બેગમ અખ્તર Nikhil Shukl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેગમ અખ્તર

=*=*=*=*=* બેગમ અખ્તર =*=*=*=*=*

"દિવાના બનાના હે તો દિવાના બના દે, વરના કહિં તકદિર તમાશા ના બના દે.." - એક ચ્હાની હોટેલ ઉપર ગ્રામોફોનમાં "પંડિત જસરાજ" એ આ ગઝલ સાંભળિને બહુ નાની ઉંમરે ગઝલકાર / ગાયક થવાના સપના સેવી લિધાં હતાં ! અને માત્ર ૭-૮ વર્ષની ઉંમરથી જેણે સંગીત અને ગાયિકીમાં પદાર્પણ કર્યું હતું એ અને ગઝલનું હાર્દ અને ખાસ તો "ઠુમરી" એ જેનું ધ્યાન ખેંચ્યું હતું એ, અને ભારતની આઝાદી પહેલાના ઘણાં વર્ષો પહેલા જેણે ભારતીય ઉપખંડમાં જમ્ની લિધું હતું એ અને જેના આગળના દાંતો જરા મોટા હતાં અને દરેક દાંત વચ્ચે કંઈક કદરૂપી જગ્યા હતી વળી એ પણ પાન અને કાથા વડે રંગાયેલા રહેતાં ક્યારેક. જેનો અવાજ કદાચ "ઇલા અરૂણ" અને "માઝિ સટકલી" જેવા "અનુ મલિક" અને "રાની મુખર્જી" કરતાં કંઈક કર્કશ હતો , અને જેના અવાજમાં કંઈક "સલમા આગા" જેવી એક અલગ "ખરાશ" હતી. એ જેને "લતા મંગેશકર" જેવો ઘમંડ નહોતો અને એ જેણે "જાવેદ અખ્તર" ની જેમ માત્ર અમુક સારી ગઝલોને જ પોતાનો એક વ્યક્તિ તરીકેનો અણઘડ માપદંડ નહોતો માની લીધો ! એની આંખોના ખુણાઓ મૃગનયિનિ જેવા નહોતાં અને એમાં હસતી વખતે કરચલીઓ પડતી હતી. એણે પોતાના "ઇરોટિક/હાઇ પિચ/સિઝલિંગ" અવાજ અને ચુસ્ત છાતીના ઉભારો જ્યાં છલકાઈ જાય એવા સલવાર-કમિઝ અને એવા જ એટિટ્યુડ માટે "દિપિકા પાદુકોણે" ની જેમ પોતાના સ્તનો અને ક્લેવેજની લુખ્ખિવાણીઓ નહોતી કરવી પડી. "ચાહકો/શ્રોતાઓ/પ્રસંશકો" ની કોમેન્ટ્સને જેણે "બિપાશા બાસુ" ની જેમ ભદ્દા-સ્ટંટ કરીને એક સ્ત્રી તરીકેની ઇચ્છાઓનો હવાલો આપીને સ્ટેજ નહોતું છોડ્યું અને પોતાના સમાજ અને લોકોની વાતોને એણે બહુ મર્દાનગીથી અવગણ્યા કરીને પોતાનું કામ કરે રાખ્યું હતું . "ઐશ્વર્યા રાય" ની જેમ ફ્લર્ટિંગની મઝાઓ લિધા પછી સ્ત્રી- દાક્ષિણ્યની ભીખ નહોતી માંગી અને દાંપત્યજીવન માટે લિધેલા બહુ દોઢ-ડાહ્યા નિર્ણયોને એણે "કરિના કપુર" ની જેમ "અભિ બોલા અભી ફોક" નહોતું કર્યું અને ચાહકોની ભીડમાં એણે પોતાના દૈનિક રિયાઝ સાથે કોઇ સમાધાન નહોતું કર્યું . અને જેણે પોતાના "લો-પ્રોફાઇલ" માં આવી જવાના/હોવાના કહેવાતા અભિશાપને પોતાની કળાના આશિર્વાદની જેમ છેક એક્પ્લોઇટેશનની હદ સુધી કસ નિચોવી લીધો હતો. એને ઉર્દુની બહુ સારી સમઝ હતી એના શબ્દો અને ઉચ્ચારણોની એને પરખ હતી અને એણે આ "ભગવદોમંડલ" ગોખીને પાસ-થઈ-જવાના મૌસમી કવિઓ જેવી લાલચ નહોતી પાળી. સૈકાઓ જુની રિગિસ્તાની ધુળમાં જીવવાને જ પોતાનુ મુકદ્દર સમજતી ટિપિકલ મુસ્લિમ સ્ત્રિઓની વચ્ચે એણે રેગિસ્તાની તપિશનો નવો ચીલો ચાતર્યો હતો. મઝહબ/ઇસ્લામ/સામાજિક બદિઓને એણે કળા સાથે સુપેરે પરોવી જાણ્યું હતું. સ્વભાવની તોછડી થવા માંડેલી અને એકલતા અને પારિવારિક સમસ્યાઓમાં ઘેરાયેલી રહિને ક્યારેક એલ-ફેલ કકળાટ કરતી હતી પણ, એ કોઇ "બેનઝિર ભુટ્ટો" નહોતી જે ઇંગ્લિશ-મેમ બનીને ચટર-પટર બોલ-બચન કરતી હતી. જેને ગાઈ શકવું પણ લોઢાના ચણા ચાવવા બરાબર હતું એવી અને એટલી ખાલિશ રચનાઓ/ગઝલો/નઝમોને એણે પોતાના ગાયિકીના માપદંડ તરીકે પસંદ કર્યા હતાં ! બહુ ઉંચા દરજ્જાના લેખકોની બહુ અઘરી રચનાઓને એણે સ્વરબધ્ધ કરી નાંખીને ક્યારેક જંગ જીત્યાં હતાં. એનો ટેસ્ટ ઉંચો હતો. છેવટે, "પંડિત જસરાજ" જેના ફેન હતાં અને "રેખા ભારદ્વાજ" જેનાથી પ્રભાવિત છે એ વ્યક્તિમાં કંઈક તો એવું હોવું જ જોઇતું હતું જે અફલાતુન/મદહોશ/ખાલિશ/તેઝ-તર્રાર/ખાસ-મિજાજ હોય !

એ સ્ત્રી હતી અને સદિઓથી/પ્રાગિતિહાસિક કાળથી ચાલી આવતી એક ગેબી પરંપરાની જેમ એણે કુટુંબ/સમાજના એક અનિવાર્ય અંગ હોવાનિ મુક જવાબદારી લીધેલી હતી, મુક પણ મજબુત સંઘર્ષ કરવો એ એના સ્ત્રૈણ-ડિ.એન.એ માં વણાઈ ચુક્યું હતું અને એટલે પોતાની સ્વતંત્રતાની એણે પોતે રખેવાળિ કરી લીધી હતી, ક્યારેક બેકાબુ/નિરંકુશ થઈ ગઈ. માનસિક બિમારીની રેખાએ પહોંચી ગઈ ક્યારેક પણ એણે સ્ત્રી હોવાના રોદણાં નહોતાં રડ્યાં કદાચ એટલે જ એ સ્વાવલંબી હતી માનસિક/તાત્વિક રીતે !

છેવટે એક "કૈકેયિ" હતી. એક "લંકાધિપતિ રાવણ" હતો. ફાટફાટ મિજાજ વાળો એક "દુર્વાસા" હતો અને એવાજ મિજાજની એક "દ્રૌપદી" હતી . એક માથાફરેલ "ગંગાપુત્ર ભિષ્મ" પણ હતો અને જિદ્દી / તિખારા જેવો એવો એક "ગુરૂ શ્રેષ્ઠ દૌણ" હતો. એક હિટલર હતો કે એક સુભાશચંદ્ર બોઝ હતાં કે એક ભગત સિંહ હતો કે એક વટનો કટકો ચંદ્રશેખર હતો અને એક સિગાર પી ને બાઇક ચલાવતો "ચે " હતો ! એમનામાં ખામીઓ હતી, એ માથાફરેલ હતાં, મિજાજી - તુંડ મિજાજી હતાં. એમને બહુ વટ હતો , હોંશિયારી હતી, પણ બહુ આફરિન લોકો હતાં. પોતાના ઘમંડની કિંમતો ચુકવી હતી એમણે , એ હાલાકિઓને પોતાના કર્મક્ષેત્રોમાં વાળી દિધી હતી એ લોકોએ..

"અખ્તરી બાઈ ફૈઝાબાદી" નામ હતું એનું , એટલે કે "બેગમ અખ્તર"!

આ લખનારાની આખી પેઢીના જન્મ પહેલાં જ એમણે આ દુનિયા છોડી દિધી , થોડીક રાહ જોઇ હોત તો સારું થાત ! હું કદાચ મળતો એમને ઇચ્છા પુરી નહિ થાય એ.સલમા આગાને બાથ ભરી લેવાના નજીકમાં કોઇ સંજોગો દેખાતાં નથી અને પેલા "સોના ગાછી" ના ચહેરાના શિતળાના ચાઠાઓને હુ નજીકથી જોઇ નથી શક્યો અને એમણે "વ્હિસ્કિના જામની બહાર બુંદોને જામવા દિધિ હશે..." , "જગજિત " ચાલ્યા ગયાં છે અને છોડી દિધેલી દુનિયાને એ "દુનિયા જીસે કહેતેં હે જાદુકા ખિલૌના હે" વડે વ્યાખ્યાયિત કરતા હશે. અને "નુસરત ફતેલ અલી" સ્વર્ગમાં સાડી લપેટેલી "લિઝા રે" ને આફરિન સંભળાવતાં હશે , અને નજીકમાં ક્યાંક કોઇક આસન ઉપર વિરાજમાન હશે, "છ અક્ષરનું નામ" કાળી ફ્રેમના ચશ્માં પહેરીને પોતાનિ "સોનલ" ને લાડ કરાવતું ! અને હાથમાં સિગરેટ લઈને સ્પિલ્ટ-સ્કર્ટમાંથી છલાયા કરતી "પરવિન બાબી" હશે ક્યાંક કોઇ વાદળને અઢેલીને ઉભી રહેલી અને હાં, "સલમા હાયેક" બહુ ભેદી "મોનાલિસા" ની જેમ હસીને સોમરસનું આચમન લઈ રહિ હશે. અને ક્યાંક ખુણામાં બેગમ અખ્તર બેઠી હશે..ઠુમરી સાથે કોઇ નવો એક્સ્પ્લોઇટ ટેસ્ટ કરતી ..અને..

.. અંધારામાં દુર હાઇવેની હોટેલના ગ્રાઉન્ડથી દુર હટીને , મ્યુઝિકના ઘોંઘાટથી કંઈક અલગ હટીને અંધારામાં કોઇ મિત્રની ગાડીના બોનેટ ઉપર સિગરેટ લઈને , એક તરફ આદુ-નાંખેલી ચ્હા લઈને અને લેપટોપને કારબેટરી વડે ચાર્જ કરીને દુધગંગા તરફ નજર માંડીને બેઠેલા કોઇ આવારા પ્રકૃતિના "હું" ને એ નશો છે કે આ વિતેલા જીવન દરમિયાન બહુ કૈફ ચઢાવી આપ્યો છે આ અને આવા લોકોએ. રાતોના સુનકાર અને ફાટફાટ મગજ અને સ્ક્રોલ થતાં ટર્મિનલ અને અનંત સુધી કંપાઈલ થયાં કરતાં "રાસ્પબરી પાઇ" માટેના કર્નલ મોડ્યુલ્સને ઠંડા સુસવાટાં અને ધ્રુજતાં હાથોને , આ બેફામ /ઘમંડી લોકોએ કંઈક સહારો આપ્યો છે. વાસ્તવિક તકલિફો અને ઝંઝાવાતોની સામે "ડેલ કાર્નેગી-છાપ સલાહો" અને બોધબચનોની પથારી ફરી જાય છે અને ટકે છે તો એક જ વાત તમારો એટિટ્યુડ લાઇફને જોવાનો અને તમારી પછડાટો સહન કરીને ઉભા થવાની જીવલેણ જીદ , એ હોંશિયારી/વટ્ટ/તુમાખી/ઘમંડ/અભિમાન/ગુમાન અને અંધકાર/સુનકાર !

ખૈર, અંધારી ખુલ્લી હાઇવેની રાત્રીએ કેટલાય જાણ્યા-અજાણ્યા નક્ષત્રો/તારાસમુહોની સાક્ષીએ, "મીર તકી મીર" ની ખુદ બેગમ અખ્તરના અવાજમાં સંભળાઈ રહેલી એક ’ચિજ’ , લો..તમે’ય શેર કરો.

ઉલટી હો ગઈ સબ તદબિરેં, કુછ ના દવાને કામ કિયા,

દેખા ઇસ બિમારિ-એ-દિલ ને , આખિર કામ તમામ કિયા,

અહદ-એ-જવાની રોં રોં કાટા, પિરિમેં લીં આંખે

યાની રાત બહૌત હે જાગે,સુબહો હુઇ આરામ કિયા,

યાંકે દખલ જો હે સો ઇતના હે,

રાત કો રો રો સુબહો કિયા ઔર , સુબહો સોં સોં શામ કિયા .

--------------

( ઉપર આપેલી બેગમ અખ્તરની ગાયેલી પંક્તિઓ - "મીર તકી મીર" ની છે. )