Featured Books
શ્રેણી
શેયર કરો

કામસૂત્ર : અધિકરણ - ૪ (ભાર્યાધિકારિક)

કંદર્પ પટેલ

+919687515557

Work @Navajivan Trust

વાત્સ્યાયનરચિત

કામસૂત્ર

અધિકરણ-૪

(ભાર્યાધિકારિક)


-: અનુક્રમણિકા :-

૧) ગૃહિણીનું કર્તવ્ય

૨) પરસ્ત્રીગમન

૩) સ્ત્રીના હાવ – ભાવ

૪) પરસ્ત્રીના આંતરિક ભાવ


૧. ગૃહિણીનું કર્તવ્ય

સ્ત્રી અને પુરુષના આત્માને એક કરવા માટે ઈશ્વરે જે વ્યવસ્થા કરી છે, જે આકર્ષણ શક્તિ આપેલી છે તેનું નામ પ્રેમ છે. પ્રેમના મંદિરમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર લગ્ન છે. તેનાથી વધુ પવિત્ર બીજી કોઈ ક્રિયા નથી. તેનાથી ઉચ્ચ, શ્રેષ્ઠ સંબંધ પણ કોઈ નથી.

સ્ત્રી એ પુરુષની અર્ધાંગના છે. ગૃહસંસારની એ સંચાલિકા છે અને ગૃહસ્થી જીવનનો પ્રાણ છે. ઘરનું ઉત્કર્ષ, સુખ દુઃખ, પ્રેમ જેવી દરેક વસ્તુ ગૃહિણીની યોગ્યતા પર નિર્ભર રહે છે. જેવી સ્ત્રી, તેવું ગૃહ આ લોકવાયકા સાચી જ છે. સ્ત્રી સંસારનો સાર છે, પુરુષના જીવનને ઉન્નત કરે છે. પ્રફુલ્લ રાખે છે. નારીનું હૃદય પ્રેમ, કરુણા, મમતા અને સહાનુભુતિથી ભરેલું હોય છે. સ્ત્રીની ત્યાગવૃત્તિ અનુપમ હોય છે. પતિને એ ઉત્સાહિત કરે છે અને તેને સાહસ આપવા પ્રેરે છે. આપત્તિના સમયે સ્ત્રી પોતાના પતિને સાંત્વના આપે છે. તેને હિંમત આપે છે. સાચી ગૃહિણી પોતાના પતિ પ્રત્યે સન્માન રાખે છે, ગૃહસ્થી જીવનને ઉજાળે છે.

પુરુષમાં શૌર્ય અને સ્ત્રીમાં કોમળતા અને મધુરતા છે. આ બંનેનું મિલન એટલે જ પૂર્ણતા. એકબીજાના મિલનમાં, સુખ દુઃખમાં આજીવન સંકળાયેલા રહે અને એકબીજાના વ્યક્તિત્વમાં પોતાનું ભૂલી જાય તેમાં જ પરમાનંદ સમાયેલો છે.

  • સ્ત્રી : લક્ષ્મી
  • મનુસ્મૃતિકારે કહ્યું છે કે, “જયારે ભર્તા અને ભાર્યા પરસ્પર પ્રીતિ ધરાવે છે ત્યારે જ ધર્મ. અર્થ અને કામ ત્રણેય પદાર્થોનો તેમને લાભ થાય છે.”

    સ્મૃતિકાર કહે છે કે, “પુરુષને પ્રજા ઉત્પન્ન કરી આપવામાં મહાભાગ્યશાળી, વસ્ત્રોથી તથા આભૂષણોથી સત્કાર કરવા યોગ્ય અને ઘરને શોભા આપનારી સ્ત્રીઓમાં તથા લક્ષ્મીમાં કોઈ તફાવત નથી.”

    ઘરમાં વૈભવ હોય છતાં જો સ્ત્રી ન હોય તો ગૃહસ્થ પુરુષ, પોતાને ત્યાં આવતા અતિથીનો સત્કાર કરી શકતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “ઘર એ ઘર નથી જ્યાં ગૃહિણી ન હોય.” ઘરમાં વૈભવ હોવા છતાં ઘરની શોભા સ્ત્રી વડે વધે છે, તેથી તેને લક્ષ્મી સમાન કહેલી છે.

  • સ્ત્રીને આધીન કર્તવ્ય :
  • ભગવાન માનું કહે છે, “સંતાન ઉત્પન્ન કરી, તેને ઉછેરી મોટા કરવા, સંસ્કારોનું સિંચન કરવું, સગાં, સંબંધી, મિત્ર, અતિથી વગેરેનો ભોજનથી સત્કાર કરવો અને ઘરના કામકાજની વ્યવસ્થા રાખવી, જે પ્રત્યક્ષ રીતે સ્ત્રીને આધીન છે.”

    “અગ્નિહોત્ર વગેરે ધાર્મિક કર્યો કરવા, પતિને ઉત્તમ પ્રકારનું સુખ આપવું, પિતૃઓને સ્વર્ગલોકનો લાભ કરી આપવો, આ સર્વ કાર્યો સ્ત્રીને આધીન છે. જે સ્ત્રી મન, વાણી અને કાયા વડે પતિને અનુકુળ રહે છે તે સ્ત્રી પતિના લોકમાં જાય છે અને સંત પુરુષો તેને સાધ્વી કહે છે.”

    મનુસ્મૃતિકારે જણાવ્યા પછી આચાર્ય વાત્સ્યાયન કહે છે, દાસ-દાસીઓ પર કેવી રીતે શાસન ચલાવવું, સ્વચ્છતા, પાક-વિદ્યા (રસોઈ), ખાદ્યપદાર્થોની રક્ષા, સંગ્રહ અને ઉપયોગ, પતિવ્રત ધર્મનો આદેશ, કુટુંબીજનો, મિત્રો સાથે વ્યવહાર કેવી રીતે કરવો? આ દરેક વાતો ગૃહસ્થ જીવનની વિસ્તૃતપણે ચર્ચી છે.

    પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો અને દેવતુલ્ય માનવો. પતિની ઈચ્છાને અનુસરીને વર્તતા રહેવું એ જ પતિવ્રતા પ્રેમી સ્ત્રીનું પરમ કર્તવ્ય છે. કુટુંબના કલ્યાણ માટે વિચારવું અને સતત કુટુંબીજનો માટે વિચારતા રહેવું.

    પોતાના કુટુંબીજનો તથા પોતાના પતિને ક્યાં પદાર્થો રુચિકર છે અને ક્યાં પદાર્થો અરુચિકર છે. તે વિષયને લક્ષ્યમાં રાખીને પોતાના પતિ તથા પોતાના કુટુંબીજનો માટે ભોજન માટે તૈયાર કરવા. પોતાના પતિ સમક્ષ અલંકાર તથા શૃંગાર વડે પોતાના શરીરને અલંકૃત કરીને જવું. સ્ત્રી જો આભૂષણ વગેરેથી ઝળહળતી રહે તો કૂળ પણ દીપી ઉઠે છે. પતિ જો ધનનો અન્ય અથવા ખરાબ માર્ગે ઉપયોગ કરી રહ્યો હોય તો તેને અટકાવવો. સારા માર્ગે વાળવો. એકાંતમાં પ્રમાદનો ઉપયોગ કરી તેને સારા – નરસા ની સમજ આપવી.

    પત્નીએ રસોઈ ઘર સ્વચ્છ, સુંદર અને દર્શનીય રાખવું. ઉપરાંત, તે સુરક્ષિત સ્થાનમાં રાખવું જોઈએ. ક્યારેક વિના કારણે જ પતિ કઈ બોલી ઉઠે અને ક્રોધિત થઇ જાય ત્યારે પત્નીએ શાંત મોઢે સાંભળી લેવું. થોડા સમય બાદ પતિનો ક્રોધ શાંત થાય ત્યારે સ્ત્રીએ શાંત અને મધુર શબ્દોમાં તેને મનાવી લેવો જોઈએ.

    મન, વાણી અને કાયાથી નિયમમાં રહેનારી સ્ત્રી ઉપર કહેલા સદાચાર પ્રમાણે વર્તે છે. તે સ્ત્રી ઉત્તમ કીર્તિ મેળવે છે અને મરણ પછી પતિના લોકમાં જાય છે.

    ૨. પરસ્ત્રીગમન

    પારકી સ્ત્રીઓ સાથે કઈ અવસ્થામાં અને કેવી રીતે સંપ્રયોગ કરવામાં આવે તે આચાર્ય વાત્સ્યાયન ખૂબ સારી રીતે જણાવે છે.

    પરસ્ત્રી સાથે ગમન કરતા પહેલા પુરુષે નીચેની વાતો પર ધ્યાન રાખવું જોઈએ.

    ૧. આ સ્ત્રી પોતાના વશમાં આવી શકશે નહિ

    ૨. વિશ્વાસ કરવા યોગ્ય છે કે નહિ

    ૩. સંભોગ માટે યોગ્ય છે કે નહિ? એ કોઈ ચેપી રોગથી પીડાય છે કે નહિ તે જાણી લેવું

    ૪. તેની સાથેનો સંબંધ સ્વાસ્થ્ય અને સમાજ તેના પર કેવી રીતે

    ૫. સ્વભાવ સાથે મન-મેળાવ થશે કે નહિ એ જોવું જોઈએ

    કામવિકારની દશ અવસ્થાઓ :

    ૧. નેત્ર પ્રીતિ

    ૨. મનની આસક્તિ

    ૩. ઇષ્ટપ્રાપ્તિનો સંકલ્પ

    ૪. નિદ્રા ભંગ

    ૫. શરીરની દુર્બળતા

    ૬. વિષયસુખની વિરક્તિ

    ૭. નિર્લજ્જતા

    ૮. ઉન્માદ

    ૯. મૂર્છા

    ૧૦. મૃત્યુ

    ધૂર્ત પુરુષો સ્ત્રીઓને ફસાવવા શું કરે છે?

    જો સ્ત્રી ધર્મ અને સદાચારને કારણે પોતાના અધિકારમાં ન આવી શકતી હોય અથવા તો તે પોતે જ સંસારમાં લીન થયેલી હોય તો તે પુરુષ તેના પ્રતિ પોતાનો પ્રેમ જગાવવા માટે પ્રયત્નો કરે છે. જો કોઈ સ્ત્રી સાધનની ખામી લઈને પોતાને નહિ મળી શકતી હોય તો તે લોકો તેને ઉપાયો પણ બતાવે છે.

    અધિક પરિચય થવાથી સ્નેહ બંધાઈ જાય છે. સ્ત્રી પોતાના વર્ચસ્વને ભૂલી જાય છે. આ દરમિયાન તે અમેના પુરુષના સ્વભાવથી, શક્તિઓથી સંપૂર્ણ માહિતગાર બની જાય છે. જો નાયિકા આવું કાર્ય કરતા ભય – બીક લાગતી હોય તો પુરુષ તેને આશ્વાસન આપી પોતાના અધિકારમાં લાવે છે.

    પરસ્ત્રીઓને ક્યાં પુરુષો વશ કરી શકે?

    ૧. કામસૂત્રના જાણનારાઓ

    ૨. વાર્તા – કથા કહેનારાઓ

    ૩. બાલ્યાવસ્થાથી કન્યાઓ સાથે રહેનારો

    ૪. પૂર્ણ યૌવન ધરાવતો યુવાન

    ૫. રમત – ગમત આદિમાં સ્ત્રીઓનો વિશ્વાસુ સાથી

    ૬. સ્ત્રીઓના કર્યો કરનારો

    ૭. સુંદરતામાં પ્રસિદ્ધ

    ૮. સાથે પોશાયેલો

    ૯. કામશાસ્ત્રીના નિપુણ નોકર ‘

    ૧૦. પાડોશી

    ૧૧. નાટક જોવાનો શોખીન

    ૧૨. નવો જમાઈ

    ૧૩. હૃષ્ટપુષ્ટ

    ૧૪. સાહસી, શૂરવીર

    ૧૫. જે અતિ મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરતો હોય તે

    કઈ સ્ત્રી સુગમતાથી પ્રાપ્ત થઇ શકે?

    ૧. ઘરના દ્વાર પર વારંવાર ઉભી રહી જોનારી

    ૨. છત પરથી રસ્તા તરફ જોનારી

    ૩. મનુષ્યો તરફ સદા જોનારી

    ૪. પતિ સાથે દ્વેષ કરનારી

    ૫. સંતાનહીન

    ૬. પિતાના ઘરમાં રહેનારી

    ૭. જેના સંતાન મારી ગયા છે તે

    ૮. સ્વભાવે નફફટ અને સ્વતંત્ર

    ૯. બાળવિધવા

    ૧૦. નિર્ધન – દરિદ્ર

    ૧૧. જેણે ઘણા દિયર હોય

    ૧૨. નાટક કરનારાઓની સ્ત્રીઓ

    ૧૩. દરેક સ્ત્રી સાથે મૈત્રી બાંધનારી

    ૧૪. સમાન રૂપ – ગુણ ધરાવતી સ્ત્રીઓથી તિરસ્કૃત થયેલી

    ૧૫. જેનો પતિ પરદેશ રહેતો હોય


    ૩. સ્ત્રીઓના હાવ – ભાવ

    સ્ત્રીઓ બે પ્રકારના હાવ – ભાવ દર્શાવે છે.

    ૧. સ્વાભાવિક રીતે

    ૨. શરમથી

    સ્ત્રીના મનોગત ભાવ :

    ૧. નાયક તરફ તે વારંવાર જુએ છે.

    ૨. નખથી પોતાના શરીર પર જ ખંજવાળે છે.

    ૩. પોતાના વાળને બાંધે છે અને છોડે છે.

    ૪. હોઠ દબાવે છે, કચડે છે.

    ૫. મોટેથી બોલે છે.

    ૬. નાયક તરફ જોઇને પોતાની સખીઓને કંઇક કહે છે.

    ૭. પોતાની આંગળીઓ ને વાળીને અવાજ કરે છે.

    ૮. નાયકની વાતો શાંતિથી સાંભળે છે.

    જયારે નાયિકા પોતાના પ્રેમને પ્રગટ કરીને પોતાના આંતરિક ભાવોને પ્રગટ કરે છે ત્યારે તે પ્રથમવાર જ પુરુષે આપેલી વસ્તુઓનો સ્વીકાર કરવા લાગે છે. સ્ત્રીઓના મનોભાવ સમજીને પુરુષ સારી સુગંધિત વસ્તુ, વસ્ત્રો, પુષ્પો અને પોતાની મૂલ્યવાન વીંટી ભેટમાં આપે છે.

    પરસ્ત્રી ગમે તેવી સાહસી હશે તો પણ તે પરપુરુષની સાથે રહીને ગભરાશે અને સંકુચિત રહેશે. સ્ત્રીઓનો ભય દૂર કરવા પુરુષો તેમને અલગ પ્રશ્નો પૂછીને કે પછી અનુરોધ કરીને તેનો એ ગભરાત દૂર કરે છે. પરપુરુષની સાથે તે એકાંતમાં જવા લાગે છે. આલિંગન – ચુંબન કરે છે. પરસ્પર ગુહ્યેન્દ્રિયનો સ્પર્શ કરાવે છે. કાળક્રમે એ લજ્જા તૂટી પડે છે અને વ્યભિચારી ગર્તામાં ડૂબી જાય છે. આ પ્રકારે પોતાના વિશ્વાસમાં આવેલી સ્ત્રી જયારે એકાંતમાં હોય ત્યારે આ પરપુરુષ સાથે સંપ્રયોગ કરવાની પ્રાર્થના કરે છે. જો એ માત્ર અનુભવી વિધવા હોય તો પ્રથમ તેને કંઇક પુરસ્કાર આપીને ધૂર્ત પુરુષો વશમાં લે છે અને પછી તે જ સ્ત્રી સાથે પ્રેમ કરે છે.

    શંકા કરનારી, સુરક્ષિત, ભયભીત તથા જેની સાસુ હોય છે તેવી સ્ત્રી સાથે પરિચય બાંધવાનો પ્રયત્ન ધૂર્ત પુરુષો કરતા નથી.

    ૪. પરસ્ત્રીના આંતરિક ભાવ

    જયારે પરસ્ત્રી એની વિષય – વાર્તા ધ્યાનથી સાંભળવા લાગે પરંતુ એ પોતાના અંતર – ભાવ પ્રગટ ન થવા દે ત્યારે નાયક તેની પાસે કોઈ દૂતી (પરસ્ત્રી) મોકલીને કાર્ય સિદ્ધ કરાવે છે.

    જયારે નાયકના પ્રેમ – પ્રસ્તાવને ઉડાવી દે છે અને તેમની વારંવાર વિનંતીઓ હોવા છતાં પણ તે એની સામે જતી નથી. ત્યારે પણ દુષ્ટ પુરુષો પોતાનો પ્રયત્ન છોડતા નથી અને કઠીન શ્રમ તેમજ ઉદ્યોગ કરીને તેને પોતાના વશમાં લાવવા પ્રયત્નો કરે છે.

    ગમે તેવી ગૌરવવાન અને ઉચ્ચ સ્ત્રી હોય તો પણ પુરુષ સતત શ્રમ અને ઉદ્યોગથી તેના વશમાં આવી જાય છે. એકમાં પુરુષ સ્વયં અને તેની સાથે ઘનિષ્ટતા વધારે છે. આ સ્ત્રી પુરુષને સખ્ત શબ્દો કહે, ઠપકો આપે છતાં તેના તરફ અનુરાગભર્યા કાર્યો કરે ત્યારે પુરુષ તેના પ્રેમને સ્વીકારી લે છે. જયારે પરસ્ત્રી પુરુષને એકાંતમાં મળી લે છે, પુરુષના કોઈ બહાના હેઠળ કરાયેલા એ સ્પર્શને સહી લે છે અને સ્વીકાર – અસ્વીકારની દ્વિધામાં રહે છે. સંતોષ અને ધીરજથી પુરુષ આવું કાર્ય ઘણા દિવસો સુધી કરે છે.

    પુરુષની પાસે સૂતેલી પરસ્ત્રી પોતાના દેહ પર છવાયેલા પુરુષના હાથને સહી છે છે. એ જાગતી હોવા છતાં પણ નિદ્રામાં હોય તેવો ઢોંગ કરે છે. હાથ ને એમ જ રહેવા દે છે. પુરુષ પાસેથી પ્રેમ માટે અનુરોધની અપેક્ષા રાખે છે. પરંતુ, પોતાના મુખેથી સ્વયં એ પ્રગટ કરતી નથી.

    જ્યાર પરસ્ત્રી પરપુરુષમાં આસક્ત બને ત્યારે કાંપતી ગદગદ વાણીથી વાર્તાલાપ કરે છે. તેના હાથ-પગની આંગળીઓમાં પરસેવો આવી જાય છે અને લજ્જાથી તેનું મુખ રક્તવર્ણ બની જાય છે. સ્ત્રી કામાતુર બનીને પુરુષના પગને દબાવે છે. બીજા હાથથી તેના અંગને સ્પર્શ કરીને આલિંગન કરવાનો પ્રયત્ન કરે છે. તે પોતાના બંને હાથ શરીર પર રાખીને ચૂપ રહે છે. ચતુર પુરુષ ત્યારબાદ પોતાનું મસ્તક તેની જાંઘ આર નાખી દે છે.

    ઘણી પર્સ્ત્રીઓ ધિરા અને અપ્રગલ્લભ હોય છે. એ એટલી શાંત હોય છે કે તેના આંતરિક ભાવોનો કોઈ પતો મળતો નથી. આવી સ્ત્રીઓ સાથે પહેલા ઘનિષ્ટતા વધારવી જોઈએ અને ત્યારબાદ જ તેની જોડે સંપ્રયોગની તૈયારી કરવી જોઈએ. અમુક પરર્સ્ત્રીઓ તરત જ ભળી જાય છે અને સંસર્ગમાં આવી જાય છે. આવી સ્ત્રીઓને બીજી વખત મળવાની જરૂર નથી. એ પ્રગલ્લ્ભા બનીને પોતાના મનોભાવને પ્રેમભર્યા શબ્દોમાં પ્રગટ કરી દે છે.

    અધિકરણ – ૪ (ભાર્યાધિકારિક) સમાપ્ત

    *****

    અધિકરણ – ૫ (પારદારિક)માં સ્ત્રી – પુરુષનો શીલ સ્વભાવ, પરપુરુષ સાથે સંબંધ બાંધવામાં આવતી અડચણો, કોઈ પ્રયત્ન વિના જ પરપુરુષને વશ થનારી સ્ત્રીઓ, હૃદયના ભાવોની પરીક્ષા, દૂતી – કર્મ, સ્ત્રીઓની રક્ષાના ઉપાય વગેરે.. વિષે જોઈશું.

    +919687515557