em j mali gaya Jigna Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

em j mali gaya

1.... વરસાદની એ રાતે....

દેશી નળિયા વાળી એક ઝુપડીમાં રામબાબુ અને તેનો પરિવાર રહે. પરિવારમાં તેની પત્ની, બે દીકરીઓ અને એક દીકરો. દીકરો શહેરમાં કમાવવા ગયેલો. અને દીકરીઓ રામબાબુ સાથે ખેતરનું કામ કરે. સામાન્ય રીતે પોતાનું ગુજરાન ચલાવતું આ કુટુંબ ગામમાં એક સંસ્કારી ખોરડાની છાપ ધરાવતું હતું. રામબાબુ સ્વભાવે એકદમ સરળ અને સીધા. ગામના અગ્રણીઓમાં તેમની ગણના થતી. તેમની દીકરીઓ તેમનાથી પણ ચડિયાતી. એકદમ તેની માતા પર ગયેલી. બંનેનો જન્મ સાથે જ થયેલો એટલે દેખાવમાં પણ એક જ સરખી લાગે.

રીના અને રીટા. રીટા સ્વભાવે ચંચળ અને વાચાળ. જયારે રીના એકદમ શાંત અને મિતભાષી. જરૂર પડે એટલું જ બોલે. બંને બાર ધોરણ ભણ્યા પછી એક્ક્ષ્ટર્નલ કોલેજ કરતી હતી અને ઘરકામમાં પણ મદદ કરતી હતી. પ્રકૃતિના ખોળે રમતું તેનું ગામ છુટા છવાયા ઘરથી શોભતું હતું. ગામમાં એક પંચમુખી શિવજીનું વિશાળ મંદિર હતું જ્યાં શ્રદ્ધાળુઓની હંમેશા ભીડ રહેતી. દુર-દુરના લોકો ત્યાં દર્શનાર્થે આવતા. જેઓ રાતવાસો પણ ગામમાં જ કરતા. લોકોને ગામમાં ભાડે મકાન પણ મળી રેહતા. આવકના હેતુથી ઘણા લોકોએ તો નવા બાંધકામ પણ શરુ કરી દીધા હતા જેથી લોકોને ત્યાં ઉતારો મળી રહે અને તેમણે ભાડું મળે.

રીનાનું ઘર એક ટેકરા પર હતું. ૩ જ ઓરડા હોવાથી તેમના પપ્પા ભાડે આપવા નતા માંગતા. ફળિયામાં એક આંબો હતો. જે ચોમાસામાં પાણી પીય ને ધરાઈ ગયો હતો. આછું લીલું ઘાસ ચારે તરફ ફેલાયેલું હતું. પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો હતો તેથી મંદિરે ભાવિકોની ભીડ જમા થતી.

એક દિવસની વાત છે. બહારથી આવેતા પ્રવાશીઓથી આજે ગામ ઉભરાતું હતું. સાંજનો સમય થવા આવ્યો હતો. આકાશે મેઘગર્જનાઓ થવા લાગી. થોડી જ વારમાં એકરસ થઈને મેઘવર્ષા થઇ. સાંબેલા ધારે વરસાદ વરસતો હતો.

દર્શને આવેલા યાત્રાળુઓ ઝડપથી રેહવાની વ્યવસ્થા કરીને જ્યા ભાડે ઘર મળ્યા ત્યાં જતા રહ્યા. જેમાં કેટલાક યુવાનો ઘર માટે આજુ-બાજુમાં પૂછ પરછ કરી રહ્યા હતા. વરસાદમાં ભીંજાઈ ગયા હોવાથી ઠંડીથી ધ્રુજતા હતા. તેમાં એક સુંદર દેખાતો છોકરો મંદિર પાસેની બધી જ દુકાનોમાં રેહવા માટે રૂમ શોધતો હતો. પણ આજે ક્યાંય જગ્યા નતી. ગામની બહાર નદી પુરપાટ દોડી જતી હતી, એટલે પાછા ફરવું પણ ખતરાથી ખાલી નતું.

દરરોજની જેમ રામબાબુ આજે પણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.પાછા ફરતી વખતે તેમણે ચિંતામાં ડૂબેલા આ યુવાનોને જોયા. પણ આવું તો ઘણી વખત બનતું એટલે તેમણે આ વાત સામાન્ય હતી. પણ ચિંતા કરનાર એ સૌ મિત્રો માટે કદાચ આમ પેહલી વાર બન્યું હશે એમ તેની વાતો પરથી જણાઈ રહ્યું હતું. હવે શું થશે ની ચિંતા દરેકના વર્તન પર ચોખી દેખાઈ રહી હતી. રામબાબુ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. પણ કાનમાં હજુએ એ ધ્રુજતો અવાજ ગુંજતો હતો. એટલે પાછા ફરીને બધા મીત્રોને તેમના ઘરે લઇ આવ્યા.

મેહમાન આવ્યા છે, કહીને રામબાબુએ ઝડપથી રસોઈ બનાવવાનું કહ્યું. જમવા કરવાનું ચાલે ત્યાં સુધીમાં સ્ટોર રૂમ જેવા ઓરડામાં બધું સાફ કરીને થોડી જગ્યા કરી હતી. બધા મિત્રો કપડા ચેન્જ કરીને વ્યવસ્થિત થઇ ગયા હતા. જમવાની થાળી પર પાંગતમાં બધાને લાઈનમાં બેસાડી દીધા. બધાના ચેહરા પર હાશકારાનો ભાવ હતો. સારા ઘરના અને સુખી કુટુંબના લગતા છોકરાઓમાં એક બધાથી અલગ પડતો હતો.

“કાકા મારું નામ અનુપમ છે. અમે બધા સૌરાષ્ટમાંથી આવીએ છે. બધા મિત્રો આ બાજુ ફરવા માટે આવ્યા છીએ, પણ આજે વરસાદ ને લીધે થોડા હેરાન થયા. અને તમને પણ તકલીફ આપી.”

“ અરે બેટા, એમાં તકલીફ શું? એટલો કંણકો તમારો અહી અધુરો હશે. મેહમાનને તો આપને ત્યાં ભગવાન મને છે.” રામબાબુ કહ્યું.

થોડી જ વારે ગરમ ગરમ રોટલી પીરસવા માટે રીના થાળી લઈને આવી. લાઈનમાં અનુપમ સૌથી છેલ્લે બેઠો હતો. દુર થી આવતી રીનાને જોઈ રહ્યો. રીના એટલે સાદગીની મૂર્તિ, પાતળો સરખો બંધો અને શ્યામવર્ણ. ચેહરાની નજાકત જ કંઇક એવી હતી કે એક વખત જોઈએ તો જોતા જ રહીએ. તેમના હાવભાવમાં તેમનું ભોળપણ દેખાતું હતું.

હાથમાં રોટલી લઈને બધાને નમ્રતાથી પૂછતી આવતી હતી. પણ બધા લગભગ જમવાનું પૂરું કરવા આવ્યા હતા, એટલે કોઈએ રોટલી ના લીધી. અનુપમને પણ નતી જોઈતી. છતાં ક્યારથી ને હાથમાં ઘગતી રોટલી પકડી હતી, એટલે હાથ દાઝી ગયો તેથી અનુપમની થાળીમાં રોટલી મુકાઇ ગઈ. અનુપમે તેની સામે સહેજ સ્મિત વેર્યું. બંનેની આંખો પળવાર માટે મળીને હસવા લાગી. પછી રીના શરમાઈને અંદર ઓરડામાં જતી રહી.

બધા મિત્રો ઓરડામાં જઈને સુઈ ગયા. અનુપમ જ્યા સુતો હતો ત્યાંથી બાજુના ઓરડો સાફ દેખાતો હતો. એક આછા પર્દાનું જ આવરણ હતું. એની આંખો એ પડદાની પેલી પાર કામ આટોપીને ઘરમાં મુકેલા ફાનસમાં દીવેલ પૂરી રહેલ રીના પર સ્થિર હતી. હાથમાં ફાનસ હતું અને એમાં દીવેલ પુરવાથી જ્યોત એકદમ પ્રકાશ ફેલાવતી હતી. અને એ પ્રકાશમાં રીનાનો માસુમ ચેહરો થોડો લાલસ પડતો દેખાતો હતો. ટેબલ પર ચડીને રીના એ ફાનસને દીવાલ પર લટકાવતી હતી, પણ પાછળ રહેલા પાણીના માટલા પાસે કંઇક સળવળાટ થયો એટલે રીના એકદમ ડરી ગઈ. દરને માર્યે તેના પગ લથડી ગયા અને એ ટેબલ ઉપરથી પડવાની જ હતી, કે તેને થયું કે એ પડી નથી પણ કોઈના ખભા પર અટકી પડી છે. અને બસ અનુપમે હંમેશને માટે તેનો હાથ પકડી લીધો.

2......

આર્મીયન પ્રેમ.....

હું હવે દિલ્હીમાં છું. આર્મી જોઈન કર્યા પછી મારી આ પાંચમી પોસ્ટીંગ હતી. દિલ્હીની તો વાત જ શું કરવી? મોટા મોટા રસ્તાઓ, એથીયે મોટી બિલ્ડીંગો, વાહનથી ભરચક માર્ગો, અને એ રસ્તા ઉપર કોઈ જોબ પર તો કોઈ કોલેજે જતી સુંદર રૂપસુંદરીઓ. અમે જ્યારે વેસ્ટ જોનમાં ડ્યુટી પર હોઈએ ત્યારે તો એમ જ લાગે કે સ્વર્ગમાં અપ્સરાઓની વચ્ચે છીએ. રૂપમતીઓ અમારી આજુબાજુ માંથી પસાર થતી ત્યારે મારો એક પંજાબી મિત્ર જસ્બીનદર તો hi, hello કરીને તેમણે બહુ ચીડવતો. કોઈ વાર સીનીયર દેખી જાય તો એમનું તો આવી જ બને.

એક વખત એવું બન્યું કે ‘Ansal plaza’ સોપિંગ મોલમાં ડ્યુટી પર જવાનું હતું. જ્યા અમે 9-9ના ગ્રુપમાં ડિવાઈડેડ હતા. મારે ૩જા ફ્લોર પર રેહવાનું હતું. જ્યાં લેડીઝ વિયરનો ડીપાર્ટમેન્ટ હતો. એટલે સ્વાભાવિક જ છે કે ત્યાં હસીનાઓનો મેલો હોઈ. સામે આવો સુંદર અપ્સરા વૃંદ હોઈ. અને મારું ગભરુ જવાન જસ્બીનદર એક શેમ્પેઇન પેક લગાવીને મોલમાં ગંધર્વ બનીને ઉભો હતો. ટ્રાયલ રૂમ પાસે એક સુસ્મિતા જેટલી હાઈટ વાળી સુંદરી ઉભી હતી. હાં, લગભગ એ બહાર વેઇટ કરતી હતી. થોડી જ વારમાં અંદર થી ડાર્ક યલ્લો કલરના સીફોનના શોર્ટ ફ્રોકમાં એક ઉર્મિલા બહાર નીકળી. તેની કમનીય કાયા જોઇને તેના જ રખોપા કરવા આવેલો અમારો યાર જસ્સ આઉટ ઓફ લીમીટ થઇ ગયો. એ ડબલ નશામાં હતો. મદહોશ બનીને તે ઉર્મિલાના કદમોમાં પડી ગયો. પણ આજે વ્રોંગ નંબર લાગ્યું.

હું મારું ડ્યુટી નિભાવી રહ્યો હતો.ચારે બાજુએ સતત ફરતા રહેવાનું મારું નીમ હતું. હું આ બધું પણ સાથે જોઈ રહ્યો હતો. પણ તેનું તો આવું રોજનું થયું હતું. એનું રહ્યું પંજાબી દિલ. જે કોઈ સુંદર વસ્તુ તરફ તરત ઢાળી જાય. અને હું પાક્કો ગુજરાતી. કામ સિવાયની કોઈ વાત નહિ. અને છોકરીઓની વાત તો મને બિલકુલ પલ્લે ના પડે. મારે તો આ બધું આઉટ ઓફ સીલેબર્સ હતું. હું બધે જ નઝર ફેરવી ને આવ્યો ત્યાં તો એ મહાશય ઝમીન પર પડ્યો હતો. આજુ બાજુ પબ્લિક તમાશો જોવા ઉભી હતી.

“મેનુ કોઈ બચાઓ જી, ઓ મુજસે ગલતી હો ગઈ બેનજી” જસ્સુ બુમો પડતો હતો, અને એ સુસ્મિતા-2 તેને બરાબર પીટતી હતી. તેના સ્પોર્ટ્સ સુઝના એને આજે પૈસા વશુલ કરી લીધા. થોડી વાર મેં પણ એને માર ખાવા દીધો. સાલો હવે આવશે લાઈન પર. મેં એક નઝર એ સુસ્મિતા-2 પર કરી. મસ્ત હાઈટ, માછલી જેવું ફિગર, આંખોમાં તો એટલો ગુસ્સો કે મને તો એમ જ લાગ્યું કે શિવ જઈ ના ત્રીજા નેત્રમાંથી આગ નીકળશે અને મારો જસ્સ્સું ઉર્ફે કામદેવ એમાં બળીને ભસ્મ થી જશે. તેને જસ્સુનો કોલાર પકડીને એક હાથે ઉંચો કર્યો. તેની સામે એ ત્રાટક કરી રહી હતી. ગુસ્સામાં કંઇક બોલ્યે જતી હતી. અને તેના મુલાયમ વાળ પવનને લીધે આંખો સામે આવ્યા તેને પણ એ ગુસ્સો કરીને કાન પાછળ ચુપ બેશાળી દેતી હતી. મને એ એક નઝરમાં જ ગમી ગઈ. પાછળ ધીમું ધીમું કંઇક સંગીત રેલાતું હતું. હું મારા મિત્ર ને બચાવવા માટે તેના તરફ જતો હતો. મને એવું લાગતું હતું કે હું પાણીમાં વળતા કોઈ ભમર તરફ જાવ છું હું અંદર ખેંચાઈ જૈસ તો? હું આગળ જતો હતો. પાછળ ગીત વાગતું હતું, “ મનમાં ઈમોસન જાગે રે....”

એ એક મુક્કો મારવા જઈ રહી હતી. મેં ગતિ પકડી અને એના હાથને પકડી લીધો. મારી અંદરની મિત્રતા જાગી ઉઠી. અને મારા મિત્ર ને બચાવવા એ કઈ બોલે એ પેહલા જ મેં મારું ચાલુ કરી દીધું.

“ દેખો જી આપકો કુછ ગલાત્ફેમી હુઈ હે. હમ તો દેશ કી ઔર આપ જેસે લોગોકી હિફાઝત કરતે હે. ઔર મેરા દોસ્ત બિલકુલ ભી વૈસા નહિ હૈ. ખામખા ઉસપે હાથ ઉઠયા. મેં અભી ચાહું તો આપકો અંદર કર શકતા હું. એક કમાન્ડો પે આપ એસે હાથ નહિ ઉઠા સકતે. પર હમ આપ જેસે નહિ હાઈ. અબ જો હુઆ સો હુઆ ચાલો અબ જાઓ”

હું તો મારો પક્ષ બચાવી ને ત્યાંથી ચાલતો થયો. પણ એને મને પાછળથી એક ઉંદરને પકડે તેમ પકડી લીધો.

“ હંમે ક્યાં બચ્ચી સમજતે? For your kind information I am also from NSG. Now in Haidrabad.”

“ ઓ તેરી, યે તો અપની બિરાદરી કી હે. તભી મેં સોચું કી હાથ ઇતના મઝબુત કેસે હે.

જસ્સુની વાત સાંભળીને એ હસવા લાગી. એને જોઈ ને હું પણ પેહલી વાર કોઈ કારણ વગર હસ્યો. અને પેલી કેહવત સાચી પડી.

“ હસી, તો સમજો ફસી”

બસ, આજે અમે સાથે છીએ હજુ સાથે જ પરેડ કરીએ છે. અને એ ડ્યુટી નિભાવીને પતિ- પત્નીની ડ્યુટી પર આવી જૈયે છે.

૩....

યુથ ફેસ્ટીવલમાં........

હું મારી કાર લઈને બસ નીકળવાની જ તૈયારી માં હતી. મેં નિર્મલને કોલ પણ કરી દીધો હતો કે હવે હું નવસારીથી નીકળી ગઈ છું. અને બસ એકાદ કલાકમાં સુરત પોહચી જઈશ. અને આવતી કાલના પ્રોગ્રામ માટે ઇન્વીટેસન છે, એ મને ખબર જ છે. એટલે મેં ગુલાબી સાળી પણ લઇ લીધી છે. ફોન રાખીને હું આવતી કાલ વિષે વિચારવા માંડી. મને અને નિર્મલને ખાસ આમંત્રણ હતું. યુથ ફેસ્ટીવલ એ કોલેજીયનો માટે બહુ મોટી વાત હોઈ છે. અને સુરતના યુથ ફેસ્ટીવલની તો વાત જ શું કરવી. ફીફા વર્લ્ડ કપનું જેવું ઓપનીંગ હોઈ તેવું જ ગ્રાન્ડ સેલીબ્રેસન હોઈ છે. આવતી કાલે પણ એવું જ હશે. શું આ વખત પણ એટલા જ સ્ટેજ શો હશે જેટલા અમારી વખતે હતા? હા કદાચા હશે જ પણ પ્રોગ્રામ મોર્ડનાઈઝ હશે. ગીતો નવા હશે, સુર અને સરગમ નવા હશે, કદાચ ડ્રેસ કોડ વધારે પડતો સારો હશે, ડેકોરેશન માં ઘણો ફર્ક હશે. પણ નાચવા વાળાનો ઉમંગ-ઉત્સાહ એ જ હશે જે અમારા વખતે પણ હતો. સ્ટેજ ઉપર થતી એ મલ્ટી નર્વસનેસ અને હેપ્પીનેસ્સની ફીલિંગ સરખી હશે. તેમની મહેનત પણ એવી જ હશે. અને એ યુવા દિલોના સપનાઓ, તેમની ઇચ્છાઓ, જોસ, જઝ્બો, એક જ સરખા હશે.

એની વે હું તો બહુ સેન્ટી થઇ ગઈ. ચલ હવે રસ્મી ડ્રાઈવીંગ પર ધ્યાન દે. હું મારી કારમાં રેડીઓ મિર્ચી સંભાળતી સંભાળતી મારી જ મસ્તીમાં જતી હતી.

“મને ખબર જ હતી કે મારી કારનું હોર્ન સાંભળીને તું જ દરવાજો ખોલીશ.”

“ હું જ હોવને તારી હેલ્પ કરવા માટે હંમેશા” નિર્મલે મારી સામે પ્રેમથી હસીને કહ્યું.

હવે જવાનો સમય થઇ ગયો હતો. એટલે હું એ પિંક સારીમાં અને નિર્મલ એ જ જુના કપડા પેહરીને તૈયાર હતો. જે તેણે છ વર્ષ પેહલા પહેર્યા હતા. એ થોડો વધારે પડતો જ ઈમોસ્ન્લ છે. હું તેમને આ કપડામાં જોઇને ફરી ભૂતકાળમાં સારી ગઈ.

હું જયારે કોલેજમાં હતી ત્યારે અમારી કોલેજમાંથી પણ અમે યુથ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. અમે પણ અહી સુરતમાં જ પર્ફોર્મ કરવા આવ્યા હતા. અમારી કોલેજનું એક ગ્રુપ ડાન્સે કોમ્પીટીસનમાં પાર્ટીસીપેટ થયું હતું. અમે જીતવાનો નિર્ધાર કરી ને જ આવ્યા હતા. અમે બધા એ ખુબ જ સારી રીતે પર્ફોર્મ કર્યું. પણ બન્યું એવું કે કેટલાય દિવસથી સતત પ્રેકટીસથી બધાને બહુ વિક્નેસ હતી. જેને લીધે ચક્કર ફરવાની એક એક્સનમાં અમારા ગૃપની એક છોકરી પડી ગઈ અને અમારું સુપર ફર્મોન્સ પર પાણી ફરી વળ્યું. હું મારી લાઈફમાં કદાચ એટલું પેહલીવાર રડી હતી. બધાને એ છોકરીની ચિંતા હતી ને મને અમારા પર્ફોમન્સની. હું સાવ હારી જ ગઈ હતી. અમને બહાર નીકળી જવાનો આદેશ પણ મળી ગયો. અમે સ્ટેજ પરથી જતા રહ્યા પણ થોડી જ વારમાં એનાઉન્સમેન્ટ થઇ કે અમને સેમી ફાઈનલમાં સામેલ કર્યા છે. અને હું ખુશીથી પાગલ થઇ ગઈ. મેં ત્યાં ઉભેલા એક વોલીયેન્ટર ને પૂછી જોયું કે હવે અમારે ક્યાં જવાનું છે? ત્યારે તેમની પાસે ઉભેલા તે યજમાન કોલેજના જી.એસે. જવાબ આપ્યો.

“ હવે તમે બી ડીવીઝનમાં જઈ શકો છો”

ઘણાને આદત હોઈ કે બોલાવો નહિ તો પણ સામે ચાલીને બોલાવે. મેં પણ એમ વિચારીને તેમને કહી જ દીધું “ હું તમને નતી પૂછતી સમજી ગયા?” કદાચ મને સિલેક્ટ થઇ જવાનું અભિમાન આવી ગયું હશે. પણ મારા અભિમાનનું ચકનાચુર થઇ ગયું. એ વોલીયેન્ટર ઉચા અવાજે બોલ્યો

“ ઓ મેડમ તમને ખબર છે તમે કોની સામે ઉભા છો? આ એ જ વ્યક્તિ છે જેણે તમને રડતા જોયા હતા, અને બધાને વિનંતી કરીને તમને સેમી ફાઈનલમાં જવા માટે અપીલ કરી. એ અમારી કોલેજનો જી.એસ. છે. એ ચાહે તો તમને હમણાં કાઢી પણ શકે છે.”

“ અરે, રેહવા દેને ભાઈ, એ બિચારી થોડી મને ઓળખતી હોઈ. હું કઈ એટલો મહાન નથી કે મને બધા જ ઓળખતા હોઈ. તમે જાઓ.”

હું થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગઈ. હું નિર્મલની નિર્મળતા જોતી જ રહી. એ ફરીથી તેના કામમાં લાગી ગયો પણ હું તેને જોવા માટે ત્યાં જ ઉભી રહી હતી. થેંક યુ પણ ના કહી શકી. હું કોમ્પીટીસન તો જીતી ગઈ પણ મારું દિલ હારી ગઈ.