કામસૂત્ર : અધિકરણ - ૨ (સામ્પ્રયોગિક) Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કામસૂત્ર : અધિકરણ - ૨ (સામ્પ્રયોગિક)

કંદર્પ પટેલ

+919687515557

Work @Navajivan Trust

વાત્સ્યાયનરચિત

કામસૂત્ર

અધિકરણ-૨

(સામ્પ્રયોગિક)


-: અનુક્રમણિકા :-

૧)સ્ત્રી-પુરુષ અને મિત્રોના પ્રકાર

૨)સ્ત્રી-પુરુષની કામવાસના

૩)આલિંગન

૪)ચુંબન

૫)નખક્ષત

૬)દંતદશન

૭)પ્રહાર અને સિત્કાર

૮)વિપરીત ક્રીડા

૯)મુખ મૈથુન

૧૦)સંભોગ પહેલા અને પછીનું કર્તવ્ય


૧. સ્ત્રી - પુરુષ અને મિત્રોના પ્રકાર

 • સંબંધ બાંધવા યોગ્ય સ્ત્રીઓ :
 • બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે વર્ણના પુરુષ પોતાની સમાન જાતિ ધરાવતી અને અક્ષતયોનિ કુમારી યુવતી સાથે શાસ્ત્રને અનુકૂળ વિવાહ કરીને પુત્રવાન, યશસ્વી અને લોકકુશળ બને છે.

  કૂલ ત્રણ પ્રકારની સ્ત્રીઓ વિષયભોગ માટે છે.

  ૧. અવિવાહિત કન્યા

  ૨.વિધવા

  ૩.વેશ્યા

  સવર્ણ કન્યા સાથે પ્રીતિ બાંધીને તેની જોડે લગ્ન કરવું સર્વશ્રેષ્ઠ છે. વિધવા સાથે પ્રેમ કરવો એ ઉતરતું કાર્ય છે. જયારે વેશ્યા સાથે સ્નેહ બાંધવો તે બધાથી હીન કાર્ય છે.

  વિધવા સ્ત્રીઓ બે પ્રકારની હોય છે.

  -અક્ષતયોનિ

  -ક્ષતયોનિ

  જે પહેલા પરપુરુષ જોડે સંભોગ કરેલી છે તે ક્ષતયોનિ ધરાવતી મહિલા સંભોગ માટે ત્યાજ્ય છે. અક્ષતયોનિ ધરાવતી મહિલા સાથે લગ્ન કરી ધાર્મિક સંતાન ઉત્પન્ન કરી શકાય છે.

  આચાર્ય વાત્સ્યાયનના મત અનુસાર ચાર પ્રકારની નાયિકા છે.

  ૧. વિધવા

  ૨. સન્યાસિની

  ૩. વેશ્યાપુત્રી

  ૪. કૂલયુવતી

  નાયકના પ્રકાર :

  ૧. પતિ સ્વરૂપ

  ૨. વિશેષ કાર્યની સિદ્ધિ માટે કોઈ પરિણીત સ્ત્રી સાથે અનુચિત કે ગુપ્ત સંબંધ રાખે તે

  કોઢ ધરાવતી, પાગલ, લજ્જા કરનારી, વધુ પડતી સફેદ ચામડી ધરાવતી, અત્યંત કાળી, જેના મુખ – યોનિમાંથી દુર્ગંધ આવતી હોય, બીજા પુરુષ સાથે સપર્ક રાખનારી, સંભોગ સમયે મુખ ફેરવી લેનારી, પત્નીની મિત્ર, સન્યાસિની, કુટુંબની સ્ત્રી. આ દરેક સાથે સંગ કરવો અધર્મ છે અને પાતક છે.

 • મિત્રોના પ્રકાર :
 • ૧. બાળપણમાં સાથે ધૂળમાં રમનારો

  ૨.સ્વભાવ, દોષ અને ગુણોમાં સમાન હોય તેવો

  ૩. સહપાઠી

  ૪. એકબીજાના રહસ્યોને જાણતો હોય

  સ્નેહ, ગુણ અને જાતિયુક્ત. આ ત્રણ પ્રકારે મિત્રો બનતા હોય છે.


  ૨. સ્ત્રી-પુરુષની કામવાસના

  પુરુષ અને સ્ત્રીના ગુહ્ય ભાગોનું પ્રમાણ, સંભોગનો સમય અને કામવાસનાની અધિકતા કે ન્યૂનતા અનુસાર રતિભાવનું વિવેચન કરવામાં આવે છે. ગુહ્યેન્દ્રિયના નાના, મધ્ય અને મોટા પ્રમાણ અનુસાર મનુષ્યને શશ, વૃશ તથા અશ્વ એમ ત્રણ પ્રકારના પુરુષ તરીકે જોવામાં આવે છે. સ્ત્રીના ગુહ્યસ્થાનના નાના, મધ્ય અને મોટા પ્રમાણ અનુસાર તેને પણ મૃગી, ઘોડી અને હસ્તિના નામથી ઓળખવામાં આવે છે.

  સ્ત્રી-પુરુષના સંબંધને સમરત કહે છે. મૃગીના શશની સાથે, વૃષ્ણના ઘોડી સાથે અને અશ્વના હસ્તિની સાથેના રતિસંયોગને સમરત કહે છે.

  લિંગ પ્રમાણેના ભેદો અનુસાર અહી ભાવાવેશમાં પણ સ્ત્રી-પુરુષના નવ પ્રકારના સંબંધો થાય છે.

  શીઘ્ર, મધ્ય અને ચિરકાળ આ ત્રણ ભેદ સંભોગના સમય આધારિત પાડવામાં આવ્યા છે.

  પ્રશ્ન : સ્ત્રીમાં પુરુષની જેમ વીર્ય હોતું નથી છતાં, સ્ત્રી શા માટે સંભોગ કરવા તૈયાર થતી હશે?

  સ્ત્રીનો પુરુષની સાથે સંબંધ બાંધવાથી તેની ખંજવાળ બંધ પડે છે. રજ:સ્વલા થયા પછી સ્ત્રીની યોનિમાં સતત ખંજવાળ ઉત્પન્ન થાય છે. પુરુષની સાથે રતિમાં સતત ઘર્ષણ થવાથી એ ખંજવાળ શાંત પડે છે. ચુંબન – આલિંગન આદિ પ્રેમને ઉત્પન્ન કરનારી ક્રિયાઓને કારણે સ્ત્રીઓને પુરુષ જોડે સંબંધ બાંધવામાં આનંદ આવે છે.

  ‘તને ક્રીડામાં કેવું સુખ મળે છે...!’ એ વાત પૂછવા છતાં પણ જાણી શકાતું નથી. માનસિક આનંદને શબ્દોમાં વર્ણવવો અસંભવિત થઇ પડે છે.

  સ્ત્રીની કામેચ્છા કુંભારના ચાક સાથે સરખાવી શકાય. આરંભમાં તેની ગતિ વેગવંત બને છે અંતમાં તે બંધ થઇ જાય છે આવી જ રીતે ધાતુ (વીર્યક્ષરણ) ત્યાં પછી સ્ત્રીની રતિ બંધ થઇ જાય છે.


  ૩. આલિંગન

  આચાર્યના મત અનુસાર આલિંગન, ચુંબન, નખચ્છેદ, દશનચ્છેદ, આસન, સિત્કાર, સ્ત્રીનું પુરુષ પર પડવું અને મુખમૈથુન. આ આઠેય માં પ્રત્યેકના ફરીથી આઠ ભેદ છે. આવી રીતે કૂલ ૬૪ કામકલા છે.

  ચાર આલિંગન મુખ્ય છે.

  ૧.સ્પૃષ્ટક : રસ્તા વચ્ચે ચાલતા આપની પ્રેમપાત્ર સ્ત્રી સામેથી આવતી દેખાય તો ગમે તે બહાને તેના શરીર સાથે આપણા શરીરનું ઘર્ષણ કરીએ તો તેને ‘સ્પૃષ્ટક’ કહેવાય.

  ૨.વિદ્ધક : સ્ત્રી પણ જયારે પોતાના પ્રિયને નિર્જન સ્થાનમાં એકલો ઉભેલો કે બેઠેલો જુએ ત્યારે તે કોઈ વસ્તુ લેવાને બહાને તેની પાસે જઈ પહોંચે અને પોતાના સ્તનોથી તેની છાતી દબાવે. આ આલિંગનને ‘વિદ્ધક’ કહે છે.

  ૩.ઉદ્યધ્રુષ્ટક : અંધકારમાં, જનસમૂહમાં અથવા એકાંતમાં ધીરે ધીરે ચાલતા નાયક-નાયિકાના શરીરનું ઘર્ષણ અધિક સમય માટે ચાલુ રહે તો તેને ‘ઉદ્યધ્રુષ્ટક’ કહે છે.

  ૪.પિડીતક : જયારે ભીંત અથવા સ્તંભના આધારે નાયક નાયિકાને સારી રીતે દબાવે તથા આલિંગન આપે તેને ‘પિડીતક’ કહે છે.

  પરિણીત પુરુષોના આલિંગન :

  ૧. લાતાવેષ્ટિક : જે પ્રકારે લતા વૃક્ષને લપેટાઈ જય છે તે પ્રકારે યુવતી પણ લતારૂપી બાહુઓથી પુરુષને લપેટાઈ જાય છે અને ચૂમવાને માટે તેના મુખને નીચું કરે છે. પછી પાછળ ખસીને પુરુષને લપેટાઈ રહીને ધીરે ધીરે સિત્કાર કરી પુરુષનું મુખ-સૌન્દર્ય અવલોકવું તેને ‘લતાવેષ્ટિક’ કહે છે.

  ૨. તિલતંદુલક : શૈયા પર પડીને બંને હાથ અને પગથી સ્ત્રી-પુરુષ પરસ્પરને ગઢ આલિંગન કરે છે. આ આલિંગનમાં બંનેના હાથ અને પગ તાલ અને ચોખાની જેમ ભળી જાય છે. જેને ‘તિલતંદુલક’ કહે છે.

  ૩. વૃક્ષાધિરુક : સ્ત્રી પોતાના એક પગથી પુરુષનો એક પગ દબાવે છે અને બીજા પગને પુરુષના પગ પર રાખે છે અથવા પોતાના પગને પુરુષની જાંઘ અથવા કમર પર વીંટાળી દે છે. સાથે સાથે પુરુષની પીઠ પર એક હાથ રાખી બીજા હાથ વડે નાયકની ગરદનને નીચે નમાવવાની કોશિશ કરે છે. ત્યારબાદ ધીરે ધીરે સિત્કાર કરતી તે પુરુષની છાતી તરફ ચૂમવાને માટે જાય છે. જેને ‘વૃક્ષાધિરુક’ કહે છે.

  ૪. ક્ષીરનિરક : કામથી અંધ બનીને હાનિની પરવા ન કરતા જયારે નાયક-નાયિકા એકબીજામાં પ્રવેશવાની ઈચ્છા કરતા બહુ જોરપૂર્વક પરસ્પરને ગાઢ આલિંગે છે તેને ‘ક્ષીરનિરક’ કહે છે.


  ૪. ચુંબન

  જીવનમાં પ્રેમરસ એક મહત્વનું સ્થાન ભોગવે છે. પ્રેમ વગરનો મનુષ્ય એક પથ્થર સમાન છે. તેનું જીવન જળ અને શુષ્ક બની જાય છે. લજ્જા, નમ્રતા અને આનંદ એ પ્રેમના મિત્રો છે. શરમનું સ્થાન નેત્રોમાં છે. હર્ષનું સ્થાન હૃદયમાં છે. આંખ મળે પછી અંતરના પટ ઉલેચાઇ વાર્તાલાપ શરુ થાય છે, પ્રેમ પ્રકાશમાં આવે છે.

  ચુંબનના સ્થાનો :

 • મસ્તક
 • મસ્તક સાથેના વાળ
 • કપાળ
 • આંખો
 • છાતી
 • સ્તન
 • હોઠ
 • મુખનો આંતરિક ભાગ
 • ચુંબનના પ્રકાર :

 • નિમિત્તક : પ્રથમવાર જયારે પોતાની નવવધુને પોતાના આગ્રહ અને બળથી ચૂમવા માટે ફરજ પડે છે, ત્યારે સ્ત્રી પોતાના પતિના હોઠ પર પોતાના હોઠ રાખી દે છે. પરંતુ, તે હોઠ હલાવતી નથી. તેને ‘નિમિત્તક’ કહે છે.
 • સ્ફૂરિતક : જયારે પતિ પોતાના હોઠને સ્ત્રીના મુખમાં રાખે છે ત્યારે સ્ત્રી શરમને લીધે પોતાના હોઠથી પકડવા માંગે છે અને પોતાના હોઠ હલાવે છે. પરંતુ, તે ઉપરના હોઠને હલાવતી નથી. આ ચુંબનને ‘સ્ફૂરિતક’ કહે છે.
 • ઘટ્ટિતક : પુન: નવોઢા પોતાના મુખમાં રાખેલા પતિના હોઠને પકડીને પોતાની આંખો બંધ કરી દે છે. પોતાના હાથથી પતિની આંખો પણ બંધ કરે છે. જીભની અણી વડે પોતાના પતિના હોઠને ચાટે છે રગદોળે છે. આ પ્રકારને ‘ઘટ્ટિતક’ કહે છે.
 • જયારે સ્ત્રી ચુંબનમાં બાજી હારી જાય છે ત્યારે છણકા કરે છે, ડૂસકા ભરવા લાગે છે. દાંતથી પતિને કરડે છે. જો પતિ તેનું મુખ પોતાની તરફ ખેંચે તો તેની સાથે ઝઘડવા માંડે છે. આમ, ચુંબનમાં પ્રણયકલહ જરૂરી છે. જયારે પતિનું ધ્યાન બીજી તરફ હોય ત્યારે તેના હોઠ પોતાના હોઠથી પકડીને ખેંચે છે અને વિજય હાંસિલ કરે છે. જો પતિ તે છોડવાની વાત કરે તો સંભોગ ન કરવા દેવાની વાતોથી ડરાવે છે. જે સંભોગમાં એક વેગ પૂરો પડે છે.


  ૫. નખક્ષત

  નખક્ષત એ એક કળા છે. સ્તન તથા અન્ય માંસલ ભાગને દબાવવાથી જે ચિહ્ન પડી જાય છે તેને નખ્ચ્છેધ્ય કહે છે. તેમાં હાથ પહોળા કરીને સ્ત્રીના માંસલ ભાગ પર દબાવવામાં આવે છે. આ દબાણ લઈને નખોની નિશાની એ અંગો પર અંકિત થઇ જાય છે. નખોના સ્પર્શ અને દબાણથી સ્ત્રીનું શરીર રોમાંચક બને છે. તેનામાં રતિવેગ પ્રબળ બને છે.

  ચિહ્ન અનુસાર નખચ્છેદના આઠ પ્રકાર છે.

 • આચ્છુરિત : બધી આંગળીઓ નખોની સાથે મેળવીને કપાળ, સ્તન અથવા હોઠ પર હલકા હાથે સ્પર્શ માત્ર કરાય જેથી નખોનું ચિહ્ન ન પડે અને માત્ર શરીર પર રોમાંચ થાય ને પ્રેમની ઝણઝણાટી પ્રકટી ઉઠે. તેને ‘આચ્છુરિત’ કહે છે.
 • અર્ધચંદ્ર : ગરદન અને સ્તન પર અર્ધચંદ્રની જેમ નખની નિશાની કરવામાં આવે તો તેને ‘અર્ધચંદ્ર’ કહેવામાં આવે છે.
 • મંડળ-ગોળ : નિતંબ તથા જાંઘોના ખૂણામાં અર્ધચંદ્રના બે નખક્ષત એકબીજાની સામે કરવામાં આવે ત્યારે તેનો આકાર ગોળ બની જાય છે. આ ગોળાકારને ‘મંડલક્ષત’ કહે છે.
 • રેખા : કમર અને પીઠ પર જે નખ વડે પુરુષ લાંબી રેખાઓ ખેંચે છે તેને ‘રેખા’ કહે છે.
 • વ્યાઘ્રનખ : એકાદ નખના નહોર કંઇક તૂટેલા હોય અને તે સ્તનના મુખની સમીપ હોય તો તેને વ્યાઘ્ર-નખ કહે છે.
 • મયુરપદક : પાંચ આંગળીઓ નખ વડે સ્તનમુખને પોતાની તરફ પકડી ખેંચવાથી ચારે તરફ જે રેખાઓ બની જાય છે તેને ‘મયુરપદક’ કહે છે.
 • શશપ્લુતક : પત્ની મયુરપદકની અભિલાષા કરે ત્યારે પુરુષે પોતાના પંચે નખથી સ્તનના મુખ પર જ જોરથી પ્રહાર કરી નિશાન મારી દેવું. આ પ્રકારના બનેલા નખચિહ્નને ‘શશપ્લુતક’ કહે છે.
 • કમળપત્ર : સ્તન અને કમરના ભાગમાં જ્યાં મેખલા બાંધવામાં આવે છે ત્યાં કમળના પર્ણનો સમાન નખક્ષત કરવામાં આવે છે તેને ‘કમળપત્ર’ કહે છે.
 • ૬. દંતદશન

  પતિ-પત્ની વચ્ચે પ્રેમ પ્રદર્શિત કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના ઉપચારો જરૂરી છે. સ્તન અને નિતંબ જેવા માંસલ ભાગો પર દાંત દબાવવાથી જે નિશાન પડી જાય છે તેને દંતદશન કહે છે. આ દાંતની નિશાની જે-તે અંગો પર અંકિત થઇ જાય છે. દાંતના સ્પર્શ અને દબાણથી સ્ત્રીનું શરીર રોમાંચિત બને છે અને તેમનામાં રતિવેગ પ્રબળ બને છે.

  દંતદશનના સ્થાન :

  ૧. ગૂઢક : દાંતનું નિશાન કોઈ ગુહ્ય કે માંસલ ભાગ પર ન રહી જવા પામે તેમજ સ્ત્રીને કોઈ પ્રકારની તે સ્થાને લાલાશ ન આવે તે પ્રકારે કરાયેલા દંતદશનને ‘ગૂઢક’ કહે છે.

  ૨. ઉચ્છ્નક : દાંતથી વધુ જોર કરવામાં આવે અને ઉપરના હોઠમાં સોજો આવે તેને ‘ઉચ્છ્નક’ કહે છે.

  ૩. બિંદુ : સ્ત્રીની ગ્રંડા, હોઠ જેવી જગ્યાએ ત્વચાને ખેંચીને એક ઉપરના અને બીજા નીચેના એમ બે દાંત વડે ઉપસી આવતા લોહીના તલ જેટલા નાના ભાગને ‘બિંદુ’ કહે છે.

  ૪. બિંદુમાલા : ‘બિંદુ’ની જેમ ઉપસી આવેલા અને એક જ સ્થાન પર જમા થયેલા અધિક ‘બિંદુ’ને ‘બિંદુમાલા’ કહે છે.

  ૫. પ્રવાલમણિ : ઉપરના દાંત અને નીચેના હોઠના સંયોગથી જે ક્ષત બને છે તેને ‘પ્રવાલમણિ’ કહે છે.

  ૬. મણિમાલા : પૂર્વે કરેલા દંતદશનથી માલા જેવો આકાર રચાય છે જેણે ‘મણિમાલા’ કહે છે.

  ૭. ખંડાભ્રક : સ્તન પર વાદળના ટુકડાઓની જેમ સમાન દાંત વડે અલગ-અલગ ચિહ્ન કરવામાં આવે છે તેને ‘ખંડાભ્રક’ કહેવાય છે.

  ૮. વરહચવિર્તક : જો પાસે પાસે દંતદશનની અનેક લાંબી લાંબી હારો હોય અને જો તે ચમકતી હોઈ તો તેને ‘વરાહચવિર્તક’ કહે છે.

  નાયિકા ભોજપત્રના તિલકને પોતાના લલાટ પર લગાવે, લીલા કમળના પુષ્પો કાનમાં પહેરે, ફૂલોના હાર કે ગુચ્છ લટકાવે, સુગંધિત તમાલપત્ર પહેરે જેના પર નાયક કામાવેશમાં આવીને દંતદશન કરે છે.

  ૭. પ્રહાર અને સિત્કાર

  સંભોગ સમયે પતિ-પત્ની બે અલગ પ્રકારના વ્યવહારમાં આવી જાય છે. રતિક્રીડા સમયે આવેશમાં આવી જઈને સમગ્ર બળથી પુરુષ પર તે પ્રહાર કરે છે. આ પ્રહાર કરવામાં પુરુષને વધુ આનંદ આવે છે. કામ વધુ વેગવાન બને છે. સ્ત્રી પણ પુરુષ પર પ્રહાર કરવાનું ચૂકતી નથી. એ પ્રહારથી સ્ત્રીને પીડા થાય છે પરંતુ, તેમાં પણ અલગ જ આનંદની પ્રાપ્તિ તેને થાય છે. આ પ્રહારથી સ્ત્રીને પીડા થાય છે. જેણે સિત્કાર કહે છે.

  પ્રહાર-સિત્કાર શા માટે કરવામાં આવે છે?

  કામશાસ્ત્રો એ રતિને મદનયુદ્ધ માન્યું છે. તાડન એ રતિનું મહત્વનું અંગ છે. સ્ત્રી-પુરુષ એકબીજાની સામે પ્રહારો કરે છે, જે રતિવેગને પ્રબળ બનાવવાના હેતુ થી હોય છે. પ્રહારનું પણ આવશ્યક અંગ હોય છે.

  જેમ કે,

  ૧. બંને બગલો

  ૨. મસ્તક

  ૩. સ્તનો અને તેની વચ્ચેની છાતી

  ૪. પીઠ

  ૫. જાંઘ

  ૬. જાંઘની પાછળનો ભાગ

  પ્રહાર કેવી રીતે કરવો?

  ૧. અપહસ્તક : હાથથી પીઠનું તાડન કરવું

  ૨. પ્રસૂતક : હાથને પહોળો કરીને સ્ત્રીના શિર પર માર મારવો

  ૩. મુષ્ટિ : મુઠ્ઠીથી તાડન કરવું

  ૪. સમતલક : હથેળીથી જાંઘ અને તેની પાછળના ભાગ પર તાડન કરવું

  રતિ સમયે પુરુષનો આવેગ સરખો હોતો નથી. પ્રથમ પ્રહાર વખતે તે શાંત હોય છે. ત્યારબાદ તે પોતાના કઠોર સ્વભાવ તરફ ચાલ્યો જાય છે. સ્ત્રીની શારીરિક અવસ્થા ન જોતા તે પ્રબળ વેગથી પ્રહાર કરે છે. જયારે તેઓ સહી શકતી નથી ત્યારે સ્ત્રી અવાજ કરે છે. એ સમયે તે સિત્કાર-રૂદન વગેરે કરે છે. આચાર્ય કહે છે કે, શિષ્ટ પુરુષે પ્રહારનો ઉપયોગ કરવો જોઈએ નહિ. આ કાર્ય નિર્દયી લોકોનું છે.

  ૮. વિપરીત ક્રીડા

  ઘણા સમય સુધી સંભોગ કરવાથી થાકી જવાય અને સ્ત્રીની કામેચ્છા પૂર્ણ ન થાય ત્યારે પુરુષની અજ્ઞા લઈને સ્ત્રી પુરુષની છાતી પર ચડી બેસે છે. પુરુષની જેમ પ્રેમ કરવા લાગે છે. પોતાનો ચહેરો પુરુષના મુખ આગળ લઇ જાય છે. તે સમયે તેના સ્તન પુરુષની છાતીને સ્પર્શે છે. આ સ્તનાગ્ર પુરુષની છાતીને સ્પર્શતાની સાથે જ રતિવેગ પ્રબળ બનતો જાય છે. પોતાની યોનિમાં પુરુષના શિશ્નને અવગત કરાવે છે.

  સ્ત્રીની છાતી ધબકારા મારે છે, મસ્તકના વાળ વિખેરાઈ જાય છે. શ્વાસ લેવા છતાં પણ હસી હસીને પોતાનો વિજય પોકારે છે. આ સમયે તેના હર્ષનો પાર નથી રહેતો. જયારે કામેચ્છા પૂર્ણ થઇ જાય છે ત્યારે એ સંકોચાય છે. શર્મિન્દગી મહેસૂસ કરે છે. પોતાની આંખો બંધ કરી દે છે. થાકથી નીચે ઉતરીને વિશ્રાંતિ મેળવવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદ તે પુન: પુરુષની જેમ પતિ પર પ્રેમ દર્શાવવા લાગશે.

  નવોઢા સ્ત્રીને કેમ મનાવવી?

  સંભોગ દરમિયાન નાયિકા પોતાના શરીરના જે અંગ દબાયાથી આંખની કીકી ઘુમાવે, એ અંગને વારંવાર દબાવવું. આમ કરવાથી સ્ત્રીની કામવાસના તુરંત પ્રબળ બની જશે. શરીરનું શિથિલ થઇ જવું, આંખો બંધ થઇ જવી, લજ્જાનો નાશ થવો, સ્ત્રીનું ગુહ્યઅંગ પુરુષના અંગ સાથે દબાય વગેરે લક્ષણ સ્ત્રીની કામવાસના તૃપ્ત થવાણી સૂચના ગણી શકાય.

  જયારે સંભોગની સમાપ્તિ આવી જાય ત્યારે સ્ત્રી પોતાના હાથ હલાવે છે. શરીરે પસીનો છૂટે છે. જમીન પર ઉછળીને તે પડે છે. પુરુષને નખમહોર મારે છે. પોતાના પગ પલંગ પર કે પછી જમીન પર ઉછાળીને પડે છે. જો સ્ત્રીની ઈચ્છા હજુ બાકી હોય તો તે પુરુષને પણ ફરજીયાત તેની ઈચ્છાને વશ થવું પડે છે. સંભોગ ક્રીડાને લંબાવવી પણ પડે છે. વિપરીત રતિમાં સ્ત્રીની કામવાસના તેના મૂળ સ્વભાવે સ્પષ્ટ પ્રતીત થઇ જાય છે.

  ૯. મુખ મૈથુન

  મુખ મૈથુન એ સૌથી અધમમાં અધમ અને ધૃણિત કાર્ય છે. આ કૃત્ય મોટે ભાગે હિજડાઓ કરે છે. પુરુષત્વહીન વ્યક્તિને મોટેભાગે હિજડો કહેવાય છે. તેમને પણ કામેન્દ્રિય હોય છે. પરંતુ, તે ઘણી સૂક્ષ્મ અને અવિકસિત હોય છે. મૂત્રમાર્ગ સિવાય તેનો બીજો કોઈ ઉપયોગ થતો નથી.

  હિજડા બે પ્રકારના હોય છે :

  ૧. સ્ત્રીરૂપિણી

  ૨. પુરુષરૂપિણી

  પુરુષરૂપિણી સ્ત્રીને દાઢી-મૂંછ હોય છે અને સ્ત્રીરૂપિણીને થોડા અંગોના ઉભાર દેખાઈ આવે છે. આ સ્ત્રી-પુરુષો એકાંતમાં મળતા કોઈ પુરુષ ય સ્ત્રીની ઇન્દ્રિયને પોતાન મુખમાં લઈને અનંગ આનંદની પ્રાપ્તિ કરે છે. હિજડાઓનો સંપર્ક વેશ્યાઓથી પણ ભયાનક છે, માટે પ્રત્યેક વ્યક્તિએ તેમનાથી ચેતતા રહેવાની જરૂર છે. આવા લોકો નપુંસક હોય છે કે પછી સંભોગસાધન ન મળવાને લઈને અલગ અલગ માર્ગ પ્રયોજે છે. આવા લોકોથી પોતાના બાળકોને દૂર જ રાખવા જોઈએ. અસભ્ય જંગલી લોકોનું આ કૃત્ય છે.

  મુખ મૈથુન કરનાર વેશ્યાઓની સાથે સંભોગ કરતા પુરુષ તેના મુખને ચૂમતા નથી. તેનું કારણ સ્પષ્ટ છે. ચુંબન રોગને પ્રસરાવવામાં તેમજ વ્યાપક બનાવવામાં અપૂર્વ છે. ગરમી, ચાંદી, આદિ ઝેરી જંતુઓ ચુંબન દ્વારા એકબીજામાં ભળી જાય છે. પરિણામે, બંને ભયંકર રોગમાં ફસાઈ શકે છે.

  મનુષ્યનું મન ઘણું જ ચંચળ હોય છે. કામાતુર અવસ્થામાં તો અતિ ચંચળ અને ચપળ બને એટલે માણસ ક્યારે, ક્યાં અને કેવો નીવડશે તે કહેવું અતિ મુશ્કેલ છે.

  ૧૦. સંભોગ પહેલા અને પછીનું કર્તવ્ય

  રાત્રિના સમયે રતિક્રીડા સમયે શું પહેરવું જોઈએ?

  શયનગૃહમાં જતા પહેલા સ્ત્રીએ સોળ શૃંગાર કરવા જોઈએ. શૃંગાર સૌન્દર્યને અધિક મનોહર અને આકર્ષક બનાવે છે. રતિસદનમાં જતા પહેલા યોગ્ય આભૂષણો-સુંદર વસ્ત્રો અને સુગંધી ગંધ, પુષ્પમાળા આદિ સજીને જ જવાની આજ્ઞા આપી છે.

  પત્ની સાથે ક્રીડા કરવા નાયકે પોતાના શયનગૃહને પુષ્પો, સુગંધિત પદાર્થો આદિથી સજાવવું. સ્નાન કરીને સ્વચ્છ બનેલી અને શૃંગાર સજીને આવેલી પત્નીને પોતાની પાસે બેસાડવી. ધીરે-ધીરે વાતો કરીને તેને પોતાના તરફ વાળવી. પુરુષ જમણી બાજુ બેસે અને તેના ગાલ પર વહાલથી હાથ ફેરવે. ત્યારબાદ જે સમયે સ્ત્રી કામવિહ્વળ બને ત્યારે પુષ્પમાળા, ચંદન આદિનો લેપ કરવો. સ્ત્રીની લજ્જા તૂટી જય ત્યાતે તેનો રતિવેગ ઉન્મત્ત બને છે. ત્યાબાદ પતિએ તેની સાથે સંભોગ કરવાની તૈયાર કરવી.

  સંભોગ બાદ સ્ત્રી-પુરુષે એકબીજાને જાણ ન હોય તેમ લજ્જિત થઇ મૂત્ર ક્રિયા પૂરી કરીને સ્વસ્થ બનવું. તે પછી ચંદનનો લેપ લગાવવો અને તાંબૂલનુ ભક્ષણ કરવું. ત્યારબાદ ઋતુને અનુસરતા ફાળો, મિઠાઈઓ, દૂધ વગેરે રુચિ અનુસાર લેવા. જલપાન કરવું. સાથે સાથે પત્નીને પુરુષે પોતાના જામના હાથથી આલિંગન પણ કરવું. તેનાથી સ્ત્રી શાંત બને છે અને સાંત્વના મળે છે. ચંદ્રમાને જોતી અને પોતાની ગોદમાં પડેલી પ્રિયતમાને પતિએ તારા, નક્ષત્ર વગેરેનો પરિચય કરાવવો. સંભોગ બાદ વૈરાગ્ય આવતું અટકાવવા માટે પ્રેમભરી વાતો કરવી જરૂરી છે. પત્નીના માથામાં હાથ ફેરવતા-ફેરવતા પતિએ તેના વાળને સહેલાવવા. પત્નીને ધીરે-ધીરે વાતો કરીને સૂવડાવીને પુરુષે પણ સુઈ જવું.

  (અધિકરણ ૨ : સામ્પ્રયુક્તક પૂર્ણ )

  અધિકરણ – ૩ (કન્યાસમ્પ્રયુક્તક)માં લગ્ન, સોહાગ રાત, નવોઢા પ્રતિ વિશ્વાસ, પુરુષને પોતાના તરફ આકર્ષવાની રીત, વિવાહ સંબંધ વગેરે વિષયો પર જોઈશું.

  +919687515557

  રેટ કરો અને રિવ્યુ આપો

  VIRAM TARKHALA

  VIRAM TARKHALA 2 માસ પહેલા

  Virsang Thakor

  Virsang Thakor 2 માસ પહેલા

  Palak

  Palak 3 માસ પહેલા

  KIRIT PAREKH

  KIRIT PAREKH 4 માસ પહેલા

  Viru

  Viru 5 માસ પહેલા