એજન્ટ આઝાદ - 4 Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એજન્ટ આઝાદ - 4

તેમાં વિવિધ પ્રકારના હથિયાર હતા. આઝાદ એ જોઈને નવાઈ પામતા બોલ્યો, “આ શુ! આવા હથિયારો તો મેં માત્ર ફિલ્મોમાં જોયા હતા. ખરેખર હું નસીબદાર છું કે હું આ બધું રૂબરૂ જોઈ શકું છું.” એટલું બોલી તે બધા હથિયારોને સ્પર્શવા લાગ્યો. તેણે એક પિસ્તોલ ઉપાડી અને તેને બારીકાઈથી જોવા લાગ્યો. એ જોઈ સ્વાતિ બોલી, “ગ્લોક 17. તને ગમી.”

આઝાદ કહે, “હા. ગ્લોક 17! કેવું સરસ નામ છે. હું આને વાપરવાનું પસંદ કરીશ.” સ્વાતિ કહે, “ઓકે ડન. તને પિસ્તોલ ચલાવતા તો આવડે જ છે. હવે સમય આવી ગયો છે કે તારા જ્ઞાનમાં વધારો કરીયે. ચાલ વન બાય વન તને બધા હથિયારોની માહિતી આપું.”

આઝાદ કહે, “એક મિનિટ તું તો માત્ર સ્નાઇપર શૂટર છો. તો પછી મને આ બીજા હથિયારોનું જ્ઞાન કેવી રીતે આપીશ?” સ્વાતિ કહે, “અરે ક્યાંય સાંભળ્યું છે કે વૈજ્ઞાનિક ખાલી વિજ્ઞાન ભણ્યો હશે? એ પણ તેની માતૃભાષા, ગણિત, ઈંગ્લીશ ભણ્યો તો હશે ને? એવી રીતે હું સ્નાઇપર શૂટર છું પણ સાથે સાથે બીજા હથિયારો ચલાવતા પણ જાણું છું. સ્નાઇપર શૂટિંગ તો મારી માસ્ટરી છે. એનિવે, એ બધું છોડ અહીં ધ્યાન આપ. જો આ મશીનગન છે. તેની બાજુમાં એસોલ્ટ રાઇફલ છે એને તેની નીચે હેવી શોટગન છે. સૌપ્રથમ તું આ બધા હથિયાર શાંતિથી જોઈ લે પછી હું તને તે હથિયાર ચલાવતા શીખવીશ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ?” આઝાદ કહે, “ઓકે મિસ હિટલર. સમજી ગયો.” બંનેએ થોડા સમય માટે બ્રેક લીધો.

ફરી પાછા વર્કશોપમાં આવી પોતાના કાર્યમાં લાગી ગયા. સ્વાતિ મશીનગન હાથમાં લઈ સમજાવતા કહે, “આઝાદ આ સૈનિક માટે પાવરફુલ હથિયાર છે. પણ આને કાબુમાં રાખવું ખૂબ મુશ્કેલ છે. વજનમાં ભારે છે પણ એક સાથે સો માણસોને મારવાની ક્ષમતા ધરાવે છે. આને પરફેક્ટ ચલાવવા માટે તારે શરીર મજબૂત અને સ્ફૂર્તિલું કરવું પડશે. લગભગ 30 કે 35 દિવસ પ્રેક્ટિસ કરવી પડશે. તો કાલથી તારી પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરૂ.”

આઝાદ કહે, “સ્વાતિ મારી મૂંઝવણ વધતી જાય છે.” સ્વાતિ કહે, “કેવી મુંઝવણ?” આઝાદ કહે, “પણ હું તો એક શાર્પ શૂટર છું. તો મારે આટલાં બધા હથિયાર શીખવાની શી જરૂર?” સ્વાતિ કહે, “આઝાદ, વિષ્ણુકાકા રીટાયર્ડ હોવાથી એક સેના તૈયાર નથી કરી શકતા તેથી તારામાં વન મેન આર્મીનો ગુણ ઉત્તપન્ન કરવા માંગે છે. તારા માટે આ બધું જરૂરી છે. સો હવે તું એક પણ પ્રશ્ન નહીં કરે માત્ર શીખીશ ઓકે.”

આઝાદ સ્વાતિ સાથે સહમત થઈ ગયો. તે પોતાની ટ્રેનિંગ માટે બધા ઉપલબ્ધ હથિયારોની જાણકારી સ્વાતિ પાસેથી મેળવવવા લાગ્યો. તે સમજી ગયો હતો કે તેને હવે પોતાના દેશને બચાવવા શક્તિશાળી બનવું જ પડશે. તેણે વિચારી લીધું કે હવે તે કોઈપણ સંજોગોમાં જોર્ડનને પકડી ખતમ કરી નાખશે.

તેનામાં અનોખો ઉત્સાહ જોઈ સ્વાતિ બોલી, “ખરેખર. આઝાદ વિષ્ણુકાકાએ તારામાં જે જોયું એ અત્યારે મને પણ દેખાઈ રહ્યું છે. હવે માત્ર થોડા સમયની જ વાત છે. પછી આપણે આપણા મિશન ‘એન્ટી ટેરર’ને અંજામ આપીશું. તો મારા પાસેથી બની શકે તેટલી માહિતી મેળવી લે જેથી તને એ હથિયાર ચલાવવા કામ આવે.” તેની વાત સાંભળતા આઝાદે એવી રીતે જવાબ આપ્યો કે જાણે તે એક મિત્ર નહીં પણ પોતાના ગુરુ સાથે વાત કરી રહ્યો છે. તેણે જવાબમાં કહ્યું, “હા મેમ. હું તમે મને અઘરામાં અઘરી તાલીમ આપજો જેથી હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકું.”

હથિયારોની માહિતી મેળવતા મેળવતા દિવસ આથમી ગયો. બંનેએ ભોજન પતાવી એકબીજાને શુભરાત્રી કહી. આઝાદ અગાસીમાં આવી મેજર સાહેબને કોલ કરવા લાગ્યો. કૉલ ઉપડતા જ આઝાદ બોલ્યો, “મેજર સાહેબ તમને મારા પર વિશ્વાસ નથી?” મેજર સાહેબ નવાઈ પામતા બોલ્યા, “આઝાદ આ તું શું બોલી રહ્યો છે. શુ તને થઈ ગયું.” આઝાદ કહે, “મેજર સાહેબ તમે તો માત્ર મને શાર્પ શૂટરનું કીધું હતું. તમે મને પહેલા જ કીધું હોત કે તમે મને વન મેન આર્મી બનાવવાના છો તો હું એ મુંઝાયા વગર સ્વીકારી લેત. એ માટે શાર્પ શૂટરનું બહાનું નહતું આપવું.”

મેજર બોલ્યા, “આઝાદ હું તને માત્ર શાર્પ શૂટર જ બનાવવા માંગતો હતો પણ તારી ટ્રેનિંગ દરમ્યાન તારા ઉત્સાહને જોઈને હું ચોકી ગયો. તારામાં એ બધા ગુણ એક પછી એક મને દેખાવા લાગ્યા જે એક શાર્પ શૂટરમાં હોવા જોઈએ, સ્નાઇપર કિલરમાં હોવા જોઈએ, એક બ્લેક કેટ કમાન્ડોમાં હોવા જોઈએ, એક અસોલ્ટમાં હોવા જોઈએ અને આ બધા ગુણોનું એક જ જગ્યાએ અસ્તિત્વ એટલે વન મેન આર્મી. આઝાદ, ખરેખર તું ભારત માટે વરદાનથી કમ નથી. બસ આ જ કારણ હતું કે તને વન મેન આર્મીની ટ્રેનિંગ આપું. તને તો ખબર જ હશે કે એક શાર્પ શૂટર કે સ્નાઇપર કિલર મને અમારી ફોર્સમાંથી આરામથી મળી શકે. પણ મેં તને જ પસંદ કર્યો કારણકે મેં તારામાં એ જોયું જે તને પણ કદાચ નહીં દેખાતું હોય. બસ માત્ર આટલું જ કારણ છે. મને માફ કરજે કે મેં તને આ જાણ ન કરી.”

મેજર સાહેબની વાત સાંભળી આઝાદ ભાવુક થઈ ગયો અને કહેવા લાગ્યો, “મેજર સાહેબ મને માફ કરજો. મેં આ બધું બોલી તમને ઘણું દુઃખ પહોચાડ્યું છે. મને ખબર ન હતી કે હું શું કરી શકું. દૂધ વેંચતા વેંચતા મેં માત્ર દેશને આતંકવાદથી આઝાદ હોવાની કલ્પના કરતો હતો પણ હવે એ મારા હાથમાં છે. તમે મને યોગ્ય લાગે એ તમામ તાલીમ આપો. હું કોઈપણ શંકા વગર એ સ્વીકારી લઈશ. હું મારું અને સૌનું આઝાદ ભારત બનાવીને જ દમ લઈશ. એ માટે મારે ભલે બલિદાન પણ આપવું પડે. તમે મને ત્યાંથી માહિતી આપતા રહેજો.” મેજર કહે, “શાબાશ! સોલ્જર. હવે મારી સાથે દેશભક્ત વાત કરી રહ્યો છે. તું ચિંતા ન કર તેના બધા સાથિ પકડાઇ ગયા છે. પણ તે ક્યાંક છટકી ગયો છે. પણ તે ટૂંક સમયમાં જ પકડાઈ જશે. તું તારું અને સ્વાતિનું ધ્યાન રાખજે. હવે થોડા દિવસ હું તારી સાથે વાત નહીં કરી શકું. તને ટૂંક સમયમાં સંપર્ક કરીશ. ગુડ નાઈટ.”

આઝાદ ફોન રાખી સુઈ ગયો. સવારે પોતાની કસરત પતાવી, નાસ્તો કરી વર્કશોપમાં આવી ગયો. સ્વાતિ આવતા જ કહેવા લાગ્યો, “ગુડ મોર્નિંગ. ચાલો આપણી ટ્રેનિંગ શરૂ કરીએ.” સ્વાતિ તે માટે તૈયાર થઈ તેને મેજર સાહેબના ટ્રેનિંગ ગાઉન્ડમાં લઈ આવી. તેણે આઝાદને મશીન ગન લઈ દોડવા સૂચવ્યું. આઝાદે તેના કહ્યા પ્રમાણે કર્યું. સ્વાતિ કહે, “આઝાદ તું મશીનગનને હથિયાર નહીં પણ તારા શરીરનું અંગ સમજ.” થોડા દિવસ આ ટ્રેનિંગથી આઝાદ માટે મશીનગન વજનમાં હલકી થઈ ગઈ. તે જાણે તેનું અંગ બની ગઈ.

સ્વાતિએ ગ્રાઉન્ડમાં આઝાદ પર એક સાથે ઘણા બધા નાળિયેરો ફેંકી તેને શૂટ કરવા કહ્યું. આઝાદે તેના કહ્યા પ્રમાણે કર્યું. તે એક વિદ્યાર્થી જેમ બધું શીખી રહ્યો હતો. આ ટ્રેનિંગ પણ ઘણી ચાલી અંતે સફળતા મળી.

આઝાદ સ્વાતિના કહ્યા પ્રમાણે કરતો ગયો. તે પહેલાં મશીનગન પછી સ્નાઇપર રાઇફલ પછી હેવી શોટગન અને પછી એસોલ્ટ રાઇફલ એમ બધામાં પોતાનું શ્રેષ્ઠ આપતો ગયો. સ્વાતિ આ બધું જોઈ તેનાથી પ્રભાવિત થઈ ગઈ. તેના માન્યમાં ન આવ્યું કે કોઈ માત્ર એક જ વ્યક્તિ પણ આટલી બધી મહેનત કરી શકે છે. તેને પણ ધીરે ધીરે વિશ્વાસ થઈ ગયો કે હવે ભારતમાં આતંકવાદ ન રહેવાના ચાન્સ વધી ગયા છે. તે કહેવા લાગી, “હવે હું માની ગઈ કે વિષ્ણુકાકાએ તને પસંદ કરી કોઈ ભૂલ નથી કરી. હવે મને ખાતરી છે કે ભારત આતંકવાદમાંથી છુટકારો મેળવી શકશે.” આઝાદ કહે, “બસ હવે આપણી પાસે થોડા જ દિવસો છે પછી આપણે આપણા દેશને આતંકવાદરહિત જોશું.”

આઝાદની ટ્રેનિંગ કુલ 5 મહિના અને 14 દિવસ ચાલી. આ દરમિયાન આઝાદ બધા હથિયારોમાં માસ્ટરી મેળવી ચુક્યો હતો. તેનો સ્વભાવ કઠણ થઈ ગયો હતો. લાગતું હતું કે કોઈએ તેનું બ્રેનવોશ કરી નાખ્યું છે. આખો દિવસ પોતાની હથિયાર ચલાવવાના કૌશલ્યમાં તે વધારો કરતો જતો. આખો દિવસ હસી મજાક કરતો આઝાદ આજે પથ્થર જેમ સ્થિર થઈ ગયો હતો. જાણે ટ્રેનિંગ જ એનો ખોરાક બની ગઈ હોય. તેણે સ્વાતિ સાથે પણ કામ સિવાયની વાત કરવાનું છોડી દીધું. સ્વાતિ તેને જોઈને બહુ ઉદાસ રહેતી. આઝાદના આવા વર્તન વિશે તે તેને વારંવાર આ વર્તનનું કારણ પૂછ્યા કરતી પણ આઝાદ તેની વાત ટાળી દેતો.

આવું 1 માસ સુધી ચાલ્યું. હવે સ્વાતિ કંટાળી ગઈ અને ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં આવી આઝાદ સાથે ઝઘડતા બોલી, “આઝાદ તે શું ધારી છે. કેમ મારી સાથે વાત નથી કરતો. શુ તને એમ લાગે છે કે મારી સાથે વાતો કરવાથી, મારી સાથે ધીંગા મસ્તી કરવાથી તારું લક્ષ્ય ચુકી જશે એમ જ ને. દેશ પ્રત્યે હમદર્દી રાખવી એ સારી બાબત છે પણ એ માટે કોઈ બીજાની ફીલિંગ્સને ઠેસ પહોંચાડવી એ ક્યાંનો ન્યાય છે. તારામાં મેં બદલાવ જોયો હતો પણ મને નતી ખબર કે તું આમ પથ્થર દિલ થઇ જઈશ. જોવા જેવી બાબત તો એ છે કે હું આટલું ગુસ્સેથી બોલી રહી છું છતાંય તું પથ્થરની જેમ સાંભળશ. ઓકે. હવે મને જવાબ આપ કે મારી સાથે વાત કરવી છે કે નહીં?”

આઝાદે કઈ જવાબ ન આપ્યો એટલે સ્વાતિનો ગુસ્સો વધી ગયો અને તે રડતા રડતા બોલી, “ઓકે. હવે મને સમજાય ગયું કે અહીં મારી ફીલિંગ્સનું કોઈ મહત્વ નથી. એક વિષ્ણુકાકા છે જેમણે મારી સાથે 5 મહિનાથી વાત નથી કરી. મારો ફોન ઉપાડતા નથી. કોઈપણ રીતે સંપર્ક કરતા નથી અને એક તું છો જે પાસ હોવા છતાં મારી સાથે વાત નથી કરતો. કોઈ વાંધો નય હવે તો તારી ટ્રેનિંગ પણ પુરી થઈ ગઈ છે. હવે મારી કોઈ ખાસ જરૂર નથી. સારું આજનો દિવસ મને વેઠી લે. કાલ હું અમેરિકા રવાના થઈ જઈશ. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે. મને લાગતું હતું કે તું ટ્રેનિંગ પર ફોકસ કરવા મારી સાથે વાત નથી કરતો પણ ટ્રેનિંગ પછીના દિવસોનું મારે શું સમજવું. ગુડ લક એન્ડ ગુડ બાય.” એટલું બોલી તે રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ.

આ ઘટનાના કારણે દિવસ એકદમ ઉદાસીમાં પસાર થયો. આમને આમ રાત થઈ ગઈ. જમવાનો સમય થઇ ગયો. આઝાદ સ્વાતિના રૂમમાં ગયો. તે કહેવા લાગ્યો, “સ્વાતિ ચાલ જમી લે.” સ્વાતિએ ગુસ્સામાં કહ્યું, “નથી જમવું. મને ભૂખ નથી.” આઝાદ કહે, “સ્વાતિ નાની નાની વાતમાં આમ અનાજ પર રિષ ન રખાય.” સ્વાતિ ગુસ્સામાં બોલી, “શુ નાની વાત? તારી માટે આ નાની વાત છે? છેલ્લા પાંચ મહિનાથી વિષ્ણુકાકાનો અતોપતો નથી. તું પણ મારી સાથે ઘણા દિવસથી વાત નથી કરતો. આ બધું અચાનક કેમ? મને તો હવે શંકા થાય છે કે તું મારાથી કઈક છુપાવશ. આઝાદ હું વધારે તને ખીજાવા નથી માંગતી પ્લીઝ જે હોય એ મને જણાવ કે તું શા માટે આમ કરે છે? તું પહેલા મારી કેટલી મજાક કરતો હતો. હું કવ ત્યાં મને લઈ જતો. તો અચાનક આવો કેમ બની ગયો હવે, મને બહુ ન સતાવ. પ્લીઝ જે કાંઈ હોય તે મને કહી દે. હું વધારે તને આવી રીતે નહીં જોઈ શકું.”

આઝાદ કહે, “સારું હું તને જણાવુ છું પણ તારે મારી એક શરત માનવી પડશે. બોલ તને મંજુર છે?” સ્વાતિ કહે, “કેવી શરત?” આઝાદ કહે, “શરત એમ છે કે મારી વાત જાણ્યા પછી હું તને કહું એ જ તું કરીશ. મને પૂછ્યા વગર તું કોઈપણ પગલું નહીં ભર.ઓકે.” સ્વાતિ કહે, “તો મારી પણ શરત છે કે તું મારી સાથે જેમ પહેલા વર્તન કરતો એમ જ વર્તન કરીશ બોલ તને મારી વાત મંજુર છે?” આઝાદ કહે, “ઓકે.મને મંજુર છે પણ જો તું તારી વાત પરથી ઉતરતી નહિ.” સ્વાતિ આઝાદ સાથે સહમત થઈ ગઈ.

આઝાદે પોતાની વાત શરૂ કરી, “તને ખબર છે જ્યારે મેં મારી ટ્રેનિંગ પુરી કરી ત્યારે બોપરે મને એક કોલ આવ્યો હતો?” સ્વાતિ કહે, “હા તો શું?” આઝાદ કહે, “તને ખબર છે એ કોલ મેં ઉપાડ્યો ત્યારે કોણ વાત કરતું હતું?” સ્વાતિ કહે, “ના ત્યારે તો તું કોલ ઉપાડી બહાર ચાલ્યો ગયો હતો. કોણ હતું?” આઝાદ કહે, “મેં કોલ ઉપાડ્યો ત્યારે મારી સાથે રાશિયાથી .......”

To be continued......