વ્યંગ કવિતા સ્પર્ધા MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યંગ કવિતા સ્પર્ધા

વ્યંગ કવિતા સ્પર્ધા

Matrubharti


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


હસો, તમને હોંઠોનાં સમ છે !

સ્માઇલ પ્લીઝ...

ટેકનોલોજીનો ખૂબ આભાર કે ફોટો પાડવાની સુવિધા શરૂં થઇ. એ બહાને જરા સ્મીત તો ફરકાવી લે છે લોકો. બાકી તો આવતે જતે કોઇ જાણીતું પણ મળેને તોય જાણે મણનો ભાર હોંઠો પર હોય એમ બે હોંઠોનાં ખૂંણાં વચ્ચેનું અંતર માંડ ઘટે. કામ - ધંધા; ભણતરનો ભાર. જણતર અને પણતર વચ્ચે સૂડી વચ્ચે સોપારીની જેમ કતરણ થતો ભરથાર. રાજકારણથી કરીને કામવાળા સુધીની લપ આખો દિવસ ધમધમે.

રાતનાં પથારી ભેગાં થઇએ ત્યારે થાક + ચિંતા + તણાંવની પૂરેપૂરી ભેળપૂરી તમારા આરામનો અપચો કરવામાં મુખ્ય સામગ્રી છે. નિંદરની પથારી ફેરવવા માટેનું શ્રેષ્ઠ કારણ અને સુખી જીવનનું અક્સીર મારણ!

કોઇ મરકમરક હસે તો કોઇ મોઘમ સ્મિત કરે. ગમે તેવો કદરૂપો ચહેરો હસતો સારો જ લાગે. ને વળી ખંજન ખીલેલા ગાલ ખડખડાટ હસી પડે ત્યારે ચોમેર ચમન ચહેકે! દોડધામ ભર્યા જીવનચક્રમાં ક્ષણભર હાસ્ય ફોરમ પ્રસરે તો જાણે આખા દિવસનો થાક ઉતરે.

પ્રીત પરાણે ન થાય એમ સ્મીત પણ ન જ કરાયને? હસવા માટે બહાનું જોઇએ. અને વળી ખડખડાટ હાસ્ય ઉપજાવવા કેટકેટલી જહેમત કરવી પડે. લાફટર ઇસ બેસ્ટ મેડિસન એ તો ખરૂં. લાફટર ઇસ બેસ્ટ એન્ટરટેઇનમેન્ટ! એ વાત અનેક લાફટર શોમાં જોવા જ મળે છે. હસવામાં પૈસા રળાય અને પૈસા કમાતે જરા હસીયે લેવાય.

અનેક રીતો છે હસી લેવાની. બહાનું છે અહીં વ્યંગ કવિતા સ્પર્ધાનું.

માતૃભારતી દ્વારા એક હાસ્ય ટહૂકોઃ રમુજી, વિનોદી, ગૂઢ કે વ્યંગ હાસ્યરસથી તરબોળ એવી કાવ્ય સ્પર્ધા માતૃભારતી સંગે હાસ્યપર્વને માણીએ આ ઇબુક થકી.

- કુંજલ પ્રદિપ છાયા

ઇટ્ઠાજરૈં ઁટ્ઠહઙ્ઘૈં

૯૮૨૫૪ ૪૭૯૧૦

ટ્ઠિાજરૈૈંટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ખરને થયું ખરૂં જ્ઞાન !

એક ગધેડો કોઈ રાષ્ટ્રીય નેતાનું પોસ્ટર ચાવી ગયો,

અને પછી તો એ ભૂરો તાનમાં આવી ગયો!

પળભરમાં એને ત્રણે કાળનું જ્ઞાન થઇ ગયું,

પોતે સાવ ગધેડો નથી એનું એને ભાન થઇ ગયું.

પહેલાં તો એણે એક સારૂં સ્થાન ગોતી લીધું,

પછી મોજથી જરા આળોટી લીધું,

કાન હલાવી, ખરી પછાડી એ તૈયાર થઇ ગયો,

ગઈ કાલનો ગધેડો પળભરમાં તોખાર થઇ ગયો.

હવે એ જે કંઈ કરે એ જરા સ્ટાઈલથી કરે છે,

પોળ, પાદર છોડી ને સી.જી. રોડ પર ચરે છે.

જ્યારથી એણે ગુલાબી ગાંધી છાપ નો સ્વાદ ચાખ્યો છે,

ત્યારથી આચર-કુચર ચરવાનો ઉપક્રમ બંધ રાખ્યો છે.

ઈંટવાડાથી સાઈટના ફેરા એ કમાન્ડો લઇને કરે છે.

હમણાથી એ હોંચી હોંચી ને બદલે માત્ર જાહેર નિવેદન કરે છે.

પછી તો નેતા જેવા નખરા એ શીખી ગયો બે ચાર.

અને એક દિવસ ઉકરડે ચડી ને એણે કર્યો પોકાર.

કહે,

હે વૈશાખનંદનો,

આડિયું* ફગાવીને સહુ મુક્ત થઇ જાવ,

દુનિયાભરના ગધેડાઓ, એક થઇ જાવ!

ક્યાં સુધી આપણે માણસોના જુલમ સહીશું?

ક્યા સુધી આ કમરતોડ ભાર વહીશું?

હવે તો ખર અધિકાર પંચને અરજી કરીશું,

અને એક દિવસ આપણો હક્ક લઇને જ રહીશું.

અરે તુચ્છ માનવો,

તમે અક્કલ વગરનાને ગધેડો કહો છો,

વૈતરૂં કરનારને અમારો ભાઈ ગણો છો,

અરે, તમારૂં કઈક તો સરખું સ્ટેન્ડર્ડ રાખો,

હવેથી કોઈ સારા માણસને ગધેડો કહેવાનું રાખો!

પછી તો એ માગણીઓનું લાંબુ લિસ્ટ વાંચી ગયો,

સાંભળીને એક એક ગધેડો તાનમાં આવી ગયો!

કેટલાકે તો ગળાને છુટ્ટું જ મુકી દીધુ,

અને ઉચા સાદે મન મુકીને ભૂંકી લીધુ!

લીસ્ટમાં શું હતું?

હવેથી માલ અને માઈલેજ પ્રમાણે નૂર વસુલાશે,

આપણી ઉપર બેસનારની પણ ટીકીટ લેવાશે.

ડફણાથી એન્કાઉન્ટર કરનારને આપણે ઠીક કરીશું,

નહિ તો એને તો સી.બી.આઈ.ની તપાસમાં ફિટ કરીશું.

માણસના ડચકારા પર હવે અમે નહી દોડીએ,

અમારો ચારો ખાઈ જનારને અમે નહિ છોડીએ,

હવે અમારા વિશ્વમાં અમારૂં જ તંત્ર રહેશે,

પોતાને ગમતી ગધેડી પસંદ કરવા માટે દરેક ગધેડો સ્વતંત્ર રહેશે.

હવેથી પહેલી તારીખે હાથમાં પગારનો ચેક હશે,

અને ધોડાની રેસમા આપણો અલગ ટ્રેક હશે,

કહેવતોમાંથી અમારો ઉલ્લેખ દૂર કરાવીશું,

આપણી આગળ લટકાવેલું ગાજર દૂર હટાવીશું.

અરે ‘ખર-સુતો’,

‘ના હું તો ગાઈશ’ નો પાઠ પાઠય પુસ્તકમાંથી રદ થશે,

અને હવે તો એક એક ગધેડો ભૂંકવામાં વિશારદ થશે,

હવે આપણને બુલંદ અવાજે ભૂંકતા કોઈ નહિ રોકી શકે,

ન તો આપણને રીવર ફ્રન્ટ પર આળોટતા કોઈ ટોકી શકે,

પછી તો વાતો, લાતો અને હાકલો ઘણી થઇ,

અને હોકારા પડકારા વચ્ચે સભા પૂરી થઇ.

એવામાં એક દિવસ એને એક મંત્રીનો ભેટો થયો,

એની સાથેની વાતચીતથી એ ઘણો પ્રભાવિત થયો.

એણે કહ્યું,

મને તમારો શાગિર્દ બનાવો, અને

દર પાંચ વર્ષે ચૂંટાવાનો કીમિયો બતાવો!

નેતા કહેઃ કીમિયો બહુ સરળ છે.

આ દેશની જનતા ભોટ છે જે વોટ આપ્યા પછી સુઈ જાય છે,

અને એમાંજ આ બંદાનું કામ થઇ જાય છે!

દર ચુંટણીએ એમની આગળ વચનોનું ગુલાબી ગાજર લટકાવી દઉં છું,

અને એમ ને એમજ દર પાંચ વર્ષે ચૂંટાઈ જઉં છું!

સાંભળીને એ ખર નેતા વિચારમાં પડી ગયો,

એના મગજ પર પડેલો પડદો ઉપડી ગયો.

એને લાગ્યું કે માણસ બની ને ગધેડા બનવું,

એના કરતા તો આપણે ગધેડાજ સારા છીએ.....(૩)

* આડિયું = તોફાની ગધેડા ને કાબુમાં રાખવા માંટે એના ગળામાં લટકાવેલું લાકડું

ફટ્ઠજેઙ્ઘીદૃ મ્ટ્ઠર્િં

૯૭૧૨૧૧૩૮૨૨

દૃરહ્વટ્ઠર્િંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વ્યંગ્યાત્મક કથા કાવ્ય

‘રંગ છે ‘ભા’ને !’

રંગ છે ‘ભા’ને!

‘ભા’ ની ટેકને!

રંગ છે’ ભા’ ની બાજરાના પુળા જેવી મૂંછોને.

‘ભા’ એટલે જૂની વાડનો ભડકો.

રંગ છે’ ભા’ ની વિખળવાણીને.

‘ભા’ ની વાતો એટલે હ્ય્દયરોગનો ઝટકો.

પણ’ ભા’ ને એક વાતની ભારે લત.

દા’ડાની પચાસ બીડી પીવા જોઈએ.

કોઇ સગુંશેણ આટલી બીડી ના પીવાની-

શિખામણ આપે તો’ ભા’ કહેતાઃ”અલ્યા-

-ઢોલકીનાઓ બાયડી મેલું પણ બીડી ના મેલું.”

કહેવું પડે હો!!!

‘ભા’ એટલે.....

‘ભા’આખી રાત ઉધરસ ખાતા પણ તોય એ-

-થાકતા નૈં પણ....

થાકતા ત્યારે ઊંઘની ગોળી ભેગી રાતનેય ગળી- -જતા.

‘ભા’ ની ઉધરસ એટલે તોપના ગોળા.

ઘરમાં વછૂટેને ગોંદરે સંભળાય.

‘ભા’ ની શેરીમાં ચોર આવતાં ફફડે..

કારણ કે

‘ભા’ ની શેરીને ‘ભા’ ની ઉધરસનું રખવાળું.

પણ કહેવું પડે કે ‘ભા’ એટલે ભા,

બીજા બધા હથિયાર વગરના ઘા.

‘ભા’ ની બીડી પીવાની રીત મૌલિક

બીડીથી બીડી સળગાવે ને..

ઉપરા ઉપરી ત્રણ બીડીઓ ચૂસીને-

-નાંખી દે ત્યારે ‘ભા’ ને સંતોષ.

“પણ,હેં ‘ભા’ તે તમે આ બીડીઓ પીવા જ-

-અવતાર લીધો કે?...” આવું પૂછવાનું મન થાય, પણ,ઝેરનાં પારખાં કોણ કરે!!!

પણ,એક દા’ડો’ ભા’ ગુમશુમ!

‘ભા’ની વિખળવાણી ચૂપ!

‘ભા’ ની મૂંછો શરમથી સંકોચાઈ ગઈ.

‘ભા’ભૂખ્યા નથી,’ભા’ તરસ્યા નથી.

‘ભા’ખાતા નથી, ‘ભા’પીતા નથી.

‘ભા’ નું મોઢું બંધ થઇ ગયું છે.

‘ભા’દવાખાને ગયા ને દાકતરે કૅન્સર કીધું.

‘ભા’પડયા ખાટલા માં..

પાણી મંગાવ્યું,પીધું ના પીધું ને રેડી દીધું.

ને ‘ભા’ નું બંધ મોઢું અચાનક ઉઘડી ગયું.

ને આત્મા બહાર,

ને પાછળ રોક્કળ,

ને ગામમાં સોપો.

ને અરેરે ભા!

ને ઓ ભા!

ને શું ભા!

‘ભા’નો આત્મા બીડીઓ પીવા આમતેમ વલખાં મારે ત્યાં તો...

દૂરથી વિમાન આવતું દેખાયું.

વિમાન નહીં પણ બીડી હતી.

‘ભા’ તો બીડી પર બેસીને સ્વર્ગે સંચર્યા.

પાછળ’ ભા’ નો દેહ નનામીમાં બંધાયો.

ત્યાં તો એક ડોહો ઊંઘમાંથી ઉઠીને આવ્યો..

ને કહ્યું,”’ભા’ ની નનામીમાં બીડીયું મેલજો.”

કારણ કે

‘ભા’એ સપનામાં આવીને કીધું છે કે-

“મારે બીડીયું જોઈશે મારા ભેગી.”

‘ભા’ ના હાથમાં તીક્ષણ ધાર કાઢેલી બીડી હતી

ને ‘ભા’ એ ધમકી આપી છે કે,

“અલ્યા,હું કહું તેમ નહીં કરો તો તમારા પેટમાં -આ બીડી હુલાવી દઇશને ભૂત થઇને બહારવટું-

ખેલીશ,શું સમજ્યા???”

સ્વર્ગના દ્વાર પર

‘ભા’નું સ્વાગત કરવા યમરાજા-

બીડીઓનો હાર લઇને ઉભા છે.

‘ભા’ની બીડીઓના ધુમાડાને ગોટે ગોટે-

હજારો ગાયોનું દાન ‘ભા’ ના પુણ્‌યમાં નોંધાયું છે.

ને યમરાજાએ ‘ભા’ ને સિગારેટ ધરી.

‘ભા’ એ ઉપરા ઉપરી ત્રણ ચાર કસ માર્યા.

સંતોષ ના થયો.

છેલ્લો કસ જોર કરીને માર્યો.

ને ‘ભા’તો ધુમાડો-ધુમાડો.

‘ભા’તો ધુમાડાનો ગોટો!

ને વિલીન

ફરી થી જન્મ-મરણના ચકરાવામાં!!!

રંગ છે ‘ભા’ને!

વિરાજગીરી ગોસાઈ

દૃૈટ્ઠિદ્ઘર્ખ્તજટ્ઠૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હોય છે...

કોલેજમાંથી ચાલુ થાય ને પછી શહેરમાં "રોમિંગ" હોય છે,

રોજ રોજ ની ડેટસ માં જાણે, અવનવી "ફીલિંગ્સ" હોય છે,

ફિલિંગ્સને પણ ક્યારેક ક્યારેક લાગતું "ઇક્લિપ્સ" હોય છે,

વાર તહેવાર તો જાણે હવે "બે" વચ્ચે સીમિત હોય છે.

કોફીશોપ ના ચક્કર વધ્યા, કેન્ટીન હવે જાણે "ચીપ" હોય છે,

રીસાયેલી ગર્લફ્રેન્ડ પટાવવાની આ બધી એક "ટ્રીક" હોય છે,

કોફી મંગાવે તો કેમ મંગાઈ? ના મંગાવે તો તે "કદરહીન" હોય છે,

સ્ટોરીમાં ક્યારેક રોમાન્સ તો બાપુ, ક્યારેક ફાઈટ ના "સીન" હોય છે.

બીલના પૈસા અડધા ના થાય, બ્રેકઅપનું એમાં "રિસ્ક" હોય છે,

ભાઈબંધ દોસ્તાર કામેં લાગ્યા, પોકેટ મની તો "ફિક્સ" હોય છે,

એક્ઝામ અચાનક યાદ આવી, પાસ થવું પણ "નીડ" હોય છે,

નોકરી નહિતર આપશે કોણ? બહાર મોટી "ભીડ" હોય છે.

ચિરાગ બી. પોપટ

સ્. ૯૭૨૬૧૬૮૦૦૪

ગઝલઃ મ્હેતાજી

રહેવા દો બધી જંજાળ મ્હેતાજી !

હવે ધોળા થયા છે વાળ મ્હેતાજી !

કળી ક્યાંથી ખીલે, ખુશ્બુ વહે ક્યાંથી,

નથી એકેય તાજી ડાળ મ્હેતાજી !

ક્યાં સુધી મારતા રે’શો તમે ફાંફા,

ન ગળશે આ અમસ્તા દાળ મ્હેતાજી !

કહું છું ચોકઠાંને સાચવો વ્હાલા

હવે મોઢે ના શોભે લાળ મ્હેતાજી !

જુવાનીમાં પહાડો ખૂબ ડોલાવ્યા,

હવે ઉતરો ઉંમરના ઢાળ મ્હેતાજી !

હવે તો ફેરવી લ્યો રામની માળા,

ઉભો છે આંગળિયે કાળ મ્હેતાજી !

અછાંદસ

તમારા

માનવામાં નહીં આવે એક

ગધેડું

હસતું’ તું.

ખભે દફતર

લઈને

નિશાળે જતા

બાળકને જોઈને.

તમારા

માનવામાં નહીં આવે.

ત્નૈેં ્‌િૈદૃીઙ્ઘૈ

૭૭૩૮૭૫૮૨૦૯

દ્ઘૈેંિંૈદૃીઙ્ઘૈ૫૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગઝલ : શોખીન મરદ

મરચાંની સાથે ગાંઠિયા ખાવાનો શોખીન છે મરદ !

આરોગ્ય સામે લાલઘૂમ લડવાનો શોખીન છે મરદ !

કાળા ઉનાળામાંય એનો શોખ ફાટ્‌યો જાય છે

અઠવાડિયે બબ્બે વખત ન્હાવાનો શોખીન છે મરદ !

ક્યાંથી ખરીદી ? બહુ સરસ છે ! બોલતાં લાફો પડયો ;

પહેરેલ સાડીનેય બહુ અડવાનો શોખીન છે મરદ !

’તારો મરદ શું ખાય છે ?’ પૂછ્‌યું સખીએ, તો કહે :

મારો, તો વટમાં ખૂબ વળ ખાવાનો શોખીન છે મરદ !

કુંભાર કે સોની નથી; સર્જક કે શિલ્પી કંઈ નથી ;

વેતા વગરના મનસૂબા ઘડવાનો શોખીન છે મરદ !

જાત્રાએ જાતો હોય કે પરદેશ પણ જાતો ભલે,

જઈ જઈને અંતે જાત પર જાવાનો શોખીન છે મરદ !

ડ્ઢરટ્ઠદ્બિીહઙ્ઘટ્ઠિ દ્ભટ્ઠહટ્ઠઙ્મટ્ઠ

સ્. ૯૯૯૮૩૨૦૦૪૫

ાટ્ઠહટ્ઠઙ્મટ્ઠઙ્ઘરટ્ઠદ્બિીહઙ્ઘટ્ઠિજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

જંગલરાજ

ના કોઈ વાદ, ના કોઈ વિવાદ, પડયો એમ સર્કસનો સાદ,

કાયમી મદારીની પસંદગી બની વાંદરાએ છેડયો અનામતનો વિવાદ.

એકાદ સિંહે, એકાદ સસલાને બીવડાવ્યાનાં સમાચાર છપાયા એકાદ,

ત્યાતો અસહિષ્ણુતાનાં પોકાર પડયાને વન આખું થયું બરબાદ.

મોઢે, કાને ને આંખે પાટા બાંધી ત્રણ શીયાળિયા છટકી ગયા આબાદ,

સૌ મશગૂલ એકબીજાને કાપવામાં, અહિંસા બની અપવાદ.

ઊંટે સાવ સહજતાથી જ્યાં ભેંસ સાથે કર્યો થોડોજ સંવાદ,

ત્યાં વાઘે છાપે ચડાવ્યું આ પ્રકરણ નામ પાડીને લવ જેહાદ.

ભેળા થઈને ભમતા અભણ સાબર, કાળિયારને એક હતો સૌનો નાદ,

ભણી લીધી બે ચોપડી જ્યાં જંગલબુકની ને શરૂ થયો વિખવાદ.

યુદ્ધે ચડયું આખુયે જંગલને માણસે કર્યો છે શંખનાદ,

જનાવર છો તમે સૌ થોડી તો રાખો હવે જનાવરપણાની મરજાદ.

શ્રીમતી જોગેશ્વરી ઇન્દ્રવદન છાયા

ેંટ્ઠઙ્મટ્ઠ.દૃટ્ઠૈઙ્ઘઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મોબાઈલ નંબર : ૯૪૨૮૮૯૭૨૧૨

ક્યાં છે ગરીબી ?

અબજો નાં છે કૌભાંડો, ક્યાં છે ગરીબી ?

કરોડો ની છે કર-ચોરી, ક્યાં છે ગરીબી ?

લાખો ના છે ગોટાળા, ક્યાં છે ગરીબી ?

હજારો ના છે હપ્તાઓ, ક્યાં છે ગરીબી ?

સો - સો ની છે કટકી, ક્યાં છે ગરીબી ?

પાંચની નોટ તો છે અમારૂં ચિંથરે વીંટ્‌યું રતન,

તંગી તો છે માત્ર પરચૂરણ ની,

ગરીબી અમીર બની ગઈ છે,

ગરીબો હજુ હેમખેમ છે...

મેરા ભારત મહાન!!!

ઁટ્ઠહાટ્ઠદ્ઘ ઁટ્ઠહઙ્ઘઅટ્ઠ

૯૮૨૪૭૫૪૨૯૬

ટ્ઠહ.ટ્ઠહઙ્ઘઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કહેવું ઘણું ઘણું....

કહેવું ઘણું ઘણું છે, બોલી શકાય નહિ..

શ્રીફળ વધેરવું પડે.. ફોલી શકાય નહિ.

લવ-રસ બને લાવા-રસ છો ને એને પીવો રહ્યો...

નજર ચૂકવીને એમની ઢોળી શકાય નહિ..

મોદક ગ્રહ્યો છે કાષ્ટનો... ચગળાવ નિરંતર...

માણી નથી શકાતો... છોડી શકાય નહિ...

ફૂલઝડી કહી’તી જેને કોઠી બની જ ગઈ....

ચાંપી પલીતો એને ફોડી શકાય નહિ.

ફૂલની મહેકને માણવા માળી બન્યો હતો,

હવે ર્કર્ઙ્મ બન્યાના રાઝને ખોલી શકાય નહિ.

ચૂપ રહેવામાં મજા છે, બોલીશ કાંઈ નહિ..

શ્રીફળ વધેરવું પડે.. ફોલી શકાય નહિ.

ૐૈદ્બદ્બટ્ઠં ઝ્રરરટ્ઠઅટ્ઠહૈ

સ્. ૯૮૨૪૨ ૭૬૧૮૩

રૈદ્બદ્બટ્ઠંષ્ઠરરટ્ઠઅટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ચ૧ ૃ

બાકી હન્ધુય ઠીક છે, બસ એક બાયડી ની જ બીક છે,

પ્રત્યક્ષ હોય તો પળોજણ પીયરે હોય તો પીકનીક છે

ધોકા ધુંબા ગડદા સાવરણીયુ ને છુટ્ટા મારેલા ચંપલા

અમે હજીય જીવીએ છીએ એ નીશાનેબાજીમા વીક છે

ભવસાગર પાર કરવા સ્પીડ બોટ સમજીને પરણેલા

ગૃહસ્થી ડુબશે મઝધારમા બૈરી કદ મા ટાઈટેનીક છે

અડોશપડોશને પહોચી વળે ને રાખે ધણી ને ધાક મા

શાકમાર્કેટ શોપીંગ મોલે એને કાયમી લમણાઝીંક છે

આ વ્યંગ થયો....હવે નરી વાસ્તવિક્તા

જેના ધણી ફેસબુક મા વળગ્યા એની બાયડી પરેશાન

ઘરવાળીના જોડકા લખવા હિમ્મતની આ જુઠી ટ્રીક છે

ત્નૈખ્તહીજર ફટ્ઠખ્તરીઙ્મટ્ઠ

સ્. ૯૦૩૩૫૮૦૧૩૨

દ્ઘદૃિટ્ઠખ્તરીઙ્મટ્ઠ૧૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ભેંશ ભાગોળે ને છાશ છોગાળે

ભાઇએ હજુ અઢાર વર્ષ પુરા કર્યા નથી,

વિચાર લગ્નનો ભેંસ ભાગોળે ને છાશ છોગાળે

ઘરમાં અત્યાર સુધી મમરા વઘાર્યા નથી,

થવું છે સેફ ભેંસ ભાગોળે ને છાશ છોગાળે

મિત્રોને ક્યારે ગીતો સંભળાવી શક્યા નથી,

બનવું છે ગાયક ભેંસ ભાગોળે ને છાશ છોગાળે

શાળાનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નથી,

ચિંતા નોકરીની ભેંસ ભાગોળે ને છાશ છોગાળે

ગામમાં સચપંચ બનાય તેટલી ઓળખ નથી,

ઇચ્છા વડાપ્રધાનની ભેંસ ભાગોળે ને છાસ છોગાળે

ઁટ્ઠિેઙ્મ દ્ભરટ્ઠારટ્ઠિ

સ્. ૯૪૨૯૮૮૯૩૬૬

ટ્ઠિેઙ્મ.ારટ્ઠારટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગજબના ફસાયા

ગજબના ફસાયા તમારા પ્રતાપે,

અરે ઓ ખુદાયા તમારા પ્રતાપે.

હતાં તો પ્રથમથી નવી નોટ જેવાં,

પરંતુ હવાયા તમારા પ્રતાપે.

પડીકું ચકાચક કર્યુ પેક કેવું !

ખરાં છેતરાયા તમારા પ્રતાપે.

કરાવી તમે કાચકાગળથી યારી,

કલેજાં ઘવાયા તમારા પ્રતાપે.

મુલાકાત તમને કે અમને ફળી નહી,

પગથિયાં ઘસાયા તમારા પ્રતાપે

દ્ભટ્ઠદ્બટ્ઠઙ્મીજર ઇટ્ઠદૃટ્ઠઙ્મ

સ્. ૯૪૨૬૬૨૬૯૪૯

ાટ્ઠદ્બટ્ઠઙ્મીજરટ્ઠિદૃટ્ઠઙ્મજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ચાલ્યા ક્યાં તમે ?

ઘર ના પડતાં મૂકી કામ ચાલ્યા ક્યાં તમે?

વાસણ ને આમ રઝળાવી ને ચાલ્યા ક્યાં તમે?

તમને રોકે ભરથાર તમે ઉભા રહો

કામ ની લાગી છે કતાર તમે ઉભા રહો

જરા ઉભા રહો, જરા ઉભા રહો

ઘર ને આંગણે છે મહેમાન ચાલ્યા ક્યાં તમે,

ઘર ના પડતાં મૂકી કામ ચાલ્યા ક્યાં તમે?

બારી બારણાં માં ચોંટી છે ધૂળ એને સાફ કરો

આંગણે પડી છે શૂળ થોડી સાફ કરો

થોડી સાફ કરો, થોડી સાફ કરો

ઘર ના પડતાં મૂકી કામ ચાલ્યા ક્યાં તમે

કરી ને પ્રણય ની વાત તમે આવ્યા હતા

પણ થઇ ને અમાસ ની રાત તમે આવ્યા છો

તમે પૂનમ નો ચાંદ હવે કયારે થશો , ક્યારે થશો ?

અરમાન ની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે

*કમલ* ને આમ તડપાવી ને ચાલ્યા કયાં તમે?

ઘર ના પડતાં મૂકી કામ ચાલ્યા ક્યાં તમે

વાસણ ને આમ રઝળાવી ને ચાલ્યા ક્યાં તમે?

ઁેદૃિૈ મ્રટ્ઠટ્ઠિં મ્ટ્ઠહ્વટ્ઠિૈઅટ્ઠ

સ્. ૯૯૯૮૩૦૯૬૪૦

ેદૃિૈહ્વટ્ઠહ્વટ્ઠિૈઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

યાદ આવે છે

બ્રેક અપ બાદ એકલી પડી ગયેલી પ્રેમિકા ને પ્રેમીની કેટલી યાદ આવે છે

જ્યારે મારા મોબાઇલના મોટા બીલો આવે છે

ત્યારે મને તારી યાદ આવે છે !

જ્યારે રસ્તામાં કોઈ યુગલને પાણીપુરી ખાતા જોઉ છું,

ત્યારે મને તારી યાદ આવે છે !

જ્યારે મારી એક્ટિવામાં પંકચર પડે છે,

ત્યારે મને તારી યાદ આવે છે!

જ્યારે ફિલ્મ જોવા જાવુને ઇન્ટરવલમાં પોપકોર્ન લેવા જાવું

ત્યારે મને તારી યાદ આવે છે !

જ્યારે શોપિંગ મોલમાં શોપિંગ બિલ ચૂકવું કે બેગ્સ ઉપાડુ,

ત્યારે મને તારી યાદ આવે છે!

જયારે બસ,ટ્રેનમાં મુસાફરી કરૂં છું ભીડમાં,ધક્કામુક્કીમાં

ત્યારે મને તારી સાથે લોંગડરાઇવ યાદ આવે છે....

ડ્ઢિ છજરદૃૈહોદ્બટ્ઠિ ય્ટ્ઠહટ્ઠંટ્ઠિ

મો. નંબર -૯૪૨૮૩૫૧૧૨૦

ઙ્ઘખ્તિટ્ઠહટ્ઠંટ્ઠિજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

અલી ઓ રાધા..!

અલી ઓ રાધા, તારે કેટલાં રે કા’ન ?

પુછું છું જણાવ મને સાચું પ્રમાણ !

કલિયુગના કહાનમાં ના હોય ભલીવાર,

એ તો એક માંગતા મળે દસ-બાર.

ના જાણે તું કોઈ નાચ, કોઈ ગાન,

નખરાં જોઈ તારા કેટલાય થાય બેભાન.

પસ્તાવાનો પછી રહેશે નહીં પાર,

બહુરૂપ છોડી, બન એક રૂપ નાર.

એક તો બતાવ મને, તું સાચો કહાન,

હાલ ને હાલ હું પકડું મારો કાન !

સ્ટ્ઠહૈજર જીરટ્ઠર

જરટ્ઠરદ્બટ્ઠહૈજર૦૧જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પાંડવો માંડે ચોપાટ પાદરે

એમને કૈ ના સાભરે

દ્વારે દ્વારે દ્રૌપદી ઉભી

પાંડવો ને સમરે

દુઃશાસનો છે ગલિએ ગલિએ

ફરિયાદ કોને કરિએ કાનો બેઠો કુજગલિન મા

ગોપિઓ સંગ વિહરે

દ્રૌપદી એ કહ્યું કાના ને

હવે અમને કેમ વિસરે?

કાનો હસી બોલ્યો મરમ માં

"ઉમેદવાર છું આ વખતે"

શીદ લઉ હું વેર

દુશાસનો છે બહુમતી માં

છાનીમાની બેસી રે તુ ઘેર. ....

કોઈ પણ પક્ષ ચુંટાઈ આવે

પ્રજા ઠેર ની ઠેર ........

રણચંડી બની ગોપી વિફરી

કાં નવ નીકળું બારે?

રક્ષા કરવી ખુદ ની એ તો

શીખવું પડશે મારે

આધાર જે ને માન્યો એ તો

આવી શક્યો ના વ્હારે

હું તો ખુદ ને બચાવી લઈશ

ચીર હરણ થી બચવું પડશે તારે

કલ્પના દેસાઈ

એક ચા બનાવ - પ્રતિકાવ્ય

ફાફડાથી ડોંઝરૂ(પેટ) ભરવાનું ચાલ, નયના એક ચા બનાવ

આજ (બીજું)નથી કંઈ બનવાનું ચાલ, નયના એક ચા બનાવ

એમ ઊભી દોડતી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?

(અહીં)ડાન્સ નથી કોઈ કરવાનું ચાલ, નયના એક ચા બનાવ

(તારો)હાથ ક્યારનો થાળીના તળિયા પાછળ કે, સાંજ પડી (બંધ કર હવે)

દિનભરના તડાકા મારવાનું ચાલ, નયના એક ચા બનાવ

ઘર છે મારૂં, (ને તું) મૂર્છિત હાલતમાં બંદી કોઈ જાળીમાં

(શબ્દ)બાણ છૂટ્‌યાની સાથ તારે ઊઠવાનું ચાલ, નયના એક ચા બનાવ

આમ સતત મારા પર વહેમાઈ જવાનો મતલબ બોલ !

કેમ (પછી) દિવાલો પર તાકવાનું ? ચાલ, નયના એક ચા બનાવ

ક્યાંકથી પિયરીયાનું કોઈ ટોળું આવે

તોય નથી મને ભાંડવાનું ચાલ, નયના એક ચા બનાવ.

સ્ટ્ઠએિ ા ઝ્રરરટ્ઠઅટ્ઠ

સ્. ૯૮૨૪૧ ૭૬૯૦૦

દ્બાષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ચકલી...

બારી પર બેઠી’તી ચકલી.

ચીં..ચીં.. કરતી’તી ચાંચ!

મને સંદેશો એ આપતી,

બેટા, તું બરાબર વાંચ.

અત્યારનું સાચું ભણતર,

જીવન ઈમારતનું ચણતર!

સારા સંસ્કારોનું ઘડતર;

ક્યાંય ન રહે નડતર.

ત્નૈખ્તટ્ઠિ ઇટ્ઠદ્ઘર્ખ્તિ

સ્. ૯૯૨૫૩૫૧૧૯

ીસ્ટ્ઠૈઙ્મઃ દ્ઘૈખ્તટ્ઠિટ્ઠિદ્ઘર્ખ્તિ૮૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાહ પોકારી ઉઠે ધણ સામટું પછ !

એક બકરી આવી પહેલા બેં કરે બસ.

ડર નહીં તો ચાલશે તું કૂતરાથી,

માણસોથી સાવધાની રાખવાની !

ધ્યેય એક જ હોય છે ખિસ્સા ભરી લ્યો,

હોય છે કાળા જ રંગે કાગડાઓ.

ડોળ છોડો,નાક કાપો,કાં પછી તો-

વાંદરાના હાથમાં તલવાર સોંપો !

ફક્ત અભિયાનો નવા ઘડતા રહીશું,

પૂંછે પાડાની સદા પાણી ધરીશું !

જિજ્ઞા શાહ

સ્. ૮૦૯૭૩૯૬૬૦૭

દ્ઘૈખ્તહટ્ઠ૦૪૧૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ખબર એટલી નથી..

ઊઠો પડી સવાર , ખબર એટલી નથી?

આજે તો છે પગાર , ખબર એટલી નથી?

ના-ના નથી અવાજ આ બીજા કશાય નો

ખાધો મેં ઓડકાર, ખબર એટલી નથી?

દોડી ગયો ડફોળ ને તોડયા છે હાથ પગ

માન્યો નહીં ધરાર, ખબર એટલી નથી?

વારો છે આજ શાક નો પૂરો થશે નહીં

બાળી દીધો વઘાર, ખબર એટલી નથી?

શાને એ વાયડાઇ કરે આટલી બધી?

ખાધો હશે ગુવાર?, ખબર એટલી નથી?

ઝાટકાઓ ખાઉં છું તને લાગી રહ્યા હશે

છું ઊંટ પર સવાર, ખબર એટલી નથી ?

પાછી લખી છે એક હઝલ સાત શેર ની

"જિજ્ઞા" નથી ગમાર,ખબર એટલી નથી?

બકુલેશ દેસાઈ

સ્. ૯૮૨૫૧૫૨૯૨૩

હ્વીીઙ્ઘીીજટ્ઠૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઈં મીરાં વગરની આજ ઈં ગીત ઈં

આજ હવે ક્યાં છે મીરાં ને આજ હવે ક્યાં મંજીરા ?!

’ફાસ્ટ ફૂડ’ મેવાડે ફેશન’ ...ઉપ્પર પીતાં જલ-જીરા !!

ઈં કાનુડાની મૂર્તિ સાથે કોણ રમે ’બાર્બી’ છોડીને ?!

દાદા-દાદી ઘરડાં-ઘરમાં આશ્રય માગે કર જોડીને !

પીળું પીતાંબર..મોર મુકુટ ક્યાં / કાળું મલીર લીરેલીરાં ! ...આજ હવે ૦

ઈં કોઈ શું આપે ઝેર હળાહળ ?! કોર્ટ-કચેરી કરીએ રે.

સાસરિયા ઝટ થશે પાંસરા...મિટિંગ જંગી ભરીએ રે.

મગદૂર કોની છે ? દમન થશે તો બમણા કરશું ગોકીરા !.... અજ હવે...૦

ઈં એકમેવ નટવરને વરીએ શાને ?! પૂછે ’ મમતાજી’.

શબ્દો-વચનોથી ટેકો દેશે સમાજના દુબલે કાજી.

બાઈ મીરાં કે’ --જીવવું શાને ? માથું ફૂટે ગૂર્જર-ગિરા. ....આજ હવે ..૦

તુષાર દવે

સ્. ૮૯૦૫૦૭૧૯૦૩

ેંજરટ્ઠઙ્ઘિટ્ઠદૃી૧૯૮૯જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગઝલના ગ્રહો

જુઓ આ ગઝલના ગ્રહો કેવા અમને નડયાં છે,

રદીફ બધા બરાબર છે પણ કાફિયા ઘોદે ચડયાં છે.

અને ધારણ શું કરી લીધી કલમ અમે હાથમાં,

આ ભાષાના શબ્દો બધા પોક મુકીને રડયાં છે.

જીટ્ઠહઙ્ઘરઅટ્ઠ મ્રટ્ઠંં

સ્. ૯૮૨૫૩ ૩૭૭૧૪

જટ્ઠહઙ્ઘરઅટ્ઠહહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પ્રેમ ગઝલ

પ્રેમ તો તોફાની સાગર હોય છે

ને ઉપર આફતના વાદળ હોય છે

અક્ષરો લખવાનુ ત્યાં મુશ્કેલ છે

પ્રેમનો બહુ ચીકણો કાગળ હોય છે

પ્રેમપગથારે ઘણાં હાંફી ગયા

પ્રેમનો બહુ ઊંચો ટાવર હોય છે

કોઇને અહીં બક્ષવામા આવે નહિ

પ્રેમમા બદ્ઘા જ પાગલ હોય છે

એકસરખી ભાષા ને ચેષ્ટા મળે

અહીં બધા વર્તાવે વાનર હોય છે

પ્રેમપાથરણે ભર્યા છે કંટકો

પ્રેમ ક્યાં મખમલની જાજમ હોય છે?!

તાજ છેવટ ખ્વાબમાં પણ બાંધશે

પ્રેમમા ક્યાં કોઇ પામર હોય છે?!

ઁેદૃિૈ ડ્ઢીજટ્ઠૈ

સ્. ૯૮૨૪૪ ૦૮૪૩૫

ેદૃિૈઙ્ઘીજટ્ઠૈ૨૦જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કોઈનું હ્ય્દય રૂપાળું બને કોઈનાં પ્રેમને કારણે,

ફક્ત બિલોરી કાચમાંથી જોઇને ઘેલો ના થા!

રૂંવાડાં ફરકવાનું ભૂલતાં નથી લાગણીને કારણે,

સંવેદનાનાં સ્પર્શને તરછોડીને આંધળો ના થા!

બાળકમાં સંસ્કારનાં બીજ રોપાય જતનને કારણે,

માબાપનું ૠણ ચૂકવવામાં ગણતરીબાજ ના થા!

જીંદગીમાં કિનારો મળે ના મળે નસીબને કારણે,

ડૂબકી માર્યા વગર કહેવા ખાતર તરવૈયો ના થા!

માટીનાં માનવમાં જીવ રેડાયો ઈશ્વરને કારણે,

ખાલી પૈસાનાં જોરે મોક્ષ માંગીને મેલો ના થા!

ઇટ્ઠદ્બીજરહ્વરટ્ઠૈ ફટ્ઠખ્તીઙ્મટ્ઠ

સ્. ૯૪૨૮૧૫૧૩૬૨

િાદૃટ્ઠખ્તરીઙ્મટ્ઠ૨૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પ્રશ્નાર્થ ?

તાળાની ચાવી કે ચાવીનું તાળુ ?

એના પ્રશ્નમાં ‘જ્ઞાન‘ તો નિરાળું.

સન્હે કે વિદ્વેશ જો જો દેતા ના છેહ,

ભલે ‘સમતા‘ નું ઘર ના અજવાળ્યુ.

રામની એ કામના અને કામનાનો રામ,

એમાં આપણો ક્યાં મુકામ, એ જાણ્‌યુ ?

કંઇકના હિસાબ રાખ્યા આંગળીના વેઢે ;

કદી ખુદના સરવૈયાને નાણ્‌યુ ?

રૂટ્ઠજરદૃટ્ઠહં ્‌રટ્ઠાાટ્ઠિ

સ્. ૯૪૨૭૫૩૯૧૧૧

ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ટીવી તમો તોડશો નહીં

ચક્રિકેટ મેચમાં દેશની ટીમ હારી જવાથી હતાશામાં ઘણા લોકો પોતાનાં ટીવી સેટ તોડી નાખે છે. એ વાત પર આ વ્યંગ રચના છે. ‘માબાપને ભૂલશો નહીં’ એ જાણીતી રચના પરનું આ પ્રતિકાવ્ય છે. મારી મૌલિક રચના છે.ૃ

હારે ભલે ક્રિકેટરો, ટીવી તમો તોડશો નહીં

ટીવી તણા ઉપકારને, કાળે કદી ભૂલશો નહીં.

ક્રિકેટ બકા જો ખેલ છે, તો હાર પણ ખમવી પડે

એ હારને લીધે કદી, ઘા રિમોટનો કરશો નહીં.

જાતે વેઠી છે વેદના, તોયે ઘણી દીધી મજા

એ પુનિત સાધનને હવે, પથ્થર વડે છૂંદશો નહીં.

પ્યાલા ધર્યા છે રસ તણા, જેણે તમોને પ્રેમથી

પીડા તણા પ્યાલા તમો, એની સમક્ષ ધરશો નહીં.

ટીવી તણી એ ચેનલો ઉશ્કેરતી રહેશે સતત

ગુસ્સો કરી ટીવી તરફ, પગલાં બકા ભરશો નહીં.

કુટુંબનું એ સભ્ય છે, ને માનનું હકદાર છે

ભંગારમાં દઈ ફેરવી, સાચું સ્વજન ખોશો નહીં.

જાણી તમારા કર્મને, લોકો ઘણી લેશે મજા

સમજી જજો સંક્ષેપમાં, ગાંડા બની જીવશો નહીં.

ટીવી તમો જો તોડશો, તો અન્ય ક્યાંથી લાવશો?

છે મોંઘવારી કારમી, એ વાત પણ ભૂલશો નહીં.

કો જીતતું કો હારતું, સંસારનો એ છે નિયમ

પાળી બતાવો એ નિયમ, હૈયે અગન ધરશો નહીં.

નેણશીભાઇ મીઠીઆ

સ્. ૯૪૦૯૪૯૮૨૩૬.

હા પાડે જો કોઈ !

મારા મોઢા ઉપરથી માઠા કમૅની ઉડી ગઇ છે બગાઇ!

બહુજ આશા રાખી બેઠો છું-મળશે ક્યારે વધાઇ!

માંગુ આવે છે મારૂ-પણ વિજ-ગજૅના જાય છે તાણી, ને

સપનામાં તો રોજ દેખાય છે,

કાણી-બાડી,લૂલી-લંગડી રાણી!

હા નથી કોઈ પાડતો મારા બારામા-લાગે છે એજ નવાઇ!

બંગલા લીધા-ગાડી લીધી, વાળ ઓળી-ઓળી થાક્યો,

હવે જે વી હશે એ ચાલશે-જે લગ્ન કરે મહારાણી!

શૂટ બૂટને ટાઇ લગાડુ જો મળે સમાચાર સારા,

ફિલ્મો ગીતો ગાતા શીખ્યો,ને ચશ્મા ચડાવ્યા સારા!

રંગમંચ પર ખૂબ જ નાચ્યો,ઘણી જ કીધી ભવાઈ!

તો ય ક્યાં કોઈ હા પાડે છે? લાગતી નથી નવાઇ?

દેશ છોડી પરદેશ ગયો, ધંધા-ધાપા બદલાવી નાખ્યા,

દોડા દોડી પગ ઘસાવ્યા,ધોળા દિવસે તારા જોયા;

રાજપાટ મેં માંગ્યુ નથી, નથી માંગ મારી સવાઇ;

તો યે કોઈ હા પાડતુ નથી, લાગે છે એજ નવાઇ!

લગ્ન જ્યારે થશે ત્યારે, અત્યારે બન્યો છું બાવો,

પ્ન્સિ હોટેલ ભાડી છે આખી,માથે પડી છે તવાઈ!

રણ ઉપર વાદળી કોઈક જ નવાજે, માંડ માંડ વરસી છે ભાઇ,

હા પાડે જરા વાર તો મારૂં કામ બની જાય ભાઇ!

ના પાડશે કંઇ નહિ થાય, સમજવું કમૉની છે કઠણાઇ!

હા નથી પાડતુ કોઈ મારા બારામા,લાગે છે એજ નવાઇ!

ડ્ઢટ્ઠજિરટ્ઠહટ્ઠ મ્રટ્ઠખ્તઙ્મટ્ઠહૈ

સ્. ૯૪૦૯૪૩૬૪૯૪, ૯૮૨૫૩૩૬૮૦૮

ઙ્ઘૈહ્વરટ્ઠખ્તઙ્મટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કુબ્જા મહોરી મહોરી રે!!!!!

વૃન્દાવન માંહે મધુરે સૂરે, આજ કરે હરિ હર નેટ ચેટ રે.......

ટાપશી પૂરે મહીં,નારાયણ નું નામ જ રટતો અળવીતરો નારદિયો રે.........

ચક્ર ત્રિશુલ નિરાંત ધરે ને,ફરે ચરે ને,હોંકારો ભણે પેલો પોઠીયો રે...

કૈલાશ પેરે ધુણી ધખાવી આંક ધતુરો ચાવે,લાજ શરમ મેલી જગની રે........

કુંજગલી માં બંસરીનાં નાદે,ધરે ગોપીઓનું દયાન,માધવ મલક ધુતારો રે..........

ફટ રે ભૂંડી ટેવ તમો બેઉ ની,હે ઇશ જગદિશ,અમો જગ જાણીએ રે........

ચક્ર ત્રિશુલ નિરાંત ધરે ને,ફરે ચરે ને,હોંકારો ભણે પેલો પોઠીયો રે........

ગોવર્ધન મેરૂ તળે,રમે ભમે ને,આજ કરે હરિ હર નેટ ચેટ રે........

રૂકમણી હરે ને પૈણે જાંબુવંત રીંછડી,શોભે સોળ હજાર નાર સંગાથ રે.........

છોડી ડાકણ શાકણ,ભીલડી મોહે ભરાયા તે કેમ ભૂલાય ભોળાનાથ રે........

કુળ લજામણા અરે તમો બેઉ,હે મોરારી ત્રિપુરારી અમો જગ જાણીએ રે........

ચક્ર ત્રિશુલ નિરાંત ધરે ને,ફરે ચરે ને,હોંકારો ભણે પેલો પોઠીયો રે..........

મધુવન માંહે રંગે ચંગે ઉલ્લાસે,આજ કરે હરિ હર નેટ ચેટ રે........

શિવ શામળિયો ડારે વારે ને લઢે વઢે,અળવીતરા નારદિયા રે.........

એ સાધુડા,ભ્રમચારીનો તારો ભરમ કેવો ભાંગીયો તે જગ જાણીએ રે.........

કદંબ કેરી ડાળીએ,હરખે ઝુલે ને,આજ કરે હરિ હર નેટ ચેટ રે........

કેટલા આળ ચડયા તવ શિરે,ગણ્‌યા નવ ગણાય,વ્રજ ને ઝાંપે રે..........

મથુરા માંહે શરમ સધળી મેલી કોરાણે,રૂપે કુરૂપી કુબ્જા નવ છોડી રે.............

હા,એ કેમ કરી વિસરૂં,મેલ્યું ગોકુળિયું,મનડું મોહ્યું તે જાણું રે........

ભેદ ભરમ નો પાર અપાર,કયાંથી માંડુ વાત,મલકે શ્રી હરિ,કુબ્જા મ્હોરી મ્હોરી રે........

નેહે નિહાળી સારંગપાણી,લઈ દઇ તાલી,મરક મરકે નારદ ને મહાદેવ રે........

ચક્ર ત્રિશુલ નિરાંત ધરે ને,ફરે ચરે ને,હોંકારો ભણે પેલો પોઠીયો રે...

સકળ વિશ્વ મહીં,હૈયે ઉજમ ભરી,અણુ અણુ ગરજે,કુબ્જા મ્હોરી મ્હોરી રે.............

ઇટ્ઠજૈાહ્વરટ્ઠૈ ફટ્ઠઙ્મટ્ઠહઙ્ઘ

સ્. ૯૯૧૩૪૨૬૯૪૯

ટ્ઠિજૈાદૃટ્ઠઙ્મટ્ઠહઙ્ઘ૧૯૬૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગઝલ : આધુનિક મરશિયાંનું ગાન

નૂર નાણાનું ભરાયું નેણમાં...હાય રામ હાય હાય!

શકોરે સજ્જ સૌ દોડે કેફમાં ...હાય રામ હાય હાય!

નેક નિષ્ઠા લટકી રહી વેણમાં ...હાય રામ હાય હાય!

લાખ ખાંડી લૂંટી બેઠાં મ્હેલમાં ...હાય રામ હાય હાય!

ચોર મૂઠી જારના સૌ જેલમાં ...હાય રામ હાય હાય!

ચૂંથી રહ્યા લૂંટી રહ્યા નેતાના વેશમાં ...હાય રામ હાય હાય!

ગીધડાની જમાત ગાંધીના દેશમાં ...હાય રામ હાય હાય!

ટળવળતી બળબળતી યુવાની ટેશમાં ...હાય રામ હાય હાય!

વિયાગ્રાની વલૂર તરફડે શ્વેત કેશમાં ...હાય રામ હાય હાય!

અબાલ વૃદ્ધ સૌ મીઠા ગેલમાં ...હાય રામ હાય હાય!

ૐટ્ઠિૈજર સ્ટ્ઠરેદૃટ્ઠાટ્ઠિ

સ્. ૯૪૨૬ ૨૨ ૩૫ ૨૨

રટ્ઠિૈજરદ્બટ્ઠરેદૃટ્ઠાટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ડિજીટલ ઇન્ડિયા

હકડે ઠઠ છકડે ટીંગાઈ

ખાબડ ઉબડ મારગે પાર થઇ, ઉભો હું

ચિરાયેલી ભીંતો ને ચીરાયેલી છતધર નિશાળ મઘ્‌યે.

અર્ધનગ્ન બાળ દેખી મુજને ધૂળિયો

લગાવે કૈક કૈક આળ.

ધણ વચાળ દીસે મુજને એક ગોવાળ

ઘોબાધર પિત્તળ ગ્લાસમાં ધરી મુજને ડહોળીયું નીર

સ્વાગત મુજનું કરે.

પાછલી ભીંતે હળવો જરા થઇ

રોગીષ્ટ ટેબલ પરે રાખી મુજ લેપટોપ

શરૂ કરૂં હું, ‘આઓ બચ્ચે, શીખે હમ,

કુશલ ભારત, કોશલ ભારત.’