના જેલ સુપેરીટેંડંટ ડોક્ટર અસ્થાના જેવા કડક અને સડુ છે. વાતે વાતે એમને વહેમ આવે કે અમે કાંઇ છૂપાવી રહ્યા છીએ .કડક નિયમો પળાવે છે . અમારે રોજ કામ કરવુ પડેછે શેત્રંજી બનાવવી , પ્લાસ્ટીકની મેટસ બનાવવી , બાગ કામ કરવુ વગેરે . . યાર કામ કરવુ કોપી કરવાથી તો સહેલુ છે . આવડે એવુ કરીએ .કોપી કરવતો સેલ્ ફોન અને ઇઅરફોન્ની જરૂર પડતી હતી .પણ અહીં કામ કરતા કરતા જો આજૂ બાજૂ જોવાનો પ્રયત્ન કરીએ તો અસ્થાનાને લાગેછે કે જાણે ચોરી કરીને પેપર લખીએ છીએ.લાકડી લઇને પાછળ ઉભો જ હોય . અસ્થાના જેવો જ તકલુ પણ છે અને હસી હસીને ટેંશન દૂર કરવાનો પ્રયત્ન કરે છે . અસ્થાના અમારા જેલના સંકુલમા રહે છે અને એની દીકરીને અમે પટાવવાના હોઇએ એમ દૂર રખે છે .યાર હવે તો હુ બે બાળકનો પિતા છુ . શા માટે એની દીકરીને પટાવુ? જરા પણ વિશ્વાસ નથી રાખતો .વહેમી છે અને તુ નહી માને પણ આ અસ્થાનાની દીકરી પણ ડોક્ટર થવાની છે . જો સાચુ કહુ તો મને ડોક્ટર થવામા અને ડોક્ટર છોકરીને પરણવામા રસ નથી .હવે જ્યારે મને સારુ ગુજરાતી આવડી ગયુ છે તો વિચાર આવે છે કે અ- સ્થાન એટલે ઘર વગરનો માણસ હશે ????

સર્કીટ, તારી ભાભી અને બચ્ચાઓની ખૂબ યાદ આવે છે . તારી ગાડી કેમ ચાલે છે . ગાડી યાર ટેક્સી નહી , જિંદગીની ગાડી. આજકાલ ગુજરાતી ભાષા સાથે બાપુ સાહિત્ય પણ શિખવાડે છે અને આ બધા કેદીઓમા મને એકલાને જ બાપુ તથા બા દેખાય છે . તને ખબર છે માણસને ભગવાનમા શ્રધ્ધા હોય તો ભગવાનના દર્શન થાય એમ મને બાપુમા શ્રધ્ધા છે માટે મને જ બાપુ દેખાય છે .

હું બહાર આવુ ત્યાર બાદ આપણે બન્નેએ અમેરિકા જવાનુ છે . રાજૂભાઇ હિરાણી અને વિધુભાઇ એ કહ્યુ છે કે મુન્નાભાઇ ચલે અમેરિકાના શુટીંગ માટે તૈયાર રહેવુ . આપણે બન્ને ત્યાંશુટીંગમા જવાના છીએ . માટે પાસપોર્ટ તૈયાર રાખજે . સીધી રીતે લેજે , બે નંબરનો નહી.ખોટાકામ હવે કરવાના નથી .

અહીં આવ્યા બાદ મે આત્મચિંતન અને આત્મમંથન કર્યુ છે .અને મારી જિન્દગીમા જે બન્યુ એને માટે હુ મારી જાતને જવાબદાર માનુ છુ. મારી આસપાસ જે કેદીઓ છે તે અભાવમા જન્મ્યા, છે કોઇની પાસે પૈસા નાહતા ,કોઇ પાસે મા-બાપનો પ્રેમ ના હતો ,કોઇ પાસે ભણતર ના હતુ એટલે ગુનેગાર બન્યા પણ મારી પાસે મા અને ડેડી હતા ,એમનો પ્રેમ હતો ,. બે બહેનો હતી , પણ હુ નાનપણથી જીદ્દી હતો . મા-બાપનુ ધ્યાન ખેંચવા તોફાન કરતો ,જીદ કરતો . મને ભણવાની તક મળી તો પણ ના ભણ્યો .આ બધા માટે હુ મારી જાતને જવાબદાર ગણુ છુ . સારામિત્રો હતા અને ખરાબ પણ હતા પણ મે ખરાબ મિત્રોનો સાથ પસંદ કર્યો .બાપુ કહે છે કે આપણા દુષ્કૃત્યો માટે આપણે જ જવાબદાર છીએ. મારા માતાપિતા સામાજિક અને રાજકિય કાર્યકર્તા હતા.ફીલ્મોમા પણ એમનુ નામ હતુ અને આબરુ હતી . એમની આબરુનો પણ મે વિચાર ના કર્યો .મા મારી ભૂલોને માફ કરતી અને મને પિતાજીના મારથી બચાવતી . તેથી મને ફાવી વાગ્યુ .પણ માને મારા બગડવા માટે જવાબદાર નથી માનતો , દુનિયાની બધ્ધી માઓ એવીજ હોય છે .એમને પોતાના બાળકોના તોફાનો નિર્દોશ લાગે છે . માના ગયા પછી પણ મારી દરેક ગલતી વખતે પિતાજી મારી પડખે ઉભા રહ્યા. મને મુશ્કેલીમાથી છોડાવ્યો . મારી બહેનોની રખીની પણ મે લાજ નારાખી .એમની લાગણીઓને દુભવી . હવે જેલવાસ દરમ્યાન મન ભરીને પસ્તાવો થાય છે માટે પ્રાયશ્ચિત કરીશ. બા કહેતા હતા કે આપણી ભૂલોની કબુલાત કરવામા શરમ રાખવી નહી.

મારી સ્ત્રી મિત્રોએ પણ મને સુધારવા કોશીશ કરી હતી . મારી સાથે રી હેબ સેંટર સુધી આવી . મને સુધરવાની તક આપી .પણ બદલામા હું એમને સ્થિર જિંદગી આપી નાશક્યો એટલે એ લોકો ને બીજો વિકલ્પ શોધવો પડ્યો . એ લોકોએ કરેલા ત્યાગનો વિચાર ના કર્યો . આવા વાંકા નિર્ણયો લેવા માટે હું મારી જાતને જ જવાબદાર માનુ છુ .મારા મિત્રોએ મને સુધારવાની કોશીશ કરી પણ મે એલોકોનો સાથ છોડી દીધો અને ખરાબ મિત્રોની સાથે ચાલ્યો . માણસો પોતાના મિત્રોથી ઓળખાય છે એ હું ના સમજ્યો . અત્યારે મારા ખોટા નિર્ણયો અને ગુનાહોની સજા ભોગવુ છુ. આ સજા એ મારુ પ્રાયશ્ચિત છે . તામ્બામાંથી હું સોનુ બનીને નીકળીશ. જિંદગીની દરેક પરીક્ષા પાસ કરીશ. મારી સાથે બાપુ છે.એ મને સચ્ચાઇ, સત્ય અને અહિંસાનો માર્ગ બતાવે છે . હું મારામારી કરતો નથી , ગાળ બોલતો નથી ,સુધરી ગયો છુ. તુ પણ સુધરી જજે . મારા જેવો જેંટલમેન થજે . આત્મખોજ અને આત્મમંથન કરજે . હું તને સાચી રાહ બતાવીશ .

બોલે તો કૃશ્ન ભગવાન પણ જેલમા જન્મ્યા હતા .એ બધાનો મારા ઉપર હાથ હોય એમ મને લાગે છે. શ્રધ્ધાનો સવાલ છે .હું તો ધાર્મિક થઇ ગયો છુ એમ લાગે છે . ભજન , યોગા , ચિંતન એ બધાથી જ મારા સ્વભાવમા બદલાવ આવ્યો છે . જોયુ , અડધી જિંદગી પતી ત્યારબાદ આટલી અક્કલ આવી છે પણ મારા બાળકોને એક સારા નાગરિક બનાવીશ , ભણાવીશ, સારા સંસ્કાર આપીશ.

ગાન્ધીજીનુ સપનુ હતુ કે બધા ધર્મના લોકો એકતાથી રહે . હું પણ એકતા માટે કામ કરીશ . પેલી તુશાર કપુરની બહેન એકતા નહી . એકતા એટલે હળીમળીને , ભેદભાવ વગર રહેવુ એમ બાપુ કહે છે .રેંટિયો ચલાવીશ . રેંટિયો ચલાવવો એટલે ગામના નાના ઉદ્યોગોને પ્રેરણા આપવી . યાર પૈસા તો ખૂબ કમાયો હવે સમાજ માટે કામ કરીશ. મારા પિતાજી અને મારી મા લોકોની ઉન્નતિ માટે કામ કરતા હત ત્યારે મને લાગતુ હતુ કે પૈસા અને સમયનો વ્યય થઇ રહ્યો છે . પણ અહીં સામાન્ય લોકોની વચ્ચે રહીને સમાજ સેવાના વિચારો આવે છે . એ લોકોના બાળકો પૈસા વગર કેવી રીતે ભણશે ? મે નક્કી કર્યુ છે કે એક શાળા અહીં જેલમા જ ખોલવી જેથી કેદી ભાઇ બહેનો તથા એના બાળકો બધા જ લાભ લે અને સારા નાગરિક બને .

ચાલ ત્યારે બહાર આવુ ત્યાં સુધીમા પાસપોર્ટ કરાવીને તૈયાર રહેજે . એકદમ જેંટલમેન થવાનુ છે ,યાદ રાખજે . રાત્રે તારા કેસની બાપુ સાથે બેસીને ચર્ચા કરીશ .અને તને રસ્તો બતાવીશ . રાત્રે જાગીને પત્ર લખવાની રજા નથી . લાઇટ વહેલા બંધ થાય છે પણ બાપુને જોવા મારે લાઇટની જરૂર નથી . મારા અંતરમા અને મનમા વસે છે

લી. મુન્નાના રામ રામ .(બાપુએ રામ રામ બોલવાનુ કહ્યુ છે )