Bhakt Chaintamani MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

Bhakt Chaintamani

પ્રકરણ

ભક્તચિંતામણી

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્રૅ ત્નત્ન

ભક્તચિંતામણિઃ

।। નિષ્કુળાનન્દમુનિવિરચિતઃ ।।

઼ક્રઊબ્હૃક્રર્ભિંક્રૠક્રબ્દ્ય્ક્રસ્ર્ધ્ ઼ક્રઠ્ઠસ્ર્ક્રઅઙ્ગક્રધ્બ્દ્રક્રભબ્જીક્રરસ્ર્શ્વ ત્ન

સ્ર્જીસ્ર્ ઼ક્રબ્ઊભથ્ઠશ્વળ્ થ્ૠક્રભશ્વ દ્યધ્જીક્રૠક્રદ્ય્ભ્ૐટ્ટ ત્નત્ન૧ત્નત્ન

સામેરી- મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ ।

ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સમરું સદાય અનુપ ।।૧।।

પરમ દયાળુ છો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ ।

૨૩

પ્રથમ તમને પ્રણમું, નામું વારમવાર હું શીષ ।।૨।। અતિ સુંદર ગોલોક મધ્યે, અક્ષર એવું જેનું નામ છે ।

કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે ।।૩।। અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર ।

પરમપદ આનન્દ બ્રહ્મ, ચિદાકાશ કહે નિર્ધાર ।।૪।। એવા અક્ષરધામમાં તમે, રહો છો કૃષ્ણ કૃપાળ ।

પુરુષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।।૫।।

પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુ ઇશ્વર વેદ કહે વળી ।

એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।।૬।। ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી ।

સર્વકારણના કારણ નિર્ગુણ, સ્વયંપ્રકાશ સહુના સ્વામી ।।૭।। સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંતકોટિ ઉપાસે મળી ।

અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ ને લય વળી ।।૮।।

પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન, મહત્તત્ત્વાદિક શક્તિ ઘણી ।

તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમે ધણી ।।૯।।

ભક્તચિંતામણી પ્રકરણ ૧

એવા શ્રીકૃષ્ણ કિશોર મૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો ।

આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાં કારજ કરો ।।૧૦।।

પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રગટ્યા પૂરણ કામ ।

નરનારાયણ નાથજી, તમે રહ્યા બદ્રિકા ધામ ।।૧૧।। ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટ્યા મથુરામાંય ।

અનંત અસુર સંહારવા, કરવા નિજ સેવકની સહાય ।।૧૨।। ત્યાર પછી વળી જગમાં, અધર્મ વાધ્યો અપાર ।

ભક્તિ ધર્મને પીડવા, અસુરે લીધા અવતાર ।।૧૩।।

સત્ય વાત ઉત્થાપવા, આપવા ઉપદેશ અવળા ।

એવા પાપી પ્રગટ થયા, ઘરોઘર ગુરુ સઘળા ।।૧૪।। ભક્તિ ધર્મ ભય પામિયાં, રહ્યું નહિ રહેવા કોઇ ઠામ ।

ત્યારે તમે પ્રગટિયા, કોસલ દેશમાં ઘનશ્યામ ।।૧૫।।

નરનાટક ધરી નાથજી, વિચરો વસુધામાંય ।

અજ્ઞાની જે અભાગિયા, તે એ મર્મ ન સમજે કાંય ।।૧૬।।

સમર્થ છો તમે શ્રીહરિ, સર્વોપરી સર્વાધાર ।

૨૪

મનુષ્ય તન મહાજ્ઞાનઘન, જન મન જીતનહાર ।।૧૭।।

મહાધીર ગંભીર ગરવા, દયાસિંધુ દોષ રહિત ।

કરુણાનિધિ કૃપાળુ કોમળ, શુભ શાન્તિગુણે સહિત ।।૧૮।। ઉદાર પરઉપકારી અતિ, વળી સર્વના સુખધામ ।

દીનબંધુ દયાળુ દલના, પરમાર્થી પૂરણકામ ।।૧૯।। જે જન તમને આશર્યા, હર્યા તેના ત્રિવિધ તાપ ।

કાળ કર્મ માયાથી મુકાવી, આપીયું સુખ અમાપ ।।૨૦।।

પીડે નહિ પંચ વિષય તેને, જે શરણ તમારું આવી ગ્રહે ।

કામ ક્રોધ લોભ મોહાદિ, અધર્મ ઉરમાં નવ રહે ।।૨૧।। શૂન્યવાદી ને શુષ્કજ્ઞાની, નાસ્તિક કુંડ વામી વળી ।

એહના મતરૂપ અંધારું, તે તમારે તેજે ગયું ટળી ।।૨૨।। ઇશ અજ અમરાદિ આપે, યોગી મન જીતે નહિ ।

પ્રકરણ

ભક્તચિંતામણી

તેહ તમારા પ્રતાપથી, નિજજન મન જીત્યા કહિ ।।૨૩।। એવા સમર્થ શ્યામ તમે, બહુનામી બળ પ્રબળ છો ।

નરનાટયક જન મનરંજન, અજ્ઞાનીને અકળ છો ।।૨૪।।

નરતન માટે નાથજી, સ્વામી રામાનંદ સેવિયા ।

મહામંત્ર ત્યાં પામી પોતે, સદ્‌ગુરુના શિષ્ય થયા ।।૨૫।।

સહજાનંદ આનંદ કંદ, જગવંદ જેહનું નામ છે ।

સમરતાં અઘઓઘ નાશે, સંતને સુખધામ છે ।।૨૬।। એવા નામને પામી આપે, અકળ આ અવનિ ફરો ।

દઇ દર્શન જનને, અનેક જીવનાં અઘ હરો ।।૨૭।।

એવા સમર્થ સ્વપ્રભુ, શ્રીહરિ શુદ્ધ બુદ્ધિ દીજીયે ।

નિજદાસ જાણી દીનબંધુ, કૃપાળુ કૃપા કીજીયે ।।૨૮।। તવ ચરિત્ર ગાવા ચિત્તમાં, ઉમંગ રહે છે અતિ ।

શબ્દ સર્વે થાય સવળા, આપજ્યો એવી મતિ ।।૨૯।। વળી સાચા સંતને હું, લળી લળી લાગું પાય ।

કરો કૃપા ગ્રંથ કરતાં, વિઘન કોઇ ન થાય ।।૩૦।। હરિજન મન મગન થઇ, એવી આપજ્યો આશિષ ।

શ્રીહરિના ગુણ ગાતાં સુણતાં, હર્ષ વાધે હંમેશ ।।૩૧।।

સર્વે મળી સહાય કરજ્યો, મન ધારજ્યો મેર્ય અતિ ।

પ્રકરણ સર્વે એમ સુઝે, જેમ અર્કમાં અણુ ગતિ ।।૩૨।।

સંસ્કૃત પ્રાકૃત શબ્દે, ગ્રંથ કવિએ બહુ કર્યા ।

મનરંજન બુદ્ધિ મંજન, એવી રીતે અતિ ઓચર્યા ।।૩૩।।

ગદ્ય પદ્ય ને છંદ છપય, સાંભળતાં બુદ્ધિ ગળે ।

એવું જાણી આદર કરતાં, મન પોંચે નહિ પાછું વળે ।।૩૪।। તેને તે હિંમત દીજીયે, લીજીયે હાથ હવે ગ્રહી ।

આદર કરું આ ગ્રંથનો, પ્રતાપ તમારો લઇ ।।૩૫।। તમારા પ્રતાપ થકી, પાંગળો પર્વત ચડે ।

તમારા પ્રતાપ થકી, અંધને આંખ્યો જડે ।।૩૬।।

ભક્તચિંતામણી પ્રકરણ ૨

તમારા પ્રતાપ થકી, મુકો મુખે વેદ ભણે ।

તમારા પ્રતાપ થકી, રંક તે રાજા બણે ।।૩૭।।

એવો પ્રતાપ ઉર ધરી, આદરું છું આ ગ્રંથને ।

વિઘ્ન કોઇ વ્યાપે નહિ, સમરતાં સમર્થને ।।૩૮।। હરિકથા હવે આદરું, સદ્‌મતિ શ્રોતા જે સાંભળે ।

શ્રવણે સુણતાં સુખ ઉપજે, તાપ તનના તે ટળે ।।૩૯।। ભવ દુઃખહારી સુખકારી, સારી કથા આ અનુપ છે ।

પ્રગટ ઉપાસી જનને, સાંભળતાં સુખરૂપ છે ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મંગળાચરણ કર્યું એ નામે પ્રથમનું

પ્રકરણમ્‌ ।। ૧ ।।

પૂર્વછાયો- સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય ।

આદરું આ ગ્રંથને, જેમાં વિઘન કોઇ ન થાય ।।૧।।

સંતકૃપાએ સુખ ઉપજે, સંતકૃપાથી સરે કામ ।

સંતકૃપાથી પામિયે, પૂરણ પુરુષોત્તમ ધામ ।।૨।।

સંતકૃપાએ સદ્‌મતિ જાગે, સંતકૃપાથી સદ્‌ગુણ ।

સંતકૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ ।।૩।।

સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન ।

ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન ।।૪।। જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન ।

સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન ।।૫।। એવા સંત શિરોમણિ, ઘણી ઘણી શું કહું વાત ।

તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત ।।૬।। કામદુઘા કલ્પતરુ, પારસ ચિંતામણિ ચાર ।

સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર ।।૭।। અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ ।

સંત સેવ્યે સુખ ઉપજે, રહે અખંડ અટળ એહ ।।૮।।

પ્રકરણ

ભક્તચિંતામણી

ચોપાઇ- એવા સંત સદા શુભમતિ, જક્તદોષ નહિ જેમાં રતિ ।

સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ ।।૯।।

સદ્‌ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર ।

માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૦।। અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત ।

ઇંદ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૧।। નિર્ભય બ્રહ્મવિત્ત પુનિત, ક્ષમાવાન ને સરલ ચિત્ત ।

સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૨।। તેજે તપે યશે સંત પુરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે શૂરા ।

શુભ શીલ સુખના દાનેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૩।। કરે પવિત્ર અન્ન જોઇ આહાર, સારી ગિરા સમભાવ અપાર ।

નહિ અનર્થ ઇર્ષ્યા કલેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૪।। ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર ।

અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।।૧૫।। શમદમાદિ સાધને સંપન, બોલે મળિને મન રંજન ।

શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૬।। આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ ।

અશઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૭।।

સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા ।

કોમળવાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું હું શીષ ।।૧૮।।

સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે ।

વળી પરદુઃખ હરે હંમેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૯।। કામ દ્રવ્ય ને માન છે જેહ, તેહ સારુ નથી ધાર્યો દેહ ।

જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૦।।

સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે ।

એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ ।।૨૧।।

સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુવે જરા ।

ભક્તચિંતામણી પ્રકરણ ૨

મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૨।। કરે કારજ કળીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતિ હોય ।

ડાહ્યા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૩।।

સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે ।

ઉરે અધર્મનો નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૪।। અચપળતા અચિરકારી, ધ્રાય નૈ ધ્યાને મૂરતિ ભાળી ।

સદાગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।।૨૫।। કૃપાળુ ને પરઉપકારી, જ્ઞાનદાનથી ન જાય હારી ।

કેની નિંદા દ્રોહ નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૬।।

સગા સૌના શિતળતા અપાર, નિર્વિકારી ને લઘુઆહાર ।

શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૭।। દગો નહિ સંગ્રહ રહિતા, વિવેક વિચાર ધર્મવંતા ।

સદા પવિત્ર ને શુભ વેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૮।। રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટઅંગ, અતિ તજ્યો ત્રિયાનો પ્રસંગ ।

પંચ વિષયશું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૯।। એવા સદ્‌ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર ।

અજ્ઞાનતમના છે દિનેશ, એવા સંતને નામું હું શીષ ।।૩૦।। એવા સદ્‌ગુણે સંપન્ન સંત, કરો કૃપા મું પર અત્યંત ।

ગાઉં મહારાજના ગુણ વળી, કરજ્યો સહાય તમે સહુ મળી ।।૩૧।। વળી વંદુ હરિજન સહુને, આપજ્યો એવી આશિષ મુને ।

હેત વાધે હરિયશ કહેતાં, એવી સૌ રહેજ્યો આશિષ દેતાં ।।૩૨।। અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પુરો કરવા સમર્થ ।

માટે સ્તુતિ કરું છું તમારી, કરજ્યો સહુ મળી સહાય મારી ।।૩૩।। કરી વિનંતિ વારમવાર, હવે કરું કથાનો ઉચ્ચાર ।

હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રૈયું ।।૩૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજાું

પ્રકરણમ્‌ ।।૨।।

પ્રકરણ

ભક્તચિંતામણી

સામેરી- સારી કથા સુંદર અતિ, હું કહું કરી વિસ્તાર । જે જન મન દઇ સાંભળે, તે ઉતરે ભવપાર ।।૧।।

અમૃતવત જે આ કથા, શ્રુતિ દઇ જે સાંભળશે ।

અંગોઅંગ આનંદ વાધી, તાપ સંતાપ તે ટળશે ।।૨।।

પ્રકટ પુરુષોત્તમનાં, ચરિત્ર પવિત્ર કહું અતિ ।

શ્રવણ દઇ જે સાંભળે, થાય તેની નિર્મળ મતિ ।।૩।।

પવિત્ર યશ જેની કીરતિ, પવિત્ર ગુણ કહેવાય છે ।

જે જન કહે ને સાંભળે, તે પણ પવિત્ર થાય છે ।।૪।।

પવિત્ર મહિમા પવિત્ર મોટ્યપ, પવિત્ર તેજ પ્રતાપ છે ।

ચિત્તે નિશદિન ચિંતવે, તે પણ જન નિષ્પાપ છે ।।૫।। એવી કથા ઉત્તમ અતિ, સદ્‌મતિ ને સુખરૂપ છે ।

જેમ જેમ જન સાંભળે, તેમ તેમ વાત અનુપ છે ।।૬।। એવી કથા આદરતાં, અતિ ઉમંગ છે મારે અંગે ।

અંગમાં આનંદ ઉલટ્યો, જાણું ક્યારે કહું ઉછરંગે ।।૭।। જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરું ।

તે પિવા પળ ખમે નહિ, જાણે કૈ વારે પાન કરું ।।૮।। એમ થઇ છે અંતરે, હરિ યશ કેવા હામ હૈયે ।

જાણું ચરિત્ર નાથનાં, અતિ ઉત્તમ ક્યારે કૈયે ।।૯।।

સુતાર્થી જેમ સુત પામે, ધનાર્થી પામે ધન વળી ।

વિદ્યાર્થી જેમ વિદ્યા પામે, તેમ એ વાત મને મળી ।।૧૦।। અતિ હર્ષ છે અંતરે, વળી આનંદ આવ્યો છે અંગમાં ।

સુંદર ચરિત્ર શ્રીહરિતણાં, કહું હવે ઉમંગમાં ।।૧૧।। ધન્ય ધન્ય ધર્મ સુતની, પવિત્ર કથા કીરતિ ।

દુઃખ હરણી સુખ કરણી, થાય સુણતાં સદ્‌મતિ ।।૧૨।। કથા અનુપમ છે અતિ, શુભમતિ જન સાંભળશે ।

અભાગી નર અવગુણ લઇ, વણ બાળ્યે બળી મરશે ।।૧૩।। જવાસો જેમ જળ મળ્યે, જાય સમૂળો સુકાઇને ।

ભક્તચિંતામણી પ્રકરણ ૩

તેમ અભાગી આ કથાથી, દુષ્ટ જાશે દુઃખાઇને ।।૧૪।। ખરને જેમ સાકર શત્રુ, પયપાક કુક્કુર કેમ ઝરે ।

ગિંગાને જેમ ગોળ ન ગમે, ઘી મિસરિથી કીટ મરે ।।૧૫।। ખાતાં ખારેક જેમ હય દુઃખી, સુખ નોય કોટિ ઉપાય ।

સુખદ વસ્તુ એ છે સઇ, પણ દુર્ભાગીને દુઃખદાય ।।૧૬।। તેમ અભાગી જીવને, યશ હરિના ઝેર છે ।

ખોટી વાતમાં મન ખુંચે, સાચી વાતશું વૈર છે ।।૧૭।। સ્તન ઉપર ઇતડી, પય ન પિવે પિવે અસ્રકને ।

તેમ અભાગી જીવ જેહ, તે મોક્ષ ન ઇચ્છે ઇચ્છે નર્કને ।।૧૮।। અભાગી જીવને જાણજ્યો, સારી લાગે તોપની સુખડી ।

પણ પલિતા લગી પ્રાણ છે, પંડ પળમાં જાશે પડી ।।૧૯।।

સંત સત્શાસ્ત્ર મળી વળી, સમઝાવે છે ઘણું ઘણું ।

પણ અભાગીને પ્રતીતિ નાવે, અવળું કરે છે આપણું ।।૨૦।।

પરાણે પિયુષ ન પિવે, વિષ પિવે વારતાં વળી ।

જેમ પતંગ પાવકમાંહી, ઝાલતાં મરે જળી ।।૨૧।। એવા અભાગી જીવને, અરથે તે આ કથા નથી ।

હરિજનના હિત અર્થે, હરિચરિત્ર કહેશું કથી ।।૨૨।। જન્મ કર્મ દિવ્ય જેનાં, તેની કથા હવે આદરું ।

જેવી દિઠી મેં સાંભળી, તેવી રીતે વર્ણન કરું ।।૨૩।।

પૂરણ પુરુષોત્તમની, કીર્તિ ઉત્તમ કહું કથી ।

બીજી કથા તો બહુ છે, પણ આ જેવી એકે નથી ।।૨૪।।

પ્રકટ ઉપાસી જનને, ધન છે દોયલા દનનું ।

સુતાં બેઠાં સંભારતાં, મટી જાય મળ મનનું ।।૨૫।। હળવે પુણ્યે હોય નહિ, વળી હરિકથાનો યોગ ।

મોટે ભાગ્યે એ મળે, ટળે ભારે મહાભવ રોગ ।।૨૬।। અસંખ્ય જન ઉદ્ધરે, હરિકથા સુણતાં કાન ।

અવશ્ય કરવું એજ છે, નરનારીને નિદાન ।।૨૭।।

પ્રકરણ

ભક્તચિંતામણી

ધન્ય ધન્ય શુભમતિ અતિ, જેને હરિકથામાં હેત ।

હરિચરિત્ર ચિંતવતાં, ટળે તાપ સંતાપ સમેત ।।૨૮।। ભવરોગ અમોઘ જાણી, પ્રાણી કરે કોઇ વિચાર ।

એહ વિના ઔષધી એકે, નથી નિશ્ચય નિર્ધાર ।।૨૯।।

સુખનિધિ શ્રીહરિકથા, જન જાણજ્યો જરૂર ।

સત્ય મુનિ કહે સત્ય દેવતા, સુંણી ધારજ્યો સહુ ઉર ।।૩૦।।

સહુ જન મળી સાંભળો, કથા કહું મહારાજની ।

કુસંગીને કામ ન આવે, છે સત્સંગીના કાજની ।।૩૧।। જેમ પ્રભુજી પ્રકટ્યા, જે દેશમાંહી દયાળ ।

જે ગામમાં અવતર્યા, નિજજનના પ્રતિપાળ ।।૩૨।।

જેહ કુળમાં ઉપજ્યા, જે કારણ છે અવતાર ।

જે જે કારજ કરીયાં, તે કહું કરી વિસ્તાર ।।૩૩।। અધર્મને ઉત્થાપવા, મહાબળવંત શ્રીહરિ ગણ્યા ।

જે રીતે કળિમળ કાપ્યું, કહું જે રીતે દુષ્ટ હણ્યા ।।૩૪।। જેહિ પેર્યે નિજજનને, આપ્યાં આનંદ અતિ ઘણાં ।

જીયાં જીયાં લીલા કરી, કહું તે સ્થળ સોહામણાં ।।૩૫।। જેહિ પેર્યે આપે રહ્યા, જેમ રાખ્યા સંતને વળી ।

જેહિ પેર્યે હરિજન વરત્યા, નરનારી હરિને મળી ।।૩૬।। જેટલા જન ઉદ્ધારિયા, શ્રીહરિ ધરી નરદેહને ।

જે જે સુખ આપ્યાં જનને, કહું અંતર ગત્યમાં એહને ।।૩૭।। જેવી રીતે પૂર્યા પરચા, ત્યાગી ગૃહી નિજજનને ।

જેવી રીતે જન વચન માની, ભજ્યા શ્રીભગવનને ।।૩૮।। જે જે સામર્થી વાવરી, વળી જે જે શક્કો બેસારિયો ।

જેહ રીતે કળીયુગ કાઢી, અધર્મસર્ગ નિવારિયો ।।૩૯।।

સર્વ ચરિત્ર શ્યામનાં, રસરૂપ અનુપમ છે અતિ ।

સુભાગી જન સાંભળશે, જેની હશે અતિ શુભમતિ ।।૪૦।। જે જે નયણે નિરખિયું, વળી જે જે સુણિયું કાન ।

૧૦ ભક્તચિંતામણી પ્રકરણ ૪

તે તે ચરિત્ર હવે કહું, સહુ સુણો થઇ સાવધાન ।।૪૧।। અતિ મોટપ્ય મહારાજની, કહેતાં કોટિ વિચાર થાય છે ।

સાંગોપાંગ સૂચવતાં, મન કહેવા કાયર થાય છે ।।૪૨।। આકાશના ઉડુગણ ગણવા, પામવો ઉત્તરનો પાર ।

સરું લેવું શૂન્યનું, એ વાતનો થાય વિચાર ।।૪૩।। જેમ છે તેમ યશ હરિના, કહેવા સામર્થી મારી નથી ।

જેમ ઉર મારે ઉપજશે, તેમ ચરિત્ર કહીશ કથી ।।૪૪।। અનુક્રમ આવે ન આવે, નથી તેનો નિરધાર ।

એવી ખોટ્ય માં ખોળજ્યો, સૌ સાંભળજ્યો કરી પ્યાર ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ગ્રંથમાહાત્મ્ય નામે ત્રીજાું પ્રકરણમ્‌ ।।૩।। સામેરી- શુભમતિ હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રિ કહીએ । અતિસુંદર શિખરી જેનું, નામ હિમાચળ લહીએ ।।૧।।

સુંદર ગેહેરી ગુફાઉં જેમાં, સદન સરિખી શોભે ઘણી ।

તેમાં દીપક સમ શોભે, શ્રેણી ઘણી મણિતણી ।।૨।। રજત સમ રળિયામણો, વળી ક્યાંક શ્યામવર્ણ સહી ।

સુમેરુ સરખી શિખર્યું જેની, વિચિત્ર પેર્યે વિલસી રહી ।।૩।।

સહુ દિશે ચાલે અતિ, નદીરૂપ નિઝરણાં ।

લેરી તરંગે આવૃત જેનાં, સુંદર જળ શોભે ઘણાં ।।૪।। તિયાં વૃક્ષવિવિધ જાત્યનાં, સુણો નામ સહુ તેહતણાં ।

અંબ કદંબ અનાર આસુ, તાલ તમાલ ત્યાં ઘણાં ।।૫।।

પારિજાતક પિપર પિપ્પળા, પિલુ પનસ ને પુનાગરી ।

પાડળ મિંડળ બેડાં મૌડાં, બિલાં બિજોરાં બોરસરી ।।૬।।

ગર્માલ ગુંદી ગુવાક ગુલછા, ગુલબાસ સાલર સર્ગવા ।

સર્શ શિશમ સાગ સરલા, સીતાફળી સોપારી હવા ।।૭।। શાલમલી ને શેમલ શમડા, અમરવડ ઉદંબરા ।

કોઠ કોઠવડી કર્ણાવર્ણ, ખેર ખાખર ખજાૂર ખરા ।।૮।।

પ્રકરણ

ભક્તચિંતામણી

અરિઠાં ને અંજીર આંબલી, રૂડી રાણ્ય ને રોહિડા ।

કર્મદી ને કર્મકેતકી, કેસર કણિયર કેવડા ।।૯।। કર્ણી અર્ણી ચંપક ચંદન, સુખડ દાડ્યમ સોયામણી ।

લિંબ લિંબોઇ હરડા ધવડા, જેઠી મજેઠી જોરબણી ।।૧૦।। જામફળી બદામ જાંબુ, આમલિયો ઓપે સહી ।

તરલા અરલા તિંતિડી, નાળીયેરી ને કેળી કહી ।।૧૧।। વગરાગ મંદરા વિકળા, આલ્ય આસોંદરા રોહિણી ।

વૃંદા આદિ વનવૃક્ષની, જાત્ય નવ જાય ગણી ।।૧૨।। બોરડી સવન શિશમડી, રક્તપતિ ને રતાંજળી ।

વેણુ આદિ અનેક વિટપે, હિમગિરિ શોભે વળી ।।૧૩।। દ્રાક્ષ ખારેક ખજાૂર ઇક્ષુ, જાયફળ લવિંગ લતા ।

એલચીને નાગરવેલી, પુષ્પ સોરંગે શોભતા ।।૧૪।। ડોલરિયા ગુલાબ ગેરા, વાસ સુવાસે સેવતી ।

જાઇ જાુઇ જ્યાં જાૂથિકા, માધવી મલ્લિકા માલતી ।।૧૫।। કુંદ કેસર કેશુ કુંભી, ગુલદાવદિ ને ગઢુલિયાં ।

ચંપા ચમેલી આદિ અનેક, ફૂલ બહુ ફૂલી રયાં ।।૧૬।। કંદ મૂળ રસાળ કોમળ, જેને જે જોયે તેહ જમે ।

અતિ રસાળ ફળ વિશાળ, સુંદર મળે સર્વે સમે ।।૧૭।। શરભ સિંહ શંશા શેમર, કપિ કુરંગ ને કુરભિ ।

ચિત માતંગ વરાહ મહિષા, શોભે રોઝ ને સુરભિ ।।૧૮।। કરી કેસરી વાઘ વાનર, સિંહ સુરભિ ભેળાં રમે ।

સહજ વૈર જેને સદા, તે કોઇ કેને નવ દમે ।।૧૯।। શુક સારસ હંસ મેના, કોકિલા કિલોલ કરે ।

મોર ચકોર ચાતક ચકવા, નીલકંઠ હરિ ઓચરે ।।૨૦।।

ચાતક વૈતક ઢોલર ઢેલ્યું, લેલાં હોલાં ને લાવરાં ।

કલંગ કુંઝિ કાક કાબર, બટ ભ્રમર તમ સુઘરાં ।।૨૧।।

સુંદર વાણીએ સર્વે બોલે, વૃક્ષ પર વિહંગ ચડી ।

ભક્તચિંતામણી પ્રકરણ ૪

અતિ અતોલ થાય કિલોલ, જાણું વન કરે છે વાતડી ।।૨૨।।

મંદ સુગંધ શીતળ વાયુ, વહે સુંદર એ વનમાં ।

સ્પર્શ તેનો પામતાં, શીતળ થાય તનમાં ।।૨૩।।

પંખી હિલોલા કરે કિલોલા, ગેહેરે શબ્દે ગેકી રિયાં । જાણું નૃત્યક નૃત્ય ભેદે, તાને ગાન ગાય તિયાં ।।૨૪।।

પરસ્પર પવન યોગે, ચાલે વિટપની ડાળિયો ।

તેમાં રવ રૂડા કરે, કોયલો રૂપાળિયો ।।૨૫।।

પંખી શબ્દે સાદ કરે, દ્રુમલતાકર કહે ઋષિ ।

કંદમૂળ ફળ ફૂલ સુંદર, આવો જમી થાઓ ખુશી ।।૨૬।। વળી એવા એ અદ્રિમાં, નદી નિગમની ધ્વનિ ઘણી ।

ગજ ઇંડજ ગાંધર્વ ગાને, શોભા નવ્ય જાય ભણી ।।૨૭।। રૂડા રત્ન હીરા મણિ, ઘણી ખાણ્યો એ ગિરિમાંય છે ।

શિવ બ્રહ્માદિક દેવે સેવ્યો, વળી સર્વે શિખરીનો રાય છે ।।૨૮।। વળી બ્રહ્મલોકથી ઉતરી, સપ્ત ધારા એ ગંગા સ્રવી ।

તેનાં નામ સુણો સહુ, કહું વિવેકે વળી વર્ણવી ।।૨૯।। વસ્વૌકસારા નલિની, પાવની વળી સરસ્વતી ।

જંબુ સીતા ગંગા સિંધુ, એ સપ્ત ધારા ઉત્તમ અતિ ।।૩૦।।

પુણ્ય પવિત્ર સરિતા સુંદર, ગંગા ગેહેરી જ્યાં વહે ।

જે જન નાય તે શુદ્ધ થાય, પાપ તાપ તે નવ રહે ।।૩૧।। એવા ગિરિમાં નરનારાયણ, બેઠા બેઉ બદ્રિતળે ।

સુખકંદ પૂરણચંદ, ઝાઝે તેજે ઝળમળે ।।૩૨।।

મુનિવૃંદ આનંદકંદ, આગળ્યે બેઠા બહુ ।

નારાયણના મુખથી, સુંદર કથા સુણે સહુ ।।૩૩।। એવા સમામાં આવિયા, ઋષિ બીજા બહુ મળી ।

તીરથરત એ આશ્રમે, આવિયા મુનિ મળી ।।૩૪।।

નરનારાયણ નિરખવા, જેને હૈયે ઘણી હામ છે ।

સંક્ષેપે કહું સાંભળો, જેહ એ મુનિનાં નામ છે ।।૩૫।।

પ્રકરણ

ભક્તચિંતામણી

મોટા મોટા મુનિ મળી, આવ્યા આશ્રમ એહમાં ।

તેનાં નામ સાંભળજ્યો, સહુ જન સનેહમાં ।।૩૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હિમાદ્રિ વર્ણન નામે ચોથું પ્રકરણમ્‌ ।।૪।।

ચોપાઇ- મોટા મરીચી પર ઉપકારી, દીનજનતણા દુઃખહારી । આવ્યા શુક જનમના યોગી, ગર્ગ ગૌતમ બ્રહ્મરસ ભોગી ।।૧।। આવ્યા બગદાલવજી બૂઢ, ગૌરમુખ ને જ્ઞાનના ગૂઢ ।

આવ્યા અષ્ટાવક્ર ને આસ્તિક, શાકટાયન શૃંગી શૌનક ।।૨।। આવ્યા ઔર્વ આરુણિ આસુરી, ભરદ્વાજઋષિ ને ભાગુરી ।

આવ્યા ઋષિ અંગિરા અગસ્ત્ય, સત્યધર્મી શુક્ર ને સંવર્ત ।।૩।। આવ્યા વત્સ વોઢુ વિભાંડક, જરત્કારુ જૈમિનિ જાપક ।

આવ્યા સૌભરી શાકલ્ય શક્રિ, વળી આર્ષ્ટિષેણ કહું અત્રિ ।।૪।। આવ્યા મુનિ મૈત્રેય માંડવ્ય, જાજળી જયંત જૈગીષવ્ય ।

આવ્યા બૃહસ્પતિ વેદશિરા, વિશ્વામિત્ર વસિષ્ઠ સુધિરા ।।૫।। આવ્યા કવષ ક્રતુ કક્ષીવાન, યાજ્ઞવલ્ક્ય જાબાળ સુજાન ।

ઉતથ્ય ઉપમન્યુ ને ઔર્વ, દયાળુ જે દેવલ ને રૌર્વ ।।૬।। આવ્યા વામદેવને વાલ્મિક, વિપુલ બ્રહ્મચર્ય વશિક ।

પિપ્પલાદ પુલહ પુલસ્ત્ય, કચ કૃપાળુ કશ્યપ સમસ્ત ।।૭।। આવ્યા કર્દમ ને કાત્યાયન, પંચશિખ ને વૈશંપાયન ।

આવ્યા પરઉપકારી પ્રચેતા, શંકુવર્ણ ને શંખ લિખિતા ।।૮।। આવ્યા કણાદ કરભાજન, કર્કશ કણ્વ બભ્રુ ચ્યવન ।

પારાશર લોમશ ને હંસિ, પૈલ પાણિનિ ને ભૃગુઋષિ ।।૯।। આવ્યા ગાલવ ને જે માતંગ, શાંડિલ્ય શ્વેતકેતુ શરભંગ ।

આવ્યા મેધાતિથિ માનખંડી, બ્રૃહદગ્નિ બ્રૃહદશ્ચ વૈતંડી ।।૧૦।। આવ્યા સુમંતુ ને શરદ્વાન, ઇંદ્રપ્રમદ ને ઇદ્મવાન ।

અથર્વા એકત દ્વિત ત્રિત, માંડુકેય પાઠર હારીત ।।૧૧।। ભાંડાયનિ ભાર્ગવ ભાલુકિ, શિશંપાયન પર્વત મંકિ ।

ભક્તચિંતામણી પ્રકરણ ૫

કઠ તાંડય કૌંડિન્ય કવશ, ક્ષારપાણિ પર્ણદ સુજશ ।।૧૨।। હરિશ્મશ્રુ મુનિ અંશુમાન, શાર્કર ને શારદવાન ।

વૈતહવ્ય વળી વાત્સ્યાયન, સાવેતસ ને સૈન્ધવાયન ।।૧૩।।

સાવર્ણિ સાવર્ણ્ય ને સંવર્તુ, ભૂરિષેણ શમિક સંક્રતુ ।

જમદગ્નિ જાતુકર્ણ્ય જાણો, પ્રણાદ દેવરાત પ્રમાણો ।।૧૪।। અકૃતવ્રણ વળી જે યાસક, વીતહવ્ય ધ્રુવ ને ઋચિક ।

ગૌરશિરા કૃષ્ણાત્રેય કહીએ, સ્થૂલશિરા મૌંજાયન લહીએ ।।૧૫।।

નાચિકેત તૈતરિ ઉત્તંક, દાલભ્ય કાલવૃક્ષીય નિઃશંક ।

અગ્નિવેશ્ય મુદગલ હતા, મુનિ ઋષ્યશૃંગ જગછતા ।।૧૬।। શ્વેતકેતુ ને વળી શમિક, ઇંદ્ર પ્રમિતિ કહીએ કુશિક ।

સૌમ્ય નારદ ને સારસ્વત, વત્સ ને વેદશિરા સુમત ।।૧૭।। અવલંબાયન અરિજીત, આવ્યા ઔર્મિ ઋષિ આશાદિત ।

ધારણિક ધૌમ્ય ને ધ્યાનેશ, બુધ બૌધાયન ને મૌનેશ ।।૧૮।।

ગાંધર્વક ગોભિલ ગોપિત, ગવિષ્ઠિર ગૌશિરા પુનિત ।

પૂર્વાતિથ્ય ને ધ્રુવ વાછિલ, વૈતાનસ દેવ ને વૈહલ ।।૧૯।। વ્યાઘ્રપદ વળી વિષ્ણુદત્ત, દધ્નાય સૈયજંઘ સમસ્ત ।

દેવોદાસ દેવરાત નામ, દેવાતપ લોહિત અકામ ।।૨૦।। વૈનતેય ને નૈપુણ મળી, હારિકર્ણિ ચાંદ્રાયણ વળી ।

હરિતકેય વળી હંસાળ, મુનિ ઉદૃાલકજી દયાળ ।।૨૧।। એ આદિ ઋષિ સર્વે સંગે, દીઠો આશ્રમ એહ ઉમંગે ।

પ્રથમ વિશાલા સૌએ વિલોકી, દીઠી અતિ રચના અલોકી ।।૨૨।। અક્ષરધામરૂપ એહ વન, તેને જાણું કર્યું આછાદન ।

ઘાટી છાયાએ શોભે છે ઘણી, દૈયે ઉપમા એને કે તણી ।।૨૩।।

નરનારાયણ ઋષિરાય, તેને કરી રહી છે એ છાંય ।

તેને તળે જોતાં મુનિજન, થયું નરઋષિનું દર્શન ।।૨૪।। બેઠા આસન ઉપર સુખે, રટે નારાયણ નામ મુખે ।

વળી તેને પાસે ઋષિરાય, બેઠા નવ યોગેશ્વર ત્યાંય ।।૨૫।।

પ્રકરણ

ભક્તચિંતામણી ૧૫

તેનાં નામ સુણજ્યો સુબુદ્ધ, કવિ અંતરિક્ષ હરિ પ્રબુદ્ધ ।

પિપ્પલાયન કરભાજન, આવિર્હોત્ર દ્રુમિલ પાવન ।।૨૬।।

ચમસ એ નવ યોગી જેહ, જગહિતકારી મુનિ તેહ ।

વળી કલાપ ગ્રામ નિવાસી, દીઠા તનુ આદિ સુખરાશી ।।૨૭।। એવા અનેક મુનિ ત્યાં મળી, વિંટી બેઠા તે નરને વળી ।

નર સુંદરવર તન શ્યામ, મૃગાજીન કંઠે કંજદામ ।।૨૮।। એવા નર નયણે નિરખી, મુનિ સહુ બહુ રહ્યા હરખી ।

ત્યારે નરે દીઠા ઋષિરાય, આસનથી ઊઠી લાગ્યા પાય ।।૨૯।।

પછી ઋષિ પડ્યા નરચરણે, વાધી વાલ્યપ ન જાય વરણે ।

પછી આપ્યાં કોમળ આસન, તેહ પર બેઠા મુનિજન ।।૩૦।। કિધી પરસ્પર પૂજા વળી, પછી નરઋષિ બેઠા મળી ।

નર કહે ઋષિ ધન્ય ધન્ય, તમે વ્હાલા છો નાથને મન ।।૩૧।। તમ જેવા જે સતપુરુષ, તેનું દુર્લભ મળવું દર્શ ।

મળે ત્રિલોકનું સુખ સોંઘું, પણ મળવું તમારું તે મોંઘું ।।૩૨।। તમે મળ્યે ટળે કર્મ કોટી, એથી બીજી વાત કઇ મોટી ।

માટે શું કહીએ મહિમા ઘણો, નથી કહ્યો જાતો તમ તણો ।।૩૩।। ભલે આવ્યા તમે મુનિસાથ, હમણાં દેશે દર્શન નાથ ।

ત્યારે નર પ્રત્યે બોલ્યા મુનીશ, ધન્ય તમે છો બ્રહ્માંડાધીશ ।।૩૪।।

નાથને વહાલા છો તપેશ્વર, પ્રભુ સેવામાં છો તતપર ।

તમે વળી નારાયણ માંઇ, કહીએ અમે ફેર નથી કાંઇ ।।૩૫।। છો તો એક ને દિસો છો દોય, તેનો ભેદ જાણે જન કોય ।

માટે આ ભૂનાં ભાગ્ય અમિત, થઇ પ્રભુ ચરણે અંકિત ।।૩૬।। વળી પશુ પંખી વેલી વન, તેનાં પણ ભાગ્ય ધન્ય ધન્ય ।

જે જે વસે છે આશ્રમ આણે, તેનાં ભાગ્ય ન જાયે વખાણે ।।૩૭।। વળી અમે પણ ભાગ્યશાળી, જોશું નાથને નયણે નિહાળી ।

કહે એમ તે ઋષિ ને નર, કરે પ્રશંસા તે પરસ્પર ।।૩૮।। એવે સમે નારાયણ જેહ, આવ્યા પર્ણકુટી બાર તેહ ।

૧૬ ભક્તચિંતામણી પ્રકરણ ૫

ઉગ્ર તપવાળા અતિકાંતિ, શોભે મુખે નથી કહી જાતી ।।૩૯।। કોટિ અર્ક ઇંદુ ને અગનિ, તેથી તેજ શોભા બહુ બની ।

કરિકરસમ કર અજાન, શોભે સારું તન શ્યામવાન ।।૪૦।।

નવા કંજસમ નેણ દોય, પૂર્ણ ચંદ્ર સમ મુખ સોય ।

દીપે હસવે દંતપંગતિ, ઉરુ ચરણ કોમળ અતિ ।।૪૧।। ઝીણા પીળા ઉગે શીષકેશ, માથે મુકુટ તેનો છે હમેશ । ઓપે ઉર અનુપ વિશાલ, કહીએ કેમ તે તરુ તમાલ ।।૪૨।। શોભે કંઠ તે કંબુસમાન, ઓપે ઉદર પિપ્પલ પાન ।

પડે ત્રણ વળ તિયાં સાર, નાભિ ઉંડી વર્તુલ આકાર ।।૪૩।।

પુષ્ટતન કંચન જનોઇ, ડાબે કરે કમંડલું સોઇ ।

દક્ષિણ પાણિમાંહિ દંડ રાજે, શ્વેતાંબરે અંગછબી છાજે ।।૪૪।। એવા સુખસિંધુ શોભાખાણી, જોયું હેતે નિજજન જાણી ।

હતા ઉદ્ધવ પોતાને સાથ, પ્રેમે કરી પધારિયા નાથ ।।૪૫।। એવા શ્યામ સુંદર સુખદેણ, નિરખી નાથને ઠરિયાં નેણ ।

પછી રાજી થયા મુનિરાય, પ્રેમે લાગ્યા પ્રભુજીને પાય ।।૪૬।। હુવા પરવશ પામી આનંદ, થઇ કંઠે વાણી ગદગદ ।

ચાલે ચક્ષુએ નીર ચોધારે, કરે પ્રણિપાત વારે વારે ।।૪૭।।

પછી પ્રભુએ પ્રેમે બોલાવી, આપે બેઠા આસન પર આવી ।

પછી સહુને પાસે બેસાર્યા, હેતે હેરિને તાપ નિવાર્યા ।।૪૮।। નિરખી મુનિ કરે હેત અતિ, જાણું મિટે શું પીશે મૂરતિ । વળી ચાટશે જીભાએ કરી, જાણું ભેટશે ભુજાએ ભરી ।।૪૯।। એમ મુનિનું હેત અપાર, દીઠું તે આશ્રમને રહેનાર ।

પછી પૂજા કરવાને કાજ, મુનિ લાવ્યા છે બહુ સમાજ ।।૫૦।।

ષટ્‌દશ પૂજા પરકાર, તેણે પૂજિયા પ્રાણ આધાર ।

પછી ધુપ દીપ ને આરતિ, કરી ધૂન્ય કરી વળી સ્તુતિ ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઋષિનાં નામ કહ્યાં એ નામે પાંચમું

પ્રકરણ

ભક્તચિંતામણી ૧૭

પ્રકરણમ્‌ ।।૫।।

ચોપાઇ- જયજય ગાય મુનિ ગાથ, જય જય નરવીર નાથ ।

જયજય બદ્રિપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય ।।૧।। જય દીનબંધુ ઋષિદેવ, જય અકળ નાથ અભેવ ।

જય કૃપાના સિંધુ કૃપાળુ, જય દયાના નિધિ દયાળુ ।।૨।। જય પ્રભુ તમે જગદીશ, જય અખિલ બ્રહ્માંડાધીશ ।

જય આનંદકંદ અવતારી, જય સંતજન સુખકારી ।।૩।। જય ધર્મસુત મહાધીર, જય જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।

જય અતિ અજીત અભેદ, જય કહે નેતિ નેતિ વેદ ।।૪।। જય સુખનિધિ સિદ્ધ શ્યામ, જય સદા અક્રોધ અકામ ।

જય પુણ્ય પવિત્ર પ્રતાપ, જય નિર્દોષ ને નિષ્પાપ ।।૫।। જય ધર્મતણા પ્રતિપાળ, જય ભારતપતિ ભૂપાળ ।

જય પાપ ઉત્થાપન આપ, જય સંત હરણ સંતાપ ।।૬।। જય ખળબળ ખંડનહાર, જય ભૂમિ ઉતારણ ભાર ।

જય દુષ્ટતન દંડધાર, જય નિજજન કાજ સુધાર ।।૭।। જય અકળ બળ અવિનાશી, જય પીંડ બ્રહ્માંડ પ્રકાશી ।

જય કાળતણા મહાકાળ, જય ભૂપતિ પતિ ભૂપાળ ।।૮।। જય મહાદુષ્ટ મોડણ માન, જય ભક્તવત્સલ ભગવાન ।

જય અક્ષરધામી અકામી, જય સર્વતણા તમે સ્વામી ।।૯।। જય અવતારના અવતારી, મત્સ્ય કચ્છ વારાહ મુરારી ।

જય નૃહરિ વામન નાથ, જય પરશુરામ રઘુનાથ ।।૧૦।। જય હલધર કૃષ્ણ કૃપાળુ, જય બુદ્ધ કલકી દયાળુ ।

જય અલેખધર અવતાર, જય અકળ સર્વ આધાર ।।૧૧।।

એવા અનેક ધરી શરીર, બેસો બદ્રીતળે બેઉ વીર ।

રહો તાપસ વેષે હમેશ, જટા મુકુટ સુંદર શીશ ।।૧૨।। દંડ કમંડલું મૃગછાલા, ઊર્ધ્વપુંડ્ર ને અક્ષની માલા ।

ઉપવીત પુનિતને ધારી, સદા ભાઇ બેઉ બ્રહ્મચારી ।।૧૩।।

ભક્તચિંતામણી પ્રકરણ ૬

સુખસાગર શાન્તિ સ્વરૂપ, દયાળુ દીનબંધુ અનુપ ।

જય નિજજન સુખદાતા, જય નરનારાયણ ભ્રાતા ।।૧૪।। જય અછેદ્ય અભેદ્ય અતિ, જય બળ અકળ મુરતિ ।

જય તેજ અત્યંત મહંત, જય અજર અમર અનંત ।।૧૫।। જય ગુણસાગર ગોવિંદ, જય સુંદર શ્યામ સ્વચ્છંદ ।

જય દાસના પાશ વિનાશ, જય અમાયિક અવિનાશ ।।૧૬।। જય નિજજન જીવન પ્રાણ, જય મહા સુખરૂપ મેરાણ ।

મળી મુનિ કરે એ ઉચ્ચાર, વર્તી રહ્યો ત્યાં જયજયકાર ।।૧૭।। એમ સ્તુતિ કરી મુનિવૃંદ, નિરખી નાથને પામ્યા આનંદ । કરી સ્તવન દંડપ્રણામ, પુરી કરી તે હૈયાની હામ ।।૧૮।।

પછી હાથ જોડી બેઠા પાસ, થઇ અંતરદૃષ્ટિ ઉજાસ ।

શ્રીનારાયણ કૃપાએ કરી, વૃત્તિ અંતરમાંહિ ઉતરી ।।૧૯।। દિઠું અક્ષરધામ અલોકી, પામ્યા સુખ તેહને વિલોકી ।

દિઠો તેજતણો ત્યાં અંબાર, તેહ મધ્યે સિંહાસન સાર ।।૨૦।। તિયાં બેઠા દીઠા બહુનામી, જેહ અક્ષરધામના ધામી ।

અતિ સુંદર મૂરતિ સારી, શોભાધામ શ્યામ સુખકારી ।।૨૧।। તેને નિરખીને પામ્યા આનંદ, ફૂલ્યાં જેમ કુમોદની ચંદ ।

પછી બારે જોયું આવી જ્યારે, દીઠી તેની તે મુરતિ ત્યારે ।।૨૨।। જેવા અક્ષરધામમાં દીઠા, તેવા દીઠા સનમુખ બેઠા ।

તે તો નારાયણનું છે કૃત્ય, એમાં નહિ કાંઇ અચરત્ય ।।૨૩।।

પછી પાયે લાગ્યા જોડી હાથ, ત્યારે મધુરી વાણ્યે બોલ્યા નાથ । હે મુનિયો ! ભલે આવ્યા તમે, તમને જોઇ રાજી થયા અમે ।।૨૪।। તમારાં દરશનને કાજ, અમે ઇચ્છતાતા મુનિરાજ ।

મળવું તમારું દુર્લભ મને, થાય નહિ તે થોડે રે પુણ્યે ।।૨૫।।

ગોલોકાદિ ધામ કહીએ જેહ, યોગસિદ્ધિયો કાવે છે તેહ । તેથી વહાલા મુનિ તમે બહુ, સત્ય માનજ્યો વાત એ સહુ ।।૨૬।। વળી શિવ બ્રહ્માદિક જેવા, આપે બલિદાન કરે સેવા ।

પ્રકરણ

ભક્તચિંતામણી

એહ તેહ મુજને છે પ્યારા, પણ તમે છો આતમા મારા ।।૨૭।। તમે અહોનિશ ચિંતવો મને, જ્ઞાનબોધે તારો છો જીવોને । જપ તપ ને યોગ યગન, વ્રતાદિક બીજાં જેહ પુણ્ય ।।૨૮।। તેહ સર્વે મળી જેહ કાવે, જેના સોળમા અંશમાં નાવે ।

માટે એનું નામ અભયદાન, બીજા નાવે તે એને સમાન ।।૨૯।।

માટે પરમાર્થી જાણ્યા અમે, મારા શુદ્ધ ભક્ત વળી તમે ।

માટે તમ જેવા કોઇ નથી, ઘણું કહીએ શું મુનિ મુખથી ।।૩૦।। કહે કવિ સાંભળો સુજાણ, એમ બોલ્યા નારાયણ વાણ ।

અતિભાવે હેતે ભર્યાં વેણ, બોલ્યા કૃપાએ કમળનેણ ।।૩૧।।

પછી મુનિ બોલ્યા કરી સ્તુતિ, ધન્ય ધન્ય પ્રભુ પ્રાણપતિ ।

ધન્ય નરવીર અવતાર, બહુ જીવનો કર્યો ઉદ્ધાર ।।૩૨।। ધન્ય પ્રકટ પૂરણચંદ, નિજજનને દેવા આનંદ ।

ધન્ય દીનબંધુ ભગવાન, મહાદુષ્ટનું મોડણ માન ।।૩૩।। ધન્ય નરનારાયણ એક, તેનો જાણે વિરલા વિવેક ।

ધન્ય અકળ કળા તમારી, બેઉ બાંધવની બલિહારી ।।૩૪।। ધન્ય સર્વ જન સુખકારી, દીનજનતણા દુઃખહારી ।

સર્વે જીવની કરવા સાર, તમે રહ્યા આ ધામ મોઝાર ।।૩૫।। હવે નાથ કહીએ છીએ તમને, કહેવું ઘટે તે કહેજ્યો અમને । એમ કહી જોડ્યા હાથ જ્યારે, મુનિ પ્રત્યે પ્રભુ બોલ્યા ત્યારે ।।૩૬।।

મુનિ તમે ત્રિલોકને માંય, આવો જાવો તે આપ ઇચ્છાય । હમણાં કોણ લોકમાંથી આવ્યા, તેની શી શી ખબર તમે લાવ્યા ।।૩૭।। ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભરતખંડ જોઇ નાથ । ત્યારે નારાયણ કહે ઋષિ, સર્વે મારી પ્રજા છે ખુશી ।।૩૮।।

ચારે વર્ણ ને ચારે આશ્રમ, સહુ વર્તે છે પોતાને ધર્મ ।

ભક્તિ ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય, એહ ઉપર કેવો અનુરાગ ।।૩૯।। જેમ હોય તેમ કહો મુનિ, ભરતખંડના મનુષ્ય સહુની ।

એવાં સુણી પ્રભુજીનાં વેણ, સર્વે ઋષિએ ઢાળિયાં નેણ ।।૪૦।।

ભક્તચિંતામણી પ્રકરણ ૭

આવ્યાં નયણે નીર ભરાઇ, અતિશોક વ્યાપ્યો ઉરમાંઇ ।

થઇ ગદગદ કંઠે ગિરા, પછી બોલિયા છે રહી ધીરા ।।૪૧।।

સુણો નારાયણ નરભ્રાત, એની અમે ન કહેવાય વાત ।

ચારે વર્ણ ને ચારે આશ્રમ, તેણે ત્યાગી દીધા નિજ ધર્મ ।।૪૨।। અસત્ય ગુરુએ અવળું બતાવી, દીધો અધર્મ ધર્મ ઠરાવી ।

રાજા ઉન્મત્ત થઇ અપાર, કર્યો સત્ય ધર્મનો સંહાર ।।૪૩।। આપે પાપ કરે અણલેખે, તેમ પ્રજા કરે દેખાદેખે ।

નરનારી નિયમમાં નથી, કહીએ તેની ભુંડાઇ શું કથી ।।૪૪।। એને જોઇ અમે મુનિરાજ, સહુ દુઃખીયા છીએ મહારાજ ।

એમ કહી આપે કર્યું રૂદન, કહું સાંભળજ્યો સહુ જન ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઋષિસ્તુતિ નામે છઠ્ઠું પ્રકરણમ્‌ ।।૬।।

પૂર્વછાયો- એવું શ્રવણે સાંભળી, નરવીરે કર્યો વિચાર । એહ પાપને ટાળવા, મારે નિશ્ચે લેવો અવતાર ।।૧।। ઋષિ તમે રાજી રહો, અધર્મ કરીશ ઉત્થાપ ।

સુખી કરીશ સૌ સંતને, તમે પરહરો પરિતાપ ।।૨।। એમ કહી નરવીર ઋષિ, બેઠા એહ આશ્રમ ।

તેહ સમે નિજ સ્થાનથી, આવિયાં મૂર્તિ ને ધર્મ ।।૩।। તેણે દેખી ઉભા થયા, સર્વે ઋષિ નારાયણ નર ।

દંડવત પ્રણામ કરી, કરે સ્તુતિ જોડી સહુ કર ।।૪।।

ચોપાઇ- જોઇ ધર્મ ને મૂરતિ દોય, તેણે આનંદિયા સહુ કોય । શુદ્ધ સત્ત્વમય તનુ શાંતિ, શરદ પુન્યમ શશિસમ કાંતિ ।।૫।। કંઠે કંજ તુલસીની માળ, પીળી જટાનો મુગટ વિશાળ ।

નવ નીરજસમ દોય નેણ, અતિ શાંતિવાન સુખદેણ ।।૬।।

પહેર્યાં શ્વેતાંબર તન શોભે, જોઇ જનતણાં મન લોભે ।

શોભે સુંદર રેખા બે હાથે, પહેરી સિત ઉપવીત નાથે ।।૭।। એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન ।

પ્રકરણ

ભક્તચિંતામણી

ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજશ સારો ।।૮।। હરિ હર બ્રહ્મા મન ભાવો, તમે સર્વેના ભૂષણ કહાવો ।

સુર સરવે ને વળી ઇંદ્ર, મનુ કશ્યપ ને રવિ ચંદ્ર ।।૯।। કોઇ ત્યાગી ન શકે તમને, સર્વે મુનિને વહાલા છો મને । શેષ શારદા ને ગણપતિ, તમે સહુને વહાલા છો અતિ ।।૧૦।। વાયુ વહ્નિ ને વળી વારિ, તે મર્યાદા ન લોપે તમારી ।

સપ્ત ઋષિ સતી પતિવ્રતા, સનકાદિક તમને સેવતા ।।૧૧।। યોગી યતિ તપી તપ સાધે, તે તો સર્વે તમને આરાધે ।

ગૃહી વાનપ્રસ્થ ને સંન્યાસી, બ્રહ્મચારી તમારા ઉપાસી ।।૧૨।। દ્વિજ ક્ષત્રિય ને વૈશ્ય ભજે, શુદ્ર તે પણ તમને ન તજે ।

પશુ પંખી પન્નગ નરનારી, સર્વે રહ્યા છે તમને ધારી ।।૧૩।। તમને તે વંદે વેદ ચાર, ષટ્‌ શાસ્ત્ર પુરાણ અઢાર ।

કોઇ ન કરે તમારો ઉત્થાપ, મહામોટો તમારો પ્રતાપ ।।૧૪।। તમને તજી કરે જે જે કાજ, તે તો ભષ્ટ થવાનો સમાજ ।

તમને તજી ભજે જે દેવ, તે તો તેની છે નિષ્ફળ સેવ ।।૧૫।। તમને તજી ભજે ભગવાન, તોય તેટલું જાણવું જ્યાન ।

એવી મોટી છે તમારી લાજ, સર્વ લોકમાં તમારું રાજ ।।૧૬।।

પ્રભુ પ્રસન્ન કરવાને સારું, સહુ કરે સેવન તમારું ।

વળી આલોક પરલોકમાંય, સુખ થવા સેવે છે સદાય ।।૧૭।। જે જે સુખી થયા થાશે કોય, તેતો ધર્મ વિના નિશ્ચે નોય ।

માટે શું કહીએ મુખે મહિમા, તમ તુલ્ય નહિ ત્રિલોકમાં ।।૧૮।। એમ કરી તે પ્રશંસા બહુ, પછી આસને બેઠા છે સહુ ।

સર્વે નારાયણ સામું જોઇ, સહુએ ચિત્તની વૃત્તિ પરોઇ ।।૧૯।। ધર્મ મૂર્તિ ને નરમુનિ, પ્રભુ સામી છે દૃષ્ટિ સહુની ।

પછી નારાયણ પદ્મનેણ, બોલ્યા અમૃત સરિખાં વેણ ।।૨૦।। ભલે આવ્યા તમે મારા તાત, ભલે આવિયાં મૂરતિ માત ।

થયું આજ પવિત્ર આશ્રમ, તમે પધાર્યા મૂરતિ ધર્મ ।।૨૧।।

ભક્તચિંતામણી પ્રકરણ ૭

પણ આ ઋષિ આવ્યા છે મળી, તેની વારતા લિયો સાંભળી । સ્વર્ગ મૃત્યુલોક ને પાતાળ, તેમાં વિચરે છે એ દયાળ ।।૨૨।। હમણાં ભર્તખંડમાંથી આવ્યા, સર્વે પ્રજાની ખબર લાવ્યા ।

કહે છે અતિ વાધ્યો અધર્મ, ભ્રષ્ટ થયા છે વર્ણ આશ્રમ ।।૨૩।। રાજા પ્રજા તજી સત્ય રીતી, આપ સ્વાર્થે કરે છે અનીતિ ।

ત્યાગી ગૃહી તજી નિજધર્મ, વિષય સારું કરે છે વિકર્મ ।।૨૪।।

નરનારી અપાર છે કામી, કરે ગોત્રમાં ગમન હરામી ।

નથી ધર્મમાં મતિ કોયની, એવી ખબર લાવ્યા આ મુનિ ।।૨૫।।

પ્રભુ વાત કરે છે એવી રીતે, સહુ સાંભળે છે એક ચિત્તે ।

શ્રવણ નયન નથી બીજે ક્યાંઇ, સહુ રહ્યાં છે પ્રભુમાં પ્રોવાઇ ।।૨૬।। એવે સમે કૈલાસેથી ક્રોધી, આવ્યા દુર્વાસા દુરબુદ્ધિ ।

તેની નથી કોઇને ખબર, ઉભા થઇ રહ્યા ઘડિભર ।।૨૭।।

પછી દુર્વાસા દુઃખાણા ઘણું, ન થયું સન્માન પોતાતણું । વળતિ હૈયામાં વાત વિચારી, આ તો સર્વે દિસે છે અહંકારી ।।૨૮।। જોને કેવી આવી છે કુમતિ, એમ કહીને કોપ્યા છે અતિ । રૂદ્રાંશ દીર્ઘ જેનો ક્રોધ, ચડ્યે ન માને બીજાનો બોધ ।।૨૯।। તને તામસી મને રિસાળ, રહે રોષ જેને સદાકાળ ।

ક્ષમા નહિ ને ક્ષોભ અપાર, નહિ શાંતિ ને સહન લગાર ।।૩૦।। એવા દુર્વાસા મહાઘોર, બોલ્યા કોપનાં વચન કઠોર ।

કહે સાંભળજ્યો સર્વેજન, જેહ બોલ્યા દુર્વાસા વચન ।।૩૧।। કરી રિસમાં લોચન લાલ, ચડાવ્યાં વળી ભ્રકુટિ ભાલ ।

ધ્રુજે તન ફરફરે હોઠ, વાધ્યો વિકરાળ કાળકોઠ ।।૩૨।।

પછી સહુ પ્રત્યે બોલ્યા એમ, તમને ધર્મવાળા કહીએ કેમ ।

તમે માનમાં મસ્ત છો ઘણા, નથી તમને ભાર કોઇ તણા ।।૩૩।।

મને માનો છો સહુથી સરસ, બીજાને તો માનો છો નરસ । એવું અભિમાન તમને ઘણું, જોજ્યો ફળ હવે તેહ તણું ।।૩૪।। હું દુર્વાસા આવ્યો દૂરથી, ન થયું સન્માન વિચારો ઉરથી ।

પ્રકરણ

ભક્તચિંતામણી

એવું જોઇ ક્ષમા ઉર લાવું, એવો શાંતિવાળો હું ન કહાવું ।।૩૫।।

મારૂં નામ સુણી શાંતિ નાસે, ક્ષમા આવે નહિ મુજ પાસે । એવો દુર્વાસા ઋષિ હું છું, તે હવે દંડ તમને દઉં છું ।।૩૬।।

પુણ્ય પવિત્ર એવો આ દેશ, સેવે દેવાદિ મોટા મુનીશ । તેથી પડો હવે તતકાળ, થાવો મનુષ્યને ઘેર બાળ ।।૩૭।। તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવું નવ્ય કરો ।

ત્યાં અધર્મ ને કળિના જેહ, ભર્યા અસુર વસે છે તેહ ।।૩૮।। તેથી દુઃખ પામો ઘણું ઘણું, એ ફળ મારા અપમાન તણું ।

પામો અસુરથી અપમાન આપ, પછી ન બોલ્યા આપી એ શાપ ।।૩૯।। એવો મોટો બકોર સાંભળી, બિન્યા નારાયણ ધર્મ વળી ।

મુનિ ઉદ્ધવ સૌ ભય પામ્યા, દેખી દુર્વાસાને શિર નામ્યા ।।૪૦।। ઉઠી આસનથી તેહ વાર, કરે બહુ પેર્યે નમસ્કાર ।

આદર સહિત વિનતિ જેહ, કરે શાંતિ પમાડવા એહ ।।૪૧।। તેમ તેમ ક્રોધ બહુ કર્યો, રોષ રતિ પણ ન ઉતર્યો ।

ત્યારે ધર્મ બોલ્યા નામી શીષ, મોટા મહામુનિ મ કરો રીષ ।।૪૨।। ઋષિ જેનો હોય અપરાધ, દેવો દંડ તેનો નહિ બાધ ।

પણ વણ અપરાધે શાપ, ન દેવો મુનિ વિચારો આપ ।।૪૩।। અમે સુણતાં હતાં સહુ વાત, કહેતા હતા નારાયણ સાક્ષાત ।

સર્વે રહ્યા હતા સામું જોઇ, ચિત્તવૃત્તિ પ્રભુજીમાં પ્રોઇ ।।૪૪।। એવા સમામાં આવિયા તમે, તેણે ન થયું સન્માન અમે ।

માટે ક્ષમા અપરાધ કરો, મોટા મનમાં રોષ મ ધરો ।।૪૫।। હોય ઋષિ બ્રાહ્મણનું અંતર, નવનિત સમ નિરંતર ।

માટે દયાળુ દયા કરીજે, અમને શાપ ટાળી સુખ દીજે ।।૪૬।। એમ ધર્મ બોલ્યા શુભમતિ, કરી એવી પ્રાર્થના અતિ ।

ત્યારે બોલ્યા દુર્વાસા વાણ, મારો ક્રોધ ક્ષણિક મ જાણ ।।૪૭।। આપી શાપ ને પાછો નિવારૂં, એવું જાણો માં અંતર મારું ।

પણ તમે તો છો ભક્તિવાન, વળી નમ્રતાવાળા નિદાન ।।૪૮।।

ભક્તચિંતામણી પ્રકરણ ૮

એવા દેખી દયા આવે અમને, માટે કહું સુણો ધર્મ તમને ।

પૂર્વ દેશે લેશો અવતાર, દ્વિજકુળમાંહિ નિરધાર ।।૪૯।। ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આ જે બદ્રિપતિ । ત્યારે શાપનો તાપ ટળશે, અંતરે સુખશાંતિ વળશે ।।૫૦।।

પછી પામશો દિવ્ય ગતિને, એમ કહ્યું તે ધર્મ ભક્તિને ।

કહ્યું ઋષિ ઉદ્ધવને તે વાર, તમે લેશો દ્વિજમાં અવતાર ।।૫૧।। જ્યાં જ્યાં હશો ત્યાં ત્યાંથી તણાઇ, આવશો પ્રભુ પાસળે ધાઇ ।

પછી નરવીરના સખા થાશો, મારા શાપથી તરત મુકાશો ।।૫૨।। થાશે દિવ્ય ગતિ પાછી દેવ, પામશો સુખ કહું તતખેવ ।

એમ કહી દુર્વાસા મુનીશ, કર્યો કૈલાસ પ્રત્યે પ્રવેશ ।।૫૩।।

ચાલ્યા એવું કામ કરી આપ, પણ નાપ્યો તે મુનિએ શાપ । ધાર્યો સૌએ એ શાપને શીષ, માટે મોટાએ ન કરી રીષ ।।૫૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે દુર્વાસા શાપનામે સાતમું

પ્રકરણમ્‌ ।।૭।।

પૂર્વછાયો- પછી સંભારી એ શાપને, સર્વે કરવા લાગ્યા શોક ।

પુણ્ય ભૂમિ આ પરહરી, જાવું જોશે જાણું મૃત્યુલોક ।।૧।।

પાપ પેખી પૃથ્વીતણાં, કેમ રહેશે સુખ શરીર ।

અવળે સવળું એટલું, સંગે ચાલશે નરવીર ।।૨।। કાંઇક તેનો હર્ષ છે, કાંઇક શોક છે મન ।

દુરવાસાને દર્શને, થયું હર્ષ શોક ચિંતવન ।।૩।। વળતા નારાયણ બોલિયા, તમે શોક મ કરો લગાર ।

ઇચ્છા અમારે એવી હતી, અવનિએ લેવા અવતાર ।।૪।।

ચોપાઇ- મારી ઇચ્છા વિના એવી વાત, ન થાય માનજો મારા તાત । આવ્યા ઋષિને કરી જે રાવ, ત્યારનો મેં માંડ્યો છે ઉપાવ ।।૫।। આવ્યા દુર્વાસા મારી ઇચ્છાએ, આવી ન પામ્યા સન્માન કાંયે । દીધો શાપ મેં ન વાર્યા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા એને ।।૬।।

પ્રકરણ

ભક્તચિંતામણી ૨૫

જાણું નિમિત્ત વિના નિરધાર, કેમ લઇએ સહુ અવતાર ।

માટે ચિંતા કરશોમાં કાંએ, શાપ થયો છે મારી ઇચ્છાએ ।।૭।। કાંજે પૃથ્વીએ વ્યાપ્યું છે પાપ, તેણે સાધુ પામે છે સંતાપ ।

માટે પુત્ર તમારો થાઇશ, હરિનામે નિશ્ચે કહેવાઇશ ।।૮।।

મારા સાધુની રક્ષાને સારું, થાશે ભૂમિએ વિચરણ મારૂં । ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, પ્રવર્તાવીશ ભૂમિએ અતિ ।।૯।।

માટે ચિંતા મ કરશો લગાર, લિયો દ્વિજ કુળે અવતાર ।

આપ ઇચ્છા ધારી ઉર વિષે, લિયો જન્મ જુદા જુદા દેશે ।।૧૦।।

સુણી નારાયણની એ વાણ, સહુ પાયે લાગ્યા જોડી પાણ ।

પછી આપ આપણે આશ્રમ, ગયા મુનિ ને ભક્તિ ધરમ ।।૧૧।।

પછી ભક્તિ ધરમ ઋષિ જેહ, ઉદ્ધવાદિક સરવે તેહ ।

કાળે કરી આ ભૂમિ મોઝાર, સહુ લેવા ઇચ્છ્યા અવતાર ।।૧૨।। દેશ દેશ લેવાને જનમ, ઇચ્છ્યા જાણી વેળા એ વિષમ ।

ધર્યાં દ્વિજજાતિ માંહિ તન, કહું સાંભળજ્યો સહુ જન ।।૧૩।। થઇ વાત એ બદ્રિકાશ્રમ, લેશે જન્મ ઋષિ ભક્તિ ધર્મ ।

એવું જાણી જે હતા અદેવ, તે પણ ત્યાર થયા તતખેવ ।।૧૪।। કહે અસુર અભાગી એમ, કાઢશે એ અધર્મને કેમ ।

એવું શું આપણું પડી ભાંગશે, જે એ સર્વે અધર્મ ત્યાગશે ।।૧૫।।

નથી ગયું નખોદ આપણું, જે ચાલશે એનું બળ ઘણું ।

માટે જ્યાં જ્યાં એ લે અવતાર, ત્યાં ત્યાં તત્પર રહો તૈયાર ।।૧૬।। એનાં સંબંધીમાં કરો પ્રવેશ, જ્યાં જ્યાં જન્મે એહ મુનીશ । રાખી ખટકો થાઓ હુશિયાર, પ્રવર્તાવો અધર્મ અપાર ।।૧૭।। જિયાં તિયાં થકી એને ઝાલો, મતિ અતિશે અવળી આલો । કહું છું મને તો સુઝે છે એમ, કહો તમને સુઝે છે કેમ ।।૧૮।। એવું સાંભળી બોલ્યા અસુર, જેમ કહો તેમ કરીએ જરૂર ।

મર બણવાની હોય તે બણે, પણ એને તો જોશું આપણે ।।૧૯।। કરશું જુદા જુદા પરવેશ, દેશું દુઃખ બહુ અહોનિશ ।

૨૬ ભક્તચિંતામણી પ્રકરણ ૮

એમ પરિયાણિયા એ અસુર, બોલ્યાં નરનારી કરી જોર ।।૨૦।। એક કહે થાઉં એની માત, નિત્ય શિખવું પાપની વાત ।

એક કહે થાઉં એની માસી, નાખું મોહ ને માયાની ફાંશી ।।૨૧।। એક કહે થાઉં એની બેન, રોઇ કળકળી કરાવું ફેન ।

એક કહે થાઉં હું દિકરી, મારી ચિંતામાં ન ભજે હરિ ।।૨૨।। એમ બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી ।

ત્યારે બોલ્યા અસુર વળતા, અમે બહુ જાણુ છું ખળતા ।।૨૩।। કહે એક થાઉં એનો બાપ, મારી કુટી ને કરાવું પાપ ।

કહે એક થાઉં એનો ભાઇ, નાખું અતિશે અધર્મમાંઇ ।।૨૪।। કહે એક થાઉં એનો કાકો, બતાવું પાપ મારગ પાકો ।

કહે એક થાઉં એનો મામો, કરાવું અતિ અધર્મ સામો ।।૨૫।। કહે એક થાઉં એનો બાળ, કરું ભક્તિ ને ધર્મનો કાળ ।

કહે એક હેતુ એનો થઇ, નિયમ એક રહેવા દિયું નહિ ।।૨૬।। કહે એક થાઉં એનો સખો, કરે ભજન ત્યાં રચાવું ડખો । કહે એક થાઉં એનો સગો, કરૂં એના કલ્યાણમાં દગો ।।૨૭।। કહે એક થાઉં એનો ગુરુ, જગે અઘ એટલાં હું કરૂં ।

કહે અવિદ્યા થાઉં હું નાર, મ જાળથી કાઢે પગ બાર ।।૨૮।।

નાનાં બાળક બહુ ઉપજાવી, દીયું હેત હું એમાં બંધાવી । છોરા છોરી ઝીણું ઝીણું બોલી, ખાશે એના કળેજાંને ફોલી ।।૨૯।। એમ સહુ મળી આપણે કરશું, જેણે થાય એ જીવનું નરશું । એમ ખરા ખબરદાર થાઓ, આવ્યો અવસર મ ભૂલો દાવો ।।૩૦।। એના કુટુંબમાં પ્રવેશ કરીએ, ગુરુ સંબંધીનું રૂપ ધરીએ । એના ઉરથી અધર્મ ન ટળે, એમ કરવું આપણે સઘળે ।।૩૧।। એમ પરસ્પર પરિયાણ્યું, જોર અતિશે પોતાનું જાણ્યું ।

કર્યો અસુરે મનસુબો એવો, ઘટે પાપી અદેવને જેવો ।।૩૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અસુર ઉદ્‌ભવ નામે આઠમું પ્રકરણમ્‌

પ્રકરણ

ભક્તચિંતામણી

।।૮।।

સામેરી- શુભમતિ તમે સહુ મળી, સુંણો અદેવનો ઉપાય । વૈર જેને નથી વિસર્યું, છે શત્રુતા શ્રીહરિ માંય ।।૧।। દેવાસુર સંગ્રામ માંહિ, હરિ સહાયથી મુવા અદેવ ।

તેણે કરી હરિ અરિ જાણી, તતપર થયા તતખેવ ।।૨।। વળી દ્વાપર કળિની સંધે, આપે હણ્યા હરિએ અસંત ।

જે પશુ પક્ષી અજગર નરમાં, રહ્યાતા સંતાઇ અનંત ।।૩।। જેને શ્રીકૃષ્ણે હાથે હણ્યા, તે તો પામિયા પદ નિર્વાણ ।

પણ જિયાં તિયાં યુધ્ધે મુવા, તે સર્વે થયા અસુરાણ ।।૪।। અતિ વિષય વાસના વાળા, વૈર કૃષ્ણ સાથે વાળવા ।

અસદ્‌ગતિ પામી અવતર્યા, દૈત્ય હજારે હજાર હવા ।।૫।। અસુર વૈરી આગલ્યા, આવ્યા અઘભર્યા અદેવ અતિ ।

ધર્મ હરિનો જનમ જાણી, પીડા કરવા છે મતિ ।।૬।। દેવ દાનવ દૈત્ય દુષ્ટ, યક્ષ રાક્ષસ જે કહેવાય ।

વૈર વાળવા વેષ બદલી, રહ્યા ત્રણ સ્થળને માંય ।।૭।। વામી શૈવી ને વૈષ્ણવી, દનુજે દીક્ષા લીધી કઇ ।

ધર્મનો અતિ દ્વેષ કરવા, સાધુ સરિખા થયા સઇ ।।૮।। કેટલેક ધર્યા તન દ્વિજમાં, કેટલાક રાજામાં રહ્યા ।

કેટલાક વસિયા વૈશ્યમાં, કેટલાક શુદ્રમાં થયા ।।૯।। ત્યાગી વૈરાગી તપસ્વી, કુંડ ઢુંઢ ને કબિરિયા ।

પીર ફકિર પંડિતમાં, દનુજ દેહ ધરી રહ્યા ।।૧૦।। અધિપતિ એમાં થઇ, શિષ્યશાખા બહોળા કર્યા ।

નિઃશંક થઇ નર નારકી, અધર્મને અતિ આચર્યા ।।૧૧।।

પુંશ્ચલી સ્વૈરિણી કામિની, બળી બગાસે નારી નિસરી ।

એવા અસુર નર જેહ, તે બેઠા એ ત્રણ્યેને વરી ।।૧૨।। જેવા અદેવ નર અભાગી, તેવી પત્નિયો તેને મળી ।

ધર્મનો અતિ દ્વેષ કરવા, વડો આગ્રહ માંડ્યો વળી ।।૧૩।।

૨૮ ભક્તચિંતામણી પ્રકરણ ૯

કહે દેવ પિતૃના શ્રાદ્ધમાં, મદ્ય માંસ જેવું કાંઇ નથી ।

જો ઇચ્છો અચિર ફળ પામવા, તો પૂજજ્યો સહુ એહથી ।।૧૪।। જિજ્ઞાસુ જીવ જગતમાં, દૈવીસર્ગના જે હતા ।

તેને એવો ઉપદેશ આપી, પાપીએ કર્યા પાપ કરતા ।।૧૫।। ધર્મની ઓઠ્ય લઇ અધર્મી, ધિરવી ધન નારી હરે ।

શાસ્ત્રના અર્થ ફેરવી, પ્રેરે જેમ પોતે કરે ।।૧૬।। કહે વેદમાં એહ ભેદ છે, પશુ મારી કરવો જગનને ।

વામ વારુણી સંગ વિના, નહિ પામો આત્મદર્શનને ।।૧૭।।

પોતાના ઇષ્ટદેવ મંદિરમાં, દિયે પરત્રિયા ઋતુ દાન જો ।

એહ તુલ્ય કોઇ પુણ્ય નહિ, એહ મોટો ઉપકાર માનજ્યો ।।૧૮।। એવી રીતે અસુર નર, ધર્મનું ખંડન કરે ।

વૈર છે જેને કૃષ્ણશું, એવે આદરે અહોનિશ ફરે ।।૧૯।। વળી વર્ણાશ્રમમાં રહી, અસુર કરે છે અસુરપણું ।

શત્રુભાવ શ્રીકૃષ્ણ સાથે, વૈર વાવરે છે અતિ ઘણું ।।૨૦।। દ્વિજકુળે જેણે તન ધર્યાં, તે મકાર મહાત્મ્ય કહે કથી ।

મદ્ય માંસ મૈથુન જેવું, કલ્યાણ અર્થે કોઇ નથી ।।૨૧।। કહે વેદમાં એહ ભેદ છે, વળી ભ્રષ્ટ ભક્તિ છે બધી ।

અણસમજુ એમ જાણે જે, આ વણસી ગયા વટલી ।।૨૨।। ઉત્તમ મધ્યમ માને અજ્ઞાની, પણ આત્માતો એક છે ।

તેમાં વર્ણાશ્રમ વિધિ, એજ મોટો અવિવેક છે ।।૨૩।। એવો અસુર ઉપદેશ આપી, કાપી પાપીએ જડ ધર્મની ।

આપી મતિ અવળી અતિ, વાટ બતાવી કુકર્મની ।।૨૪।। વળી અસુર અવતર્યા, ક્ષત્રિ કુળ માંહિ ખરા ।

દ્વેષી જેહ છે ધર્મના, તેણે પાપી કર્યા નારી નરા ।।૨૫।।

નરપતિ કુમતિ અતિ, પર પત્નિને પરાણે હરે ।

પ્રજા પીડે પાપી અતિ, ગતિ પારકા ઘરમાં કરે ।।૨૬।। વિના વાંકે વાંક દઇને, પ્રજાને પીડે ઘણું ।

પ્રકરણ

ભક્તચિંતામણી

પ્રપંચ કરે ધન હરે, એમ કરે વિત્ત આપણું ।।૨૭।।

સબળ નિર્બળ ન્યાયમાં, અધર્મને આગળ કરે ।

લાંચ લઇ દોષ દઇ, ન્યાયનો અન્યાય કરે ।।૨૮।। વેદ શાસ્ત્ર સંતની વળી, કુળ મર્યાદા નહિ રતિ ।

સત્યવાદી સંત દેખી, અંતરમાં દાઝે અતિ ।।૨૯।।

પાપ કરતા ધન હરતા, રમતા પરનારી સંગે ।

કપટી લંપટી કુડાબોલા, ગુહ્ય વારતા એવા સંગે ।।૩૦।।

પ્રભુપણું પોતામાં પરઠી, કૃષ્ણસમ કીર્તિ ગમે ।

રમણીને કહે રાધિકા, રસિયા થઇ પોતે રમે ।।૩૧।। એમ અદેવ અરિપણું, પ્રગટ પાળે પ્રસિદ્ધ શું ।

ધર્મ ભક્તિ કૃષ્ણ સાથે, વૈર જેને બહુ વિધશું ।।૩૨।। વળી વૈશ્ય જાતિમાં, અસુરજન જે અવતર્યા ।

વિશ્વાસઘાતી લખે પાતિ, કુડ કપટ દગે ભર્યા ।।૩૩।। છળ કળ ને છેતરવું, દેશભાષાની જાણે કળા ।

ધર્મમાં નહિ ઢુકડા, અધર્મ કરવા ઉતાવળા ।।૩૪।। શુદ્રમાં સંતાઇ રહ્યા, દૈત્ય દાનવ દૃગે ભર્યા ।

કૃષ્ણશું કલેશ કરવા, કઇક એમાં અવતર્યા ।।૩૫।। અતિ પાપી માંસ સુરાપી, મારે પશુ વન ગામનાં ।

ખર સૂકર કુકર કપિ, કરિ ચકાસમ કામના ।।૩૬।।

જેવા એ વર્ણ તેવા જ આશ્રમ, પાપિના પાપી ગુરૂ ।

અધર્મને મહા ધર્મ માન્યો, વાત તેની હું શું કરૂં ।।૩૭।। બ્રહ્મચારી ભંગી નવલ રંગી, સંગી ધન નારીતણા ।

પંચ કેશે ફરે વિદેશે, પિવે પ્યાલા મદ્યના ઘણા ।।૩૮।।

ગૃહી અતિ નિર્દય થઇ, અભ્યાગતનું અપમાન કરે ।

અન્ન ન આપે સામું સંતાપે, પેટ કુટુંબનું પોતે ભરે ।।૩૯।। વાનપ્રસ્થ વિશ્વમાંહિ, ધર્મ કોઇ ધારતું નથી ।

અતિ કામી લુણહરામી, પાપી પરદારા પથી ।।૪૦।।

૩૦ ભક્તચિંતામણી પ્રકરણ ૯

થઇ સંન્યાસી ફરે ઉદાસી, પ્યાસી પૈસા નાર્યના ।

કરી કાષાયાંબર સુંદર અંગે, હૈયે ભર્યા હિંગાર્યના ।।૪૧।।

મતિ મેલી અતિ ફેલી, શેલી ભુંશિ સિદ્ધ થયા ।

ધર્મહિણા બુદ્ધિક્ષિણા, દિલમાં ન મળે દયા ।।૪૨।। કુપંથ કળિ કાળમાં, બગડેલ મત બોળા થયા ।

કુંડ ઢુંઢ ને જાુલાહ જેવા, કુમતિ મતિ ગ્રહિ રહ્યા ।।૪૩।। વેદ વિપ્ર સંત શાસ્ત્ર, માને નહિ મૂઢમતિ ।

અવતાર સર્વે કહે ઓરા, પોતાનું આઘું અતિ ।।૪૪।।

પ્રભુનો પ્રતાપ મુકી, કર્મના ગુણ ગાય છે ।

અનેક જીવ કરી આગળ્યે, વળી જમપુરી જાય છે ।।૪૫।।

સુંદર નારી જોઇ સારી, વાતમાં લઇ વશ કરે ।

વિધવા શું વિહાર કરતા, મુર્ખ મનમાં નવ ડરે ।।૪૬।। અતિપાપી પલલ સુરાપી, ગર્ભ ગાળે વળી નારના ।

એવા જગતમાં સાધુ કહાવે, તે શબ્દ ઘા તરવારના ।।૪૭।। અંતર ખોટા બાહેર મોટા, અધર્મ રહ્યા આચરી ।

એવે સાધુ નામને, ખોટ્ય મોટી દિધી ખરી ।।૪૮।।

નામ વૈરાગી વૈરાગ્ય નહિ, વાટે ઘાટે વશ્યા જઇ ।

ગુરુ થઇ દંભ ફુંક દઇ, એમ જીવ ઠગ્યા કઇ ।।૪૯।। ડાહ્યા પ્રપંચ દંભમાં, માયા શિષ્યની લેવા સઇ ।

આશા તૃષ્ણા અતિઘણી, કામ ક્રોધ ઘટમાં કઇ ।।૫૦।। ખબરદાર ખાન પાનમાં, દામ વામના ભુખ્યા ભમે ।

એવા અસુર ગુરુ થઇ, ધર્મને અહોનિશ દમે ।।૫૧।। ભામિનિયોને ભાવતી, વળી ભક્ત ભક્તિ આદરે ।

ખેલ ઉત્સવ ઓસર મેળા, ભેળા થઇ ભુંડાઇ કરે ।।૫૨।। ભક્તિ નામે ભષ્ટવાડો, આચરણ એ અસુર તણાં ।

નરનારી વિકાર વિના, ગોતતાં ન મળે ઘણાં ।।૫૩।। અઘવંતા નર અતિ ઘણા, માત પિતા ગુરુના ઘાતકી ।

પ્રકરણ

૯ ભક્તચિંતામણ ૩૧

કુકર્મી કામી હરામી, કહીએ મહા પંચ પાતકી ।।૫૪।। બેન બેટી માસી માતા, અનુજવધુ સુતપ્રિયા ।

ગોત્ર નારી નવ ગણે, અદેવ જગમાં એવા થયા ।।૫૫।। ભ્રાત તાત કાકો મામો, કામે જુવે સુત કામિની ।

એવી કુલટા કરી અસુરે, ભવમાં બહુ ભામિની ।।૫૬।। વિધવા નારી અપાર કામી, નર વિના નવ રહી શકે ।

વર્ષે વર્ષે ગર્ભ ગાળે, બિયે નહિ પાપ થકે ।।૫૭।। એમ અસુર ઉપદેશથી, નરનારી નિયમમાં ન રહ્યાં ।

અન્યો અન્ય એબે ભર્યાં, સર્વે જન સરખાં થયાં ।।૫૮।। ભલું કુળ બ્રાહ્મણ તણું, જેમાં સદ્‌ગ્રંથ અતિ નિર્મળા ।

તેમાં અસુર અવતરી, કર્યા ગ્રંથ અર્થ અવળા ।।૫૯।। રૂડું કુળ રાજાતણું, જેમાં ભક્ત બહુ હરિના થયા ।

તેમાં દૈત્ય પ્રકટિને, અધર્મ સર્વે રાખી રહ્યા ।।૬૦।।

પુષ્ટિ કરવા પાપની, નવા ગ્રંથ નિપજાવીયા ।

સંસ્કૃત પ્રાકૃત શબ્દે, જીવ બહુ ભરમાવિયા ।।૬૧।। એવે પાપે કરી પૃથ્વી, વારમવાર કંપે વળી ।

સત્ય ધર્મ તીર્થ દેવતા, પામ્યા પીડા સહુ મળી ।।૬૨।।

પડે દુકાળ બહુ દામિની, ચાલે વાયુવેગે વૃક્ષ પડે ।

એવા ઉપદ્રવ અતિશે, પ્રાણધારી સહુને નડે ।।૬૩।। અતિપીડા અધર્મથી, ચરાચર સહુ પામિયા ।

ત્યારે ભક્તિ ધર્મ ઋષિ, પ્રકટ્યાં કરી દયા ।।૬૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અસુર ઉદ્‌ભવ નામે

નવમું પ્રકરણમ્‌ ।।૯।।

ચોપાઇ- સુંદર શોભે છે સરવાર દેશરે, જ્યાં ધર્મે કર્યો પ્રવેશરે । ધન્ય ધન્ય ધરા એ પાવન રે, ધન્ય દેવહા નદી તટે વન રે ।।૧।। અંબ કદંબ અશોક કેરીરે, જાંબુ લીંબુ વળી જામફળીરે ।

૩૨ ભક્તચિંતામણી પ્રકરણ ૧૦

કરમુક કુટટિમ કણેરી રે, બહુ બદરી ને નાળીયેરીરે ।।૨।। તિયાં સારસ હંસ શુક મોરરે, કરે કોયલ કોકિલા ઝિંગોરરે । ઘણે વૃક્ષે વિટાણાં જ્યાં ગામરે, જાણું બીજું આ ધર્મનું ધામરે ।।૩।। તિયાં શોભે શહેર રૈકહટરે, તેમાં વર્તે આનંદ અમટરે । ખાન પાને પટે સુખી લોકરે, ભય વિગ્રહ ને નહિ શોકરે ।।૪।। તિયાં વસે છે વર્ણ ચારરે, તેણે શોભે છે શહેર અપારરે । દ્વિજ ક્ષત્રિય વૈશ્ય વળી શુદ્રરે, તર્યા ધર્મથી શોકસમુદ્ર રે ।।૫।। વસે વિપ્ર તિયાં સરવરિયારે, અતિ ભાવ ભક્તિના ભરિયા રે । દયાવાળા દિલના ઉદારરે, પાપ રહિત પુણ્ય ભંડારરે ।।૬।। ઉચ્ચે કુળે આચાર છે અતિરે, સદા સ્વધર્મ માંહિ છે મતિરે ।

ગોત્ર સાવર્ણિ ને સામવેદ રે, શાખા કૌથમી સાંભળો ભેદરે ।।૭।। ત્રણ પ્રવર તેનાં સુજસ રે, ભાર્ગવ વૈતહવ્ય સાવેતસરે ।

પાંડે ઇટાર ગામના કહીએરે, પૂજ્ય શિરનેત્ર રાજાના લહીએ રે ।।૮।। અતિ કૃપાળુ કનહિરામરે, તેના સુત બાલશર્મા નામરે ।

વેદ શાસ્ત્રને પઢ્યા પુરાણરે, શુદ્ધ આત્માવાળા તે સુજાણરે ।।૯।।

સત્યવાદી અતિ ઇંદ્રિયજીત રે, ધીર ગંભીર ધર્મમાં પ્રીત રે ।

શીલ સંતોષ દલ ઉદારરે, શુભ શાંતિ ગુણના ભંડાર રે ।।૧૦।। એવા બાળશર્મા મહામતિરે, જેને ઘેર છે ભાગ્યવતી સતીરે ।

ગુણવાન પતિવ્રતા ધારી રે, પુણ્ય પવિત્ર નિર્મળ નારીરે ।।૧૧।। એવાં નરનારી ગુણ ભંડારરે, તિયાં ધર્યો ધર્મે અવતારરે ।

સંવત્‌ સત્તર વર્ષ છનું રે, પ્રમોદ નામ સંવત્સરનું રે ।।૧૨।। દક્ષિણાયનમાં રવિ રમેરે, વર્તે શરદઋતુ તે સમેરે ।

માસ કાર્તિકશુદિ સારરે, એકાદશી સુંદર બુધવારરે ।।૧૩।।

નક્ષત્ર ઉત્તરા વ્રજ યોગ રે, વિષ્ટિ કરણ હરણ રોગરે ।

કુંભ લગ્નમાંહિ ભાગ્યવતી રે, જન્મ્યા ધર્મદેવ મહા મતિ રે ।।૧૪।। ધર્મ જન્મ જાણી ત્રણ લોક રે, થયા વિબુધ સાધુ અશોક રે । આવ્યા સુર તેત્રીશ ક્રોડિ રે, તેતો કરે સ્તવન કર જોડી રે ।।૧૫।।

ભક્તચિંતામણી

આવ્યા બ્રહ્મા ને તિયાં બ્રહ્માણીરે, આવ્યા શિવને ગિરિજારાણીરે ।

ગાય શારદા શેષ ત્યાં ગાનરે, તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે ।।૧૬।।

ગાય ગાંધર્વ ને અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે ।

આવ્યાં વૈકુંઠ થકી વિમાન રે, નયણે નિરખવા ધર્મ નિદાનરે ।।૧૭।। કરે સુર તે વૃષ્ટિ સુમને રે, બહુ વાજીંત્ર વાજે ગગને રે । વાજે ઢોલ ને દુંદુભિ ગડે રે, તેની ખબર મુક્તને પડે રે ।।૧૮।। થાય નભે ઉત્સવ અપારરે, થયો જાણી ધર્મ અવતાર રે ।

જેમ ગેકિ રહ્યો છે ગગન રે, તેમ ભૂમિએ ભક્ત મગન રે ।।૧૯।।

નરનારી પામ્યાં છે આનંદરે, ધર્મ પ્રકટ્યા પૂરણચંદ રે ।

ઘેરઘેરથી માનિની મળી રે, ગાયે વધાઇ મંગળ વળીરે ।।૨૦।। કરે ઉત્સવ નર ને નારરે, બાંધ્યાં તરિયાં તોરણ બારરે । ભરી ગજ મોતિડાંના થાળ રે, ચાલી નારી વધાવા દયાળરે ।।૨૧।। વધાવે છે વનિતાનાં વૃંદરે, મુખ જોઇને પામ્યાં આનંદ રે ।

પછી ભામિની ગઇ ભવન રે, તેડ્યા વિપ્ર વિદ્યાએ સંપન્ન રે ।।૨૨।। જોયાં વાર ઘડી ને લગન રે, જોઇ વિપ્ર મનમાં થયા મગન રે । કહે એવી પળે બાળ આવ્યો રે, જાણું ત્રિભુવનને સુખ લાવ્યો રે ।।૨૩।। આવી પળે પ્રકટ જે થાય રે, તે તો ધર્મ મૂર્તિ કહેવાય રે ।

માટે આ વાત તમે છપાડો રે, એનું નામ દેવશર્મા પાડો રે ।।૨૪।। તન શોભિત સુંદર અતિરે, માટે દેવશર્મા મહામતિ રે ।

પછી હરખ્યા બાળશર્મા મન રે, આપ્યાં દાન થઇને પ્રસન્ન રે ।।૨૫।। બ્રાહ્મણ ભિક્ષુક ને ભરિ ભાંગ્યાં રે, દીધાં દાન બહુ મુખ માગ્યાંરે । થઇ રાજી અતિ વિપ્ર જન રે, ગયા પોતપોતાને ભવન રે ।।૨૬।।

પછી મા બાપે વિચાર્યું મન રે, આની કરવી ઝાઝી જતન રે । અતિ હેત રાખી ઉરમાંઇ રે, અર્ધ ઘડી મેલે નહિ ક્યાંઇરે ।।૨૭।। હૈયે હેત સમેત હુલાવે રે, પ્રેમે પારણિયામાં ઝુલાવે રે । કરે કામ ધામનું જો કાંઇ રે, પણ વૃત્તિ રહે બાળક માંઇ રે ।।૨૮।। રુડે હર્ષે સુતને રમાડે રે, પય સાકર પાન જમાડે રે ।

૩૪ ભક્તચિંતામણી પ્રકરણ ૧૦

એમ કરતાં મોટા જ્યારે હવારે, ત્યારે માંડ્યું છે મુખે બોલવારે ।।૨૯।। કાંઇ બોલે છે કાલું જો કાલું રે, તેતો લાગે માતાજીને વ્હાલું રે । બાળચંદ્ર પેર્યે અહોનિશ રે, વાધે દેવશર્મા તે હમેશ રે ।।૩૦।। ધર્યો ધર્મે જે દિનો જનમ રે, મટી સાધુને વેળા વિષમ રે । તર્ત પાપીને પીડા ઉપની રે, આવ્યું અચાનક એવું બની રે ।।૩૧।।

પુર ગ્રામ ઘોષ પૃથ્વી પર રે, તિયાં ઉપજ્યો આનંદ ભર રે । થયા યજ્ઞ અગ્નિ નિર્ધુમ રે, સુખમાં વાયુ નિર્મળ વ્યોમ રે ।।૩૨।। થયાં સતપુરુષનાં ચિત્ત રે, અતિ નિર્મળ પરમ પુનિત રે ।

નદી કૂપ વાવ્યનાં જે જળ રે, થયાં તાલ સરવે અમળ રે ।।૩૩।। સિદ્ધ ઋષિ સહુ સુખ પામ્યા રે, અંતરેથી અધર્મને વામ્યા રે । થઇ રાજી ને આપે આશિષ રે, ધર્મ જીવજ્યો કોટિ વર્ષ રે ।।૩૪।। એમ સુખ પામ્યા સત્ય ધર્મી રે, પામ્યા પીડા જે હતા કુકર્મી રે ।

પાપી પાખંડીનું પડી ભાંગ્યું રે, મન સહુનું ધર્મમાં લાગ્યું રે ।।૩૫।। ધર્મ પોતે અતિ મહાધીર રે, સુખદુઃખે રહે મન સ્થિર રે । ભૂખ દુઃખ વળી શીત ઉષ્ન રે, હોય તનમાં ન માને મન રે ।।૩૬।। એવું જોઇ બાળશર્મા બાપરે, જાણ્યા મોટા યોગી છે આ આપરે । વર્ષ આઠ જનમથી થિયાં રે, આપી તાતે ઉપવીત તિયાં રે ।।૩૭।। આપી જનકે જનોઇ જ્યારે રે, કર્યો મોટો ઉત્સવ તે વારે રે ।

પછી ધર્મે બટુનો જે વેષ રે, ધારી વધારીયા પંચ કેશ રે ।।૩૮।। ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ રે, થયા પંડિત પોત્યે સુજાણ રે । હુવા બાર વર્ષના આપે રે, ત્યારે પ્રીત્યે શું પુછીયું બાપે રે ।।૩૯।।

પુત્ર પરણો એક મેરારુ રે, માનો વચન એટલું મારૂં રે । જેવા પુત્ર તમે ગુણવાન રે, જોઇયે સુંદરી તમ સમાન રે ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મજન્મ નામે દશમું

પ્રકરણમ્‌ ।।૧૦।।

પૂર્વછાયો- સુંદર દેશ સરવારમાં, નદી મનોરમા નામ છે ।

ભક્તચિંતામણી

મખોડા તીર્થ ત્યાં થકી, ઉત્તરે છપૈયા ગામ છે ।।૧।।

સુંદર સર ત્યાં સોહામણું, અતિ અમળ જળ તે તણું ।

પદ્મ પોયણાંની પંક્તિએ, શોભે છે સુંદર ઘણું ।।૨।। ત્યાંથી દક્ષિણ દિશમાં, બગિહા ચુડવા બે વન છે ।

ફળ ફુલ સુંદર જેમાં, સુંદર ઝાડે સઘન છે ।।૩।। અનુપ એવી અવનિમાં, છે ગામ નામે છપૈયા ।

દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, ચારે વર્ણ જ્યાં વસિયા ।।૪।।

ચોપાઇ- તિયાં કૃષ્ણશર્મા દ્વિજ એક રે, જાણે સાર અસાર વિવેક રે । શીલ સંતોષ ગુણે સંપન્ન રે, શુદ્ધ હૃદયે પરમ પાવન રે ।।૫।। તેને ઘેર ભાગ્યમાની નાર રે, અતિ પવિત્ર અંતર ઉદાર રે । જેવી નિર્મળ એ યુવતિ રે, તેવા કૃષ્ણશર્મા છે સુમતિ રે ।।૬।। વળી વાસુદેવની જે ભક્તિ રે, કરે ભાવ ભરીને દંપતિ રે । એવાં નિર્મળ એ નરનાર રે, તિયાં ભક્તિએ ધર્યો અવતાર રે ।।૭।।

સંવત્‌ સત્તર વર્ષ અઠાણું રે, કાર્તિકી પુનમ પ્રમાણું રે ।

નક્ષત્ર કૃતિકા બુધવાર રે, થયો ચંદ્ર ઉદે અવતાર રે ।।૮।।

લીધો જન્મ જ્યારે જસવતિ રે, થયાં માત તાત રાજી અતિ રે ।

પછી કૃષ્ણશર્મા જે વિપરરે, તેડ્યા જોતિષી બ્રાહ્મણ ઘેર રે ।।૯।। જોયા જોષિએ જોશ રૂપાળા રે, કહ્યું નામ કહેજ્યો એનું બાળા રે । બીજાં નામતણો નિરધાર રે, કરશે ગુણે કરી નરનાર રે ।।૧૦।। છે એ દેવ મનુષ્ય મ જાણો રે, ભાગ્ય મોટાં તમારાં પ્રમાણો રે । એવું સુણી કૃષ્ણશર્મા કાન રે, કર્યા વિપ્ર રાજી દઇ દાન રે ।।૧૧।।

પછી મોટાં થયાં એ મૂર્તિ રે, લાગે માબાપને વાલાં અતિ રે । કરે ખેલ બાળક સમાન રે, તેણે ઢાંક્યું છે પોતાનું જ્ઞાન રે ।।૧૨।। વાધે બાળચંદ્ર પેઠ્યે નિત્યે રે, કરે શ્રીકૃષ્ણની ભક્તિ પ્રિત્યે રે ।

માટે લોક કહે ભક્તિ નામ રે, એમ બોલાવે પુરુષ ને વામ રે ।।૧૩।। રૂપ ગુણે લક્ષણે છે એવાં રે, કપિલમાતા દેવહૂતિ જેવાં રે । શિલ સ્વભાવે શોભે છે ઘણું રે, બીજા ગુણ હું કેટલા ગણું રે ।।૧૪।।

૩૬ ભક્તચિંતામણી પ્રકરણ ૧૧

લજ્જાવાન ને નમ્રતા અતિ રે, દયા ક્ષમાવાળાં એ મૂરતિ રે । શુદ્ધ અંતર સદા અમળ રે, નિષ્પાપ ને આપે નિર્મળ રે ।।૧૫।। એવાં ભક્તિ ધર્મની પત્ની રે, ધરી તન બાળા નામે બની રે । જેદિ થકી જન્મ્યાં એ સતી રે, ભાવિ સૌને કૃષ્ણની ભક્તિ રે ।।૧૬।। વધી શ્રદ્ધા સહુને એ સમે રે, ભક્તિ કરવા ભક્તિ જનમે રે ।

રહ્યો ઘરઘર આનંદ છાઇ રે, દંભી પાખંડી ગયા સંતાઇ રે ।।૧૭।। એવો ભક્તિતણો જે પ્રતાપ રે, જોઇ બોલ્યા કૃષ્ણશર્મા બાપ રે । આની કરીયે હવે સગાઇ રે, સુંદર મોટી સરવાર માંઇ રે ।।૧૮।। તિયાં બાલશર્મા ગુણવાન રે, ઉચ્ચે કુળે એ ઘર નિદાન રે । તેના સુત દેવશર્મા કહીએ રે, આ કન્યા એને આપણે દૈયે રે ।।૧૯।। ત્યારે રાજી થયાં છે ભવાની રે, સારું વાત તમારી મેં માની રે ।

પછી લગ્ન લખી તેહ વાર રે, કર્યો વિપ્ર જાવાને તૈયાર રે ।।૨૦।।

ચાલ્યો બ્રાહ્મણ ત્યાં થકી ઝટ રે, આવ્યો પુર જ્યાં રૈકહટ રે । કહે બાલશર્માને વિપર રે, લાવ્યો લગ્ન હું તમારે ઘર રે ।।૨૧।।

સુત તમારો ધર્મ છે નામે રે, તેને પરણાવો છપૈયા ગામે રે । એવું સાંભળી સહુને ભાવ્યું રે, હેતે કરીને લગ્ન વધાવ્યું રે ।।૨૨।।

પછી શણગારી સુંદર જાન રે, થયા સજ્જ સહુ ગુણવાન રે ।

કર્યા વરે સુંદર શણગાર રે, તેણે ઓપે છે ધર્મ અપાર રે ।।૨૩।।

પહેર્યો કાછ કસુંબલ વાઘો રે, શિરે શોભે છે સોનેરી પાઘો રે । હૈયે હાર ને મિંઢલ હાથે રે, સુંદર ખોશ્યાં છોગલિયાં માથે રે ।।૨૪।। કાને કુંડળ વેલ્ય ને કળી રે, કંઠે શોભે છે હેમહાંસડી રે । હૈયે હુલર હીરા સાંકળી રે, ઓપે ઉત્તરી સુંદર વળી રે ।।૨૫।।

પહેરી મોહન માળા રૂપાળી રે, ઉરપર ઉત્તરી શોભાળી રે । બીજી પહેરી છે ફુલની માળા રે, તેણે શોભે છે અતિ રૂપાળા રે ।।૨૬।। બાજુ કાજુ પોંચિ કર કડાં રે, સુંદર શોભે વર નાનકડા રે ।

પહેરી વેઢ વિંટી જડી નંગે રે, મુદ્રિકામાં મણિ કણિ ઝગે રે ।।૨૭।। અંસે શોભે છે સોનેરી અસિ રે, મુખે પટ દઇ રહ્યા હસી રે ।

ભક્તચિંતામણી

પાયે પહેરી છે મોજડી લાલ રે, ચાલે મલપતા જેમ મરાલ રે ।।૨૮।।

ચડ્યા ઘોડલે વર સુજાણ રે, વાજે ઢોલ ને ગડે નિશાણ રે । જોડ્યાં રથ વહેલ ને ગાડલાં રે, ચાલે એક થકી એક ભલાં રે ।।૨૯।।

ચડી ગર્દિ ઢંકાણો ગગન રે, જોઇ અમર થયા મગન રે ।

પહોંચ્યા સુંદર વર છપૈયે રે, આવ્યું ગામ સરવે સામૈયે રે ।।૩૦।। જન જોઇને વરનું રૂપરે, કહે આ છે સુરનર ભૂપરે ।

આપી ઉતારા જુગત્યે જમાડ્યારે, પછી વર તે તોરણે આવ્યારે ।।૩૧।। જોઇ સુંદર વરનું રૂપ રે, મોહ્યાં નરનારી સુર ભૂપરે ।

ભાળ્યું ભાલ તિલકનું બિંદુ રે, જાણું ઉગ્યો છે આ બીજો ઇંદુ રે ।।૩૨।।

પછી પોંખી પાટે પધરાવ્યા રે, ઘણું સાસુજીને મન ભાવ્યા રે ।

પછી દિધાં છે કન્યાનાં દાન રે, બાઇ વર તારો ગુણવાન રે ।।૩૩।। બેઠા માયરે વર કન્યા જોડી રે, બાંધી ગાંઠ્ય છુટે નહી છોડી રે ।

પ્રીતે પરણ્યા ધર્મ ઉદાર રે, તિયાં વર્ત્યો છે જયજયકાર રે ।।૩૪।। કરી પહેરામણી બહુપેર રે, પછી જાનને વળાવી ઘેર રે ।

દિધી જાનૈયે બહુજ દાત્ય રે, તેની કહીએ આવે કેમ વાત રે ।।૩૫।। ઉડે અબીર ગુલાલ તેલ રે, થઇ રહી છે રંગડાની રેલ રે । એમ રમ્યા જમ્યા રૂડી રીતે રે, પછી કૃષ્ણશર્મા બોલ્યા પ્રીતે રે ।।૩૬।। બાલશર્મા માગું તમ પાસ રે, સત્યવાદી છો પુરજ્યો આશ રે । કુળ તમારામાં નિર્ધાર રે, માગે જે તે ન કરો નકાર રે ।।૩૭।।

માટે માગું છું જોડી હું પાણ રે, દેજ્યો દયા કરીને સુજાણ રે ।

સુત તમારો મારો જમાઇરે, આપો મુજને રાખું હું આંઇ રે ।।૩૮।। એવું સુણી બાળશર્મા કાન રે, પામ્યા ધર્મ સંકટ નિદાન રે । એહ વાત મુજથી કેમ થાશે રે, સુત ધર્મ તે કેમ દેવાશે રે ।।૩૯।। તેમ નકારો પણ નહિ થાય રે, પાડું ના તો પત્ય મારી જાય રે ।

પછી કુળનો ધર્મ સંભાળી રે, સુત આપ્યા તણિ તે હા વાળી રે ।।૪૦।। જેમ કાઢી આપે કોઇ પ્રાણ રે, એમ આપ્યા સુતને સુજાણ રે । રહ્યું નહિ ધીરજ્ય ધારતાં રે, કહેતાં કહી ન જાય વારતા રે ।।૪૧।।

૩૮ ભક્તચિંતામણી પ્રકરણ ૧૨

પછી અતિશે ધીરજ્ય ધાર્યું રે, દેવા શિક્ષા મનમાં વિચાર્યું રે ।

સુણો દુલહિ કુંવરી કલ્યાણી રે, કહું તમારા હિતની વાણી રે ।।૪૨।। તમે પાળજ્યો કહું પતિવ્રત રે, જેણે કરી પામો સુખ તરત રે ।

પતિવ્રતાના ધર્મ સમાન રે, નથી નારીનો યશ નિદાન રે ।।૪૩।।

પતિવ્રતપણાને જે પામે રે, તેનાં સર્વે સંકટ વામે રે ।

માત તાત ભ્રાત કાકા મામા રે, ધન્ય પતિ જેને એવી ભામા રે ।।૪૪।। તેની ત્રણ પેઢી લગી તારે રે, જે કોઇ નારી પતિવ્રત ધારે રે । તન રોમ લેખે કોટી વર્ષ રે, રમે સ્વર્ગે એ નારી ને પુરુષ રે ।।૪૫।।

સુર શશિ થાવાને પાવન રે, બિતો પવન સ્પરશે તન રે ।

તપ તીર્થ વ્રત જે કહાવે રે, તેનું તેજ પતિવ્રતા પાવે રે ।।૪૬।।

પાપી પૃથ્વીની સ્પરશે જો રજ રે, થાય પવિત્ર નહિ આશ્ચર્યજ રે । એવી પતિવ્રતા પુણ્યવાન રે, તેનાં નામ સાંભળો નિદાન રે ।।૪૭।। અરુંધતી અનસૂયા જેહ રે, સાવિત્રી શાંડિલી સત્યા તેહ રે । અહલ્યા દ્રૌપદી શતરૂપા રે, મેના સુનીતિ સંજ્ઞા અનુપા રે ।।૪૮।। સ્વાહા લોપામુદ્રા એહ સતી રે, જેણે પ્રેમેશું સેવિયા પતિ રે । એવી તું પણ થાઇશ કલ્યાણીરે, સત્ય માનજ્યો કહું છું વાણીરે ।।૪૯।। થાશે પતિમાંહિ પ્રેમ અતિ રે, માટે તુંને કહેશે પ્રેમવતી રે ।

પછી પોતાના સુત પાવન રે, તેને કહે છે હિત વચન રે ।।૫૦।।

પુત્ર બ્રહ્મકર્મ જે કહેવાય રે, રહેજ્યો કુશળ તમે તેહ માંય રે । વળી આ સુંદરી જે સૌભાગ્ય રે, તેનો કરશો માં તમે ત્યાગ રે ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિધર્મ વિવાહ એ

નામે અગ્યારમું પ્રકરણમ્‌ ।।૧૧।।

પૂર્વછાયો- પછી ભક્તિએ પુછિયું, સુણો સસરા વૃદ્ધ તાત ।

પતિવ્રતાના ધર્મની, કહો વિધ્યેવિધ્યે મને વાત ।।૧।। એવું સુણીને બાળશર્મા, કહે સાંભળજ્યો સુંદરી ।

ભાખ્યા છે ધર્મશાસ્ત્રમાં, મહામુનિયે દયા કરી ।।૨।।

ભક્તચિંતામણી

સતીગીતામાં સતીએ, ધર્મ પતિવ્રતાના પ્રિછવ્યા ।

રહેજ્યો એવી રીતશું, જેવા શિવાએ વર્ણવ્યા ।।૩।। દુઃખ પડે દોય દંપતી, તમે સમીરસુત સંભારજ્યો ।

કુળદેવ એ આપણા, કરશે સંકટમાં સારજ્યો ।।૪।।

ચોપાઇ- રહેજ્યો સર્વે એકાદશી વ્રત રે, કરજ્યો ઉત્સવ જેવી સામર્થ રે । વળી સતપુરુષનો સંગ રે, કરજ્યો ઉરે આણી ઉછરંગ રે ।।૫।। દારી ચોરી મદ્ય માંસ જેહ રે, ભૂલ્યે પણ કરશો માં તેહ રે । ભ્રષ્ટવાડો છે ભૂમિએ ઘણો રે, રખે પાશ લાગે તેહ તણો રે ।।૬।। કહે સુત પ્રત્યે બાળશર્મા રે, તમે જાજ્યો અયોધ્યા નગ્રમાં રે । એવી સાંભળી શિખની વાણ રે, લાગ્યાં પાય દંપતી સુજાણ રે ।।૭।। જ્યારે નરનારીએ નામ્યાં શીષરે, ત્યારે આપી છે પાંડે આશિષરે । કહે સુખી રહેજ્યો નરનાર રે, થશે યશ તમારો અપાર રે ।।૮।। એમ કહી ચાલ્યા બાળશર્મારે, પહોંચ્યા પાંડે પોતાના નગ્રમાંરે । તિયાં વીત્યા થોડા ઘણા દન રે, પછી તરત તજ્યું ત્યાં તન રે ।।૯।।

પછી સાંભળજ્યો શુભ મતિ રે, કહું રહ્યાં જેમ એ દંપતી રે । જેજે તાતે કહ્યાં છે વચન રે, તેતે રીતમાં રહ્યાં મગન રે ।।૧૦।। રહે વ્રત અખંડ એકાદશી રે, કરે કૃષ્ણ કીર્તન હુલશી રે । ધર્મ ન ત્યાગે આપતકાળ રે, કહે લોક આ ધર્મ દયાળ રે ।।૧૧।।

પછી આવી ત્યાં દ્વાદશ નારી રે, સેવે શ્રદ્ધાદિ પ્રેમ વધારી રે । દેખે ધર્મ ને ભક્તિ દોય રે, બીજા દેખે નહિ જન કોય રે ।।૧૨।। કરે સંધ્યા તર્પણ કર્મ નિત્ય રે, સત્ય શાસ્ત્ર માંહિ ઘણી પ્રીત્ય રે । એવા ધર્મદેવ ધુરંધર રે, કરે ભક્તિ પ્રભુની સુંદર રે ।।૧૩।। એમ કરતાં દંપતિ આપ રે, જન્મ્યા સુત શ્રીરામપ્રતાપ રે ।

ગુણે સંકર્ષણ સમાન રે, દાતાર શૂર ભક્ત નિદાન રે ।।૧૪।। હવે બીજા મુનિ જે નિષ્પાપ રે, પોતા ભેળો સહ્યો જેણે શાપ રે । તેહ ઋષિએ ધર્યાં છે તન રે, જોઇ દ્વિજનાં કુળ પાવન રે ।।૧૫।। જિયાં જિયાં રહ્યાતા એ મુનિ રે, કરતા ભક્તિ પ્રેમેશું પ્રભુની રે ।

૪૦ ભક્તચિંતામણી પ્રકરણ ૧૨

દિનદિન પ્રત્યે અતિ ઘણી રે, કરતા કથા શ્રીકૃષ્ણજી તણી રે ।।૧૬।। ત્યારે અભક્ત નર જે અભાગીરે, તેને વાત એ વસમી લાગીરે ।

પછી જિયાં તિયાંથી અદેવ રે, વૈર આદરિયું તતખેવ રે ।।૧૭।। ધર્મવાન ભક્તિવાન જન રે, તેને આદર્યું કરવા વિઘન રે ।

વળી ભક્તિ ધર્મ ઋષિ જેહ રે, તેને સમજે સાચા શત્રુ તેહ રે ।।૧૮।। જેમ જેમ પીડા પામે ધર્મ રે, એવાં કરે તે કુકર્મી કર્મ રે । જેમ જેમ પીડા પામે ભક્તિ રે, એવાં કષ્ટ ઉપજાવે કુમતિ રે ।।૧૯।। જેમ જેમ દુઃખી થાય મુનિ રે, એવી મતિ છે સહુ અસુરની રે ।

પરઠે ગુણમાં અવગુણ અતિ રે, મહા પાપમય જેની મતિ રે ।।૨૦।।

પુર ગ્રામ દેશમાં જે દૈત્ય રે, પીડે છે ભક્તિ ધર્મને નિત્ય રે । તેને દુઃખે ભક્તિ ધર્મદેવ રે, આવ્યાં અયોધ્યામાં તતખેવ રે ।।૨૧।। તોય કુકર્મી કેડ ન મુકે રે, દેતાં દુઃખ ઘડીએ ન ચુકે રે ।

પછી એ દુઃખ ટાળવા કાજ રે, ગયા કાશીમાંહિ ધર્મરાજ રે ।।૨૨।। જાણી શિવની પુરી સુંદર રે, તિયાં કરાવિયો મહારૂદ્ર રે । કષ્ટ મટાડવા કર્યો ઉપાય રે, પણ કષ્ટ મટ્યું નહિ કાંય રે ।।૨૩।। તિયાં પણ દનુજ સમૂહ રે, વેષ મનુષ્ય ને કરે દ્રોહ રે ।

પામ્યાં પીડા ત્રણે ત્યાં અતિ રે, પછી ગુપ્ત પણે કરી ગતિ રે ।।૨૪।। કષ્ટ મટવા કરે છે ઉપાય રે, પણ કષ્ટ મટે નહિ કાંય રે ।

પછી ત્યાંથી આવિયા પ્રયાગે રે, અતિકૃશ છે તનમાં ત્યાગે રે ।।૨૫।। કર્યું સંધ્યાતર્પણ ગંગા નાઇ રે, કર્યો તીર્થ ઉપવાસ ત્યાંઇ રે । રહ્યાં ઘણું એ સ્થળ મોઝાર રે, તિયાં મળ્યા શ્રીવૈષ્વાચાર રે ।।૨૬।।

નામ રામાનંદ મહામતિ રે, સ્વયં સદ્‌ગુરુ રૂપ મૂરતિ રે ।

મહા તપેશ્વર ત્યાગ તને રે, ધીર ગંભીર મોટા છે મને રે ।।૨૭।। આપે મુમુક્ષુને ઉપદેશ રે, રાખે છે બ્રહ્મચારીનો વેષ રે । ઊર્ધ્વપુંડ્ર કર્યું ત્યાં કેસરે રે, કુંકુમ ઇંદુ મધ્યે મન હરે રે ।।૨૮।। કંઠે માળા તુલસીની દોય રે, જોઇ જનતણાં મન મોય રે । એવે વેષે રામાનંદ મુનિ રે, ફરે સાર લેવા જિજ્ઞાસુની રે ।।૨૯।।

ભક્તચિંતામણી

બહુ શિષ્યે સહિત ફરે છે રે, સહુને જ્ઞાનોપદેશ કરેછે રે । શબ્દબ્રહ્મ પરબ્રહ્મ પ્રિછે રે, યથાર્થપણે જેમ ઇચ્છે રે ।।૩૦।। એવા સ્વામી જેહ રામાનંદ રે, તેને મળીને પામ્યા આનંદ રે । બહુ હેતે કરી ધર્મદેવરે, કરે મોટા જાણી નિત્ય સેવરે ।।૩૧।। એક દિવસ ચાંપતા ચરણ રે, આવી નિદ્રા ને ઢળિયા ધરણ રે ।

સુખે સુતા ત્યાં થયું સ્વપન રે, પામ્યા તેજમંડળનું દર્શન રે ।।૩૨।। તેમાં શ્રીકૃષ્ણ મૂર્તિ શ્યામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।

પામ્યા અંતરે દર્શન એહ રે, જાણીકૃપા શ્રી સ્વામીની તેહ રે ।।૩૩।। જાણ્યા સદ્ગુરુ એક આ સ્વામીરે, પામ્યા શરણ બેઉ શીષ નામીરે ।

પછી સ્તુતિ દંપતીએ કિધી રે, એથી ભાગવતી દીક્ષા લીધી રે ।।૩૪।। આપી સ્વામીએ માળા તે દોય રે, બાંધી ધર્મે તુલસીની સોય રે ।

પછી શ્રીકૃષ્ણના મંત્ર જેહ રે, અષ્ટાક્ષરના કહાવે છે તેહ રે ।।૩૫।। તેનો હેતે ઉપદેશ કીધો રે, પોતા શરણે ધર્મને લીધો રે । કહ્યો શરણમંત્ર તે સમાન રે, વિશેષ મહામંત્ર નિદાન રે ।।૩૬।। એહ બેઉ મંત્ર સુખકારી રે, સુણી ધર્મ લીધા મને ધારી રે ।

પછી નર નારીનાં જે નિયમ રે, પુછ્યાં પાળવાનાં કરી પ્રેમ રે ।।૩૭।। કહું સુણો સહુજન હવે રે, જેજે કહ્યું છે એના ગુરુવે રે ।

સર્વે સંપ્રદાયની જે રીત રે, કહી અતિપરમ પુનિત રે ।।૩૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિધર્મને રામાનંદ

સ્વામી મળ્યા એ નામે બારમું પ્રકરણમ્‌ ।।૧૨।।

પૂર્વછાયો- સ્વામી કહે છે ધર્મને, તમે સાંભળો વાત સિદ્ધાંત । શુદ્ધમતિ અતિ ઓળખી, હવે કહું ધર્મ એકાંત ।।૧।। ત્યાગી ગૃહી નરનારીની, કહું રીત તે રૂડી પેર ।

તમે રહેજ્યો રખાવજ્યો, જ્યારે જાઓ તમારે ઘેર ।।૨।। ઉત્તમ રીતને અનુસરી, તમે વર્તજ્યો નરનાર ।

અશુદ્ધ રીત હોય જગમાં, તોય કરશો માં કોઇ વાર ।।૩।। ભક્તચિંતામણી

શુદ્ધ રીત હવે સાંભળો, સંક્ષેપે કહું સુજાણ ।

જેણે કરી ત્યાગી ગૃહી, પામે પદ નિર્વાણ ।।૪।।

ચોપાઇ- કહું શ્રાદ્ધ યજ્ઞે પશુઘાત રે, કરવી નહિ સાંભળો વાત રે । એકાદશ ત્રણ પ્રકાર રે, સુરા પીવી નહિ કોઇ વાર રે ।।૫।। શુદ્ધ ઔષધિમાં મદ્ય મળે રે, તે ન ખાવું પીવું કોઇ પળે રે । યજ્ઞશેષ માંસ લેશ જેહ રે, ભુલ્યે ભક્ષ ન કરવું તેહ રે ।।૬।।

સુણો ધર્મદેવ વાત મારી રે, પુણ્ય સારુંએ ન કરવી ચોરી રે ।

પરત્રિયાનો સંગ ન કીજે રે, કે’દિ ત્રિયાનું દાન ન દીજે રે ।।૭।। ત્રિયામાત્ર જાર નર જોઇ રે, આપત્કાળે ન રહે સંગ સોઇ રે । વળી ત્યાગી નર હોય જેહ રે, તેને સ્પર્શે નહિ નારી દેહ રે ।।૮।। તેમ ત્યાગી નર નિરધાર રે, તજે નારીને અષ્ટ પ્રકાર રે ।

એ છે જાણો અનાદિની રીત રે, વળી કહું સુણો દઇ ચિત્ત રે ।।૯।। કેદિ આત્મઘાત નવ કીજે રે, વિમુખની કથા ન સુણિજે રે । હરિપ્રસાદી માહાત્મ્યે અન્ન રે, ન ખપે તેનું ન ખાવું જન રે ।।૧૦।। મિથ્યા અપવાદ કોઇ શીર રે, દેવો નહિ કહું ધર્મ ધીર રે । કોઇ વિષયી વ્યસની જન રે, તેનો ન કરો સંગ કોઇ દન રે ।।૧૧।। વળી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે । તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કાવે ત્યાગી ને લોભ ન ટાળે રે ।।૧૨।।

ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણ રે, ન વર્તે વર્તાવે અજાણ રે ।

જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એહ ષટ્‌ ખળને ધિક્કાર રે ।।૧૩।। એહ ષટ્‌ ખળ નર જેહ રે, તજવા મુમુક્ષુ જને તેહ રે ।

દેવ તીર્થ વેદને ગાય રે, બ્રાહ્મણ સાધુ ધર્મી કહેવાય રે ।।૧૪।। તેની નિંદા ન કરવી મુખે રે, ધર્મ મેલવો નહિ દર્દ દુઃખે રે । વળી જેહ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ રે, કહ્યા નિરાકાર અજ્ઞ જન રે ।।૧૫।। તે ન સાંભળવું સુણો ધર્મ રે, એહ સમજી લેવો મને મર્મ રે । આયુધ વિષ ન દેવી જાળ રે, જેથી જન દુઃખ પામે તે કાળ રે ।।૧૬।। વળી આ મતે મોટા બ્રહ્મન રે, તે ન રાખે શસ્ત્ર કોઇ દન રે ।

ભક્તચિંતામણી

ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું રે, મધ્યે કુંકુમનું બિંદુ ધરવું રે ।।૧૭।। રાધાકૃષ્ણ પ્રસાદી જે હોય રે, કરે સધવા બિંદુ ભાલે સોય રે ।

ન કરે વિધવા બિંદુ પુનિત રે, એવી આપણા મતની રીત રે ।।૧૮।। જેની જે રીત તે ચિત્ત ધરવી રે, ભાવે શ્રીકૃષ્ણની ભક્તિ કરવી રે । કરવો રાસ પંચાધ્યાય પાઠ રે, કૃષ્ણ કૃષ્ણ કહેવું જામ આઠ રે ।।૧૯।।

ગળે માળા ધરાવજો દોય રે, તુલસી ને ચંદનની સોય રે । એવી વાત ગુરુજીએ કરી રે, ભક્તિ ધર્મે તે હૃદયે ધરી રે ।।૨૦।।

પછી અનન્ય ભક્તિની રીત રે, કહી ઉદ્ધવે કરીને પ્રીત રે ।

કહે બ્રાહ્મણ તમે છો શ્રેષ્ઠ રે, જેને કૃષ્ણ છે ઇષ્ટ અભીષ્ટ રે ।।૨૧।।

મારા શિષ્યમાં મોટા છો તમેરે, રૂડા ગુણવાળા જાણ્યા અમે રે । હવે ઘેર જાઓ નરનારી રે, રાધાકૃષ્ણને હૃદયે સંભારી રે ।।૨૨।। આવે મુમુક્ષુ જીવ કોઇ પાસ રે, આપી ઉપદેશ ટાળજ્યો ત્રાસ રે । એને મહામંત્રનો જે જાપ રે, તમે કહેજ્યો નિરંતર આપ રે ।।૨૩।। વળી શ્રીકૃષ્ણના જે બે મંત્ર રે, જોઇ મુમુક્ષુ કહેજ્યો નિરંતર રે । બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય જેહ રે, સતશુદ્ર ને સ્ત્રિયો તેહ રે ।।૨૪।। કહેજ્યો મંત્ર પ્રથમનો તેને રે, ભવસાગર તરવા એને રે । કરતાં એહ મંત્ર નિત્ય જાપ રે, થાય અધિકારી નર આપ રે ।।૨૫।। ત્યારે બીજો મંત્ર તેને કહેજ્યો રે, એવી રીતે ઉપદેશ દેજ્યો રે ।

પડે તમારે જો કાંઇ દુઃખ રે, તો થાશે મહામંત્રથી સુખ રે ।।૨૬।। કરશો જાપ તો શ્રીકૃષ્ણદેવ રે, દેશે ઇષ્ટ સિદ્ધિ તતખેવ રે । રામાનુજના ગ્રંથ છે જેહ રે, તમે સર્વે ભણજ્યો તેહ રે ।।૨૭।।

ગીતાભાષ્ય આદિ ગ્રંથ તેમાં રે, શ્રીકૃષ્ણનું માહાત્મ્ય છે જેમાં રે । કરજ્યો કથા તેની અહોનિશ રે, એવો આપ્યો ગુરુએ ઉપદેશ રે ।।૨૮।।

પછી ભક્તિ ધર્મ આવ્યાં ઘેર રે, કરે કૃષ્ણ ભક્તિ રૂડી પેર રે । સ્થુળ સૂક્ષ્મ ને કારણ દેહ રે, તેથી પર આત્મા છે જેહ રે ।।૨૯।। વળી વ્યાપે એ ત્રણ ઠેકાણે રે, તેને શ્રીકૃષ્ણનો દાસ જાણે રે ।

સર્વોપરી છે શ્રીકૃષ્ણ એક રે, જીવ ઇશ્વર માયા પ્રેરક રે ।।૩૦।।

ભક્તચિંતામણી

એમ નિશ્ચય કર્યો ધર્મે જ્યારેરે, જગત મિથ્યા મનાણું છે ત્યારે રે ।

ગુરુ આજ્ઞાએ કરી ગ્રંથ જેહ રે, રામાનુજના વાંચે નિત્ય તેહ રે ।।૩૧।। એવા શુદ્ધ હૃદયવાળા જાણી રે, દૈવી જીવ બોલે એમ વાણી રે । આતો ધર્મ દેવ છે સાક્ષાત રે, તેહ વિના નોય આવી વાત રે ।।૩૨।।

પછી અસુર ગુરુને ત્યાગી રે, થયા ધર્મપદ અનુરાગી રે ।

જેને દૈત્યગુરુમાં છે હેત રે, થયા દૈત્ય તે કુળે સમેત રે ।।૩૩।।

માન્યાં ધર્મનાં જેણે વચન રે, શોભ્યા દેવસમાન તે જન રે ।

પછી અન્ન વસ્ત્ર અલંકાર રે, પૂજ્યા ધર્મને શિષ્યે તે વાર રે ।।૩૪।। તેણે કરી થઇ છે સંપત્તિ રે, ગયાં દુઃખ દારિદ્ર્ય વિપત્તિ રે । એમ કરતાં વિત્યા દિન સોઇ રે, આપી સુતને સમે જનોઇ રે ।।૩૫।। કર્યો ઉત્સવ જમાડ્યા દ્વિજ રે, તે દેખીને દૈત્યે કરી ખિજ રે ।

પછી અસુર નર ભેળા થઇ રે, ગયા ઘરની સંપત્તિ લઇ રે ।।૩૬।। અન્ન ધન મહિષી ને ગાય રે, તેમાં રહેવા દીધું નહિ કાંય રે । એહ આદિ જે આપિયાં દુઃખ રે, તેતો કહ્યાં જાય નહિ મુખ રે ।।૩૭।। થયાં નિર્ધન નહિ ખાવા અન્ન રે, ન મળે નવું પેરવા વસન રે ।

પડે એકાંતરે ઉપવાસ રે, તેને દેખી દુષ્ટ કરે હાસ રે ।।૩૮।। કહે જુવો આ ધર્મને ભક્તિ રે, સુખ માણે છે કેવું દંપતિ રે । એતો સત્યવાદી છે નિદાન રે, ચાલો થાયે એના મેમાન રે ।।૩૯।। આવે એમ દેખાડવા ભૂંડું રે, જેને અંતરે વૈર છે ઉંડું રે । તેને ઉછિ ઉધારું કરીને રે, ભોજન કરાવે ભાવ ભરીને રે ।।૪૦।।

ન મળે અન્ન પોતાને ખાવા રે, પણ ન દિયે પત્યને જાવા રે । એમ બહુ દિન દુઃખ સહ્યું રે, ત્યારે એક દિન ભક્તિએ કહ્યું રે ।।૪૧।। કહે પ્રેમવતી સુણો સ્વામી રે, પામ્યાં દુઃખ રહી નહિ ખામી રે । તમે જાણો છો સર્વે ઉપાય રે, મટાડો તો વાર નથી કાંય રે ।।૪૨।। અન્ન વસ્ત્રનું દુઃખ આપણે રે, નથી મટતા મેમાન આંગણે રે । આપણે તો ફળ ફુલ જમું રે, ભાજી ખાઇને દિન નિગમું રે ।।૪૩।।

પણ મેમાન તે કેમ જમે રે, કહું છું એમ પણ જેમ ગમે રે ।

ભક્તચિંતામણી

એવું સુણી બોલ્યા ધર્મવાણી રે, કહું સાંભળો તમે કલ્યાણી રે ।।૪૪।।

સુખ દુઃખ જે લખ્યું શરીર રે, ટાળ્યું ન ટળે રાખવી ધીર રે । જોને કરાવ્યા મહારૂદ્ર જેહ રે, થાવા સુખ કરાવિયા તેહ રે ।।૪૫।। તેણે દુઃખ મટ્યું નહિ અણું રે, સામું કષ્ટ થયું કોટિઘણું રે ।

માટે સુખ દુઃખ લખ્યું જે ભાલ રે, મટે ઘટે નહિ એક વાલ રે ।।૪૬।। દેવ ઋષિ રાજાથી ન મટે રે, જેને જેવું લખાણું છે ઘટે રે । જોને ઇંદ્ર અંગે થયો ભંગ રે, પામી શચી દુઃખ એ પ્રસંગ રે ।।૪૭।। વસિષ્ઠ ને અરુંધતી જેહ રે, શત્રુ થકી દુઃખ પામ્યાં તેહ રે । રાજા નળ વળી દમયંતી રે, તેહપણ પામ્યાં દુઃખ અતિ રે ।।૪૮।। એવે મોટે મોટે દુઃખ સહ્યું રે, પણ કોઇ આગળ્ય ન કહ્યું રે । એવું સાંભળીને પ્રેમવતી રે, માંડ્યું રુદન કરવા અતિ રે ।।૪૯।। હુંતો તમને શા વડે સેવું રે, નથી ઘરમાં પદારથ એવું રે ।

મારી હોંશ રહી મન માંઇ રે, તમને સેવી શકી નહિ કાંઇ રે ।।૫૦।।

ન મળે ઘરમાં જમવા અન્ન રે, શિયો કરૂં મનોરથ મન રે । ત્યારે બોલિયા ધર્મ દયાળ રે, ભક્તિ દુઃખ ન રહે સદા કાળ રે ।।૫૧।।

માટે ધીરજ્યે ધર્મમાં રહેવું રે, મુખે કાયર વેણ ન કહેવું રે । ભક્તિ મુકવી નહિ શિર સાટેરે, કહું સત્યવાદી છો તે માટે રે ।।૫૨।।

સુખ દુઃખમાં રહેવું અડગ રે, પરઠ્યો પાછો ન મેલવો પગ રે । એમ ટેક રાખો મનમાંય રે, કરવી ચિંતા ઘટે નહિ કાંય રે ।।૫૩।। જેવું ગમશે ગોલોક ધણીને રે, તેવું આવશે સહજે બણીને રે । કરીશ એનો હવે હું ઉપાય રે, રહેજ્યો રાજી તમે મનમાંય રે ।।૫૪।। કરીશું તેમ થાશે જેમ સુખ રે, હવે નહિ રહે ઘણા દિન દુઃખ રે । એમ આપ્યો ધર્મે ઉપદેશ રે, કહું સમજવો એ રહસ્ય રે ।।૫૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને

મળીને ભક્તિધર્મ ઘેર આવ્યાં એ નામે તેરમું પ્રકરણમ્‌ ।।૧૩।।

પૂર્વછાયો- પછી ધર્મે ધીરજ ધરી, વળી મને કર્યો વિચાર ।

ભક્તચિંતામણી

તાતે કહ્યું હતું ચાલતાં, તે સાંભરીયું તેહવાર ।।૧।। કહ્યું કુળદેવ આપણા, સમીરસુત કહેવાય ।

સંકટમાં સંભાળજ્યો, કરશે એ કષ્ટમાં સહાય ।।૨।।

માટે કષ્ટ મોટું નથી, આથી બીજું કોઇ અન્ય ।

દૈત્ય દુઃખ દિયે ઘણું, નથી અંગે અશન વસન ।।૩।।

માટે સમીરસુતને, સંભારૂં કરવા સહાય ।

અંજનીસુત વિના એકે, નથી ટાળવા ઉપાય ।।૪।।

ચોપાઇ- પછી અયોધ્યામાં જઇ આપરે, જપ્યા હનુમાનજીના જાપરે ।

મારુતસુત મંદિરમાં જઇ રે, કરી સ્તુતિ એક પગે રઇરે ।।૫।। એમ કરતાં ધર્મ સ્તવન રે, થયા પવન સુત પ્રસન્ન રે ।

આવી સ્વપ્નમાંહિ કહ્યું એમ રે, મને સંભાર્યો નહિ તમે કેમ રે ।।૬।। હવે દુઃખ તમારું દંપતિ રે, નહિ રહેવા દઉં એક રતિ રે । કહું વાત માનો મારી મન રે, વેગે જાઓ તમે વૃન્દાવન રે ।।૭।। તમ સંગે શાપે મુનિજન રે, જેણે ધર્યાં છે જુજવાં તન રે । તે તમને ત્યાં સહુ મળશે રે, દુઃખ તમારું તર્ત ટળશે રે ।।૮।। એમ ધર્મને કહી હનુમાન રે, પછી થયા પોતે અંતર્ધાન રે ।

પછી જાગીને થયા પ્રસન્ન રે, સત્ય માન્યું એ ધર્મે સ્વપન રે ।।૯।।

પછી પુત્ર ને મેલી મોસાળ રે, ચાલ્યાં ભક્તિધર્મ તતકાળ રે । આવ્યાં નૈમિષારણ્યે ઉમંગે રે, નથી ચાલતાં કોઇને સંગે રે ।।૧૦।।

પછી ત્યાંથી વૃન્દાવન આવી રે, નિર્ખિ કૃષ્ણ મૂર્તિ મન ભાવી રે । ફુલદોલે ઝુલતા શ્રીકૃષ્ણ રે, એવી મૂર્તિનાં કર્યાં દર્શન રે ।।૧૧।।

પછી ગોવર્ધન જેહ ગિરિ રે, તેને પ્રેમે પ્રદક્ષિણા કરી રે । દઇ પ્રદક્ષિણા બેઠાં દોય રે, તિયાં મળ્યા મુનિજન સોય રે ।।૧૨।।

મરીચ્યાદિ મોટા મોટા મુનિરે, મળ્યા નહિ ઓળખાણ આગુંની રે। બીજા જન વૃંદાવન રહેનાર રે, તેહ પણ ન જાણે લગાર રે ।।૧૩।।

પછી હરિ ઇચ્છા બળવાન રે, પડી એક બીજાની પિછાન રે ।

ઋષિ કહે આ ધર્મ ભક્તિ રે, ધર્મ કહે આ મુનિ સુમતિ રે ।।૧૪।।

ભક્તચિંતામણી

પછી મળી બેઠાં છે એકાંત રે, કહ્યું એક બીજાનું વૃતાંત રે । કહે ઋષિ રહી નથી મણા રે, દીધાં અસુરે દુઃખ તે ઘણાં રે ।।૧૫।। ભક્તિ ધર્મ કહે ન જાય કહ્યું રે, જે જે અમારે ઉપર થયું રે ।

પછી એક બીજાનું જે દુઃખ રે, સુંણી થયું અતિશે અસુખ રે ।।૧૬।। કહે દુર્વાસા દઇને શાપ રે, પછી બોલ્યા દયા કરી આપ રે । કષ્ટ પડશે તમને અતોલ રે, મિથ્યા નહિ થાય મારો બોલ રે ।।૧૭।।

પણ કૃષ્ણ ધરી અવતાર રે, હરશે દુઃખ તમારું તે વાર રે ।

એહ વાતનો વાયદો થીયો રે, હવે કરીએ ઉપાય શીયો રે ।।૧૮।। કહે ધર્મ એ ખોટું ન થાય રે, રાખો ધીરજ સહુ મનમાંય રે । કરો શ્રીકૃષ્ણનું આરાધન રે, જેણે રાજી થાય ભગવન રે ।।૧૯।। હું પણ જપું છું કૃષ્ણનો જાપ રે, જેણે કરી ટળે દુઃખ તાપ રે । તમે પણ તેના અંગના જેહ રે, કરો પાઠ સહુ મળી તેહ રે ।।૨૦।।

પછી સહુ ઋષિએ વિચારી રે, વાત ધર્મની ઉરમાં ધારી રે । કોઇ ભાગવત પાઠ કરે રે, કોઇ ગીતાનો પાઠ ઓચરે રે ।।૨૧।। કોઇ વાસુદેવ માહાત્મ્ય જેહ રે, કોઇ વિષ્ણુ સહસ્રનામ તેહ રે । કરે વિષ્ણુ ગાયત્રીનો જાપ રે, કોઇ નારાયણ વર્મ આપ રે ।।૨૨।। કોઇ જપે શ્રીકૃષ્ણનું નામ રે, એમ જાપ કરે આઠુંજામ રે । રાસપંચાધ્યાય વળી જેહ રે, ભક્તિ પાઠ કરે નિત્ય તેહ રે ।।૨૩।। એમ ભક્તિ ધર્મ ઋષિરાય રે, કરે દિવસમાં એ ઉપાય રે ।

રાત્રિ માંહિ તાલ ને મૃદંગ રે, ગાય ગીતગોવિંદ ઉમંગ રે ।।૨૪।। ભક્તિધર્મ ઋષિ બડભાગ્ય રે, એમ આદર્યો છે વિષ્ણુયાગ રે ।

પછી વૈશાખસુદી એકાદશી રે, કર્યું જાગરણ સહુએ હુલશી રે ।।૨૫।।

ગઇ રાત્ય થયું બ્રહ્મમુહૂર્ત રે, દીઠું બ્રહ્મતેજ તિયાં તર્ત રે । તેમાં દીઠા નંદ ને યશોદા રે, જોઇ ગોપી ગોપ પામ્યાં મુદા રે ।।૨૬।। વળી દીઠી અષ્ટ પટરાણી રે, રાધિકા રમા ને રુકિમણી રે ।

સત્યા સત્યભામા જાંબુવતી રે, લક્ષમણા ને વળી નાગ્નજીતી રે ।।૨૭।। વળી ધેનુએ શોભે એ ધામ રે, જેનું કહીએ તે ગોલોક નામ રે ।

ભક્તચિંતામણી

તેમાં મૂર્તિ સુંદર શ્યામ રે, દીઠા શ્રીકૃષ્ણ પૂરણકામ રે ।।૨૮।।

સુવર્ણ વસ્ત્રે શોભે છે વળી રે, મુખે રૂડી વજાડે વાંસળી રે ।

સુંદર શોભે નટવર વેષે રે, રત્ન જડિત મુકુટ છે શીષે રે ।।૨૯।।

મકરાકાર કુંડળ કાને શોભે રે, ઝીણા વક્ર કેશે મન લોભે રે । ભાલે શોભા રહી છે ભલકી રે, તેપર તોરા રહ્યા લલકી રે ।।૩૦।।

મુખ પૂરણશશિ સમાન રે, નયણાં કમળદળ નિદાન રે ।

મોટાં મોતીની માળા તે લેકે રે, બીજાં સુગંધી પુષ્પની બેકે રે ।।૩૧।। એવી અંગો અંગ શોભા અતિ રે, રસરૂપ રસિક મૂરતિ રે ।

સામુદ્રિકે શોભા કહી જેવી રે, દીઠી મૂર્તિ મનોહર તેવી રે ।।૩૨।। શોભા સાગર સુંદર શ્યામ રે, સારી પ્યારી છબી સુખધામ રે । કોટી કામદેવ દેખી લાજે રે, એવી છબી છબિલાની છાજે રે ।।૩૩।। એવું રૂપ જોઇ ઋષિરાય રે, પડ્યાં ભક્તિધર્મ સહુ પાય રે । હાથ જોડી ઉભાં એક પગે રે, કોઇ મટકું ન ભરે દ્રગે રે ।।૩૪।। જેમ કાષ્ટનાં હોય પુતળાં રે, એમ ઉભા આગળ સઘળાં રે । દોય ઘડી રહ્યાં એમ જન રે, પછી સર્વે થયા સચેતન રે ।।૩૫।। કરી સ્તુતિ પછી જોડી હાથ રે, કહે જય જય મારા નાથ રે । જય જય તેજ પુંજરાશી રે, જય અકળરૂપ અવિનાશી રે ।।૩૬।। ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાળ રે, કરવા સમર્થ તમે દયાળ રે । ક્ષર અક્ષરપર અકળ રે, રહો તેજપુંજને મંડળ રે ।।૩૭।। ધર્મ રક્ષા કરવા મુરાર રે, ધાર્યા મત્સ્યાદિક અવતાર રે ।

જનહિતે એ જુજવાં તન રે, ધરી કરો જનની જતન રે ।।૩૮।। જય ગોલોકપતિ ગોવિંદ રે, જય નિજજન સુખકંદ રે ।

જય રાધાપતિ રસરૂપ રે, જય સુંદર શ્યામસ્વરૂપ રે ।।૩૯।। જય મનોહર મહારાજ રે, જય વ્રજજન સુખસાજ રે ।

જય નિજજન મનરંજન રે, જય મહાદુઃખ ભયભંજન રે ।।૪૦।। જય દુષ્ટદમન દયાળ રે, જય કુકર્મી જીવના કાળ રે ।

જય ભક્ત ભવદુઃખહારી રે, તમે સંતના છો સુખકારી રે ।।૪૧।।

ભક્તચિંતામણી

જય અનાથના નાથ આપ રે, સ્વામી હરો અમારા સંતાપ રે । જય દીનના બંધુ દયાળ રે, જય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે ।।૪૨।। તમે ગરીબના છો નિવાજ રે, દુઃખસાગરમાં સુખઝાજ રે ।

અમે બુડ્યા દુઃખોદધિમાંય રે, તમ વિના ઝાલે કોણ બાંય રે ।।૪૩।। તમે સમર્થ છો મારા નાથ રે, માટે કહીએ છીએ જોડી હાથ રે । જે જે આવ્યા છે શરણ તમારી રે, તેની રક્ષા કરી છે મુરારી રે ।।૪૪।।

માટે અમે છીએ તમારે શરણ રે, કરો સુખ મહાદુઃખહરણ રે । એમ સ્તુતિ કરી ધર્મ મુનિ રે, પછી પાય લાગ્યાં સૌ પ્રભુની રે ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મમુનિસ્તુતિનામે

ચૌદમું પ્રકરણમ્‌ ।।૧૪।।

પૂર્વછાયો- એવી રીતે સર્વે મળી, કરી સ્તુતિ ધર્મ ઋષિરાય ।

સુણી શ્રીહરિ શ્રવણે, બોલ્યા રાજી થઇ મનમાંય ।।૧।। કૃષ્ણ કહે ધર્મઋષિને, થયો પ્રસન્ન તમ પર આજ ।

મનવાંછિત જે માગશો, તે સારિશ સર્વે કાજ ।।૨।। ત્યારે ધર્મ કહે ધન્ય ધન્ય તમે, સદા પ્રસન્ન છો મને શ્યામ ।

મારે છે જે માગવું, તે કહું છું હું કરભામ ।।૩।। આ ઋષિ હું ધર્મભક્તિ, તેને તમારા જાણી નાથ ।

દૈત્યે દુઃખ દીધાં ઘણાં, તેણે દુઃખી છીએ સહુ સાથ ।।૪।।

ચોપાઇ- ત્યારે શ્રીકૃષ્ણ કહે સુણો ધર્મ રે, એ તો સર્વે જાણું છું હું મર્મ રે । અસુરને દ્રોહ મુજ સાથે રે, તે માટે વૈર તમારે માથે રે ।।૫।।

સાધુ દેવને પીડે છે પાપી રે, મદ્ય માંસ બલિદાન આપી રે ।

મારા જાણીને દિયે છે દુઃખ રે, મહાઅસુર છે જે વિમુખ રે ।।૬।। તેને મારીશ હું થોડે દન રે, તજી ભય રહો નિર્ભય મન રે ।

મુજ વિના કોઇથી ન મરે રે, જો કોટિ ઉપાય કોઇ કરે રે ।।૭।। ધર્મ તમે ભક્તિ ને આ ઋષિ રે, સહુ રહો આનંદમાં ખુશી રે । હરિનામે હું થઇશ બાળ રે, દુઃખ સહુનું ટાળીશ તતકાળ રે ।।૮।।

ભક્તચિંતામણી

દુર્વાસાનો સહુને છે શાપ રે, તેમાં હું પણ આવ્યો છું આપ રે ।

માટે ધર્મ ઘેર ધરી તન રે, સુખી કરીશ સર્વે જન રે ।।૯।। થઇ ગયો છે ધર્મનો નાશ રે, તેને પાછો કરીશ પ્રકાશ રે । એકાંતિક ધર્મ રૂડી રીતે રે, સ્થાપન કરીશ હું તેહ પ્રીતે રે ।।૧૦।।

માટે નિઃશંક રહો નરનારી રે, સત્ય વાત માની તમે મારી રે । તમે પાઠ કર્યા જે જે સ્તોત્ર રે, વળી જપિયા છે જે જે મંત્ર રે ।।૧૧।। તેનો પાઠ જાપ જે જે કરશે રે, આવ્યા કષ્ટમાંથી તે ઉગરશે રે । દેહ છતાં નહિ થાય દુઃખ રે, અંત સમે તે પામશે સુખ રે ।।૧૨।। શ્વેતદ્વિપાદિ ધામ છે જેહ રે, તિયાં આનંદ કરશે તેહ રે । એમ કૃપાનિધિ જે શ્રીકૃષ્ણ રે, થયા ભક્તિધર્મ પર પ્રસન્ન રે ।।૧૩।। આપી એવો વર ભગવાન રે, પછી થયા છે અંતરધાન રે ।

ત્યારે ધર્મભક્તિ ઋષિરાય રે, અતિ હર્ષ પામ્યાં મનમાંય રે ।।૧૪।। થયું વિષ્ણુયાગ વ્રત પુરૂં રે, મળ્યા કૃષ્ણ ન રહ્યું અધુરૂં રે । કરી પારણાં બેઠા એકાંત રે, કહે ગુપ્ત રાખવી આ વાત રે ।।૧૫।। જ્યારે શ્રીકૃષ્ણ પ્રગટ થાશે રે, ત્યારે જેમ હશે તેમ જણાશે રે । એમ કરી મનમાં વિચાર રે, મળ્યા પરસ્પર કરી પ્યાર રે ।।૧૬।।

પછી પોતપોતાને આશ્રમ રે, ગયા ઋષિને ભક્તિ ધર્મ રે ।

ધર્મ પૂર્ણ મનોરથ પામ્યા રે, થયું સુખ દુઃખ સર્વે વામ્યા રે ।।૧૭।।

પછી ઘર પર ચાલ્યાં દોય રે, આવ્યાં નૈમિષારણ્યમાં સોય રે ।

સઘન વન ત્યાં વેલીની ઘાટ રે, તેણે કરી ઢંકાણી છે વાટ રે ।।।૧૮।। ભુલ્યાં માર્ગ આથમ્યો દન રે, દૈત્યભયથી બિનાં છે મન રે । એવા સમામાં વનમોઝાર રે, મળી કુટુંબે સોતી એક નાર રે ।।૧૯।। અતિ રાજી રમે વનમાંય રે, કેની બીક નથી મનમાંય રે ।

બહુ પુષ્ટ કુટુંબ છે એનું રે, નથી ગણતાં બળ બીજા કેનું રે ।।૨૦।। તેને ધર્મ કહે સુણ્ય નારી રે, કોણ છો તું કહે વાત તારી રે । કુટુંબ તારું છે સર્વે કુશળ રે, આવું કોણથી પામ્યાં છો બળ રે ।।૨૧।। ત્યારે બોલી વનિતા તે વાર રે, તારે પુછ્યાનો એવો શો પ્યાર રે ।

ભક્તચિંતામણી

ચાલ્યાં જાઓને પાધરી વાટ રે, પુછી તમે શું કરશો ખાટ રે ।।૨૨।।

મારો તાત કુસંગ કહેવાય રે, અઘવતી નામે મારી માય રે ।

મારું નામ છે અવિદ્યા અતિ રે, પ્રભુ વિમુખ છે મારો પતિ રે ।।૨૩।।

મારી પુત્રી મિથ્યા પરમાણો રે, આપી અધર્મને તમે જાણો રે । તેની પ્રજા છે અપરમપાર રે, શું જાણ્ય તું વાતનો વિચાર રે ।।૨૪।। કામ ક્રોધ લોભ વળી મોહ રે, દંભાદિક દીકરા સમૂહ રે । આશા તૃષ્ણા ઇર્ષ્યા અદયા રે, કુટિલ કુમતિ કુબુધિયા રે ।।૨૫।। દુરુક્તિ તે એની છે દિકરી રે, એવે કુટુંબે રહ્યું ઘર ભરી રે ।

નિંદા દ્રોહ નવરાં ન રહે રે, હર્ષ શોક વાત નિત્ય કહે રે ।।૨૬।। શત્રુ મિત્ર શોધી જગમાંય રે, રાગ દ્વેષ રાખે નિત્ય ત્યાંય રે । ખળ છળ ક્ષમા નહિ લેશ રે, અનર્થ હિંસા કરે ઉપદેશ રે ।।૨૭।। ભય વિગ્રહ વિપત્તિ ઘણી રે, એવી પ્રજા જાય નહિ ગણી રે ।

ઠઠા હાંસી મશ્કરી અતિ રે, કહીએ અવળાઇ કુમતિ રે ।।૨૮।। અહંકાર અભિમાન આદિ રે, મમતામાં મરે સહુ વાદિ રે ।

એવું અપાર મારું કુટુંબ રે, તેની તમને ન પડે ગમ રે ।।૨૯।। જાણે સર્વે લોકમાંઇ મને રે, સાંભળ વિપ્ર વાત કહું તને રે । જગમાં કોઇ ન શકે જીતિ રે, એવી જાણું છું હું રાજનીતિ રે ।।૩૦।।

ચાર સંપ્રદાય બાવન દ્વારા રે, વર્ણાશ્રમી સેવક છે મારા રે । આજ ચરાચરમાં હું વસું રે, ખેસવી હું કોઇની ન ખસું રે ।।૩૧।। ભેખ પંડિત પિયર મારૂં રે, તિયાં રહેતાં લાગે મને પ્યારું રે । યોગી યતિ સંન્યાસી તપસી રે, તિયાં રહી છું અખંડ વસી રે ।।૩૨।। અધો ઉર્ધ્વ મધ્યે જીવ બહુ રે, છોટા મોટા મેં પકડ્યા સહુ રે । જાવા ન દઉં મોક્ષ મારગે રે, તું કેવરાવીશ ક્યાં લગે રે ।।૩૩।। એવું સાંભળી બોલીયા ધર્મ રે, સુણ્ય પાપણી નારી બેશર્મ રે । તેં તો તારી મોટ્યપને ગણી રે, ન જાણી મોટ્યપ કૃષ્ણ તણી રે ।।૩૪।। રાધાપતિના તેજ પ્રતાપે રે, થાશે તારૂં કુટુંબ નાશ આપે રે । તારી પ્રજા તે પાછી પડશે રે, કામ ક્રોધ કોઇ ન નડશે રે ।।૩૫।।

ભક્તચિંતામણી

અધર્મનું ઉખાડશે મૂળ રે, કરશે કૃષ્ણ નાશ તારું કુળ રે ।

પાપ પેખી નહિ શકે મહારાજ રે, પ્રભુ પ્રગટશે તારે કાજ રે ।।૩૬।। એમ કહીને ચાલ્યાં ધર્મ ભક્તિરે, ત્યાંથી કરી છે આઘેરી ગતિ રે । રાત્ય મળી છે અંધારી ઘોર રે, કરે કરિ કેસરી બકોર રે ।।૩૭।। વાઘ વારાહ વાનર બહુ રે, લડે માંહોમાંહે એમ સહુ રે ।

મહિષા નાર નોળ વળી નાગ રે, એવાં હિંસકનો નહિ તાગ રે ।।૩૮।।

લાગ્યા દવ બળે બહુ વન રે, પાડે કાળી રાડ્યું પશુ જન રે । ઉડે ઉપર ગીધ ને ગરજ્યું રે, જેથી દુઃખ થાય અણસરજ્યું રે ।।૩૯।। બોલે ઘુવડ ફિયાવડાં ઘણાં રે, શબ્દ ભયંકર તેહ તણાં રે । એવા વનમાં ભૂલ્યાં છે વાટ રે, ન મળ્યું ગામ ઠામ કોઇ ઘાટ રે ।।૪૦।।

લાગ્યા કાંટા ને કાંકરા ઘણા રે, પડ્યું દુઃખ રહી નહિ મણા રે ।

લાગી ભુખ ને ન મળ્યું પાણી રે, સુકો કંઠ ને ન બોલાય વાણી રે ।।૪૧।। એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઇ જાય ચિત્ત ખસી રે । ભુરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રકુટિ લોચન લાલ રે ।।૪૨।। અતિ કાળો કુરૂપ વિકરાળ રે, રૂદ્ર જેવો હૃદાનો દયાળ રે । ભૂંડા બ્રહ્મચારી જેવો વેશ રે, દયા મેર નહિ જેને લેશ રે ।।૪૩।। અઘોરી સિદ્ધ સરીખો લાગે રે, આવી ઉભો અચાનક આગે રે । તેને ધર્મે જોડ્યા જુગ પાણ રે, ત્યારે બોલિયો તપસી વાણ રે ।।૪૪।। તમે કોણ છો પુરુષ ને વામ રે, કિયાં રહો છો શું તારું નામ રે । ત્યારે બોલિયા ધર્મ આદરમાં રે, જાતિ દ્વિજ નામ દેવશર્મા રે ।।૪૫।।

પૂર્વ દેશમાંહિ અમે રહીએ રે, અતિ દીન દાલદરી છીએ રે ।

પીડ્યાં અમને દૈત્ય અપાર રે, નાશી આવ્યાં શ્રીવ્રજ મોઝાર રે ।।૪૬।। તિયાં વિષ્ણુયાગ વ્રત કીધું રે, ત્યારે શ્રીકૃષ્ણે દર્શન દીધું રે ।

પછી અમે અમારાં જે કષ્ટ રે, કહ્યાં તે સુણ્યાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ રે ।।૪૭।। કહે કૃષ્ણ હું કરીશ સાર રે, લેઇ તમારે ઘેર અવતાર રે । કરીશ હું અસુરસંહાર રે, તમે જાણો નિશ્ચય નિર્ધાર રે ।।૪૮।। એમ વર દઇ શ્રીકૃષ્ણ ગિયા રે, પછી અમે દો આંહિ આવિયાં રે ।

ભક્તચિંતામણી

તિયાં તમે મળ્યા મહારાજ રે, તેણે રાજી થયાં અમે આજ રે ।।૪૯।। એવું સાંભળીને કોપ્યો અતિ રે, સર્વે કૃષ્ણની જાણું હું ગતિ રે । એણે પાંડવ પક્ષ વધાર્યો રે, મને વહાલો દુર્યોધન માર્યો રે ।।૫૦।।

માટે હું પણ છઉં અશ્વત્થામા રે, દઉં છું શાપ સુણો નર વામા રે । જેહ પુત્ર થાય તમારો રે, કહું શસ્ત્ર તે કેદિમાં ધારો રે ।।૫૧।। શસ્ત્ર વિના શત્રુ ન મરશે રે, મારા શાપે શસ્ત્ર ન ધરશે રે ।

એમ કરતાં શસ્ત્ર લેશે હાથ રે, તો જીતશે નહિ વૈરી સાથ રે ।।૫૨।। એમ કહી થયો અંતર્ધાન રે, થયાં ભક્તિધર્મ ચિંતાવાન રે । કરતાં ચિંતા મોટી મનમાંઇ રે, રહ્યાં રાત્ય ભક્તિ ધર્મ ત્યાંઇ રે ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મને અશ્વત્થામાએ શાપ દીધો એ નામે

પંદરમું પ્રકરણમ્‌ ।।૧૫।।

પૂર્વછાયો- એવું શ્રવણે સાંભળીને, અતિ ધર્મ થયા ઉદાસ । ઘણા દહાડાનો દાખડો, તે વૈરિએ કર્યો વિનાશ ।।૧।। વિઘ્ન પડ્યું તે વિલોકિને, સમર્યા જે દેવ દુંદાળ ।

વિઘ્નવિનાયક નામની, પછી ફેરવવા માંડી માળ ।।૨।। એમ કરતાં વહી ગયા, જામનિના ત્રણ જામ ।

સમીરસુત વિપ્ર વેષે, આવિયા એહ ઠામ ।।૩।।

ધર્મને ઓળખાણ આપી, કહ્યું હું તે છું હનુમાન ।

કૃષ્ણ જ્યારે પ્રગટશે, ત્યારે શીદ રહો શોકવાન ।।૪।।

ચોપાઇ- જ્યારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે । અષ્ટસિદ્ધિ નવ નિધિ જેહ રે, તમારે ઘેર વસશે તેહ રે ।।૫।। દુઃખ દારિદ્ર્ય નહિ રહે રતિ રે, અતિ પામશો સુખ સંપતિ રે । કૃષ્ણ થાશે બહુ બુદ્ધિવંત રે, કરશે બુદ્ધિએ દૈત્યનો અંત રે ।।૬।। એને નહિ પડે શસ્ત્રનું કામ રે, કળે ટાળશે દૈત્યનું ઠામ રે । એમ ધીરજ દઇ હનુમાન રે, પછી થયા છે અંતર્ધાન રે ।।૭।।

પછી ત્યાંથી ચાલ્યાં છે દંપતિ રે, ઘર પોતાના પર કરી ગતિ રે ।

ભક્તચિંતામણી

વાટે જતાં તે પુછે છે ભક્તિ રે, કેમ અમર હનુમાન જતિ રે ।।૮।। સ્વામી છે એ રામના સેવક રે, કેમ ચરણજીવી કહો વિવેક રે ।

પછી બોલ્યા છે એમ ધર્મ રે, ભક્તિ સાંભળો કહું એનો મર્મ રે ।।૯।। રઘુવીર પ્રસાદ કૃપાય રે, ચરણજીવી રહ્યા છે સદાય રે ।

પણ જોને સમરતાં ગણેશ રે, આવ્યા હનુમાન લઇ વિપ્ર વેશ રે ।।૧૦।।

માટે આપણું કારજ થાશે રે, આજ થકી દુઃખ સર્વે જાશે રે ।

પછી રાજી થઇ આવ્યાં ઘેર રે, આવી મળ્યાં સગાં રૂડી પેર રે ।।૧૧।। શત્રુ હતા તે જ મિત્ર થયા રે, દુઃખ દારિદ્ર્ય સરવે ગયાં રે । તેતો કૃષ્ણ તણો પ્રતાપ રે, જાણ્યો ધર્મ ને ભક્તિએ આપ રે ।।૧૨।।

પછી જીવના કલ્યાણ કાજ રે, ઇચ્છ્યા જન્મ લેવા મહારાજ રે ।

ધર્મ હૃદામાં શ્રીહરિ આવી રે, શોભા કાંતિ અતિ ઉપજાવી રે ।।૧૩।।

પામ્યા શ્રીહરિ તણો પ્રસાદ રે, લોક બોલાવે છે કરી સાદ રે । કહી હરિપ્રસાદ એ નામ રે, એમ બોલાવે પુરુષ ને વામ રે ।।૧૪।। એવા પવિત્ર હરિપ્રસાદ રે, રમે બાળાશું કરી આહ્‌લાદ રે ।

પછી એવા સમામાંહિ સતિ રે, રહ્યો ગર્ભ ને શોભિયાં ભક્તિ રે ।।૧૫।। જેમ સૂર્ય ને ઉગવે કરી રે, પૂર્વ દિશા રહી શોભા ધરી રે । એમ શોભી રહ્યાં પ્રેમવતી રે, કૃષ્ણ પ્રવેશે કરીને અતિ રે ।।૧૬।। દિન દિન પ્રત્યે અતિ પ્રસન્ન રે, જાણ્યા ગર્ભમાં આવિયા કૃષ્ણ રે । તેણે કરી આનંદ અપાર રે, પામ્યાં નિત્ય નવો નરનાર રે ।।૧૭।। એવા સમામાં અસુર જન રે, ચાલ્યા દેવીનું કરવા પૂજન રે ।

ચારે વર્ણમાં હતા જે દૈત્ય રે, ચાલ્યાં સહુ બાળ ત્રિયા સહિત રે ।।૧૮।। આવ્યાં વિંધ્યાવાસિનીદેવી દ્વારરે, પાડા ઘેટાં અજા લઇ અપારરે । બીજાં બોકડાં કુકડાં કઇ રે, આવ્યા મદિરાના ઘડા લઇ રે ।।૧૯।।

મારી દેવી આગે ઝેર કીધો રે, ખાધું માંસ ને મદિરા પીધો રે । તેણે થયાં કામાતુર અંગ રે, કર્યા ત્રણ્ય ત્રિયાના ત્યાં સંગ રે ।।૨૦।। કરી અસુરે પૂજા જો એવી રે, તેને દેખીને કોપી છે દેવી રે । કહે આવાં કામ કરનારો રે, કહું છું જાશે તે વંશ તમારો રે ।।૨૧।।

ભક્તચિંતામણી

વળી તમારી પક્ષે જે થાશે રે, હશે રાજા તોય રાજ્ય જાશે રે । વળી આવું પૂજન જે કરશે રે, જાશે વંશ પોતે પણ મરશે રે ।।૨૨।। આજ થકી થોડે દિને જાણો રે, થાશે નાશ તમારો પ્રમાણો રે । તમારો કરવાને સંહાર રે, હમણાં થાશે હરિ અવતાર રે ।।૨૩।। તમ જેવા જે અસુર હશે રે, તેને પ્રભુ શોધીને મારશે રે । એમ દેવી તે સ્વપ્નમાં કહી રે, પછી તરત અંતર્ધાન થઇ રે ।।૨૪।। એમ સાંભળી સર્વે અસુર રે, સહુ થયા છે ચિંતા આતુર રે ।

પછી દૈત્યે વિચાર્યું મન રે, એની કરવી કાંઇ જતન રે ।।૨૫।। કરો જન્મતાં હરિનો નાશ રે, તો થાય સર્વે સુખ સમાસ રે । દેવી રૂઠી તેને રાજી કરશું રે, એકવાર કરો એનું નરસું રે ।।૨૬।। જ્યારે શ્રીહરિનો જન્મ થાય રે, ત્યારે કરવો એ નિશ્ચે ઉપાય રે । હમણાં સૌ સૌને ઘેર જાઓ રે, પણ ભુલશો માં એહ દાવો રે ।।૨૭।। એમ કહી ગયા નિજ ઘેર રે, હરિ સાથે બાંધી બહુ વેર રે । હવે ધર્મ ભક્તિએ શું કર્યું રે, વ્રત ગણપતિનું આદર્યું રે ।।૨૮।। રક્ષા ગર્ભની કરવા માટ રે, કરે ગણપતિ મંત્રનો પાઠ રે ।

ગર્ભવડે શોભે છે બહુ ભક્તિ રે, જેમ અદિતિ ને દેવહૂતિ રે ।।૨૯।। તેને જોઇને સર્વેજન રે, પામે આશ્ચર્ય પોતાને મન રે ।

એમ કરતાં થયા માસ નવ રે, થયા દશમે હરિ ઉદ્‌ભવ રે ।।૩૦।।

સંવત્‌ અઢારસો જે અનુપ રે, વર્ષ સાડત્રિસો સુખરૂપ રે ।

સંવત્સર વર્તે વિરોધિ રે, અર્ક ઉત્તરે વસંત પ્રસિદ્ધિ રે ।।૩૧।।

ચૈત્ર સુદી નવમી દિન જાણો રે, વાર તે સોમવાર પ્રમાણો રે ।

પુષ્ય નક્ષત્ર શુક્રમાં યોગ રે, કૌલવ કરણ હરણ ભવરોગ રે ।।૩૨।। જાતાં જામિની ઘટિકા દશ રે, પ્રભુ પ્રકટ્યા પુરણ જશ રે ।

હતાં માતા ત્યારે નિદ્રાવાન રે, પછી જાગી થયાં સાવધાન રે ।।૩૩।। દીઠા પુત્રને મનુષ્ય સરિખા રે, તેને હેતે કરીને નિરખ્યા રે । ત્યાં તો જણાણો તેજઅંબાર રે, દીઠા ઘનશ્યામ તે મોઝાર રે ।।૩૪।। તેહ મૂર્તિ શોભે છે ઘણી રેે, શી કહીએ શોભા તેહ તણી રે ।

ભક્તચિંતામણી

હેમવસ્ત્ર વાંસળી છે હાથે રે, નંગ જડિત મુગટ છે માથે રે ।।૩૫।।

મુખ પૂરણ શશિસમાન રે, નયણાં કમળદળને વાન રે ।

કનક ભૂષણ જડિયાં નંગ રે, એવી મૂર્તિ દીઠી માયે દ્રગ રે ।।૩૬।। કહે તમે છો કૃષ્ણ કૃપાળ રે, વ્રજે મળ્યા હતા તે તમે બાળ રે । એવું જાણી પછી પ્રેમવતી રે, કરી સ્તુતિ બાળકની અતિ રે ।।૩૭।। કહે ધન્ય કૃષ્ણ રાધાપતિ રે, ધન્ય આનંદ રૂપ મૂરતિ રે ।

તમે શ્રીકૃષ્ણ બ્રહ્મ પૂરણ રે, સર્વે કારણના છો કારણ રે ।।૩૮।। અનંત કોટી બ્રહ્માંડ જે કૈયે રે, આદ્યે અંત્યે મધ્યે તેને લૈયેરે ।

સત્યજ્ઞાનાદિ શક્તિએ કરી રે, ભુવન કોેટિ પ્રત્યે વ્યાપ્યા હરિ રે ।।૩૯।। વળી અળગા રહો અક્ષરધામ રે, જેમ મહાભૂત પૂરણકામ રે ।

તમે પુરૂષોત્તમ પરબ્રહ્મ રે, તમને નેતિ નેતિ કહે નિગમ રે ।।૪૦।। તમે ભૂમિ ઉતારવા ભાર રે, લીધો યદુકુળે અવતાર રે ।

તમે વસુદેવ દેવકી ઘેર રે, પ્રગટ્યા મથુરાં કરી મેર રે ।।૪૧।। કંસ ભયથકી વસુદેવ રે, મેલ્યા ગોકુલમાં તતખેવ રે ।

આપ ઇચ્છાએ નિજજન સાથ રે, આવ્યા વ્રજમાંહિ વ્રજનાથ રે ।।૪૨।। ધન્ય નંદ યશોદા ભાગ્યવાન રે, જેને ઘેર રમ્યા તમે કાન રે ।

પ્રથમ આણ્યો તમે માસી અંત રે, માર્યો અસુર તમે તૃણાવંત રે ।।૪૩।। શકટ ભાંગી પગે તમે પાડ્યું રે, વિશ્વ માતાને મુખમાં દેખાડ્યું રે ।

ગોળી ભાંગીને ઢોળ્યાં ગોરસ રે, કર્યાં માતાને ક્રોધ વિવશ રે ।।૪૪।। યમલાર્જુન મૂળ ઉખાડી રે, માર્યો બક ગ્રહિ ચાંચ ફાડી રે । કર્યો તમે વત્સાસુર કાળ રે, મારી અઘાસુર રાખ્યાં બાળ રે ।।૪૫।। તમે થયા વત્સ બાલરૂપ રે, ભાળી ભૂલી ગયો બ્રહ્મા ભૂપ રે । કાલી નાથી કીધો દવ પાન રે, દીધું ઇષ્ટ કન્યાવ્રત દાન રે ।।૪૬।। ઋષિપત્નિયોની પૂજા લીધી રે, તેને શ્રુતિસમાન તે કીધી રે । કર્યું હેત નિજજન કાજ રે, ધર્યો કર ઉપર ગિરિરાજ રે ।।૪૭।।

સપ્ત વર્ષ માંહી ભગવાન રે, તમે મોડ્યું મઘવાનું માન રે । વરુણભવનથી છોડાવ્યા નંદ રે, આપ્યો વ્રજજનને આનંદ રે ।।૪૮।।

ભક્તચિંતામણી

વ્રજજનને દેખાડ્યું ધામ રે, કર્યાં સહુને પૂરણ કામ રે ।

તમે રમિયા યુવતિ સંગ રે, કર્યો કિંકર તમે અનંગ રે ।।૪૯।। અજગરથી છોડાવ્યા નંદ રે, તમે માર્યો શંખચુડ મંદ રે । વૃષભને વ્યોમાસુર દ્વેષી રે, માર્યો તમે બળે ખળ કેશી રે ।।૫૦।। એવાં અપાર ચરિત્ર કીધાં રે, વ્રજવાસીને બહુ સુખ દીધાં રે । અક્રૂરને આનંદ પમાડ્યું રે, નિજજનને ધામ દેખાડ્યું રે ।।૫૧।। તમે પર્યટ પાપીને માર્યો રે, સઇ સુદામા માળીને તાર્યો રે । ટાળી કુબજ્યા તન ટેડાઇ રે, માગ્યું તેણે જે હતું મનમાંઇ રે ।।૫૨।। ભાંગ્યું ધનુષ તમે કર ધરી રે, રંગદ્વારે માર્યો મત્ત હરિ રે ।

મલ્લ હણ્યા અખાડામાં હાથ રે, કેશે ગ્રહિ કંસ માર્યો નાથ રે ।।૫૩।। વસુદેવ દેવકી દુઃખ હર્યું રે, ઉગ્રસેન શિર છત્ર ધર્યું રે । તમે કીધો ગુરુ ઘેર વાસ રે, તમે પુરી છે દ્વિજની આશ રે ।।૫૪।। તમે ગયા કુબજ્યા ભવન રે, સત્ય કીધું પોતાનું વચન રે । તમે ગયા અક્રૂરને ધામ રે, તેને મોકલ્યો ગજપુર ગામ રે ।।૫૫।।

પછી મથુરામાંથી દ્વારા મતિ રે, આવ્યા પ્રેમે કરી પ્રાણ પતિ રે ।

માર્યો કાળયવન કળ કરી રે, મુચુકુન્દને જગાડ્યો હરિ રે ।।૫૬।। તમે માર્યો પ્રભુ જરાસંધ રે, વિશ સહસ્ર છોડ્યા નૃપબંધ રે ।

નૃપ જીતીને સારંગપાણિ રે, તમે પરણ્યા અષ્ટ પટરાણી રે ।।૫૭।।

મારી ભોમાસુરને મોરારી રે, લાવિયા સોળ સહસ્ર નારી રે । છેદ્યા બાણાસુર ભુજદંડ રે, રાખ્યો પાર્થ યજ્ઞ અખંડ રે ।।૫૮।। તમે માર્યો શાલવ શિશુપાળ રે, કર્યો દંતવક્રનો તમે કાળ રે । દેખી દુર્બળ દ્વિજ સુદામ રે, કર્યું કંચનમય તેનું ધામ રે ।।૫૯।। સ્વજન કુરુક્ષેત્રે ભેળાં કીધાં રે, જયેષ્ઠભ્રાત માતે માગી લીધાં રે ।

પાર્થ જનક ને શ્રુતદેવ રે, તેને સુખ આપ્યું તતખેવ રે ।।૬૦।। એમ અનંતનાં કર્યાં કાજ રે, નિજજન જાણી મહારાજ રે ।

જે જે આવિયા તમારે શરણ રે, તેને સુરતરુ તમ ચરણ રે ।।૬૧।। તમે દીનના બંધુ દયાળ રે, કૃપા કરીને આવ્યા કૃૃપાળ રે ।

ભક્તચિંતામણી

કરી સ્તુતિ એમ માંએ જ્યારેરે, સુણી બોલ્યા સુંદર શ્યામ ત્યારેરે ।।૬૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રેમવતી સ્તુતિ નામે સોળમું પ્રકરણમ્‌

।।૧૬।।

પૂર્વછાયો- સુતને શ્રીકૃષ્ણ જાણી, એમ સ્તુતિ કરી જે માત । તે શિશુરૂપે કૃષ્ણ સુણી, બોલીયા સાક્ષાત ।।૧।।

માતા ચિંતા માં કરો, થાશે તમારું ધાર્યું જેહ ।

વ્રજની વાત સંભારવા, મેં રૂપ દેખાડ્યું તેહ ।।૨।। એમ કહી અર્ભકનાં, કર્યાં ચરિત્ર દીનદયાળ ।

અલૌકિકરૂપ ગોપ્ય કરીને, બાળ બન્યા તતકાળ ।।૩।। ધર્મને ધીરજ આવી, દેખી એવા દિવ્ય બાળ ।

જાણ્યું સંકટ સર્વે ગયાં, થયો અસુરનો કાળ ।।૪।।

ચોપાઇ- એવું જાણીને આનંદ પામ્યાં રે, દેખી બાળકને દુઃખ વામ્યાં રે । થયો સર્વે સુખનો સમાજ રે, જાણ્યું ગયું અધર્મનું રાજ રે ।।૫।। કરે મહોત્સવ ઘેર ઘેર રે, અતિ થઇ રહી લીલા લેર રે ।

તેમ અમર લોકે અમર રે, કરે મોટા ઉત્સવ મુદભર રે ।।૬।। બોલે જય જય બ્રહ્મા બ્રહ્માણી રે, શક્ર શચી શિવ શિવારાણી રે । બોલે જય જય શબ્દે અમર રે, કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે ।।૭।।

ગાય ગાંધર્વ નાચે અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે । દેવે વજાડ્યાં દુંદુભિ બહુ રે, નભે આનંદ પામ્યા સહુ રે ।।૮।।

મંદ શીતળ સુગંધી વાયુ રે, વાય સર્વે જન સુખદાય રે ।

થયા ઉડુ તે નભે અમર રે, બોલે વ્યોમમાં જૈ જૈ સકળ રે ।।૯।।

મોટા ઋષિ દિયે છે આશિષ રે, પ્રભુ જીવજ્યો ક્રોડ વરષ રે । એમ હરખ્યા દેવ ઋષિરાય રે, જાણી પ્રભુ પ્રગટ મનમાંય રે ।।૧૦।। બહુ વાજિંત્ર વાજે છે વ્યોમે રે, તેમ થાય છે ઉત્સવ ભોમે રે । જેમ ગેકી રહ્યો છે ગગન રે, તેમ ભૂમિએ જન મગન રે ।।૧૧।। હુવા નિર્ધુમ હુતાશન રે, થયાં સાધુનાં નિર્મળ મન રે ।

ભક્તચિંતામણી

શાંતિ દયાદિ દ્વાદશ નારી રે, આવી દર્શને દિવ્ય દેહ ધારી રે ।।૧૨।।

પછી નગર નારી આવી સહુ રે, લાવી માંગળિક સાજ બહુ રે ।

સુવર્ણ થાળ ભર્યા શગ્ય મોતી રે, આવી વધાવવા પુણ્યવતી રે ।।૧૩।। કાજુ કુંકુમ કેસર ઉતારી રે, શ્રીફળ અક્ષત સારી સોપારી રે ।

પાનબીડાં લવિંગ એલચી રે, દધિ હલદી શરીરમાં ચર્ચી રે ।।૧૪।। અતિહર્ષ ભરી મનમાંઇ રે, આવી ગાતી મંગળ વધાઇ રે ।

વધાવીને લીએ છે વારણાં રે, નિરખી મન હર્ખ્યાં નારીતણાં રે ।।૧૫।। નિરખી તૃપ્ત ન થાય લોચન રે, વ્હાલું લાગે વાલાનું વદન રે ।

પછી ભાંમણાં લઇ ભામિની રે, બોલે આશિર્વચન કામિની રે ।।૧૬।। બાળક તમે જીવો બહુ કાળ રે, કરો માબાપની પ્રતિપાળ રે । દિયે આશિષ નિરખે મુખ રે, લીએ અંતરે અલૌકિક સુખ રે ।।૧૭।। હાસ વિલાસે મુખ છે સારું રે, નેણ કર ચરણ અતિ ચારું રે । વેષ મૂર્તિ તે મંગળકારી રે, કરો મંગળ અમારૂં મુરારી રે ।।૧૮।। એમ કહી નારી ગઇ ઘેર રે, રાખી બાળ હૃદે રૂડી પેર રે ।

બાળશર્માના સુત એ દિન રે, પામ્યા અતિશે આનંદ મન રે ।।૧૯।। વાજે વધાઇ નોબત્યું ઝડે રે, મોટાં દુંદુભિ નગારાં ગડે રે । ભેર ભુંગળાં ને શરણાઇ રે, ગાય ગાયક મંગળ વધાઇ રે ।।૨૦।।

સુણી સ્તુતિ ગાન તેહતણું રે, થયા ધર્મ મગન મને ઘણું રે ।

પછી તે સમાને વિષે ધર્મ રે, કર્યું વેદોક્ત જાતક કર્મ રે ।।૨૧।।

પછી આપ્યાં છે વિપ્રને દાન રે, કરી અતિ ઘણું સનમાન રે । અન્ન ધન અવની અંબર રે, ગજબાજ ને ગૌ સુંદર રે ।।૨૨।।

મગાવી છે મહિષી દુજણી રે, આપી વિપ્રને તે વળી ઘણી રે । ઘૃત પાત્ર વસ્ત્ર આપ્યાં ગેહ રે, આપ્યું જે જે માગ્યું તેને તેહ રે ।।૨૩।। દીધાં ધર્મે દાન બહુ પેર રે, કરી રાજી વાળ્યા દ્વિજ ઘેર રે । થયાં રાજી સહુ નરનાર રે, બાંધ્યાં તરિયાં તોરણ બાર રે ।।૨૪।।

માતા પિતા ભુલી દિવ્ય ભાવરે, જાણ્યા પુત્રને સહજ સ્વભાવ રે ।

મનુષ્ય જાણી માત તાત તેહ રે, લાડ લડાવે સુતને સ્નેહ રે ।।૨૫।।

ભક્તચિંતામણી

વળી ધર્મદેવ પ્રેમવતિ રે, ભુલ્યાં પૂર્વના જન્મની સ્મૃતિ રે । કાંઇ જાણે ન જાણે પોતાને રે, એમ વર્તે તાત માતાને રે ।।૨૬।। થઇ સર્વે સુખની સંપત્તિ રે, પ્રભુ પ્રકટે ગઇ વિપત્તિ રે ।

સત્યવાદી જન પામ્યા સુખ રે, થયું દૈત્ય અસુરને દુઃખ રે ।।૨૭।। કૌલ નાસ્તિક કુંડ કબીર રે, તે તો પામિયા દુઃખ અચિર રે । બીજા અસુર અવનિએ હતા રે, જે કોઇ અહોનિશ દ્વેષ કરતા રે ।।૨૮।। તેનું નરસું થાવા નિરધાર રે, થાય અવળાં શુકન અપાર રે । ફરકે ડાબાં અંગ ડાબાં નેણ રે, લાધે ભુંડાં સ્વપ્ન દુઃખદેણ રે ।।૨૯।। જાણે ધડ ઉપર શીષ નથી રે, ઉંટે બેસારી કાઢ્યા આહિંથી રે ।

લઇ જાય છે દક્ષિણ દેશ રે, એવાં સોણાં લાધે છે હમેશ રે ।।૩૦।। ઘર સામાં આવી રુવે શ્વાન રે, રાત્યે રુવે સુરભિ નિદાન રે । ઘર પર કળેળે કાગડા રે, બોલે બપોરે બહુ ફિયાવડા રે ।।૩૧।। ઘુડ હોલાં ઘુઘવે અપાર રે, થાય શબ્દ ભૂંડા ભયંકર રે ।

ગીધ ગર્જ્યું સમળા સમિત રે, ઉડે ઘરપર શકરા નિત્ય રે ।।૩૨।। વળી અશુભ આકાશ માંય રે, નિત્ય દૈત્યને ચિત્ત જણાય રે । જાણું રવિ શશિ હતા વ્યોમે રે, પડ્યા ઉડુ સહિત તે ભોમે રે ।।૩૩।। એવાં અવળાં શુકન જાણી રે, બોલ્યો અસુરનો ગુરુ વાણી રે ।

સુણો દૈત્ય કહે કાલિદત્ત રે, કહ્યું દેવીએ તે થયું સત્ય રે ।।૩૪।। અસુરનો કરવા સંહાર રે, નિશ્ચે થયો હરિ અવતાર રે ।

માટે આપણે ઉપાય કરીએ રે, આવ્યા મૃત્યુમાંથી તો ઉગરીએ રે ।।૩૫।। હમણાં હરિ હશે બાળ નાનો રે, મારો એને કરી કળ છાનો રે ।

મેલો કૃત્યાઓ કરી અપાર રે, કરે તર્ત હરિનો સંહાર રે ।।૩૬।।

પછી કર્યો છે મંત્રનો જાપ રે, ઉપજાવી છે કૃત્યાઓ આપ રે । અતિ કાળિયો ને છુટે કેશ રે, કર્યો સિંદુરનો લેપ શીષ રે ।।૩૭।। છેદેલ છે નાસિકા ને કાન રે, અતિ વિરૂપ વરવે વાન રે ।

લાંબા હોઠ ને ફાડ્યાં છે મુખ રે, કાઢી જીભ દાંત દેવા દુઃખ રે ।।૩૮।।

લાંબા પેટ ને લોચન લાલ રે, ખરડ્યા રુધિર માંહી બે ગાલ રે ।

ભક્તચિંતામણી

માણસની ખોપરિયો છે કર રે, નાગિયો નથી પહેર્યાં વસ્તર રે ।।૩૯।। ઉગામેલ આયુધ છે હાથ રે, એવો કીધો કૃત્યાઓનો સાથ રે । તેને આજ્ઞા આપી અસુરે રે, કહ્યું શત્રુ છે છપૈયે પુરે રે ।।૪૦।। તેનો કરજ્યો તમે જઇ નાશ રે, કરી કામ આવો અમ પાસ રે ।

પછી કૃત્યાઓ ત્યાંથી ઉડિયો રે, ભૂખી ભમરાળિયો ભુંડિયો રે ।।૪૧।। આવિયું હરિપ્રસાદ ઘેર રે, જેને બાળક સાથે છે વેર રે । હરિ હતા માતાજી ને પાસ રે, લીધા જોરે કરવાને નાશ રે ।।૪૨।। કહે મારો મારો ખાઓ ખાઓરે, શત્રુ મળ્યો માં ભૂલશો દાવો રે । ફાડ્યાં મુખ ઉગામ્યાં આયુધ રે, હરિ ઉપર કરી બહુ ક્રોધ રે ।।૪૩।। ઝાલી ગળે લઇ ગઇયો બાર રે, રુવે જનની કરી પોકાર રે । ભૂલી નિજ શરીર સંભાળ રે, ભોંયે ઢળી પડ્યાં તતકાળ રે ।।૪૪।।

માગે બાળક કરે પોકાર રે, જોઇ પરવશ પ્રાણ આધાર રે ।

સુણી બાળાનો કાયર સાદ રે, તિયાં આવિયા હરિપ્રસાદ રે ।।૪૫।। હતા એકાદશીને જાગરણે રે, ત્યાંથી આવિયા ઘેર આપણે રે । આવી જોયું ત્યાં ન દીઠા બાળ રે, પામ્યા ધર્મ મૂરછા તે કાળ રે ।।૪૬।।

સુણી ભક્તિ ધર્મનો વિલાપ રે, આવ્યા હનુમાન ત્યાં આપ રે । કહે કેમ રુઓ છો દંપતિ રે, કહો ટાળું તમારી વિપત્તિ રે ।।૪૭।। કહે ભક્તિ વીર સુત મારો રે, તેને લઇ ગઇયો કૃત્યાઓ બારો રે । એને મારી નાખશે એ તર્ત રે, મુકાવો જો તમે હો સમર્થ રે ।।૪૮।। એવું સુણી બોલ્યા હનુમંત રે, બાળા ચિંતા માં કરશો ચિત્ત રે । હમણાં લાવીશ પુત્ર તમારો રે, તમે શ્રીકૃષ્ણ દેવ સંભારો રે ।।૪૯।। તમે કર્યું પ્રીતે વ્રત મારું રે, રહેવા નહિ દઉં કષ્ટ તમારું રે ।

પછી હનુમાન તેહ કાળ રે, ચાલ્યા મુકાવવાને એહ બાળ રે ।।૫૦।। ત્યાંતો કૃત્યાઓના કરમાંય રે, લાગ્યા બાળક સમર્થ ત્યાંય રે । જોયું વાંકી દૃષ્ટિ કરી બાળે રે, બળી કૃત્યાઓ તે તતકાળે રે ।।૫૧।।

પછી નાખ્યા અવનિ ઉપર રે, મારો મારો કહે બહુ પેર રે । ત્યાં તો આવ્યા હનુમાન તર્ત રે, જોયું દુષ્ટ કૃત્યાઓનું કૃત્ય રે ।।૫૨।।

ભક્તચિંતામણી

અંજનિસુત કહે ઉભી રેજ્યો રે, કૃત્ય તમારાંનું ફળ લેજ્યો રે । આજ ન રહો જીવતી કોઇ રે, નિશ્ચે જાણજ્યો મનમાં સોઇ રે ।।૫૩।। એમ કહીને ઝટિએ ઝાલી રે, મારી કુટિ પૃથ્વીમાં ઘાલી રે । ત્યારે કૃત્યાઓ કહે કર જોડી રે, મેલો વીર કર્યા ગુના ક્રોડી રે ।।૫૪।। આજ પછી ન લહું એનું નામ રે, પાછી આવું નહિ આણે ઠામ રે । આજ મેલો કહું પાય લાગી રે, નાવું નજરે જાઉં દૂર ભાગી રે ।।૫૫।। એમ કહીને કૃત્યાઓ નાઠી રે, જાણી અસુરની દશા માઠી રે । જઇ કહ્યું કાલીદત્ત પાસ રે, ન થાય એ બાળકનો નાશ રે ।।૫૬।। એ તો છે કોઇ અતિ સમર્થ રે, એથી થાશે અસુરનું મૃત્ય રે ।

પછી મહાવીર બાળને લઇ રે, ભક્તિ ધર્મને પાસળે જઇ રે ।।૫૭।। આપ્યા ભક્તિના હાથમાં બાળ રે, થયાં રાજી દંપતિ તે કાળ રે । કહે ભક્તિ સુણો હનુમાન રે, નો’તિ સુતની આશા નિદાન રે ।।૫૮।। ત્યારે હનુમાન કહે ભક્તિ રે, સુત તમારો સમર્થ અતિ રે ।

નથી પ્રાકૃત નર નિદાન રે, એ છે પોતે સ્વયં ભગવાન રે ।।૫૯।। અક્ષર ગોલોક ધામના ધામી રે, એ છે કૃષ્ણ દેવ બહુનામી રે । ધર્મરક્ષા જીવનાં કલ્યાણ રે, આવ્યા કરવા શ્યામ સુજાણ રે ।।૬૦।। તમે ધર્મ ભક્તિ છો દંપતિ રે, કરશે પુષ્ટ તમને એ અતિ રે ।

જ્ઞાન વૈરાગ્ય આદિ જે કહીએ રે, વંશ તમારો પવિત્ર લહીએ રે ।।૬૧।। તેને વધારશે એહ બાળ રે, કરશે અસુર જનનો કાળ રે ।

મારો મહિમા અતિ વધારશે રે, શરણાગતનાં કાજ સુધારશે રે ।।૬૨।।

માટે આ બાળ છે અલૌકિક રે, કરો હેત પરહરો બીક રે । એમ કહ્યું હનુમાને જ્યારે રે, જોયું બાળકે એ સામું ત્યારે રે ।।૬૩।।

પછી હરિતણી ઇચ્છા જોઇ રે, થયા હનુમાન અદૃશ્ય સોઇ રે । તે જોઇ પ્રેમવતી પાવન રે, અતિ આશ્ચર્ય પામિયાં મન રે ।।૬૪।। વળી જાણ્યું બાળક આવાર રે, આવ્યો નિશ્ચય નવે અવતાર રે । કહી વાત એ લોક સહુને રે, જીવ્યો બાળક કોઇક પુણ્યે રે ।।૬૫।।

પછી નરનારીએ નિયમ ધાર્યું રે, હનુમાનશું હેત વધાર્યું રે ।

ભક્તચિંતામણી

જેથી ટળ્યું કૃત્યાઓનું વિઘ્ન રે, સહુ કહેવા લાગ્યાં ધન્ય ધન્ય રે ।।૬૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે કૃત્યાઓ વિઘ્ન નામે

સત્તરમું પ્રકરણમ્‌ ।।૧૭।।

પૂર્વછાયો- ત્યાર પછીની વારતા, સહુ સાંભળો થઇ સાવધાન । હરિ ઇચ્છાએ ત્યાં આવિયા, માર્કંડેય ગુણવાન ।।૧।। ત્રિકાળદર્શી ને તત્ત્વવેત્તા, બ્રહ્મચારીનો છે વેષ ।

ધર્મને ઘેર આવિયા, સંગે લઇને બહુ શિષ્ય ।।૨।। ધર્મે બહુ આદર દઇ, પૂજા કરી બહુ પેર ।

બ્રહ્મચારી ભલે આવિયા, કર્યું પવિત્ર મારું ઘર ।।૩।। ક્યાંથી આવીયા તમે કોણ છો, અને શું છે તમારું નામ । શું ભણ્યા છો શાસ્ત્ર સ્વામી, પુછું છું કરભામ ।।૪।।

ચોપાઇ- ત્યારે ઋષિ કહે સુણો વચન રે, આવું છું કર્તાં તીર્થ અટનરે ।

માર્કંડેય મારૂં નામ જાણ રે, ભણ્યા છીએ વેદ ને પુરાણ રે ।।૫।। જાણું રૂડી રીતે જ્યોતિષને રે, તે ભણાવું છું હું આ શિષ્યને રે । ત્યારે ધર્મ રાજી બહુ થયા રે, ભલે આવ્યા પ્રભુ કરી દયા રે ।।૬।।

મારા બાળકનું નામ દીજે રે, બહુ કાળ અમ ઘેર રહીજે રે । તમે જ્યોતિષ જાણો છો ઘણું રે, કેવું ભાગ્ય આ બાળક તણું રે ।।૭।। જુવો જન્મ દિવસ રૂડી પેર રે, મુહૂર્ત લગ્ન ને જન્માક્ષર રે । ઘડી પળ વેળા એની વર્તિ રે, પાડો નામ એનું મહામતિ રે ।।૮।।

પછી ટીપણામાં જોઇ એહ રે, કરી જન્મકુંડળી તેહ રે ।

જોયું જ્યોતિષ વિદ્યાને વિષે રે, જાણ્યું આતો મોટા છે અતિશે રે ।।૯।।

પછી ધીરે રહી બોલ્યા વાણ્ય રે, તમે સાંભળો ધર્મ સુજાણ રે । અતિ બુદ્ધિવાન એહ થાશે રે, માટે મોટા સહુથી કહેવાશે રે ।।૧૦।। વળી કર્કના ચંદ્રમાં આવે રે, તેનું નામ હરિ એવું કાવે રે । એક તમે બીજા જે આશરશે રે, તેની આપદા સર્વે હરશે રે ।।૧૧।।

માટે હરિ એવું એનું નામ રે, સૌને સમરતાં સુખધામ રે ।

ભક્તચિંતામણી

વળી ચૈત્રમાં જન્મ થાય રે, તેને શ્રીકૃષ્ણ પણ કહેવાય રે ।।૧૨।।

સારું સુંદર તન છે શ્યામ રે, માટે એનું કહીએ કૃષ્ણ નામ રે ।

મૂર્તિ જોઇને જનનાં મન રે, તાણી લેશે તે માટે એ કૃષ્ણ રે ।।૧૩।। વળી બેઉ નામ મળી એક રે, કહેશે જન જે કરે વિવેક રે । ત્યારે ત્રીજું નામ હરિકૃષ્ણ રે, સમરતાં જન મન પ્રસન્ન રે ।।૧૪।। તપ ત્યાગ યોગ ધર્મ જ્ઞાન રે, એવા એ પંચગુણ નિદાન રે । તેણે શિવજી જેવા એ થાશે રે, માટે નિલકંઠ કહેવાશે રે ।।૧૫।। એમ ગુણ કર્મે કરી નામ રે, કહેશે બહુ પુરુષ ને વામ રે । વળી મને જણાય છે જેહ રે, સુણો ધર્મ હું કહું છું તેહ રે ।।૧૬।। થાશે પૃથુસમ શ્રોતાવાન રે, ભક્તિ ક્ષમા અંબરીષ સમાન રે । જનકના જેવું નિજ જ્ઞાન રે, ત્યાગ વૈરાગ્ય શુક સમાન રે ।।૧૭।। હરિદાસ હનુમાન જેવા રે, એક ઇષ્ટનિષ્ઠ ઉમા એવા રે ।

સદાગ્રહ કૃષ્ણ વિષે જેહ રે, થાશે પ્રહ્લાદ સરિખા તેહ રે ।।૧૮।।

માયા ને માયાનું કારજ રે, એથી અજાણ્યું નહિ રહે રજ રે । આત્મદર્શીમાં જાણવા એવા રે, કર્દમસુત કપિલજી જેવા રે ।।૧૯।। દોષ તજીને ગુણને ગ્રેવા રે, તેમાં તો દત્તાત્રેય સમ કેવા રે । અધર્મસર્ગ થકી તે મન રે, બીશે જેમ યુધિષ્ઠિર રાજન રે ।।૨૦।। દયાળુ ને વળી દાતાપણું રે, થાશે રંતિદેવ થકી ઘણું રે । જીવને દેવા પ્રભુનું જ્ઞાન રે, તેમાં નારદ સમ નિદાન રે ।।૨૧।।

પ્રભુમાંહિ દોષ ન પરઠે રે, તેતો જાણે જાનકીની પેઠે રે । સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે, જે શ્રીકૃષ્ણના સ્વરૂપમાં રહેવું રે ।।૨૨।। હરિ હરિજન દ્રોહી માથે રે, વર્તે લક્ષ્મણસમ તે સાથે રે । થાશે સૌ જીવને સુખકારી રે, જેમ પુત્ર ને પાળે મેતારી રે ।।૨૩।। હરિ આજ્ઞામાં રહેવાને આપ રે, થાશે ભરતજી જેવા નિષ્પાપ રે ।

પ્રભુ પદરજ માહાત્મ્ય લેવા રે, થાશે ભક્ત અક્રૂરજી જેવા રે ।।૨૪।।

પ્રભુને વાલા જન જે કૈયે રે, તેમાં દ્રૌપદી સમાન લૈયે રે । અંતઃશત્રુ જીતવા સમર્થ રે, જાણું પ્રકટ્યા બીજા પાર્થ રે ।।૨૫।।

ભક્તચિંતામણી

પ્રશ્ન ઉત્તર કરવા અતિ રે, જાણું આવ્યા આપે બૃહસ્પતિ રે ।

ધીરજવાનમાં ધીરજવાન રે, થાશે બળી રાજાને સમાન રે ।।૨૬।। અસુરને મોહ ઉપજાવા રે, થાશે વામનજી સમ આવા રે ।

કરશે ધર્મની રક્ષા તે ઘણી રે, જુવો એંધાણી તમે તેહતણી રે ।।૨૭।। હાથે છે પદ્માંકુશનાં ચિહ્ન રે, મુખ દેખી લાજે કોટિ મીન રે । ઊર્ધ્વરેખા અષ્ટકોણ ધ્વજ રે, સ્વસ્તિક અંકુશ વળી અંબુજ રે ।।૨૮।। જવ જાંબુ વજ્ર દેખ્યાં દ્રગ રે, તેણે શોભે છે દક્ષિણ પગ રે ।

મત્સ્ય ત્રિકોણ કળશ ને વ્યોમ રે, ધેનુપદ ધનુષ ને સોમ રે ।।૨૯।।

સાતે ચિહ્ન શોભે વામચરણ રે, માટે આતો છે અશરણશરણ રે । દેશે બહુ જીવને અભયદાન રે, કરશે મોટા મોટા સનમાન રે ।।૩૦।। બહુ જીવને આજ્ઞામાંય રે, વર્તાવશે સતયુગ ન્યાય રે ।

નાના પ્રકારનાં જેહ દુઃખ રે, ટાળી તમારાં કરશે સુખ રે ।।૩૧।। જેમ વિષ્ણુ વિબુધ સહાય રે, કરે છે મહા કષ્ટને માંય રે । તેમ કરશે તમારી સાર રે, એવા એમાં ગુણ છે અપાર રે ।।૩૨।। બીજા બહુ મોટા ગુણ એમાં રે, શુભગુણની થાશે એ સીમા રે । એવાં માર્કંડેયનાં વેણ રે, સુણ્યાં ધર્મે અતિ સુખદેણ રે ।।૩૩।।

પછી વસ્ત્ર ઘરેણાં ને ધન રે, આપ્યાં વિવિધ ભાત્યનાં અન્ન રે । થયા માર્કંડેય પ્રસન્ન રે, રહ્યા તિયાં પછી દોય દિન રે ।।૩૪।।

પછી દઇ આશિષ મુનિરાયરે, ગયા શિષ્ય સહિત પ્રયાગમાંયરે ।

પછી ભક્તિ ધર્મ રાજી થઇ રે, સુતને હુલાવે નામ લઇ રે ।।૩૫।। એમ કરતાં ચાર માસ વિત્યા રે, બેઠો પાંચમો માસ પુનિતા રે । ત્યારે રૂડે દિવસે દંપતિ રે, મહી બેસાર્યા સુખમૂરતિ રે ।।૩૬।। વારાહે સહિત વસુંધરા રે, પૂજી પ્રીતે તેડાવી વિપરા રે । કર્યો મોટો ઉત્સવ તે દિન રે, જમાડિયા બહુ વિપ્રજન રે ।।૩૭।।

માંગલિક વાજાં વજડાવી રે, કરી વધાઇ તે મનભાવી રે ।

પછી સપ્ત માસે દિન સારે રે, આવી પૂર્ણાતિથિ ગુરુવારે રે ।।૩૮।। તે દિ પુત્રના વિંધાવ્યા કર્ણ રે, ભૂષણ પેરાવ્યાં સારાં સુવર્ણ રે ।

ભક્તચિંતામણી

પછી આસો વદી બીજ દન રે, કરાવ્યાં અન્નબોટણાં અન્ન રે ।।૩૯।। કર્યો ઉત્સવ જમાડ્યા જન રે, કરાવ્યાં બ્રાહ્મણને ભોજન રે ।

પછી શાસ્ત્ર મહોર સમસેર રે, ત્રણ મુક્યાં આગળ તે વેર રે ।।૪૦।।

પછી મહોર ખડગ મેલી નાથ રે, મુક્યો પુસ્તક ઉપર હાથ રે । હતી રુચી પોતાને જે માંઇ રે, તેહ વિના ગમ્યું નહિ કાંઇ રે ।।૪૧।।

પછી માતાએ ખોળામાં તેડી રે, લીધી બકી હૃદામાંહિ ભીડી રે ।

પછી ધવરાવ્યા કરી પ્રીત્યે રે, કરે હેત નવું નિત્ય નિત્યે રે ।।૪૨।।

પછી પ્રતિદિન તે દયાળ રે, વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે ।

કરે બાળ ચરિત્ર અપાર રે, જોઇ મોહી રહે નરનાર રે ।।૪૩।।

માત તાતને લાગે છે પ્યારા રે, નથી મુકતાં નિમિષ ન્યારા રે । એમ જાય આનંદમાં દન રે, સુત નિરખી હરખે મન રે ।।૪૪।। કરે નરનારી જે દર્શન રે, તેના હેતમાં હરાય મન રે ।

વૃદ્ધ કોવિદ ને વિદ્યાવાન રે, દેખી નાથ ભુલે નિજ જ્ઞાન રે ।।૪૫।। કરે ભાવતાં ચરિત્ર નાથ રે, તેણે પોંચે નહિ હાથોહાથ રે ।

માત તાત ને ભગિની ભાઇ રે, કાકો મામો જેને જે સગાઇ રે ।।૪૬।। રાખે હેત હરિસાથે સહુ રે, બીજાને પણ વ્હાલા છે બહુ રે ।

નરનારીને પ્યારા છે નાથ રે, નથી આવતા માતાને હાથ રે ।।૪૭।।

પછી કાંઇક માંડ્યું બોલવા રે, બોલે તોતળા મુખથી લવા રે । જેમ જેમ બોલે કાલું કાલું રે, તેતો લાગે માતાજીને વાલું રે ।।૪૮।।

પછી સુંદરી સર્વે સિયાણી રે, શીખવે સારી વાલાને વાણી રે । વળી રૂડી રીતેશું રમાડે રે, પય શર્કરા પાક જમાડે રે ।।૪૯।।

પેંડા પતાસાં ને પકવાન રે, ભાવે જન જમાડે ભગવાન રે ।

હળવે હળવે હિંડવા કાજ રે, શીખવે નારી શીખે મહારાજ રે ।।૫૦।।

પડે લડથડે પગલાં ભરે રે, અહિં આગ્ય ઝાલતાં ન ડરે રે । એમ બાળચરિત્ર મહારાજ રે, કરે હેત નિજજન કાજ રે ।।૫૧।।

રિંખે રડે પડે પેટવડે રે, અતિ દાખડે ઉંમરો ચડે રે ।

ખાય ગોટીલાં ગડથલાં ઘણાં રે, કરે ચરિત્ર બાળક તણાં રે ।।૫૨।।

ભક્તચિંતામણી

ચાલે ગોઠણભર ઘરમાંઇ રે, દેઇ ટેક આપે ઉભા થાય રે । એવા અસમર્થ દેખે સહુ રે, પણ ધીર ગંભીર છે બહુ રે ।।૫૩।। ભૂખ દુઃખ ને ભયે ન ભડકે રે, દેવ અદેવથી ન થડકે રે । ભૂત પ્રેત ને દનુજ દૈત્ય રે, રાક્ષસ રાક્ષસી યક્ષ સહિત રે ।।૫૪।। તેનો ભય નથી મનમાંય રે, એવા અચળ પર્વત પ્રાય રે ।

બીજા શુભ ગુણ બહુ સારા રે, તેણે લાગે છે સહુને પ્યારા રે ।।૫૫।। રુવે નહિ રાજી સદા રમે રે, તેમ તેમ સહુને તે ગમે રે ।

મીઠું મીઠું બોલે મુખે ઘણું રે, લાગે સૌ જનને સોયામણું રે ।।૫૬।।

પય સાકર પિયે ન પિયે રે, અણ ઇચ્છાએ ભોજન લિયે રે ।

અશન વસન ભૂષણ સેજ રે, પોતા કારણે ન ઇચ્છે એજ રે ।।૫૭।। શીત ઉષ્ણ મશક ને દંશ રે, કચવાય નહિ કોઇ મશ રે ।

એવા સુશીલ જોઇને સહુ રે, માને આશ્ચર્ય મનમાં બહુ રે ।।૫૮।। કહે આતો મોટા કોઇ અતિ રે, એમ કહે દેખીને દંપતિ રે । એમ કરતાં વર્ષ એક થયું રે, તેનું ચરિત્ર સહુને કહ્યું રે ।।૫૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિબાળલીલા એ નામે અઢારમું પ્રકરણમ્‌ ।।૧૮।।

પૂર્વછાયો- વળી સહુ સાંભળજ્યો, કહું ત્યાર પછીની વાત ।

મોટા સુત જે ધર્મના, શ્રીરામપ્રતાપ વિખ્યાત ।।૧।। તેનો તે વિવાહ આદર્યો, પ્રીતે કરીને રૂડી પેર ।

સુવાસિની નામે સુંદરી, પરણાવ્યાં બળદેવ ઘેર ।।૨।। રૂડાગુણ રૂપે અતિ, એક પતિવ્રતા સતીપણું ।

પ્રીતે કરીને પિયુ પોતાનો, સેવે સુવાસિની હેતે ઘણું ।।૩।।

પછી બીજું વર્ષ બેસતાં, આનંદે ઉત્સવ આદર્યો ।

કુંવરના કુશળ કાજે, દેવ ઋષિનો આદર કર્યો ।।૪।।

ચોપાઇ- હેતે પૂજ્યા હનુમાન બળી રે, વ્યાસ ને કૃપાચારજ વળી રે

ભક્તચિંતામણી

અશ્વત્થામા વિભીષણ જેહ રે, માર્કંડેય પરશુરામ તેહ રે ।।૫।। એ સર્વેને વિવિધ પ્રકારે રે, પૂજ્યા લઇ ષોડશ ઉપચારે રે । જમાડ્યા વિપ્ર ને હરિજન રે, આપી દક્ષિણા થઇ પ્રસન્ન રે ।।૬।। બાળ કાજે કરે બહુ વિધિ રે, રાખે હેત અતિશે સંબંધી રે । એમ કરતાં વિત્યાં વર્ષ દોય રે, ત્રીજું વર્ષ વરતિયું સોય રે ।।૭।। આવી જેઠ વદની પંચમી રે, માતતાત જ્યોતિષિને ગમી રે । તે’દિ કર્યો છે કુળ આચાર રે, બાળ વાળ ઉતાર્યા તે વાર રે ।।૮।। કર્યો મોટો ઉત્સવ તે દન રે, તેડાવ્યા વિપ્ર ને હરિજન રે । તેનાં કામ કાજમાંહિ માત રે, ભુલી ગયાં છે સુતની વાત રે ।।૯।।

પોતે રહ્યાં જન જમાડવા રે, પુત્ર પરને આપ્યો રમાડવા રે । તેને તેડી ગયાં બીજાં બાળ રે, જોવા સુંદર વાડી રસાળ રે ।।૧૦।। તિયાં ફળ દીઠાં મીઠાં ઘણાં રે, જામફળી સિતાફળી તણાં રે ।

નાળીકેરી અનુપ અનાર રે, કર્યા અંબફળના ત્યાં આહાર રે ।।૧૧।। જાંબુ લીંબુ ને રાણો રૂપાળી રે, ગુંદી કર્મદી પાકી રસાળી રે । દ્રાક્ષ ખારેક ખલેલાં ખરાં રે, રહ્યાં લેવા તે સૌ છોકરાં રે ।।૧૨।। હરિને બેસાડી તરુ તળે રે, ફર્યાં બાળક વૃક્ષ સઘળે રે ।

એમ કરતાં આથમ્યો દન રે, આવ્યો એ સમે અસુર જન રે ।।૧૩।। કાળીદત્ત નામે છે કપટી રે, થયો અર્ભક અસુર મટી રે ।

બન્યો કુબુદ્ધિ બાળક જેવો રે, કોઇ થકી ન કળાય એવો રે ।।૧૪।। આવી ભેળું માંડ્યું છે રમવા રે, મનમાં છે હરિને દમવા રે । કાઢી કૃત્યાઓ તેનો છે ક્રોધ રે, વેર વાળવાનો છે વિરોધ રે ।।૧૫।। થયો ગરીબ ઘટમાં ઘાત રે, ભર્યો કપટે દગે કુજાત રે ।

રમ્યો બાળ સંગ બહુ વાર રે, પછી વિસ્તારી માયા અપાર રે ।।૧૬।। કરી રાતી આંખ્યો તતકાળ રે, વાધ્યો અંગે થયો વિકરાળ રે । ફાડ્યું મુખ ફાટ્યો જાણે આભરે, કાઢી જીભ લાંબી વિશ વાંભરે ।।૧૭।। કરડે દાંત ક્રોધમાં અતિ રે, આવ્યો કૃષ્ણ મારવા કુમતિ રે । થયો ભૂંડો ભયંકર બહુ રે, તેને દેખી બિન્યા બાળ સહુ રે ।।૧૮।।

ભક્તચિંતામણી

કર્યા લાંબા કર તતકાળ રે, ઝાલી કરવા બાળકનો કાળ રે । ત્યાંતો વાંકી દષ્ટિ કરી નાથે રે, જોયું દૈત્ય કાળીદત્ત માથે રે ।।૧૯।। તેણે દાઝ્યું કુબુદ્ધિનું દેહ રે, પછી કોપિયો અસુર તેહ રે । કરી આસુરી માયા ઉત્પન્ન રે, ચડી ઘટા ને ચાલ્યો પવન રે ।।૨૦।। આવી આંધી ને રજની મળી રે, કરે ઝબકારા બહુ વિજળી રે । થાય ગાજમાં ઘોર કડાકા રે, દિયે દામિની તેમાં ઝડાકા રે ।।૨૧।। વર્ષે મેઘ રહે નહિ મણારે, ચાલ્યાં પૂર પૃથ્વીપર ઘણાં રે । ઝરે મેઘ મચી બહુ ઝડી રે, વાયુ વેગે વૃક્ષ ગયાં પડી રે ।।૨૨।। ત્રુટિ પાંખો પંખી પડ્યાં ભોમ રે, મૃગ જાતિ થયાં છે બફોમ રે । થયો અતિશે મોટો ઉત્પાત રે, પડી વચમાં વેરણ રાત રે ।।૨૩।। બહુ ઉપદ્રવે બિન્યાં બાળ રે, નાસી ગયાં બીજે તતકાળ રે । બેસાર્યાતા આંબાતળે હરિ રે, તેની ન રહી ખબર ખરી રે ।।૨૪।।

ચડી ટાઢ્ય તેણે તન ધ્રુજે રે, મળી રાત્યમાં કાંઇ ન સુજે રે । એવી માયા વિસ્તારી અસુર રે, મારવા હરિજીને જરૂર રે ।।૨૫।। ફેરે દષ્ટિ ને જુવે સઘળે રે, દીઠા હરિ બેઠા આંબા તળે રે । ત્યારે ઉડી આકાશમાં ચડ્યો રે, આવી અંબ વૃક્ષ પર પડ્યો રે ।।૨૬।। જેમ હિમાચળની શિખર રે, ત્રુટી પડે પર્ણકુટિ પર રે ।

એમ પડ્યો અસુર અભાગી રે, તેની ઝપટે પડ્યું ઝાડ ભાંગી રે ।।૨૭।। તેને તળે બેસી રહ્યા બાળ રે, થયો નહિ વાંકો એક વાળ રે । જેમ રહ્યા ગોવર્ધન હેઠ્ય રે, રહ્યા તરુતળે તેની પેઠ્ય રે ।।૨૮।। વાયુ વરસાદ ને વિજળી રે, તેના પરાભવની પીડા ટળી રે । રહ્યા અચળ પર્વતપ્રાય રે, અસુરનું ન ઉપજ્યું કાંય રે ।।૨૯।।

પછી અસુર ક્રોધ કરીને રે, ગયો ઝાલવા હાથે હરિને રે । ત્યારે વાંકી દષ્ટિએ જોયું નાથેરે, પામ્યો મોહ પડ્યો ભૂમિ માથેરે ।।૩૦।।

પામ્યો મુર્છા ને વ્યાકુળ થયો રે, શુદ્ધ શરીરની ભૂલી ગયો રે । થઇ વિકળ ને ભમ્યો વન રે, ત્યાં પ્રચંડ વાતો તો પવન રે ।।૩૧।। તેને વેગે પડતાંતાં ઝાડ રે, મુવો ચંપાઇ પશુને પાડ રે ।

ભક્તચિંતામણી

જેમ આખુ અહિકરંડ કાપે રે, જાગે વ્યાળ મરે મૂષો આપે રે ।।૩૨।। જેમ કાપે કોઇ બેઠાની ડાળ રે, પડે કૂપે મરે તતકાળ રે । જેમ કરોળિયો કરે વિલાસ રે, પામે પોતાની જાળમાં નાશ રે ।।૩૩।। એમ પોતાની માયામાં મુવો રે, આપ પાપે પાપી નાશ હુવો રે ।

મુવો દૈત્ય માયા મટી ગઇ રે, વાયુવેગ વિજળી ન રઇ રે ।।૩૪।। ત્યારે શાંતિ પામ્યાં સહુ બાળ રે, પછી કરી કૃષ્ણની સંભાળ રે । જ્યારે ન દીઠા પોતાને પાસ રે, ત્યારે બહુ થયાં છે ઉદાસ રે ।।૩૫।।

પછી કરે છે સાદ પોકારી રે, જ્યાં હો ત્યાંથી બોલો સુખકારી રે । કરે સાદ ઘણું ઘણું ગોતે રે, જડ્યા નહિ ઝાડ બહુ જોતે રે ।।૩૬।। ત્યારે ભૂલ્યાં શરીર સંભાળરે, કહે હે કૃષ્ણ હે હરિ બાળ રે । એમ સાદ કરી શોધ્યા અતિ રે, પણ લાધ્યા નહિ પ્રાણપતિ રે ।।૩૭।। ત્યારે વ્યાકુળ થયાં છે બાળ રે, રુવે કર ઘસે કરે કતાળ રે । કહે ક્યાંથી લાવ્યાં એને આંહીરે, હવે શું કહેશું જઇ ગામમાંહી રે ।।૩૮।। એનાં માબાપને તે શું કહેશું રે, બીજાને ઉત્તર શિયો દેશું રે ।

ન રહ્યું મુખ દેખાડવા જેવું રે, કર્યું કામ તો આપણે એવું રે ।।૩૯।। એમ બોલે પરસ્પર વાણ રે, ત્યાંતો થયું છે ગામમાં જાણ રે । ફરક્યાં પુરુષનાં અંગ ડાબાં રે, એવાં અપશુકન થાવા લાગ્યાં રે ।।૪૦।। ફરક્યાં નારીનાં જમણાં અંગ રે, તેણે સહુ થયાં મન ભંગ રે । ત્યાંતો ભક્તિ કહે સુત મારો રે, એને કોણ તેડી ગયું બારો રે ।।૪૧।। ખોળી કાઢો ખબર એની વેલી રે, પુત્ર વિના માતા થઇ ઘેલી રે । થયા ધર્મ તે વ્યાકુળ વળી રે, પામી મૂરછા પડિયા ઢળી રે ।।૪૨।।

પછી આવ્યાં જન મળી સહુ રે, કરે બાળનો ખરખરો બહુ રે । કહે છોકરાં ગયાં હતાં વાડી રે, તેડી ગયાં તિયાં એ અનાડી રે ।।૪૩।।

પછી ચાલ્યાં ગોતવા નરનાર રે, કરી દિવી ફાનસો અપાર રે । કરે જેષ્ટિકા અસિ કમાન્યું રે, આવ્યાં જીયાં એ વૃક્ષ આંબાનું રે ।।૪૪।।

માત તાત લીએ લડથડિયું રે, પુત્ર વિયોગનું દુઃખ પડ્યું રે । એવે સમે હરિ પાસે વળી રે, આવી ધર્મ નારી બારે મળી રે ।।૪૫।।

ભક્તચિંતામણી

સુત જાણી લીધા સૌએ ખોળે રે, બાળ ધવરાવ્યા ભાવ બોળે રે । હરિ માતાની પુરવા હામ રે, થયા દ્વાદશ સ્વરૂપે શ્યામ રે ।।૪૬।। એવે સમે ગામના રહેનાર રે, આવ્યાં ખોળતાં સહુ નરનાર રે । કહે છોકરાં આ વૃક્ષ તળે રે, અમે મુક્યા હતા મળી સઘળે રે ।।૪૭।। તેતો વૃક્ષ પડિયું છે ભાંગી રે, જોઇ તેને સૌને બીક લાગી રે । કહે આવું રુખ પડ્યું જીયાં રે, નોય બાળક કુશળ તિયાં રે ।।૪૮।। એમ અંતરે થઇ ઉદાસ રે, આવ્યાં જોવા એ વૃક્ષને પાસ રે । ત્યારે શ્રદ્ધાદિ નારી દ્વાદશી રે, મુકી બાળક ને ગયું ખશી રે ।।૪૯।।

મળ્યા ગોતતાં મામીને નાથ રે, તેણે આપ્યા છે ભક્તિને હાથ રે ।

પામી પુત્ર રાજી થયાં બાળા રે, આપી ભાભીને મોતિની માળા રે ।।૫૦।।

પછી સુત હેતે ધવરાવ્યા રે, જાણ્યું નવે અવતાર આવ્યા રે । વળતાં જોયાં વાડી વૃક્ષ જ્યારે રે, મુવો પુરુષ પડ્યો દીઠો ત્યારે રે ।।૫૧।।

પછી પુછ્યું બાળકને તેનું રે, કહ્યું બાળકે વૃત્તાંત એનું રે । એતો આવ્યો’તો કરવા ઘાત રે, કોણ જાણે થઇ કેમ વાત રે ।।૫૨।। ત્યારે પામિયાં વિસ્મય સહુ રે, આતો વિઘન વીતિયું બહુ રે ।

પછી ઉગ્યો ચંદ્ર આવ્યાં ઘેર રે, ભક્તિ ધર્મ બોલ્યાં એ પેર રે ।।૫૩।। કહ્યું શ્રીકૃષ્ણ છે આ જરૂર રે, તે વિના ન મરે એ અસુર રે । જ્યારે કાળીદત્ત દૈત્ય મુવો રે, ત્યારે જાણ્યું સૌનો નાશ હુવો રે ।।૫૪।। છે આ સમર્થ આપશે સુખ રે, ભિડ્યા હૃદામાં વિસાર્યું દુઃખ રે । ત્યારે હતું જે હરિનું જ્ઞાન રે, ટળ્યું તે લાગ્યા સુત સમાન રે ।।૫૫।।

પછી વિરમ્યું જાણી એ વિઘન રે, કર્યા પાઠ પૂજા દાન પુણ્ય રે । કર્યું સંસ્કાર બાળકતણું રે, તેણે કરીને શોભ્યા છે ઘણું રે ।।૫૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઘનશ્યામમહારાજે કાળીદત્તનો નાશ

કર્યો એ નામે ઓગણીસમું પ્રકરણમ્‌ ।।૧૯।।

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સૌ સાંભળજ્યો સાક્ષાત । એહ ગામમાં અસુરનો, અતિ થાવા લાગ્યો ઉતપાત ।।૧।।

ભક્તચિંતામણી

માત પિતાએ મનમાં, વળતો તે કર્યો વિચાર ।

ઇયાં રહેતાં આપણને, થયાં વિઘન વારમવાર ।।૨।। આપણે છે મિરાંથ્ય એટલી, જાણો જીવનદોરી જીવન ।

તેને વિઘન જો વ્યાપશે, તો થાશું બેઉં નિરધન ।।૩।।

માટે આંહિંથી ઉચળિને, જાયે અયોધ્યાપુર ।

પવિત્ર ધામ શ્રીરામનું, ત્યાં નહિ આવે અસુર ।।૪।।

ચોપાઇ- પછી ગાડે ઘરની સમૃદ્ધિ રે, લેવા જેવી તે સરવે લીધિ રે ।

પછી સંબંધી પાસે શિખ માગી રે, ચાલ્યા સુતે સહિત સુભાગી રે ।।૫।। બેઠાં શકટે ધર્મ ભગતિ રે, દોય સુતને તેડી દંપતિ રે । જનક પાસે બેઠા છે જોખન રે, માના ખોળામાં બેઠા મોહન રે ।।૬।।

ચલાવ્યાં ગાડલાં ધીરે ધીરે રે, આવ્યા સંધ્યા સમે સર્યૂ તીરે રે ।

લાવ્યો વાણ ખેવટ તે વાર રે, બેશી ઉતરિયા ગંગાપાર રે ।।૭।।

લીધો સર્વે સમાજ સંભાળી રે, જોઇ સર્યૂની શોભા રૂપાળી રે । તિયાં જળ સુંદર અમળ રે, કાંઠે ફુલિયાં છે કમળ રે ।।૮।। રાતાં પોયણાં તિયાં રૂપાળાં રે, નાળી ફુલ છે સુગંધીવાળાં રે । તિયાં સારસ હંસ છે રૂડા રે, કુંજિ બદકુ જળકુકડા રે ।।૯।। કરે પરસ્પર પંખી નાદ રે, જાણું નાવાને કરે છે સાદ રે । એમ શોભે છે સરયૂ ઘણી રે, કાંઠે કુસુમવાડી બહુ બણી રે ।।૧૦।।

ગુલાબ ગુલહજારી ઘણાં રે, બહુ વન ત્યાં તુલસીતણાં રે ।

ગુલદાવદી ને ગટુલિયાં રે, કેસર કર્ણિકા કુંભિ ફુલિયાં રે ।।૧૧।। જાઇ જુઇ જુથિકા શેવતી રે, માધવી મલ્લિકા ને માલતી રે । કુંદ કેશુ કરેણ કેતકી રે, રહ્યા નિર્માલિ નિર્વારિ બેકી રે ।।૧૨।।

ચંપા ચમેલી ચંદન ચારુ રે, ગુલશોમન ગુલ હજારુ રે ।

પિયાવાસ પાડલ જાસુલ રે, બોરસરી વસંતનાં ફુલ રે ।।૧૩।।

મરવા સુગંધી આંબાના મોર રે, બેકે કેવડા ઠોરમઠોર રે । ફુલ કોટિમ ફળ રસાળ રે, બહુ વિવિધ ભાતે વિશાળ રે ।।૧૪।। એવી શોભા સરયૂતીર તણી રે, વળી કહીએ શું મુખથી ઘણી રે ।

ભક્તચિંતામણી

બહુ વેદીયા બેઠા વિપર રે, કરે સ્નાન ને સંધ્યા સુંદર રે ।।૧૫।। દેવમંદિર બહુુ તીર્થ તીરે રે, શોભે સર્જૂ નિર્મળ નીરે રે । વાડી વન સરજૂ તે વાર રે, પ્રભુ પધાર્યે શોભ્યાં અપાર રે ।।૧૬।। જીયાં આવ્યા પોતે ઘનશ્યામ રે, તેણે કરી થયાં શોભાધામ રે । એવી શોભા જોઇ છે સમસ્ત રે, ત્યાં તો અર્ક પામિયો છે અસ્ત રે ।।૧૭।। ત્યારે દીવા કર્યા છે બહુ તીરે રે, તેનાં પડ્યાં પ્રતિબિંબ નીરે રે । કાંઠાપર હવેલી છે ઘણી રે, કરી હાર્યો ત્યાં દીપક તણી રે ।।૧૮।। તટ હવેલીના દીવા મળી રે, તેણે પુરી રહી ઝળમળી રે ।

એવું શહેર સોયામણું ઘણું રે, રચેલ છે મનુરાજ તણું રે ।।૧૯।। વળી ઇક્ષ્વાકુ કુળના જેહ રે, તેને રહેવાનું સ્થાનક એહ રે । એવું શહેર સુંદર વિશાળા રે, તિયાં આવિયાં ધર્મ ને બાળા રે ।।૨૦।। વળી વાસુદેવ ભગવાન રે, જન્મી રામ થયા જેહ સ્થાન રે । એવી પુરી પવિત્ર ઘણી રે, વાડી વને વિંટી સોયામણી રે ।।૨૧।। શોભે શેરી બજારો ચૌવટા રે, રૂડા રાજમારગ વાળ્યા મોટા રે ।

સાત માળની હવેલી સાર રે, શોભે કૈલાસ ગિરિ આકાર રે ।।૨૨।। બની પંગતિ તેની અપાર રે, શોભે બરોબર તેનાં બાર રે । વળી હાટ વિવેકે વિભાગે રે, બરોબર સુંદર સારાં લાગે રે ।।૨૩।। ક્યાંક વેચાય દુધ ને દઇ રે, ક્યાંઇ ઘૃત મિસરી ને મઇ રે । ક્યાંક ફળ ફુલ વળી પાન રે, ક્યાંક વસ્ત્ર શસ્ત્રના સામાન રે ।।૨૪।। ક્યાંક વાસણ ભૂષણવાળા રે, ક્યાંક ઝવેરી ને મોતિયાળા રે । ક્યાંક ગજબાજ શણગારી રે, ફરે નિત્ય તેની અસવારી રે ।।૨૫।। ક્યાંક અનેક અન્ન રસાલું રે, ક્યાંક શાક સુંદર બકાલું રે । ક્યાંક હાટ હારે હલવાઇ રે, વેંચે વિવિધ ભાત્યે મિઠાઇ રે ।।૨૬।। ક્યાંક ગાંધી મોદી મણિયાર રે, ક્યાંક નાણાવટી તણી હાર રે । ક્યાંક માળીને તંબોળી તેજ રે, ક્યાંક સાલવી ને રંગરેજ રે ।।૨૭।। ક્યાંક ગાન તાન ને ગવૈયા રે, એમ સૌ કોઇ વિભાગે રૈયા રે । ક્યાંક વિપ્ર કરે વેદાભ્યાસ રે, ક્યાંક બાળ ભણે પંડા પાસ રે ।।૨૮।।

ભક્તચિંતામણી

ક્યાંક ક્ષત્રિતણી સભા સાર રે, ક્યાંક વૈશ્ય કરે છે વેપાર રે । ક્યાંક શુદ્ર કરે સેવા સારી રે, સહુ વર્ણધર્મ રહ્યા ધારી રે ।।૨૯।। ક્યાંક લડેછે મલ્લ અખાડી રે, ખેલે કુસ્તિ પેચ ને લાકડી રે । ક્યાંક પડી છે રુની મલિયો રે, એમ શોભે છે શેરી ને ગલિયો રે ।।૩૦।। વળી વસે બહુ વીતરાગી રે, રામ ઉપાસી ત્રિયાના ત્યાગી રે । બહુ મંદિર ને ધર્મશાળું રે, તેણે લાગે છે શહેર રૂપાળું રે ।।૩૧।।

પુષ્પ ચંદને છાંટ્યા છે ચોક રે, દેવ સરિખાં વસે છે લોક રે । રામ સીતા લછમન જતિ રે, બહુ મંદિરે તેની મૂરતિ રે ।।૩૨।। તિયાં નિત્યે ઉઠી નરનાર રે, આવે દર્શને કરી પ્યાર રે । થાય આરતીના ઝણકાર રે, કરે ઉત્સવ જન અપાર રે ।।૩૩।। ઝાંઝ મૃદંગ ઝાલરી શંખ રે, ભેરી તુરી ને વીણા અસંખ્ય રે । થાય નાદ તેનો પુરમાંઇ રે, ઘોષે શહેર રહ્યું સર્વ છાઇ રે ।।૩૪।।

ચાલ્યાં જાય એમ સાંભળી નાદ રે, પ્રેમવતી ને હરિપ્રસાદ રે । વળી બની શોભા દિવાતણી રે, જાણું હાર માંડી મણિ ઘણી રે ।।૩૫।। તેને પ્રકાશે શેરી બજારો રે, ફરે ઉજાસે લોક હજારો રે । એવી શોભા જોતાં નરનાર રે, આવ્યાં શહેર ઉલંઘી આ પાર રે ।।૩૬।। રામઘાટ નિરખી નજરે રે, આવ્યાં બર્હટા શાખા નગરે રે ।

તિયાં અગ્નિહોત્ર થાય બહુ રે, હોમે હવિષ્યાન્ન ઘૃત સહુ રે ।।૩૭।। તે સુગંધી લઇ નિજધામ રે, આવી રહ્યાં કરી વિશરામ રે ।

પછી નિત્ય પ્રત્યે સર્જૂ નાઇ રે, કરે સંધ્યા ને વંદન ત્યાંઇ રે ।।૩૮।। વળી કરે છે કૃષ્ણની સેવ રે, દેખી કરે તેમ હરિ દેવ રે । હરિ બુદ્ધિએ છે બહુ ધીર રે, સાધુ સ્વભાવે શોભે શરીર રે ।।૩૯।। ખાન પાન ખુબી ખેલ જેહ રે, નથી ગમતું અંતરે એહ રે । તાત સંગાથે સરયૂ નાઇ રે, પાછા આવે જ્યારે ઘરમાંઇ રે ।।૪૦।। ત્યારે કરે શ્રીકૃષ્ણની મૂર્તિ રે, પૂજે તેને ભાવે કરી અતિ રે । રમ્યામાં પણ અરુચિ ઘણું રે, વળી સદા ગમે શુચિપણું રે ।।૪૧।। એમાં કોઇ જો કરે વિઘન રે, તેશું કેદિ મળે નહિ મન રે ।

ભક્તચિંતામણી

કથા કીર્તનમાં બહુ પ્રિત રે, સુણે રામનાં ચરિત્ર નિત્ય રે ।।૪૨।। જેમાં હોય સાધુતા અપાર રે, એવા જનશું પોતાને પ્યાર રે ।

ગમે નહિ અસાધુતા રંચ રે, એમ કરતાં વર્ષ થયાં પંચ રે ।।૪૩।। ત્યારે કુમારાવસ્થા ઉતરી રે, પામ્યા પૌગંડાવસ્થાને હરિ રે । ત્યારે સરજૂ ગંગામાં નાવા રે, માંડ્યું આપે એકલું ત્યાં જાવા રે ।।૪૪।।

સીતા રામ લછમન હનુ રે, કરે સ્મરણ નિત્ય એહનું રે ।

વળી તાતના મુખથી પર્મ રે, સુણ્યા સતપુરુષના ધર્મ રે ।।૪૫।। વર્ણાશ્રમ વળી ત્રિયા તણા રે, કહ્યા છ વર્ષે ધર્મે જે ઘણા રે । તેતો સર્વે રાખ્યા છે સંભારી રે, નથી મેલ્યા મનથી વિસારી રે ।।૪૬।। બાળપણામાં બુદ્ધિ છે ઘણી રે, કાંઇક મુખ પાઠે લીધું ભણી રે । વળી સુણે છે શ્રીભાગવત રે, તેતો પોતાને વ્હાલું અત્યંત રે ।।૪૭।। ઘણો હરિજનમાં છે સ્નેહ રે, બીજા સાથે બહુ નિઃસ્પ્રેહ રે । ત્યાગ વૈરાગ્ય તનમાં બહુ રે, દેખી આશ્ચર્ય પામે છે સહુ રે ।।૪૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અયોધ્યાપુરી વર્ણન ને ધર્મભક્તિ ત્યાં વસ્યાં એ નામે વીશમું પ્રકરણમ્‌ ।।૨૦।।

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું કથા તે અનુપ । ત્યાર પછીની જે વાર્તા, છે સહુને તે સુખરૂપ ।।૧।। એજ વર્ષ વૈશાખ માસે, શુક્લ દ્વિતીયા દિન ।

પતિવ્રતા પ્રેમવતીએ, જનમ્યા તે પુત્ર પાવન ।।૨।।

ગુણે કરી પ્રદ્યુમ્ન સરખા, સ્વભાવે સંત સમાન ।

પ્રીતિ પ્રગટ ભગવાનમાં, નામ ઇચ્છારામ ગુણવાન ।।૩।। એજ અનુજ મહારાજના, જાણજ્યો જગ વિખ્યાત ।

ત્યાર પછી હવે શ્રીહરિની, સાંભળજ્યો સહુ વાત ।।૪।।

ચોપાઇ- પછી પ્રભુ બુદ્ધિએ વિશાળ રે, તેને બેસારીયા છે નિશાળ રે । વૈશાખશુદી બારસ દિનેરે, કઢાવ્યા અક્ષર હરિજીને રે ।।૫।।

લાગી લક્ષ્મીનારાયણ પાય રે, પૂજી શારદા ગણપતિ રાય રે ।

ભક્તચિંતામણી

કરી હોમ જમાડ્યા વિપર રે, શિખવાને સુવિધા સુંદર રે ।।૬।। એમ કર્તાં થોડે ઘણે દિન રે, શિખ્યા વિદ્યા પરમ પાવન રે । જોઇ ધર્મે સુત બુદ્ધિ બોત રે, ભણાવ્યા બે વેદ અંગે સોત રે ।।૭।। શિખ્યા શાસ્ત્ર તે અર્થે સહિત રે, થયા વિદ્યાવાન બ્રહ્મવિત રે । હતા વાચાળ ને વિદ્યા જોઇ રે, કરે ચર્ચા પહોંચે નહિ કોઇ રે ।।૮।।

પુછે જિયાં તિયાં પોતે પ્રશ્ન રે, તેનો ન કરે ઉત્તર કોઇ જન રે । જાય સર્જૂમાં નાવા એકલા રે, ઉઠી બ્રાહ્મમુહૂર્તમાં વેલા રે ।।૯।। આવે નાહિને ઘરમાં જ્યારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે । ધૂપ દીપ પુષ્પ ફળ પત્ર રે, તેણે પૂજીને ભણે છે સ્તોત્ર રે ।।૧૦।।

પછી નૈવેદ્યનું જે જે અન્ન રે, તેને જમે થઇને પ્રસન્ન રે । કરે કંઠે તુલસીની માળું રે, ઉર્ધ્વપુંડ્ર તિલક રૂપાળું રે ।।૧૧।। રામકોટ આદિ રૂડી રીતે રે, કરે પ્રદક્ષિણા તેને પ્રીતે રે । જન્મ સ્થાન ને લછમનઘાટ રે, રામઘાટે જાયે વર્ણિરાટ રે ।।૧૨।। બ્રહ્મકુંડ વળી સ્વર્ગદ્વારી રે, જાય જાનકીઘાટે વિચારી રે ।

વિદ્યાકુંડ સૂર્યકુંડ જેહ રે, ભદ્રસા આદિ તીરથ તેહ રે ।।૧૩।। કનક સિંહાસનનાં દર્શન રે, નિત્યે જાવું રત્ન સિંહાસન રે । હનુમાનગઢિયે હમેશ રે, જાવું સુગ્રીવટિલે અહોનિશ રે ।।૧૪।। જગન્નાથ કાવડિયાની જાગે રે, જાવું ત્યાગી પાસે વહાલું લાગે રે । અહલ્યા બાઇના મંદિરમાંઇ રે, જાવું નિત્ય દર્શને ત્યાંઇ રે ।।૧૫।। દિલાયસિંઘગંજ રાયગંજ રે, જુવે જેસંગપુર સુખપુંજ રે ।

જિયાં જિયાં હરિ હરિજન રે, તિયાં તિયાં ફરે ભગવન રે ।।૧૬।।

સર્વે તીરથ ઉઠી સવારે રે, ફરે કરે દરશન પ્યારે રે ।

રામજીની મૂર્તિયો આગે રે, કરે સ્તુતિ ઉભા એક પગે રે ।।૧૭।। કહે ધન્ય ધન્ય રઘુપતિ રે, તમારો મહિમા મોટો અતિ રે । કહી ન જાય મુખથી ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૧૮।। જુવો તવ પદરજ પ્રતાપ રે, થઇ શિલા તે અહલ્યા આપ રે ।

દેખી વિસ્મય પામ્યો પથિ પાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૧૯।।

ભક્તચિંતામણી

કર્યો ગુહરાજા ભવપાર રે, કર્યો અઘવંત જયંત ઉદ્ધાર રે ।

કરી ભીલડી તમે સનાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૦।। વળી જટાયુને અંતકાળ રે, દીધાં દર્શન તમે દયાળ રે ।

કરી ક્રિયા તેની નિજ હાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૧।। તાર્યો સુગ્રીવ મિત્રાઇ કરી રે, એને સારું માર્યો વાલી હરિ રે ।

મારી કરી દયા એને માથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૨।। તેને પાસે હતા હનુમંત રે, અતિસમર્થ બહુ બળવંત રે ।

કરી એકાંતિક રાખ્યા સાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૩।। વિભીષણ નિજજન જાણી રે, તેને ઓધાર્યો સારંગપાણિ રે । કર્યો રાય મારી રાવણ હાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૪।। એવાં અનેક કારજ કરી રે, આવ્યા અયોધ્યામાં તમે ફરી રે । જય જય ગાય જન ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૫।। કરે સ્તુતિ એ મૂરતિ આગે રે, વાર પોર બપોર ત્યાં લાગે રે । ખાન પાન માંહિ નહિ વૃત્તિ રે, ત્યાગ વૈરાગ્ય વ્હાલો છે અતિ રે ।।૨૬।। એમ ફરી કરી દરશન રે, જ્યારે આવે ભુવન જીવન રે ।

ત્યારે ભણે છે વેદ છ અંગ રે, શીલ સંતોષ સાધુતા અંગ રે ।।૨૭।। એવું જોઇને પોતાનો તાત રે, સંભારે છે પુરવની વાત રે । કહ્યું હતું માર્કંડેયે જેહ રે, સર્વે ગુણ આમાં છે તેહ રે ।।૨૮।। એવા હરિને જે આશરે છે રે, તેના સર્વે સંશય હરે છે રે । આપી જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યરે, બીજી વાસના કરાવે છે ત્યાગરે ।।૨૯।। બાળપણામાંહિ જન બહુ રે, જાણે આત્મદર્શી છે સહુ રે ।

કહે ઘરમાં આ કાંઇ રહે છે રે, એમ પરસ્પર જન કહે છે રે ।।૩૦।।

પોતાને પણ એવો છે ઘાટ રે, જોઇ રહ્યા જનોઇની વાટ રે । એવા થકા રહ્યા મંદિરમાં રે, જેમ કમળ રહે નિરમાં રે ।।૩૧।। નિજ તાત સત્ય ગુણવાળા રે, તેવાં પતિવ્રતા માતા બાળા રે । એવાં સત્યવાદી જન જોઇ રે, થાય શહેરવાસી શિષ્ય સોઇ રે ।।૩૨।। તેને આપે ઉપદેશ આપ રે, કરાવે કૃષ્ણ નામનો જાપ રે ।

ભક્તચિંતામણી

જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય યુક્ત રે, આપી ઉપદેશ કરે મુક્ત રે ।।૩૩।। દારી ચોરી મદ્ય માંસ ત્યાગ રે, કરાવે અહિંસા વિષ્ણુયાગ રે ।

ચારે વર્ણ જે આશરે આવે રે, તેને એ રીતે નિયમ ધરાવે રે ।।૩૪।। એવું જોઇને યુવતિ જન રે, ઇચ્છે ગુરુ કરવાને મન રે ।

પછી વિચારીને ધર્મ તેને રે, નથી કરતા શિષ્ય પોતે એને રે ।।૩૫।। કહે આજ કાઢું રીત એહ રે, ચાલે આગે પરંપરા તેહ રે । તેનો આજ તો નથી વિચાર રે, પણ પછી બગાડ અપાર રે ।।૩૬।।

માટે કહ્યું સર્વે યુવતિને રે, તમે સૌ કરો ગુરુ ભક્તિને રે । ઉધ્ધવસંપ્રદાયની એ રીત રે, તેને પાળવી બહુ કરી પ્રીત રે ।।૩૭।।

પછી ત્રિયા સૌ ભક્તિને મળી રે, ધર્મ નારીના લીધા સાંભળી રે ।

સધવા વિધવા ધર્મ જેહ રે, સુણી સર્વે ત્રિયા પાળે તેહ રે ।।૩૮।। તેણે નારી થઇ શુદ્ધ અતિ રે, જે કોઇ હતી કુલટા કુમતિ રે । એમ ધર્મ ને ભક્તિ વિચારી રે, દિયે ઉપદેશ નારી ને નારી રે ।।૩૯।। વળી જન્મ દિવસ પ્રભુ તણા રે, તેના કરે છે ઉત્સવ ઘણા રે । જન્માષ્ટમી રામનવમી જેહ રે, કરે વ્રત ઉત્સવ સર્વે તેહ રે ।।૪૦।। ભાદ્રસુદી ચતુર્થી આવે રે, પૂજે ગણપતિ બહુ ભાવે રે ।

આસોવદી આવે ચૌદશી રે, પૂજે હનુમાનને હુલસી રે ।।૪૧।। નિયમ ધારી સુણે કથા નિત્ય રે, બહુ હરિચરિત્રમાં પ્રીત રે । વળી જે આવે ભણવા પાસ રે, તેને કરાવે વેદ અભ્યાસ રે ।।૪૨।। હેતે હરિ વાત સંભળાવે રે, રૂડા ધર્મને પાળે પળાવે રે । આપે જીતી બેઠા શત્રુ છય રે, તેમ કર્યા આશ્રિત અભય રે ।।૪૩।। એવા સત્યવાદી ભક્તિ ધર્મ રે, જેને ઘેર છે પોતે પરબ્રહ્મ રે । તિયાં સદ્‌ગુણ આવી ને રહે રે, તેનું આશ્ચર્ય કોઇ ન કહે રે ।।૪૪।। ઇતિ શ્રી મદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિકૃષ્ણ બાળલીલા નામે

એકવીશમું પ્રકરણમ્‌ ।।૨૧।।

પૂર્વછાયો- સહુ જન મળી સાંભળો, પછી ધર્મે કર્યો વિચાર ।

ભક્તચિંતામણી

જન્મ થકી મહારાજને, વર્ષ વીત્યું અષ્ટમું આ વાર ।।૧।। જનોઇ દેવા જનકને, અતિ આનંદ ઉર ન માય ।

દેશ દેશના જ્યોતિષિ, તેડાવ્યા દ્વિજરાય ।।૨।।

પુષ્પ ફળે પૂજા કરી, પછી કહ્યું પ્રીતે શું વચન ।

ઉપવીત દેવા આ સુતને, તમે શોધી કાઢો શુભ દિન ।।૩।। જોઇ જોષ જોષી બોલીયા, વર્ષ આઠમું છે આ અનુપ ।

માઘશુદી દશમી દિને, શુભ મુહૂર્ત છે સુખરૂપ ।।૪।।

ચોપાઇ- પછી રાજી થઇ માત તાત, નિશ્ચય કરીને માની એ વાત ।

મંગાવ્યા સાજ સમાજ ઘણા, કોઇ વાતની ન રાખી મણા ।।૫।।

પછી કંકોતરી ગામો ગામ, મેલી લખી સરવેનાં નામ ।

રૂડી રીતે શણગાર્યાં ઘર, ચિત્ર વિચિત્ર કર્યાં સુંદર ।।૬।। રોપ્યા રંભાના સ્થંભ તે દ્વાર, બાંધ્યાં તરિયાં તોરણ બાર । છાંટ્યાં અગર ચંદને એવાં, તેણે શોભે છે વૈકુંઠ જેવાં ।।૭।। રોપ્યા મંડપ પુર્યા છે ચોક, જોઇ થકિત થાય શહેર લોક । દિવી ફાનસો કાચની હાંડી, વાસી દીપ હારોહાર માંડી ।।૮।।

નીલા પીળા ભર્યા રંગ રાતા, શોભે સારા કહ્યે નથી જાતા । અતિ ઉત્સાહે આદર્યો જંગ, દેવા ઉપવીત ઉરે ઉમંગ ।।૯।।

પછી જે જે તેડાવ્યાંતાં જન, તેતો આવ્યાં નવમી ને દિન । રથ વેલ્ય ને ગાડલાં લઇ, આવ્યાં અશ્વ પર ચડી કઇ ।।૧૦।। બાળ યુવા વૃદ્ધ નરનારી, આવ્યાં સર્વે તે પ્રેમ વધારી ।

એક જમવું ને યજ્ઞોપવીત, હરિ નિર્ખવા ચાય છે ચિત્ત ।।૧૧।। જેને જેવી ઘટે પેરામણી, લાવ્યાં મોંસાળિયાં મળી ઘણી । બીજા બહુ આવ્યા હરિજન, કરવા ધર્મ હરિનાં દર્શન ।।૧૨।। તેને આપ્યાં ઉતરવા ઘર, સારી પેઠે કરી સરાભર ।

પછી ભાવે જમાડ્યાં ભોજન, લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ભોજ્ય અન્ન ।।૧૩।। શાક પાક ને સુંદર વડાં, જમ્યા વૃદ્ધ યુવા નાનકડાં ।

પછી આવ્યો દશમીનો દન, તેડ્યા વિપ્ર વિદ્યાએ સંપન્ન ।।૧૪।।

ભક્તચિંતામણી

કુળ ગોર સારા સામવેદી, અતિ આચારે આત્મનિવેદી ।

પછી પુરના પુરાણી જેહ, વેદ શાસ્ત્રના ભણેલ તેહ ।।૧૫।।

મળી શુભ વેળા પળ જોઇ, આપવા પ્રભુજીને જનોઇ ।

વાજે માંગલિક વાજાં અપાર, ગાય મંગળ મળી બહુનાર ।।૧૬।।

પ્રથમ ત્રણ ગાય તિયાં આપી, પૂજ્યા ગોત્ર વિનાયક સ્થાપી । કર્યાં સ્થંડિલે સ્થાપન અગ્નિ, આહુતિયો આપી તેમાં ઘીની ।।૧૭।।

પછી સામવેદનું જે કર્મ, પાસે રહી કરાવે છે ધર્મ ।

પહેલા પુત્ર નવારી જમાડ્યા, મુંડન કરાવી ફરી નવાડ્યા ।।૧૮।। ધર્મે કરાવી સંસ્કાર વિધી, આપી કૌપીન તે પહેરી લીધી ।

પછી ધમવ્‌દેવે બહુ ભાવે, આપી જનોઇ ધરી ખભે ડાબે ।।૧૯।। ત્યારે ગુરુએ કહ્યું વિચારી, ફરો ભૂમિએ થઇ બ્રહ્મચારી ।

પછી ધર્મે શિખામણ દીધી, કરજ્યો વૈશ્વદેવ રૂડી વિધિ ।।૨૦।। કરવી ત્રિકાળ સંધ્યા પાવન, જમવું પંચ ગ્રાસ કાઢી અન્ન ।

ન સુવું દિવસે નિર્ધાર, ગુરુ સેવામાં રાખવો પ્યાર ।।૨૧।। ત્યારે સત્ય સત્ય કહે બાળ, સુણી રાજી થયાં મા મોશાળ ।

પછી ધર્મે ગાયત્રીનો મંત્ર, આપ્યો કરવા જાપ નિરંત્ર ।।૨૨।। વજડાવ્યાં વાજાં તિયાં વળી, ગાય ગીત ત્યાં માનિની મળી । કરે વિપ્ર તિયાં વેદધ્વનિ, પોતિ હૈયાની હામ સહુની ।।૨૩।। કરી પરસ્પર પે’રામણી, દીધી ધર્મે તે દક્ષિણા ઘણી ।

કર્યા રાજી દ્વિજ ને ગાયક, આપી અન્ન ધન વસ્ત્ર અનેક ।।૨૪।। બોલે યાચક જય જય બહુ, ધન્ય ધન્ય કહે જન સહુ ।

પછી ગુરુએ પલાશ દંડ, આપ્યો હાથમાં ગ્રેવા અખંડ ।।૨૫।। બાંધ્યો મુંજતણો આડબંધ, દીધું રુરુચર્મ વળી સ્કંધ ।

આપ્યું અંગે તે વસ્ત્ર નવીન, તેણે કરીને ઢાંકી કૌપીન ।।૨૬।।

પછી પહેલાં કહ્યાતા જે ધર્મ, તેનો ફરી સમજાવે છે મર્મ । કહે અનઘ ગુરુનાં વેણ, હૃદે ધારજ્યો કમળનેણ ।।૨૭।।

ક્રોધ કરશો માં કોઇ વાર, મુખે મિથ્યા માં કરશો ઉચ્ચાર ।

ભક્તચિંતામણી

અષ્ટ પ્રકારે તજજ્યો નારી, ગ્રામ્ય કથા સુણ્યે નહિ સારી ।।૨૮।।

નૃત્ય વાજીંત્ર તનન તાન, સુણવું નહિ વિષયિ ગાન ।

સુગંધી તેલ મર્દન ત્યાગી, ઘસી પગ ન ધોવા સુભાગી ।।૨૯।।

ગુરુ આગળ્ય ઉંચે આસન, ન બેસવું ભૂલ્યે કોઇ દિન ।

દંત ન ઘસો ન ગુંથો વાળ, ભોંયે ન લખો વર્ણ કોઇ કાળ ।।૩૦।।

સમા વિના ન ઉતારો કેશ, મદ્ય માંસ ને તજવું હમેશ ।

વૃષભે ન કરવું વાહન, દર્પણમાં ન જોવું વદન ।।૩૧।।

નિંદા દ્રોહ તે કેનો ન કરીએ, પગે પહેરવાં પનીયાં પ્રહરીએ ।

મન કર્મ ને વળી વચને, હિંસા કરવી નહિ કોઇ દિને ।।૩૨।।

મુક્તિ અર્થે પણ આત્મઘાત, ન કરવો સાંભળો એ વાત ।

કે’દિ કરવો નહિ કુસંગ, જેણે થાય સ્વધર્મનો ભંગ ।।૩૩।। ધર્મસમ નહિ સુખદાય, માટે રહેવું તે સ્વધર્મમાંય ।

ભૂમિપર ને કાંસાને ઠામે, ન જમવું કેદી મનભામે ।।૩૪।। કાથો ચુનો પાનબીડી કહીએ, ધૂતવિદ્યા થકી દૂર રહીએ ।

ગાંજો ભાંગ્ય ને મફર જેહ, આફુ આદિ તજવાનું તેહ ।।૩૫।। દેવ તીર્થ ને બ્રાહ્મણ ગાય, સાધુ સતી સચ્છાસ્ત્ર કહેવાય ।

તેની નિંદા કેદિયે ન કરવી, કરે કોઇ તો કાને ન ધરવી ।।૩૬।। વળી બ્રહ્મચારીની જે રીત, સુણો હરિ પરમ પુનિત ।

કૌપીન ને મુંજ કટિસૂત્ર, દંડ કમંડળું યજ્ઞોપવિત ।।૩૭।।

મૃગાજીન ને ભિક્ષાનું ઠામ, તે ન ત્યાગવાં લીધાં જે નામ । સ્નાન સંધ્યા જપ હોમ જેહ, ભણવું ને ભણાવવું તેહ ।।૩૮।। દેવ પિતૃતર્પણાદિ કર્મ, કરવું એ બ્રહ્મચારીનો ધર્મ ।

પ્રેમે કરવું કૃષ્ણનું પૂજન, નવધા ભક્તિ સહિત નિશદન ।।૩૯।। એમ કહ્યું જ્યારે ધર્મદેવ, કૃષ્ણ કહે સત્ય સત્યમેવ ।

પછી પ્રક્રમા અગ્નિ ને કરી, વળતા ગયા માતા પાસે હરિ ।।૪૦।।

માગી ભિક્ષા જઇ માતા પાસે, આપી માતાએ અતિ હુલાસે ।

આપી બીજી સુવાસણ્યે મળી, લીધી તે પણ ભિક્ષાને વળી ।।૪૧।।

૮૨ ભક્તચિંતામણ પ્રકરણ ૨૨

જાચી ભિક્ષા મેલી ગુરુ આગે, આગન્યાએ જમ્યા અનુરાગે ।

પછી કાશીએ જાવાને કાજ, આપ્યો ગુરુએ સરવે સમાજ ।।૪૨।। દંડ કમંડળું મૃગછાળા, તુલસીમાળ વિશાળ મેખળા ।

પછી માતાએ આપ્યાં ટિમણ, પેંડા પતાસાં જોડ્યે જમણ ।।૪૩।।

પીળી આંગિ પાઘ શિર પર, ખભે ખાખરદંડ સુંદર ।

ચાલ્યા ભાતું બાંધી બ્રહ્મચારી, ભણવા કાશીએ કરી તૈયારી ।।૪૪।। નિસર્યા ઘરથી ગામ બહાર, નથી વળવું એ નિરધાર ।

ચાલ્યા ઠાવકો ઠરાવ કરી, માયા સંબંધીની પરહરી ।।૪૫।। કેડ્યે ધોડિ ધોડિ મામો હાર્યો, ન પહોંચાણું પછી તે પોકાર્યો । કહે વળો વળો વર્ણિરાજ, માતાપિતાને પાળવા કાજ ।।૪૬।।

પછી હરિ વિચારી એ મર્મ, થાશે દુઃખી બાળા વળી ધર્મ ।

માટે હમણાં તો પાછો વળું, પછી સમો જોઇને નિકળું ।।૪૭।। વળતા વળી આવ્યા નિજધામ, બેઠા બ્રાહ્મણમાં ઘનશ્યામ ।

પ્રભુ બેઠા જ્યાં દ્વિજ સમાજ, અતિ શોભે છે વરણિરાજ ।।૪૮।। થયો સૂત્રવિધિ સમાપ્ત, રાજી થયાં સંબંધી સમસ્ત ।

પામ્યા અતિ આનંદ એ મન, આપ્યાં દાન થઇ પરસન ।।૪૯।। કનક ઘરેણાં વસ્ત્ર સોયામણાં, આપ્યાં વાહનનાં દાન ઘણાં । આવ્યા હતા ત્યાં સેવક જન, તેણે પૂજિયા ધર્મ પાવન ।।૫૦।।

પછી રાજી થઇ ભક્તિ ઇશ, ઘટે તેમ પૂજ્યા નિજ શિષ્ય ।

વળતાં સહુને કરાવ્યાં ભોજન, સુંદર રસોઇ સારાં વ્યંજન ।।૫૧।।

પછી રાજી થયાં નિજધામ, ગયાં પુરુષ ને વળી વામ ।

વળતા તાતે ભણાવ્યા તેહ, અર્થ સહિત સામવેદ જેહ ।।૫૨।। શિખ્યા શાસ્ત્ર અર્થ સહિત, થયા વિદ્યાવાન બ્રહ્મવિત ।

હતા વિચક્ષણ વિદ્યા જોઇ, કરે ચર્ચા ન પહોંચે કોઇ ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિ ઉપવીત ઉત્સવ નામે

બાવીશમું પ્રકરણમ્‌ ।।૨૨।।

ભક્તચિંતામણી

પૂર્વછાયો- ઉપવીત ઉત્સવ પૂરો થયો, સુંદર સારો નિદાન । ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૧।। ધર્યા ધર્મ હરિએ બહુ, જે જે કહ્યા ગુરુદેવ ।

માતાપિતાની મહાત્મ્યે, કરે છે બહુપેર સેવ ।।૨।।

પણ અખંડ રહે છે અંતરે, ઘર ત્યાગ કરવા ઘાટ ।

ક્યારે મેલીશ આ ઘરને, હું ક્યારે લઇશ વનવાટ ।।૩।। જે અર્થે આ અવતાર છે, તે કરીશ હું કૈયે કાજ ।

ધર્મ સ્થાપું અધર્મ ઉત્થાપી, એમ વિચારે મહારાજ ।।૪।।

ચોપાઇ- અઘમઘના ચાલણહાર રે, એવા અસુર જગે અપાર રે । તેને મોહ પમાડીને મારૂં રે, ધરાપર ધર્મને હું ધારૂં રે ।।૫।। શુદ્ધ ધર્મે રાખું નરનાર રે, એહ અર્થે છે આ અવતાર રે ।

પણ હમણાં ત્યાગું જો ગેહ રે, મરે માબાપ મારે સનેહરે ।।૬।।

માટે બ્રાહ્મણનો છે જે શાપ રે, તેથી મુકાય દંપતિ આપ રે । તેદિ નિશ્ચે હું ત્યાગીશ ઘર રે, ગુઢ વિચાર એવો અંતર રે ।।૭।।

પછી વિદ્યા ગુરુ તાત કરી રે, વેદ ત્રીજો ભણી લીધો હરિ રે ।

મોટી બુદ્ધિવાળા છે દયાળ રે, જેહ શિખે તે અચિર કાળ રે ।।૮।। જોઇ વિસ્મય પામે સૌ જન રે, પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે ।

પછી ધર્મ તે ભણ્યાતા જેહ રે, સર્વે હરિને ભણાવ્યું તેહરે ।।૯।। વેદ શાસ્ત્ર ને કાવ્ય પુરાણ રે, મહાભાષ્યાદિ ભણ્યા સુજાણ રે ।

પછી ધર્મ થઇ રળિયાત રે, કહી રામપ્રતાપને વાત રે ।।૧૦।।

સુણો જ્યેષ્ઠપુત્ર બડભાગી રે, આતો થાશે અતિશય ત્યાગી રે । જુવો આજથી એનાં એંધાણ રે, નથી કોઇ વાતની જો તાણ રે ।।૧૧।। ખાન પાનમાંહિ નથી મન રે, નથી ઇચ્છતા વસન ભૂષણ રે ।

માન મોટપ્ય ને મારું તારું રે, નથી લાગતું એ એને સારું રે ।।૧૨।। હર્ષ શોક વળી હાણ્ય વૃદ્ધિ રે, નથી ગમતી ઘરસમૃદ્ધિ રે । અતિ વૈરાગ્યવાન છે એહ રે, નથી સંભાળતા નિજ ગેહ રે ।।૧૩।। અતિ ત્યાગ ગમે છે તનમાં રે, એમ મને જણાય છે મનમાં રે ।

ભક્તચિંતામણી

માટે આથી નહિ થાય વેવાર રે, તમે ઉપાડો ઘરનો ભાર રે ।।૧૪।। તમ પાસે એ નહિ માગે કાંઇ રે, નથી મન એનું ઘરમાંઇ રે । ખાવા પીવાનું પણ નહિ માગે રે, અતિ ઉદાસી છે વૈરાગે રે ।।૧૫।। એમ જ્યેષ્ઠ પુત્ર જે જોખન રે, કહ્યાં તાતે તે માન્યું વચન રે ।

પછી સ્વસ્થ ચિત્તે થઇ તાત રે, અંતરમાંહિ વિચારી વાત રે ।।૧૬।। હવે વૃદ્ધ થયો છે આ દેહ રે, માટે સહુશું તજું સનેહ રે । હવે સાંખ્યયોગને આશરૂં રે, શ્રીકૃષ્ણ સ્વામીનું ધ્યાન ધરૂં રે ।।૧૭।।

પણ પોતાને હરિ છે પ્રેહ રે, દેવા શિખામણ્ય છે સનેહ રે ।

સુણો સુત હરિ વાત મારી રે, સુખદાયક છે અતિ સારી રે ।।૧૮।। કહું છું તમારા હિતને સારૂં રે, માટે માનજ્યો વચન મારૂં રે । કહું છું સ્વધર્મ ભક્તિ વૈરાગ્ય રે, તેનો કરશો માં કે’દી ત્યાગ રે ।।૧૯।। જાજ્યો રામાનંદ સ્વામી પાસ રે, જો થાઓ ઘરમાંથી ઉદાસ રે । રામાનંદ સ્વામીનો મહિમાય રે, નથી જાતો મેં કહ્યો જીભાય રે ।।૨૦।। તેતો વસે છે સોરઠ દેશ રે, દિએ છે જીવોને ઉપદેશ રે । જાજ્યો ધીરે ધીરે પુછી વાટ રે, ઉતરી ઝાડી નદીના ઘાટ રે ।।૨૧।। એવી સાંભળી તાતની વાણી રે, સર્વે અંતરે લખી એંધાણી રે ।

પોતે વિદ્યાએ છે ગુણવાન રે, થયા ગુણે તે તાત સમાન રે ।।૨૨।। વળી સુણે છે તાત મુખેથી રે, સર્વે શાસ્ત્ર સુંદર સુખેથી રે ।

સુણિ સુણિ ને ગ્રહે છે સાર રે, નીર ક્ષીર નોખું નિરધાર રે ।।૨૩।। જેજે કાઢ્યું એમાંથી અનુપ રે, સર્વે જીવને તે સુખરૂપ રે ।

શ્રીમદ્‌ ભાગવત જે પુરાણ રે, તેનો સાર શોધીને સુજાણ રે ।।૨૪।। કાઢ્યા સ્કંધ દોય દુઃખ હારી રે, પંચમસ્કંધ સદા સુખકારી રે । બીજો દશમસ્કંધ કહેવાય રે, શ્રીકૃષ્ણ ચરિત્ર છે જેમાંય રે ।।૨૫।। એનું નામ છે ભાગવત સાર રે, લખી નોખું રાખ્યું નિરધાર રે । વળી ભારત સાર શોધીને રે, લખી લીધું વિચારે બુદ્ધિને રે ।।૨૬।। ભગવદ્‌ગીતા ભવભય હરણીરે, લખી લીધી એ વિચારી વર્ણીરે । વિષ્ણુસહસ્ર નામ સુખરૂપ રે, લખી વિદુરની નીતિ અનુપ રે ।।૨૭।।

ભક્તચિંતામણી

એટલું શ્રીભારત મોઝાર રે, શોધી કાઢી લીધું છે એ સાર રે । વળી ધર્મશાસ્ત્રનો જે સાર રે, પોતે લખ્યો છે કરીને પ્યાર રે ।।૨૮।। યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે સારી રે, લખી પોતે તે પણ વિચારી રે । એહ ધર્મશાસ્ત્રનો છે સાર રે, સુખદાયક સહુને અપાર રે ।।૨૯।। સ્કંદપુરાણનો સાર જેહ રે, લખ્યો સુંદર શોધીને તેહ રે । વાસુદેવમાહાત્મ્ય મહારાજે રે, લખ્યું સૌ જનના હિતકાજે રે ।।૩૦।। એહ સાર છે સ્કંદ પુરાણ રે, શોધી લખી લીધું એ સુજાણ રે । એ જે ચારે ગ્રંથમાં છે સત્વ રે, શોધી કાઢી લીધું છે એ તત્વ રે ।।૩૧।।

પછી તેનો ગુટકો લખાવી રે, શોધી સુંદર સારો બનાવી રે ।

લાવ્યા તેતો પોતે તાત પાસ રે, તાતે જોઇને કર્યો તપાસ રે ।।૩૨।।

નોયે આ બુદ્ધિ મનુષ્ય તણી રે, એમ કરી છે પ્રશંસા ઘણી રે । ધન્ય ધન્ય પુત્ર મહામતિ રે, તમે સર્વથી મોટા છો અતિ રે ।।૩૩।। એમ કહીને વિચાર્યું જ્યારે રે, વાત પૂર્વની સાંભરી ત્યારે રે । કહ્યું માર્કંડેય તે મળ્યું રે, સર્વે પ્રકારે આજ મેં કળ્યું રે ।।૩૪।। વળી વૃંદાવનની જે વાત રે, સાંભરી છે પોતાને સાક્ષાત રે । આવી મળીયાં સર્વે એંધાણ રે, જાણ્યા પુત્રને શ્યામ સુજાણ રે ।।૩૫।। ત્યારે આશ્ચર્ય વાત એ નથી રે, એમ વિચાર્યું છે મનથી રે ।

પછી અતિ કરી સતકાર રે, વખાણ્યા ચારે શાસ્ત્રના સાર રે ।।૩૬।। એમ તાતે કહ્યું તે સાંભળી રે, લખી રાખ્યા પોતા પાસે વળી રે । ધર્મશાસ્ત્ર ને સ્કંદપુરાણ રે, તેનું સાર કર્યું પરમાણ રે ।।૩૭।। ભારત સાર ભાગવત સાર રે, વાંચે સુણે નિત્યે નિરધાર રે । જેણે કરી શ્રીકૃષ્ણમાં પ્રીત રે, થાય દઢ મતિ નિત્ય નિત્ય રે ।।૩૮।। વળી શાસ્ત્ર યુક્ત ભક્તિ જેહ રે, કરવી કૃષ્ણની તાત કહે તેહ રે ।

સુણો મંત્ર હુંથી મહામતિ રે, અષ્ટાક્ષરનો તે શુભ અતિ રે ।।૩૯।। વળી ત્રણ પ્રકારનો જેહ રે, કહ્યો પિતાએ કરી સનેહ રે । કહ્યું એ મંત્ર વહાલો છે મને રે, અતિ હેત કરી કહ્યો તને રે ।।૪૦।। કરો જપ તેનો પૂજા નિત્ય રે, પાળજ્યો સ્વધર્મ રૂડી રીત્ય રે ।

ભક્તચિંતામણી

એવી તાતે શિખામણ દીધી રે, માંડ્યું વર્તવા હરિએ વિધિ રે ।।૪૧।। થયાં જન્મથી વર્ષ અગિયાર રે, તિયાં આવિયા અસુર અપાર રે । અતિ કાળા ને બહુ કરૂર રે, ભર્યા ક્રોધમાંહિ ભરપુર રે ।।૪૨।।

મોટી ડાઢ્યો ને માથે વાળ રે, ભુરા લંબુરા વડા વિક્રાળ રે । રાતી આંખ્યો ને આયુધ હાથ રે, આવ્યા જિયાં બેઠા હતા નાથ રે ।।૪૩।। વેષ વૈષ્ણવી પણ અસુર રે, મનમાં છે માર્યાનું જરૂર રે । આવી ઉગામ્યાં આયુધ શઠે રે, ત્યાં તો નજર કરી નીલકંઠે રે ।।૪૪।।

પામ્યા મોહ પરસ્પર એહ રે, મુવા લડી માંહોમાંહી તેહ રે ।

મુવા અસુર ઉતર્યો ભાર રે, ત્યારે નાથે તે કર્યો વિચાર રે ।।૪૫।। દેશ પ્રદેશ હશે વિમુખ રે, દેતા હશે મુનિયોને દુઃખ રે ।

માટે સર્વેનો ઉતારું ભાર રે, એહ અર્થે છે આ અવતાર રે ।।૪૬।।

માટે કૈયે તજું હું આ ઘર રે, કૈયે જોઉં શોધી સર્વે ધર રે । કૈયે પમાડું પાપીને મોહ રે, મરે માંહોમાંહિ તે સમોહ રે ।।૪૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિચરિત્ર નામે ત્રેવીશમું પ્રકરણમ્‌

।।૨૩।।

પૂર્વછાયો- એટલી વાત એમ થઇ, તમે સાંભળો સહુ સુજાણ । કથા કહું ત્યાર કેડ્યની, શુદ્ધ બુદ્ધિ ને સુખખાણ ।।૧।। બહુ હેતે હરિકૃષ્ણનાં, જે ચરિત્ર ધરશે ચિત્ત ।

હશે મહા પંચ પાતકી, તોય થાશે તર્ત પુનિત ।।૨।। એવો યશ એ અનુપ છે, સુભાગી સાંભળશે કાન ।

ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૩।।

પ્રેમવતી બાળા ભગતિ કહીએ, ત્રણે જેહનાં નામ ।

તેના તનમાં તપ્ત આવી, વળતાં પામ્યાં વિરામ ।।૪।।

ચોપાઇ- કાર્તિક શુદી અષ્ટમીને દને રે, તેદિ માંદાં થયાં માતા તને રે । જેનું વ્રત તપે કરી દેહ રે, અતિ શિથિલ થયું છે તેહ રે ।।૫।। ફુલ મૃદુલસમ છે કાય રે, અતિશે કોમળ ન સહેવાય રે ।

ભક્તચિંતામણી

તેને જોઇ જ્યેષ્ઠ સુત જેહ રે, કરે ઔષધ ઉપાય તેહ રે ।।૬।। કરી ઔષધ વિધિ અનેક રે, તેની ટાંકી લાગી નહિ એક રે । ત્યારે પ્રભુએ કર્યો વિચાર રે, નહિ રહે તન નિરધાર રે ।।૭।। આપું જ્ઞાન માને આણિ પળે રે, જેણે કરી તર્ત દુઃખ ટળે રે । ત્યારે હરિ કહે સાંભળો માત રે, એકચિત્ત દઇ મારી વાત રે ।।૮।।

સતશાસ્ત્રમાં મળતાં વેણ રે, આવા સમામાંહિ સુખદેણ રે ।

જન્મમરણ રૂપ માયા મારી રે, તેતો સર્વેને છે દુઃખકારી રે ।।૯।।

પંચરાત્ર સાંખ્યયોગ વાળા રે, એમ કહે છે માનો માતા બાળા રે ।

માટે જ્ઞાન વૈરાગ્ય ધર્મ યુક્તરે, ભક્તિ કૃષ્ણની કરીએ તો મુક્તરે ।।૧૦।।

સર્વે દુઃખ મટવા ઉપાય રે, નથી એહ વિના બીજો માય રે । એવી સાંભળી સુતની વાત રે, વળતાં મનમાં વિચાર્યાં માત રે ।।૧૧।। જે જે કહ્યું હતું માર્કંડેય રે, મળી વાત સર્વે આ તેહ રે । કહ્યું ગુણે છે હરિ અમૂલ્ય રે, થયું એમાં નથી કાંઇ ભૂલ્ય રે ।।૧૨।। વળી કહ્યું તું વૃંદાવન માંય રે, તેહ સર્વે સાંભર્યું મનમાંય રે ।

પછી પુત્રને શ્રીકૃષ્ણ જાણી રે, થઇ દીન ને બોલિયાં વાણી રે ।।૧૩।। વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણ મને સારી રે । તમે કહ્યું જે જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત ભક્તિ સુભાગ્ય રે ।।૧૪।। તેનો વિધિએ વિભાગ કરી રે, કહો અતિ હેતે તમે હરિ રે । વળી સાચા સાધુનું સ્વરૂપ રે, કહેજ્યો કૃપા કરી સુખરૂપ રે ।।૧૫।। એમ પ્રેમે પૂછ્યું પ્રેમવતિ રે, ત્યારે બોલિયા હરિમહામતિ રે ।

નવમી નિશિ જાતાં જુગ જામ રે, બોલ્યા માતા પ્રત્યે ઘનશ્યામ રે ।।૧૬।। દેવા માતાને જ્ઞાનનું દાન રે, કહી હરિગીતા ભગવાન રે ।

પંચ વાતે કર્યો તે પ્રબોધ રે, જેને સાંભળતાં વાધે મોદ રે ।।૧૭।। તેહના છે પંચ અધ્યાય રે, કહ્યું પ્રથમના અધ્યાયમાંય રે । સ્વધર્મ સહિત ભક્તિ જેહ રે, થાય સાધુના સંગથી તેહ રે ।।૧૮।। તેહ સાધુ તણાં જે લક્ષણ રે, કહિ દેખાડ્યાં તે તતક્ષણ રે । બીજે અધ્યાયે વર્ણાશ્રમ ધર્મ રે, કહી દેખાડ્યો તેહનો મર્મ રે ।।૧૯।।

ભક્તચિંતામણી

ત્રીજે અધ્યાયે જીવાત્મજ્ઞાન રે, કહ્યું માતા પ્રત્યે ભગવાન રે । વળી પરમાત્મા જે શ્રીકૃષ્ણ રે, કહ્યું તેનું જ્ઞાન થઇ પ્રશ્ન રે ।।૨૦।।

ચોથે અધ્યાયે કહ્યું સુખરૂપ રે, વૈરાગ્યનું સ્વરૂપ અનુપ રે । તેહ વૈરાગ્ય જે થકી થાય રે, કહ્યા તેહના સર્વે ઉપાય રે ।।૨૧।।

પંચમા અધ્યાયે નવ પ્રકારે રે, કહી ભક્તિ વિભાગ વિચારી રે । એમ પંચાધ્યાયે ઉપદેશ રે, આપ્યો માતાને હરિએ અશેષ રે ।।૨૨।। એવી રીતે હરિગીતા કઇ રે, સુણી માતાએ તે શ્રુતિ દઇ રે ।

પછી પુત્ર પ્રત્યે બોલ્યાં માત રે, સુણો હરિ પ્રભુ મારી વાત રે ।।૨૩।। તમે કૃષ્ણને વિષે ભગતિ રે, કહ્યું કરવી હેતે શું અતિ રે । તેહ શ્રીકૃષ્ણ છો સુત તમેરે, નિશ્ચે કરીને જાણ્યા છે અમે રે ।।૨૪।। કૃષ્ણ કહીએ જે ગોલોક ધામે રે, તે તમે થયા છો હરિનામે રે ।

પ્રભુ તમારે વચને વળી રે, મારા સર્વે સંશય ગયા ટળી રે ।।૨૫।।

મારી વૃત્તિ તમમાં ઠેરાણી રે, કાલ માયાના ભયથી મુકાણી રે । હવે જાઉં છું તમારે ધામ રે, એમ કહીને પામ્યાં વિશ્રામ રે ।।૨૬।।

પછી ધર્યું પ્રભુજીનું ધ્યાન રે, તેણે કરી ભૂલ્યાં તનભાન રે । એમ કરતાં અર્ક ઉદે થયા રે, ત્યારે પ્રભુજી નાવાને ગયા રે ।।૨૭।।

પછી નિત્ય કરમ ને કાજરે, આવ્યા અગ્નિશાળામાં મહારાજ રે । ત્યારે માતાજીને તેહ વાર રે, દેખાણા પ્રભુ હૃદય મોઝાર રે ।।૨૮।।

પ્રસન્ન વદન વર્ણિને વેશ રે, બાંધ્યો છે સારો અંબોડો શિશ રે ।

ચંદ્રકાંતિ સમ મુખ શોભે રે, નયણાં નવીન કમળ ઉભે રે ।।૨૯।। ઘનશ્યામ સુંદર છે તન રે, પહેર્યું કોપીન પર આચ્છાદન રે । ખભે શ્વેત વસ્ત્ર લીધું ધારી રે, કંઠે માળા બે સુંદર સારી રે ।।૩૦।।

પંચ ઉર્ધ્વપુંડ્ર છે પુનિત રે, પહેરી શ્વેત સારી ઉપવીત રે । એવી મૂર્તિમાં ચિત્ત ચોટ્યું રે, પામ્યાં અંતરમાં સુખ મોટું રે ।।૩૧।।

પછી દીઠો પોતાનો આત્મા રે, તેજ તેજ તેજની છે સીમા રે ।

મન પ્રાણ ગુણ ઇંદ્રિય દેહ રે, તેહ પર પ્રકાશક જેહ રે ।।૩૨।। એવો નિજ આત્મા પ્રકાશ રે, તેનો થયો બ્રહ્મશું વિલાસ રે ।

ભક્તચિંતામણી

તેહ બ્રહ્મ તેજમાંહિ માત રે, દીઠા હરિ તે કૃષ્ણ સાક્ષાત રે ।।૩૩।।

મનોહર સુંદર ઘનશ્યામ રે, છબી જોઇ લાજે કોટી કામ રે । કોટિકોટિ ઇન્દુનો ઉજાસ રે, અંગઅંગ પ્રત્યે છે પ્રકાશ રે ।।૩૪।। હેમસમ શોભા વસનની રે, કટિમેખળા છે રતનની રે ।

મોરમુગટ જડ્યો મણિયે રે, મકરાકૃતિ કુંડળ ગણિએ રે ।।૩૫।। કંઠે કૌસ્તુભ મણિનો હાર રે, મોતિ માળા શોભે છે અપાર રે । વેઢ વિંટી કડાં કર ઉભે રે, બાજુ કાજુ ને સાંકળાં શોભે રે ।।૩૬।।

પગે શોભે સુંદર નૂપુર રે, સારી કોમળાવસ્થા કિશોર રે ।

ચર્ચિ ચંદન પહેર્યા છે હાર રે, તોરા ગજરા શોભે અપાર રે ।।૩૭।।

પહેરી વૈજયંતી સુંદર માળા રે, તેણે લાગે છે અતિ રૂપાળા રે । શોભે વાંસળી સારી સુંદર રે, એવા દીઠા માએ નટવર રે ।।૩૮।। નિરખી હર્ષ પામ્યાં મહેતારી રે, પછી દીઠા તેને બ્રહ્મચારી રે । કૃષ્ણ હરિ હરિ તે જ કૃષ્ણ રે, એવું થયું માતાજીને દ્રષ્ણ રે ।।૩૯।।

પછી કર જોડી દીન થઇ રે, બોલ્યાં કૃષ્ણ પ્રત્યે માતા રઇ રે । કરી સ્તુતિ કહે છે એમ માય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૦।।

સાધુ દેવતા ને સત્ય ધર્મ રે, તેને પાળો છો પૂરણ બ્રહ્મ રે । વળી રક્ષક બ્રાહ્મણ ગાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૧।। કરવા નિજજનની પ્રતિપાળ રે, આવ્યા ગોલોક થકી દયાળ રે । થઇ પુત્ર કરી મારી સહાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૨।। વળી અજ્ઞાનરૂપી જે તમ રે, તેને ટાળવા સૂરજ સમ રે ।

ધર્મ એકાંતિક ધાર્યો સદાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૩।। વળી એક હાથે વર આપો રે, એક હાથે અભય કરી સ્થાપો રે ।

પાપવનદહન નામદાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૪।।

પાખંડધર્મને ખંડવા કાજ રે, તમે પ્રકટ પંડિત રાજ રે ।

શરણાગતના સુખ સીમાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૫।।

જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ભંડાર રે, અહિંસાદિક ધર્મ અપાર રે ।

એવા બહુ ગુણ તમ માંય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૬।।

ભક્તચિંતામણી

તમે અકળરૂપ અવતારી રે, હમણાં વર્ણિવેષ રહ્યા ધારી રે ।

એમ કરે છે સ્તુતિ માય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૭।। એમ ભાવે કરીને ભગતિ રે, કરે મૂરતિ આગળ્ય વિનતિ રે । કરે વંદન વારણે જાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૮। એમ કહીને તજ્યું છે તન રે, રાખી શ્રીકૃષ્ણ મૂર્તિમાં મન રે । એમ દેહને તજી ભગતિ રે, પામ્યાં દિવ્ય દેહ પ્રેમવતી રે ।।૪૯।।

મેલી એહ દેહ ઉછરંગે રે, રહ્યાં શ્રધ્ધાદિ દ્વાદશ સંગે રે । દુર્વાસાનો શાપ તે ટળ્યો રે, મોરે હતો તેવો દેહ મળ્યો રે ।।૫૦।।

સંવત અઢાર અડતાળિશે રે, કાર્તિક શુદિ દશમી દિવસે રે ।

શનિવાર સુંદર સવારે રે, મેલ્યું માતાજીએ તન ત્યારે રે ।।૫૧।।

પછી દેહને લઇ સંબંધી રે, અગ્નિ દાહ દીધો રૂડી વિધિ રે ।

પછી રામપ્રતાપ સુજાણ રે, કરી ક્રિયા તે શાસ્ત્ર પ્રમાણ રે ।।૫૨।।

પછી હરિએ માન્યાં માતા તેહ રે, મોટા ભાઇની વધુ છે જેહ રે । કર્યું ભાભીજીએ હેત ઘણું રે, રાખે બહુ બહુ હરિતણું રે ।।૫૩।। નિત્યે જમાડીને પોતે જમે રે, જેજે કહે તે સર્વે ખમે રે । અર્ધ ઘડી જો અળગા જાય રે, વણદિઠે તે વ્યાકુળ થાય રે ।।૫૪।। વળી ભાઇને હેત છે ભારી રે, ન ખાય પીયે એને વિસારી રે । જાય રમવા તો ટળવળે રે, જોયા વિના તો જંપ ન વળે રે ।।૫૫।। હરિ પોતે બહુ નિસ્પૃહ રે, ખાનપાનમાં નહિ સનેહ રે ।

શીલ સંતોષ સાધુતા અતિ રે, જાણ્યું તપ ત્યાગની મૂરતિ રે ।।૫૬।। વળી તાતે આપી ભલામણ્યું રે, આની રાખજ્યો ખબર ઘણું રે । આને નથી દેહની સંભાળ રે, તેની કરજ્યો તમે રખવાળ રે ।।૫૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિ દેહત્યાગ નામે ચોવીશમું

પ્રકરણમ્‌ ।।૨૪।।

પૂર્વછાયો- સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની રીત । ધર્મદેવની વારતા, તમે સાંભળજ્યો દઇ ચિત ।।૧।।

ભક્તચિંતામણી

સાંખ્યયોગને આશરી, રહ્યા પોતે સ્વધર્મને માંય ।

નિશદિન શ્રીકૃષ્ણનું, સ્મરણ કરે છે સદાય ।।૨।।

પ્રવૃત્તિ મનથી પરહરી, કરી વિષયવાસના ત્યાજ ।

સ્વાદ રહિત થોડું જમે, બ્રહ્મચર્ય રાખવા કાજ ।।૩।। તપે કરી તન કૃષ છે, ધ્યાન યોગનું છે બળ ।

સુત તેની સેવા કરે, નિરજર જાણું નિરમળ ।।૪।।

ચોપાઇ- પોતાના સુત ભગવાન જેહ, હરિ સાથે છે બહુ સનેહ । તેહ વિના તપ જોગવતિ, મનને શુદ્ધ કર્યું છે અતિ ।।૫।। એવા સમામાં દેહ લક્ષણ, થાવા લાગ્યાં તને તતક્ષણ ।

ફરકી આંખ્ય ભુજ ડાબું અંગ, થયાં શુકન જાણ્યાં કુઢંગ ।।૬।। વળી સ્વપ્નાં લાધાં છે જેહ, અતિ અવળાં જણાણાં તેહ ।

જાણું રવિ શશિ વળી ઉડુ, પડ્યાં ભૂમિએ તે પણ ભુડું ।।૭।। કર્યો શાસ્ત્ર દૃષ્ટિએ વિચાર, આવ્યું મૃત્યું જાણ્યું નિરધાર । જાણ્યું થોડા દહાડામાંહિ દેહ, પડશે એમાં નહિ સંદેહ ।।૮।।

પછી શ્રીકૃષ્ણનાં બાળચરિત્ર, દશમમાં કહ્યાં છે પવિત્ર ।

તેનો નિત્ય નિત્ય પાઠ કરે, કૃષ્ણમૂર્તિ ઉરમાં ધરે ।।૯।। બીજા થકી છે બહુ ઉદાસ, એમ કરતાં વીત્યો એક માસ ।

પ્રેમવતીનો માસિસો જેહ, કર્યો શાસ્ત્રના વિધિએ તેહ ।।૧૦।।

શ્રાદ્ધ સારી જમાડ્યા વિપર, કર્યો માસિસો સારો સુંદર ।

પછી માસે માસે નિરધાર, જમ્યા દ્વિજ હજારો હજાર ।।૧૧।। એમ કરતાં સાત માસ થયા, જમી બ્રાહ્મણ તે ઘેર ગયા ।

પછી પોતે પોતાના સંબંધી, જમ્યા ભેળા બેસી ભલી વિધિ ।।૧૨।।

પછી ધર્મદેવને તે દને, આવ્યો તાવ પીડા થઇ તને ।

ત્યારે એમ વિચાર્યું છે મન, આવ્યું મૃત્યું હવે થોડે દન ।।૧૩।।

પછી સર્વે પદારથ માંય, પ્રીતિ રહેવા દીધી નહિ ક્યાંય ।

શ્રીકૃષ્ણ ધ્યાને જોડ્યું છે મન, આવ્યો એકાદશીનો ત્યાં દન ।।૧૪।। તેદિ શ્રીકૃષ્ણની પૂજા કીધી, તેડી બ્રાહ્મણને ભલી વિધિ ।

ભક્તચિંતામણી

એમ કર્તાં આથમિયો દન, પડી રાત્ય આવિયાં સ્વજન ।।૧૫।।

સર્વે સંબંધી રહ્યાં છે સુઇ, હરિ વિના બેઠું નથી કોઇ । એકાદશીના જાગરણ કાજ, એક જાગે પોતે મહારાજ ।।૧૬।। નિજતાતનાં ચાંપે છે ચરણ, એમ કરે છે આપે જાગરણ ।

તાત પામ્યા પીડા તાવ તેણે, નથી આવતી નિદરા નેણે ।।૧૭।।

પછી હરિની ઇચ્છાએ કરી, વૃત્તિ અંતરમાંહિ ઉતરી ।

સમાધિમાં જોયું બ્રહ્મતેજ, દીઠો તેજ સમૂહ સહજ ।।૧૮।। જોયું વૃંદાવન તે મોઝાર, દીઠા કૃષ્ણ ત્યાં કરતા વિહાર ।

સુંદર મોરલી હાથે છે એવા, દીઠા પૂર્વે દીઠા હતા જેવા ।।૧૯।। નિર્ખિ શ્રીકૃષ્ણ વાધ્યો આનંદ, થયા મગન દેખી સુખકંદ ।

હુવા રોમાંચિત ગાત્ર તેણે, આવ્યાં હર્ષ તણાં આસું નેણે ।।૨૦।।

પછી ધર્મે સંભ્રમે કરીને, કર્યાં દંડવત બહુ હરિને ।

કરી નમસ્કાર જોડી પાણ, ઉભા આગળે ધર્મ સુજાણ ।।૨૧।। કરતાં દર્શન ત્યાં તતકાળ, દીઠા કૃષ્ણ પોતાના તે બાળ । કૃષ્ણ હરિ હરિ તેજ કૃષ્ણ, એવું જાણીને કરે છે દ્રષ્ણ ।।૨૨।। કૃષ્ણસમ દેહનો આકાર, ફેર નહિ વેષ બ્રહ્મચાર ।

પછી ધર્મને સર્વે સાંભર્યું, કૃષ્ણ હરિનામે દેહ ધર્યું ।।૨૩।।

મારે ઘેર પ્રગટ્યા એ કૃષ્ણ, થઇ પોતે ભગવાન પ્રશ્ન ।

એમ જાણી પ્રેમવશ થયા, પછી હરિને મળવા ગયા ।।૨૪।। ત્યાંતો અંતર્ધાન થયું રૂપ, દીઠું સમાધીમાં જે અનુપ । જાગ્યા સમાધિથી ધર્મદેવ, ત્યાંતો પાસે કરતાં દીઠા સેવ ।।૨૫।। તેને મળ્યા કરી અતિ પ્રીત, તેણે થયા પોતે રોમાંચિત । આવ્યાં હર્ષનાં આંખ્યમાં આંસું, જાણ્યું આવી મંડાણું ચોમાસું ।।૨૬।।

પછી નમસ્કાર કરી ઘણું, કર્યું પ્રારથના પ્રભુતણું ।

કહે નરનાટયક તમે ધરી, ઢાંકી રાખ્યું છે ઐશ્વર્ય હરિ ।।૨૭।। તમે સર્વે જગતના સ્વામી, કૃષ્ણદેવ તમે બહુનામી ।

મારા ઇષ્ટદેવ કૃષ્ણ જેહ, પૂરણ પુરુષોત્તમ તમે તેહ ।।૨૮।।

ભક્તચિંતામણી

કરવા સત્ય પોતાનું વચન, મારા પુત્ર થયા ભગવન ।

તમે સ્વતંત્ર છો ભગવાન, પૂર્વે આપ્યું તું મુજને જ્ઞાન ।।૨૯।।

સાક્ષાતકાર જનમ સમે, મને જણાણાતા પ્રભુ તમે ।

તેહ જ્ઞાન કાળ વેગે કરી, મને વિસરી ગયું તું હરિ ।।૩૦।। હવે આજથકી જ્ઞાન એહ, વિસરીમાં જાજ્યો માગું તેહ ।

કહું તમને સુણો દયાળ, આવ્યો છે સમીપે દેહ કાળ ।।૩૧।।

પાંચ છો દિને તન છુટશે, કાચો કુંભ તે નિશ્ચે ફુટશે । તેનો ભય નથી મન મારે, દૃઢ આશ્રયે કરી તમારે ।।૩૨।।

પણ એક ખેદ મનમાંય, વિરહ તમારો નહિ સહેવાય ।

માટે ફરી જન્મ થાઓ મારો, પણ વિયોગ માં થાઓ તમારો ।।૩૩।। એવો વર માગું તમ પાસ, આપો દયા કરી અવિનાશ ।

એવાં સુણી ધર્મનાં વચન, બોલ્યા આપે પોતે ભગવન ।।૩૪।। કહ્યું તાત સુણો મારી વાત, મારૂં સ્વરૂપ જાણ્યું સાક્ષાત । થયું યથારથ જ્ઞાન મારૂં, એતો થયું છે અતિશે સારૂં ।।૩૫।। કાંઇ જાણવા પામવા માંઇ, કેડે રહ્યું નથી બાકી કાંઇ ।

તમે પૂરણકામ છો તાત, માનો કૃતારથ કહું વાત ।।૩૬।।

માટે ભૌતિક દેહને ત્યાગી, દિવ્ય દેહ પામો બડભાગી ।

સર્વે સંબંધી ભેળા તમે તાત, રહેશો મારી પાસે સાક્ષાત ।।૩૭।। એમાં સંશય નથી લગાર, તજો ચિંતા તમે આણીવાર ।

થાઓ નિઃસંગ સર્વથી ધર્મ, કહું આ સમે સમજો મર્મ ।।૩૮।।

મુજ પરાયણ થાઓ તાત, શુદ્ધ મને કરી કહું વાત ।

નિજ આતમામાં મારું ધ્યાન, કરો અતિ પ્રીતે ગુણવાન ।।૩૯।। કહું સાંભળજ્યો સહુ જન, કહ્યાં તાતને એવાં વચન ।

સુણી રાજી થયા ધર્મદેવ, કર્યો નમસ્કાર તતખેવ ।।૪૦।।

પછી ધર્મ બોલ્યા તેહ વાર, તમે કર્યો મુંપર ઉપકાર ।

તેના પ્રતિ ઉપકાર માંઇ, હાથ જોડ્યા વિના નથી કાંઇ ।।૪૧।।

માટે ચરણકમળ તમારે, કરું વંદન વારમવારે ।

ભક્તચિંતામણી

એવું સુણી પોતે ભગવાન, કર્યું તાતનું બહુ સનમાન ।।૪૨।।

પછી ધર્મે તેડ્યા સુત દોય, રામપ્રતાપ મોટેરા સોય ।

નાના સુત ઇચ્છારામ જેહ, પોતા પાસળે તેડાવ્યા તેહ ।।૪૩।।

મૃત્યું સમય જાણીને ધર્મ, સમજાવે છે સુતને મર્મ ।

હરિજ્ઞાનરૂપ ચિંતામણિ, દેવા ઇચ્છ્યા છે સુતને ઘણી ।।૪૪।। જેમ મૃત્યું ટાણે કોઇ જન, સોંપે પોતાના પુત્રને ધન । તેમ હરિજીના જ્ઞાનરૂપ, ઇચ્છ્યા સુતને દેવા અનૂપ ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મસમાધિ નામે પચીસમું પ્રકરણમ્‌

।।૨૫।।

પૂર્વછાયો- સર્વે મળી હવે સાંભળો, અતિ વાત કહું અનૂપ । હરિ ઉપાસી જનને, છે સાંભળતાં સુખરૂપ ।।૧।।

ચર્ણે ચર્ણે ચરિત્ર ચવ્યાં, કૃષ્ણદેવનાં બહુ બહુ ।

અમૃતવત કથા એહ, સદમતિ સુણશે સહુ ।।૨।।

વચન છે ધર્મ દેવનાં, પુત્ર પ્રત્યે પરમાણ ।

શ્રવણ દઇ જે સાંભળે, તે પામે પદ નિરવાણ ।।૩।।

પછી ધર્મે સુત તેડાવિયા, દેવા શિખામણ સુખ કાજ ।

અંત સમે નિધિ આપવા, ઇચ્છ્યા આપે મહારાજ ।।૪।।

ચોપાઇ- પછી તેડાવિયા સુત દોય, આવી બેઠા વંદન કરી સોય । જ્યારે પુત્ર લાગ્યા આવી પાય, તેહ પ્રત્યે બોલ્યા ધર્મરાય ।।૫।। હે પુત્ર તમે મારું વચન, હિતકારી છે માનજ્યો મન ।

કહું રહસ્ય તણી વાત એહ, ધરો હૃદયમાં કરી સ્નેહ ।।૬।।

મારા વચનમાંહિ પ્રતીત, હોય તો તમે ધારજ્યો ચિત ।

ત્યારે કર જોડી કહે બેઉ ભ્રાત, અમે માનશું કહો તમે તાત ।।૭।। જે જે કહેશો આ સમે વચન, તે તે સત્ય માનવાં છે મન ।

ત્યારે ધર્મ કહે સુત શ્રેષ્ઠ, રાધાકૃષ્ણ જે આપણા ઇષ્ટ ।।૮।। જેને ઉપાસું છું આઠું જામ, તે જ કૃષ્ણ આ શ્રીહરિ નામ ।

ભક્તચિંતામણી

મારા સુત ને તમારા ભાઇ, તે છે કૃષ્ણ માનો મનમાંઇ ।।૯।। હરિરૂપ આ કૃષ્ણ સાક્ષાત, તેની ભક્તિ કરજ્યો બે ભ્રાત ।

રહેજ્યો એના વચનમાં નિત્ય, કરજ્યો સેવા કરી બહુ પ્રીત્ય ।।૧૦।। વળી કૃષ્ણની પ્રતિમા જેહ, આપણે પૂજીએ છીએ તેહ ।

તે આ શ્રીહરિની નિશ્ચે બુઝજ્યો, એમ જાણી વિધિએ પૂજજ્યો ।।૧૧।। વળી પ્રથમ તમને મેં પુત્ર, કહ્યા શ્રીકૃષ્ણના જે બે મંત્ર ।

અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપ, તે પણ આના જાણી કરો જાપ ।।૧૨।। અહિંસાદિક પાળજ્યો નિયમ, રહેજ્યો સ્વધર્મમાં કરી પ્રેમ ।

મારી એટલી આગન્યા ધારી, ભજજ્યો હરિ આ સુખકારી ।।૧૩।। એમ વર્તશો તમે સુજાણ, થાશે તમારાં કોટિ કલ્યાણ ।

એમ વર્તજ્યો બેઉ ભ્રાત, સત્ય માની લેજ્યો મારી વાત ।।૧૪।। વળી કૃષ્ણ જે આ અક્રુદ્ધ, શસ્ત્ર લઇ નહિ કરે યુદ્ધ ।

નિજબુદ્ધિએ કરી દયાળ, કરશે અસુર જનનો કાળ ।।૧૫।। કળી અધર્મથી વધ્યા ઘણા, વેશ લઇ રહ્યા મનુષ્ય તણા ।

તે પૃથ્વીએ લોપાવી સ્વધર્મ, પાપી કરાવે છે જે કુકર્મ ।।૧૬।। તે અધર્મ ટળાવશે સહુ, કૃષ્ણભક્તિ કરાવશે બહુ ।

કરશે અલૌકિક બહુ કાજ, પછી વિચારીને વર્ણિરાજ ।।૧૭।। નિજ આચારજ પદ જેહ, સ્થાપશે તમારે કુળે તેહ ।

એમ કરી મોટાં મોટાં કામ, પછી પધારશે નિજ ધામ ।।૧૮।। ત્યારે હરિઆશ્રિત જે જન, તેને ધીરજ નહિ રહે મન ।

બહુ બહુ કરશે તે શોક, કહેશે પ્રભુજી ગયા ગોલોક ।।૧૯।। થાશે નિરાધાર ને નિરાશ, ત્યારે ઉરમાં વિચારી દાસ ।

પછી શ્રીહરિની જે પ્રતિમા, કરશે પૂજા ભાવ લાવી તેમાં ।।૨૦।। વળી મર્યાદા બાંધશે તેહ, તેમાં જન રહેશે નિમે જેહ ।

એની મૂર્તિના જે પૂજનારા, એવા ભક્ત જગતથી ન્યારા ।।૨૧।। તેહ ધર્મ અર્થ મોક્ષ કામ, પામે જાણો પુરુષ ને વામ ।

એમાં નથી સંદેહ લગાર, નિશ્ચે માનો કરી નિરધાર ।।૨૨।।

ભક્તચિંતામણી

એવી તાતની સાંભળી વાત, ભાઇ બેઉ થયા રળિયાત ।

પછી લાગ્યા છે હરિને પાય, અમે તમારા છું વર્ણિરાય ।।૨૩।।

સર્વે કાળે કરો રક્ષા મારી, ત્યારે ભાઇ પ્રત્યે કહે મુરારી । તમે આદરે ભજો શ્રીકૃષ્ણ, તેણે કરી હું થાઇશ પ્રષ્ણ ।।૨૪।। આપણે તાતે કરી આગન્યા, તમારે ન કરવું તે વિના ।

એવી સુણી બેઉ ભાઇએ વાણી, ભજ્યા શ્રીહરિને કૃષ્ણ જાણી ।।૨૫।।

પણ પ્રત્યક્ષ હરિનું ધ્યાન, રહ્યું હરિ ઇચ્છામાં નિદાન ।

કે’દિ થાય ને કે’દિ ન થાય, એવી રીતે વરતે સદાય ।।૨૬।। એમ ધર્મે તેડી સુત બેને, કર્યો ઉપદેશ તેહ તેને ।

એકાદશી નિશિ રહેતાં જામ, જપે મંત્ર જેમાં શ્રીકૃષ્ણ નામ ।।૨૭।। ત્યાં તો સૂર્ય તણું ઉદય થયું, ભાઇ સાંભળતાં નાથે કહ્યું । હે તાત જે અભીષ્ટ તમારે, હોય તે કહો કરવું મારે ।।૨૮।। ત્યારે ધર્મ કહે સુણો હરિ, પૂર્ણકામ છઉં નિશ્ચે કરી ।

પણ શ્રીકૃષ્ણ ભક્તિની તૃપ્તિ, તેતો મારે મને નથી થાતી ।।૨૯।।

માટે દેહ પડ્યા સુધી ભક્તિ, કરવાને ઇચ્છું છું હું અતિ । થયું અશક્ત દેહ આ મારું, નથી થાતું તે પૂજન બારું ।।૩૦।।

માટે સાત દિવસમાં સુત, અર્થ સહિત સુણાવો ભાગવત ।

એવી સાંભળી તાતની વાણી, તેને મહારાજે બહુ વખાણી ।।૩૧।।

પછી મંડપ કર્યો સબુદ્ધ, તેડ્યો બ્રાહ્મણ વૈષ્ણવી શુદ્ધ ।

શ્રીમદ્‌ભાગવતનો ભણેલો, તેને તેડાવિયો ઘેર વહેલો ।।૩૨।। યથા વિધિએ પૂજ્યા શ્રીકૃષ્ણ, કથા પ્રારંભી દ્વાદશી દિન ।

તે’દિ થકી ધર્મે તે વિચારી, હરિમૂર્તિમાં વૃત્તિ ધારી ।।૩૩।। જેને સમીપ આવે જ મરવું, તેને ઘટીત છે એમ કરવું ।

કથા સાંભળી પામ્યા આનંદ, તેણે જ્વર પીડા પડી મંદ ।।૩૪।।

સુણે દિવસમાં કથા કાને, રહે રાત્રિમાં સમાધિ ધ્યાને । એમ થયા છો દિન તે વાર, થયું સાતમે દિને સવાર ।।૩૫।। તિથિ ચોથ્ય ને શુકરવારે, સુણિ કથા સંપૂરણ તારે ।

ભક્તચિંતામણી

કરી કથા તણી સમાપતિ, આપ્યાં બ્રાહ્મણને દાન અતિ ।।૩૬।। વસ્ત્ર ભૂષણ દક્ષિણા દીધિ, કરી પૂજા પછી રૂડી વિધિ ।

પછી બ્રાહ્મણ વળાવ્યો ઘેર, વળતા વિપ્ર જમ્યા રૂડી પેર ।।૩૭।। ત્યાંતો દિવસ ચડીયો પહોર, ધર્મ તને જ્વરે કર્યું જોર । ત્યારે ધર્મે સ્વજન તેડાવ્યાં, જોખનાદિક જમીને આવ્યા ।।૩૮।। બેઠા સમીપે આવી સ્વજન, ત્યાંતો દીઠું છે શિથિલ તન । વિચારીને સુતે વાત લીધી, તેડી વિપ્ર ક્રિયા સર્વે કીધી ।।૩૯।। ધર્મશાસ્ત્રે વિધિ કહ્યો જેહ, ઘટે તેમ કરાવિયો તેહ ।

વળી બ્રાહ્મણ તેડી હજારું, આપ્યું કાચું અન્ન ઘૃત સારું ।।૪૦।। આપી ધેનુ તણાં દાન વળી, પછી બેઠા ધર્મ પાસે મળી ।

ચાલ્યો એકદંડો શ્વાસ જાણી, નવરાવ્યા તીરથને પાણી ।।૪૧।।

ગઉછાણે લીંપી ભૂમિ સાર, તે ઉપર બેસાર્યા તે વાર ।

પછી પાસળે હતાં જે જન, કરવા લાગ્યાં શ્રીકૃષ્ણ ભજન ।।૪૨।। ધર્મ પોતે તો હરિને જોઇ, થયાં સ્થિર તેમાં દ્રગ દોઇ । અનન્ય ભાવ એવા ધર્મદેવ, તેણે તજ્યું તન તતખેવ ।।૪૩।। એમ શ્રીકૃષ્ણને પરતાપે, છુટ્યા ઋષિના શાપથી આપે ।

પછી ભક્તિ આદિ દઇ જેહ, સર્વે સંબંધી કહેવાય તેહ ।।૪૪।।

પુત્રરૂપ હરિની સેવાયે, રહ્યા હરિ સમીપે સદાયે ।

પછી નાથ બંધવને કાવી, ક્રિયા તાતની સર્વે કરાવી ।।૪૫।। ધર્મશાસ્ત્રમાં જે વિધિ કહ્યો, દાહાદિક તેમ પૂરો થયો ।

સર્વે સંબંધી ઘરનાં જન, શોકાતુર કરે છે રુદન ।।૪૬।। કર્યાં શ્રાદ્ધ તે તેરમા સુધી, જમાડ્યા બ્રાહ્મણ ભલી વિધિ ।

પછી શ્રવણી થઇ જાણી જન, લાવ્યા વસ્ત્ર ઘરેણાં ને ધન ।।૪૭।। આપી રામપ્રતાપને તેહ, ગયાં સૌ સૌને ઘેર એહ ।

રામપ્રતાપ ને ઇચ્છારામ, જપે મંત્ર રટે કૃષ્ણનામ ।।૪૮।। નિજભાઇમાં શ્રીકૃષ્ણભાવ, રાખે સદાય કરી ઉછાવ ।

હરિ પોતે અતિનિસપ્રેહ, જેને કોયશું નથી સનેહ ।।૪૯।।

ભક્તચિંતામણી

પોતે રહ્યાતા ઘેર જે વાતે, થઇ પુરી તજ્યું તન તાતે । વળતો કર્યો છે બીજો વિચાર, કરવા અનેક જીવ ઉદ્ધાર ।।૫૦।। કરી શ્રીહરિ એટલું કામ, ચાલ્યા ઘેર થકી ઘનશ્યામ ।

સંવત્‌ અઢાર ઓગણપચાસ, વર્તે વર્ષમાં આષાઢ માસ ।।૫૧।। શુદી દશમી શુકરવાર, તેદિ પ્રભુજી થયા તૈયાર ।

પ્રાતઃકાળે ચાલ્યા નાવા મિષે, ત્યાંથી શુદ્ધ ઉત્તરની દિશે ।।૫૨।। ઘરપરથી ઉતર્યું મન, વહાલું લાગે છે વસવું વન ।

એક કોપીન ને આચ્છાદન, તે વિના બીજું નથી વસન ।।૫૩।।

મૃગછાળા ને તુલસી માળ, ઉર્ધ્વપુંડ્ર ચિહ્ન છે વિશાળ ।

જટામુકુટ મંડિત માથે, લીધો પલાશનો દંડ હાથે ।।૫૪।।

ચારે શાસ્ત્રતણું જેહ સાર, તેનું પુસ્તક ખભા મોઝાર ।

મુંજી મેખળા કમંડળું કર, પાસે ભિક્ષાનું પાત્ર સુંદર ।।૫૫।। બાળમુકુંદ ને શાળગ્રામ, બાંધ્યો કંઠે બટવો તે શ્યામ । એવા થકા સરજૂને તીર, આવ્યા ઉતરવા નદી નીર ।।૫૬।। વળી જુવે છે વાણની વાટ, તર્ત નદી ઉતરવા માટ ।

બિયે મનુષ્ય આવતાં ભાળી, જાણે રખે જાય પાછા વાળી ।।૫૭।। એવે સમે આવ્યો છે અસુર, જાણ્યું મળીયો વૈરી જરૂર ।

તેણે ગડથલાવી ગળે ઝાલી, નાખી પુરમાં નિસર્યો ચાલી ।।૫૮।। જળ અગાધ અથાહ વહે, જે પડે તે જીવતો ન રહે ।

મોટા મઘર મત્સ્ય છે જેમાં, જળઘોડા કાત્રણિયો તેમાં ।।૫૯।। જળસાપ ને ક્રચલા કઇ, મઘરિયો રહી દોટું દઇ ।

જેમાં ઝુડ્યું જળોયું ચિતળ્યું, મેલે નહિ નાનું મોટું મળ્યું ।।૬૦।। એવા જળજંતુ દુઃખકારી, વહે નીર ભયંકર ભારી ।

ઉઠે લેર્યો ભમરિયો વળે, માંહિ લોઢ મોટા તે ઉછળે ।।૬૧।।

ચાલે પ્રચંડ વેગમાં પૂર, તેમાં નાખીને ચાલ્યો અસુર ।

દીઠા દૂરલગિ તો તણાણા, પછી દુષ્ટને નૈવ દેખાણા ।।૬૨।। ત્યારે પાપીએ એમ પ્રમાણ્યું, મુવો વૈરી નિશ્ચે મન જાણ્યું ।

ભક્તચિંતામણી

પછી દૈત્ય ગયો નિજધામ, કહે કરી આવ્યો મોટું કામ ।।૬૩।। વૈરી માર્યો કહી એવી વાત, ત્યારે અસુર થયા રળિયાત । હવે હરિ પડ્યા છે જે પૂરે, તેતો નિસર્યા જઇ દૂરે ।।૬૪।। ત્રણ પહોર રહ્યા જળમાંઇ, બાર ગાઉ નિસર્યા તણાઇ ।

પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સરવે તણાઇ ગયું ।।૬૫।। એમ નિસરિયા જ્યારે નાથ, ચાલ્યા એકલા નહિ બીજું સાથ ।

લીધી કાળા પર્વતની વાટ, સૌને વિસારીને વરણિરાટ ।।૬૬।।

પડી સાંજ ને આથમ્યો દિન, આવ્યું ઘોર વિકટ ત્યાં વન । રહ્યા રાત્ય તે વન મોઝાર, નથી મનમાં બીક લગાર ।।૬૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મદેહ ત્યાગને શ્રીહરિ ઘેરથી નિસર્યા એ નામે છવિસમું પ્રકરણમ્‌ ।।૨૬।।

પૂર્વછાયો- ત્યાર પછીની વારતા, સુણજ્યો સહુ રૂડી પેર । બરોબરનાં બાળકાં, આવ્યાં હરિને મળવા ઘેર ।।૧।। આવીને કહ્યું ભાઇને, ક્યાં ગયા હરિ મહારાજ ।

શોધું છું અમે સવારનાં, પણ મળ્યા નહિ એહ આજ ।।૨।। જેજે સ્થળે જાતાં અમે, તે તો શોધ્યાં સર્વે ઠામ ।

ક્યાંય ન મળ્યા નીલકંઠજી, ઘણું ગોત્યા અમે ઘનશ્યામ ।।૩।। ત્યારે ભાઇ ભોજાઇ સાંભળી, વળી પેટમાં પડી ફાળ ।

આથમ્યા લગી ન આવિયા, ક્યાં હશે હરિ દયાળ ।।૪।।

-ઃ રાગ વેરાડી :-

એ પછી પડી રાત્ય, ભ્રાત જોઇને રે । હૈયું ન રહ્યું હાથ, દીધું રોઇને રે ।૫। એ ભોજાઇ તન ભાન, ભુલ્યાં સાંભળી રે । પ્રેમે થઇ પરવશ, પડ્યાં ભોંયે ઢળી રે ।૬। એ પછી ઉઠી એમ, બોલ્યા વાણીયે રે । સ્વામી શોધી શહેર, એને ઘેર આણિયે રે ।૭। એ સસરે ભલામણ્ય, આપીતી એહની રે । સાંજ સુધી ખબર, ન લિધી તેહની રે ।૮। એ એવું જાણી દોય, દર્દે ડોલિયાં રે । ખાન પાન ખબર, સર્વે ભૂલિયાં રે ।૯। એ અનુજ ઇચ્છારામ, રુવે ઘરમાં રે । પડીયા બેઉ ભાઇ, શોકસાગરમાં રે ।૧૦।

ભક્તચિંતામણી

એ મારા ભાગ્યની વાત, કહીએ કેહને રે । બાળપણામાં માયે, મુક્યો દેહને રે ।૧૧। એ જાણું નીલકંઠ, લાડ લડાવશે રે । તે પણ ગયા ક્યાંય, કૈયેં આવશે રે ।૧૨। એ પછી જોવા કાજ, સર્વે ચાલિયાં રે । નયણેે વહે નીર, ન રહે ઝાલિયાં રે ।૧૩। એ જોયું સર્વે શહેર, બજારું શેરિયું રે । જોયાં ગલી ઘર, ફરીફરી હેરિયું રે ।૧૪। એ જોયાં ચૌટા ચોક, મંદિર માળિયાં રે । જોયાં મેડી મોલ, જરૂખા જાળીયાં રે ।૧૫। એમ અટારી અીવાસ, અગાશી ફળિયાં રે । ગોતતાં ગઇ રાત્ય, નાથ ન મળિયા રે ।૧૬

એ જોઇ સર્વે સીમ, વન વાડિયું રે । સર સરિતા તીર, પોકારું પાડિયું રે ।૧૭। એ વીર મારા લઇ પ્રાણ, કોને ક્યાં ગયા રે । દિધાં અમને દુઃખ,કેમ નાવી દયા રે ।૧૮। એ દશરથને દુઃખ, દીધું રઘુનાથજીરે । એમ કીધું તમે આજ, નીલકંઠ નાથજી રે ।૧૯। એ અમારા જાશે પ્રાણ, પછી આવશો રે । નિંદા કરશે લોક, નમેરા કહાવશો રે ।૨૦। એ એમ કલ્પે ભાઇ, વીર સાંભરે રે । નહિ એવા નીલકંઠ, વિસાર્યા વિસરે રે ।૨૧। એ દિયરને વિયોગે, દુઃખે જાય પડી રે । નોતિ કરવી નાથ, અમ પર આવડી રે ।૨૨। એ કેમ ધરૂં ધીર, મારા મનમાં રે । મૂર્તિ ચડી ચિત્ત, તપિયાં તનમાં રે ।૨૩। એ ભોજાઇ મનમાંઇ, ચિહ્ન ચિંતવિ રે । હૈયે ન રહી ધીર, દુઃખી બહુ હવી રે ।૨૪। એ અવલ ઉર્ધ્વરેખ, દોય પગમાં રે । પડતી હશે છાપ, તેની મારગમાં રે ।૨૫। એ પગ અંગુઠે રેખ, ઓપે આંગળી રે । માનું મણી લાલ, નખ આવલી રે ।૨૬। એ અંકિત લંકિત પાય, પેની પાતળિ રે । જ્યારે જોઇશ નાથ, ત્યારે લઇશ કળિ રે ।૨૭

એ જંઘા જાનું ઉરુ, ઉભય જોઇને રે, નાભિ નિરખી નેણ, નહિ પુછું કોઇને રે ।૨૮। એ પડે પેટે વળ, ત્રણ તેહને રે । ઉર તરુતમાલ, ભુલું કેમ એહને રે ।૨૯। એ ચિબુક મુખમાંય, દંત આવળી રે । ઓપે છે અપાર, જાણું અનારકળી રે ।૩૦। એ નાસા પાસે તિલ, અવલ ગાલ છે રે । એ બે એધાંણે નાથ, માથે વાળ છે રે ।૩૧। એ કોમળ સુંદર નેણ, છપાડ્યાં નહિ છપે રે । જેની ભ્રકુટિ જોઇ કાળ, મનમાંહિ કંપે । એ અવલ છે એક તિલ, ડાબા કાનમાં રે । સુંદર શોભે ભાલ, છે ભીનાવાનમાં રે ।૩૩। એ એવો મારો વીર, માં સંતાડજ્યો રે । મારો જીવનપ્રાણ, મને દેખાડજ્યો રે ।૩૪। એ નાવે બીજો કોઇ એની જોડ્યમાં રે । અણપૂછ્યે ઓળખાય, લાખો ક્રોડ્યમાં રે ।૩૫। એ યોગી યતિ કોઇ રખે ભોળવો રે । જાણી નાનો બાળ, એને નહિ ઓળવો રે ।૩૬। એ નરનારીમાંય, જેને જેને મળે રે । કહેજ્યો જાવો ઘેર, ઘરનાં કળકળે રે ।૩૭।

ભક્તચિંતામણી

એ ન મળ્યા નીલકંઠ, થયાં બહુ દુઃખી રે । પછી આવ્યાં ઘેર, વિલખી વિલખી રે।૩૮

એ કટિ ઉપર કર, લીયે લડથડિયાં રે । નયણે ચાલ્યાં નીર, દુઃખડાં પડિયાં રે ।૩૯। એ પછી પોત્યાં ઘેર, ગુણ ખટકે ખરા રે । રાંધ્યાં રહ્યાં અન્ન, નાવી નિંદરા રે ।૪૦। એ જંખે સર્વે જન, સંભારી શ્યામને રે । ગયા ઘનશ્યામ, ઘેલું કરી ગામને રે ।૪૧। એ ભાભી ભવનમાંય, જોઇ જણશું રે । હૈયે ન રહી ધીર, જોઇ ચિતડું ખશું રે ।૪૨। એ પડી રહી પાઘ, ન પહેરી ઝુલડી રે । ગયા નાગે પાય, ન પહેરી મોજડી રે ।૪૩। એ કાંટા ને કાંકર, વીર ખુંચશે રે । લાગશે જ્યારે ભૂખ, ત્યારે કોણ પુછશે રે ।૪૪। એ એમ કલ્પે ભાઇ, ભોજાઇ મનમાં રે । જાણું છું જીવન, ગયા છો વનમાં રે ।૪૫। એ વરુ વાનર વાઘ, વસે વનમાં રે । તેથી બિશો તાત, તમે મનમાં રે ।૪૬। એ વળી રીંછ ભીંછ, રોઝ ચિતરા રે । મહિષા ને માતંગ, વરાહ વન ખરા રે ।૪૭। એ ભૂત પ્રેત દૈત્ય, રાક્ષસ રાક્ષસી રે । વનમાં ભાવુ ભીલ, વસે હબશી રે ।૪૮। એ વિકટ હશે વન, સઘન ઝાડથી રે । પડતી હશે ઝર, મોટા પહાડથી રે ।૪૯। એ દેખી એવું વન, જન જાય ચળી રે । તમે બીશો બાપ, ઘેર આવો વળી રે ।૫૦। એ ભાઇ ને ભોજાઇ, એમ કળ કળે રે । વાલો પોત્યા વન, કોણ સાંભળે રે ।૫૧। એ કુટુંબ ને પરિવાર, હાર્યાં રોઇને રે । કેનો ન વ્યાપ્યો મોહ, મને નિરમોહિને રે ।૫૨

જાણું સગાં સેણ, નોતાં સ્વપ્ને રે । મેલી વિસારી વાત, વૈરાગ્ય ઉપને રે ।૫૩। એ લીધી વિકટ વાટ, વાલે વનની રે । નિષ્કુળાનંદને નાથ, ન સુણી સ્વજનની રે ।૫૪

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિવિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજ ઘેરથી નિસર્યા ને

કેડયે વિલાપ કર્યો એ નામે સત્તાવિસમું પ્રકરણમ્‌ ।।૨૭।।

પૂર્વછાયો- વળી સુણો સહુ શુભમતિ, કહું ત્યાર પછીની વાત । બહુનામી મહારાજની, જે રહ્યા છે વનમાં રાત્ય ।।૧।। વેરણ રજની વહી ગઇ, થયું સુંદર સારું સવાર ।

ઉત્તર દિશને ઉપરે, થયા ચાલવા પોતે તૈયાર ।।૨।। હિમાલય જોવા હામ છે, ઝાઝું હેત છે જોવા ઝાડ ।

ઘણાક દહાડા ચાલતાં, આવ્યો પ્રથમ કાળો પહાડ ।।૩।।

પ્રૌઢ પહાડ ઝાડ અતિ, જ્યાં પશુનો નહિ પાર ।

ભક્તચિંતામણી

મનુષ્યજાતિ મળે નહિ, પોત્યા પોતે વન મોઝાર ।।૪।।

ચોપાઇ- જોઇ કાળા ગિરિની તળાટી, વન સઘન ને ઘણી ઘાટી । જિયાં ન પડે સૂર્ય પ્રકાશ, તિયાં કીધો પોતે જઇ વાસ ।।૫।। જિયાં પહાડ પ્રૌઢ પ્રચંડ, વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ ।

તેનાં પુષ્પ પત્ર મૂળ કંદ, જેહ જમે તે પામે આનંદ ।।૬।। અતિ રસાળ કોમળ ફળ, વહે નદીએ નિર્મળ જળ ।

તિયાં પશુ ને પક્ષી અપાર, ફરે હમેશાં વન મોઝાર ।।૭।।

સિંહ વ્યાઘ્ર વરાહ મહિષુ, પાડે ગજ ગેંડા બહુ ચિશું ।

રિંછ ભીંછ સામસામાં હુકે, માંહિ કેશરી સિંહ તાડુકે ।।૮।।

સુરાગાયો ને રોઝડાં ઘણાં, ફરે ટોળાં સેમર શ્યાળતણાં । વરુ વાનર ને રૂરૂ રમે, કસ્તુરિયાં મૃગ કઇ ભમે ।।૯।।

મનુષ્ય માત્ર મળે નહિ જેમાં, ફરે પોતે એકાએક તેમાં । કઠણ ભૂમિ ને કાંકરા અતિ, કરે કોમળ ચરણે ત્યાં ગતિ ।।૧૦।। કાંટા ફ્રંગટામાં નિત્ય ફરે, ભૂત પ્રેત દૈત્યથી ન ડરે ।

આત્મદૃષ્ટિ ને ધીરજ અતિ, મોટી દૃશા કુશાગ્ર છે મતિ ।।૧૧।। દર્પરહિત બહુ દયાળ, ફરે વને ધર્મપ્રતિપાળ ।

ફળ ફુલ જે મળે તે જમે, નહિ તો જળપાને દિન નિગમે ।।૧૨।। કંદ મૂળ મળે કોઇ દિન, ધરી હરિને કરે ભોજન ।

નથી સોંણે સાંભળતું ઘર, વહાલું લાગે છે વન સુંદર ।।૧૩।। ભરતજીનું આખ્યાન છે મુખે, તેણે અસંગી રહે છે સુખે ।

એવા થકા જોતા જોતા વન, ચાલ્યા પુલહાશ્રમે જીવન ।।૧૪।। તપ કરવા છે ઇશક તને, ત્યાગ વૈરાગ્ય વહાલો છે મને ।

ચાલતાં ચાલતાં ભૂલ્યા વાટ, મેલી મારગ ચાલ્યા ઉવાટ ।।૧૫।। દિશ બાંધિને ચાલ્યા દયાળ, મૂકી નિજ શરીર સંભાળ ।

ત્રણ દિવસ વહી ગયા ત્યાંઇ, જળ ફળ મળ્યું નહિ કાંઇ ।।૧૬।।

ચોથે દિવસે ચેત ન રહ્યું, પૃથિવીએ પિંડ પડી ગયું । રહી મૂરછા ઘડી બે વાર, પછી ઉઠિયા પ્રાણ આધાર ।।૧૭।।

ભક્તચિંતામણી

જોયું પછી ચારેકોરે જ્યારે, દિઠી નદી દૂર થકી ત્યારે ।

પછી ધીરે ધીરે ગયા ત્યાંય, જઇ પોતે નાયા નીરમાંય ।।૧૮।।

પૂજા કરીને પીધું છે નીર, પ્યાસ ગઇ થઇ પછી ધીર ।

વળતો ત્યાં એક દીઠો વડ, પોતે બેઠા જઇ તેને થડ ।।૧૯।। ત્યાંતો અસ્ત પામિયો છે દિન, ત્યારે કર્યું ત્યાં સંધ્યા વંદન । કર્યો નારાયણવર્મ જાપ, પછી સમર્યા હનુમાન આપ ।।૨૦।। તારે બટુવેષે બળવંત, આવી બેઠા વડે હનુમંત ।

તેહ નિશિ જન્માષ્ટમીતણી, રાત્ય આગલી અંધારી ઘણી ।।૨૧।। દિસે વન ભૂંડું ભયંકાર, પાસે વાઘ કરે છે હુંકાર ।

પાડે કપિ ચિશું તિયાં કાળી, નાચે વૈતાળ ને ત્યાં વૈતાળી ।।૨૨।। થઇ રહ્યો વને હોહોકાર, બોલે ટિડડાં તમરાં તાર ।

ગાજે મેઘ ને નદી ઘુઘવે, માથે વિજળી વેરણ્ય ખવે ।।૨૩।। ભૂત પ્રેત દનુજ ને દૈત્ય, યક્ષ રાક્ષસ રાક્ષસી સહિત ।

ફરે પાપી એવા આસપાસે, તે દેખાય દામિની ઉજાસે ।।૨૪।। તેથી હરિ બીતા નથી મને, અચળ છે કૃષ્ણને ભજને ।

ત્યાંતો આવિયો એક ભૈરવ, ભૂત પિશાચ સાથે છે સર્વ ।।૨૫।। ડાકણી શાકણી પિશાચણી, ભેળી ભૈરવી લાવ્યો છે ઘણી ।

રક્તલોચન હાથે ત્રિશુળ, ભૂંડું રૂપ છે પાપનું મૂળ ।।૨૬।। અતિ ઉંચો કાળો જાણું કાળ, ફાટે મોઢે મોટો વિકરાળ । તિખી ડાઢે ચાવી પશુ પંખી, આવ્યો મનુષ્યનું માંસ ભરખી ।।૨૭।। ભેળી દિવી હજારો હજાર, આવ્યો વડ નિકટ નિરધાર ।

આવી ખર સમ શબ્દ કર્યો, આખા અંગમાં રુધિરે ભર્યો ।।૨૮।। ભેળી ભૂતની સેના છે બહુ, પશુ પંખી મારી લાવ્યાં સહુ । એહ વડમાં છે એનો વાસ, તિયાં જે આવે તે પામે નાશ ।।૨૯।।

પોતે ગયો’તો કરવા આહાર, આવી કર્યો શબ્દ ભયંકાર । તેણે ભાગી ગયાં વનજંત, સુણી સામા થયા હનુમંત ।।૩૦।। કર્યો કપિતણો કિલકાર, સુણી ભાગિયાં ભૂત અપાર ।

ભક્તચિંતામણી

દશે દિશે શબ્દ રહ્યો છાઇ, જાગ્યા હરિ બીના નહિ કાંઇ ।।૩૧।। ત્યારે ભૈરવ કોપિયો બહુ, કહે આવો ભૂત પ્રેતો સહુ । આને ખાઇ જાઓ તતકાળ, કરો બટુ ને બાળનો કાળ ।।૩૨।। પિયો લોહી રાક્ષસી આ બેનું, ખાઓ રાક્ષસો માંસ જ એનું ।

મારી ત્રિશુળ ને કરો નાશ, એમ કહીને આવ્યો પ્રભુ પાસ ।।૩૩।। ભૂત પ્રેતને આગન્યા આપી, મારી વાનરને ખાઓ કાપી ।

ત્યારે ગર્જના કરી મહાવીરે, થયા પર્વતસમ શરીરે ।।૩૪।।

પુચ્છે બાંધીને પાસળે લીધા, બહુ પગતણા પ્રહાર કીધા ।

તેણે પાપી પામ્યા દુઃખ અતિ, મૃત્યુભયથી ભાગ્યા કુમતિ ।।૩૫।।

પછી ભૈરવ ભૂતપતિ જાણી, મેલી માથામાં મુષ્ટિકા તાણી ।

તેણે ધડમાં ગરદન ગર્યું, મુખ નાસામાં લોહી નિસર્યું ।।૩૬।।

પડ્યો પૃથ્વીએ ચિતોપાટ, જેમ પડે પહાડ કડેડાટ ।

પછી ભૈરવે વિચાર્યું એહ, ફરી મારશે નહિ રહે દેહ ।।૩૭।। હવે જેમ તેમ કરી ભાગું, એવું પાપીને વસમું લાગું ।

એમ કપિ ભૈરવની લડાઇ, બેઠે જોયું બોલ્યા નહિ કાંઇ ।।૩૮।। આપ ઐશ્વર્ય સંતાડી શ્યામ, કરાવ્યું પરબારું એ કામ ।

એમ કરતાં રાત્ય વહી ગઇ, જામની પહોર પાછલી રઇ ।।૩૯।।

પછી અરુણોદય વેળા થઇ, નાયા પ્રભુજી નદીમાં જઇ ।

કરી સંધ્યા ને આસને બેઠા, લાવ્યા હનુમાન ફળ મીઠાં ।।૪૦।। જમ્યા ચોથે દિવસે જીવન, કહ્યું હનુમાન ધન્ય ધન્ય ।

તમે બહુ કરી રખવાળ, નહીં તો આજ આવ્યો તો કાળ ।।૪૧।। હવે જ્યારે સંભારું તમને, ત્યારે સહાય કરજ્યો અમને ।

ત્યારે હસી બોલ્યા હનુમાન, ધન્ય સમર્થ શ્રીભગવાન ।।૪૨।। તમે કાળતણા મહાકાળ, તેની હું શું કરું રખવાળ ।

પણ સંભારજ્યો સ્વામી તમે, થાશે સહાય તે કરશું અમે ।।૪૩।। એમ કહી ગયા હનુમાન, ચાલ્યા ઉત્તરમાં ભગવાન ।

પછી જિયાંજિયાં રાત્ય રહે, થઇ નિઃશંક નિર્ભય રહે ।।૪૪।।

ભક્તચિંતામણી

ફળ ફુલ અન્ન પાન જેહ, અણઇચ્છ્યે મળે જમે તેહ ।

એમ કરતાં કેટલાક દિન, કર્યો કાળો પહાડ ઉલંઘન ।।૪૫।। આવ્યો આગળ શ્વેતશિખરિ, તેને જોતાં જોતાં ચાલ્યા હરિ । તે તો અડ્યો છે આકાશે જઇ, રૂપા જેવો જન જિયાં નહિ ।।૪૬।।

સપ્ત ધાતુની ખાણો છે જેમાં, મોટી મોટી ગુફાઓ છે તેમાં । દેવ તપસ્વિને રહેવા જેવો, દીઠો પર્વત સુંદર એવો ।।૪૭।। જોઇ એ અચળની તળાટી, ઘણાં ઝાડ ઝાડી જિયાં ઘાટી ।

રવિ શશિ પ્રકાશ ન પડે, વાટ ઘાટ જિયાં નવ જડે ।।૪૮।।

પૂર્વ પશ્ચિમ દિશ ન દિસે, વન સઘન વેલી અતિશે ।

એવા વિકટ વન મોઝાર, તેમાં ભૂલા પડ્યા બ્રહ્મચાર ।।૪૯।। જેને દિશ વિના નથી વાટ, ચાલ્યા ઉત્તરમાં વર્ણિરાટ ।

ત્યાંતો ગંગા આવી સુખધામ, પીધું જળ ત્યાં કર્યો વિશ્રામ ।।૫૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ વનવિચરણ નામે અઠ્ઠાવિશમું

પ્રકરણમ્‌ ।।૨૮।।

પૂર્વછાયો- ત્યાર પછીની જે વાર્તા, તમે સાંભળો સહુ સુજાણ । ત્યાગ વૈરાગ્ય જે નાથનો, તેનાં શિયાં કરું હું વખાણ ।।૧।। ભૂલ્યે પણ નિજ દેહને, માને નહિ કોઇ દિન ।

ઇશ્વર ઇચ્છાએ તન રહ્યું, પણ પોતે ન કર્યું જતન ।।૨।।

પછી પ્રભુજી બેઠા હતા, ગેહેરી ગંગાને તીર ।

ત્યાંથી ઉઠી ઉતરિયા, જે હતું અથાહ નીર ।।૩।। ઉત્તર દિશમાં ચાલવા, અતિ અંતરમાં છે આનંદ ।

ઝર નગને નિઝરણે, ચાલ્યા ઘનશ્યામ સુખકંદ ।।૪।।

ચોપાઇ- ચાલ્યા ઉત્તર દિશે દયાળ, નિધડક થઇ તતકાળ ।

મોટા મોટા પર્વત બે પાસે, જાણું અદ્રિ અડ્યા છે આકાશે ।।૫।।

સામસામી ઝુકી છે શિખર્યો, બહુ બિયામણી ઘણી ઝર્યો ।

ચાલે નિઝરણે નીર ઘણાં, થાય ઘોષ અખંડ તે તણા ।।૬।।

ભક્તચિંતામણી

જેમ પરસ્પર ઝુક્યા પહાડ, તેમ ઝકુંબી રહ્યાં છે ઝાડ ।

નમી રહ્યું કરાડ્યું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ ।।૭।।

સામી નદીયે ચાલ્યા છે શ્યામ, જે કોઇ સર્વેના આત્મારામ । ત્યાં તો આડો આવ્યો છે અચળ, આવે તેની ગુફામાંથી જળ ।।૮।। વહે વેગમાં ધારા પ્રચંડ, થાય ઘોષ તેહનો અખંડ ।

ત્રણ્યે કોરે જાવા નહિ જાગ્ય, વળે કેમ જેને છે વૈરાગ્ય ।।૯।।

પછી બેઠા તિયાં ઘનશ્યામ, દિન અસ્ત પામ્યો એહ ઠામ ।

વળતું જોયું પૂર્વે વિલોકી, દીઠો પુરુષ ત્યાં એક અલોકી ।।૧૦।। તેણે વણપૂછે કહી વાત, કિયાં જાવું છે હે જગતાત ।

પછી હરિ બોલિયા છે ત્યાંઇ, મારે જાવું છે ઉત્તરમાંઇ ।।૧૧।।

પણ તમે કોણ છો દયાળ, આવ્યા આણે સમે તતકાળ ।

ત્યારે તે કહે સુણો ભગવાન, હિમાચળ હું મૂરતિમાન ।।૧૨।। એમ કહીને બતાવી વાટ, ગરો ગુફામાં વરણીરાટ ।

એમાં ચાલતાં આવશે મગ, એમ કહીને ન દેખાણો નગ ।।૧૩।।

પછી ચાલ્યા એમાં અવિનાશ, જેને નથી દેહનો અધ્યાસ ।

પેઠા ઘોર અંધારી ગુફામાં, આવતી જળધારાને સામા ।।૧૪।।

ચાલતાં ચાલતાં વિત્યો પહોર, બીજાનું કેમ હૈયું રહે ઠોર ।

માંહિ મોટા મોટા મણિધર, ક્રુમ ક્રચલા કરી રહ્યા ઘર ।।૧૫।।

મીન મઘર્યોે દાદુર જેમાં, નિઃશંક મને ચાલ્યા જાય તેમાં ।

પછી પામિયા એહનો પાર, નિસર્યા ઘોર ગુફાને બાર ।।૧૬।। ત્યાં તો આવ્યો છે એક ધ્રોહ, ઉંડો અથાહ જંતુસમોહ । વિત્યા ત્રણ દિવસ જો ત્યાંઇ, ફળ ફુલ મળ્યું નહિ કાંઇ ।।૧૭।। ભૂખ્યા પડી રહ્યા તિયાં રાત્ય, શું કહું એ ધીરજની વાત ।

સુતા નિઃશંક થઇ ગઇ રેણ, જાગ્યા પ્રભાતે કમળનેણ ।।૧૮।।

નાહી સંધ્યા કરી તેહવાર, મળ્યાં ફળ ફુલ કર્યો આહાર ।

પછી ચાલ્યા ત્યાંથી થોડું ઘણું, મળ્યું એંધાણ મારગતણું ।।૧૯।। ત્યારે ચાલ્યા એ મારગ લઇ, તિયાં દિન વીતી ગયા કઇ ।

ભક્તચિંતામણી

પછી પુલહ બ્રહ્માના સુતન, આવ્યું આશ્રમ તેનું પાવન ।।૨૦।। અતિ ચમત્કારી છે એહ, થાય સુખી સેવે જન જેહ।

તપ ફળ મળે તિયાં તરત, જીયાં તપ કર્યું આગે ભરત ।।૨૧।।

મુમુક્ષુને છે સેવવા જેવું, જ્યાં શ્રીકૃષ્ણને છે નિત્ય રહેવું ।

ચક્ર નદી જીયાં ચારે કોર, નાયા છે તેમાં ધર્મકિશોર ।।૨૨।। કરી ક્રિયા ત્યાં પાઠ પૂજન, કર્યું મુક્તનાથનું દર્શન ।

પછી ભરતે કર્યું તપ જીયાં, પોતે પણ બેઠા જઇ તિયાં ।।૨૩।। તેની પેઠ્યે આદર્યું છે તપ, તેના જેવો કરે નિત્ય જપ ।

જાણ્યું પામ્યા ભરત મૃગદેહ , માટે પોતે રહેછે નિસ્પ્રેહ ।।૨૪।। એમ સંગ તજ્યો જ્યારે બાર, પછી અંતરે કર્યો વિચાર ।

પુરંજનની કથા સંભારી, મુક્યો બુદ્ધિનો સંગ વિસારી ।।૨૫।। શુદ્ધ સ્વરૂપ આત્મા કહેવાય, પોતાતણું માન્યું છે તેમાંય ।

પછી ઉર્ધ્વ બાહુ કરી આપ, કરે ગાયત્રીનો નિત્ય જાપ ।।૨૬।। ધર્યું સૂર્યનારાયણનું ધ્યાન, ગંડકીમાં કરી નિત્ય સ્નાન ।

મુક્તનાથ સેવા મન ગમે, ફળ ફુલ જે મળે તે જમે ।।૨૭।। તેને જોઇ તપી ત્યાં રહેનાર, વિસ્મય પામે મન મોઝાર ।

કહે આતો પ્રહ્લાદ છે આપે, કાંતો ધ્રુને મુક્યા ફરી બાપે ।।૨૮।। કાંતો સ્વામી કાર્તિક કહીએ, કાંતો સનતકુમાર લહીએ ।

કાંતો સનકાદિક સુજાણ, કાંતો દત્તાત્રેય પરમાણ ।।૨૯।। ઋભુ કાંતો નારાયણ ઋષિ, તેહ વિના નહી આ તપસી ।

જોને કઠણ કરે તપ તને, તોય પડતા નથી મોળા મને ।।૩૦।। જુવો સુખ શોભા મુનિ ઇન્દ્ર, જાણું પૂરણમાસીનો ચંદ્ર ।

આવા બ્રહ્મસૃષ્ટિમાં ન ભાળ્યા, તેતો આજ નજરે નિહાળ્યા ।।૩૧।।

મોટું તપ મનુષ્યે ન થાય, તે આદર્યું છે અતિ ઉછાય ।

એને આગળ તપ આપણું, થયું ખેલવણું બાળતણું ।।૩૨।। દિસે બાળ પણ મોટા બહુ, જોઇ વિસ્મય પામ્યા છીએ સહુ ।

એમ માંહોમાંહિ કહે મુનિ, જોઇ તપશા તેહ પ્રભુની ।।૩૩।।

ભક્તચિંતામણી

એવું તપ જોઇ બીજા જન, પ્રભુ દુઃખે દુઃખાણા છે મન ।

ભક્તિ ધર્મ દિવ્ય દેહ ધરી, રહે છે પાસે દોય હેતે કરી ।।૩૪।। અતિ કૃશ ઉભા એક પગે, નથી દેખી શકતા તે દ્રગે ।

જાણ્યું લડથડી પડશે નાથ, ખમાંખમાં કહિ દિયે હાથ ।।૩૫।। અતિ હેત છે હરિને માથે, તેણે દંપતી રહે છે સાથે ।

દેહ દુર્બળ દેખ્યું ન જાય, રતિ રુધિર નહિ તન માંય ।।૩૬।। અંગોઅંગની જે સર્વે નાડી, તેતો થઇ રહી છે ઉઘાડી ।

દિસે અસ્થિ આમિષ ન દિસે, ત્વચા ચોટી રહિ છે તે વિષે ।।૩૭।। દેહ જોતાં દેહ નવ રહે, એમ જન જોઇ સહુ કહે ।

એવે શરીરે આદર્યું તપ, કરે છે મુખે ગાયત્રીજપ ।।૩૮।। તેમાં ધરે છે સૂર્યનું ધ્યાન, ભાવે કરી પોતે ભગવાન ।

કરે છે એવું તપ હમેશ, દેવા તપસ્વીને ઉપદેશ ।।૩૯।। એમ તપ કર્યું માસ ચાર, સહિ મેઘ તણી ઘણી ધાર ।

કરી તેમાં ઉપાસના ઘણી, તેતો સૂર્યનારાયણ તણી ।।૪૦।। એમ કરતાં એકાદશી જેહ, આવી પ્રબોધિની નામે તેહ ।

ત્યારે અતિ આનંદ વધારી, કર્યું જાગરણ જામિની સારી ।।૪૧।। ત્યારે સૂર્યનારાયણે ત્યાંય, દીધું દર્શન એ નિશિમાંય ।

અતિ સુંદર તન સ્વરૂપ, અંગો અંગે શોભે છે અનુપ ।।૪૨।। દોય કર કમળ છે હાથે, નંગજડીત મુગટ માથે ।

કનક કડાં છે કરમાં કાજુ, દોય ભુજાએ બાંધ્યા છે બાજુ ।।૪૩।। કાને કુંડળ શોભે છે સાર, તેજ તેજ તેજના અંબાર ।

હાસ્ય સહિત શોભે વદન, તેમાં કરુણાએ ભર્યાં લોચન ।।૪૪।। એવાં સૂર્યે દીધાં દરશન, અતિ આપે થઇને પ્રસન્ન ।

તેને દેખી ઉઠ્યા હરિ તરત, કર્યા ભક્તિએ શું દંડવત ।।૪૫।। થયા ગદ્‌ ગદ્‌ કંઠે વર્ણી, પ્રેમે ભૂલ્યા શુદ્ધ તનતણી ।

આંખ્યે આંસુ રોમાંચિત તન, જોડી હાથ કરે છે સ્તવન ।।૪૬।। તમે તેજ પુંજ મારતંડ, નિજતેજે પ્રકાશો બ્રહ્માંડ ।

ભક્તચિંતામણી

ધરી કશ્યપ ઘેર અવતાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૭।। તમારે ઉગવે કરી દયાળુ, થાય સર્વે જગત સુખાળુ ।

તેમાં પાપી પીડાય અપાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૮।। તમારે ઉગવે કરી કહું, કરે કાળની ગણના સહુ ।

નિકર નોય કાંઇ નિરધાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૯।। તમારે ઉગવે કરી આપ, સર્વે પ્રાણીના બાંધ્યા છે માપ ।

દેવ દાનવ ને નરનાર, એવા તમે તેને નમસ્કાર ।।૫૦।। તમે પ્રભુ પ્રગટ છો દેવ, સહુ જન જાણે છે એ ભેવ ।

નથી છાનો પ્રતાપ લગાર, એવા તમે તેને નમસ્કાર ।।૫૧।। એવી સ્તુતિ કરી જોડી કર, ત્યારે ભાવે બોલ્યા ભાસ્કર ।

માગો હરિ મુપાસેથી આજ, ત્યારે હરિ કહે માગું મહારાજ ।।૫૨।। કામ ક્રોધ દંભ લોભ મોહ, ઇંદ્રિ ગુણ આદિ જે સમોહ ।

તેથી રક્ષા કરજ્યો અમારી, જેણે રહીએ નૈષ્ઠિક બ્રહ્મચારી ।।૫૩।। વળી જ્યારે જ્યારે હું સંભારૂં, ત્યારે દર્શન થાય તમારૂં । એજ વર માગું છું તમથી, માયિક સુખ માગતો નથી ।।૫૪।। ત્યારે સૂર્ય કહે સુખદાઇ, તમવડે મારી છે મોટાઇ ।

આવો તેજ પ્રતાપ છે મારો, તેતો સર્વે જાણો છે તમારો ।।૫૫।।

નથી સમર્થ તમથી અમે, પણ થાશે જે માગ્યું છે તમે ।

એમ હરિને આપી વરદાન, પોતે થયા પછી અંતર્ધાન ।।૫૬।।

પછી તપ સમાપતિ કરી, એહ ક્ષેત્ર વખાણે છે હરિ ।

રહ્યા તિયાં દ્વાદશીનો દન, પછી કર્યું છે ચાલવા મન ।।૫૭।। એમ ચરિત્ર કરે બહુનામી, જે કોઇ સર્વે ધામના ધામી ।

જેની આગન્યામાં અજ ઇશ, વિષ્ણુ વિબુધ શારદા શેષ ।।૫૮।। જેની આગન્યામાં માયા કાળ, સર્વે લોક વળી લોકપાળ ।

જેની આગન્યામાં વાયુ વ્યોમ, વળી કહીએ તેજ તોય ભોમ ।।૫૯।। એહ સર્વેના નિયંતા સ્વામી, કરે એમ ચરિત્ર બહુનામી ।

નરતન ધર્યું છે તે માટ, એમ વરતે છે વર્ણિરાટ ।।૬૦।।

ભક્તચિંતામણી

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિતપશ્ચર્યા વર્ણન નામે

ઓગણત્રિશમું પ્રકરણમ્‌ ।।૨૯।।

પૂર્વછાયો- ત્યાર પછી કૃષ્ણ દેવની, કહું કથા અતિ રસાળ ।

ચંચળ થયા ચાલવા, ઉત્તર દિશામાં દયાળ ।।૧।।

નામી મસ્તક મુક્તનાથને, પછી નામ્યું મુક્તને શિશ ।

પ્રભાતે ઉઠી પધારિયા, એહ આશ્રમથી જગદીશ ।।૨।।

નગ નદીયો તળાવ તિયાં, તરી ઉતર્યા તે પાર ।

મહા અરણ્ય જ્યાં મનુષ્ય નહિ, ચોંપે ચાલ્યા તેહ મોઝાર ।।૩।। હિમાચળ ભણી ચાલીયા, જોયાં તેની તળાટીનાં વન ।

ઝાડ પહાડ જોઇ પૃથિવી, જોયાં વિવિધે વૃક્ષ સઘન ।।૪।।

ચોપાઇ- ઝાડ પહાડ ઉંચા છે અપાર રે, જાણ્યું અડ્યા આકાશ મોઝાર રે ।

સામસામી શાખા સંકલાણી રે, એક બીજામાં ઘણી ઘુંચાણી રે ।।૫।। વળી વિધ્યે વિધ્યે વેલી જેહ રે, એક બીજામાં ઉરઝી તેહ રે । વન વેલી ઘુંચાણી છે ઘાટી રે, જેને જોઇ છાતિ જાય ફાટી રે ।।૬।। એવું ઘાટું વન છે વિષમ રે, જેમાં ન પડે રાત્યદિની ગમ રે ।

ન દિસે ઉગી આથમે દન રે, એવું ઝાડે છે વન સઘન રે ।।૭।। તિયાં ફળ ફુલ ફુલ્યાં કઇ રે, કંદ મૂળતણો પાર નઇ રે । વળી સર સરિતા અપાર રે, અતિ અમળ જળ તે મોઝાર રે ।।૮।। વળી ગેહેરી ગુફા ત્યાં ઘણી રે, જાણું બહુ રહ્યાં મંદિર બણી રે । વળી પશુ ને પક્ષી ત્યાં ઘણાં રે, ફરે ટોળાં બોળાં તેહતણાં રે ।।૯।।

સિંહ શાર્દૂલ કાવે કેસરી રે, કપિ કુરંગ ને કઇ કરી રે ।

ગેંડા રોઝ ને મહિષા ઘણા રે, વ્યાઘ્ર વારાહ બહુ બિહામણા રે ।।૧૦।।

સુરાગાયો ને સેમર શ્યાળ રે, શશા નોળ બોળા તિયાં વ્યાળ રે । જ્યારે બોલે પરસ્પર એહ રે, થાય શબ્દ ભયંકર તેહ રે ।।૧૧।।

મનુષ્ય જાતિએ ત્યાં ન જવાય રે, જો જાય તો પાછું ન અવાય રે । એવા વનમાં એકાએક ફરે રે, અતિ ધીર કોઇથી ન ડરે રે ।।૧૨।।

ભક્તચિંતામણી

ભૂત પ્રેત દનુજ ને દૈત્ય રે, એવા મળે વનમાંહિ નિત્ય રે । યક્ષ રાક્ષસ રાક્ષસી જેહ રે, ભૈરવ ભૈરવી વૈતાલી તેહ રે ।।૧૩।। એવા અહોનિશ વનમાં રમે રે, તિયાં હરિ એકાએક ભમે રે । જાતાં જાતાં પડે રાત્ય જીયાં રે, સુવે નિર્ભય થઇને તિયાં રે ।।૧૪।। એમ જોતાં તે વન સમગ્ર રે, આવ્યું એક ત્યાં બુટોલ નગ્ર રે । તેનો રાજા મહાદત્ત નામ રે, સર્વે પર્વતિ રાજાનો શ્યામ રે ।।૧૫।। તેણે દીઠા ત્યાગી ઘનશ્યામ રે, અતિ હેતે રાખ્યા નિજધામ રે । કરે અતિ પ્રીત્યે નિત્ય સેવ રે, જાણે આ છે મોટા કોઇ દેવ રે ।।૧૬।।

નૃપભગિની નામ મયાજી રે, દેખી હરિ થયા બહુ રાજી રે ।

કહે આતો મોટા કોઇ અતિ રે, નોય મનુષ્યની આવી ગતી રે ।।૧૭।। જોઇ હરિનાં મોટાં આચરણ રે, સેવે કલ્યાણ સારુ તે ચરણ રે ।

પછી નાથે દયા કરી તેને રે, આપ્યું નિજ જ્ઞાન એહ બેને રે ।।૧૮।। જન્મ મરણતણું જાળ કાપ્યું રે, સુખ અંતરે અખંડ આપ્યું રે । રહ્યા તિયાં થોડા ઘણા દિન રે, પછી ત્યાંથી ચાલ્યા છે જીવન રે ।।૧૯।। તપ કરવા ઇશક છે અતિ રે, બીજી વાત તે નથી ગમતિ રે ।

શહેર પુર નગ્ર ઘોષ ગામ રે, નથી ગમતું રહેવાને એ ઠામ રે ।।૨૦।।

મેડી મહોલ હવેલી આવાસ રે, તેમાં રહેતાં રહે છે ઉદાસ રે ।

માટે વેગે ચાલ્યા ત્યાંથી વને રે, તૈયે રાજી થયા બહુ મને રે ।।૨૧।।

મુક્તનાથથી આવ્યા એ અરણ્ય રે, તેને વીતી ગયા કાળ ત્રણ્ય રે ।

ચાલ્યા ગહન વનને માંઇ રે, ખાવા ફળ ફુલ નિત્ય ત્યાંઇ રે ।।૨૨।। તે પણ મળે કે ન મળે ટાણે રે, તોય મન અધીર ન આણે રે । એવા થકા વિચરે છે વને રે, અતિ ત્યાગ વૈરાગ્ય છે તને રે ।।૨૩।। જાતાં ઉત્તર દિશને માંઇ રે, આવ્યો વડ રૂડો એક ત્યાંઇ રે । ત્યાંથી નદી તળાવ નિકટ રે, અતિ ઉંચો વિસ્તારે છે વટ રે ।।૨૪।। તેને આસપાસે ગજ ફરે રે, બીજા શબ્દ ભયંકર કરે રે ।

ત્યાંથી ઉગમણું એક તાલ રે, વહે ઉત્તરમાં જળમાલ રે ।।૨૫।।

નડ થુંબડે વિટ્યો છે વડ રે, બેઠા દીઠા યોગી તેને થડ રે ।

ભક્તચિંતામણી

મૃગાજિન પર બેઠા આપ રે, માથે જટા મોટી છે નિષ્પાપ રે ।।૨૬।। આચ્છાદને ઢાંકેલ કૌપીન રે, નથી તે પણ વસ્ત્ર નવીન રે । તેહ વિના નથી બીજું પાસ રે, માયિક સુખથી છે ઉદાસ રે ।।૨૭।। શાળગ્રામની સેવા કીધી છે રે, ગીતા પાઠ કરવા લીધી છે રે । એવા ગોપાળયોગી ઉદાર રે, તેને નાથે કર્યો નમસ્કાર રે ।।૨૮।। ત્યારે ઉભા થઇ યોગીરાય રે, મળ્યા હેત આણિ ઉરમાંય રે । જેમ વહાલાં વેગળેથી આવે રે, તેને મળે જેમ અતિ ભાવે રે ।।૨૯।। એમ પામ્યા છે અતિ આનંદ રે, પછી મળી બેઠા મુનિ ઇંદ રે । કહ્યું એક બીજાનું વૃતાંત રે, ત્યારે વાધિયું હેત અત્યંત રે ।।૩૦।। કહે આપણે રહેશું બે મળી રે, બોલ્યા પ્રભુજી એવું સાંભળી રે । કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રૂડો મને ઉપદેશ રે ।।૩૧।। રહ્યા ગોપાળયોગીને પાસ રે, કર્યો યોગશાસ્ત્રનો અભ્યાસ રે । કાવે જે કોઇ અષ્ટાંગ યોગ રે, શિખ્યા જેથી મટે ભવરોગ રે ।।૩૨।।

મોટી બુદ્ધિવાળા ઘનશ્યામ રે, શિખ્યા યોગ અંગ કહું નામ રે । યમ નિયમ આસન જેહ રે, પ્રાણાયામ પ્રત્યાહાર તેહ રે ।।૩૩।। ધારણા વળી ધ્યાન જે કહીએ રે, અષ્ટમું અંગ સમાધિ લઇએ રે । તેમાં જુજવા ભેદ છે બહુ રે, શિખ્યા થોડે દિને હરિ સહુ રે ।।૩૪।। એકવાર સાંભળે છે જેહ રે, શિખી કરી દેખાડે છે તેહ રે । વળી શિખ્યા છે પ્રથમ પેલે રે, તે પણ કરી દેખાડે છે છેલે રે ।।૩૫।। બસ્તિ બે પ્રકારની લહીએ રે, નેતિ કુંજરક્રિયા તે કહીએ રે ।

નોળિ શંખપ્રક્ષાલન નામ રે, મોર્યે શિખ્યા છે એ ઘનશ્યામ રે ।।૩૬।। તેતો સર્વે દેખાડે છે કરી રે, ગુરુ ગોપાળયોગીને હરિ રે । જોઇ ગુરુ કરે છે વિચાર રે, નોય મનુષ્ય આ નિરધાર રે ।।૩૭।। આતો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા છે પોતે ધરી મૂરતિ રે । આવો હું જે અતિ નિસ્પૃહ રે, તેને ન થાય બીજે સનેહ રે ।।૩૮।।

માટે જાણું છું જરૂર કૃષ્ણ રે, એવે ભાવે કરે નિત્ય દ્રષ્ણ રે । એમ પરસ્પર ગુરુપણું રે, રાખે એક બીજામાંઇ ઘણું રે ।।૩૯।।

ભક્તચિંતામણી

કંદ મૂળ ફળ ફુલ વળી રે, જમે આનંદે એકઠા મળી રે ।

એમ વિત્યુું એ સ્થાનકે વર્ષ રે, કરી ઉગ્ર તપ થયા કૃષ રે ।।૪૦।। શીત ઉષ્ણ ને મેઘની ધાર રે, સહ્યું સર્વે શરીર મોઝાર રે । એમ તપ કરે વનમાંય રે, અતિ ધીરજ્ય પર્વતપ્રાય રે ।।૪૧।। એવા યોગી મોટા જે દયાળ રે, જોઇ પાસે વસ્યા પશુપાળ રે । રહ્યા ગાયો તણા ઘોષ કરી રે, ત્યાં તો કેડ્યે પડિયા કેસરી રે ।।૪૨।। નિત્ય કરે તે ગાયોની ઘાત રે, તેની કહી યોગી આગે વાત રે । કહે ગોવાળ અમે અનાથ રે, અમારે છે એ ગાયો મિરાંથ રે ।।૪૩।। તેને વાઘ કરશે જો નાશ રે, ત્યારે અમારે સઇ ગુંજાશ રે । એવી સાંભળી દીનતા વાણી રે, બોલ્યા યોગી તેને દુઃખી જાણી રે ।।૪૪। કહે માં બિયો તમે ગોવાળ રે, કરશે હરિ સહુની રખવાળ રે । એમ કહી લીધો શંખ હાથે રે, વજાડિયો છે તે યોગીનાથે રે ।।૪૫।। જેટલામાં સંભળાણો શબ્દ રે, ભાગ્યાં હિંસક મુકી એ હદ રે । વળી ત્યાં વસતાતા જે વાઘ રે, તેણે પણ કર્યું વન ત્યાગ રે ।।૪૬।। રહ્યા સુખે ગાયો ને ગોવાળ રે, પ્રભુ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે । રહ્યા કાંઇક પોતે પછી ત્યાંય રે, વાંચે ગીતાનો બીજો અધ્યાય રે ।।૪૭।।

પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ રે, નિશ્ચે કરીયું જેવું છે રૂપ રે ।

પ્રત્યાહાર કરી મહામતિ રે, ઇંદ્રિ પ્રાણ અંતઃકરણવૃત્તિ રે ।।૪૮।। તેને આતમામાં વાળી લીધી રે, પછી ધીરજે ધારણા કીધી રે । એમ કેટલાક કાળ ગયા રે, આતમાને વિષે સ્થિર રહ્યા રે ।।૪૯।। ધ્યાનયોગ તેની જે સમાધિ રે, તેની પકવદશા અતિ સાધિ રે । કહ્યું એમ યોગીને જીવને રે, એવી ક્રિયાઓ કરે છે વને રે ।।૫૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ગોપાળયોગીને મળ્યા એ

નામે ત્રિશમું પ્રકરણમ્‌ ।।૩૦।।

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુણો સહુ થઇ સાવધાન । કૃપાનિધિ કૃષ્ણદેવનાં, કહું ચરિત્ર અમૃત સમાન ।।૧।।

ભક્તચિંતામણી

નાથ પ્રતાપે નિજ આતમા, દેખે અખંડરૂપે અનુપ ।

તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મસ્વરૂપ ।।૨।। એવા યોગને શિખિયા, ગોપાળયોગી જેહ ।

સ્નેહે કરી શ્રીહરિએ, તેને શિખવિયું છે તેહ ।।૩।। તેણે કરી તર્ત થયા, યોગી તે બ્રહ્મસ્વરૂપ ।

અતિ પ્રકાશક આતમા, તેહ જાણ્યું પોતાનું રૂપ ।।૪।।

ચોપાઇ- પછી યોગીને જણાણું એમ, આને મનુષ્ય કહેવાય કેમ । થયું જ્ઞાન યથારથ જ્યારે, બોલ્યા ગોપાળયોગી તે વારે ।।૫।।

નરનારાયણ ઋષિરાય, થઇ બ્રહ્મચારી આવ્યા આંય ।

બહુ જીવનાં કરવા કાજ, આપે પ્રગટ થયા મહારાજ ।।૬।। એમ નિશ્ચે કર્યો નિરધાર, નારાયણ તે આ બ્રહ્મચાર ।

એવા જાણી પછી ધર્યું ધ્યાન, ચોટી વૃત્તિ મૂર્તિમાં એકતાન ।।૭।। તેણે વિસરિયો નિજ દેહ, થયો મૂર્તિમાં અતિ સનેહ ।

જાણ્યું આપ મળ્યું સુખ મોટું, બીજું સરવે લાગ્યું છે ખોટું ।।૮।। એવા મોટા યોગી જે ગોપાળ, તેતો ભુલ્યા દેહ થોડે કાળ । અતિ વિસ્મૃતિ થઇ જ્યારે, મુક્યો માયિક દેહને ત્યારે ।।૯।।

પછી શ્રીકૃષ્ણ દેવ પ્રતાપે, ગયા ગોલોકમાં યોગી આપે ।

પછી બ્રહ્મચારી નીલકંઠે, કરી ક્રિયા તેની રૂડી પેઠે ।।૧૦।।

પછી મુકી પોતે એહ સ્થાન, ચાલ્યા પૂરવમાં ભગવાન ।

રહી અખંડ બ્રહ્મસ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ ।।૧૧।।

નાસાગ્ર દૃષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમ કમાનનો તીર ।

કૃષ્ણમાંહિ છે દૃષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ ।।૧૨।। દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિવારાહ ।

તિયાં ત્રણ દિવસ પોતે રહ્યા, ત્યાંના વાસીને દર્શન થયાં ।।૧૩।। નિરખી આનંદ પામિયાં અતિ, જાણું આવ્યા શું આ બૃહસ્પતિ । એમ જનને આનંદ આલી, પછી ત્યાં થકી નિસર્યા ચાલી ।।૧૪।।

ગયા બંગદેશમાં દયાળ, આવ્યું સીરપુર શહેર વિશાળ ।

ભક્તચિંતામણી

સિદ્ધવલ્લભ તેનો છે રાયે, ગયા પોતે ત્યાં અણઇચ્છાયે ।।૧૫।। તે નરેશે પ્રાર્થના કરી, રાખ્યા ચોમાસું ત્યાં ભાવ ભરી । દીઠા અતિ ત્યાગી એકાએક, રાખ્યો પાસળે એક સેવક ।।૧૬।। તેનું નામ છે ગોપાળદાસ, કરે ટેલ્ય રહે નિત્ય પાસ ।

તિયાં બીજા ભેખધારી બહુ, રાખ્યા ચોમાસું કરવા સહુ ।।૧૭।। તે તમોગુણી મંત્રઅધ્યાસી, સર્વે ક્ષુદ્રદેવના ઉપાસી ।

તેના જુજવા જુજવા વેશ, કોઇ મુંડેલ કેનેક કેશ ।।૧૮।। કોઇ નાગા કોઇને કૌપીન, કોઇ ન રાખે વસ્ત્ર નવીન ।

તેમાં સોએક તપસ્વી સઇ, તેતો બેસે તડકામાં જઇ ।।૧૯।। કોઇ વર્ણી ને કોઇ સન્યાસી, કોઇ હંસ ને કોઇ ઉદાસી । કોઇ કહે મુખે કાળી કાળી, કોઇ કહેતું બેચરાવાળી ।।૨૦।। કોઇ ભૈરવ ભૈરવ રહ્યા ભણી, કોઇ ભજે ભવાની જોગણી ।

કોઇ મુનિ ને કોઇક બોલે, કોઇ અહોનિશ આંખ્ય ન ખોલે ।।૨૧।। કૈક ખાખી કૈક હુડધંગા, એમ મળ્યા બહુ અડબંગા ।

થયા સિદ્ધ ભુંશી બહુ સેલી, ભંગી જંગી ભેળા થયા ફેલી ।।૨૨।। તેને રાજા જાણી મોટાસિદ્ધ, આપે રસોઇયો રૂડી વિદ્ધ ।

આસન સારુ આપી ગાદલાં, કરે સનમાન રાજા ભલાં ।।૨૩।। ત્યારે યોગી બોલે બળે બહુ, કરે વાત સિદ્ધાઇની સહુ ।

એમ કરતાં આવ્યો વરષાત, વાયો વાયુ થયો ઉતપાત ।।૨૪।। ખવે વિજળી વારમવાર, વરષે મેઘ તે મુશળધાર ।

ગરજે ઘોર ને કડાકા કરે, ઉપરે જળ અખંડ ઝરે ।।૨૫।। એવી અખંડ મંડાણી એલી, ચાલ્યાં પૃથવીએ પુર રેલી ।

તેમાં પોઢી રહ્યા પોતે નાથ, તન પર ચડી રેતી હાથ ।।૨૬।।

પછી સેવક આવી સવારે, કાઢ્યા કાદવ માંહિથી બારે ।

વર્ષે મેઘ મચી બહુ ઝડી, આંખ્ય ઉઘડે નહિ એક ઘડી ।।૨૭।। એમ ચારે માસ વુઠો ઘન, પહોંચે સિદ્ધાઇ કેટલા દન ।

અતિ વર્ષાતે અસોયા થયા, પછી રાત્યે રાત્યે ભાગી ગયા ।।૨૮।।

ભક્તચિંતામણી

ધીરે ધીરે સિદ્ધ ગયા નાશી, કરવા લાગ્યા લોક તેની હાંસી । કહે મોટા સિદ્ધ ગયા ચાલી, આ જો પડ્યાં છે આસન ખાલી ।।૨૯।। એક બેઠા રહ્યા બ્રહ્મચારી, તેને જોઇ નમ્યાં નરનારી ।

કહે સિદ્ધ તો આ એક ખરા, બીજા દંભી ભાગી ગયા પરા ।।૩૦।। રાજા નમ્યો જાણી હરિ મોટા, બીજા સર્વેને જાણ્યા છે ખોટા । વાધ્યું પ્રભુજીનું બહુ માન, બીજાનું ન કરે સનમાન ।।૩૧।। તેણે કરી બળ્યા બીજા બહુ, આવ્યા મળી મારવાને સહુ ।

નાખી અડદ મંતરી મુઠું, પડ્યું જે જે કર્યું તે તે જુઠું ।।૩૨।।

પછી સેવક હતો જે પાસ, કરતો સેવા જે ગોપાળદાસ ।

તેને માથે નાખી એણે મુઠ્ય, પડ્યો ભૂમિએ ન ફેરે પુંઠ્ય ।।૩૩।। આવ્યું મોઢે ફીણ તેને જોઇ, નહિ જીવે કહે સહુ કોઇ ।

પછી રાજાએ સિદ્ધ બોલાવી, કહ્યું આને લેવો જ ઉઠાવી ।।૩૪।। ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કહ્યું જીવાડશે બ્રહ્મચારી ।

ત્યારે રાયે આવી જોડ્યા હાથ, કહ્યું આને જીવાડીયે નાથ ।।૩૫।।

પછી હરિ તેને પાસે જઇ, ઉઠાડ્યો શ્રીકૃષ્ણ મંત્ર કઇ ।

ઉઠ્યો તર્ત લાગી નહિ વાર, પામ્યાં વિસ્મય સહુ નરનાર ।।૩૬।। કહે આતો છે પોતે શ્રીકૃષ્ણ, મોટાં ભાગ્ય થયાં એનાં દ્રષ્ણ । વળી એમ કહે નરનારી, કૃષ્ણ નહિ તો કૃષ્ણ ભક્ત ભારી ।।૩૭।।

પછી મુઠ્ય નાખીતિ જે સિદ્ધે, પડી તેને માથે ભલી વિધ્યે ।

પડ્યો પડાક પૃથિવી માંઇ, મુખમાં ગઇ ધુડ્ય ભરાઇ ।।૩૮।। આવ્યું મોઢે ફીણ ફાટ્યું ડાચું, થયું જીવ્યાની કોરનું કાચું ।

પછી તેણે તેના સિદ્ધ લાવી, કર્યા ઉપાય બહુ બોલાવી ।।૩૯।। તેણે ફેર પડ્યો નહિ રતિ, ત્યારે કરી હરિને વિનતિ ।

પછી નાથ તેને પાસ આવી, કહી મંત્ર ને લીધો જીવાવી ।।૪૦।। ત્યારે સિદ્ધ રાજા સહુ મળી, કરી સ્તુતિ હરિજીની વળી ।

જાણ્યા રાજાએ મોટા છે સરે, થયો પરિવાર સહિત આશરે ।।૪૧।। જેજે હતો એ સિદ્ધનો વર્તા, મુઠ્ય નાખી બાળી પેટ ભર્તા ।

ભક્તચિંતામણી

તેતો નીલકંઠે ભાંગ્યો ભય, થયા મનુષ્ય સહુ નિરભય ।।૪૨।।

લાવી વસ્ત્ર ધન આગે ધરે, હરિ ત્યાગી છે તેને શું કરે ।

એટલાકમાં વિપ્ર તૈલંગ, આવ્યો નારી સુત લઇ સંગ ।।૪૩।। ભણ્યો વેદ શાસ્ત્ર ને પુરાણ, પ્રસિદ્ધ વિપ્ર પૃથ્વી પ્રમાણ ।

આવ્યો સિદ્ધવલ્લભરાય પાસ, મને દાન લેવાની છે આશ ।।૪૪।।

પછી તે રાજા છે ધર્મવાન, આપ્યું ભણ્યો જાણી ભારે દાન ।

આપ્યો હસ્તિ ને કાળ પુરુષ, લેતાં વિપ્ર થયો કાળો મષ ।।૪૫।।

ગૌર મટીને થયો છે શ્યામ, ત્યારે નિંદા કરવા લાગ્યું ગામ ।

પછી હરિ પાસે વિપ્ર આવી, અતિ દિનતાએ વાણી કાવી ।।૪૬।। હે મહારાજ ! હું તો હતો દુઃખી, દાન લઇ થવા ગયો સુખી । ત્યાં તો સામું દુઃખ થયું ઘણું, હવે શું માહાત્મ્ય જીવ્યાતણું ।।૪૭।।

માટે ત્યાગીશ હું હવે તન, થાય તો તમે કરો જતન ।

પછી દુઃખી વિપ્ર હરિ જાણી, દયાળે દયા એ પર આણી ।।૪૮।। કહ્યો શ્રીકૃષ્ણનો મંત્ર કાને, મટી શ્યામ થયો ગૌર વાને ।

પછી બ્રાહ્મણ લાગ્યો પાય, કહ્યું રહ્યો હું મન્યખા માંય ।।૪૯।।

પછી ગાતો પ્રભુજીના ગુણ, ગયો દેશ પોતાને બ્રાહ્મણ ।

એવા પ્રભુજી બહુ પ્રતાપી, કર્યાં સુખી બહુ દુઃખ કાપી ।।૫૦।। ત્યાગ વૈરાગ્ય ઉરમાં અતિ, સહુપર વર્તે મહામતિ ।

એમ કરતાં ગયું ચોમાસું, આવ્યો કાર્તિક ઉતર્યો આસુ ।।૫૧।।

પછી હરિ ને બીજા જે સિદ્ધ, તેને પૂજ્યા નૃપે બહુ વિદ્ધ ।

પછી ચાલ્યા છે ત્યાં થકી સહુ, હરિસંગે બીજા સિધ્ધ બહુ ।।૫૨।। આવ્યા કામાક્ષિદેવીની ઝાડીએ, ઉતર્યા સિદ્ધ સહુ વાડીએ ।

પછી રસોઇ કરવા કાજ, કર્યો ભેળો સરવે સમાજ ।।૫૩।। તેને સમીપે છે એક ગામ, વશે દ્વિજ ત્યાં પિબેક નામ ।

સિદ્ધમંડળ આવ્યું સાંભળી, ઉઠ્યો તર્ત તિયાં થકી બળી ।।૫૪।। કહે સિદ્ધાઇ એની ચુંથી નાખું, કરી ગુલામ ને ઘેર રાખું । જોજ્યો માતાજીએ કરી મેર, આવ્યાં વણગોત્યાં પશુ ઘેર ।।૫૫।।

ભક્તચિંતામણી

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે એકત્રીશમું

પ્રકરણમ્‌ ।।૩૧।।

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, હરિકથા કહું અનૂપ । દુષ્ટને દુઃખદાયી છે, છે સંતને સુખરૂપ ।।૧।।

અસુર જે અવનિ રહ્યા, બદલાવીને બીજો વેશ ।

તેને તે અર્થે શ્રીહરિ, ફરે છે દેશ પ્રદેશ ।।૨।। જે કારણ અવતાર છે, તે કરવા થયા છે તૈયાર ।

હરિ ઇચ્છાએ આવિયા, પ્રભુ એહ વાડી મોઝાર ।।૩।। પિબૈક ત્યાં પરિયાંણિયો, કરવા તે સિદ્ધોની ઘાત ।

નિદાન તેમાંથી જે નિપજ્યું, તેની સાંભળજ્યો સહુ વાત ।।૪।।

ચોપાઇ- હતો બ્રાહ્મણ મોરે એ શુદ્ધ, મળી વામિએ કર્યો અશુદ્ધ । કૌલાર્ણવે ભણેલે ભુદેવે, મળી ભષ્ટ કર્યો તતખેવે ।।૫।। થયો કાલી ઉપાસક ભારી, નિત્ય પ્રત્યે પિવે કુળવારી ।

વળી સિદ્ધને જીતવા કાજ, તેદિ સજ્યો સરવે સમાજ ।।૬।।

મદ્ય માંસ ખાઇ થયો મસ્ત, તિખું ત્રિશુળ લીધું છે હસ્ત । કર્યો સિંદૂરલેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે ।।૭।। રજે ભિંજેલ કુંકુમ લઇ, ચાલ્યો કપાળે ચાંદલો દઇ ।

વળી કુળવારી ખુબ પીધું, વધ્યું તે શરીરે છાંટી દીધું ।।૮।।

ચાલ્યો મત્સ્ય ચાવી મદમાતો, શિશે બાંધ્યો છે પટકો રાતો ।

માથે ઘણા ઘુંચાળા મુવાળા, તે દિસે છે ભૂંડા ભમરાળા ।।૯।। સિદ્ધ પ્રસિદ્ધ પોતે કહેવાય, તેને જાણે સહુ દેશમાંય ।

કોઇ સામું આવીને ન ભાખે, ભાખે જો કોઇ તો મારી નાખે ।।૧૦।। એવો ભૂંડાઇએ ભર્યો અપાર, મદ્ય ચાર વારનો પિનાર ।

કંઠે બાંધ્યાં છે અસ્થિ માંજાર, થયો સિદ્ધ જીતવા તૈયાર ।।૧૧।। રનારી જે રહે ગામવાસે, સંગે લઇ આવ્યો સિદ્ધને પાસે ।

વળતો આવીને બોલિયો એમ, પાખંડિયો સિદ્ધ કાવો કેમ ।।૧૨।।

ભક્તચિંતામણી

સિદ્ધ તો એક હું છઉં આજ, તમ જેવા તો છે મારું ખાજ ।

મોટામોટાને મેં જીતી લીધા, તમ જેવા શિષ્ય કઇ કીધા ।।૧૩।। જેજે આવીને મને નમિયા, તેતે સરવે જીવતા રિયા ।

જેણે જેણે બાંધી મુજ સાથે, તેને માર્યા મુકી વીર માથે ।।૧૪।।

માટે તમે મનમાં વિચારી, થાઓ શિષ્ય માળાઓ ઉતારી । ઉતારો ઉપવીત અચિર, નહિ તો હમણાં હોકારું છું વીર ।।૧૫।। ભૂત પ્રેત લાવી સંગે ઘણાં, ખાઇ જાશે માંસ તમતણાં ।

એમ બોલ્યો એ બળમાં બહુ, બિના હરિ વિના સિદ્ધ સહુ ।।૧૬।। કહે જેમ એ કહે તેમ કરીએ, તો આવ્યા મોતમાંથી ઉગરીએ ।

નહિ તો મારશે વીરને મેલી, માટે મેલીએ માળા સંકેલી ।।૧૭।।

મેલો જનોઇ પણ ઉતારી, એમ સહુ સિદ્ધે વાત વિચારી ।

ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યું, રાખો ધીરજે હાકલી હૈયું ।।૧૮।। કરે શિષ્ય મોરે મર મને, પછી થાવું તમારે સહુને ।

તોયે સિદ્ધે ધીરજ ન ધારી, કહ્યું નાખશે તમને મારી ।।૧૯।।

મહા દુષ્ટ એ પાપી છે બહુ, એને અમે જાણું છઉં સહુ ।

એવી સિદ્ધ હરિની જે વાણી, સુણી બોલ્યો અતિ ક્રોધ આણી ।।૨૦।। ત્યારે પિબૈક કહે બ્રહ્મચારી, તને દેખાડું સામર્થી મારી । જો તું આ નીલા વડના હાલ, હમણાં કરૂંછું સુકવી સાલ ।।૨૧।। એમ કહી નાખી મુઠ જ્યારે, વડ સુકી ગયો તેહ વારે ।

કહે માન્ય વર્ણી વાત મારી, નહીં તો આ ગતિ જાણજે તારી ।।૨૨।। ત્યારે હરિ કહે ન બિયું અમે, કરવું હોય તે કરો સુખે તમે । એમ કહીને વીરઆસને, બેઠા હરિ તે અચળ મને ।।૨૩।। બીજાની તો ધીરજ ન રઇ, બેઠા કૃષ્ણ કેડે કંપે જઇ ।

પછી પિબૈકે અડદ મંતરી, નાખ્યા હરિ ઉપર રીશ કરી ।।૨૪।। તેણે હરિને ન થયું કાંઇ, ત્યારે દ્વિજ કોપ્યો મનમાંઇ । કહે રહેજે ખબરદાર થઇ, આજ માર્યા વિના મુકું નઇ ।।૨૫।। એમ કહિ નાખી મુઠ એણે, ફેર પડ્યો નહિ કોઇ તેણે ।

ભક્તચિંતામણી

ત્યારે પિબૈકે પણ એ લીધું, તને માર્યાનું નિશ્ચય મેં કીધું ।।૨૬।। કરવું હોય તે કર સ્મરણ, આજ આવ્યું તારું ચાલી મરણ ।

નાખું છું કાળભૈરવની મુઠું, તારા જીવવાનું જાણે જુઠું ।।૨૭।। ત્યારે હરિ કહે બેઠો છું હું જ, કરવું હોય તે કરને તું જ । ત્યારે મુક્યા છે ભૈરવ વીર, તોય હરિ બેઠા રહ્યા સ્થિર ।।૨૮।। આવ્યા ભૈરવ ને વીર દોઇ, તેતો સામું શકયા નહિ જોઇ ।

પાછા પિબૈક ઉપર પડ્યા, ઉલટા નાખતલને નડ્યા ।।૨૯।।

પડ્યો કાળી ઉપાસક ઢળી, ચાલ્યું મુખેથી લોહી નિકળી । આવી મૂરછા ન રહી શુદ્ધ, પડ્યો અવનીએ ઉંદ્ધમુધ્ધ ।।૩૦।।

પછી મોડેથી મૂરછા વળી, ઉઠી બોલ્યો છે બળમાં વળી । કહ્યું ઉભો રહેજે બ્રહ્મચારી, મેલું બટુભૈરવ નાખે મારી ।।૩૧।। ત્યારે હરિ કહે મોકલો સુખે, મુક્યા બટુવીરને વિમુખે । તેતો બિને પાછા વળી ગયા, પાછા પિબૈકને વળગિયા ।।૩૨।।

નાખ્યો ભૂમિયે પાડી પડાક, ધ્રુજી ધરણીએ પડ્યો ધડાક ।

વળી તડિ તડફડિ ઉઠ્યો, બોલ્યો પ્રભુજી ઉપર રૂઠ્યો ।।૩૩।। કહે મુકું છું વીર મહાકાળી, તને નહિ મારે બીજાં એટાળી । એમ કહીને તેને મુકીયાં, તેતો હરિ પાસે ન આવિયાં ।।૩૪।।

પાછા ફરીને લાગિયાં એને, ઢાળી પાડિયો ભૂમિએ તેને । થયો અસોયો ન રહી શુદ્ધ, તોય વામી ન મુકે વિરુદ્ધ ।।૩૫।।

પડી પહોર ઉઠી ઉભો થયો, વળી પ્રભુજીને કહેવા રહ્યો । કહે છે ઉભો રહેજે બ્રહ્મચારી, હવે કરૂં છું વલે હું તારી ।।૩૬।। બહુ વીર સહિત હનુમંત, મુકું તેને કરે તારો અંત ।

એમ કહીને મુક્યા તે વાર, આવી તેણે કર્યો નમસ્કાર ।।૩૭।। કરી પ્રણિપત પાછા ગીયા, બહુ પિબૈક પર કોપિયા ।

આવી વળગ્યા તે વિપ્રને સહુ, પડ્યો વિપ્ર ભૂંડે હાલ બહુ ।।૩૮।। ફાટ્યું મોઢું ને આવિયું ફીણ, પડી અંગની નાડિયો ક્ષીણ ।

માથું ગરી ગયું મહી માંઇ, મુખમાં ગઇ ધુડ્ય ભરાઇ ।।૩૯।।

ભક્તચિંતામણી

પડ્યો ભેચક થઇ રીત્ય ભૂંડી, આંખ્યો ઉતરી ગઇ છે ઉંડી ।

નાક મુખમાંથી લોહી વહ્યું, પછી ઉઠવા જેવું ન રહ્યું ।।૪૦।। ત્યારે તેના સંબંધી સહુ મળી, લાગ્યાં પાય પ્રભુજીને લળી । કહે દયા કરો એને હરિ, હવે નહિ કરે એ આવું ફરી ।।૪૧।।

માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું ।

પછી પ્રભુએ તેને ઉઠાડ્યો, ઉઠી વિપ્ર પ્રભુ પગે પડ્યો ।।૪૨।। કર્યા દંડવત બહુ વાર, કહે આવ્યો નવે અવતાર ।

પછી સિદ્ધ હતો તેને જોઇ, આપી બ્રાહ્મણે તેને રસોઇ ।।૪૩।। એમ કરી ગયો ઘેર જ્યારે, મન રહ્યું નહિ એવું ત્યારે ।

પૂજ્યો કાળભૈરવને જઇ, મદ્ય માંસ બલિદાન દઇ ।।૪૪।।

મુક્યો હરિ માથે તતકાળ, આવ્યો ભયંકર વિકરાળ ।

ભૂંડું મુખ તે ભર્યું રુધિરે, લાંબો ને નથી વસ્ત્ર શરીરે ।।૪૫।। આંખ્યું રાતી અતિ કાળો શાહી, લીધું ત્રિશુળ તે કરમાંહિ । એવે રૂપે પ્રભુ પાસે આવ્યો, પણ આવિને કાંઇ ન ફાવ્યો ।।૪૬।। છેટે બેસી રહ્યો આખી રાત્ય, હરિ હસ્યા જોઇ પરભાત્ય ।

પછી નાવા ચાલ્યા જ્યારે હરિ, ત્યારે એના સામી દૃષ્ટિ કરી ।।૪૭।। ત્યારે થરથર ધ્રુજીને ભાગ્યો, જઇ પિબૈકને કેડે લાગ્યો । કહે આજ નિશ્ચે એને મારું, ત્યારે પ્રભુજીએ કર્યું વારું ।।૪૮।। કહે એનું ખાધું સિધ્ધે અન્ન, તેની તારે કરવી જતન ।

પછી બ્રાહ્મણ પાસે ભૈરવ, જઇ કહી છે વાત સરવ ।।૪૯।। આજ મૃત્યું કરવું તું તારું, પણ વર્ણિએ કર્યું છે વારું । એમ કહીને ભૈરવ ગીયો, દ્વિજ પ્રભુને પાસે આવિયો ।।૫૦।। જાણી ઇશ્વર નામિયું શિશ, કહે કરજ્યો ગુના બકશિશ ।

એમ કહીને વારમવાર, કરે બહુ પોતાને ધિક્કાર ।।૫૧।। કહે ભણીગણી ભજ્યાં ભૂત, કર્યાં બહુ ભૂંડાં કરતુત ।

કર્યાં કુકર્મ તજી આચાર, એવો પાપી હું તેને ધિક્કાર ।।૫૨।। એમ કહી ગ્રહ્યું હરિચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ ।

ભક્તચિંતામણી

એમ કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ ।।૫૩।। ધાર્યો પ્રથમના જેવો ધર્મ, મુક્યાં બીજાં જે કરવાં કુકર્મ । કૌલાર્ણવાદિ ગ્રંથ સંભાળી, શાસ્ત્રબાહ્ય જાણી દીધા બાળી ।।૫૪।। ભાગવત ગીતા પછી ભણ્યો, સાચો ભક્ત શ્રીકૃષ્ણનો બણ્યો ।

એવું ચરિત્ર કરી દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ ।।૫૫।। હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવલખાની લીધી ।

મનુષ્યાકૃતિ સામર્થી અપાર, ધન્ય જનમોદન ભંડાર ।।૫૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે બત્રિશમું

પ્રકરણમ્‌ ।।૩૨।।

પૂર્વછાયો- બહુ નામી કૃષ્ણદેવનાં, સુણો સર્વે ચરિત્ર રસાળ । ભક્ત અભક્ત કારણે, ફરે હદ્ય બેહદ્યે દયાળ ।।૧।।

સંતને સુખ આપવા, દેવા દુષ્ટજનને દંડ ।

તેજ કારણ પ્રભુએ, પૃથિવીએ ધર્યું છે પંડ ।।૨।। જીયાં જીયાં જાવું ઘટે, તિયાં તિયાં જાય જરૂર ।

સુખ દુઃખ ભૂખ પ્યાસનું, નથી ગણતા નિકટ દૂર ।।૩।।

પછી એકા એક ચાલિયા, મહાવિકટ અદ્રિમાંય ।

નવ લાખ યોગીને નિરખવા, ચાલ્યા પ્રભુજી બહુ ઉછાય ।।૪।।

ચોપાઇ- ચાલ્યા પર્વત પેખવા હરિ, આવ્યો અતિવસમો અદરિ । જાવા વાટ જડે નહિ જીયાં, જાવું જરૂર પોતાને તિયાં ।।૫।। જાતાં એ દિશે મનુષ્યે વાર્યું, પણ કર્યું છે પોતાનું ધાર્યું ।

ચડ્યા પર્વત ઉપર પોતે, ચાલ્યા શૈલતણી શોભા જોતે ।।૬।। આવી નવલાખ ધુણી રૂપાળી, તે તો સહેજે બળે વણબાળી ।

તિયાં કુંડ દિઠા છે અપાર, ભર્યાં જળ અમળ તે મોઝાર ।।૭।। ક્યાંક ટાઢાં જળ ક્યાંક ઉનાં, એમ બહુ કુંડ દીઠા નીરુના ।

પછી ત્યાંના રહેનારા જે સિદ્ધ, મળ્યા તે પણ આવી પ્રસિદ્ધ ।।૮।। જેની કોઇને ભેટ ન હોય, મર મોટા મુક્તયોગી હોય ।

ભક્તચિંતામણી

તેને સહુને મળ્યા એકવાર, કર્યા પરસ્પર નમસ્કાર ।।૯।।

પછી પ્રેમે બેઠા સહુ પાસ, પુછ્યો યોગીને યોગ અભ્યાસ । કહ્યું તેણે તેનું વરતંત, સુણી હરિ હરખ્યા અત્યંત ।।૧૦।। કહ્યું સિદ્ધને છો ધન્ય ધન્ય, એમ કહી રહ્યા ત્રણ્ય દન ।

આપી આનંદ ત્યાંથી ઉતર્યા, ચાલ્યા હરિ બહુ મોદ ભર્યા ।।૧૧।।

નવ લાખ યોગીને નિરખી, ચાલ્યા હસ્તિ મારગે હરખી ।

ત્યાંથી શુદ્ધ ઉત્તરમાં વળી, રહ્યો રામકોટ જળમળી ।।૧૨।। તિયાં જાવાનું કીધું છે મન, પણ ત્યાંતો ન ગયા જીવન ।

જોતા વન પર્વત વિશાળ, ગયા બાલવા કુંડે દયાળ ।।૧૩।। જોયો કુંડ એ જુગતે કરી, ત્રણ્ય રીત્યને રહ્યો તે ધરી । વાયુ અગ્નિ જળ ત્રણ્ય મળી, તેના સમોહ રહ્યા નિકળી ।।૧૪।। તિયાં રહ્યા પોતે ત્રણ્ય દન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન । કર્યો અગ્નિ ખુણે પરવેશ, ચાલ્યા જોતા જોતા સર્વે દેશ ।।૧૫।।

ગયા ગંગા સિંધુને સંગમે, નાયા તેમાં પોતે જઇ સમે ।

રહ્યા ત્રણ્ય દિવસ તિયાં હરિ, ચાલ્યા સમુદ્ર ખાડી ઉતરી ।।૧૬।। આવ્યા કપિલજીને આશ્રમે, જેહ જાયગા સહુને ગમે ।

ચ્યારે કોરે શોભે સમુદર, મધ્યે આશ્રમ અતિ સુંદર ।।૧૭।।

સાંખ્યશાસ્ત્રના આચાર્ય જેહ, તેના ગુરુ કપિલજી તેહ ।

કરે છે તપ પોતે સમર્થ, સર્વે જીવના કલ્યાણ અર્થ ।।૧૮।।

જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને ધર્મ, યોગસહિત પાંચ જે પર્મ ।

તેના સ્થાપનના કરનાર, એવા કપિલનાં કર્યાં દેદાર ।।૧૯।। રહ્યા ભક્તિ સુત તિયાં માસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । આવ્યા પુરુષોત્તમ પુરીમાંઇ, નિર્ખ્યા જગન્નાથજીને ત્યાંઇ ।।૨૦।।

પછી રહ્યા પોતે એહ ઠામ, કાંયેક ધાર્યું છે કરવું કામ ।

નાય સમુદ્રમાં જઇ નિત્યે, નિરખી જગન્નાથજીને પ્રીત્યે ।।૨૧।। કર્યું આસન શહેરથી બારું, ઇંદ્રદ્યુમ્ન સર જોઇ સારું ।

તિયાં દીઠા છે અસુર ઘણા, વેષ લઇ સિદ્ધ સાધુ તણા ।।૨૨।।

ભક્તચિંતામણી

કામ ક્રોધ ને મત્સર અતિ, માંહોમાંહિ છે વૈરની મતિ ।

ધર્મદ્વેષી કપટી ને કામી, વેષ શૈવા વૈષ્ણવી ને વામી ।।૨૩।।

મંત્ર જંત્ર જાણે છે અપાર, તેણે વશ કર્યાં નરનાર ।

મુકાવી વર્ણાશ્રમનો ધર્મ, કર્યાં ભ્રષ્ટ બગાડી બેશર્મ ।।૨૪।।

મોટા મોટા સાધુ સેવા ફળ, કહી દેખાડે નારી આગળ ।

એમ કહીને ધર્મથી પાડે, સાધુનિંદાનું પાપ દેખાડે ।।૨૫।। એવા અધર્મે ભર્યા અપાર, દીઠા હરિએ હજારો હજાર ।

ધર્યાં હાથે તિખાં હથિયાર, લીધા ધોકા છરા ને કટાર ।।૨૬।। ખડગ ખાંડાં લાકડી લુવાગ્યું, કર કમાન્યું સલકે સાંગ્યું । બહુ બંધુકું ને કોક બાણ, ચક્ર ચિપિયા લીધા છે પાણ ।।૨૭।।

પર્શુ ત્રિશુળ બરછિયો લઇ, જંજાળ્યો આદ્યે શસ્ત્ર છે કઇ ।

અતિશૂરા ઇચ્છે નિત્ય યુદ્ધ, કેટલાક ન રાખે આયુધ ।।૨૮।। કેટલાક ત્યાગી તપ કરતા, કેટલાક સૌમ્ય વેશ ધરતા ।

કૌલાર્ણવ ગ્રંથ વાંચે નિત્યે, પૂજે શક્તિ ભૈરવને પ્રીત્યે ।।૨૯।। એવા દીઠા છે નાથે અપાર, મહા પાપરૂપ ભૂમિ ભાર ।

તિયાં રહ્યા પોતે અવિનાશ, કરવા એવા અસુરનો નાશ ।।૩૦।।

પણ પોતાથી ન થાય રતિ, કાંજે રાખે છે અહિંસાવૃત્તિ । બેસી રહ્યા વિચારી એ વિધ, ત્યારે લોકે જાણ્યા છે આ સિદ્ધ ।।૩૧।। એમ જાણીને પુછે છે જેહ, કહે હરિ થાય તેમ તેહ ।

ત્યારે લોકને આવી પ્રતીત્ય, લાવે અન્ન વસ્ત્ર દ્રવ્ય નિત્ય ।।૩૨।। તેહ માંયલું કાંય ન લીયે, ભૂત ભવિષ્યનું કહી દિયે ।

એમ કરતાં તે એક દન, આવ્યા પાસળે અસુર જન ।।૩૩।। કહે કર અમારું તું કાજ, લાવ્ય જળ ઇંધણાં સમાજ ।

દઇ ડારો ને બહુ ડરાવ્યા, ન કરવાનાં કામ કરાવ્યાં ।।૩૪।। કરે કામ જડભરત જેમ, ત્યારે બીજા કે મ કરો એમ ।

તૈયે તેશું બોલ્યા ક્રોધ કરી, એનો પક્ષ મેલો પરહરી ।।૩૫।। એમ વદતાં પડ્યો વિરોધ, માંહોમાંહિ ઉપન્યો કરોધ ।

ભક્તચિંતામણી

પછી તેમાં પડ્યાં તડ બેહુ, નિંદા પરસ્પર કરે તેહુ ।।૩૬।। એમ કરતાં બંધાણું વેર, ઇચ્છ્યા મારવા નહિ જેને મેર ।

પ્રથમ તો બોલી ઠોલી થઇ, પછી ઉઠ્યા લઠા મોટા લઇ ।।૩૭।।

લીધી લડવા પહેલી લાકડી, તેતો પરસ્પર બહુ પડી ।

પછી લીધાં ખાંડાં કરમાંય, આવ્યા સામસામા મળી ધાય ।।૩૮।।

નાખે બર્છિયો બહુ સામસામી, ચાલે લુવાગ્યું ન રહે ખામી ।

સલકે સાંગ્ય ને સણેણે તીર, લડે માંહોમાંહે શૂરવીર ।।૩૯।। કરે પર્શુના બહુ પ્રહાર, નાખે ધોકા છરા ને કટાર ।

તીખાં ત્રિશૂળ ચાલે ત્યાં ઘણાં, કરે ઘા ચક્ર ચિપિયા તણા ।।૪૦।। બંધુકો જંજાળ્યો કોકબાણ, નાખે માંહોમાંહે અસુરાણ । એમ જોરે મંડાણું છે યુદ્ધ, પામ્યા ત્રાસ આકાશે વિબુધ ।।૪૧।। વાજે ઢોલ નગારાં જુજાર્યો, ચાલે સામસામી તરવાર્યો ।

તુરી રણશિંગાં બોલે શંખ, પડે પાપીનાં માથાં અસંખ્ય ।।૪૨।।

મચ્યો યુદ્ધ રહી નહિ મણા, પડ્યાં પૃથિવીએ ધડ ઘણાં ।

તેને દેખી હરખ્યાં માંસારી, કહે ખાશું આજ ખુબ કરી ।।૪૩।। ભૂત પ્રેત ને આવ્યા ભૈરવ, પિશાચ યક્ષ રાક્ષસ સર્વ ।

ડાકણી સાકણી ને જોગણી, આવી ભૂખી ભૈરવીયો ઘણી ।।૪૪।। કંક કાગ ને વળી કુતરા, થઇ ગૃધ્ર શિયાળ ને સરા ।

પડ્યાં માથાં પૃથ્વી પર રડે, જાણ્યું દૈત્ય રમી ગયા દડે ।।૪૫।। કૈકના હાથ પગ કપાણા, કૈક નાશી ભાગીને છપાણા ।

એમ યુદ્ધ થયું બહુ પેર, દશસહસ્ર ગયા યમ ઘેર ।।૪૬।। એટલા તો ઇયાંતળ રહ્યા, બીજા નાશી ભાગી પણ ગયા ।

તેતો દેશ પ્રદેશે પ્રવરી, બીજા દૈત્યો આગે વાત કરી ।।૪૭।। કહ્યું એક હતો નાનો બાળ, તેને જાણતા અમે દયાળ ।

તેને અર્થે વધિયો વિરોધ, મુવા માંહોમાંહિ કરી ક્રોધ ।।૪૮।। ત્યારે અસુર બોલિયા એમ, એને ઓળખીયે અમે કેમ ।

ત્યારે કહ્યું આપીએ એંધાણ, તેણે પડે તમને પેછાણ ।।૪૯।।

ભક્તચિંતામણી

અતિ ત્યાગી તપસ્વી છે તને, નથી લોભાતો નારી ને ધને । રહે છે સમાધિમાં દિન રાત, વળી જાણે છે મનની વાત ।।૫૦।। એથી પડ્યો પરસ્પર ભેદ, થયો તેણે આપણો ઉચ્છેદ ।

માટે મળે તો મેલવો નહિ, એવી વાત અસુરને કહિ ।।૫૧।। એવું સુંણીને બોલ્યા અસુર, હવે ગોતશું એને જરૂર ।

જો મળશે તો મારશું છળે, એમ બંધાણું વેર સઘળે ।।૫૨।। એમ દૈત્યે કર્યું પરિયાણ, તેને જાણે છે હરિ સુજાણ ।

કહે છે જેમ થશે તેમ ઠીક, નથી આત્માને કેની બીક ।।૫૩।। એમ કહી જોયું તતખેવ, દીઠા દૈવી સંપત્તિના જીવ ।

તેને પોતે ઉપદેશ આપી, કર્યા સુખી ભવદુઃખ કાપી ।।૫૪।। આ જે હરિચરિત્ર અનૂપ, કૃષ્ણભક્તને છે સુખરૂપ ।

તેને કહેશે સાંભળશે જેહ, મહાકષ્ટથી મુકાશે તેહ ।।૫૫।। આલોકમાં પણ સુખી રહેશે, પરલોકે પરમ સુખ લેશે ।

પાપહરણી કથા છે પવિત્ર, જેમાં પ્રગટ પ્રભુનાં ચરિત્ર ।।૫૬।। ભક્ત હશે તે સુણશે ભાવે, અભક્તને અર્થ નહી આવે ।

કહેશે હેતે સાંભળશે કાન, તે પર રાજી થાશે ભગવાન ।।૫૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે

તેત્રિશમું પ્રકરણમ્‌ ।।૩૩।।

પૂર્વછાયો- ત્યાર પછી જે જે કર્યું, તે સાંભળો વાત સરેશ । એટલું કામ કરી હરિ, પછી ચાલિયા દક્ષિણ દેશ ।।૧।। એકાએક અરણ્યમાંહિ, રહેવા રાજી છે મન ।

શહેર ન ઇચ્છે સ્વપ્ને, વહાલું લાગે છે વસવું વન ।।૨।। ભક્તિધર્માદિ ભેળાં રહે, દિવ્ય દેહ ધરીને સોઇ ।

તેહ વિના જીવ જક્તના, નથી ગમતા બીજા કોઇ ।।૩।। ત્યાગ વૈરાગ્ય તનમાં, તેણે મગન રહે છે મન ।

નાવે બીજા નજરે, જે નોય હરિના જન ।।૪।।

ભક્તચિંતામણી

ચોપાઇ- એવા શ્રીહરિ બહુ નિસ્પ્રેહ, અણઇચ્છાએ ચાલિયા તેહ । આવ્યા આદિકૂરમ તીરથ, સુખદાઇ હરિ સમરથ ।।૫।। તેને સમીપે માનસા શહેર, આવ્યા તિયાં કરી હરિ મેર ।

તેનો રાજા છે અતિ પવિત્ર, જેણે બાંધ્યાં છે અન્નનાં ક્ષેત્ર ।।૬।। અન્નારથી આવે જેહ જન, તેને ભાવે કરાવે ભોજન ।

તેણે દીઠા એહ બ્રહ્મચારી, જોઇ મનમાં રહ્યો વિચારી ।।૭।। કહે આતો મોટા કોઇ અતિ, પછી રાખ્યા છે કરી વિનતિ । રાખ્યા એકાંતે વરણિરાટ, અતિ ત્યાગી તપસ્વી તે માટ ।।૮।। એક એકાંતે ઓટો સુંદર, રહ્યા તિયાં પ્રભુ તે ઉપર ।

પછી રાજા રાજાના સેવક, કરે ચાકરી કરી વિવેક ।।૯।। નિત્ય પ્રત્યે કરે એમ સેવ, જાણે મહાત્મા છે મોટા દેવ ।

કરે સન્માન જોઇ ત્યાગી, બીજા ભેખનું પડીયું ભાંગી ।।૧૦।। ત્યારે અસુર ત્યાંના રહેનાર, કહે આતો છે આપણો માર । જેણે દૈત્ય સમૂહ મરાણો, તેનું મૂળ કારણ આ જાણો ।।૧૧।।

પછી ત્યાંના રહેનાર અસુર, કહે મારીએ એને જરૂર ।

એમ પાપી સહુ પરિયાણ્યા, મારવા પછી પથરા આણ્યા ।।૧૨।। જાણ્યા એકાએક બેઠા ઓટે, આવ્યા માર્યા સારું દડિ દોટે । નિશિમાંહિ આવ્યા નિશાચર, માંડ્યા ફેંકવા બહુ પથર ।।૧૩।।

મળી દૈત્ય હજારો હજાર, નાખ્યા અશ્મ અતિશે અપાર ।

સમિ સાંજ થકી સારી રાત્ય, કર્યો પાણાતણો વરષાત ।।૧૪।।

સાધુ સ્વભાવવાળા સુબુદ્ધ, નિરવૈર અતિ અવિરુદ્ધ ।

બહુ ક્ષમાવાળા હરિ ધીર, તેને ન લાગ્યું કાંઇ શરીર ।।૧૫।। ઓટા આસપાસે પાણા પડ્યા, ગજ ઓટાથી ઉંચેરા ચડ્યા ।

દીઠા હરિ તેમાંથી કુશળ, લીધાં દૈત્યો આયુધ તે પળ ।।૧૬।। જાણ્યુ જાણશે રાજા જો વાત, તો થાશે આમાંથી ઉતપાત ।

ત્યાંતો રાજાને ખબર પડી, આવ્યો પ્રભુ પાસળે તે ઘડી ।।૧૭।। આવ્યા લોક બીજાં સહુ મળી, દેખી પાણા વિસ્મય પામ્યાં વળી ।

ભક્તચિંતામણી

જોઇ રાજા વિચારે છે મને, ઉગાર્યા વર્ણિને ભગવને ।।૧૮।। કરી પ્રહ્લાદની જેમ સાય, નથી તેમાં આમાં ફેર કાંય ।

એમ કહીને નમિયો રાજ, અમે છીએ તમારા મહારાજ ।।૧૯।।

પછી નાથે શિષ્ય તેને કીધો, બીજા બહુને ઉપદેશ દીધો ।

પછી એમ વિચાર્યો ભૂપાળ, પાપી કરત આ વર્ણીનો કાળ ।।૨૦।। આતો આપણા છે ઇષ્ટદેવ, તેની દેખી શક્યા નહિ સેવ ।

એણે જરૂર માર્યાતા આજ, ખોઇતિ એણે આપણી લાજ ।।૨૧।।

માટે ખરા એ ખુની અસુર, એને જોવા આપણે જરૂર ।

પછી એને કેડ્યે ફોજ ચડી, ઘેરી લીધા અસુર તે ઘડી ।।૨૨।। કહ્યું લ્યો ઉભારો ઉડું ઉડું, એમ કહીને કાપિયું મુંડું ।

મુવા અધરમી ત્યાં અપાર, બહુ ઉતર્યો ભૂમિનો ભાર ।।૨૩।। એમ પોતાનાં પાપ પ્રતાપે, થયા નાશ તે અસુર આપે ।

હરિ પોતે અપાપ અદોષ, નથી રાખતા કોઇશું રોષ ।।૨૪।। એવા કૃષ્ણ દેવ જે દયાળ, પછી ચાલ્યા ત્યાંથી તતકાળ ।

આવ્યા વેંકટાદ્રિયે જીવન, કર્યાં ઠાકોરજીનાં દર્શન ।।૨૫।।

પછી ચાલ્યા ત્યાંથી નિરમોહી, શિવકાંચી વિષ્ણુકાંચી જોઇ । ત્યાંથી શ્રીરંગે આવ્યા છે શ્યામ, મોટા મોટાનાં કરવા કામ ।।૨૬।। કાવેરી ગંગામાં પોતે નાહિ, ઉતરિયા ફુલવાડી માંહિ ।

વાડી સુંદર શોભે છે સાર, જેમાં ફળ ફુલ છે અપાર ।।૨૭।। રહ્યા પોતે તિયાં દોય માસ, કરવા બહુ જીવને સમાસ ।

તિયાં વૈષ્ણવને વાત કરી, એનાં ફેલ તજાવિયાં હરિ ।।૨૮।। બીજા નાટક ચેટક વાળા, બહુ કરતા હતા કર્મ કાળાં ।

તેને જીતી પોતે તતકાળ, ડંકો બેસાડ્યો પોતે દયાળ ।।૨૯।।

ચાલ્યા ત્યાંથી થઇ તતપર, આવ્યા સેતુબંધ રામેશ્વર ।

નાયા સમુદ્રમાં ત્યાં જીવન, કર્યાં રામેશ્વરનાં દર્શન ।।૩૦।। ક્ષેત્ર પવિત્ર છે અતિ એહ, તપસ્વિને સેવ્યા જેવું તેહ ।

રહ્યા પોતે તિયાં દોય માસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।।૩૧।।

ભક્તચિંતામણી

આવ્યા સુંદરરાજમાં શ્યામ, કર્યો તિયાં કાંઇક વિશ્રામ ।

પછી ચાલ્યા ભૂતપુરી ભણી, ન પુછી રીત્ય એ વાટ તણી ।।૩૨।।

ચાલ્યા દીશ બાંધીને દયાળ, નથી જેને શરીર સંભાળ ।

આવ્યું આગળ વિકટ વન, અતિ ઘોર ઘણું છે સઘન ।।૩૩।।

ચાલતાં ચાલતાં પડે રાત્ય, તિયાં પોઢી ચાલે પરભાત્ય ।

એમ વહિ ગયા પંચ દન, મળ્યું નહિ તિયાં જળ અન્ન ।।૩૪।।

પડી સાંજ મળ્યું નહિ પાણી, સૂકો કંઠ ન બોલાય વાણી । થયા આપે અતિશે અચેત, એમ કષ્ટ સહે જન હેત ।।૩૫।।

પછી ધીરે ધીરે ચાલ્યા ધીર, ત્યાંતો આવ્યું છે અરણ્યમાં નીર । તેમાં નાયા પોતે ઘનશ્યામ, પછી નવરાવ્યા શાલગ્રામ ।।૩૬।। તિયાં પ્રબોલિયાફળી ચાર, શેકી કર્યું નૈવેદ્ય તે વાર ।

તેને જમ્યા પોતે ઘનશ્યામ, પહોર એક રહ્યા એહ ઠામ ।।૩૭।।

પછી ચાલિયા ત્યાંથી દયાળ, થયો બીજે દિ મધ્યાહ્ન કાળ । ત્યાં અરણ્યે આવ્યો એક કુપ, ભર્યો અમળ જળે અનુપ ।।૩૮।। તિયાં નાયા પોતે જળ કાઢી, પછી બેઠા છાંયા જોઇ ટાઢી । ભરી ગળી જળની કઠારી, શેર દશની સુંદર સારી ।।૩૯।।

પછી શાળગ્રામ લઇ ત્યાંઇ, તે પધરાવ્યા કટોરીમાંઇ ।

ઉપરથી કીધી જળધાર, થઇ ઠાલી કઠારી તે વાર ।।૪૦।। ત્યારે પોતે જોયું વિચારી, કિયાં વહી ગયું આટલું વારી । રખે કટોરી ફુટેલ હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય ।।૪૧।।

પછી જાણ્યું એમ ઘનશ્યામે, પીધું જરૂર એ શાળગ્રામે ।

રખે હોય હજીએ પિપાસા, એમ કહીને મન વિમાશા ।।૪૨।।

પછી કાઢી કાઢીને કઠારી, પાયું બહુ શાળગ્રામને વારી । જેમ જેમ જળ માંડ્યું પાવા, તેમ માંડ્યું ઠામ ઠાલું થાવા ।।૪૩।। એક બેનો ન રહ્યો વિચાર, પીધું જળ કઠારી અપાર ।

સિંચી સિંચી થાક્યા ઘનશ્યામ, ત્યારે તૃપ્ત થયા શાળગ્રામ ।।૪૪।।

પછી પૂજ્યા છે ચંદને કરી, વળતા એમ વિચારીયા હરિ ।

ભક્તચિંતામણી

પ્યાસ ભાંગી પણ હશે ભૂખ, થયું એ વાતનું અતિ દુઃખ ।।૪૫।।

પોતાને તો મળ્યું નથી અન્ન, તેને વીતી ગયા ષટ્‌ દન । તેનું તો પોતાને નથી કાંય, અતિ ધીરજ પર્વત પ્રાય ।।૪૬।। તેહ સમે ત્યાં આવ્યા કાપડી, પુરુષ નારી તે પોઠીયે ચડી । કાષાંબર તે સુંદર ધર્યાં, બેઉ અતિ ભાવ માંહિ ભર્યાં ।।૪૭।। આવીયાં એહ વન મોઝાર, દેખી હરિ કર્યો નમસ્કાર ।

આપ્યું આસન આદરે જ્યારે, વળતાં બોલ્યાં છે દંપતી ત્યારે ।।૪૮।। તમે ક્યાંથી આવ્યા એકાએક, નથી સંગે તે કેમ સેવક । તમે ભૂખ્યા હશો મારા વીર, એમ કહી ભર્યાં નેણે નીર ।।૪૯।।

પછી ત્રિયાને કહે મહામતિ, આપો સાથુ આ ભૂખ્યા છે અતિ । ત્યારે આપ્યો સાથુ લુણ સહિતે, ધર્યું વિષ્ણુને નૈવેદ્ય પ્રીતે ।।૫૦।। ત્યારે હરિ કહે પુછું છું અમે, આવા કોણ દયાળુ છો તમે । ત્યારે યોગી કહે જમી લીયો, ધીરા રહી પછી જળ પીયો ।।૫૧।। ત્યાર પછી હું કરીશ વાત, જેમ છે તેમ કહીશ વિખ્યાત ।

પછી જમી જળપાન કર્યું, ત્યારે યોગી બોલ્યા મોદભર્યું ।।૫૨।।

સુણો વર્ણી તપસ્વી અક્રોધ, જાણ્યા અમે શ્રીકૃષ્ણ છો શુદ્ધ ।

માટે નહિ બોલું જાૂઠું મહામતિ, મને જાણો ઇશ આ છે સતી ।।૫૩।। તમને ભૂખ્યા જાણીને દયાળ, અમે આવ્યાં આંહી તતકાળ ।

શ્રીરંગાદિ જેહ બીજાં ક્ષેત્ર, તિયાં ફરું છું જાણી પવિત્ર ।।૫૪।। તમ જેવાનાં દર્શન સારુ, નાથ રહેવું જાણો આંહી મારુ ।

એવી સુણી મહેશની વાત, થયા હરિ બહુ રળિયાત ।।૫૫।।

સદાશિવ કૈલાસ રહેનાર, તે મળ્યા મને સાક્ષાત્કાર ।

લાગ્યા પાય પડી ઓળખાણ્ય, ત્યારે નાથે જોડ્યા જુગ પાણ્ય ।।૫૬।। કહે નાથ કરો શિવ સાય, જે થકી દૃઢ વૈરાગ્ય થાય ।

કહે શિવજી સાંભળો વીર, થાશે દૃઢ વૈરાગ્ય સુધીર ।।૫૭।। કરી પ્રશંસા તે પરસ્પર, મળ્યા બેઉ પછી મોદભર ।

વળતા ઇશ અંતર્ધાન થિયા, પ્રભુ ભૂતપુરીયે આવિયા ।।૫૮।।

ભક્તચિંતામણી

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે ચોત્રિશમું પ્રકરણમ્‌

।।૩૪।।

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ કરતાં કરતાં કાજ । ત્યાંથકી હરિ આવિયા, ભૂતપુરીમાં મહારાજ ।।૧।। રામાનુજની ત્યાં મૂરતિ, કર્યાં પોતે ત્યાં દર્શન ।

કાંયેક દિન ત્યાં રહી, પુછ્યું ત્યાગી પ્રત્યે પ્રશન ।।૨।। ઉત્તર તેનો દક્ષણાદિયે, ન થયો જ્યારે જરૂર ।

ત્યારે તે ઉઠ્યા મારવા, થઇ ક્રોધમાં ચકચુર ।।૩।। કહે આવ્યો તું કાલ્યનો, તે લેછે અમારી લાજ ।

એવું પ્રશ્ન અટપટું, તારે પુછવાનું શું કાજ ।।૪।।

ચોપાઇ- હરિ નિરમાની અતિનેક, બોલ્યા નહિ તે કરી વિવેક । ક્ષમાવંત અત્યંત છે શાંતિ, ક્રોધ આવ્યો નથી જેની પાંતિ ।।૫।। અતિધીર ગંભીર છે ઘણા, શું કહીએ સદ્‌ગુણ તે તણા ।

પછી સારું કહીને સધાવ્યા, ત્યાંથી કુમારી કન્યાયે આવ્યા ।।૬।। વળતાં પદ્મનાભમાં પધાર્યા, ત્યાંના વાસીને મોદ વધાર્યા ।

પછી આવ્યા જનાર્દને નાથ, ચાલે એકલા ન જુવે સાથ ।।૭।। ત્યાંથી આવ્યા છે આદિકેશવે, તેની વાત સુણો કહું હવે । તેને સમીપે સુંદરપુર, ત્યાં દીઠા દો સહસ્ર અસુર ।।૮।। તે તો હરિના છે વેરવાઇ, દેખી ઉઠ્યા છે મારવા ધાઇ ।

કહે આપણો માર એકલો, આવ્યો હાથ હવે રખે મેલો ।।૯।। એમ કહીને આવ્યા મારવા, ત્યારે લોકે માંડ્યું છે વારવા । તેની વાત કાને નવ ધરી, ત્યારે રાજાને ખબર પડી ।।૧૦।। કહે રાજા અન્યાય માં કરો, કાંઇક પ્રભુના ડરથી ડરો ।

ત્યારે રાજા પ્રત્યે કહે અસુર, એને મારશું અમે જરૂર ।।૧૧।। તેની કરીશ જો રખવાળ, તો જાણજે આવ્યો તારો કાળ ।

ત્યારે રાજાને ચડી છે રીશ, કાપ્યાં સામટાં સહુનાં શીશ ।।૧૨।।

ભક્તચિંતામણી

મુવા દૈત્ય ત્યાં દોય હજાર, રાજાદ્વારે ઉતાર્યો એ ભાર ।

પછી આદિ કેશવનાં દર્શન, કરી ચાલ્યા ત્યાંથી ભગવન ।।૧૩।। આવ્યા મળિયાચળને માંઇ, દિન પાંચ રહ્યા પોતે ત્યાંઇ ।

કરી સાક્ષીગોપાળનાં દર્શન, પછી જોયું છે વિવિધ્યે વન ।।૧૪।। વ્યાળે વીટાણાં દીઠાં ચંદન, તિયાં રહ્યા છે કાંયેક દન । ત્યાંથી આવ્યા કિસ્કંધા નગર, નાયા ત્યાં પ્રભુજી પંપાસર ।।૧૫।। ત્યાંથી ચાલ્યા છે સુંદર શ્યામ, કરવા અનેક જીવનાં કામ ।

પછી ચંદ્રભાગા નદી નાઇ, ત્યાંથી આવ્યા પંઢરપુરમાંઇ ।।૧૬।। કર્યાં વિઠુબાનાં દરશન, રહ્યા બે માસ ત્યાં ભગવન ।

પછી વિઠુબાને પોતે મળી, ચાલ્યા વંદના કરીને વળી ।।૧૭।। તિયાં રાત્યમાં રાક્ષસ આપ, સુતો તો કરીને મોટો તાપ । તેને જગાડીને પુછી વાટ, પછી ચાલ્યા તે વરણિરાટ ।।૧૮।।

પછી આવ્યા દંડકારણ્ય હરિ, તેને પોતે પ્રદક્ષિણા કરી ।

ત્યાંથી આવ્યા પોતે ગોદાવરી, કર્તા તીર્થને પવિત્ર હરિ ।।૧૯।। જોઇ તીર્થને તીર્થના વાસી, એમ જોતા આવે અવિનાશી ।

ત્યાંથી આવ્યા નાસિકમાં આપ, નિરખી જન થયા છે નિષ્પાપ ।।૨૦।। કરી ત્ર્યંબકેશ્વરનાં દેદાર, ત્યાંથી આવ્યા તાપી નદી પાર ।

પછી યાત્રા નર્મદાની કરી, ત્યાંથી આવ્યા મહી પ્રત્યે હરિ ।।૨૧।। વળતાં ઉતર્યા સાભર શ્યામ, બહુ જીવનાં કરવા કામ ।

જોઇ ભીમનાથ ભગવાન, ચાલ્યા નાથ ત્યાંથી નિદાન ।।૨૨।। ત્યાંથી ગોપનાથજીમાં ગયા, પંચતીર્થિમાં કાંઇક રહ્યા । રહ્યા દોઢ માસ ગુપ્તપ્રયાગે, અતિ કૃશ તનમાં છે ત્યાગે ।।૨૩।।

પછી ચાલ્યા ત્યાંથી અવિનાશ, રહ્યા લોઢવામાં ત્રણ માસ । ત્યાંથી આવ્યા માંગરોળ શહેર, બહુ જીવો પર કરી મહેર ।।૨૪।। આવ્યા કઠણ કષ્ટને સહિ, કહેતાં કષ્ટ તે કહેવાય નહિ ।

વન પર્વત વસમી વાટ, ઘણા કઠણ ઓઘટ ઘાટ ।।૨૫।। વાંકા દેશ વચમાં રહેનાર, મળ્યા દૈત્ય હજારો હજાર ।

ભક્તચિંતામણી

ભૂત પ્રેત ભવાની ભૈરવ, યક્ષ રાક્ષસ રાક્ષસી સર્વ ।।૨૬।। ડાકણી સાકણી વૈતાલી, મળી જોગણીયો કહિ કાળી ।

ઠામોઠામ મૃત્યુનાં ઠેકાણાં, રહ્યાં ઘણાં ને થોડાં લખાણાં ।।૨૭।। જ્યાં જ્યાં ફર્યા કર્યાં પોત્યે તપ, મેલી જીવ્યાની કોરનો ખપ । જેજે કર્યા હરિએ ઉપાય, તેતો દેહ ધારીએ ન થાય ।।૨૮।। તીર્થમાંથી અધર્મને ટાળી, આવ્યા પાષંડીના માન ગાળી ।

પાપી જીવને પાછેરા પાડી, સાધુને સારી રીત્ય દેખાડી ।।૨૯।।

મુમુક્ષુને આનંદ આપતા, અઘ ઉથાપી ધર્મ સ્થાપતા ।

ત્યાગ વૈરાગ્ય ને તપશ્ચર્ય, નિયમે સહિત રાખી બ્રહ્મચર્ય ।।૩૦।। એમ ફર્યા તીરથમાં આપ, ત્યાંના વાસી જોઇ પરતાપ ।

પડ્યા ઝાંખા હરિજીને જોઇ, કહે છે આતો અતિ મોટા કોઇ ।।૩૧।।

પોતાને તો છે સહજ સ્વભાવ, ધનત્રિયાતણો તે અભાવ ।

શાંતિ તિતિક્ષા ને અતિ ત્યાગ, નિસ્પ્રેહ અહિંસા અનુરાગ ।।૩૨।। કૌપીન વિના નહિ પટ લેશ, મૃગાજિન ને જટા છે શિશ ।

શીત ઉષ્ણમાં ઉઘાડે તન, ગામમાંહિ ન કરે આસન ।।૩૩।। ત્રણે કાળે નાય જઇ નિત્યે, કરે શ્રીકૃષ્ણની પૂજા પ્રીત્યે ।

પંચાધ્યાય પાઠનું છે નિયમ, કરે ત્રણે કાળે પ્રાણાયામ ।।૩૪।। કરે આસન ચોરાશી આપે, તાઢ્યમાં પણ અગ્નિ ન તાપે ।

કૃષ્ણમૂર્તિમાં ઠેરાવી વૃત્તિ, તેણે મટકું આંખ્ય નથી ભરતી ।।૩૫।। રક્ત પળ નથી તને રતિ, કેવળ રહ્યાં છે ત્વચા ને અસ્થિ । આખા શરીરમાંહિ ઉઘાડી, સર્વે નિસરી રહી છે નાડી ।।૩૬।। કાંટા કાંકરામાં અણવાણા, ચાલે આપે રાખે નહિ મણા ।

નિત્યે ચાલવું વણપુછ્યે વાટે, વન પર્વત ઓઘટ ઘાટે ।।૩૭।।

ચાલે નિર્ભય થઇ નિઃશંક, નથી કોઇની પોતાને શંક ।

વાઘ વ્યાળ વરુ નિત્ય મળે, તેતો તેની મેળ્યે દૂર પળે ।।૩૮।। ફળ ફુલ જે વન મોઝાર, મળે તો તે જમે એકવાર ।

નહિ તો રહે વાયુ વારિ પીને, નથી જમતા કેને યાચીને ।।૩૯।।

ભક્તચિંતામણી

અજાચ્યું અન્ન મળે તો જમે, નહિ તો ન ખાધે દિન નિગમે । એકાદશી જન્મદિન જેહ, કરે તપ્તકૃચ્છ્ર વ્રત તેહ ।।૪૦।।

પંચ વિષયશું નથી સંબંધ, નથી ગમતો નારીનો ગંધ ।

ધર્મવાળા જોઇ હરિ એવા, બીજાપણ ઇચ્છ્યા એમ રહેવા ।।૪૧।।

સારું જાણી સંગે રહ્યા કઇ, દેહમાની શક્યા નહિ રઇ ।

અતિ કઠણ તપ કરતા, આવ્યા દેશ પ્રદેશ ફરતા ।।૪૨।। વર્ષ સાત વેઠ્યો વનવાસ, તે ઉપર થયો એક માસ ।

સંવત્‌ અઢાર છપન કહિએ, શ્રાવણવદિ ષષ્ઠમી લહીએ ।।૪૩।। તેદિ લોજ પધાર્યા મહારાજ, કરવા અનેક જીવનાં કાજ ।

સુંદર વાવ્ય એક ગામબાર, તિયાં બેઠા પોતે ઘડિ ચાર ।।૪૪।। તે ગામમાં ઉદ્ધવ અવતાર, સ્વામી રામાનંદજી ઉદાર ।

તેના સંતનો વસે સમોહ, જેને કામ ક્રોધ નહિ મોહ ।।૪૫।। તેમાં મોટેરા છે મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહે મુનિવૃંદ । આપે સદાવ્રત જમે સંત, તિયાં આવ્યા પોતે ભગવંત ।।૪૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિવનવિચરણ નામે પાંત્રિશમું

પ્રકરણમ્‌ ।।૩૫।।

સામેરી- રૂડું સ્વામી રામાનંદનું, આખ્યાન કહું અનૂપ । જે આપે ઉદ્ધવજી અવતર્યા, તે થયા રામાનંદરૂપ ।।૧।। જેહ પુરી જેહ કુળમાં, જેહ ગોત્ર જેહ માત તાત ।

જીયાં ઉદ્ધવજી અવતરી, કાવ્યા રામાનંદ સાક્ષાત ।।૨।। જેમ મુક્યું નિજ ગેહને, જેમ શીખ આપી માત તાત ।

જેમ આવ્યા આ દેશમાં, કહું તેની સર્વે વાત ।।૩।।

સહુ મળી હવે સાંભળો, સારી કથા છે આ અનૂપ ।

કહું ચરિત્ર કોડામણું, રામાનંદજીનું રસરૂપ ।।૪।। દુર્વાસાના શાપથી, ઉદ્ધવે ધર્યો અવતાર ।

પૂર્વ દિશે અયોધ્યાપુરી, ત્યાં બ્રાહ્મણ સુંદર સાર ।।૫।।

ભક્તચિંતામણી

ભક્ત શ્રીભગવાનના, વળી સદા સત્યવાદીપણું ।

વિદ્યાવાન અમાન આપે, ઇંદ્રિયજીત અતિશે ઘણું ।।૬।।

પાપરહિતા પુણ્યવંતા, સ્વધર્મમાં સાવધાન ।

ઉચ્ચકુળે આચાર અતિ, ઘણું ઘણું ગુણવાન ।।૭।। કશ્યપ ગોત્ર ને ઋગ્વેદ, આશ્વલાયન શાખા જેહની ।

અજયનામે વિપ્ર પવિત્ર, સુમતિ પત્ની તેહની ।।૮।। તેને તે ઘેર પ્રકટ્યા, ઉદ્ધવ આપે ઉદાર ।

સંવત્‌ સત્તર પંચાણવે, શ્રાવણવદી આઠ્યમ સવાર ।।૯।। તેહ સમે ઉદ્ધવજીએ, આપે ધર્યો અવતાર ।

જન્મ સમે જયજય શબ્દે, વદે છે નર ને નાર ।।૧૦।। આનંદ વાધ્યો અતિ ઘણો, ઘેર ઘેર મંગળ ગાય ।

વિધ્યે વિધ્યે કરે વધામણી, વળી હૈયે હર્ષ ન માય ।।૧૧।। વળતા તે વિપ્ર તેડાવિયા, તેહ આવિયા નિજધામ ।

જન્મ અક્ષર જોઇને, કહે નામ એનું શ્રીરામ ।।૧૨।। શુભ વાર ચોઘડિયું, શુભ ઘડી પળ લગન ।

એવા સમામાં આવિયો, પુત્ર તમારો પાવન ।।૧૩।। અતિ પ્રતાપી એહ છે, ઉદ્વવ જેવા એ અનૂપ ।

જ્ઞાન ગુણ ને લક્ષણે, થાશે તેહ જેવા તદરૂપ ।।૧૪।। એવું સુણી આનંદ પામ્યાં, માત પિતા અતિ મન ।

મહામતિ જે ઉદ્ધવજી, તે જાણ્યા પોતાના તન ।।૧૫।।

પછી આપ્યાં દાન અતિ ઘણાં, ભાંગી બ્રાહ્મણની ભૂખ ।

અન્ન ધન અંબર અવનિ, ગજ વાજ ગૌ ગેહ સુખ ।।૧૬।। વિપ્ર મન પ્રસન્ન થયા, ગયા પોતપોતાને ગેહ ।

માતપિતા સુતમુખ જોઇ, હૈયે ન માય સનેહ ।।૧૭।।

મનોહર સુંદર મૂરતિ, અતિરૂડા દિસે રામ ।

જેનું મુખ જોતાં મયંક લાજે, છબી જોઇ કોટી કામ ।।૧૮।। એના ચરણની શોભા કહું, અતિ ઓપે નખ ને આંગળી ।

ભક્તચિંતામણી

જાણું જળમાં કમળ કેરી, ફુલી રહી રાતી કળી ।।૧૯।। અંકિત લંકિત લાલ અંઘ્રી, પેની બની અતિ પાતળી ।

ગુલફ જંઘા જાનું જોતાં, ઉરુ ઉભય શોભે વળી ।।૨૦।। ઉંડી નાભિ ઉદર સુંદર, પડે વળ ત્રણ્ય તિયાં ।

સ્તન દોય રુદે જોઇ, જનમન લોભી રીયાં ।।૨૧।। અજબ કંઠ અજાનબાહુ, અતિ સુંદર કરઆંગળી ।

અરુણ નખ ઓપે ઘણા, જાણું બણી મણિની આવળી ।।૨૨।। ચિબુક મુખ અધરવર, વળી રસના રસ રૂડે ભરી ।

મંદમંદ હાસ્ય કરતાં, શોભે છે સુંદર હરિ ।।૨૩।।

નાસિકા સગ્ય દીપકેરી, વળી લઘુ કપોળ કાન છે ।

ગૌરમૂર્તિ અતિ સુંદર, શોભિત તન એવે વાન છે ।।૨૪।। આંખ્યમાં અમૃત ભર્યું, વળી ભ્રકુટિ ભારી ભાવની ।

ભાલ સુંદર સોયામણું, મનોહર મૂર્તિ મન ભાવની ।।૨૫।। ઉર વિશાળ ભાલ ઝળકે, શિશે કેશ તે શ્યામ છે ।

ઝીણા વક્ર ઝગે ઘણા, વળી પ્રૌઢ પંડે શ્રીરામ છે ।।૨૬।। એવા સુતને નિરખી, માત તાત મગન મને ।

હેતે લાડ લડાવતાં, મોટા થયા થોડે દને ।।૨૭।। બાળચંદ્રની પેઠ્યે પોતે, નિત્યે વધતા જાય છે ।

તેને દેખી તાત માતનાં, નયણાં તે ટાઢાં થાય છે ।।૨૮।। શોભે સુંદર મૂરતિ, નામ શ્રીરામ ને રૂપ ।

આઠ વર્ષે અજય જનકે, આપી જનોઇ અનૂપ ।।૨૯।।

પછી વર્ણિ વ્રતને, દૃઢ મને કરી ધારીયું ।

ગૃહસ્થાશ્રમ નથી કરવો, એવું મને વળી વિચારિયું ।।૩૦।। ધર્માત્મા એવા જે ઉદ્ધવ, વળી નૈષ્ઠિકવ્રત વાલું અતિ ।

શ્રીકૃષ્ણ ભક્તિરૂપ કંજને, પ્રકાશ કરવા ઉડુપતિ ।।૩૧।। નિવૃત્તિવાળા સંતનો, સમાગમ ગમે ઘણું ।

તાત મુખથી કરે સદા, શ્રવણ નિત્ય ભાગવતતણું ।।૩૨।।

ભક્તચિંતામણી

તેણે કરી શ્રીકૃષ્ણ કેરી, ભક્તિ અતિ ભાવે મને ।

પછી શ્રીકૃષ્ણની પ્રતિમા, નિમેશું પૂજે નિશદને ।।૩૩।। વળી પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનાં, ઉર ઇચ્છે છે દર્શનને ।

ગૃહાદિક નથી ગમતું, રહે છે સદા ઉદાસી મને ।।૩૪।।

પછી ઉદ્ધવે મનમાંહિ, એમ કર્યો નિરધારને ।

વેદ ભણ્યાનો મિષ લઇ, તજું હવે ઘરદ્વારને ।।૩૫।। ત્યારે તે પુછ્યું તાતને, માતને જોડી પાણ્ય ।

આપો અમને આગન્યા, હું ભણું વેદ પુરાણ ।।૩૬।। કરવા દ્વારિકાની જાતરા, દેખવા દેશ પ્રદેશ ।

એવી ઇચ્છા ઉરમાંહિ, મારે વર્તે છે અહોનિશ ।।૩૭।। ત્યારે માતાને આવી મૂરછા, વળી ઢળી તે કદળી જેમ ।

શ્રીરામ તમે સધાવતાં, મારા પ્રાણ રહેશે કેમ ।।૩૮।।

પુત્ર તમે નાનકડા, નવ દેખિયું સુખ દુઃખ ।

કોણ તમને જમાડશે, જ્યારે લાગશે વળી ભૂખ ।।૩૯।। વાટમાંહિ વાઘ વરુ, બિવરાવે બહુ બાળને ।

પુત્ર મારા મંદિર બેઠા, ભજો શ્રીગોપાળને ।।૪૦।।

શ્રીરામ કહે મા સાંભળો, મારે જાવું છે જરુર ।

રાખ્યો તમારો નહિ રહું, મારું અંતર છે આતુર ।।૪૧।।

સારું પુત્ર તમે સધાવજ્યો, વહેલા આવજ્યો મારા વીર ।

શિખ દેતાં શ્રીરામને, નયણે તે ચાલ્યાં નીર ।।૪૨।। રહો પુત્ર રસોઇ કરું, એકવાર જમો જીવન ।

આ મુખ મોંઘુ મળવું, મારા તીરથવાસી તન ।।૪૩।।

સુત તમે સધાવતાં, કેમ જાશે મારા દન ।

આંધળાની આંખ્ય છો, મુજ નિર્ધનનું ધન ।।૪૪।।

મુજ રાંકનું રતન છો, જાતાં તે જીવડો નહિ રહે ।

અણતોળ્યું દુઃખ આવતાં, દેહધારી કેટલુંક સહે ।।૪૫।। અપરાધ ઓલ્યા ભવના, પુત્ર આજ આવી નડ્યા ।

ભક્તચિંતામણી

એમ કહી અચેત થઇ, લડથડી પૃથ્વી પડ્યાં ।।૪૬।। ત્યારે શ્રીરામ કહે મા સાંભળો, દિલગીર મ થાઓ મનમાં । કરો રસોઇ જમશું, થાઓ સચેત તનમાં ।।૪૭।। ત્યારે માતાને ઉતરી મૂરછા, જાગીને જોયા ફરી ।

પછી રૂડી રીતશું, રાજી થઇ રસોઇ કરી ।।૪૮।।

જમીને જીવન ચાલિયા, કળ પડી નહિ કોઇને ।

માત તાત તણો મોહ, વ્યાપ્યો નહિ નિરમોહિને ।।૪૯।। જેમ પૂર્વ દિશે પ્રકટી, ઇંદુ આવે વરુણી દિશ ।

તેમ તે શ્રીરામ આપે, કર્યો પશ્ચિમે પરવેશ ।।૫૦।। તરત ત્યાંથી ચાલિયા, અને જોયાં તીરથ ધામ ।

સિંધુતીરે સોયામણું, એક આવ્યું તળાજું ગામ ।।૫૧।।

સાધુસ્વભાવે શાસ્ત્રવેત્તા, નામ તે કાશીરામ ।

સત્વગુણી સંત જાણી, તિયાં કર્યો વિશ્રામ ।।૫૨।। શાસ્ત્ર એનાં સર્વે શોધી, લીધું સમઝી સાર ।

નથી અજાણ્યું એહથી, કર્યો ઉપલો ઉપચાર ।।૫૩।।

ગોપનાથના ગોપાલયોગી, તેના શિષ્ય તે આત્માનંદ ।

તે મળ્યા રૈવતાચળે, જે મહામોટા યોગીઇન્દ ।।૫૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઉદ્ધવનું જન્મવૃતાંત કહ્યું ને ઘરનો

ત્યાગ કર્યો એ નામે છત્રીશમું પ્રકરણમ્‌ ।।૩૬।।

પૂર્વછાયો- સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની વાત ।

મોટા યોગીને માન્યા જેવા, મુનિ આત્માનંદ વિખ્યાત ।।૧।। આઠ પહોર નવ ઉતરે, જેને સમાધિ સુખરૂપ ।

બ્રહ્મ સંગાથે એકતા, કર્યો નિજ આત્મા અનૂપ ।।૨।। બહુ કાળ તન રાખવું, વળી તરત તજવું દેહ ।

નિજગુરુ પરતાપથી, આપે થયા સ્વતંત્ર જેહ ।।૩।।

પોતાની કૃપાયે કરી, યોગસિદ્ધિને પામ્યા શિષ્ય ।

ભક્તચિંતામણી

તેને સમૂહે વિંટ્યા સ્વામી, આત્માનંદ મુનીશ ।।૪।।

ચોપાઇ- તેને પાસે આવી નિરધાર રે, કર્યો ઉદ્ધવે નમસ્કાર રે । અતિ પ્રતાપી પ્રસિદ્ધ જેહ રે, આત્માનંદ મુનિ છે તેહ રે ।।૫।। તેને નમી ઉદ્ધવ નિરધાર રે, રહ્યા માસ અદ્રિ મોઝાર રે ।

જોઇ આત્માનંદની રીત રે, વર્ણિયે વિચારિયું ચિત્ત રે ।।૬।। આને સમાધિમાંહિ શ્રીકૃષ્ણ રે, દેતા હશે તે નિશ્ચે દર્શન રે । એમ કરી ઉદ્ધવ વિચાર રે, કર્યો કર જોડી નમસ્કાર રે ।।૭।। કરી પ્રાર્થના બોલ્યા આપ રે, સુણો સ્વામી હરણ સંતાપ રે । જેહ સાક્ષાત્કાર શ્રીકૃષ્ણ રે, તેનાં ઇચ્છું છું કરવા દર્શન રે ।।૮।। તેની સિદ્ધિ સારુ જે સાધન રે, કહો કૃપા કરી મુનિજન રે । ત્યારે બોલ્યા શ્રી આત્માનંદ રે, યોગ સાધતાં થાશે આનંદ રે ।।૯।। હશે ગમતું તમારૂં જેહ રે, થાશે સર્વે સિદ્ધ જાણો તેહ રે । એવું સુણી ઉદ્ધવ વચન રે, અતિહર્ષ પામિયા મન રે ।।૧૦।। વળી જાણીને મોટા યોગીશ રે, યોગ સાધ્યા સારુ થયા શિષ્ય રે । કરી વિનંતિ લાગ્યા છે પાય રે, ત્યારે એમ બોલ્યા ગુરુરાય રે ।।૧૧।।

સુણો વાત તમે વર્ણિઇન્દ રે, નામ તમારું શ્રીરામાનંદ રે ।

પછી યોગ જે અંગે સહિત રે, તે શિખવ્યો કરી બહુ પ્રીત રે ।।૧૨।।

સુણી વર્ણી ઉદ્ધવ દયાળ રે, થયા સિદ્ધ પોતે થોડે કાળ રે । નિજગુરુસમ બ્રહ્મમાંય રે, પામ્યા એકપણું આત્મામાંય રે ।।૧૩।।

પછી રામાનંદ સ્વામી જેહ રે, દિઠું અખંડ બ્રહ્મતેજ તેહ રે । દિશોદિશમાંહિ એકરસ રે, દેખે સમાધીમાં અહોનિશ રે ।।૧૪।।

પણ તે તેજમાં શ્રીકૃષ્ણ રે, તેનું પામ્યા નહિ દરશન રે ।

ત્યારે ન પામ્યા સંતોષપણું રે, થયા ઉદ્ધવ વ્યાકુળ ઘણું રે ।।૧૫।।

પછી ગુરુ આગે જોડી હાથ રે, કહે કરી કૃપા તમે નાથ રે ।

પામ્યો સમાધિનું સિદ્ધપણું રે, દેખું કૈવલ્ય બ્રહ્મતેજ ઘણું રે ।।૧૬।। તેતો નિરાકાર નિરાધાર રે, મારે અભીષ્ટ કૃષ્ણ સાકાર રે । તેને નથી દેખતો હું નાથ રે, તેણે માનુછું મને અનાથ રે ।।૧૭।।

૧૪૦ ભક્તચિંતામણ પ્રકરણ ૩૭

રાધિકાના પતિ જે શ્રીકૃષ્ણ રે, તેતો અદિઠે ઉદ્વેગ મન રે । કહે ગુરુ સુણો બ્રહ્મચાર રે, કૃષ્ણ તેજોમય નિરાકાર રે ।।૧૮।। જેજે આકાર તે માયિક રે, નિરાકાર અખંડ છે એક રે ।

એવી સાંભળી ગુરુની વાણ રે, પામ્યા મૂરછા વર્ણી સુજાણ રે।।૧૯।।

પડ્યા ભૂમિએ થઇ નિરાશ રે, ઘડી બે પછી આવિયો શ્વાસ રે ।

પછી રુદન કર્યું અપાર રે, સુણી શ્રીકૃષ્ણને નિરાકાર રે ।।૨૦।। કહ્યો શ્રીકૃષ્ણનો આકાર ખોટો રે, આવ્યો તેણે અવગુણ મોટો રે ।

પછી ગુરુને ત્યાગી તે વાર રે, ત્યાંથી ચાલ્યા કરી નિરધાર રે ।।૨૧।।

ગુરુએ વાર્યા પણ ન રહ્યા રે, રામાનુજની ગાદીએ ગયા રે । નિરખ્યા શ્રીરંગજીને હુલાશે રે, રહ્યા વિષ્ણુકાંચીમાંહિ વાસે રે ।।૨૨।। કરે સ્મરણ શ્રીકૃષ્ણતણું રે, વહાલું લાગ્યું ત્યાં વસવું ઘણું રે ।

નાય નિર્મળ જળમાં નિત્યે રે, કરે નિત્યવિધિ પોતે પ્રીત્યે રે ।।૨૩।। નિરખે શ્રીરંગને ભાવ ભરી રે, કરે પ્રક્રમા મંદિર ફરી રે ।

પોર પાછલો રહે જ્યારે દન રે, સુણે ગીતાભાષ્ય દઇ મન રે ।।૨૪।। વાંચે શ્રીવૈષ્ણવ નિત્યે વળી રે, થાય મગન ગ્રંથ સાંભળી રે ।

પ્રપન્નામૃત ગ્રંથને પ્રીત્યે રે, સુણે એક ચિત્ત દઇ નિત્યે રે ।।૨૫।। જેમાં રામાનુજનાં ચરિત્ર રે, અતિ પરમ પાવન પવિત્ર રે ।

સુણ્યું સર્વે તે શ્રવણ દઇ રે, અથઇતિ પર્યંત તે લઇ રે ।।૨૬।। તેમાં આવી એવી વાત ઘણી રે, મોટપ્ય શ્રી રામાનુજતણિ રે ।

પછી મનમાં કર્યો વિચાર રે, રામાનુજ તો મોટા અપાર રે ।।૨૭।। વળી છોટા મોટા ગ્રંથ એના રે, સુણ્યા ઉદ્ધવે આદરે તેના રે । એમ સદ્‌ગ્રંથ સાંભળતાં રે, માસ બેઉ ત્યાં વર્ણીને વિત્યા રે ।।૨૮।। કર્યું મનન સુણી એ ગ્રંથ રે, જાણ્યા રામાનુજ તે સમર્થ રે । નિશ્ચે ભક્ત મોટા એ નિદાન રે, એકાંતિક ઇંદિરા સમાન રે ।।૨૯।। દિવ્ય દેહે રહેતા હશે આંઇ રે, મને જણાય છે મન માંઇ રે । એના અનન્ય ભક્ત હશે જેહ રે, તેને દેખતા હશે તેહ રે ।।૩૦।। વળી શ્રીકૃષ્ણ જે ભગવાન રે, હશે એને વશ એ નિદાન રે ।

પ્રકરણ ૩૭કકકક ભક્તચિંતામણી

૧૪૧

એમ નિશ્ચય કરી વર્ણીરાય રે, કર્યો એના દર્શનનો ઉત્સાય રે ।।૩૧।। એનાં જન્મ ને કર્મ સાંભળી રે, કર્યું ઉદ્ધવે ધ્યાન એનું વળી રે । એમ કરતાં સ્વામી ચિંતવન રે, આવ્યો ચૈત્રપંચમીનો દન રે ।।૩૨।। તે જ દિને સુંદર સવારે રે, થયું સ્વપ્ન અલૌકિક ત્યારે રે । તેમાં દીઠા રામાનુજાચાર રે, શોભે સૂરજસમ ઉદાર રે ।।૩૩।। દીઠા સુણ્યાતા શ્રવણે જેવા રે, મળ્યા એંધાણે એવા ને એવા રે ।

પડી પિછાન લાગ્યા છે પાય રે, આવ્યાં હર્ષનાં આંસુ આંખ્યમાંય રે ।।૩૪।। કૃષ્ણ દ્રષ્ણની ઇચ્છા છે એને રે, એવું જાણી પછી મળ્યા તેને રે । વળતા બેઉ બેઠા એક ઠામ રે, બોલ્યા વર્ણી કરી પ્રણામ રે ।।૩૫।। બહુ દિને પામ્યો દરશન રે, થયો આજ હું તે ધન્ય ધન્ય રે ।

સુણ્યા જે દિના તમારા ગ્રંથ રે, જાણ્યા તમને મેં સમરથ રે ।।૩૬।। વળી શ્રીકૃષ્ણ ભક્ત અનન્ય રે, તમે છો મેં જાણ્યું એમ મન રે । હશે વશ શ્રીકૃષ્ણ તમારે રે, એમાં નથી સંશય કાંઇ મારે રે ।।૩૭।।

માટે કૃષ્ણ દ્રષ્ણ તર્ત થાય રે, એવું બતાવો સાધન કાંય રે । કર્યું સ્તવન વળી વિશેષ રે, સ્વપ્નમાંહી સ્વામી નામી શિશ રે ।।૩૮।। થયા રાજી રામાનુજાચાર રે, સુણી વર્ણિ વેણ વાધ્યો પ્યાર રે । જાણ્યું વર્ણી આ પોતાનો સ્થાપું રે, એને શ્રીવૈષ્ણવી દિક્ષા આપું રે ।।૩૯।। એમ શ્રીરામાનુજ વિચારી રે, કહ્યા મંત્ર તે બે સુખકારી રે । કહ્યું કરજ્યો તમે આનો જાપ રે, મળશે કૃષ્ણ પ્રસન્ન થઇ આપ રે ।।૪૦।। જપો મંત્ર તમે બડભાગ્ય રે, વળી ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય રે । તે સહિત શ્રીકૃષ્ણની ભક્તિ રે, કરો નિર્વિઘ્ન મહામતિ રે ।।૪૧।। નિત્ય નૈમિત્તિક કૃષ્ણ સેવ રે, તેનો સર્વે સમઝાવ્યો ભેવ રે । કહી વ્રત ઉત્સવની રીત રે, સુણિ વર્ણિએ દઇ ચિત્ત રે ।।૪૨।। કર્યા પંચ સંસ્કારે યુક્ત વર્ણિ રે, કહ્યા મંત્ર તે બે મહામણિ રે । કરજ્યો શિષ્ય કહેજ્યો મંત્ર તેને રે, ભવપાર ઉતરવા એને રે ।।૪૩।। રહી શકો તો રહેજ્યો આંહિ રે, નહિ તો વિચરજ્યો ભૂમિમાંહિ રે । એમ ઉદ્ધવને વરદાન રે, આપી થયા છે અંતરધાન રે ।।૪૪।।

૧૪૨ ભક્તચિંતામણ પ્રકરણ ૩૮

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને રામાનુજ આચાર્ય

મળ્યા એ નામે સાડત્રિશમું પ્રકરણમ્‌ ।।૩૭।।

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ મળ્યા રામાનુજાચાર । જાગ્યા સ્વામી સ્વપ્ન થકી, ત્યારે કરવા લાગ્યા વિચાર ।।૧।। આતે શું સાક્ષાત મળ્યા, કે આ શું થયું સ્વપ્ન ।

એમ વિચારતાં અંતરે, દીઠું પંચ સંસ્કારે તન ।।૨।। ઉર્ધ્વપુંડ્ર દ્વાદશ દીઠાં, દીઠી કંઠમાં સુંદર દામ ।

મંત્ર કહ્યા તે હૈયે રહ્યા, ત્યારે માન્યા પૂરણકામ ।।૩।। અંકિત અંગ જોઉ ઉમંગ, અતિશે આવ્યો મન ।

પ્રકટ ચિહ્ન દેખી પંડનાં, માન્યું મળશે નિશ્ચે ભગવન ।।૪।।

ચોપાઇ- પછી રામાનંદ રાજી થઇ રે, કર્યો મંત્ર જાપ મૌન રઇ રે । બેઠા આસન અડગ વાળી રે, જોયું અંતરમાંહિ નિહાળી રે ।।૫।। ભુલ્યા શરીરનું ભાન સ્વામી રે, વૃત્તિ અતિશે આનંદ પામી રે । દિઠું અંતરમાં તેજ અતિ રે, તે તેજમાંહિ દીઠી મૂરતી રે ।।૬।। તેતો લક્ષ્મીનારાયણ કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે । અતિ સુંદર શોભાના ધામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।।૭।। તેને પાયે લાગ્યા લળી લળી રે, પામ્યા અતિશે આનંદ વળી રે । થયા મગન મનમાં ઘણા રે, મળ્યા કૃષ્ણ રહી નહિ મણા રે ।।૮।। જેવું હતું મને ચિંતવન રે, થયું તેવાનું તેવું દરશન રે । આપી એમ દર્શન દાન રે, પછી થયા છે અંતરધાન રે ।।૯।। જાગ્યા સમાધિથી સ્વામી જ્યારે રે, અતિ આનંદ પામિયા ત્યારે રે । કહે ધન્ય ધન્ય છે આ ધામ રે, જેમાં પુરી થઇ મારી હામ રે ।।૧૦।।

પછી વચન ગુરુનાં સંભારી રે, રહી ધર્મમાં ભક્તિ વધારી રે । રાખી શીલ શાંતિ દયા દલે રે, ક્રોધ કરે નહિ કોઇ પળે રે ।।૧૧।।

લોભ મોહ માન નહિ લેશ રે, કરે મુમુક્ષુને ઉપદેશ રે । કહે મંત્ર દોય તેને કાન રે, વળી કરાવે કૃષ્ણનું ધ્યાન રે ।।૧૨।।

પ્રકરણ ૩૮કકકક ભક્તચિંતામણી

૧૪૩

થાય તેને દ્રષ્ણ કૃષ્ણતણું રે, તેણે મગન થયા મને ઘણું રે । થયા શિષ્ય આવી બહુ જન રે, સહુ માની સ્વામીનું વચન રે ।।૧૩।। જુની જાયગાના જે રહેનાર રે, તેતો માને નહિ નરનાર રે । ત્યારે શ્રીવૈષ્ણવને રીસ ચડી રે, આવ્યા સ્વામી પાસળ તે ઘડી રે ।।૧૪।। કહ્યું આજ કાલનો તું આવ્યો રે, આંહિ આવીને તું ઘણો ફાવ્યો રે ।

સર્વે લોકોને લીધા તેં વાળી રે, એવા રાંકશું અમને ભાળી રે ।।૧૫।।

માટે જીવ્યાનો ખપ હોય તારે રે, ભાગી જાજ્યે સમઝી સવારે રે । એમ કહી ઉત્તરાદિ ગિયા રે, ત્યારે સ્વામી મને વિચારિયા રે ।।૧૬।। થાય ઉપાધિ આપણે માટ્ય રે, ત્યારે ઇયાં રહ્યામાં શું ખાટ્ય રે । કૃષ્ણપ્રિય જેહ વૃંદાવન રે, જાઇ તિયાં કરીએ આનંદ રે ।।૧૭

પછી ત્યાં થકી ચાલ્યા ઉમંગે રે, ચાલ્યા બીજા શિષ્ય બહુ સંગે રે । આવ્યા વૃંદાવન તેહ વાર રે, નિરખ્યા ગોવિંદજી કરી પ્યાર રે ।।૧૮।। જોઇ મૂરતિ એ સુખખાણ રે, જાણ્યું કૃષ્ણ પ્રત્યક્ષ પ્રમાણ રે ।

પામ્યા આશ્ચર્ય વરણિ મન રે, વાધ્યો આનંદ થયા મગન રે ।।૧૯।।

પછી તે સ્થળે વાળી આસન રે, બેઠા સરલ રાખી સ્વામી તન રે ।

ગુરુએ કહ્યા મહાનિધિ મંત્ર રે, જપે મનમાંઇ તે નિરંત્ર રે ।।૨૦।। એકાગ્ર કરી મન આપ રે, કર્યો શ્રીકૃષ્ણ મંત્રનો જાપ રે । ત્યાંતો તર્ત સ્ફુર્યું તેજ અતિ રે, તેમાં દીઠા રમારાધા પતિ રે ।।૨૧।।

મનોહર મૂરતિ જે કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે ।

મુખ મોરલી ને ભુજા દોય રે, શ્યામ સુંદર નટવર સોય રે ।।૨૨।। શોભે ભૂષણ મુગટ શિશે રે, ગળે વૈજ્યંતી માળા દિસે રે । એવા શ્રીકૃષ્ણ સ્વામીએ નિરખ્યા રે, નિરખી હૈયામાંહિ હરખ્યા રે ।।૨૩

દીઠી મૂરતિ તેજ દિનેશ રે, પછી બોલ્યા સ્વામી નામી શીશ રે । કહે ધન્ય આ રૂપ રસાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૪।। કરે સ્તવન મને થઇ દીન રે, ઉભા આગળે થઇ આધીન રે ।

કહે લીધી અમારી સંભાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૫।। તમે સંતની કરો છો સાય રે, વળી બહુનામી ગ્રહો છો બાંય રે ।

૧૪૪ ભક્તચિંતામણ પ્રકરણ ૩૮

તેને મુકો નહિ કોઇ કાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૬।। તમે સંત હિતે ધરી તન રે, કરી નિજજનની જતન રે ।

એવા કરુણાનિધિ કૃપાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૭।। તમે દાસતણાં દુઃખ કાપી રે, કરો પ્રસન્ન દર્શન આપી રે । નિજજનના છો પ્રતિપાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૮।। તમે વ્રજજન હેત કાજ રે, આવ્યા વ્રજમાંહિ વ્રજરાજ રે ।

કર્યાં સુખિયાં ગોપી ગોવાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૯।। એમ કર્યું સ્વામીએ સ્તવન રે, સુણી પ્રભુજી થયા પ્રસન્ન રે ।

માગો રામાનંદ મુજ પાસ રે, જેહ માગો તે પુરું હું આશ રે ।।૩૦।। ત્યારે સ્વામી કહે દ્રષ્ણ તમારું રે, થાય મને હું જ્યારે સંભારું રે । વળી પૂજાની સામગ્રી લીજે રે, એવી કૃપા અમ પર કીજે રે ।।૩૧।। વળી જેમ રાખો તેમ રહું રે, હું તો તમારે આશરે છઉં રે । કહે કૃષ્ણ ઉદ્ધવ છો તમે રે, ઇયાં શાપે આવ્યા તમે અમે રે ।।૩૨।।

માટે કાઢો સંપ્રદાય નવી રે, આજ થકી કહું છું ઉદ્ધવી રે । એમ કહી અંતર્ધાન થયા રે, સ્વામી જાગી બહુ હરખિયા રે ।।૩૩।।

પુરુષોત્તમ કૃષ્ણને પામી રે, થયા પૂરણકામ તે સ્વામી રે ।

પછી જ્યારે જ્યારે કરે ધ્યાન રે, ત્યારે દેખે કૃષ્ણ ભગવાન રે ।।૩૪।। વળી પૂજતા પ્રેમે પ્રતિમા રે, દેખે શ્રીકૃષ્ણને નિત્ય તેમાં રે ।

પૂજા હાર આપે જે જે પ્રીત્યે રે, લીયે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ નિત્યે રે ।।૩૫।। તેણે પરમસુખ શાંતિ પામી રે, થયા મગન મનમાં સ્વામી રે । રહ્યા માસ એક વૃંદાવન રે, થયા શિષ્ય ત્યાં મુમુક્ષુ જન રે ।।૩૬।।

પછી ગુરુની આજ્ઞા સંભારી રે, કૃષ્ણ ભક્તિ ભૂમિએ વધારી રે । ત્યાંથી બહુ શિષ્ય લઇ સંગે રે, ગયા પ્રયાગમાં ઉછરંગે રે ।।૩૭।। તિયાં પણ કીધા શિષ્ય બહુ રે, જીત્યા આપે મતવાદી સહુ રે । રહ્યા કેટલાક માસ તિયાં રે, ભક્તિ ધર્મ દોય શિષ્ય થયાં રે ।।૩૮।। એતો કથા મેં કહી છે આગે રે, તેતો સુણી સૌવે અનુરાગે રે ।

પછી જક્તગુરુ સ્વામી જેહ રે, ફર્યા તીરથ સર્વે તેહ રે ।।૩૯।।

પ્રકરણ ૩૯કકકક ભક્તચિંતામણી

૧૪૫

ત્યાંથી આવ્યા એ રૈવતાચળ રે, કૃષ્ણે ક્રીડા કરી છે જે સ્થળ રે । વર્ષ એક રહ્યા એણે ઠામ રે, કર્યાં મુમુક્ષુ જીવનાં કામ રે ।।૪૦।। ત્યાગી ગૃહી વળી નરનાર રે, તે સ્વામીએ ઓધાર્યા અપાર રે । થયા શિષ્ય તે સર્વે આવી રે, તેને કૃષ્ણની ભક્તિ કરાવી રે ।।૪૧।।

સંપ્રદાયના મારગમાંઇ રે, રહ્યો તો જે અધર્મ છપાઇ રે ।

કાપી જડ તે અધર્મતણી રે, કૃષ્ણ ભક્તિ વિસ્તારી છે ઘણી રે ।।૪૨।। એવા રામાનંદ સ્વામી જેહ રે, છે તો રામાનુજજીના તેહ રે ।

પણ રામાનુજના આશ્રિત રે, જાણી અવર ન કરી પ્રીત રે ।।૪૩।। કહે રામાનુજના આ નહિ રે, એમ મનમાં માનિયું સહિ રે । એવું સ્વામીનું ચરિત્ર જેહ રે, કહ્યું પવિત્ર સહુને તેહ રે ।।૪૪।। તે સ્વામીના સાધુ જે પંચાસ રે, નિવૃત્તિવાળા જગથી ઉદાસ રે । રામાનંદજીની આગન્યાયે રે, રહ્યા હતા ગામ લોજમાંયે રે ।।૪૫।। તેમાં સુખાનંદ એક સંત રે, આવ્યા નાવા વાવ્યે ગુણવંત રે । નિરખ્યા નીલકંઠ ને ત્યાંઇ રે, થયા મગન અતિ મનમાંઇ રે ।।૪૬।। તે દેખતાં દ્રગ ઠર્યાં દોય રે, કહે આવા મેં ન દીઠા કોય રે ।

પછી નમ્યા તે નમ્રતા આણી રે, અતિ દીનતાએ બોલ્યા વાણી રે ।।૪૭।। ધન્ય વર્ણી કિયાંથી આવિયા રે, હવે જાવાનું ધાર્યું છે કિયાં રે ।

મોટાં ભાગ્ય થયાં દર્શન રે, તમને નિરખી હું થયો પાવન રે ।।૪૮।। તમ જેવાનાં દર્શન ક્યાંથી રે, થોડે પુણ્યે કરી થાતાં નથી રે । કોઇ પૂરવ જન્મને પુણ્યે રે, થયાં દર્શન તમારાં મને રે ।।૪૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદમુનિનું આખ્યાન કહ્યું એ નામે આડત્રિશમું પ્રકરણમ્‌ ।।૩૮।।

પૂર્વછાયો- અતિ ઉત્તમ આખ્યાનની, કહી વણપુછી મેં વાત ।

હવે શ્રીહરિની કથા, કહું સુણો સહુ સાક્ષાત ।।૧।।

મહા મનોહર મૂરતિ, શોભે વરણિને વેશ ।

શિખાસૂત્ર સોયામણું, શિશે તે સુંદર કેશ ।।૨।।

૧૪૬ ભક્તચિંતામણ પ્રકરણ ૩૯

નાસાગ્રે વૃત્તિ રહે, અને દૃષ્ટિ તે અનિમેશ ।

એવા થકા ત્યાં આવિયા, બહુનામી કૃષ્ણ દિનેશ ।।૩।। આવી નાહિ એ વાવ્યમાં, પછી બેઠા કાંઠે નાથ ।

એવે સમે સુખાનંદ આવ્યા, નિરખી થયા સનાથ ।।૪।।

ચોપાઇ- નિરખી નાથને પામ્યા આશ્ચર્ય, અંગે ત્યાગ અતિ તપશ્ચર્ય । શીલ સંતોષ ને ક્ષમા અતિ, જાણું ધરી વૈરાગ્યે મૂરતિ ।।૫।। આવા સાધુ મેં ન દીઠા ક્યાંઇ, જાગે ભાગ્ય રહે એ જો આંઇ ।

પછી પ્રીત્યે શું પુછવા લાગ્યા, કોણ ગુરુ ક્યાં તમારી જાગ્યા ।।૬।। કહે હરિ સુણો સાધુ વાત, નહિ ગુરુ સ્વજન માત તાત ।

જેથી છુટીએ સર્વે સંતાપ, તે જ ગુરુ સ્વજન માઇ બાપ ।।૭।। ત્યારે બોલ્યા સુખાનંદ સંત, મહારાજ એજ છે સિદ્ધાંત ।

પણ પુછવાની એક રીત્ય, માટે પુછું છું હું કરી પ્રીત્ય ।।૮।। ત્યારે કહે નિલકંઠ કથી, આવ્યા ઉત્તર કોશળ દેશથી ।

સર્વ તીર્થ ફરતા જોતા ધામ, અમે આવ્યા છઉં આણે ગામ ।।૯।। અમે કહ્યું અમારૂં વૃતાંત, તમે કોણના શિષ્ય છો સંત ।

પછી બોલ્યા સુખાનંદ તૈયે, અમે રામાનંદજીના છૈયે ।।૧૦।। અમમાંહિ મોટા મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહું વર્ણિઇંદ । આવ્યો આ વાવ્યે નાવા હું આજ, ત્યાં તો તમે મળ્યા મહારાજ ।।૧૧।।

મોટું ભાગ્ય માન્યું આજ મારું, મને દર્શન થયું તમારું । એમ કહીને લાગ્યા છે પાય, આવો અમારી જાયગા માંય ।।૧૨।। ઇયાં વસે છે સંત સુજાણ, વર્તે છે પંચવ્રત પ્રમાણ ।

પ્રભુ તિયાં લગી પધારીજે, દયા કરીને દરશન દીજે ।।૧૩।।

મુક્તાનંદજી જે ઇયાં રહે છે, તે તમ જેવાને મળવા ઇચ્છે છે ।

ગુરુ આજ્ઞાએ અમે રહું છું, તમ જેવાની સેવા કરું છું ।।૧૪।।

મુક્તાનંદજી સંત છે એવા, સહુને દર્શન કરવા જેવા ।

માટે તમે પધારોને ત્યાંઇ, નહિ તો નિશ્ચે એ આવશે આંઇ ।।૧૫।। ત્યારે વર્ણી બોલ્યા એમ વાણ, તમે સાંભળો સંત સુજાણ ।

પ્રકરણ ૩૯કકકક ભક્તચિંતામણી

૧૪૭

શહેર પુર નગર ને ગામ, અમે જાતા નથી કેને ધામ ।।૧૬।। ફર્યા વિષમ વન સઘળે, રહેતા નિત્ય નવા તરુ તળે ।

પણ એવાનાં દર્શન સારું, ચાલો માનીશ વચન તમારું ।।૧૭।।

પછી સંત સાથે વર્ણિરાય, આવ્યા આપે ધર્મશાળામાંય ।

ઉઠી સંતે કર્યો નમસ્કાર, નમ્યા હરિ સહુને તે વાર ।।૧૮।।

પછી બેઠા ઘટે તેમ સહુ, શોભી સભા તે સમામાં બહુ ।

સર્વે વર્ણિ સામું જોઇ રીયા, દેખી હરિ આશ્ચર્ય પામિયા ।।૧૯।। તપ તેજ તને શાંતપણું, દેખી મન નેણ લોભ્યાં ઘણું ।

કહે આવા ન દીઠા સાંભળ્યા, આજ મોરે પણ નથી મળ્યા ।।૨૦।। બાળપણામાં આવા છે શુદ્ધ, માટે મનુષ્ય નહિ છે વિબુદ્ધ ।

કાંતો ચંદ્ર કાંતો છે આ અર્ક, કાંતો અગ્નિ કે સ્વામી કાર્તિક ।।૨૧।। કાંતો નિરન્નમુક્ત આ નિદાન, કાંતો તપ છે મૂરતિમાન । કાંતો બદ્રિપતિ છે આપ, જુવો એના આવ્યાનો પ્રતાપ ।।૨૨।। આપણાં નેણ ન લોભે ક્યાંઇ, તેતો રીયાં છે એમાં લોભાઇ ।

માટે આપણાં મોટાં છે ભાગ્ય, મળ્યા મૂર્તિમાન આ વૈરાગ્ય ।।૨૩।। આની સેવા કરો કર ભામી, તો રીઝશે રામાનંદ સ્વામી ।

પછી સંત સેવામાંહિ રીયા, મુક્તાનંદે ભોજન કરાવિયાં ।।૨૪।।

પછી જીતેંદ્રિય સાધુને જાણી, રાજી થઇ હરિ બોલ્યા વાણી ।

કહે અમે રહેશું તમ પાસ, કરશું ટેલ્ય કરે જેમ દાસ ।।૨૫।।

પછી સંતમાં રહ્યા મહારાજ, પુછ્યું પ્રશ્ન પરીક્ષાને કાજ ।

કહે નીલકંઠ સુણો સંત, તમે જાણો છો સર્વે સિદ્ધાંત ।।૨૬।।

માટે કરૂં છું પ્રશ્ન મહારાજ, ઉત્તર સુણવા ઇચ્છું છું આજ । જીવ ઇશ્વર માયા બ્રહ્મ જેહ, પરબ્રહ્મ રૂપ કહો તેહ ।।૨૭।। કહેજ્યો જુજવા વિગત્ય પાડી, જેમ છે તેમ દેજ્યો દેખાડી । એવા સૂક્ષ્મ પ્રશ્નને સાંભળી, બોલ્યા મુક્તાનંદજી ત્યાં વળી ।।૨૮।। કહે સુણ્યું ગુરુ મુખે અમે, કહું તે વરણિ સુણો તમે ।

સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, તેમાં વ્યાપ્યો નખ શિખા તેહ ।।૨૯।।

૧૪૮ ભક્તચિંતામણ પ્રકરણ ૩૯

ઇંદ્રિ અંતઃકરણ એ આધારે, કરે ક્રિયા નાના પ્રકારે ।

વળી જાણો અજન્મા છે એહ, નિત્ય નિરંશ અખંડ તેહ ।।૩૦।। છે પ્રકાશક ને ન છેદાય, ન બળે ન સડે સુકાય ।

એવું જાણજ્યો જીવનું રૂપ, હવે કહું ઇશ્વરનું સ્વરૂપ ।।૩૧।। વિરાટ સૂત્રાત્મા દેહ જાણો, અવ્યાકૃતમાં વ્યાપ્યા પ્રમાણો । ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જેહ, કરે સર્વે જગતનો તેહ ।।૩૨।। એહ કહ્યું ઇશ્વરનું રૂપ, હવે કહું માયાનું સ્વરૂપ ।

જક્ત માંહિ કહીએ જીવ જેહ, તેના ઉદ્‌ભવનું ક્ષેત્ર તેહ ।।૩૩।। અનાદિ તમમય તે કહીએ, જડચિદાત્મક એ લહીએ ।

કાર્ય કારણ રૂપ એ જાણો, ભગવાનની શક્તિ પ્રમાણો ।।૩૪।। ત્રણ ગુણાત્મક એ કહીએ, અજન્મા અજ્ઞાનરૂપ લહીએ ।

એવું માયાનું રૂપ સરે છે, હરિ આશ્રિત એને તરે છે ।।૩૫।। હવે સુણો બ્રહ્મ નિરુપણ, સત્ય જ્ઞાન અનંત પૂરણ ।

અખંડ ને અક્ષર એનું નામ, પુરુષોત્તમને રહેવાનું ધામ ।।૩૬।।

મૂર્તિમાન અમૃત કહેવાય, શુદ્ધ નિત્ય વિકાર વિનાય ।

માયા ઇશ્વર જીવ તત્ત્વ જેહ, તેનું પ્રકાશક જાણો તેહ ।।૩૭।। વળી સર્વાધાર એહ બ્રહ્મ, જાણો વર્ણિરાટ એહ મર્મ ।

હવે પરબ્રહ્મને કહીએ છીએ, જેનો કહેતાં તે પાર ન લઇએ ।।૩૮।।

નારાયણ વાસુદેવ કહેવાય, સ્વતંત્ર પ્રકાશક લેવાય ।

આનંદમય દિવ્યમૂરત, વિષ્ણુ કૃષ્ણને કહીએ અચ્યુત ।।૩૯।। વળી કહીએ અવ્યય ભગવાન, અક્ષર માયા કાળ જે નિદાન ।

તેમાં શક્તિએ અન્વય થયા, વળી મૂર્તિમાન જુદા રહ્યા ।।૪૦।। કાળ માયાના નિયંતા જેહ, સર્વ કારણના કારણ તેહ ।

એહ પરમાત્મા પરબ્રહ્મ, મુમુક્ષુ જીવોને લેવો મર્મ ।।૪૧।। એ છે સર્વને ઉપાસ્યા જેવા, સુણો વર્ણિ પરબ્રહ્મ એવા ।

કર્યો ઉત્તર મેં સુણ્યા પ્રમાણે, યથારથ તો સદ્‌ગુરુ જાણે ।।૪૨।। તેતો દેખે હસ્તામલક વળી, દેખાડે છે મુમુક્ષુને મળી ।

પ્રકરણ ૩૯કકકક ભક્તચિંતામણી

૧૪૯

એમ કર્યા ઉત્તર મુક્તાનંદ, સુણી વર્ણિ પામ્યા છે આનંદ ।।૪૩।।

સાધુ સ્વભાવ ને સરલ ચિત્ત, જાણી હરિ બોલ્યા કરી પ્રીત ।

હે મુનિ કર્યો ઉત્તર તમે, થયો યથારથ જાણ્યો અમે ।।૪૪।। એ પ્રશ્ન મેં પૂછ્યો છે બહુને, કહેતાં કઠણ થયા છે સહુને । તેની તમને લાગી નહિ વાર, માટે તમે મોટા નિરધાર ।।૪૫।। કરી મુનિ તમારાં દર્શન, મારા મનમાં થયો મગન ।

ત્યારે મુક્તાનંદ કહે મહારાજ, મેં દિઠા છે બહુ તપીરાજ ।।૪૬।।

પણ તમ જેવા એક તમે, શું કહીએ મુખથી ઘણું અમે ।

પ્રશ્ન કરી સમજવો ઉત્તર, એવા પણ નોય ઝાઝા નર ।।૪૭।। એમ કહેતાં સાંભળતાં ગાથ, વાધ્યું હેત રહ્યા સંત સાથ । નિત્ય પ્રશ્નના ઉત્તર થાય, સુણી સાધુને હર્ષ ન માય ।।૪૮।।

સંસ્કૃત ને પ્રાકૃત પ્રશ્ન જે, કરે ઉત્તર ન થાય બીજે ।

પછી ડાહ્યા શિયાણા જે હતા, મનુષ્ય બુદ્ધિ તેમાં ન કરતા ।।૪૯।। છે અકળ આપ ભગવન, એમ જાણી સર્વે સંતજન ।

થાય કૃષ્ણ કથા તિયાં નિત્ય, સુણે નાથ પોતે દઇ ચિત્ત ।।૫૦।। રાખ્યા નિમ તેમાં નવ ચુકે, કરે તપ તે પણ ન મુકે ।

દેખી દષ્ટિ શ્રીહરિની સંત, માને આતો મોટા છે અત્યંત ।।૫૧।। ત્યારે સાધુ કહે ભગવાન, સ્થિર દૃષ્ટિ કરો કેનું ધ્યાન ।

ત્યારે બોલીયા વરણિરાજ, સુણો મુક્તાનંદજી મહારાજ ।।૫૨।। રાધાઆદિ જે સર્વેના સ્વામી, તે ઇષ્ટ મારા અંતરજામી ।

બ્રહ્મા વિષ્ણુ શિવના જે દેવ, તેની કરું છું હું નિત્ય સેવ ।।૫૩।। વારાહ આદિ જે અવતાર, તે સરવેના જે ધરનાર ।

એવા કૃષ્ણ પરબ્રહ્મ જાણો, મારે તેનું ધ્યાન પરમાણો ।।૫૪।। વળી કરું હું સેવા પૂજન, નિત્ય સ્મરણ ને કીરતન ।

તે વિના નથી જીવોને ગતિ, મારે પણ નથી બીજે મતિ ।।૫૫।। એમ બોલીયા છે બહુનામી, છેતો પોતેજ શ્રીકૃષ્ણ સ્વામી ।

પણ બોલવાની એહ રીત, તેમ બોલે છે કરુણાનિકેત ।।૫૬।।

૧૫૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૦

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રશ્નોત્તર નામે ઓગણચાલીસમું પ્રકરણમ્‌

।।૩૯।।

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ બોલ્યા ભાવે ભગવંત । તે સુણી મુક્તાનંદજીએ, કહ્યું પોતાનું વરતંત ।।૧।। અમે પણ શ્રીકૃષ્ણને, ભાવે ભજું છું ભગવાન ।

ગુરુની કૃપાએ કરી, વળી દેખું છું મૂર્તિમાન ।।૨।। તે ગુરુ રામાનંદજી, ઉદ્ધવનો અવતાર ।

મુમુક્ષુને આશરવા, યોગ્ય નિશ્ચે નિરધાર ।।૩।। તેની કૃપાએ કરી જન, દેખે ગોલોકાદિક ધામ ।

મોરલીધર શ્રીકૃષ્ણ જે, તે દેખે સમાધિએ શ્યામ ।।૪।।

ચોપાઇ- એતો કહી મેં બીજાની વાત, તમે તો દેખોછો સાક્ષાત । તેતો એમને વશ છે એહ, નથી એ વાતમાંહી સંદેહ ।।૫।। વળી રામાનંદજીને શ્રીકૃષ્ણ, તેનાં પૃથક મ જાણજ્યો દ્રષ્ણ ।

એતો જીવોના કલ્યાણ કાજ, પોતે સ્વયં કૃષ્ણ રહ્યા છે આજ ।।૬।।

ગુરુ ઉદ્ધવ વિના નથી અન્ય, તે છે ભાગવતમાં વચન ।

ઇચ્છ્યા આલોક તજવા કાજે, ત્યારે વિચાર્યું કૃષ્ણ મહારાજે ।।૭।।

મારું જ્ઞાન હું કેને આપીશ, જ્ઞાનાચાર્ય તે કેને સ્થાપીશ । જોતાં દીઠા ઉદ્ધવજી એક, આપ્યું છે જ્ઞાન કરી વિવેક ।।૮।। ઉદ્ધવ મારા આત્મા ગણું, નથી મુજથી ન્યુન એ અણું ।

એમ કહિ ઉદ્ધવને જ્ઞાન, આપી થયા છે અંતરધાન ।।૯।। તે ઉદ્ધવ તે જ રામાનંદ, તેના અમે છીએ વર્ણિઇંદ ।

કરીએ છીએ શ્રીકૃષ્ણ ભજન, એવાં સુણ્યાં વર્ણિએ વચન ।।૧૦।।

પછી સાંભળી આવી એ વાત, જે કહી હતી પોતાને તાત ।

જાણ્યા ઉદ્ધવ તે રામાનંદ, ક્યારે મળે ને પામું આનંદ ।।૧૧।।

મળે તો સેવાએ કરૂં પ્રશ્ન, તો મળે પ્રત્યક્ષ મને કૃષ્ણ ।

કહે મુક્તાનંદ પ્રત્યે હરિ, મને જાણજ્યો તમારો કરી ।।૧૨।।

પ્રકરણ ૪૦કકકક ભક્તચિંતામણી

૧૫૧

જેજે હોય હેતનાં વચન, કહેજ્યો મને થઇ ને પ્રસન્ન ।

તેતે તમે કરજ્યો ઉપાય, જેણે સદ્ય સ્વામીને મળાય ।।૧૩।। એમ કહી કહ્યું નિજવ્રતંત, તેને સાંભળી બોલીયા સંત ।

જાણ્યું છે બ્રાહ્મણમાં જનમ, કર્યાં છે અતિ તપ વિષમ ।।૧૪।।

પછી સૌવે કહ્યું ધન્ય ધન્ય, તમને થાશે સ્વામીનાં દર્શન । હમણાં સ્વામી છે ભુજનગર, સુંદર મૂર્તિ જે મનોહર ।।૧૫।। તે આવશે જ્યારે દેશ આણે, થાશે દર્શન સૌને તે ટાણે । હમણાં ન કરો જાવાનો ઘાટ, માનો વચન જુવો તમે વાટ ।।૧૬।। એવાં સુણી સાધુનાં વચન, રહ્યા તિયાં સ્થિર કરી મન ।

કરે સાધુની સેવા અપાર, નિત્ય પ્રત્યે કરી બહુ પ્યાર ।।૧૭।। જોઇ સેવાવૃત્તિ તે અત્યંત, કરે હેત સહુ મળી સંત ।

પોતાને તો ભક્તિ અતિ રજે, આપતકાળે ધર્મ ન તજે ।।૧૮।। શીત ઉષ્ણ વરસાતનાં દુઃખ, સહે શરીરે પ્યાસ ને ભૂખ ।

તેને જોઇને સરવે જન, પામે વિસ્મય પોતાને મન ।।૧૯।। એમ કરતાં ચૈત્રમાસ ગીયો, સંદેશો સ્વામીનો ન આવિયો । ત્યારે થયા અતિશે ઉદાસ, ન થયું દ્રષ્ણ મેલે નિશ્વાસ ।।૨૦।।

સર્વે સંતને કહે શિશ નામી, ક્યારે મળશે રામાનંદ સ્વામી । વિત્યો વાયદો નાવ્યા દયાળ, મારાં ભાગ્ય કઠણ આ કાળ ।।૨૧।। એમ કહી ભરે નયણે નીર, દર્શન વિના દિલે દિલગીર ।

એમ કરતાં વિતે દિનરાત, કરે વૈરાગ્ય ત્યાગની વાત ।।૨૨।।

સર્વે સંત કરેછે વિચાર, કેમ રહેશે આ જાગ્ય મોઝાર ।

આવા વૈરાગ્યવાન ન કોઇ, આવે લાજ એની દશા જોઇ ।।૨૩।। જાય સ્નાન કરવાને જ્યારે, પાછું મંદિર ન અવાય ત્યારે ।

વાટે કાંટા કાંકરા ને ઠેસ, ન દેખાય દૃષ્ટિ અનિમેષ ।।૨૪।।

ન રહે નિજદેહ સંભાળ, તોય બોલે દયાએ દયાળ ।

કહે મન જીવેશ્વર એને, દેખું છું હું માયા બ્રહ્મ તેને ।।૨૫।।

નથી કોઇ મુજથી અકળ, જાણું જેમ હથેળીનું જળ ।

૧૫૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૦

જ્યાં જ્યાં જાય છે મન તમારું, તે પણ નથી અજાણ્યું અમારું ।।૨૬।। એવી વાત કરે હરિ જ્યારે, સર્વે સંત સત્ય કહે ત્યારે ।

રહે પોતાને સહજ સ્વભાવ, અતિ નારી તણો તે અભાવ ।।૨૭।। આવે નારી તણો ગંધ જ્યારે, રહે નહિ પેટે અન્ન ત્યારે । અતિ દ્રવ્ય ત્રિય તન ત્યાગ, વળી અંગે અત્યંત વૈરાગ્ય ।।૨૮।। વળી વળી કરે એમ વાતું, દ્રષ્ણ સ્વામીનું કેમ નથી થાતું । જ્યારે મળશે સ્વામી રામાનંદ, ત્યારે મનમાં માનીશ આનંદ ।।૨૯।। કહે મુક્તાનંદને ભગવાન, તમે કરોને સ્વામીનું ધ્યાન ।

તમારી વૃત્તિમાં મેલી વૃત્તિ, જોઉં સ્વામી શ્રીજીની મૂરતિ ।।૩૦।।

પછી સંતે ધર્યું જ્યારે ધ્યાન, તેને ભેળું જોયું ભગવાન । ત્યારે દીઠા રામાનંદ સ્વામી, થયા રાજી રહિ નહિ ખામી ।।૩૧।। દીઠા કંજ અરૂણવર્ણ પાય, રૂડી ઉર્ધ્વરેખા છે તેમાંય ।

જમણા અંગોઠાને નખે રેખ, તેતો શોભે છે વળી વિશેખ ।।૩૨।। કરભ સરખી શોભા ઉરતણી, વળી નાભી ગંભીર છે ઘણી ।

મૂર્તિ પુષ્ટ છે મહારાજ કેરી, વળી શ્વેત ધોતી દીઠી પહેરી ।।૩૩।।

ગૌરવાન છે મૂરતિ સારી, મોટી ફાંદે શોભે સુખકારી ।

પડે વળ ત્રણ ત્યાં વિશાળ, ઉર ઓપે છે તરુતમાલ ।।૩૪।। તિયાં શોભે સુંદર રોમરાજી, કંઠે કમળમાળા રહી વિરાજી । ભુજ ગજસુંઢસમ શોભે, ઓપે અરુણ પંકજ પોંચા ઉભે ।।૩૫।। જેમ કંજની શોભે કળિયો, તેમ શોભે છે હાથઆંગળીયો । થડે જાડી ઉપર પાતળી, એવી દીઠી મેં દશે આંગળી ।।૩૬।।

નખ આવલી શોભે છે ઘણી, જાણ્યું હાર બણી મણિતણી ।

કંઠ કંબુસમાન છે એવું, મુખ શોભે પૂરણ શશિ જેવું ।।૩૭।। તિયાં દીઠા અધર પ્રવાળ, દંત દાડ્યમકળિ રસાળ ।

સઈ કહું તે શોભા મુખની, શોભે નાસિકા ચંચુ શુકની ।।૩૮।।

નયણાં કમળદળ વિશાળ, ભર્યાં કરુણારસે રસાળ ।

અતિ ભ્રકુટિ ભાલ વિરાજે, ત્યાં ઉર્ધ્વપુંડ્ર તિલક રાજે ।।૩૯।।

પ્રકરણ ૪૦કકકક ભક્તચિંતામણી

૧૫૩

રહ્યા છોટાછોટા શ્રવણ શોભી, દીઠી શિશપર શિખા ઉભી ।

માથે ઓઢી છે ધોળી પછેડી, કરુણારસ રહ્યા છે રેડી ।।૪૦।। કૃપાએ જોઈ રહ્યા છે સામું, પુરે છે નિજજનની હામું ।

હસતાં ખાડા પડે છે બે ગાલે, વળી ચાલે છે સુંદર ચાલે ।।૪૧।।

ચરણે ચાલતાં ચમકે ચાખડી, હાથે છે નીલા રંગની છડી ।

એવી મૂર્તિ દીઠી મનોહર, શોભાસાગર સુખ સુંદર ।।૪૨।। ત્યારે સંત કહે સત્ય વાત, એતો સ્વામી શ્રીજી છે સાક્ષાત । તમે આપો છો જે જે એંધાણ, તેમજ છે પ્રત્યક્ષ પ્રમાણ ।।૪૩।। જેવું છે રામાનંદજીનું રૂપ, તેવું તમેજ કહ્યું સ્વરૂપ ।

તમે દીઠી છે જેવી મૂરતિ, તેમાં ફેર નથી એક રતિ ।।૪૪।। યથારથ મૂરતિ છે જેવી, તમે પણ દિઠી પ્રભુ તેવી ।

ત્યારે બોલ્યા હરિ એમ વળી, તમે સુણો સંત સહુ મળી ।।૪૫।। સ્વામી રામાનંદજીનું પંડ, તેને દેખું છું ધ્યાને અખંડ ।

પણ મળશે પ્રત્યક્ષ પ્રમાણ, ત્યારે ટળશે અંતરે તાણ ।।૪૬।। એમ કહી થાય દિલગીર, વળી ભરે નયણમાં નીર ।

એમ ચરિત્ર કરે અવિનાશી, જોઈ સંત રહે છે વિમાશી ।।૪૭।। કહે આ છે કોઈક સમર્થ, એતો આવ્યા છે આપણે અર્થ । એને કરવું રહ્યું નથી લેશ, આપે છે આપણને ઉપદેશ ।।૪૮।। આપણે કરીએ છીએ ધ્યાન, ત્યારે રહે છે મન તન ભાન ।

વળી જ્યાં ત્યાં મન દિયે દોટું, જઈ ગ્રહે છે પદાર્થ ખોટું ।।૪૯।। તે એ જાણે છે મનની ઘાત, નથી એથી અજાણી કોઈ વાત ।

તમે જાુઓને સહુ વિચારી, આવા કોઈ દીઠા તન ધારી ।।૫૦।। બ્રહ્માસૃષ્ટિમાં ન જડે ગોતે, આતો પૂરણબ્રહ્મ છે પોતે ।

સમઝી સંત રહે પરસન, હરે ફરે કરે દરશન ।।૫૧।। એમ કરતાં વિત્યા નવ માસ, ત્યારે અતિશે થયા ઉદાસ ।

અહો આપણે આ શું જો થયું, કહો કેમ ન ફાટ્યું આ હૈયું ।।૫૨।। જળ કાદવ જાુજવી જાતિ, પ્રિતમ વિયોગે ફાટે છે છાતિ ।

૧૫૪ ભક્તચિંતામણ પ્રકરણ ૪૧

જળ મીનની પ્રીત પ્રમાણ, પિયુ વિયોગે પરહરે પ્રાણ ।।૫૩।। કુંજિસુત વીતે ષટ્‌ માસ, તજે તન થઈને નિરાશ ।

આતો વીતિ ગયા નવ માસ, એમ કહીને થયા ઉદાસ ।।૫૪।। કહે મુક્તાનંદને મહારાજ, આપો આજ્ઞા જાઉં દર્શન કાજ ।

તમે કર્યોતો વાયદો જેહ, વિચારોને વીતિ ગયો તેહ ।।૫૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રશ્નોત્તર નામે ચાલીસમું પ્રકરણમ્‌ ।।૪૦।।

પૂર્વછાયો- આણી ઉદાસી અંતરે, એમ બોલ્યા વરણિરાટ ।

તે સુણી મુક્તાનંદજી, અતિ કરે છે ઉચાટ ।।૧।।

આવા ત્યાગી તપસ્વી, નિરમોહી વૈરાગ્યવાન ।

નિસ્પૃહપણું જોઈ જાણે, રખે જાતા રહે નિદાન ।।૨।। કાંઈક ઉપાય કરું, જેણે રહે વરણિઈંદ ।

પછી મીઠી વાણીએ, બોલ્યા તે મુક્તાનંદ ।।૩।। વૈશાખસુદીનો વાયદો, તે નહિ પડે ખોટો નાથ ।

તિયાં લગી તમે રહો, કહું કરગરી જોડી હાથ ।।૪।।

ચોપાઇ- તમને કહીએ છીએ અમે એહ, તેતો જોઈને તમારું દેહ । તપે કરી તન છે દુબળું, નહીં પોંચાય શહેર છે વેગળું ।।૫।। ખારા સમુદ્રની છે ખાડી, તેતો ભુજ જાતાં આવે આડી ।

નથી સિધિ જાવા પગવાટ, અમે કહીએ છીએ તેહ માટ ।।૬।। હમણાં રહો જાળવીને પળ, હું મેલું છું લખીને કાગળ ।

તેનો વળતો ઉત્તર આવે, કરવું સહુને જેમ સ્વામી કાવે ।।૭।। તેની આજ્ઞા વિના નવ જાવું, અમને તો જણાય છે આવું ।

ત્યારે બોલ્યા હરિ તેહ પળ, સારુ લખો સ્વામીને કાગળ ।।૮।।

પછી મુક્તાનંદજી મહારાજ, બેઠા કાગળ લખવા કાજ ।

સ્વસ્તિ શ્રીભુજનગરમાંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ ।।૯।। દીનબંધુ પતિતપાવન, ભક્તજનને મનભાવન ।

પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ, શરણાગતના શમાવો તાપ ।।૧૦।।

પ્રકરણ ૪૧કકકક ભક્તચિંતામણી

૧૫૫

કૃપાનિધિ કરુણાના ધામ, પતિતપાવન પૂરણકામ ।

દયાસિંધુ દિલના દયાળ, નિજજનતણા પ્રતિપાળ ।।૧૧।। અનાથના નાથ અધમોદ્ધાર, તમને કરૂં છું નમસ્કાર ।

કલ્યાણકારી જે અનેક ગુણ, તેણે કરી તમે છો પૂરણ ।।૧૨।। સિદ્ધ સિદ્ધિઓ સર્વે કહેવાય, તેતો સેવે છે તમારા પાય । શુદ્ધ ભક્ત જે લાખો કરોડી, તે તમને નમે કર જોડી ।।૧૩।। આપ ઈચ્છાએ મનુષ્યાકૃતિ, તમે ધરી પ્રભુ અમવતિ ।

એવા તમે જન સુખકારી, પ્રભુ વાંચજ્યો વિનતિ મારી ।।૧૪।। અત્ર લોજથી લખ્યો કાગળ, તમ કૃપાએ સુખી સકળ ।

તમારા સુખના સમાચાર, લખજ્યો મારા પ્રાણઆધાર ।।૧૫।। બીજાું લખવા કારણ જેહ, સ્વામી સાંભળજ્યો તમે તેહ ।

કોશળ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તેહુની ।।૧૬।। દેહમાંહિ જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી ।

ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણું આપે તપની મૂરતિ ।।૧૭।।

નીલકંઠ નામે નિદાન છે, શિવ જેવા વૈરાગ્યવાન છે ।

મેઘજેવા સહુના સુખધામ, દેખી દર્પ હરે કોટી કામ ।।૧૮।। વર્ણિવેશ દૃષ્ટિ અનિમેષ, બ્રહ્મસ્થિતિમાં રહે છે હમેશ ।

ઉદારમતિ અચપળતા, પાસળે કાંઇ નથી રાખતા ।।૧૯।। કિશોર અવસ્થાને ઉતરી, આવ્યા અત્ર તીરથમાં ફરી ।

સુંદર મુખ ને માથા ઉપર, કેશ નાના ભુરા છે સુંદર ।।૨૦।। બોલે છે સ્પષ્ટ વાણી મુખ, નારી ગંધથી પામે છે દુઃખ ।

માન મત્સર નથી ધારતા, પ્રભુ વિના નથી સંભારતા ।।૨૧।। જીર્ણ વલ્કલ ને મૃગછાળા, હાથમાંહિ છે તુલસી માળા ।

સરલ ક્રિયામાં સદા રહે છે, મુનિના ધર્મને શિખવે છે ।।૨૨।। રાખે છે ગુરુભાવ અમમાં, વૃત્તિ લાગી રહી છે તમમાં ।

રસરહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રિજે દન ।।૨૩।। કયારેક ફળ ફુલ નિદાન, ક્યારે કરે વારિ વાયુ પાન ।

૧૫૬ ભક્તચિંતામણ પ્રકરણ ૪૧

કયારે અજાચ્યું અન્ન આવ્યું લીએ, ક્યારે મળ્યું પણ મુકી દીએ ।।૨૪।। કયારેક મરચાં મીઢીઆવળ્ય, જમે એ જ એકલું કેવળ ।

ખારું ખાટું તીખું તમતમું, રસ નિરસ બરોબર સમું ।।૨૫।। ટંક ટાણાની ટેવજ નથી, અતિ નિસ્પૃહ રહે છે દેહથી ।

જે જે ક્રિયાઓ કરે છે એહ, તનધારીએ ન થાય તેહ ।।૨૬।।

ગ્રીષ્મ પ્રાવૃટ ને શરદઋતુ, હેમંત શીત ને વળી વસંતુ ।

છોયે ઋતુમાં વસવું વને, વહાલું લાગે છે પોતાને મને ।।૨૭।।

મેડી મોલ આવાસમાં રહેવું, તે જાણે છે કારાગૃહ જેવું । ઉનાળે તો તાપે છે અગનિ, ચોમાસે સહે ધારા મેઘની ।।૨૮।। શિયાળે બેસે છે જળમાંઈ, તેણે તન ગયું છે સુકાઈ ।

કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત ।।૨૯।। બાળપણે સિદ્ધદશા જોઈ, અમે સંશય કરું સહુ કોઈ ।

એના તપના તેજને માંઈ, અમારું તપ ગયું ઢંકાઈ ।।૩૦।। જેમ દિનકર આગળ દિવો, એ પાસે ત્યાગ અમારો એવો ।

એની વાત તો એ પ્રમાણે છે, સર્વ યોગકળાને જાણે છે ।।૩૧।। તોય શિષ્ય થઇને રહ્યા છે, જેની અતિ અપાર ક્રિયા છે ।

કેણે થાતો નથી નિરધાર, જાણું પામ્યા છે શાસ્ત્રનો પાર ।।૩૨।।

પુછે છે પ્રશ્ન અલપ કાંઇ, તેમાં પંડિત રહે છે મુંઝાઇ ।

સભામાંહિ વાદ પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે ।।૩૩।। ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધ ને ન રહે ગર્વ ।

પુછે પ્રશ્ન કોઇ પોતા પાસ, ત્યારે બહુ રીત્યે કરે સમાસ ।।૩૪।। ત્યારે સંશય કરે એમ મન, આ શું આવ્યા પોતે ભગવન ।

બેસું ધ્યાને જ્યાં જ્યાં મન જાય, તેને દેખે છે સાક્ષિને ન્યાય ।।૩૫।। દુરિજન વચનનાં બાણ, સહેવા પોતે વજ્ર પ્રમાણ ।

એવા ક્ષમાવંત મહામતિ, પરદુઃખે પીડાય છે અતિ ।।૩૬।। કોમળતા કહી નથી જાતિ, ઉપમા પણ નથી દેવાતિ ।

સર્ષપ ફુલ માખણ ને કંજ, જાણું પામ્યા કોમળતા રંજ ।।૩૭।।

પ્રકરણ ૪૧કકકક ભક્તચિંતામણી

૧૫૭

સર્વ સાધુતા જે જે કહેવાય, તેતો રહી છે જાણું એહ માંય । તમ વિના એવા ગુણ બીજે, નથી સાંભળ્યા સાચું કહીજે ।।૩૮।। એનાં ચરિત્ર જોઇને અમે, જાણું દૃઢતા જોવા આવ્યા તમે ।

વળી તમારાં દર્શન કાજ, અતિ આતુર રહે છે મહારાજ ।।૩૯।। તેને રોકીને રાખ્યા છે આંઇ, કહો તો આવે તમ પાસે ત્યાંઇ । યાંની વાત મેં લખી જણાવી, રાજી હો તેમ મુકજ્યો કહાવી ।।૪૦।।

લખ્યું છે મારી બુદ્ધિ પ્રમાણ, સર્વે જાણી લેજ્યો સુજાણ ।

ઓછું અધિકું જે લખાણું હોય, કરજ્યો ક્ષમા અપરાધ સોય ।।૪૧।। દયા કરીને વાંચજ્યો પત્ર, ઘટે તેમ લખાવજ્યો ઉત્ર ।

તેની જોઇ રહ્યા છીએ વાટ, આવ્યે ઉત્તર ટળશે ઉચાટ ।।૪૨।। વારે વારે વિનતિ મહારાજ, કરું છું હું આ વરણિ કાજ ।

હશે તમને ગમતું તે થાશે, બીજા ડાહ્યાનું ડહાપણ જાશે ।।૪૩।। થોડે લખ્યે બહુ માનજ્યો નાથ, રાખજ્યો દયા પ્રભુ મુજમાથ । એવો પત્ર લખ્યો મુક્તાનંદે, વાંચ્યો સાંભળ્યો સહુ મુનિવૃંદે ।।૪૪।। કહે મુનિ ધન્ય છો મહારાજ, અતિ રૂડો પત્ર લખ્યો આજ ।

વાંચી આવશે વહેલા દયાળ, પ્રભુ લેશે આપણી સંભાળ ।।૪૫।।

પછી બોલ્યા એમ મુક્તાનંદ, સુણો નીલકંઠ મુનિઇંદ ।

લખ્યો સ્વામી પ્રત્યે પત્ર અમે, કાંઇક લખોને કહું છું તમે ।।૪૬।।

સુણી મુક્તાનંદનાં વચન, વિચાર્યું છે વરણિએ મન ।

હું શું લખી જણાવું સ્વામીને, કહ્યું ન ઘટે અંતર્યામીને ।।૪૭।। જાણે મનની વારતા તેને, સર્વે લોક હસ્તામળ જેને ।

એથી અજાણ્યું નથી લગાર, જાણે સર્વે અંતરમાંહિ બાર ।।૪૮।। એ આગે કરવી ચતુરાઇ, તે વિચારી લેવું મનમાંઇ ।

અમારે તો નથી એવો ઘાટ, લખું તમે કહો છો તેહમાટ ।।૪૯।। એમ કહીને બેઠા એકાંત્ય, લખવા કાગળ કરી છે ખાંત્ય ।

કાજુ કાગળ લીધો છે કર, માંડી પાટી ગોઠણ ઉપર ।।૫૦।। જમણા કરમાં કલમ લીધી, લખવા પત્રિકાની ઇચ્છા કીધી ।

૧૫૮ ભક્તચિંતામણ પ્રકરણ ૪૨

પ્રથમ કરી મને વિચાર, માંડ્યા લખવા શુભ સમાચાર ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો એનામે એકતાલીશમું પ્રકરણમ્‌ ।।૪૧।।

પૂર્વછાયો- સ્વસ્તિ શ્રીભુજનગરમાં, રહ્યા રાજઅધિરાજ ।

સર્વે શુભ શોભા ત્યાં રહે, જીયાં આપ બિરાજો મહારાજ ।।૧।।

સર્વે સદ્‌ગુણ મણિતણી, ધરી રહ્યા તમે માળ ।

ભક્તજનના મંડળમાં, બહુ શોભોછો દયાળ ।।૨।। જે જન આવે આશરે, તેને આપો છો અભયદાન ।

કૃષ્ણભક્તિ પ્રગટ કરી, આ સમે તમે ભગવાન ।।૩।।

સર્વે ગુરુના ગુરુ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ ।

એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ ।।૪।।

ચોપાઇ- તમે સાક્ષાતકાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ । ધર્મરક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ ।।૫।। અવધપુરી અજયવિપર, લીધો જન્મ સુમતિ ઉદર ।

એવા ઉદ્ધવ તમે રામાનંદ, જિજ્ઞાસુ જીવના સુખકંદ ।।૬।। તેને પૃથ્વી સ્પર્શિ નમસ્કાર, કરૂં છું હું હજારો હજાર ।

એમ કરી લખું છું વિનંતિ, તમે સાંભળજ્યો મહામતિ ।।૭।।

નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ ।

એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજ્યો અમારી ।।૮।। કોશળદેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી ।

પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે ।।૯।। એમ કરતાં આવ્યો લોજ આંઇ, રહ્યો છું તમારા સંત માંઇ । કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરૂં આગ્રહ તે કહું મહારાજ ।।૧૦।। તપ કરૂં છું કઠણ તને, નથી મોળો હું પડતો મને ।

ચારે માસ ચોમાસાના જેહ, કરૂં ધારણા પારણા હું તેહ ।।૧૧।। વર્ષો વરસ કાર્તિક માસ, કરૂં છું સામટા ઉપવાસ ।

પ્રકરણ ૪૨કકકક ભક્તચિંતામણી

૧૫૯

વળી એ માસમાં કોઇ સમે, કરૂં કૃચ્છ્રવ્રતને તે અમે ।।૧૨।। ત્યાર પછી માઘ માસમાંય, કરૂં પારક કૃચ્છ્ર કહેવાય ।

ચાંદ્રાયણ એકાદશી લઇ, સર્વે વ્રત કરૂં છું હું સઇ ।।૧૩।। કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ નથી મને મહારાજ ।

પંચ વિષયથી મન ઉતારી, કરૂં છું તપ કઠણ ભારી ।।૧૪।। તેણે કરીને શરીરમાંઇ, લોહિ માંસ ગયું છે સુકાઇ ।

પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિંતવ્યું ચિત ।।૧૫।। કૃષ્ણદ્રશ્ન આશા સુધાવેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ ।

નહિતો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ ।।૧૬।। તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાર્યું મન ।

કળિયુગે અન્નસમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ ।।૧૭।।

માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા ।

વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું ।।૧૮।। તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ ।

નથી પડતા તે કઠણ કાંઇ, તે તો પ્રભુ તમારી કૃપાઇ ।।૧૯।। એવો કૃષ્ણભક્ત મને જાણી, મળજ્યો મારે માથે મહેર આણી ।

મારે માત તાત બંધુ લૈયે, સુહૃદ સ્વામી ગુરુ કૃષ્ણ કૈયે ।।૨૦।। તેહ કૃષ્ણવિષે છે સ્નેહ, બંધાણા છે મન પ્રાણ દેહ ।

તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રીકૃષ્ણના ભક્ત જાણી ।।૨૧।। તે વિના પંચ વિષય દેનાર, વા હોય સંબંધી નરનાર ।

તેને નોય જો કૃષ્ણમાં પ્રીત્ય, તો તજું તેને વૈરિની રીત્ય ।।૨૨।। તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે । આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહી કાંઇ ખોટે ।।૨૩।। જુવો વિભીષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત ।

તજી વિદુરે કુળની વિધિ, ઋષિપત્નીએ તજ્યાં સંબંધી ।।૨૪।।

ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેન રાજા અંગ । તજ્યો પ્રહ્‌લાદે પિતાને વળી, તેમ ગુરુ તજ્યો રાજા બળી ।।૨૫।।

૧૬૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૨

તેની અપકીર્તિ નવ થઇ, સામું કીર્તિ શાસ્ત્રમાંહી કઇ ।

માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યાં પ્રહરી ।।૨૬।।

માટે કૃષ્ણભક્ત મને વહાલા, બીજા સર્વે લાગ્યા છે નમાલા ।

જેને તમારા જનશું નેહ, તેજ પામ્યા છે મનુષ્યદેહ ।।૨૭।। બીજા જીવ છે પશુ સમાન, જેને વિષયસંબંધિ છે જ્ઞાન ।

તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારું છું હું મનથી ।।૨૮।।

મનુષ્યદેહને ઇચ્છે છે દેવ, જે પામી ન કરી હરિસેવ ।

તે તો પશુ પુછશિંગહીણ, મર હોય ગુણી પરવીણ ।।૨૯।। કૂળ કીર્તિ રૂડા ગુણ રૂપ, હોય ઐશ્વર્યે કરી અનુપ ।

તેતો જક્તમાં શોભે છે ઘણું, જેમ શોભે ફળ ઇંદ્રામણું ।।૩૦।।

સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણભક્તિ કરે જન જ્યારે । કૃષ્ણભક્તિહીણ ગુણ હોય, વણ લુણે વ્યંજન સમ સોય ।।૩૧।। ભક્તિહીણ બ્રહ્મલોક જાય, તોપણ કાળ થકી ન મુકાય ।

ભગવાનનું અંતરમાં સુખ, નથી પામતા હરિવિમુખ ।।૩૨।।

માટે કૃષ્ણની ભક્તિ છે મોટી, જેથી સુખી થયા કોટિ કોટિ । શિવ બ્રહ્મા ઇંદ્ર શુકાદેલી, કરે છે ભક્તિ માનને મેલી ।।૩૩।। જેમ કરે છે બીજા સહુ જીવ, તેમ કરે છે બ્રહ્મા ને શિવ ।

રાધાઆદિ શક્તિઓ અપાર, કરે સેવા દાસી જેમ દ્વાર ।।૩૪।। અલ્પ જીવ કૃષ્ણભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે ।

બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળ ચવિણો ।।૩૫।। એવું માહાત્મ્ય શ્રીકૃષ્ણતણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું ।

માટે મેલી આળસ હું અંગે, કરું છું ઉગ્ર તપ ઉમંગે ।।૩૬।। તેતો કૃષ્ણ પ્રસન્ન થવા માટ, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ ।

પામશે ચિત્ત નિરાંત્ય ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જ્યારે ।।૩૭।।

માટે સંત વચને બંધાઇ, રહ્યો છું તમારા સાધુમાંહી ।

વળી જોઉં છું તમારી વાટ, અતિવિરહમાં કરૂં છું ઉચાટ ।।૩૮।। કૃષ્ણકીર્તિ વિના પદગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન ।

પ્રકરણ ૪૨કકકક ભક્તચિંતામણી

૧૬૧

નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી ।।૩૯।। વળી સુગંધી પુષ્પની માળ, તેતો લાગે છે કંઠમાં વ્યાળ ।

ચંદન કેસર ને કુંકુમ, તે લેપન લાગે પંકસમ ।।૪૦।। કૃષ્ણ વિષે રહ્યું મારું મન, રહેવું પ્રાસાદે લાગે છે વન । ઝીણાં ઘાટાં અંબર છે જેહ, થયાં સર્પસમ મને તેહ ।।૪૧।।

નાના પ્રકારનાં જે ભોજન, તે લાગે છે ઝેર જેવાં અન્ન ।

વળી જે જે વસ્તુ સુખકારી, તે સર્વે મને થઇ છે ખારી ।।૪૨।। કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજો સંદેશો વહેલો । તમારું દર્શન જ્યારે થાશે, ત્યારે સર્વે દુઃખ મારાં જાશે ।।૪૩।।

માટે કૃપા કરી દર્શન દેજ્યો, વિરહાબ્ધિમાં બુડ્યાં બાંયે ગ્રેજ્યો । જેમ વર્તે છે પોતાને મન, એવાં લખ્યાં વર્ણિએ વચન ।।૪૪।। જેવું છે પોતાનું વરતંત, તેતો લખતાં ન આવે અંત ।

લખ્યું સંક્ષેપે સાર એટલું, ન લખાય જેમ છે તેટલું ।।૪૫।। એ છે મુમુક્ષુને ઉપદેશ, કહ્યો કૃષ્ણ ભક્તનો રહસ્ય ।

પણ કૃષ્ણ બીજા નથી કોઇ, સમજો શ્રીપુરુષોત્તમ સોઇ ।।૪૬।। એમ પત્રી લખી પુરી કીધી, લઇ મુક્તાનંદજીને દીધી ।

પછી મુક્તાનંદે પત્ર લીધો, પોતાના પત્ર ભેળો તે કીધો ।।૪૭।। બિડી બેઉ લખ્યું સરનામ, પછી તેડ્યા ભટ મયારામ ।

કહ્યું આ કાગળ ઉતાવળ્યે, પહોંચાડો શ્રીસ્વામીની પાસળ્યે ।।૪૮।। કહેજ્યો મુખે સર્વે સમાચાર, આવે વહેલા તે કરજ્યો વિચાર ।

પછી મયારામ લાગી પાય, ચાલ્યા ભુજનગરને રાય ।।૪૯।।

સપ્ત દિને પહોંચ્યા ભુજ શહેર, સ્વામી હતા ગંગારામ ઘેર ।

નિરખી વિપ્ર પામ્યો છે આનંદ, કેવા શોભે છે તે સુખકંદ ।।૫૦।।

નેણાં કમળદળસમ દોય, પૂર્ણ શશીસમ મુખ સોય ।

ગૌર શરીર અજાન કર, સુંદર શ્વેત પહેર્યાં છે વસ્તર ।।૫૧।। વાંકી ભ્રકુટી મંદમંદહાસ, પ્રસન્નવદને કરે છે વિલાસ ।

કમળ સરીખાં છે ચરણ દોય, ભક્ત રહ્યા છે તે સામું જોય ।।૫૨।।

૧૬૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૩

આપે છે નિજજનને આનંદ, સુખદાયી સ્વામી રામાનંદ ।

એવા નિરખી મયારામે નાથ, આપ્યા પત્ર બે સ્વામીને હાથ ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે નીલકંઠવર્ણિએ પત્ર લખ્યો એ નામે

બેતાલીશમું પ્રકરણમ્‌ ।।૪૨।।

પૂર્વછાયો- રાજી થઇ રામાનંદજીએ, લીધા પત્ર તે બેઉ હાથ । વર્ણી આવ્યાની વાત વાંચી, રાજી થયા આપે નાથ ।।૧।।

પોતા વિષે અતિભાવ છે, તપે કરી કૃશ છે શરીર ।

એવાં વચન વિચારીને, આવ્યાં પોતાને નયણે નીર ।।૨।।

ગદ્‌ગદ્‌ કંઠે ગિરા થઇ, ધીરા રહીને વાંચ્યા કાગળ ।

પછી તેહની વારતા, કહી હરિજનને આગળ ।।૩।।

સુંદર આદિ સતસંગી, સુણવા આવ્યા સહુ કોય ।

નીલકંઠજીના ગુણને, કહેતાં સુણતાં તૃપ્ત ન હોય ।।૪।।

ચોપાઇ- ધન્ય ધન્ય એ વરણિરાટ, આવ્યે ટળ્યો સરવે ઉચાટ । કહી વર્ણિની મોટપ્ય બહુ, સુણી સતસંગીએ તે સહુ ।।૫।।

પછી પત્રનો પ્રતિઉત્તર, લખે છે પોતે અતિ સુંદર ।

બ્રહ્મચારીની પ્રશંસા કરી, રૂડો ઉત્તર લખે છે હરિ ।।૬।।

શ્રી લોજપુરમાં રહ્યા સંત, તે મુજને વહાલા છો અત્યંત । તીર્થવાસિની કરો છો ટેલ, તેમાં પળ નથી પામતા વેલ ।।૭।।

માંદા સાધુની કરવી સેવ, વળી તકેશું રાખવી ટેવ ।

તે તો કોઇથી બની ન આવે, તેહ તમે જ કરો છો ભાવે ।।૮।। દુઃખીને તમે દ્યો છો આનંદ, એવા પરમાર્થી મુનિ ઇંદ । વળી અષ્ટભાતે ત્રિયા ત્યાગી, એવા સંત તમે બડભાગી ।।૯।।

માટે તમારા બ્રહ્મચર્યમાંઇ, કહું વિઘ્ન પડશો માં કાંઇ ।

મારી આશિષથી મુનિજન, નહિ આવે બ્રહ્મચર્યે વિઘન ।।૧૦।। તે બ્રહ્મચર્ય છે બ્રહ્મસ્વરૂપ, કહ્યું સનત્સુજાતીયે અનૂપ ।

શ્રી ભુજથી લખિતંગ અમે, કરજ્યો આશિષ ગ્રહણ તમે ।।૧૧।।

પ્રકરણ ૪૩કકકક ભક્તચિંતામણી

૧૬૩

શ્રીકૃષ્ણ અનુગ્રહ પ્રતાપે, છીએ સુખી સંતો અમે આપે ।

પત્ર પોતા છે તમારા બેઉં, ભટ્ટ મયારામ લાવ્યા તેઉં ।।૧૨।। વાંચી જાણ્યો સર્વે અભિપ્રાય, જે જે લખ્યું છે કાગળમાંય । તમ પાસે આવ્યા બ્રહ્મચાર, તે પણ જાણ્યા છે સમાચાર ।।૧૩।। જે જે રીત લખી એની તમે, તેની વાત કહીએ છીએ અમે ।

એની ક્રિયા જે જે તમે કહી, તેતો એકે મનુષ્યની નહિ ।।૧૪।।

માટે સાધારણ પુરુષ એહ, તમે જાણશો માં મુનિ તેહ ।

નિરન્નમુક્ત એ છે નિરધાર, શ્વેતદ્વીપ ધામના રહેનાર ।।૧૫।। કાંતો બદ્રિકાશ્રમના મુક્ત, આવ્યા છે તપને ત્યાગે યુક્ત ।

ઇશ્વર ઇચ્છાએ આવ્યા છે આંઇ, બીજી વાત જાણશોમાં કાંઇ ।।૧૬।। એ જે આવ્યા છે તમારે પાસ, તેનો અમે કર્યો છે તપાસ ।

માટે એને ગમે તેવી રીત્યે, કરજ્યો સેવા સહુ મળી પ્રીત્યે ।।૧૭।। એની પાસેથી યોગની કળા, તમે શિખજ્યો મુનિ સઘળા ।

નેતિ ધોતિ ને નૌલિ કુંજરી, બસ્તિ બે પ્રકારની ખરી ।।૧૮।। તેણે શરીરની શુદ્ધિ થાય, તમે શિખજ્યો સહુ મુનિરાય ।

પછી અનુક્રમે કરી એહ, શિખજ્યો અષ્ટાંગયોગ તેહ ।।૧૯।। યમ નિયમ આસન કહીએ, પ્રાણાયામ પ્રત્યાહાર લહીએ ।

ધારણા ધ્યાન ને જે સમાધિ, એ કહે તેમ લેજ્યો શિખી સાધી ।।૨૦।। અષ્ટાંગયોગ અભ્યાસ વિના, ઉઠે અંતરે ઘાટ નવીના ।

શુદ્ધ બ્રહ્મચર્ય નવ પળે, માટે જરૂર કરવું સઘળે ।।૨૧।। એમ કરશો ત્યારે ઇંદ્રિયજીત, કહેવાશો તમે સંત પુનિત ।

કામરૂપ શત્રુતો જીતાય, જો સ્ત્રીસંગનો ત્યાગ થાય ।।૨૨।। બ્રહ્મચર્ય રાખવા જે ઇચ્છે, ન જુવે નારી ભલી ભૂંડી છે ।

સ્ત્રીની કથા કેદિયે ન સુણે, ન કહે તેના અવગુણ ગુણે ।।૨૩।। સ્ત્રીને રમવાનાં જે જે સ્થળ, ન જાવું ત્યાગીને ત્યાં કોઇ પળ । અતિ નાની હોય જો યોષિત, જાણી જોવી નહિ દઇ ચિત્ત ।।૨૪।। ચિત્રપ્રતિમાની જે સુંદરી, ન અડવું ન જોવું દ્રગ ભરી ।

૧૬૪ ભક્તચિંતામણ પ્રકરણ ૪૩

નારી ચિત્રની પણ ન કરવી, એના મર્મની વાત પ્રહરવી ।।૨૫।। એની વાત કહેવી નહિ કાંઇ, ભેળું ચાલવું નહિ વાટમાંઇ ।

સંકેતે પણ ભાષણ ન કરવું, નારી સ્પર્શેલ પટ પ્રહરવું ।।૨૬।।

નારી વિષેનો સંકલ્પ ત્યાગી, રહેવું પ્રભુપદે અનુરાગી । કૃષ્ણભક્ત ત્યાગી પ્રાણઅંત, ન સ્પર્શે નારી ત્યાં પરજંત ।।૨૭।।

નારી નહાતિ ધોતિ હોય જીયાં, બ્રહ્મચારીને ન જાવું તિયાં । જે ઘરમાં સુતી હોય નારી, તિયાં સુવું નહિ બ્રહ્મચારી ।।૨૮।।

ચાર હાથથી ચાલવું દૂર, એવા નિયમ રાખવા જરૂર ।

એટલાં વ્રત પાળે જે યોગી, થાય અંતરે તે જ અરોગી ।।૨૯।। જગે દુર્લભ યોગી છે એવા, તે બ્રહ્માદિકને વંદ્યા જેવા ।

એ રીત્યે બ્રહ્મચર્ય રખાય, એમ ન રહે તે ભ્રષ્ટ થાય ।।૩૦।।

ક્રોધ માન મદ અમરશ, મત્સર નાનાભાત્યના રસ ।

એ યોગીને વિઘ્ન કરનાર, માટે તજવા તે નિરધાર ।।૩૧।। આહાર નિદ્રા તે યુક્ત કરવું, વ્યસન ફેલ માત્ર પ્રહરવું ।

મદ્ય માંસનો સ્પર્શ પ્રહરીએ, દ્રોહ પ્રાણી માત્રનો ન કરીએ ।।૩૨।। કેદી મન કર્મ ને વચને, આપે મરવું ન મારવું કેને ।

ચોરી કરવા ચિત્તે ન ચાહવું, વર્ણ સંકર યોગીને ન થાવું ।।૩૩।। એવા ધર્મવાન મુનિ પ્રેહ, શ્રીકૃષ્ણને પણ વહાલા તેહ ।

મુક્તાનંદજી ને બીજા સંત, તમે સાંભળજ્યો ગુણવંત ।।૩૪।।

નીલકંઠ માંહિ ગુરુભાવ, રાખજ્યો તમે કરી ઉછાવ ।

શિખજ્યો સર્વે યોગની રીત્ય, ધર્મ વિષે રહેજ્યો કરી પ્રીત્ય ।।૩૫।। તપે કરી કૃશ છે વરણી, કરજ્યો સેવા અન્ન જળે ઘણી ।

એ છે નાના એ નહિ કરો ઘાટ, તમે વયે મોટા છો તે માટ ।।૩૬।। અમે વીતતે વૈશાખ માસે, આવશું સંતો તમારી પાસે ।

ત્યાં સુધી રાખજ્યો કરી સ્નેહ, રખે જાતા રહે એ નિસ્પ્રેહ ।।૩૭।। એવો સમાચાર ઘણો ઘણો, લખ્યો ઉત્તર એમ પત્રતણો ।

પછી નીલકંઠની પત્રીનો, લખે છે સ્વામી ઉત્તર એનો ।।૩૮।।

પ્રકરણ ૪૩કકકક ભક્તચિંતામણી

૧૬૫

શ્વેતદ્વીપવાસી નિરન્નમુક્ત, તેમાં મુખ્ય અતિ તેજે યુક્ત ।

નીલકંઠ જણાવો છો એવા, તપે કરી છો નરવીર જેવા ।।૩૯।। એહ વાતમાં નથી સંદેહ, તે આવ્યા છો ધરી નરદેહ ।

એવા તમે તેનો જે કાગળ, આવ્યો છે તે અમારી પાસળ ।।૪૦।। વાંચી જાણ્યો સર્વે સમાચાર, સુણી ક્રિયા મેં કર્યો વિચાર । તેતો મનુષ્ય થકી ન થાય, જોયું છે વિચારી મનમાંય ।।૪૧।।

જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દૃઢાવ, નિયમ ધર્મનિષ્ઠા શાંતિભાવ ।

પૂર્વ જન્મનું છે તે તમારે, તેનું નથી આશ્ચર્ય અમારે ।।૪૨।। તમે દેખો છો ધ્યાનમાં જેવા, નથી ફેર શ્રીકૃષ્ણ છે એવા ।

સાધુમાં રહીને જોજ્યો વાટ, આવશું અમે માં કરો ઉચાટ ।।૪૩।। વૈશાખ માસ ઉતર્યા ટાણે, આવીશ હું ગામ પિપલાણે ।

આવ્યા જાણીને આવજ્યો તમે, તિયાં મળશું તમને અમે ।।૪૪।। તમને દર્શનની છે જે તાણ, તે હું જાણું છું વર્ણી સુજાણ ।

પણ યાં આવ્યાનું નથી ઠીક, વચ્ચે લાગે છે દુષ્ટની બીક ।।૪૫।।

માટે તમારે આવવું નહિ, હોય પ્રીતી તો માનજ્યો સહિ ।

સર્વે સાધુને યોગ શિખવજ્યો, આનંદે સંતજનમાં રહેજ્યો ।।૪૬।। જેમ તમને ઇચ્છા છે મારી, તેમ અમને ઇચ્છા છે તમારી ।

માટે આવીશ હું ઉતાવળ્યે, થાશે સુખ તે તમને મળ્યે ।।૪૭।। તમ જેવા જે ભક્તનો સંગ, તે કરવા મારે છે ઉમંગ ।

રહેજ્યો ધર્મમાંહિ સાવધાન, ધર્મ વહાલો મને ભગવાન ।।૪૮।। ધર્મયુક્ત ભક્ત રહે દૂર, પણ જાણું છું તેને હજુર ।

વળી તમ જેવાનાં ચરણ તોય, સ્પર્શિ મનુષ્ય પાવન હોય ।।૪૯।। તમ જેવાની કરે જે સેવ, તેણે પૂજ્યા છે સર્વે દેવ ।

એવા સાધુમાં પ્રીતિ છે મારી, તેવી નથી મેં દેહમાં ધારી ।।૫૦।। એવા કૃષ્ણ ભક્ત ધર્મવાન, તે મારું હૃદય છે નિદાન ।

માટે ક્ષોભ મ કરશો કાંઇ, આપણે મળશું પિપ્પલમાંઇ ।।૫૧।।

માટે આજ્ઞા વિના નહિ આવો, આવશો તો થાશે પસતાવો ।

૧૬૬ ભક્તચિંતામણ પ્રકરણ ૪૪

જો છે અતિશે હેત તમારું, તોય ઇયાં આવ્યાનું છે વારું ।।૫૨।। કરજ્યો સાધુનો આદરભાવ, રાખજ્યો અંગે સહજ સ્વભાવ ।

તપે કરી છે કૃશ તન, માટે જમજ્યો કાંઇક અન્ન ।।૫૩।। હવે તપ કરશો માં એવું, પડે તન ન મળે એ જેવું ।

જ્ઞાન ભક્તિ તપ નિજધર્મ, તેનું સાધનરૂપ એ પર્મ ।।૫૪।।

માટે અમ સારુ એ દેહને, કરવું પોષણ કહું છું તેહને । એહ દેહવડે મહારાજ !, બહુ કરવા ધાર્યાં છે કાજ ।।૫૫।। એમ સ્વામીએ વિચારી મન, એવાં લખ્યાં કાગળે વચન ।

પછી બીડ્યો છે કાગળ હાથે, મોકલ્યો મયારામજી સાથે ।।૫૬।।

પછી મયારામ ત્યાંથી ચાલ્યો, દિન સાતે આવી પત્ર આલ્યો । આપ્યો પત્ર સાધુને તે બીડ્યો, લઇ મુક્તાનંદે હૃદે ભીડ્યો ।।૫૭।।

પછી વર્ણી અને મુક્તાનંદ, વાંચી પત્રને પામ્યા આનંદ ।

પછી સ્વામીની આજ્ઞામાંઇ, રહ્યા નીલકંઠ પોતે ત્યાંઇ ।।૫૮।। શીખવે છે નિત્ય યોગકળા, તેહ શીખે છે સંત સઘળા ।

તે ગુરુકૃપાએ તતકાળે, શીખી લીધી છે સર્વે મરાળે ।।૫૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ પત્રનો ઉત્તર લખ્યો એ નામે ત્રેંતાલીસમું પ્રકરણમ્‌ ।।૪૩।।

પૂર્વછાયો- પછી યોગ શીખવતાં, કરતાં તે તપ અભ્યાસ ।

અહોનિશ એમ કરતાં, વહી ગયો વૈશાખ માસ ।।૧।। ત્યારે વર્ણિએ વિચારિયું, આજ કાલ આવે અવિનાશ ।

એમ કરતાં વહિ ગયો, અરધો તે જ્યેષ્ઠ માસ ।।૨।। વળતાં વર્ણી વ્યાકુળ થઇ, જુવે વાટ વારમવાર ।

એક તપ ને ચિંતા બીજી, તેણે કૃશ થયા છે અપાર ।।૩।। આતુરતા મન અતિઘણી, થઇ સ્વામીને મળવા માટ ।

સ્વામી પણ પછી ત્યાં થકી, ઇચ્છ્યા દેખવા વર્ણિરાટ ।।૪।।

ચોપાઇ- થયા ઉતાવળા તતકાળ, ભુજનગરમાંથી દયાળ ।

પ્રકરણ ૪૪કકકક ભક્તચિંતામણી

૧૬૭

સુવર્ણ સરીખો આણ્યો છે રથ, બેઠા તે ઉપરે સમરથ ।।૫।।

ચલાવ્યો રથ શહેર બજાર, આવ્યાં દર્શને બહુ નરનાર ।

તેને જોતા જોતા જગદાધાર, આવ્યા શહેરથકી પોતે બાર ।।૬।।

સંગે આવ્યા છે વળાવા જન, નથી વળતા કરે છે રુદન ।

તેને આપે છે મહારાજ ધીર, કહે છે મ ભરો નયણે નીર ।।૭।। આ સમો નથી રોયાનો જન, કરી લીયો કહું છું દર્શન । ત્યારે જન લુઇ નીર નયણે, બોલ્યા છે અતિ દીનતા વયણે ।।૮।। કહે વહેલા આવજ્યો દયાળ, લેજ્યો નાથ અમારી સંભાળ ।

એમ કહીને જોડિયા હાથ, ત્યારે તે પ્રત્યે કહે છે નાથ ।।૯।। જન સર્વે રહેજ્યો સાવચેત, રાખજ્યો હરિજનશું હેત ।

અમે આવશું હમણાં વળી, પણ પ્રાકૃત નહિ શકે કળી ।।૧૦।। એમ કહીને ચાલિયા નાથ, સંત બે ચારને લઇ સાથ ।

સાંજે સાંજે કરતા મુકામ, આવ્યા સ્વામી પિપલાણે ગામ ।।૧૧।। કરી મહારાજે મોટી મેર, આવ્યા મહેતા નૃસિંહને ઘેર ।

પછી વિપર કુરજી નામે, તેને મોકલીયો લોજ ગામે ।।૧૨।। કહ્યું તેડી લાવો સંતજન, મર આવી કરે દરશન ।

ચાલ્યો બ્રાહ્મણ લાગીને પાય, આવ્યો ઉતાવળો લોજમાંય ।।૧૩।। આપી સંતને જઇ વધામણી, સ્વામી પધારિયા તેહતણી ।

કહ્યું સ્વામીએ મોકલ્યું કાવી, કરો દર્શન સંત સહુ આવી ।।૧૪।। એવાં અમૃતવચન સાંભળી, પામ્યા આનંદ સંતમંડળી ।

કહે નીલકંઠ બ્રહ્મચારી, ચાલો હમણાં કરી તૈયારી ।।૧૫।। ત્યારે સંત કહે સુણો નાથ, ઇંદુ ઉગ્યે સહુ ચાલશું સાથ ।

પછી ચાલિયા ઉગતે ચંદ, નીલકંઠજી ને મુક્તાનંદ ।।૧૬।। દેવાનંદ ને પરવતભાઇ, ચાલ્યા જેઠાભક્ત આદિ દઇ ।

દર્શન કરવાની ઇચ્છા છે ઘણી, બાંધી દૃષ્ટિ સહુ સ્વામીભણી ।।૧૭।। વર્ણી તને કૃશ છે વળી, ન ચલાણું પડ્યા ભોમે ઢળી ।

પછી સર્વે બેઠા પાસે આવી, ચાંપે હાથ પગ હેત લાવી ।।૧૮।।

૧૬૮ ભક્તચિંતામણ પ્રકરણ ૪૪

ત્યારે સત્તા આવી છે શરીરે, પછી ઉઠી ચાલ્યા ધીરે ધીરે । ત્યારે સર્વે મળી કહે જન, આમ કેમ થાશે દર્શન ।।૧૯।। કરો યોગધારણા દયાળ, તો પોંચિએ સહુ તતકાળ ।

ત્યારે તેમ કરી ચાલ્યા નાથ, તૈયે કેણે ન પહોંચાણું સાથ ।।૨૦।। જેમ છુટ્યો કમાનથી તીર, તેમ પહોંચ્યા ઓઝતે અચિર ।

વહે પ્રચંડ પુરે તે નદી, પડે જે તે ન નિસરે કદી ।।૨૧।।

પડ્યા એવા પુરમાંહિ પોત્યે, શરસમ ઉતર્યા સહુ જોતે ।

બીજા ઉતર્યા ત્રાપેશું પાર, પછી સહુ આવ્યા ગામ મોઝાર ।।૨૨।। જ્યેષ્ઠ વદી બારશને દન, કર્યું સહુએ સ્વામીનું દર્શન ।

અતિગૌર ને પુષ્ટ છે તન, અંગે પહેર્યાં છે શ્વેત વસન ।।૨૩।।

સુંદર મુખ ને કમળનેણ, મંદહાસે મુખ સુખદેણ ।

ઉર વિશાળ અજાનકર, કંજસમ ચરણ સુંદર ।।૨૪।।

ભક્તે પૂજ્યા છે પુષ્પચંદને, બેઠા દિઠા સભામાંહિ જને ।

પરમ હિતકારી બહુનામી, દિઠા સિંહાસન પર સ્વામી ।।૨૫।। તેને દેખીને પામ્યા આનંદ, ત્યારે ઉઠ્યા સ્વામી રામાનંદ । કર્યાં નીલકંઠે દંડવત, તેને ઉઠાડ્યા સ્વામીએ તરત ।।૨૬।।

પ્રેમે મળીને બેસાર્યા પાસ, કરી બીજાની બહુ આશવાસ ।

જેવા કહ્યા તા સાધુએ મળી, તેવા દીઠા છે વર્ણીએ વળી ।।૨૭।।

પામ્યા પરમાનંદ સુખભારી, આવ્યાં હર્ષનાં નયણે વારી ।

થયા બ્રહ્મચારી રોમાંચિતે, જોઇ રહ્યા સામું બહુપ્રીત્યે ।।૨૮।। તેમ જોઇ રહ્યા સ્વામી હેતે, એક મીટે મટકાં રહિતે ।

પછી પુછે છે એમ મહારાજ, ક્યાંથી આવ્યા તમે વર્ણિરાજ ।।૨૯।। કહ્યું મુક્તાનંદે વરતંત, સુણી રાજી થયા ભગવંત ।

પછી સ્વામીજીએ ઘણાં ઘણાં, કર્યાં વખાણ વરણિતણાં ।।૩૦।।

પછી ગદ્‌ગદ્‌ કંઠે ગિરા, બોલ્યા બ્રહ્મચારી રહી ધીરા ।

મારો મનોરથ મહારાજ, થયો સફળ સર્વે આજ ।।૩૧।। તમે સાક્ષાત કૃષ્ણની ભક્તિ, પ્રવર્તાવી આ યુગમાં અતિ ।

પ્રકરણ ૪૪કકકક ભક્તચિંતામણી

૧૬૯

એવા જનહિતકારી તમે, મળ્યે જન્મ સફળ માન્યો અમે ।।૩૨।। ત્યારે સ્વામી કહે સત્ય વાત, તેમજ અમે છું રળિયાત ।

આવ્યા ક્યાંથી ચાલી તમે આજ, હશો ભૂખ્યા તમે મહારાજ ।।૩૩।।

પછી સ્વાદુ ફળ મંગાવિયાં, સુંદર ફરાળ કરાવિયાં ।

પછી વર્ણિરાજ મુનિઇંદ, બેઠા દેખી સહુ પામ્યા આનંદ ।।૩૪।। એમ કરતાં થયો સાયંકાળ, ઉઠ્યા પૂજા કરવા દયાળ ।

પૂજા સામગ્રી લઇ બહુવિધિ, સેવા શ્રીકૃષ્ણદેવની કીધી ।।૩૫।। તેદિ હતી રહેવા એકાદશી, કર્યું જાગરણ સહુ મળી નિશી ।

કરતાં કથા કીરતન ગાન, બોલ્યા વર્ણિપ્રત્યે ભગવાન ।।૩૬।। કોણ દેશ કોણ જન્મ જાગ્ય, કોણ કુળભૂષણ બડભાગ્ય ।

કોણ માત તાત ગોત્ર લહીએ, કોણ પ્રવર શાખા વેદ કહીએ ।।૩૭।। કોણ રીત્યે ઉપન્યો વૈરાગ્ય, કેમ કર્યો સ્વજનનો ત્યાગ । કોણ ઇષ્ટદેવ છે ઉપાસ, કેમ કર્યો તમે વનવાસ ।।૩૮।। કહો તપમાં ભેદની વિધિ, યોગસાધના કૈપેર કિધિ ।

તીર્થયાત્રા તીર્થના રહેનાર, તેને જીત્યા તે કોણ પ્રકાર ।।૩૯।। એટલી વાત પુછી સ્વામી જ્યારે, કહી અનુક્રમે કરી ત્યારે ।

સુણી વિસ્તારે વારતા સહુ, સ્વામી આનંદ પામિયા બહુ ।।૪૦।।

પછી બોલ્યા સ્વામી સુખકારી, તમે સાંભળો હે બ્રહ્મચારી । ધર્મ વિપ્ર જે તાત તમારા, તે તો શિષ્ય થયાતા અમારા ।।૪૧।। ભક્તિધર્મ દોય જે દંપતિ, તે મુંથી પામ્યા દીક્ષા ભાગવતી । તેના સુત તમે બ્રહ્મચાર, તેતો અમારા છો નિરધાર ।।૪૨।। તમારાં માત તાત જે બેહુ, મળ્યાંતાં મને પ્રયાગમાં તેહુ । એતો રહેતાંતાં કોશલ દેશ, કરતાં મુમુક્ષુને ઉપદેશ ।।૪૩।। અહિંસાદિ રખાવતાં નિયમે, કૃષ્ણભક્તિ કરાવતાં પ્રેમે ।

તમે તેથી અધિક અત્યંત, ગુણ લક્ષણે છો બુદ્ધિવંત ।।૪૪।। તમને દેખતાં એવા જે મૃત્ય, તેને જણાઓ છોજ અમૃત ।

એવી સુંદર સારી જે વાત, કહેતાં સુણતાં ગઇ અર્ધરાત ।।૪૫।।

૧૭૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૫

ત્યારે દીઠું છે આશ્ચર્ય એક, જાણ્યું ઉગિયા અર્ક અનેક ।

શ્રીસ્વામીના રોમરોમપ્રતિ, દીઠા તેજના સમૂહ અતિ ।।૪૬।। તેહ તેજ દશે દિશમાંઇ, રહ્યું ઘરબાર પ્રત્યે છાઇ ।

પછી હતું રાત્યે તમ કાળું, તે ટળીને થયું અજવાળું ।।૪૭।। રહ્યું એવા એવું પહોરવાર, જોઇ વિસ્મય પામ્યાં નરનાર ।

પછી સર્વે તેજ સંકેલાઇ, મળ્યું સ્વામીની મૂરતિમાંઇ ।।૪૮।। જેમ ચોમાસામાં અભ્ર થાય, શરદ ઋતુમાં શૂન્યે સમાય ।

ત્યારે વર્ણી બોલ્યા શિશ નામી, ગુણે કૃષ્ણ સમાન છે સ્વામી ।।૪૯।। એમાં કૃષ્ણ નિરંતર રહે છે, આ સ્વામીને વશ શ્રીકૃષ્ણ છે । એમાં અસત્ય નથી જો કાંઇ, એવું નિશ્ચય કર્યું મનમાંઇ ।।૫૦।।

પછી ગુરુએ માન્યા થકા ત્યાંઇ, રહ્યા સ્વામીને સંગે સદાઇ । બેઉ મૂરતિને જોઇ જન, પામ્યા આનંદ અતિશે મન ।।૫૧।। સ્વામી પણ વર્ણિગુણ જોઇ, કૃષ્ણ સમાન માને છે સોઇ ।

જાણ્યું ધર્મની રક્ષાને કાજ, પ્રગટ્યા છે શ્રીકૃષ્ણ મહારાજ ।।૫૨।। એમ પરસ્પર અતિપ્રીત્યે, કરે વાત અલૌકિક નિત્યે ।

સુણી જન પામે છે આનંદ, કહે ધન્ય ધન્ય સુખકંદ ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને નીલકંઠવર્ણી મળ્યા

એ નામે ચુંમાલીસમું પ્રકરણમ્‌ ।।૪૪।।

પૂર્વછાયો- પછી લોકમાં એમ જાણિયું, સ્વામી પાસે આવ્યા છે સંત

નાની વયમાં ન થાય એવાં, કર્યાં છે તપ અનંત ।।૧।। તે સુણી દેશોદેશથી, આવે છે નર ને નાર ।

યોગી ત્યાગી દર્શને, આવે લોક હજારો હજાર ।।૨।। તે મનુષ્યને સ્વામી પોતે, ઓળખાવે છે બ્રહ્મચાર ।

કૃશ તને તપસી અતિ, જોઇ વિસ્મય પામે નરનાર ।।૩।।

પછી પુછે છે સ્વામીને, ક્યાંથી આવ્યા આ વર્ણીરાજ ।

પ્રકરણ ૪૫કકકક ભક્તચિંતામણી

૧૭૧

નાની વયમાં મોટા અતિ, તપ કરે છે મહારાજ ।।૪।।

ચોપાઇ- જોને પહેરી છે યજ્ઞોપવિત, જટા શિશે શાંતિ અતિચિત્ત ।

નાડિયો જે શરીર મોઝાર, સર્વે નિસરિ રહી છે બાર ।।૫।। ઉર્ધ્વપુંડ્ર ને તુલસીની માળા, ઉદાર છે પાસે મૃગછાલા ।

ધ્યાને કરી સ્થંભ્યાં છે લોચન, અતિ વિસારિ મુક્યું છે તન ।।૬।। બહુ નિસ્પૃહી ને નિરમાન, એવા આ કોણ છે ભગવાન ।

ત્યારે સ્વામી કહે સુણો તેહ, આવ્યા કોશળ દેશથી તેહ ।।૭।। એનાં માતા પિતા હતાં જેહ, અતિ ધર્મવાળાં બેઉ તેહ ।

કરતાં ભગવાનની ભક્તિ, તે સુણતાં પોતે હેતે અતિ ।।૮।। ભક્તિ જ્ઞાન વૈરાગ્ય માહાત્મ્ય, જેમ સાંભળ્યું છે રહે છે તેમ । એણે સર્વે સંબંધીને ત્યાગી, ગયાતા વનમાં બડભાગી ।।૯।। તિયાં ઘોર તપ અતિ કરી, કર્યા ભક્તિએ પ્રસન્ન શ્રીહરિ ।

ત્યાંથી આવ્યા છે હરિઇચ્છાયે, કર્યાં તપ તે ધ્રુવે ન થાયે ।।૧૦।। એવાં સ્વામીનાં વચન સાંભળી, અતિવિસ્મય પામ્યાં જન વળી ।

પછી નિરખી હરખી જન, ગયાં પોતપોતાને ભવન ।।૧૧।।

પછી જાણી ડાહ્યા ને ચતુર, રાખ્યા સ્વામીએ પોતા હજુર ।

કૃષ્ણ પૂજામાં પ્રવિણ જાણી, રાખ્યા આપવા સામગ્રી આણી ।।૧૨।।

પછી પોતે પોતાની જે સેવ, કરે વહેલા ઉઠી તતખેવ ।

પછી સ્વામીને પૂજવા સમે, કરે પરિચર્યા જેમ ગમે ।।૧૩।। તુલસી ચંદન પુષ્પ ને ધૂપ, લાવે નૈવેદ્ય આણી અનૂપ ।

જેમ મનતણી જાણે કોયે, લાવી આપે પોતે જેજે જોયે ।।૧૪।।

પછી રાજી થયા તેહ માથે, થયા વશ પોતે વર્ણિ સાથે ।

એમ રહી કરી પૂજા ઘણી, રામાનંદજીએ કૃષ્ણ તણી ।।૧૫।। આપી પૂજા સામગરી જેહ, લીધી સાક્ષાત સરવે તેહ ।

તે ઉદ્ધવ વિના બીજા કોઇ, નથી દેખતાં તે જન સોઇ ।।૧૬।।

પછી સ્વામી ઇચ્છ્યા મનમાંય, મારી પેઠે વર્ણિને દેખાય ।

ત્યારે શ્રીકૃષ્ણને સ્વામી કહે છે, વર્ણી દર્શન તમારાં ઇચ્છે છે ।।૧૭।।

૧૭૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૫

પછી હસી બોલ્યા ભગવાન, દેશું વર્ણીને દર્શનદાન ।

એમ કહી દીધું દરશન, નિરખી વર્ણી થયા પરસન ।।૧૮।।

પછી ગુરુની સેવામાં રહ્યા, એવા હરિ સ્વામીને ભાવિયા ।

આપે અન્નપ્રસાદિ તે જમે, કરે તે તે જે સ્વામીને ગમે ।।૧૯।।

પછી જ્યારે જ્યારે પૂજે સ્વામી, ત્યારે નિત્ય દેખે બહુનામી ।

પછી વર્ણિએ જાણ્યું એ રીત્યે, પૂજું હું દિયે દર્શન પ્રીત્યે ।।૨૦।। લિયે છે પૂજા જે સ્વામી દીયે, તેમ મારી પણ પ્રભુ લીયે ।

એમ લેશે પ્રભુ પૂજા જ્યારે, હું કૃતારથ માનિશ ત્યારે ।।૨૧।। તે શ્રીસ્વામીની સેવાએ કરી, કરશે મનોરથ પુરો હરિ ।

પછી સ્વામીની સેવા શ્રધ્ધાયે, કરતાં વીત્યું છે ચોમાસું ત્યાંયે ।।૨૨।।

સંવત્‌ અઢાર વર્ષે સતાવન, કાર્તિકશુદિ દન પાવન ।

એકાદશી પ્રબોધની નામ, અતિસુંદર સુખનું ધામ ।।૨૩।। તેદિ મહાદીક્ષા દેવાને કાજ, ઇચ્છ્યા રામાનંદજી મહારાજ ।

પછી મહાદીક્ષા લેવાને માટે, કર્યો ઉપવાસ વર્ણિરાટે ।।૨૪।।

પછી શ્રીકૃષ્ણમંત્રનો જાપ, કર્યો મહાદીક્ષા લેવાને આપ ।

તિયાં તેડ્યો બ્રાહ્મણ અમલ, પોતાના સંપ્રદાયમાં કુશલ ।।૨૫।। તે પાસે વેદશાસ્ત્રની વિધિ, કરાવી તે તે સરવે કીધી ।

પછી શ્રીકૃષ્ણનો મંત્ર જેહ, અષ્ટાક્ષર કહેવાય છે તેહ ।।૨૬।। કહ્યો જમણા કાનમાં તે વાર, અર્થે સહિત કરી ઉચાર ।

પ્રબોધની એકાદશી દન, આપ્યું મહાદીક્ષારૂપી ધન ।।૨૭।। બહુવિધે વાજાં વજડાવી, કર્યો ઉત્સવ સંત તેડાવી ।

આવ્યા બ્રહ્મચારી વળી સંત, વધ્યો આનંદ સહુને અત્યંત ।।૨૮।। કહ્યો એજે શ્રીકૃષ્ણનો મંત્ર, તેનો અર્થ કહ્યો ધાર્યો અંત્ર । અંતઃકરણની વૃત્તિયો જેહ, કરવા નિરોધ મંત્ર છે એહ ।।૨૯।। થાય હૃદયમાંહિ પ્રકાશ, પામે કૃષ્ણદર્શન ફળ દાસ ।

એહ મંત્ર ફળ સુખકારી, કહે સ્વામી સુણો બ્રહ્મચારી ।।૩૦।। દેહસ્મૃતિ જ્યાં લગણ હોય, ધર્મ તજવો નહિ કહું સોય ।

પ્રકરણ ૪૫કકકક ભક્તચિંતામણી

૧૭૩

તે ધર્મ કહ્યા તાતે તમારે, તમે પાળો છો તે અનુસારે ।।૩૧।। વળી પાળજ્યો વિશેષ તમે, એ શિખામણ દઉં છું અમે ।

કૃષ્ણપૂજા મને બારે કરજ્યો, પંચાધ્યાય પાઠ ઓચરજ્યો ।।૩૨।। આપ શક્તિ પ્રમાણે પરમ, પાઠ કરવો વાસુદેવ માહાત્મ્ય ।

ફળ દળ પ્રસાદીનું લેવું, જળ પણ પ્રસાદીનું પિવું ।।૩૩।। કૃષ્ણનિવેદનું અન્ન જેહ, જમવું અધિક કરી સ્નેહ ।

પહોર રાત્ય જાતાં નિત્ય સુવું, પહોર પાછલી રાત્યે ઉઠવું ।।૩૪।।

પૃથ્વીપર કરવું આસન, કરવું કૃષ્ણનામ કીરતન ।

કૃષ્ણભક્તિ વિના કોઇ કાળ, વૃથા ન જાવા દેવો દયાળ ।।૩૫।। જે ગ્રંથ કૃષ્ણમાહાત્મ્યે સહિત, તે સુણજ્યો કહેજ્યો કરી હેત । એમ ધર્મ ઉપદેશ આપ્યા, શિષ્યમાં મુખ્ય મોટેરા સ્થાપ્યા ।।૩૬।।

પછી અર્થે સહિત પાડ્યું નામ, લેતાં જન પામે સુખધામ ।

સહજે સંતને સુખ ભંડાર, એહ અરથને અનુસાર ।।૩૭।।

સહજાનંદ જગવંદ જેહ, કહ્યું નામ તમારું છે તેહ ।

તપ સ્વભાવે આકારે કરી, નારાયણ સમ તમે હરિ ।।૩૮।।

માટે નારાયણમુનિ નામ, કહેશે સર્વે પુરુષ ને વામ ।

એમ નામ સ્વામી રામાનંદે, કહ્યાં તે સાંભળ્યાં સુખકંદે ।।૩૯।।

પછી વર્ણિ સ્વામીની તે વારે, કરી પૂજા ષોડશ ઉપચારે ।

કરી પ્રદક્ષિણા દંડવત, પછી પૂજ્યા છે સંત સમસ્ત ।।૪૦।।

પૂજ્યા વર્ણિ વિપ્ર ભલિવિધિ, વેદશાસ્ત્રવિધિ પુરી કીધિ ।

પછી હાથ જોડી ઉભા આગે, કરે સ્તુતિ અતિ અનુરાગે ।।૪૧।। ત્યારે સ્વામી કહે મુજ પાસ, માગો વર જેવી હોય આશ ।

ત્યારે વર્ણિ કહે માગવું એ છે, જેમ તમારી પૂજા કૃષ્ણ લે છે ।।૪૨।। વળી પ્રગટ દીએ છે દર્શન, તેમ મારે થાય ભગવન ।

એહ માગું છું હું મહારાજ, બીજી ઇચ્છા નથી મારે આજ ।।૪૩।। ત્યારે સ્વામી કહે સત્યવચન, લેશે પૂજા ને દેશે દર્શન ।

એમ કહેતાં સાંભળતાં વાત, ગયો દિન ને પડિ છે રાત ।।૪૪।।

૧૭૪ ભક્તચિંતામણ પ્રકરણ ૪૬

કર્યું જાગરણ સહુ મળી જન, ગાયાં શ્રીકૃષ્ણનાં કીરતન ।

એમ કરતાં થયું સવાર, કરાવી રૂડી રસોયું ત્યાર ।।૪૫।। જમ્યા બ્રાહ્મણ ને બ્રહ્મચારી, સાધુ સત્સંગી નરનારી ।

સહુ જમાડ્યા સ્વામી રામાનંદે, કર્યો મોટો ઉત્સવ આનંદે ।।૪૬।। આપ્યાં વસ્ત્ર ને દક્ષિણા બહુ, રાજી થઇ ગયા દ્વિજ સહુ ।

પછી સ્વામીની પેઠ્યે પૂજન, લિયે નિત્યે તે પ્રીત્યે શ્રીકૃષ્ણ ।।૪૭।। તેણે રાજી થયા હરિ ઘણું, માન્યું પોતે કૃતારથપણું । વળી આપે એમજ દર્શન, તેણે પોતે રહેછે પ્રસન્ન ।।૪૮।। દ્વિભુજ રૂપ રાધિકાસંગે, સુંદર વેણું વજાડે ઉમંગે ।

મનોહર મૂર્તિ નટવર, દેખે છેલછબિલો સુંદર ।।૪૯।। ક્યારેક રમા સંગે રંગરાજ, ક્યારેક રુકિમણી સંગે મહારાજ । ક્યારેક સખા સંગે અરજુન, ક્યારેક એકાએક થાય દર્શન ।।૫૦।। ક્યારેક દ્વિભુજ ચતુર્ભુજ દેખે, દેખે અતિમોદ મન લેખે ।

એમ આપે ધર્યું નરનાટ્ય, કરે ચરિત્ર પોતે તે માટ ।।૫૧।। વેશ તપસ્વીનો છે તે કાજ, કરે મનુષ્યચરિત્ર મહારાજ ।

એમ કૃષ્ણની બુધ્ધિએ કરી, સેવે છે ગુરુને પોતે હરિ ।।૫૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણિને

મહાદીક્ષા આપી એ નામે પિસતાલીસમું પ્રકરણમ્‌ ।।૪૫।।

પૂર્વછાયો- સુંદર કથા સાંભળો, થયા સ્વામિના વર્ણી શિષ્ય । ડાહ્યા સર્વે સદ્‌ગુણ જેમાં, અસાધારણ અહોનિશ ।।૧।। એવા હરિ બુદ્ધિવંતશું, સ્વામીએ રાખ્યો સખાભાવ ।

કાંઇક કામ કારણે, પુછે પોતે કરી ઉછાવ ।।૨।। જિયાં જિયાં પોતે વિચર્યા, તિયાં તિયાં વર્ણિ સાથ ।

રૈવતાચળ આસપાસળે, કર્યા બહુ જીવ સનાથ ।।૩।। કૃષ્ણની ભક્તિ અતિશે, પ્રવર્તાવી જનમાંય ।

જિજ્ઞાસુ જીવ જોઇને, પોતે ફર્યા ગ્રેવા બાંય ।।૪।।

પ્રકરણ ૪૬કકકક ભક્તચિંતામણી

૧૭૫

ચોપાઇ- ક્યાંક પક્ષ ક્યાંક રહ્યા માસ રે, એમ ફર્યા દેશ અવિનાશ રે । એમ રહેતા દેતા દર્શન શ્યામ રે, આવ્યા પોતે જેતપુર ગામ રે ।।૫।। ત્યાં ઉન્નડ નામે રાજન રે, તેણે રાખ્યા છે કરી સ્તવન રે । કહ્યું આ જે સરવે છે મારું રે, તેતો જાણજ્યો સ્વામી તમારું રે ।।૬।।

પછી રહ્યા તિયાં રામાનંદ રે, સર્વે જનને દેવા આનંદ રે । રહે સેવામાં હરિ તત્પર રે, કરે સેવા સ્વામીની સુંદર રે ।।૭।।

ગુણે કરી અધિક છો સહુથી રે, ગુણ સ્વાભાવિક છે આવ્યા નથી રે ।

સર્વે કાળ વળી સર્વે સ્થળ રે, સ્વસ્વરૂપ વિષે રહે અચળ રે ।।૮।।

સત્ય શૌચ દયા ક્ષમા ત્યાગ રે, સંતોષ આર્જવ ને વૈરાગ્ય રે । શમ દમ સામ્ય ઉપરતિ રે, તપ તેજ તિતિક્ષાના પતિ રે ।।૯।। શાસ્ત્રજ્ઞાન ઐશ્વર્યતા અતિ રે, બળ શૂરપણું ને સમૃતિ રે ।

સ્વતંત્ર કુશળ કાંતિ ધૈર્ય રે, ચિત્ત કોમળ વાક્યચાતુર્ય રે ।।૧૦।।

નમ્રતા શીલ સહ ઓજ બળ રે, ભગ સ્થિર ગંભીર અકળ રે ।

આસ્તિક અદંભી અમાન રે, કીર્તિ મૌન ગર્વ નહિ દાન રે ।।૧૧।। મિતાહાર ડાહ્યા મિત્રપણું રે, સર્વે ઉપકારિ દયા ઘણું રે । કામ ક્ષોભ ન પામતે ચિત્ત રે, અદ્રોહ ષડ્‌ ઉરમી જીત રે ।।૧૨।। આપે પરને માન તે ઘણું રે, અપરિગ્રહ બ્રહ્મણ્યપણું રે ।

શરણાગતવત્સલ અનીહ રે, એહ આદિ સદ્‌ગુણ જેહ રે ।।૧૩।। તેહ દેખીને સર્વે જન રે, પામે વિસ્મય પોતાને મન રે ।

એવા ગુણવાળા જોઇ સહુ રે, માને મોટા હરિજીને બહુ રે ।।૧૪।। એવા ગુણવાળા બ્રહ્મચારી રે, કરે સેવા સ્વામીશ્રીની સારી રે । એમ અહોનિશ સેવા કરતાં રે, વીત્યાં વર્ષ દોય સંગ રહેતાં રે ।।૧૫।। ધાર્યા ધર્મ નિયમ તે ન મુકે રે, કરે તપ યોગમાં ન ચુકે રે । જોઇ સ્વામી એવા વર્ણિરાય રે, સ્થાપી ધર્મધુર એહ માંય રે ।।૧૬।। આપે ઇચ્છ્યા અંતર્ધાન થાવા રે, માંડ્યું વર્ણિને વચન મનાવા રે । જે વહેવાર ન જાણે લગાર રે, તેને ઇચ્છ્યા સોંપવા વહેવાર રે ।।૧૭।। કહે સ્વામી સાંભળો સુજાણ રે, કહું વચન તે કરવું પ્રમાણ રે ।

૧૭૬ ભક્તચિંતામણ પ્રકરણ ૪૬

જે મારા આશ્રિત નરનાર રે, તેને રાખવા ધર્મ મોઝાર રે ।।૧૮।। તમે વાસુદેવ માહાત્મ્ય રે, તેનો પાઠ કર્યાનું છે નિમ રે । તેમાં વર્ણાશ્રમના જે ધર્મ રે, કહ્યા સ્ત્રીના ધર્મ અતિ પરમ રે ।।૧૯।। તેમાં રખાવજ્યો સહુને તમે રે, એમ આજ્ઞા કરૂં છું અમે રે । કરજ્યો કૃષ્ણની પૂજા તે એવી રે, કરી વિઠ્ઠલેશે વળી જેવી રે ।।૨૦।। તે તો શ્રીકૃષ્ણ તમારે વિષે રે, વિરાજી રહ્યા છે અહોનિશ રે । તેનાં વ્રત ઉપવાસ જેમ રે, કરવા વૈષ્ણવ કરે છે તેમ રે ।।૨૧।। તમે શાસ્ત્રમાં જાણો છો ઘણું રે, માટે માનો વચન મુજતણું રે ।

મારા સ્થાનક ઉપર રહેવા રે, નથી બીજા કોઇ તમ જેવા રે ।।૨૨।। જે દિના મેં નિરખ્યા છે તમને રે, કર્યો છે મેં મનોરથ મને રે । તે પુરો કરો વરણિરાટ રે, કરવા યોગ્ય છો કહું છું તે માટ રે ।।૨૩।। તમારા વૈરાગ્યની જે વાત રે, અતિતીવ્ર હું જાણું છું તાત રે ।

પણ એ કાજ તમથી થાય રે, બીજાને તે કેમ કહેવાય રે ।।૨૪।। તમ જેવા તો તમે છો એક રે, એમ જોયું છે કરી વિવેક રે । તમને નિર્લેપ અતિ જાણી રે, નિરબંધ જોઇ કહું વાણી રે ।।૨૫।। વસન ભૂષણ વાહન જેહ રે, ગ્રહણ કરજ્યો આપે જન તેહ રે । નિજજનની પૂરજ્યો હામ રે, કરજ્યો રક્ષા તેની આઠું જામરે ।।૨૬।। કળિદોષ લાગવા માં દેજ્યો રે, શરણાગતને ઉગારી લેજ્યો રે । તમે સમર્થ છો તપોધન રે, દ્રવ્ય નારી નહિ કરે બંધન રે ।।૨૭।।

ગુણે કરી છો કૃષ્ણ સમાન રે, એમ જાણે છે સહુ નિદાન રે । અતિધીર જણાણા અમને રે, માટે મોટા કર્યા છે તમને રે ।।૨૮।। એવી સાંભળી સ્વામીની વાણી રે, બોલ્યા પ્રભુજી ઉદાસી આણી રે । સ્વામી તમારી આગન્યા જેમ રે, કરવું ઘટે સરવેને તેમ રે ।।૨૯।।

પણ બ્રહ્મચર્યવ્રત જેહ રે, તેને પાળતો એવો હું તેહ રે । તેને માનવું આવું વચન રે, નથી સમર્થ હું ભગવન રે ।।૩૦।।

લોક શાસ્ત્રમાં વાત છે એવી રે, બ્રહ્મચર્યને નિંદવા જેવી રે । જેની ગંધ મુંથી ન સહેવાય રે, તેને પાસે મેં કેમ રહેવાય રે ।।૩૧।।

પ્રકરણ ૪૬કકકક ભક્તચિંતામણી

૧૭૭

વળી નારીને સંગે સદાય રે, મોટા મુમુક્ષુને બંધ થાય રે ।

મુક્તપણ પડ્યા એને મળી રે, તેની વાત મેં શ્રવણે સાંભળી રે ।।૩૨।।

સૌભરીને વળી એકલશૃંગ રે, એને સંગે જાગ્યો છે અનંગ રે । કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ ત્યાં મોહ જાણવો સોય રે ।।૩૩।।

મોહ થકી થાય સ્મૃતિ નાશ રે, સ્મૃતિનાશે બુધ્ધિ વિનાશ રે ।

પછી મોક્ષને માર્ગથી પડે રે, એને સંગે અઘમગે ચડે રે ।।૩૪।।

માટે બીવું છું એના સંગથી રે, કેમ વચન મનાશે મુંથી રે । એના વિશ્વાસમાંહિ જે રહ્યા રે, હતા મોટા તે પણ છોટા થયા રે ।।૩૫।। જુવો શિવ ને બ્રહ્માની વાત રે, લખી છે શાસ્ત્રમાંહિ વિખ્યાત રે । એનો જેણે વિશ્વાસ કીધો રે, તેને અંતરઘાટે ગળી લીધો રે ।।૩૬।। કામ ક્રોધ મદ લોભ મોહ રે, ભય શોકાદિ શત્રુ સમૂહ રે । એહ પ્રકટે અંતરમાંય રે, તેણે કરી કર્મ બંધ થાય રે ।।૩૭।।

માટે બુધ્ધિવાન જે કહેવાય રે, તેણે એને સંગે ન રહેવાય રે ।

માટે પ્રતીતિ ન કરવી મનની રે, એ સમઝણ્ય કૃષ્ણના જનની રે ।।૩૮।। જો દયાએ કરે મન સંગ રે, થાય ભરત પેઠ્યે વ્રત ભંગ રે ।

માટે અગ્નિમાંહિ બળી જાવું રે, સારું વિષ હળાહળ ખાવું રે ।।૩૯।।

પણ નારી તણો પરસંગ રે, અતિ ભૂંડો લાગે મને અંગ રે । તેમ દ્રવ્ય તે ગમતું નથી રે, તેની વાત કહું હવે કથી રે ।।૪૦।।

મોટા ધર્મવાળો હોય જેહ રે, થાય ભ્રષ્ટ દ્રવ્ય સારુ તેહ રે । જુવો નિમિ વસિષ્ઠની વાત રે, પૂર્વની પુરાણમાં વિખ્યાત રે ।।૪૧।। દિધા લોભે સામસામા શાપ રે, તેણે દુઃખ પામ્યા દોય આપ રે । વસિષ્ઠ તે વેશ્યાસુત થયા રે, નિમિ જનક જીવથી ગયા રે ।।૪૨।। એમ દ્રવ્યમાં રહ્યો સંતાપ રે, દ્રવ્ય સારુ થાય બહુ પાપ રે ।

માટે સમઝુએ કરવો વિવેક રે, સ્ત્રી દ્રવ્ય સમ બંધ નહિ એક રે ।।૪૩।। વળી દેશકાળ ક્રિયા દેવ રે, શાસ્ત્ર દીક્ષા મંત્ર સંગ ભેવ રે । એહ સવળે હોય સવળું રે, અને અવળે હોય અવળું રે ।।૪૪।। જેવું સેવે તેવી થાય મત્ય રે, કરે કર્મ પછી સત્યાસત્ય રે ।

૧૭૮ ભક્તચિંતામણ પ્રકરણ ૪૭

કર્મ પ્રમાણે ફળને લહે રે, માટે વિવેકી વેગળા રહે રે ।।૪૫।। પિવે ડાહ્યો ભોળો ભાંગ્ય મદ્ય રે, થાય બેઉ ઘેલા જાણો સદ્ય રે । તેમ દામ વામ ફેલે કરી રે, સત્વગુણી જ્ઞાની ભુલે હરિ રે ।।૪૬।।

માટે સ્વાભાવિક ગુણ જેહ રે, દ્રવ્ય સ્ત્રિયામાં રહ્યા છે તેહ રે । એમ સ્વાભાવિક ગુણ હોય રે, તે ત્યાગવા સમર્થ નહિ કોય રે ।।૪૭।।

માટે એ પ્રસંગમાંહિ ક્યારે રે, સ્વાભાવિક રુચિ નહિ મારે રે ।

પણ તમે આજ્ઞા એવી કીધી રે, કહો કરું હવે કોણ વિધિ રે ।।૪૮।।

પામે ચિત્ત ખેદ અતિ મારું રે, કહો થાય મારું જેમ સારું રે ।

સર્વે ધર્મ પળાવવા સ્વામી રે, તમે સમર્થ છો બહુ નામી રે ।।૪૯।।

માટે એમાં મારું શું છે કામ રે, એથી બીજું કહો સુખધામ રે । એમ નારાયણ મુનિ જેહ રે, કહ્યું પોતાનું હારદ તેહ રે ।।૫૦।। ત્યાગીયોને દેવા ઉપદેશ રે, એમ બોલિયા વર્ણિદિનેશ રે । એતો પોતે છે પુરુષોત્તમ રે, જેને નેતિનેતિ કહે નિગમ રે ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીનારાયણ મુનિએ પોતાની રુચિ કહી

એ નામે છેતાલીસમું પ્રકરણમ્‌ ।।૪૬।।

પૂર્વછાયો- એવું સુણી સ્વામી બોલિયા, સુણો હરિ શુદ્ધબુદ્ધિવાન । હાર્દ તમારા હૈયાતણું, તે સર્વે જાણ્યું મેં સુજાણ ।।૧।।

પણ હું કરૂં તે વિચારી કરૂં, વણ વિચારે ન કરૂં લેશ ।

બંધ થાતાં દેખું જેહને, તેને નાપું એવો ઉપદેશ ।।૨।। હું પણ હમણાં રહ્યો છઉં, આ પવિત્ર પૃથ્વી મોઝાર ।

ધર્મ પળાવવા સમર્થ છું, સર્વે વાત માનો નિરધાર ।।૩।। હવે પણ મારે જાવું થાશે, ભૂમિ તજી બ્રહ્મમહોલ ।

શિખામણ્ય સદ્‌શિષ્ય જાણી, આપું છું મતિ અડોલ ।।૪।।

ચોપાઇ- મારો મનોરથ સર્વે સારો રે, કહું વચન તે હૃદે ધારો રે । તમ વિના ધર્મધુર જેહ રે, બીજાથકી ન ઉપડે તેહ રે ।।૫।।

માટે માનો વચન વર્ણિરાય રે, તમને બંધન નહિ થાય રે ।

પ્રકરણ ૪૭કકકક ભક્તચિંતામણી

૧૭૯

તમે કરશો જો નારીશું વાત રે, નહિ બંધાઓ કહું છું તાત રે ।।૬।। હોય યુવતિ યુથ અપાર રે, તમે રહેજ્યો તે નારી મોઝાર રે ।

સદા રહેશો તેમાં નિર્લેપ રે, બીજાને તો બોલ્યે ચડે કેફ રે ।।૭।। તમે કંચન કાંતાએ કરી રે, નિશ્ચે નહિ બંધાઓ શ્રીહરિ રે । તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો છે વર તમને વળી રે ।।૮।।

સૂર્યનારાયણ થઇ રાજી રે, રહ્યા હૃદય તમારે વિરાજી રે ।

તમે નારાયણ સુખકારી રે, નિરલેપ ને નિરવિકારી રે ।।૯।। એવા સમર્થ છો સત્ય વાત રે, માટે કહું છું તમને તાત રે । બીજા સર્વે સંત છે આ સારા રે, પણ એને તો રાખવા ન્યારા રે ।।૧૦।। બીજા બ્રહ્મચારી સંત સોઇ રે, નારીવાત સાંભળશે કોઇ રે । થાશે ભ્રષ્ટ જાશે નરક માંઇ રે, તેમાં ફેર મ જાણશો કાંઇ રે ।।૧૧।।

માટે રક્ષા તે કરજ્યો એની રે, હોય આશ્રિત તમારા તેની રે । દ્રવ્ય નારીથી ઉગારી લેજ્યો રે, એવી શિખામણ નિત્ય દેજ્યો રે ।।૧૨।। કહું સાંભળજ્યો સહુ જન રે, એમ મનાવ્યું ગુરુએ વચન રે । ઇચ્છા નથી ઉર માંહિ જેની રે, વાત મનાવી સ્વામીએ તેની રે ।।૧૩।। જ્યારે આગન્યા માની એ શુદ્ધ રે, ત્યારે સ્વામી બોલ્યા વિશુદ્ધ રે ।

સર્વે સંતને કહ્યું બોલાવી રે, સાંભળો શિષ્ય સર્વે આવી રે ।।૧૪।। આ શ્રીનારાયણમુનિ જે છે રે, આજથી મારે ઠેકાણે રહેછે રે ।

માનજ્યો સહુ આનાં વચન રે, જેહ આશ્રિત હો મારા જન રે ।।૧૫।। ત્યારે સર્વે જને જોડ્યા હાથ રે, સારું માન્યું અમે મારા નાથ રે । ત્યારે હરિ પોતે ઉભા થયા રે, ગુરુ આગે હાથ જોડી રહ્યા રે ।।૧૬।। ત્યારે સ્વામી કહે હું છું પ્રસન્ન રે, માગો મુજ પાસેથી વચન રે । એવી બ્રહ્માંડે વસ્તુ ન કાંય રે, જે માગો ને અમે ન અપાય રે ।।૧૭।। અતિહેત ભર્યાં સુખ વદન રે, એવાં સુણ્યાં સ્વામીનાં વચન રે ।

પછી બોલ્યા છે વર્ણિરાટ રે, સ્વામી પ્રસન્ન જાણ્યા તે માટ રે ।।૧૮।। સ્વામી વર દેવા યોગ્ય જો હોઉં રે, તો કરજોડી તમને કહું રે ।

માગું પ્રથમ એ ગુરુરાય રે, કૃષ્ણચરણકંજે પ્રીતિ થાય રે ।।૧૯।।

૧૮૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૭

વળી હરિજનને હોય દુઃખ રે, થાય મને એ ભોગવે સુખ રે । કૃષ્ણભક્ત જો પૂર્વને કર્મે રે, અન્ન વસ્ત્ર પામે પરિશ્રમે રે ।।૨૦।। એનું કષ્ટ આવે મુજમાંય રે, એહ સુખમાં રહે સદાય રે । રૂડી હરિકથા હરિજન રે, તેનો સંગ દેજ્યો નિશદન રે ।।૨૧।। વળી હરિના ગુણને વિષે રે, મારી વાણી તે રહેજ્યો હમેશ રે । કૃષ્ણકથામાં રહેજ્યો આ કાન રે, હરિસેવામાં હાથ નિદાન રે ।।૨૨।। હરિસ્મૃતિમાં મારું મન રે, માગું છું હું રહેજ્યો નિશદન રે । કૃષ્ણદર્શનમાંઇ મારાં નેણ રે, માગું છું હું રહેજ્યો દિન રેણ રે ।।૨૩।। દેહ અંતઃકરણ ક્રિયાય રે, નિત્ય હરિની ભગતિ થાય રે ।

એહ માગ્યું તે દેજ્યો ઉમંગે રે, કેદિ રાખશો માં દુષ્ટ સંગે રે ।।૨૪।। એટલા વર મુજને દેજ્યો રે, મારી પ્રાર્થના સુણિ લેજ્યો રે । એવું સુણી બોલ્યા ગુરુ વાણી રે, શુદ્ધ આશયવાળા શિષ્ય જાણી રે ।।૨૫

કહું મનોરથ જે તમારો રે, નિશ્ચય પુરો થાશે ઉર ધારો રે । એવો વર વરણિને આપી રે, રાખ્યા પોતાને ઠેકાણે સ્થાપી રે ।।૨૬।।

પછી શિષ્ય લઇ નિજસાથ રે, આવ્યા ગામ ફણેણિયે નાથ રે । તેદિ હતો એકાદશી દન રે, કર્યો ઉત્સવ સહુ મળી જન રે ।।૨૭।। દ્વાદશીયે સંત વિપ્રજન રે, તેને કરાવિયાં છે ભોજન રે ।

આપ્યાં વિપ્રને સુંદર દાન રે, કર્યાં ભદ્રાનદીમાંહી સ્નાન રે ।।૨૮।। બેઠા એકાંત્યે પદ્મઆસને રે, કૃષ્ણમૂરતિ ચિંતવી મને રે । કરી સમાધિ કૃષ્ણમાં રઇ રે, ત્યારે દેહની વિસ્મૃતિ થઇ રે ।।૨૯।।

પછી શ્રીકૃષ્ણ ઇચ્છાએ કરી રે, ઉધ્ધવજીએ દેહ પ્રહરી રે ।

ગયા વિશાળા પ્રત્યે તે વળી રે, પૂર્વે હતી તેવી દેહ મળી રે ।।૩૦।।

પામ્યા સિદ્ધદેહ તેહ વાર રે, કૃષ્ણ ભક્તિ કરવા નિરધાર રે ।

સંવત્‌ અઢાર વર્ષ અઠાવન રે, માગશરશુદી તેરશ દન રે ।।૩૧।। વાર દેવગુરુ દન જાણો રે, મુક્યું તન તેદિ પરમાણો રે । જન કરતાં હતાં કીર્તન રે, તેને જણાણું તજીયું તન રે ।।૩૨।। જોઇ નાડી ચાલતાં ન જાણી રે, ત્યારે જનને આવ્યાં આંખ્યે પાણી રે ।

પ્રકરણ ૪૭કકકક ભક્તચિંતામણી

૧૮૧

મળી જન કરે સહુ શોક રે, કહે તજ્યું ઉદ્ધવે આ લોક રે ।।૩૩।। જાણ્યું સહુએ હરિધામ ગયા રે, એવું સુણિને વ્યાકુળ થયા રે । રુવે જન નેણે ભરી નીર રે, કોઇ ધરી શકે નહિ ધીર રે ।।૩૪।। હાવભાવ હસવું સંભારી રે, મિઠી બોલની મનમાં ધારી રે ।

મનોહર મૂરતિ વિચારી રે, બહુ રૂવે છે નર ને નારી રે ।।૩૫।। વળી વરણિ આદિ જે સંત રે, સર્વે શોકાતુર છે અત્યંત રે ।

પછી નાહિને આવ્યા જે જન રે, લાવ્યા અબીર ગુલાલ ચંદન રે ।।૩૬।।

પૂજા ને વંદના બહુ વિધિ રે, શાસ્ત્ર પ્રમાણે સર્વે કિધિ રે ।

પછી કરી સુંદર વિમાન રે, તેમાં તન બેસાર્યું નિદાન રે ।।૩૭।।

લઇ ચાલ્યા ભદ્રાનદી કાંઠે રે, વિપ્ર વિષ્ણુસૂક્ત કરી પાઠે રે । ઝાંઝ મૃદંગે ગાય છે જન રે, ગાયામાંહિ થાય છે રુદન રે ।।૩૮।।

પછી ભદ્રાવતી તીરે ગિયા રે, શોધી સુંદર ભૂમિકા તિયાં રે । તિયાં ઉતારી વિમાન જન રે, લાવ્યાં તુલસી પિપળો ચંદન રે ।।૩૯।। એહ કાષ્ટતણું ચિતા રચ્યું રે, નવરાવી તને ઘી ચરચ્યું રે । ચિતામાં પધરાવ્યું તે વાર રે, કર્યો કૃષ્ણે અગ્નિસંસ્કાર રે ।।૪૦।। બહુ ઘૃત હોમી બાળી દેહ રે, નાખી વાની જળમાંહિ તેહ રે ।

સર્વે શાસ્ત્રવિધિ કરી સ્નાન રે, આવ્યા સર્વ સંત નિજસ્થાન રે ।।૪૧।।

પછી તેદિ ઉપવાસ કરી રે, બીજે દિવસે લખી પતરી રે ।

સુણી સર્વે સાધુ હરિજન રે, અતિ વ્યાકુળ થયા છે મન રે ।।૪૨।। કર્યાં સ્નાન તજ્યાં ઘરકામ રે, મળી આવ્યાં છે ફણેણિ ગામ રે ।

નયણે વરસેછે આંસુની ધાર રે, સ્વામીમાંહિ છે સ્નેહ અપાર રે ।।૪૩।। ઘડિ ઘડિનાં સુખ સંભારે રે, તેણે આંખમાં આંસુડાં ઝરે રે ।

લુઇ લુઇને નાખે છે નીર રે, અતિ શોકે છે મન અધીર રે ।।૪૪।। બ્રહ્મભાવને પામ્યા ઉદ્ધવ રે, કરવો શોક તેનો અસંભવ રે । તોય સમતો નથી તનતાપ રે, કરે વિયોગમાંહિ વિલાપ રે ।।૪૫।। તેને જોઇ નારાયણમુનિ રે, કરે છે મનુવાર સહુની રે ।

આપી ધિરજ્ય ઉતાર્યા જન રે, એમ કરતાં થયો બીજો દન રે ।।૪૬।।

૧૮૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૮

તે દિવસથી તેરમા સુધી રે, વાંચી ગીતા તે વિપ્ર સુબુદ્ધિ રે । શાસ્ત્રવિધિએ કહ્યું જે અન્ન રે, તેનું કર્યું છે સહુએ ભોજન રે ।।૪૭।।

પાળવાનું પાળ્યું શ્રાદ્ધ કીધું રે, દાન દેવાનું તે દાન દીધું રે । કર્યું બારમું જેમ ઘટિત રે, જમાડ્યા વાડવ કરી પ્રીત્ય રે ।।૪૮।। તેરમે ત્રીશ વરણિ સાથ રે, જમાડી આપ્યાં વસ્ત્ર તે હાથ રે ।

પછી આવ્યા હતા હરિજન રે, તેને પણ કરાવ્યાં ભોજન રે ।।૪૯।। વળી એહ ગામના રહેનાર રે, તેહ પણ જમ્યા નરનાર રે ।

પછી સર્વે મળી હરિજન રે, કર્યું કૃષ્ણદેવનું પૂજન રે ।।૫૦।।

સુંદર વસ્ત્ર ઘરેણાં પેરાવી રે, પૂજ્યા મહારાજને પ્રેમ લાવી રે ।

ગીતાના વાંચનારાને વળી રે, આપ્યાં વસ્ત્ર દ્રવ્ય સહુએ મળી રે ।।૫૧।। યથા યોગ્ય ક્રિયા સર્વે કિધિ રે, જેમ કહી છે શાસ્ત્રમાં વિધિ રે । તેના ખરચતણું જે ધન રે, ભરી આપ્યું મળી સહુ જન રે ।।૫૨।। નિજ પોચ પ્રમાણે સહુ ગૃહસ્થે રે, ખરચ ઉપાડી લીધું સમસ્તે રે । થયો ઉત્સવ પૂરણ જ્યારે રે, દિન ચૌદમો થયો છે ત્યારે રે ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ નારાયણમુનિને

ધર્મધુર સોંપીને દેહત્યાગ કર્યો એ નામે સુડતાલીસમું પ્રકરણમ્‌ ।।૪૭।।

પૂર્વછાયો- સુંદર સારી કથા કહું, ત્યાર પછીની જાણજ્યો જેહ । અતિ ચરિત્ર પવિત્ર છે, સહુ સુણજ્યો કરી સનેહ ।।૧।।

સતસંગી સ્વામીતણા, નિરમળ અતિ નરનાર ।

હરિ બેઠા સભા કરી, ત્યાગી સંત ગૃહી બ્રહ્મચાર ।।૨।।

મુખ આગે મુકુંદ આદિ, બેઠા બહુ બ્રહ્મચાર ।

ત્યારપછી મુક્તાનંદ આદિ, બેઠા સંત અપાર ।।૩।। ત્યાર પછી મયારામ આદિ, બેઠા દ્વિજ સુજાણ ।

ત્યાર પછી મુળજી આદિ, બેઠા ક્ષત્રિ પ્રમાણ ।।૪।।

ચોપાઇ- બેઠા વૈશ્ય પર્વતાદિ જેહરે, શૂદ્ર કાળાનાઇ આદિ તેહ રે । બેઠા પુરુષ પુરુષમાં મળી રે, તે કેડ્યે બેઠી બાયું મંડળી રે ।।૫।।

પ્રકરણ ૪૮કકકક ભક્તચિંતામણી

૧૮૩

દ્વિજ લાડકી આદિ જે બાઇ રે, બેઠી જેમ ન અડે કોઇ ભાઇ રે । બીજા આશ્રિત જન છે જેહ રે, બહુ મળી બેઠા સહુ તેહ રે ।।૬।।

સર્વે હાથ જોડી પાય નમે રે, અમારા ગુરુમૂર્તિ છો તમે રે । વળી સહજે આપો છો આનંદ રે, માટે સત્ય નામ સહજાનંદ રે ।।૭।।

સદ્‌ગુણે શોભાનું છો ધામ રે, વળી તમે છો સ્વામીને ઠામ રે ।

માટે અમને જાણી તમારાં રે, કહેજ્યો શિખનાં વચન સારાં રે ।।૮।।

પ્રભુ તમારી આજ્ઞાને વિષે રે, રહેશું શ્રદ્ધા સહિત હમેશ રે ।

માટે કહેવાનું ઘટે તેમ કહેજ્યો રે, સારી સુખની શિખામણ્ય દેજ્યો રે

એમ સહુ મળી કહે જન રે, તેનાં સાંભળ્યાં નાથે વચન રે ।

પછી બોલ્યા નારાયણમુનિ રે, શિખામણ હિતકારી સહુની રે ।।૧૦।। કહ્યું ધર્મશાસ્ત્રને વચને રે, ધર્મમાંહિ રાખવા જનને રે ।

કહે નર દેવને પિતર રે, શેષ શશિ સુર ને ઇતર રે ।।૧૧।। જે જે પામ્યા સુખ ને મોટાઇ રે, તેતો રહેતા થકા ધર્મમાંઇ રે । કહ્યું છે શ્રુતિ સ્મૃતિમાં એમ રે, સત્ય ધર્મને મુકાય કેમ રે ।।૧૨।। તેતો મોટા પુરુષને મળે રે, ત્યારે સહુસહુના ધર્મ પળે રે । તે વાસુદેવમાહાત્મ્ય માંઇ રે, કહ્યા છે સહુના ધર્મ ત્યાંઇ રે ।।૧૩।। એમ ઉદ્ધવસ્વામીએ કહ્યું છે રે, તે સર્વે મારે હૈયે રહ્યું છે રે ।

માટે ધર્મને સહુ અનુસરો રે, ભાવે કૃષ્ણની ભગતિ કરો રે ।।૧૪।।

પાળો એટલી આગન્યા મારી રે, જેણે સુખી થાઓ નરનારી રે । એહ શિખામણનાં વચન રે, સર્વે હૃદયમાં ધારજ્યો જન રે ।।૧૫।। વળી પ્રાકૃત જીવની રીતે રે, શોક સ્વામીનો મ કરો ચિત્તે રે । એવું અખંડરૂપ અવિનાશ રે, તેતો કેદિયે ન થાય નાશ રે ।।૧૬।। થાય પ્રકટ ભૂમિયે મહારાજ રે, તેતો જીવોના કલ્યાણ કાજ રે । એનું ઉદ્‌ભવને અંતર્ધાન રે, તેતો સ્વતંત્રપણે નિદાન રે ।।૧૭।।

પણ કાળ કરમને વશ રે, નોય જીવો પેર્યે પરવશ રે ।

એમ સમઝે છે દૈવી જન રે, આસુરી મોહ પામે છે મન રે ।।૧૮।।

૧૮૪ ભક્તચિંતામણ પ્રકરણ ૪૮

માટે શોકને સર્વે તજો રે, પ્રત્યક્ષ પરમેશ્વરને ભજો રે ।

માની મનમાં ઉપદેશ રે, હવે જાઓ સહુ દેશ પ્રદેશ રે ।।૧૯।। હું પણ જાઉંછું પુર ધોરાજી રે, તમે રહેજ્યો સહુ જન રાજી રે । કહું સાંભળજ્યો સહુ જન રે, એમ બોલ્યા પ્રભુજી વચન રે ।।૨૦।।

સુણી શોક તજ્યો સહુજન રે, જાણ્યા પ્રભુજીને ગુરુ મન રે ।

પછી ગયાં ઘેરે નરનારી રે, હૃદે હરિની મૂરતિ ધારી રે ।।૨૧।। હરિ નિજગુરુને વિરહે રે, ચિત્તે ક્ષોભ ને દુઃખી છે દેહે રે ।

પણ અંતર દર્શન કરી રે, ધારી રહ્યા છે ધીરજ હરિ રે ।।૨૨।।

પોતે હર્યો તે સર્વનો શોક રે, માટે હરિનામ કહે લોક રે ।

પછી બહુ સંત લઇ સાથ રે, ત્યાંથી ચાલ્યા નીલકંઠ નાથ રે ।।૨૩।। ધર્મ પ્રવર્તાવામાં છે ચિત્ત રે, આવ્યા ધોરાજી સંત સહિત રે । તિયાં અતિ હેતે કરી જન રે, કર્યું પ્રભુજીનું તે પૂજન રે ।।૨૪।। દઇ દર્શન આવ્યા ભાડેર રે, નિજજન પર કરી મેર રે ।

ત્યાંથી માણાવદ્ર ગયા નાથ રે, નીરખી જન થયા છે સનાથ રે ।।૨૫।। ત્યાંથી પિપલાણામાં પધાર્યા રે, જનને મન મોદ વધાર્યા રે । ત્યાંથી આવ્યા ગામ અગત્રાઇ રે, જીયાં ભક્ત છે પર્વતભાઇ રે ।।૨૬।। ત્યાંથી આવ્યા ગામ કાલવાણી રે, નિજદાસ પર દયા આણી રે । કિયાં એક દિન કિયાં દોય રે, કિયાં ત્રણ દિન રહ્યા સોય રે ।।૨૭।।

સહુને જ્ઞાન આપી સમજાવ્યા રે, પોતપોતાને ધર્મે રખાવ્યા રે ।

પોતે ગુરુની આગન્યા માની રે, બેઠા વાહન પર સુખદાની રે ।।૨૮।। ભારેભારે વસ્ત્ર ને ભૂષણ રે, પહેર્યાં જનહિતે તે જીવન રે । સ્ત્રિયોને ધર્મમાં રખાવા રે, બોલ્યા તેશું તેને સુખ થાવા રે ।।૨૯।। કર્યું મોટી ઉપાધિનું ગ્રહણ રે, પણ રતિ નથી અંતઃકરણ રે । કોઇ સમે ને કોઇ ઠેકાણે રે, નથી આસક્ત સૌ જન જાણે રે ।।૩૦।।

સર્વે ધર્મને સ્થાપવા કાજ રે, ગયા માંગરોળે મહારાજ રે । શહેર બાર છે સુંદર વટ રે, શોભે સિંધુતીરે ત્યાં નિકટ રે ।।૩૧।। કર્યું એકાંતે વડે આસન રે, તિયાં આવ્યા છે જિજ્ઞાસુ જન રે ।

પ્રકરણ ૪૮કકકક ભક્તચિંતામણી

૧૮૫

કરી દર્શન પામ્યા આનંદ રે, વાધ્યો હર્ષ જોઇ જગવંદ રે ।।૩૨।। તિયાં સંત વસે છે સમોહ રે, જેને કામ ક્રોધ નહિ મોહ રે । વ્યાપકાનંદ સ્વરૂપાનંદ રે, એહાદિ નિરખી પામ્યા આનંદ રે ।।૩૩।।

ગોવર્ધન દામોદર જેહ રે, રામચંદ્ર સુરચંદ તેહ રે ।

રતનજી આદ્યે એ વણિક રે, ક્ષત્રિ મંછારામ ભક્ત એક રે ।।૩૪।। ધનજી માધો આણંદભાઇ રે, ત્રિકમ ને રાજુ ભાણબાઇ રે ।

એહાદિ લઇ શૂદ્ર અપાર રે, સહુ આવી બેઠાં નરનાર રે ।।૩૫।। કરે સેવા પુછે સમાચાર રે, ભલે પધાર્યા પ્રાણઆધાર રે ।

તેહ પ્રત્યે હરિ ધિરા રહી રે, જેમ છે તેમ વારતા કહી રે ।।૩૬।। કહ્યું સ્વામી રામાનંદ જેહ રે, ગયા સ્વધામમાં તજી દેહ રે ।

સુણી સર્વે શોકાતુર થયા રે, સ્વામી આપણને છળી ગયા રે ।।૩૭।। ત્યારે હરિ કહે સંત સુજાણ રે, પ્રભુ રહ્યા છે પ્રકટ પ્રમાણ રે । બહુ સમર્થ છે બાળ નાના રે, સહુ જાણશે નહિ રહે છાના રે ।।૩૮।। એમ કહીને ધીરજ આપી રે, શોક સ્વામીની કોરનો કાપી રે ।

પછી વાવ્ય તિયાં એક હતી રે, જેનું સ્વાદુ જળ મીઠું અતિ રે ।।૩૯।। તેતો કાળે કરી બુરાણિ રે, નાવે કામે તે કોઇને પાણી રે । તેતો ગળાવી આપે મહારાજે રે, સહુને જળ પિવાને કાજે રે ।।૪૦।। કાઢ્યો ગાળ ને જળ નિસર્યું રે, પછી કર્યું એ વાવ્યનું ભર્યું રે । કર્યો મોટો ઉત્સવ તે દિન રે, તેડ્યા બ્રાહ્મણ કરવા ભોજન રે ।।૪૧।। થોડો ઘણો લીધો સરાજામ રે, આદર્યું તેપર મોટું કામ રે । દ્વિજ શહેરના સર્વે નોતર્યા રે, તેણે મનમાન્યા મોદક કર્યા રે ।।૪૨।। તીર્થવાસીને કાજે તૈયાર રે, કર્યો શિરો પુરી ને કંસાર રે ।

સતસંગીને કહ્યું વચન રે, જમો આજ ઉત્સવનું અન્ન રે ।।૪૩।। કહે કવિશ્વાસી કેમ થાશે રે, સિધું ખુટશે ને લાજ જાશે રે ।

પણ ન ખુટ્યું સીધું ને લોટ રે, નાવી દાળ મશાલાની ખોટ્ય રે ।।૪૪।। જમ્યા દ્વિજ હજારો હજાર રે, બીજા સત્સંગી જમ્યા અપાર રે ।

રૂડી રીત્યે શું કર્યો સમૈયો રે, તેતો મુખે કેમ જાય કૈયો રે ।।૪૫।।

૧૮૬ ભક્તચિંતામણ પ્રકરણ ૪૮

દેવતાની તૃપ્તિને કાજે રે, કરાવ્યો હવન મહારાજે રે ।

કરતાં પૂજન દેવતાતણું રે, દીઠું જને ત્યાં આશ્ચર્ય ઘણું રે ।।૪૬।।

સતસંગી સાધુ સહુ કોઇ રે, સહુ રહ્યાતા હરિને જોઇ રે । ત્યાં તો થયું અલૌકિક દર્શન રે, જોઇ મગન થયાં સહુ જન રે ।।૪૭।। દીઠાં ચાર આયુધ ચારે હાથે રે, સારો મુગટ ધર્યો છે માથે રે ।

પહેર્યાં પીતાંબર હેમરૂપ રે, ઘનશ્યામ મૂર્તિ અનૂપ રે ।।૪૮।।

શ્રીવત્સ ચિહ્ન શોભે છે ઘણું રે, એવું દર્શન થયું હરિતણું રે । તેને ડાબે પડખે દયાળ રે, દિઠી શ્વેત મૂરતિ વિશાળ રે ।।૪૯।।

ચાર મુખ ને અષ્ટ છે દ્રગ રે, ચાર હાથ ને ચાર છે પગ રે । જોડિ રહ્યા જુગ કર આગે રે, ગ્રહિ એકે પૂજા અનુરાગે રે ।।૫૦।। એક હાથમાં છે ધર્મશાસ્ત્ર રે, શ્વેતાંબરે શોભે છે સુંદર રે । અંગોઅંગ શોભે અલંકાર રે, રત્નજડિત મુકુટ સાર રે ।।૫૧।। અતિશાંત એવા ધર્મ ભાળી રે, જોયું જમણીકોરે નિહાળી રે । દિઠાં દ્વિભુજવાળાં ભગતિ રે, વસ્ત્ર ઘરેણે શોભે છે અતિ રે ।।૫૨।।

ગૌરતન કનક કર થાળી રે, પૂજાવિધિ લીધી છે તે ભાળી રે । એવા વિષ્ણુ ભક્તિ ધર્મ જોઇ રે, પામ્યાં વિસ્મય જન સહુ કોઇ રે ।।૫૩।। કહે મનુષ્યાકારે આ મુરાર રે, એવું દિઠું છે મુહૂર્ત વાર રે ।

પછી પૂજાવિધિ પુરો થિયો રે, સર્વે જન મન મોદ આવિયો રે ।।૫૪।।

પછી વેદવિત્‌ જે બ્રહ્મન્‌ રે, બીજાં મળ્યાં હતાં બહુ જન રે । કરી નિશ્ચય તે થયા આશ્રિત રે, રહ્યાં વચનમાં કરી પ્રીત્ય રે ।।૫૫।।

મેલી બીજા દેવની ઉપાસ રે, થયા શ્રીકૃષ્ણદેવના દાસ રે ।

એમ નિજ ઐશ્વર્ય અનૂપ રે, દેખાડ્યું એ પ્રકારનું રૂપ રે ।।૫૬।। જોઇ બ્રાહ્મણને બીજાં જન રે, દૃઢ નિશ્ચય કરી લીધું મન રે ।

એહ દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ રે, જોઇ જન મગન થયાં આપ રે ।।૫૭।। ઋતુ વસંત સમાને વિષે રે, કર્યું ચરિત્ર એ જગદીશે રે । એહ ચરિત્ર શ્રીહરિતણું રે, કહ્યું થોડું ને રહ્યું છે ઘણું રે ।।૫૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

પ્રકરણ ૪૯કકકક ભક્તચિંતામણી

૧૮૭

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રી માંગરોળે મહારાજે ઉત્સવ કર્યો એ

નામે અડતાલીસમું પ્રકરણમ્‌ ।।૪૮।।

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, અતિપ્રતાપી કૃષ્ણદેવ ।

ત્યાર પછીની વારતા, કહું સાંભળો સહુ તતખેવ ।।૧।। અતિસામર્થિ વાવરે, જનમન મનાવા કાજ ।

લોકમાં અલૌકિકપણું, દેખાડે છે મહારાજ ।।૨।। જે સુખ ન સુણ્યું શ્રવણે, નયણે ન દિઠું નિરધાર ।

તેહ સુખ આ ભૂમિમાં, ભોગવે છે નર ને નાર ।।૩।। તેહ પ્રતાપ શ્રીહરિતણો, જાણે જન સહુ કોય ।

ત્યાર પછીની કથા કહું, સહુ સાંભળજ્યો ચિત્તપ્રોય ।।૪।।

ચોપાઇ- પ્રભુ સમર્થ સુખના ધામ, બેઠા સંતમાંહિ ઘનશ્યામ । કરે ધ્યાન ધારણાની વાત, સુણી જન થાય રળિયાત ।।૫।।

પછી થયા થોડાઘણા દન, બેસે સંત ને કરે ભજન ।

ત્યાં તો ધ્યાનમાં દીઠા દયાળ, સહજાનંદ જનપ્રતિપાળ ।।૬।। જેના એકેક અંગે નિદાન, કોટિ સૂરજ શશિ સમાન ।

નિસરે છે તેજના સમોહ, ઘનશ્યામ મૂરતિ છે સોહ ।।૭।। અંગે પહેર્યાં પીતાંબર નાથે, મોરમુગટ ધર્યો છે માથે । કૌસ્તુભમણિ વૈજયંતિમાળા, દિવ્ય ઘરેણે શોભે રૂપાળા ।।૮।। બેઉ હાથે વજાડે છે વેણ, એવા કૃષ્ણ દિઠા સુખદેણ ।

થયું એવું સાક્ષાત્કાર દ્રષ્ણ, જાણ્યા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ।।૯।।

પછી કરી પરસ્પર વાત, થયા સંત રાજી રળિયાત ।

સહેજે સહેજે આપે છે આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।।૧૦।।

સહજે સહજે થાય છે સમાધ્ય, જે કોઇ દેવને છે જો દુરાધ્ય ।

પછી ચલાવ્યું એજ પ્રકરણ, થાય સમાધિ હોય સ્મરણ ।।૧૧।। બાળ જોબન ને વૃધ્ધ વળી, થાય ધારણા ને પડે ઢળી ।

દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર ચાર, હોય કોઇ નર વળી નાર ।।૧૨।।

પડે નજરે થાય પ્રાણ લીન, મર હોય કોઇ જો મલિન ।

૧૮૮ ભક્તચિંતામણ પ્રકરણ ૪૯

રામઉપાસી રામને દેખે, કૃષ્ણઉપાસી કૃષ્ણને પેખે ।।૧૩।।

નૃસિંહઉપાસી દેખે નૃસિંગ, દેખે ઇષ્ટ થાય દલે દંગ ।

શિવઉપાસી દેખે શિવને, થાય દર્શન બહુ જીવને ।।૧૪।। દેવીઉપાસક દેખે દેવી, આવે ધ્યાનમાં મૂરતિ એવી ।

આવે જૈન દેખે તીર્થંકર, વળી મ્લેચ્છ દેખે પેગંબર ।।૧૫।।

પીરઉપાસી દેખે પીરને, વીરઉપાસી દેખે વીરને ।

દેખે બ્રહ્મને બ્રહ્મઉપાસી, એકરસ ચિદ્‌ઘનરાશિ ।।૧૬।। વામનઉપાસી દેખે વામન, લછમનના દેખે લછમન ।

દેખે હનુમાનના હનુમાન, થાય માર્ગીને ધણીનું ધ્યાન ।।૧૭।।

સૂર્યઉપાસી સૂર્ય નિહાળે, ભૈરવઉપાસી ભૈરવ ભાળે ।

એમ આપ આપણા જે દેવ, દેખે ધ્યાનમાંહિ તતખેવ ।।૧૮।। હોય પાપી તે દેખે કૃતાંત, જેવું દેખે તેવું કહે વૃતાંત । કોઇ દેખે છે શેષ ગણેશ, થાય ધારણા એમ હમેશ ।।૧૯।। દેખે સુરપુર ને કૈલાસ, કોઇ સત્યલોક વૈકુંઠવાસ ।

કોઇ ગોલોક બ્રહ્મનગરી, એમ દેખાડે ધ્યાનમાં હરિ ।।૨૦।। કોઇ દેખે દેહનું સ્વરૂપ, મહા મલિન જાણે નરકકૂપ ।

દેખે પોતાનું પારકું મન, જેમ દેખે તેમ કહે જન ।।૨૧।। એમ દેખાડ્યો પ્રતાપ ઘણો, સહુ જાણે આ મહારાજ તણો ।

દેખે નાથને નાડી તણાય, નિરખી સ્વામીને સમાધિ થાય ।।૨૨।।

પછી સહુને વાત સાચી લાગી, થયા સત્સંગી સ્વમત ત્યાગી ।

ચારી સંપ્રદાયના સંત આવ્યા, જાણી કલ્યાણ સ્વામીના કાવ્યા ।।૨૩।। તેને શિખવે છે યોગકળા, શિખે જન મળી તે સઘળા ।

જે જે દેખે સમાધ્યે સાક્ષાત, સુણો સહુ કહે તેની વાત ।।૨૪।। રાધા પાર્ષદાદિ વ્રજપતિ, દેખે ગોલોકમાં કરી ગતિ ।

વૈકુંઠ રમા ને પારષદ, દેખે સમાધિમાં હરિ સદ્ય ।।૨૫।। કોઇ દેખે મહાપુરુષ અભેવ, શ્વેતદ્વીપમુક્ત વાસુદેવ ।

રમા પાર્ષદ ભૂમાપુરુષ, દેખે તેજ મંડળ સુજસ ।।૨૬।।

પ્રકરણ ૪૯કકકક ભક્તચિંતામણી

૧૮૯

કોઇ નરનારાયણ ઋષિ, દેખે વિશાલા ને થાય ખુશી ।

કોઇને યોગેશ્વર ભગવાન, તેનું કરાવે જનને ધ્યાન ।।૨૭।। ક્ષીરસાગરે કમળા સાથ, દેખે શેષપર સુતા નાથ ।

કોઇ દેખે હિરણ્યમય શ્યામ, અર્કબિંબ સહિત સુખધામ ।।૨૮।। યજ્ઞપુરૂષરૂપ જન જોય, માને સહુનું કારણ હરિ સોય ।

કોઇ નાડી પ્રાણને સંકેલી, દેખે પ્રગટ મૂર્તિ રસિલી ।।૨૯।।

પ્રાણ રાખવા ત્યાગવા તર્ત, થવા સ્વતંત્ર જન સમર્થ ।

કોઇ સિધ્ધાસન પદ્માસન, જાણે વીર વજ્રાસન જન ।।૩૦।। સ્વસ્તિ શબાસને રાખી પ્રાણ, થાય તન સમ કાષ્ટ પાષાણ ।

બાળ યુવા વૃધ્ધ ત્રિયા જેહ, ધ્યાનમાંથી ન નીસરે તેહ ।।૩૧।। તેમાંથી કેને પ્રહરે જગાડે, કેને બે પોરે કેને બે દાડે । કેને પક્ષ માસ માસે દોય, જાગે ત્રણ ચાર માસે કોય ।।૩૨।। થોડે કાળે બહુ કાળે ઉઠાડે, શબ્દ સંકલ્પે જોઇ જગાડે । કોઇ ન જાગે નાવે દેહમાં, તેને જોરે લાવે તન તેમાં ।।૩૩।। કોઇ બ્રહ્મપુર વૈકુંઠ જેહ, કરે ગોલોકની વાત તેહ ।

શ્વેતદ્વીપ ત્રિલોક નિહાળી, કહે સુરાસુર સ્થાન ભાળી ।।૩૪।। કહે સ્થાન અજ હરિ હરનું, કહે લોકાલોકથી પરનું ।

ભૂગોળ ખગોળ કે પાતાળ, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયકાળ ।।૩૫।। એવા જોઇ પાકી સ્થિતિવાળા, તેને શિખવે છે યોગકળા ।

શિખવે નાડી ખેંચીને મેલે, સર્વે અંગેથી પ્રાણ સંકેલે ।।૩૬।। એક અંગે લાવે જીવ પ્રાણ, એમ શિખવે સહુને સુજાણ ।

પછી અંગ કાપે બાળે કોય, તેની પીડા પંડે લેશ નોય ।।૩૭।। કોઇ રહ્યા અંતર્દૃષ્ટિ કરી, કોઇ દેખે દૃષ્ટિ આગે હરિ ।

કોઇ એકનેત્રે મૂર્તિ લાવે, કોઇ દોય દ્રગમાં ઠેરાવે ।।૩૮।। કોઇ ઉલટાં પલટાવે નેણ, એમ શિખવે છે સુખદેણ ।

તેમાં મૂર્તિ મિટેથી ન જાય, અક્ષિવિદ્યા એ નામ કહેવાય ।।૩૯।। ફેરિ નેત્ર તાણે નાડી પ્રાણ, એહ અક્ષિવિદ્યાનું એંધાણ ।

૧૯૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૯

અનિમેષ રહે દ્રગ દોય, એવું શિખવે શ્રીહરિ સોય ।।૪૦।।

ષટ ચક્રમાંથી ચક્ર એક, શિખાવે પ્રાણ રૂંધવા વિવેક ।

એકચક્રે રહી સુણે બહુરવ, એક ચક્રે રહી ગણે પ્રણવ ।।૪૧।। ઇડા પિંગલા સુષુમ્ણા નાડી, તેને મારગે ચલાવે દાડી ।

રવિ ચંદ્રનું લોક પમાડે, કોઇને સુરપુર દેખાડે ।।૪૨।। કરાવે અન્ય તનમાં પ્રવેશ, જાણે પરના મનની અશેષ ।

વળી પરના પ્રાણ કરે રૂંધ, એવું શિખવે જનને સુબુદ્ધ ।।૪૩।। જાણે પરના અંતરની આપે, તેતો શ્રીહરિને પરતાપે ।

એવો પ્રતાપ ન જાય કૈયે, સહુ વિચારી રહ્યા છે હૈયે ।।૪૪।।

પછી વાત ચાલી ગામોગામ, કહે પ્રકટ્યા પૂરણકામ ।

વળી બાંધ્યાં સદાવ્રત બહુ, સુણો સહુ નામ તેનાં કહું ।।૪૫।।

માણાવદ્ર લોજ માંગરોળે, થાય તીર્થવાસી ત્યાં ટોળે । અગત્રાઇ ભાડેર ધોરાજી, તિયાં જમે સાધુ થાય રાજી ।।૪૬।। જામવાળિ ભુજ ને નગર, ફણેણી સાંકળી જેતપર ।

કોટડું ગઢડું કારિયાણી, આવે તીર્થવાસી તિયાં તાણી ।।૪૭।। જેતલપુર ને શ્રીનગર, એહ આદિ બીજાં બહુ પુર ।

દિયે સદાવ્રત દેદેકાર, સર્વે જન કરે જેજેકાર ।।૪૮।। એમ આનંદ ઉત્સવ થાય, ગુણ શ્રીહરિજીના ગવાય ।

પછી મહારાજ કહે મુનિરાય, અમે જાશું સતસંગમાંય ।।૪૯।। તમે રાજી આનંદમાં રહેજ્યો, રૂડી રીત્યે સદાવ્રત દેજ્યો । એમ કહી સ્વામી સહજાનંદ, ચાલ્યા જનને દેવા આનંદ ।।૫૦।। ત્યાંથી આવ્યા મેઘપુરમાંય, મળ્યા મુક્તાનંદ સ્વામી ત્યાંય । તેતો ગયા હતા કચ્છદેશ, દેવા સહુને સારો ઉપદેશ ।।૫૧।। તેણે સુણીતિ સમાધિ કાને, નોતી મનાણી માયાને ભાને ।

તેના વ્યોમમાં ફોમ ન રઇ, બોલ્યા સત્સંગનો પક્ષ લઇ ।।૫૨।। કહે સહુની સમજણ કાચી, માની જુઠી સમાધિને સાચી ।

આટલા દિન સત્સંગ કરી, ઘડીકમાં મતિ કેમ ફરી ।।૫૩।।

પ્રકરણ ૪૯કકકક ભક્તચિંતામણી

૧૯૧

મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી ।

સમાધિ કાંઇ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી ।।૫૪।। તેતો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય ।

પછી હરિ બોલ્યા ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી ।।૫૫।। કહે સહુ મળી કરે છે જન, સ્વામી રામાનંદનું ભજન ।

તેમાંથી એને જણાતું હશે, તેતો વારશો પણ તેમ કહેશે ।।૫૬।। એમ વાત કરી બહુવાર, પણ મનાણી નહિ લગાર ।

પછી પાસે હતા સંતદાસ, જેને અંતરે છે પરકાશ ।।૫૭।। તેને બેસાર્યા ધારણામાંઇ, નાડી પ્રાણ રહ્યા નહી કાંઇ ।

કહે મુક્તાનંદને શ્રીહરિ, જુવો ધારણા ધીરજ્યે કરી ।।૫૮।। જુવો હાથ ને પગની નાડી, જો જાગે તો ઉઠાડો જગાડી ।

મુક્તાનંદજીએ કર્યો વિચાર, નથી વાત ખોટી નિરધાર ।।૫૯।। આવું નથી દિઠું ને સાંભળ્યું, તેતો કેમ કરી જાય કળ્યું ।

પછી મહારાજે તેને જગાડી, કહ્યું વાત કરો વ્યક્તિ પાડી ।।૬૦।।

સંતદાસના છે સત્ય બોલ, કહે દિઠો મેં બ્રહ્મમહોલ ।

તેમાં મૂરતિ દિઠી મેં દોય, ઉધ્ધવને શ્રીકૃષ્ણની સોય ।।૬૧।। ઉધ્ધવ તે રામાનંદરૂપ, શ્રીકૃષ્ણ તે આ હરિસ્વરૂપ ।

શિવ બ્રહ્માને સનકાદિક, બીજા ઋષિ મુનિ ત્યાં અનેક ।।૬૨।। એહાદિ બહુ મુક્તસમોહે, તેણે વિંટ્યા દિઠા એહ દોહે । એહ દોય છે તેજનો પુંજ, કોટી અગ્નિ અર્ક શશિ સૂર્જ ।।૬૩।। તેજ તેજ તેજ તિયાં અતિ, તેમાં દિઠી એ દોય મૂરતિ ।

સ્વામી રામાનંદ બોલ્યા એમ, મુક્તાનંદે માન્યું નહિ કેમ ।।૬૪।।

સાચી વાત જુઠી કેમ થાશે, અંત્યે સાચું હશે તે મનાશે । વળી બીજા જે સમાધિવાન, તેણે એનું એ કહ્યું નિદાન ।।૬૫।। વળતા મુંઝાણા ન સુઝ્યું કાંઇ, પછી જોયું છે અંતરમાંઇ । હતો પોતાને જેનો વિશ્વાસ, તે દિઠા જેઠો માધવદાસ ।।૬૬।।

માધવદાસે કરી વાત મોટી, માનો મુક્તાનંદ નથી ખોટી ।

૧૯૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૯

મુક્તાનંદ સંશયવંત થયા, ત્યાંથી સહુ કાલવાણીએ ગયા ।।૬૭।। આવ્યા સાંભળીને સહુ જન, નિર્ખિ નાથ ને થયા મગન ।

બીજાં આવ્યાં બાળાં ભોળાં બહુ, તેતો સુખી સમાધિએ સહુ ।।૬૮।। થાય ધારણા ન રહે નાડી, મેલે કોરે ઉપાડી ઉપાડી ।

એવી સામર્થી સહુને દેખાડી, કહ્યું એક ને આવ્ય જગાડી ।।૬૯।। તૈયે સર્વે ઝટોઝટ જાગ્યાં, આવી પ્રભુજીને પાયે લાગ્યાં ।

કહે મહારાજ મળે જો કોટી, કેમ કરશે સમાધિને ખોટી ।।૭૦।।

સુણી મુક્તાનંદે મેલ્યું માન, પ્રભુ તમે પૂરણ ભગવાન ।

પછી નમ્રતાએ પાય નમ્યા, પ્રભુ કરજ્યો અમપર ક્ષમા ।।૭૧।।

પછી પ્રેમેશું પૂજીયા નાથ, કરી સ્તુતિ ને જોડિયા હાથ । ત્યારે પ્રભુજી પ્રસન્ન થયા, કરી મુક્તાનંદજીને દયા ।।૭૨।।

પછી મુક્તાનંદને વચને, થાય સમાધિ બહુ જનને ।

દેખે સ્વર્ગ કૈલાશ વૈકુંઠ, તેમાં જરાય ન મળે જુઠ ।।૭૩।। દેખે ગોલોક શ્વેતદ્વીપને, જોઇ બ્રહ્મપુર હર્ષ મને ।

એહ આદિ બીજાં બહુ ધામ, જાગી જન લિયે તેનાં નામ ।।૭૪।।

પછી એજ પ્રકરણ ચલાવ્યું, સર્વે જનતણે મન ભાવ્યું ।

જેજે સંત બેસારે ભજને, થાય સમાધિ તેને વચને ।।૭૫।।

સંત વિના બીજાં જન જેહ, થાય સમાધિ કરાવે તેહ ।

તે પ્રતાપ છે મહારાજતણો, શું કહીએ વળી વર્ણવી ઘણો ।।૭૬।। ત્યારપછી ગયા ગુજરાત્ય, કહું તેહની સાંભળો વાત ।

જઇ અમદાવાદમાં આપ, તિયાં દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ ।।૭૭।। આવે દર્શને કોઇ નરનાર, તેના હૃદયમાં દિશે મોરાર ।

થાય સમાધિ ન રહે નાડી, નાથ ઉઠાડે તેને જગાડી ।।૭૮।।

સર્વે લોક આશ્ચર્ય પામિયાં, નાથ ચરણે શિશ નામિયાં ।

જન મળી કરે જેજેકાર, પ્રભુ પ્રકટ્યા થયો અવતાર ।।૭૯।। એવી વાત શ્રવણે સાંભળી, ઉઠ્યા ભેખ અંતરમાં બળી ।

આવ્યા મારવા મળી અસુર, જેમ ઊલુકને ઉગ્યો સુર ।।૮૦।।

પ્રકરણ ૫૦કકકક ભક્તચિંતામણી

૧૯૩

પછી નાથે નિર્માનને ગ્રહ્યું, આપે સમર્થ પણ સર્વે સહ્યું । એમાં કરવું હતું જે કાજ, કરી ચાલ્યા ત્યાંથી મહારાજ ।।૮૧।।

સંત જોઇને પામિયા સુખ, થયું દુષ્ટ પાપિયાને દુઃખ ।

દિવ્યચરિત્ર કરી મુરારી, આવ્યા સોરઠમાં સુખકારી ।।૮૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મહારાજે સમાધિનું પ્રકરણ ચલાવ્યું એ

નામે ઓગણપચાસમું પ્રકરણમ્‌ ।।૪૯।।

પૂર્વછાયો- ધ્યાન ધારણા અતિ ઘણી, લીયે સમાધિયે જન સુખ । જોઇ પ્રતાપ મહારાજનો, દિલમાં ન મનાય દુઃખ ।।૧।।

ચોપાઇ- એવો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, દેખી દાસને આનંદ આવ્યો ।

સર્વે જનને ચડી ખુમારી, નિર્ખિ સહજાનંદ સુખકારી ।।૨।। બોલે મસ્તિમાંહિ અતિ મોટું, એક સ્વામી સત્ય બીજું ખોટું । સ્વામી મળ્યે કલ્યાણ છે કોટ્ય, બીજી વાતમાં આવશે ખોટ્ય ।।૩।। જ્યારે સેવશો સ્વામીનાં ચરણ, ત્યારે જાશે જનમ ને મરણ ।

બીજે શીદ રહ્યા છો બંધાઇ, મેલો મત આવો સંતમાંઇ ।।૪।।

મદ્ય માંસ દારૂ ચોરી મેલી, આવો સત્સંગમાં મટો ફેલી ।

ગાંજા ભાંગ્ય મફર કેફ મેલી, મેલો માજમ લસણ ડુંગળી ।।૫।।

પય પાણી ગળી વળી પીજે, સતસંગમાં એ રીત્યે રહીજે ।

એવી વાત કરે સંત સહુ, સુણી થાય સતસંગી બહુ ।।૬।। વળી ગુરૂ જે સત્ય અસત્ય, તેની દેખાડે પાડી વિગત્ય ।

સાધુ અસાધુની ઓળખાણ, તેનાં દેખાડે સર્વે એંધાણ ।।૭।।

સર્વે શાસ્ત્રતણી સાંખ્ય લાવી, દિયે અસાધુને ઓળખાવી ।

કહે અસાધુથી ન સરે અર્થ, એતો લેવાને બેઠા છે ગર્થ ।।૮।।

માટે સતસંગ સહુ કરો, શીદ લખ ચોરાશીમાં ફરો ।

એવી વાત શ્રવણે સાંભળી, સર્વે અસાધુ ઉઠિયા બળી ।।૯।।

પ્રથમ ભેખમાં દ્વેષ જ પેઠો, કળિ મળી એને ઘેર બેઠો । જીયાં તિયાંથી ઉઠ્યા છે બળી, માંડ્યા સંતને મારવા મળી ।।૧૦।।

૧૯૪ ભક્તચિંતામણ પ્રકરણ ૫૦

જોજ્યો જીવનમુક્તાનું જોર, આપણને કીધા ચોખા ચોર ।

આપણા શિષ્ય પ્રમોદી લીધા, દઇ ઉપદેશ પોતાના કીધા ।।૧૧।।

માટે આજથી સહુ એમ ધારો, જેને જ્યાં મળે ત્યાં એને મારો ।

લઇ લુગડાં તુંબડાં ફોડો, વળી સદાવ્રત એનાં તોડો ।।૧૨।। એમ પરિયાણી અસુરસેના, મારે સાધુને વાંક જ વિના ।

ગર્જ ગિધ ને શ્વાન શિયાળ, કાક ચિલ એ વર્ણ ચંડાળ ।।૧૩।। એની જણાય જુજવી જાત્ય, મળે મારણે છે એક નાત્ય ।

એમ દામ વામે ફેલે એક, એવા ભેળા થયા છે અનેક ।।૧૪।। આવ્યા જાયગા ઉપર મળી, માંડ્યા સાધુને મારવા વળી ।

નાખે ગેડી ધોકા ને લાકડી, કરી ઝાઝી પથરાની ઝડી ।।૧૫।। તેતો સાધુએ શરીરે સહ્યું, અતિ નિરમાનિવ્રત ગ્રહ્યું ।

અસંતે અસંતપણું કરી, પછી ગયા એ સર્વે ફરી ।।૧૬।।

પછી સ્વામી કહે સુણો સંત, આતો ભેખે ઉપાડ્યું અતંત । આપણે તો ખમ્યા ઘણું ઘણું, કોણે ન કર્યું ઉપર આપણું ।।૧૭।। હવે સદાવ્રતનું શું કામ, મેલો ઉપાડી મ પુછો નામ ।

જ્યારે પ્રભુને ગમીયું એમ, ત્યારે આપણે કરવું તેમ ।।૧૮।। ત્રોડ્યાં સદાવ્રત તેહ કાળે, પછી બાંધી મંડળી દયાળે ।

સંતો વિચરો દેશવિદેશ, જેમ છે તેમ રાખજ્યો વેશ ।।૧૯।। વર્તજ્યો પંચવ્રત પ્રમાણે, જે કોઇ લખ્યાં છે વેદ પુરાણે । અષ્ટભાત્યે ત્રિયા ધન ત્યાગ, રાખજ્યો ઉરે અતિ વૈરાગ ।।૨૦।।

સુંદર મૂરતિ રાખજ્યો સારી, તેને પૂજજ્યો પ્રેમ વધારી । બહુ વિધનાં વાજાં વજાડી, કરજ્યો આનંદે ઉત્સવ દહાડી ।।૨૧।। કથા કીર્તન વાત કરજ્યો, એમ દેશવિદેશે ફરજ્યો ।

અન્ન વસ્ત્ર જે આપશે તમને, તેતો નહિ જાય હાથ જમને ।।૨૨।। વળી વાત તમારી સાંભળશે, તેનાં જન્મમરણ દુઃખ ટળશે ।

ભાવે કરશે તમારું દર્શન, તેનું થાશે નિરમળ મન ।।૨૩।।

માટે મોટો ઉપકાર એહ, તમારે પણ કરવો તેહ ।

પ્રકરણ ૫૦કકકક ભક્તચિંતામણી

૧૯૫

પછી સંત રાજી સહુ થયા, માગી આગન્યા ફરવા ગયા ।।૨૪।। ફર્યા સોરઠ દેશ હાલાર, પછી આવ્યા પંચાળ મોઝાર ।

ભાળ્યો ભાલ ને ગુર્જરદેશ, કર્યો સિધ્ધપુરે પરવેશ ।।૨૫।। થયો સિધ્ધપુરનો સમૈયો, કર્યો ઉત્સવ ન જાય કહ્યો ।

સર્વે સંત હતા હરિભેળા, મહારાજે કરી મોટી લીલા ।।૨૬।।

સારો સંત મહારાજે સમૈયો, કર્યો સિધ્ધપુરનો તે કહ્યો ।

પછી પોતે સોરઠમાં આવ્યા, મેઘપુરમાં વિપ્ર જમાવ્યા ।।૨૭।। રાખ્યા બ્રાહ્મણને ષટ્‌ માસ, જમીજમીને થયા ઉદાસ ।

પછી વૃંદાતણો વિવાહ કરી, આવ્યા કાઠિયાવાડ્યમાં ફરી ।।૨૮।।

સુંદર સારું કારિયાણી ગામ, ભક્ત વસે તિયાં માંચો નામ । તેને ઘેર પધાર્યા મહારાજ, કરવા અનેક જીવનાં કાજ ।।૨૯।।

માંચે બહુ કરી મનુવાર, જુક્તે જમાડ્યા પ્રાણઆધાર ।

પછી પાસે બેઠા જોડી પાણ, બોલ્યા મહારાજ પ્રત્યે સુજાણ ।।૩૦।।

નાથ અમારા કુળમાં એક, નામ એભલ જાણે વિવેક ।

તેનો પવિત્ર છે પરિવાર, તેતો તમને ઇચ્છે છે અપાર ।।૩૧।। કાંતો ત્યાં જઇ દર્શન દીજે, નહિતો તેને તેડાવી યાં લીજે । ત્યારે એમ બોલ્યા મહારાજ, એતો સરવે છે ભક્તરાજ ।।૩૨।। ઇયાં જાવાનું થાશે અમારે, નિશ્ચે માનજ્યો મને તમારે ।

રહેશું અમે તિયાં ઘણું ઘણું, કરશું મનમાન્યું એહતણું ।।૩૩।। જ્યારે થાશે અમારું દર્શન, ત્યારે નહિ રહે બીજે મન ।

એમ જણાય છે વાત અમને, નિજભક્ત જાણી કહ્યું તમને ।।૩૪।।

સુણી માંચે એ સરવે વાત, થયા અતિ પોતે રળિયાત ।

એમ કરતાં થોડે ઘણે દને, આવ્યાં સરવે એ મળી દર્શને ।।૩૫।। આવી નિરખ્યા નયણાં ભરી નાથ, જોઇ જીવન થયા સનાથ ।

જેવા જોયા નયણે નિરખી, તેવા લીધા છે અંતરે લખી ।।૩૬।। જોયું મહારાજે હેતેશું જ્યારે, થયાં મને મગન જન ત્યારે ।

પછી સર્વે બોલ્યાં જોડી હાથ, અમે છીએ તમારાં હે નાથ ।।૩૭।।

૧૯૬ ભક્તચિંતામણ પ્રકરણ ૫૦

અમ પર કરી હરિ મેર, આવો દયા કરી અમ ઘેર ।

એવી સાંભળી જનની વાત, થયા પ્રભુ પોતે રળિયાત ।।૩૮।। તેહ વિના આવ્યાં બહુ જન, કરે નાથનાં સહુ દર્શન ।

આવ્યા દેશપ્રદેશના સંઘ, નરનારી જે અતિ અનઘ ।।૩૯।। કરે પૂજા ગાય કીરતન, થાય કથા સુણે સહુ જન ।

દેશદેશનાં દર્શને આવે, આપે આજ્ઞા તળાવ ગળાવે ।।૪૦।। એમ કરે નિત્ય નવી લીળા, દિયે સુખ કરી જન ભેળા ।

પછી સાધુને આપી છે શીખ, હવે ફરવા જાઓતો ઠીક ।।૪૧।।

પછી સંતને શીખજ આપી, રહેજ્યો નિર્ભય કહી પીઠ્ય સ્થાપી ।

સંત સધાવિયા નામી શિશ, પોતે પધાર્યા ગુર્જર દેશ ।।૪૨।।

ગયા સંત મળી ઝાલાવાડ્ય, આવી અસુરે રચાવી રાડ્ય ।

સર્વે સાધુને દુઃખ જ દીધાં, વળી વસ્ત્ર શાસ્ત્ર લુંટી લીધાં ।।૪૩।। ત્રોડી માળા કરી બહુ જેલી, લીધાં તુંબડાં તિલક ઠેલી । જોરે ઠાકોરમૂરતિ લીધી, તેને ભાંગીને ખંડિત કીધી ।।૪૪।। એટલું કરી અસાધુ ગયા, તોય સંત સંતપણે રહ્યા ।

પછી મુક્તાનંદ બોલ્યા મુખે, સંતો શોક તજી રહેજ્યો સુખે ।।૪૫।। થયું ગમતું ગોવિંદતણું, જુવો જ્ઞાને શું ગયું આપણું । એમ કહી ચાલ્યા પ્રભુ પાસ, હતા ગુજરાત્યે અવિનાશ ।।૪૬।। જઇ નિરખ્યા નયણે નાથ, જોઇ જીવન થયા સનાથ ।

સામું જોઇ રાજી થયા રાજ, કહો કેમ થયું મહારાજ ।।૪૭।। ત્યારે સંત બોલ્યા કરભામી, સર્વે જાણો છો અંતરજામી ।

અસુરે બહુ દુઃખ જ દીધું, તેનું ઉપર કેણે ન કીધું ।।૪૮।।

પીડ્યા સંતને વાંક વિનાય, લોભી રાજાએ ન કર્યો ન્યાય ।

પછી સર્વે આવ્યા આંહિ મળી, હવે કહો કેમ કરીયે વળી ।।૪૯।। કહે મહારાજ થયું એ સારું, એમ ગમતું હતું અમારું ।

એની માળા તિલકને મેલો, આપણે અલક્ષ્યપણે ખેલો ।।૫૦।। એમ કહીને આવ્યા વેલાલ, રાખ્યા કાંઇક સંગે મરાલ ।

પ્રકરણ ૫૧કકકક ભક્તચિંતામણી

૧૯૭

પછી બાંધી સંતની મંડળી, પોતે પધારીયા કચ્છ વળી ।।૫૧।। એમ ઉધ્ધારવા બહુજન, ફરે સંત ને શ્રીભગવન ।

સહે ઉપહાસ જગ કેરી, તોયે ન કરે રીશ લેશ ફેરી ।।૫૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિચરિત્ર એ નામે પચાસમું પ્રકરણમ્‌

।।૫૦।।

સામેરી- પછી પ્રભુજી પધારીયા, કચ્છદેશ માંહિ કૃપાળ ।

દેવા દર્શન દાસને, દિનબંધુ દિનદયાળ ।।૧।।

બાળ વૃદ્ધ અંધ અપંગ, અંગે અબળાજન ।

ગામોગામ ને ભવન ભવન, દિધાં તેને દર્શન ।।૨।। આધુઇ સાપર કોટ કંથા, ભચાઉને ભુજમાં ગયા ।

જીયાં સ્વામી રામાનંદજી, રહેતા બહુ કરી દયા ।।૩।।

માનકુવા ને માંડવી, ગજોડ પુનડી ગામજી ।

ડોણ્ય તેરા તાલ કાળે, ફરીયા સુંદર શ્યામજી ।।૪।।

પછી પોતે પ્રસન્ન થઇ, ઉત્સવની ઇચ્છા કરી ।

દાસને દરશન દેવા, ફેરવી કંકોતરી ।।૫।।

દેશ સોરઠ દુર્ગજુનો, તિયાં સહુ આવજ્યો તમે ।

સુંદર ચૈતર માસમાં, શુદી પુન્યમે આવશું અમે ।।૬।।

પછી પોતે પધારીયા, કચ્છદેશથી હાલાર ।

સત્સંગી સહુ સંગે લઇ, ચાલ્યા પ્રાણઆધાર ।।૭।।

પછી પોતે આવી કરી, બહુ લીળા ધોરાજીયે ।

સંત સહુને સુખ દેવા, અતિશે મન રાજીયે ।।૮।।

ત્યાંથી પધાર્યા ગઢજાુને, સંગે સર્વે સાથ છે ।

આસ પાસે દાસ દીસે, વચમાં પોતે નાથ છે ।।૯।। દઇ દદામાં ચાલીયા, પુરબજારે પોતે હરિ ।

અનેક જીવને ઉપરે, દરશનની દયા કરી ।।૧૦।।

આશ્રમ વર્ણ ઓજલની, જે આડે રહ્યાંતાં આવરી ।

૧૯૮ ભક્તચિંતામણ પ્રકરણ ૫૧

તેને ઘેર પધારીયા, હેત જોઇ પોતે હરિ ।।૧૧।। ભોજન બહુ ભવને કર્યાં, ફરીયા સર્વે શહેર ।

દીન દુરબળ દાસ ઉપર, મહારાજે કરી મેર ।।૧૨।। વાજિંત્ર બહુવિધનાં, વજડાવિયાં વાજીપરે ।

સંગે સમૂહ જન લઇ, ચાલ્યા કુંડ દામોદરે ।।૧૩।।

નાહિ દામોદર કુંડમાં, બ્રાહ્મણને ભરિ ભાગીયા ।

દિલ ઉદારે દાન દિધાં, જે જે મુખે માગીયાં ।।૧૪।। જયજય શબ્દે જન બોલે, મનમાં મગન ઘણું ।

પછી પોતે પ્રેમે કરી, કર્યું દર્શન દામોદરતણું ।।૧૫।।

પછી પધાર્યા શહેરમાં, આવ્યા હાટકેશ્વર પોતે હરિ ।

દરશન કરી દેવનાં, તિયાં બિરાજ્યા દયા કરી ।।૧૬।। શિવસેવક પાય લાગી, માગી માયા મુખ દુઃખ કઇ ।

તેનું દારિદ્ર કાપીયું, મહોર શત પાંચ દઇ ।।૧૭।।

પછી પધાર્યા પુરબજારે, જોવા નારી જરુખે ચડી ।

નાથ નિર્ખિ હૈયે હરખી, ધન્યધન્ય માની ઘડી ।।૧૮।।

પછી હાર અપાર ફુલના, પ્રભુને પહેરાવીયા ।

જેવા નયણે નિરખિયા, તેવા અંતરે ઉતારીયા ।।૧૯।। ત્યાંથી ઉતારે આવિયા, પુછી સીધાની સામગરી ।

વિપ્રને જમાડવાને, તેડાવિયા ભાવે કરી ।।૨૦।।

જમવાનું જાણી બ્રાહ્મણ, રાજી થયા મનમાં ।

અસુર જને વિઘન કિધું, બ્રાહ્મણના ભોજનમાં ।।૨૧।।

સીધું જમાડ્યું સંઘને, પછી પોતે પણ પધારીયા ।

એવી લીલા કરી આપે, શહેર બારા આવી રીયા ।।૨૨ ।।

પછી સંતને શીખ આપી, ફરો કરો હરિવારતા ।

જેજે વચન કહ્યાં અમે, તેહ રખે વિસારતા ।।૨૩।।

પ્રગટ પ્રમાણ વાત કરજ્યો, આસ્તિક જનને આગળે ।

અમે પણ આ સંઘ વળાવી, આવશું તમપાસળે ।।૨૪।।

પ્રકરણ

કકકક

૫૧૧

ભક્તચિંતામણી

૧૯૯

પછી સંત સધાવિયા, ફરીયા તે દેશોદેશ ।

અનેક જીવને આગળ્યે, કરે હિતનો ઉપદેશ ।।૨૫।। દામ વામથી દુર વરતે, તજી રસ રસનાતણો ।

તેને દેખી દુષ્ટ દાજ્યા, માંડ્યો દ્વેષ અતિ ઘણો ।।૨૬।। જીયાં તિયાંથી જાુલમી જોરે, ઉઠે અસુર મારવા ।

નર નરેશ નજરે દેખે, કોઇ ન આવે વારવા ।।૨૭।। એક અસુર આવે આપે, સંતાપે સંત સોયને ।

કદ્રજની પેઠે કષ્ટ સહે, કહે નહિ તોય કોયને ।।૨૮।। વળતી તેની વારતા, સાંભળી શ્રી ભગવાન ।

અતિ દુઃખાણા દિલમાં, ભાવ્યું નહિ ભોજન પાન ।।૨૯।।

પછી સંત પાસળે, પધારીયા પોતે હરિ ।

દેઇ દર્શન મળી વળી, સાધુ શું વાત કરી ।।૩૦।।

સુણો સંત શ્રીહરિ કહે, આપણે બહુબહુ સહ્યું ।

જેમજેમ આપણે ક્ષમા કરી, તેમતેમ દુષ્ટે દુઃખ દયું ।।૩૧।। આજ પછી એક મારું, વચન રુદીયે ધારવું ।

દુષ્ટ આવે જો મારવા, તેને થોડું ઘણું ડરાવવું ।।૩૨।। ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહિ કહો એમ ।

ભૂંડા ભૂંડાઇ નહિ તજે તો, ભલા ભલાઇ તજે કેમ ।।૩૩।। ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય ધન્ય ધન્ય સંત તમે ।

જડભરત કદ્રજ જેવા, ક્ષમાવાન ઓળખ્યા અમે ।।૩૪।। જયદેવ જેવા મેં જાણિયા, ક્ષમાવંત તમે ખરા ।

તમતુલ્ય ત્રિલોકમાં, માનો નથી મુનિવરા ।।૩૫।। તમારી ક્ષમા વડે, થાશે નાશ અસુર જનનો ।

વણમારે એ મરશે, તમે ત્રાસ તજજ્યો તનનો ।।૩૬।। ક્ષમાસમ ખડગ નહિ, જરણાસમ નહિ જાપ રે ।

ધીરજસમ ઢાલ નહિ, મૌનસમ નહિ શાપ રે ।।૩૭।।

ક્ષમાવાન જનનો, જો અસુર સુર દ્રોહ કરે ।

૨૦૦ ભક્તચિંતામણ પ્રકરણ ૫૨

દેવ દાનવ માનવ મુનિ તે, એહ પાપે આપે મરે ।।૩૮।।

માટે તમે માનજ્યો, આવ્યો અસુરનો અંત આજથી ।

સુખે ભજો શ્રીકૃષ્ણને, એ ખરું કહું ખોટું નથી ।।૩૯।। તમ જેવા નિરમાનિનો, જેણે જેણે દ્રોહ કર્યો ।

જાુવો વિચારી આ જગતમાં, આજ મોર્યે કોણ ઠર્યો ।।૪૦।।

માટે એનો વેષ ઉતારીને, અલક્ષ્યપણે રહો તમે ।

પછી માળા પહેરજ્યો, જ્યારે આગન્યા કરૂં અમે ।।૪૧।। ત્યારે સંત કહે સારૂ સ્વામી, જેમ કહો તમે કરશું ।

માળા તિલક મુકી અમે, અલક્ષ્યપણે ફરશું ।।૪૨।।

પછી કાપી ચોટી કંઠીયો, મુખસામું જોઇ હરિ હસ્યા ।

ઉતારી માળા મુદ્રિકા, ગ્રહી નિરમાની દશા ।।૪૩।। કહું ગામ કાલવાણિએ, હતા પરમહંસ પાંચશે ।

પંચ વ્રતે પુરા શૂરા, વૈરાગ્ય ત્યાગ ઉરને વિષે ।।૪૪।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાધુને શ્રીજીમહારાજે કંઠીતિલકનો

ત્યાગ કરાવીને પરમહંસ કર્યા એ નામે એકાવનમું પ્રકરણમ્‌ ।।૫૧।। સામેરી- દુરવાસાના શાપથી, ઋષિએ ધર્યા હતા દેહ ।

તેહ મળ્યા છે મહારાજને, કરી અતિશે સનેહ ।।૧।। એવા સંતશિરોમણિ, તેનાં તે કહું હવે નામ ।

તે સાંભળતાં સુખ ઉપજે, વળી પામે પરમ ધામ ।।૨।।

મોટા મુક્ત મહારાજના, ભાઇ રામદાસ અકામ ।

પંચવ્રતની મૂરતિ, જેને વાલા સુંદરશ્યામ ।।૩।।

મુક્તાનંદ છે નામ મુખ્ય, શુકમુનિ આદિ અપાર ।

સુંદર નામ સહુ સાંભળો , કહું નામ તણો નિરધાર ।।૪।। સ્વરૂપાનંદ ને વ્યાપકાનંદ, બ્રહ્માનંદ ને ગોવિંદ ।

નિત્યાનંદ ને ચૈતન્યાનંદ, શાંતાનંદ ને આનંદ ।।૫।। શુકાનંદ નિરંજનાનંદ, અદ્વૈતાનંદ એ નામ છે ।

પ્રકરણ ૫૨કકકક ભક્તચિંતામણી

૨૦૧

અચ્યુતાનંદ અનંતાનંદ, આત્માનંદ અકામ છે ।।૬।। અચિંત્યાનંદ ને અમોઘાનંદ, અખંડાનંદ અજીત છે ।

અદ્‌ભુતાનંદ અરિહન્ત્રાનંદ, ગોપાળાનંદ બ્રહ્મવિત જે ।।૭।। અરૂપાનંદ અનુભવાનંદ, અક્ષરાનંદ આધારજી ।

અપારાનંદ અષ્ટાવક્રાનંદ, આદિત્યાનંદ ઉદારજી ।।૮।। અચળાનંદ અવધુતાનંદ, અજન્માનંદ અજીતમુનિ ।

અખિલાનંદ અમૃતાનંદ, એમ નંદસંજ્ઞા સહુની ।।૯।। અખિલબ્રહ્માંડેશ્વરાનંદ, આકાશાનંદ ૐકારાનંદજી ।

એક એકમાં અપાર બીજાં, નામનાં છે વૃંદજી ।।૧૦।। વીર્યાનંદ વૈષ્ણવાનંદ, વિશ્વાસચૈતન્યાનંદ છે ।

વૈરાગ્યાનંદ ને વલ્લભાનંદ, વિશ્વરૂપાનંદ સ્વચ્છંદ છે ।।૧૧।। સ્વયંપ્રકાશાનંદ સદાનંદ, પ્રજ્ઞાનંદ પરમાનંદ વળી ।

પરમચૈતન્યાનંદ નામ, પરમહંસ બોળા મળી ।।૧૨।। વેદાંતાનંદ વૈકુઠાનંદ, કૈવલ્યાનંદ કૃૃષ્ણાનંદ કહીએ ।

માહાનુભાવાનંદ મુકુંદાનંદ, જ્ઞાનાનંદ ઘણા લહીએ ।।૧૩।। ભગવદાનંદ ભાગેશ્વરાનંદ, શિવાનંદ બહુ સંગન્યા ।

શ્યામાનંદ ને રાઘવાનંદ, અક્રોધાનંદ ક્રોધ વિના ।।૧૪।। તત્ત્વાનંદ ત્રિવિક્રમાનંદ, ત્રિક્રમાનંદ તદરૂપ છે ।

નિજાનંદ નિજબોધાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે ।।૧૫।। નિયમાનંદ નિર્માનાનંદ, નિર્લોભાનંદ નિષ્કામાનંદજી ।

નિઃસ્વાદાનંદ નિઃસ્પૃહાનંદ, નરનારાયણાનંદ નામજી ।।૧૬।। કલ્યાણાનંદ કૌશિકાનંદ, જિજ્ઞાસાનંદ જાુક્તાનંદ જે ।

જક્તખંડાનંદ જગદીશાનંદ, ચિન્મયાનંદ ચિદાનંદ તે ।।૧૭।। ઇશ્વરાનંદ પરમેશ્વરાનંદ, બળભદ્રાનંદ નામ બહુજી ।

દયાનંદ દયાળાનંદ, ભજનાનંદ એ સહુજી ।।૧૮।।

હર્યાનંદ નરહર્યાનંદ, ધર્માનંદ પરમધર્માનંદ તે ।

પુરુષોત્તમાનંદ પ્રકાશાનંદ, ત્યાગાનંદ જગવંદ જે ।।૧૯।।

૨૦૨ ભક્તચિંતામણ પ્રકરણ ૫૨

સિદ્ધાનંદ સત્યેશ્વરાનંદ, શંકરાનંદ સુજાણ છે ।

સજ્જનાનંદ ને સત્યાનંદ, કૃપાનંદ મળે કલ્યાણ છે ।।૨૦।। કેશવાનંદ કપિલેશ્વરાનંદ, પ્રભુતાનંદ પ્રવિણજી ।

માધવાનંદ મહાપુરુષાનંદ, સત્ક્રિયાનંદ સુખદેણજી ।।૨૧।। ધીરાનંદ દૃષ્ટપ્રકાશાનંદ, ધ્યાનાનંદ ધ્યાન ધરે ।

પ્રભાનંદ ને પુરુષાનંદ, સાંખ્યાનંદ આનંદ કરે ।।૨૨।। ચિદાનંદ ચિદ્રૂપાનંદ, ભાસ્કરાનંદ ભજે હરિ ।

ઋષભાનંદ રામરત્નાનંદ, યોગેશ્વરાનંદ જાણો ફરી ।।૨૩।। નિર્ગુણાનંદ સદ્‌ગુણાનંદ, ગુણાતીતાનંદ ગંભીરજી ।

નૃસિંહાનંદ નિર્દ્વંદ્વાનંદ, નિરાલંબાનંદ મહાધીરજી ।।૨૪।। વિદેહાનંદ નિઃસંદેહાનંદ, નિર્વિકારાનંદજી ।

વિજ્ઞાનાનંદ વિશ્વાસાનંદ, દેવાનંદ સ્વચ્છંદજી ।।૨૫।। દિવ્યાનંદ વાસુદેવાનંદ, નિરપક્ષાનંદ, નચિંતજી ।

ગણેશાનંદ ગોતીતાનંદ, લક્ષ્મણાનંદ અજીતજી ।।૨૬।। નિવૃત્તાનંદ નીલકંઠાનંદ, અશોકાનંદ ઓપેઘણું ।

આજ્ઞાનંદ અવિનાશાનંદ, ભદ્રાનંદ ભાવાનંદ ભણું ।।૨૭।। ભવાનાનંદ ને ભુધરાનંદ, વળી અછેદ્યાત્માનંદ છે ।

માયાતિતાનંદ મંજાુકેશાનંદ, રામાનુજાનંદ સુખાનંદ છે ।।૨૮।। હંસાનંદ હરિભજનાનંદ, હયગ્રીવાનંદ હરિ રૂપ જે ।

પ્રદ્યુમ્નાનંદ પ્રતોષાનંદ, સૂર્યાનંદ સ્વરૂપ જે ।।૨૯।।

નરોત્તમાનંદ નારાયણાનંદ, નિર્મળાનંદ નિર્મળ છે ।

પરમાત્માનંદ પ્રશાંતાનંદ, મુક્તાત્માનંદ અકળ છે ।।૩૦।।

સવિત્રાનંદ સત્યેશ્વરાનંદ, સુજ્ઞાનંદ સુજાણ છે ।

યજ્ઞનાથાનંદ જ્યોતીશ્વરાનંદ, પ્રબોધાનંદ પ્રમાણ છે ।।૩૧।। રામચંદ્રાનંદ રામેશ્વરાનંદ, રાસમંડળેશ્વરાનંદ કહીએ ।

પ્રભ્વાનંદ પદ્મનાભાનંદ, વળી વિશ્વાત્માનંદ લહીએ ।।૩૨।।

સુદેહાનંદ સર્વજ્ઞાનંદ, સ્વરૂપાનંદ શુન્યાતીતજી ।

પ્રકરણ ૫૨કકકક ભક્તચિંતામણી

૨૦૩

યોગાનંદ જગન્નિવાસાનંદ, અક્ષરરૂપાનંદ અજીતજી ।।૩૩।। તાપસાનંદ ત્રિગુણાતિતાનંદ, જગત્પ્રકાશાનંદ જડભરતજી ।

ગવેન્દ્રાનંદ ગોલોકેશ્વરાનંદ, શ્વેતદ્વીપાનંદ સમર્થજી ।।૩૪।। તુર્યાનંદ તુર્યાતીતાનંદ, પતિતપાવન નામ છે ।

વામનાનંદ વિવેકાનંદ, દૃઢવ્રતાનંદ સુખધામ છે ।।૩૫।।

શ્રીગુરુચરણરતાનંદ, નિર્વિશેષાનંદ કહીએ ।

અનિરુધ્ધાનંદ અભેદાનંદ, મધુસૂદનાનંદ લહીએ ।।૩૬।।

મંગળાનંદ મોહનાનંદ, વળી અવ્યયાત્માનંદ જે ।

સુવ્રતાનંદ સંશિતવ્રતાનંદ, વળી જ્ઞાનવલ્લભાનંદ તે ।।૩૭।। વિચારાનંદ વિશ્વધરાનંદ, જ્ઞાનાનંદ ક્ષેમાનંદ ખરા ।

સુખદાનંદ ઘનશ્યામાનંદ, જિષ્ણવાનંદ યોગેશ્વરા ।।૩૮।। અવદાતાનંદ અતિપ્રકાશાનંદ, મુક્તિદાનંદ વરદાનંદ કહીએ ।

સુવર્ણાનંદ શ્રીનિવાસાનંદ, બાળમુકુંદાનંદ લહીએ ।।૩૯।।

પ્રભાનંદ ભાસ્કરાનંદ, સુશીલાનંદ મનોહરા ।

આકાશનિવાસાનંદ જાણો, પ્રસાદાનંદ નંદ દહરા ।।૪૦।।

પવિત્રાનંદ પરમકૈવલ્યાનંદ, પદ્મધરાનંદ નરાનંદ છે ।

ભૂમાનંદ ભક્તેશ્વરાનંદ, સત્યધર્માનંદ આનંદ છે ।।૪૧।। અનુપમાનંદ અક્ષરનિવાસાનંદ, ગદાધરાનંદ કરુણાનંદ કહીએ । શંખધરાનંદ સર્વપ્રકાશાનંદ, વળી સુખપ્રકાશાનંદ લહીએ ।।૪૨।। ચિદાકાશાનંદ ચતુરાત્માનંદ, ચતુર્ભુજાનંદ ચવું ।

હિરણ્યગર્ભાનંદ હરિપ્રકાશાનંદ, વંશિધરાનંદ વર્ણવું ।।૪૩।।

માયાજિતાનંદ પુનિતાનંદ, ધામાનંદ રામશરણાનંદ છે ।

એકએક નામમાંહિ, માનો મુનિનાં વૃંદ છે ।।૪૪।।

પુંડરીકાક્ષાનંદ પ્રધાનપુરુષેશ્વરાનંદ, પ્રાણદાતાનંદ પ્રતાપાનંદ જે ।

પાવનાનંદ પ્રકાશાત્માનંદ, પ્રથિતાનંદ પ્રમેષ્ટાનંદ તે ।।૪૫।।

પ્રમોદાનંદ પુુણ્યકીર્ત્યાનંદ, પુણ્યાનંદ કૃતાજ્ઞાનંદ કહીએ । કારણાનંદ ક્રોધહાનંદ, કુમોદાનંદ લોકાધ્યક્ષાનંદ લહીએ ।।૪૬।।

૨૦૪ ભક્તચિંતામણ પ્રકરણ ૫૩

વિધાત્રાનંદ વિશ્રામાનંદ, વૃષાકપ્યાનંદ વળી ।

વસ્વાનંદ વિશ્વકર્માનંદ, વિશ્વક્સેનાનંદ વેદાનંદ મળી ।।૪૭।। વેદાંતાનંદ વિજ્યાનંદ, વિશ્રુતાનંદ વિશ્વાનંદ છે ।

વર્ધનાનંદ વિવિક્તાનંદ, વિશિષ્ટાનંદ સ્વચ્છંદ છે ।।૪૮।। નિર્મત્સરાનંદ નિર્વૃતાનંદ, ધર્માધ્યક્ષાનંદ ધ્રુવાનંદ છે । સ્થિરાનંદ સ્થવિષ્ઠાનંદ, અપ્રમેયાનંદ આનંદ છે ।।૪૯।। વૃદ્ધપાનંદ વસુદાનંદ, વ્યવસાયાનંદ વિદ્યાનંદ વંદુ ।

વિષામાનંદ વિશાલાનંદ, વિમુક્તાનંદ જોઇ આનંદુ ।।૫૦।। વિશોકાનંદ વિશ્વમૂર્ત્યાનંદ, હિરણ્યમયાનંદ હવે ।

નૈકરૂપાનંદ, નંદનાનંદ, નંદાનંદ નિષ્કુલાનંદ કવે ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પરમહંસનાં નામ કહ્યાં એ નામે બાવનમું

પ્રકરણમ્‌ ।।૫૨।।

સામેરી-બીજાં બાકી જે હવાં, તે પણ કહું છું નામ ।

જે જન મન દઇ સાંભળે, તેહ પામે પરમ ધામ ।।૧।। અનાદિસિદ્ધાનંદ ઉત્તમાનંદ, અગ્રાહ્યાનંદ અછેદ્યાનંદ જે ।

અલિંગાનંદ અનઘાનંદ, અતીંદ્રિયાનંદ અનિર્દેશાનંદ તે ।।૨।। ઉદારાનંદ અનિલાનંદ, અસંખ્યેયાનંદ અતુલાનંદજી ।

અવ્યક્તરૂપાનંદ અનંતજીદાનંદ, અકામાનંદ અનુકુલાનંદજી ।।૩।। આદિદેવાનંદ અયોનિજાનંદ, અક્ષોભ્યાનંદ ઉદ્‌ભવાનંદ છે । આદિત્યવર્ણાનંદ ઉદારાત્માનંદ, ઇજ્યાનંદ ઇશાનંદ છે ।।૪।। અજીતાનંદ ઉપેન્દ્રાનંદ, ઇશ્વરેશ્વરાનંદ શ્રુત્યાનંદ એ ।

દુરાધર્માનંદ દુર્લભાનંદ, દુર્મર્ષણાનંદ સુદેવાનંદ તે ।।૫।। દક્ષાનંદ દર્પહાનંદ, દુર્જયાનંદ દિવ્યમૂર્ત્યાનંદ છે ।

ભૂતાવાસાનંદ બ્રહ્મણ્યાનંદ, ભક્તવત્સલાનંદ આનંદ છે ।।૬।। હરિભૂષણાનંદ ભાવનાનંદ, ભૂગર્ભાનંદ ભૂમાનંદભણું ।

ભ્રાજીષ્ણવાનંદ અનિમેષાનંદ, ગુરુગમ્યાનંદ ગણું ।।૭।।

પ્રકરણ ૫૩કકકક ભક્તચિંતામણી

૨૦૫

મહાનંદ મહેશ્વરાનંદ, મહોત્સવાનંદ વંદુ ।

મહેશ્વાસાનંદ મહાશક્ત્યાનંદ, મહાભાગાનંદ કહી આનંદુ ।।૮।।

મહેન્દ્રાનંદ મહામખાનંદ, જ્ઞાનગમ્યાનંદ ગાઇએ ।

મહાકર્માનંદ મહાભૂતાનંદ, શુદ્ધાનંદ કહી સુખિયા થઇએ ।।૯।। ધન્યાનંદ ધરણીધરાનંદ, વળી ધૃતાત્માનંદ જેહ ।

ધર્મયૂપાનંદ ધનંજ્યાનંદ, ત્રિલોકેશાનંદ તેહ ।।૧૦।।

સત્કર્ત્રાનંદ સંવત્સરાનંદ, શમાત્માનંદ સોય ।

સહસ્રશીર્ષાનંદ સામગાનંદ, સર્વવિદાનંદ જોય ।।૧૧।।

સહિષ્ણ્વાનંદ સત્વસ્થાનંદ, સહસ્રાનંદ જેહ ।

સિદ્ધાર્તાનંદ સિદ્ધસંક્લ્પાનંદ, સત્યપ્રક્રમાનંદ તેહ ।।૧૨।। સિદ્ધિદાનંદ શ્રુતિસાગરાનંદ, સત્યકૃતાનંદ સંન્યાસાનંદજી ।

શ્રીગર્ભાનંદ શત્રુહાનંદ, સુદર્શનાનંદ હરિકૃષ્ણાનંદજી ।।૧૩।।

સુમુખાનંદ સુક્ષમાનંદ, સુભગાનંદ નામ સાંભળે ।

શાંતિદાનંદ સત્કીર્ત્યાનંદ, સુલભાનંદે પાપ બળે ।।૧૪।।

સત્યસંધાનંદ સત્યધર્માનંદ, સદ્‌ગત્યાનંદ સુણો સહુ ।

સુનેત્રાનંદ સદ્‌ભુતાનંદ, શરણાનંદ સત્યાનંદ કહું ।।૧૫।।

સાક્ષ્યાનંદ સુકૃત્યાનંદ, સુધર્માનંદ જયેષ્ઠાનંદ જે ।

ચતુરાત્માનંદ ચતુર્વેદાનંદ, વળી ચતુર્વ્યૂહાનંદ તે ।।૧૬।। શાશ્વતાનંદ છિન્નસંશયાનંદ, હ્યષીકેશાનંદ કહીએ ।

જીતક્રોધાનંદ યોગેશાનંદ, ત્રિલોકાનંદ બુદ્ધાનંદ લહીએ ।।૧૭।।

લોકનાથાનંદ રાસેશ્વરાનંદ, યજ્ઞાનંદ જયાનંદ જાણીએ ।

નિર્મત્સરાનંદ નિવ્રતાનંદ, પરમહંસ પરમાણીએ ।।૧૮।। જેહ જેહનાં મેં નામ જાણ્યાં, તેહ તેહ કહ્યાં સહી ।

પણ સર્વ નામની સાધ્ય સંતો, માનજ્યો મને નહિ ।।૧૯।। એહ આદિ અનંતમુનિનાં, આવિયાં વળી વૃંદ ।

સંક્ષેપે કહી સુણાવિયાં, એમ કહે નિષ્કુળાનંદ ।।૨૦।।

સુંદર નામ સંન્યાસિનાં, જેને ત્રણે એષણાનો ત્યાગ ।

૨૦૬ ભક્તચિંતામણ પ્રકરણ ૫૩

વિવેકી વિચારવંતા, ઉરમાં અતિવૈરાગ્ય ।।૨૧।।

દેવાનંદ દોય પૂર્ણાનંદ, શ્રીધરાનંદ સન્યાસિજી ।

શંકરાનંદ ને માધવાનંદ, કેશવાનંદ હરિઉપાસિજી ।।૨૨।। શિવાનંદ વાસુદેવાનંદ, નિત્યાનંદ કૃષ્ણાનંદ કહિએ ।

પદ્મનાભાનંદ પુરુષોત્તમાનંદ, જનાર્દનાનંદ લહીએ ।।૨૩।।

જ્ઞાનાનંદ અનંતાનંદ, વૈષ્ણવાનંદ વળી ।

એહ આદિ અનેક સંન્યાસિ, શોભે છે સર્વે મળી ।।૨૪।। બીજાં નામ બટુકતણાં, અતિઉત્તમ જાણો એહ ।

ત્યાગી ધન ત્રિયાતણા, જેને સહજાનંદશું સ્નેહ ।।૨૫।।

મુકુંદાનંદ મુખ્ય મોટા, બ્રહ્મચારી જયરામજી ।

વાસુદેવ વૈકુંઠ વિષ્ણુ, હરિકૃષ્ણ હરિરામજી ।।૨૬।। રાઘવ રણછોડ ઋષીકેશવ, રામકૃષ્ણ પૂરણારામજી ।

નારાયણ ગોવિંદ ગોપાળ, ગિરિધર આનંદ અકામજી ।।૨૭।। જજ્ઞનાથ લખો લૈને, એહ આદિ અપાર રે ।

સર્વ અંગે શુદ્ધ સાચા, ભગવાનના બ્રહ્મચાર રે ।।૨૮।। બીજા દાસ બહુ કર્યા, તેહનાં તે કહું નામ ।

એકએકથી અધિક અંગે, નિરલોભી નિષ્કામ ।।૨૯।। રાઘવદાસ માધવદાસ, ગંગાદાસ ગોવરધન ।

હરિદાસ ગંભીરદાસ, ગણો જ્ઞાનદાસ પાવન ।।૩૦।। વિષ્ણુદાસ ને પ્રભુદાસ, સેવાદાસ શીતળદાસ જે ।

પ્રેમદાસ પુરુષોત્તમદાસ, રામદાસ ને સંતદાસ તે ।।૩૧।।

નારાયણદાસ નિર્લેપદાસ, વળી કલ્યાણદાસ કહીએ ।

કપિલદાસ ને કૃષ્ણદાસ, લક્ષ્મણદાસ લહીએ ।।૩૨।।

દયાળ દાસ દ્વારિકાદાસ, ભગવાનદાસ ભજે હરિ ।

હરિદાસ હનુમાનદાસ, જયરામદાસ જાનકીદાસરિ ।।૩૩।। એહાદિ જન માની વચન, સમઝીને સુખિયા થયા ।

બીજા જન બહુ હરિના, વિશ્વાસે વળગી રહ્યા ।।૩૪।।

પ્રકરણ ૫૪કકકક ભક્તચિંતામણી

૨૦૭

એમ જાુક્તે જુજવો, કર્યો નામનો નિરધાર ।

ભાવે જે જન સાંભળે, તે ઉતરે ભવપાર ।।૩૫।।

આપી નામ કરી આગન્યા, તમે ફરો દેશ વિદેશ ।

કરો કલ્યાણ જીવનાં, આપી રુડો ઉપદેશ ।।૩૬।।

પછી પ્રભુને પાય લાગી, વળી બોલિયા એમ વાત ।

ભલી ઉપાધિ આળશી, આજ અમે થયા રળિયાત ।।૩૭।। ત્યાગ શોભા સંતની, એમ કહે વેદ પુરાણ ।

ત્યાગી થઇ તન સુખ ઇચ્છે, એજ મોટો અજાણ ।।૩૮।। તમ વિના ત્રિલોકમાંહિ, હિત કોણ કરે હરિ ।

આજ અમે સુખિયા થયા, તમે દયાળુ દયા કરી ।।૩૯।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાધુ સન્યાસિ બ્રહ્મચારી તથા

દાસનાં નામ કહ્યાં એ નામે ત્રેપનમું પ્રકરણમ્‌ ।।૫૩।।

ચોપાઇ- થયા પરમહંસ સર્વે સંત, અંગે ત્યાગ વૈરાગ્ય અત્યંત ।

ચૌદ લોકનાં સુખ જે કહાવે, ઉલટા અન્ન જેવાં ન ભાવે ।।૧।। એક કમંડલું કંથા કૌપીન, એને અર્થે ન થાય આધીન । કરે ભિક્ષા માગીને મધ્યાહ્ને, જક્ત વાત ન સાંભળે કાને ।।૨।। અષ્ટ પ્રકારે ત્રિયાના ત્યાગી, એમ વિચરે છે બડભાગી ।

ધન ધાતુ જે સોના સહિત, તેને ભૂલ્યે ન ચિંતવે ચિત્ત ।।૩।। ખાન પાન પટ વળી પેખી, દલ રીઝે નહિ તેને દેખી ।

પૂજા ચંદન પુષ્પની માળ, તેને માને છે મનમાં વ્યાળ ।।૪।। જેજે કાવે છે સંસારી સુખ, તેને જાણે છે દલમાં દુઃખ ।

દેહ ઇંદ્રિય વળી મન પ્રાણ, તેને શત્રુ સમજ્યા સુજાણ ।।૫।।

માન મોટાઇ મનમાં ન ભાવે, સુતાં બેઠાં હરિગુણ ગાવે । એવી રીતે ફરે જગમાંઇ, નિરબંધ ન બંધાય કયાંઇ ।।૬।। કરે જ્ઞાન વારતા અપાર, જેણે થાય જીવનો ઉદ્ધાર ।

કરી વાતને કાંઇ ન માગે, માને સહુ સારી બહુ લાગે ।।૭।।

૨૦૮ ભક્તચિંતામણ પ્રકરણ ૫૪

જન જોડે હાથ જોઇ ત્યાગી, બીજા ભેખનું પડિયું ભાંગી ।

ભેખ દાઝે લાજે મુખ કહેતાં, પડ્યા ખોટા વિના રેણિ રહેતાં ।।૮।। જેજે રાખી છે સાધુએ રીત, બીજે ન મળે વિચારો ચિત્ત ।

સર્વે સારતણું જેહ સાર, સોંપ્યું સંતને પ્રાણ આધાર ।।૯।। જેજે સાધુને સોંપી સંપત્તિ, તે સરાયે શ્વેતદ્વીપપતિ ।

પ્રભુ પોતે છે દીનદયાળ, જાણી નિજજન કરી સંભાળ ।।૧૦।।

સંત શુભગુણે અતિ ઓપે, કામ ક્રોધ ને લોભ ન લોપે ।

સાધુ સર્વે વળી હરિજન, તેનું હરિએ હર્યું વિઘન ।।૧૧।। અતોલ સુખ સંતને આપ્યું, સર્વે શત્રુતણું મૂળ કાપ્યું ।

સાધુ સરવે રહેજ્યો આનંદે, હવે નહિ પડો કોઇ ફંદે ।।૧૨।। તમ જેવા નથી કોઇ આજ, એમ શ્રીમુખે કહે મહારાજ ।

શીદ જોઇએ તમારે પ્રવૃત્તિ, તમે ગ્રહિ રહોને નિવૃત્તિ ।।૧૩।।

સદાવ્રતમાં શીદ બંધાવો, તમે ગુણ ગોવિંદના ગાવો ।

સદાવ્રત મેલશું સંકેલી, ઠાલા ફાંસનું ખાય છે ફેલી ।।૧૪।। એને અર્થે જે ખરચતા અન્ન, તેનો કરશું હવે જગન ।

એવી સાંભળી વાલાની વાણી, સર્વે સંતે સત્ય કરી જાણી ।।૧૫।। કહે સંત સુણો મહારાજ, સર્વે જણાણું અમને આજ ।

હવે જેમ કહો તેમ કરીએ, આપો આજ્ઞા તે શિર ધરીએ ।।૧૬।। ત્યારે નાથ કહે સુણો સંત, મેલી સોરઠ ફરો નચિંત ।

પછી જ્યાં કહ્યું ત્યાં સંત ગયા, પ્રભુ પોતે સોરઠમાં રહ્યા ।।૧૭।।

પછી સતસંગી લઇ સાથ, ફર્યા ગામગામ વળી નાથ ।

પાણ ખાણ્ય લોજ માંગરોળે, મળે હરિજન હેત બોળે ।।૧૮।। ત્યાંથી આવિયા કાણક ગામ, ભક્ત જેઠાસગરને ધામ ।

પછી આવ્યા છે કાલવાણીએ, વસે ભક્ત નાથો ત્યાં જાણીએ ।।૧૯।। ત્યાંથી આવ્યા મઢડે મુરાર, તિયાં કરી છે લીલા અપાર । જેઠો જોઇને પામ્યો આનંદ, જેને મળેલ સ્વામી રામાનંદ ।।૨૦।।

પછી ત્યાંથી આવ્યા અગત્રાયે, રાખ્યા પ્રીત્યે શું પર્વત ભાયે ।

પ્રકરણ ૫૪કકકક ભક્તચિંતામણી

૨૦૯

તિયાં આવ્યો છે કાઠીનો સાથ, તેને સંગે ચાલ્યા પોતે નાથ ।।૨૧।। આખું પિપલાણું મેઘપર, તિયાં આવિયા શ્યામસુંદર ।

રહ્યા દિન દશપાંચ ત્યાંઇ, પાછા આવ્યા પિપલાણામાંઇ ।।૨૨।। રહ્યા તિયાં દિન દોય ચાર, પછી બોલિયા પ્રાણઆધાર ।

જોને કેવો ઉગ્યો છે આ સુર, જાણું રુધિરમાં ભરપુર ।।૨૩।। કહે મુળજીને મહારાજ, કર્ય જે જે કરવું હોય આજ ।

એમ કહીને ચાલિયા નાથ, સખા સર્વે હતા પોતા સાથ ।।૨૪।। આવ્યા મેઘપુરે મહારાજ, કહે નહિ રહીએ આંહિ આજ ।

એવું જાણી જને તાણ્ય કરી, શ્યો અપરાધ અમારો હરિ ।।૨૫।। રહો રાજી થઇ આજ રાત્ય, વહેલા ચાલજ્યો સહુ પ્રભાત્ય ।

એમ અજાણ્યે અતિશે તાણ્યું, પણ થાવાનું છે તે ન જાણ્યું ।।૨૬।।

પછી આવ્યા છે ગામમાં નાથ, ધાયો મારવા અસુરસાથ ।

મુક્યા મૂળજીએ તિયાં પ્રાણ, આવ્યા પ્રભુ પાસે અસુરાણ ।।૨૭।। દગેભર્યા હથિયાર હાથ, તેને જોઇને ચાલિયા નાથ ।

પછી આવિયા મુળજી પાસ, જાણી પ્રભુજી પોતાનો દાસ ।।૨૮।। રાખી રહ્યો તો આંખ્યમાં જીવ, જોવા પરમ હિતકારી પિવ । જ્યારે જોયા નયણે ભરી નાથ, મુક્યું તન ચેતન ચાલ્યું સાથ ।।૨૯।। કરી ક્ષમા બોલ્યા નહિ શ્યામ, પછી આવ્યા છે ભાડેર ગામ । ત્યાંથી પધારીયા છે ધોરાજી, આવ્યા ખાંડાધારે બેસી વાજી ।।૩૦।।

પછી ગોંડલ બંધીએ ગયા, બેઉ રાત્ય નાથ તિયાં રહ્યા ।

મોટા ભક્ત જીયાં મુળુભાઇ, જેને હેત ઘણું હરિમાંઇ ।।૩૧।। તેને ઘેર રહ્યા પોતે રાજ, પછી સરધારે આવ્યા મહારાજ । તિયાં કાઠીને શિખજ કરી, પોતે પધાર્યા હાલારે હરિ ।।૩૨।। એક રાત્ય રાજકોટ રહ્યા, ત્યાંથી પછી ખિરસરે ગયા ।

તિયાં ભક્ત વસે લાખોભાઇ, રહ્યા રાત્ય એક સુખદાઇ ।।૩૩।।

પછી મોડે આવ્યા ભક્ત માટ્યે, ત્યાંથી અલૈયે ને શેખપાટ્યે । હરિ કરી ઘણી મોટી મહેર, આવ્યા ભક્ત લાલજીને ઘેર ।।૩૪।।

૨૧૦ ભક્તચિંતામણ પ્રકરણ ૫૫

ત્યાંથી પધાર્યા ભાદરામાંઇ, માસ એક રહ્યા પોતે ત્યાંઇ ।

પછી બોલિયા પ્રાણજીવન, કરીએ જેતલપુરે જગન ।।૩૫।। જઇ ગોવિંદ સ્વામીને કહેજ્યો, તમે યજ્ઞના કામમાં રહેજ્યો । બીજો કાગળ લખિયો લઇ, વર્ણ થોડે વાત ઘણી કઇ ।।૩૬।।

માંચા સુરા સોમલા અલૈયા, મુળુ નાંજા માતરા મામૈયા ।

અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળશિ મળી ।।૩૭।। એહ સર્વે તજી ઘરબાર, થાજ્યો પરમહંસ નિરધાર ।

જેમ મોટા મોટા ઘર મેલી, ભજ્યા હરિ તજી જગજેલી ।।૩૮।।

માટે માનજ્યો આજ્ઞા અમારી, મુકજ્યો સહુ મનમાં વિચારી । એટલી એને આગન્યા કરી, પોતે રહ્યા કાંઇક ત્યાં હરિ ।।૩૯।। એમ કરતાં આવી છે દિવાળી, પ્રેમે પૂજ્યા જને વનમાળી ।

સુંદર ભોજન સારાં કરીને, હેતે જમાડીયા છે હરિને ।।૪૦।। જેણે જોયાછે શ્યામ સુજાણ, થઇ સમાધિ ન રહ્યા પ્રાણ ।

તેને જગાડી જગજીવન, પછી પ્રભુએ કર્યું ભોજન ।।૪૧।। થયાં સુખી જન લીલા ભાળી, આસો વદી અમાસ દિવાળી ।

તેદિ ગયાતા ભાદરે રાજ, મેર કરીને પોતે મહારાજ ।।૪૨।। દીધાં દાસને દર્શન બહુ, નિર્ખિ નાથ સુખી થયાં સહુ ।

ધન્ય દેશ ગામને ભુવન, જીયાં રમિયા પ્રાણ જીવન ।।૪૩।। ધન્ય ધન્ય એ નર ને નાર, જેણે નયણે નિરખ્યા મોરાર ।

નથી વાત જેવડી એ વાત, જાણે છે મોટા સંત સાક્ષાત ।।૪૪।। પૂર્વછાયો- જે જે ચરિત્ર મેં ચવ્યું, છે સર્વે અલૌકિક એહ । તેને લૌકિક જે લેખશે, મહા મૂઢશિરોમણિ તેહ ।।૪૫।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિચરિત્ર એ નામે ચોપનમું

પ્રકરણમ્‌ ।।૫૪।।

ચોપાઇ- પછી યાંથકી ચાલીયા નાથ, લીધા સેવક પોતે બે સાથ । ત્યાંથી આવ્યા કોઠારિયામાંઇ, રહે ભક્ત ત્યાં આણદિબાઇ ।।૧।।

પ્રકરણ ૫૫કકકક ભક્તચિંતામણી

૨૧૧

તેના અંતરમાં સુખ અતિ, દેખે અખંડ પ્રભુની મૂરતિ ।

તોય અંતરમાં રહી તાણ, મળવા મૂરતિ પ્રકટ પ્રમાણ ।।૨।। તેને સમજાવી સર્વે રીત, પછી યાં થકી ચાલ્યા અજીત ।

લીધો સેવક એકને સંગે, ચાલ્યા અલબેલો ઉછરંગે ।।૩।। ત્યાંથી પધારીયા ગામ ભેલે, આપ્યાં વિપ્રને વસ્ત્ર છબીલે ।

દીધાં દૂધ પેંડા ફાંટ ભરી, પછી ત્યાં થકી ચાલીયા હરિ ।।૪।।

મળે વાટ માંહિ જે જે જન, તેને નાથ દિયે દરશન ।

ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા માળીએ પૂરણકામ ।।૫।। તિયાં દિન રહ્યો ઘડી ચાર, કહે રાજ જાશું રણપાર ।

આવ્યા રણમધ્યે અવિનાશ, ત્યાંતો કહે લાગી ભૂખ પ્યાસ ।।૬।। આવ્યો એક પુરુષ અકળ, તેણે જાચ્યું છે આવીને જળ ।

હતું પાસે પાણી પળી એક, તે પણ આપવું એવી છે ટેક ।।૭।।

પછી નાથ બોલ્યા એમ વાણી, આવો ઓરા પીવું હોય પાણી ।

પોતાની તો પીડાને ન જોઇ, હરિ વિના ન કહે બીજું કોઇ ।।૮।।

પોતાના તો પિડાતાતા પ્રાણ, તોય ન કરી નકારની વાણ ।

તિયાં મીઠાં થયાં સિંધુજળ, સુંદર સ્વાદુ નીર નિરમળ ।।૯।। પિધાં પોતે ને પોતાને દાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । વાંસે રહ્યો સેવક એ સારું, ચાખ્યું જળ ત્યાં નિસર્યું ખારું ।।૧૦।। એવી લીલા કરતા મોરાર, પછી આવિયા છે રણબાર ।

દિવ્યદેહે રામાનંદ સ્વામી, મળ્યા તેને ચાલ્યા શિશ નામી ।।૧૧।। રહ્યા અરણ્યમાંહિ રાત્ય એવા, ચાલે વાટમાં ઉન્મત જેવા ।

પછી આવ્યું ત્યાં જળનું તાળ, નાયા દાસ ને પોતે દયાળ ।।૧૨।। ત્યાંથી ચાલીયા પૂરણબ્રહ્મ, પડ્યો પોતાને બહુ પરિશ્રમ ।

પછી સેવકને કહે શ્યામ, ચાંપો કળતર પહોંચીએ ગામ ।।૧૩।।

પછી ત્યાંથી ચાલીયા દયાળ, આવ્યું અરણ્યમાં એક તાળ ।

તિયાં બેઠી હતી બેઉ નારી, થઇ સમાધિ જોઇ સુખકારી ।।૧૪।। ત્યાંથી ચાલ્યા પોતે તતકાળ, વાટે જાતાં દિઠા બેઉ બાળ ।

૨૧૨ ભક્તચિંતામણ પ્રકરણ ૫૫

પછી પરસ્પર બોલ્યા બાળ, આ જો ચાલ્યા જાય છે દયાળ ।।૧૫।।

પછી ત્યાં થકી આધુઇ આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।

દિન દોય પોતે તિયાં વશ્યા, સંગે દાસ તેને જોઇ હસ્યા ।।૧૬।। હવે પરમહંસદશા ગ્રહો, શીદ દુઃખના દરિયામાં વહો ।

એમ કહી મુનિદશા દીધી, પોતે કચ્છ જાવા ઇચ્છા કીધી ।।૧૭।।

ચાલ્યા આધુઇથી અવિનાશ, કીધાં સુખી દરશને દાસ ।

પછી આવીયા ભુજનગર, જને નિરખ્યા શ્યામ સુંદર ।।૧૮।। ઇયાં રહ્યા પોતે બહુ દિન, તિયાં તેડાવિયા મુનિજન ।

આવ્યા સંત તે સર્વે મળી, નવા પરમહંસની મંડળી ।।૧૯।। ઘણે હેતે મળ્યા સામા જઇ, દીધાં દર્શન પ્રસન્ન થઇ ।

બહુ દિવસ રાખીયા પાસ, પછી એમ બોલ્યા અવિનાશ ।।૨૦।। જેમ મોરે માન્યું તું વચન, તેવું જાણજ્યો બીજું આ જન । જેમ વચને થયા વૈરાગી, સુખસંપત્તિ સરવે ત્યાગી ।।૨૧।। હવે વચને પાછા વળી જાઓ, ઘેર બેઠા હરિગુણ ગાઓ ।

ત્યારે સંત કહે સુણો શ્યામ, એવું કરવું નહિ હવે કામ ।।૨૨।।

પ્રથમ બેસારી હરિ કરીએ, હવે બેસારવા ન ખરીએ ।

સોંપી સુંદર સારો સુવાગ, તેનો કેમ કરાવો છો ત્યાગ ।।૨૩।।

પણ હશે અમમાં કચાઇ, એવું જાણ્યું તમે મનમાંઇ ।

નહિ તો એવું વચન ન દાખો, નિસર્યા કૂપમાં કેમ નાખો ।।૨૪।। બેડી હેડ્ય ને બળે બંધાય, પડે કોટડી ભાગસીમાંય ।

છુટે તે પણ કોઇક દને, ન છુટાય જે બાંધ્યા ભવને ।।૨૫।। તેમાંથી કાઢિયા ગ્રહિ હાથ, હવે શીદને નાખો છો નાથ ।

પછી બોલીયા છે ભગવંત, એમ સમજશો માં તમે સંત ।।૨૬।। આજ કરવાં છે કૈક કાજ, નિશ્ચે માનો તમે મુનિરાજ ।

તમે પુરા છો પરમહંસ, નથી તમમાં જક્તનો અંશ ।।૨૭।। એમ સમઝાવિયા બહુવિધિ, પછી સર્વેને શીખજ દીધી ।

પોતે નાથ રહ્યા ભુજમાંય, નિત્યે આનંદ ઉત્સવ થાય ।।૨૮।।

પ્રકરણ ૫૫કકકક ભક્તચિંતામણી

૨૧૩

જાય જમવા જનને ઘેર, કરી મનમોહનજી મેર ।

એક ભક્તજન જીવરામ, તેની માતાનું હરબાઇ નામ ।।૨૯।। તેને પ્રેમમાંહિ ટેવ પડી, જમાડે બરફી પેંડા સુખડી ।

જો મનમાન્યું ન જમે જીવન, તો તજે સપ્તદિન લગી અન્ન ।।૩૦।। એવું જોઇ હેત જનતણું, રહે ભુજનગરમાં ઘણું ।

એકએકથી અધિક અંગે, બહુ રાચીયાં હરિને રંગે ।।૩૧।। ભાવ ભજનમાં સાવધાન, બીજી વાતને ન દિયે કાન ।

એવા જનને દર્શન દઇ, ચાલ્યા નાથ સાધુ સાથે લઇ ।।૩૨।। ફરે કચ્છદેશમાં કૃપાળ, દિયે દર્શન સહુને દયાળ ।

પછી નાથ માંડવીએ આવ્યા, તિયાં સર્વે સંતને બોલાવ્યા ।।૩૩।। આવ્યા મુનિજન સહુ મળી, નાથે તેડાવ્યા એવું સાંભળી । આવી ઉતર્યા તળાવ તટે, મુખે સ્વામિનારાયણ રટે ।।૩૪।। કરે વાત વાલો ઘણીઘણી, ચડે ખરી ખુમારી તે તણી ।

વળી ત્યાગ વૈરાગ્ય બતાવે, કાચું પોચું પ્રભુને ન ભાવે ।।૩૫।। જેમ જેમ વાત કરે નાથ, તેમ ધારી લીયે સહુ સાથ ।

વળી નિત્ય પ્રત્યે દર્શન થાય, તેની મસ્તિ અતિ મનમાંય ।।૩૬।। દીધાં દર્શન તે બહુ દન, થયા જન સરવે મગન ।

પછી એમ બોલ્યા મહારાજ, તમે સાંભળો સહુ મુનિરાજ ।।૩૭।। હવે જાઓ સંત સર્વે વૃંદ, કરો અમદાવાદમાં આનંદ ।

ઉતરજ્યો સહુ શહેર બાર, કરજ્યો કથા કીર્તન ઉચ્ચાર ।।૩૮।। ભણો સચ્છાસ્ત્ર સંતને પાસે, રહેજ્યો સર્વે મળી ત્યાં ચોમાસે । થાશે જેતલપુરે જગન, ત્યાં જમશે ઘણા વિપ્રજન ।।૩૯।। આવે તેડવા તો તમે જાજ્યો, નહિતો બેઠા હરિગુણ ગાજ્યો । એમ કહીને સંત ચલાવ્યા, પોતે શ્રીહરિ શહેરમાં આવ્યા ।।૪૦।।

સંત પોત્યા છે અમદાવાદ, થાય નિત્ય ત્યાં બ્રહ્મસંવાદ ।

એમ કરતાં વિત્યા કઇ દન, થયો જેતલપુરે જગન ।।૪૧।। કરે ગોવિંદમુનિ મોરે થઇ, નામ નાનાભાઇનું તે લઇ ।

૨૧૪ ભક્તચિંતામણ પ્રકરણ ૫૬

જમે બ્રાહ્મણ ન આવે પાર, થઇ રહ્યો છે જયજયકાર ।।૪૨।। જમ્યા બ્રાહ્મણ ભાવ કરીને, સુંદર મોદક પેટ ભરીને ।

પછી પૂરો કરાવ્યો જગન, નરનારી કરે ધન્ય ધન્ય ।।૪૩।।

પામ્યા આશ્ચર્ય મનમોઝાર, થયો નિરવિઘન નિરધાર ।

એમ પૂરો થયો છે જગન, પોતે પધાર્યા નોતા જીવન ।।૪૪।।

પછી સંતને તિયાં તેડાવ્યા, સંત સહુ જેતલપુર આવ્યા ।

તે પણ જમ્યાતા જગનમાંયે, સ્વામી સહજાનંદની આજ્ઞાયે ।।૪૫।। ઇતિ શ્રીમદેકાંતિકધમપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે પ્રથમ યજ્ઞ કરાવ્યો

એ નામે પંચાવનમું પ્રકરણમ્‌ ।।૫૫।।

ચોપાઇ- પછી કચ્છ દેશથી કૃપાળુ, આવ્યા પંચાળે દીનદયાળુ ।

સંગે લઇને સાધુ બેચાર, પ્રથમ આવીયા દેશ હાલાર ।।૧।।

ગામોગામમાં દર્શન દીધાં, સર્વે જન કૃતારથ કીધાં ।

પછી આવીયા સરધારમાંઇ, હરિભક્ત કાઠી આવ્યા ત્યાંઇ ।।૨।।

પછી ત્યાંથી ચાલીયા મહારાજ, આવી રહ્યા પિપરડીએ રાજ । બીજે દિવસે બોટાદ આવ્યા, અદે ભગે ભાવેશું જમાવ્યા ।।૩।। રહ્યા દિવસ બે કરી મેર, સોમલા ને માંતરાને ઘેર ।

પછી ત્યાંથી આવ્યા કારીયાણી, વરસે મેઘ પડે બહુ પાણી ।।૪।। વસે ભક્ત ત્યાં માંચો વીરદાસ, રહ્યા તિયાં હરિ ચાર માસ । આવ્યા ગઢડેથી હરિજન, જેનાં ત્યાગે સુકાણાં છે તન ।।૫।। આવ્યા દેશદેશ થકી દાસ, નયણે નિરખવા અવિનાશ ।

આવ્યા વાગડ કચ્છ હાલારી, સોરઠ વાળાકનાં નરનારી ।।૬।। આવ્યા પાંચાળી ને ઘોલવાડી, ભાલ ગુજરાત ઝાલાવાડી ।

આવ્યો સુરતથી સંઘ વળી, ઘણું રહ્યો છે રંગડો ઢળી ।।૭।। આવે સહુ લાગે હરિપાય, નાથ નિરખી ત્રપત ન થાય ।

આવ્યા સંત તે સરવે મળી, હતી અમદાવાદે મંડળી ।।૮।।

પછી પ્રભુતણી પૂજા કરી, જમ્યા બહુ સરકરા હરિ ।

પ્રકરણ ૫૬કકકક ભક્તચિંતામણી

૨૧૫

સુંદર વસ્ત્ર શામળિયો પહેરી, દિયે દર્શન દાસને લહેરી ।।૯।। કરે વાત અલૌકિક આપે, સર્વે જનના સંશય કાપે ।

જાય નાથજી નિત્ય તળાવે, જન પાસળ સર ગળાવે ।।૧૦।।

ગાતાવાતા આવે પછી ઘેર, નિત્ય પ્રત્યે થાય લીલાલેર ।

સુંદર ઘોડે ચડે ગિરધારી, થાય ચમર જુવે નરનારી ।।૧૧।।

પછી યજ્ઞ કરાવ્યો મહારાજે, તેડ્યા બ્રાહ્મણ જમવા કાજે ।

થયા તળાવે ચોકા ચાળીશ, ચડી ઘોડે ફરે જગદીશ ।।૧૨।। જમ્યા બ્રાહ્મણ દક્ષિણા દીધી, પછી સર્વેને શીખજ કીધી ।

સારા સુંદર વરસમાંય, આસોવદિ તેરશ કહેવાય ।।૧૩।। તેદિ યજ્ઞ કર્યો ભગવાને, દીઠી નજરે નથી સુંણી કાને ।

પછી આવ્યો દિવાળીનો દન, જન પર હરિ છે પ્રસન્ન ।।૧૪।। દિયે દર્શન દિવસ રાત, વળી ઘણી ઘણી કરે વાત ।

એમ આનંદ ઉત્સવ કરી, પછી સંતપ્રત્યે બોલ્યા હરિ ।।૧૫।।

સંત સાંભળોને સહુ મળી, તમે બાંધો હવે બે મંડળી ।

એક નવાનગરમાં જાઓ, બીજા સુરત શહેર જગાઓ ।।૧૬।।

પછી સંત ગયા બેઉ શહેર, રાખી મૂર્તિ હૃદે રૂડી પેર ।

લટકાળો છોગાળો છબીલો, રાખ્યો સંતે હૃદામાં રંગીલો ।।૧૭।। તેનું ધરતા અંતરે ધ્યાન, ચાલ્યા સંત થઇ સાવધાન ।

પછી શ્યામળિએ શું શું કીધું, ફરી સહુને દર્શન દીધું ।।૧૮।। ત્યાંથી વાલો ગયા વઢવાણ, દવે તુલસીનું કરવા કલ્યાણ । તુલસી બોલ્યોતો કરૂં જગન, પડ્યો ખોટો ન ખરચાણું ધન ।।૧૯।। ત્યાંથી ચાલીયા સુંદર શ્યામ, વાલો આવ્યા રામગરી ગામ । દીધાં દાસને દર્શન ભાવે, આવ્યા દદુકેથી મછિયાવે ।।૨૦।। વળી વિછિયાવ્ય મોડાસર, ત્યાંથી આવીયા જેતલપર ।

રહ્યા રાત્ય ત્યાં પૂરણકામ, પછી આવિયા ડભાણ ગામ ।।૨૧।। વળી પીજ નડિયાદ ગયા, પછી ઉમરેઠે જઇ રહ્યા ।

તિયાં ભક્ત રહે રૂપરામ, પ્રભુ પધારીયા તેને ધામ ।।૨૨।।

૨૧૬ ભક્તચિંતામણ પ્રકરણ ૫૬

રહ્યા સાત દિન સુધી તિયાં, બહુ પ્રતાપ જણાવ્યો ઇયાં ।

થાય ધ્યાન ધારણા અપાર, જોઇ નિશ્ચય કરે નરનાર ।।૨૩।।

પછી યાં થકી શ્યામ સધાવ્યા, આઘા જઇ પાછા વળી આવ્યા । કરી મુક્યાંતાં જને ભોજન, તેને ઘેર જમ્યા છે જીવન ।।૨૪।। દઇ દર્શન ચાલ્યા દયાળ, આવ્યા ચાંગામાં નાથ કૃપાળ ।

ભક્ત નથુ લખે લીધો લાવ, ત્યાંથી આવ્યા રોણ્યગામે માવ ।।૨૫।। પિરાણાની પિરાઇ વેરાવી, એના મેતને અલફી પહેરાવી ।

પછી મતિયાં મળ્યાં સહુ આવી, રોઇ કાકાની અલફી મુકાવી ।।૨૬।। ત્યાંથી આવ્યા બોચાસણ ગામ, ભક્ત કાશીદાસજીને ધામ ।

ત્યાંથી વેલ્યે બેસી બહુનામી, આવ્યા બુધેજે અંતરજામી ।।૨૭।। હવુંતું હઠીભાઇને સ્વપ્ન, થયું તેવાનું તેવું દર્શન । ત્યાંથી આવ્યા જેતલપુર વળી, આવ્યાં સહુ દર્શને સાંભળી ।।૨૮।। બાળ વૃધ્ધ ને જોબન જેહ, આવ્યાં સહુ મળી દર્શને તેહ ।

જન કહે ભલે આવ્યા જીવન, કાલે છે ઉતરાયન દન ।।૨૯।। તૈયે નાથ કહે તેડો બ્રાહ્મણ, જમે મંગાવીએ ઘૃત મણ ।

પ્રથમ મંડાણ મણથી કર્યું, પછી પુછતાં પાંચસે ઠર્યું ।।૩૦।। જેમ જેમ પૂછ્યું વળી જને, તેમ તેમ વધાર્યું જીવને ।

મોર્યે નોતરું ને પછી સીધું, એમ યજ્ઞનું પરિયાણ કીધું ।।૩૧।। એતો છે અતિ પરચાની વાત, તેતો જાણે છે સંત સાક્ષાત । એમ નાથે કર્યો નિરધાર, માંડ્યો આરંભ ન કરી વાર ।।૩૨।।

લીધાં ઘી ગોળ ઘઉં દળાવ્યા, તળિયા મોદક મોટા વળાવ્યા । કરી લાડવા ભર્યા કોઠાર, બીજો આણ્યો સમાજ અપાર ।।૩૩।।

માંડ્યો જેતલપુરમાં જંગ, આવ્યા બ્રાહ્મણ તેડાવ્યા સંગ ।

રચ્યો મંડપ વેદવિધિએ, કર્યો કુંડ તે હોમવા ઘીએ ।।૩૪।। ભણે બ્રાહ્મણ મંડપમાંઇ, દિયે આહૂતિ ઘૃતની ત્યાંઇ ।

જપે મંત્ર ને હોમે છે અન્ન, થાય વિધિએ યુક્ત જગન ।।૩૫।। જમે બ્રાહ્મણ ન રાખે ખામી, જમો ભાયો જમાડે છે સ્વામી ।

પ્રકરણ ૫૬કકકક ભક્તચિંતામણી

૨૧૭

જમ્યા જેવા છે મોદક મોટા, ખાઓ ખુબ કરી દેહ ખોટા ।।૩૬।। જમતાં જમતાં જાય પ્રાણ, તેનાં આપણા કુળમાં વખાણ ।

જમે બ્રાહ્મણ જોરજોરાઇ, અતિમોદ ભર્યા મનમાંઇ ।।૩૭।। બેસે પંગત્યો ન આવે પાર, જમે વિપ્ર હજારો હજાર ।

જમ્યા જોરે ન ખુટ્યું જમણ, ખાઇ ખાઇને કાયા બ્રાહ્મણ ।।૩૮।। એમ જમ્યા અષ્ટાદશ દન, પછી પૂરો કરાવ્યો જગન ।

દીધાં દાન દક્ષિણા દયાળે, પાળી વેદવિધિ પ્રતિપાળે ।।૩૯।। એમ પૂરો કર્યો અતિરુદ્ર, જમ્યા દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર ।

કોઇ જમ્યા વિના નવ રહ્યું, આડિ વિના અન્ન બહુ દયું ।।૪૦।। જમે જન બોલે જેજેકાર, ધન્ય ધન્ય થાય છે ઉચ્ચાર ।

દેશોદેશથી આવ્યાતા જન, નિર્ખિ નાથને થયા મગન ।।૪૧।। તિયાં પૂછ્યું તું પ્રશ્ન મહારાજે, કરતાં ઉત્તર વિપર લાજે । થયાં શ્યામ મુખ સાઇ ઢળી, બોલ્યા નહિ રહ્યા અંતરે બળી ।।૪૨।।

પછી સર્વેને શીખજ દીધી, એવી લીલા શ્રીમહારાજે કીધી ।

પોષ સુદી સપ્તમી છે સારી, હરિજન લેજ્યો હૈયે ધારી ।।૪૩।। તેદિ પૂરો થયો છે જગન, સર્વે રાજી થયા સાધુ જન ।

દુષ્ટ જાણે નહિ થાય જગન, કર્યો નાથે તે નિરવિઘન ।।૪૪।। કરી યજ્ઞને જીવન ચાલ્યા, પશ્ચિમદેશમાં દર્શન આલ્યાં ।

સર્વે જક્તમાં જણાણી વાત, કહે સ્વામી શ્રીહરિ સાક્ષાત ।।૪૫।। એવું સુણી દાઝ્યાં દુરિજન, કહે અજાણે કર્યો જગન ।

નથી ભેખને ખબર ખરી, ત્યારે ગયો એ જગન કરી ।।૪૬।। હવે ભેખ થાશું સર્વે ભેળા, કેમ કરી એ કરશે મેળા ।

જમરાણ આવશે જમાત્યો, તેદી છે એ સ્વામીજીની વાતો ।।૪૭।। ખાશું રૂપૈયા એ સારૂં લાખો, પણ પંથ એનો નહિ રાખો । એમ પરસ્પર પરિયાણ્યું, એના મનનું મહારાજે જાણ્યું ।।૪૮।।

સર્વે સંત પ્રત્યે કહે હરિ, કરીએ જગન આપણે ફરી ।

પછી હરિજનને તેડાવ્યા, મળી જેતલપુરે તે આવ્યા ।।૪૯।।

૨૧૮ ભક્તચિંતામણ પ્રકરણ ૫૭

રહ્યા દન દો ચાર એ ઠામ, પછી ગયા ખોખરાદ્ય ગામ ।

પરમહંસ સન્યાસી છે સંગે, વીતે દિન આનંદ ઉમંગે ।।૫૦।। આવ્યા સતસંગી સહુ મળી, થાશે ઉત્સવ એવું સાંભળી ।

નાથ નિર્ખિ સુખી થયા સહુ, દીયે દર્શન પ્રસન્ન બહુ ।।૫૧।।

ગામમાંય તો સંઘ ન માય, ત્યારે બારે સુવા સંત જાય ।

ગાય કીર્તન થાય કિલોલ, આવે દર્શને જન હિલોલ ।।૫૨।। એમ આનંદ ઉત્સવ થાય, નિત્ય નાવા કાંકરીએ જાય ।

ગાતાવાતા આવે વળી ઘેર, એમ થાય બહુ લીલાલેર ।।૫૩।। કરે વાત પ્રભુ જ્યારે આપ, તેમાં જણાવે બહુ પ્રતાપ ।

કાંઈક ભૂત ભવિષ્યનું ભાખે, દીયે જણાવી કેડ્યે ન રાખે ।।૫૪।। કહે જગન કરશું જરૂર, આવું બીજાું નથી કોઈ પુર ।

ગામમાંય સંકોચ છે સરે, હોમ થાશે ગામને ગોંદરે ।।૫૫।। તેતો જાણશે સરવે જન, કહેશે ભલો કર્યો એ જગન ।

એમ કરે હરિ જ્યારે વાત, સુણી જન થાય રળિયાત ।।૫૬।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે જેતલપુરે યજ્ઞ કર્યો એ નામે

છપ્પનમું પ્રકરણમ્‌ ।।૫૬।।

સિંધુડો- એવું સાંભળીને આવીયું, વળી દુષ્ટજનનું દળ ।

સાધુને માંડ્યા સંતાપવા, બહુ બહુ દેખાડે છે બળ ।।૧।।

સંત શ્રીનગર માંહિ, નિત્ય જાતાતા ભિક્ષા અર્થ ।

તેને અસુરે આવી આંતર્યા, મારે કરે અતિ અનરથ ।।૨।।

ગેડી ધોકા પડે લાકડી, વળી કંદે ભાંગી કટિયું ।

કર્યા પ્રહાર કડિયાળીએ, તેતો સંતે સરવે સહ્યું ।।૩।। તપસી ઋષિ કૃશ તનમાં, તેને માથે મોટ ચડાવિયા ।

મનગમતો માર દેતા, ઉતારાપર લઇ ગિયા ।।૪।।

તિયાં જઇ તાડન કરી, ફરી બાંધિયા બહુપેર ।

અસુરને હાથ આવી પડ્યા, જેને જરાયે ન મળે મેર ।।૫।।

પ્રકરણ ૫૭કકકક ભક્તચિંતામણી

૨૧૯

કોઇ કહે કાન નાક કાપો, કોઇ કહે કરો ઘાત જીવની ।

કોઇ કહે ભુજ ચરણ ભાંગો, એમ બોલે સેના શિવની ।।૬।। ભાખે ભૂંડી ગાળો મુખથી, તેતો જેજે બોલે તે થોડીયું । જાણું મસ્તક પાંચમું, કાપી બ્રહ્માનું ચોડીયું ।।૭।। કોઇક સંત કલે વકલે, અસુર હાથ આવ્યો નહિ ।

તેણે ખબર ખોખરે વળી, આવીને સર્વે કહી ।।૮।।

સુણી શ્રીહરિ શ્રવણે, અંગે ઉભી થઇ રોમાવળી ।

એવો કોણ અવનિ ઉપરે, જે મારા સંતને મારે વળી ।।૯।। કરી નજર અતિ કરડી, થયાં લોચન લાલ વિશાળ ।

ભ્રકુટિભ્રંગ ચડાવિયો, દેખી કંપવા લાગ્યો કાળ ।।૧૦।। શશિ સૂરજ ઝાંખા પડ્યા, વળી ઉઠિયો અજ અકળાઈ ।

શિવ કહે સંહાર વળશે, આજ નથી રહેવાનું કાંઈ ।।૧૧।। ઇંદ્ર સુરને ભય ઉપજ્યો, વળી દલે ડર્યા દિગપાળ ।

જોઇ કોપ મહારાજનો, તેણે કંપ્યો પન્નગ પયાળ ।।૧૨।। વળતા પ્રભુજી બોલીયા, સુણી સંત માનજ્યો સત્ય ।

આ રાજ્યમાં રહેવું નહિ, તમે જાઓ શહેર સુરત્ય ।।૧૩।। અધર્મી અધિપતિ અતિ, જીયાં ધર્મની વાત ગઇ ।

તિયાં તમ જેવા સંતને, પળ એક પણ રહેવું નઇ ।।૧૪।।

ચાલો સંત તમે ચોપશું, વળી અતિ ઉતાવળા આંહિથી ।

સાધુ સર્વે સધાવજો, અમે રહેશું આંહિ ધોકાપંથી ।।૧૫।।

પછી ચરણે લાગી ચાલીયા, વળી સંત સર્વે મંડળી ।

સંત ચારશે સામટા થઇ, ગઇ સુરત મુક્તમંડળી ।।૧૬।।

પછી રહ્યા પોતા પાસળે, વળી ખરી તે ક્ષત્રિજાત ।

તેને તે આગળ શ્રીહરિ, કરવા તે લાગ્યા વાત ।।૧૭।। કહો ભાઇ કેમ કરશું, આતો અસુરે ઉપાડિ ઝાલિયું ।

સંતને તૈયે શીખ આપી, જ્યારે આપણું નવ ચાલિયું ।।૧૮।। એવું સુણિ ક્ષત્રિ ખણશિયા, પ્રભુ પાછા વાળો સંતને ।

૨૨૦ ભક્તચિંતામણ પ્રકરણ ૫૭

તમારા પ્રતાપ થકી, જુઓ અમારી રમત્યને ।।૧૯।। આજ અવસર આવિયો, જેને માગે મોટા સુર ।

અમારા ઇષ્ટને પીડિયા, તેને જોશું અમે જરૂર ।।૨૦।।

પડ્યે કામે પુઠ્ય ફેરવે, વળી કરગરે કાયર હુઇ ।

ધિકધિક તેના જીવતને, એની જનેતા ભારે મુઇ ।।૨૧।।

ગામ ગરાસ કોટ કારણે, વળી રણે ચડે ચડિચોટ ।

ભૂપભડે શિર પડિ રહે, એમ લડી થાય લોટપોટ ।।૨૨।। એહ રીત્ય ક્ષત્રિતણી, તેની જાણે સહુ કોઇ વાત ।

ખોટાસારુ વેખે ધન મુકે, આતો સાચું છે સાક્ષાત ।।૨૩।। આપો અમને આગન્યા, જે જોઇએ એનું અમે જોર ।

શું થાશે બિચારા શ્વાનથી, છે પ્રભુ અમારી કોર ।।૨૪।।

પછી પ્રભુજી બોલીયા, આજ જાળવો સહુ આપણે ।

કાલ્ય જાશું કાંકરીએ, પછી બણવું હોય તે મર બણે ।।૨૫।। એમ વાત કરતા વહી ગઇ, રહી નહિ રંચ રાત્ય ।

પહોર એક પોઢી જાગીયા, પોત્યે પ્રભુજી પરભાત્ય ।।૨૬।। કહે થાઓ સહુ સાબદા, નાવા કાંકરીએ સર ।

બાળ વૃધ્ધ ને બાઇ માત્ર, તેતો રહેજ્યો સર્વે ઘર ।।૨૭।। આપે અશ્વને ઉપરે, તરત થયા અસવાર ।

સર્વે સખા સજ્જ થઇ, સંગે ચાલીયા અપાર ।।૨૮।। અશ્વે અસવાર ઓળખી, અને ધીરજ નવ શકે ધરી ।

પગ ન માંડે પૃથ્વી, જાણું ઉડશે પાંખુ કરી ।।૨૯।।

પછી નાહિ નાથ પાછા વળ્યા, અને આવીને ઉતર્યા બાર ।

પોતે પધાર્યા પુરમાં, ત્યાં આવ્યા અસુર અપાર ।।૩૦।।

મુછ મરડે કાંડાં કરડે, વળી ભર્યા બરડે ભાથ છે ।

કૈક ભૂરા અતિલંબુરા, પૂરા પાંચ તે હાથ છે ।।૩૨।। ખડગ ખાંડાં હાથ પબેડાં, સમશેર સાંગ્ય કર ગ્રહિ ।

બંદુક બરછી ખરિ ખરચી, અસુર ભૂર આવ્યા લઇ ।।૩૩।।

પ્રકરણ ૫૭કકકક ભક્તચિંતામણી

૨૨૧

ડાઢાં મોટાં પહેરી લંગોટાં, ડોટું દિયે મારવા ।

ચાર દશા આવ્યા ધશા, ઠાઉકો કર ઠારવા ।।૩૪।। વડા વૈરી લીધા ઘેરી, જમતા હતા જીવન વળી ।

મોટી ડાઢી ખડગ કાઢી, મારવાને ત્રુટ્યા મળી ।।૩૫।। વિપ્રે માંડ્યા વળી વારવા, પણ માને નહિ મદેભર્યા ।

કાઢી ખડગ કરમાં, હરિજન પર ઘાવ કર્યા ।।૩૬।।

હરિજન કહે હવે પાપીયો, ઉભા રહેજ્યો એહ પગે ।

અમપર તમે ઘાવ કીધા, અમે ન બોલ્યા ત્યાં લગે ।।૩૭।।

સિંહ સરીખા શોભતા, વળી યુધ્ધમાં જાણે ઘણું ।

ધાયા ધણેણી મારવા, ખમે ખડગ કોણ ક્ષત્રિતણું ।।૩૮।।

ચાર પાડ્યા ચોકમાં, જે હતા અસુરમાં અધિપતિ ।

બીજા ભણેણી ભાગિયા, ભાઇયો આપણી પણ આ ગતિ ।।૩૯।। વણઠલ વેરાગા ફરતાં નાગાં, ભાગ્યા ભૂર ભૂલી દિશા ।

રહેતાં મરડતાં અતિઠરડતાં, ખાસડાં ખાતાં ખૂબ ખશ્યા ।।૪૦।। અતિ અસોયા બહુ બફોયા, કોઇ કોઇને ભેળું નઇ ।

માર્યા માર્યા કહે મુખથી, એમ રિયોપિયો રહ્યું થઇ ।।૪૧।। જાણીને મૂકયા જીવતા, બહુ લાગી મહારાજની બીક ।

નહિતો એકે એકને, કરવા તે હતા ઠીક ।।૪૨।।

પછી આવ્યા પાછા વળી, કર્યા પ્રભુને પ્રણામ ।

ત્યારે નાથ કહે આપણે, હવે રહેવું નહિ આ ઠામ ।।૪૩।। હરિ હરિજન હેતુ સહુના, કલ્પવૃક્ષ સમ કહેવાય ।

તેમાં જે જન જેવું ચિંતવે, તેને તે તેવું થાય ।।૪૪।।

નરતન ધરી નાથજી, વળી સૂર્ય સમ શોભે ઘણું ।

પણ પાપીને ન પડે પાધરું, નડે પાપ પોતાતણું ।।૪૫।। એમ ભાર ઉતાર્યો ભૂમિનો, વૈશાખવદિ ચતુર્દશી ।

તેદિ પાપી મારીયા, જે આવ્યાતા મારવા ધશી ।।૪૬।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

૨૨૨ ભક્તચિંતામણ પ્રકરણ ૫૮

મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અસુરનો નાશ કર્યો એ નામે

સત્તાવનમું પ્રકરણમ્‌ ।।૫૭।।

ચોપાઇ- પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ, જોઇ અસુર નરનો નાશ ।

ગયા વેલાલ્ય સલકિ ગામ, પછી કચ્છમાં સધાવ્યા શ્યામ ।।૧।। ત્યાંથી કાગળ મોકલ્યો નાથે, એવું શીદ કર્યું અમ સાથે । અમારે નોતું કરવું એમ, તમારે પણ ઘટે એ કેમ ।।૨।। એતો થયું છે અજાણમાંઇ, તેનો ધોખો કરશોમાં કાંઇ । એતો કરાવનારા છે કોક, તેનો શીદને રાખવો શોક ।।૩।। અમે તમે તો એક જ છીએ, ઘણું ઘણું શું મુખથી કહીએ । અમે કરશું જગન ડભાણ, તિયાં આવજો સર્વે સુજાણ ।।૪।। થાશે તે અમે ચાકરી કરશું, તમે કરશો માં તમારું નરશું । ત્યાંતો એકાએક હતા અમે, તેવા સમામાં આવિયા તમે ।।૫।। એવો પત્ર લખ્યો અવિનાશે, આવ્યો અસુરાધિશને પાસે ।

સામ દામ દંડ ભેદે ભર્યો, વાંચી કાગળ વિચાર કર્યો ।।૬।।

ન કરો નુગરાની યાં વાત, જેણે માર્યા સાધુ સાક્ષાત ।

એમ સમજી મનમાં વિચારી, પછી બેસી રહ્યા જખ મારી ।।૭।।

પછી શું શું કર્યું ભગવાને, કહું સાંભળજ્યો સહુ કાને । આદર્યો છે ડભાણે જગન, આવ્યા ચૌદિશેથી હરિજન ।।૮।। શાળ દાળ ને દળાવ્યા ઘઉં, લીધાં ઘી ગોળ મિસરી બહુ ।

છોયે રસના ભર્યા કોઠાર, તેનો કહેતાં તે ન આવે પાર ।।૯।।

પછી પોતે પધાર્યા મહારાજ, પૂરો કરવો જગન એ કાજ ।

રહ્યા દન દોય એહ ઠામ, પછી ગયા ઘોડાસર ગામ ।।૧૦।। ત્યાંથી નાથ ગયા હાથરોળી, ત્યાં તેડાવી સંત મંડળી । આવ્યા ભીલ ને ભીલભૂપતિ, હાથ જોડીને કરી વિનતિ ।।૧૧।। ભલે આવ્યા તમે ભગવાન, દીધાં અમને દર્શન દાન ।

ઉભા આગળ જોડીને પ્રાણ, અમે છીએ તમારા વેચાણ ।।૧૨।। કાંઇક સોંપજ્યો અમને કાજ, એવું સુણીને બોલ્યા મહારાજ ।

પ્રકરણ ૫૮કકકક ભક્તચિંતામણી

૨૨૩

આવા સાધુ હોય નિરમાન, તેની રક્ષા કરવી નિદાન ।।૧૩।। ડભાણમાંહિ થાશે જગન, તેમાં કરવા ઇચ્છે છે વિઘન ।

મહામદે ભર્યા જે અભાગી, તેને કેમ ગમે આવા ત્યાગી ।।૧૪।।

માટે એનું કરો ઉપરાળું, થાય તો કરજ્યો રખવાળું । ત્યારે બોલ્યો ભીલનો ભૂપતિ, એનો ભાર નથી મારે રતિ ।।૧૫।।

મર આવે પૃથ્વીપતિ રાય, માનું તરણા જેવો મનમાંય ।

પણ માગું છું જોડી હું હાથ, મારે ઘેર પધારીયે નાથ ।।૧૬।।

પછી બેસાર્યા પાલખી પર, રાય તેડી ચાલ્યો નિજઘર ।

બહુ હેતે કરી પધરાવ્યા, ભરી થાળ મોતીડે વધાવ્યા ।।૧૭।।

પછી સુરતથી સત્સંગી આવ્યા, પ્રભુ સારુ પોશાગ તે લાવ્યા । શોભે સુરવાળ જામો જરી, શિર બાંધી છે પાઘ સોનેરી ।।૧૮।। બાંધી કમરે કસુંબી શાલ, નિરખી જન થયા છે નિહાલ ।

ચમર છતર અબદાગરી, તે રહ્યા છે હરિપર ધરી ।।૧૯।। ધૂપ દીપ ઉતારી આરતિ, પછી કરજોડી કરી વિનતિ ।

જોઇ રાજી થયો રળિયાત, પ્રભુ સાંભળજ્યો એક વાત ।।૨૦।। અમપર મહેર અતિ કીજે, આવું સહુને દર્શન દીજે ।

પછી બેઠા પાલખીએ હરિ, દિધાં શહેરમાં દર્શન ફરી ।।૨૧।। નિર્ખિ નાથને થયો સનાથ, સહુ કહે ધન્ય ધન્ય નાથ ।

પછી પ્રભુ કહે સુણો રાજન, જાયે ડભાણે કરવા જગન ।।૨૨।।

સર્વે સજ્જ થાઓ તમે શૂર, જાવું જોશે આપણે જરૂર ।

પછી રાજા કહે સુણો નાથ, કહોતો લાખ ભીલ લઉં સાથ ।।૨૩।। ત્યારે બોલીયા એમ મહારાજ, નથી આપણે એવડું કાજ ।

કાંઇ થોડા ઘણા લિયો સંગ, બીજા છે અમસંગે તોરંગ ।।૨૪।।

સજ્જ થઇ ચાલ્યો ભીલરાજ, બેઠા પાલખી પર મહારાજ ।

વાજે ઢોલ દદામા નિશાણ, શોભા બહુ શું કહું વખાણ ।।૨૫।। આવ્યા ડભાણ ઢુંકડા જ્યારે, થયા ઘોડે અસવાર ત્યારે ।

ઘોડો શોભે છે ઘણું રૂપાળો, માંડ્યો સાજ ઉપર શોભાળો ।।૨૬।।

૨૨૪ ભક્તચિંતામણ પ્રકરણ ૫૮

કોટે કોટિયું હૂલર હાર, પગે ઝાંઝરનો ઝમકાર ।

ચાંદી ચોકડે મોંવડે જડી, માથે કરી છે કલંગી ખડી ।।૨૭।। શોભે તાવિથે ઘુઘરી સાર, કેડ્યે કનક ભૂષણની હાર ।

કાઠું જીન કનકનું રાજે, દોય પાઘડે મોર બિરાજે ।।૨૮।। અંગોઅંગ શોભા સઇ ભણું, શોભે ઘોડો ઘરેણાંમાં ઘણું ।

સારાં શીલ સોયામણો લાગે, ચાલે ઘમકે ઘુઘરીયો વાગે ।।૨૯।। ધીરો ચાલે ને લીયે વારકી, ધ્રોડ્યે પહોંચાય નહિ કોઇ થકી । એવે અશ્વે ચડ્યા મહારાજ, દેવા દાસને દર્શન કાજ ।।૩૦।।

લીધી સર્વે સંઘની સંભાળ, કરે ચોકી રૂડિ રખવાળ ।

પછી અશ્વ પરથી ઉતરી, બેઠા પાલખીએ પોત્યે હરિ ।।૩૧।। ધીરે ધીરે દિયે છે દર્શન, ઘણું જનપર છે પ્રસન્ન ।

પછી આવ્યા પાકશાળામાંય, ઘડી એક પોત્યે બેઠા ત્યાંય ।।૩૨।।

પૂછી પાકની ખબર ખરી, કહ્યું મોદક મૂક્યા છે કરી ।

પછી મોટો કરાવ્યો માળ, તિયાં બેઠા છે દીનદયાળ ।।૩૩।। નિર્ખે નરનારી મળી વૃંદ, જેમ ચકોર ચિંતવે ચંદ ।

એમ કરતાં વીતિ ગઇ રેણ, પહોર એક પોઢ્યા કમળનેણ ।।૩૪।।

પછી જાગીયા પ્રાણઆધાર, તર્ત ઘોડે થયા અસવાર ।

ફરી જોઇ છે સીમ સઘળી, પછી આવિયા મંડપે વળી ।।૩૫।। તિયાં બ્રાહ્મણ હતા હજાર, કરતા વેદનો મુખે ઉચ્ચાર ।

ભણે મંત્ર ને આહૂતિ દીએ, વહે પરનાળાં અખંડ ઘીએ ।।૩૬।। હોમે હવિષ્યાન્ન જવ તલ, નિરદોષ જગન અવલ ।

નાલી કેળી લવિંગ સોપારી, હોમે એલા સ્વાદી શાળ સારી ।।૩૭।। બહુવિધની લઇ સામગરી, હોમે છે વેદવિધિએ કરી ।

બેઠા પોત્યે તિયાં ઘડી ચાર, પછી આવ્યા પંગત્ય મોઝાર ।।૩૮।। બેઠી પંગત્ય બ્રાહ્મણતણી, કોઇ થકી તે ન જાય ગણી ।

જમે બ્રાહ્મણ ભાવ ભરીને, જુવે પોતે પંગત્ય ફરીને ।।૩૯।।

પછી જમીને ઉઠ્યા વિપર, ગયા દ્વિજ ઉતારા ઉપર ।

પ્રકરણ ૫૯કકકક ભક્તચિંતામણી

૨૨૫

એમ જમ્યા દન દશ સુધી, પછી આવી એકદિ કુબુધી ।।૪૦।। આવી અસુરે કર્યો પ્રવેશ, ત્યારે દ્વિજે આદર્યો છે દ્વેષ । કહે કાંઇક કરો ઉપાય, શું વિચારી રહ્યા મનમાંય ।।૪૧।। આતો પુરો થયો તે જગન, તેમાં કાંઇ ન પડ્યું વિઘન ।

સીધાં ખરચ્યામાં ન રાખી ખામી, કરીએ વિઘ્ન તો આપણે વામી ।।૪૨।।

પહેલા આપણાં મનુષ્ય જમાડો, બીજાં કળે કરીને ખમાડો ।

પછી કરીએ કતોહલ ભારી, પડશે ભંગાણ થાશે ખુવારી ।।૪૩।।

પછી કોણ કેને ઓળખે છે, ઘણા વિપ્ર આપણી પડખે છે ।

લોટ લાડવા લુંટી જ લેશું, બીજા તળાવમાં નાખી દેશું ।।૪૪।।

ગોળ ઘી કુડલાં લેશું હાથે, જાશું અંધારે ઉપાડી માથે । એકએક લઇ જાશું મોંટલી, જમશું ઘી ગોળ ને રોટલી ।।૪૫।। એમ પરિયાણીયા વળી વામી, તે તો જાણે છે અંતરજામી ।

જોજ્યો જીવ તણી અવળાઇ, કેવું વિચારીયું ખાઇખાઇ ।।૪૬।। એવું જાણીને હસિયા હરિ, પછી જીવને જુગતિ કરી ।

આવ્યા પાકશાળાને મોઝાર, કરી કળ કાઢ્યા વામી બાર ।।૪૭।। આડા ઉભા રાખ્યા આણી પાળા, હાથ કરી લીધી પાકશાળા ।

દઇ ડારો હાથ લીધી અસિ, ડરી દુષ્ટ ઉભા દૂર ખસી ।।૪૮।। કરવું હતું અવળું અપાર, હોંસ રહી તે હૈયા મોઝાર ।

બેઠા હાથ ઘસી પછી હેઠા, બહુ સમર્થ શ્રીહરિ દિઠા ।।૪૯।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે યજ્ઞનો આરંભ કર્યો એ નામે

અઠ્ઠાવનમું પ્રકરણમ્‌ ।।૫૮।।

સામેરી- વળતા તે વિપ્ર બોલીયા, મહારાજ શું કહો છો તમે । જેમ આપો આગન્યા, તેમ સહુ કરીએ અમે ।।૧।।

મહારાજ કહે એક તમે, એક અમારો તમસાથ ।

તમે લેજ્યો લાડવા, એ લેશે જેષ્ટિકા હાથ ।।૨।। પિરશે પોતાનાં પારકાં, જો કરશો જરાય ।

૨૨૬ ભક્તચિંતામણ પ્રકરણ ૫૯

તો તમને એ તાડશે, તેની રાવ રોષ ન કાંય ।।૩।।

પછી ભર્યાં મોદકનાં ગાડલાં, તેણે જુતા જોધ્ધ જુવાણ ।

પાક ફરે પંગત્યમાં, એમ જમાડે જીવનપ્રાણ ।।૪।।

તોય બ્રાહ્મણ ભુંડાઇ ન તજે, લઇ બેઠા એક એક લાકડી ।

તૈયે મહારાજ કહે કાઠિયો, તમે આવો સહુ ઘોડે ચડી ।।૫।।

લેવરાવી સૌને લાઠિયો, કાઠી આવિયા ઘોડે ચડી ।

વિના ગોળીએ વછોડીયો, ત્યાં બંધુકો બહુ પડી ।।૬।। ભાંગી ભડાકે કોઠીયો, સુંદર દાળની સોળ ।

જાણે દુષ્ટ વિઘન પાડશું, સામું પડ્યા પોતાને રોળ ।।૭।। ખોટે ડારે ડરાવિયા, કહે ઉઠશો જમતાં કોય ।

જરૂર તેને મારશું, તમે ઉઠજ્યો એવું જોય ।।૮।। જુક્તિ કરીને જમાડીયા, નવ પડવા દીધું વિઘન ।

એમ રૂડી રીતશું, મહારાજે કરાવ્યો જગન ।।૯।।

પછી દિવસ વળતે, તેડ્યા પુરાણી પંડિત ।

કરી ચરચા ચોકમાં, ત્યાં થઇ પોતાની જીત ।।૧૦।।

લાખો લોક ભેળા થયા, નિરખવા નયણે નાથ ।

તેમાં નર તસકરા, આવ્યાતા નાખવા હાથ ।।૧૧।। જોયો સર્વે સંઘને, બહુ ખબરદાર દીઠા ખરા ।

પછી અશ્વ ઉપરે, આવી તાકીયા તસકરા ।।૧૨।।

ત્રણ દિવસના ભુખ્યા તરષા, નયણે નિદ્રા નવ કરી ।

આવીને જુવે અશ્વને, ત્યાં ઘોડે ઘોડે દીઠા હરિ ।।૧૩।।

પછી પ્રભુને પાય લાગ્યા, કહે દયા કરજ્યો દયાળ ।

જ્યાંથી ગુહ્ના છુટીયે, ત્યાં કર્યા ગુહ્ના કૃપાળ ।।૧૪।।

પછી સત્સંગી થઇ, વળી ગયા પોતાને ઘેર ।

એમ પોતે અનેક રીત્યે, કરી તે લીલાલેર ।।૧૫।। દાસનાં દુઃખ કાપવા, આપવા દર્શન દાન ।

હરેફરે હરિ સંઘમાં, વળી બેસે મેડે ભગવાન ।।૧૬।।

પ્રકરણ ૫૯કકકક ભક્તચિંતામણી

૨૨૭

મેડા ઉપર મહાપ્રભુ, પળ મેલિને પોઢ્યા ઘડી ।

અજાણે એક જન આવ્યો, મનફર મેડે ચડી ।।૧૭।।

જબકી જીવન જાગિયા, વળી અચાનક ઉઠ્યા હરિ ।

કોણ હતું અમ પાસળે, એમ કહીને રીશ કરી ।।૧૮।।

પહેર્યાં હતાં બહુપેરનાં, વળી ઘરેણાં ઘણાં ઘણાં ।

અંગોઅંગ ઓપતાં, સુંદર તે સુવર્ણતણાં ।।૧૯।। વેઢ વિંટી ને કનક કડાં, પોંચી અંગોઠી ઓપતી ।

બાજુ કાજુ બેરખા વળી, શોભે કાને કુંડળ અતિ ।।૨૦।। કંઠે હાર તે હેમના, હુલર હીરા સાંકળી ।

અંગોઅંગ આભૂષણ પહેરી, પોઢ્યાતા પોતે વળી ।।૨૧।। એવા સમામાં ઉઠાડિયા, વળી જાલ્મ નરે જગદીશ ।

તે સારુ સહુ ઉપરે, મહારાજે કરી રીશ ।।૨૨।।

પછી આભૂષણ ઉતારીયાં, અને ફેંકીયાં ફરતાં વળી ।

અંબર એક અંગે રાખ્યું, બીજાં મેલિયાં સર્વે મળી ।।૨૩।। કેણે ન જવાય પાસળે, વળી બીક લાગે સહુને ।

જોઇ જીવન રૂઠડા, વળી દુઃખ થયું બહુને ।।૨૪।।

પછી ભાઇ રામદાસજી, ધીરેધીરે પાસે ગયા ।

મહારાજ વસ્ત્ર ઓઢિયે, અમ ઉપર કરી દયા ।।૨૫।।

પછી વસ્ત્ર પહેરીયાં, હસી પ્રભુજી બોલ્યા વળી ।

હતી ઉદાસી અતિ ઘણી, પણ હવે તો સર્વે ટળી ।।૨૬।।

પછી વિપ્ર તેડાવિયા, તમે કરો શીઘ્ર રસોઇ ।

લાખો માણસ જમશે, વળી કેમ રહ્યા છો સોઇ ।।૨૭।। બ્રાહ્મણ ભેળાણા ઉંઘમાં, સુતા તે સદને સંતાય ।

તે એકોએકને ઉઠાડિયા, પ્રભુ પોતે ઝાલી બાંય ।।૨૮।।

પછી મનમાન્યા મોદક કરી, જમે વાડવ યૂથનાં યૂથ ।

પાર ન આવે પંગત્યનો, વળી મળ્યા વિપ્ર વરૂથ ।।૨૯।। આપે સીધાં અતિ ઘણાં, માગે સાઠ્ય ત્યાં શત પાંચ ।

૨૨૮ ભક્તચિંતામણ પ્રકરણ ૬૦

કોઇ રીતે સરાજામની, વળી આવે નહિ લેશ આંચ ।।૩૦।। જેજેકાર તે થઇ રહ્યો, આપે અન્ન તે અતિઘણું ।

ભેટ્ય બાંધી બ્રાહ્મણે, જે જમીયે તે આપણું ।।૩૧।।

પછી થઇ પૂર્ણાહુતિ, યજ્ઞ નિર્વિઘન થયો ।

બંકાશિર ડંકા દઇ, પ્રૌઢ પ્રતાપ જણાવિયો ।।૩૨।।

પછી વિદ્યા જોઇ વિપ્રની, દીધાં દાન દક્ષિણા ઘણી ।

રાજી કરી વળી વાડવા, વળાવિયા ભુવન ભણી ।।૩૩।। વળી ખરચતાં ખૂટ્યા નહિ, વધ્યા લાડવા લાખો સહિ ।

ગોળ ઘી ને દાળ રસાળ, વળી પિષ્ટનો પાર નહિ ।।૩૪।।

પછી પુછ્યું નાથને, આ મોદકનું કેમ કરીએ ।

આપો ઘરોઘર ગામમાં, એમ હુકમ કીધો હરિએ ।।૩૫।।

પછી માંડ્યા આપવા, ભરીભરી મોદક ટોપલા ।

આલતાં ખુટ્યા નહિ, પોતા લાડવા અતિભલા ।।૩૬।। વહેંચતાં વધી પડ્યા, તે નાખ્યા જળમાં જંતુને ।

મહારાજે આપી આગન્યા, વળી સાજામાંદા સંતને ।।૩૭।।

પછી સંઘ સર્વેને શીખ આપી, જાઓ સહુ સહુને ઘેર ।

પંચ વરતને પાળજ્યો, પ્રભુ ભજજ્યો રૂડિ પેર ।।૩૮।।

પછી પોતે પધારીયા, કરી તે જયજયકાર ।

કરી લીળા ડભાણમાં, અલબેલે અપરમપાર ।।૩૯।।

પોત્યે યજ્ઞ પૂરો કર્યો, પોષસુદી પુન્યમતિથિ ।

તેદિ યજ્ઞ પૂરો થયો, કર્યો યથાયોગ્ય કાંઇક કથી ।।૪૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ડભાણમાં યજ્ઞની સમાપ્તિ કરી એ

નામે ઓગણસાઠમું પ્રકરણમ્‌ ।।૫૯।।

ચોપાઇ- એમ યજ્ઞ કરી યદુનાથ, ચાલ્યા શ્યામળો સખાને સાથ । રહ્યા જેતલપુરમાં જઇ, સંઘ સરવે સંગાથે લઇ ।।૧।। ત્યાંથી સંઘને શીખજ કરી, પોતે ચાલ્યા પશ્ચિમ દેશે હરિ ।

પ્રકરણ ૬૦કકકક ભક્તચિંતામણી

૨૨૯

સારો પહેરી સુંદર સુરવાળ, ઝગે જરકશી જામો વિશાળ ।।૨।।

માથે બાંધી છે પાઘ સોનેરી, કમર કશી કેસર રેંટા કેરી । બાજુ કાજુ કુંડળ રૂપાળાં, હાથે હેમકડાં બે વળાળાં ।।૩।। હૈયે હાર અપાર શોભાળા, ઉર ઉતરી મોતીની માળા ।

કોટે કનકની કંઠી શોભે, શિશે શિરપેચ જોઇ મન લોભે ।।૪।।

ચડ્યા ઘણામૂલે હરિ ઘોડે, બીજા સખા અસવાર જોડે ।

ચાલ્યા વાટમાં એવાના એવા, સર્વે જનને દર્શન દેવા ।।૫।। જેજે વાટમાં આવિયાં ગામ, તેણે નિરખ્યા સુંદર શ્યામ ।

દેતા દર્શન દીનદયાળ, આવ્યા પ્રભુજી દેશ પંચાળ ।।૬।।

સુંદર ગામ સારંગપુર નામ, તિયાં પધાર્યા સુંદર શ્યામ ।

રૂડા ભક્ત જીવો ને રાઠોડ, આવ્યા હરિ કરી તિયાં ધ્રોડ ।।૭।। રહી રાત્ય એક તિયાં રાજ, આવ્યા કારિયાણી મહારાજ ।

તિયાં ભક્ત વસે એક માંચો, નહિ તે કોઇ નિયમમાં કાચો ।।૮।। નિરલોભી ને અતિ નિષ્કામી, તેને ઘેર પધારીયા સ્વામી ।

તિયાં રહ્યા હરિ એક દિન, પછી આવ્યા ગઢડે જીવન ।।૯।। ભક્ત સભાગી એભલ જીયાં, રહ્યા કાંઇક કૃપાળુ તિયાં ।

પછી ત્યાંથી સધાવીયા શ્યામ, આવ્યા નાથ કરિયાણે ગામ ।।૧૦।। તિયાં રહ્યા રાત એક હરિ, આવ્યા રાયપર કૃપા કરી ।

સખા સર્વે છે શ્યામ સાથ, આવ્યા કોટડે બંધીયે નાથ ।।૧૧।।

ગયા ગોંડળ ને જેતપર, આવ્યા ધોરાજી શ્યામસુંદર ।

જઇ જમનાવડે જગદીશ, ત્યાંથી પાછો કર્યો પરવેશ ।।૧૨।। આવ્યા દુધિવદર કંડોરડે, ત્યાંથી પધારીયા કાલાવડે ।

ભક્ત જાદવજીને ભુવન, રહ્યા રાત્ય ત્યાં પ્રાણજીવન ।।૧૩।। ત્યાંથી સખાને શીખજ દઇ, પોતે ચાલ્યા સેવક બે લઇ ।

ત્યાંથી મોડે ગયા કરી મહેર, ભક્ત રણમલજીને ઘેર ।।૧૪।।

પછી આવ્યા અલૈયે જીવન, ભક્ત નારાયણને ભવન ।

ત્યાંથી ગયા છે ભાદર ગામ, ભક્ત ડોસો જ્યાં રતનોરામ ।।૧૫।।

૨૩૦ ભક્તચિંતામણ પ્રકરણ ૬૦

રહ્યા રાત્ય કરી હરિ મહેર, વસતા વશરામને ઘેર ।

પછી ત્યાંથી કર્યો પરવેશ, ગયા જોડીયેથી કચ્છદેશ ।।૧૬।। આવી અંજારમાં રાત્ય રહ્યા, ત્યાંથી વાલો ધમડકે ગયા ।

ભક્ત રામસિંઘ રાયધણે, કરી સેવા ભરી ભાવે ઘણે ।।૧૭।। તિયાં રહ્યા દન દોય ચાર, પછી ભુજ પધાર્યા મોરાર ।

દઇ જનને દર્શનદાન, તિયાં રહ્યા પોતે ભગવાન ।।૧૮।। કર્યો હુતાસનીનો સમૈયો, આપ્યો આનંદ ન જાય કહીયો । અતિ ઉડાડે રંગ ગુલાલ, કર્યો અલબેલે અલૌકિક ખ્યાલ ।।૧૯।।

લીધો લાવો નાથ સાથ જને, ફાગણશુદી પુન્યમને દને ।

તેદિ ભુજમાં ઉત્સવ કર્યો, સર્વે જને મને મોદ ભર્યો ।।૨૦।। કરી અલબેલે લીલાલેર, ગંગારામ હીરજીને ઘેર ।

દઇ સુંદરને સુખ શ્યામ, ત્યાંથી ગયા માનકુવે ગામ ।।૨૧।। તિયાં ભક્ત અદોભાઇ નામ, વળી તેજો કેશવ ને શ્યામ ।

તેને દીધાં છે દર્શનદાન, ત્યાંથી તેરે ગયા ભગવાન ।।૨૨।। તિયાં તેડાવિયા સર્વે સંત, દિધાં દર્શન સુખ અત્યંત ।

ત્યાંથી આવીયા કાળેતળાવ, જોઇ ભક્ત ભીમજીનો ભાવ ।।૨૩।। રહ્યા દિન દોચારેક ત્યાંઇ, પછી ફરી આવ્યા તેરામાંઇ ।

ભક્ત નાગજી સંઘજી સુતાર, તિયાં આવ્યા મુનિ ને મોરાર ।।૨૪।। કરી રસોઇ જમાડ્યા સંત, જમ્યા જન ભેળા ભગવંત ।

પછી બોલીયા સુંદરશ્યામ, ભરિ લીયોને જળનાં ઠામ ।।૨૫।। એમ કહીને સંત ચલાવ્યા, વાલો પોતે વળાવવા આવ્યા ।

પછી મળ્યા સહુને મહારાજ, તમે રાજી રહેજ્યો મુનિરાજ ।।૨૬।। એમ કહીને શીખજ દિધી, પોતે વાટ માંડવીની લીધી ।

તિયાં ભક્ત મેઘો વશરામ, ટોપણ દેવશી સુંદર નામ ।।૨૭।। તેને દઇ દરશન નાથ, સર્વે જનને કર્યાં સનાથ ।

ત્યાંથી નાથ બેઠા છે નાવડે, આવ્યા ભાદરે અલૈયે મોડે ।।૨૮।। કરી કંડોરડાની ચોરાશી, આવ્યા ધોરાજીએ અવિનાશી ।

પ્રકરણ ૬૦કકકક ભક્તચિંતામણી

૨૩૧

રહે ભાડેર પાતળભાઇ, રહ્યા એક દિન પ્રભુ ત્યાંઇ ।।૨૯।।

મેઘપુર આવ્યા કરી મહેર, સોની નારાયણ ભક્તને ઘેર ।

ત્યાંથી પ્રભુ આવ્યા પિપલાણે, રાખ્યા હરિને જન કલ્યાણે ।।૩૦।।

પછી આવ્યા આખે અલબેલો, દવે નારાયણ ઘેર છબીલો ।

ત્યાંથી આવ્યા વાલો અગત્રાઇ, જીયાં વસે છે પર્વતભાઇ ।।૩૧।। તિયાં રહ્યા હરિ બહુદિન, તેડાવિયા તિયાં હરિજન ।

કરવા ઉત્સવ અષ્ટમી કેરો, હૈયામાંહિ છે હર્ષ ઘણેરો ।।૩૨।। તિયાં મોટો મંડપ કરાવ્યો, માંહિ મેડો કર્યો મનભાવ્યો । તિયાં બેઠા વાલો વનમાળી, સુંદર મૂરતિ રૂડી રૂપાળી ।।૩૩।। જોઇ જનને સમાધિ થાય, કરે લીળા નાવા નિત્ય જાય ।

પછી દ્વિજ ધનહીન જોઇ, તેના સુતને આપી જનોઇ ।।૩૪।। ફર્યા ફુલેકે ગામમાં નાથ, અંસે અસિ શ્રીફળ લઇ હાથ ।

પછી આવ્યો અષ્ટમીનો દન, બહુ ગુલાલ લાવિયા જન ।।૩૫।। ભરે મુઠી હેતે હરિ હાથે, નાખે નાથ નિજજન માથે ।

થયા રંગે રાતા સહુ જન, પાડે તાળી કરે કીરતન ।।૩૬।। એમ સારો ઉત્સવ કર્યો શ્યામે, અલબેલે અગત્રાઇ ગામે ।

આપ્યો આનંદ જનને જીવને, શ્રાવણવદી અષ્ટમીને દને ।।૩૭।। તેદિ લીળા કરી અગત્રાયે, કરાવી આંબે પર્વતભાયે ।

પછી પધારીયા ગઢજુને, સાથે લીધો છે સંઘ સહુને ।।૩૮।।

સંઘ દેખી દુષ્ટ દાજીયા, પછી રાજા પાસે રાવે ગીયા ।

લેશે સાહેબ શહેર તમારું, એનું માણસ ઉતારો બારું ।।૩૯।। તૈયે રાજા કહે સુણો તમે, એનું દીધું કરું રાજ્ય અમે । એહ લેશે તો સુખેથી લીયો, એને ગામમાં આવવા દિયો ।।૪૦।।

પછી શહેરમાં શ્યામ પધાર્યા, નિજજનને મોદ વધાર્યા ।

પોતે દિવસ એક ત્યાં રહ્યા, પછી નાવા દામોદર ગયા ।।૪૧।।

નાઇ નિસર્યા મોહનલાલ, ચર્ચ્યું ચંદન વિપરે ભાલ ।

તેને દીધી છે દક્ષિણા બોળી, આપી મહોર નાથે અણતોળી ।।૪૨।।

૨૩૨ ભક્તચિંતામણ પ્રકરણ ૬૧

પછી આવિયા શહેરમાં શ્યામ, ત્યાં વાલે કર્યો વિશ્રામ ।

ત્યાંથી ચાલીયા શ્યામ સુંદર, આવ્યા નરસિંહ મેતાને મંદિર ।।૪૩।। તિયાં બેસીયા ઘડી બેચાર, પછી આવિયા છે પુર બહાર ।

સર્વે સંઘ સંગે લઇ શ્યામ, પછી આવ્યા ફણેણી ગામ ।।૪૪।। તિયાં સર્વેને શીખજ દિધી, એવી લીળા અલબેલે કીધી ।

સર્વે જનને સુખીયા કરી, પોતે પધાર્યા પંચાળે હરિ ।।૪૫।। બહુબહુ લીળા કરે લાલ, જોઇ જનને થાય નિહાલ ।

જે કોઇ યોગીના ધ્યાનમાં નાવે, તે અલબેલો લાડ લડાવે ।।૪૬।। કરે લીળા અતિશે અપાર, કહેતાં કોણ પામે તેનો પાર ।

જેમ સભર ભર્યો મેરાણ, પિવે પંખી તે ચાંચ પ્રમાણ ।।૪૭।। તેમ અતિ અગાધ મહારાજ, કોણ કળે તોલે કવિરાજ ।

પણ જે પિયે તે સુખી થાય, નિશ્ચે નિષ્કુળાનંદ એમ ગાય ।।૪૮।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ

મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાઠ્યમું પ્રકરણમ્‌ ।।૬૦।।

ચોપાઇ- પછી પધાર્યા દેશ પંચાળ રે, જીયાં વસે છે દાસ દયાળ રે ।

સર્વે સંસારનાં સુખ ત્યાગી રે, એક પ્રભુપદ અનુરાગી રે ।।૧।।

પંચ વિષયથી પ્રીત ઉતારી રે, પંચવ્રત પ્રેમે રહ્યા ધારી રે । દીધાં દેહ તણાં સુખ નાખી રે, રહ્યાં અંતરે પ્રભુને રાખી રે ।।૨।। એવા જન જક્તથી ઉદાસી રે, તિયાં આવ્યા આપે અવિનાશી રે । જોઇ જનના હૈયાનું હેત રે, આવ્યા પ્રભુજી સખા સમેત રે ।।૩।। તેને દીધાં છે દર્શન દાન રે, બહુ ભાવે કરી ભગવાન રે । અંધ અપંગ બૂઢા ને બાળ રે, અસમર્થ અબળા લાજાળ રે ।।૪।। તેને દયા કરી હરિ આપ રે, દીધાં દર્શન ટાળિયા તાપ રે ।

પછી જને પૂછ્યા સમાચાર રે, કહ્યા હરિએ કરી વિસ્તાર રે ।।૫।। જે જે પૂછતા ગયા છે જન રે, તે તે કહેતા ગયા છે જીવન રે ।

પછી પુછી જગનની વાત રે, કહી રાજી થઇ રળીયાત રે ।।૬।। જેને નોતું અવાણું જગને રે, તે પણ મગન થયા સુણી મને રે ।

પ્રકરણ ૬૧કકકક ભક્તચિંતામણી

૨૩૩

કહે ધન્ય ધન્ય મહારાજ રે, એવો જગન થાય કોણે આજ રે ।।૭।। બીજા ખર્ચે બહુ બહુ ધન રે, પણ ન થાય નિરવિઘન રે ।

કૈક જન તણા જીવ જાય રે, એવું સુણ્યું છે જગન માંય રે ।।૮।।

લૂંટે ચોર કે ખરચી ખુંટે રે, થાય ફજેતિ શકોરાં ફૂટે રે । તે તો તમે કર્યો નિર્વિઘન રે, જગજીવન પ્રભુ જગન રે ।।૯।। કહે નાથ એનો શ્યો વિચાર રે, એવા કરીએ જગન અપાર રે । કહે તો કરીએ વર્ષો વરષ રે, એકએકથી બીજો સરસ રે ।।૧૦।। એમ કહી કર્યું પરિયાણ રે, તેડ્યા સંત સમીપે સુજાણ રે ।

મુક્તાનંદ ને મોટેરા ભાઇ રે, બ્રહ્માનંદ નિત્યાનંદ ત્યાંઇ રે ।।૧૧।। કહે નાથ સુણો સંત મળી રે, કરીએ વિષ્ણુયજ્ઞ એક વળી રે । જુઓ ગુર્જરખંડ વિચારી રે, કોણ ઠેકાણે જાયગા સારી રે ।।૧૨।। બોલ્યા સંત સાંભળજ્યો શ્યામ રે, યજ્ઞ જેવું જેતલપુર ગામ રે । તિયાં સુંદર કોટ તળાવ રે, વળી ગામમાં છે ઘણો ભાવ રે ।।૧૩।। ત્યારે બોલ્યા સુંદર શ્યામ રે, એતો અમને ન ગમ્યું ગામ રે । એનો ધણી છે ધર્મનો દ્વેષિ રે, તેતો યજ્ઞ કરવા કેમ દેશે રે ।।૧૪।।

મોર્યે ભેળા થયાતા બ્રાહ્મણ રે, તેને પૂછ્યું હતું અમે પ્રશ્ન રે । દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર વળી રે, કહ્યું કેમ પૂજે માતા મળી રે ।।૧૫।।

ચારે વર્ણની એક છે રીત્ય રે, કહે કાંઇ છે એમાં વિગત્ય રે । તૈયે બોલ્યા શાસ્ત્રી સુજાણ રે, સાંભળો કહું શ્રુતિપ્રમાણ રે ।।૧૬।। દ્વિજ ક્ષત્રિ વૈશ્ય જે કહેવાય રે, તેને મદ્ય માંસે ન પૂજાય રે । બીજા હોય જે જે શુદ્ર વર્ણ રે, તેનાં વેદથી બારાં આચર્ણ રે ।।૧૭।। ત્યારે કહ્યું મેં સાંભળી લહીએ રે, બીજા કરે તેને કેવા કહીએ રે । ત્યારે શાસ્ત્રી કહે એ મલેચ્છ રે, પાપી ઢેઢ ભંગિયાથી નીચ રે ।।૧૮।। ત્યારે મેં કહ્યું સર્વે સાંભળજ્યો રે, એવા હો તે એમાં જઇ ભળજ્યો રે

તે દિવસના દાજ્યા છે વામી રે, વાત મેલી છે રાજાને ભામી રે ।।૧૯।।

માટે જરૂર કરશે વિઘન રે, તિયાં પુરો નહિ થાય જગન રે ।

૨૩૪ ભક્તચિંતામણ પ્રકરણ ૬૧

ત્યારે સંત કહે જમશે બ્રાહ્મણો રે, કેમ નાખશે નિજભાણે પાણો રે ।।૨૦।। ત્યારે કહે મહારાજ સારું રે, કરો મનમાને જ્યાં તમારું રે ।

પછી જેતલપુરનું ઠેરાવી રે, કરી સામગ્રી સરવે આવી રે ।।૨૧।।

લીધા ઘી ગોળ ને ઘઉં ઘણા રે, કર્યો ગંજ શાળ દાળતણા રે । કોઇ વાતની ન રાખી ખામી રે, ત્યાંતો પધારીયા પોતે સ્વામી રે ।।૨૨।। આવ્યા સંઘાથે સંઘને લઇ રે, તેડ્યા વણતેડ્યા આવ્યા કઇ રે । આવ્યા તેડાવ્યા સરવે સંત રે, આવ્યા સંઘ નાવે તેનો અંત રે ।।૨૩।। દિયે દર્શન પ્રસન્ન હોઇ રે, લિયે જન સુખ મુખ જોઇ રે ।

પછી બોલિયા જગજીવન રે, દ્રષ્ણ પ્રષ્ણ એ મોટો જગન રે ।।૨૪।। બીજું યજ્ઞ આ થાય ન થાય રે, તેનું નથી અમારે જો કાંય રે । એમ કહી જણાવે જનને રે, દિયે રાત્ય દિવસ દ્રષ્ણને રે ।।૨૫।।

પૂજે જન જીવનને મળી રે, લાવે પૂજા વિધ્યેવિધ્યે વળી રે ।

ચર્ચિ ચંદન હાર પહેરાવે રે, ગુંથી ગજરા તોરા ધરાવે રે ।।૨૬।। કરે પુષ્પના કંકણ કાજુ રે, બાંધે બેરખા સુંદર બાજુ રે । કરે ફુલનો ફેંટો પછેડી રે, વળી જમાડે ઉતારે તેડી રે ।।૨૭।। દિયે દર્શન એવાના એવા રે, જગજીવન છે જોયા જેવા રે ।

એમ કરે છે લીળા અપાર રે, નિર્ખિ સુખ લીયે નરનાર રે ।।૨૮।। એવું દેખીને દાજીયા વામી રે, કહ્યું નરેશને શિશ નામી રે । કહે સાંભળો શ્રવણે રાજન રે, જે સારૂં કરે છે સ્વામી જગન રે ।।૨૯।। જે દિનો એ જગન થાય છે રે, તે દિનો રાજતેજ જાય છે રે । એને જજ્ઞે મુવો તાત તારો રે, હવે આવ્યો છે તમારો વારો રે ।।૩૦।।

માટે જીવવું હોય રાજન રે, તો ન કરવા દિયો જગન રે ।

સુણી આવી નરેશને આંધી રે, કહે જાઓ લાવો એને બાંધી રે ।।૩૧।। એમ કર્યું પરિયાણ ત્યાંઇ રે, જાણ્યું અંતરજામિએ આંઇ રે । જોયું વિચારી કરશે વિઘન રે, અમે રહેશું તો પિડાશે જન રે ।।૩૨।।

પછી પ્રભુજી ચડિયા ઘોડે રે, લઇ સંઘને ગયા ચરોડે રે ।

પછી કેડે આવી કટકાઇ રે, આવ્યા ભગવા કરવા ભૂંડાઇ રે ।।૩૩।।

પ્રકરણ ૬૨કકકક ભક્તચિંતામણી

૨૩૫

તેણે સ્વામી સધાવ્યા સાંભળી રે, ગયા ધુડ ફાકતા તે વળી રે ।

પછી સાંજે આવ્યા પોતે નાથ રે, અસિ કશેલ સખા છે સાથ રે ।।૩૪।।

સંતો તમારી રક્ષાને કાજ રે, સખે ધાર્યાં છે આયુધ આજ રે । હવે અમે તો જાશું ડભાણ રે, તમે રહેજ્યો યાં સંત સુજાણ રે ।।૩૫।।

પછી પધારીયા પોતે શ્યામ રે, સખા લઇને ડભાણ ગામ રે ।

તિયાં જઇને હતું જે સિધું રે, તેતો સરવે મગાવી લીધું રે ।।૩૬।। તેણે જમાડિયા જન બહુ રે, વર્ણ અઢાર તે વળી મઉ રે ।

આપ્યાં જમાડી વળી વસન રે, એમ કીધો છે નાથે જગન રે ।।૩૭।। આવ્યા ભગવા કહે ભુલ્યા અમે રે, અતિ સમર્થ છો સ્વામી તમે રે । અમે અમારું અવળું કીધું રે, અર્થ વિના અપરાધ લીધું રે ।।૩૮।। ત્યારે મહારાજ કહે નથી કાંઇ રે, જાઓ જમો જેતલપુરમાંઇ રે ।

પછી જમાડી જોગિની ઝુંડું રે, કર્યું વામીએ વામીનું ભૂંડું રે ।।૩૯।। કરવા હતા જગન હમેશ રે, ન કરવા દીધા તે નરેશ રે ।

તેતો કહ્યું હતું પોતે પહેલું રે, થયું તેમનું તેમજ છેલું રે ।।૪૦।। એમ જગન થયો એ જાણો રે, મહાશુદી પંચમી પ્રમાણો રે । જોઇ રાજી થયા હરિજન રે, દુઃખ પામિયા પાપીયા મન રે ।।૪૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીહરિ પાંચાળથી જેતલપુર

પધારી યજ્ઞ કર્યો એ નામે એકસઠ્યમું પ્રકરણમ્‌ ।।૬૧।।

ચોપાઇ- પોતે દયાળુ હતા ડભાણ, સુંદરવર શ્યામ સુજાણ । ત્યાંથી ચાલીયા અંતરજામી, આવ્યા બુધેજમાં બહુનામી ।।૧।। હરિભક્ત તિયાં હઠિભાઇ, રહ્યા રાત્ય તિયાં સુખદાઇ ।

ત્યાંથી આવ્યા પછચ્મે મહારાજ, જીયાં ભક્ત ઓધવ જેરાજ ।।૨।। રહી રાત્ય એક તેને ઘેર, ત્યાંથી વાલો આવ્યા છે ઝીંઝર ।

સંગે ભક્ત હતો મેર જેઠો, અતિવૃધ્ધ અંગે વળી દિઠો ।।૩।। તેને પહેરાવ્યો સુંદર સ્વાંગ, જામો જરી ને સોનેરી પાગ । રહી રાત્ય ને ચાલ્યા દયાળુ, આવ્યા કુંડળમાંહિ કૃપાળુ ।।૪।।

૨૩૬ ભક્તચિંતામણ પ્રકરણ ૬૨

મોટા ભક્ત મામૈયો ને રામ, તેને ઘેર રહ્યા જુગ જામ ।

ત્યાંથી સારંગપુર આવીયા, દિન ત્રણ સુધી તિયાં રહ્યા ।।૫।।

પછી આવ્યા નાગડકે નાથ, સર્વે સખા છે પોતાને સાથ ।

તિયાં ભક્ત સુરો સતસંગી, હરિભક્ત જક્તથી અસંગી ।।૬।। તેને ઘેર ગિરિધર ગયા, દિન ચારસુધી તિયાં રહ્યા ।

અતિહેતે જમાડ્યા જીવન, પ્રભુ જનપર છે પ્રસન ।।૭।। દેવા દર્શન જનમન ભાવ્યાં, સુંદર વસ્ત્ર શ્યામળે મગાવ્યાં ।

વાલે પહેર્યો સોનેરી સુવાગ, જેણે જોયા તેનાં મોટાં ભાગ્ય ।।૮।।

પછી ત્યાંથી શ્યામળો સધાવ્યા, પોતે નાથ પિપરડીયે આવ્યા । તિયાં ભક્ત પવિત્ર જે પીઠો, તેને ઘેર રહ્યા માવ મીઠો ।।૯।। ત્યાંથી ચાલીયા સુંદરશ્યામ, ગયા ભક્ત માંતરાને ગામ ।

ત્યાંથી ભોંયરે ભોજન કીધું, ભક્ત નાજાને દર્શન દીધું ।।૧૦।।

પછી ત્યાંથી આવ્યા ગોખલાણે, જાગ્યાં ભાગ્ય ભક્ત જીવો જાણે । ત્યાંથી ચાલિયા પૂરણકામ, આવ્યા કૃપાળુ કરિયાણે ગામ ।।૧૧।। તિયાં રહ્યા રાજી થઇ બહુ, આવ્યા દાસ દરશને સહુ ।

એમ કરતાં હુતાસની આવી, કરી લીળા લાલે મનભાવી ।।૧૨।। તિયાં ઉડાડ્યો વાલે ગુલાલ, સર્વે સખા કર્યા રંગે લાલ । વળી કરે ધુન્ય તાલી વાજે, લોક લાજવાળા જોઇ લાજે ।।૧૩।। કરી ઉત્સવ ને પછી માવ, આપ્યો અલૈયાને શિરપાવ ।

કહ્યું રાખજ્યો આવો જ વેશ, ફરી આવજ્યો વાળાક દેશ ।।૧૪।।

સખા સંગે લઇ દશ વિશ, કરજ્યો પ્રભુની વાતો હમેશ ।

એને એટલી આગન્યા કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।।૧૫।। વસે કોટડે પ્રેમ પુતળી, તેને ઘેર ગયા વાલો વળી ।

ત્યાંથી પધાર્યા નડાલે ગામ, જીયાં ભક્ત ગંગેવ ને રામ ।।૧૬।। તિયાં જમાડ્યા લખમણે રાજ, પછી બંધીયે ગયા મહારાજ ।

રાત્ય શેઠ જુઠા ઘેર રહ્યા, પછી ગોંડળથી વડે ગયા ।।૧૭।। ત્યાંથી ભાદરે પ્રભુ પધાર્યા, દેઇ દર્શન મોદ વધાર્યા ।

પ્રકરણ ૬૨કકકક ભક્તચિંતામણી

૨૩૭

પછી ત્યાંથી પિપળિયે આવ્યા, ઘણું માનબાઇ મન ભાવ્યા ।।૧૮।। ત્યાંથી રણ ઉતરીયા રાજ, આવ્યા કચ્છદેશ મહારાજ ।

કરી કચ્છમાં કૃપા કૃપાળે, દીધાં દર્શન સહુને દયાળે ।।૧૯।। વાગડ પાવર કચ્છ અબડાસે, કર્યાં હરિનાં દર્શન દાસે ।

કરી ભુજે ભીમએકાદશી, પછી પધારીયા વાંણે બેશી ।।૨૦।। ઉતરી હરિ આવ્યા હાલાર, આપ્યાં દાસને સુખ અપાર ।

જેજે વાટમાં આવે છે ગામ, તિયાં વાલો કરે વિશરામ ।।૨૧।। દિયે દર્શન પ્રસન્ન ઘણું, મન છે સોરઠ જાવાતણું ।

ત્યાંથી આવીયા ગઢ જીરણે, રહ્યા રાત્ય ન જાણિયા કેણે ।।૨૨।।

પછી ત્યાંથી ચાલ્યા અલબેલો, આવ્યા અગત્રાઇ છેલ છબીલો । રહ્યા દિન દશ તિયાં શ્યામ, પછી આવીયા પંચાળે ગામ ।।૨૩।। ભક્ત શિરોમણિ ઝીણોભાઇ, તિયાં રહ્યા શ્યામ સુખદાઇ ।

સર્વે જનને દર્શન દીધાં, કરી કૃપા કૃતારથ કીધાં ।।૨૪।।

પછી ત્યાંથી પધારિયા હરિ, આવ્યા માણાવદ્ર મહેર કરી ।

જીયાં ભક્ત વસે મયારામ, ગોવિંદ ભાણો આંબો વાઘો નામ ।।૨૫।। વળી વસતા આદિ જે જન, તેને નાથે દિધાં દરશન ।

પછી ત્યાંથકી આવીયા શ્યામ, દેતા દરશન ગામોગામ ।।૨૬।। આવ્યા કરિયાણે પોતે કૃપાળુ, દેવા દર્શન સહુને દયાળુ । તિયાં આવીયા છે સંતદાસ, મહામુક્ત અંતરે પ્રકાશ ।।૨૭।।

સદેહે જાય હિમાલાપાર, પોતે ગયા આવ્યા દોયવાર ।

આપ ઇચ્છાએ આવે ને જાય, બીજા કોઇ થકી ન જવાય ।।૨૮।। તેની ખબર પૂછી અવિનાશે, સર્વે કહી છે તે સંતદાસે ।

કહે નાથ સુણો સંતદાસ, રહો સતસંગમાં કરી વાસ ।।૨૯।। એમ કહીને સમશ્યા કિધી, સંતે વાટ હિમાળાની લીધી ।

પછી તેડાવિયા સર્વે સંત, દેવા દાસને સુખ અત્યંત ।।૩૦।।

મેલ્યા રાજા ભગતને રાજે, કહેજ્યો આવે સહુ દર્શન કાજે । આવ્યા સંત તે સરવે મળી, હતી દેશોદેશ જે મંડળી ।।૩૧।।

૨૩૮ ભક્તચિંતામણ પ્રકરણ ૬૨

સર્વે આવીયા પ્રભુજી પાસ, આવી નિરખિયા અવિનાશ ।

સામા આવીને મળીયા શ્યામ, પુરી સંતના હૈયાની હામ ।।૩૨।।

પછી બેઠા સંત ને શ્રીહરિ, તેને પૂછ્યું વાલે પ્રેમે કરી ।

સંત સુખિયા છો તમે સહુ, હમણાં દુબળા દિસો છો બહુ ।।૩૩।। કાંઇક અધિકું જમજ્યો અન્ન, સુખે થાય પ્રભુનું ભજન ।

એમ કહ્યું છે દયા કરીને, પણ ત્યાગ વાલો છે હરિને ।।૩૪।।

પછી જનને જમાડ્યા નાથે, પ્રેમે પિરસ્યું પોતાને હાથે । જે પ્રસાદીને ઇચ્છે છે અજ, તોય મળતી નથી એક રજ ।।૩૫।। જે પ્રસાદી સારુ શિવ આપ, સહ્યો પારવતિજીનો શાપ ।

તે પ્રસાદી પામી સહુ સંતે, દિધી ભાવેકરી ભગવંતે ।।૩૬।। અતિઅઢળ ઢળ્યા અવિનાશી, શ્યામસુંદરવર સુખરાશી ।

વળી નાવા જાય જ્યારે નાથ, ત્યારે સંત લિયે સહુ સાથ ।।૩૭।। તિયાં ફેરવે અશ્વને હરિ, જુવે જન સહુ દ્રગ ભરી ।

જુવે જનને જીવન પ્રાણ, દેખી વેષને કરે વખાણ ।।૩૮।। કહે સહુતણુ તેજ વળી, આવ્યું આ સંતમાં સર્વે મળી ।

એમ કહી રાજી બહુ થીયા, પછી નાથ ઉતારે આવીયા ।।૩૯।। એમ કરતાં લીળા નિત્ય નવી, પછી જન્માષ્ટમી તે આવી ।

કર્યો ઉત્સવ અતિ આનંદે, સુખ લીધું સહુ જનવૃંદે ।।૪૦।।

ગામોગામથી આવ્યા હતા દાસ, તેણે નિરખિયા અવિનાશ ।

તિયાં મેઘ ઝરે ઝરમરીયા, રમે અલબેલો આનંદ ભરિયા ।।૪૧।। જોઇ જન થયા છે મગન, એમ વિત્યો અષ્ટમીનો દન ।

એવી લીળા અલબેલે કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।।૪૨।। આવ્યા સુખપુરે સુખસિંધુ, દિનદયાળ દિનના બંધુ ।

રહ્યા પોતે તિયાં દિન ચાર, આપ્યાં સંતને સુખ અપાર ।।૪૩।। ત્યાંથી આવ્યા સારંગપુરે નાથ, સખા સંત સહુ પોતા સાથ । દિયે દર્શન પ્રસન્ન હોઇ, થાય મગન જન મુખ જોઇ ।।૪૪।। વળી મર્મે બોલે મરમાળો, જાણે જનની છેલ છોગાળો ।

પ્રકરણ ૬૩કકકક ભક્તચિંતામણી

૨૩૯

મર્મે ભરી હરિ કરી હાસ, આપ્યો બાપુભાઇને સંન્યાસ ।।૪૫।। જેને જેમ થાય છે સમાસ, તેને તેમ કરે અવિનાશ ।

માટે જાણવા અંતરજામી, પછી સંત પ્રત્યે બોલ્યા સ્વામી ।।૪૬।।

સંતો જાઓ હવે સહુ મળી, ફરો દેશોદેશમાં મંડળી ।

જેને ભણવું હોય તે ભણજ્યો, સહુ નિયમમાં કુશળ રહેજ્યો ।।૪૭।। જે જે થાય નિયમમાંથી બારું, એતો નથી ગમતું અમારું । ત્યારે સંત કહે સત્ય સ્વામી, એમ કહી ચાલ્યા શિશ નામી ।।૪૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે અષ્ટમી

ઉત્સવ એ નામે બાસઠ્યમું પ્રકરણમ્‌ ।।૬૨।।

સામેરી- પછી પ્રભુજી પધારીયા, પોતે તે ગુર્જર દેશ ।

લીળા કરી ગુજરાતમાં, પંચાળે કર્યો પ્રવેશ ।।૧।।

સત્સંગી સોરઠનાં, હાલારનાં હરિજન ।

તેને ઉપર દયા કરી, દીધાં સહુને દર્શન ।।૨।।

દાસ ઉપર દયાળને, દયા દલમાં અતિઘણી ।

જાણો મારા જનને, દિયું સંપતિ સુખતણી ।।૩।।

જપ તપ તીરથ કરતે, નાવે ધરતે જોગીને ધ્યાન ।

તે આવે જનને ભુવન ચાલી, મહેર કરી મહેરવાન ।।૪।। ફરે કરે પાવન પૃથિવી, જુવે જાણે અજાણે જન ।

જક્ત આશ્ચર્ય જોઇને, કરે ભાવ અભાવે ભજન ।।૫।।

જેને દર્શને દુષ્કૃત નાશે, અને સ્પરસે નાશે પાપ ।

તેહ હરિને સંભારતાં, સહુ શુધ્ધ થયાં છે આપ ।।૬।।

લાગ્યો ભય લુંટક જનને, અને પાપીને પીડા થઇ ।

ડર્યા નર તસ્કરા, અને દુષ્ટ દુઃખ પામ્યા સઇ ।।૭।। કળિમાં સતજુગ કીધો, પ્રભુ પોતે પ્રકટી ।

તે જાણે જન પોતાતણા, ન જાણે કુડીયાં કપટી ।।૮।। ખાન પાન પટ વડે, સર્વે જન સુખી બહુ ।

૨૪૦ ભક્તચિંતામણ પ્રકરણ ૬૩

તે પ્રતાપ મહારાજનો, પ્રકટ જન જાણે સહુ ।।૯।।

પુરુષોત્તમ પૂરણ પ્રકટ્યા, અનેક જીવ ઉધ્ધારવા ।

દયા કરી ફરે દેશમાં, નિજજનનાં કારજ સારવા ।।૧૦।। જેજે દેશમાં દાસ હતા, ભજતા હતા ભગવાન ।

ગોતી તેનાં ગામ પોતે, દીધાં દર્શન દાન ।।૧૧।।

પછી આવી પંચાળમાં, અને લીધા સખા સાથ ।

ઘોડે ચડી ગુજરાતમાં, આવ્યા ડભાણે નાથ ।।૧૨।। દર્શન દીધાં દાસને, દયાળે દયા કરી ।

સંતને સુખ આપવા, પધારીયા પોતે હરિ ।।૧૩।। તે સાંભળી સતસંગી સર્વે, આવિયા તતકાળ ।

વેલ્ય ઘોડા ગાડલે, બેસારી બુઢ્ઢાં બાળ ।।૧૪।।

નયણે નિર્ખિ નાથને, વળી હરખીયા હૈયે ઘણું ।

અંતરમાં સુખ આવિયું, મુખ જોઇ મોહનતણું ।।૧૫।।

પછી હાથ જોડી હરિ આગે, કરે વિનંતિ વારમવાર ।

પ્રભુ ભલે પધારીયા, લીધી અમારી સાર ।।૧૬।।

પછી પ્રભુને પૂજીયા, વળી ચરચ્યાં ચંદન ઘણાં ।

પુષ્પહાર પહેરાવિયાં, કર્યાં છોગલાં ફુલતણાં ।।૧૭।। અંબર સુંદર આભૂષણ, અરપિયાં અલબેલને ।

ધૂપ દીપ કરી આરતી, પાય લાગ્યાં છબીલા છેલને ।।૧૮।। ભોજન વ્યંજન ભલી ભાતે, જમાડીયા જીવનને ।

જમ્યા ભૂધર ભાવશું, કરવા જન પ્રસન્નને ।।૧૯।।

પછી બાંધ્યો હિંડોળો બારણે, સુંદર વડે સોયામણે ।

તિયાં વિરાજ્યા નાથજી, જોઇ જન જાય ભામણે ।।૨૦।। એમ કૈક દન દર્શન દઇ, નવલા તે નેહ વધારીયા ।

પછી સર્વેને શીખ આપી, પોતે પણ પધારીયા ।।૨૧।। આવે જાય સર્વે દેશે, પણ રહે ઘણું પાંચાળ ।

નિજજનને સુખ દેવા, કરે લીળા દયાળ ।।૨૨।।

પ્રકરણ ૬૩કકકક ભક્તચિંતામણી

૨૪૧

બાળ જોબન વૃધ્ધજન, વળી નર નારી કહેવાય ।

જક્ત વાત જાણે નહિ, સહુ ગુણ હરિના ગાય ।।૨૩।।

પછી એક દિન નાથ કહે, સત્સંગી સહુને જણાવજ્યો ।

અમે આવશું વઉઠે, તમે પણ ત્યાં આવજ્યો ।।૨૪।।

સુંદર માસ સોહામણો, કાર્તિક શુદિ પુન્યમ કૈયે ।

આવ્યાતાં જન આગળે, પોતે પણ આવ્યા તૈયે ।।૨૫।।

પધાર્યા પશ્ચિમ દેશથી, બુધેજમાં દિન દો રહ્યા ।

પછી વાલો વઉઠે, અશ્વે ચડીને આવીયા ।।૨૬।।

સંધ્યા સમે શ્રીહરિ, પ્રભુજી પધારીયા ।

દર્શન દઇ દાસને, તેના તે તાપ નિવારીયા ।।૨૭।।

પછી ફરીયા સંઘમાં, દર્શન દેવા શ્રીહરિ ।

લાખો લોકે લાવ લીધો, નિરખિયા લોચન ભરી ।।૨૮।।

પછી આવી ઉતર્યા, વળી સુંદર શોધી જાગ્ય ।

સતસંગીને કુસંગીનો, કરીયો છે વિભાગ ।।૨૯।।

પછી પોતે વિરાજિયા, વેલ્ય ઉપર વાલમ વળી ।

સતસંગીને સંત સર્વે, બેઠી મુનિની મંડળી ।।૩૦।।

સતસંગી સર્વે કહે, દિયો આગન્યા દયાળ ।

અમે તમારે કારણે, કરાવીયે સુંદર થાળ ।।૩૧।। આપીયે અમને આગન્યા, સંત સારુ કરાવીયે રસોઇ ।

ત્યારે મહારાજ કહે સારું, કરાવજ્યો સહુ કોઇ ।।૩૨।।

પછી એહ સમે આરોગીયા, વળી પુરી સુંદર પાક ।

ઉજજ્વળ ભાત દાળ અવલ, સુંદર તળેલાં શાક ।।૩૩।। જમી જીવન પોઢિયા, કર્યો વેલ ઉપર વિશરામ ।

નિરખતાં જનનાથને, વહિ ગયા ચારે જામ ।।૩૪।।

પછી પ્રભાતે પ્રભુ જાગી, નાવા ચાલીયા નાથ ।

નારીજાુથ નોખું કરી, લીધા સખા સર્વે સાથ ।।૩૫।।

પછી નાહી નાથ પધારીયા, ગયા ગામમાં ઘોડે ચડી ।

૨૪૨ ભક્તચિંતામણ પ્રકરણ ૬૪

સેવકને શિરપાવ આપ્યો, શિવને પાય પડી ।।૩૬।।

પછી ઉતારે પધારીયા, દેઇ દદામાં દયાળ ।

આવી બેઠા તરુતળે, નાહિ જમવા પ્રતિપાળ ।।૩૭।।

જમ્યા હરિ જુગત્યે કરી, જેમ ઘટે તેમ બેસી આસને ।

પછી સર્વે થાળ લઇ, દિધી પ્રસાદી દાસને ।।૩૮।। એમ અલૌકિક કરી લીળા, વઉઠામાં વાલે વળી ।

પછી સહુને શીખ આપી, સંત ફરો બાંધી મંડળી ।।૩૯।।

પછી પોતે પધારીયા, કરી કારજ મોટું સહિ ।

જેણે નિરખ્યા નાથને, તે જમહાથ જાવાના નહિ ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વઉઠાનો સમૈયો કર્યો એ નામે ત્રેસઠમું પ્રકરણમ્‌ ।।૬૩।।

ચોપાઇ- પછી પોતે ગયા ગુજરાત, રહ્યા ડભાણમાં દોય રાત । હતી સંતની મંડળી સાથ, વળતાં વરતાલે આવિયા નાથ ।।૧।। તિયાં રહ્યા હરિ સંત સહુ, કરી લીળા આપ્યાં સુખ બહુ ।

રહ્યા પંચ રાત્ય પોતે તિયાં, પછી યાંથી બુધેજે આવિયા ।।૨।। ત્યાંથી ચાલીયા સમર્થ સ્વામી, આવ્યા બોચાસણે બહુનામી । બામણ ગામને એકલબારે, પોતા સરસવણિ મહીપારે ।।૩।। જઇ પાદરે પાછા વળીયા, આવી વરતાલે સંતને મળીયા ।

ત્યાંથી ચાલી ઉમરેઠે ગયા, દેવા દર્શન પ્રસન્ન થયા ।।૪।। વાજાં વાજતે પધાર્યા શ્યામ, આવ્યું સામૈયે સઘળું ગામ ।

દીધાં દાસને દર્શન દાન, રહી રાત્ય ચાલ્યા ભગવાન ।।૫।। ભાવ ગામના લોકને બહુ, આવ્યાં પુરબારાં મળી સહુ ।

તેને દર્શન દઇ દયાળ, કરી કલ્યાણ ચાલ્યા કૃપાળ ।।૬।।

સંગે આપ્યો તો ભોજન થાળ, યથાયોગ્ય જમ્યા તે દયાળ ।

પછી આવ્યા ડડુસર ગામ, કર્યો કઠલાલ્યે વિશરામ ।।૭।। આંતરોળી ઉંટડિયે મહાદેવ, તિયાં પધાર્યા દેવાધિદેવ ।

પ્રકરણ ૬૪કકકક ભક્તચિંતામણી

૨૪૩

તિયાં શિવનાં દર્શન કીધાં, વસ્ત્ર સર્વે સેવકને દીધાં ।।૮।। આપ્યા રૂપૈયા મુઠડી ભરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।

આવ્યા લુવાંગ્ય સલકી ગામ, પછી પ્રાંતિયે પધાર્યા શ્યામ ।।૯।। ત્યાંથી ચાલિયા શ્યામ સુંદર, આવ્યા વાલ્યમજી વિજાપર ।

ત્યાંથી ગેરિતે ગયા ગોપાળ, વિશનગ્ર પધાર્યા દયાળ ।।૧૦।। તિયાં જમાડ્યા બ્રાહ્મણ ઘણા, કરી મોદક મિસરિતણા ।

ત્યાંથી ગયા ઉંઝે મહેસાણે, તિયાં જનને જમાડ્યા પરાણે ।।૧૧।।

પછી આવ્યા કર્જિસણ નાથ, સખા સાંખ્યયોગી હતા સાથ ।

પછી મહારાજ મોટેરે આવ્યા, શહેરના સતસંગી બોલાવ્યા ।।૧૨।। ત્યાંથી જેતલપુર પધાર્યા, જનને હૈયે હર્ષ વધાર્યા ।

એમ ફરી હરિ સર્વે ગામ, કર્યાં છે નિજજનનાં કામ ।।૧૩।। દાસ અર્થે ફર્યા સર્વે દેશ, પછી કર્યો પંચાળે પ્રવેશ ।

તિયાં દાસને દર્શન દીધાં, મળી નાથ કૃતારથ કીધાં ।।૧૪।।

પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ ।

તિયાં હરિજનને તેડાવ્યા, દશવિશ સંત પણ આવ્યા ।।૧૫।।

પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેશર રમવા કાજ ।

તેલ ફુલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજ ન રાખી મણા ।।૧૬।।

સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર ।

જ્યારે જમી લીધું છે જીવન, તિયાં આવીને ઘેરીયા જન ।।૧૭।।

લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરીલીધા છે ઘરમાં લાલ ।

છાંટે રંગ ઉડે છોળ્યું ઘણી, ચડી ગરદી ગુલાલતણી ।।૧૮।। રંગ સોરંગે રંગ્યા રંગીલો, રસબસ થયા છે છબીલો ।

પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપિયે અમે ।।૧૯।। એમ કરી અલબેલે વાત, સુણી જન થયા રળિયાત ।

વારૂં માગશું અમે મહારાજ, દેજ્યો રાજી થઇ તમે રાજ ।।૨૦।। ત્યારે રાજ કહે રાજી છૈયે, માગો મનમાન્યું અમે દૈયે ।

ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગીયે નાથ ।।૨૧।।

૨૪૪ ભક્તચિંતામણ પ્રકરણ ૬૪

મહાબળવંત માયા તમારી, જેણે આવરીયાં નરનારી ।

એવું વરદાન દિજીયે આપે, એહ માયા અમને ન વ્યાપે ।।૨૨।। વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઇ દન ।

જેજે લીળા કરો તમે લાલ, તેને સમઝુ અલૌકિક ખ્યાલ ।।૨૩।।

સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે ।

દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદિ તમને ન ભુલીયે હરિ ।।૨૪।। કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ ।

તમને ભજતાં આડું જે પડે, માગીયે એ અમને ન નડે ।।૨૫।। એટલું માગીયે છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે ।

વળી ન માગીએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ ।।૨૬।। કેદિ દેશો માં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન ।

કેદિ કુસંગનો સંગ મ દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો ।।૨૭।। કેદિ દેશોમાં સંસારી સુખ, દેશો માં પ્રભુ વાસ વિમુખ । દેશો માં પ્રભુ જક્ત મોટાઇ, મદ મત્સર ઇરષા કાંઇ ।।૨૮।। દેશો માં દેહ સુખ સંયોગ, દેશો માં હરિજનનો વિયોગ । દેશો માં હરિજનનો અભાવ, દેશો માં અહંકારી સ્વભાવ ।।૨૯।। દેશો માં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય । એ આદિ નથી માગતા અમે, દેશો માં દયા કરીને તમે ।।૩૦।।

પછી બોલિયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર ।

મારી માયામાં નહિ મુંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ ।।૩૧।।

મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ । એમ કહ્યું થઇ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત ।।૩૨।। દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા । એમ રમ્યા રંગભર હોળી, હરિસાથે હરિજન ટોળી ।।૩૩।। થયા રસબસ રંગભીનો, ચાલો નાવા કહે નાથ દીનો ।

પછી પોતે થયા અસવાર, સંગે ચાલીયા સખા અપાર ।।૩૪।।

ગાતા વાતા નાવા નાથ ગયા, કરી લીળા નાતાંનાતાં તિયાં ।

પ્રકરણ ૬૫કકકક ભક્તચિંતામણી

૨૪૫

નાહિ નાથ ચાલ્યા સખા સંગે, અતિ આનંદ ભર્યા છે અંગે ।।૩૫।। આવ્યા સંત બે નાથે બોલાવ્યા, કહો અમ સારુ ભેટ શું લાવ્યા । કહે સંત લાવ્યા ફુલહાર, નાથ કહે આવો લાવો આ વાર ।।૩૬।।

પછી અશ્વથી હેઠા ઉતર્યા, સંતે પુષ્પના શણગાર કર્યા ।

કંઠે આરોપ્યા ફુલના હાર, બાંધ્યા બાજુ તે શોભે અપાર ।।૩૭।। તોરા ગજરા ફુલના ધર્યા, કાને ગુચ્છ તે ફુલના કર્યા ।

બાંયે બેરખા કંકણ સાર, કર્યા ફુલતણા શણગાર ।।૩૮।। ધુપ દીપ ઉતારી આરતી, કરી કરજોડીને વિનતિ ।

કરી પૂજા ને લાગીયા પાય, નિર્ખિ નાથ ત્રપત ન થાય ।।૩૯।।

શ્યામ સલુણો શોભે છે અતિ, મનોહર સુંદર મૂરતિ ।

નયણાં ભરીને નિર્ખે છે જન, જોઇ જીવન થયા મગન ।।૪૦।। જયજય કહે નિજદાસ, લીધું સુખ દીધું અવિનાશ ।

કરી લીળા અલૌકિક શ્યામે, શોભાવંત સારંગપુર ગામે ।।૪૧।। કર્યો સમૈયો સુંદર જાણો, ફાગણશુદી પુન્યમ પ્રમાણો ।

તે દિવસે નાથે લીળા કિધી, પછી સર્વને શીખજ દિધી ।।૪૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજ

સારંગપુર પધાર્યા એ નામે ચોસઠમું પ્રકરણમ્‌ ।।૬૪।।

ચોપાઇ- પછી સંત ચાલ્યા સહુ મળી, મહામુક્ત તણી જે મંડળી ।

સર્વે ગુજરદેશમાં ગયા, કૈક પુરમાં પઢવા રહ્યા ।।૧।।

સતસંગી ગયા સર્વે ઘેર, થઇ સુખી સહુ બહુપેર ।

જોઇ લીળા ને ચડી ખુમારી, ઉતરે નહી કેની ઉતારી ।।૨।। કરે ચર્ચા પરસ્પર જ્યારે, થાય કેફ ભરી વાત ત્યારે ।

સહુને ચિતે ચડ્યો રંગચોળ, આવી અંતરે મસ્તિ અતોળ ।।૩।। થયું પ્રકટ જાણે કલ્યાણ, નહિ ઉધારી વાતની વાણ ।

હોય પરચા હજારો હજાર, જાણે જન ન જાણે સંસાર ।।૪।। જે કોઇ સતસંગી નામ કાવે, પંચવ્રતને પાળે પળાવે ।

૨૪૬ ભક્તચિંતામણ પ્રકરણ ૬૫

તે આલોક પરલોકને માંઇ, રહે સુખી તે જન સદાઇ ।।૫।। જેદિ આવે આ દેહનો કાળ, તેદિ આવે તેડવા દયાળ ।

રથ વેલ્ય વિમાન ને વાજી, મુકે દેહ ઘણું થઇ રાજી ।।૬।। કહે આવ્યા છે તેડવા નાથ, હું જાઉંછું મહારાજને સાથ ।

માનજ્યો મારું હિત વચન, સહુ સ્વામીનું કરજ્યો ભજન ।।૭।। એમ કહીને મુકે છે દેહ, સર્વે જાણે સતસંગી તેહ ।

કૈક કુસંગી તેપણ જાણે, થાય દર્શન પ્રકટ પ્રમાણે ।।૮।। જ્યારે મરે કુસંગીમાં કોઇ, નજરે જમકિંકરને જોઇ ।

જાતાં જમહાથ જોઇ કુસંગી, પછી સમજી થાય સતસંગી ।।૯।। એમ વધતો જાય સતસંગ, જોઇ રીત્ય ચિત્તે ચડે રંગ ।

આવે સંત કરે બહુ વાત, તે સાંભળી થાય રળિયાત ।।૧૦।। વળી પૂર્ણ પુરુષોત્તમ જેહ, મળે પ્રકટ પ્રમાણ તેહ ।

તેના સંત પંચવ્રતે પુરા, એ આગળે બીજા તો અધુરા ।।૧૧।। એવા સંત શિરોમણી જેહ, ફરે દેશપ્રદેશમાં તેહ ।

જેનાં આગન્યાકારી છે અંગ, કેદિ ન કરે વચનનો ભંગ ।।૧૨।। તેને આપીયું એમ વચન, જાજ્યો તવરે મળી મુનિજન ।

આવી શક્યા તો આવશું અમે, નહિ તો નહાજ્યો નર્મદામાં તમે ।।૧૩।। એવી સંતને આગન્યા આપી, પછી જાણ્યું વધ્યા ઘણા પાપી ।

તૈયે કાળને આગન્યા કીધી, મુવા પાપી જીવ બહુ વિધિ ।।૧૪।।

પોતે છાના રહ્યા ઘણું શ્યામ, કાળે કીધું છે કાળનું કામ ।

પોતે લીધો તપસ્વીનો વેષ, રહ્યા ગુપ્ત વધારીયા કેશ ।।૧૫।।

પહેરે ખેસ ને ઓઢે ચોફાળ, માથે શોભે છે સુંદર વાળ ।

પહેરી ટોપી ઓપી શોભાતણી, શ્યામ મૂર્તિ તે પુષ્ટ છે ઘણી ।।૧૬।। રહે છાના ન જાણે કોઇ જન, કરે એકાંતિ દાસ દર્શન ।

એમ વીતિ ગયા બહુ દિન, કોઇ જાણી શકે નહિ જન ।।૧૭।।

પછી આવ્યો છે વસંત માસ, સુણિ વસંત સાંભરીયા દાસ ।

પછી બોલીયા દિનદયાળ, લાવો તેડી સંત તતકાળ ।।૧૮।।

પ્રકરણ ૬૫કકકક ભક્તચિંતામણી

૨૪૭

થઇ ખબર આવિયા સંત, વાલો રાજી રમવા વસંત ।

પહેરી વસ્ત્ર જરિનાં જીવન, ઘણું જન ઉપર પ્રસન્ન ।।૧૯।। આવે સંત મળે ભરી બાથ, જુવે અમૃત દૃષ્ટિએ નાથ ।

ઘણા દિનના જન હતા પ્યાસી, થયા તૃપ્ત જોઇ અવિનાશી ।।૨૦।।

પછી નાથ કહે સુણો દાસ, આતો જાય છે ફાગણ માસ ।

ગાવો ફાગ ને ધુમ મચાવો, નિત્ય નાવે અવસર આવો ।।૨૧।। કરો રમવાતણો સમાજ, એમ બોલ્યા રાજી થઇ રાજ ।

પછી સંતે કર્યો સરાજામ, હોળી હરિશું રમવા હામ ।।૨૨।।

પછી કઢાવ્યો રંગ સોરંગ, કેસુ કેસર કસુંબો પતંગ ।

ભર્યાં ચરુ કડાયાં ને કડા, વળી ગોળા માટલાં ને ઘડા ।।૨૩।।

લાવ્યા તેલ ગુલાલ અબીર, સજ્જ થયા સખા શૂરવીર ।

પછી નાથ કહે સુણો જન, આપો અમને સખા થઇ પ્રસન ।।૨૪।।

પછી દશ વિશ સખા લીધા, બેઉ ટોળાં બરોબર કીધાં ।

સાંખ્યયોગી સખા શ્યામ સાથે, લીધી હેમ પીચકારી હાથે ।।૨૫।।

પછી મંગાવિયો રંગ પાસે, ભરી પીચકારી અવિનાશે ।

છાંટી એક એક સહુ માથે, પછી નાખ્યો છે ગુલાલ નાથે ।।૨૬।।

સખા સહુ થયા રંગચોળ, પછી મચ્યો છે ખેલ અતોળ ।

છુટે પીચકારી બહુ છોળે, એકબીજાને ઝાલીને રોળે ।।૨૭।।

નાખે ઉપર અબીર ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।

વાજે ઢોલ ને દદામાં ગડે, કાંસા ત્રાંસાની ધ્રોશજ પડે ।।૨૮।।

લથબથ યુથ રમે હોળી, સામસામી છે સરખી ટોળી ।

નાથ ઉપર નાખ્યો છે રંગ, તેણે શોભે છે સુંદર અંગ ।।૨૯।।

સર્વે વસ્ત્ર રંગાણાં અંગનાં, શ્વેત લાલ થયાં એક રંગનાં ।

મુખ લાલ ને કમળનેણ, શોભે સુંદર તે સુખદેણ ।।૩૦।। હસવે દિસેછે દંતપંગતિ, ઓપે અનારકળીથી અતિ ।

બાંધ્યું બોકાનું સુંદર ફેંટે, કશી કમર રૂપાળે રેંટે ।।૩૧।। છુટી કસમાં દિસે છે છાતિ, તેની શોભા કહી નથી જાતિ ।

૨૪૮ ભક્તચિંતામણ પ્રકરણ ૬૬

વેઢ વિંટિ ને કડાં છે હાથે, નાથ રમેછે સખાને સાથે ।।૩૨।। હોડાહોડમાં કોઇ ન હારે, વચ્ચમાં પડી કોઇ ન વારે । એમ રમતાં જામ બેઉ ગીયા, મટી બપોર છાયા નમિયા ।।૩૩।।

પછી નાથે હાથે પાડી તાળી, કરે નામની ધુન્ય રસાળી ।

કરી ધુન્ય કહે એમ વાલો, સર્વે નદીએ નાવાને ચાલો ।।૩૪।।

પછી પોતે ચડીયા છે ઘોડે, સખા જુથ સરવે છે જોડે ।

નાવા નીરમાં પેઠા છે નાથ, સહુ નાહ્યા છે શ્યામને સાથ ।।૩૫।।

નાહિ નાથ ને નિસર્યા બારે, કર્યો કુંકુમનો ઇંદુ ત્યારે ।

પછી અશ્વે થયા અસવાર, આવ્યા મહારાજ ગામ મોઝાર ।।૩૬।।

પછી સંત સર્વે તે આવ્યા, થઇ રસોઇ જમવા બોલાવ્યા ।

પછી પીરસ્યું પોતાને હાથે, એમ જમાડીયા જન નાથે ।।૩૭।।

સર્વે રીતે કીધા સુખી સંત, કરી લીળા અલૌકિ અત્યંત ।

દિન દશ સુધી સંત રહ્યા, પછી પોતે વળાવાને ગયા ।।૩૮।। કારિયાણી ને કુંડળ ગામ, તિયાં સુધી આવ્યા પોતે શ્યામ ।

પછી સહુને શીખજ કરી, પોતે પાછા વળિયા છે હરિ ।।૩૯।। એવો કર્યો સમૈયો જીવને, ફાગણસુદી પુનમને દિને ।

તેદિ ગઢડે રમીયા હોળી, સુખી થઇ ગયા સંત ટોળી ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે

હુતાસનિ ઉત્સવ કર્યો એ નામે પાંસઠમું પ્રકરણમ્‌ ।।૬૫।। સામેરી- પોતે પધાર્યા ગઢડે, અને સંત ગયા ગુજરાત ।

અપાર લીળા કરે હરિ, તેની કહી ન જાય વાત ।।૧।। શેષ મહેશ ને શારદા, હરિચરિત્ર પાર નવ લહે ।

અજ ન પામે પાર જેનો, નેતિનેતિ નિગમ કહે ।।૨।। અપાર લીળા અપાર સામર્થ્ય, અપાર અતિચરિત્ર છે ।

અપાર તેજ પ્રતાપ અતિ, અપાર યશ પવિત્ર છે ।।૩।। અપાર કરુણા અપાર કૃપા, અપાર દયા દલમાં ।

પ્રકરણ ૬૬કકકક ભક્તચિંતામણી

૨૪૯

અપાર ધીર ગંભીર ઘણા, નવ કળાય કોઇ કાળમાં ।।૪।। અપાર મહિમા અપાર મોટ્યપ, અપાર દાતા ઉદાર છે ।

અપાર કળા અપાર કીરતિ, વળી ગુણ જેના અપાર છે ।।૫।। અપાર લીળા એક જીભાએ, કવિ કહી કેમ શકે ।

મહાનિધિમાં ચિડિયા ચંચે, ઉલેચતાં આપે થાકે ।।૬।। જેનું મનન કરતાં મન થાકે, ચિંતવતાં ચિત્ત સહિ ।

જેનું વર્ણન કરતાં વાણી થાકે, તેને કોણ શકે કહિ ।।૭।। જેમ અંડજ ઉડે આકાશમાં, એકએકથી ઉંચા ચડે ।

પહોંચ રાખે પહોંચવા પણ, અંબરને કોઇ ન અડે ।।૮।। તેમ કવિ કોટિક કથે, એકએકથી બુદ્ધિબળે ।

પણ અપાર અપાર કહિ છુટે, અકળ ને કોણ કળે ।।૯।। તે હરિ નરતન ધરી, કરે લીળા કોટિ ઘણી ।

તે સાંગોપાંગ સર્વે કહેવા, નથી સામર્થી મુજતણી ।।૧૦।। કહું કિંચિત કોટિઅંશે, સુંદર ચરિત્ર શ્યામનાં ।

ચતુર નરને શક્ય ન આવે, છે હરિભક્તના કામનાં ।।૧૧।। તુક ચોકને જડ ઝમકનું, જાણપણું જેને હૃદે ।

કવિપણાના કષાયમાંઇ, હરિગુણમાં દોષ વદે ।।૧૨।।

ચર્ણેચર્ણે ચિંતવન હરિનું, જે કાવ્યમાં નવ થાય ।

તેને વિવેકી એમ વદે, તીર્થ કાકનું કહેવાય ।।૧૩।।

માટે ડહાપણ દૂર કરીને, કહી લીળા લાલની ।

સર્વે જન મળી સાંભળો, કહું વાત વળી વરતાલની ।।૧૪।। વરતાલે વાલમ આવિયા, હરિજનને કર્યું જાણ ।

નરનારી એમ ચાલિયાં, જેમ નદી મળવા મેરાણ ।।૧૫।। બાલ વૃદ્ધ બેશી વાહને, આવ્યાં દર્શન કારણે ।

પ્રભુ પધાર્યા સાંભળી, કોઇ રહ્યું નહિ ઘરબારણે ।।૧૬।।

સંત સર્વે તેડાવિયા, આવિયા મુનિજન મંડળી ।

નાથ નિરખિ હૈયે હરખી, લાગ્યા પાયે લળીલળી ।।૧૭।।

૨૫૦ ભક્તચિંતામણ પ્રકરણ ૬૬

સતસંગી સર્વે મળ્યા, નર નારી નિર્મળ છે ઘણાં ।

પુરુષનો નહિ પાર ગણતાં, મળ્યાં યૂથ યુવતિતણાં ।।૧૮।। તેણે દર્શન કરી હરિનાં, પ્રેમે લાગ્યા પાય ।

ભલે પધાર્યા ભાગ્ય મોટાં, આજ કહ્યાં નવ જાય ।।૧૯।।

સર્વે જનને સુખી કીધાં, દીધાં દરશન દાન ।

અમે તમારે તમે અમારે, એમ બોલીયા ભગવાન ।।૨૦।। એમ વાત કરતાં વહી ગઇ, વળી રજની રંગભરી ।

પ્રભાતે અતિ પ્રસન્ન વદને, હસિને બોલ્યા હરિ ।।૨૧।। આજ દિન છે ઉત્સવનો, સર્વે સુણો સંત સુજાણ ।

રંગ કરાવો રમવા, એમ બોલ્યા સુખમેરાણ ।।૨૨।। જોઇતું હતું જેહ જનને, તે વાલે કહ્યું વચન ।

ઉઠ્યા દાસ ઉતાવળા, કરવા પ્રભુજી પ્રસન્ન ।।૨૩।।

પછી રૂડા રંગ કઢાવિયા, વળી ઘણો મંગાવ્યો ગુલાલ ।

પીચકારી બહુ પેરની, મોરે કરી મેલિતિ મરાલ ।।૨૪।।

ચરુ રંગેડાં રંગે ભર્યાં, વળી ભરીયાં મોટાં માટ ।

મહારાજ બેઠા માળિયે, જન જોઇ રહ્યા વળી વાટ ।।૨૫।। તૈયે મોહને મોરથી, નાખી ગુલાલની મુઠ્ય ।

પછી સખા સજ્જ થયા, વળી થઇ રમવાની છુટ્ય ।।૨૬।।

પછી પાંચ દશ પોતા પાસે, લીધા તે સંત સુજાણ ।

નાખે રંગ બહુ નાથજી, જન ઉપર જીવનપ્રાણ ।।૨૭।।

ચાલે પિચકારી ચૌ દિશે, વળી જાણ્યું મંડાણો મેઘ ।

આંખ્ય ન દીયે ઉઘાડવા, વહે સેડ્ય સમૂહનો વેગ ।।૨૮।। ત્રિકમ ભરીભરી ત્રાંસળાં, નાખે રંગ કેસર તણો ।

જયજય મુખે જન બોલે, ઉડે અબીર ગુલાલ ઘણો ।।૨૯।।

ચડી ગરદી ગુલાલની, વળી થયો અરુણ પ્રકાશ ।

દેવ આવ્યા દેખવા, રમે હરિ હરિના દાસ ।।૩૦।। રમતાં રંગ ખુટી ગયો, પછી પ્રભુજીએ કળ કરી ।

પ્રકરણ ૬૬કકકક ભક્તચિંતામણી

૨૫૧

તાળી પાડી ધુન્ય કરતાં, રંગ મગાવ્યો બહુ ભરી ।।૩૧।।

પછી નાથે હાથશું, રસબસ કરીયા જન ।

ભલી ભજાવી હુતાસની, વળી પોતે થઇ પ્રસન્ન ।।૩૨।।

પછી નાવા ચાલિયા, નાહિને આવ્યા નાથ ।

ગાતાવાતા ગામમાં, પધાર્યા સખાને સાથ ।।૩૩।।

પછી બેસારી પંગતિ, મુનિજનની જમવા કાજ ।

પોતે આવ્યા પિરસવા, ઘણું રાજી થઇને રાજ ।।૩૪।। એહ દિવસ અલબેલડે, અલૌકિક લીળા કરી ।

બીજે દિવસ પુરબારણે, પધારીયા પોતે હરિ ।।૩૫।। એક સુંદર આંબો સોયામણો, ત્યાં બાંધ્યો હિંડોળો હેતશું । અલબેલો ત્યાં આવિયા, સર્વે સખા સમેતશું ।।૩૬।।

હિંડોળે હરિ વિરાજિયા, ત્યાં આવ્યા જન અપાર ।

પાર ન આવે પેખતાં, બહુ મળિયા નરનાર ।।૩૭।।

સંતને આપી આગન્યા, કરો પૂજા તમે પ્રીત્યશું ।

કેસર ચંદન કુસુમમાળા, ધુપ દીપ આરતી રીત્યશું ।।૩૮।।

સંત સુંદર સાજ લઇ, કરી પૂજા પરમાનંદની ।

ચરણ ચરચિ ચંદને, છાપી છાતિ મુનિવંદની ।।૩૯।। આનંદ આપી અતિ ઘણો, પછી ઉભા થયા અવિનાશ ।

હરિજન સહુ હાર લઇ, વળી ઉભા હતા હરિ પાસ ।।૪૦।। કૈક હાર પહેર્યા કંઠમાં, અને કૈક બાંધ્યા બાંય ।

કૈક ચરણે બાંધિયા, એમ ફુલી રહ્યા ફુલમાંય ।।૪૧।।

હિંડોળે હાર વળગાડીયા, કૈક આરોપ્યા આંબાડાળ ।

કૈક બાંધ્યા છડીએ, તેની કરી કાવડ્ય દયાળ ।।૪૨।। એવી અનંત લીળા કરી, હરિ જનને કરવા ધ્યાન ।

આપી સુખ એમ અતિ ઘણું, પછી ચાલિયા ભગવાન ।।૪૩।। એવી લીળા કરી હરિ, ફાગણવદી સાતમ્ય સહિ ।

કરી લીળા વરતાલમાં, તે સંક્ષેપે કાંઇક કહિ ।।૪૪।।

૨૫૨ ભક્તચિંતામણ પ્રકરણ ૬૭

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે વરતાલે ઉત્સવ કર્યો એ નામે છાસઠમું પ્રકરણમ્‌ ।।૬૬।।

ચોપાઇ- કરી લીળા પધારીયા લાલ, ગયા દેશપ્રદેશ મરાલ ।

પછી સત્સંગી સહુ મળી, જોઇ લીળા ગયા ઘેર વળી ।।૧।। ફરે સંત કરે બહુ વાત, સંભારી લીલા રહે રળિયાત ।

કહે સંત મળી વાત જ્યારે, ત્યારે હરિનાં ચરિત્ર સંભારે ।।૨।। કહે આપણાં ભાગ્ય અપાર, પ્રકટ મળ્યા પ્રાણ આધાર ।

જેને ઇચ્છે મોટા મુનિજન, તેનાં આપણે થાય દર્શન ।।૩।। જેને ઇચ્છે અતિઘણું અજ, પ્રભુ ચરણની પામવા રજ ।

જેને ઇચ્છે અતિ ઘણું ઇશ, તે આપણે મળ્યા જગદીશ ।।૪।। જેને ઇચ્છે છે શેષ સુરેશ, શશિ સૂર્ય શારદા ગણેશ ।

જેને ઇચ્છે છે ક્રોડ તેત્રિશ, જેને ઇચ્છે છે મોટા મુનીશ ।।૫।। જેને ઇચ્છે છે રૂડા ઋષિરાય, તે મળ્યા આપણે અણઇચ્છાય ।

માટે આપણાં પુણ્ય અપાર, ભલે આવ્યો આ સમે અવતાર ।।૬।। અતિ આપણાં ભાગ્ય અતોલ, ત્રિલોકે નહિ આપણી તોલ ।

ધન્ય અહો મોટું એ આશ્ચર્ય, એવું શું આપણું તપશ્ચર્ય ।।૭।। આતો મહેર કરી છે મહારાજ, કરી કૃપા તે આપણે કાજ ।

એમ પરસ્પર કહે છે દાસ, એમ કરતાં વીત્યા પંચ માસ ।।૮।।

પછી પોતે પધારીયા હરિ, દાસને દયા દર્શનની કરી ।

પશ્ચિમ દેશથી પધાર્યા નાથ, સાંખ્યયોગી સખા લઇ સાથ ।।૯।।

ગુજરધર ચડોતર દેશ, ગામ સંજાયે કર્યો પ્રવેશ ।

પધાર્યા બામરોલી ગામ, જઇ ડભાણે કર્યો વિશ્રામ ।।૧૦।। ત્યાંથી ચાલી ઉમરેઠ ગયા, તિયાં રાત્ય પોતે એક રહ્યા । વળતા વળી આવ્યા વરતાલ, તિયાં તેડાવ્યા મુનિ મરાલ ।।૧૧।। દયા કરીને દિધાં દર્શન, પછી મુનિને પુછ્યું પ્રશન ।

કૃપાસાધ્ય ક્રિયાસાધ્ય વળી, કીયો પક્ષ માન્યો તમે મળી ।।૧૨।।

પ્રકરણ ૬૭કકકક ભક્તચિંતામણી

૨૫૩

એ પ્રશ્ન પુછીએ છીએ અમે, જેમ જણાય તેમ કહેજ્યો તમે ।

તૈયે એક કહે કૃપા સાધ્ય હરિ, એક કહે ક્રિયા પણ ખરી ।।૧૩।। એમ પરસ્પર ચર્ચા કરે, એકબીજામાં આશંકા ધરે ।

સુણી સંવાદ જનનો જીવન, કરે પડકારા થાય પ્રસન્ન ।।૧૪।। દિન દોે ચાર રહ્યા ત્યાં રાજ, પછી ડાકોરે ગયા મહારાજ ।

પછી ઉમરેઠે આવ્યા અલબેલ, ત્યાં વુઠો ઘન ઘણી ચાલી રેલ ।।૧૫।। ફરી દિયે દરશન દાન, અતિ સોંઘા થયા ભગવાન ।

મોટા મુનિના ધ્યાનમાં નાવે, તે અણતેડે આંગણે આવે ।।૧૬।। ફરી હરિ આવ્યા વરતાલ, ત્યાંથી ગયા જેતલપુર લાલ ।

તિયાંથી પછી સધાવિયા શ્યામ, આવ્યા કૃપાળુ કર્જિસણ ગામ ।।૧૭।। તિયાં આવીને તેડાવ્યા જન, અતિરાજી છે દેવા દર્શન ।

આવ્યા સતસંગી ને સંત વળી, જીવનમુક્ત મુનિની મંડળી ।।૧૮।। સ્પર્શી ચરણ બેઠા સનમુખ, જોઇ જીવન પામીયા સુખ ।

હેત સમેતે કરે હરિ વાત, સાંભળી સંત થાય રળીયાત ।।૧૯।। કાજુ ગરબી ગવરાવે કીર્તન, દિવસ આખો દિયે દર્શન ।

જમે રમે સંત કરે કિલોલ, આપે અલબેલો સુખ અતોલ ।।૨૦।। આસપાસ ગામે હરિજન, પધરાવે પોતાને ભુવન ।

ભોજન વ્યંજન હેતે કરાવી, જમાડે હરિને ભાવ લાવી ।।૨૧।।

પછી જમાડીયા સર્વે સંત, લિયે લાવ અલૌકિક અત્યંત ।

એમ કરતાં આવી અષ્ટમી, પુછ્યું નાનેભાયે ચરણે નમી ।।૨૨।।

મહારાજ આવ્યો ઉત્સવ દન, કરીએ ઉત્સવ જો હો પ્રસન્ન ।

પછી હરિએ હસી કરી વાત, કરો ઉત્સવ છીએ રળીયાત ।।૨૩।।

પછી હીંડોળો કરાવ્યો હેતે, બેઠા પ્રભુજી જનની પ્રીત્યે ।

મહારાજની પછી પૂજા કરી, લાવ્યા ચંદન ભાજન ભરી ।।૨૪।।

ચર્ચિ ચંદન કુંકુમે પાય, તે છાપ્યા જને હૃદિયામાંય ।

જે સ્પર્શિ થયો કાળી નિઃશંક, તે પદનો થયો ઉરમાં અંક ।।૨૫।। જે પદરજે તરી ઋષિનાર, તે પદ લીધાં છાતિ મોઝાર ।

૨૫૪ ભક્તચિંતામણ પ્રકરણ ૬૭

થયા જન મગન મન ઘણાં, કોઇ રીત્યની ન રહી મણા ।।૨૬।।

પછી સંતને શીખજ દીધી, એવી લીલા શ્રીમહારાજે કીધી ।

થયા જન સરવે મગન, શ્રાવણવદી અષ્ટમીને દન ।।૨૭।। તેદિ લીલા કર્જિસણે કરી, હવે કહું જે કરીયું હરિ ।

પછી કાંઇક છાના તે રહ્યા, નાથ પછી નારદીપુર ગયા ।।૨૮।।

મેઉ ગામ લાંગણોજ આવ્યા, નિજજન મને ઘણું ભાવ્યા ।

પછી ત્યાંથી પ્રભુ પાછા વળ્યા, જેતલપુર જનને મળ્યા ।।૨૯।। શ્વેત વસ્ત્ર અંગે શોભા ઘણી, કંઠે માળા પહેરી ફુલતણી ।

કરે કંકણ ફુલના કાજુ, તોરા ગજરા ફુલના બાજુ ।।૩૦।। રેણિ સમે આવ્યા ભગવાન, દિધાં દાસને દર્શન દાન ।

દેઇ દર્શન ને વાત કરી, સાકાર રૂપ સમજાવા હરિ ।।૩૧।।

પછી જન કહે પધારો મહારાજ, કરો રસોઇ તે જમવા કાજ ।

ચાલ્યા સખા સંગે વનમાળી, કરતા ધુન્ય વજાડતા તાળી ।।૩૨।। જન ઘેર જઇ જમ્યા જીવન, પછી બોલાવ્યા પાસે મુનિજન ।

સંકીર્ણ ઘર જન ન સમાય, થયા સઘન મળી મુનિરાય ।।૩૩।। એમ ઉભા જમાડીયા જન, પિરસ્યું પોતે થઇ પ્રસન્ન ।

જેને જોઇ પડ્યો ભૂલો બ્રહ્મન, એમ જમાડ્યું જનનું અન્ન ।।૩૪।।

પછી ત્યાં થકી ચાલીયા નાથ, સખા સર્વે હતા હરિ સાથ । એકે આવી કરી છત્રછાંય, તે હરિને ન ગમ્યું મનમાંય ।।૩૫।।

ચાલે ચટકતા ચાલ્ય ગજગતિ, સ્વેદબિંદુએ શોભે ભાલ અતિ ।

આવી બેઠા આસોપાલવ છાંયે, નિર્ખિ નાથ હૈયે હર્ખ ન માયે ।।૩૬।।

પછી પૂજા કરવાને જન, પોત્યે હાથે ઉતાર્યાં ચંદન ।

કરી પૂજા ને પહેરાવ્યા હાર, નખશિખ કર્યા ફુલ શણગાર ।।૩૭।। ધૂપ દીપ ઉતારી આરતી, પછી કરી કરજોડી વિનતિ ।

વળતા નાવા ચાલીયા નાથ, સર્વે સખા નાહ્યા શ્યામસાથ ।।૩૮।।

પછી પધાર્યા હરિ પુરમાંય, મોટી વાત કરી એક ત્યાંય ।

કિયાં જન ને કિયાં ભગવન, એવું સમજી સંકોચાય જન ।।૩૯।।

પ્રકરણ ૬૮કકકક ભક્તચિંતામણી

૨૫૫

માટે હરિશું કરવો સંબંધ, તાત ગુરુ સખા ભાઇબંધ ।

એમ કહી પછી ઉભા થયા, કરી મુનિને મળવાની દયા ।।૪૦।।

મળતાં મર્મ કરી હરિ હસ્યા, ભેટતાં જન ભૂલ્યા દેહદશા ।

એવી લીલા અલૌકિક કરી, પછી પંચાળે પધાર્યા હરિ ।।૪૧।।

પાંચાળ દેશમાં ગઢડું ગામ, તિયાં પધાર્યા સુંદરશ્યામ ।

આવી દાસને દીધાં દર્શન, નિર્ખિ નાથ થયાં સુખી જન ।।૪૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય

નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્ર એ નામે

સડસઠ્યમું પ્રકરણમ્‌ ।।૬૭।।

સામેરી-પછી પ્રભુ ગઢડે ગયા, તિયાં તેડાવિયા સંત ।

એકાંતનું સુખ આપવા, હૈયે હેત છે અત્યંત ।।૧।।

સમજુ સંત સુજાણ જે, સતસંગમાં જે મુખીયા ।

તે સંતને તેડાવિયા, દઇ દર્શન કરવા સુખીયા ।।૨।। આવ્યા સંત શિરોમણી, જીયાં હતા સુંદર શ્યામ ।

ચરણ સ્પર્શિ નાથનાં, વળી થયા પૂરણકામ ।।૩।।

પછી