Xitij Ni Dhar Par Sonal Parikh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Xitij Ni Dhar Par

ક્ષિતિજની ધાર પર

(સ્મૃતિકથા)

એલી વિઝેલ

ભાવાનુવાદ અને સંક્ષેપ

સોનલ પરીખ

વિચારવલોણું પરિવાર પ્રકાશન

આપણું વિચારવલોણું : જૂન ૨૦૧૩ : અંક - ૬ (૩)

નિવેદન

આપણામાંથી ઘણાંને ભણવાનું પૂરું થયું ત્યારે વધુ આનંદ એ હતો કે હવે પરીક્ષામાંથી

મુક્તિ મળી અને એ સાથે વાંચીને યાદ રાખવામાંથી પણ મુક્તિ.

પણ ભણતર પછી કામે ચડ્યા, પરણ્યા, જવાબદારીઓ વધી ત્યારે ખબર પડી કે હવે

તો રોજ પરીક્ષામાં બેસવાનું થાય છે અને એમાં પુછાતું ઘણું તો કોર્સ બહારનું, જે ભણ્યા,

જેમાં ખૂબ માર્કસ લીધા એ સિવાયનું જ હોય છે. હવે મહત્ત્વના વિષયો છે ભાષાકીય

સજ્જતા, વાતની મુદ્દાસર રજૂઆત, વિચારોની સ્પષ્ટતા, માનવીય સંબંધો, સામાજિક

શિસ્ત, સમયબદ્ધતા, પ્રામાણિકતા, વિશ્વસનીયતા ... વગેરે. જેમ જેમ આગળ વધીએ

છીએ તેમ તેમ નવા નવા વિષયો ઉમેરાતા જાય છે અને જૂના વિષયોનાં વિવિધ અજાણ્યાં

પાસાંઓ ખૂલતાં જાય છે.

હવે વિનોબાજીની વાત સમજાતી જાય છે કે : ‘અધ્યયન (ઙ્મીટ્ઠહિૈહખ્ત) કાયમ કરતા

રહેવાનું છે. તે વિના ચાલવાનું નથી. ઉપરાંત, અધ્યયનમાં મહત્ત્વ લંબાઈ-પહોળાઈનું

નથી (કેટલાં પુસ્તકો વાંચી કાઢ્યા), ઊંડાણનું છે (કેવળ સમાધિસ્થ થઈને સતત થોડો સમય

જીવનભર અધ્યયન.’’

ઉપનિષદ જેને વિદ્યા અને અવિદ્યા કહે છે એ બે વચ્ચેનું સંતુલન જાળવીએ. વિદ્યા

એટલે પોતાના વિષેનું જ્ઞાન, અવિદ્યા એટલે પોતાના સિવાયનું જ્ઞાન.

કંઈક ‘થવા’ (મ્ીર્ષ્ઠદ્બૈહખ્ત) માટે, પ્રશ્નોના જવાબો શોધવા તો વાંચીએ જ છીએ,

હવે કંઈક ‘હોવા’ (મ્ીૈહખ્ત) માટે, અંતસ્તત્ત્વ વિકસે એ માટે પણ વાંચીએ, જેથી સતત

ઊઠતા પ્રશ્નોના જવાબ મળતા પહેલાં એ પ્રશ્નો જ ઓગળવા માંડે.

એવું વાંચીએ જે આપણા વિચારોના પ્રવાહને સંયમિત કરે. આપણી બુદ્ધિને સ્વતંત્ર

અને પ્રતિભાવાન બનાવે. એમાં નવી નવી કૂંપળો ફૂટતી રહે.

અમારો પ્રયાસ આવી પુસ્તિકાઓ આપવાનો છે, જેથી સ્વસ્થ વ્યક્તિ અને શાણા

સમાજના ઘડતરની દિશામાં કામ થઈ શકે.

મુનિ દવે

પ્રમુખ - વિચારવલોણું પરિવાર

ફોન : ૦૭૯-૨૬૭૫૧૩૫૭

પ્રવેશ

‘ઑલ રિવર્સ રન ટુ ધ સી’ અને ‘એન્ડ ધ સી ઈઝ નેવર ફૂલ’ આ બે એલિ વિઝેલના

સ્મૃતિગ્રંથો છે. એલિ વિઝેલ એટલે જાણીતા પત્રકાર, નોબેલ શાંતિ પુરસ્કાર સહિત અનેક

પ્રતિષ્ઠિત પુરસ્કારો જીતનાર અને ચાલીસેક પુસ્તકોના સર્જક. પણ તેમની પહેલી ઓળખ,

જે તેમણે પોતે સદા યાદ રાખી છે ને કોઈને ભૂલવા નથી દીધી તે છે જર્મનીમાં થયેલા યહૂદી

નરસંહારના ભોગ બનનાર તરીકેની.

લખતાં હાથ કંપે ને વાંચતાં હૈયુ તેવી આ ભયાનક ઘટનામાંથી બહાર આવ્યા પછી

દસ વર્ષ સુધી તેઓ તે વિશે એક અક્ષર લખી શક્યા નહોતા. ‘મારી પાસે તે માટે નહોતા

શબ્દો, નહોતી શક્તિ.’ પછીથી ૧૯૫૨માં સાહિત્યનું નોબેલ પુરસ્કાર મેળવનાર મિત્ર

ફ્રાન્સિસ્કો આિે રમાના આગહ્ર થી તમે ણે પહલે ું પસ્ુ તક લખ્ય.ું ‘અન્ે ડ ધ વર્લ્ડ રિમઈે ન્ડ સાયલન્ટ’.

આ જ પુસ્તક અંગ્રેજીમાં ‘નાઈટ’ નામે પ્રગટ થયું.

‘ઑલ રિવર્સ રન ટુ ધ સી’ પુસ્તકમાં તેમના બાળપણથી લઈ તેમની ચાલીસેક

વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીના સંસ્મરણો છે. કોન્સન્ટ્રેશન કેમ્પમાં વીતાવેલા એ અગિયાર

મહિનાનો કાળો પડછાયો ત્યારપછીની જિંદગી પર પણ વિસ્તર્યો છે. મન તો તેમાંથી પૂરેપુરું

બહાર નથી જ આવી શક્યું. વિશ્વએ પણ જાણેઅજાણે એ ઘાને ખોતર્યા કર્યો છે, દૂઝતો

રાખ્યો છે. અવર્ણનીય, અમાનવીય યાતનાઓ ભોગવવા છતાં માનવીય ગરિમા અક્ષુણ્ણ

રહી શકે છે તે આ કથનીમાંથી નીપજેલું નવનીત છે. યહૂદી પર થયેલા અત્યાચારો બાકીના

દેશો મીંઢુ મૌન ધારણ કરી ચૂપચાપ જોતા રહ્યા, તેનો કાંટો તેમને સતત ખૂચ્યાં કર્યો છે.

વાચક પણ તેનું દર્દ અનુભવે છે.

આ કથામાંથી પસાર થનારને માનવ અસ્તિત્વ તરીકે પોતાનામાં એક નવું પરિમાણ

ઉમેરાયાનો અને સુખ-દુઃખને જોવાની નવી દૃષ્ટિ પ્રાપ્ત કર્યાનો અનુભવ થાય છે.

- સોનલ પરીખ

એલી વિઝેલ

સંપતિ ખૂંચવી લેવાયેલા, બધા માનવીય બંધનોથી કપાયેલા

કેદીઓ પોતાને સામાજિક અને સાંસ્કૃતિક ખાલીપામાં જૂએ છે. “ભૂલી

જાઓ”, તેમને કહેવાયું. “ભૂલી જાઓ કે તમે કયાંથી આવ્યા છો;

ભૂલી જાઓ કે તમે કોણ છો, માત્ર વર્તમાન જ બધું છે.” પરંતુ વર્તમાન

તો ઈશ્વરની આંખની પલક માત્ર હતો. સર્વશકિતમાન ખુદ એક હત્યારો

હતો, તે જ નક્કી કરતો હતો કે કોણ જીવે અને કોણ મરે; કોને ત્રાસ

આપવો અને કોને ઈનામ. રાત્રિ પછી રાત્રિ અનંત જણાતી હારો આકાશને ચમકાવતી

જ્વાળાઓમાં અદૃશ્ય થઈ. ભયનું સામ્રાજય છવાયું.ખરેખર તે એક બીજી દુનિયા હતી;

કુદરતના નિયમો સંપૂર્ણ બદલાઈ ગયા. આ શાપિત દુનિયામાં જિંદગી એટલી ચૂંથાયેલી,

અકુદરતી હતી કે માનવથી જુદી એક નવી જાતિ ઊભી થાય. મૃત્યુ પામેલાઓની વચ્ચે

રહીને હજુ પણ જો કોઈ જીવતું હોય તો કોઈ આશ્ચર્ય પામતું.

અને છતાં ખરી નિરાશા તો અમને પાછળથી મળી, જયારે આ દુઃસ્વપ્નમાંથી બહાર

નીકળ્યા અને અર્થ શોધવાનું શરૂ કર્યું ત્યારે. બધા જ કાયદાના અથવા મેડિસીનના કે ધર્મ

શાસ્ત્રોના ડૉકટરો, બધા કલા અને કવિતાના, બાખ અને ગેટેના ચાહકો, જેમણે ઠંડે કલેજે,

ઈરાદાપૂર્વક સામૂહિક હત્યાના આદેશો આપ્યા અને તેમાં ભાગીદાર બન્યા. તેમનું રૂપાંતર

શું દર્શાવે છે? તેમની નૈતિક, સાંસ્કૃતિક કે ધાર્મિક સ્મૃતિના લોપ માટે કોઈ સ્પષ્ટતા છે ?

અમે ધાર્યું કે યહદુ ી લાકે ો પર ફરી વળલે ધિક્કારના માજો ન્ં ાી વાત, બધે જ જે કાઈે જદુ ા

પડતા હાયે , પછી તે અશ્વત્ે ા કે શ્વત્ે ા, યહદુ ી કે આરબ, ખિસ્ર તી કે મિુ સ્લમ, જમે નો ઉછરે જદુ ી

રીતે થયો હાયે તે તમામ પ્રત્યન્ે ાા ધિક્કારનો હમં શે માટે અત્ં ા લાવવાનું નક્કી કરવા માટે બસ

થઈ પડશ.ે શું આ વ્યર્થ પ્રયત્ન હતો ? અલબત્ત. પરત્ં ાુ તે ચાક્કે સ તર્ક વિનાનો ન હતા.ે

શું અમે નિષ્ફળ ગયા છીએ ? હું ઘણીવાર વિચારું છું કે અમે નિષ્ફળ ગયા છીઅ.ે

જો ૧૯૪પમાં આપણને કોઈએ કહ્યું હોત કે આપણા જીવનકાળ દરમ્યાન લગભગ

દરેક ખંડમાં ધાર્મિક લડાઈઓ ફાટી નીકળશે, કે ફરી એકવાર હજારો બાળકો પોષણના

અભાવે મરતા રહેશે તો આપણે તે માન્યું ન હોત. અથવા તો જાતિવાદ અને ઝનૂન ફરી

એકવાર ફૂટી નીકળશે તો આપણે તે માન્યું ન હોત.

આજે પણ જમણરે ી અને ડાબરે ી સરકારો પાત્ે ાાને આધીન ન હાયે તવે ા વિરાધે ી મતવાળા

લખે કા,ે વજ્ઞ્ૈ ાાનિકા,ે બાિૈ દ્ધકાન્ે ો ત્રાસ અને સતામણી કરવામાં વધુ આગળ જાય છ.ે

સ્મૃતિના આ પરાજયનો ખુલાસો કેવી રીતે કરવો ?

(ડિસેમ્બર ૧૧, ૧૯૮૬ શાંતિ નોબેલ પારિતોષિક સ્વીકાર પ્રવચનના અંશો)

(૧) બાળપણ

કાલે રાત્રે સ્વપ્નમાં મેં મારા પિતાને જોયા. તેમની દાઢી વધી

ગયેલી હતી, ચહેરા પર ઉદાસી થીજી ગઈ હતી. તેઓ ક્યાંથી આવ્યાકોણે

મોકલ્યા? એ ચહેરાની અસહાયતા, કંપતા હોઠ - એ સ્વપ્ન મારું

હતું કે તેમનું?

જાગ્યો ત્યારે હું પરસેવે રેબઝેબ હતો. મારું હૃદય જોરથી ધબકતું

હતું - જરૂર તેઓ મારા માટે જ આવ્યા હતા - પણ કેમ? સંદેશો

આપવા? ચેતવવા?

મારા પિતાને હું બરાબર જાણતો નથી. આવું કહેતા મને તકલીફ થાય છે પણ હું

મારી જાતને છેતરું તો તેનાથી તેમને વધુ તકલીફ થાય. જે પુરુષને હું દુનિયામાં સૌથી વધુ

ચાહું છું, જેનું ઝાંખુંપાંખું દર્શન પણ મને હલાવી મૂકે છે તે પુરુષ અવકાશના કોઈ અજાણ્યા

પ્રદેશમાંથી મારી સામે જુએ છે ત્યારે શું વિચારે છે તે હું સમજી શકતો નથી.

બીજા પુત્રો પણ પિતા માટે એવું જ અનુભવતા હશે જેવું હું અનુભવું છું? શું પિતા

એટલે સવારે નીકળી જતો, સાંજે પાછો ફરતો, પરિવારનું પેટ ભરતો પુરુષ માત્ર?

અમે સાથે હતા ત્યારે હું ભાગ્યે જ તેમને જોતો. અસ્તવ્યસ્ત વસ્ત્રોમાં, હંમેશા વ્યસ્ત

છતાં મૈત્રીભર્યા મારા પિતા દિવસનો મોટોભાગ અનાજ વેચવાની અમારી દુકાનમાં ગ્રાહકો

સાથે ગપાટા મારતા. બાકીનો ભાગ અમારા સમાજના દફતરમાં વીતતો જ્યાં તેઓ

વિસ્થાપિતો અને કેદીઓની મદદનું કામ કરતાં.

૧૬૪૦થી અમારું ગામ સિયેટ (જૈખ્તરીં) (આજના

રોમાનિયામાં) યહૂદીઓનું સલામત આશ્રયસ્થાન હતું. યુક્રેનથી

વિસ્થાપિત થયેલા યહૂદીઓનું એક જૂથ અહીં આવીને વસ્યું હતું.

ફક્ત સબાથના દિવસે મને મારા પિતા સાથે થોડો સમય

ગાળવા મળતો. દર શુક્રવારે સાંજ પડતા પહેલાં દુકાનો સમેટાઈ

જતી, બંધ થઈ જતી. સ્નાન કરી અમે સબાથનો પોષાક પહેરતા.

પોલીસ સ્ટેશન કે જેલ પાસેથી પસાર થતી વખતે મારા પિતા

મારો હાથ પકડી લેતા - જાણે કશાકથી મને રક્ષવા માગતા હોય તેમ-ત્યારે મને ખૂબ સારું

લાગતું. અત્યારે એ યાદ કરતાં પણ સારું લાગે છે. હું જાણે સુરક્ષિત, સંતુષ્ટ થઈ જતો. પણ

તરત તેઓ હાથ છોડી દેતા. તેમને ખ્યાલ આવતો હશે ખરો કે તે પળે હું કેટલો ઘવાઈ જતો?

તેમની સાથે મારા બાળપણના આનંદ અને ભય વિશે મન ખોલીને વાત થઈ શકી

હોત તો -

હું તેમનો આદર કરતો, તેમનાથી ડરતો પણ ખરો, પણ આ બંનેની ઉપરાંત હું

સતત તેમના માટે પ્રેમ અનુભવતો. તેઓ તો બધાને પ્રેમ કરતા. દુર્બળ, ગરીબ, ગાંડા અને

ભિખારીને પણ શોધી સબાથને દિવસે ખવડાવતા. તેઓ કહેતા, ‘તાલમુદમાં લખ્યું છે કે

યહૂદીઓને ગરીબીનું વરદાન છે.’

તેઓ બુદ્ધિમાન, ભલા અને સેવાભાવી હતા. બધાને ધ્યાનથી સાંભળતા, મદદ

કરતા. તેમના અભિપ્રાયનું વજન પડતું. લોકો તેમને શોધતા આવતા.

શુક્રવારે હું મારા દાદીને મળવા જતો. તેમની આંખો મને હજી યાદ છે. એ જાણે

મારામાં કોઈ બીજા એલીઝરને જોતાં હતાં. તેઓ બારીમાં ઊભા રહી મારી રાહ જોતાં અને

મને જોઈને તરત બહાર આવતાં, મારો હાથ પકડી ઘરમાં લઈ જતા અને પોતાના હાથે

બનાવેલી ચીજો ખવડાવતાં. ખાતા પહેલા હું પ્રાર્થના બોલું તો ધ્યાનથી સાંભળતાં. તેઓ

ઝાઝું બોલતાં નહીં. ખાવાનું પતે કે હું ઊઠી જતો, ‘દાદીમા, હું જાઉં, સબાથનો સમય થયો

છે.’ તેઓ કહેતા, ‘આ અઠવાડિયે નવું શું શીખ્યો?’ અને હું બાઈબલની વાર્તાઓ જેવી યાદ

હોય તેવી કહેતો.

એક શુક્રવારે મેં દાદીમાને કહ્યું, ‘મારું એક કામ કરશો?’

‘કેમ નહીં? બોલ શું જોઈએ તને? દુનિયાની ગમે તે ચીજ માગ, હું લાવી આપીશ.’

‘મને મારા દાદા વિશે કહો.’

‘કેમ?’ તેમનો ચહેરો ઝાંખો પડી ગયો.

‘એમ જ. આખરે મારું નામ તેમના નામ પરથી પડ્યું છે...’

દાદીમા મૌન રહ્યા. એ મૌન પળોમાં જાણે કોઈ બીજી દુનિયાની મુસાફરી કરી આવ્યાં

અને પછી ધીરેથી બોલ્યાં, ‘તારા દાદા.... બેટા, તેમના વિશે શું કહું - તેઓ પ્રભુપરાયણ

હતા. દિવસભર પવિત્ર પુસ્તકો વાંચતાં. તેમાં મને પણ ભૂલી જતાં.’

‘અને તમે?’

‘હું? હું તો આખો દિવસ તેમનામાં જ પરોવાયેલી રહેતી. તેમનાં વસ્ત્રો સાફ રાખતી,

સાંધતી, રસોઈ કરતી. તેઓ હસતા અને મારો દિવસ સફળ થઈ જતો. તેઓ ગાતા અને

મારી દુનિયા સંગીતમય થઈ જતી. તેમની સાથે સબાથ એટલે સ્વર્ગનો અનુભવ.’

મારા દાદા પ્રથમ વિશ્વ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. છેક સુધી લડ્યા હતા - સ્ટ્રેચર

પરથી પણ ઘવાયેલાને મદદ કરવાની કોશિશ કરતા હતા.

‘તેઓ ગયા અને મારા જીવનમાં અંધારું થઈ ગયું. દીકરા, તારું નામ કદી ભૂલીશ

નહીં. એ નામની સામે જોડાયેલું સન્માન કદી છોડીશ નહીં.’

વર્ષો પછી હું મારા ગામમાં પાછો ફર્યો ત્યારે મારા દાદાની કબર પર ફૂલ ચડાવવા

ગયો હતો અને મનમાં જ બોલ્યો હતો, ‘દાદા, હું છું એલિઝર, એલિઝર શલોમ એલિઝર.

તમારો પૌત્ર. તમારું નામ મેં શોભાવ્યું છે કે નહીં તે કહી શકતો નથી. હવે તમે દાદી સાથે જ

હશો. તેમને કહેજો, હું તેમને, શુક્રવારની મુલાકાતોને, તેમના મૌન સ્મિતને યાદ કરું છું.’

અને તે દિવસે દાદી રડ્યાં હતાં તેવું જ હું પણ રડ્યો હતો - એ મૌન, અનરાધાર,

અસહાય રૂદનને રોકવાની મારામાં શક્તિ નહોતી. હું કહ્યે જતો હતો, ‘દાદીની કબર હોત

તો હું ત્યાં પણ જાત. પણ તેમની કબર નથી. ક્યાંય નથી. દાદા, તમે જાણો છો, અમને

કાઢી મુકાયા ત્યારે એક માત્ર દાદી જાણી ગયેલાં કે અમારું બધાનું ભવિષ્ય શું છે! તેઓ

મૃત્યુના પોષાકમાં જ ગામ છોડી નીકળ્યા હતાં. ટ્રેનમાં બધા કોલાહલ વચ્ચે તેઓ ચૂપ હતા.

તૈયાર હતા. હું એ મૌનને લાયક છું ખરો? કહો ને, દાદા!’

બાળક તરીકે હું અધીરો, બેદરકાર, દુબળો, માથાના દુખાવાથી પીડાતો અને શાળાથી

કંટાળતો હતો. ઘરની પરિચિત દુનિયા મને ગમતી. હરતી ફરતી માને અને બારીમાંથી

દેખાતાં ફૂલોને જોતાં હું કદી ન ધરાતો.

મારા પહેલા ધર્મગુરુ હતા બાટિઝર. હિબ્રુ શાળામાં તેઓ ભણાવતા. લાંબી સફેદ

દાઢીમાં શોભતા. હિબ્રુ મૂળાક્ષરો બતાવીને કહેતા, ‘બાળકો, આ અક્ષરોમાં સઘળી બાબતોની

શરૂઆત અને અંત છુપાયેલાં છે. આ અક્ષરોનો ઉપયોગ કરી હજારો પુસ્તકો લખાયાં છે

અને લખાશે. તેમને પ્રેમ કરો. તેઓ તમારી જિંદગીને એક શાશ્વત જગત સાથે જોડવાના

છે.’ ત્યારે હું થોડીવાર માને પણ ભૂલી જતો.

તેમણે કહ્યું હતું, ‘તું તેમનું - અક્ષરોનું ધ્યાન રાખજે, તેઓ તારું ધ્યાન રાખશે. તું

જ્યાં જશે, તેઓ સાથે આવશે. તારી સાથે રડશે, હસશે.’

એકવાર, હું ત્યારે આઠ વર્ષનો હતો - મા મને રબ્બી (ધર્મોપદેશક)ને પગે લગાડવા

લઈ ગઈ. થોડીવારે મને બહાર મોકલી તેમણે માને એકલીને અંદર બોલાવી. પાછી આવી

ત્યારે તે રડતી હતી. ‘શું થયું?’ મેં પૂછ્યું : તેણે જવાબ ન આપ્યો. દિવસો સુધી તે રડતી

રહી, હું પૂછતો રહ્યો, તે રડતી રહી. થાકીને મેં પૂછવાનું બંધ કર્યું, તેણે રડવાનું.

પચીસેક વર્ષ પછી એક દિવસ મારા એક પિતરાઈ ભાઈ અંશેલ ફિગનો દૂર દેશથી

ફોન આવ્યો. તે સખત બિમાર હતો, મને બોલાવતો હતો. હું ગયો. તેનું ઘર અમારા જૂના

ઘરની નજીક હતું. મને જોઈ તે બોલ્યો, ‘મને તારા જ આશીર્વાદની જરૂર હતી.’ મને

નવાઈ લાગી. ‘મારા આશીર્વાદની? શું કહે છે તું?’ મને સંકોચ થયો. તેના ડૉકટરે મારા

કાનમાં કહ્યું, ‘તે બચવાનો નથી. આશીર્વાદ આપો.’ છેવટે મેં તેને કહ્યું, ‘બધું સારું થાઓ,

તને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.’

અંશેલ બચી ગયો. થોડા દિવસે મેં તેને પૂછ્યું, ‘આશીર્વાદનું શું હતું?’

‘તને યાદ છે - પેલા રબ્બી-જેની વાત સાંભળી તારાં મા રડતાં હતાં?’

‘હા.’

રબ્બીએ કહ્યું હતું કે, ‘તમારો પુત્ર ઈઝરાયેલનો મહાન માનવી બનશે. પણ તે જોવા

હું કે તમે જીવતાં નહીં હોઈએ.’

મને યાદ આવ્યું મારું ઉપેક્ષિત બાળપણ - શાળામાં હું હંમેશા બધાને મારું ખાવાનું

આપતો, ભેટો આપતો જેથી હું એકલો ન પડી જાઉં. મારા સહપાઠીઓ મજાથી ખાઈ લેતા,

ભેટો લઈ લેતા ને પછી મને એકલો પાડી ચાલ્યા જતા. એક માત્ર મા જ મને વહાલ કરતી,

સમજતી, આધાર આપતી. પણ તેને મેં કદી કંઈ જ આપ્યું નહીં ..

અમે બહુ શ્રીમત્ં ા નહાત્ે ાા, પણ આરામથી રહી શકતા. અમારા પરિવારનું ભરણપાષ્ે ાણ

કરવા મારાં પિતા અને મા ઘણી મહેનત કરતાં.

આમ છતાં ભૂખ્યા અતિથિને ખવડાવવામાં કે મારા માટે સારામાં સારા શિક્ષકને

રોકવામાં તેઓ કદી કૃપણતા ન બતાવતા. અઠવાડિયામાં એક વાર અમારી નોકરાણી,

અમારા ઘરના સભ્ય જેવી મારિયા સૂપનો મોટો બાઉલ લઈ ગામડામાં ફરતી. ‘કેમ ખબર

પડે ક્યાં કોણ ભૂખ્યું હશે?’ પછી મહિનાના અંતે બે છેડા ભેગા કરવા પિતાજી ક્યારેક ઉધાર

પૈસાય લેતા. મારી મા કદી ફરિયાદ ન કરતી.

મને યાદ નથી તેઓ બંને કદી ઝઘડ્યા હોય કે તેમની વચ્ચે કોઈ મતભેદ થયો હોય.

બંનેને એકબીજા માટે અત્યંત પ્રેમ હતો અને તેને કશું અવરોધી ન શકતું. ત્યારે યહૂદીઓ

પ્રેમલગ્ન કરતા નહીં, પણ મારા પિતા યુવાન હતા ત્યારે તેઓ મારી માને જોતાવેંત તેના

પ્રેમમાં પડી ગયા હતા. તેની સાથે લગ્ન કરી ચાર સંતાનો-ત્રણ પુત્રી અને એક પુત્રના પિતા

બન્યા પછી પણ તેમનો પ્રેમ ઘટ્યો નહોતો. હિલ્ડા અને બિયેટ્રીસ મારી મોટી બહેનો અને

સિપોકા નાની. તે અમારા બધાની લાડકી હતી.

મારા પિતા તેને અત્યંત જતનથી રાખતા, તેની સાથે

રમતા, ખોળામાં બેસાડી વાર્તાઓ કહેતા અને ખૂબ

લાડ કરતા. અમે પણ. કદાચ અમે અંદરથી જાણી

ગયા હતા કે સમય ઓછો છે - જેનાથી તે બહુ

જલદી વંચિત થઈ જવાની છે તે આનંદ અને પ્રેમની

વર્ષા તેના પર થાય તેટલી કરી લેવા માગતા હતા.

‘સ્મૃતિઓ?’ લોકો પૂછે છે - ‘શું ઉતાવળ છે? લખજો ને આરામથી.’ મને આ કદી

સમજાતું નથી. શાની રાહ જોવાની છે? કેટલી? સ્મૃતિઓના આલેખન માટે ઉંમર વધવા

દેવી જરૂરી છે?

કહે છે સ્મૃતિ એટલે જિંદગીનું સરવૈયું. તો શું હું બધુ સંકેલવાને આરે આવીને ઊભો

છું? સ્મૃતિ એટલે ચહેરાઓ અને ઘટનાઓ પર હિંમતપૂર્વક પ્રકાશ ફેંકવો - બધું ગ્રસ્ત કરી

જવા માગતા સમયને, મૃત્યુને પણ નકારવાનો પ્રયાસ કરવો.

સ્મૃતિઓનું આલેખન કરવું એટલે બધું જ ખુલ્લું મૂકવું, કશું ન છુપાવવું. લોકો પૂછે

છે, ‘તમે એ કરી શકશો? તમે પોતે જ કહો છો કે અમુક અનુભવો અવર્ણનીય હોય છે, તેનું

શું? જેને તમે નકાર્યાં છે તેવાં સત્યોને, શબ્દોના કોલાહલમાં છુપાયેલા મૌનને વ્યક્ત કરી

શકશો?’ તેમની વાત ખોટી નથી.

‘તો પણ’ - આ બંને મારા પ્રિય શબ્દો છે. દરેક સ્થિતિમાં મારા પડખે ઊભા રહેલા

શબ્દો છે. કિંગ સોલોમેન કહે છે, ‘દિવસો આવશે, જશે. પેઢીઓ બદલાશે. તો પણ પૃથ્વી

તેમ રહેશે. સૂર્ય ઊગશે, આથમશે, મૃત્યુ આવવાનું છે ને તો પણ ત્યાં સુધી પૂર્ણપણે જીવી

લેવાનું છે. એક ભવિષ્ય સર્જી લેવાનું છે.’

એટલે મારી આ સ્મૃતિઓ, એ સ્મૃતિ બહારના જગતને પણ તમારા સુધી પહોંચાડશે.

પણ મિત્રોને, યહૂદીઓને અજુગતી પરિસ્થિતિમાં મૂકે તેવા બનાવોને મેં ટાળ્યા છે. તેને

કાયરતા કહેશો તો પણ હું વાંધો નહીં લઉં. તાલમુદ મુજબ, હું આશા રાખું છું કે મારા

લખાણનું છેલ્લું પૃષ્ઠ, પહેલા પૃષ્ઠ કરતા મને વધુ પ્રમાણમાં નિશ્ચિંતતા આપશે.

પ્રાગની કહેવત છે, ‘આંસુ એટલે વાવવું, હાસ્ય એટલે લણવું.’

... તો ગઈ રાત્રે મેં મારા પિતાને સ્વપ્નમાં જોયા. તેઓ મને ક્યાંક લઈ જવા

માગતા હતા. ક્યાં? અમારા મૃત ગામમાં?

બીજા બાળકોની જેમ મને પણ મારી શાળા, મારા શિક્ષકો, મારા સહાધ્યાયીઓ

અને મારા માતાપિતા સામે ઘણા બધા વાંધા હતા. મને થયું હું ચાલ્યો જાઉં, ઊડીને પહોંચી

જાઉં, કોઈ અજાણ્યા સ્વર્ગમાં. સદ્‌ભાગ્યે આવાં તોફાન વારંવાર ન આવતાં.

વિશ્વમાં બનતી ઘટનાઓ મારા મનને ખાસ સ્પર્શતી નહીં. પણ એ બધું બહુ

દૂરનું લાગતું.

છતાં સ્થાનિક વાતાવરણમાં એક અજાણ્યો ડર હતો. રોમાનિયામાં પણ યહૂદીઓના

લોહીની એક તરસ જાગવા માંડી હતી. તેમના જીવનમાં અત્યંત ધિક્કાર સળગતો. ઘણી

વાર મારા પિતા અમને બજારમાં ન મોકલતા. સ્ટોર બંધ રાખતા અને નિયમિત ગ્રાહકોને

ઘરના બેઠકખંડમાંથી સામાન આપતા. પોલીસ ભરોસો કરવા લાયક નહોતી. જરા સરખી

ચેતવણી મળતા અમે અંધારા ભોંયરામાં ભરાઈ જતા.

મને યાદ છે, મારી મા એક ઉદાસ ગીત ગાતી - તેમાં એક યહૂદીની પીડા વર્ણવાઈ

હતી. ટૂંકમાં અમે અકારણ ધિક્કારના પાત્ર બનતા જતા હતા. પણ મારા બાળમનને થતું કે

આ તો તેમની સમસ્યા છે, અમારી નથી. છતાં મને પ્રશ્ન થતો કે તેઓ શા માટે અમને

ધિક્કારે છે? અમે શું કર્યું છે? તેની ચર્ચા હું શિક્ષકો, મિત્રો સાથે કરતો.

શિક્ષકો કહેતા, ‘બાઈબલ વાંચો, વારંવાર વાંચો, ઈતિહાસ જાણો. યહૂદીને પીડા

અને શાશ્વત સંઘર્ષનું વરદાન છે. અબ્રાહમના સમયથી દુનિયા આપણી દુશ્મન છે. આદિપુરુષ

અબ્રાહમ આપણા કરતા હજારગણો સારો યહૂદી હતો. છતાં તેને સળગાવી દેવાયો. ડેનિયલ

આપણા કરતા હજારગણો બુદ્ધિમાન હતો, તો પણ તેને સિંહના પાંજરામાં ધકેલી દેવાયો.

નેબુમીરાડેને જેરુસલેમના બાળકોની કત્લેઆમ કરી. ધર્મયુદ્ધોમાં લાખો યહૂદીઓ કપાઈ

ગયા - આપણે પણ આપણા ભાગની પીડા ભોગવવી પડશે. ધર્મ સાચવવા માટે બ્લોઈસ,

જોઈન્ઝ, યોર્ક અને રેઈનના યહૂદીઓ હણાયા, બાળી મૂકાયા. તાલમુદ શું કહે છે? ‘સહન

કરો, ખતમ થઈ જાઓ. પણ જુલમી ન બનો.’

આ વાતાથ્ે ાી મને ગારૈ વ થત.ું મારામાં તમે ના જટે લી સહનશક્તિ છ?ે મારું યહદૂ ીપણું

સાચવવા હું જલે ના દઃુ ખો ભાગ્ે ાવી શક?ું મરી શક?ું મારા પવૂ ર્જા ે જવે ી નિભર્ય તા મારામાં છ?ે

આજે પચાસ વર્ષ પછી પણ આ પ્રશ્નો અને યહૂદીઓ પ્રત્યેનો ધિક્કાર જીવતા છે.

હું ધાર્મિક પુસ્તકોમાં મારા પ્રશ્નોના જવાબો શોધતો. હું પ્રાર્થના કરવા માંડતો.

સવારે પ્રાર્થના, બપોરે પ્રાર્થના ને સાંજે પણ પ્રાર્થના. તે દિવસો જેવી એકાગ્ર પ્રાર્થના કદાચ

હું આજે ન કરી શકું.

પણ અમે બધા મસીહાની રાહ જોતા. પછી ધૈર્ય ધારણ કરતા. અમે આશાવાદી હતા

- બીજો વિકલ્પ પણ નહોતો. યહૂદી આશા છોડી દે તો પછી તેની પાસે શું બચે?

મારી મા પણ રાતે અમને સુવાડતી વખતે મસીહાને પ્રાર્થના કરતી કે પોતાના સંતાનો

અનિષ્ટથી બચી જાય.

દરેક ગામને, દરેક પરગણાંને પોતપોતાનું એક વ્યક્તિત્વ હતું, એક માનસિકતા

હતી, સ્વભાવ હતો અને એક નજરે જોઈને હું મારા કાકા રહેતા તે ક્રેચનેવ અને મારા નાના

રહેતા તે બિસ્કેબ વચ્ચેનો તફાવત કહી શકું. અમારું સિયેટ, મારા પિતાના જમાના વખતે

ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યનો ગૌરવશાળી હિસ્સો ગણાતું. પછીથી તે દેશભક્તિના

કોલાહલવાળું હંગેરિયન ગામ બની ગયું.

અમારે રોમાનિયાનું રાષ્ટ્રગીત પડતું મૂકી રાતોરાત હંગેરીનું રાષ્ટ્રગીત શીખવું પડ્યું

હતું તે હું કદી નહીં ભૂલું. જે ઉત્સાહથી અમે ગળું ફાડીને ગાતા ‘લોંગ લીવ ધ કિંગ’ તે જ

ઉત્સાહથી અમે ગાતા - ‘ગોડ સેવ હંગેરી.’

ઘરમાં યિડીશ ભાષા બાલે ાતી. પણ અમે જમર્ન્ ા, રામે ાનિયન ને હગ્ં ાિે રયન બધી ભાષા

બાલે તા. સ્ટારે માં રૂથિે નયન, યક્રુ િે નયન અને રશિયન પણ કાને પડતી. જો કે અમારા ગા્ર હકાન્ે ો

યિડીશ પણ આવડતી. અમારા ખિસ્ર તી પડાશે ીઓ યહદૂ ીઆન્ે ાા આચારવિચાર વિશે જાણતા

નહાત્ે ાા. આથી ઊલટું હું ખિસ્ર તીઓ વિશે કશું ન જાણતા.ે તમે નાથી મને ડર લાગતા.ે

તો પણ ખ્રિસ્તી બાળકો મારા મિત્રો હતાં. જો કે

તેઓ તેમના પોતાના જ વર્તુળમાં રમતાં. તેમાંના કોઈ

દુકાનમાં સાકર કે લોટ લેવા આવે ત્યારે અમે સામસામે

સ્મિત કરતા, શાળામાં મળીએ ત્યારે તેઓ મોં ફેરવી જતાં.

પરીક્ષાથી હું ડરતો, પણ સારા ગુણ મેળવતો. હું

વાયોલિન પણ શીખતો.

હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મારી મા મને ડૉક્ટરેટ

કરેલો રબ્બી બનાવવાનું સ્વપ્ન જોવા માંડી. તે માટે લેટિન,

એલ્જિબ્રા અને ફિઝિક્સના ખાસ શિક્ષકો રખાયા. શહેરના પ્રોફેસરને મળવા ગયો ત્યારે

મારી બહેન બિયા મારી સાથે આવી. તેના સ્મિતમાં આશ્વાસન હતું : ‘હું છું, ડરીશ નહીં.’

વર્ષો પછી જ્યારે તે કેન્સરની સારવાર લઈ રહી હતી ને હું હોસ્પિટલમાં મળવા ગયો ત્યારે

અમે બંને જાણતા હતા કે અંત નજીક છે. મેં તેનો હાથ મારા હાથમાં લઈ સ્મિત કર્યું - ‘હું છું,

ડરીશ નહીં. તું સારી થઈ જશે.’

હિલ્ડા અને બિઆ સિએટની ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતા. નાની સિપોકા ઘરમાં જ

ભણતી. પુસ્તક પર સોનેરી ઝુલ્ફવાળો કોમળ ચહેરો તે ઝુકાવતી ત્યારે હું શ્વાસ રોકીને તેને

જોઈ રહેતો.

૧૯૩૮માં હું દસ વર્ષનો હતો. ઝેકોસ્લોકિયાથી પહેલી વાર તે વર્ષે નિરાશ્રિતો

આવ્યા. ફ્રાન્સ-બ્રિટન મિત્ર જૂથના વચનભંગનો ભોગ બનેલ આ નિરાશ્રિતો સિયેટમાં

એકાદ રાત રહ્યા હશે.

હિટલરની વધતી તાકાતથી અમને લાગતું કે પરિસ્થિતિ મુશ્કેલ છે. અમને આશા

હતી કે હિટલર પોતાના જ પાપના ભારથી કચડાઈ મરશે, યુરોપની સત્તાઓ તેને કાબૂમાં

રાખશે. લડાઈ નહીં થાય.

પણ થઈ. શુક્રવાર હતો અને રજાઓની તૈયારીમાં હતા. સવારમાં પ્રશ્ચાતાપનો

વિધિ હતો, મારા પિતાજી અને તેમના મિત્રો લડાઈની વાતો કરતા અને ફરી પ્રાર્થનામગ્ન

થતા. થોડે દૂર લશ્કરોની કાપાકાપી ચાલતી હતી. તોપના અવાજ સંભળાતા હતા.

મારા નાના આવ્યા હતા. તેઓ પ્રાયશ્ચિતની પ્રાર્થના વખતે ખૂબ રડ્યા હતા. શું

તેમને હજારો લોકોની થનારી કત્લેઆમનો આભાસ થઈ ચૂક્યો હતો?

સરહદને પેલે પાર શું થતું હતું તેની પૂરી ખબર અમને મળતી નહોતી. હંગેરિયન

અને બ્રિટીશ છાપાં ગોળ ગોળ વાતો છાપતાં. જર્મનોના કબજામાં રહેતા પ્રદેશોના યહૂદીઓ

માટે કલ્પાંતનો કાળ હતો. હિટલરે યહૂદીઓ પ્રત્યેના પોતાના ઘાતક ઈરાદાઓ કદી છુપાવ્યા

નહોતા, હવે તો તેની પાસે અમર્યાદ સત્તા અને શક્તિ પણ હતાં. પોલેન્ડથી આવતા

શરણાર્થીઓ પાસેથી જર્મન લશ્કરની ક્રૂરતાની વાતો સાંભળવા મળતી. આડેધડ ધરપકડો,

પદ્ધતિસરનો અત્યાચાર, સામૂહિક હત્યાઓ, આ બધું તેમણે વેઠ્યું હતું - તો પણ અમને

ભયાનકતાનો સાચો અંદાજ નહોતો આવતો.

ખરી વાત એ હતી કે નાઝી જમર્ન્ ાી વિષે આ બધું જાણવા છતાં જમર્ન્ ા સસ્ં કિૃ ત અને

માનવતા પર અમારો ભરાસ્ે ાો ટકી રહ્યો હતા.ે મારી મા પણ આવો જ વિશ્વાસ ધરાવતી.

અફવાઆમે ાં વાત વધારીને જ કહવે ાતી હાયે - લશ્કર કઈં આટલી ખરાબ રીતે વતર્?ે - અમે

ઈતિહાસે સજર્લે ા ફદં ામાં પરૂ ા ફસાઈ ગયા હતા. પહલે ા વિશ્વયદ્ધુ માં જમર્ન્ ા લશ્કરે રશિયામાથ્ં ાી

વિસ્થાપતિ થયલે ા યહદૂ ીઆન્ે ાી મદદ કરી હતી. એ જમર્ન્ ાો સાવ માનવતાવિહાણે ા ન જ બન.

એ લડાઈમાં હિટલર અને સ્ટેલિને પોલેન્ડ, હંગેરી અને રોમાનિયાની સરહદો ફરી

વાર આંકી. રશિયા સિયેટની નજીક આવી ગયું અને થોડા યહૂદી યુવાનો સરહદ પાર કરીને

ત્યાં ગયા. તેમને કેદ પકડી પાછળથી ગુલાગ નામે ઓળખાયેલા જુલ્મોના સામ્રાજ્યમાં

ધકેલી દેવાયા.

બીજું પરિણામ એ આવ્યું કે જર્મનીએ નેધરલેન્ડ, બેલ્જિયમ અને લકઝમબર્ગ પર

આક્રમણ કર્યું. ત્યારે અમે માન્યું કે હવે હિટલરના જર્મનીનો અંત નજીક છે.

ત્રીજું પરિણામ - સિયેટની રાષ્ટ્રીયતા ફરી બદલાઈ. હંગેરિયન સૈન્ય સાઈકલો પર

સવાર થઈ ગામમાં પ્રવેશ્યું.

પોલેન્ડમાં હત્યાકાંડ ચાલતો હતો. તેનાથી અમારી આંખો ખૂલી ગઈ હતી. ૧૯૪૧માં

હગ્ં ાિે રયન નાગરિકત્વના દસ્તાવજે ન બતાવી શકનાર હજારો યહદૂ ીઆન્ે ો હાકં ી કાઢી પાલે ન્ે ડના

ગેલિસિમામાં મોકલી દેવાયા. તેમાંના કેટલાયને વિદાય આપવા ગયો હોવાનું મને યાદ છે.

તેઓ પાછા આવશે તેવું અમને લાગતું હતું. પણ તેમનામાંનો મોશે એક જ પાછો આવ્યો -

અર્ધબેહોશ, આંખોમાં પાગલપણું લઈને. તેની વાતો સાંભળી અમારા રૂંવાડાં ઊભાં થઈ

ગયાં. હાંકી કઢાયેલા બે યહૂદીઓને મારી નાખી પોદોલ્સ્કીની ખાણોમાં વસ્ત્રવિહીન

અવસ્થામાં દાટી દીધા હતા. તેની વાતો અમારા માનવામાં ન આવી. જર્મનો આખરે તો

મનુષ્યો છે - નાઝીઓ પણ. અમે માન્યું કે તેણે ઘણું વેઠ્યું છે તેથી તેનું મગજ ખસી ગયું છે

- પોતે શું બોલે છે તેનું તેને ભાન નથી. છેવટે ખરેખર તેનું મગજ ખસી ગયું. તેણે બૂમો

પાડવા માંડી - ‘સાંભળો, હું સાચું કહું છું, સોગંદ ખાઉં છું. જો હું ખોટો હોઉં તો હું એકલો

જ શા માટે આવ્યો હોઉં? મારી પત્ની-મારા બાળકો-તેમનું શું થયું? બીજા બધાનું શું થયું?

તેમની હત્યા થઈ છે. મારું માનો. મારું માનો.’ ‘બિચારો.’ બધા કહેતા ‘ગાંડો થઈ ગયો.’

તેના તરફ મને હમદર્દી હતી છતાં હું પણ તેની વાત માનતો નહીં. ગેલેસિમા - થોડા કલાકો

જ દૂર આવેલું એ સ્થાન - ત્યાં આવી ખૂનામરકી થાય કદી? તેના સિવાય કોઈ આવું કહેતું

નથી. સાચું હોય તો બીજું કોઈ તો કહે ને!!

વળી માનો આશાવાદ સાવ નિરાધાર પણ નહોતો. હંગેરીમાં એડમિરલ હોર્થીના

કારભારમાં યહૂદીઓને શાંતિ હતી. તેને યહૂદી મિત્રો પણ હતા. ગેલેસિમામાં યહૂદીઓને

મોકલવાનું બંધ થઈ હતું. નવા નવા કાયદાઓના બંધન સિવાય યહૂદીઓને બીજી કોઈ

ફરિયાદ નહોતી. ફાસિસ્ટો યહૂદીઓનું અપમાન કરતા, યહૂદી યુવાનોને લડવા મોકલાતા,

યહૂદી મજૂરોને ધોમધખતા તાપમાં જંગલો કાપવા પડતા - પણ તેમાં ફરિયાદ કરવા જેવું શું

હતું? સિનેગોગ, યહૂદીઓની શાળાઓ, યહૂદીઓનો વેપાર, સ્પોટ્‌ર્સ કલબ, સાંસ્કૃતિક

કેન્દ્રો - બધા પ્રવૃત્ત હતા, વ્યાખ્યાનો, સેમિનારો ચાલતાં.

છતાં રિજન્ટ હાથ્ેર્ ાી વિરાધે ન સાખં તા.ે યહદૂ ીઆન્ે ો ધાકમાં રાખતા.ે તન્ે ાા અત્યાચારાન્ે ાી

પરૂ પ્ે ારૂ ી જાણ મને પછીથી મારા ‘ધ ટસ્ે ટામન્ે ટ’ પસ્ુ તક માટે હું સશં ાધે ન કરતો હતો ત્યારે થઈ.

પેરિસ પડ્યું. જર્મનીએ ઉત્તર આફ્રિકા જીત્યું. જાપાને પર્લ હાર્બર પર બોમ્બ ફેંક્યાં.

નવાં નવાં નામો સાથે નવી નવી માહિતી આવતી હતી. છતાં લડાઈ કોઈ દૂરની દુનિયામાં

થતી ભાસતી હતી.

મારા પિતાએ એક નવું કામ શરૂ કર્યું. જેની પાસે વિદેશી ચલણ હોય તેમને તેઓ

બુડાપેસ્ટ મોકલી દેતા. ત્યાં થોડા ડોલર, સ્વિસ ફ્રેન્ક કે પાઉન્ડના બદલામાં તેમને પોલેન્ડ

પાછા મોકલવા નહીં તેવી શરત થતી. પણ તેમાંનો એક વ્યક્તિ એક દિવસ પકડાયો અને

પોલીસના અત્યાચારથી મારા પિતાનું નામ બોલી ગયો.

પિતાજીને કેદ કર્યા તે દિવસ અને તેઓ પાછા આવ્યા તે દિવસ હું કદી નહીં ભૂલું.

સિયેટ અને ડેબ્રેસીનની જેલોમાં થોડા અઠવાડિયા વિતાવ્યા પછી બુડાપેસ્ટના મિત્રોએ તેમને

છોડાવ્યા, અલબત્ત લાંચ આપીને, બિયા તેમને લેવા ગઈ હતી. અમને સ્ટેશન પર તેમની

રાહ જોતા ઊભેલા જોઈ તેમના ચહેરા પર જે ઉદાસ સ્મિત આવ્યું તેવું મેં કદી જોયું નહોતું.

તેમને કશું પૂછવાની મારામાં હિંમત ન હતી.

સિયેટમાં કહેવાતું કે દરેક વ્યક્તિને પોતાનું સિનેગોગ હોય છે - નાસ્તિકોને પણ.

‘તાલમુદતોરાહા’ના મકાનના એક અંધારા રૂમમાં અમે બાળકોએ એક મંડળ બનાવ્યું હતું

અને હું તેનો પ્રમુખ ચૂંટાયો હતો. અમને ત્યાં વિશેષ અધિકારની અનુભૂતિ થતી. અમે

રજાઓમાં ભેગા થતા, પ્રાર્થના કરતા, પવિત્ર ગ્રંથોનો અભ્યાસ કરતા અને યુદ્ધની વાતો

કરતા. યિદ્દીલ ફેલ્ડમેન પાસે એક રંગીન નકશો હતો. તેને તે પાથરતો હતો અને તેની

આસપાસ ટોળે વળીને જર્મનોએ જીતેલા યુક્રેન અને રશિયા જોતાં. પેન્સિલની અણી મૂકી તે

અમને વિગતો સમજાવતો - ટેંક, તોપ, લશ્કર, વાહનો બધાની આગેકૂચ બતાવતો.

‘જર્મનો વીજળીવેગે આગળ વધી રહ્યા છે.’ તેણે કહ્યું હતું, ‘તેઓ ભયાનક છે. રેડ

આર્મી તેને રોકી નહીં શકે. આપણે જ આપણને મહાઆફતમાંથી બચાવવાના છે.’ પણ

કેવી રીતે? ધર્મગુરુઓ કહેતા, ‘ધ્યાન કરો. પ્રાર્થના કરો.’ મને થતું શું ઈશ્વરના નામનો જપ

મૃત્યુને રોકી શકશે? વર્ષો પછી હું સમજ્યો - કોઈ ઈશ્વર મૃત્યુને રોકી શકતો નથી.

અઠવાડિયામાં બે વાર અમે ઉપવાસ કરતા. સૃષ્ટિના સર્જનની વાતો મને ખૂબ

આકર્ષતી. તે સમયની વિશુદ્ધિ પાછી કેવી રીતે આવે? આપણા કુકર્મોમાં કેદ ઈશ્વરને મુક્તિ

કેવી રીતે મળે? ઈશ્વર અને શેતાન બંનેની અભિવ્યક્તિ મનુષ્યોમાં એક સાથે કેવી રીતે થાય

છે? અમે શુદ્ધ ઉચ્ચારણથી, જમીન પર બેસીને પ્રાર્થના કરતા. તેનાથી મસીહાનું આગમન

જલદી થશે તેવી આશા રાખતા. અમારા ગુરુ કહેતા, ‘આ એકમાત્ર માર્ગ છે - આપણા

લોકોને બચાવવાનો.’

એક વાર મારા પિતાએ મને અમારી - બાળમંડળી પ્રવૃત્તિઓ વિશે પૂછ્યું. અમારી

ધાર્મિકતા વિશે જાણી તેમણે કહ્યું - તેઓ રેશનાલિસ્ટ હતા - ‘તાલમુદ વગેરે તેમની જગ્યાએ

બરાબર છે, પણ તેનાથી તારો અભ્યાસ રૂંધાવો ન જોઈએ. આધુનિક હિબ્રુ સાહિત્ય વાંચ.’

ફરી તેમણે મને ડેવિડ ફીશરભુ, હેરિન બિપાલી, સાઉથ ચેર્નિકોસ્કી અને શ્નેર જેવા લેખકોને

વાંચવાનું કહ્યું. આવુ વાંચવાથી તો નાસ્તિક ન થઈ જવાય? તેમણે કહ્યું, ‘અજ્ઞાન રહેવા

કરતા નાસ્તિક થવું વધારે સારું’ અને ઉમેર્યું, ‘તારી વાત હું સમજી શકું છું. પણ તું બુદ્ધિનો

ઉપયોગ વધાર, મને વચન આપ કે સતત સાવધ રહીશ.’

૧૯૪૩, એપ્રિલ વેકેશન પડ્યું. અમે ક્યાંય ગયા નહીં. મોટેભાગે અમે બારેશા,

નજીકના પહાડી ગામમાં જતા. ત્યાં મારા પિતાના મિત્રો સાથે હું ચેસ રમતો. મોટેભાગે

હારી જતો છતાં મોટાઓ સાથે રમવા મળ્યું તેનો મને આનંદ રહેતો. આ વર્ષે અમે ત્યાં ગયા

નહીં. હું ન જઈને પણ ખુશ હતો. મારા ગુરુને મારી જરૂર હતી, યહૂદીઓના ઈતિહાસને

અમારા સ્વપ્નની જરૂર હતી. અમે રાતભર રહસ્યમય મંત્રો જોરજોરથી બોલતા. મારામાં

અજબ શક્તિનો સંચાર થયો. એક વાર વહેલી સવારે ધ્યાનાવસ્થામાં આગ ઓકતા હજારો

કૂતરાઓની વચ્ચે ઘેરાયેલા એક આકારને મેં જોયો. હું બૂમ પાડી ઊઠ્યો, ‘એ જ છે - જુઓ

ગુરુજી, જુઓ, મસીહા આવ્યા છે.’

તેમણે કહ્યું, ‘શાંતિ રાખ. શાંતિ રાખ.’

મને ભાન આવ્યું ત્યારે હું પરસેવે નહાઈ રહ્યો હતો. ધ્રૂજતો હતો. ક્યાં છું તે સમજતો

નહોતો. નીચે મારા ગુરુ દીવાલ પર માથું પછાડતા ડૂસકાં ભરતા હતાં.

મને ખાતરી છે, જો જર્મનો સિયેટમાં ન પ્રવેશ્યા હોત તો પણ મેં મારા કમનસીબ

સાથીઓ જેમ જ વેદના ભોગવી હોત ને અંતે હું સાધુ થઈ ગયો હોત. જર્મન હત્યારાઓ એક

રીતે મને બચાવવામાં નિમિત્ત બન્યા હતા. મસીહા આવ્યા નહોતા.

મારા નાના જીવંત અને અદ્‌ભુત વ્યક્તિ હતા. દરેક પૌત્રદોહિ

ત્રને દાદા-નાના અદ્‌ભુત લાગતા હોય છે, પણ તેઓ ખરેખર

અદ્‌ભુત હતા. તેમનું સ્મિત મને ખૂબ ગમતું. તેમણે મને જીવનને

પ્રેમ કરતા, યહૂદી તરીકે ગૌરવ અનુભવતા શીખવ્યું. તેમના પિતા

રાત્રે જંગલમા જઈ ઝાડ નીચે બેસી વાયોલિન વગાડતા. તેઓ ૯૪

વર્ષ જીવેલા. મારા નાના પણ જીવત - જો ...

તેઓ કદાવર હતા. વિશાળ ખભાવાળા હતા. ઘોડેસવારી

કરતા, જમીન ખેડતા અને જ્ઞાની તરીકે આદર પામતા. આધ્યાત્મિક

ખોજ અને વાસ્તવિક જીવન વચ્ચે સંતુલન સાધતા તેમને આવડતું.

તેમનો કંઠ મીઠો અને ભાવપૂર્ણ હતો. તેમને હંગેરિયન રોમેન્ટિક ગીતો, રોમેનિયન

લોકગીતો અને હિબ્રુ પ્રાર્થનાઓ ભરપૂર આવડતાં. હું તેમની પાસે ગવડાવ્યા જ કરતો.

તેઓ વાર્તાઓ પણ કહેતા. ચમત્કારોની, રાજકુંવરોની, રબ્બીઓની. હું ખુશ થતો, કહેતો,

‘આ વાર્તાઓ કદી નહીં ભૂલું.’ તેઓ કહેતા, ‘હું તે જ ઈચ્છું છું.’

૧૯૪૪ના એપ્રિલ મહિનામાં મારા માતા-પિતાએ તેમને અને નાનીને અમારી સાથે

રહેવા બોલાવ્યા. સિયેટની વસાહતમાં ત્યારે વારંવાર બોલાતા શબ્દો તેમણે કહ્યા, ‘સાથે

રહેવું જરૂરી છે.’ પણ તેઓ ન આવ્યા. પોતાના ત્રણ પુત્રો સાથે પોતાના ગામમાં જ રહ્યાં.

તેમનું શું થયું તે અમે કદી જાણવા ન પામ્યા.

મારે ચાર મામા હતા. સાથ્ૈ ાી માટે ા ચમે માડે ર્કે ઈે ખબ્ૂ ા બિુ દ્ધશાળી હતા, ત્યારપછીના ચઝે રા

ડરપાકે હતા, ઈઝરાયલે સત્તાશાળી હતા અને નાના માશે ે ઈઝિક રામે િે ન્ટક સ્વભાવના હતા.

માતા અને પિતા બંને તરફના મારા પિતરાઈઓની હાલત મારા જેવી જ હતી.

તેઓ અને તેમના સંતાનોમાંના જે બચ્યાં તે યુરોપ-અમેરિકામાં સ્થાયી થયાં, ભણ્યાંગણ્યાં,

જેઓ નથી બચ્યાં તેમની સાથે વિતાવેલી રજાઓ, ઝાડની છાયામાં રમેલી રમતો યાદ આવે

છે. ત્યારના મિત્રો પણ યાદ આવે છે. મારા માટે મૈત્રી એક અનિવાર્યતા છે. મારા એક ગ્રીક

તત્ત્વજ્ઞાની મિત્ર મૈત્રીને ‘આસ્થા’ કહે છે.

તાલમદુ કહે છ,ે ‘મત્ર્ૈ ાી અથવા મત્ૃ ય’ુ . મિત્ર વિના અસ્તિત્વ ખાલી, જડ અને દિશાહીન

બની જાય છે. મૈત્રી પ્રેમ કરતાં પણ વધુ મહત્ત્વની છે. પ્રેમ ધિક્કારમાં પરિણમી શકે, પ્રેમ

હત્યા સુધી ખેંચાઈ જઈ શકે, મૈત્રી કદી નહીં. કોરેત્ઝના રબ્બી મિન્હાસ કહેતા, ઈશ્વર

આપણા પિતા છે, વિશ્વના સમ્રાટ છે, ન્યાયાધીશ છે, પણ આપણા મિત્ર પણ છે.

‘ધ ગેટ્‌સ ઓફ ધ ફોરેસ્ટ’માં મેં લખ્યું છે, ‘મિત્ર એટલે શું? પિતા અને ભાઈ કરતા

વધુ નિકટની વ્યક્તિ. મૈત્રી પ્રેમ કરતાં પણ વધુ ઊંડાણભરી હોઈ શકે. પ્રેમ વળગણ બની

જઈ શકે, મૈત્રીમાં ભાવનાઓ વહેંચવા સિવાય કશું પ્રયોજન નથી હોતું.

કેમ્પમાં પણ મને મારા મિત્રોના વિચાર આવ્યા. કેમ્પમાં મારા બચપણની યાદ અપાવે

તેવો કોઈ મિત્ર નહોતો. કેમ્પોમાં બચપણ પણ નહોતું રહ્યું. ત્યાં ફરી મારા પિતા હતા.

મારા શ્રેષ્ઠ મિત્ર, મારા એક માત્ર મિત્ર.

(૨) અંધકાર

માર્ચ ૧૯, ૧૯૪૪.

શા માટે આ શાપિત દિવસ ઊગ્યો?

તે દિવસે રવિવાર હતો. પ્રાર્થના હમણાં જ પૂરી થઈ હતી. બ્રેશ્નેલના રબ્બીએ તે

દિવસે લાંબા સમય સુધી વાયોલિન વગાડ્યું. એ સ્વરો હૃદયસ્પર્શી હતા. વગાડતા વગાડતા

તેમની આંખમાંથી આંસુ સરકીને તેમની ઘટ્ટ દાઢીમાં ખોવાઈ જતા હતા.

અચાનક એક માણસ ધસી આવ્યો - ‘તમે પ્રાર્થના કરો છો અને ત્યાં...’

‘ત્યાં શું?’ અમે પૂછ્યું.

‘મૃત્યુના દૂતો આપણા શહેરના દરવાજા સુધી આવી ગયા છે’. તે નિશ્વાસ નાખી

બોલ્યો. અમે હસ્યા. હાથ હલાવી તેને ચાલ્યા જવા કહ્યું જેથી પ્રાર્થના ચાલુ રહે. ત્યાં બીજો

અવાજ આવ્યો, ‘તે સાચું કહે છે. રેડિયો પર આવ્યું છે કે જર્મનો જીતી ગયા છે, સરહદ

ઓળંગી ચૂક્યા છે.’

અકે ભીષણ માન્ૈ ામાં ગરકાવ લાકે ો અકે બીજા તરફ જાઈે રહ્યા. ‘આનો અર્થ શા?ે ’ કાઈે

બાલ્ે ય.ું ‘લડાઈ.’ બીજો બાલ્ે યા.ે કાઈે એ યાદ કરાવ્યું કે પ્રાથર્ન્ ાા અધરૂ ી છે અને તે પરૂ ી કરી.

ઘરે જઈને જોયું તો પરિવાર રેડિયોને વીંટળાઈને બેઠો છે. પિતાના ચહેરા પર તીવ્રતા

હતી. મને શું થતું હતું? ભય લાગતો હતો? ના. મને સમજાતું હતું કે કટોકટીની ઘડી આવી

પહોંચી છે, મારા ભયને એક અજબ બેચેન કુતૂહલ ઢાંકી દેતું હતું.

‘શું થશે સમજાતું નથી.’ રેડિયો બંધ કરતા મારા પિતા બોલ્યા. ‘પણ શુકન સારા

નથી.’ માએ કહ્યું અને અમને નાસ્તો કરવા બેસાડ્યા. ઝડપથી થોડું ખાઈ હું દાદીમાને

કહેવા ગયો, ‘જર્મનો આવે છે.’ તેમનો ચહેરો પડી ગયો. ‘ઈશ્વર મારા સંતાનોની રક્ષા

કરજો.’ અને મારી તરફ જોઈ બોલ્યાં, ‘હું જરા તારા દાદાની કબર પર જઈ આવું.’

અમારા નસીબનું ઢાંકણું વસાઈ ગયું હતું તેની અમને ખબર નહોતી. બર્લિનમાં

અમને ગુનેગાર ઠરાવાયા હતા, તે અમે જાણતા નહોતા. અમે નહોતા જાણતા કે એડોલ્ફ

આઈકમેન નામનો માણસ બુડાપેસ્ટમાં ૩૫ સૈનિકો સાથે પોતાની કારકિર્દી પર કળશ ચડાવવા

એટલે કે અમારો સંહાર કરવા તત્પર થઈ રહ્યો છે.

જર્મનીમાં વાતાવરણ તંગ હતું. હંગેરીમાંથી યહૂદીઓને દેશનિકાલ કરવાને અગ્રિમતા

અપાઈ હતી. હિટલરે યહૂદીઓના નિકંદનની પ્રતિજ્ઞા લીધી હતી - વોશિંગ્ટન, લંડન,

સ્ટોકહોમ, બર્ન, વેટિકન - સૌ આ જાણતા હતા.

ફક્ત અમે નહોતા જાણતા.

વાતો આવતી હતી. આજબ્ુ ાાજન્ુ ાા શહરે ાન્ે ો યહદૂ ી પ્રત્યન્ે ાા ધિક્કારને વ્યક્ત કરવાનો

માકે ો મળ્યો હતા.ે યહદૂ ી પરુ ષ્ુ ાાન્ે ાી દાઢી ખચેં ી કાઢવી, બાળકાન્ે ો ચાલતા વાહનમાથ્ં ાી બહાર

ફકેં ી દવે ા, સ્ત્રીઆન્ે ાું અપમાન કરવું - તમામ હિચકારા કત્ૃ યો થઈ રહ્યા હતા. પિતાજીએ કહ્ય,ું

‘થાડે ા વખતમાં બધું અટકી જશ.ે યહદૂ ીઆન્ે ાા લાહે ીની આ તરસ ક્યારકે તો શાત્ં ા થશ.ે સ્થાનિક

લાકે ાન્ે ો યહદૂ ીઆન્ે ો ગાળ આપી પાત્ે ાાની દશે ભક્તિ સાબિત કરવી છે - તો ભલ.ે ’

યહદૂ ી વિરાધે ી લાકે ો અમારા ગામમાં પણ હતા. અમારી બારીઆન્ે ાા કાચ તટૂ તા હતા.

અમારા પવિત્ર પસ્ુ તકો લીરા થઈ શરે ીઆમે ાં ઊડતા હતા. અમે પ્રાથર્ન્ ાા કરતા અને ઘરની

બહાર ન નીકળતા. બડુ ાપસ્ે ટથી હકુ મ આવ્યો હતા.ે અમે ચાક્કે સ સમયે જ બહાર નીકળી

શકતા. અમારા ધધં ા બધં હતા. અમે બગીચામા,ં ટા્ર મમાં કે થિયટે રમાં જઈ ન શકતા. તો પણ

અમે પહાડની હવા શ્વાસમાં લઈ શકતા હતા, સયૂ ર્ન્ ાા કિરણાન્ે ાી હફૂં મળે વી શકતા હતા તન્ે ો

માટે અમે ઈશ્વરનો આભાર માનતા. અમારી સ્થિતિથી અમે ટવે ાતા જતા હતા.

સિનેગોગ ખુલ્યાં હતાં. પાસોવરની તૈયારી ચાલતી હતી. ભઠ્ઠીમાં પ્રસાદની બ્રેડ

શેકાતી હતી. થોડા યહૂદીઓ ત્યાં ભેગા થયા હતા અને અચાનક એક માણસ આવ્યો -

‘તેઓ આવી ગયા છે... જર્મનો આવી ગયા છે.’ રબ્બી બ્રેડનો લૂઓ મૂકી ઊભા થઈ ગયા.

તેં તેમને જોયા? એટલે તેઓ આવી ગયા એમ? ઈશ્વરને તેં જોયો નથી, પણ તે તો અહીં છે

જ. તેની જ કૃપાથી જેઓ આવ્યા છે તેઓ ચાલ્યા પણ જશે. ઈઝરાયેલમાં લોકો સલામત

રહેશે’. અને બ્રેડ બનાવવાનું પૂરું કર્યું. હું ઘેર ગયો. ઘરોની બારીમાં લોકો ઊભા હતા.

જર્મન લશ્કરના વાહનોની કૂચ જોઈ રહ્યા હતા.

ઈતિહાસનું પાનું ફરી ગયું હતું. જર્મનોએ થોડાં ઘરમાં જઈ વિનયપૂર્વક ધાબળા

માંગ્યા. તો નાઝીઓની ક્રૂરતાની વાતો ખોટી છે શું? ‘પહેલા વિશ્વયુદ્ધમાં પણ આવું જ

થયું હતું - અફવાઓ, અફવાઓ’. વૃદ્ધો બોલ્યા. જર્મનોના શિષ્ટાચારના મહોરા પાછળ

કેવો ભયાનક ચહેરો હતો તેની કોઈને કલ્પના ન હતી. આ વર્તન બનાવટી હતું. અમને

ભ્રમમાં રાખવાનું શસ્ત્ર હતું. તેમને ખબર હતી, તેમના હસતા ચહેરા જોઈ અમારા વિરોધ

શમી જશે.

આશા અને સ્મૃતિનો તહેવાર પાસોવર સિનેગોગમાં એ સાંજે ઉજવાયો. મને ખબર

નહોતી કે તેની દિવાલોને હું છેલ્લીવાર જોઈ રહ્યો છું.

ઘરમાં ટેબલ તૈયાર હતું - સફેદ ટેબલકલોથ, છ મીણબત્તી, ચાંદીનાં વાસણો .

દાદીમા વિચારમાં પડ્યા હતાં. સિપોકા પણ ગંભીર હતી. પિતાજી બોલ્યા, ‘આજે કોઈ

મહેમાન નથી.’ પ્રાર્થના ઘરમાંથી ઘણી વાર અમે મહેમાનને બોલાવી લેતા - આજે તે બંધ

હતું. પણ પિતાજીના મનમાં આશા હતી - ‘હું જરા જોઈ આવું, કોઈ હોય તો -’

બારણું ખોલ્યું તો મોશે ઊભો હતો. આંખોમાં પારાવાર દર્દ. પિતાજીએ સિપોકાને

ખોળામાં લીધી અને ભોજનની પ્રાર્થના શરૂ કરી. મોશેના મોં પર કટાક્ષ અને પીડાભર્યું

સ્મિત કેમ હતું? ઈજિપ્તના ફેરોના ગુલામ અમારા વડવાઓને યાદ કરી અમે ભોજન શરૂ

કર્યું. મોશે બોલ્યો, ‘રબ્બી શલોમી, બધા મારાથી ડરે છે, તમે નથી ડરતા. મારે તમને કહેવું

છે કે તમારા ભવિષ્યમાં શું છે.’

પિતાજીએ સિપોકાના વાળ પર હાથ ફેરવ્યો, ‘મોશે, હમણાં ન કહે. તારી વાતો

ઉદાસ હોય છે. આજે તહેવારનો દિવસ છે.’

‘પણ તમારે જાણવું જોઈએ. આજે જ, અત્યારે જ જાણવું જોઈએ.’

‘પછી ક્યારેક.’ કહી પિતાજીએ તેને ચૂપ કર્યો અને જમ્યા. પ્રાર્થના કરવા આંખો

બંધ કરી. ખોલી ત્યારે મોશે ગાયબ હતો.

ઘરમાં, પરિવાર સાથે એ મારો છેલ્લો પાસોવર હતો. ઉદાસ, ભારેખમ.

મોશે મારી તમામ નવલકથાઓમાં કોઈને કોઈ રૂપે હાજર હોય છે. બચી ગયેલાઓમાં

તે સૌથી પહેલો હતો. અમારી નિયતિમાં લખાયેલા તમામ દુઃખદર્દ તેણે અમારા બધાની

પહેલા ભોગવી લીધા હતાં. તેની વાતોની ઉપેક્ષા કરતી વખતે અમને ખબર નહોતી કે

ક્રૂરતાના એ કાંડમાંથી બચી જવું પણ કેટલું યાતનાપૂર્ણ હોઈ શકે!

પાસોવરનો સાતમો દિવસ આવ્યો ને ઘટનાઓએ વેગ પકડ્યો. લશ્કરી હુકમથી

યહૂદીઓની દુકાનો અને કચેરીઓ પર તાળાં દેવાયાં. દિવસમાં એક વાર ખાવાની વસ્તુઓ

ખરીદવા બહાર જવાની છૂટ હતી. અમારી દુકાનનો માલ ચૂપચાપ પિતાજીએ જૂનાં ગ્રાહકોને

આપી દીધો. તેઓ કિંમત ચૂકવે છે કે નહીં તે જોવાનું નહોતું. કેમ કે વેચવાની બંધી હતી.

અમે ચારે ભાઈબહેને તેમને મદદ કરી. ત્રણ દિવસ કરફ્યુ રહ્યો. ઘરમાં ખાવાની ચીજો

હતી. કોઈ ભય નહોતો.

મારા પૂર્વજ મધ્યયુગી યહૂદીઓ સાથે હું આજે જેને લીધે ખૂબ એકલતા અનુભવી

રહ્યો છું તે પીડાઓ ઉંબરામાં ઊભી હતી. ઈતિહાસનું એક લોહીયાળ પ્રકરણ અમે જીવવાના

હતા. દરવાજો જરા ખોલીને બહાર નજર કરી. દીવાલ પર જર્મન મિલિટરી ગવર્નરની

સહીવાળું હુકમનામું હતું. ‘જેઓ આ હુકમો નહીં પાળે તેને ગોળીએ દેવામાં આવશે.’

ગોળીએ દેવામાં આવશે? મારા માન્યામાં ન આવ્યું પણ મારા પગ ધ્રૂજી ગયા.

લશ્કરની ખાસ ટુકડીઓ યહૂદીઓનાં ઘરોમાં તપાસ કરવાની કામગીરીમાં લાગી

ગઈ હતી. તેઓ આવતા, ઘર ફેંદતા ને કિંમતી ચીજો શોધતા. પિતાજી ફિક્કુ હસતા.

‘યહૂદીઓના ઘરમાં શું હોય? ગરીબી જોઈએ તો તેને લઈ જાય.’ સૈનિકો સામે એક પણ

શબ્દ બોલવાથી અમાનુષી માર પડતો. અમારે ત્યાં પણ જડતી લેવાઈ હતી. યહૂદીઓને

વધુ લાચાર, વધુ ગરીબ બનાવવા એ જ તેમનો હેતુ હતો. આ કામ તેઓએ એટલા ઉત્સાહથી,

એટલી ક્રૂરતાથી કર્યું કે હંગેરીના લશ્કર અને રાષ્ટ્રે હંમેશ માટે પોતાનું માન ગુમાવ્યું. તેઓ

સ્ત્રીઓને, બાળકોને, વૃદ્ધોને અને બીજાઓને પણ મારતા. એક રાહત છાવણી ઊભી થવાની

છે તેવા સમાચાર મળતા અમને એક રાહત થઈ - કમ સે કમ અમે અમારા પરિવારમાં,

અમારા જૂથમાં તો રહીશું.

માનાં પુસ્તકોમાંથી ‘જ્યુશિ એન્સાઈક્લોપિડીયા’ હું ક્યારેક વાંચતો. તેમાં ‘ઘેટો’

શબ્દ સમજાવ્યો હતો. જૂના વખતમાં યહૂદીઓએ પોતે જ પોતાના માટે બાંધેલી, વિદેશી

આક્રમણોથી સુરક્ષિત વસાહત એટલે ઘેટો. ત્યારપછી અમને ઘેટોમાં રહેવાની ફરજ પડાઈ.

૧૨૮૮માં, ૧૪૮૦માં, ૧૫૫૫માં, ૧૬૬૨માં - ખ્રિસ્તી શાસકોએ અમને ખ્રિસ્તી પ્રજાથી

દૂર ખદેડી મૂક્યા હતા, અછૂત, અસ્પૃશ્ય, હલકા ગણ્યા હતા.

જો કે સિયેટના યહૂદીઓ કદાચ બચી શક્યા હોત. એક પહાડ ચડીને ઊતરી જાત તો

ત્યાં પછી જર્મની હંગેરિયન લશ્કરની સત્તા ચાલવાની નહોતી. અમારી નોકરાણી મારિયાએ

અમને બહુ વીનવ્યા. ‘મારા ઘરમાં તમે છ ને દાદી બધા આવી રહેશે. ઈસુ મદદ કરશે. તમે

ચાલો. હું તમારી સેવા કરીશ.’ અમે વિવેકથી પણ મક્કમતાથી ના પાડી. અમે ગયા નહીં.

ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કદાચ અમે નહોતા જાણતા-એટલે.

૧૯૪૪નો એપ્રિલ મહિનો હતો. થોડા દિવસોમાં સહાયક રાષ્ટ્રો યુરોપના રણમેદાન

પર ઊતરી આવવાના હતાં. અમારું શું થશે તે અમે નહોતા જાણતા પણ યુરોપની બહારની

દુનિયા બધું જાણતી હતી. ૧૯૪૨થી જાણતી હતી. તેમણે કેમ અમને ન ચેતવ્યા? રૂઝવેલ્ટ,

ચર્ચિલ, બેન-ગુરિયન, બેઈઝમેન, તે દેશોના અમારા યહૂદી ભાઈઓ, કોઈએ અમને કદી

રેડિયો પર એવું પણ કેમ ન કહ્યું? ‘હંગેરીના યહૂદી ભાઈઓ, ભાગી જાઓ, ગુફાઓમાંજંગલોમ

ાં છુપાઈ જાઓ. ઘેટોમાં પુરાઈને ન રહેશો.’ અમારી વસાહતને અડીને જે રસ્તો

જતો હતો તે ઓશવિટ્‌ઝ રેલ્વે સ્ટેશને લઈ જતો હતો ને ત્યાંથી ભૂગર્ભમાં ચાલ્યા જવું એટલું

અઘરું નહોતું. કોઈએ જરાકે બતાવ્યું હોત તો અમે બચી જાત.

આ પ્રશ્નના હથોડા હમેશા મારા માથામાં વાગે છે. દુનિયા આમ કેમ વર્તી? પરાપૂર્વથી

યહૂદીઓને વતન છોડવું પડ્યું હતું, ભટકવું પડ્યું હતું. પણ દરેક વખતે એક દેશમાં પીડિત

યહૂદીઓને બીજા દેશોમાં વસેલા તેમના ભાઈઓએ પગ નીચે જમીન ને માથા પર છત

આપ્યાં હતા - અમારા વખતમાં જ કેમ એવું ન બન્યું?

અલબત્ત, પછીથી ઈઝરાયેલ અને સ્વીડનની મદદ મળી હતી - પણ ત્યારે હંગેરીમાં

ભાગ્યે જ કોઈ યહૂદી બચ્યો હતો. અમે છેતરાયા, વંચિત રહ્યા, ખલાસ થઈ ગયા. અમારા

દુશ્મનો સિવાય બધા જ અમને ભૂલી ગયા. એટલે તેઓ જ્યારે અમારી વસાહતમાં આવ્યા

ને અમને લઈ ગયા, અમે ગયા.

રાતોરાત બધુ બદલાઈ ગયું હતું. આજે પણ મને યાદ છે મૂળમાંથી ઊખડી જવાની

એ ઘટના - એ તારતાર થઈ ગયેલાં અસ્તિત્વો, એ હણાયેલા ચહેરા. યુનિફોર્મધારી એક

વ્યક્તિના મોંએથી છૂટેલા થોડા શબ્દે અમારી દુનિયા પલટી નાખી.

ઘર, જેને સર્જવા માટે વ્યક્તિ પોતાનું જીવન ખર્ચી

નાખે - તેનો તમામ અસબાબ છોડી અમે ઘેટાંની

જમે હકં ારાતા પરુ ાઈ ગયા ઘટે ામે ાં ફાળવાયલે ી પાજં રા

જેવી કેબિનોમાં. જાણે એક મોટું વમળ આવ્યું હતું.

અને અમે બધા આપાદમસ્તક એક ઘુમરી બની ગયા

હતા. મારું મગજ પણ ચકરાવે ચડ્યું હતું. ક્યાં જાઉં,

શું કરું, કોને મદદ કરું - અમારા ઘરનો વારો નહોતો

આવ્યો, પણ અમે અમારું બધું એક ઓરડામાં મૂકી

તેમાં રહ્યા હતા. બીજા ઓરડાઓ અમારા સગાસંબંધીઓને અપાયા હતા. શક્ય તેટલી

મદદ કરવાનો સૌને ભાવ હતો. ચોરી, ઝઘડા, મારામારી કશું ન થતું. અમે બાળકો પવિત્ર

પુસ્તકો વાંચતાં. ઝાડ નીચે ઘાસ પર ટોળે વળી વાતો કરતાં.

જર્મનોએ ઘેટોની વ્યવસ્થા સંભાળવા માટે ઘેટોના યહૂદીઓની ટુકડી બનાવી. આ

યહૂદીઓ જર્મન પોલીસના હુકમ પ્રમાણે કામ કરતા હતા છતાં બને તેટલા વધુ યહૂદીઓને

જીવતા રાખવા પ્રયત્ન કરતા હતા, છતાં જર્મનોના હુકમથી તેમણે પણ હત્યાઓ કરવી

પડતી. આદમ ઝેર્નિયાકોપ જેવા લોકો પણ હતા. જર્મનોએ ‘રોજના દસ હજાર યહૂદીઓ’ની

માંગણી કરી તે જ દિવસે તેણે આત્મહત્યા કરી લીધી. બીજી તરફ રોમ રુમ્કોપ્સી જેવા લોકો

હતા જેઓ સારા એવા ઠાઠથી રહેતા હતા અને જર્મનોએ આપેલા ‘ક્વોટા’ મુજબ યહૂદીઓને

ઉડાવી દેતા હતા. બચાવ કરવા મારી પાસે શબ્દો નથી - પણ તેમને પણ હું ખૂનીઓ તરફથી

અમાનવીય હત્યાઓ કરવાના હુકમનો ભોગ બનેલા જ ગણું છું. હા, તમામ યહૂદીઓ તે

વખતે શાપિત બન્યા હતા. અમુક યહૂદીઓને જર્મનોને મદદ કરવા બદલ વર્ક પરમિટ,

રેશનકાર્ડ, મિત્રો-સગાઓને આશ્રય આપવાની છૂટ મળ્યાં હતાં. પણ રાહતનો શ્વાસ લાંબો

નહોતો ચાલ્યો. ઘેટો અને તેના ચીફ યહૂદીઓ તમામનું ભાગ્ય અંતે તો એક જ હતું.

સખત રેશનિંગ હતું એટલે ખાવાની ચીજો બાબત ઝઘડા થતા. તે સિવાય યહૂદીએ

યહૂદીની મારપીટ કરી હોય તેવા કિસ્સા બન્યા નહોતા.

ઘેટોમાં જ હું મારા ગામના યહૂદીઓને સમજી શક્યો, ચાહી શક્યો. તેમણે યહૂદી

તરીકેની, માનવી તરીકેની પોતાની ગરિમા છેક સુધી જાળવી હતી. બંદી અવસ્થામાં

અર્ધભૂખ્યા ને અપમાનિત હોવા છતાં તેઓની આસ્થા ટકી રહી હતી. દુશ્મન સામે તેઓ

એક થઈ ઊભા રહેતા.

અલબત્ત, થોડા અઠવાડિયાના વર્તન પરથી એક આખી પ્રજાની મૂલવણી ન કરી

શકાય. પણ હું મૂલવણી નથી કરતો, હું પ્રેમ વ્યક્ત કરું છું. મારા લખાણોમાં તેથી જ તેમનાં

કુરુપ વર્ણનો નથી આવતા. જર્મનોએ તેમની પૂરતી અવદશા કરી છે - માટે તેમાં ઉમેરો

કરવાની જરૂર નથી. તેમણે તેમને ભોંયભેગા કરી દીધા અને પછી તેઓ મલિન હોવાનો

આક્ષેપ મૂક્યો. તેમને ભૂખ્યા રાખ્યા અને પછી નબળા હોવાનો આક્ષેપ મૂક્યો. તેમની

સુંદરતા હણી લીધી અને પછી બદસૂરત કહ્યા. તેમને ત્રાસ આપ્યો, બિમારી આપી, દુઃખ

અને એકાંતવાસ આપ્યા અને પછી પાગલ કહ્યા.

મારે માટે સિયેટના કચડાયેલા યહૂદીઓ ઈઝરાયેલના ગૌરવનું અને ઈશ્વરની

શાશ્વતતાનું પ્રતીક છે. પણ ઊભા રહો, હું કોણ છું તેમને આવા ઈલકાબો આપનારો? તેઓ

મારા ઈલકાબ વગર પણ ઊજળાં જ છે. મારે તો ખરેખર હું તેમનામાંનો ગણાવા કેટલો

લાયક છું તે જોવાનું છે.

મે નો કાળો શનિવાર ઊગ્યો. એ ઉચ્ચકક્ષાના ગેસ્ટાપો ઓફિસર (જેમાંનો એક

આઈકમેન પોતે હતો) આવ્યા. એક સમૂહને બીજા દિવસે સવારે જવાનો હુકમ મળ્યો.

સવાર પડી. લોકોને શેરીમાં ભેગા કર્યા હતા. દિવસ ગરમ હતો. તરસ લાગે તેમને

પોતાના ઘરમાં જઈ પાણી પીવાની છૂટ નહોતી. હું ને મારી બહેનો જગ લઈને ફરતા હતાં

ને તેમને પાણી પાતા હતાં. અમારા વડા ધર્મગુરુની દાઢી કાપી નખાઈ હતી. શણનો થેલો

ખભે લટકાવી તેઓ લથડતા પગે ચાલ્યા. ત્યારે મને થયું હું પાગલ થઈ જાઉં તો સારું -

મસીહા ક્યાં છે?

તરત અમારો વારો પણ આવ્યો. ઘરમાં જઈ અમે સામાન બાંધ્યો.

રશિયન તોપોના અવાજો વચ્ચે રાત વીતી. રેડ આર્મી પર્વતની ટોચ પર, થોડા જ

માઈલ દૂર હતી. નસીબે થોડો જ સાથ આપ્યો હોત, લડાઈમાં એક નાનો જ ફેરફાર થયો

હોત તો - ઈશ્વરે કોઈ ચમત્કાર કર્યો હોત તો ...

ઈશ્વરનો તો નહીં, માનવતાનો અકે ચમત્કાર તે રાત્રે થયો હતા.ે ઘટે ાન્ે ાી કાટં ાળા વાડને

ગમે તમે કરી વટાવી મારિયા - અમારી ખિસ્ર તી નાકે રાણી ઈંડા, ચીઝ, ફળા,ે શાકભાજી લઈને

આવી પહાચેં ી. રડી રડીને વિનત્ં ાી કરી કે ‘હજી વખત છ.ે ઘટે ામે ાથ્ં ાી બહાર નીકળવાનો રસ્તો

હું કરી આપ,ું મારી નાની કિે બનમાં આવીને રહા,ે હું તમારી સવે ા કરીશ.’ કટે લી ભલી હતી

મારિયા. તન્ે ાી ભલમાનસાઈનો અકે નાનો અશં પણ બીજા કાઈે ખિસ્ર તીને કમે ન મળ્યા?ે

અમે મારિયાને ના પાડી. ‘પણ કેમ?’ મારિયાનો અવાજ તૂટતો હતો. ‘કારણ કે

યહૂદીઓ તેમના સમાજને આમ છોડીને જઈ ન શકે.’ મારા પિતાએ કહ્યું. ‘બધાનું થશે તે

અમારું થશે.’ છેવટે, અમે મારિયાને આભાર માની વિદાય કરી.

મારા પિતા સાચા હતા. સાથે રહેવું, પરિવારની એકતા સાચવવી તે અમારી પરંપરા

હતી. આ વાત દુશ્મનને પણ ખબર હતી. તેણે જણાવ્યું, યહૂદીઓને હંગેરીના લેબર કેમ્પમાં

મોકલાશે, પરિવારો એક રહેશે. અમે માની લીધું. સાથે હોઈશું તો જીવી જઈશું.

મે ૧૬, મંગળવારના દિવસે હાક પડી : ‘યહૂદીઓ, નીકળો.’ થોડીવારમાં અમને

શેરીઓમાં ધકેલી દેવાયા. મારી નાની બહેન, મારા દાદી તરસ્યાં હતાં. તેઓ ચૂપ હતાં. હું

ફરિયાદ કરવા માગતો હતો પણ ચૂપ રહ્યો. મૃત્યુની સામે હોય તેવી ચૂપકીદી હતી એ. એ

ચૂપકીદી મારા અસ્તિત્વ સાથે જડાઈ ગઈ છે. જિંદગી મને જ્યાં લઈ ગઈ ત્યાં સાથે આવી

છે. મારો એક હિસ્સો રહી ગયો છે ત્યાં એ શેરીમાં, ભાવિ વિયોગની દહેશતથી કંપતો.

મારી બહેન તેના ખભા પરના શણના થેલાના વજનથી વાંકી વળી ગઈ હતી. તેના

મોં પરનું નિર્દોષ સ્મિત હૈયુ ચીરી નાખે તેવું હતું. તેના કપાળ પર પરસેવાનાં ટીપાં હતાં. હું

તેને પાણી આપવા ગયો. તે બોલી, ‘હું રાહ જોઈ શકીશ.’ સૂકા હોઠમાંથી નીકળેલો તેનો

એ અવાજ હું કદી નહીં ભૂલી શકું.

માનો અવાજ સંભળાયો - ‘બધા સાથે રહેજો.’

તે દિવસે અમને સિયેટના જ બીજા ઘેટોમાં રાખવામાં આવ્યા. એ ઘેટોના નિવાસીઓને

તગેડી મૂક્યા હતા. મારા પિતાના ભાઈ મેન્ડેલના ઘરમાં અમે રહ્યા. માએ અમને ભાવતું

જમાડ્યાં. મારા એ કાકા મારા મામાની દીકરી ગોલ્ડાને પરણ્યા હતા. શાંત, ભલા, શ્રદ્ધાળુ.

મામાનું ઘર અત્યારે વેરવિખેર હતું. પવિત્ર પુસ્તકોમાં પાનાં ઊડતાં હતા. ટેબલ પર જમવાનાં

વાસણો પડ્યાં હતાં. અચાનક એ પરિવારને તગેડી મુકાયો હશે.

પછીથી હમં શે ા મેં તમે ને શાધ્ે યા. છકે ૧૯૮૮માં મારી જમે હગ્ં ારે ી-રામે ાનિયાના વતની

અકે વદ્ધૃ ે મને કહ્ય,ું ‘અમે અકે કમ્ે પમાં હતા. અકે દિવસ અમારી નજર સામે પહલે ા મન્ે ડલે ના

પત્ર્ુ ાના માથામાં અને પછી તન્ે ાા શબ પર રડી રહલે ા મન્ે ડલે ના માથામાં ગાળે ી ધરબી દવે ાઈ.’

ત્યારથી આજ સધુ ી રાજે તએ ો મારા સપનામાં આવે છ.ે ’ એ વદ્ધૃ ની આખં ો ભીની હતી.

બાઈબલમાં કહે છે કે બળદ અને તન્ે ાા વાછરડાને અકે દિવસે હણવા નહીં. જમર્ન્ ાાએ ે થાડે ી જ

સકે ન્ડમાં અકે માણસ અને તન્ે ાા દીકરાને જત્ં ાન્ુ ાી જમે મસળી નાખ્યા હતા.

અમે સ્ટેશને આવ્યા. યહૂદીઓથી ભરાઈને જતી એ ટ્રેનોના પડછાયા મારા કાળજાને

આજે પણ કંપાવી દે છે. યહૂદીઓની વણથંભી મૃત્યોન્મુખ વણઝાર મને ટ્રેનની વ્હીસલ

સાથે આજે પણ દેખાય છે અને હું થીજી જાઉં છું.

અમારું વિશ્વ એ ટ્રેનોમાં પુરાઈ યાતના છાવણીની કોટડીમાં કેદ થયું હતું. જ્યાં...

બસ, હવે આગળ નથી કહેવું. ગેસ ચેમ્બરની પાછળ શું થતું હતું તેનાં વર્ણનો દુનિયાએ

સાંભળ્યાં છે - કેવી રીતે મરી રહેલા લોકો શ્વાસ લેવા તરફડતા હતા, એકબીજાના ખભે

ચડી બહાર નીકળવા મથતા હતા. મારે તેમાં ઉમેરો નથી કરવો.

પણ માણસની સ્વીકારી લેવાની વૃત્તિ ખરેખર અજબ છે. ટ્રેનના ઢોર પુરવાના ડબ્બામાં

ખડકાયેલા અમે થોડીવારમાં તેની બદબૂદાર હવામાં શ્વાસ લેવા ટેવાઈ ગયા. આખરે અમે

સાથે તો હતા. કોઈએ અમને કહ્યું હોત કે આ મુસાફરી વર્ષો સુધી ચાલ્યા કરશે તો તે પણ

અમને સ્વીકાર્ય હોત. કારણ અજ્ઞાત કરતા વધુ ભયાનક બીજું કશું નથી અને અમારી

મુસાફરીના છેડે અજ્ઞાત જ ઊભેલું હતું.

અમે ટ્રેનમાં ચડ્યા તે પહેલા એક ઘટના બની હતી. યહૂદી ડૉકટરોએ ટ્રેનમાં

ચડવાની ના પાડી હતી અને સામૂહિક આત્મહત્યા કરી હતી. વર્ષો પછી તેમાંના એક

ડૉકટરનો પુત્ર મને મળ્યો ત્યારે મેં તેનું કારણ પૂછ્યું, ‘આપણું શું થવાનું છે તે ત્યારે

આપણે જાણતા નહોતા, પછી તેમણે આવો નિર્ણય કેમ લીધો?’ તેણે કહ્યું, ‘મારા પિતા

જાણતા હતા. એક જર્મન અફસરનું ઓપરેશન તેમણે કરેલું, તેણે તેમને બધું કહેલું.

મારા પિતાએ બીજા ડૉકટરને કહ્યું અને તેમણે નક્કી કર્યું કે ટ્રેનમાં ન ચડવું - પોતાને

પોતાના ઘરમાં જાતે જ ખલાસ કરી નાખવા.’

ટ્રેનની એ મુસાફરીએ મારી કિશોરાવસ્થાને નષ્ટ કરી નાખી. એક કિશોર તરીકે

અજ્ઞાત, અપરિચિત, અનપેક્ષિત મને આકર્ષતું. ટ્રેનમાં મને થતું હતું, કશું ન બદલાય.

પરિવર્તન નથી જોઈતું. તેને માટે ગમે તેમ વર્તમાનને ચોંટી રહેવાનું મન થતું હતું. તે માટે

ભૂખ, તરસ, ગરમી, પીડા, વિક્ષિપ્ત, ગાંડપણ બધું સહેવાની તૈયારી હતી.

આખરે ટ્રેન અટકી. ઓશોવિટ્‌ઝ નજીક હતું. ઊતરતી વખતે માએ કહ્યું, ‘સાથે જ

રહેજો!’ વિક્ષિપ્ત પડછાયાઓ જેવા અમે નીચે ઊતર્યા, મા કે પિતાની હાજરી પણ મારા

હૃદયમાં ધડકતા ભયને શાંત કરી શકી નહીં. ભયંકર મૌનમાં ગ્રસ્ત અને ભયંકર ભાવિની

એંધાણીથી જડ જેવા બની ગયા હતા.

અજાણ્યા અવાજો, કૂતરાઓનું ભસવું અને ક્રૂરતાથી પુછાવું - ‘શું કરો છો અહીં?’

અને માત્ર અહીંથી દરેક રસ્તો દુશ્મનની છાવણીમાં જતો હતો. અમે છ એ એકબીજાને

વળગી ઊભા હતા. જાણે દુનિયાની કોઈ તાકાત અમને અલગ નહીં કરી શકે.

પણ હુકમ છૂટ્યો, ‘પુરુષો એક તરફ,

સ્ત્રીઓ એક તરફ.’ મારી મા, દાદી, ત્રણે

બહેનોને હું આંખો ખેંચી ખેંચીને તેઓ દેખાયા

ત્યાં સુધી જોઈ રહ્યો. માને મેં કેટલી પજવી હશે

તેની માફી પણ ન માગી શકાઈ. ઢીંગલી જેવી

સિપાકોને છાતીએ વળગાડવાની એક ક્ષણ પણ

ન મળી. દારૂણ વિચ્છેદ - એ અસહ્ય વેદનાની

સામે બીજા બધા ભય ઓગળી ગયા હતા. પિતા

મારો હાથ પકડી અમને લઈ ચાલ્યા બીજી કતારમાં. જ્યાં મૃત્યુના મોંમાં જઈ રહેલાનું

સ્વાગત અમાનુષી માર સાથે થતું હતું. મનુષ્યો મનુષ્યોને એક વિકરાળ ચિતામાં ધકેલી

રહ્યા હતા.

મારું લખાણ વાંચતા આજે હું ધ્રૂજી જાઉં છું. મને જલદી રડવું આવતું નથી, પણ એ

જ્વાળાઓ, એમાં દેખાતા મનુષ્યો, બાળકો માટે બનાવેલી અલગ ભઠ્ઠી, આ બધું યાદ

આવતાં હું ઢગલો થઈ જાઉં છું. એટલા બધા યહૂદીઓ સંભાળવાનું હત્યારાઓને નાકે દમ

લાવી દેતું હતું - એટલે પૂરા મૃત્યુ પામે તે પહેલા જ તેમને ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવ્યા હતા!

એ બાળકોના ચહેરા યાદ કરતાં મારું મન હત્યારાઓ પર શાપ વરસાવે છે. એ નિર્દોષ

ભૂખ્યાં, ભયભીત પંદર લાખ બાળકો - કોઈ ફરિયાદ વિના, કોઈ વિરોધ વિના, દયાની

કોઈ માગણી વિના એવી રીતે મૃત્યુને હવાલે થઈ ગયા જાણે આ ક્રૂર, ધિક્કારભરી, દુષ્ટ

પૃથ્વીથી કંટાળી ગયા હોય.

મેં પણ વિરોધ છોડી ધક્કા ખાધા, લાતો ખાધી, બહેરા-મૂંગા-આંધળાની જેમ પોતાની

સાથે જે થતું હતું તે થવા દીધું. ઈશ્વરની સર્જેલી સૃષ્ટિની અંદર આ કેવી બીજી દુનિયા હતી,

જેમાં અમુક લોકોનો જન્મ મરી જવા માટે થયો હતો અને અમુકનો મારી નાખવા માટે?

અને એ પણ કેવું પદ્ધતિસર, યોજનાબદ્ધ રીતે? જેમને કદી જોયા પણ નથી તેમને ઘાસ

કાપતા હોઈએ તેમ હણી નાખવાના? ફેંકી દેવાના ચિતામાં? ને આકાશને આંબતી જ્વાળાનો

આકાર નાનો થાય તે પહેલાં બીજા દેહોને એમાં હોમી દેવાના?

માણસાઈ, સૌંદર્ય, નિર્દોષતા, ન્યાય અને ઈશ્વર, આ તમામ શબ્દોનો અર્થ આમાંના

કોઈને યાદ હશે ખરો? મારે સમજવું હતું, મને સમજાતું નહોતું. આટલી દુર્ગતિ વચ્ચે પણ

મારા મનમાં સવાલો ઊઠતા હતા - શા માટે આટલી હત્યાઓ? આખરે શા માટે? કેમે

સમજાયું નહોતું - શા માટે?

સમજવાનું કદાચ કશું હતું જ નહીં.

હું કેવી રીતે બચી ગયો તેની મને નવાઈ લાગે છે. બિમાર, નબળો, ભયભીત, કોઈ

જાતના સાધનથી વંચિત હું જીવવાની ઈચ્છાથી

પણ જાણે વંચિત થઈ ગયો હતો. મારામાં કોઈ

ઈચ્છા જ બચી નહોતી, સૂપના કટોરાની પણ

નહીં. ઝઘડાથી બચવા ઘણીવાર ભખ્ૂ યો જ રહી

જતો. મારામારી ટાળવા તરસ્યો રહી જતો.

મૃત્યુથી પણ વધુ ડર મને શારીરિક પીડાતો

લાગતો હતો.

બહાર બનાવો બનતા હતા - હિટલરનો આભાર માનવાનો પ્રયાસ, રોમેલનો

આપધાત, પેરિસની મુક્તિ - આ બધાના સમાચાર સુદૂર વિશ્વના પડછાયા જેવા લાગતા

હતા. મારો વારો આવશે અને મારી સ્મૃતિઓ સાથે હું પણ ખલાસ થઈ જઈશ. જર્મનોમાં

મને પૂરો વિશ્વાસ હતો. યહૂદીઓના વિનાશનું વચન પાળશે જ.

મારા પિતાજીની હાજરીને લીધે જ કદાચ મારો જીવ ટકી રહ્યો હતો. એકબીજાને

અડકીને બેસીને અમે ચૂપચાપ વિચારતા - કદાચ અમારા બંને સિવાય અમારા કુટુંબમાં કોઈ

નહીં બચ્યું હોય. સિયેટમાં હું તેમને જોવા તલસતો. અહીં આખો દિવસ તેઓ સામે જ હતા

અને આધાર માટે એકબીજાની આંખોમાં જોતા, એકબીજા માટે ટકી જતા.

ક્યારેક હું ‘મને ભૂખ નથી’ કહી મારું સૂપ આપતો. તેઓ પણ એમ જ કરતા. ‘મને

પેટમાં દુઃખે છે, નહીં ખાઈ શકું.’ કહી પોતાના ભાગની બ્રેડ મને આપી દેતા. તેમનું સ્મિત,

તેમનું ગૌરવ પાછું લાવવા હું કંઈ પણ કરવા તૈયાર હતો. રાત્રે બાજુબાજુમાં સૂતા સૂતા અમે

જૂની વાતો કરતા. ‘કંઈક ચમત્કાર થવો જોઈએ’. તેઓ કહેતા.

સિયેટમાં હું ચમત્કારની આશા રાખતો અને તેઓ બુદ્ધિથી વિચારવાનું પસંદ કરતા.

હવે ઊલટું થયું હતું. મૃત્યુની ઓથમાં જીવવા છતાં અમે પ્રાર્થના ન ચૂકતા.

જો કે આધ્યાત્મિક પ્રાપ્તિનો કોઈ વિચાર કેમ્પમાં થાય તેવું નહોતું. પેટ ભરવા મળે

એટલે દિવસ ધન્ય થઈ જતો. શેતાનના ડર કરતાં વધુ ડર ગાર્ડની મારપીટથી લાગતો. અહીં

ગાર્ડ જ અમારો ઈશ્વર હતો. સર્વસત્તાધીશ. તેને બધા જ અધિકાર, અમને એક પણ નહીં.

તે રાખે તેમ રહેવાનું. તે બધું જાણે, અમને કશી ખબર ન હોય. એક જ ઈશારાથી તે અમને

મૃત્યુના મુખમાં ધકેલી દે. અમે તેની સામે આંખ ઊંચી પણ ન કરી શકીએ.

પ્રાઈમો લેવી કહેતો, ‘ઈશ્વર જો સર્વસત્તાધીશ હોય તો આટલા બધા ખૂનો થવા દે તે

તેનો અપરાધ ગણાય. અથવા તો તેનામાં આ સંહાર રોકવાની શક્તિ નથી તેમ માનવું પડે,

કે પછી ઈશ્વર એવું ઈચ્છે છે કે માનવી દુઃખોથી ત્રાસી તેને પગે પડે!

નિત્ઝેએ જંગલમાં બૂમો પાડી હતી, ‘ઈશ્વર મૃત્યુ પામ્યો છે.’ હું ઈશ્વરના અન્યાયનો

વિરોધ કરી શકું, તેના મૌનનો વિરોધ કરી શકું, તેની ગેરહાજરી સામે વાંધો ઉઠાવી શકું પણ

તે નથી તેવું કદી કલ્પી પણ ન શકું. તે છતાં હું કદાચ કદી ઓશોવિટ્‌ઝમાં મનુષ્યની ભૂમિકા

સમજી શકું - પણ ઈશ્વરની ભૂમિકા ત્યાં શી હતી તે કદી સમજવા પામવાનો નથી.

ઓશોવિટ્‌ઝને બનાવનાર કે બનાવવા દેનાર - બને સામે મારો વિરોધ છે. ઈશ્વરના મૌનનો

ઉત્તર મને હજી સુધી જડ્યો નથી. એ ઉત્તર મળે તો તેને માનવા પણ હું તૈયાર નથી. ૬૦

લાખ મનુષ્યોનો સંહાર - તેનો જવાબ દેવાની ઈશ્વરમાં પણ તાકાત નથી. પોતાનો વારો

આવે તે પહેલા સાથીઓના શબને બાળતા અને તેના સાક્ષી બનતા યહૂદીઓ - મૃત્યુ સિવાય

કોઈ પણ બચત નહોતી કોઈ પાસે.

મારા તાલમુદ ગુરુએ કહ્યું હતું, ‘તને ખબર છે કે બાઈબલનું સૌથી કરુણ પાત્ર કયું

છે? એ છે ઈશ્વર. તેનાં સંતાનોએ તેને કેટલી બધી વાર નિરાશ કર્યો, છેતર્યો અને કેટલી

બધી વાર તે રડ્યો?’

મને વિદ્રોહ કરવા પ્રેરનાર હતું કેમ્પનું શેતાની સામ્રાજ્ય. ક્રૂરતાની તમામ સીમાઓ

ઓળંગી દેવાઈ હતી. માણસો હિંસક વરૂઓની જેમ વર્તતા. પરપીડનની મઝા ઉઠાવતા.

જર્મનોની હિંસકતા તો મને સમજાતી. પણ યુક્રેનિયન, રશિયન, પોલિશ, ચિલી યહૂદી

સિપાહીઓ - આ બધા શા માટે અમને મારતા, ગાળો દેતા, અત્યાચાર કરતા?

યહૂદી સંતો કહે છે, ‘કોઈનો તેની જગ્યાએ ઊભા ન રહો ત્યાં સુધી ન્યાય ન તોળશો’.

તો શું હું જર્મનોની જગ્યાએ હોત તો તેમની જેમ વર્તતો હોત? ક્યારેક મને થાય છે, અગિયાર

મહિનાના બદલે અગિયાર વર્ષ જો મેં કેમ્પમાં ગાળ્યા હોત તો? - શું મારા હાથ ચોખ્ખા રહ્યા

હોત? મને ખબર નથી.

ક્યારેક યહૂદીઓ માટે કહેવાય છે કે ઓશોવિટ્‌ઝમાં જર્મનોની જગ્યાએ યહૂદીઓ

હોત તો તેમણે પણ એ જ કર્યું હોત જે જર્મનો કરતા હતા. પણ યહૂદીઓએ તેવું કર્યું નથી.

પછી આવા કાલ્પનિક આક્ષેપ મુકવાનો શો અર્થ?

યહૂદી કેદીઓ ભૂખ અને હતાશાથી પીડાઈને અંદર અંદર ઝઘડી પડતા. ભલાઈ

અને કરુણાના દર્શન પણ પુષ્કળ થતાં. એક ડચ યહૂદીએ પોતાની બ્રેડ એક બિમાર સાથી -

જેને તે જાણતો પણ નહોતો - આપી દીધી હતી. એક બિથુનિયન પાદરી દર શુક્રવારે રાત્રે

ફરતો અને બોલતો - ‘મારા યહૂદી

ભાઈઓ - ભૂલશો નહીં, આજે સબાથ

છે.’ એક પોલિશ રબ્બી કહેતો, ‘અહીં

ઉપવાસ ન કરતા. યહૂદીઓના જીવ

જોખમમાં હોય ત્યારે ઉપવાસની મનાઈ

ફરમાવવામાં આવી છે.’ - પણ પોતે

ભૂખ્યો રહેતો. એક યુવાન હંગેરિયન યહૂદી હતો - યુવાનીમાં જ તેની પીઠ ઘરડા માણસની

જેમ ઝૂકી ગઈ હતી. પણ તે હંમેશા તેના કાકાના બદલે પોતે માર ખાઈ લેતો - ‘હું તો નાનો

છું, સહન કરી શકું.’

જાન્યુઆરી ૧૯૪૫. દરેક વર્ષનો પહેલો મહિનો મને ૧૯૪૫ની જાન્યુઆરીમાં લઈ

જાય છે. હું બિમાર હતો. ઘૂંટણ પર સોજો હતો. સખત દુખાવો થતો હતો. સખત ઠંડી હતી.

અમારી પાસે પૂરતાં ગરમ કપડાં નહોતાં. શરીર થીજી જતાં હતાં. મારામાં એક પગલું

ઉપાડવાની પણ તાકાત નહોતી. કમાન્ડોને કશું કહેવું નકામું હતું. મારા પિતા બધું જોતા

હતા, પણ તેમની પાસે કોઈ ઉપાય નહોતો.

છેવટે અમે નક્કી કર્યું કે કમાન્ડોને કહેવું કે શું થયું છે, કંઈક તો ખ્યાલ આવશે.

ધ્રૂજતો, ગભરાતો, એકલો હું કમાન્ડોની રૂમમાં ગયો. મારા પિતા બહાર ઊભા રહ્યા.

તેમને ફરી જોવા પામીશ કે નહીં તે વિચારથી હું વધુ કંપવા લાગ્યો. ચોકીદારે પૂછ્યું, ‘શું

છે?’ મેં મારો ગોઠણ બતાવ્યો.

ઓપરેશન થયું. ૧૮ જાન્યુઆરી ૧૯૪૫ના દિવસે રેડ આર્મી ઓશોવિટ્‌ઝથી થોડા

જ કિલોમીટરના અંતરે હતી. વોર્સો મુક્ત થયું હતું. જર્મનીના અંદરના ભાગોમાં અમને

ખસેડવાનો હુકમ આવ્યો હતો. કેમ્પમાં હલચલ વધી ગઈ હતી. કેદીઓને ધાબળા અને બ્રેડ

અપાયાં. પિતા મને જોવા આવ્યા. મેં કહ્યું, ‘હું દર્દી તરીકે જવાની ના પાડી શકું. પણ હું તેમ

નહીં કરું. મારે તમારાથી જુદા નથી પડવું. જો તમે રોકાઈ શકતા હો તો આપણે બંને અહીં

રહીએ.’ પણ રોકાવાની મંજૂરી મળે તો પણ તેમાં જોખમ હતું. જર્મનો પુરાવા નહીં છોડે -

દરેકને મારી નાખશે તે ચોખ્ખું હતું. ડૉકટરો પણ જવાના હતા. છેવટે અમે પણ જવાની

તૈયારી કરી.

જે દર્દીઓ હિંમત કરીને રોકાયા હતા, તેમને રશિયનોએ દસેક દિવસમાં છોડાવ્યા

હતા. જો અમે પણ રોકાયા હોત તો ... તો મારા પિતા ભૂખથી મર્યા ન હોત, મારું જીવન

પણ જુદા માર્ગે ગયું હોત, તો હું સિયેટમાં હોત, ફ્રાન્સમાં નહીં.

આજ સુધી હું પિતાના મૃત્યુનું દર્દ અનુભવું છું. કદાચ એટલે જ તે દિવસે, જે દિવસે

હું પિતાવિહોણો થયો, ત્યારે રડી શક્યો નહોતો.

અમને ગ્લેવિટ્‌ઝ લઈ જવાયા. બરફમાં સૂવાનું, ખુલ્લા વેગનમાં મુસાફરી, ભૂખ,

તંદ્રામાં હોય તેમ એક આખો સમૂહ ચાલતો જતો. અમે હવે મૃત્યુથી પણ નહોતા ડરતા.

છતાં અમારામાંના ઘણા બૂમો પાડીને ઈશ્વરને પોકારતા. તેમની ચીસો બરફમાં ખોવાઈ

જતી, પવનમાં ઊડી જતી.

બુકેનવેલ્ડમાં થોડું હૂંફાળું વાતાવરણ હતું. અમે રાહત અનુભવી શકીએ તે પહેલાં

અમને વસ્ત્રહીન દશામાં બહાર ધકેલી દેવાયા. કેમ્પમાં પહેલેથી જ માણસો ખીચોખીચ

હતા. ‘સાથે રહેજે’ પિતાએ કહ્યું. તેમને તાવ ચડ્યો હતો. ભીડનું મોજું આવ્યું અને અને

જુદા પડી ગયા, ચીસો પાડતાં ફરી બીજા મોજામાં ભેગા થઈ ગયા. ગેટ પાસે ગરમ કોફી

મળતી હતી. ધસારો એવો હતો કે અમે ત્યાં ગયા નહીં. એક જગ્યાએ કંઈક ખાવાનું અપાતું

હતું. પિતાને બેસાડી હું થોડું લઈ આવ્યો - જોયું તો તેઓ ન હતા. મારું હૃદય બેસી ગયું -

થોડીવારે તેઓ દેખાયા. તેમની ચાલ લથડતી હતી. હું પણ બિમાર અને થાકેલો હતો, પણ

તેમને જોઈ મને થયું - હું શું કરું તો તેઓ બચે - જો મારા શરીરનું બધું લોહી આપવાથી

તેમની જિંદગી બચતી હોય તો હું આપી દેવા તૈયાર હતો. મૃત્યુ તેમના બદલે મને લઈ જવા

તૈયાર હોય તો હું જવા તૈયાર હતો.

મેં ડૉકટરોના પગ પકડ્યા. નિષ્ઠુરતાપૂર્વક તેઓ અમને બેરેક સાફ કરવા ધકેલીને

ચાલ્યા ગયા. મારા પિતા ઊઠી પણ શકતા નહોતા. તેમને મને કંઈક કહેવું હતું, પણ શબ્દો

નીકળતા નહોતા. કમાન્ડો મને ખેંચીને દૂર લઈ જતા હતા. પિતા મારું નામ પોકારતા હતા.

હું તેમને પકડીને કહેવા માગતો હતો, ‘પિતાજી, હિંમત રાખો, હું છું. તમને નહીં મરવા

દઉં’. પણ મને ખેંચી જવામાં આવ્યો. મારા પર લાતોનો પ્રહાર થતો હતો, હું ભાન ગુમાવી

રહ્યો હતો. પિતા રડી પડ્યા - મારી છાતી ચિરાતી હતી. મેં માથું કૂટ્યું.

પિતાજીના મૃત્યુની સાથે મારું બધું દર્દ જતું રહ્યું. હું કશું જ અનુભવતો નહોતો.

મારામાં કશુંક મરી પરવાર્યું હતું અને એ ‘કશુંક’ કદાચ હું પોતે જ હતો.

પિતા ગયા ત્યારે હું સોળ વર્ષનો હતો. સૂકી સળગતી આંખે હું જોઈ રહ્યો. મૃત

વ્યક્તિઓ રડી શકતી નથી - હું મરી ગયો હતો જાણે.

અમારા એ કેમ્પમાં કોઈ રડ્યું નહીં. કદાચ એમને એ ડર હશે કે જો રડવાનું શરૂ કરશે

તો ક્યારેય રોકી શકશે નહીં. અમારે માટે સ્વતંત્રતા એટલે મુક્ત મને રડવાની છૂટ.

હું કેમ્પમાં લથડીયા ખાતો આમતેમ ફરી રહ્યો હતો. મારું મન સુન્ન થઈ ગયેલું. હું

મને મરી ગયેલાઓની સાથે જોઈ શકતો હતો. મારા પિતાજીને કહેવા માગતો હતો કે,

‘જુઓ હું પણ તમારી સાથે જ છું. જુઓ, તમારી બાજુમાં જ.’

૧૧ અિે પ્રલે અમિે રકાના સિૈ નકો આવ્યા અને અમને મક્ુ ત કયાર્. અમને કશા આનદં નો

પણ અનુભવ થતો નહોતો. કદાચ હવે કદી આનંદનો અનુભવ નહીં થાય.

હિટલરના પરાજય વિશે પછીથી વાંચવા મળ્યું. યહૂદીઓને તેનાથી પણ કશો આનંદ

થયો નહીં. હિટલર હાર્યો હતો, પણ અમે પણ જીત્યા નહોતા. ખતમ થઈ ગયા હતા. મુક્ત

થઈને પણ અમે ક્યાંય નહોતા જઈ શકતા. ઉપર આકાશ, નીચે ધરતી, ક્યાં જવું?

મને યાદ છે અમેરિકન સૈનિકો, જીવતા પ્રેત જેવા અમને જોઈ ડઘાઈ જતા. એક

ઊંચો પહોળો નીગ્રો સાર્જન્ટ ગુસ્સા અને શરમથી રડી પડ્યો હતો - તેના આંસુ લૂછવાની ય

અમારી શક્તિ નહોતી.

સૈનિકો ખાવાનું ફેંકી ગયા. એક કેન ઉપાડી મેં તેને ખોલ્યું. પાંચ દિવસ પછી ખાવાનું

જોયું. હું ખાવા ગયો, પણ ખાઈ શકું તે પહેલાં બેહોશ થઈ ગયો.

મારા પિતા-મા-બહેનો-દાદી કોઈ બચ્યું નહોતું. બચ્યું હોત તો હું તેમને શોધી શકવાનો

નહોતો. બચી ગયેલાની સૂચિમાં તેમનાં નામ મને ન મળ્યાં. હે ઈશ્વર, હું આ જોવા માટે

જીવતો રહ્યો? શા માટે જીવતો રહ્યો?

અમેરિકાનું લશ્કર પૂછતું હતું, ‘તમારે બધાએ હવે શું કરવું છે?’ અમે ચારસો જણ

હતા, પણ કોઈ પાસે જવાબ નહોતો. પણ ઘેર પાછા જવાની કોઈની હિંમત નહોતી. ‘તો

પછી ક્યાં જશો?’ તેમણે પૂછ્યું. કોઈ બોલ્યું, ‘પેલેસ્ટાઈન’, પણ ત્યાં ઈંગ્લેન્ડની સત્તા છે.

તેઓ તમને નહીં રાખે.’ એક ઓફિસર સમાચાર લાવ્યાં, ‘બેલ્જિયમ તમને રાખવા તૈયાર

છે.’ અમે તૈયારી કરી. પણ પાછો નિર્ણય બદલાયો, ‘તમારે ફ્રાંસ જવાનું છે.’

થોડા ફ્રેંચમેન કેમ્પમાં મળ્યા હતા. પણ તેમની સાથે ખાસ વાત ન થતી. મને ફ્રેંચ

નહોતું આવડતું. હવે મારે ફ્રેંચ શીખવું પડશે.

પણ તે પહેલાં જીવવાનું શીખવું પડશે.

મેં આકાશ તરફ જોયું. પિતાની ધૂંધળી આકૃતિ હતી ત્યાં? હવે તેમને સ્વપ્નમાં જ

જોવાના હતા - ઓ પિતા, તમને જોવા માટે જ ઘણીવાર હું આંખ બંધ કરું છું. આજે કેમ્પ

છોડી અજાણી નવી જિંદગી તરફ પ્રયાણ કરતી વખતે મારા હાથમાં કશું નથી - તમારી

રાખનો એક કણ પણ નથી.

૩. શિક્ષણ

એક આરામદાયક ટ્રેનમાં બે-ત્રણ દિવસની મુસાફરી બાદ અમને ફ્રાન્સની સરહદે

ઉતારવામાં આવ્યા. એક પોલીસ અધિકારીએ ફ્રેન્ચ ભાષામાં ભાષણ આપ્યું. મને એક

શબ્દ પણ સમજાયો નહીં. બધાએ હાથ ઊંચો કર્યો. મેં ન કર્યો. પછીથી

મને ખબર પડી કે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જેમને ફ્રાન્સનું

નાગરિકત્વ જોઈતું હોય તે હાથ ઊંચો કરે. મેં નહોતો કર્યો એટલે મારી

ફાઈલમાં લખાયું : ‘ફ્રેન્ચ નાગરિકત્વનો ઈન્કાર.’ મારા આ ગોટાળાને

લીધે મારે અનંત તકલીફો ભોગવવી પડી.

ફરી અકે ટન્ે્ર ામાં અમને ચડાવાયા. હવે અમે ફ્રાન્સની હદમાં

હતા. પરિવશે સદું ર અને માનવીય હતા.ે દરકે સ્ટશે ને લાકે ો આવતા,

હમદર્દી વ્યક્ત કરતા,ં તાજું જમવાનું લાવતા.

હવામાન સુંદર હતું. લોકો ઉષ્માભર્યા હતા. મેં પોલીસ પાસે કાગળ અને પેન માગ્યાં

અને લખ્યું, ‘યુદ્ધ પછી ઈશ્વરકૃપાએ હું ફ્રાન્સમાં છું. ખૂબ દૂર, એકલો. ઘણા વખતે પહેલીવાર

મને પોતાનું પહેરણ પહેરવા મળ્યુ ં છે.’ મેં બાઈબલ અને પ્રાર્થનાના પુસ્તકો માગ્યાં. સવારે

અને સાંજે પ્રાર્થના કરવા માટે એક જગ્યા અમને અપાઈ. સમૂહમાં પ્રાર્થના કરતી વખતે

અમને બધાને અમારી નિરાશ્રિત અવસ્થાનું વધારે તીવ્રતાથી ભાન થતું. મૃત સ્વજનોનો

શોક ઘેરી વળતો.

સામાન્ય જીવન શરૂ થયું હતું. મનમાં ઘર કરી ગયેલો ભય કાઢવો મુશ્કેલ હતો.

ખાતી વખતે અમે પૂરું ન ખાતા - થોડું બચાવી રાખતા - બીજા દિવસ માટે. રાત્રે ઝાડ નીચે

ઘાસમાં કેમ્પફાયર કરી અમે બેસતા. ગાતા, વાતો કરતા. એક યિદ્દીશ પત્રકાર સમાચાર

લાવતો. જર્મની હાર્યું હતું. દુઃસ્વપ્ન પૂરું થયું હતું.

અમારી કાઉન્સેલર નીની ઓસ્ટ્રેલિયાની હતી. પાતળી, આકર્ષક, હસમુખી. બીજી

કાઉન્સેલર રેચેલ ઉદાસ ચહેરાવાળી હતી. આ અને બીજા કાઉન્સેલરો અમને ભણાવવાની

કોશિશ કરતા. મને થતું ઓશીકા નીચે બ્રેડ સંતાડવાની અમારી જરૂરને, મૃત્યુ અને મારને

અમારામાંનો સૌથી નાનો બાળક પણ જેટલું જાણતો હશે તેટલું તેમાંના કોઈ જાણતા નથી.

તેઓ અમને શું શીખવશે? ‘તમને નહીં સમજાય’ આ શબ્દો અમારી સાથે જીવનભર રહ્યા

છે. અમે તેમનું સાંભળતા, માનતા પણ અંદરથી તેમની દયા ખાતા.

થોડા દિવસ પછી મને ખબર પડી કે મારી બહેને મને શોધવા માટે ફોન કર્યો હતો. હે

ઈશ્વર, મારી બહેન જીવે છે? - પણ કઈ બહેન? સંદેશો હતો કે તે મને પેરિસમાં મળશે,

બીજે દિવસે સવારે હું પેરિસ પહોંચ્યો. મને ફ્રેન્ચ આવડતું નહોતું. હું કોઈને

ઓળખતો નહોતો. હું કોને શોધીશ? ક્યાં? મને થયું, હું પેરિસ પહોંચીશ અને ખાલી

હાથ પાછો ફરીશ.

પણ ટ્રેન ઊભી રહી અને હિલ્ડા દોડતી આવી મને ભેટી પડી. તેની સાથે ફ્રેડો હતો.

એક હંગેરિયન યહૂદી. બંને પરણવાના હતા. મારો ફોટો કોઈ છાપામાં જોઈ તેણે મારા માટે

સંદેશ મૂક્યો હતો.

અમારી વાતો ખૂટતી નહોતી. પણ મા, સિપોકા અને બિયાનો ઉલ્લેખ કરવાની

અમારા બેમાંથી કોઈની હિંમત નહોતી.

હિલ્ડાને મારા ભવિષ્યની ચિંતા હતી. કાઉન્સેલરના પ્રમુખને મળવા તે મને લઈ

ગઈ. પ્રમુખ ભલા હતા. હું ફ્રેન્ચ શીખી લઉં તો મને પાદરી બનાવવાનો પ્રસ્તાવ તેમણે

મૂક્યો. મારા મિત્રોથી અલગ થવાનું મને મન નહોતું તેથી એ પ્રસ્તાવ મેં સ્વીકાર્યો નહીં.

(મારી બહન્ે ા બિયિે ટસ્ર ા પણ જીવતી હતી. લાબ્ં ાાગાળા પછી તન્ે ો ખબર પડી કે હું જીવું

છ,ું ને ફ્રાન્સમાં છ.ું તે અમને શાધે વા સિયટે ગઈ હતી. આખરે અમે અન્ે ટવપર્મ ાં મળ્યા.)

અમને બચી ગયેલા યહૂદીઓને એક સવાલ વારંવાર પૂછાય છે, ‘તમે જીવનમાં,

પ્રેમમાં, આનંદમાં ફરી કેવી રીતે ગોઠવાયા?’ પૂછનારાઓને શું કહેવું - અમે મૃત્યુના

ઓછાયામાં ઘણી જિંદગીઓ જીવ્યા છીએ, કેટલીય વાર ખલાસ થઈ ગયા છીએ. એક

ઊંચો પાતળો છોકરો યાદ આવે છે - તેને એમ હતું કે તે મરી ગયો છે. તે ખાતો-પીતો-સૂતો

ત્યારે કહેતો, મરેલાને પણ કદાચ ખાવા-પીવા-સૂવા જોઈતું હશે.’ તેના હોઠ હસવાની

મુદ્રામાં રહેતા - ‘બધા મૃતાત્મા મારી સામે સ્મિત કરે છે.’ એક વાર તેણે મને પોતાના

સ્મિતનું બીજું રહસ્ય જણાવ્યું હતું, ‘હું ખુશ છું, કારણ કે હું મરી ગયેલો છું. હવે મારે

મૃત્યુથી ડરવાનું રહેતું નથી.’

એ હજી જીવે છે. લગ્ન કર્યા છે, બાળકો છે, હવે એ કહે છે, ‘હું સ્વર્ગમાં છું.’

અમારામાંથી થોડા થોડાને પેલેસ્ટાઈન મોકલી દેવાતા હતા. મેં પણ અરજી કરી,

પણ બ્રિટીશ અધિકારીઓએ પૂરતા કાગળના અભાવે નામંજૂર કરી.

ઉનાળો ચાલતો હતો. વેકેશન પડવાનું હતું. જે વિષય ફ્રેન્ચ ભાષામાં ભણાવાતા તે

હું સમજી ન શકતો. રાત્રે કેમ્પફાયર થતો તેમાં મજા આવતી. બાળપણમાં વેકેશનમાં અમે

એક પહાડી ગામમાં જતા ત્યારે આવો જ કેમ્પફાયર કરતા. બધાને આવું યાદ આવતું હશે

કારણ કે એ વખતે અમારા ગીતો અતીતને લગતા રહેતા અને અમારી અંદર જાગતી પીડા

અમને એકબીજાની નજીક લઈ આવતી.

નીનીની - એક સ્ત્રીની હાજરી અમને કવિ બનાવી દેતી. નીનીને ખબર પણ નહીં

હોય કે તેને માટે કેટલા યુવાનો કવિતા લખતા. તે દેખાતી ને મારું હૃદય ઊછળી પડતું.

એમ તો જુડિથ અને મેરીલી પણ સ્ત્રીઓ હતી. પણ તેમની સગાઈ થઈ ચૂકી હતી.

નીની એકલી હતી એટલે તેને માટે સ્વપ્ન જોઈ શકાય. પણ અમે બધા પાછા ધાર્મિક હતા.

પોતાના સ્વપ્ન પોતાનાથી પણ છુપાવીએ તેવા.

ફ્રેન્ચો સાથે અમારો સંપર્ક વધે તે હેતુથી નીનીએ ફ્રેન્ચભાષી યહૂદીઓ સાથે મેળવવાને

માટે મને, કરમાનને અને કુનિત્ઝને થોડા દિવસ માટે એ હોમમાં બોલાવ્યા. ત્યાં મારી

આન્દ્રે નહેર સાથે ઓળખાણ થઈ. તેની બહેન હોમની ડિરેક્ટર હતી. આન્દ્રેના સ્વભાવમાં

ઉષ્મા અને વિચારશીલતા હતાં. અમે હિબ્રુમાં વાત કરતા. તેનાં સ્પષ્ટ વિધાનોને હું સાંભળી

જ રહેતો. તેને લીધે કદાચ મારામાં તત્ત્વજ્ઞાન પ્રત્યે એક આકર્ષણ જાગ્યું. તેણે પોતાની

ભાવિ પત્ની સાથે મારી ઓળખાણ કરાવી હતી. ૧૯૮૮માં તેનું અવસાન થયું ત્યાં સુધી

અમારી મૈત્રી ચાલુ હતી.

મારું ધ્યાન ફરી ફરીને ધર્મ તરફ જતું. જર્મનોના આક્રમણે જે શોધ અટકાવી તે મારે

ફરી શરૂ કરવી હતી - મસીહાની શોધ. દુનિયા રાજકીય ઉથલપાથલોના વમળમાં ઘેરાયેલી

હતી. હિરોશીમા-નાગાસાકી પર બોમ્બ પડ્યા હતા, જાપાન શરણે આવ્યું હતું, ચર્ચિલની

હાર થઈ હતી. દ-ગોલે રાજીનામું આપ્યું હતું. છતાં અમે બચી ગયા હતા - કેવળ ઈશ્વરને

કારણે. તેને ભૂલી ગયા હતા તેથી જ અમે અમારો સર્વનાશ જોઈ નહોતા શક્યા.

આમ છતાં અમારા શિક્ષકો ઘણી વાર મને તત્કાલીન ઘટનાઓમાં ખેંચી જતા.

પેલેસ્ટાઈનની સ્થિતિ પણ અરાજક હતી. યહૂદી ત્રાસવાદ અને બ્રિટીશ બોમ્બમારા વકર્યા

હતા. બેમાંથી કોઈને અકારણ મરી જતા યહૂદી પ્રજાજનોની પરવા નહોતી. અમે અંતહીન

ચર્ચા કરતા રહેતા.

દાન અને ઈશ્વરી ન્યાયને માટે મારા મનમાં પ્રશ્નો ઊઠતા, પણ હજી મારા વિચારોએ

આકાર લીધો નહોતો. હું એવો દેખાવ કરતો કે મારી શ્રદ્ધા અચળ છે.

થોડા દિવસમાં અમને પેરિસ મોકલાયા. હિલ્ડાને મળવાનું થશે તે વાતે હું ખુશ

થયો. અમારી સામે ત્રણ વિકલ્પો હતા. પેલેસ્ટાઈન જવું, જો પરિવારના કોઈ સભ્ય ત્યાં

હોય તો અમેરિકા-ઓસ્ટ્રેલિયા-કેનેડા જવું કે પછી ફ્રાન્સમાં રહેવું. જો ફ્રાન્સમાં રહેવું હોય

તો અમુક ખાસ તાલીમ લેવી. મેં ફ્રાન્સમાં રહેવાનું નક્કી કર્યું.

૧૯૫૭માં મારી ફ્રેંચ ભાષા સુધારવા એક શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી. તે

યુવાન, ઊંચો અને ગૌરવશાળી હતો. તેનું નામ ફ્રેંકોઈસ વાલ. તેની મારા જીવનમાં એક

ખાસ અસર પડી. ભાષા શીખવા માટે તેણે મને ફ્રેંચ સાહિત્યનાં પુસ્તકો વાંચવા આપ્યાં.

જેને લીધે હું ફ્રેંચ સંસ્કૃતિ તરફ આકર્ષાયો. પાછળથી મને ખબર પડી કે ફ્રેંકોઈસના પિતા

ઓશોવિટ્‌ઝમાં ખતમ થઈ ગયા હતા. તે વખતે ફ્રોંકોઈસે કહ્યું, ‘તેં કદી કેમ્પની વાત કરી

નહોતી, તેથી મને ખ્યાલ નહીં કે તેં પણ તારા પિતાને એ જ રીતે ગુમાવ્યા છે, જે રીતે મેં.’

ગમે તેમ અમારી વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ હતી. તે મને પોતાની માના એપાર્ટમેન્ટમાં

ભણાવતો. તેની મા સૌમ્ય અને પ્રભાવશાળી મહિલા હતી.

૧૯૪૭માં પેલેસ્ટાઈનમાં આંતરિક વિગ્રહ થયો. ફ્રેંકોઈસને તેમાં જવાનું થયું અને

અમારા માર્ગ જુદા પડ્યા.

એ જ વર્ષે મારી મુલાકાત રહસ્યવાદી વિદ્વાન શુશાની સાથે થઈ. બુદ્ધિની અને

શબ્દોની મર્યાદા વિશે તેણે મને બે-ત્રણ વર્ષ સુધી ભણાવ્યું.

દર અઠવાડિયે અમારામાંનું કોઈક પોતાના મનગમતા વિષય પર બોલતું. મારું

પહેલું વ્યાખ્યાન હતું ‘ઘેટો : યહૂદીઓનો સર્વનાશ કે યહૂદીઓનો વિજય?’ મને હતું કે આ

વિષય માટે તૈયારી કરવાની શી જરૂર - અનુભવનું ભાથું પૂરતું છે.

ત્યાં જવા નીકળ્યાં, ત્યાં શુશાની આવ્યો. ‘તું જે વિષય પર બોલવાનો છે તેનાં વિશે

જાણે છે?’ હું જવાબ આપતા અચકાયો એટલે કહે, ‘એનો અર્થ એ કે તું તૈયારી વગર

બોલવાનો છે? તું તારા શ્રોતાઓને પ્રભાવિત કરવાનું જાણે છે? ‘હું ચૂપ રહ્યો. તેણે મને

મૌન, શબ્દો, મૈત્રી વગેરે પર ભાષણ આપ્યું. એટલું જ નહીં, તે મારી સાથે મારા વ્યાખ્યાનમાં

પણ આવ્યો. મેં મારા વિચારો વ્યક્ત કરવા માંડ્યા. કોઈને રસ ન પડ્યો. અમુક ઊંઘવા

માંડ્યા. શુશાની એક શબ્દ બોલ્યો નહીં, તેના હોઠના ખૂણે કટાક્ષભર્યું હાસ્ય હતું.

તેનામાં ગજબની બુદ્ધિ અને એવી જ જ્ઞાનની તરસ હતી. તેણે મારા મનની શાંતિને

ડહોળી નાખી. મને તેની જ જરૂર હતી. માણસને તેની અશાંતિ જ સાચા અર્થમાં ઘડે છે.

મને લાગ્યું મારે ફરીથી બધુ શરૂ કરવાનું છે, શુશાનીના ગુરુપદ હેઠળ. કોઈપણ વિષય પર

તે કલાકો સુધી બોલી શકે અને તેનો દરેક શબ્દ મૂલ્યવાન હોય. અમારા શ્વાસ અદ્ધર થઈ

જાય તેમ તે અમને ઊંડા જ્ઞાનમાં ડૂબાડતો.

એક વાર મારાથી રહેવાયું નહીં, પૂછી જવાયું, ‘તમે કોણ છો?’ ‘કેમ?’ ‘ભવિષ્યમાં

હું કોઈને તમારા વિશે કહું તો શું કહું?’ તેના મોં પર ક્રૂરતાની રેખા ખેંચાઈ - ‘ભવિષ્ય!

ભવિષ્ય છે ખરું?’

શુશાનીના શબ્દો સમજની બહાર હોય તેવું ઘણી વાર બનતું. તે પોતે પણ સમજની

બહાર રહેવાનું પસંદ કરતો.

તેણે મને વિદ્યાર્થી તરીકે પસંદ શા માટે કર્યો - ખબર નથી. એ રહસ્યમય આદમીએ

મને હલાવી નાખ્યો હતો. મને ભાન કરાવ્યું હતું કે હું કશું જ જાણતો નથી.

પેરિસમાંથી અમને વર્સેઈલ્સ ખસેડાયાં. અમને ક્યાં ને કેટલું રાખવા તે અમને કોઈ

કદી પૂછતું નહીં. અમારા નવા હોમના ડિરેક્ટર હતા ફિવિકલ ગોલ્ડસ્મિથ. તેઓ પહેલા

માઈનિંગ એન્જિનિયર હતા.

આ હોમમાં અમે યહૂદીઓ ઉપરાંત અન્ય અનાથો પણ હતા. મેં પેરિસ જવા આવવાનું

ચાલુ રાખ્યું હતું. મારી બહેન હિલ્ડા અને તેનો પતિ ફ્રેડો એક નાનું એપાર્ટમેન્ટ લઈ ત્યાં

રહેતા. ફ્રેડો અચ્છો ચિત્રકાર હતો. તેનાં ચિત્રો આત્માને અજવાળી મૂકે તેવાં ચૈતન્યસભર

હતાં. પણ તેનાથી સારી કમાણી થતી નહીં.

સિયેટના સિનેગોગમાં હું પ્રાર્થના ગવડાવતો. તે ટેવ અહીં કામ આવી. મેં પ્રાર્થના

કરાવવી શરૂ કરી. શરૂઆતમાં ઓછા લોકો આવતા. પણ થોડી સુંદર છોકરીઓએ પ્રાર્થનામાં

ભાગ લેવાનું શરૂ કર્યું એટલે સંખ્યા અચાનક વધી ગઈ. એક યુવાન નિકોલસ આવીને

કહેવા લાગ્યો, ‘મરિયમને હું ચાહું છું પણ મરિયમ ભાવ નથી આપતી. જો તું મને પ્રાર્થનામાં

ગાવા દે તો મરિયમ પીગળે ...’ મેં કહ્યું, ‘તું આ જન્મે પ્રાર્થના ગાઈ શકે તે વાતમાં દમ

નથી. પણ હા, તું હોઠ હલાવતો ઊભો રહી શકે છે.’ છેવટે મરિયમ તેને ચાહવા લાગી અને

બંને પ્રાર્થનામાંથી અદૃશ્ય થયાં.

હું પ્રાર્થના ગાતો, પણ શરમાળ એટલો કે કોઈ સ્ત્રી સામું જુએ તો ગળું બંધ થઈ જાય.

કોઈ સ્મિત આપે તો હૃદયના ધબકારા વધી જાય.

પણ મને પ્રમે જાઈે તો હતા.ે મારે પ્રમે કરવો હતા.ે લગભગ દરકે યવુ તી મને ગમી જતી.

તમે ાં હન્ે ાા મને વિશષ્ે ા ગમતી. તે હામે ના વહીવટકતાર્ન્ ાી દીકરી હતી. છતાં અમારી સાથે અમારી

જમે જ રહત્ે ાી, કામ કરતી, ફરિયાદ કદી ન કરતી. તન્ે ો હું ન ગમતા.ે પ્રાથર્ન્ ાા વખતે હું કહ,ું ‘તું

સરખું ગા.’ તે કહત્ે ાી, ‘તને કમે ખબર હું સરખું નથી ગાતી?’ હું કહત્ે ાા,ે ‘મને સભં ળાતું નથી.’ તે

કહત્ે ાી ‘તું સાભં ળતો નથી.’ તન્ે ાા ખભાને મારો ખભો અડી જાય તો શરીરમાથ્ં ાી વીજળી દાડે ી

જતી. દાદર ચડતાં તે ગરદન ઘમુ ાવીને જાત્ે ાી ત્યારે મને કઈં ક થઈ જત.

એમ તો નીની પણ મને ગમતી. બીજી યુવતીઓ પણ મને ગમી જતી. કોઈક કદીક

મને પૂછતી, ‘તે પ્રેમ કર્યો છે?’ હું તરત કહેતો, ‘હા, કર્યો છે’ તે પૂછતી, ‘કોને?’ મારે કહેવું

હોય, ‘તને’ પણ હું કહું ‘ઈશ્વરને’. તે ચોંકી જતી ને પછી મારાથી દૂર રહેવા લાગતી.

મારી બહેન બિયા કેસલ કેમ્પમાં હતી. હું તેને બે-ત્રણવાર મળવા ગયો. કેસલ કેમ્પ

અમેરિકન કબજામાં રહેલા જર્મનીમાં હતું. હું જ્યારે જાઉ ત્યારે બહુ મુશ્કેલી પડતી. હું

ક્યાંયનો વતની નહોતો. તેથી મારે પ્રશ્નાવલીઓના જવાબ આપવા પડતા, અનેક ફોટા

દેખાડવા પડતા, ઉપરાંત ટ્રાવેલ પરમીટ, એક્ઝિટ વિધી, રિ એન્ટ્રી રીપીટ, ઓથોરાઈઝેશન

ફોર્મ અને કંઈ કેટલુંય. ફ્રાન્સમાં હાલત હજુ વધારે ખરાબ હતી. હું રહ્યો નિરાશ્રિત,

વતનવિહોણો, સાધનહીન - ટૂંકમાં તેમના માથાનો દુઃખાવો. જાણે ઘૂસણખોર હોઉં તેમ

તેઓ મારી સાથે વર્તતા. કલાકો સુધી મને પોલિસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યો છે.

એક વાર હું જર્મનીમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જર્મનીનો બરબાદ પ્રદેશ હતો.

દુશ્મનોની બરબાદી જોઈ મને આનંદ થતો હતો. મેં સાંભળ્યું હતું કે અમેરિકન લશ્કરે

જર્મનીને ભાંગ્યું ત્યારે બે જોડી કપડાં માટે પોતાની પત્નીઓ ને પુત્રીઓને વેચી નાખતા.

ગઈકાલના સુપરમેનો આજે વામણા પુરવાર થતા હતા.

સ્ટેશન પર બિયાનો એક મિત્ર મારી રાહ જોતો હતો. કેસલની ટ્રેન આવી ગઈ હતી,

તેથી તે મને રાતવાસો કરવા એક જર્મન પરિવારમાં લઈ ગયો. એક વૃદ્ધ દંપતી અને તેની

ત્રીસેક વર્ષની પુત્રી - પુત્રી કોઈ સૈનિકની વિધવા હતી. ભરાવદાર છાતી, કાળા વાળ અને

ભરેલા હોઠ. રાત્રે તે મારી પાસે આવી. મેં કહ્યું, ‘ચાલી જા. તારા માબાપને કેવું લાગશે?’

તે બોલી, ‘કશું નહીં લાગે, તેમને આની ટેવ છે.’

મારે કબૂલ કરવું જોઈએ કે મારું શરીર તેને ઝંખતું હતું. હું યુવાન હતો, શારીરિક

સંબંધથી વંચિત હતો. તક ઝડપી લઈ શકત. પણ મારા મનમાં ધિક્કાર હતો. આ સ્ત્રી કોઈ

ગેસ્ટાપો અફસરની પત્ની હોઈ શકે. ‘૯-૧૦ સિગરેટ માટે પણ હું રાત રહી શકું.’ તે કહેતી

હતી. મેં તેને સિગારેટનું પેકેટ આપી કહ્યું, ‘લે આ સિગારેટ ને જા.’ તે ગઈ.

બીજા દિવસે સવારે તે જ નાસ્તો લઈને આવી. હું પ્રાર્થના કરતો હતો. ટ્રે મૂકી તે

ગઈ. કલાક પછી પાછી આવી ને પૂછવા લાગી, ‘હું જર્મન છું, તમે યહૂદી - એટલે તમે

મને કાઢી મૂકી. તમે મને ધિક્કારો છો, અપમાન કરવા માગો છો, ખરું ને?’ તેની આંખોમાં

ભય હતો. એક ક્ષણમાં હું સમજ્યો - જર્મનો મુક્ત યહૂદીને જોઈ ખૂબ ડરતા હતા. તેમાં

પણ કેમ્પમાંથી બચી ગયેલા યહૂદીઓથી ખાસ. તેથી આ વૃદ્ધ દંપતી મને લળી લળીને

વાત કરતું હતું, આ યુવતી મને શરીર આપવા તૈયાર હતી. મારા ગુસ્સાને થોડો ખાળવા

માગતા હતા તેઓ.

પણ તેઓ જાણતા નથી યહૂદીઓને. કેમ્પમાંથી બચનાર યહૂદી હથિયાર ધારણ કરી

ગામેગામ દહેશત ફેલાવતો ફરે તો પણ વિશ્વ તેને રોકી ન શકે. વિશ્વને સમજવો પડે તેનો

ગુસ્સો. પણ યહૂદીઓનો માર્ગ જુદો છે. તેમણે ધૈર્ય રાખ્યું છે, રાહ જોઈ છે. અને જર્મન

પોતાની જ રાખના ભાર નીચે ગૂંગળાઈ મર્યું છે. પાંચ સદીઓ સુધી યહૂદીઓને સતાવનાર

જર્મની જેટલું અપમાનિત દુનિયામાં કોઈ રાષ્ટ્ર થયું નહીં હોય.

૧૯૪૫ની ૩૦મી સપ્ટેમ્બરના ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’માં વિસ્થાપિત યહૂદીઓ વિશે

લાંબો લેખ હતો. તેમાં લખ્યું હતું કે ‘‘કાંટાની વાડની અંદર જીવતા યહૂદીઓને મુક્ત કર્યા

પછી આપણે તેમને કશું આપી શક્યા નથી. તેમની હાલત ગરીબમાં ગરીબ જર્મનો કરતાં

બદતર છે. તેમની પાસે વસ્ત્રો નથી, ખાવાનું નથી, રહેવાનું નથી. તેમની ખાલી આંખોમાં

પોતાની મૂળ અવસ્થા પર અવિશ્વાસ દેખાય છે.’’ આ વાંચી હું ગુસ્સા અને હતાશાથી

સળગી જતો. અમેરિકાના યહૂદી નેતાઓ અને બુદ્ધિજીવીઓ જર્મનીમાં અમારું શું થાય છે

તે જાણતા હતા, તોય ચૂપ રહ્યા હતા. હવે દયા શા કામની?

હું બિયાને મળ્યો ત્યારે તે નિરાશ્રિતોની સંભાળ માટે ઊભી કરાયેલી એજન્સીમાં

કામ કરતી હતી. કેનેડા માટે વીઝા મળે તેની તેને રાહ હતી. મેં જોયું કે યહૂદીઓ રક્તપિત્તિયા

કે અપરાધીઓ હોય તે રીતે તેમની સાથે વર્તન થતું હતું. ટ્રુમેને આઈઝન હોવર પર પત્ર

લખ્યો પછી સ્થિતિ થોડી સુધરી, પણ એક વિરોધ તો રહ્યો જ. કોઈ પણ મજૂરને વિઝા માટે

અંતહીન પ્રક્રિયા અને પૂછપરછમાંથી પસાર થવું પડતું. પોતે શરીર- મનથી સ્વસ્થ છે તે

પુરવાર કરવું પડતું. તો જ તેને નોર્મલ સમાજમાં મોકલાય ને? કેમ્પમાં યાતના ભોગવતા

હતા ત્યારે આશાનું એક કિરણ હતું કે જો બચી ગયા તો દુનિયા અમને સાચવી લેશે. પણ

કેમ્પમાંથી છૂટ્યા, લડાઈનો અંત આવ્યો તો પણ અમારી યાતનાનો અંત આવતો નહોતો.

યુદ્ધ ચાલતું હતું ત્યારે બધાં બારણાં બંધ થઈ ગયા. પછી પણ ખૂલ્યાં નહીં. હા, ખાવાનું,

કપડાં, રહેવાનું આપવાની કોશિશ થઈ પણ વર્તન એવું રહ્યું જાણે અમે ભિખારીઓ હોઈએ.

સમય બધા ઘા નથી ભરી શકતો.

જમે ણે છટૂ ીને વતનમાં જવાની ભલૂ કરી, તમે ને અપનાવવાને બદલ,ે તમે ને બચી જવા

માટે અભિનદં ન આપવાના બદલે તમે ના પાડાશે ીઆ,ે સગાવહાલાઓ તમે ને શકં ાની નજરે જાત્ે ાા.

‘તમે બચી ગયા? જમર્ન્ ાો તો પછી અટે લા ક્રરૂ નહાત્ે ાા ખરું ન?ે ’ તમે ના ઘર કે મિલકતનું કાઈે

વળતર અપાયું નહીં. બિયા સિયટે ગઈ ત્યારે અમારા ઘરમાં કાઈે ક અજાણ્યા માણસો રહત્ે ાા હતા.

બિયાને મિત્રો પાસે રહવે ં ુ પડ્ય.ું પાલે ન્ે ડમાં તો આવા પચાસ યહદૂ ીઆન્ે ો ધાળે ે દિવસે મારી નાખવામાં

આવ્યા. બીજે પણ યહદૂ ીઓ ધિક્કાર અને આતકં નો ભાગ્ે ા બનતા રહ્યા.

બિયાને અમિે રકાના વિઝા ન મળ્યા. તન્ે ાાં ફફે સાં ખરાબ થઈ ગયાં હતા.ં કન્ે ાડે ામાં મજરૂ ાન્ે ાી

જરૂર હતી અટે લે વિઝા મળે વવાનું થાડે ું સહલે ું હત.ું તથ્ે ાી તણે ે કન્ે ાડે ાના વીઝા માટે અરજી કરી

હતી. છવે ટે તન્ે ો માિે ન્ટય્ર લના અકે યહદૂ ી પરિવારમાં ઘરકામ કરવા માટે વિઝા મળ્યા.

જેમ જેમ નિરાશ્રિત યહૂદીઓને મળતો જાઉં છું તેમ તેમ થાય છે કે જર્મનીમાં હિટલરના

શાસનમાં અમારા પર જે વીતતું હતું તેની ઉપેક્ષા કરવા માટે તો કદાચ પણ દુનિયાના મુક્ત

રાષ્ટ્રોને માફ કરી શકાય. પણ જર્મનો હાર્યા પછી યહૂદી નિરાશ્રિતો સાથે જે વર્તન તેમણે

કર્યું છે તેની કદી કોઈ માફી હોઈ શકે નહીં. હજારો યહૂદીઓને પછી પણ જર્મનીમાં જ

કેમ્પમાં રહેવું પડ્યું, કારણ કે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ કે બ્રિટન અમને સંઘરવા કે મદદ

આપવા તૈયાર નહોતા.

આમ છતાં કેમ્પમાં અમે સંતોષથી, કડવાશ વિના, સંપીને રહ્યા. બિયા ત્યાં

એક્ઝિક્યુટીવ સેક્રેટરી અને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી. તેને ઘણી ભાષાઓ

આવડતી. બધાને મદદ કરવા તૈયાર રહેતી. અમે ભાગ્યે જ એકલા મળી શકતાં. મળતાં

ત્યારે એકબીજાનો હાથ પકડી ચૂપચાપ બેસી રહેતાં. અમારે ‘ઘર’ જેવું કંઈ બચ્યું નહોતું.

બિયા અહીં કેમ્પમાં ને હું ફ્રાન્સમાં - કેટલો વખત?

વર્સેઈલ્સ આવ્યા પછી મેં અભ્યાસ ચાલુ કર્યો. શુશાની મને એ જ ભણાવતો જેનું

મને આકર્ષણ હતું - આસ્થા, પીડા તરફનું આકર્ષણ, પીડાની અર્થપૂર્ણતા, સત્ય, આત્માની

ક્ષુદ્રતા, પીડા સાથે રહસ્યમય રીતે જોડાયેલી પવિત્રતા. શું આત્મા એક ઊંચાઈ પ્રાપ્ત કરી

શકે તે માટે પીડામાંથી પસાર થવું જ પડે? પાનાંઓ ભરી હું લખ્યા કરતો.

જોસેફ મિલ્નેર નામના એક સ્વયંસેવકે મને યિડીશ દૈનિકના તંત્રી પર ભલામણ પત્ર

લખી આપ્યો. તે લઈને હું તેની ઓફિસમાં ગયો. ફાઈલોના ઢગ પાછળ છુપાયેલા તંત્રીએ

મહામુશ્કેલીએ મારી હાજરીની નોંધ લીધી. પણ તેને કોમ્યુનિસ્ટ જર્નાલિસ્ટની જરૂર હતી.

હું તે નહોતો.

તે જ વર્ષે એક સમર કેમ્પમાં મેં કાઉન્સેલર તરીકે કામ કર્યું.

ફેંકોઈસની મદદથી મને સોરબોનમાં ફેકલ્ટી ઓફ લેટર્સમાં પ્રવેશ મળ્યો. છેવટે મને

મારો ગમતો વિષય મળ્યો ખરો.

વિદ્યાર્થી અવસ્થાની મારી સ્મૃતિઓ આનંદપૂર્ણ છે. કોલેજ-દ-ફ્રાન્સમાં ફિલોસોફી,

સાયકોલોજી, પ્લેટોના સંવાદો, ફ્રોઈડ વગેરે શીખવા મળ્યા. હું ચોપડીઓ મેળવતો રહેતો,

વાંચતો રહેતો. પ્રોફેસરો એવા કે હકડેઠઠ મેદની વચ્ચે ટાંકણી પડે તો સંભળાય તેવી શાંતિમાં

કોઈ પયગંબરની અદાથી બોલ્યે જતા.

જો કે નિવાર્હ માટે મારી પાસે કાઈે સાધન નહાત્ે ા.ું મહિને ૮૦૦૦ ફ્રાન્ક (સાળે ડાલે ર)ની

સહાય મળતી તે જ. મને થતું મારે કઈં ક કરવું પડશ.ે પણ શ?ું મેં થાડે ા લખે ો પિે રસના ઝિયાન્ે ાીસ્ટ

દિૈ નકને માકે લ્યા. જવાબ ન મળ્યા.ે લખવા સિવાય કશું જ મને આવડતું નહાત્ે ા.ું

મકાઈની બ્રેડ અને ચીઝ પર હું નભતો. ચીઝ શોપની તરુણ સેલ્સગર્લ મને ભૂખ્યો

વિદ્યાર્થી ગણી ચીઝની મોટી સ્લાઈસ આપતી.

બિયાએ મને એક ડોકટરના દીકરાને હિબ્રુ અને બાઈબલ શીખવવાનું કામ અપાવ્યું.

હું શુશાનીની પદ્ધતિએ શીખવતો અને મારો બિચારો ૧૨ વર્ષનો વિદ્યાર્થી ત્રાસી જતો. એક

વાર તેના પિતાએ મારું સંભાષણ સાંભળ્યું અને વિવેકપૂર્વક મને વિદાય આપી.

અટે લે પાછો પ્રશ્ન આવીને ઊભા.ે ભાડું ક્યાથ્ં ાી કાઢવ?ું મટે ા્ર ન્ે ાા પસ્ૈ ાા બચાવવા હું

ચાલીને જતા.ે પણ મારા જાડે ાનાં તળિયાં વારવે ારે બદલાવવા પડતાં જમે ાં મટે ા્ર ે જટે લો જ ખર્ચ

થતા.ે લન્ે ડલડે ીની નજરથી બચવા હું માડે ી રાત સધુ ી શરે ીઆમે ાં ભટકતા.ે ક્યારકે આરે ડીમાં તે

મને ભટકાઈ જાય તો હું ગભરાઈ જતા.ે તે સદું ર, યવુ ાન, તદં રુ સ્તીથી ફાટફાટ થતી યવુ તી

હતી. તે મારી સામે આવે ત્યારે મને થત,ું હું અદૃશ્ય થઈ શકતો હાત્ે ા તો સારું થાત.

આ હાલતથી હું એટલો કંટાળી ગયો કે મેં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો.

વિચાર અમલમાં ન મૂકી શકાયો. પછી હું બીમાર પડ્યો. બાળપણમાં બીમાર પડવાની

મઝા આવતી. અત્યારે ડર લાગતો હતો. અત્યારે પણ ફ્રેંકોઈસ મારી મદદ આવ્યો. તે ન

હોત તો હું ન બચત.

પેલેસ્ટાઈનમાં યહૂદીઓ બ્રિટીશ સૈનિકો સામે ધર્મયુદ્ધ કરી રહ્યા હતા. મને થયું હું

પેલેસ્ટાઈન ગયો હોત તો આ ભવ્ય ઐતિહાસિક ઘટનામાં સહભાગી થયો હોત.

નવેમ્બર ૧૯૪૭માં યુનાઈટેડ નેશન્સે યહૂદીઓને વતનની ભૂમિ આપવાનું નક્કી

કર્યું. એક યિડીશ સાપ્તાહિકનો સંપર્ક મેં સાધ્યો અને જર્નાલિસ્ટ બન્યો.

૪. પત્રકારત્વ

પત્રકારત્વનો દરવાજો ખૂલ્યો - જાણે મારું ભાગ્ય ખૂલ્યું. દુનિયાભરને બૂમો પાડીને

કહેવાનું મન થતું હતું કે જુઓ, હું કેટલો ખુશ છું. છતાં મનમાં ક્યાંક મને થતું હતું કે મને

ખુશ થવાનો અધિકાર નથી. જો કે હવે મારી આર્થિક તકલીફોનો અંત આવવાનો હતો. હવે

હું ફરી શકવાનો હતો. પૈસો-પૈસો બચાવવાની જહેમત હવે રહેવાની નહોતી.

ઓફિસની બાજુમાં મેં કમરો રાખ્યો. થોડાં પુસ્તકો, થોડાં કપડાં, થોડી જરૂરી વસ્તુઓ

વસાવી અને ભવિષ્યને જીતી લીધું હોય તેવા દમામથી જીવવા લાગ્યો. ઘણા વર્ષે આનંદ

કહેવાય તેવું કંઈક હું અનુભવી રહ્યો હતો.

હું માનું છું કે સમાજમાં જે કંઈ નૈતિક ને ઉમદા છે તેના મૂળમાં વિરોધ રહેલો છે.

એવા લોકોનો વિરોધ જે કોઈ સિદ્ધાંત કે આદર્શ માટે મરી ફીટવા તૈયાર હોય, કમભાગી,

શાપિત, હીન, કચડાયેલા અને દુર્બળ લોકો માટે લડવા તૈયાર હોય. સિયેટ અને

ઓશોવિટ્‌ઝમાં જે બન્યું તે વખતે હું નાનો હતો. ડરેલો હતો. પણ હવે મારી પાસે વિરોધનું

એક હથિયાર હતું. તક હતી. લડાઈ પછીની અરાજક સ્થિતિમાં ૧૯ વર્ષના એક તરુણ માટે

આના જેવો ઉત્તમ વ્યવસાય બીજો કયો હોઈ શકે!

આવતો. ભાષાંતર નિષ્પ્રાણ લાગતું. ઘણું શીખવાનું હતું.

જોસેફ મારું ભાષાંતર સુધારતો. તેણે કહ્યું તે મને શીખવવા તૈયાર છે. યિદ્દિશ ભાષાની

સમૃદ્ધિ અને સાહિત્ય તેણે મને બતાવ્યા. ‘જો વાચકોનું ધ્યાન આકર્ષવું હોય તો સ્પષ્ટ લખવું,

કુતૂહલ જગાડે તેવું. બધું કહી ન દેવું, સૂચન કરવું, રહસ્ય જગાડવું.’

મેં જોયું કે પોલેન્ડની, રુમાનિયાની, લિથુનિયાની યિદ્દીશ જુદી જુદી છે. કામદારો

બોલે છે તે અને બુદ્ધિજીવીઓ બોલે છે તે યિદ્દીશ જુદી છે. શુશાની લિથુનિયાની યિદ્દીશ

બોલતો. ‘મને રહસ્ય ગમે છે.’ તે કહેતો. ‘રેતીમાંથી સોનુ બનાવતા અલ્કેમિસ્ટ જેવું રહસ્ય’.

લાકડાની નાની સાદી ઓફિસમાં બેસી ભાષાંતરો

કરતો હું મારી જાતને મહત્ત્વની, ઉપયોગી અને ધન્ય

સમજતો. ધીરે ધીરે મારો વધુ ને વધુ સમય છાપાં પાછળ

જવા માંડ્યો. પ્રિન્ટર ગુરકીન સાથે ચર્ચાઓ ચાલ્યા

કરતી - ધર્મ, સંસ્કૃતિ અને રાજકારણની ચર્ચાઓ.

શલોન ફ્રેડરિકને પણ હું મળ્યો. તે એક યુવા નેતા હતો.

ઊંચો, બહાદુર, બુદ્ધિમાન, હસમુખો અને શરમાળ.

મને તેનો અવાજ પણ ખૂબ ગમતો. એ ઘણી ભાષાનાં

ગીતો ગાતો. પછીથી તે કેન્સરમાં અવસાન પામ્યો.

પત્રકારત્વની તાલીમ ચાલતી હતી. પ્રેસ કોન્ફરન્સ, પબ્લિક મિટીંગ, દેખાવો -

ક્યારેક ઓશોવિટ્‌ઝના સાથીઓ મળી જતા.

પેલેસ્ટાઈનની સ્થિતિ ગંભીર બનતી જતી હતી.

શુક્રવાર, મે ૧૪, ૧૯૪૮. ઈઝરાયેલ. એક નવું યહૂદી રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું.

વૉર કોરસ્પોન્ડર તરીકે મારે પેરિસ જવાનું થયું, એટલે આ ઐતિહાસિક બનાવને મેં કંઈક

દૂરથી જોયો. ઈઝરાયેલમાં સરકાર બનતી હતી. હજારો શરણાર્થીઓને દૂર દૂરથી લઈ આવવા

અલ્તાબીન નામની સ્ટીમર લેવાઈ.

મારો પહેલો આર્ટિકલ મારા લોકોના કપાળે લખાયેલી વિટંબણાઓને વ્યક્ત કરતો

હતો. યહૂદીઓએ હંમેશા દુઃખ સહ્યું છે. એ દુઃખ સાથે હું આજ સુધી એટલો જોડાયેલો છું કે

વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ યહૂદીને તકલીફ થતી હોય તો તેનું દુઃખ મને થાય છે. ફક્ત

યહૂદી હોવા માટે જ્યારે કોઈનું અપમાન થાય છે ત્યારે હું ચૂપ રહી શકતો નથી. મધ્યયુગમાં

યહૂદીઓ વચ્ચે આંતરવિગ્રહ ચાલતો તેનો ઈતિહાસ મારી સામે હોવા છતાં યહૂદી યહૂદી

પર હુમલો કરે તે હકીકત માનવી મને ગમતી નથી.

બિયાને હજી વિઝા મળ્યો નહોતો. લાંબી પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી હું તેના

કેમ્પ પર ગયો. કેમ્પ ખાલી થઈ રહ્યો હતો. ઘણા ઈઝરાયેલ ચાલ્યા ગયા હતા, ઘણા બીજા

સ્થળોમાં ગયા હતા. જર્મનો છુટકારાનો દમ ખેંચતા હતા. બેન શલોનીનો લેખ મને યાદ

આવ્યો - તેણે લખેલું, ‘જર્મનોનો હવે વિનાશ થાય તો પણ આપણે યહૂદીઓ શું પામવાના?

હું ખૂબ લખતો. જોસેફની ઈચ્છા હતી - મારી પણ, કે હવે રાજકીય બાબતો પર મારે

ન લખવું. હું સાહિત્ય અને તત્ત્વજ્ઞાન તરફ વળતો જતો હતો. સ્પિનોઝા અને કુરાન તેમ જ

પયગંબર મહમ્મદ વિશે મેં લાંબા લેખો લખ્યા.

તખ્તો થોડો પલટાયો ને હું ફરી બેકાર બન્યો. અફસોસ કર્યા વિના હું અભ્યાસ

કરવામાં મચી પડ્યો. જે હાથમાં આવતું, વાંચી કાઢતો. આધુનિક ફ્રેંચ સાહિત્ય અને

અસ્તિત્વવાદે મને આકર્ષ્યો. પણ રૂમનું ભાડું અને ખાવાનું? મૂળમાંથી ઉખડી ગયાનું દુઃખ

પણ તાજું હતું. બિયા કેનેડા ગઈ. શુશાની દેખાતો નહોતો. હિલ્ડા અને તેના પતિને ત્યાં

ક્યારેક જવાનું થતું. તેઓ પણ તેમના નવા ધંધામાં ખૂંપી ગયા હતા. ફક્ત હેના બદલાઈ

નહોતી. તેનું અળગા રહેવાનું અને ટોણા મારવાનું જેમનું તેમ હતું. મને તેની પરવા નહોતી.

મારે બીજી ઘણી ચિંતાઓ હતી.

ઈઝરાયેલની લડાઈ પૂરી થઈ હતી. વોર કારસ્પોન્ડર તરીકેનું મારું કામ પણ. જો કે

લડાઈએ જગાડેલી ઉત્તેજનાઓ હજી શમી નહોતી. પ્રેસ કાર્ડ મેળવી હું ઈઝરાયેલ ઉપડ્યો.

આગબોટ ‘નેગ્લા’ ખીચોખીચ ભરેલી હતી. જર્મન મૂળની એક યહૂદી તરુણી ઈન્ઝે,

જે મારી જેમ એકલી હતી, મને ગમી ગઈ. પણ મારો શરમાળ સ્વભાવ, ને તૂતક પરની

ભીડ. મારી આંખો તેને શોધ્યા કરતી. મારા પ્રેસ કાર્ડનો ઉપયોગ કરું તો મારી શોધનું કંઈક

પરિણામ આવે. પણ મેં તે કર્યું નહીં. ‘ઈઝરાયેલમાં વાત.’ મેં વિચાર્યું.

ઈઝરાયેલની માટીને અડતાં જ મારું બાળપણ ફરી જીવિત થઈ ઊઠ્યું. વર્ષો પછી

પહેલી વાર ઔપચારિક વિધિઓ ઝડપથી થઈ. અહીં અમે અજાણ્યા-શંકાસ્પદ-અવિશ્વસનીય

નહોતા. વિશ્વના ચારે ખૂણેથી આવતા આ યહૂદીઓ - તેમના અંતરમાં ડોકિયું કરવાનો મેં

નિર્ણય લીધો.

એક તંબૂમાં અમને ઉતારો આપ્યો. ઓ ઈશ્વર - મારો અને ઈન્ઝેનો પલંગ બાજુબાજુમાં

હતો! મેં હળવેથી તેનો હાથ પકડ્યો - શું આ ક્ષણ માટે હું ઈઝરાયેલ આવ્યો હતો? એક

કોમળ હાથ પકડવો એટલે શું તે જાણવાનું આ ભૂમિ પર લખાયું હતું?

અમારા શરીર નજીક આવ્યા. મારો હાથ તેના સ્તનને અડક્યો, મારી નસોમાં વીજળી

દોડવા માંડી પણ મેં મારો હાથ ત્યાંથી લઈ લીધો - ડર, સંકોચ બંનેથી. એ ક્ષણ અત્યારે યાદ

કરું તો ઓસ્કાર વાઈલ્ડનું વિધાન યાદ આવે. ‘જે પાપ નથી કરી શકાતાં તેનો પસ્તાવો સૌથી

વિરાટ હોય છે.’

ઈન્ઝે નિરાશ થઈ દૂર ચાલી ગઈ. હું સૂઈ ન શક્યો. બીજે દિવસે કોઈ તેને તેડવા

આવ્યું. ‘ગુડ બાય’ પણ કહ્યા વિના તે ચાલી ગઈ.

હું કામે લાગ્યો. ઈઝરાયેલની નવી સરકાર પત્રકારોનું સ્વાગત કરતી હતી.

૧૯૪૮નું જેરૂસલેમનું પતન મને હજી થથરાવે છે. મેં લખ્યું, ‘આ ઘાયલ, છિન્નભિન્ન,

પરાજિત શહેરને કોણ આશ્વાસન આપશે? કોણ બેઠું કરશે?’ યહૂદીઓનો ઈતિહાસ જોતાં

આ કોઈ નવી વાત નહોતી.

નવા આવનારાઓ સામે વાતો કરતાં મને જાણવા મળ્યું કે તેમાંના અમુક ખૂબ હતાશ

છે. ગુસ્સામાં પણ છે. આર્થિક મુસીબતો, રહેઠાણની તકલીફો. - આ બધું તો સમજાયું હતું

પણ તેમણે કહ્યું, ‘અમને અહીં ધુત્કારવામાં આવે છે. અમે અળખામણા છીએ - યુરોપમાં

વેઠેલાં અપમાનો અહીં પણ વેઠીએ છીએ.’

સાચી વાત હતી. ભીષણ યુદ્ધમાં અતૂટ બહાદુરી બતાવી જીતી ગયેલા ઈઝરાયેલીઓ

આ આગત્ં ાકુ યહદૂ ીઆન્ે ો કાયર ગણતા હતા. શાળાઆમે ાં ભણતાં બાળકો પણ આવા આગત્ં ાકુ

સહધ્યાયીઓને તિરસ્કારથી જોતાં.

આવા વાતાવરણમાં હોલોકાસ્ટ તરફ ધ્યાન દેવાની કોઈને ફુરસદ નહોતી. થોડા

વર્ષ તો તેનું સ્થાન પાઠ્યપુસ્તકોનાં પાના પર જ રહ્યું. પચાસના દાયકાની શરૂઆતમાં ડેવિડ

બેન-ગુરીયને છેવટે હોલોકાસ્ટ મેમોરિયલ બનાવવાનો ખરડો પસાર કર્યો.

મને આ વાતાવરણમાં અકળામણ થતી હતી.

હું પોતાને અપરિચિત અને અવાંચ્છનીય સ્થિતિમાં જોતો હતો. એકલતાથી બચવા

મેં ફ્રાંસ જવા વિચાર્યું.

મારો પહેલો લેખ ‘એમિલી નાજરની મુલાકાત’ હતો. સાર્ત્ર અને હેમિંગ્વેએ મારા

મન પર કબજો જમાવી દીધો હતો. મને ભાષાંતરનું થોડું કામ મળ્યું. છતાં પૈસાની મુશ્કેલી

હતી જ. પ્રેસ કાર્ડ મારી મોંઘી મિરાત હતી.

મુશ્કેલી એ હતી કે મારું અખબાર ઈઝરાયેલ વિશેના લેખો જ છાપતું. તે સિવાયના

વિશ્વ તરફ તેની નજર હતી જ નહીં. જો કે વિદેશી સંવાદદાતા તરીકે મારા પર એ જાતની

પાબંદી નહોતી. વિશ્વના પટ પર ઈન્ડોનેશિયાની લડાઈ, સરકારોના આરોહણ-અવરોહણ,

રાજકીય વાટાઘાટો, વગેરે ખેલ ચાલ્યા કરતા. મને પેરિસમાં થઈ રહેલાં બૌદ્ધિક અને

કલાક્ષેત્રનાં પરિવર્તનોમાં અખૂટ રસ હતો. મારો અભ્યાસ પૂરો કરવા હું લાઈબ્રેરીમાં જતો

પણ વાંચતો પોલવેલટી, જ્યોર્જસ બર્નાનોસ, સાઈલોન કે રોજર માર્ટિન દ ગાર્ડ ને. કામૂ

અને કોસ્લર આખા ગટગટાવી ગયેલો. સાર્ત્ર અને આર્થર કોસ્લરને વાંચી મને થયું - શું

ઈશ્વર વિના આ વિશ્વ અસ્તિત્વ ધરાવી શકે? માણસની હદ ક્યાં પૂરી થાય છે? મારા

આસ્થાજગત પર ઘા પડતા હતા.

મને નવાઈ લાગતી કે કોન્સન્ટ્રેશન કેમ્પ વિશે કશું લખાતું કેમ નથી? છૂટા છવાયા

‘સર્વાઈવર’ થોડું લખતા તે જ. જાણે તેનો ઉલ્લેખ કોઈ મહાશરમ કે ડરની વાત હોય. કે

પછી કેમ્પમાંથી બચી ગયેલા હજી પોતાની ઠેકાણે પડવાની વેતરણમાંથી ઊંચા નથી આવ્યા?

યુરોપમાં સાહિત્ય સર્જનનો જુવાળ આવ્યો હતો. યહૂદીઓએ ભોગવેલા વિશ્વાસઘાત અને

અત્યાચાર વિશે કોઈ કલમ ન ઊઠે? મને થયું ઈઝરાયેલ જાઉં તો કામ બને. અહીંના અખબારો

તો સમકાલીન બનાવોની બહાર જતા નથી.’

હું ઈઝરાયેલ પાછો આવ્યો. તેલ અવીવના ડૉ. રોઝનબ્લૂમે મારી ઓળખાણ તેમના

સાથીઓ સાથે કરાવી. મને ઘણું જાણવા મળ્યું. અખબાર ‘એડીઓલ’ ભયંકર આર્થિક તાણ

ભોગવી રહ્યું હતું. તેના માલિક યેહુદા મોઝેઝને હું મળ્યો. તેમની ભૂરી સ્વચ્છ આંખો હજી

મને યાદ છે. ‘હું તમને સરખા પૈસા ચૂકવી શકતો નથી. પણ જિંદગીમાં પૈસાથી વધુ પણ

કંઈક હોય છે, નથી હોતું?’ તેમણે કહ્યું, ‘દુશ્મનો ઘણા છે, પણ અન્યાયનો એક દિવસ અંત

આવે છે. ઈશ્વર હજી છે.’ તેમણે પણ મારા જીવન વિશે પૂછવા માંડ્યું. પ્રશ્નોની હારમાળામાં

એક પ્રશ્ન આવ્યો, ‘ઈશ્વરમાં માનો છો?’ હું ઘવાઈ ગયો - ‘ઈશ્વરમાં ન માનું? ઈશ્વરમાં?’

પછી તો અમે તાલમુદ વગેરેની ઘણી વાતો કરી. તેણે મને પોતાના ઘરમાં જ રાખ્યો. જમતી

વખતે અમે ઘણી ચર્ચાઓ કરતા. તેના ભત્રીજા ડવ સાથે મારે મૈત્રી થઈ. તે પણ મારી જેમ

કેમ્પમાં રહી ચૂક્યો હતો. અમે ત્રણે જેરુસલેમ પણ જઈ આવ્યા. ડવનાં લગ્ન પછી હું થોડો

વખત ડવ દંપતી સાથે રહ્યો.

રોઝન બ્લૂમને બધા ‘ઓલ્ડ મેન’ કહેતા. પણ તે એવો ‘ઓલ્ડ’ નહોતો. મને તો

ક્યારેક લાગે છે કે આખી દુનિયા મારા કરતા ‘યંગ’ છે.

વિદેશી સંવાદદાતાએ રખડવું અનિવાર્ય છે. હું રખડપટ્ટીનો શોખીન હતો. નવી

ભૂમિ, નવાં આમંત્રણો, નવા ટાઈમ-ઝોન, નવી ઘટનાઓ, આ બધું મને આકર્ષતું.

મને મોરોક્કો જવાનું આમંત્રણ મળ્યું. નિર્વિઘ્ને અમે સ્પેનમાં દાખલ થયાં. સ્પેન

સુંદર છે. સુંદર પ્રકૃતિ, સુંદર ગીતો-નૃત્યો અને સુંદર સ્ત્રીઓ. બાળપણથી આ ભૂમિનું મને

આકર્ષણ હતું.

શક્રુ વારે હું સિનગ્ે ાાગ્ે ામાં ગયા.ે પ્રાથર્ન્ ાા કરનારામાન્ં ાા માટે ા ભાગના યહદૂ ી શરણાથીર્અ ો

હતા. મારા આશ્ચર્ય વચ્ચે તેઓ ફ્રેંકોની પ્રશંસા કરતા હતા. ફ્રેંકો ફાસીસ્ટ હતો છતાં. કારણ

તેણે લડાઈ વખતે યહૂદીઓને માનપૂર્વક રાખ્યા હતા. મારા મનમાં પ્રશ્નો જાગ્યા. મેં સ્પેનિશ

અધિકારીઓની મુલાકાત લીધી. જાણવા મળ્યું કે ફ્રેંકોએ જર્મન કબજામાં રહેલા રાષ્ટ્રોમાંના

યહૂદીઓને સ્પેનીશ પાસપોર્ટ મળે તેવા પ્રયત્નો કર્યા હતા. છતાં, અને છતાં ઈઝરાયેલ

અમારી સાથે સંબંધ બાંધવા નથી માગતું.’ અધિકારીઓમાંના એકે કહ્યું.

તોલેદોમાં અમે એક સુંદર સિનેગોગ જોયું. તે હવે ચર્ચમાં પરિવર્તિત થયું હતું. તેની

દિવાલો પર હિબ્રુ લખાણો હજી વંચાતાં હતાં.

સારગોસામાં મને એક માણસ મળ્યો. તેણે મને હિબ્રુ અને ફ્રેંચમાં લખેલું બાઈબલ

બનાવ્યું. તેના માનવામાં જ નહોતું આવતું કે યહૂદીઓ હજી અસ્તિત્વ ધરાવે છે.

ત્યાંથી અમે તેન્જીવર ગયા. આ શહેર બહુભાષી છે. તેને જોઈ મને મારો મિત્ર પેદ્રો

યાદ આવ્યો. તેન્જીવર તેના જેવું જ હતું - સાત્ત્વિક, પાગલ, બહાદુર, જ્ઞાની, ઉદાસ, ગમી

જાય તેવું.

૧૯૫૦ની સાલ હતી. જુદી જુદી પ્રજાઓ વચ્ચે જાગી રહેલી તાણ મને ઓળખાઈ

નહોતી. હું માનતો કે બધા, બધાને આદર આપે છે, ચાહે છે.

મોરોક્કોના યહૂદીઓ ત્યાંના સુલતાન મોહમ્મદ પાંચમાને વફાદાર હતા. સુલતાને

લડાઈમાં તેમની રક્ષા કરી હતી. એક પણ યહૂદીનું વિસ્થાપન થયું નહોતું. શ્રીમંત યહૂદીઓ

અને શ્રીમંત મુસ્લિમોની મિત્રતા કાયમી હતી. છતાં તેમનું ભવિષ્ય અનિશ્ચિત તો હતું.

ઈઝરાયેલ જવાનું તેમનું સ્વપ્ન તો હતું. ૧૯૫૨થી ૧૯૫૬ સુધીમાં વર્લ્ડ જ્યુઈશ કોંગ્રેસ

અને યહૂદી એજન્સીઓ દ્વારા આ તમામને ઈઝરાયેલ મોકલાયા.

ડવ હવે અખબાર સંભાળતો હતો. તેણે મને ‘સ્પાર્ક ફ્રોમ ધ સીટી ઑફ લાઈટ’

નામની કોલમ લખવા જણાવ્યું. મેં તે સ્વીકાર્યું. સ્થિર આવક અને જાતજાતના અનુભવો -

ડવ સંતુષ્ટ હતો, હું પણ.

ડવે મને જર્મની મોકલ્યો. ત્યાંનું વાતાવરણ જોઈ હું ક્ષુબ્ધ થયો. વર્ષો પહેલાં યહૂદીઓ

જોખમમાં હતા. આજે તેમની સ્મૃતિઓ પણ જોખમમાં છે.

મને ભાષાંતરના ઘણા પૈસા મળતા. જીનિવામાં વર્લ્ડ જ્યુઈશ કોંગ્રેસ ભરાઈ ત્યારે મેં

દુભાષિયાનું કામ કર્યું. મને કહેવામાં આવ્યું, ‘શબ્દોને પકડવા નહીં. સૂરને પકડવો’ કોન્ફરન્સ

શરૂ થતા પહેલા એક ચેક મળ્યો અને મળી જાહોજલાલી ભરી મુસાફરીની તક. અમને આઠ

દુભાષિયાઓને મોંઘી હોટેલમાં ઉતારો મળ્યો. ચાર ભાષા હતી - અમે બે બેની ટીમમાં

વહેંચાયા. મેં પ્રમુખ નારમ ગોલ્ડમેનના ભાષણનું ભાષાંતર કર્યું. તેઓ વર્લ્ડ જ્યુઈશ કોંગ્રેસના

વડા હતા. માનતા કે યહૂદીઓનું ભલુ કરવાની તેમના જેટલી સમજ બીજા કોઈમાં હોઈ ન

શકે. તેમનો વિરોધ કોઈ કરે તે તેમને પસંદ ન હતું. છતાં તેઓ ચર્ચાને અવકાશ આપતા.

ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડવા માંડ્યું. રબ્બી નઉરોકે પૂછ્યું, ‘શું આપણે મૃતાત્માઓ માટે

પ્રાર્થના પણ નહીં કરીએ?’ તરત ગોલ્ડમેન બોલ્યા, ‘ઈઝરાયેલને અત્યારે શેની જરૂર છે?

પ્રાર્થનાની કે જર્મનોના આર્થિક ટેકાની?’

મેં પછીથી અમારા ઉપરીને કહ્યું, ‘હું આ શબ્દો વિશે લખીશ.’ તેણે કહ્યું, ‘તું પત્રકાર

છે, લખી શકે પણ તે પહેલા તારે આ કામ પરથી રાજીનામું આપવું પડશે.’ રાજીનામું આપું

એટલે હું ફરી રસ્તા પર આવી જાઉં. હું વિચારમાં પડ્યો, ‘શું કરવું છે?’ ઉપરીએ પૂછ્યું,

‘રાજીનામું.’ મેં કહ્યું. ઉપરી મારી નજીક આવ્યો. મારા ખભે હાથ મૂકીને બોલ્યો, ‘મને

તારા પર ગર્વ છે.’

મેં લખ્યું. આગળના પાના પર તે છપાયું. પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગોલ્ડમેને કહ્યું,

‘હું એવું બોલ્યો જ નથી.’’

થોડા વખત પછી અમે ન્યૂયોર્કમાં મળ્યા ત્યારે મેં પૂછ્યું, ‘તમે જૂઠું કેમ બોલ્યા હતા?’

‘બે કારણથી’. તેણે કહ્યું. ‘એક તો મને ખબર નહોતી કે તું પણ ત્યાં છે અને બીજું હું

રાજકારણી છું.’

પણ એ બનાવ પછી મારા ઉપરીએ મને બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દુભાષિયાનું

કામ સોંપ્યું. આ વખતે મારે પ્રિન્સ એન્ડ્રોનિકોપ દ ગોલના દુભાષિયા બનવાનું હતું. પ્રિન્સ

શાંત, સંસ્કારી અને જાણકાર માણસ હતા. તેમણે મને આખી વાતની જાણકારી આપી અને

ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા. મેં લીધા.

પ્રિન્સના વિરોધી પક્ષમાંથી હતા બેન ગુરીયન. તેમની વોશિંગ્ટનની મુલાકાતનો મેં

અહેવાલ લખેલો. તેઓ જ્યાં ગયા - વ્હાઈટ હાઉસ, પ્રમુખ નિકસનના નિવાસસ્થાને,

સેનેટમાં - બધે હું સાથે હતો.

મારા ઉપરી-મિત્ર ટેડીએ મને કહ્યું, ‘તારે પ્રિન્સ સાથે થયેલી વાતો બેન ગુરીયનને

કહેવી જોઈએ.’ ‘એવું ન કરાય.’ ‘તું ઈડિયટ છે.’

પછી લંડનના જ્યુઈશ ક્રોનિકલના સંવાદદાતા મોરિન્સ કારે મને બોલાવ્યો, થોડા

મહિના પોતાની જગ્યાએ કામ કરવાનું કહ્યું. ‘પણ મારું ઈંગ્લિશ?’ મેં કહ્યું,

‘.... નહીં, તું યિડીશ ભાષામાં લખી શકે છે.’ મેં સ્વીકાર્યું પણ એમાં હું ઠર્યો નહીં.

૧૯૫૨માં પશ્ચિમ જર્મની અને ઈઝરાયેલ વચ્ચે પહેલીવાર સત્તાવાર વાટાઘાટ થઈ.

સ્થળ હતું નેધરલેન્ડ. ડવને ખબર હતી મને આ મુલાકાતમાં રસ છે. તેણે ૨૪ કલાકમાં

વ્યવસ્થા કરી આપી. મુસાફરીનો ખર્ચ આપ્યો. પહેલીવાર મને સાચા રિપોર્ટર હોવાનો

અહેસાસ થયો.

ઈઝરાયેલની પ્રજાએ આ વાટાઘાટમાં ખૂબ રસ લીધો. તેમાં પક્ષો પણ પડ્યા અને

ધર્મયુદ્ધ જેવું વાતાવરણ ઊભું થયું. જર્મનીના પૈસા સ્વીકારવા કે નહીં? ગોલ્ડમેન અને

બેનગુરીયન કહે, ‘હા.’ બીજા કહે, ‘ના.’

હું વિરુદ્ધમાં હતો. આ પૈસા લેવા એટલે સમાધાન કરવું. સમાધાન કરવું એટલે મરી

પરવારેલાનો વિશ્વાસઘાત કરવો.

ઉગ્ર ચર્ચા ચાલતી રહી. અત્ં ો જમર્ન્ ા મદદ સ્વીકારવામાં આવી. અમે તટૂ ી પડ્યા. આલ્ફ્રડે ે

હાથ લબ્ં ાાવ્યા.ે હું ફરી ગયા.ે ‘મને અમે હતું કે બે પ્રજાઓ અકે થઈ છ.ે ’ મેં જવાબ ન આપ્યા.ે

હું પેરિસ આવ્યો. મને વારંવાર એક પ્રશ્ન પૂછાય છે, ‘શું તમે અમને માફ કરશો?’

જર્મનોને મારે એટલું જ કહેવાનું છે કે કદાચ મને થયેલી વ્યક્તિગત હેરાનગતિ હું ભૂલી

જાઉં. પણ મારા માતાપિતાના, તમામ યહૂદી માતાપિતા અને તેમના બાળકોનાં ખૂન હું

માફ ન કરી શકું.

હવે હું પૂરો સમય કામ કરતો. સમાચારોમાં ઈઝરાયેલ આવ્યા કરતું. ઈઝરાયેલના

અધિકારીઓ વારંવાર યુરોપ આવતા. હું તેમનામાં વ્યસ્ત રહેતો. ઈઝરાયેલનું અર્થતંત્ર

સુધરી રહ્યું હતું.

આ જ ગાળામાં મેં એક ફ્રેંચ ફિલ્મનાં હિબ્રુ સબટાઈટલ લખી આપ્યાં. તેમાં મને એક

આર્ટિકલમાં જેટલા પૈસા મળતા તેટલા એક લીટી લખવા માટે મળ્યા. તે પછી થિયેટર સાથે

સંકળાયેલા એક માસિકનું તંત્રીપદ સંભાળવાની ઓફર મળી જેમાં જુદા જુદા નામ સાથે

લેખો લખવાના અને સંપાદિત કરવાના હતા. મને થયું ‘ટાઈમ’ જેવું એક યહૂદી સાપ્તાહિક

ફ્રેંચ ભાષામાં કાઢ્યું હોય તો કેવું? એક ઈઝરાયેલી ઉદ્યોગપતિને મેં વાત કરી. તેઓ પૈસા

આપવા તો તૈયાર થયા પણ તે પહેલા ડમી અંક જોવા માગતા હતા. મેં દોડાદોડી કરી અંક

બનાવ્યો ત્યાં તો તેઓ ફ્રાંસ છોડી ગયા. ત્યાર પછી અમેરિકામાં પણ મેં આવી એક કોશિશ

કરી જોઈ. જેનું આવું જ પરિણામ આવ્યું!

જો કે સમકાલીન ઘટનાઓ વિશેનું મારું લેખન ચાલુ હતું. રશિયામાં યહૂદીઓ પ્રત્યે

ઓરમાયું વર્તન હિંસક કક્ષાએ પહોંચ્યું હતું. અત્યાચાર, હત્યા, બંદીવાન બનાવવાનું ચાલુ

હતું. સ્થાનભ્રષ્ટ, લૂંટાયેલા, ત્રાસેલા યહૂદીઓમાંના અમુક ગાંડા જેવા થઈ ગયા હતા.

પર્ટઝ માર્કિશે કહ્યું, ‘આપણો વાંક એ છે કે આપણે યહૂદી છીએ.

યહૂદીઓને જાહેરમાં અપમાનિત કરવાનો કે તોડી પાડવાનો આ પ્રયત્ન નવો તો

નહોતો. સ્ટાલિને રશિયામાં જે કર્યું તેના પેરિસમાં વખાણ થયા. કોમ્યુનિસ્ટ વિચારધારા

સમજાતી નહોતી. તેને સમજવાના પ્રયત્નોમાંથી નીપજતું પુસ્તક ‘ધ ટેસ્ટામેન્ટ’ સાથે જ

કોમ્યુનિઝમ ‘ઈશ્વર વિનાનો ધર્મ’ હતો! દબાયેલા - કચડાયેલાના ઉદ્ધારક સ્ટાલિન વિરુદ્ધ

બોલવાની કોઈની હિંમત ન હતી!

મને કોમ્યુનિઝમ તરફ આકર્ષણ નહોતું. નાઝીવાદની જેમ સમાજવાદ પણ અંતે તો

કટ્ટર અમાનુષી અને હિંસક બનતો હતો.

આ વાતાવરણમાં મેં એક નવું પ્રયાણ આદર્યું - ભારત તરફ.

૫. સફર

મારા ધર્મનો અભ્યાસ કરતા હું કદી ધરાતો નથી. તેને હિંદુ

ધર્મ સાથે સરખાવાય તો કેવું? ભારતમાં આવી સંતો, યોગીઓ અને

આસ્થાળુઓને મળવાનું મને ઘણા વખતથી મન હતું. એમ તો મંત્ર,

તંત્ર અને યોગ વિશે મેં અભ્યાસ કર્યો હતો, પણ દૂર દૂરથી

ભગવદ્‌ગીતા, ઉપનિષદ, વેદ, બ્રહ્મચર્ય આ બધું મને આકર્ષતું હતું.

તાલમુદના મૃત્યુદૂત અને શંકર ભગવાન બંને એક જ જેવા નહોતા

શું? હિંદુ અને યહૂદી બંને ધર્મનો રહસ્યવાદ એક જેવો જ હતો. .... અને વેદાંતનું મૂળ એક

જ હતું. તો પછી જગત ઈશ્વરની લીલા જ હતું.

ખરું જોતા બધા ધર્મોના મૂળમાં એક જ તત્ત્વ છે. જે ભેદ છે તે ઉપરછલ્લો છે.

પણ પૈસા? મેં થોડા લેખો લખ્યા, થોડા ભાષાંતરો કર્યા, જીવનમાં પહેલીવાર લોટરીની

ટિકીટ લીધી - તેમાં થોડું કમાયો પણ ખરો. એમ કરતા બસો ડોલર ભેગા કર્યા. અંગ્રેજી

ભાષા શીખ્યો અને અથડાતો કૂટાતો એક દિવસ ભારતની સરહદે પહોંચ્યો. સંત્રી કેમે કર્યો

સમજતો નહોતો કે મારી પાસે કંઈ સામાન કેમ નથી - ગમે તેમ, હું મુંબઈ પહોંચ્યો.

અસબાબમાં એક નાની સૂટકેસ અને એક ટાઈપરાઈટર હતું.

બંદરમાંથી બહાર નીકળતાની સાથે મને રક્તપિત્તથી પીડાતું એક ટોળું ઘેરી વળ્યું.

વિખરાયેલા વાળ, ફાટ્યાંતૂટ્યાં વસ્ત્રો, ખવાઈ ગયેલા અંગો, નિષ્પ્રાણ આંખો અને ફેલાયેલી

હથેળીઓ - ‘કંઈક આપો, સાહેબ!’ આવા ભિખારીઓ ભારતમાં બધે જ જોવા મળ્યા.

તમે ના આવા હાવભાવનું કારણ મેં જમે ને પછૂ ્ય.ું તમે ણે હસી દીધું અથવા કર્મ અને પન્ુ ાજર્ન્ મના

સિદ્ધાંતો સમજાવતું વ્યાખ્યાન આપ્યું.

આઝાદી નવી નવી હતી. પિં ડત નહરે ન્ુ ાા શાસનમાં અસ્પશ્ૃ યતા નાબદૂ થઈ હતી. પણ

માણસો રીક્ષા ખચેં તા હતા, ફટૂ પાથ પર લાકે ો વસતા હતા, ગગ્ં ાા પ્રદિૂ ષત થવા માડં ી હતી.

વિધવાઓ તરછાડે ાતી હતી. અકે આસ્થાળુ ધમર્ભ ીરુ પ્રજાની આ શી ગતિ હતી? આ તમામ દઃુ ખી

લાકે ો સાથે વાત કરવાની મારી ઈચ્છા ભાષાની મશ્ુ કલે ીના લીધે અધરૂ ી જ રહી જતી હતી.

હિંદુ સાધુસંતો એકસરખા દેખાતા. શિષ્યોને જોઈ તેમના વિશે હું અંદાજ બાંધતો.

પારસીઆન્ે ાા મિં દરામે ાં તમે ના ધર્મ બહારના કાઈે ને પ્રવશે ન આપતા. ‘ટાવર આફે સાયલન્સ’

વિશે જાણી મને આશ્ચર્ય થયું. એક પારસી પત્રકારે મને સમજાવ્યું, ‘જુઓ, અમારા ધર્મમાં

માણસ મરીને પણ ઉપયોગી થાય છે.’ મને બાઈબલનું વાક્ય યાદ આવ્યું, ‘રાખમાંથી

જન્મી રાખ થઈ જવું.’

ચાર જાતિઓ મેં જોઈ. ગાંધી - અહિંસાના દૂતની વાતોએ મને ખેંચ્યો. તેની વાતો

આજે કોઈેને યાદ નથી.

એક ધનાઢય અને પ્રભાવશાળી પારસી ગૃહસ્થ મને મળ્યા. યહૂદી અને જરથોસ્તી

ધર્મની સમાનતાઓ વિશે અમે ઘણા કલાક ચર્ચા કરી. તેમણે મને એનું કાર્ડ આપી કહ્યું,

‘ભારતમાં તમારે જ્યાં જવું હોય ત્યાં આ કાર્ડથી મફત વિમાની સફર કરી શકાશે.

પાછળથી મને ખબર પડી કે તએ ો અકે અરે લાઈનના માલિક હતા. (જ.ે આર.ડી.ટાટા)

જો કે તિબેટ હું જઈ ન શક્યો. પછીથી દલાઈ લામાને મળ્યો ત્યારે મેં એ અંગે દુઃખ વ્યક્ત

કર્યું. તેઓ હસીને બોલ્યા, ‘નિરાશ ન થવું - એ પણ શું મારે તમને સમજાવવું પડશે?’ પછી

તેમણે કહ્યું, ‘ધિક્કાર અને ક્રોધથી ઘેરાયેલા હોવા છતાં યહૂદીઓ પોતાના ધર્મને કેવી રીતે

સાચવે છે તે અમારે તિબેટવાસીઓએ શીખવું છે.’

ભારત મને ધાર્મિક શાંતિનો દેશ લાગ્યો. લડાઈની વાતો ભૂતકાળ બની ચૂકી છે તેવું

મને લાગતું હતું. ત્યારે ક્યાં ખબર હતી તે ૯૦ના દાયકામાં લોહિયાળ કોમી હુમલો થશે?

બોમ્બ ફૂટશે?

મૂર અને પોર્ટુગલ સંસ્કૃતિના અવશેષો જોવા મળ્યા. યહૂદી હોય કે પારસી - ભારતે

તેમને સહિષ્ણુતા અને પ્રેમથી સાચવ્યા છે તે મેં જોયું. સાચ્ચે જ ભારત આશાઓનો,

સંભવિતતાઓનો, સહિષ્ણુતાનો દેશ છે.

મુંબઈમાં એક જ્યોતિષી મળ્યો : ‘પાંચ રૂપિયા આપો. હું તમારું ભવિષ્ય કહી

આપીશ.’ મેં કહ્યું, ‘દસ રૂપિયા આપીશ, પણ તારે મારો ભૂતકાળ કહી આપવાનો.’ તેણે

મારી જન્મતારીખ ને બીજી વિગતો કાગળ પર લખી. હાથ જોયો, પોતાના વેઢા ગણ્યાં.

તેના ચહેરા પર ભય છવાયો : ‘મૃતદેહો-અસંખ્ય મૃતદેહો દેખાય છે.’ હું ડઘાઈ ગયો.

ત્યાંના સિનેગોગમાં મને એક યહૂદી અમેરિકન વિદ્યાર્થી મળ્યો જે બૌદ્ધ થઈ ગયો

હતો. પછી મેં સાધુઓના આશ્રમો જોયા. જ્યાં ધ્યાન, તપ, શરીરને પીડા આપવી જેવા

પ્રયોગો થતા હતા. મને વિદેશીને જોઈ તેઓ નમસ્કાર કરતા. હું પણ પ્રણામ કરતો.

ભારતમાં હું આધ્યાત્મિક શક્તિ અને બૌદ્ધિક સંભાવનાઓની શોધમાં આવ્યો હતો.

પણ હું નિરાશ થયો. મારી અને તેમની અસ્તિત્વ અને ઈશ્વરની વિભાવનાઓ વચ્ચે કોઈ

મેળ ન હતો. યહૂદીઓ જીવનને ચાહે છે, દુઃખીને જોઈ મોં ફેરવી લઈ શકતા નથી. હિંદુઓ

આવતા જન્મમાં જીવે છે, કર્મોને બધું સોંપે છે.

ભારે હૈયે મેં ભારતની વિદાય લીધી.

મોન્ટ્રિયલમાં હું બિયાને મળ્યો. તે ત્યાંની ઈઝરાયેલ કોન્સ્યુલેટમાં કામ કરતી હતી,

ખુશ હતી. મારે તેને વર્ષોથી એક પ્રશ્ન પૂછવો છે - માનું, સિપોકાનું શું થયું? - પણ પૂછી

શકતો નથી. તેનું પણ તેમ જ છે. તેની પણ હિંમત નથી.

૧૯૫૩ની વાત છે. ઈઝરાયેલમાં એકાદ મહિનો રહી હું ભારત વિશે લેખો લખવા

માગતો હતો. રોજ સવારે ઊઠી દરિયા કિનારે લાંબુ ચાલતો. પછી છાપાનું કામ કરતો,

સાંજે અખબારના માલિકના પુત્રો સાથે બેસતો. કેટલાય લેખકો, કલાકારો અને પત્રકારોને

મળવાનું થતું.

એક દિવસ ડવે સમાચાર આપ્યા : ‘પ્રાગ ફરમેન્ડ નામના ઈઝરાયેલી નાગરિકને

મુક્ત કરી રહ્યું છે.’ તેમની મુલાકાત હું લઈ આવું તેમ તેની ઈચ્છા હતી. પેરિસ જવાનું હતું.

પહલે ા જ વિમાનમાં હું ઉપડ્યા.ે હરીફ અખબારનો રિપાટે ર્ર બાજમુ ાં બઠે ો હતા.ે મેં નિદાર્ષ્ે ાભાવે

પૂછ્યું, ‘પેરિસ શા માટે જાય છે?’, ‘મારી આન્ટી બીમાર છે.’ ‘તું?’ ‘મારા અંકલ ડૉકટર

છે.’ અને અમે બંને ખડખડાટ હસ્યા.

ઈઝરાયેલ એમ્બસીની બહાર મને ગીવોન મળ્યાં - શક્તિશાળી જોસેફ ગીવોન.

કોઈ પણ મહત્ત્વની ઘટનાના ચાવીરૂપ. અજબ અદ્‌ભુત વ્યક્તિત્વ. તેણે મને પ્રાગ, ઝેક

કામ્ે યિુ નસ્ટ નત્ે ાાઆ,ે રૂડાલ્ે ફ સ્લાન્સ્કી અને આથર્ર લન્ડનની વાત કરી. તણે ે કહ્યું કે ઈઝરાયલે ના

વિદેશપ્રધાન અને પ્રમુખ સાથે પણ તેને અંગત ઓળખાણ છે. તે દુનિયાભરની વાતો કરતો

રહ્યો. આશ્ચર્યમાં ગરકાવ હું વિચારતો રહ્યો કે આમાંની કેટલી વાતો માનવી? તેણે મને

તસવીરો બતાવી - માઓ સાથે, સ્ટાલિન સાથે, છતાં મને ભરોસો પડતો નહોતો. તેણે

કહ્યું, ‘હવે હું જાઉં. મારે સાર્ત્રને મળવાનું છે.’

તે પછી હું બ્રાઝિલ ગયો. એક કેથોલિક ચર્ચમાં અમુક શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી

હોવાના અહેવાલની તપાસ કરવા. પૂર્વ યુરોપમાંથી યહૂદીઓને ત્યાં બોલાવી ખ્રિસ્તી ધર્મ

અંગીકાર કરાવવામાં આવતો હતો. કવિ મિત્ર નિકોલસ અને હું ગયા.

જતા પહેલા હેના મળી. તેણે મને કહ્યું, ‘ચાલ પરણી જઈએ.’ મેં કહ્યું, ‘મારો

જવાબ હા છે, પણ હું બ્રાઝિલ જાઉં છું. ત્રણ અઠવાડિયા પછી પાછો આવીશ ત્યારે તું મને

ફરીથી પ્રપોઝ કરજે. હું ત્યારે હા પાડીશ.’

બ્રાઝિલની સફરમાં મોટાભાગનો સમય હું કેબિનમાં ભરાઈને કોન્સન્ટ્રેશન કેમ્પની

વિગતો લખતો રહ્યો - શ્વાસ રોકીને, ફરી વાંચવા પણ ન થંભીને. હવેનું વર્ષ મારી મુક્તિ

પછીનું દસમું વર્ષ હશે. સ્મૃતિના દરવાજા હવે તો મારે ખોલવા જોઈએ.

આમ જ અમે બ્રાઝિલ પહોંચ્યા. ત્યાંના યહૂદીઓએ કહ્યું, ‘અમે અમારો ઈશ્વર કદી

નહીં બદલીએ.’

હન્ે ાાના પત્રો આવ્યા હતા. મેં જવાબ આપ્યા નહાત્ે ાા. બે મહિના વીતી ગયા હતા. હવે

મને પિે રસ બાલે ાવ્યા.ે હું ગયા.ે મારે હન્ે ાાને પણ મળવું હત.ું લગ્ન કરવા હું તયૈ ાર હતા.ે

પણ તે ચાલી ગઈ હતી. મારી રાહ જોઈને, હું કે મારો જવાબ કશું ન મળ્યું તેથી

ચાલી ગઈ હતી.

પંદર વર્ષ પછી તે મને ફરી મળી. તેવી જ સુંદર, ટટ્ટાર, પતિ અને બાળકો સાથે. મેં

તેને કહ્યું નહીં કે હું પેરિસ આવ્યો હતો, તને પરણવા તૈયાર હતો.

૬. પેરિસ

તેલ અવીવ અચાનક વિદેશના સમાચારો

માટે આતુર બની ગયું હતું. ભારત-ચીનની લડાઈ

પૂરી થવામાં હતી. ફ્રાન્સ નેશનલ એસેમ્બલી પર

ચર્ચાઓ ચાલતી હતી. પેરિસના નવા વડાપ્રધાન

તરફ ધિક્કારની લાગણી પ્રસરી હતી. હું વ્યસ્ત

હતો. કામમાં ખૂંપી ગયો હતો. ખુશ હતો. આખરે

મને મારો વ્યવસાય મળી જ ગયો હતો. આથી તે

મિટીંગોમાં દોડતાં ઘણી વાર ખાવાનું રહી જતું. ડવ કહે, ‘ફ્રાન્સના વડા પ્રધાન પિયરે

મેન્ડસનો ઈન્ટરવ્યૂ કરીએ’. મેં પ્રયત્ન કર્યો, ન ફળ્યો. ડવ વાત પડતી મૂકવા તૈયાર ન હતો.

છેવટે મેં વડાપ્રધાનને પત્ર લખ્યો, ‘જો તમે મને મુલાકાત નહીં આપો તો કાં તો મારું છાપું

દેવાળુ ફૂંકશે, કાં તો મને કાઢી મૂકશે. જવાબદારી તમારી જ રહેશે.’ તેમણે મને લખ્યું,

‘મુલાકાત તો નહીં થાય પણ જો તમે બેરોજગાર થઈ જશો તો હું તમને નવી જોબ અપાવીશ.’

ડવ ખુશ થયો - ‘આખરે પત્રવ્યવહાર શરૂ થયો.’

આ સંજોગોમાં ગીવન દેખાયો હતો. થોડું લટકાવ્યા પછી તેણે મારી મુલાકાત ફ્રાન્સનાં

પ્રમુખપત્ની સાથે કરાવી આપી. ડવ તેથી પણ ખુશ થયો, ‘તારે તેમના પરિવાર સાથે

ઓળખાણ તો થઈ ને?’ ગીવન એક અજબ વ્યક્તિ હતો. વિશ્વના દરેક મહાનુભાવ સાથે

તેને ઘરોબો હતો તેવું તે કહેતો. તેની વાતોમાં કઈ કલ્પના ને કઈ વાસ્તવિકતા તે કળી

શકાતું નહીં. છેલ્લે તે રશિયામાં, સ્ટાલિને કેદ કરેલા કોઈ ડૉકટરની પુત્રીને પરણ્યો હતો

તેવા સમાચાર તેના જ પત્રથી મને મળ્યા હતા. ‘હવે હું પશ્ચિમમાં નહીં આવું’ તેણે લખ્યું

હતું. ‘ત્યાં આવવા માટે હવે મોડું થઈ ગયું છે.’

પેરિસમાં હું અવનવા સમાચારની શોધમાં ફર્યા કરતો. મને નવો મિત્ર મળ્યો હતો,

ચિત્રકાર એવિગડોર અરિક. તેણે રોમાનિયામાં ઘેટો જોયા હતા પણ જ્યાં કત્લેઆમ થઈ તે

ઘેટો તેણે જોયો નહોતો. તે નાટ્યલેખક સેમ્યુઅલ બેકેટનો મિત્ર હતો. સાહિત્ય, તત્ત્વજ્ઞાન,

ઈતિહાસ, વિજ્ઞાન બધામાં તેની ચાંચ ડૂબતી. બીજા મિત્રો પણ મળ્યા. તેણે મને પોતાનાં

થોડાં સુંદર ચિત્રો ભેટ આપવા માંડ્યાં. જે મેં ‘સૈદ્ધાંતિક’ કારણો આપી ન સ્વીકાર્યાં. ખરું

જોતાં મારી પાસે એ સુંદર ચિત્રો સાચવવાની વ્યવસ્થા નહોતી.

આખરે એક દિવસ હું પિયરે મેન્ડસને ન્યૂયોર્કમાં મળ્યો. પણ ત્યારે તેઓ સત્તા પર ન

હતા. પણ તેમના લીધે હું નોબેલ ઈનામ વિજેતા મહાન લેખક ફ્રેન્કોઈસ મોરિયેકને મળી

શક્યો. તેમને મેં એક વાર ઈઝરાયેલ એમ્બેસી પાસે જોયા હતા. મેં તેમનો વખત માગ્યો.

તેમણે થોડા દિવસ પછીની મુલાકાત આપી.

વખત પસાર કરવા મેં થોડા આડાઅવળા લેખો લખ્યા. એક રાત્રે હું ઈઝરાયેલના

એક સંસદ સભ્ય શ્રેગાઈનો મહેમાન હતો. તેમની સાથે એક સુંદર અમેરિકન યુવતી હતી,

કેથલીન. ઘેરી આંખો, સુંવાળા વાળ અને રહસ્યમય સ્મિત. પણ મને બરાબર અંગ્રેજી

નહોતું આવડતું, તેને ફ્રેંચ નહોતું આવડતું. ત્યારે તો શ્રેગાઈએ દુભાષિયા તરીકે કામ કર્યું,

પણ પછી અમે બંને મળતા રહ્યા. તે મારી નિકટ આવવા માગતી હતી, હું તેને ચાહતો હોવા

છતાં તે ઈચ્છતી હતી તેટલો નિકટ જઈ ન શક્યો.

મોરિયેકની મુલાકાત લખાઈ ગઈ. તે વિચક્ષણ માણસ હતો. પોતાની કોલેજમાં તેણે

મને એક તરુણ, જર્મન કેમ્પમાં બાળ વયે રહી આવેલા ઈઝરાયેલી તરીકે વર્ણવ્યો હતો. તેને

કદાચ ખ્યાલ નહીં હોય કે યહૂદી હોવું અને ઈઝરાયેલના હોવું બંને સાથે ન પણ હોઈ શકે.

પાછળથી મારી નવલકથા ‘નાઈટ’ વાચં નાર તએ ો પહલે ા હતા. અટે લું જ નહીં, તન્ે ો પ્રકાશકને

સોંપનાર ને પ્રસ્તાવના લખી આપનાર પણ તેઓ જ હતા, મારા સાહિત્યસર્જન પર સદાય

તેમની નજર રહી.

મોરિયેક સાથેની મારી મૈત્રી જીવનભર હતી. કેથલીન સાથેની દોસ્તીનો થોડા

મહિનામાં અંત આવ્યો. વર્ષો પછી અમેરિકામાં મેં તેને જોઈ. તેણે મારા પુસ્તક ‘ધ ટાઈમ

બિયોન્ડ ધ વોલ’નું અવલોકન વાચ્યું હતું.

ફેરબદલીની વ્યથાથી હું ઈઝરાયેલ પાછો ફર્યો. દરિયાના પાણીમાં અઠવાડિયાઓની

મુસાફરી પછી ઈઝરાયેલ પહોંચ્યા. ઈઝરાયેલમાં પણ ઘણું રહ્યો. ત્યાંના યુવાન રબ્બીને

મળ્યો. તેના પિતાને વર્ષો પહેલા હું મળેલો. રબ્બી કહે, ‘તમે કોણ હતા તે તો હું જાણું છું.

પણ તમે કોણ છો તે જાણતો નથી.’ મેં કહ્યું, ‘વખત બદલાય છે. ખરું ને રબ્બી?’ તેઓ

બોલ્યા, ‘હા. કારણ કે બદલવું એ સમયનો સ્વભાવ છે. તેમાં તમારે શા માટે બદલાવું પડે?’

પછી મને ધ્યાનપૂર્વક જોઈ પૂછ્યું, ‘કહો જોઈએ, તમે જે છો ને મને જેવા દેખાઓ છો તેમાં

શો ફેર છે?’ મેં પણ તત્ત્વજ્ઞાનની ભાષામાં ઠોક્યું, ‘જે હોય છે તે દેખાતું નથી, જે દેખાય છે

તેવું જ હોવું જરૂરી નથી.’

જેરુસલેમમાં મને મારી મિત્ર પૌલા મોઝેક મળી. તે બધા પત્રકારોના વિશ્વાસનું સ્થળ

હતું. તેનામાં તીવ્ર બુદ્ધિ હતી અને અજબ હિંમત હતી. મહત્ત્વની ખબર માટે જીવને જોખમમાં

મૂકતા તે જરા પણ અચકાતી નહીં. તેના બે પુત્રો અને પતિ વારાફરતી અકસ્માતમાં મૃત્યુ

પામ્યા હતા - આ ત્રણે આઘાત તેણે બહાદુરીથી ઝીલ્યા હતા.

ઈઝરયલે છાડે વાને થાડે ા દિવસની વાર હતી. ડવે મને કહ્યું કે હવે મારે ફ્રાન્સ છાડે ી

ન્યયૂ ાકે ર્મ ાં સ્થિર થવ,ું કારે સ્પાન્ે ડન્ટ તરીક.ે વધારાની આવક માટે ભાષણો આપવા. મને તો

જાહરે માં ઊભો થાઉં તો પણ પરસવે ો છટૂ ી જતા.ે પણ મને થય,ું મારી નિયતિ આમ પણ મેં

નક્કી કરી નથી. નિયતિએ જ મને જીવતો રાખ્યો હતા,ે પત્રકાર બનાવ્યો હતા.ે મારી આસપાસના

બનાવો તન્ે ાી મળે ે બન્યા કરતા હતા, હું ઘણી વાર મારી જાતને તમે ાં વહાવી દત્ે ાા.ે

પેરિસ બાબતે મેં મારું કામ એક યુવાન ઈઝરાયેલીને સોંપ્યું. જીનિવાનું કામ એડવિન

ચીરાક નામના વિદ્યાર્થીને સોંપ્યું. બોન, લંડનમાં પણ માણસો ગોઠવ્યા.

ડિસેમ્બરમાં મારું પહેલું પુસ્તક છપાયું, ‘એન્ડ ધ વર્લ્ડ સ્ટુડ સાઈલન્ટ’ અમેરિકા

જવાની તૈયારી મેં શરૂ કરી હતી. પણ નક્કી કર્યું હતું કે એક વર્ષથી વધારે ત્યાં નહીં રહું અને

એક દિવસ મેં યુરોપની વિદાય લીધી.

૭. ન્યૂયોર્ક

ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં મારી એક પોલિશ પત્રકાર

સાથે ઓળખાણ થઈ. તે યુનાઈટેડ જ્યુઈશ અપીલ

માટે લખતો. તેણે એક ઓર્ગેનાઈઝેશન સાથે મારી

મુલાકાત ગોઠવી આપી. કારણ કે ડવે કહેલું તેમ

વ્યાખ્યાન આપીને કમાણી થાય છે કે કમે તે હું ચકાસવા

માગતો હતો. ત્યાંની વ્યવસ્થાપિકાએ મને ખાસ કંઈ

બોલવા દીધા વિના જ નક્કી કરી લીધું કે હું તેમને

માટે અનુકૂળ વ્યક્તિ નહોતો. આમ અમેરિકાનો મારો પહેલો અનુભવ નકારનો થયો.

અત્યારે મને બીજો એક અનુભવ પણ યાદ આવે છે. ૧૯૭૨માં મ્યુનિક ઓલિમ્પિકમાં

એક ઈઝરાયેલી એથ્લેટનું ખૂન થયું ત્યારે યુજેએને હું યાદ આવ્યો, તેમનો પ્રવકતા ઇરવિંગ

આવીને મને કહેવા લાગ્યો, ‘અમને ઘણા વખતથી એમ થાય છે કે તમે અમારા માટે કોઈ

વ્યાખ્યાન કેમ આપતા નથી? તમને અમેરિકાની યહૂદી વસ્તી માટે લાગણી નથી?’ મેં એ

ચર્ચા ટાળી.

ન્યૂયોર્કમાં મારા એક કાકા હતા - સેમ્યુઅલ વિઝેલ અને એક મામા પણ હતા. કાકા

સાધરણ સ્થિતિના હતા, મામા સમૃદ્ધ. કાકાએ કહ્યું કે મારા પિતાની મદદથી તેઓ ન્યૂયોર્ક

પહોંચ્યા હતા. મામાએ એક વાર મને મળવા બોલાવ્યો. આંજી નાખે તેવા ભવ્ય બેઠકખંડમાં

તેઓ મિત્રો સાથે પાનાં રમતા હતા. મને કહે, ‘પોકર આવડે છે?’ ‘ના.’ તો પછી છાપામાં

કેવી રીતે લખે છે?’ મને સમજાયું નહીં, પણ તેમનાં મિત્રો વ્યંગપૂર્વક ખડખડાટ હસ્યા. હું

ચાલ્યો ગયો હોત, પણ આ મુલાકાત મારી બહેન બિયાએ ગોઠવી હતી અને હું તેને કોઈ

અગવડમાં મૂકવા માગતો નહોતો. ગમે તેમ અમારી તે પછી કદી મુલાકાત થઈ નહીં.

તેમણે મારું અપમાન કર્યું હતું.

કાકા સેમ્યુઅલ મને ગમ્યા. સાદી, નમ્ર જીવનશૈલી અને સુંદર ભાષા. મારા લેખો

વાંચવા તેમને ગમતા. ઘણીવાર તેમને વિષયો ન પણ ગમતા. મોટેભાગે આલોચના કરતાં.

નવા દેશમાં મૂળ નાખવા સહેલાં નહોતાં. ડેવિડ ગેડાઈલોવિચ જેને પહેલા ‘ગેડાલ્યા’

ને પછી અમેરિકન ‘ગામ’ નામથી હું બોલાવતો તે મારો લાંબા સમય સુધી મિત્ર રહ્યો. તેના

મિત્રો સાથે પણ મારે મૈત્રી થઈ. મારી રોજરોજની ઘણી માથાકૂટ તેના લીધે હળવી બનતી.

જેકબ બાલ-તેશુવા નામના એક ઈઝરાયેલી ફિલ્મ સામયિકના પ્રતિનિધિએ મને

ન્યૂયોર્કમાં વિદેશી સંવાદદાતા તરીકે કેવી રીતે કામ થાય તે શીખવ્યું. બીજા એક ઈઝરાયેલી

પત્રકારે મને સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રેસ રૂમમાં એક ‘ડેસ્ક’ અપાવી. તેણે તો જાણે મને પાંખમાં

જ લઈ લીધો. તેને કૌભાંડો કરતાં સત્ય શોધવામાં વધુ રસ હતો. મને ઘણાં ઉપયોગી સૂચનો

આપતો. તેને ઘણી ઓળખાણો હતી.

જેકબે ઘણી હાડમારી ભોગવી હતી. વર્ષો સુધી પરિવારનું પેટ ભરવામાં પણ તકલીફ

પડી હતી. પણ તેણે પોતાના સિદ્ધાંતો છોડ્યા નહોતા. પોતાના ઘા તે કદી ન ઉખેળતો.

‘મને શરમ આવે છે મારા દેશ પર, મારા કહેવાતા મિત્રો પર.’

આ શરમની વાત પરથી મને એક વાત યાદ આવી. તે વખતે માફિયા વિશે શોધખોળ

કરતાં મને અમુક યહૂદી નામ મળ્યા હતા. બીજા પણ અમુક યહૂદીઓ ગુનાખોરીમાં સંડોવાયા

હતા. આ લોકો પોતાનાં કામોને ‘દેશપ્રેમ’નું નામ આપતા હતા. એ જાણીને મને પણ ખૂબ

શરમ આવી હતી.

૧૯૫૬માં અમેરિકમાં હું ડેવિડ બેન ગુરીયનને મળ્યો. મારે તેમની પ્રમુખ આઈઝન

હોવર સાથેની મુલાકાતનો અહેવાલ લખવાનો હતો.

આ કામ દરમ્યાન મને સમાચાર માધ્યમોની શક્તિનો અંદાજ આવ્યો. હવે તો એ

શક્તિ ઘણી વધી ગઈ છે.

અમેરિકામાં બનતા બનાવોમાં મારાં રાતદિવસ જતાં હતાં. ફ્રાન્સમાં એવું નહોતું.

અમેરિકામાં વિદેશી સંવાદદાતા તરીકે રહેવું હોય તો ચોવીસ કલાક આંખ ખુલ્લી રાખવી

પડે. અમેરિકાના યહૂદીઓની જિંદગી પણ ફ્રાન્સના યહૂદીઓથી જુદી હતી. તેમના માટે

બિઝનેસ અને પબ્લિક રિલેશનનું ઘણું મહત્ત્વ હતું. એને મહત્ત્વ આપ્યું તેથી મારું અખબાર

પણ વિસ્તરવા લાગ્યું. અમેરિકામાં લેવાતા નિર્ણયોની અસર આખી દુનિયા પર થતી.

પ્રમુખ આઈઝનહોવરનો ડોળો મધ્યપૂર્વ પર હતો. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રો વચ્ચે

ઈઝરાયેલની સ્થિતિ શી હતી?

સંયુક્ત રાષ્ટ્રોના કાચના મહેલમાં થોડા દિવસો તો મજા આવી. ત્યાં મને ઈઝરાયેલના

સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના એલચી આલ્મા એલીન મળ્યા. તેમની તીક્ષણ બુદ્ધિ બધાના

આકર્ષણનું કેન્દ્ર હતી. તેમની અંગ્રેજી ભાષા અત્યંત સુંદર હતી. ગોલ્ડા મેયર તેને માટે

કહેતા કે તેની અંગ્રેજી ભાષા હેનરી કિસિન્જર કરતા પણ સારી છે. આલ્મા એલીન તેનો

ઉપયોગ પોતાના દેશ માટે પૂરો કરતા.

આવક માટે હું જુદી જુદી જગ્યાએ ફ્રિલાન્સ લખતો. એક સામયિકે મને નવલકથા

લખવાનું કહ્યું. મેં લખી - અત્યારે તો મને એવું જ યાદ છે કે તેમાં ઈઝરાયેલ જાસૂસી સેવાના

એક યુવક અને યુવતી પ્રેમમાં પડે છે. એમને ઈજિપ્ત મોકલવાના છે. આ રોમેન્ટીક જાસૂસી

નવલકથાનું તે પછી શું થયું મને યાદ નથી.

આ વાંચી ‘જ્યુઈશ ડેઈલી ફોરવર્ડ’ના સાયમન વેબરે મને મળવા બોલાવ્યો, નોકરી

પણ આપી. આ અખબાર વિશ્વનું સૌથી વધુ વંચાતું યહૂદી છાપું હતું. મારે ભાષાંતર અને

પુનઃલેખન કરવાનું હતું.

યિડીશ મારી પ્રિય ભાષા છે. સૌંદર્ય, ભૂતકાળ પ્રત્યેનો પ્રેમ અને ઉદાસી આ ભાષામાં

જેવી રીતે વ્યક્ત થતી તેવી રીતે દુનિયાની કોઈ ભાષામાં વ્યક્ત ન થઈ શકે, તેમ હું માનું

છું. મારે તો હસવા અને રડવા બંને માટે યિડીશ જ જોઈએ. તેના વિના હોલોકાસ્ટ સાહિત્ય

આત્માવિહોણું રહ્યું હોત.

આ નવા કામથી આકર્ષાઈ મારા કાકાના મિત્રે મને તેમની પુત્રી માટે પસંદ કર્યો.

પુત્રી જો કે સારી હતી, પણ મારા મનમાં હજી કેથલીનની સ્મૃતિ તાજી હતી અને બીજું

મોઝેઝની સેક્રેટરી અવીવા સાથે માટે મૈત્રી પણ હતી. એક વાર અમે બંને સાથે ફિલ્મ જોવા

જતા હતા ને મારો એક ટેક્સી સાથે અકસ્માત થયો.

મારા મિત્રોએ મારા રૂમને પોતાનો ર્અીો બનાવી મૂક્યો, જ્યાં તેઓ રાજકીય

સમાચારો અને સમસ્યાઓની આપલે કરતા. બિયા ને અવીવા મારું ધ્યાન રાખતાં. ઈજિપ્તના

બનાવો ઝડપથી બનતા હતા. બધી ચર્ચાઓનું કેન્દ્ર મધ્યપૂર્વ હતું.

એક દિવસ એક વકીલે આવીને મને કહ્યું કે તેઓ એક બીજી કંપનીના પ્રતિનિધિ છે,

અને જો હું અમુક સીધાસાદા કાગળો પર સહી કરી આપું તો તેઓ મને એક મિલિયન ડોલર

તાત્કાલિક આપે. હું તો તૈયાર થઈ ગયો. પણ મારા મિત્ર અલેકઝાન્ડર ઝૂબેરે કહ્યું કે આવી

કોઈ સહી નહીં કરવાની.

ઠીક, પણ આ હોસ્પિટલનું બિલ ચડી રહ્યું હતું, તેનું શું? મારું છાપું મને મારા પગાર

સિવાય કશું આપવાનું નહોતું અને ઘરનું ભાડું, બીજાં બિલો? મારી બહેન બિયા મારી

બાજુમાં જ હતી. પણ તેની આર્થિક સ્થિતિ તો મારા જેવી જ હતી. મારા મિત્રો પણ મારા

જેવા. પણ તે દિવસે એક અજાણ્યો માણસ આવી મને થોડા ચેક આપી ગયો. ‘તું સારો

થાય, સગવડ થાય પછી પાછું આપજે. હમણાં ચિંતા ન કર.’ તેનું નામ હતું. હિબેલ. તે

પછી પણ તેણે નિયમિત મને પૂછ્યા કર્યું હતું કે મારે વધુ મદદ જોઈશ કે કેમ.

આ બનાવ પછી મેં મારી નવલકથા ‘ધ એક્સીડન્ટ’ શરૂ કરી. તેની નાયિકાનું નામ

મેં કેથલીન રાખ્યું હતું. તેમાં કોન્સન્ટ્રેશન કેમ્પનો અનુભવ લઈ આવેલી આયર પણ હતી.

કેમ્પમાંથી બચી ગયેલાઓની જિંદગી પર એક કાળો ઓળો હંમેશા રહ્યો છે.

થોડો વખત વ્હીલચેરમાં વીતાવ્યા બાદ હું ફરી કામે લાગ્યો. દરમ્યાન હંગેરીમાં

બળવો થયો હતો. જે રશિયનોએ દાબી દીધો હતો. ચારેતરફ ચર્ચાઓ ચાલ્યા કરતી. બેન

ગુરીયન પેરિસ આવવાના છે તેવી વાત સંભળાતી હતી. રશિયા અને અમેરિકા વચ્ચે

ઈઝરાયલે ને લગતાં વાગ્યદ્ધુ ો થતા. અમિે રકાના પ્રમખુ આઈઝનહાવે રે ઈઝરાયલે ને મધ્યપવૂ ર્ન્ ાા

રાજકારણથી દૂર રહેવા ચેતવણી આપી હતી. ઈઝરાયેલના બચાવ માટે કોઈ દેશનું મોં

ખૂલ્યું નહોતું. ડેવિડ બેન ગુરીયને પોતાની વાત છૂપી રાખી નહોતી. ઈઝરાયેલ ઈંગ્લેન્ડની

તરફેણ કરતું હતું તે જોઈ બધાને નવાઈ પણ લાગી હતી.

આ દરમ્યાન મારો અમિે રકાનો વિઝા પરૂ ો થયા.ે ફરી એ જ કાયર્વ ાહીની જજાં ળ.

વ્હીલચરે અને કાખઘાડે ી સાથે ઈમિગશે્ર ન આિે ફસના ઘણા ધક્કા ખાધા પણ કાઈે કિનારો

દખે ાય નહીં. છવે ટે અકે ભલા અધિકારીએ મને સચૂ વ્યું કે તમે અમિે રકન નાગરિક કમે નથી

બની જતા? અત્યાર સધુ ી હું ક્યાયં નો નાગરિક નહાત્ે ાો તથ્ે ાી દરકે જગ્યાએ મને શકં ાની નજરે

જાવે ામાં આવતો અને અપમાનજનક લાબ્ં ાી વિધિઆમે ાથ્ં ાી દર વર્ષે પસાર થવાનું આવત.ું

અને પછી, અંતે હું અમેરિકાનો નાગરિક બન્યો. તે પછી, એકવાર ૧૯૮૧માં

ફ્રેન્કોઈસ મિત્તરાં ફ્રાન્સના પ્રમુખ ચૂંટાયા ત્યારે મને ફ્રાન્સના નાગરિકત્વ માટે પ્રસ્તાવ મળ્યો

હતો, જેને મેં નકાર્યો હતો. જ્યારે હું ક્યાંયનો નહોતો તે વખતે મને અમેરિકાએ પાસપોર્ટ

આપ્યો હતો. મારે અમેરિકા જ રહેવું હતું.

૧૯૯૭માં ડવ અને લિહ અમેરિકા આવ્યા. હું હજી લાકડીના ટેકે થોડું થોડું ચાલતો

થયો હતો. તેમણે એક કાર ભાડે કરી અને અમે ન્યૂયોર્કથી લોસ એન્જલસનો છ અઠવાડિયાનો

પ્રવાસ કર્યો.

આ અમેરિકા ન્યૂયોર્ક કે વોંશિગ્ટનથી જુદું હતું. મોટા ભૂરા રસ્તાઓ ક્ષિતિજ પરથી

પર્વતમાળા સુધી લંબાતા. સુંદર નદીઓ, શાંત ઝરણાં, લીલી છમ ખીણો અને અદ્‌ભુત

સૂર્યાસ્ત. હું પ્રકૃતિની આટલો નિકટ કદી આવ્યો નહોતો. અમે ગ્રાન્ડ કેન્યોન ને લાસવેગાસ

પણ જોયાં. સાથે રેડ ઈન્ડિયનોની વસાહત પણ જોઈ. ત્યાં પણ અમને યહૂદીઓ મળ્યા.

આ જ ગાળામાં હું તે વખતના ઈઝરાયલે ના વિદશે પ્રધાન ગાલ્ે ડા

મેયરને પહેલીવાર મળ્યો. તેઓ ન્યૂયોર્ક આવ્યા હતા.

ઈઝરાયેલને સિનાઈના પંજામાંથી છોડાવનાર ગોલ્ડા મેયર

પોતાના વ્યક્તિત્વને લીધે ખૂબ જાણીતા હતા. મૂળ નિષ્ઠાવાન

અને સાદા હતા. એક જ સેકન્ડમાં મિત્ર અને દુશ્મનને ઓળખી

જાય તેવા. પ્રિય વ્યક્તિઓ માટે ઉદાર અને અપ્રિય વ્યક્તિઓ

પ્રત્યે ક્રૂર.

થોડા જ સમયમાં હું તેમનો વિશ્વાસુ બની ગયો. પછી તો

તેઓ ઈઝરાયેલના વડાપ્રધાન બન્યા પણ અમારી મૈત્રી ચાલુ રહી. તેમને લીધે હું જ્યારે

ઈઝરાયેલ જતો ત્યારે મારા માટે તમામ દરવાજા ખુલ્લા રહેતા.

આ જ વર્ષે મારા અખબારના માલિક યેઝદા મોઝેઝનું અવસાન થયું. તેમણે તેમના

અખબારનો કાર્યભાર મને સોંપ્યો. હું ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યો. બેન ગુરીય જ્યાં જાય, હું

તેમને કવર કરતો. તેમની અમેરિકાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન જે.એફ.કેનડી સાથેની

મુલાકાત પણ મેં કવર કરી હતી. જો કે તે મુલાકાત આશાસ્પદ નીવડી નહોતી.

બન્ે ા ગરુ ીયન અકે અચ્છા રાજપરુ ષ્ુ ા હતા.ં

દરકે ને તન્ે ાી આવડત અનસ્ુ ાાર ઊંચે લઈ આવતા,

અને શીખવતા. તેમને હું મારા પિતા સમાન

ગણતો. તેમના એક અફસર નેહમિયાએ તો

આજીવન અપરિણીત રહવે ાનું નક્કી કર્યું હત.ું જથ્ે ાી

પાત્ે ાાની તમે ના પ્રત્યન્ે ાી નિષ્ઠા અતટૂ રહ,ે અટે લું

જ નહીં, તે અકે યવુ તીના પ્રમે માં પડ્યો ત્યારે તણે ે

આત્મહત્યા કરી લીધી.

મારું રોજિંદુ રિપોર્ટીંગ ચાલ્યા કરતું - અશ્વેતોનો સંઘર્ષ, જેક્વીલીન કેનેડી, ખ્રશ્ચેવની

મુલાકાત, જોન સેનબેકને નોબેલ ઈનામ, નારીવાદી ચળવળો - કંઈને કંઈ ચાલ્યા કરતું.

૧૯૬૨ના ઓક્ટોબર મહિનામાં ક્યુબામાં રશિયન મિસાઈલ મુદ્દે ચર્ચા હતી.

વિશ્વભરમાં દહેશતનું વાતાવરણ હતું. આના બીજા વર્ષે કેનેડીની હત્યા થઈ. ‘દેવોને ઈર્ષા

આવી...’ આ શબ્દોથી મેં લાંબો લેખ લખ્યો. દેશ આખો આઘાતમાં ગરકાવ હતો. ભલભલા

કઠણ માણસો રડ્યા હતા.

ગોલ્ડા મેયર પણ આશ્વાસન વ્યક્ત કરવા આવ્યા હતાં. તેમની સાથે મારો ઘરોબો

વધતો જતો હતા.ે તમે ની વાતામે ાં મને ખબ્ૂ ા મજા આવતી. રશિયામાં બાળપણ, નિલવાયકીમાં

તરુણાવસ્થા અને તે પછી પેલેસ્ટાઈનના અનુભવો. ક્યારેક અમારા અભિપ્રાયો જુદા પડતા,

પણ તેનાથી મૈત્રી ન જોખમાતી.

વડાપ્રધાન બન્યા પહેલા અને તે પછી પણ તેઓ મારે ત્યાં આવ્યા હતા. તેમને

મળવા આવતા મારા પ્રોફેસર મિત્રોને જોઈ કહેતા, ‘આમની સામે હું શું છું, કાંઈ જ નથી.’

હું કહેતો, ‘એમ નથી. અમેરિકાની યુનિવર્સિટીના પ્રોફેસર હજારો હશે જ્યારે ગોલ્ડા તો

એક જ. ખરું ને?’

૮. લેખન

૧૯૫૭ની ઘટમાળ વચ્ચે મને શુભ સમાચાર મળ્યા. ફેન્કોઈસ મોરિયેકે જણાવ્યું હતું

કે જેરોમ લિંડોન ઓફ એડિશન્સ મારું પુસ્તક ‘ધ ન્યુઈટ’ (નાઈટ) પ્રસિદ્ધ કરશે. મારા

જીવનનું એક નવું પ્રકરણ આ સાથે ખૂલ્યું.

લિંડોનને મારું ‘એન્ડ ધ વર્લ્ડ રિમેઈન્ડ સાયલન્ટ’ શીષર્ક ગમ્યું નહોતું, તેથી તેણે તેનું

નામ ‘નાઈટ’ રાખ્યું હતું. મેં ૮૬૨ પાનાની હસ્તપ્રતને કાપી કૂપીને ૨૪૫ પાનાની બનાવી

અને યિડિશ આવૃત્તિ બની. લિંડોને તેમાં પણ કાપાકૂપી કરી, ફ્રેન્ચ આવૃત્તિ ૧૭૮ પાનાની

બનાવી. તેમાં બીજા પણ અમુક ફેરફાર હતા.

પુસ્તકનો અંત આ પ્રમાણે હતો :

‘મેં અરીસામાં જોયું. તેમાં એક હાડપિંજર હતું. એ મારી મારા મૃત્યુ પછીની તસવીર

હતી. મેં કાચ પર મુક્કો માર્યો અને બેહોશ થઈ ગયો.

આજે બુશેનવૉલ્ડની ઘટનાને ૧૦ વર્ષ વીતી ગયા છે. વિશ્વ અમને ભૂલી ચૂક્યું છે.

જર્મની આજે સાર્વભૌમ રાષ્ટ્ર છે. નવું સૈન્ય લઈને બેઠું છે. ભૂતકાળ ભૂંસાઈ ગયો છે, દટાઈ

ગયો છે. દુનિયા માટે છ લાખ યહૂદીઓની યાતના એક દંતકથા સમી બની ગઈ છે. તેથી મેં

આ બધું લખ્યું છે. આ લખાણ દુનિયાને કે ઈતિહાસને બદલી નહીં શકે, તેમ છતાં લખ્યું છે.

મારી જાતને હું પૂછું છું, અરીસો તોડી મેં ઠીક કર્યું?’

‘નાઈટ’ ફ્રાન્સમાં પ્રકાશિત થઈ ત્યારે હું બીજું પુસ્તક લખી રહ્યો હતો.

લખવું મારા માટે એક વેદનાભર્યો આનંદ છે. શરૂઆત હંમેશા મને હેરાન કરે છે.

એક વાર એક વાક્ય લખાઈ ગયું તો પછી બાકીનું ધડધડાટ આવવા માંડે છે. પણ

‘કોન્સન્ટ્રેશન’, ‘નાઈટ એન્ડ ફોગ’, ‘સિલેકશન’ કે ‘ટ્રાન્સપોર્ટ’ જેવા શબ્દો લખું ત્યારે

મારા હૃદયમાં છરી ભોંકાય છે. બીજી તકલીફ એ છે કે ફ્રેન્ચ ભાષા હું પુસ્તકો વાંચીને

શીખ્યો છું. તેથી આ શબ્દો મને નથી આવડતા.

‘નાઈટ’ પછીના મારા તમામ પુસ્તકોની આ જ શૈલી છે. જાણે હું ઘેટોમાં છું ક્યારે

દુશ્મન આવશે ખબર નથી. લખવું એટલે અસ્તિત્વના અગાધ ઉમંગમાં કૂદવું - બે શબ્દો

વચ્ચેના અવકાશમાં ભરેલા રહસ્યને ઉલેચવું - બે શબ્દો વચ્ચેનું અંતર પૃથ્વી અને સ્વર્ગ

વચ્ચેના અંતર કરતાં પણ વધુ હોઈ શકે. લખવું એક રીતે શ્રદ્ધાનો વિષય છે.

૧૯૫૮, અલ્જિરીયાનું યુદ્ધ ચાલતું હતું. ઈઝરાયેલને થોડાક ટેકા મળ્યા હતા. હું

ફ્રાન્સ આવ્યો હતો. મારા પુસ્તક ‘નાઈટ’ને સારો આવકાર મળ્યો હતો. અવલોકનો પણ

થયા.

હું લિંડોનને મળ્યો. અમારી વચ્ચે મૈત્રી થઈ. ત્યારે તે અલ્જિરીયાના સ્વાતંત્ર્યનો

સમર્થક હતો. પછી ઘણા વર્ષ પછી તેનો રાજકીય નિર્ણય બદલાયો ને અમારી વચ્ચે

અંતર પડ્યું.

ત્યારે હું સેમ્યુઅલ બેકેટને પણ મળ્યો હતો. અને તે પછી જીવનમાં પહેલી વાર હું

ટેલિવિઝનના પડદે પણ દેખાયો. લોકો મને ઓળખવા લાગ્યા. મેં શું લખ્યું છે તે ભાગ્યે જ

કોઈ જાણતું પણ ટી.વી.માં મારો ઈન્ટરવ્યૂ લેવાયો તે મને સ્ટાર બનાવવા માટે પૂરતું હતું.

એક જ પુસ્તકના આટલા બધા પ્રતિભાવથી હું મૂંઝાયો. મને થયું લોકો સમજ્યા જ

નથી કે મારે શું કહેવું છે. સમજ્યા હોત તો રાજી થવાને બદલે ગુસ્સે થાય.

દરમ્યાન, ન્યૂયોર્કમાં લિટરરી એજન્ટ જ્યોર્જિસ બોર્મર્ડ સાથે મારી મૈત્રી થઈ.

અમેરિકામાં ‘નાઈટ’ની આવૃત્તિ છાપવા જલદી કોઈ તૈયાર થયું નહીં. ઘણા પ્રયત્નો પછી

હીલ એન્ડ બોન્ડા તૈયાર થયાં. એ જ વર્ષમાં અમેરિકામાં હજારો નકલ વેચાઈ.

પેરિસમાં એક પ્રકાશક જ્યોર્જ સ્ટેનર. તે ખૂબ બુદ્ધિશાળી, ભાષાવિદ્‌ અને વિચારક

હતો. યહૂદીઓના પ્રાચીન અને ચર્ચાસ્પદ વિસ્થાપનોથી વ્યથિત હતો. તેનો અજંપ આત્મા

સદાય સંશોધનોમાં રત રહેતો.

ફ્રાન્સમાં લેખકો પ્રકાશકોને જલદી બદલતા નહીં. અમેરિકામાં ભાગ્યે જ કોઈ લેખક

એક જ પ્રકાશક સાથે કામ કરતો. મારા પુસ્તકો ‘ધ ટાઉન બિયોન્ડ ધ વૉલ’, ‘ધ ગેટસ ઓફ

ધ ફોરેસ્ટ’, ‘લિજેન્ડસ ઓફ અપર ટાઈમ’, ‘ધ જ્યુઝ ઓફ સાયલન્સ’, ‘અ બેગર ઓફ

જેરુસલેમ’ અને ‘સોલ્સ ઓન ફાયર’ જુદા જુદા પ્રકાશકોએ પ્રસિદ્ધ કર્યા હતા. તે પછીના ‘ધ

ટેસ્ટામેન્ટ અને ‘ધ ફરગોટન’નું પણ તેમ જ હતું.

વારંવારના આ પરિવર્તનથી હું થાકી જતો. જો કે આ પરિવર્તન ઉપયોગી અને

જરૂરી તો હતા તે મને સમજાતું હતું. હું મારા એડિટરને વફાદાર રહેતો.

આમાંની ઘણીખરી નવલકથાઓ ફ્રાન્સમાં પણ પ્રગટ થઈ હતી. ‘અ બેગર ઈન

જેરૂસલેમ’ માટે મને પ્રિન્સ મેડિસીસ એવોર્ડ મળ્યો. એવોર્ડ મળ્યા પછી વિવેચકોએ જાહેર

કર્યું કે ‘નવલકથા સારી છે.’ પત્રકારો મારી મુલાકાત લેતા. એક પ્રશ્ન ચોક્કસ પૂછતા કે ‘હું

કોન્સ્ટ્રેશન સિવાયનું કશું ક્યારે લખીશ?’ હું સમજાવવા માગતો કે હું જ નહીં, જે જે વ્યક્તિ

કોન્સ્ટ્રેશન કેમ્પમાં રહી છે, તે તમામ પોતાનાં અખબારો પ્રકાશિત કરે તો પણ કોન્સ્ટ્રેશન

કેમ્પ શું હતો તેનો કોઈને અંદાજ નહીં આવે પણ થોડા વખત પછી મેં જવાબ આપવાનું

છોડી દીધું. લોકો સમજતા નહોતા. અમુક તો ઊલટું એમ કહેતા કે હું કોન્સ્ટ્રેશન કેમ્પને

વટાવી ખાઉં છું!’

મારા એક નિબંધ ‘ધ પ્લીયા ફોર ધ સર્વાઈવર્સ’માં મેં લખ્યું છે : ‘જેમણે અમારી

પીડાને ઓળખી નથી, અમારી ભાષાને સમજી નથી ને અમારા સ્વજનોના મૃતદેહો પરના

અમારા શોકને અનુભવ્યો નથી તેઓ અમારા ઉપર આરોપ મૂક્તા પહેલા વિચારે-એક

દિવસ અમારું મૌન તૂટશે ને ત્યારે આ પૃથ્વી અને તેનો સર્જનહાર હચમચી જશે.’

પણ લેખકો-આલોચકોની આક્ષેપબાજી ચાલુ જ હતી. હું મૌન સેવતો. મોરિમેકનું

કથન યાદ આવ્યું કે પહેલા લોકો તમારા પૂતળાં બનાવે છે, ને પછી પોતે જ એને તોડી નાખે

છે. ઉપરાંત લેખકોની ઈર્ષા પણ જબરી હોય છે. આલ્ફેટ કઝીન જેવા આલોચકો પણ

ઓછા નથી હોતા, જેઓ એક લેખકને એક વાર તો પ્રશંસાના પુષ્પોથી વધાવી લે છે તે પછી

તોડી પાડે છે. તેણે લખેલું કે ‘નાઈટ’માં વર્ણન છે કે ત્રણ કેદીઓને એક સાથે બાંધી ફાંસી

આપી તે મારી કલ્પનાની નીપજ છે - અરે, એ દૃશ્ય જોનારા હજારો કેદીઓ હતાં, તેમાંના

કેટલાક હજી જીવે પણ છે : પણ હું તમને કહું - કઝીન જેવા માણસો એમ પણ કહી શકે કે

હોલોકાસ્ટ જેવું કશું બન્યું જ નથી - એ અમારી કલ્પનાની નીપજ છે. ભ્રમ છે. તેમને કેમ

સમજાવવું કે આવા અનુભવો કલ્પનામાંથી ન જન્મી શકે, કે ન તેમને સમજાવી શકાય.

પણ હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું. હું વિવેચકોની નિંદા નથી કરતો. તેઓ લાંબુ

વિચાર્યા વિના પોતાનું કર્તવ્ય નિભાવે છે. તેમની મને બહુ પરવા નથી. મારી શ્રદ્ધા મારા

વાચકો પર છે. તેઓ મને સમજે છે તેવું મને લાગે છે. મારા માટે સાહિત્ય સર્જન એ એક

નૈતિક પરિમાણ છે. જે આરામથી એક ‘સિસ્ટમ’ને સર્વસ્વ માનીને બેઠેલા છે તે તમામની

ઊંઘ ઉડાડી દેવી એ મારા સજર્નનું ધ્યેય છે. બુદ્ધિવાદીઓની જડતાને તોડવાનું શિક્ષણ મને

મારી જિંદગીએ આપ્યું છું.

મને કહેવા દો કે આમ છતાં હું મારી જાતને સદ્‌ભાગી સમજું છું. ગુસ્સો-આશાની

ક્ષણો નથી આવી તેમ નહીં, પણ હું કડવો નથી થયો. મને જે ગમ્યું, મેં કર્યું, મિત્રો બનાવ્યા.

લોકોએ ત્યાં સુધી કહ્યું, ‘કોન્સન્ટ્રેશન કેમ્પ’માંથી બચી જવા માટે આભાર.’

અત્યાર સુધી મારી જિંદગી એકલવાઈ હતી અને ટાઈમટેબલથી બંધાયેલી પણ.

મારો મુખ્ય રસ કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બચી ગયેલાઓની મૌન વ્યથાને વાચા આપવાનો

હતો. પણ તેઓ બધા છૂટાછવાયા હતા અને હોઠ સીવીને બેઠેલા હતા. હું તેમને અપીલ

કરતો હતો કે બહાર આવો, પરસ્પર મળો, દુઃખ વહેંચો, હળવા થાઓ.

સહેલું નહોતું પણ ધીરે ધીરે તેઓ આવતા ગયા. મને નાની ચિઠ્ઠીઓથી માંડી મોટા

લેખો મળતા ગયા. હું તેને વાચા આપતો ગયો. આ લોકોની ચિંતા મને ખૂબ રહેતી. તેઓ

પણ લુપ્ત થવાને આરે આવીને ઊભેલ એક પ્રજાતિ સમા હતા. દુનિયામાં તેમને સમજે તેવું

તેમના પોતાના સિવાય કોઈ નહોતું. તેમનામાંના અમુકે પૈસા બનાવ્યા હતા.

આ લેખો અને ‘નાઈટ’ પુસ્તકે મને યોસેલ રોઝનસેસ્ટ અને તેના જૂથ સાથે મિત્રતા

કરાવી. યોસેલ પોતાના કેમ્પના અનુભવો વિશે સતત બોલતો. તે પોતાની મહેનતથી આગળ

આવ્યો હતો. લેખકો અને બુદ્ધિજીવીઓ પ્રત્યે તેને આદર હતો. જિંદગી આનંદથી જીવતો

ને છતાં જરાક વારમાં રડી પણ પડતો. લડાઈ પૂરી થયા પછી ઘરબારવિહોણા યહૂદીઓનું

એક ગામ વસાવ્યું હતું - બેલ્સેન. તેનું હૃદયરોગથી મૃત્યુ થયું ત્યારે લોકોએ કહ્યું તેણે

આત્મહત્યા કરી.

આ ઉપરાંત પણ બીજા અનેક બચી ગયેલા યહૂદીઓ મને મળ્યા. તમામ ઈઝરાયેલને

માટે સક્રિય હતા.

૬૦ના એ ગાળામાં હું યહૂદી દૈનિક ‘ફોરવર્ડ’ના તંત્રી વિભાગમાં અત્યંત વ્યસ્ત

હતો. અખબારનો ફેલાવો ભારે ટોચ પર હતો. એડીટર ઈન ચીફ હિલેડ રોગફ ભલો અને

જાણકાર માણસ હતો. તેના પછી તેનો સહાયક લામીર ફીગલમેન ને તે પછી ત્રીજા નંબરે

મારો મિત્ર સાયમન વેબર હતો. તે સંસ્કારી અને અમેરિકા અને યહૂદી બંને રાજકારણ સાથે

જોડાયેલો હતો.

યહૂદી સાહિત્ય અને સંસ્કાર જગત ભૂસાવા માંડ્યું હતું. જે મોટા સાહિત્યકારો હતા

તે એકબીજાની ઈર્ષા કરતા રહેતા.

હું ઘણીવાર મારા બાળપણના ઈશ્વર સાથે વાર્તાલાપ કરતો : ‘શા માટે તે માનવીને

બનાવ્યો? તને તેની જરૂર હતી? તે તો પોતાની નગણ્ય હારજીતમાં વ્યસ્ત છે. તે તને શું કામ

લાગે?’ તેનો ઉત્તર મને આજ સુધી મળતો નથી.

ઈઝરાયેલમાં હું સતત લખતો રહ્યો. જુદા જુદા લોકોને મળી ઈઝરાયેલના ભાવિની

ચર્ચા કરતો રહ્યો. પત્રકારો સાથે વાતો થતી રહી. જોસેફ કેસમની નેતાગીરી નીચેના

બુદ્ધિજીવીઓને મળ્યો. આ બધા વચ્ચે સતાવતો રહ્યો મને એ જ જૂનો સવાલ - દુષ્ટ તત્ત્વોને

અને દુષ્ટતા તરફના મીંઢા મૌનને શી રીતે સમજાવવા? યહૂદીઓ જે અન્ય રાષ્ટ્રોમાં વસ્યા

હતા તેમની તટસ્થતાને શું કરવું? આઈકમેન પર મુકદ્દમો ચાલતો હતો - પણ તેણે કરેલા

પારાવાર ગુનાઓની સજા શી હોઈ શકે?

૧૯૬૨માં ‘ધ ટાઉન બિયોન્ડ ધ વૉલ’ આવી. આ નવલકથામાં કાવ્યતત્વ હતું,

રહસ્ય હતું અને એક સર્વાઈવરની કથા પણ - ધાર્મિક વાતાવરણમાં બાળપણ, કેમ્પ, ફ્રાન્સમાં

આગમન, મિત્રો. તેનું સ્વપ્ન વતનમાં પાછા જવાનું હતું. આ મારું ચોથું પુસ્તક હતું. તેને

પ્રિકલ રીવારોલ નામનો એવોર્ડ પણ મળ્યો.

શબ્દોના રસ્તે આમ હું મારા સમાજની નિકટ થતો જતો હતો. સાથે મારું રાજકીય

અને સમકાલીન વિષયો પરનું લેખન પણ ચાલુ જ હતું. મેં કામૂ, હેમિંગ્વે અને શ્વાઈર્ટઝાર

વિશે પણ લખ્યું. જેને જીવતા ન જાણ્યો પણ મૃત્યુ પછી વખાણ્યો તેવા નોબેલ પ્રાઈઝ

વિજેતા બેશીવ્ઝ સીંગરને વાંચ્યો, બીજા લેખક ઓરોન જેટલિન ને પણ મળ્યો. તે સિંગરના

બચપણના મિત્ર હતા. જેને લેખક તરીકે ને મિત્ર તરીકે હું ચાહતો.

યહૂદી કવિઓ ને વિચારકો સાથેની મિત્રતા યાદગાર હતી અને કલાકો સુધી ઈશ્વર

પ્રાર્થના, પોલેન્ડ અને હંગેરીના યહૂદીઓ, લોકસંગીત, સાહિત્ય વિશે ચર્ચાઓ કરતા.

હેરોલ માનવતાવાદી હતો અને વિયેટનામ યુદ્ધનો પ્રખર વિરોધી. દરેક કચડાયેલી પ્રજા

માટે તે લડી પડતો. રશિયાના યહૂદીઓ માટે અને અમેરિકાના કાળાઓ માટે લડનારા

પ્રથમ લોકોમાં તે હતો. તેણે જ મારી મુલાકાત માર્ટિન લ્યુથર કિંગ જુનિયર સાથે કરાવી

હતી. સ્થાનિક યહૂદીઓ તેને ‘ખ્રિસ્ત’ કહી તિરસ્કારી લેતા. પણ તેણે હંમેશા માનવઅધિકારો

માટે કામ કર્યું.

પેરિસના વિચારક માનેસ સ્પેરબર સાથે ગાળેલા દિવસો પણ હું આનંદપૂર્વક યાદ

કરું છું. તેનું મારી જિંદગીમાં ખાસ મહત્ત્વ છે. તેની દૃઢતા, પ્રતિભા, માનવતા આ બધું

એકસાથે એક વ્યક્તિમાં ભાગ્યે જ મળે. જો કે બાહ્ય રીતે અમે તદ્દન જુદા હતા. તેઓ

કોમ્યુનિસ્ટ હતા. હું નહોતો. તેમને મનોવિજ્ઞાનમાં રસ હતો, મને રહસ્યવાદમાં. તેઓ

ધર્મને નકારતા, હું માનતો, તો પણ અમારી મૈત્રી અતૂટ હતી.

તમે ના લીધે હું લખે ક જીન બાલ્ે ટ અને જમર્ન્ ા યહદૂ ી નવલકથાકાર અિે રક કાસ્ટન્ે ાને મળ્યા.ે

૧૯૬૪માં મને લાગ્યું કે હવે સિયેટ જવું જોઈએ. હું નીકળ્યો. રસ્તામાં બુડાપેસ્ટમાં

હું ઈતિહાસનું પગેરું કાઢતો, ૧૯૪૪માં યહૂદીઓના સંહાર માટે લેવાયેલા નિર્ણયના સ્થળે

પહોંચવા માગતો હતો. મારે ઘેટો જોવા હતા. મારે જાણવું હતું કે અમારું નિકંદન નીકળી

રહ્યું હતું ત્યારે દુનિયા શું કરતી હતી? ‘ધ ટાઉન બિયોન્ડ ધ વોલ’માં મેં આ અનુભવ વર્ણવ્યો

છે. તેમાં મિશેલ નામનું પાત્ર પોતાના ગામમાં પાછું આવે છે. પિતાના સ્ટોરમાં જાય છે જે

હવે બીજું કોઈ ચલાવતું હોય છે. મિશેલ ત્યાં જઈ મીણબત્તીઓ ખરીદે છે. પોલીસ તેને

પકડે છે અને મીણબત્તીમાં કોઈ શંકાસ્પદ સંદેશો છુપાયેલો હશે તેમ માની તેને તોડી નાખે

છે. કંઈ મળતું નથી ત્યારે મિશેલને જ પૂછે છે, ‘તેં મીણબત્તી શા માટે ખરીદી?’ મિશેલ કહે

છે, ‘ખબર નથી.’ તેને સાચે જ ખબર નહોતી, કારણ મને પણ ખબર નહોતી કે મેં તેની

પાસે બટન કે કાતરને બદલે મીણબત્તી કેમ ખરીદાવી.

મેં સિયેટ જઈ સૌથી પહેલું કામ મીણબત્તી ખરીદી મારા દાદાની કબર પર મૂકવાનું

કર્યું. ત્યારે મને બત્તી થઈ - ઓહ, આ સુષુપ્ત ઈચ્છાને લીધે મેં મિશેલ પાસે મીણબત્તી

ખરીદાવી હતી!

સિયેટ બહુ બદલાયું નહોતું - પણ હું પોતાને ત્યાં બંધ બેસાડી શક્યો નહીં. યહૂદીઓની

ગલીઓમાં ઘરો અને દુકાનો બંધ હતા. ખાલી હતા. ત્યારે હું બાળક હતો, નહોતો સમજી

શક્યો - હવે સમજાય છે. એ મહોલ્લામાં રહેનારા

અમે કેટલા ગરીબ હતા? મારા માતાપિતા પણ ઘણી

વાર ઉધાર પૈસા લેતા. કોની પાસે - શા માટે? મને

ખબર નહોતી. એક કરુણા મારા મનમાં ભરાઈ ગઈ

- પણ બહુ મોડું થઈ ગયું હતું - હંમેશાં બહુ મોડું થઈ

જાય છે!

મોટાભાગનાં સિનેગોગ બંધ હતાં. તેમાંના પવિત્ર

ગ્રંથો ધૂળથી છવાઈ ગયા હતા. અમુકમાં અધિકારીઓએ ખાલી ઘરોમાંથી એકઠી કરેલી

વસ્તુઓ ખડકી દીધી હતી. તેમાંના એકમાંથી મને મારી નોટબુક મળી - પીળી, ધૂળવાળી

જેના પાનાં પર મેં બાઈબલ વિશે લખ્યું હતું - બહાર આવ્યો તો એક ટોળું ઊભું હતું - ચેતન

વગરના પુરુષો, કાળા સ્કાર્ફ પહેરેલી સ્ત્રીઓ, કરચલીવાળા ચહેરા અને જીર્ણ વસ્ત્રો. મને

જોઈ તેમણે હાથ લંબાવ્યા. મેં પાસે હતું તે બધું તેમને આપી દીધું. તેઓ કંઈક બોલ્યા, ‘હું

સમજી ન શક્યો - હું ભાગ્યો. જાણે કશુંક પાછળ પડ્યું હોય તેમ ભાગ્યો.

સાત વર્ષ પછી હું એનબીસી ટેલિવિઝન માટે ફરી સિયેટ ગયો.

ડેની સ્ટર્નને મારો લેખ ‘રિટર્ન ટુ સિયેટ’ વાંચીને મને ફોન કરવાનું મન થયું. અમે

મળ્યા. તેણે કહ્યું, ‘મેં નવલકથા લખી છે, તમે અભિપ્રાય આપો’ નવલકથાનો વિષય

ઓશોવિટ્‌ઝ અને કોન્સન્ટ્રેશન કેમ્પ હતો. હું માનતો હતો કે આ વિષય પર લખવામાં ફક્ત

જાણકારી કે પ્રતિભા ઉપરાંત પણ કશુંક જોઈએ. ડેની પણ એમ જ માનતો હશે, કેમ કે તેના

લખાણમાં એક સંકોચ હતો. તે એવા લોકોને મળીને પોતાનું લખાણ બતાવતો જે ખરેખર

આ બધું ભોગવી ચૂક્યા હોય. પ્રકાશકના કહેવાથી મેં તેને થોડું જણાવ્યું.

ઈઝરાયેલના લેખકો તેમના સર્જનોને અમેરિકા પહોંચાડવા મારી મદદ ઈચ્છતા હતા.

મને સારું લાગ્યું - મેં તેમને પ્રકાશકોના નામ આપ્યા. અમુક વસ્તુઓ સ્વીકારી, મોટાભાગની

પાછી કઢાઈ.

૧૯૬૪માં ‘ધ ગેટસ ઓફ ધ ફોરેસ્ટ’ લખી. એ મારી જાત સુધીની સફર હતી.

૧૯૬૫ની રશિયાની આકસ્મિક મુલાકાતે મારી જિંદગીનું વહેણ બદલી નાખ્યું. એ

મુલાકાત ઈઝરાયેલના બે મુત્સદ્દીઓએ ગોઠવેલી. બંને ફ્રેચ જાણતા, સાહિત્યમાં રસ ધરાવતા

અને વડાપ્રધાન ગાલ્ે ડા મયે રના સીધા સપ્ં ાકર્મ ાં રહત્ે ાા. મયે ર ન્યયૂ ાકે ર્થ્ ાી અને પિે રસથી રશિયામાં

વસતા યહૂદીઓ અંગે કંઈક કરવા માગતા હતા. રશિયાના યહૂદીઓ શું ઈચ્છે છે તેની

ખબર પડતી નહોતી. સ્થિતિ દેખાતી હતી તેટલી સરળ નહોતી. અમુક નિષ્ણાતોએ મને

તૈયારી કરાવી.

હું માસ્ે કો ગયો ત્યારે રજાઓ ચાલતી હતી. પછી હું લિે નનગાડર્, કિવ અને ત્બીસીસી

પણ ગયા.ે ત્યાન્ં ાા યહદૂ ીઆ,ે તમે ણે ભાગ્ે ાવલે ા દદાર્ન્ે ાા સત્યનો તણખો આખં ામે ાં લઈ ફરતા

હતા. તએ ો કશું બાલે તા નહાત્ે ાા. તમે ની આખં ો જાયે ા પછી મારું બાલે વાનું પણ બધં થઈ જત.ું

એક યુવતી બૂમો પાડતી હતી, ‘આપણે કોણ છીએ?’ ત્યારે તેમણે કહ્યું, ‘યહૂદીઓ’.

તેણે ફરી બૂમો પાડી, ‘પહેલા શું હતા?’ બધા કહે, ‘કેમ, યહૂદીઓ જ હતા વળી.’ તે વળી

બીજા જૂથ પાસે જઈ આ જ પ્રશ્નો પૂછતી હતી. મેં તેને પકડી ને પૂછ્યું, ‘યહૂદી રહેવાનો

આટલો આગ્રહ કેમ છે તને?’ તેણે કહ્યું, ‘કારણ કે મને ગાવું ગમે છે.’ મને તેને ભેટી

પડવાનું મન થયું. હા, યહૂદી એટલે ગાયક. તે જેલમાં પણ ગાઈ શકે. સુખમાં પણ ગાય ને

દુઃખમાં પણ ગાય. પોતાની પીડાને ગીતમાં ઢાળી શકે. કંઈ ન સૂઝે તો પ્રાર્થના ગાય. મેં તે

યુવતીને કહ્યું, ‘યાદ કરાવવા માટે આભાર.’

તેમને ઈઝરાયેલ લાવવામાં આવ્યા. ઈઝરાયેલની ભૂમિ પર પગ મૂકતાં જ તેઓ

ઘૂંટણીયે પડતા, વતનની ભૂમિને ચૂમી લેતા. એ યુવતી પણ આવી. મને કહે, ‘કહો આજે

મારે કેટલું વધું ગાવું હશે...’ ફરી વાર મને તેને ભેટી પડીને આભાર માનવાનું મન થઈ

ગયું. યહૂદીઓનો આત્મા ગીતોમાં પોતાને સૌથી સારી રીતે વ્યક્ત કરી શકે છે.

એક વર્ષ પછી હું ફરી રશિયા ગયો. આ વખતે પેરિસથી એક મિત્ર કવિ નિરોલ

સોલોમનને લઈને ગયો હતો. અમને લેવા ડેવિડ બેટોર્બ ને તેની પત્ની એસ્થર આવ્યા હતાં.

તેમણે મારું વ્યાખ્યાન ગોઠવ્યું. ઘણાં યુવાનો પણ સાંભળવા આવ્યાં. પૂછવા લાગ્યા કે

‘ઈઝરાયેલમાં શું ચાલે છે?’ ‘ધ જ્યુઝ ઓફ સાયલન્સ’ લખવા બદલ કદાચ મારી ધરપકડ

થાય તેવી અફવા હતી. તેમ છતાં અમે સિનેગોગમાં એક ઉત્સવમાં ગયા હતાં. લોકો અમને

ઘેરી વળતા. મારા ખિસ્સામાં નાની ચિઠ્ઠીઓ નાખતા રહ્યા, ‘અમને ભૂલી ન જતા’, અહીં

જે જોયું તે તેમને કહેજો!, ‘મારા સગાને યાદ આપજો.’ હું એટલું જ કહી શક્યો, ‘તમે શ્રદ્ધા

ન ગુમાવશો, બધું ઠીક થઈ જશે.’

મારી પર નજર તો રખાતી હતી. મારા હોટેલના કમરાની મારી ગેરહાજરીમાં જડતી

લેવાઈ હતી. મારી નોટબુકને અને મારી ચોપડી ‘ધ જ્યુસ ઓફ સાયલન્સ’ ગુમ થઈ ગયા

હતા. મને મારા પર જ ગુસ્સો આવતો હતો. શા માટે મને એ પુસ્તક અહીં લાવવાનું સૂઝયું?

સાિે વયત્ે ા કામ્ે યિુ નસ્ટાન્ે ાો અનભુ વ આવો હતા.ે અમારે તે પછી ખબ્ૂ ા સાવચત્ે ા રહવે ું પડ્યું -

અમે પાછા ફર્યા ત્યાં સધુ ી અકે તબક્કે તો અમને લાગ્યું કે હવે અહીં જ નજરકદે રહવે ું પડશ.ે

૧૯૬૬માં ‘લ ચાન્ટ દ મોર્ટલ’ પ્રગટ થઈ. અંગ્રેજીમાં આ પુસ્તક ‘લિજેન્ડઝ ઑફ

અવર ટાઈમ’ નામથી પ્રગટ થયું. ભૂતકાળને સાચવી રાખવાની, મૃતકોને જીવતા રાખવાની

સમય અને વાણીને પાર એવી કોઈ કોશિશ એમાં છે. શબ્દોથી - નિષ્પ્રાણ, નિર્બળ શબ્દોથી

ભલ,ે પણ વાતાર્અ ા,ે સ્મિૃ તઆન્ે ાા ચિત્રાથ્ે ાી અમે આ કાિે શશ કર્યે જઈએ છીઅ.ે જીવી રહલે ાઓ

માટે પણ, મરી પરવારેલાઓ માટે પણ.

૯. જેરૂસલેમ

૧૯૬૭ની છ દિવસની લડાઈ મારા મન પર એટલી જ તાજી છે જેટલી ગઈકાલની

વાત હોય.

વસંતઋતુનો એ દિવસ હતો - ઈઝરાયેલ સ્વાતંત્ર્યની ૧૯મી જ્યંતિ ઉજવી રહ્યું

હતું. વડાપ્રધાન એરકોમને અહેવાલો મળ્યા કે દક્ષિણમાં કંઈક હલચલ થઈ રહી છે. બીજે

દિવસે ઈજિપ્તનું લશ્કર ધસી આવતું હોવાની ખબર મળી. તેમની એક જ નેમ હતી -

યહૂદીઓને દરિયામાં ધકેલી દેવા.

એરકોમ લડવાના મતના નહોતા. જો મહાસત્તાઓ વચ્ચે પડે તો લડાઈ અટકે -

તેમણે પ્રતિનિધિઓને વોશિંગ્ટન, લંડન અને પેરિસ મોકલ્યા. મહાસભાઓ વામણી સાબિત

થઈ. આ તરફ સરહદે કાપાકાપી ચાલુ થઈ ગઈ હતી.

મારું વ્યાખ્યાન એક ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગોઠવાયું હતું. પછીથી એ ‘વન જનરેશન

આફટર’ નામથી પ્રસિદ્ધ થયું. તેમાં મેં તમામ યહૂદી સમાજ માટે શુભેચ્છા વ્યક્ત કરી. બીજે

દિવસે લડાઈ ફાટી નીકળી.

તમામ યહૂદીઓ ઈઝરાયેલની ભેરે હતા. જેરુસલેમની ચૂપકીદી સારી નિશાની

નહોતી. કેરોના રેડિયો સ્ટેશન પરથી મળતા સમાચારો નિરાશાજનક હતા. પણ ખરુંજોતા

હાર ઈજિપ્તની થઈ હતી. હું ઈઝરાયેલ જવા તલપાપડ હતો. જો કે ઈઝરાયેલને મારો કોઈ

ખપ નહીં હોય તે મને ખબર હતી. કેમ કે મને લડતા આવડતું નહોતું. તો પણ મારે જવું

હતું. મને હતું ઈઝરાયેલ હવે ખલાસ થઈ જશે. અલબત્ત યહૂદીઓ હિંમતથી લડશે, જેવી

રીતે વોર્સો ઘેટોમાં લડ્યા હતા - મારો નિરાશાવાદ ચરમસીમાએ હતો. મારે જવું હતું. પણ

પૈસા હતા નહીં - એટલે કે જો હું જાઉં તો મારી તમામ બચત સાફ થઈ જાય.

પણ મારા લોકોનું દર્દ મારું હતું. તેમની શોધ મારી શોધ હતી. હું ત્યાં પહોંચ્યો. તેની

પીડાથી ઘવાતો, તેનાં સ્વપ્નોની આગથી દાઝતો.

બીજે દિવસે મેં ‘અ બેગર ઈન જેરુસલેમ’ લખવાનું શરૂ કર્યું. લડાઈ સિનાઈ સુધી

પહોંચી હતી. એક વૃદ્ધ આવીને કહેવા લાગ્યો : ‘દુશ્મન હારી જશે. આઠ લાખ યહૂદીઓના

આત્માની પ્રાર્થના નકામી નહીં જાય. મેં તેનું બાવડું પકડીને પૂછ્યું, ‘તમે કોણ છો’ તે

બોલ્યો, ‘પ્રાર્થના કરનારાઓમાંનો એક.’

છેવટે ઈજિપ્ત હાર્યું. ઈઝરાયેલ તેના બહાદુર યોદ્ધાઓ માટે ગર્વ અનુભવતું હતું.

તેમના વીરત્વે દેશને બચાવી લીધો હતો. જનરલ યિત્ઝાક રાબિને જૂનમાં માઉન્ટ સ્કોપ્સ

પરથી ભાષણ આપ્યું. તેમાંના અમુક હૃદય હલાવતા શબ્દો મેં ૨૬ વર્ષ બાદ બિલ ક્લિન્ટન

અને યાસિર અરાફતની હાજરીમાં ફરી સાંભળ્યા : ‘ભૂતકાળથી ગ્રસ્ત યહૂદી પ્રજા વિજેતાના

ગૌરવને અનુભવવાનું ભૂલી ગઈ છે.’

મેં મારી ડાયરીમાં લખ્યું હતું : ‘યુદ્ધ પૂરું થયું અને અમે જીત્યા. પણ હું ક્યાંય આનંદ

જોઈ શકતો નથી.’ જીત્યા પછી જનરલ યિત્ઝાક રાબિને કહ્યું, ‘બસ-બહુ થઈ લડાઈ. બહુ

થયા આંસુઓ અને મૃતદેહો...’ આ કેવા શબ્દો હતા એના વિજેતાના?’

૧૯૬૮માં પેરિસમાં ‘અ બેગર ઈન જેરુસલેમ’ને પ્રિક્સ મેડિસીઝ એવોર્ડ મળ્યો. હું

આનંદ અનુભવી શક્યો નહીં. જ્યારે જીવનમાં આનંદની પળો આવી છે, મને પચ્ચીસ વર્ષ

પહેલાના અનુભવોની પીડા યાદ આવી છે. જ્યારે દુઃખની પળો યાદ આવી છે ત્યારે પણ

એ જ થયું છે. તો પણ દુષ્ટતાથી દુઃખ અને માનવીય ગરિમાથી સુખ પણ અનુભવ્યા છે.

પ્રિક્સ મેડીસીઝના પ્રતાપે હું બે વ્યક્તિઓને મળ્યો - એક તો માર્ગરીટ યેરસિનાર

જેને પોતાની ‘ધ એબીસ’ માટે તાજેતરમાં જ પ્રિક્સ મેડીસીઝ મળ્યો હતો. બીજા આર્લ્બટ

કોહેન, જેમને ગ્રાન્ડ પ્રિક્સ મળ્યો હતો.

માર્ગરીટ એવી સ્ત્રી હતી જેના સ્મિતની પાછળ એક રહસ્ય છૂપાયેલું હતું. તેનો પાર

પામ્યા વિના તેને વાંચી ન શકાય. તેની ઐતિહાસિક નવલકથા ‘મેમરીઝ ઓફ હંગેરિયન’

આશા અને આનંદથી ભરેલી હતી.

કાહે ન્ે ા પાતળા,ે સદું ર પરુ ષ્ુ ા હતા.ે તન્ે ાાં પાત્રો બહાદરુ , ઉચ્ચ ચારિત્ર્યવાન હતા.ં અકે

પ્રકારની ફિલાસ્ે ાાફે ીની રમજૂ વિૃ ત્ત અને કાવ્યશીલતા વાચકાન્ે ો રહસ્યની દિુ નયામાં લઈ જતા.ં

આ ગાળામાં પ્રો. સાઉથ લીબરમેન સાથેના મારા સંબંધો ગાઢ થયા હતા. હું તેમને

રીતસર ‘ભણવા’ માંડ્યો હતો. મારા પર તેમનો પ્રભાવ વધતો જતો હતો.

જ્યારે લિબરમેનના પત્ની મૃત્યુ પામ્યા ત્યારે અમે વધુ નજીક આવ્યા. તે પછી હું

તેમની સાથે છેક સુધી રહ્યો હતો. અમે ગુરુશિષ્ય જ નહીં, મિત્રો પણ હતા.

છેલ્લે હું તેમને મળ્યો ત્યારે તેઓ અજબ રીતે વર્તતા હતા. તેઓ જેરુસલેમ જવાના

હતા. મારે યેલમાં વ્યાખ્યાન આપવાનું હતું - હું ઉતાવળમાં હતો, અચાનક તેમણે પૂછ્યું,

‘રેબ એલીઝર, તું પણ આવવાનું પસંદ કરશે?’

તાલમુદ કહે છે કે સાચા લોકોને તેમના મૃત્યુની અગાઉથી જાણ થઈ જાય છે, જેથી

તેઓ જતા પહેલાં બધું બરાબર ગોઠવી શકે. લિબરમેન એવી વ્યક્તિ હતા. મેં લીબરમેન

સાથે ધર્મ કે આસ્થાની વાત કદી કરી નહોતી પણ તેમના લીધે તાલમુદ મને વધારે સમજાયું.

‘ધ ગેટ્‌સ ઓફ ધ ફોરેસ્ટ’માં મેં આ વાત લખી છે.

૧૯૩૮માં રશિયાના યહૂદીઓની ચિંતામાં વ્યસ્ત એવા મેં મારા ફિલ્મનિર્માતા મિત્ર

હાય કાલસ સાથે વાતો કરી. એ અમેરિકન સર્જનાત્મક શક્તિથી છલકાતો હતો. તેણે મને

કહ્યું, ‘તું એક નાટક લખ તેમના વિશે.’

મેં ગુપ્તપણે પ્રયત્ન કરવા માંડ્યા. વિષય હતો રશિયાના યહૂદીઓની વેદના,

એકલતા. મુખ્ય પાત્ર હતું રબ્બી લેબલવીન. આ ઊંચો, રૂઆબદાર ધર્મપુરુષ જાણે સદીઓથી

લડી રહેલા અણનમ યોદ્ધાઓનું પ્રતીક હતો. આ રબ્બીને હું મળ્યો પણ હતો. તેના મૌનની

પાછળ દાયકાઓની ભીષણતા હતી.

મારે નાટકમાં સ્ત્રી પાત્ર જોઈતું હતું. તેથી મેં તેની પુત્રી નીતાની કલ્પનામાં કરી હતી

જે ત્રીસ કે ચાલીસ વર્ષની હોય. તેનો પતિ જોઈએ, તેથી એલૅક્સીનું પાત્ર - એક સમાજવાદી

યહૂદી, જે રબ્બીનો વિરોધી હોય, આ યુગલને પુત્ર પણ જોઈએ. તેથી બાર વર્ષનો મિશા

પણ આવ્યો.

યહૂદીઓના બચાવની વાતો પણ મેં વણી હતી. મારો પૂરો વખત નાટક લખવામાં

જ જતો. પત્ની મેરિયન મને મદદ કરતી.

યુરોપ અને અમેરિકાના થિયેટરોમાં નાટક ભજવાવા લાગ્યું. નાટકમાં વેદનાસભર

એકોક્તિઓ હતી. અંતમાં રબ્બી પાગલ થઈ જાય છે અને પશ્ચિમના યહૂદીઓને રશિયામાં

રહેતા પોતાના ભાઈઓને ન ભૂલવા વિનંતી કરે છે. ‘તમારું મૌન મારા હૃદયના ટુકડા કરી

નાખશે.’ બીજી એકોક્તિ ઈન્સ્પેક્ટરની હતી. ‘હજારો ચાલ્યા ગયા કબરમાં, તેથી શું થયું?

બધું બરાબર ચાલે છે. લોકો મજા કરે છે.’

નાટકનું નામ હતું ઝાલમેન. દર્શકોને તે ગમી ગયું. તેઓ તાળીઓ પાડતા, રડી

પડતા. હું ગોલ્ડા મેયર પાસે ગયો. મને દુઃખી જોઈને તેને નવાઈ લાગી. ‘નાટક તો સારું

ચાલે છે, પછી?’ પણ મારી ઉદાસી દૂર ન થઈ.

થોડાં વર્ષો પાછા જઈએ. ૧૯૬૦માં વિયેતનામ યુદ્ધ ચાલુ હતું. અમેરિકન, યુરોપ

અને એશિયાની યુવાન પેઢી બર્બરતાના તાંડવને જોઈ હચમચી ગઈ હતી. તે વખતે શરૂ

થયેલી અરાજકતા ૧૯૬૮ના ફ્રાન્સના હુલ્લડોને સુધી લંબાઈ હતી.

આ દાયકાની મધ્યમાં મારી ઓળખાણ મારિયા સાથે થઈ. તે

સુંદર અને નાજુક હતી. તેની ભાષા છટાદાર હતી. કળા, સંગીત

જેવા વિષયોમાં તે નિષ્ણાત હતી. તેની કઈ ખૂબી મને વધારે ગમી તે

હું કહી શકતો નથી. પણ થોડા જ વખતમાં અમે નજીક આવી ગયા

અને લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કર્યું. તેનાં છૂટાછેડા થયાં હતાં

અને તેને એક સુંદર નાનકડી દીકરી હતી - જેનીફર.

૨ એપ્રિલ ૧૯૬૯ પેસોવરનો તહેવાર. અમે બધા ઓલ્ડ સિટી

ઓફ જેરૂસલેમમાં ભેગા મળ્યા. એ જ શહેર, જેનો ધ્વસં ૧૯૪૮માં જોર્ડને કર્યો હતો. અમે

બધા એટલે બિયા અને હિલ્ડાનો પરિવાર, થોડાં પિતરાઈ ભાઈબહેનો અને મિત્રો.

પ્રસંગ હતો એક લગ્નનો.

કેવાં લગ્ન હતાં એ? ભાવિ વરરાજાની આંખો તેમને શોધતી હતી જે હાજર નહોતાં

રહી શક્યાં. તેમને ન જોઈને એની આંખો ઉદાસ થઈ ગઈ હતી.

વરની બંને બહેનો પણ એ જ ઉદાસીમાં ગરકાવ હતી. ત્રણે ભાઈબહેન અત્યારે

ચાલ્યા ગયાં હતાં પોતાના બાળપણમાં, દૂર દૂર આવેલા એક ગામ સિયેટમાં.

વિધિઓ ચાલતી હતી. ઝળઝળિયાની આરપાર માનો ચહરે ો દખે ાતો હતા.ે શાત્ં ા,

પ્રમે પણૂ ર્. કાન્ે સન્ટશે્ર ન કમ્ે પમાં ને તે પછી પણ કદી ન રડનાર વરરાજા ભાંગી પડ્યા.ે ચોધાર

આંસુએ રડી પડ્યા.ે

ચાલીસમાં વર્ષે, જેને પ્રેમ કરતો હતો તે સ્ત્રી સાથે લગ્ન કરી રહેલો એ પુરુષ ક્યાં

ચાલ્યો ગયો હતો? તે ચાલ્યો ગયો હતો ભૂતકાળમાં, બાળપણના એ ગામમાં જ્યાં મા હતી.

મા કહેતી હતી ‘મસીહા આવશે.’ પુત્ર કહેતો હતો, ‘તું ચાલી ગઈ, મસીહા ન આવ્યા.’

ત્યાં પિતા દેખાયા. પુત્ર પિતાને કહેવા માગતો હતો, ‘ચિંતા ન કરતા, તમારો પુત્ર

સારો યહૂદી બનવા પ્રયત્ન કરશે.’

કશું કરી શકાયું નહીં.

અસહ્ય પીડાભર્યું સ્મિત વેરતી સોનેરી વાળવાળી એક બાલિકાને બોલાવી તેણે તેના

વાળ પસવારવા માંડ્યા.

પહાડોને વટાવતા, ખીણોને પાર કરતા વિચારો લઈ જતા હતા અનેકવાર કહેવાયેલી

છતાં વણકહેવાયેલી રહી જતી વાતોના દુર્ગમ પ્રદેશમાં ...

• • •

નામઃ સોનલ પરીખ

જન્મ તારીખ ઃ ૧૦-૧૦-૧૯૫૯

વતન ઃ મોરબી - છેલ્લા ૩૦ વર્ષથી મુંબઈમાં.

શિક્ષણ ઃ સ્.છ., મ્.ઈઙ્ઘ., ેંય્ઝ્ર (દ્ગીં)

સંગીત વિશારદ (કંઠ્ય)

સરનામું ઃ બી/૨, રીતિકા એપાર્ટમેન્ટ,

એસ.વી.રોડ, દહીંસર (પૂર્વ),

મુંબઈ-૪૦૦૦૬૮

સંપર્ક ઃ ઓફિસનું સરનામું

‘જન્મભૂમિ’, તંત્રી વિભાગ,

‘જન્મભૂમિ ભવન’, જન્મભૂમિ માર્ગ, ફોર્ટ,

મુંબઈ-૪૦૦ ૦૦૭

ફોન નં. ઃ ૯૨૨૧૪ ૦૦૬૮૮, ૦૨૨-૨૩૮૦ ૩૩૩૨ ર્(ં)

વ્યવસાય ઃ ‘જન્મભૂમિ’ અખબારના તંત્રીવિભાગમાં કાર્યરત.

અનુભવ ઃ ભારતીય વિદ્યાભવનના માસિક ‘નવનીત સમર્પણ’માં

સંપાદકીય કાર્યોનો અને ‘મુંબઈ સર્વોદય મંડળ’ અને ‘ગાંધી

સ્મારકનિધિ, મણિભવન’ જેવી ગાંધી સંસ્થાઓમાં રિસર્ચ ફેલો

તેમજ વહીવટી કાર્યનો અનુભવ.

લેખન ઃ બે કાવ્ય સંગ્રહ, અગિયાર અનુવાદના પુસ્તકો. સ્વતંત્ર લેખો,

અનુવાદો, કાવ્યો વગેરે વિવિધ સામયિકમાં છપાતાં રહે છે.

રસનો વિષય ઃ જિંદગી