ગુજરાતી કવિતા સ્પર્ધા - માઁ MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતી કવિતા સ્પર્ધા - માઁ

ગુજરાતી કવિતા સ્પર્ધા

ર્માં

Sponsored by




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


માં

ડ્ઢટ્ઠજિરૈંટ્ઠ મ્. જીરટ્ઠર

ઙ્ઘહ્વજરટ્ઠર૨૦૦૧જ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ ઼ ૯૮૨૪૨૩૬૬૮૪

સુખ દુઃખ માં સદાયે હસતી રહેતી માં ,

રાત દિવસ સદાયે હસતી રહેતી માં .

ભીને સૂઇ સુકે સુવાડે, લાડ લડાવે ,

બારે માસ સદાયે હસતી રહેતી માં .

તારા વિના મારી શું હસ્તી જ્ગમાં ,

સવારે સાંજે સદાયે હસતી રહેતી માં .

તું છે તો જીવન છે હર્યુ ભર્યુ મારૂં ,

ટાઠ તડકે સદાયે હસતી રહેતી માં .

જીવન ધન્ય થઇ ગયું તારા લીધે ,

પૂનમ અમાસે સદાયે હસતી રહેતી માં .

કરોડો શિક્ષકો તેની તોલે ના આવે ,

રિસાતી મનાવતી સદાયે હસતી રહેતી માં .

હું રડું તે પણ રડે મારી સંગાથે ,

ઊપર નીચે સદાયે હસતી રહેતી માં .

ભગવાને મોકલી છે તેની બદલીમા,

ઘર બહાર સદાયે હસતી રહેતી માં .

તારા ચરણોમાં છે મારૂં સ્થાન હંમેશા ,

મારી સામે સદાયે હસતી રહેતી માં .

તારા ખોળામાં છે સ્વર્ગ ના સુખો બધા ,

બનાવટી ગુસ્સામાં સદાયે હસતી રહેતી માં .

મારા હદયની ધડકનો તેના શ્વાસમાં ,

ભૂલ ચૂક્માં સદાયે હસતી રહેતી માં .

વગર માગે હાજર કરતી મારી જરૂરિયાતો ,

દોસ્ત બની સદાયે હસતી રહેતી માં .

“સખી”

મને લેવાને...

સુલતાન સિંહ ‘જીવન’

ર્ટ્ઠિજેઙ્મંટ્ઠહજૈહખ્તરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એક વાર માત્ર વિચાર આવે,

કદાચ તારીખો અને,

મનીઓર્ડર સમયાંતરે,

કેમ પણ નથી આવતો,

દીકરા તુજ અહી,

મને લેવાને...

ધ્રૂજી ઉઠે છે રૂદિયુંને આ,

વૃદ્ધાશ્રમની દીવાલો,

શા માટે ? ભુલાઈ ?

માની યાદો બેટા,

ક્યારેક તો આવીશ ને તું,

મને લેવાને...

લગ્ન પછી તું કેમ આમ,

અચાનક બદલાયો,

તારાજ પરિણામે હું,

માં તરીકે ઓળખાઈને ?

તોય કેમ ના આવ્યો તું,

મને લેવાને...

નવ મહિના અને બાકીના,

સત્તર વર્ષો ભલેને,

ભુલાઈ ગયા તારાથી,

બસ યાદ કરજે આજ,

લખને ક્યારે આવીશ તું ?

મને લેવાને...

કોઈ ખૂણે પડી રહીશ હું,

દીકરા તારા ઘરમાં,

ભલે હેત ભૂલાય મારા,

તારા મનથી પણ,

યાદ કરીનેય આવને આજ,

મને લેવાને...

મા

દ્ગૈંટ્ઠ જીરટ્ઠર

હૈંટ્ઠજરટ્ઠર૧૯૫૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એનું જીવન એટલે નિબંધ નહિ

પ્રત્યેક દિવસોના પેરેગ્રાફ માં

વહેંચાયેલી આત્મકથા....

વેદનાનું વ્હાલમાં રૂપાંતર કરે

અને આપણાં શ્વાસ એટલે

એના મૂળને ઉગેલા ફૂલ

એ બધા ની છે પણ

એનું કોઈ નથી...

’માં’ એટલે થાકનું વિરામ

’માં’ એટલે જીવતરનો આરામ

મમ્મીને હગ એટલે ઈશ્વરને પ્રણામ

આફતો સામે લડવાનો શ્રીયંત્ર

આપના દુઃખોનું ફિલ્ટર

આપના સુખોનું પોસ્ટર

આપની ભૂલો પર ભભૂકતો ગુસ્સો

આપણી ભૂલોને છાવરતો જુસ્સો

બાળકની પહેલી રેફરેન્સ બુક

અન્લીમીટેડ લવ

શિયાળાની હુંફ

ઉનાળાની ઠંડક

વરસતું વ્હાલ

બે સંતાનો વચ્ચેના અબોલા ની

મૌન વેદના તેની આંખોમાં વંચાય

રક્ષાબંધન ના દિવસે જયારે

બહેન ભાઈ ને રાખડી બાંધે ત્યારે

ભૂતકાળ ચડડી ને ફ્રોક પહેરીને

સજળ આંખે ઉડાઉડ કરે છે...

ત્યારે ખીલેલા ચહેરામાં તમને

ઈશ ની અનુભૂતિ થશે...!

જાણે કહેતી હશે કે જોયું

મારૂં ક્રીએશન....!

સંતાનો જીવન ના મધ્યમાં હોય

પ્રભુને એક અગરબત્તી વધારે કરે

ઘરના ખુણાનું એકાંત પોતીકું લાગે

જયારે જયારે પાડોશી સાથે વાત કરે

આંખમાં અનોખી ખુમારીભરી ચમક સાથે

સંતાનોની પ્રગતિના સમાચાર

એની વાત ની ’’હેડલાઈન’’ હોય...

એ ઘર ના મંદિર ની ધજા છે,

ત્રણ-ત્રણ પેઢીઓ નો સમન્વય નિભાવે છે

કૌટુંબિક માળાના મણકા પરોવીને સજાવે છે

આપણે કોરી આંખે રડીએ ત્યારે

પાલવ તો તેનો જ ભીંજાય છે

એના વિષે મૌન રહી શકાતું નથી

ને બોલવામાં ગોથું ખાઈએ છીએ

આપણે એને ક્યાં રાખીએ છીએ?

એ જ આપણ ને રાખે છે...

આંખ સામે ઘરડી થાય છે

કશું જ નથી આપી શકતા

જયારે ખબર પડે છે

જયારે સમજાય છે ...

ત્યારે...???

ખુબ મોડું થઇ ગયું હોય છે...!!!

પ્રશાંત સોમાણી

ર્જદ્બટ્ઠહૈટ્ઠિજરટ્ઠહં૧૧૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૭૪૦૫૧૩૭૦૦૧

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

જાગે સમય પ્હેલાં,પછી બા ક્યાં રિટાયર થાય છે?

ઘર એજ તેની બંદગી, બા ક્યાં રિટાયર થાય છે?

ઠંડીમાં આપે હુંફ તે, તડકે તે આપે છાંયડો,

વરસાદમાં છત્રી થતી, બા ક્યાં રિટાયર થાય છે?

આ આંખની બે પાંપણો પાછળ ઉગે ઈચ્છા, છતાં,

દિલમાં દબાવી રાખતી,બા ક્યાં રિટાયર થાય છે?

જાણે બધું, સમજે બધું, બોલ્યા વગર વેઠે બધું,

ને દર્દ રાખે ખાનગી, બા ક્યાં રિટાયર થાય છે?

હસતા મુખે, ઘરના બધાને રોજ રાજી રાખવા,

ખર્ચે છે સઘળી જીંદગી, બા ક્યાં રિટાયર થાય છે?

લીમડાનો મોર મારી મા

ૐટ્ઠિૈજર સ્ટ્ઠરેદૃટ્ઠાટ્ઠિ

રટ્ઠિૈજરદ્બટ્ઠરેદૃટ્ઠાટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આંગણે લીમડો ને ઘરમાં મા,

ચઇતર ફાગણ ફોરે, ત્રીજ ચોથ કોળે,

લાપસી ને લાડુની સોડમ ઉઠે.

ડાળીએ બાંધેલો ઝૂલો હિલ્લોળે હૈયાને કે

સરગાલોક કે કિન્નરલોક આ અવનીલોકે.

પણ મા,

હવે હું શહેરમાં ને વળી સંસારી,

ને મા આંગણે લીમડો નહિ,

ને મા તુ પણ નહિ.

એથીજ સઘળે કડવાશ કડવાશ.

ને મા તોય તારી સ્મૃતિ અને મ્હોરેલ મોર,

ઢંઢોળે મને ને થઇ જાઉં હું સોડમ સોડમ.

ફૈેઙ્મ સ્ટ્ઠહખ્તર્િઙ્મૈઅટ્ઠ

દૃૈેઙ્મઙ્ઘટ્ઠટટ્ઠજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ ઼ સ્. ૯૮૨૫૧૩૨૬૧૦

રોજ મારો જન્મ એની આંખમાં ઉજવાય છે

માને માટે દીકરો મોટો કદી ક્યાં થાય છે

કોણ જાણે કેવી માટીનો બનેલો દેહ છે,

દર્દ આપ્યા કેટલાયે તોય, મા હરખાય છે.

એક અક્ષર પણ ન જાણે, ક્યાં ભણી છે સ્કૂલમાં,

તોય મારા મુખ ઉપરનું દર્દ વાંચી જાય છે.

એક મારી ઊંઘ ખાતર રાત ને ગણતી દિવસ,

કોણ જાણે તોય એનો થાક ક્યાં ઠલવાય છે

વાત વાતે હું કસમ ખાતો રહ્યો મા ની બધે,

ક્યાય સાંભળ્યું, કસમ, મા દીકરા ની ખાય છે?

આજ મા ની છે હયાતી ઈશ તારા ધામમાં,

ત્યાં તને ઝળહળ થશે, તુલસી અહીં સૂકાય છે.

આજ પણ જો કોઈ ઠોકર વાગશે નાની સુની,

કાનમાં ખમ્મા ઘણી નો શબ્દ પણ અફળાય છે

સૂર્ય ને પાલવથી ઢાંકી ચાંદ સમ શીતળ કરે,

તું કહી દે આ જગતમાં મા નો કયો પર્યાય છે?

ઁટ્ઠીંઙ્મ જીુટ્ઠહીીઙ્મ

ટ્ઠીંઙ્મજુટ્ઠહીીઙ્મ૧૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૮૭૫૮૮૦૭૮૧૨

કવિતા (માં ના પ્રેમનો ઘેલો)

હોય નસીબના વિયોગ તો દુર કરજો બાપને,

દુર ના કરતા મને મમતાની , વર્ષાથી પ્રભુ !!

મારી વહાલી માં, મારા પ્રેમમાં ઘેલી મારી માં!

અસહ્ય દુખે જન્માવનાર માં ને, દુખ ના દેતા પ્રભુ!

નથી જોયતુ વધારે પ્રભુ, બસ આપ વરદાન એક,

અગણિત દુખ સહનારને, પુત્ર વિયોગ ,ના દે પ્રભુ!

એ પ્રેમના અમૃત દેનારને, ના તરછોડે કોઈ દીકરો

સુકે પોઢનાર , એ દીકરાને પ્રેમ સમજાવજે પ્રભુ...

એ પીડા અને પ્રેમને, દીકરાને અનુભવાડજે પ્રભુ..

ઘરડે ઘડપણ,રડતી માં ને પ્રેમ મળે, છે એટલી જ આશા...

માં, જરૂર પડયે અવાજ કરજે!, સાત સમુંદર પાર કરી આવીશ!!!

તુ ચિંતા ના કર! તારો દીકરો બેઠો છે ને!!! ,બોલશે તારા દીકરા....

તારા હૈયાની પીડાને બહાર આવતા પહેલા,

હવે એ પીડાનો નાશ કરશે, દીકરા તારા....

રડતી નહી, કદીયે નહી, બસ એક ફોન કરજે,

તારા પ્રેમનો ઘેલો આવશે , મુકતા ફોન પહેલા..તારા....

મ્િૈદ્ઘીજર ઁટ્ઠહષ્ઠરટ્ઠઙ્મ

ટ્ઠહષ્ઠરટ્ઠઙ્મહ્વિૈદ્ઘીજર૦૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૮૭૩૫૦૧૯૭૫૭

“મા....” લાગે છે....!

જો ; ઘરમાં અંધારૂં કેવું લાગે છે,

મા ઉભી ત્યાં બસ અજવાળું લાગે છે.

દુનિયા ખોટું કહે , ખોટું માનું છું હું,

મા ખોટું કહે તો પણ સાચું લાગે છે.

અડકી લે જે મા ; આ દરિયાનું પાણી,

હજુ સુધી એ પાણી ખારૂં લાગે છે.

મા કહે‘મેં ખાધું; તું ખઈ લે બેટા’;તો

સમજી જા જમવાનું ઓછું લાગે છે.

બાને જોતાં

ઇટ્ઠદ્બીજર ફટ્ઠખ્તરીઙ્મટ્ઠ

િાદૃટ્ઠખ્તરીઙ્મટ્ઠ૨૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૪૨૮૧૫૧૩૬૨

(છંદ મંદાક્રાન્તા)

બાને જોતાં શિશુવય બઘી યાદ આવે મજાની,

રાત્રે સૂતાં અગણિત સુણી રોજ બાની કહાણી.

તારા તેજે ગહન ગગને રાત નિંદ્રા સજેલી,

સૌની સાથે નિજ વતનમાં શાંતિ સંતોષ હેલી.

બાપા બ્હેની વગર વતને મૌન ઘેરી ઉદાસી,

તોયે બાના મન ઉ૫વને હેતની બારમાસી.

સેવા કીઘી સરળ થઇને માન મોભો વિસાર્યાં,

વેઠયાં સૌના કટુવચન તેં કલેશ સૌએ નિવાર્યા.

પૂછયું બાને પરમઇશનું ઘ્‌યાન સેવા થઇ છે?

બા બોલી કે ૫તિ-શિશુમહી આયુ પૂરી ગઇ છે!

હંમેશા હું સતત જનની પાસ હો તે વિચારૂં,

કેવી રીતે ૠણ સકલ એ બાળ થૈને ઉતારૂં?.

ત્નૈહટ્ઠઙ્મ સ્ીષ્ઠિરટ્ઠહં

દ્બીષ્ઠિરટ્ઠહંદ્ઘૈહટ્ઠઙ્મજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ખુદા હી સહી ઉસકા નામ મમ્મી પપ્પા સહી

હમ છોટે હો યા બડે બાત બાત મેં રોક-ટોક હમસે

દિલ કે હર હે વોહ બડે ઈસલીયે સારે સજેસન લિયે

સ્કુલ હો યા હો કોલેજ ખબર રખે પૂરી

નાં આયે ્‌ૈંસ્ઈ પે તોહ તુરંત વોહ કોલ કરે

યહી હે ઉસકી હસતી હસાતી છબી

નામ હે ઉસકા "બીના"

જોબ કરે વોહ ટીચર કી સહી

જો શિખાયે રાહો પે ચલના

બીના કિસીકી લિયે રાઈ

દિલ પે વોહ સબકે છાઈ

તેરે આશીર્વાદ સે જીંદગી હે શીખી

ચાહે રાસ્તો મેં આયે કિતની મજબૂરી

મેરી રફતાર કી બજેસે વોહ બોલતી

બાદ મેં થોડી મુસ્કુરાતી

"કર્મ" હૈ મેરે તુજસે જુડે કહી કિયે હોંગે

મૈને "પુણ્‌ય" બડે સહી તભી તોહ

"માં" મિલી હૈ તું મુજે

અપને અકેલે કદમ પે સંભાલા હે મુજે

પતા નહિ ક્યાં "જાદુ" હે તેરે ચરણ મેં

જીતના ઝુકી ઉતના જ્યાદા ઉપર ચઢી હું મેં

યેહ નસીબ હે મેરે

"માં" પાઈ હે તુજે

કેહ્‌તે હે કુછ રિશ્તે મુનાફા નહી દેતે પર

જીંદગી જરૂર અનમોલ બના દેતે હે

યે હે ઈઠછસ્ઁન્ઈ ઉસકા સહી

અંત મેં સિર્ફ ઇતના બોલું

જીના સિર્ફ તેરે લિયે

ચાહે જિંદગી હો અધુરી-સી કયું નહી

મા

ત્નર્અૈં મ્રટ્ઠંં

દ્ઘર્અૈંહ્વટ્ઠઙ્મટ્ઠ૪૧૧જ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ ઼ ૯૮૯૮૫૦૪૮૪૩

તું યાદ આવે પળપળ

ક્યારેક થાકીને લોથ બનું

તો

હાથ પસવારી માથે

ઓઇલ મસાજ કરી આપી

અપાવતી આરામ

ઉદાસ બનું જ્યારે

તો

કહેતી હેતાળ નજરે

" છું હું તારી સાથે "

ને રોજરોજ

નિત નવી વાની બનાવી

પિરસતી બહુ પ્રેમથી

પણ

ક્યાં હતો સમય

ક્યારેય

તને સમજવાનો

આજે

સતત સ્મરણ તારૂં

ને

પ્રાર્થું ઈશને

ન આપ ભલે

કશું ય મુજને

બસ

મને મારી "મા" આપ

મને મારી "મા " આપ.

ઁૈએજર દ્ભટ્ઠદ્ઘટ્ઠદૃટ્ઠઙ્ઘટ્ઠટ્ઠિ

ાટ્ઠદ્ઘટ્ઠદૃટ્ઠઙ્ઘટ્ઠટ્ઠિૈએજર૭૮૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

માં, મમ્મી ને મોમ

છે અલગ શબ્દો પણ અર્થ તો એનો એક જ

જયારે હતો મેં નાનો

ના હતી મને કોઇ ભાન..

ધીરે ધીરે મોટો થયો

અને તે મને આપ્યુ જ્ઞાન

દુનીયામાં હતીિ નરાશા

તો તે જગાડી આશા

ચાલતા જયારે આવડતુ ના હતુ

તો આપ્યો તે તારો હાથ

આજે જયારે દોડતો મેં થયો

તો કેમ ભુલુ મેં તારો એ હાથ

કોળીયા મુકી મૌંમા જે તે મને ખવડાવ્યુ

યાદ આવે છે આજે મને એ

કારણકે નથી મળતો બીજા કોઇના હાથમાંથી એ સ્વાદ

રાતની એ વાર્તા અને તારા ખોળાની વાત

વાર્તા તો બસ બહાનું હતુ મને તો સુવુ હતુ તારા આંચલમાં આખી રાત..

કેવો હતો તારો પ્રેમ મને નથી ખબર પડી હજુ સુધી આ જ

પણ જયાિં નસ્વાર્થ શબ્દ ના પહોંચે એ ના ઉપરના પ્રેમની છે આ વાત

રોતો જયારે મેં તો ચુપચાપ રોઇ લેતી તુ

અને જાણે કાઇના થયુ હોય તેમ આવીને મને હસાવતી તું

આ તો હતી બાળપણની વાતો

તો આ વાતો તો કેમ ભુલાય..

હું રડુ ને તુ દોડે

મને કાઇ થઇ જાય તો

ઘાંઘી થઇ ફરે..

ના હતી મજા એ આઇસક્રીમ ખાવાની

કે ના હતી એ રમકડા લેવાની..

મજા તો હતી એ હઠ કરીને લેવાની

અને લઇ આપે પછી તારૂ ચડેલુ એ મૌં જોવાની..

હવે મોટા થયા તો ભાન થઇ

કયારેક તારા ના હોવાની જાણ થઇ

હૈયુ બે બબળુ નેિ દલ પર થોડી આંચ થઇ

ગમે ત્યાં ફરયો ને ગમે ત્યાં રખડયો

પણ મને તો તારી પાસે આવવાની જ એક વાટ રઇ

બઘા એ મારયા ટોણા તું સાવ રહયો માવડીયો

પણ ગમે તે કહે બઘા

મારે તો બઘા જન્મમાં બનવું છે તારો જ એક શામળીયો...

લવ યુ મમ્મી

માતૃત્વ

રૂટ્ઠખ્તહટ્ઠ દ્બટ્ઠઙ્મટ્ઠઅ

અટ્ઠખ્તહટ્ઠદ્બટ્ઠઙ્મટ્ઠઅ૬૧૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગ્રીષ્મ જેવી દાહક નિરાશાઓ...

પણ મારી ભીતર આશાની નદી ખળખળે છે...

વાંસળીનાં છેદ જેવાં ગર્ભના મુખેથી

બીજને આવકારવા...ઝણઝણવા...હું થનગનુ છું.

સંતાન ઝંખતી મા છું ને !

ગર્ભમાં ઊંડે શ્વાસોશ્વાસને

ધબકતા સાંભળવા વલખુ છુ...

રોજ રાતે એ આશાએ સૂઈ જાઉં છું

“ તું મધરાતે, દબાતા પગલે આવશે...

મારાં ગર્ભને હર્યોભર્‌યો કરી

મારાં નિઃસંતાનપણાને ખાઈ જશે...“

ને હું માતૃત્વનો મીઠો ઓડકાર ખાઈશ.

- યજ્ઞા દેસાઈ “મીઠી“

માં નું માહાત્મ્ય

તર્જની ભાવેશભાઈ જોષી

ંટ્ઠદ્ઘિ.૧૯૯૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ફોન નં. : ૮૪૦૧૨૪૪૯૫૮

જગત ભર ના એશ્વર્યો ત્યારે ઝાંખા પડી જાય છે,

જ્યારે મારી માં મારી સામું હેત થી મુસ્કુરાય છે.

ગરમ ચા થી લઈ ને સહુ થી લાંબા ચાલતા ફોન સુધી,

વ્હાલ એનું પ્રતિપળ મને અનુભવાય છે.

જમવા થી લઈ ને જમાઈ સુધી ની પસંદગી માં,

એનું ખુશી થી કરેલુ સમાધાન પડઘાય છે.

પરિવાર અને બાળકો ની સુખ સમૃધ્ધિ શાંતિ માટે,

પાડોશી થી પરમેશ્વર સુધી લડત એની લંબાય છે.

પ્રસૂતિપીડા પછી ય ખુશ થતી એ સ્ત્રી નું,

બાળક ના નાનડકા એવા દુઃખે ય સ્મિત વિલાય છે.

નર અને નારાયણ પ્રધાન આ બ્રહ્‌માંડ માં,

માતા વિના તો ઈશ્વર ખુદ ય અસહાય છે.

મા

ભગવતી પંચમતીયા ’રોશની’

હ્વટ્ઠહષ્ઠરદ્બટ્ઠૈંઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૮૨૪૨૪૨૩૨૨

ચંદ્રની શીતળતા તે મા

ફૂલોની સુવાસ તે મા

જીવન તણું માધુર્ય તે મા

જગત-રણે મીઠી વીરડી તે મા

બ્રહ્‌માંડ ના સૌ જીવોને સુલભ છે મા

પણ દેવોને ય દુર્લભ તે મા

દેવાલય ના ઘંટનો મીઠો રણકાર તે મા

મમતાનું અવિરત અમી-ઝરણું તે મા

અમાપ સુખનું અવિચલ સરનામું તે મા

ધરતી પરનું સ્વર્ગ તે મા

મા એટલે બસ ફક્ત મા

ન વર્ણવી શકે મા ને કોઈ પણ ઉપમા!!

માં તે માં જ છે

મ્રટ્ઠદૃૈજરટ્ઠ ઇ. ર્યટ્ઠહૈ

હ્વર્ખ્તિાટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

માં તે માં જ છે

જીવનમાં ગમે તેવી પલો આવે ભૂલશો નહી માં ને

ગમે તેવી છે પણ માં તે માં જ છે

આપણી હજારો ભૂલો તરફ દુર્લક્ષ સેવનારીની

લાખો ભૂલો માફીને પાત્ર છે

ગમે તેવી છે પણ માં તે માં જ છે

આપણી સામે આવતી મૂશ્કેલીઓ સામે

એકલ હાથે લડનારી એ માં તે માં જ છે

બાળપળ માં આપણે ખુશ રાખવા માટે

પોતાની બધી ખુશી ન્યોછાવર કરનારી

ગમે તેવી છે પણ માં તે માં જ છે

આજે તેની જરૂરીઆત વખતે

આંસુ લૂછવા માટે કંજુસી ના કરજો

કેમ કે ગમે તેવી છે માં તે માં જ છે

ઘણુ બધુ લખશુ પણ શબ્દ માં પણ ખૂટનારી

એ માં તે માં જ છે

ડ્ઢૈઙ્મૈ ફ ય્રટ્ઠજુટ્ઠઙ્મટ્ઠ

ઙ્ઘૈઙ્મૈદૃખ્તરટ્ઠજુટ્ઠઙ્મટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૮૨૫૯૧૭૮૮૫

તારા શ્વાસે તો અમારૂં આ ધબકતું ઘર હતું મા,

સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા.

ધોમધખતા સૂર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો હતી તું,

વહાલ નું વાદળ વરસતું શ્રાવણી ઝરમર હતું મા.

દુઃખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને !

તારી ટેકણ લાકડી થી જીવતર પગભર હતું મા.

યાદ આવે છે મને હાલરડાં ને જાગી જવાય છે,

સ્વપ્નમાં તારૂં મલકતું મુખડું મનહર હતું મા

જિંદગીના દાખલાઓ ખુબ સારી રીતે ગણ્‌યાં;

જીન્દગાનીનું ગણિત રસભર અને સરભર હતું મા.

મા

મનોજ પંડયા

દ્બટ્ઠર્હદ્ઘટ્ઠહઙ્ઘઅટ્ઠ૬૦૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૮૭૯૯૬૩૫૨૨

જયાં જોઉ ત્યાં મા, મને તુંજ દેખાય છે.

તારા વ્હાલથી જીવન, ઝળાહળ થાય છે.

કોણ કહે છે સ્વગૅ નથી માના ચરણોમાં ?

સ્મરણમાં લાવું ત્યાં જ અશ્રુઘારા થાય છે.

ઉંઘમાં પણ મને મા ની નિર્મળ મૂર્તિ દેખાય છે,

મા ના જેવું જીવન અપનાવું (જીવું)

મને પણ એવું થાય છે.

જગતમાં એક જ માત્ર

એવું અણમોલ તીથૅ છે.

ત્યાં બઘા જ તીર્થો

(ઝંખવાઈ) ભૂલાઈ જાય છે

મા શબ્દ મુખેથી બોલતા

પ્રેમની અમીઘારા થાય છે

એટલે જ મા તારા ચરણોમાં

(વારંવાર) વંદન થઈ જાય છે.

માં, મને લેવા આવીશ ને?

પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

ટ્ઠઙ્મઙ્મટ્ઠદૃૈદ્બૈજિંઅજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ ઼ ૦૯૫૩૭૯૨૭૭૭૦

જ્યારે જ્યારે ‘માં’ ની વાત નીકળે છે, ત્યારે ત્યારે મને તું ખુબ યાદ આવે છે માં,

ધીમો ધીમો તો પણ સ્પષ્ટ અને મીઠો, વાત્સલ્ય સભર સાદ એક સંભળાય છે

હું એટલી નાની નથી કે મારી સવાર તારા વગર ન પડે કે સાંજ તારા વગર ન ઢળે,

પણ હું પાછી એટલી મોટી પણ નથી કે ‘માં’ની વાત નીકળે અને મારાં આંસુ ન નીકળે.

મેં જોરશોરથી તારી સાથે બચપણમાં જે કરી છે અને તેં શાંતિથી સાંભળી છે માં,

એ તમામ દલીલો ખુદ માં બન્યા પછી, તારી ક્ષમાયાચના સાથે હું પાછી ખેંચુ છું.

અનિમેષ નયને મારા આવવાની રાહ જોતી અને સોફામાં બેસી ઘડિયાળ નિહાળતી માં,

ટ્રેન મોડી છે કે? હજી કેમ ન આવી? પૂછીને અધીર બનેલા મનને માંડ માંડ વાળતી તું.

મને નિશાળે મૂકવા આવતી અને મારી નજર ચૂકાવીને ચુપચાપ ચાલી જતી તુ માં,

અંતે પણ તેં એવું જ કર્યું ને માં, મારી નજર ચુકાવીને તું ચાલી નીકળી મહાપ્રયાણે.

પણ નિશાળ છૂટવા ટાણે તું મને કાયમ લેવા આવતી ને હું દોડીને તને વળગી પડતી,

મારે તને ફરીથી વળગવું છે, મારી જિંદગી છૂટ્‌યાની વેળાએ મને લેવા આવીશને માં?

ફૈટ્ઠિદ્ઘખ્તૈિૈ છ. ર્ય્જટ્ઠૈ

દૃૈટ્ઠિદ્ઘર્ખ્તજટ્ઠૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૨૨૮૫૯૫૨૯૦

છતાં એ મુજને પ્રેમ કરે,

લાતો તેના પેટમાં મારૂં, હસ્તા હસ્તા સહન કરે,

શૃષ્ટિ સુંદર મુજને બતાવવા, જીવન તેનું જોખમ કરે,

રડતો મુજને જોઇને બાહર, હાશ... કેરૂં સ્મિત કરે,

જાણે છે હું સાથ નહિ આપું, છતાં એ મુજને પ્રેમ કરે,

બાલમંદિર ના પહેલા દિવસે રડતો મુજને શાંત કરે,

મારી સામે હસતો ચહેરો, ઘરમાં હૈયાફાળ રડે,

ખોટ પડે જો ઘરમાં ક્યારેય, ભાણું તેનું મને ધરે,

જાણે છે હું સાથ નહિ આપું, છતાં એ મુજને પ્રેમ કરે,

થયા જો મોટા અંતર વધ્યું, જવાબદારી સાદ કરે,

ભાગદોડ માં ભૂલું "માં" ને, કદી ના એ ફરિયાદ કરે,

ઉઠતા, સૂતા, ખાતા, પીતા, પળપળ મુજને યાદ કરે,

જાણે છે હું સાથ નહિ આપું, છતાં એ મુજને પ્રેમ કરે,

એકલો બેઠો, જાત ફંફોળી, સત્ય હવે પોકાર કરે,

જન્મ અપૂરતો, માનવ કેરો ૠણ જે તેનું પરત કરે.

કૌશલ સુથાર

ાટ્ઠેજરટ્ઠઙ્મજેંરટ્ઠિ૮૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ મો. ૯૭૨૪૨૦૨૨૨૯

આંખોમાં ખૂબ વ્હાલ રાખે છે મા,

મનમાં ક્યાં કૈં સવાલ રાખે છે મા ?

મુશ્કેલી ને ઘણાં દુઃખો વેઠીને,

ધર આખું ખુશખુશાલ રાખે છે મા.

ખર્ચે છે આયખું બધાની પાછળ,

ક્યાં પોતાનો ય ખ્યાલ રાખે છે મા ?

ઈચ્છા ને સ્વપ્ન સૌ લખે ને ઘૂંટે -

હૈયામાં કૈં ટપાલ રાખે છે મા.

ઘર આખું સ્વર્ગ જેમ શણગારેને -

સંતતિમાં ક્યાં દીવાલ રાખે છે મા ?

આંખોમાંથી સરી પડે ના તેથી,

પાંપણમાં પણ રૂમાલ રાખે છે મા.

ઇેંદૃૈા ઉટ્ઠઙ્ઘાટ્ઠિ

િેંદૃૈાુટ્ઠઙ્ઘાટ્ઠજ્રિઅદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૬૬૨૦૨૨૮૧૯

દોરંગી સ્વપ્નોની દુનિયામાં, એક જ રંગ ગુંજતો રહ્યો તે ’માં’.

સૃષ્ટિના ગણગણતા કાયદામાં, વ્હાલો એ અણસાર સ્પર્ષ્યો તે ’માં’.

આંખ ખુલે, ને એ આંગળી પકડે,ખોળે લઇ ફરી સુવાડે;

અંધારા આંચળમાં પ્રશ્નોની પડખે,બસ તારૂં જ આલિંગન પોઢાડે.

મારા સ્વપનો સજાવે, જગાડે, વધાવે, ને વ્હાલા હાલરડાં હ્ય્દયે સ્પર્ષે;

ઉમરાથી લાખો સુધી શીતળ એ તડકા માં,તારા હૈયાના અશ્રુઓ સ્પર્ષે.

લાખ લૂખા સંબંધો લાગે અધૂરા, જયારે તું જ મને કરે પૂરો;

તારા ગર્ભ થાકી દુનિયા છે પૂરી, ત્યારે અલખનો ધણી પણ અધુરો.

લાખ પુણ્‌ય અર્પીને માંગ્યો મને, તારા ગુણગાન ગાતા ના થાકું;

પકવાનો મળ્યા મને ભૂખ્યા ત્યારે, જયારે તારા ચરણોની ધૂળને હું ચાખું.

જીટ્ઠહદ્ઘટ્ઠઅજૈહર ત્નટ્ઠઙ્ઘીદ્ઘટ્ઠ

જહ્વજર્િંીહદ્ઘટ્ઠઙ્ઘીદ્ઘટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૮૯૮૧૭૨૭૮૪

મમ્મી હું તુજને એક વાત કાન મા કહું

છે ઇચ્છા જન્મોજન્મ તુંજ પુત્ર પાત્ર મા રહું,

છે હસ્તક તારી મુજ નુ રહ્યુ અસ્તિત્વ

તુ જ મારૂ ઘડતર છે તુ જ મારૂ વ્યક્તિત્વ,

ગાલ મા મને એ પ્રેમ ભર્યુ ચુંબન કરે

તુજ પુત્રના અહોભાગ્ય નયન મુજના વંદન કરે,

માં ની વ્હાલપનુ કવિ પણ શું વર્ણન કરે?

અખૂટ શબ્દોના ભંડાર માથી જૂજ અર્પણ કરે,

જગતની સઘળી વ્યથા ક્ષણમા જ વિસરાય

માં નો સુંવાળો હાથ જ્યા મસ્તકે સ્પર્શ થાય,

વાત તો મારી સાવ સહેજ છે મમ્મી

શોધું છુ જે ઇશ્વર ,તુ રૂપે એજ છે મમ્મી.

જીીદ્ઘટ્ઠઙ્મ ર્ઁહઙ્ઘટ્ઠ

હ્વટ્ઠહજટ્ઠિઅ૩૧જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૯૮૭૯ ૨૮૭૨૭

‘મા’

મમ્મી આજે તારો જન્મદિવસ

તને શું ભેંટ આપું? તને શું ગમશે?

તે ક્યારેય કોઈ વસ્તુ સામે અણગમો દર્શાવ્યો જ નથી.

તને તો બધું જ ગમે છે.

તે અમારા આકાશને રંગીન બનાવી દીધું છે

અમારા બધા જ દર્દ લઈ લીધા છે

જ્યારે હું તને નિરૂપા રોય કહી ચીડવું છું

ત્યારે તારા ચહેરા પર છલકાતું સ્મિત

મને બહુ વહાલું લાગે છે

આજે ફરી તારા ખોળામાં સુવાનું મન થાય છે

તારા જન્મદિવસે .. તારો ખોળો

મને રિટર્ન ગિફ્ટમાં જોઇએ છે.

મા તેં વાવ્યા છે

દ્ગટ્ઠિીજર ત્નટ્ઠઙ્ઘટ્ઠદૃ

હદ્બ૭૨૧૯૬૯જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૮૨૪૬૧૦૧૨૪

મા તેં વાવ્યા અમ રૂદિયે પ્રેમના બીજ રે લોલ .. હેતે વધાવીએ મારી માવડી ને જો ...

મા તે વાવ્યા ....

મીઠી મારી માવડીની વાણી રે લોલ ...

એ બોલે ને ઝરે , પ્રેમના મોતી જો ...

મા તે વાવ્યા ....

ખુબ લાડ કોડથી મોટા કરિયા રે લોલ....

અમ કાજે દુઃખના દરિયા સહિયા જો ...

મા તે વાવ્યા ....

પાછી પાની કરી નહી મારી માવડીએ રે લોલ ....

જે માંગ્યું તે માવડીએ આપિયું જો ... મા તે વાવ્યા ....

મારૂ રૂદિયું કહે માડી તુજને રે લોલ

કે જુગ જુગ જીવો વહાલી માવડી જો ...

મા તે વાવ્યા ....

ભીડભંજની મા

છટ્ઠિૈંહ્વટ્ઠ ર્ય્રૈઙ્મ

ટ્ઠટ્ઠિૈંહ્વટ્ઠર્ખ્તરૈઙ્મજરિીીજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૪૨૭૭૫૪૨૦૭

તું યુવાન ત્યારે

મા હું તારૂં બાળ થઇ.

ધરી ભેટ મને નવા વિશ્વની.

હવે યુવાન હું

મા હું પણ થઇ.

ધરી ભેટ મેં તને મારા શિશુની.

ઝૂલવું, જાગવું, કણસવું, રડવું,

ને તો પણ સ્મિત, મીઠાશ અને પૂર્ણતા

આ સર્વ અર્થો સમજાય -

અરસપરસથી.

મા, સખી અને કલ્યાણકારી

સ્મરૂં તને તું જ ભીડ ભંજનારી.

છષ્ઠિરટ્ઠહટ્ઠ મ્રટ્ઠંં, ઁટ્ઠીંઙ્મ

ઙ્ઘરટ્ઠટ્ઠિ૨૪૦૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૪૦૮૪૭૮૮૮૮

“મા”

તારી મને જ્યારે જ્યારે યાદ આવે છે ને

ત્યારે ત્યારે

ફળિયામાંનાં વૃક્ષના થડને

બાથ ભરીને હું રડી લઉં છું...

અને એ જ સમયે

તારા સ્પર્શ સમો

શીતળ પવન અને પાંદડું

સ્પર્શે છે મારા ગાલ પર હળવાશથી...

ઝાણે તારો હાથ મારા અશ્રુ લૂછતો ન હોય...

અને હું ફરી ખૂબ જ

કચકચાવીને એ થડને વીંટળાઈ વળું છું..

જાણે એની શાખા બનીને

મારૂં અસ્તિત્વ એમાં જ

સમાઈ જવા આતુર ન હોય ???

૧૦/૭

મમતા

દ્ભટ્ઠહાજરટ્ઠ છહદ્ઘટ્ઠિૈટ્ઠ

ાટ્ઠહાજરટ્ઠ૧૨૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૭૨૫૦૩૮૨૦૫

મમતા ની કિંમત છે મોટી,જીવન આખુ અર્પણ

ધન્ય છે મમતા; ધન્ય છે માતા,મોટું છે આ તર્પણ.

માં-બાળક ની જીવનદોરી,પ્રેમ ભરેલો પ્યાલો,

માતા ની વાણી માં મળશે હુંફ નો એક સથવારો.

જીવન આપ્યુ ખુદ જીવન ને,પોતાની હોડ માં મુકી,

સાર્થક છે માતા નું જીવતર,પ્રણામ કોટી-કોટી.

પ્રભુ ને કહું છું,’માફ કરી દે’,માતા મારી ન્યારી,

તુજથી પણ વ્હાલી લાગે છે,સુરત તેની પ્યારી.

માતા ના આશીર્વાદે આખુ જગત કરે કિલ્લોલ,

’જનની ની જોડ સખી નહિ જડે રે લોલ’

મેઘલી રાત

ઇટ્ઠઙ્ઘરૈાટ્ઠ ્‌ૈાો

ટ્ઠિઙ્ઘરીૈંાો૬૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૯૭૯૩૧૨૦૨૮

અમાસની મેઘલી રાત

એવી મારી માની તે જિંદગી...

ટમટમતા તારલાઓ પ્રગટાવતી રહી

સ્નેહ અમૃતકુંભના રસદાર પિયાલા

વાત્સલ્યના હાથે પિવડાવતી રહી

ગરીબાઇની ઘંટીમાં સાદા યે પીસાઇને

જીવતરના મુલ્યો ઉલેચતી રહી,

લૂગડાની કોરે ધીરજથી

પરસેવાની ગાંઠડી બાંધતી રહી

વહેલી પરોઢના પાનબાઇના સુરો

ને સંગે પણિયારાના મંગળ દીવડે

સહિયારા પંથને ઉજાળતી રહી.........

‘એ મા છે’

ૐીદ્બટ્ઠહં સ્ટ્ઠઙ્ઘટ્ઠિજૈ

રીદ્બટ્ઠહંદ્બટ્ઠઙ્ઘટ્ઠિજૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૩૨૭૩૮૦૬૭૦

રોજ જે વ્હાલી કરે છે, એ મા છે,

જે જમાડીને જમે છે, એ મા છે !

કામના સુખની સદા કરતી રહે,

બાળ માટે જે જીવે છે, એ મા છે !

સૂવડાવીને પથારી કોરીમાં,

ખુદ ભીનામાં જે સુએ છે, એ મા છે !

જ્યાં સુધી બાળક ઘરે આવે નહીં,

રાહ હંમેશાં જુએ છે, એ મા છે !

ભૂલ બાળકની બતાવે છે સદા,

પાઠ દિલથી શીખવે છે, એ મા છે !

ફેરવી લેશે અગર સંતાન મોં,

ના કદી મોં ફેરવે છે, એ મા છે !

ઁટ્ઠીંઙ્મ મ્રટ્ઠદૃહટ્ઠ

હ્વરટ્ઠદૃહટ્ઠ.ીંદ્ઘેટ્ઠીંઙ્મજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૪૦૮૦૬૯૨૫૩

હજુય તુ મને યાદ છે, “માં”.....

યાદ છે હજુય તુ મને, પણ આ પ્રેમની વર્ષાનો દુકાળ કેમ !!

પ્રેમથી પિરસાયેલા ભોજનની, માત્ર યાદ, આજે કેમ!!?

મારી ચિંતાથી, રણકતુ હૈયુ આજે ,થયુ બંધ, કેમ પ્રભુ!!?

મમ્મી તુ બોલતી કેમ નથી!!!?નથી જોઈ શાંત, મારી ચિંતામાં “માં”,

વઢ મને ,પણ આમ સ્તબ્ધ છે કેમ તુ આજ, કંઈક તો બોલ “માં”!

આવ્યો જીંદગીનો કાળો દી ,મુજ મમતાને છીનવી ,ખુશ થયો ઈશ આજ

તારા પ્રેમના ઓકિસજન થી જીવતો, હવે તારા વગર કેમ જીવીશ મારી “માં”?

જીંદગીભર તારી સેવા કરવાનુ વચન, કેમ નિભાવીશ મારી “માં”.....?

હોય આત્મા બની, જોતી હો તો,એક વચન દે જે મારી “માં”...

આ આંખના અશ્રુઓ ને જોઈ, દુખી, ના થતી મારી “માં”.

હા તને ખુબ પ્રેમ કરૂં છુ , “માં” ...........

આવતા જનમ”માં” તુ જ બનજે મારી “માં”.......

ફટ્ઠૈજરટ્ઠઙ્મૈ ઇટ્ઠઙ્ઘૈટ્ઠ

દૃટ્ઠૈજરટ્ઠઙ્મૈટ્ઠિઙ્ઘૈટ્ઠહ્વરટ્ઠીંઙ્મૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૯૪૨૮૮ ૬૩૭૩૦

એ’ જ ‘મા’!

ક્યાંથી લીધી એ માટી?

ક્યાંથી લીધું એ પાણી?

કોણે ઘડયો એ ઘાટ?

કોણે ફેરવ્યો એ ચાક?

ક્યાંથી એમાં સિંચાયા અમી?

ક્યાંથી એની આંખમાં સિંચાઈ નમી?

કેમ લાગે એ હંમેશાં સુંવાળી?

કેમ લાગે એના રક્તને એ હંમેશાં રૂપાળી?

હે સર્જનહાર!

કહેને મને કઈ રીતે ઘડી તે ‘મા’?

કહેને મને ફરી-ફરી કેમ બને એ જ ‘મા’?!

મ્ટ્ઠહ્વિૈઅટ્ઠડ્ઢરિેદૃૈ

હ્વટ્ઠહ્વિૈઅટ્ઠઙ્ઘરિેદૃૈજ્રિીઙ્ઘૈકકદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મા મને જનમ લેવો છે...

મા, મને જનમ લેવો છે

એક ગર્ભમાની બાળકી બોલે છે

મા મને તારા ખોળા માં રમવું છે

મા મને તારા હાથે જમવું છે

મા મને ભાઈ સાથે રમવું છે

મા પપ્પા ને કે મને જનમ લેવો છે.

પપ્પા ની આંગળી પકડી ને ચાલવું છે

મા હું તારી સ્નેહ ની ભૂખી છું

મા મે તારી મમતા ને ઝંખી છે

તારી સાથે રમવું ને તારી સાથે જમવું

એક ગર્ભમાની બાળકી બોલે છે

અને આ કરૂણા ભરી વાત

સહુને કહે છે કે મને જનમ લેવો છે.

મા હું તારા ઉપર બોજ નહીં બનું

મા હું તને ક્યારે દુઃખી નહીં કરૂં

મા હું તને ક્યારે રડવા નહીં દઉં

મા હું તને ક્યારે ખોટા ખર્ચા નહીં કરાવું

મા મને જનમ લેવો છે.

મા હું તારો જ અંશ છું

મા, પપ્પા ને કે હું એનોજ વંશ છું

મા મને જનમ લેવો છે.

માં

સ્ટ્ઠેઙ્મૈા ડ્ઢીદૃદ્બેટ્ઠિિૈ

ીદ્બિટ્ઠેઙ્મૈા૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

જ્યારે સૌપ્રથમ આંખ ઉઘડી આ સ્રૂષ્ટિ પર,

ત્યારે વ્હાલથી મને ચુમનાર તુંજ તો છે માં.

મારી નાનીસી કોમળ હાથેડી પકડીને,

જિંદગીની દોડમાં દોડતો કરનાર તુંજ તો છે માં.

દરરોજ આકાશમાં પેલા ચાંદામામા બતાવી,

તારા મીઠાશ ભર્યા હાથે મને જમાડનાર તુંજ તો છે માં.

નહોતી સમજ અને જ્યારે હતો હું અણસમજુ,

ત્યારે મારામાં અમુલ્ય સંસ્કારોનુ સીંચન કરનાર તુંજ તો છે માં.

જરા પણ તબિયત બગડતી મારી શૈશવ કાળે,

બધાજ કામ પડતા મુકી મારી સારવાર કરનાર તુંજ તો છે માં.

ર્નિંશાળે થી ઘરે પહોંચતા જરા પણ મોડુ થતું,

તારા વ્યાકુળ સ્વભાવે મારી વાટ જોનાર તુંજ તો છે માં.

એટલેજ તો ચાહે છે જેને સૌથી વધુ “મૌલિક”,

એવી મારી વ્હાલી તુંજતો છે માં.

મમ્મીનો જન્મ દિવસ

ડ્ઢૈીંી ૐ. ડ્ઢીદૃદ્બેટ્ઠિિૈ

ઙ્ઘૈૈં.ઙ્ઘીદૃદ્બેટ્ઠિિૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

તારા જન્મદિવસના શુભ અવસર પર,

મમ્મી હું તને કશીક ભેટ આપવા માંગુ છું.

પણ હું તને શું આપી શકું તેમ છું?

બસ એ જ સવાલ મને સતાવે છે.

જો આપવા ચાહુ અગાધ પ્રેમ તને,

પણ મારી પ્રત્યેના મત્રુત્વતાના પ્રેમથી તું છલકાય છે.

જો આપવા ચાહુ ખોબો ભરીને વ્હાલ તને,

પણ મારી સમક્ષ તારા વ્હાલનો દરિયો ઘુઘવ્યા કરે છે.

જો આપવા ચાહુ અપાર સ્નેહ તને,

પણ મારી તરફ હરપળ તું સ્નેહથી ઉભરાય છે.

મારે તને વિશ્વની સૌથી સુંદર ભેંટ આપવી છે મમ્મી,

પણ “દિપ્તિ” ની દ્રષ્ટિએ એ ભેટ તુંજ તો છે.

બસ દરેક પળ એકજ સવાલ દાહરાયા કરે છે,

મારી પાસે તને આપવા માટે શું છે?

ઇટ્ઠદૃૈ ડ્ઢટ્ઠહખ્તટ્ઠિ

ઇટ્ઠદૃૈડ્ઢટ્ઠહખ્તટ્ઠિ૪૯જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઼ ૮૧૪૦૪૧૧૫૫૭

પાસે રહી મારી પ્રણય વરસાવતી ર્માં તું ગમે,

જિંદગી તણાં પાઠો સદા સમજાવતી ર્માં તું ગમે.

એ હોય દુઃખ માં તોય સામે સુખી મળે જો બોલતાં,

એ આખરે મુખડૂ સદા મલકાવતી ર્માં તું ગમે.

પાંખો બની મારી હંમેશા જો મને પાસે રહી,

આકાશમાં રસ્તો બની દોડાવતી ર્માં તું ગમે.

હોળી ન હો ને સાંજ સામે આખરે પ્રભુ પણ બની,

તેનાં ખુશીના રંગ સદા રેલાવતી ર્માં તું ગમે.

મિત્ર એ બની સામે મને હરપળ રહી ચાલે ડગર,

આનંદ જુદેરા એ સદા છલકાવતી ર્માં તું ગમે.

રાહો અંધારી જો બને જિંદગી તણા દીપક વિના

તો ’રવિ’ બનીને આખરે અજવાળતી ર્માં તું ગમે.