એજન્ટ આઝાદ - 5 Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એજન્ટ આઝાદ - 5

રશિયન માફિયાની ગેંગ મારી સાથે વાત કરી રહી હતી. તેમણે મેજર સાહેબનું અપહરણ કર્યું છે. તે લોકોએ મને મેજર સાહેબ સાથે વાત કરાવી. મેજર સાહેબે મને કીધું કે તે તેમની ચિંતા ન કરે અને આ ઘટના તને ન જણાવે એ સૂચવ્યું. જો હું તારા સંપર્કમાં વાંરવાર આવત તો કદાચ એ રહસ્ય હું બકી ચુક્યો હોત. એ માટે હું તારી સાથે આવુ વર્તન કરી રહ્યો હતો. સોરી સ્વાતિ, હું જાણું છું કે મેં તને ઘણું દુઃખ પહોચાડ્યું છે. પણ એ મારી મજબૂરી હતી. મને માફ કરજે.”

સ્વાતિ આઝાદની વાત સમજી ગઈ. તે કહેવા લાગી, “આઝાદ તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. કદાચ તારી જગ્યાએ હું હોત તો હું પણ તારી જેમ જ કરત. મને હતું જ કે વિષ્ણુકાકા સાથે કઈક ન થવાનું થયું છે. પણ આઝાદ તેમને ત્યાંથી મુક્ત કરવાનો કોઈ રસ્તો નથી?”

આઝાદે કહ્યું, “રસ્તો તો છે સ્વાતિ પણ ...(તે ચૂપ થઈ ગયો).” સ્વાતિ કહે, “પણ શું? રસ્તો હોય તો મને જણાવ. આપણે બંને જઈને એમને મુક્ત કરીશું.” આઝાદ કહે, “આ માટે એક જ રસ્તો છે કે મારે તેમની બધી શરત માનવી પડશે.” સ્વાતિ પૂછવા લાગી, “કેવી શરત?” આઝાદ કહે, “તે ચાહે છે કે હું તેમના માટે મેજર સાહેબે જમા કરેલા બધા પુરાવાઓ તેમને આપી દઉં ઉપરાંત હું તેમના ડ્રગ્સનું હું સ્મગલિંગ કરું.”

સ્વાતિ આઝાદની વાત સાંભળી ચોકી ગઈ. તે કહેવા લાગી, “આઝાદ ભલે વિષ્ણુકાકા શહીદ થઈ જાય પણ તું એમની શરત ન માનતો. હું તારા પર દેશદ્રોહનો કલંક નહિ લાગવા દઉં. તું એમની શરત કદી ન માનતો.” આઝાદ કહે, “ના સ્વાતિ, મેજર સાહેબની જિંદગી મારી જવાબદારી છે. મારા જીવતા જીવ એ શહીદી વ્હોરે એ મને મંજુર નથી. હું એમની શરત માનીશ. ભલે મારા પર દેશદ્રોહનો કલંક લાગે.” સ્વાતિ કહે, “આઝાદ તારું મગજ ખરાબ નથી થઈ ગયુ ને? તું શું બોલશ એ તને ભાન છે? તે અત્યાર સુધી દૂધ વેંચ્યું છે ડ્રગ્સ નહિ. એક વખત પોલીસની પકડમાં આવી ગયો તો આજીવન કેદમાં રહીશ. બીજું કે વિષ્ણુકાકાની ઉંમર થઈ ગઈ હોવાથી તેમણે દેશની જવાબદારી તને સોંપી છે. માટે અત્યારે દેશને તારી જરૂર છે. તું એવું કોઈ પગલું ન ભરતો જેથી તારે જેલ ભોગવવી પડે.”

આઝાદ પાસે કોઈ વિકલ્પ ન હતો તે કહેવા લાગ્યો, “સ્વાતિ હું તારી વાતને સમજુ છું પણ મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે તે લોકોને પુરાવા આપવા જ પડશે અને રહી વાત ડ્રગ્સની તો મને કાઈ નહિ થાય બસ તું તારું ધ્યાન રાખજે મને મારી કરતા તારી વધારે ચિંતા છે. તું મારી જવાબદારી છો. મને ભલે ગમે એ થાય પણ તને અને મેજર સાહેબને કંઈપણ ન થવું જોઈએ.”

સ્વાતિ આઝાદની વાત સાંભળી કઈક અલગ જ અનુભવતી હતી. તે ભાવુક થઈ બોલી, “આઝાદ વિષ્ણુકાકાની તું ચિંતા કરશ એ મને સમજાય ગયું પણ તું મારી ચિંતા શા માટે કરે છે. હજી આપણી મુલાકાતના ગણ્યાગાંઠ્યા મહિના થયા છે. તો પછી મારી આટલી બધી ચિંતા?” આઝાદ કહે, “સ્વાતિ સંબંધો માટે ઓળખાણની નહિ પણ અંદરના પવિત્ર ભાવની જરૂર હોય છે. કોઈનું સ્ટેટસ જાણી તેની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો એ તો સ્વાર્થવૃતિ છે. મેજર સાહેબે મારા પર ભરોસો રાખી તને મારી પાસે મોકલી છે. તેથી તું મારી જવાબદારી છે. તેથી મને તારી ચિંતા છે.”

સ્વાતિ આઝાદને ટોકતા બોલી, “એમ વાત છે. હું તારી જવાબદારી છું. તો મને એક વાત જણાવ દરરોજ રાત્રે મારા રૂમમાં આવી લાઈટ બંધ કરી મને મચ્છર ન કરડે તે માટે મચ્છર મારવાનું મશીન ચાલુ કરવું અને મને ચાદર ઓઢાડવી એ પણ તારી જવાબદારી છે?” આઝાદ થોડો મૂંઝાતા બોલ્યો, “સ્વાતિ...અં... એવું ..એવું...એવું મેં ક્યારે કર્યું?”

સ્વાતિ કહે, “આઝાદ મને ન બનાવ. તું શું મને મૂર્ખ સમજે છે. તને એમ હશેને કે હું સુઈ ગઈ છું પણ જ્યારે જ્યારે તું મારી પાસે આવ્યો ત્યારે હું જાગતી જ હતી. હવે બોલ આ વિશે તારે શુ કહેવું છે? શુ આ જવાબદારી પણ તને વિષ્ણુકાકાએ આપી છે?”

આઝાદ સ્વાતિ સામે કઈ બોલી શક્યો નહિ અને પછી બોલ્યો, “સ્વાતિ, આ વિશે હું કોઈ વાત કરવા નથી માંગતો. તારી ચિંતા છે તો છે. એના માટે મારે કારણ આપવાની જરૂર નથી.” એ સાંભળીને સ્વાતિ ગુસ્સે થઈ, “જરૂર છે. કારણ આપવાની જરૂર છે. મને તો એ પણ નથી ખબર કે તને ફરી જોઈ શકીશ કે નઈ.” આઝાદ બોલ્યો, “સ્વાતિ મને માફ કરજે હું અત્યારે તારા કોઈપણ પ્રશ્ન નો જવાબ નહિ આપી શકું. હું તે લોકોની બધી શરત માનીશ અને મેજર સાહેબને હેમખેમ પાછા લાવીશ.”

એકદમ શાંત વાતાવરણ થઈ ગયું. બંને ચૂપ થઈ એકબીજાને જોઈ રહ્યા. સ્વાતિ બોલી, “સારું તારી જેવી મરજી. તો રશિયા ક્યારે જાશ?” આઝાદે જવાબ આપ્યો, “બસ, આજે રાતે. ચાલ આપણી લપમાં ઘણો સમય થઇ ગયો છે, રસોઈ બનાવી નાખીએ પછી હું નિકળું.” બંને રસોડામાં જઇ પોતાના કામમાં લાગી ગયા. રસોઈ બની જતા બંને જમવા બેઠા અને પોતાનું ભોજન પતાવી જવાની તૈયારી શરૂ કરી.”

આઝાદે પોતાનું બેગ પેક કરી સ્વાતિને અવાજ લગાવ્યો, “સ્વાતિ, તું પણ તૈયાર થઈ જા. તારી પણ પેકીંગ કરી નાખ.” એ સાંભળીને સ્વાતિ ખુશ થતા બોલી, “શું બોલ્યો, ફરી બોલ!” આઝાદ કહે, “તું પણ તૈયાર થઈ જા.” સ્વાતિ કહેવા લાગી, “એનો અર્થ હું પણ આવું છું?” આઝાદે જવાબ આપ્યો, “એવું જ સમજ.” સ્વાતિના આનંદનો પાર ન રહ્યો. તે ફટાફટ રૂમમાં ગઈ અને પોતાની તૈયારી કરવા લાગી.

બંને તૈયાર થઈ બહાર આવ્યા અને ઘરને સંપૂર્ણ લોક કરી નાખ્યું. આઝાદે વર્કશોપમાંથી બાઇક કાઢી સ્વાતિ ને બેસવા કહ્યું. બંને બાઇકમાં સેટ થઈ ગયા અને આઝાદે બાઇક હંકારવાનું શરૂ કર્યું. હાઇવે પર ચડતા આઝાદે બાઇક બીજા રસ્તે લઈ લીધી. તે જોઈ સ્વાતિ બોલી, “આઝાદ ક્યાં જાય છે? એરપોર્ટ તો પાછળની બાજુ રહી ગયું.” આઝાદે જવાબ આપ્યો, “તને કોણે કીધું આપણે એરપોર્ટ જઈએ છીએ. તું ખાલી જોયા કર. હું તને એક સરસ જગ્યાએ લઈ જવ છું.”

આઝાદ સ્વાતિને પોતાના ઘેર લઈ આવ્યો અને કહેવા લાગ્યો, “જો સ્વાતિ આ છે મારી દુનિયા. ચાલ હું તને મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે પરિચય કરાવું.” સ્વાતિ કહેવા લાગી, “બેસ્ટ ફ્રેન્ડ? પણ કોણ?” આઝાદ કહે, “સોરી મેં ક્યાં તને એના વિશે કહ્યું છે. ગંગા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હું એના વગર અધુરો છું. અમે બંને ભેગા મોટા થયા છીએ. ખરેખર એની સાથે જે મજા આવે છે ને! જોરદાર!”

સ્વાતિ આઝાદ સામે ઘુરવા લાગી અને કહે, “તે કોઈ દી કીધું કેમ નઈ કે તારી પણ એક ફ્રેન્ડ છે?” આઝાદ કહે, “આપણી લપમાં એ ટાઈમ જ ક્યાં હતો કે હું તને જણાવું.” સ્વાતિ કહે, “પહેલા ઘરમાં તો જઈએ પછી મળશું તારી સ્ટુપીડ ફ્રેન્ડને.” આઝાદ કહેવા લાગ્યો, “એય એના વિશે કંઈપણ ન બોલતી. મને જે કેવું એ કે.” સ્વાતિ કહે, “હા હા, હવે અંદર ચાલ.”

આઝાદ અને સ્વાતિ ઘરમાં ગયા અને આઝાદે પોતાની માતા પાસે આવી કહ્યું, “માં જુઓ. આ સ્વાતિ છે. મેજર સાહેબની ભત્રીજી.” આઝાદના મા સ્વાતિને ભેટ્યા અને કહેવા લાગ્યા, “બેટા, આ આઝાદે તને હેરાન નથી કરીને? તો કેજે અત્યારે જ તેનો વારો લવ.” સ્વાતિ કહેવા લાગી, “હા આંટી, તેણે મને ઘણી સતાવી છે. હું તમને એકલામાં એક વાત કેવા માંગુ છું.” આઝાદના માએ આઝાદને તેના પપ્પા પાસે મોકલી દીધો. આઝાદ જતો જતો કહે, “જો કાઈ આડુંઅવળું કીધું છે ને તો મેજર સાહેબને તારા બધા નખરા કહી દઈશ.” સ્વાતિ કહે, “કઈ દેજે હું નથી તારાથી ડરતી.”

આઝાદ ગયો કે તરત સ્વાતિ કહેવા લાગી, “આંટી તમને ખબર છે, આઝાદને તમે જેટલો સીધો સમજો છો તેટલો એ છે નહીં” આઝાદના માં કહે, “એટલે. એવું તે શું જોયું એનામાં?” સ્વાતિ કહે, “આંટી. તેનું કોઈ ગંગા નામની છોકરી સાથે અફેર ચાલે છે. તે મને કહેતો હતો કે તે બંને ભેગા મોટા થયા છે અને તે એના વગર અધુરો છે. હવે બોલો આ સીધો છે?” એટલું બોલી ત્યાં જ આઝાદના માં જોર જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, “અરે ગાંડી. બહુ ભોળી છે તું. ગંગા કોઈ છોકરી નથી. અમારી ગાયનું નામ છે. એ વાછરડું હતી ત્યારથી આઝાદ તેને સાચવે છે.”

આઝાદ એ બધું સંતાઈને સાંભળતો હતો. તે ત્યાં આવી કહેવા લાગ્યો, “ઓહ તો એમ વાત છે. હું ક્યારનો વિચારતો હતો કે આ આટલી ગરમ કેમ થાય છે.” સ્વાતિ કાન પર હાથ રાખી કહેવા લાગી, “સોરી આઝાદ. હું કઈક બીજું સમજી.” આઝાદ કહેવા લાગ્યો, “સોરીની દીકરી. રે તને કવ.” એમ કહી તેણે સ્વાતિને પકડવા દોટ મૂકી. સ્વાતિ આઝાદની માં પાછળ સંતાવ લાગી અને કહેવા લાગી, “આઝાદ હવે હું કોઈ દી આવું નહિ કરું...આંટી... આંટી, તમે આઝાદને સમજાવોને.”

આઝાદના માં કહેવા લાગ્યા, “આઝાદ જવા દે. તેને સતાવ નહિ. જા એને ગંગા સાથે મળાવ તો ખરા નહિતર એને વિશ્વાસ કેમ આવશે કે તે કોઈ છોકરી નથી.” આઝાદ સ્વાતિને પોતાની ગાય પાસે લઈ ગયો. પોતાના ઢોર ઢાંખર બતાવ્યા. સ્વાતિ કહેવા લાગી, “આઝાદ તું અહીં મને કેમ લઈ આવ્યો?” આઝાદે જવાબ આપ્યો, “હું જઈશ પછી તું સાવ એકલી થઈ જાત. તો હું શું તને ત્યાં એકલી મૂકી દઉં? જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તારે અહીંયા જ રહેવાનું છે. મેં પપ્પા સાથે વાત કરી લીધી છે. મેં એમને કહ્યું છે કે હું મેજર સાહેબને મળવા જવ છું. પણ તું એમને હકીકત જણાવતી નહિ, ભલે ગમે એ થાય.” સ્વાતિએ જવાબ આપ્યો, “એ ચિંતા ન કર. બસ તારું ધ્યાન રાખજે. સમયસર કોલ કરતો રહેજે.”

આઝાદે પોતાના માબાપના આશીર્વાદ લેતા કહ્યું, “બા- બાપુજી તમે સ્વાતિનું ધ્યાન રાખજો હું થોડાજ દિવસોમાં પાછો આવી જઈશ.” આઝાદના માબાપે આશીર્વાદ આપતા કહ્યું, “આઝાદ બેટા, તું સ્વાતિની ચિંતા ન કર. તારું ધ્યાન રાખજે. મેજર સાહેબને અમારી યાદ આપજે.” આઝાદ બેગ ઉપાડી કહે, “સારું તો હું નીકળું. મારી ફ્લાઇટ નો ટાઈમ થઈ ગયો.” તેણે બાઇક ચાલુ કરી પોતાની ડેલીની બહાર કાઢી કે ત્યાં જ સ્વાતિ આઝાદ પાસે દોડી ગઈ. આઝાદે પૂછ્યું, “શું થયું ? કેમ દોડી આવી? મારા પર ભરોસો રાખ. મેજર સાહેબ હેમખેમ આવી જશે.” સ્વાતિ કહેવા લાગી, “આઝાદ પાછો તો આવીશ ને? હું તને બહુ મિસ કરીશ.” આઝાદ કહેવા લાગ્યો, “સ્વાતિ ભરોસો રાખ. હું જરૂર આવીશ અને હું પણ તને બહુ મિસ કરીશ. ત્યાં હું કોને હેરાન કરીશ. ઓકે બાય.” સ્વાતિ કહે, “ઑકે બાય. જલ્દી આવજે. તારી રાહ જોઇશ.”

આઝાદ પોતાની ફ્લાઇટ પકડી રશિયાના એરપોર્ટ પર આવી ગયો અને ત્યાં રશિયન માફિયા ને ફોન કરી જણાવ્યું કે તે રશિયા પહોંચી ગયો છે. તેના માહિતી મળતા જ થોડીવારમાં ત્યાં એક ગાડી આવી. ગાડીમાંથી એક કાળા કોટવાળો માણસ નીચે આવ્યો. તેણે આઝાદને ગાડીમાં બેસવા કહ્યું. આઝાદ જેવો ગાડીમાં બેઠો કે તરત જ પેલા માણસે તેના માથામાં જોરથી કઈક મારી બેહોશ કરી તેના હાથ બાંધી દીધા.

લગભગ 4 થી પાંચ કલાક ગાડી ચાલતી રહી. આઝાદ હોશમાં આવ્યો તો જોયું કે તેને એક ખુરશીમાં બાંધી દીધો હતો. ચારે બાજુ અંધારું હતું. આઝાદ કઈ સમજી શક્યો નહિ.

આ બાજુ આઝાદને કેદ કરી લેવામાં આવ્યો હતો અને બીજી બાજુ સ્વાતિ તેને ફોન કરી રહી હતી. ફોન સ્વીચ ઓફ આવવાથી તેની ચિંતા વધી ગઈ. તે રસોડામાં જઇ કહેવા લાગી, “આંટી. મારી ચિંતા વધતી જાય છે. આઝાદ મારો કોલ રિસીવ કરતો નથી. એને શુ થયું હશે?” આઝાદની માં બોલ્યા, “સ્વાતિ તું કેમ આમ બોલે છે. તે થોડો જંગ લડવા ગયો છે. એતો મેજર સાહેબને મળવા ગયો છે. તેણે ગેમ રમી રમીને ચારજિંગ ઉતારી નાખ્યું હશે. એ હમણાં ફોન કરશે.” સ્વાતિએ પોતાની ચિંતા વ્યક્ત કરી તો નાખી પણ તેને ભાન થઈ ગયું કે તે આઝાદના રહસ્યની વાત બકી નાખત એટલે તે પણ કહેવા લાગી, “હા એ વાત પણ સાચી. અત્યારના જુવાનિયા જે મોબાઈલમાં ઘેલા થયા છે કે વાત જ જવા દો.”

આઝાદે છૂટવાની ઘણી કોશિશ કરી પણ તે નિષ્ફળ ગયો. થોડીવાર થઈ અને રૂમની બધી લાઈટો એક દમ ચાલુ થઈ ગઈ. તેણે સામે નજર મારી તો જોયું કે તેની સામે.....

To be continued.....