Bahana Na Kadh Dost MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Bahana Na Kadh Dost

Bahana Na kadh Dost!



નિવેદન

આપણામાંથી ઘણાંને ભણવાનું પૂરું થયું ત્યારે વધુ આનંદ એ હતો કે હવે પરીક્ષામાંથી

મુક્તિ મળી અને એ સાથે વાંચીને યાદ રાખવામાંથી પણ મુક્તિ.

પણ ભણતર પછી કામે ચડ્યા, પરણ્યા, જવાબદારીઓ વધી ત્યારે ખબર પડી કે હવે

તો રોજ પરીક્ષામાં બેસવાનું થાય છે અને એમાં પુછાતું ઘણું તો કોર્સ બહારનું, જે ભણ્યા,

જેમાં ખૂબ માર્કસ લીધા એ સિવાયનું જ હોય છે. હવે મહત્ત્વના વિષયો છે ભાષાકીય

સજ્જતા, વાતની મુદ્દાસર રજૂઆત, વિચારોની સ્પષ્ટતા, માનવીય સંબંધો, સામાજિક

શિસ્ત, સમયબદ્ધતા, પ્રામાણિકતા, વિશ્વસનીયતા ... વગેરે. જેમ જેમ આગળ વધીએ

છીએ તેમ તેમ નવા નવા વિષયો ઉમેરાતા જાય છે અને જૂના વિષયોનાં વિવિધ અજાણ્યાં

પાસાંઓ ખૂલતાં જાય છે.

હવે વિનોબાજીની વાત સમજાતી જાય છે કે : ‘અધ્યયન (ઙ્મીટ્ઠહિૈહખ્ત) કાયમ કરતા

રહેવાનું છે. તે વિના ચાલવાનું નથી. ઉપરાંત, અધ્યયનમાં મહત્ત્વ લંબાઈ-પહોળાઈનું

નથી (કેટલાં પુસ્તકો વાંચી કાઢ્યા), ઊંડાણનું છે (કેવળ સમાધિસ્થ થઈને સતત થોડો સમય

જીવનભર અધ્યયન.’’

ઉપનિષદ જેને વિદ્યા અને અવિદ્યા કહે છે એ બે વચ્ચેનું સંતુલન જાળવીએ. વિદ્યા

એટલે પોતાના વિષેનું જ્ઞાન, અવિદ્યા એટલે પોતાના સિવાયનું જ્ઞાન.

કંઈક ‘થવા’ (મ્ીર્ષ્ઠદ્બૈહખ્ત) માટે, પ્રશ્નોના જવાબો શોધવા તો વાંચીએ જ છીએ,

હવે કંઈક ‘હોવા’ (મ્ીૈહખ્ત) માટે, અંતસ્તત્ત્વ વિકસે એ માટે પણ વાંચીએ, જેથી સતત

ઊઠતા પ્રશ્નોના જવાબ મળતા પહેલાં એ પ્રશ્નો જ ઓગળવા માંડે.

એવું વાંચીએ જે આપણા વિચારોના પ્રવાહને સંયમિત કરે. આપણી બુદ્ધિને સ્વતંત્ર

અને પ્રતિભાવાન બનાવે. એમાં નવી નવી કૂંપળો ફૂટતી રહે.

અમારો પ્રયાસ આવી પુસ્તિકાઓ આપવાનો છે, જેથી સ્વસ્થ વ્યક્તિ અને શાણા

સમાજના ઘડતરની દિશામાં કામ થઈ શકે.

મુનિ દવે

પ્રમુખ - વિચારવલોણું પરિવાર

ફોન : ૦૭૯-૨૬૭૫૧૩૫૭

પ્રાસ્તાવિક

વૅન ડબલ્યુ. ડાયરે વ્યક્તિ-વિકાસનાં ૩૦૦ પુસ્તકો લખ્યાં છે.

તેમના જ શબ્દોમાં :

૨૦૦૬નું વર્ષ મેં લાઓત્સેને વાંચવામાં અને માણવામાં ગાળ્યું. જ્ઞાનથી લથપથ

તેમનાં ૮૧ સૂત્રો વાંચી તેના પર નિબંધ લખ્યો : ‘તમારા વિચારો બદલો, તમારી જિંદગી

બદલો અને તાઓના ડહાપણથી જીવો.’ હું વિચારતાં શીખ્યો ... પણ લાઓત્સેએ મને એક

વર્ષમાં જે શીખવ્યું છે તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.

હું તેમના જલદ અને દૃઢ વિચારો કરતાં નરમ અને લવચીક વિચારો વધુ પસંદ કરું

છું. હું માનવતાથી વિચારું છું - તોછડાઈથી નહીં, દૃષ્ટાભાવથી વિચારું છું - આસક્તિથી

નહીં, નાની વાતો વિચારી મોટાં પરિણામો લાવું છું. કુદરત સાથે સાંનિધ્ય સાધું છું - અહંકાર

સાથે નહીં. ઈશ્વર (તાઓ) સાથે એકાકાર થવું મને ગમે છે.

તમે તમારી જૂની (કુ)ટેવોથી છૂટવા માંગતા હો તો નીચેના પ્રશ્નોનો જવાબ આપો.

૧. ટેવ સારી છે?

૨. કુટેવ ક્યાંથી પડી?

૩. તેનાથી કંઈ ફાયદો છે?

૪. આ કુટેવ છૂટી જાય તો મારી જિંદગી કેવી બની જાય?

૫. કુટેવ બદલવા ક્યાં કારણો છે?

૬. કુટેવથી છૂટવા મને મદદ મળી શકે?

૭. નવી રીતને હું વધુ મજબૂત કેવી રીતે બનાવી શકું?

ઉપરના પ્રશ્નોના જવાબ તમને બહાનાં વિનાની જિંદગી જીવતા શીખવશે.

આપના હાથમાંના પુસ્તક પર પણ લાઓત્સેની અસર છે. વિચારોમાં બદલાવ કેવી

રીતે આવી શકે તે જાણવા માટે તેમની સલાહ લીધી. મને ખ્યાલ આવી ગયો કે શું વિચારવું

તે જાણવાથી કંઈ જૂની ટેવો બદલાય નહીં. તેમના જ્ઞાન અને શિખામણોના આધારે આ

પુસ્તક લખું છું ત્યારે જાણે તેઓ જ મને લખાવતા હોય તેવું લાગે છે. - વૅન ડબલ્યુ. ડાયર

મેં ઘણા લોકોને આ સાત પ્રશ્નો પૂછ્યા છે અને સૌના આશ્ચર્ય સાથે બદલાવ પણ

જોયો છે. હા, તમે ગમે તેટલી જૂની કુટેવો બદલી શકો છો. આ પુસ્તકમાં આપેલા સિદ્ધાંતો

અપનાવતા ઘણા લોકોને વ્યસનોમાંથી મુક્ત થતાં મેં જોયા છે.

તમારા કોઈ વિચાર તમારી પ્રગતિમાં અવરોધ રૂપ હોય તો આ પુસ્તક તમે જરૂર

વાંચો.

દર્શા કિકાણી

અનુક્રમ

ભાગ : ૧ સ્વભાવગત રીઢા વિચારો ઓળખો અને દૂર કરો.

પ્રકરણ - ૧ હા, તમે જૂની કુટેવો બદલી શકો છો.

પ્રકરણ - ૨ તમારા મનની દ્વિધા

પ્રકરણ - ૩ તમારાં બહાનાંઓની યાદી

ભાગ : ૨ કુટેવો ભગાડવાના સાત સિદ્ધાંતો

પ્રકરણ - ૪ પહેલો સિદ્ધાંત - સભાનતા અને જાગૃતિ

પ્રકરણ - ૫ બીજો સિદ્ધાંત - સુસંવાદ (છઙ્મૈખ્તહદ્બીહં)

પ્રકરણ - ૬ ત્રીજો સિદ્ધાંત - વર્તમાનમાં રહો

પ્રકરણ - ૭ ચોથો સિદ્ધાંત - મનન અને ચિંતન

પ્રકરણ - ૮ પાંચમો સિદ્ધાંત - સ્વેચ્છા

પ્રકરણ - ૯ છઠ્ઠો સિદ્ધાંત - જુસ્સો અને ઉત્કંઠા

પ્રકરણ - ૧૦ સાતમો સિદ્ધાંત - કરુણા

ભાગ : ૩ દૃષ્ટિકોણ બદલો અને મૂળભૂત બદલાવ લાવો

પ્રકરણ - ૧૧ જૂની કુટેવો બદલવાની નવી રીતો

પ્રકરણ - ૧૨ પહેલો પ્રશ્ન : શું આ સાચું છે?

પ્રકરણ - ૧૩ બીજો પ્રશ્ન : બહાનાં જન્મે છે ક્યાંથી?

પ્રકરણ - ૧૪ ત્રીજો પ્રશ્ન : તેનાથી શું ફાયદો છે?

પ્રકરણ - ૧૫ ચોથો પ્રશ્ન : બહાનાંઓ વિના મારી જિંદગી કેવી હોય?

પ્રકરણ - ૧૬ પાંચમો પ્રશ્ન : કુટેવો બદલવા કયાં કારણો છે?

પ્રકરણ - ૧૭ છઠ્ઠો પ્રશ્ન : કુટેવોથી છૂટવા મને મદદ મળી રહેશે?

પ્રકરણ - ૧૮ સાતમો પ્રશ્ન : આ બદલાવને હું કેવી રીતે મજબૂત બનાવી શકું?

ભાગ : ૧

સ્વભાવગત રીઢા વિચારો ઓળખો અને એને દૂર કરો

પ્રકરણ-૧

હા, તમે જૂની કુટેવો બદલી શકો છો!

તમે વિચારો છો એ બધું સાચું ન માનશો!

માણસનો સ્વભાવ સંપૂર્ણ અને ખામીરહિત છે. પણ વર્ષોની દુનિયાદારી બાદ આપણે

આપણો મૂળ સ્વભાવ ભૂલી બનાવટી બની જઈએ છીએ.

- લાઓત્સે

બહાનું અસત્ય કરતાં પણ વધુ ખરાબ છે.

જૂની ટેવો બદલવી મુશ્કેલ છે. પણ તમારા હાથમાંનું પુસ્તક તમને ટેવો બદલવામાં

મદદ કરશે. સ્વભાવગત રીઢા વિચારો, બહાનાંઓના માળખા પર ઊભા છે. આ પુસ્તક તે

બહાનાંઓને કાઢવામાં મદદ કરશે.

શું મારી જીવનશૈલીમાં નાટ્યાત્મક બદલાવ શક્ય છે? હું મારી જાતને બાળપણથી

નકામી, જાડી, અપશુકનિયાળ ... (જે વિશેષણ વાપરવું હોય તે વાપરી શકો છો) તરીકે

ઓળખું છું. શું હું મારી જાતને નવું જ સ્વરૂપ આપી શકું?

હા, તે શક્ય છે - અત્યારે અને અહીં જ. આ પુસ્તક એક શક્તિશાળી પણ સરળ

રીત બતાવે છે જેના દ્વારા તમે તમારા મગજમાં ઘર કરી ગયેલા કુવિચારોને ખેરવીને તમારે

જે બનવું છે તે બની શકો છો.

વિચારોની શક્તિ અદ્‌ભુત છે. જૂની માન્યતાઓ, જે તમારા વિકાસને રૂંધે છે, તેની

પકડ ઢીલી કરી તેનો તમારી પ્રગતિ માટે ઉપયોગ કરો. તમારી મર્યાદા માટે અપાતાં વૈજ્ઞાનિક

કારણો જેવાં કે તમારું જનીન બંધારણ, ડી.એન.એ. અને ગર્ભમાંથી મળેલા સંસ્કારો ...

બધું જ બદલી શકાય છે. તમારી માન્યતાઓ અને જીઙ્મક ૈદ્બટ્ઠખ્તી બદલી તમારી જાતને

બદલો, તમારા નસીબને બદલો!

જનીન વિજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાનની સામે તમે નિષ્ક્રિય થઈ ‘હું તો આવી

જ છું. મારો સ્વભાવ જ એવો છે, હવે ક્યાં હું બદલાવાની ...’ વગેરે બહાનાં સ્વીકારી લો

છો. એક ભરપૂર જિંદગી જીવવાને બદલે કેટકેટલી મર્યાદાઓમાં તમે જીવો છો? બધાં માટે

તમારી પાસે કારણો છે, બહાનાંઓ છે. કેમ તે બહાનાંઓનો વિરોધ તમે નથી કરતા. હા,

મુશ્કેલ તો જરૂર છે, પણ અશક્ય નથી. મનના કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ બદલી તમને પાછા

પાડતા વિચારો ખંખેરી નાંખો. એક વખતે એક જ વિચાર, એક જ માન્યતા અને એક જ

ચમત્કાર!

તમારી જાતના અણગમતા પાસાને બદલવાનો તમને ક્યારેય વિચાર આવ્યો છે?

તમારી જાતે જ તે બદલાવને (જનીન બંધારણ, વારસાગત કારણો, નસીબ વગેરેને આગળ

ધરી) અશક્ય પણ કહ્યો છે? હા, કદાચ આ બહાનાંઓ તમને નિષ્ફળતાની નિરાશાથી

બચાવી શકે, પણ સફળ તો ન જ બનાવી શકે.

વારસાગત અને જનીન બધં ારણને તમે ન બદલી શકો એ વાત ભલૂ ી જજા.ેઉ ૈજર્ષ્ઠહજૈહ’જ

જીષ્ઠર્રર્ઙ્મ ના મહાન કાષ્ે ા વિજ્ઞાની બસ્ુ્ર ા લિપ્ટનનું કહવે ું છે ક,ે જીન તો તમને ફક્ત રાહ બતાવી

શક.ે બાકી માણસનું શરીર અને આખું બહ્મ્ર ાડં માનસિક અને આધ્યાત્મિક શક્તિનું બનલે ું છે અને

તે શક્તિ જ શરીરનું સચં ાલન કરે છ.ે તમે નું માનવું છે કે આપણી માન્યતાઓ જનીન બધં ારણ તથા

ડ્ઢદ્ગછને બદલવાની ક્ષમતા ધરાવે છ.ે બીજા શબ્દામે ાં તમે તમારી જાતને મનગમતી રીતે બદલી

શકો છા.ે તમારી માન્યતામાં જનીન અને શારીરિક બધં ારણો બદલવાની શક્તિ છ.ે તમારી જાતમાં

માનો અને જઅુ ો કે તમે શું કરી શકવા સમર્થ છા!ે

મન શરીરની ક્રિયાઓ પર કાબૂ ધરાવે છે તેમાં શંકા નથી. દવાને બદલે ખાંડની

ગોળીઓ આપી ઘૂંટણના રોગના દર્દીઓ ઉપર ઘણા પ્રયોગો કરાયા છે. પરંતુ ૨૦૦૨માં

મ્ટ્ઠઅર્ઙ્મિ જીષ્ઠર્રર્ઙ્મર્ ક સ્ીઙ્ઘૈષ્ઠૈહીમાં ડૉકટરોએ સર્જરીમાં આવા પ્રયોગો કરી બધાંને

અચંબામાં નાખી દીધાં છે. ડૉ. બ્રુસ મોસલે પ્રયોગો કરી જાણવા માગતા હતા કે ઓપરેશનના

કયા કામથી દર્દીઓને સૌથી વધુ આરામ મળે છે. તેમણે ઘૂંટણના દર્દીઓને ત્રણ જૂથમાં

વહેંચી નાખ્યા. પહેલા જૂથના દર્દીઓની ઓપરેશનની પહેલી ક્રિયા તેમણે કરી. બીજા

જૂથના દર્દીઓની ઓપરેશનની બીજી ક્રિયા તેમણે કરી. જ્યારે ત્રીજા જૂથના દર્દીઓ પર

કંઈ જ કરવામાં ન આવ્યું - જો કે ડૉકટરે કાપો મૂક્યો અને સર્જરી દરમ્યાન કરવાની બધી જ

ક્રિયાઓનો તેમણે અભિનય કર્યો. મીઠાના પાણીથી ઘૂંટણ પણ ધોયા જેથી દર્દીને ઓપરેશન

કર્યાનો આભાસ થાય. ૪૦ મિનિટ પછી ટાંકા લઈ ઓપરેશન પૂરું પણ કર્યું. ત્રણે જૂથના

દર્દીઓને જરૂરી સૂચનાઓ આપી.

પરિણામે બધાંને અચંબામાં મૂકી દીધાં. શસ્ત્રક્રિયામાં પ્લેસીબો અસર હોય જ નહીં

એવું બધાં જ માને છે. પણ અહીં તો પરિણામ શું આવ્યું? પ્રયોગના ત્રણે જૂથને સરખું જ

સારું લાગ્યું! વર્ષમાં ઘૂંટણની ૬,૫૦,૦૦૦ શસ્ત્રક્રિયા થાય છે - એક શસ્ત્રક્રિયાના ૨.૫ થી

૩ લાખ રૂપિયા લેખે કેટલો ખર્ચો થાય? ડૉ. મોસલે કહે છે : ‘એક ડૉકટર તરીકે મારી

આવડતથી દર્દીઓને કોઈ ફાયદો નથી. બધો ફાયદો પ્લેસીબો અસર છે!’ ટી.વી. પર આ

સનસનાટીભર્યાં પરિણામ બતાવાયાં. પ્લેસીબો જૂથના એક દર્દી બે વર્ષ પછી પણ પોતાના

પૌત્ર સાથે ફૂટબોલ રમી શકતા હતા. ટીમ પેરેઝ નામના દર્દી જે લાકડીની મદદથી જ ચાલી

શકતા તે આજે બાસ્કેટબોલ રમે છે! ડિસ્કવરી હેલ્થ ચેનલ ઉપર તેમણે કહ્યું : ‘‘તમે તમારું

મન મૂકી કરો તો કોઈ પણ કામ શક્ય છે. તમારું મન ચમત્કારો સર્જી શકે છે.’’ આ જાતના

પ્રયોગો ‘બહાનાં ન કાઢ, દોસ્ત’ ના સિદ્ધાંતને પ્રેરકબળ પૂરું પાડે છે.

આવો એક બીજો પ્રસંગ. એક માણસની આંગળી અડધો ઈંચ કપાઈ ગઈ. તેનામાં

જિનેટિક ફેરફાર કરી આંગળી ફરી ઉગાડી. તેમાં ચામડી સાથે નખ પણ ઊગ્યો! આ માણસના

ડ્ઢદ્ગછમાં નવો માહિતી પ્રોગ્રામ નાખતાં આ શક્ય બન્યું.

હૃદયના રોગો, હતાશા અને કેન્સર જેવા રોગોમાં પણ તમારા મનની શક્તિ

ચિકિત્સાશાસ્ત્રને પરાજિત કરે છે. નવા જીવવિજ્ઞાન પ્રમાણે તમારું મન તમારા શારીરિક

અને માનસિક સ્વાસ્થ્યને, આનંદને તથા સફળતાને નક્કી કરે છે.

લેખક જેમ્સ એલેન લખે છે : આપણે, આપણા ડ્ઢદ્ગછ, આપણને જે જોઈએ છે તેને

નહીં પણ જે છીએ તેને આકર્ષે છે. હું માનતો હતો કે આપણા ડ્ઢદ્ગછ વડીલો પાસેથી

આપણને વારસાગત મળે છે. પણ ના, હું જે માનું છું તેના પર મારું ધ્યાન કેન્દ્રિત થાય છે

અને એથી વારસાગત ભેટ કાયમી નથી. મારી માન્યતા બદલી હું મારી જાતને બદલી શકું

છું. આ બદલાવ મારામાં નવા ગુણો ભરે છે. દા.ત. આ પુસ્તક લખવાનું સાહસ!

આ પુસ્તક વાંચતા વાંચતા યાદ રાખજો કે તમે જે માનો છો તે તમે છો, તમારી

માન્યતા પર તમારું ધ્યાન રહેશે તો તમને તેવી શક્તિ મળી રહેશે. તમારી જાતને આ વાત

વારંવાર યાદ દેવડાવતા રહેશો. માન્યતાનું જીવવિજ્ઞાન પુરવાર કરે છે કે તમારું માનસિક

કાર્ય બીજી કોઈ પણ અસરો કરતાં વધુ શક્તિશાળી છે.

બાળપણની યાદો :

આપણી ઉદાસીનતા, બીમારી અને અસફળતા માટેનું બીજું બહાનું છે આપણા

સંસ્કારો અને આપણી રહેણીકરણી. વિચારો, ટ્ઠંૈંેંઙ્ઘી, માન્યતાઓ માનસિક રીતે ફેરબદલ

કરી શકાય છે. આપણે છેક સાત વર્ષના થઈએ ત્યાં સુધીમાં આપણા મનમાં અસંખ્ય વિચારો

મૂકી દેવામાં આવે છે, તે તમારા વર્તન પર અસર કરે છે. પેઢી દર પેઢી આ વિચારો ચાલ્યા

આવે છે. વાયરસ જેવા આ વિચારો પ્રસર્યા જ કરે છે. તે મારા જીવનનો એક ભાગ બની

ગયા છે. તેમને દૂર કરવા શક્ય નથી.

રીચાર્ડ બ્રોડીએ આ વિચારોને ‘વાયરસ’ની ઉપમા આપી છે. એકબીજાનું અનુકરણ

કરી તેઓ વધ્યા જ કરે છે. તેમને દૂર કરવા મુશ્કેલ છે કારણ કે તેમાંના ઘણા વિચારો તમારા

માતાપિતાએ, વડીલોએ, કુટુંબીજનોએ તમારામાં રોપ્યા છે અને તમારા જીવન માટે તે

વાસ્તવિકતા બની ચૂક્યા છે. હું ખરેખર મુગ્ધ થઈ ગયો છું આ નાના એકમોથી ... જેને તમે

તમારા વડીલો પાસેથી મેળવી તમારાં બાળકોને પહોંચાડ્યા છે - એક માધ્યમ બનીને!

તેમના શબ્દોમાં : ‘‘મારો ઉછેર અછતની માનસિકતામાં થયો. જો કે મારા જન્મ પછી કોઈ

અછત ન હતી. મારા વડીલોએ ઘણી તકલીફો સહન કરી હતી. તેમણે મારા મનમાં કોરી

દીધું કે - સાચવીને વાપરવું. સમય ખરાબ જ આવવાનો છે. ખાવાપીવા મળશે નહીં તેથી

થાળીમાં કંઈ બગાડવું નહીં, હોય તે બધું ખાઈ જવું.’’ આ વિચારો મારા મનમાં ઘર કરી

ગયા હતા. હું જ્યાં જતો ત્યાં તેનો પ્રચાર કરતો. મારા વર્તનમાં પણ તે દેખાઈ આવતા.

આજે ૬૦ વર્ષે પણ તે મારા મનમાં છે. હા, થોડો વખત તે મને મદદરૂપ પણ હતા. પરંતુ,

હવે પૈસાની કે અનાજની કોઈ કમી નથી છતાં મારું મન એ જ માનસિકતામાં છે. હું છૂટથી

વાપરી શકતો નથી. ઉડાવવા કરતાં હું બચાવવામાં માનું છું. મારા મનમાં ઘર કરી ગયેલી

એ માન્યતાઓ માટે મને માન છે.

ટૂથપેસ્ટની આખી ફેકટરી ખરીદી શકવાની મારી તાકાત છે, ત્યારે બાળકોએ

કચરાપેટીમાં નાખી દીધેલ ટૂથપેસ્ટ શું મારે ઘસી-ઘસીને વાપરવાની જરૂર છે?

એક બીજો વાયરસ હમણાં ધ્યાનમાં આવ્યો છે, બૂમો પાડવાનો. બાળપણમાં કોઈ

વસ્તુ ખોવાઈ જતી હશે ત્યારે હું બૂમો પાડતો હોઈશ. થોડા વખત પહેલાં હું ઑફિસમાં

એકલો જ હતો. એક પુસ્તક મળતું ન હતું. મેં બૂમાબૂમ કરી મૂકી. ચોપડી મળી ત્યારે શાંત

થયો. એક બાળક તરીકે મેં આવું જોયું હશે જે આજે ૬૦ વર્ષે પણ મારો કેડો મૂકતું નથી.

બાળક જેવી નાદાની ઉપર મને શરમ પણ છે. હું બહાનાં કાઢી શકું છું. પણ મહત્ત્વની વાત

એ છે કે શું મારે આ ટેવ બદલવી છે? ટેવ ચાલુ જ રાખવી છે કે?

તમારા બાળપણના વાતાવરણમાંથી મારી જેમ તમે પણ હજારો વિચારો અપનાવ્યા

હશે. આવા વિચારોનો ભરાવો થાય અને તમારું મન કામ કરતું અટકી પડે તે પહેલાં તેમને

બદલવા સારા. હું તો ગરીબ જ રહેવાનો છું, હું તો કમનસીબ છું, હું જાડો છું ... એ બધાં

બહાનાં છોડો. નવા વિચારો તમારી જિંદગી આગળ ધપાવશે અને તમે ખરેખર જે છો તે

બનવા મદદ કરશે અને જે લોકો હજી પણ કુવિચારોના વાયરસથી પીડાય છે તેમને માટે તમે

આદર્શ પુરવાર થશો.

જન્મથી અત્યાર સુધી તમે અનેક મહાન વ્યક્તિઓની નકલ કરતા આવ્યા છો.

મંદિરમાં, સામાજિક મેળાવડામાં, ટી.વી.માં, જાહેરાતમાં ... તમારા વિચારોમાં તેમની

છબી અંકાઈ ગઈ છે. તે બદલવાનો મારો કોઈ ઈરાદો નથી - તે કામ તો ફક્ત તમે જ કરી

શકો. મારે તો તમને ખાલી જાગ્રત કરવા છે કે કયાં બહાનાંઓથી તમે સુખ, શાંતિ અને

સફળતાથી હજી દૂર છો. એક ધર્મગુરુ અને મહાન નેતા એવા રોમન રાજા માર્ક્સ ઑરેલિયસે

સાચું જ કહ્યું છે કે : આપણા વિચારો જ આપણી જિંદગી ઘડે છે.

આપણું વર્તન આપણી વિચારધારા પર આધાર રાખે છે. વિચારોથી જિંદગી આગળ

ધપે છે તો વિચારોથી જ ક્યારેક અટવાય છે. કેટલાક વિચારો જાગૃત સ્તરે કામ કરે છે જ્યારે

અમુક વિચારો અર્ધજાગૃત સ્તરે કામ કરે છે. મનમાં ઊંડે કોરાયેલા આ વિચારો ‘ટેવ’ બની

જાય છે. ‘અર્ધજાગૃત’ એટલે રચનાત્મક સભાનતાના સ્તરની નીચેની એક રહસ્યમય વાત.

આ આખું પુસ્તક જ જાણે આ અર્ધજાગૃત ભાંગફોડિયા પ્રવૃત્તિના વિરોધમાં છે. મારો જ એક

ભાગ જે મારી જાણની બહાર છે, તેની પર કામ કરવું મને જરા મુશ્કેલ લાગે છે. એટલે આ

ખાલીપાનો મોટો પુંજ જે મને સુખ, શાંતિ અને સફળતાથી દૂર રાખે છે તેને હું ‘કુટેવ/

આદત/વલણવાળું મન’ કહીશ. બહાનાં ભગાડતાં ભગાડતાં હું તેને પણ દૂર કરીશ.

બહાનાંઓને દૂર ભગાડો

પુસ્તકના આ પ્રકરણમાં તાજેતરની માનવસ્વભાવની સમજદારી વધારતી

શોધખોળોની વાત કરી, આ માહિતી તમને આપવાનો મારો હેતુ એટલો જ છે કે તમારી

પ્રગતિને રૂંધતા જૂના વિચારો તમે બદલો. ટૂંકમાં આપણે સૌ બે મોટાં બહાનાં વારંવાર

કાઢીએ છીએ.

પહેલું બહાનું : હું મારી જાતને કેવી રીતે બદલું? હું આવો જ છું. મારા જિનેટિક

બંધારણનો જ વાંક છે! નવું વિજ્ઞાન કહે છે કે આપણા સૌની અંદર અને બહાર એક શક્તિનું

ક્ષેત્ર છે જે આપણી માન્યતાઓથી બદલાય છે અને આ એ જ ક્ષેત્ર છે જે આપણા શરીર પર

સત્તા ચલાવે છે. આપણા ૯૫% માંદગી, હતાશા, ડરને કોઈ જિનેટિક કારણ નથી.

૨૧મી સદીનું વિજ્ઞાન તમને કહે છે કે તમારી જાતને જિનેટિક બંધારણના બલિ

માનવાનું છોડો, કારણ કે તમારી માન્યતાઓ તમારા મનને બદલી શકે છે. આ નવી

વિચારધારાને તમે વધુ ઊંડાણથી તપાસજો.

બીજું બહાનું : તમારા બાળપણ અને કૌટુંબિક ઉછેરને લગતું છે. તે તમારામાં ઊંડાણથી

ઘર કરી ગયું છે. તે તમે ભાવિ પેઢીને આપતા જાઓ છો. પણ એનો અર્થ એવો નથી કે તે

તમે બદલી ન શકો. આ નાનકડા વિચારો/કારણોને તમે તમારા પર રાજ કરવા દો છો.

તમારા દરેક બહાનાને તેનો ઢોળ ચઢાવો છો. છતાં આ વાયરસને તમે ભગાડી શકો છો.

કોઈકે તમારા મગજમાં રોપેલા વિચારોનો ભોગ તમારે શા માટે બનવું પડે?

ધમ્મપદનું સંભાષણ અને આધુનિક વિજ્ઞાન સાથે મળી આપણને આત્મજ્ઞાન તરફ

દોરી જશે. ‘‘આપણે જે વિચાર્યું હતું તે આપણે (બન્યા) છીએ. તે આપણા વિચારોથી બન્યું

છે, તે આપણા વિચારોને આધારે બન્યું છે. જો માણસ શુદ્ધ વિચારથી બોલે કે વર્તે તો

પડછાયાની જેમ આનંદ પણ પાછળ પાછળ આવે જ છે.’’

પ્રકરણ-૨

તમારા મનની દ્વિધા

ખોટા વિચારો અને ખરાબ ચારિત્ર્યથી આપણે જીવતેજીવત જે નર્ક બનાવીએ છીએ

તે મૃત્યુ પછીના નર્કથી કંઈ ઓછું છે?

- વિલિયમ જેમ્સ

મારી જન્મજાત (કુ)ટેવોને બદલવાનો મેં વિચાર કર્યો. થોડો વખત તો મેં આત્મ-

નિરીક્ષણ કર્યું. હું કોણ છું અને કેટલો બદલાઈ શકું તે નક્કી કરવામાં વાતાવરણ અને

જિનેટિક બંધારણની કેટલી સત્તા માન્ય રાખવી એ પહેલો પ્રશ્ન. મારા વિચારો અને કાર્યો

સફળતાથી બદલી શક્યો એટલે હું જૂની ટેવોથી મુક્ત રહ્યો. મારા અનુભવો માનસશાસ્ત્રીઓ

અને સમાજશાસ્ત્રીઓને કદાચ ન પણ ગમે. પણ આ મારું માનવું છે.

સાર્ત્રેના એકાંકી નાટકનો નાયક કહે છે, ‘માણસ જે બનવા ધારે તે બને છે.’ આપણા

સૌમાં આ અજેય શક્તિ છે. છતાં ક્યારેક ઘણી ટેવો અને ઘણા વિચારો ઓળખીને બદલવા

અઘરા લાગે છે. સ્પિનોગ કહે છે તેમ - ‘માણસનું મન ભગવાનની અખૂટ શક્તિમાંથી

નીકળે છે અને મન ભગવાનને ઓળખે છે.’

તમારો આ ઈશ્વર કાયમ તમારી સાથે છે, તમે જાગતા હો કે સૂતા. તમે જે હો કે જે

બન્યા છો તે તમારા મન પર આધાર રાખે છે અને વિચાર ક્યાંથી જન્મે છે તેની ઉપર આધાર

રાખે છ.ે હું આ બે મનની વાત કરું છ.ું અકે જાગત્ૃ ા મન અને બીજું અધર્જા ગત્ૃ ા મન. વિચારધારા

જે મનનો કે મનના આનંદનો વિકાસ ન કરે તે બધાં બહાનાં કહેવાય.

તમને હેરાન કરતી વિચારધારા બદલવા તમે માનો છો તે કરતાં ઘણો વધુ કાબૂ તમે

ધરાવો છો.

રચનાત્મક જાગૃતિ :

આ વિચારધારામાં જાગૃત મનને વધુ ચોક્કસ રીતે ‘રચનાત્મક’ જણાવ્યું છે. આપણું

આ મન અસંખ્ય નિર્ણયો લીધા જ કરે છે : શું ખાવું, શું પહેરવું, ક્યારે સૂવું વગેરે. તમારા

મગજનો આ ભાગ નવી યોજનાઓ ઘડતો જ રહે છે. તે એટલો રચનાત્મક છે કે એને બંધ

કરવો મુશ્કેલ છે. તે ભગવાનની રચનાનો એક ઊંચો ભાગ છે. એમાં કોઈ અહંકાર નથી.

તે તો ઈશ્વરીય શક્તિનો એક માનવીય ભાગ છે. આપણા વિચારો પણ પોતાના નાના એવા

વિશ્વ ઉપર જ કેન્દ્રિત થાય છે ને!

તમે પણ તમારા વિચારો : હું શું કરું છું? મને શું મળે? કેટલી ઝડપથી મળે? - માંથી

નીકળી સર્વસ્વમાં ભળી શકો છો. ફક્ત પોતાનો જ વિચાર કરતા મનને ફરી ચાવી આપી

આ ચોક્કસ થઈ શકે છે.

તમારું આ મન તમે જેમ કહેશો તેમ કરશે. તમારા નિશ્ચય પ્રમાણે વર્તશે, આનંદમાં

લીન થશે. નવી નવી કળાઓ શીખશે. તમારા વિચારો જ્યાં કેન્દ્રિત થશે તે તમે કરી શકશો.

પણ તે મન-મકર્ટ છ,ે બહુ તાફે ાની! આમતમે કદૂ ાકદૂ કર્યા જ કરશ.ે માનસિક શક્તિ અહકં ારને

પંપાળવામાં જ વપરાઈ જશે. હું કેવો લાગું છું? હું કેટલા પૈસા કમાઈ શકું? એવા વિચારો

આવશે અને જશે.

મગજનો બહુ નાનો ભાગ (૫%) જાગૃત મન છે, જ્યારે બાકીનો ભાગ (૯૫%)

અર્ધજાગૃત છે. ટકાવારી જવા દો. પણ એ તો વિચારો કે તમારા મનમાં અનંતને પામવાની

કેટલી બધી શક્તિ છે!

અર્ધજાગૃત મન :

અર્ધજાગૃત મન જાગૃત મન કરતાં હજારો ગણું કામ કરી શકે છે. મનોવિજ્ઞાનીઓનું

માનવું છે કે તમે પોતાના માટે જે માનો છો અને તમે રોજબરોજનાં જે કામ કરો છો તે બધું

અર્ધજાગૃત મનને આભારી છે. તમારાં બે જાતનાં મનનાં વિમાન બે પાયલોટ ચલાવે છે.

લઘુમતીવાળું જાગૃત મન પોતાના વિચારોથી સભાન છે, જ્યારે બહુમતીવાળું અર્ધજાગૃત

મન તેનાથી અજાણ છે.

શું તમારું મન ચાવી આપેલા રમકડા જેવું છે કે પ્રોગ્રામિંગ કરેલા કોમ્પ્યુટર જેવું છે કે

એક વાર બતાવ્યું તેમ જ ચાલે? કોઈ ફેરફાર ન થઈ શકે? તમારા જૂના વિચારો શું બદલી જ

ન શકાય? મારું માનવું છે કે આ માન્યતા ખોટી છે કે ફક્ત બહાનું છે. કોઈએ એવું માનવાની

જરૂર નથી કે મનનું પ્રોગ્રામિંગ બદલી ન શકાય.

મને સમજો :

તમે જે છો તે તમારા અર્ધજાગૃત મનને લીધે છો તો તમે તેને માટે કંઈ ન કરી શકો.

તમે તેને જાણી ન શકો, ઓળખી ન શકો, પામી ન શકો, તમે ત્યાં પહોંચી જ ન શકો તો તેને

કેવી રીતે બદલી શકો? સીલ કરેલી ઘડિયાળને ખોલીને સરખી કેવી રીતે કરાય? આ તો બહુ

ખેદજનક કહેવાય. હું માનું છું કે તમે જે કંઈ પણ જુઓ છો, બોલો છો, વિચારો છો તે

પસંદગી કરીને કરો છો તો પછી ચાવી આપેલા રમકડાની જેમ તમારે જૂની રઢમાં શું કામ

ચાલવું પડે? તમે જ્યારે પસંદગી કરવાનું મૂકી દેશો ત્યારે બહાનાં કાઢવા લાગશો. આ

પુસ્તક વાંચવું તમે પસંદ કર્યું છે, તેવી જ રીતે જીવનને પણ આનંદ, સફળતા અને સ્વાસ્થ્ય

તરફ દોરી જાવ.

હું બાળપણથી તરું છું. મારી તરવાની રીત જરા કઢંગી છે. મારો જમણો પગ બરાબર

ચાલે છે જ્યારે ડાબો પગ સ્થિર રહે છે. હવે ૬૦ વર્ષે બંને પગ સાથે હલાવવાની નવી રીત

કેવી રીતે શીખું? મારા મગજમાં નક્કી થઈ ગયું હતું કે હું તરવાની નવી રીત ન જ શીખી

શકું. આ પુસ્તકના વિચારો અમલમાં મૂકવા હું ૬૫ વર્ષની ઉંમરે તરવાની નવી રીત શીખ્યો!

મારી જેમ તમે પણ જૂના વિચારો છોડી નવું નવું શીખી શકો છો. નવું શીખવાનો વિકલ્પ

મોજૂદ છે એવું તમે નહીં સ્વીકારો ત્યાં સુધી જૂના જ વિચારોમાં અટવાયા કરશો.

જૂના વિચારો, જૂની માન્યતાઓ કચરાપેટીમાં નાખી દો. માર્ક ટવેઈને એક સરસ

વાત કહી છે : ‘કોઈ પણ માણસ જૂની ટેવ કાઢીને બારી બહાર ન ફેંકી શકે. એને તો ધીરે

ધીરે એક પછી એક પગથિયું ઉતારી બહાર મોકલવી પડે. મારે તમને આ જ શીખવવું છે.

જિનેટિક કે સ્વભાવગત બધી જ ટેવો તમે બદલી શકો છો!

જૂની ટેવોના નવા વિકલ્પો શોધવા એ જરાય અઘરું નથી. જે શક્તિએ આ બ્રહ્માંડ

રચ્યું છે તેના જ તમે ભાગ છો. તો પછી બદલી નાખો જાતને!

તમારી જિંદગીનાં ઘણાં પાસાં તમારી અજાણતામાં જ ચાલતાં હોય છે. તમે જાતે જ

નક્કી કરો અને બદલી નાંખો એને.

તમારી જાતને નવા ચશ્માથી જુઓ :

આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી એવા વિચાર સાથે જીવવું કેટલું ભયંકર છે! દરેક

વ્યક્તિ પાસે કલ્પના બહારની શક્તિ છે. ‘હું ભગવાનનો અંશ છું, હું પોતે પણ દૈવીશક્તિ

ધરાવું છુંં.’ એવા આધ્યાત્મિક વિશ્વાસથી તમે કંઈ પણ કરી શકો છો. આ મહાન શક્તિને

તમે કેમ નબળી પાડી દો છો? ભગવાનને દૂર કરીને તમે તમારા અહંકારને પોષો છો. તે

તમારા મગજમાં એવું ઘર કરી દે છે કે તમે બહાનાં બનાવવાનું મશીન બની જાઓ છો.

આધ્યાત્મિક વિશ્વાસ કે ભગવાનની અનુભૂતિ સાથે તમારી જાતને નીરખો. કંઈક

અલગ લાગશે, કંઈક રહસ્યમય લાગશે. જન્મજાત સ્વભાવથી ઊંચા ઊઠો, અહંકારને છોડો

અને આગળ ધપો. તમારી જાતને નવા ચશ્માથી જોવા ટેવાઓ. હું કોણ છું એવું મને કોઈકે

કીધું જ ન હોત તો હું કોણ હોત? શાંતિથી વિચારો. તમારું અર્ધજાગૃત મન જાણે છે જ નહીં

તેમ માનો અને બહાનાં પણ નહીં ચાલે તેમ માનો. તમારી અંદર કોરી પાટી છે, જેના પર

કંઈ લખાતું નથી. જાણે કે તમારું જાગૃત મન તમારી આસપાસના લોકોના ઈશારા સમજતું

જ નથી. તો તમે કોણ છો? હું મારે જે બનવું હશે તે જ બનીશ. મારા નિર્ણયો હું જ લઈશ.

મારી જિંદગી બીજાના વિચારોથી નહીં જીવું. ભગવાનમાં આસ્થા રાખનાર બીજામાં વિશ્વાસ

મૂકી શકશે. તેઓ આજની ઘડીમાં જીવે છે અને કોઈ બહાનાં કાઢતા નથી.

તમારો નવો દૃષ્ટિકોણ બહાનાંઓને બારણા બહાર મોકલી દેશે. ‘આ તો મારા

કુટુંબમાં વારસાગત છે, ચાલ્યું આવે છે’ એવા બહાનાને તો તમે ઓળખો જ છો. પણ નવું

વિજ્ઞાન કહે છે કે તમારી માન્યતાઓ તમારા ડ્ઢદ્ગછ પર સવાર થઈ શકે છે. માટે જૂનાં

બહાનાંઓ ફગાવી દો. બે કવાયત કરવા જેવી છે :

૧. તમારી માન્યતાઓ જિંદગી બદલી શકે છે એવા વૈજ્ઞાનિક વિચારને અપનાવો. તમે

ભૂતકાળમાં અનુભવ્યું છે તેથી વિશેષ ઘણું બધું શક્ય છે. તમારી માન્યતાઓ અને

વિચારધારા જ તમને અસર કરશે તેમ માનવા તમારી જાતને પ્રોત્સાહિત કરો.

૨. બહાના વિનાની જિંદગી જીવવાનો નિશ્ચય કરો. નીચેનામાંથી કોઈ નિર્ણય લો :

- વિચારધારા બદલી હું જાતને બદલી શકીશ.

- જૂના વિચારો બદલવાની મારામાં શક્તિ છે.

- નવા વિચારોથી હું મારામાં નવી આવડત કેળવીશ.

- મારી વિચારધારા સરખી કરી જગત આખાને સુધારી શકીશ.

- મારી વિચારધારા જ સર્વોપરી છે. કોઈ પણ ખામી માટે હું કોઈને દોષ નહીં આપું.

મારા બાળપણથી આજ દિન સુધી લોકોએ મને જે કહ્યું છે, જે ટોણાં માર્યા છે અને

તેને અનુરૂપ મારું વર્તન રહ્યું છે તે હું કેવી રીતે બદલું? મારા મન પર થયેલા એ વાયરસના

હુમલાને હું કેવી રીતે રોકી શકું? તમારે બે વસ્તુ કરવી જોઈએ.

(૧) નિશ્ચય કરો : પૂરેપૂરી દૃઢતાથી માનો કે તમારા વ્યક્તિત્વને બદલવા તમે

શક્તિમાન છો અને આ શક્તિ તમને ઈશ્વર કે તાઓ તરફથી મળી રહી છે. (જેમ જેમ

આગળ વધશો તેમ તેમ તમને વધુ ખ્યાલ આવશે.)

(૨) પરૂ પ્ે ારૂ ા હક્કથી કહો ક,ે તમારા વ્યક્તિત્વ પર જે જે હમુ લા થયા છે (અનભુ વાન્ે ાા,

ખરાબ વિચારોના) તે સર્વેને તમે બદલી શકો છો. તમારે જાણવાની પણ જરૂર નથી કે તમે

આ કેવી રીતે કરી શકશો.

પૂરી દૃઢતાથી કહો કે હું બાળપણ કરતાં આજે વધુ શક્તિશાળી છું. આ દૃઢતા જ

તમારામાંના શિક્ષકને જગાડશે.

તમને થશે કે તમારા મનમાં ઉત્પન્ન થતા અસંખ્ય વિચારો ઉપર તમારો કોઈ કાબૂ

નથી. તમને એક નવો બળવાખોર દૃષ્ટિકોણ આપું : ‘તમારા વિચારો તમારા મનમાં છે જ

નહીં!’ વિચારો એક શક્તિ છે, જે પદાર્થરૂપે ક્યાંય છે જ નહીં! આ બ્રહ્માંડ અને તેની દરેક

વસ્તુ માનસિક અને આધ્યાત્મિક છે. તમે તમારા વિચારોથી શક્તિનું એક ક્ષેત્ર બનાવો છો

અને તેમાં લાઓત્સે કહે છે તેમ એક વિશ્વ ઊભું થાય છે. આ શક્તિનું ક્ષેત્ર શરીરનો એક

આગવો ભાગ છે. તમારું રચનાત્મક મન સતત તેની સાથે જોડાયેલું રહે છે અને તે જ બધાનું

ઉદ્‌ભવસ્થાન છે. બે પ્રયોગો કરવા જેવા છે.

૧. મનને શાંત કરી ચિંતન કરો. ચિંતન કરવાથી જ તમે તમારી જાત ભણીની

જાત્રા કરી શકશો અને સાચી જાતને જાણી શકશો. સારી રીતે જીવવા અને મરવા માટે

આત્મવિશ્વાસ અને સ્થિરતા પ્રાપ્ત કરી શકશો. તમારી જાતને આ ચિંતન-મનન કરવાની

ભેટ આપો. ચિંતન દરમ્યાન ખોટા વિચારોને દૂર રાખો.

૨. તમારી ચેતના વધારે અને તમને પ્રેમના અખૂટ ઝરણા તરફ દોરી જાય તેવી

સકારાત્મક જાહેરાતો રોજ કરતા રહો. કશુંક ખૂટે છે તેવી લાગણીને બદલે વિચારો કે મારી

પાસે ઈચ્છવા યોગ્ય બધું જ હાજર છે - ખાલી તેની સાથે સંબંધ બંધાવો બાકી છે. મારા

વિચારો એ જ ઈશ્વરીય દિશામાં છે તેથી તે મને મળશે જ.

તમારું અર્ધજાગૃત મન જે તમને વારંવાર નાસીપાસ કર્યા કરે છે તેનું નામ બદલી તેને

‘ટેવ’ કહો. ટેવ એટલે એક જ માર્ગ જે તમે વારંવાર પસંદ કર્યો છે. બીજી પસંદગીને પણ

તક આપો. તમને આગળ ઉપર ખ્યાલ આવશે કે આ વિચારને રોજબરોજની જિંદગીમાં

કેવી રીતે અમલમાં મૂકી શકાય.

૧. અર્ધજાગૃત મનનાં બહાનાંઓને ઓળખો : અજાણતાને જાણમાં લાવવાથી

જ્ઞાનમાં વધારો થાય છે. જો તમારું જ્ઞાન અજ્ઞાન તરફથી મોઢું ફેરવી લેશે તો અજ્ઞાન ભયંકર

બની જશે. જૂના અર્ધજાગૃત વર્તન એટલે ટેવને જાણીને તમે તેનો ઉપાય કરી શકો છો.

અર્ધજાગૃત મનનાં બહાનાં અને ટેવો પર આધાર રાખવો ખોટો અને ભયજનક છે.

તમે જાતે જ નક્કી કરો : અત્યારે સ્વયંભૂ લાગતા મારા અર્ધજાગૃત મનના

વિચારોને હું જાતે જ બદલી શકીશ. બહાનાંઓને ભગાડવા તમારી જાતને મદદ કરતા

રહો.

૨. ‘સારાં કાર્ય કરો’ એ તમારો જીવનમંત્ર બનાવી દો. ખરાબ વિચારો તમને

આગળ વધતાં રોકે છે, જ્યારે સારા વિચારો તમને આનંદ, સફળતા અને સ્વાસ્થ્ય તરફ

દોરી જાય છે.

એક નાની ચીની વાર્તા વાંચો :

જૂના જમાનામાં એક ચીની સાધુ એક ઝાડ પર ધ્યાન કરવા બેસતા. વરસાદ હોય કે

વાવાઝોડું, સાધુ તો ધ્યાનમાં મગ્ન રહેતા. રસ્તે જતાં-આવતાં લોકો પોતાની મુશ્કેલીમાં

તેમની સલાહ લેતા. જોતજોતામાં તો તેઓ પ્રસિદ્ધ થઈ ગયા. દૂરદૂરથી લોકો તેમની સલાહ

લેવા આવવા લાગ્યા. એક વાર એક રાજાને જ્ઞાની સાધુની સલાહ લેવાનું મન થયું. ગાઢ

જંગલમાં તેમણે જ્ઞાની સાધુને શોધી નાખ્યા. રાજાએ સાધુને પોતાની મુશ્કેલી જણાવી.

ઉત્તરની આશા સાથે તેણે રાહ જોઈ, પણ કંઈ જવાબ મળ્યો નહીં. રાજાએ ફરી પોતાની

મુશ્કેલી જણાવી અને કહ્યું : બુદ્ધનો સારામાં સારો ઉપદેશ શું છે?

જ્ઞાની સાધુએ ટૂંકમાં જ જણાવ્યું : સારા કર્મ કર. ખરાબ કર્મથી દૂર રહે. રાજાને તો

આ સાંભળી નવાઈ લાગી. આવી સાદી સલાહ? થોડી ઉદ્ધતાઈથી રાજા બોલ્યો : આ તો હું

ત્રણ વર્ષનો હતો ત્યારથી મને ખબર છે!

સાધુએ કહ્યું : સાચી વાત છે! ત્રણ વર્ષનું બાળક પણ આ જાણે છે, છતાં એંશી વર્ષના

વડીલને તે કરવું અઘરું લાગે છે!

એંશી વર્ષના વડીલને તે કરવું અઘરું લાગે છે! સારાં કામ કરવા અઘરાં લાગે ત્યારે

ત્રણ વર્ષના બાળકની સલાહ લો. તમારું મન ચીલાચાલુ વિચારોમાં અટવાઈ જાય તે પહેલાં

તે વિચારોને પૂરા સાંભળો, જાણો અને જરૂર લાગે તો બદલો.

પ્રકરણ-૩

તમારી બહાનાંઓની યાદી

‘માણસ સભાન પ્રયત્નો દ્વારા જ પોતાની જિંદગી સુધારી શકે.’ હેન્રી ડેવિડ થોરોનું

આ વાક્ય કેટલું અર્થસભર છે! લોકોને ઘણી વાર લાગે છે કે હું હતાશ લોકોને આશા આપું

છું - ‘પોલિયાના’ની જેમ. એક વાર પોલિયાના નિરાશ અને હતાશ લોકોના ગામમાં આવી

ચડી. જોતજોતામાં તેના ઉત્સાહનો લોકોને ચેપ લાગી ગયો. લોકોમાં આશાનો સંચાર થયો.

મને લોકો તેની ઉપમા આપે છે તે મને બહુ ગમે છે.

થોરો આ ભ્રષ્ટ દુનિયા છોડી કુદરતી જીવન જીવવા વૃક્ષો અને પ્રાણીઓ વચ્ચે જઈ

વસ્યા. આનંદમગ્ન સભાનતાનું એક ઝરણું તેમને મળ્યું. તેમણે કહ્યું : તમારી અંદર રહેલા

અગમ્ય આનંદને જાણો. આ દૈવી અંશ તમારું આવશ્યક અંગ છે. જાગૃત થઈ તમારા

અંતરમન પર વિશ્વાસ રાખવાનું શરૂ કરો અને બહાનાં છોડો!

આ શબ્દોને ધ્યાનમાં રાખો : જાગૃતિ, નિઃશંકા, ઉન્નતિ.

૧. બહાનાંઓ ફગાવી દઈ મળેલી જાગૃતિથી ચીલાચાલુ રૂઢિઓને પડકારવા આ પુસ્તક

તમને પ્રેરશે. રૂઢિઓને પડકારો અને ઉત્કૃષ્ટ જીવન જીવો.

૨. બહાનાંઓ ભગાડવાની તમારી પાસે લાજવાબ અને નિશંક શક્તિ છે.

૩. તમે કોણ છો અને તમે શું બનો છો તે જવાબદારી તમારે શિરે લઈ તમે ઊંચા ઊઠો

છો. એક સામાન્ય જિંદગીને તમે ઉન્નતિ તરફ લઈ જાઓ છો.

૪. અર્ધજાગૃત મનમાં છુપાયેલ બહાનાંઓ દૂર કરી તમારી ઈચ્છાઓને જાગૃત મનમાં

લાવો અને પૂર્ણ કરો.

તમારા જીવનને ઉત્કૃષ્ટ બનાવવાની તમારી અમાપ શક્તિને જાણો અને માણો.

એક સલાહકાર તરીકે, શિક્ષક તરીકે, વાલી તરીકે કામ ન કરવાનાં અનેક કારણો

(બહાનાંઓ) મેં સાંભળ્યા છે. તેની યાદી નીચે મુજબ છે.

૧. તે બહુ અઘરું હશે !

તમને પૂરતાં કારણો મળી રહેશે આ બહાનું બતાવવા. વર્ષો પહેલાં ધૂમ્રપાન છોડવાનો

વિચાર કરતાં હું આ જ બહાનું આગળ ધરતો. વ્યસની હું સિગારેટ હાથવગી જ રાખતો

એટલે ધૂમ્રપાન છોડવું મુશ્કેલ જ બને ને! એક વાર મનમાં નક્કી કરો તો કંઈ જ મુશ્કેલ

નથી!

૨. તે જોખમી હશે !

બહાનું તો સારું છે પણ તમારામાં સામનો કરવાની તાકાત હોય કે બીજા વિકલ્પો

આનાથી પણ વધુ જોખમી હોય તો આ બહાનું ન ચાલે!

હું જે માનું છું તે પરૂ ા જાશે થી જાહરે કરવા માટે મેં વહારે લે ા જાખે મને ઘણા બધાએ

વખાણ્યું છ.ે જો કે પાત્ે ાાના વિચારો જાહરે કરવામાં જાખે મ શ?ું કાઈે પણ વસ્તુ ૧૦૦% જાખે મ

વિનાની ન હાઈે શક.ે ટીકાના વિરાધે ની બીકથી ચપ્ૂ ા રહવે ું વધુ જાખે મી હાઈે શક.ે મનની વાત

કહવે ી અટે લે ટીકા કરવી? મને મળતી માટે ા ભાગની ટીકાઓ હકારાત્મક હાયે છ!ે

જોખમની બીક તમને કોઈ પણ કામ કરતાં રોકે. જોખમ ખેડવું જ ન હોય અને

બધાંને ખુશ રાખવા હોય તો તમે આ બહાનાનો ભોગ બની જશો. લોકોના અભિપ્રાયથી

ડરશો કે હારજીતના ફેસલાથી ડરશો તો આગળ કેવી રીતે વધશો? જોખમ ન લેવાથી મળતી

શાંતિ વધુ જોખમી છે! કેરીથી લદબદ આંબો ખંખેરવાનું જોખમ ન લો તો કેરી ક્યાંથી મળે?

૩. તે બહુ સમય લેશે !

શું આ વાજબી કારણ છે કે આગળ ન વધવાનું બહાનું છે? જો તમે વર્તમાનમાં જ

જીવતા હો અને વર્તમાનમાં જ વિચારતા હો તો લાંબું-ટૂંકું શું? જે છે તે આ પળ છે. જે

કરવાનું છે તે અત્યારે કરવાનું છે. મનોવિજ્ઞાની ડૉ. મુરે કાયમ એક રમૂજી વાત કરે : તેમને

એક બહેન મળવા આવ્યાં. બહેનને આગળ ભણવું હતું, પણ ઉંમર વધી ગઈ છે માની

ખચકાતાં હતાં.

ડૉ. મુરે : તમારી ઉંમર શું છે?

બહેન : ૪૫ વર્ષ.

ડૉ. મુરે : પાંચ વર્ષનો આ અભ્યાસક્રમ તમે પૂરો કરશો ત્યારે તમારી ઉંમર શું થશે?

બહેન : ૫૦ વર્ષ.

ડૉ. મુરે : જો તમે ભણવા ન જાવ તો પાંચ વર્ષ પછી તમારી ઉંમર શું થશે?

બહેન : ૫૦ વર્ષ!

તમે ભણો કે ન ભણો, કંઈ કામ કરો કે ન કરો, સમય તો પોતાનું કામ કરવાનો જ

છે! વર્તમાનને જાણો અને સમયને ઓળખો. જે છે તે આ એક જ વર્તમાનની પળ છે! તેના

ઉપર જ ધ્યાન આપો. હજારો માઈલની સફર કરવા પહેલું પગલું તો ભરવું જ પડશે ને!

૪. કુટુંબીઓને નહીં ગમે !

હું બદલાઈશ તો લોકો કેવી કેવી ટીકાઓ કરશે અને મારા કુટુંબનું / મા-બાપનું /

પત્નીનું / બાળકોનું શું થશે? તે ડરથી કેટકેટલા માણસો એક જ રઢમાં પોતાનું જીવન જીવ્યા

કરે છે, તે એક સલાહકાર તરીકે હું વર્ષોથી જોતો આવ્યો છું. જો વિચારસરણીમાં કંઈક નવું

બતાવીએ તો કહે : ‘મને તો બહુ ગમે પણ મા-બાપ માને નહીં!’ કે ‘મારા વડીલોને મોટો

આઘાત લાગશે’ કે ‘મારી પત્ની આત્મહત્યા કરશે’!

હું કુટુંબપ્રથામાં માનું છું. મારે આઠ સુંદર બાળકો છે. નેવું વર્ષની માતા છે અને બે

ભાઈઓ છે. બધાંને હું બહુ ચાહું છું. પણ મારી જિંદગી તો હું મારા પોતાના જ વિચારો

પ્રમાણે જીવીશ, બીજા કોઈના નહીં.

તમે તમારા કુટુંબની મિલકત નથી. તમે બહોળા માનવપરિવારના સભ્ય છો. કુટુંબના

દરેક સભ્યની આશા અને માંગણીઓ પૂરી કરવા તમે બંધાયેલા નથી. તમારે તમારી જિંદગી

જીવવાની છે, તમારું સંગીત રેલાવવાનું છે. તમે તમારી રીતે જીવશો તો કુટુંબીઓ પણ

તમને માનની લાગણીથી જોશે. નાત-જાત અને કુટુંબના વાડામાંથી નીકળી રૂઢિગત

વિચારસરણી બદલો.

૫. શું હું તેને યોગ્ય છું?

‘આત્મસન્માન’ વિષેના એક પુસ્તકમાં ગ્લોરિયા સ્ટીનેમ લખે છે : ‘આત્મસન્માન

સિવાય કંઈ નથી.’ આત્મસન્માન ન હોવાથી લોકો પોતાની અયોગ્યતાનું બહાનું કાઢે છે.

મેં લોકોને બોલતાં સાંભળ્યાં છે : ‘મારું કંઈ કામ જ નથી થતું.’ કે ‘બીજાઓ આગળ વધી

ગયા અને હું રહી ગયો. મારામાં જ કંઈ ભલીવાર નથી’ વગેરે.

આ બહાનું જાણે પોતાની અયોગ્યતા પુરવાર કરવામાં માને છે. ‘હું યોગ્ય જ નથી’

માનીને અસફળતાની અસહ્ય પીડા તમે સહી શકો છો. પણ સાચી વાત તો એ છે કે તમે પણ

બીજા જેટલી જ યોગ્યતા ધરાવો છો.

આનંદ, સફળતા અને સ્વાસ્થ્ય મેળવવા તમે અયોગ્ય છો તે માનવું સત્યથી બિલકુલ

વેગળું છે. આ બહાનું તમને નિરાશાના વાદળમાં ઘેરી રાખશે અને તમને કોઈ પણ કામ

કરતા રોકી રાખશે. આજ પછી આ બહાનાને તમારા જીવનમાંથી કાઢી નાંખજો.

૬. હું આવો જ છું.

‘હું આવો જ છું’, ‘ભગવાને મને જન્મથી જ આવો ઘડ્યો છે’, ‘મારો સ્વભાવ જ

આવો છે’ વગેરે બહાનાં તમે રોજ સાંભળતાં હશો. આ પુસ્તકની શરૂઆતમાં જ આપણે

વારસાગત અને સ્વભાવગત ખામીઓ દૂર કરવાનાં અનેક સંશોધનો વિષે વાત કરી. હવે

આ બહાનું તો ખંખેરી જ નાંખો!

હું ચોક્કસપણે માનું છું કે તમે તમારું નસીબ ઘડવા પૂરેપૂરા સમર્થ છો. તમે તમારી

જાતને અત્યારે છો તેવી જ જોઈ છે, પણ તેને તમે બદલી શકો છો. હેન્રી ડેવિડ થોરો સાચે જ

કહે છે : ‘તમે સાચા રસ્તે ચાલો તો તમે કેટકેટલું કરી શકો છો તે જાણીને તમને આશ્ચર્ય

થશે!’ તમે ઊંચા ઊઠતા જશો તેમ તેમ કુદરત પણ તમને અનુકૂળ થતી જશે.

તમે હજી સુધી અમુક જાતના રહ્યા છો તે જ પૂરતું કારણ છે બદલાવાનું. ‘‘હું ગરીબ/

શરમાળ / જાડો / દુઃખી છું. જો હું આવો હોઉં તો હું આ ઘડીથી જ બદલાવાનું શરૂ કરીશ. જો

માણસનો સ્વભાવ બદલાય તેવો ન હોય તો પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. પરિસ્થિતિનો

માત્ર દશમો ભાગ માનવ સ્વભાવને કારણે ન બદલાય તેવો છે. બાકીનો મોટો ભાગ તો

બદલાય તેવો છે. તમારો સ્વભાવ બદલવાની શરૂઆત કરો. ’’ એમ બર્ટ્રાન્ડ રસેલ કહે છે.

૭. મને તે ન પરવડે.

ભાગ્યે જ કોઈ દિવસ હશે જ્યારે આ બહાનું મને સાંભળવા ન મળ્યું હોય. ‘હું

કોલેજ ન જઈ શક્યો કારણ કે ફી મને પરવડી નહીં!’ ‘હું ફરવા ન જઈ શક્યો કારણ કે તે

મને પરવડે નહીં!’ ‘મારે ધંધો કરવો હતો પણ કુટુંબના ભરણપોષણ માટે મારે નોકરી કરવી

જરૂરી હતી!’ આવા પાંગળાં બહાનાંઓ હાજર જ હોય!

કુદરતની વિપુલતા તમારામાં છલકાય છે. તમને ક્યારેય પણ નાણાકીય તકલીફ

પડે તો તેને માત્ર બહાનું ગણી ફગાવી દેજો. કુદરતી સમૃદ્ધિથી તમે સભાન થશો તો ‘આ

મને પરવડે નહીં’ કહેવાને બદલે તમે કહેશો : ‘મને જે જે વસ્તુઓની જરૂર છે તે મારે માટે

હાજર જ છે!’ જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરી તમારી જિંદગીને ઊંચા સ્તરે લઈ જાઓ.

તમારી જાતમાં જ આનંદ, ઉમંગ અને શાંતિ ભરો, જેની સાથે પૈસાને કોઈ લેવાદેવા

નથી. કુદરતનો ખજાનો (હવા, પાણી, સૂર્ય, ચાંદો, જમીન) તમારે માટે હાજર છે. તમારું

સતત ચાલતું હૃદય, શ્વાસ-ઉચ્છવાસ, ખાવાનું પાચન, કાન, આંખ ... કેટકેટલી વસ્તુઓ

તમારી પાસે છે! આ બધું જે તમારી પાસે છે તે પરવડવાની હદની બહાર છે! તમારે શું કરવું

છે, ક્યાં રહેવું છે તેની શોધ શરૂ કરો.

ચાર વર્ષ કામ કર્યા બાદ તમે કોલેજ જવાનું નક્કી કરો છો ત્યારે પૈસાની ખેંચ તમને

કોલેજ જતા રોકી નહીં શકે. કેટલો ખર્ચો થશે તે તમને ખબર છે એટલે જ કોલેજ ભણવાની

ઈચ્છા પૂરી કરવા ક્યાંથી નાણાકીય સહાય મળી શકે તે તમે શોધી કાઢશો. સરકારી સહાય,

ટ્યુશન કલાસ, બેંકની મદદ - કેટલાય વિકલ્પો તમે વિચારી લેશો. એક યોજના ન કામ કરે

તો બીજી અપનાવશો, પણ કોલેજ તો જશો જ. ઓસ્કાર વાઈલ્ડના શબ્દોમાં : ધનવાનો

કરતાં પૈસાનો વધુ વિચાર કોણ કરે છે? ગરીબો. તેઓ પૈસા સિવાય કંઈ વિચારી જ ન શકે.

‘પૈસા નથી’ એમ વિચારવાને બદલે ‘પૈસા ક્યાંથી બને?’ તે વિચારવું જોઈએ. ફોર્ડે સાચે જ

કહ્યું છે : ‘કંઈક કરી શકવાની કે ન કરી શકવાની તમારી માન્યતા સાચી જ ઠરે છે.’

૮. મને કોઈ મદદ નહીં કરે.

આ બહાનામાં કંઈ સત્ય નથી. આ જગત તમને મદદ કરવા ઊછળી પડતા લોકોથી

ઊભરાય છે. પણ જો તમે માનશો કે તમને કોઈ મદદ નહીં કરે તો તમે સાચા ઠરશો. ‘હું

ક્યાંકથી પણ મદદ મેળવી શકીશ’ એવો વિચાર જો તમારામાં દૃઢ થશે તો તમને જરૂર મદદ

મળશે. ખાતરી રાખો કે ‘હું જરૂરી માણસોને ઓળખું છું અને સાચા સમયે મને સાચી સહાય

જરૂરથી મળી જશે.’ તમારી અંતઃસ્ફુરણા સાથે તે ઊર્જા જોડાઈ જશે. તમે જ વિશ્વ છો અને

તમે તેમાંથી જ જન્મ્યા છો. આત્મવિશ્વાસ ગુમાવવો તેનો અર્થ કે તમે વિશ્વની સાથે નથી.

તમને પોતાના માટે શંકા થાય છે તેનો અર્થ કે તમને વિશ્વ માટે શંકા થાય છે. તમારી સાથે

હરસમય કોણ છે તે જો તમે જાણો તો તમને ક્યારેય શંકા કે ડર ન થાય. સર્વશક્તિશાળી

ઈશ્વર તમારી સાથે છે, માટે ‘મને કોઈ મદદ નહીં કરે’નો ડર કાઢી નાંખજો. તમને જે જરૂરી

છે તે મળશે જ. દશે દિશામાંથી મદદ આવી મળશે. જરૂરી પૈસા મળી રહેશે, જરૂરી માણસો

આવી મળશે, સંજોગો સાનુકૂળ બનશે. અકલ્પ્ય સુમેળ સર્જાશે.

૯. આવું પહેલાં ક્યારેય બન્યું નથી.

‘આવું ક્યારેય બન્યું નથી’ માની ભૂતકાળના ગુલામ ન બનશો. તેને ભૂલી જજો.

પાણીમાં પડતા હોડીના લિસોટા જેવું તે ક્ષણજીવી છે. હોડીના લિસોટા કંઈ હોડીની દિશા ન

બદલી શકે. તેવી જ રીતે તમારો ભૂતકાળ તમારું ભવિષ્ય ન બદલી શકે. મનમાં નવા નવા

નિશ્ચયો કરતા રહો અને નક્કી કરો કે : ‘હું મનથી જે ધારું તે કરી શકું છું. મારા ભૂતકાળને

મારા ભવિષ્ય સાથે કોઈ સંબંધ નથી. જે પહેલાં નથી થયું તે થશે. હું મારા ભૂતકાળનો

ગુલામ નથી.’

ભૂતકાળ એટલે રાખનો ઢગલો,

ભૂતકાળ એટલે વાઈ ગયેલો પવન,

અને અસ્ત થયેલો સૂર્ય.

આ જગતમાં કંઈ જ નથી,

સિવાય આવતીકાલોનો દરિયો

અને આવતીકાલનું પ્રભાત.

ભૂતકાળ છોડી નવા દિવસના સુપ્રભાતનું સ્વાગત કરો. ૬૮ વર્ષે હું ભરદરિયે ડોલ્ફિન

સાથે રમવા ગયો. ભૂતકાળમાં ક્યારેય આવું કર્યું નથી તેમ હું ચોક્કસ કહી શક્યો હોત. તેને

બદલે તેનો લહાવો લેવાનું મને યોગ્ય લાગ્યું. કેટલું રોમાંચક હતું! ‘આવું ક્યારેય કર્યું

નથી’નો વિચાર કાઢી નવા વિચારો અપનાવો. અને જીવનમાં જ્યાં પણ છો ત્યાં સમૃદ્ધિ,

સ્વાસ્થ્ય અને આનંદનું સર્જન કરો.

૧૦. હું એટલો મજબૂત નથી.

‘હું આટલો મજબૂત નથી’ એવો વિચાર જ તમને પાછા પાડી દે છે. વર્ષોની આ

માન્યતા જ તમને તન-મન-ધનથી પાછા પાડી દે છે. એક નાની અમથી ટીકા જ તમને ઢીલા

કરી દે છે. એકલા મુસાફરી કરવી, એકલા જીવવું, એકલા જિંદગીનો સામનો કરવો ... શું

બહાનું કાઢશો?

મેં વર્ષો સુધી યુનિવર્સિટીમાં અમેરિકાનો ઇતિહાસ ભણાવ્યો છે. સમુદ્રને પેલે પાર

આવેલી બ્રિટિશ મહાસત્તાના સકંજામાંથી તેઓ કેવી રીતે બચી શક્યા તેનું મને કાયમ

અચરજ થતું. બ્રિટિશરોનો સંદેશો રહેતો : ‘અમે બળવાન છીએ. તમે નિર્બળ છો.’ એક

મોટા માનસિક બદલાવની જરૂર હતી. અમેરિકનોએ તે વિકસાવ્યો. પેટ્રિક હેન્રીએ લલકાર

કર્યો : ‘ભગવાને આપેલી શક્તિનો ઉપયોગ કરીએ તો આપણે ક્યારેય કાચા ન પડીએ. આ

કંઈ બળવાનોનું યુદ્ધ નથી - આ તો જાગ્રૃત, સક્રિય અને બહાદુરોનો ખેલ છે.’ આપણે પણ

જો આ ધ્યાનમાં રાખીએ તો મજબૂત બનીએ અને સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને આનંદ પામીએ.

ગાંધીજીના આ શબ્દો યાદ રાખીએ : તાકાત શારીરિક બળથી નહીં, આંતરિક મનોબળથી

આવે છે.

૧૧. હું પૂરતો ચાલાક / બુદ્ધિશાળી / હોંશિયાર નથી.

તમારી બુદ્ધિ કોઈ પરીક્ષાથી મપાય નહીં કે શાળાનું પ્રગતિપત્રક પણ તેને માપી શકે

નહીં. તમારા વિચારો, તમારી માન્યતાઓ તમારે શું બનવું છે તે ઈચ્છાઓ તમારી પોતાની

છે. જો તમે તેની કલ્પના કરી શકો તો તે કલ્પના અને કલ્પનાને કાર્યમાં રૂપાંતર કરવાનો

તમારો જુસ્સો જ પૂરતો છે, તમારી વિલક્ષણતા જાગૃત કરવા. તમે વિલક્ષણ નથી તેમ

માનશો નહીં. તમારું મન ઈશ્વરના મનનો જ એક ભાગ છે તો તે ઓછું સક્ષમ કેમ હોય?

બુદ્ધિના આ અમાપ સાગરમાંથી જ તમે નથી બન્યા? તો તમે ઓછા બુદ્ધિશાળી કેવી રીતે

હો? જ્યારે તમને લાગે કે તમે ઓછા ચાલાક છો ત્યારે ખરેખર તો એ તમારા કુટુંબીઓ કે

શિક્ષકોએ કરેલું અનુમાન માત્ર છે. તેમના નકારાત્મક વલણની સામે તમે પોતાની જાતને

પ્રોત્સાહન આપી શકો કે તમારી બુદ્ધિના અગાધ ખજાનાને તેઓ માપી જ ન શકે. જો તમે

તમારો જુસ્સો અને અથાગ પ્રયાસોને વિચારોમાં મૂકી શકો તો તમારી વિલક્ષણ જાતને જરૂર

પામી શકો. તમને એવું પણ લાગે કે તમારું મન તે સ્તર પર નથી તો ‘મગજને કેળવો,

બુદ્ધિને બદલો’ નામના પુસ્તકના લેખિકા શેરોન બેગ્લીને સાંભળો : ‘‘દવાઓથી નહીં,

મનોબળથી મનને બદલી શકાય. વૈકલ્પિક રીતે વિચારવાની જાગૃત ક્રિયાથી મગજની

ક્રિયાશક્તિ બદલી શકાય. બૌદ્ધ વિચારસરણી પ્રમાણે વિચારો અને ધ્યાનથી તમે મગજને

બદલી શકો છો. મનોબળ એક જ એવી શક્તિ છે જે મનને બદલી શકે.’’

એટલે તમારું મન કદાચ કાચું પણ હોય તો તમારામાં જ તે બદલવાની શક્તિ છે.

તમારા વિચારો તમારી વિલક્ષણતાનો જ પુરાવો છે તેમ માનો. ઓસ્કાર વાઈલ્ડને ન્યૂયોર્ક

શહેરના કસ્ટમ ઓફિસરે તેમની પાસે (કસ્ટમ લઈ શકાય તેવી વસ્તુ) કંઈક હોય તો જાહેર

કરવા કહ્યું. તેમણે સરસ જવાબ આપ્યો : ‘મારી પાસે મારી વિલક્ષણતા સિવાય જાહેર કરવા

જેવું કંઈ નથી.’ તેઓ ખરેખર સાચા હતા.

જ્યારે તમને તમારામાં વિશ્વાસ હોય ત્યારે તમને તમારા ઘડનારામાં પણ વિશ્વાસ

હોય. તમારા ઉચ્ચ વિચારો અને જુસ્સા પર વિશ્વાસ રાખો અને આગળ વધો.

૧૨. હવે તો ઉંમર થઈ ગઈ (હજી તો હું નાનો છું).

જૂના વિચારો બદલવામાં તમારી ઉંમર ખરેખર અડચણ બની શકે છે. તમે ક્યાં

મોટા થયા છો તે મુજબ તમે ‘સાત વર્ષ સુધી સાઈકલ ન ચલાવી શકાય’, ‘૧૬ વર્ષ સુધી

ગાડી ન ચલાવી શકાય’, ‘પરણ્યા પહેલાં શરીર સંબંધ ન રાખી શકાય.’ ‘આ ઉંમરે હવે પ્રેમ

થાય?’, ‘હવે ૩૫ વર્ષે નવી નોકરી ન મળે ....’ એવું ઘણું સાંભળ્યું હોય.

આ શરીરે સયૂર્ ફરતે કટે લી વાર ફરે ા ફર્યા છે તન્ે ો જ ઉંમર સાથે સબ્ં ાધં છ.ે પરત્ં ાુ ઉંમરથી

મક્ુ ત શરીરની પાસે ઘરડું ન થાય તવે ું મન છ,ે જે તમને મદદ કરવા હરદમ તયૈ ાર છ.ે

બાળક તરીકે તમારી પાસે કેટકેટલાં સપનાંઓ હતાં!. ‘હજી જરા મોટો થા’ એમ

મન કહેતું. અને જોતજોતામાં મન કહેવા લાગ્યું, ‘હવે ઉંમર થઈ! બહુ થયું!’ બંનેની વચ્ચે

તમે ક્યાં અટવાઈ ગયા?

તમારા વિચારોને કોઈ ઉંમર નથી, કોઈ સીમા નથી, કોઈ શરૂઆત નથી કે કોઈ

અંત. તમે જ્યારે ઉંમરની વાત કરો છો ત્યારે આ શરીરની ઉંમરની વાત કરો છો. પણ

શરીર ઉપર મનની અસર કેટલી? લાઓત્સે કહે છે : મારી કોઈ ઉંમર નથી. મારું મન જે ધારે

તે કરવા શરીર તૈયાર થઈ શકે છે. મારાં સપનાંઓ પૂરાં કરવામાં શરીર કોઈ બાધા નથી

નાંખતું. મારું મન મુક્ત છે અને તેથી શરીર પણ.

મારા જીવનના જ બે પ્રસંગો આલેખું છું. મોટી ઉંમરે આઠ વર્ષ કોલેજમાં ગાળી મેં

ત્રણ ડિગ્રીઓ લીધી. હું તો મારું સપનું જીવી રહ્યો હતો. મને બીજા કશાની કંઈ તમા ન

હતી. બીજું, ૬૫ વર્ષે બધી ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યા બાદ તાઓ તે ચીંગને વાંચ્યા બાદ

તેમના ૮૧ પાઠ પર મોટું પુસ્તક લખ્યું : ‘તમારા વિચારો બદલો, તમારી જિંદગી બદલો’.

હું ઘરડો થયો તેવું મને લાગ્યું જ નહીં. જીવનભર અનેક નાના-નાના પ્રસંગોએ મેં ઉંમરને

ગણકારી જ નથી. ૪૨ વર્ષે લાંબા અંતરનો દોડવીર બન્યો. ૧૭ વર્ષે પહેલી નવલકથા

લખી. ૬૮ વર્ષે પણ મને જે કરવું છે તે હું કરીશ જ. અદાકારી અને ફિલ્મ બનાવવાની નવી

કારકિર્દી ઘડવા હું તૈયાર છું.

૧૩. ધારાધોરણ કે નિયમો મને નહીં કરવા દે.

હેન્રી ડેવિડ થોરો કહે છે : ‘માણસ પોતાના મિત્રો સાથે તાલ ન મિલાવી શકે તો જરૂર

તેને કોઈ બીજું સંગીત સંભળાતું હશે.’ દરેકના જીવનમાં ક્યારેક તો એવો સમય જરૂર આવે

છે જ્યારે તે માત્ર પોતાના મનનું સંગીત સાંભળે છે. પણ સમાજનાં ધારાધોરણો કદાચ તેને

તે મુજબ વર્તવા નથી દેતાં.

બર્ટ્રાન્ડ રસેલના મત મુજબ બાળપણથી જ બાળકોને ચીલાચાલુ માર્ગે દોરવામાં

આવે છે. કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, શું કરવું, શું ન કરવું, વડીલોની સલાહ લેવી,

કુટુંબ નજીક રહેવું ... વગેરે વગેરે. આ બધું તમને તમારા અંતરઆત્માના અવાજથી દૂર

રાખે છે.

કાયદાની સમજ વિનાની તાબેદારી સમાજ માટે અને વ્યક્તિ માટે ખતરનાક છે.

ઇતિહાસના નીચ અને હીણાં કામો કાયદા અને નિયમોને આધીન જ થયાં છે. માટે પોતાના

અંતરઆત્માને સાંભળો અને બીજાને હેરાન કર્યા વગર આગળ વધો. તાઓ તે ચીંગ કહે છેઃ

જ્યારે ઈશ્વરની મોટાઈ હાજર હોય છે,

ત્યારે કાર્યો પોતાના હૃદયમાંથી ઉદ્‌ભવે છે.

જ્યારે ઈશ્વરની મોટાઈની કમી હોય છે,

ત્યારે કાર્યો ‘ન્યાય અને સારપ’ના નિયમોને આધીન હોય છે.

૧૪. કામ બહુ મોટું છે.

આ બહાનું એટલું જોરદાર છે કે લોકો સ્થગિત થઈ જાય છે. ખરેખર તો વિચારોને

ઊલટા કરવાની જરૂર છે. મોટું વિચારીને સફળ ન થવાય. તેને માટે તો ઝીણું ઝીણું વિચારવું

પડે. આ વાત જો તમે સમજી જાવ તો મોટાં કામો પાર પાડી શકો. દા.ત. વજન ઉતારવું,

વ્યસન છોડવું, પીએચ.ડી. કરવું, નવું ઘર બનાવવું. તાઓ આમ સમજાવે છે :

મુશ્કેલી નાની હોય ત્યારે જ તેનો સામનો કરો,

મોટાં કામો નાનાં હોય ત્યારથી જ કરવા શરૂ કરો,

ડાહ્યો માણસ ક્યારેય બહુ મોટું કામ હાથ પર નથી ધરતો,

અને એથી જ તે મહાનતા પ્રાપ્ત કરે છે.

આ શબ્દો વિરોધાભાસી લાગે છે પણ આ બહાનાનો સચોટ ઉપાય છે.

મારા ઘરની સામે બાર માળનું મકાન બની રહ્યું છે. એક ઉપર એક ઈંટ મૂકીને

ચણતર થશે આ મોટી ઈમારતનું! તેવી જ રીતે ૫૦ કિલો વજન ઉતારવા કે વ્યસન છોડવા

કે પીએચ.ડી. કરવા ધીમે ધીમે આગળ વધો. મોટાં મોટાં કામ કરવા ધ્યેય તરફ એક એક

ડગલું ભરતાં રહો. તમે એક જ વારમાં બીડી કે દારૂનું વ્યસન છોડી ન શકો. આ પળમાં

જીવો, નાના પણ મક્કમ પગલે મોટા ધ્યેય તરફ પ્રગતિ કરતા રહો.

૧૫. મારામાં તાકાત નથી / હું થાકી ગયો.

અજાણતાં જ ‘હું થાકી ગયો’, ‘હું ખેંચાઈ ગયો’, ‘મારામાં તાકાત જ નથી’ એવાં

વાક્યો સાંભળી આ બહાનું તમે ઘણી નાની ઉંમરથી શીખી લો છો. તમારી પાસે કામ ન

કરવાનું કારણ ન હોય ત્યારે આ બહાનું તરત આપી શકાય. તાકાત નથી - નું બહાનું કાઢીને

તમે તમારી ઘણી ક્ષતિઓ ચાલુ રાખી શકો છો. ‘મારે ખૂબ ભણવું છે પણ હું ખૂબ થાકી ગઈ

છું’ કે ‘મારે વજન ઉતારવું છે પણ મારામાં કસરત કરવાની તાકાત જ નથી’ કહી તમે જાતને

સમજાવી શકો છો.

પોતાનો પ્રમાદ કેવી રીતે ભગાડવો તે તમને ખબર ન હોય ત્યારે થાકનું બહાનું

આગળ આવે છે. થાકને શક્તિમાં કેવી રીતે ફેરવી શકાય? બાળકો ‘થાકી ગયાં’ની ફરિયાદ

કરતાં હોય ત્યારે વોટરપાર્ક જવાની વાત કરો તો? સાઈકલ પર ફરવા જવાની વાત કરો તો?

મનગમતી પ્રવૃત્તિ કરવામાં ક્યારેય થાક નથી લાગતો! થાકનું બહાનું બતાવી આપણે આપણા

પ્રમાદને પોસીએ છીએ. તમારા જીવનમાં શક્તિદાયક વિચારોને આમંત્રો. જીવનમાં સૌથી

જરૂરી છે ‘જીવંતતા’. જીવંતતા એટલે થાકેલા વિચારોની હકારાત્મક, આત્મસંતોષી વિચારો

સાથે અદલાબદલી!

થાક એ શરીરનાં રસાયણોની કમી નથી, મોટા ભાગે ચીલાચાલુ વિચારો અને બહાનું

છે. તમે જીવંત વિચારોથી તમારું પ્રોત્સાહન વધારી શકો છો. તમારી ઉંમર ગમે તે હોય,

આનંદ, સફળતા અને સ્વાસ્થ્યના ઉચ્ચ સ્તરો તમે સર કરી શકો છો.

માનસિક થાક ન લાગે તેવું કામ કરવાનું રાખો. તમે જે નથી કરી શકતા તેના વિચાર

છોડી જે કરવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ માનસિક વલણ રાખો તો ક્યારેય થાક

નહીં લાગે. શક્તિવાન જાગૃતિ કાયમ રાખો અને તમારા સંપર્કમાં આવતા દરેકને તે વહેંચો.

શક્તિમત્તા તો ચેપી છે, જીવંત વિચારોમાંથી તે જન્મે છે અને જૂના-નકામા વિચારોનો તે

નાશ કરે છે.

૧૬. આ મારો પારિવારિક ઇતિહાસ છે.

તમારું પરિવારમાં ચોક્કસ સ્થાન તો રહેવાનું જ. તેને માટે તમારો મત જે હોય તે,

પણ તે તમે બદલી ન શકો. તમે ઘરમાં સૌથી નાના હો અને બધાં તમારા પર હુકમ ચલાવતા

હોય તો નાનપણથી જ તમે ટેવાઈ જાવ. તમે નાના હો, મોટા હો, વચ્ચે હો, તમારા માબાપના

છૂટાછેડા થયા હોય ... જે હોય તે! એ બધું ભૂતકાળ છે, ભૂલી જાઓ! તમારા

કુટુંબીજનોએ સંજોગો અનુરૂપ તમારી સાથે વર્તાવ કર્યો. તેને આશીર્વાદ સમજી સ્વીકારી

લો! હા, આશીર્વાદ સમજી! તો જ તમે તેને વર્તમાનમાં શાંતિથી ભૂલી શકશો.

તમારી અસફળતા સમજાવવા જો તમે તમારો ઇતિહાસ જણાવતા હો તો તમને ઘણા

સાથીદાર મળશે. તમારા બાળપણમાં થયેલા મા-બાપના છૂટાછેડાએ તમને ઘણું શીખવ્યું

હશે. પણ તમે શું યાદ રાખશો? ત્રાસજનક અનુભવ? દુઃખી લગ્નજીવન કે ભગ્ન પ્રેમસંબંધ

માટેનું બહાનું? ભૂલી જાઓ આ બધું. પરિવારના દુઃખજનક પ્રસંગો યાદ કરો. બાળક તરીકે

તેને બદલવાની તમારી પાસે આવડત ન હતી, પણ અત્યારે છે. તે પ્રસંગોમાંથી જે શીખ્યા

તેનો આભાર માનો. દા.ત. દારૂડિયા પિતાને જોઈ દારૂ ન પીવાનું શીખો, ગરીબી યાદ કરી

આજે મળતાં પકવાનો સુખેથી આરોગો, અનાથાશ્રમમાં રહેવાથી જાતમહેનત શીખ્યાનો

આભાર માનો... જીવનના પીડાજનક, અપમાનકારી પ્રસંગોમાંથી પણ કંઈક શીખી તેમનો

આભાર માની આગળ વધો.

જૂના સમયને યાદ કરી શરીર બગાડો નહીં, રોગોને આમંત્રો નહીં. મનમાં ક્રોધ,

ધિક્કાર લાવો નહીં. તમે બાળપણના જખ્મો યાદ કરશો તો અત્યારે પણ તેવા જ પ્રસંગો

બનશે. તમને જે નથી ગમતું તે જ બન્યા કરશે.

તમારી માંદગી કે હારના પ્રસંગો યાદ કર્યા કરશો તો તમે માંદગી અને હારમાં જ

રહેશો. જૂના પ્રસંગો મનમાં જીવંત રાખશો તો દુઃખ અને ક્રોધમાં જ જીવશો.

તમારામાં અત્યારે એટલી જાગૃતિ તો છે જ કે જેનાથી તમે જૂના પીડાજનક પ્રસંગો

ભૂલી જેની સાથે તમારે જીવવું છે તેની સાથે પ્રેમથી જીવો. ભૂતકાળ ભૂલી વર્તમાનમાં

જીવો.

૧૭. હું બહુ કામમાં છું.

આ યાદી બનાવતા પહેલાં મેં ઘણા લોકો પાસે કામ ન કરી શકવાનાં કારણો મંગાવ્યાં

હતાં. ટોચ પર હતું ‘હું બહુ કામમાં છું’નું કારણ. જો તમે તમારા કામથી વધુ પડતા ખેંચાઈ

જતા હો તો યાદ રાખો - આ કામ તમે જ પસંદ કર્યું છે. તમારા જીવનનાં બધાં જ કામો તમે

જાતે પસંદ કરેલાં છે. તમારા પર કૌટુંબિક જવાબદારીઓ છે કારણ કે તમે તે સ્વીકાર્યું છે.

નાની નાની અસંખ્ય વાતો જે તમારે કરવી પડે છે તે તમે જ કરવાની સ્વીકારી છે અથવા

તમારામાં નકારવાની હિંમત નથી માટે કરો છો.

જિંદગીનું ધ્યેય છે સુખી થવાનું. તમે કામમાં જ ડૂબાડૂબ રહો છો સુખી થવાને બદલે,

તો આ પણ તમારી જ પસંદગી છે! આનંદથી ભરપૂર જિંદગી જીવવાને બદલે તમે કામ પર

પસંદગી ઉતારી છે. તમારે તમારી અગ્રતાના ક્રમને ફરી ગોઠવવો પડશે. મોટા ભાગના

માણસો મોટા ભાગના સમય માટે કામધંધામાં પરોવાયેલા રહે છે, કારણ કે માણસને

ખાલીપાનો ભય લાગે છે. તેને જીરવવાની રીત હજી તેણે શોધવાની છે. તમારા આત્માને

શૂન્યતામાં ભટકવા ન દેશો. જીવનમાં કાર્યોની અગ્રતા ગોઠવતાં શીખો.

• બિનજરૂરી માંગણીઓને નકારતાં શીખો.

• દરેક વસ્તુ કરવાની એક જ સાચી રીત નથી.

• મારી જિંદગી હું મારી રીતે જીવી શકું છું.

• બીજાને કામ સોંપતાં શીખો.

હું બહુ કામમાં છું એમ કહેવાને બદલે કહો કે મને મારી જિંદગી જીવવા સમય

જોઈએ છે - કોઈ પણ જવાબદારીમાંથી છટક્યા વગર.

જ્યારે પણ સમય મળે ત્યારે નીચેની બે પંક્તિઓ રટ્યા કરો : ‘‘શ્વાસ લેતાં હું મારા

શરીરને શાતા આપું છું - ઉચ્છ્‌વાસની સાથે એક સ્મિત આપું છું.’ આ પંક્તિઓ તમને શાતા

આપશે અને સ્મિત રેલાવશે.

હવે કામનું બહાનું નહીં ચાલે. કલાક કસરત કરો, નહીં તો ૨૪ કલાક માંદા રહો!

પસંદગી તમારે કરવાની છે!

૧૮. મને બીક લાગે છે.

મારા ઢગલો પત્રોમાં આ જ ફરિયાદો હોય છે : ‘મને એકલા રહેવાની બીક લાગે

છે.’ ‘મને નોકરી જવાની બીક લાગે છે.’ ‘મને ટીકાની બીક લાગે છે.’ ‘મને ઊંચાઈનો

ભય લાગે છે.’ જીવનમાં બે લાગણીઓનો સૌને અનુભવ થાય છે : પ્રેમ અને ભય. જો

આપણે આપણી જાતને પ્રેમ કરીએ તો ભય રહે નહીં. બાળપણથી મનમાં ઠસાવી દેવાય છે

કે હું જે કરું તેમાં હું સફળ ન થાઉં તો હું નકામો છું. અને આવી નકામી જિંદગી જીવવાનો

મને ડર લાગે છે. ડરનો આ માનસિક કીડો ફાલવા લાગે છે. તમે તેને સાચો ગણો છો પણ

તે તો બહાનું માત્ર છે.

રુઝવેલ્ટના કહેવા પ્રમાણે, ‘તમારે ફક્ત ડરથી જ ડરવાનું છે.’ મારો જ દાખલો

આપું. હું રોજ વિક્રમ યોગ કરું છું. તેમાં બે આસનો કરવાં બહુ અઘરાં. ઊંધા વળી એડી

પકડવાની! મને ઊંધા વળતાં જ ડર લાગે! ઊંધા વળો એટલે જાત પરનો સંયમ જતો રહે.મેં

ડરના કીડાને ભગાડી દીધો. મારી જાતને ઈશ્વરને સોંપી દીધી. જાતને પ્રેમ કરો અને ઈશ્વર

પર ભરોસો કરો. મારો ૬૦ વર્ષનો ભય ભાગ્યો અને આજે એ આસનો હું સરસ રીતે કરી

શકું છું.

નીચે બહાનાઅં ાન્ે ાી યાદી ફરી લખી છ.ે બહાનાઅં ો ભગાડી તમારે ઊંચા ઊઠવાનું છ.ે

૧. તે બહુ અઘરું હશે! હા, મારામાં તે કરવાની ક્ષમતા છે.

૨. તે ખતરનાક/જોખમી હશે! મારામાં સામનો કરવાની તાકાત છે.

૩. તે બહુ સમય લેશે! વર્તમાનમાં જીવો.

૪. કુટુંબીઓને નહીં ગમે! મારી જિંદગી હું મારા વિચારો મુજબ જીવીશ.

૫. શું હું તેને યોગ્ય છું? તમે પણ બીજાં જેટલાં જ યોગ્ય છો.

૬. હું આવો જ છું! તમારું નસીબ ઘડવા તમે સમર્થ છો.

૭. મને તે ન પરવડે. કુદરતની વિપુલતા તમારામાં છલકાય છે.

૮. મને કોઈ મદદ નહીં કરે. ઈશ્વર તમારી સાથે છે.

૯. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. ભૂતકાળના ગુલામ ન બનશો.

૧૦. હું એટલો મજબૂત નથી. ભગવાને આપેલી શક્તિનો ઉપયોગ કરીએ તો ક્યારેય

પાછા ન પડીએ.

૧૧. હું ચાલાક / ચતુર નથી. ભગવાને મને બનાવ્યો છે અને હું પણ બીજાઓ જેટલો જ

ચાલાક છું.

૧૨. હવે તો ઉંમર થઈ ગઈ (હજી તો હું નાનો છું). મારા શરીરની ઉંમરને ‘હું શું કરી

શકું’ તે સાથે કોઈ નિસ્બત નથી.

૧૩. ધારાધોરણો કે નિયમો મને તે નહીં કરવા દે. હું મારા અંતરઆત્માનો અવાજ

સાંભળી આગળ વધીશ.

૧૪. કામ બહુ મોટું છે. મુશ્કેલી નાની હોય ત્યારથી જ તેનો સામનો કરો. એક એક

ડગલું ભરી આગળ વધો.

૧૫. મારામાં તાકાત નથી. હું થાકી ગયો છું. હકારાત્મક વિચારોથી જીવંત રહો અને

રાખો.

૧૬. આ મારો પારિવારિક ઇતિહાસ છે. ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવો.

૧૭. હું બહુ કામમાં છું. અગ્રતાના ક્રમને ફરી ગોઠવો.

૧૮. મને બીક લાગે છે. ડરના કીડાને ભગાડી દો. જાતને ઈશ્વરને સોંપી દો.

તમને પાછા પાડતા અને કામ કરવા રોકતાં ૧૮ બહાનાંઓની યાદી તમે જોઈ.

ભાગ : ૨

કુટેવો ભગાડવાના સાત સિદ્ધાંતો

પ્રકરણ-૪

પહેલો સિદ્ધાંત : સભાનતા અને જાગૃતિ

તમે ક્યાં ભરાયા છો / અટક્યા છો તેની સભાનતા તમને બહાર નીકળવામાં મદદ

કરશે. સભાનતા કેળવવી એ પ્રાથમિક પ્રવૃત્તિ છે - જે મનની આંખો ખોલી તમારી જાત

સુધી, અંતરમન સુધી પહોંચાડશે. તમારી માન્યતાઓ અને વિચારોમાં દિવસો અને વરસો

જીવી તમે તમારા અહંકારને પોષો છો. જ્યાં સભાનતા અને જાગૃતિ છે ત્યાં અહંકારને

સ્થાન નથી. બહાનાં છોડશો તો તમે અહંકાર છોડી તમારી સાચી જાત સુધી પહોંચી શકશો.

વિજ્ઞાનીઓ કહે છે કે અણુ-પરમાણુ શૂન્યાવકાશની શક્તિમાંથી ઉત્પન્ન થયા. શક્તિ

જ જીવન આપે છે અને શક્તિ જ જીવન છે. જો આટલી જ જાગૃતિ આવે તો અહંકારને કોઈ

સ્થાન નથી. તમે તમારી જાતને પામી શકો છો. તમારે તમારી ઊણપો કે હાથથી છૂટી

ગયેલી તકોને સમજાવવાની કોઈ જરૂર નથી.

બહાનાથી સભાનતા સુધી :

જૂની કુટેવો તમારા જીવનમાં અવરોધો ઊભા કરે છે તે જાણી તેને દૂર કરો. દા.ત.

તમે જોખમ લેવાથી ડરતા હો તો સાહસિક થવામાં બાધા આવે. એટલે કંઈ પણ નવું કરવામાં,

કોઈની ટીકા સાંભળવામાં, હરીફાઈમાં હારવામાં તમે જૂનું જોખમ ન ખેડવાનું બહાનું કાઢો.

જો ફક્ત આ સભાનતા તમે કેળવો તો કેટકેટલી નવી દિશાઓ તમારા માટે ખૂલી જાય!

તમારે કંઈ નથી કરવાનું : ફક્ત તમારી જાતનું નિરીક્ષણ કરો, શું તે તમારી સાચી જાત સાથે

મેળ ખાય છે? તમે ફક્ત શરીર નથી. તમે દૈવી શક્તિનો એક ભાગ છો, જે અમાપ અને

અગાધ છે.

તમારા અહંકારને જુઓ ત્યારે તેની સાથે સંકળાયેલાં બહાનાંઓ પણ જુઓ. અહંકાર

તમને ધરતી સાથે બાંધી રાખે છે. સભાનતા તમને સ્વૈરવિહાર કરાવે છે. જેવી રીતે ફળ બેસે

એટલે ફૂલ નાશ પામે તેવી જ રીતે સભાનતા કેળવાય તો અહંકાર નાશ પામે.

સભાનતા કેળવવાથી મને કેવી રીતે ફાયદો થયો તે હું જણાવું. પુસ્તકની શરૂઆતમાં

જ આપણે વારસાગત કે જિનેટિક અસરો ને બહાનાંઓની વાત કરી. મને નાનપણથી જ

છાતીમાં દુખાવો અને બ્રોન્કાઈટીસની તકલીફ હતી. ગળામાં દુખે, કફ થાય, શ્વાસ લેવામાં

તકલીફ પડે ... પછી દવાઓનો મારો થાય. આ પુસ્તકની તૈયારી કરતાં કરતાં હું સભાનતાની

માનસિક સ્થિતિએ પહોંચી ગયો છું અને એથી મારી જૂની તકલીફો મને હેરાન નથી કરતી.

મારા શરીરને લગતી બાબતોથી હું સભાન થઈ ગયો છું. હું સંજોગોને નવી રીતે જોતો થયો

છું. હું મારી અંદર એવું વાતાવરણ રચું છું કે હું માંદો જ ઓછો પડું. હું દોડું છું, તરું છું,

કસરત કરું છું અને તંદુરસ્ત રહું છું.

સભાનતાથી બધું જ શક્ય છે. ‘હું કસરત કરું છું’ એ સભાનતાથી જ આરોગ્ય

સુધરવા લાગે. અમે એક પ્રયોગ કર્યો. મહિલાઓને બે ભાગમાં વહેંચી નાખી. પહેલા

ભાગની મહિલાઓને કસરતની માહિતી આપી, તેનાથી તેમને શારીરિક ફાયદા થશે તે

સમજાવ્યું. બીજા જૂથની મહિલાઓને કંઈ જ માહિતી ન આપી. બંને જૂથની મહિલાઓ

સાથે જ કસરત કરતી પણ પરિણામ ખાસ્સું જુદું હતું. પહેલા જૂથની મહિલાઓનું વજન

ઘટ્યું હતું, કમર પણ ઘટી હતી, ચરબી ઘટી હતી. જ્યારે બીજા જૂથની મહિલાઓમાં આ

ફેરફાર ઓછા હતા.

માણસો અમર થવાના પ્રયત્નો કરે છે. જો તે સભાન થાય કે ‘હું’ એટલે આ શરીર

નહીં પણ આત્મા છું અને આત્મા તો અમર જ છે! તો તેને કોઈ પ્રયત્ન ન કરવા પડે.

જો હું કોઈ વસ્તુની કલ્પના કરી શકું અને મારી ચેતના અને સભાનતા તેની સાથે

જોડી શકું તો કંઈ અશક્ય નથી. મને બહાનાને બદલે કામ કરવાની નવી નવી રીતો દેખાવા

લાગશે. મારામાં ઉત્સાહ અને ઉંમગ ઊભરાશે. તમે સભાન બનશો એટલે મગજના

જાતજાતના વાયરસ-કીડાઓ નાશ પામશે. તમને તકલીફોને બદલે આશા દેખાશે. તમે

આનંદ, સફળતા અને સ્વાસ્થ્ય પામશો.

સભાનતા કેવી રીતે કેળવશો? સભાનતાથી અનેક જાતની શક્યતાઓ તમે વિચારી

શકો. ખુલ્લી આંખે જોવાથી જૂની કુટેવો છોડી શકો છો. સભાનતા કેળવવા રોજ-બ-રોજના

જીવનમાં સભાન રહો. લેવા કરતાં આપવામાં માનો. ટીકા કરવાને બદલે મદદ કરો.

પોતાના માટે નહીં, બીજાને માટે માંગો. સ્વાર્થના વિચાર છોડો. બાળપણમાં ઘડિયા બોલતાં

હતાં ને? તેવી જ રીતે સમય મળ્યે બોલો કે : હું સભાન બનીશ અને જૂના, ચીલાચાલુ

વિચારો છોડીશ.

ક્યારેક બહાનું કાઢવું પણ પડે તો સભાન રહેજો કે જેથી ફરી તેવું ન કરવું પડે. અને

સભાનતા માટે સભાન રહેજો!

પ્રકરણ-૫

બીજો સિદ્ધાંત : સુસંવાદ (છઙ્મૈખ્તહદ્બીહં)

ભગવાનને જાણવા ભગવાન જેવા બનવું પડે, ભગવાન જેવા બનવા પોતાનો દૈવી

અંશ જાણવો પડે, જે આપણો સ્વભાવ છે પણ આપણે તેનાથી અજ્ઞાત છીએ.

સુસંવાદિતા આપણા જીવનનો મુખ્ય હિસ્સો છે. શક્તિના સ્રોત સાથે સુસંવાદ

જાળવવાથી મુક્ત જીવન જીવી શકાય.

આ ક્ષણથી તમે સુસંવાદ લાવવાની શરૂઆત કરી શકો. તમારા વિચારોનું અવલોકન

કરો. વિસંવાદ કરતા વિચારોને ઓળખો. તેનો વૈકલ્પિક વિચાર અપનાવો. તમારા વિચારો

સભાનતાથી કુદરતી તત્ત્વો સાથે સંવાદિત થશે અને તમને શક્તિનો અનુભવ થશે.

આ વિશ્વ જ શક્તિનું બન્યું છે, ચેતનાનું બન્યું છે. દુનિયાની દરેક વસ્તુ આંદોલન

કરે છે. શૂન્યમાંથી સર્જન પણ આંદોલનને આભારી છે. મારામાં આ આંદોલનને સુસંવાદમાં

લાવવાની તાકાત છે. અદૃશ્ય શક્તિપુંજનાં આંદોલનો સાથે મારાં આંદોલનોને સુસંવાદિત

કરી હું દૈવી શક્તિનો અંશ બની શકું છું. સદાય સભાન રહેવાથી અને વિચારોને અવલોકવાથી

તમે દૈવી માર્ગદર્શન પામી શકો છો.

૨૫૦૦ વર્ષ પહેલાં લાઓત્સેએ કહ્યું હતું : ‘તમે ઈશ્વરથી જુદા છો એ વિચાર છોડો.

ભ્રાંતિમાંથી બહાર નીકળી ઈશ્વર શું કહે છે તે સાંભળો.’ મૂળ શક્તિ તો સર્જન કરે, આપે,

સમૃદ્ધ હોય, પ્રેમમય હોય, આનંદમય હોય. તે કંઈ ન કરે છતાં બધું થઈ જાય. તમારું કામ

છે આ શક્તિ સાથે સંવાદ સાધવાનું. અહંકાર, કમનસીબી, દુઃખ ... એ બધા વિસંવાદ છે.

દૈવી શક્તિ સાથે સુસંવાદ સાધો અને વિસંવાદ-બહાનાંઓને છોડો.

બહાનાં એટલે વિસંવાદ. પુસ્તકમાં નોંધેલાં બધાં બહાનાં જુઓ. દરેકમાં નકાર છે.

બહાનું આપણને નકાર સાથે જીવવાનો વિકલ્પ આપે છે. શું ભગવાન બહાનાં કાઢતા હશે?

તો પછી દૈવી શક્તિ સાથે સુસંવાદ સાધીએ તો અમાપ શક્તિ પામી શકીએ.

મોટા ભાગની આત્મહીનતા ગરીબીની લીધે આવે. દુનિયામાં પૈસા તો લખલૂટ

પડ્યા છે. સમૃદ્ધિની રેલમછેલ છે. ઈશ્વર પણ સમૃદ્ધ છે. તો તેને શોધી નાંખો અને જાતે

સમૃદ્ધ બનો! અહીં પૈસાને બદલે તંદુરસ્તી કે સફળતા પણ મૂકી શકાય.

ભગવાનને શોધવા પણ કેટલા સહેલા! પ્રેમ કરો અને પ્રેમ પામો. જ્યાં જ્યાં ઘૃણા કે

તિરસ્કાર જુઓ ત્યાં ત્યાં પ્રેમ વાવો.

સુસંવાદ એટલે સક્રિય સભાનતા, સભાનતા એટલે જાતને જાણવી, જાત જે દૈવી

અંશ છે. જ્યારે તમે ઈશ્વર સાથે, દૈવી શક્તિના ધોધ સાથે સંવાદ સાધશો ત્યારે તમે પણ

તેનો એક અંશ બની જશો. તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો :

• દૈવી શક્તિમાં કંઈ ખૂટતું નથી. તમારામાં ખૂટે છે?

• દૈવી શક્તિમાં કંઈ અશક્ય નથી. તમારા માટે શું અશક્ય છે?

• દૈવી શક્તિ ભૂતકાળનો વિચાર ન કરે. તમે શું વિચારો છો?

• દૈવી શક્તિ ‘બીજા શું કહેશે?’ તેમ ન વિચારે. તમે શું વિચારો છો?

• દૈવી શક્તિ કમનસીબીમાં ન માને. તમે શું માનો છો?

તમને પીડા, દુઃખ, કમનસીબી, હાર સતાવે ત્યારે તે વિસંવાદોને સંવાદમાં ફેરવી

નાંખજો.

વિશ્વ સમૃદ્ધિથી ભરેલું છે. જે માંગશો તે મળશે. જે વિચારશો તે મળશે. જેની સાથે

સુસંવાદ સાધશો તે મળશે. જે મેળવવું હોય તેના પર ધ્યાન કેન્દ્રિત રાખજો. ભગવાનનો

આભાર માનજો. વધુ માગવાને બદલે આપવામાં માનજો. આનંદમાં રહેજો.

શક્તિ તો સર્વત્ર છે. તમે જ્યાં છો ત્યાંથી જ શક્તિ સાથે સુસંવાદ કરી શકો છો,

સભાન બની શકો છો, દૈવી બની શકો છો. તમારા વિસંવાદો ઓળખી તેમને દૂર કરી શકો

છો. શક્તિના નીચલા સ્તરથી ઉપલા સ્તર પર આવી શકો છો.

જે શક્તિ તમારામાં છે તે જ આજુબાજુ બધે છે. ઝાડમાં, પાનમાં, ફૂલમાં, ફળમાં,

પશુમાં, પક્ષીમાં ... બધાં સાથે સુસંવાદ સાધો. તેનું અવલોકન કરશો એટલે તમારી સભાનતા

વધશે. જીવનમાં સમૃદ્ધિ અને સફળતા આવશે.

મને ખાત્રી છે કે ગરીબીમાંથી સમૃદ્ધિ, અસફળતામાંથી સફળતા, માંદગીમાંથી

તંદુરસ્તી સંવાદથી જ આવશે. ડર, ચિંતા, ઘૃણા જેવી ખોટી લાગણીઓ ખંખેરી નાંખો અને

ખાત્રી રાખો કે તમને જે જોઈએ છે તે મળશે જ.

દૈવી શક્તિ સાથે સંવાદ સાધશો કઈ રીતે? દૈવી માર્ગદર્શન મેળવશો કેવી રીતે? એક

નાનો સિક્કો કે પીંછું કે ફોટો નક્કી કરો. ખૂબ ખુશ થઈને તેને જોયા કરો. તેને જોઈને તમને

શાંતિ મળે તેમ કરો. તેમાંથી તમને દૈવી શક્તિ મળે છે તેમ વિચારો. તેને જોતાં જ તમે જાણે

દૈવી શક્તિમાં એકાકાર થાઓ છો તેવું માનો. બસ, ન કોઈ ઈચ્છા કે ન કોઈ માંગણી. બસ,

પૂર્ણ સ્વીકાર.

હવે જ્યારે જ્યારે કોઈ ખોટા વિચાર આવે કે કોઈ તકલીફ આવે ત્યારે પેલા સિક્કાને

કે પીંછાને યાદ કરો અને દૈવી શક્તિ સાથે એકાકાર થઈ જાઓ. અને ખાલી તકલીફ વખતે

જ શું કામ, જ્યારે સમય મળે ત્યારે તેને યાદ કરો અને દૈવી શક્તિ સાથે સંવાદ સાધી લો

અને ખાત્રી કરી લો કે તમે દૈવી શક્તિનો જ એક અંશ છો.

પ્રકરણ-૬

ત્રીજો સિદ્ધાંત : વર્તમાનમાં રહો

તમે ઘણી વાર સાંભળ્યું હશે : ‘વર્તમાનમાં જીવો.’ ‘જે છે તે આ ક્ષણ જ છે.’ બોલવું

તો સહેલું છે પણ આ વાત છેતરામણી છે. આમ જુઓ તો ભૂતકાળની યાદો અને

ભવિષ્યકાળની આશાઓ વર્તમાન સમયમાં જ ઉદ્‌ભવે છે. એટલે તમે વર્તમાનમાં જ છો

અને એટલે જ વર્તમાનમાં જીવવાની વાત થોડી મૂંઝવણભરી કે છેતરામણી લાગે છે.

ભૂતકાળને વિચારો એટલે તમે વર્તમાનમાં નથી જીવતા ... પણ વિચારવા માટે તો

ફક્ત હાલનો જ સમય છે. એવી જ રીતે ભવિષ્યનું છે. ભૂત અને ભવિષ્ય વિષે વિચારી

સમય બગાડવાને બદલે વર્તમાનમાં જીવો, જેથી ઘણાં બહાનાંઓનો ઉપાય નીકળી આવશે.

આ પ્રકરણ લખતાં પહેલાં મેં તરવા જવાનું વિચાર્યું. મને છાતીમાં દુખવા આવ્યું. હું

પાણીમાં કૂદવા જ જતો હતો ત્યાં વિચાર આવ્યો : ‘‘વર્તમાનમાં જીવો.’’ છાતીનો દુખાવો

છોડી મેં વર્તમાનમાં જીવવાનું નક્કી કર્યું. પાણી કેટલું ઠંડું છે, પ્રવાહ કેવો વહે છે વગેરે

વિચારવા લાગ્યો ... જેવું મારું ધ્યાન વર્તમાનમાં રોકાયું કે છાતીમાં દુખતું બંધ થયું. એ

પછીનો કલાક હું આનંદપૂર્વક તર્યો. ‘વર્તમાનમાં જીવો’ એ ઘણાં દુઃખો અને તકલીફો

સુધારવાનો ઉપાય છે. કામ ન કરવાનાં બહાનાં કાઢવામાં તમે વર્તમાન સમય વેડફો છો.

વર્તમાન સમયમાં કામ કરવાને બદલે તમે ભૂત કે ભવિષ્યના વિચારમાં તે સમય વેડફશો તો

કામ ક્યારે કરશો?

બહાનાં કાઢવા એ કામ ન કરવાની રીત છ.ે બહાનાના વિચાર કરવાને બદલે ‘હાલ’માં

ડબ્ૂ ાીને કામ કરવા લાગા.ે ભત્ૂ ા-ભવિષ્ય છાડે ી વતર્મ ાનમાં જીવો અને જઅુ ો કવે ા ચમત્કાર થાય છ!ે

અહંકાર કંઈક વધુની શોધમાં જ રહે છે. જેવી રીતે સભાનતા અને ચેતના હોય તો

અહંકાર ન રહે તેવી જ રીતે ‘વર્તમાન’માં પણ અહંકાર ન રહે. તમે વર્તમાનમાં હો તો બીજું

કે વધુ માંગવાનો પ્રશ્ન જ નથી. વર્તમાનમાં જીવવું એટલે મળેલી પરિસ્થિતિનો સ્વીકાર.

મન આમતેમ ભટકે નહીં એટલે તમે તમારી શક્તિઓનો પરિચય કરી શકો. તમારો ઈશ્વર

સાથે પરિચય થશે. ઈશ્વર કલાક પહેલાં, દિવસ કે વર્ષ પહેલાં, સદી પહેલાં શું કરતા હતા?

કંઈ નહીં બસ, ફક્ત વર્તમાનમાં રહેતા હતા. એમની પાસે ભૂતકાળ માટેની અપરાધ ભાવના

ન હતી કે ભવિષ્યની ચિંતાઓ ન હતી.

મળલે ી પરિસ્થિતિનો સ્વીકાર કરા.ે તન્ે ો માટે આભાર માના.ે તન્ે ો ભત્ૂ ા-ભવિષ્યની

લાગણીઆમે ાં વડે ફો નહીં. તમે વતર્મ ાનને અપનાવશો અટે લે અહકં ાર ભાગશ.ે વતર્મ ાનમાં

જીવવું કે નહીં એ વિકલ્પ છે જ નહીં. તમારી પાસે વતર્મ ાન સિવાય કઈં જ નથી. ભત્ૂ ાકાળ પણ

ક્યારકે તો વતર્મ ાન જ હતો ન?ે ભવિષ્ય પણ વતર્મ ાન બનીને જ આવશ!ે વતર્મ ાનની અમલ્ૂ ય

તકનો લાભ લા.ે તમારી શક્તિઆન્ે ો જાણા,ે પાત્ે ાાની જાતને જાણો અને અહકં ાર છાડે ા.ે

વર્તમાન સાથે મિત્રતા :

ભવિષ્યની ચિંતા કરવામાં વર્તમાન ન બગાડો. વર્તમાન સાથે દોસ્તી કરો. મનુષ્ય

સિવાય બીજું કોઈ ભવિષ્યની ચિંતા કરે છે? હું એક વાર આફ્રિકામાં સફારીએ ગયો હતો.

અમારા ટેન્ટની બાજુમાં ૬-૭ ઝીબ્રા શાંતિથી ચરી રહ્યાં હતાં - વર્તમાનમાં બિલકુલ મસ્ત.

એક ઝીબ્રાએ તો આગલી રાતે જ સિંહનો સામનો કર્યો હતો - શરીર ઉપરની ઈજા ચોખ્ખી

દેખાતી હતી. પણ ભૂતકાળ ભૂલી તે તો મસ્તીથી ચરી રહ્યો હતો. જ્યારે પણ મારું મન

આમતેમ ભટકવા લાગે છે ત્યારે હું એ ઝીબ્રાને યાદ કરી લઉં છું!

ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું છે તે થયું ત્યારે તો વર્તમાનમાં જ થયું હતું. ભવિષ્યમાં

જે કાંઈ થશે તે પણ થશે ત્યારે તો વર્તમાન જ હશે. વર્તમાન સિવાય કંઈ નથી. જિંદગી પણ

વર્તમાનમાં જ જિવાય. જે છે તે આ ક્ષણ છે.

તમારા અનુભવોને મૂલવવાનું છોડી દો. જે છે તેને જીવો. સારું છે કે ખરાબ છે તેમ

વિચારવામાં વર્તમાન સમય ગુમાવો નહીં. આ પુસ્તક લખું છું ત્યારે પણ આગળપાછળનું

બહુ વિચાર્યા વગર હું મારી પેનને ચાલવા દઉં છું - શબ્દોને રેલાવા દઉં છું.

નાનું બાળક કેવું સરસ વર્તમાનમાં જ જીવે છે! તેને છે કોઈ ‘કાલ’ની ચિંતા? અને

આપણે સૌ તો ભવિષ્યના વિચારોમાં ‘આજ’ને પણ માણી શકતા નથી.

વર્તમાનમાં કેવી રીતે જીવી શકાય? મગજમાં કોઈ વિચાર આવે ત્યારે ભવિષ્યમાં

‘હું શું કરીશ’ તે વિચારવાને બદલે અત્યારે ‘હું શું કરું છું’ તે વિચારો. જરા અઘરું કામ છે

પણ નીચેના પ્રયોગો કરી શકાય :

ધ્યાન : સમય કે તાકાત કે આવડત નથી - ના બહાનાં છાડે ી આજથી જ ધ્યાનમાં બસ્ે ાવાનું

શરૂ કરા.ે મનને હરે ાન કરતા વિચારાન્ે ો બહાર નીકળવા દો અને જઅુ ો કે કવે ું લાગે છ.ે

યોગ : યોગ એટલે જોડાવું. તમારી જાતને ઈશ્વર સાથે જોડી દો, આંતરમન સાથે

જોડી દો. તમને શાંતિનો અનુભવ થશે. ‘હું વર્તમાનમાં જ જીવીશ અને મને ઈશ્વર પણ

અહીં જ મળશે’ એમ શાંતિથી થોડો સમય વિચારો. વારંવાર વિચારો. આ વિચારને પચાવો.

આ ક્ષણ, આ મિનિટ, આ કલાક, આ દિવસ ... અનંત સુધી ફેલાયેલાં છે અને ઈશ્વર પણ

તમને અહીં જ મળશે.

પ્રકરણ-૭

ચોથો સિદ્ધાંત : મનન અને ચિંતન

ચિંતન, મનન અને ઊંડા વિચારો વિના કોઈ પણ શોધ શક્ય નથી. વજનદાર વિમાનો

આકાશમાં કેવી રીતે ઊડે છે? સો એક વર્ષ પહેલાં વિમાનો ન હતાં ત્યારે રાઈટ ભાઈઓએ

આકાશમાં ઊડતા એક સાધનની કલ્પના કરી. તેના વિષે વિચાર્યું ... ઊંડું મનન કર્યું અને

તેમાંથી વિમાનનો જન્મ થયો. કોઈ પણ નવી વસ્તુ ચિંતન વિના શક્ય નથી. ચિંતન અને

કાર્ય વચ્ચે સીધો સંબંધ છે. તમારે ‘શું જોઈએ છે’ તે વિચારી તમે તેને આકર્ષો છો. એક વાર

આનો તમને ખ્યાલ આવી જાય તો નકામાં બહાનાં બનાવવામાં તમે તમારો સમય ન બગાડો.

આર્થિક અને સામાજિક વિકાસનો આ પાયો છે. ગુલામી પ્રથાની નાબૂદી, સ્ત્રીઓને મતાધિકાર

કે એવી કોઈ પણ પ્રથા પહેલાં મનમાં જન્મે છે. સાચું જ કહ્યું છે કે, જે વિચારનો સમય પાકી

ગયો છે તેના જેવું શક્તિશાળી બીજું કંઈ નથી.

તમે જેના વિષે મનન કરશો, ચિંતન કરશો તે તમને સામે આવીને મળશે. તમે

તમારાં દુઃખો અને નિષ્ફળતાઓનો વિચાર કરશો તો તે જ તમને ભટકાયાં કરશે. તમે

સફળતા અને સુખના વિચાર કરશો તો તે તમને મળશે. વિચારો હકીકત બની શકે છે.

તમારા મનને કામે લગાડો. તમને જે જોઈએ છે કે તમારે જે બનવું છે તેના વિષે ચિંતન કરો

અને નકામી વસ્તુઓ ભૂલી જાવ.

ચિંતન-મનન કરવાથી તમે તમારા આત્માને જગાડો છા.ે અકે દવૈ ી, વ્યાપક, ગણુ ાતીત

ક્ષેત્રમાં પ્રવેશો છો, જ્યાં અનેક અદૃશ્ય મદદગારો તમને મદદ કરવા સતત તૈયાર છે.

તમારી આશાઓ અને ઈચ્છાઓ જાણે ઈશ્વરી ઈચ્છાઓ બની જાય છે અને જાણે ચમત્કારો

સર્જાવા માંડે છે.

મને એક પ્રસંગ યાદ આવે છે. મારી પુત્રી સીરીના સ્વાસ્થ્ય અને રસોઈના ટીવી

પ્રોગ્રામ બનાવવા ઈચ્છતી હતી. તેણે ઘણી જગ્યાએ પ્રસ્તાવો અને અરજીઓ કરી હતી પણ

કંઈ ઠેકાણું પડતું ન હતું. અમે તેને કાયમ કહેતા કે, જાણે તેના પ્રોગ્રામ ચાલુ થઈ ગયા છે

એવું જ તે વિચારે અને તે જ રીતે વર્તે, જેથી જરૂરી સંજોગો બની રહે. પછી શું થયું...?

૧૫ વર્ષ પહેલાંની વાત છે. નાની સીરીનાના દોસ્તો તથા તેમના વડીલો અમારે ઘેર

આવ્યાં હતાં. તેમના મનોરંજન માટે સીરીનાએ જાતજાતના ખેલ કર્યા હતા અને બધાને

ખુશ કરી દીધા હતા. આ મહેમાનોમાં એક હતા શ્રીમાન હેરી. તેમણે તો ખુશ થઈને સીરીના

સાથે કરાર કરી લીધા કે જો તેને અભિનેત્રી બનવું હોય તો તે લોસ એંજલસ આવી તેમને

મળે. આ વાતને તો વર્ષો વીતી ગયાં અને વાત ભુલાઈ પણ ગઈ.

હવે પાછા ‘આજ’ માં ... હું મારા કામે લોસ એંજલસ ગયો હતો. મીટિંગમાં પહોંચતાં

મોડું થઈ ગયું હતું. ૧૫મા માળે જવાનું હતું અને ... હું પહોચું ત્યાં તો લિફટના બારણાં

બંધ થતાં હતાં. એક સદ્‌ગૃહસ્થે બારણામાં હાથ રાખી લિફટ રોકી રાખી. અને આશ્ચર્ય! આ

તો શ્રીમાન હેરી! તેમણે મારા તથા કુટુંબના અને ખાસ તો સીરીનાના સમાચાર પૂછ્યા. મેં

હકીકત જણાવી. અને તેમણે સીરીનાને તરત જ મળવાની ઈચ્છા પ્રગટ કરી. સીરીના તેમને

મળી અને તેની ગાડી તો પૂરપાટ દોડવા લાગી ... કોઈને આમાં યોગાનુયોગ લાગે. હશે,

પણ કેટકેટલા યોગાનુયોગો! મારું લોસ એંજલસ જવું, અમુક જ હોટલમાં મીટિંગ, મારું

મોડું પડવું, ૧૫મા માળે મીટિંગ, તે જ લિફટમાં શ્રીમાન હેરીનું હાજર હોવું ... જરા,

વધારે નથી લાગતું?

મારી પુત્રીને જે કરવું હતું તેનું જ તે મનન કરતી અને તેથી તેણે એવી પરિસ્થિતિ

સર્જી કે જાણે મારી મીટિંગ, મોડા પહોંચવું, લિફટ બંધ થવી, શ્રીમાન હેરીની ત્યાં હાજરી ..

વગેરે બધું એક સાથે બની ગયું. માણસ જ્યારે સક્રિય મનનમાં જોડાય છે ત્યારે આખું વિશ્વ

તેની સાથે જોડાય છે.

એરીસ્ટોટલ અને હેઝલે બંનેના મતે મનનથી તમે દૈવી શક્તિ પ્રાપ્ત કરી શકો છો.

‘માણસમાં રચનાત્મક ક્રિયા’ નામના પુસ્તકમાં લેખક ટ્રોવાર્ડ મનુષ્યના એક વિચાર માત્રથી

દુનિયામાં ઊભી થતી પ્રસંગોની શૃંખલા વિષે જણાવે છે.

૧. મનનથી શક્તિ ઉત્પન્ન થાય છ.ે અમત્ૂ ાર્મ ાથ્ં ાી મત્ૂર્ ા પદે ા થાય છ.ે ઈશ્વર પાત્ે ો જાણે શક્તિ

બનીને આવે છ.ે શક્તિ, પ્રમે , પ્રકાશ, સાદૈં ર્ય અને આનદં તન્ે ાા ભાગ બને છ.ે

૨. તમે જેનું મનન કરશો તેવા બનશો. આ વિશ્વ પણ ઈશ્વરના મનનના ફળ સ્વરૂપ છે.

૩. તમે વ્યક્તિગત શક્તિ છો. તમારામાં દૈવી અંશ છે અને દૈવી શક્તિ તમારામાં

હાજર જ છે.

૪. તમારે તમારા વિચારોની રચનાત્મક શક્તિ વિશ્વની દૈવી શક્તિની સાથે સુસંગત

રાખવી જોઈએ. મનનની શક્તિ જાણવા માટે પહેલાં તમારે તમારી જાતને ઓળખવી

પડે. અંદર પડેલી દૈવી શક્તિને ઓળખવી પડે, જેથી મનન શક્તિ દૈવી શક્તિ સાથે

સુસંગત રહી શકે.

તમને આ માહિતી કદાચ ગૂઢ વિદ્યા લાગશે. પણ જો તમે જાતને ઓળખવાની

ક્રિયામાં લાગ્યા હશો અને ‘મનન’ નહીં કર્યું હોય તો અહંકાર અને બહાનાંઓ તમને

આગળ નહીં વધવા દે.

બધા જ માણસો અને બધી જ વસ્તુઓ નિરાકાર, શક્તિના રૂપે જ જન્મે છે તેમ

વિચારો. તમારા વિચારો અને મનનની દૈવી શક્તિ અમૂર્તને મૂર્તમાં ફેરવે છે તેમ માનો.

તમે તમારી દૈવી જાતને ભૂલી કોઈ છલનામાં ન પડી જાવ તેની જ જરૂર છે.

- મનન તમારા વિચારોને સતત ઉપયોગમાં લે છે.

- તમારા વિચારો જાણે વસ્તુ બની ભૌતિક રૂપ ધારણ કરે છે.

- જો તમારા વિચારો દૈવી શક્તિ સાથે સુસંગત હશે તો તે પણ એટલા જ શક્તિવાન

થશે.

- મનન વિશ્વની રચનાત્મક શક્તિઓને કામે લગાડે છે.

- તમે બહાનાં બનાવી અહંકારનો સહારો લો છો અને શું નથી કરવું તેના પર ધ્યાન

કેન્દ્રિત કરો છો.

- તમે બહાનાં કાઢો છો એ જ બતાવે છે કે તમે હજી તમારી અંદર છુપાયેલ દૈવી

શક્તિને જાણતા નથી.

- તમારે જે કરવું છે તેનું મનન શરૂ કરી દેવું જોઈએ અને પરિણામથી દૂર જ રહેવું

જોઈએ.

- ‘હું કેવી રીતે સેવા કરી શકું’ એ વિચાર સાથે મનન કરો. ‘મારે માટે શું?’ નો વિચાર

ન કરશો.

- ‘તરતા પદાર્થનો નિયમ’ શોધવા ડૂબતા પદાર્થોનું અવલોકન ન કરાય. તમે જે કલ્પના

કરો છો તે સાચે જ બની ગયું છે તેમ માનો તો વિશ્વ આખું તમારા એ અનુભવને

સત્ય બનાવી દેશે.

મનન કેવી રીતે કરશા?ે

આપણા સૌમાં દૈવી શક્તિ પડેલી છે. આપણે તેને જાગૃત કરવાની છે. તમારું મન

કંઈક ને કંઈક વિચાર્યા કરતું હોય છે. રોજ થોડો સમય કાઢી તમારી અંદરની દૈવી શક્તિનો

અનુભવ કરો. ‘હું વૈશ્વિક ચેતનાનો જ એક ભાગ છું અને મારે જે જિંદગી જોઈએ છે તે

મેળવવા મને સૌનો સાથ-સહકાર મળશે.’ એમ વિચારી વૈશ્વિક ચેતના સાથે મળી જાવ.

બહાનાંઓ છોડી દો.

મનનને નિષ્ક્રિય માનવા કરતાં સક્રિય માનો. તમારી મનનની ક્ષણોને પણ કામનો

સમય જ માનો. દિવસમાં થોડો સમય મનન કરવા જરૂર કાઢો. આ પણ માનસિક તાલીમ

જ છે. નીચેનો મંત્ર દિવસમાં પાંચ વાર કરો : ‘મને જે જોઈએ છે તે મને જાણે મળી જ ગયું

છે.’ બોલ્યા પછી વિરક્ત બની જાવ. વૈશ્વિક ચેતના કામે લાગી જશે. બહાનાંઓ કાઢવા

ભૂલી જાવ અને દૈવી શક્તિનો ભાગ બની જાવ.

પ્રકરણ-૮

પાંચમો સિદ્ધાંત : સ્વેચ્છા

સ્વેચ્છા ઘણી વસ્તુઓને આવરી લે છે. તમને થશે, સારી અને સુખી, સફળ જિંદગી

જીવવા માટે કંઈ પણ કરવાની મારી તૈયારી છે જ. સ્વેચ્છા છે જ. પણ સાચે એવું નથી હોતું.

મારા આટલા બહોળા અનુભવ પછી મારું તારણ જુદું છે. આપણે બધા બોલીએ છીએ પણ

સફળ જિંદગી જીવવા જે પગલાં લેવાં જોઈએ તે આપણે લેતાં નથી. હરીભરી જિંદગી

જીવવા માટે ‘સ્વેચ્છા’ જરૂરી છે.

ચીલાચાલુ વિચારોના વાયરસ મગજમાં ઘૂસી ચારેબાજુ ફેલાતા જાય છે. તમને તો

ખ્યાલ પણ ન હોય અને એટલે જ તેને દૂર કરવા અઘરા છે. તમે આજે જ સ્વેચ્છાની બાજુએ

જતા રહો અને બહાનાં કાઢવા બંધ કરો. તમારી જાતને નીચેના ચાર પ્રશ્નો પૂછો :

૧. મારી અત્યારની પરિસ્થિતિઓ માટે હું પૂરેપૂરી જવાબદારી લેવા તૈયાર છું?

તમે સંજોગો અને માણસોના વાંક કાઢતા જ રહ્યા અને સુખ તથા સફળતાથી દૂર

થતા જ રહ્યા. તમે બીજાના વાંક કાઢવાનું બંધ કરવા તૈયાર છો?

દરેક જણ સંજોગો પ્રમાણે વર્તે છે. મારી માતાની વાત કરીએ : ૩ નાનાં બાળકો,

દારૂડિયો પતિ પણ છોડીને જતો રહ્યો. એક છોકરાને મામાને ત્યાં મૂક્યો. બીજાં બંનેને બીજે

ક્યાંક રાખ્યાં. છતાં તેણે ક્યારેય પરિશ્રમ કરવો છોડ્યો નહીં. સંજોગો સાથે લડતી રહી પણ

તેણે ક્યારેય કોઈને ભાંડ્યા નહીં. એણે મને પણ જવાબદારી લેવાનું શીખવ્યું. જિંદગીમાં જે

કંઈ થઈ રહ્યું છે, જે કંઈ સામે આવી રહ્યું છે તેની જવાબદારી લો. એક નાનકડું, અનાથ

બાળક તમારે આંગણે આવી ગયું હોય તેમ સંજોગોને સ્વીકારો. દરેક તકલીફમાંથી કે દરેક

પ્રસંગમાંથી કંઈક શીખવા મળશે. ભગવાનનો તેના માટે આભાર માનો. દરેક સંજોગને

ઈશ્વરના આશીર્વાદ માનો. ભડવીર થઈ સંજોગોનો સામનો કરો.

પોતાના સંજોગો માટે અજ્ઞાની માણસ બીજાનો વાંક કાઢે છે, અડધો જ્ઞાની પોતાનો

વાંક કાઢે છે, જ્યારે જ્ઞાની કોઈનો વાંક કાઢતો નથી. વાંક કાઢવાને બદલે વિચારો કે સંજોગો

મેં જ બનાવ્યા છે અને તેની જવાબદારી મારી છે.

૨. શું તમે (ઈશ્વરને) શરણે જવા તૈયાર છો?

તમારા અહંકાર કરતાં પણ મોટું કંઈક છે તે સ્વીકારો. જો તમારે બધું જોઈતું હોય તો

બધું આપી દેવાની તૈયારી રાખો. તમે જેવા ઈશ્વરને શરણે જશો કે તમારામાં ઈશ્વરી તાકાત

આવશે.

પહેલા પ્રશ્નમાં જવાબદારી લેવાની વાત કરી. બીજા પ્રશ્નમાં ઈશ્વરી શક્તિને શરણે

જવાની વાત છે. જો તમે અહંકારથી કાર્ય કરતા હશો તો આ તમને જરાક મુશ્કેલ પડશે.

શરણાગતિ કોઈ બહારનાની નથી. તમારો ઈશ્વર તો તમારી અંદર રહેલો છે. તેને જ શરણે

જવાનું છે. દુનિયામાં તમે શું લઈને આવ્યા છો? ઈશ્વરનું શરણું સ્વીકારો, વસ્તુઓનું વળગણ

છોડો અને દૃષ્ટાભાવે બધું સ્વીકારી લો.

આ જ વિચારોથી જીવનના દરેક સંજોગોને આવરી લો. ઈશ્વરી શક્તિને વહેવા દો.

બધું છોડી દેવાની તૈયારીમાં જ આધ્યાત્મિક પરિપકવતા છે. છોડી દેવું એ પહેલું પગથિયું

છે. પછી સમજવાનું છે કે તમારું કંઈ છે જ નહીં તો શું છોડવું? તમે જ્યારે ત્યાગશો ત્યારે

તમને સામેથી મળશે.

શરણાગતિ એટલે કોઈ બહાનું નહીં. બધાનો સ્વીકાર. ઈશ્વર પણ બહાનાં નથી

કાઢતો. તમે અને ઈશ્વર એક જ છો. એટલે તમારે પણ બહાનાં કાઢવાની કોઈ જરૂર નથી.

૩. ધ્યેય સર કરવાની મારી તૈયારી છે?

શું બનવું તેના તુક્કા લડાવવા તે એક બાબત છે, જ્યારે એક ધ્યેય-આદર્શ નક્કી કરી

તેને માટે પડતી મુશ્કેલીઓની તૈયારી રાખવી એ જુદી જ વાત છે. દૃઢ આદર્શ હોય ત્યારે

કોઈ પણ બાંધછોડ ન ચાલે. લોકોના અસહકાર અને ટીકા સહન કરવાની પૂરતી તૈયારી

હોય.

બાળપણથી તમારા મન પર પડેલી તમારી છબીઓ તપાસો. જુદા જુદા પ્રસંગોમાં

તમારી જાતને તપાસો. સમયની સાથે સાથે આવેલા મિત્રો અને સંબંધીઓને મળો. તમે

કેટલા કમનસીબ છો, કેટકેટલું નથી કરી શક્યા વગેરે ફરી જુઓ. એણે જ તમને અને

તમારા નસીબને ઘડ્યા છે. તમે એમને એટલા નજીકથી જોયા અને જાણ્યા છે કે તમે એને

સાચાં જ માની બેઠાં છો.

હવે જોવાની દૃષ્ટિ થોડી બદલો. વિચારો કે જિંદગીમાં બધું જ મેળવવાને હું યોગ્ય છું.

મારે ફક્ત નક્કી કરીને મારા આદર્શ સાથે સુસંગત થવાનું છે. ભૂતકાળની છબીઓમાંથી

અણગમતી છબીઓ કાઢી નાંખવાની તમને છૂટ છે. અંતે પોતાને ગમતી સ્માર્ટ, સફળ,

શક્તિશાળી જાતની છબી તૈયાર કરો. અને પૂરા જોશથી તેને નીખરવા દો. સુખી, સફળ,

આનંદી માણસ બનવાનો આદર્શ દૃઢ કરતા રહો. આ જ મારા ધ્યેય-આદર્શ છે. અને મને તે

જરૂર મળશે. ક્યારેક કંઈક અણગમતું બની જાય તો તેને અવગણજો, તેના તરફ બહુ ધ્યાન

ન આપશો.

૪. બધી અનિચ્છાઓ દૂર કરવાની મારી તૈયારી છે?

બહાના વગરની જિંદગી વિષે વિચારીએ ત્યારે સ્વીકાર કરતાં અસ્વીકાર કે અનિચ્છા

વધુ મહત્ત્વનાં બની જાય છે. તમારાં સપનાંઓ કે ઈચ્છાઓને પૂરાં થતાં કોણ રોકે છે? તમે

સ્થળાંતર કરવા તૈયાર નથી? મા-બાપને છોડી સ્વતંત્ર જિંદગી જીવવા તૈયાર નથી? અત્યારની

નોકરી અને તેના લાભો છોડવા તૈયાર નથી? બચાવી રાખેલા પૈસા એક સપનું પૂરું કરવા

વાપરવા નથી? ઉંમર વધી ગઈ માની કોલેજ જવા તૈયાર નથી? કાયમ અપમાન કરતા મિત્ર

કે સગાનો સામનો કરવા તમે તૈયાર નથી? યાદી તો લાંબી થતી જ રહેશે.

નવી જિંદગી જીવવા તમે શું કરવા તૈયાર નથી તેની યાદી કરો. તમને દેખાય તેવી

જગ્યાએ મૂકો.

મારા પહેલા પુસ્તકના અનાવરણ વખતે પ્રકાશકે પૂછ્યું : ‘તમે શું કરવા તૈયાર

નથી?’ મેં જવાબ આપ્યો : ‘હું બધું જ કરવા તૈયાર છું!’ મારા પૈસે આખા દેશમાં કુટુંબ સાથે

ફર્યો, રાતોની રાતો જાગ્યો, કાગળો લખ્યા, ફોનના જવાબો આપ્યા.... અને પુસ્તક ખૂબ

સફળ રહ્યું. તેવી જ રીતે મારાં પ્રવચનો માટે, મારી ફિલ્મ માટે હું બધું જ કરવા તૈયાર છું.

૬૮ વર્ષે પણ મારી ‘અનિચ્છા’ની યાદી ખાલી છે.

તમારી જિંદગીમાં કંઈક ખૂટતું હોય તો બહાનું કાઢવા તમારી પાસે કંઈ નથી. તમારાં

સપનાં પૂરાં કરવા તમારે બધું જ કરવાનું છે. જાતને પૂછો કે સપનાં પૂરાં કરવા હજી શું

કરવાનું બાકી છે? જીવનનું ધ્યેય નક્કી કરી આગળ વધતા રહો.

તમારા મનને પૂછો, મગજને નહીં. કંઈ પણ તકલીફ પડે તો ‘શું કરવા તૈયાર નથી’ની

તમારી યાદી તપાસો. તમે કંઈ પણ કરવા તૈયાર હશો તે વસ્તુ જરૂર થશે. જિંદગીમાંથી

અનિચ્છા કે અસ્વીકાર દૂર થશે તો બહાનાંઓ દૂર થશે.

સ્વીકારનો મનોભાવ કેવી રીતે કેળવશો? કોઈનો પણ વાંક કાઢવાની વાત છોડી દો.

તમારી જિંદગીમાં જે કંઈ થઈ રહ્યું છે તે તમે ઈચ્છ્યું છે એટલે જ થઈ રહ્યું છે.

કહો કે ... ન કહેશો કે ...

૧. બાળક તરીકે મેં મારા વડીલોનું ૧. હું જેવો છું તેવો મને પોતાને

કહ્યું માનવાનું સ્વીકાર્યું તેથી જ ગમતો નથી. આ બધું

આજે હું આ સ્થાને છું. મારા ખરાબ બાળપણને લીધે છે.

૨. મને આ સ્થળ અને કંપની ૨. મને આ નોકરી બિલકુલ

છોડવી નથી - સ્વીકાર્ય છે. ગમતી નથી.

મેં જીવનમાં જે જે પસંદ કર્યું છે, સ્વીકાર્યું છે તેના ફળ સ્વરૂપ મારી જિંદગી બની છે.

સારી કે ખોટી જે પણ છે તેને માટે હું કોઈને દોષિત ગણતો નથી.

ક્યારેક શંકા થાય તો ‘શું કરવા તૈયાર નથી’ની ખાલી યાદી તપાસી લો. ‘મારા

જીવનના ધ્યેયને પાર પાડવા હું બધું જ કરવા તૈયાર છું’ એમ બોલતા રહો અને આગળ

વધતા રહો.

જીવનમાં જે કંઈ મળે તેને સ્વીકારી લો અને તેને એવી રીતે ગોઠવતા રહો કે તે તમને

મુશ્કેલીને બદલે મદદરૂપ થાય. ‘સ્વીકાર કરવું’ અગત્યનું છે, કારણ કે જિંદગીમાં કંઈક ને

કંઈક તો અણગમતું આવતું જ રહેશે, થતું જ રહેશે. તેને સ્વીકારી યોગ્ય ઠેકાણે ગોઠવવાની

તૈયારી તો તમારે રાખવી જ પડશે.

પ્રકરણ-૯

છઠ્ઠો સિદ્ધાત : જુસ્સો અને ઉત્કંઠા

માણસ કામ કરવા આતુર હોય અને તૈયાર હોય તો ઈશ્વર તેને સાથ આપે છે.

માણસની આતુરતા, ઉત્કંઠા, જુસ્સા સામે કોઈ બહાનું ચાલતું નથી. આતુરતા/ઉત્કંઠા એટલે

અનેરો ઉત્સાહ. ઉત્સાહ એટલે અંદરનો ભગવાન. તમારાં સપનાં સાકાર કરવા ફક્ત તેની

જ જરૂર છે. ઉત્કંઠા હોવી એ ઈશ્વરી ભેટ છે. તમે કોઈ પણ કામ ઉત્કંઠાથી શરૂ કરશો તો

તમને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. ઉત્કંઠા એક જાદુ છે. તમને તેનાથી ભરપૂર

સહકાર મળે છે. જાગતા-સૂતા તેના જ વિચારો આવે છે. ખાતાં-પીતાં પણ તે જ દેખાય છે.

‘‘હું કંઈક કરવા ઈચ્છું છું અને તે કરવા આતુર છું’’ - ફક્ત એટલું જ જાહેર થાય કે ભગવાન

પણ સાથે જોડાઈ જાય છે અને એટલે જ ઉત્કંઠા, આતુરતા, જુસ્સો બહુ જરૂરી છે.

આતુરતા બધાં બહાનાંઓને હરાવી દેશે. તમારા ઉત્સાહને લીધે તમે એટલા જુસ્સાથી

આગળ વધશો કે રોકાયા રોકાશો નહીં. હા, આનાથી નફાની કે સફળતાની ખાતરી નથી.

પણ તમે તેને અંત સુધી પહોંચાડશો તેની ખાતરી જરૂર છે. કારણ કે ઈશ્વર તમારી સાથે છે.

તમારા ઉત્સાહ, ઉત્કંઠા, જુસ્સો ... રસ્તાના નડતા પથ્થરો દૂર કરશે.

સગવડો અને વૈભવ એ અહંકારની જરૂરિયાત છે. જેને કારણે સંચય-સંગ્રહ, સિદ્ધિ

અને અન્યની સ્વીકૃતિ પણ જરૂરી બને છે. સાચા આનંદને, ઉત્સાહને, ઉત્કંઠાને આ બધાની

જરૂર છે? ઉત્કંઠા તો તમારી અંદર જાગે છે, તમારામાં આતુરતા જગાડે છે, તમારામાં

ઉત્સાહ રેડે છે, કારણ કે તમારો ઉદ્દેશ નક્કી છે, જે તમને અનંત વિશ્વ સાથે જોડે છે.

આત્મ સાક્ષાત્કાર પામેલા લોકો માટે મેસ્લો લખે છે : ‘તેઓ જે બની શકતા હતા

તેવા હતા.’ તમે શું બની શકો તેમ છો? પળવાર થોભો અને વિચારો. તમે અત્યાર સુધી

શું બનવાનું પસંદ કર્યું છે? તમે ખરેખર શું બની શકવા સમર્થ છો? સારું શારીરિક સામર્થ્ય

પામવું છે? ૧૦૦ પગથિયાં થાક્યા વગર ચઢી શકો છો? વજન વધુ છે? શરીરને મંદિર

માનો છો?

તમે કોઈ પુસ્તક લખવા માગો છો? તમારું તે સપનું સાકાર કરવા તમે કેટલા આતુર

છો? તમારી આતુરતા-ઉત્કંઠા જ તમારી દૈવી શક્તિનું પ્રમાણ છે. તે જ તમારા સૂતા સપનાંને

જગાડશે. ફક્ત તમારી ઈચ્છાને હા પાડો અને આતમરામ તે કરવા તૈયાર જ છે. પ્રબળ

ઈચ્છા-ઉત્કંઠાથી કંઈ પણ થઈ શકે છે. જો હજુ સુધી કંઈ થયું નથી તો તેની પ્રબળ ઈચ્છા નહીં

થઈ હોય.

ધ્યેય અને શરણાગતિની વાત આપણે આગળ કરી તે હું ફરી દોહરાવીશ. દૈવી

શક્તિને શરણે જવાથી તમે ઉપલા સ્તરે પહોંચી જાઓ છો. તમારી ઉત્કંઠા તમને નવું કરવા

પ્રેરે છે. ઉત્કંઠા એટલે ઈશ્વરનો સમાનાર્થી. ઉત્કંઠાથી તમને દૈવી માર્ગદર્શન મળે, નવા

સંજોગો બને, મદદગાર લોકો તમને મળે ...।

ઉત્કંઠાને એક વાર જરૂર અજમાવો. તેની શક્તિમાં શ્રદ્ધા રાખો. તમને ઊડવાને

નવી પાંખો મળશે. દુનિયા નવી દેખાશે.

ઉત્સાહથી જુસ્સો આવે. ઉત્સાહને જકડી રાખો, તેને ટેવ બનાવી દો. ઉત્સાહની

સાથે આનંદ અને સુખ પણ આવી જશે. ઉત્સાહ જાળવવા તમારો પોતાના આતમરામ

સાથેનો સંબંધ જાળવી રાખો. જિંદગીમાં મળતા માણસો અને સંજોગો માટે ઈશ્વરનો આભાર

માનતા રહો.

જિંદગી કેટલી તાજુબી પમાડે છે! હું બેઠો બેઠો લખું છું. શબ્દો ક્યાંકથી આવી જાય

છે અને મારાથી લખાયે જાય છે. શું મને કોઈ દોરી રહ્યું છે? આ ઝાડ, પાન, પંખીઓ ...

આ તારાઓ, આ આકાશ ... શું આપણે જ છીએ આ બ્રહ્માંડમાં? આટલાં બધાં આશ્ચર્યોમાં

આપણે જીવીએ છીએ એ પણ આશ્ચર્ય જ છે ને? તે જ આપણને ઉત્સાહ આપવા પૂરતું

નથી? હું આ જ વિશ્વનો એક ભાગ છું. દરેક માણસમાં, પશુ-પંખીમાં, ઝાડ-પાનમાં,

તારામાં હું જ સમાયેલ છું. મારો અહંકાર જ્યારે ઓગળી જાય છે ત્યારે ઉત્સાહની કેવી

ભરતી આવે છે! લાઓત્સે કહે છે : ‘તમે આશીર્વાદ આપવામાં કંજૂસાઈ કરશો તો તમને

આશીર્વાદ મેળવવામાં પણ તકલીફ પડશે.’ તમે જેટલું આપશો તેટલું પામશો.

ઉત્કંઠાને પોષશો કેવી રીતે? કોઈ પણ વસ્તુ માટે/કામ માટે તમારામાં ઉત્કંઠા જાગે

છે, તે જ બતાવે છે કે તમે જે બનવા જન્મ્યા છો તેની સાથે તમે સુસંગત છો. તમને જે

કરવામાં આનંદ આવે, સારું લાગે (ર્ખ્તર્ઙ્ઘ) ત્યારે સમજજો કે ઈશ્વર (ર્ય્ઙ્ઘ) તમારી સાથે

છે. લોકોને મળો. તેમને આશીર્વાદ આપો, તેમના વિષે સારું ઈચ્છો. યાદ રાખો : જેટલું

આપશો તેટલું પામશો. જરૂરતમંદોને પૈસા, ખાવાનું, ચોપડીઓ આપતા રહો.

થોડા દિવસો પહેલાં મેં નાનાં બાળકો સાથે કલાક વિતાવ્યો. તેમની વાતો, તેમના

પ્રશ્નો એટલા રસપ્રદ હતા. સૌથી વધુ તો તેમનાં શિક્ષિકા! કેટલા ઉત્સાહથી તે કામ કરતાં

હતાં! બાળકોની વાત કરતાં કરતાં તેમના મોં પર આનંદ છવાઈ જતો! બાળકો પણ તેમને

કેટલો પ્રેમ કરતાં! કેટલો રચનાત્મક અભિગમ હતો તેમનો! બાળકો માટે તેઓ કંઈ પણ

કરવા તૈયાર હતાં. જિંદગીને કંટાળો માનતાં શિક્ષકો માટે તે આદર્શરૂપ છે.

તમારી અંદર રહેલી રચનાત્મકતા તમારી ઉત્કંઠાને જીવિત રાખે છે. તમારી અંદર

રહેલા ઈશ્વરની-આતમરામની હાજરીનો એ પુરાવો છે. તમારી જાતને ખાતરી આપતા

રહો કે તે ઉત્કંઠાને જાળવવા, તમારાં સપનાં સાકાર કરવા, તમે કંઈક ને કંઈક રોજ કરતા

રહેશો. યોગ કરશો, પુસ્તક વાંચશો, જે ધંધો કરવાનાં સપનાં જુઓ છો તેના વિષે માહિતી

મેળવતા રહેશો . તમારી ઉત્કંઠાને જીવિત રાખજો, તેને ક્યારેય અવગણશો નહીં. તમારી

ઉત્કંઠાને પોષતા રહેજો.

તમારા આતમરામને જાગતો રાખવા રોજ કંઈ ને કંઈ કરતા રહેજો. તમારો આવેશ,

તમારી આતુરતા જ્યારે દૈવી શક્તિ સાથે સુસંગત થાય છે ત્યારે તે ઉત્કંઠા બની જાય છે.

તમારા વિચારોની નોંધ રાખતા રહો. તેને ઉપયોગી માહિતી ઈન્ટરનેટ પરથી, છાપામાંથી,

પુસ્તકોમાંથી મેળવતા રહો. તમને બધી બાજુથી સહકાર મળતો થશે.

દરેક વસ્તુને જાણે પહેલી વાર જુઓ છો તેમ જુઓ. કંટાળાને જીવનમાં પેસવા ન

દેશો. જિંદગીને નવા જ અંદાજથી જોતાં શીખો. મિત્રોને, બાળકોને, પોતાના પતિ (કે

પત્નીને) પહેલી જ વાર મળો છો તેટલી ઉત્કંઠતાથી મળો.

આજે પાંચ મિનિટ કાઢી બોલો કે, ‘‘મારી ઉત્કંઠા રૂપે મારી અંદર રહેલા ઈશ્વરનેઆતમ

રામને હું આવકારું છું.’’ જીવનમાં મળતા દૈવી માર્ગદર્શન માટે આભાર માનતા

રહો. આનંદ, ઉત્સાહ અને ઉત્કંઠાની ક્ષણોમાં ઈશ્વરની હાજરી માણો. તમારે સુખ, શાંતિ,

સુસંગતતા જોઈએ છે કે વળી પાછી બહાનાંઓથી ભરપૂર જિંદગી?

પ્રકરણ-૧૦

સાતમો સિદ્ધાંત : કરુણા

ભિખારીને ચાર પૈસા આપવા માત્રમાં કરુણા નથી. ભિખારીઓ જ્યાંથી પેદા થાય

તે ઈમારતને જ બદલવાની જરૂર છે એવું સમજે તે સાચો કરુણાવાન.

એક વાર્તા : તાઓનું જ્ઞાન જીવનમાં ઉતારેલી એક સ્ત્રી નદી કિનારે રહેતી હતી.

તેની પાસે એક મૂલ્યવાન પારસમણિ હતો. એક સવારે એક ભૂખ્યો મુસાફર તેના આંગણે

આવી ચડ્યો. તેને માટે ખાવાનું લેવા સ્ત્રી ઘરમાં ગઈ ત્યારે મુસાફરની નજર પારસમણિ

પર પડી. તેણે સ્ત્રી પાસે તેની માંગણી કરી અને સ્ત્રીએ તેને પારસમણિ આપી દીધો.

થોડા દિવસમાં તે મુસાફર તે સ્ત્રી પાસે આવ્યો અને પારસમણિ પાછો આપતાં

બોલ્યો : તમારી પાસે આ પારસમણિથી પણ વધુ મૂલ્યવાન શું છે કે તમે મને આ પારસમણિ

આપી દીધો? સ્ત્રીએ જવાબ આપ્યો : મારી પાસે કરુણા છે!

હું લોકોની સેવા કરવા આવ્યો છું એમ જો માણસ સમજે તો કેટલાં બધાં બહાનાં

કાઢવાનાં બચી જાય! લેવા કરતાં આપવામાં કેટલી મઝા છે! કોઈનો વાંક નહીં, કોઈ બહાનાં

નહીં. વાંક કાઢવા હોય તો દેશના અર્થતંત્રનો, વડીલોનો, મિત્રોનો ... કોઈનો પણ વાંક

કાઢી શકાય. પણ જો તમારી જોવાની દૃષ્ટિ બદલાઈ જાય તો સેવા આપવી, પ્રેમ કરવો એવું

જ તમને દેખાય. સ્ત્રીએ પારસમણિ આપી દીધો, કારણ કે તેની આંખોમાં કરુણા હતી. તેને

સેવા જ કરવી હતી. માણસ જ્યારે લેવાને બદલે દેવા જ માંગતો હોય છે ત્યારે જીવનમાં

કેવી શાંતિ હોય છે! દલાઈ લામાના મતે :

૧. માણસે એક જ વસ્તુ શીખવાની જરૂર છે અને તે છે કરુણા.

૨. જો બાળકને નાની ઉંમરથી કરુણાના પાઠ ભણાવવામાં આવે તો દુનિયામાંથી યુદ્ધ

અને હિંસા નાબૂદ થઈ જાય.

તમે જ્યારે સેવા કરવા માંગો છો ત્યારે તમે વૈશ્વિક માણસ સાથે એકાકાર થઈ જાઓ

છો. તમે લોકોને પૂછશો કે ‘હું તમારી શું સેવા કરી શકું?’ તો વિશ્વ તમને પૂછશે કે તે તમારે

માટે શું કરી શકે.

ત્રણ પ્રશ્નો :

મેં મારાં બાળકોને ટોલ્સટોયની ‘ત્રણ પ્રશ્નો’ નામની ચોપડી વાંચવા આપી. વાર્તાનો

રાજા માને છે કે જો તેને ખબર પડે કે સાચો સમય કયો છે? સાચો માણસ કોણ છે? અને સાચું

કાર્ય શું છે? તો જીવન ધન્ય થઈ જાય. રાજા જાહેર કરે છે કે તેના આ ત્રણે પ્રશ્નોનો જે કોઈ

સાચો જવાબ આપશે તેને મોટું ઈનામ આપવામાં આવશે. ઘણા વિદ્વાનો આવી ગયા, પણ

રાજાના મનને સંતોષ ન થયો.

રાજ્યની બહાર એક ઋષિ રહેતા હતા. રાજાએ તેમને મળવા જવાનું નક્કી કર્યું.

ઋષિ તો ગ્રામજનોને જ મળતા. રાજા પણ સાદા વેશમાં તેમને મળવા ગયો. રાજાએ ઋષિને

ત્રણ પ્રશ્નો પૂછ્યા. પણ ઋષિ તો શાંત બેસી રહ્યા. રાજા પણ તેમની સાથે બેસી રહ્યા. સાંજ

થતાં ઋષિ બગીચામાં કામ કરવા લાગ્યા. રાજા પણ તેમને મદદ કરવા લાગ્યા. ત્યાં તો

દૂરથી કોઈ માણસ લોહીથી લથપથ, પેટમાં ઘા સાથે દોડતો આવ્યો. ઋષિ અને રાજાએ

મળી તેને પાટાપીંડી કરી, દવા આપી અને સ્વસ્થ કર્યો.

બીજે દિવસે સવારે ઘાયલ માણસે રાજાને કહ્યું : તમે મને ઓળખ્યો નથી, પણ હું

તમારો દુશ્મન છું. તમે એકલા ઋષિ પાસે જાઓ છો તેવી ખબર પડી એટલે તમને મારી

નાખવા હું અહીં આવ્યો હતો. પણ તમે તો દિવસ આથમતા સુધી પાછા ફર્યા જ નહીં.

એટલે મેં અહીં આવી તમને મારી નાંખવાનું વિચાર્યું. પણ તમારા અંગરક્ષકો મને ઓળખી

ગયા અને હું ભાગવા ગયો તો મને છરો માર્યો. હું તો લોહીલુહાણ થઈ મરી જ જાત, જો તમે

મને ન બચાવ્યો હોત તો. આજથી હું તમારો ગુલામ! મારાં બાળકો અને કુટુંબ પણ તમારું

ગુલામ. દયા કરો.

રાજાએ તો એને માફી આપી દીધી. પોતાના રક્ષકો સાથે એને પાછો એના દેશમાં

મોકલ્યો. રાજાએ ઋષિને છેલ્લી વાર પોતાના પ્રશ્નો પૂછ્યા. ઋષિએ કહ્યું : તારા પ્રશ્નોના

જવાબ તને મળી ગયા છે!

રાજા તો આશ્ચર્ય પામ્યા. ઋષિએ કહ્યું : જો તું સાંજે મારી સાથે બગીચામાં કામ ન

કરતો હોત અને પાછો ગયો હોત તો તારા દુશ્મનો તને મારી નાખત, માટે તારા માટે ત્યારે

તે સમય સૌથી અગત્યનો હતો. તું મારી સાથે હતો માટે હું સૌથી અગત્યની વ્યક્તિ અને

ઘવાયેલ દર્દીની સેવા તે હતું સૌથી અગત્યનું કામ. માટે યાદ રાખ : સૌથી અગત્યનો સમય

છે - આ ક્ષણ. માણસ પાસે આ ક્ષણ સિવાય બીજો કોઈ સમય નથી.

તમે જેની સાથે છો તે સૌથી અગત્યની વ્યક્તિ છે. અને તેની સાથે સારો વ્યવહાર

કરવો તે જ સૌથી અગત્યનું કામ. એ કામ માટે જ ભગવાને તેને તમારી પાસે મોકલ્યો હશે.

રાજાને સાચો બોધ મળી ગયો.

પહેલો પ્રશ્ન : સાચો સમય કયો?

જિંદગીમાં આજ, હાલ, અત્યાર સિવાય બીજું કંઈ નથી. દરેક કામ વર્તમાનમાં જ

થાય. માણસ આટલું જ સમજે તો! માણસ વર્તમાનમાં કરુણા સાથે જીવે તો માત્ર સ્વાર્થ

કરતાં પરમાર્થને જુએ. આગળની બંને વાર્તાઓનો એ જ સંદેશ છે. પેલી સ્ત્રી કે ઋષિએ

કેમ બહાનાં ન કાઢ્યાં? કાલે આવજો એમ ન કહ્યું? તેમને વર્તમાન ક્ષણની શક્તિની ખબર

હતી. તેઓ જાણતાં હતાં કે જિંદગીની મુલાકાત વર્તમાન ક્ષણમાં જ થાય છે.

બીજો પ્રશ્ન : સૌથી અગત્યની વ્યક્તિ કોણ?

દીન-દુખિયાંઓની મદદ માટે ઘણી સંસ્થાઓ ચાલે છે. તેઓ ઘણાં સારાં કામ કરે

છે. પણ તેનાથી મારા પ્રશ્નનો જવાબ નથી મળતો. મારા મતે, તમારી સૌથી નજીક જે

વ્યક્તિ છે (તમારા માતા-પિતા, ભાઈ-બહેનો, સહકર્મચારી કે ક્યારેક કોઈ બિલકુલ અજાણ

માણસ) તે જ સૌથી અગત્યની વ્યક્તિ છે. તમારી સૌથી અગત્યની આ ક્ષણમાં તે જ તમારી

સાથે છે. માટે તે જ સૌથી અગત્યની. તમારી કરુણા તેના પર વરસાવો. એક ચિંતકનો સરસ

વિચાર વાંચો : ‘‘જો તમે તમારા બાળકને જ ખુશ નહીં રાખો તો બીજા કોને ખુશ રાખશો?

જો સમાજમાં તમે એકબીજાને જ મદદ અને પ્રેમ નહીં કરો તો બીજા કોને કરશો?’’

ત્રીજો પ્રશ્ન : સૌથી અગત્યનું કામ શું?

તમારી સાથે જે માણસ હોય તેનું કામ સૌથી અગત્યનું. ભગવાને કદાચ તે કામ માટે

જ તેને તમારી પાસે મોકલ્યો હશે. કોઈ પણ કામ સારી (ર્ખ્તર્ઙ્ઘ) રીતે કરવું એટલે ઈશ્વર

(ર્ય્ઙ્ઘ) જેવા થવું. આપણે આ વિશ્વમાં કોઈને હરાવવા, કોઈ સાથે ઝઘડો કરવા કે મંદિરો

બંધાવવા નથી આવ્યા. આપણે ઈશ્વર જેવા બનવા, સેવા કરવા, લોકોને મદદ કરવા આવ્યા

છીએ. તમારા અહંકારને બાજુમાં રાખો અને ઉમદા મનુષ્ય બનો.

આ પ્રકરણના અંતમાં એક પ્રસંગ કહું. હું મારી પુત્રીને એરપોર્ટ મૂકવા જઈ રહ્યો

હતો. તે દૂરની કોલેજમાં ભણતી હતી અને અઠવાડિયા માટે આવી હતી. મારી કાંડા ઘડિયાળ

તેને ખૂબ ગમતી. ઘડિયાળ હતી પણ ખૂબ મોંઘી અને સુંદર. મેં ક્ષણમાં જ નિર્ણય લઈ લીધો.

તેનો સામાન ઉતારવા સાથે મેં ઘડિયાળ પણ ઉતારી તેને આપી દીધી. તે હા-ના કરતી રહી

પણ મેં કહ્યું કે માઈલો દૂર આ ઘડિયાળ આપણા પ્રેમની યાદ હરરોજ હરઘડી તેને આપશે.

છ એક મહિના બાદ મારી વર્ષગાંઠના દિવસે એક સુંદર ચિત્ર મારી દીકરીએ મને મોકલ્યું.

તે તેનું સૌથી પ્રિય સુંદર અને કલાત્મક ચિત્ર હતું. સાથેના પત્રમાં લખ્યું હતું : ‘‘મારી

જિંદગીનો અગત્યનો અંશ તમારી સાથે વહેંચવા માગું છું!’’

આ તો અમારી નિજી જિંદગીની વાત થઈ. પલે ા ત્રણ પ્રશ્નાન્ે ાા જવાબ તો એ જ રહ્યા.

૧. તમારી પાસે આ ક્ષણ જ છે. તે જ સૌથી અગત્યનો સમય છે.

૨. તમે જે વ્યક્તિ સાથે છો તે જ સૌથી અગત્યની વ્યક્તિ.

૩. સારાં કામ કરો.

આભાર અને કરુણાથી દિવસની શરૂઆત કરો. બીજા વિષે વિચાર કરો. તેના મોં

પર હાસ્ય કેવી રીતે લવાય તે વિચારો. ‘હું તેની સેવા કેવી રીતે કરું?’ તે વિચારો. જેમ કે

આભારના પત્રો લખો, બાળકોને વખાણો, કોઈની સાથે મનદુઃખ થયું હોય તેની માફી

માગો, મિત્રોને ભેટ આપો. કરુણાથી દૈવી શક્તિ સાથે સુસંગત થાવ. લેવા કરતાં આપવાનો

વિચાર કરો. ‘હું કરુણા સ્વરૂપ છું. હું બધાંને પ્રેમ કરું છું કારણ કે તે મારો સ્વભાવ છે.’ એવો

મંત્ર બોલતા રહો.

ભાગ-૩

દૃષ્ટિકોણ બદલો અને મૂળભૂત બદલાવ લાવો

પ્રકરણ-૧૧

જૂની કુટેવો બદલવાની નવી રીતો

પોતાની જાતને બદલી શકવાની શક્તિને ક્યારેય ઓછી ન આંકો. બીજાને બદલી

શકવાની શક્તિને ક્યારેય વધુ ન આંકો!

હવે તો તમે જાણી જ ગયા હશો કે મગજને બગાડતા વાયરસ દૂર કરી મગજને કેવી

રીતે સુધારી શકાય. જેવું કુદરતમાં તેવું જ મનુષ્યમાં. કેરીથી લદાયેલો આંબો ઝૂકે છે તેવી જ

રીતે સફળ માણસ પણ નમ્ર બને છે અને બહાનાં નથી કાઢતો. જેટલી કામનાઓ વધુ તેટલાં

બહાનાં વધુ. આપણા પ્રશ્નોના ઉકેલ ન મળે તો આપણે તેનાથી ઉપર ઊઠવું જોઈએ, દૂર

રહેવું જોઈએ.

આ પુસ્તકમાં બતાવેલ પ્રયોગો કરો તે પહેલાંથી જ રૂઢિગત ટેવો અને વિચારસરણીથી

દૂર થાવ. તમે માણસ થઈ દૈવી અનુભવો લેવા આવ્યા છો એમ વિચારવાને બદલે તમે દૈવી

પુરુષ-સ્ત્રી છો અને સામાન્ય માણસના અનુભવ લેવા આવ્યા છો એમ વિચારો તો તમારા

કેટલા પ્રશ્નો દૂર થઈ જાય!

એક નાનો દાણો, એકલો તો કંઈ કામનો નથી પણ એમાં મોટું વૃક્ષ અને જંગલ

થવાનાં સપનાં છુપાયેલાં છે. તેવી જ રીતે તમારામાં પણ અમાપ શક્તિ પડેલી છે. આગળના

ભાગમાં વર્ણવેલા સિદ્ધાંતો ફરી જોઈ લઈએ :

- તમારા મનની અમાપ શક્તિને ઓળખો.

- તમારા વિચારોને દૈવી વિચારો સાથે સુસંગત કરો.

- આ ક્ષણમાં જીવો. તમે કોણ છો તે જાણો.

- સ્વાસ્થ્ય, આનંદ અને સફળતાને જીવનમાં આવકારો.

- તમારી જિંદગીમાં પ્રવેશેલ દરેક માણસ અને પ્રસંગને પૂરા પ્રેમથી ચાહો.

- લેવા કરતાં આપવાની ભાવના રાખો.

આ સિદ્ધાંતો હસ્તગત થતાં જ જિંદગી સરળ બની જશે.

તમે તમારા મગજને સુધારી શકો છો.

રૂઢિગત વિચારો છોડી તમે તમારું મગજ સુધારી શકો છો. બીજા જેવા બનવા કરતાં

તમારી પોતાની જાત જેવા જ બનો તો કેટકેટલા પ્રશ્નો હલ થઈ જાય! તમારી અંદર રહેલી

દિવ્યશક્તિ વિકસતી જશે તેમ તમે આનંદ અનુભવતા જશો.

બાળપણથી તમને નકારાત્મક સંદેશા જ મળ્યા છે : તું આ નહીં કરી શકે, તું નકામો

છે, તું નાનો છે, પૈસા મફતના નથી આવતા, તને કોણ પ્રેમ કરે? તું ક્યારેય સફળ નહીં

થાય, તારી માની જેમ તું પણ કંઈ નહીં બની શકે ... હજારો જાતના અવરોધો તમારા

મનમાં ઠોકી બેસાડાયા છે.

તમારાં બહાનાંઓ તમારી આ લાગણીઓને પોષે છે. તમારું મન એટલું જકડાઈ

ગયું છે કે તમે કરી શકો તેટલું સારું કામ નથી કરી શકતા.

નીચેના વિધાનો માનો અને તમારા મનને તથા તમારી જાતને બદલો :

- હું કંઈ પણ કરી શકવા શક્તિમાન છું.

- હું લાયક અને ઉપયોગી માણસ છું.

- હું બુદ્ધિમાન છું.

- મને સારી વસ્તુઓ મળવી જોઈએ, કારણ કે હું સારો-સારી છું.

- મારી જિંદગીના દરેક ક્ષેત્રમાં અઢળક સંપત્તિ છે.

- હું સ્વાસ્થ્ય, સુખ અને સફળતાને લાયક છું.

- હું મારી જાતને અને બીજાઓને પ્રેમ કરું છું.

- લોકોની સેવા કરવાની મારી ઈચ્છા છે.

- લોકોના અભિપ્રાયો કરતાં હું અનોખો-અનોખી છું.

બહાનાં ભગાડવાના સાત શાનદાર નુસખા :

૧. તમારા પર લાગેલાં લેબલ દૂર કરો :

તમને લગાડવામાં આવેલ નકારાત્મક લેબલો તમારા મગજમાં ઊંડે સુધી ઘૂસી જાય

છે અને ખરાબ અસર કરે છે.

મારી દીકરી સીરીના ‘ખેલાડી’ ન હતી. આ લેબલ કાઢવા તેણે ઘણા પ્રયત્નો કર્યા

અને ધીમે ધીમે તે રમત તરફ દોરાઈ. ‘હું કંઈ પણ કરવા શક્તિમાન છું’ એ વિચાર જ તમને

શક્તિ આપશે.

૨. તમારા અર્ધજાગૃત મન સાથે વાત કરો :

આપણે આપણા અજાગૃત મન સુધી પહોંચી શકતા નથી એમ માનવું જરા મુશ્કેલ

છે. આપણે ઘણી વાર અજાણતા જે રીતે વર્તીએ છીએ તેને માટે જાગૃત થવાની જરૂર છે.

અર્ધજાગૃત (અજાગૃત નહીં) મન સાથે સંવાદ કરતા રહો કે મારે જાગૃત જિંદગી જીવવી છે.

વસ્તુઓ ભૂલી જવી, માણસો ભૂલી જવા જેવી વસ્તુઓ માટે અર્ધજાગૃત મન સાથે સતત

સંવાદ કરતા રહો.

૩. ધ્યાન રાખવાનું શરૂ કરો :

બહાનાં વિનાની જિંદગી જીવવા હું તમને સભાન બનવાનું અને ધ્યાન રાખવાનું શરૂ

કરવા કહીશ. મારી ચાવી ભલૂ વાની ટવે સધુ ારવામાં મેં ધ્યાન રાખવાનું શરૂ કયર્.ું હું ‘ભલૂ કણા’ે

છું એમ માનવું મેં બંધ કર્યું. હું ચાવી ક્યાં મૂકું છું તે ધ્યાન રાખવું મેં શરૂ કર્યું. ચાવી માટે

જગ્યા નક્કી કરી. ભૂલકણાપણાની એક ખોટી ટેવ મેં સુધારી.

હું યોગ કરવા જતો કે તરવા જતો ત્યારે કામના વિચારોમાં ખોવાયેલ રહેતો. હું

સભાન બની વર્તમાનમાં રહેવા લાગ્યો. મેં એક બહુ સારી વાત સાંભળી છે : ચાલવા

નીકળો ત્યારે ચાલવામાં ધ્યાન રાખો, બેસો ત્યારે બેસવામાં અને સૂઓ ત્યારે સૂવામાં ધ્યાન

રાખો. દરેક શ્વાસનું, દરેક હલનચલનનું, દરેક લાગણીનું ધ્યાન રાખો.

હું સભાન બની ગયો છું, વર્તમાનમાં જીવું છું અને ચાવી ભૂલતો નથી!

૪. જડતા દૂર કરવાનું નક્કી કરો :

જે બહાનાંઓ તમે વર્ષોથી કાઢતાં આવ્યા છો અને તમારો અહંકાર જેને પોષે છે તે

બહાનાં સહેલાઈથી દૂર થવાનાં નથી. જાત સાથે સંવાદ કરો અને પોતાની જડતા દૂર કરવાનું

નક્કી કરો. પુસ્તક અમુક દિવસમાં વાંચવાનું વિચારીએ તો કંઈ પણ થાય તો પણ કરીએ

છીએને!

રોજ સવારે ઊઠી પોતાની જાત સાથે કરાર કરો. લખી રાખો. ક્યારેક ભૂલી જવાય

તો કામ લાગશે!

૫. નિશ્ચયાત્મક બનો અને શક્તિ મેળવો :

તમે તમારી આસપાસની દુનિયા નિશ્ચયોથી શક્તિશાળી બનાવો. તમારે જે બનવું

છે તેના ફોટા, ચિત્રો, સુવાક્યો, તમારી આસપાસ દેખાય તેમ રાખો. પ્રાકૃતિક દૃશ્યોનાં

ચિત્રો, ફૂલો, પોસ્ટરો ઠેરઠેર દેખાય તેમ ગોઠવો.

તમે જે ચાહો છો તે તો બનશો જ અને આખું વિશ્વ પણ તમને તે બનવામાં મદદ

કરશે. તમારી જાતને ચાહો, તમારી દૈવી શક્તિને ઓળખો અને વિશ્વની શક્તિના હક્કદાર

બનો. નિશ્ચય કરો અને બહાનાં ભગાડો.

૬. મદદગાર અને સહકાર આપનાર વિશ્વમાં રહો :

તમારે મદદગાર અને સહકાર આપનાર વિશ્વમાં રહેવું છે કે અસહકારી વિશ્વમાં તે

નિર્ણય તમારે કરવાનો છે. તમે જેવો નિર્ણય કરશો તેવી દૈવી શક્તિ પામશો. તમે સારા

માણસો અને સારી મદદ વિષે વિચારશો તો તેને આકર્ષશો અને મેળવશો. જો તમે ખરાબ

માણસો, અસહકાર અને વિરોધીઓનો વિચાર કરતા રહેશો તો તેઓ જ તમને ભટકાશે.

માનસિક વલણ બદલતાં તમારી ઈચ્છેલી દરેક વસ્તુ તમને મળશે. સ્વાસ્થ્ય, સુખ,

સફળતા ... બધું જ તમને મળશે. ઈશ્વરને પ્રાર્થના કરો કે તેના દરેક કામમાં તે તમને સાધન

બનાવે. તેનું દરેક કામ તમારાથી થાય. તમે દૈવી શક્તિનો અંશ બની જાઓ.

૭. ફરિયાદ ન કરશો, ખુલાસો ન આપશો :

ફરિયાદ અને ખુલાસો બંને બહાનાના સાથીદાર છે. જેવી તમે ફરિયાદ કરવી શરૂ

કરો કે જાતજાતનાં બહાનાં બને. ‘મારું કામ મોડું થવા તે જવાબદાર છે’, ‘મારી તબિયત

કામને લીધે બગડે છે’ વગેરે. ક્યારેક મોસમનું બહાનું, ક્યારેક દેશના અર્થતંત્રનું બહાનું,

ક્યારેક માણસોનું બહાનું ... બહાનાંનો અંત લાવવા ક્યારેય ખુલાસો કરવો નહીં. ખુલાસો

કરવા જતા અહંકાર વચ્ચે આવે. તમે તમારી જાતને સાચી પુરવાર કરવા જાવ જેથી વિરોધ

વધે, શંકા વધે. માટે ક્યારેય ફરિયાદ ન કરવી કે ખુલાસો પણ ન કરવો.

શરૂમાં કીધું તેમ ‘તમારી જાતને બદલવાની શક્તિને ઓછી ન આંકશો અને બીજાને

બદલી શકવાની શક્તિને ક્યારેય વધુ ન આંકશો.’ પોતાની શક્તિને ઓળખો.

પોતાની ટેવો સુધારવાની વાત આવે કે મોટા ભાગના માણસો હાથ ઊંચા કરી દે.

ખરેખર તો પોતાની જાતને અને પોતાના વિચારોને બદલવા સહેલા છે. બીજાં કરે તેના

કરતાં જાતે કરવું વધુ સરળ છે. જેમ કે મોટે ભાગે આપણું શરીર તબિયત જાળવી રાખે છે

તેમ મનને પણ માનસિક સમતોલન જાળવતાં આવડે છે. હું મનની શક્તિનો સારા માણસો

અને સંજોગોને આકર્ષવા ઉપયોગ કરું છું. મન પર પડેલી બાળપણની છાપ બહુ ઊંડી હોય

છે અને તે બદલવી પણ મુશ્કેલ છે, છતાં હું મારા પ્રયત્નો ચાલુ રાખું છું.

આ પછીના દરેક પ્રકરણમાં એક એક પ્રશ્ન પૂછ્યો છે. જવાબ આપતા પહેલાં ખુલ્લા

મને આખું પ્રકરણ વાંચો, મેં આપેલાં ઉદાહરણો સમજો, તેની બધી બાજુઓ તપાસો અને

પછી વિચારો કે તમે તે કેવી રીતે અપનાવી શકો.

કોઈ માનસિક કસરત કરવાની નથી. યાદી બનાવવાની નથી. નિયમો પાળવાના

નથી. માહિતી યાદ રાખવાની નથી. વાંચતા જાઓ તેમ ફક્ત આટલું ધ્યાનમાં રાખો : ‘‘હું

મનને સુધારીશ તો આખી જિંદગી આપોઆપ ગોઠવાઈ જશે.’’ બસ, આ દૃષ્ટિકોણ રાખશો

તો રૂઢિગત વિચારો જરૂર બદલી શકશો.

પ્રકરણ-૧૨

પહેલો પ્રશ્ન : શું આ સાચું છે?

એક માણસ ર૪ કલાકમાં લગભગ ૬૦,૦૦૦ વિચારો કરે છે. આશ્ચર્યની વાત

એ છે કે ગઈકાલના અને આજના વિચારો લગભગ સરખા હોય છે. માણસ જીવનમાં

અમુક જ વિચારોની રટ કર્યા કરે છે! એમાંના કેટલાક વિચારો તો ખોટા પણ હશે અને

એટલે જ માણસે રટ લગાવતાં પહેલાં વિચારવું જોઈએ કે ‘શું આ સાચું છે ?’ તમારું મન

કેવી રીતે ખોટા વિચારો પસંદ કરે છે તે વિષે જો તમે સભાન બનો તો તમે ઘણી મુશ્કેલીઓમાંથી

બચી જાઓ.

તમે તમારી જાતને કેવી ખોટી આલેખતા હતા તે તમને ખ્યાલ આવે તો સફળતાથી

દૂર રાખતા એ ખ્યાલને તમે અપનાવો? ખોટા ખ્યાલોને છોડો અને સત્યને અપનાવો. ‘શું

આ સાચું છે ?’ ની ગળણીથી દરેક વિચારને ગાળો. કોના વિચારો તમને સફળતાથી દૂર

રાખે છે ? તે વિચારો. કયા વિચારો તમને રોકી રાખે છે તે પણ વિચારો. આગળ આપેલાં

૧૮ બહાનાંઓમાંથી થોડાં ફરી જોઈએઃ

૧. કામ અઘરું હશે.

આ સૌથી સામાન્ય બહાનું છે, જે તમારી પ્રગતિને રૂંધે છે. શું તમને સાચે લાગે છે

કે તે કામ એક મોટો પડકાર છે ? પડકારરૂપ કામો નસીબજોગે બહુ સરળતાથી થઈ જતા

હોય છે. જયારે તમારી ઈચ્છા દૈવી ઈચ્છા સાથે સુમેળ ખાતી હોય તો ચમત્કાર સર્જાય છે.

તમને લાગે કે અમુક કામ અઘરું નથી તો સંજોગો જ એવા સર્જાશે કે સરળ બની જશે. હવે

પસંદગી તમારે કરવાની છે. (૧) તમે ખોટેખોટું માની શકો છો કે કામ અઘરું હશે અને એ

વિચાર માત્રથી તમે તે નહીં કરી શકો. (ર) તમે માનો કે કામ તમે કરી શકશો અને એ

વિચાર માત્રથી તમને અણધારી સગવડો પ્રાપ્ત થશે. તમે શું પસંદ કરશો?

મારું પ્રથમ પુસ્તક છપાયું ત્યારની વાત યાદ આવે છે. લોકો કહેતા : ‘બહુ તકલીફ

પડશે’ ‘અશક્ય કામ છે’‘તમને કોઈ ઓળખતું નથી, તમારું પુસ્તક કોણ લેશે ?’ મેં ૧૦૦

પ્રકાશકોને મારું કામ મોકલ્યું, જેમાંથી ૯૯ જણે નાપસંદ કર્યું. પણ એક નાના પ્રકાશકે તે

છાપવાનું બીડું ઝડપ્યું! નેશનલ ટીવી પર પુસ્તકને આવરવાનું કામ પણ મુશ્કેલ હતું, છતાં

પાર પડ્યું. માટે કામ અઘરું છે તેવું કયારેય ન માની લેશો.

ર. કુટુંબીઓને નહીં ગમે.

જિંદગીમાં અટકી જતા લાકે ો આ બહાનું ઘણી વાર આગળ ધરે છ.ે ‘મારા માતાપિતા

દઃુ ખી થશ!ે ’ ‘કટુ બ્ું ામાં બધાં વ્યાકળુ થશ.ે ’ ‘કટુ બ્ું ામાં કયારયે કાઈે એ આવું નથી કયર્’ું

વગરે .ે શું કાઈે કામ કરવાથી ખરખે ર આવું થશે ? હું તે કામ કરું અને કાઈે વિરાધે ન થાય તવે ું

બને ? તમારી ઈચ્છા સાથે મળે ખાતાં ઘણાં કટુ બ્ું ાીઓ હશે જે વિરાધે ન પણ કર.ે માટે મનમાથ્ં ાી

ભય કાઢી, તમારી ઈચ્છા મજુ બ કરા.ે તમારાં કટુ બ્ું ાીઓ તમને મદદ કરે તવે ું બન.ે લાકે ાન્ે ાા

વિરાધે સામે તમારી માન્યતાઆન્ે ો વળગી રહા.ે સમય જતાં લાકે ાન્ે ો તમારા માટે માન, આભાર

અને આશ્ચયર્ન્ ાી લાગણી થશ.ે કયારકે કાઈે ની વષર્ગ્ ાાઠં મા,ં લગ્નમાં કે બસ્ે ાણામાં ન જવાય તો

પણ લાકે ો તમને સમજશ,ે અપનાવશે તન્ે ાી ખાતરી રાખા.ે તમે ને ખબર છે કે તમને ખાટે ાં

બહાનાં આપવા નથી ગમતા.ં કઈં ચાક્કે સ કારણ હશે અને અટે લે જ તમે તમે કર્યું હશ.ે

કયારેક કોઈ લાગણીથી દુભાયેલ કુટુંબીજનનો સામનો પણ કરવો પડશે. પણ

તમારી ઈચ્છાઓને મક્કમતાથી વળગી રહો અને ‘મને જે જોઈએ છે તે તો હાજર જ છે’

માની તેમના સહકારની અપેક્ષા રાખો.

તમે કોઈ વિરોધની આશા જ નહીં રાખી હોય ત્યારે કેટલી શાંતિ, સહકાર અને

પ્રેમની પરિસ્થિતિ હશે! તમે પણ કેટલી શાંતિથી ગુસ્સા વગર નિર્ણય લીધો હશે!

૩. મને તે ન પરવડે!

મારા બાળપણના ઉછેરને કારણે, દુકાળને કારણે, આર્થિક મંદીને કારણે મારી

જોઈતી વસ્તુને નાણાં પૂરા પાડવાનો મારો ખ્યાલ તદ્દન જુદો રહ્યો છે. પૈસા ન હોવાનું

બહાનું મેં કયારેય નથી કાઢ્યું. તમને સાચે લાગે છે કે તમારે જે કરવું છે તેના માટે તમને

પૈસા નહીં મળી રહે? તો એ વિચાર મનમાંથી કાઢી નાંખો. તમે જે વિચારશો તે જ તમને

મળશે. માટે તમે દુકાળ, કમી અને તંગી વિષે વિચાર્યા કરશો તો તમને તે જ મળશે. તમે

સગવડો, તકો, સમૃદ્ધિ વિશે વિચારશો તો તમને તે મળશે. તમે જે પણ માનશો તે જ

તમારામાં તેવી શક્તિ પેદા કરશે. તકલીફો ભોગવવી કે અમાપ સમૃદ્ધિનો અંશ બનવું તે

તમારે પસંદ કરવાનું છે.

આનો અર્થ એવો નથી કે તમને આર્થિક તકલીફ નહીં જ પડે. પણ તેનો જ વિચાર

કર્યા કરશો તો તમે તેમાં જ રચ્યાપચ્યા રહેશો. તમે માનશો કે તમારી જરૂરિયાતની બધી

વસ્તુઓ તમને મળી જ રહેશે તો તે ચોક્કસ મળશે જ. આ વિશ્વમાં અખૂટ સમૃદ્ધિ છે અને

તમે તેનો જ એક અંશ છો, તો તંગી કેમ હોય ?

તમને મારા વિચારોમાં થોડી ઘેલછા લાગશે. ૬૦ વર્ષની ઉંમરે મેં હવે વસ્તુઓ

તરફ આસકિત ઓછી કરવા માંડી છે. મારી પાસે જે કંઈ છે તે મેં યોગ્ય વ્યકિતઓને

આપવા માંડ્યું છે. મને લાગે છે કે હું કેટલી બધી સમૃદ્ધ વ્યક્તિ છું!

કોઈ પણ કામ કરવા ચોક્કસ પૈસા મળી રહેશે તેમ માનવાના બે ફાયદા છે :

૧. તમે તે કામ માટે વધુ વિચારશો અને પૈસા માટે ઓછું.

ર. તમે વિશ્વની અખૂટ સમૃદ્ધિને ઢંઢોળશો અને તેના ભાગ બનશો. પછી તંગી શાની?

૪. મને કોઈ મદદ નહીં કરે.

આપણું કામ ન થાય એમાં કોઈનો વાંક? શું બીજા લોકો તમને હેરાન કરે છે ?

તમારું કામ બગાડે છે ? શું તમે તમારાં સપનાં બીજા કોઈની પણ મદદ વગર પાર પાડી

શકો? તમે અત્યારે જે કરો છો તે બીજા કોઈની પણ મદદ વિના કરી શક્યા હોત? તો ‘મને

કોઈ મદદ નહીં કરે’ એવો વિચાર મનમાંથી કાઢી નાખો. અને ખાત્રી રાખો કે ‘મને જેમની

પણ જરૂર પડે તે મને ચોક્કસ આવી મળશે.’

દુનિયામાં કરોડો લોકો વસે છે. મને જેવો માણસ જોઈએ છે તેવો મને જરૂર

મળશે. જો તમે વિચારશો કે ‘મને કોઈ મદદ નહીં કરે’ તો તમને ચોક્કસ કોઈ મદદ નહીં

કરે. જો તમને શ્રદ્ધા હશે કે ‘મને જરૂરી મદદ મળી રહેશે’ તો તે તમને મળશે જ. તમારા

અનુભવો એ તમારા વિચારોનું પ્રતિબિંબ છે!

તમારા જીવનનો અગત્યનો ભાગ બનેલા છતાં તમને હેરાન કરતા બિનજરૂરી

વિચારોને દૂર કરો. ખોટી ટેવો ભગાડો અને મુક્ત જીવન જીવો. સ્વાસ્થ્ય, સુખ અને સફળતા

મળે તેવી ટેવોને પસંદ કરો.

જીવનની કોઈ તકલીફમાં તમને બહાનું કાઢવાનું મન થાય ત્યારે વિચારજો કે :

૧. શું તે ખરેખર સાચું છે ? ર. શું મને ૧૦૦% ખાત્રી છે કે તે સાચું છે ? તમને જાતે જ

સમજાઈ જશે કે બહાનામાં કંઈ માલ નથી. ક્યારેક બહાનાને સામી બાજુથી પડકારજો.

તમને ક્યારેક મોટી ઉંમરે ભણવાનું મન થાય, પણ તમે બહાનું બનાવો કે ‘હું તો હવે ઘરડો

થઈ ગયો!, ત્યારે વિચારજો કે શું આ ૧૦૦% સાચું છે ? તમારાથી મોટી ઉંમરનો કોઈ

માણસ ભણે છે ? તો તમે કેમ નહીં ? ‘‘અરે! આ જ ઉંમર છે ભણવાની! આટલા અનુભવ

પછી ભણવાની કેટલી મઝા આવે ?’’ એમ વિચારી તમારી ઈચ્છાને અનુસરો.

પ્રકરણ-૧૩

બીજો પ્રશ્ન : બહાનાં જન્મે છે કયાંથી ?

તમે ડૉકટર પાસે તમારી બીમારીનું નિદાન કરાવવા જાઓ ત્યારે નિર્ણય લેવામાં

મદદ મળે માટે તેમના પ્રશ્નોના જવાબ આપો છો ને ? તેવી જ રીતે તમારાં બહાનાં કયાંથી

જન્મ્યાં તેનું નિદાન કરવા હું તમને થોડા પ્રશ્નો પૂછીશ. તમે જાતે જ ડૉકટર થઈ તે કયાંથી

અને કયારે આવ્યાં તે શોધજો અને પછી તેમને ભગાડજો. તમને નીચેના પ્રશ્નો નિદાન

કરવામાં મદદ કરશે :

૧. લક્ષણો-ચિહ્નો કયાં છે ?

તાવ, શરદી, ગળાનો દુખાવો...જેવાં લક્ષણો નહીં હોય છતાં બહાનું કાઢવાનું

થાય ત્યારનાં લક્ષણો કયાં હોય છે ? કોઈનો વાંક કાઢવો, ગુસ્સે થવું, બીજાને જવાબદાર

ઠેરવવા વગેરે ? બહાનાના વાયરસ હુમલો કરતાં પહેલાં અમુક સંજોગોની રાહ જુએ છે :

બીજાની જીત, બીજાનું સુખ, બીજાનું સારું સ્વાસ્થ્ય...વળી નિરાશા, દુઃખ, પોતાના કામ

વિષે શંકા, અજંપો..પણ ખરાં.

ર. લક્ષણો પહેલી વાર ક્યારે દેખાયાં?

બાળપણમાં જન્મેલાં બહાનાં ઘડપણ સુધી ચાલુ રહે છે. ‘હું બહુ નાનો છું’કદાચ

‘હું ઘરડો છું’ માં પરિણમે. ‘શાળાનું કામ પતાવીને જ રમવા જજે.’ કદાચ ‘હું બહુ કામમાં

છું’ કે ‘મને સમય નથી’વાળા બહાનામાં બદલાય. તમારાં બહાનાંઓનો તમે ઊંડો વિચાર

કરશો ત્યારે જ તમને સમજાશે કે આ રોગ કયારે લાગુ પડ્યો. આની દવા કઈ? એક

અભિનેત્રીએ સરસ કહ્યું છે : મને ભૂતકાળ માટે એક જ ખેદ છે અને તે કે તે બહુ લાંબો હતો!

મને ફરી જિંદગી જીવવા મળે તો પણ હું કરેલી બધી જ ભૂલો ફરી કરું પણ જરા જલદી કરું!’

૩. તમે(ત્યારે) કોની સાથે હતા ?

કુટેવો પડી ત્યારે તમે કોની સાથે હતા તે જાણવાથી કંઈ બહુ ફેર નહીં પડે! મોટે

ભાગે તો તમે ઘરનાં વડીલો સાથે, ખાસ મિત્રો સાથે કે શાળાના શિક્ષકો સાથે જ હતા.

બહાનાના વાયરસ/કીટાણુઓ કેટલી ઝડપથી અને સરળતાથી ફેલાઈ ગયા! તમે પણ

કીટાણુઓનું સ્વાગત કરવા તૈયાર જ હતા ને ?

૪. તમારી આસપાસના લોકોમાં પણ આ જ લક્ષણ છે ?

મોટે ભાગે કુટુંબમાં કે સમાજમાં એક રોગચાળાની જેમ આ લક્ષણો જોવા મળે છે.

અને પછી જીવનભર તમે તેને પોષતા રહો છો. ગરીબી, બીમારી, નિરાશા, નિરક્ષરતા...

અને તેમાંથી જન્મતાં બહાનાંઓ તમને કયારેય આગળ નહીં વધવા દે.

જવાબદારી સ્વીકારો :

તમારા ઉછેરને કારણે, કુટુંબને કારણે, ગરીબી-બીમારી-નિરક્ષરતાને કારણે જે

પણ ટેવો પડી છે તે બધાંની જવાબદારી તમે સ્વીકારો. ‘હા, હું કદાચ નાનો કે ના-સમજ

હોઈશ, પણ આજે એ ટેવો કે વિચારો માટે, બહાનાં કાઢવા માટેની સંપૂર્ણ જવાબદારી હું

સ્વીકારું છું.’

આગળ બતાવેલા પ્રશ્નો પૂછી તમારી ટેવો, બહાનાંઓ કયાંથી આવ્યાં તે જાણી

તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારો. કોઈ શરમ કે સંકોચ વગર સ્વીકારો. ‘ખોટી ટેવો કયાંથી

આવી?’ નો જવાબ આપો મારામાંથી. હું નાનો હતો ત્યારે મેં જે કંઈ કર્યું તે અત્યારે પણ

કરવું જરૂરી નથી. જૂની ટેવો અને બહાનાંઓને રદિયો આપો અને સફળતા, સ્વાસ્થ્ય અને

સુખ તરફ આગળ ધપો. એક વાર સમજદારી આવી જશે પછી બહાનાં કાઢવાની કે કારણો

આપવાની જરૂર જ નહીં રહે. જિંદગી જીવવાની જવાબદારી સ્વીકારો અને કોઈના પર

દોષનો ટોપલો ઢોળવાનું છોડો.

બહાનાં કાઢવાની ટેવ કેવી રીતે પડી તેનાં ચાર કારણો નીચે જોઈએઃ

૧. શું હું તેને યોગ્ય છું? લાયક છું?

તમે ઈશ્વરનો અંશ છો, તમારામાં પણ દૈવી શકિત છે, તો તમે અયોગ્ય કેવી રીતે

હોઈ શકો ? માટે તે બહાનું તો કાઢશો જ નહીં.

બાળક તરીકે તમારા મનમાં ઠોકી બેસાડવામાં આવ્યું હતું : પહેલો નંબર આવે તો

જ યોગ્ય, નહીં તો નહીં. જલદી કામ કરો તો જ યોગ્ય, નહીં તો નહીં. બીજા અપનાવે તો

જ યોગ્ય, નહીં તો નહીં..... મોટાં થતાં તમે કોઈને તમારાથી આગળ વધતાં જુઓ કે તરત

તમારા મનમાં વિચાર આવે કે ‘હું યોગ્ય નથી.’ પણ હવે વિચારજો કે : ‘મારા જીવનમાં જે

જે વ્યકિત આવી તેણે તેને જે યોગ્ય લાગ્યું તે કર્યું. પણ આજથી હું વિચારું છું કે હું ઈશ્વરનો

અંશ છું. મારામાં દૈવી શકિત છે અને કંઈ પણ કરવા હું લાયક છું/યોગ્ય છું.

ર. હું આવો જ છું.

તમારો રંગ, વાળ, આંખો, હાથ, પગ, મોં - બધું ભગવાને તમને આપ્યું. શું

તમારો સ્વભાવ પણ ઈશ્વરે તમને આપ્યો ? તમારી આશાઓ, ઈચ્છાઓ, બુદ્ધિ.... ઘણું

બાળપણથી તમારા કુટુંબે અને સમાજે ઘડ્યું છે. ‘તમે આ કામ કરી શકો અને તે નહીં’ એવું

તમારા મગજમાં ઠોકી બેસાડ્યું છે. મોટા થઈ તમે તે કરવા ધારો તો પણ બહુ મુશ્કેલ પડે.

તમને આળસુ, બુદ્ધુ, કમનસીબ, કમજોરનાં લેબલ લગાડી દીધાં છે. એક વાર

વિચારો કે તમને આવું કાઈે એ કીધું જ ન હાત્ે ા તો તમે શું કરત? શું બનત? બીજાના અભિપ્રાયને

મહત્ત્વ આપવા કરતાં મારી ઈચ્છાને, આવડતને હું મહત્ત્વ આપીશ.

તમે બીજાના અભિપ્રાય તો ન બદલી શકો પણ જિંદગીની જવાબદારી સ્વીકારી તે

તો જરૂર બદલી શકો.

૩. હું બુદ્ધુ છું ! ચાલાક નથી.

તમને વળી એવું ક્યારે લાગવા માંડયું કે તમે બુદ્ધુ છો ? ચાલાક નથી? શાળાની

પરીક્ષામાં તમને થોડા ઓછા માર્કસ આવ્યા એટલે ? વર્ગના દેખાવ ઉપર તમારા શિક્ષકે કીધું

એટલે ? તમારા મિત્રો કરતાં થોડા ઓછા માર્કસ આવ્યા એટલે તમે માની પણ લીધું કે તમને

વાંચતા નથી આવડતું? ભણતા નથી આવડતું? તમે બુદ્ધુ છો ? અરે.!એવું કેમ બને ? તમે

પણ ઈશ્વરનો જ અંશ છો. તમારામાં પણ દૈવી શકિત છે. તમે પણ બીજા લોકો જેટલા જ

ચાલાક છો, કામના છો. પોતાનામાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, પછી તમે કયારેય આવું

બહાનું નહીં બનાવો.

૪. નિયમો - ધારાધોરણો મને નહીં કરવા દે.

શું કાયમ નિયમો અને ધારાધોરણોનું પાલન કરવું જરૂરી છે ?

હું નિયમો અને કાયદાઓનો વિરોધ નથી કરતો, પણ માણસે એટલું તો વિચારવું

જ રહ્યું કે - નિયમો માણસો માટે છે કે માણસો નિયમો માટે ?

માર્ટિન લ્યુથર કિંગે એક વાર કહ્યું હતું : શું હિટલરે જર્મનીમાં જે કંઈ કર્યું તે

કાયદેસર હતું? અંગ્રેજોએ ભારતમાં જે કંઈ કર્યું તે કાયદેસર હતું?

લાઓત્સેએ લખ્યું છે : જ્યારે ઈશ્વરની હાજરી હોય, ત્યારે કામ હૃદયથી થાય છે.

જ્યારે ઈશ્વર જ ગેરહાજર હોય, ત્યારે કામ કાયદાથી થાય છે!

ઈશ્વરને મનમાં રાખી કામ કરો. તમારું હૃદય જ કહેશે - કામ સારું છે કે નરસું. તે

કહેવા માટે તમારે કાયદાઓ કે નિયમોની જરૂર નથી.

મહાન થોમસ જેફરસનના શબ્દોમાં :‘‘દરેક માણસે પોતાના શરીર અને સંપત્તિનું

ધ્યાન રાખવું જોઈએ. પણ જો કોઈ માણસ તેમ ન કરે તો શું ન્યાયાધીશ તેને એવું કરવાનું

ફરમાન કરી શકે ?’’કાયદા કરતાં તમારા અંતરઆત્માના અવાજને સાંભળો.

હવે કયારેય પણ કાયદાનું બહાનું ન કાઢશો. બીજા કોઈને હેરાનગતિ ન થાય તેવું

યોગ્ય કામ જરૂર કરજો. પૂરી જવાબદારી સાથે કરજો. અંતરઆત્માનો અવાજ સાંભળીને

કરજો. કાયદાઓ માણસોને હેરાન કરવા નથી બનાવ્યા. કાયદાનો હાર્દ સમજી યોગ્ય વર્તન

કરજો.

બાળપણનો ઉછેર, ગરીબી, આર્થિક મંદી...બધાં બહાનાં છોડી પૂરી જવાબદારી

સ્વીકારો. તમારા જીવનમાં જે જે લોકો આવ્યા અને જે રીતે તેમણે વર્તન કર્યું તે બધાંને તમે

માફ કરી દો. બાળક તરીકે તમે કંઈ કરવા શકિતમાન ન હતા પણ હવે તો તમે મોટા થયા

છો. તમારાં કાર્યોની પૂરેપૂરી જવાદારી સ્વીકારો. લોકોના વાંક કાઢશો નહીં અને બહાનાં

પણ કાઢશો નહીં. સુખ, સફળતા અને સ્વાસ્થ્યની ચરમસીમાને આંબજો.

પ્રકરણ-૧૪

ત્રીજો પ્રશ્ન : તેનાથી શું ફાયદો છે?

જે વિચારો કે ટેવો પોતાનાં ઊંચાં સપનાં સુધી ન પહોંચવા દે તે શા કામના? છોડી

દો તે વિચારોને અને ટેવોને! જો કે એ તેટલું સહેલું નથી. તે તો દારૂના વ્યસન છોડવા જેટલું

મુશ્કેલ છે. દારૂડિયાને ખબર છે કે દારૂ કેટલો નુકસાનકારક છે, પણ તે તેને છોડી નથી

શકતો. આવું થાય ત્યારે પ્રશ્ન પૂછો : ‘આ ટેવથી /વિચારથી ફાયદો શું છે ?’ તમારા મનમાં

અનેક જવાબો હાજર થઈ જશે. આ જ વિચારો કે જવાબો બહાના રૂપે તમને હેરાન કરે છે.

હવે એક ક્ષણ થોભો અને વિચારો કે આ રગશિયા ગાડામાંથી બહાર કેમ કરીને

નીકળવું? થોરો કહે છે તેમ એક પગલું ભરવાથી કંઈ રસ્તો ન બની જાય. તેવી રીતે એક

વિચારથી કંઈ મનોવલણ ન બદલાય. જેમ રસ્તો બનાવવા એની એ જ જગ્યાએ વારંવાર

આવ-જા કરવી પડે તેવી જ રીતે નવું માનસ ઘડવા જેવા થવું છે તેવા વિચારો વારંવાર કરવા

પડે. જૂની ટેવો છોડી નવા વિચારો અને માન્યતાઓને આવકારવા પડે. મને કૉફીની ખરાબ

ટેવ. તે છોડવા મેં ઘણા અસફળ પ્રયત્નો કરેલા. હું દિવસમાં દસથી બાર કપ કોફી પી જતો.

એક વાર વાંચ્યું કે, ‘‘કશું પણ સારું કે ખરાબ નથી. તમારી ટેવ જ તેને સારું કે નરસું બનાવે

છે.’’ અને પછી તો નિશ્ચય કરી કોફી અને પીણાં બિલકુલ બંધ કરી દીધાં.

બહાનાં બનાવવાના ‘ગુપ્ત’ ફાયદાઓ :

મેં ગુપ્ત શબ્દ સમજીને વાપર્યો છે. ઘણી વાર તમને પોતાને જ ખ્યાલ નથી હોતો કે

તમારી ટેવોમાં, તમારા વિચારોમાં શું ફાયદો સમાયો છે. એ નુકસાનકારક ટેવો અને વિચારો

તમે વર્ષો સુધી પકડી રાખો છો પણ તેનાથી થતા ફાયદાથી તમે અજાણ હો છો! આ પુસ્તક

વાંચી નવી દૃષ્ટિ કેળવો અને બહાનાં વિના જીવો.

૧. કામ ટાળવું.

‘કામ મોટું હશે’ ‘અઘરું હશે’‘બહુ સમય લેશે’ એમ વિચારી તમે કામ ટાળી દો

છો. અને પછી કામ ટાળ્યાનો આનંદ લો છો.

છ વર્ષ એકધારું કામ કર્યા પછી પીએચ.ડી.ની પદવી મેળવવા વિદ્યાર્થીઓએ એક

મહાનિબંધ લખી નિષ્ણાતો સામે તેને રજૂ કરવો પડે. છ વર્ષ કામ તો વિદ્યાર્થીઓ કરી લેતાં

પણ છેલ્લા તબક્કામાં ઘણા બધા અટવાઈ જતા. ‘હું તો કામમાં પડી ગયો.’ ‘ બહુ મોટું કામ

છે’ ‘મારાથી નિબંધ નહીં લખી શકાય’ વગેરે વિચારી ઘણા બધા મહાનિબંધ લખવાનું

ટાળતા અને પીએચ.ડી. ની પદવી પામવાનું ચૂકી જતાં. કામ ટાળવાનું બહાનું તમને સાથ

તો આપે છે પણ તમારો શું ફાયદો કરે છે ? જરા વિચારવા જેવું નથી?

ર. સલામતી

આપણે સૌ સલામતી શોધીએ છીએ. જોખમોથી દૂર રહીએ છીએ અને એટલે જ

નિષ્ફળતા મેળવવાનું, ટીકા થવાનું, મૂરખ દેખાવાનું, અજાણ જગ્યાએ જવાનું જોખમ લેતાં

નથી. પણ જો જોખમ જ નહીં લઈએ તો આગળ કેવી રીતે વધીશું? બાળક જો ઊભા થવાનું,

ચાલવાનું જોખમ જ ન લે અને પડયો રહે તો મોટો થઈ તે દોડે કેવી રીતે ? સૂતા રહેવામાં

(ખોટી) સલામતી તો છે પણ તે આપણને કેટલી ઉપયોગી ? તમારો અંતરઆત્મા તમને

થોડું જોખમ ઉઠાવી કંઈક કરવા કહે ત્યારે તેને સાંભળો. થોડું જોખમ લો. ખોટી સલામતી

પાછળ ન પડો.

મારી પુત્રી ત્રૈસીની વાત કરું. તેને સારી નોકરી હતી. પગાર સારો,માણસો સારા,

કામ સારું, કંપની સારી. વર્ષો સુધી તે નોકરી કરતી રહી. પણ અંતરમાં પોતાની ઓફિસ

કરવાની, પોતાની કંપની કરવાની અદમ્ય ઈચ્છાને દબાવતી રહી. નોકરીની સલામતી તેને

કંઈક નવું કરતા રોકતી રહી. એક વાર હિંમત કરી તેણે સલામતીની સાંકળો તોડી નાંખી.

નોકરી છોડી દીધી અને આજે તે પોતાની કંપનીની માલિક છે. પોતાનાં સપનાં સાકાર

કર્યાનો તેને આનંદ અને ગર્વ છે!

૩. સહેલો રસ્તો

‘સહેલો રસ્તો’ અને ‘સારો કે સાચો રસ્તો’ બેમાંથી પસંદગી કરવાની હોય ત્યારે

મોટા ભાગના લોકો ‘સહેલો રસ્તો’ પસંદ કરે છે. પોતાનાં સપનાં, આવડત અને કુશળતાના

ભોગે પણ. સહેલા રસ્તામાં આવડત, કુશળતા અને પૈસા ઓછા લાગે, જોખમ પણ ઓછું

હોય સાથે પરિણામ પણ ઓછું જ હોય. ‘સારા કે સાચા રસ્તામાં’ વધુ મહેનત, વધારે

આવડત, ઊંચી કુશળતા, વધુ પૈસા, વધુ જોખમ જરૂરી બને પણ આખરી પરિણામ ઘણું

ઊંચું હોય. માટે સહેલો રસ્તો અપનાવતાં પહેલાં સારા-સાચા રસ્તાનો વિચાર પણ કરો.

તેમાંથી વધુ આનંદ, પૈસા, સારું પરિણામ... ઘણું બધું મળી શકે છે.

૪. ચાલાકી-પ્રપંચ

બહાનું બનાવી માણસ ચાલાકીથી પોતાની જવાબદારી બીજા પર ઢોળી દે છે અને

પછી શાંતિથી બેસી પોતાની ચાલાકીનો આનંદ માણે છે. ‘હું તો થાકી ગયો છું’ની ચાલાકી

કરી માણસ બીજાને કામે લગાડે અને પોતે આનંદની ઊંઘ માણે!

‘મારી પાસે તો પૈસા જ નથી’ની ચાલાકી કરી માણસ બીજાને પૈસે લહેર કરે!

‘મારામાં તો આવડત જ નથી’ ની ચાલાકી કરી માણસ બીજાની પાસે કામ પણ કરાવે

અને તન્ે ાી દયા પણ પામ.ે સફળ બનવા માગતા માણસે આ ચાલાકીઆમે ાથ્ં ાી છટૂ વું જ રહ્ય.ું

પ. હું જ સાચો

‘હું જ સાચો અને બીજા બધા ખોટા’નો વિચાર મારા અહમ્‌ને પોષે અને સામાને

પરાજયની લાગણી કરાવે. આ ગુરુતાગ્રંથિથી તમે કાયમ જીતવાના વહેમમાં જ રહેવાના,

આત્મ-છલનામાં રહેવાના. પોતાની સાચી કિંમત જાણી આત્મ-સન્માન વધારો.

‘મને કાઈે મદદ નહીં કર’ે નો અર્થ થાય હું મદદ મળે વવા લાયક કે નસીબદાર નથી.

‘કાયદા અને ધારાધોરણ મને નહીં કરવા દે’નો અર્થ જોયું, હું કેટલો હોંશિયાર

અને ચાલાક છું પણ આ કાયદા/ધારા-ધોરણો મને આગળ વધવા નથી દેતા!

‘મા-બાપ અને મિત્રો નહીં કરવા દે’ નો અર્થ હું તમને સારી રીતે જાણું છું- તમે શું

જાણો ?

તમે બહાનાં કાઢો એટલે તમે સાચા અને દુનિયા ખોટી!

૬. વાંક કાઢવો

તમે વાંક કાઢવા શરૂ કરો એટલે બધી જવાબદારી અને બધા દોષ કોઈ પર ઢોળી

દો છો. તમે તમારામાં રહેલી અસીમ દૈવી શકિતનો ઈન્કાર કરી જવાબદારી બીજાને માથે

નાખો છો.

તમારું કામ બરાબર નથી ચાલતું તો તમારો અહમ્‌ કહે છે વાંક બીજાનો છે. તમે

કમનસીબ છો, માંદા છો, ડરપોક છો, ખુશ નથી.....વાંક કોનો ? બીજાનો! કંઈ પણ

ખરાબ થાય, ખોટું થાય કે વાંક બીજા પર ઢોળી દો, કારણ કે તમે તો કશા પણ માટે

જવાબદાર જ નથી! દેશનું લથડતું અર્થતંત્ર, તેલના વધતા ભાવ, મોંઘવારી, કાળું નાણું...તમે

શું કરી શકો? વાંક કાઢો અને બહાનાં કાઢો, જેથી શાંતિથી જીવી શકાય!

૭. સંરક્ષણ-આશ્રય-ઓથ

તમે બાળક હતા ત્યારે પરિવારનું સંરક્ષણ પામ્યા. તમે નાના હતા, તેઓ મોટા

હતા. તમે નાસમજ હતા, તેઓ સમજુ હતા. તેઓ પાસે પૈસા હતા, આવડત હતી, સત્તા

હતી. તેઓ તમને કાબૂમાં રાખતા. તમે મોટા થતા ગયા પણ તેમને કાબૂ છોડવો ન ગમ્યો.

તેમણે તમને બાળક જ રાખ્યા, જેથી તેઓ તમને કાબૂમાં રાખી શકે!

તમે પણ બાળપણના લાભ ઉઠાવવા નાના બાળકની જેમ જ વર્તવાનું ચાલુ રાખ્યું.

અને એટલે જ એક પુખ્ત વયના માણસ જેવું તમારું વર્તન કયાંથી હોય ?

એક વાલી તરીકે મારે ધ્યાન રાખવું જોઈએ કે મારાં બાળકો તેમની જવાબદારી

મારા પર ન નાંખે. બાળકો ઘણી વાર પ્રેમ અને લાડની ઓથમાં જવાબદારી વાલી પર નાંખી

દે છે. ‘મા, મને નહીં આવડે’, ‘મારી પાસે પૈસા નથી’ વગેરે. બાળકોએ પણ ધ્યાન રાખવું

જોઈએ કે મા-બાપ જીવનભર તેમની જવાબદારી ન ઉઠાવી શકે.

૮. વર્તમાનને ભૂલી જાવ

‘વર્તમાન ક્ષણ’ જ સર્વસ્વ છે, હતી અને રહેશે. અને છતાંય લોકો ભૂતકાળની

વાતોમાં ડૂબ્યા રહે છે કે ભાવિનાં સપનાંમાં રાચતા રહે છે અને વર્તમાનને ગુમાવી દે છે.

માણસો બહાનાં પણ વર્તમાનમાં જ બનાવે છે! તમે વર્તમાન સમય બહાનાં કાઢવામાં વેડફશો

કે કંઈ રચનાત્મક કામ કરશો?

ઉપરનાં આઠેય બહાનાંને નવા દૃષ્ટિકોણથી તમારા ફાયદામાં કેવી રીતે લઈ શકો?

૧. કામ ટાળવું

નિશ્ચય કરો કે તમે કયારેય કોઈ પણ કામ ટાળશો નહીં, ઘણા સમયથી ટાળતા

હતા તેવું એકાદ કામ આજે કરી નાંખો! દોડવાનું વિચારતા હતા? તો દોડી જ નાંખો !

કોઈને મળવાનું હતું? મળી જ લો!

નિશ્ચય કરો : ‘કે હું કોઈ કામ ટાળીશ નહીં.’

ર. સલામતી

વધારે પડતી સલામતીનો આગ્રહ ન રાખો. કયારેય ન જોયેલી જગ્યાએ જાઓ.

અજાણ્યા લોકોને મળો. નવી વસ્તુઓ કરો. નવું પુસ્તક વાંચો.

નિશ્ચય કરો : ‘હું વધુ સલામતીનો આગ્રહ નહીં રાખું અને જરૂરી જોખમ ખેડીશ.’

૩. સહેલો રસ્તો

‘સહેલો રસ્તો’ને બદલે ‘સાચો-સારો રસ્તો’ પસંદ કરો. વધુ મહેનત, વધુ આવડત

અને વધુ જોખમ માટે તૈયાર રહો. અઘરા કામમાંથી આનંદ વધુ મળશે તેની ખાત્રી રાખો.

નિશ્ચય કરો : કે સાચી-સારી-અઘરી પસંદગી કરતાં હું કયારેય નહીં અચકાઉં.

૪. ચાલાકી-પ્રપંચ

કોઈ પણ જાતની ચાલાકી કરતાં પહેલાં પોતાની જાત સાથે વાત કરો. પરિણામનો

વિચાર કરો. લોકો શું વિચારશે તેનો પણ ખ્યાલ કરો.

નિશ્ચય કરો : કે હું જેવો છું તેવો સારો છું. મારે કોઈ ચાલાકી કરવાની જરૂર નથી.

પ. હું જ સાચો

‘હું જ સાચો છું’ તેવા અહમ્‌ અને ભ્રમમાંથી બહાર આવો. કોઈ તમને કહે કે

‘તમે તો મારું સાંભળતા જ નથી. તમારો કક્કો જ ખરો કરો છો’ તો જવાબ આપજો કે ‘તમે

સાચા છો. મને માફ કરો.’ દલીલ ત્યાં જ અટકી જશે.

નિશ્ચય કરો : કે બીજાને ખોટા ઠેરવવાના પ્રયત્નો નહીં કરું.

૬. વાંક કાઢવો

યાદ રાખો કે તમારી પોતાની મરજી સિવાય તમને કોઈ કંઈ કરી શકે નહીં. માટે

જે પણ થાય છે તેને માટે તમે પોતે જવાબદાર છો. અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે તેને માટે

હું જ જવાબદાર છું. હું કોઈનો વાંક ન કાઢી શકું.

નિશ્ચય કરો : કે બીજાનો વાંક નહીં કાઢું. પૂરેપૂરી જવાબદારી પોતાના માથે લઈશ.

૭. સંરક્ષણ-આશ્રય-ઓથ

દરેક બાળક એક મહામાનવ બનવાની શક્તિ સાથે જન્મે છે. તમને જોઈતી દરેક

વસ્તુ તમારી પાસે છે. માટે ખોટા આશ્રય લેવા છોડો. પોતાની જાતમાં વિશ્વાસ રાખો.

નિશ્ચય કરો : કે હું યવુ ાન છું અને મારાં સપનાં પરૂ ાં કરવા જરૂરી બધું મારી પાસે છ.ે

૮. વર્તમાનને ભૂલી જાવ

તમે ક્યારેક નાસીપાસ થઈ જાઓ ત્યારે પોતાની જાતને પૂછજો કે ‘વર્તમાન સમય’

જેવી મોંઘી મૂડી શું મારે આમ રડવામાં વેડફવાની ? આનાથી તમે સમય માટે સભાન

બનશો. કયારેક ભૂતકાળમાં ખોવાઈ જાવ કે ભવિષ્યની ચિંતામાં જોતરાઈ જાવ ત્યારે તરત

જ વર્તમાનમાં પાછા આવો.

નિશ્ચય કરો : કે વર્તમાનને વેડફશો નહીં.

એક નાની કવિતા વાંચોઃ

એક નાનો બાળક, રોજ વહેલી સવારે,

પહેલું તે જે જુએ, તેવો તે બનીને રહે,

ગમે કે ન ગમે, ચાહે કે ન ચાહે,

પછી ઘણો વખત તેવો ને તેવો તે રહે!

માટે તમે પણ શું જુઓ છો તેનું ધ્યાન રાખો અને યાદ રાખો કે જોવાનો નજરિયો

બદલશો તો વસ્તુઓ પણ આપોઆપ બદલાઈ જશે!

પ્રકરણ-૧૫

ચોથો પ્રશ્ન : બહાનાંઓ વિના મારી જિંદગી કેવી હોય ?

‘‘જે વસ્તુ આજે આપણી પાસે હાજર છે તે ગઈકાલે કોઈની કલ્પના હતી.’’

- વિલિયમ બ્લેક

આ ચોથા પ્રશ્નના દૃષ્ટિકોણમાં તમારે કલ્પના-જગતમાં વિહરવાનું છે. જે વસ્તુઓ

આજે તમને સરળતાથી મળે છે, તે કોઈની કલ્પનામાંથી જ જન્મી છે. દા.ત. મોબાઈલ

ફોન, ટી.વી., કોમ્પ્યુટર વગેરે. કોઈ પણ વસ્તુને નિરાકારમાંથી સાકારમાં લાવવા કલ્પના

કરવી જરૂરી છે. આપણા આધ્યાત્મિક ગુરુઓ પણ કલ્પનાશક્તિનું મહત્ત્વ સમજે છે.

બહાનાંઓ વિનાનું જીવન જીવવા તમારે પણ કલ્પનાશક્તિનો સહારો લેવાનો છે.

એક બીજમાંથી એક વૃક્ષ અને વૃક્ષમાંથી આખું જંગલ બને છે પણ એને માટે પણ

બીજના સપનાની, વિચારની, કલ્પનાની જરૂર છે.

આ પ્રકરણમાં તમારે પણ બીજની જેમ કલ્પના કરવાની છે. સ્વપ્ન જોવાનાં છે,

એક નવું ચિત્ર ખડું કરવાનું છે. કોઈ પણ જાતના અવરોધો કે બહાના વિનાની જિંદગી

રચવાની શક્તિ તમારામાં છે. તમારે ફકત કલ્પના કરવાની છે, વિચારવાનું છે કે અવરોધો

વગર મારી જિંદગી કેવી હોય? તમારે માની જ લેવાનું છે કે તમારે જેવા બનવું છે તેવા તો

તમે છો જ. તમારી શક્તિને મર્યાદિત કરતા વિચારો હકીકત બની જાય તે પહેલાં તમારે તેને

રોકવાના છે. બાળપણના સંસ્કારો, વારસાગત ટેવો અને બંધારણ તથા તેના વિચારો ભેગા

મળી બહાના રૂપે તમને જાણે હકીકત લાગે છે. તમારે કલ્પના કરવાની છે કે બહાનાંઓ છે

જ નહીં. તમારી દૃઢ અને રચનાત્મક કલ્પના જ તમને ખોટા વિચારોમાંથી કાઢી આગળ

વધારશે. તમારા આ નવા વિચારો જ તમને પ્રગતિમાં મદદરૂપ થશે.

મારો જ દાખલો લો. હું ર૦ વર્ષનો હતો ત્યારે હું વારંવાર વિચારતો કે ‘હું થાકી

ગયો’. થાકનો આ કીડો મારા મનમાં એવો ઘૂસી ગયો કે મને સાચેસાચ લાગવા માડ્યું કે હું

થાકી ગયો છું. બોલવામાં અને ચાલવામાં થાક જ વર્તાય. મારી શક્તિ ધીમે ધીમે ક્ષીણ થવા

લાગી. મને કામ ન કરવાનું બહાનું મળી ગયું.

એક વાર મારા મિત્રની સલાહ માની બધું છોડી હું બે -ચાર દિવસ ફરવા નીકળી

ગયો. મનમાં નિશ્ચય કર્યો કે હું હવે ‘થાક’ની વાત પણ નહીં કરું. આજની ઘડી અને કાલનો

દહાડો... એ પછી મારે કયારેય થાકનું બહાનું કાઢવું પડયું નથી. મેં કોઈ દવા નથી લીધી,

કે બીજું કંઈ બદલ્યું નથી. બદલ્યા ફકત વિચારો, બદલી ફકત કલ્પના. હું મારી જાતને

શક્તિપુંજ તરીકે જોવા લાગ્યો. મારી કલ્પનામાં હું જ મારો શક્તિદાતા બન્યો. થાકના અને

શક્તિ ક્ષીણ થવાના વિચારો ક્યારેય આવ્યા નથી. કલ્પનાની એ ક્ષણોમાં મેં મારી નવી

જાતને ઘડી.

બહાનાં વિનાની જિંદગીની કલ્પના કરો :

હું તમને‘બહાના વિના જિંદગી કેવી હોય’ તેની કલ્પના કરવામાં મદદ કરીશ.

તમારી કલ્પનાના ઘોડા દોડવા દો. તમારી જાત પર કલ્પનાની જાદુઈ લાકડી ફેરવી દો.

બહાનાં વિના તમારી જિંદગી કેવી હશે? તમને કેવું લાગશે ? તમારા વિકલ્પો કેવા હશે ?

આગળ જોયેલાં બહાનાંઓમાંથી થોડાંક લઈ આપણે આ કવાયત કરીએ.

૧. બહુ અઘરું હશે/બહુ સમય લાગશે :

ઉપરનાં બંને બહાનાંઓ તમને કામ કરતાં રોકે છે. કલ્પના કરો કે તમે એ વિચારી

જ નથી શકતા. કોઈ કામ તમને અઘરું લાગતું જ નથી. તમે બધું કામ તરત કરી શકો છો.

તમને કેવું લાગશે? એક કલાકાર તરીકે, એક વિજ્ઞાની તરીકે, એક વિદ્યાર્થી તરીકે...

તમારે જે કરવું હશે તે તમે કરી શકશો.

બહાનાં વગર તમારી જિંદગી કેવી હશે ? તમે વિચારવાનું શરૂ કરી દીધું ને કે

તમારાં સપનાંઓ સાકાર કરવા તમે શું કરશો? તમારા જેવા જ સપનાંઓ ધરાવતા લોકોને

મળીને આગળ ધપવાનું નક્કી કરી લો. તમારામાં અજબની તાકાત આવી જશે, દૈવી મદદ

હાજર થઈ જશે, સાચા માણસો મળી જશે. બધું જ સાચી દિશામાં થવા લાગશે, કારણ કે,

‘હું કંઈક કરી શકું છું’ની કલ્પનાનું બળ તમારી પાસે છે. તમારે કોઈ કારણ કે બહાનાં

બનાવવાની જરૂર નથી.

બહાનાં વગર તમને કેવું લાગે છે? તમે તો સાતમા આસમાને પહોંચી ગયા! નજર

બિલકુલ નિશાના ઉપર! નહીં બહાનાં કે નહીં કારણો! બિલકુલ મુક્ત! તમારા માટે દરેક

વસ્તુ આસાન છે એટલે કોઈ ચિંતા તો છે જ નહીં! બસ મજા જ મજા! તમને તમારી

રચનાત્મકતા અને આત્મનિર્ભરતા આગળ ધપાવશે અને તમે જીવશો આનંદથી.

બહાનાં જ નથી રહ્યાં તો તમને બીજા શું વિચારો આવે છે? મારે જે કરવું છે તે હું

કરી શકું છું, મને કોઈ ડર નથી, મને દૈવી મદદ મળતી જ રહે છે, હું મારાં સપનાંઓ સાકાર

કરવા ઉત્સુક છું અને મને કોઈ રોકી શકે નહીં.

ર. પરિવારને/મિત્રોને/બીજાઓને નહીં ગમે :

વિચારો કે તમે જે કરો છો તે તમારા પરિવારને/મિત્રોને ગમશે જ. કોઈ વિરોધ,

કોઈ ટીકા, કોઈ અસ્વીકાર નહીં. તમારે કોઈને કોઈ બાબતે મનાવવા નહીં પડે. કોઈને

પૂછવું નહીં પડે. કેવી સ્વતંત્રતા! તમારો પરિવાર તમારા દરેક નિર્ણયમાં તમારી સાથે.

કેટલો સહકાર! કોઈ ચિંતા નહીં, કોઈ હતાશા નહીં, કોઈ ડર નહીં. બધાનો પ્રેમ તમારી

સાથે, તમે કોઈનો પણ અભિપ્રાય માગી શકો, કોઈ નકારાત્મક મત નહીં મળે. હવે તમારે

જે કામ કરવું હશે તે તમે કરી શકશો.

૩. હું બહુ તાકાતવાન કે હોંશિયાર નથી :

આ વિચાર કાઢી નવો વિચાર મનમાં રોપો : ‘મારે જેટલી તાકાત ને હોંશિયારી

જોઈએ એટલી મારી પાસે છે જ. મને તો દૈવી વરદાન છે. હું જે ધારું તે કરી શકું છું.’

તમારામાં નવી માનસિક અને શારીરિક તાકાત આવી જશે. આત્મસન્માન, આત્મનિર્ભરતા

અને સ્વાભિમાન વધી જશે. હિંમત વધી જશે. શંકા જતી રહેશે. તમે તમારી જાતને બીજા

કોઈ સાથે સરખાવશો નહીં. તમારી પાસે જે છે તેને માટે ઈશ્વરનો તમે આભાર માનશો.

આનંદ અને સંતોષ તમારા સાથી બની જશે. તમને તમારા મનમાં અને તનમાં જાદુઈ શક્તિ

ઊભરાતી લાગશે. આટલી તાકાત અને કોઈ બહાનાં નહીં. સપનાં સાકાર કરવા તૈયાર!

કોઈ અવરોધ નહીં, કોઈ રોકટોક નહીં. તમે નાના હતા ત્યારે કોઈ ડર, બીક શંકા હતી ?

નબળાઈ, મર્યાદા, મૂર્ખતા તો પછી આવ્યાં. ખોટા વિચારો ખંખેરી તમારા મૂળ સ્વભાવ પર

આવી જાઓ.

૪. હું બહુ કામમાં છું. મારી પાસે સમય નથી :

ફરી કલ્પનાના ઘાડે ા દાડે ાવા.ે તમારે શું કરવું છે તે નક્કી કરા.ે પછી પરૂ ી તાકાત અને

આવડતથી તે પ્રાપ્ત કરવા કામે લાગી જાઓ. તમારામાં નવી શક્તિનો સચં ાર થશ.ે તમે જીવત્ં ા

બની જશા.ે અકે નવા મનાબ્ે ાળ સાથે તમે કામે લાગી જશો કે તમે ભલૂ ી જ જશો કે તમને

સમયની તગ્ં ાી હતી. પહલે ાં કરતાં વધારે કાયર્ર ત થઈ જશા,ે પણ બધાં કામ પાર પાડી શકશા.ે

તમારું કાર્ય સીધું તમારા વિચારોમાંથી ઉદ્‌ભવે છે. તમે શું કરી શકો છો એ વિચારશો

તો બધું કરી શકશો. ભરપૂર કામ સાથેની જિંદગી જીવવાનું તમને ખૂબ ગમશે.

માણસ યોદ્ધાઓનો ધસારો રોકી શકે પણ વિચારોનો નહીં. માટે જ નવા અને

રચનાત્મક વિચારો સાથે આગળ ધપતા રહો. નાકામયાબી માટે કોઈનો વાંક કાઢયા વિના

બધી જવાબદારી જાત પર લેતાં શીખો.

પ્રકરણ-૧૬

પાંચમો પ્રશ્ન : (કુ)ટેવો બદલવા કયાં કારણો છે?

મારો ર૧ વર્ષનો દીકરો સેન, રોજ મોડો ઊઠે. શનિ-રવિમાં તો બપોરે બે વાગ્યા

સુધી સૂતો હોય. હું એને કાયમ આ (કુ)ટેવો બદલવા કહું, પણ માને જ નહીં. તે મોડો ઊઠે

એટલે તૈયાર થવામાં ધમાલ થાય, ગાડી પણ ફાસ્ટ હંકારે અને દિવસભર ધૂંધવાયેલો રહે.

એની આ ટેવ તેને તેના કામમાં, આનંદમાં, મઝામાં બધામાં નડતરરૂપ બને. હું તેને જયારે

પણ વહેલા ઊઠવાનું કહું છું કે તેનો જવાબ હોય : ‘હું આવો જ છું. મારા મિત્રો પણ આવા

જ છે. અમે આમ જ જીવવાના. વહેલું ઊઠવાનું અમારે માટે મુશ્કેલ છે.’

માણસ ટેવ શું કામ બદલે ? ટેવ બદલવા કયાં કારણો હોય ? ટેવ કેવી રીતે પડે

અને એના શું ફાયદા તે આપણે આગળ જોયું. બહાના વિનાની જિંદગીની કલ્પના પણ

કરી. જિંદગીમાં બદલાવ લાવવા ટેવ શું કામ બદલવી તે હવે જોઈએ. તેને માટે ચાર

માપદંડ હોવા જોઈએ :

૧. ટેવ બદલવા જોરદાર કારણ જોઈએ :

ટેવ બદલવા જો કોઈ જોરદાર કારણ ન હોય તો જૂની ટેવો બદલવી મુશ્કેલ છે.

જૂની ટેવ બદલવાથી કોઈ અર્થ સરવાનો હોય તો જ ટેવ બદલાય.

હું ૩૦ વર્ષનો થયો ત્યારે મને સમજાયું કે મારી ટેવો તંદુરસ્તી માટે યોગ્ય ન હતી.

મારું વજન વધવા લાગ્યું હતું, પેટ મોટું થવા લાગ્યું હતું, ખાવા-પીવા પર કોઈ કાબૂ ન

હતો.... વગેરે. એક દિવસ મેં નક્કી કર્યું કે મારે વનપ્રવેશ એક જાડા, નંખાઈ ગયેલા,

શક્તિહીણ માણસ તરીકે કરવો ન હતો. સારી તંદુરસ્ત ટેવોનો અર્થ મને સમજાતો હતો.

ટેવો બદલવા માટે મારી પાસે સબળ કારણ હતું.

મેં કસરત, વધુ પાણી, યોગ્ય ખાણીપીણીની શરૂઆત કરી. ‘જો મારી પાસે તંદુરસ્ત

શરીર ન હોય તો હું કયાં રહું?’ લોકોના પ્રશ્નો અને આગ્રહો મને હવે હેરાન નથી કરતા.

૩૦ વર્ષ પછી મને તે ટેવો બદલ્યાનો આનંદ છે. બીજા કોઈને ફેર પડયો હોય કે નહીં, મને

તો બહુ ફેર પડયો છે.

ર. શું બદલાવ શક્ય છે ?

તમારા મનના એક ભાગ પર ‘મુલાકાતીઓ માટે બંધ’ એમ લખ્યું હોય છે. અહીં

જ તમે તમારી જાતને મળો છો. ત્યાં જ તમારી જાતને પૂછો કે જે બદલાવ તમે ઈચ્છો છો તે

શક્ય છે ? જે જૂની ટેવો તમારે બદલવી છે તે બદલવી શક્ય છે? તમારો અંતરઆત્મા સાચો

જવાબ આપશે.

મારા અનુભવો જુઓ :

મારા વિચારો બહુજન સુધી પહોંચે અને ઘણા લોકો આનંદ તેમજ સફળતા પામે

તે વિચારે હું દેશના ટીવી પર પ્રોગ્રામ કરવા માગતો હતો. હું રેડિયો પર આવા પ્રોગ્રામ કરી

ચૂક્યો છું. પણ મારો અંતરઆત્મા મને પોકારી પોકારીને ટીવી પ્રોગ્રામ ન કરવા કહેતો

હતો. મેં ટીવી પ્રોગ્રામ મોકૂફ રાખ્યો.

બીજા પ્રસગ્ં ો મારે અભ્યાસ અગ્ં ાન્ે ાી અકે ફિલ્મમાં કામ કરવાનં ુ હત.ું હં ુ થાડે ી ગડમથલમાં

હતા-ે રાજે ના બાર કલાક કામ, રાતના ઉજાગરા, દરૂ ની જગ્યાની મસ્ુ ાાફરી અમે ઘણાં વિઘ્નો

હતા.ં મેં પાછું મારા અત્ં ારઆત્માને પછૂ ય.ું અભિનત્ે ાા થવાથી નવું કઈં ક શીખવા મળશે અને

લાકે ો પણ મારી પાસથ્ે ાી શીખશે અમે અત્ં ારઆત્માનો અવાજ આવ્યા.ે બસ, પછી શું બાકી ?

ઘણું અઘરું કામ હત.ું જાખે મ પણ ખર.ું મેં ક્યારયે અભિનય કર્યો ન હતા.ે પણ અકે વાર

અદં રથી નક્કી કર્યું અટે લે બધી જ સગવડો થઈ રહી. નવું શીખવાની શરમ, માટે ી ઉંમરનો

થાક, મખૂર્ ા દખે ાવાનો ડર....કઈં જ નહીં. આખો અનભુ વ સખુ દ રહ્યા.ે હું કટે કટે લા કસબીઆન્ે ો

મળ્યો અને મારી ફિલ્મ મારા માટે સ્વાભિમાનનું કારણ બની રહી છ.ે

૩. બદલાવાથી સારું લાગવું જોઈએ :

તમારું ડાબું મગજ વિશ્લેષણનું અને ગણતરીનું કામ કરે છે. તમે અંતરઆત્માને

પૂછો કે તરત ડાબું મગજ જવાબ આપે. જમણું મગજ લાગણીઓ, ઉત્સાહ,જાગૃતિ, સભાનતા

સાથે સંકળાયેલું છે. તમારું મન બંને બાજુથી બદલાવને તપાસે છે.

તમારે જ્યારે જૂની ટેવો બદલવી હોય ત્યારે અંતરઆત્માને પૂછો. આંખો બંધ

કરી વિચારો. તમારું તન-મન શું કહે છે?તમને સારું લાગે છે? તમને વધુ આનંદ, સંતોષ

લાગે છે ? જો બદલાવું વધુ આનંદ, સંતોષ, ઉત્સાહ આપે તો બદલાવ જરૂર લાવો.

૪. અંદરના અવાજ સાથે તાલ મેળવો :

તમારા અંદરના અવાજ સાથે તાલ મળે છે એવું કયારે કહેવાય? વિચારો અને

લાગણી બંને પડઘો પાડે કે ‘હા, આ જ હું છું’ તો માનવું કે તાલ મળી ગયો! આના માટે તો

ઘણું લખી શકાય, પણ હું લખવાનું ટાળીશ. આગલું પ્રકરણ અહીંથી શરૂ કરીશું અને જોઈશું

કે આખું વિશ્વ તમને કેવો સહકાર આપે છે. તમે અહમ્‌ છોડીને અંતરઆત્મા સાથે તાલ

મેળવો અને વિશ્વનો સહકાર મેળવો.

આપણે પાછા મારા દીકરા સન્ે ાની પાસે આવીઅ.ે માડે ા ઊઠવાની તન્ે ાી (ક)ુ ટવે કવે ી

રીતે છાડે ાવવી? મારા દીકરાને દરિયામાં હાડે ી લઈ ફરવું બહુ ગમે છ.ે તન્ે ાી પાસે તે વિષય પર

રૂમ ભરીને વિડીઓ અને પસ્ુ તકો છ.ે જવે ો સમય મળે કે તે હાડે ી લઈને દરિયામાં કદૂ ી પડ.ે

હજી હમણાં જ એ ઈન્ડાન્ે ાિે શયાની સફરે જઈ આવ્યા.ે ૧૬ દિવસની સફર.... રાજે

તે સવારે પરાિે ઢયે પાચં વાગે ઊઠી જતા.ે સાળે ે દિવસ. અકે દિવસ પણ માડે ો નથી ઊઠયો અને

થાકની ફરિયાદ પણ નથી કરી. આપણે આ બદલાવને ઉપરના માપદડં ાથ્ે ાી મલૂ વીએ :

૧. સેનને વહેલા ઊઠવા માટે દરિયો સરસ કારણ પૂરું પાડે છે. ઠંડા પાણીની એક ઝલક

તેને માટે પૂરતી છે.

ર. સેન આ બદલાવ સહેલાઈથી અપનાવી શકે છે. દરિયાની પાસે હોય ત્યારે સેનને

સવારે ઊઠવામાં કોઈ મુશ્કેલી નથી પડતી.

૩. એને દરિયામાં, હોડીમાં, પાણીમાં એટલું સારું લાગે છે કે ન પૂછો વાત! એનો

અંતરઆત્મા તેની સાથે જ હોય છે.

વહેલી સવારે પણ તે જરૂર પડે ત્યારે રસોડામાં, પુસ્તકોમાં, વિડીઓમાં ધ્યાનથી

પરોવાયેલો હોય છે.

૪. સવારે વહેલા ઊઠી હોડી લઈ દરિયામાં કૂદી પડવું એ સેનના અંતરઆત્મા સાથે

એકદમ તાલમેલ ધરાવે છે.

તમે એક વાર શાંતિથી તમારી જાત સાથે વાત કરી નક્કી કરો કે તમારે કઈ ટેવો

બદલવી છે. કદાચ તે કેવી રીતે બદલી શકાય તે ખબર ન હોય તો પણ ચાલશે. હવે આગળ

સૂચવેલા માપદંડો કામે લગાડો.

૧. જો તમને અમે ાં કાઈે અર્થ ન લાગતો હાયે પણ બધાં કહત્ે ાા હાયે તો તે બદલાવ રદ કરા.ે

ર. શું બદલાવ ખરખે ર શક્ય છે ? જો શક્ય હાયે તો જ અપનાવા,ે નહીં તો બદલાવ રદ કરા.ે

૩. એ બદલાવ પછી તમે કેવા હશો ? તમને એ સારું લાગે છે ? જો હા, તો બદલાવ

ચાલુ રાખો.

એકાદ ટેવને અને તેના બદલાવને સારણીએ ચઢાવો. તમે એટલા બદલાઈ જશો

કે પોતાની જાતને ઓળખી પણ નહીં શકો. મોડા ઊઠવું, તળેલું ખાવું, કસરત ન કરવી,

કામ પાછું ઠેલ્યા કરવું, વગર વિચારે બોલ્યા કરવું.... કેટકેટલું તમે બદલી શકો છો.

તમારી ટેવો અને બહાનાંઓ તપાસો. તમને પાછી પાડતી ટેવો વધુ તપાસો.

જાતને પ્રશ્ન પૂછો કે શું આ ટેવ મને મદદરૂપ છે ? શું આ ટેવથી મને સારું લાગે છે ? જ્યારે

તમને સારું લાગશે ત્યારે તમારામાં શક્તિનો સંચાર થશે.

તમારી ટેવોથી અને તમારા કામથી તમને સારું લાગવું જ જોઈએ. એ તમારો

જન્મસિદ્ધ અધિકાર છે. જે ટેવથી તમને સારું ન લાગે તેને બદલી નાંખો.

માણસ માત્ર નિરાકારમાંથી જ આકાર પામ્યો છે. માટે જે તમારી શકિતને અવરોધે

છે તેને દૂર કરો. તમારા આનંદ, સંતોષ, સફળતાને રોકતી દરેક ટેવને દૂર કરો.

પ્રકરણ-૧૭

છઠ્ઠો પ્રશ્ન : કુટેવોથી છૂટવા મને મદદ મળી રહેશે?

‘જયાં સુધી આપણે છીછરી દુન્યવી આશાઓ રાખીશું ત્યાં સુધી ઈશ્વરનો દરવાજો

આપણા માટે ખૂલશે નહીં.’ - લાઓત્સે.

આપણે હવે આપણી મર્યાદાઓ જીતવા આગળ વધીએ છીએ ત્યારે બુદ્ધિ કરતાં

આધ્યાત્મિક અભિગમ રાખવો પડશે. ખોટી ટેવો, બહાનાં, આત્મછલના... આ બધાં

અહમ્‌ના રાજમાં આવે, ઈશ્વરના નહીં. લાઓત્સેના ઉપરના વિધાન મુજબ જયાં સુધી

આપણી આશાઓ અને ઈચ્છાઓ છીછરાં રહેશે ત્યાં સુધી ઈશ્વર પણ દૂર જ રહેશે.

(કુ)ટેવો છોડવા અને ઈશ્વરી મદદ મેળવવા આપણે આત્મચેતનાના અગમ્ય

વિસ્તારમાં દાખલ થવાનું છે. તમે ફક્ત ભૌતિક જગત સાથે જોડાયેલા છો તે વિચાર દૂર

કરવાનો છે. નાનાં નાનાં પગલાં ભરી આ નવા વિશ્વમાં દાખલ થવાનું છે. તમને જે પણ

મદદ જોઈશે તે તરત જ મળશે. તમારે બહાનાંઓને પણ અહીંથી જ વિદાય આપવાની છે.

તમારે અંતરઆત્માને જગાડવાનો છે. અંદરનો પ્રકાશ મેળવવાનો છે. અંદરથી

જ દૈવી મદદ મળશે. દુન્યવી ઈચ્છાઓ છોડી દો.

દરેક રચનાનું ઉગમસ્થાન શક્તિ છે. તમે ત્યાંથી આવ્યા છો અને ત્યાં જ પાછા

જવાના છો. તમે જ્યારે અહમ્‌થી જીવો છો ત્યારે જ બહાનાં કાઢવા પડે છે. લાઓત્સે એટલે

જ દુન્યવી આશાઓ છોડવાનું કહે છે.

દરિયામાં ઊંડે રહેતી માછલી આકાશમાં ઊંચે ઊડતા પક્ષી સાથે શું વાત કરે?

બંનેની દુનિયા જ અલગ છે. એવી જ રીતે આપણી અંદરના જગતમાં ડર, શંકા, ઘૃણા,

બહાનાં, વેર જેવું કંઈ છે જ નહીં. આ બધું અહમ્‌નું બનાવેલું છે. જ્યારે અંતરઆત્મા

જાગૃત હોય ત્યારે માણસ ઈશ્વર સાથે એકાકાર હોય, વિશ્વ સાથે એકાકાર હોય. આખા

વિશ્વની શક્તિ તેના માટે હાજર હોય. અહમ્‌ અને અંતરઆત્મા બંનેની દુનિયા જ અલગ!

આકર્ષણના નિયમ પ્રમાણે સરખી વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. એટલે જ જો

તમારું આંતરમન જાગૃત હશે તો દૈવી શકિત તરત જ હાજર થશે. પણ જો તમારા વિચારો

ખોટા હશે તો તમે ખોટી વસ્તુઓ આકર્ષશો.

તમારે જો અંતરઆત્મા જગાડવો હશે તો અહમ્‌ને ભૂલવો પડશે. દૈવી શકિત

આપવામાં જ માને છે ‘જ્યારે અહમ લેવામાં જ માને છે. અને એટલે જ શક્તિના પુંજ સુધી

પહોંચવું હોય તો, મને શું મળશે ?’ વિચારવાને બદલે ‘હું શું સેવા કરી શકું?’ એમ વિચારો.

તમે જ્યારે ‘લાવ, લાવ, લાવ’ કરો છો ત્યારે વિશ્વ પણ તમારી પાસે ‘લાવ,

લાવ, લાવ’ કરે છે. અને એટલે જ ડર, શંકા, ઘૃણા, બહાના, વેર પેદા થાય છે. તમે પણ

ઈશ્વરની જેમ આપવાનું શરૂ કરો. જેને જે જોઈએ તે આપો. તમે પણ દૈવી શક્તિના ભાગ

બની જશો. બધેથી સહકાર સાંપડશે. કોઈ ચિંતા, ડર, શક રહેશે નહીં. દૈવી મદદ મેળવવા

તમારે જાતે જ તેના જેવા બનવું પડે. ખાલી વિચાર કરવાથી કંઈ ન થાય. પોતાની જાતને

ભૂલી બીજા માટે જીવતાં શીખવું પડે. ‘લાવો ’ ને બદલે ‘આપો’ કરવું પડશે.

રપ૦૦ વર્ષ પહેલાં લાઓત્સેએ ચાર મૂળભૂત સદ્‌ગુણોની વાત કરી હતી. આપણે

જેમ જેમ તેમને આચરતા જઈએ તેમ તેમ ઈશ્વરને પામતા જઈએ. આ ચાર સદ્‌ગુણો તમને

તમારા પોતાના સ્વભાવનું ભાન કરાવશે. તમારું જીવન જો આ ચાર સદ્‌ગુણોની આસપાસ

વણાઈ જશે તો અહમ્‌ નજીક પણ નહીં આવે.

૧. સર્વ જીવ એક સમાન :

ઈશ્વરે સર્વ જીવોને ઘડ્યા છે. સર્વમાં એક જ આત્મા વસે છે. તો ઊંચનીચ ક્યાંથી

હોય? આપણે બધાંને પ્રેમ અને આદર આપવો જોઈએ. પોતાની જાતને પણ! કોઈની ટીકા,

નિંદા, શંકા, કોઈનો ડર રાખવો નહીં.

તમે લોકોને પ્રેમ અને માન આપતાં જશો તેમ તેમ લોકો તમને વધુ ને વધુ પ્રેમ

અને માન આપતાં જશે.

ર. પ્રામાણિકતા :

પ્રામાણિકતા એટલે સદાચાર, સાદગી, વફાદારી. જાત પ્રત્યેની સચ્ચાઈ. તમે

જ્યારે બિલકુલ પ્રામાણિક અને સાચાં હો ત્યારે બહાનાં કાઢવા જ નથી પડતાં. ‘હું આવો છું

અને આમ જ કરીશ’ એવું નક્કી હોય તો અપ્રામાણિક ન બનવું પડે. ખોટાં બહાનાં ન

કાઢવા પડે. તમે તમારી જાત પર શ્રદ્ધા રાખો એટલે ઈશ્વર પર શ્રદ્ધા રાખી કહેવાય. ઈશ્વર

સાથે હોય પછી ડર શાનો ?

૩. દયાળુ અને નમ્ર બનો :

તમારી પાસે સાચા બનવું કે દયાળુ બનવું એમ બે વિકલ્પો હોય ત્યારે દયાળુ

બનજો! દયાળુ બનવાથી ઘણા સંઘર્ષો શમી જાય છે. તમારો દયાળુ સ્વભાવ બીજા માટેની

તમારી લાગણી અને તમારી આધ્યાત્મિક શક્તિ બતાવે છે. નમ્રતા જાહેર કરે છે કે તમારો

અહમ્‌ ગરે હાજર છે અને અટે લે જ બીજાને કાબૂ રાખવાની, ડરાવવાની વિૃ ત્તઓ પણ ગરે હાજર

છે અને એટલે જ તમે વિશ્વની દરેક વસ્તુ સાથે સહેલાઈથી તાલ મિલાવી શકો છો. ક્યારેક

કંઈક ગરબડ લાગે ત્યારે વિચારી જોજો કે તમારી કેટલી શક્તિ તમે બીજાને ડરાવવામાં કે

કાબૂમાં રાખવામાં વેડફો છો.

તમારામાં આ ગુણ કેળવાશે એટલે તમે ‘હું’ને બદલે ‘આપણે’ કહેતા થઈ જશો.

શંકાઓ અને દોષ નાબૂદ થઈ જશે. ચારે તરફ આનંદનો અનુભવ થશે - તમારા બદલાવાથી

દુનિયા બદલાયેલી લાગશે.

૪. સમર્થન, સહાય અને સહકાર આપો :

કોઈ પણ અપેક્ષા વિના તમે કોઈને મદદ કરો ત્યારે તમારા આ સદ્‌ગુણો પ્રગટ

થાય છે.

તમે બહાનાં કાઢો ત્યારે ‘હું’ કેન્દ્રમાં હોય છે. ‘હું કામમાં છું’ ‘હું થાકી ગયો છું’‘હું

નહીં કરી શકું’ વગેરે. જ્યારે તમે મદદ કરવા માંગો છો ત્યારે સામી વ્યકિત કેન્દ્રમાં હોય છે

અને તમારા અહમ્‌નો નાશ થાય છે. અહમ્‌નો નાશ થતાં જ તમે ઈશ્વરની નજીક પહોંચી

જાવ છો. તમારી કોઈ અપેક્ષા નથી. આપવાનો ‘આનંદ’ એ જ આપવાનું ઈનામ!

આ ચારેય સદાચારો-સદ્‌ગુણો સદીઓ પુરાણા છે. તેને આંતરમન સાથે જ

લાગેવળગે છે. બહારની દુનિયા સાથે તેને કોઈ લેવાદેવા નથી.

આપણે પાછા ૧૮ બહાનાંની યાદી તરફ જઈએ અને જોઈએ કે દૈવી મદદથી/

ઈશ્વરની મદદથી તે કેવી રીતે દૂર થાય.

બહાનું કેવી રીતે દૂર થાય

૧. તે બહુ અઘરું હશે. ૧. ઈશ્વરની મદદથી બધું શકય છે.

ર. તેમાં જોખમ હશે. ર. દવૈ ી શકિતમાં વિશ્વાસ હાયે પછી જાખે મ કવે ?ું

૩. તે બહુ સમય લેશે. ૩. હું ફકત વર્તમાનમાં જીવું છું.

૪. કુટુંબીઓને નહીં ગમે. ૪. હું મારા અંતરઆત્માના અવાજને જ

સાંભળીશ.

પ. શું હું તેને યોગ્ય છું? પ. ઈશ્વરની બનાવલે દરકે વ્યક્તિ યાગ્ે ય જ છ.ે

૬. હું આવો જ છું. ૬. હું દયાળુ, નમ્ર અને સેવાભાવિ બનીશ.

૭. મને તે ન પરવડે. ૭. મને જે જરૂરી હશે તે મળશે જ.

૮. મને કોઈ મદદ નહીં કરે. ૮. હું લોકોને કેવી રીતે મદદ કરી શકું?

૯. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. ૯. મને જે મળ્યું છે તે યોગ્ય જ છે.

૧૦. હું એટલો મજબૂત નથી. ૧૦. હું એકલો નથી. ઈશ્વર મારી સાથે છે.

૧૧. હું ચાલાક-હોંશિયાર નથી. ૧૧. મારામાં દૈવી શક્તિ છે.

૧ર.હવે તો ઉંમર થઈ/હું હજી નાનો છું. ૧ર.ઉંમર તો એક છલના છે. આત્મા અમર છે.

વર્તમાન ક્ષણ જ સાચો સમય છે.

૧૩. નિયમો મને નહીં કરવા દે. ૧૩. હું સદ્‌ગુણોને આચરીશ.

૧૪. કામ બહુ મોટું છે. ૧૪. જો હું તેની કલ્પના કરી શકું છું તો મને

શક્તિ અને આવડત મળી રહેશે.

૧પ.મારામાં તાકાત નથી. ૧પ. મને દૈવી શક્તિ મળી રહેશે.

હું થાકી ગયો.

૧૬. આ મારો પારિવારિક ૧૬. જે બન્યું તે યોગ્ય જ હશે. હું તેમાંથી શું

ઇતિહાસ છે. શીખ્યો?

૧૭. હું બહુ કામમાં છું. ૧૭. મારી પાસે અસીમ ધીરજ છે.

૧૮. મને બીક લાગે છે. ૧૮. બીક અસ્થાને છે. હું ઈશ્વરનો અંશ છું.

રોજ એક સદ્‌ગુણ પર ધ્યાન આપો. જુઓ કે તમે આત્મકેન્દ્રી ન રહેતાં બીજાને

કેન્દ્રમાં રાખો છો. તમને કેવું સારું લાગે છે! તમને કેવો સહકાર મળી રહે છે!

જૂની શંકાઓ અને જૂના વેરને મિટાવો. તમે કોણ છો, તમારી પાસે શું છે, કોનાથી

વધુ છે - એ બધું વિચારવા કરતાં તમે ઈશ્વરનો અંશ છો એમ વિચારો. પોતાની ઈચ્છા છોડી

બીજાને મદદ કરવાનું વિચારો. ઈશ્વર જેવા બનવા તેની જેમ વિચારતાં શીખો!

પ્રકરણ-૧૮

સાતમો પ્રશ્ન : આ બદલાવને હું કેવી રીતે મજબૂત બનાવી શકું?

‘હે અર્જુન, મન તો ચંચળ છે. કાયમી અભ્યાસથી તેને કેળવવાની જરૂર છે. મન

જયારે (દૈવી શક્તિ સાથે) સુસંવાદિત નથી હોતું ત્યારે દૈવી સંવાદ સાધવો મુશ્કેલ છે. જે

(મન) તે જાણે છે તે તેને પામે છે.’ - ગીતા.

૧ અને ૮ ના આંક્ડાઓ જ્યારે સાથે હોય છે ત્યારે તેમનામાં અસીમ શકિત હોય

છે. આપણું આ છેલ્લું પ્રકરણ પણ ૧૮મું છે!

હિબ્રૂમાં ૧૮નો અંક જિંદગી સૂચવે છે. ગોલ્ફના મેદાનમાં ૧૮ બાકોરાં હોય છે.

ગીતામાં ૧૮ અધ્યાય છે, તો તાઓ-તે-ચીંગમાં ૮૧ પ્રકરણ છે.

યદ્ધુ ભિૂ મમાં ઊભલે ા અજર્ન્ુ ાને ઉપદશે આપતા ભગવાન શ્રીકષ્ૃ ણના સવં ાદથી આપણે

આ પ્રકરણ શરૂ કયર્.ું કષ્ૃ ણ આગળ કહે છે : ‘‘હે અજર્ન્ુ ા! આ દન્ુ યવી વસ્તઅુ ાન્ે ો પ્રમે ન કરીશ.

તારો બધો પ્રમે મને આપ. તારું મન, હૃદય અને ભકિત મને આપ. મારી જ ઈચ્છા રાખ, મારા

માટે જ જીવ, તો તું સદાય મારી સાથે રહીશ.’’ આ પસ્ુ તકનો પણ આ જ સદં શે છ.ે

ભગવાન સાથે જોડાઓ. શક્તિના ઉદ્‌ગમસ્થાન સ્ત્રોત સાથે જોડાઓ. તેના પર

શ્રદ્ધા રાખો. જાતને જાણો.

કૃષ્ણ અર્જુનને કહે છે તેમ દરેક કામ માટે કાયમી અભ્યાસની જરૂર છે. તેવી જ

રીતે બદલાયેલી ટેવોને વધુ મજબૂત કરવા, તેને બળવત્તર કરવા કાયમી અભ્યાસની જરૂર

છે. ઉપરના સાત પ્રશ્નો દિવસમાં એક વાર જાતને પૂછો. કૃષ્ણ કહે છે તેમ મન જયારે

સુસંવાદિત થશે ત્યારે જ દૈવી શક્તિ સાથે સંવાદ શક્ય બનશે. આ પ્રકરણમાં આપણે દૈવી

શક્તિ સાથે કેવી રીતે તાલ મેળવાય, કેવી રીતે સુસંવાદિત થવાય તે જોઈશું. તમારા માટે

દૈવી સામ્રાજયનાં દ્વાર ખૂલી જશે.

બદલાયેલી ટેવોને મજબૂત-બળવત્તર કરવાના નવ રસ્તાઓ : પુસ્તકમાં અત્યાર

સુધી તમે જોયું કે ખરાબ ટેવો અને વિચારો જીવનમાં કેવી ભાંગફોડ કરે છે. તમારે હવે

તમારા મનને કેળવવાનું છે જેથી તમે દૈવી શક્તિના ભાગ બનો.

૧. જાણો :

કૃષ્ણ અર્જુનને કહે છે તેમ શક્તિના ઉદ્‌ગમસ્થાનને જાણો. તમે તેનાથી અલગ

નથી તે પણ જાણો. તમારા બધા પ્રશ્નોના જવાબ જે રૂમમાં બંધ છે તેની ચાવી તો તમારી

પાસે જ છે. કોઈ તમને તે પામતાં રોકી શકે નહીં. તમે જેવા શક્તિદાતા સાથે સંવાદ સાધો,

તાલમેલ પામો કે તરત જ તમે તેના અંશ બની જાઓ છો. પછી કોઈ અહમ્‌ નહીં, ડર નહીં,

શંકા નહીં, બહાનાં નહીં.

કોઈ માણસ, જગ્યા કે વસ્તુ તમને કશામાં માનવા કે ન માનવા મજબૂર કરી શકે

નહીં. એક બાળક તરીકે તમે તે જાણતા હતા પણ મોટાં થતાં તમે તે ભૂલી ગયા છો. હું મારી

જાત સાથે આ રીતે વાત કરું છું : ‘‘મારી અંદર જ જ્ઞાન પડેલું છે, જે શક્તિદાતા સાથે

જોડાયેલ છે. જરૂર પડે હું તેનો ઉપયોગ કરું છું. દૈવી શક્તિની મદદ મને મળતી જ રહે છે,

તેને માટે મને કોઈ શંકા નથી.’’

ર. તમે પોતે જ શક્તિદાતા છો તે રીતે વર્તો :

દૈવી મદદ માટે નિશ્ચિંત થયા બાદ હવે જાતને પૂછો કે તમારા સંજોગોમાં ઈશ્વર શું

કરત? એવું પૂછતા ન ફાવે તો પૂછો કે ઈશ્વરને શું ગમશે ? આ વિચાર તમને તમારા

શક્તિદાતા સાથે જોડશે.

થોડો વખત પહેલાં જ આસપાસમાં ઘોંઘાટ-ધમાલ થતાં કંટાળીને મેં લખવાનું

પડતું મૂકવાનો વિચાર કર્યોે. ત્યાં તો સામે બીજા વિચારે હુમલો કર્યો. ધાંધલ-ધમાલમાં તારો

શું વાંક? તું તારું કામ શું કામ બગાડે છે ? શું ઈશ્વરને આ ગમશે? તરત જ મેં ઘોંઘાટને

અવગણી લખવાનું ફરી શરૂ કર્યું.

૩. જાત સાથે સંવાદ ચાલુ રાખો :

તમારા મને જાત માટે મર્યાદાઓ બાંધી દીધી છે. તે તમને હેરાન કરે છે. જાગૃત

થાવ અને ફક્ત પ્રતિક્રિયાને બદલે જવાબદારી લો.

મેં મારી ૩૦ વર્ષ જૂની કોફી પીવાની ટેવ આ રીતે છોડી. હું રોજની ૧૦-૧ર કપ

કોફી પીતો. હું મારી જાતને કૉફીના ગુણો સમજાવી મનાવતો રહેતો. એક વાર મેં નિશ્ચય

કર્યો કોફી છોડવાનો. જેવો મારો હાથ કૉફીના કપ તરફ જતો કે હું જાગૃત થઈ મનને

રોકતો. ધીમે ધીમે કૉફીની તલપ ઠંડી પડી અને તે ખરાબ ટેવ છૂટી ગઈ.

૪. શાંત થાવ :

તમને ચિત્તભ્રમ કરનાર અનેક વસ્તુઓ તમારી આસપાસ થતી રહેશે. તમે શાંત

થાઓ અને વિચારો. વિજ્ઞાની પાસ્કલ કહે છે : ‘‘માણસ પોતાની જાત સાથે શાંતિથી રહી

નથી શકતો એ જ તેના દુઃખ અને અસંતોષનું મૂળ છે.’’ બીજા વિજ્ઞાની આઈન્સ્ટાઈન કહે છે

ઃ ‘‘એકલતા મને યુવાનીમાં બહુ દુઃખદાયી લાગતી, પણ હું જેમ મોટો થતો ગયો તેમ મને

તે ગમતી ગઈ.’’ માટે દિવસમાં થોડો સમય જાત સાથે એકલા શાંતિથી રહેવાનું રાખો. રોજ

ધ્યાનમાં બેસો. અંદરની સફર એટલી આલ્હાદક અને સુખદાયી રહેશે કે તમને તે અનુભવ

વારંવાર લેવો ગમશે.‘‘મૌન એ ઈશ્વરની ભાષા છે.’’ મૌનને સાંભળો, મૌનનો આનંદ

માણો, મૌનથી જ ઈશ્વર સાથે અને વિશ્વ સાથે જોડાઈ જાઓ.

પ. આસપાસના વાતાવરણમાં ચેતના ભરી દો :

સરખી વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. તમારી આસપાસ આધ્યાત્મિક

વિચારસરણીવાળા માણસો હશે તો આ નિયમ સારો ચાલશે. આસપાસના વાતાવરણમાં

ચેતના અને શક્તિ ભરી દો. ચેતનવંતા અને તરવરિયા માણસો આસપાસ હશે તો તમે પણ

ચેતનવંતા બની જશો. અને જો આસપાસ નિરાશ, અસફળ, ગુસ્સાવાળા માણસો હશે તો

તમે પણ તેવા જ બની જશો.

કહેવાય છે કે ઈસુ ખ્રિસ્ત જ્યાં જતા ત્યાં બધાને ચેતનવંતા બનાવી દેતા. તમે પણ

તેમના જેવા બનો. જો તમારી આસપાસના લોકો નિરાશ, દુઃખી, અસફળ હોય તો તમારી

જવાબદારી છે કે વાતાવરણને ચેતનવંતું બનાવી દો. આગલા પ્રકરણમાં જણાવેલ ચાર

સદ્‌ગુણો આચરી શાંત રહો. નકારાત્મક વાત ફેલાવતાં માધ્યમોને દૂર કરો. તમારા ઘરને

પ્રેમ અને ધ્યાનનું મંદિર બનાવો. ઘોંઘાટ, ધૂમ્રપાન, દારૂથી દૂર રહો. સંગીત અને કલામાં

રસ લો. ઘરમાં પણ ચેતના વહાવી દો.

૬. કુદરત પાસે પાછા ફરો :

પુસ્તક લખવાની તૈયારી માટે હું દૂર ટાપુ પર જતો રહું છું. ત્યાંની હરિયાળી,

ત્યાંનું પાણી, ત્યાંની આબોહવા... જાણે હું ઈશ્વરમાં ભળી જાઉં છું. મારામાં અજબનો

ઉત્સાહ રેલાય છે અને નવા કામ માટે હું તૈયાર થઈ જાઉં છું. કુદરત એટલે જ ઈશ્વરનું બીજું

સ્વરૂપ. કણેકણમાં તમને ઈશ્વર દેખાય. તમારામાં અજબની શક્તિનો સંચાર થાય છે.

જીવનમાં નિરાશા, ઉદ્વેગ, ગુસ્સો આવે ત્યારે કુદરત પાસે પાછા ફરો અને અજબની શક્તિ

સાથે તમારી મુશ્કેલીઓ હલ થઈ જશે.

૭. યોગ કરો :

યોગ એટલે જોડાવું. જીવ અને શિવનું જોડાવું એટલે યોગ. પશ્ચિમના દેશોમાં

લોકો કસરત બહુ કરે છે. દોડવાની, ચાલવાની, કૂદવાની, શરીરને કષ્ટ આપી ઘડવાની.

જ્યારે યોગમાં કષ્ટ નથી. શરીરનાં અંદરનાં અને બહારનાં અંગો માટે તે ઉમદા કસરત છે.

તનની સાથે તે મનની પણ કસરત છે. તે માણસને ઈશ્વર સાથે જોડે છે. માણસના અહમ્‌નો

નાશ કરે છે. વિચારો પર કાબૂ કરે છે. શરૂમાં ૩૦ દિવસ માટે યોગ કરો. પરિણામ જુઓ

અને પછી જાતે જ નક્કી કરો કે તે કેટલું મદદગાર છે.

૮. ઈશ્વર સાથે સીધો સંબંધ બાંધી દો :

જીવનમાં માણસ કેટકેટલા સંબંધો બાંધે છે : બાળકો સાથે, માતા-પિતા સાથે,ભાઈબહેન

સાથે, પતિ -પત્ની સાથે, મિત્રો સાથે.... પણ ઈશ્વર સાથેનો સંબંધ આ બધા કરતાં

ઊંચો છે. શક્તિના ઉદ્‌ગમસ્થાન સાથે જ સીધો સંબંધ હોય તો મુશ્કેલી કયાં રહી? આ

સંબંધને કાયમ અગ્રતા આપો. ઈશ્વર પ્રેમ છે, ઈશ્વર શકિત છે. આ પ્રેમ અને શક્તિમાંથી

જ વિશ્વનું સર્જન થયું છે. જીવનના બધા જ સંબંધોનું મહત્ત્વ છે. પણ જો ઈશ્વર સાથે સીધો

સંબંધ બાંધશો તો તમે બીજા સંબંધો પણ પ્રેમથી જાળવી શકશો. સંબંધોની તકલીફો પ્રેમથી

હલ કરી શકશો.

૯. આ દૃષ્ટિકોણ પર કામ કરો :

ક્યારેક પણ જીવનમાં નિરાશા આવે, પ્રશ્નો આવે તો આ પુસ્તકનો નવો દૃષ્ટિકોણ

કામે લગાડો. આગળ બતાવેલ સાતેય પ્રશ્નો જાતને પૂછો. શાંતિથી તેના જવાબ મેળવો.

કોઈક પ્રશ્નમાં જૂની વિચારસરણીમાં અટવાઈ જાઓ તો નવા માપદંડ અપનાવો. આપણે

જોઈએ આ કેવી રીતે કરવું :

પ્રશ્ન જવાબ

૧. શું આ ટેવ સારી છે ? ૧. કદાચ ના.

ર. તે કયાંથી પડી ? ૨. મેં તેને પડવા દીધી.

૩. તેનાથી શું ફાયદો છે ? ૩. હું જોખમો ટાળતો રહ્યો અને જયાંનો ત્યાં જ રહ્યો.

૪. આ કુટેવ છૂટે તો મારી ૪. હું મુક્ત બની જાઉં.

જિંદગી કેવી બની જાય ?

પ. કુટેવ બદલવાનાં કારણો મળે ? ૫. હા, સહેલાઈથી.

૬. કુટેવ બદલવા મને મદદ મળશે? ૬. ચોક્કસ. શક્તિના સ્ત્રોત સાથે તાલ મેળવી લો.

૭. બદલાવને કેવી રીતે મજબૂત ૭. જાગૃત રહો.

કે બળવત્તર બનાવી શકાય ?

ઈશ્વર સાથે એકાકાર થઈ જાઓ. શક્તિના સ્ત્રોત સાથે એકાકાર થઈ જાઓ. અહમ્‌

છોડી દો. દૈવી શક્તિનું માર્ગદર્શન લો. થોરોનો અનુભવ વાંચો :

‘‘મારામાં અવર્ણનીય, અકલ્પ્ય, દૈવી આનંદનો જન્મથયો છે. મારો ઉદ્ધાર થયો

છે. મહાશક્તિઓ સાથે સંબંધ બંધાયો છે. એક દૃષ્ટાની જેમઆ બધું હું જોઈ શકું છું, અનુભવી

શકું છું.’’

હું પણ મહાશક્તિઓને જાણી શકું છું, પામી શકું છું. હું પણ એક દૃષ્ટા તરીકે આ

બધું જોઈ શકું છું. કોઈ પણ ડર, શંકા, બહાના વિનાની જિંદગી હું જીવું છું. હું તમારા માટે

પણ તે જ ઈચ્છું છું. તમે પણ ગર્જના કરી શકો કે : ‘બહાનાંઓ, મારા જીવનમાં તમારી કોઈ

જરૂર નથી.’’

વિચારવલોણું પરિવાર

વીસમી સદીમાં વિજ્ઞાન અને ટકનોલોજીનો ખૂબ વિકાસ થયો. તેમાંયે છેલ્લાં

પચ્ચીસેક વર્ષમાં ટકનોલોજી આપણા જીવનનાં દરેક ક્ષેત્રોમાં પ્રસરી ગઈ છે, એણે જીવનની

ગતિને આપણી જાણ બહાર વધારી દીધી છે. આપણી પાસે હજારેક વર્ષની જીવંત સાંસ્કૃતિક

પરંપરા છે, જેની અસર આપણા વિચારોમાં, વર્તનમાં અનાયાસ ડોકાયા કરે છે. ઉપરાંત

વિકસિત દેશોની અસરથી પણ આપણે મુક્ત નથી.

આપણી આજની મથામણ છે આ પરંપરા, વિજ્ઞાન અને ટકનોલોજી અને વિદેશી

અસર, આ બધા વચ્ચે મેળ બેસાડી સ્વસ્થ રીતે જીવવું. ‘વિચારવલોણું પરિવાર’ એવા

લોકોનો પરિવાર છે, જેના પ્રયાસો છે કે -

• વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનની જરૂરિયાતો અને પ્રશ્નોને ઓળખીએ, સમજીએ

અને ‘આજ’ના સત્યની શોધનો પ્રયાસ કરીએ.

• નવા વિચારોને, નવાં અર્થઘટનોને સાંભળવાની, સમજવાની, સ્વીકારવાની ક્ષમતા

કેળવીએ.

• કોઈ વ્યક્તિ-વિચારધારાના ચોકઠામાં બંધાઈ ન જવાની સજાગતા રાખીએ.

• વિરોધી વિચારને ઉગ્રતા વગર સાંભળવાની, સમજવાની ધીરજ રાખીએ.

• આપણને ગમતા વિચારોના પ્રચારક ન બનતાં પ્રસારક બનીએ.

• સર્વગ્રાહી, માનવકેન્દ્રી વિચારોને આચરણમાં મૂકી એની કસોટી કરતા રહીએ.

• પોતાની વાત રજૂ કરતી વખતે વિચારશુદ્ધિની, ભાષાના યોગ્ય ઉપયોગની,

અનાગ્રહની અને બિનજરૂરી વિસ્તારના જોખમની કાળજી રાખીએ.

• વિશ્વસમસ્તમાં ઊઠતાં વિચારવમળોથી અવગત રહીને એને સમજવા પ્રયત્નશીલ

રહીએ.

• અવિરત ચાલતી આ વિચારવલોણાની પ્રક્રિયામાં વધુ ને વધુ લોકોને સહજ સામેલ

કરીએ.

• સૌંદર્યદૃષ્ટિ કેળવીએ.

• વ્યક્તિગત આગ્રહો છોડીને સમૂહમાં સ્વસ્થપણે જીવવા પ્રયત્ન કરીએ.

• પ્રકૃતિને પ્રેમ કરીએ અને એનું સંવર્ધન કરીએ.

આપ સર્વેને આ પરિવારમાં જોડાવાનું આમંત્રણ છે.