Saurashtranu SanSahitya Dr. Niranjan Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Saurashtranu SanSahitya


સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય

(સંત પરંપરાઓ, સાધના અને સિદ્ધાંતો)

ડૉ. નિરંજન રાજ્યગુરુ .

પ્રકાશકીય

ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે સૌરાષ્ટ્રની સંતપરંપરાઓ, સંત સાહિત્ય, સાધના પરંપરાઓ, મધ્યકાલીન ગુજરાતી ભાષા–સાહિત્ય, લોકસાહિત્ય, ચારણી–સાહિત્ય ભકિતસંગીતના બહુશ્રુત વિદ્વાન વકતા – ગાયક ડૉ. નિરંજન રાજયગુરુના ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય, સંતપરંપરાઓ, સાધના અને સિદ્ધાંતો વિષય પર તારીખ : ૬–૭–૮ ડિસેમ્બર, ૧૯૯૯ ના રોજ ભો.જે. વિદ્યાભવન અપાયેલાં ત્રણે વ્યાખ્યાનોનું સંકલન કરીને ગ્રંથાકારે પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.

આ વ્યાખ્યાનમાળામાં મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને ભારતીય ઇતિહાસ, કલા અને સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓ વિશે આજ સુધીમાં ડૉ. ર. ચં. મજમુદાર, ડૉ. દિ. ચં. સરકાર, શ્રી ડોલરરાય માંકડ, ડૉ. વી. રાઘવન, ડૉ. ભો. જે. સાંડેસરા, ડૉ. પરમેશ્વરીલાલ ગુપ્ત, શ્રી સી. શિવરામમૂર્તિ, ડૉ. કે. કૃષ્ણમૂર્તિ, ડૉ. હસમુખ સાંકળિયા, પ્રો. કે. ડી. વાજપેયી અને ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ જેવા બહુશ્રુત વિદ્વાનોએ પોતાનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે અને એ વ્યાખ્યાનો ગ્રંથરૂપે પ્રકાશિત થયાં છે.

આ વ્યાખ્યાનશ્રેણીના ચૌદમા વ્યાખ્યાન માટે ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય, સંતપરંપરાઓ, સંતસ્થાનો અને સાધના–સિદ્ધાંતો વિષયે ત્રણ વ્યાખ્યાનો આપવા માટે ડૉ. નિરંજન રાજ્યગુરુને આમંત્રણ આપ્યું હતું અને તેઓશ્રીએ આ નિમંત્રણનો સહર્ષ–સગૌરવ સ્વીકાર કરીને ડિસેમ્બર ૧૯૯૯ માં ત્રણ અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં જે આજે ગ્રંથાકારે પ્રકાશિત થાય છે.

સૌરાષ્ટ્ર પ્રદેશ, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તથા સૌરાષ્ટ્રની સાહિત્ય–કલા અને અધ્યાત્મ સાધનાની પરંપરાઓ જેવા ખૂબ જ વ્યાપક ક્ષેત્ર ધરાવતા વિષય ઉપર સંશોધિત, સર્વગ્રાહી અને રસપૂર્ણ સગાન વ્યાખ્યાનો અપાયાં અને બહોળી સંખ્યામાં અભ્યાસી શ્રોતાવર્ગની ઉપસ્થિતિ રહી એ સંસ્થાનું અને અમારું સૌનુંસૌભાગ્ય.

આશા છે કે પ્રસ્તુત ગ્રંથ સાહિત્ય, સંગીત, કલા, અધ્યાત્મ, ભકિત અને સાધનાના સંશોધકો, જીજ્ઞાસુઓ, વિદ્વાનો, સમીક્ષકો–વિચારકો અને વિદ્યાર્થીઓ સૌને માટે ઉપયોગી સિધ્ધ થશેઞ્. ધન્યવાદ.

ડૉ. ભારતી શેલેલત

નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ.

વ્યાખ્યાન વેળાએ...

નિરંજનના વક્‌તવ્ય પછી ઊભા થવું એ જોખમ છે. પરંતુ પ્રમુખ તરીકે બેસાડયો એટલે ઊભા થયા વિના છૂટકો નથી. એટલે મારો રાજીપો વ્યકત કર્યા વિના રહી શકતો નથી. ભજન અને પાટનો ભેદ પરંપરામાં કહેવામાં આવ્યો છે. અને બધા રસોમાં ઉત્તમ જો કોઈ રસ હોય તો તે ભજન રસ છે. અને એ રસ બહુ ઓછા જનો માણી શકે છે એને સંભળાવી શકે એવું ગુજરાતમાં નિરંજન એક ચીંથરે વિંટયું રતન છે. હજી એની ઓળખાણ સૌરાષ્ટ્ર અને ગુજરાતને થઈ નથી. પણ જે રસપાન એમણે કરાવ્યું ત્યારે નરસિંહ યાદ આવતો હતો. પહેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો. રામસભામાં અમે રમવા ગ્યાતા... નિરંજન સભામાં અમે સાંભળવા ગ્યાતા. હું તો થઈ રસબસતી રે... ધન્યવાદ.

–ડૉ. ચિનુભુભાઈ નાયક

નિરંજનભાઈએ એક નવો જ પ્રદેશ ખેડેલો છે. ત્યારે એક સૌરાષ્ટ્રના વતની તરીકે જે કાંઈ મને સ્વલ્પ અનુભવ તે યાદ આવે છે. નિરંજનભાઈએ વિશાળ ક્ષેત્ર ખેડયું છે અને આટલી પરંપરાઓ, સંતોની વિવિધ પરંપરાઓ જે છે, એનો સાર માત્ર આપણી સમક્ષ ધર્યેા છે. હું વિનંતી કરું છું કે આ જે ખેડાણ છે તે વર્ગીકરણ કરી જો અમને આપો તો અમે ‘સામીપ્યમાં છાપીશું. એકલા હાથે ખેડવાનું છે. લોકસાહિત્યની એ દશા થઈ છે કે કેટલાં ખેડનારાં મળ્યાં ? આંગળીને વેઢે ગણી શકાય એટલાં જ આપણી પાસે આવ્યાં છે. સંત સાહિત્ય અને ભજન સાહિત્યના ક્ષેત્રમાં તો કામ કરનારા કોઈ છે જ નહીં. અદ્‌ભુત સાહિત્ય પડેલું છે. ધીમેધીમે એ સંગ્રહોમાં છપાય તો એ ભકિતમાર્ગી – જ્ઞાનમાર્ગી વાણી આપણા સુધી પહોંચે. ગુરુ સત્યની વાત કરે છે. બધી જ વસ્તું એમાં છૂપાયેલી મળે. એ રીતે આપણે અખાને લઈ શકીએ. સૌરાષ્ટ્રનાં ભોજો ભગત–મૂળદાસ વગેરે સંતોનો જ્ઞાન માર્ગ આવો છે.

અદ્‌ભુત સાહિત્ય પડેલું છે. લોકકંઠે અને હસ્તપ્રતોમાં ઘણી સામગ્રી પડી છે. પણ એને ખોજનારાં કયાં ? આનું સંશોધન થવું જોઈએ. સૌરાષ્ટ્ર યુનિ. એ ભાટ ચારણોનું પુષ્કળ સાહિત્ય હસ્તપ્રતો રૂપે એકત્ર કર્યું છે. એમ સંતોનું સાહિત્ય પણ અપાર છે. એને કોઈક ખોળી કાઢે અને તો આ સંતોના સ્વાનુભવની વાણી એના મૂળ અર્થમાં ફરી પ્રકાશિત થાય.

કવિ એ જુદી વસ્તુ છે. સંતો એ જૂદી વસ્તુ છે. સંતોએ પોતાના સ્વાનુભવની જ વાત પોતાના સાહિત્યમાં કરી છે. અહીં કવિની કલ્પના હોતી નથી. આ સર્જન તો આંતર અનુભવમાંથી સરવાણીની જેમ વહેતું થયું હોય છે. એમાં યુનિ. પહેલ કરે તો જ આ કામ વધારે સારી રીતે થઈ શકે. નિરંજનભાઈને મારા હૃદયનાં આશીર્વાદ આપુ છું. વીસ વરસ પહેલાં એનું જે સ્વરૂપ જોયું હતું, અને વીસ વરસ પછી આજે એનું જે સ્વરૂપ જોઉં છું. એમાં હજાર ગણો તફાવત છે. નિરંજનભાઈએ આટલી પ્રગતિ કરી. આજે તેઓ પિસ્તાળીશ વર્ષના થયા છે, એટલે મારી સરખામણીમાં નાની ઉંમર છે. એટલે આ વણખેડાયેલાં પ્રદેશમાં લાંબા સમય સુધી ઘણું ઊંડું અને પાયાનું કામ કરી શકે તેમ છે. અને એમાં જે સૂઝ બૂઝ અને શક્તિની જરૂર હોય તે તેમનામાં છે જે આપણે આ ત્રણ દિવસમાં જોઈ શક્યા છીએ. એટલે જ મને ખાત્રી છે અને શ્રદ્ધા પણ છે કે તેમના હાથે આ કાર્ય કાયમ થતું રહેશે.

–કેે.કા. શાસ્ત્રી

અનુક્રમ

(૧) સૌૈરાષ્ટ્રન્રનું સંંતસાહિત્ય : (સંત પરંપરાઓ, સાધના અને સિધ્ધાંતો)

ક્ષ્ઈભૂમિકા

×ઈસંસ્કૃતિ : શબ્દ વિચાર

ઘઈભારતીય સંસ્કૃતિ

,ઈભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ

પઈધર્મ, ભક્તિ અને સાધનાની ભૂમિ : સૌરાષ્ટ્ર

ણઈકંઠસ્થ પરંપરાએ જળવાયેલું સંતસાહિત્ય

જ્ઞઈસંતસ્થાનોની બે પરંપરાઓ નાદ પરંપરા અને બુંદ પરંપરા

ટઈસાંપ્રદાયિક પરંપરાઓનો સમન્વય

ઠઈસૌરાષ્ટ્રનાં સંતસ્થાનો : વર્તમાન પરિસ્થિતિ

ક્ષ્ડઈઅન્નદાનનું મહાત્મ્ય

ક્ષ્ક્ષ્ઈસંતોની શબ્દસાધના

ક્ષ્×ઈસંતોની રહસ્યવાણી

ક્ષ્ઘઈરહસ્યવાદનો ઉદ્‌ભવ/પ્રકારો

ક્ષ્,ઈરહસ્યવાદનાં મૂળ

ક્ષ્પઈસંતોની વાણીમાં સાધનાની પરિભાષા

ક્ષ્ણઈસાધનાની ચાર ધારાઓ

ક્ષ્જ્ઞઈત્રણ દ્દષ્ટિ

ક્ષ્ટઈકબીર સાહેબ દ્વારા સહજ સાધના

ક્ષ્ઠઈપિંડમાંથી પરિબ્રહ્મની પ્રાપ્તિ

×ડઈનામ–વચનનું મહત્ત્વ

×ક્ષ્ઈગુરુ મહિમા

××ઈનામસ્મરણ

×ઘઈમહાપંથ

×,ઈગુપ્ત અને ગૂઢ પરંપરા

×પઈમહાપંથના ભજનો

×ણઈમારકુંડ ૠષિનાં ભજનો

×જ્ઞઈસૌરાષ્ટ્રનાં સંતોમાં પ્રાણી કલ્યાણની ભાવના

(ર)સૌરાષ્ટ્ર્રનાં સંતો મહંતો ભક્ત કવિઓ (સંક્ષિપ્ત પરિચય કોશ)

(૩)સૌૈરાષ્ટ્ર્રનાં તીર્થસ્થળો (એક સંક્ષિપ્ત યાદી)

।। ૐ ।।

સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય

(સંતપરંપરાઓ, સાધના અને સિદ્ધાંતો)

ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા અન્વયે ભો. જે. અધ્યયન–સંશોધન વિદ્યાભવન તરફથી વ્યાખ્યાન શ્રેણીનું નિમંત્રણ મળશે એવી સ્વપ્ને પણ કલ્પના નહોતી, સાવ અચાનક નિમંત્રણ મળ્યું, ઈશ્વર–ઇચ્છાએ સ્વીકારાયું અને આજે આપ સૌ વચ્ચે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય સાંપડયું છે.

છેલ્લાં વીસેક વર્ષથી મધ્યકાલીન ગુજરાતીસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને વિશેષ પ્રમાણમાં ભારતીય તથા ગુજરાતી સંતસાહિત્ય વિશે સંશોધન અને અધ્યયન થતું રહ્યું, એમાં પણ ખૂબ જ નાની ઉંમરથી સૌરાષ્ટ્રની સંતપરંપરાઓ, એમની વિભિન્ન સાધનાધારાઓ અને સંતવાણી સાથે પૂજ્ય મકરન્દભાઈ દવેની પે્રરણાથી અનુસંધાન થયેલું જે અનુસંધાન આજની ઘડી સુધી અવિચ્છિન્નપણે જળવાયું છે.

ભારતીય સંતસાહિત્ય વિશે, ખાસ કરીને મધ્યયુગની ધર્મસાધનાઓ વિશે શાંતનિકેતનના મરમી સંશોધક વિદ્વાન શ્રી ક્ષિતિમોહનસેન દ્વારા પાયાનું કામ થયેલું. સૌરાષ્ટ્રના તદ્દન નિરક્ષર અને છતાં સાધના અનુભવને કારણે પરમતત્ત્વ સાથે ગાઢ અનુબંધ ધરાવનારા ભજનિક સાધક–સંતકવિઓની રહસ્યવાદી વાણી તરફ એમણે અંગુલિનિર્દેશ કરેલો. એ પછી શ્રી ઝવેરચન્દ મેઘાણી, શ્રી જયમલ્લ પરમાર અને શ્રી મકરન્દ દવે દ્વારા સંશોધન–સંપાદનના શ્રીગણેશ મંડાયેલા. તેમણે પાડેલી કેડીએ ચાલતાં–ચાલતાં આજ સુધીમાં લગભગ ૧પ૦ થી વધુ સંતકવિઓ અને તેમની સાતેક હજારથી વધુ ભજન રચનાઓ પ્રાપ્ત કરવાનું અને વયોવૃદ્ધ, દેશી, તળપદી ભજનવાણીના જાણકાર ભજનિકોઞ્(કે જે પરંપરાથી ચાલ્યા આવતા એનાં આંતરમર્મેાની જાણકારી સાથે ભજનો ગાતાંઞ્હોય)ઞ્પાસેથી પાંચસોએક કલાક જેટલું સંતવાણીનું ધ્વનિમુદ્રણ કરવાનું સદ્‌ભાગ્ય મને મળ્યું.

સૌરાષ્ટ્રના સંત–સાહિત્ય વિશે, સંતો ભકતો–કવિઓ વિશે, એમની ભજનવાણી વિશે, જુદી–જુદી સંત પરંપરાઓ વિશે, જુદા જુદા ધર્મ–પથ– સંંપ્રદાયોનાં સાધના, સિદ્ધાંતો ઉપાસ્ય/આરાધ્ય દેવી–દેવતાઓ અને સંત સ્થાનકો વિશે અને લોકસંતોની જગ્યાઓ વિશે પ્રમાણભૂત માહિતી એકઠી કરવાના આશયથી જિજ્ઞાસુ બનીને; અહીં–તહીં આથડીને; ગુજરાતભરના હસ્તપ્રતભંડારો અને ગ્રંથાલયો ફંફોળીને; બારોટના ચોપડાઓ વંશાવળીઓ. જુદી જુદી જગ્યાઓમાં સચવાયેલી હસ્તપ્રતો, સંતો–સંતસ્થાનો વિશે પ્રકાશિત થયેલી પરિચય પુસ્તિકાઓ, સંતવાણી સંગ્રહ–સંપાદનો, સંન્રિત્રો અને જુદા જુદા સામયિકોમાં આવેલી સંન્રિત્ર વિષયક હકીકતો એકઠી કરીને; સંતવાણીના મરમીઓ–ભજનિકો, લોકવાર્તાકારો, ભજન મંડળીઓ, લોકમેળાઓ અને સંતસ્થાનોની અવારનવાર મુલાકાતો લઈને; પ્રવાસ, પર્યટન, પૃચ્છા અને પત્રવ્યવહાર દ્વારા જે કંઈ સામગ્રી મને સાંપડી છે એમાંથી એકાદ અંજલિ જેટલુંઆચમન આ વ્યાખ્યાન દ્વારા કરાવવાનો આશય છે. મારું પરમ સૌભાગ્ય છે કે તળ ધરતીના મરમી, લોકધર્મી સંતકવિઓની વાણીને આજે વિદ્વત્‌જનો સુધી પહેાંચાડવા હું નિમિત્ત બન્યો છું.

ભારતીય સંસ્કૃતિના પરિપે્રક્ષ્યમાં જયારે સૌરાષ્ટ્રની જુદીજુદી સંતપરંપરાઓ, એમની વાણી અને એમનાં સાધના–સિધ્ધાંતો વિશે વાત કરવાની હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સંસ્કૃતિ એટલું શું ? અને ભારતીય સંસ્કૃતિનાં લક્ષણો કયા સ્વરૂપે જોવા મળે છે તેનો નિર્દેશ કરવો જરૂરી બની જાય.

સંસ્કૃતિ : શબ્દવિચાર

‘સંસ્કૃતિ શબ્દનો સીધો સાદો વાચ્યાર્થ એટલે ‘શુધ્ધ કરવાની ક્રિયા અને લક્ષ્યાર્થ લઈએ તો ‘ધર્મ આચરણ, વિદ્યા અને જીવનનાં તમામ પાસાંઓની ઉન્નતિ એવો કરી શકાય. ‘સંસ્કૃતિ શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંસ્કૃત વ્યાકરણ મુજબ સમ્‌ (ઉત્તમ) ઉપસર્ગની સાથે, કૃગ્‌ ધાતુમાંથી ઉત્પન્ન થયેલ ક્તિ પ્રત્યય જોડવાથી સંસ્કૃતિ શબ્દ બન્યો છે. ‘સંસ્કૃતિ નો એક અર્થ છે ‘ઉત્તમ કૃતિ એટલે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ મન, બુદ્ધિ વગેરેની સમ્યક્‌ ચેષ્ટાઓ કે હલચલો. જેમાં લૌકિક, પારલૌકિક, ધાર્મિક, આધ્યાત્મિક, આર્થિક અને રાજનૈતિક તથા તમામ પ્રકારની ઉન્નતિ કે શુદ્ધિકરણની પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોય.

ભારતીય દર્શનો મુજબ સંસ્કૃતિના પાંચ મુખ્ય અંગ છે : ધર્મ, દર્શન, ઇતિહાસ, વર્ણ, અને રીતરિવાજ. કોઈપણ દેશ કે જાતિનો આત્મા સંસ્કૃતિ જ છે. જેનાથી કોઈપણ દેશ કે જાતિના સંસ્કારોનો બોધ થાય છે. અંગે્રજીના કલ્ચર શબ્દ સાથે સામ્ય ધરાવતો આ શબ્દ આપણા ભારતીય હિન્દુ સમાજમાં સંસ્કાર તરીકે પણ ઓળખાય છે. ભારતીય સંસ્કૃતિ વેદમૂલક સંસ્કૃતિ છે. આપણા ૠષિ–મુનિઓ દ્વારા, શાસ્ત્રકારો અને સ્મૃતિકારો દ્વારા ધર્મ, સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય, ત્યાગ, તપ, દાન, બ્રહ્મચર્ય, કર્મ, જીવ, ઈશ્વર, બ્રહ્મ, માયા, અને પરમ તત્ત્વના સાક્ષાત્કાર વિશે જે ગાચિંતન થયું તેના પરિણામ સ્વરૂપ ભારતીય સંસ્કૃતિનો ઉદ્‌ભવ અને વિકાસ થતો રહ્યો છે. કાળનું અવિરત ચક્ર સદૈવ ફરતું રહે છે. જેમાં અનેક માનવ સંસ્કૃતિઓનો ઉદ્‌ભવ, વિકાસ અને વિનાશ થતો રહે છે. પ્રાચીનકાળથી માંડીને આજ સુધીમાં જગતમાં અનેક સંસ્કૃતિઓ અવિર્ભાવ પામી છે. જેમાં મિસરની સંસ્કૃતિ, સુમેરિયન સંસ્કૃતિ, બેબીલોન સંસ્કૃતિ, એસિરિયન સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, ઈરાનની સંસ્કૃતિ, ગ્રીસની સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ અને ભારતીય આર્ય સંસ્કૃતિને નેાંધપાત્ર કે અતિ મહત્વની સંસ્કૃતિઓ તરીકે ઓળખાવી શકાય.

અત્યંત પ્રાચીનકાળથી માંડીને આજ સુધીમાં આપણી ભારતીય સંસ્કૃતિ ઉપર અનેક પ્રકારની જુદી જુદી સંસ્કૃતિઓનાં આક્રમણો થતાં રહ્યા છે. છતાં એનું મૂળભૂત નીજિ સ્વરૂપ જળવાયું છે, એની પાછળ કારણભૂત છે આપણા વેદ–ઉપનિષદ–બ્રાહ્મણગં્રથો, આરણ્યકો, બ્રહ્મસૂત્ર, શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા કે મહાભારત–રામાયણ જેવાં મહાકાવ્યો અને ધર્માચાર્યેા, યોગીઓ, સિદ્ધ–સાધકો, સંતો– ભક્તો, અને મરમી કવિઓ.

આજના આધુનિક યુગમાં અનેક પ્રકારની વિદેશી સંસ્કૃતિઓના આક્રમણો વચ્ચે પણ ગામડાનો ભારતીય જનસમુદાય પોતાના મૂળ લોકધર્મી સંસ્કારોને જીવતા રાખી શકયો છે તેની પાછળ આપણા રહસ્યવાદી–મરમી સંત–ભક્ત કવિઓની પરંપરાઓ અને સાહિત્ય કારણભૂત છે એમ જરૂર કહી શકાય.

આત્મશુદ્ધિને કેન્દ્રમાં રાખીને આત્માનુભવ, આત્મ સાક્ષાત્કાર અને આત્મદર્શનને માનવ જીવનનો પરમ પુરષાર્થ માનનારી આ સંતપરંપરાઓ ભલે ધર્મ, પંથ, સંપ્રદાય, સાધના કે સિદ્ધાંતોમાં વિચારભેદ દર્શાવતી હોય એમ લાગે પણ એમનું સંસ્કૃતિબીજ એક જ છે અને તે છે ભારતીય સંસ્કૃતિનું.

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ ત્રણ કાંડોમાં વિભાજિત છે. કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. જીવમાત્રનું કલ્યાણ અને લૌકિક કે પરલૌકિક ઉન્નતિ દ્વારા પરમસુખ કે મોક્ષગતિ પ્રાપ્ત કરવા માટે, ધર્મશાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત સમ્યક્‌ અલંકૃત ર્ચે સામર્થ્યમય પૂર્ણ સંસ્કૃું નિર્માણ થયું.

હજારો વર્ષ જૂની આપણી ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવા માટે અનેક ભારતીય અને પરદેશી વિદ્વાનોએ પ્રયત્નો કર્યા છે. એમાં કોઈ ધર્મસંપ્રદાયોનાં ફાંટાઓ વિશે વાત કરતા હોય, કોઈ ભારતના જુદાજુદા પ્રાંતોમાં ફેલાયેલી ભાષાઓ અને બોલીઓ તથા એના સાહિત્યની વાત કરતા હોય, કોઈ જાતિ કે જ્ઞાતિગત ઇતિહાસ મુજબ સંસ્કૃતિને મૂલવતા હોય, કોઈ રાજનૈતિક પાસાને આવરીને સંસ્કૃતિ વિશે વિચાર કરતા હોય, કોઈ લોકજીવનનાં રીત–રિવાજ, વેષ–ભૂષા, ગીત–સંગીત, નૃત્ય, નાટ્‌ય, ચિત્ર, શિલ્પ–સ્થાપત્ય, શાબ્દી કે અશાબ્દી વિદ્યાઓ કે કલાઓ વિશે વાત કરતા હોય. આ બધી બાબતો સંસ્કૃતિના અધ્યયન માટે અત્યંત આવશ્યક હોવા છતાં ભારતીય સંસ્કૃતિનો પૂર્ણ પરિચય કરાવવા માટે તો અસમર્થ જ રહે છે. ઉપર જણાવ્યા તે તમામ પાસાંઓને એકત્ર કરીને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવા ધારીએ છતાં કંઈક એવું તત્ત્વ બાકી રહી જાય છે, જે સંસ્કૃતિનો પૂર્ણ પ્રમાણભૂત પરિચય આપી શકે.

સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન નાભિકેન્દ્રનું છે. માનવપિંડની ઉત્પતિનું કેન્દ્ર નાભિસ્થાન છે. અને એ કેન્દ્રમાંથી જેમ પિંડનો વિકાસ થાય છે, તેમ ભારતમાંથી ચારે દિશાઓ અને ચારે ખૂણાઓ તરફ એટલે કે ચોગરદમ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર સેંકડો વર્ષેાથી થતો રહ્યો છે. ઈરાન, અફઘાનિસ્તાન એશિયાખંડમાં ભારતની પશ્ચિમ દિશામાં આવે, ઉત્તર દિશામાં તિબેટ ચીન આવે, પૂર્વમાં બ્રહ્મદેશ, સિંગાપુર, સીયામ, ઈન્ડોચીન અને ઈન્ડોનેશિયા આવે તો દક્ષિણમાં સામે શ્રીલંકા, એ તમામ દેશો સાથે ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ સંકળાયેલો છે. ભારતીય સંસ્કૃતિએ આ તમામ દેશોને પોતાનો ધર્મ, સાધના અને વિચારધારાનો વારસો આપ્યો છે. ભારતમાંથી બૌદ્ધ ધર્મ અને અનેક કલાઓ સમગ્ર એશિયા ખંડમાં પ્રસાર અને પ્રચાર પામી છે. આ બધા દેશો સાથે ભારતનો જળ અને સ્થળ માર્ગ ધાર્મિક અને વ્યાપારિક થતો રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હડપ્પા અને મોહેજો દડોની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. આ અવશેષોને આધારે ભારતીય સંસ્કૃતિ અને ચોતરફ વસેલી જુદી જુદી સંસ્કૃતિઓ સાથેનું અનુંસધાન આપણાં સંશોધકો જોડી આપે છે. જયાં જયાં ભારતીય લોકો ગયા છે. ત્યાં ત્યાં ભારતીય સંસ્કૃતિને પહેાંચાડી છે. અનેક સંસ્કૃતિઓ એકબીજાની તદ્‌ન નજીક હોવા છતાં અતિ પ્રાચીન યુગથી આજ સુધી ભારતીય સંસ્કૃતિએ પોતાના મૂળ સ્વરૂપને જાળવી રાખ્યું છે.

ભારતીય સંસ્ંસ્કૃૃતિની વિશેષેષતાઓ – લાક્ષણિકતાઓ

જ્ઞાન, ભકિત, યોગ, અને કર્મ (સેવા) એ ચાર તત્ત્વો સંસ્કૃતિના મૂળ–ભૂત પાયા. જેંબધ ધર્મ ે અધ્યાત્મ સાથે છે.ઞ્

(૧) મનુષ્યને માનવવિકાસના ઉચ્ચતમ શિખરે પહેાંચાડીને જીવનમુક્તિની અવસ્થામાં પ્રતિષ્ઠિત કરાવવો.ઞ્

(ર) ગુરુ માહાત્મ્ય, ગુરપુૂજા, ગુરુભક્તિ.ઞ્

(૩) સમગ્ર બ્રહ્માંડનું સર્જન, પાલન–પોષણ અને સંહાર કરનારા પરમતત્ત્વ સાથે અનુસંધાન.ઞ્

(૪) કોઈપણ વર્ણ કે જાતિના ભેદભાવ વિના પરમતત્ત્વની પ્રાપ્તિનો અધિકાર તમામ જીવને એવી ભાવના.ઞ્

(પ) માનવીને પોતપોતાના અધિકાર કે શક્તિ મુજબ મંત્રયોગ, તંત્રયોગ, હઠયોગ, સહજયોગ, કર્મયોગ,ઞ્લયયોગ, પ્રાણયોગ, આત્મયોગ, શબ્દ સુરતિયોગ, નાદાનુસંધાન કે રાજયોગ મુજબ ભક્તિ–અધ્યાત્મના ક્ષેત્રમાં પરમતત્ત્વની પ્રાપ્તિ સુધી પહેાંચાડવા મદદગાર થવું એ ભારતીય સંતસંસ્કૃતિનો મુખ્ય હતેુ છે. અને એટલા માટે તો ધર્મ કે અધ્યાત્મસાધનાના અનેક માર્ગેાનો વિકાસ થયો છે.

(૬) પરંપરિત વેદધર્મ પ્રણિત માન્યતાઓ સાથે અનુસંધાન અને વિશ્વાસ. પાંચતત્ત્વ, ત્રણગુણ, પચીસઞ્પ્રકૃતિ–પંચીકરણ, શિવ સ્વરોદય, અષ્ટાંગ યોગ, ષટ્‌ચક્રભેદન, પ્રાણાયામ.ઞ્

(૭) જન્મ–પુનર્જન્મની માન્યતા.ઞ્

(૮) સગુણ–નિર્ગુણ ઉપાસના.ઞ્

(૯) નિયંતા (ઈશ્વર) અને નિયતિઞ્

(૧૦) કર્મને જીવનનું આવશ્યક લક્ષણ મનાયું છે. જે કર્મ સ્વાર્થ સહિત હોય અને જેમાં જ્ઞાનનો ભાવ ન હોય તો કર્મઞ્માનવીનું કલ્યાણ કરતું નથી.

(૧૧) ત્યાગ અને આત્મનિયંત્રણ.ઞ્

(૧ર) પિંડમાં બ્રહ્માંડનું દર્શન–સોહમ્‌ સાધના.ઞ્

(૧૩) રહસ્યવાદ – નામ વચનની સાધના.ઞ્

(૧૪) અહિંસા દરેક જીવ પ્રત્યે સમાનતા અને પે્રમનો ભાવ–અહિંસાનો સિધ્ધાંત.ઞ્

(૧પ) બ્રહ્મચર્ય અને ક્ષમાતત્ત્વ.

ધર્મ, ભકિત અને સાધનાની ભૂમિ : સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રની ભૂમિ અત્યંત પ્રાચીન સમયથી યોગીઓ, સિદ્ધો, સાધકો, ભકતો, ધર્મ કે પંથના સ્થાપકો કે પ્રચારકો, સંત–કવિઓની તીર્થભૂમિ રહી છે. સાત પુરીઓ કે બાર જયોતિર્લિંગોમાં દ્ધારકા અને સોમનાથ હોય, શૈવ, શાકત, બોદ્ધ, જૈન, તાંત્રિક, માન્ત્રીક, વૈષ્ણવ, સૂફી, સ્વામિનારાયણ, આર્ય સમાજ, વગેરે ધારાઓ સાથે જેનું સીધું અનુસંધાન હોય, લગભગ તમામ ભારતીય ધર્મ–સંપ્રદાયોનાં તીર્થ સ્થાનો જે ભૂમિ ઉપર હોય, એવી આ સૌરાષ્ટ્રની ભૂમિ પ્રાચીન સમયથી તીર્થ ભૂમિ તરીકે ઓળખાતી આવી છે.

સોરઠ ધરા ન સંચંચર્યેોાર્,,ચડયો ન ગઢ ગિરનાર;

નાયો ન ગંગંગા ગોમતી,એનેનો એળેળે ગયો અવતાર.

જયાં શ્રીકૃષ્ણ–બલરામ, નેમિનાથ, ભકત સુદામો, ગોરખનાથ ને નરસિંહ મહેતા સહિત કૈં કેટલાય ૠષિ–મુનિઓ, સંત–મહંતો ભક્તજનોની પુનિત ચરણરજથી પાવન થવા હિંદભરના ધાર્મિક શ્રદ્ધાળુ યાત્રિકોની વણઝારો સદૈવ ચાલુ જ રહી છે, તીર્થક્ષેત્રોના પ્રદેશ તરીકે યુગોથી જે પ્રદેશ તમામ ધર્મ–પંથ–સંપ્રદાયોના અનુયાયીઓ અને ભિન્ન ભિન્ન જાતિ–કુળો માટેનું એક પવિત્ર ધામ બની રહ્યો છે, જયાં ચંદ્રે પોતાનો ક્ષય મટાડવા દેવાધિદેવ મહાદેવ સોમનાથની પૂજા કરેલી, જયાં યાદવકુળભૂષણ યોગેશ્વર શ્રીકૃષ્ણે પોતાની રાજધાની છેક મથુરાથી અહીં ફેરવેલી, જયાં વૈવસ્વત મનુના પૌત્ર આનર્ત અને તેમના પૌત્ર રૈવતે પોતાનું સામ્રાજય વિસ્તારેલું, જયાં જગદ્‌ગુરુ આદિશંકરાચાર્યજીએ પોતાની ચાર પીઠો પૈકીની અતિ મહત્ત્વની શારદાપીઠ દ્વારકામાં સ્થાપેલી, જયાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ શ્રી ૠષભદેવજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું, જયાં સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રીમદ્‌ રાજચંદ્ર કે ગાંધીજી જેવા પુણ્યપુરુષોનો ઉદય થયેલો તથા સ્વામિનારાયણ સંપ્રદાય અને આર્યસમાજનું પ્રાકટ્‌ય થયેલું એવો આ પ્રાચીનકાળથી ધર્મક્ષેત્ર બનેલો સૌરાષ્ટ્ર પ્રદેશ. એમાં ગામડે ગામડે ને ટીંબે ટીંબે મંદિરો, સંતસ્મારકો અને ધાર્મિક પવિત્ર સ્થળો આવેલા છે. એ બધાં જ સામાન્ય લોકસમુદાયમાં ‘તીર્થસ્થળ તરીકે અત્યંત આદર ને ખ્યાતિ પામ્યા છે, છતાં ભારતભરમાં ને ભારતબહાર જેની નામના સાર્વભૌમત્વ પામી છે. એવાં સૌરાષ્ટ્રનાં કેટલાંક મુખ્ય પ્રાચીન–અર્વાચીન તીર્થસ્થળો ગણાવીએ તો એમાં આવે સોમનાથ, દ્વારકા, જૂનાગઢ ગિરનાર, તુલસીશ્યામ, શત્રુંજય, ઉના–દેલવાડા, માધવપુર, તરણેતર, ઘેલા સોમનાથ, ગોપનાથ, પ્રાચી, ગુપ્ત પ્રયાગ, બાણેજ, હર્ષદ, સારંગપુર, સતાધાર, વીરપુર, ચલાલા, પાળિયાદ, પરબ, પોરબંદર, ગઢડા, પિંડારક, ગેાંડલ, વલ્લભીપુર, તળાજા, સૂરજદેવળ, ચોટીલા... છતાં આમાં બાકી રહેલ કોઈ તીર્થસ્થળ ગૌણ તો નથી જ. એક યા બીજી રીતે ધાર્મિક રીતે, પૌરાણિક રીતે, ઐતિહાસિક રીતે. સાંપ્રદાયિક રીતે તમામ તીર્થસ્થળોનું માહાત્મ્ય સમાન સ્તરે લોકજીવનમાં વ્યાપ્ત છે.

દેશ–વિદેશના તમામ, ધર્મ, પંથ સંપ્રદાયના અનુયાયી સાધકો કે ભક્તો એકવાર તો સૌરાષ્ટ્રની યાત્રાએ આવે જ. પછી તે વલ્લભાચાર્યજી હોય કે મીરાંબાઈ, કબીરસાહેબ હોય કે નાનક, એ કારણે જ સૌરાષ્ટ્રમાં અનેક ધર્મ–પંથ સંપ્રદાયોની સાધના ધારાઓ વહેતી આવી છે. ફરંદા સાધુઓ પોતપોતાના ધર્મ–સંપ્રદાયના સાધના સિદ્ધાંતો અને સાહિત્યનો કંઠોપકંઠ ફેલાવો કરતા રહે અને એ બધું જ સંચિત થતું આવ્યું છે સૌરાષ્ટ્રની લોકધર્મી સંતકવિઓની પરંપરામાં.

સૌરાષ્ટ્રની પચરંગી પ્રજામાં અનેક સંપ્રદાયો છે. સૌરાષ્ટ્ર દ્બીપના મૂળ વતની કોણ હશે એના વિશે ઘણા વિદ્વાનોએ જુદાં જુદાં અનુમાનો કર્યાં છે. દ્રવિડો અને પછી આર્યેા આ પ્રદેશમાં આવીને વસ્યા એમાંની વિભિન્ન જાતિઓ એકબીજામાં ભળીને હિન્દુ તરીકે સ્થિર થઈ પછી શક, સિથિયન, આરબ, ફારસી, ફિરંગી, હબસી અને પછી મુસ્લિમો આવીને આ ધરતીના છોરુ બની રહ્યા.

આક્રમણ કરીને વિજેતા બનનારી સંસ્કૃતિના પ્રતિનિધિઓ પણ અહીં સૌરાષ્ટ્રમાં સંઘર્ષમાંથી સંપર્ક તરફ આગળ વધતા રહ્યા અને ધીરે ધીરે એક જાતની સહિષ્ણુતા આવતી ગઈ આ તમામ સંસ્કૃતિ પ્રવાહોને પોતાના મહા વહેણમાં વાળીને સર્વ ધર્મ સમન્વયની વિશાળ દષ્ટિ કેળવીને સૌરાષ્ટ્રની સંત પરંપરાઓનું ઘડતર થતું રહ્યું છે.

આ જ સૌરાષ્ટ્રમાં પ્રાચીન કાળના ૠષિમુનિઓનાં નામો સાથે સંકળાયેલાં અનેક સ્થળો જોવા મળે. હિનયાન અને મહાયાન બૌધ્ધ પંથોના વિહારો રૂપે ગુફાઓ મળે. દિગમ્બર અને શ્વેતાંબર જૈન–સંપ્રદાયનાં મંદિર સમૂહો મળે. શૈવ સંપ્રદાયનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ સૌરાષ્ટ્રમાં જ હોય, વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થસ્થાન દ્વારકા અને પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયની–મહા પ્રભુજીની બેઠકો સૌરાષ્ટ્રમાં હોય, નાથ સંપ્રદાય સાથે સંકળાયેલો ગિરનાર બૌદ્ધ ગુફાઓ અને અશોકના શિલાલેખ સાથે ચોરાશી સિદ્ધોનાં બેસણાં તરીકે જાણીતો હોય. જગદ્‌ગુરુ શંકરાચાર્યના ચાર મુખ્ય મઠ પૈકીનો પશ્ચિમનો શારદા મઠ શ્રીકૃષ્ણની દ્વારકામાં હોય, બાવન શકિતપીઠોમાંની મહત્ત્વની – શકિતપીઠો સૌરાષ્ટ્રમાં હોય અને વિષ્ણુ, વરાહ, શ્રીકૃષ્ણ, શ્રીરામ, સૂર્યનારાયણ, કાલી, ચામુંડા, હરસિદ્ધિ, હનુમાન, ગણેશ, શિવ વગેરે દેવ–દેવીઓ અને ખોડિયાર, શીતળા, વાછરા ડાડા, રામદેવપીર, સમા લોક દેવી–દેવીઓ જેવા અનેૈરાષ્ટ્રમાં જોવા મળે.

કંઠસ્થ પરંપંપરાએ જળવાયેલેલું ું સંતંત સાહિત્ય

સૌરાષ્ટ્રની વિવિધ સંત પરંપરાઓ દ્વારા સૈકાઓથી સંત સાહિત્યનું સર્જન થતું રહ્યું છે. પણ બહુધા એ સાહિત્ય માત્ર કંઠોપકંઠ પરંપરાએ જળવાતું આવ્યું છે. એને ગ્રંથસ્થ કે લિપિબદ્ધ કરવાના પ્રયાસો ઓછા થયા છે. જે તે પરંપરાના અનુયાયી, ભગત કે ભજનિકો પાસે એ સાહિત્યધન મુખોપમુખ જળવાયું છે અને કેટલાંક સંતસ્થાનોમાં હસ્તપ્રતો રૂપે છૂટું છવાયું સંગ્રહાયેલું છે. પણ એની ભાળ મેળવી, એનું સંશોધન, સંપાદન કે અભ્યાસ તરફ કરવા આજ સુધીમાં અત્યંત અલ્પ પ્રમાણમાં વિદ્વાનોએ રસ લીધો છે.

સૌરાષ્ટ્ર પ્રદેશના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઉત્થાનના ઈતિહાસમાં જુદી જુદી સંત પરંપરાઓનાં સાધના, સિદ્ધાંતો અને સંત સાહિત્યે જે બૃહદ્‌ ફાળો નેાંધાવ્યો છે. તેનું સંપર્ણૂ સંશોધન હજુ બાકી છે. આજ લગી આ ક્ષેત્ર તદ્‌ન ઉપેક્ષિત રહ્યું છે. અત્યંત વ્યાપક કાર્યક્ષેત્ર અને ક્ષમતા ધરાવતા આ વિષય અંગે આજ સુધીમાં ખૂબ જ ઓછી સામગ્રી સંશોધિત અને પ્રકાશિત થઈ છે. અને એ રીતે સૌરાષ્ટ્રના સંત સાહિત્ય, સંતોની જીવન પ્રણાલી, જીવન દર્શન કે ચિંતન એ સાધનાની વિભિન્ન ધારાઓ વિશે પ્રમાણભૂત કહી શકાય એવું સંશોધન આપણે નથી કરી શક્યા એ આપણી કમનસીબી ગણાય.

સૌરાષ્ટ્રની વિભિન્ન સંતપરંપરાઓ દ્વારા રચાયેલા સંત સાહિત્ય તરફ દષ્ટિપાત કરીએ તો એમાં સ્પષ્ટતઃ ધાર્મિક, આધ્યાત્મિક, સાંપ્રદાયિક અને સાધનાત્મક એમ ચાર પ્રવાહો જોવા મળે. શાસ્ત્રો–પુરાણોની કથાઓ ઉપર આધારિત રચનાઓ ધાર્મિક પ્રવાહમાં હોય, વેદાન્તી તત્ત્વચિંતનની ધારા આધ્યાત્મિક રચનાઓમાં દેખાય, પોતાના સંપ્રદાયની વિચારધારાના પ્રચાર–પ્રસાર માટે, પણ રચનાઓનું સર્જન થયું હોય, તો રહસ્યવાદી સાધનાકીય અનુભૂતિઓનું બયાન સાધનાત્મક વાણીમાં થાય. જુદા જુદા સંતસ્થાનોમાં જળવાયેલી હસ્તપ્રતોમાં તથા દેશી ભજનિકોના કંઠમાં જળવાયેલી કંઠસ્થપરંપરાની વાણી–સામગન્ીમાં નીચે પ્રમાણેની સામગ્રી આપણને મળી આવે છે.

પદ કે ભજન પ્રકારની ટૂંકી રચનાઓ... જેમાં સગુણ સાકાર કે નિર્ગુણ–નિરાકારની સ્તુતિ/પ્રાર્થના હોય, ગુરુ મહિમા હોય, યોગમાર્ગની જુદીજુદી સાધનાઓનું નિરૂપણ હોય, વૈરાગ્યનો ઉપદેશ હોય, પોતાની આંતરવ્યથાનું ગાન હોય, પોતાનાં વ્યાવહારિક કાર્યેા ઉકેલી આપવાની પરમાત્માને અરજ પણ હોય. પે્રમલક્ષણા ભકિતધારામાં વિરહનીવેદના પણ હોય અને મિલનનો આનંદ પણ વર્ણવાયો હોય, તો ઉપદેશાત્મક વાણીમાં કટાક્ષમય ચાબખા હોય અને રહસ્યવાદી સાધનાત્મક વાણી ગૂઢ કે અવળવાણીના રૂપમાં હોય. એ સિવાય‘ઉમાવ કે ‘ઉમાવો નામક કરુણપ્રશસ્તિ–દિવંગત સંતના ગુણાનુરાગ વર્ણવતી રચનાઓ પણ મળે.

અંગ, ક્કકો, બારમાસી, વાર, તિથિ, મહિના જેવી દશથી માંડી વીસ–પચ્ચીસ કડીઓ સુધી વિસ્તરતી રચનાઓ.

પચાસથી માંડી દોઢસો કડીઓ સુધી વિસ્તરતી ‘ગુરુમહિમા ‘ચિંતામણિ કે ‘ચેતવણી અને ‘ગીતાના નામે ઓળખાતી સાખી–દોહરા–છપ્પા કે કડવાબંધમાં રચાયેલી દીર્ઘ કૃતિઓ.

‘ગુરુવંશાવળી કે ‘ગુરુપરંપરા દર્શાવતી સાંપ્રદાયિક રચનાઓ.

‘ગોષ્ઠિ, ‘સંવાદ કે ‘પ્રશ્નોતરી રૂપે સવાલ–જવાબના સ્વરૂપે અધ્યાત્મની પ્રશ્નોતરી દ્વારા સંપ્રદાયના સાધના અને સિદ્ધાંતો તથા તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતી સાંપ્રદાયિક રચનાઓ.

અન્ય ભાષી સંતકવિઓની વાણીનું અનુસરણ કે અનુકરણ દર્શાવતી ગુજરાતી રચનાઓ.

‘સૌરાષ્ટ્રની ધર્મસાધના બહુરંગી ચુંદડી જેવી છે એમ શ્રી મેઘાણીભાઈએ બહુ યથાર્થ કહ્યું છે. સૌરાષ્ટ્ર પ્રદેશની લોકસંસ્કૃતિ, સભ્યતા, અને લોકસંસ્કારોનું ઘડતર અનેક પ્રકારના, એકબીજાથી કયારેક તદૃન જુદી જ વિચારધારા અને સાધના પરંપરા ધરાવતા ધર્મ–પંથ–સંપ્રદાયોના અનુયાયી સંત, ભક્ત, વેદાન્તી, જ્ઞાની, યોગી, બ્રહ્મચારી, સંન્યાસી, સિદ્ધ, સૂફી, ઉપદેશક અને કવિઓ દ્વારા થતું રહ્યું છે.

વૈષ્ણવ, શૈવ, શાક્ત, સંતમત અને પીરાણા એ પાંચ મુખ્ય શાખાઓમાંથી અગણિત ધર્મ–પંથ સંપ્રદાયોનો ઉદ્‌ભવ અને વિકાસ થતો રહ્યો છે. એકના એક ધર્મ કે સંપ્રદાયમાંથી સમયભેદે, સ્થળભેદે અને જાતિભેદે અનેકવિધ ફાંટાઓ ઉદ્‌ભવતા રહ્યા છે, અને એક વિશાળ વડની જેમ તેમાંથી અનેકાનેક શાખાઓ ફૂટતી રહી છે. કયારેક તો એના મૂળ સુધી પ્રત્યક્ષ અનુસંધાન પણ ન રહ્યું હોય એટલી હદે પરિવર્તન જોવા મળે.

અઘોરી, આર્યસમાજી, ઉગાપંથી, ઉજાગરી, ઓલિયા, કબીરપંથી (રામકબીર અને સત્‌કબીર), કાપડી, કાપાલિક, કેવળ, ખાખી, ગેબીપંથ, ગોદડિયા, જતિ, જંગમ, જોગી, ટાટંબરી, ટેલવા, તાપડિયા, દશનામી (ગિરિ, સાગર, વન, અરણ્ય, પૂરી,પર્વત, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ), દરિયાપંથી, દંડી, દિગમ્બરી, દાદુપંથી, દાસાપંથી, દૂધાધારી, નાથપંથી, નાગા, નિર્વાણ, નિરાલંબી, નિર્મેાહી, નિમાધારી, પિરાણા, પંચરાત્ર શૈવ, પાશુપત, પ્રણામી, પુષ્ટિમાર્ગી, ફક્કડ, ફકીર, બ્રહ્મચારી, ભૈરવ, ભભૂતિયા, ભરથરી, મહાપંથી, (બીજમાર્ગી, દશા, વીસા, કાંચળિયા, કૂંડાપંથી, વામમાર્ગી, નિજારી, નિજિયાપંથી, મારગી), મુંડિયા, મેકાપંથી, રવિ–ભાણપંથી, રાધાસ્વામી, રામાનંદી (જેની બાવન શાખાઓ જે બાવન દ્વારા તરીકે ઓળખાય છે તે માંહેના રામાવત, નિમાવત, કુબાવત... વગેરે), રામસનેહી, રૂખડિયા, લિંગાયત, લીરબાઈપંથી, વૈરાગી, વાડીના સાધુ, વડવાળાના અનુયાયી, સૂફી, સ્વામિનારાયણ, સંન્યાસી, સરભંગી, સાંઈ, અને સ્વાધ્યાયી...

આમ કૈં કેટલાય પંથ–સંપ્રદાયોના સંતો–ભક્તો–મહંતોએ પોતપોતાની આગવી ભકિત–સાધનાની કેડી કંડારીને પોતપોતાની રંગબેંગી ધર્મ ધ્વજાઓ ફરકાવીને ુરંગી ચુંદડીમાં વેુટાની ભાત ઉપસાવી છે.

ૠષિ–મુનિ–સંન્યાસી, તીર્થયાત્રી, લંગોટધારી, કથાકાર, સંસાર–ત્યાગી, વિતરાગી, યોગી, પરમહંસોની સાથોસાથ જગ્યાધારી ગૃહસ્થ લોકસેવકો અને સંસારી છતાં શબ્દબ્રહ્મની ઉપાસનાના ભેખધારી એવા ભજનિક સંતકવિઓની સાધના ભલે જુદી જુદી હોય પણ વાત તો એક જ ઉચ્ચારી છે ‘ભજન કરો અને ભોજન કરાવો.

સૌરાષ્ટ્રના સંતો–ભક્તો–કવિઓમાં ભારતીય સંસ્કૃતિની તમામ સાધના ધારાઓના વહેણો વધતે–ઓછે અંશે સમ્મિલિત થયેલાં જોવા મળે અને એ સંમિશ્રણમાંથી જ એક વિશાળ લોકધર્મી સાધનાનો જન્મ થયો છે.

કોઈપણ સંપ્રદાયનો સંત–કવિ હોય તેની વાણીમાં આપણને અનેક સાધનાધારાના પ્રત્યક્ષ કે પરોક્ષ અંશો જોવા મળે અને એ કારણે સૌરાષ્ટ્રની સંત સંસ્કૃતિને આપણે સમન્વયની સંસ્કૃતિ જરૂર કહી શકીએ.

સૌરૈરાષ્ટ્રન્રના સંતંતસ્થાનોમાં ચાલી આવેલેલી બે પરંપંપરાઓ :

નાદ પરંપંપરા અને બુુંદંદ પરંપંપરા

સૌરાષ્ટ્રના સંત સ્થાનોમાં, વિવિધ સાધનાધારાઓમાં બે પરંપરાઓ વહેતી આવી છે. એક છે નાદ પરંપરા અને બીજી છે બુંદ પરંપરા. કોઈ સિદ્ધ–સાધક–સંપ્રદાયના સ્થાપક મહાપુરુષના શિષ્યોની એક પછી એક શિષ્ય પેી દ્વારા જે પરંપરા ચાલે તે નાદ પરંપરા. અને મહાપુરુષની વંશ પરંપરામાં જે લોહીની સગાઈથી જે પુત્ર હોય અને તેને દીક્ષા આપીને શિષ્ય બનાવ્યો હોય. જેમાં પિતા જ પુત્રને ગુરુદીક્ષા આપતો હોય એની જે પરંપરા પેી દર પેી ચાલે તે બુંદ પરંપરા.

ઘણી વખત સંસાર ત્યાગી–ફક્કડ ગુરુંપરા ચાલતી હોયઞ્એમાં વચ્ચે કોઈ ફક્કડ શિષ્ય ગૃહસ્થી બની જાય અને પોતાની બુંદ પરંપરા શરૂ કરે એવું પણ બન્યું છે, તો સામે પક્ષે ગૃહસ્થ સંતોની બુંદ પરંપરામાં જ કોઈ શિષ્ય ફક્કડ સંન્યાસ દીક્ષિત બની જાય અને પોતાની નાદ પરંપરા શરૂ કરે એવું પણ બન્યું.

રવિભાણ સં્રદાયના આદ્યપુરુેબ તેના નાદશિષ્ય રવિસાહેબ અને બુંદ શિષ્ય (ભાણપુત્ર) ખીમસાહેબ. રવિ સાહેબ દ્વારા મોરાર–ચરણદાસ– હરિસાહેબ એમ નાદપરંપરા ચાલી. અમોં પણ પાછળથી કયાંક કયાંક જુદી જુદી જગ્યાઓમાં બુંદ પરંપરા શરૂ થઈ ગઈ, ખીમ સાહેબ દ્વારા નાદ અને બુંદ બંને પરંપરા ચાલી. ખીમના પુત્ર શિષ્ય ગંગસાહેબ અને મલુકદાસ, તો નાદ શિષ્ય ત્રિકમ સાહેબ દ્વારા ભીમ–દાસીજીવણ–પે્રમસાહેબ સુધી નાદ પરેં પે્રેબથી વિશ્રામ–માધવ–પુરુષોત્તમદાસ–જગદીશ એમ બુંદપરપરા ચાલું રહી છે.

પાંચાળના સંતમંડળમાં આપા જાદરા (સોનગ), આપા વિસામણ (પાળિયાદ), આપા દાના (ચલાળા)ની જગ્યાઓ વંશપરંપરાગત ચાલી છે. તો આપા ગીગા (સતાધાર) અને સંત દેવીદાસ (પરબ) ની જગ્યાઓમાં ફક્કડ શિષ્યો જ ગાદીપતિ બની શકે. પણ એની શાખા–પ્રશાખાઓ નાદ અને બુંદ બંને પરંપરાઓમાં પ્રવાહિત થયા કહી છે. કોઈ ચોક્કસ ધારા ધોરણ એમાં નથી. સંસાર ત્યાગી, ફક્કડ સંન્યાસી પણ પોતાની વૈભવશાળી જગ્યાના વહીવટ માટે પોતાના પૂર્વાશ્રમના ભાઈ, ભત્રીજા, ભાણેજને ગાદી સેાંપે એવું વારંવાર બન્યું છે.

જુદી જુદી દુદુસાધના ધારાઓ કે સાંપંપ્રદ્રદાયિક પરંપંપરાઓનો સમન્વય :

સૌરાષ્ટ્રની કેટલીયે જગ્યાઓ–મઢીઓ–સંતપરંપરાઓમાં આરાધ્ય દેવ, ઉપાસ્ય દેવ અને ઈષ્ટદેવ જુદા જુદા હોય એવું પણ જોવા મળે. દાખલા તરીકે પાંચાળના સિદ્ધ સંત ગેબીનાથ (સોનગ)થી ઊતરી આવેલી અને સોનગ, થાન, ચલાલા, પાળિયાદ તથા સતાધાર સુધી વિસ્તરેલી સંતપરંપરાના સ્થાનકોમાં ઈષ્ટદેવ સૂર્યનારાયણ અને હનુમાનજી હોય, ઉપાસ્ય દવ ઠાકોરજી કેે બાલકૃષ્ણ હોય અને આરાધ્ય દેવ રામચંદ્રજી હોય, સાથો સાથ રામદેવપીર, પાટ કે મેં ુસંધાન હોય, જગ્યામાં જ શિવાલય પણ હોય અને રામચરિત માનસનાઞ્અભ્યાસી–કથાકાર ગાદીપતિ મહંતો તાંત્રિક કે યૌગિક સાધનામાં પણ રસ ધરાવતાં હોય.. આમ અનેક ધારાઓના સમન્વય એમાં જોવા મળે. આદ્યપુરુષ ગેબીનાથ.. એટલે નાથસંપ્રદાય સાથે સીધું અનુસંધાન, કાઠીવંશ એટલે સૂર્યનારાયણ ઈષ્ટ, ગુરુ દ્વારા દરેક શિષ્યને હનુમાનજીની ઉપાસના અપાય, બાલકૃષ્ણ ઠાકોરજીની સેવાના વૈષ્ણવી સંસ્કારો પણ ભળ્યા હોય, ને લોકધર્મી મહાપંથની–રામદેવપીરના સંપ્રદાયની બીજમારગી સાધનાના અંશો મળે ત્યારે એક અદ્‌ભુત સમન્વયાત્મક સુમેળ રચાય.

ગેાંડલના સમર્થ સિદ્ધ પુરુષ જીવણદાસ લોહલંગરી રામનુજાચાર્ય પ્રસ્થાપિત ‘શ્રી સંપ્રદાય જેવા રૂચિુસ્ત સંપ્રદાયના અનુયાયી હોય અને છતાં પોતાની જગ્યામાં શિવાલય અને રામદેવપીરની દેરીની સ્થાપના કરે, ‘દૂધરેજની દશનામી શૈવ પરંપરા સાથે મૈત્રી સંબંધ બાંધે અને અકબીજા સેંપ્રદાય સાથે એકતા સાધવા માટે, સમન્વય માટે જ પોતપોતાના સંપ્રદાયના વિધિવિધાનો, સાધન–સાધના, દીક્ષા–ઉપાસના જાળવી રાખીને અરસપરસ સ્મૃતિ ચિહ્‌નોની આપ–લે કરે એ વસ્તુ જ આ વિવિધ સંત પરંપરાઓના સમન્વયની દ્યોતક છે.

દૂધરેજની વડવાળાની જગ્યામાં અનેક સાંપ્રદાયિક પરંપરાઓની સાધના ધારાઓનો સમન્વય થયો છે. દૂધરેજની જગ્યા મૂળ દશનામી શૈવ પરંપરાની.. શંકરાચાર્યજીની પરંપરાના પુરી નામાંત નીલકંઠપુરીથી શરૂ થયેલી આ પરંપરામાં નીલકંઠપુરીના શિષ્ય થયા રઘુનાથપુરી. તેના શિષ્ય યાદવપુરી અને તેના શિષ્ય થયા ષટ્‌પ્રજ્ઞ ચૈતન્યપુરી કે ષષ્ટમદાસ. (વિશેષ પરિચય માટે પરિશિષ્ટમાં અપાયેલ સંત ભકતોના પરિચય કોશમાંની વિગતો વાંચી લેવી.) એની સાધના પરંપરા શૈવ–શાકત શિવ–શકિતના પાટ ઉપાસક તરીકે તાંત્રિક વિધિ–વિધાનો સાથેની ગુપ્ત સાધનાની. યાદવપૂરીના મિત્ર વૈષ્ણવ રામાનંદી જીવણદાસજી લોહલંગરી. એ મૈત્રી કાયમ ટકાવી રાખવા બંને મિત્રોએ અરસપરસ સ્મૃ્‌નોની આપ–લે કરી. રામાનંદી વૈષ્ણવ શ્વેતવસ્ત્રધારી સાધુે ભગવી પાઘડી અનેઞ્ભૂમિદાહ (સમાધિ)નો સ્વીકાર કર્યેા, સામે પક્ષે દૂધરેજના પુરી નામાન્ત શૈવ સંન્યાસીઓએ ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરી ભદ્રવેશ (સફેદ ધોતી ઉપર ભગવી પાઘડી), તુલસીની માળા, દાસ પદવી, (દશનામી શૈવ પરંપરાવાચક પુરી નામાન્તને બદલે દાસ નામાન્ત – રઘુનાથપુરીમાંથી રઘુનાથદાસ) અને ભાલ તિલક સ્વીકાર્યાં. બંને જગ્યામાં મૈત્રીની યાદી રૂપે વડનાં ઝાડ રોપાયાં, બેં ે ઓળખાતી થઈ અને ગાદી ઉપર મહંની ચાદરવિધિ થાય ત્યારે એ મૈત્રીભાવની યાદગીરી તરીકે ભાઈ તિલક કરવા – તિલકવિધિ કરવા એકબીજી જગ્યાના મહંતે ફરજિયાત આવવું પડે એવી પરંપરાનું ઘડતર થયું. જે પરંપરા આજસુધી અવિચ્છિન્નપણે જળવાતી આવી છે.

અમરેલીના સંત–કવિ મૂળદાસજીની વાત કરીએ તો તે ગેાંડલના રામાનંદી વૈષ્ણવ સંત જીવણદાસ લોહલંગરીના જ શિષ્ય, પણ એ જ મૂળદાસજીએ પદબંધમાં શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો અનુવાદ કર્યો હોય કે શ્રીમદ્‌ ભાગવતના દશમસ્કંધના પદો પણ લખ્યાં હોય, વૈષ્ણવી પે્રમલક્ષણા ભકિતનું ગાન કર્યું હોય, યોગમાર્ગી સાધના ધારાનાં સાધનાત્મક પદો પણ લખ્યાં હોય ને જ્ઞાનમાર્ગી–વેદાન્તી તત્ત્વચિંતન પણ આપ્યું હોય.. એમ અનેક સાધના પરંપરાનો સમન્વય જોવા મળે. સૌરાષ્ટ્રના સંતસ્થાનોમાં આવા મુ્રગતિશીલ સંતોની સામેઞ્પરૂવિાદી, સાંપ્રદાયિક જડ બંધનોમાં બેંલા, માત્ર આધળું અનુકરણ કરનારા ચુસ્ત પરંપરાવાદી સાધુ–સંન્યાસીઞ્સંત–ભક્તો પણ દેખાય.

સૌરાષ્ટ્રન્રનાં સંતંતસ્થાનો : વર્તર્મમાન પરિસ્થિતિ

સૌરાષ્ટ્રના ગામડે ગામડે આવેલાં જુદી જુદી પરંપરાના સંત–સ્થાનોમાં આજે ખભે જોળી ભરાવીને, કાવડ ફેરવીને કામધેનુની ટેલ કરતી અને અન્નદાન–ગૌસેવાનો આદર્શ ચરિતાર્થ કરતી નાની–મોટી અનેક જગ્યાઓ– મઢીઓની સાથોસાથ કરોડોની સંપત્તિ અને આવક ધરાવતા સંત સ્થાનો પણ છે જ્યાં દીન દુઃખીયાઓની સેવા થતી, અઢારે આલમ એક પંગતમાં બેસી ભજન અને ભોજન કરતી એ ઠેકાણે મહાલયો ઊભા થયાં છે. ત્યાંથી સેવા અને સાધનાએ વિદાય લીધી છે. કૌટુંબિક જાગીર બનેલી આ જગ્યાઓ વૈભવ અને વિલાસમાં અટવાણી છે, છતાં એમના દ્વારા કયાંક ને કયાંક શિક્ષણ, આરોગ્ય, ગૌસેવા અને વિવિધ સમાજ ઉપયોગી સેવાકાર્યેા થાય છે. પણ કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો બંધાય છે, આવનારા યાત્રાળુની આર્થિક પરિસ્થિતિ અને માન–મોભા મુજબની આગતા સ્વાગતા થાય છે, પ્રચાર અને પ્રસાર વધ્યાં છે, પણ સંત પરંપરાના મૂળ સંસ્કારો વિલાઈ ગયા છે. મેળાઓ ભરાય, મંડપો થાય, હજારો માનવીઓની મેદની ભેળી થાય ને જગ્યાના મહંતોની વાહવાહ બોલાય. કોઈક મોટા ઉદ્યોગની માફક જગ્યાની અનેક શાખાઓ ખોલવામાં આવે અને વેપારની વૃદ્ધિ થયા કરે એવા આયોજનો થયાં કરે છે.

પોતાની સંતપરંપરાના મૂળ ઇતિહાસને વફાદાર રહેવાને બદલે કાલ્પનિક, મનઘડંત પરચા કથાઓ, દંતકથાઓનો આશરો લઈને, મૂળની પરંપરાથી વિચ્છેદ સાધીને સ્વતંત્ર, આગવી વિચારધારા કે પોતાની સરસાઈ દેખાડવાના હુંપદથી પણ આજે આવી જગ્યાઓના ઇતિહાસ લખવામાં– લખાવવામાં આવે છે, સંતસ્થાનના આદ્યપુરુષના ઉપાસ્ય–આરાધ્ય–ઈષ્ટદેવને વિસારીને વ્યકિત પૂજા શરૂ થઈ છે અને ગાદીપતિ મહંત તરીકે બીરાજેલા તદ્‌ન સામાન્ય કોટિના મનુષ્યો પોતે પોતાની જાતને સમર્થ–સિદ્ધપુરુષ તરીકે ઓળખાવી આમ જનતાને લૂંટવાના વ્યવસાયમાં મશગૂલ છે, નાની નાની જગ્યાઓ, મઢીઓ, આશ્રમોમાં સેવા, સત્સંગ, ભજન, સાધના જેવું કંઈક જોવા મળે પણ વૈભવશાળી જગ્યાઓમાં આ બધું ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં આવેલા વિવિધ સંતસ્થાનોને અભ્યાસ ખાતર સંપ્રદાયો કે પંથો મુજબ વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરીએ તો પ્રથમ આવે પ્રાચીન ભારતીય લોકધર્મ–મહાપંથના અનુયાયી સંત–ભકતોની જગ્યાઓ. જેનો સંબંધ મૂળની પ્રાચીન તંત્ર ઉપાસના સાથે અને પાટ ઉપાસના સાથે જોડાયેલો છે. બીજમાર્ગ, મારગી પંથ, મોટો પંથ કે નિજિયા ધરમ અને આજે રામદેવપીરના પંથ તરીકે જાણીતા આ પંથમાં મોટો સવરામંડપ, નાનો સવરામંડપ (જૂનાગઢ), દૂધરેજ વડવાળાની જગ્યા (જિ. : સુરેન્દ્રનગર), દૂધઈ (તા. : મૂળી), પરબ (જિ. : જૂનાગઢ) અને તેની અનેક શાખા–પ્રશાખાઓ આવે. નાથ સંપ્રદાયના ગોરખમઢી, ગિરનાર અને અનેક નાથપંથી સાધુઓના અખાડા–જગ્યાઓ ઉપરાંત પાંચાળના ગેબીનાથની પરંપરા જેમાં થાન, મોલડી, સોનગઢ, પાળીયાદ, ચલાલા, સતાધાર અને તેની શાખા–પ્રશાખાઓ આવે. કબીર સંપ્રદાયની બે શાખાઓ–રામકબીર અને સતકબીર... જેમાં સૌરાષ્ટ્રમાં લગભગ તમામ શહેરોમાં આવેલા સતકબીર સંપ્રદાયના કબીરમંદિરો (જામનગર, લીંબડી, મોરબી, રાજકોટ વગેરે મુખ્ય) અને રામકબીર સંપ્રદાય અંતર્ગત આવતા રવિભાણ સંપ્રદાયના સંત–કવિઓના અને ભકતોના સ્થાનોનો સમાવેશ થઈ શકે. આદિ શંકરાચાર્યજી પ્રણિત દશનામ સંન્યાસી અને ગૃહસ્થ સાધુઓની જગ્યાઓની સાથોસાથ રામાનંદી વૈષ્ણવ સાધુઓ (ગૃહસ્થ અને સંન્યાસી)ની બાવન મીઓ–બાવન દુવારા અંતર્ગત અનેક સંતસ્થાનો સૌરાષ્ટ્રમાં જોવા મળે. કેટલાક મહાપુરુષો કોઈપણ પંથ–સંપ્રદાયમાં જોડાયા વિના જ મુક્ત રીતે અધ્યાત્મ સાધના કરીને પોતાનો નિજી–આગવો– મૌલિક–તદ્‌ન નવો જ સંપ્રદાય કે પંથ ઊભો કરી ગયા છે, તો કેટલાકે પોતાની મૂળ ગુરુ–પરંપરાની સાધના કે પંથ–સંપ્રદાયમાં આગવી ઢબે ફેરફારો કરી પોતાના નવા સિદ્ધાંતો સ્થાપીને પંથ ઊભો કર્યો છે. હિન્દુ પીરાણા, મુસ્લિમ ઓલિયા, સૂફી અને ઈસ્લામ ધર્મની અસર નીચે આવેલા સંતોની પણ અનેક જગ્યાઓ આજે સૌરાષ્ટ્રમાં પોતાની પરંપરાને જીવંત રાખતી જોવા મળે, તો સાથોસાથ હરિજન સંત ભક્ત કવિઓની પણ શિષ્ય પરંપરાઓ પોતપોતાનીજગ્યાઓ દ્વારા સેવા–સાધના અને ભજન ભક્તિના સંસ્કારોને જાળવી રાખે છે.

આ તમામ સંતપરંપરાઓ ભારતીય સંસ્કૃતિની પરાપૂર્વથી ચાલી આવેલી સૃષ્ટિની ઉત્પત્તિ વિષયકઞ્માન્યતાઓ સ્વીકારે છે. સંતસાહિત્યમાં મળતા રવેણી પ્રકારના ભજનો એનું જ્વલંત ઉદાહરણ છે. એ જ રીતેઞ્પુરાણોમાં વર્ણવાયેલ ભવિષ્ય કથન અને આગાહીઓ સ્વીકારીને કલ્કિ અવતાર કેઞ્નકળંક અવતાર આવશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારતી આગમવાણી સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં જોવા મળે.

બાર વરસની સાધના એ એક ‘તપ. આવા ત્રણથી બાર ‘તપ કરવા પડે, ગિરનારની પરિક્રમા કરવી પડે,ઞ્સૌરાષ્ટ્રના તમામ તીર્થસ્થળોની જીવનમાં એકવાર યાત્રા કરવી પડે, અહિંસા, પરસ્ત્રી ત્યાગ, કોઈ જ દેવની નિંદાનહિ, બ્રહ્મચર્ય, અખાદ્યનો ત્યાગ, સ્વાદનો ત્યાગ, પોતાના પંથ–સંપ્રદાય મુજબના નિત્ય કર્મ અને સાધના જેવાઞ્નિયમો પાળનારી આ સંતપરંપરાઓમાં વૈરાગ્યનો ઉપદેશ, ગુરુનું માહાત્મ્ય, ગૌસેવા, અન્નદાન અને ભજનગાન એઞ્પાંચ બાબતો અતિ મહત્ત્વની છે.

અન્નદાનનુું ઞ્માહાત્મ્ય

સૌરાષ્ટ્રના લોકસંતોની આવી તમામ જગ્યાઓમાં ગૌસેવા અને અન્નદાનનું મહત્ત્વ આજ સુધી ટકી રહ્યું છે. અન્નદાનનું મહત્ત્વ સ્વીકારીને ‘ટૂકડો ત્યાં હરિ ઢુકડોને મહામંત્ર તરીકે માનીને આ સંતોએ અન્નક્ષેત્રોની સુવિશાળ પરંપરા જાળવી રાખી છે. અન્નદાનનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિમાં અતિ પ્રાચીનકાળથી સ્વીકારાયું છે. યજ્ઞ પછી સૌને પ્રસાદ મળે એ પ્રથા વેદકાલીન સમાજમાં હતી. ત્યારથી માંડીને ભગવાન શ્રીકૃષ્ણ રાજસૂય યજ્ઞ પછી એંઠી પતરાવળી ઉપાડે અને પુણ્ય કમાય એવી ઘટનાઓ અન્નદાનનું મહત્ત્વ દર્શાવે છે. ભારતના લગભગ તમામ ધર્મસ્થાનકોમાં યાત્રિકોને પ્રસાદ વહેંચવાની પ્રથા છે. શીખ ધર્મમાં કે ઈસ્લામ ધર્મમાં સમૂહમાં બેસીને જ સૌ ભોજન પ્રસાદ આરોગે જેમાં કોઈ પંકિતભેદ ન હોય એ જ ભાવના સૌરાષ્ટ્રના તમામ સંતસ્થાનોમાં જોવા મળે.

કબીર કહે કમાલ કુ,ુ, દો બાતાં શીખ લે

કર સાહેબેબ કી બંદંદગી, ભૂખે કુ અન્ન દેે.

તુલસી જગમેં આય કે કર લીજે દો કામ;

દેને કે ટૂકડો ભલો, લેને કો હરિનામ.

એમ અન્નદાનનો અને નામસ્મરણનો ઉપદેશ આપણા તમામ સતકવિઓઅેં પોતાની વાણીઓમાં આપ્યો છે.ઞ્ગોરખનાથજીનું એક ભજન ખૂબ ગવાય છે :

બસ્તીમેેં ં રહેનેના અબધૂ,ૂ, માંગંગીને ખાના રે જી,

ટૂકડે મેેં ં સે ટૂકૂકડા કરી દેનેના મેરે લાલ;

લાલ મેરેરા દિલમાં સંતંતો લાગી વેરેરાગી રામા

જોયેયુું ં મેેં ં તો જાગી હો જી...

માન સરોવર હંસંસા ઝીલન આયો હો જી...

સૌરાષ્ટ્રના સતાધાર, પાળિયાદ, પરબવાવડી, ચલાલા, વિરપુર, સાયલા, જોડિયા, ગેાંડલ અને નાનાં–મોટાં અનેેરો તથા ગામડાઓમાં ેલાં સંતસ્થાનોએ અન્નદાનની સેવા ચાલુ રાખી છે જેની ખ્યાતિ માત્ર સૌરાષ્ટ્રઞ્પૂરતી જ મર્યાદિત નથી, સારાયે વિમાં એની ખ્યાતિ પ્રસરી છે.

સૌરાષ્ટ્રના અન્નક્ષેત્રોમાં આજે ચાર પ્રકારનાં અન્નક્ષેત્રો જોવા મળે. (૧) જેની શરૂઆત કરનાર કોઈ સિદ્ધ સંત હોય કે ભક્ત હોય (ર) રાજા મહારાજા દ્વારા જેની સ્થાપના હોય (૩) શ્રેષ્ઠી વણિક કે ધનિક શ્રીમંત દ્વારા અન્નક્ષેત્ર ખોલાયું હોય (૪) મંદિરના અધિપતિ, આચાર્ય, મહંત કે ટ્રસ્ટીમંડળ દ્વારા અન્નક્ષેત્રની શરૂઆત થઈ હોય અને સંચાલન થતું હોય. આવા સદાવ્રત કે અન્નક્ષેત્રોમાં કેટલાક એવા પણ છે જે માત્ર પોતાના પંથ–સંપ્રદાય–ધર્મમાં દીક્ષિત અનુયાયીને જ અન્નદાન આપતા હોય તો કેટલાક જાતિ કે જ્ઞાતિ પૂરતાં મર્યાદિત અન્નક્ષેત્રો પણ ચાલે છે પણ બહુધા અન્નક્ષેત્રો નાત–જાતના ભેદભાવ વિના, પંથ–સંપ્રદાયના ભેદભાવ વિના યાત્રિકોને એકસમાન પંક્તિમાં બેસાડીને ભોજન પ્રસાદ આપતાં જોવા મળે છે.

સંતોની શબ્દસાધના :

નિર્ગુણ–નિરાકાર બ્રહ્મની ઉપાસના અને સગુણ–સાકાર બ્રહ્મની આરાધનાના બંને માર્ગેા આપણા પ્રાચીન ૠષિઓના દેવ છે. વેદકાલીન ૠષિ દષ્ટાઓએ બ્રહ્મના બે સ્વરૂપોની વાત કરી છે. એક સ્વરૂપ છે ગુણ, વિશેષ, આકાર કે ઉપાધિથી પર અવેું નિર્ગુણ–નિરાકાર–નિર્વિશેષ નિરુપાધિ, અને બીજું સ્વરૂપ છે આ તમામ બાબતોથી યુક્ત એવું સગુણ–સાકાર– સવિશેષ– સઉપાધિ... નિર્ગુણ બ્રહ્મને પરબ્રહ્મ અને સગુણ બ્રહ્મને અપરબ્રહ્મ એવાં નામો પણ અપાયાં છે. અને એની ઓળખાણ થાય પરા વિદ્યા અને અપરાવિદ્યાથી.

પ્રાચીન ભારતીય ૠષિ–મુનિ–સિદ્ધ–સાધક–યોગી–જ્ઞાની–વેદાન્તીઓ અને મીમાંસકો તથા કર્મમાર્ગીઓ દ્વારા આ બંને ધારાઓનો પ્રસાર–પ્રસાર–ૠષિ–મુનિ–સિદ્ધ–સાધક–યોગી–જ્ઞાની–વેદાન્તીઓ અને મીમાંસકો તથા કર્મમાર્ગીઓ દ્વારા આ બંને ધારાઓનો પ્રસાર–પ્રસાર– સંવધન કે કયારેક સંમિલન થતં રહ્યું છે. અને એમાથી જ ભક્તિ, જ્ઞાન અને યોગની ર્િેણી વહેતી રહી છે.

કબીર કૂવા એક હૈે,ૈ, પનિહારી હૈ અનેક;

ઞ્બરતન ન્યારે ન્યારે ભયેે, પાની સબમેેંં એેક.

એક જ પરમતત્ત્વ–ઈશ્વરતત્ત્વ–ગૂકે અધ્યાત્મતત્ત્વ એક સનાતન વિષય તરીકે માનવીના ચિત્તમાં કાયમ વિધવિધ સ્વરૂપે વિલસિત થતું રહ્યું છે. સમસ્ત વિશ્વનું સંચાલન કોઈક મહાન શક્તિ દ્વારા થઈ રહ્યું છે. એવું સ્વીકાર્યા પછી પોતાનું જ્ઞાન, પોતાની સમજણ, પોતાની ભકિત અને પોતાનું સર્વસ્વ એ શકિતને ચરણે ધરીને એ શકિતમાં પોતે એકાકાર થઈ જવા; એનો સાક્ષાત્કાર કરવા; એની સાથે હસવા–રમવા–ખેલવા માટે અધ્યાત્મ સાધકોએ પોતપોતાની પ્રકૃતિ–સ્વભાવ–પરેં સંસ્કૃતિ મુજબ અવનવા માર્ગેા અપનાવ્યા છે. અનએ માગેચાલતાં પોતાનથયેલીઞ્અનભુૂતિનું બયાન સંતવાણી કે ભજનો રૂપે લોકસમુદાય સુધી પહેાંચાડયું છે.

પરમતત્ત્વની ઓળખાણ કરાવતી આ ‘પરાવાણીના સર્જકોની બે ધારા આપણને જોવા મળે. એક છે શાસ્ત્રો–પુરાણોના અભ્યાસી, જ્ઞાનમાર્ગી, વેદાન્તી કે સાક્ષર સંત–ભક્ત કવિઓ. અને બીજી ધારામાં લોકસમુદાયમાથી– તળપદા ગં્રામસમાજમાથી, કયારેંક સમાજના નીચલા થર કે વર્ણમાંથી ઊતરી આવેલા લોકધર્મી નિરક્ષર અને છતાં મરમી અનુભવસિદ્ધ સર્જકો.

એમાં કેટલાક પંથ–સંપ્રદાયો સાથે જોડાયેલા પણ હોય અને કેટલાક તદૃન સ્વતંત્ર, કોઈ જ પંથ–સંપ્રદાય–ફાંટા–ધારાની કંઠી બંધાવ્યા વિનાના અલગારી મસ્ત. જેમણે પંડના અનુભવને જ મુખ્ય ગણ્યો છે. પોતાની રચનાઓમાં ભલે પરંપરિત ભારતીય સંસ્કૃતિ, વેદ, ઉપનિષદ, પુરાણો જેવા હિન્દુ ધર્મના ધર્મગ્રંથોનું તત્ત્વ લીધું હોય કે ઈસ્લામ, બૌદ્ધ, જૈન, નાથસિદ્ધોનો યોગ, શૈવ, શાક્ત, વૈષ્ણવ, શીખ કે કબીર સંપ્રદાયની વિચારધારાનું સંમિશ્રણ પોતાની આગવી નિજી મૌલિક વિચારધારાથી કર્યું હોય પણ એ ભકિત રસાયન એમનું પોતાનું હોય, એમાં આપણને દેખાય ભારતીય લોકધર્મી સાધકોની અનુભૂતિપૂર્ણ સાધનાધારા. એમાં દેખાય સર્વ ધર્મ સમન્વયની ભાવના અને એમાં દેખાય માનવ–માનવ વચ્ચે સંવાદિતા સાધવાની તીવ્ર ઝંખના.

લોકકંઠે સહેલાઈથી ચડી શકે એવી સરળ લોકશબ્દાવલીમાં રચાયેલી ભજનવાણી સેંકડો વર્ષેાથી આપણા જનસમુદાયમાં ગવાતી ઝીલાતી આવી છે. એમાં ભજનગાયકોની રુચિ–મતિ અનુસાર ફેરફારો પણ થયા હોય, એમાં કોઈ ચોક્કસ સર્જકની છાપ પણ કયારેક જોવા ન મળે, કોઈ અનામી સર્જકો દ્વારા રચાયેલાં આવાં ભજનોમાં મારકુંડૠષિ, સહદેવ જોષી, ધુ્રવ ને પ્રહ્‌લાદ, રાજા યુધિષ્ઠિર, રામદેવપીર વગેરેનાં નામચરણો મળે અને એ વાણીનાં પાર વિનાનાં પાઠાંતરો પણ મળતાં હોય.

એજ પ્રમાણે ઘણીવાર તો ખૂબ જ લોકપ્રિય થયેલા સંતકવિઓને નામે પણ એના પ્રત્યેની શ્રદ્ધા–ભક્તિને કારણે પાછળથી થયેલા એમના શિષ્યો– અનુયાયીઓ કે ભકતો દ્વારા પણ ભજન રચનાઓનું સર્જન થયું હોય, નરસિંહ, મીરાં, તુલસી, કબીર વગેરે કવિઓનાં નામાચરણ ધરાવતી અનેક રચનાઓ મળે જે ખરેખર તેમનું સર્જન ન હોય. આવાં ભજનો હજારોની સંખ્યામાં આજે પણ લોકકંઠે ટકી રહ્યા છે. કેટલાંક તો લિપિબદ્ધ પણ નથી થયાં. હશે કદાચ કયાંક પડેલી જૂની હસ્તપ્રતોમાં. પણ આજે પ્રકાશિત રૂપમાં મળે છે. એનાથી અનેકગણી રચનાઓ માત્ર મુખપરંપરાએ સચવાઈ રહી છે. જેને સાચવનારી માત્ર છેલ્લી પેઢી બચી છે. નવી પેઢીને એના વિશે કશી જ દરકાર નથી.

સંત–સાહિત્ય તરીકે જયારે આપણે એને વર્ગીકૃત કરવા પ્રયાસ કરીએ ત્યારે એમાં સાખી, સંધ્યા, માળા, ગણપતિ, ગુરુમહિમા, આરતી, થાળ, આરાધ, આગમ, રવેણી, અવળવાણી, ચેતવણી. સંદેશો, પત્ર, અરજ, સાવળ, હેલો, હેલી, સંવાદ, પ્રશ્નોત્તરી, પરજ, રામગરી, પ્રભાતી, પ્રભાતિયાં, હૂંડી, હાલરડું, નરવેલ, રૂપાવેલ, હિમાળો, ધરમધડો, વિવાહ, આખ્યાન, છપ્પા, ચાબખા, કાફી, ધડુસલો, ધોળ, લાવણી, ગીતા, અંગ, તિથિ, વાર, મહિના, કક્કો, ગરબી, કીર્તન, પદ, સોળ, સરવડાં, ચતુરા, છગોલા, ચોઘડિયાં અને રૂપક પ્રકારનાં ભજનોમાં પ્યાલો, કટારી, આંબો, વિવાહ, ચુંદડી,પટોળી, મોરલી, બંસરી, ઝાલરી, ખંજરી, જંતરી, જંતર, તંબૂરો, સિતાર, રેંટિયો, ચરખો, સાંતીડું, બંગલો, ભમરો, મોરલો, નીસરણી, હાટડી, વણઝારો એમ અનેકવિધ રૂપકો દ્વારા રચાયેલાં ભજનો મળે.

સ્વરૂપની દષ્ટિએ ઘટનાત્મક, ઉપદેશાત્મક, સ્તુત્યાત્મક અને ગૂઆત્માનુભૂતાત્મક કે જ્ઞાનપરક, યોગપરક અને ભક્તિપરક એવા વિભાગો પાડી શકાય.

આવાં ભજનોમાં સગુણ કે નિર્ગુણની ઉપાસના હોય, ગુરુમહિમા ગવાયો હોય, પોતાની સાધનાના અનુું આલખન હોય, સાધના અંગે માર્ગદર્શન પણ અપાયું હોય, પોતાની મસ્તી, પોતાનો પરમાત્મ તત્ત્વ

ભવોનેસાથેના સાક્ષાત્કારનો આનંદ, વૈરાગ્યબોધ, જીવ, જીવન, જગત, માયા અને શરીરની નશ્વરતા અને કયારેક પોતાને પડેલી વિપત્તિમાં સહાય કરવા માટેની અરજ પણ એમાં જોવા મળે. પૂર્વે થયેલા સંત–ભક્તોની આકરી કસોટીઓ અને અંતે ઈશ્વરની કૃપા, પોતાના ગૂ–ગુપ્ત રહસ્યમાર્ગી મર્મદશનનીર્ અવળવાણી, ભવિષ્ય કથનની સાથોસાથ વિરહની વેદનાનું તીવ્ર આલેખન પણ આ સંત–ભકત કવિઓની વાણીનો વિષય બનતું રહ્યું છે.

હઠયોગ, મંત્રયોગ, શબ્દસૂરતયોગ, નાદાનુસંધાન, શિવયોગ, લયયોગ, ધ્યાનયોગ, શક્તિયોગ, તારકયોગ, તંત્રમાર્ગ, રાજયોગ, અષ્ટાંગયોગ, ભક્તિયોગ, કર્મયોગ વગેરે અનેક સાધનામાર્ગેાની સવિશેષ સમજણ પણ આવાં ભજનોમાંથી મળી રહે, કાયા સાથે જોડાયેલી સાધના, મન સાથે જોડાયેલી સાધના અને સહજ સાધનાના ત્રણે માર્ગેા પણ એમાં કયારેક સ્વતંત્ર રીતે તો કયારેક સંયોજીત થઈને એમાં વર્ણવાયા છે.

મન, પવન અને શુક્રને બાંધવાનો ક્રિયાયોગ આ લોકધર્મી ભજનિક સંતોની વાણીનું મધ્યબિન્દુ છે. જેને નામ–વચનની સાધના કે નુરત સુરતની સાધના તરીકે પણ ઓળખાવે છે.

જરાયે અક્ષરજ્ઞાન ન મેળવ્યું હોય છતાં ગુરુગમથી, કેવળ, સંત સમાગમ, સત્સંગ, સહજસાધના ને ‘ ભજનથી જેનાં આંતરચક્ષુ ખૂલી ગયાં હોય ને ‘આત્મસાક્ષાત્કારથી શબદ સાંપડયો હોય એની વાણી જ્ઞાનની પરમોચ્ચ કક્ષાએ પહેાંચે એમાં નવાઈ શાની ?

ભક્તિ કરવી હોય તો શું કરવું ? વૈરાગ્ય કેમ જાગે ? પરમાત્મામાં દઢ પ્રીતિ કયારે જાગે ? સત્સંગનું મહત્ત્વ શું છે ? ગુરુ કોને કહેવાય ? સંગત કોની કરવી ? રહેણી–કરણીમાં અભેદભાવ જગાડવા શું કરવું ? મુક્તિ મેળવવા કેવા પ્રકારની સાધના જરૂરી છે ? વગેરે પ્રશ્નોનું નિરાકરણ આવી ભજનવાણી દ્વારા સંત–કવિઓએ બતાવ્યું છે. એમાં પાંચતત્ત્વ, ત્રણગુણ, પચીસ પ્રકૃતિ, સાતધાતુ, શરીરના નવદ્વાર, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, અષ્ટધા પ્રકૃતિ, પાંચ મુખ્ય વાયુ, બેાંતેર કોઠા, ષટ્‌ ચક્ર, ઈડા–પિંગલા સુખમણા કે સૂર્ય–ચન્દ્ર, સુષુમ્ણા નાડીનું રહસ્ય પણ મળે અને યમુનાને તીરે કામણગારી બંસરીના વાદનથી ગોપીઓનું ભાન ભૂલાવતો નટખટ ખંધીલો, વાદીલો, હઠીલો, શામળિયો પણ હાજરી પૂરાવતો હોય. એમાં રિદ્ધિ–સિદ્ધિના દાતાર, ૠષિઓના આગેવાન તેત્રીસ કરોડ દેવતાના મુખી એવા ગણનાયક ગણપતિ તો હોય સાથો સાથ હિંદવા પીરનું બિરુદ સાંપડેલું એવા પોકરણના પીર લીલુડા નેજાવાળા રામદેવપીર પણ નવનાથ, ચોરાશી સિદ્ધ હનુમો જતિ, ધ્રુવ, પ્રહ્‌લાદ, યુધિષ્ઠિર, બલિરાજા, હરિશ્ચન્દ્ર ને જતિ–સતીના જોડલાં (જેમાં રૂપાંદે–માલદે હોય, જેસલ–તોરલ હોય, લાખો ને લોયણ હોય, ગંગાસતી ને કહળુભા હોય, ખીમરો કોટવાળ ને દાડલદે હોય, દેવાયત પંડિત ને દેવળદે, દેવતણખી ને લીરલબાઈ, કુંભારાણા ને નીરલભાઈ, સાલો ને સૂરો, ઢાંગો ને વણવીર જેવા) ગતગંગાના સાધકોને લઈને પાટે પધારતા હોય ને જયોતના અંજવાળે અલખનો આરાધ મંડાતો હોય.

સંધ્યાથી લઈને – સાયંકાળથી લઈને સૂર્યેાદય સુધીની સમગ્ર રાત્રિ દરમ્યાન આ સંતવાણીનું ગાન થાય, એના સમયાનુક્રમે પ્રકારો નિશ્ચિત હોય, એના વિધિ–વિધાનો પણ સાથોસાથ થતાં જ હોય અને અંતરની આરતથી એના ચોક્કસ, મૂળ તળપદા, પરંપરિત ઢાળ–રાગ–તાલ–ઢંગમાં અસલી – મરમી ભજનિક દ્વારા એ ગવાય ત્યારે જ એનો સાચો ભાવ ઊભો થાય. શબ્દ, સૂર અને ભાવનું વિવિધ રસાયન ત્યારે જ પેદા થાય, એને જ કહેવાય ‘ભજન કર્યું.

ઞ્સંતોની રહસ્યવાણી

ભજન એટલે પંડના અનુભવમાંથી પાંગરેલા શબ્દોની સાધના. એમાં ડગલે ને પગલે સામાન્ય માનવીની બુદ્ધિ ન સમજી શકે, ન સમજાવી શકે એવી રહસ્યાત્મક ગૂઉક્તિઓ સાંભળવા મળે. એની એકાદ–બે રચના કે છૂટક ભજન વાણી પરથી આપણે જે તે સર્જકને – ભજન રચયિતાને કોઈ ચોક્કસ ચોકઠામાં – સંત, ભકત, જ્ઞાની, વેદાન્ત, યોગી, સિદ્ધ, સાધક, અનુભવી, ઉપદેશક, પે્રમી કે સૂફી એમ નક્કી કરેલા ખાનામાં ન ગોઠવી શકીએ. કારણ કે જે તે સર્જકની સમગ્ર રચનાઓ તપાસીએ તો એમાં ઉપર લખેં તમામ તત્ત્વો લક્ષણો વત્તે–ઓછે અંશે જોવા મળે છે. ભજનસાહિત્યના સર્જક કવિઓએ યાત્રા કરી છે બંને તરફ. પુરોગામી સંતો–મરમીઓની અનુભવવાણી પરથી – એનાં શબ્દો પરથી શબ્દાતીત ભણી પહેાંચવાની અને પોતાના શબ્દાતીત અનુભવોને, પોતાની નિજી સંવેદનાઓને વાણી રૂપે પાછી શબ્દબદ્વ કરવાની.

આવી વાણીને આપણે ‘ભજન તરીકે ઓળખીએ છીએ. એની સ્વરૂપ લાક્ષણિકતા વિશે વ્યાખ્યા બાંધવી હોય તો એટલું કહી શકાય કે ‘મધ્યકાળમાં ઉદ્‌ભવેલું, ધર્મ કે અધ્યાત્મચિંતન સાથે જ સંકળાયેલું ભકિત, જ્ઞાન, યોગ, ઉપદેશ કે કથા જેવાં તત્ત્વોથી ઘડાયેલું, ઊર્મિકાવ્ય જેવું સ્વરૂપ ધરાવતી ગેય પદ્યરચના એટલે ભજન.

પણ સંતસાહિત્યમાં ‘ભજન શબ્દ સાહિત્યના સ્વરૂપ માટે નહીંસાધનાની ચોક્કસ પ્રકિયા માટે વપરાય છે. એ પ્રક્રિયા દ્વારા જે અનુભૂતિની પ્રાપ્તિ થઈ અને એ અનુભૂતિને જે શબ્દોમાં વ્યકત કરવામાં આવી તે થયું ભજનસાહિત્ય. સમગ્ર ભજનસાહિત્યનો રહસ્યવાદ માત્ર ચાર પંક્તિમાં સમાયેેવો હોય તો કબીરજીએઞ્ગાયું છે :

શબ્દ કહાં સે ઉઠત હૈ,ૈ, કહાં જાત સમાઈ;

હાથ પાંવંવ જિન કો નહીં, ઉસે કૈસૈસે પકડયો જાઈ.

શબ્દ નાભિસે ઊઠત હૈ,ૈ, શૂન્ૂય મેેંં જાત સમાઈ;

હાથ–પાંવંવ વા કો નહીં, ઉસે સુરતાસે પકડયો જાઈ.

આ બે સાખીમાં સંતસાહિત્યનો સમગ્ર રહસ્યવાદ સમાઈ જાય છે. શબ્દોનું પ્રાગટ્‌ય અને શબ્દનો લય–વિલય. આ બે છેડા વચ્ચે સમાયેલો સમગ્ર માનવ જીવનનો મર્મ, માનવ અવતારનો ભેદ, પિંડ અને બ્રહ્માંડનું રહસ્ય ભજનિક સંતોની વાણીનું કેન્દ્રબિદુ છે.

હવે વાત રહી રહસ્યવાદની. રહસ્યવાદ શબ્દ આપણે ત્યાં નવો – આયાત કરેલો છે. અંગે્રજીના મિસ્ટિસિઝમના પર્યાય રૂપે આપણી ભારતીય ભાષાઓમાં રહસ્યવાદ, ગૂવાદ, મરમિયાવાદ, ભેદવાદ, ગૂશાસ્ત્ર, ગુપ્તવિદ્યા, વગેરે શબ્દો વપરાય છે. રહસ્ય એટલે ગુપ્ત, ગોપનીય, ગુહ્ય, ભેદ, મર્મ, ગૂ, અગમ્ય, અજાણ, નિર્જન, એકાન્ત...

પશ્ચિમના દેશોમાં રહસ્યવાદ(જીવનમાં અને સાહિત્યમાં)નાં વિવિધ પાસાંઓ ઉપર ઘણું સંશોધન થયું છે, અનેંધો–સંશોધન ગં્રથો પ્રકાશિત થયા છે, હિન્દીમાં પણ પરશુરામ ચર્તુેદી, વિશ્વનાથ ગૌડ, ડૉ.રામનારાયણ પાંડે, ડૉ. રામધન શર્મા, જેવા અનેક વિદ્ધાનોએ સંતસાહિત્ય અને અર્વાચીન હિન્દી સાહિત્યમાં રહસ્યવાદ વિષયે સંશોધન ગં્રથો આપ્યા છે, તો ગુજરાતીમાં શ્રી જયંત જોશી, દશરથલાલ ઠક્કર, કે. એ. ઠક્કર, વસંત ભટૃ, જયંતીલાલ આચાર્ય અને ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા જેવા અભ્યાસીઓ દ્વારા રહસ્યવાદ વિષયે ઊંડાણથી સંશોધન–લેખન થયા કર્યું છે.

રહસ્યવાદનો ઉદ્‌ભ્‌ભવ

માનવીની વિકસિત થયેલી સમજણ અને ધીરે ધીરે આ સૃષ્ટિનાં અજાયબ–અગોચર–અલૌકિક તત્ત્વોને જાણવા–સમજવાની તેની જિજ્ઞાસામાંથી જ જન્મ થયો છે રહસ્યવાદનો. આ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કોઈ અકળ– અદૃશ્ય–રહસ્યમય સત્તા દ્વારા થઈ રહ્યું છે એ તત્ત્વ કયું ? એ સત્તા કઈ ? એવા પ્રશ્નોના ઉદ્‌ભવ સાથે જ માનવીને ભાન થયું કે હું જે કંઈ જોઉં છું, જાણું છું, અનુભવું છું, સમજું છુંતે મારાં અનુભવ, સમજણ, જ્ઞાન, દૃષ્ટિ વાસ્તવિક રૂપમાં આ સૃષ્ટિના સર્જક, પોષક ને સંહારક તત્ત્વના હજારમા કે કરોડમા ભાગ જેટલું જ છે. જે ખરેખર છે તે તો સંપૂર્ણપણે અજ્ઞાત છે. આમ સત્ય અને વાસ્તવિક તથ્ય સુધી પહેાચવાની અેંની ઝંખના એને રહસ્યવાદ સુધી દોરી ગઈ. અને બ્રહ્માંડની જ એક નાનકડી આવૃત્તિ જેવા પિંડને – માનવ શરીરને ઓળખવાની મથામણ શરૂ થઈ.

જે મૂળ પાંચ તત્ત્વોથી આ બ્રહ્માડનુંં સર્જન થયું છે એ જ પાંચ તત્ત્વોથી બંધાયેલા પિંડને જાણવા–પરખવા વિવિધ સાધનમાર્ગોની રચના થતી આવી. એ વિભિન્ન કેડીએ ડગલાં માંડનારા ૠષિ–મુનિ–સાધક–સિદ્ધ–યોગી, સંત, ભકત, પે્રમી, ચિંતકને જે ગૂરહસ્યમય અનુભવો થયા તેનું બયાન પોતાની વાણીમાં કરવાનો પુરુષાર્થ આદર્યેા પણ આત્મા અને પરમાત્માના, પિંડ અને બ્રહ્માંડના રહસ્યોનું ઉદ્‌ઘાટન અવર્ણનીય, અનિર્વચનીય – અસંભવ હતું. અને એટલે આ અનુભવને ‘બાવનથી બારો કે મૂંગાએ માણેલા મીઠાઈના સ્વાદ સાથે સેં ઓળખાવ્યો. કબીરજીએ ગાયું :

‘અવિગત અકલ અનુપમ દેપુખેખા, કહતા કહી ન જાય,

સૈનૈન કરે મન હી મન રહસેેં ં ગૂૂંગંગે આનિ મિઠાઈ.

‘ગુુંગંગો સાકર ગળે ગળામાં સમજ સમજ મુસુસકાય...

ખરો રહસ્યવાદ તો હતો એના જીવનમાં – એના નિજી અનુભવોમાં. જે વસ્તુ શાસ્ત્ર, સિદ્ધાંત કે વાદના બંધારણ, તર્ક, ખંડન–મંડન, ચર્ચા કે વિવેચનથી સમજાય એને કદી રહસ્ય કહી શકાય નહીં. અને એટલે જ રહસ્યમાર્ગીઓના આવા અનુભવોને કોઈ ચોક્કસ સિદ્ધાંત કે વાદના વાડામાં પૂરવા મથનારાઓ જીવનભર મથામણો કરી કરીને મરી ગયા પણ નથી એનો પરિચય કરાવી શકયા કે નથી એ ગૂઢ રહસ્યમય પરમતત્ત્વનો અનુભવ પોતે કરી શકયા.

સાહબ કા ઘર શિખર પર, જહાં સિલહિલી ગૈલૈલ,

પાંવંવ ન ટિકૈ પિપિલિકા વહાં પિંંડિત લાદૈ બૈલૈલ.

(જયાં પહેાંચવા માટે કરોળિયાના તારનો માર્ગ બનાવેલો છે જેના ઉપર કીડીના પગ પણ ટકી શકતા નથી એવા સાહિબના શિખરે પહેાંચવા – એનો તાગ લેવા પંડિતો પોતાની બુદ્ધિના આખલા ઉપર શાસ્ત્રો–પુરાણો–ગં્રથો–પોથીઓનાં પોટલાં લઈને મહેનત કરે છે.)

ભજનસાહિત્યમાં રહસ્યવાદી તત્ત્વોનાં દર્શન અનેકવિધ રૂપે થાય છે. આચાર્ય રામચન્દ્ર શુક્લ બે પ્રકારના રહસ્યવાદની વાત કરે છે. સાધનાત્મક અને ભાવનાત્મક કે ભાવાત્મક. સાધનાત્મક રહસ્યવાદમાં વિવિધ પ્રકારની શરીર–મન–પ્રાણની સાધનાઓ, ક્રિયાકાંડો, યોગને આધાર બનાવીને થતી જટિલ સાધના પ્રક્રિયાઓ અને પરિણામે સાધકને થયેલા વિશિષ્ટ તથા બૌદ્ધિક રીતે ન સમજાવી શકાય એવા અનુભવોનો સમાવેશ થાય છે. જયારે સહજસાધના દ્વારા – મધ્યમાર્ગ દ્વારા, મધુરાભકિત દ્વારા સહજ સરળભાવે આત્મસમર્પણ કરીને પરમતત્ત્વની અનુકંપા પ્રાપ્ત કરનારા ભક્તોની વાણીમાં ભાવનાત્મક રહસ્યવાદ ટપકે છે. દાસીભાવ, રાધાભાવ, ગોપીભાવ, પત્નીભાવ કે સૂફીભાવે પે્રમલક્ષણા ભકિત દ્વારા પરમ પ્રિયતમ સાથે તાદાત્મ્ય અનુભવનારા ભકતો ભાવાત્મક રહસ્યવાદના યાત્રીઓ છે. એની વાણીમાં પરમતત્ત્વનું નિર્ગુણ–નિરાકાર સ્વરૂપ સગુણ–સાકાર રૂપે દૃષ્ટિગોચર થાય છે. આ ભકતો વારંવાર પોતાના પરમ પ્રિયતમ સાથેના પે્રમસંબંધો લૌકિક વ્યવહારની વાણીમાં વિરહ અને મિલન શૃંગારના ઉત્કટ સંવેદનો રૂપે વ્યકત કરે છે ત્યારે પણ આ પે્રમસંબંધ લૌકિક નહીં પણ દિવ્ય છે એના અણસારા આપતા રહે છે. નરસિંહ મહેતા ગાતા હોય...

જાગો ને જશોદાના જાયા વાણલાં રે વાયાં

તમારે ઓશીકડે મારાં ચીર ચંપંપાયાં.ં... જાગો ન.ે...

અને પછી

જેને જેવેવો ભાવ હોય, તેને તેવુું ં થાયે રે

નરસૈૈયાના સ્વામી વિના ન વાણલાં વાયે રેે... જાગો નેે..

એમ ગાય, કે એમ કહેતા હોય કે આ રસને શિવજી જેવા યોગીએ અને શુકદેવજી જેવા વૈરાગીએ ચાખ્યો છે બીજા એનો સ્વાદ શું જાણે ? એમાં જ રહસ્યવાદી તત્ત્વોનાં દર્શન થાય. દાસી જીવણે ગાયું હોય...

પિયુુજીને મળવા રે ચાલો સખી શૂનૂનમાં રે જી

સરવે સાહેલેલી પેરેરી લેજો ભગવો રે ભેખ

મારા સાયાંજીને કેજો રે એેટલી મારી વિનતી

જેને વીતી હોય તે જાણે રે પરવીતી શુુંં જાણે પ્ર્રીતને રેજી

કુુંંવારી શુું ં જાણે રે પિયુજીનો વિજોગ.

એમાં પિયુજીને મળવા શૂન્યમાં જવાનું અને ભગવો ભેખ પહેરી લેવાનું સૂચન હોય એ વાત માત્ર શૃંગારભકિતની તો નથી જ...

રહસ્યવાદનાં મૂળ

રહસ્યવાદ શબ્દ નવો છે પણ ઉપનિષદોમાં આ પ્રકારની રચનાઓ માટે અપરાવિદ્યા, બ્રહ્મજ્ઞાન, ગોપ્ય, રહસ્ય વગેરે શબ્દોનો પ્રયોગ મળે છે. આપણા ભજનસાહિત્યમાં એનું અનુસંધાન જોઈ શકાય છે.

સંતોની વાણીમાં જે વિભિન્ન સાધનાનું રહસ્યાત્મક રીતે વર્ણન થયું છે એં મુખ્ય ત્રણ સાધનાધારાઓ છે.

૧ કાયિક સાધના ર. માનસિક સાધના ૩. સહજ સાધના.

કાયિક સાધનાનો સંબંધ છે, માનવ શરીર સાથે પિંડ – સાથે. શરીરના બંધારણના મુખ્ય – મૂળ પાંચ ઘટક તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, અગ્નિ અને વાયુની ઓળખ મેળવવી, દસે ઈન્દ્રિયો – પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિયનાં કાર્યેા અને એની મહત્તા જાણી લેવી. સાત ધાતુ, ત્રણ ગુણ, પંચ પ્રાણ, પચીસ પ્રકૃતિ, શરીરના નવ દ્વાર, ષટ્‌ ચક્રો, અષ્ટધા પ્રકૃતિના ભેદને જાણી–પ્રમાણીને શરીરની પૂરેપૂરી ઓળખ મેળવી લેવા માટે જરૂરી છે કાયાશોધનની પ્રક્રિયા.

નરસિંહ મહેતા ગાતા હોય–

‘શરીર શોધ્યા વિના સાર નૈૈં ં સાંપંપડે

પિંંડિતા પાર પામે ન પોથે.ે...

અષ્ટવક્રા નવદ્બારા દેવાનાં પૂરયોધ્યાઞ્

તસ્યાં હિરણ્મયઃ કોશઃ સ્વર્ગેા જ્યોતિષાવૃતઃઞ્

(આ અપરાજેય માનવ મંદિરમાં આઠ ચક્રો છે અને નવ દ્વાર છે. આ માનવદેહમાં જ જયોતિર્મય લોકગામી જયોતિ દ્વારા ંકાયેલો હિરણ્યમય કોશ છે.)

પુંણ્ડરીકં નવદ્બારં ત્રિમિર્ગુણેમિરાવૃતમ્‌

તસ્મિન્‌ યદ્‌ યક્ષમાત્મન્વત્‌ તદ્બૈ બ્રહ્મવિદો વિદુઃ

(આ દેહ જ તે પંથ છે જેના નવ દ્વાર છે, ત્રણ ગુણોથી તે ઢંકાયેલું છે એમાં બિરાજી રહેલ આત્મમય દેવતાને જાણવા એટલે આત્મવિદ્‌ થવું.)

‘નવ દરવાજા નવી રમત કા, દશમે મોલે ઓ દેખેખાય

આરે મહેલેલમાં મેરેરમ બોલે આપું ું ત્યાગે ઓ ઘર જાય

ઝણણણ ઝણણણ ઝાલરી વાગેે...

આસન, પ્રાણાયામ, મુદ્વાઓ, નાડીશોધન વગેરે ક્રિયાયોગ દ્વારાઞ્આપણા સંતોએ પિંડનાં રહસ્યો ઉકેલ્યાં છે અને એ માર્ગેઆગળ વધીને બ્રહ્માંડનાં રહસ્યોનો તાગ મેળવીને યાત્રાઞ્આદરી છે. ગંગાસતીનાં એક ભજનમાં ગવાયું હોય :

સૂૂર્યમાં ખાવુું ં ને ચન્દ્રમાં જળ પીવુુંં

એમ કાયમ લેેવુુંં વ્રતમાન રે...

કે સતી લોયણ લાખાને સંબોધતા ગાતાં હોય :

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસેસીને તમે ધણીને આરાધો રે

તમે મન રે પવનને બાંંધો રે હાં

જી રે લાખા ! નૂૂરતે નિરખો ને સુરતે પરખો રે

તમે સુરતા શૂન્યમાં સાધો રે હાં..

ઊલટા પવન તમે સુલટમાં લાવો, ઇંગલા–પિંગલા સુખમણા સાૂંે એક ઘરે લાવો, ત્રિવેણીઞ્મહેલમાં તપાસી જુઓ ને પછી જ્યોતિમાં જ્યોતિ મિલાવો...ઞ્

આમ આ થઈ શરીરની સાધના – જેમાં પ્રાણને વશ કરવાનો હોય – વાયુને કાબૂમાં લેવાનો હોય. અધ્યાત્મના ક્ષેત્રમાં ત્રણ બાબતો અતિ મહત્ત્વની છે મન, પવન અને શુક્ર. ત્રણમાંથી કોઈપણ એક ઉપર તમારો કાબ આવે તો બીજી બે આપોઆપ નિયંત્રણમાં આવી જાય. મનને સ્થિર કરવા શરીર શુદ્ધિ અને ચિત્તશુદ્ધિ આવશ્યક છે. એ માટે સાધનાની વિવિધ પરંપરાઓમાં નાદાનુસંધાન, ત્રાટક, શબ્દસૂરતયોગ, લયયોગ તથા નામ કે મંત્રજાપ વગેરે વિવિધ માર્ગેા છે. મનના લય માટે નાદાનુસંધાનની પ્રક્રિયા અને એ દ્વારા થતા અનુભવોની વાત વારંવાર ભજનવાણીમાં સાંભળવા મળે. ‘અનહદ અનાહત નાદ, અનહદવાજાં, અખંડ ધૂન, અનહદ શબદ વગેરે શબ્દો દ્વારા સાધક સંતની નાદાનુસંધાનની ભૂમિકા વર્ણવવામાં આવી હોય છે. સાધનાની અમુક કક્ષાએ પહેાંચ્યા પછી ઝાલરી, બંસરી, ખંજરી, શંખ, શીંગી, તૂર, ડમરુ, નોબત, વીણા, મૃદંગ, નૂપુર ઝંકાર, શરણાઈ, સમુદ્રધ્વનિ કે સિંહગર્જના જેવા અવાજો સંભળાય.

સામાન્ય રીતે નાદના બે પ્રકારો છે. આહતનાદ અને અનાહદનાદ. આહતનાદ કે આઘાત ધ્વનિ ઉત્પન્ન થાય આઘાત દ્વારા. કોઈપણ બે પદાર્થેા ટકરાવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય તે આહત ધ્વનિ. બે વાદળાં ટકરાય ને મેઘગર્જના થાય, બે મંજીરા ટકરાવીએ ને રણકાર ઉત્પન્ન થાય. આપણો શ્વાસ – ઉચ્છ્‌વાસ રૂપે બહાર નીકળે ને ગળાની બે સ્વરતંત્રીઓમાં કંપન થાય ને આપણો અવાજ નીકળે – આ આહતધ્વનિના પણ ઘણા ભેદો–પ્રભેદો છે. એમાં મુખ્ય બે. એક આપણે કાનથી સાંભળી શકીએ તે અને બીજો જેની ગતિ સેકંડે ચાલીસ હજાર માઈલથી પણ વધુ છે ને જેને વીજળિક રિસીવર જેવા યાંત્રિક ઉપકરણો દ્વારા ઝીલીને રેડિયો ટી.વી. કે ટેલિફોન દ્વારા સાંભળી શકીએ. આ ધ્વનિ અશ્રાવ્ય છે. વાતાવરણમાં ધ્વનિમોજાં રૂપે લહેરાતો હોય પણ આપણા કાન ન ઝીલી શકે.

જયારે અનાહતનાદ તો સર્વ ધ્વનિ–નાદ અવાજોથી જુદો જ. એને આપણે કર્ણેન્દ્રિય કે કોઈપણ યાંત્રિક ઉપકરણો ન ઝીલી શકે. એને ઝીલી શકવા શકિતમાન હોય માત્ર સાધનાની અમુક કક્ષાએ પહેાંચેલા સિદ્ધ સાધકોનું ચિત્ત. આ નાદને સંતો અનહદ નાદ પણ કહે છે કારણ કે એને કોઈ હદ–બંધન–સીમા નથી આરંભ નથી, મધ્ય નથી, અંત નથી...

ઊઠત રણુુંંકાર અપરંંપારા

અખંંડ આરતી હે બાજે ઝણુંંકારા...

રણુંકાર ને ઝણુંકાર... બે શબ્દો પણ રહસ્યમય છે. ઘંટની ઉપર એક ટકોરો મારીએ તે રણુંકાર – રણકો ને પછી એના ધ્વનિમાં સતત આવર્તન થયા કરે તે ઝણુંકાર... ગુંજાર... રણુંકારમેં ઝણુંકાર હે ઝણુંકાર મેં જયોતિ – શબ્દોનો સ્ફોટ થતાં ઉત્પન્ન વિદ્યુતશકિત જેને કુંડલિની જાગૃતિ તરીકે પણ સાધકો ઓળખાવે. તેનાં અનેક વર્ણનો આપણને ભજનોમાંથી પાપ્ત થાય. ્ર

સંતોની વાણીમાં રહસ્યવાદની તત્ત્વોની શોધ કરવા બેસવું પડે એવું નથી. રહસ્યમાંથી જે જે શબ્દો પ્રગટયા છે અને જે વાણીનો એક એક શબ્દ રહસ્યથી મંજાયેલો છે, જેમાં અધ્યાત્મની જુદી જુદી અનેક શાખાઓનું ચોક્કસ વિજ્ઞાન સમાયેલું છે એવી આ વાણી આપણા માટે કાયમ રહસ્યમયી જ રહેશે.

સત્ય તો એટલું જ કે આ સંતોને માટે જે સહજ પ્રત્યક્ષ હતું તે જ આપણા સૌ માટે રહસ્ય છે. એણે જે જોયું–જાણ્યું–પ્રમાણ્યું ને પછી કહી સંભળાવવાનો પ્રયાસ કર્યો એ શબ્દોમાં તો માત્ર એ અનુભવનો પડછાયો જ પડયો હતો છતાં એ પડછાયો પણ આપણા માટે તો નિતાંત ગૂને ગુપ્ત જ રહેશ... ે

સાંકેતિક ભાષા, વ્યંજનાનો વિશેષ ઉપયોગ, રૂપક, પ્રતીક, કલ્પનોનો આશરો અને પરંપરિત રાગ, તાલ, ઢ ાળ–લયનો સથવારો લઈને રચાયેલી આ વાણીને જયારે સાહિત્યના માપદંડોથી મૂલવવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણે સાક્ષરતા કે વિદ્વત્તા કે અધિકાર અલબત આપણા ક્ષેત્રનાં ધરાવતા હોય એ છતાં અનુભૂતિના ક્ષેત્રે શૂન્ય હોઈને ઘણીવાર અનુચિત કે ખોટાં અર્થઘટનો પણ કરીએ, ઘણીવાર પોતાની આવડત, પોતાનું જ્ઞાન, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા વિકૃત, અનર્થકારી કે મૂળને જરાપણ અભિપે્રત નહીં

એવું અહંભાવી અર્થઘટન કરીએ ત્યારે સંતો મનમાં ને મનમાં હસતાં–હસતાં ગાતા હોય...

કિતના લંબંબા કિતના ચોડા કિતના રે બ્રહ્મ્રહ્મ કા અનુમુમાના

સોઈ શબ્દ કા ભેદેદ બતાવો ઔરૈર છોડો કૂૂડા કૂડા જ્ઞાના

અમ્મર પિયાલો મારા ગુરુજીુજી એ પાયો

મન મસ્તાન મેં ેં ફિરુું ં રે દિવાના

અમરાપૂરૂરની આશા કરો તો છોડી દિયોને

તમે અભિમાના રામ... અમ્મર પિયાલો.

સૌરાષ્ટ્રની તમામ સંત પરંપરાઓમાં સાધનાની દષ્ટિએ જોઈએ તો પિંડ શોધનની પ્રકિયા મુખ્ય છે. કર્મ બંધનમાંથી મુક્ત થવા અને પરમ તત્ત્વની પ્રાપ્તિ કરવા માટે અંતર્મુખી થવાની જરૂર છે. સાધકની સુરતા અંતર્મુખી થાય ત્યારે જ આ પાંચ તત્ત્વના દેહમાંથી પોતાનું નિજ તત્ત્વ સમજાય અને એ માટે આપણા સંતોએ અત્યંત સરળ અને સહજ માર્ગની સતત ખોજ કરી છે. કબીર સાહેબે ગાયું છે ‘સુમિરન મારગ સહજકા સતગુરુ દિયા બતાય, શ્વાસ શ્વાસમેં નામ લે એક દિન મિલસી આય.

માલા શ્વાસોશ્વાસકી ફેરેેંગંગે કોઈ દાસ

ચોરાશી ભટકે નહીં, કટે કાલકી ફાંસંસ.

શાંત નિર્મળ ચિત્તે બેસીને એક–એક શ્વાસ સાથે ગુરુએ આપેલા નામ, વચન કે શબ્દનું સ્મરણ કરવાથી એક દિવસ જરૂર પરમ તત્ત્વની પ્રાપ્તિ થાય અને એ માટે સંસાર વ્યવહારના તમામ કાર્યેા કરતાં–કરતાં શ્વાસની ગતિને સ્થિર કરીને પોતાની સુરતાનું એક જગ્યાએ સ્મરણમાં અનુસંધાન કરવાથી જ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે તવેું આપણા તમામ લોક સંતોએ સ્વીકાર્યું છે. અને એ રીતે તદ્‌ન લૌકિક રીતે આપણાં સંતોની સાધના પદ્ધતિ ખૂબ જ સરળ રીતે વહેતી આવી છે. તેના ઉપર સમગ્ર ભારતીય સંતમતનો પ્રભાવ સૌથી વિશેષ પણે જોવા મળે.

સંતોની વાણીમાં સાધનાની પરિભાષા

સૌરાષ્ટ્રના ગામડાંઓમાં આજે ધીરેધીરે અદશ્ય થતી જતી ભજન મંડળીઓમાં ગવાતાં, કંઠસ્થ પરંપરામાં સચવાયેલાં ભજનોમાં જે જુદી જુદી સાધના પરંપરાઓની સાધના શબ્દબદ્ધ થઈ છે. એ તમામ પરંપરાઓની સાધનાત્મક પરિભાષામાં આપણને વૈવિધ્ય જોવા મળે.

જૂના, તળપદા, પરંપરિત ભજનિકો – મરમી ભજનગાયકો (ભજનના ધંધાદારી કલાકારો નહીં) જયારે ભજન મંડળીમાં ભજન ગાતા હોય ત્યારે ભજન ગાવાની સાથો સાથ ભજનોમાં આવતી સાધનાની પણ વાત કરે, એ જયારે પાંચ તત્ત્વ, ત્રણ ગુણ, પચીસ પ્રકૃતિ, સાત ધાતુ, શરીરના નવદ્વાર, ષટ્‌ચક્ર, આસન, મુદ્રા, બંધ, કુંડલિની, અનાહત નાદ, શૂન શિખર, બંકનાળ, ત્રિકૂટિ, ત્રિવેણી, માનસરોવર, મોતી, હંસ, નામ, વચન, કે સુરતાની યાત્રા ઉલટ–પલટ વિશે વાત કરતા હોય ત્યારે આપણે ચકિત થઈ જઈએ. જેની પાસે કોઈ પુસ્તક–પોથીનું જ્ઞાન નથી, તદ્‌ન નિરક્ષર છે એની પાસે આ જ્ઞાન માત્ર કંઠસ્થ પરંપરાથી અને સ્વાનુભવથી આવ્યું છે. એનાં પોતાનાં આગવાં અર્થઘટનો પણ છે. જે શબ્દોના અર્થ શબ્દકોષમાં અપાયાં હોય તેનાથી તદ્‌ન ભિન્ન એવા અર્થેા – આપણને આવા નિરક્ષર ભજનિકોના મુખેથી સાંભળવા મળે.

સંતસાહિત્યમાં સાધનાપથનું એક ચોકકસ વિજ્ઞાન છે. એવું ચોક્કસ શાસ્ત્ર છે. એની ચોક્કસ પરિભાષા છે, એના ચોક્કસ અર્થેા છે. મૂલાધાર ચક્રથી માંડીને સહસ્રાર ચક્ર સુધીની સુરતાની અંતર્યાત્રાના વિવિધ મુકામ, જે તે ચક્રના દેવી–દેવતા, એની ચોક્કસ બીજમંત્ર દ્વારા ઉપાસના, એના ચોક્કસ સ્થાન, ગાદી, રંગ, ગુંજાર, મંત્ર, બિરુદ... અને આ બધું સંપ્રદાયે સંપ્રદાયે ભિન્ન ભિન્ન... શબ્દકોશનો અર્થ જુદો હોય, સંત સાધનાનો – શબ્દ સૂરત યોગના યાત્રીનો અર્થ જુદો હોય, હઠયોગના યોગીનો અર્થ જુદો હોય એટલે કબીર સાહેબની પરંપરાનો ભજનિક એક ભજનનો જે અર્થ કરે, તે જ ભજનનો અર્થ નાથ પરંપરાનો અનુયાયી જુદી રીતે કરે. ભલે એ ભજનોના રચિયતા સાધક સંતોની અનુભૂતિ તો કદાચ સરખી જ હશે પણ પરંપરાએ પરંપરાએ એનાં અર્થઘટનો જુદાં પડે. સામાન્યતઃ સંત સાધના મુજબ સુરતાની યાત્રાનું વર્ણન કરવું હોય તો નીચે મુજબ કરી શકાય.

(૧) મૂલૂલાધાર ચક્ર :

દેવતા : ગણપતિ

શકિત : રિદ્ધિ–સિદ્ધિ કે સિદ્ધિ–બુદ્ધિ

આસન : ચાર પાંખડીનું કમળ

સ્થાન : ગુદા

રંગ : લાલ

બીજમંત્ર : ‘લમ્‌

મૂલાધાર ચક્ર સિધ્ધ કરવા ૬૦૦ મંત્રનો જાપ

તત્ત્વ : પૃથ્વી

ગુણ : ગંધ

બીજવાહન : ઐરાવત

ચાર પાંખડીના કમળદલના અક્ષરો : વ, શં, ષં, સં

ધાતુ : અસ્થિ

જ્ઞાનેન્દ્રિય : નાસિકા, ઘ્રાણ

કર્મેન્દ્રિય : ગુદા

લોક : ભૂ લોક.

મૂલાધાર ચક્ર સિધ્ધ થાય પછી ‘ ભક્તનું બિરુદ મળે. આપણા સતો અેંટલે જ ગાતા હોય ‘મૂળ મહેલના વાસી ગુણેશા, અનુભવી તારા ઉપાસી ગણપતિ, મૂળ મહેલના વાસી રે..હે..જી.. હો..જી..

(ર) સ્વાધિષ્ઠાન ચક્ર :

દેવતા : બ્રહ્મા–સાવિત્રિ

આસન : ૬ પાંખડીનું કમળ

સ્થાન : લિંગ

રંગ : પીળો કે સિંદૂરવર્ણ

બીજમંત્ર : ‘વં

તત્ત્વ : જલતત્ત્વ

વાહન : મકર

ગુણ : રસ

ધાતુ : મેદ

જ્ઞાનેન્દ્રિય : રસના–જીહ્વા

કર્મેન્દ્રિય :લિંગ–ઉપસ્થ

છ પાંખડીના કમલદલના અક્ષરો : બં, ભં, મં, યં, રં, લં લોક : ભૂવ. સિદ્ધ કરવા ‘વં મંત્રના છ

હજાર મંત્રનો જાપ સિદ્ધ થાય પછી ‘દાસ બિરુદ મળે.

(૩) મણિપુરુર ચક્ર :

દેવતા : વિષ્ણુ–લક્ષ્મી

આસન : ૧૦ પાંખડીનું કમળ

કમળદલના બીજાક્ષરો : ડં, ઢં, ણં, તં, થં, દં, ધં,નં, પં, ફં

સ્થાન : નાભિ

રંગ : લીલો કે વિદ્યુત્પ્રભા રક્તનીલ

બીજમંત્રનો ગુંજાર : ‘રં

તત્ત્વ : અગ્નિ

બીજવાહન : મેષ

ગુણ : રૂપ

ધાતુ : માંસ

જ્ઞાનેન્દ્રિય : નેત્ર–ચક્ષુ

કર્મેન્દ્રિય : ચરણ–પાદ

બીજમંત્ર : ‘રં કે

‘ર્હ્રીં નો છ હજાર મંત્ર જાપ કરવાથી મણિપુર ચક્ર સિદ્ધ થાય અને ‘જોગી/‘યોગીનું બિરુદ મળે.

(૪) અનાહત ચક્ર :

દેવતા : શિવ–ગૌરી

આસન : ૧ર પાંખડીનું કમળ

બીજાક્ષરો : કં, ખં, ગં, ઘં, ઙ્‌ં, ચં, છં, જં, ઝં, +ં, ટં,

ઠં,

સ્થાન : હૃદય

રંગ : શ્વેત કે રકતધુમ્ર અરુણ

બીજમંત્રનો ગુંજાર : ‘યં

તત્ત્વ : વાયુ

બીજવાહન : મૃગ

ગુણ : સ્પર્શ

ધાતુ : રકત

જ્ઞાનેન્દ્રિય : ત્વચા

કર્મેન્દ્રિય : કર–હાથ

બીજમંત્ર : ‘યં કે ‘સોહમ્‌ ના છ હજાર જાપ કરવાથી અનાહત ચક્ર સિદ્ધ થાય અને ‘સાધુ

બિરુદ મળે. ‘કહત કબીરા સૂનો ભાઈ સાધુ... ગાતાં ભજનો આવા સાધકને માટે આગળની યાત્રાનું માર્ગદર્શન

આપવા લખાયાં છે.

(પ) વિશુુદ્ધ ચક્ર :

દેવતા : જીવ–પ્રાણ શક્તિ સરસ્વતી

આસન : સોળ પાંખડીનું કમળ

બીજાક્ષરો : અ, આ, ઈ, ઇ, ઉ,

ઊ, ૠ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ અને ળ, જ્ઞ તથા અનહદનો ગુંજાર જૈ વૈખરીમાં ન આવે

સ્થાન : કંઠ

રંગ : ગૌર, કે ધુમ્રઆકાશ

બીજમંત્રનો ગુંજાર : ‘હં કે અજપાજાપ

બીજવાહન : હસ્તિ

ગુણ : શબ્દ

ધાતુ : ત્વકસ્થ

કર્મેન્દ્રિય : વાણી

જ્ઞાનેન્દ્રિય : કર્ણ શ્રોત

તત્ત્વ : આકાશ

બીજમંત્ર : ગુપ્ત વચન કે અજપાજાપ. એક હજાર જાપ થાય પછી ‘સંત

ું બિરુદ મળે.

(૬) આજ્ઞાચક્ર :

દેવતા : જ્યોતિ–ઇચ્છાશક્તિ,

પરમાત્મ–પરાશક્તિ

સ્થાન : ભૂ્રમધ્યમાં

આસન : બે પાંખડીનું કમળ

બીજાક્ષરો : હં, ક્ષં રંગ : અગ્નિ કે ેત–વિમલ

બીજામંત્રનો ગુંજાર : પ્રણવ ‘ૐ

તત્ત્વ : મહત્‌

બીજવાહનઃ નાદ

ગુણ : મૂળ સ્ફૂરણ કેન્દ્ર

ધાતુ : મજ્જા સંસ્થા

જ્ઞાનેન્દ્રિય : કેન્દ્રસ્થાન–મસ્તક

કર્મેન્દ્રિય : –

લોક : તપ.

એક હજાર જપ થયા પછી ‘મહાજતિ બિરુદ મળે.

(૭) સહસ્રા્રાર કે શૂન્ૂન્યચક્ર :

દેવતા : પરબ્રહ્મ શિવ અને મહાશકિત

સ્થાન : મસ્તક

આસન : હજાર પાખંડીનું કમળ

લોક :સત્યલોક

વર્ણ : શુકલ અરૂણ કે કર્પૂર દ્યુતિ

દલાક્ષર : અં થી ક્ષં સુધીના એકાવન અને પ્રણવ મળી બાવન બીજ

મંત્રો બીજ મંત્ર : તત્ત્વાતિત વિસર્ગ

બીજ વાહન : બિન્દુ

ગુણ : સર્વજ્ઞ, સ્થિત

ધાતુ : શુક્રાત્ત્મ, રેત

યંત્ર : પૂર્ણચન્દ્ર–બિન્દુ–નિરાકાર

જ્ઞાનેન્દ્રિય : સર્વાત્મક ભાવ.

જપ : એક હજાર

બિરુદ : ‘બ્રહ્મનિષ્ઠ કે ‘અવધૂત. કબીર સાહેબે આવા ‘અબધૂને સંબોધીને આગળની યાત્રાનું માર્ગદર્શન આપ્યું છે. જ્યાં પહેાંચવા સતગુરુની આવશ્યકતા હોય, ‘ગુરુજી આવે તો તાળા ઊઘડે, કૂંચી માલમ ગુરુજીને હાથ..

એક સૂર્યેાદયથી બીજા સૂર્યેાદય સુધીના સમયગાળા દરમ્યાન જીવ એકવીશ હજાર ને છસો ાસ લેતો હોય, પ્રત્યેક ાસે સ્મરણ થાય એ માટેનું આ છે વિજ્ઞાન–શાસ્ત્ર, સાતે ચક્રોના મંત્રજાપ ગણો.. થઈ જશે એકવીસ હજાર ને છસો.. અને એટલે જ સંત કવયિત્રી ગંગાસતીએ ગાયું છે.

‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ !

અચાનક અંધંધારાં થાશે રે,ે,

જોત રે જોતામાં દિવસો વહ્યા જાશે પાનબાઈ !

એકવીશ હજાર કેછસોને કાળ ખાશે.ે...

ઉપરના ષટ્‌ ચક્રો દ્વારા પચાસ વર્ણ ઉપરાંત બ્રહ્માંડ ચૈતન્યના ગુપ્ત ‘સોહં મળી બાવન અક્ષરની આ લીલા. પણ જે બાવનથી બહાર છે એને મળવા આ પિંડના છ ચક્ર ઉપરાંત બ્રહ્માંડના છ કંવલ તથા નિર્મલ ચૈતન્ય દેશના છ પદમ સુધી સાધકની સુરતાએ યાત્રા કરવી પડે. છ ચક્ર સુધીની યાત્રાને કહેવાય ‘ઉલટ અને પછીની યાત્રાને કહેવાય ‘પલટ. આજ્ઞાચક્રથી સંતની યાત્રા શરૂ થાય. યોગી સાધકનું દશમદ્વાર બ્રહ્મરંધ્ર અને યોગીનું છેલ્લું સ્થાનક સહસ્રાર કે શૂન્ય ચક્ર. (જયારે સંત સાધનામાં એ પછી આજ્ઞાચક્રમાંથી ત્રિકૂટી (મેરુ, સુમેરુ, કૈલાસ, શિખરો) બંકનાળ, ભંવર ગુફા, અને ચાર ગુપ્ત મુકામની યાત્રા કર્યા બાદ છ પદ્મની યાત્રાએ સુરતા રાણી નીકળે ત્યારે ગગનમંડળ (મનાકાશ, ચિદાકાશ, મહાકાશ), અવઘટ (ઓઘટ પ્યાલો, ઊંધો કૂવો, ઓઘટ ઘાટ) ત્રિવેણી (જ્યાં વીણાનાદનો ઝંકાર થતો હોય, ગુપ્ત ગંગા, યમુના, સરસ્વતીનું મિલન થતું હોય ને સત્‌પુરુષ બિરાજતા હોય, સૂર્ય, ચન્દ્ર, શૂન્ય (જે સંતોનું દશમ દ્વાર) શૂન્ય સિધ્ધ થાય એટલે) હંસલો માનસરોવરમાં મોતીનો ચારો ચરે અને પછી પ્રયાણ કરે શૂન શિખર ઉપરે, અકહ લોકમાં, નિર્મલ ચૈતન્ય દેશમાં, સતલોકમાં, અમરાપુરમાં, નિજધામમાં...

સાધનાની આવી સીડી દર્શાવતાં–ગૂઢ, ગુપ્ત, ગુહ્ય, રહસ્યાત્મક ઉકિતઓ દર્શાવતાં ભજનોના અર્થઘટનમાં આથી જ વિવેચકને (જેને સાધનાની વિવિધ પરંપરાઓ અને એની આગવી પરિભાષાના અર્થઘટનનો ખ્યાલ ન હોય) મુશ્કેલી પડે. સંતપરંપરામાં – સંત સાધનામાં નીચેના બે ચક્રો–મૂલાધાર અને સ્વાધિષ્ઠાન અનાયાસ સિદ્ધ થયાં હોય એટલે એની યાત્રા સીધી મણિપુરથી આગળ વધે, કેટલાક પોતાની યાત્રા સીધી અનાહતથી –નાદાનુસંધાનથી શરૂ કરે, તો કેટલાક સીધા આજ્ઞાચક્રથી... એક જ સાધના પરંપરાના, એક જ ગુરુના જુદા જુદા શિષ્યો ગુરુ આજ્ઞાથી અને પોતાની પૂર્વની કમાઈને કારણે જુદી જુદી પ્રકૃતિ કે િંપંડ મુજબના માર્ગેા સૂચવે અને એ માર્ગે આગળ વધવા માર્ગદર્શન આપે. દરેકના અનુભવ સરખા હોય તો પણ એ અનુભવ જયારે શબ્દબદ્ધ થાય ત્યારે જે તે દર્શકની પ્રકૃતિ મુજબ શબ્દાવલી બદલાય, રજુઆતની શૈલી બદલાય. કોઈ સીધે સીધું સરળ વાણીમાં અનુભવ ગાથા ગાય તો કોઈ ગૂઢ, રહસ્યમય, અવળવાણીમાં, પ્રહેલિકામાં, કૂટ કાવ્યમાં.. કોઈ પ્રતીકાત્મક કે રૂપકાત્મક શૈલીનો આશરો લે તો કોઈ માત્ર આછા સંકેતો જ દર્શાવે ને સાધના અનુભવને ગુપ્ત રાખે.

સાધનાની ચાર ધારાઓ

સૌરાષ્ટ્રના સંતો, મહંતો, ભકતો, યોગી, સિદ્ધ–સાધકોની સાધનાધારા વિશે આછો વિચાર કરીએ ત્યારે તુરત જ આપણી નજર સામે ચાર શ્રેણીની સાધના પરંપરાઓ પોતપોતાનાં આગવા સિદ્ધાંતો લઈને આવે છે. આ ચારે પ્રકારની સાધનાનો સંબંધ છે માનવીના પિંડ સાથેે. અને આ ચારેનો સમન્વય થાય ત્યારે જ આત્મ સાક્ષાત્કાર થાય. (૧) વાણી (ર) મન (૩) પવન (૪) શુક્ર. એ ચારે બાબતો સાથે સંકળાયેલી વિવિધ સાધના પદ્ધતિઓ આપણને સૌરાષ્ટ્રની સંતવાણીમાં જોવા મળે.

(૧) વાણી કે શબ્દ :

જેને મંત્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામસ્મરણ–નામજપ, અજપાજાપ કે ગુરુ દ્વારા મળેલા નામ કે વચનનું રટણ એમાં મુખ્ય હોય છે. શ્વાસ સાથે શબ્દનું અનુસંધાન થાય અને શબ્દ ચેતનવંતો બને એ આ સાધનાનું મુખ્ય લક્ષ્ય છે. પોતાની વાણી ઉપર કાબૂ મેળવતાં સાધક છેવટે વચનસિદ્ધ બને છે. મૌન, કાષ્ટમૌન અને સતત જપ એ વાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે.

(ર) પ્રાણ, વાયુ કે પવન :

જેનો સંબંધ છે નાડી શુદ્ધિ, ષટ્‌કર્મ કે હઠયોગ સાથે. પ્રાણાયામની ક્રિયા સાથે. મૂલાધારથી માંડીને સમગ્ર દેહમાં વ્યાપ્ત તમામ મુખ્ય–ગૌણ વાયુઓને ઓળખી ડાબા–જમણા નસકોરામાં અનિયંત્રિત રીતે વહેતા પવન પ્રવાહને પલટાવી સુષુમ્ણા નાડીની જાગૃતિ કરવા માટે ષટ્‌ચક્રભેદન દ્વારા કુંડલિનિ શકિતની જાગૃતિ માટે પ્રાણની સાધના અનિવાર્ય બની રહે છે.

(૩) બુુંદ કે શુુક્ર :

સંપૂર્ણ પણે કામનાનાં બીજને બાળીને બ્રહ્મચર્યવ્રત ધારણ કરવાથી અનાયાસ પિંડ શોધનની પ્રક્રિયા થાય છે, અને શુક્ર ઉપર કાબૂ આવતાં જ મન, પવન અને વાણી પણ શુદ્ધ થાય છે.

(૪) મન :

યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ સુધીનાં અષ્ટાંગ યોગનો સંબંધ છે મન સાથે. એટલે જ મનોનિગ્રહ માટે રાજયોગની આવશ્યકતા મનાઈ છે. આ ચારે સાધનમાર્ગેાનો સમન્વય આપણને સૌરાષ્ટ્રની સંતપરંપરાઓની સાધના વિષયક સંતવાણીમાં થયેલો જોવા મળે.

ત્રણ દષ્ટિ

ચર્મ દષ્ટિ, આત્મદષ્ટિ અને બ્રહ્મદષ્ટિ એ ત્રણ પ્રકારની દષ્ટિ છે. સંત કવિ દાદુએ કહ્યું છે :

ચર્મર્દષ્ટિ દેખે બહુતુત કરિ, આતમ દષ્ટિ એકેક;

બ્રહ્મ્રહ્મદષ્ટિ પરચૈ ભયા, તબ દાદુ બૈઠૈઠા દેખેખ.

મહર્ષિ અરવિંદે સામાન્ય માનસિક ચેતના ઉપરાંત પાંચ પ્રકારની અન્ય ચેતન સત્તાઓનું વર્ણન કર્યું છે. ઉન્નત દષ્ટિ, દિવ્ય દષ્ટિ, સહજ દષ્ટિ, અસામાન્ય દષ્ટિ અને અલૌકિક દષ્ટિ. જેમાં પ્રથમ ત્રણમાં થોડી ઘણી બુદ્ધિ પ્રતિભાની આવશ્યકતા રહે પણ તદ્‌ન નિરક્ષર છતાં પરમ પદને પહેાંચેલા લોકસંતો કે જેમાં સામાન્ય દષ્ટિએ કોઈપણ વિશિષ્ટ પ્રકારની બુધ્ધિ પ્રતિભાના દર્શન ન થતાં હોય છતાં એમનામાં પોતાની નિજી સહજ સાધના અને પરંપરિત સાંપ્રદાયિક ગુરુ માર્ગદર્શનથી પાંચે પ્રકારની દષ્ટિઓ પ્રાપ્ત થઈ હોય એવાં ઉદાહરણો સૌરાષ્ટ્રનાં સંતકવિઓમાં જોવા મળે. કબીર સાહેબે સાત પ્રકારની સુરતિની વાત કરી છે, જેને નિર્ગુણી સંતો સહજભાવ કહે છે. જયારે જ્ઞાની વિચારકો એને આધ્યાત્મિક સંતદષ્ટિ કે રહસ્યાત્મક અનુભૂતિ કહે છે. જે બુદ્ધિની તમામ સીમાઓને અતિક્રમીને તર્કાતીત અનુભવો કરાવે છે. કબીર સાહેબે ગાયું છે :

પ્રથમ સુરતિ સમરન કિયો, ઘટમેં ઞ્સહજ ઉચ્ચાર,

તા તે જામન દીનિયા, સાત કારી વિસ્તાર,

તબ સમરથ કે શ્રવણ તે મૂલ સુુરતિ ભૈ સાર;

શબ્દ કલા તાતે ભઈ, પાંચ બ્ર્રહ્મ અનુહાર,

પાંંચા પાંંચૌ અંડ ધરિ, એક એેકમાં કીન્હ;

તે અચિન્ત્ય કે પેે્રમ તે,ે, ઉપજે અક્ષર ચીન્હ.

જબ અક્ષર કે નીંદ ગૈ,ૈ, દબી સુરુરતિ નિરબાન;

શ્યામ બરન એકેક અંંડ હૈ,ૈ, સો જલમેેં ં ઉતરાન,

અક્ષર દષ્ટિસે ફૂટિયા, દસ દ્વારે કઢિ બાન;

તેહિ તે જ્યોતિ નિરંજંનૌૈ, પ્ર્રગટે રૂપ નિધાન.

સૂફીઓમાં આ જાતની ભૂમિકાને ‘મ્વારિફ કહેવામાં આવે છે, જે પોતાની જાતને ઓળખવાની, પોતાના દીદારને મળવાની સહજ સાધના છે, ત્યાં સુધી પહેાંચવા શરીઅત, તરીકત અને હકીકત એ ત્રણ મુકામો પસાર કરવા પડે. ઇસ્લામી પરપરા સાથેં અનુસંધાન ધરાવતી સાધના મુજબ શરીઅતના તોબા, જહદ, સબ્ર, શુક્ર, રિઆજ, ખૌફ, તવક્કુલ, રજા, ફિક્ર અને મોહબ્બત જેવાં પગથિયાં છે. વસ્તુતઃ સૂફીવાદી સાધનાનો પ્રારંભ તરીકતથી જ થાય અને પછી આવે હકીકત એ માટે આશરો લેવો પડે. સદ્‌ગુરુ–માલમી– મુરશીદનો. જેના સહજ સંકેતથી સાધકનાં શરીર, મન અને પ્રાણ દુનિયાદારીના બંધનોથી મુકત થઈ પરમતત્ત્વ સાથે જોડાઈ જાય. આ ‘મ્વારિફ કે ‘ચિત્તની વિશેષ અવસ્થા અથવા તો ‘આત્મદષ્ટિ ચમત્કાર કરામત કે ઈલ્મથી તદ્‌ન જુદાં જ છે. જેમ વિદ્યા અને અવિદ્યા વચ્ચે ભેદ છે તેમ આપણા સંતો ચમત્કારોને આવરણ માને છે, જે સાક્ષાત્કાર થવામાં અડચણરૂપ બને છે. પોતાને થયેલો બ્રહ્મનો અનું આ સાધક સંતો વ્યકત કરી શકતા નથી અનએટલે પ્રતીકાત્મક–રૂપકાત્મકઞ્ભવ પણ સ્પષ્ટ શબ્દોમો ભાષા/શૈલીનો આશરો લેવો પડે છે.

કબીર સાહેબેબ દ્વારા સહજ સાધના

સૌરાષ્ટ્રમાં કબીર સંપ્રદાય–પંથની અનેકાનેક શાખાઓએ પોતપોતાની સાધના પરંપરાઓ વિકસાવી છે. એમાં ‘શબ્દ સૂરતયોગ હોય કે ‘નામ–વચનની સાધના. ‘નૂરત–સૂરતની સાધના કહેતા હોય કે ‘સહજ યોગ પણ મુખ્ય સાધના મન અને પવન સાથે સંબંધ ધરાવે છે. મકરન્દભાઈ પાસેથી મળેલું કબીર સાહેબનું એક પદ એ સાધના અંગે માર્ગદર્શન આપે છે.

નાભિ કમલ સેેં ં પવન ચલાવો,

હૃદય કમલમાંમમન સમુજાવો,

ઉનમુનિ તાળી લાવો મનમેેં,ં,

બ્ર્રહ્મ અગ્નિ પરઝાળો તનમેેં,ં,

નિરભય નામ નિરંંજન કેરેરો,

ભવસાગર કી મિટ હિ ફેરેરો,

સત્ય શબ્દકુુંં દઢ કરુ ગ્રહ્રહીઅ,ે,

કામ ક્રોધ કો સંગંગ ન લહીએ,ે,

બાહિર જોતેતાં ભીતર હેરેરો,

ગગન મંડંડલમેેં ં નિશદિન ઠેરેરો,

મિટ ગઈ મમતા, મિટ ગઈ આશા,

સહજ હી ખેલેલે કબીરા દાસા.

ઊંડો શ્વાસ લેવો, મૂલાધાર–સ્વાધિષ્ઠાનના વાયુને ખેંચી રાખી, નાભિ કમળથી પ્રાણને ઊંચો ચડાવવો, હૃદય કમળ સુધી આવે અને ત્યાંથી મૂર્ધા સુધી જાય ત્યાં સુધીના પૂરક શ્વાસ સાથે પ્રણવ ‘ૐકાર કે ‘ઓહમ્‌ નો નાદ મનમાં ગૂંજતો કરવો. ત્યાં શ્વાસ સ્થિર કરી–કુંભક કરી, પાછા વળતાં મલિન પ્રાણને ઉચ્છ્‌વાસ સાથે મનના સંકલ્પો–વિકલ્પો કે માયાના કચરા સાથે બહાર ફેંકતી વખતે ‘સોહમ્‌ ધ્વનિનું આવર્તન કરવું. જેથી બ્રહ્મ અગ્નિ પ્રગટ થશે. જે પિંડની તમામ અશુદ્ધિઓને બાળી નાખશે અને નિર્ગુણ–નિરાકાર– નિરંજન સાથે અતૂટ નાતો જોડી દેશે. બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની મન ઉપર શું અસર થાય છે તે તટસ્થપણે–દષ્ટા બનીને જોતાં રહેવાથી ધીરે–ધીરે બહારની છાપથી મુકત થતું જવાશે, અને ચિદાકાશમાં નિર્મળ–નિર્લેપ–નિશ્ચલ રહી શકાશે. એનાથી આશા–તૃષ્ણા, મોહ–માયા અને મમતા અદશ્ય થશે અને સહજ અવસ્થાની પ્રાપ્તિ થશે.

જેને સંતો–ભક્તો–સાધકો મૂળ જ્ઞાન કહે છે, પરમતત્ત્વના સાક્ષાત્કારનો માર્ગ કહે છે, એ સાધનાના માર્ગદર્શન માટે જ આપણા સંત કવિઓએ સંતસાહિત્યનું સર્જન કર્યું છે.

સૌરાષ્ટ્રના સંતકવિઓ દ્વારા રચાયેલાં ભજનોમાં છૂટક છૂટક સહજ સાધનાના સંકેતો મળે. એક જ પદ કે ભજનમાં સળંગ ક્રમાનુસાર સાધના ન મળે પણ જે તે કવિની સમગ્ર રચનાઓ તપાસીએ તો સળંગસૂત્ર સાધના માર્ગની ઝાંખી જરૂર થાય. પદ, ભજન, ઉપરાંત આ સંત કવિઓ દ્વારા રચાયેલાં સાંપ્રદાયિક–સાધનાત્મક ગ્રંથોનો અભ્યાસ પણ કરવો પડે. અંગ, કક્કો, બારમાસ, ગીતા, ‘ચિંતામણિ કે ચેતવણી જેવા પ્રકારોમાં સંતોએ પોતાની સાધના પરંપરા અંગે શિષ્યોને માર્ગદર્શન આપ્યું હોય છે. જુદી–જુદી તમામ સાધના ધારાઓ કે સંપ્રદાય પરંપરાઓની સાધનાનો સમન્વય કરીને એક વ્યાપક–સહજસ્વીકૃત સાધના તરીકે સંતોની સહજ સાધના વિશે પ્રાથમિક જાણકારી આપવાનો પ્રયાસ કરીએ તો આ જાતની સાધના ભૂમિકા એમાંથી મળે.

પિંડમાં જ પ્ર્રાપ્ત કરો પરિબહ્મને

આદ્ય અને આદ્યા, શિવ અને શિવા દ્વારા જે સાધનામાર્ગ અસ્તિત્વમાં આવ્યો છે તે માર્ગે ચાલવા ઈશાન ખૂણા તરફ પદ્માસન વાળી બેસી જવું, મેરુ દંડ સ્થિર રાખવો, આંખોની કીકીને બંને ભ્રમર વચ્ચે સ્થિર કરવી અને જ્યાં અનાહત–અનહદ નાદ બજી રહ્યો છે ત્યાં મનને સ્થિર કરવું.

ચન્દ્ર નાડીમાં શ્વાસ લઈ મૂલાધાર ચક્રનું ધ્યાન ધરવું, કલીઁ કલીઁ કે લઁ લઁ એવો ધ્વનિ ત્યાં સંભળાશે, મૂલાધારના દેવતા ગણપતિનું સ્થાન ચાર પાંખડીના લાલ રંગના કમળમાં છે, ત્યાંથી તમારી સુરતાને સ્વાધિષ્ઠાન ચક્રમાં લઈ જાઓ. જેને ‘સ્વાદ ચક્ર પણ કહે છે. છ પાંખડીના કમળમાં કામદેવ વસે છે. ત્યાંથી મણિપુર, અનાહત, વિશુધ્ધ જેને અનુક્રમે નાભિકમળ, હરદાકમળ અને મનસાકમળ તરીકે ઓળખાવાય છે તેની યાત્રા કરીને શ્વાસને–સુરતાને આજ્ઞાચક્રમાં લઈ જવાં આજ્ઞાચક્રથી સાધકની વિકટવાટ શરૂ થાય. ‘સાંકડી શેરી જિયાં વાટું છે વસમી..

બે પર્વત અને એક શિખર મધ્યેની ધારામાંથી પસાર થવા ગુરુની કૃપા જોઈએ. તલ જેવડાં કમાડ છે પણ એમાંથી હાથીની અંબાડી પણ પસાર થઈ જાય, ‘શિખર સુમેરુ શૂન્ય કૈલાસ.. જયાં ત્રણે પ્રવાહો એકત્ર થાય છે તે ત્રિવેણીના ઘાટ પછી હંસલો આવે માનસરોવરમાં, જ્યાં અનહદ નાદનું ગુંજન થાય છે, ત્યાંથી સૂરતા નિસરણી ઉપર ચડે, બ્રહ્મરંધ્રનો વિકટ દરવાજો આવે, બંકનાળ–જ્યાં વાંકો વિકટ માર્ગ. જેનાં ઈચ્છાબીજ બળી ગયાં હોય તે એમાંથી પસાર થઈ શકે.

ઉલટ–પલટ, અરધ–ઉરધની આ જાતરા, એને માટે સાધકે પોતાની જાતને–કાયાને તૈયાર કરવી પડે.

ઞ્કિલિયંં ૐ હરિર્યંર્ં સોહં,ં ગૂઝ ગાયત્રી સેે દિલ ધોવંં

તૂૂંં હિ તૂૂંં હિ રંરં ંકારં રટિ મસના, એસેે ત્રિકૂટિ મહલમેેંં ધસનાં.ં

એક એક ડગલાં વિશે સંતોએ માર્ગદર્શન આપ્યું છે એની વાણીમાં. સાધકને કેવા–કેવા અનુભવ થાય તેનું વિગતે આલેખન આ જાતના પદો અને સાંપ્રદાયિક ગ્રંથોમાંથી મળે. ઘણીવાર ષટ્‌ચક્રો કે એના દેવી દેવતા, રંગ, ગુંજાર, બીજમંત્ર વગેરેમાં શબ્દો જુદા મળે. પણ અનુભવ એક સરખો જ હોય.

શૂન્ય શિખરની વાત હોય તો સાત શૂન્યની ઓળખાણ સંતો કરાવે. પ્રથમ સકલ શૂન્ય, બીજે અભય શૂન્ય, ત્રીજે મહા શૂન્ય, ચોથે અજોખ શૂન્ય, પાંચમે અલીલ શૂન્ય, છઠ્ઠે સાર શૂન્ય અને સાતમે સપ્ત શૂન્ય. સપ્ત શૂન્ય ઉપર સમાધિ ચક્ર, તેના પર અગાધચક્ર, તેના ઉપર શૂન્ય ચક્ર, તેના ઉપર ધ્વનિ ચક્ર, તેના ઉપર રાસ ચક્ર તેના ઉપર વિલાસ ચક્ર, તેના ઉપર વિનોદ ચક્ર, તેના ઉપર અનરોધ ચક્ર, તેના ઉપર સહસ્રકોટિ ચક્ર, અને તેની ઉપર સતગુરુની ગાદી છે. પાતાળલોક, મૃત્યુલોક, ઇન્દ્રલોક, ધર્મલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક, નિરંજનલોક, મૂળમાયાનો લોક, સતગુરુનોલોક અને સત્યલોક. સત્યલોક સુધી પહેાંચવાનો માર્ગ પાતાળલોકથી સત્યલોક સુધી સોળ શંખ કોશ દૂર છે. આ તો એક અંડની વાત છે. આવા સાત શંખ અંડ છે. સપ્ત શંખ અંડની ઉપર છે અનીન મારગ. આ મારગની આગળની વાટની વાત કહી શકાય નહીં, જયાં અકહ છે, અલહ છે, અબૈ છે, અદૈ છે, અથૈ છે, શબ્દ કે સવાલ નથી, તેના ઉપર ગૂંગની મારગ છે ત્યાં જતાં જ સાધક ગૂંગો થઈ જાય. ત્યાં નથી નિરંજન નથી માયા...

સત્યપુરુષના એક પલકારામાં અનંત મહાપ્રલય વિતે છે. એક મહાપ્રલાં સપ્તશંખ અંડની ટોડી ખસે–જયારે પૃથ્વી તત્ત્વને જલ તત્ત્વ ખાઈ જાય, જળ તત્ત્વને અગ્નિ તત્ત્વ ખાઈ જાય, અગ્નિ તત્ત્વને પવન તત્ત્વ ખાઈ જાય, પવન તત્ત્વને ગગન તત્ત્વ ખાઈ જાય, ગગન તત્ત્વને નિરંજન ૐકાર ખાઈ જાય, નિરંજન ૐકારને અવિગતિ ખાઈ જાય ત્યારે એક અંડની ટોડી ખસે, આવા સાત શંખ અંડની ટોડી ખસે ત્યારે તમે કયાં હશો ભાઈ ! આ વાત કહેવા–સાંભળવાની નથી, પાળવાની–અનુભવના પંથે પડવાની છે.

સોહંં મંત્રં કલ્પકી ડાળા, અમર હોય કછ પિંડંં તુમારા,

ૐ આદિ અનાદિ લીલા, યા મંત્રમેં ેંં અજબ કરીલા,ઞ્

સોહંં સુરતિ લગેે સહનાનાં,ં તૂટેે ચૌદા લોક બંધાના,ં

રામનામ જપિ કરી થિર હોઈ ઓહમ્‌્‌ સોહમ્‌્‌ મંત્રંં દોઈ,

બુધ્ધિ વિવેકસેેંં પાવે મૂલંં તા તેે મિટિ હૈૈ સાંસાં શૂલં,ંઞ્

દમ સુદમકા કરેે વિચારા, સોહંં સૂરતિ ઝડૈૈ ધન સારા.

૦૦ ૦

સહસ્ર્ર ઈકિસેાંં છસૈૈ જાને,ે કુુંભકં રેચક ઉલટા તાનૈ,ઞ્

ઇંગલા પિંગલાં સુખમણ સારં,ં દેખો દમ દમમેંેં દીદારં.ં

નામ–વચનનુુંં મહત્ત્વ

બ્રાહ્મણ દર્શનમાં ૐકાર પ્રણવ, સન્યાસીઓ માટે ‘અહં બ્રહ્માસ્મિ, ઉપાસકો માટે ‘ઓહમ્‌ હિન્દુ પીરાણા માટે ‘સોહમ્‌ હંસા, ઈસ્લામ પીરો માટે ‘હુ અલ્લાહ હુ, યોગીઓ માટે ‘અહં નાદ, જૈન માટે ‘અરિહંત, જંગમ માટે ‘નિરંજન, નાથ માટે ‘આદેશ, કબીર સંપ્રદાય માટે ‘સતનામ કેઞ્‘સતસાહેબ એમ વિવિધ સંતપરંપરાઓમાં જુદા–જુદા શબ્દો વપરાય છે. દીક્ષા આપતી વેળા ગુરુ પોતાના શિષ્યને બીજમંત્ર, બીજાક્ષરમંત્ર કે પોતાનો સાંપ્રદાયિક ગુપ્ત મંત્ર આપે, સાથોસાથ એની સાધના પણ બતાવે. ‘શ્રીકૃષ્ણઃ શરણં મમ, ‘ૐ નમઃ શિવાય, ‘સત શ્રી અકાલ, ‘અલખ નિરંજન, ‘જય ગુરુદત્ત, ‘હરિઃ ૐ, ‘હરિહર, ‘જીનામ, ‘રામ, ‘જયશ્રી કૃષ્ણ, ‘જય સ્વામિનારાયણ, ‘જય યોગેશ્વર, ‘જય ગુરુદેવ, ‘જે ભગવાન, ‘બાપા સીતારામ, ‘જે માતાજી, ‘જય અંબે, ‘જય સિયારામ, ‘જે નારાયણ, ‘જે સૂરજ ભાણ, ‘સત્‌ નિર્વાણ, કે ‘અલખગાયત્રી, ‘ હંસમંત્ર, ‘શ્રી નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, (પ્રણામી–તારતમમંત્ર), ‘ઓહમ્‌ ગુરુ સમરણ, સોહમ્‌ બ્રહ્મ તૂં હિ, ‘ઓહંગ ગં ગં ગુરુ ગણપતિયે નમઃ, ‘ઓહંગ રંગ હેરંગ અંતર મતિ, સોહંગ નિજ આતમ તૂં હિ, ‘ ઓહમ્‌ સોહંગ જોહંગ કોહંગ અમી અજર નિહંગમ નમઃ, ‘ઓહમ્‌ ઊંચા ચડે, સોહમ્‌ સામા મળે, સોહંગ કહીએ આવતો શ્વાસ, ઓહંગ કહીએ જાતો શ્વાસ, ‘ઓહમ્‌ અલખ નિરંજન રણુંકાર, સોહમ્‌ સત અવિનાશી નિરાકાર, ‘ ઓહમ્‌ અલખ નિરંજન નિરાકાર, સોહમ્‌ અવિનાશી બ્રહ્મ સમાઈ રણુંકાર.., ‘ઓહમ્‌ વચને રતિ સોહમ્‌ જપે જતિ.., ‘ૐ જ્યોતિ નિરંજન ઓમકાર રકાર સોહંગ સતનામ.., ‘ૐ હંસ સોહમ્‌ પરમાત્મા.. જેવા મંત્રોની સાધના સૌરાષ્ટ્રના સંતોની પરંપરાઓમાં જોવા મળે. મહામંત્ર, બીજમંત્ર, મૂળમંત્ર, ગર્ભ ગાયત્રી, ગુરુમંત્ર, નિજનામમંત્ર, અભેપદમંત્ર, મૂળવચન, નામવચન, આદિવચન, સતવચન, મુકિતવચન, અમરમંત્ર, અભંત્ર, નામસજીવનમંત્ર, અલીલબીજમંત્ર, તેજમંત્ર, તારકમંત્ર, ચક્કરમંત્ર, જ્યોતમંત્ર, અડાસોમંત્ર, અટલમંત્ર, ભગમંત્ર, શંખાબોલમંત્ર, અઘોરમંત્ર, આરાધમંત્ર એમ વિવિધ નામોથી ઓળખાતા જુદાજુદા મંત્રો સાથે વિભિન્ન પ્રકારની સાધનાવિધિ જોડાયેલી હોય, ભજનોમાં તો માત્ર એનો સંકેત જ મળે. ‘બાર બાંધો ને સોળ સાંધો... શબ્દ પ્રયોગ વાંચીને આપણે શું અર્થઘટન કરીએ ? સાધક સંતે એમાં શ્વાસની ગતિનું સૂચન કર્યું હોય. દ્વાદશ અંગુલ નાસિકાથી બહાર સુધી શ્વાસની ગતિ હોય એને પલટાવીને સોળ આંગળ સુધીની કરવાનું સૂચન આ શબ્દોમાંથી મળે. બાર ઉલટાવીને સોળને સિધ્ધ કરે.. ‘દ્વાદશ ઉલટે, સોલાહ સિધ્ધં.

મહાપંથી બીજમાર્ગી પાટઉપાસનામાં પાંચા, સાતાં, નવાં, બારાં જેવા સંકેતાત્મક શબ્દો મળે. માનવ પિંડમાં કરોડરજ્જુમાં–વાંસાના મોડબંધમાં તેત્રીસ મણકા હોય, તેત્રીસ કરોડ દેવી દેવતાની કલ્પના પણ ત્યાંથી જ જન્મી હશે એમ લાગે છે. જુદા–જુદા ચાર યુગ : સત્‌, ત્રેતા, દ્વાપર અને કલિ. એ ચારે યુગમાં પાંચ, સાત, નવ અને બાર કરોડ ભકતો મોક્ષગતિને પામ્યા.. એમ વારંવાર ભજનોમાં ગવાતું હોય ત્યારે એનાં અર્થઘટનો જુદા–જુદા ભજનિકો ભિન્ન ભિન્ન રીતે કરે. પાંચ તત્ત્વ, પાંચ ઈન્દ્રિય, પાંચ વાયુ, પાંચ વિષય કે સાત ચક્ર, સાત ભૂમિકા, સાત ધાતુ, સાત સૂર એવા અર્થેા સમજાવે.

પણ, દરેક પંથ સંપ્રદાયની દીક્ષાવિધિ લગભગ સરખી જ હોય, કંઠી બાંધવી, કાન ફૂંકવા અને સાન આપવી એ ત્રણ ભૂમિકા લગભગ સમાન રૂપે જોવા મળે.

ગુરુુ મહિમા

સૌરાષ્ટ્રની તમામ સંત પરંપરાઓની સાધના ધારાઓ અને સંતવાણી તરફ નજર માંડીએ ત્યારે સૌથી વિશેષ

પ્રભાવકપણે એક સમાન લક્ષણ તરી આવે છે એ છે ગુરુ મહિમાનું. અધ્યાત્મના ક્ષેત્રમાં આપણા ૠષિમુનિઓથી માંડીને વર્તમાન સંત મંહતોની પરંપરા સુધી આવીએ ત્યાં સુધીની તમામ દાર્શનિક માન્યતાએ ગુરુનું માહાત્મ્ય ગાયું છે. અને સાક્ષાત્‌ પરબ્રહ્મના સ્વરૂપે ગુરુનો સ્વીકાર કર્યેા છે. સદ્‌ગુરુની કૃપા થાય તો જ સાધનાના શ્રી ગણેશ મંડાય. અને શિષ્ય જયારે પૂર્ણ શરણાગતિ ભાવે ગુરુના શરણે આવે ત્યારે ગુરુ શિષ્યનો દિવ્ય સંબંધ જોડાય. સાધનાની સીડીનું પ્રથમ પગથિયું છે ગુરુની પ્રાપ્તિ. ભારતીય સંસ્કૃતિના એક અત્યંત મહત્ત્વના લક્ષણ તરીકે ખૂબ જ પ્રાચીન સમયથી ગુરુને પરબ્રહ્મ કે આદર્શ પુરુષ તરીકે સ્વીકારીને જ્ઞાનના દાતા, સાચા માર્ગદર્શક અને અજ્ઞાનમય અંધકાર ભર્યા માર્ગને ઉજાળનાર દિવ્ય ઉજાસ તરીકે પ્રસ્થાપિત કરાયા છે. ગુરુ શબ્દનો અર્થ જ છેઃ ‘અંધકાર દૂર કરનાર. અજ્ઞાન રૂપી અંધારાને ભેદીને જ્ઞાનરૂપી પ્રકાશનો ફેલાવો કરે તે જ સાચા સદ્‌ગુરુ.

‘ગુરુુ કુુંભારં શિષ્ય કુુંભં હૈ, ઘડી ઘડી કાઢેે ખોટ,ઞ્

અંતરં હાથ સંવારં દેે બાહર મારે ચોટ.

‘ગુરુુ ગોવિંદં હોનુુંં ખડેે કિસકો લાગુુંં પાય

બલિહારી ગુરુુ દેવકી જિન્હેે ગોવિંદં દિયો બતાય.

આપણા મરમી કવિશ્રી મકરન્દ દવેએ કહ્યું છે કે ‘આપણા ભજન સાહિતં ગુરુ, ગણપતિ અને શારદાનું આગવું સ્થાન છે. જ્ઞાનના દાતા છે ગણપતિ, એ જ્ઞાનને વાણીમાં વહાવવાની શકિત આપે છે માતા સરસ્વતિ પણ એ જ્ઞાન અને વાણીના અમૃત ખજાનાની ચાવી તો સદ્‌ગુરુના હાથમાં છે. સદ્‌ગુરુની કૃપા વિના અંતરના ‘તલભર તાળાં ને રજભર કૂંચી નો ભેદ કળાતો નથી અને ગરવા ગુરુજી જયારે જ્ઞાન અને વાણીના તાળા ખોલી આપે છે ત્યારે અંદર અજવાળું ઝેાંકાર થઈ જાય છે.

સૌરાષ્ટ્રની સંતવાણી પરંપરામાં સદ્‌ગુરુનો મહિમા સ્થૂળ માનવીય સ્વરૂપથી માંડીને અત્યંત સૂક્ષ્મ અને દિવ્ય સ્વરૂપ સુધીનો સાંભળવા મળે.

સદ્‌ગુરુુ તારણ હાર, હરિગુરુુ તમેે મારા તારણહાર

ઞ્આજ મારી રાંકું ુંનીં અરજુંરેં ે ખાવદંં ધણી સાંભળજો..ં.

એ...ગુરુજી...હો...હો...જી...

અમારા રેે અવગુણ રે ગુરુજીના ગુણ તો ઘણાંં

ગુરુજી અમારા અવગુણ સામુુંં મત જોય રે...

સમગ્ર ભારતીય સંત પરંપરાઓમાં ગુરુ દીક્ષા અને ગુરુ દ્વારા અપાયેલ સાધનાનું મહત્ત્વ સ્વીકારાયું છે તે જ પરંપરા સૌરાષ્ટ્રનાં સંતોમાં પણ જીવંત રીતે વહેતી આવી છે. ગુરુ દ્વારા અપાયેલ સાધન દીક્ષાને ગુપ્ત રાખવી અને જીવનમાં સદૈવ તેનું અનુસરણ કરવું એ અધ્યાત્મના માર્ગની પહેલી શરત છે. એક બીજાથી તદૃન ભિન્ન એવી સાધના વિધિઓ કે જુદાં–જુદાં સિધ્ધાંતો ધરાવતા પંથોમાં પણ આ હકીકત સમાન રૂપે જોવા મળે છે. મંત્ર, નામ, વચન કે શબ્દ જુદો હોય પણ એનું રટણ તમામ પરંપરાઓમાં અનિવાર્ય ગણાય છે, પછી પોતાનો માર્ગ સગુણ સાકારની ઉપાસનાનો હોય કે સગુણ નિરાકારનો હોય. નિર્ગુણ નિરાકારનો હોય કે, નિર્ગુણ સાકારનો હોય. પ્રણામી સંપ્રદાયનો ‘ તારતમ મંત્ર હોય કે મહાપંથની નામ–વચનની સાધના, કબીરનો ‘સતનામ શબ્દ હોય કે રવિભાણ સંપ્રદાયની નુરત સૂરતની સાધના, નાથપંથી યોગી સાધકોનો ‘આદેશ મંત્ર હોય કે એની ષટ્‌ચક્ર ભેદનની અટપટી યૌગિક ક્રિયાઓ. તો સ્વામિનારાયણ, પુષ્ટિમાર્ગીયવૈષ્ણવ, નિર્વાણ કે જ્ઞાનમાર્ગી વેદાંતી ભક્તો–કવિઓનો–જ્ઞાનીઓનો માર્ગ હોય પણ એ બધા અંતે તો પોતાની જાતની ઓળખ કરવા માટે સદ્‌ગુરુ ચીંધ્યા માર્ગે આગળ વધતા રહ્યાં છે અને એ સૌની આગવી મૌલિક, વિશિષ્ટ, ભિન્ન–ભિન્ન સાધનાધારાઓ સમગ્ર ભારતીય સંસ્કૃતિની જ દેન છે. વેદોથી શરૂ થયેલી આપણી ચિંતન અને સાધન પ્રણાલી સમયે–સમયે, સ્થળે–સ્થળે, સંપ્રદાયે–સંપ્રદાયે, અને વ્યકિતએ–વ્યકિતએ નિરનિરાળાં રૂપ ધારણ કરતી રહી છે. તેમાં બૌદ્ધ સિદ્ધોની તાંત્રિક સાધનાઓ સાથે કે નાથપંથી સિધ્ધોની હઠ યોગની મુશ્કેલ સાધના વિધિઓની સાથોસાથ તદૃન સહજ સરળ નવધા ભકિત કે સહજ સાધના જેવી પરંપરાઓનું સંમિશ્રણ થતું રહ્યું છે.

નામસ્મરણ

સૌરાષ્ટ્રની પ્રત્યેક સંતપરંપરામાં નામસ્મરણનો મહિમા જોવા મળે છે. આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પણ શ્રવણ, કીર્તન, અને સ્મરણનો મહિમા ગવાયો છે. નવધા ભક્તિમાં નામ–જપ અગત્યનું અંગ ગણાય છે.ઞ્કબીર સાહેબે ગાયું હોય –

શ્વશ્વાસ શ્વાસમેેંં નામ લે, વૃથા શ્વાસ મત ખોય;ઞ્

ના જાનુંું એે શ્વાસકી, આવન હોય ન હોય.

શ્વાસાકી કર સુમરની,ુ કર અજપા કા જાપ;ઞ્

પરમ તત્ત્વકો ધ્યાન ધર, સોહમ્‌્‌ આપેે આપ.

ત્યારે એજ પરંપરામાં રવિ–ભાણ સંપ્રદાયના આદ્ય પુરુષ ભાણસાહેબ ગાય છે :

એક નિરંજનં નામ જ સાથે, મન બાંધ્યોં હેે મારો રેે

ગુરુુ પ્રતાપ સાધુકીુ સંગતં આવ્યેે ભવનો આરો,ઞ્

મારા સંંતો... મન બાંધ્યોં હેે મારો રે...

ભાણસાહેબના બુંદ શિષ્ય ખીમ સાહેબે ગાયું –

સંતોં ફેરો નામની માળા,

હેે જી તેરા છૂટેે જનમ જંજાળા...ં સંતો.ં

ગુરુગમ કેરી કૂૂંચીં કરલે, કટે મોહકા તાળા,

ઈ તાળાંં નેે દૂર કરો તો, ઘટ ભીતર અંજવાળાં ં...

સં ંતો.ં આ કાયામાંં પરગટ ગંગા,ં શીદ ફરો પંથપાળા,ં

ઈ ગંગામાં ંં અખંડં નાઈ લ્યો, મત નાવો નદીયુુંં નાળા...

સંતો.ં આ દિલ અંદરં બુધ્ધિ સમુુંદર,ં ચલત નાવ ચોધારા,

ઈ રે નાવ મેંં હીરા માણેક હે, ખોજે ખોજનહારા...

સંતો.ં સમરણ કર લે, પ્રાતીક પરલે, ચિત્ત મકર તુંંં ચાળા,

ખીમદાસ ગુરુુ ભાણ પ્રતાપે, હરદમ બોલેે પ્યારા...સંતો.ં

અને રવિસાહેબ નામનો મહિમા વર્ણવતાં કહેતા હોય–

સંતોં નિરગુણ નામ નિરાળનામ નાવ ભવસાગર માંહેં ે

તરણ તારણ સંસારા...ં સંંતો નિરગુણ નામ નિરાળા...

સગુણ સંત,ં નામ હૈૈ નિરગુણ, નિરગુણ સરગુણ માંહી,

રવિદાસ સદ્‌ગુરુુ સબકા સાક્ષી, નામ રૂપ ગુણ નાહી...સંં ંતો.ં

રામનામ નિજ મંત્રં હેે સંતં સંગતેં ે શીધ્ર્ર ફળે,ઞ્

રવિદાસ નિજ ઔષધિ, રોગહી ભવસાગર ટળે,ઞ્

નામ મહાનિધિ મંત્ર,ં નામ હેે સેવા પૂજા,

જપ તપ તીરથ નામ, નામ બિન ઔર ન દૂજા;

નામ પ્રીત નામ વેર, નામ કહી નામી બોલેેઞ્

નામેે અજામેલ સાખ, નામ બંધનં તેે ખોલે.

નામ અધિક રઘુનાથ પે, નિગમેે એે મત પરગટ કિયોઞ્

કબીર કૃપા તેે પરમ તત્ત્વ, પદમનામ પરચો લિયોઞ્

નામ નિરંજનં દેવ ભેદ જાણેે શિવ શંકરં

રાત દિવસ લેે લાઈ રામ નામ નિજ અક્ષરઞ્

ઉમા કુંં ઉપદેશ કિયો છૂટયા સબહી શૂલાઞ્

રામનામ નિજ સાર તત્ત્વ સબહી કા મૂલાઞ્

ભયા નિશંકં મન જીતકેે નામ નિશાના બાજીયા

રવિદાસ એક નામ સે, સકળ જુગત ભય ભાજીયા.

રવિસાહેબ તેમના ‘નામ માહાત્મ્યકો અંગ નામક રચનામાં કહે છે કે ‘નામ વિનાનું જ્ઞાન ઘી વિનાના અન્ન જેવું, વસ્ત્ર વિનાના દેહ જેવું, નાક વિનાના મુખ જેવું, સુગંધ વિનાના પુષ્પ જેવું, ખાંડ વિનાની ખીર જેવું, કમાન વિનાના બાણ જેવું અને સૂર્ય વિનાના દિવસ જેવું છે.

અને આપણો નરસૈયો ગાતા હોય–

નારાયણનુુંં નામ જ લેતાંં વારેે તેનેે તજીએ રેે

મનસા વાચા કર્મણા કરીનેે લક્ષ્મીવરનેે ભજીએે રે...ઞ્

કુળનેે તજીએ, કુટુુંબનેં ે તજીએ, તજીએે મા નેે બાપ રેેઞ્

ભગિની સુત દારાનેે તજીએ, જેમ તજે કચુંકીું સાપ રે...ઞ્

પ્રથમ પિતા પ્રહલાદેે તજીયો નવ તજ્યુુંં હરિનુુંં નામ રેઞ્

ભરત શત્રુધ્નેે તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે...

ૠષિ પત્ની શ્રી હરિનેે કાજે, તજિયા નિજ ભરથાર રેે

એમાંં એનુુંં કાંઈં એે ન ગયું,ું પામી પદારથ ચાર રે...

વ્રજવનિતા્ર વિઠ્ઠલનેે કાજે, સર્વર્ તજી વન ચાલી રેે

ભણેે નરસૈયો વૃંદાંવનમાં,ં મોહન વરશુુંં માલી રે...

અમરેલીના સંત મૂળદાસજી એ જ વાત આ રીતે ગાય છે

હેે જી વ્હાલા લેે તો લેજે નામ રામનુુંં કહેે તો કૃષ્ણજી કહેજે

દહેે તો દહજે તુંં કામને, રહેે તો ગુરુ–ચરણેે રે જે...

હેે જી વ્હાલા નિષ્ઠા રાખેે નિજ નામની વળતી વાસના નો ડોલે,

મૂળદાસ અક્ષર મૂળગે, બારો બાવનથી રહી બોલે...

સૌરાષ્ટ્રની વિવિધ સંતપરંપરાઓમાં ચોક્કસ સાંપ્રદાયિક વિધિ નિષેધો, કર્મકાંડો, સાંપ્રદાયિક ક્રિયાકાંડો, ગુપ્ત સાધનાવિધિઓ, ગૂઢ સાંકેતિક પરિભાષા સાથે માત્ર શાસ્ત્ર સંમત સાધના પદ્ધતિઓના ચુસ્ત બંધનો ધરાવતી શાખાઓ પણ છે, તો સામે પલ્લે તમામ પ્રકારના બંધનોમાંથી મુકત સંપૂર્ણ સ્વાયત્ત માત્ર પોતાના અનુભવને જ પ્રમાણ માનનારી ધારાઓ પણ છે. જેને કોઈ ચોક્કસ આચાર વિચાર કર્મકાંડ, માળા, તીંલક, છાપાં, ટોપી, વેશના બંધનો નથી, કોઈપણ જાતના ચોકઠામાં બંધાયા વિના જ તદ્‌ન સ્વતંત્ર અને મૌલિક વિચારધારા ધરાવતા સંતો પણ છે એ જ પ્રમાણે શાસ્ત્રો પુરાણોના અધ્યયન અને જ્ઞાનથી પોતાની વાણીને તેજસ્વિતા અર્પી છે એવા જ્ઞાની, વેદાંતી સંત કવિઓની સમાંતરે તદ્‌ન નિરક્ષર છતાં આચાર્ય ક્ષિતિમોહન સેન ‘અનભૌસાચપંથી તરીકે ઓળખાય છે એવા બહુધા નીચલા થરમાંથી આવેલા અને પોતાની સ્વાનુભૂતિને આધારે જ ગુરુની કૃપાથી સાધનામાં આગળ વધેલા ભજનિક સંત ભકતોની ધારા વહેતી રહી છે. આ સાધકો પાસે શાસ્ત્રજ્ઞાન નહોતું અને એટલે જ તેઓ કોઈ પંથ કે સંપ્રદાયનાં બાંધેલા ચીલે કે માર્ગે ચાલ્યા નથી. રવિ–ભાણ પંથ ભલે કબીરની વિચાર ધારાને અનુસરતો હોય પણ છતાં તેના દરેક સાધક સંત કવિમાં પોત–પોતાની આગવી, નીજી, મૌલિક સાધના પ્રતિભા હતી. રવિ સાહેબ કબીરના શબ્દ સૂરત યોગની પણ વાત કરતા હોય, શ્રીમદ્‌ભાગવતની વૈષ્ણવી પે્રમ–લક્ષણા પણ ગાતા હોય અને અષ્ટાંગ યોગની કે વેદાંતી તત્ત્વ ચિંતનની સમજ પણ આપતા હોય, તો દાસીજીવણ રાધા–ભાવે ગોપીભાવે, દાસીભાવે સંપૂર્ણ પેમ લક્ષણાના વિરહ ભાવમાં રમમાણ હોય, એની સાથો સાથ એની વાણીમાંથી પરંપરિત ગુરુમહિમા, બોધ ઉપદેશ, યોગ સાધના જેવા લક્ષણો પણ મળી આવે, જયારે એ જ પંથનાં મોરાર સાહેબના શિષ્ય જીવાભગત ખત્રી – બીજ માર્ગની મહાપંથી મૂળ મર્મ પ્રગટાવતી ભજન રચનાઓનું સર્જન કરે આમ શાસ્ત્ર સમ્માનિત ગતાનુગતિક ભાવે બંધાયેલા ચીલે ચાલનારા સંપ્રદાયોથી આ લોક–ધર્મી સંત પરંપરાઓ જુદી પડે છે. જેને કોઈ ચોક્કસ શાસ્ત્રો, ચોક્કસ ગ્રંથો કે ચોક્કસ સાંપ્રદાયિક બંધનો નથી.

મહાપથંં

મહાપંથ એ અતિ પ્રાચીન લોકધર્મ છે, જેનાં મૂળ ખૂબ જ પ્રાચીન સમયના શૈવ–શાક્ત સંપ્રદાયો અને તાંત્રિક સાધનાઓ સાથે સંકળાયેલાં છે.

મહાપંથ એ અત્યંત વ્યાપક સંજ્ઞા છે. એના વિશે જયારે વાત કરવાની હોય ત્યારે એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કે એની તમામ શાખા–પ્રશાખાઓ એક–બીજાથી થોડાં થોડાં ભિન્ન ભિન્ન લક્ષણો પણ ધરાવતી જોવા મળે, અને કયારેક જે તે શાખાનો અનુયાયી વર્ગ એમ પણ કહેતો હોય કે અમારો સંપ્રદાય જ સાચો અને અતિ પ્રાચીન છે, અમારા ક્રિયાંકાંડ મૂળ પરંપરાગત છે ને અન્ય શાખાઓ ખોટી છે કે જુદી જ પરંપરા ધરાવે છે.

સનાતન ધરમ, નિજારપંથ, મારગી સંપ્રદાય, બીજમાર્ગ, ધૂનો ધરમ, મોટો પંથ, પાટપંથ, ગુપ્ત ધરમ, મૂળ ધરમ, આદિ ધરમ, નિજિયા ધરમ, વામમાર્ગ, મહાધરમ, આદ્ય પંથ, મા ધરમ, મોટો મારગ, પીરાણા પંથ, કામડ પંથ, કુંડા પંથ, કાંચળિયા સંપ્રદાય અને મોટે ભાગે મહાપંથ જેવા જુદાજુદા અનેક શબ્દોથી ઓળખાતી વિવિધ શાખાઓમાં જે કેટલાંક સમાન લક્ષણો નજરે ચડે છે તે તારવીએ તો તુરત જ ખ્યાલ આવે છે કે કોઈ મૂળ એક જ સાધના અને સિદ્ધાંતો ધરાવતી વિચારધારાનાં આ જૂજવાં રૂપ છે. દરેક દરેક શાખા–પ્રશાખામાં લગભગ આટલાં લક્ષણો સમાન રૂપમાં જોવા મળે છે.

બ્રાહ્મણ ધર્મની સમાંતર ચાલેલી લોકધર્મી કર્મકાંડઉપાસના અને સાધના.

ઉપાસનાવિધિ ગુપ્ત.

સ્ત્રી અને પુરુષને સમાન મહત્ત્વ અને અધિકાર. બલ્કે કયાંક ગુરુ બનીને નારી પુરુષને ઉપદેશ પણ આપે.

ગુરુને ચરણે સર્વસ્વનું અર્પણ. નુગરો એ મોટામાં મોટી ગાળ.

મૂળની પ્રાચીન તંત્ર–પરંપરાઓ સાથે અનુસંધાન.

જ્યોત પૂજન, શિવ–શકિતને આદ્ય અને આદ્યા માનીને નિર્ગુણ–નિરાકારરૂપે ઉપાસના.

નામ–વચનની ગુપ્તતા.

પાટ–પૂજનમાં તાંત્રિક આકૃતિઓ, ગૂઢ પ્રતીકો અને વિધિવિધાનો.

શ્વાસ – ઉચ્છ્‌વાસની ક્રિયા સાથે અનુસંધાન.

સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય, પિંડ અને બ્રહ્માંડના સર્જનનું રહસ્ય દર્શાવનારાં ગર્ભગાયત્રી ગુપ્ત ગાયત્રી જેવાઞ્લૌકિક મંત્રો, લોકભાષામાં જ.

જાત–ભાતનો વિરોધ, સર્વ જાતિના દીક્ષિત અનુયાયીઓને પાટ–ઉપાસના સમયે સમાન ગણીને વ્યવહાર.

પાટ–ઉપાસના સાથે ભજનગાનની અનિવાર્યતા.

વંશપરંપરાથી નહીં પણ સ્વયં જાતે જ દીક્ષિત થાય એવાને જ પ્રવેશ. જેમ બ્રાહ્મણ માટે યજ્ઞોપવીત અનિવાર્યઞ્એમ મહાપંથના અનુયાયી માટે પાટ સમક્ષ કાંકણ બંધાવી ગુરુદીક્ષા લેવી ફરજિયાત. અને એ પહેલાં તેઞ્નુગરો ગણાય. એને કોઈ વિધિમાં પ્રવેશ નહીં.

મહાપંથની શાખા–પ્રશાખાઓમાં દીક્ષિત બહુધા અનુયાયીઓમાં ભૂમિદાહ અપાય–ગમે તે જ્ઞાતિનો હિન્દુઞ્હોય, વંશ–પરંપરાથી ગમે તે ધર્મ–સંપ્રદાયની કુળ–ધર્મ પરંપરા ધરાવતો હોય પણ મહાધર્મનો સાધક હોય

તે બહુધા ભૂમિદાહ, જીવતાં સમાધિ કે મૃત્યુ પછી સમાધિ લેવાનું સ્વીકારે.

પાટના પુરોહિતપદે નાથયોગી, દશનામી સંન્યાસી, અતીત, મારગી, કાપડી કે અન્ય સાધુ સમાજના સંન્યાસીઞ્– વૈરાગી કે ગૃહસ્થ સાધુ જ હોય, જુદી જુદી જાતિઓના સાધુની શ્રેણીઓ પણ એમાં અલગ હોય જેમ કેઞ્હરિજન સાધુ – વાડીના સાધુ વગેરે.

તમામ ક્રિયાકાંડો સાથે બોલતા મંત્રો લગભગ એક જ હોય. થોડાક પાઠાંતરો મળે પણ બહુધા સમાન મંત્રો.ઞ્અને મુખ્ય ક્રિયાઓ – વિધિવિધાનો અને સાધના–પ્રણાલી પણ સરખી જ જોવા મળે.

આનંદનો પાટ, દીક્ષા પાટ, મંડપનો પાટ, બાર બીજનો પાટ,શંખાઢોળ પાટ, બાર પોરો પાટ, શિવ શકિતનો પાટ, મહાકાલીનો પાટ, રામદેવપીરનો પાટ, નિજિયાઞ્ધરમનો પાટ, પંચમિયો પાટ, દસો પાટ, વીસો પાટ, ઘટપાટ, એવુ સમય, જાતિ અને વિધિ ભેદે વૈવિધ્ય.

કચ્છ–સૌરાષ્ટ્ર–ગુજરાતની જુદી જુદી સાધુ પરંપરાઓ–ભગવાધારી ગૃહસ્થ સાધુઓની શાખાઓમાં છેલ્લા સોએક વર્ષ થયા એટલું બધું પરિવર્તન આવ્યુ છે કે એકની એક શાખામાં પણ અપાર લક્ષણ વૈવિધ્ય દેખાય. કયારેક તો એક જ શાખાના બે ફાંટા પરસ્પર તદ્‌ન વિરોધી વિચારસરણી ધરાવતા જોવા મળે. છતાં કેટલાંક મૂળ લક્ષણોમાં તો સામ્ય હોય જ. આમ મહાપંથ એ અતિ વ્યાપક સંજ્ઞા ધરાવતો લોકધર્મ છે જેનાં કોઈ લિખિત શાસ્ત્રો કે બંધારણ નથી અને છતાં કંઠસ્થ પરંપરાથી એક ચોક્કસ ચુસ્ત સાધના અને સિદ્ધાંતો ધરાવતા ગૂઢ ગુપ્ત લોકમંત્રો તથા ભજનવાણી જેવી સાહિત્ય–સામગ્રી એમાં સચવાયેલી જોવા મળે છે.

મહાપથંં : ગુપ્ત અનેે ગૂઢૂ પરંપરાં :

જુદા જુદા સંતસંપ્રદાયોમાં ગૂઢ–ગુપ્ત રહસ્ય ક્રિયાકાંડો તથા વિધિવિધાનો અને તંત્રસાધનાનો પ્રવાહઞ્ઘણા પ્રાચીન સમયથી આપણે ત્યાં વહેતો આવ્યો છે. સાધારણ લોકસમુદાાં તંત્રમાર્ગ વિશે ઘણી ગેરસમજો ફેલાયેલી છે, એનો ઉગ્ર વિરોધ અને નિંદા પણ થતાં રહે છે, છતાં એ પરંપરા પણ એના અનુયાયીઓમાં જીવતી રહી છે.

શૈવ, શાક્ત, વૈષ્ણવ, બૌદ્ધ અને ઇસ્લામ વગેરે તમામ ભિન્ન ભિન્ન સંપ્રદાયોની ઉપાસનાવિધિઓ સમન્વિત થઈને મહાધર્મ કે સનાતનધર્મ રૂપે એક વિશાળ લોકધર્મ તરીકે લોકસમુદાાં જ્ઞાતિભેદ, પ્રદેશભેદે અને ગુરુ કે વ્યક્તિભેદે નિરનિરાળાં અવનવાં રૂપ ધારણ કરતી આ પ્રાકૃત સાધનાધારા વિશે ટીકાત્મક રૂપમાં ઘણું લખાયું હોવા છતાં એની મૂળ સાધના કે આદિ પરંપરા વિશે અત્યંત અલ્પ માત્રામાં જ, નહિવત્‌ કહી શકાય એટલી સામગ્રી માંડ મળે છે.

સૌરાષ્ટ્રની લોકજાતિઓમાં સચવાયેલી મહાપંથના અનેક જુદા–જુદા નાનામોટા ફાંટાઓની પાટઉપાસના હોય કે ખોજા સંતકવિઓ દ્વારા પ્રબોધાયેલી ઘટપાટની આરાધના હોય, આ ઉપાસનાવિધિઓ સાથે ઘણે બધે અંશે સામ્ય ધરાવતી અન્ય સંપ્રદાય કે પંથોની ગુપ્ત ક્રિયાઓ હોય કે આદિવાસી–ડુંગરી ભીલ જેવા જંગલમાં વસવાટ કરતા આદિમ સમાજમાં ‘ભગત બનવા માટે અત્યંત જરૂરી એવી ‘પંચમિયા પાટ પૂરવાની વિધિ હોય.. એનાં ક્રિયાકાંડો, વિધિવિધાનો, મંત્રો માત્ર ગુરુમુખે જ સચવાતાં રહ્યા છે, જે એના અનુયાયીઓ સિવાય કોઈના કાન સુધી પહેાંચતા નથી, કયાંક કોઈક જગ્યાએ હસ્તપ્રતમાંથી થોડુંક મળી આવે. પણ આ ક્ષેત્ર આજ સુધી તદ્‌ન ઉપેક્ષિત રહ્યું છે.

એક વાત તો સાચી જ છે કે આવી ગૂઢ–ગુપ્ત સાધનાધારાઓ અતિ પ્રાચીન સમયથી ચાલી આવે છે. એની ક્રિયાઓ તંત્રમાર્ગ સાથે સંબંધ ધરાવઞ્છે, આવા ગુપ્ત–ગૂઢ માર્ગના અનુયાયીઓ પોતાની સાધનાવિધિ અત્યંત ગુપ્ત રાખે છે, કયારેક તો આવી ધારા સાથે જોડાયેલી વ્યકિત પણ બહાર જાહેરમાં એનો વિરોધ કરતી દેખાય, આમ પોતાની સાંપ્રદાયિકતા છુપાવવાનું વલણ એમાં જોવા મળે છે અને એ કારણે બહારની વ્યકિતને એના વિશે કોઈ જ પ્રકારની જાણકારી પ્રાપ્ત થતી નથી. વળી ધર્મ કે અધ્યાત્મનું ક્ષેત્ર જ એવું ગૂઢ ને રહસ્યભર્યું છે કે એમાં બહારની વ્યકિતનો પ્રવેશ અસંભવ જ ગણાય. તાંત્રિકોમાં તો એવી પણ માન્યતા પ્રવર્તે છે. ધન આપી દેવું, પોતાની સ્ત્રી આપી દેવી, અરે ! પોતાનો પ્રાણ પણ આપી દેવો, પરંતુ દીક્ષિત વ્યક્તિ સિવાય કોઈ સામે પોતાની સાધનાનું ગુપ્ત રહસ્ય પ્રગટ કરવું નહિ. અને આ માન્યતાને કારણે જ આપણે ઘણું બધું સાહિત્ય અને એની પાછળ છુપાયેલી સાધનાને ગુમાવી બેઠા છીએ.

વેદ અને ઉપનિષદના ૠષિઓએ પોતાની અંતઃપ્રજ્ઞા દ્વારા પરમતત્ત્વનો જે સાક્ષાત્કાર કરેલો અને એ દર્શનને પોતાની આર્ષવાણી દ્વારા વ્યકત કરેલું એ તો પાછળથી જુદા જુદા બુદ્ધિવાદી વિદ્વાનો–વેદાન્તીઓ દ્વારા શાસ્ત્રબદ્ધ વાદોમાં બંધાઈ ગયું, પણ તેનું સહજ સરળ લોકભોગ્ય રૂપાંતર દેશી મંત્રો અને નિરક્ષર ભજનિક સંતોની તળપદી વાણીમાં જીવતું આવ્યું છે. આ જીવતી વિદ્યામાં પારંગત એવા સાધકો આજે આ પણ ધરતી ઉપર છે, જેમણે કોઈ શાસ્ત્ર–પુરાણોનો અભ્યાસ કર્યેા નથી છતાં માત્ર ભજનભરોસે નિર્ભય બનીને અષ્ટાંગયોગ, પંચીકરણ, કાયાશોધન અને બ્રહ્મસાક્ષાત્કાર સુધી પહેાંચવાની તમામ ક્રિયાઓ જાણે છે એનું તદ્‌ન તળપદી વાણીમાં બયાન પણ કરે છે. ગામડાનો અભણ ભજનિક જયારે શિવસ્વરોદય, ષટ્‌ચક્રભેદન, પ્રાણાયામ, આસન, નેતિ, ધોતી, બસ્તિ, નૌલી, ત્રાટક વગેરે ક્રિયાઓ ખેચરી, મહા, વજા્રેલી વગેરે મુદ્રાઓ દ્વારા થતા ક્રિયાયોગની વાતો કરતા હોય ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ.

ધીરે ધીરે આવા જાણકારો ઓછા થતા જાય છે એ સાચું પણ હજુ આ વિદ્યા તદ્‌ન લુપ્ત થઈ ગઈ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રની ભંગી, હરિજન, વેરાગી, મારગી, અતીત સાધુ, કોળી, કુંભાર, વાળંદ જેવી સામાજિક અને આર્થિકઞ્રીતે પછાત ગણાતી જાતિઓમાં આવા સાધક ભજનિકો જોવા મળે છે, પણ આવા સાધકો કયારેક જાહેરમાં નથી આવતા. અને એ કારણે બહોળા લોકસમુદાાં વ્યાપ્ત એવા લોકધર્મ ‘મહાપંથની લગભગ તમામ શાખાઓમાં પાટઉપાસનાની ક્રિયાવિધિ આડીઅવળી કે અસ્તવ્યસ્ત અને વિકૃત થઈ ગઈ છે.

દરેક મંત્રનો ગૂઢ ભેદ, ગુપ્ત રહસ્યાત્મક અર્થ સમજીને પછી જ ક્રિયાયોગ આચરવાનું આ સાધન પરંપરામાં વારંવાર કહેવાયું છે છતાં આજે તો માત્ર બાહ્ય ક્રિયાકાંડ બની ગયેલી આ આંતર સાધનાનું મૂળ રહસ્ય તદ્‌ન ભુલાઈ ગયેલું છે એમ કહી શકાય. માત્ર પેટ ભરવાનો દાખડો કરતા, બે–ચાર મંત્રોના સહારે વિવાહથી માંડીને શ્રાદ્ધ અને સત્યનારાયણની કથાથી માંડીને ભાગવતપારાયણ કે યજ્ઞયાગો કરાવતા કર્મકાંડી બ્રાહ્મણોની જેમ પાટઉપાસનાના સાધુ પુરોહિતોને મન પાટ પૂરવો એ ફકત બે–પાંચ ફદિયાં રળવાનો ધંધો માત્ર છે. પાછું આ શાસ્ત્ર તો ગુપ્ત, એના કોઈ પોથીપુરાણ નહિ એટલે કંઠસ્થ પરંપરામાં સચવાઈ આવતા મંત્રોમાં મનફાવે એવા ને એટલા ફેરફારો કર્યે રાખીને, મનઘડંત અર્થઘટનો કરીને ભોળાંને ભરમાવવા સિવાય એનો કોઈ ઉદ્‌ેશ રહ્યો નથી. આ મંત્રો બોલનારને પણ એની પાછળનો મૂળ રહસ્યનો ખ્યાલ નથી, માત્ર ગતાનુગતિક આડંબરી ક્રિયાકાંડ બની ગયેલી પાટઉપાસના આજે ધરમૂળથી ફેરફારો માગે છે. કંઠસ્થપરંપરાથીઞ્મળેલાં ગુપ્તમંત્રો અને પાટનાં ભજનો વિશે આ લખનાર દ્વારા લિખિત સંશોધન ગ્રંથ ‘બીજમારગી ગુપ્ત પાટઉપાસના અને મહાપંથી સંતોની ભજનવાણી ગુજરાત સાહિત્ય અકાદમી–ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયો છે.

મહાપથનુંંુંં તત્ત્વજ્ઞાન

મહાપંથનું તત્ત્વજ્ઞાન તદ્‌ન સહેલું છે. આ જગતનું આદિતત્ત્વ શિવ અને શક્તિ છે. શિવમાં રહેલી ગતિ એઞ્શક્તિ છે અને શક્તિમાં રહેલી સ્થિતિ એ છે શિવ. પુરુષ અને પ્રકૃતિ, રજ અને બીજ, બિન્દુ અને નાદ એ છે આ સૃષ્ટિનું સર્જન થવા પાછળનાં બે મુખ્ય મહાકારણો છે. શિવ દ્વારા જ ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા એ ત્રિવિધ શક્તિમાર્ગે વિશ્વની રચના થઈ. એ જ શક્તિ સર્જનથી ઉલટા માર્ગે એકમાં એક લીન થતી જાય તો છેવટે શિવમાં સમાઈ જાય.

પરમતત્ત્વરૂપી સૂક્ષ્મ બીજમાંથી આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું છે માટે બીજને જાણવા, એના મૂળ આદિમ રહસ્યનું ખુલ્લું કરવા મહાપંથના સાધક અનુયાયીઓ પ્રયોગાત્મક સાધના પરંપરાઓ આશ્રય લે છે. એમાં જગતના લગભગ તમામ ધર્મેાની વિચારધારાઓ સમાવિષ્ટ થઈ છે.

મહાપંથના ગુપ્ત મંત્રો અને ભજનવાણીમાંથી પિંડ અને બ્રહ્માંડની ઉત્પત્તિનું જે રહસ્ય જાણવા મળે છે તે મુજબ બિન્દુમાંથી નાદ ઉત્પન્ન થયો, નાદના આહત–અનાહત એવા બે ભેદ થયા, નાદમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેમાં વર્ણ, મંત્ર અને એ ક્રમે ભાષા પણ ઉત્પન્ન થઈ.

આદિ શબ્દને જ નાદ કહેવામાં આવે છે. જે શબ્દના સ્ફોટથી આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું એ મૂળ શબ્દ આદિધ્વનિ કેવો હશે એનું અનુસંધાન સાધકો કરે તો એ નાદ દ્વારા મૂળ આદિ શબ્દના સર્જનહાર પરમતત્ત્વ સુધી પહેાંચી શકે અને એ માટે જરૂરી છે નામ–વચનની સાધના. જેને જુદા જુદા ધર્મ–પંથ–સંપ્રદાયોમાં વિવિધ નામોથી ઓળખાવવામાં આવી છે. ગુપ્ત કે ગર્ભગાયત્રીરૂપે મંત્રો દ્વારા તથા ભજનવાણી દ્વારા સમગ્ર સૃષ્ટિનું અને પિંડ બ્રહ્માંડનું રહસ્ય ધરાવતી માહિતી મેળવીને એ જ્ઞાનને પાટ ઉપાસના જેવા ક્રિયાકાંડો સાથે જોડીને અનુભવ કે સ્વાનુભૂતિ સુધી પહેાંચાડવાનો ઉદ્યમ એટલે મહાપંથની સાધના.

અજવાળી બીજનો દિવસ હોય, એકાદશી કે પૂનમ હોય, રાતના અંધારા ઢળે ત્યારે અગાઉથી નક્કી કરેલા ઠેકાણે કોકના ઘરમાં, વાડીના ઝૂંપડામાં કે ત્રણ ગામને તરભેટે આવેલી એકાદ બાવાની ઝૂંપડીમાં કાંકણાબંધા નિજારી જતિ–સતીનાં જોડલાં સતધરમે ચાલીને અલખનો આરાધ કરવા ભેળાં થાય, એ સિવાય સવરા કે શિવરામંડપ અથવા રામદેવપીરનો મંડપ ઊભો કર્યેા હોય ત્યારે હજારો કે લાખોની સંખ્યામાં માનવમેદની ઊમટી હોય એમાં એક ખુલ્લો પાટ મુખ્ય સ્થંભ પાસે હોય અને બીજો ગુપ્ત પાટ બંધ બારણે ધર્મની દોરીને છેડે ભરાય જેમાં માત્ર દીક્ષિતનો જ પ્રવેશ મળે.

જયોતિના અજવાળે પાંચતત્ત્વથી ઘડાયેલા આ પિંડ–બ્રહ્માંડનું પૂજન થાય. અનુભવી પુરોહિત સદ્‌ગુરુ સાધુ વિવિધ ગુપ્ત લોકમંત્રો સાથે પાટ–ઉપાસના રહસ્ય ક્રિયાકાંડોના સંકેતનો મરમ સમજાવતા જાય. આ છે ઘટ પાટની ઉપાસના. બાર મહિનાની ચોવીસ બીજમાં અષાડ અને મહામાસની અજવાળી બીજ સૌથી મોટી બીજ કહેવાય. પંચમિયો પાટ સમજાવે પાંચ તત્ત્વનું રહસ્ય. પૃથ્વી, પાણી, આકાશ, અગ્નિ અને વાયુ એ પંચમહાભૂતનું કાર્ય શું ? શરીરમાં કયાં, કેમ કામ કરે છે, કઈ કઈ ઈન્દ્રિયોને ચલાવે, એની શાખા–પ્રશાખાઓ કઈ ? પ્રાણ, અપાન,

સમાન, ઉદાન. વ્યાન જેવા પંચપ્રાણ કે પાંચે તત્ત્વોની પચીસ પ્રકૃતિની વાત કરે પંચમિયો પાટ. એ ખુલ્લો પાટ હોય, એમાં સર્વેને પ્રવેશ મળે, એમાંથી આગળ વધીને સાધક જાય દસા પાટમાં, જેમાં માનવ પિંડની દસે ઈન્દ્રિયો ને દસ દ્વારની ઓળખાણ કરાવાય. પુરુષ હોય તો પુરુષ–પિંડનું ને નારી હોય તો નારીપિંડનું રહસ્ય જાણી લીધા પછી, એમાં પારંગત થયા પછી માહિતી મેળવ્યા પછી એ જ્ઞાનને વિજ્ઞાનની કસોટીએ અનુભવની પ્રયોગશાળામાં ઉતારવા વીસા પાટની અત્યંત ગૂઢ અને ગુપ્ત વિધિમાં પ્રવેશ મળે. એમાં એકલાં ન જવાય, સજોડે જ જવું પડે. જતિ–સતીનું જોડલું જ પ્રવેશ પામી શકે. જતિ અને સતી એ શબ્દો જ સાધકનું બિરુદ દર્શાવે છે. એ છે બિરુદવાચક શબ્દો સાધનાની અમુક કક્ષાએ ગયા પછી જ અધ્યાત્મ માર્ગમાં ભકત, દાસ, જોગી, સાધુ, સંત મહાસંત, જતિ, મહાજતિ, અવધૂત જેવાં જુદી જુદી ઊંચી–નીચી સાધના કક્ષાઓ દર્શાવતાં બિરુદ પ્રાપ્ત થઈ શકે.

અને પ્રવેશ અગાઉ અનેક પ્રકારની કસોટીઓમાંથી પસાર થવું પડે. નિમંત્રણ અપાયુ હોય ત્યારે સ્થળ, સમયનો સંકેત દર્શાવતી હસ્તમુદ્રાઓ અને લાલ રંગેલા ચોખા જેને ‘સાધકા કહેવાય તે વાયક જેને મળ્યું હોય તે જ જાણે. તમામ મંત્રોની જાણકારી અનિવાર્ય, મંત્રો અને હાથના પંજા મેળવવાની આંગળીઓની સાંકેતિક ભાષા સિવાય પ્રવેશ ન મળે. સજોડ આવનારાં તમામ સ્ત્રી પુરષનું પતિ–પત્ની હોવું ફરજિયાત નહીં પણ સંપ્રદાાં દીક્ષિત હોવું ફરજિયાત ગણાય. ને પછી વીસા પાટમાં જ્ઞાન અપાય વિજાતીય વ્યકિતના શરીર વિજ્ઞાનનું. સાથોસાથ આચરવાનો હોય ક્રિયાયોગ. અનુભવી ગુરુ પોતાના અનુયાયીઓને પ્રાણની સાધના અને નિર્ગુણ–નિરાકાર જયોતને અજવાળે, નામ–વચનના સહારે ભવસાગર પાર ઊતરવાનો કીમિયો બતાવે.

ગુરુ દ્વારા જે શબ્દ મળ્યો હોય એ નામ, શબ્દ, વચન કે મંત્રનું જીવથી યે વધારે જતન કરવાનું હોય, એને ગુપ્ત રાખવાનું હોય.

રામ, સતનામ, તૂંહી, શિવ, જીનામ, આદેશ, (આદિ ઈશ) હરિ ૐ, સીયારામ જેવા શબ્દો નામ તરીકે અને સોહમ્‌, ૐ, ઓહમ્‌ સોહમ્‌, ઓહંગ સોહંગ, હંસોહં જેવા પ્રાણની–શ્વાસની ગતિ કે આવન–જાવન સૂચવનારા પ્રણવમંત્રો તથા લં,વં, ર્હ્રીં, ગં, ર્ક્રીં, ર્શ્રીં, ર્હૂં, જેવા જુદા જુદા બીજમંત્રો વચન તરીકે પ્રયોજાય. એનું ઉચ્ચારણ જાહેરમાં થઈ શકે જ નહીં, દિવસ દરમ્યાન વ્યવહારનાં કાર્યેા કરતાં નામ–જપ અને રાત્રિના બાર વાગ્યા પછી શરૂ થાય વચન–સાધના. શ્વાસરૂપી માયા અને ઉચ્છ્‌વાસરૂપી નિરાકારનું ધ્યાન એટલે જયોતિ ઉપાસના – પાટ પૂજન. એમાં જયાં સુધી જયોતિનું વિર્સર્જન ન થાય ત્યાં સુધી પાટ ઉપાસનામાં બેઠેલા જતિ–સતી કોટવાળ કે આચાર્ય સાધુથી ઊઠી શકાય નહીં, પાણી પી શકાય નહીં, એકાસને સ્થિર બેસવું પડે.

મહાપથનાંં ભજનો

આખા માસ દરમ્યાન દરરોજ રાત્રે ભજનમંડળીમાં જે ભજનો ગાયાં હોય એ ભજનોમાં વર્ણવાયેલ અધ્યાત્મઞ્અનુભૂતિનો પોતાને પણઞ્અનુભવ થાય એ માટે મહિને એક દિવસ નક્કી થયેલો હોય તે અજવાળી બીજનો, જેમાં ક્રિયાયોગ આચરવામાં આવે. એમાં મન–પવનને બાંધવાની વાત હોય, શૂનં સુરતા સાંધવાની વાત હોય, લિંગ અને ભગનો ભેદ જાણવાની વાત હોય અને એ ભાવ મટાડવાની વાત હોય, રજ અને બીજનો સંયોગ કેમ થાય એના રહસ્યની વાત હોય, કર્મ રહિત ક્રિયા કમાવાની વાત હોય, જતિ–સતી કે મૂળ વચનનો મર્મ સમજવાની વાત હોય અને પોતાના દાણાને, પોતાના બીજને સાબૂત રાખવાની વાત હોય, દેહભાવ મટાડવાની વાત હોય કે જયોતમાં જયોત મેળવવાની વાત હોય.

મારકુંડ ૠષિ, ખીમરો, તોરલ, લોયણ, દેવાયત, પંડિત, માલદે અને રૂપાંદે, મેઘ ધારુ, મેઘ જીવો, લખમો માળી, લીરલબાઈ, મૂળદાસજી, શીલદાસજી, રામદેવપીર, હરજી ભાટી જેવા અનેક સંત–ભકતો દ્વારા રચાયેલી ભજનવાણી સંકળાયેલી છે પાટ અનુષ્ઠાન સાથે. એનાં ભાવ, ભાષા અભિવ્યકિત, સંગીત, વિષયસૃષ્ટિ અને રજૂઆત ક્રિયાકાંડ સાથે જ સીધું અનુસંધાન ધરાવે છે. એનુ નામ છે : આરાધવાણી કે આરાધી ભજનો, જે રાત્રિના બાર વાગ્યા પછી જ ગવાય. આવાં ભજનોનો ઉદ્‌ભવ રહસ્યવાદી વિધિવધાનો સાથે ગવાતા મંત્રો, એ મંત્રોનાં અર્થઘટન, બીજમારગી સાધના અને સિદ્ધાંતો, પૂર્વે થયેલાં આ માર્ગના સાધક–ભકતોના જીવનપ્રસંગો, વિધિનિષેધોનું માર્ગદર્શન, સાધનાનો ઉપદેશ, સૃષ્ટિસર્જનનો ઇતિહાસ, ચારે યુગના ભક્તો, એના પાટ, એના કોળી–પાવળ, મહાધર્મનો ઇતિહાસ, પાટનો ઉદ્‌ભવ, પાટનો ક્રિયાયોગ, નિજારીનાં લક્ષણો, સુપાત્ર–કુપાત્રની ઓળખ, ગુરુમહિમા જેવા વિષયો અને લક્ષણોને સાંકળીને થયો છે. આવાં ભજનોમાં મારકુંડ ૠષિ કે માર્કન્ડેય મુનિના નામચરણ સાથે ગવાતાં ધર્મરાજા યુધિષ્ઠર, કુંતામાતા અને દ્રૌપદીને મહામાર્ગી–નિજારી સાધનાના અનુયાયીઓ તરીકે સ્થાપિત કરતાઞ્અને મહાપંથના ઉદ્‌ભવ, પાટ–પૂજનના પ્રારંભ તથા સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય દર્શાવતા શિવ–ઉમૈયા સંવાદના ગુપ્ત જ્ઞાનનો રહસ્યફોટ કરતાં પ્રાચીન ભજનોની અસર નીચે જ મૂળદાસ, રવિદાસ, લોયણ, ગંગાસતી, જેસલ–તોરલ વગેરેનાં ભજનોનું સર્જન થયું છે એવા સ્પષ્ટ સંકેતો મળે છે.

આ ભજનોમાં પ્રત્યક્ષ– સંબોધન અને કથન–શૈલીનો પ્રયોગ જોવા મળે છે. સામેની વ્યકિતને સીધો જ ઉપદેશ આપતી લોયણ, તોરલ, મૂળદાસજી, રૂપાંદે, રામદેવપીર વગેરે કવિભકતોની ભજનવાણીનું અનુસંધાન મહાપંથનો જયારથી ઉદ્‌ભવ થયો હોવાનું કહેવાય છે તે શિવ–પાર્વતી સંવાદ અને માર્કન્ડ ૠષિની વાણી વગેરે રચનાઓ સાથે જોડાયેલું છે.

મારકુંડં ૠષિનાંં ભજનો

બીજમારગી ગુપ્ત પાટ–ઉપાસના અને મહાપંથની નિજારી સાધનાનો મહિમા ગાતાં સૌથી જૂનાં ભજનોઞ્તરીકે આપણે ત્યાં મારકુંડ ૠષિના નામે રચાયેલાં ભજનો ગવાય છે. લગભગ અઢારથી વીસ જેટલી સંખ્યામાં મળતાં આ ભજનોમાં મારકુંડ ૠષિ અને રાજા યુદ્ધિષ્ઠિર – ધરમરાજાના સંવાદો છે.

આ ભજનોમાં આવતું મારકુંડ ૠષિનું પાત્ર મહા પ્રતાપી અને અદ્‌ભુત છે. માર્કન્ડેય ૠષિના નામે પુરાણોમાં વર્ણવાયેલા આ ૠષિ પરમ શકિતના ઉપાસક છે. એમના નામે માર્કન્ડેય પુરાણ પણ મળે છે. શિવ–શકિતના ઉપાસક એવા માર્કન્ડ મુનિ શિવજીને શરણે જઈને મૃત્યુંજય – અમર થયા છે એવા ઉલ્લેખો સાંપડે છે, અને એટલે જ રામ–કૃષ્ણ તથા વિવિધ અવતારો સાથે મારકુંડ ૠષિનો સંબંધ પુરાણોમાં દર્શાવાયો છે.

મહાધર્મના મૂળમાં રહેલી શિવ–ભકિતની ઉપાસના, સૃષ્ટિની ઉત્ત્પત્તિનું રહસ્ય, પિંડ અને બ્રહ્માંડનો સંબંધ, ચાર યુગના ચાર પાટ અને મહાપંથમાં નારી–શકિતને ગુરુ તરીકે સ્થાપવાની પરંપરા વગેરે બાબતો મારકુંડ ૠષિનાં ભજનોમાં મુખ્ય તત્ત્વ તરીકે નિરૂપાયેલી જોવા મળે છે.

રાજા યુધિષ્ઠર માર્કન્ડ મુનિને પ્રશ્ન કરે છે કે ‘હે મુનિ, મને નિજિયા ધરમનું જ્ઞાન આપો. આ બીજ ધરમ, સનાતન ધરમ, નિજાર પંથ શું છે ? આ આદિ અનાદિનો ધર્મ કોણે કયારે પ્રગટ કર્યેા ? મરજીવા પુરુષ કોને કહેવાય ? આ સૃષ્ટિનું સ્થાપન કોણે કર્યું ?

ત્યારે મારકુંડ મુનિ ધરમ રાજાને કહે છે કે, ‘હે ધરમ રાજા ! આ સનાતન ધર્મનું રહસ્ય માતા કુંતાજી જાણે છે એની પાસે જાઓ.

માતા કુંતાજી ધરમરાયને સતી દ્રૌપદી પાસે મહાધર્મનું રહસ્ય જાણવા મોકલે છે. યુધિષ્ઠિર હાથ જોડીને દ્રૌપદી સામે ઊભા રહે છે. સતી દ્રૌપદી તો કહે છે કે, ‘હે રાજા ! તમારે ને મારે તો ઠાકર ને ચાકરનો નાતો છે. સ્વામી અને સેવકનો સંબંધ છે. તમે હાથ જોડીને કેમ ઊભા રહ્યા ?

ત્યારે ધર્મરાય કહે છે : ‘મારકુંડ વચને અને માતા કુંતાની આજ્ઞાએ આવ્યો છું. મને શિષ્યભાવે નિજિયા ધરમનો ઉપદેશ આપો

એવા યુધિષ્ઠર પૂછેે ૠષિરાયજી

તમેે સાંભળોં નેે મારકુુંડં દેવે

એવા નિજિયા ધરમ અમનેે દીજિયેે રેે હાં...ં

એવા કહેે રેે મારકુુંડં ધરમરાય સાંભળો,ં

એવા નિજિયા ધરમનેે વરજોે રેે હાં...ં ૦

એક એક અગનાંં કરો નવ ટુકડા રે,

અનેે શીશ ઉતારી ધરણીએે ધરજોે રેે હાં...ં

આ ધરમ ધૂનો નેે પંથં નિજારી રે,

માતા કુુંતાજીં અનેે સંપં ૂરણ જાણેે રેે હાં...ં ૦

એવા મારકુુંડં કયે છેે તમેે ધરમરાય સાંભળોં રે...૦

માતા કુુંતાં નેે મારકુડુંં વચનેે હુંં આવ્યો રે,ઞ્

એવો નિજિયા ધરમ અમનેે દીજિયેે રેે હાં...ં ૦ઞ્

સતી દ્રૌપદી કયે છેે નવધા ભગતિ રેે

ઈ તો નવ નવ અંગનીં જૂજવી રે હાં...ં ૦ઞ્

શિરને સાટેે શ્રીફળ ગુરુનેે ચરણેે રે,

તન મન ધન ગુરુજીનેે સેાંપીએં ે રેે હાં...ં ૦ઞ્

પછી નિજાર પિયાલો પીજિયે રે હાં...ં ૦

હાંસલં ખોટના ધણી ગુરુજીનેે સેાપીએ,ંં

એવા જોડેે સજોડેે પછી ધરમરાય આવ્યા રેે હાં...ં ૦ઞ્

અઠાસી હજાર ૠષિ નેે ક્રોડ તેેંત્રીસં દેવતો રે,ઞ્

રાજા ધરમ કેરા કાંકણં ભરિયા રેે હાં...ં ૦

એે જી કહેે ૠષિ મારકુંડં સુણો ને ધરમરાયા,ઞ્

આ સૃષ્ટિનુુંં થાપન કેણેે કરિયુુંં રેે હા...૦

એે જી તેજ પંજરં તો આદિ નારાયણ,ઞ્

જ્યોત સરૂપી તેજે અંબારાં રેે હાં...ં ૦

એે જી જળમાંં હતા જે દી ચૌદેે બ્રહ્માંડાં રે,ઞ્

આદિ નારાયણનેે રચનાના મન થિયાંં રેે હાં...ં ૦ઞ્

એે જી શ્વાસ–ઉશ્વાસ બેે વચન નીસર્યાર્ રે,

એમાંં શ્વાસ રૂપી તો વસતી માયા રેે હાં...ં ૦ઞ્

એે જી ઉશ્વાસ વચન છેે તોરણ તારણુુંં રે,

એવુુંં અધમ ઓધારણ ઈ જ વચન છેે રે હાં...ં ૦

સતી દ્રૌપદી પછી મહાજતિ–જીવનમુકત મરજીવા, નિજારી પુરુષનાં લક્ષણો સમજાવીને યુધિષ્ઠરને મહાધર્મની દીક્ષા આપે છે. પછી મારકુંડ ૠષિ અજર–અમર–અવિનાશી જ્યોતિસ્વરૂપ નિરંજન નિરાકાર પરિબ્રહ્મ દ્વારા ઉત્પન્ન થયેલ આ સૃષ્ટિનું સ્થાપન કયારે–કેવી રીતે થયું તેનું રહસ્ય બતાવે છે અને આ ગુપ્ત જ્ઞાન સર્વ પ્રથમ ઉમૈયાજીએ શિવજી પાસેથી કઈ રીતે જાણ્યું હતું તેની વિગતો દર્શાવે છે.

મારકુંડ ૠષિ ધરમ રાજાને સનાતન ધર્મની ઉત્પતિની કથા કહે છે. એમાં આદિનારાયણ દ્વારા જે દિ ચાંદો, સૂરજ, પૃથ્વી, પાણી, પવન, આકાશ, નો તાં તે દિ નિરંજન નિરાકારે શ્વાસને ઉશ્વાસથી બે વચન નિપજાવ્યાં, જેને આપણે ઓહમ્‌–સોહમ્‌ થી ઓળખીયે છીએ. એમાંથી બ્રહ્માંડનું સર્જન થયું. પછી નાભિ કળમથી આદ્ય શક્તિનું સર્જન થયું. દેવી આદ્યા સાત કલ્પ સુધી કમળમાં રહ્યાં પછી આકાશે ચડયા ને બાર વરસ અલખની આરાધના કરી. ત્યારે આદિ નારાયણ પ્રસન્ન થયા ને ત્રણ દેવ પ્રગટ કર્યા. ઇચ્છા શકિતએ સૃષ્ટિ રચવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવતા ઉત્પન્ન કર્યા. અને અડાયા છાણા જેટલી પૃથ્વીને પચાસ કરોડની બનાવી. દસ દિક્‌પાલ પેદા કર્યા ને પ્રથમ પાટની સ્થાપના કરી. પછી બહ્મા–વિષ્ણુના નકાર પછી આદ્ય શક્તિ અઠયોતેર વખત અગ્નિમાં બળીને પા ભાગ રહ્યા એટલે પા–રતી ઉમૈયા સાથે મહાદેવ શિવજીએ વિવાહ કર્યા. ઉમૈયાજીને નારદની ચડામણથી શિવજીના ગળાની મૂંડમાળા કોની છે એ પ્રશ્ન થયો. હઠ લીધી શિવજીએ આ ગુપ્ત જ્ઞાન તમારાથી જીરવાય નહીં એમ કહ્યું ત્યારે ઉમૈયા રીસે ભરાણા ને ક્રોધિત થયા. દેવી–દેવતાઓએ શિવજીને મનાવ્યા ને અઘોર વનમાં શિવજીએ ઉમૈયા માડીને ગુપ્ત જ્ઞાન–ગર્ભ ગાયત્રીનું રહસ્ય બતાવ્યું. એ વખતે પોપટના ઈંડામાં રહેલા જીવે હેાંકારો દીધો. શિવજી પાછળ થયા ને પોપટનો જીવ વ્યાસ પત્નીના પાણીમાં થઈ પેટમાં પહેાંચ્યો. જેણે શુકદેવ રૂપે જન્મ ધારણ કર્યેા.

બીજધર્મ, મહાપંથ, મારગીપંથ, નિજાર ધરમ શબ્દોનો સંબંધ તાંત્રિક વામમાર્ગ સાથે છે, જે રજ અને બીજને સૃષ્ટિનાં મૂળતત્ત્વો માને છે. ‘નિજાર શબ્દ દ્વારા અવ્યભિચારીભાવ વ્યકત થાય છે. આ ધર્મ સ્ત્રી અને પુરુષોએ સાથે મળીને સ્વીકારવાનો છે. જેનો પ્રારંભ આ સૃષ્ટિના પ્રારંભની સાથે જ થયો છે એવો આ ‘આદિ–‘ સનાતન ધર્મ પુરુષ અને પકૃતિના પૂજનને મુખ્ય માને છે.

નિર્ગુણ–નિરાકાર–જ્યોતિ સ્વરૂપ આદ્ય શિવ–શકિતની મૂળ ઉપાસનાથી શરૂ થયેલો આ મહાધર્મ આજેઞ્ઈશ્વરના છેલ્લા અંશાવતાર રામદેવપીરના ઘોડા કે સૂર્ય, ચન્દ્ર, ગણપતિ, શિવલિંગ, નાગ જેવી મૂર્તિપૂજાઞ્સુધીનું ઉપાસના વૈવિધ્ય ધરાવે છે, છતાં એમાં મૂળના અંશો પણ જળવાયા છે.

શ્વાસે–શ્વાસે અજપાજાપ કરવા, નવ અંગના નવ નવ ટુકડા કરી ગુરુચરણે અર્પણ કરવા, તન, મન, ધન ગુરુનાં જ માનવાં, ધણીપણું મૂકી દેવું, જેમ કમળનું પુષ્પ કાદવમાં રહે છતાં ખરડાય નહીં એમ સંસાર–વ્યવહારમાં રહીને સાધુજીવન જીવવું, મનની વૃત્તિ ન ડગવા દેવી, બ્રહ્મનો આહાર લઈને શિવ–આકાર બનવું, સતને કારણે તમામ વાસનાનું બલિદાન દેવું અને અખંડ આનંદની પ્રાપ્તિ કેમ કરવી જેવી બાબતોનું માર્ગદર્શન મારકુંડ ૠષિનાં ભજનોમાં અપાયું છે.

રામસાગરના સૂર અને તાલે મોડી રાત્રે સાડાબાર વાગ્યા પછી ગવાતાં આરાધી પ્રકારનાં આ ભજનો વિલંબિત લયે માઢના દેશી તાલ સાથે ગવાય છે. બહુધા આ ભજનો પાટપૂજા વખતે તથા બીજ, પૂનમ અમાસના દિવસે સમૂહમાં ગાવામાં આવે.

એવા પરથમ પાટની થાપનાયુુંં કીધી રે,

આદિ નારાયણનેે તેડાવ્યા રેે હાં...ં ૦

ઓહમ્‌્‌ સોહમ્‌ પુરુષ ગાદીએે બિરાજ્યા રે,

તેે દી નિજિયા ધરમ લઈ થાપ્યા રેે હાં...ં ૦

કહેે ૠષિ મારકુુંડં સુણો નેે ધરમરાયા,

એવો અનાદિ ધરમ તો આ એકે જ છેે રેે હાં...ં ૦

મારકુંડ ૠષિને નામે મળતાં આવાં ભજનો જ કચ્છ–સૌરાષ્ટ્ર–ગુજરાતના બીજમારગી–મહાપંથી–ભજનિકસંતોની વાણીનો મૂળ સ્રોત છે. આ જ પરંપરામાં, એની જ સાધના, સિદ્ધાંતો અને પરિભાષા લઈને પાછળથી લોયણ, તોરલ, મૂળદાસજી, અખૈયો, અમરબાઈ, અમરસંગ, કડવો, કાળુ, કેશવ, ખીમરો, કોટવાળ, ગંગાસતી, જીવાભગત, ખત્રી, દેવાયત, નૂરસતાગર, ધ્યાનનાથ, ભાણસાહેબ, ભોજાભગત, નેજ કચરો, મેઘ મારુ, મોરાર સાહેબ, રવિદાસ, રવિસાહેબ, રૂખી રામદાસ, રેવા ભારથી, લખમો માળી, લીરલભાઈ, સરવણ કાપડી. જેવા સંત કવિઓએ મહાપંથી ભજનોની રચના કરી છે.

સૌરાષ્ટ્રના સંતોમાં ંં પ્રાણીકલ્યાણની ભાવના

ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જીવમાત્રને ઈશ્વરનો અંશ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે, એનોઞ્પ્રારંભ માનવ જાતની ઉત્પત્તિ સાથે જ માનવામાં આવે છે. જેનો પાયાનો સિદ્ધાંત જીવદયાનો છે. હિન્દુ શાસ્ત્રોમાં આપેલા પંચ મહાયજ્ઞોમાં ગોગ્રાસ અને શ્વાનગ્રાસનો સમાવેશ થયો છે એ હકીકત માનવી અને પ્રાણીઓ સાથેનો અત્યંત નિકટનો સંબંધ દર્શાવે છે.

સમુદ્રમંથન સમયે જે ચૌદ રત્નો નીકળ્યાં તેમાં પણ ત્રણ પ્રાણી રત્નો કામધેનુ, ઉચ્ચઃશ્રવા ઘોડો અને ઐરાવત હાથીની પ્રાપ્તિ થઈ છે, વિષ્ણુના દશાવતાર જુઓ, વારાહ, કચ્છ, મચ્છ, નરસિંહ... તો દેવી, દેવતાઓના વાહન પણ આ પ્રાણીઓ બન્યાં છે. ગરુડ, વૃષભ, હંસ, સિંહ, ઘોડો, પાડો, મયુર, ઊંદર, મગર, બકરી... જે લોકદેવી–દેવતા સુધી ચાલ્યાં આવે છે. ભગવાન સાદાશિવ મહાદેવના દરબારમાં તો કોઈ ભેદભાવ નથી, નંદી, સર્પ, સિંહ, મયૂર, કાચબો, ઊંદર વગેરે પ્રાણીઓને પોતાના કુટુંબીજનો બનાવ્યાં છે ભોળાનાથે...

પશુઓ–પ્રાણીઓ પ્રત્યે દયા–વાત્સલ્યભાવ તો યુગોથી ચાલ્યો આવે છે. આપણી સંસ્કૃતિમાં ગાયને બચાવવા પોતાની જાત સાથે કુટુંબનું પણ બલિદાન દેતાં ન આચકનારો રાજા દિલીપ, હોલાને કારણે જાત આપવા તૈયાર થનારો રાજા શિબિ, હરણના બચ્ચાંને વાત્સલ્યભાવે ઉછેરવા માટે તપ–સાધનાને ગૌણ ગણનારા ભરત, કુતરાને કૈલાસ સુધી લઈ જનારા યુધિષ્ઠિર અને આજીવન ગોપાલ બની રહેલા યોગેશ્વર શ્રીકૃષ્ણ શું શીખવી ગયા છે ? ગુરુ દત્તાત્રેયના સાથીદારો ગાય અને કૂતરાં જ હતાને !

આજે તો મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે ફકત મજુરીનો સંબંધ રહ્યો છે. માનવજાત ઉત્પાદનલક્ષી બની છે ને ! નફો–નુકશાનના લેખાં–જોખા માંડીને જ સંબંધો વધારનારા આજના માનવી પ્રાણીઓ પ્રત્યે દયા એટલે શું ? તે ભૂલીઞ્ગયા છે. એક સમયે કુટુબંના એક અંગ તરીકે પશુઓ–પ્રાણીઓ રહેતા. પારેવાં–ચકલાંને ચણ્ય, કુતરાને રોટલો, ગાયને ગેાંદરે નીરણ, કીડીનું કીડિયારું, કાગને શ્રાદ્ધ, પાણીનું પરબ અને ભૂખ્યાંને ટુકડો. આટલા વાના લોકજીવનમાં અનિવાર્ય હતા.

ગાયોની રક્ષા ખાતર પ્રાણ દેનારા વીરોની કથાઓ આપણે ત્યાં ઓછી છે ? એ વીરો આજે પણ પૂજાય છે. ‘‘ દયા ધરમકા મૂલ હૈ. પાપ મૂલ અભિમાન... કહીને આપણા લોકસંતોએ જીવનભર સમાજસેવાની સાથોસાથ પ્રાણીમાત્ર પત્યે કરુણા વહાવી છે. ગૌસેવા અને અન્નદાન એ બે ફરજ તો ગુરુઆજ્ઞારૂપે આ સંતોની મળતી.

પોતાના લગ્ન સમયે ભોજન સમારંભ માટે થનાર અગણિત પશુઓની હિંસાની વાત સાંભળીને સંસારત્યાગ કરનારા નેમિનાથ હોય કેઞ્બળતા લાકડામાં કીડીઓનો સમુહ સ્વાહા થતો જોઈ ભેખ લઈ લેનારા મૂળદાસજી. એને કોઈ પ્રાણી કલ્યાણમંડળના સ્વયંસેવકે ઉપદેશ નહોતો આપ્યો, સ્વયં આપોઆપ કરુણા પ્રગટી જાય, હૈયામાંથી હાયકારો નીકળી જાય ત્યારે જ સાચી વાત જીવદયા જાગે.

એકનાથજી ત્રિવેણીના પગપાળા યાત્રા કરીને કાવડમાં ગંગાજળ લઈને રામેશ્વર ધામની યાત્રાએ સંઘ સાથે જતા હતા, માર્ગમાં મરુભૂમિ આવી. ગ્રીષ્મૠતુ ઉનાળાનાં ધોમ ધખતા તડકામાં એક ગધેડો પાણી વિના તરફડે. તીવ્ર તરસથી એનો જીવ જવાની તૈયારીમાં, ત્યાં સંઘના યાત્રિકો પહેાંચ્યા.

‘‘અરરર ! કેવો દુઃખી થાય છે ? પણ આપણી પાસે બીજું પાણી નથી. ભગવાન રામેરજીને ચડાવવાનું ગંગાજળ થોડું ગધેડાને પાઈ દેવાય ? એમ કહી એક પછી એક ચાલતા થયા, એકનાથજી બેસી પડયા. ગધેડાના મુખમાં ગંગાજળ–જેનો અભિષેક રામેશ્વરજીને કરવાનો હતો તે પવિત્ર જળ રેડી દીધું. એકનાથજી બોલ્યા : ‘‘કોને ખબર ! ખૂદ રામેશ્વરજી આ રીતે મારી પાસે ગંગાજળ સ્વીકારવા ન આવ્યા હોય ? અને આ રામેશ્વરજી ન હોય તોય મારે શું ? એક જીવ બચાવવો એ મારી યાત્રાની સફળતા નથી ?

એકવાર નામદેવજીએ ભગવાનના ભોગ માટે રોટી બનાવી, થાળ–ભોગ ધરવાની તૈયારી કરવા લાગ્યા ત્યાં એક કુતરો આવી રોટી ઉપાડી ગયો. નામદેવજીએ તો ઘીની વાટકી લઈ પાછળ દોડયા : પ્રભુ ! ઊભા રહો, રોટલી ઉપર ઘી ચોપડવું બાકી છે.

સંતોના આ દયાધર્મે જ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી છે આજ સુધી. ગોરખા ભગતની પાંચળની જગ્યામાંથી મોરબીના દરબારી માણસો ગાયો લૂંટી ગયાના સમાચાર ભગતને મળ્યા ત્યારે ગોરખાભગતે કહેલુંઃ ‘‘ ભાઈ ! વાંસે વાછરુ સોત દઈ મેલો, નીકર બાપડી કામધેનુ દુવાશે !

ખાસ કરીને સૌરાષ્ટ્રના સંત–ભકતોની તો આ વિરલ વિશિષ્ટતા છે. સંતોની જગ્યાઓ એટલે ‘ગૌશાળા અને ‘અનાથાશ્રમ. ત્યાં અપંગ, અનાથ, કોઢિયાં પીતિયાં, નમાયાં, નબાપાં, નિરાધારને પાંગળા, અશકત માનવ–પ્રાણીઓ અને સાથોસાથ અન્ય જીવોનું જતન થતું, સેવા–ચાકરી થતી.

સંતસ્થાનોમાં ગુરુમંત્ર ‘કામધેનુની ટેલ નો અપાતો. શ્રી મેઘાણીભાઈ કહે છે તેમ આપા જાદરા. આપા દાના, આપા ગીગા, આપા વીસામણ જેવા દરેક સિદ્ધિવંત ગણાતા સંતસ્થાનના સ્થાપકનો જીવનપ્રારંભ ગાયોની ચાકરીથી જ થયેલો.

પશુઓને નિષ્કામ સેવાનું પતિક માનીને એની ચાકરી કરવાનું,ઞ્જાળવવાનું, એના પ્રત્યે દયા દાખવવાનુંઞ્આ સંતો વારંવાર કહી ગયા છે. શાસ્ત્રોમાં શ્લોકો દ્વારા, પુરાણોમાં કથાઓ દ્વારા અને લોકજીવનમાં લોકવતો–વ્રતકથાઓ દ્વારા અને સંતસ્થાનોમાં સન્મુખ સેવાઓ દ્વારા અહિંસા અને જીવદયાનો મહિમા ગવાયો છે.

વીરડી ગામના ગેમલજી ગોહિલ કાળાઝાળ શિકારી. એકવાર એક હરણી પાછળ પડયા, સગર્ભા હરણી પર બંદૂકનો ભડાકો કર્યેા. હરણી પડી ગઈ, બચ્ચું બહાર નીકળી ગયું ને તરફડવા લાગ્યું, ને ગેમલજીને કાળજે ચોટ લાગી ગઈ. ગુરુ આજ્ઞાએ લીંબડાની ડાળ ઝાલી છ માસ ઊભા રહી તનને ત્રાસ આપી તપ કર્યું. ત્યારે રામદાસજી રીઝયા. ૧ર વર્ષે સાધનામાં પૂર્ણ થયા ને જૂનાગઢ પાસે કેવદ્રા આવી રહ્યા. ગેાંદરે એકવાર એક ગાય મરી ગઈ, ચમાર લઈ જતા હતા ત્યાં કોઈએ કડવા વેણ કાઢયા : ‘‘આ સંત અહીં બેઠા છે ને ગવતરીને ચમાર ઉપાડશે ? ગેમલદાસ ઊભા થઈ ગાય પર હાથ ફેરવ્યો, ગાય ઊભી થઈ. એ જ જગ્યાએ સંત ગેમલજીએ સમાધિ લઈ લીધી.

ગિરનારી સંત વેલાબાવાનો શિષ્ય રામૈયો કોળી. શિકાર કરતાં પાછું વાળીને જોયું નહીં. છેવટે અંતરમાંથી અરેરાટી છૂટી, ગુરુને શરણે આવ્યો, પસ્તાવો થયો એટલે પાર ઉતરી ગયો.

ડાડા મેકરણના ‘લાલિયો અને ‘મોતિયો કયાં ભૂલી શકાય એવા પાત્રો છે ? એ કૂતરા અને ગધેડાની જોડીએ કૈં કેટલાય તરસ્યે મરતા મુસાફરોના જીવ બચાવેલા. એ જ રીતે ભાણસાહેબની જીવતાં સમાધિ લેવાની વેળાએ એની ઘોડી તથા કૂતરીએ પણ સાથે જ દેહ છોડી દીધેલા !

સંતોના જીવનમાં માનવસેવાની સાથોસાથ પ્રાણીમાત્ર પ્રત્યે દયા, કરુણા, વાત્સલ્યની લાગણી વહેતી આવી છે. નિર્દેાષ પશુ–પક્ષીઓની હત્યા થતી જોઈને રાજસત્તાની સામે થનારા અને પોતાના પ્રાણનીયે આહૂતિ આપનારા લોકસંતો આજે પૂજાય છે.

દયા ધર્મકા મૂલ હે, પાપ મૂલ અભિમાન,

તુલસી દયા ન છાંડીં એ, જબલગ ઘટમેેંં પ્રાણ.

સૌરાષ્ટ્રના સંતો, મહંતો

અને ભકત–કવિઓ

આ સંત–ભકત–કવિ પરિચય લેખમાં આજ સુધીમાં જેમના વિશે થોડીક પણ જાણકારી કે માહિતી મળી છે એવા તમામ દિવંગત મહાપુરુષોને સમાવ્યા છે. એટલે સંત, ભકત, કવિ, વેદાન્તી, મૌની, જ્ઞાની, યોગી, સિધ્ધ, ઉપદેશક, પંથ–સંપ્રદાયના સ્થાપક કે પ્રચારક એમ વિવિધ શ્રેણીના–કક્ષાના જાતિના, ધર્મના, સંપ્રદાયના, પ્રદેશના, સમયના–જેની જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે અથવા તો સૌરાષ્ટ્ર પ્રદેશની બહારથી આવેલા પણ જેમની કર્મભૂમિ જીવનભર સૌરાષ્ટ્ર પ્રદેશ રહી છે. (જેમાં કચ્છ પ્રદેશના પણ અમુક સંતો સામેલ છે.) એવા એક અનોખી સંત સંસ્કૃતિના જયોતિર્ધરોનો અહીં પરિચય અપાયો છે.

ધર્મ કે સંપ્રદાય પ્રમાણે જોઈએ તો વૈષ્ણવ, શૈવ, શાક્ત, જૈન, સ્વામિનારાયણ, રામાનંદી. દશનામી, નાથપંથી, પુષ્ટિમાર્ગી, આર્યસમાજી, ઈસ્લામ, મહાપંથી (નિજારી–બીજમાર્ગી) મારગી, પીરાણા, સૂફી–ઓલિયા, નિર્વાણ, કેવળ, પ્રણામી, ખાખી, ગોદડિયા, તાપડિયા, કબીરપંથી (રામકબીરિયા–સંત કબીરિયા) રવિભાણપંથી, ઉગાપંથી, રામસનેહી, કાપડી, ગેબીપંથી, દાસજ્ઞાપંથી રૂખડિયા એમ કૈં કેટલાય પંથ–સંપદાયોના સંતો મહંતનો સમાવેશ થાય છે. એમાં સંસાર ત્યાગી–વિતરાગી પરમહંસો પણ છે તો બીજી તરફ જગ્યાધારી ગૃહસ્થી લોકસેવકો પણ છે. લંગોટધારી, ભભૂતિયા ભગવાંધારી, સન્યાસીઓ પણ છે અને સંસારી છતાં ભેખધારી એવા શબ્દબ્રહ્મના ઉપાસક ભજનિકો સંતો પણ છે. બ્રાહ્મણથી માંડીને ભંગી સુધીના –તમામ જાતિ, કોમ, વર્ણ કે ફાંટાના –જેનાં સંસ્કાર, રૂઢિ, ઉછેર, બોલી, રીતરિવાજો. સંસ્કૃતિ ધર્મ, પંથ, ઉપાસના, દેવી–દેવતાઓ, વિધિ–વિધાનો કે બાહ્યાચારો સાવ ભિન્ન ભિન્ન હોય છતાં જીવનભર જેમણે અધ્યાત્મ ચિંતન અને લોકકલ્યાણનું–સમસ્ત પ્રાણી કલ્યાણનું અમૂલ્ય કાર્ય બજાવ્યું છે એવા તમામ દિવ્યાત્માઓના જીવન/કવન વિશે અત્યંત ઓછા શબ્દોમાં ટૂંકી છતાં પ્રમાણભૂત પરિચયનેાંધ અહીં આપી છે.

એક એકથી ચડિયાતાં સેવાધામો–સંતસ્થાનો અર્પનારી, ગૌસેવા–માનવસેવા. અન્નદાન અને ઈશ્વરસ્મરણની શીખ આપતી વિવિધ સંપપરંપરાઓ આજે પણ સૌરાષ્ટ્રમાં મોજૂદ છે. સમગ લોકજીવન ઉપર જેની ઘેરી અમીટ છાયા પથરાયલી છે અને લોકોના ધર્મ તથા સાહિત્ય વિષયક વિચાર, રહેણી–કરણી, આચાર–વિચાર અને ધાર્મિક ક્રિયાઓ વિધિવિધાનો ઉપર જેનો વ્યાપક પ્રભાવ આજ સુધી ટકી રહ્યો છે એવાં સંતસંસ્કૃતિ અને સંતસાહિત્ય વિશે, સંતોની જીવનપ્રણાલી. એમનું જીવનદર્શન કે ચિંતન એમની સાહિત્યક કે સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને વિભિન્ન પરંપરાઓ વિશે પ્રમાણભૂત કહી શકાય એવું સંશોધનકાર્ય આજ સુધી નથી થયું. અત્યંત વ્યાપક કાર્યક્ષેત્ર અને ક્ષમતા ધરાવતા આ વિષય અંગે ખૂબ જ ઓછી સામગ્રી આજ સુધીમાં સંશોધિત થઈ છે. આ સ્થિતિમાં ત્રણસોથી વધુ સંતો–ભક્તો–સાહિત્યસર્જકો વિશે ટૂંકમાં છતાં આવશ્યક એવી તમામ માહિતીનો ખરો આલેખ આપતો એક સંશોધનમૂલક અભ્યાસલેખ તૈયાર કરવામાં જે મુશ્કેલીઓ પડી છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આટઆટલી સામગ્રી એકઠી કર્યા પછી પણ સતત તેમાં અધુરપનો અનુભવ થતો રહ્યો છે. અહીં નેાંધાયા છે તેથી અનેકગણી સંખ્યામાં સંત–ભકતો સૌરાષ્ટ્ર પ્રદેશમાં થયા છે. એમનાં વિશે નેાંધ કરવી હોય તો સૌરાષ્ટ્રના ગામડે–ગામડે ફરવું પડે નિરાંતના ક્ષેત્રકાર્ય વિના અને કોઈ સંસ્થાના સહયોગ વિના એ શકય ન બને.

અહીં પ્રસ્તુત તમામ સંત–ભકત–કવિઓના પરિચય વર્ણાનુક્રમે ગોઠવીને અપાયો છે શકય હોય ત્યાં એકબીજા વચ્ચેના આંતર–સંબંધો પણ સ્પષ્ટ કર્યા છે. જેથી વિવિધ સંત પરંપરાઓ વિશે પણ માહિતી મળી જાય. ગુરુપરંપરા, શિષ્યપરંપરા અને વંશપરંપરા વિશે માહિતી મળી છે ત્યાં નેાંધી છે. નામની સામે અપાયેલ કૈાંસમાં ઈસવીસન પ્રમાણે જન્મ અને અવસાન સમય દર્શાવ્યો છે. પૃષ્ઠમર્યાદામાં રહીને આ પરિચયાત્મક નેાંધ–હકીકતો આપવાની હોઈ માત્ર પ્રમાણભૂત માહિતી જ આપવાનો આગ્રહ સેવ્યો છે અને નેાંધાયેલા ચમત્કારો બાકાત રાખ્યા છે. વળી એક એક મહાપુરુષ વિશે પચીસ કે પચાસ જેટલાં ગ્રંથો–પુસ્તિકાઓ–હસ્તપ્રતો–સામયિકોમાંથી માહિતી મળી હોવાને કારણે સંદર્ભનેાંધ મૂકવાનું શકય બન્યું નથી.

અક્કલદાસ

રવિભાણ સંપ્રદાયના સંત–કવિ . ભીમ સાહેબના શિષ્ય. થાનગઢ (જી. સુરેન્દ્રનગર)ના ગેડિયા બ્રાહ્મણ. ગુરુભાઈ : દાસી જીવણ.

રઅખૈયો/અખઈદાસ (ઈ. ૧૮ મી સદી મધ્યભાગ)

સમર્થ જ્ઞાનમાર્ગી વાણીના સર્જક સંત કવિ. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભકિત–જ્ઞાન ઉપાસનાનો સમન્વય થયો છે. ભૂતનાથ (ઈ.સ. ૧૭૬ર)ના શિષ્ય. આદરિયાણા તા. દસાડા,જિ.સુરેન્દ્રનગર ખાતે અખૈયાની જગ્યા અને જાળનું વૃક્ષ છે.

અત્તરશાહ

સૂરજગરના શિષ્ય. જ્ઞાનમાર્ગી ભજન–વાણીના રચયિતા. સંત–કવિ.

અદ્‌ભુતાનંદ (અવ. ઈ.સ. ૧૮૭૩)

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, ઝાલાવાડમાં કડવા પાટીદાર દશલાણિયા કુટુંબમાં જન્મ. મૂળનામ : કલ્યાણદાસ. પિતા : સંધા પટેલ. માતા : દેવુબાઈ. ઈ. ૧૮૦પમાં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા.

પઅનુભવાનંદ/નાથભવાન (ઈ.સ. ૧૭૧૪ માં હયાત)

જ્ઞાનમાર્ગી અધ્યાત્મ–વિષયક પદોના રચયિતા સંત–કવિ. જન્મ : જૂનાગઢના નાગર કુટુંબમાં. પૂર્વાશ્રમનું નામ : ભવાનીદાસ. સન્યાસી અવસ્થામાં અનુભવાનંદ. કૃતિઓ : ‘બ્રહ્મ વિલાસ, ૮૭ કડીમાં ‘ભાગવત સાર, ‘શ્રીધર ગીતા, ‘વિષ્ણુ વિલાસ, ‘વિવેક શિરોમણી, ‘આત્મ સ્તવન છંદ, ‘શિવ ગીતા, ‘બ્રહ્મ ગીતા, ‘ અંબાજીનો ગરબો, ‘વૈરાગ્યનાં પદો, અને ગરબા–ગરબીઓ. આ રચનાઓ અને ‘વિષ્ણુપદના નામે ઓળખાતા અધ્યાત્મ વિષયક પદોમાં ઈ. સ. ૧૭૧૪ થી ૧૭૩૩ સુધીના રચનાવર્ષેાનો ઉલ્લેખ મળે છે.

અમરચંદ (ઈ. ૧૯ મી સદી મધ્યભાગ)

સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી ઝાલાવડના વસ્તડી (વહતડી, જી. સુરેન્દ્રનગર) ગામના દશા શ્રીમાળી વણિક કવિ. કૃતિ : ચારણી શૈલીના કુંડળિયા.

અમરબાઈ

પરબના સંત દેવીદાસ (ઈ. ૧૭રપ–૧૮૦૦) નાં શિષ્યા સંત કવયિત્રી. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહિરનાંં દીકરી. સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યામાં રકતપિત્તિયાઓની સેવા કરતા સંત દેવીદાસને જોઈને અંતરમાં ભકિતભાવ જાગ્યો અને વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસાર ત્યાગ કર્યો. એમના વિશે અનેક ચમત્કારો નેાંધાયા છે. અનુમાને ઈ. ૧૭પ૦–૬૦ માં અમરબાઈએ દીક્ષા લીધી હશે. કૃતિ : ભજનો.

અમરસંગ રાજા (રાજ્યકાળ ઈ.સ. ૧૮૦૪ થી ૧૮૪૩)

સૌરાષ્ટ્રના નાનકડા ધ્રાંગધ્રા રાજ્યના રાજવી ભક્ત કવિ. રચના : ભજનો.

અરજણ (ઈ.સ. ૧૯ મી સદી પૂર્વાર્ધ)

રવિ–ભાણ સંપ્રદાયના સંતકવિ. દાસી જીવણના શિષ્ય. જામકંડોરણા પાસ ના ભાદરા ગામના રાજપૂત. દીક્ષા

અરજણદાસ

રવિ–ભાણ સંપ્રદાયના સંતકવિ. હરિજન–વણકર જ્ઞાતિમાં જન્મ. ખાનસાહેબના શિષ્ય. ત્રિકમસાહેબ પાસે ચિત્રોડમાં ઘણો સમય રહેલા.

અર્જુન/અર્જુનજી (ઈ.સ. ૧૮૩૯ થી ૧૮પ૪ દરમ્યાન)

ભકતકવિ. લીંબડી તાલુકાના પાદરપુર ગામે કોળી જ્ઞાતિમાં જન્મ. રચના : ભજનવાણી.

અલરાજ

હરિજન લોકકવિ. વઢિયાર પંથકના આદરિયાણા ગામના. જ્ઞાતિ : ગરુવા રચના : કવિતો.

અંબારામ

ભકિત–જ્ઞાનમાર્ગી ભજનવાણીના રચયિતા સંતકવિ. ભગવાનજીના શિષ્ય.

અશરફમિયાં

નાના લિલિયા (જિ. અમરેલી)ના સૂફી સંત. મામંદના ગુરુ.

આણદાબાવા

જામનગરની ‘આણદાબાવા સેવા સંસ્થા આદ્ય પુરુષ. ધોરાજી ગામે સોની જ્ઞાતિમાં જન્મ. બાળપણથી જ દુઃખી દરિદ્રો પર અપાર કરુણા. ભૂખ્યા દુખ્યા માનવોનું દુઃખ જોઈને વૈરાગ્ય ઉપજ્યો અને સંસાર ત્યાગ. હર્ષદ માતાના સ્થાનક થોડો સમય રહ્યા ત્યારે એક મહાત્માની સમજાવટથી જામનગર આવી સોનીકામ શરૂ કર્યું. એમાંથી જે આવક થાય તે અનાથોની સેવામાં વાપરતા. ભિક્ષા માગીને પણ અન્નદાન કરતા. એની પ્રવૃત્તિ જોઈ જામરણમલ્લે (રાજયકાળ ઈ ૧૮ર૦ થી ૧૮પર) અન્નક્ષેત્ર માટે સહાય કરેલી. સદાવ્રતની સાથો સાથ માનવ સેવાની અનેકવિધ પ્રવૃતિ તેમણે શરૂ કરેલી જે આજ સુધી આણદબાવા સવા–સંસ્થા–વિદ્યાલય–ચકલો–અનાથાશ્રમ રૂપે વિસ્તરી છે. ૧૦૮ વર્ષનું આયુષ્ય ભોગવી આણદાબાવાનું અવસાન થયું એમ નેાંધાયું છે.

આત્મારામબાપુ (અવ. ઈ.સ. ૧૯૬૦)

ઢસા (જંકશન. જિ. ભાવનગર) માં પ્રસિદ્ધ અન્નક્ષેત્રના સ્થાપક સંત. જન્મ : ઢસાથી ૧૦ કિ મિ. દૂર સેતાપુર ગામે સાસી શાખાના ચારણ સાધુ રાણાભાઈને ત્યાં. માતા અમુલાંબાઈ. પરબની જગ્યાએ હીરબાઈમા ગાદીએ આવ્યા ત્યારે ટેલિયા તરીકે સેવા કરતા. ત્યારબાદ વડિયા પાસેના ધૂણા ગામે કેટલોક સમય રહ્યા. બિલખાના સુરદાસજીએ દીક્ષા આપી. મંડલિકપુર, રાંદલના દડવા, ધોળા વગેરે જગ્યાએ રહ્યા બાદ ઢસામાં આશ્રમ અન્નક્ષેત્ર ઈ.સ. ૧૯૬૦ માં અવસાન.

આનંદરામજી (ઈ.સ. ૧૯મી સદી પૂર્વાર્ધ)

રવિભાણ સંપ્રદાયના સંત, મોરાર–સાહેબના શિષ્ય. ખત્રી જ્ઞાતિમાં જન્મ.

આશારામ (ઈ.સ. ૧૭પ૦ માં હયાત)

મધ્યકાલીન આખ્યાનકાર. નાગર જ્ઞાતિમાં સારંગપુર ગામે જન્મ. ૭૮ કડીનું ‘સુદામા ચરિત્ર, ‘ધ્રુવાખ્યાન અન્ય આખ્યાનો તથા ગુજરાતી–હિન્દી પદોના રચયિતા.

આંબાજી/આંબો છઠૃો/અમરદાસજી/અમરચૈતન્ય સ્વામી (જન્મ ઈ.સ. ૧૬૧૬)

વડવાળાધામ (દૂધરેજ)ની પરંપરાના સંતકવિ. છઠૃાબાબા/ ષટ્‌પ્રજ્ઞદાસજીના નાના ભાઈ. ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજ અને રાણી ગંગાદેવીના પુત્ર. જન્મ ઈ.સ. ૧ . નીલકંઠસ્વામીની પરંપરાના યાદવસ્વામી પાસે ઈ.સ. ૧સ૦ માં તેના મોટાભાઈ સામંતસિંહજી / ષષ્ટમસ્વામી સાથે જ દીક્ષા લીધી. તેનું બીજું એક નામ ભજનાનંદ હતું અને તેણે મેસવાણ (જિ. જૂનાગઢ) ગામે સમાધિ લીધેલી, એમની શિષ્ય પરંપરાના ગૃહસ્થ સાધુઓ આજે મેસવાણિયા અવટંક ધરાવે છે. કૃતિઃ સંતવાણી–ભજનો. શિષ્યો : લક્ષ્મીદાસજી, વેલુજીવીરામ.

આંબાભગત

ધ્રોલ (જી. જામનગર) ના કડવા કણબી જ્ઞાતિના ભકત. અન્નક્ષેત્રના સ્થાપક. આંબાભગતની વંશપરંપરામાં આજે પણ અન્નદાન, વસ્ત્રદાન અને સાધુ–સંતસેવાના સંસ્કારો જીવંત છે.

આંબાભગત/આંબેવ (અવ. સં. ૧૯૩૦)

ચુડા (જિ. જુનાગઢ) ના કોળી પટેલ જ્ઞાતિમાં જન્મેલા ભકતકવિ. ભીમગરજી મહારાજના શિષ્ય. પત્ની : મીણાંબાઈ, પુત્ર : હરજી, પૌત્ર : ડાયાભગત. ચુડામાં રામદેવજીનું મંદિર બંધાવ્યું. કેટલાક ભજનો–પદોની રચના. શિષ્ય : ગોવિંદ ભગત.

ઈસરદાસજી/ઈસરદાન (ઈ.સ. ૧૪પ૯–૧પ૬૬)

ચારણી સાહિત્યના સમર્થ તેજસ્વી સર્જક, સંતકવિ, મારવાડના જોધપુર તાબે ભાદરેસ (જિ. લાડમેર) ગામે ચારણ જ્ઞાતિમાં જન્મ. ગુરુ : પીતાંબર ભટૃ. અવ. ઈ.સ. ૧પ૬૬ સં. ૧૬રર ચૈત્ર સુદ ૯ સંચાણા (જિ. જામનગર) ગામે કૃતિઓ : ‘હરિરસ, ‘દેવીયાણ, ‘નિંદાસ્તુતિ, ‘ગુણવૈરાટ, ‘ગરુડપુરાણ અને અન્ય નાની મોટી શતાધિક રચનાઓ.

ઉગારામજી (ઈ.સ. ૧૯ર૮–૧૯૬૮)

ઉગાપંથના સ્થાપક હરિજન સંત. બાંદરા (તા. ગેાંડલ, જી. રાજકોટ) માં મેઘવાળ કુટુંબમાં સં. ૧૯૮૪ માં જન્મ પત્ની : સોનામા, પુત્ર : ભલાભાઈ. શિષ્ય : લાભુદાદા (ગેાંડલ). રવિ–ભાણ સંપ્રદાયના સાધના, સિધ્ધાંતો અને સંતવાણી તત્ત્વોનો પોતાના આગવા મૌલિક દૃષ્ટિબિંદુથી લોકસમુદાાં પ્રચાર–પ્રસાર કરી એક નવો જ પંથ ‘‘ઉગાપંથ સૌરાષ્ટ્રમાં તેમણે સ્થાપ્યો છે. તેમના અનુયાયીઓ ખાસ કરીને હરિજન જ્ઞાતિમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અવ : સં. ર૦ર૪ શ્રાવણ વદ ૧૦, રવિવાર.

ઉજમશી ભગત (ઈ.સ. ૧૮૮૧–૧૯૩પ)

બોટાદ (જિ. ભાવનગર) ના વણિક કુટુંબમાં જન્મ. બાળપણથી જ વૈરાગ્ય ભાવના પ્રબળ. રાણપુરમાં એક તપસ્વી યોગીનો ભેટો થતાં કેવળ દૂધ ઉપર રહી યોગસાધના કરેલી. ગૌ સેવા અને માનવસેવાના કાર્યેા કરી ઠેરઠેર પરબો અને અન્નક્ષેત્રો સ્થાપેલાં.

ઉનડબાપુ–૧ (અવ. ઈ.સ. ૧૮૮૦)

ચલાલાની આપા દાનબાપુની જગ્યાના ત્રીજા ગાદીપતિ મહંત. આપા દાનાના ભત્રીજા આપા જીવણાના પૌત્ર. પિતા : દેવા ભગત. આપા દેવાનું અવસાન ઈ.સ. ૧૮૭૬ માં થતાં ચલાલાની ગાદી સંભાળી પુત્ર : દાદાબાપુ. અવસાન. ઈ.સ. ૧૮૮૦ / સં. ૧૯૩૬ પોષ વદિ અમાસ.

ઉનડબાપુ–ર

પાળિયાદની આપા વિસામણની જગ્યાના બીજા ગાદીપતિ મહંત. આપા વિસામણના ભાણેજ સરવા ગામના હાદા બોરીચાના દીકરા આપા લક્ષ્મણજી જે આપા વિસામણના અવસાન પછી ઈ.સ. ૧૮ર૯ માં ગાદીએ આવેલા તેના પુત્ર.

ઉનડબાપુ–૩

સોનગઢની આપા જાદરાની જગ્યાના ત્રીજા ગાદીપતિ મહંત. આપા જાદરાના પ્રપૌત્ર. આપા ગોરખાના પૌત્ર. પિતા : લાખા ભગત. આ ઉનડબાપુએ નવું સોનગઢ વસાવેલું. પુત્ર : દાદાબાપુ.

ઉનડબાપુ–૪

પાળિયાદની આપા વિસામણની જગ્યાના ચોથા ગાદીપતિ મહંત. રામાયણના અભ્યાસી, લોકસેવક. ‘ધર્મ માર્તન્ડ, ‘સ્વધર્મ સેવા માર્તન્ડ, ‘અધ્યાત્મરત્ન ‘માનસ વિશારદ જેવી વિવિધ પદવીઓ સંતો–મહંતો તરફથી મળેલી.

એભારામ (ઈ.સ. ૧૯મી સદી ઉત્તરાર્ધ)

ઘેડ પંથકના કવલકા ગામના અબોટી બ્રાહ્મણ જાતિના સંતકવિ. અવટંકે : કુછડિયા રચના : ભજનો.

ઓઘડ / ઉધ્ધવ

લખતર (જિ. સુરેન્દ્રનગર) ના ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના કવિ. લખતર દરબાર કર્ણસિંહજી કરણસિંહના નામથી ‘કરણ જકતમણિ અને દંભી કવિઓના ખંડન માટે ‘કુકવિ કુઠાર ગ્રંથના રચયિતા.

કમરબાઈ (ઈ.સ. ૧૯૧ર માં હયાત)

ઘોઘાવદર (તા. ગેાંડલ, જી. રાજકોટ)માં તળપદા કોળી જ્ઞાતિમાં જન્મ. પિતા : માવજી પગી. લગ્ન થયાં પણ સાસરવાસે થતી જીવદશા જોઈ સંસારત્યાગ. સાવ નિરક્ષર હોવા છતાં ધીરેધીરે અક્ષરજ્ઞાન મેળવી રામાયણ વાંચતાં થયેલા. મજૂરી કરીને પેટગુજારો કરવાની સાથોસાથ સાધુસંતોની સેવા અને અન્નદાન. ઈ.સ. ૧૯૧ર માં ઘોઘાવદર ગામને ગેાંદરે પક્ષીઓ માટે ચબૂતરો ચણાવ્યો.

કરણસિંહજી

લખતર (જિ. સુરેન્દ્રનગર) ના ચારણી–ડિંગળી કાવ્યશૈલીના અભ્યાસી રાજવી કવિ. ‘કરણ જકત મણિ ગ્રંથના રચયિતા હોવાનું નેાંધાયું છે પણ એ ગ્રંથ લખતરના ઔદિચ્ય બ્રાહ્મણ ઓઘડ / ઉદ્ધવે રચ્યો છે.

કરમણ (ઈ.સ. ૧૯ મી સદી પૂર્વાર્ધ)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંતકવિ. મોરાર સાહેબના શિષ્ય. વાવડી (જિ. સુરેન્દ્રનગર)માં વણકર જ્ઞાતિમાં જન્મ. લખીરામના ગુરુ.

કરમણભગત

સતાધારના સ્થાપક આપા ગીગાના શિષ્ય. સતાધાર જગ્યાના મહંત. જન્મ : માવઝીંઝવા ગામે. ઈ.સ. ૧૮૭૦ પછી ગાદીએ આવ્યા. ઈ.સ. ૧૮૭૭માં ગીગાભગતની સમાધિ પર દેવળ ચણાવ્યું.

કરીમશા

રવિભાણ સંપ્રદાયના સંતકવિ. મોરાર સાહેબના શિષ્ય. સાંઈ કરીમશાના નામે કેટલાંક મારગી પંથના આગમોની રચના. જન્મ : કચ્છ પ્રદેશમાં.

કલ્યાણભગત (ઈ.સ. ૧૮ મી સદી ઉતરાર્ધ)

ઉપલેટાના ‘દાસાપંથી સંત. બાલાગામના દાસાભકત શિષ્ય ઠારણભગતના શિષ્ય. ડોબરીયા શાખાના લેઉવા કણબી. દીક્ષા ઈ. ૧૭પ૯/૧૭૭૪ માંં. અવ. ઈ.સ. ૧૮૧૯ ઉપલેટા. મોટા પુત્ર દેવજીએ બગડુ ગામે જગ્યા બાંધેલી. પાંચ પુત્રો : દેવજી, રાજા, મૂળજી, ભોજો,

ધરમશી. ઈ.સ. ૧૮ર૩ માં ઉપલેટાના સમાધિ મંદિરનું કાર્ય પૂર્ણ થયું.

કલો

‘કલો કોલીખડાવાળો એ નામે પ્રખ્યાત, પોરબંદર પાસેના કોલીખડા ગામના રબારી જ્ઞાતિમાં જન્મેલા ભકતકવિ.

કહળુભા ગોહિલ (ઈ.સ. ૧૮૪૩ થી ૧૮૯૪)

સંત કવયિત્રી ગંગાસતીના પતિ, ભાવનગર જિલ્લાના ધોળા જંકશન પાસેના સમઢિયાળા ગામે કલભા ગોહિલ અને માતા વખતુબાને ત્યાં વિ.સં. ૧૮૯૯ ઈ.સ. ૧૮૪૩માં જન્મ. સમાધિ : વિ.સં. ૧૯પ૦ પોષ સુદ ૧પ, રવિવાર. ઈ.સ. ૧૮૯૪.

કાજી મામદશા

ભજનિક સંતકવિ. નાનકશાના પિતા. દીન દરવેશના શિષ્ય ભકિતમાર્ગી અને જ્ઞાન–વૈરાગ્યલક્ષી ભજનોના રચિયતા.

કાપડભારથી

ભજનિક સંત–કવિ. ગંગેવના શિષ્ય. આ ગંગેવ તે કદાચ દેવીદાસ (પરબ)ની પરંપરાના ભજનિક કવિ હોવાની શકયતા છે.

કાનડ

રામગરીનાં પદેાના રચયિતા સંતકવિ.

કાનડગિરિ/કાનસ્વામી (ઈ.સ. ૧૮૪ર–૧૮૭૮)

જન્મ : ઈ.સ. ૧૮૪રમાં જૂનાગઢ જિલ્લાના વણથલી ગામે. પિતા : ઉત્તમગિરિ અતીત ગોસાંઈ જ્ઞાતિના. નાની ઉંમરે પિતાનું અવસાન થતાં નિરાધાર માતાએ પોતાના ભાઈની ઓથમાં બેલા ગામે રહેવાનું સ્વીકારેલું, એ પછી બોડકા ગામે પંછીગિરિજી નામે ગણપતિ મંદિરના પૂજારી સાથે જગ્યામાં રહ્યા. ત્યાંથી ભાગીને ગિરનારના મહાત્મા લકકડ ભારથીજીના શિષ્ય બન્યા. ગુરુ આજ્ઞાએ બચપણથી જેની સાથે સગાઈ થઈ હતી તે વાલબાઈ સાથે વિવાહ કર્યા અને જોડિયા તાલુકાના ઝીંઝોડા ગામે નીલકંઠ મહાદેવની જગ્યામાં અન્નક્ષેત્ર શરૂ કર્યું. આ વખતે ઝીંઝુડાના ઈસ્લામ પીરોએ તેની ખૂબ કસોટી કરેલી. ઈ.સ. ૧૮૭૮ માં અવસાન. લવણપુર (નવલખી પોર્ટ જતા) ગામ પાસે વાલબાઈમા ઈ.સ. ૧૯૧૮ સુધી હયાત હતાં એમ નેાંધાયું છે.

કાનપરી

મધ્યકાલીન ભજનિક સંતકવિ.

કાળિદાસ

વાંસાવડ (જિ. રાજકોટ)ના વડનગરા નાગર જ્ઞાતિના આખ્યાનકાર. ઈ.સ. ૧૭૭૬માં રચેલું ‘સીતા સ્વયંવર, ઈ.સ. ૧૭૬૧ માં રચેલું ૪૦ કડવાનું ‘પ્રહલાદાખ્યાન, ‘ઈર વિવાહ, ‘ધુવાખ્યાન અને ‘ચંડિકાનાં ત્રિભંગી છંદ વગેરે તેમની રચનાઓ હસ્તપ્રતોમાંથી સાંપડે છે.

કાળાભગત (ઈ.સ. ૧૮પ૪)

થોરખાણ (બાબરા પાસે) ના હરિજન ભકત કવિ. જન્મ ઈ.સ. ૧૮પ૪. ગુરુ : દેહાભગત રચના : ભજનો.

કાળાઆપા

જસાપર (તા. : જસદણ)ના પરમાર–મયાત્રા મેઘવાળ પેઢીમાં જન્મ. કુળદેવી મોમાઈ/મૂરી મામયના ભકત. ભાદર અને કણુંકી નદીને કાંઠે સમાધિ. પત્ની : આઈ કાળીમા. સમાધિ સ્થળે કૂળદેવીનું સ્થાનક છે.

કાળુજી (જન્મ ઈ.સ. ૧૮૭૧, અવ. ઈ.સ. ૧૯૪૧)

મેઘપુર (ટંકારા પાસે, જિ. રાજકોટ)માં ઝાલા ગરાસિયા કુટુંબમાં સં. ૧૯ર૭માં જન્મ. પિતા : ખેંગારજી, માતા : ફઈબા. વિવાહઃ કરણીબા સાથે ઈ.સ. ૧૮૯૦ ગુરુ : મંગળગરજી (મારવાડના બખશાજી મહારાજની પરંપરાના) પાસે ઈ.સ. ૧૮૯૩ સં. ૧૯૪૯ ભાદરવા સુદ ર ને દિવસે દીક્ષા લીધી. રચના : ભક્તિ, જ્ઞાન, યોગ અને ઉપદેશની ભજનવાણી જેમાં કીર્તન, કાફી, સંધ્યા, પ્રભાતી, સાવળ, પ્યાલો, ઝીલણિયાં, ધોળ, સરવડાં, થાળ, અંતકાળિયાં, આરતી, સ્તુતિ, રાસ, રાસડા, તિથિ, વાર, મહિનો, પરજ અને સાખીયો જેવી રચનાઓ ઉપરાંત ૧૪૦ જેટલી પંકિતઓમાં ‘ચિંતામણી ૧રપ જેટલી પંકિતઓમાં ‘ક્કકા ૩૦ જેટલા ‘ કુંડળિયા અને ૧પ૦ જેટલી સાખીઓ પ્રકાશિત થઈ છે.

કાશીરામ

કુતિયાણા (જિ. જુનાગઢ)ના બ્રહ્મભટ જ્ઞાતિના કવિ. રચના : ચારણી છંદો અને કવિતાઓ. ઈ.સ. ૧૮૭ર સુધી હયાત

કુબેર

મધ્યકાલીન ભજનિક સંતકવિ.

કેશવ

જામનગરના કવિ, બ્રહ્મભટ જ્ઞાતિના. રચના : ‘કેશવ કાવ્ય (ઈ.સ. ૧૯ર૬માં હયાત) પિતા : શ્યામજી જયસિંહ, ભાષા–સાહિત્યના સારા કવિ હોવાનું નેાંધાયું છે.

કેશવદાસજી

કાત્રોડી/કુંતલપુર (જી.સુરેન્દ્રનગર)માં આશ્રમ. ચમત્કારિક ચરિત્ર ધરાવનારા સંત.

કેશવરામ કાયસ્થ

મધ્યકાલીન સર્જક. પ્રભાસપાટણના વાલમ (વાલ્મિક) રદેરામ/હૃદયરામના પુત્ર. અવટંકે મહેતા. રચના : ૪૦ સર્ગ અને આશરે ૭૦૦૦ પંકિતની, દશમસ્કંધ પર આધારિત ‘શ્રી કૃષ્ણ ક્રિડા/શ્રી કૃષ્ણ લીલા કાવ્ય.

કેશવ હરિરામ પટ્ટણી

કેશવ હરિના નામે ઓળખાતા સૌરાષ્ટ્રના અર્વાચીન સમયના ભક્ત કવિ. રચના : ‘કેશવકૃતિ અને પદો. (ભાવનગર).

કોયાભગત

શિહોરના કોળી ભગત. તેઓનું સ્થાન આજે ‘મેાંઘીમાની જગ્યા તરીકે શિહોરમાં પ્રસિદ્ધ છે. ત્યાં કોયાભગત, ગગજીમહારાજ, કંકુમાતાજી, મેાંઘીમા, માંડણસ્વામી, જયસિંહ સ્વામી અને વાઘાસ્વામીનાં સમાધિ સ્થાનકો છે.

કોલવાભકત

દ્વારકાધીશના ભકત. વતન : ચોરવાડ, ખડિયા શાખની ચારણ જ્ઞાતિમાં જન્મ, અપંગ હતા. દ્વારકાધીશનું દેવળ એમના ભક્તિ પ્રતાપે પશ્ચિમાભિમુખ થયું હતું. એવી લોકમાન્યતા છે. તેમના વંશજો, ‘કોલુ શાખાના ચારણો તરીકે ઓળખાય છે. જે રાઘનપુર તાલુકાના પાણવી ગામે રહે છે. કોલવા ભગતનો પાળિયો દ્વારકામાં દર્શાવાય છે.

કૃષ્ણાનંદ

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ, જન્મ : રાણપુરના ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં, પરમાનંદ વ્યાસને ત્યાં. તેમણે ઈ.સ. ૧૮ર૮ પહેલાં દીક્ષા લીધી હોવાનું કહેવાય છે. રચના : ‘શ્રી હરિ ચરિત્રામૃત ઈ.સ. ૧૮પ૧માં રચાયેલી આ કૃતિમાં બ્રહ્માનંદસ્વામી અને ધમડકાના દરબાર રામસિંહજી વચ્ચેના સંવાદોરૂપે સહજાનંદ સ્વામીની જીવન લીલાનું આલેખ થયું છે. એ સિવાય કેટલાંક પદોની રચના.

ખમિયાસાહેબ

રવિભાણ સંપ્રદાયના સંતકવિ. લક્ષ્મી સાહેબ (ત્રિકમ શિષ્ય) ના શિષ્ય. રચના : ભજનવાણી.

ખાનસાહેબ

રવિભાણ સંપ્રદાયના સંતકવિ. અરજણના ગુરુ.

ખીમણ

મહાપંથના અનુયાયી નિજિયાપંથી હરિજન ભકત કવિ. જ્ઞાતિએ મેઘવાળ હોવાથી એમની રચનાઓમાં ‘ મેઘા ખીમણ નામ મળે છે.

ખીમદાસજી

મહંત સીમરોલી (તા. કેશોદ, જિ. જૂનાગઢ) જગ્યાના આદ્ય સ્થાપક. પોરબંદર તાલુકાના નવાગામ ગામે ઠક્કર જેરામદાસને ત્યાં જન્મ. સંસાર ત્યાગ કરીને કંકાસા (તા. માંગરોળ) ના સંત ભગવાનદાસજી પાસે દીક્ષા લીધી. ગુરુના અવસાન પછી ઈ.સ. ૧૭૩૦ શિષ્ય પરંપરા અનુક્રમે : ખીમદાસજી લાલદાસજી – મંગળદાસજી, રામદાસજી – કરસનદાસજી કલ્યાણદાસજી – હરિકૃષ્ણાચાર્યજી (ઈ.સ. ૧૯૩૯ થી ગાદીએ)

ખીમદાસજી

ચોકડી (તા. લીંમડી, જિ. સુરેન્દ્રનગર) ગામના સંત. શિષ્ય : અમરબાઈ. લોકોમાં દૈવી પ્રકોપથી વાળાનો રોગ આવતાં લોકસેવા કરીને જીવમાત્રનો બચાવ કર્યેા. અન્નદાન ગૌસેવા અને સંતસેવા કરી ઠાકર મંદિરના ફળિયામાં સમાધિ લીધી.

ખીમરો કોટવાળ

મહાપંથના સંત. નિજિયાપંથી, બીજમાર્ગી પાટપૂજાના સમયે કોટવાળ થવાની લાયકાત ધરાવનાર હરિજન ભકત. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી (આજનું મોરબી કે એની પાસેનું કોઈ ગામ) માં નિવાસ. પત્ની : દાડલદે રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંતકવિ. એમની વાણીમાં મહાપંથની સાધના, તેના સિધ્ધાંતો અને સંતોની યાદી મળે છે. અધ્યાત્મબોધ, આગમ અને રૂપકાત્મક પદો–ભજનોના રચયિતા સમય : ઈ.સ. ૧પ મી સદી પછી.

ખીમસાહેબ (ઈ.સ. ૧૭૩૪–૧૮૦૧)

રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ. સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય. માતા ભાણબાઈ જ્ઞાતિએ લોહાણા. જન્મ : વારાહી (તા. સાંતલપુર, જિ. બનાસકાંઠા). ખીમસાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ ‘ખલક દરિયા ખીમ કે ‘દરિયાપીર તરીકે પણ ઓળખાવે છે. એમના જીવન વિશે અનેક ચમત્કારો આલેખાયા છે. કચ્છના ખારવાઓમાં એમણે ‘રામકબીરપંથ નો પ્રચાર કરેલો. હરિજન જ્ઞાતિના ત્રિકમ–ભગતને દીક્ષા આપીને એમણે ‘રવિ–ભાણ સંપ્રદાયમાં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યાં હતા. જેમાંથી ત્રિકમસાહેબ. ભીમસાહેબ. દાસીજીવણ જેવા સંત રત્નો મળ્યાં. ઈ.સ. ૧૭૭૧ માં રાપર (જિ. કચ્છ) માં ખીમસાહેબે જગ્યા બાંધી, એ જ સ્થળે ઈ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી. રચના : ‘ચિંતામણી/ખીમદાસ કૃત ‘ચેતામણી (હિન્દી રચના) ઉપરાંત કાફી, ગરબી, આરતી. અને વિવિધ પ્રકારનાં ભજનો. હિન્દી, ગુજરાતી અને કચ્છી બોલીમાં.

ગંગસાહેબ (અવ. ઈ.સ. ૧૮ર૭)

રવિ–ભાણ સંપ્રદાયના સંત. ખીમ સાહેબના પુત્ર. રવિસાહેબના શિષ્ય. ખીમસાહેબનું અવસાન. ઈ. ૧૮૦૧ માં એટલે તે પહેલાં જન્મ. ઈ.સ. ૧૮ર૭ માં ગુરુબંધુ મોરાર સાહેબની હાજરીમાં આમરણમાં સમાધિ લીધી.

ગંગારામ/ગંગાબાઈ

જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં મેર જ્ઞાતિમાં જન્મ. જ્ઞાનદાસનાં શિષ્યા, સંત કવયિત્રી રચના : ભજનો.

ગંગારામદાસબાપુ

કેશોદ તાલુકાનું ગેલાણા ગામ. મઢી આશ્રમ. જન્મ : આગ્રાથી ૧ર માઈલ ઠકરઈ ગામે ઈ.સ. ૧૮૯૦. આઠ વરસે ઘર છોડયું. ભરતપુરના રામભૂષણદાસજી પાસે દીક્ષા. ૪૧ વરસ દેશાટન. ઈ.સ. ૧૯પ૩માં ગુરુનું અવસાન. ૮૭ વરસે ૧૯૯૭ ફાગણ વદી પ ગુરુવારે દેહત્યાગ.

ગંગાસતી (સમાધિ : ઈ.સ. ૧૮૯૪)

સંત કવયિત્રી. સમઢિયાળા (જિ. ભાવનગર ધોળા જંકશન પાસે)ના કહળુભા/કસળસિંહ ગોહિલનાં પત્ની. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ રાજપરા ગામે ક્ષત્રિય જ્ઞાતિમાં ભાઈજીભી સરવૈયા અને માતા રૂપાળીબાને ત્યાં જન્મ. લગ્નના દાયજામાં પઢીયાર શાખના હમીરભાઈ ખવાસની દીકરી પાનબાઈને સમઢીયાળા લઈ ગયેલ (વિ.સં. ૧૯ર૦). સંતાનો : પુત્રી–બાઈરાજબા (જન્મ સં. ૧૯રર), હરિબા–(જન્મ સં. ૧૯ર૪). દેહત્યાગ વિ.સં. ૧૯પ૦, ફાગણ સુદ ૮, ગુરુવાર તા. ૧પ–૩–૧૮૯૪ સમઢીયાળા ગામે. સંભવત : ભોજાભગતના ગુરુ રામેતવનનાં શિષ્યા. તેમના પતિએ પોતાની ભકિતની કપરી કસોટી આપવાનો સમય આવ્યો ત્યારે થયેલા ચમત્કારને કારણે વ્યકિતપૂજાની બીકથી સમાધિ લેવાનો સંકલ્પ કર્યેા એની સાથે ગંગાસતી સમાધિ લેવા તૈયાર થયાં પણ પતિ આજ્ઞાએ પાનબાઈને બાવન દિવસ સુધી રોજ ભજનવાણીની રચનાઓ કરીને મહામાર્ગનો પૂર્ણ ઉપદેશ આપ્યા બાદ સમાધિ લીધી. એમની ભજનવાણીમાં ‘નિજારપંથ ‘બીજમાર્ગે, મહાપંથની સાધનાનું આલેખન થયું છે. શીલ, સત્સંગ, ગુરુઉપાસના, વૃત્તિવિરામ. મિતવ્યવહાર અને યોગક્રિયા ઇત્યાદિ પગલાંની બનેલી વિકટવાટનું સદષ્ટાંત દર્શન કરાવતાં તેમનાં ભજનો સૌરાષ્ટ્રની ‘સંતવાણી ની આગવી મૂડી છે. કહળુભા અને ગંગાસતીની તથા પાનબાઈની સમાધિઓ સમઢિયાળા ગામે કાળુભાર નદીને કાંઠે આવેલી છે.

ગંગેવ

પરબની જગ્યાના ભજનિક કવિ. મા હુરાંના શિષ્ય. રચના : ભજનો. સમાધિ : ધોરાજીમાં –માં હુરાંની સમાધિ પાસે. પરબની મોટી જગ્યા.

ગીગાભગત/ગીગાપીર/આપાગીગા (ઈ.સ. ૧૭૭૭–૧૮૭૦)

સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સતાધારની જગ્યાનાં સ્થાપક સંત. જન્મ : ઈ.સ. ૧૭૭૭ ગધઈ જ્ઞાતિમાં, ટીંબલા/તોરીરામપર / ચલાલા / ધજડી ગામે. માતા : લાખુ/સુરૈયાબાઈ. ચલાલાના આપા દાનાના શિષ્ય. ઈ.સ. ૧૮૦૯ માં સતાધાર જગ્યાની સ્થાપના કરી. ઈ. ૧૮ર૬ માં દાસી જીવણ (ઈ.સ. ૧૭પ૦–૧૮રપ) ના ભંડારામાં ઘોઘાવદર હાજરી આપી.એના ચુમ્માલીશ વરસ પછી ઈ.સ. ૧૮૭૦,વિ.સં.૧૯ર૬માં ગીગાભગતે ત્રાણું વરસની વયે સમાધિ લીધી, એ જ સમયે દાસી જીવણના સમાધિ સ્થળે સમાધિ મંદિર બંધાતું હતું. તેથી દાસી જીવણની પ્રતિમા સાથે ગીગાભગતની પ્રતિમા પણ પધરાવવામાં આવી છે. શિષ્ય પરંપરા : કરમણ ભગત–રામ ભગત–હરિ ભગત–લક્ષ્મણ ભગત–શામજી ભગત–જીવરાજ ભગત (હયાત)–ગીગાભગતની સમાધિના સાત વરસ પછી કરમણભગતે ઈ.સ. ૧૮૭૭ માં ગીગાભગતની સમાધિ પર દેવળ ચણાવ્યું.

ગીગારામજી (અવ. ઈ.સ. ૧૯ર૪)

પીપાવાવની સુપ્રસિદ્ધ જગ્યાના મહંત. ધરમદાસજીના શિષ્ય. પિતા : મજાદરના સાધુ ધ્યાનદાસજી. માતા : બંગાળી સાધ્વી ગોમતીબાઈ. પીપાવાવની જગ્યાની ખેતીવાડી સમૃધ્ધ કરનાર આ લડાયક મિજાજના પ્રતાપી સાધુને તુલશીશ્યામના મહંત નરભેરામજીએ જગ્યાની ગાદી પર ટીલું કરી બેસાડેલા.

ગીગા રાવળ

મધ્યકાલીન સર્જક. કૃષ્ણવિયોગી ગોપીઓની બારમાસી પદોમાં એમણે રચી છે. રચનાઓ : ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં.

ગુણાતીતાનંદ સ્વામી (જન્મ ઈ.સ. ૧૭૮પ, અવ.ઈ.સ. ૧૮૬૭)

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદ સ્વામિના શિષ્ય.

જન્મ : ભાદરા (જિ. જામનગર)માં બ્રાહ્મણ જ્ઞાતિમાં ભોળાનાથ જાની / શર્મા અને સાકરબાઈને ત્યાં. જન્મ નામ : મૂળજી ભગત. પ્રથમ રામાનંદ સ્વામીના અનુયાયી હતા, પાછળથી સહજાનંદ સ્વામી પાસે ઈ.સ. ૧૮૧૦ માં દીક્ષા લીધી. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની પ્રારંભથી જ દેખભાળ અને પછીથી મહંત પદે. અક્ષરવાસ ઈ.સ. ૧૮૬૭ માં ગેાંડલ મુકામે.

ગેબનાથ/ગેબીનાથ

મધ્યકાલીન સંત–કવિ. રચના : ‘પંદરતિથિ અને કેટલાંક પદો.

ગેબીનાથ

પાંચાળની સંત પરંપરાના આદ્યપુરુષ નાથપંથી સિદ્ધ. રાજકોટ–ચોટીલાના ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક માઈલ દૂર અને થાનગઢથી તદૃન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથનું ભેાંયરું. શિષ્યો : આપા મેપા (થાન), આપા રતા (મોલડી).

ગેમલદાસ/ગેમલજી ગોહિલ

સંત–ભજનિક કવિ. સંત હરિદાસજીના શિષ્ય. જન્મ : કૂકડ (જિ. ભાવનગર) ગામે ગોહિલ શાખના રાજપુત કુટુંબમાં. પૂર્વાશ્રમના જબરા શિકારી ગેમલજીનું હૃદય પરિવર્તન થતાં પશ્ચાતાપ થયો અને સંત હરિદાસજી જેણે ઈ.સ. ૧૮૩૯માં ખદડપર ગામે જગ્યા બાંધી ગૌ સેવા અને અન્નદાનની ધૂણી ધખાવેલી તેની પાસે દીક્ષા લીધી. ગેમલજીના પુત્ર માધવસિંહની વંશપરંપરા હજુ ચાલુ છે. એક દીકરી સોરઠના કેવદ્રા પરણાવેલાં એમને ત્યાં ગેમલજીએ પ્રાણ ત્યાગ કર્યેા જેની સમાધિ કેવદ્રા ગામે મોજુદ છે. એમનાં ઉપદેશ અને પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો ખૂબ જ લોકપ્રિય થયાં છે.

ગોદડ

ભજનિક સંત કવિ. હિન્દી અને કચ્છી ભાષાની છાયા ધરાવતી ગુજરાતી ભાષામાં એમણે જ્ઞાન–ભક્તિનો બોધ આપતાં પદો ભજનો રચ્યાં છે. ઈ.સ. ૧૮પ૦ સુધીમાં થયા હોવાનું નેાંધાયું છે.

ગોપાળ

કલ્યાણદાસજીના શિષ્ય, સંત કવિ. રચના : પ્રેમલક્ષણા ભકિતનાં પદો.

ગોપાળગિરિજી

કોયલી મઠ (જિ. જૂનાગઢ)ના સ્થાપક સંત, બરોડાના ગાયકવાડના ભાણેજ ગોપાળ–ગોપાળરાવ સંસારત્યાગ કરીને ઉબેણ નદીને કાંઠે કોયલી ગામે સાધના કરવા બેસી ગયા. ગાયકવાડે તપાસ કરાવી, ગોપાળરાવે પાછા ફરવાનો ઇન્કાર કરતાં જૂનાગઢના બાબી નવાબ પાસેથી ગાયકવાડે કોયલી ગામ વેચાતું લઈ, ત્રિનેત્રેશ્વરનું મંદિર બંધાવી આપી ગોપાળરાવને અર્પણ કર્યુ. તેમની શિષ્ય પરંપરામાં વીસમી પેઢીએ આજે ભગવાનગિરિજી જગ્યાનું આધિપત્ય સંભાળે છે. જૂનાગઢ નવાબ બહાદુરખાનના શાસન સમયે પોતાના વચન ખાતર આ પરંપરાના તેરમા મહંત કૃપાલગિરિજીએ પોતાના વીસ સેવકો સાથે આત્મત્યાગ કરી સ્વયં બલિદાન આપેલું.

ગોપાળચરણદાસજી

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. ભાલપંથકના પાણશીણા ગામે લેઉવા કણબી કુટુંબમાં જન્મ. બે ભાઈઓ. જેમાં મોટા ભાઈએ દીક્ષા લઈ કૃષ્ણજીવનદાસજી નામ ધારણ કર્યુ. નાના તે ગોપાળચરણદાસજી. અમદાવાદના વાસુદેવપ્રસાદ આચાર્યજી પાસે દીક્ષા. ૩૦ વર્ષ સુધી હળવદ પાસેના ચરાડવા ગામે સ્વામિનારાયણ મંદિરના મહંત તરીકે ફરજ બજાવેલી.

ગોરખાભગત/આપા ગોરખા

પાંચાળની સંતપરંપરામાં સોનગઢના આપા જાદરા અને માતા માંકબાઈના પુત્ર. આપા રતાના દોહિત્ર. આપા દાના (ચલાળાના, ઈ.સ. ૧૭ર૮–૧૮રર) અને આપા વિસામણ (પાળિયાદના, ઈ.સ. ૧૭૬૯–૧૮ર૯)ના સમકાલીન.

ગોવિંદ (અવ. ૧૯ર૬)

શિહોર (જી. ભાવનગર) ના રજપૂત (ખવાસ) જ્ઞાતિના કવિ ગોવિંદ ગં્રથમાંળના કર્તા. પિતા : ગીલાભાઈ ચૌહાણ.

ગોવિંદગર

આધ્યાત્મિક જ્ઞાન–ભકિત વિષયક ભજનોના કર્તા. ઈ.સ. ૧૯૦૦ ની હસ્તપ્રતમાં રચનાઓ.

ગોવિંદદાસ

રવિભાણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંત–કવિ. દ્વારકાદાસના શિષ્ય. રવિસાહેબ (ઈ.સ. ૧૭ર૭–૧૮૦૪) ના પ્રશ્નોના ઉત્તર રૂપેઇ‘જનગોવિંદ એવી નામછાપથી રચાયેલાં ર પદ્યપત્રોના રચયિતા.

ઘનશ્યામગિરિજી (જન્મ ઈ.સ. ૧૭૭૧ આસપાસ, અવ. ૧૮૧૪)

ગિરનારી દશનામી સંત પરંપરાના તેજગિરિજીના શિષ્ય. ગેાંડલની ભીમનાથ મહાદેવની જગ્યાના મહંત. ગુરુઆજ્ઞાથી ત્રણે ગુરુભાઈઓ આનંદગિરિ. ભભૂતગિરિ અને ઘનશ્યામગિરિ દેશાટન કરવા નીકળ્યા. આનંદગિરિને બગસરાના વાળા દરબાર ડોસાજીએ રોકયા અને રાણપુરમાં બારસાંતીની જમીન આપી જગ્યા બાંધી આપી ભભૂતગિરિ છેક ધરમપુરના રાજવીના ગુરુપદે બીરાજયા. અને ઘનશ્યામગિરિએ બિલખા–ડુંગરપુર–ખડિયા થઈ ચારણિયા ગામને પાદર આસન વાળ્યા. એના આશીર્વાદે રાણીંગવાળાને ત્યાં બાવાવાળાનો જન્મ થયો. ત્યાંથી જેતલવડ (તા. વિસાવદર)ગામ પાસે ‘જમીનનો ધડો તરીકે ઓળખાતી જગ્યા પર ટેકરી ઉપર આશ્રમ બાંધ્યો. (આજે ત્યાં બાવાવાળાની ખાંભી છે.) ખ્યાતિ વધતાં ગેાંડલ આવ્યા અને ભીમનાથ મહાદેવની જગ્યા સંભાળી એકવાર તેનો શિષ્ય મંગળગિરિ જગ્યા માટે છાણ લેવા ગયો ત્યાં સરવૈયા રજપૂતોની છોકરીઓ સાથે તકરાર થતાં છાણના છાંટા નાખ્યા ને છોકરીઓને કાળી બળતરા ઉપડી. ગુરુ આજ્ઞાએ પ્રાયશ્ચિત રૂપે મંગળગિરિએ જાતે જીવતાં સમાધિ લીધી એ જગ્યા પર સરવૈયા રજપૂતોએ મંગળેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું. બીજા શિષ્ય વિરગિરિજીને ભીમનાથ જગ્યા સેાંપી રાણીંગવાળાના આગ્રહે ઘનશ્યામગિરિજીએ જાંબુડા ગામ સ્વીકારેલું. ઈ.સ. ૧૮૧૪માં ગેાંડલ ભીમનાથની જગ્યામાં જ તેમનું અવસાન થયું.

ચરણતીર્થ મહારાજ/જીવરામ કાળીદાસ શાસ્ત્રી

ગેાંડલની સુપ્રસિદ્ધ શકિતપીઠ ‘શ્રી ભુવનેશ્વરી પીઠના આદ્ય સ્થાપક. ૧૯૪૬માં સંન્યાસ દીક્ષા. એ પહેલા ગેાંડલ રાજ્યના રાજવૈદ્ય. સંસ્કૃત, સાહિત્ય, આયુર્વેદ, તંત્ર, જ્યોતિષ, કર્મકાંડ, વ્યાકરણ, ન્યાય, તત્વજ્ઞાન, કાવ્ય, નાટક, ઈતિહાસ, પુરાણ વગેરે વિષયો ઉપર સંશોધનગ્રંથો. યોગસિદ્ધ અચ્યુત સ્વામીના શિષ્ય. અવ. વિ.સં. ૧૯૩૪ શ્રાવણ વદિ અમાસ તા. ર–૯–૧૯૭૮. વર્તમાન આચાર્ય ગાદીએ ઘનશ્યામજી.

ચરણસાહેબ

રવિ–ભાણ સંપ્રદાયના સંત–કવિ. મોરારસાહેબના શિષ્ય. ખંભાલીડા જગ્યામાં રહેતા. રચના : ભજનો.

ચાંપબાઈ

વડવાળાધામ (દૂધરેજ)ના સ્થાપક સંત ષટ્‌પ્રજ્ઞદાસજી / છઠ્ઠાબાબાનાં બહેન. પિતા : ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજજી, માતા : ગંગાદેવી. રૂગનાથપૂરીનાં શિષ્યા. સંસાર ત્યાગી ચૂલી (જિ. સુરેન્દ્રનગર) ગામે તળાવની પાળ પાસે ધારનાં પેટાળમાં જગ્યા બાંધી. પાછળથી ત્યાં જ જીવતાં સમાધિ લીધી. શિષ્યો : રૂડદાસજી અને હરિદાસજી.

ચિંથરભગત/ઢાંગરભગત

સૌરાષ્ટ્રના ઉના પાસેના સનખડા–ગાંગડા ગામના કોળી જ્ઞાતિના ભકત. પીપાજીના સમકાલીન. પોતાની પત્નીની સાડી વેચીને પીપાજી તથા સીતાદેવીનો અતિથિ સત્કાર કરેલા એમ કહેવાય છે (મહુવા પાસેના કોઈ ગામના લેઉવા કણબી જ્ઞાતિના ભકત ઢાંગર ભગત વિશે પણ આજ હકીકત કહેવામાં આવે છે).

જઈતાભગત (ઈ.સ. ૧૭૪૪–૧૮ર૦)

જન્મ : ખાચર શાખના કાઠી કુટુંબમાં ભાડલા ગામે નાગખાચરને ત્યા. પાળિયાદના વિસામણ ભગતના સમકાલીન. સિધ્ધ સંત. સમાધિ : જસદણ ગામે.

જયરામ દાસજી (અવ. ઈ.સ. ૧૯૩૭)

વડોદરા તાબાના માંજલપુર કબીર મંદિરના મહંત સંતકવિ. ગુરુ : લક્ષ્મણદાસજી સાહેબ. કાફી ઢાળના ભજનોના રચયિતા. ૧૧૦ વર્ષની વયે તા. ૦૮–૦૧–૧૯૩૭માં સત્યલોક ગયા.

જયરામશાહ/જયરામગિરિ.

દશનામી સંપ્રદાયના સાધુ. બિલખા રામનાથમંદિરમાં રહેતા. ગધેસંગના ડુંગરાપર વમતા ફકીર નૂરશાના મિત્ર, તેથી ‘શાહ પદવી ધારણ કરેલી. નૂરશાહને ‘નૂરગિરિ/નૂરગર તરીકે પણ લોકો ઓળખતા. સંભવત : પરબના સંત દેવીદાસના ગુરુ.

જલારામ (ઈ. ૧૮૦૦–૧૮૯૧)

સૌરાષ્ટ્રના અન્નક્ષેત્રોમાં અગ્રગણ્ય ગણાતી વીરપુર (જિ. રાજકોટ) ની જગ્યાના આદ્ય સ્થાપક સંત–ભકત. ભોજાભગતના શિષ્ય જન્મ : સં. ૧૮પ૬ કારતક સુદ ૭ સોમવાર, અવસાન : સં. ૧૯૩૭ મહા વદ ૧૦. પિતા : પ્રધાન ઠક્કર. માતા : રાજબાઈ. લોહાણા જ્ઞાતિના. પત્ની : વીરબાઈમા. આટકોટના પ્રાગજી સોમૈયાનાં દીકરી. (અવ. ઈ. ૧૮૭૯) વીસ વર્ષની વયે સદાવ્રત ચાલુ કર્યું. સંતસેવા અને અન્નદાન એ બે સિદ્ધાંતો એમણે જીવનભર પાળેલા. અતિથિ સત્કાર અર્થે પત્નીનું દાન અનાસક્ત ભાવે કર્યું. અને ઈરની કસોટીમાંથી પાર ઊતર્યા. તેમનાં દીકરી જમનાબાઈની વંશપરંપરા આજે વીરપુર જગ્યાની ગાદી સંભાળે છે.

જસા પૂજ

ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવતા સિદ્ધ જૈન મૂનિ. મોરબીના ઠાકોરને પરચો બતાવી શિષ્ય બનાવેલા. તેમના વિશે ઈ. ૧૮પર સુધી તેઓ હયાત હતા અને તેના શિષ્ય નીમચંદજી મોરબીમાં ઈ. ૧૮૮૪ સુધી હયાત હતા એમ નેાંધાયું છે.

જસોમા

ગિરનારી સંત વેલાબાવાનાં પત્ની. સંત કવયિત્રી. કોળી જ્ઞાતિનાં આ ભક્તનારી એ ગિરનારી શિલા નીચે તેના પતિ વેલાબાવા સમાધિસ્થ થયા ત્યારે પોતાના વિરહ ભાવને આધ્યાત્મિકતાથી વર્ણવતુ એક ભજન ગાયેલું અને વેલાબાવાએ સતીને પોતાની સાથે સમાધિમાં સમાવેલાં એમ કહેવાય છે.

જાદરા ભગત/આપા જાદરા

પાંચાળની સંત પરંપરાના સંત. સોનગઢમાં જળુ શાખની કાઠી જ્ઞાતિમાં જન્મ. મોલડીના સંત આપા રતાના જમાઈ. પત્ની માંકબાઈ, પુત્ર : આપા ગોરખા. ચલાલાના સુપસિદ્ધ સંત આપા દાના (ઈ.સ. ૧૭ર૮–૧૮રર)ના ગુરુ. ઈ.સ. ૧૭૪૮ આસપાસ દાનાભગતને કંઠી બાંધી.

જાદવભગત

સતાધારની સંત પરંપરાના ભક્ત. સતાધારના પુજારી હતા. આપા ગીગાના શિષ્ય કરમણ ભગત પાસે કંઠી બંધાવેલી. ઈ.સ. ૧૮૮પ માં કરમણભગત પાછળ સંતમેળો અને ભંડારો કર્યેા. એ પછી સતાધાર છોડી બગસરામાં સતાધારની જગ્યા સંભાળી.

જાદવો

સૌરાષ્ટ્રના કોળી જ્ઞાતિમાં સંત કવિ. જેમણે રામ ચરિતનાં પદોની રચના કરી છે. કોઈક ભજનોમાં જોધલપીરના શિષ્ય તરીકે ઓળખાવાય છે. ‘જોધા પ્રતાપે જપે કોળી જાદવો... એમ નામાચરણ ભવાનીદાસના ગુરુભાઈ હોવાનું દર્શાવે છે. વિરમગામ તાલુકાના કુમરખાણ ગામે એની જગ્યા હોવાનું નોંધાયું છે.

જાનકીબાઈ

કૃષ્ણલીલાનાં અને અન્ય કેટલાંક ભક્તિમાર્ગી પદોની રચના કરનાર સંત–ભકત કવયિત્રી.

જાનબાઈ

દેરડી (ઢસા જંકશન પાસે) ગામનાં સતી. જેમણે ગળાવેલી વાવમાંથી નાતજાતના ભેદભાવ વિના તમામ જ્ઞાતિ/કોમના લોકોને પાણી ભરવાની છૂટ છે. દેરડી ગામ ‘જાનબાઈની દેરડી નામે ઓળખાય છે.

જીવણદાસ કાપડી

ભાવગુરુ સ્વામીના શિષ્ય સંત–ભજનિક કવિ.

જીવણદાસ મોઢવાડિયા

પરબના સંત દેવીદાસના શિષ્ય, મેર જ્ઞાતિનાં સંત–કવિયિત્રી લીરબાઈ/લીરલબાઈને દેવીદાસજીનો પરિચય કરાવ્યો. પત્ની : સોનબાઈમા. જગ્યા : મોઢવાડા (તા. પોરબંદર).

જીવણદાસજી લોહલંગરી (ઈ.સ. ૧૭મી સદી પ્રારંભ–ઈ.સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ)

ગેાંડલની વડવાળાની જગ્યાના અને ગેાંડલિયા વૈષ્ણવ સાધુઓના આદ્યપુરુષ. સિદ્ધ મહાત્મા. મુળ મારવાડ તરફના, રામાનુજાચાર્યની પરંપરાના શ્રીવૈષ્ણવ સાધુ. ઈ. ૧૬રપમાં ગેાંડલી નદીને કાંઠે જગ્યા બાંધી શિવાલય અને રામદેવપીરનું સ્થાપન કર્યું. દૂધરેજની જગ્યાના આદ્યપુરુષ ષષ્ટમદાસજીના ગુરુ રઘુનાથસ્વામી અથવા યાદવપુરીના પરમ મિત્ર. દૂધરેજની શકિતપીઠમાં પોતાની આ મૈત્રી પરંપરા કા ટકી એ માટે વડ રોપાવેલો અને અરસપરસ સ્મૃતિચિન્હ્‌ની આપ–લે કરેલી. જેમાં દૂધરેજના સાધુઓને દાસ પદવી, ભાલ તિલક, તુલસીની માળા અને ભદ્ર રૂપ એ ચાર વસ્તુઓ પોતે આપી ત્યારથી રૂગનાથપુરી ‘રૂગનાથદાસ બન્યા. એ રૂગનાથદાસે ગેાંડલના વૈષ્ણવ સાધુઓને ભગવો અંચળો અને સમાધિ (ભૂમિદાહ) એમ બે વસ્તુઓ આપેલી, આમ શૈવ–શાકત અને વૈષ્ણવ એ બે તદ્‌ન જુદી જુદી સાધુ પરંપરાઓ વચ્ચે એકતા સ્થાપવાનું વિરલ કાર્ય લોહલંગરી જીવણદાસજીએ કરેલું. ઈ. ૧૭પ૩ પછીના ગાળામાં તેઓનું અવસાન થયું અને ગેાંડલમાં ૧ર૮ જેટલાં વર્ષેા સુધી રહેલા એમ નેાંધાયું છે. બે સમર્થ શિષ્યો મૂળદાસજી (ઈ.સ. ૧૬૭પ–૧૭૭૯ અમરેલી) અને દાસારામ (ઈ.સ. ૧૬૪૦–૧૭૪૯) બાલાગામ)ની સમૃદ્બ અધ્યાત્મ–ભક્તિ પરંપરાના બીજ રોપનાર ‘વડવાળા દેવ તરીકે પૂજાતા સિદ્બ યોગી જીવણદાસજી સૌરાષ્ટ્રની સંતમાળાના મણકાઓમાં મેર સમાન સ્થાન ભોગવે છે.

જીવણનાથ

નાથ સંપદાયના સાધક. ભાવનગર જિલ્લાના સોનગઢ પાસેના ટોડા ગામે મેઘવાળ જ્ઞાતિમાં વિ.સં. ૧૯૭ર ચૈત્ર સુદ ૧૧, શનિવારે જન્મ. ગુરુ : નેપાળના સદા આનંદીનાથ. ત્રણ ભાઈઓ ત્રિકમ, રાણો અને જીવણ. ત્રણ બહેનો પ્રેમબાઈ, હિરૂ અને મૂળી. પિતા : માવજી. માતા : મીણબાઈ. ત્રણ શિષ્યો (૧) પ્રભાતનાથ (ભાણવડ પાસેના ત્રિવેણી સંગમ સ્થળે જગ્યા તેના શિષ્ય જીણાનાથ જેમણે ઈ.સ. ૧૯૯૯માં આત્મત્યાગ કર્યો). (ર) ધીરપનાથ (ચાંદોદ) (૩) શાંતિનાથ (ભરૂચ).

જીવણસાહેબ/દાસી જીવણ/જીવણદાસજી (ઈ.સ. ૧૭પ૦–૧૮રપ)

રવિ ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ ઈ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા. ગેાંડલ, જિ. રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત–સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર તરીકે ઓળખાય છે. નિર્ગુણ–નિરાકારની સાથે સગુણ–સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા–દાસીભાવ, જ્ઞાન, યોગ, વૈરાગ્ય, ચેતવણી, બોધ–ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત–કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિતં દાસીજીવણે મોખરાનું સ્થાન પાપ્ત કર્યુ છે. એમનાં પ્યાલો, કટારી, બંસરી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે.દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ–દીવાળીને દિવસે (ઈ.સ. ૧૮રપ) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પેમસાહેબ (કોટડા સાંગાણી), અરજણ (ભાદરા).ઈ. ૧૮ર૬ માં દાસી જીવણ (ઈ.સ. ૧૭પ૦–૧૮રપ) ના ભંડારામાં ઘોઘાવદર હાજરી આપી.એના ચુમ્માલીશ વરસ પછી ઈ.સ. ૧૮૭૦,વિ.સં.૧૯ર૬માં ગીગાભગતે ત્રાણું વરસની વયે સમાધિ લીધી, એ જ સમયે દાસી જીવણના સમાધિ સ્થળે સમાધિ મંદિર બંધાતું હતું. તેથી દાસી જીવણની પ્રતિમા સાથે ગીગાભગતની પ્રતિમા પણ પધરાવવામાં આવી છે.

જીવણાભગત/આપા જીવણા

ચલાલાની આપા દાનબાપુની જગ્યાના પ્રથમ ગાદીપતિ મહંત. આપા દાનાના નાના ભાઈ નાથાબાપુના મોટા પુત્ર. જે ઈ.સ. ૧૮રરમાં આપા દાનાના અવસાન પછી ચલાલાની ગાદીએ આવ્યા.

જીવન

ભાવનગરના રાજપૂત કવિ. જીવાભગતના નામે ઓળખાતા. યુવાવસ્થામાં સંસારત્યાગ કરી પરમહંસ અવસ્થા પ્રાપ્ત કરેલી નર્મદા કિનારે વિચરતા. રચના : સવૈયાઓ.

જીવરામ (ઈ.સ. ૧૭૪૪માં હયાત)

જન્મ : ધોળકામાં ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ જ્ઞાતિમાં. અવટંકે ભટૃ. મધ્યકાલીન કવિ. ઈ.સ. ૧૭૪૪માં રચેલી ‘જીવરામ શેઠની મુસાફરી રચના હીરછંદની ચાલમાં ૮૭ કડીનું રૂપક કાવ્ય છે.

જીવા સાહેબ / જીવા ભગત (ઈ.સ. ૧૭પ૮–૧૮૪૯)

રવિ ભાણ સંપ્રદાયના સંત–કવિ. મોરાર સાહેબના શિષ્ય. જન્મ ઈ.સ. ૧૭પ૮ ટંકારા ગામે ખત્રી જ્ઞાતિમાં.

જુઠીબાઈ

જેરામદાસ ગુરુ સાથે અધ્યાત્મવિદ્યા સંબંધી થયેલી પ્રશ્નોતરીમાં પ્રશ્નો રૂપે રચાયેલાં ૬ પદોના રચયિતા સંત કવયિત્રી. ધીરાની કાફી પ્રકારની આ રચનાઓમાં કાઠિયાવાડી તળપદી બોલીનાં તત્વો જોઈ શકાય છે.

જેઠીરામ (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ)

કચ્છ પ્રદેશના સંતકવિ. દેવા સાહેબના પટૃશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી–૧ની પાંચમી પેઢીના સંતાન. જાડેજા રાજપૂત કુટુંબમાં સતાજી જાડેજાને ત્યાં જન્મ. જન્મનામ જેઠુજી દેવાસાહેબનું અવસાન થતાં હમલા (કચ્છ) ની ગાદી પોતે ન સંભાળતાં દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી વહીવટ કરેલો. અનેક ભાવવાહી ભજનો સંતવાણીની રચના. હિન્દીની છાંટવાળી ગુજરાતી ભાષામાં અને કચ્છી–હિન્દી ભાષામાં રચાયેલાં આ ભજનો સૌરાષ્ટ્રના ભજનિકોમાં ખૂબ લોકપ્રિય છે. ઈ. ૧૭૬૧ માં કચ્છ પડેલા દુષ્કાળ વખતે અન્નદાન ને લોકસેવા પણ તેમણે કરેલા.

જેઠો (ઈ.સ. ૧૭૯પમાં હયાત)

મધ્યકાલીન સંતકવિ. જન્મ જૂનાગઢના ઝારોલા વણિક કુટુંબમાં.

પિતા : મોહન, શકિતના ઉપાસક. માતાજીના શણગારને વર્ણવતી ઈ. ૧૭૯પમાં રચેલી ર૭ કુડીની ‘ હીમજાજી માતાના જન્મ ચરિત્રની ગરબીના રચયિતા.

જેઠો

જામનગરના કડિયા જ્ઞાતિમાં જન્મેલા સંતકવિ. ગુરુ અને ભકિત મહિમાનાં પદોના રચયિતા.

જેઠો કાપડી

ભજનિક હરિજન સંતકવિ. રચના–ભજનો.

જેઠો–રામનો

કુતિયાણામાં ભરવાડ જ્ઞાતિમાં જન્મ. રચના : છકડિયા દુહાઓ, જેમાં દાતારના, ગિરનારના મેળાના, પરિક્રમાના, ઉપદેશાત્મક રામાયણ વિષયક.

જેમલ/જેમલજી

ધાફાના જાડેજા રાજપુત કુટુંબમાં જન્મ. સંતકવિ. મૂળનામ : જાલમસિંહજી જાડેજા. રચના : ભજનો.

જેરામભારથી

ગિરનારી સંત. બે શિષ્યો : નારણદાસ (ખાખી જાળિયા), દેવીદાસ (પરબ). (કદાચ જયરામશાહને બદલે જેરામભારથી નામ નેાંધાયું હોય એવી શકયતા છે.)

જેરામદાસ

શિષ્યા જુઠીબાઈના અધ્યાત્મવિદ્યા સંબંધી પ્રશ્નો ધરાવતા ૬ પદોના જવાબરૂપે રચાયેલાં ધીરાની કાફીના ઢ ાળના, કાઠિયાવાડી તળપદી બોલીમાં રચાયેલાં ૬ પદોના રચયિતા સંતકવિ.

જેસલ/જેસલપીર (ઈ.સ. ૧૬મી સદી)

કચ્છના આ સંતકવિનું ચરિત્ર જુદા જુદા પ્રકારે આલેખાયું છે. મહાપંથના બીજમાર્ગી નિજારી સંપ્રદાયના અનુયાયી જેસલનો જન્મ કચ્છના દેદા વંશના જાડેજા રાજપૂત ચાંદોજીને ત્યાં થયો હતો એમ નેાંધાયું છે. જેસલનું પૂર્વજીવન રાજય સામે બહારવટે ચડેલા કાળજાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રના સલડી / સરલી / વાંસાવડ ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધિ સમયે અચાનક સાંસતિયાની પત્ની તોરલને જોઈ. કુર અને પાપી જેસલના જીવનનો ઉદ્વાર કરવાના આશયથી સાંસતિયાને પોતાની ઘોડી–તલવાર સાથે તોરલ/તોળીરાણી પણ જેસલને સેાંપી દીધી. અનેક કસોટીઓની વચ્ચે તોરલે એનો બચાવ કર્યેા અને ધીરે ધીરે જેસલનું હૃદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા પછી એણે ભજનવાણીની રચનાઓ કરી છે. જેમાં પોતાના પાપોનું પ્રાયશ્ચિત અને હૃદયવ્યથાનું નિરૂપણ છે. અંજાર (કચ્છ)માં જીવતાં સમાધિ લઈ લેનાર જેસલ આજે ‘જેસલપીર તરીકે પુજાય છે.

જોધલપીર

ભાલપ્રદેશના ધોળકા તાલુકાના કેસરડી ગામે વણકર દેવાભગત મકવાણાને ત્યાં આસો સુદ ૧૦ શુકવારે વિ.સં. ૧૩૧૬માં જન્મ. તા.રર–૧૦–૧ર૬૦ ગુરુ : રૂપનાથ. બુંદ શિષ્યઃ હીરસાહેબ. શિષ્યો : ભવાનીદાસ (ધોળકા), ગાંગાબાવા (દેવથળ), વજોપીર (ખેડા), નાનો બાવો, જાદવ કોળી, મેઘલ સોની, કલ્યાણપીર વગેરે બાર શિષ્યો.અવસાન : આસો સુદ ૧૦ તા. ર૬–૧૦ ૧૩રપ

ઝબુબાઈ

દાસ સવાનાં શિષ્યા.ભજન રચયિતા કવયિત્રી.

ઠારણભગત

દાસાપંથી સંત, દાસાભગતના શિષ્ય. ઉપલેટાના કલા ભગતના ગુરુ. પાટણવાવના પેથાણી અટકના કણબી. ઈ.સ. ૧૭૭૯માં અમરાપર (જિ.અમરેલી) ગામે અદશ્ય થયા તે જગ્યાએ ગેબલશા પીર તરીકે પૂજાય છે.

ડોસો વેલાણી (ઈ.સ. ૧૭ર૬માં હયાત)

કાલાવડ (જિ. જામનગર)માં જન્મ. પિતા : વેલો. મધ્યકાલીન સર્જક. કૃષ્ણભકત. ૭૦ કડીમાં એમણે ‘ કૃષ્ણ–ચરિત્રનો સલોકો રાઘાકૃષ્ણનો સલોકો/બાળલીલાનો સલોકો એ રચના ઈ.સ. ૧૭ર૬ માં કરી છે.

ડુંગરપૂરી

(ઈ.સ. ૧૭૯૪માં હયાત) મારવાડ–રાજસ્થાનના સંત કવિ. ભાવપૂરીના શિષ્ય. જોધપુર પાસેના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે. પૂર્વાશ્રમમાં તેઓ જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હતા તેવું મનાય છે, તો વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર માવજી ભગત અને માતા રૂડીબાને ત્યાં જન્મેલા એવી દંતકથા પણ મળે છે. પાલનપુર તાલુકાના અમીરગઢમાં સમાધિ લીધેલી. રચના : હિન્દી, ગુજરાતી, મારવાડી ભજનો.

ઢાંગા ભગત

તળાજા (જિ. ભાવનગર)ના કુંભાર જ્ઞાતિના ભક્ત. દેવાયત પંડિતના શિષ્ય. મહાપંથી સંત.

તમાચી સુમરો.

મુસ્લિમ સુમરા/સિંધી કવિ. જેમાં સિંધી ભાષાના શબ્દોનો ઉપયોગ થયો છે. એવા દોઢિયા દુહા / છકડિયાના સર્જક.

તાપડિયા બાપુ

અર્વાચીન સમયના સંત. આશ્રમ : બાબરા (જિ. અમરેલી).

તિલકદાસજી (ઈ.સ. ૧૮પ૯–૧૯૩ર)

કબીરપંથી–રવિભાણ સંપ્રદાયના હરિજન સંત. જન્મ નામ : તેજાભાઈ. માનસદાસજી મહારાજ પાસે પુનઃ દીક્ષા–ગુરુમંત્ર. ૭પ વર્ષની વયે

ઈ.સ. ૧૯૩ર માં સમાધિસ્ત થયા. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે.

તુડાપુરી/તુલાપુરી

ગિરનારી રૂખડિયા સંત–કવિ. હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં ગણપતિ સ્તુતિનાં અને અન્ય અધ્યાત્મ વિષયક ભજનો. આ ભજનોમાં પાઠાંતરે તોડાપુરી કે તોરલપરી નામ પણ મળે છે.

તુલસી

મધ્યકાલીન આખ્યાન કવિ. કુતિયાણા (જિ. જૂનાગઢ)ના સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં માધવ / માધવજીને ત્યાં જન્મ : રચના : ધ્રુવાખ્યાન, ઈ.સ. ૧૬ર૮ થી પ૮ વચ્ચે હયાત હોવાનું નેાંધાયું છે. આ રચના હાથપ્રતોમાં તેમના પુત્ર વૈકુંઠના નામે પણ મળે છે.

તુલસી

લીલિયા (જિ. અમરેલી) ના મધ્યકાલીન સર્જક. રચના ‘અમેઘ પર્વ ઈ.સ. ૧૬૬૬.

તેજાભગત

ધોરાજી (જિ. રાજકોટ)માં અન્નક્ષેત્રના સ્થાપક સંત–ભકત. વઘાશિયા અટકના, લેઉવા કણબી જ્ઞાતિના, પટેલ લાલાબાપાને ત્યાં ધોરાજીમાં ઈ.સ. ૧૮૩૮ માં જન્મ. શિવ ભકત. પ્રેમદાસજીના શિષ્ય. લગ્ન : ઉઘાડ કુટુંબની દીકરી સાથે. પુત્ર ગંગદાસ. સંત મેળો, મંડપ અને અનેક ચમત્કારિક ઘટનાઓ કરીને તેાંતેર વર્ષની વયે શરદપૂર્ણિમાને દિવસે ઈ.સ. ૧૯૧૧ માં અવસાન. જગ્યા – અન્નક્ષેત્ર તેમના શિષ્ય વશરામ ભક્તે સંભાળ્યા.

તોરલ/તોળલ/તોળાંદે/તોળીરાણી

મહાપંથના સંત કવયિત્રી. બીજમાર્ગી નિજારી પાટપૂજામાં ‘સતી તરીકેનું સ્થાન ધરાવનારાં, સૌરાષ્ટ્રના સરલી/સલડી કે વાંસાવડના સંત રાજવી સાંસતિયા કાઠીનાં પત્ની. જેમણે જેસલ જાડેજાને ‘જેસલ પીર બનાવ્યો. એમની ઘણી ભજનરચનાઓ અત્યંત લોકદાર પામી છે.

ત્રિકમજી બાપા/ત્રિકમાચાર્યજી (ઈ.સ. ૧૯૦૦–૧૯૮૦)

ભાણવડ પાસેના લોજરા ગામના બરડાઈ બ્રાહ્મણ. સ્વરવિજ્ઞાનના અભ્યાસી વચનસિદ્ધ સંત. ખોબો ખોબો અનાજ ઉઘરાવી અન્નક્ષેત્ર ચલાવતા. જગ્યા : ભાણવડ ગામે. દવારામના સમકાલીન. કાટકોલા ગામે સમાધિ છે.

ત્રિકમદાસજી. (ઈ.સ. ૧૯૦૦–૧૯૮૦)

નવા સૂરજદેવળ (ચોટીલા પાસ, જિ.સુરેન્દ્રનગર)ના મહંત. રાજુલા ગામે સાધુ કુટુંબમાં વિનયરામજી મહારાજ અને અમરતબાઈને ત્યાં જન્મ. ઈ.સ. ૧૯૦૯ માં મુંબઈના સંત ભગવાનદાસજી (દૂધરેજ મહંત રઘુવરદાસજીના ગુરુભાઈ) પાસે દીક્ષા લીધી. આ ભગવાનદાસજી ઈ.સ. ૧૯૧૪માં જૂના દેવસરને ટીંબે ‘ નવા સૂરજદેવળની સ્થાપના કરી પ્રથમ મહંત બન્યા. ઈ.સ. ૧૯ર૧ માં ત્રિકમદાસજીને પોરબંદરની સંસ્કૃતિ પાઠશાળામાંથી બોલાવી લીધા અને લઘુ મહંત તરીકે ટીલું કર્યું. ઈ.સ. ૧૯રપમાં સૂર્યમંદિરનું ખાતમુહૂર્ત અને

ઈ.સ. ૧૯૩પમાં સૂર્ય પ્રતિમાની પ્રતિષ્ઠા ત્રિકમદાસજીએ કરાવ્યા. ઈ.સ. ૧૯પ૬માં શિષ્ય હરિવલ્લભદાસજીને ગાદી સેાંપી, ઈ.સ. ૧૯૮૦માં કલોલ ખાતે અવસાન. અગ્નિસંસ્કાર સૂરજદેવળ.

ત્રિકમદાસ વૈષ્ણવ (ઈ.સ.૧૭૩૪–૧૭૯૯)

પુષ્ટિ સંપ્રદાયના ભકત કવિ. જૂનાગઢના વડનગરા નાગર ભવાનીદાસને ત્યાં જન્મ. નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતાની દસમી પેઢીએ થયા એ પ્રકારનું પેઢી નામું મળે છે. આ કવિએ જૂનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો કરાવી ત્યાં રણછોડરાયજીની પ્રતિમા માંગરોળથી લાવીને પધરાવેલી ગુજરાતી, સંસ્કૃત, ફારસી અને વજભાષાના તથા પિંગળ અને અલંકાર ગ્રંથોના વિદ્વાન એવા ત્રિકમદાસજીનું અવસાન ડાકોરમાં ગોમતીજીને કાંઠે ઈ.સ. ૧૭૯૯માં થયું હતું. તેમની દેહરી મોજૂદ છે. રચના : ‘પર્વત પચીસી, કેટલાંક પદો, વ્રજભાષામાં ‘ડાકોરલીલા અને હિન્દી ફારસીમાં ‘રુક્મિણી બ્યાહ.

ત્રિકમસાહેબ ( જન્મ : તા.પ–૮–૧૭ર૬, સમાધિ ઈ.સ.૧૮૦૧)

રવિ–ભાણ સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છમાં રામવાવ ગામે (તા. રાપર) હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મ, રામગિર નામના જોગી મહાત્માની પ્રેરણાથી ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના નાદશિષ્ય બન્યા. કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડ ગામે ગાદીની સ્થાપના કરી. ત્રિકમસાહેબના આગમનથી રવિ–ભાણ સંપ્રદાાં હરિજનોને સ્થાન મળ્યું અને આગળ જતાં ‘વાડીના સાધુ તરીકે ઓળખાતા હરિજન સંત–ભકતો–કવિઓની સમૃદ્બ પરંપરા મળી. હિન્દી અને ગુજરાતી ભાષામાં રચાયેલી એમની ભજનવાણી ઉપર કબીરસાહેબની અને તેમની વાણીનો વ્યાપક પ્રભાવ પડયો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યકત થઈ છે. શિષ્યો : ભીમસાહેબ (આમરણ) અને નથુરામ (રાધનપુર) સમાધિસ્થાન : રાપર ગામે. જન્મ : તા.પ–૮–૧૭ર૬ શ્રાવણ વદી ૮ સોમવાર વિ.સં.૧૭૮ર

થોભણ

ભગવાન શ્રી રામના જીવન પ્રસંગો–ગુણોનું વર્ણન કરતા રામગરી ઢંગના પદોના રચયિતા સંત–કવિ.

દયાનંદ/મુંડિયા સ્વામી (ઈ.સ. ૧૮પર–૧૯ર૯)

ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ જ્ઞાતિમાં કાશીરામ અને પાનબાઈને ત્યાં વિ.સં. ૧૯૦૮માં જન્મ. જામનગરના સાધુ બ્રહ્માનંદ પાસે ઈ.સ. ૧૮૮૬માં દીક્ષા. જૂનાગઢના રેવન્યુ ખાતામાં અથવા પોલીસ ખાતામાં નોકરી કરતા. એકવાર વિના કારણ નિરપરાધીને દંડ કર્યેા, પાછળથી પશ્ચાતાપ થતાં રાજીનામું આપી સન્યસ્ત ધર્મ સ્વીકાર્યેા. ઈ.૧૯ર૯માં જામનગરમાં ગુરુ બ્રહ્માનંદની સમાધિ પાસે સમાધિ લીધી. રચના : ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગી સંતવાણી ભજનો.

દયાનંદ સરસ્વતી (ઈ.સ. ૧૮ર૪–૧૮૮૩)

‘આર્યસમાજ સંપ્રદાયના આદ્યસ્થાપક ધર્માચાર્ય સન્યાસી. ગુરુ : વિરજાનંદ સ્વામી. મોરબી પાસેના ટંકારા ગામે ઔદિચ્ય બ્રાહ્મણ. કુટુંબમાં કરસનજી ત્રિવેદીને ત્યાં જન્મ. નામ : મૂળશંકર. જ્ઞાનની ખોજમાં ગૃહત્યાગ કર્યેા, રૂઢિ, વહેમો, અંધશ્રધ્ધા, મૂર્તિપૂજા વગેરે સામે જેહાદ જગાવી અને ઈ.સ. ૧૮૭પમાં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. વેદધર્મના હિમાયતી એવા આ તત્ત્વચિંતકનો ‘સત્યાર્થ પ્રકાશ ગં્રથ વેદો–ઉપનિષદો–પુરાણોનું ખરું રહસ્ય સમજાવે છે.

દયારામબાપુ

વાવડી (તા. બાબરા, જિ. અમરેલી) ગામના સંતસ્થાન–આશ્રમના સ્થાપક સંતભકત પત્ની : રામબાઈમા. શિષ્ય પરંપરા ભીમદાસજી– સુખરામજી–કરસનદાસજી–દર્શનદાસજી (હયાત) ઈ.સ. ૧૮૮૯માં સં.૧૯૪પ આસો વદ ૧૧ના દિવસે જીવતાં સમાધિ લીધી.

દલુરામ

રવિ–ભાણ સંપ્રદાયના સંતકવિ. મોરાર સાહેબના શિષ્ય. ખંભાલીડા (જિ. જામનગર) મોરારસાહેબની જગ્યામાં રહેતા.

દવારામ. (ઈ.સ. ૧૮૪૯–૧૯ર૬)

ભાણવડ (જિ. જામનગર)માં અન્નક્ષેત્રના સ્થાપક સંત–ભકત. ખાખી સાધુ નરસંગજીના શિષ્ય. લોહાણા જ્ઞાતિમાં વિઠ્ઠલદાસ ઠક્કરને ત્યાં ભાણવડ ગામે જન્મ. પત્ની : જમનાબાઈ, પુત્ર : વલ્લભદાસ. અવસાન સં. ૧૯૮ર માગશર સુદ–૪ ગુરુવાર.

દાડલદે/દાળલદે

મહાપંથના સંતકવિ. ખીમરા કોટવાળાનાં પત્ની બીજમાર્ગી–નિજારી પાટપૂજામાં ‘સતી તરીકેનું સ્થાન. મૂળ મારવાડના મેઘવાળ, ચમાર, ભંગી કે વણકર. મોરબીના રાજા રાવત રણસિંહની કૃદષ્ટિ થતાં મોરબીમાં જીવતાં સમાધિ લીધી.

દાદવો/દાદુ

ચારણ સંત–કવિ ઈસરદાસજીએ જેની પ્રસંશાના દુહાઓ રચ્યા છે એવા સૌરાષ્ટ્રની આતિથ્યભાવનાને ઉજાળનારા ગરીબ ગૃહસ્થ, ઓઝત નદીને કાંઠે આવેલા બાલાગામ (ઘેડ)માં પઠાણ કે મોલેસલામ રજપૂત કુટુંબમાં જન્મ.

દાદાબાપુ ભગત (અવ. ઈ.સ. ૧૮૯૭)

ચલાળાની સુપ્રસિધ્ધ આપા દાનાની જગ્યાના ચોથા મહંત. અપરનામ : કાળુભાઈ. ઉનડબાપુના પુત્ર. ચલાળાની ગાદીએ ઈ.સ. ૧૮૮૦માં આવ્યા. રામાયણના અભ્યાસી. અવસાન : સં. ૧૯પ૩ આસો સુદ પ.

દાના ભગત–આપા દાના (ઈ.સ. ૧૭ર૮–૧૮રર)

પાંચાળની સંતપરંપરાના તેજસ્વી સંત. ચલાલાની જગ્યા–અન્નક્ષેત્રના આદ્યપુરુષ. આપા જાદરાના શિષ્ય. અનુયાયીઓમાં ઈરના અંશાવતાર ગણાતા આ ચમત્કારી સિદ્ધ ગૌસેવકનો જન્મ વિ.સં. ૧૭૮૪માં કાઠી જ્ઞાતિની ખાચર શાખામાં પિતા કાળા ખાચર અને માતા માલુબાઈને ત્યાં આણંદપુર ભાડલા (તા. જસદણ, જિ. રાજકોટ) ગામે થયો હતો. એમના નેાંધાયેલા જીવનપ્રસંગોમાં ઈ.સ. ૧૭૪પ–૪૮ વચ્ચે ગુરુ જાદરા ભગતે જન્મથી જ અંધ એવા આપા દાનાભગતની જન્માંધતા ટાળી કંઠી બાંધી. એ પછી મોલડી ગામે આપા રતાની જગ્યામાં થોડો સમય ગૌસેવા કર્યા બાદ કોઠી ગામે આવ્યા. ત્યાં સાધુ ચેતનદાસજી પાસે ગુરુમંત્ર લઈ સંપૂર્ણ ભકિતમાર્ગ ગ્રહણ કરી સંતસેવા ને અન્નદાન કરતાં ર૦–રર વર્ષ કોઠી રહ્યા. ઈ. ૧૭૬૮માં ગરમલી (ચલાલા પાસે) ગામે ગૌસેવા અને સદાવત શરૂ કર્યું. ૧૮ વર્ષ ગરમલી રહ્યા પછી બોડકા ગામે આવ્યા ઈ. ૧૭૮પમાં, ત્યાંથી ચલાલા દરબાર ભોકાવાળાના આગ્રહે ઈ. ૧૭૮૬માં ચલાલા ગામે આવી ધરમની ધજા ખોડી ગોળ–ચોખાનું સદાવત શરૂ કર્યું. જીવનમાં અનેક ચમત્કારમય ઘટનાઓ સર્જીને, આપા વિસામણ (પાળિયાદ), આપા ગીગા (સતાધાર) અને મૂળી આઈ જેવી પ્રતાપી વિભૂતિઓને પ્રબોધી સુસમૃદ્બ સંતપરંપરા ઊભી કરીને સં. ૧૮૭૮ના ભાદરવા વદ ૧૧ શનિવારે, ઈ.સ. ૧૮રરમાં બ્રહ્મલીન થયા. ચલાલાની જગ્યાના ઉત્તરાધિકારી તરીકે આપા દાનાએ પોતાના નાના ભાઈ આપા નાથાનાદીકરા આપા જીવણાને દીક્ષિત કરેલા. એ પરંપરા અનુક્રમે આપા જીવણાભગત, આપા દેવાભગત, આપા ઉનડભગત અને આપા દાદાભગત સુધી ચાલી. આપા દાદાભગત પછી તેમના ભાઈ લોમા ભગતના પુત્ર આપા ભાણાભગત, આપા મંગળુબાપુ ભગત અને વર્તમાન ગાદીપતિ શ્રી વલકુબાપુ સુધી ચાલી આવી છે.

દાનાબાવા (ઈ. ૧૮પ૦માં હયાત)

પરબના સંત. છઠૃા ગાદીપતિ મહંત. સં. ૧૮૯૮ માં કરમણના શિષ્ય સેવાદાસજી ગાદીએ આવ્યા એ પછી દાનાબાવા ગાદીપતિ મહંત થઈને એક વર્ષ મહંતપદે રહ્યા હતા. એમના પછી અમરમાતા મહંતપદે.

દામોદર

મધ્યકાલીન સર્જક રચના : કુતિયાણામાં રચાયેલું ૪ ખંડ, ૮૮ કડીનું ‘હરિશ્ચંદ્ર પુરાણનું ભજન.

દાસારામ (ઈ.સ.૧૬૪૦–૧૭૪૯)

‘દાસા–પંથ ના સ્થાપક આદ્યપુરુષ, બાલાગામ (ઘેડ પંથક. જિ. જૂનાગઢ)માં સગર જ્ઞાતિમાં જન્મ. લોહલંગરી જીવણદાસજીના શિષ્ય, મૂળદાસજી (અમરેલી) ના ગુરુભાઈ, પિતા : મારુ વંશમાં વીરાભગત. માતા : હેમીબાઈ. વિવાહ : કોયલાણા ગામે સવદાસ કારેણાની દીકરી બાયાંબાઈ સાથે. સંતાન : હમીર, રાણો, જાનબાઈ. શિષ્ય : ઠારણ ભગત પેથાણી (પાટણવાવ), ભાણા ભગત ડોબરિયા (ઉપલેટા). દાસાપંથી મંદિરો : બાલાગામ, બગડુ, ઉપલેટા, ઝારોરા, સાવરકુંડલા, ધારી, વાંકિયા.

દીન દરવેશ

ઉત્તર ગુજરાતના ખેરાલુ પાસેના ડભોડા ગામે લુહાર જ્ઞાતિમાં જન્મ.વિ.સં.૧૭૬૮,પિતા : સોમાજી,માતા : તુલજાબાઈ, ગેબીનાથના શિષ્ય થયા. ગિરનારમાં બાબા બાલગિરિસ્વામી મળ્યા.૧૬ વરસ ગુફામાં તપ કર્યું.વિ.સં.૧૮૦૪માં પાલનપુરમાં આશ્રમ બાંધ્યો.મોરારસાહેબનો મેળાપ કરેલો.(ધર્મસંદેશ– દિપોત્સવી તા.૧પ–૧૧–૧૯૮ર)

દુર્લભ (ઈ.સ. ૧૬૯૭–૧૭૩૭)

મધ્યકાલીન ભકિતમાર્ગી કવિ. જૂનાગઢના વડનગરના નાગર બ્રાહ્મણ હરિનંદ પંડયાને ત્યાં સં. ૧૭પ૩માં જન્મ. માતા : હીરાબાઈ, બાર વર્ષની વયે ગૃહત્યાગ, બાર વર્ષ પર્યટન કરી રાજસ્થાનના ભિલુડા (જિ. ડુંગરપુર) ગામે રઘુનાથજીના મંદિરે રહ્યા. ત્યાંના પૂજારીઓએ કસોટી કરતાં ભિલુડા છોડીને મહી નદીને સામે કિનારે વાંસવાડા ગામે રહ્યા. અનેક નાના મોટા રાસ, મહિના, વિનંતી, તત્ત્વજ્ઞાનનાં પદો, હોળી–ફાગનાં પદ, વિનયનાં પદ, શૃંગારનાં પદ, વાત્સલ્યનાં પદો, પ્રભાતિયાં અને ૩૭ કડવાનું ‘સુદામા ચરિત્ર જેવી રચનાઓ કરી ચાલીશ વર્ષની વયે વાંસવાડામાં, સં. ૧૭૯૩ માં અવસાન. આજે પણ તેનું મંદિર જી. વાંસવાડા (રાજસ્થાન)માં છે.

દુર્લભ–ર / દુર્લભરામ

રવિભાણ પરંપરાના સંત–કવિ. મોરારસાહેબના શિષ્ય. પુનાદ (જિ. ખેડા) ગામે વરસડા શાખની ચારણ જ્ઞાતિમાં જન્મ. રચના ‘ગુરુ વંશાવળી, ‘બુદ્બિ વિલાસ ‘પ્રવીણ સાગરની છેલ્લી ૮ લહેરો અને મોરારસાહેબને નામે પદોની રચના.

દેવતણખી

મહાપંથના અનુયાયી નિજારી ભકત. મજેવડી (જિ. જૂનાગઢ) ગામે લુહાર જ્ઞાતિમાં જન્મ પીઠવા શાખાના લુહાર વીરાજી અંબાજી એનું મૂળનામ. અપરનામ : દેવતણખી. નાથસિદ્ધ શાંતિનાથજીના શિષ્ય. મારવાડના સંત ભાટી ઉગમશી અને તેના શિષ્ય શેલર્ષિના પરિચાં આવેલા, દેવતણખીએ તેમની પાસે પણ નિજાર ધર્મની દીક્ષા લીધેલી. દેવાયત પંડિતને પોતાનું ભકિત સમાર્થ્ય દેખાડી પ્રભાવિત કરેલા એ પછી તેનું શિષ્યત્વ સ્વીકારેલું. મજેવડી ગામે તેમની તથા તેની દીકરી સંત કવિયિત્રી લીરલબાઈની સમાધિઓ આવેલી છે. પોરબંદર પાસે જૂના બોખીરાના ટીંબા ઉપર ચામુંડાના મંદિર પાસે દેવતણખી ભકતનું મંદિર આવેલું છે.

દેવળદે

મહાપંથના અનુયાયી સંત કવયિત્રી. દેવાયત પંડિતનાં પત્ની. દેવાયત પંડિતના અવસાન સમયે રચાયેલું ગણાતું એક ભજન ‘હંસારાજા રહી જાઓ આજુ કેરી રાત... દેવળદેની રચના તરીકે, લોકભજનિકોમાં અત્યંત લોકપ્રિય ભજનવાણી તરીકે જાણીતું છે. જીવ જયારે કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતું આ ભજન ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતું કરુણ પ્રશસ્તિ કાવ્ય છે.

દેવાનંદસ્વામી (ઈ.સ. ૧૮૦૩–૧૮પ૪)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત–કવિ. દલપતરામ કવિના ગુરુ. બળોલ (તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) ના બાટી શાખના ચારણ જીજીભાઈ અને બહેનજીબાને ત્યાં જન્મ. છ વર્ષની ઉંમરે ગઢડા (જી. ભાવનગર)માં સહજાનંદ સ્વામી પાસે આવ્યા. ઈ.સ. ૧૮૧૦માં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી. બ્રહ્માનંદ સ્વામી પાસે કાવ્ય શાસ્ત્ર–પિંગળનો અભ્યાસ ઈ.સ. ૧૮ર૯માં સહજાનંદ સ્વામીએ કવિ તરીકેની પદવી અર્પણ કરીને સન્માનિત કર્યા. ઈ.સ. ૧૮૩રમાં બ્રહ્માનંદનું અવસાન થતાં સ્વામી મંદિર મૂળી (જિ. સુરેન્દ્રનગર)ના મહંતપદે રર વર્ષ સુધી મહતં તરીકે રહ્યા. બાદ ઈ.સ. ૧૮પ૪માં અવસાન. હિન્દી–ગુજરાતી ભાષામાં ૧ર૦૦ થી વધુ પદોના રચયિતા.

દેવાભગત (અવ. ઈ.સ.૧૮૭૬)

ચલાલાની આપા દાના ભગતની જગ્યાના બીજા ગાદીપતિ મહંત. આપા દાનાના ભત્રીજા જીવણાભગતના પુત્ર. જન્મ : દાનબાપુની હયાતીમાં એટલે ઈ.સ. ૧૮રર પહેલાં અવસાન ઈ.સ. ૧૮૭૬/સં. ૧૯૩ર પોષ વદી પ રવિવારે. ‘દેવકરણ પીરના નામે ઓળખાતા, કાઠી જ્ઞાતિના ખાચર વંશમાં જન્મેલા આ ભકતે પણ પુરોગામી સંત પરંપરા જેવી ચમત્કારમય ઘટનાઓ સર્જેલી. ઈ.સ. ૧૮૬રમાં બરોડાના મહારાજા ખંડેરાવ ગાયકવાડે તેમને નવાજેલા. દરરોજ ઊભા રહી સુખડના ૧૦૦૮ પારા–મણકાની જે મોટી માળા તેઓ ફેરવતા તે ચલાલા જગ્યામાં મોજુદ છે. પુત્ર : ઉનડબાપુ.

દેવાયત પંડિત

મહાપંથના સંત–કવિ. પત્ની : દેવળદે. ગુરુ : શોભાજી/સુબાજી કે શંભુજી. તેમના વિશે અનેક ચમત્કારમય દંતકથાઓ સાંપડે છે. કોઈ તેમને થાનના બાહ્મણ, કોઈ બરડા (બીલેસર)ના હરિજન બ્રાહ્મણ, કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર, તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાય છે. માર્ગીપંથના ખોજા કવિ કેશવની રચનાઓ પણ દેવાયતના નામે રચાયેલી હોવાનું નેાંધાયું છે. અને દેવાયત પરમાર કૃત માર્ગીપંથના ભજનો તથા ‘મેદી પુરાણ જેવો ગંથ એમણે રચ્યો હોવાની નેાંધ ખોજા જ્ઞાતિના પુસ્તકોમાંથી મળી આવે છે. અમદાવાદ જિલ્લાના મોડાસર(તા.સાણંદ) ગામે વિ.સં. ૧૮૬પનો પાળિયો દેવાયત પંડિતના પાળિયા તરીકે પ્રસિદ્ધ છે, તો ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નકળંકનો મેળો ભરાય છે. ત્યાં માલણ નદીને કાંઠે દેવાયત–દેવલદે તથા સાલો અને સૂરોની સમાધિઓ હોવાનું સંભળાયું છે. ગુજરાતી ભજનસાહિતં એમનાં ‘આગમ પ્રકારનાં ભજનો અદ્બિતીય છે. પોતાની પત્ની દેવલદેન ઉદેશીને એમણે આ આગમોની રચના કરી છે. તેમના શિષ્ય મંડળમાં દેવતણખી લુહાર, લીરલબાઈ(મજેવડી), રબારી ભકત સાલો, આહિર ભકત સુરો અને કુંભાર ભક્ત ઢાંગો તથા વણવીર(જેની સમાધિ કોળાંભા ગામે છે)નો સમાવેશ થાય છે.બાજકોટ ( જિ.સાબરકાંઠા,તા.મોડાસા) ગામે દેવાયત પંડિતના રરમી પેઢીના વંશજ મહંત ધનેશ્વરગિરિ મહારાજે રામદેવપીરનું ભવ્ય દેવરાજ મંદિર બંધાવ્યું છે.

દેવારામ

ભજનિક સંત–કવિ. જુદા–જુદા ભજન સંગ્રહો અને હસ્તપ્રતોમાં ‘રામગુરુ શિષ્ય અને ‘ભાવગુરુ શિષ્ય એમ બે પ્રકારનાં નામચરણો ધરાવતાં ભજનો મળે છે.

દેવીદાસ (ઈ.સ. ૧૭રપ–૧૮૦૦)

પરબવાવડી (તા. ભેસાણ, જિ. જુનાગઢ)ની પ્રસિદ્ધ જગ્યાના સ્થાપક સંત કવિ. મુંજિયાસર ગામે રબારી જ્ઞાતિના જીવાભગત / પુંજાભગત અને માતા : સાજણબાઈને ત્યાં જન્મ. લગ્ન સંસાર અને બે પુત્રોના જન્મ પછી સંસાર ત્યાગ. એમના ગુરુ તરીકે લોહલંગરી જીવણદાસજી / જેરામભારથી કે જયરામગિરિનાં નામો નેાંધાયા છે. જીવનભર રકતપિત્તિયાઓની સેવા. શિષ્યો : શાદુળભગત ખુમાણ અને આહિર કન્યા : અમરબાઈ. રચના : ભજનો.

દેવીદાસ

માણાવદર પાસેના લીંબુડા ગામે ભવાયા જ્ઞાતિમાં જન્મ, પાછળથી સાધુ થઈ ગયેલા. રચના : પ્રેમલક્ષણા ભક્તિનાં પદો.

દેવીદાસ

મધ્યકાલીન આખ્યાનકાર. વાંસાવડ (જિ. રાજકોટ)ના. રચના : ૭ર કડીમાં ‘નાનો ઈરવિવાહ. બીજા એક દેવીદાસ જાંબુડામાં થઈ ગયા. નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં હસ્તપ્રતમાં એની રચનાઓ.

દેશળ

સંધી જ્ઞાતિના સંત–ભજનિક કવિ. અમરતવેલ(ભાવનગર જિલ્લો) ગામના . નાના લીલિયા (અમરેલી પાસે)ના સિંધી મુસ્લિમ કવિ મામંદના નાના. રચના : ‘દેશળ વિલાસ'ગ્રંથ. રૂપકાત્મક જ્ઞાન–યોગમાર્ગી વેદાન્ત પદો.

દેશળ ભગત (ઈ.સ. ૧૮૭૪–૧૯ર૮)

ધ્રાંગધ્રા (જિ. સુરેન્દ્રનગર)ના ભકત. ખવાસ જ્ઞાતિમાં કચ્છ વાગડના સણવા/રાસંગપર ગામે જન્મ. પિતા : દેવાભાઈ, માતા : હરિબાઈ, પત્ની : ગંગાબાઈ, સંતાન : ધનજી, લાલજી, કલબાઈ, કાનબાઈ, કુંવરબાઈ. ધાંગધ્રા રાજાં અજીતસિંહજીના રાજ્યવહીવટ દરમ્યાન પોલીસ તરીકેની ફરજ. વાવવાળા નાગાજી નર્મદાગિરિ ગુરુ જમનાગિરિના શિષ્ય. ઈ.સ. ૧૯ર૩માં ધ્રાંગધામાં સંતમેળો–મંડપ. અવસાન : ઈ.સ. ૧૯ર૮/સં. ૧૯૮૪ ચૈત્ર સુદ ૧૩ મંગળવાર.

દેશળ ભગત

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંત. દાસી જીવણના પુત્ર. નથુરામ (ત્રિકમસાહેબના શિષ્ય)ના શિષ્ય. માતા : જાલુબાઈ. અટક : દાફડા (ચમાર). પત્ની : કરમણમા. દેશળ ભગતના જમાઈ સાતાભગત સોલંકીના વંશજો અત્યારે દાસીજીવણની જગ્યા (ઘોઘાવદર)સંભાળે છે.

દેશાજી / દેહાભગત

ગરણી (જિ. અમરેલી)ના ભકત. જન્મ : નવાણિયા ગામે. મોસાળ : કનેસરા ગામે. જીવાપર પાસેના ‘વરજૂડી ટીંબોમાં પણ રહેતા. મહેતા શાખાના આહિર. સરપદડના રામાનુજાચાર્યની પરંપરાના સંત રામાવત સાધુ હરિદાસજીના શિષ્ય. આહિર જ્ઞાતિના. તેમનો શિષ્ય પરિવાર ‘દેશાણી નામે ઓળખાય છે. ઈ.સ. ૧૬૪૬માં જસદણ તાબાના ગરણી ગામે ગાદી સ્થાપી. દેહાભગતની પરંપરામાં વિસળદાસ અને આણદીમા થયાં જે રાણીમા–રૂડીમાના પિતા વિરાભગતના ગુરુ હતા એમ નેાંધાયું.

દેહાભગત

ગોમટા (તા. ગેાંડલ, જિ. રાજકોટ)ના રબારી જ્ઞાતિના ભક્ત.

પત્ની : મઘીબાઈ. સંત મેળા માટે ગામના વેપારીએ રૂપિયા ધીરવાની ના પાડેલી એટલે અફિણ ઘોળ્યું પણ એક કાળોતરો નીકળતાં તે પકડાયો ત્યારે સોનાનો હાર થયો એવી દંતકથા નેાંધાઈ છે.

જગ્યા : ગોમટા ગામે.

ધનાભગત

ધોળા જંકશન (તા. ઉમરાળા ,જિ. ભાવનગર)ના કણબી જ્ઞાતિના સંત–કવિ. પિતા : કેશવભાઈ કાકડિયા. સાધુ–સંતોને અનાજ ખવરાવી ખેતરમાં વેળુ વાવી, પ્રભુકૃપાએ અનાજ મળ્યું એવી દંતકથા ધનાભગત વિશે નેાંધાઈ છે. રચના : ભજન ‘રામબાણ વાગ્યાં રે હોય તે જાણે...પુત્ર : દિયાળબાપા.જેમણે વિ.સં.૧૯૦૧માં રામજીમંદિર ચણાવી ધનાભગતની ચરણપાદુકા પધરાવી. ત્યારે ભાવનગરની ગાદીએ ગોહિલ જશવંતસિંહજી હતા. દિયાળભગત પછી તેની દીકરીનો પરિવાર.કાળાભગતના ગોપાળ અને જાદવ, જાદવના પરશોતમ.

ધરમશીભગત

રામપર (પાંચાળ)ના કોળી જ્ઞાતિના સંત–કવિ. આપા વિસામણ શિષ્ય. ગુરુ મહિમાના ભજનોની રચના. મૂળ ગઢડા પાસેના મેઘવડિયા ગામના પણ તેમના પિતા થોડો સમય કેરાળા રહ્યા પછી ભાણ ખાચરના આગ્રહે રામપર આવી રહેલા. ધરમશીભગતની જગ્યા અને સમાધિ રામપર ગામે મોજુદ છે.

ધરમશીભગત

મોરારસાહેબના શિષ્ય. જગ્યા : જોડિયા ગામે. લોહાણા જ્ઞાતિના સંત. ભક્ત જલારામના વેવાઈ.

ધર્મદાસજી (ઈ.સ. ૧૮૬૬–૧૯૧૮)

કનેસરા (તા. જસદણ)ગામે ભજનિક સંત–કવિ. નારાયણદાસ ત્યાં જન્મ. રચના : ભજનવાણી.

ધૂંધળીનાથ

ઢાંકમાં કોળી જ્ઞાતિમાં જન્મ. ધાંધલપુર (જિ. સુરેન્દ્રનગર) ગામે ધૂંધળીનાથની વિશાળ પ્રતિમા અને વાવ છે.

ધ્યાનદાસજી (અવ. ઈ.સ. ૧૯૦૧)

પરબના સંત. બારમા ગાદીપતિ મહંત. હીરબાઈ માતાના અવસાન પછી સં. ૧૯પરમાં ગાદીએ સં. ૧૯પ૭ પોષ સુદ ૧૧ના દિવસે અવસાન. શિષ્ય : કાનદાસજી.

નથુ બારોટ

હરિજન ભકત કવિ. રચના : ભજનવાણી.

નથુ ભગત

રવિ–ભાણ સંપ્રદાયના ભકત–કવિ. પે્રમસાહેબના શિષ્ય. રાજકોટના.

ર નથુરામ

રાધનપુરના. ત્રિકમસાહેબના શિષ્ય.બાલકસાહેબના ગુરુ. સમાધિ : કારતક વદી ૮ ગુરુવાર તા.૧૮–૧૧–૧૮પર

નથુરામ

અર્વાચીન સમયના મધ્યકાલીન પરંપરાના સાહિત્ય સર્જક. વાંકાનેર (જિ. રાજકોટ)ના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા : સુંદરજી. કાવ્યશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, ડિંગળી શૈલીના અભ્યાસી. રચના : બાળલીલા સંગ્રહ, શિવસ્તુતિ, ચારણી રચનાઓ–છંદ કવિતો.

નથુરામ શર્મા (ઈ.સ. ૧૮પ૮–૧૯૩૧)

બીલખા (જી. જૂનાગઢ) ગામે ‘આંનદ આશ્રમની સ્થાપના કરનાર વિદ્વાન સંત કવિ. ઝાલાવાડના મોજીદડ ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. સંસ્કૃત પાઠશાળાના સ્થાપક. શિક્ષક હતા, રાજીનામું આપી હિમાલાં ગંગા કિનારે સાધના કરી. પછી બિલખા આવી ભક્તિ, જ્ઞાન અને યોગ ઉપર અનેક ગ્રંથોની રચના કરી.

૧૭૪નરસંગદાસજી

ખાખી દશનામી સંપદાયના સંત. દવારામ ભગત (ભાણવડ)ના ગુરુ. ભાણવડથી બે માઈલ દૂર ‘ત્રિવેણી નામે ઓળખાતા સ્થળે વરતુ, વેરાડી અને સોનમતી નદીના સંગમ સ્થળે ઊંચા ટેકરા પર ભીમ દ્વારા સ્થાપિત ગણાતા શિવાલાં રહેતા.

નરસિંગદાસ (જન્મ ઈ.સ. ૧૮૮૪)

કુતિયાણા ગામે કનોજિયા બ્રહ્મભટૃ જ્ઞાતિમાં જન્મ. ચારણી–ડિંગળી શૈલીના સર્જક રચના : ‘સૂરદાસ ચરિત્ર, ‘દાણલીલા, ‘પતિવ્રતા પ્રભાવ, ‘શ્રી ગિરીરાજ ભૂષણ, ‘નિર્વાણ તત્ત્વ, ‘મહારસ, ‘વ્રજમંડલ, ‘બ્રહ્મભટૃ દર્પણ, ‘વૃંદાવન બિરદાવલી.

નરસિંહ મહેતા (ઈ.સ. ૧૪૦૮–૧૪૮૦) (ઈ.સ. ૧૪૧૪–૧૪૭૪)

ગુજરાતી મધ્યકાલીન સાહિતં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત–ભકત–કવિ. તળાજામાં વડનગરા નાગર જ્ઞાતિના કૃષ્ણદાસ મહેતાને ત્યાં જન્મ. માતા : દયાકુંવર, પત્ની : માણેકબાઈ. સંતાનો : શામળદાસ, કુંવરબાઈ. ગૃહત્યાગ પછી ગોપનાથની કૃપાથી રાસલીલાનું દર્શન. અનેકવાર ભકિતની આકરી કસોટી તાવણીમાંથી પાર ઊતર્યા. પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હુંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈરી સહાય મળતી રહી. જીવનની અંતિમ અવસ્થા એણે માંગરોળમાં ગાળી હોવાની સંભાવના થઈ છે. જીવનકાળ દરમ્યાન નિવાસ જૂનાગઢમાં. રચના : ‘સુદામા ચરિત્ર, ‘ દાણલીલા, ‘ચાતુરીઓ, ‘વિવાહ, ‘મામેરૂં, ‘ હૂંડી, ‘હારમાળા, ‘ઝારીનાં પદ, અને ભક્તિ શૃંગારનાં તથા જ્ઞાનનાં પદો જેમાં ‘રાસ સહસ્રપદી, અને ‘ શૃંગારમાળા, વગેરે રચનાઓ.

નરોહરિ

મધ્યકાલીન આખ્યાનકાર. સરપદડ (હાલાર) ગામે ઈ.સ. ૧૭૩૦ માં તેમણે ‘ચેલૈયાનું આખ્યાન, એ રચના કરી હોવાનું નેાંધાયું છે.

નાથજીબાપુ (ઈ.સ.૧૮મી સદી મધ્યભાગ)

દાણીધારની જગ્યા (તા. કાલાવડ (શીતલા), જિ. જામનગર) ના સ્થાપક સિદ્ધ પુરુષ. જૂનાગઢના સંત પ્યારેરામજીના શિષ્ય. જગ્યાની બાજુમાં જ આવેલા ગામ મૂળીલાના ગૂર્જર રાજપૂત. મૂળનામ : નાથાજી ચૌહાણ, પિતા : સંઘજી. રામાનંદજીની શિષ્ય પરંપરામાં નેનુરામજીના નામથી ઓળખાતા નેનુદ્વારાના સંત પ્યારેરામજી ઈ.સ. ૧૭૧૪ આસપાસ હયાત હશે એમ આજુબાજુના સંદર્ભેાથી અનુમાની શકાય છે.

દાણીધાર જગ્યામાં નાથજીદાદાની સાથે સમાધિ લેનાર ગુરુભાઈ મગ્નીરામ, ગઢવી નારણદાસ, ગઢવીના માતુશ્રી ભીમાબાઈ, સાધુ હાથીરામ, સાધુ ગોવિંદરામ સાધુ કરસનદાસ, સાધુ કેશવદાસ, સાધુ ગંગાદાસ, સાધુ પિતાંબરદાસ અને સાધુ પુરણદાસની સમાધિઓ છે. જગ્યાની નજીકમાં થોડે દૂર મોતીરામ નામના કુતરાની સમાધિ પણ છે. તેમની શિષ્ય પરંપરામાં નાથજીદાદા – કરણદાસજી – લધીરામજી – હરિદાસજી – સેવાદાસજી – ખોડીદાસજી – જદુરામજી – ટીડારામજી – નરભેરામજી – રામદાસબાપુ અને મનહરદાસજી. (જૂન ૧૯૮૧ થી ટ્રસ્ટ રજી. થયું છે.) જીવનમાં અનેક ચમત્કારો કરી પોતાની સાથે અગિયાર અનુયાયીઓને લઈને ઈ.સ. ૧૬૧૧ સં. ૧૬૭૯ શ્રાવણ વદ ૪ સોમવારે નાથજીદાદાએ જીવતાં સમાધિ લીધી એમ સંત ચરિત્રોમાં નેાંધાયુ છે.

નાથોભગત

મોરંગી (જી. અમરેલી, જાફરાબાદ–સાવરકુંડલા વચ્ચે) ગામે વાઘરી જ્ઞાતિમાં જન્મ. ચમત્કારી સંત–ભકત. આપજોડિયા ભજનો ગાઈને પ્રભુને રિઝવવા મથતા આ ભક્તના દીકરાની વહુનું આણું વળાવવાના પૈસા

ઈશ્વરે ચૂકવેલા એવી દંતકથા છે. રચના : ‘જસોદા કાકી તારા કરસનિયાને...

નાનકસાહેબ (અવસાન : ઈ.સ. ૧૯૦૧)

ભજનિક કવિ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દીગસર ગામે ગરો જ્ઞાતિમાં જન્મ. વિ.સં. ૧૮પ૦ માગશર સુદ–૭, સોમવાર. પિતા : કૃષ્ણદાસ, માતા અમૃતબાઈ. પત્ની : ગૌરી, પુત્ર : ખીમદાસ. ૩૦૦ જેટલાં ભજનોની રચના. અવસાન વિ.સં. ૧૯પ૭, આસો સુદ –૧૧. ગ્રંથ : ‘સત્યશબ્દનાનકવાણીવિલાસ પ્રકા. મૂળદાસજી શુક્લ.

નારણ

ભજનિક સંત–કવિ. મોતી શિષ્ય રચના : સંતવાણી–ભજનો.

નારણદાસજી

ગિરનારી સંત, ગુરુ જયરામશાહ, પરબના સંત દેવીદાસજીના ગુરુભાઈ. જગ્યા : ખાખીજાળિયા.

નારણનાથ

નાથપંથી સાધુ, સંદર્ભ : ઘૂમલી.

નારણ માંડળીઓ

ભજનિક સંત–કવિ. વેલાબાવાના શિષ્ય. રચના : ભજન.

નારાયણદાસજી (ઈ.સ. ૧૮ર૬–૧૯૦૧)

ભજનિક સંત–કવિ. શેત્રુંજી કાંઠે ભડકલા ગામે વિ.સં. ૧૮૮ર અષાડ સુદ ૧૧ના રોજ જન્મ. બાલ્યાવસ્થામાં માતા–પિતાનું અવસાન થતાં કાકાએ ઉછેર્યા. વીસ વર્ષની વયે કનેસરા (તા. જસદણ, જિ. રાજકોટ) રહેવા ગયા. ત્યાં રામજી મંદિરની સ્થાપના કરી. પુત્ર : ધર્મદાસ, રચના : ભજનો–ગં્રથ : ‘નારાયણ ભજન સાગર. ગુરુ : લાલદાસ. કેટલાક ભજન સંગ્રહોમાં નારાયણદાસજીનાં ભજનોમાં ‘મોતીદાસ અને ‘ઉગમ એવા ગુરુનામો મળે છે.

નારાયણદાસજી (ઈ.સ. ૧૮પ૦–૧૯પ૬)

ખાખી સંપદાયના સિદ્ધ પુરુષ. રામ ઉપાસક સાધુ. રાજપીપળા (પોસ્ટ : સરધાર, જિ. રાજકોટ) ગામે હનુમાન ઉપાસક ચમત્કારી મહાત્મા જનાર્દનદાસજીના શિષ્ય બન્યા ને જીવનભર રહ્યા. પંજાબનાં કોઈક ગામડામાં બાહ્મણ જ્ઞાતિમાં ઈ.સ. ૧૮પ૦ માં જન્મ. અન્ન દાન, સંતસેવા, યોગસાધના અને ગૌસેવા જેવાં કાર્યેા કર્યાં શિષ્યો : ગરીબદાસજી, ચેતનદાસજી, અચ્યુતદાસજી, રામદાસજી અને નરસંગદાસજી (ઈ.સ. ૧૯પ૬માં જગ્યા સંભાળી).

નિર્ગુણદાસજી (અવ. ઈ.સ.૧૮૯ર)

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. ગોપાળાનંદજીના શિષ્ય. ચૂડા (જિ. સુરેન્દ્રનગર)માં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં જન્મ.

નિર્ગુણાનંદજી (અવ. ઈ.સ.૧૯ર૬)

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. અક્ષરજીવનદાસજી પાસે દીક્ષા, ઈ.સ. ૧૯૦૪ માં. રામપુરા (જિ. સુરેન્દ્રનગર)માં ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ કુબેરજીને ત્યાં જન્મ. અવ. સં. ૧૯૮ર.

નિલકંઠદાસજી / સ્વામી નીલકંઠપૂરી. (ઈ.સ.૧પ૩૯માં હયાત)

દૂધરેજ વડવાળાધામના સ્થાપક. ષટૃપ્રજ્ઞદાસજીની ગુરુ પરંપરામાં, રઘુનાથપૂરીના ગુરુ. મૂળ આશ્રમ ઝીંઝુવાડા ગામ પાસે હતો. ઈ.સ. ૧પ૩૯ માં તેમણે આશ્રમની સ્થાપના કરી હોવાનું નેાંધાયું છે. રામાનંદી વૈષ્ણવ, દશનામી શૈવ, કબીર શિષ્ય પદનાભની પરંપરા અને મારગીપંથ એમ જુદા જુદા પંથ–સંપ્રદાયોના અનુયાયીઓ દૂધરેજનાં સ્થાનને પોતાના સંપ્રદાયના આદ્યસ્થાન તરીકે ઓળખે છે. એટલે મૂળ કોઈ એક પરંપરાને વળગી ન રહેતાં સાંપ્રદાયિક ઐક્યની ભાવના તેમની અનુગામી શિષ્ય પરંપરાઓમાં વિકસી તેની પાછળ નીલકંઠદાસજીનું પ્રતાપી તેજસ્વી વ્યક્તિત્વ હશે એવું લાગે છે.

નિષ્કુલાનંદ સ્વામી (ઈ.સ. ૧૭૬૬–૧૮૪૮)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત–કવિ. ગુર્જર સુતાર જ્ઞાતિમાં શેખપાટ ગામે જન્મ. પિતા : રામજીભાઈ, માતા : અમૃતબા. પૂવાશ્રમનું નામ : લાલજી. પોતાની અનિચ્છા છતાં અઘોઈ ગામના કંકુબાઈ સાથે કુટુંબના આગ્રહથી લગ્ન કર્યાં. સંતાન : માધવજી, કાનજી, ઈ. ૧૮૦૪માં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા. અવ. ધોલેરામાં ઈ.સ. ૧૮૪૮. રચના : ર૩ જેટલી નાની મોટી કૃતિઓ અને ૩૦૦ જેટલાં પદો.

પરબત / પર્વત મહેતા

મધ્યકાલીન કવિ. નરસિંહ મહેતાના કાકા. નાગર જ્ઞાતિના વતન : માંગરોળ. દ્વારાકાધીશના પરમ ભક્ત. માંગરોળથી હાથની હથેળીમાં તુલસીનો છોડ રોપી દ્વારકાની યાત્રા કરતા. વૃદ્ધ થયા ત્યારે સ્વપ્નમાં દ્વારકાધીશનાં દર્શન થયાં અને પોતે ગોમતીજી સાથે માંગરોળ આવશે એવું વચન આપ્યું. માંગરોળની વાવમાં ગોમતીજી પ્રગટ થયાં અને રણછોડરાયની મૂર્તિ નીકળી માંગરોળમાં સ્થાપિત કરેલી. રચના : કેટલાંક ભક્તિમાર્ગી પદો.

પરમાબાઈ

મેસરિયા (તા. વાંકાનેર, જિ. રાજકોટ) ગામનાં ભક્ત નારી. પતિ : રબારી જ્ઞાતિના જાલો ભગત, મોલડીના આપા રતાના શિષ્ય. સંતસેવા–અન્નદાન–ગૌસેવા જીવનભર કર્યાં. મેસરિયા ગામે જીવતાં સમાધિ લીધી, એ પ્રસંગનાં ભજનો પણ ગવાય છે.

પાનબાઈ

મહાપંથનાં સંત–કવયિત્રી ગંગાસતીનાં શિષ્યા. સમઢિયાળા (ધોળા જંકશન પાસે, જિ. ભાવનગર)માં રહેતા. રચના : ભજનવાણી.

પાલનદેવ

હરિજન ભકત હડમતિયા (મોરબી પાસે, જિ. રાજકોટ) ગામે જગ્યા. વણકર જ્ઞાતિમાં વાંસાવડ પાસેના કોઈક ગામે આલા ભગતને ત્યાં જન્મ. બાળપણમાં અનાથ બનતાં ગોપના ડુંગર ઉપર નાથપંથના સિદ્ધ ધોરમનાથના શિષ્ય બન્યા. ગામને પાદર આવેલા યાત્રાળુઓના સંઘને પોતાની યૌગિક શકિતથી દ્વારકાધીશનાં દર્શન કરાવેલા.

પીઠોભગત (ઈ.સ.૧૮૪૦–૧૮૮૯)

હરિજન સંત–કવિ. બાલકસાહેબના શિષ્ય. વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં, વિ.સં. ૧૮૯૬ માં ડેડરવા/વંથલી (જિ. જૂનાગઢ) ગામે જન્મ. એ સમયના બહારવટિયા જમિયતશાની સાથે રહીને બાર વર્ષ સુધી બહારવટું ખેડેલું, એ પછી બાલક સાહેબનો ભેટો થતાં દીક્ષા લીધી એમ કહેવાય છે. લગ્ન : ખજુરા ખાટલી ગામે. પાંચ દીકરા હતા તેમાંથી ચારની વંશપરંપરા ચાલુ છે. રચના : ભજનો. જેમાં : યોગસાધના. ગુરુ મહિમા, બોધ–ઉપદેશ અને ભક્તિનું આલેખન.

પીપાભક્ત

રામાનંદના શિષ્ય. પીપાવાવમાં જગ્યા. પત્ની : સીતાદેવી. રાજસ્થાનના ગાગરગઢ/ગાગરૌનગઢ અથવા જૂનાગઢ જિલ્લામાં આવેલા ગાગડા ગામે ચૌહાણ વંશમાં રાજકુટુંબમાં જન્મ. તેનો સત્કાર ચિંથરભકત અથવા ઢાંગરભકતે કરેલો. પીપાવાવમાં સદાવ્રત સ્થાપેલું.

પૂનાદે

બરડા પ્રદેશના ચારણ કવયિત્રી. એમની એક પ્રભાતી ભજન રચના ‘ભણતી સાં કાનજી કાળા રે... અત્યંત લોકપ્રિય થઈ છે.

પૂર્ણાનંદસ્વામી (ઈ.સ. ૧૮૩૬ માં હયાત)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત–કવિ. હેબતપુર (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર) ગામે ટાપરિયા શાખની ચારણ જ્ઞાતિમાં જન્મ.

મૂળનામ : ગજાભાઈ દાદાભાઈ ગઢવી ધાંગધાના રાજવી રણમલજીએ આ કવિને રાજયના ખર્ચે ભૂજ (કચ્છ)ની વજભાષા પાઠશાળામાં કાવ્યશાસ્ત્ર – ડિંગળ – પિંગળનો અભ્યાસ કરવા મોકલેલા

રચના : સહજાનંદ સ્વામીના વિરહને વર્ણવતા પરજ ઢંગના પદો.

પુંજલભગત

ભક્ત કવિ, માણાવદર માણાવદર તાલુકાના વેકરી ગામે પ્રજાપતિ કુંભાર જ્ઞાતિમાં, પિતા : દામજીભાઈ અને માતા : જીવીમાને ત્યાં. વિ.સં. ૧૯૭૮ના તા. ૦૬–૦પ–૧૯રરમાં જન્મ. પત્ની : જેઠીમા, પુત્રો : દેવજી, રામજી, પ્રવીણ. વેકરી–બાંટવામાં શિક્ષણ, સુથારીકામ શીખી કેશોદ તાલુકાના પ્રાંસલી ગામે ધંધો. સં. ૧૯૯૧માં કેશોદ રહ્યા. અવસાન ફાગણ વદી–૧૦ મંગળવાર તા. ૦પ–૦૪–૧૯૯૪. રચના : પરંપરિત ભજનવાણી. પ્રકાશન : સંત પુંજલની અમૃતવાણી, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, ૧૯૯૯.

પ્યારેરામજી

રામાનંદ સ્વામીની પરંપરામાં નેનુદ્વારાના સંત. આશ્રમ : જૂનાગઢમાં, ઉપરકોટની દક્ષિણ રાંગ પાસે ઢ ોળાવમાં ભેાંયરું, એ આજે રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જળવાયું છે. મૂળનામ : પર્વતસિંહજી. પિતા : મારવાડમાં સિપાહીગીરી કરતા. ઈ.સ. ૧૭૧૪ની આસપાસના સમાં હયાત હોવા સંભવ. દાણીધારની જગ્યાના સ્થાપક સંત નાથજી બાપુના ગુરુ.

પ્રાણનાથસ્વામી/ઈન્દ્રાવતી/મહેરાજ (ઈ.સ. ૧૬૧૮–૧૬૯પ)

પ્રણામી નિજાનંદ સંપ્રદાયના આદ્યસ્થાપક દેવચંદ્રજીના શિષ્ય. જ્ઞાનિ વિદ્વાન કવિ. જામનગરમાં લોહાણા જ્ઞાતિના કેશવજી ઠક્કર અને માતા : ધનબાઈને ત્યાં જન્મ. દીક્ષા. ૧૧. જન્મનામ : મહારાજ. દીક્ષાનામ : પ્રાણનાથ. કેટલીક રચનાઓ ‘ઈન્દ્રાવતીને નામે હિન્દી, ઉર્દૂ, સિંધી અને ગુજરાતી ભાષામાં મોટી સંખ્યામાં પદો–કીર્તનો ઉપરાંત ‘બારમાસી ‘ષ્‌ડૠતુ અને ‘તારતમ સાગર/શ્રીજી મુખવાણી ગ્રંથ.

પ્રેમસાહેબ (ઈ.સ. ૧૭૯ર–૧૮)

રવિ–ભાણ સંપ્રદાયના સંત–કવિ. દાસી જીવણના શિષ્ય. કોટડાસાંગાણી (જિ. રાજકોટ) ગામે કડિયા જ્ઞાતિમાં પદમાજી અને માતાઃ સુંદરબાઈને ત્યાં જન્મ. પત્ની : મલુબાઈ, પુત્ર : વિશ્રામસાહેબ. બુંદશિષ્ય પરંપરા : વિશ્રામસાહેબ – માધવસાહેબ – પુરુષોત્તમદાસજી – પેમવંશ ગુરુચરણદાસજી (હયાત) રચના : ભજનવાણી.

પે્રમાનંદસ્વામી/પે્રમસખી/પ્રેમાનંદ (ઈ.સ. ૧૭૭૯–૧૮૪૪)(ઈ.સ. ૧૭૮૪–૧૮પપ)

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ–કવિ. જન્મસ્થાન : દોરા (જિ. ભરૂચ) ઈ.સ. ૧૮૧૪–૧પમાં સહજાનંદ સ્વામીને ગઢડા ગામે મળ્યા, દીક્ષા લીધી. સંગીતના જાણકાર, પે્રમલક્ષણા ભકિતનાં પદોના રચયિતા. ગાંધર્વ / ગવૈયા જ્ઞાતિમાં જન્મ. દીક્ષાનામ : ‘નિજબોધાનંદ પાછળથી ‘પે્રમાનંદ સહજાનંદ સ્વામી દ્વારા ‘પે્રમસખી સંબોધન. ૧ર૦૦૦ જેટલાં પદોની રચના. ઉપરાંત ‘દાણલીલા, તુલસીવિવાહ, ‘રાધાકૃષ્ણ વિવાહ, એકાદશી આખ્યાન વગેરે.

બજરંગદાસ બાપુ (અવ. ૧૯૭૭)

અર્વાચીન સમયના સંત. જગ્યા : બગડાણા. જન્મ : અધેવાડા (જિ. ભાવનગર) ગામે ઈ.સ. ૧૯૦૦ આસપાસ રામાનંદી સાધુકૂળમાં.

પિતા : હીરદાસજી, માતા : શિવકુંવરબા. અવસાન : ઈ.સ. ૧૯૭૭ સં. ર૦૩૩ પોષ વદ ૪. તા. ૧૧/૧/૭૭.

બાલકસાહેબ (ઈ.સ. ૧૮૦૧–૧૯૦૬)

રવિભાણ સંપદાયના હરિજન સંત કવિ. ત્રિકમસાહેબ શિષ્ય નથુરામના શિષ્ય. મેઘવાળ જ્ઞાતિના મૂળદાસ પઢિયારને ત્યાં મારવાડમાં જન્મ. દાસી જીવણના પુત્ર દેશળભગતના ગુરુભાઈ. ઈ.સ. ૧૮૭૦માં દાસીજીવણના સમાધિસ્થાન પર દેહરી બંધાવી. શિષ્યો : (૧)પીઠોભગત–વંથલી,(ર) માણંદ, (૩)માવજી,(૪)લાલસાહેબ–વઢવાણના,જેનાં ભજનો નારાયણસ્વામીએ ગાયાં છે. જગ્યાઓ : (૧) રામવાડી, કરણપરા શેરી નં. ૩ રાજકોટ (ભરવાડ જ્ઞાતિ પાસે) (ર) નવા થોરાણા (રાજકોટ), (૩) ચુનારાવાડ પાસે (રાજકોટ) (૪) સમ્મી (જિ. મહેસાણા) (પ) રાધનપુર (જિ. મહેસાણા), (૬) વારાહી (જિ. બનાસકાંઠા) (૭) જૂનાગઢ –ભવનાથ તળેટીમાં. રચના : ભજનવાણી.

બાલકસ્વામી/બાળકદાસજી

રામાનંદસ્વામી પરંપરાના સાધુ. રામાનંદ શિષ્ય પીપાજીના શિષ્ય મલુકદાસની પાંચમી પેઢીએ. મૂળ રાજસ્થાન તરફના. મેસવાણ (તા. કેશોદ, જિ. જૂનાગઢ) ગામે ગાદી સ્થાપી. તેનો શિષ્ય પરિવાર આજે મેસવાણિયા સાધુ તરીકે ઓળખાય છે. ૧ર શિષ્યો હતા. તેમની સમાધિ છ જગ્યાએ હોવાનું કહેવાય છે. (૧) મેસવાણ, (ર) સોદરડા, (૩) દ્વારકા, (૪) ગિરનાર (પ) પ્રયાગઘાટ (ગંગાજી), (૬) કોટડા (માંગરોળ પાસે) ઈ. ૧૬ર૬. અનેક ચમત્કારમય દંતકથાઓ.

બાળકદાસજી (અવ. ઈ.સ. ૧૯૪૬)

પરબના સંત. પંદરમા ગાદીપતિ મહંત. ઈ.સ. ૧૯૩૬માં ગંગામાતાજીએ મહંતપદે સ્થાપ્યા. અવ. સં. ર૦૦ર એમના પછી પરબના ઉત્તરાધિકારી રામદાસજી નાની વયના હોવાથી માણાવદરની જગ્યાના સંચાલક સેવાદાસજીને ગાદી સેાંપેલી.

બૂઢાબાવા

પરબના સંત જલારામજીના શિષ્ય. જગ્યા : તોરી–રામપુર.

બહ્માનંદ સ્વામી (અવ. ઈ.સ.૧૮૩ર)

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ–કવિ. સહજાનંદ સ્વામીના શિષ્ય. ખાણ (રાજસ્થાન) ગામે આશિયા શાખના ચારણ–ગઢવી કુટુંબમાં જન્મ. જન્મ નામ : લાડુદાન. ૧પ/૧૮ વર્ષની ઉંમરે ભૂજ ખાતે વ્રજભાષા પાઠશાળામાં રાજકવિ અભયદાનજી પાસે કાવ્યશાસ્ત્ર પિંગળ અલંકાર શાસ્ત્રનો અભ્યાસ. ઈ.સ. ૧૮૦૪માં સહજાનંદ સ્વામી પાસે દીક્ષા. ઈ.સ. ૧૮૩રમાં મૂળી (જિ. સુરેન્દ્રનગર)ગામે સ્વામિનારાયણ મંદિરના મહંતપદે હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની ઘણી કાવ્ય રચના.

ભગવાનદાસજી (અવ. ઈ.સ.૧૭ર૪)

કંકાસા (તા. માંગરોળ, જિ. જૂનાગઢ) ગામના ભક્ત. મહંત સીમરોલીના આદ્યસ્થાપક ખીમદાસજીના ગુરુ. આયુર્વેદ અને જ્યોતિષના જાણકાર. કંકાસાના ગામધણી સૈયદ મહમદ અલીના પુત્રને જીવલેણ બીમારીમાંથી સાજો કર્યેા એટલે સૈયદે છ સાંતીની જમીન, કૂવો અને ત્રણ ઓરડા અર્પણ કરેલા. એ જગ્યા આજે ‘મહંત સીમરોલી તરીકે પ્રખ્યાત છે.

ભડકણ સ્વામી / ભડકનદાસજી

ડુંગર (તા. રાજુલા, જિ. અમરેલી) ગામે જગ્યાની સ્થાપના કરનાર સંત. રતનદાસના શિષ્ય. સમાધિ : ડુંગર ગામે. હાલમાં એ જગ્યા દૂધરેજ શાખાના સાધુ સંભાળે છે.

ભવાનીદાસ / ભોવાનીદાસ (જન્મ : સં. ૧૩૩પ અથવા ૧૩પપ)

ભજનિક સંત–કવિ. જોધાભકતના શિષ્ય ગુરુમહિમા, બોધ–ઉપદેશ અને ભકિત–વૈરાગ્યનાં ભજનોના રચયિતા. જન્મ ઘોળકા ગામે. અટક–ચૌહાણ.વણકર જ્ઞાતિના. પિતા : નારણ,માતા : લક્ષ્મીબાઈ.

ભાખર / ભાંખર

ભજનિક સંત–કવિ. રચના : રામગરી પ્રકારનાં ભજનો.

ભાણદાસજી

પીપળલગ (જિ. અમરેલી) ગામે જીવતાં સમાધિ લેનાર સંત.

ભાણસાહેબ (ઈ.સ. ૧૬૯૮–૧૭પપ)

રવિ–ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ. રામ કબીર પંથી સંત–કવિ. કનખિલોડ (ચરોતર પ્રદેશ) ગામે લોહાણા જ્ઞાતિમાં પિતા : કલ્યાણદાસજી ઠક્કર અને માતા : અંબાબાઈને ત્યાં જન્મ. ષષ્ટમદાસજીના શિષ્ય. રવિસાહેબના ગુરુ, ખીમસાહેબના પિતા. કમીજડા (તા. : વિરમગામ) ગામે જીવતાં સમાધિ. કબીરસાહેબની જ્ઞાનમાર્ગી સંતવાણી પરંપરાનાં ગુરુમહિમા, આધ્યાત્મબોધ, ઉપદેશ, વૈરાગ્ય અને યોગસાધના વિષયક ભજનોના રચયિતા.

ભાણાબાપુ ભગત (અવ. ઈ.સ. ૧૯૪૧)

ચલાલાની દાનબાપુની જગ્યાના પાંચમા ગાદીપતિ મહંત. દાનાભગતની પરંપરાના ચોથા ગાદીપતિ મહંત. દાદાબાપુના ભાઈ લોમાબાપુના પુત્ર. ચલાલાની ગાદીએ ઈ.સ. ૧૮૯૩માં. પ્રખર રામાયણી. બરોડા સરકારે ‘રાજ્ય રત્ન ઈલ્કાબ આપેલો. પુત્ર : મંગળુબાપુ.

ભાદુદાસ

ભજનિક સંત–કવિ. ધ્રાંગધ્રામાં કોળી જ્ઞાતિમાં જન્મ. રામદાસના શિષ્ય. યોગવાણીમાં ભજનોના રચયિતા. સંભવત : રવિભાણ સંપ્રદાયના. સંદર્ભ : કોળી કોમનો ઐતિ. પરિચય.

ભાવસ્વામી

લોહલંગરીના શિષ્ય. જગ્યા ધોલેરા ગામે.

ભીમસાહેબ (જન્મ ઈ. ૧૭૧૮)

રવિ–ભાણ સંપ્રદાયના સંત–કવિ. ત્રિકમસાહેબના શિષ્ય. દાસી જીવણના ગુરુ. આમરણ (જિ. જામનગર) ગામે મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિમાં જન્મ. મોરબી પાસેના કુતાસી ગામે મેાંઘીબાઈ નામે કન્યા સાથે વિવાહ. જન્મ વિ.સં. ૧૭૭૪ ચૈત્ર સુદ ૯, બુધવાર. આમરણમાં સમાધિ : વિ.સં. ૧૮૮૧ ચૈત્ર વદિ ૧૩, ગુરુવાર ! તા. ૧૭–૩'૧૮રપ બુધવાર. રચના : યોગમાર્ગી ભજનવાણી.

ભીમ સાહેબ

બાલંભમાં પ્રજાપતિ જ્ઞાતિમાં જન્મ.

ભીમસ્વામી

પાંચાળની સંત પરંપરામાં પાળિયાદના આપા વિસામણ શિષ્ય. (બોટાદ, જિ. ભાવનગર)માં ઘાંચી જ્ઞાતિમાં જન્મ. પાળિયાદ જગ્યામાં જીવતાં સમાધિ લીધેલી.

ભીમાભગત (અવ. ઈ.સ. ૧૯પ૮)

ભાદરા (તા. જોડિયા, જી. જામનગર) ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં જન્મ. બગથળાની નકળંકની જગ્યામાં ગાયોની સેવા કરતા. ઈ. ૧૯પ૮માં કારતક માસે તુલસી વિવાહ કરેલો અને પોષ માસે સમાધિ લીધી.

ભૂમાનંદ સ્વામી (ઈ.સ. ૧૭૯૬–૧૮૬૮)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત. કેશિયા (જિ. જામનગર) ગામે કડિયા જ્ઞાતિમાં રામજીભગત અને માતા કુંવરબાઈને ત્યાં જન્મ. મૂળનામ : રૂપજીભાઈ. અવ. સં. ૧૯ર૪ મહા વદી ૮.

ભોજાભગત / ભોજલરામ (ઈ.સ. ૧૭૮પ–૧૮પ૦)

જ્ઞાની–ઉપદેશક સંતકવિ. ગિરનારી સાધુ રામેતવનના શિષ્ય. દેવકીગાલોળ (તા. જેતપુર, જિ. રાજકોટ) ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં જન્મ. પિતા : કરસનદાસ, માતા : ગંગાબાઈ, અટકે : સાવલિયા. પોતાના બે ભાઈઓ કરમણ અને જસા સાથે અમરેલી પાસેના ચક્કરગઢ ગામે ખેતી કરવા ગયા, અને ફતેહપુર ગામ વસાવ્યું. અમરેલીના ગાયકવાડી સૂબા વિઠ્ઠલરાવને ઉપદેશ આપવા ‘ચાબખા પ્રકારનાં ભજનોની રચના કરેલી. શિષ્યો : ૧. જલારામ (વીરપુર), ર. વાલમરામ (ગારિયાધાર), ૩. જીવણરામ (ફતેપુર). શિષ્ય જલારામને ત્યાં વીરપુર ગામે સમાધિ લીધી. રચના : ‘ચેલૈયા આખ્યાન, વાર તિથિ, મહિના સરવડાં, ‘ ભકતમાળ કાફી, હોરી, કક્કો બાવનાક્ષરી અને ચાબખા.

ભોળીઆઈ

હરિજન જ્ઞાતિનાં ભક્તનારી. ચલાલાના આપા દાનાનાં શિષ્યા. નાના માચિયાળા (જિ. અમરેલી) ગામે હરિજન ભગત દાનામેતરને ત્યાં જન્મ. વિવાહ : ભલગામ (તા. ધારી)માં મૂળાભગત સાથે સંતાન : દીકરી રાજીબાઈ. મૂળાભગતે સંસારત્યાગ કરી જૂનાગઢ વેલાબાવાના અખેડે સંતસેવા શરૂ કરી, ભોળીઆઈ ચલાળાની જગ્યામાં સેવા કરવા રહ્યાં. દીકરી મોટી થતાં પોતાના ભાઈ નાગાજણના દીકરા ત્રિકમ સાથે પરણાવી. ભોળીઆઈ માચિયાળા ગામે ઝૂંપડી બાંધીને વૃદ્વાવસ્થામાં રહેતા. પતિ મૂળાભગતે ભલગામ આવીને સમાધિ લીધી એની ખબર પડતાં ભોળીઆઈ ભલગામ ગયાં, સમાત ખોદાવી પતિનો જમણો હાથ કાંડામાંથી કપાવી માચિયાળા ગામે લાવ્યાં ને પડખે પડખે બે સમાત ગળાવી પતિના પંજા સાથે જીવતાં સમાધિ લીધી.

ભોળીબાઈ / દાસ ભોળી

ભજનિક સંત–કવયિત્રી. રચના : ભજનવાણી.

મણિગિરિ / મણિબાઈ (ઈ.સ. ૧૯૧૮–૧૯૭ર)

પંથપવર્તક અદ્વૈતવાદી સંતનારી. મોતીગિરિનાં શિષ્યા. પોરબંદરમાં લોહાણા જ્ઞાતિમાં જન્મ. ઈ.સ. ૧૯૪૦માં કાશીના મૂળ અદ્વૈતમઠમાંથી બહ્મનિષ્ઠ સ્વામી મોતીગિરિજી દ્વારકાની યાત્રાએ આવ્યા, ત્યાંથી પોરબંદર થઈ રાણાવાવ પાસેના વડવાળા ગામે જંગલેશ્વરની સ્થાપના કરીને રહ્યા. એમની પાસે દીક્ષા લઈ મણિબાઈએ મુખ આડું કપડું રાખી ધ્યાન કરવાનો પંથ ચલાવ્યો. મૂર્તિ પૂજામાં ન માનતા આ સંપ્રદાયને કોઈ નામ અપાયું નથી. માત્ર જ્ઞાનચર્ચા, જીવદયા અને ધ્યાન એ ત્રણ સિદ્ધાતો સાથે મણિબાઈના શિષ્ય વેલજીભગતે રાણાવાવ પાસે બોરડી ગામે ગુરુગાદીની સ્થાપના કરી છે.

મનોહરસ્વામી

આખ્યાનકાર–પદ કવિ. વાંસાવડના આખ્યાન કવિ કાલિદાસના ભાણેજ, જૂનાગઢમાં રહેતા, પાછળથી સંન્યસ્તદશામાં વિચરતા.

મહિદાસ (અવ. ૧૮૦૪)

બગથળા (તા. મોરબી) ના સંત અન્નદાન, સંતસેવા, સદાવતધારી ભકત. મોરબીના ઠાકોર પૃથુરાજને વરસાદ આવશે એવી આગાહી કરી હતી અને વરસાદ આવતાં ઠાકોરે બે સાંતીની જમીન અર્પણ કરી ત્યારે બીજે દિવસે સં. ૧૮૬૦ આસો સુદ–૧૧ ના દિવસે જીવતાં સમાધિ લીધી રચના : ‘કર્મગીતા અને પદો.

મહેરામણજી

રાજકોટના રાજવી કવિ. ઈ.સ. ૧૮૮રમાં વ્રજભાષા–ચારણી સાહિત્યના અદ્વિતીય ગ્રંથ ‘પ્રવીણસાગરની અન્ય કવિમિત્રો સાથે મળી રચના કરી.

મંગળગરજી સ્વામી (ઈ.સ. ૧૮ર૬–૧૮૯૮)

મારવાડના બખશાજી મહારાજની પરંપરાના પાંચમી પેઢીએ. જન્મ : મારવાડના પીંગળી ગામે મેઘપુરના કાળુજી ભક્તના ગુરુ. ઝીંઝુડાના કાનસ્વામી/કનડગિરિ પાસે ઈ.સ. ૧૮ર૪ થી ઈ.સ. ૧૮ર૭ સુધી રહેલા, ત્યાંથી મોરાર શિષ્ય જીવાભગત (ટંકારા) પાસે પણ કેટલોક સમય રહ્યા હતા. રચના : યોગ અને જ્ઞાન વિષયક ભજનવાણી.

મંગળનાથજી (ઈ.સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ)

શાક્તપંથી સાધુ મહાત્મા. ગેાંડલ તાલુકાના રોઝડી (શ્રીનાથગઢ) ગામે મહાકાલીનું મંદિર ગોખમાં ત્રિશૂળની સ્થાપના કરીને બંધાવેલું. બાજુમાં કાલભૈરવની પણ સ્થાપના તેમણે ગ્રામજનોની લાગણીને કારણે ગામ બહાર સમાધિ ન લેતાં મંદિર પાસે જ ગામમાં સમાધિ લીધેલી. તેમણે અનેક ચમત્કારો પણ કર્યા હોવાનું કહેવાય છે. તેમની અન્ય ચાર જગ્યાએ–રાણપરડા, રંગમાંબાઈનું પીપળિયા, ડુંગળી દેવળિયા અને મંગકું ગામે સમાધિ હોવાનું નેાંધાયું છે. એમના સમાધિ સ્થાનનો જિણોદ્ધાર ૐકારેરજતીએ ગેાંડલના દરબારની સહાયથી સં. ૧૯૪રના આસો સુદ ૧૦ બુધવારે કરાવ્યો તેનો શિલાલેખ મંદિરમાં મળે છે.

મંગળુબાપુ ભગત (અવ. ઈ.સ. ૧૯૭૦)

ચલાલા દાનબાપુની જગ્યાના છઠ્ઠા ગાદીપતિ મહંત. ચલાલાની ગાદીએ ઈ.સ. ૧૯૪૧ ભાણાબાપુના પુત્ર. રામાયણના અભ્યાસી ભકત.

સંતાન : વલકુબાપુ (વર્તમાન મહંતશ્રી), ભાયાબાપુ અને પ્રતાપબાપુ.

માધવ સાહેબ (ઈ.સ. ૧૮૬ર–૧૯૪૧)

રવિભાણ સંપ્રદાયના અનુયાયી. કોટડા સાંગાણી (તા. ગેાંડલ) ગામે વિ.સં. ૧૯૧૮માં કડિયા જ્ઞાતિમાં વિશ્રામસાહેબને ત્યાં માતા અદીબાઈની કુખે જન્મ. અવ. વિ.સં. ૧૯૯૭માં. પુત્ર : પુરુષોત્તમદાસજી જેમનું અવસાન વિ.સં. ર૦૦૧ વૈશાખ સુદ પૂનમના દિવસે થયું અને વિશ્રામ સાહેબની જગ્યાની ગુરુગાદી પે્રમવંશ ગોવિંદજીભાઈને મળી, હાલમાં ગોવિંદજીભાઈના પુત્ર જગદીશ ભગત જગ્યા સંભાળે છે.

મામંદ

મુસ્લિમ સંત–કવિ. પૂર્વાવસ્થામાં શિકારી, નાના લીલિયા (જિ. અમરેલી)ના અશરફમિયાંના ઉપદેશથી ભકિત ઉપાસના કરીે. રચના : ‘મન રૂપી મૃગને હવે મારો મામદ કહે છે... ભજનવાણી. ‘મામદ મુક્તમણિ નામે ભજનસંગ્રહ ધરમપુર નવાબે પ્રકાશિત કર્યેા છે. સંધી જ્ઞાતિમાં નાના લિલિયા ગામે મનુભા જાડેજાને ત્યા વિ.સં. ૧૯૩૭ ચૈત્ર સુદ ૮ સોમવારે જન્મ. અશરફમિયાં બાપુમિયાં (જન્મ. વિ.સં. ૧૯૧૭) સંતસાધનાની દીક્ષાલીધી, ‘ મામંદ મુક્તમણિ ભજન સંગ્રહમાં ચારસો જેટલી ભજન, ધોળ, પદ, રસ, કાફી, પ્રભાતિયાં પ્રકારની રચનાઓ છે.નાનાબાપુ–દેશળભગત સંધી ,અમરતવેલ ગામના..‘દેશળવિલાસના કર્તા.

માણસુર ભગત

દરેડ ગામના આહિર સંત આપા મેરામના શિષ્ય. સુલતાનપુર (જિ. રાજકોટ)માં આહિર જ્ઞાતિમાં જન્મ. ત્યાં ઠાકર મંદિરની સ્થાપના કરી.

માણંદભગત

હરિજન સંત–કવિ. કામરોળ (તા. તળાજા, જિ. ભાવનગર)માં ચમાર જ્ઞાતિમાં જન્મ. બાલકસાહેબના શિષ્ય. રચના : ભજનવાણી.

ર માનબાઈ

૩ માલીબાઈ

૩ માંગલબાઈ

માંગાભગત

વાંસાવડ (જિ. રાજકોટ)માં ભરવાડ જ્ઞાતિના સંત. જલારામના સમકાલીન. ગોડી નદીને કાંઠે ગામના દરવાજામાં ડાબા હાથ ઉપર ભરવાડ જ્ઞાતિની ‘માંગાભગતની જગ્યા મોજુદ છે.

માંડણભગત

દ્વારકાધિશના ઉપાસક ચારણ જ્ઞાતિના ભકત. દેગામ (બજાણા પાસે) ગામે જન્મ. તેમની દીકરી ઈસરદાસના પુત્ર સાથે પરણવ્યાનું કહેવાય છે. દ્વારકાધિશે માંડણભગતને પાઘડી બંધાવ્યાનો ચમત્કાર નેાંધાયો છે.

મીઠાભગત (ઈ.સ. ૧૭પ૧–૧૮૪૭)

બગથળા (મોરબી પાસે) ગામે ઈ.સ. ૧૭૮૯માં જગ્યા બાંધનાર ભક્ત. જન્મ : વનાળિયા ગામે કડવા કણબી જ્ઞાતિમાં. સાથીપણું કરતાં, પાક બચાવવા વડલો સળગાવ્યો, અસંખ્ય તીડનો નાશ થયો, પશ્ચાતાપ થતાં વીરાભગત પાસે કેરાળા ગામે આવ્યા ત્યાં ગાયો ચારવાની સેવા સ્વીકારી. એ પછી સૂરજદેવળ પાસેના ગેબીનાથના આદેશથી ગરણી ગામના આપા દેહાભગતની જગ્યામાં સાધુ વીરદાસજી પાસે કંઠી બંધાવી. બગથળામાં અવસાન થયું અને કેરાળા ગામે સમાધિ અપાઈ.

મીઠો ઢાઢી (ઈ.સ. ૧૭૯૪–૧૮૭ર)

લીંબડી ગામના મુસ્લિમ સંત–કવિ. વતન : લીંબડી, મુસ્લિમ ઢાઢી જ્ઞાતિમાં પિતા : સાહેબાને ત્યાં જન્મ. રચના : અધ્યાત્મ વૈરાગ્ય બોધની અને શ્રીકૃષ્ણ વિષયક બંસરી રચનાઓ તથા પદ, ગરબી, રાસ વગેરે જુદાં–જુદાં સ્વરૂપો ધરાવતાં ભજનો/કીર્તનો.

મુકુન્દ (ઈ.સ. ૧૬પર માં હયાત)

મધ્યકાલીન કવિ. દ્વારકાના વતની, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના ગુરુ : કેશવાનંદ. હિંદી ભાષાના પ્રયોગબાહુલ્ય દર્શાવતાં ‘કબીર–ચરીત્ર અને ‘ગોરક્ષચરિત્રના રચયિતા. આ કવિ સિવાય અન્ય પણ ‘મુકુન્દ નામધારી સર્જકો–પદકવિઓ સૌરાષ્ટ્રમાં થયા છે. જેમાના એક ઈ.સ. અઢારમી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હતા.

મુકતાનંદસ્વામી (ઈ.સ. ૧૭પ૮–૧૮૩૦)

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત–કવિ. અમરેલીમાં સરવરીઆ બ્રાહ્મણ આનંદરામ અને વીતરાગી રતનબાઈની પુત્રી રાધાબાઈના કૂખે જન્મ. પૂર્વાશ્રમનું નામ : મુકુન્દદાસ. મૂળદાસજીના શિષ્ય શીલદાસ પાસેથી જ્ઞાનપાપ્તિ કરેલી. માતપિતાના આગ્રહથી લગ્ન કર્યાં પણ વૈરાગ્યભાવ પ્રબળ હોવાથી ગૃહત્યાગ. ધાંગધ્રાના દ્વારકાદાસજી, વાંકાનેરના કલ્યાણદાસજી અને સરધારના તુલસીદાસજી નામના સાધુઓ પાસે રહેલા. સરધારમાં મહંતપદે હતા ત્યાં રામાનંદસ્વામીનો મેળાપ થયો અને ઈ.સ. ૧૭૮૬માં દીક્ષા લીધી. પાછળથી સહજાનંદ સ્વામીની અન્નય નિષ્ઠાથી સેવા કરી. અવસાન : ગઢડા સ્વામિ મંદિરમાં, રચના : ‘ઉદ્ધવગીતા, ‘સતીગીતા, ‘રુક્મિણી–વિવાહ, ‘મુકુન્દ બાવની, ‘અવધૂત ગીત, ‘ગુરુ ચોવીશી, ‘ગુણ વિભાગ અને ૯૦૦૦ જેટલાં પદો.

મૂળજીભગત / મૂળપ્રકાશબાપુ (ઈ.સ. ૧૯૧૪–૧૯)

રવિ–ભાણ સંપ્રદાયની પેટા શાખા ‘ઉગાપંથના સંત–કવિ. મેઘવાળ–ચારણ જ્ઞાતિમાં રાજકોટ ગામે જન્મ. ઉગારામ શિષ્ય. રચના : ભજન, પદ, સાખીઓ.

મૂળદાસજી (ઈ.સ. ૧૬પપ–૧૭૭૯)

ભજનિક સંત–કવિ. આમોદરા (જિ. જૂનાગઢ) ગામે સોરઠિયા લુહારજ્ઞાતિમાં કૃષ્ણજી–ગંગાબાઈને ત્યાં જન્મ. જીવણદાસ લોહલંગરીના શિષ્ય. જગ્યા : અમરેલી ગામે. શિષ્યો : શિલદાસ, હાથીરામ અને જદુરામ. જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીના રચયિતા. એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા અને કેટલાંક પદો તથા‘બારમાસી, ‘હરિનામલીલા ‘ગુરુગીતા ‘સાસુવહુનો સંવાદ સમસ્યાઓ, મર્કટીનું આખ્યાન, ‘ભગવદ્‌ગીતાનો અનુવાદ ‘ભાગવત બીજો સ્કંધ વગેરે રચનાઓ. જેમાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી; ‘ચૂંદડી, રૂપકગર્ભ પદો અત્યંત લોકપ્રિય થયાં છે. અવસાન : સં. ૧૮૩પ, ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે.

મૂળાબાવા

જામનગરના આણદાબાવાના શિષ્ય. ઈ.સ. ૧૮૧૯માં ધોળીવાવ બંધાવનાર સંત ભક્ત. આણદાબાવાના આશ્રમમાં મહંત તરીકે સેવા. શિષ્ય : પ્રેમદાસજી.

મૂળાભગત / મૂરાભગત

ભરવાડ જ્ઞાતિના સંત–ભકત. ચરલ (તા. સાણંદ) ગામે લીંબાભાઈ અને માતા સેજીબાઈને ત્યાં જન્મ. સાત વર્ષની વયે માતાનું અવસાન થતાં ફઈબાને ઘેર નરોડા ગામે ઉછેર નરોડામાં ઠાકરમંદિરની સ્થાપના ચમત્કારો. દ્વારકાની યાત્રાએ નીકળ્યા ત્યારે ગઢકા (જિ. રાજકોટ) ગામે રાતવાસો રહ્યા. સવારે દ્વારકાધીશ પોતે દર્શન–છાપ આપવા આવ્યાનુ કહેવાય છે. આંબરડી (તા. જસદણ, ઘેલા સોમનાથ પાસે) ઠાકરની સ્થાપના કરી, હાંસલપુર, ચાવંડ, ભીમોરા, જામનગર, બેટ દ્વારકા વગેરે સ્થળોએ મૂળાભગતની જગ્યાઓ (ભરવાડ જ્ઞાતિ પાસે) અને સ્મૃતિમંદિરો મોજૂદ છે. બે પુત્રો : લાલભગત, કાનાભગત, જેમના વંશજો જુદીજુદી જગ્યાઓ સદાવ્રતો અન્નક્ષેત્રો ચલાવે છે.

મૂળીઆઈ

ચલાલાના સંત દાનબાપુનાં શિષ્યા. મીઠાપુર (જિ. અમરેલી) ગામે ખખ્ખર અટક ધરાવતી લોહાણા જ્ઞાતિમાં જન્મ. ચલાલાના મગદાણી અટકના ઠક્કર ગોપાલજી મકનજીના પુત્ર જીવા ઠક્કર સાથે વિવાહ. પોતાની ભક્તિ ભાવના પ્રત્યે લોકોની નિંદા સાંભળી પતિ આજ્ઞાથી અફીણ ઘોળ્યું. પણ દાનમહારાજની કૃપાથી ઝેર ન ચડયું. જગ્યા : ચલાલા ગામે.

મેકણ/મેકરણ ડાડા (ઈ.સ. ૧૯–૧૭૩૦)

કચ્છ પ્રદેશના સંત–કવિ. કાપડી પંથના સાધુ. જન્મ : કચ્છના નાની ખેાંભડી ગામે. ભટૃી રજપૂત હરધોળજીને ત્યાં પબાબાઈની કૂખે.

ગુરુ : ગાંગોજી કાપડી. સૌરાષ્ટ્રના શરભંગૠષિના આશ્રમ (પરબ)નો ધૂણો ચેતાવ્યો. ધંગ–લોડાઈ (કચ્છ) ગામે આશાપુરાનું સ્થાનક કર્યું. લીરબાઈ નામે આહિર કન્યાને દીક્ષા. ગરવા હરિજન સહિત ૧૧ ભક્તો સાથે સં. ૧૭૮૬, આસો વદ ૧૪ શનિવારના દિવસે જીવતાં સમાધિ લીધી. રચના : કચ્છી બોલીમાં ભજનવાણી, સાખીઓ.

મેઘ જીવા (ઈ.સ. ૧૮૩૪–૧૯૦૪)

હરિજન ભક્ત–કવિ. ભાણવડ ભૂંભલિયા (તા. પોરબંદર) ગામે મેઘવાળ–વણકર જ્ઞાતિમાં જન્મ. ગુરુ : મુંજાભગત–આરંભડા ગામના મેઘવાળ ભકત પિતા : રામભાઈ. પુત્ર : બોદાપીર. સમાધિ : ગોખાણા ગામે પીરગાદી. શિષ્યપરંપરા : સોઢાણા (તા. પોરબંદર) રચના : ભજનવાણી.

મેઘસ્વામી

વડવાળા મંદિર દૂધઈ (તા. મૂળી, જિ. સુરેન્દ્રનગર)ના આદ્યસ્થાપક. રબારી જ્ઞાતિની જગ્યા.

મેપાભગત / આપા મેપા

પાંચાળની સંત પરંપરાના આપા રતાના મિત્ર, ગુરુ/ગુરુભાઈ. આપા જાદરાના ગુરુ. ગેબીનાથના શિષ્ય. થાનગઢ (જિ. સુરેન્દ્રનગર)માં કુંભાર જ્ઞાતિમાં જન્મ.

મેરામભગત (ઈ.સ. ૧૮૦પ–૧૮૬ર)

દરેડ (તા. બાબરા, જિ. અમરેલી) ગામે આહિર જ્ઞાતિમાં દાનાભગત–રાણબાઈમાને ત્યાં જન્મ. ઈ.સ. ૧૮૧પમાં પિતાનું અવસાન. ગુરુ : આપા હરદાસ (મેઘાણી સાખના લેઉવા કણબી ભકત–ઢસા). પત્ની જીવુબાઈ, સંતાન : માંડણ, પીઠો, વીરો, ફઈબા. જીવનમાં અનેક ચમત્કારમય ઘટનાઓ. અવ. સં. ૧૯૧૮ ચૈત્ર સુદ ૯ ના દિવસે દરેડ ગામે. એમના સમાધિ મંદિરમાં ઈ. ૧૮૬પમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા. કોઈક જગ્યાએ મેરામભગતે ઘોઘાસમડી ગામે સમાધિ લીધી એવો ઉલ્લેખ મળે છે જે પ્રમાણભૂત લાગતો નથી. શિષ્યો : માણસુરભકત (સુલતાનપુર), કુંવરજી ભટૃ, (ચાવંડ), ગીગાભગત (રાણપુર). આપા મેરામના વંશજો આજે પણ દરેડ ગામે હયાત છે. જગ્યામાં અષાડી બીજનો મેળો ભરાય છે.

મોરારસાહેબ (ઈ.સ. ૧૭પ૮–૧૮૪૯)

રવિ–ભાણ સંપ્રદાયના સંતકવિ. રવિ સાહેબના શિષ્ય. થરાદ(બનાસકાંઠા)માં વાઘેલા રાજપૂત જ્ઞાતિમાં જન્મ. જન્મનામ : માનસિંહજી. વૈરાગ્યભાવ જાગૃત થતાં ગૃહત્યાગ કરી રવિસાહેબ પાસે ઈ.સ. ૧૭૮૬માં ખંભાલીડા (જિ. જામનગર) ગામે ગુરુગાદીની સ્થાપના. ત્યાં જ જીવતાં સમાધિ લીધેલી. શિષ્ય : હોથી. રચનાઓ : ‘બારમાસી, ‘ચિંતમાણી, જ્ઞાનવૈરાગ્ય પ્રેરક કુંડળિયા અને શ્રીકૃષ્ણ, શિવ, રામ વગેરે દેવતાઓની સ્તુતિ કરતાં પદો ઉપરાંત યોગ, બોધ–ઉપદેશ, વૈરાગ્ય અને વિરહભાવ વર્ણવતાં પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો. એમાં ‘પરજ પ્રકારનાં ભજનો શ્રેષ્ઠ કોટિનાં છે. અન્ય શિષ્યો : ચરણ સાહેબ, દલુરામ, દુર્લભરામ, કરમણ, જીવાભગત ખત્રી, ધરમશી ભગત.

મેાંઘીમા

શિહોરની કોયાભગતની જગ્યાના મહંતપદે હતાં. તેમના નામથી આજે એ જગ્યા ‘મેાંઘીમાની જગ્યા તરીકે ઓળખાય છે.

રપ૬ યોગીજી મહારાજ (ઈ.સ. ૧૮૯ર–૧૯૭૧)

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. ગેાંડલના અક્ષરપુરુષોત્તમ સ્વામી મંદિરના મહંત. જૂનાગઢના કૃષ્ણચરણ સ્વામી પાસે દીક્ષા લીધેલી. દીક્ષાનામઃ જ્ઞાનજીવનદાસજી. જન્મ : ધારી ગામે લોહાણા કુટુંબમાં દેવચંદ ઠક્કર અને પૂરીબાઈને ત્યાં.

રઘુનાથચાર્ય સ્વામી (ઈ.સ. ૧૮પ૧–૧૯૩૦)

ખોરાસા (જિ. જૂનાગઢ) ગામે શ્રીસંપ્રદાયની જગ્યાના સ્થાપક સંત. મોરબી ગામે શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ.

રણછોડજી દીવાન (ઈ.સ. ૧૭૬૮–૧૮૩૧)

જૂનાગઢના અમરજી દીવાનના પુત્ર–પદ કવિ. ગુજરાતી અને ફારસી ભાષામાં અનેક રચનાઓ–જેમાં પદો, ‘ શિવગીતા અને ચંદ્રાવળાઓ તથા ‘તારીખે સોરઠ વ હાલાર.

રણછોડદાસબાપુ (અવ. ઈ.સ.૧૯૭૦)

અર્વાચીન સમયના લોકસેવક સંત. અનેકવિધ માનવસેવાના કાર્યેા. અવસાન સમાધિ સ્થાન : રાજકોટ.

રતનદાસ (ઈ. ૧૮૦૪માં હયાત)

રવિ–ભાણ સંપ્રદાયના સંત–કવિ. ભાણસાહેબના શિષ્ય. વાંકાનેર (જિ. રાજકોટ) ગામે રાજપૂત જ્ઞાતિમાં જન્મ. વાંકાનેરમાં ‘રવિસાહેબની જગ્યા તરીકે ઓળખાંતુ સ્થાન રતનદાસની જગ્યા હોવા સંભવ છે. હિન્દી ગુજરાતી ભાષામાં પદો–ભજનોના રચયિતા. રવિસાહેબ પોતાના શિષ્ય મોરારસાહેબને ત્યાં આપેલા વચન મુજબ સમાધિ લેવા માટે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં બીમારીને કારણે વાંકાનેરમાં રતનદાસની જગ્યામાં તેમનું અવસાન થયું ત્યારબાદ તેમના દેહને ખંભાલીડા લઈ જવામાં આવેલો એવા ઉલ્લેખ મળે છે. રચના : ચેલૈયાનું ચરિત્ર/ સગાળશા આખ્યાન કેલૈયાનો શલોકો ઉપરાંત ગુરુમહિમા, આત્મજ્ઞાન, આત્મબોધ અને ઉપદેશનાં ભજનો.

રતનબાઈ

કચ્છ પ્રદેશના સંત કવયિત્રી. અબડાસા તાલુકાના ભડલી ગામે ખોજા જ્ઞાતિમાં. જન્મ. સૂફી સંત ભાકરશાહ (નાડાપા ગામના સૈયદ–પીર) પાસે ગુરુ દીક્ષા લીધેલી. ગૃહસ્થ જીવનમાં એક પુત્ર થયો અને યુવાવસ્થામાં જ એનું અવસાન થતાં તીવ્ર વૈરાગ્ય. અવસાન : વિ.સં. ૧૯૭૬માં, રચના : પેમલક્ષણા ભકિતનાં ભજનો, કચ્છી–ગુજરાતી ભાષામાં વૈરાગ્યનાં પદો.

રતનીબાઈ

હરિજન સંત–કવિયત્રી. નરસિંહ મહેતાનાં શિષ્યા તરીકે ઓળખાતાં આ સંત નારીનાં ચારેક ભજનો જેમાં નરસિંહના જીવનનો હારમાળાનો પ્રસંગ આલેખાયો છે તે લોકકંઠે મળે છે. કદાચ હસ્તપ્રતોમાં એ રચનાઓ કોઈ અન્ય કવિની હોવા સંભવ છે.

રતાભગત/આપા રતા

પાંચાળની સંતપરંપરાના ભકત. થાનગઢના આપા મેપાભગતના મિત્ર/શિષ્ય/ગુરુભાઈ. ગેબીનાથના શિષ્ય. આપા જાદરા (સોનગઢ)ના સસરા. મોલડી (જિ. સુરેન્દ્રનગર) ગામના ખાચર શાખના કાઠી જ્ઞાતિના સંત. દીકરી માંકબાઈ આપા જાદરા સાથે પરણાવેલા. જગ્યા / સમાધિ મોલડી ગામે. ત્યાં આપા રતાભગતે સ્થાપેલા બાવનવીર હનુમાનજીની પૂજા થાય છે. એ સિવાય શિવાલય, વાસુકીની ખાંભી, રામપંચાયત અને અન્ય મહંતોની દેરીઓ આવેલી છે. કાવડ ફેરવીને અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.

રવિરાજ

મૂળી નિવાસી ચારણ કવિ. ‘નર્મદા લહરીના કર્તા. તેમની રેણંકી છંદમાં રચાયેલી ‘નૃસિંહ અવતાર કૃતિ અત્યંત લોકપ્રિય બની છે. અવારનવાર લોકસાહિત્ય/ચારણી સાહિત્યના કાર્યક્રમોમાં રજૂ થાય છે.

રવિસાહેબ (જન્મ : વિ.સં.૧૭૮૩ મહા સુદ ૧પ ગુરુવાર તા.૬–૧ર–૧૭ર૭, –સમાધિ :ઈ.સ.૧૮૦૪)

રવિભાણ સંપ્રદાયના સ્થાપક સંત–કવિ. કબીરપંથી ભાણસાહેબના શિષ્ય. જન્મ : વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં મંછારામ–ઇચ્છાબાઈને ત્યાં તણછા (તા. આમોદ, જિ. ભરૂચ) ગામે. ભાણસાહેબ પાસે દીક્ષા. દીક્ષા માટે બે સમય મળે છે – ઈ.સ. ૧૭૪૮,મહા સુદી ૧૧ વિ.સં.૧૮૦૪ તથા વિ.સં.૧૮૦૯ મહા સુદી ૧૧ બુધવાર તા.૧૪–ર–૧૭પ૩ શિષ્યો : મોરાર, ગંગ, લાલ, દયાળ વગેરે ૧૯ જેટલા તેજસ્વી શિષ્યો, અવસાન ઈ.સ. ૧૮૦૪માં રતનદાસની જગ્યા–વાંકાનેર ખાતે, સમાધિઃ મોરારસાહેબના ખંભાલીડા (જિ. જામનગર) ગામે. રામકબીર સંપ્રદાયની સાધના અને સિદ્બાંતો પ્રમાણે યોગસાધના અને તત્ત્વજ્ઞાન વર્ણવતાં ભજનો તથા વૈરાગ્યજ્ઞાન, બોધ–ઉપદેશ, ગુરુમહિમા અને ભકિતશૃંગાર વર્ણવતા ગુજરાતી, હિન્દી અને હિન્દી–ગુજરાતી મિશ્ર ભાષામાં અનેક ભજનોની રચના તેમણે કરી છે. આધ્યાત્મિક અનુભૂતિના મર્મપુર્ણ આલેખનમાં અને પ્રેમની મસ્તીમાં આ સંતકવિનાં અપાર શકિત–સામર્થ્ય પ્રગટ થયાં છે. તો ‘ભાણગીતા, ‘ મનઃસં, ‘બારમાસી, ‘બોધ ચિંતામણિ, ‘રામગુંજાર ચિંતામણિ, ‘ખીમ કવિ પ્રશ્નોતરી, ‘ સિદ્વાંત–કક્કો, ‘ગુરુમહિમા, ઉપરાંત આરતી, કટારી, પદ, રેખતા, હોરી છપ્પા અને સાખી જેવા પ્રકારોમાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન એમણે કર્યું છે.

રંગબાઈ

ઓડદરિયા જોષીનાં કુળદેવી, સ્થાન : ભાણવડ પાસેના વાનાવડ ગામે.

રાજચંદ્રજી/શ્રીમદ્‌ રાજચંદ્ર (ઈ.સ. ૧૮૬૮–૧૯૦૧)

શતાવધાની જ્ઞાની મહાપુરુષ. વવાણિયા (તા. મોરબી) ગામે રવજીભાઈ – દેવકુંવરબેનને ત્યાં જન્મ. જન્મનામ : રાયચંદ. ગાંધીજી પોતે તેમને પોતાના ગુરુસમાન આદર આપતા.

રાણીમા (ઈ.સ. ૧૭૪પ–૧૮૪૮)

લુણસરિયા(તા. વાંકાનેર, જિ. રાજકોટ)નાં ભરવાડ જ્ઞાતિનાં ભક્તનારી. પિતા/કાકા : વીરાભગત, માતા : પૂંજીબાઈ. બહેન : રૂડીમા, પુત્રો : લખુભગત અને રામભગત. કોઈક સંદર્ભેામાં પિતાનું નામ રતનાભગત અપાયું છે. લુણસરિયાથી કેરાળા અને કેરાળાથી રાજકોટ સદાવત–અન્નક્ષેત્ર–ગૌસેવા અને સંતસેવાની પરંપરા શરૂ કરેલી. માળિયા–મિયાળાથી શ્રીકૃષ્ણની મૂર્તિ લાવીને રાજકોટમાં સ્થાપના કરી ત્યારનો ચમત્કાર અને અનેક ચમત્કારમય ઘટનાએ તેમના જીવન વિશે નેાંધાઈ છે. કલ્કિઅવતારનાં પાંચ ઘોડાની પૂજા વીરાભગતે શરૂ કરેલી રાજકોટ નકલંગ મંદિરનાં સ્થાપક.

રાણીંગદાસ

ભજનિક સંત–કવિ. વેલાબાવાના શિષ્ય. મૈયારી (જિ. જૂનાગઢ) ગામના ગરાસિયા કુટુંબમાં જન્મ. રચના : ભજન.

રાણીંગ બારોટ

ભકત કવિ. જૂનાગઢ જીલ્લાના રોડસર ગામે બારોટ જ્ઞાતિમાં જન્મ. સમાધિ સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે.

રામ/રામૈયો

ગિરનારી ભજનિક સંત–કવિ. વેલાબાવાના શિષ્ય. ડેરવાવ ગામે ખાંટ જ્ઞાતિમાં જન્મ. મૂળનામ : રામઢાંગડ. પૂર્વાસ્થામાં શિકારી. વેલાબાવાના ઉપદેશ અને ચમત્કારોને પરિણામે વૈરાગ્ય. લગભગ ૩૦૦ જેટલાં ભજનોમાં ગુરુમહિમા અને યોગસાધનાનું આલેખન કર્યું છે. તેમાં જીવનના તત્ત્વજ્ઞાની સાથે ગુરુવિરહના તા.ર૭–૮–૧૮૪૧.સવૈયાનાથ(ઝાંઝરકા),લાલસ્વામી(જૂનાગઢ)ના ગુરુ. કોઈ એને ત્રિકમસાહેબના પ્રથમ ગુરુ પણ માને છે.

રામબાઈમા. (ઈ.સ. ૧૮૪૦–૧૮૭૮)

વવાણિયા (તા. મોરબી, જિ. રાજકોટ)માં જગ્યાનાં સ્થાપક ભક્તનારી. વાંટાવદરમાં આહિર જ્ઞાતિના પટેલ માણસુર ભગતને ત્યાં જન્મ. સદાવત–સંતસેવા અને ગૌસેવા. પોતાના અનુગામી તરીકે રામદાસજી (પોતાના ભાણેજ – બહેનના દીકરા)ને જગ્યા સેાંપેલી. રામબાઈમાની કહેવાતી એકાદ ભજન રચના મળે છે.

રામબાઈમાતા / રામગેરૂ / રામગિરિ

અડવાણા (બરડા પ્રદેશ) ગામે રહેતા. મોરાર સાહેબના અનુયાયી. સમાધિસ્થાન : અડવાણ પાસેના દહેગામ. મેર જ્ઞાતિનાં સંતનારી.

રામભગત /રામવાળા

પરબની જગ્યામાં રહેતા સંત. કાઠી જ્ઞાતિના. પત્ની : માંગલબાઈ. પતિ–પત્નીએ જીવતાં સમાધિ લીધેલી.

રામભગત

સત્તાધાર મહંત, સજુબાઈના શિષ્ય. જાતે આહિર. શિષ્ય : હરિભગત.

રામભારતી

ગેાંડલના સંત. ગેાંડલી નદીને કાંઠે શિવમંદિરે રહેતા. ગેાંડલના રાજમાતા બિમાર પડતાં વૈદોના ઉપચાર કારગત ન નીવડયા. કામદાર સંતને તેડવા આવ્યા. રામભારતીએ રાજમાતાને જોઈને કહ્યું બારમે દિવસે અવસાન થશે. કામદાર ગુસ્સે થયા તેથી પોતાનું પંદર વર્ષનું આયુષ્ય રાજમાતાને આપ્યું. ને કહ્યું કે બારમે દિવસે મારા પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળી જાય એ માટે શંખની અણિ મારજો. કહેવા પ્રમાણે આદેશ ન માનતાં ધડાકા સાથે ખોપરીના કાચલાં થયેલાં. એમની સમાધિ ભીમનાથ મંદિર ગેાંડલમાં છે.

રામદાસજી (જન્મ : ૧૮૭૮–પહેલા–અવ. ઈ.સ. ૧૯૧૩ પછી)

વવાણિયા (તા. મોરબી) જગ્યાના સ્થાપક રામબાઈમાની બહેનના દીકરા. સાયલા લાલજીમહારાજની જગ્યાના કૃષ્ણદાસજી પાસે દીક્ષા લીધેલી. જન્મ : મોરબી પાસેના ગીડસ ગામે. આહિર જાતિના ભકત.

રામદાસજી રૂખી (ઈ.સ. ૧૯૦૯–૧૯૪૪)

હરિજન ભક્તકવિ. ભંગી જ્ઞાતિમાં ગોધાવટા (તા. લીંબડી) ગામે જન્મ. સમાધિ રાજકોટ, ગુરુ : ગોવિંદભગત. રચના : ભજનો.

રામદાસજી (સુર)

ભજનિક કવિ. અંધ બ્રાહ્મણ. અનુ. ઈ.સ. ૧૮૬૮ આસપાસના કવિ. રચના : ભજનો. ર૭૯–ર રામરોટીબાપુ જામનગર જિલ્લાના ધોલ ગામ. આશ્રમ. જન્મ : કર્ણાટકમાં ઉસ્માનાબાદ જિલ્લાના અહેમદપુર તાલુકાનું વડવળ–નાગનાથ ગામ. પિતા : સંગ્રામ અપ્પા, માતા–સોનાબાઈ, અટક–રેકુડગે,લિંગાયત જ્ઞાતિના.પૂર્વનામ–બસવંત અપ્પા. આઝાદ હિંદ ફોજમાં સેવા. સ્વતંત્રતા પછી જામનગરમાં કાવડ ફેરવી રામરોટી ઉઘરાવતા. (ધર્મલોક–યોગસાધના અંક :૧ ફેબ્રુ.૧૯૮૮–ઉદય પાલનપુરી)

રામેતવન

બીલખામાં રામનાથ મહાદેવની સ્થાપના કરનાર ગિરનારી સાધુ. ભોજાભગત, ગંગાસતી, ધનાભગતના ગુરુ. સંભવત : ભજનવાણીના રચિયતા. (ભોજાભગતનો સમય : ઈ.સ. ૧૭૮પ થી ૧૮પ૦)

રાવત રણસિંહ/રણશી

મહાપંથના સંત–ભકત. ભજનિક કવિ ઢેલડીનગર મોરબીના રાજવી. ખીમરા કોટવાણ દાડલદેના શિષ્ય. ગણપતિ સ્તુતિનું ભજન ‘પરથમ પહેલાં સમરિયે રે સ્વામી તમને સુંઢાળા... અત્યંત લોકપ્રિય.

રૂખડિયો બાવો

ભજનિક સંત–કવિ. લોકકંઠે આ નામચરણનાં ભજનો ગવાય છે. કેટલાંક ભજનો તો ખરેખર અન્ય કવિની રચના હોવા છતાં કઠોપકંઠ ‘રૂખડિયા બાવાની રચના તરીકે ભજનિકોમાં ગવાય છે.

ર રૂડીમા રાણીમાનાં બહેન.

ર૮૩ રૂગનાથપુરી / રઘુનાથદાસ (ગાદીએ વિ.સં. ૧પ૯પ અવ. વિ.સં. ૧૬૪પ) દૂધરેજ જગ્યાના સંત, નીલકંઠપૂરીના શિષ્ય. શિષ્ય : યાદવપૂરી તેના શિષ્ય : ષષ્ટમદાસ.

રોહીદાસ/રઈદાસ

સ્વામી રામાનંદજીના શિષ્ય, પીપાજી અને કબીરજીના ગુરુભાઈ, મીરાંબાઈના ગુરુ. કાશી બનારસ પાસેના ભાંડુર અથવા મંડુર ગામે માનદાસ અથવા રાઘવ નામે પિતાને ત્યાં કરમાદેવીની કુખે વિક્રમ સંવત ૧૪૩૩ના મહાસુદી ૧પ–રવિવારે ચમાર કૂળમાં જન્મ. પત્નીનું નામ લોણાદેવી. ચિત્તોડ–રાજસ્થાનમાં ‘રવિદાસજીની છતરી અને રૈદાસજીની ચરણપાદુકાઓ અને પગલાં આજે પણ પૂજાય છે. હરિજન સંત–કવિ. તેઓ સૌરાષ્ટ્રમાં રહી ગયા હશે એમ મનાય છે. ગિરકાંઠાના અગતરાઈ ગામે તથા વિસાવદર પાસેના સરસાઈ–મોણિયા (જી. જૂનાગઢ) ગામે ‘ રોહીદાસના–કુંડ તરીકે ઓળખાતી જગ્યાઓ છે. રોહીદાસનાં હિન્દી ભજનો ઉપરાંત કેટલીક ગુજરાતી રચનાઓ પણ ગવાય છે, જેમાં ‘રામાનંદ ચરણે રોહીદાસ બોલ્યા. માધવ ચરણે રોહીદાસ ચમાર બોલ્યા. અને ‘રોહીદાસ ચમાર ગુરુ પૂરણ પેમદાસ. એવાં નામચરણો મળે છે. માધવ અને ‘પૂરણ પે્રમદાસ ગુરુનામો કોઈ અન્ય રોહીદાસ નામના ચમાર જાતિના ભકત કવિની રચનાઓ હોવા તરફ સંકેત કરે છે.

લખમો માળી

ભજનિક સંત–કવિ. સંભવત : રાજસ્થાન પ્રદેશના મહાપંથના અનુયાયી. રાજસ્થાનમાં ‘લિખમા માલીની ભજન રચનાઓ પ્રસિદ્ધ હોવાનું નેાંધાયું છે. ગુજરાતીમાં પણ ‘ગણપતિ મહિમા અને મહાપંથની સાધના–ભક્તનામો દર્શાવતાં ભજનો મળે છે.

લખીરામ–૧ (અવ. ઈ.સ. ૧૮૭૮)

પાણખાણ (તા. કેશોદ, જિ. જૂનાગઢ) ગામના વાજા દરજી જ્ઞાતિના ભક્ત. મેસવાણ ગામના મારગી સાધુ ગંગારામજીના શિષ્ય. ઈ.સ. ૧૮૭૮ માં મેસવાણ ગામે જીવતાં સમાધી.

લખીરામ–ર / લક્ષ્મીસાહેબ

રવિભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ. મોરારસાહેબ શિષ્ય કરમણભગતના શિષ્ય. ઇંગોરાળા (જિ. ભાવનગર) ગામે મેઘવાળના સાધુ જ્ઞાતિમાં જન્મ. અટક : સાગઠિયા ગુરુ : કરમણભગત વાવડી ગામના મેઘવાળ જ્ઞાતિનાં જન્મેલા રચના : ભજનવાણી.

ર૮૮ લખીરામ–૩

ભજનિક સંત–કવિ. સંભવત : ભવાયા જ્ઞાતિમાં જન્મ. મેગળ નદીને કાંઠે ભજનો ગાતા.ચોરવાડ પાસે વીસણવેલ ગામે દેહ છોડેલો. (ચાલો પ્રવાસે–નરોત્તમ પલાણ)

લક્ષ્મણભગત (ઈ.સ. ૧૮૬૯–૧૯૪ર)

ભકત કવિ. ભાવદાસ સ્વામીના શિષ્ય. ડેરી (ખરેડી પાસે, જિ. રાજકોટ) ગામે લુહાર જ્ઞાતિમાં જન્મ. અટક : પિત્રોડા. પિતા : લાખા ભગત. સંતાન : કાનજી, નારણ, હરિલાલ. ડેરીગામના રામેશ્વર મહાદેવનાં સ્તવનો–ભજનો સ્તુતિઓ ‘બારમાસ ૧૦૪ જેટલાં ભજનો, ગરબો અને રપ૦ જેટલી સાખીઓની રચના.

લક્ષ્મણભગત

સતાધાર (જિ. જૂનાગઢ, તા. વિસાવદર) જગ્યાના મહંત. હરિભગતના શિષ્ય. શામજી ભગતના ગુરુ.

ર૯૧ લક્ષ્મીસાહેબ (અવ. ૧૭૮૯)

રવિભાણ પરંપરાના સંતકવિ. ત્રિકમ સાહેબના ભત્રીજા / શિષ્ય. પહેલાં ભૈરવના ઉપાસક હતા અને ત્રિકમસાહેબના વિરોધી હતા પણ પાછળથી શિષ્ય બન્યા. ચિત્રોડ (તા. રાપર, કચ્છ) ગામે એની શિષ્ય પરંપરા લક્ષ્મીસાહેબ – ખમિયાસાહેબ – હરિદાસ – વસનસાહેબ – ખાનસાહેબ – પે્રમહંસ – મૂળહંસ.

લવજીભક્ત (ઈ.સ. ૧૮૯ર–૧૯૬૯)

ભોજાભગત વંશજ. લેઉવા કણબી જ્ઞાતિમાં સાવલિયા સાખના કરશનભગત (ભોજાભગતના ભાઈ જસાભગતની ત્રીજી પેઢીએ) અને માતા અદીબાને ત્યાં ફતેપુર (જિ. અમરેલી) ગામે જન્મ. સંસ્કૃત પાઠશાળા અમરેલીમાં સંસ્કૃત, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને પિંગળમાં ‘ભોજલ સુયશાવલીની રચના. એ ઉપરાંત ‘માંગલિક ગીતમાળા, ‘વાલમરામનું ચરિત્ર, ભોજલ ગુણાનુવાદના કર્તા.

લાખો / રા લાખો

મહાપંથના સંત–કવિ. લોયણના શિષ્ય લાખા વિશે ‘આટકોટ (જસદણ પાસે, જિ. રાજકોટ) ના રાજપૂત રાજવી તરીકે ને ‘આહિર જ્ઞાતિના વિલાસી–લંપટ જાગીરદાર તરીકે ઉલ્લેખ થયા છે. લોયણ ઉપર કુદષ્ટિ કરતાં કોઢિયો થયો અને લોયણના ગુરુ શેલર્ષિની કૃપાથી સારુ થતાં મહાપંથમાં દીક્ષિત થયા પછી એમણે રચેલાં ગણાતાં કેટલાંક ભજનો મળે છે. (વિશેષ વિગતો માટે જુઓ ‘લોયણ).

લાલદાસ બાપુ

ગેાંડલના પખ્યાત અન્નક્ષેત્રના સ્થાપક સંત.

લાલસાહેબ

રવિભાણ સંપ્રદાયના સંત–કવિ. રવિસાહેબના શિષ્ય.

લાલાભગત / લાલજી મહારાજ / લક્ષ્મીદાસજી (ઈ. સ.૧૮૦૦–૧૮૬ર)

સાયલા (જિ. સુરેન્દ્રનગર) ગામે જગ્યાના સ્થાપક સંત. સિંધાવદર (તા. વાંકાનેર) ગામે વણિક જ્ઞાતિમાં બળવંતશા અને માતા વીરુબાઈને ત્યાં જન્મ. વાંકાનેરના રઘુનાથ મંદિરના મહંત સેવાદાસજી પાસે ગુરુમંત્ર–દીક્ષા. ઈ.સ. ૧૮૧૬માં ઈશ્વર સાક્ષાત્કાર સાયલાગામે સદાવત ખોલ્યું. ઈ.સ. ૧૮પ૮માં ઠાકોરજીનું મંદિર ચણાવી પ્રતિષ્ઠા કરી. સાયલા ઠાકોરે સાયલામાં રોકી રાખી મંદિર બંધાવી અર્પણ કરેલું. ભાવનગર મહારાજા વજેસિંહજી પણ લાલાભગતના સેવક હતા. મંદિરમાં સ્થાપેલી શેષશાયી વિષ્ણુની પ્રતિમા દીવમાંથી ચમત્કાર કરીને લાવેલા. પોતાના કુટુંબીજનો – ભાઈઓ : રામજી, ત્રિકમજી, ભીમજી અને ગોપલજી તથા કાકીમા અને બહેનો સિંધાવદર છોડી સાયલા જગ્યામાં સેવા કરવા માટે આવેલાં ચારે ભાઈઓએ તેમની પાસેથી દીક્ષા લીધેલી. સાયલા મુકામે સં. ૧૯૧૮ કારતક સુદ–૧૦ બુધવારે અવસાન થયું એ પછી જગ્યાની ગાદીએ અનુક્રમે : ભીમદાસજી – ગોપાલદાસજી – ભગવાનદાસજી – મોતીરામદાસજી – કૃષ્ણદાસજી – મયારામદાસજી અને તુલસીદાસજી (હયાત). સાયલા ગામ તેમના નામથી આજે ‘ભગતના ગામ તરીકે ઓળખાય છે.

લીરબાઈ (અવ. ઈ.સ.૧૮૭૬)

મહાપંથના સંત–કવયિત્રી. પરબના સંત દેવીદાસશિષ્ય જીવણદાસજીનાં શિષ્યા, અથવા જીવણદાસજી મારફત દેવીદાસજીનાં શિષ્યા. મોઢવાડા (તા. પોરબંદર) ગામે મેર જ્ઞાતિમાં લુણા મોઢવડિયાને ત્યાં જન્મ. માતા : લાખીબાઈ. નજીકના જ કેશવ ગામે કેશવાળા મેર વજસી સાથે પરણાવેલાં. ક્રૂર અને શિકારી સ્વભાવના પતિએ ત્રાસ આપતાં મોઢવાડા ગામે રહેતા. પરબના સંત જીવણદાસજી અને તેમનાં પત્ની સોનબાઈમાને આગ્રહ કરીને મોઢવાડા ગામે રોકી રાખી જગ્યા બાંધી આપેલી તેમના સત્સંગે દેવીદાસજીનો પરિચય થયો અને મહાપંથી દીક્ષા સ્વીકારી. ત્રણ સંતાન : પુંજો, પોતો અને પુતીબાઈ જગ્યાઓ : કેશવ, મોઢ વાડા, ગોસા, કંડોરણા. કોઠડી અને સીસલી ગામોએ ઈ.સ. ૧૮૭૬, વિ.સં. ૧૯૩ર મહા સુદ ર ને દિવસે કંડોરણા ગામે લીરબાઈ માતાએ જીવતાં સમાધિ લીધી. એ પછી એ ઈ.સ. ૧૮૭૮માં તેમના પુત્ર પુંજાભગતે પણ માતાની સમાતના પગથિયા નીચે સમાધિ લીધી. લીરબાઈ માતાના પંથ તરીકે ઓળખાતા તેમના અનુયાયીઓના સંપ્રદાાં ઝીણાં સફેદ મોતીની માળા પહેરવામાં આવે છે, નાત–જાતના ભેદભાવ વિના મહાધર્મ–નિજીયા પંથનાં સાધના–સિદ્બાંતોને અનુસરતા ભક્તજનો દર અષાઢી બીજનો મહોત્સવ ઉજવે છે રચના : મહાપંથી ઉપદેશપ્રધાન ભજનવાણી.

લીરબાઈ/લીળબાઈ (સમાધિ ઈ.સ. ૧૭૩૦)

કચ્છના સંત મેકરણડાડાનાં શિષ્યા. આહિર જ્ઞાતિમાં જન્મ મેકરણડાડાની સાથે જ જીવતાં સમાધિ લેનાર ભકત–નારી.

લીરલબાઈ/લીળલબાઈ/નીરલઆઈ

મહાપંથી સંત–કવયિત્રી મજેવડી (જિ. જૂનાગઢ) ગામે લુહાર જ્ઞાતિના વીરાજી આંબાજી પીઠવા નામના ભકત દેવતણખીને ત્યાં જન્મ. દેવાયત પંડિતનાં શિષ્યા : રચના : યૌગિક પરિભાષામાં ગણપતિ મહિમા તથા મહાપંથી યોગ – વૈરાગ્ય – ઉપદેશપ્રધાન ભજનવાણી.

લીળલબાઈ

મહાપંથી સંત–કવયિત્રી ભજનોમાંથી મળતા ઉલ્લેખો મુજબ ઇંદોરગઢના રાજવી કુંભારાણાનાં પત્ની. ઉગમશી ભાટીના શિષ્યા. કેટલાક ભજનિકો તેમને મીરાંના ભત્રીજી અને બુંદી કોટાના રાજા જેમલ રાઠોડની દીકરી તરીકે તથા વાસુકી લોબડિયાનાં શિષ્યા તરીકે પણ ઓળખાવે છે. રચના : ‘લીળલબાઈના સપના તરીકે ઓળખાતી આગમવાણી–ભજનો. જેમાં–‘રાઠોડુંના કુળમાં લીળલબાઈ બોલ્યા.. એવો ઉલ્લેખ મળે છે.

લૂણોભગત

મહિયાર (ઘેડ પ્રદેશ, જિ. જૂનાગઢ) ગામે મેર જ્ઞાતિમાં જન્મેલા ભક્ત. સંત–સેવા અને જીવમાત્ર પ્રત્યે દયા એ સૂત્રો જીવનભર અપનાવનાર આ ભકતને ત્યાં ઘોડીની ચોરી કરવા આવનારને સર્પદંશ થતાં તેના દંશનું વિષ ચૂસી લઈ જીવતદાન આપી પોતે મૃત્યુને વધાવી લીધું હતું.

લોયણ

મહાપંથના સંત–કવયિત્રી. શેલર્ષિનાં શિષ્યા. લુહાર જ્ઞાતિમાં વીરાભગતને ત્યાં કીડી (તા. બાબરા, જિ. અમરેલી) જાખખંભાળિયા (જિ. જામનગર) આટકોટ/ખંભાળિયા (તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ગામે જન્મ. આટકોટનો રાજવી લાખો સ્વાભાવે લંપટ અને વિલાસી હતો, તે લોયણના સ્વરૂપ પાછળ અંધ બનેલો. લોયણને સ્પર્શ કરવા જતાં તે કોઢિયો થયો અને લોયણના ગુરુ શેલર્ષિની કૃપાથી પશ્ચાત્તાપના અગ્નિમાં બળતા લાખાને સારું થયું. એ વખતે લોયણે ૮૪ જેટલાં ભજનો લાખાને અને તેની રાણીને ઉદેશીને ગાયેલા. ઊંચી કોટિનું તત્ત્વજ્ઞાન અને મહાપંથના સાધના–સિધ્ધાંતો વર્ણવતાં આ ભજનોમાં ઉત્તરોત્તર રીતે ક્રમશઃ સાધનાનું–માર્ગદર્શન અપાયું છે. એક પછી એક ક્રમમાં નિજિયા–પંથની ઓળખ, ગુરુ, અને ગુરુગમ, શિષ્યના લાયાકાત મનની શુધ્ધિ, યોગની બાર ક્રિયાઓ રહેણી અને કરણી, સહજ સાધના, બ્રહ્માંડનું અને બ્રહ્મનું રહસ્ય, વૃત્તિ, રસ, સત્સંગ, દેહ, માયા, જ્ઞાન અને ભક્તિ દ્વારા પરમતત્ત્વની પ્રાપ્તિ.. એમ વિવિધ વિષય પર જાગરણ ઉપદેશ, તત્ત્વ, સાધના, પરિચય અને પે્રમ પ્રાપ્તિ. એ રીતે ગૂઢ–રહસ્યવાણી આલેખાઈ છે. પ્રત્યક્ષ કથન શૈલીમાં, સીધા સાદા સરળ શબ્દોમાં અપાયેલું ગહન ચિંતન આ ભજનોને ઉચ્ચ ભૂમિકાએ પહેાંચાડે છે.

વસનદાસજી

લીંબુડા (તા. માણાવદર, જિ. જૂનાગઢ) ગામે ભવાયા જ્ઞાતિમાં જન્મ. સારા ભજનિક પરબના ગૌરીદાસબાપુ પાસે દીક્ષા લઈ પરબની જગ્યાનાં સેવિકા શિવબાઈ સાથે ગુરુ આજ્ઞાએ લગ્ન કરેલાં. લાઠી ગામે અન્નક્ષેત્ર શરૂ કરેલું ઈ.સ. ૧૯ર૯માં દેવદિવાળીના દિવસે અવસાન થયું. ત્યાંના લોકો તેને ‘વસના પીર તરીકે પૂજે છે.

વાઘાભગત (ઈ.સ. ૧૭૯ર–૧૮રપ)

રવિ–ભાણ સંપ્રદાયના હરિજન ભકત કવિ. પે્રમસાહેબના શિષ્ય.વાછરા (તા. ગેાંડલ જિ. રાજકોટ) ગામે ભંગી જ્ઞાતિમાં પાતાભાઈ અને માતા લક્ષ્મીબાઈને ત્યાં જન્મ. અવસાન સમાધિ : ખરેડા (ગેાંડલ પાસે) ગામે. રચના : ભજનવાણી.

વાઘાસ્વામી

કોયા ભગત (શિહોર)ના શિષ્ય. વલ્લભીપુરમાં જગ્યા બાંધેલી. એ જગ્યા કોયા ભગતની તરીકે ઓળખાય છે. અવસાન. વિ.સં. ૧૯પપ. એમના ગુરુભાઈ જીવરાજ મહારાજ સં. ૧૯૪૧માં સમાધિસ્થ થયા હતા. તેમની પાછળ વલ્લભીપુરમાં વિ.સં. ૧૯૪૪ના ચૈત્ર સુદ પ સોમવારે સંત મેળો કરેલો. જેમાં કહળસંગ ભગતનું સન્માન કરેલું.

વાઘાભગત / વાઘાસ્વામી

મોટા દડવા ગામે જગ્યા ગરણીના દેશાજી/દેહાભગતના શિષ્ય.

વાજસુરભકત

ઇંદિરા (તા. માણાવદર, જિ. જૂનાગઢ) ગામે જન્મ. ભાણ કાનસ્વામીનો ભેટો થતાં વૈરાગ્ય. જગ્યા/સમાધિ વડાલ (જિ. જૂનાગઢ) ગામે.

વાલબાઈમા (ઈ.સ. જન્મ ૧૮ર૯)

ભરવાડ જ્ઞાતિમાં ભક્તનારી. ધાંગધ્રા (જિ. સુરેન્દ્રનગર) ગામે ભગવાન ભગત અને બધીબાઈને ત્યાં જન્મ. પાંચાળના સમથેરવા ગામના ગમારા કુટુંબમાં વિવાહ. બે પુત્રો જેમાં મોટા મોતીરામ. વાલબાઈમાએ કુવાડવા (જિ. રાજકોટ) ગામના સંત સેવાદાસજી (ભાણસંપ્રદાયના) પાસે દીક્ષા લીધી હતી. ફલકુ નદીને કાંઠે જીવતાં સમાધિ લીધેલી ત્યાં આશ્રમ ભરવાડ જ્ઞાતિની જગ્યા.

વાલબાઈમા–ર

સંત કાનડગિરિનાં પત્ની. આશ્રમ : ઝીંઝુડા ગામે. જુઓ : કાનડગિરિ.

વાલમરામ (ઈ.સ. ૧૮ર૪–૧૮૮૬)

ભોજા ભગતના શિષ્ય. ગારિયાધાર (જિ. ભાવનગર) ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં કાત્રોડિયા પટેલ જ્ઞાતિમાં જન્મ. પિતા : લવજી નારાયણ, માતા : જમાઈબા, અન્નક્ષેત્ર/જગ્યા ગારિયાધાર.

વાલેરાભકત

શાખપુર ગામે કાઠી જ્ઞાતિના વાઘા ખુમાણને ત્યાં જન્મ. છ માસના હતા ત્યાં પિતાનું અવસાન. નિકટના સગા આપા નાજા ખુમાણ કણકોટ ગામે તેડી આવ્યા. કણકોટ ગામ પાસે પ૦૦ વીઘાની વાડી–ગરાસ હતા. ધનબાઈમા સાથે લગ્ન થયા પછી સદાવ્રત ચાલુ કરેલું. રોજ સૂર્યના દર્શન કર્યા પછી જ અન્ન જળ ખપે. ઠાકર અને હનુમાનજીની અતૂટ સેવા કરતા. પાળિયાદના આપા ઉનડ એમને ત્યાં ચાર મહિના રહેલા. તેમના ગુરુ સંત ચરણદાસજી સાથે વાડી કણકોટ (જિ. અમરેલી) ગામે જીવતાં સમાધિ લીધેલી.

વિઝાતભકત

વિસાવાડા, મૂળ દ્વારકા (તા. પોરબંદર) ગામે મેર જ્ઞાતિમાં જન્મ. તેમની યાદગીરી રૂપ સુંદર મંદિર બંધાયું છે.

૩૧૩વિશ્રામસાહેબ (ઇ.સ.૧૮ર૬–૧૮૭૭)

રવિભાણ સંપ્રદાયના અનુયાયી. દાસીજીવણ શિષ્ય. પે્રમસાહેબના બુંદ શિષ્ય. પિતા : પે્રમસાહેબ (કડિયા) માતા : મલુબાઈ. જન્મ. વિ.સં. ૧૮૮ર. પત્ની : આદિબાઈ. અવસાન : વિ.સં. ૧૯૩૩ માગશર સુદી બીજ ને શુક્રવારે, બુંદ શિષ્ય : માધવરામ. જગ્યા : ગેાંડલ તાલુકાના કોટડા સાંગાણી ગામે. રચના : સંતવાણી.

વીરજી ભગત (ઈ.સ. ૧૮ર૦–૧૮૮૭)

ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) ગામે સદાવ્રત/જગ્યાના સ્થાપક. જૈન વણિક જ્ઞાતિમાં ભાડલા ગામે.વિ.સં.૧૮૭૬માં જન્મ. પિતા : વસ્તા શેઠ, જે ચોટીલાના દરબાર ભોજખાચરના કામદાર હતા. માતા : લાડકીબાઈ. વીરજીભગતે ઈ. ૧૮૬૯માં રામમંદિર બંધાવ્યું, ચોટીલામાં કુવો ગળાવ્યો અને સદાવત શરૂ કરેલું. સં.૧૯૩૪ના દુષ્કાળમાં સદાવ્રત. લીંબડી ઠાકોર જશવંતસિંહે મદદ કરેલી.

વીરાભગત

રાણીમા–રૂડીમાના કાકા લુણસરિયા (તા. વાંકાનેર, જિ. રાજકોટ) ગામે ભરવાડ જ્ઞાતિમાં જન્મ. ગૌસેવી સંત–ભકત. ઈ.સ. ૧૮૦રમાં રાણીમાએ વીરાભગત પાછળ સંતમેળો કરેલો.

વીસામણભગત (ઈ.સ. ૧૭૬૯–૧૮ર૯)

પાંચાળની ગેબી સંતપરંપરામાં આપા ગોરખા (આપા જાદરા પુત્ર–શિષ્ય) ના શિષ્ય તરીકે પણ ઓળખાવાયા છે. ધુ્રફણિયા ગામ પાસેના ચંદરગિરિ ડુંગરા પર રહેતા ચંદનનાથ દૂધાધારીની કૃપાથી ખુમાણ શાખના પાતામન અને રાણબાઈમાને ત્યાં પાળિયાદ (તા. બોટાદ, જિ. ભાવનગર) ગામે વિ.સં. ૧૮રપના વસંતપંચમીને દિવસે તા.૧૬–ર–૧૮૬૯ ના રોજ જન્મ. ભકત સમુદાાં ‘રામદેવપીરના અવતાર ગણાતા ‘વીસામણપીરે યુવાવસ્થામાં ‘તોફાની કાઠી તરીકે નામના કાઢેલી. ભલભલા આદમી એનાથી ડરતા પણ ગુરુકૃપાએ એવો ચમત્કાર કર્યેા કે હાથમાં ઠાકરના નામની માળા લઈ ગોળ ચોખાનું સદાવ્રત માંડયું. આપા જાદરા, આપા દાના અને આપા ગોરખાની જેમ ‘પીરાઈની પરંપરા ઊભી કરી. પોતાના અવસાન પૂર્વે પોતાની દીકરી નાથીબાના સંતાન લક્ષ્મણજી (સરવા ગામના હાદા બોરીચાના પુત્ર) ને પાળિયાદની પીરગાદી પર બેસાડયા અને વિ.સં. ૧૮૮૬ના ભાદરવા સુદ ૧૧,શનિવાર તા.૧૪–૯–૧૯ર૯ને દિવસે ૬૧ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પોતાના આરાધ્ય દેવતા હનુમાનજીને વંદન કરી ધૂણા સામે પોતાની જીવનલીલી સંકેલી લીધી. આપા લક્ષ્મણજી પછી તેમની વંશપરંપરાના મોટા ઉનડાબાપુ– દાદાબાપુ–ઉનડબાપુ(ર) અમરાબાપુ (વર્તમાન ગાદીપતિ મહંત) પાળિયાદની જગ્યાને સંભાળતા રહ્યા છે. આપા વીસામણના સમર્થ શિષ્યોમાં ગોરૈયા ગામના રબારી જ્ઞાતિના ભકત સુરોભગત બોટાદના ઘાંચી જ્ઞાતિના ભકત ભીમભગત ભીમસ્વામી (જેમણે પાળિયાદ જગ્યામાં જીવતાં સમાધિ લીધેલી) અને રામપરા ગામના કોળી જ્ઞાતિના ભકત–કવિ ધરમશી ભગત મુખ્ય છે.

વેલાબાવા/વેલનાથ

નાથપંથી સંત–કવિ. ગિરનારી યોગી વાઘનાથના શિષ્ય. કોળી જ્ઞાતિમાં જન્મ. પત્ની (૧) મીણમલા, (ર) મુંજલમા/જસોમા, પુત્ર : દયો, ઠાકરશી. ગિરનારમાં ચમત્કારી સિદ્ધ પુરુષ તરીકેની ખ્યાતિ વધતાં ખાખી બાવાઓએ ત્રાસ આપેલો તેથી ભૈરવજપની ટૂંક પાસે જીવતાં ધરતીમાં સમાઈ ગયા અને એમની સમાધિ પછી બે પત્નીઓ મીણાંમાલ અને જસોમા પણ ધરતીમાં સમાઈ ગયેલાં એવી લોકોકિત નેાંધાઈ છે. ભજનિક કવિ રામૈયાના ગુરુ. અન્ય શિષ્યો : નારણ માંડળિયો અને મૈયારી ગામના રાણીંગ મેર. રચના : આગમ પ્રકારની ભજનવાણી. વડિયા પાસેના ખડખડ ગામે વેલાબાવાની જગ્યા હતી અને તેની સમાધિ છે. એવા ઉલ્લેખો પણ મળે છે.

વેલુજીવીરામ

ભેંસાણના. ભજનાનંદ શિષ્ય. આંબા–છઠૃા / આંબાજીનું બીજું નામ ભજનાનંદ હતું. તેની પાસે દીક્ષા. ગુરુભાઈ : લક્ષ્મીદાસ.

શરીબાઈ

કુંભાર જ્ઞાતિનાં ભકતનારી. જગ્યા : તાલાળા (જૂનાગઢ) માટીનાં કાચાં વાસણ પકાવવાનાં નિંભાડામાં પરમાત્માએ બીલાડીનાં બચ્ચાં ઉગારેલાં એ સંત–ભકત–ભજનિકોમાં અતિ પ્રચલિત પ્રસંગ શરીબાઈને ત્યાં બનેલો એવી લોકવાયકા છે. સંત સેવા અને અન્નદાન સાથે મહાપંથનાં સાધના–સિદ્ધાંતોને અનુસરનારાં સ્ત્રી ભક્ત.

શાર્દુળ ભગત /શાદલપીર

પરબના સંત દેવીદાસજીના શિષ્ય સંત. ભજનિક કવિ. ખુમાણ શાખાની કાઠી જ્ઞાતિમાં જન્મ. આપા દાના (ઈ.સ. ૧૭ર૮–૧૮રર)ના સમકાલીન.

શામજી ભગત (અવ. ઈ.સ.૧૯૮૩)

સતાધાર જગ્યાના ગાદીપતિ મહંત. લક્ષ્મણ ભગતના શિષ્ય. વર્તમાન ગાદીપતિ મહંત જીવરાજબાપુના ગુરુ. ભમોદરા (તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ગામે કુંભાર જ્ઞાતિમાં ભુરાભાઈ પરમાર અને માતા રૂડીબાઈને ત્યાં જન્મ. આઠ વર્ષની ઉંમરે કુટુંબ છોડી સતાધાર જગ્યામાં સેવા કરવા આવેલા ‘ટેલિયા ‘પૂજારી અને છેવટે મહંતપદે.

શામળો–ભાદરવો

હસ્તપ્રત ભંડારોમાં મળતી પ્રભાતી પ્રકારની ભજનવાણી સર્જક. ભાષા – શૈલી જોતાં સૌરાષ્ટ્ર પ્રદેશના કવિ હશે એવું અનુમાની શકાય છે.

શિવદાસ ધુ્રવ (ઈ.સ. ૧૮૦૩–૧૮ર૧ દરમ્યાન હયાત)

મધ્યકાલીન સર્જક–કવિ. વેલજી સુત. રચના : ધુવાવળા અને ‘કૃષ્ણ બાળચરિતના કૃષ્ણાવળા.

શીલદાસજી

મહાપંથી સંતવાણીના સર્જક. મૂળદાસજી (અમરેલી)ના શિષ્ય. ઈ.સ. ૧૭૬૧માં મૂળદાસજીએ અમરેલીના પોતાના આશ્રમનો વહીવટ સેાંપી દ્વારકાની યાત્રા કરેલી. અમરેલીના સુબાએ મૂળદાસજીને હેરાન કરેલા ત્યારે આશ્રમ–સદાવ્રતને મળતી સહાય બંધ થઈ એટલે મૂળદાસજીએ શીલદાસ સહિત તમામ શિષ્યોને વાવડી ગામે મોકલ્યા હતા, ત્યાં ઝૂંપડી બાંધી રહેતા. પાછળથી અમરેલી જગ્યામાં સમાધિ. રચના : ભજનવાણી.

શીલદાસજી

રવિ–ભાણ સંપ્રદાયના સંત કવિ. ત્રિકમ સાહેબના શિષ્ય. રચનાઃ ભજનવાણી.

શોભા / શોભા–હરિદાસ

પોરબંદરના વૈષ્ણવ સંપ્રદાયના સંત–કવયિત્રી વૈષ્ણવ આચાર્યજીના વહુજી મહારાજ. રચના : ગરબા–ધોળ–કીર્તન.

શ્રીધર અડાલજા

મધ્યકાલીન સર્જક. જૂનાગઢમાં મોઢ વણિક જ્ઞાતિમાં જન્મ. ઈ. ૧પ૦૯માં ‘રાવણ મંદોદરી સંવાદ અને ‘ ગૌરી ચરિત્ર રચનાઓ.

ષષ્ટમદાસજી / છઠ્ઠાબાવા (ઈ.સ. ૧૬૧ર–૧૭૩૦)

વડવાળા ધામ દૂધરેજ જગ્યાના સંત. નીલકંઠસ્વામીની પરંપરાના યાદવસ્વામી પાસે ઈ.સ. ૧૦માં નાનાભાઈ આંબાજી સાથે દીક્ષા. ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજ અનુ રાણી ગંગાદેવીના મોટા પુત્ર. મૂળનામઃ સામંતસિંહજી. દીક્ષાનામ : ષટ્રપજ્ઞ ચૈતન્યસ્વામી. ઈ.સ. ૧૪માં દૂધરેજ ગાદીના આચાર્યપદે. લોક સમુદાાં ‘છઠ્ઠાસ્વામીને નામે જાણીતા થયેલા તેમના ભાઈ આંબાજીની કેટલીક ભજન રચનાઓ ‘ આંબો–છઠ્ઠો એમ બંને ભાઈઓનાં નામ દર્શાવે છે.

સગાળશા શેઠ

અદ્વિતીય આતિથ્યભાવના દર્શાવનાર, અન્નદાનનો મહિમા વધારનાર અડગ ટેકવાળા હરિભકત. પત્ની : ચંગાવતી, પુત્ર : ચેલૈયો/કેલૈયો. મૂળ પ્રાચીન દંતકથા પરથી અનેક જગ્યાઓ તેના પુરાણા અવશેષો દેખાડી સગાળશા શેઠની જગ્યાઓ દર્શાવવામાં આવે છે, પરંતુ કોઈ ઐતિહાસિક આધારો મળતા નથી છતાં સૌરાષ્ટ્રમાં બીલખા, દીવ વગેરે સ્થળોએ શ્રીહરિએ સગાળશાની અને ચંગાવતીની પરીક્ષા–આકરી કસોટી કરી હતી એમ કહેવાય છે.

સજુબાઈમા

સતાધાર જગ્યાનાં સંતનારી. ગીગા ભગતના શિષ્ય કરમણભગતના માસી. જેમણે કરમણભગતના અવસાન પછી સતાધારની વ્યવસ્થા સંભાળેલી. શિષ્ય : રામભગત.

સરવણ કાપડી

ભજનિક સંત–કવિ. ‘આગમ પ્રકારનાં અને અન્ય વૈરાગ્યલક્ષી ભજનોના રચયિતા.

સવજીભગત

કાનડગિરિ (ઝીંઝુડા) ના શિષ્ય, બગથળા ગામે કણબી જ્ઞાતિમાં જન્મ. ગુરુઆજ્ઞાએ મીઠામહારાજની જગ્યા બગથળા (તા. મોરબી)માં સેવા કરવા રહેલા. ઈ.સ. ૧૮૮૪માં અવસાન.

સવાભગત / સવૈયાનાથ (ઈ.સ. ૧૭૭ર–૧૮૪ર)

નાથ સંપ્રદાયના હરિજન જ્ઞાતિના સંત કવિ. ગુરુ : તુલસીનાથ. ઝાંઝરકા (જિ. સુરેન્દ્રનગર) ગામે ટુંડિયા વણકર જ્ઞાતિમાં સુરાભગત અને મેાંઘીબાઈને ત્યાં જન્મ. પુત્ર : પાલાભગતે એક બાળકને બચાવવા–જીવતદાન દેવા પોતાની જાતનું બલિદાન આપેલું. તેના પુત્ર ઉગમશી (સવાભગતના પૌત્ર)ને ઈ.સ. ૧૮૪રમાં ઝાંઝરકા જગ્યાની ગાદી સેાંપી સવાભગતે સમાધિ લીધી. રચના : મહામાર્ગની અસરો દેખાડતી રામદેવ પીરનો મહિમા ગાતી ભજનવાણી–ઉપરાંત યોગ–ઉપદેશ–ગુરુમહિમા અને ગણપતિ મહિમાના ભજનો. મૂળ વતની ટુંડાવ(તા. સિદ્ધપુર,જિ.મહેસાણા) પરંપરા : સવૈયાનાથ–પાણનાથ–ઉગમશીનાથ–ગોવિંદનાથ–ભાણનાથ– મૂળનાથ– બળદેવનાથ–શંભુનાથ(વર્તમાન)–યોગીનાથ.

સવાભગત (અવસાન. ઈ.સ. ૧૯૬૧)

ભક્ત કવિ. સ્વામી ફૂલગરજીના શિષ્ય. સુરેન્દ્રનગરના જિલ્લાના પીંપળી ગામે પ્રજાપતિ કુંભાર જ્ઞાતિમાં કરસનભગત અને માતા કાશીબાને ત્યાં જન્મ. પત્ની : જમનાબાઈ, ઈ.સ. ૧૯૧૩માં સદાવ્રત શરૂ કર્યુ. ઈ.સ. ૧૯૧૬માં રામદેવપીરનું ભવ્ય મંદિર બંધાવ્યું. વિરમગામ તાલુકાના માંડલ ગામના ભકત નારી ઝબુબાએ એમનું શિષ્યત્વ સ્વીકારેલું, એમનાં પણ ભજનો મળે છે. પુત્રો : નાનજી અને હરજીવનદાસ. સવાભગતનું અવસાન : ઈ.સ. ૧૯૬૧ વૈશાખ વદી અગિયારસ. જગ્યાના ગાદીપતિ હરજીવનદાસના પુત્ર : બળદેવદાસજી.

સહજાનંદ સ્વામી (ઈ.સ. ૧૭૮૧–૧૮૩૦)

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક. રામાનંદ સ્વામીના શિષ્ય. જન્મ : અયોધ્યા પાસે છપૈયા ગામે સરવરિયા બ્રાહ્મણ કુટુંબમાં ૧૮ વર્ષની ઉંમરે માંગરોળ પાસેના લોજ ગામે રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા એ પછી જેતપુર ગાદીના આચાર્ય પદે.

હેલાણશા

મૂળ સિંધના દરવેશ. ભાડલા ગામ પાસે ચાડિખા ડુંગરના ભેાંયરામાં રહેતા ચમત્કારી સંત તરીકેની ખ્યાતિ વધતાં થાનગઢ નજીક અવાલિયા ઠાકરની પાછળ રાતુડી ધાર પર રહ્યા. વાસુકીના મહંત શંભુગરજીના મિત્ર. સમાધિ : રાતુડી ધાર, થાનગઢ (જિ. સુરેન્દ્રનગર) પાસે.

સાજણબાઈ

દાસાપંથી સંતનારી. વાડલા (જી. જૂનાગઢ) ગામે સગર જ્ઞાતિમાં કાનાભાઈ ગોરૂદડને ત્યાં જન્મ. ચોરવાડ પાસે ઘુમલી ગામના ભગત જોધાભાઈનાં પત્ની. સંતાન : રાણો, લખમણ, ભીમો અને કીડીબાઈ, મલાઈબાઈ, નાનબાઈ. ઘુમલી ગામે પૂર્વ દિશામાં સતી સાજણબાઈએ ઈ.સ. ૧૭૮ર, સં. ૧૮૩૮ અષાડ વદ ૧૧ મંગળવારે જીવતાં સમાધિ લીધેલી.

સાતાભગત

ચલાલાના આપા દાનાના ભત્રીજા. પિતા : નાથાભગત, મોટાભાઈ જીવણાભગત સાવરકુંડલા ગામે આપા દાનાની જગ્યા ઈ.સ. ૧૮રર પછીના થોડાક સમાં સંભાળેલી.

સાંઈ વલી

મુસ્લિમ જ્ઞાતિના ભજનિક સંત–કવિ.

સુખારામ

ભજનિક કવિ. ભમોદરા (તા. સાવરકુંડલા)માં ગામેની મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ. જેમની રચનાઓ ‘ સુખવિલાસ નામે ગ્રંથમાં સંપાદિત થઈ છે. બરકત વિરાણી કૃત ‘સૌરાષ્ટ્રના સંતો પુસ્તકમાં પરિચય છે.

સુદામા

પોરબંદર (સુદામાપુરી)ના રહીશ પ્રાચીન સમયના બાહ્મણ ભકત. દ્વારકાધીશ શ્રીકૃષ્ણના બાલસખા. જેમના ચરિત્ર વિશે મધ્યકાલીન ગુજરાતી સાહિતં અનેક ‘સુદામાચરિત્ર/આખ્યાનની અનેક રચનાઓ.

સુરાભગત

કાઠી જ્ઞાતિમાં ખુમાણ શાખામાં પાડરસિંગા (જિ. અમરેલી)ગામે જન્મ. ચલાલાના દાનબાપુના શિષ્ય. સંતસેવા અને અન્નદાન.

સેલાનીશા

પરબની જગ્યાના સંત સાદુળભગતના શિષ્ય. સમાધિ : પરબની જગ્યાના પ્રવેશદ્વાર સામેના ચોકમાં.

૩૪૪સેવાદાસબાપુ

ગિરનારી સાધુ. ઈ.સ. ૧૮ર૪માં ગિરનારમાં ભૈરવજપ પાસે આવી વસ્યા. ‘સેવાદાસબાપુની જગ્યા નામે પ્રસિદ્ધ અન્નક્ષેત્ર–જગ્યાના સ્થાપક સંત.

સેવારામબાપુ (ઈ.સ. ૧૮૭૪–૧૯પ૧)

સંન્યાસી. ભાગવતાનંદજીના શિષ્ય. વડિયા (જિ. રાજકોટ) ગામે બ્રાહ્મણ કુટુંબમાં ત્રિકમજી મહારાજ અને જાનબાઈને ત્યાં જન્મ. વિવાહ થયા પછી એક પુત્ર થતાં સન્યાસ લીધો. વડિયાનું રાજકુટુંબ તેમને ગુરુસ્થાને માનતું. બહોળો શિષ્ય–સમુદાય હોવાથી સૌરાષ્ટ્રમાં ઘણા આશ્રમોની સ્થાપના કરેલી. અવસાન : રાજુલા (જિ. અમરેલી) ગામે સં. ર૦૦૭ આસો સુદ ૧ર શુક્રવારે. શિષ્ય : આત્માનંદજી.

સોનબાઈમા (અવ. ઈ.સ. ૧૯૦૪)

ચારણ જ્ઞાતિમાં સતીઆઈ. તુલશીશ્યામના ગીર પ્રદેશમાં રાણા ગઢવીને ત્યાં જન્મ. વિવાહ તેમના ફઈબાના દીકરા દેવીદાસ સાથે. લગ્નને દિવસે જ વરમાળા કાઢી પતિને સેાંપી દીધેલી. પ્રબળ વૈરાગ્ય ભાવનાને કારણે ગીરમાં સરકડીયા નેસમાં રહેતા. ગાયો–ભેંસો રાખતા. સાધુ–સંતોની સેવા કરતા. વૃદ્વ થયેલા બિમાર પતિની ખૂબ જ સેવા–ચાકરી પણ કરેલી. ઈ.સ. ૧૯૦૪ માં અવસાન.

હકાબાપા (ઈ.સ. ૧૮ર૮–૧૯ર૬)

સાદુકડા (તા. મોરબી) ગામે જસરાજ અજબાઈને ત્યાં જન્મ. જીવણદાસના શિષ્ય. દુકાનની આવકમાંથી સાધુ–સંતોની સેવા કરતા.

હમીરો

હરિજન ભકત–કવિ. ધણફુલિયા (જિ. જૂનાગઢ) ગામે ભંગી જ્ઞાતિમાં જન્મ. શૈલાણીના શિષ્ય. રચના : ભજનવાણી.

હરદાસબાપા (અવ. ઈ.સ. ૧૮૬૯)

દરેડ ગામના ભકત આપા મેરામના ગુરુ. ઢસા (જિ. ભાવનગર) ગામે મેઘાણી સાખના લેઉવા કણબી કુટુંબમાં જન્મ. પિતા : રામજી ભગત.

હરિદાસજી (અવ. ઈ.સ.૧૮૯પ)

રામનુજાચાર્યની પરંપરાના સાધુ. સંત કવિ. ગેમલજી ગોહિલના ગુરુ. ઈ.સ. ૧૮૯૩માં ખદડપર (જિ. ભાવનગર) ગામે આવી જગ્યા બાંધી. કૂકડ ગામના કાળઝાળ શિકારી ગેમલજીને દીક્ષા આપી. રચના : ‘ હરિવિલાસ ગ્રંથ તથા વ્રજભાષમાં પદો–ભજનો.

હરિદાસ (ઈ.સ. ૧૭૭૪માં હયાત)

મધ્યકાલીન ભકત કવિ. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં કુતિયાણામાં જન્મ. રચના : વેદાન્ત અને ભક્તિનાં પદો તથા રામાયણ–મહાભારતના ચંદ્રાવળા.

હરિભગત

લાંબા (તા. પોરબંદર) ગામે લોહાણા જ્ઞાતિમાં જન્મેલા ભકત.

હરિભગત

સતાધારના મહંત રામભગતના શિષ્ય. લક્ષ્મણભગત ગુરુ.

હરિહરાનંદજી

ભજનિક સંત–કવિ. સરધાર (જિ. રાજકોટ) ગામે આશ્રમની સ્થાપના કરનાર અર્વાચીન સંત. અત્યંત જાણીતી બનેલી ‘ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ભજન રચનાના કર્તા.

હીરસાગર (ઈ.સ. ૧૯૦૦–૧૯૩૦)

હરિજન ભક્ત કવિ. રવિ–ભાણ સંપ્રદાય કબીરપંથી. રાજકોટ ગામે જન્મ. પિતા : અમરાભગત. વાંકાનેર ગામના કુંભાર જ્ઞાતિના ભકત કરમશીભગતના શિષ્ય. પુત્ર : રામજીભગત. શિષ્ય : ‘ઉગાપંથના સ્થાપક બાંદરા ગામના ઉગારામજી. રચના : ભજનવાણી.

હોથી (અવ. ઈ.સ. ૧૮૪૯)

રવિ ભાણ સંપ્રદાયના સંત–કવિ. મોરારસાહેબના શિષ્ય. નેકનામ ગામે સુમરા કોમમાં મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ. પિતા : સિકંદર. સમાધિ ખંભાલીડા (જિ. જામનગર) પાસે. બાલંભા ગામે પીર તરીકે પણ પૂજાય છે. રચનાઃ ભજનવાણી.

સાંસ્કૃતિક ચેતના અને ભાવનાત્મક

એકતાનાં પ્રતીક સૌરાષ્ટ્રનાં તીર્થસ્થળો

જયાં જવાથી મન અને શરીર પવિત્ર બને, આપણો આત્મા દિવ્ય તત્ત્વ તરફ આકર્ષાય. કોઈ અગમ્યની અનુભૂતિ જે સ્થળે જવાથી થાય તેવું સ્થાન તે તીર્થ. ‘તીર્થ એટલે પવિત્ર ને સુંદર સ્થાન. સંસ્કૃત સાહિતં‘તીર્થ શબ્દના; તરી જવા માટેનું સુગમ સ્થાન. ઘાટ, આરો, ઓવારા.. વગેરે અર્થેા અપાયા છે. પ્રાચીન સમાં સાગર, સરિતા, સરોવર, વાવ, કૂવા, તળાવ, કુંડ વગેરે જળાશયોને કાંઠે જ તીર્થેા રહેતાં એટલે આવાં પવિત્ર સ્થળો વિશે ‘તીર્થસ્થાન શબ્દ પ્રચલિત બની ગયો છે. અને વાત પણ ખરી છે. સંસાર સાગરને પાર કરવા માટે જે સ્થાન વિશેષ સહાયક બની શકે એવું હોય, સુગમ હોય, માર્ગદર્શકરૂપ હોય તેને આપણે ‘તીર્થસ્થળ કહી શકીએ.

આપણાં શાસ્ત્રો–પુરાણોમાં પાચીન તીર્થસ્થાનો વિશે માહાત્મ્યો દર્શાવવાની પરંપરા ખૂબ જૂના સમયથી ચાલી આવી છે. ધર્મગ્રંથોમાં આવાં સ્થળો વિશે અપાયેલું માહાત્મ્ય લોકસમુદાયને યાત્રા–પ્રવાસ માટે માર્ગદર્શન રૂપ થઈ પડે એ રીતે ધર્મ અને અધ્યાત્મના રંગે રંગીને રજુ કરવામાં આવતું. ભારતની ચારે દિશાઓમાં આવેલાં પુરાણપ્રસિદ્ધ પવિત્ર સ્થાનોનો મહિમા અને ચારધામ, સાત પવિત્ર નદીઓ, પાંચ સરોવરો, પાંચ પિતૃતીર્થ, સાત મોક્ષપુરીઓ, બાર જ્યોતિર્લિંગ, સાત પર્વત, ચૌદ પ્રયાગ, એકાવન શક્તિપીઠો, ચાર મઠ, ચોરાસી બેઠકો વગેરે સ્થળો વિશેનું માહાત્મ્ય આપણા ધર્મગ્રંથોમાં ખાસ્સો એવો ભાગ રોકે છે.

આપણે ત્યાં એક જ તીર્થસ્થાનકમાં અનેક ધર્મ–પંથ–સંપ્રદાય કે ફાંટાનાં ધર્મસ્થાનકો સાવ અડોઅડ ઊભાં હોય એવું જોવા મળે છે. અને એ કારણે તમામ જાતિ–કોમ કે વર્ણના લોકો જુદા–જુદા ધર્મ–પંથો વિશે માહિતગાર બને છે. સંતોની જગ્યાઓમાં નાત–જાતના ભેદભાવ વિના જીવમાત્રને પ્રવેશ તથા રહેવા–જમવાની સગવડ મળે છે આ કારણે સમગ્ર દેશમાં એક પ્રકારની ભાવનાત્મક એકતા સર્જવાનું કાર્ય આ તીર્થસ્થળો–યાત્રા ધામો કરતાં હોય એવું લાગે છે.

નાના મોટા એક એક યાત્રાધામ પાછળ ઇતિહાસના લાંબા પટને વિસ્તરતી પૌરાણિક કથાઓ, દંતકથાઓ અને લોકમાન્યતાઓની સુવિશાળ પરંપરા આજ સુધી જીવંત રહી શકી છે. તેનું ખરું શ્રેય ભારતની ખાસ કરીને સૌરાષ્ટ્રની સંતસંસ્કૃતિને ફાળે જાય છે. ‘સાધુ તો ચલતા ભલા ની નેમ રાખીને આપણા ૠષિ–મુનિ–ભકતોએ ઠેકઠેકાણે અધ્યાત્મ ચિંતનની મશાલો ચેતાવી છે, ને તીર્થધામોનું માહાત્મ્ય વધાર્યું છે.

શૈવ–સંપ્રદાયનાં તીર્થસ્થળો

શૈવ–સંપ્રદાયનાં મુખ્ય બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું અત્યંત મહત્વનું તીર્થસ્થાન તે સોમનાથ. જૂનાગઢ જિલ્લામાં વેરાવળ બંદર પાસે દરિયા કાંઠે વેદ–પુરાણોમાં ‘પભાસક્ષેત્ર તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું આ મહાદેવનું મંદિર કદાચ જગતભરમાં સૌથી વધુ વખત વિધર્મીઓનાં આક્રમણો સહન કરવા છતાં, અનેકવાર જેનો વિનાશ થયા છતાં લોકહૈયામાં અડગ અડીખમ રીતે જળવાઈને ફરી ફરી ચેતનવંતું બનતા રહેવાનો વિશ્વવિક્રમ ધરાવે છે. આ સ્થાનકને બચાવવા ગુજરાતના હજારો નવલોહિયા યુવાનોએ લીલુડાં માથાંનાં બલિદાનો આપ્યા છે. સોમનાથ મંદિરની આજુબાજુ પ્રભાસમાં જ અને વેરાવળ બંદરની આસપાસનાં ક્ષેત્રમાં મહારાણી અહલ્યાબાઈ દ્વારા સ્થાપિત જૂના સોમનાથ, ભીમઘાટ પર ભીમેશ્વર, જળેશ્વર, તપેશ્વર, વેણશ્વર, ભીડભંજન, રૂદ્રેશ્વર અને શશિભૂષણ મહાદેવનાં મંદિરો આવેલા છે.

નાગેશ્વર

જામનગર જિલ્લાના દ્વારકાધામથી બેટ દ્વારકા જતાં આશરે વીસેક કિ.મિ. ને અંતરે દ્વાદશ જયોતિર્લિંગમાંનું એક જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના નામે પ્રખ્યાત છે.

ઘેલા સોમનાથ

રાજકોટ જિલ્લાના જસદણથી દસેક કિ.મિ. ના અંતરે ઘેલો નદીને કાંઠે આવેલું ભવ્ય મંદિર મૂળ સોમનાથતીર્થ સાથે સંકળાયેલું છે. સોમનાથ ઉપર વિધર્મીઓના આક્રમણો અવારનવાર થતાં રહેતાં, તેથી જૂનાગઢના ચુડાસમાવંશી રામહિપાળની કુંવરી મીનળદેવીએ સોમનાથનું અતિ પ્રાચીન શિવલિંગ કોઈ અજાણી જગ્યાએ સ્થાપવાનું નક્કી કરી પાલખીમાં લઈને પયાણ કરેલું, તે મૂળ શિવલિંગ અહીં સ્થાપિત થયું હોવાની લોકમાન્યતા પ્રવર્તે છે. મંદિર સામે આવેલી ટેકરી પર મીનળદેવીએ દેહરી છે. શ્રાવણ માસમાં દર સોમવારે અને શ્રાવણી અમાસે અહીં મેળાઓ ભરાય છે. નજીકમાં ઘેલો, કાળુભાર અને વાઘેશ્વરી નદીઓનું ત્રિવેણી સંગમ સ્થળ પણ પવિત્ર સ્થાન તરીકે પ્રખ્યાત છે.

ત્રિનેત્રેશ્વર (તરણેતર)

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની ઉત્તરે પાંચેક માઈલ દૂર આવેલું

તરણેતર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન સમયથી તીર્થસ્થળ તરીકે પ્રખ્યાત થયેલું છે. શિવજીના ત્રીજા નેત્રની કોપ જ્વાળાઓથી ભસ્મીભૂત થયેલા કામદેવનો ફરી મેળાપ કરવા દ્વાપર યુગ સુધી–શ્રીકૃષ્ણને ત્યાં કામદેવ પુત્રરૂપે જન્મ ધારણ કરે ત્યાં સુધી કામદેવની પત્ની રતિએ આ જગ્યાએ ત્રિનેત્રેશ્વરની સ્થાપના કરી સેવા કરેલી એમ કહેવાય છે. ભારતભરમાં ત્રિનેત્રતીર્થેા માત્ર બે જગ્યાએ છે. જેમાનું બીજું તીર્થ હિમાલય પ્રદેશમાં બદ્રિકાશ્રમ પાસે તરીકે પ્રખ્યાત છે.

પાંચાળ પ્રદેશમાં આવેલા આ શૈવયાત્રાધામની ત્રણ દિશાએ વિશાળ કુંડ આવેલો છે. જયાં ૠષિપંચમી (ભાદરવા સુદ પ)ને દિવસે ગંગાજીનું પ્રાકટય થાય છે. એવી લોકમાન્યતાને કારણે ભવ્ય મેળો ભરાય છે. આ કુંડમાં દ્રૌપદીના સ્વયંવર સમયે અર્જુને મત્સ્યવેધ કર્યેા હતો તેવી કથા પ્રચલિત છે.

ભવનાથ મહાદેવ

જૂનાગઢ જિલ્લાના પુરાણ પ્રસિદ્ધ તીર્થધામ ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ અને મૃગીકુંડનું માહાત્મ્ય સ્કંદપુરાણમાં વર્ણવાયું છે. તમામ પંથ–સંપદાયના સાધુ સંત–ભજનિકોનો સૌરાષ્ટ્ર પ્રદેશમાંનો સૌથી મોટો મેળો મહાશિવરાત્રીને દિવસે અહીં ભરાય છે.

આજુબાજુના વિસ્તારમાં વસ્ત્રાથેશ્વર, દૂધેશ્વર, બ્રહ્મેશ્વર, રાજેશ્વર, સિદ્ધેશ્વર, ઈન્દ્રેશ્વર વગેરે પ્રાચીન શૈવ–મંદિરો આવેલા છે.

ગોપનાથ મહાદેવ

ભાવનગર જિલ્લાના તળાજા પાસે દરિયાકાંઠે આવેલું ગોપનાથ મહાદેવનું પ્રાચીન શિવાલય નરસિંહ મહેતાના જીવન સાથે સંકળાયેલું પ્રસિદ્બ તીર્થધામ છે.

જડેશ્વર મહાદેવ

રાજકોટ જિલ્લાના વાંકાનેર–મોરબી વચ્ચે મચ્છુકાંઠે ટેકરી પર આવેલું જડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર અને વાંકાનેર પાસે આવેલ ફળેશ્વર મહાદેવનું મંદિર એ બંને સ્થળો પ્રાચીન શૈવ–મંદિર તરીકે અત્યંત ખ્યાતિ પામ્યાં છે.

બિલેશ્વર મહાદેવ

જૂનાગઢ જિલ્લામાં બરડા ડુંગરના છેડા પર ઘૂમલીથી દક્ષિણ દિશામાં આશરે આઠેક કિ.મિ.ના અંતરે આવેલું બિલેશ્વર મહાદેવનું સ્થાનક શ્રીકૃષ્ણના સમય જેટલું પુરાણું હોવાનું મનાય છે.

ભીડભંજન મહાદેવ

રાજકોટ જિલ્લાના જેતપુર પાસે અરણં આવેલું ભીડભંજન મહાદેવનું શિવાલય પ્રાચીન શૈવતીર્થધામ તરીકે જાણીતું છે.

ભીમનાથ મહાદેવ

ગોહિલવાડના ભાલપ્રદેશમાં નિલકા નદીને કાંઠે આવેલું ભીમનાથ મહાદેવનું સ્થાન ભીમ દ્વારા સ્થાપિત થયું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રની પ્રાદેશિકતા અને લોકહૈયામાં અજબ કામણ ધરાવતું આ પ્રાચીન તીર્થસ્થળ અમદાવાદ જિલ્લાના પ્રદેશમાં આવે છે.

નાનાં–મોટાં અન્ય શૈવતીર્થેા

રાજકોટ જીલ્લામાં

ધારેશ્વર, જાગનાથ, ભોમેશ્વર, પંચનાથ, રામનાથ, ઈશ્વરિયા, વિશ્વેશ્વર, (રાજકોટ). સુરેશ્વર, ધારેશ્વર, ભીમનાથ, કાશીવિશ્વનાથ, મંગળેશ્વર, ભુવનેશ્વર, પંચનાથ (ગેાંડલ). કાશી વિશ્વનાથ (જેતપુર), રફાળેશ્વર, ધોળેશ્વર, કુબેરનાથ (મોરબી) બીલેશ્વર (ખોરાણા–રાજકોટ).

સુરેન્દ્રનગર જિલ્લામાં

ઝરિયા મહાદેવ (થાન પાસે). વટેશ્વર (દૂધરેજ) કાશીવિશ્વનાથ (સાયલા).

ભાવનગર જીલ્લામાં

તખતેશ્વર, કુલનાથ, સ્થાપનાથ યશોનાથ (ભાવનગર). સિદ્ધેશ્વર, બૈજનાથ, પ્રગટનાથ, ભીડભંજન(વલ્લભીપુર), સરવણીયા મહાદેવ (ખડસલિયા પાસે, તા. ઘોઘા). રામનાથ મહાદેવ (કુકડ). સાંઢીડા મહાદેવ (સણોસરા નજીક), ખીમનાથ, ગોપનાથ, ભીડભંજન, સુખનાથ, રાજરાજેશ્વર, ભૂતનાથ (મહુવા), ગૌતમેશ્વર (શિહોર). ઉપરાંત ધારેશ્વર, માળનાથ, ધોળનાથ, કામનાથ, ધારનાથ વગેરે શિવાલયો.

જૂનાગઢ જિલ્લામાં

ભૂતનાથ, માંગનાથ. ઈન્દ્રેશ્વર, કાશીવિશ્વનાથ, હાટકેશ્વર (જૂનાગઢ). કામનાથ (માંગરોળ). બીલેશ્વર (સતાધાર). અક્ષયનાથ (અક્ષયગઢ–કેશોદ), હાટકેશ્વર, સિદ્ધેશ્વર, કનકેશ્વર, અચલેશ્વર, મહાકાલેશ્વર, સ્થલકેશ્વર, (ઉના), ગંગાનાથ (વંથલી). કેદારેશ્વર, લંકેશ્વર, ભાવેશ્વર, ધીંગેશ્વર, ચ્હાડેશ્વર (પોરબંદર). ડુંગરેશ્વર, રફાળેશ્વર, (ઢાંક) રૂદ્રેશ્વર, વેણેશ્વર, અઘોરેશ્વર, શશિભૂષણ (પ્રભાસપાટણ), કિલ્લેશ્વર (બરડો ડુંગર), ખીમેશ્વર (કુછડી).

જામનગર જિલ્લામાં

ગોપનાથ (મોટી ગોપ), કાશીવિશ્વનાથ, ભીડભંજન, સિદ્બનાથ, નાગનાથ (જામનગર), ખંભનાથ (ખંભાળીયા). કુશેશ્વર, સિદ્બનાથ (દ્વારકા).

અમરેલી જિલ્લામાં

કામનાથ, નાગનાથ (અમરેલી), ભીમનાથ, દાનેશ્વર (ચલાલા) જીવનમુકતેશ્વર, નર્મદેશ્વ ર (ધારી).

વૈષ્ણવ–ભાગવત સંપ્રદાયનાં તીર્થસ્થળો

દ્વારકા

જામનગર જિલ્લામાં આવેલું આ તીર્થધામ પ્રાચીન કાળથી જ અત્યંત પવિત્ર સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું છે. સૌરાષ્ટ્રની પશ્ચિમે સાગરકાંઠે આવેલી. શાસ્ત્રોમાં વર્ણવાયેલી સાત મોક્ષપુરીઓમાંની એક અને ભારતના ચારે દિશાઓમાં આવેલા ચારધામોમાં પશ્ચિમ દિશાના પૌરાણિક તીર્થધામ તરીકે પ્રસિદ્બિ પામેલી દ્વારકાનગરી ભગવાન શ્રીકૃષ્ણની રાજયધાની તરીકે ખૂબ જાણીતી છે. અહીં ‘જગત મંદિર ને નામે ઓળખાતું દ્વારકાધીશ રણછોડરાયનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છેે. શ્રીકૃષ્ણના પૌત્ર વજનાભ દ્વારા મૂળ તૈયાર થયેલું મનાતું હાલનું પાંચ માળનું મંદિર ૮૦ જેટલા એક પથ્થરમાંથી ઘડેલા થાંભલાઓ ઉપર ઊભું છે.

મુખ્ય મંદિરની આજુબાજુ ત્રિવિક્રમજી પ્રઘુમ્ન, અંબાજી, કુશેશ્વર મહાદેવ, પુરુષોત્તમજી, દત્તાત્રેય, દેવકીમાતા, લક્ષ્મીનારાયણ માધવજી વગેરેનાં નાનાં–મોટાં મંદિરો જગદ્‌ગુરુ શંકરાચાર્યજી સ્થાપિત શારદાપીઠ ગોમતીઘાટ, સંગમઘાટ, ચક્રતીર્થ, સિદ્બનાથ, જ્ઞાનકુંડ, અક્ષયવડ, અઘોરકુંડ, બ્રહ્મકુંડ, ભદ્રકાળી, આશાપુરી, કૈલાસકુંડ, સૂર્યનારાયણ, જય–વિજય મંદિરો અને મહાપ્રભુજીની બેઠક તથા થોડે દૂર રુક્ષ્મણિજીનું મંદિર વગેરે પવિત્ર ધર્મસ્થાનકો તીર્થસ્થાનો તરીકે લોકપ્રખ્યાત છે.

બેટ દ્વારકા

શંખોદ્વાર અથવા શંખોદ્ધાર બેટ તરીકે ઓળખાતો આ બેટપ્રદેશ જામનગર જિલ્લાના ઓખા બંદર પાસે દ્વારકાથી આશરે ત્રીસેક કિ.મી. અંતરે આવેલો છે. ભગવાન શ્રીકૃષ્ણે શંખાસુર દૈત્યનો નાશ કરી પાંચજન્ય શંખ મેળવેલો તે ભૂમિમાં દ્વારકાધીશ રણછોડરાયજીનું મંદિર, મંદિર શંખોદ્વાર તીર્થ અને પ્રદ્યુમ્નજી,

રણછોડરાયજી, ત્રિવિક્રમજી, પુરુષોતમજી, દેવકીજી, માધવજી, સત્યભામાજી, જાંબુવતીજી, અંબાજી, ગરુડ વગેરેનાં મંદિરો આવેલાં છે. એ સિવાય રણછોડસાગર, રત્ન તળાવ, શંખનારાયણ મંદિર, મુરલીમનોહર મંદિર, નીલકંઠ મહાદેવ, નવગ્રહચરણ પક્ષીતીર્થ, પાંચકૂવા, કલ્પવૃક્ષ, કાળીનાગ વગેરે સ્થાનો દર્શનીય છે. દ્વારકા જતાં વચ્ચે ગોપીતળાવ, ગોપીનાથ અને રાધાકૃષ્ણનું મંદિર તથા મહાપ્રભુજીની બેઠક વગેરે તીર્થસ્થળો પણ આવે છે.

મૂળ દ્વારકા (૧)

જૂનાગઢ જિલ્લામાં પોરબંદર અને હર્ષદમાતાની વચ્ચે આવેલું વિસાવડા ગામ મૂળદ્વારકા તરીકે ઓળખાય છે. અહીં આવેલું રણછોડરાયજીનું મંદિર અને આજુબાજુનાં નાના–મોટાં મંદિરોને કારણે મૂળદ્વારકા પ્રાચીન તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત પામ્યું છે.

મૂળ દ્વારકા (ર)

અમરેલી જિલ્લામાં કોડીનાર પાસે આવેલું નાનકડું ગામ પણ મૂળદ્વારકા તરીકે ઓળખાય છે. અહીં દ્વારકાધીશનું પ્રાચીન મંદિર છે.

માધવપુર

જૂનાગઢ જિલ્લામાં સાગરકાંઠે આવેલું માધવપુર માધવરાયજી અને રુક્મણિ મંદિરોને કારણે પ્રાચીન તીર્થસ્થળ બન્યું છે. અહીં શ્રીકૃષ્ણે રુક્મણી સાથે વિવાહ કરેલા, તેની યાદમાં ચૈત્ર સુદ પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે ને માધવરાયજીની અને ત્રિકમરાયજીની પૂરા કદની સુંદર મૂર્તિઓ દર્શનીય છે. વલ્લભાર્ચાજીની બેઠક પણ વૈષ્ણવો માટેનું તીર્થ સ્થાન છે.

દામોદરરાયજી/દામોદરકુંડ

જૂનાગઢથી ગિરનાર પર્વત જતાં વચ્ચે રસ્તામાં દામોદરકુંડ, શ્રીકૃષ્ણના પૌત્ર વ્રજનાભે મૂળ બંધાવેલું દામોદરજીનું પ્રાચીન મંદિર, રેવતીકુંડ, મુચુકુંદ ગુફા અને મહાપ્રભુજીની બેઠક વગેરે પ્રસિદ્ધ તીર્થસ્થળો આવેલાં છે.

માંગરોળ

જુનાગઢ જિલ્લાનું આ યાત્રાધામ દ્વારકાધીશના મંદિરને કારણે પ્રખ્યાત થયું છે. નરસિંહ મહેતાના કાકા પર્વતરાય મહેતાની અનન્ય ભકિતથી પ્રસન્ન થઈ રણછોડરાય પોતે ગોમતીતીર્થ સાથે વિગ્રહ સ્વરૂપે માંગરોળ પધારેલા એવી કથા સાંપડે છે.

તુલસીશ્યામ

જૂનાગઢ જિલ્લામાં ગિરના જંગલ પ્રદેશમાં ઉના નજીક આવેલું આ પુરાણપ્રસિદ્ધ સ્થળ ‘તપ્તોદકતીર્થ તરીકે જાણીતું છે. ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને વૃંદાનું સતીત્વ ખંડિત કરવા પ્રયાસ કર્યેા ત્યારે વૃંદાના શાપથી શાલિગ્રામના શ્યામ પથ્થરના સ્વરૂપમાં ફેરવાયેલા વિષ્ણુ અને તુલસીરૂપે ફેરવાયેલી વૃંદાની પૌરાણિક કથા સાથેઞ્સંકળાયેલા આ સ્થળે ગરમ પાણીના કુદરતી ઝરા વહે છે. શ્યામ મંદિર સામે આવેલી ટેકરી પર રુક્ષ્મણીરીનું મંદિર છે.

ગુપ્તપ્રયાગ

જૂનાગઢ જિલ્લાના ઉના–દેલવાડા નજીક પુરાણા દેવમંદિરો અને ત્રણ વિશાળ પવિત્ર કુંડોથી સોહામણું પવિત્ર તીર્થસ્થળ પ્રાચીન સમયથી લોકખ્યાત છે. એનેક ૠષિ–મુનિઓની તપોભૂમિ સમા આ સોરઠ પ્રદેશમાં શ્રીમદ્‌ વલ્લભાચાર્યજી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદસ્વામીએ અહીં તપ સાધના કરેલી એવા ઉલ્લેખ થાય છે. શેષશાયી લક્ષ્મીનારાયણની મૂર્તિ ધરાવતું માધવ–પ્રયાગરાયજીનું મંદિર અને તેની આજુબાજુ બળદેવજી, નૃસિંહજી, બ્રહ્માજી, સિદ્ધેશ્વર, રત્નેશ્વર, સંગાલેશ્વર તથા રાંદલમાતા વગેરેનાં મંદિરો સાથે મહાપ્રભુજીની બેઠક જેવાં ધર્મસ્થાનકો અહીં આવેલાં છે.

અન્ય નાનાં–મોટાં વિષ્ણુ–કૃષ્ણ મંદિરો

શ્રીકૃષ્ણ–બલરામ મંદિર (પ્રભાસ પાટણ) વામન મંદિર (વંથલી), શેષશાયી વિષ્ણુ (દીવ), માધવરાય મંદિર (પ્રાચી), ભાલકાતીર્થ દેહોત્સર્ગ, દૈત્યસૂદન, લક્ષ્મીનારાયણ મંદિર (પ્રભાસ), સત્યનારાયણ મંદિર (જામનગર), દામોદરરાયજી (ઉના), વડવાળા મંદિર (દૂધરેજ), મુરલીમનોહર મંદિર (સુપેડી),ઞ્વારાહીસ્વરૂપ (જાફરાબાદ), અવાલિયા ઠાકર (થાન). સત્યનારાયણ (પોરબંદર) ગીતા મંદિરો સૌરાષ્ટ્રમાં આવેલી તમામ મહાપ્રભુજીની બેઠકો, અનેક અત્યંત પ્રાચીન ઠાકર મંદિરો અને પુષ્ટિ સંપ્રદાયની હવેલીઓ વૈષ્ણવ સંપ્રદાયનાં તીર્થસ્થળો તરીકે યાત્રાધામો તરીકે સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામ્યાં છે.

શાકત સંપ્રદાયનાં તીર્થસ્થળો

અંબાજી

ગિરનાર પર્વત ઉપર લગભગ સવાત્રણ હજાર ફીટની ઊંચાઈએ પહેલા શિખર પર આવેલું અંબાજીનું મંદિર ભારતમાંની પ૧ શકિતપીઠોમાંનું અકે મહત્ત્વનું પીઠસ્થાન છે. સૌરાષ્ટ્રમાં પ્રાચીન શાકત તીર્થેામાં એની ગણના કરવામાં આવે છે. જૈન યાત્રાળુઓ પણ અહીં દર્શનાર્થે આવે છે.

ચામુંડા

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પાસે ચોટીલા ડુંગર પર આવેલું ચાંમુડા માતાનું મંદિર પ્રાચીન કાળથી તીર્થધામ તરીકે પ્રખ્યાત થયું છે.

હર્ષદ/હરસિદ્ધિ

જામનગર જિલ્લામાં દ્વારકાથી દક્ષિણે આશરે પ૦ કિ.મિ. દૂર સમુદ્ર કિનારે કોયલા ડુંગરનાં પેટાળમાં આવેલું હરસિધ્ધિ માતાનું વિખ્યાત મંદિર પ્રાચીન શાકતતીર્થ તરીકે જાણીતું છે. અહીંનું જુનું મંદિર ડુંગર પર ઊભું છે. જયારે હાલનું મંદિર ગુજરાતના દાનવીર વણિક જગડુશાહે દૈવીકોપથી બચવા પોતાના કુટુંબનું બલિદાન આપવા તૈયારી દર્શાવેલી એ હકીકત સાથે સંકળાયેલું છે.

કનકાઈ

જુનાગઢ જીલ્લામાં ગિરના જંગલ વિસ્તારમાં શિંગવડો નદીને કાંઠે આવેલું કનકાઈ/કનકેશ્વરી માતાનું મંદિર પણ અત્યંત પ્રાચીન તીર્થધામ છે. ત્યાં મહિષાસુરમર્દિનીની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. સૌરાષ્ટ્રમાં આ સિવાય ચાવંડ, તરેડ, દેલવાડા, ઉના, મેંદરડા, પ્રભાસપાટણ, સૂત્રાપાડા, ચોરવાડ, કોડીનાર, દીવ, આલીદર વગેરે સ્થળોએ પણ કનકાઈ માતાનાં મંદિરો આવેલાં છે. જે તીર્થસ્થાનો તરીકે પૂજાય છે.

રાંદલમાતા

ભાવનગર જિલ્લાના ધોળા જંકશન પાસે આવેલ દડવા ગામે રાંદલમાતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. એ સિવાય રાજકોટ જિલ્લાના વાંસાવડ પાસે આવેલા રાંદલના દડવા ગામે પણ રાંદલ / રન્નાદેનું પાચીન મંદિર યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે.

ભવાનીમાતા

ભાવનગર જિલ્લાના મહુવા બંદર પાસે દરિયાકિનારે આવેલું ભવાનીમાતનું મંદિર અને સુરેન્દ્રનગર જિલ્લાના થાન–હળવદ પાસે આવેલું સુંદરી ભવાનીનું મંદિર પુરાણાં તીર્થસ્થળો છે.

ભુવનેશ્વરી પીઠસ્થાન

રાજકોટ જિલ્લાના ગેાંડલ શહેરમાં બ્રહ્મલીન આચાર્યશ્રી ચરણતીર્થ મહારાજ દ્વારા ઈ. ૧૮૪૬માં પ્રસ્થાપિત થયેલ ભુવનેરી માતાજીનું મંદિર અર્વાચીન સમયના યાત્રાધામ તરીકે ભારતમાં અને વિદેશોમાં ખૂબ જ ખ્યાતિ પામ્યુંં છે. ભારતમાંની શકિતપીઠોમાં ભુવનેશ્વરીનાં બે મંદિરો આવેલા છે. જેમાનું એક દક્ષિણના ભુવનેશ્વરમાં અને બીજું અહીં સ્થપાયું છે. શ્વેત આરસમાંથી બનાવેલી પૂરા કદની આસીન મુદ્રામાં શોભતી ભુવનેશ્વરીની મૂર્તિ ખૂબ તેજસ્વી છે. ભુવનેશ્વર મહાદેવનું પાતલસ્થ મંદિર પણ જોવાલાયક સ્થળ છે. અહીં સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને માનવસેવા વિષયક અનેકવિધ પ્રવૃત્તિઓ વર્તમાન આચાર્યશ્રી ઘનશ્યામજી દ્વારા ચલાવવામાં આવે છે.

નાનાં–મોટાં, પ્રાચીન–અર્વાચીન શાકત મંદિરો

ચંદ્રભાગા મહાકાલી (પ્રભાસ). માત્રીમાતા (ઓશમનો ડુંગર–પાટણવાવ પાસે) ભદ્રકાલી (દ્વારકા) કાલિકાની ટૂંક (ગિરનાર) બોરદેવી, (ગિરનારની પાછળ) મમ્માઈ–ચોરવાડી (ચોરવાડ) ખોડિયાર (ભાવનગર–માટેેલ) હર્ષદ (ઉના), શિહોરી, (શિહોર), આશાપુરા (જામનગર, ગેાંડલ, રાજકોટ ખંભાળીયા ઘુમલી), વાઘેશ્વરી (વઢવાણ), મેલડી (વઢવાણ પાસે), ભવાની (કતપર), ગાયત્રી (જૂનાગઢ). શીતલાઞ્(કાલાવડ), રૂવાપરી (ભાવનગર) સંતોષી (મોવિયા) ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોખીરા, માંગરોળ, શિહોર, ગેાંડલ, વાંકાનેર, મોરબી વગેરે સ્થળોએ અંબા–અંબિકા, કાલિકા, ખોડિયાર, ચામુંડા, ગાયત્રી, મચ્છુન્દ્રી, ભવાની, મમ્માઈ, શિકોતરી વગેરે શકિતસ્વરૂપોનાં મંદિરો ભાવિક ભકતજનો માટે તીર્થસ્થળો તરીકે પ્રખ્યાત થયાં છે.

જૈન સંપ્રદાયનાં તીર્થ સ્થળો

જૈન સંપ્રદાયનાં તીર્થેામાં તીર્થાધિરાજનું બિરુદ પ્રાપ્ત કર્યુ છે એવો શેત્રુંજય પર્વત ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર પાસે આવેલો છે. પ્રથમ તીર્થંકર શ્રી આદીનાથજી ૠષભદેવના જીવન સાથે સંકળાયેલા આ તીર્થસ્થળમાં નાનાં–મોટાં અસંખ્ય પ્રાચીન જૈન મંદિરો આવેલાં છે. જેમાં મુખ્ય તીર્થનાયક આદીશ્વરજીનું મંદિર અતિ ભવ્ય છે. દશ જેટલી ટૂંકો પર કલાકારીગરીની દ્દષ્ટિએ એક એકથી ચડિયાતાં જૈનમંદિરો એક અતિ પ્રાચીન સુસમૃદ્બ ધર્મ પરંપરાની ઝાંખી કરાવે છે.

ગિરનાર

નગાધિરાજ હિમાલય કરતાંયે પ્રાચીન તીર્થસ્થાન ગણાવાયેલો ગિરનાર પર્વત સૌરાષ્ટ્રનાં તીર્થસ્થળોમાં આગવું ને અદ્વિતીય સ્થાન ભોગવે છે. પુરાણોમાં પણ આ યાત્રાધામ વિશે અનેક માહાત્મ્યો લખાયાં છે. શૈવ, શાક્ત, જૈન, વૈષ્ણવ, બૌધ, નાથ અને પિરાણા–મુસ્લિમ વગેરે સંપ્રદાયોના પ્રસિદ્ધ મંદિરો ધરાવતું સાંસ્કૃતિક એકતા સમજાવતું આ ક્ષેત્ર પરિક્રમા, ભવનાથનો સુપ્રસિદ્ધ મેળો અને કલાસંપન્ન જૈન મંદિરો માટે ભારત વર્ષમાં યાત્રાધામ તરીકે ખાસ કરીને તમામ પંથ–સંપદાયોના સાધુઓના મિલન સ્થળ માટે જાણીતું છે. જૈન ધર્મના શ્વેતાંબર મૂર્તિપૂજકો અને દિગંબરો ગિરનારને અતિ પવિત્ર તીર્થ ગણે છે. ‘દેવકોટ તરીકે ઓળખાતી ગિરનારની પ્રથમ–ટૂંક ઉપરકોટમાં બાવીસમાં તીર્થંકર નેમિનાથ અને તેમની પવિત્ર સાધ્વી પત્ની રાજુલે તપ સાધના કરેલી તેથી અહીંના તીર્થનાયકને નેમિનાથ ભગવાનના મુખ્ય મંદિર ઉપરાંત પાશ્વર્નાથ, સંભવનાથ, ચંદ્રપ્રભુ અને વસ્તુપાળ–તેજપાળનાં દેહરાં જૈન સંપ્રદાયના અનુયાયીઓ માટે તીર્થસ્થળ હોવા ઉપરાંત તમામ યાત્રાળુઓને હૃદયની પ્રસન્નતા અર્પે છે.

કદમ્બગિરિ તીર્થ અને તાલધ્વજ તીર્થ

પાલીતાણાથી બારેક કિ મિ. અંતરે આવેલ અર્વાચીન જૈન તીર્થધામ કદમ્બગિરિ અને તળાજા ગામે આવેલ તાલધ્વજગિરિ ડુંગર ઉપર પણ અસંખ્ય જૈન મંદિરો આવેલાં છે. એ સિવાય પ્રભાસ, ઉના, ભાવનગર, શિહોર, મહુવા, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ઘોઘા, ગેાંડલ, જામનગર, દેલવાડા, માંગરોળ, પોરબંદર વગેરે સ્થળોએ પાચીન જૈન મંદિરો આવ્યાં છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થળો

ગઢડા

ભાવનગર જિલ્લામાં આવેલું ગઢડા ‘સ્વામીના ગઢડા તરીકે પ્રસિધ્ધ થયું છે. આ સ્થળે સહજાનંદ મહારાજે લાંબા સમય સુધી નિવાસ કરેલો. સત્સંગી ભકતજનો જેને ‘અક્ષરધામ તરીક ઓળખે છે એ આરસનું સુંદર ભવ્ય મંદિર. ઘણું સમૃધ્ધ છે. અહીં સહજાનંદ મહારાજના અંગત વપરાશની ઘણી વસ્તુઓ એમનાં સ્મૃતિચિહ્‌નો તરીકે સાચવી રાખવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ધામ ગઢડા ગણાય છે.

ગેાંડલ

અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયનું અગ્રગણ્યા તીર્થસ્થાન ગણાતું. ‘અક્ષરમંદિર પૂ. ગુણાતીતાનંદજી અને પૂ. યોગીજી મહારાજની કર્મભૂમિ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં અત્યંત પૂજનીય સ્થળ છે. અહીં શરદપૂર્ણિમાને દિવસે ભવ્ય સમૈયો ભરાય છે. આ સિવાય જૂનાગઢ, મૂળી, માણાવદર, લોએજ, શીલ, જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અસંખ્ય ગામડાંઓમાં નાનાં–મોટાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો તીર્થયાત્રા ધામો તરીકે પ્રસિદ્ધ થયાં છે.

સંત સ્થાનકો

સતાધાર

જૂનાગઢ જિલ્લાના વીસાવદર પાસે આવેલ સતાધાર જગ્યાની સ્થાપના પાંચાળની સંત પરંપરામાં ચલાળાના આપા દાનાનાં શિષ્ય આપા ગીગાએ કરેલી. સૌથી મોટા અન્નક્ષેત્ર તરીકે જેની ગણના થાય છે એવી આ જગ્યા યાત્રિકો માટે રહેવા–જમવાની ખૂબ સારી સગવડને કારણે અત્યંત પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ભારતભરમાં જાણીતી છે. આંબાઝર નદીને કાંઠે ગીરકાંઠાના પ્રદેશમાં આવેલું આ સ્થળ આપા ગીગાના સમાધિ મંદિર, વિશાળ શ્યામકુંડ, આંબાઝરી ડેમ અને બીલેશ્વર મહાદેવ જેવાં ધર્મ સ્થાનકોને કારણે તીર્થસ્થાન બની ગયું છે.

વીરપુર

રાજકોટ જિલ્લામાં ગેાંડલ અને જેતપુરની વચ્ચે નેશનલ હાઈ–વે પર આવેલું આ ગામ ભકત જલારામના સમાધિસ્થાન તરીકે પ્રખ્યાત છે. ‘જલારામનું વીરપુર એ નામે યાત્રાધામ તીર્થસ્થાન બનેલા આ સંત સ્થાનમાં અન્નક્ષેત્રનું ઘણું મહત્વ છે. દર્શનાર્થે આવતા યાત્રિકો માટે રહેવા – ઊતરવાની અને જમવાની સગવડ જગ્યા તરફથી કરવામાં આવે છે. વીરપુરમાં માનકેશ્વર મહાદેવનું મંદિર અને મીનળદેવીની વાવ પ્રાચીન દર્શનીય સ્થળો છે.

ચલાલા

અમરેલી જિલ્લામાં અમરેલી થી ધારી જતાં વચ્ચે આવતું ચલાલા ગામ મહાપ્રતાપી અંશાવતાર પૂ. શ્રી દાનમહારાજની જગ્યાને કારણે તીર્થધામ તરીકે ભારતભરમાં જાણીતું છે. સતાધારની સંપ પરંપરાની ગુરુગાદીનું આ સ્થળ અન્નક્ષેત્ર, ગૌસેવા, માનવસેવા, ઉપરાંત ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. જગ્યામાંથી ‘દાનેવ દર્શન નામનું ધાર્મિક સાહિત્યિક માસિક પ્રકાશિત થાય છે.

પાળિયાદ

ભાવનગર જિલ્લામાં આવેલું પાળિયાદ પાંચાળની સંતપરંપરાના સંત વિસામણ બાપુની જગ્યાને કારણે યાત્રાધામ બન્યું છે. આપા વિસામણે અહીં જગ્યા બાંધી અન્નક્ષેત્ર ચલાવેલું જે આજ સુધી ચાલે છે. ગૌસેવા, અન્નદાન અને સંત સેવા–માનવસેવાનો મંત્ર લઈને પાંચાળના આ તમામ સંતોએ અનોખી કેડી કંડારી છે.

પરબવાવડી

જૂનાગઢ જીલ્લામાં ભેસાણ પાસે સંત દેવીદાસની જગ્યા ‘‘પરબની જગ્યા તરીકે પ્રસિદ્ધ છે. સમાજસેવા અને માનવતાની દીપજયોતિ જલતી રાખનારા આપણા લોકસંતોમાં, કુષ્ટરોગના દરર્દીઓની સારવાર કરવા ભેખ લેનારા દેવીદાસ અને અમરબાઈ મોખરાનું સ્થાન ધરાવે છે. મધ્યકાળથી શરૂ થયેલી આ સંતપરંપરા આજે પણ જીવમાત્રની સેવા કરવાનો મહામંત્ર લઈને હરિના નામનો વેપાર કરી રહી છે.

અન્ય નાનાં–મોટાં સંતસ્થાનકો

દૂધરેજ–વડવાળાની જગ્યા સાયલા–લાલજી મહારાજની જગ્યા

બીલખા–સગાળશાની જગ્યા અને આનંદાશ્રમ જૂનાગઢ–નરસિંહ મહેતાનો ચોરો પોરબંદર–સુદામા મંદિર પીપાવાવ–પીપાભગતની જગ્યા ઢસા–આત્મારામબાપુની જગ્યા શિહોર–કોયાભગતની જગ્યા મજેવડી–દેવતણખીની જગ્યા ગેાંડલ–વડવાળાની જગ્યા ધોરાજી–તેજાભગતની જગ્યા ભાણવડ– દવારામજીની જગ્યા ઘોઘાવદર–દાસીજીવણની જગ્યા ધ્રાંગધ્રા–દેશળ ભગતની જગ્યા દાણીધાર– નાથજીબાપુની જગ્યા બગદાણા–બજરંગદાસબાપુની જગ્યા રાજકોટ – રણછોડદાસબાપુનો આશ્રમ અમરેલી – મૂળદાસજીની જગ્યા આમરણ – ભીમસાહેબની જગ્યા ફતેપુર–ભોજાભગતની જગ્યા વગેરે સંતસ્થાનકો–સમાધિ સ્થળો યાત્રાધામો તરીકે પ્રસિદ્ધિ પામ્યાં છે.

અન્ય પ્રાચીન તીર્થસ્થળો તથા અર્વાચીન યાત્રાધામો

સુરજદેવળ–સૂર્યમંદિર

સુરેન્દ્રનગર જિલ્લાના થાન પાસે જૂનાં અને નવાં એમ બે સૂર્યમંદિરો આવેલાં છે. એ સિવાય પ્રભાસપાટણ, આરંભડા, સુવાર્ણ, સૂર્યતીર્થ, વસઈ, ઘ્રેવાડ, પોરબંદર, સુત્રાપાડા, કિન્દરખેડા, ગોપ અને અખોદર વગેરે સ્થળોએ સૂર્યમંદિરો આવેલાં છે. મૂળીમાંં માંડવરાયજી તરીકે પ્રખ્યાત એવું તીર્થસ્થળ જોવા લાયક છે.

બાણગંગા–બાણેજ

જુનાગઢ જિલ્લામાં ગિરજંગલ વિસ્તારમાં આવેલા આ તીર્થધામ મહાભારતકાળ જેટલું પ્રાચીન હોવાનું મનાય છે. પાંડવોની સાથે માતા કુંતાજી ગુપ્તવાસમાં રહેતાં હતાં. ત્યારે તેમને તરસ લાગવાથી અર્જુને ધરતીમાં બાણ મારીને ગંગાજી પ્રગટ કરેલાં જેનાં ઉપરથી બાણગંગા તીર્થસ્થળ ઉદ્‌ભવ્યું એવી લોકવાયકા છે. નાનકડા ડુંગર પર આવેલું ગંગાજીનું મંદિર દર્શનીય છે.

મુસ્લીમ પીર–ઓલિયાઓનાં સ્થાનો

જૂનાગઢ નજીક દાતારની ટેકરી પર આવેલું જમિયલશા દાતારનું સ્થાનક, દાવલશાહ–આમરણ, હાજી કિરમાણી–બેટ દ્વારકા, ગેબનશાહપીર–રાજકોટ, જૂનાગઢ; વઢવાણ, ઈંગારશાપીર–શેત્રુંજય. અને હિન્દ મુસ્લિમ ખલાસીઓના દેવ દરિયાપીરનાં સ્થાનકો...

રામદેવપીર મંદિરો

જામનગર જિલ્લાના આવેલું રામદેવ પીરનાં બે મંદિર ધરાવતું નવા રણુંજા અર્વાચીન તીર્થધામ તરીકે પ્રખ્યાત થયું છે. જયાં વિશાળ જગ્યાઓમાં યાત્રાળુઓને રહેવા–જમવાની સગવડો અપાય છે. એ સિવાય રાજકોટ, ગેાંડલ, જૂનાગઢ, પોરબંદર, માધવપુર, વગેરે સ્થળોએ પણ રામદેવપીરનાં મંદિરો આવેલાં છે.

કીર્તિમંદિર અને ભારત મંદિર

પોરબંદરમા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળે આવેલું કીર્તિમંદિર અને શેઠશ્રી નાનજીભાઈ મહેતા દ્વારા સંસ્થાપિત થયેલ ભારત મંદિર જોવાલાયક યાત્રાસ્થાનો છે. આ ઉપરાંત પ્રણામીમંદિર–જામનગર, થાન પાસે આવેલ વાસુકિનાગ મંદિર અને બાંડિયાબેલી, સારંગપુર હનુમાનજી, ગોરખમઢી રાજકોટના સાતહનુમાન. નકલંક મંદિર રામકૃષ્ણ આશ્રમ. ઉના પાસે મૌની આશ્રમ વગેરે દર્શનીય સ્થળો છે.