પ્રાક્કથન
આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવા માટે જપ, તપ, વ્રત, દાન યજ્ઞ આદિ
અનેક સાધનનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે, પરંતુ તે લાંબા ફેરનો રસ્તો છે ને કઠિન પણ છે, જ્યારે ભક્તિ એ સરળ ને ટૂંકો રસ્તો છે.
કર્મ, યોગ અને જ્ઞાન એ પણ ભગવાનને પામવાનાં સાધન શાસ્ત્રોમાં કહેલાં છે, પરંતુ એ દરેકમાં કાંઈ ને કાંઈ મુશ્કેલીઓ રહેલી છે. કર્મ-સાધના,
મનુષ્યને ભક્તિ અને જ્ઞાન માટે યોગ્ય બનાવે છે. સાધકનું હૃદય તેનાથી શુદ્ધ બને છે. પરંતુ એ વૈદિક ક્રિયાઓ તો જે પૈસાપાત્ર હોય તે જ કરી શકે.
યોગ-સાધના તો કાંટાથી ભરચક માર્ગ છે. તેનાથી સાધક સિદ્ધિ પ્રાપ્ત કરે છે, પણ તેનો દુરુપયોગ થવાની શક્યતા વધારે છે. છેવટે સાધક ભ્રષ્ટ થાય છે.
જ્ઞાન-સાધના શુષ્ક છે, જો બરાબર સમજતાં ન આવડે તો અહં બ્રહ્માસ્મિના રવાડે ચડી જવાય.
પરંતુ ભક્તિ એ એક એવી સરળ સાધના છે કે જેમાં નીચે પડવાનો ભય નથી. કારણ કે સ્વયં ભગવાન તેના માર્ગદર્શક બને છે. ભક્તિ તો કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેકે દરેક માનવી કરી શકે છે. એમાં અધ્યયન, તપશ્ચર્યા, તીવ્ર બુદ્ધિ વગેરેની આવશ્યકતા હોતી નથી. એમાં આવશ્યકતા છે શ્રદ્ધા અને ભગવાનના સતત સ્મરણની. મહર્ષિ નારદ
ભક્તિસૂત્રના ૫૮મા સૂત્રમાં કહે છે કે ““ત્ત્ર્સ્ર્જીિંૠધ્ધ્ગૅ ધ્હ્મૐ઼સ્ર્ક્ર ઼ધ્ઊેંધ્હ્મ”” ભગવત્
પ્રાપ્તિનાં સઘળાં સાધનોમાં ભક્તિમાર્ગ સુલભ છે.
આ બાબતને દર્શાવવા સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ
શ્રી નિષ્કુળાનંદ કાવ્યમાં ભક્તિનિધિની રચના કરી છે, જેમાં ભક્તિને પ્રેમ, ઉપાસના, સેવા વગેરેના દૃષ્ટિકોણથી મૂલવી છે. પ્રગટ પ્રભુની પતિવ્રતાપણે ભક્તિનું સુંદર નિરૂપણ કર્યું છે, તેમાં શાસ્ત્રોનાં અનેક દૃષ્ટાંતોનો ખજાનો ખોલી નાખ્યો છે.
ભક્તિનિધિ એ એક એવી રચના છે તેમાં જેમ જેમ ઊંડા ઊતરીએ તેમ
તેમ તેનો સ્વાદ નવો ને નવો જ લાગે છે. આપણે સહુ એ સ્વાદ સહજતાથી
માણી શકીએ તે માટે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય શ્રી
પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાં
પણ ‘ભક્તિરસામૃત’ ગ્રંથની રચના કરીને નૂતન નૌતમ સાહિત્યનું નજરાણું સત્સંગ સમાજને ભેટ ધરી અનહદ ઉપકાર કર્યો છે. હાલના સમાજને અનુલક્ષીને વિવિધ દૃષ્ટાંતો દર્શાવીને પ્રસંગોને એવી સરળતાથી ગૂંથ્યા છે કે તર્કવાદીને પોતાની બુદ્ધિનો ડોડ રજૂ કરવાનો અવકાશ જ ન મળે.
આ ગ્રંથનું વાંચન કરી આપણા જીવનમાં તે વાત ચરિતાર્થ કરીએ એમાંજ આપણા જીવનની ધન્યતા છે.
ભુજ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઊજવાઈ, રહેલા ‘શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ મહોત્સવ’ના પરમ મંગલકારી અવસરે આ ગ્રંથ પ્રકાશિત કરતાં અત્યંત ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ.
..... પ્રસિદ્ધકર્તા
ગ્રંથકર્તાની જીવનઝાંખી
હૃદયાધિરાજ પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ કચ્છ નાનકડો દેશ, ગૌરવે ઉજ્જ્વળ ઘણો;
શૂરા-ભક્ત જનો તેના, શોભાવે હરિવારસો...
કચ્છની ભૂમિ ઐતિહાસિક છે, પુરાણ-પ્રસિદ્ધ છે અને સાહસિક તથા ઉદાર
શ્રીમંતો ઉપરાંત, પ્રભુપરાયણ સુશીલ-સંસ્કારી નરનારીઓથી શોભતી આવેલી છે. એ પ્રશંસનીય પાવનકારી ભૂમિના ભુજ તાલુકાના ભારાસર ગામે, આપણા સહુના હૃદયાધિરાજ, આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું
પ્રાગટ્ય સને ૧૯૪૨ના, મે માસની ૨૮મી તારીખે થયું હતું. સંવત ૧૯૯૮ના અધિક જ્યેષ્ઠ મહિનાનો એ પરમ પાવનકારી દિવસ શુક્લ પક્ષની તેરસનો હતો.
રાજમાન રાજેશ્રી શ્રી શામજીભાઈ માધાણી તથા તેમનાં પરમ પ્રેમાળ ધર્મપત્ની
શ્રી રામબાઈનો હર્ષાનંદ તો અપાર હતો. શ્રીજીસંકલ્પમૂર્તિ અબજીબાપાશ્રીનાં વિચરણોથી ભારાસરની ભૂમિ અને તેનાં જળાશય-સરોવરમાંથી ભક્તિની ફોરમો ઊભરાતી હતી. પણ આગળ જતાં ‘સદ્ધર્મરત્નાકર’, ‘સદ્ધર્મજ્યોતિર્ધર’,
‘સેવામૂર્તિપરંતપઃ’ આદિ અનેક બિરુદોથી દીપનાર અને અનેક સુજ્ઞજનોના
મોંઘેરા લાડકોડ પામનાર નમણા - નાજૂક નરવીર શ્રી હીરજીભાઈ (આચાર્ય સ્વામીશ્રીનું પૂર્વાશ્રમનું નામ)ની બાલ્યાવસ્થા સ્વાસ્થ્યની દૃષ્ટિએ ચિંતાજનક હતી.
લાડકા શિશુને ડામ દેવા જેવા દેશી ઉપચારો, મન કાઠું કરીને કરવા છતાં જ્યારે
શ્રીહરિએ દાદ ના દીધી ત્યારે વત્સલ માતાપિતાએ, ગુરુદેવ શ્રી મુક્તજીવન
સ્વામીબાપાના ચરણકમળે, એ બાળશિશુને સુપ્રત કર્યા. ત્રિકાળદૃષ્ટા સ્વામીબાપાએ જ તેમને સંપૂર્ણ સ્વાસ્થ્યના અણમોલ આશીર્વાદ આપેલા.
પછી અગિયાર વર્ષની વયે પહોંચતાં તો જરાય વાર ન લાગી; અને વધુ અભ્યાસ માટે શ્રી હીરજીભાઈને તેમના વત્સલ માતાપિતાએ, સ્વામીબાપાને જ સુપ્રત કર્યા.
પરમ પૂજ્ય સ્વામીબાપાની વત્સલ-હેતાળ દૃષ્ટિ નીચે શ્રી હીરજીભાઈ,
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના છાત્રાલયમાં પ્રવેશ્યા, પણ ચારેબાજુની
નવીન દુનિયામાં, બાલકિશોર હીરજીભાઈને સ્વામીબાપા સિવાય કોઈનામાં રસ
નહોતો. છાત્રાલયના જૂના અનુભવી, હોંશિયાર પ્રેમાળ છાત્રો તેમની કાળજીભરી સંભાળ લેતા છતાં, શ્રી હીરજીભાઈનું મન તો સ્વામીબાપાની, શ્રી ઘનશ્યામ
મહાપ્રભુની આરાધનામાં અને લોકોપકારી પ્રવૃત્તિઓ વિષે વિચારવામાં જ
પરોવાયેલું રહેતું. તેમની ગ્રહણ શક્તિ અસાધારણ હતી, પણ તેનો ઉપયોગ
અભ્યાસમાં અલ્પાંશે જ કર્યો, ને સ્વામીબાપાની ઉદ્યમશીલતાનું મૂંગામૂંગા આકંઠ
રસપાન કરતા રહ્યા. શ્રી ઘનશ્યામ મહારાજનાં મંગળાથી, શયન સુધીનાં વિવિધ
દર્શનો કરવામાં તથા તેમનાં કીર્તનો ગાવામાં, ઉત્સવ ટાણે મંદિરનાં ઊંચાં શિખરો સુધી ચઢી જવામાં અને દીપમાળા પ્રગટાવવામાં તથા ધજાપતાકાઓ લહેરાવવામાં, સ્વામીબાપા બહારગામ પધારવાના હોય કે ધર્મકાર્ય પાર પાડી નિજ મંદિરે
પ્રવેશતા હોય ત્યારે તેમના સત્કાર પ્રસંગે ભાવાવેશમાં શ્રી હીરજીભાઈની મુદ્રા જુદી જ ઉપસી આવતી. પ્રેમનો ઉત્સાહ, ઉમંગ, ચપળતા, ભક્તિમયતા આદિ
સુલક્ષણો અસાધારણ હતાં. જોત જોતામાં મેટ્રીકની પરીક્ષા આવી અને તે આપી
પણ ખરી, પરંતુ તેમનો એક માત્ર રસ સ્વામીબાપાની સેવા-પરાયણતામાં જ હતો.
ગુરુદેવ સ્વામીબાપાની મરજી જોઈ ભગવદ્-ભક્તિ પ્રત્યેના પોતાના ધસમસતા ઊર્મિ-પ્રવાહને વાણીમાં પ્રગટ કરતાં, શ્રી હીરજીભાઈએ જાહેર કર્યું કે, તેમની
મનીષા તો પરમ પૂજ્ય સ્વામીબાપાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરવાની - સંત
થવાની છે. અનેકનાં આનંદ-આશ્ચર્યો વચ્ચે, તેમની એકનિષ્ઠાને પ્રમાણી સ્વામીબાપાએ તેમને વિક્રમ સંવત ૨૦૧૮ની ફાલ્ગુની પૂર્ણિમાએ, અન્ય ત્રણ સંતો સહિત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દીક્ષિત કર્યા. જાણે કે પોતે જ પોતાને અભિનવ સ્વરૂપે અવલોકતા હોય તેમ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી એવું
તેમનું નૂતન નામાભિધાન કર્યું.
સ્વામીબાપા પોતાના દીક્ષિત સંતોના સમુચિત ઘડતરમાં અંગત રસ લેતા.
તેમણે શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીને અન્ય સહયોગી સંતો સાથે સંસ્કૃતમાં, શાસ્ત્રાભ્યાસમાં, સંગીતમાં તથા શાસ્ત્રીય નૃત્યમાં ઉત્તમ તાલીમ આપી.
માત્ર ૨૩ વર્ષની નવયુવાન વયે સ્વામીબાપાએ તેમને પોતાના અંગત
મદદનીશ તરીકે પસંદ કર્યા. સ્મૃતિ જેમ શ્રુતિને અનુસરે તેમ સ્વામીબાપાના અંતરના તાર સાથે પોતાના હૃદયના તાર મિલાવી શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી
સ્વામીશ્રી સાચેસાચ ‘સંત-શિરોમણિ’ બની ગયા.
ગામેગામના ‘શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ’ ના પ્રશ્નો હોય, હરિભક્તોની અંગત કે કૌટુમ્બિક મૂંઝવણો હોય, કૂદકે અને ભૂસકે વિસ્તરી રહેલા સત્સંગને આવશ્યક માર્ગદર્શનની જરૂર હોય; આવા સર્વે પ્રસંગોમાં શ્રી
પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી, સ્વામીબાપાની સાથે ને સાથે જ હતા. પરિસ્થિતિને
પામી જવાની તેમની સૂઝ આગવી અને અનન્ય હતી. સ્વામીબાપાનો પરિપૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરવામાં તેમની ઉદ્યમશીલતા, ગ્રહણશીલતા, પવિત્રતા અને અદ્ભુત સત્સંગપરાયણતા વગેરેનો સમન્યવ અનુપમ હતો.
સ્વદેશ ઉપરાંત વિદેશોમાં પણ સ્વામીબાપાની ઉપસ્થિતિની ભારે માંગ
રહેતી. સ્વામીબાપાનાં વિવિધ કાર્યક્ષેત્રો ઝડપથી વિકસી રહ્યાં હતાં. એ સંજોગોમાં સત્સંગનો વધતો જતો ભાર, પૂર્ણ જવાબદારીપૂર્વક અને પ્રસન્નવદને શ્રી
પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી વહી રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીનું સંસ્થાપન, પરમ પૂજ્ય સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૭૨માં કરેલું. ઈ.સ. ૧૯૭૭માં
તેનો પંચમવર્ષીય મહોત્સવ થયો, તે સાથે સ્વામીબાપાનો અમૃત મહોત્સવ પણ હતો. આંતરરાષ્ટ્રીય સંસ્કાર યાત્રાઓ અને ગામેગામના મંદિરોમાં મૂર્તિપ્રતિષ્ઠાના
મહોત્સવો અને નગરયાત્રાઓ તથા સન્માનસમારંભોની અખંડ પરંપરા વચ્ચે ત્રિકાળદર્શી સ્વામીબાપાની વેધક દૃષ્ટિ પોતાના ઉત્તરાધિકારીની નિયુક્તિની આવશ્યકતા નિહાળી રહી હતી. તેમનાં સંતમંડળ સમક્ષ સ્વામીબાપાએ એ નિયુક્તિ માટેની વિચારણા રજૂ કરી અને સર્વસંમતિથી તેમણે સંતશિરોમણિ શ્રી
પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીની પોતાના ઉત્તરાધિકારી તરીકે શાસ્ત્રોક્ત વિધિ
અનુસાર, તા. ૨૮-૨-૧૯૭૯ના રોજ નિયુક્તિ કરી. તે જ વર્ષના ઑગષ્ટની ૩૦મી એ બોલ્ટન મુકામે જીવનપ્રાણ સ્વામીબાપાએ પોતાની મનુષ્યલીલા સ્વતંત્રપણે સંકેલી લીધી. પણ પોતાની લીલા પર આખરી પડદો પાડતાં પહેલાં સ્વામીબાપાએ પોતાના ઉત્તરાધિકારીને, અંતઃકરણની ઊંડી શ્રદ્ધાપૂર્વક આદેશ આપ્યો કે સમગ્ર સત્સંગને તે હવે જમાડતા રહે. એ આદેશાત્મક આશીર્વાદ હતો, જેમાં સ્વામીબાપાનો આપણા આચાર્યશ્રીમાં અડગ વિશ્વાસ અને રાજીપો એકી સાથે પ્રગટ થતાં હતાં.
કપરી કસોટીની તે પળથી પ્રારંભી આજ પર્યંત આપણા આચાર્ય સ્વામીશ્રી સમગ્ર સત્સંગને પ્રેમપૂર્વક જમાડતા, સંરક્ષતા અને વિસ્તારતા રહ્યા છે. પોતાના
ગુરુદેવને સુયોગ્ય અંજલિરૂપે તેમણે ઘોડાસર ખાતે ભવ્ય સ્મૃતિમંદિરનું સર્જન
કર્યું છે; તથા ત્રણ મજલામાં સ્વામીબાપાની ભવ્ય જીવનલીલાને અક્ષરસ્થ કરી, જીવનપ્રાણ સ્વામીબાપા પ્રત્યેના આપણા સહુના ઊંડા અને ઉન્નત આદરભાવને
મનોહર વાચા આપી છે. સ્વામીબાપાની યોજના અને ઇચ્છા અનુસાર આપણા સમર્થ આચાર્યશ્રીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દ્વિશતાબ્દીનો મહોત્સવ ઊજવ્યો છે. એટલું જ નહિ, મુંબઈમાં તથા આબુમાં અભિનવ અને દર્શનીય
મંદિરોનાં નિર્માણ કર્યાં છે.
આપણા આચાર્ય સ્વામીશ્રીના સમર્થ, પ્રેરક અને સમુજ્જ્વલ માર્ગદર્શનને કારણે, શ્રી સ્વામિનારાયણ ગાદીનો પ્રભાવ દિન પ્રતિદિન વધતો અને વિસ્તરતો જાય છે. તેમની ધાર્મિકતા, પરોપકાર પરાયણતા, સંસ્કારિતા, ઉદારતા અને દાનશીલતાની ચોમેર પ્રશંસા થાય છે.
પરમ શ્રદ્ધેય આપણા આચાર્ય મહારાજશ્રીમાં સામર્થ્યની સાથે જ અઢળક ક્ષમાશીલતા છે; પોતે લાખોનું દાન કરતા હોવા છતાં સ્વતઃ સાદા, સંયમી અને સુશીલ છે. ધર્મશાસ્ત્રો, સાહિત્ય પ્રવાહો અને લોક-આંદોલનોના સંપૂર્ણ જ્ઞાતા હોવા છતાં પોતે સર્વથા વિનયી અને વિનમ્ર છે. તેથી તેમની કીર્તિપતાકા ઊર્ધ્વ
ગગનમાં ઊંચે ને ઊંચે લહેરાતી રહી છે. પોતાના ઉત્તરાધિકારીની આવી સર્વગુણસંપન્નતા અને પૂર્ણિમાના ચંદ્ર જેવી સૌમ્ય શીતલ પ્રસન્નતા જોઈ
સ્વામીબાપાનો સાત્ત્વિક હર્ષાનંદ નિરંતર વધતો જાય છે, અને દિનરાત વધે જતા
શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો પણ પોતાના આશ્રયદાતાની અમીદૃષ્ટિમાં આધ્યાત્મિક વિકાસ સાધતા રહે છે.
સ્વામીબાપા પ્રતાપી, નમન નમન હો, આપના પાદપદ્મે; આપે દીધા ગુરુજી, અધિપતિ અમને, શ્રેષ્ઠ જે સર્વ વાતે.
સાહિત્યે, ધર્મકાર્યે, ગરીબ-જન તણાં, આંસુઓ લૂછવાને; શિક્ષા-સંસ્કારક્ષેત્રે, મન-ધન સઘળું, અર્પતા ભાવ સાથે.
તેમના આવા પ્રેમઆદર સભર પરિશ્રમને આપણે સહુ હૃદયના ઉમંગે વધાવીએ અને તેમની છત્રછાયામાં વધુ ને વધુ શ્રીહરિના પ્રીતિપાત્ર થતા રહીએ એ જ શુભેચ્છા સહ જય શ્રી સ્વામિનારાયણ.
કાન્તિભાઈ આચાર્ય
ભૂતપૂર્વ પ્રિન્સીપાલ,
શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કૉલેજ.
આત્મનિવેદનમ્
મનુષ્યમાત્ર સુખી થવા ઇચ્છે છે. પરંતુ સાચા સત્પુરુષ વિના સાચો માર્ગ હાથમાં આવતો નથી. પરિણામે અજ્ઞાનના અંધકારમાં અટવાયા કરે છે.
એવા ભૂલા પડેલા જીવોને ભગવાન અને સત્પુરુષ સમજાવે છે કે સાચું સુખ
ભગવાનના સાન્નિધ્યમાં છે. એ પામવા માટે સરળ અને સુગમ ઉપાય છે ભક્તિ. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિમાં જણાવે છે કે સત્ય,
તપ, પુણ્ય વગેરે સાધનમાં ઘણાને વિઘ્ન થયેલાં છે, માટે એ સાધન ભયથી ભરેલાં છે. નિર્ભય સાધન છે, ભગવાનની ભક્તિ. એટલે જ સ્વામી ભક્તિનિધિના પહેલા જ પદમાં કહે છે કે,
સંતો ભક્તિ ઉપર ભય શાનો રે,તે તો મન કર્મ વચને માનો રે સંતો...
ભક્તિ કરનારો કદાપિ મનનું ગમતું કરતો નથી. એ તો હાથ જોડીને ભગવાનની હજુરમાં રહી ભગવાનની મરજી અનુસાર વર્તવામાં તત્પર રહે છે. એના દિલમાં કોઈ પ્રકારનું કપટ નથી હોતું. એના અંતરમાં અહંમમત્ત્વની ભૂંડાઈ નથી હોતી.
ભક્તિ એ કાંઈ બીજા આગળ પ્રદર્શન કરવાની બાબત નથી. ભક્તિમાર્ગે
ચાલનારને લોકો જેમ તેમ બોલે તેની પણ તેને પરવા હોતી નથી. એ તો શુદ્ધભાવે પોતાના મોક્ષાર્થે કરે છે. જેને વર્ણાશ્રમનું માન હોય, પોતાની આવડતનું માન હોય તે કદાપિ ભક્તિ કરી શકતા નથી.
ભક્તિ કરનારની જીવનનૈયાનું સુકાન ભગવાનના હાથમાં હોય છે, તેથી દરેક પ્રકારના કષ્ટથી ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે.
ઉપરોક્ત બાબતનાં અનેક દૃષ્ટાંતનો નિધિ-ભંડાર સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામીએ ભક્તિનિધિમાં રજૂ કર્યો છે, એને આપણે ગુરુદેવ સ્વામીબાપાની
મધુર વાણીમાં માણ્યો છે. તેનું વિવરણ આ ‘ભક્તિરસામૃત’ ગ્રંથમાં પ્રસ્તુત
કર્યું છે. આ ગ્રંથનું પઠન, શ્રવણ કરનાર પર પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી તેમજ આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી
મુક્તજીવન સ્વામીબાપાની પરમ પ્રસન્નતા ઊતરે ને તે મુમુક્ષુ ભક્તિમાર્ગે સવિશેષ પ્રગતિ કરતો રહે એવા અમારા અંતરના આશીર્વાદ સહ.
સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ
અનુક્રમણિકા
આચમન-૧ : ભગવાનની કૃપા સરવાણી .......................... ૧
આચમન-૨ : ભક્તિવૃદ્ધિમાં ઉપયોગી મૂર્તિપૂજા .................. ૧૧
આચમન-૩ : ભક્તિમાં બાધારૂપ માયિક આશા .................. ૨૦
આચમન-૪ : ભક્તિનિષ્ઠ માયા ન માગે ........................ ૨૯
આચમન-૫ : ભક્તિનિષ્ઠનું મન ભગવાનમાં..................... ૩૭
આચમન-૬ : ભક્તિ વિનાનાં સાધન વિઘ્ન ભરેલાં ............... ૪૪
આચમન-૭ : ભક્તનું મન બીજે ન લલચાય .................... ૫૩
આચમન-૮ : નિષ્કપટ ભક્તિ સુખ દેનારી ...................... ૬૨
આચમન-૯ : ભક્તિમાં નડતરરૂપ અહંમમત્ત્વ.................... ૭૧
આચમન-૧૦ : અહંકારીને પડે ભગવાનની થપાટ ................. ૮૦
આચમન-૧૧ : ભક્તિ મોક્ષાર્થે, લોક રીઝવવા નહિ ............... ૮૮
આચમન-૧૨ : દેખાવની ભક્તિ ભગવાનને અમાન્ય .............. ૯૬
આચમન-૧૩ : ભક્તિહીન અવિવેકી ............................ ૧૦૩
આચમન-૧૪ : ભક્તિમાં નડતર કરે અણસમજણ ................ ૧૧૪
આચમન-૧૫ : સાચી ભક્તિ શિરને સાટે ........................ ૧૨૦
આચમન-૧૬ : ભક્તિવાન ભગવાનની મરજીમાં સાવધાન......... ૧૨૭
આચમન-૧૭ : ભક્તિનું પરિબળ સૌથી વિશેષ................... ૧૩૪
આચમન-૧૮ : ભક્તિમાં સવળાઈ - અવળાઈ ................... ૧૪૩
આચમન-૧૯ : ભક્તિનિષ્ઠ, ભગવાન કહે તેમ જ કરે ............ ૧૫૪
આચમન-૨૦ : ભક્તિમાં અવળાઈ - હાનિકારક, સવળાઈ - સુખકારક ૧૬૩
આચમન-૨૧ : ભક્તિમાં મોટું વિઘ્ન માન ....................... ૧૭૨
આચમન-૨૨ : ભક્તિમાં આશ્રયની મહત્તા ...................... ૧૭૯
આચમન-૨૩ : ભક્તિનિષ્ઠ સેવાપરાયણ હોય .................... ૧૮૮
આચમન-૨૪ : ભક્તિવાન માન ન રાખે...અંતર્યામી જાણે........ ૧૯૪
આચમન-૨૫ : ભક્તિ વિરોધી અહંકાર ......................... ૨૦૩
આચમન ૨૬ : પ્રગટની ભક્તિની મસ્તી ........................ ૨૧૦
આચમન-૨૭ : ભક્તિ વિના મનુષ્ય જન્મ વૃથા .................. ૨૨૦
આચમન-૨૮ : ભક્તિથી ભગવાનની પ્રસન્નતા .................. ૨૨૯
આચમન-૨૯ : ભક્તિ કરનારને કેવો વિચાર જોઈએ ............. ૨૩૬
આચમન-૩૦ : ભક્તિ એ તો શિરનું સાટું ....................... ૨૪૭
આચમન-૩૧ : ભક્તિ માગે સાવચેતી........................... ૨૫૩
આચમન-૩૨ : ભક્તિમાં આવશ્યક શરણાગતિ................... ૨૬૦
આચમન-૩૩ : ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ ................... ૨૬૭
આચમન-૩૪ : ભક્તિનો પાયો શરણાગતિ ...................... ૨૭૪
આચમન-૩૫ : ભક્તિમાં લાગણી હોય, માગણી નહિ ............ ૨૮૨
આચમન-૩૬ : ભકિતમાં સવળી સમજણ સુખદાયી ............... ૨૯૧
આચમન-૩૭ : શ્રવણ ભક્તિ સર્વશ્રેષ્ઠ........................... ૨૯૬
આચમન-૩૮ : ભક્તની ચિંતા ભગવાનને હોય .................. ૩૦૬
।। શ્રીજીબાપા ।।
।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।
।। સ્વામીબાપા ।।
ભક્તિરસામૃત
આચમન-૧ : ભગવાનની કૃપા સરવાણી
આ વિશ્વમાં માનવ માત્ર સુખની ઇચ્છા રાખે છે, ને તે માટે વિવિધ
ઉપાયો કરતા રહે છે. પરંતુ સાચું સુખ ક્યાં રહેલું છે તેની સાચી દિશા
તેમને હાથમાં આવતી નથી.
જેમ અંધકારમાં માનવી અટવાયા કરે છે, પણ તે સ્થાને કોઈ તેને
પ્રકાશ કરી આપે છે ત્યારે તેને સાચી સૂઝ પડે છે. તેમ અજ્ઞાનના અંધકારમાં અટવાતા જીવને ભગવાન અને તેમના સત્પુરુષ જ્ઞાનરૂપી
પ્રકાશ કરી આપે છે કે સાચું સુખ ભગવાનના સાન્નિધ્યમાં રહેલું છે.
એ સાન્નિધ્ય મેળવવા માટે સરળ ને સુગમ સાધન છે ભક્તિ. તેનાથી સર્વ દોષ ટળી જાય છે ને સર્વ ગુણ આવે છે.
લોયા પ્રકરણના ૧૬મા વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન
સમજાવે છે કે અનંત પ્રકારના મહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે ને તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. માટે એ સાધન
સર્વમાં મોટું છે.
આવી ભક્તિની પુષ્ટિ થાય તે માટે ગુરુરાજ સ્વામીબાપા વિધવિધ
શાસ્ત્રોની છણાવટ કરતા. એક વખત જીવનપ્રાણ સ્વામીબાપા કથામાં
બિરાજમાન હતા. એ વખતે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત
ભક્તિનિધિ પ્રકરણ વંચાયું. તેમાં શરૂઆતમાં સોરઠામાં સ્વામીએ
શ્રી સ્વામિનારાયણ ભગવાનને રજૂ કરેલી પ્રાર્થના છે કે
પ્રણમું પુરુષોત્તમ, અગમ નિગમ જેને નેતિ કહે;
તે શ્રીહરિ થાઓ સુગમ, રમ્યરૂપ સાકાર સહી...૧
એવા વસો મારે ઉર, દૂર કરવા દોષ દીનબંધુ;
તો થાય ભક્તિ ભરપૂર, હજૂર રાખજો હરિ હેત કરી...૨
તે ઉપર સ્વામીબાપાએ વિવેચન કર્યું કે ભક્તિનિધિની શરૂઆત
કરતાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભગવાનને પ્રાર્થના કરે છે, કેમ
જે કોઈ પણ કાર્યની સિદ્ધિ મેળવવી હોય, કોઈ પણ કામની શરૂઆત
કરવી હોય તો પ્રાર્થનાની ખાસ જરૂર છે. પ્રાર્થનાથી ભગવાનનો ભક્ત
ભગવાનને સમર્પિત થઈ જાય છે. તે પોતાના અહંને ભગવાનના
ચરણોમાં વિસર્જીત કરી દે છે.
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભગવાનની સાથે ધામમાંથી આવેલા છે. આપણે ભગવાન પાસે કેવા ગરજવાન થવું જોઈએ તે શિખવવા કહે છે કે, હે પુરુષોત્તમ - હે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, આપને વેદો ને શાસ્ત્રો નેતિ નેતિ કહીને ગાય છે, તે મારા
માટે સુગમ થાઓ, સદાય સાકાર રમણીય સ્વરૂપે મને સુગમ થાઓ.
એટલું જ નહિ આપને રાજી કરવા માટે ભક્તિનિધિની રચના કરું છું તે માટે આપ મારા ઉરમાં - હૃદયમાં બિરાજમાન થાઓ. આપ
બિરાજમાન થશો એટલે મારા દોષો દૂર થઈ જશે. આપ તો ખરેખર દીનબંધુ છો, આપના યોગે કરીને મારાથી ભરપૂર ભક્તિ થશે, માટે આપ હેત કરીને આપની હજૂરમાં રાખજો.
આમ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીની સાથે આપણે પણ ભગવાનની હજૂરમાં રહીને ભક્તિ કરવા ઇચ્છીએ છીએ. ભક્તિ એ સૌથી સરસ
સાધન છે.
નારદજી ભક્તિસૂત્રના ૨૫મા સૂત્રમાં કહે છે, ધ્ ગળ્ ઙ્ગેંૠધ્ષ્ટજ્ઞ્ધ્ધ્ઌસ્ર્ધ્શ્વટધ્શ્વ઼સ્ર્ઃ
ત્ત્બ્ ત્ત્બ્મઙ્ગેંગથ્ધ્ અર્થાત્ તે ભક્તિ કર્મ, જ્ઞાન અને યોગથી પર વિશેષ અધિક છે. સામાન્ય રીતે કર્મ, જ્ઞાન અને યોગ આ ત્રણેય ભગવત્પ્રાપ્તિનાં સાધન છે, પરંતુ ભક્તિ એના કરતાં પણ શ્રેષ્ઠ છે.
કેમ જે ભક્તિ કરનારના માર્ગદર્શક ભગવાન પોતે બને છે, તેથી
તેને અચૂક સફળતા મળે છે. એટલે જ આગળના સૂત્રમાં કહે છે, દ્મ ૐજીસ્અધ્ગૅ ભક્તિ ફળસ્વરૂપ છે. ભક્તિથી અવ્યક્ત ભગવાન
વ્યક્ત બને છે. પણ એ ભક્તિમાં પણ ભેદ છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી દોહામાં કહે છે કે,
ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ; ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદે છે ચારે વેદ...૩
પરોક્ષ ભક્ત પામે નહિ, મનમાની મોટી મોજ; શાસ્ત્ર સર્વે શોધીને, ખરી કરી લ્યો ખોજ...૪
ચારેય વેદોનો એ જ સાર છે કે પ્રગટ પ્રભુની ભક્તિ કરો. ત્યારે કોઈને શંકા થાય કે વર્તમાનકાળે ભગવાન ક્યાં પ્રગટ છે ? તો તેનો ખુલાસો જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીએ વાતોમાં જ કર્યો છે કે ધામમાં જે મૂર્તિ છે તે, પ્રતિમાસ્વરૂપે દર્શન આપે છે તે, ને મનુષ્યરૂપે દર્શન
આપ્યાં તે, આ ત્રણેય સ્વરૂપમાં એક રોમનો પણ ફેર નથી. એટલે જ સ્વામીબાપાએ શ્રી હરિજ્ઞાનામૃત કાવ્યમાં સમજાવ્યું છે કે, દિવ્ય સ્વરૂપ જે છે અક્ષરધામે,
તે જ મનુષ્યરૂપ નિદાન ......... આજે તો૦
ત્રીજું સ્વરૂપ તે પ્રતિમા જાણો;
સર્વે એક જ છે રાખો ધ્યાન.... આજે તો૦
રોમ ફેર નહિ એકે ત્રણેમાં,
શ્રીજી વચને સમજો સુજાણ ..... આજે તો૦
પરંતુ આ વાત સમજાતી નથી ને મૂર્તિઓને વિશે ચિત્રપાષાણાદિકનો ભાવ રહે છે તે નાસ્તિકભાવ છે. માટે વિચારવું જોઈએ કે આપણે કઇ
પંકિતમાં છીએ.
આસ્તિકભાવ કોને કહેવાય ? તો તે વિશે જીવનપ્રાણ શ્રી અબજી
બાપાશ્રી કહે છે કે મૂર્તિઓને વિશે સદા દિવ્યભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને સંકલ્પને પૂરો થવા દે નહિ એ આસ્તિકભાવ કહેવાય.
જ્યાં સુધી એવો પરોક્ષભાવ હોય કે મને ભગવાનનાં મનુષ્યરૂપે દર્શન થયાં નથી અથવા તો ભગવાનના ધામમાં જે સ્વરૂપ છે તેનાં દર્શન
મને થયાં નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખ થકી તો ભગવાનની વાત પણ ન સાંભળવી.
એટલે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, સર્વ શાસ્ત્રો શોધી વળો, તેમાં સાર એ જ છે કે પરોક્ષની સમજણવાળો ભલેને ભક્ત
કહેવાય પણ તે ક્યારેય ભગવાનની મોજ મેળવી શકતો નથી.
આપણાં તો અહોભાગ્ય ખૂલી ગયાં છે કે એ પ્રગટ પુરુષોત્તમ પરબ્રહ્મ આપણા માટે સુગમ થયા છે. એટલે જ સ્વામી ભક્તિનિધિના પહેલા કડવામાં ગાય છે કે,
શ્રી પુરુષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિ નેતિ કહી જેને ગાય નિગમજી; અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી ...૧
સુગમ થયા શ્રીહરિ, ધરી નરતનને નાથજી;
જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી...૨
આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિ કોટિનાં કલ્યાણ; દયા દિલમાં આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ...૩
ભગવાન દુર્લભ હતા તે સુલભ થયા, અગમ હતા તે સુગમ થયા, કેવળ કૃપા કરી સ્વઇચ્છાથી પધાર્યા છે. લેરખડો આજ લહેરમાં આવ્યા છે. એ વ્હાલો એવા મહેરબાન થયા છે કે આ હળાહળ કળિયુગમાં કરોડો જીવોને કૃતાર્થ કર્યા, આત્યંતિક મોક્ષને પમાડ્યા, વર્તમાનકાળે
પમાડી રહ્યા છે, ભવિષ્યમાં પણ પમાડશે.
આ મુક્તિ પામવા માટેનું પરમ શ્રેષ્ઠ સાધન ભક્તિ છે. શાંડિલ્ય
ઋષિએ કહ્યું છે કે ‘ધ્ થ્ધ્ઌળ્થ્બ્ઊ : શ્નષ્ટઈથ્શ્વ’ ભગવાનમાં સર્વોત્તમ
અનુરક્તિ-પ્રીતિ એ ભક્તિ છે. જેમાં આદર અને આત્મીયતા ભળે તે ભલેને સાધારણ ભક્તિ જણાય પણ તે પરાભક્તિ બની જાય છે.
જેને ભજીએ, જેના માટે આદર હોય, પ્રેમ હોય કે આકર્ષણ હોય,
તેને આપણે કાંઈક આપીએ ત્યારે જ આપણા મનમાં સંતોષ થાય. આ
તો સામાન્ય વ્યવહારની વાત થઈ. પરંતુ જે ભગવાનને ભજે છે, ભગવાનની ભક્તિ કરે છે તેના ઉપર તો ભગવાન એટલા બધા વરસી
પડે છે કે તમે ભગવાનની પાસે પુષ્પ માગશો તો એ તમને અસંખ્ય
પુષ્પોથી મઘમઘતો બાગ આપશે. એટલે જ કહેવાય છે કે,
ૈં ટ્ઠજીંઙ્ઘ ર્ય્ઙ્ઘ ર્કિ ટ્ઠ કર્ઙ્મુીિ, ૐી ખ્તટ્ઠદૃી દ્બી ટ્ઠ ખ્તટ્ઠઙ્ઘિીહ;
મેં ભગવાન પાસે પુષ્પ માગ્યું, એમણે મને આખો બાગ આપ્યો.
ૈં ટ્ઠજીંઙ્ઘ ર્કિ ટ્ઠ ાિીી, ૐી ખ્તટ્ઠદૃી દ્બી ટ્ઠ ર્કિીજા;
મેં ભગવાન પાસે એક ઝાડ માગ્યું, એમણે મને વન આપ્યું.
ૈં ટ્ઠજીંઙ્ઘ ર્કિ ટ્ઠ િૈદૃીિ, ૐી ખ્તટ્ઠદૃી દ્બી ટ્ઠહર્ ષ્ઠીટ્ઠહ;
મેં ભગવાન પાસે નદી માગી, એમણે મને સાગર આપ્યો.
ૈં ટ્ઠજીંઙ્ઘ ર્કિ ટ્ઠ દ્ઘીુીઙ્મ, ૐી ખ્તટ્ઠદૃી દ્બી ટ્ઠ દ્બૈહી;
મેં ભગવાન પાસે મણિ માગ્યો, એમણે મને મણિની ખાણ આપી.
ૈં ટ્ઠજીંઙ્ઘ ર્કિ ર્ઙ્મદૃી ટ્ઠહઙ્ઘ ૐી િીદૃીટ્ઠઙ્મીઙ્ઘ ૐૈદ્બજીઙ્મક;
મેં ભગવાન પાસે પ્રેમ માગ્યો ત્યારે તો તેમણે પોતાની જાત પોતાનું સ્વરૂપ મારી આગળ વ્યક્ત કરી દીધું.
ભગવાનની સતત વહેતી કૃપા સરવાણી આવી અનોખી છે. એ કૃપા સરવાણીમાં સ્નાન કરીને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી પરમ
ઉલ્લાસભેર ગાય છે કે,
આજ મને મોહનજી મળિયા રે, અમ ઉપર અઢળક ઢળીયા રે; દયાળુ દયા ઘણી કીધી રે, બૂડતાં બાંહ્ય ગ્રહી લીધી રે ...
મળીયા અણ આશે અમને રે, તેનો શિયે ગુણ કરું તમને રે;
નથી કાંઈ આપવા અમ પાસ રે, દુર્બળ એમ ભાખ્યું દાસ રે...
મોટા મન મોટાઈ આણી રે, આવ્યા હરિ અધમ મને જાણી રે;
ન મળો કોટી ઉપાયે કોઈ રે, મળો તમે બિરુદ સામું જોઈ રે...
ભગવાનની સહજમાં પ્રાપ્તિ થઈ છે તેની ખુમારી સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામીને એવી ચડી છે કે તેનો હરખ વ્યક્ત કર્યા વિના સ્વામી રહી શકતા નથી. તેથી ગાજી ગાજીને કહે છે કે, અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય; કૈક જીવ કૃતાર્થ કીધા, મહા ઘોર કળિની માંય...૫
ભાગ્યશાળી બ્રહ્મમો’લનાં, કર્યાં આપે આવી અગણિત; નિર્દોષ કીધાં નરનારને, રખાવી રૂડી રીત...૬
ભગવાન મારા ઉપર અઢળક ઢળ્યા છે. એમણે એવી દયા કરી કે ભવસાગરમાં ડૂબતા હતા તેમાંથી હાથ પકડીને બહાર કાઢી લીધા. અમે
તો એવું ધાર્યું પણ ન હતું કે તમે સામે ચાલીને અમને મળશો. કોટી ઉપાય કર્યે પણ તમે મળો એવા નથી પરંતુ તમે તમારી મોટાઈ વિચારી,
તમારું બિરદ વિચારી અમને સહજમાં મળી ગયા તેથી અમે તો ન્યાલ
ન્યાલ થઈ ગયા. એટલે જ આગળ કહે છે કે,
ભાગ્યશાળી બ્રહ્મમો’લનાં, કર્યાં આપે આવી અગણિત; નિર્દોષ કીધાં નરનારને, રખાવી રૂડી રીત... ૬
નૌતમ શક્કો સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક; જે સાંભળ્યો નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિશેક... ૭
ભગવાને આ લોકમાં પધારી અગણિત નરનારીને બ્રહ્મમહોલનાં ભાગ્યશાળી બનાવ્યાં. લોકના સિક્કામાં તો જેટલું લખેલું હોય તે પ્રમાણે
મળે પણ ભગવાનનો સિક્કો નૌતમ છે, તેનાથી તો ધાર્યું હોય તેના કરતાં અનંતગણું મળે. પૂર્વે કોઈએ જે નહોતું કર્યું એવાં અનેરાં કામ
કર્યાં. પૂર્વેના કોઈ અવતારે આવાં કામ કર્યાં નથી. એટલે જ સ્વામીબાપાએ
ગાયું છે કે,
પૂર્વેના અવતારો કોઈએ, કે’દી કર્યાં નહિ એવાં કાજ; ઐશ્વર્ય પરચા સહેજે બતાવ્યા, એવા સર્વોપરી મહારાજ (૨) એ... શ્યામ ઉજ્જ્વળ સત્સંગ કેરાં,
મૂળ ઊંડાં નાખનારા રે... ધન્ય રે ધરમના...
શ્રી સ્વામિનારાયણ ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે, સહુના ઈશ્વર છે, તેમની ઉપર બીજો કોઈ છે જ નહિ. તે તો જેમ ધારે તેમ કરે.
એ પ્રબળ પ્રતાપી ભગવાન પધારતાં શું ન થાય ? ભગવાન તો સૌથી સમર્થ છે, પૂર્ણકામ છે. આપણને સુખી કરવા અત્યંત અગમ હતા તે વર્તમાનકાળે સુગમ થયા છે. એમને જે જે મળ્યા તેનાં ભાગ્ય ઊઘડી
ગયાં છે. એ અંતરનો હરખ પ્રદર્શિત કરતાં સ્વામી કહે છે કે, પૂરણ પુરુષોત્તમ પોતે, સરવેશ્વર સર્વના શ્યામ; જેની ઉપર જડે નહિ બીજો, તેહ કરે ધારે જેહ કામ...૮
પ્રબળ પ્રતાપી પધારતાં, સમજવું શું શું ન થાય ?
સમર્થ સહુથી શ્રીહરિ, જે પૂરણકામ કે’વાય...૯
આજે એ ભગવાનને મળવે કરીને આપણને પણ એવું જોમ જાગ્યું છે કે ભગવાનનું સ્મરણ કરવામાં, ભગવાનનું નામ લેવામાં અનેરી ખુમારી ચડે છે. ગુરુદેવ સ્વામીબાપાએ પણ ગાયું છે કે, ભાગ્ય લ્યો ગણી રે, ધન્ય ભાગ્ય લ્યો ગણી;
શ્રીજીને મળવે કરી, ધન્ય ભાગ્ય લ્યો ગણી...
સ્વામીબાપા ધ્યાનમાંથી જાગ્યા ત્યાર પછી એક અમલદાર સ્વામીબાપાને મળવા આવ્યા. તેમણે સ્વામીબાપાની કૃશ મૂર્તિ જોઈ
સહજભાવે પૂછ્યું : સ્વામીજી મહારાજ, હમણાં આપનું શરીર ભલેને કૃશ જણાય છે, પરંતુ તેમાં એક ઓર પ્રકારની તેજી દેખાય છે. આંખોમાં
પણ અજબની ચમક છે. મુખ જોતાં શાંતિ શાંતિ થઈ જાય છે. તમારી વાણીમાં પણ કેટલી બધી મીઠાશ છે. તમારાં દર્શન કર્યા પછી એમ જ
લાગ્યા કરે છે કે તમને જોયા જ કરીએ જોયા જ કરીએ. તમારી પાસે આવવાનું મન થયા કરે છે. તમારી પાસે બેસવાથી શાંતિ મળે છે.
આટલા બધા લોકો તમારા તરફ ખેંચાય છે ! આટલું બધું તપ કર્યા છતાં તમે આનંદમાં કેમ રહી શકો છો ?
ત્યારે સ્વામીબાપાએ મંદ હાસ્ય કરતાં એ ભાઈને સહજમાં કહ્યું કે,
તમને આ જણાય છે તે આનંદ ભગવાન સાથેની એકતાનો છે, ભગવાનની કૃપાનો છે. જો તમે પણ ઊંડા ઊતરો તો તમે પણ તે આનંદ
અનુભવી શકો. કૃપા સમજાય, કૃપાનું બળ સમજાય, કૃપાનો મહિમા સમજાય, કૃપાનું આકર્ષણ સમજાય, તો કૃપાનું ફળ આપોઆપ મળી જાય. જો ખરા દિલથી વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે કે આપણે ભગવાનની કૃપાના દરિયામાં બેઠા છીએ, આપણા ઉપર ભગવાનની કૃપાધારા વરસી રહી છે.
એ કૃપાના આનંદમાં મસ્ત બની સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
ગાય છે કે,
વાત મેં તો વિચારી મને રે, વ્હાલો મને મળિયા છે સ્વપને રે...
એવું નોે’તું અમ પાસે કાંય રે, જેણે કરી હરિ પરસન થાય રે...
આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો એ ભગવાનની કૃપા જ છે. તેમાંય પવિત્ર આચરણવાળા વંશમાં જન્મ મળ્યો એ પણ ભગવાનની કૃપા. સંસ્કારી મા બાપ મળ્યાં એ પણ ભગવાનની કૃપા. શરીર સ્વસ્થ
તંદુરસ્ત મળ્યું એ પણ ભગવાનની કૃપા. સદ્બુદ્ધિ મળી એ પણ ભગવાનની કૃપા. જિંદગીની જરૂરીયાતની વસ્તુ મળી રહે છે. તેમની જ પૃથ્વી પર વસવાનું મળ્યું છે, તેમના આકાશ નીચે રહેવાનું મળ્યું છે, તેમના જ પ્રકાશ વડે કામકાજ કરી શકાય છે, તેમની જ હવા વડે જીવી શકાય છે, તેમના જ પાણી વડે દેહને તૃપ્તિ થાય છે. તેમણે ઉગાવેલાં ફળ, ધાન્ય વડે પોષણ થાય છે. આમ જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં ભગવાનની કૃપા દેખાય છે.
એટલે જ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, દયાળુ એક તમે મોટા રે, નથી બીજો અન્ય કોઈ કે’વા રે;
મોટપણે એક તમે મોટા રે, બીજા સહુ અજ આદ્યે છોટા રે...
આટલું જાણ્યા પછી પણ સમજવાનું એ છે કે ભગવાનની સાચી કૃપા સરવાણી તો તેને જ પ્રાપ્ત થાય છે કે જે જીવ આ મનુષ્ય દેહે કરીને ભગવાનની ભક્તિ કરે છે. ને જે ભગવાનની ભક્તિ કરે છે તેને ભગવાન સદ્ગુણોથી ભરી દે છે. પછી કહેવું પડતું નથી કે આટલું બધું આકર્ષણ કેમ આવ્યું ?
પરંતુ જીવ આ બધું વિચારતો નથી તેથી તેને જન્મ મરણનો રોગ
ટળતો નથી. તેને ચેતાવતાં દેવાનંદ સ્વામી કહે છે કે,
મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણિ રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય;
નથી લેતો નારાયણ નામને રે,
માથે જ્ન્મ મરણ મોટું દુઃખ છે રે, તારા અંતરમાં હરિને આરાધ... નથી૦
ઘણું સૂઝે છે કામ સંસારનું રે, કરે સગાનું બહુ સન્માન.... નથી૦
હેત કરતો નથી હરિદાસમાં રે, હૈયા ફૂટ્યા તું લૂણહરામ... નથી૦
આમ સંતો ચેતાવે છે કે મનુષ્યનો દેહ ચિંતામણિ જેવો છે એ ભગવાને કૃપા કરી છે, પરંતુ જો તું ભકિતના માર્ગે નહિ વળે તો તારા
માથેથી જન્મ મરણનું દુઃખ નહિ જાય. સંસારનું કામ, સગાં સંબંધીનું કામ બહુ જ ખટકો રાખીને કરે છે. પરંતુ ભગવાનના દાસ સાથે હેત
કરતો નથી માટે તું લૂણહરામી છે, હૈયાનો ફૂટયો છે. સગાં સંબંધી તો બધાં સ્વાર્થનાં છે. જ્યાં સ્વાર્થ પૂરો થયો ત્યાં તારી સામું પણ કોઈ નહિ જુએ. માટે ચેતી જા, ને ભગવાનની ભક્તિમાં લાગી જા.
ભક્તિ એ એક એવું સાધન છે કે જેને સૌ સહેલાઈથી કરી શકે છે.
એ કરવાનો અધિકાર બધા મનુષ્યોને છે. આ જગતમાં ક્લ્યાણને માટે ભકિત જેવો બીજો કોઈ સહેલો ઉપાય નથી. યોગ, તપ સાધના વગેરે આ સમયમાં સિદ્ધ કરવાં કઠણ છે.
ભકિતનો શ્રેષ્ઠ ને સરળ માર્ગ આપણા જીવનપ્રાણ સ્વામીબાપાએ આપ્યો છે કે, શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રયે રહીને આપણે ભક્તિપરાયણ બની આપણું જીવન સાર્થક કરીએ.
આચમન-૨ : ભક્તિવૃદ્ધિમાં ઉપયોગી મૂર્તિપૂજા
ગુરુરાજ સ્વામીબાપા શ્રી નિષ્કુળાનંદ કાવ્યમાં જણાવેલા ભક્તિનિધિ
પ્રકરણ પર સરસ વિવેચન કરી રહ્યા છે, એ સમાચાર મળતાં સત્સંગીઓ ઉપરાંત ભાવિકો પણ સારા પ્રમાણમાં એકત્ર થવા લાગ્યા.
ભક્તિનિધિના બીજા કડવાનું આજે વાંચન થયું. તેમાં સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે, જેને ભગવાનનો ભેટો થયો તેનાં ભાગ્ય જાગ્યાં. જેને પ્રગટ પ્રમાણ ભગવાન મળ્યા તેની તોલે ત્રિલોકમાં કોઈ ન આવે. કેમ જે ભવ - શંકર, બ્રહ્મા વગેરે પણ એ ભગવાનનું ધ્યાન ધરે છે. એટલે જ કહે છે કે,
ભાગ્ય જાગ્યાં જાણવાં જેને ભેટ્યા ભગવાનજી;
ત્રિલોકમાં ના’વે કોઈ તેહને સમાનજી...
જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી;
જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી...૧
ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઈશ સરીખા સોઈ;
તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઈ...૨
એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ; આગમ નિગમને અગોચર અતિ, તેનો કરી શકે કોણ થાપ...૩
બ્રહ્મા, ભવ વગેરે ભગવાનનું ધ્યાન કરે છે તો પણ એમને ભગવાનનાં દર્શન થતાં નથી, કેમ જે ભગવાન તો અલૌકિક મૂર્તિ છે.
વેદો ને શાસ્ત્રો પણ તેમનું યથાર્થ વર્ણન કરી શકે તેમ નથી. આજ
સુધી એમને કોઈ પામી શક્યું નથી એવા અગમ પ્રભુને મેળવવા કેવી રીતે ? તો એ દયાળુ જ્યારે એમ સંકલ્પ કરે કે જ્ઞાની અજ્ઞાની મને
મનુષ્યરૂપે દેખો, ત્યારે એમનાં દર્શન સુલભ થાય છે. ભગવાન મનુષ્ય
જેવા થાય છે, તે વખતે ભગવાન મનુષ્ય જેવાં ચરિત્ર કરે છે.
થાપ ન થાય એવા આગમે, વર્ણવિયા વારમવાર; તેહ પ્રભુને કેમ પામીએ, જેનો કોઈ ન પામિયા પાર...૪
તેહ હરિ નરતન ધરી, આપે આવે અવનિ મોઝાર; ત્યારે મળાય એ મૂર્તિને, જ્યારે નાથ થાય નરઆકાર...૫
શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૭૨મા વચનામૃતમાં જણાવે છે કે, ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન
છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ
કરીને વર્તે છે. ત્યારે સર્વે મનુષ્યનાં જેવાં ચરિત્ર કરે છે અને મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઇર્ષા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવોના કલ્યાણને અર્થે છે.
પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે.
એટલે જ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આગળ જણાવે છે કે,
મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન; ત્યારે પળ પાકે સહુ પ્રાણધારીની, જ્યારે ભૂમિ આવે ભગવાન...૬
ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઊઘડે દ્વાર અપાર; થાય સેવકને સેવ્યા સરખા, જ્યારે પ્રગટે પ્રાણઆધાર...૭
ભગવાન પ્રગટ થાય છે ત્યારે સેવક - ભક્ત ભગવાનની ભક્તિ
કરી શકે છે. ભગવાનનાં દર્શન, સ્પર્શ, સેવા, સમાગમનું સુખ માણી શકે છે. ભગવાનની સુંદર સાકાર મૂર્તિ જોઈ ભક્તનું મન તેમાં મગન
થઈ જાય છે. તેથી ભગવાનની સેવામાં લાગી જાય છે.
સાકાર સુંદર મૂરતિ, જોઈ જન મગન મન થાય; પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાંય... ૯
પણ મૂરતિ મૂકી મહારાજની, બીજું માગવું નહિ બાળક થઈ; નિષ્કુલાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના ઇચ્છવું નહિ... ૧૦
ભગવાનની મૂર્તિ જ એવી કમનીય છે, સુંદર છે. એમનાં દર્શનથી કેવી અજબની ખુમારી જાગે છે તે દર્શાવતાં ગુરુરાજ સ્વામીબાપાએ
ગાયું છે કે,
સુંદર મૂર્તિ અતિ સુખકારી, શ્રીજી રે તારા સુખમાં ઠેરાણા... સુંદર
મહેર કરી મહેરબાન હરિએ, રંગડાની રેલ્યું વારી... શ્રીજી રે...
અજબ અલૌકિક સુખમય મૂર્તિ, ક્ષર અક્ષરથી ન્યારી...શ્રીજી રે...
અહીં સૌને સહેજે સંશય થાય કે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીને ભગવાન પ્રગટ પ્રમાણ મળ્યા, પણ વર્તમાનકાળે અમારું શું ? તો તેનો ખુલાસો જીવનપ્રાણ બાપાશ્રીએ કર્યો છે કે પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે તે જ પ્રત્યક્ષ છે. ત્યારે કોઈને સંશય થાય કે મૂર્તિ તો બેઠી રહી છે. તેનો પણ ખુલાસો કર્યો છે કે જેને હાલવા ખપે તે જ બેઠા છે ને જેની જોડે બોલવું ઘટે તેની જોડે બોલે છે, થાળ જમે છે, સેવા અંગીકાર કરે છે.
બાપાશ્રીએ કહેલી આ વાત સ્વામીબાપાએ કરી ત્યારે સભામાં બેઠેલા એક જીજ્ઞાસુએ પૂછ્યુંંં : મૂર્તિ તે તો કોઈ શિલ્પકારના મનમાં ઊઠેલ
તરંગ-કલ્પના છે ને ? ત્યારે સ્વામીબાપાએ તેમને કહ્યું કે પ્રથમ તો મૂર્તિ
છે તેને કાષ્ટ કે ધાતુ કે આરસ વગેરેની માનવી એ જ મોટી ભૂલ ભરેલી વાત છે. જો મૂર્તિ ખરેખર ધાતુ, કાષ્ટ કે પાષાણ હોય તો પછી દૂધ
પીવું, થાળ જમવા વગેરે બને જ કેમ ?
નારદજીએ ભક્તિસૂત્રમાં મહર્ષિ વ્યાસનો મત કહ્યો છે કે ‘ઠ્ઠપધ્બ્ઘ્ળ્
ત્ત્ઌળ્થ્ધ્ટધ્’
ભક્તિ એટલે પ્રભુની પૂજા વગેરેમાં અનુરાગ અર્થાત ્ પ્રીતિ.
પૂજા શબ્દ આવે તેની સાથે મૂર્તિપૂજાની વાત મનમાં તાદશ થઈ જાય.
મૂર્તિની પૂજા કરતાં અર્થાત ્ ભગવાનની પૂજા કરતાં ભક્ત ભગવાનને સ્નાન કરાવે છે, વસ્ત્ર પહેરાવે છે, ચંદન ચર્ચે છે, હાર પહેરાવે છે, થાળ જમાડે છે. આ બધું કરવામાં ભક્તનું મન ભગવાનમાં લાગેલું રહે છે. તેમાંય ભગવાનને અંગે ચંદન ચર્ચવાનું હોય ત્યારે ચંદન એ
પોતાની જાતે ઘસે છે. ભગવાન માટે ફૂલનો હાર બનાવવો હોય તો
તે પોતે જ ફૂલને ગૂંથે છે. આ બધી જ પ્રક્રિયામાં ભક્તનું મન ભગવાનમાં
લાગેલું રહે છે. આ જ ભક્તિ છે. બાકી આ જગતમાં વધારે પડતું એવું જ જોવા મળે છે કે ‘ત઼્ધ્ળ્ શ્વ ૠધ્ધ્ક્રટધ્ઌશ્વધ્ૐશ્વ ખ્ધ્દ્યળ્ગ દ્યહ્મ, ત઼્ધ્ળ્ ઙ્ગેંધ્શ્વ ૠધ્ધ્ક્રટધ્ઌશ્વધ્ૐશ્વ ઙ્ગેંધ્શ્વશ્નષ્ટ ઌબ્દ્ય ત્ન’ ભગવાન પાસે માગવાવાળા ઘણા છે, પણ ભગવાનને માગનારા કોઈક વિરલા જ હોય છે.
સામાન્ય રીતે વ્યવહારમાં પણ કાઈએ ઉપકાર કર્યો હોય તેને
તે માણસ ભૂલતો નથી. તેમ ભગવાનના આપણા ઉપર અનંત ઉપકાર છે. ભગવાને દયા કરીને આપણને સ્વસ્થ શરીર આપ્યું છે. ભોજન
જમીએ છીએ તે પચી જાય છે. રાત્રે સૂઈએ છીએ ને સવારે તે આપણને હેમખેમ જગાડે છે. આપણને પાણી, પવન, પાવક વિના મૂલ્યે આપે છે, આપણું સતત રક્ષણ કરે છે, એમની પાસે જે કાંઈ માગીએ છીએ
તે આપણને આપે છે. જો એમનો ઉપકાર ભૂલી જઈએ તો આપણે
નગુણા કહેવાઈએ.
ભગવાને કરેલા ઉપકારની મસ્તી સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીને
ચડી હતી. એટલે જ ગાયું છે,
આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે; કોટી કષ્ટ કર્યે હરિ નવ મળે, તે તો મુને મળ્યા સાક્ષાત રે...આજ.
ભગવાનના મિલનનો આનંદ કાયમ જળવાઈ રહે તે માટે ભગવાને આપણને પૂજા કરવાના નિયમ આપ્યા. વળી આપણે જ્યાં પણ
હોઈએ ત્યાં નિયમિત રીતે ભગવાનની પૂજા કરી શકીએ તેના માટે
શ્રી સ્વામિનારાયણ ભગવાને બહુજ ઉચ્ચ કોટીનો ઉપાય બતાવ્યો છે.
ગઢડા પ્રથમ પ્રકરણના ૪૮મા વચનામૃતમાં પૂજાના પાઠ શિખવતાં કહે છે કે, હરિભક્ત માત્રને પ્રાતઃકાળમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી, ને પછી બીજો ધંધો કરવો ને જ્યાં સુધી પંચવર્તમાનમાં રહીને એ મૂર્તિની પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિને વિશે ભગવાન બિરાજમાન
રહેશે. પરંતુ એમ ન માનશો કે આ તો ચિત્રામણ છે.
મૂર્તિપૂજાની વાત કેટલાક નાસ્તિકોને હાસ્યાપદ લાગે છે. એક વખત
એક નાસ્તિક શેઠ સ્વામી વિવેકાનંદજી પાસે આવ્યો. પહેલાં તો તેણે ભાવ દેખાડીને કહ્યું : સ્વામીજી, તમે તો તમારું જીવન સમાજના સુખને
માટે ને ભગવાનની ભક્તિ માટે સમર્પિત કરી દીધું છે. તમે નિરંતર ભગવાનના પૂજન અર્ચનમાં લાગ્યા રહો છો. મારે પણ એવું ભક્તિ
પરાયણ જીવન કરવું છે. તેના માટે મને તમે રસ્તો બતાવો. મને પણ ભગવાનનો ભેટો થાય તેવો ઉપાય બતાવો. સ્વામીજી કહે : ભગવાન
મંદિરમાં બિરાજે છે. ક્યાંય શોધવા જવું પડે તેમ નથી. આ તકનો લાભ
લઈને પેલા શેઠે કહ્યું : સ્વામીજી, પથ્થરની મૂર્તિમાં ભગવાન વસે છે એમ મારું મન માનવા તૈયાર નથી.
વિવેકાનંદજીને થયું કે આ શેઠ સીધી રીતે સમજે એવા નથી. તેથી શેઠના મુનિમજીને કહ્યું : શેઠજીનો ફોટો પેલી પેટીમાં પડ્યો છે તે લઈ
આવો. મુનિમજી તરત જ લઈ આવ્યા. સ્વામીજીએ મુનિમજીને કહ્યું : આ ફોટો કોનો છે ? મુનિમજી કહે : અમારા શેઠનો ફોટો છે. સ્વામીજી
કહે : આ ફોટામાં કોણ છે ? મુનિમજી કહે, આ અમારા શેઠ આ ફોટામાં છે. સ્વામીજી કહે : તમારા સાચા શેઠ કયા ? આ ખુરશીમાં બેઠા છે
તે, કે આ ફોટામાં છે તે ? મુનિમજી કહે : ખુરશીમાં બેઠા છે તે.
સ્વામીજી કહે : તમારા સાચા શેઠ તો આ ખુરશીમાં બેઠા છે. તો એક કામ કરો. આ ફોટા પર પાનની પીચકારી મારો.
મુનિમજી કહે : ના સ્વામીજી, મારાથી એમ કદાપિ ન થાય.
આ તો અમારા શેઠનો ફોટો છે. તેથી જેટલું શેઠ માટે મને સન્માન
છે તેટલું જ તેમના ફોટા માટે છે.
સ્વામીજી કહે : પણ એ તો માત્ર કાગળ જ છે ને ? સાચા શેઠ
તો ખુરશી પર બેઠા છે, માટે શો વાંધો ?
મુનિમજી કહે : એ ભલેને કાગળ છે, પણ એ તો મારા શેઠની
પ્રતિકૃતિ છે ને. આ સંવાદથી શેઠ સમજી ગયા. તરત જ સ્વામીજીને
નમી પડ્યા ને કહ્યું : હવે મને મારી ભૂલ સમજાઇ કે મૂર્તિ છે તે સાક્ષાત
ભગવાન છે એવી જે ભાવના છે, તે ભાવના દઢ કરવાથી ભગવાનનું સાન્નિધ્ય માણી શકાય છે.
આ વાતનાં પ્રમાણ આપતાં કેટલાંય દષ્ટાંતો છે. બાળભક્ત
નામદેવના પિતાએ કેટલાંય વર્ષો સુધી મૂર્તિની પૂજા કરી ને પછી તેમને બહારગામ જવાનું થયું ત્યારે તે સાત વર્ષના બાળક નામદેવને પૂજા કરવાનું સોંપ્યું. બાળભક્તના નિખાલસ ભાવને વશ થઈ ભગવાન
મૂર્તિમાંથી પ્રગટ થઈ તેમણે અર્પણ કરેલું દૂધ પી ગયા.
સત્સંગમાં પણ વાત પ્રચલિત છે કે બોટાદના ભગાદોશીનો ભાવ જોઈ ભગવાન પ્રત્યક્ષપણે સેવા અંગીકાર કરતા. સંતો ભક્તોને તે દર્શન
થતાં. પરંતુ એક વખત તેમના નોકરને માત્ર સાન કરી રૂ વેચવાનું કહ્યું
તેટલામાં ભગવાન ચાલ્યા ગયા. પૂજા કરે પણ જો મન બીજે ભમે તો
તે ભગવાનને માન્ય નથી. શ્રી હરિલીલામૃતમાં કહે છે,
પૂજા કરે ને મન હોય બીજે, પૂજા કરી તેહ નહિ કહીજે; કરે જનો જે જપ હોમ દાન, સ્મૃતિ વિના તો ન કર્યા સમાન.
પૂજા કરતાં જો બીજે વૃત્તિ રહે તો પટેલ ઢેઢવાડે ગયા જેવું થાય.
પટેલ પૂજા કરતા હતા ત્યારે તે સંકલ્પ કરતા હતા કે ચમારને કોશ સાંધવા આપ્યો છે તે તૈયાર થયો હશે કે કેમ ?
આમ પૂજા સમયે બીજું મનન થાય તો તે યથાર્થ પૂજા કરી ન કહેવાય.
ખરા ભાવથી પૂજા થાય તો ભગવાન પ્રત્યક્ષપણે તે અંગીકાર કરે.
ગઢપુરમાં એભલખાચરનાં પુત્રી જીવુબા ભગવાનને વિશે અનન્ય
પ્રેમભાવવાળાં હતાં. તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાને પૂજવા માટે બાલમુકુંદ - લાલજી આપ્યા હતા. જીવુબા પરમ ઉલ્લાસથી એ લાલજીને
નવડાવતાં, વસ્ત્રાલંકાર ધરાવતાં, કેસર એલચી, સાકર નાખીને કઢેલું દૂધ લાલજીને ધરાવતાં, આરતી ઉતારતાં. સવાર, બપોર, સાંજ આ સેવા ચાલુ જ રહેતી. તેમનો આખો દિવસ આમ ભક્તિમય વાતાવરણમાં
પસાર થતો.
એકવાર એક ગઢવીએ એભલબાપુને ભરાવ્યું કે ઠાકોર દેરું માંડ્યું હોય તેમ જીવુબા ઠઠારો કરે છે તે તમારા માટે શોભાસ્પદ નથી. તમે
તો દરબાર કહેવાઓ. ભગવાનનું ભજન, સેવા, પૂજા એ ઘરડા થવાય
ત્યારે કરવાનાં હોય. આપણે તો ક્ષત્રિય એટલે રામના ઉપાસક, સૂર્યના ઉપાસક કહેવાઇએ ને આમણે તો કૃષ્ણની ઉપાસના શરૂ કરી.
આ સાંભળી એભલબાપુને લાગી આવ્યું. તેમણે વિચાર્યું : હું વહેલામાં વહેલી તકે આ બધો ઠઠારો કઢાવી નાખું. બીજે દિવસે જ સવારે જીવુબા જે ઓરડામાં બેસી લાલજીનું પૂજન કરી રહ્યાં હતાં ત્યાં એભલબાપુ ગયા. આંખો લાલચોળ થઈ ગઈ હતી. ક્રોધના કારણે શરીર કંપી રહ્યું હતું. હાથમાં તલવાર હતી. બાપુ કહે : અરે જીવુ, આ શાનો ઠઠારો માંડ્યો છે ? લાલજીની પૂજા મૂકી દે. તું રોજ નવા નવા થાળ
કરીને લાલજીને ધરે છે, પણ તે ક્યાં જમે છે ? તું દૂધ બનાવે છે તે ક્યાં પીએ છે ?
જીવુબા કહે : મને તો દર્શન થાય છે કે ભગવાન પીએ છે ને જમે
પણ છે. જો સાચો ભાવ હોય તો ભગવાન બધીજ સેવા અંગીકાર કરે છે. એભલબાપુ કહે : આ હળાહળ કળિકાળમાં એવું દૈવત અસંભવ છે. માટે જીવુ, તું સમજ ને આ બધી ઘેલછા છોડી દે. આ કામ તો જ્યારે ઘરડા થઈએ ત્યારે કરવાનું હોય.
એ સાંભળી જીવુબા કહે : બાપુજી, ઘરડાં થઈશું કે નહિ થઈએ એ
તો ભગવાનના હાથની વાત છે. શરીરનો નિરધાર નથી. એ તો પાણીના
પરપોટા જેવું છે.
કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;
પાપ કર્યાં તે માથે લઈને, જીવ એકલો જાશેજી...
લખ ચોરાશી ચાર ખાણમાં, જન્મ ઘણેરા લીધાજી;
માતપિતા ને ભાઈ દીકરા, સગા સંબંધી કીધાજી...
માટે જીવીએ છીએ ત્યાં સુધી થાય એટલી ભકિત કરી લેવી એ જીવનનો ખરેખરો લાભ છે. માટે તમે કદાચ ના પાડશો તો પણ હું
તે કર્યા વિના રહીશ નહિ.
હવે એભલબાપુથી રહેવાયું નહિ. તલવાર ખેંચીને કહ્યું : હવે
તો હું પણ જોઈ લઉં છું. જો તારા લાલજી દૂધ પીએ તો જ હું માનીશ,
નહિતર આ તલવાર તારી સગી નહિ થાય.
પછી જીવુબાએ દૂધનો કટોરો ભરી લાલજીને ધરાવ્યો. સાથે સાથે
પ્રાર્થના પણ કરી કે, હે પ્રભુ, આપના ભક્તની લાજ રાખવી તે આપના હાથની જ વાત છે. જો આ સમય ચૂકશો તો મને વાંધો નહિ આવે.
હું તો આપના ચરણે છું. મારું માથું પણ આપના ચરણે છે, પણ લોકોને
તમારામાંથી શ્રદ્ધા ઊઠી જશે. માટે હવે આપને જેમ યોગ્ય લાગે તેમ
કરો. જો મારી કપટ રહિત ભક્તિ હોય, આપને મારી ભક્તિ ગમી હોય તો દૂધપાન કરજો. પિતાજી ભલેને મારું માથું કાપવા તૈયાર થયા છે, પણ આપને વિશે જે મારી નિષ્ઠા છે, મારી ભક્તિ છે તેમાંથી હું
લેશમાત્ર ચલાયમાન નહિ થાઉં. દેહ તો મોડો વહેલો પડવાનો જ છે.
આટલું જ્યાં જીવુબા બોલ્યાં ત્યાં તો તરત જ લાલજીએ લાંબો હાથ કરી દૂધનો કટોરો હાથમાં લીધો ને પીવા માંડ્યા. આ બધું જ એભલબાપુ ફાટી આંખે જોતા જ રહ્યા. થોડીજ વારમાં દૂધનો કટોરો ખાલી થઈ ગયો
ને એભલબાપુ પર ઘા કર્યો. હવે બાપુને કાંઈ કહેવા જેવું રહ્યું જ નહિ.
તરત જ ઉગામેલી તલવાર નીચે મૂકી દીધી ને લાલજીને પ્રેમથી વંદન
કરી પ્રાર્થના કરી કે, મારાથી અક્ષમ્ય અપરાધ થઈ ગયો તે માફ કરો.
પછી જીવુબાને પણ કહ્યું : દીકરી, તને ધન્ય છે, તારી ભક્તિને ધન્ય છે. હું તને સામાન્ય દીકરી સમજતો હતો પણ હવે મને નક્કી થાય છે કે તું તો સાક્ષાત્ દેવી છે, લક્ષ્મીજી છે. હવેથી તને લાલજીનું
પૂજન, અર્ચન કરવામાં ક્યારેય અવરોધ નહિ કરું. તારી ભક્તિમાં મને
પણ લાભ મળશે.
આ છે મૂર્તિપૂજાનો પ્રતાપ. જો સાચી ભાવના હોય તો ભગવાન
બધી જ સેવા અંગીકાર કરે. વળી ભગવાનની એ પણ દયા છે કે ભગવાન સેવા અંગીકાર કરે છે, થાળ અંગીકાર કરે છે, પરંતુ તે થાળમાંથી વસ્તુ ઓછી થવા દેતા નથી. જો થાળ ધર્યા હોય તે બધી જ વાનગી ભગવાન જમી જાય તો બીજા જ દિવસથી ભગવાનના થાળમાં પણ કંટ્રોલ આવી જાય. ભગવાન દયાળુ છે તેથી ભક્તની સેવા અંગીકાર કરે છે તે પ્રસાદરૂપે ભક્તને પાછું આપે છે.
અરે ! આપણા મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજે શ્રી હરિચરણદાસજી સ્વામી વગેરે સંતોના હાથે દૂધ પીધું છે ને તેની નિશાની રૂપે હોઠ પર દૂધનો દોરો - પાતળી રેખાનાં દર્શન કરાવ્યાં છે.
એટલે જ આપણે ગાઈએ છીએ કે,
લાવ્યો હું પ્યાલો દૂધથી ભરેલો, પ્રેમે એ તો પી ગયા છે...
જાણી મુજને ઘેલો...
પ્રેમી જનોના કોડ પૂરે છે મહારાજાધિરાજા...શ્રીજીબાપા...
આમ, ગુરુરાજ સ્વામીબાપાએ સ્વામિનારાયણ ગાદીએ આપણને
પ્રત્યક્ષ પ્રમાણ સાથે મૂર્તિપૂજાના ભક્તિ માર્ગે આપણને ચલાવ્યા છે તો
તેમાં જીવુબાની જેમ પ્રત્યક્ષભાવ વધારે દઢ કરીને વધારે ને વધારે ભક્તિપરાયણ બનીએ.
આચમન-૩ : ભક્તિમાં બાધારૂપ માયિક આશા
સ્વામીબાપાના સાન્નિધ્યે સત્સંગની મોજ માણવી એ એક અનેરો લ્હાવો હતો. જીવનનું સાચું કર્તવ્ય શું છે તે સ્વામીબાપા ભક્તિનિધિની કથા પ્રસંગે અજબ રીતે સમજાવી રહ્યા હતા. સાચે જ જાણે ભક્તિનો નિધિ એટલે સાગર ઊછળી રહ્યો હતો ને શ્રોતાજનો મસ્ત બની એ સાગરમાં સ્નાન કરી રહ્યા હતા. આ સાગરમાં સ્નાન કરનાર ભક્ત
માયાના પ્રવાહમાં ન તણાઈ જાય તે માટે ભક્તિનિધિનું ત્રીજું કડવું વંચાવ્યું. તેમાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, જોને કોઈક કરે છે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી; સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી... ૧
સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઈ; શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાયે, શુદ્ધ આદરે કરે સોઈ... ૨
એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ;
તે શિશુ સમજણ સેવકની, ત્યાગી તુપને માગી છાશ... ૩
જેમ રીઝવે કોઈ રાજનને, પ્રસન્ન કરીને માગે પિયાજ;
તે આપતાં અવનીશને, લાગે લોકમાં ઘણી લાજ... ૪
સ્વામી અહીં કહે છે કે લોકો જપ, તપ, તીર્થ, વ્રત, દાન, પુણ્ય
વગેરે ભગવાનને રાજી કરવા કરે છે. તેમાં પોતાની સામર્થી પ્રમાણે
તન, મન, ધનથી પ્રયત્ન કરે છે. વળી ભાવના પણ શુદ્ધ હોય છે, આદર
પણ શુદ્ધ હોય છે. પછી ભગવાન પ્રસન્ન થઈ જ્યારે માગવાનું કહે
ત્યારે એ માયિક વસ્તુ માગવા તૈયાર થાય છે. તે કેવું છે ? તો કોઈ
છોકરો હોય તેને કોઈ ઘી આપતું હોય તેને મૂકીને તે છાશ લેવા તૈયાર થાય. અથવા તો કોઈ રાજા પાસે જાય, ને તેની પાસે મજરો કરે. પછી રાજા તેના પર રાજી થઈને માગવાનું કહે, તો પેલો મૂરખો એમ કહે કે, હે રાજન ! તમે મારા પર રાજી થયા હો તો મને પ્યાજ - ડુંગળી આપો. રાજાની પાસે તો સોનામહોરો હોય, ઝવેરાતો હોય. ત્યારે રાજાને
પણ સંકોચ થાય કે હું રાજા થઈને આમને ડુંગળી આપું એ તો મારા
માટે શરમજનક વાત કહેવાય. આમ ભગવાનને રાજી કરીને માયિક સુખની ઇચ્છા કરીએ તો વોરાના છોકરા જેવા કહેવાઈએ.
જીવનપ્રાણ બાપાશ્રી વાતોમાં કહે છે કે, વોરાના છોકરાને કાષ્ટનું
પારણિયું રમકડું જોઈતું હતું. વોરો તો ખૂબ પૈસાદાર હતો તેથી વિચાર્યું
જે મારા દીકરાને લાકડાનું પારણિયું નહિ પણ સોનાનું પારણિયું આપવું છે. તેથી સોનાનું પારણિયું લાવી આપ્યું પણ તે બાળકે લીધું નહિ, પછી રૂપાનું લાવી આપ્યું તો પણ લીધું નહિ. છેવટે લાકડાનું લાવી આપ્યું ત્યારે તેના વડે તે રમવા લાગ્યો.
આ દૃષ્ટાંત સાંભળીને આપણને હસવું આવે એ સ્વાભાવિક છે, પણ આપણે એ વિચારવાનું છે કે આપણે એના જેવા તો નથીને. એટલે જ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આગળ સમજાવે છે કે, ભગવાનની સેવા કરીને માયિક સુખ ન માગવું કે જેના વડે કરીને પાછું પડવું પડે ને દુઃખ
તો તેમનું તેમજ રહે.
સ્વામીબાપા કહે છે કે સેવા અને પરોપકાર એ જીવનનું અમૂલ્ય
ભાતું છે. સેવા સાચી તે કહેવાય કે જેમાં બદલાની ઇચ્છા કે અપેક્ષા
ન હોય. આપણા પ્રાચિન ઋષિમુનિઓ આવી નિષ્કામભાવની સેવા કરતા. પરંતુ આજનો જમાનો બહુ જ વિચિત્ર છે. દરેક માનવ કંઈ
ને કંઈ બદલાની આશાથી સેવા કરે છે. પરંતુ જો સ્નેહ ને સદ્ભાવ હોય તો બદલાની આશા ન રહે.
ભગવાને આપણને બે હાથ આપ્યા છે. એક હાથ કમાણી કરવા અને બીજો હાથ દુઃખીની સેવા કરવા. સેવાના ત્રણ પ્રકાર છે. તનથી,
મનથી અને ધનથી. આ ત્રણે સાધન પવિત્ર રાખવાં જોઈએ. તન
અપવિત્ર હોય તો રોગ અપાવે છે, ધન અપવિત્ર હોય તો વ્યસન જન્માવે છે, ને મન અપવિત્ર હોય તો પાપના ચક્કરમાં ફસાવી દે છે. માટે આ ત્રણે સાધન - તન, મન, ધન પવિત્ર જોઈએ. એ ત્રણ કેવી રીતે
પવિત્ર થાય તે માટે કહે છે કે,
તન પવિત્ર સેવા કિયે, ધન પવિત્ર કિયે દાન;
મન પવિત્ર હરિનામ લે, તો હોત ત્રિવિધ કલ્યાણ...
સેવા વડે શરીર પવિત્ર થાય છે, દાન વડે ધન પવિત્ર થાય છે ને ભગવાનના નામસ્મરણ વડે મન પવિત્ર થાય છે.
તેમાંય ભગવાન કે સંતની સેવા કરવાથી બહુ જ મોટું પુણ્ય થાય
છે. જેમ કોઈક ખેડૂત પોતાના ખેતરમાં ધાન વાવે છે, ત્યારે તો દાણો દાણો કરીને વાવે છે, પણ જ્યારે તેનો પાક થાય છે ત્યારે એક દાણામાંથી
મોટાં મોટાં કણસલાં થાય છે. એમ ભગવાન કે સંતને માટે કરેલી સેવા અનંતગણું ફળ આપે છે. એટલે જ વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમાં કહે છે કે,
જે અન્ન તો ક્ષેત્ર વિશે વવાય, તે પાકતાં અન્ન ઘણું પમાય; જો સંત અર્થે વપરાય તેહ, અતિ ઘણું અક્ષય થાય તેહ...
મેં સાંભળ્યું છે વળી કોઈ સ્થાને, પાટો પ્રભુને કર બાંધવાને;
પાંચાલીએ ચીર નવીન ફાડ્યું, તેનું પ્રભુએ ફળ તો પમાડ્યું...
જ્યારે શ્રીકૃષ્ણચંદ્રને આંગળી ઉપર વાગ્યું ત્યારે દ્રૌપદીએ પોતાની
નવી સાડી ફાડીને શ્રીકૃષ્ણને હાથે પાટો બાંધ્યો, તો તેના ફળરૂપે જ્યારે દ્રૌપદીની લાજ લેવા દુઃશાસને દુસાહસ કર્યું ત્યારે ભગવાને તેમની લાજ રાખી. દુઃશાસન વસ્ત્રો ખેંચી ખેંચીને થાક્યો પણ એ વસ્ત્ર ખૂટ્યું નહિ.
આમ જે સેવા કરે તેને ભગવાનના રાજીપાના મીઠા મેવા મળે છે.
જીવનપ્રાણ બાપાશ્રી ૯૧મી વાતમાં કહે છે કે આજ સનાતન
મહારાજ અને સનાતન મુક્ત મળ્યા છે, તેમની બરોબર બીજું કોઈ છે જ નહિ. એમની સેવા પણ સનાતન છે. તે કેવી રીતે ? તો બાપા શાકનું એક ફોડવું હાથમાં લઈને બોલ્યા જે આ એક શાકનો પીત્તો છે તે આ
મુક્તને અર્પણ કરે તો અર્પણ કરનારને અનંત કોટી બ્રહ્માંડના જીવોનો આત્યંતિક મોક્ષ કરવાની સામર્થી મળે.
એટલું ફળ તો આ પૈસાભારનું એક ફોડવું છે તેટલી સેવાનું થાય
છે, તો મોટા મુક્તની સેવા ને પ્રસાદીનો મહિમા ને મહારાજના સુખની વાતો સાંભળવી તેના સુખનો તો પાર જ ક્યાંથી પમાય ? એવી દિવ્ય
સેવા તમને મળી છે.
આપણને પણ આ સ્વામિનારાયણ ગાદીની અને સ્વામીબાપાની દિવ્ય સેવા મળી છે. એમની સેવાથી આત્યંતિક કલ્યાણ મળે છે, મૂર્તિમાં રહેવાના મીઠડા મેવા મળે છે. એટલે જ આપણા ગુરુદેવે ગાયું છે કે, અનાદિ મુક્તની સેવા, મારે તો મીઠડા મેવા;
મારે તો મીઠડા મેવા, શ્રીજીની મૂર્તિમાં રહેવા... અનાદિ.
કર્યા મોટા સંતને રાજી, તેણે સર્વે દેવ પૂજ્યાજી; કશી તેને ન રહી ખામી, મળ્યા એને સહજાનંદ સ્વામી...અનાદિ
સાચી સેવા કઈ ? તો સ્વામીબાપા કહે છે કે કોઈપણ જાતના બદલાની આશા વિના સદ્ભાવપૂર્વક નિઃસ્વાર્થભાવે કેવળ પ્રસન્નતાર્થે થાય એ સાચી સેવા છે. આવી સેવા તે મુક્તિને આપનારી થાય છે.
આવી રીતે જે સેવા કરે છે તે ભક્તને સ્વામિનારાયણ ભગવાન
પ્ર.પ્ર.ના ૩૧મા વચનામૃતમાં શ્રેષ્ઠ કહે છે.
ભગવાન કહે છે કે ભગવાનના ભક્ત બે પ્રકારના છે. તેમાં એક
તો નિવૃત્તિ પકડીને બેસી રહે છે અને કોઈને વચને કરીને દુઃખવતો
નથી. ને એક ભક્ત તો ભગવાન તથા ભક્તની અન્ન, વસ્ત્ર, પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે છે, પણ વચને કરીને કોઈને દુઃખવાય ખરું, તેમાં કિયો ભક્ત શ્રેષ્ઠ છે ?
ત્યાં ભગવાન કહે છે કે વચને કરીને કોઈને દુઃખવે છે પણ ભગવાન
તથા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે.
અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુઃખવતો નથી ને તેથી ભગવાન તથા સંતની કાંઈ સેવા થતી નથી, તેને તો અસમર્થ સરખો જાણવો. અને જે ટેલ ચાકરી કરે છે તેને તો ભક્તિવાળો કહીએ તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે.
માટે સ્વામીબાપા કહે છે કે આ દેહે કરીને જેટલી સેવા થાય તેટલી સેવા કરીને ભગવાનને રાજી કરવાનું તાન રાખવું. આવું જેને તાન હોય
તેનો જીવ અતિશે બળવાન થાય છે અને તેની સર્વ વાસના નાશ પામી જાય છે. અને તેના જીવનું અતિ રૂડું થાય છે. માટે સ્વામિનારાયણ ભગવાન મ.પ્ર.ના ૬૩મા વચનામૃતમાં કહે છે જે, જીવને બળ પામવાને અર્થે ભગવાન તથા ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.
વળી એ જ વચનામૃતમાં આગળ કહે છે કે જેવું ઉકાખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા સંતની સેવા કર્યાનું વ્યસન હોય તો તેના અંતઃકરણની વાસના તે સર્વે નાશ પામી જાય
છે. ને ત્યારે ખરું સુખ થાય છે. સાચું સુખ સત્સંગમાં સેવા કરવાથી થાય છે.
એટલે જ આપણે ગાઈએ છીએ કે,
શ્રીજીબાપા તણા સત્સંગમાં...
સ્વામીબાપા તણા સત્સંગમાં...
સુખ થાય છે સત્સંગમાં (૨)
પણ જીવ ભૂલે છે જીવનમાં,
નવ રાચે ધૂન ભજનમાં ...... સુખ૦ ટેક
ચંદનની જેમ કાયા તારી,
ઘસજે હેતે અપાર...સતસંગ વિશે નિરધાર,
સુગંધ એની ઓર પ્રસરશે,
શ્રીજી પ્રભુના ચમનમાં .........સુખ૦ ૩
હરિને સેવતાં તન મન ધનથી,
પામીશ સુખ ભંડાર...તારા ટળશે સર્વ વિકાર, સેવક થઈને હરદમ રહેજે,
શ્રીહરિ કેરા ચરણમાં...........સુખ૦ ૪
આવી રીતે સેવા કરી ભગવાનનો રાજીપો પામ્યા હતા ગામ
ખોપાળાના જેઠાભાઈ માણિયા. એ શૂરવીર હતા, એમને સંતોને વિશે અનેરી આત્મબુદ્ધિ હતી. એમનો સેવાભાવ પણ અનેરો હતો.
જેઠા ભગત પોતાનાં વ્યવહારનાં કામમાંથી નવરા પડે કે તરત જ
પહોંચી જતા ગઢપુર. ત્યાં સેવાનો પણ લાભ લે, સત્સંગનો પણ લાભ
લે. ગમે તેવું કઠણ કામ હોય તો પણ ક્યારેય ઢીલા ન પડે.
એક વખત એવું બન્યું કે જેઠા ભગત ગઢપુર આવ્યા ત્યારે દરબારમાં
લીંપણ કરવાનું ગારિયું પલાળ્યું હતું. હમણાં સિમેંટનું પ્લાસ્ટર ચાલે છે
તેથી લીંપણ કરવામાં કેટલી મહેનત કરવી પડતી હતી એ ખબર ન
પડે. લીંપણ કરવા માટે ગાળિયું બનાવ્યું હોય તેને સારી પેઠે ખૂંદવું પડે.
આમ ખૂંદવાની તૈયારી ચાલતી હતી તે વખતે વહેલી સવારે જેઠા ભગત
સંતોના ઉતારે પહોંચ્યા. સંતોને દંડવત કરવા લાગ્યા. ભગવાન તો
પોઢ્યા હતા. તેથી ભગત કહે : ભગવાન જાગે ત્યાં સુધી કાંઈક સેવા બતાવો, કેમ જે હમણાં હું નવરો જ છું. ત્યારે સંતો કહે : આ ગાળિયું ખૂંદવાનું છે.
ભગતે તરત જ કછોટો વાળ્યો ને ગાળિયું ખૂંદવા મંડી પડ્યા. સંતોને
તેમણે કહી રાખ્યું હતુ કે ભગવાન જાગે ત્યારે કહેજો. સંતો તો તે કહેવાનું
ભૂલી ગયા. જેઠા ભગત ભગવાનનું નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપતા જાય ને ગાળિયું ખૂંદતા જાય. તેમને મનમાં એવું હતું કે ભગવાનને વહાલા સંતોની આવી સેવા ક્યાંથી મળે ! તેથી હોંશે હોંશે સેવા કરી રહ્યા હતા. એમ કરતાં એક, બે નહિ ત્રણ કલાક વીતી ગયા.
ભગતને તો હજી બીજો કોઈ વિચાર જ નથી થયો.
પણ જે ધણીને યાદ કરીને ભગત સેવા કરી રહ્યા હતા એ ધણીને
ચિંતા થઈ. ભગવાનથી રહેવાયું નહિ, તેથી સામે ચાલીને ભગતની
પાસે આવ્યા, ને કહ્યું : જેઠા ભગત, જય સ્વામિનારાયણ. ભગવાનના આ પ્રેમભર્યા શબ્દો ને એ મધુર મૂર્તિની મધુર મુસ્કાન જોઈ ભગત તો રાજી રાજી થઈ ગયા.
ભગવાન તો જાણતા જ હતા, છતાં અજાણ્યા થઈ પૂછ્યું : ભગત, ક્યારના આ સેવા કરો છો ? ત્યારે ભગત કહે : મહારાજ, દિવસ ઊગ્યો
તેના પહેલાં શરૂ કર્યું હતું. ભગવાન કહે : હવે રાખો, ને ચાલો અમારી સાથે. ભગત ઉમંગમાં ને ઉમંગમાં ભગવાનની સાથે ચાલ્યા. ભગવાને
મૂળજી બ્રહ્મચારીને કહ્યું : અમારા થાળમાંથી મોટા છ લાડુ લઈ આવો.
બ્રહ્મચારી તરત જ જઈને છ લાડુ લાવ્યા. ભગવાને એ લાડુ પોતાના હાથમાં લઈને જેઠા ભગતને કહ્યું : ભગત, લો આ પ્રસાદી. ત્યારે જેઠા ભગત કહે : મહારાજ, મારે તો હજી નાહવાનું પણ બાકી છે, પૂજા કરવાની બાકી છે. ત્યારે ભગવાન કહે : અમે જ્યારે નાના હતા ત્યારે કોઈવાર એમ ને એમ જમી લેતા. માટે જમી લો.
જેઠા ભગતે વિચાર્યું કે ભગવાનની જમાડવાની મરજી છે, તેથી એમની મરજીમાં વર્તવામાં લાભ છે, તેથી પ્રસાદીના એ છએ લાડુ ઊભા ઊભા જ જમી ગયા.
વળી ભગવાને આગળ કહ્યું : ભગત, હવે તમે હાથ પગ ધોઈને અમારી પાસે આવજો. અમારે તમને મળવું છે. તમે આ સેવા કરી તેથી
અમે તમારા ઉપર બહુ જ રાજી થયા છીએ. આમ જેઠા ભગતની સેવા ભાવના જોઈ ભગવાન તેમના ઉપર રાજી થયા ને ભેટ્યા.
જેઠા ભગત માટે એમ કહેવાતું કે જે કામ કોઈથી ન થાય તે કામ
જેઠા ભગત કરી આપે. એક વખત એવું બન્યું કે દાદાખાચરના દરબારમાં બે મોટી કોઠીઓ ફેરવવાની જરૂર પડી. પણ પ્રશ્ન એ હતો કે તેને ફેરવે કોણ ? આવી જ મુંઝવણ ચાલતી હતી તેવામાં જ જેઠા ભગત ગઢપુર આવ્યા. તેથી ભગવાને જેઠા ભગતને કહ્યું : ભગત, તમારા જેવું કામ
પડ્યું છે. ભગત કહે : મહારાજ, આપ કહો. હું તો તૈયાર જ છું.
આ વખતે આપણને વિચાર થાય કે ભગવાન તો સમર્થ છે. એ
તો સંકલ્પ માત્રે કરીને બ્રહ્માંડની ઉથલ પાથલ કરી શકે તેમ છે. છતાં અહીં બીજા પાસેથી માગણી કેમ કરે છે ? તો અહીં એ સમજવાનું છે કે ભગવાન તો ધારે તેમ કરી શકે, પણ ભક્તને સેવાનો લાભ મળે એટલા માટે ભગવાન આવી લીલા કરે છે.
ભગવાન કહેઃ આ મોટી કોઠી છે તેને ફેરવીને બીજે ઠેકાણે ગોઠવવી છે. કોઠી બહુ મોટી હતી. પરંતુ જેઠા ભગતે એ વિચાર ન કર્યો કે આટલી બધી મોટી કોઠી હું એકલો કેવી રીતે ફેરવી શકીશ. એમને મનમાં તો એમ જ હતું કે મારો વ્હાલિડો મને કહે છે તેથી તે કામ મારાથી થશે જ. એટલે તો મને આ કામ સોંપે છે.
ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી જેઠા ભગતે કોઠીઓ વારાફરતી ઉપાડીને જ્યાં ગોઠવવાની હતી ત્યાં થોડી જ વારમાં ગોઠવી દીધી.
ભગવાન કહે : જેઠા ભગત, તમે એકલા આમ બળ કરો છો તો કેડ
તૂટી જાશે પછી શું કરશો ?
ત્યારે ભગત કહે : મહારાજ, કોઈ વસ્તુ તોડવી કે જોડવી કે તૂટેલીને જોડવી એ બધું તમારું જ કામ છે ને. અમે પૂર્વે કેટલાય દેહ ધર્યા છે
તેમાં કેટલીયવાર તૂટ્યા હશે, ને અહીં તો આપની સેવામાં કદાચ દેહ
તૂટે એ તો મારાં ભાગ્ય ગણાય. એ તૂટે તો તેને સાંધવાનું કામ તો
તમે જ કરનારા છો ને. મારે એની ચિંતા શા માટે રાખવી પડે ? બધુંય
તમારી ઇચ્છામાં રહ્યું છે. આપ દયા કરી અમને નાના માણસોને
પોતાના જાણી આવો સેવાનો લાભ આપો છો. એ અમારા જીવનનું
મોટું સંભારણું છે.
જેઠા ભગતની આવી સમજણ જોઈ ભગવાન તેમના ઉપર બહુ જ રાજી થયા ને પરસેવે રેબઝેબ થયેલા અને મેલાં લૂગડાં પહેરેલા ભગતને
પ્રેમથી ભેટ્યા. આમ ભગવાન સેવાભાવી ભક્ત ઉપર બહુ જ રાજી
થાય છે.
હજહ
આચમન-૪ : ભક્તિનિષ્ઠ માયા ન માગે
સ્વામીબાપા કહે છે કે માયિક સુખ માગવાથી પાછા પડાય છે.
માયિક સુખની આશા રાખે છે તે ક્યારેય ભક્તિ કરી શકતો નથી. ભક્ત
પ્રહ્લાદજીએ પોતાના મિત્રોને ઉપદેશ આપતાં કહ્યું છે જે,
ઌધ્ૐક્ર બ્દ્બપઅક્ર ઘ્શ્વઅક્ર, પ્રબ્અક્ર ધ્શ્ચળ્થ્ધ્અૠધ્પધ્ઃ ત્નત્ન
ત્ટ્ટદ્ય્ધ્ઌધ્સ્ર્ ૠધ્ળ્ઙ્ગેંળ્ ર્ઘ્જીિંસ્ર્, ઌ ઢ્ઢગક્ર ઌ ખ્ધ્દ્યળ્જ્ઞ્ધ્ગધ્ઃ ત્નત્ન
ઌ ઘ્ધ્ઌક્ર ઌ ગધ્શ્વ ઌશ્વરુસ્ર્ધ્ ઌ ઽધ્ધ્હ્મનક્ર ઌ ત્ગધ્બ્ઌ ન ત્નત્ન
ત્ટ્ટસ્ર્ગશ્વશ્ચૠધ્ૐસ્ર્ધ્ ઼ધ્દૃઅસ્ર્ધ્ દ્યબ્થ્થ્ર્સ્ર્ઘ્િૅં બ્ભ્ક્રખ્ધ્ઌૠધ્ૅ ત્નત્ન
પ્રહ્લાદજી મિત્રોને કહે છે કે, અસુરના દીકરાઓ, મુકુંદને અર્થાત ્
ભગવાનને; તેમાં મુકુંદ શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો ૠધ્ળ્ઙ્ગેંળ્ ક્ર ઘ્ઘ્ધ્બ્ગ શ્નબ્ગ
ૠધ્ળ્ઙ્ગેંળ્ ક્રઘ્ઃ ત્ન અર્થાત્ મુક્તિને આપનારા એવા ભગવાનને પ્રસન્ન કરવા
માટે બ્રાહ્મણ હોવું, દેવ હોવું, ઋષિ હોવું, એટલું પૂરતું નથી. વળી દાન પણ નહીં, તપ નહીં, યજ્ઞ નહીં, પવિત્રતા નહીં, વ્રતો પણ નહીં.
ભગવાન તો કેવળ નિર્મળ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. બાકી બીજું બધું વિડંબના - છેતરામણી છે. આજ સુધીમાં જે કોઈ મુક્તિને પામ્યા છે તે નિષ્કામ ભક્તિ કરીને જ પામ્યા છે.
અહીં પ્રહ્લાદજી કહેવા માગે છે કે, એકાંતિક ભક્તિ એટલે સર્વત્ર ભગવાનનું દર્શન. ભગવાનનો ભક્ત ભગવાનને પ્રેમ કરવા માંડે, એટલે તરત જ ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશ મેળવે. પછી તેને ભગવાન
સિવાયનું જે કાંઈ હોય તેના તરફથી એનું મુખ આપોઆપ બીજી
દિશામાં ફરી જાય. ભગવાન તરફ વળી જાય. એટલે ‘઼ધ્ટધ્બ્ગ થ્બ્ગઃ’
‘ત્ત઼્ધ્ટધ્બ્ગ ત્ત્થ્બ્ગઃ’
અર્થાત ્ ભગવાનમાં પ્રેમ અને ભગવાન સિવાયના બીજા બધામાં પ્રેમનો અભાવ.
આ વાતને શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વૈરાગ્ય તરીકે કહી છે કે, હ્મથ્ધ્ટસ્ર્ક્ર જ્ઞ્ધ્શ્વસ્ર્ૠધ્ૅ ત્ત્ત્ટ્ટબ્ગઃ ઊંધ્ટ્ટઙ્ગેંઢ્ઢ ષ્ઠદ્ય્ધ્શ્વગથ્જીગળ્ળ્ અર્થાત ્ ભગવાન
વિના બીજે ક્યાંય પ્રીતિ નહિ તેનું નામ વૈરાગ્ય. માત્ર કૌપિનભર રહેવાથી કે જાડાં કપડાં પહેરવાથી વૈરાગ્ય નથી ગણાતો. જો એમ જ હોય તો પશુઓ વસ્ત્રો વિના ફરે છે, તેણે કરીને શું તેમને વૈરાગ્ય છે ?
કદાપિ નહિ. જે ભગવાન વિના બીજું કાંઈ ઇચ્છતો નથી તે સાચો વૈરાગી છે, એ જ સાચો ભક્ત છે, ને એની જ ભક્તિ સાચી છે.
સાચા ભક્ત હોય તે ભગવાન પાસે દેહનું સુખ તો માગે જ નહિ.
શ્રીહરિલીલામૃતમાં કહ્યું છે,
(ચોપાઈ)
સાચા ભક્ત હરિના જે હોય, માગે દૈહિક સુખ નહિ કોય; કામાદિક થકી રક્ષણ માગે, માગે પ્રભુપદમાં પ્રીત લાગે...
પંડ મોડો વહેલો પડનાર, તેના દુઃખ સુખથી શું થનાર...
ભક્તે શું કરવું જોઈએ ? એવું જો પૂછવામાં આવે તો સ્વામીબાપા કહે છે તે પ્રમાણે ઙ્ગેંધ્બ્દ્દર્સ્ર્ક્રિં બ્સ્ર્શ્વ ઙ્ગેંળ્સ્ર્ધ્ષ્ટગૅ ઘ્ત્અક્ર ઼ધ્ટધ્ગૅ-ઘ્શ્વ ત્ન સંસારના વિષયો પ્રત્યે કઠોરતા ધારણ કરવી જોઈએ ને ભગવાનના ચરણકમળમાં દ્રવત્વ કોમળપણું, પીગળવાપણું ધારણ કરવું જોઈએ.
આપણું હૃદય અંદરથી ઓગળી જવું જોઈએ. તો પછી પ્રભુના
ચરણકમળની છાપ સદાયને માટે એમાં લાગી જાય. પછી એ ક્યારેય
ભૂંસાય નહિ, પરંતુ જો આપણું હૃદય લોખંડ જેવું કઠોર હશે, કે જડ
પથ્થર જેવું હશે તો ત્યાં પ્રભુના ચરણકમળની છાપ ક્યાંથી પડશે ?
હૃદયને કોમળ કરવા માટે શ્રીમદ્ ભાગવતમાં ઉપાય કહ્યો છે કે,
ઙ્ગેંધ્સ્ર્શ્વઌ ધ્નધ્ ૠધ્ઌશ્વબ્ર્ઘ્ત્સ્ર્હ્મિંધ્ષ્ટ ખ્ધ્ળ્રદ્ભધ્અૠધ્ઌધ્ ધ્ ત્ઙ્ગેંઢ્ઢ ગશ્વઃ જી઼ધ્ધ્ધ્ગૅ ત્નત્ન
ઙ્ગેંથ્ધ્શ્વબ્ૠધ્ સ્ર્ઘ્ૅ સ્ર્ઘ્ૅ ઙ્ગેંૐક્ર થ્જીૠધ્હ્મ ઌધ્થ્ધ્સ્ર્દ્ય્ધ્ધ્સ્ર્શ્વબ્ગ ૠધ્ષ્ટસ્ર્ધ્બ્ૠધ્ ત્નત્ન
પોતાના દેહથી, વાણીથી, મનથી, ઈન્દ્રિયોથી, બુદ્ધિથી, આત્માથી કે પોતાના સ્વભાવથી જે જે કરું છું તે બધું જ ભગવાનને સમર્પણ કરું છું. આનાથી પણ એક કદમ આગળ વધારવા સ્વામીબાપા કહે છે કે
તમે બધું કરીને ભગવાનને અર્પણ કરવા જશો એમાં તો લૂંટાઈ જવાનો
મોટો ભય છે. તેના કરતાં સરળ ઉપાય એ છે કે ભગવાનને જ કર્તા બનાવો. પછી તમને કોઈ પ્રકારનો ભાર નહિ નડે. સાધનનો ભાર રહી જાય તો પણ અહંપણું આવી જાય કે આ મેં કર્યું. એટલા જ માટે સ્વામીબાપાએ આપણને પ્રાર્થના કરતાં શિખવ્યું જે, દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કર્તા થઈ કાર્યો દિપાવો;
મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા...
કાર્યના કર્તા ભગવાન બને તો દિવ્ય જીવનની જ્યોત જાગે. પછી અહંભાવ ઊઠે જ નહિ. આવી ઉચ્ચ ભાવના જેનામાં હોય તેવા ભક્ત
પર ભગવાનને પણ અસાધારણ પ્રેમ હોય છે. એટલે જ ગીતામાં કહ્યું છે કે,
સ્ર્શ્વ સ્ર્બધ્ ૠધ્ધ્ક્ર ત્ઙ્મર્ગિંશ્વ ગધ્ક્રજીગબહ્મ ઼ધ્પધ્ૠસ્ર્દ્યૠધ્ૅ ત્નત્ન
જે કોઈ વ્યક્તિ જે રીતે મારે શરણે આવે છે, તે રીતે હું તેને ભજું છું. પ્રેમ, પ્રેમને લાવે છે. ર્ન્દૃી હ્વીખ્તીાજ ર્ઙ્મદૃી. કેટલાક કહેતા હોય
છે કે અમે ભક્તિ કરીએ છીએ, એ ભક્તિ કરતા નથી, પણ માત્ર ભક્તિનું પ્રદર્શન કરે છે. ભક્તિનું પ્રદર્શન કરવાથી ભગવાનનું દર્શન
થતું નથી. હું ભક્તિવાળો છું એમ કહેનારો ભગવાનની ગણત્રીમાં સૌથી છેલ્લો છે. આવો જે હોય તેની માંગણીનું મોટું લીસ્ટ હોય. તેની યાદી એક કિલોમિટર સુધીની લાંબી હોય.
આવા લોકોને ટકોર કરતાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ત્રીજા કડવામાં કહે છે કે,
તે શોધી સર્વે સમજવું, જોઈ લેવું જીવમાં જરૂર; અંતવંત સુખ ઇચ્છતાં, કે’દી દુઃખ ન થાય દૂર...૬
જેમ કણ મૂકી કુશકને, જાચે તુષને તજી તાંદુલ;
તેમ મૂરતિ મૂકી મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ...૭
ચાર પ્રકારની મુક્તિ, અતિ સુખદ કહે સુજાણ;
પણ મૂર્તિ મનોહર માવની, મૂકી ઇચ્છે એહને એ જ અજાણ...૮
સ્વામી કહે છે કે, કોઈ સારી વસ્તુ મેળવવી હોય તો તેની શોધ
કરવી પડે, પછી સમજીને સારી વસ્તુ લે તે ડાહ્યો કહેવાય. પરંતુ જે
માણસ અવિનાશી સુખને છોડી દઈને અંતવંત - અંતવાળું - નાશવંત
સુખ મેળવવા દાખડો કરે તે ક્યારેય પણ સુખ ન મેળવી શકે. એનો
પ્રયત્ન કેવો છે ? તો કોઈની આગળ દાણા ને ફોતરાં મૂકે. ને પૂછે છે કે આમાંથી તને શું જોઈએ ? ત્યારે મૂરખો હોય તે ફોતરાં માગે,
ચોખાને મૂકીને ડાંગરનાં ફોતરાં માગે. માટે ભગવાનની મૂર્તિ મૂકી
માયિક ન માગવું.
કેટલાક એમ કહે છે, ચાર પ્રકારની મુક્તિ માગીએ એમાં શું વાંધો ?
તો તેનો ખુલાસો ભાગવતમાં જ કર્યો છે; એ વાત શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૪૩મા વચનામૃતમાં સમજાવે છે કે, ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા. તે
ચાર પ્રકારની મુક્તિ તે શું ?
તો એક તો ભગવાનના લોકમાં રહેવું, બીજું ભગવાનને સમીપે રહેવું, ત્રીજું ભગવાનના સરખું રૂપ ને ઐશ્વર્ય પામવું ને ચોથું ભગવાનના
સ્વરૂપને વિશે લીન થાવું. એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને
તો ભગવાનનો ભક્ત ન ઇચ્છે ત્યારે શાને ઇચ્છે ? પછી તેનો ખુલાસો કરતાં ભગવાન પોતે જ કહે છે કે, ભગવાનનો ભક્ત થઈને એ ચાર
પ્રકારની મુક્તિની ઇચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય ને જે ચતુર્ધા
મુક્તિને ન ઇચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ભક્ત
કહેવાય. એમ કહીને ભગવાન ભાગવતનો શ્લોક કહે છે કે,
ધ્ૐધ્શ્વદૃસ્ર્-ધ્ન્કષ્ઠઞ્ ધ્ૠધ્ટ્ટદસ્ર્ - ધ્સ્દસ્ર્હ્મઙ્ગેંઅૠધ્દસ્ર્ળ્ગ ત્નત્ન
ઘ્ટ્ટસ્ર્ૠધ્ધ્ઌધ્ ઌ ટધ્ઢ્ઢદ્યૅદ્ય્ધ્બ્ર્ગિં બ્ઌધ્ ૠધ્અશ્વઌક્ર પઌધ્ઃ ત્નત્ન
ઌશ્વહૃન્બ્ર્ગિં શ્વસ્ર્ધ્ ઠ્ઠદ્ય્ધ્ધ્ષ્ટઃ ધ્ૐધ્શ્વદૃસ્ર્ધ્બ્ઘ્ નગળ્ઝ્રસ્ર્ૠધ્ૅ ત્ન
અર્થાત ્ ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની
પરિચર્યા કરવી, તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઇચ્છે જ
નહિ ને એક સેવાને જ ઇચ્છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે.
સંસ્કૃતમાં ભજ્ ધાતુનો અર્થ કરતાં કહે છે કે, ઼ધ્પૅ - શ્વધ્સ્ર્ધ્ક્ર ‘ભજ’
એટલે ‘સેવા કરવી’. આમ ભક્તિ કરવી એટલે સેવા કરવી. શ્લોકમાં
‘ૠધ્અશ્વઌક્ર’ નો અર્થ પણ ‘મારી ભક્તિ’ એટલે પ્રભુની ભક્તિ. આમ
ભક્તિથી જન્મેલી ભક્તિથી જ ભગવાનના ભક્તો આનંદવિભોર બને છે. ભક્તિથી સર્જાએલી ભક્તિ અર્થાત ્ સાચી ભક્તિ પામે છે તેને કોઈ
જ ઇચ્છા, આકાંક્ષા, રોકડી કરવાની ભાવના વગેરેનો સ્વપ્નેય ખ્યાલ
આવતો નથી.
એટલે જ રાઘવેન્દ્ર તીર્થજીએ કહ્યું છે કે,
઼ધ્દૃઅસ્ર્ધ્ જ્ઞ્ધ્ધ્ઌક્ર ગગધ્શ્વ ઼ધ્બ્ઊ જીગગધ્શ્વ ઘ્ઢ્ઢબ્ઝ્રજીગગ : ત્નત્ન
ગગધ્શ્વ ૠધ્ળ્બ્ઊ જીગગધ્શ્વ ઼ધ્બ્ઊેંઃ હ્મ જીસ્ર્ધ્ગૅ ળ્સ્બ્દ્ય્ધ્ટ્ટ ત્નત્ન
ભક્તિથી જ્ઞાન થાય, પછી સાચી ભક્તિ થાય, પછી યોગ્ય દૃષ્ટિ
પ્રાપ્ત થાય, પછી જ ભક્તને ભગવાનનું યથાર્થ દર્શન થાય છે, તેથી ભક્તને અન્ય વિષયમાંથી મુક્તિ - વૈરાગ્ય થાય છે. આ ભક્તિ
સુખસ્વરૂપ છે. આમ ભક્તિથી શરૂ થયેલી ભક્તિયાત્રા આખરે સુખ
સ્વરૂપ સાબિત થાય છે.
આ ભક્તિયાત્રામાં કેવાં વિઘ્નો છે તે બતાવતાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ત્રીજા કડવામાં કહે છે કે, ભગવાનની મૂર્તિ વિનાની બીજી પ્રાપ્તિ એ તો એવાં ફોગટનાં - નકામા ફૂલ છે કે જેમાં ફળ જ બેસતાં નથી, ને કદાચિત બેસે તો ફજેતીભર્યાં હોય છે એટલે ખાવાના કામમાં આવતાં નથી. એવાં બહારથી સારાં લાગતાં ફૂલોથી કાંઈ પણ કાર્ય સિદ્ધ ન થાય. એટલે જ કહે છે કે,
જેમ ફોગટ ફૂલ ફળ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં; એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં ?...૯
માટે રાજી કરી રંગરેલને, માગવું વિચારીને મન; નિષ્કુળાનંદ ન માગવું, જેને માથે હોય વિઘન...૧૦
ભગવાન રાજી થાય ને માગવાનું કહે. ત્યારે પેલા વાણિયા જેવું ન
કરવું. સ્વામીબાપા કહે છે કે, એક વાણિયો હતો, તે આંધળો હતો.
તેને ભગવાને માગવાનું કહ્યું તે સમયે તેને કોઈ સંતાન નહોતું. વળી
તે ગરીબ હતો. તેથી એક જ વાક્યમાં માગી લીધું કે, વચલા છોકરાની વહુ, વચલે માળે રહીને સોનાની ગોળીમાં દહીં વલોવતી હોય ને હું
તેના નાના બાળકને સોનાના પારણિયે ઝુલાવતો હોઉં એવું હું દેખું.
આટલું કહેવામાં વાણિયાએ આંખે દેખવાનું, ત્રણ પુત્રો, ત્રણ
પુત્રોનાં લગ્ન, ત્રણ માળની હવેલી, ત્રણ પુત્રવધૂઓ, પુત્રોને ત્યાં પણ
પુત્રો, સોનાની ગોળી ને સોનાનાં પારણિયાં એટલે સુખ સાહેબી ને સમૃદ્ધિ માગી લીધી. પરંતુ આ બધું છેવટે તો બંધનકારી છે ને વિઘ્નોથી ભરેલું છે.
જીવનપ્રાણ અબજી બાપાશ્રી ભાગ-૧ની ૨૯મી વાતમાં આપણને સારી રીતે ચેતાવે છે ને કહે છે કે સમાધિમાં તેજ, ઐશ્વર્ય, સામર્થી, ધામ એ આદિકને જોવા ઇચ્છે તે સકામ માર્ગ છે ને તેમાં વિઘ્ન છે, કેમ જે એને કાંઈક ધક્કો લાગે ખરો. જે મૂર્તિમાં જોડાય ને બીજું કાંઈ
ન ઇચ્છે તે નિષ્કામ છે.
વળી, ૨૦૬મી વાર્તામાં મુક્તાનંદ સ્વામીનું દૃષ્ટાંત આપે છે તેમાં કહે છે કે મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ !
મને ક્ષય રોગ થયો છે તે મટાડો તો હું આપનો મહિમા કહીને આપની ઉપાસના પ્રવર્તાવું ને આપનો દિગ્વિજય કરું. પછી મહારાજે એમનો ક્ષયરોગ મટાડ્યો ને કહ્યું જે બેસો ખુરશીએ ને વાતો કરો.
પછી મુક્તાનંદ સ્વામી ખુરશીએ બેસીને વાત કરવા લાગ્યા ત્યારે સંત ઊઠી ગયા, ને કેટલાક સંત તુંબડાં ઘસવા લાગ્યા ને કેટલાક પુસ્તક શોધવા મંડ્યા ને કેટલાક પાઠ ભણવા મંડ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું : મહારાજ, મારી વાતો તો કોઈ સાંભળતા નથી ને બધાય ઊઠી
ગયા.
ત્યારે મહારાજે કહ્યું જે, બધાય ધામમાંથી આવેલા છે, તે તમારી વાતો સાંભળે તેવા નથી. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, મહારાજ, હું એકલો જ સકામ થયો.
અહીં, મુક્તાનંદ સ્વામીનું તો દૃષ્ટાંત છે. એ તો ભગવાનના ધામમાંથી આવેલા હતા. એમને તો ભગવાન સિવાય બીજું હોય જ
નહિ પણ આપણને શિખવવા આવી લીલા દ્વારા સમજાવે છે કે ભગવાનની મૂર્તિ વિના બીજું તાન હોય તો તે સકામ કહેવાય.
આપણે પણ ભગવાન પાસે એટલું જ માગીએ કે આપ અમારા ઉપર આપની દુઆ - આપના આશીર્વાદ વરસાવતા રહેજો. અને અંત સમયે દર્શન દઈને આપ જ્યાં બિરાજમાન છો તેવા દિવ્ય ધામમાં તેડી જજો,
એટલે જ ગાઈએ છીએ કે,
જો કુછ માંગે તુજસે હી માંગે,
ઈસ દુનિયા સે હમ ક્યા માંગે,
માંગે કભી ના માલ ખજાના,
માંગે પ્રભુ બસ તેરી દુઆએ.
અંત સમયમેં દર્શન દેના, રખના હો આપ જહાં...આજ.
સ્વામીબાપાએ આપણને આ શ્રી સ્વામિનારાયણ ગાદીનું શરણું આપી આ બધું જ સમજાવ્યું છે તો આપણે પણ તે પ્રમાણે વર્તન કરી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ખૂબ રાજીપો મેળવીએ.
આચમન-૫ : ભક્તિનિષ્ઠનું મન ભગવાનમાં
આજના ભૌતિક વાદમાં લોકો પૈસા પાછળ ગાંડા થઈને ફરે છે.
તેમને ભગવાન કે સંત કહે કે ભાઈ, તમે ભલે વ્યવહાર કરો પણ
તેમાં ભગવાનને ન ભૂલો. ભગવાને દયા કરી દેવોને પણ દુર્લભ એવો
માનવ જન્મ આપ્યો છે. તેના વડે ભગવાનનું ભજન કરી તેને લેખે
લગાડો. એટલે જ સ્વામીબાપા ચેતાવે છે કે, અરે જીવ, તને જીવવાનું થોડું છે, ને પંચાત આખા ગામની લઈને બેઠો છે ? હવે કેટલી મમતા રાખીશ ? છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્તિમાં ડૂબ્યો રહીશ તો પછી ભગવાનનું ભજન ક્યારે કરીશ ? આવા જીવને ચાબખા મારતાં બ્રહ્માનંદ સ્વામી
પણ કહે છે કે,
પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉંમર ખોઈજી;
મેડી મંદિર માલ ખજાના, કામ ન આવે કોઈજી...
માયા માયા કરતો મૂરખ, તૃષ્ણામાંહી તણાણોજી;
લોકતણી લજ્જાનો લઈને, કોટે બાંધ્યો પાણોજી...
બ્રહ્માનંદ સ્વામી કહે છે કે, હે મૂરખ, ભગવાનનું ભજન કર્યા વિના
તેં તારી જિંદગી બગાડી નાખી. તેં રહેવા માટે મોટી મેડી બંધાવી છે,
માલ ખજાનાની તિજોરીઓ ભરી રાખી છે તે અંતે કાંઈ કામ આવવાનું
નથી. માયાને ભેળી કરવાની તૃષ્ણામાં તણાય છે, પરંતુ એ જ તને ભવિષ્યમાં દુઃખ દેનારી થવાની છે.
તને જન્મમરણનો મહારોગ લાગુ પડ્યો છે તે ક્યારેય મટે તેવો નથી.
તને સંસારનું કામ બહુ જ સૂઝે છે તેથી સગાં વહાલાંનું સન્માન કરતો
રહે છે. પણ ભગવાનના દાસ સાથે હેત કરતો નથી, માટે તું હૈયાનો ફૂટેલો છે, લૂણહરામી છે, કેમ જે ભગવાને જે અણમોલ ભેટ આપી
તેનો તેં સદુપયોગ ન કર્યો.
હજુ પણ ચેતવાનો સમય છે. માટે હવે ચેતી જા ને સમજી વિચારીને થોડી નિવૃત્તિ લઈ લે. શાંતિથી બેસીને પૂજા કરવાનું રાખ, ભજન કર, ધ્યાનમાં બેસ. ઓચિંતાનો કાળ આવશે ને કહેશે કે ભાઈ, ચાલો તૈયાર થઈ જાઓ, ત્યારે એમ કહેશો કે ભાઈ, મને થોડા દિવસ અહીં મૂકી જાઓ. હું થોડું ભજન કરીને પછી આવીશ. એ વાયદાનો વેપાર ત્યાં
નહિ ચાલે.
જો હમણાં જ વ્યવહારના માર્ગમાં, પારકાની પંચાતમાં બ્રેક મારવાનું
નહિ શીખો તો છેવટે પસ્તાવાનો વારો આવશે. દેહની કમાણી કરી, ખૂબ કમાયા, બંગલા બનાવ્યા, દીકરા દીકરી પરણાવ્યા, બહુ જ ધામધૂમ
કરી, દેશ પરદેશ ફરીને ખૂબ તકલીફો વેઠી. પણ જો ભગવાનનું ભજન
ન કર્યું તો છેવટે પસ્તાવું પડશે.
શ્રી દેવાનંદ સ્વામી ગાજી ગાજીને ચેતાવે છે કે,
તારે માથે વાગે નગારાં મોતનાં રે, નથી એક ઘડીનો નિરધાર,
તોય જાણ્યા નહિ જગદીશને રે,
મોટા મેલીને રાજ મરી ગયા રે, જોને જોતાં ન લાગે વાર...તોય...
ધન તો કદાચ ગયું હશે તે પાછું આવશે, પણ ગયેલી યુવાની એ
પાછી આવવાની નથી. એનું નામ જ જવાની છે. એને ઘણુંય રોકશો
તો પણ એ જવાની છે. ને ગયેલી એ જવાની પાછી આવવાની નથી.
આ કાંઈ ઘરની ગાડી જેવું નથી કે તેનાં ટાયર ઘસાઈ જાય તો નવાં
નાખશો. બેસવા માટે સીટો જૂની થઈ ગઈ હશે તો તે પણ બદલી શકશો.
ગાડીનો કલર જૂનો થઈ જાય તો તે નવો કરાવી શકશો. મશીન જૂનું થાય તો નવું બેસાડી શકશો. લાઈટનો ગોળો ઊડી ગયો હશે તો નવો
નાખી શકશો.
પરંતુ સીત્તેર વર્ષે પહોંચીને કહેશો કે મારે નવી આંખો બેસાડવી છે, પગનાં ટાયર ખખડી ગયાં છે, ધ્રૂજવા માંડ્યાં છે એટલે નવાં નાખવાં છે, નટ બોલ્ટ ઢીલા થઈ ગયા છે. જૂના કાઢી નાખો, નવા બેસાડી દો, ફેક્ટરીમાંથી લાવી દો. એ બનશે ? કદાપિ નહિ બને. મનુષ્ય શરીર આવું છે. એમ ગયેલું જોબન પાછું આવતું નથી. માટે ભજન-ભક્તિ-
સેવા-પરોપકાર એ બધું જ યુવાનીમાં થાય. યુવાનીમાં દર્શન, ભજન, કીર્તન, કથાવાર્તા વગેરે ખૂબ કર્યું હોય તો તે બેલેન્સ ભગવાનની બેંકમાં જમા થઈ ગયું. આવા ભક્તને બ્રહ્માનંદ સ્વામી ધન્યવાદ આપે છે કે,
શ્રી ઘનશ્યામ કે અંઘ્રિસરોજ મેં, દેહ છતે જેહિ નેહ કર્યો હે,
લોકનકી તજી લાજ નિરંતર, અંતરમેં દૃઢ પક્ષ ધર્યો હે, અંતકી બેર જો નામ લીયો નહીં, તો પુની સો નિશ્ચે ઉગર્યો હે, બ્રહ્મમુનિ ધન ચિઠ્ઠિ ગઈ ઘેર, ફિર લૂંટાઈ કહા બિગરો હે...
જેમણે ભગવાનના ચરણ કમળમાં દેહ છતાં નેહ કર્યો છે, પ્રેમ કર્યો છે, ને લોકોની લાજ તજીને નિરંતર ભગવાનનો દૃઢ પક્ષ રાખ્યો છે.
તેને કદાચ અંત સમયે વૃદ્ધાવસ્થાના યોગે કરીને ભજન - સ્મરણ ઓછું થાય તો પણ તે નક્કી ઊગર્યો છે. એનો ઉદ્ધાર નક્કી છે, એનો આત્યંતિક
મોક્ષ નક્કી છે. એ કેવી રીતે ? તો જેમ કોઈએ પરદેશ જઈને ખૂબ
કમાઈને પોતે કમાએલું ધન ઘેર મોકલી દીધું હોય. પછી પાછો ઘેર જાય
ત્યારે કોઈ તેનું ખીસ્સું કાતરી જાય ને સો રૂપિયા લઈ જાય તો તે કાંઈ
હિસાબમાં ન કહેવાય.
સ્વામીબાપા આવા પ્રસંગની વાત કરે છે કે એક ભાઈ પરદેશમાં કમાવા ગયા. સારું કમાયા. કમાણી થતી ગઈ તેમ તેમ તે પોતાને ઘેર
મોકલતા રહ્યા. પછી તેને વિચાર થયો કે હું હવે ઘેર જાઉં. ઘેર પાછા આવવા તે રેલ્વેમાં બેઠા. બાજુમાં કોઈ ખીસ્સા કાતરુ પણ બેસી ગયેલો.
વાતો કરતાં કરતાં તેણે ખીસ્સું કાપી લીધું ને બીજું સ્ટેશન આવ્યું ત્યાં ઊતરી ગયો. પેલા ભાઈને કાંઈક ખરીદવું હતું એટલે ખીસ્સામાં હાથ
નાખ્યો પણ ખીસ્સું તો કપાઈ ગયેલું હતું. તેથી થોડીવાર નિરાશ થઈ
ગયા. લોકોને વાત કરી પણ ખીસ્સા કાતરુનો પત્તો ન લાગ્યો. થોડીવાર
પછી તે લોકો સાથે આનંદથી વાતો કરવા લાગ્યા. લોકોએ તેમને પૂછ્યું : ભાઈ, તમારું ખીસ્સું કપાઈ ગયું છતાં તમે કેમ આનંદમાં દેખાઓ છો ?
ત્યારે તેમણે ખુલાસો કરતાં કહ્યું : મારી કમાણી કુલ પાંચ લાખની હતી,
તેમાંથી મેં લગભગ બધાય પૈસા ઘેર મોકલી દીધા હતા. હમણાં તો
મેં મુસાફરી માટે સો રૂપિયા રાખ્યા હતા. ભગવાને મને મોટી આફતમાંથી ઉગાર્યો એટલે મને આનંદ થયો.
આમ કદાચ વૃદ્ધાવસ્થામાં ભજન ઓછું થાય તો પણ યુવાનીમાં જે ભજન કરેલું હોય તેનું બેન્ક બેલેન્સ પાછળથી બહુ જ ઉપયોગી થાય.
કેટલાક એમ કહે છે કે ઘરડા થઈશું ત્યારે ભજન કરીશું પણ એ વાત તદ્દન ખોટી છે. નાનપણથી ભજનની ટેવ પાડી હશે તો જ અંત
અવસ્થામાં ભજન થશે, ને ભગવાનના સ્મરણમાં તે ઉપયોગી થશે.
આ વાતનો ખુલાસો કરતાં સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ
પ્રકરણના ૧૪મા વચનામૃતમાં ત્ત્ર્ગિંશ્વ સ્ર્ધ્ ૠધ્બ્ગઃ ધ્ ટધ્બ્ગ - તેનો સાચો અર્થ કરતાં સમજાવે છે કે જેને સાક્ષાત ્ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તેને અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું કલ્યાણ થાય, તેની તો ભગવાન રક્ષા કરે છે, અને જે ભગવાન થકી વિમુખ
છે તે તો બોલતાં ચાલતાં દેહ મૂકે છે પણ તેનું કલ્યાણ થાતું નથી ને
મરીને યમપુરીમાં જાય છે.
ગીતામાં પણ કહ્યું છે કે,
ગશ્વધ્ક્ર ગગસ્ર્ળ્ઊ ધ્ઌધ્ક્ર, ઼ધ્પગધ્ક્ર ત્ટ્ટબ્ગઠ્ઠષ્ટઙ્ગેંૠધ્ૅ ત્નત્ન
ઘ્ઘ્ધ્બ્ૠધ્ ખ્ધ્ળ્બ્રસ્ર્ધ્શ્વટધ્ક્ર ગક્ર, ગશ્વઌ ૠધ્ધ્ૠધ્ળ્સ્ર્ધ્બ્ર્ગિં ગશ્વ ત્નત્ન
જે મને પ્રીતિપૂર્વક નિરંતર ભજતો રહે છે તેને હું દિવ્ય બુદ્ધિનો યોગ આપું છું તેણે કરીને તે મને જ પામે છે. જે ભગવાનના ભજનમાં
લાગ્યો રહે છે તેની ચિંતા પણ ભગવાન જ કરે છે.
એક વૃદ્ધ ડોસી હતાં. તે એકલાં જ હતાં. તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં અપાર હેત હતું. નવરાં પડે એટલે ભજન કરવા મંડી જાય.
ભાવવિભોર થઈ કીર્તન ગાય, તાલી વગાડીને ધૂન કરે. માજીનો ભક્તિભાવ જોઈને કેટલાક તેમને પોતાને ત્યાં કીર્તન બોલાવતા. પરંતુ
માજીના ઘરની બાજુમાં જ એક નાસ્તિક રહેતો હતો. તેને વિચાર થયો કે આ ડોસી રોજરોજ રાગડા તાણે છે તો હું તેની કસોટી કરું કે તેનો ભગવાન સાચો છે કે નહિ.
એક વખત તેણે ડોસીમા પાસે જઈને કહ્યું : આ દુનિયામાં ભગવાન
જેવી વસ્તુ કોઈ છે જ નહિ. એ બધું જ ધતીંગ છે. માટે રાગડા તાણવાનું
મૂકી દો. પણ ડોસીમાના હૃદયમાં ભગવાનનો ભરોસો જામી ગયો હતો.
તેથી કહે : મને તો ખાત્રી છે કે મને શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તે પ્રગટ ને પ્રત્યક્ષ છે. સમયે સમયે પોતાના ભક્તોનાં કામ કરતા રહે છે. ભક્તને ભીડ પડે છે ત્યારે પણ કોઈનું કોઈ નિમિત્ત કરીને રક્ષા
પણ કરે છે. ડોસીની ખુમારી જોઈ નાસ્તિકે તે વખતે બીજું કાંઈ ન કર્યું.
પણ મનમાં ડંખ હતો કે મારે તેની ખાત્રી કરવી.
એક વખત એ નાસ્તિકે ઉપરનો ભાવ દેખાડતાં કહ્યું : માજી, મારે ત્યાં ભજન કરવા આવશો ? માજી કહે : અમારે તો એ જ કામ છે.
ભલે, હું જરૂર આવીશ. માજીને એમ કે હવે તેને સમજણ થઈ હશે,
તેથી સામેથી બોલાવવા આવ્યો છે. આવા ભોળાભાવથી ડોસીમાએ હા કહી દીધી.
પછી તે એના ઘરમાં લઈ ગયો. નાસ્તિક કહે : માજી, તમે બેઠાં બેઠાં અહીં ભજન કરો. હું આજુબાજુના માણસોને બોલાવી લાવું છું.
એમ કહી ડોસીમાને એક ઓરડીમાં બેસાડી, બહારથી તાળું બંધ કરી
ઘરની બહાર ચાલ્યો ગયો. મનમાં ને મનમાં રાજી થતો હતો કે હવે એના ભગવાન અહીં કેવા આવે છે, જોઉં તો ખરો. ડોસી ભલેને એના
શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાતી ફરે છે. પણ આજે ખબર
પડી જાશે કે એને ખાવાનું કોણ આપે છે ? આમ નક્કી કરી ઓરડાને બહારથી તાળું વાસી ચાલ્યો ગયો.
ડોસીમાએ ભજન શરૂ કર્યું કે,
વ્હાલા રમઝમ કરતા શ્યામ, મારે ઘેર આવો રે;
મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે...
મારે તમ સંગ લાગી પ્રીત, શ્યામ સોહાગી રે;
મેં તો તમ સંગ રમવા કાજ, લજ્જા ત્યાગી રે...
વ્હાલા અબળા ઉપર મહેર, કરજો મોરારી રે; હું તો જન્મોજનમની નાથ, દાસી તમારી રે...
ભગવાનની મસ્તીમાં મસ્ત બનીને ડોસીમા ગાતાં હતાં. એ વખતે ફળિયામાં નાનાં છોકરાં રમતાં હતાં. તેમણે ડોસીમાનાં ભજન સાંભળી
મજા આવી. તેથી બાળકોને ઇચ્છા થઈ કે આપણી પાસે નાસ્તો પડ્યો છે તેમાંથી ડોસીમાને પણ આપીએ.
ડોસીમા બેઠાં બેઠાં ગાતાં હતાં, ત્યાં જ ઓરડાની બારી હતી. તેથી બાળકોએ પોતાની પાસે રહેલાં નાસ્તાનાં પડીકાં અંદર ફેંક્યાં. ડોસીમા
તો હજુ ભજનમાં મસ્ત હતાં. કીર્તન પૂરું થયું ને આંખ ખોલી ત્યાં તો ડોસીમાએ ભોજનનાં પડીકાં જોયાં. એ જોતાં જ ડોસીમા રાજી રાજી
થઈ ગયાં. વિચારવા લાગ્યાં કે મારા વ્હાલા પ્રભુજીએ મારા માટે ભોજન
મોકલાવ્યું. પછી પડીકાં ખોલ્યાં તો કોઈમાં સેવ, કોઈમાં ભજીયાં, કોઈમાં ખાજાં ભગવાનની સ્મૃતિ રાખી ડોસીમાએ જમી લીધું.
આમ માત્ર એક દિવસ નહિ બીજે દિવસે પણ એ જ રીતે ડોસીમાનું ભજન ચાલુ રહ્યું. બાળકોને એ સાંભળવાની મજા આવતી તેથી ત્યાં
આવતાં, રમતાં ને ભજન સાંભળતાં. પોતાની સાથે લાવેલા નાસ્તાનાં
પડીકાં બારીમાંથી ફેંકતાં. ચાર દિવસ સુધી આમ ચાલ્યું.
પેલો નાસ્તિક તો ટાઢે પાણીએ ખસ જાય એવી મેલી મુરાદથી ચાલ્યો
ગયેલો, તે ચાર દિવસ પછી પાછો આવ્યો. વિચાર્યું કે ડોસીના કેવા હાલ છે તે જોવા દે. જ્યાં બારણું ખોલ્યું ત્યાં નાસ્તાનાં પડીકાં જોયાં.
નાસ્તિક તો અચંબો પામી જોતો જ રહ્યો, કે આ બધું અહીં કેમ આવ્યું.
પૂછ્યું : ડોસીમા, આ બધું તમને કોણ આપી ગયું. ડોસીમા કહે : મારા સ્વામિનારાયણ ભગવાન આખાય વિશ્વનું ભરણ પોષણ કરે છે તે મારું ભરણ પોષણ કેમ ન કરે ? હું તો ભગવાનના ભરોસે બેઠી હતી. મારી સંભાળ રાખવી એ એમના હાથની વાત છે. મારા ભગવાન તો દયાના સાગર છે. તમારા જેવા અલ્પબુદ્ધિવાળાને એમાં વિશ્વાસ ન આવે, તેથી આડા અવળા ભમ્યા કરે.
ડોસીમાની આ વાત સાંભળીને તેમજ ચાર દિવસ સુધી ડોસીમા માટે ભોજન પ્રબંધ થયો તેની ખાત્રી કરીને પેલા નાસ્તિકનું હૃદય પણ નરમ
પડ્યું. તેમણે ડોસીમા પાસે માફી માગી, ને એ પણ ભગવાનનું ભજન
કરતો થઈ ગયો.
ભગવાનના ભક્તનો એવો પ્રબળ પ્રતાપ છે કે તે પોતે મનુષ્ય જન્મને સાર્થક કરવા નાનપણથી જ ભગવાનના ભજનમાં લાગ્યો રહે પરંતુ
તેમના સંપર્કમાં જે કોઈ આવે તેને પણ ભજનનો રંગ લગાડી દે.
આપણને સ્વામિનારાયણબાપા સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ
ગાદીએ આવા ભજનમાં રાચતા કર્યા છે તો એ વાતનું નિરંતર અનુસંધાન રાખીએ પણ વ્યવહારમાં વધુ પડતા ગૂંચવાઈ જઈ ભગવાનને ભૂલી ન જઈએ, એમાં જ આપણા જીવનની સાર્થકતા છે.
આચમન-૬ : ભક્તિ વિનાનાં સાધન વિઘ્ન ભરેલાં
ભક્તિનિધિની કથા પ્રસંગે સ્વામીબાપા સમજાવે છે કે, સાધન કરતાં કરતાં ભગવાનની ભક્તિનું અનુસંધાન ભૂલી જવાય તો તે પણ વિઘ્ન
કરનારું બને છે. સાધન કરનારની લોકમાં કીર્તિ ગવાય પણ તે સાધન
મુક્તિને આપનારું બનતું નથી. તેથી સાચા સંતને એ માર્ગમાં ભારે
મૂંઝવણ થાય છે. તો પછી સામાન્ય માણસની તો વાત જ શી કહેવી ?
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના ચોથા કડવામાં કહે છે કે,
વિઘને ભર્યાં સુખ સારુ સાધનજી, કરતાં મૂંઝાય છે શુદ્ધ સંતનાં મનજી; તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી...૧
વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ; સુર અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ...૨
જપતાં જાપ બાપ આપણે, પ્રહ્લાદજીને પીડા કરી; સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ મુદગલ ન બેઠા ઠરી...૩
તપ કરી ત્રિલોકમાં, પામી પડિયા પાછા કઈ; એમ કહી તન તાવતાં, સુખ અટળ આવ્યું નહિ...૪
વ્રત રાખતાં અંબરીષ પીડ્યો, દાન દેતાં પીડાણો નર ઘોષ; પુણ્ય કરતાં પાંડવ પાંચાલી, આવ્યા દુર્વાસા દેવા દોષ...૫
સાધન કરતો હોય તે પોતાથી આગળ વધી ન જાય તેવા હેતુથી
તેને સાધનમાંથી પાડવા માટે દેવો ને અસુરો તૈયાર જ રહે છે. તેથી
કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે દ્વારા પણ સાધકને પાછા પાડવામાં સાવધાન થઈને મંડ્યા રહે છે.
પ્રહ્લાદજીને જપ કરતો અટકાવવા તેના બાપ હિરણ્યકશિપુએ તેને હેરાન કર્યો, સત્યનું વ્રત રાખવામાં હરિશ્ચંદ્ર, શિબિ, નળ, મૃદ્ગળ
વગેરેને બહુ જ કષ્ટ વેઠવાં પડ્યાં. તપ કરતાં પણ ચ્યવન ઋષિ, સૌભરી ઋષિ વગેરેને વિઘ્ન આવ્યાં. વ્રત રાખતાં અંબરીષને દુઃખ આવ્યું. દાન
દેતાં રાજા ઘોષને પીડા વેઠવી પડી.
એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઈ; વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોેેઈ...૭
જે જે જને એહ આદર્યું, પરલોક પામવા કાજ; તે તે જનને જાણજો, સુખનો ન રહ્યો સમાજ...૮
વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહી ભરપૂર; પરલોક ના દિયે પામવા, જન જાણી લેજો જરૂર...૯
આમ વનવાસી, ત્યાગી, વૈરાગી, રાજા વગેરેને વિઘ્ન આવ્યાં. પરંતુ જેમણે પરલોક - ભગવાનનું ધામ પામવા માટે ભગવાનની ભક્તિ કરી
તેઓ ખરેખરા નિર્ભય થઈ ચૂક્યા.
આમ જપ, તપ, તીર્થ, યોગ, યજ્ઞ, દાન, પુણ્ય વગેરે એવું છે કે
તેનું ફળ ભોગવ્યા પછી, પુણ્ય પૂરું થયા પછી દ્રધ્ટ્ટદ્ય્ધ્શ્વ ળ્દ્ય્સ્ર્શ્વ ૠધ્ઢ્ઢઅસ્ર્ળ્ ૐધ્શ્વઙ્ગેંશ્વ બ્ઽધ્બ્ર્ગિં ત્ન પાછું પૃથ્વી પર આવીને જન્મ મરણના ચક્કરમાં ભટકવું
પડે છે.
બધાંય સાધનમાં ભક્તિ એક એવું નિર્ભય સાધન છે તે ક્યારેય
અલેખે જતું નથી. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, સંતો ભક્તિ ઉપર ભય શાનો, તેતો મન કર્મ વચને માનો રે; સંતો...ટેક જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ શોભાનો પામી પુણ્ય ખૂટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનો રે; સં...૧
ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો ટકે નહિ કે દી ટોકર વાગે, તો શિયો ભરુંસો બીજાનો રે; સં...૨
ધ્યાન, ધારણા, સમાધિ એ બધાં કાચના પ્યાલા જેવા છે. તેને ઠોકર વાગે તો તૂટી જાય. પછી તે સંધાય નહિ. તેના ટુકડા પણ વાગે.
પરંતુ ભગવાનની ભક્તિ એ એવો અણમોલ સોનાનો કળશ છે, તે કદાચ ભાંગે તો પણ સોનાની કિંમત ઘટે નહિ. કલ્યાણને માટે કરેલું અલેખે જતું નથી. એટલે જ ભગવદ્ગીતામાં કહે છે કે, ઌ બ્દ્ય ઙ્ગેંસસ્ર્ધ્દ્ય્ધ્ઙ્ગેંઢ્ઢ ગૅ ઙ્ગેંબ્ગૅ ઘ્ળ્ટધ્ષ્ટઉંગ ગધ્ગ ટધ્હૃન્બ્ગ ત્ન સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી કહે છે કે,
જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધકા ધડપર, જાણો નથી ફજેતો એ છાનો નિર્ભય પ્રાપતિ ન રહી કેની, જોઈ લીધો દાખડો ઝાઝાનો રે; સં...૩
સર્વે પર વિઘન સભરભર, નિર્ભય ભક્તિ ખજાનો નિષ્કુલાનંદ કે’ ન ટળે ટાળતાં, ટળે તોય કળશ સોનાનો રે; સં...૪
સ્વામીબાપાએ કહે છે કે, આ પૃથ્વી પર ભક્તિ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. દેવોને પણ આવો ભક્તિનો લાભ મળતો નથી. તેઓને
પુણ્યના પ્રતાપે સ્વર્ગ તો મળે છે, પણ તે ભાડૂતી ઘર જેવું છે. ભાડૂતી ઘરનું ભાડું પૂરું થાય એટલે જીવે સ્વર્ગ ખાલી કરવું પડે. સ્વર્ગથી વધારે
ચડીયાતી પ્રાપ્તિ છે મોક્ષ. એ મોક્ષ-મુક્તિ આ માનવદેહે કરીને મળે છે. સ્વર્ગ એ તો ભોગ ભૂમિ છે. ભોગ ભોગવવા છતાં જીવને તૃપ્તિ થતી નથી. તેમાં તે વધારે ને વધારે આસક્ત થતો જાય છે. આ પૃથ્વી એ યોગ ભૂમિ છે. અહીં મનુષ્ય ભગવાન કે સત્પુરુષનો યોગ પામે છે ને અંતે મુક્તિ મેળવે છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેને સાચું સુખ પામવું હોય તેણે ભગવાનની ભક્તિ કરવી. બધાં જ સાધનમાં એક નિર્વિઘ્ન સાધન એ ભગવાનની ભક્તિ છે. આ વાત
ભક્તિનિધિના પાંચમા કડવામાં જણાવી છે કે,
નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી; સમજીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી...
અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની;
તે વિના ત્રિલોક સુખને, માનો શોભા મીયાંનની...૨
નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, ભગવાનની ભક્તિ ભાવે છે - પસંદ
પડે છે તેને અલૌકિક સુખ મળે છે. ભગવાનના સુખ વિના એ ત્રણેય
લોકના સુખને તલવારના મ્યાનની ઉપરની શોભા જેવાં જાણે છે. આવા ભક્તનું મન ભગવાનની મૂર્તિ વિના બીજે ક્યાંય લલચાતું નથી.
મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર; અન્ય સુખ જાણ્યાં અર્કનાં, નિશ્ચે નિરસ નિરધાર...૩
એમ માની માને સુખ માવમાં, કરે ભક્તિ ભાવે સહિત; ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત...૪
બીજાં સુખ તો આકળાનાં ફળ જેવાં નિરસ છે. આકળાનું ફળ
ઉપરથી બહુ જ સુંદર દેખાય છે. તેમ માયાનાં સુખ ઉપરથી બહુ સારાં દેખાય છે પણ તેને ભોગવવાથી જીવ ભગવાનના માર્ગથી પડી જાય
છે. આવું સમજીને જે ભક્ત છે તે પરમ ભાવ સહિત ભગવાનની ભક્તિ
કરે છે. ભક્તિ એ એક એવું સાધન છે જેનાથી મુમુક્ષુના સર્વ દોષ ટળી જાય છે. લોયાના ૧૬મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પોતે જ પ્રશ્ન પૂછે છે જે મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન
કરવાનાં કહ્યાં છે તેમાં એક એવું મોટું કિયું સાધન છે જેણે કરીને સર્વ દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે ? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ
વતે થયો નહિ, પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, ભગવાનનું
માહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે,
ૠધ્ઘ્ૅ઼ધ્સ્ર્ધ્ઘ્ૅ ધ્બ્ગ ધ્ગધ્શ્વશ્ચસ્ર્ક્ર, ઠ્ઠસ્ર્ષ્ટજીગબ્ગ ૠધ્ઘ્ૅ઼ધ્સ્ર્ધ્ગૅ ત્ન
એવી રીતે અનંત પ્રકારના માહાત્મ્યે સહિત જે ભગવાનની ભક્તિ
તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે ને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે, માટે એ સાધન સર્વમાં મોટું છે.
એટલે જ ગુરુદેવ સ્વામીબાપા કહે છે કે બધી જ નદીઓ જેમ સમુદ્રમાં
મળી જાય છે તેમ દરેક સાધનના ફળરૂપે અંતે તો ભક્તિ જ રહે છે.
ભક્તિ સિવાય જીવનો મોક્ષ નથી. કોઈપણ જીવ પોતાના બળથી સંસાર સમુદ્રને તરવા શક્તિમાન નથી. કેવળ ભગવાનની કૃપાથી જ
તે તરી શકાય છે. એ ભગવાનની કૃપા, ભગવાનની ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે ગાઈએ છીએ કે,
ભવસાગરમાં ભક્તિ હરિની, ઊગરવાનો આરોજી; એ વિના ઉપાધિ બીજી, વેઠ તરીકે ધારોજી...
સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે, સ્વપ્ના સાથે જાશેજી; જાગ્યા પછી કાંઈ મળે નહિ, એકેય વસ્તુ પાસેજી...
ભગવાનની ભક્તિ વિના બીજી બધી ઉપાધિ છે, વેઠ છે. હાલમાં જે સમૃદ્ધિ દેખાય તે બધી સ્વપ્ના જેવી છે. સ્વપ્નું એક રાતનું હોય છે
ને બહારની સમૃદ્ધિનું-જિંદગીનું સ્વપ્નું પણ ૫૦-૬૦-૭૦ વર્ષનું હોય
છે. અંતે એ પણ રહેવાનું નથી. માણસનો જન્મ થયો તેની પૂર્વે પણ એ સમૃદ્ધિ નહોતી, મૃત્યુ પામશે પછી પણ તે નથી રહેવાની. તો વચમાં જે જણાય છે તે બધુંજ જૂઠા જેવું છે. આ બધો જ માયાનો પ્રપંચ છે.
જન્મ્યા પહેલાં જગત નહોતું, મુવા પાછળ નથીજી; વચમાં વળગ્યું જૂઠા જેવું, કવિ કહે છે કથીજી...
માયાનો પ્રપંચ રચ્યો છે, ખેલ ખલકનો ખોટોજી; દાસનારાયણ હરિ ભજીને, લાભ કરી લ્યો મોટોજી...
માટે જીવનમાં કરવા જેવી તો ભગવાનની ભક્તિ જ છે. ભગવાનને રાજી કરવાનો એ જ સૌથી સરળ ને સરસ ઉપાય છે. તે ઉપર સ્વામીબાપા દૃષ્ટાંત આપે છે કે કારીગરો મોટું વહાણ બનાવે છે. તે બન્યા પછી જો
તેને ખેંચીને દરિયા તરફ લઈ જવું હોય તો બહુ જ મહેનત પડે છે.
તેમાંય જો રસ્તામાં ખાડા ટેકરા હશે તો તેને કિનારે પહોંચાડવામાં બહુ જ પરિશ્રમ પડશે.
પરંતુ એ જ વહાણ નીચે જો પાણી હશે તો તેને સહેલાઈથી ખેંચી શકાશે, ને તેમાં બેસીને સમુદ્ર પાર કરી શકાશે. એવી જ રીતે આપણી જીવનનૌકાની નીચે જો ભક્તિરૂપી પાણી હશે, નમ્રતા હશે, કોમળતા હશે તો આપણે સંસાર સાગર આસાનીથી પાર કરી શકીશું. જો જીવન
શુષ્ક હશે, રસ્તામાં રેતીનું મેદાન હશે, કાંકરા પથરા હશે અર્થાત ્ કામ,
ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, માન, મદ, અંધકારરૂપી રેતી, કાંકરા, પથરા, ખાડા, ટેકરા હશે તો ભક્તિની નૌકા ખેંચવી ભારે પડશે.
ભક્તિ એ એક એવું સાધન છે જેને સૌ સહેલાઈથી કરી શકે છે.
ભક્તિ કરવાનો બધાને અધિકાર છે. હનુમાન, જાંબુવાન, ગજેન્દ્ર,
ગરુડ, કાંકભુશુંડી, જટાયુ વગેરે પશુ પક્ષીઓ પણ ભગવાનની ભક્તિના
પ્રતાપથી પરમપદને પામ્યા છે.
સામાન્ય રીતે પશુ પક્ષીમાં જ્ઞાન અને સાધનનો અભાવ છે, તેથી
તે ભક્તિ કરી શકતાં નથી, છતાં પણ જે ભગવાનના યોગમાં આવે છે તે જરૂર પરમપદ - મોક્ષ પામી શકે છે. ભક્તિ માટે શ્રેષ્ઠ અધિકાર ભગવાને માનવને આપ્યો છે. એમાં ભગવાન આયુષ્ય, રૂપ, ધન,
જ્ઞાન, જાતિ, વિદ્યા, બળને મહત્ત્વ આપતા નથી. ભગવાન તો મનુષ્યના નિખાલસ પ્રેમને જુએ છે. ભગવાનને મન કોઈ ઊંચ નથી, કોઈ નીચ
નથી. ભગવાન કહે છે કે,
ઊંચ નીચ હું કાંઈ ન જાણું, મુજને ભજે તે માહરો; જક્ત વ્યવહાર લોપે નહિ, તેને જાણું દાસ ઉત્તમ ખરો...
આપણા સ્વામિનારાયણ ભગવાને તો ઉચ્ચ જાતિના લોકોને ઉદ્ધાર્યા છે ને નીચ જાતિના લોકોને પણ ઉદ્ધાર્યા છે. અરે વાઘરી જાતિના લોકો
પણ ભગવાનની ભક્તિ કરી પરમપદના અધિકારી બન્યા છે.
ભગવાનના મિલનથી ભલભલાના જન્મ પણ સુધરી ગયા છે. તેથી
તે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનાં કીર્તન હરખભેર ગાય છે કે, જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર ધર્મદુલારો; કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બૂડતાં બાંહ્ય ગ્રહી લીધી...
આવા ભાગ્યશાળી એક ભક્ત હતા સગરામ વાઘરી. એ લીંબડી
ગામમાં રહેતા. પોતાની જાતિ અનુસાર કૂતરાં પકડવાનો ધંધો કરતા.
એના પઢાવેલા કૂતરા શિકાર ઝડપી લેવામાં ભારે પાવરધા બનતા.
લીંબડીના દરબારને શિકાર કરવાનો શોખ, તેથી શિકાર માટે પાવરધા કૂતરા રાખતો. તેના માટે સગરામ વાઘરીને કામ સોંપી રાખ્યું હતું.
એક વખત લીંબડી ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો આવ્યા. એ સભામાં સગરામને જવાનું થયું. સંતોએ સદાચાર પાળવાની વાત કરી. તે સાંભળી સગરામનું અંતર રંગાઈ ગયું. રાત્રે સૂતાં સૂતાં
પણ તેને વિચાર આવ્યા કે હું આ પાપકર્મ કરું છું તે ક્યાંથી છૂટીશ ?
સંતો મારા માટે હિતની વાતો કરતા હતા. મેં મારો મનખો અવતાર
લેખે લાગે એવું જીવનમાં કાંઈ કર્યું નથી. આમ પશ્ચાત્તાપ કરતાં આખી રાત વિતાવી.
સવારે એ વહેલો પરવારી સંતો પાસે ગયો. પોતાનું પાપ નિવેદન
કરી ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો. સંતોએ તેને આશ્વાસન આપ્યું. સત્સંગના નિયમ ધરાવ્યા ને કહ્યું : આજથી તારાં બધાં જ પાપ બળી ગયાં. હવેથી
પંચવર્તમાન પાળજે. બસ ત્યારથી સગરામે નક્કી કરી નાખ્યું કે હવે ભગવાનની ભક્તિ શિર સાટે કરવી.
પછી તો તે સાદાં કપડાં પહેરતો. માથે પાઘડી, કપાળમાં તિલક
ચાંદલો, ગળામાં કંઠી, હાથમાં માળા. નિયમિત રીતે ભક્તિમય જીવન
વીતાવવા લાગ્યો.
અમુક સમય બાદ લીંબડીના દરબારની કચેરી ભરાઈ. માંહોમાંહી કસુંબા-પાણી થવા માંડ્યાં. તેવામાં વાત નીકળી કે સ્વામિનારાયણના સંતો લોકોને સદાચારના માર્ગે વાળી બહુ સારું કામ કરી રહ્યા છે. તેમાંય
એક ન બનવા જેવી વાત બની છે. તમને કૂતરાં આપનાર સગરામ
વાઘરી પણ તેમનો ભગત બની ગયો છે.
એ સાંભળી દરબાર ચમક્યા ને કહ્યું : એ બને જ કેમ ? ત્યારે કચેરીના
લોકોએ કહ્યું : દરબાર, આ સાચી વાત છે, ને એટલા જ માટે સગરામ
તમારે ત્યાં આવતા બંધ થઈ ગયા છે.
તરત જ દરબારે હુકમ છોડ્યો : બોલાવી લાવો એમને. મારે એની ખાત્રી કરવી છે. દરબારની એ આજ્ઞા પ્રમાણે એક હવાલદાર સગરામને બોલાવી લાવ્યા. સગરામને ભક્તના વેશમાં જોઈ દરબાર સહિત બધા જ આશ્ચર્ય પામ્યા.
દરબારે પૂછ્યું : એલ્યા સગરામ, હમણાં હમણાં તું કેમ દેખાતો
નથી ? કૂતરાં લાવવાનું પણ કેમ બંધ કરી દીધું ? ત્યારે સગરામ કહે : બાપુ, માફ કરજો. હવે તો હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત થયો છું એટલે એવાં અધમ કામ મેં છોડી દીધાં છે.
દરબાર કહે : તેં તારો ધંધો મૂકી દીધો તો પછી તારો વ્યવહાર કેમ
ચાલે છે ? સગરામ કહે : મને પણ શરૂ શરૂમાં તકલીફ પડી. સગાં સંબંધીએ ઘણી ઉપાધિઓ કરી, પણ મેં મચક ન આપી. હું નિયમો
પાળતો રહ્યો. શરૂમાં મને અઘરૂં પડ્યું પણ હવે તો ખેડૂતો પાસે મજૂરી કરી રોટલો રળી લઉં છું. ભગવાનની દયાથી ગાડું હેમખેમ ચાલે છે.
બાપુ, હું એક વાત કરવાની તો ભૂલી જ ગયો. તમારી જેમ હું
પણ એમ માનતો હતો કે સ્વામિનારાયણના સંતોએ લોકોને બીવડાવવા
યમપુરી ઊભી કરી છે. પરંતુ તેમણે એક ચપટી વગાડીને મને મૂર્તિમાન
યમપુરી દેખાડી. મેં મારી સગી આંખે એ બધું જોયું ત્યારે મને સાચી વાત સમજાઈ ને તેમનો ભગત થયો. બાપુ, મારો તો મનખો સુધરી
ગયો.
દરબાર કહે : તું ખરેખરો સુધરી ગયો હોય તો એક પરચો બતાવ કે સંભળાવ. સગરામ કહે : હું તો અભણ માણસ. તમને બીજી શી વાત કરી શકું, પણ આજનો જ તાજો પરચો તમને જણાવી દઉં.
આથી પહેલાં હું તમને કૂતરાં આપવા આવતો ત્યારે તમારાં પગરખાં
પડ્યાં હોય ત્યાં પણ ઊભા રહેવા નહોતું મળતું. બહુ જ દૂર ઊભો રહેતો. પરંતુ આજે તો આપની કચેરીમાં આપની પાસે જ ઊભા રહેવાનું
મળ્યું, વળી આટલી વાર સુધી તમે મારી વાત સાંબળી. આનાથી બીજો
મોટો પરચો કયો હોઈ શકે ?
દરબારને ખરેખર લાગ્યું કે સગરામ હવે વાઘરી મટીને સાચો ભક્ત
બની ગયો છે, તેથી કહે : ધન્ય છે સગરામ, તને ધન્ય છે. તારો મનખો અવતાર પણ ધન્ય થઈ ગયો. આમ જેને ભગવાન મળે છે તેનો અવતાર ધન્ય થઈ જાય છે. એટલે જ આપણે ગાઈએ છીએ કે, એ... એનો ધન્ય થયો અવતાર, જેને શ્રીજી મળ્યા, એ... એના પુણ્યતણો નહિ પાર, જેને શ્રીજી મળ્યા.
દરબાર સગરામને કહે છે કે, તારા ભગવાનને અને સંતોને પણ ધન્ય છે કે જેમણે તને આવા સદાચારના પાઠ ભણાવ્યા, ભક્તિનાં વાવેતર કર્યાં.
આચમન-૭ : ભક્તનું મન બીજે ન લલચાય
સાચો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિ મૂકીને પોતાના મનને બીજે ક્યાંય લલચાવા દે નહિ. ભગવાનની મૂર્તિ વિના બીજાં સુખને આકડાનાં ફળ જેવાં જાણે. એ સમજે કે આકડાનાં ફૂલ પીળા રંગનાં ને બહુ જ સુંદર લાગે છે. પરંતુ જો એને ખાઈશ તો મારું નક્કી મૃત્યુ થશે. આમ
સમજીને એ સાધનમાંથી વૃત્તિ તોડીને ભાવ સહિત ભગવાનની ભક્તિ
કરે. આવા ભક્તની સ્થિતિ કેવી હોય ? ભગવાનના વિરહમાં તેની કેવી સ્થિતિ હોય ? તો,
ત્ત્પધ્ગદ્રધ્ધ્ શ્ન ૠધ્ધ્ગથ્ક્ર ટધ્ધ્ઃ જીગર્સ્ર્ક્રિં સ્ર્બધ્ અગથ્ધ્ઃ દ્રધ્ળ્મધ્ગધ્ષ્ટઃ ત્નત્ન
બ્ત્સ્ર્ક્ર બ્ત્સ્ર્શ્વ પ્સ્ર્ળ્બ્ગક્ર બ્દ્ય્દ્ય્ધ્ધ્ઃ ૠધ્ઌધ્શ્વશ્ચથ્બ્ર્ઘ્ધ્દ્રિંધ્ બ્ઘ્ખ્તદ્રધ્ગશ્વ અધ્ૠધ્ૅ ત્નત્ન
અર્થાત્ પાંખો નથી ફૂટી એવાં પક્ષીનાં બચ્ચા જેમ માતાની રાહ જુએ છે, ભૂખથી દુઃખી થયેલાં નાનાં વાછરડાં જેમ ગાયનું દૂધ પીવાની રાહ જુએ છે, અને વિખુટા પડેલા પ્રિયતમની જેમ વિયોગી પ્રિયતમા રાહ જુએ, જોવાની ઇચ્છા રાખે, તેમ હે ભગવાન, મારું મન આપને જોવાની ઇચ્છા રાખે છે.
એ તો ભગવાનને નિરંતર પ્રાર્થના કરતો રહે છે કે હે ભગવાન,
મને તમારા વિના બીજું કાંઈ જોઈતું જ નથી. તમારા વિરહની એક એક ક્ષણ સો સો યુગની બની જાય છે. ભાગવતમાં કહ્યું છે કે,
ટધ્ધ્શ્વટ્ટઌધ્ક્ર થ્ૠધ્ધ્ઌક્રઘ્, ત્ત્ધ્ટ્ટઘ્ૅ ટધ્ધ્શ્વબ્ર્ઘ્ઘ્િંઽધ્ષ્ટઌશ્વ ત્નત્ન
દ્રધ્દ્ય્ધ્ક્ર સ્ર્ળ્ટધ્ઽધ્ગબ્ૠધ્ સ્ર્ધ્ધ્ક્ર સ્ર્શ્વઌ બ્ઌધ્શ્ચ઼ધ્ગૅ ત્નત્ન
જેના વિના જેઓની એક ક્ષણ પણ સો સો યુગ જેવી બનતી હતી,
તે ગોપીઓને ગોવિંદનાં દર્શન થતાં પરમ આનંદ થતો હતો.
જેના હૃદયમાં સાચી ભક્તિનો ઉદય થયો હોય તેની રહેણીકરણી જ બદલાઈ જાય છે. એના બોલવામાં મધુરતા આવી જાય છે. એના વિચારમાં ઉદારતા આવી જાય છે. એને સહન કરવાની શક્તિ વધતી જાય છે. એને ભગવાનના ગુણગાન કરવાની વધુ લગની લાગે છે.
એને ભક્તોની સાથે રહેવું ગમે છે. એના દુનિયાદારીના મોહ ઓછા થતા જાય છે.
ભક્તિ કરનારો હોય તે બહારથી બહુ દેખાવ ન કરે. ભક્તિ એ
તો હૃદયની સંપત્તિ છે, મહામૂલું ધન છે. એની દુનિયાના બજારમાં જાહેરાત ન હોય. ગોપીઓની ભક્તિ વખણાઈ, તેનું કારણ એ જ હતું કે તે ‘ગોપનશીલા’ ગુપ્ત રાખવાના સ્વભાવવાળી હતી. ભગવાન
પ્રત્યેના પોતાના ભાવને શેરીએ શેરીએ ડંકા વગાડીને જણાવતી ન હતી.
દેખાડો કરતી ન હતી. દેખાડો કરવાથી કદાચ દુનિયા અંજાય, પરંતુ અંદર રહેલા ભગવાન કચવાઈ જાય. ભક્તિનો દેખાડો કરવાનો ન
હોય.
જે બહુ બોલતો હોય તેનામાં ભક્તિ છે જ નહિ. એમ લાગે કે તે ભક્તિ કરે છે પણ તે કેવળ વાચ્યાર્થ છે. જેમ ખીચડી રંધાતી હોય તે જ્યાં સુધી પૂરી ચડી ન રહે ત્યાં સુધી ખદબદ કર્યા રાખે, અવાજ કર્યા રાખે, પણ તે ખીચડી ખાવાના કામમાં આવતી નથી. જ્યારે પૂરી ચડી જાય છે ત્યારે તે અવાજ કરતી બંધ થઈ જાય છે. તેમ જે ભક્તિથી ભરપૂર થઈ જાય છે તે બહારનો દેખાવ કરતો નથી. એ તો ભરેલા ઘડા જેવો છે.
કવિ કાલિદાસ કહે છે કે,
ક્રઠ્ઠદ્ય્ધ્ષ્ટઙ્ગેંળ્ૠ઼ધ્ધ્શ્વ ઌ ઙ્ગેંથ્ધ્શ્વબ્ગ ઽધ્ખ્ઘ્ક્ર-ત્ત્મધ્શ્વષ્ટ ઝધ્ઞ્ધ્શ્વ ઝધ્ધ્શ્વૠધ્ળ્હ્મબ્ગ ઌઠ્ઠઌૠધ્ૅ ત્નત્ન
બ્દ્બધ્ઌૅ ઙ્ગેંળ્ બ્ૐઌધ્શ્વ ઌ ઙ્ગેંથ્ધ્શ્વબ્ગ ટધ્ઢ ટધ્ળ્દ્ય્ધ્હ્મન્કદ્યટ્ટઌધ્ ખ્ધ્દ્યળ્ પસસ્ર્બ્ર્ગિં ત્નત્ન
અધૂરા ઘડા વધુ છલકાય, વધુ રણકે પણ જળથી સંપૂર્ણ ભરેલો ઘડો રણકતો નથી. વિદ્વાન ને કુળવાન ગર્વ કરતો નથી. ગુણ વગરના
લોકો બડબડતા ફરે છે. માટે જેના હૃદયમાં ભક્તિ હોય તે બહુ દેખાવ ન કરે. ભક્તિ કરનારો તો મન, કર્મ, વચને કરીને દૃઢ ભાવથી ભક્તિમાં જ લાગ્યો રહે છે. આવા ભક્તને ધન્યવાદ આપતાં સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી પાંચમા કડવામાં કહે છે કે, નિષ્કામ ભક્તિ નાથની, જેને કરવા છે મન કોડ; બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ એને હોડ...૬
એવી ભક્તિ આદરે, જેમાં લોક સુખ નહિ લેશ;
તેમ સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ...૭
મેલી ગમતું નિજ મનનું, હાથ જોડી રહે હરિ હજૂર; સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભીતરમાં ભરપૂર...૮
સ્વામી કહે છે કે, જેને ભગવાનની નિષ્કામ ભક્તિ છે, તેની આગળ
સકામ ભક્તોનો મોટો સમૂહ હોય તો પણ તે નિષ્કામ ભક્તની તુલ્યે
ન થાય. માટે ભક્તિ તો એવી કરવી કે જેમાં લોકના સુખની ઇચ્છા, શરીરના સુખની ઇચ્છા રહે જ નહિ. પોતાના મનનું ગમતું મૂકીને, ભગવાનની પાસે હાથ જોડીને ઊભો રહે.
ભાવે જેવું ભગવાનને, સમો જોઈ કરે તેવી સેવ પણ વણ સમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ...૯
એવા ભક્તની ભગતિ, વાલી લાગે વાલાને મન નિષ્કુલાનંદ કહે નાથજી, તે ઉપર થાય પ્રસન્ન...૧૦
તેને એ જ ઇચ્છા હોય, એવો જ અંતરમાં ભરપૂર ભાવ હોય કે
મારે તો ભગવાન કહે તેમજ કરવું છે. જે સમયે ભગવાનને જેવું ગમે
તે પ્રમાણે સમય જોઈને સેવા કરે, પણ ભગવાનની મરજી ન હોય,
અર્થાત્ યોગ્ય સમય ન હોય તો કોઈપણ કામમાં કૂદી ન પડે. આવા ભક્તની ભક્તિ ભગવાનને વ્હાલી લાગે છે. આવા ભક્તને ભગવાન
સર્ટિફિકેટ આપે છે, પ્રમાણપત્ર આપે છે કે આ ભક્તને મારે વિશે ભક્તિ છે.
આ વાત શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૧૫મા વચનામૃતમાં જણાવે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને વૃત્તિ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ
મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મુથી
મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે.
આ સાથે બીજી પણ વાત કરે છે કે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી
તેમાં શૂરવીરપણું રહે ને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર
ન થાય, ને નિત્ય નવી શ્રદ્ધા રાખે.
ભક્તની દૃઢતા કેવી છે, વચન પાળવામાં તેની તત્પરતા કેટલી છે,
તેની ભગવાન કોઈવાર કસોટી પણ કરે. તે પણ સામાન્ય નહિ. એકનો એક દીકરો હોય, તે જુવાન જોધ થયો હોય, ગુણીયલ હોય, વ્યવહાર સારી રીતે સંભાળે એવો હોય, ને એને ધામમાં લઈ જવાની ભગવાન
વાત કરે, ત્યારે ખબર પડી જાય કે ભક્તિનું બળ કેટલું ખીલ્યું છે.
આવી જ રીતે ભક્તિની કસોટીમાં આરપાર ઊતર્યા રતનપરના જસમતભાઈ પટેલ. એમનો વ્યવહાર બહુ સારો હતો. ખેતીમાં પણ
તેમને સારી બરકત મળતી હતી. જસમત પટેલ આ બધી જ ભગવાનની કૃપા સમજતા હતા, તેથી સમયે સમયે ભક્તિ કરવામાં પણ મોળા
નહોતા પડતા. ગાય, ભેંસ વગેરે દૂઝણાં પણ ઘણાં હતાં. ખેતી માટે બળદો પણ હતા. પટેલ નીતિથી કામ કરતા તેથી ગામમાં પણ તેમનો
મોભો સારો હતો.
પટેલને મોહન નામનો દીકરો હતો. નાનપણથી તેને સારા સંસ્કાર
મળેલા હતા, તેથી તે પણ ભક્તિપરાયણ જીવન જીવતો હતો.
તેથી તેના અંતરમાં સત્સંગનો કેફ વર્તતો હતો. તેથી ગાતો કે,
મુખડાની માયા લાગી રે, મોહન તારા મુખડાની...
મુખડાની મીઠી વાણી, તેણે મન લીધું તાણી, ઝબકીને સૂતી જાગી રે...મોહન...
સંતો જ્યારે તેમના ગામમાં આવે ત્યારે તે સેવામાં લાગી જતો. બાપ
કરતાં બેટો સવાયો એ રીતે તેના ગુણો જોઈ ગામના લોકો પણ તેના
પ્રત્યે ખૂબ પ્રેમ રાખતા. પોતે હોંશિયાર હતો એટલે વિચાર્યું કે હવે પિતાજી માથે વ્યવહારનો બોજો હળવો કરી દેવો જોઈએ એ મારી ફરજ છે, તેથી બધો જ કાર્યભાર તેણે સંભાળી લીધો હતો. આથી જસમત
પટેલે પણ નિવૃત્તિપરાયણ જીવન કરી ભજનમાં વધારે લગની લગાડી દીધી હતી. દરરોજ સંધ્યા આરતીના નિયમો સંપૂર્ણ કરીને પછી જ તે સૂતા.
જસમત પટેલને પણ પ્રભુ ભજનનો આનંદ હતો તેથી હરખભેર
ગાતા કે,
મહા સુખ મુજને રે હો આપ્યું, સંકટ જન્મ મરણનું કાપ્યું;
પુણ્ય પૂરવનાં રે હો ફળિયાં, મળતાં તાપ હૃદયના ટળિયા...
દર્શન દુર્લભ રે હો પામી, હવે મારી સકળ વેદના વામી...
આવી જ રીતે એક દિવસ તે જસમત પટેલ નિયમ કરીને ઓસરીની કોરે ઢોલિયો ઢાળીને સૂતા હતા. તે જ વખતે શ્રી સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી પર સવાર થઈ રતનપર ગામમાં પધાર્યા. ભક્ત
તો સૂતા હતા. ઘોડી પર બેઠેલા ભગવાને ઘોડી પર બેઠે બેઠે જ ભક્તને જગાડવા વિચાર્યું તેથી ઘોડીની લગામ સ્હેજ ખેંચી, એટલે ઘોડીએ ઓરડાની ઊંચી ઓસરી પર આગળના બે પગ મૂક્યા. ભગવાને હળવે રહીને ભક્તે માથે ઓઢેલું ગોદડું ખેંચ્યું. કહ્યું : ભગત જાગો. ભક્ત
એ સ્વર તરત જ ઓળખી ગયા ને આંખ એકદમ ખોલી, ત્યાં તો ભગતને
હર્ષનો પાર ન રહ્યો. વળી ભગવાને તેજોમય સ્વરૂપે દર્શન આપ્યાં.
ભગત તો હરખઘેલા બની કહેવા લાગ્યા કે, વાહ પ્રભુ વાહ. આપે
તો મારા પર અનહદ દયા કરી, મને સામે ચાલીને દર્શન દીધાં ! પ્રેમના અતિરેકમાં ભગતની આંખોમાંથી પ્રેમનાં આંસુ વહેવા લાગ્યાં. ભગત
કહે : હે પ્રભુ, આપ એ કહો તો ખરા કે આપને અચાનક કેમ આવવાનું થયું ? ભગવાન કહે : અમારે તમને એક અગત્યની વાત કરવી છે,
તેથી રાતોરાત તમારી પાસે આવ્યા છીએ.
ભગત કહે : ભલે મહારાજ, આપ કૃપા કરી મને એ વાત જણાવોને.
ભગવાન કહે : ભગત, આમ તો એવો વિચાર થાય છે કે આ વાત
કરું નહિ. કેમ જે એ વાત કરીશ તો તમને આઘાત લાગશે. ભગત
કહેઃ મહારાજ, તમે વાત કરો ને મને આઘાત લાગે, તો હું તમારો ભક્ત શાનો ? માટે આપને જે કહેવું હોય તે ખુશીથી કહો.
ભગવાન કહે : અમારે તમારા મોહનને ધામમાં તેડી જવો છે, બોલો એમાં તમે રાજી છો કે નહિ ? ત્યારે તદ્દન નિર્મોહી ભગત કહે : અરે
પ્રભુ, મોહન તમારા ધામમાં આવે એનાથી બીજું રૂડું શું ? અહીં તો જગતમાં હાયવોયની હાટડી હોય એના કરતાં ધામમાં બેઠાં બેઠાં તમારી
મૂર્તિની મોજ માણવી એ તો જીવનની ધન્ય ઘડી. આમેય મોડું વહેલું એક દિવસ તો મરવાનું જ છે.
સંતોએ ગાયું છે કે,
જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી; આવ્યા ત્યારે શું લાવ્યા’તા, શું લઈ જાવું સાથેજી...
સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાયેજી; આજ કાલ કરતાં આવરદા, જોને ઓછી થાયેજી...
માટે જેટલું વહેલું સુખ મળે તેટલું વધારાના લાભનું. ભગવાન કહે : ભગત, જરા વિચારીને બોલજો. આ નિર્ણય થઈ જશે પછી એમાં ફેરફાર
નહિ થાય. એકનો એક જુવાનજોધ દીકરો ધામમાં જશે ને પછી એકલા થઈ રહેશો, તે વખતે વિચાર કરશો કે અરે, હું તો લૂંટાઈ ગયો, મારું ઘર બરબાદ થઈ ગયું. આવો વસવસો કરશો તો પણ કાંઈ નહિ વળે.
માટે બરાબર વિચાર કરીને જવાબ આપજો.
ભગત કહે : મહારાજ, મારા દીકરાને અક્ષરધામના રાજ્યનું તેડું આવે ને જો તેમાં હું ના પાડું તો હું તેનો બાપ નહિ, પણ તેનો વેરી
ગણાઉં. આમેય હું ક્યાં તેનો બાપ છું.
શરીરનાં સંબંધી સર્વે, શરીર સાથે જાશેજી; ઋણ સંબંધે ભેગાં થઈને, અંતે અળગાં થાશેજી...
શ્રાવણ મહિનાની વાદળિયો, વાયુથી વેરાયેજી; એ પ્રમાણે સગાં સહોદર, થાયે ને વહી જાયેજી...
આપે જ મને થાપણ તરીકે સાચવવા આપ્યો છે. તમારી થાપણ તમે
માગો છો, એમાં મારે આનાકાની કરવાની હોય જ નહિ. મારી વસ્તુ હોય તો મારે માગણી કરવી પડે.
જસમત પટેલની આવી જ્ઞાનસભર સમજણ જોઈ ભગવાન તેના ઉપર બહુ જ રાજી થયા. કહ્યું : ભગત, તમને ધન્ય છે. લોકમાં જનકરાજાનાં વખાણ થાય છે, તેના કરતાં પણ તમારી સમજણ ચડી જાય તેવી છે. હવે તમે તૈયાર રહેજો. આવતી કાલે બપોરે ત્રણ વાગે અમે મોહનને તેડવા આવશું.
ભગત કહે : ભલે મહારાજ, હવે આપ આ વાયદામાં ફેરફાર ન
કરજો. આમ નક્કી કરી ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા.
બીજે દિવસે સવારે જસમત પટેલે પોતાના પુત્ર મોહનને બધી વાત
કરી. એ સાંભળી મોહન પણ બહુ જ રાજી થયો. કહેવા લાગ્યો : વાહ
મહારાજ, મારા ઉપર આપે બહુ જ દયા કરી. પછી પટેલે ગામમાં ખબર આપ્યા કે ભગવાન આજે બપોરે મારા મોહનને તેડવા પધારવાના છે.
આ સાંભળી લોકો તમાશો જોવા ભેગા થયા. તેઓને એમ હતું કે
મોહનને તો નખમાંય રોગ નથી ને તે એકાએક કેમ ધામમાં જશે.
બપોરના ત્રણ વાગવા આવ્યા. એટલે મોહનને તાવ આવવા માંડ્યો.
મોહને નક્કી કરી નાખ્યું કે, ભગવાનનો સંકેત આવી ગયો, તેથી ભજનમાં લાગી ગયો.
મારા છેલ છબિલા લાલ રે, મહારાજા મેરા યાર; વાટ જોઈને હું ઊભી છું, ઘણી ઘડી થઈ આજ;
તમે પધારો નાથજી તો, સરે અમારાં કાજ રે...મહારાજા...
બરાબર ત્રણ વાગ્યા ત્યાં દિવ્ય તેજોમય વિમાન જસમત પટેલના વિશાળ ફળિયામાં ઊતર્યું. સુવર્ણમય એ વિમાનની શોભા જ ખરેખર અજબની હતી. મધ્ય ભાગમાં મોટા સિંહાસનમાંથી શ્રી સ્વામિનારાયણ ભગવાન ઊતર્યા ને સાથે આવેલા મુક્તો પણ વિમાનમાંથી ઊતર્યા.
ગામના લોકો તો ફાટી આંખે આ જોતા જ રહ્યા.
મોહનની પાસે આવીને શ્રીહરિએ કહ્યું : બેટા, તું તૈયાર છે ને ?
તને તેડવા માટે અમે આવ્યા છીએ. મોહન કહે : પ્રભુ, હું તો ક્યારનોય
તૈયાર થઈને તમારી રાહ જોતો બેઠો છું. પછી પિતાજીને કહે : બાપા, ભગવાન પધાર્યા છે, ને તેમની સાથે જાઉં છું. ભલે ત્યારે, જય
સ્વામિનારાયણ.
તરત જ જસમત પટેલ ભગવાનને કહે : પ્રભુ, મારે એક કામ બાકી રહી ગયું છે. તે હમણાં જ પતાવીને આવું છું. તો થોડીવાર રાહ જુઓને.
ભગવાન કહે : ભલે જાઓ, પણ બહુ વાર ન કરજો. અમને મોડું થાય
છે. પછી પટેલ ગામમાં જઈ દુકાનેથી અડધો મણ સાકર લાવ્યા. ભગવાન
પાસે મૂકીને કહે : ભગવાન આને આપ પ્રસાદીની કરી આપો. ભગવાને
તે સાકર પર હાથ ફેરવી પ્રસાદીની કરી આપી. પછી ભગત તે સાકર
લઈ અહીં જે કોઈ આવેલા હતા તેેને ખોબે ને ખોબે આપવા માંડ્યા.
ભગવાન કહેઃ ભગત, આ શું કરો છો ? ભગત કહે : મહારાજ, આજનો દિવસ તો મારા માટે સોનાનો છે. મારો દીકરો આજે અક્ષરધામની ગાદીએ બેસશે. એનો આનંદ મને છે માટે હું સાકર વહેંચું છું. આમ વાત કરતાં કરતાં ભગતે બધી સાકર લોકોને વહેંચી દીધી.
પછી કહે : મહારાજ, હવે આપની જેમ મરજી હોય તેમ કરો. ભગતના
માથે હાથ મૂકી તેમને પ્રેમથી ભેટીને પછી મોહનની સામે જોઈને ચપટી વગાડી કે મોહને ભૌતિક દેહનો ત્યાગ કરી દીધો. તેને દિવ્ય વિમાનમાં બેસાડી ભગવાન મુક્તે સહિત ત્યાંથી અદૃશ્ય થયા. આ બધું નજરોનજર નિહાળી સૌ આશ્ચર્ય પામ્યા.
આપણને પણ સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે રાખી આવી નિષ્કામ ભક્તિ કરી ભગવાનની મરજી પ્રમાણે વર્તવાની સમજણ આપી છે; તો આપણે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને
પ્રાર્થના કરીએ કે, અમે આપની ભક્તિ કરી જસમત પટેલની જેમ
આપની મરજી સાચવનારા બનીએ.
આચમન-૮ : નિષ્કપટ ભક્તિ સુખ દેનારી
ભક્તિનિધિની કથા પ્રસંગે સ્વામીબાપા ભક્તજનોને ભક્તિના
મહાનિધિ - મહાસાગરમાં રસતરબોળ કરી રહ્યા હતા. સ્વામીબાપાના
મધુર કંઠે કથાનું શ્રવણ કોણ ચૂકે ? શ્રોતાજનો જેમ જેમ એ કથાનો આસ્વાદ માણતા હતા તેમ તેમ તેઓનાં મન વધુ ને વધુ ભક્તિ પરાયણ બનતાં હતાં. કથા પ્રસંગે છઠ્ઠું કડવું વંચાયું તેમાં આવ્યું કે,
પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી; જે ભક્તિ કા’વે અતિ નિષ્કામજી, ધર્મ સહિત છે સુખનું ધામજી...૧
ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે;
તેને તોલે ત્રિલોકમાંહી, સમજી જુઓ નહિ નીસરે...૨
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, જેમને ભગવાનને ખરેખર રાજી કરવાનું તાન છે તેમણે અત્યંત આતુરતાપૂર્વક ભગવાનની ભક્તિ
કરવી. એ ભક્તિમાં બીજી કોઈ કામના - ઇચ્છા ન જોઈએ. એ પણ ધર્મ સહિત હોવી જોઈએ. આવી ધર્મ સહિત ભક્તિ જે ભક્ત કરે છે
તેની તુલ્ય ત્રણેય લોકમાં કોઈ નથી. કારણ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન ધર્મ ભક્તિના પુત્ર છે, તેથી જે ધર્મસહિત ભક્તિ કરે છે તેને ત્યાં નિવાસ કરીને રહે છે.
જેેણે આ લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં; એક ભક્તિ ભાવી ભગવાનની, વિષય સુખ વિષ સમ કર્યાં...૩
જેણે પંચ વિષય શું પ્રીત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા;
તજી મમતા તન મનની, તેને રહી કહો કેની પરવા...૪
આવા ભક્ત હોય તેને આ લોકના સુખની આશા તો હોય જ નહિ.
અરે સ્વર્ગ, બ્રહ્મલોક વગેરે પરલોકના સુખની પણ આશા ન હોય. એ
તો એમ જ જાણે કે જગતના પંચવિષય છે તે તો વિષ - ઝેર જેવા છે,
માટે તેમાંથી પ્રીતિ તોડીને ભગવાનની ભક્તિ કરવી એ જ સારમાં સાર છે. તન, મનની મમતા બંધનકારી છે, માટે એની પરવા પણ મારે શા
માટે રાખવી જોઈએ ?
જો એમાં મમત રાખીએ તો ભગવાનને ભૂલી જવાય. દેવાનંદ સ્વામી
ચેતાવે છે કે,
ધન દોલત નારી ને ઘણા દીકરા રે, ખેતીવાડી ઘોડી ને ઘરબાર...
તેમાં ભૂલી ગયો ભગવાનને રે...
મેડી મંદિર જરૂખા ને માળિયા રે, સુખદાયક સોનેરી સાજ...
તેમાં ભૂલી ગયો ભગવાનને રે...
આ લોકના માનવીને રાજી કરવાથી કદાચ મને આ લોકની મોટપ
મળશે, પણ તેણે કરીને મારું મુક્તિ સંબંધી કામ સુધરશે નહિ. વળી કદાચ હું આ લોકના માનવીને કુરાજી કરીશ તેમાં મને મુક્તિ સંબંધી કામમાં ખોટ પણ નહિ આવે. મારે જો સાચા સુખને પામવું હશે તો ભક્તિ કરીને ભગવાનને રાજી કરવા જોઈશે. આ ભક્તિ દેખાડવા પૂરતી
નહિ, પણ મહાત્મ્યે સહિત કરવાથી ભગવાનનો યથાર્થ રાજીપો મળશે.
આમ સાચા ભક્તની એવી ટેક કોઈપણ સંજોગમાં ફરે જ નહિ. એટલે જ સ્વામી કહે છે કે,
પરબ્રહ્મને પ્રસન્ન કરવા, કરે ભક્તિ મહાત્મ્યે સહિત; ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ રીત...૬
નિષ્કપટ નાથની ભગતિ, સમજો સુખ ભંડાર છે; એની બરાબરી નોય કોઈ બીજું, એ તો સર્વે સારનું સાર છે...૭
સ્વામી કહે છે કે, નિષ્કપટભાવે ભગવાનની ભક્તિ કરવી એ જ સુખનો ભંડાર છે, એ જ સારનું સાર છે. ભગવાન અને તેમના સત્પુરુષને રાજી કરવાનો પણ આ જ ઉપાય છે. ગઢડા પ્રથમ પ્રકરણના ૫૮મા વચનામૃતમાં આ વાત સ્પષ્ટ રીતે દર્શાવી છે. આનંદાનંદ
સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો જે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા,
તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહે કરીને સર્વને નમતો રહે
તો એને ઉપર મોટા સંત રાજી થાય છે. માટે જેને ભક્તિમાર્ગે આગળ
વધવું હોય તેણે ભગવાન ને સત્પુરુષ આગળ ક્યારેય કપટ ન રાખવું.
જીવનપ્રાણ અબજી બાપાશ્રી પણ કહે છે કે, શ્રીજીમહારાજને વિશે ભગવાનપણાનો નિશ્ચય હોય પણ જો કપટી હોય ને તે જો પોતાનું કપટ જણાવા દે નહિ તો તેને જન્મ ધરવો પડે. જેમ મૂળજી લુવાણો ઘરેણાંનો ડબો ચોરી ગયો હતો તેને વીસ ગાઉથી પાછું આવવું પડ્યું. તેમ કપટીને જન્મ ધરવો પડે. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે પણ ગાયું છે કે, એક કપટી ન તરે રે મહારાજ, શરન આયે સબહી તરે;
પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, ન તરે કૌરવ સમાજ...શરન...
નારદ શુક સનકાદિક તરી ગયે, ન તરે સો રાવનરાજ...શરન...
ભક્ત વિભીષણ ઉદ્ધવ તરી ગયે, ન તરે યવન શિરતાજ...શરન...
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે છે કે, જે કોઈ ભગવાનના શરણે આવે છે તે તરી જાય છે પરંતુ જે કપટ રાખે છે તે ક્યારેય પણ ભવસાગર
તરી શકતા નથી. પાંડવો, દ્રૌપદી વગેરે તર્યાં પણ કપટબાજી ખેલનારા કૌરવો ન તર્યા. નારદ, શુક, સનકાદિક વગેરે તરી ગયા પણ કપટ કરનાર રાવણ ભલેને મોટો રાજા હતો તો પણ ન તર્યો.
શ્રી વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમાં પણ કહે છે કે, જે વાત તો અંતર કેરી જાણે, ઠગાય તે તો નહિ કોઈ ટાણે;
તેને જ જો છેતરવાનું ધારે, તો તેહને પાતક થાય ભારે...
ભગવાન તો અંતર્યામી છે. એ તો હાથમાં જળનું બિંદુ હોય તે આરપાર દેખાય તેમ બધે જ, ને બધું જ આરપાર દેખે છે. ભલેને ઊંડી ગુફામાં કોઈ જાય તો પણ ભગવાનને કાંઈ જ અજાણ્યું નથી.
જે ભગવાનને છેતરવા ધારે છે તેને મોટું પાપ લાગે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે,
સ્ર્ધ્શ્વ શ્વબ્ડ્ડધ્ સ્ર્ળ્ટધ્ગૅ ઢ ત્અસ્ર્દ્રધ્શ્વદ્ય્ધ્ ઘ્ધ્ જીગઃ ત્ન
ભગવાન તો સ્ર્ળ્ટધ્ગૅ - એકી સાથે, ઢ શ્વર્બ્ીધ્ - બધું જ જાણે છે.
તે કેવી રીતે ? તો પ્રત્યક્ષ પ્રમાણ આપણે દેખીએ છીએ તેવી રીતે સદાય
સ્વતંત્રપણે દેખે છે.
એટલે જ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૭૬મા વચનામૃતમાં કહે છે કે, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની એ
ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તોય પણ તે સાથે અમારે બને નહિ.
સ્વામીબાપા કહે છે કે જેનો કપટી સ્વભાવ હોય તે તો ઘરડો થાય
તો પણ તેની ટેવ મૂકે નહિ, તેના કારણે તેનો ફજેતો થાય છે.
એક નગરશેઠની દીકરી બહુ જ રીસાળ હતી. ગમે તે કોઈ હોય
પણ જો તે તેને પોતાનું ધાર્યું કરવા ન દે એટલે તે રીસાઈ જાય. કોઈવાર
તે આડી અવળી સંતાઈ જાય. ત્યારે શેઠ તેને શોધવા ફાંફાં મારે. પછી જ્યારે મળે ત્યારે કહે કે ફલાણા ભાઈએ મને આમ કહ્યું. પછી શેઠ
તે ભાઈને સારી પેઠે વઢે ત્યારે તે રાજી થતી. એમ કરતાં એની અવળાઈ
વધવા માંડી. તેથી શેઠ પણ તેને વઢ્યા.
તેથી તેણે રીસમાં ને રીસમાં નક્કી કરી લીધું કે હું કૂવે પડીને મરી
જાઉં. પછી વેગમાં ને વેગમાં તે કૂવા તરફ જતી હતી. તેણે ઘણા દાગીના
પહેરેલા હતા. તેનો વેગ જોઈને રસ્તામાં બેઠેલા ડોસાએ પૂછ્યું : દીકરી, ક્યાં જાય છે ? ત્યારે પેલી છોકરી કહે : કૂવે પડવા. એ સાંભળી ડોસાએ વિચાર કર્યો કે છોકરી કૂવામાં પડશે એટલે મરી જાશે. પરંતુ તેણે દાગીના
પહેર્યા છે તે મને મળી જાય એવી યુક્તિ કરું. તેથી છોકરીને કહ્યું : દીકરી, જો તને મનાય, તો હું એક વાત કરું. છોકરી કહે : કહો, શું કહેવું છે ? ડોસો કહે : કૂવામાં પડવાથી મરતાં ઘણી વાર લાગે. ઘણો સમય સુધી જીવ ન જાય. જો ગળે ટૂંપો ખાઈએ તો જલ્દી છૂટકો થઈ
જાય. ઝાઝીવાર દુઃખ ભોગવવું ન પડે.
છોકરી ચાલાક હતી. તે ડોસાની આ કપટબાજી સમજી ગઈ, તેથી
તેણે પણ યુક્તિ શોધી કાઢી. તેણે કહ્યું : તમે દોરડું લાવી આપો તો હું ગળે ફાંસો ખાઉં. ડોસાને થયું કે આ તો સહેજમાં બરાબરનો લાગ
આવ્યો છે. તેથી જલ્દી જઈને ઘરેથી દોરડું લઈ આવ્યો ને ઝાડની ડાળીએ
તે બાંધ્યું. પછી કહ્યું : આ દોરડું ગળે બાંધીને ટીંગાતું મેલ. છોકરી કહે :
મને એ કરતાં આવડતું નથી એટલે પહેલાં તમે મને કરીને દેખાડો પછી હું કરું. તેથી ડોસાએ દાગીના જલ્દી મળી જાય એના લોભમાં ને લોભમાં ઢોલકી ઉપર ચડી દોરડામાં જ્યાં ગળું ભરાવ્યું ત્યાં પેલી ચપળ છોકરીએ ઢોલકી ખસેડી લીધી. એટલે ડોસાને ગળે બરાબર ફાંસો ભરાયો. ડોસો
તો રાડારાડ કરવા માંડ્યો કે જલ્દી ઢોલકી લાવ, મને ઉતાર. ત્યારે છોકરી કહે : ભા, આ તો ભારે દુઃખ પડે છે, માટે મારે નથી ચડવું. થોડીજ વારમાં ડોસાના રામ રમી ગયા. છોકરીને વિચાર થયો જે મરવાનો વિચાર કરવો સહેલો છે પણ મરવું બહુ મુશ્કેલ છે. તેથી પાછી ઘેર
ગઈ. આ બાજુ ડોસો કપટ કરવા ગયો તો તેને જ કપટનો ભોગ બનવું
પડ્યું. જિંદગી ખોવી પડી. માટે જ લોકમાં કહેવત છે કે, દગલબાજી કરવા થકી, કદી ન થાય કલ્યાણ;
જાતે કરીને જોઈ લ્યો, જો ચાહો તે લ્હાણ...
જેમ આ લોકમાં કપટ કરનાર કોઈને ગમતો નથી, તેમ કોઈ ભક્તિ
કરતો હોય પણ જો તે કપટ રાખે તો તે ભગવાનને ગમતો નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્ય પ્રકરણના ૩૯મા વચનામૃતમાં કહે છે કે કોઈ બાઈ ભાઈ હોય ને તેની કોરનું અમારે એમ જાણ્યામાં આવે જે આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે, પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી, તો તેને દેખીને મન રાજી ન થાય
ને તેની સાથે સુવાણ પણ ન થાય, ને જે ખરેખરો ભગવાનનો ભક્ત
હોય તો તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ થાય.
એટલે જ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી છઠ્ઠા કડવામાં આગળ
સમજાવતાં કહે છે કે,
સાચી ભક્તિ ભગવાનની, સર્વે પર શિર મોડ છે; બીજાં સાધન બહુ કરે, પણ જુઓ એની કોઈ જોડ છે ?...૮
જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં સરસ તુપ; જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ...૯
એવી અનુપમ ભગતિ, ભાવી ગઈ જેને ભીતરે; નિષ્કુળાનંદ કે’ સર્વે સાધન, એની સમતા કોણ કરે...૧૦
જે કપટ રહિત થઈને ભક્તિ કરે છે, તે ભગવાનને ગમે છે. આવી નિષ્કપટ ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે. બીજાં ગમે તેટલાં સાધન કરે પણ
તે નિષ્કપટ ભક્તિની તોલે ન આવે. જેમ ગળપણવાળા પદાર્થમાં સાકર સૌથી ગળી લાગે છે, રસમાં સૌથી સરસ તુપ-ઘી છે, વસ્ત્રમાં સૌથી સરસ જરકસી વસ્ત્ર છે, તેમ નિષ્કપટ ભક્તિ ભગવાનને બહુ જ વહાલી છે. આવી ભક્તિ જેને ભાવે છે તે ભગવાનને વહાલો બને છે.
ભક્તિ માટે જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે, એમ કહીને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ મોટું લીસ્ટ બનાવીને સાતમું કડવું રજુ કર્યું છે.
ભક્તિસમાન નથી ભવમાં કાંયજી, સમજુ સમજો સહુ મન માંયજી;
પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી...
કે’વાતું નથી કલ્પતરુ, નવ નિધિ ને સિદ્ધિ સમેત; કામદુઘા અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઈ રીત...૨
જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ; સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ...૩
સ્વામી કહે છે કે વૃક્ષોમાં બાવના ચંદન શ્રેષ્ઠ છે, પથ્થરમાં પારસ
શ્રેષ્ઠ છે, સપ્ત ધાતુમાં સુવર્ણ શ્રેષ્ઠ છે, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે, તેજોમય
શરીરવાળામાં સૂર્ય શ્રેષ્ઠ છે, શીતલ શરીરધારીમાં ચંદ્ર શ્રેષ્ઠ છે, પાત્રમાં અક્ષયપાત્ર શ્રેષ્ઠ છે, પંચભૂતમાં આકાશ શ્રેષ્ઠ છે, દેવોમાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે, રૂપમાં કામદેવ શ્રેષ્ઠ છે, તેમ સર્વ સાધનમાં ભક્તિ શ્રેષ્ઠ છે. આ બાબતની રજૂઆત કરતાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આઠમા કડવામાં કહે છે,
ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારું છું મનજી; જે સારુ જન કરે છે જતનજી, તેમાં સુખ થોેેડું દુઃખ રહ્યું છે સઘનજી...
સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ; માને સુખ તેમાં મૂરખા, જે હોય હૈયાના ટળેલ...૨
જેમ સોનરસથી સોનું કરતાં, જોયે સવા લાખ ચટી ચોટ; એક લાખ તૈયે ઊપજે, જાયે પા લાખની ખોટ...૩
તેમ સાધન કરી શરીર દમે, વળી પામે તે માંહીથી સુખ; તે સુખ જાયે જોતાં જોતાં, પાછું રહે દુઃખનું દુઃખ...૪
બીજાં સાધન કરવામાં દાખડો ઘણો પડે છે. પરંતુ તેનું ફળ બહુ જ અલ્પ હોય છે. વડના ટેટા દેખવામાં સારા લાગે છે પણ ખાવાના ઉપયોગમાં આવતા નથી. તાડનાં ફળ બહુ ઊંચે હોય છે, તેને તોડતાં
ઘણી મહેનત પડે છે. પછી જ્યારે ખાય છે ત્યારે ખરખરો થાય છે કે બધી મહેનત પાણીમાં ગઈ. એમ બીજાં સાધનને અંતે પસ્તાવાનું જ રહે છે. ભક્તિ તો અમૃતવેલ જેવી છે, તેને થોડી જ ખાય તો પણ સંતોષ થાય છે. બીજાં સાધન તો વિષ - ઝેરની વેલ જેવાં છે.
પંચાણ આપે પાંચ રોકડા, લપોડ શંખ કહે લેને લાખ પણ ગણીને ગાંઠે બાંધ્યાતણી, વળી કોયે ન પૂરે સાખ...૯
તેમ હરિભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય નિષ્કુલાનંદ કહે નરને, જાણી લેવું એવું મનમાંય...૧૦
કોઈ સત્યવાદી શેઠ આવીને કહે કે હું તને પાંચ રૂપિયા આપીશ,
તો તે જરૂર આપશે જ. પરંતુ જે લપોડ શંખ હોય તે એમ કહે જે હું
તને લાખ રૂપિયા આપીશ, પણ એ બધું જુઠાણું જ હોય છે. લોકમાં કહેવાય છે કે રોકડીયા જી ને ખીચડીમાં ઘી. એમ બીજાં સાધન એ વાયદાના વેપાર જેવાં છે ને ભક્તિ તો રોકડીયા વેપાર જેવી છે. એટલે જ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, (રાગઃ આશાવરી)
સંતો જુઓ મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારી રે; સંતો જૂઠી ભક્તિ જક્તમાં કરે છે, સમજ્યા વિના સંસારી; ખોવા રોગ ખાય છે રસાયણ, દીધા વિના દરદારિ રે...સંતો...૧
સ્વામી કહે છે કે, સાચી ભક્તિ, નિષ્કપટ ભક્તિ, સદાય સુખ
કરનારી છે. પરંતુ કેટલાક લોકો સમજ્યા વિના ભક્તિ કરતા જોવામાં આવે છે, એ કેવું છે ? તો કોઈ રોગી હોય તે વૈદ્યને પૂછ્યા વિના ગમે
તે દવા લઈને ખાઈ જાય ને વિચારે કે હું નિરોગી થઈ જઈશ, પણ
તેમ થવું અશક્ય છે.
વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહિ અન્નવારિ નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારી રે; સં૦..૨
આ ભવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી જિયાં તિયાં આ જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારીરે; સં૦..૩
વળી કોઈ મુસાફર હોય તે કોઈને પૂછ્યા વિના નીકળી પડે ને ધારે જે દૂરના ગામે પહોંચી જઈશ. પોતાને તો ખબર હોય જ નહિ કે રસ્તામાં અન્ન કે પાણીની સગવડ મળશે કે નહિ. તેથી વટમાં ને વટમાં નીકળી
પડે. રસ્તાની અધવચે આવે ત્યારે બરાબર તડકો તપ્યો હોય તે વખતે બરાબર ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, પરંતુ પાણી કે અન્ન હોય
નહિ તે વખતે વિચાર કરે જે હું પાછો ઘેર પહોંચી જાઉં, તો તે પણ થાય નહિ, ને સામેના ગામે પહોંચવાનું છે, તે પણ બની શકે નહિ.
છેવટે મરવાનો સમય આવે.
ભક્તિ વિના ભવપાર ન આવે, સમજો એ વાત છે સારી નિષ્કુલાનંદ કે’ નિર્ભય થાવા, ભક્તિનિધિ અતિ ભારીરે; સં૦...૪
તેમ ભગવાનની ભક્તિ કરવાનું ભૂલીને લોકો બીજાં સાધનની ભુલભુલામણીમાં ભમ્યા કરે છે. માટે જેને ખરેખરા નિર્ભય થવું છે તેણે
તો નિષ્કપટભાવે ભગવાનની ભક્તિ કરવી.
આમ, ભક્તિનિધિ દ્વારા સ્વામીબાપાએ આપણને નિષ્કપટભાવે ભક્તિ કરવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે તે અનુસાર આપણે શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે રહી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને
પ્રસન્ન કરવા આ નિર્ભય માર્ગે પ્રગતિ કરતા રહીએ એમાં જ જીવનની સાર્થકતા છે.
આચમન-૯ : ભક્તિમાં નડતરરૂપ અહંમમત્ત્વ
ભગવાનની ભક્તિ કરવા માટે આપણને ભગવાનની કૃપારૂપી એવો
મનુષ્ય જન્મ મળ્યો છે કે તે દેવોને પણ દુર્લભ છે. એ મનુષ્ય જન્મ
પામીને આપણે ભગવાનની ભક્તિના માર્ગે ચાલ્યા છીએ એ આપણા ઉપર ભગવાનની સવિશેષ દયા છે. પરંતુ જો સાચો વિચાર ન હોય,
તો ભક્તિમાં પણ ભૂંડાઈનો ભેગ ભળી જાય. તો ભક્તિ કરવાની વાત
એક બાજુ રહી જાય ને ખોટી ખેંચતાણ ઊભી થાય. આ બધું થવાનું કારણ અહંમમત્ત્વ છે. આ વાત સમજાવવા માટે ગુરુદેવ સ્વામીબાપા ભક્તિનિધિના આઠમા કડવાનો ઉલ્લેખ કરતાં કહે છે કે, ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, જન મન પામે છે ખેદજી; એક બીજાનો કરે છે ઉચ્છેદજી, તે તો નથી કેને ઉર નિર્વેદજી...૧
નિર્વેદ વિના ખેદ પામી, કરે છે ખેંચતાણ;
નંદે વંદે છે એક એકને, એ સહુ થાય છે હેરાણ...૨
શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, ભક્તિમાં પણ ભેદ ભર્યા છે.
તેમાં પોતપોતાની સમજણ પ્રમાણે એકબીજાની નિંદા કરવામાં તત્પર રહે છે. આમ ખેંચતાણ કરતાં એક જણ વંદન કરે છે, તો બીજો નિંદા કરે છે. પરંતુ જો નિષ્કામ થઈને ભક્તિ કરે અર્થાત ્ ભગવાન ને સત્પુરુષ જે માર્ગ બતાવે તે પ્રમાણે ભક્તિ કરે તો કોઈપણ પ્રકારનો ખેદ ઊભો થાય જ નહિ.
નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે ભેદ; નિષ્કામ થઈ કોઈ નર કરે, તો શીદ પામે કોઈ ખેદ...૩
પણ અંતર ઊંડો અભાવ છે, બહુ બળ દેખાડે છે બા’ર; જ્યાન થયું તે જાણતો નથી, કથી શું કહીએ વારમવાર...૪
કેટલાક એવા પણ જોવા મળે છે કે પોતાને અંતરમાં અભાવ હોય
તો પણ બહારથી બહુ ભાવ દેખાડે, બળ દેખાડે, પણ એમ કરવાથી
તો તેને જ નુકશાની થાય છે. આવા દેહાભિમાનીને ભગવાન કે સંત તેના સારા માટે ખોટ ઓળખાવે ત્યારે તે અવગુણ લે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન લોયાના પહેલા વચનામૃતમાં કહે છે કે, સંત છે તે તો ધર્મવાળા છે તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે. પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતાં આવડે નહિ, ને સામો સંતનો અવગુણ લે.
જીવનપ્રાણ અબજી બાપાશ્રી ભાગ-૧ની ૯મી વાતમાં કહે છે કે, અહંમમત્ત્વથી તો ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય. સત્સંગમાં દાસપણું રાખે તેને કોઈનો અવગુણ ન આવે ને તેમાં રૂડા ગુણ આવે છે. જેને દાસપણું ન આવે ને પોતાને મોટા જાણે તેમાં માન, ક્રોધાદિક દોષ રહે છે. તે દોષ સત્સંગના અવગુણ લેવરાવીને સત્સંગથી બહાર
લઈ જાય છે ને હેરાન હેરાન કરે છે.
ભગવદ્ગીતામાં કહ્યું છે કે,
ત્ત્દ્યક્રઙ્ગેંધ્થ્ક્ર ખ્ધ્ૐક્ર ઘ્ઢ ઙ્ગેંધ્ૠધ્ક્ર ઇ ધ્શ્વમક્ર બ્થ્ટધ્ત્દ્યૠધ્ૅ ત્નત્ન
બ્ૠધ્ળ્હૃસ્ર્ બ્ઌૠધ્ષ્ટૠધ્ઃ ઽધ્ધ્ર્ગિંધ્શ્વ ખ્ધ્ત્ધ઼્િધ્ઠ્ઠસ્ર્ધ્સ્ર્ ઙ્ગેંસગશ્વ ત્નત્ન
અર્થાત્ જે અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધ, પરિગ્રહ - સંગ્રહવૃત્તિ ત્યજી દે ને મમત્ત્વનો પણ ત્યાગ કરે છે ને શાંત સ્વભાવે વર્તે છે તે બ્રહ્મભાવને પામે છે.
સર્વ દોષનો ત્યાગ થઈ જાય ને બધા ગુણ આવે તેનો ઉપાય પણ
શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયાના છઠ્ઠા વચનામૃતમાં બતાવ્યો છે.
તેમાં ભગવાન પોતે જ પ્રશ્ન પૂછે છે કે આ સંતમાં એવો કિયો એક
દોષ છે જે તેનો ત્યાગ કરે ત્યારે સર્વ દોષ માત્રનો ત્યાગ થઈ જાય ?
અને એવો કિયો એક ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે ? ત્યારે
તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, દેહાભિમાનરૂપ જે દોષ છે તેમાં સર્વે દોષ રહ્યા છે, ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે
ને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક
ગુણ આવે તો સર્વ ગુણ માત્ર આવે છે.
અહંકાર કેવું મોટું વિઘ્ન ઊભું કરે છે તે મીરાંબાઈએ કહ્યું છે કે, જબ મૈં થી તબ વો નહિ, જબ વો હૈ તબ મૈં નહિ;
પ્રેમગલી અતિ સાંકરી, તામે દો ન સમાહિ.
જ્યાં સુધી જીવનમાં દેહભાવ છે - અહંભાવ છે ત્યાં સુધી ભગવાન
દૂર જ રહે છે. પ્રેમની ગલી એટલી બધી સાંકડી છે કે એ ગલીમાંથી કાં તો હું, હું નો ઘોંઘાટ કરતો અહંભાવ પસાર થઈ શકે છે. કાં તો
પ્રભુપ્રીતિની મધુર સૂરાવલિ પસાર થઈ શકે છે. અહંભાવ સાથે ભક્તિ
થઈ શકે જ નહિ.
ખ્રિસ્તી લોકો ગળામાં ક્રોસ પહેરે છે. તેમાં ઊભી લીટી છે તે ૈં અર્થાત ્
હું, અંગ્રેજીમાં એ હંમેશાં કેપીટલ જ આવે. આમ ૈં માથું ઊંચું જ રાખે.
આ ૈં નો છેદ કરવો જોઈએ. તેના માટે આડી લીટી છે. આમ જે અહંભાવનો છેદ કરે છે તેના પર ભગવાનની કરુણા વરસે છે. જેના હૈયામાં ભક્તિ હોય તેનો અહં ઓગળી જાય છે. ભગવાન આપણને છાતી સરસા લગાવે એવી ઇચ્છા બધાને હોય પણ તે લાભ લેવા માટે અહં ઓગાળી નાખવો પડે.
સ્વામીબાપા આ વિષય પર એક બનેલી ઘટના રજૂ કરે છે.
ઇંગ્લેન્ડનાં રાણી વિક્ટોરીયાના પતિનું નામ પ્રિન્સ આલ્બર્ટ હતું. એક દિવસ તે પોતાના ઓરડાનું બારણું બંધ કરીને બેઠો હતો. વિક્ટોરીયાએ ઓરડા પાસે આવી. જોયું તો બારણું બંધ હતું. તેને ખબર હતી કે આલ્બર્ટ
અંદર છે, પણ તેના ઓરડામાં જવાનો મારે સંપૂર્ણ અધિકાર છે. તેથી વિક્ટોરીયાએ બારણું ખખડાવ્યું. અંદર રહેલા પતિએ પૂછ્યું : કોણ ?
ઉર્ર ૈજ ારટ્ઠા ? વિક્ટોરીયા કહે : ૈં ટ્ઠદ્બ ઊેીીહ ફૈર્ષ્ઠાિૈટ્ઠ.
એ સાંભળી આલ્બર્ટે બારણું ન ઊઘાડ્યું. ફરીથી રાણીએ ટકોરા માર્યા, ફરીથી એ જ પ્રશ્ન : કોણ છે ? એ જ જવાબ : રાણી વિક્ટોરીઆ.
આમ ત્રણ વખત થયું. ચોથી વખત ટકોરા માર્યા ને પ્રશ્નના જવાબમાં રાણીએ કહ્યું : તમારી વિક્ટોરીયા - ર્રૂેિ ફૈર્ષ્ઠાિૈટ્ઠ. તરત જ દરવાજો ખૂલ્યો. આમ, જેને રાજાધિરાજ પાસે જવું છે તેણે હું કંઈક છું, એવો અભિમાનનો ફાંકો હશે તો ભગવાનનું દ્વાર નહિ ખૂલે. જ્યારે ભગવાનને કહેશો કે હે ભગવાન, હું તમારો છું. આમ દાસપણું આવશે એટલે ભગવાનનો દરવાજો આપોઆપ ખુલી જશે, ને રાજાધિરાજ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો પ્રત્યક્ષ મેળાપ થઈ જશે.
આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરવી કે, દર પે ખડા હૈ, તેરે દર પે ખડા હૈ;
દર પે ખડા હૈ, તેરા દાસ, અબ તો બુલા લે મુજકો, અબ તો બુલા લે,
પાસ બુલા લે બાપા પાસ બુલા લે.
સૌને ભગવાનનો પ્રત્યક્ષ મેળાપ કરવો છે પણ પોતાનામાં રહેલો અહંભાવ છે તે મેળાપ થવા દેતો નથી. એ અહંભાવ કેવો છે ? તો કોઈ સમર્થ શેઠે હુંડી લખી આપી હોય. તેના ઉપર જો લીટો કરવામાં આવે તો તે હુંડી - ચેક ખોટો થઈ જાય, કેન્સલ થઈ જાય. ભલેને તે કરોડ રૂપિયાનો ચેક હોય, તેના ઉપર લીટી થઈ એટલે એ સામાન્ય
કાગળ થઈ ગયો. જીવનપ્રાણ બાપાશ્રી સાદી ભાષામાં દૃષ્ટાંત આપે છે કે કોરી કોરીથી કાંપો ને કાંપે કાંપેથી ભારો, ને ભારે ભારેથી ગાડું ને
ગાડે ગાડેથી ગંજી કરી હોય પણ જો તેમાં અગ્નિનો નાનો તણખો પડે
તો આખી ગંજી બળીને ભસ્મ થઈ જાય, તેમ ભગવાનની પ્રસન્નતા
માટે ગમે તેટલાં સાધન કર્યાં હોય, પણ જો તેમાં અહંભાવનો તણખો
પડે તો બધોય દાખડો ધૂળમાં મળી જાય. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે,
જેમ લેખક કરમાં લેખ આવે, તે લઈ લેખણ લીટો કરે; હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી હવે શું સરે ?..૫
તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાવ ભૂંડાઈનો; ખીર બગડી ખારું લૂણ પડ્યું, ટળ્યો ઉમેદ એના ઉપાઈનો...૬
તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહંમમત્ત્વની આડ;
પ્રભુ પાસળ પોં’ચતાં, આડું દીધું એ લોહ કમાડ...૭
સ્વામી કહે છે કે પરમપદ પામવાનો પરવાનો મળ્યો હોય, પણ તેના
પર લીટો કરવાથી તે પરવાનાની કિંમત કોડીની થઈ જાય છે. તેમ ભક્તિ
કરતાં જો તેમાં અહંભાવની ભૂંડાઈ ભળે તો કેવું થાય ? તો જેમ સરસ
ખીર તૈયાર કરે ને તેમાં સાકરને બદલે નીમક નાખે તો ખીર બનાવનારનો બધો જ દાખડો વ્યર્થ જાય છે. પછી એને સુધારવાનો કોઈ
ઉપાય રહેતો જ નથી. એને ગટરમાં જ ફેંકી દેવી પડે છે. તેવી જ રીતે ભગવાનની ભક્તિ કરતાં જે અહંમમત્ત્વ કરે છે તે તો ભગવાન પાસે જવામાં લોખંડનું કમાડ બંધ કરવા જેવું છે. એનાથી કોઈ પણ સંજોગોમાં ભગવાન પાસે જઈ શકાતું નથી. માટે અહંમમત્ત્વ મૂકી ભાવપૂર્વક ભક્તિ
કરવી.
માણસ ભગવાન પાસે ક્યારે જઈ શકે છે, તે વાત રામાયણમાં જણાવી છે કે રાવણ બે વખત રામની નજીક આવે છે. પણ બન્ને વખત
રાવણ પોતાનું રૂપ બદલીને આવે છે. એના વૈભવનો પાર ન હતો.
એના માથાના મણિથી આખા ભારતમાં ફેલાઈ જાય તેવો ચળકાટ
પ્રગટતો હતો. પરંતુ આવા વેશે તે રામ સમક્ષ નથી આવતો.
સીતાજીનું હરણ કરવા રાવણે ભિક્ષુકનો વેશ લીધો. ને રામરાવણ યુદ્ધની શરૂઆત થતાં પહેલાં રામ યજ્ઞ કરાવે છે તેમાં રાવણ અગ્નિહોત્રી
તરીકે આવે છે, ત્યારે પણ બ્રાહ્મણ વેશમાં જ આવે છે.
પરંતુ જ્યારે તે પોતાની શક્તિથી ને અહંકારથી ગાજતો રાવણ રામચંદ્ર પાસે આવે છે ત્યારે રામનાં બાણથી તેનાં દશેય મસ્તક છેદાઈ
જાય છે. અહંભાવના કારણે રાવણ પોતાના રાજ્યનો ને કુળનો વિનાશ
નોતરે છે.
એટલે જ આપણે ગાઈએ છીએ કે,
રાવણ કંસ શિશુપાળ જેવા, જેણે ધાર્યું ઉરે અભિમાન; કુળ સહિત સહુ નાશ એ પામ્યા, તોય ન આવી સાન...
ઓ ભાઈલા શાને ધરે અભિમાન...
માટે જેને સુખી થવું હોય તેણે ક્યારેય અભિમાન કરવું ન જોઈએ.
પરંતુ બહુધા લોકોને એવી જ ભક્તિ ગમે છે, જેમાંથી તેને માન મળે છે. માન વિનાની ભક્તિ કરનારા તો કોઈક જ વીરલા હોય છે. માન
સહિત ભક્તિ તો વર્ષો સુધી પાણી વલોવવા જેવી છે. કોઈ એમ વિચારે કે મારે માખણ જોઈએ છે, પછી તે વર્ષો સુધી પાણી વલોવ્યા કરે તો
પણ તેમાંથી માખણ ન મળે.
માટે નિરમમત થઈ નાથની, ભક્તિ કરો ભરી ભાવ; નિરાશી વાલા નારાયણને, શીદ બાંધો છો જ્યાં ત્યાં દાવ...૮
સકામ ભક્તિ સહુ કરે છે, નથી કરતા નિષ્કામ કોય; તેમાં નવનીત નથી નીસરતું, નિત્ય વલોવતાં તોય...૯
ઘોઘે જઈ કોઈ ઘેર આવ્યો, કરી આવ્યો નહિ કોઈ કામ; નિષ્કુલાનંદ એવી ભગતિ, નવ કરવી નર ને વામ...૧૦
માણસ ભલેને ભક્તિ કરતો હોય તો પણ તેનો અહંકાર બોલવામાં જણાઈ આવે છે. એ ભગવાન પાસે કોઈ સારી વસ્તુ લઈને આવે ને
ભગવાન કે સત્પુરુષને કહે કે મારી લાવેલી આ વસ્તુ આપ સ્વીકારો.
ત્યારે ભગવાન વિચારે કે હજુ એને મનમાં એમ છે કે વસ્તુ લાવનાર
પોતે છે, એમાં જ અહંકારનો ધ્વનિ છે. આ હું લાવ્યો... એમ બોલાય
એ જ અહંકાર. વસ્તુના સર્જનહાર જ ભગવાન છે, અરે તારા દેહના સર્જનહાર પણ ભગવાન છે, છતાં પણ અહંકારને વશ થઈને - આ
મારું છે, આ મેં કર્યું છે એમ બોલે છે ને સમજે છે એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. ભગવાન કહે છે કે, જે માનવી ‘મારું મારું’ (પોતાનું) કરતો ફરે છે તેને હું મારું છું, અર્થાત ્ તેનો નાશ કરું છું ને જે ‘તારું તારું’
(ભગવાનનું) કહે છે તેને હું તારું છું, ઉગારું છું.
હકીકતે વિચાર કર કે તું કોણ છે ? વસ્તુ તારી ક્યાં છે ? જો તું
તારાપણું મૂકી દઈશ તો ભગવાન માનશે કે હવે આ મારો થયો છે.
માટે જેને એવી ઇચ્છા હોય કે ભગવાન મને છાતી સરસો લગાડે એવું કરવું છે તો પહેલો અહંકાર ઓગાળી દેવો પડે. જેનો અહંકાર ઓગળી જાય છે તેને એવો સ્વપ્નેય વિચાર આવતો નથી કે આ હું કરું છું.
શ્રીકૃષ્ણચંદ્રને ખાત્રી થઈ કે ગોપીઓએ પોતાનો અહં ઓગાળી દીધો છે. મારી સાથે તન્મય બની ગઈ છે ત્યારે રાસલીલા કરી તેમને પરમ
આનંદ આપ્યો. એકવાર ભક્ત ભગવાનની ભક્તિમાં ઓગળી જાય,
પછી ભગવાન એના થઈ જાય. અરે, જુદાપણાનો ભાવ જ ન રહે.
પણ આ પોતાપણાનો ભાવ, અહંભાવ ઓગાળવો બહુ કઠણ છે.
કોઈ ડૉક્ટર પાસે જઈએ ત્યારે તે કહેશે કે તમારો વજન ઘટાડી
નાખો, તો તે ઘટાડી નાખીએ છીએ. આમ શરીરનું વજન ઘટાડવું સહેલું છે, પણ ભગવાન કે સંત કહે કે ભાઈ, તમારો અહં ઘટાડી નાખો,
તમારા અહંની માત્રા વધારે પડતી છે. ડેન્જર લાઈન ઉપર છે, માટે સાવધાન. આમ આપણને ચેતાવે છતાં પણ ચેતી શકાતું નથી, એ જ ભગવાન સાથે જોડાવામાં બાધારૂપ બને છે. કોઈપણ કાર્યમાં જ્યાં સુધી
‘હું કરું છું’ એવી ભાવના રહે છે ત્યાં સુધી ભગવાનની સમીપે રહી
શકાતું નથી. ભગવાનની સમીપે તો તે જ રહી શકે, જેનો અહંભાવ ઓગળી ગયો હોય, જેનામાં સમર્પણની ભક્તિ ખીલી હોય.
સમર્પણની ભક્તિ ખીલી હતી શુકાનંદ સ્વામીની. શુકાનંદ સ્વામી ભગવાનનો જમણો હાથ કહેવાતા. જમણો હાથ એટલે ભગવાનને કાંઈ
લખાણ કરાવવું હોય તો તે શુકાનંદ સ્વામી પાસે કરાવતા. લગભગ
૯૦ ટકા પત્રો શુક મુનિએ લખેલા છે. બીજા પણ કેટલાય ગ્રંથો લખ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વેદ - વચનામૃતનું લેખન પણ તેમણે જ કર્યું હતું. પછી મોટા સદ્ગુરુઓએ સાથે મળીને તેનું સંશોધન ને સંકલન કર્યું છે. સત્સંગિજીવન ગ્રંથ લખાઈ રહ્યો હતો તે વખતે
શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી શુકાનંદ સ્વામી અક્ષર ઓરડીની ઓસરીમાં બેસી રાત્રીનું જાગરણ કરીને ગ્રંથ માટેનું લખાણ
તૈયાર કરતા. એક રાત્રે એવું બન્યું કે આખી રાત જાગીને ગ્રંથના ખરડા
તૈયાર કર્યા. થોડી વિગત બાકી હતી. હજુ સ્વામી ત્યાં જ બેઠા હતા.
ભગવાન ત્યાં અચાનક આવીને ઊભા રહ્યા. ભગવાનનાં દર્શન થતાં સ્વામી રાજી રાજી થઈ ગયા. ભગવાને પૂછ્યું : સ્વામી, શું લખો છો ?
સ્વામી કહે : પ્રભુ, સત્સંગિજીવન માટે લખાણના ખરડા તૈયાર કરું છું.
ભગવાન કહે : લાવો, અમે જોઈએ. ભગવાને સામેથી માગીને લીધા
તેથી શુકમુનિ આનંદમાં ઝૂમી ઊઠ્યા. વિચારવા લાગ્યા કે, મારા ભગવાને આ સેવકને સેવા આપી. વળી સામેથી માગી લઈને આ સેવાને બિરદાવી. આ સેવા જોઈ ભગવાન મારા પર બહુ જ રાજી થશે. આમ
વિચારી શુકમુનિએ બધાં જ લખેલાં પાનાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના હસ્તમાં મૂક્યાં. શુકમુનિ વિચારતા હતા કે, ભગવાન હમણાં જ વાંચશે,
પણ બન્યું કાંઈ બીજું જ. ભગવાને એ બધાં જ પાનાંને જોયા વગર જ તેનો ગોટો વાળીને બાજુમાં પડેલા પાણીના વાસણમાં ઝબોળી મૂક્યાં.
શુકમુનિ તો હાથ જોડીને ઊભા જ રહ્યા, ને ભગવાન તો પાનાં ઝબોળીને ત્યાંથી ચાલતા થયા. ન કોઈ વાત કે ન કોઈ વિગત, ન કાંઈ
વાંચ્યું કે ન કાંઈ પૂછ્યું. ભગવાન ચાલ્યા ગયા. બંધુઓ, આપણે આવી રીતે મહેનત કરીને કંઈક તૈયાર કર્યું હોય ને ભગવાન કે સત્પુરુષ આવું કરે તો શું થાય ? બહુ વિચારવા જેવી વાત છે. પરંતુ શુકમુનિને કાંઈ
ન થયું. એમણે વિચાર્યું કે મેં ભગવાનને અર્પણ કર્યું એટલે મારી મહેનત
ભગવાન પાસે પહોંચી ગઈ. પોતાના આટલા પરિશ્રમનું આ પરિણામ
જોયું છતાં પણ તેમને અંતરમાં લેશમાત્ર ક્ષોભ થયો નહિ.
નિત્યાનંદ સ્વામીને આ વાતની ખબર પડી ત્યારે તેમણે શુકમુનિ
પાસે આવીને પૂછ્યું : તમે આખી રાત ઉજાગરો કરીને લખ્યું ને મહારાજે
તો તે જોયા વિના જ પાણીમાં પધરાવી દીધું. છતાં તમને સંશય ન થયો ?
ત્યારે શુકમુનિ કહે : સ્વામી, ભગવાન પાનાં ફાડી નાખે કે પાણીમાં બોળી દે ને એમ કરતાંય જો રાજી થતા હોય તો શું વાંધો ? આપણે
તો જે કાંઈ કરીએ છીએ તે તેમને પ્રસન્ન કરવા કરીએ છીએ. એ પાનાં
પાણીમાં બોળીને રાજી થતા હોય તો હું પણ તે લીલા જોઈને રાજી થઉં છું. શુકમુનિની આવી સમજણ જોઈ, દિવ્યભાવની દૃઢતા જોઈ, સમર્પણની ભક્તિ જોઈ ભગવાન ખૂબ જ રાજી થયા. પછી જ્યારે જમવા બેઠા ત્યારે થોડુંક જમીને પ્રસાદીનો આખો થાળ શુકમુનિને આપ્યો.
શુકમુનિને પોતાપણાની ભાવના ન હતી. તેઓ સમર્પણની ભક્તિએ કરીને ભગવાનમાં ઓગળી ગયા હતા, તેથી તેમને કોઈપણ પ્રકારનો ક્ષોભ ન થયો.
આપણને પણ સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે રાખ્યા છે. આ શરણમાં રહી આપણે શુકાનંદ સ્વામીની જેમ અહંભાવ ઓગાળીને સમર્પણની ભક્તિ કરતા રહીશું તો ભગવાન પોતાનો પ્રત્યક્ષ
મેળાપ કરાવવા માટે પોતાના દિવ્ય ધામનાં દ્વાર ખોલી નાખશે.
આચમન-૧૦ : અહંકારીને પડે ભગવાનની થપાટ
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ ભક્તિનિધિનું વિવરણ
ગુરુદેવ સ્વામીબાપા અનેરી રીતે કરી રહ્યા હતા. તેમાં દશમા કડવામાં આવ્યું કે,
ભક્તિ કરવી તે કલ્યાણને કાજજી, તેમાં મર જાઓ કે રહો લોકલાજજી;
તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ
ત્યાજજી...
તન મન સુખ ત્યાગીને, કરે શુદ્ધ ભાવે કરી ભગતિ; સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ...૨
સ્વામી કહે છે કે, ભક્તિ તો પોતાના કલ્યાણ માટે જ કરવી. તેમાં કદાચ લોકની લાજ રહે કે જાય તેની પરવા કરવી નહિ. જે ભક્તિવાળો હોય તે તો એમ જ વિચારે કે મારે તો એક ભગવાનને જ રાજી કરવા છે. તેમાં કદાચ શરીરને કષ્ટ થાય, લોકનાં સુખ જતાં રહે તો પણ મારે
તેની પરવા નથી. ભક્તિ કરતાં કોઈ મને માન આપે કે મારું અપમાન
કરે તો પણ મારે ભક્તિમાંથી ચલાયમાન થવું નથી. કોઈ મારી પ્રશંસા કરે ને હું ફુલાઈ જાઉં તો ભગવાનથી છેટું થઈ જશે ને કોઈ મારી નિંદા કરે ને હું મૂંઝાઈ જાઉં તો પણ મારે ભગવાનથી છેટું થઈ જશે. મારા જીવનનું લક્ષ્ય એ જ છે કે ભક્તિ કરીને ભગવાનની પ્રસન્નતા મેળવવી.
માણસનો મોટામાં મોટો વેરી હોય તો તે અહંકાર છે. એ દરેક વાતમાં પોતાના અહંકારને પોષતો રહે છે. પરંતુ આવા અક્કડ જીવો ફેંકાઈ જાય છે. સ્વામીબાપા દૃષ્ટાંત આપે છે કે નદીના કિનારે ઓખાઈ
બાવળનાં ઠૂઠાં ઊભાં હોય. એ વટ મારતાં હોય કે અમે કોઈને નમી
ન દઈએ. પરંતુ જ્યારે નદીમાં પૂર આવે ત્યારે તે મૂળિયાં સહિત
ઊખડીને સીધાં દરિયા ભેગાં થઈ જાય છે. એનો કોઈ ભાવ પણ પૂછતું
નથી. પરંતુ પાંદડી નમી જાય છે તો તેને ઊની આંચ આવતી નથી.
તેમ જેનામાં ભક્તિ હોય તેમાં નમ્રતા હોય, તેથી ભગવાન કે સંત જેમ
વાળે તેમ તે વળી જાય એટલે તેમના વચનમાં સરળપણે વર્તે. પરંતુ જે અહંકાર કરે છે તેવા ઠૂઠાં જેવા જીવને ભગવાન એવી થપાટ મારે છે કે તેનો અહંકાર ધૂળમાં મળી જાય છે.
સામાન્ય રીતે એવું જ જોવા મળે છે કે અહંકારી માણસ જલ્દી કોઈને
નમશે નહિ, એ કોઈની સાથે હસશે નહિ; કેમ જે એ એના ઘમંડમાં જ રાચતો હોય. એ એમ માને કે મારા જેવો દુનિયામાં કોઈ ડાહ્યો નથી.
હું જ બધું સમજું છું. આમ પોતાના મનમાં પોતે સવાશેર છે એમ માની
લઈ મનમાં ને મનમાં ફુલાયા કરે. કાંઈક સારું કામ થાય તો કહે : એ તો હું હતો એટલે એ કામ થયું. જો હું ન હોત તો કામ બગડી જાત... પણ એવા મૂર્ખાને ભગવાન અને સંતો કહે છે કે, તું હતો એટલે જ તે કામ બગડ્યું. કેમ જે જો તું ન હોત તો તેનું તે જ કામ એના કરતાં પણ ઘણું સારું થાત. તું શા માટે ફુલાતો ફરે છે ? નરસિંહ મહેતા આવા ઘમંડીને ઠપકો આપતાં કહે છે :
સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને રૂપ તારું...
તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજે કરે મારું મારું, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે...
જે ભગવાનના બળને ભૂલે છે તે આમ મિથ્યા અભિમાનમાં રાચે છે. તેને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી પણ ચેતાવે છે કે હે જીવ, તું ઊંડેથી વિચાર કર કે આ જગતમાં જે કાંઈ થાય છે એ બધું ભગવાનનું જ કર્યું થાય છે, પણ જીવનું કર્યું કાંઈ થાતું નથી.
જીવ જાણે હું જોર છઉં, જે કરું તે કેમ ન થાય;
પણ વિચારે આવી વાતને, તો જેમ છે તેમ જણાય...
જીવ અહંકારને વશ થઈને માને છે કે હું કાંઈક છું ખરો, હું કરું
તેમ થાય છે. તેને સંતો ચેતાવે છે કે ભાઈ, તારું જોર રહેવા દે. તારાથી એક સૂકું પાંદડું પણ હાલી શકે તેમ નથી. ભગવાનની મરજી વિના કોઈ એક તરણું પણ તોડી શકે તેમ નથી. એટલે જ સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ
સ્વામી દ્વારા ભગવાને પોતાનો મહિમા કહ્યો છે કે, અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય...
આ કીર્તન જ્યારે એક અવળચંડા જીવે સાંભળ્યું ત્યારે તે કહે હું
તરણું તોડી આપું. ભગવાને તેને તરણું આપ્યું. તે ખૂબ મથ્યો, શરીરે
પરસેવો વળી ગયો પણ તરણું તોડી શક્યો નહિ, પછી તેણે કબૂલ કર્યું
કે ભગવાનની મરજી વિના કોઈપણ વસ્તુ શક્ય બનતી નથી.
આવી જ રીતે ખેડૂત હોય, પણ જો તેને સત્સંગ ન હોય તો એમ
જ માને છે કે હું વાવું છું. મારી મહેનતનું ફળ છે. પણ એ મૂર્ખ એમ
નથી વિચારતો જે તું ભલે વાવે છે પણ એ દાણાને ઉગાડવા એ ભગવાન
વિના શક્ય નથી.
એક ખેડૂત હતો. તેને સત્સંગનો બિલકુલ છાંટો નહિ. ખાવું પીવું
ને ઢોરની જેમ ફરવું. આચાર વિચાર પણ પશુ જેવા. મંદિરનાં પગથિયાં
તો ભૂલે ચૂકે ચડે જ નહિ. કોઈ જતા હોય તેને પણ રોકે કે અમથા ત્યાં જઈને શું કરો છો ? અમારી જેમ સમયનો ઉપયોગ કરો. વળી કોઈને પૂજા પાઠ કરતા દેખે તો પણ એનો રેડિયો ચાલુ થઈ જાય કે આમ કાગળિયાને શું પૂજો છો. ત્યારે સમજુ લોકો તેને કહેતા કે ભાઈ, આમ જેમ તેમ બોલવામાં ભગવાનનો અપરાધ થઈ જાય. એટલે એ બોલતો બંધ થઈ જાય. પણ મનમાં ને મનમાં મલકાયા કરે ને વિચાર
કરે જે મારા ખેતરમાં ધાનના ઢગલા થાશે, એને વેચીશ એટલે ઘણા
પૈસા આવશે. તેમાંથી પત્ની માટે દાગીના બનાવીશ, ખાઈશ, પીશ
ને જલસા કરીશ. કોઈ તેને વાત કરે કે કોઈક ગરીબને દાન આપો, ધર્મશાળામાં દાન આપો. ત્યારે તે કહે : એવા તો કેટલાય નવરા પડ્યા હોય. એમ જો આપવા મંડીએ તો ભૂખે મરવાનો વારો આવે.
એક વખત એ ખેડૂતની વાડીમાં ઘઉં બહુ સારા થયેલા, પવનના
લહરકે હિલોળા લઈ રહ્યા હતા. એ અરસામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો સ્નાન કરવા માટે આવ્યા. સ્નાન કર્યા પછી સંતોએ
પૂછ્યું : પટેલ, ભગવાનનું ભજન કરો છો ને ? ખેડૂત કહે : બાપજી,
તમે રહ્યા નવરા એટલે ભગવાન ભજો. પણ અમે ક્યાં નવરા છીએ
તે ભગવાન ભજીએ. જો ભગવાન ભજવા બેસીએ તો ખેતી ક્યારે કરીએ ? જો ખેતી ન કરીએ તો કમાઈએ શું ? ને જો ન કમાઈએ તો
પછી ખાઈએ શું ? અમારે તો આ વાડી ભલી ને અમારું ઘર ભલું.
અમે બીજાની કોઈની ઉપાધિ કરતા જ નથી.
સંતો કહે : પટેલ, તમારી ઉંમર થઈ, વૃદ્ધ થયા તો હવે જીવનનું ભાતું બાંધી લો. ભજનમાં થોડી વૃત્તિ લગાડો તો તમારો જન્મ સફળ
થાય. તમે આ બધી મિલ્કત ભેગી કરી છે એમાંથી તમારી સાથે કાંઈ
નહિ આવે. જેટલું દાન, પુણ્ય, પરોપકાર કર્યાં હશે તે કામ આવશે.
કદાચ આથી પહેલાં કાંઈ ન કર્યું હોય તો હવેથી શરૂ કરો. જાગ્યા ત્યાંથી સવાર.
જુઓને તમારા ખેતરમાં ભગવાનની દયાથી મોલ કેવો સરસ થયો છે. તો આમાંથી થોડાક પૈસા દાન પુણ્ય માટે વાપરો તો સારું. આ સાંભળી પેલા અહંકારી ખેડૂતથી રહેવાયું નહિ. કહે : સાધુ મહારાજ, આમાં તમારા ભગવાનને શું જોર પડ્યું હતું ? એ તો મેં કેટલી બધી
મહેનત કરી છે, તેની તમને ખબર છે ? મેં ધાન વાવ્યું, તેને પાણી
પાયું, તેમાં તાપની પણ પરવા ન કરી. રાત દિવસ એના માટે મહેનત
કરી, પછી ધાન સારું થાય જ ને ? એમાં તમારા ભગવાને શું નવાઈ
કરી નાખી ?
સંતોને હવે લાગ્યું કે આ ખેડૂત ઘમંડી છે. ઝાઝું કહેવામાં માલ નથી.
તેથી બીજું કાંઈ પણ કહ્યા વિના ત્યાંથી ચાલતા થયા. પંદરેક દિવસ
ગામડામાં ફરીને સંતો પાછા એ જ ગામમાં આવ્યા ને પેલા ખેડૂતની વાડીમાં ગયા. તે વખતે તે લમણે હાથ દઈને બેઠો હતો. ત્યારે સંતોએ એને સહજ સ્વભાવે પૂછ્યું : પટેલ, આમ નિરાશ થઈને કેમ બેઠા છો ?
શું થયું ? ત્યારે રડતાં રડતાં તેણે કહ્યું : અરે, ભગવાને મારું નખ્ખોદ
વાળી નાખ્યું. મોલમાં ગેરૂ આવી ગયો. બીજો કોઈ નહિ ને હું જ નજરમાં આવી ગયો. હવે તો મારા હાથમાં કાંઈ નહિ આવે. મારી બધી મહેનત
ધૂળમાં મળી ગઈ.
ત્યારે સંતોએ કહ્યું : પટેલ, તમે જ કહેતા હતા કે મેં જાત મહેનત
કરીને આ બધું વાવ્યું છે, તો હવે તમે જ થોડી વધારે મહેનત કરીને
પાકમાંથી ગેરૂ કાઢી નાખોને. ખેડૂત કહે : એ તો મારાથી થઈ શકે તેમ
નથી. ત્યારે સંતો કહે : તમે ધાન વાવ્યું ત્યારે તેને ઉગાડવાનું કામ અને
તેમાં દાણો બેસાડવાનું કામ ભગવાને કર્યું. પણ તેનો તમને અહંકાર આવ્યો કે હું કરું તેમ જ થાય છે. પણ એવું નથી.
અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મો’લ;
તે તો કરી ન શકે કરષિ, તપાસી કરવો તોલ...
જે જન અન્ન વાવે જેવું, તેવું થાય છે તદરૂપ;
તેહ કર્તવ્ય ભગવાનનું, એમ સમજવું સુખરૂપ...
નિર્વિઘ્ન નીપજાવવું, તેહ જાણો છે હરિને હાથ; ખેડૂ જૂએ જો ખોળીને, તો નવ વિસારે નાથ...
એમ પટેલ, મોલ વાવવો એ તમારું કામ છે. પછીથી તેને ઉગાડવો એ ભગવાનના હાથની વાત છે. ભગવાન તો કેટલા બધા દયાળુ છે
કે કોઈના અવગુણ અપરાધ સામું જોતા નથી. કોઈ એવા પણ હોય
કે ભગવાનને ગાળો દેતા હોય, ને તે જો ખેતરમાં આંબો વાવે તો ભગવાન એવું કરતા નથી કે તે આંબામાંથી લીંબડો બની જાય. જો ભગવાન ધારે તો કરી શકે તેમ છે, છતાં પણ એવું થવા દેતા નથી.
કેમ જે એ બધાને નિભાવે છે.
જો જીવનું ધાર્યું થતું હોય તો બધાને કરોડપતિ થવું છે, બંગલામાં બેસીને જાહોજલાલી માણવી છે ને જલસા કરવા છે. સારાં સારાં ખાન
પાન અને હરવા ફરવા માટે સારી સારી એરકંડીશન કાર જોઈએ છીએ.
પણ એમ થતું નથી. ધાર્યું તો એક ભગવાનનું જ થાય છે.
ધાર્યું બધું શ્રીહરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય;
ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે...
સામાન ભરેલું ગાડું બળદ ખેંચીને જતા હોય. ત્યારે ગાડા નીચે
ચાલતું કૂતરું વાંકુંચૂકું થઈને ચાલે. એ એમ સમજે છે કે આખા ગાડાનો ભાર હું ખેંચું છું. આમ, જીવ અભિમાનને વશ થઈ દરેક વાતમાં હું હું કરે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૫૬મા વચનામૃતમાં કહે છે કે, કેટલાકને ભક્તિનું પણ માન આવી જાય એ
પણ નુકશાન કરે છે. જેને અતિશે પ્રેમલક્ષણા ભક્તિ હોય ને તે ભક્તિએ કરીને ભગવાન એને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. ભક્તને માન આવ્યું છે કે નથી આવ્યું તેનું દર્પણ ધરતાં ભગવાન કહે છે કે અંતર્દ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ
તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની
મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે, અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ
પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનના ભક્ત હોય તેને વિચારનું બળ
રાખીને કોઈ પ્રકારનું માન ઉદે થાવા દેવું નહિ.
ભક્તિ કરતાં અહં-મમત્વની આડ બહુ જ નડે છે. એ એમ કહે જે હું મોટો છું, મને પૂછીને જ બધું થવું જોઈએ. મારા જેવી કથા કોઈ
ન કરી શકે, મારા જેવું કોઈ તપ ન કરી શકે, મારા જેવો કોઈ ગાયક
નહિ, મારા જેવો કોઈ વાદક નહિ, મારા જેવો કોઈ હોંશિયાર નહિ,
મારા જેવો કોઈ રૂપવાન નહિ, મારા જેવો કોઈ ધનવાન નહિ, મારા જેવો કોઈ ભક્તિવાન નહિ.
આપણે ગાઈએ છીએ કે,
શાને ધરે અભિમાન, ઓ ભઈલા, શાને ધરે અભિમાન (૨)
મારા જેવો રૂપવાન નહિ ને, નહિ કોઈ ગુણવાન; રૂપ ને ગુણના દાતા હરિ છે, સમજ ચતુર સુજાણ...ઓ ભાઈલા...
હું જ પંડિત છું જ્ઞાની ને ધ્યાની, હું જ મોટો કુળવાન; ભક્તિ વિના એહ બધું જ શૂન્ય છે, લોક મોટપનું તાન...ઓ ભાઈલા...
જીવનપ્રાણ અબજી બાપાશ્રી તો એથી આગળ વધીને કહે છે કે, જીવને નિર્માનીપણાનું પણ માન હોય છે કે હું કેવો નિર્માની છું. આવું
માન પણ જીવને નુકશાન કરે છે.
સ્વામીબાપા કહે છે કે, કોઈને કદાચ વાચાળની જેમ બોલતાં ન
આવડે, તે બહુ ભણેલો ન હોય, પણ જો તેનામાં ભક્તિ હોય, ભગવાનનું બળ હોય, પોતાપણાનું અભિમાન ન હોય તો તે ભગવાનને
ગમે છે. કોઈને પાંચ દશ કીર્તનો આવડી જાય, થોડાક શ્લોકો મોઢે થઈ જાય, પાંચ દશ વાર્તા મોઢે થઈ જાય, થોડાં વચનામૃત મોઢે થઈ
જાય એટલે બધાને સંભળાવતો ફરે કે મને આટલું બધું મોઢે છે. વળી
પોતાની એ આવડત દેખાડવા વાતો પણ કરવા માંડે ને માને કે હું જ્ઞાની થઈ ગયો. પણ એ સાચો જ્ઞાની નથી. બાપાશ્રી કહે છે કે, કેટલાક કથવા
શીખે છે પણ તેનાથી કાંઈ ન જાય. જેટલી વાત જીવમાં ઊતરે અર્થાત્
વર્તનમાં આવે તે પોતાના જીવનમાં કામની બને છે.
એક પંડિત એક મહાત્માજી પાસે આવ્યા. તે વખતે મહાત્માજી સૂતા હતા. તેમને જગાડીને કહે : મહાત્માજી, તમે કથા બહુ સારી કરો છો.
મને શીખવાડો ને. મહાત્માજી કહે : પંડિતજી, હું કોઈની પાસેથી શીખ્યો
નથી, પણ મારા હૃદયમાંથી ભગવાન જે બોલાવે છે તે બોલું છું.
ત્યારે પંડિત કહે : હું પણ કથા કરું છું. મેં એવું જોયું છે કે બીજા પંડિતો કથા કરે છે ત્યારે કોઈ શ્રોતા તાળી પાડતો નથી. ને હું જ્યારે વાતો કરું છું ત્યારે બધા જ શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી મને વધાવી
લે છે. જો કોઈ ધીરેથી તાળી પાડે તો તેને હું જોરથી તાળી પાડવાનું કહી દઉં છું.
મહાત્માને વિચાર થયો કે આ પંડિતજીને અભિમાને ઘેરી લીધો છે.
કોઈ પોતાનાં વખાણ કરે તે ગમે છે, તેથી તે માત્ર ભાષણ શીખશે.
આમની વાતથી કોઈને હૃદયમાં અસર નહિ થાય. કેમ જે તે માત્ર બોલવા શીખ્યો છે ને પોતાનો માન મરતબો ટકાવી રાખવા શીખ્યો છે. જાણે
મને કોઈ મોટો જ્ઞાની કહે. પણ હકીકતમાં એ જ્ઞાની નથી પણ માની છે, અભિમાની છે. એને બે ચાર માનનારા મળી જાય એટલે ભાઈ
ફુલાતા ફરે કે હું જ્ઞાની છું. બહુધા આવા જ જ્ઞાનીઓ ખલ્લા ખાતા હોય છે. માટે જે કાંઈ કરવું તેમાં માન કે વખાણવાની ઇચ્છાથી નહિ
પણ ભગવાનની પ્રસન્નતાર્થે કરવું.
આચમન-૧૧ : ભક્તિ મોક્ષાર્થે, લોક રીઝવવા નહિ
આપણા શાસ્ત્રકારોએ નવ પ્રકારની ભક્તિ કહી છે. તેમાં કહે છે કે,
ઊંધ્દ્ય્ધ્ક્ર ઙ્ગેંટ્ટગષ્ટઌક્ર બ્ષ્ઠદ્ય્ધ્ધ્શ્વઃ જીૠધ્થ્દ્ય્ધ્ક્ર ધ્ઘ્શ્વઌૠધ્ૅ ત્નત્ન
ત્ત્નષ્ટઌક્ર ક્રઘ્ઌક્ર ઘ્ધ્જીસ્ર્ક્ર ુસ્ર્ક્ર-ત્ત્ધ્અૠધ્બ્ઌશ્વઘ્ઌૠધ્ૅ ત્નત્ન
નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ - કથા શ્રવણને પ્રથમ સ્થાન
આપ્યું છે, તેનું કારણ એ જ છે કે કથા શ્રવણ કરવાથી ભગવાનનું
મહાત્મ્ય સમજાય છે. તેણે કરીને બીજી આઠેય પ્રકારની ભક્તિનું પોષણ થાય છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ શ્રીહરિલીલામૃતમાં કહે છે કે,
કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ; હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી...
આ જગતમાં જે કોઈ સુધર્યા છે તે કથા સાંભળવાથી જ થયા છે.
ભક્તિ કરતાં એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તેમાં લોકોને રીઝવવાનું તાન ન જાગે. નહિતર કથાનો વક્તા એમ જાણે જે હું ઘણાને રીઝવી જાણું છું અથવા શ્રવણ કરનાર એમ જાણે જે હું નિયમિત રીતે કથામાં આવું તો બીજા એમ કહે જે આ ભગત સારા છે, નિયમવાળા છે. આમ લોકોમાં સારા દેખાવા માટે કોઈ ભક્તિ કરે, તો પણ ભગવાન
તેના પર પ્રસન્ન થતા નથી. ભગવાન તો ત્યારે જ રાજી થાય છે કે
મનુષ્ય પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે છે.
સાચો ભક્તિનિષ્ઠ હોય તે કેવો હોય તેની વાત સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી દશમા કડવામાં કહે છે કે,
પ્રશંસા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મૂઝાઈ; ઉભય ભાતનો અંતરે, હર્ષ શોક ન થાયે કાંઈ...૩
જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ;
પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ...૪
નટ વાંસડા ઉપર ચડે ત્યારે તેને જોવા માટે આખું ગામ ભેગું થયું હોય. નટને પોરસો ચડાવવા માટે ઢોલી ઢોલ વગાડીને ન બદું ન બદું કરતો હોય. છતાં પણ નટ કોઈના સામું જોતો નથી. ને જો તે સહેજ
પણ આડું અવળું જોવા જાય તો તે જરૂર હેઠો પડે. તેમ આપણે ભક્તિની દોરડી ઉપર ચડ્યા છીએ. ત્યારે લોકો કહેશે કે મોટો ભગતડો થઈ ગયો, સાવ બાયલો રહ્યો. મનુષ્ય દેહ તો ખાવા પીવા ને મોજ કરવા માટે આપ્યો છે છતાં આખો દિવસ સાધુની વાંસે જ ફર્યા કરે છે. આમ,
લોકો તો તમે કલ્પના નહિ કરી હોય તેવા શબ્દો બોલવાના. પણ તેની દરકાર કરવી નહિ ને આપણું લક્ષ્ય મૂકવું નહિ.
ભક્તિના માર્ગે ચાલનારને બીજા પ્રકારનું પણ વિઘ્ન નડે એવું છે.
પોતે વધારે ભક્તિ કરતો હોય, બીજો એટલો બધો સાવધાન થઈને ન
મંડ્યો હોય. તેને દેખીને એમ ન વિચારવું જે હું સારું ભજન કરું છું.
આ તો સાવ આળસુ છે. જો આવો ભાવ જાગે તો પણ તેનો અહંભાવ આવી જાય.
શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૨૪મા વચનામૃતમાં કહે છે કે, જ્યારે કોેઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં
પડ્યો છે, તો પણ તેનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો અતિશે ગુણ લેવો.
જીવનપ્રાણ અબજી બાપાશ્રી પણ કહે છે કે, જ્યારે કોઈમાં અવગુણ દેખાય ત્યારે એમ જાણવું જે એનાં બહુ જ મોટાં ભાગ્ય છે તેથી આ સત્સંગ મળ્યો છે. એ આજે નહિ સમજે તો કાલે સમજશે. માટે કોઈના
ગુણ અવગુણ ન જોવા. સર્વગુણસંપન્ન તો એક ભગવાન જ છે. આ
લોકના માનવી તો બિચારા અવગુણથી ભરેલા છે. માટે ભક્તિ કરતાં કોઈના ગુણ અવગુણ જોવામાં પડશો તો તમે ભજનની શાંતિ ગુમાવી બેસશો. અંતરમાં શાંતિને બદલે ઉદ્વેગ વ્યાપી જશે.
જીવનપ્રાણ બાપાશ્રી કહે છે કે, જેનામાં કેવળ ગુણ જ હોય તે બીજામાં પણ ગુણ દેખે છે, જેનામાં ગુણ ને દોષ બેય હોય તે બીજામાં
ગુણ ને દોષ દેખે છે ને જેનામાં કેવળ દોષ હોય તે બીજામાં દોષ જ દેખે છે. આમ કહીને બાપાશ્રી આપણા સામે દર્પણ ધરે છે કે તમે કેટલામાં છો ને કેવા છો. તે તપાસી લ્યો. હવે ભક્તિ કરનારે બીજું પણ જાણપણું રાખવાનું છે. ભક્તિ કરતાં કદાચ આલોકની આબરૂ રહે કે જાય તો
પણ તેની ચિંતા ન કરવી. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, વળી આ લોકની જે આબરૂ, રહો કે જાઓ જરૂર; ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપૂર...૬
જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક; જોઈ જય પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઈ શોક...૭
જે સાચા ભાવથી ભક્તિ કરતો હોય તેને એવી ચિંતા ન હોય કે
લોકમાં મારી આબરૂ રહેશે કે જશે. જે સમજુ છે તે સમજે છે કે હું એક રાજાને રીઝવીશ તો મારાં બધાં જ કામ થઈ જશે. રાજા રાજી
થશે તો પ્રજા પણ રાજી થશે જ. પરંતુ પ્રજાને રાજી કરવા જો રાજાની આજ્ઞાનો લોપ કરીશ તો તે જરૂર દુઃખી થશે. તેમ મહારાજાધિરાજ
શ્રી સ્વામિનારાયણ ભગવાન રાજી થાય એવા ઉપાય કરવા જોઈએ, ભક્તિ કરવી જોઈએ. પરંતુ જગતમાં જય કે પરાજય થાય તેનો હર્ષ
શોક ન કરવો જોઈએ. નરસિંહ મહેતા માટે લોકો જેમ તેમ બોલતા
પણ તેની તેમણે કાંઈ પણ પરવા કરી નહિ. લોકોનો એવો સહજ સ્વભાવ છે કે જે ભજન કરે તેનો મૂરખા લોકો દ્રોહ કરે છે. છતાં પણ ભક્ત
એ દુર્જનની બીક લેશમાત્ર રાખતો નથી. સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી
ગાજી ગાજીને કહે છે કે,
હરિગુણ ગાતાં, દુરિજનીઆની ધડક ન મનમાં ધારીએ; શિરને સાટે, શ્વાસોચ્છ્વાસે સુંદરવર સંભારીએ...હરિગુણ...
જે સાચું સ્મરણ આદરે, તેનો મૂરખ માણસ દ્રોહ કરે;
તે ઉલટો નિજ શિર ભાર ભરે...હરિગુણ...
જેને ભગવાનનું ભજન ભાવે છે તેની નજર પરલોક સુધી પહોંચી
ગઈ છે. જેમ કોઈ એરોપ્લેનમાં બેઠો હોય તેને પૃથ્વી પરનાં પદાર્થ
નજરમાં જ ન આવે.
ભક્તિ કરતાં કેને ભાવે ન ભાવે, આવે કોઈને ગુણ અવગુણ; જેની નજર પો’તી છે પરાથી પર, તેને અધિક ન્યૂન કહો કુણ...૮
જેને આવડ્યું જળ તરવું, તેને ઊંડું છીછરું છે નહિ; મીન પંખીને મારગમાં, કહો આડ આવે નહિ...૯
જેને તરવાની કળા આવડી ગઈ પછી તેને એવી ચિંતા રહેતી નથી કે પાણી ઊંડું છે કે છીછરૂં છે, માછલાંને પણ તેમ જ છે. પક્ષી ઊડતાં હોય ત્યારે તેને માર્ગમાં વાહન, ઝાડ, માણસો, જનાવર કાંઈ પણ નડે
નહિ. તેમ જેને ભક્તિ ભાવી તેને માન, અપમાન, હર્ષ, શોકનાં ઝાડ, વાહન વગેરે નડે નહિ. એ ભક્તિ માર્ગે ઊંચે ગગનમાં વિહરનારો બની
ગયો.
સાચી ભક્તિ કરતાં કો’ કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહી સહુએ ખોટું ઠેરાવ્યુંજી
અણસમજુ ને એમ સમજ્યામાં આવ્યુંજી, વણ અર્થે ભક્તિશું વેર વસાવ્યુંજી...૧
વેર વસાવ્યું વણ સમજે, સાચી ભક્તિ કરતલ સાથ
શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઈ મિરાથ...૨
આવા ભક્તને પરેશાન કરવા માટે જગત તાકીને બેઠેલું જ હોય
છે. કેમ જે જગતને ને ભગતને વર્ષો જૂનું વેર ચાલ્યું આવે છે. ભક્ત
કેમ કરીને હેરાન થાય એવા પેંતરા દુર્જનો રચતા જ રહે છે. તેમાંના
નમૂના રજૂ કરતાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી અગીયારમા કડવામાં આગળ કહે છે કે,
પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ;
તેહ પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ...૩
વસુદેવ વળી દેવકીને, જાણ્યાં જગદીશનાં જરૂર;
તેને કષ્ટ કંસે આપિયાં, મુવો પાપિયો આપે અસુર...૪
દુષ્ટ હિરણ્યકશિપુને ખબર પડી કે પોતાનો પુત્ર પ્રહ્લાદ ભગવાનનો ભક્ત છે. તેથી તેને મારવા માટે કેટલાય પેંતરા રચ્યા. હાથીને પગે કચડવાનું વિચાર્યું પણ હાથીએ ભક્તને પોતાની સૂંઢથી ઉપાડી પોતાની
પીઠ પર મૂકી દીધા. ઊંચા પર્વત પરથી ફેંક્યા તો નીચે ફૂલની શય્યા બની ગઈ. લોઢાનો થાંભલો તપાવ્યો ને બાથ ભરાવી ત્યાં તો થાંભલો ફાટ્યો ને નૃસિંહરૂપે ભગવાન પ્રગટ થયા ને તે અસુરનો નાશ કરી
નાખ્યો.
વસુદેવ તેમજ દેવકીને ભગવાનનાં ભક્ત જાણ્યાં ત્યારે કંસે તેમને કેદમાં નાખ્યાં, પરંતુ છેવટે એ કંસનો વિનાશ થયો. આવા ટેકવાળા ભક્તો છે તે ત્રિવિધના તાપમાં પણ પોતાની ટેક મૂકતા નથી. સદ્ગુરુ
શ્રી બ્રહ્માનંદ સ્વામી કહે છે કે,
ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી;
ત્રિવિધ તાપે રે, કે’દી અંતર ડોલે નાહિ...૩
નિધડક વર્તે રે, દૃઢ ધીરજ મનમાં ધારી;
કાળ કર્મની રે, શંકા દેવે વિસારી...૪
આવા ટેકીલા કેટલાય ભક્તો થયા છે તેનું લીસ્ટ નમૂનારૂપે સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ રજૂ કર્યું છે કે,
પંચાલી ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન; તાણ્યાં અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન...૫
પાંડવ ભક્ત પરમેશ્વરનાં, તેને દીધું દુર્યોધને દુઃખ; તે પાપે રાજ્ય ગયું વળી, થયું મોત રહ્યું નહિ સુખ...૬
સીતાજી ભક્તિ શ્રીરામજીનાં, તેને રાવણે પાડિયાં રોળ; સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ...૭
પાંચાલી - દ્રૌપદીની લાજ લેવા દુઃશાસન બહુ જ મથ્યો પણ કાંઈ
ન વળ્યું ને છેવટે તેના કુળનું નિકંદન નીકળી ગયું. પાંડવોને પણ ભગવાનના ભક્ત જાણી દુર્યોધને દુઃખ દીધું તો તેનું રાજ્ય ચાલ્યું ગયું
ને કમોતે મરીને પોતાના કુળનો વિનાશ કર્યો.
સીતાજીને દુઃખ દેતાં રાવણ પણ કુળ સહિત નાશ પામ્યો. આમ, જેણે જેણે સત્યવાદી ભક્તોને સંતાપ્યા છે તેમને અપાર દુઃખ આવ્યાં છે. રાવણ કેવો મહા સમર્થ હતો ? તો
રૂડો હતો રાવણ શાસ્ત્રવેત્તા, નવે ગ્રહો નીકટમાં રહેતા; હરી સીતા કષ્ટ લહ્યું કુબુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ...
રાવણને દશ માથાં હતાં, વીસ હાથ હતા, વળી તે મોટો યોદ્ધા હતો.
તેને પોતાની પત્ની મંદોદરીએ ખૂબ સમજાવ્યો કે રામની સામે પડવામાં
મજા નથી. છતાં પણ માન્યું નહિ ને પોતાના કુળનો વિનાશ વેર્યો. એટલે
જ કહેવાય છે કે,
સંત સંતાપે જાત હૈ, રાજ કુળ અરુ વંશ;
ત્રણે ટીળ તન પેખિયાં, રાવણ કૌરવ કંસ...
ભગવાનની તો એવી ટેક છે કે જે મારા થઈને રહે તેનો વાળ પણ વાંકો થવા ન દઉં. કેમ જે
સ્ર્જીસ્ર્ શ્ધ્ધ્ગધ્ નઇ ધ્બ્દ્ય્ધ્ ઘ્ળ્ષ્ટપષ્ટઌજીગક્ર ઙ્ગેંથ્ધ્શ્વબ્ગ બ્ઙ્ગેંૠધ્ૅ ત્ન
ભગવાનનો ભક્ત તો શૂરવીર થઈને ફરતો હોય, નિધડક થઈને ફરતો હોય. એ સમજતો હોય કે,
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને...
વળી એ સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની જેમ ગાજી ગાજીને કહેતો હોય કે,
મોડું વહેલું રે, નિશ્ચે કરી એક દિન મરવું; જગ સુખ સારુ રે, કે’દી કાયર મન નવ કરવું...
અંતર પાડી રે, સમજીને સવળી આંટી;
માથું જાતાં રે, મેલે નહિ નર તે માંટી...
આવા શૂરવીર હતા જીવા ભક્ત. એકવાર તે કાંઈ કામ પ્રસંગે ગામ
બહાર જવા નીકળ્યા. ઊંટ પર બેસીને તે જતા હતા. માર્ગમાં ગામનો
ચૌટો આવ્યો. જીવા ભગતને જોઈને એક ચૌદશીયો શ્રી સ્વામિનારાયણ ભગવાનનું વાંકું બોલવા માંડ્યો. જીવા ભગતે વિચાર કર્યો કે આ દુષ્ટ અદેખાઈના કારણે મારા ઈષ્ટદેવ માટે જેમ તેમ બોલે છે માટે એને થોડોક
પાઠ તો ભણાવવો જ પડશે. પેલો ચૌદશીયો તો બબડતો જ રહ્યો.
એટલામાં જ જીવા ભગતે ઊંટથી ઊતરીને તેને બે ચાર ધોલ આડી અવળી
લગાવી જ દીધી. આ તો ભગતની ધોલ. ચૌદશીયો બોલતો જ બંધ
થઈ ગયો. બાજુમાં ઉભેલા લોકો કહે : અમે ફરિયાદ કરશું. જીવા ભગત
કહે : તમારે જે થાય તે કરી લેજો. પણ સાથે સાથે એ વિચાર કરજો કે જો કોઈ તમારા ઈષ્ટદેવનું અપમાન કરે તો તમે શું કરો ? ત્યારે કોઈ
ન બોલી શક્યું. પછી ભગત પોતાનું કામ પતાવીને પાછા પોતાને ગામે આવ્યા. પેલી બાજુ ચૌદશીયાએ ઉપરી અમલદારને ફરિયાદ કરી કે જીવા ભગતે મને ધોલ મારી. અમલદારને બીજી કોઈ વાતની ખબર
ન હતી તેથી જીવા ભગતને બોલાવ્યા. જીવા ભગત તેમની પાસે ગયા ત્યારે અમલદારે પૂછ્યું : આ માણસને ધોલ તમે મારી હતી ? જીવા ભગત કહે : હા, મેં મારી હતી. અમલદાર કહે : શા માટે મારી હતી ?
ત્યારે ભગત કહે : એ જેમ બોલ્યો હતો તેમ તેની પાસે બોલાવો અથવા
તો તમે બોલો તો હું બતાવું કે મેં ધોલ શા માટે મારી હતી ને કેવી રીતે મારી હતી. આ સાંભળી અમલદારને વિચાર આવ્યો જે, આ
ચૌદશીયો નક્કી આડું અવળું બોલ્યો હશે તેથી ભગતે તેને ધોલ મારી હશે. નહિતર આ ભગત તો બિલકુલ શાંત સ્વભાવના છે. તેથી ભગતને કહ્યુંઃ ભગત હવે તમે જાઓ. તમારો બિલકુલ વાંક નથી. એમ કહીને ભગતને રજા આપી ને પેલા ચૌદશીયાને ખોટી ફરિયાદ કરવા બદલ
શિક્ષા કરી.
આમ, જે સાચા ટેકીલા ભક્ત હોય છે તે કોઈની આગળ કાયર થતા નથી. કોઈને સારું લગાડવા માટે ભક્તિની ટેક મૂકતા નથી. એવા ભક્તની સહાય ભગવાન હંમેશાં કરતા રહ્યા છે, કરતા રહે છે ને કરતા રહેશે.
આચમન-૧૨ : દેખાવની ભક્તિ ભગવાનને અમાન્ય
આજ કાલ એવો જમાનો આવી ગયો છે કે દેખાડવાની ભક્તિ
કરવાનું વધારે પડતું જોવા મળે છે. ખરેખરા હૃદયના ઉંડાણથી ભગવાનને રાજી કરવાનું તાન દેખાતું નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે, આવા દેખાવની ભક્તિ કરનારા અમને ગમતા નથી.
ગઢડા છેલ્લા પ્રકરણના ૨૬મા વચનામૃતમાં ભગવાન પોતાને શું ગમે
ન ગમે તેની વાત કરતાં કહે છે કે, અમને અહંકાર ન ગમે, અને દંભ
ન ગમે, તે દંભ તે શું તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ
ને ધર્મ તે થોડાં હોય તે બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારુ ઉપરથી
તો તેને બહુ જણાવે, તે ન ગમે.
સ્વામીબાપા કહે છે કે, ભગવાન પ્રત્યેનો પ્રેમ-ભક્તિ એ કાંઈ
દેખાડવાની વસ્તુ નથી. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ હૃદયની સંપતિ છે.
મહામૂલું ધન છે. એની દુનિયાના બજારમાં જાહેરાત કરવાની ન હોય.
ઘણા પોતાને ધાર્મિક કહેવડાવવા બહારનો આટાટોપ બહુ જ દેખાડતા હોય છે. આમ કરવાથી ભગવાન તેનાથી દૂર ને દૂર જ ભાગે છે.
નારદ ભક્તિ સૂત્રના ૬૪મા સૂત્રમાં કહે છે ‘ત્ત્બ઼્ધ્ૠધ્ધ્ઌઘ્ૠ઼ધ્ધ્બ્ઘ્ઙ્ગેંક્ર
અસ્ર્ધ્રુસ્ર્ૠધ્ૅ’ અર્થાત્ ભક્તિ કરનારે અભિમાન, દંભ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. અભિમાન અને દંભ એ ભક્તિ સાધનામાં વૈરી છે. માટે તેનો
તો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. એક ભક્તને જનમંગલના પાઠ
કરવાની ઇચ્છા થઈ, પણ મનમાં થયું કે જો હું ઘરમાં બેઠો બેઠો જપ
કરીશ તો બીજાને કેમ ખબર પડશે કે હું જપ કરુ છું. માટે હું મંદિરમાં જઈને જપ કરું. જો કે ઘરમાં જપ કર્યા કરતાં મંદિરમાં બેસીને જપ કરવો
તે વધારે શ્રેષ્ઠ છે, પરંતુ બીજાને દેખાડવા માટે મંદિરમાં જપ કરે તો
તેનું કાંઈ ફળ મળતું નથી. એ નર્યો દંભ છે. પેલા ભાઈને એવું તાન
છે કે હું જગતમાં મોટો ભગત દેખાઉં. તેથી તે મંદિરમાં સવારે વહેલા આવીને બેસી જાય. લોકો દર્શને આવે. તેઓ એનાં વખાણ કરે, એટલે
પેલા ભાઈ ભલેને જપ કરતા હોય પણ મારા માટે લોકો શું બોલે છે
તે સાંભળવાનું તાન હોય. લોકો કહે : આ ભક્ત કેવા પ્રેમી છે ! ભગવાન
વિના બીજું કાંઈ નામ જ લેતા નથી. આ સાંભળી પેલા ભાઈ મનમાં
ને મનમાં ફૂલાય કે લોકો બધા સમજુ છે તેથી હું જે જપ કરું છું તેનો
પ્રતિસાદ આપે છે. મારાં વખાણ કરે છે. તેથી શરૂઆતમાં ધીમે ધીમેથી જપ કરતા હતા. પરંતુ જ્યાં પ્રશંસાના બે શબ્દો કાને પડ્યા કે તરત
જ સ્વરનું લેવલ વધી ગઈ. થોડા મોટા અવાજે જપ કરવા લાગ્યા. વળી
પોતાના જપ પૂરા થઈ ગયા હોય ને કોઈ થોડા મોડા આવ્યા હોય તો
તેને કહે : ભાઈ, તમને ખબર છે ? હું ચાર કલાક સુધી જનમંગલના
પાઠ કરું છું. એ સાંભળી ભગવાનના દર્શને આવેલા ભક્ત તેમને વખાણે ને કહે : ખરેખર ભક્ત, તમારી શ્રદ્ધાને ધન્ય છે. એટલે પેલા જનમંગલવાળા ભક્તને વધારે પોરો ચડે. આવી રીતે ભલેને ચાર કલાક સુધી જનમંગલના પાઠ કરે તો પણ ભગવાન તેને માન્ય કરતા નથી.
કેમ જે એ ચાર કલાક સુધી ભગવાનનું મનન કરતા નથી, પણ બીજા
લોકો તેનાં કેવાં વખાણ કરે છે તેનું મનન કરે છે. ભગવાન તો એક બાજુ જ રહી જાય છે.
ભજન, રટણ તો તે જ ખરું કે સાચા દિલથી થાય, હૃદયથી થાય.
તેને એવું ભાન પણ ન હોય કે હું વસ્તીમાં બેઠો છું કે ઘરમાં બેઠો છું.
રણમાં બેઠો છું કે જંગલમાં બેઠો છું. એ તો મસ્ત બનીને ભગવાનની સમીપમાં બેઠો હોય. આમ સાચા ભાવથી ભક્તિ કરનાર પર ભગવાન
રાજી થાય છે. જે દંભ રાખે, કપટ રાખે, તેના પર ભગવાન રાજી થતા
નથી. વાણી જુદી ને વર્તન જુદું હોય એવા ભલેને ભક્ત કહેવાતા હોય
તો પણ ભગવાનને તેની પાસે પણ રહેવું ગમતું નથી.
એક ચારણ મોટો શેઠ હતો. વેપાર ધંધો સારો ચાલતો. છતાં પણ દાન આપવાનો વખત આવે ત્યારે સંકોચ કરતો. વળી પોતાને ધર્મિષ્ઠ કહેવડાવવા કથામાં જતો. સંતોની વાણી સાંભળતો. સૌની આગળ
બેસતો. સંત કથા કરે ત્યારે તેનું પ્રમાણ કરતો હોય એમ પોતાની ડોક
પણ ધુણાવતો. શેઠની સાથે તેનો દીકરો પણ કથા સાંભળવા બેસતો.
તેમાં એક વખત એવો પ્રસંગ આવ્યો કે ભગવાનના સંતને અન્નદાન
આપીએ તો તેનું બહુ જ મોટું પુણ્ય મળે છે. દીકરાને આ વાત દિલમાં
ચોંટી ગઈ. યોગાનુયોગ એવું જ બન્યું કે બીજા જ દિવસે એક મહાત્મા
તેમની દુકાન પાસે આવીને ઊભા રહ્યા. કહ્યું : બ઼્ધ્દ્રધ્ધ્ક્ર ઘ્શ્વબ્દ્ય ત્ન તરત જ દીકરાએ સારા ચોખામાંથી મોટો ખોબો ભરીને ચોખા આપ્યા. આ બધું
પેલા શેઠે જોયું. મહાત્મા ગયા પછી તેણે દીકરાને ધમકાવતાં કહ્યુંઃ પેલા સાધુડાને સારા ચોખા કેમ આપ્યા ? તને ખબર નથી કે આ ચોખા કેટલા બધા મોંઘા છે ?
દીકરાએ શાંતિથી જવાબ આપ્યો : પિતાજી, ગઈ કાલે કથામાં આવ્યું હતું કે આપણે સંત, ગરીબ કે બ્રાહ્મણને દાન આપીએ તો ભગવાન
આપણા ઉપર રાજી થાય. બીજાને દાન કરીએ તેના કરતાં પણ વધારે ફળ ભગવાન આપે છે. કોઈ ગરીબ માણસને ખરી વેળાએ પાણી આપે છે તેને તળાવ ખોદાવ્યા જેટલું પુણ્ય ભગવાન આપે છે. જે માણસ
બીજાને ભગવાન ભજવાની પ્રેરણા આપે છે, ધર્મનો માર્ગ બતાવે છે,
તેને ભગવાન વેદ ભણાવ્યાનું પુણ્ય આપે છે. આપણી પાસે દુકાનમાં અનાજના ઢગલા ને ઢગલા પડ્યા છે. વળી અનાજની વખારો પણ ભરેલી છે. તેમાંથી મેં તો સંત મહાત્માને માત્ર એક ખોબો જ ચોખા આપ્યા હતા. તેમાં આપણું ક્યાં ઓછું થઈ જવાનું હતું ? એ સાંભળતાં જ પેલો લોભિયો પિતા લાલપીળો થઈ ગયો. દીકરાને ઉપરા ઉપરી બે ત્રણ ધોલ મારી દીધી ને કહે : મોટો થઈ પડ્યો દાનવીરનો દીકરો.
આમ જો તું આપવા માંડીશ તો આપણી દુકાન ને આપણી વખારો પણ ખાલી થઈ જશે. કથામાં આવે તે સાંભળવાનું હોય, તે પ્રમાણે વર્તન
ન કરવાનું હોય. કથા તો એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખવાની હોય. આપણે કથામાં બેસવાનું હોય તે એટલા જ માટે કે લોકો આપણને સારા ભગવદી કહે ને આપણે ત્યાંથી અનાજ લેવા આવે.
દીકરો સમજુ હતો તેથી પિતાને કહ્યું : બાપુજી, તમે જ મને કહ્યું હતું કે, આપણે પોતાના હાથે દાન કરીએ તો તે દાન સાથે આવે છે, બાકીનું બધું પરબારું ચાલ્યું જાય છે. એટલે મેં આપ્યું. પિતા કહે : એ બધું બીજાને સમજાવવા માટે માત્ર બોલવાનું હોય. સ્વામીબાપા કહે છે કે, સમાજમાં કેટલાક એવા હોય છે કે પોતે ધાર્મિક છે એવું બતાવવા
માટે કોઈપણ તક મળે ત્યારે ચૂકતા નથી. એ બધા તકવાદી છે. બાહ્ય ધાર્મિકતા દેખાડવામાં ગૌરવ અનુભવે છે.
આમ જ્યાં માત્ર દેખાડવાનું તાન હોય તેનાથી સાચા અર્થમાં ભક્તિ
થઈ શકતી નથી. સાચો ભક્ત કોઈનો દ્વેષ કરતો નથી. એ કરુણાનો ભંડાર છે. અહંતા, મમતાથી રહિત છે. ક્ષમાશીલ છે. સદાય સંતોષી છે. મન, કર્મ, વચને ભગવાનને સમર્પિત છે. લોકોને ત્રાસ આપતો
નથી. કોઈપણ વસ્તુ પોતાની છે એમ માનતો નથી. ખુદ પોતાનો દેહ છે એ પણ ભગવાનની દેન છે એમ માને છે. એના અંતરમાં એ જ વિચાર હોય કે,
અગર સોચે સચ્ચે દિલસે, પ્રભુકી દેન પાઈ હૈ; યદિ સોચા નહિ દિલસે, સારી ઝીંદગી ગવાઈ હૈ...
એ ભક્તને ભગવાનમાં અથાગ વિશ્વાસ હોય છે. તેથી પોતે પોતાના કર્તવ્યમાં લાગ્યો રહે. એના ફળની પણ અપેક્ષા રાખતો નથી. એ સમજે છે કે મારે તો મારા પ્રભુને રાજી કરવા છે, નહિ કે દુનિયાના લોકોને.
જો ભગવાન રાજી થશે તો મારાં બધાં જ સાધન પૂરાં. આમ તે નિશ્ચિંત
થઈને જીવન પર્યંત ભગવાનને રાજી કરવા મંડ્યો રહે છે. ભગવાનને
છોડી બીજા કોઈનો આશ્રય શોધતો નથી.
તે ભક્તને એક જ તમન્ના હોય કે ક્યારે હું ભગવાનના પ્રેમરસનું
પાન કરીશ, ક્યારે ભગવાનને ગળે વળગીને જીવન કૃતાર્થ કરીશ, ક્યારે
તેમનાં ચરણ પખાળીને ધન્ય બનીશ, એ ચરણોનું ચુંબન કરીશ.
ભગવાનનો આવો પ્રેમ પામવા માટે તેને સંબંધી તરફથી ઉપાધી આવી પડે તો પણ તેમાં તે અડગ રહે. તે પોતે ભક્તિ કરતો હોય પણ
તેમાં તેને બહારના લોકોને દેખાડવાનું તાન ન હોય.
આવા જ એક હરિભક્ત હતા. એમનું નામ કાનજીભાઈ. તેમને સત્સંગનો રંગ લાગેલો હતો. દરરોજ કથા, કીર્તન, કથાવાર્તા કરતા.
પરંતુ તેમની ધર્મપત્નીને સત્સંગ ન હતો. તે ઘણી ધમપછાડા કરતી પણ કાનજી ભગતની મક્કમતા જોઈ તેનું કાંઈ ચાલતું નહિ. તેમને એક દીકરો હતો. તેને કાનજી ભગતે નાનપણથી જ સત્સંગના સંસ્કાર આપ્યા હતા. તેથી ઘરમાં ભક્તિમય વાતાવરણ વધ્યું. પણ પેલી બાઈને કાંઈ
અસર ન થઈ, એમ કરતાં દીકરો મોટો થયો. લગ્ન કર્યાં. પુત્રવધૂ આવી
તેના ઘરમાં સત્સંગ ન હતો. તેથી કાનજી ભગતનાં પત્નીનું જોર વધ્યું.
સાસુ વહુની જોડી જામી. ભોજનમાં હીંગ, ડુંગળી, લસણ નાખવાનું
ચાલુ કર્યું. બન્નેએ મળીને નક્કી કર્યું કે રોજ આમ કરશું એટલે કેટલું
લાંબું ખેંચશે ? કાનજી ભગત ને તેમનો દીકરો સમજાવે છતાં પણ તે સાસુ વહુ માને જ નહિ. દૂધ, પાણી, ઘી, તેલ વગેરે પ્રવાહી ગાળીને વાપરવાનું કહે તો પણ ન માને ને સાપણની જેમ ફુંફાળા મારીને કહે : એ અમને ન ફાવે. તમારે જમવું હોય તો જમો, નહિતર કરો ઉપવાસ.
આમ રોજ ઘરમાં ઝગડા ચાલે. છેલ્લે સાસુ વહુએ પોતાના પિયરીયે જવાનું માંહોમાંહી નક્કી કરી લીધું, ને છેવટે ભગતને કહી દીધું કે તમે અમારા કામમાં ડખલગીરી કરો છો એટલે અમે અમારા પિયરીયે જતાં રહેશું. તેમને ભગતે કહી દીધું : કાલે જતાં હો તો આજે જાઓ, જેથી અમારે રોજના ઝગડા મટી જાય ને સુખેથી ભગવાનનું ભજન થાય.
સાસુ વહુ વટમાં ને વટમાં પોતાના પિયરીયે જતાં રહ્યાં. આ બાજુ બાપ દીકરો રોટલા, શાક, છાશ વગેરે બનાવીને ભગવાનને ધરાવીને સવારનું શિરામણ કરી લેતા. ભાતું બાંધીને વાડીએ લઈ જતા. માર્ગમાં જાય ત્યારે પણ ભગવાનના મહિમાનાં કીર્તન ગાતા જાય.
ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર... જોઈને જીવું છું;
તન મન ધન તમ ઉપરે, લઈ વારું વાર હજાર... જોઈને જીવું છું.
સુંદર મૂર્તિ મોહની, મારા મનમાં ખૂંતી આજ... જોઈને જીવું છું;
તમ વિના ઘનશ્યામજી, બીજું કાંઈ નવ સૂઝે કાજ... જોઈને જીવું છું.
હવે તો ભગતને નિરાંત હતી. પોતે ને પોતાનો દીકરો આનંદથી ભજન ગાય, વાડીનું કામ કરે, દિવસ કેમ પસાર થઈ જાય તેની પણ ખબર ન પડે.
સાસુ વહુ પોતપોતાના પિયરીયે રહ્યાં તેને ૧૫ દિવસ થઈ ગયા.
બન્નેને એમ કે હવે બાપ દીકરો થાકશે એટલે તેડવા આવશે. પણ કોઈ
તેડવા ગયું નહિ. પિયરીયાવાળાં પણ કહેવા લાગ્યાં આટલા બધા દિવસ
થયા તોય કેમ કોઈ તેડવા આવતું નથી ? પછી માંહોમાંહી નક્કી કરીને ચિઠ્ઠી લખી કે તમે તેડવા આવો તો આવીએ. ચિઠ્ઠી ભગત પાસે આવી.
ભગતે સામે સ્પષ્ટ જણાવી દીધું કે ઘરે આવવું હોય તો જેમ ગયાં છો
તેમ પાછાં આવતાં રહો. અમે તેડવા નહિ આવીએ. ગરજ હોય તો આવજો, નહિતર તમારા વિના અમારું કાંઈ અટકી પડ્યું નથી.
આ ચિઠ્ઠી વાંચી સાસુ વહુ વિચારમાં પડી ગયાં. પસ્તાવો થયો કે આપણે ધારતાં હતાં તેનાથી આ તો ઊંધું જ થયું. પિયરીયામાં હવે વધારે
પડતો સમય રહેવું એ પણ લોકમાં બરાબર લાગતું ન હતું. ભગતે લખેલી ચિઠ્ઠી વાંચી ત્યારે સાસુ વહુને ઘરે આવવાના કારણની ખબર પડી એટલે
તેનાં માબાપ પણ વઢ્યાં કે જેના ઘરમાં રહેવાનું હોય એની સાથે અવળાઈ શા માટે કરો છો ? હવે તો અમેય તમને અહીં રહેવા નહિ
દઈએ. જલ્દીથી ઉચાળા ભરીને અહીંથી રવાના થાઓ, ને તમારા પતિ
ને દીકરો જેમ કહે તેમ કરજો. હવે તો એમના વિના તમને ઘરમાં પણ
પેસવા નહિ દઈએ.
સાસુ વહુ હવે વીલે મોઢે પાછાં આવ્યાં. ત્યારે કાનજી ભગત કહેઃ આ ઘરમાં પ્રવેશ કરવો હોય તો પહેલાં તમે નહાઈને આવો. નહિતર
મારું ઘર અભડાવશો. બીજી શરત એ કે હવે પછી ઘરમાં ક્યારેય લસણ, ડુંગળી, હીંગ આ ઘરમાં પણ ન પેસવું જોઈએ ને પાણી, દૂધ, ઘી, તેલ
વગેરે પ્રવાહી ગાળીને જ વપરાવાં જોઈએ. એમાં જો લેશમાત્ર શરતચૂક થઈ તો આ ઘરમાં તમારો પગ રહેશે નહિ. પછી તો તે બન્ને સીધી દોર થઈ ગઈ, ને ઘરમાં સહુ સંપીને રહેવા લાગ્યાં. ધીમે ધીમે સાસુ વહુને પણ સત્સંગ પાકો થયો.
કાનજી ભગતને ભગવાનને રાજી કરવાનું તાન હતું. તેથી તેમણે બહાર દેખાડવાનો સત્સંગ ન કર્યો પણ તે સત્સંગનો રંગ બીજાને પણ
લાગે તેવા પ્રયત્નો કર્યા, તો ભગવાન તેમના કાર્યમાં ભેગા ભળ્યા.
માટે સ્વામીબાપા કહે છે કે, ભગવાનને દેખાડવાની ભક્તિ ગમતી નથી.
જે ખરા દિલથી ભગવાનની ભક્તિ કરે છે તે જ ભક્ત ગમે છે, એની ભક્તિ ગમે છે ને એ ભક્તની તકલીફ દૂર કરવા અમે સદાય તત્પર રહીએ છીએ.
હજહ
આચમન-૧૩ : ભક્તિહીન અવિવેકી
સ્વામીબાપા કહે છે કે, જેના દિલમાં ભક્તિ હોય તેનામાં વિવેક હોય. તેની વાણી મધુર હોય, તેનું વર્તન સરળ હોય. તે કોઈને છેતરવા યુક્તિ પ્રયુક્તિ ન કરતો હોય. તેને આવો વિવેક ને વિચાર હોય કેમ
જે તે સત્પુરુષના સમાગમમાં રહે છે. એ જ્યાં જશે ત્યાં સારા માણસનો જ સંગ શોધશે. એ સમજે છે કે સત્સંગ એ જીવનની પાઠશાળા છે.
સ્કૂલ કે કૉલેજમાં તો વિદ્યાર્થીને લૌકિક શિક્ષણ મળે છે, તે શિક્ષણ વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરમાં એટલું બધું ઉપયોગી બનતું નથી. માનવને સાચા અર્થમાં માનવ બનાવવા માટે, તેને વિવેકી બનાવવા માટે સૌથી વિશેષ જરૂર છે સત્સંગની.
પરંતુ જેને સત્સંગનું મૂલ્ય ન સમજાયું હોય, ભક્તિનું મૂલ્ય ન
સમજાયું હોય તેવા મૂઢ લોકો ભક્તિ કરનાર ભક્તોનો દ્વેષ કરે છે.
તેણે કરીને તે દુઃખી થતા જોવામાં આવે છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી ભક્તિનિધિના બારમા કડવામાં કહે છે કે, હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટી ક્લેશજી;
તેણે કરી રહે હેરાન હંમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી...૧
લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ ઉપાય;
નાખતાં રજ સૂરજ સામી, પાછી પડે આંખ મુખમાંય...૨
જે જળથી શીતળ થાય, તેને લગાડે કોઈ તાપ;
તેનું તે બાળે તનને, સામુનો થાય સંતાપ...૩
જેનામાં ભક્તિ ન હોય તે ભક્તિવાળાનો દ્વેષ કરે છે, તેના કારણે
તે પોતે જ દુઃખી થાય છે, હેરાન થાય છે. કોઈ એમ વિચારે જે સૂરજ બહુ પ્રકાશ કરે છે માટે હું તેને ઢાંકી દઉં. તેથી તેને ઢાંકવા માટે તેના સામે ધૂળ ઉડાડે, ને સૂરજ સામું જોવા જાય કે કેવો ઢંકાયો. વળી પોતાની હોંશિયારી બતાવવા સૂરજને તુચ્છ માની હસવા માંડે. તે વખતે સૂરજને ઢાંકવાની વાત તો એક જ બાજુ રહી જાય પણ ધૂળ ઉડાડનારની આંખ
અને મોઢું ધૂળથી ભરાઈ જાય. તે આંખ ચોળતો ને મોઢેથી થૂં થૂં કરતો જ રહી જાય.
જળનો સ્વભાવ છે કે બધાને ઠંડક આપવી. પરંતુ તેને કોઈ ગરમ
કરે ને પોતાના શરીર પર રેડે તો શરીર જરૂર દાઝી જાય. સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી બીજાં દૃષ્ટાંતો આપે છે, વળી જે વહ્નિથી ટાઢ ટળે, તેમાં જ નાખીએ નીર;
પછી બેસીએ પાસળે, શું શીત વીતે શરીર..૪
વળી જે ભોજને કરીને ભૂખ ભાંગે, તે ભોજનમાં ભળીએ ઝેર;
તે કહો કેમ સુખ પામશે, જેણે કર્યું સુખદ શું વેર...૫
શિયાળાનો સમય હોય એટલે ટાઢ ઉડાડવા અગ્નિ પેટાવ્યો હોય.
ઉપર પાણી ગરમ કરવા મૂક્યું હોય. બરાબર તાપતા હોઈએ. પરંતુ
પાણી તપ્યું ન હોય તેના પહેલાં તે પાણી અગ્નિ ઉપર ઢોળી દઈએ
તો અગ્નિ પણ બુઝાઈ જાય ને નહાવાનો કે તાપવાનો હેતુ માર્યો જાય.
તેવી રીતે સંતોભક્તો ભજન ભક્તિ કરતા હોય, તે કોઈને દુઃખવતા
ન હોય, બધાને શાંતિ આપતા હોય તેમને વિના કારણે દુઃખ દે, તેમનો દ્રોહ કરે તેના જીવનમાં દુઃખની વણઝાર ઊભી થાય છે.
દૂધપાક ખીર વગેરે સરસ ભોજન બનાવવાનો હેતુ એ જ છે કે ભૂખ
ભાંગવી, પરંતુ એ જ ભોજનમાં ઝેર નાખવામાં આવે તો એ ભોજન
સુખદાયી ન થાય પરંતુ પ્રાણનો નાશ કરનારું થાય.
વસ્ત્ર અંગ ઢાંકવા માટે બનાવ્યાં છે. પરંતુ અક્કલનો ઉઠેલો હોય
તે કહે મને વસ્ત્રની જરૂર નથી, તો લોકો તેને મૂરખનો સરદાર માને.
જો મનુષ્યમાં વિવેક ને વિનય ન હોય તેણે ભલેને વસ્ત્ર પહેર્યાં હોય
તો પણ તે વસ્ત્ર વિનાના મૂર્ખા જેવો છે. તે પોતાની બુદ્ધિનું પ્રદર્શન
કરતો ફરે છે કે મારા જેવો ભૂંડો કોઈ નથી. એ વિવેકના પાઠ શિખવતાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે,
જે ભૂમિમાં અન્ન ઊપજે, તે ભૂમિમાં વિષ વવાય;
પછી અમરપણું ઇચ્છવું, તે તો અતિ અવળું કે’વાય...૭
એમ અભાગી નરને, હરિભક્તિમાંહી અભાવ;
તે કેમ તરશે સિંધુ તોયને, જે બેઠો પથ્થરને નાવ...૮
સારી જમીન હોય, ને ત્યાં મબલખ પાક ઊતરતો હોય. ત્યાં જ જો કોઈ ઝેરનાં ઝાડ વાવે. પછી સંકલ્પ કરે કે મારે અમર બનવું છે.
તો તે કદાપિ શક્ય નથી. તેમ ભક્તનો દ્રોહ કરવારૂપી ઝેરનાં ઝાડ વાવનારો પોતાનો વિનાશ વેરે છે. એ પથ્થરના વહાણમાં બેસી સમુદ્ર
પાર કરવાની ઇચ્છાવાળો મહામૂર્ખ છે. પ્રથમ તો પથ્થરનું વહાણ બનાવવું એ જ મોટી મુશ્કેલીભર્યું કામ છે. કેટલો બધો મોટો પથ્થર જોઈએ. લાકડાંની જેમ તેના સાંધા ન થઈ શકે. આખા પથ્થરને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસેડવો તે પણ અશક્ય બને. કદાચ એ પણ થાય પરંતુ તેને વહાણના આકારે કોતરવો એ એનાથી પણ મોટી મુશ્કેલી છે. કદાચ એ પણ થાય ને દરિયાના પાણીમાં મૂકે. કદાચ એ પણ થોડી વાર રહે. પરંતુ એ નક્કી ડૂબી જાય. તેમ જેને ભગવાનની ભક્તિ નથી
તેનું લગારેક ગમતું ન થાય તો ક્રોધથી ભભૂકી ઊઠે, નિંદા કરવા માંડે.
એ પોતે ભવસાગર ન તરી શકે પરંતુ પોતાના સંગમાં જે આવે તેને
પણ ડૂબાડે. આ બધા પથ્થરના નાવ જેવા છે.
ઘરમાં સારી દૂઝણી ગાય હોય તેને વેચી નાખે ને વિચારે જે ગાય
કરતાં સાંઢ બહુ જ મજબૂત છે. તેને હું ઘરમાં રાખું. એ તો સદ્ગુણ આપનારા સંતોનો સંગ છોડીને વ્યસની, ફેલી લોકોનો સંગ કરવા જેવું
છે. કોઈ તેને સારા તૈયાર કરેલા ચોખા આપે તે ન લે ને કહે, મને
તો કુશ્કાં-ફોતરાં જ જોઈએ. તેના માટે એ વઢવેડ કરે. આવો જે અલ્પ
બુદ્ધિવાળો છે તેને વાતે વાતે અવળું જ સૂઝે છે. આવા મૂર્ખને ઉપદેશ આપીએ તો પણ તે ગ્રહણ કરતો નથી, પણ સામો ક્રોધ કરે છે.
શ્રઘ્શ્વઽધ્ધ્શ્વ બ્દ્ય ૠધ્ઠ્ઠધ્ષ્ટદ્ય્ધ્ધ્ક્ર, ત્ઙ્ગેંધ્શ્વધ્સ્ર્ ઌ ઽધ્ધ્ર્ગિંસ્ર્શ્વ ત્ન
આ બધું બનવાનું કારણ એ જ છે કે તેનામાં અણસમજણ છે.
સ્વામીબાપા કહે છે કે આ માનવ દેહ એ ભગવાને આપેલી સર્વોત્તમ
ભેટ છે. પૂર્વ જન્મોમાં કેટલીય યોનિઓમાં ભટક્યા પછી આ માનવ દેહ પ્રાપ્ત થયો છે. આ સંસારમાં બીજા કોઈપણ પ્રાણીની રચના માનવ શરીર જેટલી શ્રેષ્ઠ નથી. ભગવાને સર્વ ગુણોથી સંપૂર્ણ આ માનવ શરીર આપ્યું છે.
આ મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે તે વાત શ્રી સ્વામિનારાયણ ભગવાન ખગોળ ભૂગોળના વચનામૃતમાં કહે છે કે સાડત્રીસ કરોડ
પ્રાકૃત પ્રલય થાય ત્યારે જીવને મનુષ્યદેહ મળે છે. તેની ગણત્રી બતાવતાં કહે છેે કે આપણાં આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માની એક રાત્રી દિવસ થાય. એવા ત્રીસ દિવસનો એક માસ, એવા બાર
માસનું એક વર્ષ. એવાં ૧૦૦ વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ
મૂકે ત્યારે ચૌદ લોક સહિત બ્રહ્માંડોનો નાશ થાય છે. એટલે પ્રકૃતિથી ઊપજ્યું જે કાર્ય, તે સર્વ પ્રકૃત્તિમાં લીન થઈ જાય છે. આને પ્રાકૃત
પ્રલય કહેવાય. આવા સાડત્રીસ કરોડ પ્રાકૃત પ્રલય થાય પછી મનુષ્યદેહ
મળે છે.
આ મનુષ્યદેહ એવો છે જેનાથી ભગવાનનું ભજન થાય છે, ને એ જ મોક્ષનું સાધન છે. તેના દ્વારા ભગવાન અને સંત કહે તેમ કરવું એ જ મનુષ્ય દેહનો લાભ છે. ને જે એ ઉપાય કરતા નથી તે મૂર્ખ છે
ને આત્મઘાતી છે.
જે ખોટા મતવાદી ગુરુનાં વચન માનીને તુચ્છ સંસારનાં સુખમાં
લોભાઈને મનુષ્યદેહને ગુમાવી બેસે છે તે જીવ યમયાતના તેમજ ૮૪
લાક જાતના દેહનાં દુઃખ ભોગવીને સાડત્રીસ કરોડ પ્રાકૃત પ્રલય પછી
મનુષ્ય દેહ પામશે.
માટે આવો મનુષ્યદેહ મોક્ષના સાધનનું ધામ છે, તે વૃથા હારશે
તો આવો જોગ મળવાનો વિલંબ ઘણો મોટો છે. માટે સમજુ હોય તે વિચારજો ને મૂરખને માથે તો શ્રુતિ સ્મૃતિની આમના-આમન્યા નથી.
ભગવાનના આ વચન ઉપર ભાર મૂકીને સ્વામીબાપા કહે છે કે આપણાં મોટાં ભાગ્ય છે કે આપણને ભગવાન મળ્યા ને ભગવાનની સેવામાં રહેવાનું મળ્યું. આપણે કાંઈ સાધન તપ, તીર્થ કાંઈ કર્યું ન હતું, છતાં પણ ભગવાન આપણને પ્રગટ પ્રમાણ મળ્યા. એટલે જ સ્વામીબાપાએ
ગાયું છે કે,
બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ,
શ્રીજી વર તું ઈષ્ટ મમ સુખ કે ધામ... બડ...
મૈં ન કિનો સાધન તપ તીરથ,
પ્રગટ મિલ દિયે મૂર્તિ ગામ...બડ...
મોંઘો મનુષ્યદેહ મળ્યો, ને ભગવાન પ્રગટ મળ્યા. આવો સુયોગ
તો બહુ જ દુર્લભ છે.
આ સંસારમાં ત્રણ વસ્તુ સૌથી દુર્લભ કહેલી છે. તેમાં સૌથી પહેલી વસ્તુ છે મનુષ્ય જન્મ. એ જન્મ પામ્યા પછી મુમુક્ષુપણું આવવું એ પણ દુર્લભ છેે. એ મુમુક્ષુપણું આવ્યા પછી સત્પુરુષ કે ભગવાનનો સંગ
મળવો એ પણ બહુજ દુર્લભ છે. આપણા માટે તો ત્રણેય વસ્તુનો સુયોગ
થઈ ગયો છે.
આવી ઉત્તમ પ્રાપ્તિ થયા પછી આ જન્મને વિષય ભોગમાં ને વ્યસનમાં વેડફી ન નાખે તેના જેવો કોઈ મૂર્ખ નથી.
આજકાલ આધુનિક કેળવણી અને મોજ શોખનાં સાધનનોને લીધે
એવો જ પવન ફૂંકાઈ રહ્યો છે કે બસ ખાઓ, પીઓ ને જલસા કરો.
નાટક સિનેમાઓ જુઓ, વિષયો ભોગવો. ભગવાનનું ભજન કરવું કે
મોક્ષ મેળવવો, તેની તો વાત જ કરતા નથી અને કહે છે કે આ લોકનું ભોગવી લેવા દો, પછી આગળ જોયું જાશે.
આવા મૂરખાને બ્રહ્માનંદ સ્વામી ચેતાવે છે કે,
મનુષ્યદેહ ધરીને મૂરખ, કહે શું કરી કમાણીજી; શ્વાનતણી પેઠે ફરતો ડોલ્યો, બોલ્યો મિથ્યા વાણીજી...
પેટ ભર્યાનો ઉદ્યમ કીધો, રાત દિવસ ધન રળિયોજી;
નરતનનું મહાત્મ્ય ન જાણ્યું, પશુ જાતિમાં ભળિયોજી...
માત પિતા સુત બંધવ મેડી, અંતે નહિ કોઈ તારાંજી; આવરદા હરવાને કાજે, સર્વે મળ્યાં ધૂતારાંજી...
સગાં કુટુંબી સહુ મળીને, લૂંસી ચૂંશી લીધોજી; છેલ્લી વારે સ્વાર્થ સાધીને, જમને આગે દીધોજી...
બ્રહ્માનંદ સ્વામી કહે છે હે મૂરખ, તેં મનુષ્ય દેહ ધરીને શું કમાણી કરી ? કૂતરાની જેમ ચારેય કોર ફરતો રહ્યો ને જૂઠું જૂઠું બોલતો રહ્યો.
પેેટ ભરવા માટે ઉદ્યમ કર્યો ને રાત દિવસ કાળી મજૂરી કરી ધન ભેગું કર્યું. મનુષ્ય દેહે કરીને ભજન કરવાનું બાજુમાં મૂકીને પશુની જેમ
ભટકતો રહ્યો.
તું એમ માનતો હતો કે તારાં માતા પિતા, પત્ની, પુત્ર, મકાન,
ગાડી વગેરે તારાં છે, પણ અંતે એ કોઈ તારી સાથે આવવાનાં નથી.
સગાં સંબંધી તો બધાં સ્વાર્થી છે. સારું સારું બોલીને તેઓએ તને લૂછીને સાફ કરી દીધો છે. તને લૂખો કરીને અંતે તો એ તને જમડાના હાથમાં જ દઈ દેવાના છે. તે વખતે તું ગમે તેટલી રાડો પાડીશ, તો પણ તે
તારી સહાય કરવા આવવાના નથી. અત્યારે તું ભલેને ‘રાડો’ ઘડીયાળ
પહેરીને ફરે છે, પણ છેવટે તો તું રાડો પાડી પાડીને મરી જવાનો છે.
માટે ચેતી જા. એટલે જ સંતો ચેતવે છે કેે ભાઈ, તને સાચું સુખ જોઈતું હોય તો તે મળે છે સત્સંગમાં. એટલે જ આપણે ગાઈએ છીએ કે, સુખ થાય છે સત્સંગમાં (૨) પણ જીવ ભૂલે છે જીવનમાં,
નવ રાચે ધૂન ભજનમાં, સુખ થાય છે...
સગાં સંબંધી તારાં સઘળાં, સ્વાર્થનો એ પરિવાર,
નહિ રાખે તને પલવાર...
સાનમાં સમજે સુખ ઊપજશે (૨),
રાચ હરિની લગનમાં...સુખ...
આ લોકમાં ધન દોલત, સ્ત્રી, પુત્ર વગેરે છે, તે કોઈ પણ અંતે
તારી સાથે આવવાનું નથી. બધું જ અહીં રહેવાનું છે. તેને મૂકીને એકલા જ જવાનું છે. એટલે જ કહે છે કે,
એકલા જવાના મનવા, એકલા જવાના,
સાથી વિના, સંગી વિના, એકલા જવાના (૨)...એકલા...
આપણા શાસ્ત્રકારો પણ ડંકા વગાડી વગાડીને એ જ કહે છે કે
મઌધ્બ્ઌ ઼ધ્ઠ્ઠૠધ્ધ્હ્મ ઽધ્ ટધ્ધ્શ્વડ્ઢશ્વ, ઼ધ્ધ્સ્ર્ધ્ષ્ટ ટધ્ઢ્ઢદ્યદ્બધ્બ્થ્ પઌઃ જીૠધ્ઽધ્ધ્ઌશ્વ ત્નત્ન
ઘ્શ્વદ્યબ્ગધ્સ્ર્ધ્ક્ર થ્ૐધ્શ્વઙ્ગેંૠધ્ધ્ટધ્શ્વષ્ટ, ઙ્ગેંૠધ્ધ્ષ્ટઌળ્ટધ્ધ્શ્વ ટધ્હૃન્બ્ગ પટ્ટ ષ્ઙ્ગેંઃ ત્નત્ન
અર્થાત્ તમારી પાસે ગમે તેટલું ધન હશે તો પણ તેને મૂકીને જ જવાનું છે. પહેલાં ધન પૃથ્વીમાં દાટતા એટલે ‘ધનાનિ ભૂમૌ’ એમ
કહેવાતું, હવે ધન બેંકમાં પડ્યું રહે છે એટલે ‘ધનાનિ બેંકે’. એક પાઈ
પણ સાથે આવતી નથી. હજારો પશુઓ હશે તો પણ તે નેસડામાં બાંધ્યાં રહેશે. અરે તમે જેને તમારી અર્ધાંગના માનીને પાલન પોષણ કરો છો, તે પણ ઘરના બારણા સુધી જ સાથે આવે છે. સગાં સંબંધીઓ સ્મશાન સુધી.
અરે આ દેહ, જેને તમે ખવડાવી, પીવડાવી, નવડાવી, ધોવડાવીને રાખ્યો, ખૂબ સાચવ્યો છતાં પણ તે ચિતામાં બળી જવાનો છે. તમારી સાથે શું આવશે ? તો તમે જે પુણ્ય કે પાપ કર્યાં હશે તે જ તમારી સાથે આવશે. માટે જે વસ્તુ સાથે આવવાની જ નથી, તેને મેળવવાના
પ્રયત્નો કરવાનો શો અર્થ ?
એટલે જ બ્રહ્માનંદ સ્વામી સમજાવે છે કે હે મૂઢમતિ હવે તો સમજ.
સમજ બે મૂઢ મતિહીના, મનુષ્ય તન પાય ક્યા કીના; ભજ્યા નહિ શ્રીજીકુ કબહી, આયુ તેરી બિત ગઈ સબહી...સમજ.
બાલાપન ખેલમેં ખોયા, હરિકા ભજન નહિ કિના; જુવાપન ત્રીયા સંગ મોહ્યા, બુઢાપન નિર્બલા હોયા...સમજ.
આમ ભગવાન ને સત્પુરુષ ગાજી ગાજીને ચેતાવે છે, છતાં માયામાં આંધળા થયેલા જીવો પતંગિયાની જેમ દીવાની જ્યોતમાં-માયામાં ઝંપલાવીને બળી મરે છે.
એટલે જ સ્વામીબાપા કહે છે કે ‘ચેત ચેત મન બાવરા, સંત
શિખામણ દેત.’ આમ જ્યારે વાત કરે ત્યારે નાનો બાળક હોય તે એમ
કહે કે અમે તો હજુ નાના છીએ, અત્યારે તો મોજ મજા માણવાના દિવસો છે. એ તો ઘરડા થઈશું એટલે નવરા પડીશું. ત્યારે ભજન કરશું.
ત્યારે સ્વામીબાપા કહે છે કે પ્રહ્લાદની વાત વિચારો. હિરણ્યકશિપુએ આસુરી વિદ્યા ભણવા મોકલ્યા ત્યારે આસુરી વિદ્યાને બદલે દૈવી અક્ષરો
લખવા માંડ્યા.
બીજા બાળકોને પણ ઉપદેશ કર્યો કે હે મૂર્ખાઓ, ભગવાનનો દ્રોહ કરશો, અપરાધ કરશો તો બધાય ભૂંડે હાલે મરી જવાના છો. માટે ભગવાનનું ભજન કરો. પછી તો હિરણ્યકશિપુ પ્રહ્લાદને બહુ જ દુઃખ
દેવા માંડ્યો, તો પણ તેનાથી પ્રહ્લાદજી લેશમાત્ર ઝાંખા ન પડ્યા, પણ કહ્યું કે હું ભગવાનના ભજનરૂપી હવેલીમાં રાચું છું ત્યારે દુષ્ટ એવો
જે મારો પિતા, તે મચ્છરિયાની જેમ ગણગણાટ કરે છે, પણ તેની મને
લેશમાત્ર ચિંતા નથી. તે તો નિધડક થઈનેે કહે છે કે,
ઙ્ગેંળ્ બ્ગધ્શ્વ પઌઙ્ગેંજીગબધ્બ્ ૠધ્શ્વક્ર, ઌ બ્થ્ધ્ૠધ્ધ્શ્વ દ્યબ્થ્ઌધ્ૠધ્ઙ્ગેંટ્ટગષ્ટઌશ્વ ત્નત્ન
ૠધ્ઽધ્ઙ્ગેંધ્શ્વબ્ઌધ્ગઽધ્ક્રઙ્ગેંસ્ર્ધ્, ઘ્ઌક્ર ૠધ્ળ્ક્રનબ્ગ ઉંઙ્ગેં ૠધ્દ્યધ્મઌઃ ત્નત્ન
પ્રહ્લાદજી કહે છે કે કુપિત-ક્રોધે ભરાએલો, માટે જ કુપિત-દુષ્ટ પિતા
મને હેરાન કરવા ગમે તેટલો વાંકો ચૂંકો થાય, તો પણ હું ભગવાનના
નામ કીર્તનમાંથી ક્યારેય વિરામ પામીશ નહિ, મૂકી દઈશ નહિ, કેમ
જે કોઈક મહાન શેઠ સાત માળની હવેલી બનાવે ને પછી પલંગ ઉપર સૂવા જાય, ત્યારે તુચ્છ એવું જે મચ્છરિયું તે ગણગણાટ કરે, તેણે કરીને શું તે શેઠ હવેલીનો ત્યાગ કરી દે ? અથવા તો તે હવેલી પાડી નાખે ?
કદાપિ નહિ. એ તો મચ્છરદાની બાંધી દે. પછી ભલેને મચ્છર ગમે
તેટલા ધમપછાડા કરે. શેઠ તો શાંતિથી નિદ્રા માણે. તેમ હું ભજન કદાપિ
નહિ છોડું. આમ પ્રહ્લાદે ભજન માટે - સત્સંગ માટે પિતાનો ત્યાગ કર્યો, ભરતજીએ માતાનો ત્યાગ કર્યો, બલિરાજાએ ગુરુનો ત્યાગ કર્યો, વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો, વ્રજવનિતાએ પતિઓનો ત્યાગ કર્યો.
એટલે જ હરિલીલામૃતમાં કહ્યું છે કે,
સર્વે થકી શ્રીહરિ છે સમર્થ, બીજા તણી બીક બધાની વ્યર્થ; શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહિ તજાય...
પ્રહ્લાદને દુઃખ અપાર દીધું, સત્સંગ માટે સહુ સાંખી લીધું; વિભીષણે જો સતસંગ કીધો, તે ભ્રાત બીકે નહિ ત્યાગી દીધો...
આવી રીતે મહામોંઘા માનવદેહની દુર્લભતા જાણીને સત્સંગમાં દૃઢભાવથી જોડાયો હતો દિલ્હીનો એક પઠાણ. એમણે પોતાના મોક્ષ
માટે બહુ ઉપાય કર્યા હતા. તે માટે તેણે મક્કા-મદિનાની તીર્થયાત્રા
પણ કરી હતી.
એ જૂનાગઢમાં લશ્કરમાં નોકરી કરતો હતો. કોઈ કામ પ્રસંગે એ ઝીંઝાવદર આવ્યો હતો. એ વખતે સ્વામિનારાયણ ભગવાન ઝીંઝાવદરમાં જ બિરાજમાન હતા. પઠાણે ગામમાં પ્રવેશ કર્યો કે તરત જ તેને અલૌકિક
તેજ દેખાયું ને અંતરમાં ઊપજતા તમામ સંકલ્પોનો વિરામ થઈ ગયો.
તેથી તેમણે વિચાર્યું કે હું મારા ધર્મનું સૌથી મોટું તીર્થ મક્કા ને
મદીના ફરી વળ્યો છું, હજ કરી છે, છતાં પણ મને જે શાંતિ અહીં થાય
છે તેવી શાંતિ ક્યાંય મળી નથી. માટે નક્કી અહીં ખુદા કે ઓલિયા હોવા જોઈએ.
આમ વિચારતો તે આમતેમ આંટા મારતો હતો. તેવામાં તેને એક ભાઈ મળ્યા. તેને પૂછ્યું કે અહીં કોઈ ઓલિયા પુરુષ છે ? ત્યારે પેલા ભાઈએ કહ્યું : આ ગામના ચોરે બાવાજી બેઠા છે. તેથી પઠાણ તે તરફ
ચાલ્યો. માર્ગમાં અલૈયાખાચર મળ્યા. તેમને પૂછ્યું ત્યારે અલૈયાખાચરે વિચાર્યું જે તે પઠાણ ખરેખર ખપવાળો છે કે નહિ તેની મારે ખાતરી કરવી જોઈએ. તેથી પેલા ગંજેરી બાવા પાસે લાવ્યા.
ત્યારે પઠાણે કહ્યું : અરે ભાઈ, આવા બાવા તો મેં કેટલાય જોઈ
નાખ્યા છે. એ તો બધાને છેતરતા ફરે છે, માટે સાચા ઓલિયા બતાવો.
તમારો પાડ માનીશ. અલૈયાખાચરે જાણ્યું જે આ પઠાણ પાકો મુમુક્ષુ છે, તેથી પોતાના દરબારમાં બિરાજમાન ભગવાન પાસે લાવ્યા, ને ભગવાનને દેખાડતાં કહ્યું : જુઓ આ અમારા ખુદા. પઠાણ અને
શ્રીહરિની દૃષ્ટિ એક થતાં જ પઠાણને સમાધિ થઈ. તેમાં અસંખ્ય
ઓલિયા સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન, પ્રાર્થના કરે છે ને પોતે જે ખુદાનું ભજન કરે છે એ ખુદા પણ ભગવાનને સ્તુતિ વિનય કરતા જોયા.
થોડીવાર પછી પઠાણ સમાધિમાંથી જાગ્યો. ભગવાનનાં અલૌકિક દર્શનથી તેને બહુ જ આનંદ થયો હતો. તેથી તરત જ ભગવાનની પાસે
આવીને બંદગી કરતો હોય તેમ, ભગવાનના ચરણે નમસ્કાર કરીને
ગદ્ગદ થઈને કહેવા લાગ્યો : હે ખુદા, હે પરવરદિગાર, આપ તો ખુદાના પણ ખુદા છો, ખુદાતાલા છો. હવે આપના દિદાર મૂકીને, દર્શન
મૂકીને મારે હવે ક્યાંય જવું નથી. મને આપના કદમમાં રાખો.
ત્યારે તેનેે સમજાતાં ભગવાન કહે : તારી નાતના લોકો તને ઉપાધિ
કરશે ને અમને પણ ઉપાધિ કરશે; માટે તું પાછો તારે ઘેર જા. તારી
નોકરી છોડીશ નહિ, ને ચિંતા પણ કરીશ નહિ. તું ધર્મ નિયમ બરાબર
પાળજે. હું તારું કલ્યાણ કરીશ. તું બહારથી બહુ દેખાવ ન કરજે.
અંતરથી ભજન કરજે.
પઠાણે આ રીતની ભગવાનની મરજી જોઈ ને આગ્રહ પણ જોયો.
તેથી તેમણે વિચાર્યું કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવામાં સુખ છે.
તેથી ભગવાનને પ્રેમથી વંદન કરી પાછે પગલે ચાલતો ચાલતો છેવટે ફરીથી વંદન કરી વિદાય થયો. પછી એ પઠાણ નિયમિત રીતે ભજન
કરતો. અંતકાળે ભગવાન એને દર્શન આપી ધામમાં તેડી ગયા.
આમ પઠાણે મનુષ્ય જન્મની દુર્લભતા જાણી તો ભગવાને તેનું કામ
કર્યું. ભગવાન બહુ જ દયાળુ છે. એમને એવું નથી કે મારે ઉચ્ચ જાતિના હોય તેનું જ કલ્યાણ કરવું ને નીચ જાતિના હોય તેનું કલ્યાણ ન કરવું.
ભગવાનને મન તો બધાય સરખા છે. એટલે જ ભગવાન કહે છે કે, ઊંચ નીચ હું કાંઈ ન જાણું, મુજને ભજે તે માહરો; જક્ત વ્યવહાર લોપે નહિ, તેને જાણું દાસ ઉત્તમ ખરો...
આવા પરમ ઉદાર સ્વામિનારાયણબાપા સ્વામીબાપા આપણને મળ્યા છે. એમને પામ્યા પછી અણસમજણ દૂર કરવાની છે. જો અણસમજણ દૂર થાય તો જ એમનો સંગ કર્યો કહેવાય.
હજહ
આચમન-૧૪ : ભક્તિમાં નડતર કરે અણસમજણ
અણસમજણે કરીને શું શું બને છે તે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના ત્રીજા પદમાં કહે છે,
સંતો અણસમજણે એમ બને, તે તો સમજુને સમજવું મને રે...સંતો...
ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદને; અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુનેગાર વણગુને રે; સંતો...૧
જે અણસમજુ હોય તેને ભક્તિ પસંદ ન આવે એટલું જ નહિ પણ જે ભક્તિ કરતો હોય તેના ઉપર વેર રાખે. છતાં ભક્તિ કરનારને કાંઈ
તકલીફ પડતી નથી; કેમ જે તેની ચિંતાના કરનારા ભગવાન છે, પરંતુ
પેલો વેર કરનારો દોષિત બનીને હેરાન થાય છે.
શ્રીખંડ સદા શીતળ સુખકારી, તેને દઝાડે કોઈ દહને; અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વને રે; સંતો...૨
શ્રીખંડ - ચંદન બધાને શીતળતા આપનારું છે, પરંતુ કોઈ તેને અગ્નિમાં નાખે ને પછી કહે જે ચંદન તો શીતળ છે, માટે તેને અડવામાં શું વાંધો ? તો તેનો અખતરો કરનારો જરૂર દાઝે જ. અગર - ચંદન
તે પણ બહુ જ શીતળ છે પણ તેને અગ્નિમાં નાખો અથવા તો અગરનાં ઝાડનું વન હોય તેમાં અગ્નિ નાખો તો શીતળતા આપનારું આખું વન
જ બળીને ભસ્મ થઈ જાય. તેમ ભક્તિ પણ માણસના મનને શીતળતા આપનારી છે પરંતુ તેમાં જો ઈર્ષાની આગ ઉમેરાય તો અંતરમાં રહેલા બધા જ સદ્ગુણો ભસ્મ થઈ જાય. ભક્તિ તો કલ્પતરુ જેવી છે. ત્યાં બધું શુભ ચિંતવવાનું હોય.
કલ્પતરુ મળે માગ્યો કુઠારો, દુર્મતિ થાવા દુઃખને; જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરને રે; સંતો...૩
સ્વામીબાપાએ તે પર સરસ વાત કરી છે કે એક સુથાર હતો. તે કમાવા માટે દૂર દેશમાં જતો હતો. માર્ગમાં ચાલતાં થાકી ગયો, તેથી એક ઝાડ તળે બેસી ગયો. ખૂબ તરસ લાગી હતી તેથી સંકલ્પ થયો કે જો અહીં ઠંડું પાણી મળી જાય તો સારું. ત્યાં તો બાજુમાં જ ઠંડા
પાણીનું માટલું હાજર થઈ ગયું. તેમાંથી પાણી પીધું. થાક લાગ્યો હતો
તેથી તેને સૂવાની ઇચ્છા થઈ. પણ ત્યાં તો જમીન પર ઝાંખરાં પડ્યાં હતાં. તેથી વિચાર કર્યો જે સરસ મજાનો પલંગ મળી જાય તો નીંદર કરી લઉં. પછી આગળ વધું. તરત જ પલંગ આવ્યો, તે પર સરસ મજાનાં
ગાદલાં પાથરેલાં. સુથાર તો આનંદ પામતો તેના પર સૂતો. ત્યાં જ
તેની નજર ઝાડ પર પડી. ઝાડમાં સરસ મજાની ડાળીઓ હતી. ડાળીમાં સીધા સોટા હતા. પોતે હતો જાતનો સુથાર એટલે સુથારનું મન
બાવળીયે. આમ તો સૌનું મન સૌ સૌના વિષય પર રહેલું છે. દરજીનું
મન કાપડમાં, વાણિયાનું મન વેપારમાં, માળીનું મન ફૂલમાં, ખેડૂતનું
મન ખેતીમાં, તેમ ભક્તનું મન ભગવાનની ભક્તિમાં. પેલા સુથારને સંકલ્પ થયો કે આ ઝાડની ડાળી બહુ સારી છે. કુહાડાના હાથા બનાવવામાં કામ આવે એવી છે. ત્યાં તો કુહાડાનો હાથો દેખાયો. સુથાર ભાઈ આગળ વધ્યા. વિચાર્યું કે એકલો હાથો મળે શું થાય ? ભેગો કુહાડો હોય તો કામ આવે. ત્યાં તો હાથા સહિત કુહાડો દેખાયો.
આટલા બધા સંકલ્પો સત્ય થયા છતાં પણ તે સુથારે એમ ન વિચાર્યું
કે હું જે કાંઈ સંકલ્પ કરું છું તે સત્ય થાય છે માટે હું સારું ચિંતવીને સુખિયો થાઉં. ઉપર કુહાડો લટકતો જોયો એટલે ભાઈ ગભરાયા. કહેઃ અરે ! આ મારા ઉપર પડશે તો મારું ગળું કપાઈ જશે. ત્યાં જ કુહાડો
પડ્યો ને સુથારભાઈના રામ રમી ગયા. તેમ આ સત્સંગ આપણને મળ્યો
છે તેમાં રહીને શુભ ચિંતવે છે તે સુખિયા થાય છે, ભક્તિ કરીને ભવસાગર પાર કરે છે ને અવળું ચિંતવન કરનારા હેરાન થાય છે.
એમ શઠ સુખદથી સારું ન ઇચ્છે, કોઈ પ્રગટે થર પાપને; નિષ્કુલાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપને રે; સંતો...૪
કોઈ લુચ્ચો હોય તેને કોઈ સજ્જન કહે કે તું માગે તે હું તને આપું.
ત્યારે લુચ્ચો માણસ સવા મણનો પથરો માગે ત્યારે સજ્જન તેને એ
પ્રમાણે તોલીને આપે, ને બીજા જે કોઈએ સારી વસ્તુ માગી હોય તો
તે પણ આપે. પછી પસ્તાવો થાય કે મેં સારી વસ્તુ માગી હોત તો સારું થાત. એમ અણસમજુ લોકો ભલેને સત્સંગમાં આવ્યા હોય. સજ્જન
જેવા સત્પુરુષના સંગમાં રહેતા હોય. પરંતુ તેની માગણી સવા મણ
પથ્થરના જેવી જ હોય, તુચ્છ પદાર્થ માટેની જ હોય. પરંતુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિરૂપી શુભ ચીજની માગણી ન કરે તેથી લૌકિક પદાર્થના બંધનને કારણે તે તેના ભારમાં ને ભારમાં ભગવાન ને સત્પુરુષથી જુદા જ પડતા જાય.
લોકો પોતાનાં સગાં સંબંધીનું કામ ઉત્સાહથી કરે છે. બૈરાં છોકરાં
માટે દિવસમાં દશ ધક્કા ખાવા પડે તો ઉત્સાહથી ખાય. પરંતુ ભગવાન
કે સંત માટે એકવાર ધક્કો ખાવાનો ભારે થઈ પડે. કોઈ તેને સમજાવે કે ભાઈ, તમે વ્યવહારનું કામ ભલે કરો, પણ સાથે સાથે ભગવાનની ભક્તિ કરવાનું, પૂજા પાઠ કરવાનું, મંદિરમાં આવવાનું, સમૈયામાં ભાગ
લેવાનું પણ રાખો. ત્યારે કહેશે બાપજી, નવરા જ ક્યાં પડીએ છીએ ?
પછી ભલેને ઘરમાં ટીવી ચાલુ કરીને રાત્રે નવ વાગ્યાથી માંડીને રાત્રીના બે વાગી જાય. એને ગપ્પાં મારવાનું ફાવે, કોઈની કુથલી કરવાની મજા
પડે, આડા અવળા આંટા મારવાનું ફાવે, પરંતુ પોતાનું સર્વ પ્રકારે પોષણ કરનારા ભગવાનનું ભજન કરવાનું આવે ત્યાં જ ટાઢીયો તાવ ચડે.
ભગવાનના સંતો ચેતાવે છે કે,
જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતું જી; વ્હાલમને વિસારી દીધા, કીધી બીજી વાતુંજી...
યમ ધર્મ તે લેખાં લેશે, કહાડી તારું ખાતુંજી; જોરાવર છે જમના દૂતો, તેની ખાશે લાતુંજી...
આખો દિવસ માયાનું જ ચિંતવન કરતો ફરે. એમાં ચિત્ત એવું ચોંટી જાય કે જાણે ચીકણો ગુંદર, મધની લાળ. એ લાળ હમણાં ભલેને મીઠી
લાગે છે, પણ અંતકાળે કોઈ સગાં નહિ થાય. અંતકાળે તો ભગવાન
જ સાચા સગા થશે. માટે ઘરમાં પણ એવું જ વાતાવરણ સર્જો કે જેથી બધાને ભક્તિનો રંગ લાગે.
ભક્તિના રંગે રંગાએલા હતા દેવશી ભગત. એ લુહાર જાતિના હતા. એનાં માતાપિતાએ નાનપણથી જ ભક્તિના સંસ્કાર રેડ્યા હતા.
તેથી તે કોઈ વ્યસનમાં ફસાયા ન હતા. કેમ જે તેમનો નિયમ હતો કે ઘરેથી મંદિરે ને મંદિરેથી ઘરે. આવા સંસ્કારી પુત્રને જોઈ માતાપિતાને
પણ હરખ થતો. દેવશી ભગત મોટા થયા એટલે ઘરની બધી જ જવાબદારી સંભાળી લીધી. કામ પણ દિલ દઈને કરે. કામ કરતાં કરતાં ભગવાનનું નામ લે. ભગવાનનાં કીર્તન ગાય કે,
પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ,
કાંઈ કહ્યામાં ના’વે વાત મારી,
આજ દીનબંધુ અઢળક ઢળ્યા રે લોલ,
પોતે પુરુષોત્તમ સાક્ષાત્ મારી બેની...પ્રગટ...
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલતા જાય ને ધગધગતા લોખંડ
પર ઘા મારતા જાય. તેથી કામ પણ સરસ થાય, તેમના ગ્રાહકો પણ વધતા જાય. બધાને પ્રેમથી જવાબ આપે, તેથી લોકોને દેવશી ભગત
ઉપર વધારે ને વધારે હેત થતું જાય.
ભોજન સમયે પણ તે થોડીવાર ભગવાનને યાદ કરે ને પ્રાર્થના કરે કે, હે મહારાજ ! આપ ભોજન કરવા પધારો. આ બધું જોઈને બીજા બધા રાજી થાય. પરંતુ દેવશી ભગતની કાકી બહુ જ અવળચંડી હતી.
તેથી તે ભત્રીજાની મશ્કરી કરતી કે મોટો થઈ પડ્યો ભગતડો.
હામિનારાયણ હામિનારાયણ કર્યા કરે છે. સાધુડાએ આમાં ભૂત ઘાલી
મેલ્યું છે તેથી હામિનારાયણ વિના બીજું કાંઈ દેખતા જ નથી.
ગામના લોકોએ દેવશી ભગતને વાત કરી કે તમારી કાકી તમારા
માટે જેમ તેમ બોલે છે, ગાળો દેતી ફરે છે. તો તમે તેને કડક થઈને બે શબ્દો સંભળાવી દ્યોને, જેથી તે બબડતી બંધ થઈ જાય. ત્યારે દેવશી ભગત કહેઃ મારા માટે ભલેને જેમ તેમ બોલે છે પણ એ નિમિત્તે તે
મારા ભગવાનનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ તો બોલે છે ને.
સમય થતાં કાકી બીમાર થઈ. પથારીવશ થઈ. પણ રોજની ટેવ
પ્રમાણે જેમ તેમ બોલ્યા કરતી. તેને લેવા યમદૂતો આવ્યા. કહ્યું : ડોસી,
તેં તારા ભત્રીજાની ને તેમના શ્રી સ્વામિનારાયણ ભગવાનની નિંદા કરી છે તે પાપે તને યમપુરીમાં લઈ જવા આવ્યા છીએ. એમ કહીને તેના
ગળામાં ફાંસો ભરાવ્યો. ત્યારે તે રાડો પાડવા માંડી કે, અલ્યા દેવશીડા... જો તો ખરો... તું સ્વામિનારાયણનો થઈ ગયો ને મને આ જમડા મારે છે. તું કહેતો હતો કે સ્વામિનારાયણનું નામ લે તેને સ્વામિનારાયણ તેડવા આવે છે, તો એ સ્વામિનારાયણ ક્યાં ગયાં ?
કેમ હજુ દેખાતા નથી ? સ્વામિનારાયણ નામ સાંભળતાં યમદૂતો દૂર ખસી ગયા. તે જ વખતે શ્રી સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધાર્યા.
યમદૂતોને કહ્યું : તમે અહીં કેમ આવ્યા છો ?
યમદૂતો કહે : મહારાજ, આ ડોસી તો બહુ જ અડબંગી છે. તે તમારી
ને તમારા પરમ ભક્ત દેવશી ભગતની બહુ જ નિંદા કરતી હતી. તેથી
તેના પાપનું ફળ દેવા અમે તેને યમપુરીમાં લઈ જવા આવ્યા છીએ.
ભગવાન કહે : ડોસીએ મારું નામ લીધું એટલે તેને છોડી દો. યમ કહે :
પણ પ્રભુ, એણે તમારું નામ ભાવથી નથી લીધું, ખીજાઈને લીધું છે.
ભગવાન કહે : ખેતરમાં બી વાવીએ. તે સવળું વાવીએ કે અવળું વાવીએ પણ તે ઊગ્યા વિના રહે નહિ. તેમ ડોસીએ ભલેને કુભાવે
નામ લીધું તો પણ તેનાં પાપ બળી ગયાં. જેમ અજાણતાં પણ અગ્નિમાં
પગ પડે તો દાઝી જવાય તેમ તેનાં પાપ અમે બાળી નાખ્યાં. ભગવાનની એ અધિક દયાની ખુમારી સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કીર્તનરૂપે રજૂ કરે છે કે,
કરે કોણ તમ વિના સા’ચે રે, સ્વાર્થ નો’તો કાંઈ મુજમાંયે રે,
પરમાર્થી એક તમે પોતે રે, નથી બીજો ન મળે ગોતે રે...
દયાળુ એક તમે દેવા રે, નથી બીજો અન્ય કોઈ કે’વા રે,
મોટપણે એક તમે મોટા રે, બીજા સહુ અજ આદ્યે છોટા રે...
એ દયાળુ ભગવાને યમદૂતોને કહ્યું : હવે તમે બધા પાછા જાઓ.
ભગવાનની આજ્ઞા થઈ એટલે યમદૂતો ચાલ્યા ગયા. અહીં ભગવાને
પોતાની ઉદારતા બતાવી. એનો અર્થ એવો ન કરવો કે અવળાઈ કરશું
તોય ભગવાન તેડવા આવશે. માટે જેને ભગવાનના ધામમાં જવું છે, સુખિયા થવું છે તેણે અવિવેક, અણસમજણનો ત્યાગ કરીને ભક્તિપરાયણ જીવન કરવું.
હજહ
આચમન-૧૫ : સાચી ભક્તિ શિરને સાટે
મનુષ્યમાત્ર જીવનમાં પ્રગતિ સાધવા ઇચ્છે છે. તે પ્રગતિ સાધવાનો સૌથી સરળ અને સુગમ ઉપાય છે, ભગવાનની મરજી પ્રમાણે વર્તવું,
ને એ જ સાચી ભક્તિ છે. જો ભગવાનની મરજી પ્રમાણે વર્તીએ તો ભગવાન તરત જ સુખિયા કરી દે, બધા સદ્ગુણો આપણા હૃદયમાં આવીને વસે. દુનિયામાં રૂપિયાદાર થવું સહેલું છે પણ સદ્ગુણના ભંડાર થવું હોય, આબરૂદાર થવું હોય તેણે ભગવાનની મરજી પ્રમાણે વર્તવું જોઈએ. સંસારનાં સાધનો, સંપત્તિ તેમજ વૈભવથી મળેલો આનંદ ક્ષણિક છે ને નકલી છે, પરંતુ ભગવાનની ભક્તિનો આનંદ પાતાળનાં પાણીની જેમ અખંડ વહ્યા કરે છે, તે ક્યારેય સૂકાતો નથી. કેમ જે એના દેનારા સ્વયં ભગવાન છે. એ આનંદ પામવા માટે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી ભક્તિનિધિના તેરમા કડવામાં કહે છે,
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે જાચીજી;
તેહ વિના બીજી છે સરવે કાચીજી, તેહમાં ન રે’વું કે’દીએ રાચીજી...૧
રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઈ જીવન પ્રગટ પ્રમાણ;
પછી ભક્તિ તેની ભાવશું, સમજીને કરવી સુજાણ...૨
જોઈ મરજી જગદીશની, શિશ સાટે કરવું સાબિત; સુખ દુઃખ આવે તેમાં દેહને, પણ હારવી નહિ હિમ્મત...૩
ભગવાનની ભક્તિને તો મોટા મોટા ઇચ્છે છે. ભક્તિ વિના બીજાં સાધન છે તેમાં ભારે મરવાનું થાય. માટે રસમય મૂર્તિ ભગવાનના સ્વરૂપમાં રાચવું, ભાવ સહિત ભગવાનની ભક્તિ કરવી.
સ્વામીબાપા કહે છે કે જે માણસ પોતાના જીવનમાં ધર્મ અનુસાર વર્તનમાં લાગ્યો રહેે તેના ઉપર ભગવાનની કૃપા વરસે છે. કેમ જે એમણે ભગવાનનેે યથાર્થપણે જાણ્યા છે ને ભગવાનનો યથાર્થ નિશ્ચય કર્યો છે.
આવો નિશ્ચય જેણે કર્યો હોય તેને કેવું વર્તે તે ગોપાળાનંદ સ્વામીબાપા ૧૦૬મી વાતમાં કહે છે કે જેણે એક વખત ભગવાનને યથાર્થપણે જાણ્યા અને નિશ્ચય થયો. પછી તેને ગમે તેવો સંગ થાય અને ગમે તેવાં શાસ્ત્ર સાંભળે તો પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ટળે નહિ.
અરે એવો નિશ્ચયવાળો હોય તે તો ભરદરબારમાં રાજા આગળ પણ અડગ રહે. તેને એવી ચિંતા ન હોય કે રાજા મને હેરાન કરશે. બાપાશ્રી કહે છે કે જેને નિશ્ચયમાં કસર હોય તે ડગી જાય. જેને પરિપક્વ નિશ્ચય
હોય તેને કાંઈ ન નડે. તે તો ભગવાનના ભજનમાં જે જે અંતરાય કરે
તેનો ત્યાગ કરે. તેના હૈયામાં એજ રટના હોય કે, વ્રજજીવનને ભજતાં જે વારે,
નામ તેનું લઈ નાઈએ રે, શિદને લજાઈએ...
એ તો એમ જ સમજતો હોય કે મને મળ્યા જે સ્વામિનારાયણ ભગવાન, તે તો બધાથી સમર્થ છે. તો મારે બીજાની બીક રાખવાની શી જરૂર છે. પૂર્વેે પ્રહ્લાદ, વિભીષણ વગેરેએ પણ ભગવાનનો નિશ્ચય, ભગવાનનો આશરો છોડ્યો નથી. સત્સંગ છોડ્યો નથી. એટલે જ
શ્રી હરિલીલામૃતમાં કહે છે કે,
પ્રહ્લાદને દુઃખ અપાર દીધું, સત્સંગ માટે સહુ સાંખી લીધું; વિભીષણે જો સત્સંગ કીધો, તે ભ્રાત બીકે નહિ ત્યાગી દીધો...
આવી રીતે જે ભગવાનનો નિશ્ચય દૃઢ રાખે છે, તેની ભગવાન પણ
તેવી જ સંભાળ રાખે છે. ભગવાનને વિશે આવા દૃઢ નિશ્ચયવાળા હતા બોટાદના શિવદાનભાઈ બારોટ.
ભાવનગરના રાજા વજેસિંહના એ માનીતા હતા. પૂર્વના એ મુમુક્ષુ
હતા. સ્વામિનારાયણ ભગવાન તેમજ સંતોના સંગથી તેમને એવો તો રંગ લાગ્યો કે તે રાજદરબારમાં જાય તો પણ તિલક ચાંદલો કરીને જાય.
તેના દિલમાં એ જ રટન થયા કરતું હતું કે, રંગ લાગો રે મારે રંગ લાગો, રસિયાજીનો મારે રંગ લાગો...રંગ...
ગૂઢો રંગ લાગો ગિરધરનો, ભવ ભટકવાનો ભય ભાગો...રંગ...
જૂઠું જગતનું સગપણ તોડ્યું, જેમ તોડે કાચો ધાગો...રંગ...
શિવદાન ગઢવીને અંગોઅંગમાં સત્સંગનો રંગ લાગ્યો હતો. રાજા વજેસિંહને આ ગમતું નહોતું, પણ કાંઈ બોલી શકતા નહોતા. એક વખત
રાજાનો જન્મ દિવસ આવ્યો. તેના આનંદમાં મહેફીલ યોજી. એમાં ભાટ-
ચારણો પણ આવ્યા. રાજાના ગુણગાન ગાયા. શિવદાન એ વખતેે હાજર હતા. તેમને રાજાએ કહ્યું : તમે પણ કંઈક બોલો. ત્યારે શિવદાન ગઢવીએ સ્વામિનારાયણ ભગવાનના ગુણગાનનો છંદ લલકાર્યો. એ સાંભળી રાજા વજેસિંહ મનમાં ને મનમાં સમસમી રહ્યા, પણ કાંઈ બોલ્યા નહિ. મહેફીલ
પૂરી થઈ એટલે બધાને ભેટ સોગાદો આપવા મંડ્યા. શિવદાન પણ
લાઈનમાં આવ્યા. ત્યારે વજેસિંહ કહે : શિવદાન, તમને તો સ્વામિનારાયણ ભેટ આપશે. આ બાજુ આવવાની ક્યાં જરૂર હતી ? તમે તો દિશા જ ભૂલી ગયા. શિવદાન આ મેણાંથી ઢીલા ન પડ્યા, પણ તેવી જ
નીડરતાથી કહ્યું : ઠાકોર, મારા સ્વામિનારાયણનો શિરપાવ તો ઘણો મોટો છે. તમારા જેવા આ લોકના રાજા એ તો માત્ર આ લોકની વસ્તુ આપી શકે. પરંતુ મારા ભગવાન તો અનંતકોટી બ્રહ્માંડના મહારાજાધિરાજા.
એ તો આલોકનો શિરપાવ આપે જ છે નેે તેની સાથે પરલોકનો ય શિરપાવ આપે છે. તેમણે મને પોતાના ધામનો શિરપાવ તો ક્યારનોય
આપી દીધો છે. હે રાજન્, કદાચ બોલવામાં વધુ પડતું લાગ્યું હોય તો
માફ કરજો... આટલું કહી શિવદાન બારોટ દરબારમાંથી વિદાય
થયા. બરાબર આ જ વખતે સ્વામિનારાયણ ભગવાન સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં દર્શનદાન આપી રહ્યા હતા, શિવદાન બારોટ
બોટાદ તરફ વળ્યા. ત્યાં ખબર મળ્યા કે ભગવાન સારગંપુરમાં છે તેથી ત્યાં આવ્યા. તે વખતે કથા ચાલતી હતી. શિવા બારોટે આવીને ભગવાનનાં દર્શન કર્યાં. ભગવાન તેમના સામું જોઈને મંદ મંદ હસવા
લાગ્યા, એથી બારોટને અંતરમાં શાંતિ થઈ. પરંતુ ઠાકોરે જે મેણું માર્યું
હતું તે કેમેય ભૂલાતું ન હતું. અંતર્યામી પ્રભુથી આ કાંઈ અજાણ્યું ન
હતું. શિવા બારોટ માટે રાઠોડ ધાધલને ત્યાં ઉતારો રાખ્યો હતો. ભોજન
કર્યું પણ મનમાં તો રાજાના મેણાના શભ્દો ગૂંજતા હતા. રાત્રે સૂતા ત્યારે પણ એ જ ચિંતા. ઊંઘ ન આવી તેથી પોતાનો સરોદો લીધો ને કીર્તનગાન શરૂ કર્યું.
મારા છેલ છબીલા લાલ રે, મહારાજા મેરા યાર...ટેક વાટ જોઈને હું ઊભી છું, ઘણી ઘડી થઈ આજ;
તમે પધારો નાથજી તો, સરે અમારાં કાજ રેમહારાજા...૧
આંખોથી પ્રેમાશ્રુ ઝરે રે, હૈડે હેત અપાર;
ચાલો તો મંદિરીયે જઈએ, માણકીના અસવાર રેમહારાજા...૨
શરણાગતની સામું જુઓ, રાખો બાંય ગ્રહ્યાની લાજ; સહજાનંદજી નામ તમારું, સહેજે પધારો આજ રેમહારાજા...૩
આમ ભાવવિભોર થઈ શિવા બારોટ એક પછી એક પદ ગાવા
લાગ્યા. આ બાજુ ભગવાન જીવાખાચરના દરબારમાં પોઢ્યા હતા.
શિવા બારોટના કીર્તનના શબ્દો ભગવાનના કર્ણે ગુંજી રહ્યા હતા.
ભગવાનને ઊંઘ ન આવી. પલંગમાંથી ઊભા થયા, ને તરત જ રાઠોડ ધાધલના ફળિયામાં ગયા. શિવા બારોટ તો એકતાન થઈ ભજનમાં ભાવવિભોર બની ગયા હતા. આંખો બંધ હતી. થોડીવાર પછી મૂળજી
બ્રહ્મચારી જાગ્યા, ત્યાં મહારાજને ન દીઠા. તેથી ગભરાઈ ગયા. તરત
જ નાજા જોગિયાને ઊઠાડ્યા. બન્ને શોધવા લાગ્યા. પણ પ્રભુજી
નજીકમાં હતા તેથી શાંતિ થઈ. ભગવાનને કહ્યું : અરે પ્રભુ, આમ
અચાનક ઊઠીને અહીં કેમ પધાર્યા ? ઉપર વસ્ત્ર નથી, ચરણમાં મોજડી
નથી !! ભગવાન નાજાને જોઈને કહે : સારું થયું તમે આવી ગયા.
હવે જલ્દી જાઓ ને આપણો રોઝો ઘોડો છે તેને શણગારીને મારી પાસે
લાવો. જોજો હો, શણગારમાં કાંઈ ખામી ન રહેવી જોઈએ.
નાજાએ વિચાર્યું જે ભગવાનને કાંઈ અચાનક કામ આવી પડ્યું હશે એટલે ભગવાન આમ કહેતા હશે. ભગવાનની આજ્ઞા પ્રમાણે નાજા જોગિયા ઘોડાને શણગારીને લાવ્યા. મૂળજી બ્રહ્મચારીને ચટપટી જાગી કે ભગવાન આમ અડધી રાતેે કઈ બાજુ જવાના છે. કાંઈ સમાચાર પણ
નથી આવ્યા ને આમ અચાનક કઈ બાજુ જતા હશે ! રોઝો ઘોડો આવ્યા
પછી મહારાજે પોતાનાં ભારે ભારે વસ્ત્રો મંગાવ્યાં. વસ્ત્ર ઘરેણાં મૂળજી
બ્રહ્મચારી સાચવતા. ભગવાનની આજ્ઞા થઈ એટલે મૂકસેવક બની એ
પણ લઈ આવ્યા. બ્રહ્મચારી તો વિચારતા જ રહ્યા કે મહારાજ - આવા શણગાર સજીને એકલા ક્યાં જશે ? રોઝો ઘોડો કાંઈ જેવો તેેવો નહોતો.
તેની કિંમત તે વખતના એક હજાર રૂપિયાની હતી. ભગવાન ક્યાંક પધારે છે એ વાતની જાણ થતાં જીવાખાચર વગેરે બધા જાગી ગયા. જીવાખાચરે ભગવાનનેે પૂછ્યું : પ્રભુ, આમ અચાનક કઈ બાજુ પધારશો ? ભગવાન
કહે : જીવા બાપુ, અમારેે વળી ક્યાં જવાનું હોય ? અમે તો અહીંયા જ છીએ, પણ એક કામ કરો. જુઓ પેલા શિવદાન બારોટ છે, તેમને બોલાવો. ભગવાનની આજ્ઞા થઈ એટલે જીવાખાચર શિવદાન પાસે
ગયા. એ ભક્ત તો આંખો બંધ કરીને કીર્તન ગાનમાં એકતાન થઈ ગયા હતા. અંતરમાં વેદનાના સૂર હતા. ઘડીવાર તો જીવાખાચર પણ થંભી
ગયા. પછી કહ્યું : ભગત, તમને ભગવાન બોલાવે છે. એ સાંભળતાં જ શિવદાન બારોટ ઝબક્યા. જીવાખાચરની સામે જોયું. પૂછ્યું : ભગવાન
મને બોલાવે છે ? હા ભગત, ભગવાન તમને બોલાવે છે. ભગવાનનું
તેડું આવ્યું, પછી તો એમાં કહેવાનું જ શું હોય ? તરત જ ઉમંગથી ભગવાનની પાસે આવ્યા. ભગવાનની આસપાસમાં મેળો જામી ગયો હતો. બધાને આતુરતા હતી કે ભગવાન શું લીલા કરે છે.
શિવદાને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો કે તરત જ ભગવાને તેમને
પકડીને ઊભા કર્યા નેે પ્રેમથી ભેટ્યા. નાજા ભક્તને ઈશારો કરી ઘોડો બાજુમાં મંગાવ્યો. ઘોડાની લગામ પોતાના હાથમાં લીધી. હવે મૂળજી
બ્રહ્મચારીને થયું કે ભગવાન શું આમ ને આમ ઘોડા ઉપર બેસીને જશે ?
ત્યાં તો ભગવાને બ્રહ્મચારીને સાન કરી. બ્રહ્મચારી વસ્ત્રો લાવ્યા. તરત
જ બારોટને કહ્યું : ભગત, આ વસ્ત્રો પહેરો. બારોટ કહે : પ્રભુ, આ
તો આપનાં વસ્ત્ર છે. મારાથી તે ન પહેરાય. ભગવાન કહે : અમારી આજ્ઞા છે કે તમે પહેરો. બ્રહ્મચારી પણ આનાકાની કરતા રહ્યા ને ભગવાન પોતે જ શિવદાન બારોટને વસ્ત્રો પહેરાવવા માંડ્યા. ત્યાં ભેગા થયેલા બધા જ ફાટી નજરે જોઈ રહ્યા કે ભગવાન આ કેવી લીલા કરી રહ્યા છે. એટલેથી જ ન અટક્યું. રોઝા ઘોડાની લગામ પણ શિવદાન
બારોટના હાથમાં આપી દીધી ને કહ્યું : લ્યો ભગત, આ અમારો શિરપાવ. જલ્દી જાઓ ભાવનગર ને વજેસિંહ બાપુને કહો કે ભગવાને
મને શિરપાવ આપ્યો. ભગવાનની આ વાણી કોઈના સમજવામાં પણ
ન આવી. જીવાખાચર ભગવાનને ના પાડતા કહેવા લાગ્યા : પણ, પણ,
પ્રભુ, આ તો રોઝો ઘોડો. એ તો આપને શોભે.
ત્યારે ભગવાન કહે : અમે આ ભગતને અર્પણ કરી દીધો. અર્પણ કરેલી વસ્તુ પાછી ન લેવાય. શિવદાન બારોટ પણ સંકોચ પામતા રહ્યા.
પણ ભગવાનની મરજી હતી, વળી આગ્રહ હતો, તેથી કાંઈ ન બોલી શક્યા. ઘોડા ઉપર ભગતને બેસાડ્યા ને કહ્યું : જાઓ જલ્દી ભાવનગર,
ને ઠાકોરને પૂછજો કે શિરપાવમાં કાંઈ ઓછું તો નથી ને ? ભગવાનની આજ્ઞાથી શિવદાન અહોભાવથી ભગવાનને વંદન કરી ત્યાંથી વિદાય
થયા. ભગવાન બધાને કહે : ચાલો, હવે નહાવા ધોવાનો સમય થઈ
ગયો છે. એ વખતે જાણે બધાએ કોઈ અજબનું સ્વપ્ન જોયું હોય તેમ
એકબીજાના સામું જોઈ રહ્યા હતા. કોણ હતો એ ભગતડો ! ક્યાંથી આવ્યો હતો ! કમાલ થઈ ગઈ. ઘોડો, વસ્ત્રો, ઘરેણાં બધું જ લઈ ગયો !
અજબ થઈ ગયો ! આ બાજુ વજેસિંહ દરબાર સભા ભરીને બેઠા હતા.
એ જ સમયે રાજવી શણગાર સજેલા શિવદાન બારોટ ત્યાં આંગણે આવ્યા. વજેસિંહ ચમક્યા. આ તો મારા કરતાંય સવાયો રાજવી લાગે છે. તરત જ દોડ્યા. ત્યાં શિવદાન બારોટ ઘોડા પરથી ઊતર્યા. ઠાકોરને વંદન કરીને કહ્યુંઃ બાપુ, જય સ્વામિનારાયણ.
ત્યારે વજેસિંહને ખબર પડી કે આ તો શિવદાન બારોટ. ભક્ત કહે : જુઓ બાપુ, મારા પ્રભુએ મને શિરપાવ આપ્યો. આમાં કાંઈ ખામી
તો નથી ને ? હવે તો બાપુનેે કાંઈ બોલવાનું રહ્યું જ ન હતું. કહે : સ્વામિનારાયણની તો વાત જ ક્યાંથી થાય ? એ તો ભગવાન છે. એમનો શિરપાવ કાંઈ જેવો તેવો ઓછો હોય ? વજેસિંહને પણ હવે ભાન થયું કે મેં જે મેણું માર્યું, ને મેં જે ધાર્યું તેનાથી અનંતગણું ભગવાને કરી બતાવ્યું. હવે તેનો ગર્વ ઊતરી ગયો. શિવદાનને પ્રેમથી ભેટ્યા ને કહ્યું :
તારા ભગવાનને ખૂબ ખૂબ ધન્ય કે તારા જેવા એક ગરીબ બારોટને રાજાશાહી ઘોડો, વસ્ત્રો ને અલંકાર આપ્યાં. મારાથી તો એટલું બધું
ન આપી શકાય. આમ શિવદાન બારોટે ભગવાનનો નિશ્ચય અડગ
રાખ્યો, ભરદરબારમાં પણ ગુણગાન ભગવાનનાં જ ગાયાં તો, ભગવાને
પોતાના ભક્તની ટેક જાળવવા, રાજાનાં મેણાં-ટોણાંથી બચાવવા કેટલી બધી દયા વરસાવી. આ છે ભગવાનનો નિશ્ચય રાખ્યાનું પરિણામ.
ભગવાનની મરજી પ્રમાણે વર્તવામાં કદાચ દુઃખ આવે તો પણ તે શિરને સાટે સહન કરી લેવું જોઈએ. સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અંતરના ઉલ્લાસને પ્રગટ કરતાં ગાય છે કે,
રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ...રે...
રે અંતરદૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું; એ હરિ સારુ માથું ઘોળ્યું...રે શિર...
જેને સાચી અંતર્દષ્ટિ થઈ હોય તે લોકના ડહાપણમાં ક્યારેય ન
ડોળાય. તે તો ભગવાનની મરજીને જોઈને જ વર્તે.
આચમન-૧૬ : ભક્તિવાન ભગવાનની મરજીમાં સાવધાન
આ લોકમાં એ સહજ સ્વાભાવિક રીત છે કે બાપની મરજી પ્રમાણે દીકરો વર્તે તો બાપ રાજી થાય. પતિની મરજી પ્રમાણે પત્ની વર્તે તો
પતિ રાજી થાય. ગુરુની મરજી હોય તે પ્રમાણે શિષ્ય વર્તે તો ગુરુ રાજી
થાય. શેઠ કહે તેમ નોકર કરે તો શેઠ રાજી થાય. રાજા કહે તેમ પ્રજા કરે તો રાજા રાજી થાય. તેમ ભગવાનનો ભક્ત હોય તે ભગવાન કહે
તેમ વર્તે, તો જ ભગવાન તે ભક્ત ઉપર રાજી થાય.
જે સમજુ હોય, શાણો હોય તે એમ વિચારે જે આપણે ઘણાય
સગાંસંબંધીને રાજી કર્યા છે પણ તેનાથી મોક્ષનું કામ સિદ્ધ થયું નથી.
ભગવાન ને સંતની મરજી પ્રમાણે વર્તીને તેમને રાજી કરવાથી જ સાચું સુખ મળશે. અરે ! પશુઓ કામ કાઢી જાય છે પણ માનવી પોતાની બુદ્ધિના ડોળમાં અટવાયા કરે છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના તેરમા કડવામાં દૃષ્ટાંત આપે છે કે, રામનું કામ કર્યું કપિએ, લાવી પથ્થર બાંધી પાજ; અવર ઉપાય અળગા કર્યા, રામજી રીઝવવા કાજ...૪
એ જ ધ્યાન એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ; એ જ અષ્ટાંગ યોગ સાધન, જે આવ્યાં પ્રગટ ને અરથ...૫
નર નહિ એ વાનર વળી, તેણે રાજી કર્યા શ્રીરામ; ભક્તિ બીજા ભક્તની, તેહ કહો આવી શિયે કામ...૬
વાંદરાં એ તો પશુ કહેવાય. તે તો કૂદકા મારવામાં જ સમજે. પરંતુ રામચંદ્રજીની મરજી જોઈ તો પથ્થર લાવી લાવીને પાળ બાંધી. વાનરોને
એક જ તમન્ના હતી કે રામચંદ્રજી કેમ પ્રસન્ન થાય. આમ જે ભગવાનની
મરજી પ્રમાણે વર્તે છે તેનાં ધ્યાન, ધારણા, જપ, તપ, તીર્થ, વ્રત, દાન, અષ્ટાંગ યોગ વગર સાધને સધાઈ ગયાં. જેમ રામચંદ્રજીની જીભ વળી
તેમ હનુમાનજી અને બીજા વાંદરાઓનાં અંગ વળ્યાં.
નર ન આવ્યા પશુપાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન; સમો જોઈ જે સેવા કરે, તે સમાન નહિ સાધન...૭
વણ સમાની જે ભગતિ, અતિ કુરાજી કરવા કાજ; માટે જન સમો જોઈને, રાજી કરવા શ્રીમહારાજ...૮
પશુઓએ કરેલી સેવા લેખે લાગી. બીજા કેટલાય મનુષ્યોએ તપ,
તીર્થ, વ્રતાદિ કર્યાં પણ તે બધું જ વ્યર્થ ગયું કેમ જે તેમાં તેઓને ભગવાનનો સંબંધ ન રહ્યો. આમ, જે ભગવાનની મરજી સમજી શકતા
નથી તે ભલેને મનુષ્ય કહેવાતા હોય તો પણ તેઓ ભગવાનની મરજી
સમજનાર પશુની તોલે થતા નથી. માટે જે સમે ભગવાનને જેવું ગમે,
તે પ્રમાણે કરવું, વર્તવું એ જ સાચી ભક્તિ છે. એટલે જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે,
હે હરિ જે આપને ગમે, બસ એટલું જ આપજો મને...
જે ભક્ત ભગવાનની મરજી પ્રમાણે વર્તે છે તેની ચિંતા ભગવાન
કરે છે. મન, કર્મ, વચનથી જે ભગવાનમાં જોડાય છે, ભગવાનનું ગમતું કરે છે તેની મોટાઈ શોભે છે. પરંતુ જે ભગવાનની મરજી સમજતા
નથી તે ભલેને મોટા છે તો પણ તેમની મોટાઈ શોભતી નથી. માટે જીવનમાં કરવા જેવું આ જ છે.
જેહ સમે જેવું ગમે હરિને, તેવું કરે થઈ તૈયાર;
તેમાં સમ વિષમે ભાવ સરખો, એક ઉરમાંહી નિરધાર...૯
એવા ભક્તની ભગતિ, અતિ વાલી વાલાને મન; નિષ્કુળાનંદ નિશ્ચે કરી, ન હોય કોઈ એને વિઘન...૧૦
ભગવાનને જે સમે જેવું ગમે તે જ પ્રમાણે કરવા માટે સાચો ભક્ત
ઝંખતો હોય, પછી તેમાં તેને સુખ થાય કે દુઃખ થાય છતાં પણ એની સમજણ એવી હોય કે ભગવાન જે કાંઈ કરે છે એ મારા સુખને માટે કરે છે. આવા ભક્તની ભક્તિ ભગવાનને વહાલી છે. આવી ભક્તિમાં ક્યારેય વિઘ્ન આવતું નથી.
પરંતુ જીવોને એવો ઢાળો પડી ગયો છે કે મન ફાવે તે રીતે કરવાની
મજા પડે છે. એને કોઈ સમજાવવા જાય તો પણ પોતે ધારી રાખ્યું હોય
તે પ્રમાણે કરવાની છટકબારી શોધતા રહે.
એક ડોસા હતા. એની ઉંમર પંચોતેર વર્ષ ઉપર થઈ હતી. તેમને આંખે દેખાતું ન હતું તેથી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરને કહે : સાહેબ,
ગમે તેમ થાય પણ મને દેખાય એવું કરી દો. ડૉક્ટર કહે : કાકા, તમારી ઉંમર ઘણી થઈ છે માટે હવે તે બની શકે તેમ નથી. આંખના પડદા
નબળા પડી ગયા છે. હવે તમે શાસ્ત્ર વાંચન કરશો તો પણ આંખને
નુકશાન થશે. ડોસો કહે : સાહેબ, આ અવસ્થાએ હવે ક્યાં શાસ્ત્ર વંચાય ? મારે શાસ્ત્ર વાંચવાની જરૂર નથી પણ એક અગત્યનું કામ
બાકી રહી જાય છે, તેના માટે હું તમને વાત કરું છું. ડૉક્ટર કહે : એવું તે અગત્યનું શું કામ છે ? ડોસો કહે : ટીવી જોવા બેસું છું તે બરાબર દેખાતું નથી તેથી મને ચેન પડતું નથી. માટે ટીવી બરાબર દેખાય એટલું કરી દો. ડૉક્ટર કહે : કાકા, હવે તમે એંસીએ પહોંચવા આવ્યા એટલે બીજું જોવાનું છોડીને પ્રભુભજનમાં લાગી જાઓ.
ડોસો કહે : મને ભજન કરવાનું ફાવતું નથી. માટે હવે તમે એક કામ કરો. મારી આંખ સાજી કરી આપો. ગમે તેટલો ખર્ચ થાય તેનો વાંધો નથી. ડૉક્ટર હસતાં હસતાં કહે : કાકા, તમારી આંખના પડદા સાવ ઘસાઈ ગયા છે. ડોસો કહે : નવા પડદા નાખો. એમાં તમને શું વાંધો. નવા પડદાના જે પૈસા થાય તે હું આપી દઈશ. ડૉક્ટર કહે : કાકા, આ કાંઈ બારીના પડદા નથી કે જૂના પડદા કાઢીને નવા પડદા
ફીટ કરી દઈએ. આંખના પડદા ગયા એટલે બધું જ ગયું. ત્યારે ડોસો
પોક મૂકીને રડવા લાગ્યો કે, અરેરે મારું બધુંય ગયું !
આમ લોકો પોતાનું ધાર્યું કરાવવાના ઉપાયમાં સમય બગાડે છે પણ
મનુષ્ય જન્મનો સાચો હેતુ સમજતા નથી, ને છેવટે પસ્તાય છે. પરંતુ જે સમજે છે તે ભગવાનની ભક્તિના માર્ગે ચાલી ભગવાનની મરજી
પ્રમાણે વર્તી પરમ સુખિયા થાય છે. ભગવાનની ભક્તિમાં તો અજબની શક્તિ છે. જેમ મોટો ઘણ મોટા પથ્થરને તોડી નાખે છે, તેમ ભજન
ભક્તિથી અહંતાના ટુકડે ટુકડા થઈ જાય છે. જેમ હળ કઠણ જમીનને
પોચી કરી નાખે છે ને તેમાં રહેલાં ઠૂંઠાં જડમૂળથી ઊખાડી નાખે છે
તેમ ભગવાનની ભક્તિ કરે છે તેના દુર્ગુણો ટળી જાય છે ને અંતઃકરણ નિર્મળ થાય છે. પછી એ ભક્તિસભર દિલમાં ભગવાનના પ્રેમની વર્ષા થતાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિના શુભ અંકુરો પાંગરી ઊઠે છે.
ભક્તિમાં એવી તાકાત રહેલી છે કે ભક્તની તમામ જવાબદારી ભગવાન પોતાને માથે લઈ લે છે. ભગવાન નિર્બંધ છે, પણ ભક્તિરૂપી દોરીએ કરીને બંધાઈ જાય છે. ભગવાનની ભક્તિ એવી ભલી છે.
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના ચૌદમા કડવામાં કહે છે,
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દિયે કામ એ જ એકલીજી; એહ વિના બીજી જે ભૂલવાની ગલીજી, જગમાં જે જે કે’વાય છે જેટલીજી.
જેટલી ભક્તિ જન કરે છે, પરહરી પ્રભુ પ્રગટને;
તેને ભક્ત કે’વો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મર્કટને...૨
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી પ્રગટ પ્રભુની ભક્તિ કરવાનું કહે છે. પ્રગટ પ્રભુ કોણ ? તો જે સૌના ઉપરી હોય, જે બીજાનાં ઐશ્વર્યને ઢાંકીને વર્તે તે. એ જ સનાતન ઈશ્વર; પરંતુ જેનું ઐશ્વર્ય ઢંકાય તે પ્રગટ
નહિ, એ તો પરોક્ષ અર્થાત્ આધુનિક ઈશ્વર. આનો ખુલાસો જીવનપ્રાણ અબજી બાપાશ્રીએ અમદાવાદ પ્રકરણના ૭મા વચનામૃતમાં કર્યો છે.
આવા સર્વોપરી ભગવાનની ભક્તિ બીજાં બધાં જ કામ કરી દે છે.
એમને મૂકીને બીજાને ભજવું એ ભૂલવાની ગલી છે. એ ગૂંચવાડાવાળી
ગલીમાં ઘૂસી ગયા તો પાછું બહાર આવવું મુશ્કેલ પડશે. એટલે જ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ચેતાવે છે કે, જોજો ભાઈ, આડા અવળા જ્યાં ત્યાં ઘૂસી ન જતા. પ્રગટ પ્રભુને મૂકીને ભક્તિ કરે છે એ તો રાજાની ખોટ પૂરવા મર્કટ - વાંદરાને તેની ગાદી પર બેસાડવા જેવું છે.
તેણે ફાળ ભરી ફળ જોઈને, કોઈને ન પૂછી વાત; એમ પરોક્ષ ભક્તિ બહુ પેરની, લાખો લેખે ખાય છે લાત...૩
વાંદરાને ભલેને પાટ ઉપર બેસાડો, પણ જેવું તે ફળ જોશે કે તરત
જ કૂદકો મારશે. એ કોઈને પૂછવા પણ નહિ રહે. એમ પરોક્ષની ભક્તિ
ભલે ઘણા પ્રકારની છે; તેમાં લાખો લોકો ખોટી થાય છે ને દુનિયાની
લાતો ખાય છે.
તેને તોલે ત્રિલોકમાંહી, નાવે કોઈ નિરધાર; સમા સમે સુખ પામિયાં, પ્રભુ પ્રગટના ભજનાર...૪
પ્રગટ ભક્તિ વ્રજવાસીએ કરી, પરોક્ષ ભક્ત અજ અમરેશ; જેવું સુખ ગોપી ગોવાળ પામિયાં, તેવું ન પામિયા વિધિ ઈશ...૫
પરોક્ષના દૃષ્ટાંતથી સ્વામી સમજાવે છે કે, વ્રજમાં વસતા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. યજ્ઞનું નિમિત્ત ભગવાનને પ્રસન્ન કરવાનું હતું. તે વખતે શ્રીકૃષ્ણને ભૂખ લાગી. મિત્રોને કહ્યું : બાજુમાં વિપ્રો યજ્ઞ કરે છે તો તેમની પાસેથી અન્ન લાવો. બાળકોએ આવીને વાત કરી કે કનૈયો ભૂખ્યો થયો છે. તેમના માટે થોડું અન્ન આપો. ત્યારે રોષે ભરાએલા બ્રાહ્મણો કહે : કોની વાત કરો છો ? ઓલ્યા ભરવાડ નંદનો કાનુડો ?
એ તો ભરવાડ છે. એના માટે નહિ મળે, ચાલતા થાઓ અહીંથી.
પાછા આવેલા બાળકોને શ્રીકૃષ્ણ કહે : હવે તમે એક કામ કરો.
તમે તે બ્રાહ્મણોની પત્નીઓ પાસે જાઓ. એ જરૂર આપશે. ગોપ બાળકો
ત્યાં ગયા ને કહ્યું : ભગવાન ભૂખ્યા થયા છે તો તેમના માટે જમવાનું આપો. એ સાંભળી ભૂદેવની પત્નીઓ બહુ જ રાજી થઈ. કહે : ભગવાન
સામે ચાલીને આપણી પાસેથી ભોજન માગે એ તો બહુ જ મોટું ભાગ્ય
કહેવાય. તરત જ સારી રસોઈ બનાવી પોતે જ થાળ લઈને શ્રીકૃષ્ણ
પાસે આવી. થાળ અર્પણ કર્યા. ભગવાન જમીને ખૂબ રાજી થયા ને વચન આપ્યું કે આજ પછી તમારે રસોઈ નહિ કરવી પડે. તમારા પતિ
તમને બધું જ તૈયાર કરી આપશે. તમે બેઠાં બેઠાં હિંડોળા ખાટે ઝૂલજો.
આ વાતનો પૂરાવો આજે પણ જોવા મળે છે કે મથુરાના ચોબા રસોઈ
કરે છે, ને પોતાનું ગુજરાન ચલાવવા માટે દેશોદેશ ભટકતા રહે છે.
તેમની પત્નીઓ આરામથી જીવન વીતાવે છે.
સમય વીત્યા પછી બ્રાહ્મણોને ખબર પડી કે જેના માટે યજ્ઞ કરતા હતા એ જ ભોજન માગતા હતા, તેથી પસ્તાવો થયો, પણ બાજી બધી
ચાલી ગઈ હતી. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીને તો સર્વોપરી ભગવાનનું પ્રગટ મિલન, મુખોમુખ મિલન થયું છે. તેનો ઉલ્લાસ પણ
તેમને અનેરો છે. તેથી કહે છે કે પરોક્ષની ભક્તિ એ કોઈના સંદેશા જેવી છે, પ્રગટની ભક્તિ એ તો મુખોમુખ મિલનની છે.
સ્વામી કહે છે કે, મેં તો પ્રગટ ભગવાનને જોયા છે, એમને જમાડ્યા છે, એમને ભેટવાના લ્હાવા લીધા છે, એમની સાથે રંગે રમ્યા છીએ, રાસે રમ્યા છીએ. એમની પ્રસાદી લીધી છે. આ લાભની તો વાત જ અજબની છે.
માટે મુખોમુખ જે વારતા, તે સમ નહિ સંદેશા તણી; કાનની સૂણી સહુ કહે છે, નથી દીઠી નજરે આપણી...૮
વાંચી કાગળ કોઈ કંથનો, જેમ નાર અપાર રાજી થઈ;
પણ પ્રગટ સુખ પિયુતણું, અણુ જેટલું આવ્યું નહિ...૯
જે માણસને આપણે મળવા ઇચ્છતા હોઈએ તેનું મુખોમુખ મિલન
થાય ને જેવો આનંદ થાય તેવો આનંદ તેમનો સંદેશો સાંભળીએ તો
પણ ન થાય. પોતાના પતિનો કાગળ આવે ને તે વાંચીને નારી રાજી
થાય, પણ પોતાનો પતિ પોતે જ હાજર હોય તેવો આનંદ તે કદાપિ
માણી ન શકે.
કેમ જે પતિ હાજર હોય તો રસોઈ કરીને તેમને જમાડે, સુખ દુઃખની વાતો કરે, હસે... આવો આનંદ પત્ર દ્વારા ન મળે. આ બધામાં પણ
મુદ્દો તો એ જ છે કે પત્ની પોતાના પતિની મરજી મુજબ વર્તે છે તો જ પતિનો રાજીપો મેળવી શકે છે, તેમ ભગવાનનો ભક્ત ભગવાનની
મરજી મુજબ વર્તે છે તે જ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે.
આવી ભક્તિ જ ભગવાનને માન્ય છે.
આચમન-૧૭ : ભક્તિનું પરિબળ સૌથી વિશેષ
ભગવાનને મેળવવા માટે ગીતામાં ત્રણ પ્રકરાનાં સાધન કહેલાં છે.
કર્મ, જ્ઞાન અને યોગ. સામાન્ય રીતે બધાને પ્રશ્ન થાય કે આ ત્રણમાંથી સૌથી શ્રેષ્ઠ સાધન કયું ? આ બાબતમાં પોતાનો મત રજૂ કરતાં નારદજી
ભક્તિસૂત્રના ૨૫મા સૂત્રમાં કહે છે, ધ્ ગળ્ ઙ્ગેંૠધ્ષ્ટજ્ઞ્ધ્ધ્ઌસ્ર્ધ્શ્વટધ્શ્વ઼સ્ર્ઃ ત્ત્બ્
ત્ત્બ્મઙ્ગેંગથ્ધ્ ત્ન નારદજી કહે છે એ ત્રણેય કરતાં ‘ધ્’ - ભક્તિ
‘ઙ્ગેંૠધ્ષ્ટજ્ઞ્ધ્ધ્ઌસ્ર્ધ્શ્વટધ્શ્વ઼સ્ર્ઃ’ - કર્મ, જ્ઞાન અને યોગથી પણ ‘ત્ત્બ્મઙ્ગેંગથ્ધ્’ -
અધિક શ્રેષ્ઠ છે.
આ વાતનો ખુલાસો કરતાં જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સમજાવ્યું છે કે કર્મ, જ્ઞાન અને યોગ એ ત્રણેય ભગવાનની પ્રાપ્તિ માટેનાં સાધનો ખરાં. પરંતુ ભક્તિ એ એવું સાધન છે કે એ ત્રણેયનું ફળ સ્વરૂપ
છે. કેમ જે ભક્તિથી મનુષ્યને ભગવાન પ્રત્યે પ્રેમ થાય છે, અનુરાગ
થાય છે. તેના કારણે તેનું હૃદય શુદ્ધ થાય છે. જ્યાં સુધી હૃદય શુદ્ધ
ન થાય ત્યાં સુધી નિષ્કામ સેવા થતી નથી.
કર્મ, જ્ઞાન અને યોગમાં સાવચેતી ન રાખે તો પડી જવાનો ભય
છે. પરંતુ ભક્તિમાં પડવાનો ભય નથી. કેમ જે સ્વયં ભગવાન પોતાના ભક્તના સહાયક બને છે. તો પછી પ્રશ્ન થશે કે ભક્તિ કરવાનો અધિકાર કોને છે ? તો તેનો ખુલાસો કરે છે કે તેમાં કોઈ નાત, જાત, વર્ણ કે આશ્રમનું મહત્ત્વ નથી. બધાને સરખો અધિકાર છે.
વળી ભક્તિ કરવામાં કાંઈ વિશેષ જ્ઞાન, વિશેષ યોગસાધના કે વિશેષ કર્મસાધનાની જરૂર પડતી નથી. તેમાં તો હૃદયની ભાવના જ કામ આવે છે. તેથી બધાને માટે સુગમ બને છે.
ગીતામાં પણ કહ્યું છે કે,
ઌ ધ્મસ્ર્બ્ગ ૠધ્ધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્ધ્શ્વ ઌ ધ્ક્રુસ્ર્ક્ર મૠધ્ષ્ટ શ્રર ત્નત્ન
ઌ જીધ્ર્સ્ર્ધ્સ્ર્જીિગજીઅસ્ર્ધ્ટધ્ધ્શ્વ સ્ર્બધ્ ઼ધ્બ્ઊ ૠધ્ષ્ટૠધ્ધ્શ્વન્કપગધ્ ત્નત્ન
અર્થાત ્ મને યોગ, જ્ઞાન, તપ, ધર્મ, સ્વાધ્યાય, તપ અને ત્યાગથી વશ કરી શકતો નથી, પરંતુ મારી દૃઢ ભક્તિ વડે મારો ભક્ત મને વશ કરી શકે છે. વળી આગળ કહે છે,
઼ધ્દૃઅસ્ર્ધ્દ્યૠધ્શ્વદૃસ્ર્ધ્ ટધ્ત્ધ્જઃ ઊંધ્રસ્ર્ધ્શ્ચશ્ચઅૠધ્ધ્બ્ત્સ્ર્ઃ ગધ્ૠધ્ૅ ત્નત્ન
઼ધ્બ્ઊ : ળ્ઌધ્બ્ગ ૠધ્બ્ર્િંઌડ્ઢધ્ ઈધ્ઙ્ગેંધ્ઌબ્ ક્ર઼ધ્ધ્ગૅ ત્નત્ન
સંતોના આત્માને પ્રિય હું માત્ર શ્રદ્ધાયુક્ત ભક્તિથી વશ થઈ જાઉં છું. મારી ભક્તિ ચાંડાલ વગેરેને પણ પવિત્ર બનાવવા સમર્થ છે. આમ, ભક્તિ સર્વને માટે સુગમ છે. આ માર્ગે સફળતા અચૂક છે. વળી આ
માર્ગ સહેલામાં સહેલો છે ને સુરક્ષિત છે. તેનું પણ કારણ જણાવતાં
નારદજી ૨૬મા સૂત્રમાં કહે છે, ‘દ્મ ૐસ્અધ્ગૅ’. ભક્તિ એ ફળરૂપ
છે. ભક્તિ એ માત્ર ભગવાનની પ્રાપ્તિનું સાધન નથી, પણ બધી જ સાધનાનું ફળ છે. આ ભક્તિના જ ફળરૂપે વાલિયો લૂંટારો મટીને વાલ્મિકી ઋષિ બની શકે છે, આ ભક્તિના જ ફળરૂપે ભરવાડણ ગણાતી
ગોપીઓ શાસ્ત્રોમાં પોતાની કીર્તિ અમર કરી શકે છે. આ જ ભક્તિના ફળરૂપે શબરી, કુબ્જા વગેરે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે. અરે !
ગજેન્દ્ર, જટાયુ જેવા પણ મોક્ષગતિ પ્રાપ્ત કરી શકે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ભક્તિના જ પ્રતાપે અધમ જીવોના ઉદ્ધાર થયા છે તેવાં કેટલાંય દૃષ્ટાંતો છે. જોબનપગી, વેરાભાઈ, વાલેરો વરુ જેવા ખુંખાર લૂંટારાઓએ લૂંટ છોડી. જે હાથમાં શસ્ત્ર હતાં તે હાથમાં માળા શોભવા લાગી.
એટલે જ આપણે ગાઈએ છીએ કે,
લૂંટારો વાલિયો વાલ્મિક બનતો, જોબન વડતાલો ભક્તિ કરતો; જે હાથે શસ્ત્ર તે હાથે માળા, ફેરવતો થાય થાય થાય...
અમારા શ્રીજી જેમ વિચારે તેમજ થાય થાય થાય...
આહીર, કાઠી, ખોજા, મુસલમાન, માછી, વાઘરી પણ આ ભક્તિનો માર્ગ અપનાવી પરમ મોક્ષને પામ્યા. આ છે ભક્તિનું
પરિબળ. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ લોયા પ્રકરણના ૧૬મા વચનામૃતમાં પોતે જ પ્રશ્ન પૂછે છે : મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાનાં કહ્યાં છે તેમાં એક એવું મોટું કીયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે ? તેનો ઉત્તર
પણ પોતે જ કર્યો છે કે ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ
પ્રત્યે કહ્યું છે જે,
ૠધ્દ્ઘસ્ર્ધ્ઘ્ૅ ધ્બ્ગ ધ્ગધ્શ્વશ્ચસ્ર્ક્ર ઠ્ઠસ્ર્ષ્ટજીગબ્ગ ૠધ્દ્ઘસ્ર્ધ્ગૅ ત્ન
એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે ને તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે, માટે એ ભક્તિરૂપી સાધન
સર્વમાં મોટું છે.
એ ભક્તિ હૃદયમાં ક્યારે આવી કહેવાય તેનું લક્ષણ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૧૫મા વચનામૃતમાં કહે છે કે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં
હિંમત રહે, અને આટલું વચન મુથી મનાશે ને આટલું નહિ મનાય
એવું વચન તો ભૂલે પણ ન કહે.
ભક્તિ તો પોતે જ કરવાની હોય. જે ખાય તે ધરાય તેમ જે ભક્તિ
કરે તેના ઉપર ભગવાન રાજી થાય. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે,
ભક્ત ભક્તિ ભજાવવા, કરે ઉદ્યમ અપાર;
જોઈ જનનો દાખડો, શ્રીહરિ કરે છે સાર...
ભક્તનું કામ ભક્ત કરે, ભગવાનનું ભગવાન;
અવળું સવળું સોંપવું, એહ મોટું અજ્ઞાન...
કેટલાક એવા આળસુના પીર હોય, તે એમ કહે કે ભગવાન કરાવશે
તો થાશે, એ બધા નાદાર કહેવાય. ભોજન પોતાને જમવું પડે, તો પેટ ભરાય. માત્ર વાતોનાં પકવાનથી કાંઈ ન સરે. કોઈ એમ કહે કે લગ્નમાં
મારે બદલે તું ફેરા ફરી લેજે, ચાલશે. તો ફેરા ફરનારો પરણી ગયો
ને તું વાંઢો જ રહી ગયો. ભગવાન સાથે હાથેવાળો કરવાનો છે એમાં જો બીજાને વળગાડી દે તો તે કાયમને માટે વાંઢા રહી જાય, એને ભગવાન સાથે સંબંધ ન થાય. ભગવાન કરાવશે તો થાશે એવી હિંમત
રહિત વાત કરનારને શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ
પ્રકરણના ૧૭મા વચનામૃતમાં નપુંસક કહે છે.
ભક્તને ભક્તનું કામ કરવાનું છે. શું ? તો રાત દિવસ ભગવાનને યાદ કરવાના, ભજન કરવાનું, તો પછી ભગવાન ભગવાનનું કામ કરે.
શું ? તો ભક્તની સંભાળ રાખે, ડગલે પગલે રક્ષા કરે. પુરુષાર્થ કરે
તો જ ભગવાનની કૃપા ઊતરે.
ભગવાન આપણો પુરુષાર્થ જોવા ઇચ્છે છે. પણ આપણે કેવા છીએ
તો સાઈકલને અધર રાખીને તેના પૈડાને ફેરવ્યા કરીએ છીએ. એમાં કાંઈ જોર ન પડે. એમ કરવાથી ક્યાંય પહોંચાય પણ નહિ. પરંતુ તેના
પૈડાને જમીન સાથે ઘસારો આપીએ તો જ આપણા બળની ને આપણી હોંશિયારીની ખબર પડે, ને નિશ્ચિત સ્થળ પર પહોંચી શકાય. તેમ
આપણું લક્ષ્ય છે ભગવાનના ધામ સુધી પહોંચવાનું, પણ જો બેઠા બેઠા સંકલ્પ કરીશું તો ત્યાં પહોંચાશે નહિ. તેના માટે ભગવાન જે માર્ગ બતાવે
તે પ્રમાણે પુરુષાર્થ કરવાનો છે. ભક્તિ એ ભગવાનના માર્ગે આગળ
લઈ જવાનો ધોરીમાર્ગ છે, નેશનલ હાઈવે છે. એ માર્ગે જેટલી વહેલી
ગતિ શરૂ થાય એટલું જીવન સાર્થક થાય છે. એ જ મનુષ્યના જીવનનું ભાતું બને છે.
આપણું હૃદય છે એ ભગવાનને રહેવાનું ઘર છે, એટલે આપણું મન
ભગવાનમાં રહેવું જોઈએ. વેપારી અને લોભિયાનું મન દ્રવ્યમાં રહેલું હોય છે, એને સ્વપ્નમાં પણ રૂપિયા જ દેખાય. એવી રીતે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનમય થાય તો તેની નજર આગળ ભગવાન સદાય
દેખાયા જ કરે. જેની આંખમાં પૈસો હોય તે જ્યાં જાય ત્યાં પૈસાને જ જોશે. જેેને ભગવાનમાં હેત થશે તેને કોઈ માગવાનું કહેશે તો એ ભગવાનને જ માગશે કેમ જે એને ગમે તેવી રાજ્ય સમૃદ્ધિ પણ તુચ્છ
લાગે છે.
કવિ ભર્તૃહરિ વૈરાગ્યશતકમાં કહે છે તે પ્રમાણે તે સદાય વિચારતો રહે છે કે,
(શાર્દૂલવિક્રીડિત છંદ)
સ્ર્ધ્ગૅ જીજીબબ્ૠધ્ઘ્ક્ર ઽધ્થ્ટ્ટથ્ૠધ્ન્ઌક્ર, સ્ર્ધ્રુપથ્ધ્ ઘ્ઠ્ઠથ્ગધ્શ્વ, ત્નત્ન
સ્ર્ધ્હૃનશ્વબ્ર્ઘ્ત્સ્ર્િંઽધ્બ્ઊ થ્ત્બ્ગદ્યગધ્, સ્ર્ધ્ગૅદ્રધ્સ્ર્ધ્શ્વ ઌધ્સ્ર્ળ્ઃ ત્નત્ન
ત્ત્ધ્અૠધ્ઊંધ્શ્વસ્ર્બ્ ગધ્ઘ્શ્વ બ્ઘ્ળ્ધ્, ઙ્ગેંધ્સ્ર્ષ્ટ ત્સ્ર્અઌધ્શ્વ ૠધ્દ્યધ્ઌૅ , ત્નત્ન
ક્રઘ્ટ્ટદગશ્વ ઼ધ્ઌશ્વ ગળ્ ઙ્ગેંઠ્ઠઌઌક્ર ત્અસ્ર્ળ્ઙ્મૠધ્ઃ ઙ્ગેંટ્ટઘ્ઢ્ઢઽધ્ઃ ત્નત્ન
અર્થાત્ જ્યાં સુધી આ શરીર રોગ વિનાનું ને સ્વસ્થ છે, ને ઘડપણ દૂર છે, ઈન્દ્રિયોની શક્તિ હણાઈ નથી, આયુષ્યનો ક્ષય થયો નથી,
તેટલા સમયમાં સમજુ - જ્ઞાનીએ પોતાના કલ્યાણને માટે તત્પર થઈને
પ્રયત્ન કરવો જોઈએ.
પરંતુ છેલ્લી અવસ્થાએ અર્થાત ્ ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા
માંડવાથી શું થાય ? તે બધું જ નિરર્થક છે.
આવો વિચાર પણ નાનપણના સંસ્કારથી આવે છે. તે પર
સ્વામીબાપા દૃષ્ટાંત આપે છે કે, એક રાજા હતો. તેને એક દીકરો થયો.
રાણીના હૃદયમાં ભક્તિ હતી. તેથી નાનપણથી રાજકુમારને ભક્તિના સંસ્કાર મળ્યા હતા. તેથી તેનું મન સંસારથી ઉદાસ રહેતું. તે ઉંમરલાયક થયો એટલે રાજાએ કહ્યું : બેટા, હવે તું રાજ્ય સંભાળી શકે એવો સમર્થ થયો છે. હવે મારી અવસ્થા થઈ છે ને રાજ્ય કરવાની ઇચ્છા હવે રહી
નથી. માટે તું આ રાજ્ય સંભાળી લે. ત્યારે રાજકુમાર કહે : પિતાજી,
મને રાજ્ય કરવાની બિલકુલ ઇચ્છા નથી. રાજા કહે : એ તો તારી જવાબદારી કહેવાય. પિતાનો વારસો નિભાવવો એ પુત્રની પહેલી ફરજ છે. રાજકુમાર કહે : મને રાજ્ય કરવામાં બિલકુલ રસ નથી. જો તમે ખરેખર રાજી થઈને મને કંઈક આપવા માગતા હો તો એક વસ્તુની ઇચ્છા છે. રાજા કહે : બોલ, બોલ બેટા, આજ તો તું જે કહે તે હું
તને આપવા તૈયાર છું.
રાજકુમાર કહે : પિતાજી હું રાજ્ય કરું ખરો, પણ એ સાથે મારી એ ઇચ્છા છે કે એ રાજ્ય ક્યારેય જાય નહિ. એટલું જ નહિ હું એ રાજ્ય કરતાં કોઈ દિવસ મરું નહિ. વળી મને ક્યારેય વૃદ્ધાવસ્થા પણ આવે નહિ. મને એવું દ્રવ્ય મળે જે કોઈ દિવસ નાશ પામે નહિ, ગમે
તેટલું ખરચીએ તો પણ તે ખૂટે નહિ, એને કોઈ દિવસ ચોર પણ લૂંટી શકે નહિ. આટલું આપવા તૈયાર હો તો હું રાજ્ય કરવા તૈયાર થાઉં.
રાજા કહે : બેટા, તું જે માગે છે, તે મારાથી આપી શકાય તેમ
નથી. એ મારા ગજા બહારની વાત છે. તું જે માગે છે એ તો પ્રભુના હાથની વાત છે. એક પ્રભુ જ આ વસ્તુ આપી શકે તેમ છે. રાજકુમાર કહેઃ પિતાજી, જિંદગી તો આખી એમ ને એમ જવાની છે, તેમાંથી જેટલું ભગવાનનું ભજન કર્યું તે લેખે લાગવાનું છે. જીવનનું એ જ સાચું ભાતું છે.
પિતાજી મેં એક ચોપડી વાંચી હતી એમાં લખેલું હતું કે દ્રવ્યમાં જો સુખ હોય તો ભર્તૃહરિ રાજા રાજ્ય છોડીને, દ્રવ્ય છોડીને વનમાં શા
માટે જાય ? ભર્તૃહરિ વનમાં બેઠા હતા. ત્યાં એમની નજર એકાએક એક ચળકતી વસ્તુ ઉપર ગઈ. નજીક જઈને જોયું તો એક કિંમતી હીરો હતો. તેથી તેને લેવા માટે રાજાએ હાથ લંબાવ્યો. તે જ વખતે રાજાને વિચાર થયો કે આના કરતાંય વધારે કિંમતી હીરાઓનો ત્યાગ કરીને હું વનમાં આવ્યો છું. જો એમાં લોભાઉં તો પછી રાજ્ય સમૃદ્ધિનો ત્યાગ
કર્યો એ શા કામનું ? તરત જ ત્યાંથી પાછા વળી ગયા. પોતાના આસને આવીને બેઠા. ત્યાં જ બે ક્ષત્રિયો ત્યાંથી પસાર થયા. પેલો ચમકતો હીરો જોયો. બન્નેય દોડ્યા. હીરો લેવા બન્ને ઝપાઝપી કરવા મંડ્યા.
પેલો કહે : મેં પહેલો જોયો એટલે એ હીરો મારો. બીજો કહે : ના,
મેં પહેલો જોયો. ઝપાઝપી વધી ગઈ. મારામારી શરૂ થઈ ને છેવટે પોતા
પાસે શસ્ત્ર હતાં તેનાથી લડવા લાગ્યા. ભર્તૃહરિને વિચાર તો થયો કે બન્નેને સમજાવું. પણ જોયું તો બન્નેનો એવો વેગ હતો કે, તેઓ તેમનું કહ્યું પણ માને તેમ ન હતા. વધારે પડતું કહેવામાં પોતાનું જીવન પણ જોખમાય તેમ હતું. પેલા બન્નેય મરી ગયા. આમ તો બન્નેય પાકા મિત્રો હતા પણ હીરો જોઈને બન્નેની મિત્રતા ધૂળમાં મળી ગઈ ને બન્નેય
ધૂળમાં મળી ગયા.
શ્રી હરિલીલામૃતમાં કહ્યું છે કે,
લડાવી મારે ધન ભાઈ ભાઈ, લડાવી મારે સસરા જમાઈ; જ્યાં દ્રવ્ય છે ત્યાં રિપુ હોય ઝાઝા, જૂના મટે તો વળી થાય તાજા...
ભર્તૃહરિએ વિચાર્યું જે હજુ પણ કોઈ આ હીરો દેખશે તો તેની પાછળ
ગાંડો થશે. તેથી ધરતીમાં દાટી દીધો. આમ, દ્રવ્ય તો બહુ અનર્થ કરાવે છે. માટે મેં તો નક્કી કરી લીધું છે કે જીવનમાં જેટલું ભજન થશે એ જ અંતે કામ આવવાનું છે. એ ભજનના પ્રતાપથી અશક્ય વસ્તુ શક્ય
બને છે.
હનુમાનજીએ ભગવાનના સ્મરણ સાથે મંદરાચલ પર્વત ઉપાડ્યો તો
ફૂલની જેમ તે પર્વત ઉપાડીને આકાશ માર્ગે ઊડ્યા ને રામચંદ્રજી પાસે
લાવી દીધો. ગરુડજીએ ભગવાનના સ્મરણ સાથે ચાંચમાં પથ્થરો ઉપાડી ઉપાડીને સમુદ્રમાં મૂકી દીધા. મીરાંબાઈએ ભગવાનની સ્મૃતિ સાથે ઝેરનો પ્યાલો લીધો તો તે અમૃત બની ગયો. હરિને હૈયામાં ધારી અગસ્ત્ય મુનિ અગાધ સમુદ્રનું જળ અંજલિમાં લઈને પી ગયા.
પ્રહ્લાદજીએ ભગવાનનું અખંડ સ્મરણ કર્યું તો તેમનો વાળ વાંકો કરવા માટે તેમનો પિતા સમર્થ ન થયો. છેવટે ભગવાને નૃસિંહરૂપે થાંભલામાંથી નીકળીને હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. તે વખતે પ્રહ્લાદજી
કહે છે કે, હે પ્રભુ ! મારા પિતાની સદ્ગતિ થાય એવી દયા કરો. ત્યારે ભગવાન કહેઃ પ્રહ્લાદ, તારા ભજનના પ્રતાપે તારા પિતાને સદ્ગતિ
મેં આપી દીધી છે. આજ સુધી મેં કોઈપણ દૈત્યને મારા ખોળામાં લીધો
નથી. તારા જેવા ભક્તના કારણે તારા પિતાને એવું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું કે તેના પ્રાણ મારા ખોળામાં રહીને પડ્યા. કેમ જે મારો ભક્ત
તો તરે જ છે, પણ તેના સંપર્કમાં આવે છે તેને પણ હું તારી દઉં છું.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના વખતમાં તો એવા કેટલાય સમર્થ સંતો હતા ને હરિભક્તો પણ હતા, જેઓને ભજનના પ્રતાપે અન્યને નિરાવરણ દૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી, કેટલાય સમાધિનિષ્ઠ બન્યા હતા, ત્રિકાળદર્શી બન્યા હતા, ષડ્ઊર્મિ રહિત બન્યા હતા. તેનું વર્ણન આપણા નિર્ગુણબાપાએ ૪૦૧મી વાતમાં કર્યું છે. જેમણે ભગવાનનું ભજન કર્યું
હોય તેને અંતકાળે મરણની બીક રહેતી નથી. મૃત્યુ છે તે જિંદગીનો સરવાળો કરવાનો દિવસ છે. જેમણે પાપ કર્યાં હશે તેને મરવાની બીક
લાગશે. તે ગભરાશે કે હવે મારું શું થાશે ? જેના ખાતામાં ગરબડ હોય
તેને બીક લાગે કે દરોડો પડશે તો શું થશે ? પરંતુ જેનું ખાતું ચોખ્ખું છે, જેના ખાતામાં ભજન, ભક્તિ, દાન, પુણ્ય વગેરે શુભ ગુણો ભર્યા હશે તેને તો મૃત્યુ મંગળકારી લાગશે. એને મન તો ભગવાનની મૂર્તિમાં
લીન થવાનો દિવસ, મૂર્તિમાં રસબસ થવાનો દિવસ. એનાથી બીજું
મંગલ કયું હોઈ શકે ?
જેણે નકરાં પાપ કર્યાં હોય, બીજાનાં ગળાં દબાવી પૈસા ભેળા કર્યા હોય, સાધુ - સંતોના દ્રોહ કર્યા હોય, માતા, પિતા ને ગુરુને દુભાવ્યા હોય, તેને ભગવાન કદાપિ યાદ ન આવે. તેને તેના કર્મનું ફળ આપવા યમદૂતો હાજર થાય છે ત્યારે તે દુષ્ટ જીવ પોકાર કરે છે કે મને બચાવો.
પણ હવે તને બચાવનારો કોઈ નથી.
પરંતુ જેમણે ભગવાનની ભક્તિ કરી હોય, ભજન કર્યું હોય તે તો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતો હોય કે, હે પ્રભુ ! વસમી વેળાએ આપ મારી સાર લેવા આવજો. મારી જીભમાં તમારા નામનું રટન હો,
તમે મારા સામે આવીને ઊભા હો, મારા સામે અમૃતભરી નજરે આપ
જોતા હો, તમે હેતભર્યો હસ્ત મારા માથા પર ફેરવતા હો, આમ કરતાં
મારા પ્રાણ જાય. આપણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરતા એ જ
માગીએ છીએ કે,
ઈતના દયાલુ કરના, અચલ હો તેરા શરના;
સ્વામિનારાયણબાપા, સ્વામિનારાયણબાપા...ઈતના.
ભક્તિધારા ઉછલે તનમેં, પ્રેમ બઢે જીવનમેં (૨)
મેરી સાર લેને કો આના, મુઝે ભૂલ ન જાના (૨) બહાકર અશ્રુધારા, પૂજન કરું તિહારા...
સ્વામિનારાયણબાપા સ્વામિનારાયણબાપા ઈતના...
આપણે સાચા દિલથી ભજન કરીશું તો એ દયાળુ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા આપણું આવી રીતે જ કામ કરશે.
આચમન-૧૮ : ભક્તિમાં સવળાઈ - અવળાઈ
ભગવાનના સાચા ભક્ત છે તેને તો એક ભગવાન જ જોઈએ છે.
તેને બીજી કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નથી. દુન્યવી ઇચ્છાથી એ
પર હોય છે. એને તો એ જ તાન હોય છે કે મારા ભગવાન કેમ પ્રસન્ન
થાય. તેના માટે તે પોતાનું મનગમતું મૂકી દે છે ને ભગવાન કે સત્પુરુષ કહે તે પ્રમાણે કરવા તત્પર રહે છે. એ એમ સમજે છે કે મારું હિત
મારા ભગવાન કહે, તેમ કરવામાં જ રહેલું છે. એ ભગવાનને સેવતો રહે છે તેના બદલામાં કોઈ ઈનામની પણ અપેક્ષા રાખતો નથી.
ભાગવતમાં કહે છે કે,
ઌ ધ્થ્ૠધ્શ્વષ્ઠદ્દક્ર ઌ ૠધ્દ્યશ્વર્ઘ્ત્બ્મિંષ્ઠદ્ય્સ્ર્ક્ર, ઌ ધ્ષ્ટ઼ધ્ધ્હ્મૠધ્ક્ર ઌ થ્ધ્બ્મઅસ્ર્ૠધ્ૅ ત્નત્ન
ઌ સ્ર્ધ્શ્વટધ્બ્બ્રથ્ળ્ઌ઼ધ્ષ્ટક્ર ધ્, ૠધ્ધસ્ર્ન્કગધ્અૠધ્શ્વહૃન્બ્ગ ૠધ્ઘ્ૅબ્ઌધ્શ્ચર્સ્ર્ગિૅં ત્નત્ન
જેણે પોતાની જાત મને સમર્પણ કરી દીધી છે તેવા ભક્તને મારા સિવાય કશું જ જોઈતું નથી. તેને બ્રહ્માનું પદ જોઈતું નથી, તે જ રીતે
તેને ઈન્દ્રનું સ્થાન પણ જોઈતું નથી. એના મનમાં સાર્વભૌમ સમ્રાટ થવાની પણ ઇચ્છા નથી હોતી ને સ્વર્ગના રાજા કે પાતાળનું સ્વામિત્વ
પણ નથી ઇચ્છતો. યોગની સિદ્ધિઓને પણ નથી ઇચ્છતો. એ તો મને જ પ્રસન્ન કરવાને ઇચ્છે છે. આવા ભક્ત ભગવાનને બહુ વહાલા લાગે છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી પરોક્ષ દૃષ્ટાંત આપીને ભક્તિ કરવાનું
મહત્ત્વ સમજાવતા જાય છે. તેમાં પંદરમા કડવામાં કહે છે કે,
પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી
પ્રગટને ભજી પામ્યા કંઈ ભવપારજી, ખગ મૃગજાતિ નર ને નારજી...૧
કેટલીકવાર તો એવું બને છે કે પશુ, પંખી કામ કરી જાય છે ને
મનુષ્ય બાકાત રહી જાય છે. સીતાજીને લઈને રાવણ લંકા તરફ જઈ
રહ્યો હતો તે વખતે જટાયુ - ગીધરાજે સીતાજીને છોડાવવા ખૂબ જ
પ્રયત્ન કર્યો પણ રાવણે તેની પાંખ કાપી નાખી. પછી રામચંદ્રજી ત્યાં આવ્યા ત્યારે તેને ખોળામાં બેસાડી તેના પર હાથ ફેરવ્યો. તેની પીડા શાંત કરી. પછી માગવાનું કહ્યું, ત્યારે કહે : હું તમારા ખોળામાં બેઠો છું તો મારા પ્રાણ જ્યાં સુધી રહે ત્યાં સુધી તમારા ખોળામાં જ રહું.
જટાયુના મૃત્યુ પછી સ્વયં રામચંદ્રજીએ તેનો અગ્નિ સંસ્કાર કર્યો. ખુદ
રામચંદ્રના પિતાને પુત્ર વિયોગે ઝૂરી ઝૂરીને મરવાનું થયું ને સેવા કરનાર જટાયુનું મૃત્યુ ભગવાનના ખોળામાં થયું. આમ જીવનની કુરબાની કરનાર જટાયુને સેવાનું - ભક્તિનું ફળ મળ્યું.
આ તો થઈ પરોક્ષની ઉપાસનાની વાત. પ્રગટની ભક્તિ અર્થાત્
સર્વોપરી ભગવાનની ભક્તિ એ તો સારમાં સાર છે, તેમાં લેશમાત્ર સંશય નથી. એ સર્વોપરી ભગવાનને ભજીને અર્થાત્ એમની સર્વોપરી ઉપાસના સમજીને કેટલાય જીવો ભવસાગરને પાર કરી ગયા છે, અર્થાત ્
આત્યંતિક મોક્ષને પામ્યા છે. કેમ જે ભગવાનની સર્વોપરી ઉપાસના
પરિપક્વ કરવા માટે તેને પાછું આલોકમાં આવવું પડે છે. અહીં આવ્યા
પછી જ સર્વોત્કૃષ્ટ જ્ઞાનવાળા સત્પુરુષના સમાગમથી. સ્વામિનારાયણ
ગાદીના આશ્રયથી સર્વોપરી ઉપાસના પરિપક્વ થાય છે, ને ત્યારે જ
તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ દ્વારા અસંખ્ય અધમ જીવોનો ઉદ્ધાર થયો છે. એટલે સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે,
નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી;
તેહના જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી...૨
જીવોનાં કલ્યાણ કરવામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને તો આડો આંક વાળી દીધો છે. હિંસકો, ચોર, લૂંટારા, ધાડપાડુઓ, બહારવટીયાને
પણ ભગવાને ભક્તિનો રંગ લગાડી દીધો. આ બધું પ્રગટ પ્રભુની ભક્તિના પ્રતાપે. કેમ જે,
જેની સાથે રમ્યા જમ્યા જીવન, પુરુષોત્તમ પ્રાણઆધાર; હળ્યા મળ્યા અઢળક ઢળ્યા, કહો કોણ આવે એની હાર...૩
જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો, નિત્ય પ્રત્યે પામ્યાં નરનાર; સદા સર્વદા સંગ રહી, આપ્યાં હરિએ સુખ અપાર...૪
ભક્તોએ પ્રગટ ભગવાન સાથે રમવું, જમવું, હરવું, ફરવુું, ભગવાનનાં દર્શન કરવાં, સ્પર્શ કરવો વગેરેની દિવ્ય મોજ માણી. આમ, સાચું સુખ ભગવાનના સાન્નિધ્યે મળે છે, પણ મનુષ્ય અજ્ઞાનને કારણે સુખની શોધમાં દોટ્યો દે છે.
અહીં ભક્તિનિધિમાં શ્રી નિષ્કુળાનંદ સ્વામી પરોક્ષનું દૃષ્ટાંત આપીને સમજાવે છે કે, વ્રજવાસીને કનૈયાના યોગે સુખ મળ્યું એ વાત સાંભળીને શિવજીને અફસોસ થયો.
એવું વ્રજવાસીનું સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ; કહ્યું પામત જન્મ પશુપાળનોે, તો રે’ત નહિ કાંએ પોચ...૫
એવી એ પ્રગટ ભક્તિનો, શંભુએ કર્યો સત્કાર; બ્રહ્માને જે ભાગ ન આવી, તે પામિયા વ્રજના રે’નાર...૬
અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદી કાજ; તે પામ્યાં ગોપી ગોવાળ બાળ, જે સોણે ન પામ્યોેે સુરરાજ...૭
સ્વામી કહે છે કે મને જો પશુપાળ - ભરવાડનો - ગોપનો જન્મ
મળ્યો હોત તો હું પણ ભગવાનનો યોગ પામ્યો હોત. આમ શંભુએ
પણ પ્રગટની ભક્તિનો સત્કાર કર્યો. બ્રહ્માને પણ એ ભક્તિ ન મળી,
તેથી માછલીરૂપે થઈને પ્રસાદી લેવા આવ્યા. અરે ખુદ ઈન્દ્ર પણ એ
પ્રસાદીથી વંચિત રહી ગયા.
આ લોકમાં જેના જેના યશ ગવાયા છે તે ભગવાનના પ્રગટ સંબંધી કરીને છે. વાલ્મિક ઋષિએ વાનરની પ્રશંસા કરી, વ્યાસજીએ પશુપાળ
- ગોપગોપીની પ્રશંસા કરી, તેનું કારણ એ જ કે, તેઓ ભગવાનના
પ્રગટ સંબંધમાં આવ્યા.
વાલ્મીકે વખાણ્યા વાનરને, વ્યાસે વખાણિયા પશુપાળ; તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જશ વિશાળ...૮
સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ મળી; ડાહ્યા શાણા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી...૯
એમ પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંય; નિષ્કુલાનંદ નિશ્ચે વારતા, સૌને સમજવી મનમાંય...૧૦
કોઈ માણસ પાસે લાખો રૂપિયા છે, સાધન-સંપત્તિ છે, છતાં પણ
તેને ચિત્તની શાંતિ નથી. અમેરિકા જેવા ધનના ઢગલામાં રાચનારા લોકો ઉલટાના વધારે પરેશાન દેખાય છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે આ
લોકની સમૃદ્ધિમાં તેઓને સુખ દેખાય છે પણ તે સાચું સુખ નથી.
સાચું સુખ ને શાંતિનો માર્ગ દેખાડનારા ભગવાનના સત્પુરુષ છે.
તેમના પ્રત્યે જેટલી નિષ્ઠા હોય એટલી ભગવાન સાથેની એકતા વહેલી થાય છે. કારણ કે સંત તો સદાય જીવના હિત માટે તત્પર રહે છે.
એટલે જ સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી કહે છે કે, સંત પરમ હિતકારી જગતમાંહી, સંત પરમ હિતકારી;
પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી...જગત...
સાચા સંત ભગવાનમાં પ્રીત કરાવી આપે છે, ભગવાન સાથેનું જોડાણ કરી આપે છે.
આપણે ભગવાનનું મધુર સંગીત, મધુર અવાજ સાંભળવા ઉત્સુક છીએ તે માટેનું ટ્યુનિંગ સત્પુરુષ કરી આપે છે.
તે ઉપર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા રેડિયાનું દૃષ્ટાંત
આપે છે કે કોઈને ત્યાં રેડિયો હોય. તેના પાડોશી પાસે પણ હોય. તેમાં એક જણે સારા શો કેસમાં રાખ્યો હોય, ને પાડોશીનો રેડિયો જૂનો હોય
ને સામાન્ય પાટિયા ઉપર મૂકેલો હોય. છતાં પાડોશીના રેડિયામાં મધુર સંગીત સંભળાય છે પરંતુ નવા રેડિયામાં નથી સંભળાતું.
સામાન્ય રીતે આકાશવાણી ઉપરથી જે સંગીતનું પ્રસારણ કરવામાં આવે છે તે સમાન દૃષ્ટિએ જ કરવામાં આવે છે. એમાં એવું નથી કે જૂના રેડિયાવાળાને સંગીત વહેલું સંભળાય ને નવા રેડિયાવાળાને સંગીત
મોડું સંભળાય. બધાને સાથે જ સંભળાય.
તેમ ભગવાન પણ કોઈની સાથે ભેદ પાડતા નથી. જેમ સૂર્ય બધાને સમાનભાવે પ્રકાશ આપે છે, પવન બધા પર સમાનભાવે હેત દર્શાવે છે, તેમ ભગવાનની કૃપા બધા ઉપર સમાનભાવે વરસે છે, પરંતુ ગ્રહણ કરનાર જેવો પાત્ર હોય તે પ્રમાણે તે ઝીલી શકે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન સારંગપુર પ્રકરણના ૧૬મા વચનામૃતમાં કહે છે કે, જેમ સૂર્ય છે તેમ નરનારાયણનું તપ છે, તે સૂર્ય જ્યારે અજવાળું કરે ત્યારે સર્વે પદાર્થ સૂઝે. પછી જેને જેવા પદાર્થને જોયાની ઇચ્છા હોય તે તેવા પદાર્થને જુએ છે.
અને તે સૂર્યના અજવાળામાં જે પુણ્યવાળા જીવ છે તે પુણ્યને માર્ગે
ચાલે છે તથા ભગવાન ને ભગવાનના સંતનાં દર્શન કરે છે, અને જે
પાપી જીવ છે તે પાપને માર્ગે ચાલે છે ને ન ઘટે એવું જોતા ફરે છે.
જેમ સૂર્યનાં કિરણ માટીના ઢેફા ઉપર પડે ને રત્ન ઉપર પડે. ઢેફાને એ કિરણની કાંઈ પણ અસર થતી નથી પણ રત્ન ઝગમગી ઊઠે છે.
તેમ દુનિયાના ભોગમાં રાચતા ઢેફા જેવા લોકો ભગવાનની કૃપા ઝીલી શકતા નથી પરંતુ સત્પુરુષના સંગે કરીને રત્ન સમાન નિર્મળ બનેલા
લોકો ઝગમગી ઊઠે છે, ભગવાનનું મધુર સંગીત ઝીલી શકે છે.
રેડિયો ચાલુ ન થવાનું સૌથી પહેલું કારણ એ છે કે આપણે રેડિયો
ચાલુ જ નથી કર્યો. ભગવાનને મેળવવા માટે પ્રયત્ન જ નથી કર્યો.
પાડોશીએ રેડિયો ચાલુ કર્યો છે, તેથી તેને સંગીત સંભળાય છે.
રેડિયો ચાલુ કર્યા પછી પણ એવું બને કે, પોતાને ત્યાં સંગીત બરાબર
ન સંભળાય ને પાડોશીને ત્યાં સંભળાય. ત્યારે રેડિયો રીપેર કરનાર કહે કે રેડિયાને અમુક દિશામાં રાખો. એવી રીતે સત્પુરુષ આપણા જીવનની દિશા બતાવે છે. જેમ વાલિયા લૂંટારાને નારદજી મળ્યા, તો
તેની દિશા બદલી ગઈ ને લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બની ગયા.
જેમ રેડિયાની દિશા વ્યવસ્થિત કરવી પડે છે તેમ વર્તમાનકાળે ટીવીની એન્ટેના કે ડીસ્કની દિશા પણ વ્યવસ્થિત ગોઠવવી પડે છે. તેના વિના દૃશ્ય બરાબર દેખાતું નથી. કદાચ દિશા વ્યવસ્થિત ગોઠવી હોય
પણ જો ચેનલનું ટ્રેકીંગ સરખું ન હોય તો પણ દૃશ્ય બરાબર દેખી શકાતું
નથી.
આ ટ્રેકીંગ એટલે શું ? તો ભગવાન અને તેમના સત્પુરુષના વચન
પ્રમાણે સાવધાનપણે વર્તવું તે.
રેડિયો ચાલુ કર્યો હોય, પણ જો સ્ટેશન બરાબર ન મેળવાયું હોય
તો પણ બરાબર વાગતો નથી. તેમ જીવનમાં સ્ટેશન મેળવવું હતું ભગવાનના ‘ધામ’નું પણ સમજણના અભાવે સ્ટેશન પકડ્યું છે ‘કામ’નું.
સ્ટેશન પકડવું હતું ‘ધર્મ’ નું ને સ્ટેશન પકડી બેઠા છીએ ‘ધન’નું. એટલે જ સ્વામીબાપા કહે છે કે, ભક્તિના માર્ગમાં ધન-સંપત્તિ અવરોધરૂપ
બને છે. લક્ષ્મીના પતિને ભૂલી જઈને માણસ લક્ષ્મી પાછળ ગાંડો બને છે.
એ ગાંડપણ કેવું છે તે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી સારસિદ્ધિમાં કહે છે કે,
કોઈક ઇચ્છે રાજસાજ સિદ્ધિજી, કોઈક ઇચ્છે સુરપુર પ્રસિદ્ધિજી; કોઈક ઇચ્છે મુક્તિ ચઉ વિધિજી, એમ સુખ સારુ સૌએ દોટ દીધીજી...૧
એમ દોટ સુખ સારુ દીધી, કીધી મોટા સુખની આશ; અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ...૨
સહે છે સંકટ શરીરમાં, ફળ મળવા સાંધી છે ફાળ; જાણ્યું રીઝવી જગદીશને, પામું અભયવર તતકાળ...૩
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, ભક્તિ કરવાની સાચી દિશાને લોકો ભૂલી જાય છે તેથી ભક્તિના ફળરૂપે રાજ, સાજ ને સિદ્ધિ
પામવામાં વળગી પડે છે. તો વળી કેટલાક દેવલોક કે જગપ્રસિદ્ધિ પામવા ઇચ્છે છે. સુખ માટે સૌ દોડાદોડ કરે છે પણ સાચા સુખની દિશા સહુ ભૂલી ગયા છે.
કેટલાક દેહનું દમન કરીને એમ વિચારે છે કે હું જલ્દી નિર્ભય થઈ
જાઉં. એમ સમજીને દેહને કષ્ટ આપવામાં પાછા પડતા નથી. આમ
જીવનરૂપી રેડિયાની દિશા બદલાઈ ગઈ છે, તેથી ભક્તિના મધુર સ્વર સંભળાતા નથી, ભગવાનની મધુરતા માણી શકાતી નથી. જ્યારે ભક્તિની મધુરતા માણનારા સત્પુરુષ મળે છે ને સાચી દિશા બતાવે છે ત્યારે જીવનરૂપી રેડિયો ભક્તિના મધુર સૂર માણી શકે છે.
ભક્તિની મધુરતા માણી હતી ગામ પીઠવાજાળના ખીમા ડોબરીયાએ.
પહેલાં તો ખીમા ભગત એ ગામમાં રહેલા બાવાની સેવા કરતા. એ બાવો પાંચ હાથ લાંબો ને જાડો હતો. આખો દિવસ ગાંજો પીને માતેલા સાંઢની જેમ ફર્યા કરતો. માથે મોટી જટા, કપાળમાં ભેંસ ભડકે તેવું ટીલું. ગાંજો પીવાથી અવાજ પણ ઘોઘરો થઈ ગયો હતો. દૂરથી જોતાં સાક્ષાત યમરાજાનો સેવક લાગે.
આવા બાવાથી ચેતાવવા સ્વામીબાપાએ કહ્યું છે કે, સંતઅસંત
તપાસીને સમાગમ કરજો. એટલે જ ગાયું છે કે, સંત અસંત તપાસી સમાગમ, કરજો વિવેક વિચારી...સમાગમ...
બાવે ઠગવા ધાર્યાં ભગવાં, શિર જટાને વધારી; ખાઈ હરામનું ફાલ્યો ફૂલ્યો, મિથ્યા તન અહંકારી...સમાગમ...
બાવાનો બહારનો આટાટોપ જોઈ આખું ગામ તેને મોટો મહાત્મા
માનતું.
એકવાર એ ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો -
રાઘવાનંદ સ્વામી અને રામાનુજાનંદ સ્વામી આવ્યા. ગામના સીમાડે એક લીંબડાના ઝાડ નીચે બેઠા. બરાબર એ જ સમયે ખીમા ડોબરીયા ખેતીનું કામ પતાવી થોડો આરામ લેવા માટે એ જ લીંબડા તળે આવ્યા.
ત્યાં તેમણે આ બે સંતોને જોયા. સંતોનાં દર્શન થતાં જ ખીમા ભક્તને અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. તેમને લાગ્યું કે, આ સંત બહુ જ
પ્રભાવવાળા છે. તરત જ સંતોની પાસે જઈને વંદન કરીને બેઠા.
સંતોનો તો નિયમ હતો કે જે કોઈ પાસમાં આવે તેને ભગવાનનો
મહિમા સમજાવે ને પંચવિષયમાં રહેલા દોષોની પણ વાત કરે.
સંતોએ કહ્યું કે, ભગવાનની ભક્તિ કરતા નથી તેનો જન્મ એળે જાય છે. એટલે કહ્યું,
યુંહી જન્મ ગુમાત, ભજન બિન યુંહી જન્મ ગુમાત...ભજન બિન...
ભયોરી બેહાલ ફિરત હૈ નિશ દિન, ગુણ વિષયન કે ગાત...ભજન બિન...
પરમારથ કો રાહ ન પ્રીછત, પાપ કરત દિનરાત...ભજન બિન...
સંતોએ વાત કરી તે સાંભળી ખીમા ડોબરીયાનું અંતર ખુલી ગયું.
તેમને વિચાર આવ્યો કે ક્યાં આ ધર્મ નિયમ યુક્ત સંતો, ને ક્યાં પેલો અડબંગી બાવો ? આટલા દિવસ તો અજાણતાં તેની સેવા કરી, પરંતુ સેવા કરવા યોગ્ય તો આ સંતો છે. બસ તે જ દિવસથી ભક્તિની સાચી દિશા મળી ગઈ. જીવન રેડિયોનું સ્ટેશન મળી ગયું. ભક્તિની મધુરતા
માણવાનો માર્ગ મળી ગયો.
તરત જ ખીમા ભક્તે સંતો પાસે વર્તમાન ધારણ કર્યાં, કંઠી ધારણ
કરી. હવે તો અડગ ટેક લીધી કે નાહી, ધોઈ, પૂજા પાઠ કરીને પછી જ ભોજન કરવું. ધીમે ધીમે ખીમા ભક્તને એવો તો રંગ ચડી ગયો કે ભક્તિમાં મસ્ત બનીને ગામમાં ફરે, મોટેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. આ જોઈ ગામના લોકો રોષે ભરાયા.
તેમાંય પેલો જાડો બાવો તો એવો બગડ્યો કે ખીમા ભગતને હેરાન
કરવા નવા નવા પેંતરા રચવા માંડ્યો. લોકોને પણ આડું અવળું સમજાવી
તેમની સાથેનો વ્યવહાર પણ તોડાવી નાખ્યો. છતાં પણ ખીમા ભગત
અડગ રહ્યા.
હવે બાવાને ચિંતા પેઠી કે જો આ ભગત વધારે સમય સત્સંગી રહેશે
તો બીજા પણ સ્વામિનારાયણના સત્સંગી થશે, ને મારું માનપાન ઘટી જશે ને મારી આજીવિકા પણ તૂટી જશે. તેથી ભગતને બોલાવીને ધાક ધમકી આપવા લાગ્યો કે જો તું આ પંથ નહિ છોડે, તો હું તને આકાશમાં ઉડાડી દઈશ અથવા તો પાતાળમાં ખોસી દઈશ જેથી તારો ક્યાંય પત્તો જ નહિ લાગે.
ત્યારે ખીમા ભગત કહે, મારી રક્ષા કરનારા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એમની આગળ તારું કાંઈ જ નહિ ચાલે. એ સાંભળી બાવો ચિપિયો લઈને ફરી વળ્યો. ભગતને બહુ જ માર્યું પણ ભગતે
તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું રટણ ચાલુ જ રાખ્યું. બાવો કહેઃ જો તું મારું નહિ માને તો હું આજે તને મારી નાખીશ.
એ સાંભળી ભગત કહે : એક માથું તો શું પણ સો માથાં જાય તો
પણ હું સ્વામિનારાયણ ધર્મ નહિ છોડું. તારા જેવા પાખંડીને પૂજવા એ
તો ઘોર પાપ કહેવાય. ભગતની દૃઢતા જોઈ બાવો વધારે ગુસ્સે ભરાયો.
તેથી ભગતને પકડીને પછાડ્યા ને તેમની છાતી પર પોતાના ખાટલાનો
પાયો મૂકીને તે ખાટલા પર હફ દઈને ચડી બેઠો, ને કહે : હવે લેતો જા. હમણાં જ તું હતો ન હતો થઈ જઈશ.
ખીમા ભગત ભગવાનને અંતરથી પોકારવા લાગ્યા કે,
મારી લાજ તમારે હાથ, નાથ નિભાવજો રે, દીનાનાથ દયાળુ દયા, અદ્ભુત દર્શાવજો રે...મારી...
સંકટથી સોસાઉં મુરારી, લેજો અંતર્યામી ઉગારી; હવે ગયો છું હારી, બાપ બચાવજો રે...મારી...
ભગવાને વિચાર્યું જે મારા ભક્તની રક્ષા મારે કરવી જ પડશે. તેથી ભગતની છાતી વજ્રની બનાવી દીધી. બાવો ખાટલા ઉપરથી કૂદી કૂદીને
પછડાય તો પણ ભગતને કાંઈ પણ અસર ન થાય. ભગતે તો ભગવાનનું સ્મરણ ચાલુ રાખ્યું. બાવાને ઘડીભર તો થયું કે, હું આટલો બધો ઊછળીને પછડાઉં છું છતાં પણ આને કેમ કાંઈ અસર જ થતી નથી ?
પરંતુ જેને ભગવાનનો આશરો હોય ભગવાનનો સાથ મળ્યો હોય તેનો વાળ વાંકો કરવા કોઈ પણ સમર્થ નથી. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું એવું બિરદ છે. એટલે જ ગાઈએ છીએ કે,
શ્રીજી પ્રભુ ઘનશ્યામ અમારા, એક જ સુખના દેનારા (૨) સાથ મળ્યો જેને શ્રીજી પ્રભુનો, ધન્ય જીવન થઈ જાએ (૨) કોઈ નહિ આ દુનિયામાં જે, તેને હાથ લગાવે (૨) સાચા માત ને તાત અમારા (૨), હરદમ પાલન કરનારા (૨)
શ્રીજી પ્રભુ ઘનશ્યામ અમારા...
હવે ભગવાને વિચાર્યું કે આ જુલ્મીને સજા થવી જોઈએ. તેથી એક જીવડું ઊડતું ઊડતું બાવાના કાન પાસે આવ્યું. બાવે તેને ઉડાડવા બહુજ ફાંફાં માર્યાં પણ એ જીવડું એના કાનમાં એકદમ ઘૂસી ગયું. ને કાનમાં
ચટકા ભરવા માંડ્યું. એટલે બાવાએ તો રાડારાડ કરી મૂકી. ઓય રે, કોઈ બચાવો. જીવડાએ ચટકા મારવાના ચાલુ રાખ્યા. બાવાએ આંગળી ઘાલી કાઢવાના બહુ જ પ્રયત્ન કર્યા.
હવે બાવાને જીવડાંના ચટકાથી બહુ જ પીડા થવા લાગી તેથી ભાન
ભૂલી આમ તેમ દોડવા લાગ્યો. બાવાના બરાડા સાંભળી ઘણાય માણસો ભેગા થઈ ગયા. લોકો પૂછવા લાગ્યા : બાવાજી, તમને શું થયું ? બાવો કહે : મેં આ ભગતને હેરાન કર્યા તેથી સ્વામિનારાયણે મારા પર જાદુ કર્યો છે. એક જીવડું ઊડીને મારા કાનમાં ભરાઈને એવા તો ચટકા મારે છે કે મારો તો હમણાં જીવ નીકળી જાય તેવી દશા થઈ પડી છે.
પછી લોકોએ બાવાના કાનમાં પાણી ને તેલ નાખી જોયું પણ કાંઈ
વળ્યું જ નહિ. બાવો તો રાડો પાડતો જ રહ્યો. ભગતના અપરાધના
પરિણામે થોડી જ વારમાં તે બાવો મરણ પામ્યો. હવે ગામના લોકોને
પણ નક્કી થઈ ગયું કે બાવાએ ભગતનો અપરાધ કર્યો તેથી તેનું મરણ થયું.
પછી ભગત ઉપરથી ખાટલો ખસેડી લીધો. ભગત તો ભગવાનના સ્મરણમાં ઊંડા ઊતરી ગયા હતા. લોકો કહેવા લાગ્યા કે, આ જાડા બાવાએ ભગતને મારવા ઘણા ઉપાય કર્યા, એમાં સામાન્ય માણસ તો ખાટલાના પાયે દબાય તો જરૂર મરી જ જાય પણ ભગવાને ભગતને બચાવ્યા. ભગતને મારવા તૈયાર થયેલો બાવો જ મરણ પામ્યો.
પછી તો ખીમા ભગતના કારણે ગામમાં પણ સારો સત્સંગ થયો.
આમ, ખીમા ભગતે સંતોના સંગે કરીને જીવનના રેડિયોની દિશા બદલી
નાખી ને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું ટ્રેકીંગ સાચવી રાખ્યું તો ભગવાને તેમની અલૌકિક રીતે રક્ષા કરી.
આચમન-૧૯ : ભક્તિનિષ્ઠ, ભગવાન કહે તેમ જ કરે
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, ભગવાન વચન કહે તેમાં યોગ્ય કે અયોગ્ય એવો વિચાર ન કરવો. ભગવાન જે કાંઈ કહે તે જ સારામાં સારી તક છે. એ તક સાવધાન થઈને ઝીલી લેવી, તેમાં જ ભગવાનનો રાજીપો છે. એ જ સાચો વિવેક છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી ભક્તિનિધિના સોળમા કડવામાં કહે છે, ઉરમાંહી કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિશેકજી; એહને સમાન નહિ કોઈ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી...૧
તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઈ રે’વું સાવધાન; તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન...૨
મહાભારતના યુદ્ધમાં કૌરવોનો સંહાર કરવો એ બહારથી અધર્મ જેવું જણાતું હતું. પરંતુ અર્જુને શ્રીકૃષ્ણચંદ્રના વચને યુદ્ધ કર્યું. ભગવાન
જે સમયે જે કહે તે જ ધર્મ.
ધર્મ વિચારીને ધનંજયે, યુદ્ધ કરવું નો’તું જરૂર;
પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત કર્યો ભરપૂર...૩
તેમાં કુળ કુટુંબી સગાં સંબંધી, સહુનો તે કર્યો સંહાર;
ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડ્યા પાર...૪
એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઈકના પ્રાણ;
તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યાં પાર્થનાં વખાણ...૫
શરૂઆતમાં તો અર્જુનની ધીરજ ડગી ગઈ હતી પરંતુ ભગવાનની
મરજી જોઈ ત્યારે અર્જુને કહ્યું : ઙ્ગેંબ્થ્ષ્ઠસ્ર્શ્વ નઌક્ર ગ ત્ન એમ કહીને મેદાને
પડ્યો. તેમાં પોતાનાં સગાં સંબંધીઓ, ગુરુઓ, વડીલોનો સંહાર થયો.
લોકની દૃષ્ટિએ એ અયોગ્ય હતું, પરંતુ તેમાં ભગવાનની મરજી હતી.
કેમ જે આતતાયીને મારવા એ પાપ નથી. આમ કરવાથી ભગવાને અર્જુનનાં વખાણ કર્યાં. એટલે જ સ્વામી કહે છે, તેમાં કુળકુટુંબી સગાં સંબંધી, સહુનો તે કર્યો સંહાર; ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડ્યા પાર...૪
એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઈકના પ્રાણ; તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યાં પાર્થનાં વખાણ...૫
શાસ્ત્રના સારરૂપે શું સમજવાનું છે તે સ્વામી જણાવે છે કે,
માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર;
તેમાં હાણ વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર...૯
ભગવાનનું ગમતું કરવામાં હાણ-વૃદ્ધિ કે હાર-જીતનો હર્ષ શોક કરવાનો જ ન હોય. ભગવાન કહે એમાં જ આપણું હિત સમાએલું છે. એમનું ગમતું કરવું એ જ ખરી સેવા છે. એ સેવાથી કોઈપણ પ્રકારની ખામી રહેતી નથી.
સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં રહે નહિ ખામી રે...સંતો...
મટે ખોટ મોટી માથેથી, કોટિક ટળીએ કામી, પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામી રે; સંતો...૧
જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી, તે પ્રભુ આજ પ્રગટ થયા છે, જે સર્વે નામના નામી રે; સંતો...૨
આપણને તો અનંત ધામના ધામી પૂર્ણ બ્રહ્મ પ્રગટ પ્રમાણ મળ્યા છે. એ જ સર્વ નામના નામી છે. એમનાથી એક અણુ પણ અજાણ્યું
નથી.
આ ભગવાનનાં દર્શન, સ્પર્શ જે કોઈ પ્રાણી કરે છે તેનાં બધાં જ
પાપનો નાશ થઈ જાય છે, એ ભગવાન સહજ સહજમાં મળી ગયા છે. હવે વિચાર રાખવા જેવી બાબત શું છે તે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી સત્તરમા કડવામાં કહે છે કે,
પૂરણ પુરુષોત્તમ પામીએ જ્યારેજી, તન મનમાંહી તપાસીએ ત્યારેજી; આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી...૧
વારમવાર વિચારવું, વણસવા ન દેવી વળી વાત; સમો જોઈને સેવકને, હરિ કરવા રાજી રળિયાત...૨
આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રગટ મેળાપ
કાંઈ વારે વારે થતો નથી. આ વાતનો બરાબર વિચાર કરીને સમય
જોઈને સેવા કરી ભગવાનને રાજી કરી લે એ જ ખરા સેવક છે, ભક્તિવાળા છે.
પરંતુ કેટલાકને અવળાઈની ટેવ પડી હોય, તે સમયને સમજી શકતા
નથી. એટલે શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, અવળાઈને અળગી કરી, સદા સવળું વર્તવું સંત; અવળાઈએ દુઃખ ઊપજે, વળી રાજી ન થાય ભગવંત...૩
જેમ ભૂપના ભૃત્ય ભેળા થઈ, સમા વિના કરે સેવકાઈ; જોઈ એવા જાલમ જનને, રાજા રાજી ન થાયે કાંઈ...૪
જ્યાં જોઈએ ભલુ ભાગવું, ત્યાં સામો થાયે શૂરવીર; જ્યાં જોઈએ થાવું ઉતાવળું, ત્યાં ધરી રહે ધીર...૫
રાજાનો સેવક હોય, પરંતુ સમય ઉપર સાવધાન ન રહે તેના ઉપર રાજા રાજી થતા નથી. કોઈ વખત એવી વિકટ પરિસ્થિતિ સર્જાય કે સામે મોટું સૈન્ય આવતું હોય, કોઈ પણ રીતે સામનો કરી શકાય તેમ
ન હોય. તે વખતે કોઈ એમ વિચારે કે હું એકલો આની સામે લડી
લઈશ. તો તે જરૂર મરે. ધર્મ સંબંધી કામ હોય, માળા ફેરવવાની હોય, ધ્યાન કરવાનું હોય, કથાવાર્તામાં જવાનું હોય, કીર્તન ભક્તિ કરવાની હોય, સેવા કરવાની હોય, સદ્ગ્રંથનું વાંચન કરવાનું હોય તેમાં કહે કે ધીરે ધીરે થાશે શી ઉતાવળ છે. આમ જ્યાં ઉતાવળા થવાનું છે ત્યાં ઉતાવળો થતો નથી, પણ ગામ ગપાટા મારવાના હોય, સિનેમા જોવા જવાનું હોય, મિત્રોને મળવાનું હોય, ત્યાં ઉતાવળો થશે કે આ પ્રોગ્રામ
જોવાનો બાકી રહેવો જ ન જોઈએ. આવા અવળચંડાને બધી વાતે અવળું જ સૂઝે.
જ્યાં જોઈએ હારવું, ત્યાં કરે હટાડવા હોડ; જ્યાં જોઈએ નમવું, ત્યાં કરે નમાડવા કોડ...૬
જ્યાં જોઈએ જાગવું, ત્યાં સૂવે સોડ તાણીને; જ્યાં જોઈએ બોલવું, ત્યાં બંધ કરે છે વાણીને...૭
ભગવાન તથા સંત આગળ હારીને રાજી થવાનું હોય. આપણને કાંઈક કામ આવડતું હોય તે કામ કરવા માટે તેઓ આપણને આદેશ આપે ત્યારે હરખભેર કરીએ તો આપણે તેમની આગળ હારીને વર્ત્યા કહેવાઈએ પણ જો આપણે બહાનાં બતાવીએ અથવા ન કરીએ તો આપણે તેમને હટાવવા હોડ કરી કહેવાય. મનમાં ફૂલાઈએ કે મારા વિના તે કામ થાય એવું નથી. આ બધી અવળાઈ છે. જે સવળા વિચારવાળો હોય તે એમ સમજે જે ભગવાન અને સત્પુરુષ મને સેવા બતાવે છે, એ તેમનો રાજીપો છે. મને પોતાનો જાણ્યો છે માટે સેવા બતાવે છે. અરે ! કોઈવાર વઢે તો પણ તે આપણી પ્રકૃતિ મૂકાવવા
માટે વઢે છે. આમ તેમની આગળ નમ્ર બનીને રહેવાનું હોય; પરંતુ અવળા સ્વભાવવાળો હોય તે તેમને હરાવવા ને નમાવવાના કોડ કરે છે. જાગવાનું હોય તે સમયે સોડ તાણીને સૂએ છે, પછી તેને મરવાનું જ થાય.
કૌરવ પાંડવનું યુદ્ધ પૂરું થયું. પછી દ્રોણપુત્ર અશ્વત્થામાએ વિચાર્યું
કે, હું કપટથી પાંડવોને મારીશ. જ્યારે પાંડવો સૂતા હશે ત્યારે તેમની છાવણીમાં જઈ તેનાં માથાં કાપી નાખીશ. પછી પાંડવો તો સૂતા હતા.
શ્રીકૃષ્ણે વિચાર્યું જે, મારે આશરે રહેલાની મારે રક્ષા કરવી જોઈએ.
તેથી પાંડવો તેમજ તેમના પુત્રોને જગાડ્યા ને કહ્યું : મારી સાથે ગંગા કિનારે ચાલો. પાંડવો કહે : ભલે ચાલો. પાંડવ પુત્રોને પણ સાથે ચાલવા કહ્યું. ત્યારે તે કહે : તમને ઊંઘ નથી આવતી, પણ અમને ઘણા દિવસનો થાક લાગ્યો છે, માટે ઊંઘવા દો. પરંતુ એમ ન વિચાર્યું કે જેમના પ્રતાપે વિજય પામ્યા એ જાગવાનું કહે છે તો તેમાં કાંઈક મર્મ હશે.
પાંડવોને લઈને શ્રીકૃષ્ણચંદ્ર ગંગા કિનારે ગયા. પાંડવ પુત્રો સૂતા હતા. તેમનાં સ્વરૂપ પાંડવોના જેવાં જ હતાં. અશ્વત્થામાને થયું આ જ પાંડવો છે, તેથી ધડધડ કરતાં તેનાં માથાં કાપી નાખ્યાં.
પાંડવોના પુત્ર સૂતા રહ્યા તો મૃત્યુ થયું. તેમ ભગવાન અને તેમના સત્પુરુષ કહે કે, ભાઈ, ચોવીસે કલાક ધંધામાં લાગી રહ્યો છે તેના કરતાં
તું થોડોક સમય કથા માટે કાઢ, ભગવાનનાં દર્શન માટે કાઢ, તો કહેશે કે ધંધામાંથી નવરું પડાતું નથી. વળી કોઈની ચૌદશ કૂટવાની હોય,
પટલાઈ કૂટવાની હોય, કોઈની કૂથલી કરવાની હોય, વિવાહમાં મોટા ભા થવાનું મળતું હોય, ગામની પટલાઈ કરવાની મળતી હોય તો ત્યાં ઠેકડો મારીને તૈયાર થઈ જાય. બધાંય કામ પડતાં મૂકી દે. કોઈવાર ધંધામાં ભારે નુકશાની આવે, બહુ મંદવાડ આવે ત્યારે આખી રાત જાગે.
તે વખતે પણ ભગવાનને યાદ ન કરે. આમ સુખમાંય જાગે ને દુઃખમાંય
જાગે. આવાને ભગવાન ધોલ મારે છે. સ્વામીબાપા એટલે જ બધાને
ચેતાવે છે કે,
દુઃખે જાગે સુખે જાગે, જાગે પર પંચાતે;
મૂર્તિ ધ્યાને કાં નવ જાગે, પડશે ગાલે ધોલ...મુખે તું...
સ્વામીબાપા કહે છે કે, ભગવાન કોઈના ગાલ પર ધોલ મારતા નથી,
પણ ભગવાનની ધોલ બહુ ભારે હોય છે. જીવને ફરીથી જન્મ મરણના
ચક્કરમાં નાખી દે છે, ને પછી વર્ષો સુધી હેરાન થવાનું ચાલુ જ રહે.
માટે ભગવાન ચેતાવે છે ભાઈ, હવે જે માર્ગે જાગવાનું છે તે માર્ગે જાગો.
ભગવાનના ગુણ ગાવા છે, કીર્તન ગાવાં છે એ કામમાં ખરેખર જાગવા જેવું છે પણ આવા વખતે આળસ રાખે, સમયસર હાજર ન
થાય, વિચાર કરે કે મોડા જઈશું તો ચાલશે, તો તેણે પોતાની વાણી બંધ કરી કહેવાય. આવા લોકો હોય તેને કહીએ કે ભાઈ, તું બીજાની
ચિંતા કરવામાં તારી શક્તિ શા માટે વેડફે છે ? તો કહેશે કે મારા વિના આવું કામ બીજું કોઈ કરી શકે તેમ નથી. વળી ભગવાને અપશબ્દો બોલવાની ના પાડી છે, ને જો ભક્ત થઈને કોઈને ગાળ દે, એટલે જ્યાં
ન બોલવું ઘટે ત્યાં બોલ બોલ કરે તેને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી બહુ જ સરસ ઉપમા આપે છે.
જ્યાં ન જોઈએ બોલવું, ત્યાં બોલે છે થઈ બેવકૂફ; જ્યાં જોઈએ વસવું, ત્યાંથી ખસી જાય દૂર...૮
આમ જ્યાં ત્યાં વગર વિચારે બોલનારો બેવકૂફ છે. એ બેવકૂફપણું દૂર કરવા માણસે ભગવાન અને સંતની પાસે વસવું જોઈએ. તેમનો સમાગમ કરવો જોઈએ, પરંતુ તે ત્યાં રહેતો નથી, ત્યાંથી ખસી જાય
છે, ને જ્યાં વ્યસની, ફેલી વગેરે હોય તેની પાસે જાય છે. આમ જેને અવળાઈની ટેવ પડે છે તે કોઈ રીતે ભગવાનને રાજી કરી શકતો નથી.
જેને અવળાઈની ટેવ પડી હોય તેને વારે વારે ભક્તિમાં ભૂલ પડે છે. તેઓ હાથે કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે. મનમાં
તેઓ એમ માને છે કે આમ કરવાથી સંત હેરાન થાય છે. અવળચંડા હોય તે કેવું કરે તેનાં સેમ્પલ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રજૂ કરે છે :
પાણી માગે તો આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર; વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવળાઈનો કરનાર...૩
આવ કહે ત્યાં આવે નહિ, ઊભો રહે કહે તો દિયે દોટ; એવા સેવક જે શ્યામના, તે પામે નહિ કે’દી મોટ...૪
સેવામાં રહ્યો ત્યારે સંત પાણી માગે ત્યારે તે પથરો લાવીને આપે.
અન્ન માગે તો અંગારો લઈને આવે. આમ કરવામાં પોતાને જ વધારે દાખડો પડે તેનો પણ તેને ખ્યાલ રહેતો નથી. પાણીનો પ્યાલો તો
નજીકમાંથી જ મળી જાય. ભોજન પણ તૈયાર મળી જાય. પરંતુ પાણીને ઠેકાણે પથરો લાવવામાં તો દૂરથી લાવીને આપવાની મહેનત વધી જાય.
અન્ન તૈયાર હોય તેને બદલે ચૂલામાંથી અંગારો લેવા જાય તેને ચૂલાની
ગરમી લાગે, અંગારો લાવતાં ચિપિયેથી બરાબર પકડવો પડે, તેમાં ધ્યાન ન રાખે તો પોતાને દાઝવાનો વખત આવે. વસ્ત્ર માગે ત્યારે વલોણો લાવીને આપે. વસ્ત્ર તો સાવ ઓછા વજનવાળું હોય. વલોણો ભારે હોય.
આ બાબતમાં ભણેલા - લોકમાં હોંશિયાર જણાતા લોકો વધારે ખત્તા ખાતા જોવામાં આવે છે. રામાનંદ સ્વામી પાસે શ્રી સ્વામિનારાયણ ભગવાન નીલકંઠવર્ણી વેશે પધાર્યા. ત્યારે સ્વામી વર્ણીજીને સાચવતા,
તેમની ખબર રાખતા. તે જોઈને રઘુનાથદાસ નામના સાધુને ઈર્ષા જાગી.
એક વખત સ્વામી સ્નાન કરીને ઊભા હતા. બાજુમાં બીજું કોઈ
ન હતું. એક રઘુનાથદાસ ઊભા હતા. સ્વામીએ સાન કરીને કહ્યું કે, વસ્ત્ર લાવો. ત્યારે રઘુનાથદાસને થયું કે, આજે બરાબર લાગ આવ્યો છે. પોતાના લાડકાને બરાબર સાચવે છે, જોઈ લઉં કે આજે એ કેવું વસ્ત્ર ઓઢે છે. પછી અંદર જઈને ડાંગરના ફોતરાનો ડબ્બો પડ્યો હતો
તે લઈને રામાનંદ સ્વામી પાસે મૂક્યો ને કહે : લ્યો, પહેરો ધોતિયું.
ત્યારે તેની મૂર્ખાઈ પર હસતાં સ્વામીએ કહ્યુંઃ સાધુરામ, તમે આ આખો
ડબ્બો ઉપાડીને લાવ્યા તેના કરતાં જો ધોતિયું લાવ્યા હોત તો એટલો બધો દાખડો કરવો પડત નહિ. ત્યારે રઘુનાથદાસ કહે : તમે એ જ
લાગના છો.
આવા અવળી બુદ્ધિવાળાને કહીએ કે, તું મંદિરમાં કે કથામાં શાંત
થઈને બેસજે. તો ત્યાં બેસે નહિ, ઊભો થઈ જાય. જીવનપ્રાણ અબજી
બાપાશ્રી કહે છે કે, પોતાની મેળે સો વખત ઊભો થાય પણ ભગવાન
કે મોટા સંત કહે તો એક વાર પણ ઊભો ન થાય. જીવના સ્વભાવ એવા ઊંધા છે.
બેસ કહે ત્યાં બેસે નહિ, ઊભો રહે કહે તાં દિયે દોટ; એવા સેવક જે શ્યામના, તે પામે નહિ કે દી મોટ...૫
વારે ત્યાં વળગે જઈ, વળગાડે ત્યાં નવ વળગાય; એવા ભક્ત ભગવાનથી, સુખ ન પામે કહું કાંય...૬
જ્યાં રાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રે’વાય; ગ્રહે કહે તો ગ્રહી નવ શકે, મૂક કહે તો નવ મુકાય...૭
એવા અનાડી નરને, મર મળ્યા છે પ્રભુ પ્રકટ; પણ આઝો આવે કેમ એહનો, જે ઘેલી રાખશે ઘટે પટ...૮
ભગવાન કે સંત કહે જે તું વ્યસન છોડી દેજે, બીડી તમાકુ છોડી દેજે, તો તે પાનના ગલ્લે જઈને ઊભો રહે. માંદાની સેવા કરવા માટે જવાનું કહે તો જાય નહિ ને ત્યાં જ ઠૂંઠાની જેમ ઊભો રહે. કહીએ કે મંદિરે ભજન ભક્તિ કરવા આવજો, તો ત્યાં ન આવે ને જ્યાં ત્યાં રખડીને ટાઈમ બગાડે. આવા અનાડી માણસને ભગવાન મળ્યા તોય
પણ તેનો આઝો એટલે વિશ્વાસ ન આવે કે તે ભગવાનને ભજીને જીવન
સાર્થક કરશે. કોઈ એને સારી શીખામણ આપશે તો પણ એ અવળું જ ગ્રહણ કરશે.
એક માણસે નવું ઘર બનાવ્યું. પછી પોતાની દુકાને વેપાર કરવા
માટે ગયો. તે પહેલાં પત્નીને કહ્યું : છોકરાં સાચવજે. રસોઈ બનાવતાં અગ્નિનો તણખો જ્યાં ત્યાં અડી ન જાય તેનું ધ્યાન રાખજે. મહામહેનત
કરીને ઘર બનાવ્યું છે.
પત્ની વિચિત્ર સ્વભાવવાળી હતી. તેણે વિચાર્યું : એ વળી મને કહેનારો કોણ ? હું શું એટલુંય સમજતી નહિ હોઉં ? હવે એ પણ જોઈ
લે. તેથી ઘરના મોભને જ અગ્નિ લગાડ્યો. ઘર બળીને સાફ થઈ ગયું.
આમ અવળા સ્વભાવવાળા જીવને કોઈ હિતની વાત કહે તો પણ તે સમજતો નથી પણ ઉલટાની અવળાઈ કરે છે. ભક્તિમાં પણ ભગવાન
કે સંત કહે તે પ્રમાણે નથી કરતા તે બધા અવળા સ્વભાવવાળા છે.
તે પોતે દુઃખી થાય છે ને બીજાને પણ દુઃખી કરે છે.
આચમન-૨૦ : ભક્તિમાં અવળાઈ -
હાનિકારક, સવળાઈ - સુખકારક
ભક્તિ શબ્દ ઼ધ્પૅ - શ્વધ્સ્ર્ધ્ક્ર ઉપરથી બન્યો છે. ભક્તિ એટલે સેવા. સેવા ત્યારે જ પ્રમાણભૂત થાય જ્યારે સેવક પોતાના સ્વામીની
મરજી પ્રમાણે વર્તે. જે સમયે જેવું જોઈએ તેવું તે હાજર કરે અર્થાત ્
સ્વામીને સહાયરૂપ થાય, માલિકને મદદરૂપ થાય. ભગવાન અને સત્પુરુષ કહે તે પ્રમાણે કરવું એ જ જીવનની સાચી કમાણી છે. પરંતુ
પોતાની અવળાઈના કારણે એ કમાણી કરવાનું જીવ ભૂલી જાય છે.
શ્રી નિષ્કુળાનંદ સ્વામી ઓગણીસમા કડવામાં કહે છે કે, કમાણી કહો ક્યાંથકી થાયજી; નરે ન કર્યો કોઈ એવો ઉપાયજી; જે જે કર્યું તે ભર્યું દુઃખ માંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી...૧
સા’ય ન થાય ભૂંડપની ભક્તિએ, કોઈ કરે જો કોટિ ઘણી; પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી...૨
દરેક માનવી જીવનમાં કાંઈક કમાણી કરવા જ ઇચ્છતા હોય. એને ખબર છે કે એ કમાણી એના ભવિષ્ય જીવનમાં બહુ જ ઉપયોગી થઈ
પડે છે. તેમ ભક્તિની કમાણી કરવામાં, ઓછા દાખડે વધુ ફળ
મેળવવામાં સરળ ઉપાય એ છે જે ભગવાન અને સત્પુરુષની મરજી
સાચવવી. પરંતુ તેમ ન થાય ને ભલેને દાખડો ઘણો કરે તો પણ તે અલેખે જાય છે. એ ભૂંડપની ભક્તિ કહેવાય. શ્રી નિષ્કુળાનંદ સ્વામી
તેનું લાંબું લિસ્ટ રજૂ કરે છે કે,
ઉનાળે પે’રાવે ઊનનાં અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું; સમીપે કરી લાવે સગડી, કહો એથી અવળું શું વડું...૩
વળી પે’રાવે ગરમ પોશાગને, જમાડે ગરમ ભોજન;
પાય પાણી ઊનું આણી, કહે પ્રભુ થાઓ પ્રસન્ન...૪
ઉનાળો હોય. બરાબર ગરમી પડતી હોય. તે વખતે ભગવાનને ઊનનાં વસ્ત્ર પહેરાવે. વળી ઊનનું ગોદડું ઓઢાડે, બાજુમાં સગડી
લાવીને મૂકે, પીવા માટે ગરમ પાણી આપે, ગરમ ભોજન જમવા માટે આપે. વળી જાવંત્રી, કસ્તૂરી વગેરે ગરમ વસ્તુવાળો મુખવાસ આપે, એ સેવક ન કહેવાય એ તો શત્રુ કહેવાય.
ચોમાસે ચલાવે કીચવચ્ચે, જેમાં સૂળોના હોય સમોહ; એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને કોહ...૬
શિયાળે શીતળ જળ લઈ, નવરાવે કરીને નિરાંત; પછી ઓઢાડે પલળેલી પાંબડી, નાખે પવન ખરી કરી ખાંત...૭
વળી ચર્ચે ચંદન મળિયાગરી, કંઠે પે’રાવે ભિંજેલ હાર;
પ્રસન્ન કરે કેમ પ્રગટ પ્રભુને, એવી સેવાના કરનાર...૮
ચોમાસાનો વખત હોય ત્યારે કાદવ કીચડમાં ચલાવે, વળી એ રસ્તામાં શૂળ - કાંટા હોય. શિયાળામાં ઠંડું પાણી લાવે. બહાર ચોકમાં
પાટલો ઢાળીને ભગવાનને તે પર બિરાજમાન કરે. પછી તે ઠંડા પાણી વડે ભગવાનને શાંતિથી નવડાવે એટલું જ નહિ, નવડાવ્યા પછી ભીનું વસ્ત્ર ઓઢવા આપે. પછી ખાટલા પર પધરાવી નિરાંતપૂર્વક પવન નાખે.
એટલું ઓછું પડે ને ભગવાનના અંગોેઅંગે મળિયાગર ચંદન ચર્ચે ને કંઠમાં ભીના હાર પહેરાવે. આ બધું કરવામાં તે ભલેને બહુ દાખડો કરે પણ તે બધો જ ભારે મરવાનો થાય. ધણીને રાજી કરવાની વાત
તો એક બાજુ રહી જાય ને ઉલટાનો કોપ વહોરી બેસે.
ભગવાનની પ્રતિમા મૂર્તિનું પૂજન કરવામાં પણ ખટકો રાખવો
જોઈએ. કેમ જે એ પ્રગટ પ્રમાણ ભગવાન છે. તેથી નિષ્કુળાનંદ સ્વામી વીસમા કડવામાં કહે છે કે,
પાષાણ મૂર્તિ પૂજે છે જનજી, તે પણ સમયે જોઈ કરે સેવનજી; સમય વિના સેવા ન કરે કોઈ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી...૧
પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઈને કરે છે સેવ; વણ સમાની સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ...૨
પરોેેક્ષને પણ પ્રીતે કરી, સમો જોઈ પૂજે છે સેવક; ત્યારે પ્રભુ પ્રગટને પૂજતાં, જોઈએ વિધવિધ વિવેક...૩
સાચો સેવક હોય તે તો સમય સમય પ્રમાણે સાવધાન થઈને સેવામાં મંડ્યો જ રહે. સવારથી ભગવાન જાગૃત થાય ત્યારથી માંડીને દાતણ, સ્નાન, વસ્ત્ર આભૂષણ, ચંદન અર્ચા, હાર અર્પણ, ભોજન
કરાવવું, સુંદર પલંગ પર પોઢાડી ચરણ ચાંપવાં... વગેરે સમય સમય
પ્રમાણે કરે.
સમે ભોજન સમે શયન, સમે પો’ઢાડી ચાંપિયે પાય; સમા વિના સેવકને, સેવા ન કરવી કાંય...૬
સમે સામું જોઈ રહી, જોવી કરનયણની સાન; તત્પર થઈ તેમ કરવું, રે’વું સમાપર સાવધાન...૭
સેવક હોય તે પોતાના સ્વામીના સામું જ જોઈ રહે. એ આડો અવળો જ્યાં ત્યાં ડાફોળિયાં ન મારે. પોતાના માલિકના હસ્તની કે આંખની સાન માત્રથી સમજી જાય કે માલિક શું કહેવા માગે છે. દર્શન, સ્પર્શ કે કાંઈ પૂછવા જેવું હોય તો પણ માલિકની મરજી જોઈને કરે. સંસ્કૃતમાં કહેવત છે કે,
ૠધ્સ્ર્ધ્શ્વન્કદ્ય્ધ્ધ્સ્ર્ધ્ઃ બ્દ્ય ૠધ્દ્યધ્ર્ગિંઃ ળ્ન્ધ્ઃ ત્ન
મોટા પુરુષનીમરજી જોઈને, સમય જોઈને તેમની પાસે જવું જોઈએ.
આમ, સાચો સેવક હોય તે સરળપણે વર્તે. તે પોતાના મનને
શ્રી નિષ્કુળાનંદ સ્વામીની જેમ ચેતાવતો રહે કે, સરલ વરતવે સારું રે મનવા, સરલ વરતવે સારું;
માની એટલું વચન મારું રે મનવા...સરલ.
મન કર્મ વચને માનને રે મેલી, કાઢ અભિમાન બારું; હાથ જોડી હાજી હાજી કરતાં, કે’દી ન બગડે તારું રે...મનવા...
ભગવાન અને સત્પુરુષને સરળ સ્વભાવવાળા સેવક બહુ જ ગમે છે. એ એમ કહેતો રહે છે કે મારામાં કાંઈક ભૂલ જણાય તો વિના સંકોચે કહેતા રહેજો. હું જરૂર તે ભૂલ સુધારી લઈશ. વળી એ પોતાના
મનને ચેતાવતો રહે છે કે, તારું અભિમાન મૂકી દઈને ભગવાન અને સત્પુરુષ કહે તે પ્રમાણે કરીશ તો તારું કામ ક્યારેય બગડશે નહિ. જેમ
લાકડું લીલું હોય તેને જેમ વાળવું હોય તેમ વળે. પરંતુ સૂકું લાકડું વાળી શકાતું નથી. તેમ જે અક્કડ સ્વભાવના હોય, વીંછીના આંકડા જેવા વાંકા સ્વભાવના હોય તેના ઉપર કોઈને દયા ન આવે. એ જેમ તેમ
બોલે તેથી તેના માથે જોડા પડે. એ જ્યાં જાય ત્યાં માર જ ખાય. એનું જીવન પૂરું થઈ જાય પણ એના ઝગડા પૂરા ન થાય.
આંકડો વાંકડો વીંછીના સરખો, એવો ન રાખવો વારું; દેખી દૃગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેજારું રે; મનવા...૩
સરળ સ્વભાવનો સેવક ભગવાન અને સત્પુરુષનાં વચન પરમ
હેતથી માની લે કે એ મારા હિતેચ્છુ છે. એ જેમ કહેશે તેમ કરવામાં
મારું આલોક પરલોકમાં હિત સમાએલું છે. તેથી તેના જીવનમાં ક્યારેય
અંધારું થવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી.
કેટલાક એમ માનતા હોય કે ભગવાન તો અધમ ઉદ્ધારણ છે, એ આપણા ગુના માફ કરી દેશે માટે ગમે તેમ વર્તીએ તો ચાલશે. પરંતુ ભગવાનને ઘેર અંધારું નથી. શ્રી નિષ્કુળાનંદ સ્વામી એકવીસમા કડવામાં કહે છે કે,
નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારવું વારમવારજી; સમજીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી...૧
મે’ર કરે મોટા અતિ, જો ઘણું રહીએ ગર્જવાન; ઉન્મત્તાઈ અળગી કરી, ધારી રહીએ નર નિર્માન...૨
અવળાઈ કાંઈ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ; અંતર ખોલી ખરું કરવું, પોત વિના ન તરે પાષાણ...૩
ભગવાનના દરબારમાં તો અદલનો ન્યાય છે. પૃથ્વી ઉપર લાંચરૂશ્વત
ચાલે, પણ ભગવાન પાસે તો ક્યારેય ન ચાલે. ગરબડ કરી હોય તેનાં ફળ ભોગવ્યે જ છૂટકો.
ભગવાન અને સંતની આગળ જે ગરજવાન થઈને રહે છે તેના પર ભગવાનનો રાજીપો થાય છે. વહાણની સહાયથી પથ્થર તરી શકે છે,
તેમ સંતની સહાયથી પથ્થર જેવા જડ જીવો ભવપાર કરી શકે છે.
માટે જે કામ જેથી નીપજે, તે બીજે ન થાય મળે જો કોટ;
તેને આગળ આધીન રહેતાં, ખરી ભાંગી જાય ખોટ...૪
જેમ અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઈ; એથી રાખીએ અણમળતું, તો સુખ ન પામીએ ક્યાંઈ...૫
જે કામ જેનાથી થઈ શકે તે બીજાથી ન થઈ શકે. પછી ભલેને કરોડો જણ ભેળા મળીને મથે, તો પણ કાંઈ ન વળે. તેમ જેને જન્મમરણની ખોટ ભાંગવી હોય તેણે ભગવાન અને મોટા આગળ દીન આધીન થઈને રહેવું જોઈએ. ગરજવાન થવું જોઈએ.
એક ઘર એવું હોય કે ત્યાં અન્ન ને પાણી હોય, ને બીજે સહારા રણ જેવું હોય, જ્યાં અન્નનો એક કણ કે પાણીનો છાંટો પણ ન હોય.
પછી અન્ન, પાણીવાળા ઘર સાથે મેળ ન રાખીએ, તેની સાથે અણબનાવ રાખીએ, તો ક્યારેય સુખી થઈ શકાય જ નહિ.
એ જ રીતે સર્વ સુખ ભગવાનમાં રહ્યાં છે. ત્રણેય લોકમાં - અનંત કોટી બ્રહ્માંડમાં તેમના વિના ક્યાંય સુખ નથી. તેથી મોટા મોટા ચક્રવર્તી રાજાઓએ ધન દોલત, રાજપાટનો ત્યાગ કરીને ભગવાનના શરણમાં જ સુખ મેળવ્યું છે. એવું સમજ્યા વિના જે લોકો પોતાને મન ફાવે તેમ વર્તે છે તે ક્યાંથી સુખી થશે ? એ તો આવો અમુલખ અવસર પામ્યા છતાં
મોટી ખોટ ખાય છે. આ વખતે ભગવાને કેવી મહેર કરી છે ? તો અમળતી અતિ વારતા, તે મેળવી હરિ કરી મે’ર; એહ વારતાની વિગતી કરી, નથી પ્રીછતા કોઈ પેર...૮
જેમ અજાણ નરને એક છે, પથ્થર પારસ એક પાડ; બાવના ચંદન બરોબરી, વળી જાણે છે બીજાં ઝાડ...૯
પણ પુરુષોત્તમ પ્રગટનું, મળવું છે મોંઘા મૂલનું; નિષ્કુળાનંદ નર સમજી, લેવું સુખ અતુલનું...૧૦
જે અલૌકિક વાત કોઈએ વિચારી જ ન હતી, કોઈની કલ્પનામાં આવે તેમ ન હતી, તેવી વાત ભગવાને દયા કરીને મેળવી દીધી છે.
પરંતુ જીવો અલ્પ બુદ્ધિના કારણે તે વાતને જાણી શકતા નથી.
કોઈ અજાણ્યો માણસ હોય તેને પથ્થર કે પારસમાં તફાવત લાગતો
નથી, કેમ જે બહારથી દેખવામાં પથ્થર ને પારસમણિ સરખા જ દેખાય;
પરંતુ જે સાચો ઝવેરી હોય તે ઓળખી શકે કે આ પથ્થર છે ને આ
પારસમણિ.
બાવના ચંદનનું ઝાડ અને બીજાં ઝાડ પણ દેખવામાં સરખાં જ
લાગે, પણ જે શીતળતા બાવના ચંદનથી મળે તે શીતળતા બીજાં ઝાડથી
મળતી નથી.
તે જ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પ્રમાણ મળે પણ જો
તેમને ઓળખે નહિ ને એમ માને કે આ તો મારા જેવા જ છે. એમને બે હાથ છે, બે પગ છે, મોઢું છે, મારી જેમ બોલે છે તો તેને ભગવાનની
પ્રાપ્તિનું ફળ ન મળે.
જો સાચા દિલથી વિચારે કે મોટા મોટા દેવો, ઋષિઓ, તપસ્વીઓ, ધ્યાનીઓ, તેના ધ્યાનમાં જે આવતા નથી તે ભગવાન મને પ્રગટ પ્રમાણ
મળ્યા છે તો તેના દિલમાં એવી ખુમારી હોય કે,
મહામુનિના ધ્યાનમાં નાવે, તે રે શ્યામળિયોજી મુજને બોલાવે; જે સુખને બ્રહ્મા ભવ ઇચ્છે, તે રે શ્યામળિયોજી મુજને રે પ્રીછે;
ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠાં મળ્યા ધામના વાસી...
આવી રીતે ભગવાનને ઓળખે છે તેનાં ભગવાન કામ પણ એવાં જ કરે છે. ભક્ત ભલેને વનવગડામાં હોય, ત્યારે પણ જો ભક્તને ભીડ
પડે તો ત્યાં પણ હાજરાહજૂર આવીને ઊભા રહે છે.
ભક્તને મન ભગવાન પોતાનું સર્વસ્વ છે. આવા પરમ ભાવથી ભગવાનમાં જોડાયા હતા ગામ મેઘપુરના સુંદરજી વાણિયા. પોતે વાણિયા હતા પણ તેમનો ધંધો સોનીનો હતો.
મેઘપુર ગામમાં સત્સંગી સોની તરીકે તે એક જ હતા. પરંતુ તે ધંધો
પ્રામાણિકપણે કરતા. તેથી લોકો તેમનો વિશ્વાસ કરતા. તેમની કારીગરી
ને મોતી જડવાનું કામ આજુબાજુનાં ગામોમાં પણ વખણાતું. તેથી તેમના ઘરાક પણ ઘણા હતા. સામાન ખૂટે એટલે વારેઘડીએ જામનગર જવાનું થતું. સથવારા તરીકે તે દેવીસિંહજીને હંમેશાં સાથે રાખતા.
એક વખત દેવીસિંહજી માંદા હતા પણ સુંદરજીને જામનગર જવું
પડ્યું. ત્યાં પોતાના ઓળખીતા ઝવેરી પાસે સોનું તથા મોતીની ખરીદી કરવા ગયા. ખરીદી કરીને પાછા વળ્યા ત્યારે સથવારાની ખાસ જરૂર હતી. તેથી ભગવાનને પ્રાર્થના કરતા માર્ગ પસાર કરતા હતા. ઊંડ
નદી પાસે પહોંચ્યા ત્યારે નદીનાં કોતરો ને ઝાડીઓ જોઈ બીક લાગવા
માંડી. છાતીના ધબકારા વધવા માંડ્યા. તે સાથે તેમણે ભજન પણ વધાર્યું. ગતિ પણ વધારી. ઝડપથી ચાલતા હતા ત્યાં જ પાછળથી ઘોડાના ડાબલા સંભળાયા. ને ભક્તે જ્યાં પાછળ જોયું ત્યાં એક અસ્વાર મારતે ઘોડે પીછો કરતો દેખાયો, ને જોતજોતામાં તો સાવ નજીક આવી ગયો.
જામનગરમાં રહેનારો આ ડાકુ હતો. એનું નામ વાઢેર હતું. ભક્તે ખરીદી કરી હતી તે તેણે જોઈ હતી. તેથી લૂંટવા માટે આવ્યો હતો.
કહેઃ જે હોય તે આપી દે, નહિતર તારા કટકા કરી નાખીશ.
તે વખતે વાઢેરે વિચાર્યું કે, રસ્તામાં તો પકડાઈ જઈશ. કોઈ દેખી જશે. તેથી સુંદરજીને ઊંડા કોતરવાળી જગ્યામાં લઈ ગયો. ભક્ત
સુંદરજીએ તેને કરગરતાં કહ્યું : મને જીવતો જવા દે. હું તને બધું જ આપી દઈશ. વાઢેર કહે : હું તને જીવતો જવા દઉં તો તું મારી ફજેતી કરે. સુંદરજી કહે : ભલા થઈને મને મારશો નહિ. હું વચન આપું છું કે, આ વાત હું કોઈનેય નહિ કહું.
વાઢેર કહે : એ હું કાંઈ ન સમજું. તને જેનું સ્મરણ કરવું હોય તે કરી લે. ભક્તે વિચાર્યું કે, હવે આમેય મરવાનું તો છે જ. તેથી પોતાની
પાસે પૂજા હતી તે ખોલીને મૂર્તિ પધરાવ્યાં. ધ્રૂજતાં ધ્રૂજતાં તે માળા ફેરવવા લાગ્યા. આંખમાંથી આંસુ વહેતાં હતાં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જપ ચાલુ હતો. ભગવાનની સામું જોઈને ભક્ત
પ્રાર્થના પણ કરતા હતા કે,
પધારોને સહજાનંદજી રે, ગુન્હા કરીને માફ,
ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ; એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ રે...ગુન્હા...
હે પ્રભુ ! હવે આપના વિના મારે કોઈનોય આધાર નથી. ભક્ત
આમ પ્રાર્થનામાં ડૂબી ગયા હતા, પણ વાઢેરથી હવે સહેવાયું નહિ. તરજ જ સુંદરજીના માથા પર તરવાર ઝીંકી. પણ સુંદરજીને કાંઈ ઈજા ન
થઈ. બીજી વખત ઘા કર્યો. ત્યારે તેને એવું લાગ્યું કે રૂના ઢગલા પર ઘા કર્યો હોય ને શું ? આ જોઈ વાઢેરને બહુ જ આશ્ચર્ય થયું કે આને
મારી તરવાર અડતી જ નથી ! આવું તે કેમ બને ?
ભક્તને પણ હવે નક્કી થઈ ગયું કે મારો વહાલમો આવી પહોંચ્યો,
નહિતર તરવારના આવા ઘા થાય તો જરૂર મરણ થાય. ભક્તને હિંમત
આવી ગઈ, તેથી વધારે મોટે સ્વરે ભગવાનનું નામ લેવા માંડ્યા. તેથી ભક્તના મોઢામાં ડૂચો ભરાવી ગળામાં ભીંસ મારી.
એ જ સમયે સિંહની ઘુરઘુરાટી સંભળાઈ. તેથી વાઢેરનું ઘોડું ભાગ્યું.
વાઢેર પણ શું કરવું એ વિચારવા રહ્યો ત્યાં તો સિંહે તેની ઉપર જ છલાંગ
મારી. વાઢેરના તો હોશકોશ ઊડી ગયા. સિંહે વાઢેરને ચીરી નાખ્યો.
સુંદરજીને તો બીજી કાંઈ ખબર ન હતી તેથી તે નદીમાં કૂદી પડ્યા.
થોડીવારમાં ભગવાને સિંહનું રૂપ અદૃશ્ય કરી મૂળ સ્વરૂપે દર્શન
દીધાં. તેથી નદીમાંથી બહાર નીકળી ભક્ત દોડતા દોડતા પ્રભુની પાસે આવ્યા ને ચરણ ચૂમી લીધાં. આનંદના અતિરેકમાં ભક્તે કહ્યું : હે દયાળુ ! તમે ખરેખર મારી સાર લીધી. નહિતર આજે તો મારું નક્કી
મૃત્યુ હતું.
ભગવાન કહે : સુંદરજી, આવું જોખમ ભેગું હોય ત્યારે કોઈ પણ સાથીને લીધા વિના નીકળવું નહિ. સુંદરજી કહે : હા મહારાજ, મારી ભૂલ થઈ. પણ આપે આપનું બિરદ જાણી મારી રક્ષા કરી.
ભગવાન કહે : હવે તું નિશ્ચિંત થઈને તારે ઘેર જા. ત્યાં બધા તારી વાટ જુએ છે. અમે અમારા નિષ્ઠાવાન ભક્તનાં કામ કરવા સત્સંગમાં
પ્રગટ પ્રમાણ આવી રીતે વિચરીએ છીએ. એમ કહી સુંદરજીની પીઠ
પર કોમળ હસ્ત ફેરવી ભગવાન અંતર્ધાન થઈ ગયા.
આજે ભક્તના હૈયે આનંદ સમાતો ન હતો. હરખાતા હરખાતા
ને હરિના ગુણલા ગાતા ગાતા સુંદરજી ભક્ત મેઘપુર પોતાને ઘેર ગયા.
ભક્તની વાત સાંભળી બધાને ભગવાનને વિશે વધારે ભક્તિ જાગી.
આમ, જેઓ ભગવાનનો યથાર્થ મહિમા સમજી સાચા ગરજવાન
થઈને સવળી સમજણ કેળવીને રહે છે, તેનાં કામ ભગવાન હાજરાહજૂર થઈને કરે છે.
આચમન-૨૧ : ભક્તિમાં મોટું વિઘ્ન માન
મોક્ષ માર્ગમાં મોટામાં મોટું વિઘ્ન હોય તો તે માન છે. જીવનો એવો સ્વભાવ છે કે કોઈ નમ્ર હોય તેની આગળ વધારે જોર કરે.
ભગવાન અને સંત નમ્ર હોય. તેમની આગળ પોતાનું વર્ચસ્વ જમાવવા અજ્ઞાની - માની જીવ અક્કડ થઈને ફરે. પરંતુ ભગવાન તેને એવી થપ્પડ મારે કે એ જીવનભરનો ખો ભૂલી જાય. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી કહે છે કે,
મનનું ગમતું મૂકવું મોટા પાસજી, વર્તવું થઈ દાસના દાસજી;
તો તન મને નાવે કે’દી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી...
અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન; જોઈ લિયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જ્યાન...
મોક્ષ ઇચ્છે તેણે પોતાના મનનું ગમતું મૂકી દઈને ભગવાન અને સંતના દાસાનુદાસ થઈને રહેવું જોઈએ. તો શરીરમાં કે મનમાં ત્રાસ
ઊપજે જ નહિ. આમ કરવામાં જ લાભ છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન વરતાલના ૧૧મા વચનામૃતમાં કહે છે કે, ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું
નહિ, કેમ જે માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષા ને દ્રોહ એનો આધાર છે. અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ
તેને અસુર જાણવો.
શ્રીહરિલીલામૃતમાં કહે છે કે,
રાવણાદિ જગ જીતી જામિયા, માનથી જ પણ મૃત્યુ પામિયા; દેવ દૈત્ય નર નાગના મુખી, માનથી જ બહુ થાય છે દુઃખી...
ભક્તિ સાધી જન ધામમાં ચડે, માન શત્રુ જઈને તહાં નડે; કામ લોભ નહિ ધામમાં નડ્યા, માનથી જ જય ને વિજે પડ્યા...
એ માનને ટાળવાનો ઉપાય પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન
લોયાના ૧૭મા વચનામૃતમાં બતાવે છે કે, ભગવાનનું મહાત્મ્ય જાણે
તેને ક્યારેય માન રહે નહિ. જેમ ઉદ્ધવ પોેતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ
ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓની ચરણરજને પામવાનો ઇચ્છ્યા
ને વૃક્ષવેલીનો અવતાર માગ્યો.
સ્વામીબાપા કહે છે કે, જીવ પોતાના જીવનમાં બધુંય છોડી શકે છે,
પરંતુ પોતાનું મનગમતું મૂકી શકતો નથી, એ છોડવું એને ઘણું કઠણ
પડે છે. પૂર્વે મોટા મોટા રાજાઓએ રાજ્ય છોડ્યાં છે, પુત્ર પરિવાર છોડ્યા છે, કેટલાયે માથાનાં દાન દીધાં છે, પરંતુ માન છોડી શક્યા
નથી. માટે જીવનમાં જરૂર છે, મન ઉપર કાબૂ મેળવવાની. સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ વ્યવહારની વાત કરે છે કે,
માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન; એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન...
જે માન મૂકે છે તેને વધારે ને વધારે માન મળતું રહે છે. પરંતુ માન
રાખે છે તેનું માન દિવસે ને દિવસે ઘટતું જાય છે. માનવી જેટલો દુઃખી થાય છે તે માને કરીને જ થાય છે. પરંતુ જે નિર્માની થાય છે તેને સદા સુખ વર્તે છે. એનાથી બધાં જ વિઘ્નો દૂર રહે છે. એને કોઈપણ પ્રકારનું કષ્ટ પડતું નથી. માન હોય એટલે વાતની વાતમાં મોટાનો અપરાધ થઈ
જાય. ચિત્રકેતુ રાજા હતો પણ મહાદેવજીનો અપરાધ કર્યો તો તેને અસુર થવું પડ્યું. દક્ષ પ્રજાપતિનું મુખ બકરાનું થયું. માન ડાહ્યામાં હોય ને
ભોળામાં ન હોય એવું નથી. ભોળામાં વધુ માન હોય છે.
આપણા સત્સંગમાં જોઈએ તો રઘુનાથદાસ, વાલબાઈ, હરબાઈ, ભુજનો જગજીવન મહેતો, અલૈયાખાચર, જીવાખાચર, કીડી સખી, નિર્વિકલ્પાનંદ, હર્યાનંદ, દીનાનાથ ભટ્ટ વગેરેની માનથી જ અવદશા થઈ છે.
હવે જે નમ્ર બને છે તેની કેવી પ્રગતિ થઈ છે ? તો હનુમાનજીએ
પોતે મનમાં ધારેલા સંકલ્પો છોડી દીધા ને શ્રી રામચંદ્રજીના ગમતામાં રહ્યા તો એમનું નામ અમર થઈ ગયું. ગોપીઓ, કુબ્જા, ઉદ્ધવ વગેરેનાં
નામ કનૈયાના પ્રસંગે કરીને અમર થઈ ગયાં. ને સત્સંગમાં દાદાખાચર,
પર્વતભાઈ, ઝીણાભાઈ, સુરાખાચર વગેરે કેટલાય ભક્તોએ પોતાના
મનના સંકલ્પો છોડી દીધા. ભગવાનના વચન પ્રમાણે હા એ હા ને
ના એ ના. કોઈપણ પ્રકારનો સંશય નહિ, ઉમંગભેર તે વચનને વધાવી
લેતા તો એમનાં નામ પણ અમર થઈ ગયાં.
માનનો પરિવાર છે તેમાં ઈર્ષા એ માનની દીકરી છે. એ તો બહુ જ ભૂંડી છે. પોતામાં ગુણ નથી ને ગુણ મેળવવા પ્રયત્ન કરવો નથી.
વળી જેણે ગુણ પ્રાપ્ત કર્યા છે, તે ભગવાનને રાજી કરવા મંડ્યો રહે છે. પરંતુ ઈર્ષાવાળો તે ખમી શકતો નથી. તે એમ માને છે કે આ મારાથી કેમ વધી ગયો ? ગમે તેમ કરીને હું તેને પછાડું. આમ ઈર્ષાનું કામ છે બાળવાનું. જેના હૃદયમાં તે વસે તેના હૃદયને તે બાળ્યા જ કરે. વળી ઈર્ષાની મોટી બહેન છે નિંદા. ઈર્ષાનું રૂપ બતાવતાં
શ્રી સ્વામિનારાયણ ભગવાન સારંગપુરના ૮મા વચનામૃતમાં કહે છે કે, પોતાથી જે મોટા હોય પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ. એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવો જે આના હૈયામાં ઈર્ષા છે અને યથાર્થ ઈર્ષાવાળો હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે જ નહિ.
આવો ઈર્ષાવાળો સ્વભાવ થવાનું કારણ શ્રી સ્વામિનારાયણ ભગવાન
ગઢડા પ્રથમ પ્રકરણના ૨૪મા વચનામૃતમાં જણાવે છે કે, ભગવાનને વિશે કામી, ક્રોધી, લોભી, ઈર્ષાવાન એવા ભાવ પરઠે છે તેનામાં એ દોષ ન હોય તો પણ તેમાં આવીને નિવાસ કરે છે.
ઈર્ષા ટાળવાનો ઉપાય પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છેલ્લા
પ્રકરણના પહેલા વચનામૃતમાં બતાવે છે કે, જેને ભગવાન કે ભગવાનના સંત સંગાથે હેત હોય તેને ભગવાનના ભક્ત ઉપર ક્રોધ
કે ઈર્ષા આવે જ નહિ અને અવગુણ પણ કોઈ રીતે આવે જ નહિ.
વર્તમાનકાળે જોઈએ તો એ ઈર્ષાની આગમાં આખી દુનિયા જલી રહી છે. નોકર નોકરની સાથે, કલાકાર કલાકારની સાથે, ડૉક્ટર ડૉક્ટર વચ્ચે, પ્રધાન પ્રધાન વચ્ચે ઈર્ષાના ધૂમાડા ઊડે છે. કથાકાર કથાકાર સાથે, ભાઈઓ ભાઈઓ વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, નણંદ ભાભી વચ્ચે મંડળધારી મંડળધારી વચ્ચે ઈર્ષાના તણખા ઝરતા રહે છે.
રસ્તામાં બેસીને માગી ખાનારા ભિખારી પણ કૂતરાની જેમ ઝગડતા રહે છે. ઈર્ષા એ એવી ડાકણ છે કે તે માણસના મગજમાં ભૂસું ભરાવી દે છે કે કોઈ મારાથી આગળ વધી જવો ન જોઈએ. તેના મૂળમાં કારણરૂપ
હોય તો ઈર્ષાનો બાપ માન છે.
દાદાખાચરના દરબારમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન રહે, નિત્ય
નવા ઉત્સવો કરે, તે જોઈને તેમના કાકા જીવાખાચર બળી ઊઠતા.
લાખ્ખો લોકો દર્શન માટે આવતા ને આનંદ સાગરમાં ઝીલતા. સર્વત્ર દિવ્ય વાતાવરણ છવાઈ જતું, બધા જ ભગવાનની મસ્તીમાં મસ્ત બની જતા, પણ દાદાખાચરના કાકાના હૈયામાં હોળી સળગ્યા કરતી. દાદો
મારાથી નાનો છે, હજુ હમણાં જ ઊગીને ઊભો થયો છે, તો પણ
મહારાજ એનાં જ વખાણ કરે છે, મારો તો ભાવ જ પૂછતા નથી એ
મનનો કાંટો ઊંડો ને ઊંડો ખૂંચતો ગયો. પછી તો દાદાખાચર કેમ હેરાન
થાય તેવા પેંતરા રચવા માંડ્યા. એટલેથી ન અટક્યા. તેમણે વિચાર્યું
કે, દાદાની વાહ વાહ થાય છે તેનું મૂળ કારણ તો શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. આવા દુષ્ટ વિચાર સાથે તેમણે ભગવાનને મારી નાખવા સુધીના ઉપાયો કર્યા. માન એવું ભયંકર છે કે પોતે જેમનું ભજન
કરે છે, જેમને પોતાના ઈષ્ટદેવ માન્યા છે, તેમને જ મારવા તૈયાર થાય છે.
એક વખત જીવાખાચરે ભાવનગરના રાજા વજેસિંહને ચડાવીને
મહારાજને મારવા માટે ૨૦૦૦ આરબની હલ્લા મોકલી. તે વખતે કાઠીઓ હથિયાર બાંધીને તૈયાર થયા. સચ્ચિદાનંદ સ્વામીએ તો હળ
લીધું. સંતો પણ ધોકા લઈને તૈયાર થઈ ગયા.
ભગવાનને તૈયાર થયેલા જોઈને કાઠીઓ કહે : મહારાજ, આપ અહીં
જ બિરાજો. આપ બેઠા બેઠા અમારી રમત જુઓ. તમારા ભક્તો તમારી કૃપાથી શત્રુઓને છિન્ન ભિન્ન કરે તેવા સમર્થ છે. તેમને ભગવાન કહે : ભલે, તમે જાઓ. ને ટૂક ટૂક થઈ જાઓ. બધા ચાલવા તૈયાર થયા ત્યારે ભગવાન કહે : તમે બધા તો નિમિત્ત માત્ર છો. હું તમારામાં એક એકમાં હજાર હજાર હાથીનું બળ મૂકીશ. તેથી આરબની શી ગુંજાશ છે કે તમારા સામે ટકી શકે. એ બધાય ઊભી પૂંછડીએ ભાગી છૂટશે.
એને પણ ખબર પડશે કે આજ સુધી આવા શૂરવીર કોઈ જોયા જ નથી.
પછી દરવાજો ખોલ્યો ત્યાં ભાવર ને આરબો તૈયાર થઈને જ ઊભા હતા. બધાએ માંહોમાંહી નક્કી કરી રાખ્યું હતું તે પ્રમાણે તેઓ બંદૂક ફોડવા માંડ્યા પણ બંદૂક ફૂટી જ નહિ, બરીયાન ખાઈ ગઈ. વળી
મુખિયો ભાવર હતો તેના દારૂના શિંગડામાં દેવતા પડ્યો એટલે તે આકાશમાં ઊછળી ઊછળીને પછડાવા લાગ્યો. વળી ભગવાને એ આરબો ને ભાવરોને હજારો હથિયારધારી મનુષ્યો દેખાડ્યાં. એ જોઈને બધાએ જાણ્યું જે, આજે તો નક્કી મોત સામું આવીને ઊભું છે. તેથી
એવા તો ભાગ્યા કે પાછું વળીને જોવાય ન રહ્યા.
થોડીવાર પછી જીવાખાચર ભગવાન પાસે આવ્યા. પોતે જાણે કાંઈ
જાણતા જ ન હોય તેમ કહેવા લાગ્યા : ભણે મહારાજ, ઠાકોરે અમારાં
ગામ - ગરાસ લૂંટી લીધા ને છોકરાંને પણ મારવા તૈયાર થયા છે.
ભગવાન કહે : જીવા બાપુ, આ બધી હલ્લા આવી ત્યારે તમે શું કરતા હતા ? ત્યારે જીવાખાચર કહે : મહારાજ, હું તો ભણે ઊંઘતો હતો.
ભગવાન કહે : આટલું બધું તોફાન થયું. તેની તમને ખબર નથી, એ વાત કરો છો એ મને માન્યામાં આવતી નથી. તે વખતે જીવાખાચરની
પુત્રી અમૂલાંબાઈ કહે : મહારાજ, એમને બધી જ ખબર છે. આ બધું
તોફાન કરાવનાર આ જ છે. જીવાખાચર કહે : ભણે અમૂલાં, આવું કેમ બોલે છે ? હું તે કાંઈ તોફાન કરાવતો હોઈશ ?
ભગવાન કહે : જીવાખાચર, બ્રહ્માની માયાનો તો પાર આવે પણ
તમારી માયાનો પાર ન આવ્યો. જીવાખાચરે જાણ્યું જે મેં ઉપરથી સારા દેખાવાનો પ્રયત્ન કર્યો પણ મારું પોગળ ઉઘાડું થઈ ગયું તેથી બીજું કાંઈ બોલ્યા વગર ત્યાંથી તરત જ ચાલ્યા ગયા.
ભગવાન તેની પાછળ પાછળ ગયા. ત્યાં જીવાખાચરના દરબારમાં ઘણાય ભાવરને ઊતરેલા જોયા. તેના માટે ખીચડાના ચરૂ ચડાવેલા હતા. ત્યાં કસુંબા પાણી થતાં હતાં. જીવાખાચર ડેલીએ બેઠા હતા.
ભગવાનને જોઈને જીવાખાચર હેબતાઈ ગયા. એમને એવું હતું કે ભગવાન હવે અહીં નહિ આવે. પણ હવે તો બધી જ પોલ ખુલ્લી થઈ
ગઈ હતી. છતાં પોતાનો ભાવ દેખાડવા ઊભા થયા ને ભગવાનને
પગે લાગ્યા. ત્યારે ભગવાને તેના સામે આંખ કરડી કરીને કહ્યું : તમે
તો એમ કહેતા હતા કે હું કાંઈ જાણતો જ નથી, પણ આ તો બધો જ ધામો તમારે ઘેર જ જણાય છે ! જીવાખાચર કહે : મહારાજ !
શું કરીએ સડતાલાનાં રાંક ઘરે આવીને ઊભાં રહે એટલે ખીચડું દીધા
વિના કેમ ચાલે ?
આમ માન એ એવો ભૂંડો દોષ છે કે તે ન કરવાનાં કામ કરાવે છે. માણસની મતિ ફેરવી નાખે છે. સ્વામીબાપા કહે કે, જેને ગુણ
મેળવવા હોય તેણે નમ્ર બનવું પડે. ઘડામાં પાણી ભરવું હોય તો તળાવમાં
લઈ જઈ તેને પાણીમાં નમાવીએ તો જ તેમાં પાણી ભરાય. એમ ને એમ નથી ભરાતું. તેમ જેને જ્ઞાનનો ઘડો ભરવો હોય તેણે તો પહેલું
નમવું પડે. માટે જેને જીવનમાં પ્રગતિ સાધવી હોય તેણે સદાય નમ્ર બનવું, ને એથી જ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થશે.
આચમન-૨૨ : ભક્તિમાં આશ્રયની મહત્તા
મનુષ્ય માત્ર સુખ મેળવવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે.
પરંતુ સાચું સુખ શું છે ને તે ક્યાંથી મળે છે તેનો તેને ખ્યાલ નથી.
શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢડા છેલ્લા પ્રકરણના ૨૭મા વચનામૃતમાં કહે છે કે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય સંબંધી જે સુખ તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ
તે રૂપ જે એક સ્થળ તેને વિશે રહ્યું છે.
માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યાં છે અને તે સુખ તો
તુચ્છ અને નાશવંત છે ને અંતે અપાર દુઃખનું કારણ છે, અને ભગવાનમાં
તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે, ને તે સુખ મહા અલૌકિક છે અને અખંડ અવિનાશી છે.
આવું અતોલ સુખ પામવા માટે ભલેને તન, મન, ધન જાય તો
પણ એ અવિનાશી શાશ્વત સુખના ધામ ભગવાનને મૂકવા નહિ. સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના બાવીસમા કડવામાં કહે છે, સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી;
તોય ન મૂકીએ એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી...૧
ઘાટ બેસે વાત સરવે, વળી સરે તે સર્વે કામ; કેડે ન રહે કાંઈ કરવું, સેવતાં શ્રી ઘનશ્યામ...૨
ભગવાનની વાટ નિષ્કંટક છે. એ વાટમાં ચાલવાથી બધી વાતનો ઘાટ બેસી જાય, સવળું પડતું જાય, બધાં જ કામ સિદ્ધ થતાં જાય. પછી બીજું કોઈ પણ કામ કરવાનું બાકી રહેતું નથી.
આપણને શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તે તો અવતારના અવતારી છે, સર્વના નિયંતા છે, સહુને આશ્રય કરવા યોગ્ય છે.
એમનો જે કોઈ આશ્રય કરે છે તે સદાય સનાથ રહે છે. દેવોના દેવ, અશરણ શરણ, સર્વના આધાર, સર્વ સુખના નિધિ, સર્વ સારના પણ સાર શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એ તો અક્ષર પર્યંત સર્વને તેજના દાતા છે, સ્વતેજે તેજાયમાન છે. ગુરુદેવ સ્વામીબાપા કહે છે કે, સ્વતેજે તેજાયમાન, મૂર્તિ ભલી શોભતી;
અંગોઅંગ જોઈ એને નિરખીએ રે લોલ...
શ્રીજીની મૂર્તિમાં સુખડાં છે મોટાં.
રૂપરૂપના એ અંબાર છે. કોટી કામદેવ પણ એમની આગળ લજ્જા
પામે છે. મૂળ અક્ષર પર્યંત બધા જ એ ભગવાનની અંતર્યામી શક્તિએ કરીને તેજ દ્વારા પ્રેરણા પામી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિની સેવા કરે છે. એ ભગવાન આ લોકમાં પધાર્યા છે.
પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ, સુખદ સર્વના શ્યામ;
તેહ નરતન ધરી નાથજી, સુખ દેવા આવે સુખધામ...૭
એહ સુર સુરેશ સરીખા નહિ, નહિ ઈશ અજ સમ એહ;
પ્રકૃતિ પુરુષ સરીખા નહિ, નહિ પ્રધાન પુરુષ તેહ...૮
એવા અંતરજામી અવનિ મધ્યે, આપે આવે અલબેલ; ત્યારે સહુ નર નારને, સેવવા જેવા થાય છે સહેલ...૯
પોતે પૂર્ણ પુરુષોત્તમ છે, તે જ્યારે મનુષ્ય જેવું તન ધારણ કરીને આ લોકમાં પધારે છે, છતાં પણ દેવો, ઈન્દ્ર, શિવ, બ્રહ્મા, પ્રકૃતિ પુરુષ,
પ્રધાન પુરુષ જેવા નથી હોતા. એ તો જેવા અક્ષરધામમાં સર્વ સામર્થી યુક્ત બિરાજે છે તેવા જ સામર્થ્ય સહિત આ લોકમાં પધારે છે.
જ્યારે સામર્થી દર્શાવવી હોય ત્યારે દર્શાવે છે. યોગ સાધ્યા વિના સમાધિ કરાવે છે. પૂર્વના રામ, કૃષ્ણ આદિક અવતારોને પોતાના અન્વય
સ્વરૂપ - તેજમાંથી પ્રગટ કરીને બતાવે છે ને પાછા લીન કરી દે છે.
પૂર્વના કોઈ અવતારોએ આશ્ચર્ય ન બતાવ્યાં હોય તેવાં આશ્ચર્ય લાખ્ખો
લોકોને દેખાડે છે. પણ મનુષ્ય જેવા થયા છે તેથી નરનારી તેમની સેવા કરી શકે છે. દેખાય છે ભલેને મનુષ્ય જેવા, પણ એમની સામર્થી અપાર છે. એ મનુષ્ય નથી, દિવ્ય મૂર્તિ છે. એમની સામર્થી કોઈનાથી કળી શકાતી નથી.
આપણે ભલેને લાખો કે કરોડો રૂપિયાનો વેપાર કરતા હોઈએ, જુદા જુદા દેશની ભાષા બોલવામાં માસ્ટરી મેળવી હોય, પૂર્વે થઈ ગયેલા રાજા - મહારાજાઓના ઇતિહાસ મોઢે હોય, વકીલ કે બેરીસ્ટર થઈને
મોટા મોટા કેસ ચલાવતા હોઈએ, કોમ્પ્યુટરના માસ્ટર થઈએ, વિમાન
કે ગાડીના એન્જીનીયર થઈએ, ડૉક્ટર થઈને કેટલાયની બાયપાસ
સર્જરી કરી નાખીએ પણ એ બધું જ ભગવાનના સામર્થ્ય આગળ તુચ્છ છે. સૂર્ય આગળ દીવો ધરવા જેવું છે.
ભગવાન કેવા છે ? એમ જો ઉપમા શોધવા પ્રયત્ન કરીએ તો કોઈ
ઉપમા લાગુ પડે તેમ નથી. શ્રી નિષ્કુળાનંદ સ્વામી ત્રેવીસમા કડવામાં કહે છે કે,
નિરધાર ન થાય અપાર છે એવાજી,
કહો કોણ જાય પાર તેનો લેવાજી; નથી કોઈ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો કહીએ એને કેવાજી...૧
કહેવાય નહિ કોઈ સરખા, એવા મનુષ્યાકાર મહારાજ; એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ કાજ...૨
સમજુ હોય તે ટૂંકમાં એટલું દૃઢ કરીને સમજી લે કે એમને મળવે કરીને એ બધાને મળી ચૂક્યો, બીજાને મળવાની હવે કાંઈ જરૂર રહી
નથી. એમને સેવવે કરીને એ બધાને સેવી ચૂક્યો, હવે બીજાને સેવવાની
કાંઈ જરૂર રહી નથી. મારાં બધાં જ કામ એ ભગવાનના સંબંધે કરીને
પૂર્ણ થઈ ગયાં.
એને નીરખે સહુ નીરખ્યા, એને પૂજે પૂજ્યા સહુ દેવ; એને જમાડે સહુ જમ્યા, થઈ સૌની એને સેવે સેવ...૩
એના થયે થયાં કામ સરવે, એને ભજે ભજી ગઈ વાત; એનાં દર્શન સ્પર્શે કરી, સર્વે કાજ સર્યાં સાક્ષાત...૪
ભગવાનનાં દર્શન કરવાથી દુનિયામાં જોયા જેવું બધું જ જોવાઈ ગયું, ભગવાનનું પૂજન કરવાથી બધા દેવ પૂજાઈ ગયા, ભગવાનને જમાડવાથી કોટી બ્રહ્માંડને તૃપ્તિ થઈ ગઈ. ભગવાનની સેવાથી બધાની સેવા થઈ
ગઈ. ટૂંકમાં જે ભગવાનના થઈને રહ્યા, ભગવાનના આશ્રયમાં રહ્યા, એમનું ભજન કર્યું, એમનાં દર્શન કર્યાં ને એમનો સ્પર્શ કર્યો તેનાં બધાં જ કામ સિદ્ધ થઈ ગયાં. એ પ્રગટ મૂર્તિનો પ્રસંગ - સંબંધ જ ન્યારો છે, નિરાલો છે.
પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન, પ્રગટ કે’વું સુણવું વળી; અતિ મોટી એહ વારતા, વણ મળ્યાની માનો મળી...૭
એહ વાત હાથ આવી જેને, તેને કમી કહો કાંઈ રહી ?
પારસ ચિંતામણિ પામતાં, સર્વે વાતની સંકોચ ગઈ...૮
પ્રગટ ભગવાનની પ્રસન્નતા, પ્રગટની સાથે વાત કરવી, તે કહે તે સાંભળવું, એ તો જીવનનો અણમોલો લ્હાવો. એ વાત જેને હાથ આવે
તેને કાંઈ કમી - ખામી રહે ? ક્યારેય નહિ. એટલે જ હરખાતા હૈયે
શ્રી નિષ્કુળાનંદ સ્વામી ગાય છે કે,
ખોટ ગઈ છે ખોવાઈને રે, જીત્યાના જાગીર ઢોલ...
પુરુષોત્તમ પ્રગટી રે...
દુઃખ ગયું બહુ દિનનું રે, આપિયું સુખ અતોલ...
જેને પારસ કે ચિંતામણિ મળે તેને કોઈ પણ વસ્તુ વાપરવામાં સંકોચ
ન થાય. કેમ જે એને ખબર છે કે મારી પાસે પારસ કે ચિંતામણિ છે
તેથી હું જે કાંઈ ઇચ્છીશ તે મને મળશે. પ્રગટ ભગવાનના પ્રસંગથી
મને પરમપદ મળી ગયું છે.
પામ્યા પરમપદ પ્રાપતિ, અતિ અણતોલી અમાપ;
તે કે’વાય નહિ સુખ મુખથી, વળી થાય નહિ કેણે થાપ...૯
અખંડ આનંદ અતિ ઘણો, તે તો પ્રગટ મળે પમાય છે; નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એહ સમ અવર કોણ થાય છે...૧૦
જેને પ્રગટ પ્રમાણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે,
તેના સુખની વાત મોઢેથી કહી શકાય તેમ નથી. શબ્દેથી વર્ણવી શકાય
તેમ નથી. એ કહેવા માટે તો શબ્દકોશમાં શબ્દો મળે તેમ નથી. એ આનંદ તો બસ એ આનંદ, એ પાણી તે એ પાણી. જેને એ પ્રગટનો યોગ મળ્યો તેના જેવો ભાગ્યશાળી આ જગતમાં કોઈ નથી. માટે એ સર્વોપરી ભગવાનને શ્રદ્ધાપૂર્વક સેવીને, પૂજીને રાજી કરવા. પણ તેમાં કાંઈ કસર રાખવી નહિ. સેવાની રીતિ શિખવતાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી ચોવીસમા કડવામાં કહે છે કે,
એવી સેવા કરવી શ્રદ્ધાયજી, તેહમાં કસર ન રાખવી કાંયજી; મોટો લાભ માની મનમાંયજી, તક પર તત્પર રે’વું સદાયજી...૧
તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદપણાને પરહરી; આવ્યો અવસર ઓળખી, કારજ આપણું લેવું કરી...૨
અવસરે અર્થ સરે સઘળો, વણ અવસરે વણસે વાત; માટે સમો સાચવી, હરિને કરવા રળિયાત...૩
ભગવાનની કયા સમયે કેવી મરજી છે તે તક જોઈને આળસ પ્રમાદ
દૂર કરીને સાવધાન થઈને, ખરેખરો સેવાનો અવસર જોઈને રાજી કરી
લેવા. અહીં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી તકવાદીની વાત નથી કરતા.
સેવક હોય, આશ્રિત હોય, ભક્ત હોય તે કદાપિ તકવાદી નથી હોતા.
તકવાદી હોય તે તો જ્યારે પોતાને લાભ થાય તેવો અવસર હોય ત્યાં હાજર થઈ જાય. ઘસાવાનો વખત આવે ત્યારે એક બાજુ ખસી જાય.
લોકમાં કહેવત છે કે, ‘આવ્યો અવસર ને ચેત્યા ટાણે, એ અવસર ન
મળે ખરચે નાણે.’ ભગવાનની જે સમયે જેવી મરજી એ જ ખરો અવસર.
આવા અવસરે ચેતી જાય તો અર્થ સરે, કામ સિદ્ધ થાય, ભગવાનનો રાજીપો મળે. માટે સમય સાચવીને ભગવાનને રાજી કરી લેવા.
કોઈ બરાબર તરસ્યો થયો હોય, તે સમયે પાણીનો એક પ્યાલો પણ બહુ મૂલ્યવાન થઈ પડે છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે સૂકો રોટલો
પણ મૂલ્યવાન થઈ પડે છે. તે વખતે એવું જોવાતું નથી કે પાણી ગરમ
છે, રોટલો સૂકો છે. તેમ અવસર પર ભગવાનની સેવા આવી અમૂલખ
બની જાય છે. જે સમય ચૂકી જાય છે તેની મહેનત એળે જાય છે. તે
પર સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી દૃષ્ટાંત આપે છે, જેમ લોહ લુહાર લૈ કરી, ઓરે છે અગનિ માંઈ;
પણ ટેવ ન રાખે જો તાતણી, તો કામ ન સરે કાંઈ...૪
એમ પામી પ્રભુ પ્રગટને, સમા પર રે’વું સાવધાન; જોઈ મરજી મહારાજની, ભલી ભક્તિ કરવી નિદાન...૫
લુહારને લોખંડના બે કટકા જોડવા હોય ત્યારે તે તેના બન્ને છેડાને અગ્નિમાં - ભઠ્ઠીમાં નાખે છે. તેમાં જો બન્ને કટકા લાલચોળ ન થયા હોય, તેનો તા ન આવ્યો હોય ને લુહાર તેના પર ગમે તેટલા જોરથી,
ગમે તેટલી વાર ઘણના ઘા કરે તો પણ તેનો સાંધો બેસે નહિ. એમ
પ્રગટ પ્રભુને પામીને સમય જોઈને ભગવાનની મરજી જોઈને ભક્તે સેવા કરી લેવી. એ જ સાચી ભક્તિ છે. મરજી વિના આખો ડુંગર ઉથામી
નાખે તો પણ તેનું કાંઈ ન વળે ને તેને કાંઈ ન મળે. આ તો વીજળીના
ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે.
જેમ તડિત તેજે મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે;
પરોવે કોઈ હોય પ્રવીણ પૂરા, તેહ તર્ત રહે તૈયાર તકે...૬
એમ અલ્પ આયુષ્ય આપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો; જાયે પળ પાછી જડે નહિ, થાય એ વાતનો બહુ ખરખરો...૭
કોઈને મોતી પરોવવું હોય ને રાત્રીનો સમય હોય. વરસાદનો સમય
હોય. તે વખતે ખરો હોંશિયાર માણસ હોય તે એક હાથમાં મોતી પકડી રાખે ને બીજા હાથમાં દોરો પણ તૈયાર રાખે. જેવો વીજળીનો ઝબકારો થાય કે તરત જ દોરામાં મોતી પરોવી દે. પરંતુ જે આળસુ હોય તે વીજળીના ઝબકારા સમયે મોતી ને દોરો શોધવા નીકળે તો તે મોતી
ન પરોવી શકે.
એમ મનુષ્યનું આયુષ્ય પણ અલ્પ છે. તે એમ વિચાર કરે કે ઘડપણમાં ભગવાનનું ભજન કરીશું. પરંતુ ઘડપણમાં તેનાથી કાંઈ બની શકતું
નથી. તે વખતે પસ્તાય કે વહેલા ચેત્યા હોત તો સારું. પણ એ બધુંય
રાંડ્યા પછીના ડહાપણ જેવું છે. કોઈપણ કામ સિદ્ધ કરવું હોય તો સમય
પર સાવધાન રહેવું પડે.
જેમ ખેડુ કોઈ ખેતરમાં, વણ તકે વાવવા જાય;
તે ઘરે ન લાવે ભરી ગાડલાં, મર કરે કોટી ઉપાય...૮
બરાબર વરસાદ વરસ્યો હોય તે વખતે ખેડૂત શાંતિથી બેસી રહે.
ને વર્ષાઋતુ પછી તે ધાન વાવે. પછી કૂવામાંથી ગમે તેટલું પાણી સિંચી
સિંચીને થાકે તો પણ તે અનાજનાં ગાડાં તો શું, થોડાં કણસલાં પણ
લાવી શકતો નથી. તેનો દાખડો વ્યર્થ જાય.
તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન;
તે જાણે કમાણી કરશું, પણ સામું થયું જ્યાન...૯
ભગવાનને રાજી કરવાનો ખરેખરો સમય જે ચૂકી જાય છે, તે
પોતાના કલ્યાણની કમાણી કરી શકતો નથી પણ સામી જન્મ મરણના ફેરાની નુકશાની વેઠે છે. માટે પ્રગટ પ્રમાણ ભગવાનને પામીને તેમની
પાસે હાથ જોડીને હજૂરમાં ઊભા રહેવું જોઈએ. આ વાત સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી છઠ્ઠા પદમાં જણાવે છે.
(પદરાગ બિહાગડો)
હજૂર રહીએ હાથ જોડી રે હરિ શું, હજૂર રહીએ હાથ જોડી; બીજાં સર્વેની સાથેથી ત્રોડી રે, હરિ શું...
અરબી ભાષામાં આપ - શ્રીમાન માટે હજૂર શબ્દ વપરાય છે. એ
પોતાના માલિકની સેવામાં ખડે પગે હાજર જ હોય. હજૂર - માલિક હુકમ
કરે તેનું તત્કાળ પાલન કરવામાં હજુરિયાને આનંદ આવે. એ આજકાલના
તકવાદી હજૂરિયા જેવો ન હોય. સાચા હજૂરીની નજર એક ભગવાનના સામે જ હોય. આ લોકનાં કે દેવલોકનાં સુખમાં એ ભરમાઈ ન જાય.
લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી;
મરીચિ જળ જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડી રે...૧
આ લોકનાં કે દેવલોકનાં સુખ તો ઝાંઝવાનાં પાણી જેવાં છે. તેના
માટે દોટ ન મૂકવી. એ બધું જ આભાસ માત્ર છે. તેને મેળવવા માટે ખરી મૂડી જેવો મનુષ્ય જન્મ વેડફી ન નાખવો. કોઈ કહે કે હું તને હીરાની આંખ આપું. તો તે આંખના લોભે કરીને પોતાની પાસે આંખ
છે તેને ફોડી ન નખાય. જે ફોડે તે તો ગમાર ગણાય.
એક ભાઈ હતા. તેની પાસે પૈસા ઘણા હતા. તેને કોઈકે કહ્યું : એક કરવા જેવું કામ છે, ને તે ભવિષ્યમાં તમને બહુ જ કામ આવશે એવું છે. પૈસાદાર ભાઈ કહે : કહી નાખો. શી વાત છે. મારી પાસે
પૈસા છે. હું બધું જ કરી છૂટવા તૈયાર છું. ત્યારે પેલો સલાહકાર કહે : અત્યારે યુવાનીમાં તમને આંખથી બહુ જ સારું દેખાય છે. પરંતુ તમે ઘરડા થશો ત્યારે તમારી આંખો નબળી પડી જશે. કાંઈ દેખાશે નહિ.
માટે તમે આ આંખને બદલે હીરાની આંખ જડાવી દો. એ આંખ ક્યારેય
બગડશે નહિ. પછી કોઈ જાતની ફીકર નહિ. ત્યારે પેલા ગમાર પૈસાદારે
પોતાની અસલ આંખો ફોડાવીને તેને ઠેકાણે હીરાની આંખ બેસાડી.
પણ તેણે કરીને શું દેખાય. પછી તો તે ઘણો પસ્તાયો. પણ હવે તો બાજી હાથથી ચાલી ગઈ. આવી રીતે ભક્તિ વિના જિંદગી વિતાવે છે
તે બધા પેલા પૈસાદાર જેવા ગમાર છે.
વળી, સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી બીજું દૃષ્ટાંત આપે છે કે, રોકડો રૂપિયો પાસે હોય તો તે કામ આવે છે. પણ સ્વપ્નમાં મળેલા કરોડો રૂપિયા કાંઈપણ કામમાં આવતા નથી અર્થાત્ તેનાથી કાંઈપણ મળતું નથી.
રૂડો રોકડો દોકડો દોપ્ય (કામ) આવે, નાવે કામ સ્વપ્ન ક્રોડી;
તેમ પ્રગટ વિના જે પ્રતીતિ, તે તો ગદ્ધું માન્યું કરી ઘોડી રે...૩
પ્રગટ પ્રમાણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ વિના બીજે ઠેકાણે તાન રહે, બીજે હેત રહે, ત્યાં વૃત્તિ તણાય તે તો ગધેડાને ઘોડી
માનીને તેના પર બેસીને ફરે ને કહેતો ફરે કે જુઓ, હું કેવો શોભું છું ? તો તેની બધા હાંસી ઉડાવે. માટે બીજું તાન મૂકી ભગવાનની ભક્તિ કરવી.
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી; નિષ્કુળાનંદ નિશ્ચે એમ જાણો, છે ભવસિંધુ તરવા હોડી રે...૪
પ્રગટ ભગવાનની ભક્તિ એ ભલેને થોડી જણાતી હોય તો પણ એ બહુ જ મોટા ફળને આપનારી છે.
ભગવાનને મૂકીને બીજે ઠેકાણે ગમે તેટલાં વ્રત, જપ, તપ, દાન
વગેરે કરો તો પણ તેનાથી કાંઈ કામ સરતું નથી. જેને ભવસાગર તરવો છે તેને તો પ્રગટ ભગવાનની ભક્તિરૂપી નૌકાનો જ આશ્રય લેવો પડે છે. એ પ્રગટ પ્રમાણ પ્રભુજી પ્રતિમાસ્વરૂપે મંદિરમાં બિરાજી સૌના
મનોરથ પૂરા કરે છે, ને સાચા આશ્રિતને ન્યાલ કરે છે.
આચમન-૨૩ : ભક્તિનિષ્ઠ સેવાપરાયણ હોય
સ્વામીબાપા કહે છે કે, સેવક કોણ બની શકે છે ? તો જેનામાં
નમ્રતા હોય તે. સામાન્ય રીતે બધે જ એવું જોવામાં આવે છે કે નોકર હોય તે પોતાના માલિકના કાયદા કાનૂનમાં જેટલો સાવધાનપણે વર્તે છે તેને-નોકરને માલિક પોતાની શક્તિ, પોતાના અધિકારનો હિસ્સો આપે છે. તેમ જે ભગવાનના સેવક થઈને રહે છે તેને ભગવાન પોતાના ધામનું રાજ્ય આપે છે. સેવક થાય તે ક્યારેય પોતાના મનનું ગમતું કરે જ નહિ. એને તો એવું જ તાન હોય કે મારા માલિક, મારા ભગવાન
મને આજ્ઞા કરે તેનું હું હર્ષપૂર્વક પાલન કરું. કેમ જે મારામાં જે કાંઈ
બળ, બુદ્ધિ, પરાક્રમ, સદ્ગુણ વગેરે છે તે મારા ભગવાનની જ દેન
છે. એનો ઉપયોગ મારા પ્રભુ માટે થાય, એમાં જ મારું જીવન સાર્થક છે. હું હંમેશાં એમનો સેવક છું. આમ જે સેવક હોય તે સ્વામીની આજ્ઞા સિવાય કશું કરે જ નહિ.
જે સ્વામીની - ભગવાનની આજ્ઞા પાળે છે તેને કોઈપણ સાધન
કરવાનું બાકી રહેતું નથી. જેમણે ભગવાનને રાજી કર્યા તેને કાંઈપણ વસ્તુ દુર્લભ રહેતી નથી. તેને સર્વ પ્રકારની સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે.
છતાં જે સાચો સેવક છે તે તેમાં બંધાતો નથી. તેની વૃત્તિ તો એક ભગવાનમાં જ રહે છે.
સ્વામીબાપા કહે છે કે હનુમાનજી આવા સાચા સેવક હતા. એ વાયુદેવના પુત્ર હતા. તેથી તેમનામાં સામર્થી અપાર હતી. હજાર યોજનના વિસ્તારવાળા મેરુ પર્વતની હજાર પરિક્રમા, ક્યાંય પણ રોકાયા વિના કરી શકે તેમ હતા. પોતાના હાથની ગતિથી મહાસાગરને પણ
ખળભળાવી દે તેવા હતા. પર્વત, નદી સહિત પૃથ્વીને ડૂબાડી દે તેવા હતા. બધા જ ગ્રહો - નક્ષત્રોને પાર કરી આગળ વધી શકે તેવા હતા.
આખી લંકાને ઉખાડીને હાથમાં રાખી દોડી શકે તેવા હતા. પરંતુ એ
પોતાની તાકાતને ક્યારેય યાદ કરતા નહોતા. એ સમજતા હતા કે
પોતામાં જે સામર્થી છે એ રામચંદ્રની દેન છે. મારા સ્વામીમાં બધા જ
ગુણો અને શક્તિ છે.
મને તો એમણે કૃપાપ્રસાદી આપી છે. હજુ પણ મારી પાસે સેવા કરાવવી હશે, તે પોતે દયા કરીને કરાવશે. તેમાંય સેવાનો યશભાગી
મને બનાવશે. આ જ એમની મોટાઈ છે.
હનુમાનજીની સમજણ આવી હતી; પણ બહુધા એવા જ સેવકો જોવા
મળે છે કે પોતે સેવા કરી હોય તેની ઉઘરાણી કરવા આવે. મેં જગનમાં આટલી સેવા કરી છે, તો મને આટલી પ્રસાદી મળવી જ જોઈએ. ૨૫
રૂપિયાનો થાળ કરાવ્યો હોય ને તે વખતે પ્રસાદી લેવાની બાકી રહી
ગઈ હોય, તે જો પંદર દિવસ પછી આવે તો કહે કે મને પ્રસાદી મળી
નથી, માટે આપો.
હનુમાનજીએ આવી રીતે કોઈ દિવસ રામચંદ્રજી પાસે ઉઘરાણી
નહોતી કરી કે હું સીતાજીની શોધ કરી લાવ્યો, માટે મને કંઈક ઈનામ
આપો. રાવણનોે પરાજય કરી બધા અયોધ્યા આવ્યા ત્યારે સેવા કરનારને પહેરામણી આપવામાં આવી. તે વખતે હનુમાનજીને રામચંદ્રે કાંઈ ન આપ્યું. ત્યારે સીતાજી કહે : પ્રભુ, સૌથી વધારે સેવા તો હનુમાનજીએ કરી છે, છતાં એમને કાંઈ પણ ભેટ ન આપી ? એમને
તો આપ સાવ ભૂલી જ ગયા !
ત્યારે રામચંદ્રજીએ સરસ જવાબ આપ્યો કે, હે સતી ! હું હનુમાનજીને નથી ભૂલ્યો. હું તો એમ વિચાર કરું છું કે એમને હું કઈ
ભેટ આપું. એમણે જે મારી સેવા કરી છે એના બદલામાં એમને હું કઈ ભેટ આપું, એવો નિર્ણય કરી શકતો નથી. તમારી પાસે આપવા
જેવું હોય તો આપો.
પછી સીતાજી હનુમાનજીને નવશેરો સાચાં મોતીનો હાર આપે છે, ત્યારે એક એક મોતીને હનુમાનજી તોડે છે. તેનું કારણ સીતાજી પૂછે છે ત્યારે હનુમાનજી કહે છે આમાં મારા પ્રભુજી નથી દેખાતા. સીતાજી
પૂછે છે કે, તમારા દેહમાં છે ? ત્યારે છાતી ચીરીને તેની ખાત્રી કરાવી આપે છે.
આમ જે સાચો સેવક હોય તે એમ જ સમજે છે કે મારી બધી જ શક્તિ મારા સ્વામી પાસે સુરક્ષિત છે. જેમ બેંકમાં કોઈ વસ્તુ જમા કરાવી હોય તે ભલેને પોતાની પાસે ન હોય તો પણ તે વસ્તુ તેને જ મળે છે. સેવક એમ જ સમજે છે કે મારા સ્વામીને મારા દ્વારા જેટલું કામ કરાવવું હશે તેટલી જરૂરિયાત પૂરતી શક્તિ ભગવાન મને આપશે, ને ખરેખર આપી જ રહ્યા છે. નહિતર હું તેમનું કામ કેવી રીતે કરી શકું ? હું તેમની આજ્ઞા પ્રમાણે વર્તીશ તો મારા સ્વામી આપતા જ રહેવાના છે.
સ્વામીબાપા આપણને સમજાવે છે કે ભગવાન અને તેમના સત્પુરુષની સેવા એ જ જીવનના મીઠા મેવા છે.
અનાદિ મુક્તની સેવા, મારે તો મીઠડા મેવા;
મારે તો મીઠડા મેવા, શ્રીજીની મૂર્તિમાં રહેવા...અનાદિ
કર્યા મોટા સંતને રાજી, તેણે સર્વે દેવ પૂજ્યાજી; કશી તેને ન રહી ખામી, મળ્યા એને સહજાનંદ સ્વામી...અનાદિ...
જે ખરેખરો સેવક બન્યો નથી, જે વાસનાઓમાં ફસાએલો છે તે
પોતાને સ્વામીથી અલગ સમજે છે. પરિણામે જે પુષ્કળ ધન સ્વામીની બેંકમાં જમા છે તેને પારકું સમજે છે, તેથી પોતાને અસહાય, નિર્બળ
સમજે છે. તો વળી કોઈક પોતાને બીજા કરતાં અધિક સમજીને અહંકારનો શિકાર બની જાય છે.
સ્વામિનારાયણ ભગવાન મ.પ્ર.ના ૬૨મા વચનામૃતમાં સેવાને જ
મોક્ષનો હેતુ બતાવે છે. ભગવાન કહે છે કે, પોતાનું જે દેહ, ધન, ધામ, કુટુંબ પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં ને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તેનો ત્યાગ કરી દેવો.
જીવનપ્રાણ બાપાશ્રી ૧૩૫મી વાતમાં કહે છે કે, મોટાની સેવાથી
પોતાની ભૂલ ઓળખાય છે, ને મોટા મુક્તના રાજીપાથી ભૂલ ટળી જાય છે.
સેવક હોય તે તો જે કાંઈ આવડત હોય તે પ્રભુની શક્તિ સમજે છે ને એનો સદુપયોગ કરતો રહે છે. જેમ બાળક હોય તે પોતાનાં મા-
બાપના કાયદા-કાનૂનમાં રહે છે તેને જરૂરિયાત પ્રમાણે મા-બાપ આપતાં જ રહે છે. પરંતુ જો બાળક મા-બાપ આગળ અવળચંડાઈ કરે કે તમારું બધું જ દ્રવ્ય મને આપી દો. હું જ સાચો હક્કદાર છું તો મા-બાપ તેને રવાનો કરી દે. એમ જો સેવક એમ સમજે કે જે કાંઈ આવડત છે તે
મારી બુદ્ધિની ચતુરાઈ છે, તો સ્વામી તેને તરત જ રવાનો કરી દે.
જે સાચો સેવક હોય તે સ્વામીની પાસે રહીને તેમની મરજી પ્રમાણે જ વર્તે છે. એ સ્વામીને એટલો બધો પસંદ પડે છે કે સ્વામી તેને બધા જ અધિકાર આપે છે. છતાં પણ સેવક એ કાર્ય-કુશળતામાં સ્વામીનું જ નામ જોડી દે છે. એના હૈયામાં એ જ રટન હોય છે કે,
મેરા મુજમેં કુછ નહિ, જો કુછ હૈ સો તેરા;
તેરા તુજકો સૌંપતે, ક્યા લગેગા મેરા...
એ પોતાના સ્વામીનો એવો વિશ્વાસપાત્ર બની જાય છે કે સ્વામીને એના કાર્યમાં ક્યારેય વહેમ પડતો નથી. સેવકને તો એક જ તાન હોય
કે મારે તો મારા સ્વામીની આજ્ઞા પાળવી છે, હરપલ હરક્ષણ એને આજ્ઞા
પાળવાનું જ તાન હોય, ત્યારે સ્વામી તેને પોતાની બધી જ શક્તિ આપી
દે છે. એ બધું મળે છતાં પણ સેવક એવું ક્યારેય માનતો નથી કે આ
મારું છે.
સ્વામીબાપા તે ઉપર ગાંધીજીના પિતા કબા ગાંધીનું દૃષ્ટાંત આપે છે કે, આજના લાંચરુશ્વતના જમાનામાં શુદ્ધતા જાળવવી એ અશક્ય લાગે છે, પણ કબા ગાંધીએ તો પોતાના જીવનમાં તે કરી બતાવ્યું.
તેમણે પોરબંદર, રાજકોટ અને વાંકાનેરનો રાજવહીવટ કર્યો હતો. આ વહીવટ એવો પારદર્શી હતો કે રાજાઓ પણ કબા ગાંધીનું એટલું જ માન રાખતા. રાજકોટના રાજા બાવાજીરાજ કબા ગાંધીની હાજરીમાં દારૂને અડતા જ નહિ. કદાચ દારૂ પીવાઈ ગયો હોય તો
મુલાકાત આપતા જ નહિ. એ રાજાએ જ્યારે કબા ગાંધીને પગાર ઉપરાંત જમીન આપવાની વાત કરી. ત્યારે તેમણે ના પાડી દીધી કે, અણહક્કનું મારાથી ન લેવાય. એનું અવસાન થયું ત્યારે પોતાને રહેવાના એક ઘર સિવાય વારસામાં બીજું કાંઈ જ મૂકી નહોતા ગયા, એવા એ નિઃસ્પૃહી હતા.
એ વાંકાનેરના દીવાન થયા ત્યારે પણ શરત કરી હતી. પણ જ્યારે રાજાએ શરતભંગ કર્યો ત્યારે કબા ગાંધીએ કહી દીધું કે રાજીનામું સ્વીકારી શરત પ્રમાણે રકમ આપો, નહિ તો મારે ફૂટી દમડીએ ન
જોઈએ.
કબા ગાંધી માંદા થયા તે વખતે ગાંધીજીએ - નાના મોહને સેવા કરી હતી તે જોઈ તેમણે હરખભેર કહ્યું હતું કે, મારું નાક આ મનુ સાચવશે. એ કુળ ઉજાળશે.
ખુદ ગાંધીજી પણ પોતાના વિકાસ, પોતાની પ્રગતિનો યશ પિતાજીને આપતાં કહે છે કે હું આટલે સુધી ચડ્યો છું તે મારા પિતાની સેવાના
પ્રતાપે જ. મારા હૃદયનો વિકાસ, મારા ચારિત્ર્યનું સંગઠન ને મારી સતત પ્રગતિ એ કેવળ બચપણમાં કરેલી પિતૃસેવાને જ આભારી છે.
આમ સેવા ધર્મ એવો છે કે માણસે પોતે કલ્પી ન હોય તેવી પ્રગતિ
સાધી આપે છે. એ સેવાના પાઠ આપણને શિખવવા માટે ગુરુદેવ સ્વામીબાપાએ સદ્ગુરુબાપાની સેવા કરી ને શ્રદ્ધાંજલિરૂપે કીર્તન
ગાયું કે,
હે સદ્ગુરુજી (૨) જેમ કહેશો તેમ કરશું જોડી હાથજી; હે કૃપાનિધિ (૨) કૃપા કરીને રાખો અમને સાથજી...
આપણે એ સ્વામીબાપાના સંતાનો છીએ.
આચમન-૨૪ : ભક્તિવાન માન ન રાખે...
અંતર્યામી જાણે
જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, તેને સારા ગુણ પ્રાપ્ત થાય
છે. એ સદ્ગુણને પામીને ભક્ત એમ માને છે કે મને જે સદ્ગુણ પ્રાપ્ત થયા છે તે ભગવાનનો કૃપાપ્રસાદ છે. એને વિદ્યા પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય તો પણ તેનું તેને અભિમાન ન હોય. શ્રી સ્વામિનારાયણ ભગવાન
પણ છેલ્લા પ્રકરણના ૧૨મા વચનામૃતમાં કહે છે કે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહિ. ભક્તિનિધિના પચીસમા કડવામાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી પણ કહે છે,
તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન;
તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન...
કોઈ દીન હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ રોગનો;
તેની ઉપર તીખપ તજી, કરવો ઉપાય સુખ સંજોગનો...
ભગવાન ભજવા છે તેણે પોતાના વર્ણ કે આશ્રમનું માન ન રાખવું.
કોઈ ગરીબ કે અલ્પબુદ્ધિવાળો હોય, કોઈ રોગીષ્ટ હોય તો પણ તેના ઉપર દયા રાખી એને જે રીતે સુખ થાય એવો ઉપાય કરવો. કેમ જે ભગવાન તો દરેક માનવીમાં રહ્યા છે. તેથી એવા કોઈ ગરીબ, રોગીને દુઃખાવાથી તેમાં રહેલા ભગવાન દુઃખાય છે. ભક્ત હંમેશાં એવું જ વિચારતો રહે છે કે રખેેને મારાથી કોઈનો અપરાધ થઈ જાય. એ તો
કીડી જેવા જીવને પણ દુઃખવે નહિ.
અલ્પ જીવની ઉપરે પણ, રાખે દયા અતિ દિલમાંઈ;
પેખી પેખી ભરે પગલાં, રખે થાય અપરાધ કાંઈ...૫
સ્થાવર જંગમ જીવ જેહ, તેહ સર્વના સુખદેણ;
પશુ પક્ષી પ્રાણધારી પર, કરે નહિ કરડાં નેણ...૬
બહુ જ સમજવા જેવી વાત સ્વામી કરે છે. કહે છે કે, ભગવાનનો ભક્ત હોય તે કીડી, મંકોડી જેવા નાના જીવો પર પણ દયા રાખે. ચાલતી વખતે પણ એવા નાના જીવ કચડાઈ ન જાય તેની પણ તકેદારી રાખે.
વૃક્ષવેલી વગેરે સ્થાવર સૃષ્ટિ, પશુઓ, પંખીઓ વગેરે જે કોઈ દેહધારી જીવો છે તેને સુખ થાય તેમ કરતો રહે પણ તેના સામે કરડી દૃષ્ટિથી ક્યારેય ન જુએ. પ્રાણીઓ પ્રેમની ભાષા સમજે છે એટલું જ નહિ વૃક્ષવેલી પણ પ્રેમની ભાષા સમજે છે, એ વાત વિજ્ઞાનશાસ્ત્રીઓએ હમણાં સાબિત કરી બતાવી છે. પરંતુ સંતોએ તો કેટલાંય વર્ષો પૂર્વે આ સનાતન સત્યની વાત કહી દીધી છે.
ભક્તમાં આવો દયાવાળો સ્વભાવ હોય એટલું જ પૂરતું નથી. એ
પોતાની ઈન્દ્રિયોને જીતીને વર્તે. ક્યારેય ઈન્દ્રિયોને આધીન ન થાય.
એ અજાત શત્રુ હોય. ઌ પધ્ગઃ ઽધ્શ્ધ્ળ્ઃ સ્ર્જીસ્ર્ : ત્ત્પધ્ગઽધ્શ્ધ્ળ્ઃ અર્થાત ્
જેમને એક પણ શત્રુ થયો નથી તેવો. એ બધાને પોતાના સગા જેવા
માનીને તેમની સાથે પ્રેમથી વર્તે. એટલું જ નહિ તેમની આગળ
દીનભાવે વર્તે. વળી એ કેવા હોય ? તો...
સાધુતા અતિ સર્વ અંગે, અસાધુતા નહિ અણુભાર; એવા ભક્ત ભગવાનના, તે સહુને સુખ દેનાર...૮
હિતકારી સારી સૃષ્ટિના, પરમારથી પૂરા વળી; અપાર મોટા અગાધ મતિ, જેની સમજણ નવ જાય કળી...૯
એવા ભક્ત જેહને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ; નિષ્કુળાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ...
ભગવાનના સાચા ભક્ત પોતાના સંપર્કમાં આવનારનું હિત કરવામાં જ સદા તત્પર રહે છે. પોતે કષ્ટ વેઠીને પણ બીજાનું કામ કરતા રહે છે. એમની બુદ્ધિ અપાર છે. સામાન્ય માણસ તો તેમને કળી જ નથી શકતો કેમ જે બીજાની જેમ તે પોતાની બડાઈ હાંકતા નથી. આવા ભક્ત, સાચા સંત જેને મળે છે તેના ત્રિવિધ તાપ ટળી જાય છે. આપણે બધાએ પોતાની છાતી ઉપર હાથ દઈને વિચારવાનું છે કે આપણને ભગવાન પ્રગટ પ્રમાણ મળ્યા છે, પણ આપણે એવા ભક્ત થયા છીએ કે નહિ. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તનાં લક્ષણ કેવાં હોય તે છવીસમા કડવામાં કહે છે,
ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી,
જેથી કોઈ જીવ નવ દુઃખાયજી;
મહાપ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમજે મારા સ્વામી રહ્યા છે સહુ માંયજી...૧
સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય; એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય...૨
જે ખરેખરા ભક્ત હોય તેના દિલમાં એવી ચિંતા હોય કે મારા નિમિત્તે કોઈ જીવને દુઃખ થાય તેવું મારે ક્યારેય કરવું નથી. કેમ જે
મારા ભગવાન સર્વ જીવમાં સાક્ષીરૂપે રહ્યા છે. જો હું કોઈપણ જીવને દુઃખવીશ તો તેના અંતરમાં રહેલા મારા ભગવાન દુઃખાશે. તો મારે
તેમનો અપરાધ થઈ જશે. એ ભગવાન કેવા છે ? તો, અંતરજામી સ્વામી સૌમાં રહી, દેખે છે મારા દિલની; શું હું સંતાડું સંકલ્પને, એ જાણે છે પળપળની...
મારા દિલમાં - મનમાં શું શું સંકલ્પ કરું છું તે બધું જ મારા ભગવાન આરપાર બધું જ દેખે છે.
સ્ર્ધ્શ્વ શ્વબ્ડ્ડધ્ સ્ર્ળ્ટધ્ગૅ ઢ ત્અસ્ર્દ્રધ્શ્વદ્ય્ધ્
ઘ્ધ્ જીગઃ ત્ન
એ ભગવાનની આગળ હું શું સંતાડું. એમના રજીસ્ટરમાં
મારી દરેક સેકન્ડનો હિસાબ મંડાય છે. તેથી જો હું કોઈને કષ્ટ આપવાનો પ્રયાસ કરું તો તેનું ફળ મને ચોક્કસ મળે જ. જો હું કોઈની સાથે છળકપટ કરું તો તે પણ બધું જ ભગવાનની નજર બહાર હોતું નથી.
તે કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વરતે છળે; કહો કોણનો તે દ્રોહ કરે, જે જાણે છે સ્વામી સઘળે...૫
જેના ગુણ ગિરાએ ગાવા ઘટે, તે શું બોલાય કટુ વચને; જેને પૂજવા જોઈએ પ્રેમ શું, તેને દેખાડાય કેમ ત્રાસ તને...૬
સાચા ભક્તિનિષ્ઠ હોય તેને સદા એવો વિચાર રહે કે મારાથી કોઈની સાથે કપટ ન કરાય, ચાલબાજી ન ખેલાય. જે જીભ વડે મારા ભગવાનના ગુણ ગાવાના છે તે જીભ વડે કટુ વચન - કડવાં વેણ કેમ
બોલાય ? ભગવાન અને સંત મારા માટે પૂજનીય છે, તેમના સામે
મારાથી ક્રોધ કેમ કરાય ? એમને તો પ્રેમપૂર્વક જમાડવા જોઈએ, જળ
આપવું જોઈએ. જો હું તેમ ન કરું તો હું લૂણહરામી ગણાઉં.
એમ સમજી જન હરિના, કરે ભક્તિ અતિ ભરી ભાવ;
તેહ વિનાના ભક્ત જેહ, તેહ બાંધે જ્યાં ત્યાં દાવ...૭
પણ ભક્ત જે ભગવાનના, તેને મત મમત હોયે નહિ; આપાપર જેહ નવ પરઠે, તેહ સાચા ભક્ત કા’વે સહી...૮
ભગવાન મળ્યા છતાં જે કાવાદાવા કરતા રહે, તેને ભગવાન સાચા ભક્ત નથી માનતા. જે ખરો ભક્ત હોય તે કોઈ મતમાં ન તણાય.
કોઈના મમત્વમાં ન બંધાય. આપાપર ન પરઠે અર્થાત્ આપ + અપર.
આપ - પોતે, અપર - પારકો એવો ભાવ ન રાખે. એટલે તેને પારકું
- પોતાનું ન હોય. બધાને પોતાના જાણે. જેના હૃદયમાં આવી શુદ્ધ
ભાવના હોય તે સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરી શકે છે.
આવી ભક્તિમાં ક્યારેય ખોટ નથી આવતી. તેથી સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી સત્તાવીસમા કડવામાં કહે છે, ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી,
સહુ જનને મને સુખ ઉપજાવેજી;
ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી,
જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી.
સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા;
તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઈ રહે નહિ મણા...૨
જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઈ ચાલે નહિ; સદા પ્રભુને પેખે પાસળે, તે મોકળે મને મા’લે નહિ...૩
ખરેખરા ભાવથી ભક્તિ કરવાથી ક્યારેય ખોટ આવતી નથી.
ભગવાનને પણ આવા ભક્ત ને આવી ભક્તિ ગમે છે, પસંદ પડે છે. આવી ભક્તિ તો શિવ, બ્રહ્મા વગેરે પણ માગે છે. ખરેખરી ભક્તિ કરી ક્યારે કહેવાય તેનું વિવેચન સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી કરે છે. તેમાં શબ્દ મૂકે છે પ્રગટની ભક્તિ. તેનું રહસ્ય પણ સમજવા જેવું છે.
ભક્ત એમ સમજે છે કે ભગવાન સદાય પ્રગટ છે, મારી પાસે જ છે. તેથી કાંઈપણ અવળી ક્રિયા ન કરે. તેને સદાય એવો વિચાર હોય
કે દુનિયાના કોઈપણ ખૂણામાં મારા પ્રભુજીનો વાસ છે. આમ
ભગવાનને પ્રગટ સમજે.
બીજી રીતે એ એમ પણ સમજે કે મને સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. તે સર્વ અવતારોના અવતારી છે. તેમની સામર્થી સૌથી વિશેષ છે. જેની સામર્થી - જેનું ઐશ્વર્ય દબાય તે પરોક્ષ ને જે
દાબે તે પ્રત્યક્ષ. રામચંદ્રજીએ પરશુરામનું ઐશ્વર્ય ખેંચી લીધું ત્યારે
પરશુરામ પરોક્ષ કહેવાયા ને રામચંદ્રજી પ્રત્યક્ષ, પ્રગટ કહેવાયા. તેમ
શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વ અવતારોને પોતાના અન્વય સ્વરૂપમાં
લીન કર્યા ને પાછા બહાર પણ દેખાડ્યા. આમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સદા પ્રગટ, પ્રગટ ને પ્રગટ છે.
આવા પ્રગટ ભગવાનને પામીને ભક્ત એમ સમજે છે કે ભગવાનની આગળ કપટ નહિ ચાલે, કેમ જે ભગવાન મારી પાસે જ છે. તેથી તે
મોકળેમને ન ચાલે. પરંતુ જે તકવાદી હોય તે એમ જાણે જે,
ગુરુ ગયા ગોકળ, ચેલાને થઈ મોકળ...
પણ એ મોકળમાં તો કેટલીય મોકાણ સર્જાઈ જાય. સાચા ભક્તનું ચિત્ત કોઈપણ પ્રકારની ચોરી ન કરે, ન કર્યાનું કામ ન કરે. ભક્તને
તો એ જ ખટકો હોય કે,
જાણે પગે ભરું છું પગલાં, કરે કરું છું જેહ કામ; રસનાનું જાણે રસ રવનું, જાણે શ્રવણે સુણું તે શ્યામ...૫
નયણે રૂપ જે નીરખું, ચરમે લિયું જે સ્પર્શ રસ;
નાસે જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું અવશ્ય...૬
ભક્ત સમજે છે કે હું પગથી જે જે ડગલાં માંડું છું, અથવા તો હાથે કરીને જે ક્રિયા કરું છું, અથવા જીભ વડે કોઈ વસ્તુુનો રસ લઉં છું, કાને કરીને કોઈ વાત સાંભળું છું, આંખે કરીને જે કોઈ રૂપ જોઉં છું, ત્વચાએ કરીને કોઈનો સ્પર્શ કરું છું, નાસિકાએ કરીને સુગંધ લઉં છું...
એ બધું જ મારા ભગવાનથી અજાણ્યું નથી.
ભગવદ્ ગીતામાં કહ્યું છે કે,
સ્ર્ધ્શ્વ ૠધ્ધ્ક્ર ઽસ્ર્બ્ગ ષ્ટશ્ધ્ હ્મ ન ૠધ્બ્સ્ર્ ઽસ્ર્બ્ગ ત્નત્ન
ગજીસ્ર્ધ્દ્યક્ર ઌ ત્દ્ય્ધ્ઽસ્ર્ધ્બ્ૠધ્ ન ૠધ્શ્વ ઌ ત્દ્ય્ધ્ઽસ્ર્બ્ગ ત્નત્ન
જે મને સર્વત્ર જુએ છે, ને મારે વિશે સંપૂર્ણ સૃષ્ટિને જુએ છે તેના
માટે હું ક્યારેય નાશ પામતો નથી, અર્થાત્ તેનાથી હું ક્યારેય દૂર થતો
નથી. તે જ રીતે ભક્ત પણ મારા માટે નાશ પામતો નથી અર્થાત્ તે
મારાથી દૂર થતો નથી.
ભગવાન તો તનનું મનનું બધું જ જાણે છે.
તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી; ઈનકી આગે ક્યા છૂપાઈએ, જીનકે હાથમેં જીવનદોરી...
ભગવાનને પ્રગટ જાણનાર ભક્ત આવી રીતે નિરંતર અનુસંધાન
રાખે છે કે ભગવાન મારી પાસે જ છે. તેથી તે ભવની ભૂલવણીમાં ભૂલો પડતો નથી. આવા ભક્ત તો કોઈ વીરલા જ હોય છે. એ ભક્તને ભગવાન વહાલા છે ને એવા ભક્ત ભગવાનને વહાલા છે.
એ દૃઢપણે માને છે કે, ભગવાન બધું જ જાણે છે પણ પોતાના ભક્તોને સાચવવા બધાના અંતરની વાત કહેતા નથી. જો કહેવા માંડે
તો કોઈ પાસે જ ન આવે.
એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાન સોરઠ દેશમાં વિચરણ કરતા હતા. તેમાં એક દિવસ એક વર્તમાન ચૂકેલો સભામાં આવ્યો.
તે મનમાં સંકલ્પ કરતો હતો કે, શ્રીજીમહારાજ મારી વાત જાણતા હશે
? તરત જ શ્રીજીમહારાજ કહેવા લાગ્યાઃ પેલો સભામાં બેઠો બેઠો સંકલ્પ
કરે છે કે હું તેની ખાનગી વાત જાણું છું કે નહિ. તું પેલી સ્ત્રી સાથે ભ્રષ્ટ થયો છે તે હું જાણું છું. એ સાંભળતાં જ પેલો માણસ નીચું જોઈને સભામાંથી ચાલતો થયો.
પછી તો જે કોઈ સભામાં બેઠા હતા તેની બધી જ વાત ભગવાન
અંતર્યામીપણે કહેવા લાગ્યા કે તું પેલાના ઘરમાંથી ચોરી કરી આવ્યો છે, તેં ફલાણા ભક્ત સાથે છેતરપીંડી કરી છે, તું ફલાણાના ખેતરમાં ઘઉં ચોરી આવ્યો છે. આમ વારાફરતી બધાનું કહેવા લાગ્યા તેથી શરમના માર્યા બધા ઊઠવા લાગ્યા, ને સભાથી દૂર જઈને પોતપોતાનાં
ઘોડાં લઈ ચાલ્યા જવા તૈયાર થયા. સહુને થયું ભગવાનની આંખ આજ ફરી છે તેથી કાંઈકનાં કાસળ કાઢી નાખશે.
સભામાં બીજા પણ બેઠેલા હતા. તેમને થયું કે આપણો વારો આવે
ને સાંભળવું પડે તેના કરતાં વહેલેથી જ ઊઠી જવું સારું. એમ વિચારી
લગભગ બધા જ ઊઠી ગયા. હકડેઠઠ સભા ભરાએલી હતી પણ ખાલીખમ થઈ ગઈ.
સુરાખાચરે અલૈયાખાચરને કહ્યું : ભણે બાપુ, આજે તો ભગવાને
નવું પ્રકરણ કાઢ્યું છે. જો આવું લાંબું ચલાવશે તો સભામાં કોઈ આવશે જ નહિ.
બરાબર એ જ સમયે ભગવાને લીલા ફેરવી. દૂર ઊભેલા ભક્તોને જોઈ અજાણ્યા થઈ પૂછવા લાગ્યા : અરે તમે સભામાંથી કેમ ઊભા થઈ ગયા ? નજીક આવો. ત્યારે સુરાખાચર કહે : ભણે મહારાજ, આપે એવું પ્રકરણ કર્યું કે બધાના અંતરનું કહેવા માંડ્યું તેથી બધાને બીક લાગી કે અમારું પણ પોગળ ભગવાન ઉઘાળું કરશે. તેથી બધા છેટે જઈને ઊભા રહ્યા. પણ શું કરીએ મહારાજ, લોકમાં રહ્યા છીએ, ને જન્મોથી ભૂલો કરતા આવ્યા છીએ, તેનાં ચક્કર ચડી ગયાં છે તેથી ભૂલ થાય.
પણ આપ તો દયાના મહાસાગર છો. તેથી અમારી ભૂલને ભૂલી જઈને અમને નભાવો તો જ અમે નભી શકીએ તેમ છીએ. હવેથી અમે બધા બરાબર સાવધાન થઈને આપની આજ્ઞા પ્રમાણે બરાબર વર્તીશું.
ત્યારે ભગવાન કહે : અમને એની ક્યાં ખબર પડે છે ? આ તો અચાનક કાંઈક થઈ ગયું. ત્યારે ભક્તોએ વિચાર્યું જે ભગવાન બધું જ જાણે છે છતાં પણ આપણને સાચવવા માટે આમ અજાણ્યા થઈને વર્તે છે. આમ જે ભગવાનને અંતર્યામી જાણે છે તે ખરેખરા ભક્ત છે, ને
તે જ ભગવાનને વ્હાલા છે.
પરંતુ કેટલાકને દેખાડવાની ભક્તિ કરવાનું તાન હોય છે. એક વખત
સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બિરાજમાન હતા. તે
વખતે ગામડામાંથી એક હરિભક્ત ભગવાનનાં દર્શન માટે આવ્યા.
દંડવત કરી ભગવાનની ગાદી ઉપર રૂપિયો મૂક્યો. પગે લાગીને સભામાં બેઠા. ભગવાને રૂપિયા સામું ન જોયું ને આડું અવળું જોઈ વાત કરવા
લાગ્યા.
પેલા હરિભક્તને થયું કે મેં રૂપિયો મૂક્યો પણ ભગવાને જોયો નહિ હોય એટલે ફરીથી ભગવાન પાસે જઈને હું તેમના ચરણની ઉપર રૂપિયો
મૂકું. તેથી ઊઠીને તે રૂપિયો લઈને ભગવાનના ચરણના અંગૂઠા પર
મૂક્યો. ત્યારે ભગવાને તે રૂપિયો પગેથી ધકેલીને ઉડાડી મૂક્યો. એ જોઈ સૂરાખાચર કહે : ભણે મહારાજ, રૂપિયો કેમ ઉડાડી મૂક્યો ?
ભગવાન કહે : એણે અમને દેખાડવા માટે રૂપિયો મૂક્યો. એ એમ
સમજે છે કે તેણે રૂપિયો મૂક્યો તેની મને ખબર નથી. તેથી દેખાડવા
માટે ફરીથી ઊભો થયો. પણ અમે તો એના પટારામાં શું છે તે પણ જાણીએ છીએ. તેના પટારામાં દશ રૂપિયા હતા તેમાંથી એક રૂપિયો કાઢીને બાકીના નવ રૂપિયાની પોટલી બાંધીને પટારામાં મૂક્યા છે તે બધું જ અમે જાણીએ છીએ, કેમ જે અમે બધું જ નજરે જોયું છે.
ત્યારે તે હરિભક્ત ઊઠીને ભગવાનને પગે લાગ્યો ને માફી માગી જે હું એમ સમજતો હતો કે હું ભેટ લાવ્યો તે આપની નજરમાં નહિ આવ્યું હોય, તેથી એમ કર્યું. હવે મને સમજાઈ ગયું કે આપ તો બધે જ સ્થળે બધું જ પ્રત્યક્ષપણે જુઓ છો.
આ વાતથી ભગવાન આપણને પણ સૂચન કરે છે કે ભક્તિ કરવામાં દેખાડવાનું તાન ન રાખવું. જે દેખાડવાનું તાન સેવે છે તેના પર ભગવાન
રાજી થતા નથી. સાચા ભક્ત હોય તે ભગવાનને સર્વજ્ઞ જાણી સદાય
સેવા કરતા રહે.
આચમન-૨૫ : ભક્તિ વિરોધી અહંકાર
ભગવાન દયા કરી માનવીને જન્મ આપે છે તેની સાથે કંઈક ને કંઈક કળા પણ ભેટ આપે છે. જે ભક્તિવાળો હોય તે એમ વિચાર કરે જે મારામાં જે કાંઈ સદ્ગુણ દેખાય છે, ડહાપણ કે ચતુરાઈ દેખાય
છે તે બધું જ ભગવાનનું આપેલું છે. પરંતુ જે અધૂરિયો હોય તેને કથા, કીર્તન આદિક ગુણ મળે ત્યારે તે એમ જ માની લે છે કે હું હોંશિયાર છું, મને બધું જ આવડે છે. આ અભિમાનરૂપ માયા છે તે મોટા મોટાને
પણ મૂંઝાવી દે છે.
કવિ હોય તે એમ માને કે મારા જેવો કોઈ કવિ નહિ, ગાયક હોય
તે એમ માને કે મારા જેવો કોઈ ગાયક નહિ, પંડિત હોય તે એમ માને કે મારા જેવો કોઈ ભણેલો નહિ, મારા જેવો કોઈ શાસ્ત્રવેત્તા નહિ.
આમ દાતારને દાનનું અભિમાન હોય. એ એમ માને કે બીજા બધા
લોભિયા છે. મારા જેવો કોઈ દાનવીર નહિ. દાન કરવું એ ભાવના સારી છે પણ તેમાંથી વખણાવાની ઇચ્છા રાખવી એ નુકશાન કરે છે.
ગોપાળાનંદ સ્વામીબાપા ૪૨મી વાતમાં કહે છે કે જીવ જે જે કરે છે તે માન, મોટપ ને વિખ્યાતિ કરવી તથા પોતાની મોટપ જણાવવી
તે અર્થે કરે છે અને તેને અર્થે જ શાસ્ત્ર ભણે છે, તથા સારા અક્ષર
લખવા શીખે છે, તથા સારી રસોઈ શીખવી તથા સારું ગાવણું શીખવું
તથા કીર્તન શીખવાં તથા વાતો શીખીને કોઈને ઉપદેશ કરવો. એ આદિક ક્રિયાને ભામે ચડી જાય છે.
સ્વામિનારાયણ ભગવાન મ.ના ૪૧મા વચનામૃતમાં કહે છે કે જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું
સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ... અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી, અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે
નથી કરતો. જેને ભક્તિ કરવી છે, જેને શાંતિ જોઈએ છે તેને અહંકાર
ન જોઈએ.
અહંકાર એ ભક્તિ અને શાંતિનો દુશ્મન છે. મહર્ષિ નારદજી ૨૭મા સૂત્રમાં કહે છે કે, “શ્નષ્ટઈથ્જીસ્ર્ ત્ત્બ્ ત્ત્બ઼્ધ્ૠધ્ધ્ઌદ્બશ્વબ્અધ્ગૅ ઘ્હ્મર્સ્ર્બ્િંત્સ્ર્અધ્ગૅ ન”
ભગવાનને પણ અભિમાન પ્રત્યે દ્વેષ છે ને નમ્રતા પ્રત્યે પ્રિયભાવ છે.
ભક્તને માટે તો ભગવાન એ જ સાચો સહારો છે. જે ભગવાનનો સહારો સ્વીકારે છે તે સદા પ્રસન્ન રહે છે. કારણ કે તેની ચિંતા કરનારા ભગવાન
બની જાય છે. પરંતુ જે પોતાના પુરુષાર્થમાં રાચે છે તે પોતાની શક્તિ
પાછળ ગાંડા બની જાય છે. નિષ્ફળ જવાના કારણે દુઃખી દુઃખી થઈ
જાય છે. આવા લોકો એમ માને છે કે ભગવાન પક્ષપાત કરે છે. ભગવાન
તો બધાને સમાન દૃષ્ટિએ અપનાવે છે, પરંતુ માણસને જેટલો અહંકાર હોય છે તેટલો તેની પ્રગતિમાં નડતરરૂપ થાય છે ને ભગવાનથી તેને દૂર રાખે છે. જેમ જેમ માણસ અહંકાર કાઢતો જાય છે તેમ તેમ ભગવાન
તેની સમીપે આવતા જાય છે. ભગવાન તો હંમેશાં કૃપા વરસાવતા જ રહે છે, પરંતુ એ કૃપાપ્રસાદને અહંકાર ઝીલવા દેતો નથી, ટકવા દેતો
નથી. જેને પોતાની જાતિ, સંપત્તિ, સ્થાન, જ્ઞાન વગેરેનું અભિમાન
હોય છે તેને ભગવાન ટૂંકી બુદ્ધિવાળા ગણે છે. આવા અભિમાની પ્રત્યે
પણ ભગવાન પ્રેમભાવ દર્શાવે છે, તેથી તેના અભિમાનને દૂર કરવા કોઈના કોઈ પ્રકારે શિક્ષા કરે છે. જુદા જુદા પ્રકારનાં કષ્ટ આપે છે.
માણસ ધારે છે તેનાથી તેને વિરુદ્ધ જ પરિણામ આવે છે. ભગવાન
કોઈને પ્રત્યક્ષ થપ્પડ મારતા નથી. એમની થપ્પડ જુદા જ પ્રકારની હોય
છે. માણસ મથી મથીને થાકી જાય છતાં પણ પોતે ધારેલું પરિણામ તેને
મળતું નથી. પરંતુ જે ભક્ત દીનભાવે વર્તે છે, નમ્ર બને છે તેને મદદ
કરે છે. તેથી તેનામાં અહંકાર ઊગતો જ નથી.
જેને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ હોય તેના હૃદયમાં અહંકારનો લેશ
પણ ન હોય. એ ભક્ત એમ સમજે છે જે હું તો એક માત્ર તેમનું સાધન
છું. કરનાર તો ભગવાન જ છે. ભક્તને માટે ભગવાનની કૃપા બધું જ કરી દે છે. કારણ કે ભગવાન તો ભક્તવત્સલ છે, દીનાનાથ છે, દીનબંધુ છે. પોતે દયા-કૃપા વરસાવવા તૈયાર છે. જેવી રીતે અગ્નિની
નજીક જવાથી ઠંડી ઓછી થઈ જાય છે, તેવી જ રીતે જેઓ ભગવાનની
નજીક જાય છે તેનાં માયાનાં બંધન તૂટી જાય છે. કેમ જે એ ભક્ત
ભગવાનને પોતાના ઈષ્ટદેવ માને છે.
કેવા હોય તે માન માગે ને કેવા હોય તે માન ન માગે તેનો ખુલાસો
શ્રીહરિલીલામૃતમાં કર્યો છે કે,
નિર્માની જેના હરિ ઈષ્ટ હોય, તે તો ન ઇચ્છે કદી માન કોય; જે હોય છે રાવણ પક્ષ કેરા, તે માન ઇચ્છે મનમાં ઘણેરા...
તજે કદાપિ ગજ બાજ રાજ, તજાય સર્વે સુખ સાજ લાજ; વને વસીને ફળ ફૂલ ખાય, બધું તજે માન નહિ તજાય...
જે મનુષ્ય ભગવાનને પોતાના ઈષ્ટદેવ તરીકે માને છે તે કદાપિ
અભિમાન ઇચ્છતો નથી, પરંતુ જે રાવણ પક્ષના છે તે અભિમાન ઇચ્છે છે. માણસ રાજ્ય સમૃદ્ધિનો ત્યાગ કરી શકે છે, વનમાં વસીને ફળ
ફૂલ ખાઈને પોતાનો નિર્વાહ ચલાવી શકે છે, પણ માન તજી શકતો
નથી. સંત તુલસીદાસજી કહે છે કે,
કનક તજ્યો કામિની તજ્યો, તજ્યો ધાતુકો સંગ;
તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ...
માન તો ભલભલાની મતિ ભમાવી નાખે છે. નારદજીને વીણા
વગાડવાનું બહુ જ સારું આવડતું. એ જ્યાં જ્યાં જાય ત્યાં બધા એમ
જ કહેતા કે નારદજી, તમે વીણાવાદન કરો છો તેવું તો ત્રિલોકમાં કોઈ
કરી શકતું નથી. તમારા જેવી કુશળતા, એકાગ્રતા કોઈમાં જોવા મળતી
નથી. તમારી વીણાની ઝણઝણાટી તો સૌનાં હૈયાંને ડોલાવી દે છે. આવા વખાણ સાંભળી નારદજીને થઈ ગયું કે, મારા જેવો વીણાવાદક કોઈ
નથી. પછી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પૂછે કે બોલો, વીણાવાદન કેવું થયું ? ત્યારે સભાજનો કહે : નારદજી, તમારી વાત જ અજબની છે.
તમે જ્યારે વીણા વગાડો છો ત્યારે અમને ઊઠવાનું મન જ થતું નથી.
આ વાતની ભગવાનને ખબર પડી કે નારદજી હવે વીણાવાદનના અભિમાનમાં ફુલાતા ફરે છે. નારદજી તો બ્રહ્મવેત્તા સંત કહેવાતા. એ સંતમાં અભિમાન હોવું જ ન જોઈએ. નક્કી કરી રાખ્યું કે હવે નારદ
અહીં આવે તો તને થોડો બોધપાઠ આપવો છે.
અમુક સમય બાદ નારદજી ‘નારાયણ નારાયણ’ કરતા પહોંચ્યા ભગવાન પાસે. આવીને નમસ્કાર કરીને બેઠા, પણ આંખોમાં થોડો અહંભાવ દેખાતો હતો. એ બેઠા તેમની સામે હનુમાનજી પણ બેઠા હતા.
ભગવાન કહે : નારદજી, હમણાં એવું સાંભળવા મળે છે કે તમે વીણાવાદન બહુ જ સારું કરો છો. તો એક કામ કરો. આજે અમને
પણ તમારું વીણાવાદન સાંભળવું છે. એ સાંભળીને નારદજીએ તરત
જ વીણા હાથમાં લીધી. તેના તાર છેડ્યા. તારની ઝણઝણાટીથી આખું વાતાવરણ સંગીતમય બની ગયું. થોડીવાર વીણા વગાડી નારદજીએ અહંકારભરી દૃષ્ટિએ જોયું. એમને એમ કે હમણાં જ ભગવાન તેમની વાહ વાહ કરશે. પરંતુ બન્યું એનાથી ઉલટું. ભગવાને નારદજીના સામું
પણ ન જોયું. ને વાહવાહની વાત તો એક બાજુ રહી પણ મુખ પણ
ન મલકાવ્યું. ને હનુમાનજીને કહ્યું : મારુતિનંદન, બોલો, તમને વીણાવાદન કેવું લાગ્યું ? ત્યારે હનુમાનજીએ કાંઈ જવાબ ન આપ્યો.
ભગવાન સામે જોઈને માત્ર હાસ્ય કર્યું.
એ જોઈને નારદજીથી રહેવાયું નહિ. કહે : પ્રભુ, આ સભામાં સંગીતના નિષ્ણાત કેટલાય જનો બેઠા છે તેમને ન પૂછ્યું ને સંગીતની બાબતમાં બિલકુલ અજાણ એવા હનુમાનજીને પૂછ્યું, પરંતુ એ બિચારા શું અભિપ્રાય આપી શકે. તમે હનુમાનજીને પૂછીને મારી મશ્કરી કરી.
ભગવાન કહે : નારદજી, અમે કોઈની મશ્કરી કરતા જ નથી. તમને એ વાતની ખબર જ નથી કે હનુમાનજી પણ વીણાવાદન બહુ જ સારું જાણે છે. એટલા માટે મેં તેમને પૂછ્યું, આપણે જોઈએ તો ખરા કે તે વીણાવાદન કેવું કરે છે. તો નારદજી, તમે એક કામ કરો. બીજી વીણા છે નહિ, તો તમારી વીણા હનુમાનજીને આપો. તરત જ નારદજી કહે : એમને વગાડતાં ન આવડે ને વીણાના તાર તોડી નાખે તો ? ભગવાન
કહે : તમે દો તો ખરા. તાર તૂટશે તો બીજો મંગાવી લઈશું. પણ હનુમાનજી વીણા કેવી વગાડે છે તે જોઈએ તો ખરા. ભગવાને આગ્રહ કરીને નારદજીને કહ્યું એટલે કચવાતાં કચવાતાં તેમણે વીણા હનુમાનજીને આપી.
હનુમાનજીએ ભગવાનને વંદન કરીને વીણાના તાર ઝણઝણાવ્યા.
સંગીત શરૂ કર્યું. ખૂબ જ ભક્તિભાવથી ગાવા લાગ્યા. એમાં હૃદયની ઊર્મિઓ હતી, ભાવ હતો. શ્રોતાજનોનાં હૃદય ડોલી ઊઠ્યાં. બધા જ વાહ વાહ પોકારી ઊઠ્યા. નારદજી પણ આ સાંભળી રહ્યા હતા. જેમ
જેમ સાંભળતા ગયા તેમ તેમ તેમનો અહંકાર ઓસરતો ગયો.
સંગીત પૂરું કર્યું એટલે ભગવાને કહ્યું : વાહ હનુમાનજી, તમે તો કમાલ કરી નાખી. ધન્ય છે તમને. એ સાંભળી તરત જ હનુમાનજી
પાછા ભગવાનના ચરણે વંદન કરી કહેવા લાગ્યા : હે પ્રભુ, આ કાંઈ
મારી આવડત નથી. આ તો આપનો જ કૃપાપ્રસાદ છે.
નારદજીને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી તેથી તેમણે ભગવાનને હાથ જોડીને કહ્યું : પ્રભુ, આપે દયા કરી મારું અભિમાન
ટાળ્યું. મને એમ કે મારા જેવો કોઈ વીણા વગાડનાર નથી. હવેથી હું
ક્યારેય આવડતનું અભિમાન નહિ કરું. પછી નારદજી હનુમાનજીને ભેટ્યા. આમ ભગવાન પોતાના ભક્તમાં અભિમાન દેખે છે, ત્યારે તે અભિમાનને કોઈ ને કોઈ નિમિત્ત કરી દૂર કરે છે.
સ્વામીબાપા કહે છે કે માણસને સૌથી મોટું નડતર હોય તો તે છે અભિમાન - અહંકાર. પોતાને કાંઈ સદ્ગુણ પ્રાપ્ત થયા હોય તો તે
પોતાના માની લે છે. થોડીક સિદ્ધિ મળી હોય તો તે લોકોને હેરાન
પરેશાન કરવામાં વાપરે છે.
દ્રવિડ દેશનો મગ્નીરામ પણ આવો જ અહંકારી હતો. તે નીકળ્યો હતો ભગવાનની શોધમાં. આશય શુદ્ધ હતો. પરંતુ શારદા દેવીની સાધના કરી, ને સિદ્ધિ પ્રાપ્ત થઈ તેના કેફમાં તેનો મૂળ હેતુ ભૂલાઈ
ગયો. ગામે ગામ ઘૂમવા લાગ્યો. પોતાનો અહંકાર બતાવવા લાગ્યો.
મોટાં રજવાડાં આગળ પણ પોતાની સિદ્ધાઈ દેખાડી ઘણું ધન ભેગું કર્યું.
મોટો કાફલો લઈને ફરતો ફરતો એ પોરબંદર આવ્યો. રાજા પાસે ૫,૦૦૦ રૂપિયા માગ્યા. રાજા કહે : હું તમને ૫ ના ૧૦ હજાર આપું
પણ અહીં નજીકમાં સ્વામિનારાયણ છે તેમને જીતી લો તો તમે સાચા.
એ સાંભળી મગ્નીરામ વધારે ચિડાયો. એ કહે : આખા ભારતમાં મારા વિના કોઈ સાચો સિદ્ધ નથી. હું જઈને હમણાં જ એની ખબર કાઢું છું. ગમે તેવા સિદ્ધને વશ કરવા એ તો મારી ચપટીનો ખેલ છે.
એમ કહીને એ સીધો ત્યાંથી નીકળી સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો. ભગવાન સભામાં બિરાજમાન હતા. એવું શાંતિમય વાતાવરણ હતું કે ગમે તેવો જીવ આવ્યો હોય તેને શીતળતાનો અનુભવ થાય.
પરંતુ આ મગ્નીરામને તેની અસર ન થઈ. કોઈ એ.સી. વાળા રૂમમાં દાખલ થાય તેને તરત જ ઠંડક થાય. પણ જેણે મોટાં ભારે સ્વેટર ચડાવ્યાં હોય, ઉપર કોટ પહેર્યો હોય તેને જલ્દીથી એ ઠંડકનો અનુભવ ન થાય.
તેમ આ મગ્નીરામ આ દિવ્ય વાતાવરણમાં આવ્યો પણ તેની દિવ્યતા
તેને સ્પર્શી ન શકી, કેમ જે તેના મન પર અહંકારનાં ભારે ભારે સ્વેટર
ને કોટ ચડાવેલાં હતાં.
સભામાં ઘણો રોફ દેખાડ્યો, પણ પ્રભુ આગળ શું ચાલે ? રાત્રે શારદા દેવીએ ચેતાવ્યો ત્યારે સાન ઠેકાણે આવી. બીજે દિવસે ભગવાનની પાસે માફી માગી. બધાને ખાત્રી થાય તે માટે ભગવાને કસોટી પણ લીધી. લાંબી જટા ઉતરાવી. સંતોને તે વાળ પર ચલાવ્યા.
ભગવાન જ્યારે કસોટી લે ત્યારે બાકી ન રાખે. છેલ્લું પેપર કસોટીનું
લીધું. કહ્યું : સંતોનાં ખાસડાં માથે ઉપાડીને સભાને પ્રદક્ષિણા કરો.
સભાજનો તો દિગ્મૂઢ થઈ ગયા, કે આવું તો બનશે જ નહિ. પણ બન્યું.
અહંકારનો પારો ઊતરી ગયો હતો. સાચી સમજ આવી ગઈ હતી.
મગ્નીરામે સંતોનાં ખાંસડાંનો ગાંસડો માથે ઉપાડ્યો પણ ખરો. એ જોઈને સાથીદારો ધુંઆપુંઆ થઈ ગયા. પણ હવે તો મગ્નીરામનાં અંતરનાં દ્વાર ઊઘડી ગયાં હતાં. અહંકાર ઓગળી ગયો હતો. પછી તો ભગવાને
તેમને સંતની દીક્ષા આપી અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું.
ભગવાન બીજું બધું ચલાવી લે છે પરંતુ કોઈનો ગર્વ દેખે છે, અભિમાન દેખે છે તે ચલાવી લેતા નથી. જ્યારે જીવ અહંકાર મૂકે છે ત્યારે જ જંપે છે.
આચમન ૨૬ : પ્રગટની ભક્તિની મસ્તી
નારદ ભક્તિસૂત્રના પાંચમા સૂત્રમાં કહે છે કે,
સ્ર્અત્ધ્દસ્ર્ ઌ ઉંઙ્ગેંબ્નગૅ ધ્ક્રન્બ્ગ ઌ ઽધ્ધ્શ્વનબ્ગ ત્નત્ન
ઌ દ્બશ્વબ્ઝ્ર ઌ થ્ૠધ્ગશ્વ ઌધ્શ્વઅધ્દ્યટ્ટ ઼ધ્બ્ગ ત્નત્ન
અર્થાત્ જે ભક્તિ પામીને મનુષ્ય કાંઈ જ ઇચ્છતો નથી, કોઈ વસ્તુનો શોક કરતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી, વિષયોમાં આનંદ મેળવતો
નથી ને સ્વાર્થમાં પ્રવૃત્ત થતો નથી.
ઌ ઉંઙ્ગેંબ્નગૅ ધ્ક્રન્બ્ગ - એમાં કહે છે કે જે ભક્તને ભક્તિ પ્રાપ્ત થઈ
તેને કાંઈ પણ ઇચ્છા રહેતી નથી. કેમ જે એની બધી જ ઇચ્છાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે. એનું હૈયું પરમ શાંતિ અને આનંદથી ભરપૂર છે. આખા વિશ્વની વસ્તુઓ એ ભક્તને મન તૃણવત ્ બની જાય છે.
સામાન્ય માનવીને ઇચ્છા શા માટે થાય છે ? તો તે અપૂર્ણ છે. પરંતુ જ્યારે તેને ભગવાન મળે છે, ભગવાનનાં દર્શન થાય છે ત્યારે તેની બધી જ ઇચ્છાઓ બળીને ખાખ થઈ જાય છે. બાળક ધ્રુવને ભગવાનનાં દર્શન થતાં જ પોતાને રાજ્ય મેળવવાની ઇચ્છા નાશ પામી ગઈ.
આવી જ રીતે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના અઠ્ઠાવીસમા કડવામાં કહે છે કે મને જે કામ કરવું હતું તે કામ હવે પૂરું થઈ ગયું છે. કેમ જે ભગવાન મને પ્રગટ પ્રમાણ મળ્યા ને ભક્તિ કરીને
તેમને પ્રસન્ન કર્યા. હવે કોઈ પ્રકારની ઇચ્છા બાકી રહી નથી.
કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી; જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હૈયે હતી હામજી...૧
હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ;
આ દેહે કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ...૨
આ નેણે નીરખીયે નાથને, મુખોમુખ કરીએ વાત; આવે અવસર એવો ક્યાં થકી, જે પ્રભુ મળે સાક્ષાત...૩
પ્રગટ ભગવાનનો ભેટો થાય એ જ જીવનની સાચી કમાણી છે.
કોઈ કમાવા માટે નીકળ્યો હોય ને તેને જો ચિંતામણિ મળી જાય તો
તેને ભટકવાનું મટી જાય, તેમ સ્વામી કહે છે કે મને પ્રગટ પ્રમાણ ભગવાન મેળવવાની બહુ જ ઇચ્છા હતી કે આ મનુષ્ય દેહે કરીને ભગવાન ક્યારે મળશે ? જો એ ભગવાન મળી જાય તો નયણે કરીને
તેમનાં દર્શન થાય, ભગવાન સાથે મુખોમુખ વાત થાય. એમને અંગોઅંગે ભેટવાનું થાય. ભગવાનનાં દિવ્ય અંગની કોમળતા, દિવ્યતા
માણવા મળે. ભગવાનનો મેળાપ તો મહામોંઘો હતો. એવી કલ્પના
પણ ન હતી કે એ ભગવાન મળશે.
અંગોઅંગ એને મળવું, તે તો મહામોંઘો છે મેળાપ;
નો’તો ભરોસો ભીંતરે, જે મળશે અલબેલો આપ...૪
રમવું જમવું જોડે બેસવું, એવો ક્યાંથી પામીએ પ્રસંગ;
મોટા મોટાને મુશ્કેલ મળવો, સુણી રે’તા સદા મનભંગ...૫
ભગવાન મળે તો તેમની સાથે રમવાનું, જમવાનું, ભગવાનની પાસે બેસવાનું, તેમને સ્નાન કરાવવાનું, તેમના ચરણ પખાળવાનું, તેમને વસ્ત્ર પહેરાવવાનું, કંઠમાં આભૂષણ ધરાવવાનું, કરમાં વીંટીઓ
પહેરાવવાનું, ચરણમાં મોજડી ને તોડા પહેરાવવાનું, સારાં સારાં પકવાન
જમાડવાનું, મુખોમુખ પ્રસાદી લેવાનું, ભગવાનને સુંદર પલંગ પર
પોઢાડવાનું, ચરણ દબાવવાનું... આવું ટાણું ક્યારે મળશે ? મોટા
મોટાને પણ આવા લાભ મળ્યા નથી તો પછી મને એ લાભ ક્યારે મળશે
? એમ વિચારીને મનમાં અફસોસ રહ્યા કરતો હતો. કેમ જે ભગવાન
તો સૌને અગમ્ય છે, અગોચર છે. દેવોને પણ ભગવાનનાં દર્શન નથી,
તો પછી મનુષ્યને ક્યાંથી મળે ? પણ ભગવાને મારા માટે બાજી જ ફેરવી નાખી. ભૂખ્યાને અન્ન મળે, તરસ્યાને પાણી મળે, વાંઝીયાને દીકરો મળે, તેમ મને ભગવાન પ્રગટ પ્રમાણ મળી ગયા.
તેહ પ્રભુજી પ્રસન્ન થઈ, નરતન ધરી મળ્યા નાથ;
તેણે સર્વ રીતે સુખ આપિયાં, થાપિયાં સહુથી સનાથ...૭
હળી મળી અઢળ ઢળીને, આપી ભક્તિ આપણી;
તેહ ભક્તિને ભવ બ્રહ્માએ, માગી મગન થઈ ઘણી...૮
ભગવાન કૃપા કરી મનુષ્ય જેવા થયા તેથી તેમની સાથે હળવા,
મળવા, રમવા, જમવા, હરવા, ફરવા વગેરેનું સુખ મળ્યું. ભગવાન
અઢળક ઢળ્યા ને મુખોમુખ મળ્યા ને ભક્તિ કરવાનો લાભ આપ્યો.
આવી ભક્તિને ભવ - શિવજી, બ્રહ્મા જેવા પણ ઇચ્છે છે, છતાં પણ
મળતી નથી. આવી ભક્તિ તો મોટાં ભાગ્યવાળાને જ મળે છે.
ભક્તિમાં છે ભાર ભારે, તે જેને તેને જડતી નથી;
પુણ્યવાન કોઈ પામશે, વારેવારે શું કહીએ કથી...૯
પ્રગટની પરિચરિયા, તે માનવીઓને મોંઘી ઘણી; નિષ્કુળાનંદ એ નૌતમ નિધિ, સૌ સમજો છે સુખતણી...૧૦
ભક્તિ એ કાંઈ જેવા તેવાને મળતી નથી. એ તો કોઈક પુણ્યશાળી હોય તેને જ પ્રાપ્ત થાય છે. પ્રગટ ભગવાનની સેવા મળવી એ મનુષ્યને બહુ જ દુર્લભ છે. એ સેવા - એ ભક્તિ તો સર્વોપરી સર્વોત્તમ સુખનો નિધિ છે, સાગર છે, સુખની ખાણ છે.
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના સાતમા પદમાં કહે છે,
ભક્તિનિધિનો ભંડાર રે સંતો ભક્તિ૦, તેને શું કહું હું વારમવાર રે; સંતો...ટેક
ભક્તિ કરીને કંઈ સુખ પામ્યા, નર અમર અપાર સુર નર મુનિજન સૌ કોઈ મનમાં, સમજ્યા ભક્તિમાં સાર રે; સં...૧
ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભાળે ભક્તિમાં ભાર જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચાર રે; સં...૨
મનુષ્યો, દેવો, ઋષિઓ, તપસ્વીઓ, વનવાસીઓ વગેરેએ ભક્તિમાં
માલ માન્યો ને જાણ્યું કે ભવસાગર તરવાનું એક સર્વોત્તમ સાધન ભક્તિ
છે, ને ખરી મોટપ પામ્યાનો પણ એ જ એક સરળ માર્ગ છે. તેથી બધા જ ભક્તિની માગણી કરે છે. વળી આગળ કહે છે, આદિ અંતે મધ્યે મોટપ પામ્યા, તે તો ભક્તિથકી નિરધાર ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝાર રે; સં૦...૩
તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો, અતિ અનુપ ઉદાર નિષ્કુલાનંદ નકી એ વારતા, તેમાં નહિ ફેરફાર રે; સં૦...૪
જેને ભક્તિ પ્રાપ્ત થાય છે તે ઌ ધ્ક્રન્બ્ગ ઌ ઽધ્ધ્શ્વનબ્ગ ત્ન તે બીજું કાંઈ
ઇચ્છતો નથી, તે શોક કરતો નથી. તેને ભગવાન મળી ગયા તેથી તેને બીજું કાંઈ મેળવવાની ઇચ્છા રહેતી નથી, તેને બીજી કોઈ આશા રહેતી
નથી, તેથી તેને બીજા કોઈનો ભય રહેતો નથી. તેને નિરાશા, નિષ્ફળતા કે નુકશાન થવાનો ભય રહેતો નથી. પછી તેને શોક કરવાનો પ્રસંગ
જ ક્યાંથી બને ? જ્યાં અજવાળું હોય ત્યાં અંધકાર હોય જ નહિ.
ભક્તિ એ તો માનવ જીવનની સૌથી મોટી મૂડી છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ઓગણત્રીસમા કડવામાં કહે છે, ફેર નથી રતી ભક્તિ છે રૂડીજી,
દોયલા દિવસની માનજો એ મૂડીજી;
એ છે સત્ય વાત નથી કાંઈ કુડીજી,
ભવજળ તરવા હરિભક્તિ છે હુડીજી...૧
હુડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ; અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ...૨
સોસો ઉપાય સિંધુ તરવા, કરી જુવે જગે જન કોય; વહાણ વિનાનાં વિલખાં, સમજી લેવાં જન સોય...૩
આ મૂડી અંતે કામ આવે છે. બાકી લાખ્ખો ને કરોડોની કમાણી ધૂળ ભેગી ધૂળ થઈ જાય છે.
મઌધ્બ્ઌ ઼ધ્ઠ્ઠૠધ્ધ્હ્મ ઽધ્ ટધ્ધ્શ્વઝ્રશ્વ, ઼ધ્ધ્સ્ર્ધ્ષ્ટ ટધ્ઢ્ઢદ્યદ્બધ્બ્થ્ પઌઃ જીૠધ્ઽધ્ધ્ઌશ્વ ત્નત્ન
ઘ્શ્વદ્યબ્ગધ્સ્ર્ધ્ક્ર થ્ૐધ્શ્વઙ્ગેંૠધ્ધ્ટધ્શ્વષ્ટ, ઙ્ગેંૠધ્ધ્ષ્ટઌળ્ટધ્ધ્શ્વ ટધ્હૃન્બ્ગ પટ્ટ ષ્ઙ્ગેંઃ ત્નત્ન
આ લોકમાં સહુ સ્વાર્થના સગા છે. ખરા સમયે કોઈ સાથમાં રહેનારા
નથી. અંતે તો જેટલી ભક્તિ કરી હશે તે જ સાથે રહેશે. ભક્તિ તો ભવસાગર પાર કરવાની હોડી છે. એ જ જીવનની સાચી હુંડી છે, ચેક છે. ગમે તેટલો હોંશિયાર તારુ - તરવાની કળાને જાણનારો હોય તો
પણ તેને જો સાગર પાર કરવો હોય તો વહાણની જરૂર પડે છે, તેમ
ભવસાગર પાર કરવો એ મહામુશ્કેલ વાત છે. પરંતુ ભક્તિરૂપી વહાણના આશ્રયથી સહેજે પાર કરી શકાય છે, મુક્તિ પામી શકાય છે.
ખાધા વિના ભૂખ ન મટે, પાણી વિના તરસ ન મટે, વરસાદ વિના જમીન ન ભિંજાય, સૂર્ય વિના અંધારું ન ટળે તેમ ભક્તિ વિના ભવસાગરનો પાર ન આવે.
માછલાંને પાણી ન મળે તો તે જીવી શકે નહિ, વનનાં પશુને વન
ન મળે તો રહી શકે નહિ, પ્રાણધારીને ખોરાક ન મળે તો તે જીવી શકે નહિ.
જળચરને જેમ જળ જીવન, વનચરને જીવન વન;
તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ એ જ જીવન...
જેમ ઝષ ન રહે જળ વિના, રહે કીચે દાદુર કૂર્મ;
તેમ ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ...૯
જેને પરમ પદ પામવું છે, ભગવાનનું ધામ પામવું છે તેણે પરમ
આદરથી ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરતાં ભલેને કષ્ટ આવે તો પણ ભક્ત તે હર્ષપૂર્વક સહન કરી લે છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના ત્રીસમા કડવામાં કહે છે કે,
અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઈ ફેર ન રાખવો રતીજી; પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી...૧
મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ; આસ્તિકપણું ઘણું આણીને, જેણે ભજ્યા શ્યામ સુજાણ...૨
શાસ્ત્રથકી જેણે સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ; તેમની તેમ તેણે કરી, ઉર આણી અતિ નિરવેદ...૩
કોણે કોણે શું કર્યું તે વાત રજૂ કરતાં સ્વામી ટૂંકમાં કહે છે કે મયૂરધ્વજ રાજાએ બ્રાહ્મણના પુત્રને બચાવવા પોતાના મસ્તક પર કરવત મૂકાવી છતાં પણ તેમાંથી તે ચલાયમાન ન થયા. અયોધ્યાપુરીના રાજા હરિશ્ચંદ્ર
પોતાના પુત્ર રોહિત, પત્ની તારામતી સહિત શ્વપચ - ચાંડાલને ઘેર
નોકર તરીકે સ્મશાનમાં રહ્યાં, તે વખતે પણ કેટલાંય દુઃખો સહન કર્યાં.
દધિચિ ઋષિએ વૃત્રાસુર જેવાને મારવા માટે પોતાના વાંસાનાં અસ્થિ અર્પણ કરી દીધાં, શિબિ રાજાએ હોલાને માટે પોતાના શરીરનું માંસ
ત્રાજવામાં અર્પી દીધું, મીરાંબાઈએ ઝેરનો કટોરો પીધો. કર્ણ રાજાએ
પોતાનું રક્ષક કવચ આપી દીધું. ભીષ્મ પિતામહે બાણશય્યા પર સૂતાં સૂતાં પણ ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભક્ત પ્રહ્લાદજીએ પણ પિતા હિરણ્યકશિપુ તરફથી કરવામાં આવેલા ત્રાસને સહન કર્યો. આટલું બધું
પરોક્ષના ભક્તોએ સહન કર્યું છે. જ્યારે આપણને તો પ્રગટ પ્રમાણ
શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે.
પરોક્ષ ભક્ત એ પ્રભુતણા, ઘણા અતિ એ આગ્રહવાન; ત્યારે પ્રગટના ભક્તને, કેમ સમે ન રે’વું સાવધાન...૯
જેમ મોટી પ્રાપ્તિ તેમ તેના માટે સાવધાની પણ વિશેષ જોઈએ.
સામાન્ય રીતે પૃથ્વી પર મોટર ગાડી, સાઈકલ, સ્કૂટી વગેરે ચલાવવું હોય તો તે સાધનમાં કાંઈક સામાન્ય ખામી હશે તો ચાલશે. પણ જેને આકાશમાં ગતિ કરવી છે, તે એરોપ્લેનમાં રહેલી સ્હેજ પણ ખામી
ચલાવી લેશે નહિ. કેમ જે તેમાં તો જીવનું જોખમ છે. તેમ સ્વામિનારાયણ ભગવાનના ભક્તને તો એ ધામ સર્વોપરી પામવાનું છે કે જે ધામમાંથી એક લાખ મણનો લોઢાનો ગોળો પડતો મૂક્યો હોય તે પૃથ્વી પર આવતાં સુધીમાં, વાયુના ઘસરકે ઘસાતો ઘસાતો રજ ભેગો રજ થઈ જાય. આવા સર્વોપરી ધામને પામવા માટે બહુ જ સાવધાની રાખવી પડે. તેમાં હશે
- ચાલશે એવું કરાય જ નહિ. મારા ઈષ્ટદેવની જે મરજી તે મારા માટે સર્વસ્વ, એ જ મારું જીવન, એમાં જ મારી ધન્યતા, એમાં જ મારું કલ્યાણ. જો એમાં ગાફલાઈ રાખવામાં આવે તો મહામોંઘી પ્રાપ્તિ એળે જાય. હાથમાંથી બાજી ચાલી જાય. પછી ખરખરો કરે જે વહેલા ચેત્યા હોત તો સારું થાત, પરંતુ એ બધું જ રાંડ્યા પછીનું ડહાપણ છે.
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના એકત્રીસમા કડવામાં કહે છે,
ગાફલપણામાં ગુણ રખે ગણોજી,
એહમાંહી અર્થ બગડે આપણોજી;
પછી પશ્ચાત્તાપ થાય ઘણોઘણોજી,
ભાગે કેમ ખરખરો એહ ખોટતણોજી...૧
ઢાળ
ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નિશ્ચે કરી; જે ગઈ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી...૨
પગ ન ચાલ્યા પ્રભુપંથમાં, કરે ન થયું હરિનું કામ; જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ...૩
જ્યારે તરવરતી યુવાની હોય, હાથ પગ બરાબર ચાલતા હોય, આંખે બરાબર દેખાતું હોય, તે વખતે કોઈ કહે કે ભાઈ, ચાલોને મંદિરે, ભગવાનનાં દર્શન કરવા જઈએ. ત્યારે કહેશે કે ભાઈ નવરા જ ક્યાં છીએ. એ તો જ્યારે નવરા પડીશું ત્યારે ટાઈમ પાસ કરવા માટે મંદિરે જઈશું.
એમ કરતાં ઘરડા થાય ત્યારે કહીએ કે ભાઈ, ચાલોને ભગવાનનાં દર્શન કરવા જઈએ, કથાવાર્તા સાંભળવા જઈએ, ત્યારે કહેશે કે ભાઈ,
મારે તો ઘણું ય આવવું છે પણ મારા પગ ચાલતા નથી, પગે વા આવ્યો છે. મારા હાથ વડે કરીને મંદિરની સેવા કરવાની ઘણી ઇચ્છા થાય છે
પણ હવે હાથ વળી શકતા નથી. દેહની ક્રિયા પણ માંડ માંડ કરી શકું છું. મારે દર્શન તો કરવાં છે પણ આંખે કાંઈ દેખાતું નથી. કથાવાર્તા સાંભળવાની બહુ જ ઇચ્છા થાય છે પણ કાને કાંઈ સંભળાતું નથી.
પગ ન ચાલ્યા પ્રભુપંથમાં, કરે ન થયું હરિનું કામ; જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ...૩
નયણે ન નીરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિ વાત; એ ખોટ્ય ભાગે કેમ જુઓ ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી જાત...૪
જે માણસ સમય ઉપર ચેતી જતો નથી તેને પાછળથી ખૂબ પસ્તાવું
પડે છે. કેમ જે ચોરાશી લાખ યોનીમાંથી એક મનુષ્ય અવતાર એવો છે કે તેના વડે ભગવાનની ભક્તિ થઈ શકે છે. એ મનુષ્ય જન્મ કેટલો બધો દુર્લભ છે તે શ્રી સ્વામિનારાયણ ભગવાન ખગોળ ભૂગોળના વચનામૃતમાં કહે છે કે સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રલય થયા પછી માનવ જન્મ મળે છે. માનવ દેહ મળે, પણ જો તેને સત્સંગ ન મળે તો તે દેહ એળે જાય. સત્સંગ મળ્યા પછી પણ જો મુમુક્ષુતા ન જાગે તો પણ
તે જન્મ એળે જાય. આપણને તો ત્રણેય પ્રકારનો સુયોગ થઈ ગયો છે.
ચોરાશી લાખ યોનીમાં બીજા કેટલાય પ્રકારના દેહ મળે છે. તેમાં ભગવાનનો યોગ થતો નથી.
પશુ પંખી પન્નગનાં વળી, આવે તન અનંત;
તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમજી લેવો સિદ્ધાંત...૫
માટે મનુષ્યદેહ જેવા, એવા એકે કોઈ ન કહેવાય;
તેહ સારું સમજી શાણા, નરતનના ગુણ ગાય...૬
પશુ, પંખી, સર્પ વગેરેના દેહ મળે તેમાં ભગવાન ભજી શકાય તેમ
નથી. માટે જે સમજુ છે, શાણા છે, તે મનુષ્ય જન્મનું મહાત્મ્ય સમજીને
તેને ભક્તિ દ્વારા લેખે લગાડવા પ્રયત્ન કરે છે.
જે ભક્તિનિષ્ઠ બને છે તેની ઇચ્છા પૂર્ણ કરવા વૃક્ષ પણ નમે છે.
અલ્હજી નામના એક ભક્ત હતા. તે જમતા તે વખતે ભગવાનને અર્પણ કરીને જમતા. એક વખત તે યાત્રા કરતા હતા. ત્યાં એકાંતવાસમાં ઉતારો કર્યો. બાજુમાં બાગવાન રહેતો હતો. તેને અલ્હજીએ કહ્યું : આંબામાં કેરી સારી છે. મને એક લાવી આપશો ? બાગવાળાને બીજી
કાંઈ ખબર ન હતી. તેથી તાડુકીને બોલ્યો : મોટા મહાત્મા થઈને બેઠા છો, ને કેરી ખાધા વિના ચાલતું નથી. જો ખાવી હોય તો ચઢો ઝાડ ઉપર ને ઉતારી લો. મહાત્મા કહે : મને ઝાડ પર ચઢતાં આવડતું નથી, એટલે તમને વિનંતી કરું છું. બાગવાન મહાત્માને બીજું સંભળાવવા જાય તેના પહેલાં જ આંબાની ડાળ નમી ને જ્યાં તે બેઠા હતા ત્યાં ઠેઠ પહોંચી. મહાત્માએ એક કેરી તોડી ભગવાનને ધરાવી. બાગવાન
એ જોઈ આશ્ચર્ય પામ્યો. મહાત્માને પગે લાગી માફી માગી. પછી તે રાજા પાસે ગયો ને બધી વાત કરી. રાજા પણ ત્યાં આવ્યો. અલ્હજીને
પગે લાગીને પૂછ્યું : વૃક્ષ એ તો જડજાતિ કહેવાય. તેની ડાળ કેવી રીતે નમી. અલ્હજી કહે : હે રાજન, ભગવાનની કૃપાથી બધું જ થાય
છે. જે ભક્તિ કરે છે તેના ઉપર ભગવાનની કૃપા થાય છે, ને જેના ઉપર ભગવાનની કૃપા થાય છે તેને દેવો પણ નમે છે, તો પછી વૃક્ષ
નમે એમાં શી નવાઈ ? એ સાંભળી રાજા પણ આનંદ પામ્યો ને ભગવાનની ભક્તિમાં લાગી ગયો.
આવું છે ભક્તિનું પરિબળ. એ ભક્તિ મનુષ્ય દેહથી કરી શકાય
છે. માટે આવા મહામોંઘા માનવ દેહે કરી ભક્તિ કરવી એમાં જ એની સાર્થકતા છે.
આચમન-૨૭ : ભક્તિ વિના મનુષ્ય જન્મ વૃથા
ભક્તિ એ એક એવું સાધન છે જેનાથી ભગવાનનો સાક્ષાત્કાર થાય
છે. બધી સાધનાનું ફળ ભક્તિ છે. એમાં ભક્તને એક માત્ર ભગવાનનો જ સહારો છે. ભક્ત ભગવાન સાથે એકતા પ્રાપ્ત કરે છે. તે હંમેશાં
પ્રસન્ન અને શાંતચિત્ત બને છે. ભક્તિને મૂકીને જેઓ શક્તિ પાછળ
ગાંડા થઈને ફરે છે તે બધા દુઃખી દુઃખી થતા ફરે છે. તે પોતાના પુરુષાર્થ
પર આધાર રાખે છે. ભક્તને તો એક ભગવાનનું બળ છે. સ્વામીબાપા કીર્તનમાં કહે છે કે,
શ્રીહરિ કો બલ લે શૂરાતન રખીએ,
મુક્ત અનાદિ સંગમેં રમીએ...શ્રીહરિ કો...
છોડ દૂર બલ સબ સાધન કા,
હરિકૃપાસે સુખમેં ઠરીએ...શ્રીહરિ કો...
ભક્તિ કરવામાં સાધનનું બળ ન જોઈએ. તેમાં તો ભગવાનની કૃપાનું બળ જોઈએ. આનો અર્થ એ થતો નથી કે કાંઈ પુરુષાર્થ ન કરવો
ને કહેતા રહેવું કે ભગવાનની કૃપા હશે તો થાશે. પુરુષાર્થ તો કરવો
પણ તેનો અહંકાર ન જોઈએ. એ અહંકાર ઓગાળવા માટે ભક્તિ એ સર્વોત્તમ સાધન છે. તેના માટે જ આ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે. એ કાંઈ વારે વારે મળતો નથી. એ તો ચિંતામણિ જેવો છે. એ વાત ભક્તિનિધિના બત્રીસમા કડવામાં સમજાવતાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી કહે છે કે,
જેમ ચિંતામણિ મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડીએ; શેખતાનની સાંકડે, હરિમંદિરને કેમ પાડીએ...૩
કઠિયારો નહાવા ગયો. ત્યાં નદીમાં પાણી બહુ જ સ્વચ્છ હતું. તેમાં કઠીયારે સારો નાનો કાંકરો જોયો. વિચાર કર્યો કે આ નાનો કાંકરો
મારા છોકરાને રમવામાં સારા કામ આવશે. એને ખબર નહોતી કે આ કાંકરા નથી, પણ ચિંતામણિ છે. તેથી તે કાંકરા લઈ નદીની બહાર થોડીવાર બેઠો. ઉપર આકરો તાપ પડતો હતો. તેથી તેને વિચાર થયો કે શેઠિયા બધા મોજમજા કરે છે એવો બંગલો મને પણ જો મળી જાય
તો હું બેઠો બેઠો લહેર કરું. ત્યાં જ પોતાના હાથમાં રહેલા ચિંતામણિના
પ્રતાપે ત્યાં બંગલો થઈ ગયો. કઠિયારો તો રાજી રાજી થઈ ગયો.
સોનાની ખાટના હિંડોળે ઝૂલવા લાગ્યો. ત્યાં નજીકમાં એક કાગડો આવીને કરરર કરરર કરવા માંડ્યો. એટલે તેને ઉડાડવા પેલો કાંકરો
- ચિંતામણિ ફેંક્યો - કાગડો તો ઊડી ગયો ને કઠીયારો હતો તેવો જ
પાછો થઈ ગયો. ન રહ્યો બંગલો કે ન રહી સોનાની હિંડોળા ખાટ.
તેમ જીવો એવા અવળા છે કે ચિંતામણિ જેવા આ મનુષ્ય જન્મને કાગડા ઉડાડવામાં - વિષય ભોગમાં - એશ આરામમાં વેડફી ન નખાય.
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી બીજું દૃષ્ટાંત આપે છે કે શેતખાનાની સાંકડે, હરિ મંદિરને કેમ પાડીએ. આ બાબત આજકાલના (સુધરેલા !)
લોકોમાં જોવા મળે છે. લોકો ઘરમાં રહેવા માટે બધી જ સગવડ કરે છે. નહાવા માટે મોટો બાથરૂમ, રસોઈ માટે મોટું રસોડું, બેસવા માટે સીટીંગ રૂમ, સૂવા માટે સારા ફર્નિચરવાળો બેડરૂમ, નાના છોકરા માટે બેબીરૂમ, આ બધું કરવામાં વાંધો ન આવે, પણ ઘરમાં ઠાકોરજી માટે રૂમ બનાવવાનો વખત આવે ત્યારે કહે કે તે આપણા મકાનમાં સાંકડ કરશે. એમ માનીને હરિમંદિર માટે જગા રાખી હોય તો પણ તે પાડી
નાખે. બાથરૂમ મોટો કરવા માટે તે હરિમંદિરને પાડી નાખે.
તેમ જીવો બિચારા પોતાના સુખસગવડ પાછળ ઘણો સમય બગાડે છે, પણ ભગવાનની ભક્તિ કરવા માટે સમય ફાળવી શકતા નથી.
આવા આ લોકની હોંશિયારીવાળા દેહધારી કેવા છે ? તો, જેમ પ્રભુ પ્રસાદીની પામરી, ફાડી બગાડી કરે બળોતિયું; એ સમજણમાં સેલી પડી, કામધેનુ દોહી પાઈ કૂતિયું...૫
એક શેઠ હતા. તેના પર રાજી થઈને સંતોએ ઠાકોરજીની પ્રસાદીનું વસ્ત્ર આપ્યું. સંતોને એમ જે શેઠ તેને સારી રીતે શો કેશમાં રાખશે.
રોજ દર્શન સ્પર્શ કરશે. પરંતુ શેઠે જઈને પોતાની ઘરવાળીને તે વસ્ત્ર આપ્યું. ઘરવાળીને થયું આ વસ્ત્ર તો મારા ટેણીયા માટે કામ આવે એવું છે. લાવને તેના કટકા કરું. પછી કટકા કરીને તેમાંથી પોતાના લાલાને
માટે બાળોતિયું-નેપી બનાવી. આવી રીતે લોકો ભગવાનની પ્રસાદીરૂપ
મનુષ્યજન્મને વિષયભોગમાં વેડફી નાખે તે પ્રસાદીની પાંબડીને બળોતિયું કરવા જેવું છે.
કોઈને કામધેનુ ગાય મળે, તેમાંથી તે ધારે તેટલું દૂધ મેળવી શકે.
એ દૂધનો દૂધપાક કરીને ઠાકોરજીને જમાડે તો તે દૂધ લેખે લાગ્યું કહેવાય
પણ તે દૂધ કૂતરીને પાવામાં વેડફી નાખે તો તે મૂર્ખનો રાજા કહેવાય.
તેમ આ મનુષ્યદેહે કરીને કમાણી કરીને ભગવાનની સેવામાં વાપરવાને બદલે સગાં સંબંધીમાં મોટા ભા થવા માટે ખરચી નાખે તે કૂતીને દૂધ
પાવા બરાબર છે.
તેમ મનુષ્યદેહે કરી દાખડો, પોખિયું કુળ કુટુંબને; દાટો પરું એ ડા’પણને, ખરસાણી સારુ ખોયો અંબને...૬
કુળ કુટુંબનું પોષણ કરવાની કોઈ ના નથી કહેતું. કેમ જે એ તો
ગૃહસ્થની જવાબદારી છે. પરંતુ કુટુંબમાં જ ઓતપ્રોત થઈ જાય, ભક્તિ
કરવાનું ભૂલી જાય તો એવા દુનિયાના ડહાપણને દૂર કરો. આ વાતની ટકોર કરતાં દેવાનંદ સ્વામી ગાય છે,
દુનિયામાં ડાહ્યો ડહાપણમાં દુઃખ પામ્યો; ભવતારણ ભગવાન વિસારી, ચડીયો ઠાલે ભામે રે...દુનિયા...
મનુષ્યદેહ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો;
ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીર વલોયો રે...દુનિયા...
હરિ હરિજન સંગે હેત ન કીધું, પીધું વિખનું પાણી; સુખ સંસારી પામ્યા સારુ, મુવા લગી ઘર તાણી...દુનિયા...
દેવાનંદ સ્વામી કહે છે કે, દુનિયામાં ડાહ્યો ભગવાન ને સંત સાથે હેત કરતો નથી. સંસારનું સુખ પામવા માટે મરે ત્યાં સુધી બળદની જેમ ઘાણીએ જોડાઈને દુઃખ વેઠતો ફરે છે. તે આંબાના ઝાડને ઉખેડીને થોરના ઝાડને સાચવી રાખનાર જેવો છે.
એક ખેડૂતે આંબો વાવ્યો. તેની સાથે થોર પણ ઊગ્યો. એ વધારે
મોટો થવા લાગ્યો એટલે ખેડૂતે વિચાર્યું કે જે જલ્દી મોટું થાય તેને રાખું.
તેથી આંબાને ઊખેડી નાખ્યો ને થોરને સાચવી રાખ્યો. એટલે ખરસાણી
- થોર માટે અંબ - આંબાને ખોયો.
એમ હૃદયરૂપી ભૂમિમાં ઊગેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ,
મત્સર આદિ થોરને ઊખેડીને મૂળમાંથી કાઢવા જોઈએ પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિરૂપી આંબા ન કઢાય.
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ખરેખરા રંગમાં આવી ગયા છે.
નવાં નવાં દૃષ્ટાંત એવાં સચોટ રીતે રજૂ કરે છે કે ખરો સમજુ હોય
તો જરૂર ચેતી જાય.
જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઈ રાખમાં રેડે લઈ; એ અકલમાં ઊઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઈ...૭
એક શેઠે નોકરને ઘડો આપીને કહ્યું : સામા ગામે મારો મિત્ર છે
તેની પાસેથી ઘી લઈ આવ. નોકર સામે ગામ ગયો. શેઠના મિત્ર પાસેથી ઘી લીધું. ઠંડક હોવાથી થીજેલું હતું. ઘી લઈને નોકર રસ્તામાં ચાલ્યો.
પણ તાપ આકરો હતો. તેવામાં સામે ચોર મળ્યા. તે કહે : રસ્તામાં ભૂત છે માટે ચેતીને ચાલજો. નોકરને બીક લાગી. તેના પગ ધ્રૂજવા
લાગ્યા. ગરમીના કારણે ઘી ઓગળ્યું. તેથી ડબક ડબક થવા લાગ્યું.
હવે નોકરને વધારે બીક લાગી. તેેણે વિચાર્યું કે ભૂત નક્કી ઘડામાં બેઠું એટલે જ અવાજ થાય છે. નોકરે ઘડો નીચે ઉતાર્યો. અંદર પોતાનું
પ્રતિબિંબ દેખાયું. પાકું નક્કી થઈ ગયું કે ઘડામાં ભૂત છે. તેને તેથી
ગભરામણનો પાર જ ન રહ્યો. એને એમ કે માટલું ઊંધું વાળી દઉં એટલે ભૂત અંદર જ દટાઈ જશે. તેથી ઘડો ઊંધો વાળ્યો. પછી વિચાર થયો કે શેઠે ઘી લઈ જવા માટે મને મોકલ્યો છે. તેથી એમને એમ તો નહિ જ જવાય. ઘી તો ધૂળમાં મળીને રગડો થઈ ગયું હતું. તેને પાછું ઘડામાં ભર્યું. હવે તેમાં ડબક ડબક અવાજ આવતો ન હતો. તેથી નોકર આનંદ
પામ્યો કે હવે ભૂત નીકળી ગયું. પછી હરખાતો હરખાતો તે પાછો આવ્યો.
ઘડો શેઠને આપતાં કહ્યું : શેઠજી, લ્યો ઘી લાવ્યો. શેઠે ઘીને બદલે ધૂળનો રગડો જોયો. એટલે કહ્યું : આ તો ધૂળનો રગડો છે. નોકર કહે : શેઠજી, ઘીમાં ભૂત પેસી ગયું હતું. તેથી ડબક ડબક થતું હતું. એટલે એને કાઢીને ધૂળમાં દાટી દેવા માટે ઘડાને ઊંધો વાળ્યો.
શેઠ કહે : અક્કલના જામ, ઉનાળો છે તે ઘી ગરમ થાય ત્યારે ઓગળે એટલે ડબક ડબક થાય. પણ એ અવાજ થાય એટલે તેમાં ભૂત આવ્યું
ન કહેવાય. હવે આ ઘીમાં ધૂળ ભળી ગઈ છે તેથી કાંઈ કામ નહિ આવે. તેં તો બધું ઘી બગાડ્યું. દાટ વાળી નાખ્યો.
તેમ આ જીવને મનુષ્ય જન્મ મળ્યો છે તે ઘીથી ભરેલા ઘડા બરાબર અમૂલ્ય છે. તે ત્રિવિધના તાપમાં તપે છે. ઓગળે છે, તેથી તેના મનમાં શંકાનું ભૂત ભરાય છે ને ઘીને સગાંસંબંધીના પોષણ માટે વાપરી નાખે છે. એ ધૂળમાં ઢોળ્યા બરાબર છે. પછી એ ખાવાના ઉપયોગમાં - એટલે કે ભક્તિના ઉપયોગમાં આવે એવું રહેતું નથી, ને સમર્થ શેઠ
સ્વામિનારાયણ ભગવાનનો કુરાજીપો વહોરવો પડે છે.
માટે મહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમજી સવળું કામ; વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઈનામ...
આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે તે નાનું સૂનું ઈનામ નથી.
બહુ મોટું ઈનામ છે. તેને તુચ્છ કામમાં બગાડી ન નખાય. એટલે જ આઠમા પદમાં સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ચેતાવે છે કે, ભજો ભક્તિ કરી ભગવાન રે સંતો, ભજો ભક્તિ કરી ભગવાન...
માની એટલું હિત વચન રે સંતો...ભજો...
ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન; જે પામી ન રહે પામવું, એવું એ સુખસદન રે સંતો...૧
ભક્તિ એ એવો દિવ્ય સુખનો ભંડાર છે કે તેને પામીને ગમે તેવો નિર્ધન હોય તે પણ ધનવાન થઈ જાય. એ ધન તે કયું ? તો ભગવાન
કે મોટા પુરુષનો રાજીપો. મોટા પુરુષ રાજી થાય તો રાંક હોય તે રાજા થાય, તેનાં ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય, ને ગમે તેવું
તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.
મોટા પુરુષ ક્યારે રાજી થાય ? તો સેવા કરે ત્યારે. સેવા એ જ ભક્તિ. પરંતુ જે સેવા ન કરે તે સેવક - ભક્ત કહેવાય જ નહિ. એવાને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી તેત્રીસમા કડવામાં ઉપમા આપે છે.
સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી; એહને ભક્ત રખે કોઈ માનોજી, અંતરે પિત્તળ છે બારે ધૂંસ સોનાનોજી...૧
સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહી ભલો;
લાખો લોક લાગ્યા પૂજવા, દેખી આટાટોપ ઉપલો...૨
જે સેવા નથી કરતો એ તો દેખાવનો ભક્ત છે. જેમ પિત્તળ હોય
તેને ઉપરથી સોનાનું પાણી ચડાવ્યું હોય તો તે બહારથી ભલેને સારું
લાગે, પણ જ્યારે તેના ઉપર ઘસરકો લાગશે ત્યારે જણાઈ આવશે કે આ તો માત્ર બહારનો દેખાવ છે. તેમ જે ઉપરથી સારા દેખાવાનો પ્રયત્ન
કરે છે તેને કોઈ વઢશે ત્યારે ખબર પડી જશે કે આ ભાઈ ઉપરથી ભલેને સારા લાગે છે પણ સેવા-ભક્તિનો એમાં છાંટોય નથી.
ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધશું; સારો સારો સહુ કોઈ કહે, પામ્યો આ લોક સુખ પ્રસિદ્ધશું...૩
ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે ગામોગામ;
મળ્યું સુખ વણ મહેનતે, જ્યારે કરી તિલક ધરી દામ...૪
ભક્તિ કરવા માટે સાધુનાં લૂગડાં પહેર્યાં હોય ત્યારે ખાવા પીવામાં કોઈપણ પ્રકારની ખોટ ન હોય. રોજ રોજ ભક્તો નવી નવી રસોઈ
આપતા હોય. વળી આગ્રહ કરી જમાડતા હોય. વસ્ત્રો પણ સારાં સારાં
મોંઘાં મોઘાં મળતાં હોય. ભક્તો પણ કહેતા રહે કે આ સ્વામી બહુ સારા છે. આમ લોકમાં પણ તેની ખૂબ પ્રસિદ્ધિ થાય. ગામડાંમાં ફરે ત્યારે પણ ભક્તો આગ્રહ કરીને જમાડે. આ બધું થયું ક્યારે ? તો તિલક
ચાંદલો કરી, ગળામાં કંઠી પહેરી ને ઉપર ભગવાં વસ્ત્ર પહેર્યાં. બધું જ વગર મહેનતે મળવા માંડે ત્યારે જો વિચાર ન રહે તો, સંસારીકા ટુકડા, નવ નવ આંગળ દંત;
ભજન કરે તો ઊગરે નહિતર અવળા કાઢે અંત...
સંસારી - હરિભક્તોએ જે મહેનત કરીને દ્રવ્ય ભેગું કર્યું હોય તેમાંથી
તે પોતાના પરિવાર માટે ન ખર્ચો કરે તેટલો તે ભગવાનના સાધુ જાણીને
તેમને માટે ઘસાય, પણ જો સાધુ થઈને વિચાર ન રાખે, ભજન ન કરે
તો અવળા અંત નીકળે, એટલે સાધુ વેશે ટકી શકે નહિ.
માત્ર ભગવાં ધારણ કરે, સાધુ ન કહેવાય;
ભગવાનને ધારણ કરે, ત્યારે તે સાધુ કહેવાય.
શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે,
આડંબર આણી ઉપલો, થયો ભક્ત તે ભરપૂર જાણ્યું કસર કોઈ વાતની, જોતા રહી નથી જરૂર...૫
એવો બારે વેશ બનાવિયો, સારો સાચા સંત સમાન પણ પાછું વળી નવ પેખિયું, એવું આવી ગયું અજ્ઞાન...૬
જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્તભક્ત કહે છે ભવમાંઈ
ભક્તપણું નથી ભાસતું, ભાસે છે ઠાઉકી ઠગાઈ...૭
સાધુ થાય તેને ઉપરનો આડંબર ન જોઈએ. જેવા માંહી તેવા બહાર.
સાધુ થાય તેને તો ગૃહસ્થને ત્યાં ન હોય તેવી સુખ-સાહેબી પોતાની
પાસે હોય. કેમ જે ભક્તો એમ સમજતા હોય કે સંતોને આપીએ એટલે ભગવાનને પહોંચે. સત્કાર થાય છે તે ભગવાનના નામ ઉપર થાય છે.
ભગવાં ધારણ કર્યા પહેલાં, જેવો ઉમંગ ને ભક્તિ કરવાની લગની હોય
તેમાં ઢીલાશ આવવી ન જોઈએ.
જીવનપ્રાણ બાપાશ્રી ચેતવણી આપે છે કે જીવ જ્યારે સંસારમાંથી ઉદાસ થાય છે ને સાધુ થવાનો વિચાર કરે છે ત્યારે આવો ઠરાવ કરે છે જે ઝોળી માગી ખાશું, સાધુની સેવા કરીશું, ધ્યાન ભજન કરીશું અને સાધુનો સમાગમ કરીશું. જો એવો ને એવો ઠરાવ દેહપર્યંત રહે તો કાંઈ
વાંધો જ ન રહે. એવો ઠરાવ રાખવો પણ પૂજા, પ્રતિષ્ઠા, પદાર્થ એ આદિકનો ઠરાવ ન કરવો.
કેટલાક તો એવા હોય કે સેવાના નામે પ્રવૃત્તિમાં એટલા બધા જોડાઈ
જાય કે પ્રાર્થના, આરતી, કથાવાર્તા વગેરેમાં ઠેકાણું રહે જ નહિ. આ ભક્તિ નથી. આનાથી સ્વભાવ ન ટળે. સ્વભાવ ટાળવા માટે તો નિયમિત ભક્તિ જોઈએ. ભગવાન અને સત્પુરુષનો આવો સદાગ્રહ હોય છે. જે સમજીને નિયમિત રહે છે તેના ઉપર ભગવાન અને સત્પુરુષનો અંતરનો રાજીપો થાય છે.
કથાવાર્તા ને સેવાભાવના વિના જીવ બળિયો ન થાય. જીવ બળિયો થયા વિના ભૂંડા ઘાટ ન ટળે, ભૂંડા સ્વભાવ ન ટળે. સ્વભાવ ટળ્યા વિના ધ્યાન ભજનમાં લગની ન લાગે. ધ્યાન ભજનમાં લગની વિના વાસના ટળે નહિ. વાસના ટાળ્યા વિના મુક્ત થવાય નહિ. ને મુક્ત
થયા વિના ભગવાનની પાસમાં રહેવાય નહિ. જેમ વરસાદ વિના ધરતી સૂકી રહે છે તેમ સત્સંગ વિના, સેવા વિના જીવ લૂખો રહે છે. જીવને બળવાન થવાને માટે સેવા ને સત્સંગ એ જ ઉત્તમ ખોરાક છે.
આચમન-૨૮ : ભક્તિથી ભગવાનની પ્રસન્નતા
એક વખત સભા પ્રસંગે એક ભાવિકે પૂછ્યું : બાપા, મેં એવું સાંભળ્યું છે કે ભક્તિ કરવાથી ભગવાન રાજી થાય છે, પણ એ ભક્તિ
કેવી રીતે પ્રાપ્ત થાય ? એ ભાવિકની જીજ્ઞાસા જાણી સ્વામીબાપા રાજી
થયા ને કહ્યું : તમને આ જાણવાની ને સમજવાની ઇચ્છા જાગી એ જ દર્શાવે છે કે, તમારામાં ભક્તિનો ઉદય થવાનો સમય પાકી ગયો છે. ભક્તિ એ અનુપમ સાધન છે, સુખનું મૂળ છે. એ પ્રાપ્ત થવી બહુ જ અઘરી છે. જો સાચા સંતનો રાજીપો થઈ જાય તો તે સ્હેજે પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિનું વરદાન એ બહુ મૂલ્યવાળું વરદાન છે. ભક્તિ
મળી એમ ક્યારે કહેવાય ? તે વાત સંત તુલસીદાસજી કહે છે કે,
મમ ગુન ગાવત પુલક શરીરા, ગદ્ગદ ગીરા નયન બહ નીરા, કામ આદિ મદ દંભ ન જાકે, તાવ નિરંતર બસ મૈં તાકે.
ભગવાનના ગુણ ગાતાં ગાતાં જો તમારી વાણી ગદ્ગદ બને, હૃદય
પ્રફુલ્લિત બને, આંખમાંથી આંસુડાં વહેવા માંડે, ત્યારે જાણવું જે ભક્તિ
મળી છે. સંત તુલસીદાસજી આટલેથી અટકી જતા નથી, કેમ જે બોલતાં
ચાલતાં રડી પડવું, શરીર પુલકિત બનવું, ગદ્ગદ થઈ જવું એ તો
નાટકમાં પણ કરી શકાય છે. આવા નાટકીય અભિનયને તુલસીદાસજી
ભક્તિ કહેતા નથી. કેમ જે નાટકમાં નટ-નટી ગદ્ગદ થઈ જાય છે, આંસુ પાડે છે, પરંતુ પડદાની પાછળ જઈને સિગારેટ પીતા હોય છે, દારૂ પીતા હોય છે.
નાટક જોનારને તો એમ જ લાગે કે આના માથે કેટલું બધું વીત્યું
છે, પણ એ તો માત્ર અભિનય છે. માટે ગદ્ગદ થવું, આંસુડાં પાડવાં એટલું પૂરતું નથી. ખરા મુદ્દાની વાત એ છે કે ભક્તિ કરનારમાં કોઈ
પ્રકારની લૌકિક કામના ન હોવી જોઈએ, મદ ન હોવો જોઈએ, દંભ
ન હોવો જોઈએ.
પરંતુ આજકાલ લોકો પોતાને ભક્તિવાળા કહેવડાવવા બહારથી બહુ જ અટાટોપ રાખે છે, દંભ રાખે છે; ત્યારે સાચા સંતને હસવું આવે છે. તેથી કહે છે કે,
મને એ જોઈને હસવું હજારો વાર આવે છે;
પ્રભુ, તારા બનાવેલા તુજને બનાવે છે...
ભગવાને આખી સૃષ્ટિ સર્જી છે, બનાવી છે, છતાં તેમાંના કેટલાક ભગવાનને બનાવવાનો - છેતરવાનો ધંધો કરે છે, ત્યારે સાચા સંતને હસવું આવે છે. પરંતુ જે ખરા દિલથી ભગવાનની ભક્તિ કરવા ઇચ્છે છે તેને ભગવાન દિવ્ય બુદ્ધિનો યોગ આપે છે. એટલે જ ભગવદ્ગીતામાં કહ્યું છે કે,
ગશ્વધ્ક્ર ગગસ્ર્ળ્ઊ ધ્ઌધ્ક્ર, ઼ધ્પગધ્ક્ર ત્ટ્ટબ્ગઠ્ઠષ્ટઙ્ગેંૠધ્ૅ ત્નત્ન
ઘ્ઘ્ધ્બ્ૠધ્ ખ્ધ્ળ્બ્રસ્ર્ધ્શ્વટધ્ક્ર ગક્ર, ગશ્વઌ ૠધ્ધ્ૠધ્ળ્સ્ર્ધ્બ્ર્ગિં ગશ્વ ત્નત્ન
દિવ્ય બુદ્ધિનો યોગ પ્રાપ્ત કરવા માટે ભગવાન પાસે કેવી પ્રાર્થના કરવી જોઈએ તે વાત સ્વામીબાપાએ શીખવી છે કે, દિવ્ય બુદ્ધિકો યોગ દીજે, હમકું મૂર્તિમેં રખ લીજે;
નવીન સુખડાં દેખાવ, તેરા બિરદ જાનીકે...સાગર...
જેને આવો દિવ્ય બુદ્ધિનો યોગ થયો હોય તેને ભગવાન વિના એક પળ પણ ન રહેવાય ને તેની જ ભક્તિ સાચી કહેવાય. સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના ચોત્રીસમા કડવામાં કહે છે કે, ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, ભક્તિ વિના જેણે પળ ન રે’વાયજી; શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી...૧
સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલે કરી; અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે કરી...
નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે ખરો ભક્ત હોય તે શ્વાસોશ્વાસે ભગવાનના ગુણ ગાયા કરે. તે વિના તેને બીજું કાંઈ સુહાય નહિ -
શોભે નહિ, તેથી ભક્ત તેને ચહાય જ નહિ, ઇચ્છે જ નહિ. ભગવાનના
ગુણગાન વિના બીજા ગામગપાટા ગમે જ નહિ. એ કદી શરીરનાં સુખ
તો ઇચ્છે જ નહિ. એના અંતરમાં એક જ લગની હોય કે મારે ભક્તિ
કરી ભગવાનને રાજી કરવા છે.
ભક્તિનો દિલમાં ઉદય થયો છે કે નથી થયો એ ક્યારે જણાય ?
તો ભગવાન પ્ર.પ્ર.ના ૧૫મા વચનામૃતમાં કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ભગવાન તથા સંત
તે મુને જે જે વચન કહેશે તેમજ મારે કરવું છે.
અને તેના હૈયામાં એમ હિંમત રહે, અને આટલું વચન મુથી મનાશે
ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. જીવનપ્રાણ બાપાશ્રી પણ બીજા ભાગની ૧૨૭મી વાતમાં કહે છે કે, જેને ભક્તિ
હોય તેને શ્રીજીમહારાજ તથા મોટાનાં વચન પ્રમાણે નિયમ ધર્મ પાળ્યા વિના ચાલે નહિ.
જીવનપ્રાણ સ્વામીબાપા કહે છે કે જે ભક્તિવાળો હોય તેને એવી
ચિંતા ન હોય કે દુનિયાના લોકો મને શું કહેશે. કારણ કે દુનિયાના
લોકોની પ્રસન્નતા બહુ વિચિત્ર હોય છે. એકને પ્રસન્ન કરવા જતાં બીજા
નારાજ થઈ જાય છે. પરંતુ ભગવાનને પ્રસન્ન કરવાથી બીજાને પ્રસન્ન
કરવાની જરૂર રહેતી નથી.
જેને ભક્તિનો રંગ લાગ્યો હોય તેને આવું તાન હોય. મારા સંગમાં આવે તેને હું ભક્તિનો રંગ લગાડું. એનું અંતર સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ
સ્વામીની જેમ સદાય એમ ગાતું હોય કે,
રે લગની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી...
રે વાત કહું સુણ સાહેલી, રે બળિયોજી કીધા બેલી;
માથું પહેલું પાસંગમાં મેલી...રે લગની...
આવી રીતે ભગવાનની લગની લાગી હતી વંથળીના કલ્યાણ ભક્તને. એ ખેતીવાડીનું કામ કરતા. પોતાની પાસે જે મજૂરોને કામ
માટે રાખ્યા હોય, તેમની પાસે પણ ભજન કરાવતા. સવારે ખેતીનું કામ કરાવે. બપોર પછી મજૂરોને કથામાં બેસાડે, માળા ફેરવાવે, ધ્યાન
કરાવે, પોતે કથા કરે ને સૌને ભગવાનનો મહિમા સમજાવે.
એક વખત કલ્યાણ ભક્ત ખેતરમાં આંટો દેવા નીકળ્યા. તે વખતે
તેમના મોઢે સ્વામિનારાયણ નામનો જાપ તો ચાલુ જ હતો. ખેતર નજીક આવ્યું ત્યારે કલ્યાણ ભક્તની ઘોડીએ હણહણાટ કર્યો. તેથી ભક્તે જાણ્યું જે આ ખેતરમાં કોઈક બીજું પણ છે. તેથી ડાંગ લઈને ખેતરમાં પેઠા.
આછા અજવાળામાં જોયું તો એક બુકાનીધારી માણસ ચારો વાઢી રહ્યો હતો. કલ્યાણ ભક્તને જોતાં જ હેબતાઈ ગયો. એને ખબર હતી કે કલ્યાણ ભક્તનો એક જ ઘા તેને હતો નહતો કરી દેશે. તેથી ધ્રૂજતો ધ્રૂજતો હાથ જોડી ઊભો જ રહ્યો.
કલ્યાણ ભક્તે પણ તેને ઓળખ્યો. એ પણ વંથળીનો જ હતો. એની સ્થિતિ બહુ જ ગરીબ હતી. ભક્તે વિચાર્યું જે આ બિચારાને ગરીબીના કારણે આવી પ્રવૃત્તિ કરવી પડી છે, તેથી તેને ધીરજ આપતાં કહ્યુંઃ તારી
પાસે ઢોર છે, તેના માટે થોડોજ ચરો પૂરો નહિ થાય. હું તને થોડો વધારે ચરો વઢાવવા માટે મદદ કરું.
પછી ભક્ત દાતરડું લઈ આવ્યા ને ચરો વાઢવામાં મદદ કરી. પેલા
ગરીબ ચોરે વિચાર્યું જે ખરેખર આ ભગત તો દેવ જેવા છે. ચરો વાઢી
લીધા પછી ભગતે ભગવાનની વાતો કરી. તેમાં સમજાવ્યું કે, નીતિથી કમાઈને ખાવું જોઈએ.
ત્યારે પેલો ચોર કહે : ભગત, ચોમાસામાં તો અમારાં ઢોરને વાંધો
નથી આવતો, કારણ કે ભાદર નદીના કાંઠે ઘણું ઘાસ ઊગે, તેથી ઢોરાં
તે ચરી ખાય, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે ખેંચ પડે છે.
ભગત જાણતા હતા કે એ વ્યસનનો ગુલામ છે તેથી તેની આવક બધી એમાંજ ખપી જાય છે. તેથી તેને સમજાવ્યું કે આ વ્યસન તારું ધન અને તંદુરસ્તી બેય હરી લે છે માટે તે તું છોડી દે. હમણાં તું રોજ આવીને ચરાનો ભારો બાંધી જજે, પણ વ્યસન છોડી દેજે.
પછી તો કલ્યાણ ભક્તના સંગથી તેને પણ સત્સંગનો રંગ લાગ્યો.
તેણે વિચાર્યું મારાથી અણહકનું ન ખવાય. ધીમેધીમે તે પણ પાકો સત્સંગી થઈ ગયો. વ્યસન છોડી દીધું તેથી સુખિયો થયો ને ધર્માદો
પણ કાઢતો થઈ ગયો.
આ કલ્યાણ ભક્ત ને માણાવદરના મયારામ ભટ્ટ બન્ને પાકા મિત્રો.
એ બન્ને જ્યારે ભગવાનનાં દર્શન માટે જાય ત્યારે ભગવાનનાં એકે એક અંગની શોભાનાં દર્શન કરે.
સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીની તેમના અંતરમાં સૂર રેલાતા હોય કે,
શી કહું શોભા અંગની, જોઈ લોચનીયાં લોભાય, ચૈતન્ય ચોરો છો;
નીરખી નાસા કોરને, મારાં ભવનાં પાતક જાય, ચૈતન્ય ચોરો છો.
દર્શન કરીને પાછા ઉતારે આવે ત્યારે પણ ભગવાનનું મધુરું હાસ્ય, આંખોનાં મટકાં, કરનાં લટકાં, ભક્તોનાં પૂજન સ્વીકારવાની લીલા, એ બધાનું શાંત ચિત્તે બેઠા બેઠા સાથે મળી ચિંતવન કરે. તેમાં એકબીજાને સંભારી આપે. સમૈયો કરીને ઘેર જાય ત્યારે પણ એ જ મનન. વળી
પાછા દર્શને જાય ત્યારે પણ એ જ મનન.
આવી રીતે મનન કરવાથી કલ્યાણ ભક્ત પર ભગવાનની કરુણા ઊતરી તેથી તેમને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ. તેથી જ્યાં નજર કરે ત્યાં
ભગવાનની મૂર્તિ દેખાય. આવા પ્રેમી ભક્તને લાભ આપવાનો ભગવાને વિચાર કર્યો, તેથી વંથળી ગામે પધાર્યા.
ભક્તને ઘેર થાળ કરાવ્યો ને પ્રેમથી જમ્યા. ભક્તને થાળની પ્રસાદી આપી. લોકોને ખબર પડી કે જેમનાં દર્શન માત્રથી દારિદ્ર્ય મટી જાય
એવા સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ ભક્તને ઘેર આવ્યા છે, તેથી
તેઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા.
ભગવાને વાત કરી જે, આ મનુષ્ય દેહ મળ્યો છે તે બહુ જ દુર્લભ
છે. આ દેહે કરી સદાચારનું પાલન કરી જીવન ધન્ય કરી લેવું જોઈએ.
ત્યારે ગામના કેટલાક કહે : ભગવાનનું ભજન તો ઘડપણમાં થાય.
હાલમાં તો અમને એટલું બધું કામ છે કે ભજન કરવાનો સમય જ નથી
મળતો. જો કામ ન કરીએ તો ખાઈએ શું ? જો તમે દાણા આપો તો બધું જ કામ મૂકી દઈએ ને તમારું ભજન કરીએ.
ભગવાન જાણતા હતા કે આ બધા ઉપર ઉપરથી વાત કરે છે. એમને
તૈયાર દાણા દઈશું તો પણ ભજન કરવા તૈયાર નહિ થાય. તેથી કલ્યાણ ભક્તને કહ્યુંઃ કલ્યાણ ભગત, આ તમારી કોઠી છે તેનું ઉપરનું મોં બંધ
કરી દો ને સાણું ખોલી નાખો.
કલ્યાણ ભગત તો જાણતા જ હતા કે કોઠી ભલેને ખાલી છે, પણ ભગવાન કહે તેમ કરવામાં જ સુખ છે. તેથી ભગવાનના વચને ઊભા થયા ને બીજા બધા બેઠેલાને ખાત્રી થાય તે માટે કહ્યું : મહારાજ, આ કોઠી તો સાવ ખાલી છે. એકેય દાણો નથી. ભગવાન કહે : તમે ખોલો
તો ખરા. અંદર શું છે કે નથી, તેની હમણાં જ ખબર પડશે.
ભગવાનના વચને કલ્યાણ ભગતે કોઠી ઉપરનું ઢાંકણું બંધ કર્યું ને જ્યાં સાણું ખોલ્યું ત્યાં તો સરરર કરતો બાજરો નીકળવા લાગ્યો.
એમાંથી એવી સરસ સુગંધ આવતી હતી કે કદીએ કોઈ માણી ન હોય.
તરત જ ભગવાન કહે : લ્યો પટેલીઆઓ, લઈ જાઓ આ બાજરો
ને હવેથી ભજન કરો, નિયમ ધર્મ બરાબર પાળજો. ઘરડા થવાની રાહ જોશો તો મૂળગેથી રહી જાશો.
હવે પટેલોને કાંઈ કહેવાનું રહ્યું નહિ, તેથી કહેવા લાગ્યા : તમે
તો સાક્ષાત્ ભગવાન છો. બાજરાનો વરસાદ પણ વરસાવો એવા છો,
પણ અમારાથી ધર્મ નિયમ ન પડે.
સ્વામીબાપા કહે છે કે, ભગવાન આવી રીતે કૃપા કરે તો પણ જે અભાગિયા જીવ હોય તે ભગવાનની કૃપાને ઝીલી ન શકે. જેના હૈયામાં ભક્તિનો ઉદય થયો હોય તે જ ભગવાનની વાત સમજે ને વધારે ને વધારે ભક્તિમાં મન લગાડે.
જેમ કલ્યાણ ભક્તે ભગવાનની ભક્તિમાં મન લગાડ્યું હતું તો
તેમનાં બધાં જ કામ ભગવાને દીપાવ્યાં, તેવી જ રીતે સ્વામિનારાયણ
ગાદીના શરણે રહીને જે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભક્તિમાં
મન લગાડે છે તેવા ભક્તોનાં બધાં જ કામ એ જ ભગવાન પ્રગટપણે આવીને પૂરાં કરતા આવ્યા છે, પૂરાં કરે છે ને કરતા રહેશે. એટલે જ સ્વામીબાપાએ ગાયું છે કે,
પ્રેમીજનોનાં કામ કર્યાં છે, કરો છો ને કરશો એ દયા છે રે; સદા પ્રગટ પ્રગટ જન પ્યારા, હે ભક્તિધર્મદુલારા...વંદન...
આપણે પણ સ્વામિનારાયણ ગાદીના શરણે રહી કલ્યાણ ભગતની જેમ ભગવાનની લીલાનાં દર્શન કરીએ, મનન કરીએ, આપણી સમીપે આવનારને ભજનના માર્ગે દોરીએ.
આચમન-૨૯ : ભક્તિ કરનારને કેવો વિચાર જોઈએ
ભક્તિ કરનાર ભક્ત હોય તેને નારદ ભક્તિ સૂત્રના દશમા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ‘ત્ત્ર્સ્ર્ધ્િંઊંધ્સ્ર્ધ્દ્ય્ધ્ધ્ક્ર અસ્ર્ધ્ટધ્ઃ ત્ત્ઌર્સ્ર્ગિંધ્’ એ ભાવના દૃઢ હોય. અર્થાત્ ભગવાન સિવાય બીજા બધા આશ્રયોનો ત્યાગ, ને એને જ અનન્યતા કહેવામાં આવે છે.
કામનાઓ વાસનાઓ ભક્તને તકલીફ આપ્યા જ કરે છે. પરંતુ જો ભક્ત પોતાનું મન ભગવાનની કથા સાંભળવામાં ભગવાનનાં
ગુણગાન કરવામાં જોડી દે તો જગતની કામનાઓ આપોઆપ દૂર થઈ
જાય. ભક્ત તો ભગવાન સિવાય કોઈને ઓળખતો જ નથી. ભગવાન
તેના માટે સર્વસ્વ છે. ભગવાન એક જ તેનો મુખ્ય અનન્ય આશ્રય છે.
તે ભગવાન માટે જ જીવે છે. તેમની પ્રસન્નતાર્થે જ સર્વ કાર્યો કરે છે.
ભગવાન જ તેના આધાર છે, તેનું બળ છે, તેની આશા છે ને શ્રદ્ધાનું કેન્દ્ર છે. એને ભગવાનની ભક્તિ વિના પળ પણ રહેવાય નહિ, તેને બીજું કાંઈ ગમે નહિ. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના
ચોત્રીસમા કડવામાં કહે છે કે,
હંમેશ રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા; ભૂલે પણ હરિભક્તિ વિના, ઠામ ન દેખે ઠરવા...૩
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ સમજે નઈ;
ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઈ...૪
એના હૈયામાં સદાય હરખ આનંદ વર્તતો હોય ને એ ભક્તિ કરવાની જ તમન્ના સેવતો હોય. એ ભક્તને ભક્તિ વિના બ્રહ્મલોકનું સુખ
સ્વપ્નેય ગમે નહિ. અરે કદાચ કોઈ તેની આગળ જઈને ચૌદ લોકના સુખની વાત કરે તો પણ લાલચુ થઈને તેમાં લોભાઈ ન જાય.
ભક્તના હૈયામાં એવી જ તમન્ના હોય કે ભક્તિ કરવામાં જે
મજા છે તેવી કોઈ પદાર્થમાં નથી. અરે કદાચ મને બ્રહ્મલોકનું સુખ મળે
તો પણ એ મારે જોઈતું નથી. એ એમ સમજે છે કે ભગવાનના ભજન
વિનાના જે હું શ્વાસ લઉં છું એ તો લુહારની ધમણ જેવા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
ષ્ઙ્ગેંબ્જીૠધ્ર્િંઌદસ્ર્બ્ગઇ ધ્ર્ગિંશ્વ, બ્ઘ્શ્વ મૠધ્ષ્ટન્કપગશ્વ ત્નત્ન
પધ્શ્વ પટ્ટબ્ગ ઼ધ્જીશ્ધ્હ્મ, ઈગટ્ટબ્ગન્કમળ્ખ્ધ્ળ્ષ્ટમધ્ઃ ત્નત્ન
જે માણસ ધર્મ - ભક્તિ પરાયણ જીવન વિનાનો એક પણ દિવસ
ગુમાવે છે તે લુહારની ધમણની જેમ શ્વાસોશ્વાસ લે છે, જીવે છે. એમ
બુદ્ધિશાળી પુરુષો, સજ્જનો માને છે. સાચો ભક્તિનિષ્ઠ સમજતો હોય કે ભગવાનના ધામનાં સુખ આગળ બ્રહ્મલોકનું સુખ તો કાકવિષ્ટા
તુલ્ય છે.
સ્વામિનારાયણ ભગવાન છેલ્લાના ૨૮મા વચનામૃતમાં કહે છે કે સર્વ સુખમય મૂર્તિ તો ભગવાન જ છે ને ભગવાનના ધામના સુખ
આગળ બીજા લોકનાં જે સુખ તે તો નરક જેવાં છે એમ મોક્ષધર્મમાં કહ્યુું છે. જીવનપ્રાણ બાપાશ્રી ૩૫મી વાતમાં કઠિયારાનું દૃષ્ટાંત આપી વાત કરે છે કે બ્રહ્માદિકનું સુખ એ તો કેટલાય લોકમાંથી પસાર થતાં વધેલો એંઠવાડો છે. માટે એવા સુખને ભક્ત ઇચ્છે જ નહિ.
ભક્તિ કરતાં એક બીજું પણ મોટું આવરણ નડતરરૂપ થાય
છે. તે કયું ? તો અંહમમત્વ. એ જાય તો જ પ્રેમલક્ષણા ભક્તિ આવે.
નવ પ્રકારની ભક્તિ કહી છે. તેના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ ભેદ ને તેના પણ રજસ, તમસ ને સત્વ એ ત્રણ ભેદ. આમ
૯ ૩ ૩ = ૮૧ પ્રકારની ભક્તિ થાય. તે સર્વથી પર પ્રેમલક્ષણા
ભક્તિ છે. જો અહંમમત્વ ટળે તો જ આ ભક્તિ મળે. શ્રી નિષ્કુળાનંદ
સ્વામી કહે છે,
અહંમમત જાય જ્યારે ઊચળી, ત્યારે પ્રગટે પ્રેમ લક્ષણા; ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઈ મણા...૭
અરસ પરસ રહે એકતા, સદા શ્રી હરિની જો સાથ; અંતરાય નહિ એકાંતિકપણું, ઘણું રહે શ્યામની સંઘાથ...૮
ભગવાનને અહંભાવ પ્રત્યે દ્વેષ છે ને નમ્રતા પ્રત્યે પ્રેમ છે. જેઓ
પોતાની સંપત્તિ, સ્થાન, જ્ઞાન, જ્ઞાતિ વગેરેનું અભિમાન સેવે છે તેઓ કદી પણ ભગવાનનો સાક્ષાત્કાર પામી શકતા નથી. જેના હૃદયમાંથી અહંકાર નીકળતો જશે તેમ તેમ તેનું હૃદય પ્રભુપ્રેમથી ભરપૂર થતું જશે.
પછી ભક્તને ભગવાન સાથેની એકતા વધતી જશે. લેશમાત્ર અંતરાય
નહિ રહે. ત્યારે તેને એવું તાન નહિ રહે કે હું ભક્તિ કરીને લોકમાં
મોટો દેખાઉં. એને તો ભગવાનમાં અનુરાગ હોય. લોકો તેને સારો કહે કે નરસો કહે તેની તેને પરવા જ ન હોય. આવા સાચા ભક્તનો જલ્દી ભેટો થતો નથી. શ્રી નિષ્કુળાનંદ સ્વામી પાંત્રીસમા કડવામાં કહે છે, સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ લાગેજી; ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ ત્યાગેજી...૧
ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર; ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર...૨
તેના અંતરમાં સાવધાની હોય. એ ક્યારેય ગાફલપણે ન વર્તે.
અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાણી વળી સોડ; નિર્દોષ થાવા નાથનું, કરે ભજન સ્તવન કર જોડ...૩
મહામે’નતે કરી મેલિયું, વળી અર્થે ભર્યું એવું અન્ન;
તે ખાઈને ખાટ્ય માને નહિ, જો ન થાય હરિનું ભજન...૪
ભગવાનના આશ્રયે રહ્યા, ભક્ત થયા, સંત થયા એટલે ખાવાપીવાના પદાર્થમાં કાંઈ ખામી હોય જ નહિ. તે વખતે એ ભગવાનનું પ્રસાદી અન્ન જમે ખરો પણ સાથે સાથે તેને એ વિચાર હોય કે આ બધો મોંઘો માલ ખાઈને જો હું સૂઈ રહીશ, તો મારા મનમાં વિકારો વૃદ્ધિ પામશે. માટે દોષથી રહિત થવા માટે મારે ભગવાનનું ભજન સ્તવન વગેરે કરવું જ જોઈએ. નહિતર હું ભગવાનનો લેણદાર થઈ જઉં. કેમ જે રસોઈ આપનારે મહા મહેનત કરીને જે ધન મેળવ્યું હતું તેના દ્વારા તૈયાર થયેલું મહામોઘું અન્ન જમીને જો ભજન નહિ કરું તો મેં જીવનમાં લાભ મેળવવાને બદલે ખોટ ખાધી.
ગુરુદેવ સ્વામીબાપાએ કહ્યું છે કે જેને ભગવાનને રાજી કરવા હોય
તેણે બહારથી ને અંતરથી પવિત્ર રહેવું જોઈએ. એ પવિત્રતા એક આધ્યાત્મિક ગુણ છે. આવી પવિત્રતા રાખે છે તે જ જીવનમાં પ્રગતિ
પામે છે. કારણ કે જે અંદરથી નેે બહારથી પવિત્ર જીવન જીવે છે તેને હંમેશાં સારા વિચારો જ આવે છે ને તે જ ભક્તિ કરી શકે છે.
સ્વામીબાપાએ એ પણ કહ્યું છે કે જેના બહારથી ઠાઠમાઠ વધારે હોય,
તેનું અંગ ભક્તિમાં ઓછું લાગેલું હોય. કેમ જે તે પોતાના દેહની શુશ્રૂષામાં જ પોતાનો સમય પસાર કરતો હોય. આવા જે રજોગુણી હોય
તે ભગવાનનેે વ્હાલા ન થઈ શકે. કેવા હોય તે ભગવાનને ગમે ? તો જેમનું જીૈદ્બઙ્મી ઙ્મૈદૃૈહખ્ત ટ્ઠહઙ્ઘ રૈખ્તર ારૈહૈંહખ્ત. એટલે સાદું જીવન, અને ઉચ્ચ વિચાર. આનો અર્થ એ થતો નથી કે જેેવા તેવા, એદી જેવા
ગંદા રહેવું. સ્વચ્છતાથી રહેવું પણ સાદાઈથી રહેવું.
ફક્ત બહારના ટીપટાપથી કશું વળતું નથી. ઢોંગ અને દેખાડો કરવો એ તો ધૂર્તની નિશાની છે. ભગવાન તો બધાના અંતરનું જાણે છે. તેમને કોઈપણ ઠગી શકે તેમ નથી. એટલે જ હરિલીલામૃતમાં કહ્યું છે કે, જે વાત તો અંતર કેરી જાણે, ઠગાય તે તો નહિ કોઈ ટાણે;
તેને જ જે છેતરવાનું ધારે, તો તેહને પાતક થાય ભારે...
ભગવાન તેમજ સત્પુરુષ બધા જીવોના અંતરનું જાણતા હોવા છતાં
પણ તત્કાળ કાંઈ કહેતા નથી. કેમ જે તેમને જીવોને નભાવવાનું તાન
છે તેથી દયા રાખે છે, જેથી જીવ ભગવાનના શરણે આવ્યો હોય તે ભગવાનથી વિખૂટો ન પડી જાય. પણ જો કપટ રાખે તો ભગવાન પાસે ટકી શકે નહિ.
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ગાયું છે કે,
એક કપટી ન તરે રે મહારાજ, શરન આયે સબ હી તરે...
પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, ન તરે કૌરવ સમાજ...શરન...
નારદ શુક સનકાદિક તરી ગયે, ન તરે સો રાવન રાજ...શરન...
બીજા બધા ભવસાગર તરી જાય છે પણ કપટી ન તરી શકે. એટલે જ બાપાશ્રી ત્રેપનમી વાતમાં કહે છે કે શ્રીજીમહારાજને વિશે ભગવાનપણાનો નિશ્ચય હોય પણ જો કપટી હોય ને તે જો પોતાનું કપટ જણાવા દે નહિ તો તેનેે જન્મ ધરવો પડે. માટે જેણે ભગવાન તથા સત્પુરુષને રાજી કરવા હોય તેને નિષ્કપટપણે વર્તવું.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્ર.પ્ર.ના ૫૮ વચનામૃતમાં મોટા
પુરુષ રાજી કેમ થાય તેનો ઉપાય બતાવે છે. આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે શો ઉપાય કરે ત્યારે મોટા પુરુષ રાજી થાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે ને કામ, ક્રોધ,
લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એ સર્વેનો ત્યાગ કરે અનેે સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહે કરીને સર્વને નમતો રહે તો એને ઉપર મોટા સંત રાજી
થાય છે.
માટે સ્વામીબાપા કહે છે કે ભગવાન કે તેમના સત્પુરુષ આગળ
નિષ્કપટ થાય તો સ્વભાવ ટળે. નિષ્કપટ થયો ત્યારે કહેવાય તેની વાત
સ્વામિનારાયણ ભગવાને લોયાના પાંચમા વચનામૃતમાં કરી છે. તેમાં
શ્રીજીમહારાજે સર્વે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે કેટલા સંકલ્પ કહેવાય
ત્યારે નિષ્કપટ કહેવાય ? ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય ?
પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે પંચવર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાના વિચારેે કરીને ટળતી ન હોય, તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ
કહેવું અને કાંઈક સંતનો અવગુણ આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે કહેવો ત્યારે તે નિષ્કપટ કહેેવાય અને એ માંહિલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો.
બાપાશ્રી કહે છે કે મોટા આગળ હાથ જોડીને નિવેદન કરે તો મોટા
તત્કાળ એના દોષ ટાળી નાખે એવા દયાળુ છે. પણ જીવ એટલુંય કરતો
નથી તેથી અનાદિ કાળથી કામ, ક્રોધ, લોભ આદિ દોષના કારણે જન્મ
ધરતો આવ્યો છે. કામાદિ બધા ચોર છે, તે જીવની ભજનરૂપ
હવેલીમાંથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્યરૂપી સદ્ગુણ ચોરી લે છે. છતાં પણ જીવ મોહે કરીને છોડતો નથી. આવા દોષ જેનામાં હોય તે ભલેને ભગવાન કે સંતની સેવામાં રહ્યો હોય તો પણ તેની સેવા ભગવાન
કેે સંતને ગમતી નથી. ભગવાનને કોની સેવા ગમે છેે, તે વાત મધ્ય
પ્રકરણના ૩૩મા વચનામૃતમાં કરી છે કે,
એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આ લોકમાં નેે પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું થાય નહિ અને અમારેે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહિ. અને અમે અહીંયા ટક્યા છીએ તે
પણ અહીંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ, અને જેને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જાઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેેને નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમ પાસે રહે છે તોય પણ લાખ ગાઉ
છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરેલી સેવા અતિશે ગમે છે, અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી
નથી. અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિશે એક નિષ્કામી વર્તમાનનું જ અતિશે પ્રતિપાદન થાય છે.
શ્રીહરિલીલામૃતમાં પણ કહ્યું છે કે,
નિષ્કામી જેવો ન પવિત્ર અન્ય, નિષ્કામી જાણું જન ધન્ય ધન્ય; ભક્તિ કરે ને શિળ ભ્રષ્ટ હોય, પામે નહિ અક્ષરધામ સોય...
ભગવાન કહે છેે ભલેનેે ભેખ લીધો હોય, પણ જે નિષ્કામ વ્રતમાં દૃઢ ન હોય તેને ફરીથી જન્મ ધરવો પડે. આવું જ બન્યું ધાતરવડી નદીના કાંઠે વસેલા એક મહંત રામદાસનું. એ યુવાન હતો, વળી સહજ સ્વભાવે રજોગુણી પ્રકૃતિ હતી. રૂપાળા દેખાવા આંખે આંજણ આંજતો. જટાને
તેલ લગાવતો. શરીર પર અત્તર છાંટતો. કાંડે સોનાનું કડું પહેરતો.
કપડાં પણ રંગબેરંગી શાલ દુશાલવાળાં પહેરતો. પગમાં ચાખડી પણ ઘુઘરીવાળી રાખી હતી. પોતાનો વટ પાડવા ગામમાં નીકળતો ત્યારે સજ્જન લોકો તો સમજી જતા કે આ બાવાજી ઉપરનો અટાટોપ કરે છે.
એ ભણેલો હતો ને ભક્તિનો ડોળ કરતો તેથી ભોળા લોકો તેમાં ખેંચાતા હતા. તેણે સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન બહુ મોટા છે, તેથી જો ત્યાંથી પસાર થાય તો તેમની સારી રીતે સેવા કરું. અનેે બન્યું પણ એવું કે ભગવાન વિચરણ કરતા ત્યાં જ પધાર્યા. બાવાને
પણ ખબર પડી કે હું જેમની રાહ જોઉં છું એ જ સ્વામિનારાયણ ભગવાન
પધાર્યા છે. સાથે ભગુજી પાર્ષદ હતા. બાવો તો ગાંડો ઘેલો થઈ ગયો.
દોડીને ભગવાન પાસે પહોંચી ગયો. મઠમાં પધારવા પ્રાર્થના કરી, પણ ભગવાને તેના સામુંય ન જોયું.
કેમ જે ભગવાન તો અંતર્યામી છે. બધું જ જાણે છે, છતાં પણ જીવોને નિભાવવા માટે કહેતા નથી. જેને ભગવાનની બીક હોય તે ક્યારેય
પાપમાં પ્રવૃત્તિ કરે જ નહિ.
શ્રીહરિલીલામૃતમાં કહ્યું છે કે,
જે શ્રીહરિનો મહિમા ન જાણે, ઇચ્છા કુકર્મો કરવાની આણે; જાણે પ્રભુ ક્યાં નજરે જુએ છે, અજ્ઞાની પૂરો જન મૂર્ખ તે છે...
આંખો મીંચીને ઉરમાં વિચાર, જે કીજીએ તે પ્રભુ જાણનાર; એવો નક્કી જો વિશ્વાસ હોય, તો પાપનું કર્મ કરે ન કોય...
સર્વે ક્રિયા અંતર્યામી જાણે, તથાપિ બોલે નહિ તેહ ટાણે; દેહાંત થાતાં ફળ તેનું દેશે, તે પાપ ને પુણ્યનું લેખું લેશે...
ભગવાન બધું જ જાણતા હતા તેથી ભગુજીને કહેે : ચાલો જલ્દીથી, આપણે અહીં રોકાવું નથી, એમ કહી ભગવાન તરત જ ત્યાંથી રવાના થયા, એટલે બાવો રસ્તામાં આવીને બેઠો ને કરગરવા લાગ્યો કે
મહારાજ, રોકાઈ જાઓ. ત્યારે ભગવાને ભગુજીને કહ્યું : જલ્દી કરો ભગુજી, એમ કહેતાંનેે ઘોડીની લગામ ખેંચી કે તરત જ વાયુવેગે ત્યાંથી આગળ નીકળી ગયા. બાવો તો રડતો રડતો પ્રાર્થના કરતો જ રહ્યો.
વખતના વહન સાથે બાવાનું મૃત્યુ થયું ને બીજે જન્મે માણકી ઘોડીનો વછેરો થયો. તે કામી હતો, તેથી તેને બીજો જન્મ લેવો પડ્યો. તે બહુજ રૂપાળો હતો. ખજૂરના જેવો એનો ચકચકતો રંગ હતો. તેને જોઈને ભલભલા કાઠી મોહ પામી જાય એવો એ રૂપાળો હતો. તેનું નામ કનૈયો રાખ્યું. ભગવાને કહ્યું કે એને સારી પેઠે ખવરાવી તાજો માજો કરો.
ભગવાનની આજ્ઞા થઈ એટલે વછેરા માટે ખાણ-જોગણની સારી વ્યવસ્થા થઈ ગઈ.
એ વછેરો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની બોલબાલા વધતી
ગઈ. અઢી વર્ષમાં તો એ એવો મોટો થઈ ગયો કે મોટા મોટા સોદાગરો આવીને તેના માટે ૧૭૦૦ રૂપિયા દેવા તૈયાર થયા. એ વખતે સોનું ૧૫ રૂપિયે તોલો મળતું. ભગવાન સોદાગરોને કહી દેતા કે આ ઘોડો
તો મારા માટે રાખવાનો છેે.
એક વખત ભગવાને દાદાખાચરને કહ્યું કે તમે વછેરા ઉપર શંખલાદિ
પલાણ નાખીને બરાબર શણગારીને લાવો. ભગવાનની આજ્ઞા થતાં સંપૂર્ણ શણગાર સજાવીને દાદાખાચર એ વછેરાને ભગવાનની પાસે
લાવ્યા. ભગવાને પણ કેડે ફેંટો બાંધી કમર કસી ને મસ્તકે બોકાની વાળી.
વછેરો નજીક આવ્યો ત્યારે ભગવાને તેની સામું જોયું, પોતાનો કોમળ
હસ્ત એ વછેરા પર ફેરવ્યો. તેને પૂર્વ જન્મનું જ્ઞાન થયું હોય તેમ
તેણે પશ્ચાત્તાપ પૂર્વક આંસુ સાર્યાં. વછેરામાં જે ઉન્મત્તપણું હતું તે શાંત
થઈ ગયું.
ભગવાન તેના ઉપર અસવાર થયા. તેને એવો તો કુંડાળે નાખ્યો કે ભલભલા ઘોડેસ્વારના પણ છક્કા છૂટી જાય. બધા જ કહેવા લાગ્યા : વાહ મહારાજ વાહ, આવાં દર્શન તો આજે જ થયાં. વછેરો પણ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો ને ભગવાન પણ રેબઝેબ થઈ ગયા હતા.
કાઠીઓનેે આનંદ થયો કે ભગવાનની નવી લીલાનાં દર્શન થયાં.
થોડીવાર પછી વછેરાને ઊભો રાખી ભગવાન નીચે ઊતર્યા. એવામાં એક માગણ ત્યાં આવ્યો. એ મનમાં સંકલ્પ કરતો હતો કે આ ઘોડો
મનેે મળી જાય તો મારું બધું દારિદ્રય ટળી જાય. અંતર્યામી ભગવાનથી આ કાંઈ અજાણ્યું ન હતું. માંગણને વછેરાનું પૂર્વ જનમનું કેટલું લેવું દેવું હતું તે ભગવાન જાણતા હતા તેથી વછેરાની લગામ લઈને તરત
જ પેલા માંગણ પાસે ગયા ને કહ્યું : લે, તું ક્યારનોય સંકલ્પ કરે છે,
તો તને આ વછેરો કૃષ્ણાર્પણ. ભગવાનના આ શબ્દો સાંભળી કાઠીઓ, બધા સજ્જડ થઈ ગયા. કહેવા લાગ્યા : હેે મહારાજ, આ શું કરો છો.
આવો ઘોડો આ ભિખારીને ! ભગવાન કહે : હવે બોલવાનો કાંઈ અર્થ
નથી. એક વખત બોલાઈ ગયું કે કૃષ્ણાર્પણ એટલે પૂરું થઈ ગયું. અર્પણ કરેલી વસ્તુ પાછી ન લેવાય. ભગવાને અર્પણ કર્યો તેથી કાઠીઓ
માંહોમાંહી સમસમી ગયા. કહેવા લાગ્યા : અરે કેટલો બધો મોંઘો વછેરો હતો ને એક મામુલી માંગણને આપી દીધો ! ગજબ થઈ ગયો.
આ બાજુ વછેરો મળવાથી માંગણ બાળક રાજીનો રેડ થતો ભગવાનને પગે લાગ્યો ને વાહ મહારાજ, તમે મારી અંતરની વાત જાણી
ગયા, ધન્ય હો મહારાજ, તમને ધન્ય હો, એમ બોલતો નાચવા ને કૂદવા
લાગ્યો. ભગવાને તેને જવાની રજા આપી એટલે તે તો વછેરા પર સવાર થઈ રવાના થઈ ગયો. કાઠીઓ તો જોતા જ રહી ગયા. બધાનાં મોઢાં નિસ્તેજ થઈ ગયાં. જાણે સોનેરી સ્વપ્નું રોળાઈ ગયું. માખી તેલમાં બૂડી ગઈ.
સાંજે સભા થઈ. બધા જ ઉદાસ થઈને બેઠા હતા. ત્યારે મહારાજે ભગુજીને કહ્યું : આપણે બન્ને ધાતરવાડી નદીને કાંઠેથી પસાર થતા હતા
તે વખતે એક બાવે આપણને પોતાને ત્યાં જમવાની તાણ કરી હતી
તે વાત કરો. ત્યારે ભગુજીએ માંડીને બધી વાત કરી કેે બાવાની જગામાં
ગયા ત્યારે બાવાએ હેેતથી જમાડવાનો આગ્રહ કર્યો પણ ભગવાન ત્યાંથી
તરત જ ચાલી નીકળ્યા. બાવો રસ્તામાં આડો ફર્યો ને રોવા લાગ્યો
તો પણ તેને મૂકીને ચાલી નીકળ્યા.
પછી ભગવાને ચોખવટ કરતાં કહ્યું કે એ બાવો બહુ જ કામી હતો
ને રજોગુણી હતો તેથી અમે એનું ભોજન ન લીધું ને તેની પાસે રહ્યા
પણ નહિ. એ બાવો મરીને હવે માણકીનો વછેરો થયો છે. પેલો માંગણ હતો તે એનો પૂર્વ જન્મમાં ઋણ માગનારો છે. હવે એ વછેરાનેે વાલી ઘોડો કરશે. એટલે દેશોદેશથી ઘોડીઓ એની પાસે આવશે, તેને ભોગવશે.
તેને અમારો જોગ થયો છે તેથી તેને છોડશું નહિ. તેની તીખી વાસના છે, તે પૂરી કરશે, ને બીજે જન્મે તેને સત્સંગમાં જન્મ ધરાવશું. ત્યાં
તે સારી રીતે અમારું ભજન કરશે ને અંતે અમારા ધામને પામશે. આ
વાત તમે જાણતા ન હતા તેથી શોક કરતા હતા. બોલો, હવે કાંઈ
પૂછવાનું છે ? ત્યારે બધા હાથ જોડીને કહેવા લાગ્યા કેે હે મહારાજ, કયો જીવ ક્યાંથી આવ્યો છે, ને તેનું શું થવાનું છે તે તો આપ જ જાણો.
અમે તો આ લોકના નાના જીવ, તે બીજું કાંઈ જાણીએ નહિ તેથી આપની લીલામાં તર્ક થાય, પણ આપ દયાળુ એવા મળ્યા છો કે કેવળ
દયા કરી અમારી શંકાનું સમાધાન કરી આપો છો.
આમ ભગવાન આપણને દરેક સમયે સમજાવતા રહે છે કે આપણું હિત શેમાં રહેલું છે. એ કહે છે કે આપણને સફળતા અપાવનારી શક્તિ
આપણામાં રહેલી છે. ભગવાનનું બળ રાખીને જે મંડ્યા રહે છેે તે શત્રુ
પર વિજય મેળવી શકે છે, ને એ જ સાચું પૌરુષ છે.
આચમન-૩૦ : ભક્તિ એ તો શિરનું સાટું
સ્વામીબાપા કહે છે કે, તમે નિર્બળને લૂંટો કે લોકોની બુરાઈ
કરવામાં સફળ થાઓ, કે બીજાનું અપમાન કરો તેમાં તમારો વિજય
નથી, કે બહાદૂરી પણ નથી. પરાક્રમ દેખાડવું હોય તો અંદર બેઠેલા
ષડ્રિપુ સામે લડવામાં દેખાડો. પૌરુષ દેખાડવું હોય તો સારા વિચારોનો ફેલાવો કરવામાં દેખાડજો. બહાદુરી દેખાડવી હોય તો દુઃખી અને દીન
માનવોની સેવા કરવામાં દેખાડજો.
સાચી બહાદુરી એ જ છે કે જે પોતાના કર્તવ્યનું જાણપણું રાખે.
ત્યાગી હોય તેને સારાં સારાં વસ્ત્ર ઓઢવા મળે, તેમાં પણ સમજે કે આ બધું પરાયું ધન છે. તેને લેખે લગાડવા માટે ભજન ભક્તિ એ જ સાચો માર્ગ છે. જો એ વિચાર અંતરમાં ન રહે, તે કેવો છે ? તે
શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે,
ખરું ન કર્યું ખાધા જેટલું, ઇચ્છ્યો ભક્ત થાવા એકાંત;
તે તો ઘાસ કટુ ઘેબરનાં ભાતાં, ખાવા કરે છે ખાંત...૮
જે ભક્ત ભગવાનના નામે મળેલું જમે પણ એટલા પ્રમાણમાં જો ભક્તિ ન કરે ને એમ ધારે જે હું ભક્ત છું, તો તેની ધારણા મૂર્ખાઈ
ભરેલી છે. જેમ ઘાસ કાપનારો - ઘાસ કટુ એમ ઇચ્છા કરે કે મારે તો ઘેબરનાં ભાતાં જોઈએ. પણ તે એમ વિચારતો નથી કે માત્ર આવું સાદું કામ કરવાથી ઘેબર ખાવા ન મળે. સાચા ભકત હોય તે...
એમ જાણે છે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ; નિષ્કુળાનંદ કહે વેશ વરાંસે, ફોગટ મને ફૂલે નહિ... ૧૦
સાચા ભક્ત હોય તે ભક્તિ કરવાનું ક્યારેય ભૂલે નહિ. સમયે સમયે
પોતાના નિયમ સાવધાન થઈને કરે. શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના છત્રીસમા કડવામાં કહે છે,
ફુલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી; ભૂલ્યો ન ભમે ભક્તની ભ્રાંતેજી, નક્કી વાત વિના ન બેસે નિરાંતેજી...૧
નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ; ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ...૨
દાસપણામાં જે દોષ છે, તે દૃગ આગળ દેખે વળી; માટે મોટપ માને નહિ, સમજે છે રીત એ સઘળી...૩
વેશ વરાંસે - વેશના ભરોસે એ ફોગટનો ફુલાય નહિ. જ્યાં સુધી એના અંતરના વિકાર નાશ ન પામે ત્યાં સુધી તેને ટાળવા પ્રયત્ન કરતો જ રહે. એને વિચાર હોય કે હું ભગવાનનો દાસ કહેવાઉં છું, પણ જ્યાં સુધી મારામાં દોષ રહેલા છે ત્યાં સુધી હું સાચો દાસ નહિ.
ખોટ્ય મોટી એ ખોવા સારુ, કરે ભક્તિ હરિની ભાવે ભરી; જાણે ભક્તિ વિના ભાગશે નહિ, ખોટ એહ ખરાખરી...૪
અંતરમાં નડતા વિકારની ખોટ ટાળવા માટે એ ભાવથી ભગવાનની
પ્રેમથી ભક્તિ કરતો રહે કેમ જે એને વિચાર છે કે દોષને ટાળવા માટે સારામાં સારો ઉપાય ભક્તિ છે. તેથી ભક્તિમાં ભંગ પડે એવા વાતાવરણથી તે દૂર જ રહે. એ પાંચેય જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ભગવાન
સંબંધી જ પંચ વિષયનું ગ્રહણ કરે. શ્રોત્ર દ્વારા એ ભગવાનની વાત
સાંભળે, નેત્ર દ્વારા એ ભગવાન કે સંતનાં દર્શન કરે, ત્વચા દ્વારા એ ભગવાન કે સંતના ચરણનો સ્પર્શ કરે, રસના દ્વારા ભગવાનનો પ્રસાદ
ગ્રહણ કરે ને નાસિકા દ્વારા ભગવાનને ચડ્યાં એવાં જે પુષ્પ વગેરે પદાર્થ
તેનો જ ગંધ લે.
દરેક માણસ કોઈ પણ ઉદ્યમ કરે છે તે ધનવાન થવા માટે કરે છે.
તેમ જન્મ મરણનું દારિદ્રય દૂર કરવા માટે ભક્તિરૂપી ઉદ્યમ સૌથી સરળ ને શ્રેષ્ઠ છે. જો એ ઉદ્યમ સાથે વેર કરે તે ક્યારેય દરિદ્રી મટી શકે નહિ.
વિમુખ જીવ તો આવીને કહેવા માંડશે કે આ જન્મ તો ખાવાપીવા
ને મોજ મજા કરવા માટે મળ્યો છે, ત્યારે તેને પોતાનો વેરી જાણીને
તેને દૂર કરવો પણ ભક્તિની ખરી કમાણી કરવાની તક, આળસમાં
ન ગુમાવવી. આ કમાણી એવી છે કે તે પરમ પદ પમાડે છે. બીજાં સાધનથી તે પદ મળતું નથી. એટલે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
નવમા પદમાં સમજાવે છે કે,
સંતો મનમાં સમજવા માટ રે, કે’દી મેલવી નહિ એહ વાટ રે... સંતો બધેજ જોઈ જોઈને તપાસી લીધું છે કે ભક્તિ કર્યા વિના ભવસાગરનો ઉચાટ ક્યારેય દૂર થઈ શકતો નથી.
તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ; અવધિએ અવશ્ય અખંડ ન રહે,
તો શી થઈ એમાં ખાટ રે સંતો ...
કોઈ તપ કરે ને તેને સ્વર્ગ કે ત્રિલોકનું રાજ્ય મળે, પરંતુ એ અખંડ રહેતું નથી. સમય થતાં ભાડૂતીને જેમ મકાન ખાલી કરવું પડે તેમ ‘ક્ષીણે
પુણ્યે મૃત્યુલોકે વિશન્તિ’ પુણ્ય પૂરું થતાં પાછા મૃત્યુલોકમાં આવવું પડે છે. તો પછી એ રાજપાટ મળ્યું તેનો શો અર્થ ?
માટે ભક્તિ ભવભયહરણી, કરવી તે શીશને સાટ;
તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટ... રે સંતો... ૩
ભવસાગરમાં ભટકવાનો ભય હરનારી એક ભક્તિ જ છે. માટે તે શિરને સાટે કરવી જોઈએ. આ કામમાં વિઘ્નો ઘણાં આવે. તેમાં તો શિર દેવાનો વખત આવે તો પણ એ માર્ગમાંથી પાછા પડવું જોઈએ
નહિ. બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે કે,
રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ...
રે શિર સાટે...
એવા શૂરવીર ભક્ત હતા કેસરમિયાં. એ જાતે મુસલમાન હતા.
સંતોનો યોગ થવાથી તેમને સત્સંગ થયો હતો. નવા નવા જ એ સત્સંગી હતા. વઢવાણમાં તેમની નોકરી હતી. પરંતુ ત્યાં રાજાનો કારભારી ભાણજી મહેતા હતો. તેને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે ખૂબ દ્વેષ હતો.
ગમે તે કોઈ પોતાની પાસે આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું વાંકું બોલાવી રાજી થતો. આ કામ પણ તે તક જોઈને કરતો. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ત્યાં કચેરીમાં હાજર હોય ત્યારે જ તે વાંકુ બોલાવતો. જેથી સત્સંગી કચવાય. એક વખત એક બ્રાહ્મણ
ગઢડા બાજુ જવા નીકળ્યો. જતાં માર્ગમાં વઢવાણ આવ્યું. ત્યાં એ પૈસા
માગવા નીકળ્યો ત્યારે કોઈકે ભરાવ્યું કે ભાણજી મહેતા સ્વામિનારાયણ ભગવાનના સારા સત્સંગી છે તેથી તને સહાય કરશે.
બ્રાહ્મણ આનંદ પામતો ભાણજી મહેતા પાસે ગયો ને કહ્યું : મારે સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા જવું છે એટલે થોડા પૈસાની જરૂર છે. તો કંઈક સહાય કરો તો દર્શન માટે જઈ શકાય. એ સાંભળી ભાણજી તો લાલચોળ થઈ ગયો ને કહ્યું : તું બ્રાહ્મણ થઈ સ્વામિનારાયણનાં દર્શન માટે જાય છે પણ એ કોણ છે ખબર છે ? એ તો મોચી છે.
જો તને પૈસા જોઈતા હોય તો તે સ્વામિનારાયણ મોચી છે એમ કહી
ગાળ દે, તો તને પાંચ રૂપિયા ઇનામમાં આપું. આ વખતે પણ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હાજર હતા. થોડીવાર તો બ્રાહ્મણને ક્ષોભ થયો પણ પૈસા મળવાના લોભે તે ગાળ બોલવા તૈયાર થયો.
તરત જ ત્યાં બેઠેલા કેસરમિંયાએ તરવાર ઉગામતાં કહ્યું : જો તું સ્વામિનારાયણ ભગવાનનું વાંકુ બોલીશ તો આ તરવાર તારી સગી
નહિ થાય. માટે ગાળ દેતાં પહેલાં વિચાર કરજે.
ભાણજી મહેતો કહે : એ તો બોલે, પણ મારી હાજરીમાં તેનું કાંઈ
ચાલે તેમ નથી. તારો વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી. પૈસાના
લોભે બ્રાહ્મણ ગાળ બોલ્યો કે તરત જ કેસરમિયાંએ મ્યાન સહિત તરવાર
તેના ખભા પર ઝીંકી દીધી. બ્રાહ્મણ તો ત્યાં જ પડી ગયો. ભાણજી
મહેતો પણ જોઈ જ રહ્યો. ભક્તનું ઝનૂન જોઈ એ ડઘાઈ ગયો. ચૂપચાપ
પોતાના ઘરમાં જતો રહ્યો. પણ વેર લેવા માટે કાવત્રું ઘડી કાઢ્યું. રાજાને અવળું ભરાવ્યું કે કેસરમિયાં છાટકો થઈ ગયો છે. કોઈનું માનતો નથી.
રાજાને બીજી ખબર ન હતી તેથી ક્ેસરમિયાંને નોકરીમાંથી રજા આપી.
પરંતુ રાણી ચતુર હતી. તેણે વિચાર્યું કે કેસરમિયાં અવળું કામ કરે જ
નહિ. એ નેકદિલ આદમી છે. તેથી કેસરમિયાંને બોલાવી બધું જ કારણ
પૂછી લીધું. રાણીને નક્કી થયું કે આમાં કોઈ રાજકીય ગુનો થયેલો નથી.
પણ ભાણજી મહેતાની ખટપટ ભાગ ભજવી ગઈ છે. તેથી માંહોમાંહી સમજૂતી કરાવી કેસરમિયાંને પાછા નોકરી પર રાખ્યા.
કેસરમિયાંએ મનોમન સ્વામિનારાયણ ભગવાનનો પાડ માન્યો.
ભાણજીની કૂટનીતિ જાહેર થઈ ગઈ તેથી જાહેરમાં સ્વામિનારાયણ ભગવાનનું વાંકું બોલતો બંધ થઈ ગયો. પણ કોઈ તક મળે તો બદલો
લેવા તે સમસમી રહ્યો હતો.
એ અવસરમાં વઢવાણના વિસ્તારમાં ધાડ પડી. તેનું પગેરું શોધવા
નીકળ્યા. બહુ દૂર ગયા પણ પગેરું હાથમાં ન આવ્યું. તેથી પાછા વળ્યા.
તેમાં કેસરમિયાં સાથે ગયેલા હતા. પાછા ફરતાં માર્ગમાં ગઢપુર આવ્યું એટલે કેસરમિયાં કહે : હું મારા સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરતો આવું. તમારે સાથે આવવું હોય તો ચાલો. તમને ન આવવું હોય તો હું દર્શન કરીને તરત જ પાછો આવું છું. ત્યારે ટેખડી માણસોએ કહ્યું : હા, તું દર્શને જા. તારા ભગવાન તને કાંઈક ભેટ આપશે. ચાલોને અમેય
તારી સાથે આવીએ. જોઈએ તો ખરા કે તારા સ્વામિનારાયણ તને શું આપે છે.
કેસરમિયાં કહે : ભગવાનની પાસે તો આપણે સામેથી ભેટ મૂકવાની હોય, એમની પાસેથી કાંઈ માગવાનું ન હોય. ત્યારે એક જણો કહે : એ અમે કાંઈ ન જાણીએ. જો તારા ભગવાન સાચા હોય તો તને ગળામાં સોનાની ઉતરી પહેરાવે.
કેસરમિયાં કહે : ભગવાન સાથે આપણાથી એવો દાવો ન બંધાય
કે આપણે જે કાંઈ માંગીએ ને તે આપે તો જ ભગવાન સાચા. એમ
જો ભગવાન પાસે માગતા જ રહીએ ને ભગવાન તે આપતા જ રહે
તો આપણી માગણીનો પાર જ ન આવે. આમ વાતો કરતા કરતા સહુ ઠેઠ દાદાખાચરના દરબાર સુધી પહોંચી આવ્યા.
ભગવાન લીંબડા હેઠે બિરાજમાન હતા. મોટી સભા ભરાઈને બેઠી હતી. કેસરમિયાં ભગવાનને દંડવત કરી જેવા ભગવાનની બાજુમાં વંદન
કરવા ગયા કે તરત જ ભગવાને પોતાના કંઠમાં પહેરેલી ઉતરી કાઢીને કેસરમિયાંને પહેરાવી દીધી. કહ્યું : કેસરમિયાં તમે સત્સંગનો પક્ષ શિર સાટે રાખ્યો, તો લ્યો આ ઇનામ. એ જોઈ મિંયાની સાથમાં આવેલાને આશ્ચર્યનો પાર ન રહ્યો. વળી ભગવાને પોતાના કંઠમાં રહેલો હાર મિયાંના એક સાથીદારને આપ્યો ને બીજાને બોલાવ્યો ત્યાં બીજો હાર
પણ તૈયાર. આમ બધાય સાથીદારોને હાર પહેરાવ્યા. પછી કેસરમિયાંને બધી વાત કરવાનું કહ્યું. તેથી તેમણે વાત કરી. તેમની શૂરવીરતાની વાત સાંભળી સભાજનો વાહ વાહ કહેવા માંડ્યા. ભગવાન કહે : તમને રાણીસાહેબ દ્વારા નોકરીમાં ન રખાવ્યા હોત તો તમે શું કરત ?
કેસરમિયાં કહે : બીજે નોકરી કરત. આપની દયાથી એ પણ મળી જાત.
આમ વાત કરી બધાને જમાડી ભગવાને વિદાય આપી.
આમ જેનામાં ભક્તિ હોય તે શિર સાટે ભગવાનનો પક્ષ રાખે.
આચમન-૩૧ : ભક્તિ માગે સાવચેતી
ભગવાનને પ્રસન્ન કરવાનો સૌથી સરળ માર્ગ છે ભક્તિ. પરંતુ એ માર્ગે ગતિ કરનારને બહુ જ સાવધાની રાખવાની જરૂર પડે છે. જેમ
કોઈ નૌકામાં બેસી દરિયો પાર કરવા બેઠો હોય, પણ તેમાં એક નાનું કાણું પડે ત્યારે એમ વિચારે જે કાંઈ વાંધો નહિ. એક નાનું કાણું જ છે. વાંધો નહિ આવે. તો જે વહાણ દ્વારા પોતે દરિયો પાર કરવા ઇચ્છે છે તેનું તે જ વહાણ તેને ડૂબાડી દેશે. તેમ ભવસાગર પાર કરવામાં જો ભક્તિમાં નડતરરૂપ દોષોનો ત્યાગ નહિ થાય તો જરૂર પતન થશે.
સંસારમાં માયા, મોહ, મમતા, અહંકારનાં કાણાં ભક્તિમાર્ગે નડતરરૂપ
બને છે, વિઘાતક બને છે.
નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, કોઈ સારો તરવૈયો હોય ને તેને સરોવર તરવું હોય, પછી તે પોતાની કેડમાં રત્નો, સુવર્ણ વગેરેનાં પોટલાં કેડે બાંધીને પાણીમાં પડે તો તે કદાપિ સરોવર પાર કરી શકે નહિ.
જરૂર ડૂબી જાય.
જેમ તરવું ઊંડા તોયને, માથે હીરા પથરા મોટ છે;
તેમ ગુણ અવગુણ જક્તના, ખરા દેનારા ખોટ છે...
હરિભક્તને હૈયામાંઈ, વિચારવું તે વારમવાર; વો’રવાં નહિ વિષ વ્યાળ વીંછી, એ છે દુઃખનાં દેનાર...
માથા ઉપર કે કેડમાં હીરા વગેરે બાંધનાર ડૂબે છે. તેમ જગતના
ગુણરૂપી રત્નો ને અવગુણરૂપી પથરા જો સાથે રાખશે તો તે કદાપિ
ભવસાગર પાર નહિ કરી શકે. જગતના ગુણ એટલે કાંઈક દાન, ધર્મ,
પુણ્ય વગેરે કરવામાં દેખાડવાનું તાન જાગે કે અમે ભક્તિવાળા છીએ, અમે મોટા દાનેશ્વર છીએ તો તે બહારથી ભલેને ગુણ દેખાય છે, રત્નો જેવા દેખાય છે, પણ તે બધા જ ભારરૂપ બને છે. જગતના ગુણ કે અવગુણ બધા જ ઝેર, સાપ ને વીંછી જેવા છે. એ માયા છે; આજુબાજુથી
લાગ મળશે એટલે ડંસ માર્યા જ કરશે.
જેને પર્વત ચડવો હોય તેને પોતાની સાથેનો બોજ નડતરરૂપ બને છે, તેમ સારા ગુણનું માન પણ બોજારૂપ બને છે. પર્વત ચડે એટલે હવામાન પાતળું થાય, પ્રાણવાયુનું પ્રમાણ ઘટતું જાય, તેથી શ્વાસ
લેવામાં તકલીફ પડે. તે વખતે જો પોતાની પાસે બોજો વધારે હોય તો શિખર સુધી પહોંચી શકાય નહિ. તેમ જેને ભક્તિના શિખરે પહોંચવું છે, ભગવાનને મળવું છે, ભગવાનને ભેટવા છે તેણે પણ કેડે બાંધેલા અહંતા, મમતાના પથરાને દૂર કરવા પડે.
શિખર પર ચડવા માટે સીધો તૈયાર રસ્તો નથી. એ વાંકો ચૂકો છે,
પથ્થરની ધારવાળો છે, દુર્ગમ છે, કોઈ ઠેકાણે આકરાં ચઢાણ છે.
સ્વામીબાપા તે પર એક વાર્તા કહે છે કે એક ગુરુજીએ પોતાના શિષ્યને કહ્યું : મારે સ્વર્ગારોહણ કરવું છે. શિષ્ય કહે : ગુરુજી, હું પણ સાથે આવું. ગુરુજી કહે : ભલે, થઈ જા તૈયાર. બન્ને ઊપડવાની તૈયારી કરતા હતા. તેવામાં શિષ્યને એક વિચાર આવ્યો કે ગુરુજી જે શીલા
પર બેસીને તપ કરતા હતા તે પ્રસાદીની શીલાને પણ હું સાથે લઈ
લઉં. યાદગીરીરૂપે એ કામ આવશે. આ વાત શિષ્યે ગુરુજીને કરી.
ગુરુજી કહે : એ ભાર હશે તો આગળ ચાલવું મુશ્કેલ પડશે. શિષ્ય
કહે : આવી પ્રસાદીની યાદગીરીને આમ કેમ મૂકી દેવાય ? આપના
પ્રતાપે એ પણ સરળ બની જશે. ગુરુજીએ વિચાર્યું કે આમને મોહનું આવરણ ફરી વળ્યું છે તેથી હમણાં નહિ માને. વાર્યા ન વળે, પણ હાર્યા વળે. પછી બન્ને ચાલ્યા. વાંકા - ચૂંકા રસ્તા પસાર કરવા માંડ્યા.
આકરાં ચઢાણ આવ્યાં, તેથી વજનદાર શીલા ઉપાડતાં શિષ્ય થાકી ગયો, એનો દમ નીકળી ગયો. ગુરુજી તો આગળ ચાલ્યા જાય છે. ભગવાનની
મસ્તીમાં ગીતો ગાતા જાય છે. શિષ્ય થાકીને લોથપોથ થઈ ગયો. એક ડગલું પણ આગળ વધાય તેમ ન હતું. ધોળે દહાડે તારા દેખાવા માંડ્યા.
કહે : ગુરુજી, આ ભાર સહન થતો નથી. ગુરુજી કહે : મેં તો તને
પહેલેથી જ કહ્યું હતું. મૂકી દે એને, ને ચાલવા માંડ. પછી તે શીલા
મૂકી દઈને સહેલાઈથી તે ચાલવા માંડ્યો.
ભક્તિ માર્ગ એ આવો ચઢાણનો માર્ગ છે પણ તેમાં અહં, મમત્વનો બોજો ભેળો હોય તે માણસને આગળ વધવા દેતો નથી. દરેક ક્ષેત્રે સાધના કરવી જ પડે છે, સહન કરવું જ પડે છે, ત્યારે જ આગળ વધાય છે.
ભક્તિ માર્ગે પથ્થરો આવે તેને પગથિયાં બનાવીને આગળ વધવું પડે, અર્થાત્ ભગવાન અને મોટા પુરુષ જે ઉપાય બતાવે તે પ્રમાણે જીવન
ઘડવું પડે, જીવનરૂપી પથ્થરને કંડારવો પડે.
જીવનપથ તો ફૂલોથી નહિ, કાંટાઓથી ભરેલો છે, તેથી માથું
પકડીને બેસી જાય કે મારાથી કાંઈ થઈ શકે તેમ નથી. એ તો નાદારપણું કહેવાય. અડચણના કાંટાઓને દૂર કરીને આગળ વધવું પડે.
જે ભક્ત તન મનથી સતત પ્રયાસ કરે છે, તેના ઉપર ભગવાનની
પ્રસન્નતા અવશ્ય ઊતરે છે. આજકાલ લોકોને એશ આરામની જિંદગી જીવવી છે ને ભગવાનની કૃપા માગવી છે. એમને તો જાદુઈ લાકડીની જેમ સમાધિ જોઈએ છે. પ્રાગજી પુરાણીની જેમ ખાઈ પીને સૂઈ જાય
ને પેટ ઉપર હાથ ફેરવે ને સમાધિ થાય એવું જોઈએ છે. આ બધી ઘેલછા છે.
ભક્તિ કરનારો ક્યારેય સુવિધા ન માગે. ઋષિમુનિઓ જંગલમાં રહીને પણ ભગવાનની આરાધના કરે છે. તેઓ તૃણની ઝૂંપડીમાં રહે છે. જ્યારે આપણે અદ્યતન સુવિધા સભર ઘરમાં રહીએ છીએ, એથી
આગળ વધીને એ.સી.ની વ્યવસ્થા પણ કરીએ છીએ. ઋષિઓ કંદમૂળ, ફળ વગેરે જમીને જીવન નિર્વાહ ચલાવે છે. જ્યારે આપણે સ્વાદિષ્ટ ભોજન આરોગીએ છીએ. ઋષિમુનિઓને પહેરવા માટે વસ્ત્ર બહુ જ ઓછાં હોય છે, પરંતુ આપણે રંગીન અને ફેશનવાળાં વસ્ત્રો પહેરીએ છીએ. આમ બન્નેના જીવનમાં તફાવત રહે છે તેના કારણે સુવિધા
માગનાર જલ્દીથી ભગવાન સુધી પહોંચી શકતો નથી. કારણ કે તે
પોતાની સુવિધા પૂરી પાડવાના પ્લાનમાં ભગવાનને ભૂલી જાય છે.
બધાને એવું જ તાન છે કે ધ્યાનમાં ભગવાનની મૂર્તિ જોવી છે, પણ કેમ દેખાય ? તો એના માટે દાખડો કરવો પડે. જેમ દૂધમાંથી ઘી બનાવવું હોય તો તેમાં પણ દાખડો કરવો પડે છે.
એક મહાત્મા બહુ જ સરસ કથા કરતા. તેમની પાસે ઘણાય
હરિભક્તો આવતા. એક અમથાભાઈ પણ ત્યાં આવતા. નામ પણ અમથાભાઈ ને આવતા પણ અમથા. તેમને મહાત્મા કહેતા કે સત્સંગ
કરશો તો ભગવાન મળશે. પેલા અમથાભાઈ રોજ આવે. વાત સાંભળે,
ને વિચાર કરે કે મહાત્માજી રોજ કીધા કરે છે ને સત્સંગ કરો તો ભગવાન
મળશે. તો આટલા બધા દિવસ થયા સત્સંગ કરીએ છીએ, રોજ આવીને બેસીએ છીએ, છતાં ભગવાનનાં દર્શન તો થતાં જ નથી ? એક વખત
તેને બરાબર વેગ આવી ગયો. મહાત્માને કહે : તમે રોજ રોજ એ જ વાત લઈને મંડ્યા છો કે સત્સંગ કરો તો ભગવાન મળશે. હવે તો પહેલા ભગવાન બતાવો, પછી જ તમારી પાસે હું આવીશ.
મહાત્માજીને વિચાર થયો કે આ જડવાદી માણસ સમજાવ્યો સમજશે
નહિ, પણ પ્રેક્ટીકલ કરીને બતાવવું પડશે. તેથી કહ્યું : આવતી કાલે અમે તમારે ત્યાં પધરામણીએ આવશું ત્યારે બતાવશું. એ સાંભળી અમથાભાઈ તો રાજી રાજી થઈ ગયા. બીજે દિવસે મહાત્માજી આવ્યા.
તેમના માટે અમથાભાઈએ સાકર એલચી યુક્ત દૂધ તૈયાર કર્યું. પ્યાલો
ભરીને મહાત્માને આપ્યો. મહાત્માજી તેમાં આંગળી બોળી ને બહાર કાઢે ને કોઈ વસ્તુ શોધતા હોય તેમ આંખની નજીક લઈ જઈને જુએ.
વળી બીજીવાર પણ એમ કર્યું. પાંચ થી છ વખત એમ કર્યું એટલે પેલા અમથાભાઈ કહે : મહાત્માજી દૂધ સારું છે. માટે પી લ્યો. મહાત્માજી
કહે : મેં એવું સાંભળ્યું છે કે દૂધમાં ઘી હોય છે. તેથી હું શોધું છું કે ઘી ક્યાં છે ? મને આમાં ઘી છે તે પીવું છે. બીજું કાંઈ જોઈતું નથી.
પેલો અમથો કહે : મહાત્મા, હજુ તમને એય ખબર નથી કે દૂધમાંથી ઘી કાઢવું હોય તો એના માટે કેટલોય દાખડો કરવો પડે. એમ ને એમ
મળતું નથી. પ્રથમ તેને ગરમ કરવું પડે. તેને મેળવવું પડે. તેનું દહીં
થાય તેને વલોવવું પડે. તેમાંથી માખણ થાય તેને તાવવું પડે, ત્યારે ઘી મળે છે.
ત્યારે મહાત્મા કહે : જેમ ઘી મેળવવા દાખડો કરવો પડે છે તેમ
ભગવાન મેળવવા માટે દાખડો કરવો પડે. પ્રથમ દેહને નિયમમાં રાખી
તેને તપાવવો પડે. પછી વિષયમાંથી વૈરાગ્યરૂપી ખટાશ - મેળવવી પડે, ત્યારે ભક્તિરૂપી દહીં બરાબર જામી જાય. એ ભક્તિરૂપી દહીંને કથાના
મનનથી સારી પેઠે વલોવવું પડે. ત્યારે તેમાંથી મનની એકાગ્રતારૂપી
માખણ મળે. એ માખણને ધ્યાનના અભ્યાસરૂપી તાવણીમાં તવાય ત્યારે ભગવાનની મૂર્તિરૂપી ઘી મળે.
આવી મહેનત કોઈને કરવી નથી ને પરબારા ભગવાન જોવા છે.
એ ક્યાંથી બને ? કોઈ પણ જાતની સિદ્ધિ મેળવવા માટે તેમાં પુરુષાર્થ કરવો જ પડે. નાનો બાળક હોય તેને ભણવામાં મન લગાવવું પડે છે.
ડૉક્ટર, વકીલ, એન્જીનીયર, કારીગર બધાય પોતપોતાના ક્ષેત્રે મન
લગાવે છે તો જ પ્રગતિ પામે છે.
કેટલાકને કહીએ કે, ભાઈ, માથા પર કાળાં મટીને ધોળાં આવ્યાં
માટે હવે તો ભજનમાં મન લગાડો, તો કહે : કામમાંથી નવરા જ
ક્યાં પડીએ છીએ, નવરા પડશું ત્યારે કરશું, હમણાં એટલી બધી શી ઉતાવળ છે.
આવા જ એક પટેલ હતા. ગામની પટલાઈ કરવાની હોય તો સૌની
મોખરે પહોંચી જાય. બીજા એના વખાણ કરે કે પટેલ, તમારી શી વાત ?
એટલે પટેલ ફુલાય. પોતાના ઘરનું કામ હોય તેમાં ધ્યાન ન આપે.
બહાર મિટિંગમાં જવાનું હોય, કે કોઈના લગ્નમાં વરના ભા થવાનું હોય તો પહોંચી જાય. ગપ્પાં મારવા બેસે તો રાત ક્યાં વીતી જાય તેનું
પણ ભાન ન રહે. કોઈ કહે કે ભાઈ, ચાલોને મંદિરે જઈએ. તો તરત
જ કહે કે એ તો નવરાની નિશાની છે. જેને કાંઈ કામ ન હોય એ સમય
પસાર કરવા મંદિરે જાય.
વળી સવારના પહોરમાં છાપું આવ્યું હોય તો આખા છાપાની
પારાયણ કરી જાય, પણ કહીએ કે ભાઈ વચનામૃત, બાપાશ્રીની વાતો વગેરે વાંચોને. તો કહે એ તત્ત્વજ્ઞાનમાં અમને સમજણ ન પડે. જેમાં સમજણ ન પડે એમાં શા માટે માથું મારવું પડે ? આમ વિષ્ટાના કીડાની
પેઠે વિષયના ગોબરમાં જ રચ્યા પચ્યા રહે. દાન કરવાનું કોઈ કહે તો
પણ ચોખી ના પાડી દે ને કહે : અત્યારથી જ બધું દેવા માંડશું તો પછી ઘડપણમાં શું ખાશું ?
પટેલનાં ધર્મપત્ની સમજુ હતાં. તે પણ વારેવારે કહેતાં કે અહીં
મેળવેલું ધન સાથે આવવાનું નથી. ધર્મ અર્થે વાપરો તો એ પુણ્ય તમારી સાથે આવશે. માટે પરલોકનું ભાતું કરી લો. કોઈ દિવસ પૂજા પાઠ
કરતા નથી, મંદિરે જતા નથી, કથાવાર્તામાં બેસતા નથી. તો હવેથી એ કરવા માંડો. ત્યારે પટેલ કહે : તને એમાં ખબર ન પડે. હું જે કરું છું તે સમજીને કરું છું. દાન કરવાની, ભજન કરવાની હજી ક્યાં ઉતાવળ
છે, છેલ્લે છેલ્લે કરી લેશું.
પટલાણીને થયું કે, વખત આવે એને સમજાવવું તો પડશે જ. એમ
કરતાં પટેલ માંદા પડ્યા. ત્યારે કહે : ડૉક્ટરને જલ્દી બોલાવો. પટલાણી કહે : હજી ક્યાં ઉતાવળ છે ? એમ કાંઈ દેહ પડી જાય એવું નથી.
થોડીવાર પછી ડૉક્ટર આવ્યા. નાડી તપાસી ને ગોળી લખી આપી.
ડૉક્ટર ગયા પછી પટેલ કહે : ગોળી જલ્દી મંગાવો. પટલાણી કહે : હજી ક્યાં ઉતાવળ છે ? નિરાંતે લેવા જઈશું. પટેલ કહે : હું મર્યા પછી દવા લાવીશ ? પટલાણી કહે : ભજન શું મર્યા પછી કરશો ? હવે પટેલને
પોતાની ભૂલ સમજાઈ ગઈ, સાન ઠેકાણે આવી ગઈ. અંતર જાગી ગયું.
પછી તો સત્સંગમાં લાગી ગયા.
આચમન-૩૨ : ભક્તિમાં આવશ્યક શરણાગતિ
સ્વામીબાપાના મધુર કંઠે કથારસ માણવો એ ભક્તિની રાજા ચાવી.
તેમાંય સ્વામીબાપા ભક્તિનિધિની કથા કરતા હોય ત્યારે તો તેની મજા જ કાંઈ ઓર હોય. તેમાં ૩૭મા કડવાનું વિવેચન કરતાં સ્વામીબાપા કહે છે કે ભક્તિમાર્ગમાં શરણાગતિ એ મહત્ત્વનું અંગ છે. શરણાગતિ
એ શબ્દ ‘શરણ’ અને ‘ગતિ’ એવા બે શબ્દોનો બનેલો છે. અમરકોષમાં શરણ શબ્દનો અર્થ કરે છે ઽધ્થ્દ્ય્ધ્ૠધ્ૅ ટધ્ઢ્ઢદ્યથ્બ્દ્રધ્શ્ધ્ધ્શ્વઃ ત્ન ટધ્ઢ્ઢદ્ય - એટલે ઘર, થ્બ્દ્રધ્ગધ્ - એટલે રક્ષણ કરનાર.
શરણ શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો ઽધ્ઢ્ઢદ્ય્ધ્ધ્બ્ગ ઘ્ળ્ઃક્ર ત્ત્ઌશ્વઌ શ્નબ્ગ ઽધ્થ્દ્ય્ધ્ૠધ્ૅ જેનાથી દુઃખનો અંત કરવામાં આવે છે એ શરણ. ભક્તિના માર્ગમાં આ શરણ શબ્દનો પ્રયોગ એટલા માટે કરવામાં આવે છે કે ભક્ત
ભગવાનને પોતાના રક્ષક તરીકે પસંદ કરે છે. એ મન, કર્મ, વચનથી ભગવાનની પાસે જાય છે. ભગવાનના શરણે જાય છે. આ રીતે ભગવાનનું શરણું સ્વીકારવું એટલે શરણાગતિ. શરણાગત ભક્તની સમજણ કેવી હોય ? તો
હું હરિનો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહિ; જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ...
આમ સાચો ભક્ત ભગવાનને પોતાના હિતકારી માને છે, સુખકારી
માને છે. એ એમ જ સમજે છે કે ભગવાનનું શરણું એ ત્રણે પ્રકારના
તાપને હરનારું છે. એટલેજ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના સાડત્રીસમા કડવામાં કહે છે કે,
ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી;
તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે શરણજી...૧
શરણે રહે સેવક થઈ, કે’દી અંતરે ન કરે અભાવ; જેમ વાયસ વહાણતણો, તેને નહિ આધાર વિના નાવ...૨
તેમ હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર;
તે મૂકી ન શકે તને મને, જાણી ભારે સુખભંડાર...૩
ભગવાનનું શરણું પરમ સુખદાયી છે એમ સમજીને ભક્ત ભગવાનનાં
ચરણ સેવે છે, ભગવાનનો સેવક થઈને રહે છે. જેમ કોઈ કાગડો વહાણ
પર જઇને બેસે. પછી તે વહાણ મધદરિયે પહોંચ્યું હોય, તે સમયે વહાણવાળો તેને ઉડાડવા ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તે કાગડો વહાણનો આશરો છોડતો નથી, કેમ જે તે સમજે છે કે મારે ઊગરવું હશે તો વહાણના આશ્રય વિના તે શક્ય નથી.
વળી જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિ વિના બીજા સામું જુએ જ નહિ. બીજો માણસ ભલેને રૂપે કરીને કે ગુણે કરીને સારો હોય
તો પણ તેને દોષિત સમજે છે.
આમ જે ભગવાનનો શરણાગત હોય, જેણે ભગવાનનો આશરો સ્વીકાર્યો હોય તે તો પોતાની રક્ષાના કરનારા ભગવાન સિવાય બીજા કોઈને પણ જાણે નહિ. આ વાત શ્રી સ્વામિનારાયણ ભગવાન
વરતાલના ૫મા વચનામૃતમાં સમજાવે છે. તેમાં નિત્યાનંદ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, ભગવાનને આશરે જાવું તે આશરાનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ભગવાને ગીતામાં કહ્યું છે જે
ષ્ટમૠધ્ધ્ષ્ટઌૅ બ્થ્અસ્ર્રુસ્ર્, ૠધ્ધ્ૠધ્શ્વઙ્ગેંક્ર ઽધ્થ્દ્ય્ધ્ક્ર ત્પ ત્નત્ન
ત્ત્દ્યક્ર અધ્ ષ્ટધ્શ્વ઼સ્ર્ધ્શ્વ, ૠધ્ધ્શ્વદ્રધ્બ્સ્ર્ષ્ઠસ્ર્ધ્બ્ૠધ્ ૠધ્ધ્ ઽધ્ળ્ન ત્નત્ન
એ શ્લોકમાં એમ કહ્યું છે જે બીજા સર્વ ધર્મનો ત્યાગ કરીને મારે
એકને જ શરણે આવ, તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક
માં કર; અને એવો જે ભગવાનનો દૃઢ આશ્રય તે જેને હોય તેને
મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે, અને જે જે પોતાને સુખ જોઈતું હોય
તે પણ ભગવાન થકી જ ઇચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન
જાણે, ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે વર્તે, એવો જે હોય તે
પ્રભુનો શરણાગત જીવ કહેવાય ને તે જ ભગવાનનો અનન્ય ભક્ત
કહેવાય.
જીવનપ્રાણ બાપાશ્રી પણ ૧૧૭મી વાતમાં કહે છે કે મોટાનો વિશ્વાસ
લાવીને તેમની સાથે પોતાના જીવને જડી દે તો મોટા તેને મૂર્તિના સુખે સુખિયો કરે. જેમ કમળનો કંદ કાદવમાં ચોંટ્યો હોય ત્યારે તેને જળ
પોષણ કરે છે ને સૂર્ય ખિલાવે છે. પણ કાદવમાંથી કંદ જુદો પડી જાય
છે ત્યારે તેનું તે જળ કમળને સડવી નાખે છે અને તેના તે સૂર્ય તેને સૂકવી નાખે છે. તેવી રીતે મોટા મુક્ત વિશે જે જીવ મન, કર્મ, વચને જોડાય તેનું મોટા પોષણ કરે છે અને મોટાને વિશે ન જોડાય તેનું મોટા
પોષણ કરતા નથી.
જે એમ સમજે છે કે મને સુખના દેનારા ભગવાન ને સત્પુરુષ છે,
તે ભગવાનનો થઈને રહે છે. કેટલાક ઉપરથી એમ કહેતા હોય છે કે અમે ભગવાનનું શરણું સ્વીકાર્યું છે, છતાં પણ ભગવાન અમારા સામું કેમ જોતા નથી ? તેના ઉપર સ્વામીબાપા દૃષ્ટાંત આપે છે કે એક રાજા હતો. તે આસ્તિક હતો. તેથી સત્સંગ કરતો. સંતની સેવામાં તેને આનંદ
આવતો. તેમને મનમાં થયા કરતું કે હું આટલા દિવસથી સત્સંગ કરું છું છતાં મને ભગવાન પોતાનો કેમ કરી લેતા નથી. આમ વારંવાર વિચાર કર્યા કરતો. એક દિવસ કથા પછી બધા શ્રોતાઓ ચાલ્યા ગયા
ને પોતે એકલો જ રહ્યો ત્યારે તેમણે કથાકાર ગુરુજીને આ પ્રશ્ન પૂછ્યો :
મેં એટલો બધો કયો ગુનો કર્યો હશે કે જેણે કરીને ભગવાન મને દર્શન
દેવામાં, પોતાનો કરી લેવામાં આટલો બધો વિલંબ કરે છે ? ત્યારે કથાકાર ગુરુજીએ કહ્યું : એનો જવાબ હું તમને આવતી કાલે આપીશ.
બીજે દિવસે કથાકાર ગુરુજી રાજમહેલમાં ગયા. રાજા એક ભપકાદાર દીવાનખંડમાં બેઠા હતા. તે વખતે કહ્યું : રાજન, તમારા દીકરાને અહીં બોલાવો. ત્યારે રાજાએ હુકમ કર્યો તેથી છોકરાંને રમાડનાર ખવાસ ચારેય પુત્રોને લઈને આવ્યો. તે છોકરાઓની ઉંમર ૧, ૩, ૫ ને ૭ વર્ષની હતી. તેઓ ખવાસ સાથે બહુજ હળી ગયેલા હતા, તેથી તેની પાસેજ બેઠા હતા. કથાકાર ગુરુજીએ ખવાસને કહ્યું :
તમે થોડીવાર બહાર જાઓ, મારે બાળકો જોડે થોડું કામ છે. પરંતુ ખવાસ
જેવો ઊઠીને ચાલવા માંડ્યો તેવા જ તે ચારેય છોકરા રડવા માંડ્યા.
ત્યારે ગુરુજી ખવાસને કહે : એક કામ કરો. બાળકોને રમકડાં આપો.
તેથી ખવાસે કબાટમાંથી રમકડાં કાઢીને ચારેય બાળકોને આપ્યાં. પછી
ગુરુજીએ કહ્યું : હવે તમે જાઓ. એટલે ખવાસ જવા માંડ્યો. તે વખતે
મોટા ત્રણ છોકરા હતા તે રમકડાં રમવામાં ગૂંથાઈ ગયા તેથી રડ્યા
નહિ, પરંતુ સૌથી નાનો છોકરો હતો તે રમકડાંને ફેંકી દઈને રડવા
લાગ્યો. તેથી ખવાસ પાછો આવ્યો ને બાળકને તેડ્યો તેવો જ રડતો બંધ થઈ ગયો. પછી ગુરુજી તો ચાલવા તૈયાર થયા, એટલે રાજાએ કહ્યું : મહારાજ, હજી આપે મારા પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ. માટે ઉત્તર આપતા જાઓ, પછી જ જજો. ત્યારે ગુરુજી કહે : રાજન્, હજુ
તમારે શાનો ઉત્તર જોઈએ છે ? હજુ તમને બાળકોનો મર્મ ન સમજાયો ?
તો સાંભળો. ખવાસ બાળકોને મૂકીને ચાલ્યો ત્યારે ચારેય બાળકો રડવા
લાગ્યા. પરંતુ જ્યારે રમકડાં મળ્યાં એટલે ત્રણ બાળકો એમાંજ ગૂંથાઈ
ગયા. ચોથો એમાં ન ગૂંથાયો પણ રડવા જ માંડ્યો, તેથી ખવાસે તેને
પોતાનો કરી લીધો.
તેમ આપણે પ્રથમ તો ભગવાનને યાદ કરીએ છીએ. પછી તે આપણને ધન, માલ, પુત્ર, સ્ત્રી, પરિવાર વગેરે વૈભવનાં રમકડાં આપે
છે ત્યારે આપણે એ રમકડાં સાથે રમવામાં ગૂંથાઈ જઈએ છીએ ને ભગવાનને તદૃન ભૂલી જઈએ છીએ. પછી એ ભગવાન આપણને
પોતાના શી રીતે કરી લે ? જો આપણે ખરેખરા ભગવાનના થવું હોય, ભગવાનને આપણા કરી લેવા હોય તો પેલા સૌથી નાના બાળકની જેમ
વૈભવની પરવા કર્યા વિના, ભગવાનને યાદ કરીએ, ભગવાનની યાદમાં રડીએ, તો ભગવાન જરૂર આપણને પોતાના કરી લેશે. પોતાની ગોદમાં બેસાડી દેશે. એટલે જ ભગવદ્ગીતામાં કહ્યું છે કે
ત્ત્ઌર્સ્ર્ધ્બ્િંર્ગિંસ્ર્ર્ગિંધ્શ્વ ૠધ્ધ્ક્ર સ્ર્શ્વ પઌધ્ સ્ર્ળ્ષ્ટધ્ગશ્વ ત્નત્ન
ગશ્વધ્ક્ર બ્ઌઅસ્ર્ધ્બ઼્ધ્સ્ર્ળ્ઊ ધ્ઌધ્ક્ર સ્ર્ધ્શ્વટધ્દ્રધ્શ્વૠધ્ક્ર દ્યધ્ૠસ્ર્દ્યૠધ્ૅ ત્નત્ન
જે ભક્ત અનન્ય ભાવથી નિરંતર મારે વિશે જોડાઈને મારી ભક્તિ
કરે છે તેના યોગ અને ક્ષેમને હું ધારણ કરું છું.
ભક્ત જ્યારે હૃદયથી રક્ષણ માટે પ્રભુ તરફ ગતિ કરે છે ત્યારે તેણે
પ્રપત્તિનો સ્વીકાર કર્યો એવું કહેવાય. પ્રપત્તિ શબ્દ પ્ર + પદ ધાતુમાંથી બન્યો છે. એનો અર્થ થાય છે ગતિ કરવી. ભગવાન તરફ ગતિ કરવી, ભગવાનનું શરણું સ્વીકારવું તેનો અર્થ પણ પ્રપત્તિ થાય. આમ
શરણાગતિ અને પ્રપત્તિ એ બન્ને પર્યાય વાચક શબ્દો છે. ભગવાનને
પ્રાર્થના કરતાં એટલા જ માટે કહેવાય છે કે ‘ઽધ્થ્દ્ય્ધ્ક્ર ત્ઙ્મશ્વ’.
ભક્તના મનમાં ભગવાનની શરણાગતિનો ભાવ હોય; પરંતુ માણસ
પોતાના અજ્ઞાનના કારણે માને છે કે બધું હું જ કરું છું. હું બધું જ કરવા સમર્થ છું. પણ આ બધું જ અજ્ઞાન છે. એટલે જ નરસિંહ મહેતા કહે છે કે
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
જ્યારે માણસ માંદો પડે છે ત્યારે તે ડૉકટર કે વૈદ પાસે પહોંચી જાય છે, ને દવા વગેરે લે છે ત્યારે સાજો પણ થઈ જાય છે. તે વખતે
તે એમ માને છે કે ડૉકટરે મટાડ્યું. બીજીવાર માંદો પડે છે ત્યારે એ જ ડૉકટર હોય છે, એ જ દરદી હોય છે, અરે એ જ દરદ હોય છે
ને ડૉકટર દવા પણ એ જ આપે છે. છતાં એક આની પણ ફેર પડતો
નથી.
ત્યારે એ નક્કી થાય છે કે ડૉકટર કે દવા માણસને બચાવી શકતી
નથી, સાજો કરી શકતી નથી. એનો આધાર ભગવાનની મરજી છે.
એટલે જ સ્વામીબાપા રમુજની રીતે વાત કરતાં સાચી વસ્તુ સમજાવે છે કે રોગ મટાડે છે ભગવાન અને પૈસા લઈ જાય છે ડૉકટર. જો વાસ્તવમાં ડૉકટર મટાડતો હોય તો તે પોતાનાં મા બાપ, ભાઈ ભાંડુને જરૂર જીવતા રાખે. પણ એ બધી વાત એના હાથથી બહારની છે. જે સાચા ડૉકટર છે, તે તો એમ જ કહે છે કે, ‘ૈં જૌષ્ઠર ારીર્ ુેહઙ્ઘ, ાર્રે રીટ્ઠઙ્મીજા’ અર્થાત્ હે ભગવાન, હું તો ટાંકા લઉ છું, પણ રૂઝ
તો તું જ લાવે છે. આમ સાચી રીતે ને સારી રીતે વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે ડૉકટરના હાથમાં તો ટાંકા લેવા એટલું જ છે. પણ રૂઝ લાવવી કે રોગ મટાડવો એ ભગવાનના હાથની વાત છે. ડૉકટર અને દવા એ તો નિમિત્તરૂપ છે. એટલે જ સ્વામિનારાયણ ભગવાને
પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી દ્વારા પોતાનો સર્વોપરી મહિમા સમજાવતાં
ગાયું છે કે,
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય...
એમ મને જાણજો રે, મારા આશ્રિત સહુ નરનારી;
મેં તો તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી...
ભગવાન જે વખતે જે કરે છે તે આપણા ભલા માટે હોય છે છતાં
પણ અભાગિયો જીવ એ રહસ્ય પોતાના જીવનમાં સમજી શકતો નથી,
ને સમજે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
જો માણસ સંપૂર્ણપણે ભગવાનનું શરણું લે તો ભગવાન સ્વયં દોડીને આવે છે ને ભક્તની ભીડ ભાંગે છે. એટલે જ સ્વામીબાપાએ ગાયું છે કે,
ભીડ પડે પ્રેમી ભક્તને જ્યારે, વહારે આવે મહેર કરીને ત્યારે; બતાવી પરચા ચમત્કાર... મૂર્તિ આપી તમારી...
જેને દુઃખમાંથી ઊગરવું હોય તેણે ભગવાનની શરણાગતિ એ સૌથી
પહેલી શરત છે. દુર્યોધનના દરબારમાં દ્રૌપદીની લાજ લેવા દુઃશાસન
ગાંડો બન્યો ત્યારે તેમના પાંચ પતિઓ, ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય વગેરે કોઈ કામ ન આવ્યા, દ્રૌપદીએ દાંતમાં સાડી પકડી, ને ત્યાંથી
પણ છૂટી ગઈ ત્યારે હે ભગવાન, આટલું જ્યાં ખરા દિલથી બોલી ત્યાં તો શ્રીકૃષ્ણચંદ્ર સહાયમાં આવ્યા ને ૯૯૯ ચીર પૂર્યાં. આ છે શરણાગતિનો પ્રતાપ.
ભાગવતમાં પણ કથા આવે છે કે ગજેન્દ્રે હજારો વર્ષ સુધી મગરની
પકડમાંથી છૂટવા પ્રયત્ન કર્યો, ને જ્યારે સંપૂર્ણપણે થાકી ગયો ત્યારે ભગવાનને પોકાર કર્યો કે ભગવાન તરત જ દોડી આવ્યા. ગરુડને પણ
ન લાવ્યા એટલે જ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે કે,
ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;
તેવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ રે...
ગુન્હા કરીને માફ...
એક કવિએ સરસ પંક્તિ લખી છે કે,
હરિકો પુકારને મેં કરિકોે લગી દેર;
કરિકો ઉવારને મેં હરિકો લગી ન દેર...
હરિ - એટલે ભગવાનને પોકારવામાં - પ્રાર્થના કરવામાં કરિ એટલે હાથીને વાર લાગી. પરંતુ હાથીને ઉગારવામાં - તેનો ઉદ્ધાર કરવામાં ભગવાનને વાર ન લાગી.
આચમન-૩૩ : ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ
સ્વામીબાપા કહે છે કે ભક્તિ એટલે ભગવાનની નજીક પહોંચવાનો
પ્રયાસ. ભક્તિના રસ આગળ ભગવાન પણ પીગળી જાય છે.
નારદજીએ ભક્તિસૂત્રમાં કહ્યું છે કે, ધ્ ગળ્ થ્ૠધ્ત્શ્વૠધ્જીસ્ધ્ ત્ન ભક્તિ
પરમ પ્રેમસ્વરૂપા છે અર્થાત ્ શ્રેષ્ઠ પ્રેમલક્ષણા છે, અમૃત સ્વરૂપા છે.
તે છેવટની ગતિ છે.
જેમ નદીઓ, સમુદ્રમાં સમાય છે તેમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, યોગ
વગેરે ભક્તિમાં લીન થઈ જાય છે. માર્ગમાં ભલે જ્ઞાન આવે પણ છેવટે
તો ભક્તિ જ લક્ષ્ય બને છે.
આ પૃથ્વી પર ભક્તિ જેવું મહાન બીજું તત્ત્વ નથી. દેવોને પણ ભક્તિનો લાભ મળતો નથી. સ્વર્ગ કરતાંય વધારે ચડીયાતી પ્રાપ્તિ એ
મોક્ષ છે.
ભક્તિ કરનારને ભગવાન દિવ્ય બુદ્ધિનો યોગ આપે છે, તેણે કરીને ભક્ત ભગવાનની નજીક ને નજીક થતો જાય છે.
ભજન કરવું તે માત્ર ઉપર ઉપરથી દેખાડવા માટે ન કરવું પણ
પ્રીતિપૂર્વક કરવું. ભક્તિના માર્ગે ચાલે તેને વિઘ્નો પણ ઘણાં આવે છે.
કારણ કે ભગવાન તપાસે છે કે ભક્તને મારામાં કેટલું હેત છે ને વિષયમાં-માયામાં કેટલું હેત છે. તે ઉપર સ્વામીબાપા દૃષ્ટાંત આપે છે કે એક રાજા હતો. તેનો વારસદાર કોઈ ન હતો. તેથી જાહેરાત કરાવી કે મારા રાજદરબારમાં આવીને સૌથી પહેલો જે મને મળશે તેને હું રાજગાદીએ બેસાડીશ. આવી જાહેરાત થાય પછી કોઈ બાકી રહે ?
બધા જ નીકળી પડ્યા.
પરંતુ રાજાએ માર્ગમાં અજબની ગોઠવણી કરી હતી. સારા સારા બાગ કરાવ્યા હતા, તેમાં જલસા ગોઠવ્યા હતા. સ્વાદિષ્ટ વાનગી, સારાં સારાં પીણાં, વસ્ત્રો વગેરે બધું જ વિના મૂલ્યે મળતું હતું, નૃત્યોની
મહેફીલ ચાલતી હતી. આ જલસા માણવામાં બધાય રોકાઈ ગયા.
રાજગાદી મળવાની છે એ વાત જ ભૂલી ગયા. માત્ર એક જ યુવાન
એવો નીકળ્યો કે તે કોઈમાં ન લોભાયો.
આવી રીતે સંસારની મોહજાળમાં જે ફસાતા નથી તેને ભગવાનનું રાજ્ય, ભગવાનનું ધામ મળે છે.
સામાન્ય રીતે બધા એમ જ માનતા હોય છે ભક્તિ તો ઘડપણમાં કરવાની હોય. તે વખતે નવરાશ મળે. કેમ જે શરીરથી જ્યારે કશુંય
થઈ શકે એમ ન હોય ત્યારે સમય પસાર કરવાનું એ સાધન છે. નવરા
પડશું એટલે બેઠા બેઠા માળા ફેરવશું, ધ્યાન કરશું.
આજકાલના જુવાનીયાને તો જાણે ભક્તિ સાથે કાંઈ લાગતું વળગતું
ન હોય તેવું જોવા મળે છે. પરંતુ આપણા હાથમાં સમય છે ત્યારે ભક્તિમાર્ગે ચાલવું એ જ હિતકારી છે. વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીર અશક્ત બની ગયું હોય, ત્યારે ભક્તિ ન થઈ શકે.
જેમ કમાણી કરવી હોય તો તે યુવાનીમાં જ થાય છે. તેવી જ રીતે ભક્તિની કમાણી કરવી હોય તો પણ તે યુવાનીમાં જ થાય છે.
આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તેને સારી સારી વસ્તુ આપીએ છીએ. સારો ટુવાલ, સારી પથારી, સ્વાદિષ્ટ ભોજન... આમ મહેમાનની ઉત્તમ સગવડ કરીએ છીએ.
જો એક મહેમાનને રીઝવવા આટલી ચોક્કસાઈ રાખીએ છીએ તો આપણા જીવનના સૌથી અગત્યના, સૌથી મોંઘા મહેમાન જે ભગવાન,
તેમને આપણે યુવાનીથી તરવરતું, સ્વચ્છ, ખુશ્બુદાર શરીર આપશું ?
કે પછી ઘડપણનું કરચલીવાળું, ઉત્સાહ વિનાનું, થાકેલું, નિસ્તેજ,
ગંધાતું શરીર આપીશું ?
વળી તેમણે તો આપણને આ મહામોંઘો માનવદેહ આપ્યો છે, ને આપણા શ્વાસોશ્વાસના માલિક છે. તેમનો ઉપકાર કેમ ભૂલાય ? આ ઉપકારનું ઋણ ચૂકવવા માટે ભક્તિ કરવાની જરૂર છે. એ ભક્તિ જ સાચા સુખને આપનારી છે. તેનાથી ત્રણ પ્રકારના તાપ ટળી જાય છે, આધિ, વ્યાધિ ને ઉપાધિ ટળી જાય છે. એટલે જ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી ભક્તિનિધિના સાડત્રીસમા કડવામાં કહે છે કે, જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે પતિ વિના પુરુષ પેખે નહિ; બીજા સો સો ગુણે કોઈ હોય સારા, તોય દોષિત જાણી દેખે નહિ...૪
નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, જીવનમાં કરવા જેવું કામ એ જ છે કે પરમ ભક્તિભાવથી ભગવાનનાં ચરણ સેવવાં જોઈએ. કેમ જે ભગવાનનાં ચરણ એ જ સાચું સુખ દેનારાં છે. માટે જે ભક્તિવાળો હોય તે તો ભગવાનનો સેવક થઈને રહે.
કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તે બીજા ગમે તેવા રૂપવાન ને ગુણવાન
પુરુષને દેખે તો પણ તેમાં તે લેશમાત્ર લોભાય નહિ. તેવી રીતે ભક્તિવાળો હોય તે બીજાં ગમે તેવાં સારાં પદાર્થો દેખે તો પણ એમ
સમજે જે મારી ભક્તિમાં એ બધાં વિઘ્નરૂપ છે.
અરે પોતાનો દેહ સારો હોય, તેમાં પણ એ બંધાય નહિ. કારણ કે એ પણ નરકનો ઢગલો છે. તેમાં શું શું ભર્યું છે તે બતાવતાં બ્રહ્માનંદ
સ્વામી કહે છે કે,
જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારીજી;
નખ શિખ સુધી નિંદ્યા જેવું, શી માંહી વસ્તુ સારીજી...
માંસ રુધિરને માંહી ભરીને, ઉપર મઢિયું આળુંજી;
મોહતણે વશ થઈને મૂરખ, દેખે છે રૂપાળુંજી...
હાડતણા પગ હાથ બનાવ્યા, કટકા કટકા સાંધીજી;
તેમાંહી દૃઢ મમતા તુને, એ શી આવી આંધીજી...
બ્રહ્માનંદ સ્વામી કહે છે કે, હે જીવ, તું જરા વિચારીને જો તો ખરો કે તું જે દેહને દેખીને છકી ગયો છે ને આમ તેમ ડોલતો રહે છે, પણ
તે દેહ તો ઉપરથી માંડીને ઠેઠ નીચે સુધી, માથેથી માંડી ઠેઠ પગ સુધી બધું જ નકામું છે. એમાં તો માંસ, રુધિર, હાડકાં ગોઠવીને ઉપર ચામડીનું પ્લાસ્ટર કર્યું છે, તેથી તને બહારથી રૂપાળું લાગે છે, આ તારો મોહ છે. હાથ, પગ બનાવ્યા છે તેમાં પણ હાડકાંના કટકા ભેળા કરીને બનાવ્યા છે. આવા નઠારા દેહમાં તું મમત્વ બાંધી બેઠો છે, મારું મારું કરીને ફુલાય છે એ જ તારા જીવનમાં મોટી આંધી છે.
એ આંધીથી બચવા માટે એક જ ઉપાય છે, અને તે છે ભગવાનની ભક્તિ.
આવી સમજણપૂર્વકની ભક્તિ પામ્યાં હતાં ઘાંડલા ગામનાં મૂળીબાઈ.
આઠે પહોર એ ભક્તિના આનંદમાં ગરકાવ રહેતાં. જે કોઈ તેમની પાસે આવે તેને પણ સત્સંગના રંગે રંગી દેતાં. તેથી ઘાંડલા ગામમાં બાઈઓનો સત્સંગ બહુ જ ખીલ્યો હતો.
સત્સંગ કરવા જે બાઈઓ આવતાં તે કહેતાં કે, મૂળીબાઈ, તમે હાલતા ચાલતા ભગવાનની વાત કરો છો, પણ અમને એમનાં દર્શન
ક્યારે કરાવશો ? ત્યારે મૂળીબાઈ કહે : એ મારો વ્હાલમો તો બહુજ દયાળુ છે, તેથી આપણને દર્શન દેવા સામેથી ચાલીને આવશે.
પછી જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ મૂળીબાઈ
અંતરથી ભગવાનને વધારે ને વધારે પ્રાર્થના કરવા લાગ્યાં કે,
પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની,
પધારો નાથ શંકા તજી મેં સંસારની...
પધારો નાથ મંદિર અમારે રંગ માણીએ;
પધારો નાથ અવગુણ અમારા ચિત્ત નાણીએ...
પધારો નાથ તમને વધાવું મોતિડે કરી;
પધારો નાથ પ્યારા રાખીશ હૈયા ઉપરી...
મૂળીબાઈના એ અંતરના સૂર સ્વામિનારાયણ ભગવાન પાસે
પહોંચ્યા. એ જ સમયે ભગવાને દાદાખાચરનું બીજું લગ્ન આદર્યું હતું
તે નિમિત્તે ભગવાન ભટવદર પધારી રહ્યા હતા. માર્ગમાં આ ઘાંડલા
ગામ આવ્યું. મૂળીબાઈને ખબર પડી કે મારો વ્હાલમો મારા ગામે પધાર્યા છે. તેથી દોડીને ભગવાન પાસે પહોંચી ગયાં. કહે : દયાળુ, ઘણી રાહ જોવડાવી, પણ હવે આ રંકને ત્યાં પધારો. તે વિના હું તમને અહીંથી જવા નહિ દઉં.
મૂળીબાઈના હૈયાની ભક્તિ ભગવાન જાણતા હતા તેથી કૃપા કરી રોકાયા. ગામના લોકોએ સાથે મળી જાનૈયાઓનું સ્વાગત કર્યું. આજે
મૂળીબાઈ માટે સોનાનો સૂરજ ઊગ્યો હતો. કેટલાય દિવસોની પ્રાર્થના આજે ફળી હતી. બાઈના ભક્તિભાવ પર ભગવાન પણ ફીદા થઈ ગયા હતા.
તે તો આનંદમાં ને આનંદમાં ગાવા લાગ્યાં : આજ મારે ધર્મનંદન ઘેર આવ્યા,
મોંઘે મોંઘે મોતિડે વધાવ્યા રે સૈયો...આજ...
હસીને બોલાવી મુને હેતમાંહી હેરી,
રેંટો બાંધેલ સોનેરી રે સૈયો...આજ...
સોનેરી કોરનું નાખેલ ખભે શેલું,
રસિયે કીધેલ રંગ રેલું રે સૈયો...આજ...
આજે લેરખડો લ્હેરમાં આવ્યા હતા, એટલે મૂળીબાઈને કહ્યું : બાઈ, આજે તમને જોઈએ તે માગી લ્યો. દિલના દિલાવર માગવાનું કહે ત્યારે
સાચો ભક્ત શું માગે ? માલ ખજાના ? ના... એ તો બસ એટલું જ
માગે કે,
જો કુછ માંગે તુજસે હી માંગે, ઈસ દુનિયા સે હમ ક્યા માંગે;
માંગે કભી ના માલ ખજાના, માંગે પ્રભુ બસ તેરી દુઆએ...
અંત સમય મેં દર્શન દેના, રખના હો આપ જહાં...આજ મિલે...
ભગવાન આગ્રહ કરીને કહે છે : હું આપવા તૈયાર છું. જે માગવું હોય તે માગોે. આમ ભગવાન જ્યારે પોતાના ભક્તનો સાચો ભક્તિભાવ જુએ છે ત્યારે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર થાય છે.
ભગવાનની મરજી જાણી બાઈ કહે : હે કૃપાનાથ, મારે ઘેર તમારા સંતાનોના કાયમી ઉતારા થાય એવી કૃપા કરો. તરત જ ભગવાન
કહે : તથાસ્તુ. જાઓ તમને એ વરદાન આપ્યું.
આ જ સમયે મૂળીબાઈનો પતિ બાજુમાં જ ઊભો હતો. તેને બિચારાને સત્સંગની કાંઈ સૂઝ ન હતી. તેથી તે ડોસીને વઢવા માંડ્યો કે તું તો સાવ ઘેલી જ રહી. ઘરમાં સારી સારી વસ્તુ વસે એવું ન માગ્યું
ને ઉલટાનું એવું માગ્યું કે ઘરમાં ઘસારો વેઠવો પડે !! ત્યારે ભગવાન
કહેઃ ડોસા, તારાં પત્નીએ માગ્યું એવું માગતાં તો કોઈનેય ન આવડે.
તમારા જેવા જડ લોકોને આ વાતમાં ખબર ન પડે. એટલું કહી ભગવાન
સંઘ સહિત વિદાય થયા.
કેટલોક સમય વીત્યા બાદ ડોસીમા માંદાં થયાં. ભગવાને તેમને દર્શન દઈને કહ્યુંઃ આવતી કાલે એક વાગે હું તમને ધામમાં તેડી જવા આવીશ. એ સાંભળી ડોસી તો રાજી રાજી થઈ ગયાં. ઘરનાં માણસોને
પણ કહી દીધું કે કાલે હું ધામમાં જઈશ. પણ કેટલાક લોકોને એમ લાગ્યું કે આમને મંદવાડ છે એટલે બક બક કરે છે.
બીજા કેટલાક હતા તે એમ માનતા હતા કે ડોસીમા કહે છે માટે કાલે એક વાગે તેમને ઘેર જઈશું ને જોઈશું તો ખરા કે એ કેવી રીતે
ધામમાં જાય છે. સમય થયો એટલે ડોસીમા કહે : ઘીનો દીવો કરો.
ગાયના છાણનું લીંપણ કરો. તે વખતે તેમનો પતિ પાસે બેઠેલો હતો.
તેને થયું કે ડોસીનો જીવ જાતો નથી માટે એની પાછળ મારે પુણ્યકર્મ કરવું પડશે. એટલે કહેઃ તારી પાછળ હું પાંચ એકાદશી કરીશ ને તારા સ્વામિનારાયણના પાંચ સાધુને જમાડીશ.
ત્યારે ડોસીમાને ખેદ થયો કે આટલા દિવસ સુધી મારા ભેળો રહ્યો
તો પણ સાવ કોરો ધાકોર રહ્યો. તરત જ સંભળાવી દીધું : તમે મારી સદ્ગતિ કરવાની ચિંતા ન કરજો. હું તો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસક છું, મારા હાથના જે રોટલા જમે તેનુું પણ કલ્યાણ થાય, અરે મારા ગોળાનું પાણી પીએ તેને કોઈ દિવસ યમદૂત લેવા
ન આવે. તમારા એકાદશીના પુણ્યની મને જરૂર જ નથી. આટલું બોલ્યાં ત્યાં જ તેમને સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન થયાં. ભગવાન
કહે : ડોસીમા, ચાલો, સમય થઈ ગયો છે. બધાને કહી દો કે હું ભગવાનના ધામમાં જાઉં છું. તમારા માટે આ વિમાન તૈયાર છે.
ભગવાનના આદેશ પ્રમાણે ડોસીમાએ બધાને વાત કરી ને કહ્યું : જેને મોક્ષ જોઈતો હોય તે બધા આ સ્વામિનારાયણ ભગવાનનું ભજન
કરજો. હવે હું ભગવાન સાથે ધામમાં જાઉં છું. જય શ્રી સ્વામિનારાયણ.
આટલું બોલતાં ચારે બાજુ પ્રકાશ પ્રકાશ છવાઈ ગયો. લોકોને સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન થયાં, ને બાઈને વિમાનમાં બેસાડી ભગવાન તેમને ધામમાં લઈ જાય છે એવાં દર્શન ઘણાય લોકોએ કર્યાં.
બધાય કહેવા લાગ્યા કે વાહ મૂળીબાઈ વાહ, ધન્ય છે તમને, ધન્ય છે
તમારી ભક્તિને ને ધન્ય છે તમારા સ્વામિનારાયણ ભગવાનને.
આમ જે સાચા ભાવે ભક્તિ કરે છે તેને ભગવાન ન્યાલ ન્યાલ કરી દે છે. એ જ ન્યાલકરણ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા આપણને આ સ્વામિનારાયણ ગાદીએ મળ્યા છે, ને જે સાચે ભાવે ભક્તિ કરે છે તેને ન્યાલ કર્યા છે, વર્તમાનકાળે કરે છે ને ભવિષ્યમાં કરશે.
આચમન-૩૪ : ભક્તિનો પાયો શરણાગતિ
સ્વામીબાપા કહે છે કે ભક્તિ એટલે ભગવાન માટેનો સ્નેહ એ સ્નેહ બરાબર ક્યારે થાય ? તો સ્નેહપાત્રને બરાબર ઓળખી લે ત્યારે જ થાય. માટે જ ભક્તિ એ મહાત્મ્યજ્ઞાન પૂર્વકની હોય છે.
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એ જ વાત જણાવી છે કે
ૠધ્ધ્દ્યધ્અૠસ્ર્જ્ઞ્ધ્ધ્ઌસ્ર્ળ્ટૠધ઼્ધ્ઠ્ઠબ્થ્ જીઌશ્વદ્યધ્શ્વ ઼ધ્બ્ઊ ૠધ્ધ્મશ્વ ત્ન
માહાત્મ્ય જ્ઞાને સહિત જે ભગવાનને વિશે ઘણો સ્નેહ તેને જ ભક્તિ
કહીએ. સંસ્કૃતમાં ભક્તિની વ્યુત્પત્તિ કરીએ તો ઼ધ્રુસ્ર્ગશ્વ - શ્વપ્સ્ર્ગશ્વ
઼ધ્ટધ્ધ્ઌૅ સ્ર્શ્વઌ શ્નબ્ગ ઼ધ્બ્ઊેંઃ ત્ન અર્થાત્ જેના દ્વારા ભગવાનનું સેવન થાય
તે ભક્તિ.
સાચો ભક્તિનિષ્ઠ હોય તે ભગવાન વિના બીજું કાંઈ ઇચ્છે જ નહિ.
બીજી ગમે તેટલી સારી વસ્તુ જણાતી હોય તો પણ તે તેમાં ન લોભાય.
બપૈયાની જેમ તેની એવી જ વૃત્તિ હોય કે મારે સ્વાતિરૂપ ભગવાનની
પ્રેમવર્ષાને મૂકીને બીજું એકેય બિંદુ ઝીલવું નથી. મારા પ્રિય - મારા પિયુ ભગવાનના નામ રટણ વિના બીજું કાંઈ રટવું નથી. આ વાત
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના ૩૭મા કડવામાં જણાવે છે કે,
જેમ બપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય; પિયુ પિયુ કરી પ્રાણ હરે, પણ પીયે નહિ અન્ય તોય...૬
તેમ જન જગદીશના, એક નેક ટેકવાળા કે’વાય; સ્વાતિ બિંદુસમ સ્વામીનાં વચન, સુણી ઉતારી લીયે ઉરમાંય...૭
જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના, નવ લોભાય ક્યાંહી લગાર;
તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર...૮
એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઈ;
મન વચન કર્મે કરી, શ્રી હરિના રહ્યા થઈ...૯
બપૈયો સ્વાતિના બુંદ વિના કાંઈ ઇચ્છતો નથી. તેમ ભગવાનના ભક્ત હોય તે સ્વાતિના બિંદુ જેવાં સ્વામીનાં - ભગવાનનાં વચન
સાંભળીને ઉરમાં - હૃદયમાં ઉતારી લે છે, અર્થાત્ તેનો અમલ કરે છે, વર્તનમાં મૂકે છે. ચકોર પક્ષીની જેમ સાચા ભક્તનાં ચક્ષુ ભગવાન વિના બીજે ક્યાંય ન લોભાય. ભગવાનની મૂર્તિ વિના ભક્તને બીજું બધું અંગારા જેવું લાગે, એ તો મન કર્મ વચનથી ભગવાનના થઈ રહે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના ૪૪મા વચનામૃતમાં કહે છે કે જે ભક્તને ભગવાનને વિશે પરિપૂર્ણ સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે, તેટલો તેના સ્નેહમાં ફેર રહે છે અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો, જેમ પંચામૃત ભોજન જમતો હોય, તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે.
આમ જેમને ભગવાનમાં સ્નેહ થયો હોય, જેમણે ભગવાનનું શરણું સ્વીકાર્યું હોય તે ભગવાનને પોતાના માતા, પિતા, સખા માને છે, ને હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે છે કે, હે પ્રભુ હું તમારો છું. તો તેને ભગવાન અભયનું વચન આપે છે.
રામાયણમાં શરણાગતિનો આવો અદ્ભુત પ્રસંગ છે. રાવણનો ભાઇ
વિભીષણ પોેતાના મંત્રીઓ સાથે રામચંદ્રજી પાસે આવે છે ત્યારે
રામચંદ્રજી કહે છે કે
ઙ્ગેંઢ્ઢ ઘ્શ્વ ત્ર્િંઌધ્સ્ર્ ગધ્જીૠધ્ટ્ટબ્ગ ન સ્ર્ધ્નગશ્વ ત્નત્ન
ત્ત઼્ધ્સ્ર્ક્ર ષ્ટ઼ધ્ઠ્ઠગશ્વ઼સ્ર્ધ્શ્વ ઘ્ઘ્ધ્ૠસ્ર્શ્વગઘ્ૅ ત્ગક્ર ૠધ્ૠધ્ ત્નત્ન
એકજ વાર મારા શરણે આવીને જે એમ કહે છે કે ‘હું તમારો છું’
તેવી પ્રાર્થના કરનાર દરેક પ્રાણધારીને હું અભયનું વચન આપું છું. આ
મારું વ્રત છે.
ભક્ત એકવાર ભગવાનના શરણે જાય પછી એની સઘળી જવાબદારી ભગવાન સંભાળી લે છે. માત્ર વાર કેટલી લાગે છે ? તો ભક્ત
શરણાગતિ સ્વીકારે એટલી જ વાર. શરણાગતિ સ્વીકારવામાં ભક્ત વાર કરે છે, ભગવાન નહિ.
જે ભક્ત ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, ભગવાનની શરણાગતિ
સ્વીકારે છે, તેની સમજણ કેવી હોય
ત્ત્ધ્ઌળ્ઙ્ગેંઠ્ઠ ૐજીસ્ર્ ક્રઙ્ગેંસઃ ત્ધ્બ્ગઙ્ગેંઠ્ઠ ૐજીસ્ર્ પષ્ટઌૠધ્ૅ ત્નત્ન
થ્બ્દ્રધ્ષ્ઠસ્ર્ગટ્ટબ્ગ બ્ઈધ્ધ્શ્વ ટધ્ધ્શ્વદગઢ્ઢઅથ્દ્ય્ધ્ક્ર ગબધ્ ત્નત્ન
ત્ત્ધ્અૠધ્બ્ઌદ્રધ્શ્વઙ્ગેંધ્ષ્ટદ્ય્સ્ર્શ્વ ભ્ૅબ્મધ્ ઽધ્થ્દ્ય્ધ્ધ્ટધ્બ્ગઃ ત્નત્ન
આમ છ પ્રકારની શરણાગતિનું વર્ણન કરતાં કહે છે કે, (૧) ભગવાનને જે અનુકૂળ હોય તેનો સંકલ્પ - તે પ્રમાણે જ ગ્રહણ કરે (૨) ભગવાનને જે પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરે (૩) તેને દૃઢ વિશ્વાસ
હોય કે ભગવાન મારું રક્ષણ કરશે (૪) પોતાના રક્ષક તરીકે ભગવાનની
પસંદગી (૫) આત્મસમપર્ણ (૬) દીનતા.
માટે જે ખરો શરણાગત હોય તે ભગવાનને જે અનુકૂળ હોય તે
પ્રમાણે જ વર્તે - સંક્લ્પ કરે. ભગવાન કહે તે મુજબ જ વિચારે. કોઈ
પણ ક્રિયા કરશે તેના પહેલાં વિચાર કરશે કે ‘હું આ કરીશ તે મારા ભગવાનને ગમશે ખરું ?’ જો એમ લાગે કે ભગવાનને ગમશે તો જ
તેમાં આગળ વધશે.
બીજું ભગવાનને પ્રતિકૂળ હોય તેનો તે ત્યાગ કરશે. કોઈ પણ
પ્રકારનું અસદ્ વર્તન ભગવાનને પસંદ નથી, તેથી અસદ્ વર્તન નહિ કરે. ત્રીજો એને દૃઢ વિશ્વાસ છે કે મારા ભગવાન વિના મારી રક્ષાનો કરનારો કોઈ નથી. ગમે તેવી મુશ્કેલી આવશે ત્યારે પોતાના રક્ષણ માટે જગતમાં કોઈની પાસે નહિ જાય. કોઈવાર જગતના લોકો તરફથી
મુશ્કેલી દૂર થાય. તો પણ તે એમજ સમજે કે જગતના લોકો તો નિમિત્ત
માત્ર છે. પણ યથાર્થ રક્ષા કરનાર તરીકે મેં ભગવાનને જ પસંદ
કર્યા છે.
શરણાગતિના પાંચમા પ્રકારમાં આત્મસમર્પણ આવે છે. અર્થાત ્
પોતાની જાતને સંપૂર્ણપણે ભગવાનને સોંપી દેવી છે. જેમ કોઈ પરણેલી સ્ત્રી પોતાના પતિ સમક્ષ પોતાની જાતને સોંપી દે છે. તેની સાથે કાંઈ
છૂપાવવાનું રહેતું નથી. તેમ ભક્ત પણ ભગવાન સમક્ષ ખુલ્લો થઈ
જાય છે. ભગવાન આગળ એ કાંઈ છૂપાવતો નથી. એને એવી જ સમજણ હોય જે મારા ભગવાન જે કરે તે ખરું.
એ તો ભગવાનને એમ જ વિનવતો રહે કે, હે હરિ જે આપને ગમે, બસ એટલું જ આપજો મને...
લોક ડહાપણના દરિયા મેં ડોળ્યા, ઊંડે અંતરનાં રત્નો ન ખોળ્યાં, હવે ગુણગાન આપનાં ગમે... બસ...
ગુરુદેવ સ્વામીબાપાએ તો શાસ્ત્રમાત્રના સારરૂપ સૂત્ર આપ્યું છે કે ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું, કહે તેમ કરવું. પછી કાંઈ
સારું કે ખોટું થાય તેમાં એ એમ જ સમજે કે મારા વહાલાને જે ગમ્યું
તે ખરું. સારું થયું તો તે ભગવાનની કૃપા માને ને સારું ન થયું તેમાં
પણ એમ સમજે જે મારા ભગવાનની જેવી ઇચ્છા. આમાં પણ મારું હિત સમાયેલું છે. આ સાચી શરણાગતિ છે.
જેમ નદી સાગરમાં ભળી જાય છે ને પોતાનું અસ્તિવ મિટાવી
દે છે તેમ ભક્ત પણ સર્વ - સમર્પણ - ભાવે પોતાના અસ્તિત્ત્વને મિટાવી દે છે, પ્રભુમય બનાવી દે છે.
હવે છઠ્ઠા પ્રકારની શરણાગતિ છે દીનતા. જેમાં ભક્તને સંપૂર્ણપણે અભિમાનનો અભાવ હોય છે. આ દીનતા ભગવાનને બહુજ વહાલી છે. આ શરણાગતિ સ્વીકારનારો ભક્ત તો ભગવાનને એમ જ વિનવતો રહે છે કે
સ્ર્અઙ્ગેંઢ્ઢ ગક્ર સ્ર્ગૅ ઙ્ગેંબ્થ્ષ્ઠસ્ર્ધ્બ્ૠધ્ ગગૅ ઢ ઌ ૠધ્સ્ર્ધ્ ઙ્ગેંઢ્ઢ ગૠધ્ૅ ત્નત્ન
અસ્ર્ધ્ ઙ્ગેંઢ્ઢ ગક્ર ગળ્ દ્મ ૐઘ્ઃ અૠધ્શ્વ થ્ૠધ્શ્વઈથ્ ત્નત્ન
હે પ્રભુ, આ જીવનમાં મેં જે કાંઈ કર્યું છે, અને હવે પછી ભવિષ્યમાં હું જે કાંઈ કરીશ તે બધું મેં નથી કર્યું. એ તો તમેજ કર્યું છે. ને તેના ફળના આપનારા પણ તમે જ છો. અહીં એવું અર્થઘટન કરવાની જરૂર
નથી કે આપણે કાંઈ અધર્મ આચરણ કરીએ ને પછી કહીએ કે તેના કરાવનારા ભગવાન છે. તેણે તો ભગવાનને ભગવાન માન્યા જ નથી.
જે કાંઈ અયોગ્ય કર્મ કરે છે તે તો જીવ પોતાની દુષિત બુદ્ધિએ કરીને કરે છે. આદિ શંકરાચાર્ય કહે છે કે ભગવાનને એમ પ્રાર્થના કરતા રહેવું કે,
ૠધ્અૠધ્ઃ ધ્ગઙ્ગેંટ્ટ ઌધ્બ્જીગ ધ્ઝઌટ્ટ અઅૠધ્ધ્શ્વ ઌ બ્દ્ય ત્નત્ન
ષ્ક્ર જ્ઞ્ધ્ધ્અધ્ દ્યશ્વ ઼ધ્ટધ્ઌૅ સ્ર્બધ્સ્ર્ધ્શ્વટસ્ર્ક્ર ગબધ્ ઙ્ગેંળ્ ન્ ત્નત્ન
હે ભગવાન મારા જેવો કોઈ પાપી નથી ને આપના સમાન કોઈ
પાપનો નાશ કરનાર નથી. આમ જાણીને આપને જે યોગ્ય લાગે તે કરો. ભગવાનની ઉદારતા તો આપણા ઉપર અનહદ રીતે વરસી રહી છે. તેઓ કહે છે કે હે ભક્ત, તું મારા માર્ગ પર એક કદમ માંડી તો જો, તારી પ્રગતિના બધાજ માર્ગ ખુલ્લી ન જાય તો મને કહેજે.
મારે અર્થે તું સાચા દિલથી ખર્ચ કરીને તો જો, તારા માટે હું કુબેરના ભંડાર ખુલ્લા ન કરી દઉં તો તું મને કહેજે.
મારી તરફ આવીને, મારી નજીક આવીને તો જો, તારું ધ્યાન હું
ન રાખું તો પછી તું મારી આગળ ફરિયાદ કરજે.
તું બીજાને મદદગાર માને છે તેના કરતાં મને તારો મદદગારી બનાવીને તો જો, તને બધાની ગુલામીમાંથી છોડાવીને ન્યાલ ન્યાલ ન
કરી દઉં તો તું કહેજે. તું સાચા દિલથી મારો બની તો જો, આખી દુનિયાને હું તારી ન બનાવી દઉં તો તું કહેવા આવજે.
ભગવાનની આવી ઉદારતા છે છતાં પણ લોકોને ભગવાનના વચનમાં ભરોસો નથી તેથી શરણાગતિ સ્વીકારતા નથી. કેટલાક સ્વીકારે છે, ને થોડું કષ્ટ આવે છે ત્યારે મોળા પડી જાય છે. પણ એવો ભરોસો હોય કે ‘હરિ જે કરે તે મમ હિતનું’ તો ભગવાન પણ જાણે કે આ
મારે શરણે આવેલો છે, મારા આધારે બેઠો છે, તો તેની બધીજ જવાબદારી નિભાવવી એ મારી ફરજ બને છે. કારણ કે એ હરિવર
નોધારાના આધાર છે. જે કોઈ પોતાના શરણે આવે છે તેનાં જન્મો જન્મનાં દુઃખડાં કાપી નાખે છે, ને તે જીવનને તપ, તીર્થ, જપ, વ્રત, દાન, વગેરેનું ફળ આપે છે. એટલે જ સ્વામીબાપાએ ગાયું છે કે જન્મોજન્મનું દુઃખડું રે કાપ્યું, તપ તીરથનું ફળ મુને આપ્યું; હરિવર નોધારાના આધાર... મૂર્તિ આપી તમારી... ભલે આવ્યા જે ભગવાનના આધારે જીવે છે, તેમને ભગવાન બધી રીતે જાળવે છે. સ્વામીબાપાએ તે ઉપર સૂરદાસ ભક્તની વાત કરી છે કે સૂરદાસ
ભગવાનની મસ્તીમાં કીર્તન ગાતા. એક વખત તે સ્મરણ કરતા જતા હતા. પોતે અંધ હતા. ચાલતાં ચાલતાં માર્ગમાં કૂવો આવ્યો. સૂરદાસને
તો કાંઈ ખબર ન હતી કે આગળ કૂવો છે. ભગવાનને વિચાર થયો કે મારો ભક્ત મારું સ્મરણ કરતો જઈ રહ્યો છે, તો મારા આધારે જીવતા ભક્તની રક્ષા મારે જ કરવી જોઈએ, એ મારી ફરજ બને છે. રાત્રીનો સમય છે.
સૂરદાસ જેવા કૂવાના કાંઠા પાસે પહોંચ્યા ત્યાં જ ભગવાન નાના બાળક બનીને આવ્યા. કહ્યું : ભક્તરાજ, કઈ બાજુ જવું છે ? સૂરદાસ
કહે : હું તો ઘેર જઈ રહ્યો છું. ભગવાન કહે : ચાલો તમને હું રસ્તો બતાવું. અહીં તો કૂવો છે. પછી સૂરદાસની લાકડી પકડી ભગવાન તેને ઘેર જવા માટે સાચી દિશા તરફ વાળે છે. ભગવાનનો મધુર સ્વર સાંભળી સૂરદાસ વિચાર કરે છે કે આવો મધુરો સ્વર કોઈ સામાન્ય
બાળકનો ન હોય. આવી ગાઢ રાત્રીમાં કોઈ નાનો બાળક એકલો ફરે જ નહિ. તેથી પોતાની લાકડીના છેડે રહેલો હાથ ધીરે ધીરે સરકાવવા
લાગ્યા. જ્યાં એ લાકડીના બીજા છેડે પહોંચ્યો ત્યાં ભગવાનના કોમળ
હસ્તનો સ્પર્શ થતાં જ નક્કી થઈ ગયું કે આવો કોમળ હાથ ભગવાન
સિવાય કોઈનો હોઈ શકે નહિ. તેથી એકદમ તે ભગવાનનો હાથ પકડવા
ગયા. ભગવાનને ખબર પડી ગઈ કે આ ભક્ત જો મારો હાથ પકડી
લેશે તો હું તેના બંધનમાંથી છૂટી શકીશ નહિ. તેથી હાથ તરછોડાવીને બાળ સ્વરૂપ ભગવાન ત્યાંથી દોડવા માંડ્યા. ત્યારે સૂરદાસ કહે છે કે,
દ્યજીગૠધ્ળ્બ્અદ્રધ્દસ્ર્ સ્ર્ધ્ગધ્શ્વશ્ચબ્ ખ્ધ્ૐધ્ગૅ ઙ્ગેંઢ્ઢ ષ્ઠદ્ય્ધ્ બ્ઙ્ગેંૠધ્ઘ્ૅ઼ધ્ળ્ગૠધ્ૅ ત્નત્ન
દ્ગઘ્સ્ર્ધ્ઘ્ૅ સ્ર્બ્ઘ્ બ્ઌસ્ર્ધ્ષ્ટબ્ ધ્હ્મન્ક્ર ટધ્દ્ય્ધ્સ્ર્ધ્બ્ૠધ્ ગશ્વ ત્નત્ન
હે ભગવાન, તમે બળપૂર્વક મારો હાથ તરછોડીને ચાલ્યા જાઓ છો તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કેમ કે હું તો નિર્બળ ને આંધળો છું. જો
તમે મારા હૃદયમાંથી નીકળી જાઓ, તો હું તમારું પરાક્રમ સાચું માનું.
શરણાગત ભક્ત આવા હોય. એના દિલમાં નિરંતર એવો દૃઢ વિશ્વાસ
હોય કે,
દ્યબ્થ્જીગળ્ ષ્ટગધ્શ્વ થ્દ્રધ્ધ્ક્ર ઙ્ગેંબ્થ્ષ્ઠસ્ર્બ્ગ ઌ ક્રઽધ્સ્ર્ઃ ત્ન
મારા ભગવાન ચારે બાજુથી મારી રક્ષા કરશે એમાં લેશમાત્ર સંશય
નથી. ભગવાન કહે છે કે ભક્તને માત્ર બોલવામાં હોય કે મેં ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, એ પૂરતું નથી, પરંતુ ભગવાન પણ એમ
સ્વીકારે કે આ ભક્તે મારી શરણાગતિ સ્વીકારી છે, ત્યારે એ શરણાગતિ
સાચી. જેમ કોઈ સ્ત્રી પોતાના સદ્વર્તનથી પોતાના પતિને વશ કરે છે, તેમ મારો સાચો શરણાગત ભક્ત મને વશ કરે છે. ભાગવતમાં કહે છે કે,
ઽધ્શ્વ ઙ્ગેંળ્ ષ્ટબ્ર્ગિં ૠધ્ધ્ક્ર ઼ધ્દૃઅસ્ર્ધ્ બ્અજીશ્ધ્સ્ર્ઃ અઉંગ સ્ર્બધ્ ત્ન
આમ જે ભક્ત સદાચાર પરાયણ બને છે. તેને ભગવાન વશ થઈ
જાય છે. પછી ભગવાન પોતે જ કબૂલ કરે છે કે
ત્ત્દ્યક્ર ઼ધ્ઊ થ્ધ્મટ્ટઌધ્શ્વ જજીગક્રશ્ધ્ શ્ન બ્દ્બપ ત્ન
હું મારા ભક્ત આગળ એવો પરાધીન થઈ જાઉં છું કે જાણે હું પણ અસ્વતંત્ર - પરતંત્ર - પરવશ બની ગયો હોઉં ને શું ? પરંતુ આ બધું થાય છે ક્યારે ? તો
ૠધ્ધ્ૠધ્શ્વ સ્ર્શ્વ ગળ્ ત્ઙ્મર્ગિંશ્વ ૠધ્ધ્સ્ર્ધ્ૠધ્શ્વગધ્ક્ર ગથ્બ્ર્ગિં ગશ્વ ત્ન
જે મારે શરણે આવે છે તે જ આ દુસ્તર માયાને તરી જાય છે. માયાનું બંધન તો ત્યારે જ દૂર થાય કે જ્યારે ભક્ત ભગવાનની શરણાગતિ
સ્વીકારે છે.
સ્વામીબાપાએ આપણને આવી શરણાગતિની ભક્તિ શીખવી છે
તો સ્વામિનારાયણ ગાદીના શરણે રહીને આપણે આવી દૃઢ ભક્તિ
કરીએ.
આચમન-૩૫ : ભક્તિમાં લાગણી હોય, માગણી નહિ
ભગવાન સાથે સીધો સંબંધ બાંધવામાં ભક્તિ જેવું કોઈ સરળ સાધન
નથી. નારદ ભક્તિસૂત્રના ૫૮મા સૂત્રમાં કહ્યું છે કે ‘ત્ત્ર્સ્ર્જીિંૠધ્ધ્ગૅ ધ્હ્મૐ઼સ્ર્ક્ર
઼ધ્ઊ ધ્હ્મ ત્ન’ ત્ત્ર્સ્ર્જીિંૠધ્ધ્ગૅ = બીજાં બધાયં સાધન કરતાં, ધ્હ્મૐ઼સ્ર્ક્ર =
ભગવાનનું સુલભપણું, ઼ધ્ઊ ધ્હ્મ = ભક્તિને વિશે છે. અર્થાત્ ભગવાનની
પ્રાપ્તિનાં સઘળાં સાધનમાં ભક્તિ એ સુલભ માર્ગ છે. ભક્તિ તો ભક્તને સીધા ભગવાનની પાસે જ લઈ જાય છે.
યોગસાધના બહુજ કઠીન છે. વળી કાંટા ને ભયથી ભરપૂર છે. તેનો
પંથ પણ લાંબો છે. યોગથી પ્રાપ્ત થયેલી સિદ્ધિના કારણે તેનો દુરુપયોગ
થવાની શક્યતા વધી જાય છે. છેવટે ભ્રષ્ટ થવાનો સમય આવે છે.
જ્ઞાનસાધના શુષ્ક છે. તેના માટે ઘણો બધો અભ્યાસ કરવો પડે છે.
તેમાં તીવ્ર બુદ્ધિ કામે લગાડવી પડે છે. પરંતુ ભક્તિસાધના એવી છે કે તે ગમે તેવા સામાન્ય મનુષ્ય પણ કરી શકે છે. એમાં જાતિભેદ નડતો
નથી. સ્વયં ભગવાન કહે છે કે,
ઊંચ નીચ હું કાંઈ ન જાણું, મને ભજે તે માહરો; જક્ત વ્યવહાર લોપે નહિ, તેને જાણું દાસ ઉત્તમ ખરો...
ઘણા લોકો એવા પણ હોય છે કે ભક્તિ સાધનાને નીચી કક્ષાની
ગણે છે. તેમની વધારે લગની હઠયોગ, રાજયોગ, કુંડલિનીયોગ
વગેરેમાં હોય છે. પરંતુ તેના પાયામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ,
પ્રત્યાહાર વગેરે પગથિયાંમાં જ અટવાઈ પડે છે. તેથી કોઈ પ્રકારની સિદ્ધિ મેળવી શકતા નથી.
ભગવાનના ભક્ત ભક્તિ કરે છે તેથી ભગવાન સાથે તેમને સીધો
મેળાપ થાય છે. તેના કારણે તેમને ભગવાનનો રાજીપો મળે છે ને ભગવાનની ઇચ્છા હોય તો તેને સિદ્ધિ પણ મળે છે. કેમ જે ભગવાનને જે રાજી કરે છે તેને બધી જ વાતે સુગમ થઈ જાય છે. શાસ્ત્રો ને
પુરાણોનો પણ આ જ મત છે કે એને સર્વ લોક, ધામ વગેરે સુગમ
થઈ જાય છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના આડત્રીસમા કડવામાં કહે છે,
પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઈ વાત ન રહી અગમજી; સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહે છે આગમ નિગમજી...૧
આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઈ; સર્વે સુખની સંપત્તિ, આવી રહી એના ઉરમાંઈ...૨
આ લોકમાં જે સુખ જણાય છે તે અંતે તો અપાર દુઃખમાં જ પરિણામ
પામનારાં છે. પરંતુ ભગવાનનું સુખ એવું છે કે તેને જેમ જેમ માણતા રહો તેમ તેમ વધુ આનંદ મળતો રહે.
લોકો આ લોકના ધનમાં સુખ માને છે. પરંતુ એ ધન પણ કાયમી રહેતું નથી. ખરું નિર્ભય ને અવિનાશી ધન એ સ્વામિનારાયણ ભગવાન
છે. એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે કે
ગિરધારી રે સખી ગિરધારી, મારે નિર્ભય અખૂટ નાણું ગિરધારી; અણગણ નાણું સંચી અંતે, નિર્ધનિયા જાએ;
તેની પેઠે નિર્ભય નાણું દૂર ન થાએ... ગિરધારી.
આમ જે ભગવાન મળે છે તેને કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી.
એના જેવો બીજો કોઈ ભાગ્યશાળી નથી. એ ખરેખર પૂર્ણકામ થયો.
એમણે બધીજ કમાણી કરી લીધી. એમની બધીજ ખોટ ભાંગી ગઈ.
આ બધું જ પામવાનું કારણ એ જ કે તેમણે ભગવાનની ભક્તિ કરી.
એ ભગવાનનો લાડીલો બાળક થયો, તેથી જેટલું ભગવાનનું રાજ્ય
તેટલું તેના બાળકનું - ભક્તનું રાજ્ય.
કોઈ એમ વિચાર કરે કે મારે રાજા સામે લડીને તેનું રાજ્ય લેવું છે. તો તે બની શકે તેમ જ નથી. પણ જો તેને ઘેર જ દીકરો થઈને જન્મે તો રાજા તેને પોતાનું બધુંજ રાજ્ય આપી દે.
જેમ મોટા રાજાની રાજનિધિ, તે લડ્યે લેશ લેવાય નઈ;
પણ જનમી એ જનક કર્યો, ત્યારે સર્વે સંપત્તિ એની થઈ...૭
આ લોકના રાજાને ત્યાં જન્મ લેનારને રાજાની બધીજ સંપત્તિ મળે છે. તેમ જે ભક્તિ કરે છે તે ભગવાનનો લાડીલો બાળક થાય છે તેથી
તેને ભગવાનના ધામનું રાજ્ય મળે છે. એને બીજી કોઈ પદવી પામવાનું બાકી રહેતું જ નથી.
કોઈ માણસ જેમ જેમ ઊંચે ચડતો જાય તેમ તેમ તેને નીચેનાં પદાર્થ
તુચ્છ જણાતાં જાય. તેમ જેને સર્વથી ઊંચી પ્રાપ્તિ, ભગવાનના ધામની
પ્રાપ્તિ થઈ તેને મૂળ અક્ષરાદિ પર્યન્ત બધાંજ સ્થાન તુચ્છ જણાય. એમાં એને ક્યારેય પ્રીતિ ન થાય.
વળી ચીર ચીરીને ચીંથરી, આપી હરિકરે બાંધવા કાજ; તેણે કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ...૮
એમ પ્રગટના પ્રસંગથી, જે જે સર્યાં જનનાં કામ; તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઈ હામ...૯
વારેવારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર; નિષ્કુલાનંદ તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર...૧૦
એ ભક્ત ભગવાન સાથે ક્યારેય સોદાબાજી કરતો નથી. એ એમ
કહેતો નથી કે હું આટલું ભજન કરું તો મને આટલા પૈસા તો મળવા જ જોઈએ. ભક્તિના નામે ભગવાન પાસે માંગણીની હાટ ન મંડાય.
જે ભગવાન પાસે વરદાન માગે છે તે ભગવાન સાથે વેપાર, સોદાબાજીનો ધંધો કરે છે. ભક્ત તો ભગવાનના પ્રેમનો અને ધર્મનો
સોદાગર બને છે.
એક કૉલેજિયન મંદિરે ગયો. બે હાથ જોડીને ભગવાન સામે ઊભો રહ્યો ને કહેવા લાગ્યો : આ વખતે તમે દયા કરી મને પરીક્ષામાં સારી રીતે પાસ કરી દેજો. હું તમને સો નાળિયેર ભેટ કરીશ. જાણે ભગવાન
તેનાં નાળીયેરના ભૂખ્યા હોયને શું ? આજના યુવાનોનાં મગજ કોઈ
વિચિત્ર પ્રકારનાં હોય છે. પરીક્ષામાં પાસ થવા માટે પ્રાર્થના કરી હોય,
ને પાસ થાય પણ ખરા. પછી ભગવાન પાસે નાળિયેર ચડાવવાનો વખત
આવે ત્યારે વિચાર કરે કે એ તો મેં મહેનત કરી એટલે પાસ થયો.
નાળિયેર ચડાવવાની શી જરૂર છે ? આમ ભગવાનને પણ છેતરવાના
પ્રયત્નો કરે.
જેને ભગવાનમાં લગની લાગી હોય તે તો ભગવાનની ભક્તિમાં જ સુખ માને. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ઓગણચાલીસમા કડવામાં કહે છે,
મન બુદ્ધિના માપમાં નાવેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી
જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી...૧
ભક્તિ પ્રભુ પ્રગટની, જે જે કરી છે હરિજને તે તેને પળ પાકી ગઈ, સહુ વિચારી જુવો મને...૨
સાચો ભક્ત હોય તેને તો ભગવાન માગવાનું કહે તો પણ ન માગે.
ભક્ત પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને વરદાન માગવાનું કહ્યું ત્યારે પ્રહલાદજી કહે : મારા પ્રભુજી, મને વરદાન આપવાની ઇચ્છા દર્શાવીને પ્રલોભિત ન કરશો. હું આપની પાસે મારી ઇચ્છાપૂર્તિ માટે
નથી આવ્યો. હું તો કામનાઓથી મુક્ત થવા આવ્યો છું. તેથી મને આપની શુદ્ધ ભક્તિનું દાન કરો. હું તો માત્ર આપનું શરણું જ ઇચ્છું છું. આમ ભગવાનનો ભક્ત ભગવાન આગળ નાના બાળક જેવો નિર્દોષ ને નિષ્કપટ બની જાય. તે સંપૂર્ણપણે ભગવાનની શરણાગતિ
સ્વીકારે ને પરમ સંતોષી રહે.
આવા ભક્તની ચિંતા ભગવાનને રહે છે. જેમ બાળકની
ચિંતા તેનાં માવતરને રહે છે તેમ. પછી ભક્તમાં રહેલી ખોટને ટાળવાની જવાબદારી ભગવાન પોતે સ્વીકારી લે છે. તે વાત સદ્ગુરુ
શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે.
કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું હરિને અંગે ચંદન;
તેણે કરી તન ટેડાઈ ટળી, વળી પામી સુખસદન...૩
કુબજા દાસી હતી. દેખાવમાં કદરૂપી હતી. ત્રણ અંગે વાંકી હતી.
માંડ માંડ ચાલી શકતી હતી. પણ તેના હૃદયનો ભાવ - ભક્તિ અનોખાં હતાં. પોતાને આંગણે શ્રીકૃષ્ણચંદ્રને તેડાવીને પોતાના હાથે ઉતારેલું
ચંદન ચર્ચ્યું. તે વખતે કુબજાએ એવી માગણી નહોતી કરી કે મારે બહુજ
તકલીફ છે. માંડ માંડ ચાલી શકાય છે. એ તકલીફ દયા કરી દૂર કરો.
પણ ભગવાનથી રહેવાયું નહિ. પોતાના ભક્તની પીડા ભગવાન જોઈ
શકતા નથી. તેથી કુબજાને પકડીને ત્રણ આંચકા માર્યા એટલે વાંકડી કુબજા સીધી થઈ. ભગવાનના સ્પર્શથી દેખાવડી થઈ. આ છે સાચા દિલની ભક્તિનું પરિણામ.
કુબજા ભગવાનને પોતાની કુટીરમાં લઈ ગઈ, છતાં સાથે ગયેલા ઉદ્ધવજીને લેશ માત્ર સંશય ન થયો. આ છે દાસનું લક્ષણ. આવા ભક્ત
- આવા સેવક ભગવાનને ગમે છે.
આ તો થઈ કુબજાની વાત. આપણે પણ જો સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરીએ, સેવા કરીએ તો ભગવાન આપણા સ્વભાવની વક્રતા ટાળી નાખે. જીવનમાં જરૂર છે ભગવાનના થઈ રહેવાની.
પછીની બધીજ જવાબદારી ભગવાનના માથે.
સુદામા નામના એક માળીએ ભગવાન માટે પ્રેમથી ફૂલનો હાર બનાવ્યો. ને ભગવાનને પહેરાવ્યો. તો તેના ઉપર પ્રસન્ન થઈ ભગવાને
તેને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી.
વિદુરે ભાજીને ભોજને, જમાડિયા જગજીવન;
તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષ શું સાધન...૫
પાંડવો - કૌરવો માટેની સંધી કરાવવા શ્રીકૃષ્ણચંદ્ર દુર્યોધન પાસે
ગયા, પણ દુષ્ટ દુર્યોધન એકનો બે ન થયો. તેણે ભગવાન માટે ભારે ભારે વાનગીઓની રસોઈ કરાવેલી. પણ તેનો ત્યાગ કરીને ભગવાન
વિદુરજીને ઘેર ગયા. એમની પાસે બીજું કાંઈ ન હતું. વિદુર પત્નીએ ભાજી બનાવી. તેને ભગવાને પ્રેમથી અંગીકાર કરી.
દુર્યોધનના મેવા ત્યાગી, વિદુરને ઘેર ભાજી ખાધી...૬
પાતલભાઈનાં ધર્મપત્નીએ દૂધને બદલે ભૂલમાં ત્રણ દિવસની જૂની
- ખાટી છાશ પાઈ, તે ભગવાન પ્રેમથી જમ્યા. વસ્તા રાવળની સાળીએ બનાવેલો દૂધપાક માગી માગીને જમ્યા. લાંઘણજનાં ભાવસાર સોનાંબાઈનું ૪ શેર અથાણું જમ્યા. આધોઈમાં ૮ ભેંસનું તાજું ઘી માગીને જમ્યા,
ને તેમાં ચિકાશ પણ ન રહેવા દીધી, તો વળી કરણીબાના પ્રેમને વશ થઈ ૩ ગોરસાં દહીં જમ્યા. આ બધો છે નિર્મળ ભક્તિનો પ્રતાપ.
સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ;
તેણે દારિદ્ર દૂર ગયું, થયું અતિ સુખ અતુલ...૭
સુદામા ભગવાનના બાળસખા. એમને બહુજ દરિદ્રપણું હતું.
પત્નીના કહેવાથી શ્રીકૃષ્ણચંદ્રની પાસે ગયા. બહુજ સંકોચ થતો હતો.
ભેટ ધરવા માટે ત્રણ મૂઠી તાંદુલ હતા. ભાવ હતો તેથી ભગવાને સામેથી
માગી લીધા, ઝૂંટવી લીધા. એટલું જ નહિ કાચા ને કાચા તાંદુલ જમવા
માંડ્યા.
એટલામાં જ સુદામાને ત્યાં કંચનના મહેલ ને રિદ્ધિ - સિદ્ધિ હાજર.
માત્ર બે-ત્રણ મૂઠી તાંદુલ તેની કાંઈ કિંમત ન હતી. પણ સામે ભગવાનનું વળતર કેટલું બધું મોટું ? લોકમાં કહેવત છે કે એકગણું દાન ને હજારગણું
પુણ્ય. પણ આ તો તેનાથી કેટલાયગણું અધિક. આપણે દાન કરીએ
તેમાં જો અપેક્ષા રહી જાય તો તેટલું ફળ મળતું નથી.
પંચાલીએ પાત પાત્રમાંથી, શોધી જમાડિયા હરિ આપ;
તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તે તો પ્રગટને પ્રતાપ...૭
દ્રૌપદીના પાત્રમાં ભાજીનું એક પાંદડું રહી ગયું હતું. તે અંગીકાર કરીને ભગવાને દુર્વાસાના સન્માન - સત્કાર માટેનું કષ્ટ ટાળ્યું. તો વળી ભગવાનને શેરડી જમતાં છરી વાગી તો દ્રૌપદીએ પોતાની સોનેરી
તારવાળી સાડી ફાડીને ભગવાનને પાટો બાંધ્યો. તેના ફળ સ્વરૂપે ભગવાને ભરસભામાં તેની લાજ રાખી. દુષ્ટ દુશાસન થાક્યો પણ ચીર
ન ખૂટ્યાં. આમ સાચા ભાવે ભક્તિ કરે છે તેનો બધો જ ભાર, તેની બધી જ ચિંતા, તેની બધી જ ઉપાધિ ભગવાન ટાળે છે. પ્રગટ ભગવાનની ભક્તિથી બહુ જ મોટપ પમાય છે. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
ચાલીસમા કડવામાં કહે છે,
પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ ઉરમાંયે આણીજી; સહુથી સરસ શિરોમણિ જાણીજી, એહ ભક્તિથી તર્યાં કૈંક પ્રાણીજી...૧
પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે ભલી; સર્વે થકી સરસ સારું, કરી દિયે કામ એ એકલી...૨
માણસ પોતાની મેળે ઘણું મથે પણ તેનાથી કાંઈ થઈ શકતું નથી
પણ તેને ભગવાનની ભક્તિનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કાંઈ કરવાનું બાકી રહેતું નથી. માટે પરમ પદ પામવાનો સૌથી સરળ
ને સુગમ માર્ગ છે ભગવાનની ભક્તિ. તે પર સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી દૃષ્ટાંત આપે છે કે,
જેમ તમ ટાળવા રાત્યનું, ઊગે ઊડુ આકાશે અનેક;
પણ રવિ વિનાની રજની, કહો કાઢી શકે કોણ છેક...૩
તેમ ભક્તિ ભગવાનની, સમજો સૂરજ સમાન;
અતિ અંધારું અહંતાતણું, તે ભક્તિથી ટળે નિદાન...૪
તારાઓ ભલેને અસંખ્ય છે. એ બધા ભેળા મળીને રાત્રીનો અંધકાર કાઢી શકતા નથી. પરંતુ જ્યાં સૂર્યનો ઉદય થાય કે રાત્રીનો અંધકાર આપોઆપ દૂર થઈ જાય. આવી જ રીતે ભગવાનની ભક્તિ સૂરજના જેવી છે. જેના હૃદયમાં ભક્તિનો સૂરજ ઊગે છે તેના હૃદયમાંથી અહંકારનો અંધકાર ટળી જાય છે. સાચો ભક્ત હોય તેનું એ જ લક્ષણ છે કે તેનું હૃદય કોમળ હોય, પ્રેમભર્યું હોય. એનામાં અભિમાન, તિરસ્કાર કામુકતા, ક્રોધ, લોભ, મદ હોતા નથી. એ બધાં જ અંધકારનાં
પ્રતીકો છે. જ્યાં અહંકાર હોય ત્યાં ભગવાન ન હોય ને જ્યાં ભગવાન
હોય ત્યાં અહંકાર ન હોય.
નમ્રતા ને જે નમવું, દમવું દેહ મન પ્રાણને;
તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે હમેશ થાવું હેરાણને...૫
ભગવાનના ભક્તમાં પ્રથમ ગુણ જોઈએ નમ્રતાનો. જે નમે તે સૌને
ગમે. વળી એ ભક્ત શરીરને દમતો રહે. કેમ જે એને વિચાર હોય
કે ખાવા પીવાની આસક્તિ એ શરીરના વિકારને વધારે છે, ને તે ભક્તિમાં વિધ્નરૂપ બને છે.
દુર્બળતા ને દીન રે’વું, ગરીબને ગરજું ઘણું; તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું...૬
ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો; જાણું કમાણી કાઢશું, ત્યાં તો ઊલટો વળ્યો ઓટલો...૭
સ્વામી કહે છે કે માત્ર દેહદમન કરવાથી કામ પૂરું થઈ જતું નથી.
ભક્તે મનને પણ જીતવું જોઈએ ને પ્રાણને પણ જીતવા જોઈએ. મનને જીતવાનો ઉપાય સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્ય પ્રકરણના ૩૩મા વચનામૃતમાં જણાવે છે કે મનને ભગવાનની નવધા ભક્તિમાં જોડી દેવું
ને પ્રાણને નિયમમાં રાખવા માટે આહાર - વિહાર યુક્ત રાખવો પણ અતિશે ખાધાની લોલુપતા રાખવી નહિ, એવી રીતે વર્તે ત્યારે પ્રાણ
નિયમમાં થયો કહેવાય.
આવી રીતે ભક્ત પોતાની ઇન્દ્રિયોને દમતો રહે. વળી એનામાં
ચંચળતા, ઊગ્ર સ્વભાવ ન હોય. એ દીન થઈને રહે. ગરીબ ને ગરજુ થઈને રહે. પણ કોની આગળ ? તો ભગવાન અને તેમના અનન્ય સંત
- ભક્ત આગળ. ભગવાનથી વિમુખ હોય તેની આગળ નહિ.
જેનામાં ભક્તિ ન હોય તેને પોતાના સાધનનો ભાર રહી જાય.
એ બહુજ મોટી નુકશાની કરનાર છે. કમાણીને બદલે ખોટનો વેપાર થાય છે.
જેમ ચોબો છબો થાવા ચાલિયો, દશો ચાલ્યો વિશો થાવા વળી; તે નીસર્યો મૂળગી નાતથી, રહ્યો ભટકતો નવ શક્યોેે ભળી...૮
તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લૈ ભૂંડાઈ ભાગ; અતિ ઊલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ...૯
ચોબાની જાતિમાં દસા, વીસા, ચૌબીસા, એવા પ્રકાર હોય છે.
કોઈ ચોબો એમ વિચારે કે હું દસામાંથી નીકળીને વીસો ચોબો થાઉં
તો મોટો ગણાઉં. એમ માનીને વીસાની નાતમાં ભળવા જાય. ત્યારે
તેને વીસાની નાતવાળા ભળવા ન દે, ને દસાની નાતવાળા કહે કે તું હવે અમારી નાતનો નથી રહ્યો. પછી તેને ભટકતા રહેવું પડે. તેમ
ભગવાનની ભક્તિ કરતાં જો ભૂંડાઈનો ભેગ ભળી જાય, અર્થાત્ બીજે
ચાળે ચડી જવાય તો દાટ વળી જાય.
ભક્તિ કરતાં જો બીજે આસક્તિ રહી જાય તો મરીને ત્યાંજ નાગરૂપે કે કીડારૂપે જન્મે છે.
માટે ભક્તિમાં સાધનનો ભાર, બીજે ઠેકાણે આસક્તિ ન જ રહેવી જોઈએ. હકીકતે સાચા દિલથી ભક્તિ કરનારમાં એવું રહે જ નહિ.
કેમ જે સાચા ભક્તને ભગવાન પ્રત્યે લાગણી હોય, પણ માગણી નહિ.
કેમ જે એનું સર્વ પ્રકારે ભલું કરનારા ભગવાન જ છે.
આચમન-૩૬ : ભકિતમાં સવળી સમજણ સુખદાયી
આ સંસારમાં દરેક માણસ કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે તેમાં તેનો હેતુ એ જ છે કે તેને તેમાં લાભ થાય. પરંતુ જે ગાંડો હોય તેેને ખબર ન
પડે કે યોગ્ય શું છે ને અયોગ્ય શું છે. લાભ શેમાં છે ને નુકસાની શેમાં છે. તેથી આગળ પાછળનો વિચાર કર્યા વિના કૂદી પડે છે ને હેરાન
થાય છે. એટલે જ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના દશમા
પદમાં કહે છે કે,
જ્યાન ન કરવું જોઈરે સંતો, જ્યાન ન કરવું જોઈ; અતિ અંગે ઉન્મત્ત હોઈ રે સંતો... જયાન...
જ્યારે જીવને ઉન્મત્તપણું આવે છે ત્યારે તેને ભાન રહેતું નથી. અહીં
માત્ર સંતોને જ ઉપદેશ છે એવું નથી. જે મૂર્તિમાં સંતાય તે સંત. એવા સંત બનાવવા માટે સ્વામી સહુને ચેતાવે છે.
એમ સાંભળ્યું હોય કે દરિયાના તળીયે મોતી હોય છે. તેથી વેગમાંને વેગમાં કૂદી પડે. પણ એમ કાંઈ અનુભવ વિના દરિયાના તળીયે પહોંચી શકાતું નથી. એ તો અનુભવી પાસેથી શીખવું પડે. તેમ ભગવાનની
મૂર્તિરૂપી અમૂલ્ય મોતી પ્રાપ્ત કરવાં હોય તો અનુભવી સત્પુરુષ ભકિતની જે રીત શીખવે તે રીતે મંડ્યા રહેવું પડે. શ્રી મુક્તાનંદ સ્વામી કહે છે કે,
મરજીવાને મારગે જન કોઈક જાએ રે,
પહેલું પરખે મોત તે મુક્તાફળ લાવે રે...
અનુભવી આનંદમાં ગોવિંદ ગાયે રે...
જો વિચાર્યા વિના કૂદી પડે તો મોતીની વાત એક બાજુ રહી જાય
ને પોતે જ ડૂબી જાય. તેમ જે મનમુખીપણે ભક્તિ કરવા જાય તેને ઘણો દાખડો કર્યા છતાં પણ ભવસાગરમાં ડૂબવાનો વારો આવે. કેમ જે એ નિશાન ચૂકી ગયો.
ગંગામાં સ્નાન કરવાનો હેતુ એ જ છે કે પાપ ધોવાય. તેવી જ રીતે સત્સંગરૂપી ગંગામાં સ્નાન કરવા ભગવાને સત્સંગનો યોગ આપ્યો છે, સત્પુરુષનો સંગ આપ્યો છે. એમના વચન પ્રમાણે વર્તાય તો એ યથાર્થ સ્નાન કર્યું કહેવાય. તો પાપ બળે.
જો જાય જળ જાહ્નવી નાવા, તો આવીએ કિલમિષ ધોઈ;
પણ સામું ન લાવીએ સમજી, પાપ પરનાં તે ઢોઈ રે... સંતો...૩
મહિમાપૂર્વક ગંગાજીમાં સ્નાન કરે તો પાપ બળે. માત્ર જળમાં પડ્યા રહેવાથી પાપ બળતાં નથી. એમ તો માછલાં પણ ગંગાજળમાં રહે છે.
તેણે કરીને તેનું ક્લ્યાણ થતું નથી. એમ સત્સંગરૂપી ગંગામાં મહિમા સહિત ભક્તિ કરે છે તેનાં પાપ ટળે છે. પરંતુ સત્સંગમાં રહીને અવગુણના માર્ગે ચાલે છે તે બીજાનાં પાપનો ભાગીદાર થાય છે. કેમ
જે એના સંગે કરીને બીજાને પણ સત્સંગમાંથી પડવાનું થાય. તેને તો આખું બ્રહ્માંડ ભાંગ્યા જેટલું પાપ લાગે છે. માટે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ
સ્વામી કહેે છે કે,
તેમ ભક્ત થઈને ભક્તિ કરીએ, હરિચરણે ચિત્ત પ્રોઈ; નિષ્કુલાનંદ કે’ નર ઘર મૂકી, ન જીવીએ જનમ વગોઈ રે સંતો જ્યાન ન કરવું જોઈ રે...૪
ભક્ત હોય તે તો ભગવાનના ચરણમાં ચિત્ત લગાડી રાખે. એ કોઈની ખોદણી કરવામાં સમય ન બગાડે. એને તો એક જ તાન હોય
કે મારા ભગવાને મને શું આજ્ઞા કરી છે.
જેમ ડ્રાઈવર છે તેનું લક્ષ્ય છે પોતાની ગાડીને એક સ્થળથી બીજા
સ્થળે હેમખેમ પહોંચાડવી. જો તે ડ્રાઈવર બીજે ડાફોળિયાં મારવા જાય
તો જરૂર અકસ્માત સર્જાય. એમ આપણા જીવનપથમાં બીજાનું જોવા જતાં આપણું લક્ષ્ય ન ભૂલી જઈએ તેની સાવધાની રાખવાની છે. બીજા શું કરે છે તેની ચિંતા કર્યા વિના આપણે શું કરવાનું છે એ વાત તરફ
લક્ષ્ય હોય તો પોતાની ખોટ ટળે. પરંતુ બીજાના દોષ જોયા કરીએ,
તો એ દોષ આપણામાં આવીને નિવાસ કરે. પછી એક દિવસ એવો આવે કે પોતે જ આખા દોષિત થઈ જઈએ. ભકિત કરવાનું લક્ષ્ય છૂટી જાય.
જો ભગવાનમાં ચિત્ત ન પરોવાયું હોય તો નક્કી વગોવણી થાય.
એટલે જ સ્વામીબાપા કહે છે કે,
મૂર્તિ ધ્યાને નિશદિન ઠરજો, ન થાય વગોવણી; સત્ય કરીને દાસાનુદાસની, માનો વિનવણી રે... ભાગ્ય લ્યો ગણી.
ભગવાન તરફ જે લક્ષ્ય ન રાખે તેની જરૂર વગોવણી થાય. એવા કલંકવાળું જીવવું પડે તેના કરતાં પહેલેથી જ શા માટે ચેતી ન જવું ?
વગોવણી થયા પછીનું જીવવું એ તો મહા માસમાં થયેલા માવઠા જેવું છે.
શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના એકતાલીસમા કડવામાં કહે છે,
જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એ તો થયું જેમ મા’ મહિને માવઠુંજી; વિવાયે વે’ચાણી લાંણીમાં એલઠુંજી, એહમાંહી સારું શું કર્યું એકઠુંજી...૧
સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ; જેમ ગીગો ગયો ગંગાજીએ, નાકે દુર્ગંધીનો ભરેલ...૨
બરાબર ચોમાસાના દિવસો હોય ત્યારે વરસાદ ન થાય. એટલે પાણી
સિંચી સિંચીને ખેડૂતે મોલ તૈયાર કર્યો હોય. મહા મહિનામાં પાક
લણવાની તૈયારી કરે, ને તે વખતે જ જો વરસાદ પડે તો ખેડૂતની બધી
જ મહેનત વ્યર્થ જાય. અરે વાવેલું બીજ પણ ખોઈ બેસે.
તેમ હૃદયની ધરતી પર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિના રોપા વાવ્યા હોય, તેને પકાવવા માટે સંતો પાસે જ્ઞાનનાં પાણીનું સિંચન કરી કરીને ભક્તિનો સરસ ફાલ તૈયાર થયો હોય પણ તેમાં અવગુણરૂપી મહા
માસનું માવઠું થાય તો બધી જ ફસલ બગડી જાય.
વિવાહનો વખત હોય તે વખતે લહાણી કરતા હોય તે વખતે
મસાણના લાડુ આપવાના ન હોય. જો તેમ થાય તો જરૂર ફજેતો થાય.
પાણી મળે ત્યારે મેલ ધોઈ લેવાનો હોય. જો વાટ જોવા જાય તો
ગંદવાડમાં ભટકતા રહેવું પડે. તેમ જીવને જન્મોજનમના બંધનનો મેલ
ચડેલો છે. તેને ધોવા માટે સત્સંગમાં ભક્તિરૂપી જળ પ્રાપ્ત થાય, પણ
તે સમયે કહે કે મારે સમય નથી. પછી એ મેલો ને મેલો જ રહી જાય.
ગીંગાને નાકમાં વિષ્ટાની ગોળી ભરેલી હોય, તેથી તે ભલેને સુગંધી ભરેલા બાગમાં જાય તો પણ તેને ફૂલની સુગંધ ન આવે. પરંતુ તેને
તળાવમાં બરાબર ઝબોળે ને જ્યારે નાકમાંથી વિષ્ટાની ગોળી નીકળી જાય ત્યારે તેને ફૂલની સુગંધ આવે. તેમ જીવના મનરૂપી નાકમાં વિષયોરૂપી વિષ્ટાની ગોળી ભરેલી હોય ત્યાં સુધી તેને સત્સંગરૂપી બાગમાં સુગંધ આવતી નથી તેથી તેને રસ પડતો નથી. ગીંગાની વાત
તો એક બાજુ રહી, પણ આપણે પોતે જ ગીંગા જેવા સ્વભાવના નથી એ વિચારવાનું છે.
માખી ચંદન પરહરે, દુર્ગંધ હોય ત્યાં જાય;
તેમ મૂરખને ભક્તિ નહિ, ઊંઘે કાં ઊઠી જાય...
ભક્તિ કરવા માટે આવ્યા હોય પણ જો જાતિ સ્વભાવ ન ટળે તો
તે તૂટી ગયેલા પાકા ઘડા જેવું છે. કાચો ઘડો હોય તેને તો પાછો માટીમાં ભેળવી શકાય પરંતુ તૂટી ગયેલા પાકા ઘડાનાં ઠીકરાં જ્યાં હોય ત્યાં આડાં આવે. તેને બહાર નાખવા માટે પાત્રમાં ભરતાં પણ વાગી ન
જાય તે ધ્યાન રાખવું પડે.
તેમ સત્સંગમાં રહીને જો અયોગ્ય સ્વભાવ ન ટાળીએ ત્યારે ભગવાન
કે સત્પુરુષ ટોકે, તે વખતેે અવળું ગ્રહણ કરે તો તે માટલું ફૂટ્યું. પછી
તે કોઈ વાતમાં કામ ન આવે. તે ઠીકરાને હાથ અડાડવામાં - એનો સંગ કરવામાં પણ સારા માણસને ચેતતા રહેવું પડે.
ભવસાગર પાર કરવો એ બહુજ કપરું કામ છે. આ લોકનો
મહાસાગર પાર કરવા માટે મોટા જહાજની જરૂર પડે છે.
જેમ સિંધુ જોજન સો લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ;
તે સમજુ કેમ સમજીએ, જે રાચ્યો રાંધવા પાષાણ...૪
મોટું વહાણ માણસને લાખ્ખો ગાઉનો દરિયો પાર કરાવે છે. પરંતુ કોઈ એમ વિચાર કરે કે મારે પથ્થરને રાંધવો છે. તેના માટે વહાણને ભાંગીને તેનાં લાકડાં સળગાવીને પથ્થરને રાંધવા માંડે તો બધાંય લાકડાં ખૂટી જાય તોય નાનો પથ્થર લેશમાત્ર પોંચો ન થાય. એ મૂરખો પોતાની અણસમજણમાં આખું વહાણ ખોઈ બેસે.
આચમન-૩૭ : શ્રવણ ભક્તિ સર્વશ્રેષ્ઠ
એક યુવાન ભક્તે સ્વામીબાપાને પૂછ્યુંઃ બાપા, આપ કહો છો કે સંસારનો મોહ ન રાખો. ભગવાનનું ભજન કરો. પણ ભજન કરવું કેવી રીતે ?
ભગવાને સંસારના સુંદર વિષયોમાં એવું અજબનું આકર્ષણ રાખ્યું છે કે મોટા મોટા જ્ઞાની એમાં ભૂલા પડે છે. એમ કહેવાય છે કે સંસારનું સુખ વિષ જેવું છે, પણ અમને તો અમૃત જેવું લાગે છે. એટલે પ્રશ્ન
એ થાય છે કે ભગવાને આવું આકર્ષણ શા માટે રાખ્યું હશે ? સારા
પદાર્થ બનાવ્યા ત્યારે જ જીવ એમાં લલચાય છે ને ?
બાપા, આમ તો અમે ભૂલેલાં બાળકો છીએ. તેથી પરિપક્વ સમજણ
પણ ન હોય, તેથી આપ દયા કરો ને કારણ સમજાવો.
ત્યારે સ્વામીબાપા કહેઃ ભગવાને પદાર્થ બનાવ્યા છે તે જીવોને સુખી કરવા માટે જ બનાવ્યા છે. પરંતુ જીવ તેમાં એટલો બધો આસક્ત થઈ
જાય છે કે પોતે મર્યાદા મૂકીને ભોગ ભોગવવા મંડી પડે છે, પછી દુઃખી થાય એમાં ભગવાનનો શો વાંક ?
જલેબી, ફાફડા વગેરે બનાવ્યાં હોય, ને ગરમાગરમ મળે એટલે ભાઈ એના ઉપર તૂટી પડે. ઠેઠ ગળે સુધી ઠાંસી ઠાંસીને ભરે. પછી કહે કે મને અપચો થઈ ગયો છે, હું હેરાન થાઉં છું, મને કોઈ બચાવો.
આના કરતાં પહેલેથી જ વિચાર રાખ્યો હોય કે ગમે તેટલી સારી વસ્તુ છે પણ તે અમુક પ્રમાણમાં ખવાય તો જ સુખકારી થાય. પરંતુ વધારે
પડતા ભોગ ભોગવવાથી રોગ જરૂર થાય. ઼ધ્ધ્શ્વટધ્શ્વ થ્ધ્શ્વટધ઼્ધ્સ્ર્ક્ર ત્ન ભગવાને
પૃથ્વી પર જે કાંઈ સર્જન કર્યું છે તે જીવોના સુખને માટે જ છે.
તે ઉપર સ્વામીબાપાએ એક દૃષ્ટાંત આપ્યું કે, એક ગામ હતું. ગામમાં
પાણીની બહુજ તકલીફ હતી. તેથી એક શેઠે ૧૦-૨૦ હજાર રૂપિયા ખર્ચીને મોટો કૂવો બંધાવ્યો. લોકોને સુખ થયું. બધા કહેવા લાગ્યાઃ શેઠ
બહુ સારા છે, સેવાભાવી છે, એમ કહી આશીર્વાદ આપવા લાગ્યા.
એવામાં એક દિવસ એક છોકરો રમતાં રમતાં કૂવામાં પડી ગયો.
છોકરો ડૂબીને મરી ગયો. તેથી તેનો બાપ પેલા શેઠ પાસે ગયો ને એલફેલ
ગાળો ભાંડવા માંડ્યો, ને બબડવા માંડ્યો કે તમે પ્રજાને મારવા માટે કૂવો બંધાવ્યો છે.
ત્યારે શેઠ તો કાંઈ બોલ્યા જ નહિ. કેમ જે એ સમજુ હતા. એ જાણતા હતા કે આવા અણસમજુ આગળ વાત કરવી નકામી છે. પરંતુ
તે વખતે બાજુમાં ઊભેલા સમજુ ભાઈએ કહ્યું : ભાઈ, તમે જ પહેલાં કહેતા હતા કે ગામમાં પાણીની તકલીફ હતી, તેથી શેઠે કૂવો બંધાવ્યો એ બહુ જ સારું કામ કર્યું. એ કૂવો તો સારા કામ માટે જ બનાવેલો હતો પણ તમારો છોકરો મરી ગયો એટલે શું શેઠ નકામા થઈ પડ્યા ?
આમાં શેઠનો શું વાંક ?
તેમ ભગવાને આ સંસારનો કૂવો જીવોને સુખી કરવા માટે બનાવ્યો છે, કાંઈ ડૂબી મરવા માટે નથી બનાવ્યો. પરંતુ જીવો બાળકબુદ્ધિ કરી
પોતાના હાથે કરીને તેમાં ડૂબી મરે તેમાં ભગવાન શું કરે ?
જ્યારે મનમાં વિષયો પ્રવેશે ત્યારે કથામૃત અને નામામૃતનો આશરો
લેવો. ઈન્દ્રિયો જીવને કૂવામાં ન ધકેલી દે તે માટે જ ભગવાને આ બે અમૃત બનાવ્યાં છે. એનું જે રોજ સેવન કરે છે તે ખરેખર અમર બને છે, મોક્ષને પામે છે.
સ્વામિનારાયણ ભગવાન કા.ના ૧૨મા વચનામૃતમાં કહે છે કે, ગમે
તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં
વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય
છે. એમ કહીને છેવટે ભગવાન કહે છે કે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત
જે ભગવાન પુરુષોત્તમ-નારાયણની વાત સાંભળવી એથી મનને સ્થિર થાવાનું ને નિર્વિષયી થાવાનું કોઈ મોટું સાધન નથી. આ છે કથામૃતનો
પ્રતાપ.
તમને એ શંકા થશે કે સ્વર્ગમાં અમૃત કહ્યું છે, તે કેવું છે ? તો એ અમૃત પીધા છતાંય ‘દ્રધ્ટ્ટદ્ય્ધ્શ્વ ળ્દ્ય્સ્ર્શ્વ ૠધ્ઢ્ઢઅસ્ર્ળ્ૐધ્શ્વઙ્ગેંશ્વ બ્ઽધ્બ્ર્ગિં ત્ન’ પુણ્ય પૂરું થતાં મૃત્યુલોકમાં આવવું પડે છે. પરંતુ ભગવાનનું નામામૃત અને કથામૃતનું પાન કરવાથી વિષયો તરફનો વેગ ઘટે છે. પાપનો નાશ થાય
છે ને જીવન સુધરે છે.
કેટલાક તર્કવાદી એમ કહે છે આપણા બદલે આપણો કોઈ સંબંધી કથામાં જાય તો ચાલે ને ? ત્યારે તેને સજ્જન કહેશે કે ભાઈ, જમવાનો સમય થાય ત્યારે કહી દેવું કે મારો ફલાણો સંબંધી જમી લેશે એટલે
મને ચાલશે. એ શું શક્ય બનશે ? કદાપિ નહિ. લોકમાં કહેવત છે કે લગ્ન, મરણ ને ભોજનમાં કોઈ કહેશે કે મારે બદલે કોઈ લગ્ન કરી
લેશે તો ચાલશે, મારે બદલે મરણ પામશે તે ચાલશે, મારે બદલે ભોજન
કરી લેશે તે ચાલશે. આ બધું જ અસંભવ છે. તેમજ મંદિરે જવું, કથા કીર્તન કરવાં, ધૂન ભજન કરવું એ તો પોતાને કરવાનું છે. વસ્ત્ર ગંદું થયું હોય તો તેને સાબુ લગાડીને ધોવું પડે છે. તેમ મનનો મેલ દૂર કરવો હોય તો કથામૃતનું પાન કરવું પડે.
શ્રી હરિલીલામૃતમાં કહ્યું છે જે,
શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય; હરિકથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન...
સંત તુલસીદાસજી પણ કહે છે કે,
જીન્હ હરિકથા સુની નહિ કાના, શ્રવન રંધ્ર અહિ ભવન સમાના...
તુલસીદાસજી કહે છે કે જેણે કાને કરીને ભગવાનની કથા સાંભળી
નથી તેના કાન તો સાપના દરના કાણા જેવા છે.
જેમ અગ્નિ લાકડાંને બાળી નાખે છે, તેમ જાણે અજાણે પણ ભગવાનની કથાનું શ્રવણ અને ભગવાનનું નામ સ્મરણ બધાં પાપ બાળી
નાખે છે.
જીવનપ્રાણ બાપાશ્રી કહે છે કે મહારાજ અને મોટાનો જોગ તો અનેક જન્મના કષાય માત્ર ટાળી નાખે એવો બળવાન છે, માટે ખરી આતુરતાએ સહિત જોગ કરવો.
મહર્ષિ નારદજી ૩૭મા સૂત્રમાં કહે છે,
ૐધ્શ્વઙ્ગેંશ્વશ્ચબ્ ઼ધ્ટધ્ઘ્ૅટધ્ળ્દ્ય્ધ્ ઊંધ્દ્ય્ધ્ ઙ્ગેંટ્ટગષ્ટઌધ્ગૅ ત્ન
અર્થાત ્ સમાજમાં પણ ભગવાનનાં ગુણગાન, શ્રવણ અને કીર્તનથી ભગવાન પ્રાપ્ત થાય છે ને તેથી દોષ ટળે છે. ભાગવતમાં ભગવાને કહ્યું છે કે,
ઌધ્દ્યક્ર ધ્બ્ૠધ્ હ્મઙ્ગેંળ્ ક્રદ્દક્ર સ્ર્ધ્શ્વબ્ટધ્ઌધ્ક્ર દ્ગઘ્સ્ર્શ્વ ઌ ન ત્નત્ન
ૠધ્ઘ્ૅ઼ધ્ઊ ધ્ સ્ર્શ્ધ્ ટધ્ધ્સ્ર્બ્ર્ગિં ગશ્ધ્ બ્ગડ્ઢધ્બ્ૠધ્ ઌધ્થ્ઘ્ ત્નત્ન
અર્થાત ્ હું વૈકુંઠમાં રહેતો નથી, તેમ યોગ સાધનારા યોગીઓના હૃદયમાં રહેતો નથી. પરંતુ હે નારદ, જ્યાં મારા ભક્તો કીર્તન કરતા હોય છે ત્યાં હું વસું છું.
કથામાં કેટલી રુચિ છે ને વ્યવહારમાં કેટલી રુચિ છે તે તરત જ જણાઈ આવે છે. જેને કથામાં રુચિ હોય, ભજનમાં રુચિ હોય તેને ભજનમાં કદાચ સમય વધુ જશે તો વાંધો નહિ આવે, પણ જેને વ્યવહારમાં - સંસારમાં રુચિ હશે તે તરત જ ઘડીયાળ સામી નજર માંડશે
ને વિચાર કરશે કે હવે ક્યારે જય બોલાય ને ઘર ભેગા થઈએ.
પરંતુ ઘેર બેઠા હોય ને અલક મલકની વાતો થતી હોય તેમાં એક કલાકને બદલે ત્રણ કલાક વીતી જાય તો પણ ઘડીયાળ સામી નજર
નથી જતી. કારણ કે તેમાં વધુ રસ છે, વધુ આસક્તિ છે. આ વધુ
આસક્તિ જ માણસને કૂવામાં ડૂબાડે છે.
સમયનો નાશ એ સર્વસ્વનો નાશ છે. ્ૈદ્બી શ્ ૌઙ્ઘી ુટ્ઠૈા ર્કિ ર્હહી. સમય અને મોજું કોઈની રાહ જોતાં નથી. સમય વીત્યા પછી કહેશે કે ભગવાન મને બે દિવસ વધુ આપો તો હું આપનું ભજન કરી
લઉં. એમ ભગવાન કાંઈ પછીથી તમારા માટે સમય લંબાવી આપે એવા
નથી. એમણે તો સમય આપ્યો છે. એ સમયમાં ચેતી જઈને ભજન
કરી લેવાનું છે.
બ્રહ્માનંદ સ્વામી તો ગાજી ગાજીને કહે છે કે,
યૂંહી જન્મ ગુમાત, ભજન બિન યૂંહી જન્મ ગુમાન; સમજ સમજ નર મૂઢ અજ્ઞાની, કાળ નિકટ ચલી આત...ભજન...
ભયોરી બેહાલ ફિરત હૈ નિશદિન, ગુણ વિષયન કે ગાત...ભજન...
સ્વામી કહે છે કે હે મૂરખ અજ્ઞાની નર, હવે સમજી જા, સમજી
જા. કાળ નજીક ને નજીક આવી રહ્યો છે. વિષયના ગુણ ગાવામાં તું બેહાલ થઈને ફરે છે પણ અંતે તારે પસ્તાવાનો વારો આવશે. તે વખતે
તું ભલેને પોકાર કરતો રહીશ, તો પણ તને ઊગારનારો કોઈ નહિ
મળે.
કોઈને એમ થાય કે આટલાં વર્ષ સુધી ભગવાનનું ભજન ન કર્યું
ને જિંદગીભર પાપ જ કર્યાં છે. હવે તેમાંથી કેમ છૂટાશે ? તો તેનો ઉપાય શ્રીહરિલીલામૃતમાં બતાવ્યો છે કે,
કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ; હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.
વાલિયો લુંટારો મટીને વાલ્મિકિ ઋષિ બની ગયો, એવી જ રીતે જેની પુના સુધી હાક વાગતી હતી એવો જોબન પગી લૂંટારો મટીને
પરમ ભક્ત બની ગયો. જેના હાથમાં નિત્ય શસ્ત્ર રહેતાં તે હાથમાં
માળા શોભવા લાગી. એટલે જ આપણે ગાઈએ છીએ કે,
લૂંટારો વાલિયો વાલ્મિક બનતો,
જોબન વડતાલો ભક્તિ કરતો,
હે હાથે શસ્ત્ર તે હાથે માળા ફેરવતો થાય થાય થાય
...અમારા શ્રીજી જેમ વિચારે...
સ્વામિનારાયણબાપા સ્વામીબાપાએ દયા કરી આપણને આવો કારણ સત્સંગનો જોગ આપ્યો છે. આપણે એ સમર્થ ધણીની દયાનો સદુપયોગ
ક્યારે કર્યો કહેવાય ? તો જ્યારે ભગવાનના નામામૃતમાં તેમજ કથામૃતમાં રુચિ થાય, ત્વરા થાય તો.
ભવસાગર પાર કરવા મોંઘા મનુષ્યદેહરૂપી વહાણ પ્રાપ્ત થયું છે,
પણ તેના વડે તે મનમાન્યું કરીને દિવસો પસાર કરે છે તે લાકડાં સળગાવ્યા બરાબર છે. પોતાની ધારેલી વાત સિદ્ધ કરવાનો પ્રયાસ એ
પથ્થરને પોંચો કરવા બરાબર છે.
એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની વાત; જેની દાઢો ડાળો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત...૫
એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કે દી કોડ; જે એ ભક્તિ અતિ ભજાવશે, એવો દિલે ન રાખવો ડોેેડ...૬
આવા મૂર્ખા આગળ ભક્તિની વાત કરીએ તો બધી એળે જાય.
નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેમ કોઈની દાઢ સડી ગઈ હોય ને તે કઠણ વસ્તુ ચાવવાના કોડ કરે તો તે દાઢ નક્કી પડી જાય. ને ઉપરથી દુઃખાવો થાય તે વધારાનો. મૂર્ખાને કોઈ પણ પ્રકારનો ઉપદેશ હાનિકારક છે.
સુભાષિતમાં કહ્યું છે કે
શ્રઘ્શ્વઽધ્ધ્શ્વ બ્દ્ય ૠધ્ઠ્ઠધ્ષ્ટદ્ય્ધ્ધ્ક્ર, ત્ઙ્ગેંધ્શ્વધ્સ્ર્ ઌ ઽધ્ધ્ર્ગિંસ્ર્શ્વ ત્ન
મૂર્ખા માણસને ઉપદેશ કરવો એ તેને શાંત કરવા માટે થતો નથી
પણ તેનો ક્રોધ વધારવા માટે થાય છે. ચોમાસાનો વખત હોય. વરસાદ
ધોધમાર પડતો હોય. ત્યારે તેનાથી બચવા વાંદરો આમતેમ કૂદાકૂદ કરતો
હોય. તેને જોઈને સુગરીને દયા આવે. તેથી તેના હિતને માટે કહે કે
તું અમારી જેમ સારી સગવડ કરી લે. ત્યારે વાંદરો ખીજાઈને કહે કે
તું મને શિખામણ આપનાર કોણ ? હવે તો તનેય ખબર પાડી દઉં.
એમ કહીને સુગરીનો માળો લઇને તોડીને નીચે નાખી દે.
આમ કેટલાક એવા પણ હોય કે તેને ભક્તિની વાત કરીએ એટલે
તાવ ચડે. જેમ તેમ બોલવા માંડે. ત્યારે વિચારવું કે જેનામાં ભાવ હશે, જેના પર ભગવાનની પ્રસન્નતા હશે તે જ ભક્તિ કરી શકશે.
એમ ભાવ વિનાની ભગતિ, નર કરી શકે નહિ કોય; ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન હોય...
જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની;
તેને ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની...
જે ભાગ્યવાળા ને ખપવાળા હોય તે જ ભક્તિ કરી શકે છે. જેને ભક્તિ કરવાની રુચિ થાય તેને ખાવાપીવાનો ચસકો ન રહે. ભગવાનની ઇચ્છાથી જે મળે તેમાં ચલવી લે. તેનો એ જ મંત્ર હોય કે ચાલશે, ફાવશે, ભાવશે. ખાવા પીવા માટે એ ક્યારેય ટંટો નહિ કરે. આ લોકની
તો સ્પૃહા હોય જ નહિ.
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઈ મન; રાત દિવસ રાચી રહે, સાચા કે’વાય તે હરિજન...
પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ કલપ સમ થાય; નિષ્કુલાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગમાંય...
સાચો ભક્તિનિષ્ઠ હોય તે તો બ્રહ્માદિના સુખમાં પોતાના મનને
લલચાવા દે નહિ. અરે કોઈ તેને લલચાવવા પ્રયત્ન કરે તો પણ તેમાં
લોભાય નહિ. ભુજના અચ્યુતદાસજી સ્વામીને સમાધિ થઈ. તે વખતે સમાધિમાં તે સ્વામિનારાયણ ભગવાનની વાંસે વાંસે ચાલ્યા. પસાર થતાં
માર્ગમાં બ્રહ્માદિનાં સ્થાન આવ્યાં, સિદ્ધિઓ આવી, છતાં પણ સ્વામીએ
તેના સામુંય જોયું નહિ. તેથી તેમણે સ્વામીને તહોમત દીધું કે ફટ છે
તમને કે આમારાં ઐશ્વર્યમાં લોભાઈ ગયા. આટલું સાંભળ્યા છતાં પણ સ્વામીએ તેના સામુંય ન જોયું. ને સામેથી પડકાર કરીને કહ્યું : ફટ છે તમને. હું તો મારા સ્વામિનારાયણ ભગવાનને મૂકીને તમારામાં
લોભાઉં એવો નથી. તમારાં સુખ તો ભગવાનનાં સુખ આગળ કાકવિષ્ટા
તુલ્ય છે. માટે એમાં હું શીદને લોભાઉં.
શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના બેતાલીસમા કડવામાં કહે છે, જુગોજુગ જીવન રહે જન હેતજી,
જે જને સોંપ્યું તન મન સમેતજી;
સહશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી...૧
રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય; જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય...૨
આવો ભક્તિનિષ્ઠ હોય તેનું બીજું લક્ષણ એ છે કે તેને ભગવાનની ભક્તિ વિના એક પળ પણ ન રહેવાય. એ બીજાની ટીકા કુથલી કરે જ નહિ. એ એને ગમે જ નહિ. એ સમજે કે ભગવાનનું ભજન મૂકીને હું જેટલો બીજે ચાળે ચડીશ તો મારે ભગવાનથી એટલું છેટું થઈ જશે.
મારે તો મારા ભગવાનનું સાન્નિધ્ય વધારે ને વધારે માણવું છે.
કોઈવાર તેને એવો સંજોગ આવી પડે કે ભક્તિમાં અવરોધ થાય
ત્યારે તેને એવું લાગે કે મેં કલ્પ સુધી ભગવાનનો વિયોગ સહ્યો. જેમ
ભક્ત ભગવાન વિના રહી શકતા નથી તેમ ભગવાન પોતાના અનન્ય
ભક્તિનિષ્ઠ ભક્ત વિના રહી શકતા નથી.
માછલી જળ વિના રહી શકતી નથી. એક પળ પણ જો જળનો વિયોગ થાય તો તે તરફડીને મૃત્યુ પામે છે. ભક્તની પણ ભગવાન
વિના એવી જ દશા થાય છે.
અમૃત લાગે તેને મૃત જેવું, પંચામૃત તે પંકસમાન; શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે નહિ ભગવાન...
શ્રીખંડ લાગે પંડે પાવક જેવું, માળા લાગે મણિધર નાગ; હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઈ ગયાં આગ...
ભક્તની પાસે સારાં પકવાન્ન, ભોજન વ્યંજન મૂક્યાં હોય પણ તેમાં જો તેને ભગવાનનો સંબંધ ન જણાય તો તે અમૃત જેવું અન્ન પણ તેને ઝેર જેવું લાગે. ભક્ત જે કાંઈ જમે તે ભગવાનને ધરાવીને જ પ્રસાદીરૂપ
અન્ન જમે. ભગવાનની પ્રસાદી વિનાનું દૂધ, દહીં, ઘી, મધ, સાકર આદિનું પંચામૃત પણ સાચા ભક્તને પંક - કાદવ જેવું તુચ્છ લાગે. સારી
પથારી શૂળી જેવી લાગે.
શ્રીખંડ લાગે પંડે પાવક જેવું, માળા લાગે મણિધર નાગ; હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઈ ગયાં આગ...૪
વળી ભવન લાગે તેને ભાગસી, સંપત તે વિપત સરખી; કીર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી...૫
નિરાશી ઉદાસી નિત્યેે રહે, વહે નયણમાં જળધાર; હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર...૬
શ્રીખંડ - ચંદન ભલેને શીતળતા આપનારું છે, પરતું તેમાં જો ભગવાનનો સંબંધ ન હોય તો તે ચંદન પણ પાવક - અગ્નિની જેમ
બાળનારું બને છે. ભક્તને ભગવાનની સેવા વિના બધાં જ પદાર્થ આગ
સમાન દુઃખ દેનારાં લાગે છે. એને રાજમહેલ પણ સ્મશાન જેવો લાગે છે, આ લોકની સંપત્તિ પણ આપત્તિ - દુઃખ દેનારી લાગે છે.
ભગવાનના સંબંધ વિના આલોકની કીર્તિ તેને કલંક ભરેલી લાગે છે.
એને એક ક્ષણ પણ ભગવાનનો વિયોગ થાય છે ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા માંડે છે. એ બ્રહ્માનંદ સ્વામીની જેમ ભગવાનને પોકારતો રહે છે કે,
એકલડું કેમ રહેવાય, તમ વિના વ્હાલાજી;
મંદિરિયું ખાવા ધાય, તમ વિના વ્હાલાજી,
હૈડાની કોણ પૂરે હામ, તમ વિના વ્હાલાજી;
મારે હાથ ન લાગે કામ, તમ વિના વ્હાલાજી...
ભગવાનના વિરહમાં ભક્ત સૂવા જાય તો તેને નિદ્રા ન આવે, જમવા બેસે તો ભોજન ન ભાવે, આ લોકમાં ભગવાન વિના જે કાંઈ સારી વસ્તુ એને પ્રાપ્ત થાય તો પણ તેને તેમાં આનંદ ન થાય, પણ ઉલટાની
પીડા થાય.
પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર; એવા ભક્તને ભાળી વળી, મહા પ્રભુ કરે છે મે’ર...૯
જે ભક્ત ભગવાન વિના પીડા પામે છે તેના ઉપર ભગવાન બહુ જ રાજી થાય છે એની સહાયતા કરવા દોડી આવે છે. જે ભગવાનના થઈને રહે છે તેની બધી જ જવાબદારી ભગવાન નિભાવે છે. આ છે ભક્તિનો પ્રૌઢ પ્રતાપ.
આચમન-૩૮ : ભક્તની ચિંતા ભગવાનને હોય
તુલસી રામાયણના અરણ્યકાંડમાં ઉલ્લેખ છે કે, ભગતિ હીન નર સોઈ કૈસા, બિનુ જલ બારિદ દેખિય જૈસા...
ભગવાનને ભક્તિ સાથે જ સંબંધ છે. તેમાં ભગવાન એવું જોતા
નથી કે આ ઊંચા કુળનો છે, કે આ નીચા કુળનો છે. માણસનું કુળ
ગમે તેટલું ઊંચું હોય, તે ધર્મ પાળતો હોય, ધનવાન હોય, બળવાન
હોય, વિદ્વાન હોય ને તેમાં બીજા અનેક ગુણો હોય પણ જો તેમાં ભક્તિ
ન હોય તો તે માણસ જળ વિનાના સૂકા સરોવર જેવો છે.
ભગવાનની ભક્તિ છોડીને જે મુક્તિની આશા રાખે છે તે ક્યારેય
સફળ થતી નથી. જેનામાં ભક્તિ હોય તેનાથી ભગવાન જરાય દૂર રહી શકતા નથી. શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિના તેતાલીસમા કડવામાં જણાવે છે,
દૂર ન રહે એવા જનથી દયાળજી,
રાત દિન રાખે એની રખવાળજી;
જેમ જનની નિત્ય જાળવે બાળજી,
એમ અતિ કૃપા રાખે છે કૃપાળજી...૧
કૃપાળ એમ કૃપા કરી, સમે સમે કરે છે સંભાળના; નિત્યે નજીક રહી નાથજી, પળે પળે કરે છે પ્રતિપાળના...૨
ખાતાં પીતાં સૂતાં જાગતાં, ઘણી રાખે છે ખબર ખરી; ઊઠતાં બેસતાં ચાલતાં, હરે છે સંકટ શ્રી હરિ...૩
ભગવાન પોતાના ભક્તથી જરાય દૂર રહી શકતા નથી. રાત દિવસ
તેની સંભાળ રાખે છે. જેમ બિલાડી પોતાના બચ્ચાને સાચવે છે તેમ
ભગવાન પોતાના ભક્તને સાચવે છે.
ભક્તિને ‘માંજાર ન્યાય’ કહેવામાં આવે છે. જેમ બિલાડી પોતાનાં બચ્ચાંને મોંઢામાં લઈ એક સ્થળથી બીજા સ્થળે ને બીજાથી ત્રીજા સ્થળે ફેરવે છે. તે ઉંદરને પકડે છે તેનો પ્રકાર અલગ હોય છે ને બચ્ચાંને
પકડે છે તેનો પ્રકાર અલગ હોય. બચ્ચાંને સંપૂર્ણ સલામતી હોય છે.
લેશમાત્ર કષ્ટ થતું નથી. એવી જ રીતે ભક્તિનિષ્ઠ ભક્તની સંપૂર્ણ જવાબદારી ભગવાન ધારણ કરે છે. કોઈવાર એવું પણ જણાય કે
મારો ભક્ત મારા વિના બીજે તણાવા માંડ્યો છે તો તેવા બંધનથી છોડાવીને પણ ભગવાન તેનું રૂડું કરે છે. શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંધના ૨૨મા અધ્યાયમાં કહ્યું છે કે,
સ્ર્જીસ્ર્ધ્દ્યક્ર ત્ત્ઌળ્ટધ્ઢ્ઢદ્ધધ્બ્ૠધ્ દ્યબ્થ્ષ્ઠસ્ર્શ્વ ગઘ્ૅમઌક્ર ઽધ્ઌહ્મઃ ત્ન
હું જેના ઉપર કૃપા કરું છું તેનું ધન - સમૃદ્ધિ - વૈભવ ધીમે ધીમે બધુંજ લઈ લઉં છું. એકવાર એક ભક્તે સ્વામિનારાયણ ભગવાનને
પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે મારા ઉપર કૃપા કરો. ભગવાન કહેઃ
મારી કૃપા માગવા જેવી નથી. તોય પેલો ભગત હઠ પકડીને કહે કે
મહારાજ, મારા ઉપર કૃપા કરો. ત્યારે ભગવાન કહે : તું બહુ લઈને
મંડ્યો છે. તો જા, તારા ઉપર કૃપા કરું છું. મારી કૃપા પછી પાછી ફરશે નહિ.
એમ કહીને ભગવાન કહે : તારી સ્ત્રી મરી જાય, તારો છોકરો મરી જાય... ત્યારે પેલો ભગત ઊભો થઈ ગયો. કહે : મહારાજ, મને આવી કૃપા નથી જોઈતી. એ કૃપા તો તમે તમારી પાસે જ રાખો. ભગવાન
કહે : અમે આપેલું દાન પાછું લેતા નથી.
ભક્ત એ વાર્તા સમજી શકતો નથી કે મને જેમાં આસક્તિ છે તેમાંથી
મને છોડાવવા માટે ભગવાન આમ કરે છે. જો ભગવાન પોતાના ભક્તને
તે પદાર્થમાંથી આસક્તિ ન છોડાવે તો તેને ભવિષ્યમાં નડતરરૂપ થાય.
આ બધું સમજાય કોને ? તો જેનામાં સવળી સમજણ હોય તેને.
એ તો સમજાય નેનપરના દેવજી ભક્તને કે જેમણે એકનો એક પુત્ર ધામમાં જતાં શોક ન પાળ્યો પરંતુ હર્ષની લાગણી અનુભવી. કેમજે દીકરાને અક્ષરધામનું રાજ્ય મળ્યું.
રામપુરના દેવરાજભાઈનાં માતુશ્રી તેમજ બે પુત્રો ધામમાં ગયા ત્યારે બાપાશ્રી પાસે આવીને કહ્યું : અડધી વેઠ ઊતરી ને અડધી વેઠ બાકી છે.
સાચા ભક્ત થાય છે તેની ચિંતા ભગવાન કરે છે. દરેક રીતે તેને જાળવે છે. ખાતાં પીતાં સૂતાં જાગતાં તેની ખબર રાખે છે. ઊઠતાં, બેસતાં કે કોઈ પણ ક્રિયામાં ભક્તનાં સંકટ હરે છે. મનુષ્યો, દેવો, રાક્ષસો વગેરેથી પણ ભક્તની રક્ષા કરે છે. બહારના શત્રુથી રક્ષા કરનારા તો ઘણાય થયા છે પણ પોતાના ભક્તના અંતરશત્રુઓથી રક્ષા કરનારા છે એક માત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાન.
અંતરશત્રુ ન દિયે ઊઠવા, નિશ્ચે કરીને નિરધાર; નિજ ભક્ત જાણી નાથજી, વાલો વે’લી કરે વળી વા’ર...૫
પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ;
પણ ભક્તની ભીડ ભાંગવા, રહે છે તૈયાર આઠુ જામ...૬
પોતાના ભક્તને ભીડ પડે છે તે ભગવાન દેખી શકતા નથી, તેથી ભક્તનું દુઃખ દૂર કરવા પોતે દોડીને આવે છે. તેમાં પોતાને કષ્ટ પડે છે તે ગણકારતા નથી.
ભગવાન પાસે ડાયરી છે. તેમાં એક પર્સનલ છે ને બીજી જનરલ
છે. જે દેખાવ માટે ભક્તિ કરતા હોય તેનું નામ જનરલ ડાયરીમાં નોંધે છે ને સાચા દિલથી, કોઈ પણ પ્રકારના દેખાવની ભાવના રહિત થઈને ભગવાનને રાજી કરવા ભક્તિ કરતા હોય છે તેનું નામ ભગવાન
પોતાની પર્સનલ ડાયરીમાં નોંધે છે.
એકવાર દેવર્ષી નારદજી વિષ્ણુનાં દર્શન કરવા ગયા. તે વખતે વિષ્ણુ કંઈક કામમાં વ્યસ્ત હતા. પણ તેમની બાજુમાં એક મોટી ડાયરી જોઈ.
નારદજીને થયું કે આમાં શું છે એ તો જોવા દે. તેથી સાન કરીને ડાયરી
માગી લીધી. ડાયરી ખોલી તેમાં લખેલું હતું કે મારી ભક્તિ કરનાર ભકતોની યાદી. નારદજીને જીજ્ઞાસા જાગી કે કોનાં કોનાં નામ છે એ
તો જોવા દે. લીસ્ટ પર નજર કરી ત્યાં પહેલું નામ પોતાનું જોયું. નારદજી
રાજીના રેડ થઈ ગયા. તેમને થયું મારા જેવો ભક્ત આ દુનિયામાં કોઈ
નથી. તેથી ભગવાનનાં દર્શન કરવાં પડ્યાં મૂકીને નીકળી પડ્યા પ્રચાર કરવા, કે મારા જેવો કોઈ ભક્ત આ દુનિયામાં કોઈ નથી. નારાયણ,
નારાયણ કરતા ચાલ્યા જાય ને જે કોઈ રસ્તામાં મળે તેને કહેતા ફરે કે ભગવાનની યાદીમાં મારું નામ સૌથી પહેલું છે. એમ કરતાં કરતાં હનુમાનજી સામા મળ્યા. એ પણ રામ રામ ભજન કરતા હતા.
નારદજીને વિચાર થયો કે હનુમાનજીનું નામ કયા ક્રમમાં છે. તેથી પાછા વિષ્ણુ પાસે ગયા ને પેલી ડાયરી જોઈ તો હનુમનાજીનું નામ જ ન હતું.
તેથી રાજી થતા થતા હનુમાનજીની પાસે આવીને કહેવા લાગ્યા મારું
નામ ભગવાનની યાદીમાં સૌથી પહેલું છે, પણ તમારું નામ તો ભગવાનની ડાયરીમાં છે જ નહિ.
ત્યારે હનુમાનજીએ ક્હ્યું : નારદજી, તમે ભગવાનની પર્સનલ ડાયરી જોઈ છે ? એ ડાયરી ભગવાન પોતાની પાસેજ તિજોરીમાં રાખે છે.
હવે નારદજીને ચટપટી જાગી કે એ પર્સનલ ડાયરીમાં કોનાં નામ છે
તે મારે જોવું જ જોઈએ. તેથી નારાયણ નારાયણ કરતા ઊપડ્યા. વિષ્ણુ
પાસે આવીને કહ્યું : તમારી પર્સનલ ડાયરી બતાવોને. ભગવાને ડાયરી આપી. એમાં હેડીંગ માર્યું હતું કે ‘હું જેનું ભજન કરુ છું તેવા ભક્તોની યાદી’ એ લીસ્ટ વાંચવાની જ્યાં શરૂઆત કરી ત્યાં પહેલું જ નામ
હનુમાનજીનું હતું. નારદજીને એમ થયું કે, મારું નામ નજીકના ક્રમમાં
હશે. પણ જોતાં જોતાં આખી ડાયરી ફેંદી નાખી તો પણ પોતાનું નામ
લખેલું ન દેખાયું. તેથી નારદજીનો જુસ્સો ઊતરી ગયો. ઢીલા ઢફ થઈ
ગયા. ભગવાનને પૂછ્યું : મારું નામ આ ડાયરીમાં કેમ નથી ?
ત્યારે ભગવાન કહે : તમે પહેલી ડાયરી જોઈ એમાં જે ભક્તો લોકોને દેખાડવા ભક્તિ કરે છે તેનું લીસ્ટ છે ને મારી પર્સનલ ડાયરીમાં એવા ભક્તોનું લીસ્ટ છે કે જેઓ મને રાજી કરવા માટે ભક્તિ કરે છે. આવા ભક્તોને મારો જ આધાર હોય છે તેથી તેમની ચિંતા મારા શિરે છે.
આ વાતમાં આપણે જ તપાસવાનું છે કે આપણે આપણું નામ કઈ
ડાયરીમાં નોંધાવ્યું છે. પેલી રખડતી જનરલ ડાયરીમાં કે પછી તિજોરીમાં સાચવેલી પર્સનલ ડાયરીમાં. કારણ કે સાચા દાસ, સાચા ભક્ત બને છે તેનું દુઃખ ભગવાન દેખી શકાતા નથી.
દેખી ન શકે દુઃખ દાસનું, અણુ જેટલું પણ અવિનાશ;
માને સુખ ત્યારે મનમાં, જ્યારે ટાળે જનના ત્રાસ...૭
પોતાના ભક્તનું દુઃખ દૂર ન થાય ત્યાં સુધી ભગવાનને ચેન ન
પડે. જ્યારે ભક્ત સર્વે પ્રકારે સુખી થાય ત્યારે જ ભગવાનને નિરાંત
થાય છે.
એવા ભક્તના અલબેલડો, પૂરે છે પૂરણ કોડ;
તેહ વિનાના ત્રિશંકુ જેવા, રખે રાખો દલે કાંઈ ડોડ...૯
બે ચોખા અહીં મૂકે ને બે ચોખા બીજે મૂકે તેની જવાબદારી ભગવાન
માથે લેતા નથી. એની ત્રિશંકુના જેવી દશા થાય છે. નહિ આલોકમાં કે નહિ પરલોકમાં. અધવચે લટકી રહે.
વળી પેલી ડોસીના જેવી દશા થાય. તે ડૂબવા લાગી ત્યારે રામ, કૃષ્ણ, હનુમાન, ગણપતિ વગેરેને સંભારવા લાગી તેથી તેની સહાય
કરવા માટે આવતા હતા તે પણ પાછા વળી ગયા ને ડોસી ડૂબી ગઈ.
માટે ભક્તિ તો પતિવ્રતાપણે કરવી. એમાં પણ મૂઢપણું ન જોઈએ.
જો શ્રેષ્ઠ ઇષ્ટદેવ પ્રાપ્ત થાય તો ન્યૂનમાંથી ટેક તોડીને શ્રેષ્ઠમાં જોડીએ
તેમાં પતિવ્રતાપણું ન જાય.
કોઈ ઠેકાણે ૫૦૦૦ રૂપિયાનો પગાર મળતો હોય. પરંતુ જો ૧૦,૦૦૦નો પગાર મળે તેમ હોય તો પહેલી નોકરી છોડી દે તે ડાહ્યો
ને ન છોડે તે મૂઢ.
તેમ શ્રેષ્ઠ ઇષ્ટદેવનો આશરો કરવાથી પ્રાપ્તિ પણ શ્રેષ્ઠ થાય. જો
મહિમા જણાય તો પોતાના મનનું ગમતું કરવાની કે કરાવવાની ઇચ્છા
ન થાય.
જેમ કોઈ નોકર હોય તે પોતાના શેઠ પાસે પોતાનું મનગમતું કરાવતો
નથી, ને જો કરાવવા જાય તો નોકરીમાંથી કાઢી મૂકે. ભગવાન તો દયાળુ છે તેથી નભાવે છે, પણ એનો અર્થ એવો નથી કે ભગવાન અને સત્પુરુષ
પાસે પોતાનું મનગમતું કરાવવું. લોકો વિવિધ પ્રકારે ભક્તિ કરતા હોય
છે. પણ તેમાં બધું જ પોતાને મનગમતું કરવાનું થતું હોય છે. આ બાબતનો ઉલ્લેખ કરતાં ભક્તિનિધિના અંતમાં ચુમાલીસમા કડવામાં જણાવે છે કે
બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું;
પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું...૭
જે સાચો ભક્ત હોય તે તો ક્યારેય પોતાનું મનગમતું કરાવે જ નહિ.
તે સમજે કે મેં મારું ધાર્યું કેટલાય જન્મો સુધી કર્યું છે એટલે જ જન્મ
મરણના ચક્કરમાં અટવાતો રહ્યો છું. હવે તેમાંથી છૂટવાનો વખત
આવ્યો છે. આવા અવસરે હું ન ચેતું તો મારા જેવો કોઈ દુર્ભાગી નહિ.
ગમે તેટલી જીવનમાં સગવડ હશે, પણ જો જીવનમાં ભક્તિ નહિ હોય
તો ભગવાનના ચરણ સુધી નહિ પહોંચાય. સાચી વસ્તુ જાણ્યા વિના જ્યાં ત્યાં અંજાઈને ફરનારા ઘણાય છે.
જીયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા ભગત; એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એ પણ જાણવી વિગત...૯
જેને જ્યાં મળતું આવે ત્યાં લોકો દોટો દે છે. એવા મતલબીયા ભગતોથી બ્રહ્માંડ ભર્યું છે પણ, સત્ય એવા સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા સમજી તેમની સર્વોપરી ઉપાસના સમજનારા ને તે પ્રમાણે વર્તનારા તો બહુજ જવલ્લેજ જોવા મળે છે. જે સર્વોપરી મહિમા સમજે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે.
નિરધારી છે નિગમે વાત રે સંતો, નિરધારી છે નિગમે વાત; થાય ભક્તિએ હરિ રળિયાત રે સંતો...૧
દેહનો રોગ ટાળવા માટે ડૉકટર કે વૈદ પાસેથી દવા મળે, પરંતુ જીવને જે જન્મમરણનો રોગ લાગુ પડ્યો છે તેને મટાડવા માટે એક જ ઉપાય છે, ને તે છે ભગવાનની ભક્તિ. ભક્તિ કરીને તો ભક્ત
મોટી મોટી ઘાતમાંથી પણ ઊગરી જાય છે.
ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણી ઘણી ઉવૈયા ઘાત; ભક્તિ કરી ભારે ભાગ્ય જાગે છે, નથી એ વાત અખ્યાત રે...૨
ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત; ધન્ય ધન્ય એ જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાત રે...૩
ભક્તિ કરવાનો અધિકાર માત્ર ઊંચા કુળમાં જન્મ પામેલો હોય તેને જ હોય એવું નથી. ભક્તિ એ દિલનો વિષય છે. ભલેને તે ગરીબ
હોય પણ તેનું હૃદય ભક્તિથી ભર્યું ભર્યું હોય. પરંતુ કોઈ પૈસાદાર
પુરુષ સંપત્તિથી ફાટ ફાટ થઈ રહ્યો હોય પણ ભક્તિના માર્ગે તે એક ડગલું પણ ભરી શકતો નથી. આ લોકમાં ભલેને તે બુદ્ધિવાળો ગણાતો હોય પણ તેને ભગવાને જાડી બુદ્ધિવાળો કહ્યો છે.
ગઢડા પ્રથમના ૫૦મા વચનામૃતમાં કહે છે કે કેટલાક તો વ્યહારમાં
અતિ ડાહ્યા હોય, તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ યત્ન કરે નહિ.
માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા. એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. ને જે કલ્યાણને અર્થે યત્ન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે
તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળા છે. માટે જે ભક્તિને માર્ગે ચાલે છે
તે પોતાનો મનુષ્ય જન્મ લેખે લગાડી શકે છે. હોડીમાં રાજા બેસે કે રંક બેસે, જે કોઈ બેસે તેને પાર ઉતારે છે. તેમ ભગવાનની ભક્તિરૂપી હોડી એવી છે કે તેનો જે આશ્રય લે છે, તે નક્કી ભગવાનના ધામને
પામે છે. કેમ જે,
ભક્તિવશ્ય ભગવાન, આવે છે અક્ષરધામથી એ;
નક્કી એ વાત નિદાન, જૂઠી જરાય ભાર નથી એ...૧૦
ભગવાન ભક્તવત્સલ છે, તેથી ભક્તની ભક્તિને વશ થઈને તેને
પોતાના ધામમાં તેડી જવાને માટે પોતે પધારે છે. ભગવાનનું આલોકમાં
પધારવું એ પણ તેના માટે જ છે.
જોઈ લીધું છે જરૂર, અવિનાશીનું આંહી આવવું એ; ભક્તિ ભાળી ભરપૂર, ભક્તનું દુઃખ નસાવવું એ...૧૨
તે વિના કર્યો તપાસ, અલબેલો આંહી આવે નહિ એ; ભક્તિવાળા ભક્ત પાસ, રે’વા ભાવે બીજે ભાવે નહિ એ...૧૩
ભગવાનને ભક્તિવાળા ભક્ત પાસે રહેવાનું બહુ ભાવે છે, પણ બીજો ગમે તેટલો લૌકિક સમૃદ્ધિવાળો હોય તેની પાસે રહેવાનું ફાવતું જ નથી. માટે સર્વ સાધનના સારરૂપ ભગવાનની ભક્તિ છે. એ સાધન
જેને હાથ આવ્યું તેનાં બધાં જ કામ સિદ્ધ થઈ ગયાં.
જય શ્રી સ્વામિનારાયણ