Diyarvatu.. books and stories free download online pdf in Gujarati

દિયરવટુ….

દિયરવટુ….

કેટલાક દિવસો પહેલા દીપકને ગંભીર અકસ્માત થયેલો. બંને પગે ફ્રેકચર. કરોડમાં ખાસ્સી ઈજા હતી. જમણા હાથની કોણી પ્લાસ્ટરને લીધે અને બીજા હાથની બેઠા મારને લીધે વાળવી અશક્ય હતી. ગળામાં પટ્ટો આવેલો કેટલાક સમય માટે. હેલ્મેટને લીધે ચહેરા સિવાય આખું શરીર ઈજાના સામ્રાજ્યમાં હતું. ૧૬ દિવસ પછી હોસ્પીટલમાંથી આજે રજા મળી હતી. ઘરમાં કેટલીક વ્યવસ્થા કરવાની તાકીદ ડોકટરે આપેલી. ખાસ તો એને સીધા સુવાની અને રૂમમાંથી બહાર આવવાની પરવાનગી નોહતી.

ફૂલ ટાઈમ નર્સ સિવાયની બધી સગવડ માટે દીપકના મમ્મી રાજી હતા. જીજ્ઞાને હતું કે નર્સ વગર તો નહી જ ચાલે પણ હમ્મેશની જેમ દીપકના પિતા એના પક્ષમાં જયારે મમ્મી વિરુદ્ધમાં હતા. જો કે સ્ત્રી સહજ ઈર્ષા અને સાસુ સહજ મહેણાંથી જીજ્ઞા ટેવાઈ ચુકી હતી. પતિ અને સસરાના સપોર્ટને લીધે PHD થયેલી જોબ કરતી પ્રોફેસર વહુ જીજ્ઞા પરમાર સામે સાસુની અભણ પીપુડી ખાસ વાગતી નોહતી. મનોમન ધૂંધવાયેલી રહેતી સાસુમાની અંધશ્રદ્ધા કહેતી હતી કે જીજ્ઞા કાળમુખી હતી. નર્સ સાથે મળી મારા છોકરાને ભરખી જશે. અને એ જ કારણે જીજ્ઞાને ઘર સાચવવા કહી ખુદ હોસ્પીટલમાં દિવસ-રાત દીકરા પાસે રોકાયેલા. સ્પોન્જીંગ માટે નર્સ આવે એટલો સમય પણ એમને દીકરાને એકલો મુકવો કઠતું હતું. જોકે હોસ્પિટલ,ઘર અને કોલેજ સચવાઈ જશે એમ વિચારી જીજ્ઞા રાજી હતી.

પરંતુ એક જ દિવસના કામના ભારણ પરથી એને અંદાજ આવી ચુકેલો કે સાસુનો નર્સ ન રાખવાનો નિર્ણય સાવ ખોટો હતો. પોતાના ચાર વર્ષના દીકરાની જાળવણી, ઘરકામ, પ્રોફેસરની નોકરી, રસોઈ, સાસુના ટોણા, સસરાનો સમય સાચવવાનો, જેવી દૈનિક થકવી દેનારી ફરજ ઉપરાંત દીપકની સંભાળ, ખબર કાઢવા આવનર મહેમાનો….. ઓફફ્ફ્ફ્ફ ઘરમાં બે નોકર અને એક રસોઈ વાળી હોવા છતાં જીજ્ઞા બધું સાચવી શકી નોહતી. સાસુ એને હેરાન કેમ કરે છે એને આજ દિન સુધી સમજાયું નોહ્તું. ક્યોકી સાસભી કભી બહુ થી….. પારકી જણીને સતાવવામાં આનંદ આવતો હશે એ વાત એનું ભણેલું દિમાગ અને ગણેલું દિલ સમજવા તૈયાર નોહ્તું. વાસ્તવમાં પાંચ વર્ષથી એ આટલું શું કામ સહન કરતી હતી?! એને ખુદને પોતાની જાત રહસ્યમય લાગતી હતી.

તે જેમ તેમ કરી બધું પતાવી પોતાના રૂમમાં આવી સીધી બેડ પર ફસડાઈ પડી. પાંચેક મિનીટ આંખ બંધ રાખી સુતા સુતા જ દીપકને પૂછ્યું. : કઈ જોઈએ છે?”

“ઇટ્સ ઓકે, તમે આરામ કરો. ઉઠો ત્યારે પાણી આપજો….. હાલ જરૂર નથી” દીપક ટીવી પર ચેનલ બદલતા, અવાજ 'મ્યુટ' કરતા બોલ્યો.

“સુઈ જઈશ પછી સવારે ઉઠીશ… ચાલશે?” જીજ્ઞાની આંખો હજી બંધ હતી.

“હા ચાલશે… કહ્યુંને જરૂર નથી”

“તને તો મારી જ જરૂર નથી, પાણીની ક્યાંથી હોય!” નિસાસો નાખી થાકેલા શરીરે કણસતી જીજ્ઞા ઉઠી. દીપકને પાણી આપ્યું. ડ્રોઅરમાંથી શરીરના દુખાવા માટેની ગોળી કાઢી પોતે લીધી.

કબાટમાંથી પોતાને માટે નાઈટ ડ્રેસ કાઢતા એણે ત્રાંસી આંખે દીપકને અસ્વસ્થ થતા જોઈ લીધો. એના હોઠ મલકાઈ ઉઠ્યા. કટાક્ષમાં અલબત્ત. બેડની પાછળ આવેલા ચેન્જીગ રૂમમાં જતા પહેલા બેડની બરોબર સામે આવેલા આખ્ખા કદના અરીસા પરથી પરદા હટાવતી ગઈ. ચેન્જીંગ રૂમનો દરવાજો પણ ખુલ્લો જ રાખ્યો.

“આ કર્ટેન કેમ હટાવ્યા? અને દરવાજો બંધ કરો પ્લીઝ…” દીપક શક્ય એટલો ગુસ્સો કાબુમાં રાખી બોલ્યો.

“ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન. આ રૂમ મારો છે. અહી હું જીજ્ઞા તરીકે જીવી શકું છું. એટલીસ્ટ. અને કેમ? અહી મને કોણ જોવાનું છે!” જીજ્ઞા દીપકને ઉશ્કેરી રહી.

“આજે હું રૂમમાં છું.” હજી દીપકનો અવાજ ઉંચો હતો.

“ઓહ્હ! સો મિસ્ટર દીપક પરમાર, માય કરંટ હસબંડ ઈઝ ઇન માય. સોરી, ઇન અવર બેડરૂમ! સો ગ્લેડ ફોર” જીજ્ઞા પીઠ ફેરવી એના અવાજને અવગણી સાડી ઉતારી રહી.

“પ્લીઝ જીજ્ઞા… ક્લોઝ ધ ડોર” દીપક પ્રયત્ન પૂર્વક નીચું જોઈ રહ્યો. છતાં એનાથી સામેની દીવાલ પર મઢેલા અરીસા તરફ જોવાઈ જતું. જેમાંથી જીજ્ઞાની દરેક હરકતો જોઈ શકાતી.

“ઓહ્હ વાઉ! તે આજે મને નામથી સંબોધી.. થેન્ક્સ અ લોટ!” જીજ્ઞાએ મિરરમાંથી દીપકને જોયો. એણે પોતાનો ચહેરો રજાઈમાં છુપાવી દીધેલો. હારીને જીજ્ઞાએ રૂમનો દરવાજો બંધ કર્યો. પછાડીને. શક્ય એટલા વેગથી દીપકનો ગુસ્સો એ દરવાજા ઉપર ઉતારી દીધો. કપડા બદલી એ બેડ પર આવી.

આજે દીપક એની જોડે હતો. એક જ બેડ પર. જાગતો. કશુંક વિચાર્યું અને એ ફરીથી બેઠી થઇ. દીપકની લગોલગ, આંખમાં આંખ પરોવી એ બોલી “દીપક, મારે કેટલાક જવાબ જોઈએ છે….. આપીશ?”

“શક્ય હશે ત્યાં સુધી … પાક્કું” દીપક ઉચ્ચાટ ભરેલી શાંતિથી બોલ્યો.

“તું યશ પાસે કેમ સુએ છે રોજ?”

“એ મને ગમે છે. યશને પણ મારા વિના ઊંઘ નથી આવતી”

“યશ ૧૭ દિવસથી એકલો જ સુએ છે. સારી રીતે.”

“ઓહ્હ ગ્રેટ.. ચાલો એ મોટો થઇ રહ્યો છે.”

“અને તારી માના ટોણા મારે સહેવાના? હું તને જોડે નથી આવવા દેતી! વાહ્હ.”

“એવું તો કઈ નથી” દીપક ગુનેગારની જેમ નીચું જોઈ રહ્યો.

“તો જા. જઈને કહી દે તારી મા ને કે હું જ તારી વહુને અડતો નથી. એટલે હવે એની જોડે મારા છોકરા નાં માંગીશ

“આઈ નો. બટ મમ્મીનો સ્વભાવ તમે જાણો છો……………… ભાભી”

“નાલાયક. ગુસ્સોના લેવડાવ. હવે હું તારી ભાભી નથી. તારી પત્ની છું.”

“એ વાસ્તવિકતા હું સ્વીકારી નથી શક્યો……….. હજી”

“તો જખ મારવા દિયરવટુ કરેલું??”

દીપક પાસે કોઈ જવાબ નોહ્તો. હંમેશની જેમ. જીજ્ઞા પડખું ફેરવી ગઈ હંમેશની જેમ. ડુસકા ભરતી. નિરુત્તર. રડતી આંખો સવારે ઉઠી ત્યારે સૂજેલી હતી. દીપક ઉપર પંખાને ફરતો જોઈ રહ્યો હતો. એની છાતી ઉપર એક ચિઠ્ઠી પડેલી હતી.

"ચલો લખ્યું તો ખરું" જીજ્ઞાએ ચિઠ્ઠી ઉપાડી. પણ આ શું? કાગળ સાવ કોરો હતો! દીપકના માનસપટ જેવો. કોરો ધાક્કોર. પ્રશ્નાર્થ ભરી આંખે દીપક સામે જોયું. "આઈ કાન્ટ રાઈટ. મોબાઈલ પણ દુર હતો." દીપકના નબળા જવાબ પછી જીજ્ઞાને યાદ આવ્યું કે એના જમણા હાથ અને બંને પગે પ્લાસ્ટર છે. એ હસી. એમ જ. કટાક્ષ ભર્યું.

દસેક મીનીટમાં એ થોડીક ફ્રેશ થઇ દીપક પાસે આવી એની સંભાળ લેવા લાગી. દીપકને પાછળથી પકડીને બેઠો કર્યો ત્યારે બંનેના હોઠ તદ્દન પાસ પાસે હતા. જીજ્ઞા વધારે પાસે ગઈ. પ્રયત્નપૂર્વક. દીપક પાછળ હટી ગયો. પોતાનો ગુસ્સો દબાવીને એ બોલી. "ઓકે... બસ એટલું કહી દે ક્યાં સુધી?" બંને ચહેરા એકાદ ઇંચ જેટલા અંતરે હતા. સામસામે. જીજ્ઞા.દીપક પર ઝુકેલી હતી. ઊંડી નેક લાઈન ધરાવતા અધખુલ્લા નાઈટ ડ્રેસમાં જીજ્ઞા અત્યારે સાંગોપાંગ મેનકા લાગી રહી હતી. ચાર વર્ષના દીકરાની મા હોવા છતાં અત્યારે એ દીપક તો શું કોઈ પણ ઋષિમુનીનું તપ ભંગ કરી શકે એટલી કામુક જણાતી હતી..

પરંતુ દીપકનો જવાબ ફરીથી સાવ ઠંડો આવ્યો. "બપોરે કોલેજથી પાછા આવો ત્યાં સુધી. તમારા જવાબ તમને મળી જાય પછી તમે નક્કી કરશો તેમ" કહી દીપકે ચહેરો ફેરવી લીધો. જીજ્ઞા ઉભી થઇ ગઈ. અહી એનું સ્વમાન ફરીથી ઘવાયું હતું. ટેબલ પર પડેલો મોબાઈલ દીપક તરફ ફેંકી એ રૂમની બહાર નીકળી ગઈ. ઘરકામ પતાવ્યું. યશને ડે-સ્કુલ રવાના કર્યા પછી ખુદ કોલેજ જવા નીકળી ગઈ. જો કે મન ઘરે અટવાયેલું હતું. ક્યાય લાગ્યું નહિ.

બપોરે ૧૨ વાગે દીપકનો મેસેજ આવ્યો. "યોર આન્સર ઈઝ સ્ટોર્ડ ઇન માય મોબાઈલ. પ્લીઝ લીસર્ન વ્હેન યુ કમ બેક" 'જવાબ મેસેજમાં કેમ મોકલ્યો નહી હોય? સરપ્રાઈઝ જેવુ તો નહિ હોય ને? શું ખબર?' મંગળવારે એના બે જ ક્લાસ હતા. વધારાના ક્લાસ ગુપચાવી એ વ્હેલી ઘરે આવે ગઈ.

ઉતાવળે ઘરમાં દાખલ થઇ ત્યારે ઘરમાં મંજુ સિવાય કોઈ નોહ્તું. "બધા ક્યાં ગયા મંજુ?" મંજુ પાણી લઇ આવી. સાથે દીપકનો મોબાઈલ. "બા-દાદા મોટા અંબાજી ગયા છે માનતા પૂરી કરવા. રાત્રે આવશે. સાહેબે મોબાઈલ તમને આપવા કહ્યું છે. સુતા છે. ડીસ્ટર્બ કરવાની નાં પાડી છે." જીજ્ઞાને મેસેજ સાંભળ્યા વગર અંદર જવું કઠયું નહિ. 'દીપકે અંદરથી કેમ લોક કર્યું હશે? ઉભા થઈને? શું ખબર?' "ઓકે તું તારું કામ કર." મંજુને વિદાય કરી એ ડ્રોઈંગ રૂમના સોફા પર બેઠી. અર્ધો ગ્લાસ પાણી પીધું અને મેસેજ પ્લે કર્યો.

"ભાભી. સોરી. જીજ્ઞા. સોરી. તમારી... આઈ મીન તારી લાઈફના ચાર વર્ષ બગાડવા બદલ. તને રિસ્પોન્સ ન આપવા બદલ. તારી આ દશાનો હું અને માત્ર હું જ જવાબદાર છું. સોરી કહેવાથી ગુન્હો મટી જતો નથી. પરંતુ કદાચ કબુલાત પછી ઓછો જરૂર થતો હોય છે.યેસ, કબુલાત. આજે મારે કેટલીક કબુલાત કરવાની છે. સૌથી પ્રથમ એક પત્ની તરીકેનો તારો સવાલ "હું તને ગમતી નથી?" ના, એવું નથી જીજ્ઞા. ઉલ્ટાનું મને તારા સિવાય કોઈ જ ગમતું નથી. એને ચાહવું કહી શકાય? કદાચ. તમને.... સોરી તને ભાઈ માટે જોવા, પસંદ કરવા અમે આવેલા ત્યારથી તું મને પસંદ હતી. લવ એટ ફર્સ્ટ સાઈટ? મે બી. બટ તું ભાઈને પણ ગમી ગઈ. એઝ ઓફ યુ. તું તો કોઈને પણ ગમી જ જાય. અન ફોર્ચ્યુંનેટલી તને ભાઈ ગમી ગયો અને મારો છેદ ઉડી ગયો. એ દિવસે મને મારો જન્મ ૨.૩૦ મિનીટ મોડો કેમ થયો એ વાત ઉપર ખુબ ગુસ્સો આવેલો.

પછી મારી સગાઇ થઇ. માનસી. મારી ફીયાન્સીને તું એકાદ બે વાર મળેલી. હું એનામાં તને શોધતો. અને નિષ્ફળ જતો. તારો સ્વભાવ તારું ફિગર. મારાથી ન છૂટકે માનસી અને જીજ્ઞાનું કમ્પેરીઝન થઇ જતું. જેમાં માનસી હારી જતી. માનસી ગમતી નથી કારણ ધરી અંતે મેં સગાઇ ફોક કરાવી. વાસ્તવમાં મને જીજ્ઞા ગમે છે એ હું કોઈને કહી શક્યો નહોતો. કહ્યું હોત તો કદાચ...... તારા અને ભાઈના લગ્ન પછી પણ હું તને ચાહતો રહ્યો હતો. ઇવન વધારે. હા, આજે કહું છું આઈ લવ યુ જીજ્ઞા."

જીજ્ઞાએ હસીને મેસેજ સ્ટોપ કર્યો. 'હેપી એન્ડીંગ. ચાર વર્ષે બાવો બોલ્યો તો ખરો. હું પહેલ કરું છું છોકરી થઈને છતાં............ એ કેટલું શરમાય છે! યશ હવે મોટો થઇ રહ્યો છે. અને એની સામે નોર્મલ થવા માટે અમારે એકાંતમાં નોર્મલ થવું જ પડશે.' ગ્લાસમાં વધેલું પાણી પી એને મેસેજ આગળ પ્લે કર્યો.

"હવે મૂળ વાત. તમારા લગ્ન પછી એક વાર ભાઈએ મને એનો મોબાઈલ રીપેરીંગમાં આપવા કહેલું. હું તો આપી દેત સીધો રીપેરીંગમાં બટ ભાઈનો ફેકટરીએથી ફોન આવેલો કે રીપેરીંગમાં આપતા પહેલા ચેક કરી લેજે. કદાચ મારા નામનું ફોલ્ડર રહી ગયું છે એ ડીલીટ મારી દેજે........... જોયા વગર. હું સમજી ગયો. ઓફ્ફ્ફ્ફ. સોરી ટૂ સે બટ મેં એ ફોલ્ડર ડીલીટ મારતા પહેલા બીજે સેવ કરી લીધેલું. જેમાં તારી અને ભાઈની કલીપીંગ્સ હતી. એકાંતમાં હું એ જોતો રહેતો. અને ભાઈના સ્થાને ખુદને કલ્પતો રહેતો. જીજ્ઞા.. મને તારું હદ વગરનું ઓબ્શેશન થઇ ગયેલું. હું તને ગાંડાની જેમ ચાહવા લાગેલો. તે મારા દિલો દિમાગ ઉપર જાણે કબજો જમાવી દીધેલો. ભાઈના ગયા પછી, તું પ્રેગનેન્ટ હોવા છતાં મે મમ્મીને દિયરવટુ માટે સમજાવેલી."

જીજ્ઞાથી બંને હાથ પોતાના ચહેરા પર દેવાઈ ગયા. શરમ આવી ગઈ જાત ઉપર. મોબાઈલ પડી ગયો અને મેસેજ સ્ટોપ થઇ ગયો. 'છી.... આટલી ગંદી માનસિકતા? આવી નીચતા? પોતાના ભાઈ અને ભાભીની............ ઓફફ્ફ્ફ્ફ મને કેવી કેવી દશામાં જોઈ હશે એણે?' ઉપર જોઈ એ બોલી, "દીવ્યેશ તને હું નાં પાડતી છતાં તું કાય્યમ કલીપીંગ્સ ઉતારતો. કહેતો કે 'બકા, ફેકટરીએ તારી યાદ આવશે ત્યારે કામ લાગશે.' જો આ તારા ભાઈને કેવી કામ લાગી તે!" એણે દીપક હતો એ રૂમ તરફ નફરતથી જોયું. દીપકને ઠમઠોરવાએ ઉભી થવા ગઈ. અચાનક યાદ આવ્યું. 'આ બધું તો એની ફેવરમાં હતું. મને ન જણાવત તો શું ફેર પડ્યો હોત? મારું ઓબ્શેશન હતું છતાં હજી મને અડતો કેમ નથી? મેસેજમાં હજી કેટલા બોમ્બ હશે?' ફટાફટ મોબાઈલ ઉપડી મેસેજ ફરીથી પ્લે કર્યો.

"હવે છેલ્લી અને અગત્યની કબુલાત. તારા ગાંડપણમાં હું ભાઈ સાથે અન્યાય કરી બેઠો. કેટ કેટલી જગ્યાએ દોર ધાગા કરાવ્યા. ભાઈ ઉપર મેલી વિદ્યાના પ્રયોગો કરાવ્યા. કેમ કરી એ તને છોડે છે? ભાઈ બીમાર રહેવા લાગ્યો. પણ તમને છુટા ન કરી શક્યો. કશું ય કારગત ન નીવડ્યું. મેં હારીને હથિયાર હેઠા મૂકી દીધા. ઘરે આવવું ગમતું નોહ્તું. હું પીવા લાગેલો. ભાઈને મારી ચિંતા હતી, અનેક વાર ટોકેલો પણ હું એમને ગણકારતો નોહ્તો. અંતે તારા પ્રેગનેન્ટ હોવાના સમાચાર આવ્યા. ભાઈ ખુબ ખુશ હતા. એ દિવસે હું જ્યાં પીવા બેઠેલો ત્યાં ભાઈ મને શોધતા આવી ચડેલા. મને રોકવા અને તારા સમાચાર આપવા. મેં એમને પીવા બેસાડી દીધા. જોડિયા, ખાલી ૨.૩૦ મિનીટ નાના ભાઈનો આગ્રહ એ ટાળી નોહતા શક્યા. જીંદગીમાં પહેલી વાર એમને દારૂ ચાખેલો. અને મેં એમને ફોર્સ કરી કરી ગજા બહારનો પીવડાવી દીધેલો. મેં પણ. હું મારા હોશમાં નોહ્તો. મેં એમને આ બધી વાત કહી દીધેલી. "માફ કરજો ભાઈ, હું ભાઈ ન બની શક્યો" ભાઈ એ ત્યારે માત્ર એક નાનકડું સ્માઈલ આપેલું. અમે ખુબ વ્હાલ ભર્યું ભેટેલા. રડેલા. મને હતું કે મારા પાપ ધોવાઈ રહ્યા છે. હું ઓવર ડોઝને લીધે બેહોશ હતો? કે પ્રાય્ષિતમાં? ખબર નહી. બીજે દિવસે સવારે તો મેસેજ હતા કે ભાઈ...............

આઈ ગીલ્ટ જીજ્ઞા. હું દોષી છું. તારો. દિવ્યેશભાઈનો. તમારા દીકરા યશનો. એ બિચારો કારણ વગર એના બાપને ખોઈ બેઠો. મેં શક્ય હોય ત્યાં સુધી એના બાપ બનવાનો પ્રયત્ન કર્યો. કયા મોઢે તારી પાસે આવું? તને પ્રેમ કરું? તારો ચહેરો મને કશું ભૂલવા દેતો નથી જીજ્ઞા. આઈ કાન્ટ ફેસ યુ. એટલે જ............. હું જાઉં છું. આ મેસેજ તને મળશે ત્યારે તો કદાચ..."

જીજ્ઞા મોબાઈલ ફેંકીને સીધી રૂમ તરફ ભાગી. બીજી ચાવીથી દરવાજો ખોલ્યો....................

ચોથે દિવસે સવારે મંજુ હોસ્પીટલમાં ગઈ. દીપકનું ટીફીન અને એનો મોબાઈલ આપતા કહ્યું. "સાહેબ, ભાભીએ આ તમને આપવાનું કહ્યું છે" મંજુના ગયા પછી તરત જ જીજ્ઞાનો વોઈસ મેસેજ બ્લીંક થયો.

"વેલ કમ બેક દીપક. તને હું ફરીથી મૃત્યુ પાસેથી ખેંચી લાવી. કોન્ગ્રેટ્સ. પણ તું સમજ કે તું મરી ચુક્યો છું. અને આ નવી જિંદગી જે મેં તને આપી છે એ મારી છે. હું તને ઈચ્છું એમ જીવાડીશ. હું ધારત તો તને એમ જ.... પડતો મૂકી તને મરવા દીધો હોત. પરંતુ મારા એક ગુસ્સાની સામે ત્રણ કારણો હતા તને બચાવવાના. એક તો મૃત્યુ એ તારી સૌથી સરળ સજા ગણાત. તારી મમ્મીની મને ઝાજી ફિકર નથી. એ વધુ એક વાર મારા માથે કાળમુખીનું લેબલ મારી દેત. ચાલત પણ મારો દીકરો અને તારા પપ્પા... તને બચાવવાનું બીજું કારણ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ત્રીજું કારણ. તે આ બધું મને જણાવ્યું. લટકામાં મારું થેન્ક્સ ગીફ્ટ તરીકે.

હા, તું ગુન્હેગાર છું. મારો. મારા દીવ્યેશનો. અમારા યશનો. હું તને કેરીંગ પર્સન તરીકે જોતી હતી. મારા દીકરાનું જતન કરતો ત્યારે તું સારો લાગતો. & આઈ ફિલ કે તું મને ડિઝર્વ કરે છે. મેં તારી જોડે આવવાના પ્રયત્નો એટલે જ કરેલા. એટલીસ્ટ મારા દીકરા સામે તો આપણે નોર્મલ પતિ-પત્ની બની રહેવું જોઈએ જેના પ્રયત્નો હું એકાંતમાં પણ કરતી. બાકી દિવ્યેશ મને એટલું આપી ગયો છે કે સાત જન્મો સુધી બીજા કોઈની જરૂર પડશે નહિ. જે તે જોયું જ છે સાલા લંપટ. મારી સેક્સ ભૂખ દિવ્યેશ સાથે ચાલી ગઈ દીપક. છતાં, હું મારું સ્વમાન નેવે મુકીને, દીવ્યેશને એક સંભારણા તરીકે સાચવીને આગળ વધવા માંગતી હતી. તને સાથ આપવા માંગતી હતી જસ્ટ ફોર યશ. ઓન્લી ફોર હિમ.

સો નાઉ મી. દીપક પરમાર. યોર ન્યુ ઇનિંગ્સ ઈઝ સ્ટાર્ટ. ટીલ નાઉ માઈ લાઈફ ઈઝ હેલ. બટ નાઉ યોર ઈઝ ધ બીટરેસ્ટ વન. પોલીસની નજરે ભલે તું નિર્દોષ રહ્યો, પણ મારા માટે તો તું દીવ્યેશનો ખૂની છું. & આઈ સ્વેર દીપક, હું તને મરવા નહિ દઉં. જીવીશ ત્યાં સુધી તારે મને સહન કરવી પડશે. ત્હે તારી વિકૃતિ બતાવી દીધી. કરવાનું કરી ચુક્યો તું. હવે હું, એક સ્ત્રીની વિકૃતિ બતાવીશ. & આઈ બેટ યુ. તું એ જીરવી નહિ શકે. "

અને દીપક મોબાઈલ સ્ક્રીન બદલાતા જોઈ રહ્યો.

~એજ તન્વય..!

ફોટો કર્ટસી : http://www.reflexionesparati.org/5-minutos/

બીજા રસપ્રદ વિકલ્પો