Shree Yamushtk MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shree Yamushtk

Microsoft Word - 3_Subhashbahi_V S 3 - Shree yamunashtak _Gujarati_.doc

Administrator

શ્રી યમુનાષ્ટક

નમામિ યમુનામહં, સકલ સિધ્ધિ હેતું મુદા

મ્ુારારિ પદ પંકજ— સ્ફરદમન્દ રેણૂત્કટામ્‌ ।

તટસ્થ નવ કાનન— પ્રકટ મોદ પુષ્પામ્બુના

સુરાસુરસુપૂજિત— સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ્‌ ૧

અનુવાદ : સર્વ પ્રકારની સિદ્વિઓનાં કારણરૂપ, શ્રી મુરારિ કૃષ્ણચન્દ્રજીના ચરણકમલમાં શોભતાં તેજસ્વી પુષ્કળ રેણુઓથી ભરેલા, બન્ને કિનારે આવેલા નવા વનોમાં વિકસેલાં સુવાસમય પુષ્પોના સંગથી સુવાસિત જલ વડે, સુર અસુરથી સારી રીતે પૂજાયેલા શ્રીકૃષ્ણ ભગવાનના જેવી શ્યામસુંદર ક્રાન્તિ ધરાવતાં શ્રીયમુના મહારાણીજીને હું આનંદપૂર્વક નમસ્કાર કરું છું.

કલિન્દ ગિરિમસ્તકે — પતદમન્દપૂરોજ્જવલા

વિલાસ ગમનોલ્લસત્‌ — પ્રકટગણ્ડશૈલોન્નતા ।

સઘોષગતિ દન્તુરા — સમધિરૂઢદોલોત્તમા

મુકુન્દરતિવર્ધિની— જયતિ પદ્મબન્ધોઃ સુતા ૨

અનુવાદ : કલિન્દ પર્વતના શિખર ઉપર પડતા મોટા પ્રવાહને લીધે અત્યંત શ્વેત જણાતાં, વિલાસપૂર્વકની વાંકીચૂકી પ્રવાહની ગતિથી શોભતાં, તેમજ પર્વતનાં ઊંચાં નીચાં શિખરો ઉપરથી વહેતી હોવાથી ઊંચાં નીચાં દેખાતાં, ખળખળ શબ્દપૂર્વકના વહેણથી વિકારવાળા લાગતાં, જાણે ઉત્તમ પ્રકારના ઝુલેા ઝુલાવતાં હોય એવા, શ્રી મુકુંદ ભગવાનના ચરણકમલની પ્રીતિ વધારનારાં શ્રી સૂર્યતનયા શ્રી યમુનાજી જય પામે

ભુવં ભુવન પાવની — મધિગતામનેકસ્વનૈઃ

પ્રિયા ભિરિવ સેવિતાં — શુકમયૂરહંસાદિભિઃ ।

તરંગભુજકંકણ — પ્રકટમુકિતકાવાલુકા

નિતમ્બતટ સુંદરી — નમત કૃષ્ણતુર્યપ્રિયામ્‌ ૩

અનુવાદ : સમસ્ત ભૂમંડલને પવિાં કરનારા, પૃથ્વી ઉપર પધારેલા, પોતાની સખી જનોના જેવા શબ્દો કરતાં શુક, મયૂર, હંસ વગેરે પક્ષીઓથી સેવાતાં, તરંગરૂપી કરકમલમાં ધારણ કરેલા કંકણો ઉપર જડેલા મોતીઓ જેવી ચળકતી રેતીવાળા બન્ને બાજુના નિતંબ તટથી સુંદર દેખાતાં શ્રીકૃષ્ણ ભગવાનનાં ચતુર્થ પત્ની શ્રી યમુનાજીને નમસ્કાર કરો

અનંતગુણભૂષિતે — શિવવિરંચિદેવસ્તુતે

ઘનાઘનનિભેસદા — ઘ્રુવપરાશરાભીષ્ટદે ।

વિશુદ્ધમથુરાતટે — સકલગોપગોપીવૃતે

કૃપાજલધિસંશ્રિતે — મમ મનઃ સુખંભાવય ૪

અનુવાદ : અસંખ્ય ગુણોથી વિભૂષિત, શ્રી શિવજી, બ્રહ્માજી વગેરે દેવોથી સ્તુતિ કરાયેલાં ખીચોખીચ જલ ભરેલા મેઘના જેવી ક્રાન્તિ ધરાવતાં ધ્રુવ પરાશર વગેરે મુનિઓને અભિવાંછિત ફલ આપનારા, વિશુદ્વ મથુરાજી જેમના કિનારા ઉપર વિરાજે છે એવા સર્વ ગોપ ગોપીજનથી વીંટળાયેલાં, કૃષ્ણના આશ્રયને ધરાવતા, શ્રી યમુનામહારાણીજી, આપ મારા મનને સુખ મળે એવું કરીને વિચારો

યયા ચરણપદ્મજા — મુરરિપોઃ પ્રિયં ભાવુકા

સમાગમતોભવત્‌ — સકલસિદ્ધિદા સેવતામ્‌ ।

તયા સદૃશતામિયાત — કમલજા સપત્નીવ યત્‌

હરિ પ્રિય કલિન્દયા — મનસિ મે સદા સ્થીયતામ્‌ ૫

અનુવાદ : જે શ્રીયમુના મહારાણીજીના સંગમથી શ્રી ગંગાજી શ્રીકૃષ્ણ ભગવાનનાં પ્રિય કરનારા થયા છે, તેમજ ભકતજનોને સકલ સિદ્વિઓને આપનારા થયા છે, તે શ્રીયમુનાજીની તોલે કોણ આવી શકે? જો કદાચ કોઇ તુલનામાં આવી શકે તો સરખા સૈાભાગ્યશાલિની કેવળ શ્રી લક્ષ્મીજી થઇ શકે. આવાં પ્રભાવશાળી, શ્રીહરિના પ્રિય ભકતોના કલિને કાપનારા શ્રીકાલિન્દીજી મારા મનમાં નિરંતર બિરાજો

નમોસ્તુ યમુને સદા — તવ ચરિાંમત્યદ્‌ભુતં

ન જાતુ યમયાતના — ભવતિ તે પયઃપાનતઃ ।

યમોપિ ભગિનીસુતાન્‌, કથમુહન્તિ દુષ્ટાનપિ

પ્રિયો ભવતિ સેવનાત્‌, તવ હરેર્યથા ગોપિકાઃ ૬

અનુવાદ : હે શ્રી યમુનાજી ઢ આપને મારા નિત્ય નમન હો. આપનું ચરિાં અત્યંત અલૈાકિક છે. આપના જલપાનથી કયારે પણ યમપીડા ભોગવવી પડતી નથી. યમરાજા પણ, દુષ્ટ એવાં પોતાના ભાણેજોને, અરે, કેમ મારે ઢ આપના સેવનથી ગોપીજનોની માફક ભકતજનો પણ શ્રીહરિના પ્રિય બને છે

મમાસ્તુ તવ સન્નિધૌ — તનુનવત્વમેતાવતા

ન દુર્લભતમા રતિ — મુરરિપૌ મુકુન્દપ્રિયે ।

અતોઙસ્તુ તવ લાલના — સુરધુની પરં સંગમાત્‌

તવૈવ ભુવિ કીર્તિતા — ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ૭

અનુવાદ : શ્રીયમુનાજી,આપના સાન્નિધ્યથી મારો દેહ સેવોપયોગી બને એવી ક પ્રીતિ સુલભ થશે. આ કારણથી આપના સ્તુતિરૂપી લાડ હો. શ્રીગંગાજી આપના સંગમથી પૃથ્વીમાં ખ્યાતિને પામ્યાં છે. પુષ્ટિ ભકતોએ નિત્ય આપના સંગમવાળા જ શ્રી ગંગાજીની કીર્તિ ગાઇ છે.

સ્તુતિં તવ કરોતિ કઃ — કમલજાસપત્નિ પ્રિયે

હરેર્યદનુ સેવયા — ભવતિ સૈાખ્યમામોક્ષતઃ ।

ઇયં તવ કથાધિકા — સકલગોપિકા સંગમ

સ્મરશ્રમ જલાણુભિઃ, — સકલ ગાાંજૈઃ સંગમઃ ૮

અનુવાદ : શ્રી લક્ષ્મીજીનાં સમાન સૌભાગ્યશાલિની હે શ્રી યમુનાજી ઢ આપની સ્તુતિ કોણ કરી શકે? કારણ કે શ્રીહરિની સેવા સાથે શ્રી લક્ષ્મીજીની સેવા કરવાથી મોક્ષ પર્યતના સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ આપની ખ્યાતી તો આથી પણ વિશેષ છે. કારણ કે સકલ ગોપીજનોના સમાગમથી થયેલ કેલિ— શ્રમના જલકણોવાળા આપના સર્વ શ્રી અંગોના જલકણોથી સંગમ થાય છે.

તવાષ્ટકમિદં મુદા — પઠતિ સૂરસૂતે સદા

સમસ્તદુરિતક્ષયો — ભવતિ વૈ મુકુન્દે રતિઃ

તયા સકલસિદ્ધયો, મુરરિપુશ્ચ સંતુષ્યતિ

સ્વભાવવિજયોભવેત્‌, વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ૯

અનુવાદ : હે શ્રી સૂર્યતનયા યમુનાજી આપના આ અષ્ટકનો નિરંતર જે કોઇ પ્રસન્નતા પૂર્વક પાઠ કરે છે, તેના સમસ્ત પાપોનો નાશ થાય છે, શ્રી મુકુન્દ ભગવાનમાં અવશ્ય પ્રીતિ થાય છે અને તેથી સકલ સિદ્વિઓ મળે છે, સ્વભાવનો વિજય થાય છે. શ્રી મુરારિ ભગવાન પરમ પ્રસન્ન થાય છે. એ પ્રમાણે શ્રહિરિના પ્રિય શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે.

શ્યામસુંદર શ્રી યમુને મહારાણીજી કી જૈ