Lakhi Rakho Aaras Ni Takhti Par Ratna Sundar Surishwarji Maharaj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Lakhi Rakho Aaras Ni Takhti Par

મહારાજસાહેબ,

એક અતિ ગંભીર સમસ્યા લઈને આપની સામે આવ્યો છું. જો નહીં ઉકેલાય આ સમસ્યા તો એનું કટુ પરિણામ શું આવશે એની હું ખુદ કલ્પના કરી શકતો નથી પણ મને માત્ર આશા જ નહીં, પૂર્ણ શ્રદ્ધા છે કે

આપના તરફથી મળનારું સમ્યક્‌ માર્ગદર્શન આ સમસ્યાનું સમાધાન કરી જ આપશે. સમસ્યા એ છે કે મારાં મમ્મી- પપ્પા આજે પ્ર ૈઢાવસ્થા વટાવી ચૂક્યાં છે. હું છું ત્રીસનો તો મમ્મી-પપ્પા છે પાંસઠ- સિત્તરેનાં. નાનીનાની

બાબતમાં પપ્પા સાથે મારે અને મમ્મી સાથે મારી પત્નીને મતભેદ પડ્યા જ કરે છે. મારી વાત સમજી શકે એવી પપ્પા પાસે બુદ્ધિ નથી તો મારી પત્નીની વાત સમજી શકે એવી મમ્મી પાસે અક્કલ નથી.

બળદગાડાના યુગમાં મમ્મી-પપ્પા જન્મ્યાં છે અને કમ્પ્યૂટર યુગમાં અમે જન્મ્યાં છીએ. અમે જેટલું દૂરનું જોઈ શકીએ છીએ અને વિચારી શકીએ છીએ એટલું દૂરનું મમ્મી-પપ્પા જોઈ શકતાં નથી અને વિચારી શકતાં

પણ નથી. આને કારણે ઘરમાં સતત સંઘષર્ ે થયા જ કરે છે. મને ઘરની બહાર ચાલ્યા જવાનું મન થાય છે તો મારી પત્ની વારંવાર પિયર ચાલ્યા જવાની ધમકી આપ્યા કરે છે. મેં એક વાર

તો મમ્મી-પપ્પાને કહી દીધું કે અમને અમારી રીતે જીવવા દો અને તમે તમારી રીતે

જીવો. તમારે આ ઉંમરે આખરે જોઈએ પણ શું ? ત્રણ ટાઇમ જમવાનું વ્યવસ્થિત

થઈ જાય, બેસવા-સૂવા માટેની નાનકડી ઓરડી મળી જાય, પહેરવા માટે સ્વસ્છ

અને સુઘડ વસ્ત્ર ે મળી જાય. બસ, પત્યું.

હું તમારી આ બધી વ્યવસ્થા ગોઠવી દઉં પછી તો તમે આ ઘરમાં શાંતિથી રહો ! દરેકેદરેક બાબતમાં અભિપ્ર ય આપવાની અને સલાહ આપવાની તમને જે ટેવ પડી ગઈ છે એના પર થોડોક તો કાબૂ રાખો !

પણ વ્યર્થ ! એમના સ્વભાવમાં આંશિક પણ સુધારો નથી. મને એમ લાગે છે કે કાં તો હવે અમારે મમ્મી-પપ્પાથી જુદાં થઈ જવું જોઈએ અને કાં તો કડક થઈને મમ્મી-પપ્પાને ચૂપ થઈ જવાની નોટિસ આપી દેવી જોઈએ.

આખરે સહન કરવાની પણ એક હદ હોય ને ?

હા, હું કદાચ એમનો દીકરો હોવાને નાતે એમનો આવો બેકાર સ્વભાવ

નભાવી લઉં પણ મારી પત્ની કે જેની કોઈ ભૂલ જ નથી એ મમ્મી-પપ્પાના ક્ષુદ્ર

સ્વભાવને ક્યાં સુધી સહન કરે ? સાચું કહું ? સાંજ પડ્યે ઑફિસેથી ઘરે આવતાં આનંદ થવો જોઈએ એને બદલે મને ભાર લાગે છે.

આપ જ કહો, આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ ? સાથે રહું તો સંઘર્ષ ચાલુ રહે છે, શાંતિ મેળવવી હોય તો જુદાં થવું અનિવાર્ય છે.

દર્શન,

તારો પત્ર વાંચ્યો. એક વાત તો સ્પષ્ટ લાગે છે કે બુદ્ધિના અભાવથી તું પીડાતો નથી પણ બુદ્ધિના દુરુપયોગથી તું પીડાય છે, નહિતર પ્રચંડ ઉપકારી એવાં મમ્મી- પપ્પા માટે તું આવી લખી શકે ખરો ? બળદગાડાના યુગમાં

મમ્મી-પપ્પા જન્મ્યાં છે એ તારી વાત સાચી પણ એ જ મમ્મી-પપ્પા તારે માટે જન્મદાતા પણ બન્યાં છે અને જીવનદાતા પણ બન્યાં છે એનો તને ખ્યાલ છે ખરો ? મમ્મી-પપ્પામાં અત્યારે કદાચ

તારા કરતાં બુદ્ધિ ઓછી હશે પણ તું જન્મ્યો ત્યારે તારામાં બુદ્ધિ હતી જ નહીં એ તો

તારા ખ્યાલમાં છે ને ? જન્મના શરૂઆતના દિવસોમાં કપાળ પર કાગડો બેસીને ચાંચ મારીને તારી આંખ ફોડી નાખત તોય એને ઉડાડવાની તારામાં અક્કલ પણ નહોતી અને તાકાત પણ નહોતી એ તો તું

સ્વીકારે છે ને ? પોતાની તમામ જાતની અનુકૂળતાઓને અવગણીને પણ મમ્મીએ તારી સુખાકારીની ચિંતા કરી છે એ તો

તારા ખ્યાલમાં છે ને ?

અરે, જન્મ આપ્યા પછીની મમ્મીની કાળજીની વાત છોડ. તું એના પેટમાં હતો એ વખતે એણે આપેલા ભોગને તું માત્ર યાદ કરી લે. કૃતજ્ઞતાનું લોહી તારા શરીરમાં વહેતું હશે તો તારી આંખમાંથી શ્રાવણ-ભાદરવો

વહેવા લાગશે. હું તને જ પૂછું છું. તું માત્ર એક નાનકડી ચોપડી હાથમાં રાખીને નવ દિવસ પ્રસન્નતાપૂર્વક પસાર કરી શકે ખરો ? એક પળ માટેય ચોપડી ક્યાંય મૂકવાની નહીં અને છતાં સતત પ્રસન્નતા ટકાવી

રાખવાની. આ તારે માટે શક્ય છે ખરું ?

જો ના, તો મારે તને એટલું જ કહેવું છે કે નવનવ મહિના સુધી પેટમાં રાખીને

તારી મમ્મીએ તારો ભાર વેઠ્યો છે. એ ગાળામાં એને કદાચ મરચાં ભાવતાં હતાં

તોય છોડી દીધાં છે, તારું સ્વાસ્થ્ય ન બગડે માટે ! એની ઝડપથી ચાલવાની ટેવ હતી છતાં એમાં એણે સુધારો કર્યો છે, તારા સ્વાસ્થ્યને નુકસાન ન થાય માટે ! ફરવા જવાનો એને શોખ હતો છતાં એણે એમાં નિયંત્રણ મૂક્યું છે, તારી

તુંદરસ્તી ન બગડે માટે ! ચોવીસેય કલાક સતત નવ મહિના સુધી તારો ભાર પેટમાં રાખીને મમ્મી ફરી છે એટલું તું અત્યારે સ્મૃતિપથમાં લાવી દે.

દર્શન, અત્યારે તને વધુ ન કહેતાં એટલું જ હું છું કે મમ્મીના તારી ગર્ભાવસ્થા

દરમ્યાનના આ ભોગને સમ્યક્‌ અંજલિ આપવાય પત્નીને કહી દે કે ‘મમ્મીને સ્વભાવ બદલવાનું કહેવા કરતાં મમ્મીના એ સ્વભાવને નિભાવી લેવાનું તને સૂચન કરવું મને વધારે યોગ્ય લાગે છે.’ બળદગાડાના યુગમાં

મમ્મી જન્મી હતી માટે જ તો એણે ગર્ભપાતનો નિકૃષ્ટતમ અપરાધ આચર્યો નથી અને એ હિસાબે જ તો તું આ ધરતી પરના સૂર્યપ્રકાશનું કિરણ સ્પર્શી શક્યો છે.

બાકી કમ્પ્યૂટર યુગની અત્યારની જે નવ કરોડ માતાઓ દર વરસે પોતાના બાળકને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી રહી છે એ માતાઓમાં તારી માતાએ પણ નામ નોંધાવ્યું હોત તો ?

દર્શન,

ખૂબ ગંભીરતાથી વાંચ્યો હશે મારો પૂર્વપત્ર. સુખની કલ્પનામાં રાચવાનું માણસને ગમે છે પણ જેણે પોતાના પર સુખના ઉપકારો કર્યા છે એને સ્મૃતિપથમાં લાવવાની બાબતમાં માણસ બેદરકાર છે અને એનું જ આ

પરિણામ આવ્યું છે કે એના જીવનમાં કૃતજ્ઞતાનું સ્થાન કૃતધ્નતાએ લઈ લીધું છે, લાગણીને એક બાજુ ધકેલીને બુદ્ધિએ પોતાનું સ્થાન મજબૂત બનાવી દીધું છે., સમર્પણની જગ્યાએ સ્વચ્છંદતા ગોઠવાઈ ગઈ છે.

સરળતાને એક બાજુ હડસેલી દઈને તર્કે પોતાનું એકાધિકાર સામ્ર જ્ય જમાવી દીધું છે.

હું ઇચ્છું છું કે તું પોતે આ બધાં ખતરનાક પરિબળોમાંથી વહેલામાં વહેલી તકે

તારી જાતને બહાર કાઢી લે. અને એ માટે જ તારી સમક્ષ એક વાર હું તારા ભૂતકાળને

મૂકી રહ્યો છું. તને ખાતરી તો થઈ ગઈ ને કે તારા વર્તમાનનાં તમામ સુખોનો કે સ્વસ્થતાનો, ખ્યાતિનો કે પ્રસિદ્ધિનો યશ કોઈ એક જ પરિબળને ફાળે જતો હોય તો એ પરિબળ છે ગર્ભપાતનો રસ્તો ન અપનાવવાનો

તારી મમ્મીએ કરેલો નિર્ણય. એમાં એણે જરાક પણ બાંધછોડ કરી હોત તો તું આજે મારી સામે ‘મમ્મીનો સ્વભાવ પત્નીને જામતો નથી’ ની ફરિયાદ કરવા ઉપસ્થિત ન થઈ શક્યો હોત.

શું કહું તને ? તારા જ જેવા એક યુવકે પત્નીની ચડામણીથી પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. ત્રણચાર મહિના પછીની એક રાતે અચાનક મમ્મીની આંખ ખૂલી ગઈ..પોતાના એકના એક

દીકરાના સુખ માટે એણે જે કાંઈ વેઠ્યું હતું એ બધું એને યાદ આવી ગયું. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા. હીબકે હીબકે એ રડવા લાગી. એને છાનું રાખનાર કોઈ હાજર હતું નહીં એટલે એ પોતાની મેળે જ અડધા કલાકમાં

શાંત થઈ ગઈ. કમરામાં લાઇટ કરી, પોતાનું મોઢું ધોયું, પલંગ પર બેઠી અને અચાનક એની નજર સામેની ભીંત પર લટકી રહેલા કૅલેન્ડર પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ.

ઓહ ! આજથી બરાબર ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે અને રાત્રિના આ જ સમયે મેં મારા લાલને જનમ આપ્યો હતો. એ પોતાની લાગણીને રોકી ન શકી કારણ કે આખરે એ મા હતી,

લાગણીનો મહાસાગર હતી. પલંગ પરથી ઊભી

થઈને એ કમરામાં એક બાજુ ગોઠવાયેલા ટેલિફોન પાસે ગઈ. ડાયલ ઘુમાવ્યું. સામે

છેડ દીકરો આવ્યો.

‘કોણ ?’

‘બેટા ! હું તારી મમ્મી !’

‘પણ આટલી મોડી રાતે ફોન કરવાની તારે જરૂર શી હતી ?’

‘બેટા ! જરૂર તો કાંઈ નહોતી. પણ ત્રીસ વરસ પહેલાં આ જ તારીખે આ જ સમયે તને મેં જન્મ આપ્યો હતો એ મને યાદ આવી ગયું એટલે શુભાશિષ પાઠવવા

તને ફોન કર્યો.’

‘એ શુભાશિષ તો સવારનાય આપી શકાતી હતી. અત્યારે રાત્રે ત્રણ વાગ્યે આવું નાટક કરવાની તારે શી જરૂર હતી ?’

‘બેટા ! માની લાગણીને નાટક કહેવાનું પાપ તું કરીશ નહીં. તારા પ્રત્યેના પ્રેમના હિસાબે જ મેં અત્યારે ફોન કર્યો છે.’ ‘પણ તને ખબર છે ? અત્યારે ફોન કરીને તેં મારી ઊંઘ બગાડી નાખી છે !’

‘બેટા ! મારા અત્યારે ફોન કરવાથી તારી ઊંઘ બગડી છે એ વાત સાચી પણ

ત્રીસ વરસ પહેલાં મેં તને જન્મ આપેલો ત્યારે મારી તો આખી રાત બગડેલી એ તને યાદ છે ખરું ?’ આટલું કહી મમ્મીએ રડતાંરડતાં ફોન મૂકી દીધો.

દર્શન,

વૃદ્ધાશ્રમની આ મમ્મીની જગ્યાએ તારી મમ્મીને મૂકી જો. તું ઘ્રૂજી ઊઠ્યા વિના નહીં રહે. યાદ રાખજે, પ્રેમ ક્યારેય પોતે કરેલા ઉપકારોનો ચોપડો રાખવાનું સમજ્યો જ નથી અને તેથી જ પ્રેમપાત્ર વ્યક્તિ પોતાના પર

કોનાકોના અને કેવાકેવા ઉપકારો થયા છે અથવા તો થઈ રહ્ય છે એ સમજી શકતી નથી.

હું તને જ પૂછું છું - છે તારી પાસે મમ્મી-પપ્પાએ તારા પર કરેલા ઉપકારોની સમજ ? ના, તારી સામે તો છે મમ્મી-પપ્પાના બગડી ગયેલા સ્વભાવનું દર્શન અને એ જ કારણે તો તું એમનાથી અલગ થઈ

જવાના અથવા તો એમને સ્વભાવ સુધારી લેવાની નોટિસ આપી દેવાના નિર્ણય પર આવી ગયો છે !

દર્શન, થોડોક શાંત થા. તારા જ પોતાના જન્મ પછીનાં વરસો પર સહેજ નજર નાખી જો. મમ્મી-પપ્પાએ તારી પાછળ એ વરસોમાં આપેલા ભોગને સહેજ આંખ સામે રાખતો જા. તારા નિર્ણયમાં ફેરફાર કર્યા

વિના તું રહી નહી શકે.

હવે મૂળ વાત. મમ્મી તારે માટે જન્મદાત્રી તો બની જ; પણ જન્મ આપ્યા

પછી જીવનદાત્રી પણ બની રહી. તારા જીવનમાં ખતરારૂપ બની શકે એવા તમામ પ્રકારના ખોરાકથી, વાતાવરણથી, વસ્તુઓથી અને વ્યક્તિઓથી એણે તને દૂર જ રાખ્યો. તારા પપ્પાએ પણ એમાં સારું એવું

યોગદાન આપ્યું. તારા જીવનની અને સ્વાસ્થ્યની રક્ષા ખાતર એમણે સમયનો ભોગ આપ્યો, શક્તિનો ભોગ આપ્યો અને સંપત્તિનો પણ ભોગ આપ્યો. યાદ રાખજે, બીજ અંકુર બનીને બહાર આવે છે પછી માળીની

માવજત વિના એનું વૃક્ષરૂપે બન્યા રહેવું જો મુશ્કેલ છે તો જન્મ થયા પછી મા-બાપની યોગ્ય માવજત વિના બાળકનું જીવન ટકવું પણ મુશ્કેલ છે.

તું આજે ત્રીસ વરસની ઉંમર સુધી પહોંચી શક્યો છે, એમાં આ જીવનદાતા બની રહેલાં મમ્મી-પપ્પાનો બહુ મોટો ફાળો છે એ તારા ખ્યાલમાં તો છે ને ?

બાલ્યવયમાં અજાણપણે ગૅસના ચૂલા તરફ જઈ રહેલા તને, સમયસર રોકી પાડવાની સજાગતા મમ્મીએ ન દાખવી હોત તો ? દાંત આવવાના સમયે તને થઈ ગયેલા ઝાડા વખતે પપ્પાએ સમયસર એની દવા ન

કરી હોત તો ? પાંચમા માળની બાલ્કનીમાંથી ટેબલ પર ચડીને છેક નીચે જોવા તૈયાર થઈ ગયેલા તને મમ્મી-પપ્પા બન્નેએ સજાગતા

દાખવીને ઊંચકી લીધો ન હોત તો ? મમ્મીની આંગળી પકડીને રસ્તા પરથી પસાર

થતી વખતે અચાનક સામેથી ધસમસતી આવતી ટ્રકને જોતાંવેંત તને ઝડપથી ઊંચકી લઈને મમ્મી એક બાજુ ન હટી ગઈ હોત તો ? કલ્પના કરી જોજે આ અને આના જેવા અન્ય પ્રસંગોની. તને પ્રતીતિ

થઈ જશે કે ન દાખવી હોત જો મમ્મી-પપ્પાએ સતત સજાગતા અને સાવધતા એ તમામ પ્રસંગોમાં તો તારા જીવનનું આજે અસ્તિત્વ જ ન હોત. ટૂંકમાં, મમ્મી-પપ્પાએ લોહીના સંબંધમાં લાગણી ન ઊભી કરી હોત તો

તું જન્મી ગયો હોવા છતાં જીવન ટકાવી શક્યો ન હોત એમાં કોઈ શંકા નથી.

દર્શન,

તું એમ ન માની બેસતો કે જ્યાં લોહીના સંબંધ ઊભા થાય છે ત્યાં લાગણી હોય જ છે. ના, તેં એવી સાપણની વાતો સાંભળી જ હશે કે જે પોતાનાં બચ્ચાંને જન્મ આપીને તરત મારી નાખે છે. તેં એવી કૂતરીની

વાતો સાંભળી જ હશે કે જે પોતાનાં જ ગલૂડિયાંને જન્મ આપીને તરત ખતમ કરી નાખે છે. તેં એવી ઘાતકી અને વિલાસિની માતાઓની વાત સાંભળી જ હશે કે જે પોતાના વિલાસને અને મોજશોખને સલામત રાખવા

પોતાના પેટમાં રહેલાં બાળકોને ધરતી પર અવતરવા દેતાં પહેલાં જ પરલોકમાં રવાના કરી દે છે. તેં એવી ક્રૂર માતાઓની વાતો પણ સાંભળી જ હશે કે જે બાળકને જન્મ આપીને તરત જ ઉકરડા પાસે રહેલી

કચરાપેટીમાં નાખીને રવાના થઈ જાય છે.

ટૂંકમાં, આ બધા દ્‌ષ્ટાન્તો એક જ વાત કરે છે કે જ્યાં લોહીના સંબંધો હોય છે ત્યાં લાગણી હોય જ છે એવું નથી. તું જન્મ પામ્યા પછી જીવન ટકાવી શક્યો છે એનો યશ જાય છે તારાં મમ્મી-પપ્પાની લાગણીને ફાળે.

એ તારા પ્રત્યે લાગણીશીલ

બની રહ્યાં તો તું જીવન ટકાવી શક્યો, અન્યથા તારું જીવન ટકવાનું મુશ્કેલ બની જાત.

હજી એક બીજી વાત. તારા જીવનમાં આજે એવાં કોઈ ગલત વ્યસનો નથી કે ગલત દૂષણો નથી, એનો યશ પણ જાય છે મમ્મી-પપ્પાની કાળજી અને જાગૃતિને ફાળે. અણસમજની નિર્દોષ વયમાં

તારું જીવન કુસંસ્કારોથી ખરડાઈ ન જાય એ માટે

તારાં મમ્મી-પપ્પાએ તને ગલત મિત્રોથી દૂર રાખ્યો છે. તને વ્યસનોથી દૂર રાખવા એવાં સ્થાનોમાં એમણે તને જવા જ નથી દીધો. નથી તને એમણે ગાળો બોલવા

દીધી કે નથી તને એમણે ચોરી કરવા દીધી.

કિશોરવયમાં તારી પવિત્રતા ખરડાઈ ન જાય એ માટે એમણે તને નથી ગંદાં સ્થાનોમાં જવા દીધો કે નથી એમણે તને ગંદાં પિક્ચરો જોવા દીધાં. હા, અણસમજની વયમાં પણ તારાં મમ્મી-પપ્પા તને દેરાસર લઈ

ગયા છે, પરમાત્માનાં દર્શન તને કરાવ્યાં છે, ગુરુભગવંતના આશીર્વાદ તને અપાવ્યા છે, પવિત્ર પુરુષ ેનાં જીવનનાં વર્ણન તને સંભળાવ્યાં છે, તીર્થયાત્ર ઓ કરાવી છે, પાઠશાળાઓમાં તને દાખલ કર્યો છે, ભંડારમાં તારે હાથે

પૈસા નખાવ્યા છે.

ટૂંકમાં, એક પણ કુસંસ્કાર તને સ્પર્શી ન જાય અને સુસંસ્કારોના ઢેરના ઢેર તને વારસામાં મળી જાય એ માટે મમ્મી-પપ્પાએ પોતાનાથી થાય એટલા તમામ પ્રયત્નો કર્યા છે..જન્મ પછી તારું જીવન ટકી ગયું છે એમાં જો મમ્મી-

પપ્પાની તારા પ્રત્યેની લાગણી કામ કરી ગઈ છે તો આ જીવનમાં તું શેતાન, લબાડ કે ગુંડો ન બનતાં સદાચારી અને સજ્જન બન્યો રહ્યે છે એમાં મમ્મી-પપ્પાની તારા પ્રત્યેની કાળજી કામ કરી ગઈ છે. એટલું

જ પૂછું છું તને કે છે તારી પાસે આ સ્પષ્ટ, સ્વચ્છ અને સત્ય

દર્શન ? છે તારી પાસે આ સમ્યક્‌ દર્શન કરી શકે તેવી નિર્મળ દ્‌ષ્ટિ ?

દર્શન,

તને કદાચ એમ લાગતું હશે કે ‘મારા એક જ પત્રના પ્રત્યુત્તરરૂપે મહારાજ સાહેબે ચાર ચાર પત્રો લખી દીધા. નથી મને આ અંગે રૂબરૂ બોલાવતા કે નથી મારા બીજા પત્રની રાહ જોતા ! કમસે કમ મારી

પરિસ્થિતિ એમણે વ્યવસ્થિત જાણવી તો જોઈએ ને ? મનેય બોલવાની તક આપવી તો જોઈએ ને ? આ તો જાણે કે મમ્મી- પપ્પા સર્વથા નિર્દોષ જ છે અને હું એકલો જ ગુનેગાર છું એમ સમજીને જ મહારાજ સાહેબ મને

સતત સલાહ આપ્યે જાય છે. આ ઠીક નથી થતું.’

બની શકે કે તારા મનમાં આવી ગડમથલ ચાલતી હોય પણ હું તને ખાતરી સાથે કહું છું કે તારી બધી જ વાતો સાંભળીશ. તારી વેદના અને વ્યથા અચૂક જાણીશ. તારા ઉકળાટને અને આવેશને

સમજવા ચોક્કસ પ્રયત્ન કરીશ. તારી આંખનાં આંસુ પાછળ ધરબાયેલા આક્રોશની અચૂક કદર કરીશ; પણ એ પહેલાં મારે તને જે અતિ મહત્ત્વની વાતો કરવી છે એ પત્રવ્યવહારના માઘ્યમે તારી સામે રજૂ કરી જ

દેવી છે. શક્ય છે કે આ વાતો પર ગંભીરતાથી વિચારણા કરવા માત્રથી તારા મનનો આક્રોશ શાંત થઈ જાય, તારી વ્યથામાં કડાકો બોલી જાય, તારી ગેરસમજ દૂર

થઈ જાય, તારો મમ્મી-પપ્પા પ્રત્યેનો દુર્ભાવ રવાના થઈ જાય, ભારેખમ બની ગયેલું તારું અંતઃકરણ હળવું ફૂલ થઈ જાય, મમ્મી-પપ્પાથી અલગ થઈ જવાના

તારા મનમાં જાગેલા વિચારથી પાછા ફરવાનું તને મન થઈ જાય.

તો હા, મારી વાત એ હતી કે તારાં મમ્મી-પપ્પા તારે માટે જન્મદાતા બન્યાં છે, જીવનદાતા બન્યાં છે તો સાથે સંસ્કારદાતા પણ બન્યાં છે. આ હકીકતને તું અત્યારે સ્મૃતિપથમાં લાવી દે. જન્મ આપવાની

બાબતમાં મમ્મીએ ઉપેક્ષા સેવી હોત તો તું પેટમાંથી પરલોકમાં રવાના થઈ ગયો હોત. જીવન સુરક્ષિત રાખવાની બાબતમાં મમ્મી-પપ્પાએ બેદરકારી દાખવી હોત તો તારો જીવનદીપક અકાળે બુઝાઈ ગયો હોત અને

સુંસ્કારોનું આધાન કરવાની બાબતમાં મમ્મી-પપ્પાએ આંખ આડા કાન કર્યા હોત તો તું આજે થોડોઘણો પણ સજ્જન કે સદાચારી રહી શક્યો છે એ રહી શક્યો ન હોત !

હું તને જ પૂછું છું-ભૂતકાળના મમ્મી-પપ્પાના તારા પરના આ ઉપકાર ચડે કે

વર્તમાનકાળનો મમ્મી-પપ્પાનો બગડી ગયેલો સ્વભાવ ચડે ? બુદ્ધિના અભાવવાળી

તારી લાચાર અવસ્થામાં મમ્મી-પપ્પાએ તારી કરેલી માવજત ચડે કે બુદ્ધિની અલ્પતાવાળી મમ્મી-પપ્પાની અશક્ત અવસ્થામાં તારા દ્વારા એમની થઈ રહેલી અવગણના ચડે ? દર્શન, કો’ક શાયરની

પંક્તિઓ લખીને અત્યારે તો પત્ર પૂરો કરું છું.

‘આટલું અંતર ન હો સહવાસમાં;

ક્યાંય ખૂટે છે કશુંક વિશ્વાસમાં.’

વિચારીને જવાબ લખજે.

મહારાજસાહેબ,

આંખ અશ્રુસભર છે, દિલ વ્યથાસભર છે, હૃદય લાગણીસભર છે. આપના

તરફથી આવેલા છેલ્લા ચાર પત્ર ેએ મારી આ સ્થિતિ કરી નાખી છે. મમ્મી-પપ્પાના મારા પરના આટઆટલા ઉપકારોનો આજ સુધી મને કોઈ જ ખ્યાલ જ નહોતો અને આપની સાથે પત્રવ્યવહાર ચાલુ ન

કર્યો હોત તો કદાચ જિંદગીની અંતિમ પળ આવી જાત ત્યાં સુધી પણ મને ખ્યાલ ન આવત. આપને જાણીને આનંદ થશે કે આપના ચારેય પત્ર ે વાંચ્યા બાદ ઘણા વખત પછી ગઈ કાલે પહેલી

વાર મમ્મી- પપ્પા સાથે એક કલાક પ્રસન્નતાથી વાત કરી. મમ્મી-પપ્પા પણ મારા આ બદલાયેલા અભિગમથી આશ્ચર્યચકિત થઈ ગયાં હોય એવું લાગ્યું.

હા, મમ્મી-પપ્પાથી અલગ થઈ જવાના મનમાં ઊઠેલા તરંગ પર અત્યારે તો પૂર્ણવિરામ મૂકી દીધું છે પણ તોય આપને એક વિનંતી કરું છું કે મારા મનમાં ચાલી રહેલા વિચારોના આ ઘમસાણનું આપે મને

સમાધાન તો આપવું જ પડશે. ભૂતકાળના એમના ઉપકારો મારે માથે પણ વર્તમાનના એમના કચકચિયા સ્વભાવ સાથે સ્વસ્થતાપૂર્વક જીવવું શી રીતે ?

ઘરની બાજુમાંથી દસ વરસ પહેલાં ગંગા નદી વહેતી હતી એ કબૂલ, પણ

આજે જો બાજુમાંથી દુર્ગંધ ફેલાવતી ગટર વહે છે તો એ ગટરની ઉપસ્થિતિમાં

સ્વસ્થતા ટકાવી રાખવી શી રીતે ? આખરે સહુએ જીવવાનું તો વર્તમાનમાં જ હોય છે ને ? ભૂતકાળ ભવ્ય હતો, સ્વીકારી લીધું. ભવિષ્યકાળ ભવ્ય આવવાનો છે, માની લીધું; પણ વર્તમાનકાળ ખતરનાક અને ભયંકર

પસાર થઈ રહ્યો છે એનું શું ? મહારાજસાહબ, આપ ખોટું ન લગાડશો. બાકી માત્ર મારી જ નહીં મારા

જેવા અનેક યુવાનોની પોતાના મમ્મી-પપ્પા માટે આ ફરિયાદ છે કે એમનો સ્વભાવ બગડતો ચાલ્યો છે. જમાના સાથે તાલમેળ રાખીને જીવવાનું એમને આવડતું જ નથી. નવી પેઢીના માનસને સમજવાની એમની

કોઈ તૈયારી જ નથી. ‘જતું કરવાની’ ઉદારતા તો એમના લોહીમાં જ નથી. માલિકીનો દાવો આ ઉંમરે જતો કરવાની એમની તૈયારી નથી. માણસ ગમે તેટલો મર્દ હોય પણ રસ્તા પર વળાંક આવે છે ત્યારે એને

વળવું જ પડે છે. જો એ વળી જાય છે તો લક્ષ્યસ્થાને પહોંચી જાય છે પણ અભિમાનના તોરમાં જો એ વળવા તૈયાર થતો નથી તો એ કદાચ જાન ગુમાવી બેસે છે. મમ્મી-પપ્પાએ આ સમજવું ન જોઈએ ? બદલાયેલા

સંયોગોમાં એમણે પોતાનો સ્વભાવ બદલવો ન જોઈએ ?

પૂર્વપત્રમાં આપે મને કો’ક શાયરની શાયરી લખી છે ને ? આ પત્રમાં હું આપને કો’ક શાયરની શાયરી લખું છું :

‘પ્રથમ આકાર પામે, સંબંધના સ્તર પર લાગણી,

ન પામે માવજત મનની, તો એ સંશય થવા લાગે.’

મારે માટે આ જ બની રહ્યું છે. બચવાનો ઉપાય ?

દર્શન,

એક નાનકડી પણ અતિ મહત્ત્વની વાત તારા ઘ્યાન પર લાવવા માગું છું. શેરડીનો સાંઠો વાંકો હોય છે ને તોય એનો રસ તો મીઠો જ હોય છે. ધનુષ્યની પણછ વાંકી હોય છે ને તોય તીર તો સીધું જ જતું હોય છે.

નદીનું વહેણ વાંકુ હોય છે ને, તોય એનું પાણી તો મીઠું જ હોય છે. બસ, એ જ ન્યાયે સામી વ્યક્તિનો સ્વભાવ બરછટ હોય છે ને તોય લાગણીસભર ચિત્ત એવા સ્વભાવ સાથેય સમાધાન

૧૦

કરીને સ્વસ્થતા ટકાવી શકે છે અને પ્રસન્નતા અનુભવી શકે છે.

માની લીધું કે તારો સ્વભાવ અત્યારે સારો છે પણ જન્મ્યો ત્યારથી તારો

સ્વભાવ આવો સારો જ હતો એવું તો નથી ને ? સ્તનપાન કરાવતી મમ્મીને તેં

ક્યારેક લાતો પણ મારી હશે ને ? બહાર રખડવા જવાની ના પાડનાર મમ્મીને

ક્યારેક તેં બે-ચાર સંભળાવી પણ હશે ને ? મિત્રો લબાડ છે એવું જાણી ચૂકેલા પપ્પાએ એ મિત્ર ેથી તને દૂર રાખવાના પ્રયત્નો કર્યા હશે ત્યારે પપ્પા સાથે તેં તોછડો વ્યવહાર પણ કર્યો હશે ને ? તારા જીવનવિકાસની તને નાપસંદ એવી

સલાહ આપનાર પપ્પા સાથે તેં અભદ્ર વ્યવહાર પણ કર્યો હશે ને ?

ટૂંકમાં, ભૂતકાળમાં અનેક પ્રસંગોમાં મમ્મી-પપ્પા સાથે તેં તોછડો, અભદ્ર અને ગલત વ્યવહાર ખરાબ સ્વભાવને કારણે કર્યો જ હશે ને ? શું કર્યું એ વખતે મમ્મી-પપ્પાએ ? તને ઘરની બહાર કાઢી મૂક્યો ? તને ખાવાનું

આપવાનું બંધ કરી

દીધું ? તારી સાથેનો સંબંધ કાપી નાખ્યો ? એમણેય તારી સાથે અભદ્ર વ્યવહાર આચર્યો ?

ના, આમાંનું કાંઈ ન કરતાં એમણે તારા એ ગલત સ્વભાવજન્ય અભદ્ર વ્યવહારની મગજમાં નોંધ રાખ્યા વિના તને સતત પ્રેમ જ આપ્યો, લાગણી જ આપી, વાત્સલ્ય જ આપ્યું. જો

વાસ્તવિકતાના આ બયાન પર તું સંમત છે તો હું તને પૂછું છું કે મમ્મી-પપ્પા સાથેય તારો આ જ અભિગમ કેમ નહીં ? સ્વભાવ એમનો બગડેલો હોય તોય એમના પ્રત્યેના સદ્‌ભાવને ટકાવી રાખવાની તારી તૈયારી કેમ

નહીં ? લાગણી, પ્રેમ અને સ્નેહ આપવા દ્વારા એમના દિલને ઠારવાની તારી તૈયારી કેમ નહીં ?

કબૂલ, સુખ અનુભવવા આપણે સ્વભાવને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવા લાગીએ પણ એમાં ફાવટ ન જ આવે ત્યારે પરિસ્થિતિને અનુકૂળ સ્વભાવ બનાવીને સુખ અનુભવવાની કળા આપણે હસ્તગત શા

માટે ન કરીએ ? બાકી દર્શન, સાચું કહું તને ? મમ્મી-પપ્પાના સ્વભાવથી તું અત્યારે અસ્વસ્થ નથી પણ, અપેક્ષાના

તારા ચોકઠામાં મમ્મી-પપ્પાનો સ્વભાવ ગોઠવાયો નથી, ગોઠવાતો નથી માટે તું અત્યારે અસ્વસ્થતા અનુભવી રહ્ય ે છે !

મહારાજસાહેબ,

આપનો પત્ર વાંચ્યો. શાંતિથી એના પર વિચાર કરતાં આપની વાત મગજમાં બેસે છે પણ ખરી પણ, ખરી મુશ્કેલી એ છે કે કેટલીય બાબતો ઘરમાં એવી બનતી હોય છે કે જેમાં પિતા તરફથી મને અને મમ્મી

તરફથી મારી પત્નીને સતત અન્યાય

થતો જ રહે છે. માત્ર એક જ વાત જણાવું. બે વરસ પહેલાં પપ્પાએ અમને બે

ભાઈને ઘરમાંથી અને ધંધામાંથી જુદા કરી દીધા. પપ્પાએ સમાન રીતે વહેંચણી કરવાને બદલે ધરાર અન્યાય કરી મોટા ભાઈને રકમ પણ વધુ આપી અને ઉઘરાણી પણ એમને જ વધુ આપી. આ બાજુ મમ્મીએ પણ

કોઈ પણ જાતના કારણ વિના ભાભીને ઘરેણાં વધુ આપ્યાં અને મારી પત્નીને ઓછાં આપ્યાં.

દુશ્મન તરફથી કે પરાયા તરફથી થતા અન્યાયને તો જીરવી જવાય છે. પણ ઘરમાંથી જ અને ખુદ મમ્મી-પપ્પા તરફથી જ જ્યારે અન્યાય આચરવામાં આવે છે ત્યારે તો માથું ફરી જાય છે. કબૂલ, એક વાર

મમ્મી-પપ્પાના વિચિત્ર સ્વભાવને નભાવી લઉં પણ આ અન્યાયનું શું ? આ પક્ષપાતનું શું ?

દર્શન, ન્યાયની વાત અદાલતમાં કે બજારમાં બરાબર છે પણ ઘરમાં તો પ્રેમનું જ પ્રાધાન્ય હોય. એમાં જ ઘરનું ગૌરવ છે. જો તારા દિલમાં સાચે જ ભાઈ-ભાભી પ્રત્યે ભરપૂર પ્રેમ હોત તો પપ્પા-મમ્મી તરફથી એમને મળેલી

વધારે રકમ કે ઘરેણાં અંગે તારા મનમાં લેશ માત્ર ઉચાટ તો ન હોત, બલ્કે, પારાવાર આનંદ હોત. ચાલો, આખરે તો ભાઈ-ભાભીને જ વધુ મળ્યું છે ને ? એમનો એ અધિકાર પણ છે. ધંધામાં હું તો પછીથી દાખલ

થયો છું. ધંધાની શરૂઆત તો ભાઈએ જ કરી છે. ધંધાને વિકસાવવામાં મારા કરતાં એમનો ફાળોય વધુ છે. અને ભોગ પણ વધુ છે. એટલે પપ્પાએ મારા કરતાં એમને વધુ આપીને યોગ્ય જ કર્યું છે.

તો આ બાજુ મમ્મીએ ભાભીને વધુ ઘરેણાં આપીને પણ યોગ્ય જ કર્યું છે. કારણ કે આ ઘરમાં ભાભી પહેલાં આવ્યાં છે, મારી પત્ની પછી આવી છે. ભાભીએ કામકાજનો મમ્મીનો બોજો પહેલાં હળવો કર્યો છે મારી પત્નીએ

તો પછી એમાં સાથ આપ્યો છે. આ બધી બાબતો ખ્યાલમાં રાખીને મમ્મીએ ભાભીને વધુ ઘરેણાં આપીને સાચે જ ભાભીની કદર કરી છે. મમ્મી-પપ્પાની આ સૂઝ બદલ મારે એને ધન્યવાદ

૧૧

૧૨

આપવા જોઈએ.

દર્શન, ભાઈ-ભાભી પ્રત્યે તારા દિલમાં પારાવાર પ્રેમ હોત તો આવી જ કો’ક વિચારણા ચાલી હોત પણ તારા મનમાં જે વિચારણા ચાલી છે એ એટલું જ સૂચવે છે કે તારા દિલમાં પ્રેમનું સ્થાન દ્વેષે લઈ લીધું છે.

૧૦

દર્શન,

માની લઉં કે ભાઈ-ભાભી પ્રત્યે તારા મનમાં એવો કોઈ દ્વેષ નથી, તોય મમ્મી-પપ્પા પ્રત્યે જોઈએ તેવો સદ્‌ભાવ નથી એ તો નિશ્ચિત જ છે. નહિતર એમના આવા વલણ બદલ તારા મનમાં આક્રોશ કે

અસંતોષ પેદા થાત જ નહીં. બાકી એક વાત તારા મનની દીવાલ પર કોતરી રાખજે કે લાકડું ગમે તેટલું વજનદાર હોય છે

તોય એની નીચે જો પાણી આવી જાય છે તો એ લાકડાના વજનનો કોઈ ભાર લાગતો નથી. માત્ર એક જ નાનકડો હડસેલો અને લાકડું આગળ રવાના !

બસ, એ જ ન્યાયે પરિસ્થિતિ ગમે તેવી વિકટ કે વિષમ ઊભી થઈ જાય છે

તોય જો હૃદય પ્રેમસભર છે તો એ વિષમ પરિસ્થિતિ વ્યક્તિ માટે લેશ માત્ર ત્રાસદાયક બનતી નથી. પ્રેમના પૂરમાં આ વિકટ પરિસ્થિતિ તણાઈ ગયા વિના રહેતી નથી.

તું તારા મનને તપાસી જોજે. તને ખાતરી થઈ જશે કે ધંધામાં અને ઘરમાં પડેલા ભાગ અંગે તારા મનમાં જાગેલા અજંપાના મૂળમાં માત્ર આ એક જ કારણ છે. કાં તો પ્રેમનો અભાવ અને કાં તો પ્રેમની

અલ્પતા. બાકી, એક વાત તને કરું ?

તેં કોઈ એવી અદાલત જોઈ છે ખરી કે જ્યાં વાતાવરણ કાયમ માટે પ્રસન્નતાસભર જ

રહેતું હોય ? આનો જવાબ તારે ‘ના’માં જ આપવો પડશે. જ્યાં સતત ન્યાય મેળવવા સંઘર્ષે ચાલતા હોય છે, જ્યાં ચુકાદાઓ ન્યાય [?] ના અપાતા હોય છે, ત્યાં વાતાવરણમાં પ્રસન્નતા કેમ નહીં ? તાજગી કેમ

નહીં ? આહ્‌લાદકતા કેમ નહીં ? આનંદ કેમ નહીં ? કારણ એક જ. ન્યાયમાં એક ઘરમાં અજવાળું થતું હોય છે, સાથે જ બીજા ઘરમાં અંધારું પ્રસરતું હોય છે. એકના પરાજય પર જ બીજાને વિજય મળતો હોય છે.

એકના ગાલ પર આંસુનાં ટીપાં પ્રસરતાં હોય છે ત્યારે જ બીજાના મુખ

પર હાસ્ય ઝળકતું હોય છે. એકની ખુશી બીજાની નાખુશી બની જ રહેતી હોય છે. અલબત્ત, મારા કહેવાનો આશય એ નથી કે આ વ્યવસ્થા સદંતર ખોટી છે.

મારું તો એટલું જ કહેવાનું કે છે કે અદાલતમાં ન્યાય ભલે શોભતો હોય. ઘર તો સમાધાનથી જ શોભે છે. હકની મારામારી અદાલતમાં ભલે થતી હોય ઘર તો કર્તવ્યના ખ્યાલથી જ ગૌરવ પામે છે. અધિકારની

વાતો પરાયા વચ્ચે ભલે થતી હોય, મામકાની સાથે તો ત્યાગની વાતો જ શોભાસ્પદ બને છે.

શું કહું તને ? સંત, સજ્જન અને સ્વજન એ ત્રણેયની એક વિશેષતા એ હોય છે કે પોતાની સાથે થયેલા અન્યાયની વાત સંત પવન પર લખે છે, સજ્જન પાણી પર લખે છે જ્યારે સ્વજન રેતી પર લખે છે. તું

જગતની દ્‌ષ્ટિ સંત ભલે ન પણ બન્યો હોય, સમાજે તને સજ્જન તરીકે ભલે ન સ્વીકાર્યો હોય પણ મમ્મી-પપ્પાએ

તને સ્વજન તરીકે તો સ્વીકાર્યો જ છે ને ? તો તારું એ કર્તવ્ય થઈ રહે છે કે એમના

તરફથી તને કદાચ અન્યાય થયો પણ હોય તોય તારે એને રેતી પર લખીને ભૂંસી નાખવાનો છે. તું એને પથ્થર પર કોતરી રાખે એ તો શેં ચાલે ?

૧૧

દર્શન,

પોતાને થયેલા અન્યાયની બાબતમાં સંત, સજ્જન અને સ્વજનના અભિગમો ભલે જુદા હોય છે; પરંતુ પોતાના પર થયેલા ઉપકારોની બાબતમાં તો એ તમામનો એક જ અભિગમ હોય છે અને એ

અભિગમ એ હોય છે કે થયેલા ઉપકારોને એ સહુ આરસની તકતી પર કોતરી નાખે છે. ઉપકારનું કદ નાનું હોય છે કે મોટું, એનું એમને મન બહુ મહત્ત્વ નથી હોતું. તેઓ તો કોઈનાય તરફથી પોતાના પર થયેલા ઉપકારોને

આરસની તકતી પર કોતરી નાખતા હોય છે.

તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે. થયેલા અન્યાયને સંત જલદી ભૂલી જાય છે, સજ્જનને થોડીક વાર લાગે છે, સ્વજનને થોડીક વધુ વાર લાગે છે પણ માણેલા ઉપકારને તો તેઓ ક્યારેય ભૂલતા જ નથી. મા-

બાપની નજરમાં તું સ્વજન છે તો

તારી નજરમાં મા-બાપ સ્વજન છે. તો હું તને એટલું જ પૂછું છું-તારી મનોવૃત્તિ

૧૩

૧૪

કેવી હોવી જોઈએ ? અન્યાયની કોઈ સ્મૃતિ નહીં, ઉપકારની કોઈ વિસ્મૃતિ નહીં. આ જ કે બીજી કોઈ ?

મને લાગે છે કે લાગણીની જગ્યાએ સંપત્તિ વાપરનારો જેમ કુટુંબમાં માર ખાઈ જાય છે તેમ હૃદયની ભાષા વાપરવાની જગ્યાએ બુદ્ધિની ભાષા બોલવા લાગનારોય કુટુંબમાં માર જ ખાઈ જાય છે અને

તારી બાબતમાં આ જ બન્યું છે. તારી પાસે ફાટફાટ થતી યુવાની છે, અમાપ સંપત્તિ છે અને ધારદાર બુદ્ધિ છે. આ યુવાની, સંપત્તિ અને બુદ્ધિની ગરમીએ તારા હૃદયની લાગણીના પુષ્પને સૂકવી નાખ્યું છે.

નહિતર તું આવી કનિષ્ઠ મનોવૃત્તિનો શિકાર બની જ શી રીતે શકે ? બળવો અને એય જન્મદાતા મમ્મી-પપ્પા સામે ? આક્રોશ અને એય જીવનદાતા મમ્મી- પપ્પા સામે ? ગુનેગાર ચીતરવાની વાત

અને એય સંસ્કારદાતા મમ્મી-પપ્પાને ? એક વાત કદાચ તારા ઘ્યાનમાં ન હોય તો લાવવા માગું છું. સંપત્તિના નુકસાનના આઘાતને જીરવવો માણસ માટે સહેલો છે, બગડેલા સ્વાસ્થ્યનો આઘાત માણસ હજી કદાચ

જીરવી જાય છે, બે-આબરૂ થઈ જવાના આઘાતને જીરવી જવામાંય માણસને હજી કદાચ બહુ વાંધો નથી આવતો; પણ નંદવાતી રહેલી લાગણીના આઘાતોને જીરવી જવાનું માણસને ભારે અકારું થઈ પડે

છે અને ક્યારેક તો આઘાતોને જીરવી જવાની અસમર્થતામાં જ માણસ આપઘાતના માર્ગે જઈને જીવન પણ ટૂંકાવી બેસે છે.

મમ્મી-પપ્પા પ્રત્યેનું તારું અત્યારનું ઠંડુ વલણ અને ગલત વર્તાવ એ એમની

તારા પ્રત્યેની લાગણીઓ પરનું સીધું આક્રમણ જ છે એ ખ્યાલમાં રાખજે. એમનો બરછટ સ્વભાવ કદાચ તારી મોજમજા પર આક્રમણ કરનારો બની રહ્ય ે છે જ્યારે

તારો કૃતધ્ની સ્વભાવ તો એમની કોમળ લાગણીઓ પર કુઠારાઘાત કરનારો બની રહ્ય ે છે એનો તને ખ્યાલ છે ખરો ?

૧૨

દર્શન,

એક કાલ્પનિક દ્‌ષ્ટાન્ત દ્વારા આ પત્રમાં તને પૂર્વપત્રમાં જણાવેલી હકીકતની સત્યતાની પ્રતીતિ કરાવવા માગું છું. લુહાર અને સોની બન્ને વચ્ચે એક નાનકડી

દુકાન. બન્ને જણા સાથે કામ કરે. લુહાર લોખંડ ટીપી ઓજારો બનાવે. સોની સોનું ટીપી ઘરેણાં બનાવે. એક વાર બન્યું એવું કે લોખંડના ટુકડાને ટીપતાંટીપતાં લુહારનો હથોડો ટુકડાની ધાર પર પડ્યો અને એ ટુકડો ઊછળીને સીધો બાજુમાં ભઠ્ઠીમાં સોની સોનાને ટીપી રહ્યો હતો ત્યાં પડ્યો. ઘણા વખતથી સોનાના ટુકડાના મનમાં લોખંડના ટુકડાને એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા હતી પણ ગમે તે કારણસર એમાં એને સફળતા નહોતી મળતી, પણ આજે જ્યારે સામે

ચડીને જ લોખંડનો ટુકડો પોતાની બાજુમાં આવી ગયો હતો ત્યારે એને લાગ્યું કે મનમાં ઘુમરાતી શંકાનું સમાધાન કરી જ લેવા દે.

પૂછ્યું એણે લોખંડના ટુકડાને, ‘લોખંડભાઈ ! એક પ્રશ્નનો જવાબ આપશો ?’

‘પૂછો.’

‘ભઠ્ઠીમાં નાખી લુહાર જો તમને ટીપે છે તો ભઠ્ઠીમાં નાખી સોની મનેય ટીપે છે. વેદના જો તમને થાય છે તો મનેય કાંઈ ઓછી વેદના થતી નથી પણ હું એવો લાંબો કોઈ અવાજ કર્યા વિના સોનીના હાથનો માર

ખાઈ લઉં છું, જ્યારે તમે તો માર ખાતાં-ખાતાં કેટલો ભારે અવાજ કરો છો ! મારે એ જાણવું છે કે આટલો બધો અવાજ કરવા પાછળનું કારણ શું છે ?’

સોનાના ટુકડાનો આ પ્રશ્ન સાંભળીને લોખંડના ટુકડાની આંખમાં આંસુ આવી ગયાં. રડતાંરડતાં એણે જવાબ આપ્યો -‘સોનાભાઈ ! તમારી વાત સાચી છે. સમાન વેદના છતાં મારો અવાજ તમારા કરતાં મોટો કેમ ?

તો સાંભળો એનો જવાબ.

તમને હથોડીનો માર પડે છે એ વાત સાચી પણ તમને મારનારો તમારો જાતભાઈ નથી જ્યારે મારા પર જે હથોડો તૂટી પડે છે એ આખરે તો મારો જાતભાઈ છે. બહારવાળાં મારી જાય એની વેદના તો હજી કદાચ

સહન થઈ જાય, પણ મારનારો જ્યારે ઘરનો જ છે એવો ખ્યાલ આવી જાય ત્યારે એની વેદના તો અસહ્ય જ બની જાય ! હવે તમે જ કહો, માર ખાતાંખાતાં મારાથી ચીસ પડાઈ જાય એમાં

૧૫

૧૬

આશ્ચર્ય શું છે ?’

દર્શન, આ દ્‌ષ્ટાન્તના ઉપનયને સમજી શકે એવી સૂક્ષ્મ બુદ્ધિનો તું માલિક છે એ મારા ખ્યાલમાં છે. કલ્પના કરી જોજે, તારા જ તરફથી થઈ રહેલી મમ્મી-પપ્પાની અવગણના, ઉપેક્ષા કે અનાદર એમનાં

દિલમાં વેદનાની કેવી અગનઝાળ પેદા કરતી હશે ? કદાચ એમની ઉંમર એમને આંખમાંથી આંસુ પાડતાં અટકાવતી હશે પણ એમનું અંતર વ્યથાથી કેવું વલોવાઈ જતું હશે ? એમની જીભ કદાચ પાકટ વયને

કારણે દીનતાભર્યા શબ્દો નહી બોલતી હોય પણ એમનું દિલ કેવી તીણી ચીસો પાડી રહ્યું હશે ? ગંભીરતાથી વિચારજે. તું ખળભળી ઊઠીશ.

૧૩

મહારાજસાહેબ,

ગઈ કાલના આપના પત્રે તો આખી રાત મારી અશ્રુમય બનાવી દીધી. ન મને રડતાં મારી પત્ની અટકાવી શકી કે ન મારાં મમ્મી-પપ્પા અટકાવી શક્યાં. મારા આવા અફાટ રુદનનું કારણ સહુએ

મને પૂછ્યું. પણ હું બોલી શકવાની સ્થિતિમાં જ નહોતો. અત્યારે આપને આ પત્ર લખી રહ્યો છું ત્યારેય મારું હૃદય વલોવાઈ રહ્યું છે, મારી આંખ ભારે છે, મારા હાથ કંપી રહ્ય છે, મારું મગજ ગુમસુમ થઈ ગયું છે. સાચે જ મને

સમજાઈ ગયું છે કે મેં આવેશમાં કહો તો આવેશમાં, અજ્ઞાનમાં કહો તો અજ્ઞાનમાં અને યુવાનીના નશામાં કહો તો નશામાં મમ્મી-પપ્પાના દિલને ઠેસ લાગી જાય એવું વર્તન કર્યું છે. ‘આવા કૃતધ્ની દીકરાને જન્મ આપવાને

બદલે હું વાંઝણી રહી હોત તો સારું હતું’ આવા વિચારોમાં મમ્મીને ચડી જવું પડે એવી કનિષ્ઠ પ્રવૃત્તિઓ મેં અનેક વાર કરી જ છે.

‘આવા હલકટ દીકરાના બાપ તરીકે એની પાછળ મારું નામ લખાવવામાં મારુંય ગૌરવ હણાય છે.’ આવા વિચારોમાં પપ્પાને ચડી જવું પડે એવો લગભગ નીચલા સ્તરનો કહી શકાય એવો વ્યવહાર

અનેક વખત મેં એમની સાથે કર્યો જ છે. મારા સાવ જ ઉષ્માહીન વ્યવહારથી આપઘાત કરીને જિંદગી ટૂંકાવી દેવાના વિચારો પણ એમને અનેક વખત આવી જ ગયા છે.

ખેર, આપે ખૂબ સમયસર મારી આંખ ખોલી નાખી છે. એ બદલ આપનો આભાર માનું એટલો ઓછો છે. ઇચ્છું છું કે મારા હૃદયની આ ભીનાશ બુદ્ધિની ગરમીના કારણે સુકાઈ ન જાય. મારા મનની

સમ્યક્‌ સમજણનું પ્રતિકૂળ પરિસ્થિતિમાં બાષ્પીભવન ન થઈ જાય. મારા અંતરમાં પ્રગટેલો કૃતજ્ઞભાવનો દીપક મમ્મી- પપ્પાના ગમે તેવા કઠોર કે કર્કશ વ્યવહાર વચ્ચેય પ્રજ્વલિત જ રહે. આપ એ અંગે શુભાશીર્વાદ પણ

પાઠવશો અને મંગલ માર્ગદર્શન પણ આપજો.

દર્શન, બાહ્ય જગતમાં બપોરે બાર વાગ્યે ઊઠનારો કદાચ ‘મોડો’ ગણાય છે પણ આભ્યન્તર જગતમાં તો બાવન વર્ષે જાગનારોય ‘વહેલો’ જ ગણાય છે એ ખ્યાલમાં રાખજે. તારા હૃદયમાં મમ્મી-પપ્પા

પ્રત્યે આજ સુધી દાખવેલા ગલત વ્યવહાર બદલ પસ્તાવો પેદા થયો છે એ તો સારું જ છે. એ બદલ તને ધન્યવાદ પણ છે, તોય મનના કુટિલ સ્વભાવને ખ્યાલમાં રાખીને તને અત્યારે તો એટલું જ કહીશ કે આ

પસ્તાવાને, પરિવર્તનને કે લાગણીશીલતાને સાચે જ તું દીર્ઘજીવી બનાવી રાખવા માગતો હોય તો હૃદયને નંબર એક પર રાખજે, બુદ્ધિને નંબર બે પર !

૧૪

મહારાજસાહેબ,

બુદ્ધિને નંબર બે પર રાખવાની આપની સલાહ જાણી પણ મૂંઝવણ એ છે કે વર્તમાન જગતમાં સર્વત્ર બોલબાલા બુદ્ધિની જ છે. જો લાગણીને પ્રાધાન્ય આપીને જીવનવ્યવહાર ચલાવવા જઈએ છીએ તો

અનુભવો એવા છે કે લગભગ માર જ ખાવો પડે છે. લમણે નિષ્ફળતાઓ જ ઝીંકાય છે. પદાર્થક્ષેત્રે નુકસાન જ વેઠવાં પડે છે. જગતના લોકો વચ્ચે ‘મામા’ જ પુરવાર થવું પડે છે. આ અપાયથી બચવાનો કોઈ

ઉપાય ?

દર્શન, કદાચ તારી વાત સાચી છે તોય મેં તને જે સલાહ આપી છે એ સલાહને હું વળગી જ રહું છું, કારણ કે હૃદયને નંબર એક પર રાખવાની મારી જે સલાહ છે એ ઉપકારીઓ સાથેના વ્યવહાર અંગેની છે. મમ્મી-

પપ્પા તારા ઉપકારી છે. એમની સાથેના વ્યવહારમાં બુદ્ધિ નંબર બે પર રહે અને હૃદય નંબર એક પર રહે. બસ,

૧૭

૧૮

એટલી જ તકેદારી તારે રાખવાની છે.

એક નાનકડા દ્‌ષ્ટાન્ત દ્વારા તને આ વાત સમજાવું. બપોરના બાર વાગ્યા છે.

તારે ઑફિસે જવાનો સમય થઈ ગયો છે. તું તૈયાર થઈને જેવો ઘરની બહાર પગ મૂકવાની તૈયારી કરે છે ત્યાં તારા કાને ‘પપ્પાને ઠંડીનો તાવ ચડ્યો છે’ના શબ્દો પડે છે.

બુદ્ધિ કહે છે : અત્યારે ઑફિસે જવું જોઈએ કારણ કે ધંધાનો ઑર્ડર મળવાની

શક્યતા છે. હૃદય કહે છે અત્યારે પપ્પા પાસે જ બેસવું જોઈએ, કારણ કે આ તો

તાવની શરૂઆત છે. સમયસર જો ઉપચાર થઈ જાય તો તાવ કાબૂમાં આવી જાય અને એમાં જો ઉપેક્ષ થાય તો શક્ય છે કે સ્વાસ્થ્ય વધારે પણ કથળી જાય.

બસ, આવા પ્રસંગે થતા બુદ્ધિ અને હૃદય વચ્ચેના સંઘષર્મા બુદ્ધિ ન જીતે અને

હૃદય જ જીતે તેની કાળજી રાખવામાં જો તું ફાવ્યો તો તારું વર્તમાન હૃદયપરિવર્તન

દીર્ઘજીવી બની ચૂક્યું જ સમજજે. આ વાત હું તને સમજીને કરી રહ્યો છું કારણ કે મને બરાબર ખ્યાલ છે કે શાંતિના સમયમાં કરેલા નિર્ણયો વાવાઝોડાના સમયમાં ટકાવી રાખવાનું કામ તો મીણના દાંતે લોખંડના ચણા

ચાવવા કરતાંય વધુ કપરું છે. અત્યારે તારું હૃદય ભીનું છે, અંતઃકરણ પસ્તાવાથી સભર છે, મન ભૂલો

કર્યાની વેદનાથી ત્રસ્ત છે, દિલ ઉપકારોની સ્મૃતિથી ભાવિત છે. જેમ માટી ભીની હોય છે ત્યારે એના પર મનગમતા આકારો ઉપસાવી શકાય છે તેમ હૃદય જ્યારે લાગણીઓથી સભર હોય છે ત્યારે સુંદર જીવન

જીવવાના નિર્ણયો સહજ જ લઈ શકાય છે. જે પણ સમસ્યા છે એ માટી સુકાઈ જાય પછીની છે. પરિસ્થિતિ પ્રતિકૂળ ઊભી થઈ જાય પછીની છે.

દર્શન, વાંચી લે આ જ સંદર્ભની કો’ક શાયરની આ પંક્તિઓ-

‘હૃદયને જીવ ભરીને જીવવા દો, બુદ્ધિને કહો બહુ બોલે નહીં;

સોનાની મૂર્તિને લોખંડના ત્ર જવામાં, મૂકી કદી કોઈ તોલે નહીં.’

૧૫

મહારાજસાહેબ,

શબ્દોમાં સાવ સીધીસાદી લાગતી ‘હૃદયને નંબર એક પર અને બુદ્ધિને નંબર બે’ પર રાખવાની વાત સાચે જ અમલમાં લાવવી ભારે મુશ્કેલ છે કારણ કે મમ્મી- પપ્પા સાથેના બે-ત્રણ વ્યવહારમાં મેં એનો

અમલ કરવા મહેનત કરી પણ ખરી પણ મને કહેવા દો, એમાં હું નિષ્ફળ ગયો. બુદ્ધિ ન હોય અને બુદ્ધિ ન વાપરવી એ વાત જુદી છે પણ બુદ્ધિ હોવા છતાં બુદ્ધિનો ઉપયોગ ન કરવામાં તો જાણે કે મનમાં એક જાતનો

ધૂંધવાટ અનુભવાતો હોય એવું લાગે છે. પ્રશ્ન એ છે કે બુદ્ધિને આટલી હદે નિષ્ક્રિય બનાવી દેવી શું યોગ્ય છે ?

દર્શન, બુદ્ધિના ઉપયોગની ના નથી, એના આધિપત્યની ના છે. એ સેવક

તરીકે શ્રેષ્ઠ છે, પણ માલિક તરીકે ભારે ખતરનાક છે. એ ખંડદર્શન કરીને પરિસ્થિતિને ગૂંચવી નાખે છે. સત્યદર્શનના અંચળા હેઠળ એ સ્નેહદર્શનની હત્યા કરી નાખે છે.

‘મૉર્ગ’માં રહેલા શબનું જે રીતે ડૉક્ટર પોસ્ટમૉર્ટમ કરી નાખે છે, બુદ્ધિ એ જ રીતે

દરેક પરિસ્થિતિનું, ઉપકારીના દરેક વ્યવહારનું, ઉપકારીના દરેક વચનનું, બસ, પોસ્ટમૉર્ટમ જ કર્યા કરે છે.

‘પપ્પાએ આમ નહોતું કરવું જોઈતું, મમ્મીએ આમ નહોતું બોલવું જોઈતું, પપ્પા-મમ્મીનું આવું વર્તન તો સમાજમાં આપણને ક્યાંય ઊભા નહીં રહેવા દે. આખી જિંદગી મમ્મી-પપ્પાથી આમ દબાયેલાં જ રહીશું તો તો

આપણે કમજોર જ રહી જઈશું.’ આવી જાતજાતની વિચારણા એ બુદ્ધિનું ફળ છે. હું તને પૂછું છું, આવી વિચારણાઓ પછીય મમ્મી-પપ્પા પ્રત્યેનો તારો સદ્‌ભાવ ટકી રહે ખરો ? મમ્મી-પપ્પા પ્રત્યે તારી કૂણી લાગણી

ટકી રહે ખરી ? તારો જવાબ ‘ના’ માં જ હશે. બસ, આ સંભવિત ભયસ્થાનના હિસાબે જ મેં તને ‘હૃદયને નંબર એક પર અને બુદ્ધિને નંબર બે પર’ રાખવાની સલાહ પૂર્વપત્રમાં આપી છે.

દર્શન, હૃદયનું કામ હસતા રહેવાનું છે, અને હસતા રાખવાનું છે, જ્યારે બુદ્ધિનું કામ સામાને ચૂપ કરી દઈને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું છે. બુદ્ધિ કદાચ હસે છે પણ સામાને રડાવીને, ત્ર સ આપીને, દુઃખી કરીને, હેરાન

કરીને, અકળાવીને, પરાજિત કરીને, વ્યથિત કરીને, નુકસાનીમાં ઉતારીને, નવડાવી નાખીને. ના, સેવક

૨૦

તરીકે સારી પણ માલિક તરીકે ખતરનાક એવી આ બુદ્ધિને તું નંબર એક પર બેસાડવાની ભૂલ તો ક્યારેય ન કરતો. જીવન જીતી જઈશ.

૧૬

મહારાજસાહેબ,

પત્રના આપના લખાણે મને સ્તબ્ધ કરી દીધો છે. મારા ખુદના અનુભવો પર વિહંગાવલોકન કર્યું ત્યારે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે મેં બુદ્ધિના ઉપયોગ દ્વારા આ જ કર્યું છે. સામી વ્યક્તિના પ્રત્યેક શબ્દ-વર્તનનું પોસ્ટમૉર્ટમ

અને પછી ક્લેશ, નિંદા, કાવાદાવા અને દુર્ભાવ !

મમ્મી-પપ્પા પ્રત્યેના દુર્વ્યવહારમાંય આ જ બન્યું છે. નથી મેં એમની લાગણી સામે જોયું કે, નથી મેં એમની પરિસ્થિતિનો વિચાર કર્યો. નથી મેં એમના શબ્દો પાછળનો ભાવ જોયો કે, નથી મેં એમની વાતને

એમના પક્ષે રહીને સમજવાનો પ્રયત્ન કર્યો.

એક જ વાત મેં રાખી છે. મારી બુદ્ધિમાં જે ન બેસે એ બધું જ એમણે છોડી દેવું જોઈએ અને મારી બુદ્ધિમાં જે બેસે એ બધું જ એમણે કરવું જોઈએ. ૨૫ વર્ષનો યુવક

૫ વર્ષના બાળક પાસે પોતાની ચાલવાની ઝડપની અપેક્ષ રાખે એમાં એને જો નિષ્ફળતા જ મળે તો યુવાનીના તૉરમાં હું મારા વૃદ્ધ મમ્મી-પપ્પા પાસે યૌવનસહજ સ્ફૂર્તિની અપેક્ષ રાખું તો એમાં મને સફળતા શેં મળે ?

વાત આપની સાવ સાચી છે. ઉપકારીઓ પ્રત્યે કૃતજ્ઞભાવ ટકાવી રાખવો હોય તો બુદ્ધિના આધિપત્યને તોડવું જ રહ્યું. છતાં એક વાત આપને પૂછવા માગું છું કે કેટલીક જગ્યાએ મમ્મી-પપ્પા સાથે અથવા તો કુટુંબમાં

લાગણી કરતાં બુદ્ધિને પ્રાધાન્ય આપવું જ પડે તેમ હોય ત્યાં સાવધગીરી શી દાખવવી ?

દર્શન,

પ્રશ્ન તારો વાજબી છે, કારણ કે બની શકે એવું કે તારા ધંધાની બાબતમાં મમ્મી-પપ્પાને એવી કોઈ ઊંડી જાણકારી ન પણ હોય, કેટલીક વ્યક્તિઓના વિચિત્ર સ્વભાવની એમને બરાબર ખબર ન પણ

હોય, સર્જાયેલી વિચિત્ર પરિસ્થિતિમાં

૨૧

વર્તમાનમાં રસ્તો કેવી રીતે કાઢવો એની આગવી સૂઝ ન પણ હોય; ત્યાં તારે મમ્મી- પપ્પા પ્રત્યે પ્રચંડ લાગણી હોવા છતાં બુદ્ધિને પ્ર ધાન્ય આપવું જ પડે. ક્યારેક એમની લાગણીની અવગણના કરીનેય તારે કઠોર બનવું જ પડે.

તો એવા પ્રસંગોમાં એક જ સાવધગીરી તું દાખવજે કે વિચારોનું ઘર્ષણ એટલી હદે આગળ ન વધી જાય કે લાગણીના સંબંધોને એ છિન્નભિન્ન કરી નાખે. મમ્મી- પપ્પા પ્રત્યે કડક બનવાનો તારો અભિગમ એટલી

હદે આગળ ન વધી જાય કે તારે માટે એમના મનમાં ભારે કડવાશની લાગણી ઉત્પન્ન કરી દે.

વાંચી લે કોક’ શાયરે લખેલી આ પંક્તિઓ-

‘સુખના પ્રવાહ હોય કે દુઃખના હો ઊભરા; શોભે છે જ્યારે એની રજૂઆત કમ રહે..’

તું સુજ્ઞ છે. હું શું કહેવા માગું છું એ સાનમાં સમજી જજે.

૧૭

મહારાજસાહેબ,

આજે ખ્યાલ આવે છે કે અનેક બાબતમાં હું સાચો હોવા છતાં થાપ કેમ ખાતો રહ્યો છું. રજૂઆત સાચી પણ એમાં વિવેક નહીં. મારું દર્શન સાચું પણ એમાં સરળતા નહીં. મારા વિચારો સાચા પણ એમાં મીઠાશ નહીં.

આક્રોશ, આવેશ અને આવેગ, આ ત્રણની ખતરનાક ત્રિપુટીએ મને ક્યાંય જામવા જ ન દીધો. સંઘર્ષ કરીને સફળતા મેળવતો રહ્યો પણ એ સફળતા મારે માટે આનંદપ્રદ ન બની. દલીલબાજીમાં મમ્મી- પપ્પા પર

વિજયો મેળવતો રહ્ય ે; પણ એ વિજયો મારે માટે ડંખરૂપ બન્યા રહ્યા.

ખેર, હવે એ બાબતમાં લેશ થાપ નહીં ખાઉં. લાગણીના સંબંધોને છિન્નભિન્ન કરી નાખે એવી વિચારધારાનો શિકાર હવે હું ક્યારેય નહી બનું. અસરકારક હોય પણ હિતકારક ન હોય એવા વલણને હું ક્યારેય

વર્તનરૂપ બનવા નહીં દઉં. પ્રશ્ન તો એ થાય છે કે પરિણામ જોયા પછીય પ્રવૃત્તિમાં ફેરફાર કરવાનું મન ન થાય એની પાછળ કયું પરિબળ જવાબદાર હશે ?

દર્શન, પગનો મજબૂત માણસ જેમ હાથમાં લાકડી લેવા તૈયાર થતો નથી,

૨૨

આંખેથી દેખતો માણસ જેમ અન્યનો હાથ પકડવા તૈયાર થતો નથી તેમ જેને પોતાનામાં રહેલી બુદ્ધિનો ફાંકો હોય છે એ સંખ્યાબંધ ગલત અનુભવો પછીય પોતાની પ્રવૃત્તિઓમાં પરિમાર્જન કરવા તૈયાર થતો નથી કારણ કે

એમ કરવા જવામાં એનો અહં ઘવાતો હોય છે. એની ઊભી થયેલી એક છબી, એમાં કડાકો બોલાતો હોય છે.

શું કહું તને ? મેં એવા યુવાનો જોયા છે કે જેઓ પોતાનાં મમ્મી-પપ્પા પોતાના જીવન અંગેના નિર્ણયો લેવામાં ખોટાં હતાં એવું સાબિત કરવા હાથે કરીને પોતાના જીવનની બરબાદી નોતરી બેઠા છે. પોતાને બનવું હતું

ડૉક્ટર, પપ્પાએ બનાવ્યો એંજિનિયર. બસ, પપ્પા સાથે વેર લેવા એંજિનિયર બન્યા પછીય એણે ર્વંમ્ માં વેઠ જ ઉતારી. આગળ વધવાની તકો હાથમાં હોવા છતાં એણે એની ઉપેક્ષ જ કરી. પોતાને લાઇન લેવી

હતી હીરાની, પપ્પાએ ગોઠવી દીધો કાપડ બજારમાં. બસ, પપ્પાને દેખાડી દેવા માટે કાપડ બજારમાં કમાવાની પુષ્કળ તકો હોવા છતાં ધરાર એ તકોની ઉપેક્ષ કરી. કમાણીની જગ્યાએ નુકસાની કરી.

દર્શન, બુદ્ધિને તું શું સમજે છે ? એની તૈયારી ભૂલ કબૂલવાની નથી હોતી, ભૂલને વાજબી ઠરાવવાની હોય છે. એ દુઃખી થવા તૈયાર હોય છે, ઝૂકી જવાનું તો એ સમજતી જ નથી. તારા પ્રશ્નનો આ જવાબ છે.

અનુભવો બધા જ દુઃખના, ઉદ્વેગના અને સંતાપના છતાં પ્રવૃત્તિમાં પરિમાર્જન કરવાનો વિચાર પણ નહીં, કારણ આ એક જ. બુદ્ધિનું મન પર આધિપત્ય !

૧૮

મહારાજસાહેબ,

આપે તો જાણે કે મારી જ દુઃખતી નસ દાબી દીધી. આ જ બન્યું છે મારા ખુદના જીવનમાં. મારી ઇચ્છા હતી એંજિનિયર બનવાની પણ પપ્પાનો આગ્રહ હતો વરસોથી પોતાના હાથમાં રહેલા ધંધામાં

મને જોતરવાનો, અને એમનું જ ધાર્યું

થયું. મારી લાખ અનિચ્છા છતાં મારે એમની સાથે દુકાને બેસવું જ પડ્યું.

અલબત્ત, દુકાન જબરદસ્ત જામેલી હતી અને આજેય જામેલી જ છે પણ

પપ્પાના આ બળાત્કારનો બદલો લેવા માટે મેં વરસો સુધી દુકાનમાં ઘ્યાન આપ્યું જ

નથી. ઘરાકોને સાચવી લેવાની બાબતમાં મેં મારામાં રહેલી કુશળતાનો ઉપયોગ કર્યો જ નથી. ધંધાને વધારવાની સંખ્યાબંધ તકો ઉપલબ્ધ હોવા છતાં એ તકોને ઝડપી લેવાની બાબતમાં મેં ક્યારેય ઉત્સાહ દાખવ્યો જ

નથી.

અલબત્ત, મારા આ અસહકારભર્યા વલણને પપ્પાને ખ્યાલ આવી જ ગયો છે, પપ્પાને એની વ્યથાય છે, એક-બે વાર તો એમણે મને કહ્યું પણ છે કે ‘બેટા ! એંજિનિયર બનવાની તારી ઇચ્છા હતી

છતાં મેં તને મારા ધંધામાં જોડીને કો’ક ભયંકર અપરાધ કરી દીધો હોય એવું મને સતત લાગ્યા કરે છે, તારા ધંધા પ્રત્યેના ઠંડા વલણને જોઈને ! અત્યારે એ બાબતમાં હું બીજું તો શું કરી શકું ? પણ, ક્ષમા માગું છું તારી પાસે, મારી એ ઇચ્છા પરાણે તારા પર ઠોકી બેસાડી છે એ બદલ.’

મહારાજસાહેબ !

આટલું બોલતાં પપ્પાની આંખના ખૂણે બાઝેલાં આંસુનાં બે બુંદ મેં મારી સગી આંખે જોયાં છે છતાં મેં પપ્પાને માફી આપી નથી. પપ્પાને મેં માફ કર્યા નથી. પણ આપના પત્રના લખાણ પછી મેં આ

બાબતમાં નમતું જોખવાનો વિચાર કર્યો

તો છે છતાં મન હજી દ્વિઘામાં છે. ‘જે વ્યક્તિએ મારા મનની પસંદગી જાણવા

છતાં કોઈ પણ નક્કર કારણ વિના પોતાના મનની પસંદગી મારા પર ઠોકી બેસાડીને મારી સમસ્ત જિંદગીની દિશા ફેરવી નાખી છે એ વ્યક્તિ સાથે સમાધાન શેનું ? સહકાર શેનો ? સહયોગ શેનો ?’ મન સતત ધૂંધવાયા

કરે છે. આપ જ કહો, શું કરું ?

દર્શન, એક વાતની તને યાદ કરાવું છું કે યુવાનીના છોડ પર અનુભવનાં ફૂલ વહેલાં આવતાં નથી અને જ્યારે આવે છે ત્યારે સર્જાઈ ચૂકેલી કેટલીક નુકસાનીમાંથી પાછા ફરવું યુવાન માટે મુશ્કેલ હોય છે. તારી ઇચ્છા મુજબ

એંજિનિયર તું બન્યો હોત તો તારું જીવન મસ્ત જ બન્યું હોત એ તો માત્ર અનુમાનની વાત છે. પણ પપ્પાની ઇચ્છા મુજબ તું આજે વેપારી બન્યો છે એમાં તારું જીવન સમુદ્ધ બન્યું જ છે એ તો તારો ખુદનો અનુભવ છે ને ?

તો પછી સરસ અનુભવ પછીય, સમ્યક્‌ પરિણામ પછીય પપ્પાને માફી ન આપવા પાછળ તારો અહં, તારી કુટિલ બુદ્ધિ, તારા દિલની વક્રતા સિવાય બીજું કોઈ જ કારણ નથી. એટલું જ કહીશ તને

કે પ્રસન્નતાને ભોગે અક્કડતાને જીવંત રાખવામાં કોઈ જ બુદ્ધિમત્ત નથી.

૨૩

૨૪

૧૯

દર્શન,

જીવનમાં સતત પ્રસન્નતા અનુભવવી હોય, અને સ્વસ્થતા ટકાવી રાખવી હોય, તો એક હકીકતનો ખાસ ખ્યાલ રાખજે કે કોઈ પણ પદ્ધતિ નિર્માણની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ

અંગેનો ચોક્કસ અભિપ્ર ય આપવાથી

તારી જાતને તું દૂર રાખજે. છેલ્લી ઓવરનો છેલ્લો બૉલ ન નખાઈ જાય ત્યાં સુધી

મૅચના જય-પરાજય અંગે ચોક્કસ આગાહી કરવાની કે અનુમાન કરવાની જો ક્રિકેટની

દુનિયામાં મનાઈ છે તો પ્રક્રિયાનો તબક્કો ચાલુ હોય ત્યારે ચોક્કસ પરિણામ અંગે આગાહી કરનાની કે અનુમાન કરવાની જીવનની દુનિયામાં પણ મનાઈ જ છે. આ વાત અત્યારે હું તને એટલા માટે જણાવી રહ્યો

છું કે એંજિનિયર બનવાને બદલે તારા પપ્પાની ઇચ્છાથી વેપારી બની જવું પડ્યું એ બદલ તારા મનમાં પપ્પા પ્રત્યે હજીય જે ડંખ ઊભો છે એ ડંખ તારે કાઢી નાખવો હોય તો એમાં આ વિચારણા ખૂબ લાભદાયી

બનશે.

કબૂલ, હવે એંજિનિયર બનવાના ક્ષેત્રે તારા જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે; પણ એટલા માત્રથી તારું જીવન કાંઈ દુઃખીદુઃખી નથી થઈ ગયું. તું કાંઈ રસ્તા પર નથી આવી ગયો. પપ્પાએ વેપારની

દુનિયામાં તને ગોઠવીને તારા સુખને કાંઈ રફેદફે નથી કરી નાખ્યું. હજી લાંબી જિંદગી તારા હાથમાં પડી છે. શક્તિસભર યુવાની તારી પાસે છે. સંપત્તિની પણ તારી પાસે કમી નથી.

ધારી લે કે આવતી કાલ એવી આવીને ઊભી રહે કે ધંધામાં તને સતત ફટકા જ પડ્યા કરે તો તું તારા જીવનની નવી દિશા આસાનીથી નક્કી કરી શકે છે પણ એવી કોઈ શક્યતા આજે દૂરની

ક્ષિતિજમાંય ન દેખાતી હોવા છતાં માત્ર અહંના કારણે પપ્પા સાથેના વ્યવહારમાં તું અતડો રહ્યા કરે એ કોઈ હિસાબે વાજબી નથી.

દર્શન, સફળતા અને પ્રસન્નતા જીવનમાં બન્ને મૂલ્યવાન છે. પણ બેમાંથી એક જ મળે તેમ હોય અથવા તો બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે પ્રસન્નતાને પસંદ કરી લેવી. પ્રસન્નતા પર જ

પસંદગી ઉતારી દેવી એ જ સાચી બુદ્ધિમત્ત છે. તું અત્યારે એમાં થાપ ખાઈ રહ્યો છે. સફળતા તારી પાસે છે. ભૂતકાળની ગલત સ્મૃતિના સંગ્રહે પ્રસન્નતા તારાથી દૂર ઠેલાઈ ગઈ છે. ઇચ્છું છું કે તું ભૂતકાળને

ભૂલી જઈને પપ્પા સાથે સમાધાન કરી લે. પ્રસન્નતાથી તારું અંતઃકરણ તરબતર

થઈને જ રહેશે.

અંતઃકરણમાં સમજણ ઊગ્યા પછીય મનમાં સમાધાન ન પ્રગટે તો સમજવું પડે કે એ સમજણ, સમજણ હતી જ નહીં, માત્ર ભ્રમણા જ હતી. તારા જેવા સમજુ માટે આવી કલ્પના કરવી મને ગમતી નથી

એ તું ખ્યાલમાં રાખજે.

૨૦

દર્શન,

હવે એક અગલ અભિગમથી જ તને એક મહત્ત્વની વાત સમજાવું. તું સમાજનો માણસ છે એમ સમજીને તારી સાથે વાત નથી કરતો, પણ તું કુટુંબનો એક સભ્ય છે એમ સમજીને તારી સાથે વાત કરું છું. સમાજ

વચ્ચે રહેનારે કઈ રીતે રહેવું જોઈએ, એના નીતિ-નિયમો સમાજે ઘડ્યા છે, સમાજને ઘડવા પડ્યા છે, કારણ કે ત્યાં ચલણ લાગણીનું નથી હોતું પણ બુદ્ધિનું હોય છે; પરંતુ કુટુંબમાં રહેનારે કઈ રીતે રહેવું જોઈએ એની કોઈ નિયમાવલી આજ સુધીમાં કુટુંબના કોઈ વડીલે બહાર પાડી નથી, બહાર પાડવાની જરૂર એમને જણાઈ નથી, કારણકે કુટંબમાં ચલણ લાગણીનું હોય છે, બુદ્ધિનું હોતું નથી. ત્યાં અંગત દ્‌ષ્ટિબિંદુ રજૂ થતું નથી, આત્મીય દ્‌ષ્ટિબિંદુ જ રજૂ

થાય છે. ત્યાં સત્ત પ્રસ્થાપિત કર્યા વિના પ્રેમ જ અનુશાસન કરતો હોય છે.

કુટુંબનો પ્રત્યેક સભ્ય બાલદીમાંના છિદ્ર જેવો નથી બનતો કે જે કુટુંબના પ્રસન્નતાના જળને બહાર નીકળી જવા દે. એ તો બને છે જમીનમાંના છિદ્ર જેવો કે જે કુટુંબના કોઈ પણ સભ્યના કોઈ પણ પ્રકારના દોષને પી

જાય છે, પચાવી જાય છે, પોતાનામાં સમાવી લે છે.

હું તને પૂછું છું : તારા પપ્પાના આવા અભિગમ અંગે તારા મનમાં કોઈ શંકા છે ? તારા સુખમાં પપ્પાને જોઈએ તેવો રસ નથી એવું તને લાગે છે ? જો ના, તો એક વાત તું નક્કી કરી લે કે જે મમ્મી-પપ્પાએ તારા સુખને

સલામત રાખવા પોતાના હૃદયને જ કામે લગાડ્યું છે, એ મમ્મી-પપ્પા સામે બુદ્ધિને કામે લગાડવાની અવળચંડાઈ તો તું ક્યારેય નહીં કરે.

૨૫

૨૬

તને ખ્યાલ નહી હોય પણ ગેરસમજ કે ઉપેક્ષ ના પ્રહારો હથિયારોના પ્રહારો કરતાં જરાય ઓછા પીડાકારક નથી હોતા. તેં પપ્પા માટે ગેરસમજ ઓછી નથી કરી, એમની ઉપેક્ષ ઓછી નથી કરી, પણ એ

ગેરસમજના કારણે તેં એમની સાથે જે કટુવ્યવહાર આચર્યો છે, ઉપેક્ષ ના કારણે જે ઠંડુ વલણ દાખવ્યું છે, એની વેદના એમને કેટલી થઈ છે, એ જાણવું હોય તો ક્યારેક એમના દિલમાં ડોકિયું કરી જોજે. તું ચોધાર આંસુએ રડી પડીશ.

મમ્મી-પપ્પાના કાગળ વાંચવામાં કોઈ દીકરાને નિષ્ફળતા નથી મળી પણ એમના આંતરમનને વાંચવામાં તો અચ્છાઅચ્છા વિનયવાન પુત્ર ે પણ થાપ ખાઈ ગયા છે.

નથી ઇચ્છતો હું કે તું એમના આંતરમનને વાંચવાના પ્રયત્નો પણ શરૂ ન કરે !

તું એમના દિલની વેદનાને સમજવા પણ તૈયાર ન થાય ? યાદ રાખજે, અન્યની લાગણીને સમજવાય જે તૈયાર નથી થતો એનું જીવન પશુજીવન નથી પણ પથ્થરિયું જીવન છે. જો અન્યની

લાગણીને સમજવાની ના પાડનારની આ ઓળખ હોય તો ઉપકારી એવાં મમ્મી-પપ્પાની લાગણીનેય સમજવા જે તૈયાર ન હોય એની ઓળખ શી આપવાની ?

૨૧

મહારાજસાહેબ,

આપના ગત પત્રના લખાણે આંખને આંસુથી લથપથ કરી નાખી. ટપકતાં આંસુને લૂછવામાં રૂમાલને પણ સફળતા ન મળી કારણ કે આંસુ અટકવાનું નામ જ નહોતાં લેતાં. કિનારે જામેલા

મહિનાઓના કચરાને, નદીમાં આવતું પૂર જેમ એક જ ધડાકે પોતાના પ્રવાહમાં ખેંચી જાય છે તેમ હૃદયમાં ઊમટેલા લાગણીના પૂરે દિલમાં વરસોના જામેલા બુદ્ધિના કચરાને એક જ ધડાકે સાફ કરી નાખ્યો છે.

આપનો પત્ર વાંચ્યા પછી પળનોય વિલંબ કર્યા વિના હું પહોંચી ગયો સીધો પપ્પા પાસે. પપ્પા કાંઈ સમજે એ પહેલાં એમના ખોળામાં માથું મુકીને ઘ્રૂસકેઘ્રૂસકે રડવા જ લાગ્યો. પપ્પા સ્તબ્ધ થઈ ગયા. ત્રીસ વરસનો

દીકરો અને એનું આવું

અફાટ રુદન ! એમના મનમાં અમંગળ આશંકા પેદા થઈ ગઈ. એમનો કંઠ ભરાઈ

ગયો.

‘બેટા ! તને શું થયું છે એ તો કહે ! ધંધામાં નુકસાની ગઈ હોય તો ચિંતા ન કરીશ. હું હજી બેઠો છું. કોઈએ ધમકી આપી હોય તોય વ્યથિત ન થઈશ. એને હું પહોંચી વળીશ. તારી તબિયતમાં કોઈ વિશિષ્ટ ગરબડ

હોય તોય મૂંઝાઈશ નહીં. મોટામાં મોટા ડૉક્ટર આગળ એનો ઇલાજ કરાવીશ. પણ તું આમ ઢીલો ન પડી જા. જે મૂંઝવણ હોય ને એ મને કહી દે.’

મહારાજસાહેબ ! પપ્પાનો લાગણીસભર હાથ મારા મસ્તકે ફરતો રહ્યો. મેં માથું ઊંચું કર્યું, પપ્પા સામે જોયું અને હું હચમચી ઊઠ્યો. પપ્પા રડતા હતા. ‘પપ્પા ! પણ તમે શું કામ રડો છો ?’

‘બેટા ! મારા પર આવતાં દુઃખોને જીરવી જવા જેટલું મજબૂત હૈયું આજેય મારી પાસે છે પણ તારા પર આવતાં દુઃખોને સાંભળવા જેટલી મક્કમતા મારામાં નથી. આંખ તારી રડે છે, હૈયું મારું વલોવાઈ જાય

છે. તું જલદી બોલી જા, શી

તકલીફ છે તને ?’

શું લખું આપને ? સૂર્યની ગરમીથી હિમાલય પીગળી જાય એ તો સમજાય છે; પણ લાગણીના પ્રવાહમાં અહંકારનો મેરુ પીગળવા લાગે એ તો આશ્ચર્યોનુંય આશ્ચર્ય લાગે, પણ એ આશ્ચર્ય એ પળે મારામાં સર્જાયું. મેં મારા

ખુદના રૂમાલથી પપ્પાની આંખનાં આંસુ લૂછી નાખ્યાં.‘પપ્પા ! બહારનું કાંઈ જ બગડ્યું નથી. બગડ્યું હતું મારું અંતઃકરણ, બગડી હતી મારી બુદ્ધિ, બસ, એની માફી માગવા અત્યારે આપની પાસે આવ્યો છું. આપ મને

ક્ષમા કરી દો.’ આટલું કહીને પપ્પા પ્રત્યે મનમાં જે પણ ગાંઠો હતી એ બધી એમની સમક્ષ પ્રગટ કરતો જ ગયો. સાબુ કપડાંને સાફ કરે છે એ

તો અનુભવ્યું પણ મા-બાપ પોતાના લાડકવાયાને કાળજીપૂર્વક સાફ પણ કરે છે અને પ્રસન્નતાપૂર્વક માફ પણ કરે છે એ તો જીવનમાં પહેલી જ વાર અનુભવ્યું. આ અનુભવથી અત્યારે હું સ્તબ્ધ છું.

૨૭

૨૮

૨૨

દર્શન,

તારા પત્રે મારી આંખમાંય ઝળઝળિયાં લાવી દીધાં. રૂમાલની ગાંઠ ખોલી નાખવા તૈયાર થઈ જવામાં કોઈ જ પરાક્રમ નથી પણ પ્રચંડ પરાક્રમ દાખવ્યા વિના હૃદયમાં પડી ગયેલી વ્યક્તિઓ પ્રત્યેની ગાંઠો

ખોલી શકાતી નથી. આવું પરાક્રમ

દાખવવા બદલ મારા તને લાખ લાખ ધન્યવાદ છે.

એટલું જ કહીશ તને કે ભવિષ્યમાં આવી ગાંઠ ન પડે એ અંગે ખૂબ સાવધ રહેજે; કારણ કે મન અને હૃદય વચ્ચેના યુદ્ધમાં કોઈ કાયમી વિજેતા હોતું જ નથી. આજે વિજેતા બની જતું હૃદય આવતી કાલે

પરાજિત પણ બની શકે છે તો આજે હૃદય પર વિજય મેળવવા સફળ બનેલી બુદ્ધિ આવતી કાલે હૃદય પાસે સામે ચડીને હાર પણ સ્વીકારી લે છે.

ટૂંકમાં,

સાવધગીરી સતત અપેક્ષિત છે, જાગૃતિ સતત જરૂરી છે. અલબત્ત, સમજણને જો ગણિતના નિયમની જેમ હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દેવામાં આવે છે તો પછી એ સમજણ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ

હૃદયમાંથી ચલિત થતી નથી અને મારા આ જ પ્રયત્નો છે.

તારામાં બુદ્ધિ-લાગણી વચ્ચેના ભેદની એવી સ્પષ્ટ સમજણ હું પ્રગટાવવા માગું છું કે જે સમજણ તારા જીવનની બહુમૂલ્ય મૂડી બની રહે. ગમે તેવી વિકટ કે વિચિત્ર અવસ્થામાંય એ સમજણના સહારે તું યોગ્ય નિર્ણયો

લઈને તારી પ્રસન્નતા અને સમાધિ ટકાવી શકે.

એક મહત્ત્વની બાબત ખ્યાલમાં છે ? બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માગે છે, હૃદય એ જ ગુણો પોતાની અંદર માગે છે. બુદ્ધિ ગુણોની વિરોધી નથી, લાગણી સાથે એને દુશ્મનાવટ નથી, પ્રેમ સાથે એને વેર નથી

પણ એ એટલું જ કહે છે કે નમ્રતા સામી વ્યક્તિમાં હોવી જોઈએ, ઉદારતા સામી વ્યક્તિએ દાખવવી જોઈએ, પરિસ્થિતિનો વિચાર સામી વ્યક્તિએ કરવો જોઈએ, પ્રેમ સામી વ્યક્તિએ આપવો જોઈએ, અન્યનો વિચાર સામી વ્યક્તિએ

કરવો જોઈએ, સહનશીલતા સામી વ્યક્તિએ કેળવવી જોઈએ.

૨૯

ટૂંકમાં, સદ્‌ગુણો ચાહે કોઈ પણ વિષયક હોય એ સામી વ્યક્તિમાં હોવા જોઈએ. આ માગ છે બુદ્ધિની.

બસ, જે પણ વ્યક્તિ બુદ્ધિની આ માગને સંતોષવા પ્રયત્નો કરે છે, ખુદના જીવનમાં આ ગુણોની પ્રતિષ્ઠા કર્યા વિના સામી વ્યક્તિના જીવનમાં એ ગુણો શોધવા નીકળી પડે છે એ વ્યક્તિ જાણ્યે-અજાણ્યે પણ પોતાના

મનની પ્રસન્નતાની સ્મશાનયાત્રાની તૈયારી કરી બેસતી હોય છે. સાવધાન !

૨૩

મહારાજસાહેબ,

આપે તો ગજબનાક વાત કરી દીધી ! બુદ્ધિનો એક જ આગ્રહ અને એક જ માગ. સામાએ જ સારા બનવું જોઈએ, સામાએ જ સારા રહેવું જોઈએ, સામાએ જ સારું કરવું જોઈએ. ખૂબ ગંભીરતાથી આ

હકીકત પર વિચાર કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે મારી બાબતમાંય આ જ બન્યું છે. પુત્ર તરીકે મારા કર્તવ્યનો વિચાર કરવાને બદલે મેં સતત મમ્મી-પપ્પાના કર્તવ્યનો જ વિચાર કર્યો છે. પપ્પાએ મારી લાગણીને

સમજવી જોઈએ, મારી પત્નીની ભૂલને મમ્મીએ માફ કરી દેવી જોઈએ, મારા ભાવિની સલામતીનો પપ્પાએ વિચાર કરવો જોઈએ, મારાથી કો’ક આવેશજન્ય અકાર્ય થઈ જાય તો પપ્પાએ મોટું દિલ રાખીને એને માફ કરી દેવું

જોઈએ.

ટૂંકમાં, મારી ફરજની કોઈ વિચારણા જ નહીં, સતત મમ્મી-પપ્પાની ફરજની જ વિચારણા. આજે ખ્યાલ આવે છે કે મમ્મી-પપ્પા સાથે મનમેળ ન થવામાં જવાબદાર મારી આ વિચારણા જ

હતી. જો બુદ્ધિની માગને બદલે હૃદયની માગને સંતોષવા હું પ્રયત્નશીલ બન્યો હોત, મારા જ પોતાના જીવનને કર્તવ્યના પાલનથી વાસિત કરવા તરફ મેં ઘ્યાન કેન્દ્રિત કર્યું હોત તો પરિસ્થિતિ આજના કરતાં

વિપરીત જ સર્જાઈ હોત. મમ્મી-પપ્પા સાથેનો મારો મનમેળ ક્યારેય તૂટ્યો જ ન હોત. મારા અને એમના વચ્ચે જે કડવાશની લાગણી ઊભી થઈ ગઈ એ ઊભી થઈ જ ન હોત.

ખેર, જાગ્યા ત્યારથી સવાર એ ન્યાયે હવે તો આ બાબતમાં હું થાપ ખાવા નથી જ માગતો પણ આપની સાથે આ અંગેનો પત્રવ્યવહાર જ્યારે શરૂ કરી જ દીધો

૩૦

છે ત્યારે એમ થાય છે કે આ અંગે મનમાં પ્રવેશી ગયેલા જાતજાતના કચરાને એક વાર

તો બહાર કાઢી જ નાખું, કારણ કે જ્યાં સુધી એ કચરો બહાર નહીકળે, ત્યાં સુધી મન સતત અંદર ને અંદર ધૂંધવાયા જ કરશે. આપની અનુમતિની અપેક્ષ રાખું છું.

દર્શન, ખુશીથી તારા મનની શંકાઓ રજૂ કરતો જા. મારી સમજ મુજબ એનાં સમાધાનો તને આપતો જઈશ પણ એક વાત તો ખાસ તારા ઘ્યાન પર લાવવા માગું છું કે જીવનમાં સ્વસ્થતા ટકાવી રાખવા અને

કુટંબને પ્રેમના તાંતણે બાંધી રાખવા ન સમજાઈ હોય તેવી વાતોને પણ સમજાઈ ગઈ છે એમ માનીને આગળ ચાલવું જ પડે છે.

જરૂર નથી કે મમ્મી-પપ્પાની દરેક આજ્ઞા પાછળનું રહસ્ય આપણને સમજાવું જ જોઈએ, જરૂરી નથી કે એમના દરેક પ્રકારના વર્તન પાછળનું ગણિત આપણા ખ્યાલમાં આવવું જ જોઈએ. ના, શરીરનાં

સંખ્યાબંધ રહસ્યોને સમજ્યા વિનાય જો શરીરને ચાલવામાં કોઈ જ જાતનો વાંધો નથી આવતો તો વ્યવહારનાં અનેક રહસ્યોને સમજ્યા વિનાય જીવને ચાલવામાં કોઈ જ જાતનો વાંધો નથી આવતો. એમાં શંકા કરીશ

નહીં.

૨૪

મહારાજસાહેબ,

આપે તો જાણે કે મારા જ મનની વાત કરી દીધી. હું આપને એ જ પૂછવા માગતો હતો કે વડીલોની આજ્ઞા પાછળનો હેતુ સમજ્યા વિના, માત્ર એ વડીલ જ છે, ઉપકારી જ છે, આત્મીયજન જ છે,

એટલા માત્રથી એમની આજ્ઞ પાળ્યે જવામાં જીવન ‘મોળું’ રહી જાય એવી શક્યતા નથી ? જીવન ‘બોદું’ રહી જાય એવી શક્યતા નથી ?

ભલે આપે પૂર્વપત્રમાં લખ્યું છે કે ન સમજાઈ હોય તેવી વાતોને પણ સમજાઈ ગઈ છે એમ માનીને આગળ ચાલવું જ પડે છે, પણ, આ અભિગમના સ્વીકાર સાથે વ્યવહારમાં જીવવું અને વ્યવહારમાં રહેવું શક્ય છે ખરું

?

દર્શન, સરોવરને જો નદીમાં રૂપાંતરિત થવું છે તો એણે દીવાલ તોડવાની

હિંમત કેળવવી જ પડે છે અને નદીને જો સાગર બનવું છે તો એણે વહેતા રહીને પોતાની જાતને વિલીન કરી દેવાની હિંમત કેળવવી જ પડે છે. બસ, આ જ ન્યાય જીવન માટે સમજી લેવાનો છે.

જો તારે અશાંતિમાંથી શાંતિમાં જવું છે તો તર્કનિષ્ઠ જીવનશૈલીને તિલાંજલિ આપી દેવાનું સત્ત્વ તારે દાખવવું જ પડવાનું છે અને શાંતિમાંથી પ્રસન્નતામાં જવાની જો તારી ગણતરી છે તો પ્રેમસભર જીવનશૈલી અપનાવી

લેવાનું પરાક્રમ તારે દાખવવું જ પડવાનું છે.

મેં ઘણા એવા યુવાનો જોયા છે કે જેમણે પોતાની તર્કપ્રધાન જીવનશૈલીથી, શંકા-કુશંકાપ્રધાન વ્યવહારથી કુટુંબીઓ સાથેના મીઠા સંબંધોને કડવા ઝેર જેવા બનાવી દીધા છે.

હું તને પૂછું છું-તારી પત્ની પાસે તું ‘દાળમાં મીઠું તો નાખ્યું છે ને ?’ એ શંકા વ્યક્ત કરે ત્યાં સુધી તો તારા પત્ની સાથેના લાગણીભર્યા સંબંધો ટકી રહેવામાં વાંધો ન આવે પણ તું ‘દાળમાં ઝેર તો નથી નાખ્યું ને ?’ આ શંકા વ્યક્ત કરે પછીય આત્મીયતાભર્યા સંબંધો ટકી જ રહે એવું છાતી ઠોકીને કહી શકે તેમ છે ખરો ?

બસ, આ જ વાત છે મારી. ઘરની શાંતિ સ્થિરતા સાથે બંધાયેલી છે અને વધુ પડતા ખુલાસા-પ્રતિખુલાસા, ઘરની સ્થિરતાને ડહોળે જ છે અને જ્યાં સ્થિરતા ડહોળાય છે ત્યાંથી શાંતિ રવાના થઈ જાય છે. એટલું જ કહીશ

તને કે આંખથી હૃદય સુધી જતો રસ્તો એ છે કે જે બુદ્ધિમાંથી પસાર થતો નથી અને જે રસ્તો બુદ્ધિમાંથી પસાર

થઈને જ રહે છે એ રસ્તો બહુધા હૃદય સુધી પહોંચતો નથી. હું શું કહેવા માગું છું એ

તું સમજી ગયો હોઈશ.

૨૫

મહારાજસાહેબ,

આપની વાત સમજી ગયો. જીવનમાં તર્કને એવું પ્રાધાન્ય ન આપવું કે જેને કારણે લાગણીના સંબંધોમાં કડાકો બોલી જાય, કૌટુંબિક ભાવના વેરવિખેર થઈ જાય, સફળતા મળી જાય પણ પ્રસન્નતા

નંદવાઈ જાય, પદાર્થના નુકસાનથી બચી

૩૧

૩૨

જવાય; પણ પ્રેમની નુકસાની ઊભી થઈ જાય, વિજય મળી જાય પણ પાછળ વિષ દ છોડતો જાય, પણ તોય એક આડ વાત પૂછું ?

પ્રસન્નતા મહત્ત્વની હોવા છતાં, સારી હોવા છતાં બજારમાં સફળતાની જે બોલબાલા છે એ જોતાં મન ઘણીય વાર પ્રસન્નતાને ગૌણ બનાવીને સફળતાને પ્રાધાન્ય આપી બેસે છે અને જ્યાં સફળતા લક્ષ્યસ્થાને

ગોઠવાઈ જાય છે ત્યાં બુદ્ધિ આગળ આવી જાય છે અને લાગણી દૂર હડસેલાઈ જાય છે. બને છે એવું કે પ્રસન્નતાના બલિદાન પર સફળતા મળી હોવા છતાં અંતરમાં એની એવી કોઈ વ્યથા ઊભી

થતી નથી, એવો કોઈ અંજપો ઊભો થતો નથી. આ અંગે આપનું માર્ગદર્શન

ઇચ્છું છું.

દર્શન, સુખ આ જગતમાં બે પ્રકારનાં છે. એક સુખ છે અભિપ્રાયનું અને બીજું સુખ છે અનુભૂતિનું. તને મળેલા સુખને, પદાર્થોને અને સફળતાને જગત વખાણે છે એ છે અભિપ્ર યનું સુખ અને તું પોતે જે સ્વસ્થતા અને મસ્તી અનુભવે

છે એ છે અનુભૂતિનું સુખ.

જો મનમાં આકર્ષણ છે અભિપ્ર યના જ સુખનું, તો નિશ્ચિત સમજી રાખવું કે ત્યાં લાગણી કામ લાગવાની નથી. લાગણીના પાયા પર ઊભા થતા કોઈ પણ સદ્‌ગુણો કામ લાગવાના નથી.

કારણ કે કરોડપતિ બન્યા વિના, ગાડીઓ વસાવ્યા વિના, આકર્ષક ફર્નિચરવાળા બંગલાના માલિક બન્યા વિના, સમાજમાં નંબર એક પર રહ્ય વિના, વિશિષ્ટ સામગ્રીઓ વસાવ્યા વિના

અભિપ્ર યનું સુખ મળતું નથી અને આવું સુખ કાંઈ લાગણીશીલતા, નમ્રતા, સહૃદયતા, વિનયશીલતા, ક્ષમાશીલતા વગેરે સદ્‌ગુણોના આધાર પર મળતું નથી, એ સુખ તો મળે છે કાવાદાવાઓના રસ્તે,

આવેશ અને આક્રમણના રસ્તે, બુદ્ધિની ચાલબાજીના રસ્તે, વેર અને હિંસાના રસ્તે, કપટ અને પ્રપંચના રસ્તે, એક ઘા અને બે ટુકડા કરવાના રસ્તે, સંબંધો પ્રત્યે બેપરવા બનવાના રસ્તે, મિત્રોને દુશ્મન બનાવવાના

રસ્તે, ધર્મ અને ધર્મીની અવગણના કરવાના રસ્તે.

દર્શન, જગતનો બહુજનવર્ગ તો અટવાયો છે આ અભિપ્ર યના સુખમાં !

તારી જાતને તપાસી જોજે. તારો પણ નંબર આમાં જ નથી ને ?

૨૬

દર્શન,

પરિસ્થિતિ ગમે તેવી વિષમ સર્જાય, વ્યક્તિઓના વર્તાવ ગમે તેવા વિચિત્ર અનુભવાય, સંયોગો ગમે તેવા વિકટ ઊભા થઈ જાય તોય પ્રસન્નતા ચિત્તની અકબંધ રહી જાય, મસ્તી મનની સહજ જ

ટકી જાય, દુર્ભાવ કે દુર્ઘ્યાનનું શિકાર બનતું મન અટકી જાય એ છે અનુભૂતિનું સુખ. આ સુખનો અનુભવ વ્યક્તિને ખુદને જ થતો હોય છે. નથી એની ખબર હોતી જગતને કે નથી એનો ખ્યાલ હોતો પડોશીને.

અરે, ક્યારેક તો ખુદના આત્મીય જનનેય એની ખબર નથી પડતી અને કદાચ ખબર હોય છે તોય અનુભૂતિના સુખવાળાને એની કાંઈ પડી નથી હોતી. એ તો હોય છે સદાય પોતાની મસ્તીમાં.

હા, આ સુખ અનુભવાય છે પ્રેમના માર્ગે, સરળતા અને નમ્રતાના માર્ગે,

છેતરાઈ જવાની તૈયારી રાખવાના માર્ગે, અહંને ગૌણ બનાવવાના માર્ગે, લાગણીને ચાલકબળ બનાવવાના માર્ગે, જતું કરવાની વૃત્તિના માર્ગે, સહિષ્ણુતા અને સહનશીલતાના માર્ગે, સબંધોને

જાળવી રાખવાની ગણતરીના માર્ગે.

ટૂંકમાં,

મન ઉદ્વિગ્ન છે અને જગત સ્તબ્ધ છે. એ છે અભિપ્ર યનું સુખ અને જગત

અંધારામાં છે અને મન પ્રસન્ન છે. એ છે અનુભૂતિનું સુખ.

તારી ભાષ માં સમજાવું તો તેં પહેરેલા બૂટ તને પગમાં ડંખે છે છતાં તારા પગમાં પહેરેલા બૂટનાં વખાણ કરતાં આજુબાજુવાળા થાકતા નથી. એ છે અભિપ્રાયનું સુખ. અને તારી બાજુમાંથી પસાર થનાર કોઈનીય

નજર તારા પર પડતી નથી અને છતાં ખુલ્લા પગેય ભરપૂર પ્રસન્નતા સાથે તું રસ્તા પર ચાલી રહ્ય ે છે. એ છે અનુભૂતિનું સુખ.

તેં પૂર્વપત્રમાં લખ્યું છે ને કે ‘પ્રસન્નતા મહત્ત્વની હોવા છતાં બજારમાં સફળતાની જ બોલાબાલા છે’ એનો આ જ અર્થ છે. અનુભૂતિનું સુખ મહત્ત્વનું હોવા છતાં બજારમાં અભિપ્ર યના સુખની જ

બોલબાલા છે. કબૂલ, પસંદગીનો નિર્ણય તારા હાથમાં છે. કાં અભિપ્રાયનું સુખ, કાં અનુભૂતિનું સુખ.

૩૩

૩૪

એક વાત તને ખાસ કહી દઉં કે અનુભૂતિના સુખને લક્ષ્ય બનાવીને જીવનવ્યવસ્થા ગોઠવનારને અભિપ્ર યનું સુખ ન જ મળે, એવો કોઈ કાયદો નથી; પણ અભિપ્રાયના સુખને જ જીવનનું એક

માત્ર લક્ષ્ય બનાવીને જીવનવ્યવસ્થા ગોઠવનારને અનુભૂતિનું સુખ મળે એવી તો કોઈ જ શક્યતા નથી. દડો તારા મેદાનમાં છે.

૨૭

મહારાજસાહેબ,

ત્રીસ વરસની જિંદગીમાં પહેલી જ વાર સુખના આ બે ભેદ જાણવા અને સમજવા મળ્યા. હું તો સ્તબ્ધ થઈ ગયો છું. વીતેલાં વરસો પર નજર કરતાં એમ લાગે છે કે સમજણનાં અને શક્તિનાં તમામ

વરસો મેં અભિપ્ર યનું સુખ મેળવવા પાછળ જ વેડફી નાખ્યાં છે. એ સુખમાં જે પણ પ્રતિબંધક બન્યા છે, એ તમામ સાથેના સંબંધો તોડી નાખવામાં પળનીય વાર મેં નથી લગાડી.

આજે ખ્યાલ આવે છે કે લાગણીના સ્તરે અપાયેલી મમ્મી-પપ્પાની સારી અને સાચી પણ સલાહ મને ગમી કેમ નથી ? એ સલાહમાં મને મારા હિતનાં દર્શન થયાં કેમ નથી ? એ સલાહ આપનારાં મમ્મી-

પપ્પા ઉપકારી લાગ્યાં કેમ નથી ? ભલે એ સલાહને અનુસરવાનું મને કદાચ અશક્યવત્‌ લાગતું હતું પણ એ સલાહમાં મને અમૃતનાં દર્શન ન થતાં વિષનાં દર્શન કેમ થયાં છે ?

એક જ કારણ. અભિપ્રાયના સુખની જ લાલસા ! ન મારા અનુભૂતિના સુખની ચિંતા કે ન મમ્મી-પપ્પાના અનુભૂતિના સુખની ચિંતા ! સામાની લાગણી સમજવાની વાત જ નહીં, સામાની પ્રસન્નતા ખંડિત

ન થાય એ અંગેની સાવધગીરી દાખવવાની વાત જ નહીં.

પોતાના આક્રમણથી ફૂલ ચીમળાઈ ગયું છે એ જાણવા છતાં પથ્થરની કઠોરતામાં જેમ અલ્પ પણ ઘટાડો થતો નથી તેમ મારા ગલત વર્તાવથી ઉપકારી એવાં મમ્મી-પપ્પાનાં નાજુક દિલના ટુકડે ટુકડા

થઈ ગયાનું જાણવા છતાં મારી કઠોર મનોવૃત્તિમાં મેં અલ્પ પણ ઘટાડો કર્યો નથી. એ બધાયના મૂળમાં મને એક જ વાત

દેખાય છે. જીવનના લક્ષ્યસ્થાને ગોઠવાઈ ગયેલું અભિપ્રયાનું સુખ !

ખૂબ શાંત ચિત્તે વિચારતાં મને એમ લાગે છે કે જીવનમાં જો અભિપ્રાયનું સુખ જ કેન્દ્રસ્થાને ગોઠવાઈ ગયું છે તો સમસ્યા જ સમસ્યા છે અને જીવનમાં જો અનુભૂતિનું સુખ જ પ્રાધાન્ય પામી ગયું છે તો પ્રસન્નતા જ પ્રસન્નતા છે.

હસવું તો આજે મને મારી જાત પર આવે છે. ઝવેરાત આપીને સાબુ ખરીદવાની ભૂલ આ જિંદગીમાં મેં ક્યારેય કરી નથી, ચાર આનાનો ખોવાઈ ગયેલો રૂમાલ પાછો મેળવવા ચાર રૂપિયાનું રિક્ષ ભાડું ખરચવાની

ભૂલ આજ સુધી મેં ક્યારેય કરી નથી અને સફળતા પામવા, પ્રસન્નતાને ગિરવે મૂકી દેવાની મૂર્ખાઈ આજ સુધી હું સતત કરતો જ રહ્યો છું.

‘ના જેને ઊગરવું હોય, એને કોણ ઉગારે ?

વમળોથી બચાવો તો ડૂબે જઈ કિનારે.’ કો’ક શાયરની આ પંક્તિઓ શું મારા જેવા મૂર્ખને નજર સામે રાખીને જ લખાઈ હશે ?

૨૮

દર્શન,

આનંદ તો મને એ વાતનો થયો છે કે ત્રીસ વરસની ભર યુવાન વયે પહોંચ્યા પછીય ભૂલ કબૂલ કરી લેવાની નિખાલસતા તું દાખવી શક્યો છે. બાકી, એક અપેક્ષ એ કહેવું હોય તો એમ કહી શકાય કે ભૂલ ન જ કરવાનું

જેટલું કપરું છે, એના કરતાં વધુ કપરું તો ભૂલ કર્યા પછી એની કબૂલાત કરી લેવાનું છે. હા, એક વાત તો તને ચોક્કસ કહીશ કે મોટી પણ ભૂલ માફ થઈ શકે છે, જો એનું પુનરાવર્તન નથી કરવામાં આવતું તો અને નાની પણ

ભૂલ ભયંકર નીવડી શકે છે જો એનું પુનરાવર્તન ચાલુ રહે છે તો. આટલાં વરસોથી જે ભૂલ તું કરતો આવ્યો છે એ ભૂલ હજી પણ ચાલુ ન રહે એની ખાસ તકેદારી રાખજે.

બાકી, એક વાસ્તવિકતા સતત નજર સામે રાખજે કે બુદ્ધિનું કામ તો પથ્થર ફેંકવાનું જ છે. તારું મન જો માટીના ઘડા જેવું છે તો એને ફૂટી જતાં વાર નહીં લાગે, પણ તારા મનને જો તેં સાગર જેવું બનાવી દીધું છે તો

બુદ્ધિના ગમે તેવા મોટા પણ

૩૫

૩૬

પથ્થરને એ પોતાનામાં સમાવી દીધા વિના નહીં રહે.

આ વાત મારે તને એટલા માટે લખવી પડી છે કે યુવાન વય બુદ્ધિને અનુભવનો પર્યાય માની લેવાની ભૂલ કર્યા વિના નથી રહેતી. ‘મારી પાસે ધારદાર બુદ્ધિ છે એટલે મને સંખ્યાબંધ અનુભવો છે’ આવી

માન્યતામાં અટવાયા વિના યુવાન વય નથી રહેતી પણ હકીકત એ છે કે ધારદાર બુદ્ધિ હોવી એ અલગ વાત છે અને સંખ્યાબંધ અનુભવો હોવા એ અલગ વાત છે.

પર્વત પર જવાના રસ્તાઓવાળો નકશો હાથમાં હોવો એ અલગ વાત છે અને પર્વત પર એ રસ્તાઓ પર જઈ આવવાનો અનુભવ હોવો એ અલગ વાત છે, અને તું બરાબર સમજી શકે છે કે પર્વત પર જેને

જવું જ છે એ જેના હાથમાં નકશો છે એના અભિપ્ર યને એટલું વજન નથી આપતો જેટલું વજન પર્વત પર જઈ આવવાનો જેને અનુભવ છે એના અભિપ્ર યને આપે છે. નજર નાખી જા મમ્મી-પપ્પા સાથેના તારા

વ્યવહારના ભૂતકાળ પર.

તને ખ્યાલ આવી જશે કે અનુભવ સામે તેં બુદ્ધિને ગોઠવીને સંઘષર્ ે જ ખેલ્યા છે. તારા મનને સાગર જેનું બનાવીને મમ્મી-પપ્પા તરફથી કરાયેલા બુદ્ધિનાં સૂચનોને અંદર સમાવી લેવાને બદલે તારા મનને ઘડા જેનું બનાવીને તું

મનથી સતત તૂટતો જ રહ્યો છે અને એનું જ આ દુષ્પરિણામ આવ્યું છે કે મમ્મી-પપ્પ સાથેનો તારો અત્યારનો સહવાસ એ મજારૂપ ન બનતા સજારૂપ બની ગયો છે, બની રહ્યો છે. સાવધાન !

૨૯

મહારાજસાહેબ,

મારા ત્રાસદાયક વર્તમાન અંગેનું આપનું નિદાન સાવ સાચું છે. આપની સાથે સમ્યક્‌ માર્ગદર્શન મેળવવા જ્યારે પત્રવ્યવહાર શરૂ કર્યો જ છે ત્યારે મને સ્પષ્ટ કહી

દેવા દો કે મને મમ્મી અને પપ્પા બંને ‘ભોટ’ જ લાગ્યાં છે. એમણે અક્કલ ગિરવે મૂકી દીધી હોય એવું જ મને લાગ્યું છે. વ્યવહારની એક પણ બાબતમાં એ સલાહ લેવા લાયક છે કે એમની સલાહ અનુસરવા લાયક

છે એવું મને ક્યારેય લાગ્યું નથી. હું એમનો સગો દીકરો જો આ માન્યતા ધરાવતો હોઉં તો મારી પત્નીનું તો પૂછવું જ

શું ? મારી પત્નીની સામે હું ખુદ જો મમ્મી-પપ્પાને હલકાં ચીતરી રહ્યો હોઉં તો મારી પત્ની મમ્મી-પપ્પાની આમન્યા જાળવે એ શક્ય જ શેં બને ?

આજે ખ્યાલ આવે છે કે આ તમામ ગલત માન્યતા અને ગલત વ્યવહાર પાછળ માત્ર મને ચડી ગયેલો બુદ્ધિનો આફરો જ જવાબદાર હતો. શું કહું આપને ? ઘરે આવેલા મહેમાનો પાસે ક્યારેક

ક્યારેક તો મેં ખુદે મમ્મી-પપ્પાને પાછળથી આવી તો વાતો કરતાં સાંભળ્યાં છે કે ‘હવે તો ભગવાન મોત આપી દે એની રાહ જોઈએ છીએ. દીકરો નગ્ન હોય એને તો સાચવી લઈએ પણ નાગાઈ આચરવા લાગે

ત્યારે શું કરવું ? અમે આ ઘરમાં હવે ‘વધારા’નાં ગણાઈએ છીએ. નવા ફર્નિચર માટે આ ઘરમાં પૂરતી જગ્યા છે પણ જૂનાં મા-બાપ માટે કોઈ જગ્યા નથી.’ આવી જાતજાતની સંદર્ભ વિનાની વાતો મહેમાનો પાસે

કરતાં મમ્મી-પપ્પાને

મેં સાંભળ્યાં છે, અને આવું સાંભળ્યા પછી મેં મારી ભૂલોને જોવાની તસ્દી તો નથી લીધી પણ મમ્મી-પપ્પા પ્રત્યેના દ્વેષને વધુ મજબૂત બનાવ્યો છે, એમની સાથેના વ્યવહારમાં તોછડાઈ વધુ દાખવી છે, એમની સાથે બોલાચાલીમાં

કર્કશતા વધુ ઉમેરી છે, એમને મળતી સગવડોમાં વધુ કાપ મૂક્યો છે. આજે મારા આવા ગલત વ્યવહાર બદલ મને પશ્ચાત્તાપ અચૂક થાય છે પણ તોય મનમાં ઊંડેઊંડે એક શંકા રહ્યા જ કરે છે, જે આપની સમક્ષ રજૂ કરું

છું.

જેને પણ આપણે ઉપકારી માનતા હોઈએ એનામાં રહેલા દોષ અંગે આપણે કોઈ જ ટીકા-ટિપ્પણ કરવાની નહીં ? એનામાં રહેલા દોષના કારણે એને અને આપણને થઈ રહેલ નુકસાનને ગંભીરતાથી આપણે

મન પર લેવું જ નહીં ? અને આ શક્ય છે ખરું ?

કપડાં પર પડી ગયેલા ડાઘ આપણે જોયા વિના જો નથી જ રહેતા, દીવાલમાં પડી ગયેલી તિરાડ પર આપણી નજર જો પડી ગયા વિના નથી જ રહેતી, ઘરના એક ખૂણામાં રહેલી વિષ્ટાનો કણિયો જો

આપણા ઘ્યાનમાં આવ્યા વિના નથી જ રહેતો

તો પછી ઉપકારીના જીવનમાં રહેલા દોષ ે આપણા ઘ્યાનમાં આવે જ નહીં, આપણી અરુચિના વિષય બને જ નહીં એ શક્ય છે ખરું ? આપ જણાવશો.

૩૭

૩૮

૩૦

દર્શન,

પ્રશ્ન તો તારો જોરદાર છે પણ એનો જવાબ આપતાં પહેલાં મારે તને એક પ્રશ્ન પૂછવો છે. એનો જવાબ પહેલાં તું આપી દે, પછી તારા પ્રશ્નનો જવાબ હું આપું. મારો પ્રશ્ન આ છે-હું ભગવાન નથી એની મને તો ખબર

છે જ પણ તનેય ખબર તો છે જ ને ? ‘ભગવાન નથી’ એનો અર્થ શો ? એ જ કે હજી મારામાં દોષ ે ખડકાયેલા છે, ક્રોધ પણ છે તો ઈર્ષ્યા પણ છે, નિંદાની વૃત્તિ પણ છે તો વૈરવૃત્તિ પણ છે, અને એવું નથી કે આ બધા

દોષ ે માત્ર અંતરમાં ધરબાયેલા જ પડ્યા છે. ના, કો’ક ને કો’ક સ્વરૂપે અલગઅલગ નિમિત્તોમાં એ પ્રગટ થઈ જ રહ્ય છે.

હું તને પૂછું છું. મારામાં રહેલા આ દોષ ે આજ સુધીમાં તેં કેટલી વાર જોયા ? એ દોષ ે જોઈને તેં મારા પર દુર્ભાવ કેટલી વાર કર્યો ? એ દોષ ે બદલ તું મારી સાથે સંઘર્ષમાં કેટલી વાર ઊતર્યો ? એ દોષ ે બદલ મારી સાથેનો સંપર્ક તેં

કેટલી વાર ઘટાડ્યો ? મારી સાથેના સંબંધ પર એ દોષ ે બદલ પૂર્ણવિરામ મૂકી દેવાનો વિચાર

તેં કેટલી વાર કર્યો ?

આ દરેક પ્રશ્નનો તારો જવાબ ‘ના’માં જ હશે. તું એમ જ કહીશ કે મેં આપનામાં રહેલા દોષ ે જોયા જ નથી. દેખાઈ ગયા છે કદાચ તોય આપના પર એક પણ વખત દુર્ભાવ કર્યો નથી, આપની

સાથે સંઘર્ષમાં ઊતરવાનો વિચાર સુદ્ધાં મને સ્પર્શ્યો નથી, આપની સાથેનો સંપર્ક મેં ઓછો કર્યો નથી, આપની સાથેના મારા આત્મીયતાભર્યા સંબંધમાં મેં લેશ ઓટ આવવા દીધી નથી.

જો આ જ જવાબ છે તારો તો એ પ્રશ્ન એ છે કે પૂર્વપત્રમાં તેં જે દલીલ ઉઠાવી છે ને કે ‘કપડાં પરનો ડાઘ, દીવાલમાંની તિરાડ, ઘરમાં રહેલી વિષ્ટા જેમ દેખાઈ જ જાય છે તેમ ઉપકારીમાં રહેલા દોષ ે દેખાઈ જ જાય છે

અને એ દેખાતાં જ અરુચિના વિષય બની જાય છે’ એ દલીલનો મારી બાબતમાં તારો જવાબ શો છે ?

દર્શન, કહેવું જ પડશે તારે કે મારી આંખ સામે સતત આપના મારા પરના

ઉપકારો જ તરવર્યા કરે છે. મને શેતાનમાંથી માણસ આપે બનાવ્યો છે. માણસ

તરીકે સજ્જનતા મારામાં આપે પ્રગટાવી છે. જ્યાં ૠણસ્મરણનું જ સાતત્ય હોય ત્યાં દોષદર્શન તો થઈ જ ક્યાંથી શકે ? આપના રહેલા દોષો એ આપને માટે કદાચ

વિચારણીય હશે કે ચિંતાજનક હશે પણ મારે માટે તો આપના મારા પરના ઉપકારો જ સ્મરણીય છે. હું તો પેલા શાયરની જેમ ત્યાં સુધી કહીશ કે

‘તમારા સમ, મને છે એટલી શ્રદ્ધા તમારા પર,

તમે જો શાપ પણ દેશો તો એ વરદાન થઈ જાશે.’

૩૧

દર્શન,

‘જ્યાં ૠણસ્મરણ ત્યાં દોષદર્શન નહીં’ તારો એ અભિગમ જો મારી બાબતમાં હોય તો એ જ અભિગમ મમ્મી-પપ્પાની બાબતમાંય કેમ નહીં ? એમનાય તારા પર ઉપકારો છે તો ખરા જ ને ? એમનુંય તારા પર

ૠણ છે તો ખરું ને ? તો પછી એની સ્મૃતિ હેઠળ એમનામાં રહેલા દોષોની વિસ્મૃતિ કેમ નહીં ?

એક મહત્ત્વની વાત તને કહું ? બજારમાં સત્યદર્શનનો આગ્રહ હજી કદાચ બરાબર છે પણ જ્યાં લાગણીના અને લોહીના માઘ્યમે જ સંબંધો ઊભા થયા છે અથવા તો ટક્યા છે ત્યાં તો શુભદર્શન

અથવા તો સ્નેહદર્શન જ બરાબર છે.

હું તને પૂછું છું - નાની ઉંમરમાં તું વિષ્ટાથી ખરડાયો હોઈશ ત્યારે મમ્મીએ માત્ર સત્યદર્શન જ કર્યું હતું કે સ્નેહદર્શન પણ ? કહેવું જ પડશે તારે કે સત્યદ્‌ષ્ટિ સાથે મમ્મીએ શુભદ્‌ષ્ટિ અથવા સ્નેહદ્‌ષ્ટિ પણ કેળવી જ હશે, નહિતર પૂર્ણ વાત્સલ્ય સાથે મમ્મીએ મને સાફ શી રીતે કર્યો હોય ? એવી અવસ્થામાં ગાલે તમાચો મારી

દેવાને બદલે મમ્મીએ મને વહાલથી નવડાવી શી રીતે દીધો હોય ?

દર્શન, તો હું તને એટલું જ કહું છું કે બરાબર એ જ અભિગમ તુંય અત્યારે આત્મસાત્‌ કરી લે. ઉંમર છે પપ્પાની, એમનાં કપડાં બગડી જાય છે. ઉંમર છે મમ્મીની, એમના હાથમાંથી થાળી છટકી જાય

છે. પપ્પાની આંખે મોતિયો છે. ચાલતાંચાલતાં એ પડી જાય છે. મમ્મીને કાને બહેરાશ છે. જમી લેવાની તારી પત્નીની બબ્બે વારની બૂમ છતાં એ જ્યાં બેઠાં છે ત્યાં બેઠાં જ રહે છે.

પગ કમજોર બની ગયા છે પપ્પાના. તારી ઝડપે એ તારી સાથે નથી ચાલી

શકતા. મન મમ્મીનું નબળું પડી ગયું છે. ચા પીધાનું ભૂલી જવાથી એ ફરી ચા માગી

૩૯

૪૦

બેસે છે. લાળ પડી રહી છે પપ્પાના મોઢામાંથી, એમનું પહેરણ બગડી રહ્યું છે. શરીર સાવ અશક્ત બની ગયું છે મમ્મીનું, આખો દિવસ એ સૂઈ જ રહે છે.

શું કહું તને ? આજે મમ્મી-પપ્પાના મુખ પર જે કરચલીઓ દેખાઈ રહી છે એ જ મુખ પર ગઈ કાલે ખડખડાટ હાસ્ય હતું. આજે અડધી રોટલી માંડ પચાવી શકતી મમ્મી-પપ્પાની હોજરીએ ગઈ કાલ સુધી બારબાર

રોટલી પચાવી છે. આજે અડધા કલાક પહેલાં બની ગયેલાં પ્રસંગને ભૂલી જતું મમ્મી-પપ્પાનું મન, ગઈ કાલ સુધી વીસવીસ વરસ પહેલાં બની ગયેલા પ્રસંગને યાદ રાખી શકે તેવું તાકાતવાન હતું.

તારે એક જ કામ કરવાનુ છે. સત્યદ્‌ષ્ટિ જ નહીં, સ્નેહદ્‌ષ્ટિ પણ ખરી. સ્નેહદ્‌ષ્ટિ મમ્મી-પપ્પાના દુઃખની અવગણના કરવા નહીં દે અને એમનામાં રહેલા દોષોને જોવા નહીં દે.

યાદ રાખજે સ્નેહદર્શન એ એવો વળાંક છે કે જે ઘણી વાંકી વસ્તુઓને સીધી કરી નાખે છે.

૩૨

મહારાજસાહેબ,

હૃદયની ઊર્મિઓને વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. ઘણા વખતથી વણઊકલ્યો કોયડો અચાનક ઊકલી જાય અને એની ખુશીમાં એક ગણિતજ્ઞ જે રીતે ઝૂમી ઊઠે એના કરતાં કેટલાય ગણા

આનંદથી હું ઝૂમી ઊઠ્યો છું આપનો પત્ર વાંચીને. વરસોથી જે સમસ્યાનું સમાધાન મળતું જ નહોતું એ સમાધાન આપના ગત પત્રથી મળી ગયું છે.

સત્યદર્શન કરવાની છૂટ, પણ એના પાયામાં સ્નેહદર્શન હોવું જ જોઈએ. સત્યદ્‌ષ્ટિ માન્ય, પણ એ સ્નેહદ્‌ષ્ટિપૂર્વકની જ હોવી જોઈએ. આજ સુધી હું એમ જ માનતો હતો કે જીવનમાં મિથ્યાદર્શન નહીં પણ

સત્યદર્શન હોવું જોઈએ. બસ, એ માન્યતાને આધારે જ હું જીવન જીવતો રહ્યો, મમ્મી-પપ્પાના અશોભનીય વર્તનને કર્કશ, કઠોર વચનોચ્ચારને સત્યદર્શનનું લેબલ લગાડી લગાડીને એમની સાથે સંઘર્ષે કરતો જ રહ્યો,

એમની સાથેના સંબંધોને બગાડતો જ રહ્યો.

કાશ, એ સત્યદર્શનમાં મેં સ્નહેદર્શનનો પ્રવેશ કરાવી દીધો હોત તો સંઘષર્ ે

થવાનો કે સંબંધ બગડવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થયો ન હોત. ખૂબખૂબ આભાર માનું છું આપનો કે આપે મને અત્યંત પ્રભાવશાળી માર્ગદર્શન આપીને ઉપકારી સાથેના સંબંધવિચ્છેદના સંભવિત અપાયમાંથી ઉગારી

લીધો.

પ્રશ્ન તો એ થાય છે કે પ્રસન્નતાની અનુભૂતિના રસ્તાને જાણવા છતાં અને માણવા છતાં માણસ ઉકળાટને રસ્તે ડગ કેમ માંડી બેસતો હશે ? સ્નેહદર્શન વિનાનું સત્યદર્શન ઉકળાટ કરાવતું હોવાનું અનુભવવા છતાં માણસ

સત્યદર્શન પર જ લડી લેવા કેમ તૈયાર થઈ જતો હશે ?

દર્શન, એનો જવાબ આપું એ પહેલાં કો’ક શાયરની આ પંક્તિઓ વાંચી લે.

‘ હિમ ઓગળી ગયું ને ભળી ગયું ઝરણાના ગાનમાં, પર્વતો ઊભા રહી ગયા ખોટા ગુમાનમાં.’

જે ઓગળી જવા તૈયાર હોય છે, એને ક્યાંય પણ ભળી જતાં વાર નથી લાગતી અને જે ખડકની જેમ ઊભો જ રહે છે, એ ક્યાંય પણ ભળી શક્તો નથી. તેં જે પ્રશ્ન પુછાવ્યો છે એનો જવાબ આમાં છે. બુદ્ધિ એક

વાર જે રસ્તે આગળ વધે છે, એ રસ્તે ત્ર સનો અનુભવ થાય છે તોય એ ત્યાંથી પાછા હટવાનું નામ નથી લેતી.

શું કહું તને ? આ જગતમાં આજ સુધીમાં થઈ ગયેલાં અને અત્યારે થઈ રહેલાં યુદ્ધો અને સંઘર્ષોના મૂળ સુધી તું જઈશ તો તને લગભગ આ જ વાત દેખાશે. સ્નેહદ્‌ષ્ટિ અને શુભદ્‌ષ્ટિનો સર્વથા અભાવ ! ઇચ્છું છું કે તું હવેથી આ

બાબતમાં લેશ પણ થાપ ન ખાય. જિંદગીને પાછળથી સમજવાની ના નથી પણ જીવવાની તો આગળથી જ છે એ તું સતત યાદ રાખજે.

૩૩

દર્શન,

સત્યદર્શન-શુભદર્શન અથવા તો સ્નેહદર્શનની જ્યારે વાત નીકળી જ ગઈ છે ત્યારે માત્ર પંદરેક દિવસ પહેલાં એક યુવક પોતાના જીવનનો જે એક પ્રસંગ કહી ગયો છે એ તારી સામે મૂકું છું. ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ જશે.

આખો પ્રસંગ એ યુવકના

૪૧

૪૨

જ શબ્દોમાં.

‘મહારાજસાહેબ ! લગભગ નવેક વરસ પહેલાં પિતાજી ગુજરી ગયા. અમે અનાથ બન્યા, બા વિધવા બન્યાં. જરૂરી વ્યાવહારિક કાર્યો પતાવી અમે ત્રણેય ભાઈઓ ભેગા થયા. ‘બા’ અંગેની

વિચારણા ચાલુ થઈ. એ કોને ત્યાં રહે ? બાનો ખુદનો ખર્ચો એ ક્યાંથી કાઢે ? છેવટે એ નિર્ણય થયો કે અમારે દરેક ભાઈએ દર મહિને ત્રણત્રણ હજાર રૂપિયા બાને આપવા. આમ દર મહિને કુલ નવ હજાર

રૂપિયા બાને આપવાનું ચાલુ થયું.

આ અંગે બાને કોઈ અસંતોષ હતો કે નહીં એની અમને ખબર નથી; કારણ કે બાપુજી જીવતા હતા ત્યારેય બાને અમે ક્યારેય કોઈ બાબતની ફરિયાદ કરતાં સાંભળ્યાં નથી. અને અમે ત્રણેય ભાઈઓ તો એમ જ

સમજતા હતા કે એકલી બાને દર મહિને નવ હજાર આપણે આપીએ છીએ એ રકમ તો બાની જરૂરિયાત કરતાં ઘણી વધારે છે. એટલે બાને નવ હજારથી સંતોષ છે કે અસંતોષ એ પૂછવાની જરૂર જ નથી.

અસંતોષ હશે તો કહેશે બા આપણને સામેથી પણ એક દિવસ બપોરે આરામ કરીને હું ઊઠ્યો અને અચાનક મારા મનમાં એક વિચાર આવી ગયો.

જે બાએ આજ સુધીમાં મારી પાસેથી જેટલું લીધું છે એના કરતાં વધુ આપ્યું

છે, બદલાની અપેક્ષ વિના આપ્યું છે, આપીને પાછું એ ભૂલી ગઈ છે, એ બાને અમે

ત્રણેય ભાઈઓએ નવ હજારનો માસિક પગાર બાંધી આપ્યો ?

આ નવ હજાર પણ એની જરૂરિયાત કરતાં વધુ છે એનો નિર્ણય એને ન પૂછતાં અમે પોતે કરી લીધો ? અમારા પરના એના અનંત ઉપકારને અમે નવ હજારમાં બાંધી દીધો ? એ તો ધરતી

જેવી છે. જે પણ તકલીફો આવશે, એને એ સહન કર્યે જ જશે પણ અમારી કૃતજ્ઞતાનું શું ? ખાનદાનીનું શું ? બીજા બે ભાઈઓને જે કરવું હોય તે કરે, પણ મારે પોતે તો આ ગણિતમાં ફેરફાર કરવો જ જોઈએ.

બસ, આ વિચારે પથારીમાંથી ઊભો થઈ કબાટ ખોલ્યો. રોકડા પાંચ લાખ રૂપિયા કાઢ્યા. લઈને ઊપડ્યો સીધો નાના ભાઈના ઘરે કે જ્યાં બા રહેતાં હતાં. બાના પગમાં પડીને પાંચ લાખ રૂપિયા

એના ચરણમાં મૂકી દીધા. ‘પણ આટલા બધા રૂપિયા શેના ?’ બાએ પૂછ્યું. ‘આટલા વખત સુધી કરેલી ભૂલના પ્ર યશ્ચિત્તના ! આ રૂપિયા તારી ઇચ્છા મુજબ તારે વાપરી નાખવાના અને આટલા રૂપિયા

પણ ઓછા પડે તો તારે બીજા માગી લેવાના. આજથી તારો નવ હજારનો પગાર બંધ ! પૈસા કમાવવામાં અમે મર્યાદા નક્કી નથી કરી, તને રકમ આપવાની અમે નક્કી કરેલી મર્યાદા પણ આજથી

બંધ,’ આટલું બોલતાં હું રડી પડ્યો.

૩૪

દર્શન,

આ પ્રસંગની વાત કરતાંકરતાં એ યુવક તો મારી સામે રડી પડ્યો પણ એની વાત સાંભળતાંસાભળતાં મારી આંખમાંય આંસુ આવી ગયાં. કેવી ઉદાત્ત વિચારણા ? કેવી સુંદર કૃતજ્ઞતા ? કેવું સુંદર શુભદર્શન અને સ્નેહદર્શન ? ‘બા

વિધવા થઈ ગયાં માટે અમારે નવ હજાર આપવા જોઈએ’ આ નિણર્યના મૂળમાં હતું સત્યદર્શન જ્યારે

‘બાના અમારા પરના અનંત ઉપકારની સામે અમે એને જે પણ આપીએ એ ઓછું જ છે.’ આ નિર્ણયના મૂળમાં હતું સ્નેહદર્શન. મારે તને આ જ સલાહ આપવી છે. સત્યદર્શનને જ જીવનનું ચાલકબળ

બનાવીને તેં ખૂબ ત્ર સ વેઠ્યો છે અને સંક્લેશો અનુભવ્યા છે હવે સ્નેહદર્શનને જીવનનું ચાલકબળ બનાવી દે. ગજબનાક

પ્રસન્નતા તું અનુભવી શકીશ.

મહારાજસાહેબ ! શું લખું આપને ? ગત પત્રમાં આપે લખેલો પેલા યુવકનો પ્રસંગ અત્યારેય આંખ સામેથી ખસતો નથી. સત્યદર્શનનું ફળ જો હતું નવ હજાર, સ્નેહદર્શનનું ફળ જો હતું પાંચ લાખ તો મારે આપને પૂછવું છે

કે મોટા ભાઈને ત્યાં ન રહેતાં મમ્મી-પપ્પા આજે મારે ત્યાં રહે છે, એમની પાસેથી હું દર મહિને હજાર- હજાર રૂપિયા જમાડવાના લઉં છું એ શેનું ફળ છે ?

આપને કદાચ ખ્યાલ નહી હોય પણ મારા લગ્ન બાદ એક વાર મોટા ભાઈએ મને બોલાવીને વાત કરી હતી કે ‘જો, તારાં લગ્ન થઈ ગયાં છે હવે. મમ્મી-પપ્પાને આટલાં વરસો સુધી મેં સાચવ્યાં છે, એમનો

બધો જ ખર્ચો મેં ઉપાડ્યો છે, એમના બરછટ સ્વભાવને મેં અને તારી ભાભીએ આટલાં વરસો સુધી નિભાવ્યો છે, એમની બિનજરૂરી દખલગીરીને મોટું મન રાખીને અમે બન્નેએ નિભાવી લીધી છે.

હવે તારી ફરજ બની રહે છે કે તું મમ્મી-પપ્પાને લઈને જુદો રહેવા ચાલ્યો જા. મમ્મી-પપ્પા તારી સાથે આવશે તો મારા મનને થોડીક શાંતિ રહેશે અને તારી ભાભી વરસો બાદ થોડીક હળવાશ અનુભવશે.’

મહારાજસાહેબ ! આપ નહીં માનો પણ એ વખતે મેં મોટા ભાઈને કહ્યું હતું કે : ‘મારી જેમ મમ્મી-પપ્પા માટેય આપણે જુદો ફલૅટ લઈ લઈએ તો ? શાંતિથી રહે જુદાં અને ગણે ભગવાનની માળા !’ મોટા ભાઈને

મારી આ ઑફરમાં કાંઈ જ

૪૩

૪૪

અજુગતું નહોતું લાગ્યું. રાતે એમણે મમ્મી-પપ્પાને વાત કરી, અને આંચકો ખાઈ ગયેલા પપ્પા એટલું જ બોલ્યા કે ‘તમે આ ઉંમરે અમને બન્નેને જુદાં રહેવા મોકલો છો, એના કરતાં તમારા હાથે જ અમને ખોળિયાથી જુદાં કરી

દો ને ?’

આટલું બોલતાંબોલતાં પપ્પા રડી પડ્યા. અમે લાચાર હતા. પપ્પાના આંસુની અમને એવી શરમ નહોતી, જેવી સમાજની શરમ હતી. મમ્મી-પપ્પા માટે સ્વતંત્ર ફલૅટ લઈ લેવાનો વિચાર અમે મુલતવી રાખ્યો.

આ શરમનજક પ્રસંગની પછીની વિગત આવતા પત્રમાં.

૩૫

મહારાજસાહેબ,

એ વખત તો એ વાત પર અમે બન્ને ભાઈઓએ પડદો પાડી દીધો પણ બીજે દિવસે અમે બન્ને ભાઈઓ એકલા મળ્યા. લાંબી વિચારણા બાદ અમે એ નિષ્કર્ષ પર આવ્યા કે મારે અલગ થવું અને મમ્મી-પપ્પાને

મારી સાથે લઈ જવાં. છેવટે એમને સાથે રાખવાથી મારા પર પડનારા ખર્ચના બોજાની વાત ચર્ચાઈ. મેં વાત એ મૂકી કે આપણે બન્ને એમનો અર્ધો અર્ધો ખર્ચો ભોગવી લઈએ પણ મોટાભાઈનું કહેવું એમ

થયું કે જ્યારે મમ્મી-પપ્પા પાસે પૈસા પૂરતા પ્રમાણમાં છે જ ત્યારે એમનો ખર્ચો એમની પાસેથી જ શા માટે ન લેવો ?

મમ્મીના હજાર રૂપિયા, પપ્પાના હજાર રૂપિયા. કુલ બે હજાર રૂપિયા મમ્મી- પપ્પાએ તને આપી દેવાના. મોટા ભાઈએ કાઢેલા આ વ્યવહારુ ઉકેલ બદલ હું તો રાજીનો રેડ થઈ ગયો. ‘પણ મોટા ભાઈ !

પપ્પાને આ વાત કરશે કોણ ?’ મેં પૂછ્યું.

‘એ ચિંતા તારે કરવાની જરૂર નથી. વ્યવહારમાં રહેવું હોય તો વ્યવહારુ બનવું જ

પડે. પપ્પાને વાત હું કરી દઈશ.’

અને એ દિવસે રાતના સમયે મોટાભાઈએ ખાનગીમાં પપ્પા સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો. ‘જુઓ, તમારે અલગ રહેવા ન જવું હોય તો અમે બન્ને ભાઈઓએ એક બીજો વિકલ્પ વિચાર્યો છે.’

‘શો ?’ નિસ્તેજ વદને પપ્પાએ પૂછ્યું.

૪૫

‘તમારે અને મમ્મીએ રહેવા જવાનું નાના સાથે. એ અને એની પત્ની તમને સાચવશે સારી રીતે પણ તમારે એને દર મહિને.’

‘દર મહિને શું ?’

‘બે હજાર રૂપિયા આપી દેવાના.’

‘બે હજાર રૂપિયા ?’

‘હા.’

‘પણ શેના ?’

‘કેમ તમને સાથે રાખવાનો ખર્ચો તો આવશે ને ? એ ખર્ચો એ શું કામ ભોગવે ? આમેય તમારા પરલોકગમન બાદ તમારી સંપત્તિનો વારસો અમને જ મળવાનો છે ને ? તો પછી અત્યારે તમે જ તમારે હાથે રકમ

આપતા રહો એમાં વાંધો શો છે ? અને જુઓ પપ્પા ! થોડાક વ્યવહારુ બનતા જાઓ. શેષ જિંદગી શાંતિથી પસાર કરવી હોય તો જીવનમાં કેટલીક બાંધછોડ કરવી જ પડે છે.’ મોટાભાઈની આ ઑફર પર પપ્પાએ

સંમતિની મહોરછાપ લગાવી તો દીધી પણ મહારાજસાહેબ ! એ દિવસે રાતે પોતાના અલગ કમરામાં મમ્મી-પપ્પા જે રડ્યાં છે, એ દ્‌શ્ય અત્યારે યાદ આવતા હું ઘ્રૂજી ઊઠું છું. મમ્મીને પપ્પાએ આટલું જ કહ્યું :

‘જે દીકરાઓને જિંદગીભર મેં ખભો આપ્યો અને તેં ખોળો આપ્યો એ

દીકરાઓ આજે આપણને પોતાના ઘરે રાખવાના દર મહિનાના બે હજાર રૂપિયા માગી રહ્ય છે !

મેં મોટાને બે હજાર રૂપિયા આપવાની બાબતમાં સંમતિ તો આપી દીધી છે પણ હું તને પુછું છું કે દર મહિને આપણા પેટમાં નાખવાના ખોરાક પેટ દીકરાના હાથમાં બે હજાર રૂપિયા મૂકવાને બદલે વીસ

રૂપિયાનું ઝેર લાવીને પેટમાં પધરાવી

દઈએ તો કેમ ?’ મહારાજસાહેબ ! આગળ કાંઈ લખી નહી શકું.

૩૬

મહારાજસાહેબ,

પપ્પાએ મમ્મીને કહેલા આ શબ્દો મેં પોતે બારણાંની આડશમાં ઊભા રહીને સાંભળેલા. મેં સવારે મોટા ભાઈને આ વાત કરી. એમણે મને એટલું જ કીધું કે

‘સહુને પોતાનું જીવન વહાલું જ હોય છે. આ તો પપ્પા લાગણીશીલ છે એટલે આવેશમાં આવું બોલી ગયા છે, બાકી એ કાંઈ ઝેર ખાવાના નથી. સો ટકા તારે ત્યાં રહેવા આવશે જ અને મજેથી રહેશે જ.

બાકી, મમ્મી-પપ્પાની અત્યારની રાતી રાયણ જેવી તબિયત જોતાં એમને

વીસ વરસ સુધી કાંઈ જ થાય તેમ નથી એ નિશ્ચિત સમજી રાખજે. હા, તું મક્કમ રહેજે મહિને બે હજાર લેવાની બાબતમાં.’

મહારાજસાહેબ, લાગે છે ને આપને કે અમે બન્ને ભાઈઓ ગજવેલની છાતી લઈને બેઠા હોઈશું, નહિતર આ નિર્લજ્જતા, નપાવટતા અને નઠોરતા આચરી જ શી રીતે શકાય ? મોટાભાઈનું અનુમાન

સાચું પડ્યું. મમ્મી-પપ્પાએ પોતાના મન સાથે સમાધાન કરી લીધું. મોટા ભાઈથી અલગ રહેવા ગયેલા મારી સાથે મમ્મી- પપ્પા રહેવા આવી ગયાં.

એમને હું મારી રીતે સાચવતો રહ્ય ે. એ મને દર મહિને બે હજાર રૂપિયા આપતા રહ્યા. આ સિલસિલો છેલ્લાં પાંચ વરસથી ચાલી રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે મારા હાથમાં બે હજાર રૂપિયા

મૂકતાં પપ્પાના હાથ ઘ્રૂજતા હોય છે પણ મારું હૃદય એકદમ મક્કમ બની ગયું છે. લેશ પણ થડકાર વિના પપ્પાના હાથમાંથી બે હજાર રૂપિયા હું લઈ લઉં છું અને ક્યારેક ક્યારેક તો હસતાંહસતાં પપ્પાને કહી

પણ દઉં છું કે ‘મોંઘવારી વધી રહી છે એ યાદ રાખતા રહેજો.’

અલબત્ત, છેલ્લા દોઢેક મહિનાથી એટલે કે આપની સાથે આ અંગેનો પત્રવ્યવહાર શરૂ કર્યા પછીથી આ નિર્લજ્જપણાને તિલાંજલિ આપી દીધી છે. પપ્પાને મારામાં આવેલા પરિવર્તનથી આનંદ

અને આશ્ચર્ય બન્ને થયાં છે પણ, આપને મારે એટલું જ કહેવું છે કે આ હતું મારું મૂળભૂત સ્વરૂપ. નઠોરતાના અને નિર્લજ્જતાના આ સ્વરૂપને જોઈને કદાચ પથ્થરનેય રડવું આવી જાય એ બને.

મા-બાપને મહિને નવ હજાર આપી દેવા એ જો સત્યદર્શનનું પરિણામ ગણાતું

હોય, પાંચ લાખ આપી દેવા એ જો સ્નેહદર્શનનું પરિણામ મનાતું હોય તો દર મહિને બે-રોકટોક બબ્બે હજાર મા-બાપ પાસેથી લઈ લેવા એ શેનું પરિણામ ગણાય ? મિથ્યાદર્શનનું ? ભ્ર ન્તદર્શનનું ? પશુદર્શનનું ? પથ્થરદર્શનનું ? કે પછી

રાક્ષસદર્શનનું ? મહારાજસાહેબ ! જે વર્તન આચરી બેઠો છું મમ્મી-પપ્પા સાથે, એ બદલ અંતરમાં પ્રગટેલી વ્યથાની આગનું વર્ણન કરવા મારી પાસે કોઈ શબ્દો નથી.

૩૭

દર્શન,

મમ્મી-પપ્પા સાથેના ગલત વર્તન બદલ તારા મનમાં પ્રગટેલી પશ્ચાત્તાપની આગમાં હું ઇચ્છું છું કે તારી તમામ કલુષિત વિચારધારાઓ ભસ્મીભૂત થઈ જાય. સાચો પસ્તાવો એ છે કે જે આંખને રડાવીને કે

દિલને સળગાવીને અટકી જતો નથી પણ જીવનને સુધારીને જ રહે છે. મમ્મી-પપ્પા સાથેના હવે પછીના તારા વ્યવહારમાં સર્વત્ર સ્નેહદર્શન જ ચાલકબળ બની રહે એ અંગે તું તો ખાસ તકેદારી રાખજે જ; પણ તારી

પત્નીનેય એ બાબતમાં તું સાવધ કરી દેજે.

તને કદાચ ખ્યાલ નહી હોય પણ બને છે એવું કે કીમતી એવા પણ સોનાના પ્યાલાને, સાવ હલકો ગણાતો પણ પથ્થર એક વાર તો તોડી નાખે છે. બસ, એ જ રીતે સોના જેવા સુંદર પણ આત્મીય

સંબંધોને હલકા પથ્થર જેવી તુચ્છ વિચારધારાઓ, આવેશભર્યા શબ્દો અને ઉકળાટભર્યો વર્તાવ રફેદફે કરી નાખતા હોય છે.

યુવાન વયની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે એ વય સર્વત્ર પોતાને મનપસંદ એવી પરિસ્થિતિનું જ દર્શન કરવા ઇચ્છતી હોય છે. સામી વ્યક્તિનો વર્તાવ પોતાની પસંદગીના ઢાંચામાં ગોઠવાઈ જાય એવો જ હોવો જોઈએ એવો

એ વયનો આગ્રહ હોય છે પણ એ શક્ય બનતું જ નથી, બને એવી શક્યતાય નથી.

હાથમાં રહેલું પાણી, નીચે પડીને કેવો આકાર ધારણ કરશે એની ચોક્કસ આગાહી કરવી જેમ મુશ્કેલ હોય છે. તેમ કર્મને પરવશ રહેલાં પરિબળો કેવી પરિસ્થિતિનું નિર્માણ કરશે એની ચોક્કસ આગાહી કરવી પણ

મુશ્કેલ જ હોય છે.

૪૭

૪૮

પરિસ્થિતિની બાબતમાં જો આ હકીકત છે તો વ્યક્તિના વર્તાવની બાબતમાં પણ આવી જ કો’ક હકીકત છે. તું ઇચ્છે છે કે તારી પસંદગીના ઢાંચામાં પપ્પાનું મન ગોઠવાઈ જાય. તારી પત્ની ઇચ્છે છે કે એની

પસંદગીના ઢાંચામાં સાસુનું મન ગોઠવાઈ જાય. પણ એ શક્ય એટલા માટે નથી કે તારું અને તારી પત્નીનું મન જો ઘન છે અર્થાત્‌ નક્કર છે તો મમ્મી અને પપ્પાનું મન પણ ઘન જ છે. પ્રવાહી એવું પાણી ઘન એવી તપેલીમાં

ગોઠવાઈ જાય એ વાત જુદી છે પણ ઘન એવી થાળી, ઘન એવી

તપેલીમાં ગોઠવાઈ જાય એ તો શક્યતાજ ક્યાં છે ?

બસ, આ વાસ્તવિકતા જો સતત તારી નજર સામે રહેશે તો મમ્મી-પપ્પા સાથેના સંભવિત અનેક સંઘષર્ ે તું ટાળી શકીશ. શું કહું તને ? સારું ઘર બાંધવામાં સફળતા મેળવવી એ જુદી વાત છે પણ એ ઘરમાં સારી

રીતે રહેવામાં સફળતા મેળવવા તો મનને સતત સમાધાનો માટે તૈયાર રાખવું જ પડે છે.

૩૮

મહારાજસાહેબ,

પરિસ્થિતિ અને વ્યક્તિ અંગે આપે લખેલી વાત વાંચી. મનમાં એ વાત સમજાઈ ગયાનું લાગવા છતાં કોણ જાણે કેમ પરિસ્થિતિ જ્યારે એવી અનપેક્ષિત ઊભી થઈ જાય છે ત્યારે અને સામી વ્યક્તિનો વર્તાવ ધારણા

કરતાં વિપરીત દેખાય છે ત્યારે મન આવેશમાં આવી જ જાય છે. એવા સમયે ન બોલવાના શબ્દો બોલાઈ જાય છે અને ન આચરવા યોગ્ય વર્તન આચરાઈ જાય છે. ખબર નથી પડતી એ વખતે કે પેલી

સમજણનું બાષ્પીભવન કેમ થઈ જાય છે ? આપ આ અંગે કંઈક પ્રકાશ પાડશો ?

દર્શન, એક નાનકડી વાત તારે ઘ્યાનમાં રાખવા જેવી છે. જે પણ વ્યક્તિ પોતાનામાં કે સંયોગમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે, એ વ્યક્તિએ ધીરજવાન બનવું અત્યંત અનિવાર્ય છે.

ધીરજ એ નબળાની તાકાત છે તો તાકાતવાનની નબળાઈ છે. અધીરાઈએ

ઘણાં કુટંબોને વેરવિખેર કરી નાખ્યાં છે તો ધીરજે ઘણાં કુટંબોને વેરવિખેર થતાં અટકાવી દીધાં છે. તું તારા મનને સ્વસ્થ રાખવા માગે છે ને ? તો આ કામ કર.

પરિસ્થિતિ ગમે તેવી ધારણા બહારની સર્જાઈ જાય કે વ્યક્તિનો વર્તાવ ગમે તેટલો અનપેક્ષિત દેખાય, એના પર તાત્કાલિક પ્રતિક્રિયા વ્યક્ત કરવાને બદલે થોડોક સમય પસાર થઈ જવા દે. તને કલ્પના બહારનું

પરિણામ અનુભવવા મળશે.

યાદ રાખજે, ઘરમાં કે જીવનમાં ઊભા થતા મોટા ભાગના સંઘષર્ ે તો એવા હોય છે કે એ જે ક્ષણે અનિવાર્ય લાગતા હોય છે એની પછીની જ ક્ષણે એ તુચ્છ લાગવા માંડતા હોય છે. પપ્પા તરફથી બોલાઈ ગયેલું

કો’ક કટુ વાક્ય તારા મનમાં ખળભળાટ મચાવવા લાગે ત્યારે એ ખળભળાટને તું વાણીમાં પ્રગટ ન થવા દેતાં

થોડોક સમય પસાર થઈ જવા દે. શક્ય છે કે પપ્પાને પોતાને જ એવા કટુવચનોચ્ચાર બદલ મનમાં પસ્તાવો ઊભો થઈ જાય, અથવા તો તને પોતાને જ પપ્પાના કટુ વચનોચ્ચાર પાછળનો આશય બરાબર

લાગવા માંડે.

ટૂંકમાં, ઘર જો વ્યવસ્થિત રાખવું છે અને મન જો સ્વસ્થ રાખવું છે તો ધીરજ એ રામબાણ ઔષધ છે. જેની પાસે એ નથી એ વ્યક્તિ પોતાના મનને સ્વસ્થ રાખી શકે કે ઘરના સભ્યોને વ્યવસ્થિત રાખી શકે એવી કોઈ જ

શક્યતા નથી.

દર્શન, સરળને જટિલ બનાવવું એ તો મનનો સતત ગોરખધંધો છે. શાંતિ

હોય ત્યાં અશાંતિ સર્જવી, સમાધાન હોય ત્યાં સમસ્યા ખડી કરવી, પ્રેમ હોય ત્યાં દ્વેષ લાવવો, પ્રસન્નતા હોય ત્યાં ઉકળાટ સર્જવો એ જ તો મનનાં કાર્યો છે.

તું જો આ તમામ અનિષ્ટોથી અને અપાયોથી તારી જાતને બચાવી લેવા માગતો હોય તો આ સૂત્ર સતત નજર સામે રાખતો જા.

‘પ્રતિક્રિયા હમણાં તો વ્યક્ત નથી જ કરવી.’

૩૯

મહારાજસાહેબ,

એક વાત આપને પૂછું ? પ્રતિક્રિયા તાત્કાલિક વ્યક્ત ન કરવાની જવાબદારી માત્ર આશ્રિતોએ જ નિભાવવાની કે વડીલોએ પણ ? દીકરાઓએ જ નિભાવવાની કે પપ્પાઓએ પણ ? વહુઓએ જ

નિભાવવાની કે સાસુઓએ પણ ?

આ પ્રશ્ન હું આપને એટલા માટે પૂછી રહ્યો છું કે મારા દ્વારા પપ્પાની અપેક્ષ

૪૯

૫૦

વિરુદ્ધનું કાંઈ પણ વર્તન જ્યારે થઈ જાય છે, પપ્પા તરત જ એની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવા લાગે છે. ત્યારે નથી મારો કાંઈ ખુલાસો સાંભળતા. આવું જ બને છે મારી પત્નીની બાબતમાં. મમ્મીની એના એના દ્વારા

મામૂલી પણ અવગણના થઈ જાય છે ત્યારે મમ્મી પળનીય રાહ જોયા વિના આવેશમાં આવીને એના પર તૂટી જ પડે છે. યુવાનીના કારણે અમારું લોહી ગરમ હોય એ તો સમજાય છે પણ આટલી પાકટવયે પણ

મમ્મી-પપ્પા ઠરેલાં ન બને એ તો શેં ચાલે ? આપશો આપ આનો જવાબ ?

દર્શન, લાગે છે કે મારા ગત પત્રના લખાણે તારી દુઃખતી નસ દબાવી દીધી છે. તેં પુછાવેલા પ્રશ્નમાં સિવાય આક્રોશ, બીજું કાંઈ જ દેખાતું નથી. છતાં તેં જ્યારે પ્રશ્ન પૂછી જ લીધો છે તો સાંભળ એનો જવાબ.

પ્રતિક્રિયા તાત્કાલિક વ્યક્ત ન કરવાની જવાબદારી બન્નેએ નિભાવવાની છે, આશ્રિતોએ પણ અને વડીલોએ પણ ! દીકરાઓએ પણ અને પપ્પાઓએ પણ ! વહુઓએ પણ અને સાસુઓએ પણ ! છતાં બને

છે એવું કે વડીલો પ્રતિક્રિયા જલદી વ્યક્ત કરી દેતા હોય છે અને એમાંય પોતાના માનેલા તરફથી જ્યારે આવું વર્તન થતું હોય છે ત્યારે તો ખાસ !

તને ખ્યાલ છે ? અન્યાયનો, અપમાનનો કે સંતાપનો અજંપો, જ્યારે અસહ્ય બની જતો હોય છે ત્યારે ભલભલો સમજુ માણસ પણ અકાર્ય આચરી બેસતો હોય છે. કાં તો એના મનમાં ચકરાવા લેતી હતાશા એને

આપઘાતના માર્ગે જવા મજબૂર કરી દેતી હોય છે અને કાં તો એના મનમાં પ્રગટી ગયેલો સામી વ્યક્તિ પ્રત્યેના વૈરનો તણખો આગનો ભડકો બનીને એ વ્યક્તિને ખતમ કરી નાખવા સુધી તત્પર બની જતો હોય છે.

આ વાસ્તવિકતાને તું મામૂલી ન માનીશ. બને એવું કે તેં પુછાવેલો પ્રશ્ન એ

તારો અને તારી પત્નીનો રોજનો અનુભવ હોય, મમ્મી-પપ્પાની વ્યક્ત થતી તીખી પ્રતિક્રિયા તમને બન્નેને સતત અકળાવતી હોય, તોય તને કહું છું. તું આવેશમાં તો ન આવતો પણ મમ્મી-પપ્પા પ્રત્યેના તારા અને તારી

પત્નીના વર્તાવનું ખાસ નિરીક્ષણ કરજે. એ તીખી પ્રતિક્રિયાનું કારણ તને કદાચ એમાં જ જોવા મળી જાય.

૪૦

મહારાજસાહેબ,

આપ તો ગજબ કરી રહ્ય છો. આરોપીના પિંજરામાં આપ મને જ ઊભો કરી

દો છો. ભૂલ મારી છે કે મમ્મી-પપ્પાની એ જાણવાની આપ તસ્દી પણ નથી લેતા. કાંઈ કારણ છે આની પાછળ ? મમ્મી-પપ્પા જ સહાનુભૂતિને પાત્ર ? મારા પક્ષે કે મારી પત્નીના પક્ષે એક માર્ક પણ નહીં ?

દર્શન, તારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં હમણાં થોડોક વખત પહેલાં જ મુંબઈના એક વૈભવી વિસ્તારમાં બની ગયેલો કરુણ પ્રસંગ તું જાણી લે. કદાચ એ જાણી લેવા માત્રથી તારા પ્રશ્નનું સમાધાન થઈ

જાય. તોતિંગ ઇમારતના આઠમા મજલેથી ૭૫ વરસના એક વૃદ્ધ પુરષે અને ૭૨ વરસની એમની વૃદ્ધ પત્નીએ નીચે પડતું મેલીને પોતાનાં જીવન ટૂંકાવી દીધાં.

પ્રેમમાં મળતી નિષ્ફળતા બદલ યુવક-યુવતીના થઈ રહેલા આપઘાતના સમાચાર મુંબઈ માટે કદાચ રોજના છે. સાસુના ત્ર સથી પોતાના શરીર પર કેરોસીન છાંટીને સળગી ગયેલી વહુની વિદાયના

સમાચારથી મુંબઈ ટેવાઈ ગયું છે, પણ વૃદ્ધ

દંપતીનો આ આપઘાત મુંબઈ માટે નવો હતો.

લગભગ દોઢથી પોણા બે કરોડની કિંમતના ફલૅટમાં રહેતા એ દંપતી કોઈ એવા અસાઘ્ય રોગથી પીડાતાં નહોતાં કે જેનાથી કંટાળી જઈને એમને આવું અંતિમ પગલું ભરવું પડે, પણ દંપતીનું જમીન પર પટકાતાંની

સાથે જ પ્ર ણપંખેરું ઊડી ગયું. લોક ભેગું થઈ ગયું. પોલીસ આવી ગઈ. વૃદ્ધ પુરુષનાં ખીસાં તપાસ્યાં. અંગ્રેજી ભાષ માં લખેલી એક ચિઠ્ઠી એમાંથી નીકળી. લખ્યું હતું એમાં કે ‘પુત્ર અને પુત્રવધૂ

તરફથી થઈ રહેલા ત્ર સથી કંટાળી જઈને અમે આ પગલું ભર્યું છે.’

દર્શન, સમજાય છે આમાં તને કાંઈ ? દીકરા માટે જે બાપ જિંદગીભર છત્ર બનીને આકાશની જેમ ઊભો રહ્યો અને જે મા ધરતી બનવા દ્વારા સતત આધાર બની રહી એ જ દીકરા તરફથી અને એ

દીકરાની પત્ની તરફથી આ મા-બાપનાં કેવાં અપમાનો થઈ રહ્ય ં હશે કે એમને છેક જ આવું અંતિમ પગલું ભરવા ઉશ્કેર્યાં હશે ?

શું કહું તને ?

મુંબઈનાં વર્તમાનપત્ર ેમાં બીજે દિવસે આ સમાચાર ચમક્યા તો ખરા પણ

૫૧

૫૨

પછીના દિવસોમાં તે-તે વર્તમાનપત્રમાં તંત્રીઓ પર અનેક મા-બાપોના એવા ફોનો આવતા રહ્યા અને એવા પત્ર ે આવતા રહ્યા કે જેમાં સહુએ જણાવ્યું કે અમારા ઘરમાં અમારીય આ જ સ્થિતિ છે. ફેર એમનામાં અને

અમારામાં એટલો જ છે કે એમનામાં આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાની જે હિંમત હતી એ હિંમત અમારામાં નથી.

દર્શન ! સમજાય છે આના પરથી આજનાં મા-બાપોની કફોડી સ્થિતિની

વાસ્તવિકતા ?

૪૧

મહારાજસાહેબ,

આપ નહીં માનો પણ ગત પત્રમાં આપે લખેલું દ્‌ષ્ટાંત વાંચી મારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. પળભર હું અત્યંત અશુભ કલ્પનામાં ચડી ગયો. એ દંપતીની જગ્યાએ મને મારાં મમ્મી-પપ્પા

દેખાવા લાગ્યાં અને પુત્ર તથા પુત્રવધૂની જગ્યાએ મને હું તથા મારી પત્ની દેખાવા લાગ્યાં. લોહીના ખાબોચિયામાં પડેલાં મમ્મી-પપ્પાના દેહને જોઈને એકઠું થઈ ગયેલું ટોળું. અને સામી બાજુ પોલીસ દ્વારા મારા હાથમાં પહેરાવાતી

હાથકડી.

મહારાજસાહેબ ! હું આખી રાત સૂઈ નથી શક્યો. આજે જમી નથી શક્યો. અત્યારેય મારું મન ગભરાટ અનુભવી રહ્યું છે. આપની પાસેથી જો સમયસર માર્ગદર્શન ન મળ્યું હોત અને મમ્મી-પપ્પા સાથે મારો

એવો ને એવો જ તુમાખીભર્યો વ્યવહાર ચાલુ રહ્યો હોત તો કદાચ એ દંપતીને જે પગલું ભરવું પડ્યું એ જ પગલું શું મારાં મમ્મી-પપ્પાને ભરવું પડત ? એની સજારૂપે શું મારે જેલમાં જવું પડત ? મારી પત્ની શું બધાયના ફિટકારનું નિશાન બનત ? હું કાંઈ જ વિચારી શકતો નથી. ઇચ્છું છું કે આપના તરફથી તાત્કાલિક યોગ્ય માર્ગદર્શન મળે.

દર્શન, જે બનવાનું જ નથી એની કલ્પના કરીકરીને મનને અજંપામાં રાખવાનો કોઈ અર્થ નથી. મુક્ત કરી દે વહેલી તકે મનને અશુભ પ્રસંગની કલ્પનાથી. આ સત્ય પ્રસંગ તો મેં તને એટલા માટે લખી જણાવ્યો હતો

કે તને યુવાન માનસનો ખ્યાલ આવે, સર્વદા અને સર્વત્ર મમ્મી-પપ્પાનો જ વાંક જોતી યુવાનોની વક્રદ્‌ષ્ટિનો તને

ખ્યાલ આવે, ઉપકારીને સતત સતાવતા જ રહેવામાં, દબાવતા જ રહેવામાં કેટલું

ભયંકર પરિણામ આવી શકે છે એનો, તને ખ્યાલ આવે.

હું તો તને એટલું જ કહીશ કે પોતાના જ ઘરમાં માણસને પારકું લાગવા માંડે કે પોતાનાં જ સ્વજનો માટે પોતે પરાયો બની ગયો છે એવું એને લાગી આવે, એટલી હદ સુધી જ્યારે માણસ અવગણના પામે છે ત્યારે કાં તો એ

નિરાશાનો ભોગ બનીને પોતાના જીવનને સમાપ્ત કરી બેસે છે અને કાં તો આવેશમાં આવીને સામાના જીવનને બરબાદ કરી નાખે છે.

શું કહું તને ? આપઘાત કરીને જીવન ટૂંકાવી બેઠેલા એ બાપની મનોદશાનો

તને ખ્યાલ આવે છે ? એ નિરાશ બની ગયા માટે એમણે આપઘાત તો કરી લીધો પણ જતાંજતાંય એ પોતાના આવેશને ન સાચવી શક્યા અને એટલે તો પોતાના ખમીસના ખીસામાં ચિઠ્ઠી મૂકતા ગયા કે ‘પુત્ર અને પુત્રવધૂ

તરફથી થઈ રહેલા ત્ર સથી કંટાળી જઈને અમે આ પગલું ભર્યું છે.’ આનો અર્થ ? ‘અમે તો જીવન ટૂંકાવીને પરલોકમાં રવાના થઈ જઈએ પણ તમારા બન્નેના જીવનને તો જીવતેજીવ બરબાદ કરી

નાખીએ !’ ના, નિરાશા અને આવેશ, બન્ને ભયંકર છે. ભોગ ન બનતો તું ક્યારેય આ બન્ને પરિબળોનો કે નિમિત્ત ન બનતો કોઈનાય જીવનમાં આ બન્નેનો પ્રવેશ

થઈ જાય એવા વર્તનનો !

૪૨

મહારાજસાહેબ,

આપના પત્રથી મન કંઈક સ્વસ્થ થયું છે. આપની હિતશિક્ષ ને ગંભીતાથી મન પર લીધી છે છતાં ઇચ્છું છું કે આ અંગે હજી આપના તરફથી કંઈક નક્કર માર્ગદર્શન મળતું રહે; કારણ કે મનને

સમજણના ઢાંચામાં કાયમ માટે ઢાળેલું રાખવું ખૂબ જ મુશ્કેલ લાગે છે.

કર્તવ્યની વાત સાંભળતા કર્તવ્યપાલન માટે મન લાલાયિત બની તો જાય છે પણ તરત જ એ સામી વ્યક્તિએ પણ કર્તવ્યનું પાલન કરવું જોઈએ એવી અપેક્ષ રાખી બેસે છે. રામ બનવામાં એને વાંધો નથી

પણ નાના ભાઈએ ભરત બનવું જ

૫૩

૫૪

જોઈએ એ એની માગ છે. ભરત બનવામાં એને તકલીફ નથી, પણ પિતાજીએ

દશરથ બનવું જ જોઈએ એ એનો આગ્રહ છે.

ટૂંકમાં, મોટો ભાઈ દુર્યોધાન બનતો હોય તો રામ બનવાની એની કોઈ તૈયારી નથી. મોટા ભાઈની પત્ની જો મંથરા બનતી હોય તો પોતાની પત્નીને સીતા બનાવવાની એની કોઈ જ તૈયારી નથી. પપ્પા

પોતાની મર્યાદામાં રહીને પુત્ર પ્રત્યેની ફરજો બરાબર બજાવતા હોય તો પપ્પા પ્રત્યેની પુત્ર તરીકેની ફરજો બજાવવામાં એને કોઈ જ વાંધો નથી. મનના આ અભિગમનું કરવું શું ? સારા રહેવાની એની

તૈયારી છે પણ સામોય સારો રહેતો હોય તો જ !

દર્શન, મનના વલણની તેં લખેલી વાત બરાબર છે પણ એ વલણને બહુ વજન આપવા જેવું નથી; કારણ કે પૈસા લઈને વસ્તુ આપતો વેપારી જેમ કાંઈ પરાક્રમ નથી કરતો તેમ ક્ષમાની સામે

ક્ષમા પર પસંદગી ઉતારતું મન કાંઈ નવું નથી કરતું. હા, આવું વલણ કદાચ બજારની દુનિયામાં બરાબર ગણાતું હશે પણ આત્મીય સંબંધોના જગતમાં તો આ વલણ ઘાતક જ પુરવાર થાય છે. મનના આ

વલણમાં સંમત થવાની તારા અંતઃકરણને સ્પષ્ટ ના પાડી દેજે.

એક મહત્ત્વની વાત તને જણાવું ? અંગ્રેજીમાં બે વાક્યો આવે છે. એમાંનું એક વાક્ય છે : ૈં ન્ૈંણઈ ર્રૂેંં અને બીજું વાક્ય છે ૈં ર્ન્ંફઈ ર્રૂેંં. વેપારીને ઘરાક ગમતો હોય છે પણ વેપારી ઘરાકને ચાહતો નથી હોતો જ્યારે બાપને દીકરો

ગમતો પણ હોય છે અને બાપ દીકરાને ચાહતો પણ હોય છે.

ન્ૈંણઈમાં વાત આવે છે ગમવાની જ્યારે ર્ન્ંફઈમાં વાત આવે છે ચાહવાની. મનના જે વલણની વાત તેં લખી છે એ ન્ૈંણઈમાં બરાબર છે પણ ર્ન્ંફઈમાં તો સર્વથા અનુચિત છે. તારો મમ્મી-પપ્પા સાથેનો સંબંધ

ન્ૈંણઈનો નથી ર્ન્ંફઈનો છે, ગમવાનો નથી, ચાહવાનો છે, મારું આ અનુમાન છે. એ છે તો બરાબર ને ? તું લખજે. પછી આગળ શું કરવું એ હું તને જણાવું છું.

૪૩

મહારાજસાહેબ,

મમ્મી-પપ્પા સાથેનો સંબંધ કેવળ ગમવા સુધી જ સીમિત ન રહેતાં ચાહવા સુધીનો જ હોય એ અંગે આપે અનુમાન કરવાની કાંઈ જ જરૂર નથી. એ હકીકત જ છે. પણ ‘ગમવા’ અને ‘ચાહવા’માં શું

એટલો બધો તફાવત છે કે જે આપણી જીવનવ્યવસ્થાને ફેરવી નાખે ?

દર્શન, ‘ગમી જવું’ એ કાર્ય બુદ્ધિનું છે જ્યારે ‘ચાહી પડવું’ એ કાર્ય હૃદયનું છે.

‘ગમી જવું’ની ભૂમિકા સંયોગાધીન હોય છે, અલ્પકાલીન હોય છે, સ્થળસાપેક્ષ હોય છે, સકારણ હોય છે. એમ તો રસ્તામાં તને દાંત ખોતરવાની એક સળી મળી જાય છે અને તારી આંખને એ ગમી જાય છે, તો તું

હાથમાં એ ઉઠાવે પણ છે, એનાથી તું દાંત ખોતરી પણ લે છે, બસ, કાર્ય સમાપ્ત થતાં જ તું એને ફેંકી દે છે.

આ શું ? ગમી જવાની ભૂમિકા, પણ ચાહવાની ભૂમિકા તો શિખર પરની ભૂમિકા છે. ત્યાં સ્વાર્થપુષ્ટિનું કોઈ ચલણ નથી હોતું, ઉપયોગિતાનો કોઈ પ્રશ્ન નથી હોતો, સંયોગ, સ્થળ કે સમયની પરવશતા

નથી હોતી; ત્યાં કેન્દ્રસ્થાને એક જ વાત હોય છે, હૃદયની ઊર્મિઓ, લાગણીની વણઝાર, સંવેદનાની અનુભૂતિ.

તને સમજાય એ ભાષ માં કહું તો તારા ઘરમાં રહેલો નોકર તારે માટે ‘ગમવા’ની ભૂમિકામાં હોય છે જ્યારે મમ્મી-પપ્પા ‘ચાહવા’ની ભૂમિકામાં હોય છે. નોકરને તું ભલે મહિનાના ૧૨૦૦ આપતો હોય અને તારા પપ્પાને

૧૨૦૦ આપતો હોય પણ

તારું મન બિલકુલ સ્પષ્ટ છે કે નોકર કામ કરે છે માટે હું એને પગાર આપું છું

જ્યારે પપ્પા તો મારા ઉપકારી છે. એમને ૧૨૦૦ તો શું, ૧૨,૦૦૦ આપું તોય ઓછા છે.

દર્શન, લખી રાખજે તારા દિલની દીવાલ પર કે જ્યાં કેવળ ગમવાની જ ભૂમિકા હોય છે ત્યાં શાંતિ, પ્રસન્નતા, સ્વસ્થતા કે સમાધાન જે પણ હોય છે એ અલ્પકાલીન જ હોય છે જ્યારે જ્યાં ચાહવાની

ભૂમિકા હોય છે ત્યાં શાંતિ, પ્રસન્નતા, સ્વસ્થતા કે સમાધાન જે પણ હોય છે એ ચિરકાલીન તો હોય છે જ પણ સાથોસાથ આનંદદાયક પણ હોય છે.

૫૫

૫૬

કદાચ કો’ક કારણવશાત્‌ એમાં તિરાડ પડે પણ છે તોય એ તિરાડને સંધાતાં લાંબી વાર નથી લાગતી. હું તો તને કહું છું. ભલે ગમે તે કારણસર મમ્મી-પપ્પા પ્રત્યે તારા મનમાં અણગમાની લાગણી ઊભી થઈ

ગઈ છે, સંઘષર્ ે ચાલુ થઈ ગયા છે, અણબનાવ ઊભો થઈ ગયો છે; પણ તારા મનમાં મમ્મી-પપ્પા પ્રત્યે પ્રેમ તો છે જ, લાગણી તો છે જ, ચાહના તો છે જ. અને એટલે તો તું મારી સાથે એ અંગેનો પત્રવ્યવહાર કરી રહ્ય ે

છે. એટલું જ કહીશ તને કે વહેલામાં વહેલી તકે આ અણગમાની, સંઘર્ષની કે અણબનાવની તિરાડને સાંધી દઈને તું મને એની પ્રતીતિ કરાવી દે.

૪૪

મહારાજસાહેબ,

ઇચ્છું છું કે મારામાં આપે મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાનું બળ પેદા થાય. બાકી, એટલું તો આપને ચોક્કસ કહીશ કે આટલા લાંબા પત્રવ્યવહાર પછી મમ્મી- પપ્પા સાથેનો મારો અભિગમ ‘ગમવા’માંથી

‘ચાહવા’ સુધી તો પહોંચી જ ગયો છે. એક બાબતમાં તો હું સ્પષ્ટ થઈ ગયો છું કે મતભેદ કે મનભેદના કારણે ઘરમાં સંઘર્ષ ભલે થાય, ઝઘડા ભલે થાય પણ એ સંઘર્ષ કે ઝઘડાના કારણે ઘર તૂટવું તો ન જ જોઈએ.

બને એવું કે ઉંમરના ભેદને કારણે કે સમજણની વધઘટને કારણે મારે અને પપ્પા વચ્ચે અનેક બાબતોમાં મતભેદ પડતા જ હોય પણ એનો અર્થ એવો નથી કે એ મતભેદ મને પપ્પાથી સર્વથા અલગ કરાવીને

જ રહે. હું તો આપને પૂછવા માગું છું કે આપ કો’ક એવી ચાવી ન બતાવી દો કે જેના ઉપયોગે હું ગમે તેવા વિકટ પ્રસંગોમાંય સ્વસ્થતા ટકાવી શકું, મમ્મી-પપ્પા પ્રત્યેના સદ્‌ભાવને ટકાવી જ શકું.

દર્શન, સાચે જ તું ઈંટ-ચૂનાના બનેલા મકાનને ઘરમાં રૂપાંતરિત કરવા માગતો હોય તો જીવનનું આ એક મહાન સત્ય સતત નજર સામે રાખજે કે જે વ્યક્તિ પોતાની નજીક રહેલાને સુખી કરી શકે છે, દૂર રહેલાં

સુખો પણ એ વ્યક્તિની નજીક આવી જાય છે. અને જે વ્યક્તિ પોતાની નજીક રહેલાને દુઃખી કરતી રહે છે, દૂર રહેલાં

દુઃખો પણ એ વ્યક્તિની નજીક આવી જાય છે. આ વાત મેં તને સમજીને લખી છે; કારણ કે મનના વિચિત્ર સ્વભાવનો મને ખ્યાલ છે. એ ભાઈબંધને રાજી કરવા તડપે છે પણ ભાઈની એને પડી નથી હોતી. એ

ઘરાકને સંતોષ આપવા તૈયાર થઈ જાય છે પણ પપ્પાના અસંતોષની નોંધ લેવાય એ તૈયાર થતું નથી. એ દૂરથી આવેલાં માસી સાથે બબ્બે કલાક વાત કરવા બેસી જાય છે પણ મમ્મી સાથે વાત કરવા માટે એને બે

મિનિટ પણ મળતી નથી.

ટૂંકમાં, દૂર રહેલા પ્રત્યે લાગણી અને નજીકવાળા પ્રત્યે દુર્ભાવ, દૂર રહેલાની કાળજી અને નજીક રહેલાની અવગણના, દૂર રહેલાની સ્મૃતિ અને નજીક રહેલાની વિસ્મૃતિ, મનનો આ સ્વભાવ છે.

મનના આ વિચિત્ર સ્વભાવનો જેને ખ્યાલ નથી અને એને જ કારણે જે વ્યક્તિ નજીકવાળા સાથે ઉપેક્ષ નો, અવગણનાનો વ્યવહાર કરતી રહે છે એ વ્યક્તિ માટે નિઃશંક કહી શકાય કે એ વ્યક્તિ લોકપ્રિય હશે પણ

પરિવારપ્રિય નહી હોય. બહારનાંને એનાથી કદાચ સંતોષ હશે પણ ઘરનાં તો એનાથી અસંતુષ્ટ જ હશે. બહાર એ પ્રશંસા પામતો હશે પણ ઘરનાં તો એનો તિરસ્કાર જ કરતાં હશે. દર્શન, બીજાની વાત નથી કરતો.

તારી પોતાની સ્થિતિ શી છે ? ખાસ લખી જણાવજે.

૪૫

મહારાજસાહેબ,

મનના સ્વભાવની વાત લખીને આપે તો જાણે કે મારા જ સ્વભાવની વાત લખી દીધી. આ જ સ્વભાવ છે મારો. સામગ્રી આપું છું ઘરનાંને અને સમય આપું છું બહારનાંને.

મમ્મી કે પપ્પા કોઈ પણ ચીજ મંગાવે છે તો એ ચીજ એમની પાસે હાજર

કરવામાં મને કોઈ જ તકલીફ પડતી નથી પણ મમ્મી-પપ્પા જો સમય માગે છે-‘તું આખા દિવસમાં અડધો કલાક તો અમારી પાસે બેસ ! તારા ધંધાની કે વ્યવહારની

થોડીક તો વાતો અમારી પાસે બેસીને કર !’ તો એ સમય આપવાની મારી કોઈ જ

તૈયારી નથી; કારણ કે મારે બહારનાંને સાચવવાનાં હોય છે, વેપારીને ઑર્ડર

૫૭

૫૮

આપવાનો હોય છે, ઘરાક પાસેથી ઉઘરાણી પતાવવાની હોય છે, મિત્રોને હૉટલમાં મળવાનું હોય છે, ધંધો વિકસાવવા અનેક માણસો સાથે સંપર્ક કરવાનો હોય છે. આ સ્થિતિમાં મમ્મી-પપ્પાને હું સમય ક્યાંથી આપી શકું ?

હું એમને સ્પષ્ટ કહી દઉં છું કે તમારે સમય સિવાય મારી પાસે જે માગવું હોય

તે માગી લેવું કારણ કે મારી પાસે આજે યુવાની છે, ગરમ લોહી છે, મનમાં અદમ્ય ઉત્સાહ છે. આ સ્થિતિમાં હું ધંધાના વિકાસ પાછળ સમય ન આપતાં તમને જ સમય આપ્યા કરું તો મારું ભાવિ શું ? મારી સલામતીનું શું ?

અને આમેય હું તમારી પાસે બેસું કે ન બેસું, તમને શો ફેર પડે છે ?

તમારી સગવડો તો બધીય સચવાઈ જાય છે ને ? કપડાં તમારાં ધોવાઈ જાય છે, જમવાનું તમારું સચવાઈ જાય છે, માંદા પડો તો દવા સમયસર આવી જાય છે, ગાદી તમારી બરાબર પથરાઈ જાય છે,

બપોરની ચા તમને સમયસર મળી જાય છે, ધરમઘ્યાન કરવાની અનુકૂળતા તમને આપેલા સ્વતંત્ર રૂમમાં બરાબર સચવાઈ રહે છે. આથી વધીને તમારે બીજું જોઈએ પણ શું ?

મહારાજસાહેબ ! પપ્પાની સામે મારી દલીલો આવી હોય છે તો મારી પત્નીની

દલીલો પણ મમ્મી સામે આવી જ હોય છે. ઘરનાં કામો પતી ગયા પછી મમ્મી જો એને પોતાની પાસે બેસવાનું કહે છે તો છણકો કરીને મમ્મીને એય આવું જ કંઈક સંભળાવી બેસે છે. ‘મારે ખરીદી કરવા બજારમાં જવાનું છે,

મારી બહેનપણીને એમાં સાથે રાખવાની છે, મહિલામંડળની મિટિંગમાં મારે હાજર રહેવું પડે તેમ જ છે, ઘણા વખતથી પિયર ગઈ નથી તો ત્યાં એકાદ આંટો લગાવી આવવાની ઇચ્છા છે. આજે સાડીનું સેલ જાહેર

થયું છે તો ત્યાં જઈને થોડીક સાડીઓ જોઈ લેવી છે. બાકી, આ ઉંમરે તમારી સાથે બેસીને મારે કરવાનું શું ? માળા ગણવાની ઉંમર

તમારી છે તો હરવાફરવાની ઉંમર મારી છે.’

મહારાજસાહેબ ! પત્નીની આ તડાફડી સામે મમ્મી મૌન તો થઈ જાય છે પણ

ક્યારેક એની આંખના ખૂણે આંસુનાં બે બુંદ પણ બાઝી જતાં હોય છે.

૪૬

દર્શન,

તારો પત્ર વાંચ્યો. એક વાત તને કહું કે બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા-આ બે અવસ્થા એવી છે કે જેમાં સામગ્રી કરતાં સમય વધુ તાકાતવાન પુરવાર થતો હોય છે. હું તને પૂછું છું. તારી બાલ્યાવસ્થામાં તારી મમ્મીએ તને માત્ર

દૂધ જ આપ્યું હોત અને સમય ન આપ્યો હોત તો ? પપ્પાએ તને રમકડાં જ લાવી દીધાં હોત અને તારી સાથે રમવા માટેનો સમય ન ફાળવ્યો હોત તો ? તારી બીમાર અવસ્થામાં નોકર સાથે તને દવાખાને મોકલી દીધો

હોત અને પોતે સાથે ન આવ્યા હોત તો ?

પોતાના ધંધાને વિકસાવવાની લાલચમાં પૈસા આપીને તારા મોજશોખો પૂરા કર્યા હોત પણ તારે માથે હાથ ફેરવીને વાત્સલ્ય ન આપ્યું હોત તો ? શિક્ષણ માટેની

તારી વ્યવસ્થા કરી દીધી હોત પણ સંસ્કરણ માટે તારી વ્યક્તિગત કાળજી ન લીધી હોત તો ? તને સૂવા માટે સરસ મજાની ગાદી આપી દીધી હોત પણ મમ્મીએ પોતાની ગોદ આપવાનો ઇનકાર કરી દીધો હોત તો ?

ટ્યૂશન રાખીને તને બોલતો કર્યો હોત પણ શું બોલવું, એની સમજ આપવા માટેનો સમય ન ફાળવ્યો હોત તો ?

શું કહું તને ? તો તું આજે ઉંમરલાયક બની ગયો હોત પણ લાયક ન બની

શક્યો હોત. તું મોટો બની ગયો હોત પણ ડાહ્યો ન બની શક્યો હોત.

દર્શન, મમ્મી અને નર્સ વચ્ચે આ જ તો તફાવત હોય છે. પપ્પા અને નોકર વચ્ચે આ જ તફાવત હોય છે. નર્સ દૂધ આપીને અટકી જાય છે, મમ્મી દૂધ સાથે વાત્સલ્ય પણ આપે છે. નોકર કપડાં

પહેરાવીને અટકી જાય છે, પપ્પા કપડાં પહેરાવવા સાથે પ્રેમ પણ આપે છે. મમ્મી શરીર સાફ કરતાં કરતાં એકાદ સ્મિત પણ આપી દે છે. નોકર ગાદી પાથરીને રવાના થઈ જાય છે, પપ્પા ઊંઘ નથી આવતી ત્યાં

સુધી બાળકના મસ્તકે હાથ ફેરવતા રહે છે.

તું સમજી શકે છે મારી આ વાત ? જો બાલ્યાવસ્થામાં મમ્મી-પપ્પાએ પોતાનાં

તમામ કાર્યોને, તકોને અને ગણતરીઓને ગૌણ બનાવીને પણ તને સમય આપ્યો જ છે તો પછી વૃદ્ધાવસ્થામાં મમ્મી-પપ્પાને તું જાતજાતનાં, સાચાં કે ખોટાં બહાનાં હેઠળ સમય આપવાનું ટાળતો જ રહે, તારી

પત્ની સમય આપવાની બાબતમાં ગલ્લાં-તલ્લાં કરતી જ રહે એ કેટલું ઉચિત છે ?

૫૯

૬૦

યાદ રાખજે. વૃદ્ધ મમ્મી-પપ્પા પાસે ફુરસદ સિવાય કાંઈ બચ્યું હોતું નથી અને યુવાન પુત્ર પાસે વૃદ્ધ મમ્મી-પપ્પા પાસે બેસવાની ફુરસદ હોતી નથી. આ પરિસ્થિતિમાંથી જે કરુણાંતિકા સર્જાય છે એનો હું સાક્ષી છું. ઇચ્છું છું કે

તારા ખુદના જીવનમાં આવી કરુણાંતિકા ન સર્જાય. વાત્સલ્ય આપીને મમ્મી-પપ્પાએ પોતાની લાગણી પ્રદર્શિત કરી છે. સમય આપીને તું એમની લાગણી સંતોષી દે.

૪૭

મહારાજસાહેબ,

આપનો પત્ર વાંચતાંવાંચતાં હું રડી પડ્યો. બાલ્યાવસ્થામાં મમ્મી-પપ્પાએ માત્ર મારી જરૂરિયાતો જ સંતોષી હોત અને વધારામાં પ્રેમ કે જે સમયને જ બંધાયેલો છે એ ન આપ્યો હોત તો મારી હાલત શી થઈ હોત એની હું

કલ્પનાય કરી શકતો નથી. આપની વાત સાવ સાચી છે. વૃદ્ધાવસ્થા બાલ્યાવસ્થા જેવી જ નિર્બળ છે.

દર્શન, ભૂલીશ નહીં કે બાળકના પગ ચાલવા માટે જો લાચાર હોય છે તો વૃદ્ધના પગ ચાલવા માટે કમજોર હોય છે. બાળકની સમજ વિકસી નથી હોતી તો વૃદ્ધિની સ્મૃતિ સતેજ નથી હોતી.

બાળકના દાંત જો આવ્યા નથી હોતા તો વૃદ્ધના

દાંત ટક્યા નથી હોતા. બાળકના મસ્તકે જો વાળ હોતા નથી તો વૃદ્ધના મસ્તકે વાળ ટકતા નથી. બાળકને સતત સહાયની જરૂર પડે છે તો વૃદ્ધને પણ સહાય વિના નથી ચાલતું. બાળક જો કો’કની હૂંફ ઝંખે છે તો

વૃદ્ધ કો’કનો સથવારો ઝંખે છે. બાળકને મમ્મી પાસેથી સમય નથી મળતો તો એ જીવનમાં કાચો રહી જાય છે તો વૃદ્ધ મમ્મી- પપ્પાને પુત્ર સમય નથી આપતો તો એ પોતાના અંતિમ સમયમાં સ્વસ્થતા અને પ્રસન્નતા ગુમાવી

બસે છે.

ટૂંકમાં, કહેવું હોય તો એમ કહી શકાય કે વૃદ્ધાવસ્થા એ બેવડી બાલ્યાવસ્થા

છે. બાળક પાસે તો સમજ જ નથી એટલે મમ્મી-પપ્પા તરફથી કદાચ એની અવગણના

થાય પણ છે તોય એ અવગણના એના હૃદયને તોડી નથી નાખતી જ્યારે મમ્મી- પપ્પા પાસે તો પાકી સમજ છે, પુત્રના જીવનવિકાસ માટે પોતે આપેલો ભોગ એમના સ્મૃતિપથમાં છે, પુત્રની વર્તમાન સમૃદ્ધિમાં

પોતાનું યોગદાન કેટલું છે એની

એમને પાકી સમજ છે; અને એટલે જ પોતાની અસહાય અવસ્થામાં જ્યારે પુત્ર

તરફથી થતી અવગણના પોતે અનભુવે છે, પુત્રવધૂનાં મહેણાં-ટોણાંના શબ્દો એમના કાનને સાંભળવા પડે છે ત્યારે એ માનસિક રીતે સાવ જ તૂટી જાય છે, હૃદય એમનું સાવ જ ભાંગી પડે છે, જીવનમાંથી એમનો રસ સાવ

જ ઊડી જાય છે, જીવનના બાકી રહેલા દિવસો વેંઢારવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ જ નથી બચતો.

આવાં જ કો’ક મા-બાપની વેદનાને એક શાયરે પોતાના શબ્દોમાં રજૂ કરી છે :

‘વૃદ્ધાવસ્થાની આ દશા કેવી તો કવરાવે છે, વહુ તો ઠીક, દીકરો પણ કેવું સંભળાવે છે ?’

બીજા કોક’ શાયરે આ જ વાત સહેજ જુદી રીતે રજૂ કરી છે :

‘રે કુદરત ! તારી તો પાનખર પછી વસંત છે, વૃદ્ધાવસ્થાની પાનખરને તો મોત જ બચાવે છે.’

દર્શન, એટલી જ અપેક્ષ રાખું છું તારી પાસે. શાયરીના શબ્દોની આ અવસ્થામાંથી તારાં મમ્મી-પપ્પાને ગુજરવું પડે એવી નાલાયકતા તું તારા જીવનમાં

ક્યારેય ન આચરતો.

૪૮

મહારાજસાહેબ !

આંખમાં આંસુ સાથે આ પત્ર આપને લખી રહ્યો છું. આજે આપને વચન આપું છું કે શાયરોએ લખેલી અવસ્થામાંથી મમ્મી-પપ્પાને ગુજરવું પડે એવું વર્તન હું

ક્યારેય નહીં કરું. પુત્ર તરફની અવગણના મમ્મી-પપ્પાનાં દિલને તોડી નાખે એ વાત પાછળ આપે જે તર્ક રજૂ કર્યો છે એ તર્કે મને સાચે જ ખળભળાવી મૂક્યો છે; કારણ કે મને પોતાને મારી દુકાનમાં એનો અનુભવ થઈ

ગયો છે.

દુકાનનો જે માણસ રસ્તા પર રખડતો હતો એને મેં મારી દુકાનમાં કામ આપ્યું,

નોકરીએ રાખ્યો, છ મહિનામાં તો એનો પગાર વધાર્યો. એના દીકરાને માંદગી આવી તો એ માંદગીનો ખર્ચ મેં ભોગવ્યો. અને એ માણસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. એને મેં મોકલ્યો હતો ૨૫,૦૦૦ ની ઉઘરાણી પતાવવા

અને ૨૫,૦૦૦ લઈને

૬૧

૬૨

એ રફુચક્કર થઈ ગયો. બે દિવસ પછી આખી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ત્યારે હું સ્તબ્ધ

થઈ ગયો. જેનો મેં હાથ પકડ્યો એણે મારી સાથે આવું વર્તન કર્યું ? ત્રણ દિવસ તો મને રાતે ઊંઘ ન આવી.

મહારાજસાહેબ ! માત્ર સંપત્તિના ક્ષેત્રે સહાય કરી એ ઉપકાર વીસરી જનાર નોકર પાછળ પણ જો આવું દુર્ઘ્યાન મને થયું હોય તો સ્વાસ્થ્ય, સંસ્કરણ અને સંપત્તિ આ ત્રણેય ક્ષેત્રે જે બાપે પોતાના દીકરાને સહાય કરી હોય એ

દીકરો બાપના એ ઉપકારને વીસરી જઈને એની સાથે તોછડું વર્તન કરવા લાગે ત્યારે બાપ મનથી ખળભળી ઊઠે, હૃદયથી તૂટી પડે એમાં કંઈ આશ્ચર્ય લાગતું નથી.

હું આપને ખાતરી આપું છું કે પપ્પાનું દિલ તોડવામાં નિમિત્ત બને એવું વર્તન હું ક્યારેય નહીં કરું. અને હા, મમ્મી-પપ્પાને સમય આપવાની બાબતમાં હવેથી હું પૂર્ણ સાવધ રહીશ. એમને આપેલો અડધા કલાક

જેટલો પણ સમય જો એમના જીવનને પ્રસન્નતાથી તરબતર બનાવી દેવામાં નિમિત્ત બનતો હોય તો એમાં હું પાછો નહીં પડું. આ અંગે કંઈક વિશેષ સૂચન કરવા જેવું લાગતું હોય તો આપ ખુશીથી જણાવશો.

દર્શન, એક મહત્ત્વની વાત તારા ઘ્યાન પર લાવવા માગું છું. જમીનની તાકાત એના પર ખાતર નાખવાથી વધે છે એ વાત જેટલી સાચી છે એટલી જ આ વાત સાચી છે કે એના પર ઍસિડ

નાખવાથી એની તાકાત ખતમ થઈ જાય છે. જે વાત જમીન માટે છે, એ જ વાત જીવન માટે છે. જો જીવનની આ જમીન પર સતત ધન્યવાદની લાગણીનું ખાતર પડતું રહે છે તો

જીવનની આ જમીન સદ્‌ગુણોનો જે પાક ઉતારે છે એની કલ્પનાય કરવી મુશ્કેલ છે પણ ધન્યવાદની લાગણીના ખાતરને બદલે સતત ઉપેક્ષાનો, અવગણનાનો કે ફરિયાદોનો ઍસિડ જ જો એના પર પડતો રહે છે

તો જીવનની આ જમીનમાં ઊગેલો સદ્‌ગુણોનો થોડોઘણોય પાક બળીને સાફ

થઈ જાય છે. આ અંગેની વિશેષ વાત હવે પછીના પત્રમાં.

૬૩

૪૯

દર્શન,

તને એક વાતનો ખ્યાલ નહી હોય કે ઉપેક્ષ નો ભાવ કે અવગણનાનો ભાવ કે ફરિયાદી વૃત્તિ જીવનને બંધ કરી દે છે જ્યારે ધન્યવાદની લાગણી જીવનને ખોલી દે છે. આ વાત હું તને એટલા માટે કરી રહ્યો છું કે

લગભગ ઘરઘરની પરિસ્થિતિ આજે એવી સર્જાઈ છે કે ઉપકાર લેનાર પોતાના ઉપકારીને ક્યાંય, ક્યારેય ધન્યવાદ આપતો નથી અને અલ્પ પણ પ્રતિકૂળતા અનુભવાય છે તો ફરિયાદ કર્યા વિના રહેતો નથી. હું તને પૂછું છું.

ત્રીસ વરસની વય છે ને તારી અત્યારે ? તેં મમ્મી-પપ્પ એ

તારા પર કરેલા સંખ્યાબંધ ઉપકારો બદલ એમને ધન્યવાદ વધુ વાર આપ્યા છે કે એમના તરફથી તારી સગવડો સાચવવામાં રહી ગયેલી કચાશ બદલ એમની પાસે ફરિયાદો વધુ વાર કરી છે ?

તું જવાબ આપે કે ન આપે તારા સ્વભાવના આધારે હું કહી શકું છું કે ધન્યવાદ આપવાનું તને ક્યારેય સૂઝ્યું જ નહી હોય ! અને ફરિયાદ કરવાની એક પણ તક તેં જતી નહીં કરી હોય ! તમે મને

ભણાવીગણાવીને તૈયાર કર્યો એ બદલ ધન્યવાદ નહીં પણ ‘તમે મને ધંધામાં આગળ વધવા માટેની જરૂરી રકમ આપી નહીં’ એ બદલ ફરિયાદ ! ‘તમે તમારી સગવડોને ગૌણ બનાવીને પણ મારી

સારસંભાળ કરી’ એ બદલ ધન્યવાદ નહીં પણ ‘તમે મને આગળ વધવાની સ્વતંત્રતા આપી નહીં’ એ બદલ ફરિયાદ !

દર્શન, લખી રાખજે તારી ડાયરીમાં કે ધન્યવાદનું સ્થાન ફરિયાદ ત્યારે જ લઈ શકે છે કે જ્યારે હૃદયમાંથી સ્નેહ અને પ્રેમની સરવાણી વહેવાની બંધ થઈ ગઈ હોય છે. જો એ ચાલુ હોય તો એ સરવાણીમાં ફરિયાદોનો કચરો તો

વહી ગયા વિના રહેતો નથી. સામે ચડીને ઉપકારી પોતાના તરફથી થઈ ગયેલી ભૂલને કે રહી ગયેલી કચાશને કબૂલાત કરે પણ છે તોય આશ્રિત એ સાંભળવા તૈયાર નથી હોતો.

તું ઇચ્છે છે ને કે મમ્મી-પપ્પા તરફથી તને પ્રગટરૂપે સ્નેહ મળતો રહે ? તો આટલું કરવા લાગ. જે મમ્મી-પપ્પાએ તને હૈયું આપવામાં કચાશ નથી રાખી એ મમ્મી-પપ્પા પાસે ધન્યવાદના શબ્દો બોલવા માટે હોઠ બંધ

ન રાખ. અને ફરિયાદના શબ્દો બોલવા માટે હોઠ ક્યારેય ન ખોલ.

૬૪

તેં કલ્પ્યાંય નહી હોય એવાં સુંદર પરિણામો તને અનુભવવા મળશે. વાંચી છે કો’ક કવિની આ પંક્તિઓ ?

‘જેની જીભ મીઠી, તેને ઘેર ઘેર ચિઠ્ઠી;

જેની જીભ ઝેરી, એને મલક આખો વૈરી.’

ધન્યવાદના શબ્દો એ અમૃત છે તો ફરિયાદના શબ્દો એ ઝેર છે.

૫૦

મહારાજસાહેબ,

મારા માટે આપે કરેલું અનુમાન સાવ સાચું છે. મમ્મી-પપ્પા પાસે હું

ધન્યવાદના શબ્દો બોલ્યો હોઉં ક્યારેય એવું મને યાદ આવતું નથી. બોલ્યો છું

તો ફરિયાદના શબ્દો જ બોલ્યો છું. અપૂર્ણતાની ફરિયાદ, અપેક્ષ ભંગની ફરિયાદ, અવગણનાની ફરિયાદ. બને એવું કે મારા આવા ગલત અભિગમે જ મમ્મી- પપ્પાને મારી અગવણના કરવા પ્રેર્યાં હોય

પણ પ્રશ્ન મને એ થાય છે કે સૂર્ય પોતાના સ્વભાવથી જ પ્રકાશ ફેલાવે છે, ચન્દ્ર પોતાના સ્વભાવથી જ ચાંદની રેલાવે છે, નદી પોતાના સ્વભાવથી જ વહેતી રહે છે, વૃક્ષ પોતાના સ્વભાવથી જ છાંયડો આપતું રહે છે.

ટૂંકમાં, ધન્યવાદના શબ્દોની અપેક્ષ રાખ્યા વિના જ માત્ર પોતાના સ્વભાવથી જો આ ચન્દ્ર-સૂર્ય વગેરે જગત પર પરોપકાર કરતા રહે છે તો પછી માણસે પોતાના દ્વારા થતા ઉપકાર પછી ધન્યવાદના શબ્દો

સાંભળવાની અપેક્ષ શું કામ રાખવી જોઈએ ?

દર્શન, આ તું નથી બોલતો, તારા હૃદયનો કબજો જમાવી બેઠેલો કૃતધ્નતાનો ભાવ બોલે છે. આ પ્રશ્ન તારો નથી, તારા મન પર કબજો જમાવી બેઠેલી વિકૃત બુદ્ધિનો છે. તને ખ્યાલ છે ? આ દેશે સૂર્યને

નમસ્કાર કર્યા છે, નદીને માતા માની છે, ચન્દ્રને ‘મામા’ કહ્ય ે છે અને વૃક્ષને જીવન માન્યું છે.

કારણ ? કૃતજ્ઞતાનો ગુણ ! બુદ્ધિની નિર્મળતા ! ઉપકાર કરનાર ભલે સ્વભાવથી

ઉપકાર કરતો હોય પણ ઉપકારનું ભાજન બનનાર એ ઉપકારને યાદ પણ ન રાખે,

એ ઉપકારી પ્રત્યેના અહોભાવથી પોતાના દિલને ભીનું પણ ન રાખે તો એ તો પથ્થર દિલનો પ્રત્યક્ષ પુરાવો છે. તેં જે દલીલ ઉઠાવી છે ને, એનો અમલ તારા ખુદના જીવનમાં કરી જોજે. તને ખબર પડી જશે કે

કરાતા ઉપકારની નોંધ પણ ન લેવાય અને છતાં ઉપકાર કરતા રહેવાની ભાવના ટકાવી રાખવી એ કાંઈ બચ્ચાંના ખેલ નથી.

તને કદાચ ખબર નહી હોય પણ આ હકીકત છે કે આ જગત અત્યારે થોડું ઘણુંય સારું દેખાતું હોય તો એનો યશ કૃતજ્ઞતા ગુણને ફાળે જાય છે. ઉપકાર લેનાર, ઉપકાર પામનાર યત્ર-તત્ર-સર્વત્ર

ઉપકારીના ઉપકારને ધન્યવાદના શબ્દોથી નવાજતો જ રહ્યો છે. અને એનું જ એ પરિણામ આવ્યું છે કે ઉપકાર કરનારના મનમાં ઉપકારો કરતા જ રહેવાની ભાવના ધબકતી રહી છે. શક્તિ પ્રમાણે

ઉપકારો કરતા રહેવાનું એણે ચાલુ જ રાખ્યું છે. જો એમાં કડાકો બોલાયો હોત તો ?

૫૧

દર્શન,

એક વાત તારા હૃદયની દીવાલ પર કોતરી રાખજે કે જેના જીવનમાં કૃતજ્ઞતા નથી, પોતાના પર થઈ રહેલા ઉપકારોને સમજવા જેવી દ્‌ષ્ટિ નથી, ઉપકારી પ્રત્યે અંતરમાં કોઈ સદ્‌ભાવ

નથી, એ માણસ કરુણાનો અધિકારી બની શકતો નથી.

ટૂંકમાં, કરુણાપાત્ર બન્યા રહેવાની પહેલી શરત છે, દિલને કૃતજ્ઞતાયુક્ત બનાવેલું રાખવું. શું કહું ? આ જગતમાં આજે સંપત્તિનો કે સ્નેહનો એટલો દુકાળ નથી જેટલો દુકાળ કૃતજ્ઞતાના ગુણનો છે, જેટલો દુકાળ

ધન્યવાદના શબ્દોની અભિવ્યક્તિનો છે.

મને ખ્યાલ છે, તારી પાસે સારા એવા પ્રમાણમાં સંપત્તિ પણ છે અને ઉદારતા પણ છે. તૂં છૂટથી સંપત્તિ વાપરી પણ રહ્યો છે. પણ હવે એક પ્રયોગ શરૂ કર. ધન્યવાદના શબ્દો તું છૂટથી વાપરતો રહે અને એની

શરૂઆત ઘરથી કર. ઘરમાંય

૬૫

૬૬

મમ્મી-પપ્પાથી કર. અલબત્ત, મન એમ સમજાવ્યા કરે છે કે મારા હૃદયમાં તો મમ્મી-પપ્પા પ્રત્યે લાગણી છે જ. એમના ઉપકારોની નોંધ દિલમાં છે જ. જરૂરી શું છે કે મારે એમની સમક્ષ જ એમના આ

ઉપકારો બદલ ધન્યવાદના શબ્દો બોલવા જોઈએ ?

પણ, યાદ રાખજે, આ અવાજ મનનો છે, અંતઃકરણનો નથી. બુદ્ધિનો છે, હૃદયનો નથી. અહંનો છે, સમર્પણનો નથી. જો મનમાં ઉપકારોની નોંધ છે જ તો એને શબ્દોમાં પ્રગટ કરવામાં વાંધો શો છે ? અને

આમેય એ શબ્દો ગમે તેની પાસે

ક્યાં બોલવાના છે ? મમ્મી-પપ્પા સમક્ષ જ બોલવાના છે ને ?

પણ ના, મન કોનું નામ ? એ તને સંપત્તિનો છૂટથી ઉપયોગ કરવા દેશે પણ ધન્યવાદના શબ્દોનો ઉપયોગ કરતાં ખાસ રોકશે. એ તને ઉદાર બનવા

દેશે, પણ કૃતજ્ઞ બનતાં ખાસ રોકશે; કારણ કે એને અહં પુષ્ટ કરવો છે અને અહં તોડ્યા વિના નથી તો કૃતજ્ઞ બની શકાતું કે નથી તો ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરી શકાતા. પણ આટલા લાંબા

પત્રવ્યવહાર પછી અપેક્ષ રાખું છું

તારી પાસે કે મનની આ ચાલબાજીમાં ફસાયા વિના તું સીધો અંતઃકરણ પાસે

પહોંચી જા.

એક વખત મર્દાનગી કેળવીને મમ્મી-પપ્પા સમક્ષ ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરવાનું શરૂ કરી દે. વાદળ હટી જતાં સૂર્યપ્રકાશનો જે મસ્ત અનુભવ માણસને થાય છે એના કરતાં અનેકગણો સરસ અનુભવ અહંનું

વાદળ હટી જતાં મમ્મી-પપ્પાની લાગણીનો તને થશે. આ મારી તને ગૅરન્ટી છે.

૫૨

મહારાજસાહેબ,

આપનો આભાર વ્યક્ત કરવા અત્યારે મારી પાસે કોઈ શબ્દો નથી. આપનો ગત પત્ર વાંચ્યા પછી મન અને અંતઃકરણ વચ્ચે જબરદસ્ત સંઘર્ષ ચાલ્યો. હવે આટલાં વરસે મમ્મી-પપ્પા સમક્ષ ધન્યવાદના શબ્દો

અભિવ્યક્ત કરવા જવાનો તારો નિર્ણય

‘નાટક’ માં ખપી જશે’ આ દલીલ બુદ્ધિએ કરી. ‘મોડમોડ પણ ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરી શકાશે તો મમ્મી-પપ્પાની આંતરડી અચૂક ઠરશે’ આ દલીલ હૃદયે કરી. આપને જણાવતાં અત્યંત આનંદ થાય

છે કે બુદ્ધિ હારી, હૃદય જીત્યું. મન હાર્યું, અંતઃકરણ જીત્યું. રાતે ને રાતે જ પહોંચી ગયો મમ્મી-પપ્પા પાસે. શરૂઆતમાં ઘરની અને ધંધાની થોડીક વાતો કરી અને પછી હળવેક દઈને હૃદયની વાત રજૂ કરી.

‘પપ્પા ! આટલા વરસે આજે ખ્યાલ આવે છે કે મારા જીવનને અહીં સુધી લઈ આવવામાં આપે કેટલો બધો ભોગ આપ્યો છે ! શરીરનો વિકાસ થવા છતાં મારામાં સમજણનો વિકાસ જોઈએ તેવો ન

પણ થયો તોય આપે મને સતત પ્રેમ જ આપ્યે રાખ્યો, એકની એક ભૂલનું જીવનમાં પુનરાવર્તન કરતો રહ્યો, તોય આપે મને સુધરવાની તક આપ્યે જ રાખી. મૂર્તિ બનાવવા જતાં શિલ્પીના હાથે પથ્થર તૂટી જાય તો એ

નવો પથ્થર લઈ લે, ચિત્ર બનાવવા જતાં ચિત્રકારના હાથે કાગળ બગડી જાય તો એ નવો કાગળ લઈ લે, ફર્નિચર બનાવવા જતા સુથારના હાથે લાકડું

તૂટી જાય તો એ નવું લાકડું લઈ લે; પણ જીવનઘડતરમાં જો જરાક જ ખામી રહી ગઈ

તો તો આખું જીવન બરબાદ થઈ જાય.

આ હકીકત બરાબર સમજી ચૂકેલા આપે મારા જીવનના સમ્યક્‌ ઘડતરમાં કોઈ જ કચાશ ન રાખી. આપે મને પ્રેમ તો આપ્યો જ પણ શરીરક્ષેત્રે મને નિર્ભય પણ બનાવ્યો. આપે મને વાત્સલ્ય તો આપ્યું જ

પણ મનક્ષેત્રે મજબૂત પણ બનાવ્યો.

મારા શરીરની સ્વસ્થતા અને મનની પ્રસન્નતા માટે તો આપે કાળજી કરી જ પણ મારા આત્માની પવિત્રતા જળવાઈ રહે એ માટે આપે મારામાં સુસંસ્કારોનું આધાન પણ કર્યું. કયા શબ્દોમાં આપના પ્રત્યે

કૃતજ્ઞતાની લાગણી હું વ્યક્ત કરું એ મને સમજાતું નથી.’

મહારાજસાહેબ ! ખબર ન પડી કે હું આવું બધું શી રીતે બોલી શક્યો પણ

૬૭

૬૮

મારા આ શબ્દોએ પપ્પાને હલાવી નાખ્યા. એ જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈને મારી પાસે આવ્યા અને હું કાઈ સમજું એ પહેલાં તો મને ભેટીને રડવા જ લાગ્યા. એમની આંખમાંથી વહી રહેલાં હર્ષનાં આંસુએ મનેય

ખળભળાવી દીધો. એમના ખભા પર માથું મૂકી હુંય રડવા લાગ્યો. મારી પીઠ પર વાત્સલ્યસભર હાથ પ્રસરાવતાં-પ્રસરાવતાં પપ્પા એટલું જ બોલ્યા : ‘બેટા ! આટલાં વરસ તું ક્યાં ખોવાઈ ગયો હતો ?’

૫૩

દર્શન,

તારા પત્રે મારી આંખમાં આંસુ લાવી દીધાં. ધન્યવાદના શબ્દોની અભિવ્યક્તિના તારા અનુભવે મને આનંદિત તો કરી દીધો પણ મારી આંખ સમક્ષ એક એવો પ્રસંગ લાવી દીધો કે જે અત્યારે તને

જણાવ્યા વિના હું રહી નથી શકતો.

કદાચ ચૌદેક વરસ પહેલાંની વાત છે. એક વખત મહારાષ્ટ્રના જલગામથી અંતરિક્ષજી તરફના વિહારમાં હું હતો. ભુસાવળમાં અમે આઠેક દિવસની સ્થિરતા કરેલી એ દરમ્યાન ત્યાંની એક સ્કૂલના વાઇસ

પ્રિન્સિપાલ મને બાળકો સમક્ષ પ્રવચન કરવા પધારવાનું આમંત્રણ આપવા આવ્યા.

એ આમંત્રણ મેં સ્વીકાર્યું. નિયત થયેલા સમયે વાઇસ પ્રિન્સિપાલ સાથે હું

સ્કૂલમાં ગયો. લગભગ દસથી પંદર વરસની વયનાં બાળકો સમક્ષ કરેલા એ પ્રવચનમાં

‘માતા-પિતાના ઉપકારો’ એ વિષય પર સારો એવો પ્રકાશ પાડતાં હાજર રહેલાં

તમામ બાળકોએ રોજ મા-બાપને પગે લાગવાનો નિયમ લીધો. પ્રવચન પૂર્ણ કરી હું ઉપાશ્રય તરફ આવવા નીકળ્યો. વાઇસ પ્રિન્સીપાલ મારી સાથે જ હતા. એમણે મને વિનંતી કરી.

‘મહારાજસાહેબ ! મારું ઘર રસ્તામાં આવે છે. બે મિનિટ માટે પણ આપ પધારશો તો મને આનંદ થશે.’ મેં એમની વિનંતીનો સ્વીકાર કર્યો. માત્ર આઠેક મિનિટમાં જ એમનું ઘર આવ્યું. એમણે મને અંદર

પધારવાની વિનંતી કરી. હું

ઘરમાં દાખલ થયો. મારી પાછળ વાઇસ પ્રિન્સિપાલ દાખલ થયા. પણ હું કાંઈ સમજું એ પહેલાં તો દીવાનખાનાના એક ખૂણે બેઠેલાં એક વૃદ્ધ ડોશીના પગમાં પડીને એ ઘ્રુસકે ઘ્રુસકે રડવા જ લાગ્યા. એમના આ

રુદને પેલાં વૃદ્ધ ડોશી જ્યાં બેઠા હતાં ત્યાંથી ઊભા થઈ ગયાં અને આ વાઇસ પ્રિન્સિપાલને બાથમાં લઈને રડવા જ લાગ્યાં. પળ બે પળ તો હું સ્તબ્ધ થઈ ગયો. પણ પછી એ વૃદ્ધ ડોશીમા જે શબ્દો બોલ્યાં એ શબ્દોએ મને હલાવી

નાખ્યો.

‘મહારાજસાહેબ ! આ મારો દીકરો છે અને હું એની મા છું. મારી ઉંમર ૮૭

વરસની છે, દીકરાની ઉંમર ૬૫ વરસની છે. આ મારો એકનો એક દીકરો છે પણ છેલ્લાં ૩૫ વરસથી મારી સાથે બોલવાનું એણે બંધ કર્યું છે. મેં એની સામે કેટલીય વાર ખોળો પણ પાથર્યો હતો અને કહ્યું હતું બેટા ! એક વાર તારી

મા સાથે બોલવાનું ચાલુ કરી દે, મારે બીજું કાંઈ જ જોઈતું નથી.’

પણ એ પોતાની જિદમાં મક્કમ રહ્ય ે. હું હિજરાતી જ રહી અને રિબાતીય રહી. પણ આજે ખબર નથી પડતી કે એને શું થઈ ગયું છે ? મારા પગમાં પડી ગયો એ હકીકતે મને પાગલ કરી નાખી છે.

મહારાજસાહેબ ! માથી વિખૂટા પડી ગયેલા દીકરાની વેદના તો કદાચ સાંભળી હશે પણ ૩૫/૩૫ વરસથી એક જ ઘરમાં રહેવા છતાં જે મા પોતાના દીકરાથી વિખૂટી પડી ગઈ હોય છે એની વેદનાની તો મને

જ ખબર છે. ભગવાન (?) આવી વેદના કોઈ માને માથે ન ઝીંકે ! આપે મને આ ઉંમરે મારો દીકરો પાછો અપાવીને મારું મરણ સુધારી દીધું છે.’

૬૯

૭૦

૫૪

દર્શન,

જીવનસાગરના કિનારે બેઠેલી એક મા, એ સમયે પોતાના દીકરાને પામીને કેવી પ્રસન્નતા અનુભવી શકે છે એ મેં નજરોનજર જોયું છે. ૩૫/૩૫ વરસથી પોતાના અહંને સલામત રાખીને જીવન જીવતો દીકરો

એક જ ઝાટકે પોતાના અહંનું વિસર્જન કરીને પશ્ચાત્તાપની પાવન ગંગામાં ડૂબકી મારતાં મારતાં કેવો હળવો ફૂલ બની શકે છે એ મેં નજરોનજર જોયું છે. અને એના પરથી તારા જેવા દરેક યુવાનને ખાસ સલાહ આપું

છું કે જીવનમાં ક્યારેય એવું વર્તન કરી બેસતાં કે જે વર્તન મમ્મી- પપ્પાની આંતરડીને કકળાવનારું બની રહે.

ખ્યાલ છે તને ? પપ્પા એ ઘરનું મસ્તક છે, તો મમ્મી એ ઘરનું હૃદય છે. શરીરમાં જો હૃદયની અવગણના કરવામાં આવે છે તો જીવન સમાપ્ત થઈ જાય છે. ઘરમાં મમ્મીની અવગણના કરવામાં

આવે છે તો ઘરની પ્રસન્નતા સમાપ્ત

થઈ જાય છે. શરીરમાં મસ્તકની ઉપેક્ષ કરવામાં આવે છે તો જીવન વેરવિખેર થઈ જાય છે. ઘરમાં પપ્પાની અવગણના કરવામાં આવે છે તો ઘર અસ્તવ્યસ્ત થઈ જાય છે.

હા. બને એવું કે દીકરા-વહુને પોતાના અહંના નશામાં આવાં બધાં નુકસાનો

ન પણ દેખાતાં હોય. આવી નુકસાની એમને મન બહુ મહત્ત્વની ન પણ લાગતી હોય પણ એનો અર્થ એવો નથી કે એ નુકસાનીથી ઘર ઊગરી જાય છે. જોયો છે ને તેં રેતીનો ઢગલો ? એના દરેક કણ હોય છે સાથે

અને છતાં હોય છે સાવ જુદા !

કારણ ? એક જ. પ્રત્યેક કણ રુક્ષ હોય છે. સ્નિગ્ધતાનો અંશ પણ એમનામાં હોતો નથી. જે ઘરનાં સભ્યો આવાં સંવેદનહીન, પ્રેમહીન અને વાત્સલ્યહીન હોય છે, એ સભ્યોનાં જીવન હોય છે પર્ણહીન બની ગયેલા વૃક્ષ જેવા.

એના પર પ્રસન્નતાનું પંખી ક્યારેય બેસતું નથી, એના પર સદ્‌ગુણોનું ફળ ક્યારેય આવતું નથી, એના પર ઉદારતાનાં પર્ણો ક્યારેય ખીલતાં નથી, એના પર ઔચિત્યનું પુષ્પ ક્યારેય ઊગતું નથી, એની છાયા કોઈનાય જીવન

માટે વિશ્રામરૂપ બનતી નથી, એની ડાળ પર મસ્તીની કોયલ ક્યારેય ટહુકા કરતી નથી, એનું અસ્ત્ત્વિ કોઈનેય માટે આનંદરૂપ બનતું નથી.

વાંચી લે શાયરની આ પંક્તિ :

‘કદી મનની ખાતાવહી ના તપાસી, ખપી જિંદગી એક દેવાળિયામાં.’

દર્શન, બચાવી લેજે તારી જિંદગીને આ કલંકથી.

૫૫

મહારાજસાહેબ,

ભુસાવળના વાઇસ પ્રિન્સિપાલનો આપે લખેલો પ્રસંગ વાંચી આંખમાંથી આંસુ પડી ગયાં. ૩૫/૩૫ વરસથી એક જ ઘરમાં અને એક જ સાથે રહેવા છતાં જે દીકરાએ મા સાથે બોલવાનું બંધ કર્યું હશે એ માની હાલત કેવી કફોડી

થઈ હશે એની કલ્પના કરતાંય ઘ્રૂજી જવાય છે. પ્રશ્ન તો એ થાય છે કે અહં શું આટલો બધો નિર્દય બની શકતો હશે ? બુદ્ધિ શું આટલી બધી વિકૃત બની શકતી હશે ? સંવેદનશીલતા શું આટલી હદે મરી પરવારતી

હશે ?

દર્શન, અહં જે ત્રાસ વર્તાવે છે એ ત્ર સ આગળ ઍટમ બૉમ્બનો ત્ર સ તો કોઈ વિસાતમાં નથી. કદાચ કહેવું હોય તો એમ કહી શકાય કે ઍટમ બૉમ્બના ત્રાસના મૂળમાંય હોય છે તો અહંનો જ ત્ર સ ! ન હોય જો

અહંની ઉશ્કેરણી તો શેં ફેંકી શકાય કોઈ પણ શહેર પર ઍટમ બૉમ્બ ?

જે ઍટમ બૉમ્બ દુર્જનો સાથે સજ્જનોનેય મારી નાખે છે, માણસો સાથે પશુઓનેય ખતમ કરી નાખે છે, પશુઓ સાથે વનસ્પતિનેય બાળી નાખે છે, વનસ્પતિ સાથે પાણીનેય દૂષિત કરી નાખે છે, પાણી સાથે પર્યાવરણનો લય

પણ ખોરવી નાખે છે, પર્યાવરણનો લય ખોરવી નાખવા સાથે વરસો સુધી એ શહેર પર પોતાની ગલત અસર મૂકતો જાય છે એ ઍટમ બૉમ્બ જો અહંનું સર્જન હોય તો દર્શન, મારે તને એટલું જ કહેવું છે કે અહંને તું મામૂલી

ન માનતો સર્પ જ ભયંકર નથી, સાપોલિયું પણ ભયંકર જ છે. ઍટમ બૉમ્બ ફેંકવા સજ્જ કરે એ જ અહં ભયંકર નથી, કોઈની પણ સાથે ‘તોડવા’ મનને તૈયાર કરે, એ અહં પણ ભયંકર જ છે.

તું તારી જ પોતાની અત્યાર સુધીની મનોવૃત્તિને તપાસી જાને ? ઉપકારી

૭૧

૭૨

એવાં મમ્મી-પપ્પાને પણ ‘જોઈ’ લેવા તને કોણે ઉશ્કેર્યો હતો ? મમ્મી-પપ્પાથી અલગ થઈ જવાનું ભૂત તારા મનમાં કોણે સર્જ્યું હતું ? મમ્મી-પપ્પા પ્રત્યેના દુર્ભાવથી

તારા ચિત્તને કલુષિત કોણે કર્યું હતું ?

ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરવાને બદલે ફરિયાદો જ કર્યે જવાની વૃત્તિનો શિકાર તને કોણે બનાવ્યો હતો ? ‘મમ્મી-પપ્પામાં અક્કલ ઓછી છે’ આવી વિચારણા કરવા તને મજબૂર કોણે કર્યો હતો ? તને એક જ

પરિબળ દેખાશે. ‘અહં.’ મનના આ ભયંકર સર્જનથી અકળાઈ જઈને જ એક શાયરે લખી દીધું છે ને કે,

‘આપણું દુઃખ તો દુઃખ નથી કાંઈ, રાઈનો કર્યો પહાડ;

અમરત જેવી ધરતી પર, વિષનાં વાવ્યાં ઝાડ.’

રાઈ જેવા દુઃખને પર્વત જેનું માની લેનાર અને અમૃત જેવા સંબંધમાં વિષનું

વાવેતર કરનાર આ અહંને નંબર બે પર રાખી દેવા તું સજ્જ થઈ ચૂક્યો છે એ બદલ

તને લાખલાખ ધન્યવાદ છે.

૫૬

મહારાજસાહેબ,

આપની વાત સાચી છે. ‘હું કંઈક છું’ અને ‘હું કંઈ જાણું છું’ અહંનાં આ બે સ્વરૂપનો શિકાર બની ચૂકેલો હું આજ સુધી તો માણસનું ખોળિયું જ ધરાવતો હતો. આપે આપેલી સમજણ પછી લાગે છે કે

સાચા અર્થમાં હું માણસ બની રહ્યો છું.

મેં આપને પૂર્વના એક પત્રમાં પપ્પા પાસે ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કર્યા પછી સર્જાયેલા લાગણીસભર વાતાવરણની વાત લખી હતી. બન્યું એવું કે બીજે દિવસે બપોરે મમ્મી પાસે મારી પત્ની પહોંચી ગઈ. મમ્મીએ

મારા લગ્ન પછી પત્નીના મોઢે જે શબ્દો ક્યારેય સાંભળ્યા જ નહોતા, એ શબ્દો એને સાંભળવા મળતાં એ તો સ્તબ્ધ જ થઈ ગઈ. એણે અર્થાત્‌ મારી પત્નીએ વાતની શરૂઆત જ આ રીતે કરી.

‘મમ્મી ! તમે મને વહુ માનો છો કે દીકરી ?’

‘કેમ આમ પૂછવું પડ્યું ?’

‘એટલા માટે કે આજ સુધી ભલે હું તમને ‘મમ્મી’ કહીને બોલાવતી હતી પણ હું તમને ‘સાસુ’ જ માનતી હતી અને એના જ કારણે તમારી સાથે સતત સંઘષર્ ે કર્યા કરતી હતી. તમારી સાથે તડાફડીની ભાષ માં જ

વાત કરતી હતી. તમારા દીકરાના કાનમાંય સતત તમારી વિરુદ્ધ ઝેર રેડ્યા કરતી હતી.

પણ, ગંભીરતાથી વિચારતાં આજે લાગે છે કે એ મારી ભૂલ હતી. વીસ વરસની વયે તો હું આ ઘરમાં આવી. છતાં પહેલે જ દિવસે આ ઘરના બધા જ સભ્યોને જે અધિકારો મળ્યા હતા એ અધિકારો

તમે મને આપી દીધા. આ ઘરમાં રહેલી સ્થાવર-જંગમ મિલકતની મને જાણ કરી દેવામાં આવી. કબાટની ચાવી મારા હાથમાં આપી દેવામાં આવી. ઘરની ખાનગી પણ વાતો મારા પર કોઈ પણ

જાતની શંકા રાખ્યા વિના મારી હાજરીમાં જ થવા લાગી. મારા સગવડ અને સુખ માટે ઘરમાં કેટલીક મોંધી સામગ્રીઓ પણ વસાવવામાં આવી.

ટૂંકમાં, આ ઘર જાણે કે મને જ સોંપી દેવામાં આવ્યું છતાં બુદ્ધિની અવળચંડાઈએ મારી આંખે હકનો અને અહંનો અંધાપો સર્જી દીધો અને એ કારણે આ ઘરમાં દૂધમાં પડતી સાકરની જેમ ભળી જવાને બદલે પાણીમાં પડતાં

તેલની જેમ હું અળગી ને અળગી જ રહી. સંઘષર્ ે કરીને વાતાવરણને કલુષિત જ બનાવતી રહી.

મમ્મી ! મારા એ તમામ ગુનાઓને તમે માફ તો કરી જ દેશો પણ આજે હું તમારી પાસે એક જ ભીખ માગવા આવી છું. મેં તમને આજે મારા હૃદયમાં

‘મમ્મી’ તરીકે બિરાજમાન કરી દીધાં છે. તમે મને તમારા હૃદયમાં ‘દીકરી’ તરીકે સ્થાન આપી દો. આથી વધીને બીજું મારે કાંઈ જ જોઈતું નથી.’ મહારાજસાહેબ ! પત્નીના આ શબ્દો પછીના મમ્મીના

પ્રતિભાવની અસરની વાત આપને પછીના પત્રમાં લખું છું.

૭૩

૭૪

૫૭

મહારાજસાહેબ,

પત્નીને મોઢેથી બોલાયેલા શબ્દો સાંભળી મમ્મી ક્યાં ઊભી રહે ? એ તો મારી પત્નીને વળગીને હીબકેહીબકે રોવા જ લાગી. મારી બહેનને સાસરે વળાવતી વખતે મમ્મીની આંખમાં આંસુનો જે મહાસાગર ઊમટ્યો હતો એ જ

મહાસાગર ફરી વાર એની આંખમાં પ્રગટ થયો. એ રડતાંરડતાં એટલું જ બોલી. ‘દીકરી ! હવે પછી ફરી વાર ક્યારેય આવી ભીખ માગીને તારી મમ્મીને શરમાવીશ નહીં. દીકરીને મમ્મી લાગણી આપી શકે, ભીખ થોડી

આપી શકે ?’

મહારાજસાહેબ ! સ્વર્ગની વાતો ઘણીય વાર સાંભળી હતી પણ સ્વર્ગનો અનુભવ એ દિવસે પહેલી વાર થયો. આપ કદાચ નહીં માનો પણ એ દિવસે આખા કુટુંબની રસોઈ મમ્મીએ જ બનાવી. પત્નીને

હાથ પણ ન અડાડવા દીધો અને આશ્ચર્યની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાઈ કે જ્યારે મમ્મીએ એ દિવસે બનાવેલો કંસાર પોતાના હાથે જ પત્નીના મોઢામાં પરાણે પધરાવ્યો.

મહારાજસાહેબ, સાંભળ્યું હતું કે આ જગતના સર્વ જીવોને પ્રેમ આપવા પરમાત્મા પોતે પહોંચી શકતા નથી એટલે એણે માતાનું સર્જન કર્યું છે. સાંભળેલું આ વાક્ય સાચું છે કે ખોટું, એની તો મને ખબર નથી પણ એ

દિવસે મમ્મી દ્વારા મારી પત્નીને જે પ્રેમ મળ્યો છે, જે વાત્સલ્ય મળ્યુ્રં છે, જે સ્નેહ મળ્યો છે એ જોતાં એટલું તો ચોક્કસ લાગ્યું છે કે પરમાત્માની મારા કુટંબ પર ભરપૂર કરુણા છે. નહિતર આ શક્ય જ શેં બને ? એક પ્રશ્ન આપને પૂછું ? શું પ્રેમ આટલો બધો ઉદાર બની શકે છે ? સામી વ્યક્તિની ગમે તેવી મોટી પણ ભૂલોને આટલી બધી આસાનીથી ભૂલી શકે છે ? રહસ્ય શું છે એની પાછળ ?

દર્શન, આગ જેમ ગમે તેવા પણ કઠણ પદાર્થોને ખાઈ જાય છે તેમ પ્રેમ ગમે

તેવા પણ જાલિમ દોષોને પી જાય છે અને એમાંય માબાપનો પુત્ર પ્રત્યેનો પ્રેમ, ગુરુનો શિષ્ય પ્રત્યેનો પ્રેમ અને ભગવાનનો ભક્ત પ્રત્યેનો પ્રેમ, એની ઉદારતાનું, સહનશીલતાનું તો કોઈ વર્ણન જ થાય તેમ નથી. એ દરેક પ્રેમ ઉત્તરોત્તર એકબીજાથી ચડિયાતા છે. અલબત્ત, એ પ્રેમ ક્યારેક કઠોર બનતો દેખાય ખરો, એ પ્રેમ ક્યારેક પીડાકારક અનુભવાય ખરો; પણ એ પ્રેમ હોય છે સોય જેવો. આગળ કાણું પાડે જરૂર

પણ પાછળ સાંધી દીધા વિના ન રહે. અંતરથી ઇચ્છું છું કે મમ્મી-પપ્પાના તારા પ્રત્યેના કઠોર વ્યવહારને તું કાતર જેવો ન માનતાં, સોય જેવો માનતો રહે : કાતર કાપે જ છે, સોય કાણું પાડીને સાંધી પણ દે છે ! હું શું કહેવા માગું છું એ તું સમજી ગયો હોઈશ.

૫૮

મહારાજસાહેબ,

આપે કાતર-સોય વચ્ચેના તફાવતને સમજાવીને ગજબનાક વાત કરી દીધી. ખેદની વાત છે કે મને કે મારી પત્નીને આજ સુધીમાં મમ્મી-પપ્પાની કઠોરતામાં કાતરનાંજ દર્શન થયાં છે સોયનાં દર્શન થયાં જ

નથી. અને એ હિસાબે જ જ્યારેજ્યારે એમના તરફથી કઠોર વ્યવહાર થયો છે ત્યારેત્યારે એમના પ્રત્યે અમને દુર્ભાવ જ

થયો છે. ખેર, આપે સમ્યક્‌ સમજણ આપીને અમારા બન્ને પર બહુ મોટો ઉપકાર કર્યો છે.

છતાં એક પ્રશ્ન પૂછું ? પત્નીને મમ્મી સાથે સતત મતભેદ પડ્યા જ કરતા હોય, પત્ની-મમ્મી વચ્ચે ઘરમાં રોજ સંઘર્ષે થયા જ કરતા હોય, પત્નીના અણગમાની મારા પર અને મમ્મીના અણગમાની પપ્પા

પર અસર થયા જ કરતી હોય, અને એને કારણે ઘરનું વાતાવરણ સતત ભારેખમ જ રહેતું હોય, તો એવા સંયોગોમાં ઘરની પ્રસન્નતા ટકાવવા કરવું શું ? કેટલીક બાબતોમાં મમ્મીનો અભિગમ ગલત હોય છે પણ

ખરો, એ વખતે મમ્મી પાસે મારી પત્નીનું ઉપરાણું લઉં છું તો એ સંભળાવી દે છે કે તને કાયમ હું જ ખોટી લાગું છું અને ક્યારેક પત્નીનો અભિગમ ગલત હોય છે અને એને કહેવા જાઉં છું તો એ સંભળાવી દે છે કે તમને કાયમ

તમારી મા જ સાચી લાગે છે.

આ સ્થિતિમાં કરવું શું ? આપ નહીં માનો પણ જ્યારે પણ ઘરમાં આવું વાતાવરણ સર્જાય છે ત્યારે હું ઘરેથી ઑફિસે જવા વહેલો નીકળી જાઉં છું અને રાતના ઑફિસેથી ઘરે મોડો આવું છું. આવ્યા બાદ પત્ની

મમ્મી માટે ફરિયાદ કરે છે

તો એના પર ગુસ્સે થઈ જાઉં છું અને મમ્મી પત્ની માટે ફરિયાદ કરે છે તો એને કહી

૭૫

૭૬

દઉં છું કે તમારા બેના ઝઘડામાં તમારે મને વચ્ચે નાખવો નહીં. તબેલામાં બે ભેંસ સાથે રહી શકે છે મસ્તીથી અને ઘરમાં તમને બન્નેને સંપીને રહેતાં કોણ જાણે કેમ આવડતું જ નથી.

મહારાજસાહેબ, હું બરાબર સમજું છું કે મારો આ અભિગમ બરાબર નથી. મારે આમાંથી કોઈક સમ્યક્‌ રસ્તો કાઢવો જ જોઈએ. જેનો મારા પર અનંત ઉપકાર છે એ મમ્મી પર પત્ની દ્વારા ગલત આરોપો મુકાતા

હોય કે પત્ની દ્વારા એની બિનજરૂરી કનડગત થતી હોય તો મારે મમ્મીના પક્ષે રહીને પત્નીને સમ્યક્‌ શિખામણ આપવી જ જોઈએ. અને પત્ની કે જેણે મારે ભરોસે પોતાનાં મા-બાપ છોડ્યાં છે, ઘર છોડ્યું છે એના પર મમ્મી દ્વારા

ગમે તેવા આક્ષેપો થયા કરતા હોય કે એની જરૂરિયાતો પર પણ મમ્મી દ્વારા બિનજરૂરી કાપ મુકાતો હોય તો પત્નીના પક્ષે રહીને મમ્મીને મારે કડક શબ્દોમાં કંઈક કહેવું જ જોઈએ. હું આ સમજું છું છતાં એનો અમલ નથી

કરી શકતો. સાધુજીવનની મર્યાદામાં રહીને આપ આ અંગે કંઈક માર્ગદર્શન આપી શકો ?

૫૯

દર્શન,

શી સલાહ આપવી તને આ વિષયમાં, એ વિચારવામાં ને વિચારવામાં જ

ત્રણ દિવસ નીકળી ગયા. પછી જે કાંઈ સૂઝ્યું છે એ તને આ પત્ર દ્વારા જણાવી રહ્યો છું. એ વાતમાં તો તું સંમત છે ને કે પત્ની પસંદ કરી શકાય છે પણ મમ્મી તો જે મળી હોય છે એને પસંદ કરવી જ પડે છે.

અર્થાત્‌ પત્ની માટે પસંદગીનો વિકલ્પ ઊભો છે પણ મમ્મી માટે તો પસંદગીનો કોઈ વિકલ્પ જ ઊભો જ નથી. એક આડ વાત તને પૂછું ? માની લે કે તારી ઇચ્છા હતી કે મમ્મીનો અવાજ બિલકુલ સ્પષ્ટ હોય પણ

બન્યું છે એવું કે મમ્મીની જીભ

તોતડી છે, એ બોલે છે ત્યારે ખચકાય છે. તું શું કરે ? મમ્મીની તોતડી જીભ તારે ચલાવી જ લેવી પડે છે ને ? જો હા, તો મારે તને એટલું જ કહેવું છે કે નાપસંદ એવી પણ તોતડી જીભ જો માન્ય તો પછી નાપસંદ એવી પણ તોછડી

જીભ અમાન્ય કેમ ? એ તોછડી જીભ બદલ મમ્મી સાથે રોજનો સંઘર્ષ કેમ ? એ તોછડી જીભ બદલ મમ્મી

પ્રત્યે મનમાં સતત દુર્ભાવ કેમ ?

અલબત્ત, મને ખ્યાલ છે કે તોતડી જીભને શરીરની ખામી માનીને સ્વીકારી શકાય છે પણ તોછડી જીભ તો મનનો દોષ હોવાથી એનો સ્વીકાર કરવો મુશ્કેલ બને છે. જગતમાં, દેશમાં, રાજ્યમાં, શહેરમાં,

ગામડામાં, સમાજમાં કે ઘરમાં થતા ઝઘડાઓમાં મોટાભાગના ઝઘડાઓનો યશ (?) તોછડી અને કર્કશ જીભને ફાળે જાય છે.

‘બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી, કરતું રહ્યું છે આ મન; પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે, કેવું આ આપણું જીવન ?’

કો’ક શાયરની આ પંક્તિઓ પણ આ જ વાત કરે છે કે શબ્દો અત્યંત પ્રભાવશાળી છે. દૂધ સાકર વિનાનું ચલાવી લેવાય પણ રાખવાળું શેં ચાલે ? શબ્દો લાગણી વિનાના સ્વીકારી લેવાય પણ કડવાશ

ભરેલા શેં ચાલે ? મમ્મીના મુખમાંથી આવા જ શબ્દો નીકળ્યા કરતા હોય અને એને કારણે તારી પત્ની અકળાઈ જતી હોય

તો એમાં આશ્ચર્ય નથી છતાં હું એમ માનું છું કે તારી પત્ની મમ્મીના આવા શબ્દોને

‘સ્વભાવ’ ખાતે ખતવી દેવાનું સત્ત્વ દાખવી શકે તો સંયુક્ત કુટુંબ તૂટતું અચૂક બચી જાય, મમ્મીના દિલને તૂટતું પણ બચાવી શકાય.

બાકી એક વાત ખાસ યાદ રાખજે કે શરીરક્ષેત્રે પુરષ બહાદુર જરૂર છે પણ મનક્ષેત્રે સ્ત્રી જેવી સહનશીલતા તો કોઈનીય પાસે નથી. કબૂલ, તારી મમ્મી સ્ત્રી છે પણ તારી પત્નીય સ્ત્રી જ છે ને ? એક સ્ત્રી બીજી

સ્ત્રીને અપનાવી લે એમાં જ સ્ત્રીત્વનું ગૌરવ છે.

૭૭

૭૮

૬૦

દર્શન,

તેં મમ્મીના ગલત સ્વભાવ સામે પત્નીની સહનશીલતાની વાત ઉપાડી છે ને ?

પણ મેં પપ્પાના ગલત સ્વભાવ સામે પુત્રની પ્રસન્નતાનો જે પ્રસંગ અનુભવ્યો છે એ

તને આ પત્રમાં જણાવવા માગું છું. મુંબઈના એક પરાની આ વાત છે. પપ્પાનો સ્વભાવ તું કલ્પના ન કરી શકે એટલી હદે ખરાબ છે, ઘરમાં કટુ શબ્દો બોલવાનું તો એમને કોઠ પડી ગયું છે પણ દેરાસરમાં કે ઉપાશ્રયમાં પણ

એમની જીભ સતત કટુ શબ્દો ઓક્યા જ કરે છે. માત્ર શબ્દો જ એમના કટુ નથી, સ્વભાવ પણ એમનો એટલો જ ખરાબ છે, વર્તણુંક પણ એમની એટલી જ ત્રાસદાયક છે.

ઘરમાં એ કપ-રકાબી તોડ છે, તો દેરાસરમાં વાટકીઓ ફેંકે છે. બજારમાં એ ગાળો બોલે છે, તો ઘરમાં એ શું બોલે છે એની એમને પોતાને ખબર નથી હોતી. આવા બાપનો દીકરો મારી પાસે આવેલો. મેં એને કહ્યું - ‘તારા

પપ્પાને તું પ્રેમથી સમજાવતો હોય તો ?’

‘તોય સમજે તેમ નથી’

‘મંદબુદ્ધિ છે ?’

‘ના.’

‘તો ?’

‘સ્વભાવ જ એવો છે અને મહારાજસાહેબ ! એમનો આવો સ્વભાવ બની જવા પાછળ પણ કારણ છે. અમારી બાલ્યાવસ્થા વખતે અમારા ઘરની આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. ગાળો ખાઈને,

લાચારી દાખવીને, અન્યાયો સહન કરીને પપ્પાએ એ દિવસોમાં અમને સાચવી લીધા છે. અને આખુંય ઘર ટકાવી રાખ્યું છે. સાવ સમજાય તેવી વાત છે કે સુખના સમયમાં માણસ પોતાના બગડેલા સ્વભાવને પણ સારો

રાખવા માગે છે તો રાખી શકે છે પણ દુઃખના સમયમાં તો અચ્છો અચ્છો માણસ પણ પોતાનો સારો પણ સ્વભાવ બગાડી બેસે છે. બન્યું હોય એવું કે પપ્પાનો સ્વભાવ બગાડવામાં આ દુઃખદ પરિસ્થિતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય.

કબૂલ, આજે પરિસ્થિતિ એટલી હદે ખરાબ નથી.

અલબત્ત, ઘર આંગણે વાલકેશ્વરનાં સુખો નથી આવ્યાં પણ ધારાવીની

ઝૂંપડપટ્ટીનાં દુઃખો પણ નથી આવ્યાં એય એટલી જ હકીકત છે અને છતાં પપ્પાનો સ્વભાવ બગડેલો જ છે. અને એનો મને કે મારા પરિવારમાં કોઈનેય ત્ર સ નથી. કારણ કે અમે અમારી આખી જીવનવ્યવસ્થા

પપ્પાના સ્વભાવને ખ્યાલમાં રાખીને ગોઠવી લીધી છે. બાકી, આ ઉંમરે અમે એમનો સ્વભાવ બદલી નાખવાનું કહીએ એ કેટલું ઉચિત ગણાય ? અને એ પોતે કદાચ પોતાનો સ્વભાવ ફેરવવા તૈયાર થઈ પણ જાય

તોય એમાં એમને સફળતા કેટલી મળે ? બાકી મહારાજસાહેબ ! ઉંમર તો અમારીય થવાની છે ને ? જો અમે પપ્પાને નહીં સાચવી લઈએ તો અમારા દીકરા અમને શેં સાચવવાના ?’

દર્શન, દીકરાને મોઢ સાંભળેલી આ વાતે મારી આંખમાંય હર્ષનાં આંસુ લાવી

દીધેલાં. તને એટલું જ કહીશ કે એ ભૂતકાળનું પુનરાવર્તન કરાવવું તારા હાથમાં છે.

૬૧

મહારાજસાહેબ,

પપ્પાના ગલત સ્વભાવ સામે પુત્રની સુંદર વર્તણૂંકને જણાવતો સુંદર પ્રસંગ વાંચતાં આપની જેમ મારી આંખ પણ ભીની થઈ ગઈ. એક વિનંતી છે આપને કે અનુકૂળતા હોય તો અને આપને વાંધો ન હોય તો

એ પરિવારનું મને સરનામું મોકલજો. એ વિનયી પુત્રનાં દર્શન કરીને હું મારી જાતને ધન્ય બનાવવા માગું છું. ખરેખર, નાનકડા ઘરમાં દસ માણસને વસાવી દેવા સહેલા છે પણ આ નાનકડા લાગતા મનમાં

માત્ર પરિવારનાં સભ્યોને પણ પ્રસન્નતાપૂર્વક વસાવી લેવા અતિ મુશ્કેલ છે.

આપે લખેલા પ્રસંગ પરથી હું એમ સમજ્યો છું કે મમ્મી-પપ્પાના ગમે તેવા વિચિત્ર પણ સ્વભાવને મારે અને મારી પત્નીએ જે પણ સમાધાન કરવું પડતું હોય એ કરીને પણ નભાવી જ લેવો જોઈએ, સ્વીકારી જ લેવો

જોઈએ, અપનાવી જ લેવો જોઈએ. છતાં ઇચ્છું છુ કે આપ હજી કોઈક નવા અભિગમથી આ અંગે સમજાવો. મનમાં બેઠેલો અહં એમ સીધેસીધો રવાના થઈ જાય એવું લાગતું નથી.

દર્શન, એક મહત્ત્વની વાત ઘ્યાનમાં રાખજે કે જેનો ભૂતકાળ લાંબો હોય છે

૭૯

૮૦

અને ભવિષ્યકાળ ટૂંકો હોય છે એ વ્યક્તિને પોતાનો સ્વભાવ બદલવો જેટલો મુશ્કેલ હોય છે એના કરતાં જે વ્યક્તિનો ભૂતકાળ ટૂંકો હોય છે અને ભવિષ્યકાળ લાંબો હોય છે એ વ્યક્તિને પોતાનો સ્વભાવ બદલવો પણ સહેલો હોય છે

અને સામી વ્યક્તિના સ્વભાવને નિભાવી લેવોય સહેલો હોય છે.

હું આ સંદર્ભમાં તને જ પૂછું છું. તને શું લાગે છે ? સ્વભાવ બદલી નાખવામાં મમ્મીને સફળતા મળવી અસંદિગ્ધ છે કે મમ્મીના સ્વભાવને નિભાવી લેવામાં પત્નીને સફળતા મળવી અસંદિગ્ધ છે ? તને

ખ્યાલ છે ? રેલવેની મુસાફરીમાં અડતાલીસ કલાકની મુસાફરીવાળો યાત્રિક, બે કલાકની મુસાફરીવાળા યાત્રિકને સગવડ પણ કરી આપે છે અને એના તરફથી આવતી અગવડને નિભાવી પણ લે

છે. તો પછી શા માટે મમ્મીના ગલત સ્વભાવની બાબતમાં તારી પત્ની આ અભિગમ અપનાવી ન લે ? શા માટે તું એને આ અભિગમ અપનાવી લેવા દબાણ ન કરે ?

દર્શન, યાદ રાખજે, આપણી સાથે ચાલનારની ઝડપ ધીમી હોય અને આપણી ઝડપ તેજ હોય, પણ આપણે સાથે ચાલનારને સાથે જ રાખવા માગીએ છીએ તો આપણે જ ઝડપ ધીમી કરવી

પડે છે. બસ, એ જ ન્યાયે આપણા પરિવારના કો’ક સભ્યનો સ્વભાવ ખરાબ હોય અને આપણો સ્વભાવ સારો હોય પણ આપણે પરિવારના એ સભ્યને સાથે જ રાખવા માગીએ છીએ તો આપણે જ

આપણો અહં તોડવો પડે છે, આપણા જ સ્વભાવને આપણે ઉદાર બનાવવો પડે છે.

૬૨

મહારાજસાહેબ,

ગજબનાક સમાધાન આપી દીધું આપે. આપના પત્રનો તાત્પર્યાર્થ સ્પષ્ટ લાગે છે કે મમ્મી-પપ્પાના સ્વભાવ તરફ અમારે જોવાનું રહેતું જ નથી. એ જેવાં છે

તેવાં અમારે એમને નિભાવી જ લેવાનાં છે, સાચવી જ લેવાનાં છે, પણ મનમાં એક પ્રશ્ન એ થાય છે કે સંયુક્ત કુટુંબમાં રહેનાર દરેકે પોતાની ફરજ બજાવવાની જ હોય છે તો આ કાયદો મમ્મી-પપ્પાને પણ લાગુ ન પડે ?

આપ તો સંસાર ત્યાગીને બેઠા છો એટલે આપને અમારા વર્તમાનનો કદાચ

જોઈએ તેવો ખ્યાલ ન પણ હોય, પણ પરિસ્થિતિ આજે એ છે કે શું રાષ્ટ્રમાં કે શું રાજ્યમાં, શું શહેરમાં કે શું ગામડામાં, શું સમાજમાં કે શું કુટુંબમાં, જે પણ વ્યક્તિ પોતાના સ્વભાવને ઉદાર રાખીને આજુબાજુવાળાના ગલત

સ્વભાવને નિભાવી લે છે, એ વ્યક્તિને જિંદગીભર બધાય તરફથી ત્ર સ જ વેઠવો પડે છે. એ વ્યક્તિને જિંદગીભર બધાય તરફથી પીડા જ મળતી રહે છે.

મેં એવા બાપાઓ જોયા છે કે જેમણે દીકરાઓના શરમાળ સ્વભાવ બદલ સતત તેમને ત્ર સ જ આપ્યે રાખ્યો છે. મેં એવી સાસુઓ જોઈ છે કે જેમણે વહુઓના સૌજન્યસભર વ્યહાર બદલ સતત તેમના પર

અત્યાચાર જ કર્યે રાખ્યો છે. જો વર્તમાનની આ જ તાસીર હોય તો અમારા જેવાએ કરવાનું શું ? બળવો કરીને મમ્મી-પપ્પાની સામે પડવાનું કે પછી મૂંગે મોઢ એમના તરફથી થતા તમામ પ્રકારના અત્યાચારોને સહન

જ કર્યે જવાના ? તડાફડી કરીને એક વાર મમ્મી-પપ્પાને એમનું સ્થાન બતાવી દેવાનું કે પછી કમજોર રહીને એમના તરફથી થતા તમામ પ્રકારના અન્યાયોને સહન જ કર્યે જવાના ?

‘બધાયનું બધા જ પ્રકારનું સહન જ કર્યે જવાનું’ આ વાત આદર્શ તરીકે બરાબર છે પણ વાસ્તવિકતામાં એનો અમલ શક્ય નથી. લુહારને ત્યાં રહેતી એરણ, ભલે ને ગમે તેટલી મજબૂત હોય, એક સમય

તો એના માટે એવો આવે જ છે કે જ્યારે હથોડાના ઘા ખાવાની એની ક્ષમતા પૂરી થઈ જાય છે અને એ તૂટી જાય છે. ગામને નાકે ઊભેલો પર્વત ભલે ને ગમે તેટલો નક્કર હોય, એક સમય તો એને માટે એવો આવે જ છે કે

જ્યારે ધરતીકંપના વારંવાર આંચકા ખાવાની એની તાકાત પૂરી

૮૧

૮૨

થઈ જાય છે અને એ કડડભૂસ થઈ જાય છે.

મહારાજસાહેબ ! આપે વાંચી છે કો’ક શાયરની આ પંક્તિઓ ?

‘દુનિયા જરૂર પૂજતે અમને ઝૂકી ઝૂકી;

અફસોસ કે ખરાબ થતાં આવડ્યું નહીં.’

સ્પષ્ટ છે આ પંક્તિનો તાત્પર્યાર્થ. જો ટકી રહેવું છે ખરાબ સ્વભાવવાળાઓ વચ્ચે, તો તમેય ખરાબ બની જાઓ નહિતર જગતમાંથી તમે ફેંકાઈ જશો. શો છે આ બાબતમાં આપનો જવાબ ?

૬૩

દર્શન,

તારો પત્ર વાંચ્યો. એમાં વ્યક્ત થયેલો તારો આક્રોશ જાણ્યો. તને એ અંગે એટલું જ કહીશ કે માનવતાના, લગાણીશીલતાના, સહૃદયતાના, સૌજન્યના હિસાબોનું સરવૈયું ભલે થોડું મોડું મળે છે પણ એમાં કરેલું

રોકાણ ક્યારેય નિષ્ફળ જતું નથી એ નિશ્ચિત્‌ સમજી રાખજે. ‘જેવા સાથે તેવા થવા’ની વાત જો આખા જગતે અપનાવી લીધી હોત તો આ જગતને પરમાત્મા ન મળ્યા હોત, સંતો ન મળ્યા હોત,

સજ્જનો ન મળ્યા હોત, સદ્‌ગૃહસ્થો ન મળ્યા હોત ! મળ્યા હોત કેવળ ગુંડાઓ, લુચ્ચાઓ, લફંગાઓ અને લબાડો ! આ જગત આજે થોડુંઘણું સારું લાગી રહ્યું છે, રહેવા જેવું લાગી રહ્યું છે એનો યશ ‘જેવા સાથે તેવા

થવા’ની વાતમાં જેઓ સંમત નથી થયા એ સહુને ફાળે જાય છે. તેં મારી સામે કો’ક શાયરની પંક્તિ મૂકી છે તો હુંય તારી સામે એક શાયરની પંક્તિ મૂકું છું. વાંચી લેજે એને ઘ્યાનથી

‘અધરે સ્મિત લાવીને, જિંદગીને તું હસી લેજે, શોણિત જે વહાવે હૈયું, તે પ્રેમથી તું પી લેજે. જિગરના જખ્મો દુઃખ આપે તો સ્નેહથી સહી લેજે,

ને રડે ને મારા ભાઈ ! તો વાંસળી જેવું મધુરં રડી લેજે,’

દર્શન, હું તને એટલું જ પૂછું છું કે ગતપત્રમાં તેં મારી સામે કો’ક શાયરની રજૂ

કરેલી પંક્તિ સામે, આ પત્રમાં મેં મૂકેલી કો’ક શાયરની પંક્તિમાં તને કઈ પંક્તિ વધુ જામે છે એ તું મને લખી જણાવજે. તેં લખેલી પંક્તિઓના અમલમાં હિટલર, ચંગીઝખાન, નાદિરશાહ, ઔરંગઝેબ, ઇદી

અમીન જેવા ઘાતકીઓની જગતને ભેટ મળવાની શક્યતા છે જ્યારે મેં મૂકેલી આ પંક્તિઓના અમલમાં પરમાત્મા મહાવીરદેવ, કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય, નરસિંહ મહેતા, મીરાંબાઈ, કુમારપાળ, વસ્તુપાળ,

તેજપાળ, જગડુશા, ભામાશા જેવા ઉત્તમ પુરષ ેની જગતને ભેટ મળવાની શકયતા છે. તું શું એમ તો નથી ઇચ્છતો ને કે આ જગતમાં બોલબાલા તો હિટલરોની જ રહેવી જોઈએ ? ગૌરવ તો ચંગીઝખાનોનાં જ વધવાં

જોઈએ ? પૂજા તો નાદિરશાહોની જ થવી જોઈએ ? હારતોરા તો ઔરંગઝેબોના જ થવા જોઈએ ? જો ના, તો મારો સંદેશ સ્પષ્ટ છે. ખરાબ સ્વભાવની સામે સારો જ સ્વભાવ ! એમાં કોઈ જ બાંધછોડ નહીં.

૬૪

મહારાજસાહેબ,

આપના પરના છેલ્લા પત્રમાં મેં ઉઠાવેલી દલીલો પરથી મને એમ લાગતું હતું કે ‘જેવા સાથે તેવા’ થઈ જવાની વાતમાં આપે સંમતિ આપવી જ પડશે પણ એ પત્રની દલીલોનો આપે જવાબ આપ્યો છે એ

જવાબ વાંચીને હું તો ઠરી જ ગયો છું. મારી પાસે આપના જવાબને સ્વીકારી લેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. આપની વાત સાવ સાચી છે કે સદ્‌ગૃહસ્થો, સજ્જનો, સંતો અને પરમાત્માની આ જગતને

મળેલી અને મળતી રહેલી ભેટનો યશ ‘જેવા સાથે તેવા’ની વૃત્તિને ફાળે તો નથી જ જતો. હકીકત આ હોવા છતાં મન એ અભિગમના અમલ માટે જલદી

તૈયાર થતું નથી એની પાછળ કારણ શું હશે ?

અને આમાં પાછી કરુણતા તો એ છે કે સજ્જન સામે મન સજ્જન થવા તૈયાર નથી, પ્રેમ સામે મન પ્રેમ આપવા તૈયાર નથી, ઉદાર સામે મન ઉદાર થવા તૈયાર નથી, સરળ સામે મન સરળ

બનવા તૈયાર નથી. એ તો દુર્જન સામે દુર્જન બનવા જ

તૈયાર છે, ક્રોધી સામે વૈરી બનવા જ તૈયાર છે, ગુંડા સામે ખૂની બનવા જ તૈયાર છે,

૮૩

૮૪

લબાડ સામે લફંગાઈ આચરવા જ તૈયાર છે, કપટી સામે કાવાદાવાબાજ બનવા જ

તૈયાર છે.

ટૂંકમાં, મન બેવડી ચાલ ચાલી રહ્યું છે. સદ્‌વ્યવહાર સામે એ સદ્‌વ્યવહાર આચરવા તૈયાર નથી પણ દુર્વ્યવહાર સામે એ દુર્વ્યવહાર આચરવા જાણે કે રાહ જોઈને જ બેઠું છે. આજે મને ખ્યાલ આવે છે કે પપ્પાએ કાંઈ

દરેક વખતે મારી સાથે કઠોર વ્યવહાર જ આચર્યો છે એવું નથી. પપ્પાના સદ્‌વ્યવહારનો અનુભવ મેં જો ઘણીય વાર કર્યો છે તો મમ્મીના પ્રેમાળ વ્યવહારનો અનુભવ મારી પત્નીને પણ ઘણીય વાર થયો જ છે છતાં મન એ

સદ્‌વ્યવહાર કે પ્રેમાળ વ્યવહારની નોંધ લેવા

તૈયાર નથી અને કઠોર વ્યવહાર કે કર્કશ વ્યવહારને ભૂલવા તૈયાર નથી.

મહારાજસાહેબ, આ વાસ્તવિકતા પર વિચારતાં તો એમ લાગી રહ્યું છે કે મમ્મી-પપ્પા દ્વારા મારી સમજણની અવસ્થામાં થયેલા ઉપકારો પણ જો હું કટોકટીના સમયમાં ભૂલી રહ્યો છું તો પછી મારી

સમજણની અવસ્થા નહોતી એ વખતે એમના દ્વારા મારા પર થયેલા ઉપકારોનો તો મને જિંદગીભર ખ્યાલ પણ

ક્યાંથી આવવાનો ? અને જો ઉપકારોનો ખ્યાલ જ નહીં આવે તો એ ઉપકારોનો બદલો વાળવાનું તો મારે માટે શક્ય જ શેં બનશે ? ખૂબ મૂંઝવણ અનુભવું છું હું આ વિચારણા પર.

૬૫

દર્શન,

થોડાક જ વખત પહેલાં મુંબઈના ધનાઢ્ય વિસ્તારમાં બની ગયેલો એક પ્રસંગ

તું વાંચી લે. સ્તબ્ધ થઈ જઈશ. રાતે નવેક વાગ્યાના સમયે સૉફાસેટ પર બેસીને પેપર વાંચી રહેલા પપ્પાને એના ડૉક્ટર બનેલા દીકરાએ કહી દીધું : ‘પપ્પા, એક વાત સાંભળી લો.’

‘શું ?’

‘આજથી બરાબર ત્રીજા દિવસે સવારના નવ વાગ્યા પહેલાં તમારે આ ઘર

છોડી દેવાનું છે.’ ધરતીકંપ થાય અને મકાન જે રીતે ઘ્રૂજી ઊઠે એ રીતે દીકરાની આ

વાત સાંભળતાં એના પપ્પા ઘ્રૂજી ઊઠ્યા.

‘પણ બેટા ! કાંઈ કારણ ?’

‘કારણ કાંઈ નહીં. મેં તમને મારે જે કહેવા જેવું હતું એ કહી દીધું છે. તમારે આ ઘર છોડી દેવાનું છે.’

‘પણ જાઉં ક્યાં ?’

‘એ તમારે વિચારવાનું છે.’

‘તારી મમ્મી ગુજરી ગઈ છે. મારી પાકટ વય થઈ છે. આ સ્થિતિમાં ઘર

છોડીને બીજે હું જાઉં ક્યાં ? અને કરું પણ શું ?

‘મેં તમને કહી દીધું ને કે તમારે આ ઘરમાં હવે રહેવાનું નથી ! બસ વાત પૂરી

થઈ જાય છે.’

કદાચ ૭૦/૭૫ વરસની વયે પહોંચેલો એ બાપ આખી રાત પથારીમાં તરફડતો રહ્યો. એની આંખમાંથી વહેલાં આંસુઓની ગંગાએ એનું ઓશીકું ભીનું કરી નાખ્યું. બીજે દિવસે સવારે એ ઘરમાંથી બહાર નીકળ્યા, ગયા

પોતાના જૂના મિત્રને ત્યાં. વ્યથિત હૈયે અને રડતી આંખે મિત્રને એમણે દીકરાનો ઑર્ડર સંભળાવ્યો.

‘દીકરાએ આવું કહી દીધું ?’

‘હા’

‘કારણ ?’

‘મને ખબર નથી.’

‘ચિંતા ન કરો. હમણાં અહીં આવ્યા જ છો તો જમી લો. આપણે બન્ને સાથે જ જઈએ છીએ.’

‘પણ ક્યાં ?’

‘તમારા ઘરે.’

‘શું કરશો ?’

‘જે બને તે જોયા કરજો.’

ચારેક કલાક બાદ બાપ અને એમનો મિત્ર, બન્ને પહોંચ્યા ઘરે. રવિવાર હતો એટલે દીકરો ઘરે જ હતો. બાપની હાજરીમાં જ મિત્રે દીકરાને બોલાવ્યો. ‘તારા પપ્પાને ઘર છોડીને જવાનો ઑર્ડર તેં કર્યો છે ?’

‘હા.’

‘કારણ ?’

‘અમારા બાપ-દીકરાના વ્યવહારમાં તમારે વચ્ચે પડવાની કોઈ જ જરૂર નથી.’

૮૫

૮૬

અને દીકરાનો આ જવાબ સાંભળતાની સાથે જ બાપના પેલા મિત્રે પોતાની બ્રીફકેસ ખોલી. એમાંથી એક કાગળ કાઢ્યો અને દીકરાના હાથમાં પકડાવી દીધો.

‘વાંચી લે તું આ.’ અને જ્યાં દીકરાએ કાગળ વાંચ્યો, એ સ્તબ્ધ થઈ ગયો.

‘આ સાચું છે ?’

‘હા.’

મિત્ર એટલું જ બોલ્યો અને પળના વિલંબ વિના દીકરો દોડીને એના પપ્પા પાસે પહોંચીને રડવા જ લાગ્યો. ‘પપ્પા ! મને માફ કરી દો. મારી પત્નીની ચડામણીથી મેં તમને ઘર છોડી જવાનો ઑર્ડર કરેલો. મારા જેવા

નાલાયકને જે સજા કરવી હોય

તે કરો પણ પપ્પા...!’ દર્શન, શું હતું એ કાગળમાં એની વાત હવે પછીના પત્રમાં.

૬૬

દર્શન,

એ પત્ર હતો હૉસ્પિટલમાંથી મળેલા સર્ટિફિકેટનો. એમાં જણાવવામાં આવ્યું હતું કે ‘પિતાજીએ રાજીખુશીથી પોતાની કિડની કાઢી લેવાની સંમતિ આપી છે.’

દીકરાને પહેલી વાર ખ્યાલ આવ્યો કે પપ્પા માત્ર એક જ કિડની પર જીવન પસાર કરી રહ્યા છે. પણ શું કામ ? પપ્પાને કિડની કાઢી લેવાની સંમતિ આપવી પડી શું કામ ? એણે પળનાય વિલંબ વિના

પપ્પાને આ પ્રશ્ન પૂછ્યો. પપ્પા આ પ્રશ્નનો જવાબ આપવાની સ્થિતિમાં નહોતા.

પપ્પાના મિત્રે જ જવાબ આપ્યો, ‘એ દિવસોમાં તારા પપ્પાની આર્થિક સ્થિતિ

સારી નહોતી. અને તને ભણાવવા માટે પૈસા મેળવ્યા વિના ચાલે તેમ નહોતું. આમ

તો તને એ કૉલેજમાંથી ઉઠાડી લેવાની ગણતરીમાં હતા પણ આગળ ભણવાનો તારો આગ્રહ ભારે હતો અને એમાંય તારે મેડિકલ લાઇનમાં જ જવું હતું. ખૂબ મથામણને અંતે તારા ભાવિને ઉજ્જવળ બનાવવા તારા

પપ્પાએ કિડની કઢાવી નાખીને એની જે રકમ આવે એ રકમમાંથી તને ભણાવવાનું નક્કી કર્યું.

આમાં આગળ વધતાં પહેલાં એમણે મારી સલાહ લીધી અને હું એ સાંભળીને

સ્તબ્ધ થઈ ગયો. ‘દીકરાને આગળ ભણાવવા બાપના પોતાના જીવન સાથે ચેડાં ?’

પણ, તારા પપ્પા મક્કમ હતા. કચવાતા મને મેં એમને હા પાડી અને પ્રસન્ન ચિત્તે હૉસ્પિટલમાં દાખલ થઈને તારા પપ્પાએ પોતાની એક કિડની કઢાવી નાખી.

એની જે રકમ આવી એ રકમ લગાવી દીધી તારા ભણતર પાછળ. આજે તું ડૉક્ટર બની શક્યો છે એની પાછળ તારા પપ્પાનું આ બલિદાન છે, આ ભોગ છે. આવા પ્રેમાળ બાપને એમની પાકટ વયે

માત્ર પત્નીની ચડામણીથી ઘર બહાર નીકળી જવાનો ઑર્ડર કરતાં તને શરમ ન આવી ?’ અને પપ્પાના મિત્રના મુખે ભૂતકાળની આ ઘટના સાંભળી દીકરો હીબકાં ભરી ભરીને રડવા લાગ્યો.

‘પપ્પા ! કુળદીપક બનવાને બદલે હું કુલાંગાર પાક્યો ! દીપક તો પ્રકાશ આપીને સામાને ઠારે છે પણ અંગારો ભડકો પેદા કરીને સામાને બાળે છે. હું અંગારો બન્યો છું. આપને આ ઉંમરે ઠારવાને બદલે બાળનારો બન્યો છું.

મને જે સજા કરવી હોય તે કરો. આજ પછી આપના દિલને ઠેસ પહોંચે એવો એક પણ શબ્દ મારા મોઢામાંથી નહીકળે. મારી પત્નીને કહી દઈશ કે આ ઘરમાં પપ્પા તો રહેશે, રહેશે ને રહેશે જ. એને રહેવું હોય તો

રહે અને નહિતર રવાના થાય એને પિયર !’

દર્શન, કયા દીકરા પાસે બાપે પોતાના આવા બલિદાનની વાત કરી છે ? કયો

દીકરો પોતાના બાપ પાસે બેસીને શાંત ચિત્તે એમણે પોતાની પાછળ આપેલા ભોગની

વાત સાંભળવા તૈયાર થયો છે ? હું બીજાની વાત નથી કરતો, તને જ કહું છું. મન

થાય તો એક વાર મમ્મી-પપ્પાને તારો ભૂતકાળ ઉખેળવા મજબૂર કરી જોજે. તને જે સાંભળવા મળશે એ મમ્મી-પપ્પા માટે તારા મનમાં ભરાયેલા તમામ કચરાને રવાના કરી દીધા વિના નહીં રહે.

૮૭

૮૮

૬૭

મહારાજસાહેબ,

આપે છેલ્લા બે પત્રમાં લખેલા દ્‌ષ્ટાન્ત વાંચીને હું સાચે જ ખળભળી ઊઠ્યો છું. આપ નહીં માનો પણ મારા મનમાં એક જાતનો ડર પેસી ગયો છે. રખે, મમ્મી પપ્પા પાસે મારો ભૂતકાળ ઉખેળાવવામાં હું સફળ બની

પણ જાઉં અને એમાંય આવી જ કો’ક કથા ધરબાયેલી હોય તો ? મારી તો હાલત બગડી જાય, મારાં તમામ સુખ-ચેન રવાના થઈ જાય, મારી પ્રસન્નતા અને મસ્તી ગાયબ થઈ જાય, કારણ કે મમ્મી-

પપ્પાને યુવાનીના જોરમાં, બુદ્ધિના નશામાં અને અહંના કેફમાં મેં કેટલાં હેરાન કર્યાં છે, દુઃખી કર્યાં છે અને સતાવ્યાં છે એની તો મને એકલાને જ ખબર છે.

ક્યારેક તો મેં મમ્મી-પપ્પાનાં મોતનીય કામના કરી છે તો જીવનની કો’ક નબળી પળોમાં મમ્મી-પપ્પાનાં ખૂનનો વિચાર પણ મારા મનમાં આવી ગયો છે. આવો કૃતધ્ન, નીચ અને નાલાયક હું મમ્મી-

પપ્પાના મારા પરના અગણિત ઉપકારોને જાણ્યા પછીય સ્વસ્થ રહી શકું કે મસ્ત રહી શકું એવી કોઈ જ શક્યતા નથી. આપે ભલે મને પડકાર્યો હોય, પણ આપનો એ પડકાર મારે ઝીલવો નથી. મારા ભૂતકાળની કોઈ જ

કથા મમ્મી-પપ્પા પાસે મારે જાણવી નથી.

હું તો એ કથા જાણ્યા વિના જ મમ્મી-પપ્પાને અત્યારે સમર્પિત થઈ ગયો છું.

‘એમની પ્રસન્નતા એ જ મારી પ્રસન્નતા’ને મારા જીવનનો મુદ્રાલેખ બનાવી બેઠો છું. મનની ખરલમાં ક્રોધ અને વેરને ઘૂંટતા રહીને આજ સુધીમાં મેં મારા જીવનને જે નુકસાન કર્યું છે એ નુકસાનનો ભોગ હવે પછી ક્યારેય ન

જ બનવાનો દ્‌ઢ નિર્ધાર હું કરી ચૂક્યો છું.

મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે જેને વાતેવાતે ઓછું જ લાગ્યા કરે છે એની સાથે પ્રસન્નતાનાં લગ્ન શક્ય નથી અને એ ખ્યાલના હિસાબે જ મમ્મી-પપ્પા તરફથી કોઈ પણ પ્રકારની મારી અપેક્ષ પૂર્ણ નહીં પણ

થાય તોય, મારી અપેક્ષ ની સર્વથા ઉપેક્ષા થશે તોય, મારી અગવણના થશે તોય, મારા અહં પર ફટકા પડશે તોય, મારાં સુઃખ-સગવડો પર કાપ મુકાશે તોય મનમાં એની નોંધ ન લેવાનો દ્‌ઢ સંકલ્પ હું કરી ચૂક્યો છું.

એક જ વિનંતી કરું છું આપને કે મારા આ દ્‌ઢ નિર્ધારમાં અને દ્‌ઢ સંકલ્પમાં મને કાયમ માટે ટકી રહેવાનું મન થાય એવા આપ આશીર્વાદ પાઠવશો. અને હા, મારી પત્ની આમ તો સુશીલ છે, ખાનદાન

છે, સમજુ છે, ગુણિયલ છે, કૃતજ્ઞ છે; છતાં એનું અંતઃકરણ પણ મમ્મી-પપ્પા પ્રત્યેના સદ્‌ભાવથી હર્યુંભર્યું બન્યું રહે એવી નાનકડી હિતશિક્ષ એને માટેય પાઠવશો. આખરે તો એય સ્ત્રી છે, મારા દીકરાની મમ્મી છે. એક મમ્મી બીજી

મમ્મીના દિલને સમજી જાય એટલે મારા ઘરમાં નંદનવન સર્જાયું જ સમજજો.

૬૮

દર્શન,

તારો પત્ર વાંચી મારું હૈયું ભરાઈ ગયું. પત્રવ્યવહારની શરૂઆત વખતની

તારી મનઃસ્થિતિ કેવી હતી, અને પત્રવ્યવહારની સમાપ્તિ ટાણેની તારી મનઃસ્થિતિ કેવી છે ? કૃતધ્નભાવનું સ્થાન કૃતજ્ઞભાવે લઈ લીધું હોય એમ મને સ્પષ્ટ લાગે છે. બુદ્ધિનું સ્થાન હૃદયને અને તર્કનું સ્થાન લાગણીને આપવામાં

તું સારો એવો સફળ બન્યો છે એવું સ્પષ્ટ અનુભવાય છે. તને મારા અંતરના આશીર્વાદ છે કે તારી અત્યારની ભાવુકતા કાયમ માટે ટકી જ રહે. તારું વર્તમાનનું વિચારપરિવર્તન અને હૃદયપરિવર્તન સાચા અર્થમાં

જીવનપરિવર્તન કરનારું બની રહે અને હા, તારી પત્ની માટે તેં હિતશિક્ષ મંગાવી છે તો એ અંગે એને શું લખુ ? માત્ર એટલું જ કહીશ એને કે એ સતત પોતાની આંખ સામે પિયરમાં રહેલી પોતાની મમ્મીને રાખે અને પોતેય

ભવિષ્યમાં સાસુ બનવાની છે એ ખ્યાલમાં રાખે, આ બે ચીજ એ સ્મૃતિપથ પર રાખતી રહેશે તો મમ્મી-પપ્પા પ્રત્યે અહોભાવ ટકાવી રાખવામાં એને ખાસ વાંધો નહીં આવે.

શું કહું તને ? મારા તરફથી કહેજે એને કે કોઈનાય પ્રત્યે કડવા બન્યા રહીએ છીએ ત્યારે ધીરેધીરે એ કડવાશની લાશ જાતે જ ઊંચકવાનો વારો આવીને ઊભો રહે છે. કુદરતના આ સનાતન સત્યને એ પ્રતિપળ

નજર સમક્ષ રાખે. અલ્પ ભૂતકાળ ધરાવતો બાબો લાગણીનો અધિકારી છે તો અલ્પ ભવિષ્યકાળ ધરાવતાં મમ્મી

૮૯

૯૦

પપ્પા પણ લાગણીનાં જ અધિકારી બન્યાં રહેવાં જોઈએ. તિરસ્કારને પાત્ર તો

ક્યારેય ન જ બનવાં જોઈએ. આ ગણિતને એ અસ્થિમજ્જા બનાવી દે અને છેલ્લી

વાત પ્રેમ એક એવો તાંતણો છે કે જેને આપણે આપણી જ બાજુ ખેંચ્યા કરીએ છીએ

તો એ તૂટી જાય છે અને સામા તરફ રાખીએ છીએ તો એ વધુ ને વધુ મજબૂત થતો જાય છે આ વાત તમારે બન્નેએ નજર સમક્ષ રાખવાની છે.

મેં અને તેં, આપણે સહુએ વિરાટ અનંતકાળના સંસાર પરિભ્રમણમાં આ જ ભૂલ કરી છે. બધાએ મને જ પ્રેમ આપવો જોઈએ, મારા પ્રત્યે બધાએ લાગણી

દર્શાવવી જોઈએ, મારી કદર બધાએ કરવી જોઈએ. આ ગણિતને આધારે આપણે જીવન જીવ્યા છીએ અને એના જ કારણે આપણે સહુના તિરસ્કારપાત્ર બન્યા છીએ પણ, હવે એ ગણિતને

ઉલટાવી દઈએ. મારે સહુને પ્રેમ આપવો છે, સ્નેહ આપવો છે, લાગણી આપવી છે. આ ગણિતને જીવનમાં સાચા અર્થમાં અમલી બનાવવા લાગીએ. જે ચમત્કાર સર્જાશે એ આપણી

કલ્પના બહારનો હશે.

૬૯

મહારાજસાહેબ,

આપનો આભાર માનવા માટે કોઈ શબ્દો જડતા નથી. ઉકરડાની દિશા તરફ

દોટ લગાવી ચૂકેલાં કદમને આપે સમ્યક્‌ માર્ગદર્શન આપવા દ્વારા ઉદ્યાનની દિશા

તરફ વાળી દીધાં છે, ધગધગતા જ્વાળામુખી સાથે પ્યાર જમાવવા તૈયાર થઈ

ચૂકેલા હૃદયને આપે સમ્યક્‌ સમજણ આપવા દ્વારા હિમાલય સાથે પ્યાર કરતું કરી

દીધું છે, કૃતધ્નતાના પાપે રાક્ષસવંશનું પ્રતિનિધિત્વ ધરાવી રહેલા મનને આપે સુંદર હિતશિક્ષ આપવા દ્વારા કૃતજ્ઞતાનું પ્રતિનિધિત્વ ધરાવી રહેલા દૈવી વંશનું બનાવી

દીધું છે, સંઘષર્ ે દ્વારા જંગલતુલ્ય બની ગયેલા ઘરને આપે પ્રેરણાનું પિયૂષ પાન કરાવવા દ્વારા નંદનવન તુલ્ય બનાવી દીધું છે.

ઘરમાં આજે માત્ર શાંતિ જ નથી, આનંદ પણ છે. સ્વસ્થતા જ નથી, પ્રસન્નતા પણ છે. ઉદ્વિગ્નતાનો અભાવ જ નથી, મસ્તીની અનુભૂતિ પણ છે. હકની વાતો

હવે ઘરમાં સભળાતી નથી. સહુ પોતપોતાના કર્તવ્યપાલનમાં મસ્ત છે. તડાફડીના શબ્દો સંભળાતા ઘરમાં બંધ થઈ ગયા છે. ખડખડાટ હાસ્યનો અવાજ વારંવાર સંભળાયા કરે છે. પપ્પા પાસે જઈને મેં જ્યારે બધા જ

હકો ‘છોડી દીધા’ની જાહેરાત કરી ત્યારે આશ્ચર્યજનક રીતે પપ્પાએ મને કહી દીધું કે હવેથી આ ઘરનો વહીવટ

તારે જ કરવાનો છે.

મમ્મી પાસે જઈને મારી પત્નીએ ‘તમે કહેશો એ પ્રમાણે જ આ ઘરમાં હવે મારે રહેવાનું છે’ની વાત કરી ત્યારે પોતાની કેડ ભરાવેલી ચાવીને કાઢીને મારી પત્નીના હાથમાં આપતાં મમ્મી એટલું જ બોલી કે ‘દીકરી !

બે પૈસા ધર્માદામાં વાપરવા હશે ત્યારે તો તું મને આપીશ ને ?’ કલ્પના પણ નથી કરી શકતો હું કે અત્યારે અમે સહુ ઘરમાં રહીએ છીએ કે સ્વર્ગમાં ?

આજે ખ્યાલ આવે છે કે ઘરને ફર્નિચરની સજાવટથી ભવ્ય બનાવવાનું કામ તો પૈસા કરી દે છે પણ ઘરને પ્રસન્નતાથી હર્યુંભર્યું બનાવી દેવાનું કામ તો પ્રેમ વિના શક્ય જ નથી. આનંદ અત્યારે એ વાતનો થાય છે કે

સારું થયું, મમ્મી-પપ્પાની હાજરીમાં જ અમારી ખોપરી ઠેકાણે આવીગઈ, તો સાથોસાથ એ વાતનું દુઃખ પણ

થાય છે કે કાશ, સમજણની વયમાં જ આ બધી વાતો સમજાઈ ગઈ હોત ! ખેર, પ્રેમના, સહનશીલતાના, સહૃદયતાના આવા સુંદર અનુભવ પછી એક શાયરની લખેલી પંક્તિઓ અત્યારે આંખ સમક્ષ

આવી જાય છે :

‘સાંકડું વર્તુળ કરે, એનું જીવન મરતું રહે, જે વસંતો વેરતા, એને નવું મળતું રહે.’

૯૧

૯૨

૭૦

દર્શન,

પત્ર વાંચ્યો. પત્રવ્યવહારના માઘ્યમે હૃદયપરિવર્તન અને વિચાર પરિવર્તન સુધી પહોંચી ગયેલા તારે હવે જીવનપરિવર્તન માટે સત્ત્વ ફોરવવાનું છે એ ખાસ ખ્યાલમાં રાખજે. બાકી, ગુણસ્મરણ માટે મનને

તૈયાર કરવું હજી સહેલું છે પણ

ૠણસ્મરણ માટે મનને તૈયાર કરવાનું કામ સાચે જ કપરું છે.

તું તારા મનને એ માટે તૈયાર કરી શક્યો છે એ બદલ તનેય ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે. અને તારા આ સમ્યક્‌ અભિગમમાં તને સાથ-સહકાર આપવા તૈયાર થઈ ગયેલી તારી પત્નીનેય ખૂબખૂબ ધન્યવાદ ઘટે

છે. પત્રવ્યવહારની સમાપ્તિના ટાણે એક વાત તને ખાસ યાદ કરાવવા માગું છું. સંસારના ક્ષેત્રે મા-બાપના ઉપકારોની

તોલે કોઈનોય ઉપકાર આવતો નથી એ વાત સાચી છે પણ મા-બાપ કરતાંય ગુમરાહ જીવનને સન્માર્ગે લાવી દેનારા ગુરુદેવનો ઉપકાર અને એમના કરતાંય જગતના જીવમાત્રપર અનંત કરુણા વરસાવનાર

પરમાત્માનો ઉપકાર તો શબ્દોનો વિષય જ બને તેમ નથી.

આ હકીકત તું તારા જીવનની પ્રત્યેક પળે સ્મૃતિપથમાં રાખજે. કારણ કે આ જીવને રાગની ભાષ જેટલી સમજાય છે એટલી પ્રેમની ભાષ નથી સમજાતી અને પ્રેમની ભાષ જેટલી સમજાય છે એટલી

કરુણાની ભાષ નથી સમજાતી. મા-બાપની ભાષ માં રાગ કેન્દ્રસ્થાને હોય છે, ગુરુદેવની ભાષ માં પ્રેમ કેન્દ્રસ્થાને હોય છે તો પરમાત્માની ભાષામાં કરુણા કેન્દ્રસ્થાને હોય છે.

આ ત્રણેય ભાષાની લિપિ ઉકેલવામાં તું ક્યારેય થાપ ન ખાતો અને ત્રણેય ભાષ માં કઈ ભાષ ને કેટલું પ્રાધાન્ય આપવું એનો વિવેક દાખવવામાંય તું ઊણો ન ઊતરતો. માત્ર દુખની ચિંતા કરી દેનાર મા-બાપ

દોષની ચિંતા કરતાંય થઈ જાય એ માટે તું સતત પ્રયત્નશીલ બનજે. મોત સુધીના જ સુખની ચિંતા કરીને અટકી જનાર મા-બાપ મોત પછીના સુખનીય ચિંતા કરતાં થઈ જાય એ અંગે તું એમને સતત સાવધ કરતો

રહેજે.

તું ખુદ તારા જીવનને કેવળ દુઃખમુક્તિના લક્ષ્યવાળું ન બનાવતાં દોષમુક્તિના

લક્ષ્યવાળું બનાવજે. તારા હૃદયની લાગણી માત્ર મા-બાપ, પત્ની કે પુત્ર પૂરતી જ સીમિત ન રહેતાં જગતના જીવ માત્ર સુધી ફેલાતી રહે એ અંગે ખાસ સાવધ રહેજે. અને કૃતજ્ઞતા, ઉદારતા વગેરે ગુણોના સહારે તું

તારા આત્માને વહેલામાં વહેલી તકે સર્વકર્મ મુક્ત બનાવવામાં સફળતાને વરજે. મારા અંતરના તને આશીર્વાદ છે.

મહારાજ સાહેબ, અત્યારે હૈયું સ્તબ્ધ છે, આંખો સ્થિર છે, દિલ અહોભાવથી

વ્યાપ્ત છે. એટલું જ કહીશ આપને વિદાયની આ પળે કે જિંદગીમાં આપને ક્યારેય

‘દર્શન કૃતધ્નતાનો શિકાર બનીને નમકહરામ બની ગયો છે’ એવા શબ્દો સાંભળવા નહ મળે. એક વખતના કૃતધ્ની દર્શનની, આજે કૃતજ્ઞ બની ગયેલા દર્શન તરફથી આપને આ પાકી ગૅરન્ટી છે.

૯૩

૯૪