એજન્ટ આઝાદ Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એજન્ટ આઝાદ

એજન્ટ આઝાદ

પ્રસ્તાવના

પ્રસ્તુત વાર્તા કાલ્પનિક વાર્તા છે. વાર્તામાં રજૂ થયેલ પાત્રો, ઘટનાઓ વગેરે કાલ્પનિક છે. પ્રસ્તુત વાર્તા એક ભારતના સપૂત એવા એજન્ટ આઝાદ પર લખવામાં આવી છે. જોકે એજન્ટ આઝાદ એક કાલ્પનિક પાત્ર છે પણ પાત્ર દ્વારા ભારતના યુવાનોને દેશ ભક્તિ પ્રત્યે રસ જાગે મહત્વની બાબત છે. હું મોટો લેખક નથી. માત્ર લખવાનો શોખ ધરાવું છું પણ જો આપ સૌની દુઆ મારી સાથે હશે તો ભવિષ્યમાં એક લેખક તરીકેનું પદ પણ મેળવી શકીશ. આજ દેશભક્તિ પર વાર્તા લખવાની પ્રેરણા મને મારા મિત્રોથી મળી છે. હું ખાસ મારા મિત્ર પ્રવિણ રાજગોરને આભારી છું, જેણે મને સુંદર સલાહ આપી. વાર્તા તમને ગમશે એવી આશા રાખું છું. આભાર.

-સાગઠીયા સચિન

ડિસેમ્બર 22, 2000ના રોજ દિલ્હીમાં લાલ કિલ્લામાં આતંકવાદી હુમલો થયો. ઘટના બનતા ભારતીય આર્મી ત્યાં પોતાની ફરજ બજાવવા પહોંચી ગઈ. આતંકવાદીઓ જોશમાં હતા. તેમના હુમલાઓને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા તો ઘણા ઘવાયા. ઘણા આર્મી ઓફિસરો પણ ઘવાયા અને ઘણા ભારત માતાને અર્પણ થઈ ગયા. છેવટે આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો. આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા. ઘટના દરમિયાન મેજર વિષ્ણુકાંત ખૂબ ઝખમી થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઈશ્વરની કૃપાથી તેમનો જીવ બચી ગયો પણ તેમના ઘાવ સંપૂર્ણ ભરાયાં નહીં તેથી ડોક્ટરે તેમને 6 મહિના સુધી આરામ કરવા જણાવ્યું કારણકે તેમનું શરીર કોઈપણ કામ કરવા સક્ષમ હતું.

મેજર વિષ્ણુકાંત મૂળ તમિલનાડુના વતની હતા. તેમના પિતા તેમના પરિવારને ધંધાર્થે અમદાવાદ લઈ હતા. સમય જતાં તેઓ ગુજરાતમાં ભળી સંપૂર્ણ ગુજરાતી થઈ ગયા. મેજર વિષ્ણુકાંતને નાનપણથી દેશ પ્રત્યે ઘણી લાગણી હતી. તે નાનપણથી દેશ માટે મરી છૂટવાની ઈચ્છા ધરાવતા હતા. તેમની લાગણીને કારણે તે ભારતીય સેનામાં જોડાયા અને પોતાના દેશ પ્રત્યેના કર્તવ્યોનું પાલન કરી મેજર વિષ્ણુકાંત બન્યા. મેજર વિષ્ણુકાંત 1976ના ભારત-પાકિસ્તાન યુદ્ધથી સેવા આપી રહ્યા હતા. આતંકવાદી હુમલાને કારણે તે અત્યારે દેશ માટે ચિંતિત હતા કારણકે દેશભક્તિ તેમના રક્તમાં હતી. તે આતંકવાદને દૂર કરવા માંગતા હતા. પણ હવે તે 6 મહિના સુધી શસ્ત્ર ચલાવી શકે તેમ હતા.

મેજર વિષ્ણુકાંત ભારતીય આર્મીના બળવાન અને સ્ફૂર્તિલા જવાન હતા. તેમની આગળ કોઈપણ પ્રકારના આતંકવાદી ટકી હતા શકતા. તેથી આતંકવાદ આંશિક રીતે કાબુમાં રહેતો. હાલ વિશ્વમાં ઘણા આતંકવાદીઓ એવા છે જે ખુલ્લેઆમ આતંકવાદ સંગઠન ચલાવે છે. તેમાંથી એક આતંકવાદ સંગઠનના નેતૃત્વ હેઠળ લાલ કિલ્લા પર હુમલો થયેલો. આતંકવાદ સંગઠનનો સરદાર હતો જુગનુ.

જુગનુ મૂળ ભારતીય હતો. પણ તે માત્ર નામનો ભારતીય હતો. જુગનુ ભારતનો દેશદ્રોહી હતો અને તે ભારતની પ્રજાને પોતાની દુશ્મન ગણતો. તે એટલો નિર્દયી હતો કે તેણે પોતાના માંબાપને મારવામાં પણ ખચકાટ નહતો અનુભવ્યો. જેમ જેમ સમય જતો તેમ તેમ જુગનુનો ત્રાસ વધતો ગયો. જુગનુ ભારત પર રાજ કરવા માંગતો હતો અને તે પોતાના કાળા ધંધા ખુલ્લેઆમ કરવા માંગતો હતો.

મેજર વિષ્ણુકાંત 6 મહિના સુધી ભારતીય સેનામાં હાજર હોવાથી જુગનુને તક મળી અને તેણે દિલ્હીમાં આવેલા ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કર્યો. ત્યાં ગોળીઓનો વરસાદ અને બૉમ્બ ધડાકા કર્યા. ઘટનામાં ઘણા સૈનિકો શહીદ થયા અને ઘણા ઘવાયા. ઘટનામાં મેજર વિષ્ણુકાંતના પરમ મિત્ર સૂરજસિંહ ઘાયલ થયા.

મેજર વિષ્ણુકાંત સમયે આંશિક રીતે ઠીક થઈ ગયા હતા. તેથી તે સમાચાર સાંભળતા પોતાના ઘાયલ મિત્રની પાસે પહોંચી ગયા. સુરજસિંહ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા. તેમના મિત્ર વિષ્ણુકાંતને જોઈ તે ખુશ થઈ ગયા. તેમણે વિષ્ણુકાંતનો હાથ પકડી કહ્યું, “મેરે યાર મુજે પતા થા તુ મેરી ખબર સુનકે દોડા ચલા આયેંગા. યાર સબ જુગનુ કર રહા હૈ. તું મેનુ વચણ દે કી તું જુગનુ કો માર કે હી દમ લેંગા. મેં અભી તો તુજે છડ કર જા રહા હું પર તું ફિકરના કર વાહેગુરૂ તોડી રક્ષા કરેંગે.” સાંભળી વિષ્ણુકાંત બોલ્યા, “યાર મેં તૂજે કુછ નહિ હોને દુંગા. તું મુજે છોડ કર જાને કી બાત મત કર.” સૂરજસિંહ છેલ્લાં શ્વાસ લેતા કહ્યું, “નહિ યાર, મેં હમેશા તેરે સાથ રહુંગા. અભી તો મેં વાહેગુરૂ કે પાસ જા રહા હું. તુજે મેરી સોં(કસમ) હે ઊન દરીંદો કો છડના નહિ.” એટલું બોલી સુરજસિંહ અવસાન પામ્યાં. મેજર વિષ્ણુકાંતે સૂરજસિંહના માથા પર હાથ રાખી પ્રતિજ્ઞા લેતા કહ્યું, સૂરજસિંહ મને આપણી ભાઈબંધીની કસમ છે હું જુગનુ તો શુ પણ તારા એક પણ હત્યારાને જીવતો નહીં મૂકું.

મેજર વિષ્ણુકાંતે નિયમિત કસરત કરી પોતાનું સ્વાસ્થ્ય સારું કર્યું. તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા. તેઓ પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા ફરી પોતાની ડ્યુટી પર લાગી ગયા. વિષ્ણુકાંત આર્મીના માસ્ટરમાઇન્ડ ઓફિસર હતા. તેથી તે જુગનુને પકડવાની ઘણી યુક્તિઓ જાણતાં હતા. તેમણે જુગનુને પકડવાની યુક્તિ શોધી કાઢી. તે જાણતા હતા કે જુગનુ પૈસાનો ભૂખ્યો છે અને તેનો શોખ ડાન્સબારમાં મનોરંજન માણી પૈસા ખર્ચવાનો છે.

વિષ્ણુકાંતે પોતાના માણસો તૈયાર કરી એક માણસ મારફતે જાહેરાત કરાવી કે દિલ્હીના એક પ્રખ્યાત ડાન્સબારમાં દુનિયાની શ્રેષ્ઠ ડાન્સરો ત્યાં પોતાના રૂપ અને નૃત્યનો જાદુ દેખાડવા આવશે. જોવાં માટેની લાયકાત છે કે આવનાર વ્યક્તિ પૈસાને પાણી સમજનારો હોવો જરૂરી છે. વિષ્ણુકાંત જાણતાં હતા કે જુગનુ ત્યાં પોતાનો અનિતિનો રૂપિયો વાપરવા ત્યાં જરૂર આવશે. તેમની માન્યતા સાચી સાબિત થઈ. જુગનુ પોતાના માણસો સાથે ક્લબે પહોંચી ગયો. તેમણે સૂચવ્યા મુજબ ડાન્સબારના માલિકે ત્યાં ડાન્સરોની વ્યવસ્થા કરી નાખી હતી.

જુગનુ તેના માણસો સાથે અપ્સરાઓ જેવી ડાન્સરોના નૃત્યોમાં મશગુલ હતો. વિષ્ણુકાંતે મોકો જોતા ડાન્સબારના માલિકને કઈક કાનમાં કહ્યું. તેમના કહ્યા પ્રમાણે ડાન્સબારના માલિકે સ્ટેજ પર આવી કહ્યું, “પ્રિય દર્શકો હું કહેતા માફી ચાહું છું કે ડાન્સરો ઘણા સમયથી ડાન્સ કરી રહી હોવાથી તેમને આરામ કરવા અને પોશાક બદલવા થોડો સમય જોશે. તો તમે અત્યારે ડ્રિન્કસનો આનંદ લો. થોડીવારમાં ડાન્સરો તૈયાર થઈ પોતાની કલા બતાવશે.” ઘોસણા કરાવી મેજર વિષ્ણુકાંતે આખું ડાન્સબાર જુગનુને ખબર પડે તેમ ખાલી કરાવ્યું. તક જોતા વિષ્ણુકાંતે પોતાના જવાનોને સૂચન આપી જુગનુ અને તેના માણસો પર હુમલો કર્યો. ભયંકર યુદ્ધ થયું અને મેજર વિષ્ણુકાંતના ઘણા જવાનો શહીદ થયા. સામે જુગનના માણસો પણ મર્યા. જુગનુ છટકવા માટે પોતાના મોણસોને ઢાલની જેમ રાખી તે બહાર નીકળી ભાગ્યો. સ્થિતિ ગંભીર જણાતા વિષ્ણુકાંતે જોરથી કહ્યું, જવાનો.. મારા ભરતમાતાના સપૂતો આજે દેશદ્રોહી છટકવો જોઈએ. આજે ભરતમાતાનું ઋણ ચૂકવવાની તક મળી છે. દેખાડી દો દુશ્મનોને ભારતીય સેના શું છે.” જવાનો જોશમાં આવ્યા અને તેઓએ જુગનુના માણસોને સંભાળી લીધા. મેજરે જુગનુ પાછળ દોટ મૂકી.

જુગનુ એક શાર્પ શૂટર હતો તેથી તેનો નિશાનો અચૂક હતો. તેણે મેજર પર બંદૂક ચલાવી અને મેજરનો પગ વીંધી નાખ્યો. ગોળી લાગવા છતાં મેજર વિષ્ણુકાંતે હિંમત હારી અને ઈશ્વરનું નામ લઈ ફરી જુગનુ પાછળ દોટ મૂકી. તેમની હિંમતને કારણે જુગનુ પકડાઈ ગયો. મેજર વિષ્ણુકાંત જુગનુને મારી નાખવા માંગતા હતા પણ પોતાની સેનાનું માન જાળવવા માટે તેને કાનૂનને સોંપી ધીધો. તેની યાદગારી માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને મેજર વિષ્ણુકાંત અને તેમના જવાનોનું સન્માન કરવામાં આવ્યું. ઘટનામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ઘટનાને 2 વર્ષ થઈ ગયા પણ હજી સુધી તેમની પ્રતિજ્ઞા પુરી થઈ નથી એવું વિષ્ણુકાંત અનુભવતા હતા. તેમની હવે રિટાયર્ડ થવાની ઉંમર થઈ ગઈ. તેમણે વિચાર્યું કે જુગનુ જેલમાં છે ત્યાં સુધી આતંકવાદ નિષ્ક્રિય રહેશે તેથી તેમણે પોતાનું રિટાયરમેન્ટ સ્વીકારી લીધું. રિટાયર્ડ થયા બાદ તેમણે વિદ્યાર્થીઓને ભારત માતા માટે કંઈક કરવા માટેના ભાષણો આપવાનું શરૂ કર્યું. રિટાયર્ડ થયાના 7 મહિનામાં ખબર આવી કે જુગનુને રિહા કરવામાં આવ્યો છે. તે સાંભળતા મેજર વિષ્ણુકાંતનું રક્ત ગરમ થઇ ગયું. તેમના ઝખમ તાજા થઈ ગયા. આમ કેમ બન્યું તેની જાણકારી મેળવવા તેમણે ઘણા પ્રયત્નો કર્યા. છેવટે જાણ થઈ કે જુગનુની આઝાદી પાછળ સી. બી. વિકરાંતનો હાથ છે.

સી. બી. વિક્રાંત નવા જનરલ મેજર હતા. જુગનુના આતંકવાદી મિત્ર જોર્ડને તેની આઝાદી માટે જનરલને ઊંચી કિંમતે ખરીદી લીધા હતા. જાણી વિષ્ણુકાંતને ખૂબ દુઃખ થયું. તે કહેવા લાગ્યા, “હે પ્રભુ અત્યારે કોઈનામાં રાષ્ટ્ર ભાવના નથી રહી તો હું જાણતો હતો પણ ભરતમાતાની રક્ષા કરવાવાળામાં પણ નથી રહી મને આજ ખબર પડી. અત્યારનો માણસ પૈસા માટે પોતાના દેશને વેચી નાખશે એવી કલ્પના મેં સપનામાં પણ નહતી કરી. પણ આમ હાથ પર હાથ રાખી બેસી રહેવાથી કઈ નહિ થાય. હું આર્મીમાંથી રિટાયર્ડ થયો છું, દેશભક્તમાંથી નહિ. હું ભારતની ભૂમિ પર જન્મેલા એક પણ દેશદ્રોહીને નહીં છોડું. ભલે તે જુગનુ હોય કે જનરલ સી. બી. વિક્રાંત.”

વિષ્ણુકાંતે સી. બી. વિક્રાંત પર કેશ કરવાનું વિચાર્યું. તે માટે તેમણે સબૂત શોધવાનું શરૂ કરી દીધું. ઘણી મહેનત પછી તેમને જાણવા મળ્યું કે જ્યારે જોર્ડન જનરલને ખરીદવા તેમના ઘેર આવ્યા હતા ત્યારે જનરલનો ડ્રાઈવર બહાદુર ત્યાં હાજર હતો. બહાદુર આમતો આર્મીમાં રસોયો(કુક) હતો. મેજર તેને સારી રીતે ઓળખતા. મેજરે તેને ઘટના વિશે સાક્ષી બનવા જણાવ્યું. બહાદુર કેસનો ગવાહ બનવા તૈયાર થઈ ગયો. સફળતા જોતા મેજરે સી. બી. વિક્રાંત પર કેશ કર્યો. કેશની મુદત પડતા મેજર અદાલતના દ્વારે પહોંચી ગયા. કોર્ટમાં કેસ શરૂ થઈ ગયો પણ બહાદુર ત્યાં પહોંચ્યો નહિ. કોર્ટનો સમય પૂરો થયો એટલે કેસને બીજી અને છેલ્લી મુદત આપવામાં આવી. મેજર વિષ્ણુકાંત બહાદુર પર ખૂબ ગુસ્સે થયા. બહાદુરનું ઠેકાણું જણાતા મેજરે તેને કાયર સમજી લીધો. બીજા દિવસે મેજર ઉઠ્યા અને ટી. વી. ચાલુ કર્યું કે એક માણસની ગટરમાંથી મળેલી લાશ સામે આવી. સમાચાર આગળ સાંભળ્યા કે તેમને ખબર પડી કે લાશ બહાદુરની હતી. વિષ્ણુકાંત બહાદુરની મોત માટે પોતાને કારણભૂત માનવા લાગ્યા. કોઈ સબૂત હોવાથી વિષ્ણુકાંત કેસ હારી ગયા. વિષ્ણુકાંત અંદરથી ભાંગી પડ્યા અને દિલ્હી છોડી ફરી ગુજરાત આવી ગયા. ત્યાં પણ તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખ્યું. વિષ્ણુકાંત જ્યારે સુતા ત્યારે તેમને પોતાના મિત્ર સૂરજસિંહના શબ્દો અને તેમણે કરેલી પ્રતિજ્ઞા તેમને શાંતિથી સુવા નહતી દેતી.

એક વખત તેમણે વિદ્યાર્થીઓને ભાસણ આપી રહ્યા હતા. ત્યારે જુગનુ અને તેના માણસો ત્યાં આવી પહોંચ્યા અને બંદૂકની ગોળીઓનો અવાજ કરવા લાગ્યા. અવાજ સાંભળી બધા આમતેમ ભાગવા લાગ્યા. આખું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું. મેજર ભાગ્યા નહીં તે ત્યાંજ સ્ટેજ પર ઉભા રહ્યા. જુગનુ મેજરને જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, “તમારી હિંમતને દાદ દેવી પડે હો! મને પકડીને પણ તમે શું કરી લીધું. તમે મને જીવતો મૂકીને બહુ મોટી ભૂલ કરી છે પણ હું ભૂલ નહીં કરું. તો મેજર, તૈયાર છો મરવા માટે?” એમ કહી તેણે બંદૂકનો નિશાનો મેજર પર રાખ્યો. મેજરે તેની વાતનો વળતો જવાબ આપતા કહ્યું, “જુગનુ હું તારા જેવા દેશદ્રોહીની ધમકીઓથી ડરતો નથી. ભારતની ભૂમિમાં માટી થઈ જવું મારા માટે ગર્વની વાત છે. તું ચલાવ ગોળી.” જુગનુ કહેવા લાગ્યો, “એક તમારા આર્મી ઑફિસરોનો બહુ વાંધો, મોત સામે જોઈ નથી કે ભારતમાતા ભારતમાતા બોલવાનું શરૂ કરી દો છો. વાંધો નય તમને માટી કરી નાખીએ. ગાર્ડસ તમે બધા અહીંથી નીકળો આની માટે તો હું એકલો કાફી છું. તમને બધાને સાથે રાખી હું કાયર ગણાવા નથી માંગતો. જાવ ગો... ગો.” એમ કહી તેણે બંદૂકનું ટ્રિગર દબાવવા હાથ હલાવ્યો કે ત્યાં ...

To be continued....