Jivanma Vigyan Dr. Fainmen's Experiencegraphy દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Jivanma Vigyan

Jeevanman Vignan - Dr. Feynmanni Anubhavkatha


વિજ્ઞાન શું છે?

(સુધીરભાઈના પિતાજી સુરતની કોલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક હતા.

સુધીરભાઈએ મ્.જીષ્ઠ. સુરતમાં કર્યુ. ૧૯૫૦માં દિલ્હી યુનિ.માંથી સ્.જીષ્ઠ. ઁરઅજૈષ્ઠજ

કર્યું. ૧૯૫૩ થી ૫૭ અમેરિકામાં યુનિ. ઑફ રોચેસ્ટરમાં ન્યુક્લિયર

ફિઝિક્સમાં ડોક્ટરેટ કર્યું. આ દરમ્યાન રોચેસ્ટર યુનિ.માં થતી વાર્ષિક ટેકનીકલ

કોન્ફરન્સમાં ફેઈનમેન, ઓપન હાઈમર, હાન્સ બેથે, એરિકો ફર્મી, ડાયસન,

એસ. ચંદ્રશેખર, ડો. ભાભા વિગેરેને જોયા, સાંભળ્યા. ૧૯૫૭માં ભારત આવીને

ઁઇન્ માં જોડાયા. ત્યાં શ્રી ડા. વિક્રમ સારાભાઈ સાથે કામ કર્યું. ૧૯૮૩ થી ૮૭ સુધી ઁઇન્ ના ડિરેક્ટર

રહ્યા. ૧૯૮૮માં નિવૃત થયા.)

મારો એક મિત્ર મળી ગયો, એ જ્યોતિષશાસ્ત્ર વિષે વાતો કરવા માંડ્યો અને

ભાર દઈને બે ત્રણ વાર કહ્યું કે, ‘આ ખરેખર વિજ્ઞાન છે!’ બહુ સ્પષ્ટ હતું કે એ તાલીમ

પામેલો વૈજ્ઞાનિક ન હતો. જ્યારે હું હતો. એવી જ રીતે, એક કર્મકાંડી બ્રાહ્મણ, જે

અગાઉ નિશાળમાં શિક્ષક હતો, એ મને મનાવવા બહુ ઉત્સુક હતો કે કોઈ ખાસ પૂજામાં

થતા વિધિવિધાનમાં ‘સાચ્ચે જ વિજ્ઞાન છે’.

આ બધા સદ્‌ભાવી, નિષ્ઠાવાન, પ્રામાણિક લોકો આવી વાતો દ્વારા શું કહેવા

માંગે છે? એમને માટે વિજ્ઞાન શું છે? અલબત્ત, વિજ્ઞાન શબ્દ દ્વારા એ મને પ્રભાવિત

કરવા માંગતા હતા. કોઈ કારણોસર એમને માટે વિજ્ઞાન એટલે વિશ્વસનીયતા, થોડું

મોહક, થોડું વધુ સ્વીકાર્ય, આવો કંઈક અર્થ છે. આનો કુલ અર્થ ‘સત્ય.’ પણ મને

આમાં થોડું વધારે દેખાય છે. એમના માટે વિજ્ઞાન એટલે અમુક અંશે તર્કસંગત, સમજ

અને અનુભવના આધાર પર ઊભેલું. કંઈક ઊભડક, કામચલાઉ કે વ્યક્તિગત નહીં.

તેઓ સહજપણે કબૂલ કરે છે કે એમની પાસે સ્થૂળ રીતે કોઈ કારણ, તર્ક કે સમજણ નથી

કે જે દેખાડી શકાય પણ એક ઊંડો અને શાશ્વત વિશ્વાસ, શ્રદ્ધા છે.

આ વિષયે તર્કબદ્ધ કારણોની સાંકળ એમને ત્યાં દોરી જાય છે કે આ વિશ્વાસ

સાચો છે, હતો અને અગાઉના લોકોને પણ એની જાણ હતી. જો કોઈ વિજ્ઞાની પૂરી

ગંભીરતાથી, પૂરતી ધીરજ સાથે આના પર કામ કરે તો આ સત્યોને પુનઃપ્રગટ કરી

શકાય. બે તત્વો આ દાવાને નબળો પાડી દે છે. એક ‘વિશ્વાસ/શ્રદ્ધા’નું તત્વ અને બીજું,

પૂરાવા એકઠા કરવાની જવાબદારી વિજ્ઞાનીઓ તરફ ધકેલી દેવાની વૃત્તિ. વિજ્ઞાનમાં

‘ક્રિયાકાંડ અને પ્રમાણભૂત’નો ઉપયોગ બહુ સીમિત, ચોક્કસ હદ સુધી જ છે.

મેં અન્ય વિજ્ઞાનીઓ સાથે ‘વિજ્ઞાન અને અ-વિજ્ઞાન શું છે?’ એ વિષે ઘણી

વાર ચર્ચા કરી છે. આ ચર્ચા એવા આશ્ચર્યો તરફ દોરી જાય છે કે ઘણા સારા વિજ્ઞાનીઓ ધાર્મિક

કર્મકાંડોને નિયમિત પાળે છે કે એમાં ભાગ લે છે. શું આ વિરોધાભાસ નથી? મને લાગે છે કે

ના, આ વિરોધાભાસ નથી. જેવું ધાર્મિક વિધિઓમાં એવું જ વૈજ્ઞાનિક કાર્યોમાં પણ. વિજ્ઞાનમાં

એવી ઘણી પ્રક્રિયાઓ છે જેમાં ચુસ્ત અને ચોક્કસ ક્રિયાકાંડોનું અનુસરણ થાય છે. વિજ્ઞાનના

એક જાણીતા ઈતિહાસકાર થોમસ કુહ્‌નએ ભાર દઈને કહ્યું છે કે ક્રિયાકાંડોનું વિજ્ઞાનમાં ઘણું

મૂલ્ય છે. અને મોટાભાગના વિજ્ઞાનીઓ પોતાના જીવન પર્યંત આવા ચુસ્ત ક્રિયાકાંડો પાળતા

રહ્યા છે અને તેમણે વિજ્ઞાનને સમૃદ્ધ કર્યું છે. ક્યારેક જ કોઈ વિજ્ઞાની શંકા કરે છે, ક્રિયાકાંડો

અને પ્રમાણભૂત નિયમો વિષે પ્રશ્નો ઉઠાવે છે અને ક્રાંતિ જન્મ લે છે.

ઈતિહાસ ઘણા દાખલાઓ આપે છે જેમાં વિજ્ઞાનીઓ પ્રમાણભૂત વિચારોને ચકાસવામાં

નિષ્ફળ ગયા, અથવા તો જ્યારે પ્રમાણભૂત નિયમોમાં અસંગતિ જોઈ ત્યારે એમને અવગણી

અને ક્રાંતિનું સર્જન કરવામાં નિષ્ફળ ગયા. આ માનસિક વર્તણૂંકો, જેમા ંજરૂર છે અવલોકનની,

સ્વીકારની અને વિચિત્ર અવલોકનોની શૃંખલા ને સમજવાની, એ જ છે વિજ્ઞાનિક જુસ્સાનું

સત્વ.

વિજ્ઞાનના ફિલસૂફો વચ્ચે એ ચર્ચાનો વિષય છે કે વિજ્ઞાનને શેની શોધ છે? સત્યની?

પ્રકૃતિના, સૃષ્ટિના સત્યની અને આખરી નિયમોની? થોમસ કુહ્‌નએ કહ્યું છે કે વિજ્ઞાનનું કામ

સત્ય અને વાસ્તવિકતાની શોધનું નથી.

આપણને માણસોમાં ઘણી ભાત જોવા મળે છે. - કદમાં, આકારમાં, રંગમાં,

સ્વભાવમાં, વિગેરેમાં પણ શા માટે આપણને એવો માણસ જોવા નથી મળતો જે દસ ફૂટ ઊંચો

હોય, જેને લીલા કે ભૂરા વાળ હોય? શા માટે આપણા વજનની એક ચોક્કસ હદ છે? વિવિધતાને

સમજીએ અને તેમ છતાં એની હદ પણ ઓળખીએ. આ માટે થોડા સાદા, સામાન્ય નિયમો

પણ સમજીએ.

વિજ્ઞાન એ એક યા બીજા પ્રકારની, બાદ કરતા જવાની (ઇીઙ્ઘેષ્ઠર્ૈંહૈજં) પ્રક્રિયા

છે. તે એ વૃત્તિથી દોરવાય છે કે આ સૃષ્ટિની સમગ્રતામાંથી એક સીધો સાદો નિયમ શોધી

કાઢવો. અને એ શોધમાં ઉમેરાય છે અન્ય તત્વો, જેવા કે સુઘડ, સુંદર, વ્યવસ્થા અને સપ્રમાણ.

વિજ્ઞાનનો મોટો ભાગ પ્રકૃતિના સામાન્ય નિયમો શોધી કાઢવા માટે છે, અને પછી

પૂછવાનું છે કે ‘શા માટે આ ખાસ નિયમ?’ મહદ્‌ અંશે વિજ્ઞાનીઓ વિવધ પરિસ્થિતિઓ,

ઘટનાઓ, પદાર્થો વિ. ને સમજવા માટે આજદિન સુધીના સંગ્રહિત જ્ઞાન, વિચારો, નિયમોનો

ઉપયોગ કરે છે જેથી પ્રકૃતિ વિષે વધુ ને વધુ જાણી શકાય. કેટલાકને એમની ઉત્સુકતા સીમિત

હદની પાર દોરી જાય છે જ્યાં આજ સુધીના નિયમો

લાગુ નથી પડતા. તે અજાણી નવતર પરિસ્થિતિમાં અગાઉ ન કર્યા હોય તે

માપમાં કે જથ્થામાં પ્રયોગ કરે છે. આને કારણે હાલના નિયમો વધુ સ્પષ્ટ બને છે,

અથવા વિસ્તાર પામે છે અથવા તો બદલાય છે. વિજ્ઞાનનો જુસ્સો આ અજ્ઞાતને ધક્કો

માર્યા કરે છે, પણ એ દોરવાય છે તો જ્ઞાતથી જ.

એક શાશ્વત પ્રશ્ન, જેનો દરેક વિજ્ઞાનીએ જવાબ આપવો પડે છે. ‘તમે કેવી

રીતે જાણ્યું?’ આઈન્સ્ટાઈન કહેશે, ‘ભગવાન કાંઈ મેજિક ક્યુબ (છ બાજુવાળો

પાસો)ની રમત રમતા નથી.’ તો કોઈ નાસ્તિક પૂછશે, ‘આઈન્સ્ટાઈને કેવી રીતે

જાણ્યું?’ વિજ્ઞાનમાં કોઈ પ્રમાણભૂત વ્યક્તિ કે નિયમ નથી જેનો શબ્દ આખરી હોય.

દરેક વૈજ્ઞાનિકે પોતાના પરિણામોનાં, વિધાનોના પ્રમાણો રજૂ કરવા પડે છે. અને જે

પ્રક્રિયા દ્વારા પરિણામો મેળવ્યા એ પ્રક્રિયાઓની ચોક્કસતા નક્કી કરવાના ક્રિયાકાંડો

ખાસ્સા વિગતવાર વ્યાખ્યાયિત થયેલા છે. વિજ્ઞાનમાં કોઈ સત્ય શાશ્વત નથી. સત્ય,

જે આપણે જાણીએ છીએ તેમ, એ હંમેશાં સ્વીકારાય છે ‘જેવું આજે છે’ તેના પરથી.

(‘જીષ્ઠૈીહષ્ઠી, ઈંરૈષ્ઠજ ટ્ઠહઙ્ઘ ર્જીષ્ઠૈીંઅ’ માંના એક પ્રકરણને ટૂંકાવીને)

સુધીર પંડ્યા

નિવૃત ડિરેક્ટર - ઁઇન્

(૨૬, મીથીલા સોસાયટી, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : ૨૬૬૧૧૫૯૦) (દૃ)

ભાવાનુવાદકનો પરિચય

નામ ઃ પ્રજ્ઞા અનુપમ ભટ્ટ

જન્મ ઃ ૨૪ ઓકટોબર ૧૯૫૪, રાજકોટ

અભ્યાસ : સ્.જીષ્ઠ., ઁર.ડ્ઢ. (ઁરઅજૈષ્ઠજ)

વ્યવસાય : - પાંચ વર્ષ વડોદરાની કમ્પ્યુટર બનાવનારી કંપનીમાં સોફ્‌ટવેર એન્જિનીયર,

- અત્યારે ભાવનગરની ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ’માં ટેકનીકલ ઓફિસર.

શોખ ઃ વાંચન, લેખન, પત્રલેખન, સંગીત, પ્રવાસ

સંપર્ક ઃ ૨૨૫૨/૨૨, શાંતિનગર, હિલડ્રાઈવ,

ભાવનગર-૩૬૪૦૦૨.

ફોન : ૦૨૭૮ - ૨૫૬૪૬૩૭

વૈજ્ઞાનિકનું ઘડતર

મારો એક મિત્ર હતો. તે એક કલાકાર હતો.

કયારેક તે મને ફૂલ બતાવીને પૂછતો, ‘‘ જો આ ફૂલ

કેટલું સુંદર છે!’’ હું હા પાડતો. પરંતુ પછી તે ઉમેરતો,

‘‘હું ચિત્રકાર છું માટે જોઈ શકું છું કે એ કેટલું સુંદર

છે. પરંતુ તમે એક વૈજ્ઞાનિક તરીકે એના ઘટકોને અલગ

પાડીને જુઓ એટલે એ નીરસ બની જાય. તમને એનું

સૌંદર્ય દેખાય નહીં.’’ હું તેના આ બીજા વિધાન સાથે

સહમત થતો નહીં.

પહેલી વાત તો એ છે કે જે સૌંદર્ય તે જોઈ શકે છે તે બીજા પણ જોઈ શકે. મને

લાગે છે કે હું પણ જોઈ શકું છું. જો કે મારી સૌંદર્યની વિભાવના એક કલાકારના જેવી

ના પણ હોય તો પણ ફૂલના સૌંદર્યને બિરદાવી તો જરૂર શકું. પરંતુ એની સાથે જ હું

ફૂલને એ જુએ એના કરતાં વધુ સૂક્ષ્મતાથી જોઈ શકું. હું અંદરના કોષોની કલ્પના કરી

શકું, જેમાં મિલિમીટરથી પણ નાના પરિમાણમાં પણ સૌંદર્ય સમાયેલું હોય છે.

એ કોષોનાં જટીલ કાર્યો અને પ્રક્રિયાઓ હોય, જેનું પોતાનું જ સૌંદર્ય હોય.

જેમ કે ફૂલોમાં રંગ જીવાતોને આકર્ષવા માટે છે. રંગોથી આકર્ષાઈને જીવાત અને

પંતગિયાં ફૂલો પર બેસે છે. ફૂલમાંથી પરાગરજ જીવાત કે પતંગિયાના પગ સાથે ચોંટી

જવાથી તેમના દ્વારા બીજા ફૂલના છોડ સુધી પહોંચે છે જેને લીધે બીજે સ્થળે પણ તે

ફૂલો ઊગવા માંડે છે. આ આખીયે પ્રક્રિયા કેટલી બધી રસપ્રદ છે! એનો અર્થ એ થયો

કે જંતુઓ રંગ જોઈ શકે છે. આ અવલોકન પરથી વળી બીજા નવા પ્રશ્નો સ્ફૂરે. દા.ત.

શું મનુષ્ય સિવાયના અન્ય જીવોમાં પણ સૌંદર્યની સૂઝ છે? આમ વૈજ્ઞાનિક દૃષ્ટિમાંથી

કેટલા રસપ્રદ પ્રશ્નો ઊભા થાય છે ! જેનાથી ફૂલોના રહસ્યો જાણવાની માણસની

જિજ્ઞાસા ઉત્તેજિત થાય છે. આથી તેના સૌંદર્યના બધા પાસાઓને જોઈ શકાય છે.

મને વિજ્ઞાન માટે હંમેશાં વિશેષ લગાવ રહ્યો છે. નાનપણથી જ મારા બધા જ

પ્રયત્નો મેં વિજ્ઞાનના અભ્યાસ પર કેન્દ્રિત કરેલા. માનવવિદ્યા (રેદ્બટ્ઠહૈૈંીજ)ને

શીખવા જેટલી ધીરજ તે સમયે મારામાં ન હતી. જો કે કૉલેજમાં એકાદ માનવવિદ્યાનો

અભ્યાસ કરવાનું ફરજિયાત હતું. તો પણ હું હંમેશાં એ વિષયને ટાળતો રહેતો. માત્ર

મોટા થયા પછી મારા રસો વિકસ્યા આને કારણે હું થોડું ચિત્રકામ શીખ્યો, મારું

વાંચન વધુ વ્યાપક બન્યું. આ બધું છતાં હું બહુ એકાંગી વ્યક્તિ છું. હું બહુ થોડું જાણું

છું. મારી પાસે બહુ સીમિત શક્તિ છે અને હું તેનો નિશ્ચિત દિશામાં ઉપયોગ કરું છું.

મારા જન્મ પહેલાં મારા પિતાએ મારી માતાને કહેલું કે આપણું સંતાન જો પુત્ર

હશે તો જરૂર વૈજ્ઞાનિક થશે. (અલબત્ત મારી નાની બેન પુત્રી હોવા છતાં વૈજ્ઞાનિક

થયેલી) હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતા જુદા જુદા રંગની લાદીઓ લઈ આવતા.

મારી ખુરશીમાં એ લાદીઓની આકર્ષક ગોઠવણી કરતા. હું નીચેથી એક લાદી ખસેડું

એટલે બધી સરકીને નીચે પડતી.

થોડીવાર હું તેની ગોઠવણીમાં મદદ કરું પછી તરત જ અમે તેની વધુ સુંદર

ગોઠવણી કરતાં. જેમ કે બે સફેદ એક વાદળી, બે સફેદ એક વાદળી, એમ. મારી

માતા જો આ પ્રવૃત્તિ જોતી તો અચૂક મારા પિતાને કહેતી કે છોકરાને એની મેળે લાદી

ગોઠવવા દો. તેને જ્યાં જે રંગની લાદી મૂકવી હોય તે એને મૂકવા દો. પરંતુ મારા

પિતા કહેતા કે મારે એને બતાવવું છે કે લાદીથી ઉદ્‌ભવતી ભાત એટલે શું અને તે

કેટલી રસપ્રદ છે! એમાં એક પ્રકારનું પ્રાથમિક ગણિત અજાણ્યે જ સમાયેલું રહેતું.

આમ એમણે મને નાનપણથી આ દુનિયાની વિવિધ વસ્તુઓમાં રહેલા સૌંદર્ય પ્રત્યે

સભાન બનાવ્યો. તેમજ તેમણે આ જગત કેટલું રસપ્રદ છે તેના તરફ મારું ધ્યાન દોર્યું.

અમારી પાસે એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા હતું. હું નાનો હતો ત્યારે મારા

પિતા મને તેમના ખોળામાં બેસાડીને તેમાંથી વાંચતા રહેતા. જેમકે તે એમાંથી

ડાયનોસોરની જુદી જુદી જાત વિશે વાંચતા. એક જાત વિશે લખેલું હોય કે આ પ્રકારના

ડાયનોસર ૨૫ ફૂટ ઊંચા હોય અને એમનું માથું એમના ધડથી ૬ ફૂટ ઊંચું હોય.

આટલું વાંચીને મારા પિતા અટકી જાય, અને કહે, ‘એનો અર્થ એમ થાય કે જો તે

આપણા આગળના ફળિયામાં ઊભું રહે તો આ રૂમની બારી પાસે તેનું માથું પહોંચી

જાય. (અમે બીજા માળની કોઈ એક રૂમમાં બેઠા હોઈએ) પણ તેનું મોઢું એટલું મોટું

હોય કે તે બારીની અંદર નાખી ન શકે.’ આમ મારા પિતા જે કંઈ વાંચે એને આસપાસના

જગત સાથે સાંકળીને બતાવવાનો હંમેશાં પ્રયત્ન કરતા.

આટલા વિશાળ કદનાં પ્રાણીઓ એક સમયે હતા, જે હવે લુપ્ત થઈ ગયાં છે એ

જાણીને રોમાંચ થતો. મારા પિતાની કહેવાની રીતને કારણે મને ભય નહોતો લાગતો.

પરંતુ તેમની પાસેથી હું શીખ્યો કે જે વાંચીએ તેને આસપાસના જગત સાથે સાંકળીને

સમજવું રહ્યું. આથી હું જે વાંચું તે સમજવાનો પ્રયત્ન કરતો.

ઉનાળામાં અમે ન્યૂયોર્કની બાજુમાં આવેલી પર્વતમાળામાં રહેવા જતા. શનિરવિની

રજામાં મારા પિતા મને જંગલમાં ફરવા લઈ જતા અને જંગલ વિશેની રસપ્રદ

વાતો કરતા. આથી બીજા પિતાઓ મારા પિતા તેમનાં બાળકોને પણ ફરવા લઈ જાય

એવું ઇચ્છતા. પરંતુ એ માટે મારા પિતા તૈયાર ન હતા. તેમનો મારી સાથેનો

એક ખાસ પ્રકારનો સંબંધ હતો, જેમાં કોઈ વિક્ષેપ તેમને પસંદ ન હતો. આથી બધા

પિતાઓ પોતપોતાના બાળકોને લઈ જતા.

સોમવારે જ્યારે બધા બાળકોના પિતાઓ કામે ગયેલા હોય એ સમયે અમે

બાળકો રમતાં હોઈએ. એક દિવસ એક બાળકે મને પૂછયું,‘ જો પેલું પક્ષી જોયું ? એનું

નામ શું ?’

મેં જવાબ આપ્યો, ‘મને ખબર નથી એનું નામ શું છે?’ તેણે કહ્યું, ‘તેનું નામ

આ છે. તારા પિતાએ તને આટલું પણ નથી શીખવ્યું?’

પરંતુ એ વિધાન સાચું ન હતું. ઉલટું એનાથી વિપરીત વાત સાચી હતી.

એમણે મને શીખવ્યું હતું. પરંતુ એમની રીત કંઈક આવી હતી.

‘‘પેલું પક્ષી જોયું ? એનું નામ .. છે. ઈટાલીમાં તેને આમ કહે છે. ચાયનીઝમાં

આમ, જાપાનીઝમાં .. છે. હું તને બધી ભાષાઓમાં એ પક્ષીનાં નામ કહી શકું. પરંતુ

એ જાણવાથી તું પક્ષી વિશે કંઈ નહીં જાણી શકે. આથી ચાલ આપણે પક્ષી શું કરે છે તે

જોઈએ. એનાથી આપણે પક્ષીને જ જાણી શકીશું. એ જ મહત્ત્વનું છે. (આમ હું બહુ

નાનપણથી વસ્તુનાં નામ જાણવા અને વસ્તુને જાણવી એ બે વચ્ચેના ભેદને

પારખી ગયેલો.)

દા.ત. ‘જો તેં જોયું ? પક્ષી પોતાનાં પીંછાંમાં ચાંચ માર્યા કરે છે. શા માટે તેઓ

આમ કરતાં હશે?’

‘કદાચ ઊડીને આવ્યા પછી પોતાના આડાઅવળા થઈ ગયેલાં પીંછાને વ્યવસ્થિત

કરવા ?’ મેં કહ્યું.

‘બરાબર’, તેમણે કહ્યું. ‘પણ જો એમ જ હોત તો તેઓ માત્ર ઊડીને આવ્યા

પછી થોડા સમય માટે જ ચાંચ માર્યા કરત, પરંતુ જમીન પર જે ફરતાં હોય તે પક્ષીઓ

પોતાના પીંછા પર ચાંચ મારતાં ન જોવા મળત. તને સમજાય છે હું શું કહું છું ?’

તે કહેતા ‘ચાલ જોઈએ. ઊડીને આવે છે તે જ પક્ષીઓ ચાંચ મારે છે કે બધા

પક્ષીઓ?’

આનો જવાબ સહેલો હતો. અમે જોયું કે ઊડીને આવ્યા હોય અને જમીન પર

જ વિહરતાં હોય તે બંને પક્ષીઓ પોતાના પીંછામાં ચાંચો મારતાં જ હતાં. આથી મેં

પૂછયું. ‘શા માટે પક્ષીઓ પોતાનાં પીંછામાં ચાંચ મારતાં હશે ?’

‘કારણ કે તેમને જૂ હેરાન કરે છે. જૂ ને પક્ષીના પીંછામાંથી ઝરતાં પ્રોટીનમાં

રસ હોય છે. દરેક જૂ ના પગમાં ચીકણો પદાર્થ હોય છે. જે તેના બચ્ચાંઓ ખાય.

પરંતુ તેઓ એ પચાવી ન શકે. આથી તેઓ ખાંડ જેવો પદાર્થ બહાર ફેંકે જેમાંથી

બૅકટેરિયા બનવા લાગે.’

છેવટે મારા પિતા કહે, ‘તેં જોયું? દરેક જગ્યાએ ખોરાકનો સ્રોત હોય છે અને એ

ખોરાક ખાવાવાળા જીવો પણ ત્યાં હાજર જ હોય છે.’

હવે મને ખબર છે, એમણે આપેલી સૂક્ષ્મ વિગતો કે પક્ષીના પીંછામાં જૂ હોવી, જૂ

ના પગ પાસે બીજા જીવાણુની હાજરી હોવી, એ જીવાણુના બહાર ફેંકેલા ખાંડ જેવા

પદાર્થમાં બૅકટેરિયાનું હોવું; આમાં જૂ, બૅકટેરિયા કે બીજા જીવાણુઓ આ જ જીવો હોય

એવું ન પણ હોય, પરંતુ સૈદ્ધાંતિક રીતે આ આખી પ્રક્રિયા સાચી હોય.

બીજા એક સમયે, જ્યારે હું થોડો મોટો થઈ ગયેલો ત્યારની આ વાત છે. મારા

પિતાએ એક પાંદડું હાથમાં લીધું. એ પાંદડાંમાં તીરાડ હતી. એ ખવાઈ ગયેલું હતું. તેમાં

પાંદડાંની વચ્ચેથી શરૂ થઈ ઇહ્લનારી તરફ જતી ‘સી’ આકારની કથ્થાઈ રેખા દેખાતી

હતી.

તેમણે કહ્યું, ‘જો આ કથ્થાઈ રેખા. એ શરૂઆતમાં થોડી સાંકડી છે. ઇહ્લનારી તરફ

જતાં થોડી પહોળી થઈ ગયેલી છે. આમ શું કામ બન્યું છે ખબર છે ? પીળી આંખવાળી

ભૂરી માખીએ આના પર ઈંડા મૂકેલાં છે. ઈંડામાંથી જ્યારે કીડા બને ત્યારે એ ખોરાક

તરીકે આ પાંદડું ખાય. જ્યાં સુધી તે કીડા સ્વરૂપે રહે ત્યાં સુધી આ પાંદડું જ તેનો ખોરાક

બની રહે. જેમ જેમ પાંદડું ખવાતું જાય, પાંદડાંની તીરાડ આગળ વધતી જાય. કીડો મોટો

થતો જાય. મોટો થતો જતો કીડો વધુ ખોરાક ખાય. આથી આગળ જતાં તીરાડ પહોળી

દેખાય છે. પાંદડાંની ઇહ્લનારી સુધી પહોંચે ત્યાં સુધીમાં તેને પાંખ આવી જાય અને એ

પીળી આંખવાળી અને ભૂરા રંગની માખી બની જાય અને તે ઊડી જાય. સમય જતાં તે

માખી બીજા કોઈ પાંદડા ઉપર ઈંડા મૂકે.’

ફરી અહીં પણ તેમનો કહેવાનો હેતુ, જીવનની સહુથી વધુ અજાયબ એવી

પ્રજોત્ત્પત્તિની ઘટના સમજાવવી તે જ હતો. તેના વિવરણની એક એક વાત જરૂરી નથી કે

સાચી હોય. વાંધો નથી, એ કેટલી પણ જટિલ પ્રક્રિયા હોય, મૂળ વાત એ કે તે ચાલુ

રહેવી જોઈએ, સતત.

મને બીજા બાળકોના પિતાઓનો અનુભવ નથી. આથી મારા પિતા કેટલા વિચક્ષણ

હતા એ નહીં કહી શકું . મને ખબર નથી તેઓ શી રીતે વિજ્ઞાનના આ છુપા રહસ્યો અને

સિદ્ધાંતોને જાણી શકયા? શી રીતે એને માટેનો આટલો પ્રેમ કેળવી શકયા? મેં કયારેય

એમને આવા પ્રશ્નો પૂછયા નથી. મેં માની લીધેલું કે બધા પિતાઓ આ બધું જાણતા જ

હોય.

આ પ્રકારનાં ઉદાહરણો અને ચર્ચાઓ દ્વારા હું પિતા પાસેથી કેળવણી પામ્યો.

કોઈ દબાણ નહીં. બસ, પ્રેમાળ, રસપ્રદ ચર્ચાઓ. આ બધા નાના મોટા પ્રસંગોએ મને

મારી બાકીની જિંદગી માટે પ્રેરક બળ પૂરું પાડ્યું. અને મને વિજ્ઞાન માત્રમાં

રસ ધરાવતો કર્યો. (હું ભૌતિકશાસ્ત્ર વધારે સારું કરી શકું છું એ અલગ વાત છે.)

આમ મને હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાએ જે કુદરતની અજાયબીનો

ખજાનો દેખાડી દીધેલો, એ જ અજાયબીઓનાં દર્શન ફરી ફરી કરવા હું ઝંખતો રહું

છું. એ શ્રદ્ધા સાથે કે રોજ તો નહીં પણ કયારેક કયારેક મને અજાયબીઓ જરૂર જોવા

મળશે.

એ જ સમયે મારાથી ત્રણ વર્ષ મોટો પિત્રાઈ ભાઈ હાઈસ્કૂલમાં ભણતો હતો.

તેને બીજગણિત ખાસ ફાવતું ન હતું. આથી તેને માટે શિક્ષક ખાસ ઘરે આવતા. એ

જ્યારે ભણતો ત્યારે મને એક ખૂણામાં બેસવાની પરવાનગી આપવામાં આવેલી.

એક વખત એ કંઈક દાખલો ગણતો હતો. મેં તેને પૂછયું કે તું શું કરવા માગે

છે? તેણે મને પ્રશ્ન કહ્યો. મેં તેને જવાબ કહ્યો. તેણે કહ્યું, ‘જવાબ તો બરોબર છે પણ

તેં એ અંકગણિતની રીતે કર્યું. મારે એ બીજગણિતની પદ્ધતિથી કરવું છે.

આથી મને બીજગણિતની રીત વિશે જિજ્ઞાસા થઈ. અને ઘરમાં કાકીનું જૂનું

બીજગણિત પડેલું હતું, તેમાંથી હું બીજગણિત શીખ્યો. મેં તારવ્યું કે એમાં મૂળભૂત

હેતુ ‘અ’ની કિંમત શોધવાનો હોય છે. મારા માટે અંકગણિત કે બીજગણિત એવો

કોઈ ભેદ હતો જ નહીં. બીજગણિતની રીતે કરવું એટલે કેટલાક આપેલા નિયમોને

અનુસરવું. એ દ્વારા જવાબ મેળવી શકાય. જેવા કે બંને બાજુથી ૭ બાદ કરો, ગુણકથી

ગુણો, વગેરે વગેરે. અમુક નિયમોની હારમાળા જેને અનુસરવાથી તમે સમજ્યા વગર

જવાબ લાવી શકો.

અમારી સ્થાનિક લાયબ્રેરીમાં ગણિતની સરસ ચોપડીઓ હતી. મેં અંકગણિતની

ચોપડીથી શરુઆત કરેલી. ત્યારપછી ‘એલ્જીબ્રા (બીજગણિત) ફોર પ્રેક્ટિકલ મેન,’

પછી ‘ટ્રીગોનોમેટ્રી (ત્રિકોણમિતિ) ફૉર પ્રેક્ટિકલ મેન.’ ટ્રીગોનોમેટ્રી હું આ ચોપડીમાંથી

શીખેલો. પણ બરોબર સમજી ન શકયો આથી ભૂલી ગયો. ૧૩ વર્ષની ઉંમરે મારા

હાથમાં એ જ લાયબ્રેરીમાંથી ‘કેલક્યુલસ ફૉર પ્રેક્ટિકલ મેન’ આવી. ત્યાં સુધીમાં મને

એનસાયક્લોપીડિયા વાંચીને ખબર પડી ગયેલી કે (ષ્ઠટ્ઠઙ્મષ્ઠેઙ્મેજ) કલન ગણિત એ

બહુ ઉપયોગી અને રસપ્રદ વિષય છે. આથી મારે શીખવો જ જોઈએ. જ્યારે લાયબ્રેરીમાં

હું એ ચોપડી લેવા ગયો ત્યારે લાયબ્રેરિયને મારી સામે જોઈ ને પૂછયું, ‘તું તો બાળક

છે આ ચોપડી લઈ જઈને શું કરીશ?’ એના પ્રશ્નથી ગભરાઈને હું ખોટું બોલ્યો કે મારે

મારા પિતા માટે જોઈએ છે.

હું પુસ્તક ઘરે લઈ ગયો અને કલનગણિત શીખવાની શરૂઆત કરી દીધી. મને

એ પ્રમાણમાં સાદું અને સરળ લાગ્યું. મારા પિતાએ પણ શીખવાનો પ્રયત્ન કર્યો. પણ

એમને ખાસ સમજાયું નહીં, આથી મેં એમને સમજાવવાની શરૂઆત કરી. ત્યારે એમની

સીમિત ગ્રહણશક્તિથી મને ઉત્પાત થતો. એ પહેલીવાર મને ખ્યાલ આવ્યો કે હું

અમુક સંદર્ભમાં એમના કરતાં વધારે શીખી ગયો છું.

ફિઝિક્સ સિવાય એમણે મને જે શીખવ્યું તે અમુક મૂલ્યો. એ માનતા કે

યુનિફોર્મને આદર આપવાની જરૂર નથી. દા.ત. પાદરીનો ગણવેશ પહેરવાથી જ

માત્ર પાદરી સન્માનનીય ન બની શકે. જ્યારે તે માનવ તરીકે સાચા મૂલ્યો ચરિતાર્થ

કરે ત્યારે જ તે સન્માનનીય બને.

હું માનું છું કે મારાથી તે ખુશ હતા. એક વખત હું એમ.આઈ.ટી.થી ઘરે

આવ્યો. ત્યારે તેમણે કહ્યું, ‘હવે તેં ભણી લીધું છે એટલે મારા મનની શંકાનું સમાધાન

કર. વર્ષોથી મને એક પ્રશ્ન છે અને હું સમજી નથી શકયો.’

મેં કહ્યું, ‘પૂછો, શું પ્રશ્ન છે?’

તેમણે કહ્યું, ‘પરમાણુ જ્યારે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય ત્યારે

ફોટોન નામના કણનું ઉત્સર્જન કરે, બરોબર ?’

‘હા, એ સાચી વાત.’

તેમણે પૂછયું, ‘શું એ ફોટોન ઉત્સર્જિત થતાં પહેલાં ત્યાં હાજર હતો?’

મેં કહ્યું, ‘ના, કોઈ ફોટોન પરમાણુમાં પહેલેથી નથી હોતો.’

તેમણે કહ્યું, ‘તો એ ક્યાંથી આવે છે?ક્યાંથી બહાર નીકળે છે?’

મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ હું તેમને સારી રીતે સમજાવી ન

શકયો.

મેં કહ્યું, ‘એ કંઈક આવું છે. અત્યારે હું જે અવાજ કરું છું તે પહેલેથી મારી

અંદર ન હતો.’

હું એમને આ જવાબથી સંતોષી ન શકયો. હું એમના એક પણ પ્રશ્નનો જવાબ

સમજાવી શકયો નહીં. તેમણે મને એમ.આઈ.ટી. જેવી સંસ્થામાં ભણવા એટલા માટે

મૂક્યો કે હું તેમને જે ન સમજાયું હોય તે સમજાવી શકું. પરંતુ હું સમજાવી શકયો નહીં.

આથી એમની આ અપેક્ષા મારી મદદથી પૂરી કરવામાં તેઓ અસફળ રહ્યા.

મારી માતા વિજ્ઞાન વિશે કંઈ જ જાણતી ન હતી. એનો પણ મારા પર ખૂબ

પ્રભાવ હતો. તેનામાં અદ્‌ભુત રમૂજવૃત્તિ હતી. મને એની પાસેથી શીખવા મળ્યું કે

આપણે હાસ્ય અને કરુણા દ્વારા સર્વોચ્ચ સમજણ મેળવી શકીએ છીએ.

• • •

જંતુઓનું અવલોકન

હું નાનો હતો ત્યારે મારી પ્રયોગશાળા હતી. અલબત્ત ત્યાં કોઈ મહત્ત્વના

પ્રયોગો ન થતા. પરંતુ એ પ્રયોગશાળામાં રમવાની મોટર બનાવવી, અમુક સાધનો

બનાવવાં, વગેરે જેવા નાના મોટા કામો થતાં. આ બધુ એક પ્રકારના અખતરાઓથી

વિશેષ કંઈ ન હતું.

મારી પાસે એક માઈક્રોસ્કોપ હતું. અને મને માઈક્રોસ્કોપની નીચે વસ્તુઓ

જોવી ગમતી. એમાં જો કે ધીરજની જરૂર રહેતી. હું માઈક્રોસ્કોપની નીચે કંઈકને

કંઈક મૂકીને એને ધ્યાનથી જોયા કરતો.

એક દિવસ હું એક જીવડાને માઈક્રોસ્કોપથી જોતો હતો. અને મેં કંઈક એવું

જોયું જે ચોપડીઓમાં આપ્યું ન હોય. ચોપડીઓ હંમેશાં વસ્તુને અતિ સરળ બનાવી

મૂકે. આથી દુનિયાને એ લોકો જેવી જોવા ઈચ્છતા હોય એવું જ બધાને દેખાડે. એ

લોકો હંમેશાં આવી કંઈક શરૂઆત કરે.

‘જીવડાંઓની વર્તણૂંક અતિ સરળ હોય છે. તે પોતાનો સરકતો આકાર

જ્યાં સુધી કોઈ સપાટી સાથે અથડાય નહીં ત્યાં સુધી સરક્યા કરે, ભટકાય એટલે એ

અમુક ખૂણે વળે અને ફરી સરકવાની શરૂઆત કરે.’

હકીકતમાં આ સાચું નથી. મેં એ જંતુને કશાક સાથે અથડાઈ, પાછું ફરી,

અમુક ખૂણે વળી અને આગળ વધતાં જોયું. એક એવું અનુમાન થઈ શકે કે એ યંત્રવત્‌

આવું કરતું હશે. તો એ સાચું લાગતું નથી. તેઓ જુદા જુદા અંતરે જાય છે. જુદા જુદા

ખૂણે વળે છે. ક્યારેક અથડાયા પછી તેઓ પાછા વળે છે. તેઓ હંમેશા જમણી બાજુએ

જ વળે એવું નથી. એમના હલનચલનમાં કોઈ નિયમબદ્ધતા મને દેખાઈ નહીં. કારણ

કે તમને ખબર ન પડે કે તેઓ શેની સાથે અથડાય છે. તમને એ પણ ખબર ન પડે કે

એ કેટલા રસાયણો સૂંઘી શકતા હશે?

એક વસ્તુ જે હું જોવા માગતો હતો તે એ કે તે જંતુ જે પાણીમાં હોય, એ

પાણી સુકાઈ જાય તો શું થાય! એવું કહેવામાં આવતું કે પાણી સુકાવાથી આ જીવડું

કઠ્ઠણ ગાંગડો બની જાય. મારી પાસે માઈક્રોસ્કોપની નીચે સ્લાઈડ પર પાણીમાં જીવડું

અને થોડી ઘાસની સળીઓ હતી. પંદર કે વીસ મિનીટ પછી જ્યારે પાણી સુકાઈ ગયું

ત્યારે તે જંતુ વધુને વધુ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાતું ગયું. અને વધુને વધુ આમતેમ

ખસવા લાગ્યું. જ્યારે તે જરાપણ હલવા સક્ષમ ના રહ્યું ત્યારે તે ઘાસની સળીઓ સાથે

ચોંટી ગયું.

ત્યારપછી મેં જે જોયું તે પહેલાં ક્યારેય જોયું કે સાંભળ્યું ન હોય તેવું હતું. એ

અમીબાની જેમ પોતાનો આકાર બદલવા લાગ્યું. એ ઘાસની એક સળી સામે પોતાની

જાતને ધકેલવા લાગ્યુ. અને પોતાની જાતને બે ભાગમાં વિભાજીત કરવા લાગ્યું. આ

વિભાજન અડધે પહોંચ્યું ત્યાં તેણે પોતાનો વિચાર પડતો મૂક્યો અને પાછું એક થઈ ગયું.

આ પરથી મારા પર એવી છાપ પડી કે આવા જંતુઓની વર્તણૂંક ચોપડીઓમાં

અતિ સરળ બતાવે છે પણ હકીકતમાં એવી હોતી નથી. જ્યાં સુધી આપણે એકકોષી

જીવની વર્તણૂંકના બધા જ સંભવિત પરિમાણોને જોઈશું નહીં, ત્યાં સુધી આપણે અનેક

કોષી પ્રાણીઓની વર્તણૂંકને પૂર્ણપણે સમજી શકીશું નહીં.

હું તેર વર્ષનો હતો ત્યારે મારી પાસે જીવાતની ચોપડી હતી. એમાં લખેલું કે

ડ્રેગોન ફ્લાય (એક પ્રકારની ઊડતી માખ) કરડે નહીં. પરંતુ લોકો એવું માનતા કે જો એ

કરડે તો એ બહુ જોખમી હોય છે. આથી અમે જો મેદાનમાં બેઝ બોલ કે એવું કંઈક રમતાં

હોઈએ અને એ સમયે આ માખ ઊડતી ઊડતી આવે તો તરત બધા પોતાના હાથપગ પર

કપડું ઢાંકવાના પ્રયત્નોમાં લાગી જાય અને બોલવા માંડે ‘ડ્રેગોન ફલાય, ડ્રેગોન ફલાય’.

તો એક દિવસ હું દરિયા ઇહ્લનારે હતો. મેં આ ચોપડી હમણા જ વાંચેલી કે આ પ્રકારની

માખ કરડે નહીં. ત્યાં અચાનક બધા બૂમો પાડી ભાગવા માંડ્યા. મેં કહ્યું, ‘ચિંતા ન કરો,

એ કરડે નહીં.’

એ મારા પર બેઠી. બધા બૂમો પાડતાં હતાં. એમની દૃષ્ટિએ આ મોટું જોખમ

હતું, કેમકે એ મારા પગ પર બેઠેલી હતી. અને હું મારી વૈજ્ઞાનિક જિજ્ઞાસા સાથે એને

અવલોકી રહ્યો હતો અને વિચારતો હતો, એ કરડવી ના જ જોઈએ. તમને કદાચ એવી

ખાત્રી થઈ ગઈ હશે કે છેવટે એ મને કરડી જ ગઈ હોવી જોઈએ. પરંતુ મારા સદ્‌ભાગ્યે

ચોપડી સાચી હતી. પણ મને પરસેવો જરૂર વળી ગયો.

મારી પાસે નાનું, રમકડાનું માઈક્રોસ્કોપ હતું. જેને હાથમાં લઈને ફરી શકાય.

મેં એમાંથી મેગ્નિફાઈંગ કાચ કાઢી નાખેલો. ૫૦ ગણું મોટું દેખાડવાની ક્ષમતા ધરાવતું

માઈક્રોસ્કોપ હતું. પણ કાચ હાથમાં રાખીને ફરવાનો ફાયદો એ હતો કે એનાથી હું

વસ્તુને એના સ્થાને, એ જ સમયે, એ જ સ્થિતિમાં નિહાળી શકું.

હું પ્રિન્સ્ટનની ગ્રેજ્યુએટ સ્કુલમાં ભણતો હતો ત્યારે મેં એ કાચથી એક અદ્‌ભુત

દૃશ્ય જોયેલું. મેં વેલ પર ઊભરાયેલી કીડીઓ જોઈ અને કાચ બહાર કાઢ્યો અને જે દૃશ્ય

જોયું એનાથી હું એકદમ આનંદિત થઈ બૂમો પાડવા લાગેલો. કીડીઓ એક કીડાને એક

છોડ પરથી બીજા છોડ પર લઈ જતી હતી. કીડામાંથી ઝમતું મધ, કીડીઓને કીડાની

સંભાળ રાખવા પ્રેરતું હતું.

તો અહીં કીડો હતો. એક કીડી આવી. એણે પોતાના પગથી કીડાને માર્યું

પટ, પટ, પટ. ત્યારબાદ કીડાની પાછળના ભાગમાંથી રસ બહાર આવ્યો. એ રસનું

ટીપું મોટા ચમકતાં બોલ જેવું દેખાતું હતું. કાચમાંથી એ ચમકતો રંગીન બોલ દેખાતો

હતો. એ ખરેખર જ ખૂબ અદ્‌ભુત દૃશ્ય હતું!

કીડીએ એ રંગીન બોલ (મધનાં ટીપા) ને કીડા પરથી ઉઠાવી પોતાના બે

પગ વચ્ચે લીધો. દુનિયા એ પરિમાણમાં કેટલી અલગ હોય છે! તમે પ્રવાહીને પણ

ઊંચકીને પકડી શકો! કદાચ કીડીના પગમાં ચરબીયુક્ત ચીકણું દ્રવ્ય રહેતું હશે. જેની

પ્રવાહી પૃષ્ઠતાણ (જેઇહ્લટ્ઠષ્ઠી ીંહર્જૈહ) પર કોઈ અસર નહીં થતી હોય. પછી કીડીએ

પોતાના મોઢાથી એ ટીપાની સપાટીને તોડી. આથી પૃષ્ઠતાણ રહ્યું નહીં. ટીપું એના

પેટ પર રેલાયું. આ આખી ઘટના ખૂબ જ રસપ્રદ બની રહી.

મને યાદ છે, હું જ્યારે નાનો હતો ત્યારે મારા માતાપિતા મને કહેતાં કે

કીડીઓ કેવી અજાયબ હોય છે, અને તેમનામાં કેટલો બધો સામુદાયિક ભાવ હોય છે.

હું કીડીઓને ચોકલેટનો કણ પોતાના દરમાં લઈ જતાં જોઉં, ત્યારે પહેલી નજરે એ

અદ્‌ભુત સામુદાયિકપણું લાગે. પણ જો તમે નજીક જઈને બારીકાઈથી જુઓ તો

ખ્યાલ આવે કે એવું કંઈ હોતું નથી. એ બધી જ કીડીઓ એમ માને છે કે ચોકલેટ કોઈ

બીજું ઉપાડે છે. એ લોકો એને એક અથવા બીજી બાજુએ ખેંચે. બીજી કીડી જ્યારે

એને પોતાની તરફ ખેંચે ત્યારે પહેલી કીડી ગુસ્સે પણ થતી હોય. એ લોકો ડગમગે કે

છટપટે, એમનું હલનચલન અનિર્ણિત હોય છે. બારીકાઈથી જોઈએ ત્યારે ચોકલેટ

સામુદાયિક ભાવથી દરમાં લઈ જવાતી હોય એવું લાગતું નથી.

• • •

માત્ર વિચાર કરવાથી રેડિયો સમો થાય?

બનાવવા માટે હું લાકડાના પાયા પર સોકેટ જડી દેતો. તેની

સાથે વાયરના ટુકડાઓ જોડતો. હું એટલું જાણતો કે સ્વીચોના શ્રેણીમાં કે સમાંતર

(જીિૈીજ/ટ્ઠટ્ઠિઙ્મઙ્મીઙ્મ) જોડાણ દ્વારા જુદા જુદા વોલ્ટેજ મેળવી શકાય છે. પરંતુ મને એ

ખબર ન હતી કે બલ્બનો અવરોધ તેના ઉષ્ણતામાનના સમપ્રમાણમાં હોય છે. આથી

સર્કિટ દ્વારા ઉદ્‌ભવતું વોલ્ટેજ, મારા ગણતરી કરેલાં પરિણામો કરતાં જુદું રહેતું. પણ

તેનો મને વાંધો ન હતો. જ્યારે બધા જ બલ્બ શ્રેણીમાં જોડેલા હોય ત્યારે અર્ધપ્રકાશિત

બલ્બની હાર ખૂબ સુંદર દેખાતી. એ ખરેખર અદ્‌ભુત હતું!

મને રેડિયો બહુ ગમતો. એક રેડિયો મેં દુકાનમાંથી ખરીદેલો. રાતે સૂતી

વખતે કાનમાં ઈઅરફોન નાખીને સાંભળતો. મારા માતા-પિતા જો ક્યારેક રાતે મોડા

ઘેર આવે, તો પહેલા તેઓ મારા રૂમમાં આવે, અને મારા કાનમાંથી ઈઅર ફોન કાઢી

નાખે. સાથે ચિંતા કરે કે હું સૂતો હોઈશ એ દરમ્યાન કાનમાં શું નું શું’યે ગયું હશે!

એ જ અરસામાં મેં એક ચોર એલાર્મ બનાવેલું. એ સાવ સાદી વ્યવસ્થા હતી.

એક મોટી બેટરી અને બેલ એક વાયરથી જોડાયેલાં હોય. મારા રૂમનો દરવાજો ખૂલે,

એટલે બેટરી સાથેના વાયરને ધક્કો લાગે. સર્કીટ પૂરી થાય, અને બેલ ગાજી ઊઠે.

એક દિવસ મારા માતાપિતા રાત્રે ઘરમાં મોડા દાખલ થયા. ખૂબ શાંતિથી,

મને ખલેલ ન પડે તે રીતે, ધીરેથી પ્રવેશીને તેઓ મારો ઈયર ફોન દૂર કરવા માગતા

હતા. પરંતુ બારણું ખુલતાં અચાનક જ ચોર એલાર્મનો બેલ ગાજવા મંડ્યો ‘બોંગ બોંગ

બોંગ’. હું પથારીમાંથી સફાળો ઊભો થયો અને આનંદથી બૂમો પાડવા લાગ્યો ‘‘એ

ચાલે છે, એ ચાલે છે.’’

હું ગુજરી બજારમાંથી રેડિયા લઈ આવતો. મારી પાસે કંઈ પૈસા ન હોય. પણ

એ બહુ મોંઘા ન હોય. એ બધા જૂના તૂટેલા રેડિયા હોય. હું એ ખરીદું અને એને ઠીક

કરવાનો પ્રયત્ન કરું. સામાન્ય રીતે એમાં કંઈક નાની ખરાબી હોય. કોઈ દેખીતો વાયર

તૂટી ગયો હોય. આમ હું કોઈક કોઈક રેડિયા ચાલુ કરી દેતો. આવા જ કોઈ રેડિયો પર

એક રાતે મને ભાગ્યે જ પકડાતું, એવું સ્ટેશન પકડાયું. એનો આનંદ અદ્‌ભુત હતો!

એક દિવસ મારા પર ફોન આવ્યો ‘શું તમે મિ. રિચાર્ડ ફેઈનમેન છો? હું

ફલાણી હોટેલમાંથી બોલું છું. અમારી પાસે એક રેડિયો છે. એ બગડી ગયો છે. અમારે

એને સમો કરાવવો છે. અમને લાગે છે કે તમે એ કામ કરી શકશો.’

મેં કહ્યું, ‘પણ હું સાવ નાનો છોકરો છું. મને ખબર નથી કેવી રીતે ...’ મને

થોડો ગભરાટ થયો.

‘હા! એ અમને ખબર છે. તો પણ અમે ઈચ્છીએ છીએ કે તમે આવી જાવ.’

એ હોટલ મારા કાકી ચલાવતાં હતાં. એમણે જ મારું નામ એમને સૂચવ્યું હોવું

જોઈએ. પરંતુ એ સમયે મને એ ખબર ન હતી. એ લોકો હજુ પણ એ ઘટનાને

યાદ કરી કહે છે કે હું એ વખતે મારા પાછલા ખિસ્સામાં મોટું સ્ક્રૂ ડ્રાઈવર ભરાવીને

ગયેલો. (જો કે હું નાનો હતો એટલે કોઈપણ સ્ક્રૂ ડ્રાઈવર મોટું જ લાગ્યું હોત)

હોટેલ પર પહોંચીને મેં રેડિયો જોયો. પરંતુ હું એના વિશે કંઈ જ જાણતો ન

હતો. પણ હોટેલમાં એક છોકરો હતો. મને બરોબર યાદ નથી પણ અમારા બેમાંથી

એકનું ધ્યાન જેનાથી અવાજ નાનો મોટો થાય એ નોબ તરફ ગયું. એ નોબ ફેરવવાથી

ધરી ફરતી ન હતી. એમાં કંઈક પુરણ કર્યું. ધરી ફરવા લાગી. પ્રશ્ન ઉકેલાઈ ગયો.

ત્યારપછી એક રેડિયો રીપેર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સફળ ન રહ્યો. ત્યાર પછીનો

એક સરળ હતો. જેમ જેમ વધુ જટિલ સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નો કરતો ગયો

તેમ તેમ હું વિકસતો ગયો. ન્યુયોર્કથી હું મારા માટે મલ્ટીમીટર લઈ આવ્યો. તેને જુદા

સ્કેલના વોલ્ટમીટરમાં ફેરવ્યું. એમાં બહુ ચોકસાઈ ન હતી. પરંતુ એની ક્ષમતા દ્વારા

મને રેડિયોના જુદા જુદા જોડાણોની સ્થિતિ વિશેની માહિતી મળતી.

લોકો મને બોલાવતા, એનું મુખ્ય કારણ એમની નિરાશા હતી. એમની

પાસે પૈસા ન હોય અને રેડિયો સમો કરાવવો હોય. આથી મારા જેવાને બોલાવે. હું

છાપરા પર ચડીને એરીઅલ ઠીક કરું, એવા કંઈક પ્રયત્નો કરું. આમ કરતાં કરતાં મને

વધુને વધુ મુશ્કેલ પાઠો શીખવા મળ્યા.

મારા એક ઓળખીતાનો મિત્ર મને બોલાવવા આવ્યો. એ માણસ ખરેખર

ગરીબ હતો. એનું રહેઠાણ પણ શહેરના એક સાધારણ વિસ્તારમાં હતું. રસ્તામાં મેં

એમને પૂછ્યું, ‘રેડિયોમાં શું મુશ્કેલી છે?’

એમણે જવાબ આપ્યો ‘હું જ્યારે રેડિયો ચાલુ કરું ત્યારે શરૂઆતમાં થોડો

અવાજ આવે છે. થોડીવાર પછી બધું બરોબર થઈ જાય છે. પણ શરૂઆતનો એ

અવાજ મને ગમતો નથી.’

મને ગુસ્સો આવ્યો કે એક તો તેમની પાસે પૈસા નથી. બીજી બાજુએ થોડો

પણ અવાજ સહન કરવાની એમની તૈયારી નથી.

આખે રસ્તે તેમણે મને પૂછ્યા કર્યું, ‘‘તું રેડિયો વિશે કંઈ જાણે છે? આટલો

નાનો છે ને તું કઈ રીતે જાણી શકે? એ મને આખે રસ્તે ઉતારી પાડતા હતા. તો હું

આખે રસ્તે વિચારતો હતો કે આટલો અવાજ પણ ચલાવી લેતા નથી!

પણ જ્યારે અમે તેમના ઘેર પહોંચ્યા, અને મેં રેડિયો શરૂ કર્યો ત્યારે ખબર

પડી. બાપ રે! શું અવાજ હતો? થોડો અવાજ? ઓહ ભગવાન! એ બિચારો અવાજ

સહન ન કરી શકે એમાં કોઈ નવાઈ જ ન હતી. હું જ સહન ન કરી શક્યો. ભયંકર

અવાજ! બુહ! બુહ! બુહ! પછી એ શાંત થઈ ગયો. શું કારણ હોઈ શકે? મેં વિચારવાનું

શરૂ કર્યું.

હું આમતેમ આંટા મારતાં વિચારવા મંડ્યો. મેં રેડિયોમાં શું ખામી હોઈ શકે તેની

શક્યતાઓ વિચારી. ટ્યુબ જો ખોટા ક્રમમાં ગરમ થાય તો એમ બની શકે. એટલે કે

એમ્પ્લીફાયર ગરમ થઈ ગયું હોય, ટ્યુબ ઊડી જવાની તૈયારીમાં હોય. બીજું કશું પ્રવેશતું

ન હોય, અથવા તો પાછળની સર્કિટનો પ્રવાહ ચાલુ હોય. કે પછી શરૂઆતમાં જ કંઈક ખોટું

થતું હોય. ઇહ્લ વિભાગમાં? એટલે વધુ પડતો અવાજ કરતો હોય? છેવટે જ્યારે ઇહ્લ સર્કિટ

બરોબર ચાલે અને ગ્રીડ વોલ્ટેજ બરોબર થાય ત્યારે અવાજ બરોબર થાય.

આવી શક્યતાઓ વિચારતો હું આંટા મારતો હતો, ત્યાં પેલા માણસે મને કહ્યું

‘તું આ શું કરે છે? તું અહીં રેડિયો રીપેર કરવા આવ્યો છે અને હું જોઉં છું કે તું આંટા

માર્યા સિવાય કંઈ જ કરતો નથી.’

મેં કહ્યું ‘હું વિચાર કરું છું.’ પછી હું સ્વગત બોલ્યો ‘બરોબર છે. ટ્યુબ બહાર

કાઢી એને ઊલટાક્રમમાં ગોઠવી દે.’ એ સમયે ઘણા રેડિયો સેટ સમાન બેટરી અલગ

અલગ ક્રમમાં વાપરતા. આથી મેં ટ્યુબનો ક્રમ બદલાવ્યો. કવર લગાડ્યું. રેડિયો ચાલુ

કર્યો. અને એ એકદમ શાંત. ટ્યુબ ગરમ થાય ત્યાં સુધી શાંત રહ્યો. પછી બરોબર

વાગવાનો શરૂ થયો. કંઈ જ અવાજ નહીં!

જો કોઈ વ્યક્તિ તમારા માટે નકારાત્મક વિચારો ધરાવતી હોય, અને પછી જો

તમે કંઈક આવું કામ કરી બતાવો તો એ વ્યક્તિ તેના અભિપ્રાયમાં ૧૦૦% બદલાવ

લાવી દે. એ દ્વારા એ પોતાની નકારાત્મકતાનું સાટું વાળી દે છે. આથી રેડિયો શરૂ થતાં

પ્રારંભમાં ખૂબ મોટો અવાજ આવવાનો પ્રશ્ન હલ થઈ જવાથી એ બધાંને કહેવા લાગ્યો

કે આ ખરેખર પ્રતિભાશાળી છોકરો છે. એ માત્ર વિચારીને રેડિયો ઠીક કરી આપે છે.

આટલો નાનો છોકરો માત્ર વિચાર કરીને રેડિયો રીપેર કરી નાખે છે એ વાત એમને માટે

અકલ્પનીય હતી!

રેડિયોના કોઈપણ ભાગમાં અપેક્ષા કરતાં કંઈ જુદું જોવા મળે તો અંદર ક્યાં શું

સમસ્યા ઊભી થઈ હશે એ ખ્યાલ આવી જતો. આથી એ સમસ્યાનું નિવારણ પણ થઈ

શકતું.

ક્યારેક એમાં ઘણો વધારે સમય જતો. મને એક પ્રસંગ ખાસ યાદ છે જ્યારે મેં

એક બળી ગયેલ રેઝીસ્ટરને શોધવા માટે આખી બપોર ગાળેલી. એ પ્રસંગની વિશેષતા

એ હતી કે એ કામ મારી માની બેનપણી માટેનું હતું. આથી મારી પાછળ મને કોઈ સતત

ટોકવાવાળું ન હતું, કે તું શું કરે છે? ઊલટાનું મને પૂછતા રહેતા ‘તને દૂધ પીવું ગમશે કે

કેક ખાવી?’ છેવટે હું કરી શક્યો કેમ કે ત્યારે અને આજે પણ મારામાં ધીરજ છે. કોઈ

પણ કોયડો હું હાથમાં લઉં પછી છોડી ના શકું.

જો મારી માની બેનપણીએ મને કહ્યું હોત ‘રહેવા દે, આ વધુ પડતું કામ

છે.’ તો પણ એ મારાથી કેમ ન થાય એમ વટનો સવાલ બની જવાથી, એ કામ મારા

હાથમાંથી છૂટ્યું ન હોત. જ્યાં સુધી હું સમસ્યાનું કારણ જાણી ન લઉં ત્યાં સુધી હું

મથ્યા જ કરું.

મને યાદ છે કે હું જ્યારે હાઈસ્કૂલમાં હતો ત્યારે પહેલા પીરિયડમાં કોઈ

ઉચ્ચ ગણિતવાળો વિદ્યાર્થી મારી પાસે આવે. તે એમને ગણવા આપેલ હોય એવો

કોઈ ભૂમિતીનો દાખલો લઈને આવે. હું એ દાખલાનો ઉકેલ ન મળે ત્યાં સુધી તેમાં જ

રત રહું. એનો ઉકેલ શોધવામાં કદાચ ૨૦-૨૫ મીનિટ થઈ જાય. પણ પછી જો

આખા દિવસ દરમ્યાન કોઈ એ પ્રકારના દાખલાઓ લઈ ને આવે તો તેમને હું

પલકવારમાં કરી આપું. આમ એક વિદ્યાર્થી માટે જે કામ કરવામાં ૨૦-૨૫ મીનિટ

ગઈ હોય એજ કામ માટે બીજા વિદ્યાર્થીઓ મને અતિ પ્રભાવશાળી માનતા. આમ

મારી જાણ બહાર મારી આબરૂ બંધાઈ.

હાઈસ્કૂલમાં અમારે બીજગણિતની આંતરશાળાકીય સ્પર્ધાઓ થતી. તેમાં

ભાગ લેવા માટે અમારી શાળામાં વિદ્યાર્થીઓની એક ટુકડી બનાવવામાં આવેલી.

જેમાં અમે પાંચ વિદ્યાર્થીઓ હતા. જુદી જુદી શાળામાં સ્પર્ધા યોજાતી. સ્પર્ધા દરમ્યાન

વર્ગની એક બેંચ પર અમે બધા સાથે બેસતા. બીજી બેંચ પર બીજી ટુકડી. જે શિક્ષિકા

હરીફાઈનું સંચાલન કરતાં હોય તે એક કવર હાથમાં લે અને કહે ‘૪૫ સેકન્ડ’. પછી

કવર ખોલે, બોર્ડ પર સમસ્યા લખે અને પછી કહે ‘શરૂ કરો’. એટલે હકીકતમાં

અમારી પાસે ૪૫ સેકન્ડ કરતાં વધારે સમય રહે. કારણ કે શિક્ષિકા જ્યારે બોર્ડ પર

લખતાં હોય ત્યારે તમે વિચારવાનું શરૂ કરી દઈ શકો. અમારા ભાગે રમત કંઈક

આવી રહેતી. તમારી પાસે કાગળનો ટુકડો હોય. તેના પર તમે ગમે તે કરી શકો. કંઈ

પણ લખી શકો. એ લખાણમાંથી માત્ર જવાબનું જ મહત્ત્વ રહે.

એક વાત અહીં સ્પષ્ટ હતી. ચીલાચાલુ પદ્ધતિથી પ્રશ્ન ઉકેલવો લગભગ

અશક્ય હતો. કારણ કે એ પ્રમાણે કરો તો ૫૦ સેકન્ડ થઈ જાય. જે લોકોએ કોયડો

બનાવ્યો હોય તેમણે તેના ઉકેલની ટૂંકામાં ટૂંકી પદ્ધતિ પણ શોધી હોય. એટલે તમારે

ટૂંકી વૈકલ્પિક પદ્ધતિ વિશે વિચારવું જ રહ્યું. ક્યારેક પલકવારમાં ઝબકારો થાય.

ક્યારેક તમારે નવી પદ્ધતિ શોધવી પડે, પછી એમાં આવતું બીજગણિત મહત્તમ ઝડપે

કરવું રહ્યું. એ એક અદ્‌ભુત કાર્યક્રમ હતો, જેના કારણે હું બીજગણિત મહત્તમ ઝડપે

કરતો થયો. છેવટે અમારી ટુકડીનો આગેવાન બન્યો. આ તાલીમનો લાભ મને કોલેજમાં

થયો. કલન ગણિતની સમસ્યામાં હું બહુ ઝડપથી વિચારી શકતો કે એ કઈ રીતે થઈ

શકે. અને એમાંનું બીજગણિત હું ઘણી ઝડપથી કરી નાખતો.

બીજી વસ્તુ જે મેં હાઈસ્કૂલમાં કરી તે પ્રમેયો અને સમસ્યાઓની શોધ.

એટલે કે જો હું કોઈ ગણિતનો દાખલો કરતો હોઉં તો હું વ્યવહારુ ઉદાહરણ વિચારું

જેને એ લાગુ પાડી શકાય. મેં કાટખૂણ ત્રિકોણ સંબંધી ઘણી સમસ્યાઓ શોધી. પણ

ત્રીજી બાજુની લંબાઈ શોધવા માટે, બે બાજુની લંબાઈ આપવાને બદલે હું બે બાજુની

લંબાઈનો તફાવત આપું. ઉદાહરણ તરીકે ધ્વજનો થાંભલો છે, અને દોરડુ છે જે

થાંભલાની ટોચ પરથી આવે છે. જ્યારે તમે દોરડાને ખેંચીને સીધુ નીચે પકડો ત્યારે

એ થાંભલા કરતાં ૩ ફૂટ લાંબુ હોય, પરંતુ જ્યારે તમે એને જમણીબાજુ ખેંચો ત્યારે

એ જમીનથી પાંચ ફૂટ ઊંચુ હોય તો થાંભલો કેટલો ઊંચો હોય?

મેં થોડાં સમીકરણો બનાવ્યાં જેની મદદથી આવા પ્રશ્નો હલ કરી શકાય.

એના પરિણામે હું કેટલાક સંબંધો શોધી શક્યો. જીૈહ૨ + ર્ઝ્રજ૨ = ૧ આ સમીકરણે

મને ત્રિકોણમિતિની યાદ અપાવી. હું જ્યારે અગિયારેક વર્ષનો હતો ત્યારે મેં

લાયબ્રેરીમાંથી લઈને ત્રિકોણમિતિની ચોપડી વાંચેલી. મને જે યાદ રહેલું તે એ કે

ત્રિકોણમિતિ એ જીૈહી અને ર્ઝ્રજીૈહી વચ્ચેના સંબંધો દર્શાવતું શાસ્ત્ર છે. આથી હું

ત્રિકોણો દોરીને બધા સંબંધો/સમીકરણોની ચકાસણી કરવા લાગ્યો. અને દરેક

સમીકરણને હું મારી રીતે સાબિત કરવા લાગ્યો. મેં પ૦ થી શરૂ કરી ૩૬૦૦ સુધી બધા

ખૂણાના ૫૦ના ગાળામાં જીૈહી, ર્ઝ્રજીૈહી અને ્‌ટ્ઠહખ્તીહં ની ગણતરી કરી. જેમાં

સરવાળા અને અડધા ખૂણાના સૂત્રોનો ઉપયોગ કર્યો.

થોડા વર્ષો પછી, જ્યારે હું સ્કૂલમાં ત્રિકોણમિતિ ભણ્યો ત્યારે મારી પાસે

મારી નોંધો હતી. હું જોઈ શક્યો કે મારી રજૂઆત ચોપડીઓ કરતાં જુદી હતી. ક્યારેક

મારી રીત, ચોપડીમાંની રીત કરતાં વધુ સરળ હોય તો ક્યારેક ચોપડીની રીત વધુ

સરળ હોય. આમ ક્યારેક મેં પુસ્તકને મ્હાત કર્યું હોય તો ક્યારેક પુસ્તકોએ મને.

જ્યારે હું ત્રિકોણમિતિ કરતો ત્યારે મને જીૈહી, ર્ઝ્રજીૈહી અને ્‌ટ્ઠહખ્તીહં

ના ચિહ્નો ગમતાં ન હતાં. આથી મેં મારાં પોતાનાં અનેક ચિહ્નો બનાવ્યાં. અને તેનો

ઉપયોગ કરવાનો પણ શરૂ કર્યો. પરંતુ પાછળથી બીજા કોઈકની સાથેની ચર્ચામાં

ખ્યાલ આવ્યો કે બીજાને સમજાવવા માટે પ્રચલિત ચિહ્નો જ વાપરવાં જોઈએ.

મેં ટાઈપ રાઈટર માટે પણ ઘણા ચિહ્નો શોધેલાં. જેથી હું સમીકરણો ટાઈપ

કરી શકું. હું ટાઈપ રાઈટરને ક્લીપ અને રબ્બર બેન્ડથી ઠીક કરી શકતો. ટાઈપ

રાઈટરમાં ક્યાં સમસ્યા છે એ શોધવી, એના હલ માટેના વિકલ્પો વિચારવા આ બધું

મને બહુ જ રસપ્રદ લાગતું. હું ટાઈપરાઈટર ચાલુ સ્થિતિમાં રહે એટલું કરી શકતો.

પણ હું ધંધાદારી સમારકામ કરનાર ન હતો.

• • •

રંગોની મેળવણી

હું મારી જાતને બહુ સુસંસ્કૃત ગણતો નથી. એનું મુખ્ય કારણ મારા શાળાના

દિવસોના સમય સાથે સંકળાયેલું છે. મને કોઈ બહુ નાજુક કહે એ ગમતું નહીં. મારી

દૃષ્ટિએ ખરો માણસ કયારેય કવિતા બવિતા ન લખે. કવિતા કેમ લખાતી હશે એ મને

કયારેય સમજાયું નહીં. આથી મને ફ્રેંચ સાહિત્ય જાણતા કે સંગીત કે કવિતાનો અભ્યાસ

કરતા લોકો માટે એક પ્રકારનો પૂર્વગ્રહ બંધાઈ ગયો. હું હંમેશાં એમ જ માનતો કે

કારીગર જ ખરો માણસ કહેવાય. વ્યવહારુ હોવું એ સુસંસ્કૃત કે બુદ્ધિજીવી હોવા

કરતાં બહેતર છે એમ જ હું માનતો.

હું જ્યારે પ્રિન્સ્ટનમાં ભણતો હતો ત્યારે પણ મારી એ જ માન્યતા હતી. તે

વખતે હું ‘પિતાનું ઘર’ નામના એક નાનકડા રેસ્ટોરન્ટમાં નિયમિત જમવા જતો. એક

દિવસ હું જમતો હતો. એ સમયે એક રંગારો ઉપરથી રંગ કરતાં કરતાં નીચે આવ્યો.

અને મારી બાજુમાં બેઠો. એમ જ એ મારી સાથે વાતો કરવા લાગ્યો. એ કહેવા

લાગ્યો, ‘રંગકામમાં ટકી રહેવા માટે તમારે કેટલું બધું જાણવું પડે ? દા.ત. આ

રેસ્ટોરન્ટમાં તમારે રંગ કરાવવો હોય તો તમે કયો રંગ પસંદ કરો?’

મેં કીધું,‘મને ખબર નથી.’

તો તેણે કહ્યું, ‘ અમુક ઊંચાઈ સુધી તમારે ઘાટ્ટો રંગ પસંદ કરવો જોઈએ

કારણ કે લોકો ટેબલ પર જમવા બેસે ત્યારે ખભા દિવાલ પર ઘસતા હોય છે. આથી

સફેદ કે બીજો આછો રંગ ન ચાલે. એ સહેલાઈથી ગંદુ થઈ જાય. એનાથી ઉપર તમે

સફેદ રંગ કરી શકો જેનાથી રેસ્ટોરન્ટની ચોખ્ખાઈની છાપ જળવાઈ રહે.’’

માણસ અનુભવી લાગ્યો. પોતાના કામને સમજતો હોય એવું લાગ્યું.

તેણે આગળ ચલાવ્યું, ‘તમારે રંગોને પણ ઓળખવા પડે. જુદા જુદા રંગોના

મિશ્રણથી જોઈતો રંગ કઈ રીતે બનાવી શકાય એ જાણકારી પણ હોવી જોઈએ. દા.ત.

પીળો રંગ બનાવવા માટે કયા રંગનું મિશ્રણ કરવું જોઈએ ?

મને કયા રંગ મેળવવાથી પીળો રંગ બને છે એ ખબર ન હતી. જો એ પ્રકાશની

વાત હોય તો લીલો અને લાલ રંગનો પ્રકાશ ભેગા થવાથી પીળો પ્રકાશ થાય. પણ

અહીં તો એ રંગની વાત કરતો હતો. આથી મેં કહ્યું, ‘મને ખબર નથી. પીળો રંગ

ઉમેર્યા વગર તમે પીળો રંગ કઈ રીતે મેળવી શકો ?’

તેણે કહ્યું, ‘તમે સફેદ અને લાલ રંગ ભેળવો તો પીળો રંગ થાય.’

‘શું તમને બરાબર ખાત્રી છે કે એ પીળો રંગ થાય ? તમે ગુલાબી રંગની વાત

તો નથી કરતાં ને?’

‘ના’ તેણે કહ્યુ, ‘તમને પીળો રંગ મળે.’ અને મેં માની લીધું કે લાલ અને

સફેદ રંગ મેળવવાથી પીળો રંગ જ બને કારણ કે એ રંગારો હતો અને મને કારીગરો

માટે હંમેશાં માન રહેતું. તો પણ મને જિજ્ઞાસા તો થઈ જ કે એ શી રીતે બને ?

મને વિચાર આવ્યો એ કયા પ્રકારનું રાસાયણિક પરિવર્તન હશે?

આથી મેં પૂછયું, ‘ તમે કોઈ ખાસ પ્રકારનું રંગદ્રવ્ય વાપરો છો જેનાથી

રાસાયણિક પરિવર્તન થાય?’

‘ના’ તેણે કહ્યું, ‘જૂના રંગો પણ ચાલે. તમે બજારમાં જઈને સફેદ અને લાલ

રંગના ડબ્બાઓ લઈ આવો. હું ભેળવીને તમને બતાવું કે એ પીળો રંગ આપે છે.’

આ તબક્કે મને થયું કંઈક ગરબડ છે. મને ચોક્કસપણે ખબર છે કે તમે પીળો

રંગ ના જ મેળવી શકો પણ રંગારો કહે છે કે સફેદ અને લાલ રંગના મિશ્રણથી પીળો

રંગ બને એટલે એ બનતો હોવો જોઈએ. એણે રંગો સાથે જિંદગી પસાર કરી છે આથી

હક્કીતમાં કંઈક રસપ્રદ ઘટના બનતી હોવી જોઈએ. મારે જોવું પડશે. આથી મેં કહ્યું,

‘હું રંગો લાવીશ.’

રંગારો ઉપર પોતાનું કામ કરવા ગયો. અને રેસ્ટોરન્ટના માલિક મારી પાસે

આવીને કહેવા લાગ્યો, ‘એની સાથે ચર્ચા કરવાનો શો અર્થ છે! એ આટલા વર્ષોથી

રંગકામ કરે છે. એટલે એની વાત સાચી હોવી જોઈએ. ચર્ચા શા માટે?’

હું થોડો ઝંખવાયો. મને ખબર ન પડી, મારે શું કરવું જોઈએ. છેવટે મેં કહ્યું,

‘મારી આખી જિંદગી દરમિયાન મેં પ્રકાશનો અભ્યાસ કર્યો છે. અને મને એટલી

ખબર છે કે સફેદ અને લાલ રંગનો પ્રકાશ ભેગા થાય તો તમને ગુલાબી રંગ મળે,

પીળો નહીં!’

આથી હું રંગની દુકાને ગયો. રંગો લીધા. રેસ્ટોરન્ટમાં લઈને આવ્યો. રંગારો

ઉપરથી નીચે આવ્યો. રેસ્ટોરન્ટનો માલિક પણ આવ્યો. મેં એક જૂની ખુરશી પર

રંગના ડબ્બાઓ મૂક્યા. રંગારાએ રંગ ભેળવવાની શરૂઆત કરી. લાલ રંગ લીધો.

સફેદ રંગ ઉમેર્યો ને ગુલાબી રંગ થયો. થોડો વધુ લાલ, વધુ સફેદ એમ ક્રમ ચાલ્યો.

પણ એ ગુલાબી જ રહ્યો. છેવટે એ બબડ્યો‘કદાચ હું પીળા રંગની પેસ્ટ ઉમેરતો

હતો. પછી એ પીળો થતો હતો.’

‘હં હવે બરોબર. તમે પીળો ઉમેરો તો તમે પીળો જરૂર મેળવો પણ એ

વગર નહીં.’’

રંગારો પાછો પોતાના રંગકામ માટે જતો રહ્યો. રેસ્ટોરન્ટના માલિકે કહ્યું :

‘આખી જિંદગી જેણે પ્રકાશનો અભ્યાસ કર્યો છે એની સાથે ચર્ચામાં ઉતરનાર કારીગરની

હિંમતને પણ દાદ દેવી જોઈએ.’

પણ આ પરથી તમને ખબર પડી હશે કે હું આ કારીગરોનો કેટલો વિશ્વાસ

કરતો હતો ! રંગારાએ મને ઘણી એવી વાતો કરેલી જે તાર્કિક હતી. આથી એની વાત

પર વિશ્વાસ રાખી મેં વિચાર્યું. ‘કદાચ એવી કોઈ ઘટના હોય જેનાથી હું અજાણ

હોઉં.’ હું ગુલાબી રંગ મેળવવાની જ અપેક્ષા રાખતો હતો. પણ મારા વિચારોમાં

જિજ્ઞાસા એ હતી કે પીળો રંગ મેળવવાની આ પદ્ધતિ કંઈક નવી અને રસપ્રદ હોવી

જોઈએ અને મારે એ જોવી જ રહી.

મેં ફિઝિક્સમાં આ માન્યતા (સિદ્ધાંત હકીકત જેટલો નક્કર તો ન હોઈ શકે)ને

લીધે ઘણી ભૂલો કરી છે.

• • •

મનુષ્યની ઘ્રાણશક્તિ

હું જ્યારે લોસ આલ્મોસમાં હતો, ત્યારે મને થોડો પણ રજાનો સમય મળે

તો હું મારી પત્નીને મળવા જતો. તે લોસ આલ્મોસથી થોડા કલાકને મોટર રસ્તે

આવેલ અલ્બુકર્ક ગામની હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. એક વખત હું તેને

મળવા ગયો ત્યારે સીધો તેના રૂમમાં જઈ શકું એમ ન હતો. આથી હું હોસ્પિટલના

પુસ્તકાલયમાં વાંચવા માટે ગયો. પુસ્તકાલયમાં સાયન્સ મેગેઝિનમાં મેં શિકારી કૂતરા

વિશેનો લેખ વાંચ્યો. તેમાં તેમની ઘ્રાણેન્દ્રિય કેટલી સરસ હોય છે તેની ચર્ચા કરવામાં

આવી હતી. શિકારી કૂતરાઓ માણસની સ્પર્શેલી કઈ કઈ વસ્તુઓ દ્વારા માણસને

ઓળખી શકે તેની વાત કરવામાં આવી હતી. આ પરથી મને વિચાર આવ્યો કે શિકારી

કૂતરાઓની, માણસને ગંધ પરથી પારખવાની શક્તિ તો અદ્‌ભુત જ છે. પરંતુ શું

મનુષ્યમાં એવી કોઈ શક્તિ છે ખરી? જ્યારે મારી પત્નીને મળવાનો સમય થયો ત્યારે

હું તેની પાસે ગયો. મેં તેને કહ્યુ, ‘આપણે એક પ્રયોગ કરવાના છીએ. સામે જે છ

કોકાકોલાની ખાલી બોટલ પડી છે એને તું બે દિવસથી અડી નથી, બરોબર?’

‘હા’ તેણે કહ્યું.

હું એ આખી ટ્રે-બોટલોને સ્પર્શ કર્યા વગર તેની પાસે લઈ ગયો.

‘ભલે, તો હું હવે બહાર જાઉં છું. તું આમાની એક બોટલ તારા હાથમાં લઈ

બેએક મિનિટ માટે તારા હાથમાં રાખીને પાછી આ બધાની સાથે મૂકી દેજે. હું પાછો

આવીને શોધી કાઢવાનો પ્રયત્ન કરીશ કે આમાંની કઈ બોટલને તેં સ્પર્શ કર્યો હતો.’

આમ હું બહાર ગયો. તેણે એક બોટલ પોતાના હાથમાં લઈ ઘણા સમય સુધી

રાખી. કેમ કે હું કંઈ શિકારી કૂતરો ન હતો, કે માણસના એક જ સમયના થોડા સમયના

સ્પર્શથી ઓળખી શકું.

પછી હું પાછો આવ્યો. અને તેણે કઈ બોટલને સ્પર્શ કરેલો તે હું પારખી શક્યો.

કારણ કે બોટલનું ઉષ્ણતામાન અલગ હતું. આથી મારે સૂંઘવાની પણ જરૂર ન રહી.

જેવી તમે બોટલને તમારા મોઢા નજીક લાવો કે તમને ખ્યાલ આવે કે એના પર થોડી

ઝાંખપ આવી ગઈ છે. અને એ પ્રમાણમાં ગરમ છે. આથી એ પ્રયોગ ન ચાલ્યો. કેમ કે

એમાં બહુ સ્પષ્ટ હતું.

પછી મારું ધ્યાન ચોપડીઓના કબાટ તરફ ગયું. આથી મેં પૂછ્યું ‘આ ચોપડીઓને

તું થોડા સમયથી નહીં અડી હો, બરોબર? આ વખતે હું બહાર જાઉં ત્યારે એમાંની એક

ચોપડી હાથમાં લઈ પાછી મૂકી દેજે.’

આમ હું બહાર ગયો. તેણે ચોપડી હાથમાં લીધી. ખોલી, બંધ કરી. પાછી

મૂકી. હું પાછો આવ્યો. મારે કંઈ કરવાનું ન હતું. કરવાનું હતું તે સરળ હતું. મારે માત્ર

બધી ચોપડીઓને સૂંઘવાની હતી. આ સમજવું મુશ્કેલ છે કારણ કે આપણે એનાથી

ટેવાયેલા નથી. તમે દરેક ચોપડીને પાંચ છ વખત સૂંઘો અને તમે કહી શકો. એ જુદું જ

અનુભવાય. જે ચોપડીઓને કોઈએ હાથમાં ન લીધી હોય, તેની ગંધ શુષ્ક નિરસ હોય.

પરંતુ જ્યારે હાથનો સ્પર્શ થયો હોય ત્યારે તેમાં થોડી ભેજની અસર દેખાય. એની ગંધ

અલગ જ હોય. મેં બરાબર ચોપડી પકડી પાડી.

અમે થોડા વધુ પ્રયોગો કર્યા અને મને લાગ્યું કે અલબત્ત શિકારી કૂતરા આ

બાબતમાં ઘણા જ કુશળ છે. પરંતુ માણસો પણ પોતે પોતાની જાતને આ બાબતમાં માને

છે એટલા બધા અ-કુશળ નથી. માત્ર માણસનું નાક જમીનથી ઘણું ઊંચુ હોય છે.

મેં અવલોકન કર્યું કે મારો કૂતરો, મારા પગલાની છાપ સૂંઘીને, હું ઘરમાં ખુલ્લે

પગે ક્યાં ક્યાં ચાલ્યો છું તે બરોબર કહી શકે. આથી હું પણ ઘરમાં ફર્શને સૂંઘતા સૂંઘતા

ગોઠણભેર ચાલ્યો. મેં તે જોવાની કોશિશ કરી કે હું ચાલ્યો હતો તે જગ્યા, અને હું

નહોતો ચાલ્યો તે જગ્યાની ગંધમાં કોઈ ફેર છે કે નહીં. પરંતુ આવો કોઈ ગંધનો ફેર હું

પારખી શક્યો નહીં.

ઘણાં વર્ષો પછી હું જ્યારે કાલટેકમાં હતો ત્યારે પ્રોફેસર બેકરના ઘરે પાર્ટી

હતી. એમાં કાલટેકના ઘણા માણસો આવેલા. મને યાદ નથી કે અમે શી રીતે આ વિષય

પર આવ્યા, પણ હું એમને આ ચોપડીઓ અને બોટલો સૂંઘીને તેના પરના સ્પર્શને

પારખવાની વાત કરતો હતો. એ લોકોએ મારી વાત માની નહીં. ક્યાંથી માને? એ લોકો

પાસે મારી છાપ મજાકીયા માણસ તરીકેની હતી.

અમે ચોપડીઓના કબાટમાંથી આઠદસ ચોપડીઓ એને હાથ લગાડ્યા વગર

બહાર કાઢી. પછી હું બહાર ગયો. ત્રણ જણાએ, ત્રણ જુદી જુદી ચોપડીને સ્પર્શ કર્યો.

એ લોકોએ દરેક ચોપડી હાથમાં લીધી, ખોલી, બંધ કરી અને પાછી મૂકી.

પછી હું પાછો આવ્યો. દરેકના હાથ સૂંઘ્યા. બધી ચોપડીઓ સૂંઘી. અત્યારે

યાદ નથી કે કયું કામ મેં પહેલાં કર્યું. પણ ત્રણેય ચોપડીઓ અને એના સ્પર્શનારને હું

બરાબર પારખી ગયો.

હજુ પણ એ લોકો માનતા ન હતા. એ લોકોએ માન્યું કે આ કોઈ જાદુઈ

યુક્તિ હતી. એ લોકો વિચારતા રહ્યા, મેં એ શી રીતે કર્યું હશે.

ત્યારથી મેં ઘણીવાર વિચાર કર્યો કે આવી કંઈક યુક્તિ મારે પત્તામાં

કરવી જોઈએ.

લોકોના હાથ જુદી જુદી ગંધ ધરાવતા હોય છે. આથી જ કૂતરાઓ લોકોને

પારખી શકે છે. તમારે પ્રયત્ન કરવો પડે. દરેક હાથની ભીની સુગંધ હોય છે. જે

વ્યક્તિ ધુમ્રપાન કરતી હોય, એના હાથની ગંધ ધુમ્રપાન ન કરનારના હાથની ગંધ

કરતાં અલગ જ હોય છે. સ્ત્રીઓ જુદા જુદા અત્તરનો ઉપયોગ કરતી હોય છે. જો

કોઈના ખિસ્સામાં સીક્કો હોય અને એ વ્યક્તિએ તેને હાથ લગાડ્યો હોય તો તે પણ

તમે પારખી શકો.

• • •

પહેલો સેમિનાર

હું જ્યારે પ્રિન્સ્ટનમાં ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતો ત્યારે જ્હોન વ્હીલરના નીચે

રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેણે મને એક કોયડો આપ્યો - જેના પર હું

કામ કરું. ‘ઈલેક્ટ્રોન પોતાની પર અસર નથી કરતા. તે માત્ર અન્ય ઈલેક્ટ્રોન પર

અસર કરે છે. જ્યારે તમે ઈલેક્ટ્રોનને ધક્કો મારો, ત્યારે એ ઊર્જા ફેંકે છે. આથી

ઊર્જાનો વ્યય થાય છે. એનો અર્થ, ઈલેક્ટ્રોનમાં ફોર્સ હોવો જોઈએ. એનો અર્થ એમ

પણ થાય કે જ્યારે ઈલેક્ટ્રોન ચાર્જ થયેલા હોય ત્યારનો ફોર્સ, ચાર્જ થયેલા ન હોય

એના કરતાં જુદો હોય. જો બંને પરિસ્થિતિમાં ફોર્સ સરખો જ હોય તો એકમાં ઊર્જાનો

વ્યય થશે અને બીજામાં નહીં થાય. હવે એક જ પ્રશ્નના બે જુદા જુદા જવાબ તો ના

હોઈ શકે!!

થિયરી એવું કહે છે કે ઈલેક્ટ્રોને પોતાના ઉપર અસર કરી આથી ફોર્સ ઊભો

થયો - જેને રેડિએશન રિએકશન ફોર્સ કહેવાય અને બીજી વાત હતી - ઈલેક્ટ્રોન અન્ય

ઈલેક્ટ્રોન પર અસર કરે છે. હું ઈલેક્ટ્રોનની પોતાના પરની અસર ગણતરીમાં લેતો

નહોતો. આ વાત મને સ્ૈં્‌માં ધ્યાનમાં ન્હોતી આવી. પણ પ્રિન્સ્ટનમાં ખબર પડી.

મેં કંઈક આવું વિચાર્યું. હું ઈલેક્ટ્રોનને હલાવું, તો એ નજીકના ઈલેક્ટ્રોનને

હલબલાવે. એના પ્રત્યાઘાત સ્વરૂપે રેડિએશનલ રિએકશન જેવું બળ ઉદ્‌ભવતું હશે.

આવી કંઈક ધારણા સાથે મેં થોડી ગણતરી કરી અને એ વ્હીલરને બતાવવા લઈ ગયો.

પણ વ્હીલરે તરત જ ના પાડી. એણે બીજો એક મુદ્દો ઉઠાવ્યો. મને જે મૂંઝવણ થઈ તે એ

કે, મેં માન્યું કે વ્હીલરે ગણતરી કરી હશે. પણ મને પછી સમજાયું કે વ્હીલર જેવાને પ્રશ્ન

સામે આવતાં જ આ બધું દેખાય છે. મારે તેના માટે ગણતરી કરવી પડે જ્યારે એને તો

બધું જ તાદૃશ થાય.

પછી અમને ચર્ચા દ્વારા એનો ઉકેલ મળ્યો. એ ક્લાસિકલ થિયરીમાં બરાબર

ગોઠવાયો. ભલે એ મેક્સવેલ કે લોરેન્ઝની થિયરીથી થોડો જુદો પડતો હતો. અમે એ

સિદ્ધાંતને ‘રટ્ઠઙ્મક ટ્ઠઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘ ટ્ઠહઙ્ઘ રટ્ઠઙ્મક િીંટ્ઠઙ્ઘિીઙ્ઘ ર્ીંહૈંટ્ઠઙ્મ એવું નામ આપ્યું.’ મેં

અને વ્હીલરે વિચાર્યું કે હવે ઈલેક્ટ્રોડાયનેમિક્સની ક્વૉન્ટમ થિયરીથી આ ઘટનાને

સમજવાનો પ્રયત્ન કરીશું. પણ એમાં મને લાગ્યું કે ઈલેક્ટ્રોનની પોતાના પરની અસર

દર્શાવવામાં મુશ્કેલી પડતી હતી. આથી અમે વિચાર્યું કે પહેલાં અમે આ ઘટના કલાસિકલ

ફિઝિક્સથી સમજીએ અને પછી ક્વોન્ટમ થિયરી અજમાવીએ તો સરળ પડશે.

અમે કલાસિકલ થિયરીથી આ ઘટના બરોબર સમજાવી શકતા હતા. આથી

વ્હીલર મને કહ્યું, ‘ફેઈનમેન! તમે યુવાન છો. તમારે આ કામ સેમિનાર સ્વરૂપે કરવું

જોઈએ. તમને ભાષણો આપવાનો અનુભવ પણ મળવો જોઈએ. દરમિયાન હું ક્વૉન્ટમ

થિયરી પર કામ કરીશ અને પાછળથી હું એના પર સેમિનાર આપીશ.’

આ મારી પ્રથમ ટેકનીકલ ટૉક થવાની હતી. વ્હીલરે યુજિન વિગ્નેરને સૂચના

આપી સેમિનારનું શીડ્યુલ જાહેર કર્યું.

એના એકાદ-બે દિવસ પહેલાં વિગ્નેર મને હોલમાં મળી ગયો. ‘ફેઈનમેન,

મને લાગે છે કે વ્હીલર જોડે તું બહુ રસપ્રદ કામ કરે છે. તો મેં રસેલને એ સેમિનારમાં

હાજર રહેવાનું આમંત્રણ આપ્યું છે. (હેન્રી નોરીસ રસેલ, પ્રખ્યાત અને મહાન

ખગોળશાસ્ત્રી), તારા સેમિનારમાં આવશે!!’ વિગ્નેરે આગળ ચલાવ્યું. મને લાગે છે કે

પ્રો. વોન ન્યુમાનને પણ રસ પડશે.’ (જ્હોન વોન ન્યુમાન, એ જમાનાનો મહાન

ગણિતજ્ઞ) ‘અને આજ સમય દરમ્યાન પ્રો. પૌલી પણ સ્વિટ્‌ઝર્લેન્ડથી આવવાના છે.

તો મેં એમને પણ આમંત્રણ આપ્યું છે.’ (પૌલી, મહાન ફિઝીસીસ્ટ). આ દરમ્યાન

મારું તો લોહી જ જાણે ઊડી ગયું. ફિક્કો પડી ગયો. ‘પ્રો. આઈન્સ્ટાઈન સામાન્ય રીતે

આવા અઠવાડિક સેમિનારમાં હાજર નથી રહેતા પણ તારો વિષય રસપ્રદ હોવાથી

એમને મેં ખાસ આમંત્રણ આપ્યું છે.’

હું મૂર્છા ખાઈને પડી જવામાં જ હતો ત્યાં વિગ્નેરે કહ્યુ : ‘ના, ના, તું જરાય

ચિંતા ન કર. જો હું તને ચેતવી દઉં. પ્રો રસેલને જો ઝોકું આવી જાય તો વાંધો નહીં,

એનો અર્થ એ નહીં કે સેમિનાર રસપ્રદ નહોતો. એ અમસ્તાયે બધા જ સેમિનારમાં

ઊંઘી જાય છે. જ્યારે પ્રો. પૌલી મોં હલાવ્યા કરે તો એવું ન માનતો કે તારું પ્રવચન

ધ્યાનથી સાંભળે છે અને તારા મુદ્દાઓ સાથે સહમત છે. એમને પારઇહ્લન્સનની અસર

છે એટલે મોં હલ્યા જ કરશે.’

હું વ્હીલર પાસે ગયો અને મારી ગભરામણ વિષે વાત કરી. વ્હીલરે હિંમત

આપતાં કહ્યું, ‘હિંમત રાખ! સેમિનારના અંતે એ લોકોના પ્રશ્નોના જવાબ હું આપીશ.’

તો મેં સેમિનારની તૈયારી કરી. સેમિનારના દિવસે, જેવું નવા-સવા

વિદ્યાર્થીઓ કરે એવું કર્યું. બ્લેક બોર્ડ પર બધાં જ સમીકરણો-સૂત્રો લખ્યા. નવા

નિશાળીયાઓને બધું કહેતા ન આવડે કે ‘આ સ-પ્રમાણમાં ચાલે, પેલું વ્યસ્ત પ્રમાણમાં

થાય... વગેરે’ પણ સાંભળનારાને બધી જ ખબર હોય. એ જોઈ શકતા હોય પણ

બોલનારને ખબર ના હોય. એને તો સૂત્ર પ્રમાણે ગણતરી કરે તો જ ખબર પડે. હું આ

બધું બોર્ડ પર લખતો હતો ત્યાં પ્રો. આઈન્સ્ટાઈન આવ્યા, ‘હેલ્લો! હું સેમિનારમાં

આવું છું. પણ એ પહેલાં કહો કે ચા ક્યાં મળશે?’

પછી આવ્યો મારો બોલવાનો સમય. સામે હતા આ બધા પ્રચંડ મહાનુભાવો-

મારી રાહ જોતા. મારું પહેલું વ્યાખ્યાન, અને સામે આવા ખૂંખાર શ્રોતાઓ - મને

નિચોવી મારો કસ કાઢવા તૈયાર. મને હજુ યાદ છે કે બ્રાઉન કવરમાંથી કાગળો કાઢતાં

મારા હાથ ધ્રૂજતા હતા.

પણ પછી ચમત્કાર થયો, અને ભવિષ્યમાં એવો ચમત્કાર વારંવાર થયા

કર્યો. હું બહુ નસીબદાર હતો. જે ક્ષણથી હું ફિઝિક્સ વિષે વિચારવાનું શરૂ કરું, મારું

સમગ્ર ધ્યાન મારે જે સમજાવવું છે એના પર કેન્દ્રિત થાય. મનમાં એ સિવાય કશું ના

આવે. બધો ગભરાટ જતો રહે. પછી મને એ ભાન જ ના રહે કે ઓરડામાં કોણ છે.

રહે માત્ર હું અને મારો વિચાર.

મારું વ્યાખ્યાન પૂરું થયું અને પ્રશ્નોત્તરી શરૂ થઈ. પ્રો. પૌલી બોલ્યા, ‘હું

માનતો નથી કે આ થિયરી સાચી છે કારણ કે...’ અને પછી આઈનસ્ટાઈન તરફ

ફરીને પૂછ્યું ‘તમે સંમત થાવ છો પ્રો. આઈનસ્ટાઈન?’

આઈનસ્ટાઈને કહ્યું, ‘ના આઆઆઆ’, પૂરા જર્મન ઉચ્ચારવાળી અત્યંત

વિનયી ના. ‘ગ્રેવિટેશનલ ઈન્ટરેક્શનને આનુષંગિક થિયરી બનાવવી બહુ અઘરી

પડશે એવું મને લાગે છે.’ એમનો ઈશારો રિલેટિવિટીની સામાન્ય થિયરી - જે એમનું

બાળક હતી - ના સંદર્ભે હતો. ‘કારણ કે આ તબક્કે આપણી પાસે પૂરતા પ્રાયોગિક

પુરાવા નથી. આથી હું સાચી ગ્રેવિટેશન થિયરી માટે ચોક્કસ નથી.’ પોતાની થિયરી

કરતાં ભિન્ન હોય એ વાતને આઈન્સ્ટાઈન સ્વીકારી શકતા હતા. એ વિરોધી મતો

વિષે પૂરતા સહિષ્ણુ હતા.

કાશ! પ્રો. પૌલીએ જે કહ્યું તે મેં યાદ રાખ્યું હોત!! વર્ષો પછી મેં શોધી

કાઢ્યું કે મારી એ વખતની થિયરી સંતોષપ્રદ ન હતી. એવું બને કે મહાન માણસો

ભૂલને તરત જ ઓળખી શકે અને પ્રશ્નના રૂપમાં રજૂ કરે. પણ હું એ વખતે મારે

જવાબ ન દેવો પડ્યો આથી એટલો હળવો થઈ ગયો કે ધ્યાનપૂર્વક સાંભળવાનુંવિચ

ારવાનું બંધ કરી દીધું.

હું પૌલી સાથે પાલ્મર લાઈબ્રેરીના પગથિયા ચડતો હતો ત્યારે એમણે મને

પૂછયું,‘વ્હીલર એમના ક્વૉન્ટમ થિયરીના પ્રવચનમાં શું કહેવાના છે?’

મેં કહ્યું, ‘મને ખબર નથી. એમણે મને કહ્યું નથી. એ પોતાની જાતે જ એના પર

કામ કરે છે.’

‘ઓહ’ એમણે કહ્યું, ‘એ ક્વૉન્ટમ થિયરી પર કામ કરે અને પોતાના મદદનીશને

ન કહે?’ પછી એ મારી નજીક આવ્યા અને મને કાનમાં કહ્યું, ‘ વ્હીલર કયારેય આ

સેમિનાર નહીં આપે.’

અને એ સાચું ઠર્યુ! વ્હીલરે એ સેમિનાર ક્યારેય ન આપ્યો. એમણે વિચારેલું કે

ક્વૉન્ટમ થિયરી સ્થાપિત કરવી સરળ રહેશે. પણ એમના સેમિનારનો વારો આવ્યો

ત્યાં સુધીમાં એમને ખ્યાલ આવી ગયો કે પોતે ક્વૉન્ટમ થિયરી માટે શું કરવું એ

જાણતા નથી. આથી એમણે કંઈ કહેવાનું રહેતું નથી. આમ એ સેમિનાર ન થયો.

હું પણ એ થિયરી કયારેય સ્થાપિત કરી શકયો નહીં.

‘છ ૂેટ્ઠહેંદ્બ ંર્રીિઅર્ ક રટ્ઠઙ્મક ટ્ઠઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘ, રટ્ઠઙ્મક િીંટ્ઠઙ્ઘિીઙ્ઘ ર્ીંહૈંટ્ઠઙ્મજ’.

જો કે મેં ઘણા વર્ષો આના પર કામ કર્યું.

• • •

લોસ આલ્મોસ

હું પ્રિન્સ્ટનમાં મારા રૂમમાં અભ્યાસમાં મગ્ન હતો. ત્યાં બોબ વિલ્સન મારી

પાસે આવ્યા, અને મને કહ્યું, ‘એક અગત્યનું અને ખાનગી કામ મને સોંપવામાં

આવ્યું છે. અત્યારે આ તબક્કે મારે એ કામ શું છે તે કોઈને કહેવાનું નથી.’ પરંતુ બોબ

વિલ્સન આ ખાનગી કામ શું છે તે મને કહેવા તૈયાર હતા. કારણ કે એમને ખબર હતી

કે જેવી મને ખબર પડશે કે કામ શું છે કે તરત હું એ કરવા તૈયાર થઈ જઈશ. એમણે

મને કહ્યું કે અણુબોમ્બ બનાવવા માટે જરૂરી એવા યુરેનિયમના આઈસોટોપ્સને જુદા

પાડવાનું કામ આપણે કરવાનું છે. તેઓએ યુરેનિયમના આઈસોટોપ્સને જુદા પાડવાની

એક પદ્ધતિ વિશે વિચાર કરેલો. જો કે પાછળથી અન્ય એક પદ્ધતિ દ્વારા આઈસોટોપ્સ

જુદા પાડવામાં આવ્યા હતા. એમણે મને એ પદ્ધતિ સમજાવી અને કહ્યું,

‘આ માટેની એક મીટિંગ છે....’

મેં કહ્યું, ‘મારે આ કામ નથી કરવું.’

એમણે કહ્યું, ‘ભલે, આજે બપોરે ત્રણ વાગે મીટિંગ છે. એમાં આપણે

મળીએ છીએ.’

મેં કહ્યું, ‘હું કોઈને કહેવાનો નથી એમ માનીને ભલે તમે મને આ ગુપ્ત કામ

અંગેની માહિતી આપી દીધી. તો પણ હું આ કામ કરવાનો નથી.’ એમના ગયા પછી

હું મારા અભ્યાસમાં પરોવાયો. પણ મારા મનમાં વિચારો ઘોળાવા લાગ્યા. હિટલર

મિત્ર રાજ્યો કરતાં પહેલા અણુબોમ્બ બનાવી નાખે એવી પૂરી શક્યતા હતી. એ ભય

વિશ્વ પર ઝળુંબતો હતો. આથી મેં ત્રણ વાગ્યાની મીટિંગમાં હાજરી આપવાનું

નક્કી કર્યું.

ચાર વાગ્યા સુધીમાં તો મારા ટેબલ પર બેસીને મેં એ પદ્ધતિ માટે જરૂરી

એવી ગણતરી શક્ય એટલી ઝડપે શરૂ કરી દીધી. જેથી એ લોકો તાત્કાલિક પ્રયોગો

શરૂ કરી શકે.

આ પ્રોજેક્ટમાં પ્રિન્સ્ટનમાં, મહાન માણસોને મળવાનો અનુભવ મને સહુથી

વધુ રસપ્રદ લાગ્યો. હું ક્યારેય ખૂબ મહાન કહેવાતા માણસોને મળ્યો ન હતો. આ

પ્રોજેક્ટના મુલ્યાંકન માટે એક કમિટી બનાવાયેલી જે યુરેનિયમના આઈસોટોપ્સ

જુદા પાડવાના કાર્યમાં અમને માર્ગદર્શન આપી શકે. અને છેવટે કઈ પદ્ધતિથી એ

કામ કરવું એનો નિર્ણય લેવામાં અમને સહાય કરી શકે. કોમ્પટન, ટોલમેન, યુરી,

રેલે અને ઓપનહાઈમર આ બધા જ કમિટીના સભ્યો હતા. હું એ લોકોની મીટિંગોમાં

હાજર રહેતો, કેમ કે યુરેનિયમના આઈસોટોપ્સ શી રીતે કામ કરશે એ હું સૈદ્ધાંતિક રીતે

સમજતો હતો. આ ચર્ચાઓમાં કોઈ એક વ્યક્તિ પોતાનો મુદ્દો રજૂ કરે, પછી કોમ્પટન

પોતાનું અલગ દૃષ્ટિબિંદુ દર્શાવે અને કહે કે આ પ્રમાણે થવું જોઈએ. એ સાવ સાચા

હોય, બીજી વ્યક્તિ કહે આ તો બરાબર છે, પણ આપણે આ બાબત પણ વિચારવી રહી.

પછી ધીરેધીરે બધા પોતાના મતમતાંતર દર્શાવે. મને નવાઈ લાગે. સાથે ખેદ

પણ થાય કે કોમ્પટન સાવ સાચા હોવા છતાં પોતાનો મત ફરીથી પ્રદર્શિત શા માટે નથી

કરતા? છેવટે ટોલમેન કે જે આ કમિટીના પ્રમુખ હતા તેઓ કહે, ‘બધાની દલીલ

સાંભળ્યા પછી મને લાગે છે કે કોમ્પટનની દલીલ સર્વશ્રેષ્ઠ છે. હવે આપણે આગળ

વધીએ’. કમિટીના દરેક સભ્ય પોતાનો વિચાર/યોજના રજુ કરે, બીજાની દલીલના

પાસાને ધ્યાનમાં રાખીને પોતાના વિચારનું પાસું પ્રદર્શિત કરે. આમ એકસાથે બધા જ

સભ્યો દ્વારા ઘણી યોજનાઓ પ્રદર્શિત થાય અને છેવટે આ વિચારોનું એક પણ વખત

પુનરાવર્તન કરાયા વગર તાત્કાલિક તારણ નીકળે કે આ વિચાર/યોજના સર્વશ્રેષ્ઠ છે.

સંવાદ દ્વારા નિર્ણય પર પહોંચવાની આ આખીયે પ્રક્રિયા મને ખૂબ જ અચંબો પમાડનારી

હતી. એ બધા જ ખરેખર મહાન માણસો હતા.

છેવટે નિર્ણય લેવાયો કે આ પ્રોજેક્ટ અગાઉ વિચારાયેલ પદ્ધતિ પ્રમાણે નહીં

ચાલે. અમને કામ બંધ કરવાનું કહેવામાં આવ્યું. કેમ કે એ લોકો લોસ આલ્મોસમાં આ

બોમ્બ બનાવનારા પ્રોજેક્ટની શરૂઆત કરવા માંગતા હતા. અમારે બધાએ જ ત્યાં

જઈને એ કામમાં સહભાગી થવાનું હતું. ત્યાં જઈને બોમ્બ બનાવવા માટે જરૂરી એવા

પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક કાર્યો કરવાનાં હતાં. હું સૈદ્ધાંતિક કામમાં જોડાયેલ હતો.

બાકીના બધાને પ્રાયોગિક કામો કરવાનાં હતાં.

પ્રશ્ન એ હતો કે હવે શું કરવું? લોસ આલ્મોસમાં પ્રયોગશાળા અને રહેવાના

મકાનો હજુ તૈયાર થયાં ન હતાં. બોબ વિલ્સને આ વચ્ચેના સમયનો પણ સદ્‌ઉપયોગ

કરવાનો પ્રયત્ન કર્યો. એમણે મને શિકાગોની પ્રયોગશાળામાં મોકલ્યો. ત્યાં જઈ હું

બોમ્બ બનાવવાની પદ્ધતિ તેમજ બોમ્બના સંદર્ભમાં અન્ય જે કંઈ જાણી શકું એ જાણી

લાવવા કહ્યું. જેથી અમારી પ્રયોગશાળા બને કે તરત અમે એ પદ્ધતિ માટેના જરૂરી

એવા સાધનો બનાવવાની શરૂઆત કરી શકીએ. આ સાધનો એટલે જુદા જુદા પ્રકારના

કાઉન્ટર્સ. જેથી સમયનો જરાપણ બગાડ ન થાય.

મને શિકાગો જતી વખતે સૂચના અપાઈ. મારે એ પ્રયોગળશાળામાં કામ

કરતાં દરેક ગ્રુપને મળીને કહેવું કે હું તેમની સાથે કામ કરવા માગું છું, જેથી એ લોકો

મને એમના કામની ઝીણવટભરી માહિતી આપે, જેના આધારે હું કંઈક કામ શરૂ કરવાની

સ્થિતિમાં આવી શકું. આટલી માહિતી મળી જાય એટલે મારે બીજા ગ્રુપ પાસે

જઈ આ જ અભિગમ અપનાવવો. આ રીતે બધા ગ્રુપના કામો વિશેની સમજણ

મેળવી લેવી.

વિચાર તો સારો હતો. પરંતુ મારું મન થોડું ખટક્યું. કેમ કે એ લોકો મને

પોતાની વાત કેટલી મહેનતથી સમજાવે અને હું એમને કંઈ જ મદદરૂપ થયા વગર

ચાલતો થાઉં એ વાત મને ન ગમી. પણ હું નસીબદાર હતો. જ્યારે એકાદ જણ મને

એમના કામની સમજ આપતું હોય ત્યારે હું કહું, ‘‘શા માટે તમે સંકલનના બદલે

વિકલન કરીને આ કામ નથી કરતા?’’ અડધા કલાકમાં એમણે એ પદ્ધતિ દ્વારા એમનો

પ્રશ્ન ઉકેલી નાખ્યો, જેના પર તેઓ ત્રણેક મહિનાથી કામ કરતા હતા. આમ મારા

વિશિષ્ટ પ્રકારના કલન ગણિતના સાધનોના ઉપયોગ દ્વારા હું એમના કામને સરળ

બનાવવામાં ઉપયોગી થયો. ત્યારબાદ હું શિકાગોથી પાછો ફર્યો અને મેં બોંબ કેવા

પ્રકારનો બનશે અને એમાંથી કેટલી ઊર્જાનું ઉત્સર્જન થશે વગેરે બાબતો બોબ વિલ્સનને

સમજાવી.

અમારી નિમણૂંક ઓપનહાઈમર અને બીજા લોકો દ્વારા થયેલી. ઓપન

હાઈમર ઘણા ધીરજવાળા હતા. એમણે બધાની અંગત મુશ્કેલીઓની સંભાળ લીધેલી.

મારી પત્ની, એ સમયે ટી.બી.ની સારવાર લઈ રહી હતી. તો લોસ આલ્મોસની

નજીકમાં એને માટે હોસ્પિટલની સેવાઓ ઉપલબ્ધ છે કે નહીં એ પણ એમણે તપાસ

કરી લીધી. એ વખતે હું એમને પહેલી વખત આટલી અંગત રીતે મળ્યો. મને થયું કે

એ અદ્‌ભુત વ્યક્તિ હતા.

જ્યારે હું લોસ આલ્મોસની પ્રયોગશાળામાં ગયો ત્યારે હું એવા ઘણા લોકોને

મળ્યો જેમના સંશોધનલેખો મેં ફિઝિકલ રિવ્યુમાં વાંચેલા હોય. મને ઓળખાણ

આપવામાં આવે ‘આ જોન વિલિયમ્સ છે’. અને હું જોઉં કે એ બ્લ્યુપ્રિન્ટના પથારાવાળા

ટેબલ પરથી ઊભા થાય, એમની બાંયો ચડાવેલી હોય, એ બારી બહારથી કોઈને

બોલાવતા હોય, ટ્રકનો ઓર્ડર આપતા હોય. આમાં વિવિધ દિશાઓમાં મકાનના

બાંધકામના સંદર્ભમાં કામ ચાલતું હોય. બીજા શબ્દોમાં કહું તો એક પ્રાયોગિક ભૌતિક

વૈજ્ઞાનિકે જ્યાં સુધી પ્રયોગશાળાનું મકાન અને પ્રયોગ માટે જરૂરી સાધનો તૈયાર ન

થાય ત્યાં સુધી મકાનના બાંધકામમાં મદદરૂપ થવાથી વિશેષ કંઈ કરવાનું ન હતું.

સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રીઓની વાત અલગ હતી. એ લોકો તાત્કાલિક પોતાનું

કામ શરૂ કરી શકે એમ હતા. આથી એવું નક્કી થયું કે એ લોકો સાઈટ પર રહીને

પોતાનું કામ શરૂ કરી દે. ત્યાં બ્લેક બોર્ડ પણ ન હતાં. હા, એક વ્હીલ પર રખાયેલું

બ્લેક બોર્ડ હતું. રોબર્ટ સર્બર એને આમથી તેમ ફેરવતા રહેતા અને અમને, વુર્કલીમાં

એમણે એટોમિક બોમ્બ, ન્યુક્લિયર ફિઝિક્સ વગેરે વિશે જે કંઈ વિચારેલું હોય, એ

બધુ સમજાવતા રહેતા. હું આ બધા વિશે કંઈ જ જાણતો ન હતો. હું બીજા પ્રકારનું

કામ કરતો હતો. આથી મારે ઘણું વધારે કામ કરવું પડે એમ હતું.

દરરોજ હું વાંચું અને અભ્યાસ કરું, વાંચું અને અભ્યાસ કરુ.ં એ બહુ જ

દોડધામવાળો સમય હતો. પણ હું થોડો નસીબદાર હતો. એ સમયે હાન્સ બેથે સિવાયના

બીજા મહાનુભાવો ત્યાં હાજર ન હતા. બેથેને પોતાની યોજનાઓ પર વિચાર વિમર્શ

કરવા માટે એકાદ જણની જરૂર હતી. બેથે અમારી એ નાનકડી ઓફિસમાં પ્રવેશે

અને દલીલ કરવાની શરૂ કરે. પોતાના વિચારો સમજાવે. હું કહું, ‘ના ના તમે પાગલ

છો. આ આ પ્રમાણે થવું જોઈએ’ અને એ કહેશે, ‘એક મિનીટ’ અને સમજાવે કે પોતે

પાગલ નથી અને હું પાગલ છું. અને આમ અમારી ચર્ચા ચાલ્યા જ કરે. મારું એવું છે

ને કે હું જ્યારે ફિઝિક્સની વાત કરતો હોઉં ત્યારે એના જ વિચારો મારા મનમાં વ્યાપી

જાય. અને મને હું કોની સાથે વાત કરું છું એ પણ ધ્યાન ન રહે. આથી હું એવું પણ

કહી દઉં, ‘ના, ના? તમે ખોટા છો, તમે પાગલ છો.’ હકીકતમાં એ પણ આવી મુક્ત

ચર્ચા જ ઈચ્છતા હતા. આથી અમારી ચર્ચાઓનું પરિણામ એ આવ્યું કે હું બેથેની નીચે

સૈદ્ધાંતિક ગ્રુપનો લીડર બન્યો. મારી નીચે બીજા ચાર સભ્યો નિમાયા.

લોસ આલ્મોસની રસપ્રદ સમસ્યાઓમાંની એક એ સુરક્ષા સંબંધી હતી.

ટેનેસીમાં ઓકરીજના પ્લાન્ટની સુરક્ષાનો પ્રશ્ન હતો. લોસ આલ્મોસમાં બોમ્બ

બનાવવાનો હતો. પરંતુ યુરેનીયમના આઈસોટોપ્સ યુરેનીયમ ૨૩૫ અને ૨૩૮ને

જુદા પાડવાનું કામ ઓકરીજની પ્રયોગશાળામાં થવાનું હતું. આ આઈસોટોપ વિસ્ફોટક

હોય. અમુક જથ્થાથી વધારે આઈસોટોપ્સ એક સ્થળે ભેગા થાય તો વિસ્ફોટ થાય.

ઓકરીજના લોકો આઈસોટોપ જુદા પાડવાનું કામ કરતા હતા. પણ તેમને

એ ખબર ન હતી કે તેનો ઉપયોગ શેના માટે થવાનો હતો. ઓકરીજના ઉચ્ચ

અધિકારીઓને ખબર હતી કે એ લોકો યુરેનીયમના આઈસોટોપ્સને જુદા પાડે છે.

પરંતુ એ લોકોને એ બોમ્બ કેટલો શક્તિશાળી બનશે કે શી રીતે કામ કરે એ ખબર ન

હતી. નીચેના લોકોને તો કંઈ જ ખબર ન હતી.

આઈસોટોપ્સના વિસ્ફોટકપણાને ધ્યાનમાં લઈને ઓકરીજના એમિલ સીગ્રેએ

સૂચન કર્યું કે તે પોતે લોસ આલ્મોસ આવી ત્યાંના કામથી વાકેફ થવા માગે છે. પરંતુ

આર્મીવાળાએ કહ્યું કે, ‘અમારી પોલીસી એવી છે કે લોસ આલ્મોસની માહિતી લોસ

આલ્મોસમાં જ રહેવી જોઈએ.’

આથી ઓપનહાઈમરે સીગ્રેને ટેલીફોન કર્યો ‘આખા પ્લાન્ટનો બરાબર

અભ્યાસ કરો. જે જે સ્થળે સમગ્ર જથ્થો એકઠો થવાનો હોય એનું બરાબર નિરીક્ષણ

કરો. સમગ્ર પ્રક્રિયાની ડિઝાઈનના સંદર્ભમાં દ્રવ્યનો જથ્થો ક્યાં કેટલો હોઈ શકે એ

જુઓ. દરમ્યાન અમે ગણતરી કરીને જોઈ લઈએ કે કેટલું દ્રવ્ય ભેગું થવાથી વિસ્ફોટ

થઈ શકે.’

બે જૂથોએ એકસાથે ગણતરીનું કામ શરૂ કર્યું. ઇહ્લ્રસ્ટીના જૂથે પાણીના દ્વાવણ

પર અને મારા જૂથે બોક્ષમાંના પાવડર વિશે ગણતરી કરી. અમે ગણતરી કરીને જાણી

લીધું કે વધુમાં વધુ કેટલું દ્રવ્ય તેઓ સલામત રીતે ભેગું કરી શકે. ભેગું રાખી શકે.

ઇહ્લ્રસ્ટી ઓકરીજ જઈ એ લોકોને બધુ સમજાવી આવવાના હતા. મેં ઇહ્લ્રસ્ટીને મારા

આંકડાઓ આપ્યા. અને એમને કહ્યું તમારી પાસે બધી માહિતી છે, માટે તમે ઓકરીજ

જઈ આવો, પરંતુ ઇહ્લ્રસ્ટીને ન્યુમોનિયા થયો માટે મારે ઓકરીજ જવું પડ્યું.

મેં આ પહેલાં પ્લેનમાં ક્યારેય મુસાફરી કરેલી નહીં. આર્મીવાળાએ લોસ

આલ્મોસની માહિતીનો કાગળ મારી પીઠ પર એક ચામડાના પટ્ટામાં બાંધી આપ્યો.

એરપોર્ટ પર એક માણસે મને કહ્યું, ‘આજકાલ પ્રાયોરીટી વગર પ્લેનમાં મુસાફરી

કરવી મુશ્કેલ છે.’

મારાથી રહેવાયું નહીં, મેં કહ્યું, ‘મને ખબર નથી. મારી પાસે તો

પ્રાયોરીટી છે.’

થોડીવાર પછી એમણે ફરી કહ્યું, ‘કેટલાક લશ્કરી અધિકારીઓ આવી રહ્યા

છે. આથી આપણા જેવા ત્રણ નંબરની પ્રાયોરીટીવાળાને પડતા મૂકી એમને લઈ જાય

એવી સંભાવના છે.’

મેં શાંતિથી જવાબ આપ્યો, ‘મારી પાસે બે નંબરની પ્રાયોરીટી છે.’

થોડીવાર પછી એણે પોતાના સાથીદારને કહ્યું, ‘આ લોકો યુદ્ધની મધ્યમાં

આવા છોકરડાઓને બે નંબરની પ્રાયોરીટી આપીને શું કરતા હશે?’

જ્યારે હું પહોંચ્યો ત્યારે હું જેમને મળવા માગતો હતો એ બધા જ ઉચ્ચ

અધિકારીઓ, ટેકનીકલ માણસો, કેટલાક લશ્કરી અધિકારીઓ અને જે કોઈ આ

પ્રશ્નમાં રસ ધરાવતા હતા એ ત્યાં હાજર હતા. કોઈએ જો આ સમસ્યા પર અંગુલી

નિર્દેશ ના કર્યો હોત તો પ્લાન્ટ વિસ્ફોટને કારણે ઊડી ગયો હોત.

ત્યાં લેફટેનન્ટ ઝૂમવાલ્ટ હતા. એમણે મને કહ્યું કે મારે ન્યુટ્રોન શી રીતે કામ

કરે છે એ બધું એમને કહેવાની જરૂર નથી. કેમ કે અમે એ બંને બાબતો જુદી રાખવા

માગીએ છીએ. તમે અમને માત્ર યુરેનિયમના આઈસોટોપ્સને સલામત રાખવા માટે

શી કાળજી લેવી એ સમજાવી દો.

મેં કહ્યું, ‘આખીયે પ્રક્રિયા શી રીતે કામ કરે છે એ સમજ્યા વગર થોડા

નિયમોનું પાલન કરવું એમને માટે અસંભિવત છે એમ મને લાગે છે. મારા મત મુજબ

હું તેમને એ સમજાવું તો જ તેઓ સુરક્ષા જાળવી શકે. એ લોકોને સારી રીતે આખીયે

ઘટનાથી માહિતગાર કર્યા પછી જ લોસ આલ્મોસ ઓકરીજના પ્લાન્ટની સુરક્ષાની

જવાબદારી લઈ શકે. એ લોકોથી અમુક માહિતી ખાનગી રાખ્યા પછી પ્લાન્ટમાં વિસ્ફોટ

થાય તો એને માટે લોસ આલ્મોસ જવાબદાર નહીં રહે.’

લેફટેનન્ટ મને કર્નલ પાસે લઈ ગયા. અને તેમને મારો અભિપ્રાય જણાવ્યો.

કર્નલે પાંચ મિનીટનો સમય માગ્યો. એ બારી પાસે ગયા. ઊભા રહ્યા. વિચાર કર્યો. એ

લોકો નિર્ણયો લેવામાં ખરેખર સમર્થ હોય છે. બોમ્બ કઈ રીતે કામ કરે છે એ માહિતી

ઓકરીજ પ્લાન્ટના લોકોને આપવી કે નહીં એનો તાત્કાલિક નિર્ણય લેવાવો જરૂરી

હતો. અને એ લેવાયો. આથી મને મીલીટરીના લોકો માટે ઘણું માન છે. કારણ કે હું

કોઈપણ મહત્ત્વની બાબત વિશેનો નિર્ણય ગમે તેટલો સમય આપવામાં આવે તો પણ

લઈ શકતો નથી.

પરિણામ એ આવ્યું કે એ લોકોએ નાના નાના ગ્રુપ બનાવવાનું વિચાર્યું. જે

લોકો જાતે ગણતરી કરીને શીખે કે શી રીતે ગણતરી કરી શકાય. એ લોકો ભેગા મળીને

પ્લાન્ટ ફરીથી ડિઝાઈન કરવા લાગ્યા. પ્લાન્ટના ડિઝાઈનર, બાંધકામના ડિઝાઈનર,

એન્જિનિયરીંગ, કેમીકલ એન્જિનિયરો આ બધા એકસાથે યુરેનિયમના આઈસોટોપને

જુદા પાડવાના પ્લાન્ટની ડિઝાઈન વિશે સાથે મળીને વિચાર કરવા લાગ્યા.

એ લોકોએ મને અમુક મહિનાઓ પછી ફરી આવવા જણાવ્યું. એન્જિનિયરોએ

જ્યારે ડિઝાઈન પૂરી કરી ત્યારે હું પાછો ત્યાં આવ્યો. હવે મારે એ પ્લાન્ટને જોવાનો હતો.

લેફટેનન્ટ ઝુમવોલ્ટ દર વખતની જેમ આ વખતે પણ સહાયક તરીકે મારી

સાથે હતા. તેઓ મને એક રૂમમાં લઈ ગયા. જ્યાં એક લાં .... બા ટેબલ પર બે

એન્જિનિયર બેઠેલા હતા. ટેબલ પર બ્લ્યૂ પ્રીન્ટ્‌સના થોકડા પડેલા હતા. બ્લ્યૂ પ્રીન્ટમાં

પ્લાન્ટના પ્લાનના દરેક માળ દર્શાવેલ હતા.

હું સ્કૂલમાં હતો ત્યારે મીકેનીકલ ડ્રોઈંગનો વિષય ભણેલો. પણ મને બ્લ્યૂ

પ્રીન્ટ વાંચતા આવડતું ન હતું. આથી એ લોકોએ બ્લ્યૂ પ્રીન્ટસ્‌ાનો થોકડો ખોલ્યો. અને

હું જિનિયસ છું એમ માનીને મને સમજાવવાની શરૂઆત કરી. પ્લાન્ટમાં એ લોકોએ જે

મુખ્ય કાળજી રાખવાની હતી તે એ કે યુરેનિયમના આઈસોટોપનો અમુક હદથી વધુ

ભરાવો ક્યાંય ન થવો જોઈએ. બાષ્પીભવન થતુ હોય ત્યારે આવો પ્રશ્ન ઉદ્‌ભવી શકે,

કે વાલ્વ બરોબર કામ ન કરે તો પણ મુશ્કેલી ઊભી થઈ શકે. પરિણામ સ્વરૂપ જો વધુ

દ્રવ્ય એક સ્થળે એકઠું થાય તો વિસ્ફોટ થવાની સંભાવના રહે. આથી એમણે મને સમજાવ્યું

કે આ પ્લાન્ટની ડિઝાઈન એવી છે કે કોઈ એક વાલ્વ કામ ન કરે તો કંઈ વાંધો ન આવે,

કેમ કે એમાં દરેક જગ્યાએ બે વાલ્વ રખાયા છે.

પછી એમણે સમજાવવાનું શરૂ કર્યું. કાર્બન ટેટ્રાક્લોરાઈડ અહીંથી આવે.

યુરેનિયમ નાઈટ્રેટ અહીંથી આવે. એ ઉપર જાય નીચે આવે. બધી પાઈપોમાંથી વહીને

ઉપર આવે. બીજામાળમાંથી પણ ઉપર આવે. તેઓ બ્લ્યુપ્રીન્ટના થોકડામાં સમાયેલી

કેમીકલ પ્લાન્ટની જટિલ વાતો મને ખૂબ ઝડપથી સમજાવતા રહ્યા. મારી આંખોના

ડોળા મકાનના માળની સાથે ફરતા ગયા.

હું તદ્દન બાઘો બની સાંભળતો હતો. મને બ્લ્યુપ્રીન્ટ પરનાં ચિહ્નોનો શો

અર્થ થાય એ પણ ખબર ન હતી. એક ચિહ્ન જેને શરૂઆતમાં હું બારી માનતો હતો,

તે આખી બ્લ્યુ પ્રીન્ટમાં ઘણી જગ્યાએ જોવા મળતું હતું. પણ એ બારી ન હતી કેમ કે

એ ઇહ્લનારી સિવાયના સ્થળોએ પણ હતું. મારે એમને પૂછવું હતું કે એ શું છે? એમાં

ચોરસની વચ્ચે ચોકડીના ચિહ્ન જેવું હતું. એ ચિહ્નનો અર્થ શો?

તમે ક્યારેક આવી પરિસ્થિતિમાં મૂકાઈ જાવ. તમે શરૂઆતમાં પૂછી નાખો

તો કંઈ વાંધો નહીં. પરંતુ હવે તો ખાસ્સો સમય ગયેલો. એ લોકો ઘણા સમયથી મને

બધુ સમજાવતા હતા. મને જીનિયસ તો માનવા જ માંડેલા. મેં ઘણો સમય પૂછવું કે

નહીં એ અવઢવમાં કાઢી નાખ્યો. હવે જો હું પૂછું તો એ લોકો જરૂર કહી બેસે ‘શા માટે

તમે આટલો બધો સમય બગાડ્યો?’

હવે મારે શું કરવું? મને એક વિચાર આવ્યો. હોઈ શકે કે એ વાલ્વ હોય. મેં

મારી આંગળી ત્રીજા નંબરના પાના પરની કોઈએક બ્લ્યુપ્રીન્ટની વચ્ચોવચ્ચ આવેલા

એવા ચિહ્ન પર મૂકી અને પૂછ્યું ‘આ વાલ્વ જો જામી જાય તો શું થાય? ‘મેં એમ

વિચારેલું કે મને જવાબ મળશે કે ‘સર!’ એ વાલ્વ નથી બારી છે.’

જવાબમાં એકબીજા સામે જોયું અને કહ્યું, ‘જો એ વાલ્વ જામી જાય તો...’

અને એ બ્લ્યુ પ્રીન્ટ પર ઉપર નીચે ઉપર નીચે જોવા લાગ્યો. બીજા માણસે પણ ઉપર

નીચે જોવાનું શરૂ કર્યું. છેવટે બંનેએ એકબીજા સામે જોયું. અને એકદમ આશ્ચર્યના

ભાવસાથે કહ્યું, ‘તમે સાચું કહો છો સર!’

આથી એમણે બ્લ્યુપ્રીન્ટનો વીંટો વાળ્યો અને તેઓ ગયા. મારો શ્વાસ હેઠો

બેઠો. અમે બહાર નીકળ્યા. મી. ઝુમવોલ્ટ જે સતત મારી સાથે જ હતા એમણે કહ્યું,

‘તમે જીનિયસ છો એ ખ્યાલ તો તમે પહેલીવાર પ્લાન્ટ જોઈને બીજે દિવસે સવારે

એમને ૯૦-૨૦૭ બિલ્ડીંગના ઈવેપોરેટર વિશે કહી શક્યા ત્યારે જ આવી ગયેલો.

પણ અત્યારે તમે જે કર્યું એ તો અદ્‌ભુત છે. મારે જાણવું છે કે તમે એ શી રીતે કર્યું?

મેં મનમાં કહ્યું, ‘તમે પહેલાં એ જાણવાનો પ્રયત્ન કરો કે એ વાલ્વ છે

કે બારી?’

શરૂઆતમાં મારે બીજાના હાથ નીચે કામ કરવાનું હતું. હાન્સ બેથે પછી હું

ગ્રુપ લીડર બન્યો. અને હું ઘણા મહાન માણસોને મળ્યો. એ બધા મહાન ભૌતિક

વિજ્ઞાનીઓને મળવાનો લ્હાવો મળ્યો એ મારા જીવનનું એક મોટું સદ્‌ભાગ્ય હતું.

એમાંના એક તે એરિકો ફર્મી. એ એકવાર શિકાગોથી આવ્યા. થોડા વિચારોના

આદાન-પ્રદાન માટે, અને થોડું અમને કંઈ પ્રશ્નો હોય તો માર્ગદર્શન આપવા. આ માટે

એમની સાથે મીટિંગ હતી. હું ગણતરી કરતો હતો. અને મને કેટલાંક પરિણામો મળ્યા

હતાં. ગણતરી બહુ બારીકાઈથી કરાયેલી. ખૂબ જટિલ પણ હતી. સામાન્ય રીતે આ

બાબતમાં હું એક્ષપર્ટ ગણાતો. હું જવાબ કેવો આવી શકે એ હંમેશાં કહી શકતો. અને

જે જવાબ મળે તેની યર્થાથતા સમજાવી શકતો, પણ આ ગણતરી એટલી અટપટી હતી

કે હું જવાબની યર્થાથતા સમજી શકતો ન હતો.

આથી મેં ફર્મીને કહ્યું, હું આ પ્રોબ્લેમ પર કામ કરતો હતો અને મને મળેલ

પરિણામો મેં એમને સમજાવવાની શરૂઆત કરી. તેમણે કહ્યું, ‘ઊભા રહો, તમે મને

પરિણામ કહો એ પહેલાં મને વિચારવા દો. એ આવું કંઈક આવવું જોઈએ. આ

કારણોસર. અને એની સમજૂતી આ છે.’’

હું જેમાં એક્ષપર્ટ મનાતો હતો એ ફર્મી કરી રહ્યા હતા, અને એ મારા કરતાં

૧૦ ગણી સારી રીતે!

બીજી મહાન હસ્તી તે જ્હોન વોન ન્યુમાન. એક મહાન ગણિતજ્ઞ. અમે

રવિવારે નજીકની ખીણમાં ચાલવા જતા. ક્યારેક બેથે અને બોબ બેકર પણ સાથે હોય.

એ આનંદ અદ્‌ભુત હતો. વોન ન્યુમાને મને એક રસપ્રદ વિચાર આપ્યો. ‘તમે જે

દુનિયામાં છો એને માટે તમારે તમારી જાતને જવાબદાર માનવાની જરૂર નથી.’ આમ

વોન ન્યુમાનની સલાહથી મારામાં ‘સામાજિક બેજવાબદારી’નું બીજ રોપાયું. ત્યારથી

હું ખૂબ જ ખુશ-મિજાજી રહી શક્યો. આમ એ બીજ વોન ન્યુમાને રોપ્યું, જેણે વિકસીને

મને સક્રિયપણે બેજવાબદાર બનાવ્યો.

હું નિલ બોહ્‌રને પણ મળ્યો. એમનું નામ એ દિવસોમાં નિકોલસ બેકર હતું.

એ જીમ બેકર સાથે લોસ આલ્મોસ આવેલા. જીમ બેકર એમના પુત્ર હતા, જેમનું ખરું

નામ એજીબોહ્‌ર (છટ્ઠખ્તી ર્મ્રિ) હતું. તેઓ કોપનહેગન-ડેન્માર્કથી આવેલા. બંને

બહુ મહાન ભૌતિકશાસ્ત્રી હતા. મહાન વૈજ્ઞાનિકો પણ બોહ્‌રને ભગવાનની જેમ પૂજતા.

અમે એક મીટિંગમાં હતા. બધા મહાન એવા બોહ્‌રને મળવા ઉત્સુક હતા.

આથી મીટિંગમાં ઘણા લોકોની હાજરી હતી. અમે બોમ્બના પ્રશ્નની ચર્ચા કરતા હતા.

હું એકાદ ખૂણામાં બેઠેલો. એ આવ્યા. અને ગયા. હું એમને માત્ર લોકોના માથા

વચ્ચેથી થોડાઘણા જોઈ શક્યો. મેં ચર્ચામાં થોડો ભાગ લીધેલો.

સવારે એ બીજી એક મીટિંગમાં આવવાના હતા. સવાર સવારમાં મારા પર

ટેલિફોન આવ્યો.

‘હેલો ફેઈનમેન?’ ‘હા, હું ફેઈનમેન બોલુ છું.’

‘હું જીમ બેકર બોલું છું. નિલ બોહ્‌રનો પુત્ર. હું અને મારા પિતા તમને

મળવા માગીએ છીએ.’

‘મને? હું ફેઈનમેન ... હું ફક્ત’ ...

‘હા એ બરાબર છે. આઠ વાગે અનુકૂળ રહેશે?’

સવારે આઠવાગે, બીજા બધા જાગે એ પહેલાં હું નીચે ગયો. અમે ટેકનીકલ

એરિયાની ઓફીસમાં ગયા. નિલ બોહ્‌રે કહ્યું, ‘અમે વિચારતા હતા કે બોમ્બને વધુ

અસરકારક શી રીતે બનાવી શકાય? અને અમને આવા કંઈક વિચારો આવ્યા’

મેં કહ્યું, ‘ના ના, એ વિચાર કામ નહીં લાગે. એ અસરકારક નથી.

એમણે કહ્યું, ‘આ વિચાર કેવો છે?’

મેં કહ્યું, ‘આ થોડો ઠીક છે. પણ એ વિચારનું આ પાસું બરોબર નથી.’

આ ચર્ચાઓ બે-એક કલાક ચાલી. ઘણા બધા વિચારો (ૈઙ્ઘીટ્ઠજ) પર મંથન

થયું, ચર્ચાઓ થઈ. નિલ બોહ્‌ર પાઈપ સળગાવતા રહ્યા. બોલતા રહ્યા. એમના

ઉચ્ચારોમાં સ્પષ્ટતા ન હતી. મને સમજવામાં મુશ્કેલી પડતી. એમના પુત્રને હું વધુ

સારી રીતે સમજી શકતો હતો.

તો! છેવટે એમણે કહ્યું, ‘હવે આપણે બીજા મહાનુભાવોને અંદર બોલાવી

લઈએ.’ પછી એમણે બીજા લોકોને બોલાવ્યા. એમની સાથે ચર્ચાઓ થઈ.

પછી દીકરાએ મને હકીકત જણાવી કે મારા પિતાએ મને કહ્યું, ‘તને યાદ છે

છેલ્લી મીટિંગમાં ખૂણામાં એક છોકરો બેઠો હતો? એ એક જ એવો છે જે મારાથી

ગભરાતો નથી. એ એકમાત્ર એવો છે જે મારા તરંગી વિચારને સ્વીકારી લેતો નથી,

પણ પડકારે છે. આથી હવે પછી જ્યારે વિચાર-વિમર્શ કરવો હશે ત્યારે આ છોકરા

સાથે પહેલાં ચર્ચા કરીશું. મારી દરેક વાતમાં હાજી હા કરવાવાળાઓ સાથે (ૈઙ્ઘીટ્ઠજ) ની

યર્થાથતાની ચકાસણી કરવાનો કોઈજ અર્થ નથી.

હું હંમેશાં આ બાબતમાં અણઘડ હતો. હું જ્યારે ફિઝિક્સની ચર્ચા કરતો

હોઉં ત્યારે હું કોની સાથે વાત કરું છું એના તરફ મારું ધ્યાન જ ન રહે. મને હંમેશા

ફિઝિક્સની ચિંતા રહે. જો સામેની વ્યક્તિનો વિચાર ઢંગધડા વગરનો લાગે તો હું એ

ઢંગધડા વગરનો છે એમ જ કહું. જો એ સારો લાગે તો સારો વિચાર છે એમ કહું.

સીધી જ વાત છે ને?

હું હંમેશાં આમ જ રહ્યો છું એ સારું છે, આનંદદાયી છે, જો તમે કરી શકો

તો! હું એટલો નસીબદાર છું કે હું કરી શક્યો છું.

• • •

બ્રાઝિલમાં શિક્ષણ

બ્રાઝિલમાં ભણાવવાનો મને રસપ્રદ અનુભવ રહ્યો. હું જે વિદ્યાર્થીઓને

ભણાવતો હતો એ ભવિષ્યમાં શિક્ષક બનવાના હતા. કેમ કે એ સમયે બ્રાઝિલમાં

ફિઝિક્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા માટે બીજો કોઈ અવકાશ હજુ ન હતો. આ

વિદ્યાર્થીઓને બીજા કેટલાક કોર્સની સાથે આ સહુથી વધુ એડવાન્સ કહેવાતો કોર્સ

પણ ભણવાનો હતો, જેમાં ઈલક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ, મેક્ષવેલનાં સમીકરણો

વગેરે આવતું.

મને ભણાવતાં ભણાવતાં ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓ બધું જ ગોખી નાખે

છે, સમજ્યા વગર! જો એ લોકો સાંભળે કે પ્રકાશ જ્યારે કોઈ માધ્યમમાંથી આ

ઈન્ડેક્ષ સાથે પરાવર્તિત થાય, ત્યારે એ લોકોને એ ખ્યાલ ન આવે કે અહીં માધ્યમ

તરીકે પાણીની વાત થઈ રહી છે. એ લોકોને એ પણ સમજાતું ન હતું કે પ્રકાશની

દિશા, એટલે તમે કોઈ પદાર્થને જોવા માટે જે દિશામાં જુઓ એ દિશા. દરેક વસ્તુ

ગોખવામાં આવતી છતાં એક પણ વસ્તુ અર્થપૂર્ણ શબ્દોમાં રૂપાંતરિત ન થતી. જો હું

એમને પૂછું ‘બ્રુસ્ટર એંગલ એટલે શું?’ તો હું કોમ્પ્યુટરમાં સાચા કી વર્ડ સાથે પ્રવેશી

શકું. પણ જો હું એમ કહું, ‘પાણી સામે જુઓ’ તો કંઈ જ ન બને. એ લોકોના

મગજમાં ‘પાણી સામે જુઓ’ એ સાંભળીને કંઈજ ઉદ્‌ભવતું નથી.

પાછળથી મેં એન્જિનીયરીંગ સ્કુલમાં એક પ્રવચન સાંભળેલું. લેકચર કંઈક

આ રીતે આગળ ચાલ્યું. બે પદાર્થો સમાન ત્યારે કહેવાય જ્યારે ... સમાન ટોર્કથી

સમાન ... પ્રવેગ ઉદ્‌ભવતો હોય. આ જ વાક્ય બે વખત બોલાય. બીજી વખત

બોલાય ત્યારે વિદ્યાર્થીઓ એ વાક્ય બરોબર લખાયું છે કે નહીં એ ચકાસી લે. આ

રીતે એક પછી એક વાક્યો બોલાય, પુનરાવર્તન થાય - વિદ્યાર્થીઓ દ્વારા લખાતાં

રહે, ચકાસાતાં રહે, આખા વર્ગમાં હું એક જ હોઈશ જે એ સમજતો હતો કે અહીં

સમાન જડતા ધરાવનાર પદાર્થોની વાત થઈ રહી છે.

મને સમજણ પડતી ન હતી કે આમાંથી કંઈ જ શીખી શી રીતે શકાય! અહીં

એ જડતા વિશેની સમજ આપી રહ્યા હતા અને એવા કોઈ ઉદાહરણ વિશે ચર્ચા આવતી

જ ન હતી કે જેનાથી સમજાય કે કયા ર્ષ્ઠહષ્ઠીં વિશે વાત થઈ રહી છે. દા.ત. જેની

પાછળ ભારે વજન પડેલું હોય એવા બારણાને ખોલવાનું, મિજાગરાવાળા બારણાને

ખોલવા કરતાં બહુ જ મુશ્કેલ પડે.

લેકચર પછી મેં વિદ્યાર્થીને પૂછ્યું, ‘‘તમે આ નોટસ્‌ લખી. હવે એનું શું

કરશો?’’

‘ઓહ! અમે એનો અભ્યાસ કરીશું પછી અમારી પરીક્ષા હશે.’

‘પરીક્ષા કેવી હોય?’

‘બહુ સહેલી. હું તમને એકાદ પ્રશ્ન અત્યારના ટોપિકમાંથી કહું.’

પ્રશ્ન : ‘‘બે પદાર્થો સમાન ક્યારે કહેવાય?’’

જવાબ : ‘‘બે પદાર્થો સમાન ત્યારે કહેવાય જ્યારે સમાન ટોર્કથી સમાન

પ્રવેગ ઉદ્‌ભવે.’’

તમે જોયું? એ લોકો આ નોટસ્‌ ગોખી નાખે અને પરીક્ષામાં પાસ થઈ જાય.

અને શીખ્યા છે એવું કહેવાય. પણ હકીકતમાં કંઈ જ જાણતા ન હોય.

મેં એન્જિનિયરીંગ કોલેજમાં સ્ટ્ઠંરીદ્બટ્ઠૈંષ્ઠટ્ઠઙ્મ સ્ીંર્રઙ્ઘજ ૈહ ઁરઅજૈષ્ઠજ

વિષય ભણાવ્યો. એમાં મેં એમને ્‌િૈટ્ઠઙ્મ અને ઈિર્િિ પદ્ધતિથી દાખલાઓ શી રીતે

ગણાય એ સમજાવ્યું. આ સામાન્ય રીતે લોકો શીખતા હોતા નથી. પદ્ધતિ દર્શાવવા

માટે મેં સાવ સાદા અંકગણિતના દાખલાઓ લીધા. નવાઈ તો એ વાતની થઈ કે

૮૦માંથી ૮ જ છોકરાઓ મેં એમને કરવા આપેલ દાખલાઓ કરી શક્યા. આથી મેં

બધાને થોડા ધમકાવ્યા કે અહીં તમે માત્ર હું કરું એ જોવા નથી આવતા, પણ તમે

પ્રયત્ન કરીને શીખવા માટે આવો છો.

લેકચર પછી થોડા છોકરાઓ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હોય એ રીતે મારી

પાસે આવ્યા, અને મને કહેવા લાગ્યા, ‘‘તમે એ લોકોની કક્ષા જાણતા નથી. પણ એ

લોકો પ્રોબ્લેમ કર્યા વગર પણ બધું સમજી શકે એમ છે. અને આ તો એમને માટે બહુ

નિમ્ન કક્ષાના દાખલાઓ હતા.’’

હું એ લોકો પાસે ક્યારેય પ્રશ્ન પૂછાવરાવી ન શક્યો. એકાદ વિદ્યાર્થીએ

મને એનું કારણ સમજાવતાં કહ્યું, ‘જો હું તમને વર્ગમાં પ્રશ્નો પૂછું તો વર્ગ પુરો થયા

પછી બીજા છોકરાઓ મને ધમકાવે કે તું અમારો સમય શા માટે બગાડે છે? તને ખબર

છે કે અમે એની પાસેથી કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તું પ્રશ્નો પૂછીને

એમને ભણાવતા હોય એમાં ખલેલ ઊભી કરે છે.’

આને નર્યો દંભ જ કહેવાય. ત્યાં કોઈ શું થઈ રહ્યું છે એ સમજતા ન હતા.

છતાં બીજાને એ રીતે ઉતારી પાડતા કે પોતે બધું જાણે છે. બધા એવો દેખાવ કરે કે પોતે

બધુ જાણે છે. અને જો એકાદ વિદ્યાર્થી હિંમત કરીને પોતાને ન સમજાતું હોય એ પૂછવાનો

પ્રયત્ન કરે, તો બધા ભેગા થઈને એવું પ્રદર્શન કરે કે આમાં ન સમજાવા જેવું શું છે?

મેં એમને સમજાવ્યું કે સાથે મળીને કામ કરવું, પ્રશ્નો વિશેની ચર્ચાઓ કરવી,

આ બધું બહુ ઉપયોગી થાય છે. પણ એ એમને ગળે ન ઊતર્યું. કારણ કે બીજાને પૂછવામાં

એ લોકો નાનમ અનુભવતા હતા. એ લોકોના આવા વલણને લીધે શિક્ષણની પ્રક્રિયા

સાવ જ નિરર્થક બની જતી હતી!

વર્ષને અંતે વિદ્યાર્થીઓએ મને બ્રાઝિલમાં ભણાવવાના મારા અનુભવો વિશે

ભાષણ આપવાનું કહ્યું. એ ભાષણમાં શ્રોતાઓ તરીકે વિદ્યાર્થીઓ, પ્રોફેસરો ઉપરાંત

સરકારી અધિકારીઓની પણ હાજરી રહેવાની હતી. આથી મેં એમની પાસેથી વચન

માંગ્યું કે મને જે લાગ્યું છે તે હું ચોક્કસ કહીશ. એમણે કહ્યું કે બ્રાઝિલ લોકશાહી દેશ છે.

તમે જે કહેવું હોય તે કહી શકો છો.

આથી હું એ લોકોને પહેલા વર્ષમાં જે ઈઙ્મીદ્બીહંટ્ઠિઅ ઁરઅજૈષ્ઠજ ની ચોપડી

આવતી હતી, જેને એ લોકો સારું પાઠ્યપુસ્તક માનતા હતા એ લઈને ગયો.

એ જોઈ કોઈકે મને પૂછ્યું, ‘‘તમે ચોપડી વિશે કંઈ ખરાબ અભિપ્રાય નથી

આપવાનાને? એ પુસ્તક લખનાર અહીં હાજર હશે. વળી અહીં બધા આ પુસ્તકને સારું

માને છે.

‘તમે મને વચન આપ્યું છે કે હું મને જે લાગે તે કહી શકીશ.’

લેકચર હોલ આખો જ ભરાયેલો હતો. મે શરૂ કર્યું, ‘પ્રકૃતિની વર્તણૂંકને

સમજવી એટલે વિજ્ઞાન.’ પછી મેં પૂછ્યું, ‘વિજ્ઞાન શીખવવાનું ખરું પ્રયોજન શું? કોઈ

દેશ પોતાને સુધરેલો/સભ્ય સમાજ ન કહી શકે જ્યાં સુધી ......’ એ બધાજ પોતાનાં

ડોકાં હલાવતા હતા. કારણ કે મને ખબર હતી કે આ બધી તેમની વિચારસરણી છે.

‘બીજા દેશના લોકો વિજ્ઞાન ભણે છે માટે આપણે પણ ભણવું, એવું પણ ન

હોવું જોઈએ. વિજ્ઞાન ભણીએ તો આપણે આપણી રોજિંદી પરિસ્થિતિમાં સુધાર લાવી

શકીશું.’ મેં એ લોકોને શીખવવાનો પ્રયત્ન કર્યો.

‘આજે મારો અહીં ભાષણ આપવાનો જો કોઈ હેતુ હોય તો એ એ કહેવાનો છે

કે બ્રાઝિલમાં કોઈ વિજ્ઞાન ભણાવાતું જ નથી.’

મારી વાત સાંભળીને શ્રોતાઓને આઘાત લાગ્યો. ‘વિજ્ઞાનના આટલા વર્ગો

લેવાય છે અને તમે કહો છો કે વિજ્ઞાન નથી ભણાવાતું?’

આથી મેં ફોડ પાડતાં કહ્યું કે ‘બ્રાઝિલ આવીને જે વાત મને સહુથી પહેલી

સ્પર્શી તે એ કે પ્રાથમિક શાળાનાં બાળકોને દુકાનોમાંથી ફિઝિક્સની ચોપડીઓ ખરીદતાં

જોયાં. બ્રાઝિલમાં કેટલી નાની ઉંમરનાં બાળકોને ફિઝિક્સ ભણાવવામાં આવે છે.

અમેરિકામાં ફિઝિક્સ ભણાવવાની શરૂઆત ઘણી મોડી થાય. એવું શા માટે? આટલા

બધાં બાળકો આટલું વહેલું ફિઝિક્સ ભણવાની શરૂઆત કરે છે, છતાં કોઈ પરિણામ

કેમ નથી મળતું?’

પછી મેં એક ગ્રીક વિદ્વાનનું ઉદાહરણ આપ્યું. એને પોતાને ગ્રીક ભાષા બહુ

ગમતી. પરંતુ પોતાના દેશમાં કોઈ બહુ એ ભાષા શીખતું ન હતું. પછી એ બીજા

દેશમાં ગયો અને જોયું કે ત્યાં પ્રાથમિક સ્કૂલના બાળકો પણ ગ્રીક ભાષા શીખતાં

હતાં! એ ખુશ થયા. એણે બાળકોની પરીક્ષા લીધી. જે લોકો ગ્રીક ભાષામાં ડીગ્રીની

પરીક્ષા આપવાના હતા એમને પ્રશ્ન પૂછ્યો, ‘સોક્રેટીસના સત્ય અને સૌંદર્ય વચ્ચેના

સંબંધ વિશેના વિચારો શું છે?’ વિદ્યાર્થીઓ જવાબ ન આપી શક્યા. પછી એમણે

વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘ત્રીજા સીમ્પોઝીયમમાં સોક્રેટીસ પ્લુટોને શું કહે છે?’

વિદ્યાર્થીઓના ચહેરા પર ચમક આવી ગઈ અને શબ્દશઃ એ સીમ્પોઝીયમમાં સોક્રેટીસે

પ્લુટોને જે કહેલું તે એ લોકો ગ્રીક ભાષામાં બોલી ગયા.

કરૂણાજનક વાત એ હતી કે ત્રીજા સીમ્પોઝીયમમાં સોક્રેટીસે સત્ય અને

સૌંદર્ય વચ્ચેના સંબંધની જ ચર્ચા કરેલી છે. એ બધી જ ચર્ચા શબ્દશઃ ગ્રીક ભાષામાં

વર્ણવી જનાર વિદ્યાર્થીને એ વાત સમજાઈ ન હતી!

આ ઘટના પરથી ગ્રીક વિદ્વાને તારણ કાઢ્યું તે આ કે ભાષા શિખવા કે

શિખવવાથી ભાષામાં વ્યક્ત થયેલા હાર્દની પ્રતીતિ થાય જ એવું નહીં. એ લોકો

મૂળાક્ષરો, શબ્દો, વાક્યોના ઉચ્ચારણો શીખે. એ લોકો શબ્દશઃ સોક્રેટીસ શું બોલ્યા

તે બોલી શકે. પરંતુ શબ્દોના હાર્દ સમજ્યા વગર.

બરોબર આજ વાત મને બ્રાઝિલના વિજ્ઞાનના શિક્ષણમાં દેખાય છે. પછી મેં

ઈઙ્મીદ્બીહંટ્ઠિઅ ઁરઅજૈષ્ઠજ ની ચોપડી હાથમાં લીધી.’ આ ચોપડીમાં એક પણ જગ્યાએ

પ્રાયોગિક પરિણામો આપેલા નથી. માત્ર એક જગ્યાએ બોલ ઢળતી સપાટી પરથી

દડતો હોય એ ૧ સેકન્ડ, ૨ સેકન્ડ, ૩ સેકન્ડ પછી ક્યાં સુધી પહોંચી/કેટલું અંતર કાપે

એ સંખ્યા આપેલી છે. નંબરમાં ભૂલો હોય એવું લાગે છે. કારણ કે દરેક સંખ્યા,

ગણતરી કરીને મેળવેલી સંખ્યા કરતાં થોડી વધુ અથવા ઓછી છે. એ સારી વાત છે કે

ચોપડીમાં પ્રાયોગિક પરિણામમાં રહેલી ભૂલોને સુધારી શી રીતે શકાય એની પણ

ચર્ચા કરેલી છે. જો તમે આ સંખ્યાઓનો ઉપયોગ કરીને પ્રયોગનો અચળાંક (ર્ષ્ઠહજંટ્ઠહં)

શોધો તો એ સાચો આવે. પણ ખરેખર જો તમે આ પ્રયોગ કરો અને આ

અચળાંક મેળવો તો એ સાચા જવાબનો ૫/૬ ભાગ આ અચળાંક તરીકે બતાવે.

કારણ કે બોલને ઘુમાવવા માટે વધારાની શક્તિ ખર્ચાય છે. માટે આ એક જ જગ્યાએ

દર્શાવેલા પ્રાયોગિક પરિણામો પણ બનાવટી પ્રયોગના છે. કોઈ પ્રયોગ જ હકીકતમાં

થયો જ નથી. નહીં તો આ પરિણામ હોય નહીં.’

‘મેં બીજું પણ કંઈક શોધી કાઢ્યું છે. હું તમને બતાવું કે શા માટે આ વિજ્ઞાનનું

શિક્ષણ નથી, માત્ર ગોખણપટ્ટી છે.’ મેં ચોપડીનાં પાનાં ફેરવ્યા, એકાદ જગ્યાએ

આંગળી રાખી વાંચવાની શરૂઆત કરી.

‘સ્ફટિકનો ભૂકો કરો ત્યારે જે પ્રકાશ ઉદ્‌ભવે તેને ... કહે છે. આ શબ્દોમાં

તમને વિજ્ઞાન દેખાય છે? ના. આમાં તમે કુદરત વિશે કંઈ જ વાત નથી કરી. શા માટે

સ્ફટિકનો ભૂકો કરો તો પ્રકાશ ઉદ્‌ભવે? એક પણ બાળક આ શીખ્યા પછી ઘરે જઈને

પ્રયોગ કરશે? ના એ નહીં કરી શકે.’

‘એના બદલે જો એમ લખાયું હોત, ‘‘તમે ખાંડનો ગાંગડો લઈ એને

અંધારામાં જઈ સાણસીથી દબાવી ભૂકો કરો તો તમને બ્લ્યુ રંગની જ્યોત દેખાશે.

બીજા સ્ફટીકમાં પણ આવું બને છે. કોઈને ખબર નથી શા માટે. આ ઘટનાને ... કહે

છે.’’ તો એકાદ વિદ્યાર્થી ઘરે જઈ એ પ્રયોગ કરત. તો એને પ્રતીતિ થાત. આ તો મેં

એક ઉદાહરણ આપ્યું. એ ચોપડીમાં જ્યાં પણ આંગળી મૂકું ત્યાં આવું જ હતું.’

છેવટે મેં કહ્યું, ‘આવી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ શિક્ષિત થઈ જ શી રીતે શકે?

લોકો પરીક્ષા પાસ કરે છે અને બીજાને પરીક્ષા પાસ શી રીતે કરવી એ શીખવે છે. પણ

કોઈ કંઈ જાણતું નથી. છતાં હું ખોટો હોઈ શકું. મારા વર્ગના બે વિદ્યાર્થીઓએ ઘણું

સારું કર્યું. એક ફિઝિસીસ્ટ જેમને હું જાણું છું એમણે પણ પોતાનું બધું જ શિક્ષણ

બ્રાઝિલમાં લીધું છે. આથી કેટલાક લોકો આવા ખરાબ શિક્ષણતંત્રમાંથી પણ પોતાનો

રસ્તો કાઢી લેતા હોય છે.

મારા ભાષણ પછી સાયન્સ શિક્ષણ વિભાગના વડા ઊભા થયા. ‘મિ.

ફેઈનમેને આપણને આકરા લાગે એવા શબ્દો કહ્યા છે. પણ એ ખરેખર વિજ્ઞાનને

ચાહે છે. અને આથી એમના વિવેચનમાં પ્રમાણિકતા છે. આપણે એમને સાંભળવા

જોઈએ. હું અહીં એ જાણીને આવ્યો કે આપણી શિક્ષણ વ્યવસ્થા રોગીષ્ઠ છે. પણ

આવ્યા પછી સમજાયું કે એને કેન્સર છે!’

એનાથી બીજી વ્યક્તિને પણ બોલવાની સ્વતંત્રતા મળી. બધા ઉત્સાહમાં

આવી ગયા. બધા ઊભા થઈ કંઈક કંઈક સૂચનો કરવા લાગ્યા. વિદ્યાર્થીઓની

જાતજાતની કમિટીની રચનાઓ થઈ.

પછી જે બન્યું તે એકદમ અનપેક્ષિત હતું. એક વિદ્યાર્થી ઊભો થયો અને

બોલ્યો, ‘‘મિ. ફેઈનમેને જે બે વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો એમાંનો એક હું છું. મારે

એ સ્પષ્ટતા કરવાની છે કે હું બ્રાઝિલમાં ભણેલો નથી. જર્મનીમાં ભણ્યો છું. હું આ

વર્ષે જ બ્રાઝિલ આવ્યો છું.’’

બીજો જે વિદ્યાર્થી હતો, જેણે ફેઈનમેનના વર્ગમાં સારું કર્યું એને પણ એવું

જ કંઈક કહેવાનું હતું.

જે પ્રોફેસરનો મેં ઉલ્લેખ કરેલો એ ઊભા થયા અને એમણે કહ્યું કે ‘મેં

બ્રાઝિલમાં જ, પણ યુદ્ધ દરમ્યાન શિક્ષણ લીધું છે. સદ્‌ભાગ્યે એ સમયે બધા જ પ્રોફેસરો

યુનિવર્સિટી છોડીને જતા રહેલા. એટલે હું બધું જાતે વાંચીને જ શીખ્યો છું. એટલે

બ્રાઝિલમાં ભણ્યો હોવા છતાં બ્રાઝિલની શિક્ષણ વ્યવસ્થાનો ભોગ નથી બન્યો.’

આવું મેં ધાર્યું ન હતું. બ્રાઝિલનું શિક્ષણ તંત્ર ખરાબ હતું. પણ ૧૦૦% એ

બહુ ભયાનક કહેવાય!

હું યુનાઈટેડ સ્ટેટ્‌સ ગવર્નમેન્ટે સ્પોન્સર કરેલ પ્રોગ્રામ નીચે બ્રાઝીલ ગયેલો.

આથી રાજ્યના વિભાગે મારી પાસે બ્રાઝિલના અનુભવોનો રિપોર્ટ માગ્યો. મેં મારા

ભાષણના મુખ્ય મુદ્દાઓ લખી નાખ્યા. પાછળથી મને અનૌપચારિક રીતે જાણવા

મળેલું કે એલચી ખાતામાંથી કોઈકે કહેલું, ‘આ બતાવે છે કે કોઈ ભોળી વ્યક્તિને

બ્રાઝિલ મોકલવી એ કેટલું જોખમી છે. મૂર્ખ માણસ! એ માત્ર મુશ્કેલી ઊભી કરે.

સમસ્યા સમજે નહીં.’ આનાથી તદ્‌ન વિરોધી વાત સાચી હતી, મને લાગે છે કે

એલચી ખાતાના આ માણસનું આવું વિચારવું એ એનું ભોળપણ હતું કારણ કે એણે

યુનિવર્સિટીના કોર્સનું લીસ્ટ અને વર્ણન પરથી યુનિવર્સિટી વિશે એક માન્યતા બાંધી

દીધેલી.

• • •

ચેલેન્જર અવકાશયાનના અકસ્માતની તપાસ

કદાચ તમે જાણતા હશો કે ચેલેન્જર નામના અવકાશયાનને ૨૮ જાન્યુઆરી

૧૯૮૬, મંગળવારના રોજ અકસ્માત થયેલો. પૃથ્વી પરથી અવકાશ તરફના ઉડાન

સમયે યાનનો થયેલો એ વિસ્ફોટ, મેં ટેલીવિઝન પર જોયેલો. એમાં રહેલા સાત

જણાના મૃત્યુની કરૂણતાથી વિશેષ, એ વાત પર મેં વિચાર કરેલો નહીં.

અકસ્માતના થોડા દિવસ પછી નાસાના વડા ડૉ. ગ્રેહામનો મારા પર ફોન

આવ્યો. એ અવકાશયાનનો અકસ્માત શા માટે થયો એ સમજવા માટે કમિટી બનાવાઈ રહી

હતી. નાસાના વડાએ મને પણ કમિટીનું સભ્યપદ સ્વીકારવા કહ્યું. ડૉ. ગ્રેહામ કાલટેકમાં

મારા હાથ નીચે ભણેલા હતા અને પાછળથી જે એરક્રાફટ કંપનીમાં હું બુધવારે લેકચર આપવા

જતો હતો ત્યાં પણ તે કામ કરતા હતા.

મને જો કે યાદ આવતું ન હતું કે એ કોણ છે.

જ્યારે મને એ ખબર પડી કે આ બધી તપાસ વૉશિંગ્ટનમાં કરવાની રહેશે ત્યારે મને

થયું કે મારે આ કામ ન કરવું જોઈએ. હું એવું માનતો હતો કે સરકાર અને રાજધાની આ બેથી

જેટલા દૂર એટલા સારા. આથી મારો સહજ પ્રતિભાવ એ હતો કે શી રીતે હું એમાંથી છૂટી

શકું.

મેં મારા મિત્રોને કહી જોયું. પણ એ લોકોએ કહ્યું, ‘આ કામ તો કોઈ પણ કરી શકે. એ

લોકો કોઈ બીજાને બોલાવી લેશે.’ પણ ગ્વેનેથનનો મત એવો હતો કે બીજો કોઈ આ કામ હું

જે રીતે કરીશ એ રીતે નહીં કરી શકે.

મારામાં નમ્રતામાં કમી હશે એટલે મેં એની વાત માની લીધી.

કયારેક આવી તપાસ અકારણ લંબાતી હોય છે. આથી મેં નક્કી કર્યું કે હું છ મહિના

સુધી કમિટીમાં રહીશ. અવકાશયાનમાં કયાં શું ખોટું થયું, જેનાથી અકસ્માત થયો, એ તપાસ

સિવાય કમિટી જો બીજા પ્રશ્નમાં અટવાય તો મને એ કોઈ પ્રશ્નોમાં રસ ન હતો, પણ સદ્‌ભાગ્યે

હું અંત સુધી કમિટીમાં રહેલો.

મારે મારાં બીજાં કામ પણ આ તપાસ દરમિયાન મુલતવી રાખવાં પડે એમ હતા. હું

ફિઝિક્સના કેટલાક પ્રોબ્લેમ પર કામ કરી રહ્યો હતો. કાલટેકમાં બીજા એક પ્રોફેસર સાથે

કમ્પ્યૂટર કલાસ ચાલુ હતા. બોસ્ટનમાં એક થીંકીંગ મશીન કંપની હતી, જેનો હું સલાહકાર

હતો. તપાસ કમિટી નીમનારના મત મુજબ બીજાં બધાં કામોને અટકાવીને મારે આ કામને

પ્રાધાન્ય આપવું રહ્યું.

મેં ગ્વેનેથને કહ્યું, ‘હું જાઉં છું. છ મહિના માટે આપઘાત કરું છું.’ આ કહી મેં ગ્રેહામને

હા કહેવા માટે ટેલિફોન ઉપાડ્યો. તે દિવસે રવિવાર હતો.

સોમવારે મારા પર ફોન આવ્યો, ‘વિલિયમ પી રોજર્સના પ્રમુખપણા નીચે નિમાયેલા

પ્રેસીડેન્શીયલ કમિશનના તમે પણ એક સભ્ય છો. મેં વિલિયમ રોજર્સ ને અમેરિકાના વિદેશમંત્રી

તરીકે જોયેલા. વિદેશમંત્રી તરીકેની એમની કામગીરી જોઈને મને એમની દયા આવેલી.

પહેલી મીટિંગ બુધવારે મળવાની હતી. મારે મંગળવારે કંઈ ખાસ કરવાનું હતું નહીં.

આથી હું વૉશિંગ્ટન જવા મંગળવાર રાતે નીકળી શકું. મેં અલ હિલ્સને ફોન કરીને કહ્યું કે

શટલ પ્રોજેકટ વિશે જાણતા હોય એવા કેટલાક લોકોને ત્નઁન્ (ત્નીં ઁર્િેઙ્મર્જૈહ ન્ીર્હ્વટ્ઠિર્િંઅ)

પર બોલાવી લે આથી એ લોકો પાસેથી હું

કાલટેકથી નીકળતાં પહેલા અવકાશયાન પ્રોજેકટ વિશે જાણી લઉં.

મંગળવારે સવારે જલદી જલદી ત્નઁન્ પહોંચ્યો. અલહિલ્સ અને કેટલાક

એન્જિનિયરો આવ્યા. મને ખબર ન હતી કે શી રીતે આ લોકો આ બધું જાણતા હતા!

પણ એ લોકો જાણતા હતા. મેં બહુ જ ઓછા સમયમાં અવકાશયાન વિશે સુગ્રથિત

અને સંપૂર્ણ માહિતી મેળવી લીધી. એમાં સમસ્યાઓની સંભાવના કયા ભાગમાં કઈ

ઘટના દરમિયાન હોઈ શકે એ સમજી લીધું.

એ રાતે હું પ્લેનમાં વૉશિંગ્ટન ગયો. ગ્રેહામની ઑફિસે પહોંચ્યો.

હું એક જ મોડો હતો. બીજા બધા પહોંચી ગયેલા. મિ. રોજરે બધા સાથે મારી

ઓળખાણ કરાવી. નીલ આર્મસ્ટ્રોંગ-ધ મૂનમેન ત્યાં હાજર હતા. એ કમિશનના

ઉપપ્રમુખ હતા. હું મિ. રોજર તથા નીલ આર્મસ્ટ્રોંગ ને ઓળખતો હતો. કમિશનના

બીજા સભ્યોને ઓળખતો ન હતો.

આ પહેલી મીટિંગ બહુ જ અનૌપચારિક હતી. માત્ર હળવા મળવાનું હતું.

આ વાત મને બહુ અસહ્ય લાગી. કયાં અમારું ત્નઁન્નું બ્રેઈન સ્ટોર્મિંગ સેશન અને

કયાં અહીંની આ અનૌપચારિક મુલાકાત!

મિ. રોજરે અમારા કામ વિશેની ઘોષણા કરી.

૧. અકસ્માત સમયની પરિસ્થિતિનો ચિતાર મેળવવો અને અકસ્માતનાં

કારણો સમજવા.

૨. કારણોના આધારે એક ભલામણપત્ર તૈયાર કરવો જે હવે પછીનો અભિગમ

કેવો હોવો જોઈએ એ બાબતે માર્ગદર્શન આપે.

મિ. રોજરે કહ્યું કે આપણે આ કામ ચારેક મહિનામાં પૂરું કરીશું.

આ સાંભળીને મને રાહત થઈ કે અમારે માત્ર અકસ્માત કયા કારણે થયો એ

જ શોધવાનું હતું. આથી અમારું કામ ધાર્યા કરતાં વહેલું પૂરું થઈ શકશે.

મિ.રોજરે દરેકને પૂછયું, ‘કોણ કેટલો સમય ફાળવી શકશે. મેં કહ્યું, ‘હું

અત્યારથી જ ૧૦૦ ટકા સમય આપી શકું એમ છું.’

મિ. રોજરે એ પણ પૂછયું, ‘રિપોર્ટ કોણ તૈયાર કરશે?’

મિ. હોટ્‌ઝ જે છદૃૈટ્ઠર્ૈંહ ુીીા નામના મૅગેઝિનના તંત્રી હતા, તે રિપોર્ટ

લખવાની જવાબદારી માટે તૈયાર થયા.

મિ. રોજરે આગળ કહ્યું, ‘હું ઘણા સમયથી વૉશિંગ્ટનમાં છું અને મારો એ

અનુભવ છે કે કોઈપણ કામની બાતમી છાપાવાળાઓ કોઈને કોઈ રીતે મેળવી લેતા

હોય છે. વાત છાપાઓ દ્વારા લોકો સુધી પહોંચે એને બદલે જરૂર પડયે આપણે જ

પત્રકારો સાથે મીટિંગ ગોઠવીશું. આવતી કાલે સવારે આપણે ૧૦ વાગે મળીશું.’

બીજે દિવસે સવારે મને લેવા માટે વાહન આવ્યું. હું ડ્રાઈવરની સીટની બાજુમાં

બેઠો.

રસ્તામાં ડ્રાઈવરે પૂછયું, ‘ઘણા મોટા માણસો આ કમિશનમાં આવ્યા હોય

એવું મને લાગે છે.’

‘હા! એવું જ છે.’

‘મને ઑટોગ્રાફ લેવાનો શોખ છે. તમે મને એક મદદ કરશો?’

‘ચોક્કસ’. મેં કહ્યું. મેં મારી પેન શોધી.

ત્યાં ડ્રાઈવરે કહ્યું, ‘આપણે ત્યાં પહોંચીએ ત્યારે તમે મને નીલ આર્મસ્ટ્રોંગ

કોણ છે એ બતાવશો? મારે એમનો ઑટોગ્રાફ લેવો છે.’

પહેલી મીટિંગમાં નાસાની મહાન હસ્તીઓ મિ. મૂરે, મિ. એલ્ડરીચ,

મિ.લવીંગહુડ અને બીજા બધાની સંક્ષિપ્તમાં પણ સઘન એવી પ્રસ્તુતિ થવાની હતી.

અમને બધાને મંચ પર શાહી ખુરશીઓમાં બેસાડેલા. મોટી મોટી લાઈટો અને ટેલિવિઝન

કૅમેરા અમારી એક એક હિલચાલને ઝડપી લેતા હતા.

સ્પેસ શટલ ના મુખ્ય ઍન્જિનમાં લીકવીડ હાઈડ્રોજન અને લીકવીડ ઑક્સિજન

સળગે. આ બંને લીકવીડ એક્સટર્નલ ટેન્કમાં રાખેલા હોય.

મિ. રોજર અને મિ. એક્સન બંને વકીલો હતા. બાકીના બધા વિજ્ઞાનની

પદવીવાળા હતા. જનરલ કુટીનાએ સ્ૈં્‌ંમાં પદવી લીધેલી. મિ. આર્મસ્ટ્રોંગ, મિ.

કોવર્ટ, મિ. રૂમેલ, અને મિ. શટર આ બધા એરોનોટીકલ એન્જિનિયર હતા. મિ.

વૉકર, મિ. વ્હીલન, મિ. રાઈડ અને હું બધા ભૌતિકશાસ્ત્રીઓ હતા. અમારામાંના

મોટાભાગનાએ પોતાની રીતે થોડી પ્રાથમિક માહિતી મેળવી લીધેલી. આથી અમે

ઘણા ટેકનિકલ કહેવાય એવા પ્રશ્નો પૂછયા, જે સામેના માટે અનપેક્ષિત હતા. આથી

એમની પાસે દરેક વાતના જવાબો ન હતા.

આ મીટિંગમાં મને જે મુખ્ય વાત શીખવા મળી તે એ કે મોટેભાગે બીજા લોકો

જે પ્રશ્નો પૂછતા હોય છે એ એવા હોય છે કે એના જવાબો તેમને આવડતા હોય.

આથી તમે સાંભળવામાં થોડા બેદરકાર બની જાવ. એમાં કયારેક વચ્ચે માણસનો

મુદ્દો સાંભળવાનો ચૂકી જવાય.

ત્નઁન્માં મંગળવારે સવારે મને કેટલી ઝડપથી કેટલી સરસ માહિતીઓથી

વાકેફ કરાવાયેલો. એની સરખામણીમાં વૉશિંગ્ટનમાં અમે દેખીતી રીતે બે મીટિંગો

કરી હોવા છતાં હકીકતમાં અમે બેસવા સિવાય કંઈ જ કર્યું ન હતું.

એ રાતે મેં તપાસ દરમિયાન કયા પ્રશ્નો વિચારવા જોઈએ એ નોંધ્યા અને

અમારે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો જોઈએ એ પણ નોંધ્યું. મને હતું કે કમિશનના

બીજા સભ્યો કઈ રીતે આગળ વધવા માગે છે એ પણ જાણીશ પછી અમે કયા પ્રશ્નો

પર કોણ તપાસ કરશે એવી કંઈક વહેંચણી કરી શકીએ.

ત્રીજે દિવસે એટલે કે શુક્રવારે અમારી પેલી નક્કર મીટિંગ થઈ. અત્યાર સુધીમાં

હવે અમારે એક ઑફિસ હતી. અમે જૂના એક્ઝિક્યુટીવ ઑફિસના મકાનમાં મળ્યા.

ત્યાં અમારી વચ્ચે જે વાતો થાય એ લખવા માટે એક માણસ પણ હતો.

મિ. રોજર કોઈ કારણથી થોડા મોડા આવ્યા. આથી અમે એમની રાહ જોતા

હતા. એવામાં જનરલ કુટીનાએ કહ્યું કે એ અમને અકસ્માતની તપાસ એટલે શું એ

વિશે કંઈક કહેવા માગે છે. અમને થયું કે આ સારો વિચાર છે આથી એમણે ઊભા થઈ

અમને એક રૉકેટ જે નિષ્ફળ ગયેલું એની તપાસ ઍરફોર્સવાળાએ શી રીતે કરેલી એ

વિશેની માહિતી આપી.

એમણે પદ્ધતિ બતાવી એમાં જે પ્રશ્નો પૂછાયા અને એમણે જે રીતે જવાબો

શોધ્યા એ અભિગમ આગલી રાતે મેં જે વિચાર કરેલો એને ઘણો જ મળતો આવતો

હતો. પણ એ લોકો મારા કરતા ઘણા વધારે વ્યવસ્થિત હતા. જનરલ કુટીનાએ

અમને ચેતવણી આપતાં કહ્યું કે કયારેક એવું લાગે કે અકસ્માત થવાનું કારણ આ જ

હોઈ શકે પણ તમે જ્યારે વધુ ચોકસાઈપૂર્વકની તપાસ કરો ત્યારે તમારે તમારો મત

બદલવો પડે. એ લોકોને ટીટાન રૉકેટની તપાસમાં ત્રણેક વખત પોતાનો મત બદલવો

પડ્યો હતો.

મને એકદમ ઉત્સાહ આવી ગયો. આવી તપાસમાં મને બહુ રસ પડશે. આપણે

તાત્કાલિક શરૂ કરી શકીએ. માત્ર આપણે કોણે શું કરવાનું એ નક્કી કરી નાખવું પડે.

મિ. રોજર, જે જનરલની પ્રસ્તુતિ દરમિયાન વચ્ચેથી આવ્યા, એમણે કહ્યું

‘તમારું તપાસ અભિયાન ખરેખર બહુ સફળ રહ્યું, જનરલ, પણ આપણે તમારી

પદ્ધતિ પ્રમાણે ચાલી શકીશું નહીં. કારણ કે તમને મળી એટલી માહિતી આપણને

મળી શકે એમ નથી.’

કદાચ મિ. રોજર ટેકનિકલ લાઈનના ન હતા એટલે એમને એ ખ્યાલ ન

આવ્યો કે એમનું વિધાન એક હળાહળ જૂઠ જ હતું. ટીટાનમાં માણસો ન હતા એટલે

એની ચકાસણી માટેના સાધનો એની આસપાસ ન હતા. જ્યારે અમારી પાસે તો એ

વિસ્ફોટ થયો એ પહેલાં અમુક સેકંડો પહેલાં ટેલિવિઝન કૅમેરાએ લીધેલા બુસ્ટર

રૉકેટમાંથી બહાર આવતી આગની જ્વાળાના ફોટાઓ હતા. ટીટાન તો અવકાશમાં

દેખાતું એક અસ્પષ્ટ બિંદુ હતું. નાની એવી જ્વાળા દેખાયેલી અને એ દૃશ્યમાંથી કયાં

શું ખોટું થયું હોઈ શકે એ કારણ એ લોકો શોધી શકયા.

‘આવતા ગુરુવારે આપણે ફલોરિડા જઈશુ, એવી મેં ગોઠવણ કરી છે. ત્યાં

આપણે નાસાના અધિકારીઓ પાસેથી અકસ્માત વિશે માહિતી મેળવીશું. એ લોકો

આપણને કેનેડી સ્પેસ સેન્ટરની સેર કરાવશે.’ મિ. રોજરે કહ્યું.

પછી આર્મસ્ટ્રોંગે કહ્યું. ‘‘આપણે જનરલ કુટીનાએ કહી એવી ટેકનિકલ તપાસ

ન કરી શકીએ? આ તો મને ચિંતાજનક લાગે છે. એવી તપાસમાં તો મારે ટેકનિકલ

કામ શું કરવું પડે ? મિ. રોજર કહે છે એ મને સમજાતું નથી.’’

હું જે કરી શકું એમ હતો એ વિશે સૂચનો શરૂ કર્યા. હજુ તો હું મારું વક્તવ્ય

પૂરું કરું એ પહેલા તો મિ. રોજરે મીટિંગ પૂરી થયેલી જાહેર કરી. પોતાની ચિંતા

વારંવાર પુનરાવર્તિત કરતા કહેવા લાગ્યા કે, ‘આપણને કયારેય ખબર નહીં પડે કે

અવકાશયાનનું શું થયું.’

આ વધુ નિરાશાજનક હતું.

મેં મિ. રોજર પાસે જઈને કહ્યું, ‘આપણે ફલોરિડા તો આવતા ગુરુવારે જઈશું.

એનો અર્થ એ કે વચ્ચેના દિવસોમાં આપણે કંઈ જ કરવાનું નથી! આ પાંચ દિવસ હું

શું કરું ?’

મિ. રોજરે કહ્યું, ‘જો તમે કમિશનમાં ન હોત તો શું કરતા હોત?’

‘મારે બોસ્ટનમાં સલાહકાર તરીકે કામ કરવાનું હતું. પણ મેં એ કેન્સલ કર્યું છે

કારણ કે હું આમાં ૧૦૦ % સમય આપવા માગતો હતો.’

‘તમે હજુ પણ પાંચ દિવસ માટે બોસ્ટન શા માટે નથી જતા?’

‘હું એમ કરી શકું તેમ નથી.’ મેં વિચાર્યું, આ કંઈ જામતું નથી. પરેશાની સાથે

હું હોટલે પહોંચ્યો.

પછી બીલ ગ્રેહામ યાદ આવ્યા. મેં એમને ફોન કર્યો. ‘તમે આ કમિશનમાં

નિમણૂંક કરી માટે તમે જ હવે મને બચાવો. હું બહુ હતાશ થઈ ગયો છું. આ પરિસ્થિતિ

હું સ્વીકારી શકું એમ જ નથી.’

તેમણે કહ્યું, ‘ શું તકલીફ છે?’

‘મારે કંઈક કરવું છે. મારે કેટલાક એન્જિનિયર્સને મળવું છે.’

એમણે કહ્યું, ‘ચોક્કસ મળો, શા માટે નહીં? તમે જ્હોનસન, માર્શલ, કેનેડી,

(અમેરિકાના જુદા જુદા સ્પેસ સેન્ટર્સ) જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. તમારે જ્યાં

જવું હોય ત્યાં જવાની બધી વ્યવસ્થા હું કરી દઈશ.’

મેં વિચાર્યું, કેનેડી તો નહીં જવાય. નહીં તો એવું લાગશે કે હું બધા કરતાં

પહેલાં ત્યાં પહોંચીને બધું જાણી લઉં છું. એલી રાઈડ જોનસનમાં કામ કરે છે અને

એમણે મને સાથ આપવાની તત્પરતા બતાવેલી એટલે હું ત્યાં જઈ શકું.’

‘સરસ’ એમણે કહ્યું, ‘ હું ડેવીડને કહીશ એ રોજરનો ખાસ મિત્ર છે, મારો

પણ છે એટલે બધું ગોઠવાઈ જશે.

અડધો કલાક પછી ડેવીડનો ફોન આવ્યો, ‘મને લાગે છે કે આ આઈડિયા

સરસ છે. મેં રોજરને વાત કરી જોઈ પણ એ ના પાડે છે. મને ખબર નથી પડતી કે હું

એમને કેમ સમજાવી શકયો નહીં.’

ગ્રેહામે વચલો રસ્તો કાઢ્યો. હું વૉશિંગ્ટનમાં જ રહીશ. હું જેમને મળવા

માગીશ એમને એ વૉશીંગ્ટનમાં બોલાવી લેશે. આથી મને એમની પાસેથી માહિતી

મળી જશે. એને માટે દોડાદોડી નહીં કરવી પડે.

પણ રોજરને આ વચલો રસ્તો પણ પસંદ ન પડ્યો. રોજરે કહ્યું, ‘આપણે બધા

ગુરુવારે ફલોરિડા જઈએ જ છીએને?’

મેં કહ્યું, ‘તમારો વિચાર એવો હોય કે આપણે બેઠા બેઠા બધા પાસેથી

અકસ્માતની માહિતી સાંભળ્યા કરીએ તો એ વિચાર મને સ્વીકાર્ય નથી. હું

એન્જિનિયર્સને સીધો મળું તો મને વધારે સંતોષ થાય.

રોજરે કહ્યું, ‘ શું તમે એવું ઇચ્છો છો કે કમિશનના બધા સભ્યોને ફોન કરીને

સોમવારે એક મીટિંગ બોલાવું? જેથી બધા તમારા સૂચવેલ કાર્યો કરી શકે?’’

મેં કહ્યું, ‘હું માનું છું કે કમિશનના બધા સભ્યો કામ કરવા જ અહીં આવ્યા છે.

તમારે અમને બધાને કામ માટે તસ્દી આપવી જ જોઈએ. મને લાગે છે કે તમે સમજી

નહીં શકો, હું શું કહું છું.’

એમણે જ વિષય બદલ્યો, ‘મને લાગે છે કે તમને તમારી હોટલ બરોબર નથી

લાગતી.’

‘ના! મારી હોટલમાં બધું બરોબર છે.’

થોડીજ વારમાં એનું એ જ. આથી મેં કહ્યું, ‘મને આરામથી રહેવા મળે એ

મારા માટે મહત્ત્વનું નથી. મારે જલદી તપાસ શરૂ કરવી છે. મારે કંઈક કરવું છે!’

છેવટે રોજરે મને કહ્યું, ‘ભલે તમે નાસાના કર્મચારીઓને મળો.’

મિ. રોજર માટે હું માથાનો દુઃખાવો હતો.

મિ.ગ્રેહામે વચલો રસ્તો કાઢ્યો. શનિવારે સવારે હું નાસા ગયો અને ત્યાં મિ.

ગ્રેહામે બોલાવેલા કેટલાક લોકોને હું મળ્યો. એમની પાસેથી સોલીડ રૉકેટ બુસ્ટર,

પ્રોપેલેન્ટ મોટર, એન્જિન તેમજ સીલ વિશેની માહિતી મેળવી. સીલના પ્રોબ્લેમ

સંબંધી માહિતી અલગથી એક માણસે આપી. રવિવારે બપોરે જનરલ કુટીનાનો મારા

પર ફોન આવ્યો એમણે કહ્યું,‘ રોજરે કહ્યું છે કે તમે નાસા ન જશો.’

મેં એના પર ધ્યાન ન આપ્યું કારણ કે મેં નાસામાં બધાને મળી લીધેલું.

‘બીજું, સોમવારે બપોરે આપણી સ્પેશિયલ મીટિંગ છે જેમાં ન્યૂર્યોક ટાઇમ્સમાં

આજે જેમનો લેખ આવ્યો છે એ માણસ પાસેથી કેટલીક મહિતી સાંભળવાની છે.’

‘ત્રીજું, આજે હું મારું કેલક્યુલેટર સાફ કરતાં કરતાં વિચારતો હતો કે

અવકાશયાનનું ઉડાન થયું ત્યારે ઉષ્ણતામાન ૨૮૦ કે ૨૯૦ હતું એ પહેલાનું સફળ

ઉડાન થયું ત્યારે ઉષ્ણતામાન ૫૩૦ હતું. તમે પ્રોફેસર છો. મારો પ્રશ્ન એ છે કે ઠંડીની

અસરર્ ં િૈહખ્તજ (રબ્બરની રીંગ જે પ્રવાહી કે વાયુનું ગળતર બંધ કરે) પર થાય?ર્ ં

િૈહખ્તજ પર શું અસર પડે?

‘ઓહ, એર્ ં િૈહખ્તજને થોડી વધુ સખત બનાવી દે.’

આ એક ચાવી હતી. જે મને કારણ વિચારવામાં મદદરૂપ થયેલી. કારણ મળ્યું

એના બદલામાં મારી બહુ પ્રશંસા થયેલી. પરંતુ આ જનરલનું અવલોકન હતું

થીયોરીટીકલ ફિઝિક્સના પ્રોફેસરને હંમેશા કહેવું પડે કે શું જોવાનું છે, પછી એ

પોતાના જ્ઞાનથી અવલોકનને સમજાવી દે.

સોમવારે સવારે હું અને જનરલ કુટિના ગ્રેહામની ઑફિસમાં ગયા. અમે

એમને પૂછયું કે એમની પાસે ઉષ્ણતામાનનીર્ ં િૈહખ્તજ પર અસર સંબંધિત કોઈ

માહિતી છે? એમની પાસે હાથવગી તો ન હતી. પણ એમણે કહ્યું કે એ મેળવી આપશે.

ગ્રેહામ પાસે કેટલાક રસપ્રદ ફોટોગ્રાફ હતા, જેમાં વિસ્ફોટ પહેલાં, અમુક

સેકન્ડ પહેલાં, જમણી બાજુના સોલીડ રૉકેટ બુસ્ટરમાંથી નીકળતી જ્વાળાઓના

ફોટાઓ હતા. જ્વાળાઓ કઈ જગ્યાએથી નીકળતી હતી એ નિશ્ચિતપણે કહી શકાય

એમ ન હતું. પરંતુ ઑફિસમાં એ અવકાશયાનનું એક મૉડેલ હતું. મેં મૉડેલને નીચે

મૂક્યું. એની આસપાસ ચાલીને જોયું. જ્યાં એ મૉડેલ, ફોટાના કદ અને

ઝૂકાવને મળતું આવ્યું ત્યાં ઊભો રહ્યો.

મારું ધ્યાન દોરાયું કે દરેક બુસ્ટર રૉકેટમાં એક નાનું કાણું હોય છે જેને ‘લીક

ટેસ્ટ પોર્ટ’ કહે છે. જ્યાં દબાણ આપીને તમે સીલ (જીટ્ઠઙ્મ) ની ચકાસણી કરી શકો. એ

બેર્ ં િૈહખ્તજની વચમાં હોય. આથી જો સીલ બરોબર બંધ ન થયું હોય કેર્ ં િૈહખ્તજ

નિષ્ફળ જાય એ બંને સંજોગોમાં ગૅસ એ કાણામાંથી બહાર નીકળે અને મોટી મૂશ્કેલી

સર્જાય. બરોબર એ જ જગ્યાએથી જ્વાળાઓ બહાર આવતી હતી. વધારે જ્વાળાઓ

આસપાસથી નીકળતી હોય એવું લાગતું હતું એટલે પ્રશ્ન તો હતો. બપોરની મીટિંગમાં

મિ. કૂકની વાત સાંભળવાથી ખ્યાલ આવ્યો કે સીલ એ ઘણા સમયથી એક મોટી

સમસ્યા હતી. આથી સીલ સંબંધી ઉકેલો આપનાર વ્યક્તિએ કહ્યું કે સમસ્યા હલ

કરવાની આટલી કિંમત થશે, જે રકમ બહુ મોટી હતી. મીટિંગમાં હાજર એવા પ્રેસના

માણસો અને કેટલાક કમિશનના સભ્યોને મિ. કુકની વાત સાંભળીને એવો પૂર્વગ્રહ

બંધાયો કે નાસાવાળા આ સીલનો પ્રોબ્લેમ જાણે અમારાથી છુપાવતા હતા.

પછી અચાનક એક અનપેક્ષિત ઘટના બની. થાયોકોલ કંપનીમાંથી મેકડોનાલ્ડ

કરીને એક એન્જિનિયર અચાનક જ અમે એમને બોલાવ્યા ન હતા તો પણ વગર

આમંત્રણે અમને કંઈક માહિતી આપવા માટે આવ્યા. તેમણે કહ્યું કે થાયોકોલ કંપનીના

એન્જિનિયરો એવા તારણો પર આવેલા કે નીચા ઉષ્ણતામાને સીલ બરોબર કામ નથી

કરતું. એ લોકોને એ બાબતની ખૂબ ચિંતા પણ હતી. અવકાશયાનના ઉડાનની આગલી

રાતે જ્યારે અવકાશયાનના ઉડાન માટેના બધા જ જરૂરી પેરામીટરની ચકાસણીનું

કામ ચાલી રહ્યું હતું ત્યારે એમણે નાસાને કહેલું કે ઉષ્ણતામાન જો ૫૩૦થી નીચું હોય

તો અવકાશયાન ઉડાડવું નહીં. આગલી ઉડાન વખતે ૫૩૦ તાપમાનમાં સફળ ઉડાન

રહેલું પણ નીચા તાપમાનમાં પ્રશ્નો થવાની સંભાવના હતી. જે દિવસે ઉડાન થયું તે

દિવસે તે સમયે ઉષ્ણતામાન ૨૯૦ હતું. મિ. મેકડોનાલ્ડે કહ્યું કે નીચા ઉષ્ણતામાને

જોખમની સંભાવનાની વાત સાંભળીને નાસા સ્તબ્ધ થઈ ગયેલું. પણ મીટિંગમાં જે

મુખ્ય વ્યક્તિ હતા તે મિ. મુલોયે એમને કહ્યું કે ‘નીચા ઉષ્ણતામાને જોખમ છે એવા

પુરાવાઓ આપણી પાસે કયાં છે? પુરાવા વગરના વિધાનનો શો અર્થ? કેટલાંક ઉડાનોમાં

જોખમ ઊભું થયેલું પણ એના ઉષ્ણતામાન ૫૩૦ કરતાં વધારે હતા. આથી થાયોકોલે

પોતાના ઉડાનના વિરોધ બાબતે ફેર-વિચારણા કરવી રહી.’

થાયોકોલે પોતાનું વિધાન પાછું ખેચ્યું. પણ મિ. મેકડોનાલ્ડ પાછા ફરવા તૈયાર

ન હતા. તેમણે કહ્યું, ‘ન કરે નારાયણ અને ઉડાન નિષ્ફળ જાય, તો હું ઇન્ક્વાયરી

કમિટિ સામે ઊભો રહીને કહેવાનો નથી કે મેં આગળ પડીને કહેલું કે ઉડાન કરજો, એ

કોઈપણ ઉષ્ણતામાને ઊડી શકે એમ છે.’

આ એક અંત્યત આશ્ચર્યકારક વાત હતી. મિ. રોજરે અચકાતાં અચકાતાં

પૂછવું પડ્યું,‘હું તમને બરોબર સમજ્યો છું ને? તમે .....કહ્યું હતું?

એમણે મેકડોનાલ્ડ કરેલી વાતોનું પુનઃઉચ્ચારણ કર્યું.

મેકડોનાલ્ડ જવાબ આપ્યો,‘ હા મેં આમ જ કહ્યું હતું.

કમિશનના બધા સભ્યોને આઘાત લાગ્યો. કેમકે પહેલીવાર અમે આ બાતમી

સાંભળી રહ્યા હતા, જેમાં નિર્દેશ હતો કે માત્ર સીલનો પ્રોબ્લેમ ન હતો, વહીવટમાં

પણ પ્રોબ્લેમ હતો.

મેં મિ. ગ્રેહામને નીચા ઉષ્ણતામાનનીર્ ં િૈહખ્તજ પર અસર વિશે કોઈ માહિતી

હોય તો આપવાનું કહેલું. એ એમણે મને મેળવી આપી. પણ એ માહિતીમાં મારા

પ્રશ્નનો જવાબ ન હતો.

મારો પ્રશ્ન એ હતો કે ઉડાન દરમિયાન ૨૯૦ ઉષ્ણતામાનેર્ ં િૈહખ્તજમાં

વપરાયેલ રબ્બર અમુક મિલિસેકંડમાં પોતાનામાં શું ફેરફાર કરે? મને થયું હું જાતે જ

પ્રયોગ કરીને જોઈ લઉં કે શું અસર થાય છે. આથી મેં મિ. ગ્રેહામને પૂછયું, ‘શું મને

ર્

ં િૈહખ્તજમાં વપરાયેલ રબ્બરનો નમૂનો મળે ખરો?’ એમણે કહ્યું, ‘ના! એ તો અહીં

નહીં હોય.’ પરંતુ એમને યાદ આવ્યું કે એમની ઑફિસમાં જે અવકાશયાનનું મૉડેલ

છે એમાં એવા બે રબ્બર છે.’

ગ્રેહામે કહ્યું કે એ બીજે દિવસે સવારે મીટિંગ પહેલાં આપી શકશે.

બીજે દિવસે સવારે હું આઠ વાગે નીકળ્યો. રસ્તામાં હાર્ડવૅરની દુકાનને શોધી.

એમાંથી નાની સાઈઝનો કલેમ્પ ખરીદ્યો. ગ્રેહામની ઑફિસમાંથી રબ્બર મેળવ્યું.

એક માઈક્રોમીટર મંગાવ્યું. બરફના પાણીનો ગ્લાસ માંગ્યો. મીટિંગ ચાલુ હતી.

મિ.મૂલોય આ મીટિંગમાં અમને સીલ વિશે બધું કહેવાના હતા.

એમણે અવકાશયાનનું મૉડેલ બધાને બતાવ્યું અને સીલ કઈ રીતે કામ કરે

વગેરે સમજાવવાની શરૂઆત કરી. મેં એમને કેટલાક પ્રશ્નો પૂછયા. જેમાંનો છેલ્લો

પ્રશ્ન સીલનું રબ્બર જો કેટલીક સેકંડ માટે પોતાનો મૂળ આકાર ગૂમાવી દે તો એ

ભયાનક પરિસ્થિતિ સર્જવા માટેની સંભવિતતા ઊભી કરી શકે? આ પ્રશ્નનો જવાબ

જ્યારે મિ. મૂલોયે હા માં આપ્યો ત્યારે મને થયું કે હવે તો મારે સાબિત કરવું જ રહ્યું

કે નીચા ઉષ્ણતામાને રબ્બર પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે.

મેં ક્લેમ્પ વચ્ચે રબ્બરને દબાવ્યું. ક્લેમ્પ ઠંડા પાણીના ગ્લાસમાં બોળી રાખ્યું.

મિ.મુલોય જ્યારે પોતાની પ્રસ્તુતિમાં આ મુદ્દાને અનુરૂપ સ્લાઇડ પર પહોંચ્યા ત્યારે

મેં મારું માઈક્રોફોન ચાલુ કર્યું અને કહ્યું, ‘મેં આ રબ્બર મૉડેલમાંથી લીધું છે અને એને

ક્લેમ્પથી દબાવીને બરફના પાણીમાં થોડો સમય બોળ્યું છે.’

મેં ક્લેમ્પ બહાર કાઢ્યો. હવામાં અધ્ધર પકડી રાખ્યો. ક્લેમ્પને ઢીલો કર્યોે.

હવે ક્લેમ્પને જ્યારે ઢીલો કર્યો ત્યારે રબ્બર પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી શક્યું

નહીં. ટૂંકમાં અમુક નીચા ઉષ્ણતામાને સેકંડો સુધી રહેલા રબ્બરે પોતાનો મૂળ આકાર

ગૂમાવી દીધો. ‘હું માનું છું કે આ મુદ્દો આપણા પ્રોબ્લેમ માટે બહુ જ મહત્ત્વનો છે, જે

અવકાશયાનના ઊડાનની નિષ્ફળતા માટે જવાબદાર છે.’

આખરે તારણ એવું નીકળ્યું કે રબ્બરનું સીલ ઓછા ઉષ્ણતામાન માટે યોગ્ય

ન હોવાથી જે રાત્રે ઉષ્ણતામાન ઓછું હોય ત્યારે રોકેટ ના જ ઊડાડવું એવો

એન્જિનીયરોનો આગ્રહ હોવા છતાં જાહેર કરેલી તારીખે જ નાસાના વડા

અધિકારીઓએ એને ઊડાડ્યું અને ઊડાણ નિષ્ફળ ગયું જેમાં સાત જણા મૃત્યુ પામ્યા.

• • •

ફિલસૂફીની કૉન્ફરન્સ

મારા વનપ્રવેશનાં શરૂઆતનાં વર્ષોમાં હું આધેડ વયના રોગથી પીડાતો હતો.

હું વિજ્ઞાન વિશે ફિલોસોફિકલ પ્રવચનો આપતો જેવા કે વિજ્ઞાન શી રીતે જિજ્ઞાસા

સંતોષે? એનાથી દુનિયાને જોવાની દૃષ્ટિ શી રીતે મળે ? એ માણસને કાર્ય કરવાની

ક્ષમતા શી રીતે આપે ? વિજ્ઞાન માણસને ઊર્જા શી રીતે આપે? અને અણુબૉંબ જેવી

શોધના સંદર્ભમાં એવો પ્રશ્ન પણ ચર્ચાય- શું માણસના હાથમાં આટલી શક્તિ ધરાવતું

સાધન મૂકવું એ હિતાવહ છે? મેં વિજ્ઞાન અને ધર્મના પારસ્પરિક સંબંધો વિશે પણ

વિચાર કરેલો. લગભગ આ જ સમય દરમિયાન મને ન્યૂર્યોકમાં યોજાનારી એક

ફિલોસોફીની કૉન્ફરન્સમાં જવાનું નિમંત્રણ મળેલું. એ કૉન્ફરન્સ ‘સમાનતાની નીતિ’

વિશે ચર્ચા કરવા માટેની હતી.

પાકટ વયના લોકો માટે લોંગ આયલૅન્ડમાં આવી કોઈક કૉન્ફરન્સ અગાઉ થઈ

ચૂકેલી. આ વખતે એમણે આધેડ વર્ગ માટે આવી કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું.

હું ત્યાં પહોંચ્યો તે પહેલાં એ લોકોએ મને કેટલાંક પુસ્તકોનું લિસ્ટ મોકલેલું.

સાથે લખેલું કે આ પુસ્તકો તમને રસપ્રદ લાગશે. તમારે પણ બીજાને કોઈ પુસ્તકના

વાંચનનું સૂચન મોકલવું હોય તો અમને સૂચિ મોકલી શકો છો. અમે એ બધાં પુસ્તકો

લાઈબ્રેરીમાં વસાવી લઈશું, જેથી બીજા લોકો પણ તમારી સૂચિનાં પુસ્તકો વાંચે.

મેં લિસ્ટનું પહેલું પાનું વાંચ્યું. એમાંનું એક પણ પુસ્તક મેં વાંચેલું ન હતું. મને

થોડી બેચેની થઈ. મેં બીજું પાનું જોયું, ત્રીજું જોયું, આખું લિસ્ટ જોઈ નાખ્યા પછી મને

ખ્યાલ આવ્યો કે મેં આમાંનું એક પણ પુસ્તક વાંચ્યું ન હતું ! મને ક્ષોભ થયો હું મુર્ખ જ

હોઈશ. અજ્ઞાની. કેટલાં સરસ પુસ્તકોની યાદી હતી. હાઈઝન બર્ગ, આઈન્સ્ટાઈન,

શ્રોડીંજર જેવા કેટલાક પરિચિત લેખકો હતાં, જેમનાં પુસ્તકો મેં વાંચેલા હતાં પણ

આ યાદીમાંના એમનાં પુસ્તકો જેમ કે આઈન્સ્ટાઈનનું સ્અ ઙ્મટ્ઠીંિ અીટ્ઠજિ કે શ્રોડીંજરનું

ઉરટ્ઠં ૈજ ઙ્મૈકી આ બધા મેં વાંચેલાં ન હતાં. એટલે મને થયું કે આ કૉન્ફરન્સમાં

સહભાગી થવાની પાત્રતા મારામાં નથી. હું માત્ર શ્રોતા બનીને શાંતિથી સાંભળતો

રહું એ જ હિતાવહ રહેશે.

હું પ્રથમ મીટિંગમાં ગયો. એક સજ્જન ઊભા થયા અને બોલ્યા કે આપણે અહીં

બે પ્રશ્નોની ચર્ચા કરવાની છે. પહેલો થોડો અસ્પષ્ટ હતો. એ કંઈક ‘નીતિ અને

સમાનતા’ વિશે હતો. પણ પ્રશ્ન હકીકતમાં શું છે એ મને સમજાયું નહીં, અને બીજું

આપણે આપણા પ્રયત્નોથી એવું દર્શાવવા માગીએ છીએ કે જુદા ક્ષેત્રના લોકો વચ્ચે

પણ સંવાદ સાધી શકાય છે. વકીલ, ઈતિહાસવિદ્‌, પાદરી, વૈજ્ઞાનિક આ બધા જ

લોકો આ ચર્ચામાં સહભાગી થશે.

તત્ક્ષણ હું વિચારવા માંડ્યો. બીજા પ્રશ્ન પર તો ધ્યાન આપવાની જરૂર જ

નથી. કારણકે બધા વચ્ચે સંવાદ સધાશે તો સધાશે, નહીં સધાય તો નિરુદેશ્ય સંવાદ

સધાય છે કે નહિ એ વિશે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ ન હતો.

હું હાથ ઊંચો કરીને પૂછવા જતો હતો કે ‘તમે પહેલો પ્રશ્ન જરા બરાબર

વ્યાખ્યાયિત તો કરો!’ પણ પછી મને યાદ આવ્યું કે આ તો જ્ઞાનીઓની ગોષ્ઠી છે.

એમાં મારા જેવા અજ્ઞાનીએ શ્રોતા બની રહેવું એ જ બહેતર છે. અત્યારથી મારે કોઈ

મુશ્કેલી વ્હોરી લેવાની જરૂર ન હતી.

બીજી મીટિંગમાં જુદા જુદા ગ્રુપ પાડી દેવામાં આવેલા. જે ગ્રુપમાં હું હતો,

‘શિક્ષણમાં તે સમાનતાની નીતિ’ વિશે ચર્ચા કરવાનું હતું. અમારા ગ્રુપની મીટિંગમાં

એક પાદરી અવારનવાર ‘જ્ઞાનની ખંડિતતા- જ્ઞાનનું વિવિધ ભાગોમાં વિભાજન’

વિશે કંઈક બોલ્યા કરતા હતા, જેમ કે ‘શિક્ષણમાં સમાનતાની નીતિમાં ખરો પ્રશ્ન તો

જ્ઞાનની ખંડિતતાનો છે.’ આ પાદરી તેરમી સદીની વાતો કરતો હતો, જ્યારે કેથોલિક

ચર્ચના હાથમાં શિક્ષણનો વહીવટ હતો. એ સમયે આખી દુનિયા સરળ હતી. એક

ભગવાન હતા. બધું ભગવાનમાંથી જ બન્યું હતું. અને ભગવાન જગન્નિયંતા હતા.

બસ વાત પૂરી. પણ આજે બધું સમજવું એટલું સરળ નથી. આથી વર્ગીકરણ

કરીને સમજીએ તો સરળ પડે. એટલે જ્ઞાનની ખંડિતતાને શિક્ષણમાં સમાનતાની

નીતિ સાથે કોઈ લેવા દેવા નથી. પણ એ લોકોએ પ્રશ્ન જ બરોબર વ્યાખ્યાયિત કર્યો

નહોતો એટલે હું મારી વાત સાબિત કરી શકું એમ ન હતો.

છેવટે મેં પૂછયું, ‘જ્ઞાનની ખંડિતતામાં નીતિનો કયો પ્રશ્ન છે?’ એ પાદરીએ

મને કંઈક અસ્પષ્ટ જવાબો આપ્યા. મેં કહ્યું, ‘મને સમજાતું નથી.’ બીજા બધા કહેવા

લાગ્યા કે તેમને સમજાય છે અને બધાએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ લોકો

મને સમજાવી શકયા નહીં.

આથી બીજા લોકોએ મને કહ્યું કે, ‘એમ કરો કે તમે લખીને આવો કે જ્ઞાનની

ખંડિતતા અને નીતિને શા માટે કોઈ લેવા દેવા નથી.’ આથી મારા રૂમ પર જઈને હું

લખવા બેઠો. મારી દૃષ્ટિએ શિક્ષણમાં સમાનતાની નીતિનો અર્થ શું ? મેં થોડાં ઉદાહરણો

પણ લખ્યા જેની ચર્ચા અમે કરી શકીએ. દા.ત. કોઈ એક વિદ્યાર્થીની કોઈ ક્ષેત્રમાં

સારી ક્ષમતા છે તો શિક્ષકો એનામાં વધુ રસ લે. પરિણામે એ વિદ્યાર્થીનો એ ક્ષેત્રમાં

વધુ વિકાસ થાય. આથી અસમાનતા વધે તો એ શું નીતિમય વ્યવહાર ન કહી શકાય?

પછી મેં થોડાં વધુ ઉદાહરણો આપ્યા. પછી મેં આગળ લખ્યું. આ જગત ખૂબ જટિલ

છે. એને સમજવા માટે જ્ઞાનનું વિભાજન અનિવાર્ય છે. આપણા પ્રશ્નની મારી જે

સમજ છે એ સંદર્ભમાં જ્ઞાનનું વિભાજન/ખંડિતતાને આપણા પ્રશ્ન સાથે કોઈ લેવાદેવા

હોય એવું લાગતું નથી.

બીજે દિવસે હું મારું લખાણ મીટિંગમાં લઈ ગયો. સંચાલક બોલ્યા ‘ફેઈનમેન

કંઈક રસપ્રદ પ્રશ્નો લઈને આવ્યા છે. આપણે એની ચર્ચા કરવી જોઈએ પણ હાલ

પૂરતા આપણે એને બાજુ પર રાખીએ, આગળ ઉપર આપણે એના વિશે ચર્ચા કરીશું.’

એ કૉન્ફરન્સમાં કોઈ આગળ વધી ન શકયા. કેમકે એ લોકોએ શિક્ષણમાં

સમાનતાની નીતિના પ્રશ્નને જ બરાબર વ્યાખ્યાયિત કર્યો ન હતો. આથી એની ચર્ચા

કેવી રીતે કરવી એ જ કોઈ જાણતું ન હતું.

એક સમાજશાસ્ત્રી હતા. એમણે પણ કંઈક પેપર લખેલું. મેં એ વાંચવાનો પ્રયત્ન

કર્યો. લખાણ ધડ માથા વગરનું હતું પણ મને થયું કે અમને જે યાદી મોકલેલી એમાંના

કોઈપણ પુસ્તકો મેં વાંચેલાં ન હતા એટલે કદાચ મને કંઈ સમજાતું નથી. મને બેચેની

થઈ કે મારામાં પૂરી સજ્જતા નથી. છેવટે મને થયું કે હવે મારે વાંચવાનું બંધ જ કરવું

જોઈએ. તો પણ આગળ એકાદ વાક્ય વાંચ્યું એમાં કંઈક આવું લખાણ હતું. ‘સમાજના

જુદા જુદા સભ્યો દૃશ્ય અને સાંકેતિક ચિહ્નો દ્વારા માહિતી મેળવે છે.’ મેં આગળપાછળ

થોડું વાંચ્યું અને અર્થ બેસાડ્યો કે લોકો વાંચે છે. પછી મેં આગળના વાક્યો વાંચ્યા

અને મને લાગ્યું કે કદાચ એનો પણ અર્થ હું બેસાડી શકીશ. અને મેં અર્થ બેસાડ્યો. પણ

આ બધા અર્થો બેસાડવાની મહેનત કરવી વ્યર્થ હતી. લખાણમાં કંઈ જ દમ ન હતો.

મીટિંગમાં એક બહુ રમૂજી ઘટના બની. મુખ્ય બેઠકના દરેક પ્રવચનો નોંધવા માટે

એક સ્ટેનોટાઈપિસ્ટ રાખેલો. એ સતત બધા જ પ્રવચનો ટાઈપ કરતો. બીજા દિવસે એ

મારી પાસે આવ્યો. અને મને પૂછયું,‘તમે શું છો? પ્રોફેસર તો નથી જ ને?

મેં કહ્યું, ‘હું પ્રોફેસર છું.’

‘શેના?’

ફિઝિક્સ, વિજ્ઞાનનો.’

તેણે કહ્યું, ‘હં, એ જ કારણ હોવું જોઈએ.’

તેણે કહ્યું, ‘હું તો સ્ટેનોગ્રાફર છું. અહીં થતા બધા જ પ્રવચનો ટાઈપ કરું છું.

બીજાના પ્રવચનોમાં જે બોલાય છે તે હું ટાઈપ તો કરું છું પણ મને કંઈ જ સમજાતું નથી.

જ્યારે તમારા પ્રશ્નો, જવાબો, દલીલો, પ્રવચન બધું જ મને બરાબર સમજાય છે.

એટલે મને થયું કે તમે પ્રોફેસર નહિ હો!

એ કૉન્ફરન્સની એક સાંજે ડીનર રાખવામાં આવેલું. ધર્મશાસ્ત્રના વિભાગના વડાએ

પ્રવચન આપેલું. એ સમયે તો એ બહુ સુંદર પ્રવચન લાગેલું. એ એક સારા વક્તા હતા.

અત્યારે જ્યારે હું તમને કહી રહ્યો છું ત્યારે પ્રવચનમાં થોડી વિચિત્રતાઓ દેખાય છે.

પણ એ સમયે તો પ્રવચન સ્પષ્ટ અને નિખાલસ લાગતું હતું. એમના મત મુજબ જુદા

જુદા દેશોનું જીવનધોરણ અલગ અલગ છે, જેનાથી ઈર્ષા પ્રગટે. હવે તો અણુબૉંબ જેવું

સાધન હાથમાં આવી ગયું છે, જેના ઉપયોગથી માનવજાતનો સહેલાઈથી નાશ થઈ

શકે. આથી એવા સંભવિત વિનાશને અટકાવવા શાંતિ માટે પ્રાર્થના કરવી, દેશો વચ્ચેની

અસમાનતા દૂર કરવી. અમેરિકા ઘણો સંપન્ન દેશ છે. આથી અમેરિકાએ અન્ય દેશોમાં

વહેંચણી કરવી જોઈએ, જેથી બધા દેશો સમાન બની શકે. બધા આ સાંભળતા હતા

અને ત્યાગની ભાવનામાં તર-બ-તર હતા. અને બધાં જ વિચારવા માંડ્યા કે બરોબર

આમ જ કરવું જોઈએ. અચાનક હું એ અસરમાંથી મુક્ત થયો ને મારી રૂમ પર પહોંચ્યો.

બીજે દિવસે અમારા ગ્રુપના એક સભ્યે કહ્યું કે ગઈકાલનું પ્રવચન એટલું સુંદર

હતું કે આપણે એ પ્રવચનને જ આપણી કૉન્ફરન્સના તારણ સ્વરૂપ ગણવું જોઈએ.

મેં કહ્યું ‘બધા દેશોને સમાન વહેંચણીનો વિચાર એ ધારણા પર રહેલો છે કે દુનિયામાં

નિશ્ચિત માત્રામાં બધું દ્રવ્ય રહેલું છે. અને અમેરિકાએ બીજા ગરીબ દેશો પાસેથી લૂંટી

લીધું છે. હવે એ પાછું આપવાથી આ બધી અસમાનતા દૂર થઈ જશે. પણ આ સિદ્ધાંત

એક પાયાની વાતને નજર અંદાજ કરે છે. તે એ કે અમેરિકાએ

પોતાના જીવનના પ્રશ્નો અને એની જરૂરિયાતો સમજીને, એના ઉકેલ દ્વારા

પોતાનો વિકાસ સાધ્યો છે. ખેતી માટે નવી પદ્ધતિઓ વિકસાવી છે. બીજી પણ જીવન

જરૂરી ઉત્પાદનો માટેની ટેકનોલોજી વિકસાવી છે. આ બધી વિકાસ પ્રક્રિયા મૂડીરોકાણ

દ્વારા થાય છે. આથી અમેરિકાની સંપન્નતા એની પાસે બધું છે માટે નથી પરંતુ પોતાની

જરૂરિયાતો સમજીને તે વસ્તુઓના ઉત્પાદન કરતા રહેવાની અમેરિકાની શક્તિમાં

છે. આથી ભૌતિક સજ્જતા નહીં પણ એ સજ્જતા વિકસાવવાની ક્ષમતા અને શક્તિને

કારણે અમેરિકા વધુ સંપન્ન છે. પણ મને ખ્યાલ આવ્યો કે આ લોકો વિજ્ઞાનના ક્ષેત્રના

ન હતા. આથી આ બધું સમજવાની સ્થિતિમાં ન હતા. એ લોકો ટેકનોલોજીને,

પોતાના સમયને, સમજી શકે એમ ન હતા.

આ કૉન્ફરન્સથી હું એટલો બધો હતાશ થયો કે ન્યૂયોર્કની મારી એક પરિચિત

યુવતીએ મને શાંત કરવો પડ્યો. એણે કહ્યું, ‘તારા મન પર બહુ અસર થઈ ગઈ હોય

એમ લાગે છે. તને ધ્રુજારી આવે છે. તું શાંત થઈ જા. આ બધી વાતોને આટલી

ગંભીરતાથી લેવાની જરૂર નથી.’

જ્યારે કૉન્ફરન્સને મૂલવવાનો સમય આવ્યો ત્યારે બીજા લોકોએ કહ્યું કે એ

અદ્‌ભુત હતી. સફળ રહી. એમને એમાંથી ઘણું બધું જાણવા મળ્યું, વગેરે. જ્યારે

મને પૂછવામાં આવ્યું કે એ કેવી રહી હતી તો મેં જણાવી દીધું કે એ દમ વગરની હતી.

આનાથી પણ ખરાબ ભાગ એ હતો કે કૉન્ફરન્સના અંતે વધુ એક મીટિંગ

થનારી હતી, જેમાં જિજ્ઞાસુ લોકોને નિમંત્રવાના હતા. આ મીટિંગના આયોજકે કહ્યું

કે આપણે આ કૉન્ફરન્સમાં એટલા બધા નિષ્કર્ષો પર આવેલા છીએ કે આપણી પાસે

હવે લોકો સાથે તારણો વિશે ચર્ચા કરવાનો કંઈ સમય નથી. આથી આપણે લોકોને

માત્ર આપણા તારણો જણાવી દઈશું. મને ગુસ્સો આવ્યો કે આપણે કંઈ વિચાર્યું જ

નથી તો તારણો શેના નીકળે?

છેવટે બીજા પ્રશ્નના સંદર્ભમાં ચર્ચા થઈ કે શું અમે જુદા જુદા ક્ષેત્રના લોકો

એકબીજા સાથે સંવાદ સાધી શકયા છીએ ખરા? ત્યારે મેં કહ્યું કે મારું એક રસપ્રદ

અવલોકન છે. આપણે દરેક આપણી દૃષ્ટિએ ‘સમાનતાની નીતિ’ એટલે શું એની

વાત કરી. પણ બીજાની એ પ્રશ્ન માટેની દૃષ્ટિની કોઈ જ પરવા ન કરી. દા.ત.

ઇતિહાસવિદે કહ્યું કે ‘નીતિમત્તાના પ્રશ્નો સમજવા માટે આપણે ઐતિહાસિક દૃષ્ટિએ

એ પ્રશ્નના આરંભનાં કારણો, તેમની ઉત્પત્તિ, વિકાસ, હાલની સ્થિતિ વગેરે સમજવા

જોઈએ.’ આંતરરાષ્ટ્રીય વકીલે એવું સૂચવ્યું કે ‘નીતિ વિષયક પ્રશ્નોને હલ કરવા

એક પદ્ધતિ જુદા જુદા લોકો જુદી જુદી પરિસ્થિતિમાં કેમ વર્તે છે અને પોતાની વ્યવસ્થા

કેમ જાળવે છે એના આધારે નક્કી કરી શકાય.’ પાદરીએ દરેક વખતે જ્ઞાનની ખંડિતતા

વિશેની વાત કરી. મેં એક વૈજ્ઞાનિક તરીકે ગેલેલિયોની પ્રાયોગિક પદ્ધતિની જેમ

પ્રશ્નને પહેલા

સુવ્યાખ્યાયિત કરીને પછી જ ચર્ચાની શરૂઆત કરવી જોઈએ એ વાત કર્યા કરી.

મારા મત પ્રમાણે આપણે કોઈ સંવાદ જેવું થયું જ નથી, માત્ર ઘોંઘાટ કર્યો છે.

આ સાંભળીને બધા મારા પર તૂટી પડ્યા. ‘શું તમે એમ નથી માનતા કે

અવ્યવસ્થિતતામાંથી જ વ્યવસ્થિતતા સર્જાય છે.’

મને સૂઝયું નહીં કે આવા પ્રશ્નોના જવાબ ‘હા’ માં આપવા કે ‘ના’માં.’ આ

સભામાં ઘણા બાઘાઓ હતા. - વિદ્વાનના વેષમાં બાઘાઓ, જેમણે મને ભીંતભેગો

કરી દીધો. સામાન્ય, નિખાલસ બાઘાઓ સાથે તમે વાત કરી શકો, એમને વાત

સમજાવવામાં મદદ કરી શકો. પણ આ ઢોંગી વિદ્વાનો-છદ્મવેષી બાઘાઓને હું જરાય

સહન નથી કરી શકતો. પ્રમાણિક બાઘાઓ મને મંજૂર છે. પણ આ અપ્રમાણિક

બાઘાઓ મને અસહ્ય છે. હું ભવિષ્યમાં ફરી આટલો હતાશ થવા નથી માંગતો. આથી

હવે પછી ક્યારેય આવી વિવિધ વિષયોના ‘જ્ઞાની’ઓની સભામાં હાજર નહીં રહું.

• • •

વિજ્ઞાનનું મૂલ્ય

અમે એના પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. એનું કારણ માત્ર એ જ હોય

છે કે અમને ખબર હોય છે કે અમારી પાસે કોઈ જાદુઈ સમીકરણ નથી કે જેના ઉપયોગથી

સામાજિક પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. વળી, સામાજિક પ્રશ્નો, વૈજ્ઞાનિક પ્રશ્નો કરતાં

વધુ જટિલ હોય છે. જો અમે એ કરવા બેસીએ તો અમે કયાંયના ન રહીએ. અમે કોઈ

પણ પ્રશ્નનું નિરાકરણ ના કરી શકીએ.

હું માનું છું કે વૈજ્ઞાનિક જ્યારે કોઈ વિજ્ઞાનના ક્ષેત્રની બહારના પ્રશ્ન વિશે વિચારે

છે ત્યારે એ બાબતમાં બીજા જેટલો જ અજાણ હોય છે. વિજ્ઞાનના મૂલ્ય વિશેની વાત કે

વિજ્ઞાનના વિષયની બહારની વાત નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ.

પહેલી દૃષ્ટિએ વિચારીએ તો વિજ્ઞાન દરેક માટે બહુ જ મૂલ્યવાન છે. કેમ કે વિજ્ઞાનનું

જ્ઞાન આપણને દરેક પ્રકારની વસ્તુઓ બનાવવા સક્ષમ બનાવે છે. જો આપણે કંઈક સારી

વસ્તુ બનાવીએ તો એનું શ્રેય વિજ્ઞાન ઉપરાંત આપણી નૈતિક પંસદગીને વધુ જાય છે. એ

પસંદગીએ આપણને એ વસ્તુ બનાવવા તરફ પ્રેર્યા. વિજ્ઞાનનું જ્ઞાન આપણને સારી કે

ખરાબ વસ્તુઓ બનાવવાની સજજતા બક્ષે છે. પણ એ સજ્જતા

આપણને એ વસ્તુના ઉપયોગ માટે કોઈ સૂચનો આપી શકતી નથી. આવી સજ્જતા

મૂલ્યવાન હોવા છતાં ઉપયોગ સમયે નકારાય છે.

હું હોનોલુલુ ગયો ત્યારે માણસના આ પ્રશ્નની અભિવ્યક્તિ શીખ્યો. ત્યાં એક

બૌદ્ધ મંદિર જોવા ગયેલો. મંદિરમાં એક માણસ બધાને બૌદ્ધ ધર્મ વિશે સમજાવતો

હતો. એણે પોતાની વાતની પૂર્ણાહુતિ બૌદ્ધધર્મની એક લોકોઇહ્લતથી કરી.

દરેક માણસના હાથમાં સ્વર્ગની ચાવી અપાયેલી છે. એ જ ચાવી નરકના દરવાજા

પણ ખોલે છે.

તો સ્વર્ગની એ ચાવીનું મૂલ્ય શું ?

જો આપણને સ્વર્ગ અને નરકના દરવાજાની પરખ અંગેની સુસ્પષ્ટ સૂચનાઓ ન

આપી હોય તો ચાવીનો ઉપયોગ ભયાવહ બની રહે. તો પણ ચાવીનું એના સ્થાને મૂલ્ય

તો છે જ, કેમ કે ચાવી વગર તો સ્વર્ગમાં પ્રવેશ શકય જ નથી.

સ્વર્ગ અને નરકના દરવાજાની સુસ્પષ્ટ સૂચનાઓનું ચાવી વગર કોઈ મૂલ્ય નથી.

આથી એ સાબિત થાય છે કે વિજ્ઞાનનો દુરુપયોગ નરકના દ્વારને ખોલનાર બની રહે

એવી સંભાવના હોવા છતાં વિજ્ઞાનનું એના સ્થાને મૂલ્ય તો છે જ, કેમ કે તે કંઈક સર્જી

શકે છે.

વિજ્ઞાન દ્વારા મળતો બૌદ્ધિક આનંદ એ એનું બીજું મૂલ્ય છે. કેટલાક લોકો વિજ્ઞાન

વિશે વાંચી, સમજી, વિચારીને, તો કેટલાક એના પર કામ કરીને બૌદ્ધિક આનંદ મેળવે

છે. આ એક બહુ મહત્ત્વની અસર છે. પણ વિજ્ઞાનની સમાજ પર અસર વિશે વિચારનારા

લોકોનું ધ્યાન આ બાબત પર જરા પણ નથી.

શું આ માત્ર વ્યક્તિગત મળતો બૌદ્ધિક આનંદ છે? ના. એમાંથી જ સમાજનો હેતુ

શું હોવો જોઈએ એની જવાબદારી સુસ્પષ્ટ બને છે.

વિજ્ઞાનના પ્રયત્નોથી જગત વિશેની, જીવન વિશેની આપણે જે સમજણ મેળવી

શકયા છીએ એનું મૂલ્ય તો જરાપણ ઓછું આંકી શકાય એમ નથી. વૈજ્ઞાનિક સમજણ

સાથે જગત વિશેની કલ્પના કવિઓ અને સ્વપ્નદૃષ્ટાઓની કલ્પના કરતાં ઘણી વધારે

ઉત્કૃષ્ટ છે. એના પરથી ખ્યાલ આવે કે કુદરતની કલ્પના માણસની કલ્પના કરતાં ઘણી

મહાન છે. તળિયા વગરના સમુદ્રમાં તરતા કાચબાની પીઠ પર ઊભેલા હાથીની પીઠ પર

બેઠેલા માણસોના કાલ્પનિક દૃશ્યની સરખામણીએ ભમરડાની જેમ અવકાશમાં અબજો

વર્ષોથી ઘૂમતા પૃથ્વીના ગોળાની કલ્પના વધુ ઉલ્લેખનીય છે. એ કલ્પના વિજ્ઞાનના

આધારે મળી.

આ બધી બાબતો પર મેં ઘણી વખત વિચાર કર્યો છે. તમે મને માફ કરજો પણ

મારા આવા જ કંઈક વિચારો (જે તમે પણ કદાચ કર્યા હશે) આજે તમારી પાસે મૂકું છું.

ભૂતકાળમાં આવા વિચારો કોઈએ કર્યા નહિ કેમ કે અત્યારે જગત વિશે આપણી

પાસે જે વૈજ્ઞાનિક માહિતી છે એ ત્યારે ન હતી.

જેમ કે કયારેક દરિયાઇહ્લનારે એકલો ઊભેલો હું વિચારે ચડી જાઉં છું.

ધસમસતા આ તરંગો શું છે?

અણુઓના પહાડો?

દરેક નિરૂદૃેશપણે કોષો દૂર

પોતપોતાનામાં મગ્ન છતાં,

ઐકયથી સર્જે સફેદ ફીણ સમુદ્રના

યુગો યુગોથી.

જ્યારે કોઈ દૃષ્ટિ એ તરંગો પર

મંડાયેલી ન હતી ત્યારથી

વર્ષ પ્રતિવર્ષ

પૃથ્વી પર કોઈ જીવન

ધબકતું ન હતું.

ત્યારે પણ,

હજુ આજે પણ, સતત ઘૂઘવતા સમુદ્રનાં મોજાંઓ

શાને કાજે?

કોને રિઝવવા ઘૂઘવતાં હશે ?

નિરંતર કાર્યરત

શક્તિથી સંતાપ પામતું,

વિસ્મયપૂર્વક સૂર્ય દ્વારા રેલાતું,

અવકાશમાં રેડાતું

આ બળ

સર્જે છે ઘૂઘવાટ મહાસાગરનો.

સમુદ્રના ગર્તમાં

બધા અણુઓ સર્જે છે

પોતાની પ્રતિકૃતિઓ, કયાં સુધી?

જ્યારે વધુ જટિલ અણુઓ સર્જાય છે,

એમાંથી વળી એ જટિલ અણુઓ

પોતાની પ્રતિકૃતિઓ સર્જે છે.

અને સર્જાય છે

એક નવું નર્તન.

કદમાં વધતાં,

જટિલતામાં વધતાં,

પરમાણુના દ્રવ્યો,

ડ્ઢદ્ગછ, પ્રોટિનની નર્તન કરતી ભાત વળી ઔર નિરાળી.

પારણાની બહાર

સૂકી જમીન પર

અહીં ઊભો છું

ચૈતન્યનો પૂંજ,

જિજ્ઞાસુ દ્રવ્ય

દરિયાઇહ્લનારે ઊભો છું,

વિસ્મય પામતો,

નિરૂદૃેશ ઘૂઘવાટા કરતા તરંગોને જોતો

હું

પરમાણુઓનું વિશ્વ

અને વિશ્વનો એક પરમાણુ!

કોઈ પણ પ્રશ્નને ઊંડાણથી જોઈએ તો આવું જ વિસ્મય અને આવી જ

અજાયબીના હિલોળા અનુભવાય. આપણું જ્ઞાન આપણને વધુ આશ્ચર્યજનક રહસ્ય

સુધી લઈ જાય. નવાં આકર્ષણો છતાં કરે. વધુ ઊંડાણમાં ઘસડી જાય. રહસ્યને પામવા

એક ડગલું આગળ ભરીએ ત્યારે જવાબ હતાશાજનક હોઈ શકે એવી પરવા કર્યા

વગર પૂરા આત્મવિશ્વાસથી, ઉત્સાહથી, છલકતાં આગળ વધીએ, તો આગળ

અકલ્પનીય અજાણ એવી ભોમ દેખાય જેને જોઈને પહેલાંથી’યે વધુ વિસ્મયકારક

પ્રશ્નો રહસ્યો છતાં થાય! ખરેખર અદ્‌ભુત સાહસની પ્રક્રિયા છે.

એ વાત સાચી છે કે કેટલાય સામાન્ય લોકોને પણ કોઈક પ્રકારની ધાર્મિક

અનુભૂતિઓ થતી હોય છે. આપણા કવિઓ એના વિશે લખતા નથી. આપણા કલાકારો

એના ચિત્રીકરણના કે મૂર્તિકરણના પ્રયોગો નથી કરતા. એ અનુભૂતિ ઉલ્લેખનીય

હોવા છતાં મને સમજાતું નથી કે શા માટે કવિઓ કે કલાકારો એની અભિવ્યક્તિ નહિ

કરતા હોય? શું કોઈને પણ આપણા આજના બ્રહ્માંડના વૈજ્ઞાનિક દર્શનથી ઉત્તેજના

નહીં થતી હોય ? વિજ્ઞાનનું આ મૂલ્ય ગાયકોએ ગાયું નથી. તમે એ દર્શનનાં ગીતો કે

કવિતાઓ સાંભળવા નથી આવ્યા. પણ સાંજનું એક પ્રવચન સાંભળવા આવ્યા

છો. એટલે મને લાગે છે કે હજુ વિજ્ઞાનયુગ આવ્યો નથી.

કદાચ આ ઉપેક્ષા, મૌનનું એક કારણ એ પણ હોય કે તમારે એ સંગીત ને

વાંચવું કેમ એ શીખવું પડશે. કદાચ કોઈ વૈજ્ઞાનિક લેખમાં એવું લખાણ હોય કે

ઉંદરના મગજમાં ઇહ્લરણોત્સર્ગી ફોસ્ફરસનું પ્રમાણ બે અઠવાડિયામાં અર્ધુ થઈ જાય.

એનો અર્થ શું ?

એનો અર્થ એ થયો કે ઉંદરના મગજમાં કે મારા કે તમારા મગજમાં જે ફોસ્ફરસ

છે એ ૧૫ દિવસ પહેલાંનો ફોસ્ફરસ નથી! એનો અર્થ એ થયો કે મગજના પરમાણુઓ

પણ સ્થળાંતર પામે છે. પહેલાં જે પરમાણુઓ ત્યાં મોજુદ હતા તે હાલમાં નથી.

તો આપણું આ મગજ શું છે? આ ચેતના ધરાવતા પરમાણુઓ શું છે? ગયા

અઠવાડિયાના બટેટા? જે આજે યાદદાસ્ત ધરાવે છે? મગજ કે જે ઘણા સમય પહેલાં

સ્થળાંતર પામ્યું છે?

જેને હું મારું વ્યક્તિત્ત્વ કહું છું એ શું છે? એ માત્ર એક ગૂંથણી કે નર્તન જ છે.

મગજના એક પરમાણુને સ્થળાંતર પામતાં કેટલો સમય લાગે? એનો અર્થ જ એ થયો

કે મગજના પરમાણુની ગૂંથણી સતત પરિવર્તનીય છે. પરમાણુ આવે નર્તન કરે અને

એ ગૂંથણી છોડીને જાય. એના સ્થાને નવો પરમાણુ આવે આમ સતત નવા પરમાણુ

આવે. પણ નર્તન તો એનું એ જ હોય ! જાણે એ યાદ રાખે છે કે કાલનું નર્તન કેવું

હતું!

જ્યારે આપણે વર્તમાનપત્રમાં કોઈ શોધ વિશેનું લખાણ વાંચીએ તો એમાં

લખ્યું હોય, ‘વૈજ્ઞાનિકો કહે છે કે આ શોધથી કેન્સરની સારવારમાં એક નવો અભિગમ

આવશે.’ છાપાવાળાને વિચારમાં રસ નથી. વિચારના ઉપયોગમાં જ રસ હોય છે.

ભાગ્યેજ કોઈ વિચારનું મહત્ત્વ સમજતા હોય છે. સિવાય કે કોઈ બાળક વિચારનું

મહત્ત્વ સમજે ત્યારે આપણને એક વૈજ્ઞાનિક મળે. જ્યારે એ લોકો કૉલેજોમાં પહોંચે

ત્યારે છેક જો વિચારનું મહત્ત્વ સમજે તો ઘણું મોડું થઈ જાય. આપણે તો બાળકોને

વિચારમાં રસ લેતા કરવા જોઈએ.

હવે હું વિજ્ઞાનના ત્રીજા મૂલ્યની વાત કરીશ. એ થોડું પરોક્ષ છે, બહુ વધારે

નહીં. વૈજ્ઞાનિકોને અજ્ઞાન, સંશય અને અનિશ્ચિતતાનો સારો એવો અનુભવ હોય છે

અને મને લાગે છે કે એમનો આ અનુભવ બહુ જ મહત્ત્વનો છે. વૈજ્ઞાનિક જ્યારે

પ્રશ્નનો જવાબ જાણતો ન હોય ત્યારે એ પ્રશ્નથી ‘અજ્ઞાત’ કહેવાય. જ્યારે કોઈ

અનુમાન સુધી પહોંચે કે પરિણામ શું હોઈ શકે ત્યારે એ અનિશ્ચિત હોય છે. જ્યારે

એને ખાત્રી થઈ જાય કે પરિણામ આવું આવવું જોઈએ ત્યારે એને મનમાં સંશય હોય છે.

પ્રગતિ કરવી હોય તો માણસે પોતાના અજ્ઞાનને પારખવું જોઈએ અને સંશયને પણ સ્થાન

આપવું જોઈએ. એ સહુથી વધુ મહત્ત્વનું છે. વૈજ્ઞાનિક વિધાન એ ત્રણ પ્રકારનાં વાકયોનો

સમૂહ છે. ત્રણેય પ્રકારમાં અનિશ્ચિતતાની માત્રા અલગ અલગ હોય છે. ૧. ઘણું અનિશ્ચિત

૨. થોડું અનિશ્ચિત ૩. અનિશ્ચિત. સુનિશ્ચિત હોય જ નહીં.

અમે વૈજ્ઞાનિકો આ વાતને સહર્ષ સ્વીકાર્ય માનીએ છીએ - કે અનિશ્ચિત હોવું એ

સુસંગત છે. જીવતાં હોઈએ પણ જાણતાં ન હોઈએ એ સંભવિત છે. પણ મને નથી ખબર

કે બધા આ વાત સમજી શકતા હોય. માનવજીવનના કુદરત સાથેના સંઘર્ષમાંથી સંશયનો

ઉદ્‌ભવ થયો. વિજ્ઞાનના એ પ્રારંભના દિવસો. એ સંઘર્ષથી આપણે પ્રશ્નો પૂછવાની,

સંશય કરવાની મંજૂરી મેળવી. આપણે આ સંઘર્ષ ભૂલવો ન જોઈએ. જો એ ભૂલી જશું તો

મેળવ્યું છે એ ગુમાવી દઈશું. અહીં જ સમાજ પ્રત્યેની જવાબદારી આવે છે. આપણે જ્યારે

માણસની સિદ્ધિઓને એની સંભવિત શક્તિઓ જોડે સરખાવીએ છીએ ત્યારે ઉદાસ થઈ

જઈએ કેમ કે સંભવિતતા બેહદ આપી છે. પણ આપણે સિદ્ધિ મેળવવામાં ઊણા ઊતર્યા

છીએ. લોકોએ સતત વિચાર્યું છે કે આપણે હજુ ઘણું વધારે સારું કરી શકીએ. અગાઉના

લોકોએ ભવિષ્યનાં સ્વપ્નાઓ જોયા. આપણે (એમના ભવિષ્યનું મૂર્તસ્વરૂપ) અમૂક અંશે

એમના સ્વપ્નોને અપેક્ષા કરતાં પણ વધુ સારી રીતે પૂરાં કર્યાં, પણ મહ્‌દઅંશે એ સ્વપ્નો જ

રહ્યાં. એટલે ગઈકાલનાં સ્વપ્નો હજુ આજની આશાઓના રૂપમાં જ છે.

એક વખત એવું વિચારાયેલું કે માનવીની સંભાવનાઓનું પૂર્ણ પ્રગટીકરણ નથી થઈ

શકતું એનું એક કારણ એ છે કે ઘણા બધા લોકો અજ્ઞાની છે. શું સમગ્ર વિશ્વ શિક્ષિત બનશે

તો પરિસ્થિતિ સુધરશે?

માણસને સારું-ખરાબ બધું એક હદ સુધી જ શીખવી શકાય છે. શિક્ષણ એક મોટું બળ

છે. સારા-ખરાબ બંનેના શિક્ષણ માટે.

બે રાષ્ટ્રો વચ્ચેના પ્રત્યાયનથી સમજણ વિકસે છે. આથી બીજું સ્વપ્ન વહેતું થયું.

પ્રત્યાયનના સાધનો વિકસાવો. વિકાસાવાયા - જન જન સુધી પહોંચાડી શકાયા. પ્રત્યાયનમાં

આદાનપ્રદાન સારા-ખરાબ બંનેનું થઈ શકે. સંદેશા-ભાવના -વિચારોનું આદાનપ્રદાન

એક મોટું બળ છે. પણ એ સારા-ખરાબ બંને માટે વાપરી શકાય છે.

વિજ્ઞાનથી ભૌતિક પ્રશ્નો તો ઉકેલાવા જોઈએ. દવા રોગોને અંકુશમાં લાવે. એ તો

સારા હેતુ માટે જ વપરાય. છતાં આજકાલ એવા અખતરાઓ ચાલે છે કે જેના ઉપયોગથી

ભવિષ્યના યુદ્ધમાં પ્લેગ ફેલાવી શકાય અને ઝેર પ્રસારી શકાય.

લગભગ દરેક મનુષ્યને યુદ્ધ પસંદ નથી હોતું. બધા શાંતિ ઈચ્છે છે. શાંતિમાં જ

માણસનો પૂર્ણ વિકાસ સંભવ છે. કદાચ ભવિષ્યનો માનવ એ શાંતિ મેળવી શકશે.

શાંતિની અસર સારી-ખરાબ બંને હોઈ શકે. કદાચ શાંત માણસ કંટાળીને પીવા

લાગે તો એ સંજોગોમાં પીવાનું વ્યસન માણસના પૂર્ણ વિકાસ માટે નડતરરૂપ બની

જાય.

એ તો સ્પષ્ટ છે કે શાંતિ એક બહુ મોટુ પરિબળ છે. એ જ રીતે ભૌતિક સંપન્નતા,

પ્રત્યાયન, શિક્ષણ, આ બધાં જ પરિબળો પૂર્ણ કરવાનાં સ્વપ્નો સેવી શકાય. આપણા

પૂર્વજોની સરખામણીમાં આ બધા પરિબળો પર આપણે વધુ સારું નિયમન કરી શકીએ

છીએ, તો પણ આ સિદ્ધિની સરખામણીમાં આપણી સંભવિતતાનો વ્યાપ વધારે છે.

એવું શા માટે ? શા માટે આપણે આપણી જાતને જીતી નથી શકતા ?

કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ગમે એટલી પ્રચંડ તાકાત કે સંભવિતતા

પણ એની સાથે એના ઉપયોગ માટેની સૂચનાઓ ધરાવતી નથી. દા.ત. આ ભૌતિક

જગતનું નિયમન શી રીતે થાય છે એ સમજણમાં પણ કયાંય ઉપયોગ વિશેના કોઈ

સૂચનોનો સમાવેશ નથી હોતો. વિજ્ઞાન કયારેય સારા-ખરાબ વિશેનું શિક્ષણ આપતું

નથી.

આદિકાળથી જ માનવ જીવનનો અર્થ અને ઉદૃેશ્ય સમજવા મથ્યા કરે છે.

આપણને ખબર છે કે જો કોઈ દિશા, અર્થ કે ઉદ્દેશ માનવજીવનને મળી જાય તો અખૂટ

માનવીય તાકાતના પ્રગટિકરણની સંભવિતતા અનેક ગણી વધી જાય એમ છે. પણ

કમનસીબે એકમતે સહર્ષ સ્વીકારાય એવા નક્કર સૂચનો આપણને માનવજીવનના

ઉદૃેશ્ય બાબતમાં મળ્યા નથી.

તો આ બધાનો અર્થ શું છે? અસ્તિત્વના રહસ્યને દૂર કરવાનો ઉપાય શો?

જો આપણે આપણી સમજને સમગ્રપણાથી નિહાળીએ તો, આદિમાનવની

સમજથી શરૂ કરી આજના માનવની સમજ પર દૃષ્ટિપાત કરીએ તો, મને લાગે છે કે

આપણે કંઈ જ જાણતા નથી.

પણ અજ્ઞાનનો આ સ્વીકાર જ આપણા માટે માર્ગદર્શક બની રહે છે.

આ કંઈ નવો વિચાર નથી. યુગોથી આપણે એમ જ ચાલતા આવ્યા છીએ.

લોકશાહીના સર્જકોએ એ વાત સ્વીકારી કે ખરેખર કોઈ જાણતું નથી કે આદર્શ રાજ્ય

શાસન કે રાષ્ટ્રશાસન કોને કહેવાય. ત્યારે એમને દિશા મળી કે આપણે એવું તંત્ર

ઊભું કરી શકીએ કે જેના દ્વારા સતત નવા વિચારો જ વિકસાવી શકાય, સમજાવી

શકાય અને જરૂર હોય તો બિનઉપયોગી વિચારોને ઉખેડીને ફેંકી પણ શકાય. આવા

તંત્ર દ્વારા નવા વિચારો ઉદ્‌ભવતા રહે, અજમાવાતા રહે, એનાં પરિણામો નોંધાતા

રહે, એનું પૃથક્કરણ થતું રહે, એ વિચારોના અનુસરણથી ઉદ્‌ભવતી ભૂલો ફરી ન

થાય એવા વિચારોનું નવસર્જન થતું રહે અને ચક્ર નિરંતર ચાલતું રહે. આ પદ્ધતિ એ

અઢારમી સદીના અંત સુધીમાં વિજ્ઞાને મેળવેલ સિદ્ધિઓની દેન હતી. ત્યારે પણ

સમાજના હિતેચ્છુઓ એ બાબતમાં સુસ્પષ્ટ હતા કે સંભાવનાઓને આવકારવી જોઈએ.

સંશય અને ચર્ચાઓ અજ્ઞાત પ્રશ્નોના નિરાકરણમાં તકો સર્જવાનું કામ કરતા હોય

છે. આપણે કયારેય ઉકેલ્યા ન હોય એવા પ્રશ્નોનો ઉકેલ શોધતા હોઈએ તો આપણે

અજ્ઞાતમાં પ્રવેશનું દ્વાર ખુલ્લું રાખવું જોઈએ.

માનવજાતિ માટે તો આ પ્રારંભિક યાત્રા કહી શકાય. એ યાત્રામાં પ્રશ્નો આવે

એ કંઈ અજુગતું ન કહેવાય. હજુ આપણી પાસે ભવિષ્યનાં હજારો વર્ષો છે. આપણી

જવાબદારી જે તે પ્રશ્નોના ઉકેલ તરફ યથાશક્તિ, યથાસમજ કાર્ય કરતા રહેવાની,

એ પ્રશ્નના સંદર્ભમાં જે શીખવું પડે, જાણવુ પડે તે જાણવાની, એ જાણ્યા પછી ઉકેલના

માર્ગને વધુ સુસ્પષ્ટ બનાવી એ ઉકેલો સોંપતા જવાની રહે છે. ભવિષ્યના લોકો જીવનની

વધુ મોકળાશ અનુભવી શકે એવી જીવનરાહ ઘડવાની આપણી જવાબદારી છે.

માનવતાના યૌવનના ઉત્સાહમાં આપણે આપણી જ કબર ખોદવા જેવી ભૂલો

કરી બેસીએ તો એના પરિણામ સ્વરૂપ આપણે માનવજાતિનો વિકાસ લાંબા સમય

સુધી રૂંધી નાખીએ એવું બની શકે. જો અત્યારના આપણા પ્રશ્નોના જવાબ સાચા છે

અને અંતિમ છે એવું માનવાની ભૂલ આપણે કરીશું, અથવા જો આપણે દરેક ચર્ચા,

દરેક ટીકા, દરેક ટીપ્પણને અવગણીને એમ કહેતાં રહીશું કે ‘માનવજાતના હિતમાં

હોય એવા બધા ઉકેલો અમે વિચારી નાખ્યા છે.’ તો આપણે એ સીમિત કલ્પનાશક્તિ

દ્વારા વિચારાયેલા ઉકેલના પરિણામો ભોગવીને વિલીન થતી માનવજાતિને જોવી

પડશે. આવું અગાઉ અનેકવાર બની ચૂકયું છે.

એક વૈજ્ઞાનિક તરીકે આપણો અનુભવ એમ કહે છે કે આપણે અજ્ઞાત છીએ

એમ માનીને વિચારાયેલા ઉકેલોથી વિકાસ થઈ શકયો છે, કેમ કે એમાં વિચારોની

સ્વતંત્રતાની જાળવણી થઈ છે.

આથી એક વૈજ્ઞાનિક તરીકે આપણી જવાબદારી વિચારોની સ્વતંત્રતાના મૂલ્યને

સ્થાપિત કરવાની છે. આપણે શીખવવું પડશે કે સંશયથી બીવાની જરૂર નથી. એ

સહજ છે આવકાર્ય છે. એની ચર્ચા થવી જોઈએ. આટલું આપણે પછીની પેઢીને

શીખવી શકીશું તો વિચારોની સ્વતંત્રતા સ્થાપિત થશે. તો માનવને -માનવતાને

વિકસાવવાની મોકળાશ મળશે.

• • •

વિચારવલોણું પરિવાર

વીસમી સદીમાં વિજ્ઞાન અને ટકનોલોજીનો ખૂબ વિકાસ થયો. તેમાંયે છેલ્લાં

પચ્ચીસેક વર્ષમાં ટકનોલોજી આપણા જીવનનાં દરેક ક્ષેત્રોમાં પ્રસરી ગઈ છે, એણે

જીવનની ગતિને આપણી જાણ બહાર વધારી દીધી છે. આપણી પાસે હજારેક વર્ષની

જીવંત સાંસ્કૃતિક પરંપરા છે, જેની અસર આપણા વિચારોમાં, વર્તનમાં અનાયાસ

ડોકાયા કરે છે. ઉપરાંત વિકસિત દેશોની અસરથી પણ આપણે મુક્ત નથી.

આપણી આજની મથામણ છે આ પરંપરા, વિજ્ઞાન અને ટકનોલોજી અને

વિદેશી અસર, આ બધા વચ્ચે મેળ બેસાડી સ્વસ્થ રીતે જીવવું. ‘વિચારવલોણું પરિવાર’

એવા લોકોનો પરિવાર છે, જેના પ્રયાસો છે કે -

• વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની જરૂરિયાતો અને પ્રશ્નોને ઓળખીએ,

સમજીએ અને ‘આજ’ના સત્યની શોધનો પ્રયાસ કરીએ.

• નવા વિચારોને, નવા અર્થઘટનોને સાંભળવાની, સમજવાની, સ્વીકારવાની

ક્ષમતા કેળવીએ.

• કોઈ વ્યક્તિ-વિચારધારાના ચોકઠામાં બંધાઈ ન જવાની સજાગતા રાખીએ.

• વિરોધી વિચારને ઉગ્રતા વગર સાંભળવાની, સમજવાની ધીરજ રાખીએ.

• આપણને ગમતા વિચારોના પ્રચારક ન બનતાં પ્રસારક બનીએ.

• સર્વગ્રાહી, માનવકેન્દ્રી વિચારોને આચરણમાં મૂકી એની કસોટી કરતા રહીએ.

• પોતાની વાત રજૂ કરતી વખતે વિચારશુદ્ધિની, ભાષાના યોગ્ય ઉપયોગની,

અનાગ્રહની અને બિનજરૂરી વિસ્તારના જોખમની કાળજી રાખીએ.

• વિશ્વસમસ્તમાં ઊઠતા વિચારવમળોથી અવગત રહીને એને સમજવા

પ્રયત્નશીલ રહીએ.

• અવિરત ચાલતી આ વિચારવલોણાની પ્રક્રિયામાં વધુ ને વધુ લોકોને સહજ

સામેલ કરીએ.

• સૌંદર્યદૃષ્ટિ કેળવીએ.

• વ્યક્તિગત આગ્રહો છોડીને સમૂહમાં સ્વસ્થપણે જીવવા પ્રયત્ન કરીએ.

આપ સર્વેને આ પરિવારમાં જોડાવાનું આમંત્રણ છે.