Zakdna Pagla MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Zakdna Pagla

ઝાકળના પગલાં

“હૃદયની વાત

શબ્દ સંગાથ”

પ્રકાશક : પરેશ શાહ


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

h[Lkkfkh


  • Ãkhuþ þkn
  • Mkkfuík yrLk÷¼kE Ëðu
  • Søkh X¬h
  • ÂM{íkk þkn
  • yuÍk;kLk çk÷w[
  • rLkþk ¼kÞkýe
  • ËeÃkk Mkuðf
  • Lkxðh {nuíkk
  • {wçkkhf ykË{ ½kuzeðk÷k
  • Lkhuþ zkuzeyk
  • Mkh÷k MkwíkheÞk
  • hu¾k òu»ke
  • sLkf ËuMkkE
  • hu¾k Ãkxu÷
  • {. heÍðkLk ½kt[e
  • yLkMkwÞk ËuMkkE
  • ËŠþíkk þkn
  • «rík¼k X¬h (òuçkLkÃkwºkk)
  • rLkÃkwý Mke. [kuõMke
  • rþÕÃkk MkkuLke
  • rLk÷uþ søkËeþ[tÿ Ãkt[k÷
  • નિવેદન

    “હૃદયની વાત શબ્દ સંગાથ” એટલે એક એવો પરિવાર જે ખરેખર હૃદયની વાત શબ્દના સંગાથે પ્રસ્તુત કરવામાં મદદરૂપ બને છે. શબ્દની થોડી અર્થપૂર્ણ ગોઠવણી આવડે તો સંવેદના અને પોતાની લાગણી બહુ વ્યવસ્થિતપણે વ્યક્ત કરી શકાય છે. આ ભરોસો બધા મિત્રોને “હૃદયની વાત શબ્દ સંગાથ” આપે છે એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. આ પરિવાર “હૃદયની વાત શબ્દ સંગાથ” પોતાને થોડા ધીમા અને અપૂર્ણ માનતા મિત્રોને ધરપત અને પ્રોત્સાહન આપવાનું કામ સુપેરે કરે છે. “હૃદયની વાત શબ્દ સંગાથ” પરિવાર દ્વારા ફક્ત ગુજરાત જ નહિ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ સાહિત્યમાં રસ લેતા થયા છે. આ પરિવાર જાણીતા - અજાણ્યા મિત્રો જેમને શબ્દોનું તેડું છે એવા મિત્રોને જોડવાનું કામ કરે છે. હવે દૂર વસતા મિત્રો એકબીજાને ઓળખે છે અને સરાહે પણ છે. જાણે કે સાહિત્યની દુનિયા એક સૂત્રે બંધાતી હોય તેવું દેખાઈ આવે છે. રોજ મોડી સાંજે “હૃદયની વાત શબ્દ સંગાથ”ના ફેસબુક ગ્રુપમાં એક શબ્દ આપવામાં આવે છે, જેના પર ગ્રુપના સભ્યો રચનાઓ બનાવે છે અને તેને કારણે ઘણા ન લખનારા મિત્રો પણ લખતા થઈ ગયા છે. જે ગ્રુપ માટે બહુ ગૌરવપૂર્ણ લાગણી છે. “હૃદયની વાત શબ્દ સંગાથ” દ્વારા મિત્રોના સાથ-સહકારથી આજ સુધી બે માતબર, અત્યંત સફળ મુશાયરા અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાઈ ગયા છે અને એ મુશાયરામાં નવોદિત રચનાત્મક કવિ-મિત્રોએ આનંદ અને આત્મવિશ્વાસથી ભાગ લીધો. પછી એક એવા વિચારથી બધા દોરવાયા કે એવું શું કરીએ કે આ રચનાઓને નક્કર સ્વરૂપે યાદગીરીરૂપે સાચવી શકાય અને એ વિચારનું પરિણામ અહીં તમારી સામે પુસ્તકરૂપે આવી ગયું છે.

    મજબૂત વિચારધારા અને ભવિષ્યના સુરુચિપૂર્ણ આયોજન સાથે ફેસબુકનું આ ગ્રુપ ખૂબ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. લખવાની ઝંખનાને, એષણાને એક ઢાળ આપે અને હવામાં બોલાયેલા શબ્દોને કાગળ પર ઝીલી લેવાનો રૂડો અવસર એટલે આ પુસ્તક. સહિયારા અને સઘન પ્રયત્નો સાથે અનેક મિત્રોની મહેતન પછી જ્યારે આ પુસ્તક તૈયાર થયું છે ત્યારે જાણે સંતોષનો, કૈંક કરી શક્યાનો ઓડકાર આવે તેવી ભાવના “હૃદયની વાત શબ્દ સંગાથ” મંચના બધા જ મિત્રો અનુભવી રહ્યા છીએ.

    “હૃદયની વાત, શબ્દ સંગાથ” પરિવારની પ્રવૃત્તિઓ વિશેની એક ઝલક....

    •કાવ્ય-પઠન અને મુશાયરા જેવા રચનાત્મક કાર્યક્રમ યોજી નવા / ઊગતા કવિઓ / લેખકોને મંચ / પ્રોત્સાહન પૂરું પાડવું.

    •લોકો ગુજરાતી સાહિત્ય પ્રત્યે રુચિ કેળવતા થાય તેવા પ્રયત્નો કરવા.

    •નવીન કવિઓ/લેખકોની રચનાઓના સંગ્રહ માટે વેબસાઈટ ચલાવવી.

    •“ખૂબસુરત” અને જેવા તેવા અગ્રગણ્ય મેગેઝીનમાં નવા રચનાકારોની રચનાઓ છાપવી.

    •“ગુજરાતી પ્રાઈડ” જેવી મોબાઈલ એપ્લિકેશન દ્વારા નવા રચનાકારોની રચનાઓ લાખો લોકો સુધી પહોંચાડવી.

    •ગ્રુપના સભ્યોને સારું વાંચન પૂરું પાડવા લાઈબ્રેરી ચલાવવી.

    પ્રસ્તાવના

    એક જનનીને તેના પ્રથમ શિશુના અવતરણ સમયે થતા આનંદની અત્યારે અનુભૂતિ છે. માતા બાળકને માત્ર જન્મ જ આપતી નથી, પરંતુ તેના સર્વાંગી વિકાસમાં ઘણો મહત્વનો ફાળો આપે છે. તે રીતે એક વિચારના જન્મ પછી તેને શબ્દોનું રૂપ આપી લોકો સુધી રજૂ કરી શકાય તેટલી પરિપક્વતા પ્રાપ્ત થયાનું ઉદાહરણ એટલે આ પુસ્તક.

    ‘હૃદયની વાત શબ્દ સંગાથ’ પરિવાર એટલે ફેસબુકના માધ્યમથી કવિ અને લેખક મિત્રો દ્વારા બનેલો અને શબ્દોની દુનિયામાં પગરવ પાડી રહેલો પરિવાર.

    હૃદયની લાગણીઓને શબ્દોમાં ઢાળતા કવિ-લેખક મિત્રો પરસ્પરની રચનાઓ વાંચતા એકમેકને શીખતા-શીખવતાં, અને ખભે ખભા મિલાવી રચનાઓનું સર્જન કરતા, હૃદયનાં કોમળ ધરા પર લાગણીઓના બીજ રોપી શબ્દોના કુમળાં છોડ ઉગાડતા આ કવિ-લેખક મિત્રોની રચનાઓ આજે જ્યારે એક પુસ્તકના રૂપમાં પ્રકાશિત થઇ રહી છે ત્યારે તે વાત કંઇ નાની સુની ન જ કહેવાય.

    ‘હૃદયની વાત શબ્દ સંગાથ’ પરિવાર દૃઢતા પૂર્વક માને છે કે ગુજરાતી સાહિત્યની દુનિયાના આવા અનેક ઉભરતાં રચનાકારોને જો થોડુંક પ્રોત્સાહન અને હૂંફ મળે તો તેઓ પણ આગળ જતાં એક સારા કવિ કે લેખક બની શકે છે તેમાં કોઇ શંકા ને સ્થાન નથી. આ પરિવાર દ્વારા ફેસબુક પર ‘હૃદયની વાત શબ્દ સંગાથ’ ગ્રુપમાં રોજ એક નવો શબ્દ મુકવાની હજી તો ગણતરીના મહિના પહેલાં શરૂઆત કરી હતી. જે શબ્દ પરથી કવિલેખક મિત્રો પોતાની રચનાઓ લખવાની હોય છે. આટલા ટુંકા ગાળામાં પણ નોંધપાત્ર સંખ્યામાં કેટલાય મિત્રો હૃદયને સ્પર્શી જાય તેવું લખતા થયા તે આ પરિવારને મળેલી એક ઝળહળતી સફળતા જ ગણાય. શ્રેષ્ઠ ત્રણ રચનાઓના રચયિતાઓને પુસ્તક સ્વરૂપે ઇનામ આપી પ્રોત્સાહન કરવાનું ધારાધોરણ પણ આ પરિવારે કેળવેલું છે.

    દરેક મિત્રોની રચનાઓના ઘૂઘવાતા સાગરમાં ડૂબકી લગાવતાં પહેલાં કિનારે ઉભા રહી કેટલીક તેમનાજ શબ્દરૂપી લહેરોની છાલકથી ભીંજાઇએ.

    પરેશ શાહ સત્યને સાંભળવાનું સૂચન કરતા કહે છે કે,

    “ઉછાળો કાદવ બીજા પર તો, હાથ મેલા થવાના છે ભલા,

    તસવીર દર્પણમાં આટલી ધૂંધળી તમારી બતાવી રહ્યા છે...”

    સાકેત દવેની આ પંક્તિઓમાં હૃદયનો વૈભવ છતો થાય છે.

    “હૃદયમાં જ્યારે ભીનું ભીનું કંઇક ખૂટે છે,

    ત્યારે શબ્દોને નવી લીલી કૂંપળ ફૂટે છે”

    જીગર ઠક્કરના દર્દના ઉછળતા મોજાં કહે છે કે...

    ‘સાચા પ્રેમનો મળ્યો છે બદલો ‘જીગર’

    લાવ તને બેવફાઓની મહારાણી લખું.’

    નિશા ભાયાણીની પંક્તિઓ આધ્યત્મ અને પ્રેમનો પાવન સંગમ યાદ કરાવે છે,

    “બળીને રાખ થશે મકાન ચામડાનું એક દિવસ,

    અણસાર વિસરાતો જાણી સારયુક્ત હવે પ્રેમ કર...”

    જુઓ રીઝવાન ઘાંચી અહીં માણસ વિશે શું કહે છે,

    “એક જોડ આંખ, કાન, હૃદય, પગ

    બે નંગ મગજ, થોડી ઇન્દ્રિયો પણ નાખી લો.

    લો, માણસ તૈયાર થયું, હૃદય તો ઉમેરો”

    સ્મિતા શાહ વિસરાઇ ગયેલા અસ્તિત્વને શોધવા માટે શું કહે છે...

    “શોધું દરબદર અસ્તિત્વને મારા જ,

    ખુદથી સાવ હું ભૂલાઇ ગઇ છું ક્યાંક”

    સરલા સુતરીયા શૈશવની મુંઝવણ વર્ણવતા કહે છે કે...

    “વાલમને જોઉં હું તો મુંઝાણી મનમાં, હજી શૈશવના સ્મરણને ભીંજવે,

    આંખ શું આંખું જ્યાં મળી, વાલમ શું...”

    એઝાઝખાન બલુચ જિંદગીની વાત કરતા કહી શકે છે કે,

    “સરંજામ સઘળો ઉપાડ્યો છે માથે,

    વિકટ મારગે આફતો પણ ઘણી છે”

    દીપા સેવક આંગળીથી આકાશ માપવાની ઇચ્છા ધરાવે છે,

    “કેટલું ચાહું છું તને એનું પ્રમાણ શી રીતે આપું,

    કે’તો ભલા આંગળી થી આકાશ શી રીતે માપું”

    નટવર મહેતા વિરોધાભાસને અલંકૃત કરે છે,

    “થઇ ગઇ છે હાલત યાર, મારી તો બહુજ કફોડી

    છે કાચનું ઘર મારું અને છે તારા હાથમાં હથોડી”

    મુબારક આદમ ઘોડીવાલા માટે સમંદર પણ સૂક્ષ્મ બને છે,

    “સમંદર આપશો તોય પૂરો ધરબાઈ થશે દોસ્ત

    ગઝલને વાંચશો ત્યારે, હૃદય છલકાઈ જાશે દોસ્ત”

    નરેશ કે. ડોડીઆ તેમની ગઝલોમાં ભાવ ભરતા કહે છે,

    “આંખે થી આઘા રહી શ્વાસમાં અડતાં રહો છો,

    લાગણીમાં રોજ નવતર ભાવને ભરતાં રહો છો”

    રેખા જોષીના આંગણા કવિતા પછી સૂનાં નથી રહ્યાં...

    “એવા આંગન મહી, પડ્યાં પગલાં તમારાં,

    થયું પાવન ઘર, ચડ્યાં પગલાં તમારાં”

    ઘરમાં પ્રણયનું સ્વાગત કરતા જનક દેસાઇ કહે છે...

    “પ્રલય ઘેર આવે એવું પણ બને,

    ને દ્વાર બંધ હો એવું પણ બને”

    રેખા પટેલ દરિયાદિલ ભાગીદારી વિશે લખે છે...

    “જે શોધું છું મુજને ગમતો એ ભાગીદાર મળે,

    દરિયાદિલ થઇ સઘળે એવો જોડીદાર મળે”

    મ. રીઝવાન ઘાંચીને હાથ કરતા હાથની રેખાના મિલનમાં વધુ શ્રદ્ધા છે,

    “ચાલ એકાદ ક્ષણ હાથ તો મિલાવ જરા

    ક્યાંય એકાદ બે મળી જાય રેખા મિલનની”

    અનસુયા દેસાઇના અંતરના ઊંડાણેથી નીકળેલા શબ્દો છે,

    “એક વિચાર રમે છે, મારા અંતરના ઊંડાણમાં

    મને થાય છે કે નથી મારી મરજી છતાંય મરું છું ”

    દર્શિતા બી. શાહ હૃદયથી ઉઠેલા સાદની શોધમાં કહે છે,

    “હૃદયમાં શું તો જરા હાશ કરજો

    પછી યાદ આવું જરા સાદ કરજો”

    પ્રતિભા ઠક્કરના શબ્દોના વમળ રચવા સમર્થ છે,

    “મે કાંકરી ફેંકી વમળો રચવાનો ડોળ કર્યો,

    ને તું દરિયો બની ગયો”

    નિપુણ ચોક્સીની દૃષ્ટિએ જુઓ તો મૃગજળમાં સરોવર મળે,

    “યાદ કોઇની વાદળ બનીને આવે

    મૃગજળમાં પણ એ સરોવર લાવે”

    શિલ્પા સોની માટે ગગન ક્યાં દૂર છે,

    “પાંખો ફેલાવી ઊડે મુક્ત મને,

    સર કરવાને પ્રવાસ જાણે દૂર ગગને”

    તટસ્થ લિટમસની વાત નિલેશ પંચાલ જ કરી શકે,

    “ભૂરા ને લાલ કરે એવા લિટમસની આ વાત છે,

    હરહાલમાં તટસ્થ રહે એવા લેખસમી આ વાત છે”

    તમામ નવોદિત કવિ-લેખકો તેમના જીવનમાં અને સાહિત્યની દુનિયામાં ખૂબ ખૂબ આગળ વધે તેવી શબ્દે શબ્દમાં શુભ કામના પાઠવું છું. ‘ઝાકળનાં પગલાં’ માં સફળતાની સુગંધ ભળે તેવી ઇશ્વરને પ્રાર્થના...

    આભાર - દર્શન

    અત્રે “હૃદયની વાત શબ્દ સંગાથ” પરિવાર પોતાની રચનાઓ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માને છે. બધા જ રચનાત્મક લાગણીઓ અને શબ્દોથી છલકતા મિત્રોના સહકાર વગર આ પુસ્તકનું સંપાદન શક્ય ન હોત એ દેખીતી વાત છે. આ પરિવારને પોતાનો પરિવાર માની અંગત રીતે રસ લઈ સકારાત્મક સૂચનો આપવા બદલ બધા મિત્રોનો આભાર પણ માનવો જ રહ્યો.

    પુસ્તકનાં શીર્ષકનો સુઝાવ આપવા બદલ અગ્રણી સાહિત્યકાર કવિવર શ્રી રાજેશભાઈ વ્યાસ ‘મિસ્કીન’ સાહેબ પ્રતિ “હૃદયની વાત શબ્દ સંગાથ” પરિવાર ઊંડા આભારની લાગણી વ્યક્ત કરે છે. પ્રૂફ રીડર તરીકેની સેવા આપનાર મિત્ર મહેશભાઈ સોની તથા સરલાબેન સુતરીયાનો પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકના મુદ્રણમાં અંગત રસ લઇ ભાગ લેવા બદલ મોનાબેન પટેલનો હૃદય પૂર્વક આભારી છું. આવનાર સમયમાં મંચની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સાથ, સહકાર અને સૂચનની અપેક્ષા રાખીએ છીએ. આ પરિવારને આપણો પોતાનો સમજી, આ પુસ્તક વાચી, વંચાવી મિત્રો સુધી પહોંચતું કરશો એવી અપેક્ષા છે.

    આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર સૌ મિત્રો ભવિષ્યમાં પણ ગ્રુપના આયોજનમાં પણ સહયોગ કરશે એવી આશા સાથે...

    પરેશ શાહ

    (સંચાલક, ‘હૃદયની વાત શબ્દ સંગાથ’ પરિવાર)

    પરેશ શાહ

    મારું નામ પરેશ શાહ, ઉંમર ૪૭ વર્ષ, રહેઠાણ અમદાવાદ. મુંબઈમાં જન્મ્યો અને મોટો થયો. સ્કૂલ કૉલેજમાં અભ્યાસ કરતી વખતે શેર, શાયરી અને ગઝલનો શોખ હતો. હું ૨૦ વરસનો હતો ત્યારથી જ મુશયરાઓમાં જતો અને આજે પણ મારા રોલ મોડલ શ્રી કૈલાસ પંડિત છે, મને એમની રચનાઓ ખૂબ જ વાંચવી ગમતી અને ત્યારે જ નક્કી કર્યું હતું કે મારે પણ કંઈ લખવું છે, અને ત્યારે પણ થોડું લખતો હતો પણ જેમ જેમ વ્યવસાયમાં આગળ વધતો ગયો તેમ લખવાનો શોખ થોડો ઓછો થતો ગયો, પણ સાંભળવાનો અને વાંચવાનો શોખ કાયમ રહ્યો અને છે. ધંધાના લીધે અમદાવાદમાં આવીને વસ્યા પછી પણ લખવાનું ચાલુ જ રાખ્યું હતું અને ફેસબુક હ્લટ્ઠષ્ઠીર્હ્વર ના માધ્યમથી મારી રચનાઓ મારા મિત્રોને હું સંભળાવતો હતો અને મને એમાંથી ખૂબ જ શીખવા મળતું હતું. મારી રચનાઓમાં પ્રેમ, પ્રેમભંગ ના વિષયો વધારે હોય છે, મને પહેલેથી આ વિષય પર લખવું બહુ જ ગમે છે. અમદાવાદ આવ્યા પછી પણ ગુજરાત અને ગુજરાત બહારના કવિ મિત્રો સાથેનો મારો પરિચય કાયમ રહ્યો હતો અને લગભગ બધા જ મુશાયરાઓમાં હું હાજરી આપતો હતો.

    આ પછી અમે ૩ કવિ મિત્રોએ એક ગ્રુપ બનાવાનું નક્કી કર્યું હતું અને ‘હૃદયની વાત, શબ્દ સંગાથ’ ગ્રુપનું પદાર્પણ કર્યું અને જોત જોતામાં ૬૦૦૦ મેમ્બર્સ આ ગ્રુપમાં જોડાઈ ગયા છે. એના ભાગ રૂપે અમે ગ્રુપમાં નવા લોકોને લખતા થાય એ માટે રોજ એક વર્ડ આપીને નવોદિત કવિ મિત્રોને લખતા કરવાનું પણ કામ કરી રહ્યા છીએ. આ સફળતાને જોતાં, પહેલો મુશાયરો કવિ મિત્રોને લઈને અમદાવાદ મુકામે કર્યો હતો અને એની સફળતાને જોતાં અમે બીજા મિત્રોને પણ પ્રોત્સાહન મળી રહે એ માટે અલગ અલગ શહેરોમાં મુશાયરાઓનું આયોજન કરી રહ્યા છીએ, અમારા ગ્રુપની સાથે આજ એન્ડરોઇડ પાર્ટનર તરીકે ‘ગુજરાત પ્રાઇડ’ પણ જોડાઈ ગયું છે. ગ્રુપની પોતાની વેબસાઈટ મારફત કવિ મિત્રોની રચનાઓને સાચવી રાખવાનું કામ પણ થઈ રહ્યું છે.

    ભૂલ મારી શું થઇ એનો હિસાબ આપી શકાય તો જરૂર આપજે, દુવાઓ કોને કેટલી કરી તમારા માટે એનો હિસાબ જરૂર રાખજે.

    અપમાનના ઘૂંટ પીતો રહ્યો ને તું ઝેરના પ્યાલા ભરતી રહી, પારકાને કાજ તરછોડ્યો, એક દિવસ જરૂર તને પણ ત્યાગશે

    તારી જ રહીશ, તારા શબ્દોને હવે ક્યાં કોઈ બંધન છે તારા માટે, વચનોની સીમા હવે તને નડતી નથી, તારી જ હરકત તને મારશે

    સમયની વક્રતા બતાવી સ્વાર્થી પોતે સાચી જ સાબિત થતી રહી, ભૂલ તમારી ક્યારે પણ થઇ જ નથી, એ અહંકારનો બોજ ખાળજે

    તું મને ભૂલવા ચાહે તો પણ ભૂલી નહિ શકે એની ખાતરી છે મને, ‘પરેશ’ને તું ફરીથી આવશે માંગવા તો એજ રીતે તને આવકારશે.

    - પરેશ શાહ

    જીવન કેરી ઝંખનાઓ હવે જીરવાતી નથી,

    દિલની વ્યથાઓ કોઈના કાને અફળાતી નથી.

    અરમાનોની બજારમાં કોઈ કિંમત નથી અહીં

    દુવાઓ આપવાથી કોઇથી હવે સચવાતી નથી

    કહું મારી વેદના તો પણ કોણ સાંભળશે ભલા

    દિલની સચ્ચાઈ કઠોર હૃદયને ટટળાવતી નથી

    કરી કેટલી વિનંતી પણ કોણ ગણકારે મને અહીં

    લાગણીના મોતીથી પ્રેમની માળા પરોવાતી નથી

    કર કૃપા પ્રભુ આ પામર ‘પરેશ’ની હાલાકી પર

    તારી આપેલી જિંદગીની આબરૂ સચવાતી નથી.

    - પરેશ શાહ

    આ સમંદરની લહેરો પર શાને કલમ ચલાવી રહ્યા છો,

    જાણે મારા પર ઈશ્વરી કૃપા અનહદ વરસાવી રહ્યા છો.

    હવે નથી રહી વફાની ઉમ્મીદ કોઈનાથી આ જીવનમાં,

    શા માટે ખુદને મારા માટે તમે આટલા સતાવી રહ્યાં છો ?

    ઉછાળો કાદવ બીજા પર તો હાથ મેલા થવાનાં છે ભલા

    તસ્વીર દર્પણમાં આછી ધૂંધળી તમારી બનાવી રહ્યા છો.

    ભૂલી ગયા ભૂતકાળ પોતાનો ? હવે કેમ યાદ નથી કરતા ?

    હવે કેમ પોતાની જાત ને આટલી હલકી જતાવી રહ્યાં છો ?

    નથી રહી ‘પરેશ’ને શિકાયત તમારાથી આજીવનમાં હવે

    હવે કેમ પોતાના પરમાત્માને એટલા બધા સતાવી રહ્યાં છો ?

    - પરેશ શાહ

    મારી વેરાન જિંદગીને બસ હવે આમ જ રહેવા દો,

    ખુશીઓ સાથ નથી આપતી એ પરેશાની કહેવા દો.

    દાઝેલા દિલના ખૂણે કોઈનો અધૂરો પ્રેમ ચોંટ્યો છે

    પ્યારની સળગતી જ્વાળાઓને અમોને સહેવા દો

    તારી ગલીમાં આવી આમ ફરવું નાદાની છે અમારી,

    અમારી નાદાનીની સફર ગણીને અમોને ટહેલવા દો

    ક્યાં માંગું છું હવે તમારા દિલમાં મારી કોઈ હસ્તી,

    દિલ મારું છે તો એને તડપની સાચી મજા લેવા દો.

    માનું છું તમારા હાથની લકીરમાં મારું નામ નથી,

    તકદીરને મારી બદનસીબ મન પડે ત્યારે ઠેલા દો.

    માનું છું તમારી હાથની લકીરમાં મારું નામ નથી,

    તકદીરને મારી બદનસીબ મન પડે ત્યારે ઠેલા દો

    તમને નથી મળતો ‘પરેશ’ માટે અમૃતનો પ્યાલો

    ઝેરનો જામ મહેફિલમાં મદિરા ગણીને પીવા દો

    - પરેશ શાહ

    સાકેત અનિલભાઈ દવે

    સાકેત અનિલભાઈ દવે. વ્યવસાયે કમ્પ્યુટર વિષયના શિક્ષક છે. અમદાવાદની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા પંદર વર્ષથી નોકરી કરે છે અને સાથે કમ્પ્યુટર ભણાવતી એક સંસ્થાનું સંચાલન પણ કરે છે. મૂળે જીવ શિક્ષકનો અને છેલ્લી બે પેઢીથી શિક્ષકત્વ લોહીમાં ભળેલું એટલે ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એટલે એન્જીનિયરિંગની નોકરી છોડી કમ્પ્યુટરનો ર્ડ્ઢંઈછઝ્રઝ્ર નો અભ્યાસ અપનાવ્યો. છેલ્લા પંદર વર્ષ માં હજારો વિદ્યાર્થીઓ વચ્ચે સંનિષ્ઠ, પ્રેમાળ છતાં કડક શિક્ષક તરીકેની સારી નામના મેળવી.

    ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થતાં કમ્પ્યુટર અધ્યયન વિષયના તમામ ધોરણોના પાઠ્યપુસ્તકોમાં પરામર્શક અને અનુવાદકની ભૂમિકા ભજવી. અને એ સિવાયના પણ કમ્પ્યૂટર વિષયના વીસેક પુસ્તકોના લેખન / સંપાદન / પરામર્શન / અનુવાદ કર્યા.

    છેલ્લા બે વર્ષથી દૈનિક બે લેખે લઘુકાવ્ય લખીને ફેસબુક જેવા મીડિયામાં માત્ર એક શોખ તરીકે મૂકવાનું શરૂ કર્યું. ખૂબ જ ટૂંકા સમયગાળામાં પણ ફોલોઅર્સ બન્યા અને એક ઓનલાઈન સાહિત્યિક જીવનની શરૂઆત થઈ.

    “હૃદયની વાત શબ્દ સંગાથ” પરિવાર સાથે જોડાવાનો અનહદ આનંદ છે. આ પરિવાર નવોદિતોને મંચ પૂરું પાડે છે જે અન્વયે અનેક વિચારકોને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપવાની સુંદર કામગીરી કરી રહ્યું છે. આ પરિવાર અને સૌ મિત્રો ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે તેવી પ્રભુ પ્રાર્થના.

    એક સવારનું દ્રશ્ય

    તું કહે ત્યારે સૂર્ય ઠારી, ધુમ્મસ ભરું ઝાકળમાં,

    નામ લખું કાજળથી, ખારા કોઈ અશ્રુજળમાં.

    પહોંચી નથી શકતો તો લેખણ લઇ શોધ્યા કરું,

    છુપાવેલ મેઘધનુષ્ય મળી જાય આજ વાદળમાં.

    ભીના સ્પર્શનો ટહુકો ટાંકવાનો બાકી છે ખાલી,

    મૂંગું એક પંખી મેં ચીતરી રાખ્યું છે કાગળમાં.

    મધમાખીના બેહોશ થવાનું કારણ જાણી લો,

    મોગરાનું ફૂલ અટકેલું એક ચોટલાના વળમાં.

    - સાકેત દવ

    દયમાં જ્યારે, ભીનું ભીનું કૈંક, ખૂટે છે

    ત્યારે શબ્દોને, નવી લીલી, કુંપળ કૂટે છે

    હૃદય સુધી એક ટીસ, પહોંચાડી દઉં પછી તો,

    વિચારો જ જન્મે છે, જીવે છે, ધબકે છે, તૂટે છે

    પર્વત જેટલા વિચારો કરી લઉં એના પછી,

    એક ટચુકડી પેન્સિલ તારું અર્ધું નામ ઘૂંટે છે.

    ભારે વાવાઝોડામાં અકબંધ ટકી રહેલું

    તારા સ્મરણે હૃદયનું પાન એક તૂટે છે.

    - સાકેત દવે

    એક કવિતાનો જન્મ....

    કવિનું શબ ઉપાડીને લઈ ગયેલા

    એ રસ્તે

    થોડા શબ્દો ઢોળાવાથી

    રસ્તાની બન્ને તરફ

    કેટલાંક તૃણ ફૂટી નીકળેલાં...

    પછીનું મારું સૂચન

    માત્ર એટલું જ હતું કે,

    હવે,

    સૂકાં લાકડાંને બદલે,

    થોડા ભીના ટહુકા

    ફરફરતાં લીલાં પાન

    અને

    અટકી ગયેલો પવન પાથરી

    એને સુવાડો...

    - સાકેત દવે

    ઋજુતા...

    ધીમો એટલે પડ્યો હું, તું દોડી આવી મળે મને,

    પછી ભલેને કદાચ અડધે રસ્તે તું ય છળે મને.

    થોડો વધુ ઋજુ છું, એ સમજીને ચાલજે તું હવે,

    સાંકળો નહિ ચાલે અહીં, બાંધજે તું ઝાકળે મને.

    કેટલીયે પરિપક્વ ક્ષણો હથેળીએ વાવી રાખી,

    તારા અશ્રુ-સિંચને એકાદ મ્હોરે, ફળે મને.

    જ્યારથી પર્ણો એક પછી એક ખરવાં લાગ્યાં છે,

    વૃક્ષે ટહુકાની કસમ આપી રાખ્યો છે ડાળે મને.

    પવન પર્ણ માંની ટપલી મારી જાય, તો ક્યારેક,

    માળાના બચ્ચાંની ખુલ્લી ચાંચે ક્ષણ ઓગાળે મને.

    સાંજ પડે ને ખબર નહિ ક્યાંથી આવી ચડે અહીં,

    વિરહ તારો આ હળવેથી લઇ લે ખોળે મને.

    - સાકેત દવ

    કૂણું એક સ્મરણ...

    આજની વહેલી સવારે પવને,

    બારીના પડદા પર હળવા ટકોરા મારેલા,

    પણ આ પારિજાતનું એક ફૂલ તો

    કોઈ જ અનુમતિ લીધા વગર ઊડીને

    મારા ખાલી ઓરડામાં આવી ચડેલું

    અને,

    આ બપોર થઇ તોય હજી

    એ સૂકાયું નથી....

    - સાકેત દવે

    માતૃત્વને સલામ...

    આખી સવારના વ્યર્થ રઝળપાટ પછી પણ

    કોઈ કામ ન મળતાં,

    ફૂટપાથના ઘરે એ પાછી આવી,

    કાળઝાળ ઉનાળાની બપોરે

    ટાઢે થથરતા ચૂલા તરફ નજર નાખી,

    મદિરા-સેવન કરીને પડેલા પતિ તરફ

    તિરસ્કારભરી એક નજર કરી,

    રડી-રડીને સૂતેલા બચ્ચાંના

    તાવથી હુંફાળા બનેલા ગાલ પર હળવેથી હોઠ મૂકી,

    ફરી નીકળી પડી એ,

    નવી મજુરીની શોધમાં...

    - સાકેત દવેે

    મોક્ષનો એક પ્રકાર...

    સ્મશાનની જે ભઠ્ઠીમાં

    એક શબ બળી ગયું ને હમણાં,

    એની ચીમનીની ટોચે

    કબૂતરે બાંધેલા માળાનાં ઈંડામાંથી

    એ જ સમયે

    એક બચ્ચાંનો જન્મ થયો છે...

    - સાકેત દવે

    તને નહિ મળવાનો નિર્ણય એટલે

    જીવંત મૃત્યુતા....

    નિષ્ફળ ગયેલી સાફલ્ય/સફળતા...

    લખી ન શકાય એવી વાક્યતા...

    વેદના વગરની પરવશતા...

    મેળવી લીધી હોય એવી અપ્રાપ્યતા...

    સમજી શકાય એવી એક અસમંજસતા...

    જીવનમાં વ્યવસ્થિત ગોઠવેલી અરાજકતા....

    બંધ કાને પડેલી શ્રાવ્યતા...

    ઘોર અંધારે ચીતરેલી વાચ્યતા....

    ખરબચડી ધાર ધરાવતી ક્ષણની મુલાયમતા....

    અલ્પ સ્થાને ફેલાઈ ઉઠતી વ્યાપકતા....

    - સાકેત દવે

    સંતોષ

    એડમિશન ન મળ્યું,

    પણ

    બાળકે

    શાળાના આંગણમાં ખરેલાં

    પારિજાતના ફૂલ મુઠ્ઠીમાં ભેગાં કરી

    ખિસ્સે ભરી લીધાં...

    - સાકેત દવે

    નવ મહિના સુધીના દરેક ચેકઅપ,

    ત્રણ-ચાર સોનોગ્રાફીના રીપોર્ટ,

    બાળ-ઉછેરની ચોપડીઓ,

    પગના ગૂંથેલા મોજાં,

    આયાની વ્યવસ્થા માટે કરેલા ફોન,

    ઘોડિયાનું નવું સીવડાવેલું કાપડ,

    દીવાલે ચોંટાડેલી બાળકોની તસવીરનું સ્મિત,

    બે અક્ષરના નવા સંસ્કૃત નામોની યાદી,

    સાસુએ ખવડાવેલો પ્રસાદ

    સસરાના ખોળે રમનારની અંતિમ ઈચ્છા,

    બધું એક સાથે ઓપરેશન ટેબલ પર મૂકી

    એ ઘરે આવી...

    - સાકેત દવે

    આકાંક્ષા....

    આંખને એમ કોઈ ભેજગ્રસ્ત આવરણ મળે,

    લપસવાની ઈચ્છા, ને ભીનું વાતાવરણ મળે.

    વ્યસ્તતા ઊંચકી ફરતો રહું સ્તબ્ધતામાં અને,

    અચાનક હડફેટે ચડી, તારું કોઈ સ્મરણ મળે.

    તારા ન હોવાનું ધુમ્મસ, ઘેરી વળે શરીરને,

    તારી નજરથી છટકેલું, એકાદ સૂર્ય-કિરણ મળે.

    ઊંટના પગલે વિશ્વાસ બનાં વરસાદ થઇ બેઠો,

    વીંઝાતા હોય મૃગજળ ત્યારે એક હરણ મળે.

    - સાકેત દવે

    એક થીજેલી ક્ષણે...

    આપણો આ મૌન સંવાદ કદાચ

    આ સાંજ ન સાંભળી શકે

    અને

    વહેતી આ સેકંડો

    નિઃશબ્દ ઝાંખા અંધારામાં થીજી જાય

    એ પહેલા

    ચાલ, મારા હોઠ પરથી

    તારી આંગળી હટાવ...

    - સાકેત દવે

    જીગર ઠક્કર

    અમદાવાદના છેવાડામાં આવેલા બારેજડી-નાંદેજ ગામમાં બાળપણ વીત્યું હોઈ, થોડું ગામઠીપણું આચારવિચાર સ્વભાવમાં આજે પણ મોજુદ છે. દાદા પત્રકાર હતા. પિતા પણ પત્રકાર હતા. લોહાણા સમાજના એક દિગ્ગજ અખબાર લોહરાણા સમાચારના તેઓ માલિક અને તંત્રી હતા. લખવાની શૈલી બાળપણથી જ ગળથૂથીમાં મળેલી છે. શબ્દો સાથે ઘરોબો છે જ. ત્રણ વર્ષ પહેલાં પિતાનું અચાનક અવસાન થતાં અખબાર ચલાવવાની તમામ જવાબદારી અડધી રાતે માથે આવી પડી. જેને હર્ષભેર પિતાના આશિર્વાદ છે જ એમ માની સ્વીકારી લીધી. આજે અખબાર ભારતવર્ષમાં લોહાણા સમાજનું સૌથી મોટું અખબાર છે. અખબારી લેખો લખવાનો શોખ નાનપણથી જ હતો. પરંતુ ચાર વર્ષ પહેલાં ફેસબુક પર આવ્યા પછી મિત્રો અને સારા કવિઓની રચનાઓ વાંચી, કૈંક લખવાનો પ્રયત્ન કર્યો. આજે ચાર વર્ષે, મિત્રોને ગમે અને હૃદયને સ્પર્શે તેવું લખી શકું છું. તેનો અનહદ આનંદ છે. શબ્દોની દુનિયામાં આવ્યા બાદ ઘણા ખરાં કવિમિત્રો, મિત્રો મટી કૈંક ખાસ બની ગયા. જે વાત જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે. મારા પ્રત્યેક શબ્દને માણી, મારા પ્રત્યેક શબ્દોમાં એક સ્વજન બની સુધારા વધારા સૂચવનાર એક ભાઈ જેવા મિત્ર શ્રી સાકેતભાઈ દવેનો આજે એક ખુશીની ઘડીએ હૃદયપૂર્વક આભાર માનું છું.

    ઋતુઓથી પહેલા તમારો રંગ બદલાય છે,

    તમને જોઈ હવે કાચીંડા પણ શરમાય છે,

    ક્યારેક સંબોધન તો ક્યારેક સંબંધ બદલાય છે,

    ચોઘડિયા પહેલા તમારા વિચાર કરમાય છે,

    ચાલાકી ને હોંશિયારી શબ્દે શબ્દ માં છલકાય છે,

    દયામણા તમારા ચહેરા માં ‘જીગર’ ભરમાય છે,

    તમારી બેવફાઈની વાતના શબ્દો ચિતરાય છે,

    જો, શબ્દોનેય સંબંધની શરમ વરતાય છે,

    સાંભળીને વાતો તમારી હૈયું મારું ચીરાય છે,

    જાણે લાગણી અને પ્રેમની ખોલેલી દુકાન દેખાય છે.

    - જીગર ઠક્કર

    ડોલી ઊઠે મુશાયરો તો દાદ આપજો,

    હૃદયની કરું વાત થોડી વાહ આપજો.

    ખુદ જીગરની આંખમાં ભર્યા છે આંસુ,

    કેવો હશે એ પ્રેમ એવો એક સવાલ આપજો.

    કલમ પણ રડે છે શબ્દોના અર્થ કકળે છે,

    મારી કલમને થોડો પ્રેમભર્યો સહારો આપજો.

    બેદર્દ એક તસ્વીર ને મેં તકદીર બનાવી છે,

    ‘જીગર’ની જીગરને થોડા વધામણાં આપજો.

    રાહ છે સળગતા અંગારાથી ભરેલી જવું દૂર છે,

    ઊઘાડા પગે ચાલું એવા અંતરથી આશિષ આપજો.

    - જીગર ઠક્કર

    ખુલ્લી કિતાબ જેવું જીવન જીવતો આવ્યો છું,

    છળકપટથી દૂર મિત્રતા ભારોભાર લાવ્યો છું.

    સંબંધ અને સંબંધીઓના ગુણાકાર કરતો આવ્યો છું,

    બને જો કોઈ દુશ્મન એમના હિસાબ કરતો આવ્યો છું.

    દિલના પ્રેમનો જગત સામે એકરાર કરતો આવ્યો છું,

    ભરપૂર હોય વેદના તો એને ય વ્હાલ કરતો આવ્યો છું.

    ગુર્જર ધરાના પ્રેમની વાતને સોરઠમાં લઇ આવ્યો છું.

    એમની ગલીએ આંટો મારતા આજ મુશાયરામાં આવ્યો છું.

    હૈયું ચીરી ને ધબકાર પર લખ્યું છે નામ એમનું,

    ધબકાર ‘જીગર’ના તમને બતાવવા આવ્યો છું.

    - જીગર ઠક્કર

    હસતા ચહેરા એકાંતમાં રડતા જોયા છે,

    કોઈકને રડીને હૈયું સળગાવતા જોયા છે.

    કોઈકને પ્રેમની બુંદ માટે તરસતા જોયા છે,

    કોઈકના જામના જામ છલકાતા જોયા છે.

    સમય અને સંજોગના બદલાતા રંગ જોયા છે,

    ક્યારેક આંધી તોફાનને ય આક્રંદ કરતા જોયા છે.

    દરિયામાં ડૂબકાં ખાતી જિંદગી જોઈ છે,

    નસીબ છે લાશના જેને મેં તરતી જોઈ છે.

    વર્ષોના વિરહ પછી ય મેં ભીની આંખો જોઈ છે,

    ગુમાવી જ્યારે જિંદગી ‘જીગર’ કોઈકની અસલિયત જોઈ છે

    - જીગર ઠક્કર

    ખુદ પણ રડું છું ને શબ્દોને રડાવું છું,

    ગમગીન એક ગઝલને ડૂસકાં ભરાવું છું.

    પ્રેમ એટલે તું એવું જ હું શીખ્યો છું.

    બીજું કંઈ આવડતું નથી એને જ ઘૂંટ્યા કરું છું.

    મશગુલ થઇ યાદોમાં સમયને રોક્યા કરું છું.

    લહેરાતા વાયરા ને ઝળહળિયા ભરાવ્યા કરું છું.

    અરમાનોની લાશને મારા જ ખભા પર લઇ ફરું છું.

    દાદ તો આપો દોસ્તો ક્યાં ચાર ખભા ઉધાર માંગું છું.

    ભલે સૂતો કબરમાં હું ક્યાં ભૂલવા માંગુ છું.

    કબર ફાડીને એકવાર મળવાની તમન્ના રાખું છું.

    - જીગર ઠક્કર

    મળે જો શબ્દો મુઠ્ઠીભર ચાલીસા લખું,

    તારી યાદમાં બેવફા ચાલીસા લખું.

    આંસુ વહાવતી આવી હતી તું સામેથી,

    એ છેતરામણી ઘડીને શબ્દોમાં લખું,

    બહુ કરું છું પ્રેમ તને એવું તો રોજ કહેતી,

    હળહળતા એ કપટને કેવી રીતે લખું.

    હસતાં હસતાં કરી મારા હૈયાની હોળી,

    સળગતા મારા ધબકાર કેવી રીતે લખું.

    સાચા પ્રેમનો મળ્યો છે બદલો ‘જીગર’

    લાવ તને બેવફાઓની મહારાણી લખું.

    - જીગર ઠક્કર

    કંકોત્રીમાં ના આવ્યું નામ એમનું,

    તો કાળોતરીનું કારણ બની ગયાં.

    ચાતક જેમ ચાહતો રહ્યો જીવનભર,

    પોતાના મટી એ પારકા બની ગયાં.

    નજર બિછાવી દીધી અમે રાહ પર,

    એ બેવફા રસ્તો પણ બદલી ગયાં.

    બતાવી કોઈએ તસ્વીર મારી એમને,

    હાસ્ય સાથે ઓળખ પણ છુપાવી ગયાં.

    દુશ્મનોએ અપાવી છે યાદ આજે એમની,

    ‘જીગર’ની આંખ ના અશ્રુ વહી ગયાં....

    - જીગર ઠક્કર

    લખવી છે ગઝલ પણ સમય ક્યાં મળે છે ?

    મળે જ્યારે સમય ત્યારે શબ્દો ક્યાં મળે છે ?

    એવું બને કે સમય અને શબ્દો બેઉ મળે,

    ત્યારે વળી સંબંધની શરમ નડે છે.

    શરમ તોડી ઉઠાવી લઉં છું કલમ વારંવાર,

    ત્યાં વળી મને મારા સંસ્કાર નડે છે.

    બેવફાઈને લખું શબ્દોમાં એવી પ્રેરણા મળે છે,

    ત્યાં વળી મને મારી જ વફા નડે છે.

    જલાવું જમાનાને એ ઝનૂન મારી આંખમાં મળે છે,

    ‘જીગર’ છું ને નામની અસર નડે છે.

    - જીગર ઠક્કર

    દગાબાજ દોસ્તીની દુહાઈ આપે છે,

    કોઈ મને જૂની ઓળખાણ આપે છે.

    સંબંધમાં સુધારાની માંગ આપે છે,

    સંબોધનમાં છેડછાડ કરવા માંગે છે.

    જોઈ મારી તપસ્યા કોઈ ઇનામ આપે છે,

    જાણે ફકીર એક રાજા ને કૈંક દાન આપે છે.

    દર્દના દરિયા આપ્યા હવે દુઆઓ આપે છે,

    ખુલાસા માંગું તો બહાનાં હજાર આપે છે.

    પ્રેમના નામ પર કર્યો છે ખેલ તમે ખોટો,

    ‘જીગર’ની અદાલત આજે ચુકાદો આપે છે.

    - જીગર ઠક્કર

    પ્રણયની લખી છે વાત ગઝલના આરંભમાં,

    નક્કી રડવાનો કવિ આજે ગઝલના અંતમાં.

    નજરે ઘવાયો હતો એ પ્રણયના આરંભમાં,

    નક્કી તૂટશે દિલ એનું ગઝલના અંતમાં.

    આંધળો કર્યો છે વિશ્વાસ સંબંધની શરૂઆતમાં,

    નક્કી થવાનો વિશ્વાસઘાત ગઝલના અંતમાં.

    કોઈના ભરોસે છોડી છે દુનિયા વચનોની વાતમાં,

    નક્કી કોઈ છોડી જશે ગઝલના અંતમાં.

    બહુભારે ગર્વ હતો પ્રેમ કહાનીના આરંભમાં ‘જીગર’,

    થશે પરિચય બેવફાનો ગઝલના અંતમાં....

    - જીગર ઠક્કર

    સ્મિતા શાહ

    અભ્યાસ : એમ. એ. (પેઇન્ટિંગ)

    વ્યવસાય : સિંગ

    કવિતા લખવાનો નાનપણથી શોખ (ધબક શ્રી રશીદ મીર, ફીલિંગ, એવરગ્રીન, ખૂબસૂરત વગેરે મેગેઝીનમાં કવિતા, નવલિકા, ગઝલ છપાય છે. ૧૯૯૯માં એક ભજનની સીડી બહાર પાડી. જાતે લખેલા અને ગાયેલા ઇન્ડિયા અને વિદેશોમાં મ્યુઝીક કોન્સર્ટ કર્યા છે !! હજુ લખવાની, શીખવાની યાત્રા ચાલુ જ છે સતત...

    લખવાની ક્ષણો એ ક્યારે મને સાથે લીધી એ તો યાદ નથી ઘણું લખ્યું...

    અછાંદસ થોડું સ્વરબદ્ધ પણ.. ઘણું બધું ભજન, ગીતો, કવિતા, છાંદસ થયું !... ગવાયું... છપાયું

    ત્યાર પછી ૨૦૧૩ માં ફેસબુકના માધ્યમ થી સરખા વિચારો અને સરખી પસંદ વાળા મિત્રોનું વર્તુળ રચાયું અને હાથ પકડીને આખો સમૂહ ચાલી નીકળ્યો ઊર્ધ્વગમન તરફ બધાં... એકબીજા ને મદદ કરે... અદ્‌ભુત એક એક -ભૂલ બતાવે... સાથે શીખે.

    મને ગર્વ છે આ સમૂહનો એક ભાગ હોવા માટે...

    “કૃષ્ણ ગોવર્ધન ઊંચકશે જો ફરી,

    તો હું ટચલી આંગળી થઇ તરબતર”

    એ એક તરબતર પર્વ છે મારા માટે નમણી ગઝલ... અત્યંત નાજુક અને સુંદર...

    એક સ્વપ્ન રોજ હું ભાળ્યા કરું છું

    મીણ જેવી જાત ઓગાળ્યા કરું છું

    આવશે પાછા તિમિરો તેજ રૂપે

    સત્ય ને સૂરજ ગણી ઢાળ્યા કરું છું

    થીજવું સંવેદનોનું ભાગ્ય માન્યું હું

    બરફનાં ચોસલાં ગાળ્યાં કરું છું

    સહેજ તડકો આવશે ત્યારે ઊગીશું

    લો, જીવનની લાલસા ચગળ્યા કરું છું

    વિશ્વ કોઈ તો હશે પથ્થર વિહોણું

    કાચના સ્વપ્નોને સંભાળ્યા કરું છું

    હો મરણ ઈચ્છા, તમન્ના, દેહનું

    પણ હું કબર મારી જ અજવાળ્યા કરું છું

    - સ્મિતા શાહ

    આઇના ફૂટી જવાનો ડર મને

    આવરણ તૂટી જવાનો ડર મને

    ઝાંઝવા તો બાનમાં રાખ્યાં રણે

    પણ હરણ છૂટી જવાનો ડર મને

    પગરવો સાંભળ ને સાવધ થા જરા

    સંચયો લૂંટી જવાનો ડર મને

    આવ નૈ તું વાતમાં વિશ્વાસની

    સ્પંદનો ખૂટી જવાનો ડર મને

    ચાલ જ્યાં નિર્બંધ ઘૂમે છે હવા

    શ્વાસના ઘૂંટી જવાનો ડર મને

    - સ્મિતા શાહ

    આપણી ચાદર નીલા આકાશની

    ને ગઝલ બનશે કો વિહ્વળ શ્વાસની,

    આ હૃદયની દૂરતાની વાત છે

    જો સફર એવી ઊના નિશ્વાસની,

    ના મળી શક્યાં કદીયે ક્યાંય પણ

    હા, કસોટી આપણા વિશ્વાસની

    એક ઈચ્છા સાન્નિધ્યની શેષ છે

    રોજ સ્વપ્ને ઝૂરતા ઉચ્છ્‌વાસની,

    હોઠથી પ્યાલા લગીની આ સફર

    ઝાંઝવા રણની અધૂરી પ્યાસની

    - સ્મિતા શાહ

    આપણી ચાદર નીલા આકાશની

    ને ગઝલ બનશે કો વિહ્વળ શ્વાસની,

    આ હૃદયની દૂરતાની વાત છે

    જો સફર એવી ઊના નિશ્વાસની,

    ના મળી શક્યાં કદીયે ક્યાંય પણ

    હા, કસોટી આપણા વિશ્વાસની

    એક ઈચ્છા સાન્નિધ્યની શેષ છે

    રોજ સ્વપ્ને ઝૂરતા ઉચ્છ્‌વાસની,

    હોઠથી પ્યાલા લગીની આ સફર

    ઝાંઝવા રણની અધૂરી પ્યાસની

    - સ્મિતા શાહ

    ભવની ભીડમાં ખોવાઇ ગઇ છું ક્યાંક

    લાગે વિશ્વથી વિસરાઇ ગઇ છું ક્યાંક

    શોધું દર-બ-દર અસ્તિત્વને મારા જ

    ખુદથી સાવ હું ભૂલાઈ ગઇ છું ક્યાંક

    પૂછી લે અગર શોધી શકે ખુદને તું

    અવળા હાથથી મૂકાઇ ગઇ છું ક્યાંક

    રસ્તે ક્યાંક ભટકાયાનું સ્મરણ તો છે

    પડછાયો બની અટવાઇ ગઈ છું ક્યાંક

    ઝેર પણ હળાહળ જીરવી લીધા મેં

    અમૃત સમજી પિવાઈ ગઈ છું ક્યાંક

    કાલે તો મળી’તી પુસ્તકો વચ્ચેથી

    થઇને હું સ્મરણ સૂકાઇ ગઈ છું ક્યાંક

    - સ્મિતા શાહ

    આવો નહીં તો દર્દ સનાતન બની જશે

    સ્પર્શે તમામ વિશ્વ સજીવન બની જશે

    બળશે કલમ કે હાથ; પછી શબ્દ બોલશે

    મારી ગઝલ પ્રણયતણું વર્ણન બની જશે

    હું મૌન છું ગનીમત, દુઃખોય મૌન પણ

    અમથી તમારી હાજરી સ્પંદન બની જશે

    સળગે છે આજ સમસ્ત ઈચ્છાતણું નગર

    પગરવ જરાક શક્ય છે ચંદન બની જશે

    ઝૂરે છે મારું સ્મિત તમારા મિલન વિના

    તૃષ્ણા હૃદયની મોતનું કારણ બની જશે

    - સ્મિતા શાહ

    ઝાકળ સમાણા શહેરમાં ઘટના ઘટી નહિ

    અફવા સૂરજના ઊગવાની પણ શમી નહિ

    થીજી ગઈ યુગોથી હું આ જળના વિશ્વમાં

    ધસમસ પ્રવાહે લોહીના પણ ઓગળી નહિ

    આવી ગયું ‘તું કોણ એ પંખી બની નગરમાં

    પીછું ખર્યું અસ્તિત્વનું, એ ક્ષણ ગમી નહિ

    ધુમ્મસ સજળ, આ કાફલા સૂના પડ્યા હવે

    ટહુકા ભરેલી સાંજ પણ આજે ઢળી નહિ

    વીંધી શકું ન આંખ હું, અર્જુન બની કદી

    ભેદી જવા વ્યૂહો તણી ઈચ્છા ફળી નહિ

    હું ‘સ્મિત’ના સામાન ને અકબંધ સાચવું

    એવું નથી કે લાગણી ઘાયલ થઈ નહિ...

    - સ્મિતા શાહ

    આ શૂન્યતાના વાદળ કાયમ નહિ રહે

    સૂરજ ઊગે ને ઝાકળ હરદમ નહિ રહે

    તલ તલ સળગવું શમાનું નસીબ પણ

    બળવું પતંગિયાનું કદી કમ નહિ રહે

    શોધી લે ભીડમાંથી તું અસ્તિત્વ ખુદ

    જાણીતા કાફલા અહી બા-દમ નહિ રહે

    આવ્યા નહિ એ કોઈ દિવસ વાયદા પછી

    મિલનને ઝૂરતી સદા મોસમ નહિ રહે

    ચલ આપણે જ ખુદ થઈએ આપણી કબર

    કાલે કદાચ સ્વપ્નનો આલમ નહિ રહે

    ખુદની ઉઠાવો લાશ હવે કાંધ પર તમે

    કરતા હતા ઈલાજ એ મરહમ નહિ રહે

    - સ્મિતા શાહ

    કઈ નવું બહાનું આપ હવે....

    ખળભળે ભીતર શું ! માપ હવે !....

    આંગણું ધખીને બેવડ છે

    કેટલો બધો છે તાપ હવે !....

    હાંફતા હશે મૃગો ય રણે

    મૃગજળ જરાક આપ હવે ...

    ખોખલા રિવાજ, જીર્ણ પ્રથા....

    લે દીવાસળી, ને ચાંપ હવે !...

    પીડતું સતત શું આપણને ?...

    શોધ અંગ સડતું; કાપ હવે !...

    બિંબ પણ છળે હવે અરીસે...

    સ્મિત પ્હેર, ચાલ વ્યાપ હવે !!...

    - સ્મિતા શાહ

    એઝાઝખાન બલુચ

    એઝાઝખાન સરદારખાન બલુચ, જન્મ ૧૬ ફેબ્રુઆરી, ૧૯૬૨, જન્મસ્થળ ચીખલી (વલસાડ), વતન પાલનપુર, શહેરની નામાંકિત શાળા શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરમાં ધોરણ-૧૨ સુધી અભ્યાસ, આઈ.ટી.આઈ.માં વેલ્ડરનો અભ્યાસ કર્યા બાદ જીવનનું ફરજનું સ્થળ આઈ.ટી.આઈ., કુબેરનગર, અમદાવાદ, ક્રાફ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર તરીકેની નોકરીની શરૂઆત ૧૯૮૪માં ત્યારબાદ ૧૯૮૯ થી પાલનપુર. હાલમાં સુપરવાઈઝર તરીકે ફરજ પર લગ્ન નફીસા બલૂચ સાથે ૧૯૮૭માં.

    લખાણની દુનિયામાં પ્રવેશ પહેલા દાદા શ્રી લશ્કરખાન બલુચ. જેમણે પાલનપુરી ભાષાને સાહિત્યિક ક્ષેત્રે સ્થાન અપાવ્યું. પિત્રાઈ ભાઈ ગઝલકાર કવિ શ્રી “શૂન્ય પાલનપુરી સાહેબે, ગુજરાતી ભાષાને ગઝલ ક્ષેત્રે સ્થાન જાળવી રાખવા કરેલું પ્રદાન નો વારસો પિતા શ્રી સરદારખાન તથા તેમના મિત્રોની સાહિત્યિક ગોષ્ટિની અનાયાસે મળતી સંગતના લીધે સમજણ મળી, વાંચવાનો પહેલેથી શોખ... મળ્યું ફેસબુક માધ્યમ..

    આનંદ.. આનંદ... નિર્ધારિત સમય કરતાં વહેલા માલિકના નિર્ધારિત સમયે મારી રચનાઓ પ્રકાશિત કરવાનો મોકો મળ્યો.... તમામ મિત્રોનો હાર્દિક સંવેદનાઓ, વિચારે, લાગણીઓ અને છૂટા છવાયા મોતીઓ રજૂ કરું છું. નામી અનામી બધા પ્રશંસક મિત્રોને પસંદ

    આપનો એઝાઝખાન બલુચ “ચિંતક પાલનપુરી”

    પાલનપુર.

    કોઈને મ્હાત કરવાની, તમારી રીત ખોટી છે,

    સફળતા વ્યક્ત કરવાની, તમારી રીત ખોટી છે,

    કવચ-કુંડળ ન યાચી, છીનવી તાકાત વિરલાની,

    નિસાસા બાદ ભરવાની, તમારી રીત ખોટી છે,

    સમંદરનું કર્યું મંથન, લઇને સાથ મેરુનું,

    ને અમૃત કાજ હરવાની, તમારી રીત ખોટી છે,

    સિકંદરનું ગયું જીવન, તમારા માત્ર ત્રણ પગલાં ?,

    ધરા પર આ વિહરવાની, તમારી રીત ખોટી છે,

    થયું વસ્ત્રાહરણ ‘ને ચીર પણ પૂરા કર્યા પોતે,

    કથાનક આ ભજવવાની, તમારી રીત ખોટી છે,

    બતાવી મૃગ સોનાનું, ધરી લાલચ તમે જાતે,

    કથાને આમ રચવાની, તમારી રીત ખોટી છે,

    બન્યા “ચિંતક” લડાવી ભાઈઓને એકબીજાથી,

    જગતને શીખ ધરવાની, તમારી રીત ખોટી છે.

    - એઝાઝખાન બલુચ

    અનુભવનું ભાથું, અમારું મણિ છે,

    ગમન એની સાથે, મંઝિલ ભણી છે,

    સરંજામ સઘળો ઉપાડ્યો છે માથે,

    વિકટ મારગે આફતો પણ ઘણી છે,

    ભરોસે થયા ભેગા, જલિયાન બાગે,

    તો તોપો, બધી છાતીએ ધણધણી છે,

    ધરી દીધો અંગુઠો, ચરણે ગુરુએ

    તો કીર્તિ અનોખી, મળી જગ તણી છે,

    સલાહો તો આપી શકે છે બધાને,

    સલાહ જો મળે, તો એ કઠતી કણી છે,

    જગે નામ ચર્ચાશે, થકી સારા કર્મે,

    મળે એવાં ફળ, જેવી જે વાવણી છે,

    નથી આશા “ચિંતક” કદી લોકો કેરી,

    અમારો ગુરુ તો, વડો જગ ધણી છે.

    - એઝાઝખાન બલુચ

    બીના બની ગયા પછી, રઘવાટ કેમ છે ?

    ઝાકળથી તૃપ્ત હોઠે, મલકાટ કેમ છે ?

    ભેગી કરી ‘તી હિંમત, હંફાવવા જગતને,

    પહેલાં જ પગલે ખાધો આ, પછડાટ કેમ છે ?

    જોતાં કરી ગયા જુઓ, ભર્યા બજારે જેઓ,

    મળવાનો એમને હજુ, તલસાટ કેમ છે ?

    જોયે સુમનને વર્ષો, વીતી ગયાં છતાં પણ,

    ભૂલી નથી શકાતો, એ પમરાટ કેમ છે ?

    સૂકો બન્યો તારું ‘ને, પીંખાઇ ચૂક્યો માળો,

    એવા યે ઘોંસલામાં, વસવાટ કેમ છે ?

    વિશ્વાસ પર નભે છે, સંબંધો આ જગતમાં,

    તન તો સોંપી દીધાં મનને, થડકાટ કેમ છે ?

    જીવન છે દેન ઈશની, સીમા છે જીવવાની,

    એણે વિસારી ધર્યો “ચિંતક”, અકડાટ કેમ છે...

    - એઝાઝખાન બલુચ

    ધૂળનાં સર્જન કરે દેખાવ અઢળક જગ મહીં,

    ક્યાં ખબર છે, કે પવન છે, પ્રાણઘાતક જગ મહીં,

    અલ્પ આપીને કરે દેખાવ મોટા દાનનું

    છેવટે તો ઈશ સામે, એ જ યાચક જગ મહીં,

    જે કરે છે બાગ સિંચન, નિજનાં શોણિતથી,

    એ જ પામે ફૂલ ગમતાં, રોજ અઢળક જગ મહીં,

    ચાંદ સૂરજની ચમક છે, દિવ્ય જ્યોતિનાં થકી,

    પ્રાણ પોષક, પ્રાણ હરતો, એ જ તારક જગ મહીં,

    જિંદગી આ માનવીની બુદબુદાનો ભાસ “ચિંતક”

    નાશ ક્યારે ના ખબર ‘ને, લાગે મોહક જગ મહીં...

    - એઝાઝખાન બલુચ

    નિશા ભાયાણી

    જય જિનેન્દ્ર

    સૌ પ્રથમ માતપિતાના ચરણોમાં સાદર વંદન કરી મારી આ કૃતિઓ શ્રદ્ધા સુમન તરીકે અર્પણ કરું છું.

    જીવનની પ્રત્યેક ક્ષણે મારા માતા પૂજ્ય પ્રફુલ્લાબેન વિ. કામદાર તેમજ પિતા સ્વ. વિનોદરાય કે. કામદારનું વ્હાલ અને આશીર્વાદ મળતાં રહ્યાં છે. એક આદર્શ તરીકે મારા પિતા આજે પણ મારા હૃદયમંદિરમાં વિરાજમાન છે.

    એજ રીતે મારા જીવનસાથી શ્રી કવીશ જે. ભાયાણી એ સદા આગળ વધવા અને લખતા રહેવા પ્રોત્સાહિત કરી છે. અંતઃકરણપૂર્વક હું એમનો પણ આભાર માનું છું.

    પરિવાર તેમજ મારા મિત્રો મારા જીવનમાં અભિન્ન અંગ છે. તેઓએ આપેલ સહકાર ને પણ હૃદયથી વંદન કરું છું.

    શ્રી પરેશભાઇ શાહ, મારા ધરમભાઇ એમનો આભાર માનું એટલો ઓછો જ છે. “બેન તમે લખી શકો છો”... “બેન તમે લખો”... આમ કહી કહીને પરેશભાઇ પ્રેરણાસ્રોત્ર બન્યા છે. આભાર ભાઇ...

    અંતમાં માતૃભાષા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ ધરાવું છું. આશય લખવાનો ફક્ત એટલો જ કે વાંચનારના હૃદયને સ્પર્શે છતાં મારા લેખનથી કોઇનું પણ હૃદય દુભાય તો ક્ષમાયાચના કરું છું.

    આભાર...

    દુનિયા રંગીન હોય એ અજાયબી નથી.

    અંતરરંગોના રંગે રંગાવું જરૂરી હતું.

    એક લોહીના નાતે દાખલા માંડ્યા.

    પોતાનું પારકું બને જોવું જરૂરી હતું.

    જિંદગીએ આપ્યું અને પાછું લીધું.

    વ્યાજના નામે આંસુ આપવું જરૂરી હતું.

    જે આશા કરે ત્યાં તેમનું કરજ ચૂકવ્યું.

    કર્યાં યાદ ત્યાં મૂરખ ઠરવું જરૂરી હતું.

    જીવ શીખે તેજ ક્ષણની મહત્તા.

    હકીકતથી વાકેફ થવું જરૂરી હતું,

    સમયે આંખોનું ખૂલવું જરૂરી હતું.

    અજાણ્યા કર્મનું ફલિત બનવું જરૂરી હતું.

    હૃદયનો વ્યાપ કેમ કાઢવો... ‘નિશા’,

    હૃદયે વહી લાગણીનું બંધાવું જરૂરી હતું...!!

    - નિશા ભાયાણી

    મૌનમાં રહી અપવાદ કોણ બોલ્યું ?

    હતો એ ભેદી નાદ કોણ બોલ્યું ?

    લૌકિકની માયા બહુ પેચીદી.

    અલૌકિક એ જ આબાદ કોણ બોલ્યું ?

    સમયના સમીપ જવાની આ લડત.

    હામ વિસ્તારી અમર્યાદ કોણ બોલ્યું ?

    માટીમાંથી સર્જનની કથા

    કથિત ભૂલી સંવાદ કોણ બોલ્યું ?

    પરસ્પર વ્યથા સરખી, રૂપ જુદાં.

    તટસ્થ બની લવાદ કોણ બોલ્યું ?

    આવે અને જાય કૈંક વિરલા જગત મહીં.

    છે હયાત દિલમાં યાદ કોણ બોલ્યું ?.

    - નિશા ભાયાણી

    લીલીછમ ડાળેથી પાન ખરતાં જોયાં, મનમાં એક વિચાર આવ્યો

    હતી વેલ વિશ્વાસની પછી હૈયે કેમ આ પ્રહાર થયો ?

    મુક્ત ગગનમાં ઊડતું પંખી પામે વિસામો આખર અહીં,

    કાળની થપાટ અને ભગ્ન હૈયે આજ ભારે હાહાકાર થયો.

    અનાયાસે જોડાઈ જવાનો ઉમંગ ઊગતી નવી પળોમાં,

    સંબંધ પ્રગાઢ થાય ન થાય ત્યાં દર્દભર્યો વ્યવહાર થયો.

    સૌભાગ્યના સીમાડા બંધાતા જાય મનમાં છૂપા,

    કોણ જાણે કર્મને આધીન યોગ મિલન તણો ન સાકાર થયો.

    મન મૂકીને વરસે હેત એવા આ હૃદયના મેળ,

    હેત ખૂટે જ્યાં ખૂટે અંજળ, વિયોગનો પ્રકાર થયો.

    સ્વપ્નલોકની નગરી ક્ષણમાં બાંધી બે જીવે,

    એક રહ્યું અણનમ બીજું તૂટે, કેવો આ અત્યાચાર થયો.

    સાબિત કરવા યોગ્ય નથી આ સમયે બે હૃદયની વ્યથા,

    ‘નિશા’ સહર્ષ કર સ્વીકાર, પ્રણયને પણ કલયુગી નર્યો વિકાર થયો.

    - નિશા ભાયાણી

    બદલાતા જાય છે દિવસોના દિવસો, પ્રથમ મુલાકાતની ઝાંખી તને યાદ છે ?

    શરમના મારે ચહેરે શેરડા તેં જોયા, જે થઈ વાતો આખી તને યાદ છે ?

    મળીશું ફરી અને ફરી એવો વાયદો કરી છૂટા પડ્યા’તા આપણે.

    મિલાવી નજર એ વિદાયની ક્ષણે, નયને છૂપી તસ્વીર રાખી તને યાદ છે ?

    નહોતો અણસાર વિયોગે રહેશું કેટલો સમય અલગ આપણે

    કરી યાદ એકબીજાંને એકલતામાં લખી કેટલી ચબરખી તને યાદ છે ?

    કૈંક કર્યાં પ્રયોજનો મિલનને કાજે વિહળતાથી દમ-બ-દમ

    આયોજનો નાકામ રહ્યાં જ્યારે, ઉદ્વેગની ઊઠી લહેર એકસરખી તને યાદ છે?

    કર્યો ફરી સમય મુકર્રર એક મીઠી એવી મુલાકાતનો.

    એ વાત અને અંગસંગની મુલાકાત, લાગણીના રંગે લખી તને યાદ છે ?

    નિભાવીશું સાથ જીવનભર એ આપ્યા કોલ એકમેકને.

    પ્રણયનાં બાગ ખીલ્યા પૂરબહાર, સંગે ઝૂલ્યા એ હરખની ડાળખી તને યાદ છે

    - નિશા ભાયાણી

    રાખ ન મનની મનમાં, વ્યક્ત હવે પ્રેમ કર.

    દંભ કહે ના કોઈ, ફક્ત હવે પ્રેમ કર.

    પ્રણયમાં દરકાર જગતની કાયદો આવ્યો ક્યાંથી ?

    કર અવહેલના નિંદાની, મુક્ત હવે પ્રેમ કર.

    શક્ય છે ના મળે હુંકાર પ્રણયમાં,

    સમજાવી ભોળા હૃદયને, અવ્યક્ત હવે પ્રેમ કર.

    નજરનો પ્રથમ પ્રેમ તો છે આ તન,

    નજર બદલીને જો, અનાસક્ત હવે પ્રેમ કર.

    સદેહે ના મળે સહકાર કદાચ પ્રિયજનનો,

    પૂરક તાકાત યાદની, સશક્ત હવે પ્રેમ કર.

    બળીને રાખ થશે મકાન ચામડાંનું એક દિન,

    અણસાર વિનાશનો જાણી, સારયુક્ત હવે પ્રેમ કર.

    ભૌતિક જગતની માયાનો ગુપ્તપણે કર ત્યાગ,

    ‘નિશા’ વિદેહી ભાવમાં, વિરક્ત હવે પ્રેમ કર !!!

    - નિશા ભાયાણી

    અણધારી પ્રીતનાં એંધાણ થયાં,

    નજરને નજરનાં બંધાણ થયાં.

    ખોવાયા વિચારોનાં વંટોળમાં ફરી,

    હૃદયની ફેરબદલીથી અજાણ થયા.

    મલકતા રહ્યા કૈંક કહીને,

    પ્રીતના હૃદયે લખાણ થયાં.

    જીવ એક નામ જુદાં હો ભલે

    જન્મોજનમના જાણે કલ્યાણ થયા.

    દુશ્મન જગત પ્રીતનું વેરી,

    અમર પ્રીતનાં મંડાણ થયાં !!

    - નિશા ભાયાણી

    દીપા સેવક

    વ્યવસાય : હિસાબનીશ (છષ્ઠર્ષ્ઠેહંટ્ઠહં)

    હું ટોરંટો (કેનેડા)માં છેલ્લા સોળ વર્ષથી પરિવાર સાથે સ્થાયી થયેલ છું. મને વાંચવાનો અને લખવાનો શોખ નાનપણથી જ હતો. સાહિત્ય મારા જીવનનું અનિવાર્ય અંગ. પિતાજી વ્યવસાયે શિક્ષક એટલે ઘરનાં પુસ્તકાલયના પુસ્તકો વાંચવાની શરૂઆત થઇ; તે શાળા કોલેજના પુસ્તકાલયોમાંથી પુસ્તકો વાંચવા સુધી પહોંચી ગઇ. પરિણામે સ્કૂલ - કોલેજમાં હતી ત્યારે નાની નાની ઘટનાઓને કાવ્યમાં મૂકવાની રમત રમવી મને ખૂબ ગમતી અને સાથે બસ શોખ માટે ડાયરીનાં પાનાં આવી રમતોમાં ભરતી હતી.

    મેં જ્યારે કલમ પહેલીવાર ઉપાડી હતી ત્યારે મારાથી જે લખાયું હતું તે મારા મિત્રો અને સ્વજનોને ખૂબ ગમ્યું. અને મારો ઉત્સાહ પણ વધુ લખવા માટે ખૂબ વધ્યો.

    આ પુસ્તકમાં સમાવેશ બદલ પરિવારની આભારી છું.

    ચાહવાની સજા

    મનના ઉપવને મુરઝાયેલી દરેક કળી છે

    તોય સુગંધ સંબંધની ત્યાં અકબંધ પડી છે.

    બની છે રાતો બધી મારી ઉદાસીનું પનઘટ

    જો સપનાંની ગાગર પલકોને ભારે પડી છે.

    ચાંદનીની ચાદર ઓઢીને આવે છે ઉજાગરા

    આંખો આંસુના સિતારાથી છલોછલ ભરી છે.

    યાદોના અંગારે ઢોળાયું છે આંખોનું ઝાંકળ

    એટલે તો સળગતી રાત થોડી ઠંડી પડી છે.

    દિનરાત તડપે છે દિલ અને જાગે છે આંખો

    સતત તને ચાહવાની જ સજા આ મળી છે.

    તારી આંખોમાં ચમકે છે અહંનું અજવાળું

    લાગે છે તને કુરબાની મારા દિલની ફળી છે.

    ....દીપા સેવક

    ભરમ કાયમ રાખીશ હવે....

    તારી યાદને આંખમાં આંજીને ઊંઘતા શીખીશ હવે

    આમ ક્યાં સુધી તારી જુદાઈના ગમમાં જાગીશ હવે

    તારા અહમમાં રહીને તું ભલે મરી ગયેલો માને એને

    પ્રેમના અહેસાસને મારી ભીતર જીવતો રાખીશ હવે

    એક પડછાયો મારો પીછો કરતો રહ્યો છે આજ સુધી

    એ પડછાયાની પ્રીતને સપનામાં રોજ પામીશ હવે

    છે દુનિયાના કેટલાય દુઃખ જે દિલને પથ્થર બનાવે

    હું પથ્થરના દેવને ધડકનનો અહેસાસ કરાવીશ હવે

    દોડતી હજારો ખ્વાહિશો મનના આકાશની આરપાર

    પાંખો આપી આરઝૂની અલગ દુનિયા સ્થાપીશ હવે

    જ્યાં તારા મારા વિચારોમાં રહેલા ભેદ સૌ મટી જશે

    ને તું મનથી ચાહે છે મને એ ભરમ કાયમ રાખીશ હવે

    .......દીપા સેવક

    તરસનો દરિયો......

    મારી હથેળીમાંથી જો છલક્યો તરસનો દરિયો

    તો મારા ટેરવેથી તીણું ટપક્યો તરસનો દરિયો

    બળબળતાં રણ લાગણીનાં વિસ્તરતા ગયાં નસીબે

    તો દિલમાં મૃગજળ બની વિસ્તર્યો તરસનો દરિયો

    મારી આંખોમાં ઝળહળતી યાદોનાં વાદળ ઘેરાયાં

    તો ગોરંભાયેલા આકાશેથી વરસ્યો તરસનો દરિયો

    તને કહેવાની વાતો મૌન બની આંખોથી નીતરી

    તો તરસ્યા મારા હોઠેથી મલક્યો તરસનો દરિયો

    લખી મૌન પરબીડિયે તને મેં કાગળ કોરો મોકલ્યો

    તો એ કોરા કાગળે થોડો પલાળ્યો તરસનો દરિયો

    વાંચી કોરો કાગળ મારી તરસ તારી આંખોમાં ઉતરી

    તે જાણીને જાણે વહાલથી મને વળગ્યો તરસનો દરિયો

    છલકતી તારી આંખો જાણે બની ગઈ વહાલનો દરિયો

    તો મરકતો મરકતો એમાં વિલાયો મારી તરસનો દરિયો

    - દીપા સેવક

    આકાશને આંગળીથી શી રીતે માપું ?

    કેટલું ચાહું છું તને એનું પ્રમાણ શી રીતે આપું ?

    કહેતો ભલા આકાશને આંગળીથી શી રીતે માપું ?

    અહીં ચાંદની રેલાય તો જ ચાંદ ઊજળો દેખાય છે...

    કહેતો ભલા પ્રીત વગર જીવન ઊજળું શી રીતે રાખું ?

    વાદળને વરસાદનું છે એકબીજા પર પરાવલંબન

    કહેતો ભલા વરસાદને સતત વરસતો શી રીતે રાખું ?

    છે પાંદડીનું વજૂદ તો ફૂલનું અસ્તિત્વ છે કાયમ

    કહેતો ભલા પાંદડીને ફૂલથી અલગ શી રીતે રાખું ?

    આંખ તારા સપનાનો રસ્તો શણગારીને બેઠી હતી

    કહેતો ભલા ઉજાગરાને તારું સરનામું શી રીતે આપું ?

    હું કહું છું કે ધડકે છે દિલ કારણ દિલમાં રહે છે તું

    કહેતો ભલા પ્રીતનો એથી વધુ પુરાવો શી રીતે આપું ?

    - દીપા સેવક

    અહીં પશ્ચિમના દેશોમાં.....

    અહીં પશ્ચિમના દેશોમાં લાગે છે સૂરજને શ્રાપ છે

    ઊગે છે અડધો પડધો ત્યાં વાદળ ગુજારે ત્રાસ છે

    સહેજ સૂરજ પગ પસારે ત્યાં વેરી વણસે વાયરા

    મૂકીને પડછાયા સુરજ પર વરસાવે વરસાદ છે

    આમ જુઓ તો દુનિયાભરમાં ઋતુચક્ર એક જેવું

    ઉનાળા પછી ચોમાસાનું આગમન બધે ખાસ છે

    અહીં પશ્ચિમના દેશોમાં સઘળું અવળું થાય છે

    એક દિવસની અંદર અહીં બધી ઋતુઓ સાથ છે

    રોજ બદલાતી લાગણીઓ સાથે ઋતુ બદલાય છે

    સવાર ઉનાળે, બપોર ચોમાસેને, શિશિરની રાત છે

    ઘડિયાળના કાંટે ચાલતી જિંદગી તોય ના રોકાય છે

    અહીંની જિંદગીમાં મશીન જેવા માણસની ના વિસાત છે

    - દીપા સેવક

    ચાહ તને છે શબ્દોની હું મૌનની પ્રવાસી છું....

    ચાહ તને છે શબ્દોની હું મૌનની પ્રવાસી છું

    નથી જોઈતો હાથ આખો, આંગળી મળે તો રાજી છું

    મળે છે મફતમાં દરિયો પણ એને પી ને શું કરું ?

    મન મારું ચકોર છે બસ એક બૂંદની પ્યાસી છું

    મૂલ્ય મારું ના આંક જોઈ રૂપાળા ગુલદસ્તા

    નથી કાગળનું ફૂલ હું તારા આંગણની બારમાસી છું

    ભલે તું વહેંચે જગતમાં હાસ્યના હિલ્લોળ ને

    આપ મને તું પ્રેમથી એક સ્મિતની અભિલાષી છું

    રોજ ઊગે અને આથમે સુરજ મારી આશાઓના

    ખખડાવશે એ દ્વાર એકદી કહે પ્રીત હું અવિનાશી છું.

    - દીપા સેવક

    નટવર મહેતા

    હાલ અમેરિકાના રાજ્ય ન્યૂજર્સી ખાતે વસવાટ ઉંમર વર્ષ : ૫૭ અભ્યાસ : કૃષિઅનુસ્નાતક, ગુજરાત કૃષિ યુનિવર્સિટી

    ગુજરાત કૃષિ યુનિવર્સિટી મારફત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે બાવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે નોકરી કરી ૧૯૯૯માં પરદેશ અમેરિકા ખાતે મહાનિભિષ્ક્રિમણ, હાલ દુનિયાની મોટામાં મોટી સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની નિલો રિયાલમાં પ્રોજેક્ટ લીડર તરીકે ૧૦ વર્ષથી કાર્યરત.

    વાર્તાલેખન મુખ્ય રસ અને રોજ એક જોડકણું લખવાનો પ્રયાસ અને એને ફેસબુક પર છેલ્લા બે વર્ષથી પ્રકાશિત કરવાનો મનોયત્ન. વાર્તાઓ અવારનવાર અખંડઆનંદ અને યુએસએના માસિક જેવાં કે ગુજરાત દર્પણ, તિરંગા વગેરેમાં પ્રકાશિત થતી રહે.

    થઇ ગયો

    માણસ જેવો માણસ થઈ હું એક શૂન્ય થઈ ગયો;

    મારા જેવો સામાન્ય શખ્સ પણ મૂર્ધન્ય થઈ ગયો.

    સાવ નગણ્ય હતું અસ્તિત્વ મારું અખિલ બ્રહ્માંડમાં;

    કર્યો એણે મને યાદ, હું તો ધન્ય ધન્ય થઈ ગયો.

    અગાસીએ સદ્યસ્નાતાએ એના ભીના વાળ પસાર્યા;

    લો, ભર ઉનાળે ય ઝરમર ઝરમર પર્જન્ય થઇ ગયો.

    આયનાએ ઓળખવાની ના અમસ્તી નથી કહી મને;

    મારા ઘરના આયનાઓ માટે હું ય અન્ય થઈ ગયો.

    ઊછાળો માર્યો લાગણીએ એવો કે નહોર લાગી ગયા;

    હતો શહેરી અજાણ્યા શહેરમાં, હવે હું વન્ય થઈ ગયો.

    મળી સજા મને એવી ટોળામાં એકલાં એકલાં રહેવાની;

    ઇશ્ક નહીં, જાણે મારાથી ગુન્હો કોઈ જઘન્ય થઈ ગયો.

    એના ઇશ્કની અસર છે કે પછી છે મારા ઇશ્કનો નશો;

    નટવર નથી રહ્યો નટવર એ હવે અનન્ય થઈ ગયો.

    - નટવર મહેતા, ન્યૂજર્સી

    થઈ ગઈ છે હાલત યાર, મારી તો બહુ જ કફોડી;

    છે કાચનું ઘર મારું અને છે તારા હાથમાં હથોડી.

    હવે સામે મળે તો ફેરવી લે છે મોં પણ તું તારું;

    એક વાર વગર બોલાવ્યે મળવા આવતો દોડી.

    વાત વાતમાં તું ય આવી ગયો લોકોની વાતમાં !

    લોક તો લોક છે કહે છે તેઓ વાત તોડી-મરોડી.

    શાયદ હશે વાંક મારો, શાયદ નથી દોષ તારો ય;

    રહી ગઈ હશે જગા ક્યાંક આપણી વચ્ચે ય થોડી.

    શું ખતા હતી મારી એ ન કહી શક્યો મને તું પણ;

    વર્ના તારી માફી માંગી લેત હું મારા બે હાથ જોડી.

    સાત સમંદર તરી કિનારે આવી ડૂબ્યું વહાણ મારું;

    તું મારો બેટો કેવી રીતે હંકારે રણમાં તારી હોડી ?

    ફિલ્મી નથી તો ન કહી શકું કે દોસ્ત દોસ્ત ન રહા;

    દોસ્તી તો છે કૂંપળ જેવી, ફૂટી નીકળે પથ્થર તોડી.

    રહી ગયો બાકી એક રાહ, એક ચાહ જિંદગીમાં;

    ક્યાં જાય નટવર સુંવાળો સંગાથ શબ્દોનો છોડી ?

    - નટવર મહેતા, ન્યૂજર્સી

    આંખોમાં એમની એક આંસું નમણું હતું;

    સૌ હસ્યા, એઓ રડ્યા મારું ઊઠમણું હતું.

    રાતભર જાગતા રહ્યા કોની રાહમાં અમે;

    અમે ખોયું, એ એમનું સુહાનું શમણું હતું.

    કંઈ જ ન કહ્યું એમણે એમના બે હોઠોથી;

    આંખોથી જે કહ્યું એમણે એ જ ઘણું હતું.

    વિસ્ફોટ તો થવાનો જ હતો દોસ્ત મારા;

    એક અંગ પરમાણુ હતું, બીજું અણુ હતુ.

    બે નયનો મારા ભીનાં ભીનાં રહેશે હવે;

    તો ય ભીની આંખોમાં ન કોઈ કણું હતું.

    તરી ગયો આખેઆખો ભવસાગર હું પણ;

    મ્હોમાં એમની યાદનું એક જ તરણું હતું.

    તીર નજરનું છોડી કર્યો છે શિકાર એમણે;

    હૈયું મારું એમને મન તો એક હરણું હતું.

    કોને જઈને કરીએ ફરિયાદ હવે અમે પણ ?

    જખમ જેમણે આપ્યા મને એ મા જણું હતું.

    દેવા કર્યા છે નટવરે કારોબાર-એ-ઇશ્કમાં;

    એની યાદમાં એક કવિતા, એ ભરણું હતું.

    - નટવર મહેતા, ન્યૂજર્સી

    હમશકલ

    આયનામાં મારો જ એક હમશકલ છે;

    પકડાતો નથી, એનામાં વધુ અકલ છે.

    જિંદગી શું છે કોણ સમજ્યું એના વિશે ?

    જન્મથી મોત સુધીની એક દડમજલ છે.

    એમની આંખોમાં ડૂબવાનું જ હતું મારે;

    ગહેરાઈ બે આંખોની બહુ જ અતલ છે.

    કાજળ લગાવી છુપાવવાથી શું થશે ?

    તમારી આંખો મારી યાદમાં સજલ છે.

    ફૂલો જોઈને યાદ આવે તમારો ચહેરો;

    દરેક સુમનમાં તમારી જ તો નકલ છે.

    દિલ પર હાથ મૂકી કરી લો ખાતરી તમે;

    એમાં ય મારા દિલ જેવી જ હલચલ છે.

    નથી લખતા આવડતી મને તો શું થયું ?

    સનમ મારી ખુદ એક જીવતી ગઝલ છે.

    કવિતાઓ નટવરની નથી કંઈ બહુ ગહન;

    સમજી જાઓ, જે કંઈ લખે બહુ સરલ છે.

    - નટવર મહેતા, ન્યૂજર્સી

    ન જાણે કેમ હંમેશ સહુને એની જ તપાસ રહે છે;

    પડોશીના બાગમાં કેમ વધારે લીલું ઘાસ રહે છે ?

    મળીને મને એકવાર થયા દૂર એઓ એવી રીતે;

    જાણે એઓ હરહંમેશ મારી જ આસપાસ રહે છે.

    ન થાય દર્શન એમનાં રૂબરૂ કે સપનાંમાં ક્યારેક;

    તરસી બે આંખોને જાણે નકરોડા ઉપવાસ રહે છે.

    મારી વાતમાં હાએ હા કરવાની જરૂર નથી સનમ;

    વાતમાં રંગ આવશે જ્યાં થોડો વિરોધાભાસ રહે છે.

    આશાનું, ઇચ્છાનું, મનીષાનું શું થશે એ કોણ જાણે ?

    જ્યાં સુધી હૈયે શ્વાસ રહે, થોડી થોડી આશ રહે છે.

    કારણ, તારણ, મારણ, સંભારણ, ભારણની જરૂર ક્યાં ?

    મન છે, વગર કારણેય ક્યારેક ઉદાસ ઉદાસ રહે છે.

    સાથ છોડી જાય છે જ્યારે ખુદનો પડછાયો છેહ દઈ;

    ત્યારે દોસ્ત બહુ કપરો આ જિંદગીનો પ્રવાસ રહે છે.

    એના દરવાજે ન પૂછશો પત્તો તમે કદી નટવરનો;

    એના ઘરમાં એને એના સ્વની સતત તલાશ રહે છે.

    - નટવર મહેતા, ન્યૂજર્સી

    વીંધી નાંખ્યો મને આરપાર, નજર એમની જાણે સંગીન છે;

    થઈ ગયો એમનાંથી આ જુલમ, હવે એઓ ય ગમગીન છે.

    પૂરી દઈ દિલમાં એમને કરી છે સજા મેં પણ ઉમરકેદની;

    કર્યો છે ગુન્હો એમણે, એ પણ ક્યાં કંઈ ઓછો સંગીન છે ?

    એમની નજર મારી નજરને ન જાણે એવું તે શું કરી દીધું !

    શ્વેત શ્યામ રંગો પણ હવે તો લાગે મને બહુ જ રંગીન છે.

    સુવાસનો ય લાગે છે ભાર એમને તો ફૂલોનું તો શું થશે ?

    સાચવીને સ્પર્શવું પડશે હવે મારે, એઓ બહુ કમસીન છે.

    સુંદરતા અંજાઈ ગઈ છે હવે એવી રીતે મારી બે આંખોમાં;

    હર અજાણ્યો ચહેરો હવે મને લાગે એમના જેવો હસીન છે.

    એમણે યાદ કરવો હોય મને, કરે ન કરે, રહી એમની મરજી;

    હું તો છું જ એવો, મારું એમને યાદ કરવાનું નિશદિન છે.

    ઇશ્ક પ્રેમ પ્રીતિ પ્યાર મુહબ્બત ખુદાની કિંમતી નેમત છે !

    ન મળી જેને એ દોલત, હોય તવંગર, પણ સાવ દીન છે.

    ભલભલાં દરદ ઓગળી જાય છે વહી નીકળેલ આંસુ માં;

    એથી શુદ્ધ પ્રવાહી જેવા આપણાં આંસુ સહેજ નમકીન છે.

    ચાલી નીકળ તું ય યા હોમ કરી નટવર રાહ-એ-ઇશ્ક પર;

    સમજતા સમજતા સમજાઈ જશે, અહીં કંઇ પણ મુમકિન છે.

    - નટવર મહેતા, ન્યૂજર્સી

    મુબારક આદમ ઘોડીવાલા

    તખ્ખલુસ : દર્દ ટંકારવી

    જન્મતારીખ : ૨૦-૦૫-૧૯૮૧

    લાયકાત : મ્.જીષ્ઠ.દ્બ મ્.ઈઙ્ઘ

    વ્યવસાય : શિક્ષક

    ગઝલ

    જે હતું અંગત કવિના શેરમાં,

    તે જ સૌનું થઈ ગયું જાહેરમાં.

    દોઢશેરી લક્ષ્ય હું પામી ગયો,

    ઢૂંઢ્યા કર તું મને પાશેરમાં.

    આંસુઓ એકાંતમાં પીતો ફરું,

    આંખ હસતી રાખવા જાહેરમાં.

    એક ભૂખ્યું બાળ ઢૂંઢે માંગ લઈ,

    માણસાઈ માણસોના ઢેરમાં.

    એ નિખાલસ બેનમાજીઓ “દરદ”,

    મોત જીતીને ગયા આખેરમાં

    વજન = ગાલગાગા / ગાલગાગા /ગાલગા

    ઘોડીવાલા મુબારક - ‘દર્દ’ ટંકારવી

    ....સમજાય જાશે દોસ્ત

    સમંદર આપશો તોયે પૂરો ધરબાઈ જાશે દોસ્ત,

    ગઝલને પામશે ત્યારે, હૃદય છલકાઈ જાશે દોસ્ત.

    ભલે આછું દે અજવાળું, છતાં છે ચાંદથી બેહતર,

    બૂઢાપો ઓલવાવા દે, બધું સમજાઈ જાશે દોસ્ત.

    વહાણો ઘાવના હંકારવાની છૂટ છે તમને,

    હૃદય મારું સમંદર છે, તરત સંધાઈ જાશે દોસ્ત.

    વસંતી વાયરો છે એટલે છે લાખ ભમરાઓ,

    જરા આવીજવા દો પાનખર પરખાઈ જાશે દોસ્ત.

    તમે સંબંધ ભીના રાખજો જળ લાગણીનું લઈ,

    નહીંતર વ્હાલની આ વાવણી કરમાઈ જાશે દોસ્ત.

    મુહોબ્બત હું કરી બેઠો, ગજાની બ્હાર જઈને “દર્દ”

    ખબર ન્હોતી કે દિલ અંતે પૂરું લજવાઈ જાશે દોસ્ત.

    વજન : લગાગાગા / લગાગાગા / લગાગાગા / લગાગાગા

    મુબારક ઘોડીવાલા - “દર્દ” ટંકારવી

    ....હું સાની મિસરો

    મારા વિના તુંય અધૂરો,

    હું ઉલા, તું સાની મિસરો.

    માનું છું : કે સાવ તણખલું,

    તારો તોયે હું જ સહારો.

    લોહી બાળી શબ્દો ગૂંથૂ,

    શે’ર ગુલાબી તેથી મારો.

    બીટ* સમો હું લોહીવર્ધક

    મારો સ્વાદ ભલે છે તૂરો.

    “દર્દ” કલમની ધાર કરી લો,

    છૂરો લઈને આવે શૂરો.

    વજન : ગાગાગાગા / ગાગાગાગા

    મુબારક ઘોડીવાલા - “દર્દ” ટંકારવી

    ઉન્નત... ધરમ કર

    કટુવેણ કાને પડે તો સહન કર,

    અને સ્મિત સામું તું વેરી અસર કર.

    પ્રથમ શોધ ઈંટો જડેલાં મકાનો,

    પછી હેત વ્હેંચી ઘરોની ફસલ કર.

    ગરિમા બધા ધર્મની જાળવીને,

    તું ઉન્નત ભલા આમ તારો ધરમ કર.

    જરૂર આવશે દોટ મૂકી સુરાલય,

    નયન “હું” ભરેલા ફક્ત તું સજળ કર.

    તું ચાંચોથી મારી મને “દર્દ” કાં દે ?

    છું આધાર તારો; જરા તો શરમ કર.

    વજન : લગાગા / લગાગા / લગાગા / લગાગા

    મુબારક ઘોડીવાલા - “દર્દ” ટંકારવી

    નરેશ ડોડીઆ

    હું નરેશ કે. ડોડીઆ.. આમ તો મારો વ્યવસાય લોખંડ અને હાર્ડવેરનો છે, પણ છેલ્લા પાંચ વર્ષથી ફેસબુક આવ્યા પછી લખવાની પ્રેરણા જાગી... પુસ્તકો સાથે આમ જોઇએ તો નાનપણથી ઘરોબો છે... ઘરનાં તમામ સભ્યોને વાંચનનો શોખ હોવાથી મોટાભાગના અઠવાડિક અને પખવાડિક અને માસિક મેગેઝિન આવતા રહે છે... મારા પિતાને વાંચનનો ખૂબ શોખ હોવાથી મારા ઘરમાં અમારી ખાનગી લાયબ્રેરી છે.. જેમાંથી સમય મળે ત્યારે નાનપણથી અલગ અલગ વિષયોના પુસ્તકો વાંચતો રહેતો હતો.. પણ લખવાનો વિચાર આવ્યો નહોતો...

    હું આજે જે કાંઇ લખી શકું છું એનો તમામ શ્રેય ફેસબુક અને ફેસબુકના સાચા ભાવક સમા મિત્રગણને છે... મારો અભ્યાસ પણ એટલો નથી... એસ.એસ.સી. પાસ કર્યા બાદ સંજોગોના લીધે હું ધંધામાં જોડાઈ ગયો હતો... પરિણામે લેખન અને વાંચનથી અમુક વર્ષો સાવ અલિપ્ત રહ્યો હતો....

    ફેસબુક આવ્યા પછીના બે વર્ષ પછી મેં મારી પ્રથમ નોવેલ “ઓહ ! નયન તારા” લખી હતી... એ નોવેલને બે વર્ષના ટૂંકા ગાળામાં યોગ્ય પ્રતિસાદ મળતાં બે વર્ષ પછી બીજી આવૃત્તિ પ્રગટ કરવી પડી.... આ જે કંઇ શક્ય બન્યું છે એ ફેસબુકના મિત્રોની લાગણી અને પ્રેમના કારણે બન્યું છે.

    મારી ગઝલ “હૃદયની વાત, શબ્દો સંગાથ” ના સંપાદિત પુસ્તકમાં પ્રગટ થઈ રહી છે તો, “હૃદયની વાત, શબ્દો સંગાથ” ના શ્રી પરેશભાઈ શાહ તથા વર્કિંગ કમિટીના તમામ સભ્યોનો હું આભાર માનું છું.. અને ભવિષ્ય અમારા જેવા કવિઓને આ રીતે પ્રોત્સાહન મળતું રહે એવી શુભકામના સાથે...

    આંખથી આઘે રહીને શ્વાસમાં અડતાં રહો છો

    લાગણીમાં રોજ નવતર ભાવને ભરતાં રહો છો.

    સ્પર્શથી નાજુક છે લ્હેજો તમારા રવમાં કેવો ?

    કાનમાં થઇને હૃદયમાં રાગ થઇ રમતાં રહો છો.

    આપ જ્યારે ટેરવે આવી બિરાજો રોફ સાથે

    રાજરાણી જેમ અક્ષરોમાં તમે સજતાં રહો છો.

    એક વખતે આંખ નમતી જોઈ ત્યારે આપના સમ

    વિશ્વના સુંદર પ્રસંગોમાં તમે ભળતાં રહો છો.

    કોઇ તારણ હોય છે ક્યાં આપણા મળવાનું બોલો ?

    મન મળે તો વિશ્વના નકશાને પણ છળતાં રહો છો.

    આંખની સાથે હૃદય પણ જ્યાં ખુશીથી રણઝણે છે

    દિલને ગમતી મજાની તર્જમાં બજતાં રહો છો

    કોઇ તો બરકત ખુદાની મ્હેર મારા ઉપર છે

    વ્હાલના નામે દુઆ સંબંધમાં કરતાં રહો છો.

    ઓ’ મહોતરમા’ કસબ કેવા તમે જાણો છો બોલો ?

    લાખ માનુનીઓની વચ્ચે તમે ગમતાં રહો છો.

    - નરેશ કે. ડોડીઆ

    એક હેલ્લોથી હાશકારો થાય છે

    ને અચાનક મારી ઉદાસી જાય છે

    એમનું મીઠું સ્મિત છે સાકર-સમું

    ખાંડને બદલે ‘ચાહ’માં વપરાય છે

    સાવ અણધડ વ્હેવાર કરતા હોય પણ

    લાગણીઓ એમાં છૂપી વરતાય છે

    વાત એની પૂરી કદી થાતી નથી

    એ બહાને મળવાની તક સર્જાય છે

    સાવ નોખી માટી ને નોખો ભાવ લઇ

    પ્રેમમાં નવતર ઘાટ થઇ પરખાય છે

    એક કિસ્સાનો અંત જ્યાં આવે નહીં

    જે ગઝલમાં શબ્દો રૂપે ધરબાય છે

    તારી ને મારી જાત વચ્ચે ફર્ક શું ?

    તું વિચારે જે શબ્દ મારા ગાય છે

    દર્દ જ્યારે મારા વિરહનું ખળભળે

    ને મહોતરમા આંખમાં અથડાય છે

    - નરેશ કે. ડોડીઆ

    હું યુગો-યુગોની તરસને ઠારવા આવ્યો છું

    હું નદીને પ્રેમ-ભાવે ચાખવા આવ્યો છું

    કોઇ બનવા જોગ ઘટના જેમ સર્જાયો છું

    પ્રેમનું સોપાન દિલમાં છાપવા આવ્યો છું

    સૌની ઇચ્છા પૂરી થતી નથી દુનિયામાં

    તે છતાં ઇચ્છાથી આગળ આપવા આવ્યો છું

    મર્મ આખી જિંદગીનો પ્રેમ જાણી ને હું

    ભાવ સાથે એ ભરોસો રાખવા આવ્યો છું

    એક કારણથી કદી આગળ વધે છે ક્યાં

    એ જ કારણનું હું તારણ જાણવા આવ્યો છું

    જે તવારીખી હકીકતની બધી વાતો છે

    રોજ નવતર હોય એ પળ માણવા આવ્યો છું

    લાગણીની સારણે લે, જાત મારી રાખી

    આપના આકારમાં ખુદને ઢાળવા આવ્યો છું

    આ ‘મહોતરમા’ ે તો રોનક છે સઘળી મારી

    શબ્દમાં શાખા અમારી સ્થાપવા આવ્યો છું

    - નરેશ કે. ડોડીઆ

    સંવેદનાઓ સ્થિર થઇને શાંત છે

    સાથે તમારા પ્યારનું વરદાન છે

    આતમ સુધી આવી શકે તું એકલી

    દિલમાં ઘણા દોસ્તોનું કાયમ સ્થાન છે

    મારી મુસીબત દૂરી છે તારી કાયમી

    વાતોમાં મળતી માવજતથી હાશ છે

    તારા વિના લાગું દુકાળિયા સમો

    વરસો લગી બૂઝે નહીં એ પ્યાસ છે

    તારી આ મનમાની છે મૌસમ પ્યારની

    વર્તનમાં તારી લાગણીની બહાર છે

    ગમવાની એવી કોઇ ક્યાં શરતો હતી

    નશીલી સુંદરતાની તું પહેચાન છે

    શબ્દો નથી મળતા તું જ્યારે ના મળે

    તારા વિના મારું હૃદય બેજાન છે

    તારા વિના શબ્દો રડે છેે કાવ્યના

    મારી ‘મહોતરમા’ તું ગઝલની જાન છે

    - નરેશ કે. ડોડીઆ

    જખ્મી થયેલા મૌનનો ઇલાજ કર

    તું બોલ, બે શબ્દો ને દિલ પર રાજ કર

    મારી મુસીબત કાયમી ટાળી દે તું

    જે કાલ તારી છે મારી તું આજ કર

    તસ્વીર જોતાં કેટલા ઘાયલ થવું

    ક્યારેક તો સામે ચડીને ઘાત કર

    તારી સવારી આવવાની રાહમાં

    તું રોજ મારી સાંજને તારાજ કર

    મારી કસક તારા હૃદયને વાગશે

    ત્યારે તું બોલી જશે બસ તું પ્યાર કર

    ઓછો પડે એ પ્રેમ હું કરતો નથી

    ઓછું પડે તો દિલથી તું રજૂઆત કર

    આ રોજની ખળભળ થતી પળને કહો

    મારી નથી એવી પળોને ખાસ કર

    તારી ગુલાબી રંગની પાની વડે

    તારી ને મારી જિંદગીમાં ભાત કર

    - નરેશ કે. ડોડીઆ

    બેઉના દિલને જોડતો નકશો બનાવ્યો છે

    દૂરતાનો દર હવેથી સસ્તો બનાવ્યો છે

    માવજત તારી હું ફૂલો જેવી કરું એવી ?

    લાગણીઓને ગૂંથી ગુલદસ્તો બનાવ્યો છે

    રોજ કિસ્મતને ક્યાં સુધી નડતા રહેવાનું ?

    એક રેખાના દાવને પડતો બનાવ્યો છે

    ચાહવાની સરહદથી આગળ ચાલવાનું છે

    આવજાનો પથ આપણો ગમતો બનાવ્યો છે

    રોજ ખોલે છે અવનવા જે ભેદ મસ્તીના

    જામ તારી આંખોમાંથી ગળતો બનાવ્યો છે

    રોજ મળવાની આશ લઇને શ્વાસ છળવાના

    એક શાયરને કાયમી લખતો બનાવ્યો છે

    ભાવના સાથે ભેટ આપી તેં ભરોસાની

    આગ સાથે વરસાદને ભળતો બનાવ્યો છે

    તું ‘મહોતરમા’ જ્યારથી આવી જીવનમાં

    રોજનો પારો પ્રેમનો ચડતો બનાવ્યો છે

    - નરેશ કે. ડોડીઆ

    એક રેખા હાથમાં રમતી રહે છે

    જેમ રાધા કાનને ગમતી રહે છે

    વાંસળીના નાદ માફક સળવળે છે

    એક રાધે શ્વાસમાં બજતી રહે છે

    વાંસળીને ટેરવાં કાનાનાં ગમતાં

    તું એ રીતે ટેરવે અડતી રહે છે

    યાદવાસ્થળીનો મતલબ એટલે શું

    ભીત રાધા કાનને નડતી રહે છે

    કોઇ આવી રોજ પ્રયોજન બદલશે

    એક શબરી રામને ભજતી રહે છે

    કોઇને રણ છોડવાનું ક્યા ગમે છે ?

    દ્રૌપદી જ્યાં શીખથી અળગી રહે છે

    રોજ મંજીરા ને ઝાલરનો નાદ ગુંજે

    આરતી તારી ગઝલ કરતી રહે છે

    કોઇ તો રોકો મહોરતમાનો રસ્તો

    સરલા સુતરિયા

    હું ગૃહિણી છું. વાંચન અને લેખનનો શોખ છે. વડોદરા રહું છું.

    અમારી સંસ્થા “ઝણકાર કલા કેન્દ્ર” જે મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓ માટે જ કાર્યક્રમ કરે છે એમાં સહમંત્રી (ત્નહ જીીષ્ઠ) છું. ઉપરાંત અમે ચાર બહેનો “યુનાઇટેડ વે” ના સાથ અને સહકારથી સરકારી શાળાના ૧ થી ૪ ધોરણના બાળકોને, ઇતર વાંચનમાં રસ લેતા કરવા માટે એક પ્રોજેક્ટ કરીએ છીએ.

    અમારી સંસ્થા લાયબ્રેરી પણ ચલાવે છે, જે માત્ર ને માત્ર મહિલાઓ માટે જ છે. જેના ૫૦૦ સભ્યો છે.

    ૭ માં ધોરણમાં હતી ત્યારે મારો એક લેખ “રંગતરંગ” મેગેઝિનમાં છપાયો હતો. જેમાં ચકલીઓ અને ઉપરાઉપર બનાવેલા માળા વિષે વાત હતી. ૮ માં ધોરણમાં હતી ત્યારે “યુવા મહોત્સવ” અંતર્ગત નિબંધ સ્પર્ધામાં આખા પોરબંદર તાલુકાની બધી શાળાઓમાં પહેલો નંબર મળ્યો હતો. વિષય હતો : “દારૂબંધી, હા કે ના” વકતૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે ને ઇનામો જીત્યાં છે.

    ક્લાસિકલ અને સુગમ સંગીત ખૂબ ગમે છે અને ક્લાસ પણ કર્યાં છે. મિસિસ નટરાજન મારા ગુરુ છે.

    કવિતા લખવાની શરૂઆત :

    પહેલી કવિતા ૧૯૯૮માં લખી હતી. મારા ભાઇના ૧૯મા લગ્નદિને. પછી ક્યારેક ક્યારેક કવિતા લખતી હતી. પરંતુ એકધારુ લખવાની શરૂઆત ફેસબુકમાં જોડાયા પછી થઇ. ૨૦૧૦માં હું યુ.કે. ગઇ ત્યાં નવરાશનો સમય વિતાવવા ફેસબુક જોઇંટ કર્યું. ધીરે ધીરે જોડકણાં પછી મુક્તકો અને પછી રદીફ કે કાફિયા વગરની કવિતાઓ લખવા માંડી અને હવે રદીફ કાફિયા સાથે ગઝલ લખું છું. ્‌રટ્ઠહાજ ર્ં હ્લટ્ઠષ્ઠી ર્મ્ર...

    અને હ્લટ્ઠષ્ઠી ર્મ્ર ને લીધે જ આજે “હૃદયની વાત શબ્દ સંગાથ” ગ્રુપમાં સ્થાન પામી છું.

    ઘરની બધી જવાબદારી સંભાળતા સંભાળતા કાવ્ય સર્જનનો આનંદ ઉઠાવું છું. અને “સરલ સુતરિયા”ના ઉપનામથી લખું છું...

    અરધી પરધી સાંજને ઓવારે આવી

    આ કલ્પનાઓની પણ છટકી છે

    યાદની ડાળીએ ખીલેલાં ફૂલડાંઓને

    પાનખરની વાત જરી ખટકી છે.

    નંદને આંગણે ગોપીઓ ફરિયાદી

    કાનાએ ફોડી એમની મટકી છે

    અફવાના જંગલમાં આગ ચોગરદમ

    અટપટી વાતે આવી અટકી છે

    મંદિર મસ્જિદમાં દોડે માણસજાત

    વૈભવ પામવાને માટે લટકી છે

    અંગત અદાવતમાં માણસે જાતને

    પતનની પાળે લાવી પટકી છે

    હેસિયત વિના જો મળ્યું અપાર એ તો

    આબરૂની કમાઇએ દીધેલ કટકી છે

    વિશ્વાસુ વાવેતરમાં પ્રણયનો પાક લીધો ‘તો

    અવિશ્વાસુ અંદાજે પ્રીત સીધી બટકી છે

    - સરલા સુતરિયા

    સાંપડ્યું છે

    હૈયાવનની કુંજગલીમાં એક ચરણ સાંપડ્યું છે

    બંધ દ્વારની તિરાડમાંથી એક સ્મરણ સાંપડ્યું છે.

    યાદોનાં થીજી ગયેલાં ચોસલાંઓની આરપાર

    પીગળતા બરફનું એક આખું રણ સાંપડ્યું છે.

    જમા થઇ છે અહીં મારી લાગણીઓ આદિકાળથી

    સ્નેહના સરવાળા સમું અનોખું ઝરણ સાંપડ્યું છે.

    મરીચિના વિભ્રાંત હૈયાનું આ નથી કોઇ કૂડ કપટ

    અહી તો સાવ સોનાનું સાચેસાચું હરણ સાંપડ્યું છે.

    પાનખરના પત્તાંની જેમ નથી ખર્યો અચાનક હું “સરલ”

    માતૃભૂમિને ચરણે અર્પવા શાનદાર મરણ સાંપડ્યું છે.

    - સરલા સુતરિયા

    વેદનાઓનું વન

    છલકાતી શાહીમાં ઊભરાતી છબી પણ ફૂટી ગઇ વેદનાથી

    એક ઠોકર વાગી ને પેનની ટાંક પણ તૂટી ગઇ વેદનાથી

    નહીં તો ઉમ્રભરની તમામ યાતનાઓ ખાસ લખવી હતી

    ભર વસંતમાં ડાળેથી કૂંપળ પણ છૂટી ગઇ વેદનાથી

    આમ તો એક પણ અક્ષર છૂટે નહીં મારી વાર્તામાંથી

    કહાણીની એવી કરુણતા કે શાહી પણ ખૂટી ગઈ વેદનાથી

    વરસતા વરસાદમાંયે તન મન રહી ગયું એનું કોરું

    કોરા હૈયાની નાજુક લાગણીઓ પણ લૂંટી ગઇ વેદનાથી.

    અજબ છે આ ગજબ દુનિયાની પરંપરા ઓ “સરલ”

    સરળ મનની સરળતાને પણ ચૂંટી ગઇ વેદનાથી.

    - સરલા સુતરિયા

    વસંતનો વૈભવ

    વનવગડે છલકાયો પ્રતાપ વસંતની સેના આવી

    કેસૂડે કેસરિયો પ્રભાવ વસંતની સેના આવી

    માનવમનની ગહેરાઇઓમાં ઝિલમિલ ઝિલમિલ ટહુકે

    લહેરાયો વાસંતી સ્વભાવ વસંતની સેના આવી

    ઠૂંઠી ડાળે કૂંપળ ફૂટી હરિયાળો રંગ ઝલકે

    પત્તે પત્તેથી ભાગ્યો કુભાવ વસંતની સેના આવી

    હરખની હેલી ઉમટી હૈયે અલબેલો રંગ છલકે

    ના નડ્યો કોઇ અભાવ વસંતની સેના આવી

    ગણગણતા હોઠેથી છલકી મસ્તી આવી બેઠી પલકે

    નયનોમાં છવાયો ત્રિભાવ વસંતની સેના આવી

    અરસિક મનનેય રસ તરબોળે રસિક મન તો મલકે

    પ્રેમનો શિરસ્તો તો નિભાવ વસંતની સેના આવી

    ભીતર ભીતર રસ છલકતી સલૂણી સાંજ ઢલકે

    પરસ્પર જાગ્યો “તું” ભાવ વસંતની સેના આવી

    - સરલા સુતરિયા

    શૈશવની મૂંઝવણ

    વાલમને જોઇ હું તો મૂંઝાણી મનમાં હજી શૈશવના સ્મરણ મને ભીંજવે

    આંખ શું આંખ જ્યાં મળી વાલમ શું કાપડાંની કસ જાણે ખીજવે...

    નાનકડી લાજુડી હું તો શેરીમાં રમતી હજી શૈશવના સ્મરણ મને ભીંજવે

    અલબેલાની આંખડીમાં પ્રેમનો ઇકરાર જોઇ મનડું મારું મને ખીજવે

    વાવડીને કાંઠે જાઉં પાણીડાં ભરવા એની આંખલડી પાછળ પાછળ ભમે

    ઓ રે પ્રભુજી મારા તનડામાં કૈ કૈ નાગણીઓ સિસકારા કરે.

    બેડું ચડાવવા વિષે પાસે આવીને મને કૈં કૈં સનકારા કરે

    ઓ રે પ્રભુજી મારા મનડાની માલીપા કૈં કૈં તિખારા ઝરે

    મંદિરે જાઉં ત્યાં પાસે ઊભીને મારા પ્રભુજીને મિન્નતું કરે

    ઓ રે પ્રભુજી મારા દિલડાના તાર તો તન તન તનકારા કરે...

    નારે સમજાય મને દિલડાની વાતું ને મૂંઝવણમાં મન મારું ભમે

    ઓ રે પ્રભુજી મારા હૈયાની હાટે તો નાનપણ આંટાફેરા કરે

    - સરલા સુતરિયા

    સાજન

    સખી રી મારું બેડલું ચડાવ મને સાજન આવ્યાનો થયો વ્હેમ

    પાતળીયો પરમાર મારે કામણગારો સાહ્યબો મળવાને આવ્યો મને એમ

    હેલ ભરીને હું તો હાલું ઉતાવળી મને નથી અંદેશો નથી વ્હેમ

    મનડાનો મોર મારો દલડાનો ચોર મારા હૈડાનો હાર મારો પ્રેમ.

    ઉભી બજારે મારા છનકંતા પાયલ સુણી ઘોડી પલાણે જેમ તેમ

    થનગનતો જવાન મારો કેસરિયાળો કંથ મારો રસ્તો રોકીને ઊભો એમ

    હેલ ઉતારી મારી પાલખી સજાવી મારી લઇ હાલ્યો માઢ મેડી મ્હેલ

    રાત રઢિયાળી થઇ મસ્તીને માણી લઇ સાહ્યબાનો પ્રેમ પામી એમ.

    વળતી સવારે જાઉં વાડી મોલાતે ત્યાં બહાવરો થઇ આવે એમ

    પાણી ન વાળવા દે મોલ ના વાઢવા દે પાલવડે વળગ્યો આવે એમ

    - સરલા સુતરિયા

    રેખા જોષી

    સંવેદનાના સળવળાટને શબ્દો આપી, ડાયરીમાંથી કોમ્પ્યુટરના માધ્યમે મળવાની, અને ફેસબુક દ્વારા પ્રત્યેક મિત્રોના હૃદય સુધી પહોંચવાની સફર કરનાર રેખા જોષી એક ગૃહિણીની સાથે સાથે કવયિત્રી, લેખિકા પણ છે જેણે લઘુકથાની સાથે અછન્દાસ જેવી નાની રચનાઓમાં થોડામાં ઘણું વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે....

    તેઓ શાળા-જીવનથી ગરબા, નૃત્ય તેમજ રમત-ગમત ક્ષેત્રે પણ હંમેશા આગળ રહ્યાં છે અને ઈનામો પ્રાપ્ત કર્યાં છે. સ્વિમિંગ તેમનો ગમતો શોખ છે.... આજે એ મિત્રોના હૃદય સુધી પહોંચવાનો શ્રેય તેમના પતિ કરતા વધુ એક મિત્ર એવા રાજુ જોષીને આપતા કહે છે - “તેમની પ્રેરણા અને સહકારથી હું કોમ્પ્યુટર સુધી પહોંચી છું..... અને આપ જેવા મિત્રો વચ્ચે શ્વસું છું.”

    તેમના કાવ્યોમાં ગ્રામ્ય જીવનની નિખાલસતા, મનુષ્યના સંબંધ, જીવનની ફિલોસોફી વધારે જોવા મળે છે. આમ કોઈપણ વિષયને હૃદયની ઋજુતા સાથે વર્ણવ્યો છે....

    “અનુભવ માટે હોતી નથી કોઈ વય,

    શું આપું હવે મારો કોઈ પરિચય....”

    છું

    ખુલ્લી આંખે સ્વપ્નનાં સોપાન ચડ્યાં કરું છું,

    ખુદ પોતે જ પોતાને હંમેશા નડ્યા કરું છું.

    ખબર છે દરિયો જરૂર તારી જ લેશે,

    છતાં ખારાશને લઈ રડ્યા કરું છું.

    મળસ્કે સંભળાતી સિતારના તાર છું,

    પવન સાથે પાંદડુ બની ખખડ્યા કરું છું.

    ખબર છે નાશવંત જીવનની ઘટમાળ છે,

    લાગણીભીના સંબંધોને જકડ્યા કરું છું.

    અટકી જાઉં તો મંઝિલ બની જઈશ,

    રસ્તો કે કેડી બની ચાલ્યા કરું છું.

    સમેટ્યો છે સાગરને બંધ નયનો થકી,

    ખુલે પાંપણ દ્વાર તો લૂછ્યા કરું છું.

    ખબર ક્યાં છે કોઈને આ દ્રષ્ટિની,

    બની આંખમાં કણી, કેમ ખટક્યા કરું છું.

    - રેખા જોષી

    વરસાદ

    ગામમાં વરસાદ જેવું છે કશુંક

    આંખમાં અવસાદ જેવું છે કશુંક.

    વર્ષાથી ભીંજાય છે ઝાડ પાન

    આ ભીના હૃદયને યાદ જેવું છે કશુંક

    ભીની માટી તણી સોડમ શ્વાસમાં,

    આ સુગંધ સાથે ફરિયાદ જેવું છે કશુંક

    સંગીતનાં સૂરોથી છલકાય આભ ધરા,

    એ ઝાંઝરનો નાદ જેવું છે કશુંક

    છુપાઈ ડાળી બોલે પપિહા,

    પ્યાસા પિયુના સાદ જેવું છે કશુંક

    દોડતી દુનિયા ભલે દોલત પાછળ

    મનની આ જાયદાદ જેવું છે કશુંક

    અમીરસથી તરબોળ ધરતીને,

    અમૃતના આસ્વાદ જેવું છે કશુંક

    - રેખા જોષી

    વસંતનો વૈભવ

    ગઈ પાનખર ને રૂમઝૂમ પગલે આવી વસંત,

    ડાળ ડાળ પાન પાન, ખોબલે થયું જીવંત

    ડાળીઓને ફૂટી રહી છે, કોમળ કોમળ કૂંપળ,

    કરવા રસપાન ફૂલોને, ભ્રમર આતુર પળપળ.

    ગાઈ રહી છે કૂંજ મહીં શરમાતી કોયલરાણી

    નાચી રહી વનરાજી, સાંભળી મધુર વાણી

    ખૂશનુમા લહેર વાય, ફૂલોની મંદ મંદ

    મીઠી લાગે આમ્રમંજરી તણી આ સુગંધ.

    તરુવરની શાખા પર રંગીન ફૂલ કેવાં ડોલે

    આભે ઊડતાં પંખી મનતણી ભાષા બોલે.

    “વસંતનો વૈભવ” આ વસંતની શાહી સવારી

    લાગે પાનેતર પહેરી, આવતી સુંદર નારી.

    કેવા શીતળ હૂંફાળા વાસંતી વાયરા વાય

    આબાલ-વૃદ્ધ રંગભીના રંગોમાં ન્હાય.

    - રેખા જોષી

    આજનો માનવ

    મને એ વાત પર હસવું હજારોવાર આવે છે,

    પ્રભુ તારાં બનાવેલાં તને આજે બનાવે છે.

    ચારેય તરફ દંભ છળ કપટને દગાબાજી,

    નથી ક્યાંય માનવતા છતાં મનુષ્ય ગણાવે છે.

    હિંદુ મુસ્લિમ ઈસાઈ દઈ નામ જાતિનાં,

    સાધવા સ્વાર્થ, એક લોહીને લડાવે છે.

    દઈ દાન, ગરીબોનાં આંસુઓ થકી,

    તક્તીઓ પર નામ પોતાનાં લખાવે છે.

    કળિયુગની કસોટી પર જર્જરિત આ કાયાને,

    સંતાન મા-બાપને જીવતા દફનાવે છે.

    કરી કામ એવાં કંસ રાવણ જેવાં,

    બની માનવ ‘ખુદા’ને પણ રડાવે છે.

    - રેખા જોષી

    અતીતની યાદ

    ઓસરતો આંખથી, અતીતનો ઓછાયો,

    ફૂલોની સૌરભ, કંટકની પીડા તણો પડછાયો.

    તરવરતાં શૈશવતણાં, લીલાંછમ્મ ખેતર,

    યાદ કરી એ વૈભવ કરું આજનું વાવેતર.

    હું ‘મા’ની પકડી આંગળી બંધ આંખે ચાલી,

    આજ લાગે છે બધું નરી આંખે ખાલી.

    આવી રહી છે સુવાસ ફૂલોની મંદમંદ,

    શોધી રહી છું ‘મા’ના પાલવની સુગંધ.

    પૂજ્યા હતા પથ્થર એવું ગયું ક્યાં ભોળપણ ?

    સવાલ પર સવાલ આવ્યું આ શાણપણ ?

    હતી હું તોફાની, પકડી ઝાડ તણી ડાળી,

    ઝૂલી ઝૂલી સખીઓ ને આપતી તાળી.

    છે જીવનની યાદી ખાટી મીઠીને ખારી,

    આવે ને જાય ઉઘાડી છે મનની બારી.

    - રેખા જોષી

    પગલાં

    સૂના આંગણ મહી, પડ્યાં પગલાં તમારાં,

    થયું પાવન ઘર, ચડ્યાં પગલાં તમારા.

    આવ્યાંને મળી આંખ પળ બે પળ,

    ડાળી ડાળી ફૂટી કૂંપળ પગલાં તમારા.

    વેરાન પાનખરમાં આવી ગઈ વસંત,

    ચોમેર બની ગયું જીવંત પગલાં તમારાં.

    ચાલ્યાં ભલે સાથમાં બે-ત્રણ ડગલાં

    ગતિ મળી ગઈ જીવનને પગલાં તમારા.

    રેતમાં રચાતી ભૂંસાતી છાપ ‘પગલાં’

    મારી અમીટ લાગણીનું માપ પગલાં તમારાં...

    - રેખા જોષી

    જનક દેસાઈ

    વતન પાલનપુર,

    ઉં. વ. ૬૦

    કાવ્ય-પંથની યાત્રા :

    સૌ પ્રથમ કાવ્ય લગભગ નવમા ધોરણમાં પાલનપુરમાં લખેલ.

    નાની ઉંમરથી અનેક કળા પ્રત્યે મને ખૂબ જ માન રહ્યું છે, અને મને સતત આનંદ આપે છે. મારા નિત્ય જીવનનો ભાગ રહી છે. ૪૩ વર્ષથી હું અમેરિકા રહું છું. ક્યારેક એમ લાગે છે કે દૂર રહેવાથી જ ભારત પ્રતિ ધ્યાન વધુ રહ્યું છે અને વધતું જાય છે. અત્યાર સુધી સંસ્કૃતિ અને સંગીત તરફ ધ્યાન હતું પણ કવિતાનું માધ્યમ હવે મુખ્ય બની ગયું છે. આ માધ્યમ દ્વારા, હું મારા વિચારો અનેક મિત્રોને વહેંચી શકું છું

    મૃત્યુતોસ્વઃ

    શબ્દ થઇ ઊગ્યો હતો તું, ને

    વાક્ય થઇ વ્યાપી રહ્યો તું

    ને તેજ,

    જે....

    જોયું અચાનક, મેં,

    તે જ તું, તેજ તું

    તો, કેમ અહીં વ્યાપ્યો અચાનક

    અંધાર આ શેનો થયો ?

    ના આથમે સૂરજ કદી, તો

    હું પડછાયો હવે કેમ ના રહ્યો

    શું શક્ય છે પડદો પડ્યો, જે

    બે પળ પછી ઉપડે કદી ?

    શું શક્ય છે પડખું ફર્યો હું ?

    શું શક્ય છે પડખું ફરું તો,

    તેજ અહીં વ્યાપે ફરી ?

    - જનક મ. દેસાઈ

    આવ ને મારી કને !

    સ્વપ્ન ચીતરતાં ચીતરાઈ ગઇ વ્યથા

    કઈ પીંછી લઈને હું આવું તારી કને ?

    ન પ્રગટ્યાં કોઇ ભાવો કે ન લખાઈ કથા

    કઈ વાર્તા લઈને હું આવું તારી કને ?

    જાણ્યું હતું તોયે મેં ચિત્રો દોર્યાં જથ્થા

    સિદ્ધિ ના મળે જો તું ના હોય મારી કને

    આશા હવે રાખું કે પ્રગટે પ્રણય કથા

    કર કૃપા, હવે આપને પાછી મારી કને

    - જનક મ. દેસાઈ

    ઇચ્છા :

    છે એક ઇચ્છા આજ પણ મુજ આંગણે,

    કે તેજ તારું ઝળહળે મુજ આંગણે,

    તેં છો નિભાવ્યા છે સતત જોજન સહુ, તોય

    મેં સતત રાખ્યો પ્રણય મુજ આંગણે,

    ’ને જો કદી શમણાં બધાં સાકાર થાય,

    તો રાત આખી પ્રજ્વળે મુજ આંગણે.

    ’ને તે પછી સઘળો પ્રણય અહીં પાંગરે,

    તો કોણ જાણે શું થશે મુજ આંગણે.

    કે બે મટી એક જ થવું, થઇ જાય જો,

    તો આભ પણ ઉતરી પડે મુજ આંગણે.

    - જનક મ. દેસાઈ

    શાશ્વત પ્રેમઃ

    શ્વાસ ....

    જે પ્રવેશ્યો આજે,

    મહેંક ભીતરે વ્યાપી હવે એવી કે,

    ઉચ્છ્‌વાસ ધારે તોયે

    વિખેરી ન શકે એને, ‘ને

    પૂર્ણવિરામ મંડાયું એવું જાણે, કે

    જીવન જીવ્યા કરે....

    શાશ્વત.

    અંતઃ ....... હવે .....

    અનંતકાળ સુધી ઠેલાયો;

    ‘ને

    અનંતકાળ પછી,

    ઉચ્છ્‌વાસ,

    ધારો કે,

    વહી પણ જાય,

    તો...

    વિશ્વાસ છે મને, કે

    વાતાવરણ, જે મહીં

    ઉચ્છ્‌વાસ ભળશે, તે

    તારું જ હશે,

    અને શ્વાસ હું લઊં ફરી જ્યારે,

    .... ત્યારે.....

    - જનક મ. દેસાઈ

    રાહ

    પ્રણય ઘેર આવે એવું પણ બને

    ’ને દ્વાર હોય બંધ એવું પણ બને

    શ્વાસ રોકીને બેસી રહ્યો હું જ્યારે

    શ્વાસ હું ચૂકી જાઉં એવું પણ બને

    સૂરજની વાટમાં પરોઢે બેસી રહું

    અને ધુમ્મસ હોય એવું પણ બને

    બહેકવાની આશથી ડગી હું જાઉં

    ’ને પ્યાલો હોય ખાલી એવું પણ બને

    એવું પણ બને કે ભૂલ હોય મારી

    અણધાર્યું થઇ જાય એવું પણ બને

    મળે નજર એમની સાથે એવી રીતે

    કે થાક ઉતારી દે એવું પણ બને

    - જનક મ. દેસાઈ

    અટક દેવા આવજો

    આવજો તમે, મારે હૈયે વસવા આવજો,

    પ્રેમ દેવા નહીં તો પ્રેમ માણવા આવજો

    અટક બદલવાની વિનંતી હું નહીં કરું

    નામ બદલવા નહીં, નામ દેવા આવજો

    અજાણ્યા ધુમ્મસ માં હું ખોવાઈ ગયો છું

    અસ્તિત્વ બની, ઓળખાણ આપવા આવજો

    સુકાની બની આવો, હું તારી ના પણ શકું

    પ્રેમનો સાગર છું હું, તમે ડૂબવા આવજો

    વિશ્વાસ એટલો આપી શકું, હું જરૂરથી

    તમારો થયેલ જ છું, મારા થવા આવજો

    - જનક મ. દેસાઈ

    રેખા પટેલ

    હું રેખા વિનોદ પટેલ.... છેલ્લા ત્રેવીસ વર્ષથી અમેરિકા સ્થિત ડેલાવરમાં રહું છું... અને ગૃહિણી છું.... લેખન અને સાહિત્યનો શોખ તો હાઈસ્કૂલના સમયથી છે. તે સમયથી કવિતાઓ વાંચવી અને લખવી ગમે છે. આમ જોવા જોઈએ તો મારાં લેખન અને કાવ્યોનો સાચો અધ્યાય પાંચ વર્ષ પહેલા ફેસબુકમાં આવી ત્યારથી શરૂ થયો... એ સમયગાળામાં ઘણા એવા કવિઓ અને લેખકોને ફેસબુકમાં લખતા જોઈને મારી અંદરનો કવિજીવ જાગૃત થયો.... અને ત્યારથી નવા ઉત્સાહ અને જોમ સાથે લખવાનું શરૂ કર્યું...

    આ પાંચ વર્ષમાં હું ઘણું શીખી છું, અને ફેસબુકના મિત્રોના સતત પ્રોત્સાહનના કારણે આજે આ સ્થાને પહોંચી છું. કાવ્યો ગઝલની સાથે વાર્તા અને અન્ય લેખો પણ લખવાની શરૂઆત કરી.

    પરિણામે “ચિત્રલેખા”ના ૨૦૧૩ના દિવાળી અંકમાં મારી વાર્તા ‘મારો ખરો ગૃહપ્રવેશ’ ને સ્થાન મળ્યું હતું. ત્યારબાદ “માર્ગી”ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં મારી અન્ય વાર્તા ‘રૂપ એ જ અભિશાપ’ ને સ્થાન મળ્યું હતું.

    અમેરિકાના અમુક પખવાડિક અને માસિક મેગેઝિનમાં મારી કવિતાઓ અવારનવાર પ્રગટ થતી રહે છે.

    હવે મારી કવિતા અને ગઝલ “હૃદયની વાત, શબ્દ સંગાથ”ના સંપાદિત પુસ્તકમાં પ્રગટ થવા રહી છે તો “હૃદયની વાત, શબ્દ સંગાથ”ના શ્રી પરેશભાઈ શાહ તથા વર્કિંગ કમિટીના તમામ સભ્યોનો હું આભાર માનું છું કે મારા જેવી દૂરદેશાવરમાં વસેલી ગુજરાતી કવયિત્રીને સહિયારા કવિઓની સંપાદિત રચનાઓના પુસ્તકમાં સ્થાન આપ્યું.

    જય ગરવી ગુજરાત

    રેખા વિનોદ પટેલ (વિનોદિની)

    હું તારી છું આ કહેવું મારે જરૂરી નથી

    ને ખ્વાહીશ મારી એક પણ એવી અધૂરી નથી.

    હતો એવો સમય જ્યારે તુ ને હું સાવ નોખાં હતાં,

    હવે ભળ્યાં તો જાણે આપણી વચ્ચે દૂરી નથી.

    સમય સંજોગની એવી કરામત હોય તકદીરમાં

    ને ગમતા સાથમાં મયના નશાથી કમ ખુમારી નથી.

    મળે ચાહત અને રાહત સહિયારી જે માણસ મહીં

    એ માણસના વલણમાં વ્હેમના નામે બિમારી નથી.

    નફરતને ભુલાવી દે છે, સમરસ પ્રેમની ભાવના

    બધાને સ્નેહથી જોડી શકે સંગત એ બૂરી નથી.

    તમોને રોજ મળવાની પડી આદત છતાં, મુજ મહીં

    દિવસ બીજો ઊગે એ રાહ જોવાની સબૂરી નથી.

    મજાની હોય છે અથવા નથી હોતી જીવનની સફર

    નથી મળ્યો કદાપિ પ્રેમ એ ચ્હેરામાં નૂરી નથી.

    - રેખા પટેલ (વિનોદિની)

    ગોરી, તારું વાસંતી રૂપ બારેમાસ ભભકા વસંતના ધરાવે છે

    ઘેરદાર ઘાઘરો ને ફૂલડાંની ભાત ડાયરા વસંતના ભરાવે છે

    ગોરી, તારા રૂપની સુગંધને પામવા ફૂલો સહુ ટોળે વળે છે,

    તારા નશીલા નયનનાં કેફ મને ચટકા વસંતના ભરાવે છે.

    ગોરી, શીતળ છાંયડાની તારી મોંઘી મિરાત દિલમાં ભરી છે,

    ગુલમહોરી સપનાનો લાલ રંગ મને ઝાટકા વસંતના ભરાવે છે.

    ગોરી, ઝીણાં મખમલમાં વીટીને હૈયું મારું તારે ચરણે ધર્યું છે

    ટેરવાનાં હળવા સ્પર્શ મુજને આંચકા વસંતના ભરાવે છે.

    ગોરી એક મૌસમ જેમ મલકતો જાય સ્નેહ આપણો જગમાં

    ગોરી, તારી પ્રીતઘેલી ઊર્મિઓ જોને ક્યારા વસંતના ભરાવે છે

    ગોરી, કાગળ ભરીને બહુ લખ્યું, હવે કલમથી આગળ વધીએ,

    વિચારું તને, તહીં જોને દિલમાં ફૂલો ઢગલા વસંતના ભરાવે છે

    ગોરી, સલૂણી સાંજના સથવારે સાથ તારો બનીને ચાલવું છે

    સાજનના હાથમાં હાથ મૂકી જો, તહીં પગલાં વસંતના ભરાવે છે

    - રેખા પટેલ (વિનોદિની)

    એક વીતેલો સમય ઝંઝોડી ગયો

    શીત પીડામાં હૃદયને બોળી ગયો.

    સાથ મારો આજીવન એના સંગનો

    યાદ તારી મુજમાં કેવો રોપી ગયો.

    તું જ મારા બારણે દેખાયો હતો

    એક ભણકારો જીવનમાં છોડી ગયો.

    આંખમાંથી એક ટીપું છલકી ગયું

    સાવ કોરા ગાલ પર ગમ ઢોળી ગયો.

    તોરણોને બારસાખે ટાંગું નહીં

    પાનખરની યાદ મુજમાં રોપી ગયો.

    એકલી મજધારમાં છોડીને મને તું

    અચાનક મુજથી મુખને મોડી ગયો.

    છે નહીં તારા વિના જીવનમાં કશું

    એક હીસ્સો મુજમાં તારો જોડી ગયો.

    રાતના ડૂસકાં હું છાના ભરતી રહું

    એક સપનાને મજેથી તોડી ગયો.

    રોજ એકલતા મને કોરી ખાય છે

    કેમ મુજને એકલી તરછોડી ગયો.

    યાદના કિસ્સા લખીને થાકી નહીં

    તું જીવનમાં શબ્દ દેહે શોભી ગયો.

    - રેખા પટેલ (વિનોદિની)

    પાસે આવ તો કાનમાં કહું મજાની ફૂલોની વાત,

    શ્વાસોમાં ફેલાવી પછી સુગંધને ધરી દે તારું નામ.

    આંબા ડાળે બેઠેલી એ ઓલી કોયલનું છે કામ,

    ટહુકે ટહુકે એ ફેલાવે છે વનવગડે તારું નામ.

    આ પતંગિયાં વસ્તાર્યા કરે છે છાની છાની વાતે,

    રંગોના ટપકાંથી શણગારે જ્યાં રમતું તારું નામ.

    ના પૂછ ભમરા શું જાણે સઘળાં ફૂલોની જાત,

    ઉપવનમાં જઇને જોયું, ફૂલે ફૂલે લખ્યું તારું નામ.

    ઓલી પાગલ હવાએ વર્તાવ્યો અહીં કાળો કેર,

    મહીં નસ નસમાં સર સર જાય સર્યું તારું નામ

    હવે શું લખું ને શું હું છુપાવું એ વાતમાં શું માલ ?

    અંતે રુદિયાના ગમતા એકાંતમાં વિસ્તર્યું તારું નામ.

    - રેખા વિનોદ પટેલ (વિનોદિની)

    જે શોધું છું મુજને ગમતો એ ભાગીદાર મળે

    દરિયાદિલ થઇ સઘળું દે એવો જોડીદાર મળે.

    અવિરત ચાલે એવી મારી ખુશીની સફરમાં

    આજીવન જેના ખભે મારા શિરનો ભાર મળે.

    શબ્દો કેરા સથવારા સાથે એવો પ્યાર મળે

    છેડે જે દિલની તરજો એવો સાઝીદાર મળે.

    જેની આંખો સૂરજ ચાંદા સમ બેજોડ હોય

    આંખોમાં એની ચમકીલો મારો અણસાર મળે.

    ઊગતી સાંજે ફેલાતા શમણાં જેવો સાથ ભળે

    મારા દિલ પર શાસન કરતો એ સૂબેદાર મળે.

    મારા નાજોનખરાને હસતાં હસતાં ઝીલતો એ

    સીધો સાદો પણ નરબંકો એવો દિલદાર મળે.

    - રેખા વિનોદ પટેલ (વિનોદિની)

    સ્પર્શી ગઈ મારા મનને યાદ પવન જેમ સરર સરર

    જો લખાતા ચાલ્યા શબ્દો એક પછી એક સરર સરર.

    મૌન રહો તો હૈયાનું દર્દ ઘુંટાય સઘળું વખતો વખત

    શબ્દોથી હારી, ભાગે આવેલી ઉદાસી અનેક સરરર સરર.

    મોઘમમાં બહુ સાચવ્યું જે અમે દિવસોના દિવસ

    મેં આંખોમાં છુપાવ્યું શમણું તારું દિલફેક સરર સરર.

    એકાંતમાં ઉંડાણે પણ લાગે સહુ મારા અડોશ પડોશ

    મહોબતમાં તહીં ખાલી હૈયું થાય ફરી પેક સરર સરર.

    સતત ચાલે છે તારું નામ મારા ધબકારે ધડક ધડક

    ને નિર્જિવિતામાં પુરાય પ્રાણ જઈ છેક સરર સરર.

    ઉપર શાંત નદીની ખામોશી, અંદર દરિયો ખળભળે

    તૂટશે બંધન, કિનારાઓ ભળી થશે એક સરર સરર.

    - રેખા વિનોદ પટેલ (વિનોદિની)

    મ. રીઝવાન ઘાંચી

    મ. રીઝવાન ઘાંચી, ૧૮ ઓક્ટોબર, ૧૯૮૬માં વિરમગામ ખાતે જન્મ અને મૂળ વતન કડી તાલુકાનું વાધરોડા ગામ. વાધરોડા. વિરમગામના “વ”નો વારસો ક, ખ, ગ.... ની પ્રાથમિક કેળવણીમાં પણ જોવા મળ્યો અને બાળપણને મળ્યું નવું સરનામું વેસ્મા ગામે. નવસારી જિલ્લાના વેસ્મા ગામની બુનિયાદી કુમાર શાળામાં ક, ખ, ગ....ની ઘૂંટાયેલી પાટીમાં સાહિત્ય અને સ્પંદનની સરવાણી ફૂટી. એફ.ડી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, જુહાપુરા, અમદાવાદની સંગાથે શાળા અભ્યાસમાં રોપાયેલાં સાહિત્યનાં બીજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે કૃષિ વિજ્ઞાનના અભ્યાસ દરમ્યાન કૂંપળ બની ફૂટતાં રહ્યાં.

    ધૂળ ને ઢેફાંમાં પાંગરેલી સંસ્કૃતિના વારસામાં ભાગીદાર બની જગતનાં તાત ખેડૂત માટે કાર્ય કરવાની ભાવના સાથે કૃષિ વિભાગ, ગુજરાત રાજ્યમાં કામગીરીની સાથે સાથે હૃદયનાં સ્પંદનોને ટેરવાં થકી વહેવા દઈ લાગણીના લસરકા ડાયરી અને સોશ્યલ મીડિયા સંગ ગતિ પામતા રહ્યા. જે આજે સાહિત્યના દરિયામાં ડૂબકી લગાવવાની પ્રાથમિક તૈયારી રૂપે પા - પા પગલી થઈ કિનારા પર અંકિત થઈ રહ્યા છે.

    ઉપર ઉઠાવ્યા હાથ

    જ્યાં,

    આભે ધરી દીધા

    તારલા....

    પણ

    આંખોને હતી જે આસ

    મારી

    એ ‘ચાંદ’ ક્યાં ?

    - મ.રીઝવાન ઘાંચી

    તેં

    કદી

    પ્રેમ કર્યો છે ?

    ખૂબ વિચાર્યું,

    હા

    કહેવી કે,

    ના.

    એને

    પ્રેમ કહેવાય ?

    થયું,

    થયો જ હશે !,

    બાકી

    પ્રેમની શાહી વિના

    હૃદય સ્પંદન

    આમ

    શબ્દો બની

    વહે ખરા ?!?

    - મ.રીઝવાન ઘાંચી

    તેં

    કદી

    પ્રેમ કર્યો છે ?

    ખૂબ વિચાર્યું,

    હા

    કહેવી કે,

    ના.

    એને

    પ્રેમ કહેવાય ?

    થયું,

    થયો જ હશે !,

    બાકી

    પ્રેમની શાહી વિના

    હૃદય સ્પંદન

    આમ

    શબ્દો બની

    વહે ખરા ?!?

    - મ.રીઝવાન ઘાંચી

    અભાવ,

    પ્રેમ, લાગણી, સ્વજન

    કે

    કદાચ

    જીવનનો પણ.

    અપેક્ષાએ ? કે,

    ઉપેક્ષાએ ?.

    ‘અ’‘ઉ’ના

    તાણાવાણાથી

    થઈ નિરપેક્ષ,

    વિચારીએ

    સ્વસાપેક્ષ,

    સર્જાય

    અહોભાવ !

    - મ.રીઝવાન ઘાંચી

    ક્ષણ મળી,

    આંખો મળી,

    આપણે મળ્યા,

    સંબંધ મળ્યો,

    કારણ મળ્યું

    દૂર હતા

    પાસ થયા,

    સંબંધના કારણે ?

    કારણના સંબંધે ?

    મળ્યા,

    દૂર થયા,

    તારા કારણે ?

    મારા કારણે ?

    હસતાં હતાં,

    રડતાં થયાં,

    કેટ કેટલા

    કારણે.

    -મ. રીઝવાન ઘાંચી

    બાલ્કનીમાં

    એકલો અટૂલો

    ઊભો હું

    અને

    ઢળી પડ્યું

    આકાશ

    અચાનક.

    નજીક આવી

    હાથમાં

    ચાંદો આપી કહે,

    લે રાખ

    પાછા આપવાની શરતે !

    તારો

    ચાંદ

    આવે ત્યારે

    - મ. રીઝવાન ઘાંચી

    ચાલ

    એકાદ ક્ષણ

    હાથ તો

    મિલાવ જરા.

    ક્યાંક

    મળી જાય

    એકાદ-બે રેખા

    મિલનની

    મારી

    હથેળીને.

    -મ. રીઝવાન ઘાંચી

    તને

    હું

    ગુલમહોર

    અમસ્તો જ

    કહેતો હોઈશ ?

    ડાળ

    જ્યાં પકડું

    વરસી

    પડે છે,

    તારી

    જેમ જ તો.

    -મ. રીઝવાન ઘાંચી

    તે કહ્યું હતું,

    મને તો પસંદ

    મેઘધનુષ જ

    બાકી કોઈ રંગ નહીં.

    ત્યારથી

    હા, બસ ત્યારથીજ

    શોધી રહ્યો છું

    કે

    મળે

    એક ગુલાબ

    સપ્તરંગી...

    ને,

    આજે’ય

    તું રહી

    ગુલાબ વગર

    ને.....

    ને.....

    હું તારા વગર...

    - મ.રીઝવાન ઘાંચી

    અનસૂયા દેસાઈ

    અનસુયા દેસાઈ.... ૧૯૫૨ માં જન્મ સુરત ૧૯૭૫માં. સુરતની સ્ ્‌ મ્ છિંજ કૉલેજમાંથી સંસ્કૃત અને હિન્દી વિષય સાથે બી.એ.....

    ૧૯૭૭માં ગાર્ડા કૉલેજ, નવસારી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સંસ્કૃત / હિન્દી એમ.એ.

    ૧૯૭૭ માં વેસ્ટર્ન રેલ્વે મુંબઈમાં વરિષ્ઠ ક્લાર્ક તરીકે જોડાયા. લગ્ન મુંબઈમાં થતાં ત્યાં જ સ્થાયી....

    પરિવારના આગ્રહને કારણે આ જ નોકરી ચાલુ રાખી... પરંતુ સાહિત્યિકરુચિને કારણે લગ્નના દશ વરસો બાદ ફરી ૧૯૮૬માં મુંબઈ યુનિવર્સિટી ીહૈંિી હિન્દીમાં સ્.છ. હિન્દી અનુવાદક તરીકે માત્ર ૧ વરસ રેલ્વેમાં સેવા આપી શકી કારણ પદ ઉન્નતિ અને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે નિમણૂંક થતાં ઘર, ઓફિસ અને સામાજિક જવાબદારીને કારણે મારી રુચિ ક્યાંક છુપાઈ ગઈ....

    પરંતુ નિવૃત્તિ બાદ ફેસબુક ને કારણે ફરી એ બહાર આવી.... અને મિત્રોના સંગમાં ક્યારેક નિજાનંદ માટે યા કોમેન્ટ ના રૂપમાં અનુભવેલા ભાવ રજૂ કરું છું... માટે હું જે કઈ રજૂ કરું તેને એક કવયિત્રીને ધ્યાનમાં રાખી તુલના ના કરશો....

    હે જીવ !

    તું ઘણા ઘણા દિવસથી

    ઉઘાડા પગે રસ્તા પર ચાલ્યો નથી

    તું કેટલાય દિવસથી

    રડી શક્યો નથી.

    તારી આંખનું પાણી

    નર્યું જામેલું મોતી થઈ ગયું છે

    પ્રેમ !!

    તું એકવાર આક્રંદને જોરથી વહેવા દે.

    ફક્ત આંખના પાણીમાં જ નહિ

    પ્રત્યેક રોમકૂપમાં

    પ્રસ્વેદ બનીને ઝરવા દે તારા અસ્તિત્વને.

    - અનસૂયા દેસાઈ

    મારી ભીતર સ્મરણરૂપી કોયલ બેઠી છે

    સવાર, બપોર, સાંજ, રાત, બસ ટહુક્યા કરે છે.

    શું એ પાગલ થઇ ગઇ છે ? બસ ટહુક્યા કરે છે

    દરેક ક્ષણ હૃદયના ખૂણે / પાંદડે છુપાતી રહે છે

    પણ થાકતી નથી.... બસ ટહુક્યા કરે છે !

    શું કરું ? એની કુહૂકુહૂથી ક્યારેક ગભરાઉ છું....

    પણ જાણું છું કે તે એકલી છે ! તે એકલી છે.

    પોતાના ટહુકારના પડઘાના સહારે જીવે છે

    ભલે ને એ જીવે એક આશમાં....

    - અનસૂયા દેસાઈ

    મૃત્યુ....?

    એક વિચાર રમે છે, મારા અંતરના ઊંડાણમાં....

    મને થાય છે કે નથી મારી મરજી, છતાંય મરું છું ?

    સતત કોઇ ફાસલામાં ફસાઉં છું ?

    મરવાની ઇચ્છા નથી એટલે જીવવું છું ? કે

    શા માટે મરવું ? એ આ જીવ જાણતો નથી માટે જીવે છે ?

    કે પોતે જીવે છે એ ખબર નથી માટે જીવે છે ?

    .....ચાલો..... હવે શબ્દોની પડખે ધીર-ગંભીર થઇ શાંતિથી બેસું.

    .....હું એક શાશ્વત તાકાત તરફ ખેંચાઇ રહી છું....

    ના કોઈ સાજ.... ના કોઈ અવાજ,

    પણ આ ખામોશી !

    મારા અસ્તિત્વમાં હસ્તક્ષેપ કરે છે....

    જે મારી અંદર સૂઈને મને સૂવા દેતી નથી

    વિચારવા દેતી નથી... બસ રમ્યા કરે છે !

    પણ મિત્રો ! શું કહું ? કોણ કહેશે ?

    ....હું કાલે મૃત્યુ પામું.

    .....તો કોઈ તો કહેજો વૃક્ષોને, સમીરને, મારા પાળેલા પશુને,

    .....કહેજો મારા મકાનને, મારા ગામ-શહેરને

    ....કેવો પ્રેમ કર્યો હતો મેં એમને !

    પણ....ના.... માણસને કહેશો નહીં,

    તેઓ માનશે નહીં કે તેમને માનવું નથી કે

    ‘અનુ’ એ સૌ માનવમાત્રને પણ પ્રેમ કર્યો હતો.

    બસ થયું.. અરે !

    મૃત્યુ એટલે કોઈ સમ્પૂર્ણ નથી હોતું મરણ

    છેવટે તો એ હોય છે પ્રભુનું શરણ,

    એક અદ્રશ્ય જ જ્વાળા માં જીવ્યા જીવનભર

    તેમાંથી જે બાકી રહ્યું તે છેવટે

    વિધિપૂર્વક અગ્નિને અર્પણ !!

    છેવટે તો એ હોય છે પ્રભુનું શરણ,

    એક અદ્રશ્ય જ્વાળામાં જીવ્યા જીવનભર

    તેમાંથી જે બાકી રહ્યું તે છેવટે

    વિધિપૂર્વક અગ્નિને અર્પણ !!

    - અનસૂયા દેસાઈ

    મને વિચાર આવે છે...કે

    હું ચાલ્યા તો કરું છું....

    પણ હું ક્યાં છું ?

    આ ભીડ ભરેલા શહેરમાં હું ક્યાંક ખોવાઈ ગઈ છું

    અને સિર્ફ સળગતી હવાનો શ્વાસ લઇ રહી છું.

    હું ચાલું છું ? ના ! હું તો સંબંધોની તિરાડો વચ્ચે થોડું ખસુ છું,

    પણ આ માનવ મહેરામણના દરિયામાં

    મારા પગની છાપ પણ નજીવી બાબતની જેમ ભૂંસાઈ જાય છે.

    તો મારી ઓળખ ક્યાં રહી જાય છે ?

    - અનસૂયા દેસાઈ

    મને ફરી વિચાર આવે છે કે....

    ભીંજવેલી દાળની જેમ જીવનની દરેક પળોને

    હું ક્યાં સુધી વાટીશ ? શ્રદ્ધા તો છિન્નભિન્ન થઇ રહી છે,

    અંતરના ખૂણે મને એક ડર છે ? કે વહેમ છે....

    હું સંસાર જાળમાં ફસાયેલી નારી છું.... જાણે કે

    એવી સ્થિતિમાં છે જે બહાર નીકળવા અસમર્થ છે....

    મને બધું જ અસમર્થ લાગે છે....

    - અનસૂયા દેસાઈ

    પણ વળી ત્યાં વિચાર આવે છે કે.....

    મે ઈશ્વરને જોયો તો નથી છતાં પણ

    જીવનપથ પર એક એક પગ મૂકતાં મેં એનો

    વિચાર કર્યો છે.... ક્યાંક તો એ હશે જ !

    એ જ મને ક્યારે બહાર કાઢશે,

    હવે તો બસ એ જ વિચાર આવે કે એ જ મને ઉગારશે !

    ‘અનુ’ એ જ મને ઉગારશે !!

    - અનસૂયા દેસાઈ

    એમ મને કેમ લાગે છે ?

    બેકાબૂ જિંદગી મારી સુંવાળીને ક્યારેક કઠોર, એમ મને કેમ લાગે છે ?

    ક્યારેક લાગણી વિહ્વળ તો ક્યારેક આંખમાં ઝાકળ છે એમ લાગે છે !

    હું જ્યારે સુખી હોઉં ત્યારે પણ પીડાઉં છું, એમ મને કેમ લાગે છે ?

    રડતી હોઉ ત્યારે પણ હું ખડખડ હસતી હોઉં છું એમ લાગે છે !

    મારી મોજ મજામાં પણ ઊંડી વેદના છે, એમ મને કેમ લાગે છે ?

    ખુશી આવે અને ચોરની જેમ સરી જતી હોય છે એમ લાગે છે !

    આનંદિત થાઉં ત્યારે વિષાદનો અંત નથી, એમ મને કેમ લાગે છે ?

    જીવું છું જિંદગી તારી સાથે તો પણ વાત તમારી પોકળ, એમ લાગે છે.

    હૃદયનાં દ્વાર ઉઘાડાં છે તોય ત્યાં સાંકળ છે, એમ મને કેમ લાગે છે ?

    તું છે તેથી જીવાય છે, બાકી જિંદગી એક અટકળ છે એમ લાગે છે !

    અણધારી જાણ થઇ છે મને નથી કોઇ યાતના, એમ મને કેમ લાગે છે ?

    આનંદ હાથવગો તો’ય, પ્રાચીન વ્યથામાં સરી જાવું છું એમ લાગે છે !

    - અનસૂયા દેસાઈ

    શાને આવ્યા તમે ?

    જિંદગીની સાંજની વેળા છે થોડી બાકી

    તો શાને આવ્યા, યાદમાં હવે સતાવવાને ?

    આવ્યા હવાની જેમ અને ગયા ઓસરી,

    તો શાને આવ્યા, શૂન્યતાનો જામ ભરવાને ?

    વીતી ગઈ એ વેળા હવે બાકી કશું નથી

    તો શાને આવ્યા સ્મરણોને તાજા કરવાને ?

    સ્વસ્થ ઉપરથી, મળું છું સદા હસીને,

    તો શાને આવ્યા, અંદરથી વિહ્વળ કરવાને ?

    એકલા છલકાઈ અને સૂકાઈ જાતાં,

    તો શાને આવ્યા, લાગણી કેરા જળ ભરવાને ?

    નથી જગ્યા, નકશામાં તવ સાથ રહેવા

    તો શાને આવ્યા, સાચવેલ કાળજું બતાવવાને ?

    એકબીજામાં ધબકતા રહેવું સદા,

    તો શાને આવ્યા, આમ શબ્દો કોતરાવવાને ?

    - અનસૂયા દેસાઈ

    તરસ

    ઇન્દ્રધનુષના રંગની, આંખને છે તરસ !

    શોધે છે શીતલ ચાંદની, રાતને પણ છે તરસ !!

    નીરવ શાંત ઝરણાની, માટીને છે તરસ !

    શોધે છલોછલ નદી, આકાશને પણ છે તરસ !!

    છે દૂર તોય વાદળોની, મોરલાને છે તરસ !

    શોધે છે પ્રેમની ભરતી, વસંતને છે પણ તરસ !!

    પ્યાસા હૈયાના આશરાની, પ્રેમને છે તરસ !

    શોધે છે મુગ્ધ પ્રહરને, સપનાને પણ છે તરસ !!

    મમતાનું બિંદુ શોધ્યા કરે, મનને છે તરસ !

    શોધે છે જીવવા દરિયો, જિંદગીને પણ છે તરસ !!

    - અનસૂયા દેસાઈ

    દર્શિતા શાહ

    મેં કવિતા ૧૯૮૯થી લખવાની ચાલુ કરી. ૧૯૮૯માં મારી માતાનું અવસાન થયું. એકાંત લાગવા માંડ્યું. હું મારી માતાની વધારે નજીક હતી તેથી ઘણું દુઃખ થયું હતું. ત્યારે એક પંક્તિ લખી હતી.

    ઙ્ગેંક્રઞ્શ્વ ઌદ્યટ્ટધ્ ઙ્ગેંઞ્ભક્ર ષ્ઙ્ગેં ૐ સ્ર્દ્યક્રપ્ન ત્ન

    ઙ્ગેંહ્મગશ્વ ઙ્ગેંઞ્શ્વટક્રટ્ટ ષ્ઙ્ગેં શ્રૠક્રત્ ઼ક્રૐક્ર ત્નત્ન

    ત્યાર પછી લખવાનું ચાલુ રહ્યું. પહેલા હિન્દીમાં લખતી હતી. ૧૯૯૪માં મેં નયનભાઈ પંચોલી સાથે સંગીત શીખવાનું ચાલું કર્યું. તેથી ગુજરાતીમાં લખવા માંડ્યું.

    કવિતાઓ અમદાવાદના લોકલ છાપામાં છપાવા માંડી. ૫૦૦ કવિતા લખી લીધા બાદ વિચાર્યું કે તેની પુસ્તિકા છપાવી તેથી બે સંગ્રહ પ્રકાશિત કર્યા.

    ‘અસ્તિત્વ’ અને ‘પરસ્પર’ નામના બે કાવ્ય સંગ્રહ ગુજરાતીમાં અને આરઝૂ અને ‘કશિશ’ નામના બે કાવ્ય સંગ્રહ હિન્દીમાં પ્રકાશિત કર્યા. અત્યાર સુધી લગભગ ૨૫૦૦ કવિતા લખી છે. જેની નોંધ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં લેવામાં આવી છે.

    અમદાવાદના ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર માં કવિતાઓ છપાતી રહે છે. તથા ફિલિંગ્સ મલ્ટીમીડીયા મેગેઝીન, સખી, જયહિન્દમાં પણ કવિતાઓ પ્રકાશિત થતી રહે છે.

    અમદાવાદમાં ચાલતા સાહિત્યલોક, સાહિત્યચોરો, ગુજરાતી લેખક મંડળ અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં લાઇફ ટાઇમ સભ્ય છું તથા ‘કેલિડોસ્કોપ’ અને ‘અક્ષર’ કવિતાના બે ગ્રુપ ચલાવું છું.

    હૃદયમાં રહું તો જરા હાસ કરજો,

    પછી યાદ આવું જરા સાદ કરજો.

    સમય કહી રહ્યો છે ઇશારાથી તમને,

    ગુલાબી ક્ષણોમાં મુલાકાત કરજો.

    સખી પાંપણોમાં ભરી મીઠાં સ્વપ્નો,

    અનેરા મિલનની જરા વાત કરજો.

    - દર્શિતા બાબુભાઈ શાહ

    યુગોથી ક્ષણોમાં વહે છે લહેરો,

    અધૂરી ક્ષણોમાં વહે છે લહેરો.

    મહેફિલ છોડી થપાટો સહેતી,

    તડપતી ક્ષણોમાં વહે છે લહેરો.

    અશાંતિ છતાં તે ઉદાસી ખંખેરી,

    વિતેલી ક્ષણોમાં વહે છે લહેરો.

    રૂપાળા સહારા ઇશારા કરે ને,

    અજાણી ક્ષણોમાં વહે છે લહેરો.

    ઘડી બે ઘડી બેજુબાન અવાજો,

    અનોખી ક્ષણોમાં વહે છે લહેરો.

    અહેસાસ જુદાઇનો આંખમાં ને,

    ગુલાબી ક્ષણોમાં વહે છે લહેરો.

    સખી પાંપણોમાં સ્વપ્નો ભરીને,

    વહેતી ક્ષણોમાં વહે છે લહેરો.

    - દર્શિતા બાબુભાઈ શાહ

    હતી આંખને એમની બસ પ્રતીક્ષા,

    અને આ જ દર્પણ બની એ જ ઊભા.

    તરંગો રમે છે સંતાકૂકડી ને,

    શરદનો ચંદ્ર શરણ બની એ જ ઊભા.

    સમાવી અંતરમાં દર્દની લહેરો,

    નયન ભીતર ઝરણ બની એ જ ઊભા.

    હરણ ઝાંઝવા જોઇ દોડ્યા કરે,

    હૃદયમાં હજી રણ બની એ જ ઊભા.

    હજારો અશ્રુઓ વહાવી લઉં ને,

    તમારું જ સ્મરણ બની એ જ ઊભા.

    મુલાકાતમાં પ્રેમની અંધરાતે,

    ખુશીનું કારણ બની એ જ ઊભા.

    - દર્શિતા બાબુભાઈ શાહ

    ચોતરફથી કેટલા બાવળ મને ઘેરી વળે,

    તો ય ઊગાડ્યા અમે તો મોગરા આંખો મહીં.

    વેદનાની વાંસળી વાગે પ્રતીક્ષા વલવલે,

    શ્વાસની પીંછી લઇને હસ્તાક્ષરો ચમકે તહીં.

    યાદમાં મશગૂલ થઇ કવિ પ્રેમનું કાવ્ય લખે,

    સૂર જોડે શબ્દને સંવેદનાની ઇચ્છા રહી.

    મૌન બેઠા છે મહેફિલમાં દિવાનાઓ ભૂલી

    ભાન, પૈમાનો જલે શમા ઝંખે ઝાંખી વહી.

    આંસુમાં ડૂબેલ લથપથ હૈયું થામી પ્રેમને,

    લાગણીપૂર્વક સનમના કાનમાં વાતો કહી.

    જો હું તારી યાદમાં ઝાકળ સંગે ઝૂર્યા કરું,

    લાખ કોશિશો કરી પણ પાંપણો ઝૂકી નહીં.

    વાયરા તો યાદ લાવે છે તમારી એટલે,

    સાંભળીને એમની વાતો કરી નાખી સહી

    નીરખું છું આયનાઓમાં હું મારી જાતને,

    સ્પંદનોમાં સ્મરણોને ચીતરી પાને અહીં.

    - દર્શિતા બાબુભાઈ શાહ

    શ્યામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં,

    જામ ભૂલ્યો જોઈ ભૂરી આંખમાં.

    સાદ ભીતર સાંભળું ભીનો હવે,

    નામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.

    ચોતરફથી સાદ ઘેરે એટલે,

    ગામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.

    છાંયડા ભેગા કરી હું ઘર કરું,

    કામ ભૂલ્યો જોઇ ભૂરી આંખમાં.

    - દર્શિતા બાબુભાઈ શાહ

    છાયડાને આંખમાં પાળ્યા અમે,

    પાંપણે વાદળાં બાંધ્યાં અમે.

    પાંદડાંને યાદ આવે પાનખર,

    ફૂલ સંગાથે નિસાસા નાખ્યા અમે.

    વાયરાને કોણ રોકે એટલે,

    લાગણીથી સાચવી રાખ્યા અમે.

    બાગબાઁએ જીવ પૂર્યા બાગમાં,

    રાહ જોઇ ઉપવન વાસ્યાં અમે.

    આગમન ગણનું ને વેર્યા રંગો,

    લાડપણ તો સખી ભાસ્યાં અમે.

    ભાન ભૂલ્યો જોઇ પુષ્પોની કળી,

    તે ખુશ્બૂથી ભાનમાં આવ્યા અમે.

    - દર્શિતા બાબુભાઈ શાહ

    આ કલમથી હારવાનું મન થયું છે,

    આંસુઓને સારવાનું મન થયું છે.

    રાતભર સાથે રડીને જામ થાક્યો,

    આગ જાણે ઠારવાનું મન થયું છે.

    ભાન ભૂલું પ્રિય સાજન જો મળે તો,

    આજ મધને માણવાનું મન થયું છે.

    મખમલી ઇચ્છા જરા સી સળવળે ને,

    હરઘડીને પાળવાનું મન થયું છે.

    આસમાને ઝૂમતા આ તારલાઓ,

    રાત આભા માણવાનું મન થયું છે.

    ડોલતી નૌકા હવા સાથે રમે ને,

    જલ સવારી ધારવાનું મન થયું છે

    - દર્શિતા બાબુભાઈ શાહ

    તીર જેવી છે નજર તારી બલમ,

    છે મને ઘેરી અસર તારી બલમ.

    લાગણી કાજે અમે પીધાં ઝહર,

    સાંજ લાવી છે ખબર તારી બલમ.

    આજ મારી એક ઝાંખી પ્રાપ્તિની,

    આશમાં, ઝૂકી કમર તારી બલમ.

    ઝાંઝવાના જળ અહીં પીધા અમે,

    હૃદયમાં ક્યાં છે ? જીગર તારી બલમ.

    એટલું બસ યાદ છે છોડી ગયા,

    છે દશા બૂરી વગર તારી બલમ.

    - દર્શિતા બાબુભાઈ શાહ

    આ જીવનમાં એકધારું કંઇ નથી,

    આયનામાં આજ મારું કંઇ નથી.

    જે મળી સામે ક્ષણો ખોટી હતી,

    આમ જુઓ તો તમારું કંઇ નથી.

    લાગણીના વાયરામાં હું વહું,

    આ જગતમાં મારું પ્યારું કંઇ નથી.

    ભૂલવાના ડોળ છે ચાલ્યા કરે,

    આતમા ને ધામ સારું કંઇ નથી.

    શ્વાસ ઉછીનો મળે છે ક્યાં હવે,

    વાંસળી સામે નગારું કંઇ નથી.

    - દર્શિતા બાબુભાઈ શાહ

    પ્રતિભા ઠક્કર

    (જોબનાપુત્રા)

    એમ.એ.એલ.એલ.બી. એડવોકેટ

    ડી.ઈન જર્નાલિઝમ

    પ્રમુખ :

    શ્રમિક સંઘ (ટ્રેડ યુનિયન)

    બે પુસ્તક પ્રકાશિત

    ૧. પઝલનો માણસ (લઘુકથા સંગ્રહ)

    ૨. વ્યંગ અછાંદસકવિતા નો સંગ્રહ ‘વ્યંગીસ્તાન’

    પાંચ વર્ષ પહેલા લેખિકા મંચ શરૂ કર્યું.

    ઉપ પ્રમુખ :

    ગુજરાતી લેખક મંડળ

    વાંચીને અનુભવાશે નહિ

    મારી આંખોનું એ અવ્યક્ત આંસુ છે

    હું સ્ત્રી છું; માત્ર માદા નહિ

    કૈંક લખતી વખતે,

    તારી યાદની વાછટ

    ધોધમાર વરસાદની જેમ પલાળી ગઈ

    ને પછી ઠીંગરાઈ ગયા

    આંગળીની જેમ શબ્દો પણ

    નકશા વગર પણ પહોંચી જાય છે પંખીઓ ગંતવ્ય સ્થાને

    આપણે તો દિલ થી દિલ સુધી પહોંચવામાં પણ ભૂલા પડ્યા

    કોણ જાણે કઈ રીતે શબ્દો આકારિત થઇ ગયા

    મેં લખ્યું સૂરજમુખી ને અજવાળું થઇ ગયું

    હાંસિયામાં કરેલ ફૂટનોટ જેવી મહત્ત્વની

    છતાં મૂળ નિબંધમાં નહિ ડોકાતી

    કેટલું સમજાવી જાય છે !

    તારી નિર્બંધ લાગણી...

    હું તારું નામ મોર લખું

    ને તું મારું નામ ટહુકો

    ને પછી ચાલ

    મેઘ ધનુષની સફરે જઈએ

    મે કાંકરી ફેંકી

    વમળો રચવાનો ડોળ કર્યો

    ને તું દરિયો બની ડહોળાઈ ગયો....

    વીતેલાં બાળપણ ના મીઠાં સંભારણા

    કોઈએ ગજવે ભરી રાખ્યા હોય તો કહેજો

    એ પાંચીકા, એ ગિલ્લી ડંડા,એ લખોટીની રમત નો સ્કોર

    કોઈને યાદ હોય તો કહેજો

    બીજી એકેય જગ્યા નહિ ફાવે વરસવા

    આ બાઝી ગયો છે ડૂમો જ્યાં

    એ વ્હાલ ઝંખતી ધોધમાર ધરા જોઈએ

    આ સવાર એટલે

    ઈર્શાદ ઈર્શાદના નાદ સાથે ગૂંજતી

    સૂર્ય કિરણોની મહેફિલ

    આજે સૂર્ય કિરણમાંથી ભેજ ટપકે છે ઝાકળ રૂપે

    ખરી જતાં પારિજાતે મખમલી ઘાવ આપ્યો લાગે છે

    મેં કાંકરી ફેંકી

    વમળો રચવાનો ડોળ કર્યો

    ને તું દરિયો બની ડહોળાઈ ગયો...

    - પ્રતિભા ઠક્કર

    નિપુણ સી. ચોક્સી

    રહેવાસી - ગાંધીનગર.

    અભ્યાસ - બી.ઈ. (સિવિલ)

    નોકરી -ગુજરાત ગવર્મેન્ટ માં ડિઝાઈન એન્જીનિયર

    સાહિત્ય પ્રદાન - વર્તમાન પત્રો જેવાં કે ગુજરાત સમાચાર, ગાંધીનગર સમાચાર અને વિવિધ મેગેઝીન જેવાં કે ગુજરાત દીપોત્સવી અંક, મોનિટર, વગેરેમાં કવિતા અને હાસ્યલેખો ઘણાં વર્ષોથી પ્રગટ થાય છે.

    કલા ક્ષેત્રે - સ્કૂલ લેવલે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિને મળવાનું બનેલ છે. કૉલેજ અને સ્કૂલમાં અનેક નાટક લખ્યાં અને ભજવ્યાં છે. પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે ‘સરદાર’ તથા અન્ય નાટકોમાં લીડ રોલ કરેલ છે.

    સાંસ્કૃતિક કાર્યક્રમો, કાવ્યગોષ્ઠિ, મુશાયરા તથા અન્ય કાર્યક્રમોમાં સ્ટેજ એન્કર તરીકે સંચાલન કરેલ છે. રમતગમત ક્ષેત્રે - નેશનલ સ્વીમરનો એવોર્ડ, ક્રિકેટમાં બેસ્ટ બેટ્‌સમેન એવોર્ડ, એડવેન્ચર સ્પોર્ટમાં પેરાગ્લાઈડિંગ, વિન્ડ સર્ફિંગ, સ્કૂબા, ડાઈવિંગ, વોટર સર્ફિંગ, હોર્સ રાઈડિંગ તથા યુથ હોસ્ટેલ દ્વારા હિમાલય અને અન્ય નેશનલ ટ્રેકિંગમાં ભાગ લીધેલ છે.

    યાદ છે....!

    સલોણી સાંજે ને સરોવરની પાળે...,

    તને દિલ દીધાનું યાદ છે...

    ફૂલોના સંગે ને મેઘધનુષ્યના રંગે...,

    તારી આંખોમાં રમ્યાનું યાદ છે...

    સ્મિતના ઝરણામાં ને શિખરોના સંગમાં...,

    તારા ખંજનમાં ડૂબ્યાનું યાદ છે...

    સમુદ્ર કિનારે ને મોજાઓના સંગમાં...,

    ભીની રેતીમાં નામ લખ્યાનું યાદ છે...

    ચાંદની રાતે ને તારાઓની મહેફિલમાં...,

    તારી સાથે ગીત ગાયાનું યાદ છે...

    - નિપુણ ચોક્સી

    ફટકડાં (હાસ્ય રચના)

    ફૂલઝરી જેવી હતી તું, થઇ જઈશ સાવ કોઠી કોને ખબર ?

    હતી તું લવિંગિયાની લૂમ, થઇ જઈશ લક્ષ્મી ટેટો કોને ખબર ?

    ચકરડી જેવી ગોળ ફરતી હતી તું, થઈશ લાલ પીળા બપોરિયા કોને ખબર ?

    નાની ટીકડી જેવી દીસતી તું, થઈશ એટમ બોમ્બ કોને ખબર ?

    હતો હું રાજા છાપ ટેટો, બની જઈશ હું સુરસુરિયું કોને ખબર ?

    હું બાટલીમાં પુરાયેલો રોકેટ, આગ લઈને ઉડવું પડશે, કોને ખબર ?

    હું રહ્યો શાંત તારામંડળ, હઇશ તું તતડિયા તારામંડળ કોને ખબર ?

    હું હતો ઝળહળતો હીરા જેવો, હઈશ તું સળગતો સાપ, કોને ખબર ?

    હું તો રહ્યો ટીકડીના રોલ જેવો, પિસ્તોલ જેવી તું કોને ખબર ?

    હું રહ્યો વાઘબારસ જેવો, કાળીચૌદસ જેવી તું, કોને ખબર ?

    - નિપુણ ચોક્સી

    ગ્રીષ્મનું ગીત...

    સખી તારી પાપણોના પડછાયા સામે...

    જંગલનાં બધાં છાંયડા પાણી ભરે...

    સખી તારી આંખોની શીતળતા પામવા...

    શહેરના બધા લીમડા ટોળે વળે...

    સખી તે ચાંદ નીચોવીને ભર્યો છે વાટકો...

    આમ અમસ્તા અમારા હૈયા શેં બળે...

    સખી બળબળતા બપોરે ચાંદની ઝરે...

    ને અમારા સૂના હૈયે ટાઢક વળે...

    સખી તારા કાનોમાં ઝુમખા ઝૂમે...

    ને પીળા ગરમાળાનાં ફૂલો લટકે...

    સખી તારા અંગોમાં ગુલમ્હોર ફૂટે...

    ને કેસરીયાળો મંદ મંદ પવન સરે...

    સખી આ આંબાડાળે આમ્રરસનો થાળ...

    ને પંખીડા ભેગાં મળી કરે ગીતગાન...

    સખી સાંજ પડે ને સપના જાગે...

    ને આથમણે સૂરજ મૂછમાં હસે...

    સખી રાત પડે ને ઠંડી લહેર સરે...

    ચાંદ સિતારા નભમાં મહેફિલ ભરે...

    - નિપુણ ચોક્સી

    એક વાયરસ.... (હાસ્ય રચના)

    મારું બેટું એક ‘વાયરસ’ મારી ‘રજિસ્ટ્રી’ બગાડી ગયું....

    મારી મનગમતી ‘વિન્ડો’ ને એ બંધ કરાવી ગયું...

    મારા ‘સી.પી.યુ.’ની તો સાલી વાટ લગાવીને ગયું...

    મારી ‘હાર્ડ ડિસ્ક’ને ‘સોફ્ટ ડિસ્ક’ બનાવી ગયું...

    મારા ‘પ્રોસેસર’ને ઢીલું ઢફ કરી ચાલ્યું ગયું...

    મારી આખી ‘સિસ્ટીમ’ને જાણે ‘હેક’ કરી ગયું...

    ‘મેં કાફે’ની ફાકી એણે જાણે કાફેમાં બેસી ખાધી...

    ‘ક્વિક હિલ’ની હિલ પર ચઢી કૂદકા મારવા લાગ્યું...

    ‘અવસ્ત’ ની સાથે તો એ જબરું સ્વસ્થ થઇ ગયું...

    થયું ‘વિરેચન કર્મ’ થી ‘ફોર્મેટ’ મારી એને સીધું દોર કરી દઉં...

    અંતે ‘એન્ટીબાયોટિક’ના ડોઝથી એને સીધું દોર કરી દીધું...

    મારું બેટું એક ‘વાયરસ’ મારી પથારી ફેરવી ગયું...!!!!

    - નિપુણ ચોક્સી

    દિકરી

    એ ખિલખિલ કરતી ખિસકોલી...

    મારા ઘરમાં ખિલતી પુષ્પકળી...

    ઓ ચીં ચીં કરતી ચકલી...

    મારા દિલમાં ભરતી પગલી...

    ઓ હવામાં ઊડતી હંસલી...

    મારા ઘરમાં જાણે રૂપની ઢગલી...

    ઓ કૂકૂ કરતી મીઠડી કોયલ...

    ગીત મઝાનાં ગાતી હરપળ...

    ઓ રૂમઝૂમ રૂમઝૂમ કરતી મ્યાંઉડી...

    તારી પગલી તો છે કંકુ - ઢગલી...

    ઓ ફૂલોમાં રમતી ફૂલપરી...

    મારા શ્વાસોમાં મહેંકતી ધૂપસળી...

    ઓ હસતી રમતી લાડકડી....

    મારા હૃદય-સંગીતની સૂરાવલી...

    - નિપુણ ચોક્સી

    તારી યાદ આવે...

    યાદ કોઈની વાદળ બનીને આવે,

    મૃગજળમાં પણ એ સરોવર લાવે...

    આગની જેમ પ્રસરે છે આ રણ,

    એમાં તું લાગણીનો દરિયો લાવે...!

    આંખોમાં વેરાન ઝાંઝવાં ફરકે,

    એમાં તું લીલાછમ જંગલ વાવે...!

    કાળી ડિબાંગ આ સૂની રાતોમાં,

    તું ચાંદનીનો શીતળ પ્રકાશ લાવે...!

    ભીડ ભરી આ ખાલી દુનિયામાં,

    તું નહિ પણ તારી યાદ આવે...!

    - નિપુણ ચોક્સી

    શિલ્પા સોની

    “હું નથી કોઈ લેખિકા કે નથી હું કોઈ કવયિત્રી....”

    છું હું માત્ર એક સીધી સાદી ગૃહિણી જે ક્યારેક અમસ્તા જ એની લાગણીઓને, એની સંવેદનાઓને નિખાલસ ભાવથી શબ્દરૂપે સંજોવાની કોશિશ કરે છે....

    હું શિલ્પા સોની, હાલ વડોદરામાં રહું છું, પણ મારો જન્મ, ભણતર વગેરે મુંબઈથી છે.

    નાનપણથી જ વાંચવાનો ખૂબ શોખ રહ્યો છે, જે અત્યારે પણ યથાવત છે.

    ફેસબુક પર નિતનવાં કવિમિત્રોની રચનાઓ વાંચી ઘણું બધું શીખવા મળ્યું છે

    અહીં વડોદરામાં મારી કૂકિંગ ક્લબ ચલાવું છું અને ડૉ. પતિ અને બે યુવાન પુત્રો સાથે ખૂબ ખુશીથી રહું છું.....

    ઝીલી છે જે બૂંદ આજ કંટકે

    ક્યાં સુધી આમ રહેશે ટકી....

    લહેર હવાની આવી નથી ને

    ઝાકળ-બૂંદ મળશે ખાસ મહીં.....

    - શિલ્પા સોની

    પાંખો ફેલાવી ઊડે મુક્ત મને,

    સર કરવાને પ્રવાસ જાણે દૂર ગગને....

    - શિલ્પા સોની

    તમારી લાગણી જો વહેશે ઝરણું બની

    તો તણાશું તેમાં તરણું બની.....

    સાથ જો આપ્યો હોત તમે તણખલું બની,

    તારું-મારું કરતાં-કરતાં ગયું હોત બધું આપણું બની

    પૂછે આજે મારું મન સમજણું બની

    શીદને મળ્યા મને નજરાણું બની....

    આવ્યા તો હતા જીવનમાં શમણું બની

    રહી જશો હવે સદા હૃદયમાં સંભારણું બની....

    - શિલ્પા સોની

    પંખી બની ઊડવું છે ગગનમાં

    ચાંદની બની સમાવું છે ચાંદમાં

    રાતરાણી બની મહેંકવું છે રાતમાં

    કલ્પના બની વિહરવું છે કવનમાં

    પ્રીત બની બસ શ્વસવું છે શ્વાસમાં

    બની સ્મિત સજવું છે યાદમાં.....

    - શિલ્પા સોની

    સ્મરણ એનું થતાં જ જો ધબકાર જાય વધી

    તો માનજે તું પ્રેમમાં છે.....

    પાનખરમાં પણ ચોતરફ ભાસે મહેંક ગુલાબની

    તો માનજે તું પ્રેમમાં છે.....

    ચાંદની જોતાં જ જો તું જાય શરમાઈ

    તો માનજે તું પ્રેમમાં છે......

    દેખાય જો પ્રતિબિંબ તેનું જ રાધા-કૃષ્ણની છબી મહીં

    તો માનજે તું પ્રેમમાં છે....

    ન હોય કોઈ જ એના આવવાનાં એંધાણ

    છતાંય જોવાય વાટ તેની

    તો માનજે તું પ્રેમમાં છે....

    - શિલ્પા સોની

    નિરંતર એની લાગણીની વાતો, દિલને સ્પર્શી ગઈ હતી

    ન્હોતી ખબર કે હૃદયનું દર્દ બની જશે....

    રાખવો હતો ફક્ત નિર્દોષ સંબંધ

    ન્હોતી ખબર કે એ સંબંધ જ નફરત બની જશે....

    - શિલ્પા સોની

    હે ઈશ્વર,

    ફેલાયો છે જેમ ઉજાસ સર્વત્ર

    રાખજો સદા મારું મન-હૃદય પણ પવિત્ર....

    - શિલ્પા સોની

    મૈત્રી એક મનગમતો સહવાસ છે,

    મૈત્રી મારા જીવનનો નિત્ય શ્વાસ છે.....

    - શિલ્પા સોની

    આમ જોવા જઈએ તો પ્રેમની કોઈ જ વ્યાખ્યા નથી....

    પ્રેમની કોઈ ભાષા નથી....

    પ્રેમમાં તો બસ લાગણીનું મધુર સંગીત હોય છે....

    પ્રેમમાં એક હળવું સ્મિત હોય છે...

    રહેવું એક બીજાને વફાદાર

    એમાં જ પ્રેમીઓનું ખરું હિત હોય છે....

    - શિલ્પા સોની

    અંતરની આસ, બસ રહી જાય ન અંતરે...

    પ્રેમની લ્હાણી કરું છું...

    પ્રેમની આસ રાખું છું ભીતરે.....

    - શિલ્પા સોની

    અચાનક ન જાણે કેમ મન આજે ચગડોળે ચઢ્યું છે

    વીતેલા જીવનની એ સુંદર પળો ફરી માણવાનું મન થયું છે....

    કાશ,

    આજ સમય અહીં જ થંભી જાય,

    જીવનના એ સોનેરી દિવસો રિવાઈન્ડ થઈ જાય....

    પણ છે, ખૂબ આગળ વધી ગઈ છે જિંદગી

    છતાંય, મન સતત ઝંખે,

    ચાલ ને ફરી જીવી લઉં તે જ જિંદગી...

    - શિલ્પા સોની

    તારી નવી નક્કોર યાદ

    ને સાથે લીલીછમ લાગણીની

    વાવણી,

    જવા દે, નથી કરવી કોઇ સરખામણી,

    બસ કરજે સદા આપણા સ્નેહની સાચવણી....

    વરસ્યો આ વરસાદ

    ને હરખથી આંખ પણ મારી વરસી,

    આભે પૂરો કર્યો વાયદો મિલનનો

    અને પ્રેમ-રસથી ભીંજવી ધરતી....

    મન સતત જેને ઝંખતું રહે,

    તેની જૂઠી વાતો મંજૂર નથી મને સખી,

    મુજ સાદ જે સાંભળી જ ન શકે,

    તેની વાટ જોવી મંજૂર નથી મને સખી,

    ફૂલોની જે કદર ન કરી જાણે

    તેને બાગે લઇ જવો મંજૂર નથી મને સખી,

    ચાંદ તોડવાની વાતે લલચાવે

    એવા જૂઠાણાનો સોદો કરવો મંજૂર નથી મને સખી,

    જે થયું તે તે બધું સંકેલી

    બાદબાકીનો સરવાળો કરવો મંજૂર નથી મને સખી.....

    વિતાવ્યા હતા રાત-દિવસ તારી યાદમાં,

    હવે તો એ પણ નથી....

    છલકાયા હતા ક્યારેક નીર નયનમાં,

    હવે તો એ પણ નથી...

    દિલ માન્યું નથી, માનતું નથી, ને માનશે પણ નહીં,

    સાથે ચાલવું હતું, પણ હવે એક ડગલું ભરાશે પણ નહીં,

    સંબંધોના દરિયામાં કોણ આર કોણ પાર

    આ બધી તો ઇશ્વરની જ રચેલી માયાજાળ....

    અટવાતા રહ્યાં આજીવન, અપેક્ષાઓની આંધીમાં,

    અસ્તિત્વ કરતા રહ્યાં ઓળઘોળ...

    ક્યાં સુધી ચાલશે આ મથામણ ?

    દઇ દે મને પણ એક જ વરદાન...

    વિસ્મરણનું.....!!

    દિલનાં અરમાન ફના કરી ગયું કોઇ,

    લાગણીઓ સાથે ચેડાં કરી ગયું કોઇ....

    તાંતણાં તોડનારાનાં આ જગમાં કોઇ

    તોટા નથી હોતા,

    ખુશીની સાથે ગમ આપનારાના પણ

    જોટા નથી હોતા...

    સર્જાય છે ત્યારે ફક્ત શૂન્યાવકાશ,

    અને રહી જાય છે ફક્ત સંભારણા....

    ચાલ સખી આજ માણી લઇએ

    જીવનની અણમોલ ક્ષણોને,

    કંડારી હતી જેને ક્યારેક સ્વપ્ન મહીં....

    ચાલ સખી આજ જીવી લઇએ

    જીવનની આ બાકી પળો

    એકમેકના સથવારે, સુખદુઃખના

    સાથી બની....

    ચાલ સખી આજ જીવી લઇએ.....

    યાદ છે હજી એ ડેલીનો ઓરડો,

    સૌ પ્રથમ મળ્યાં હતાં જ્યાં

    આપણે....

    આજેય ત્યાંની ભીંતો છે સાક્ષી,

    પ્રેમભરી મુલાકાત જ્યાં કરી હતી

    આપણે.....

    સુખ અને દુઃખની વાદળી વરસાવી

    ગયું કોઇ

    સ્વપ્નમાંથી જાણે જગાવી ગયું કોઇ

    દઇને ટકોરો મારા મન-આંગણને

    ઓરડો મારી પ્રીતનો મહેંકાવી ગયું

    કોઇ.....

    નિત લાગણીઓનું ભરે છે ભરણું

    અવિરત વહેતું આ નિર્મળ ઝરણું

    સદા વહેતી નિશ્ચલ લાગણીઓ

    મારી, ઝરણાં સમી

    નિષ્કપટ જાણે એક તરણું......

    - શિલ્પા સોની

    નિલેશ જગદીશચંદ્ર પંચાલ

    નિલેશ જગદીશચંદ્ર પંચાલ. ગુજરાતની બોર્ડર પર આવેલું છોટાઉદેપુર જિલ્લાનું નાનકડું એવું ગામ કવાંટનો વતની. નાનપણથી જ વાંચવા લખવાનો ઘણો શોખ. આઠમા- નવમા માં ભણતો હતો તે વખતે વજુ કોટક, મોહમ્મદ માંકડ અને પ્રિયકાંત પરીખને ઘણા વાચેલા અને થોડું ઘણું લખતો પણ થયેલો.

    નક્કી હતું કે ‘માસ્તર’ તો નથી જ બનવું એટલે મ્.જીષ્ઠ. (ઝ્રરીદ્બૈજિંઅ) કર્યા પછી કેમિકલ કંપનીમાં જોડાયો. પણ સંજોગો જ એવા આવ્યા કે નછૂટકે ‘માસ્તર’ બનવું પડ્યું અને આજે વડોદરામાં “ચાણક્ય સ્ટડી સેન્ટર” ના નામનો મારો પોતાનો ક્લાસ છેલ્લા ૧૫ વર્ષથી ધમધમી રહ્યો છે અને આ રીતે ફરી સાહિત્યનાં સંપર્કમાં આવવાનું થયું. છેલ્લા કેટલાય વખતથી ગઝલ, કવિતાઓમાં રસ પડ્યો.... ગુગલ પર સર્ચ કરી કવિતાઓ વાંચતો ને એમાં રોજ નવી નવી કવિતાઓ વાંચવા મળે એવું ફેસબુક જેવું માધ્યમ ધ્યાનમાં આવ્યું. અને....

    અને....

    જાન્યુઆરી ૨૦૧૩માં અકસ્માતે પગે ફ્રેકચર થયું અને ચાર મહિના પથારીમાં રહેવું પડ્યું. અને અતૃપ્ત રહેલો કવિતાનો શોખ ફરી સળવળી ઉઠ્યો. અને પછી ફેસબુક પર નવા મિત્રો બનવા લાગ્યા. પ્રેરણાઓ મળતી રહી અને બાકીનું કામ “હૃદયની વાત શબ્દ સંગાથ” એ પૂરું કર્યું.

    ગર્વની વાત એ પણ છે કે નવો નવો છું છતાં શ્રી અશોકભાઈ જાની “આનંદ” અને શ્રી ભરતભાઈ ભટ્ટ “પવન” જેવાં દિગ્ગજોની હૂંફ મળી રહી છે જેના માટે હું એમનો ઘણો આભારી છું.

    થોડીક ઝલકો :

    પ્રેમ દર્શાવે ઘણો, ઠાઠડીમાં પડ્યો પડ્યો, તેથી

    શબ સ્મશાને પહોંચે એ પહેલાં જલાવવું પડ્યું

    શબ્દથી એ કતલ કરે છે, જીભ પર તુલસીપાન મૂકો

    જે હાથથી એ વાર કરે છે, ત્યાં ગીતા કુરાન મૂકો.

    ખાલી ખાલી, આડી અવળી વાતોથી કંઈ વળશે નહીં

    નકશામાં તો નકશામાં, પણ મારું કોઈ સ્થાન મૂકો.

    એને અક્ષત કે પરચૂરણમાં, ક્યાં સહેજ પણ રસ પડે

    મૂકવું હોય તો ધર્માદાની પેટીમાં અભિમાન મૂકો.

    દિવસે દિવસે વ્યાપ વધે છે, શહેરોનો અહીં આડેધડ

    અકસ્માતની તુલનામાં બીજાં થોડાં સ્મશાન મૂકો.

    યુદ્ધનાં મેદાનોમાં લડવા, શસ્ત્રો બનવા લાગ્યાં છે

    પણ બાળકોને રમવા માટે, તો ખુલ્લા મેદાન મૂકો.

    - નિલેશ પંચાલ

    ઘાટ એવો થઈ ગયો.... થોડું મૂંઝાવું પડ્યું

    કંઠમાં ડૂમો હતો... ને ગીત ગાવું પડ્યું

    એ પ્રથમથી એટલો સમજુ હતો કે શું કહું ?

    આઈના સામે નથી મારે ખીજાવું પડ્યું....

    ‘ક્યાં સલામત છે ગગન ?’ એવું કહે એ મને

    પિંજરું ના છૂટકે.... તેથી ઘડાવવું પડ્યું...

    આ હૃદયને... પ્રેમની આદત હતી... એટલે

    શબ સ્મશાને પહોંચે એ પહેલાં જ જલાવવું પડ્યું

    હા.., ગરજ મારી હતી, સંબંધ ગમતો હતો

    જાત ને... અપમાનરૂપી, ઝેર પાવું પડ્યું.

    - નિલેશ પંચાલ

    આ તો કેવો ઝઘડો છે ખુદ સાથે

    હરઘડી હિસાબ ચૂકવું સૂદ સાથે

    અતિશય પ્રેમનું આજ પરિણામ

    જીવવું પડે છે ભ્રામક વજૂદ સાથે

    હોય છે તલાશ એક એવા મોકાની

    એટલે જ તો રાખે એ બારૂદ સાથે

    વાત કરું હું કોઈ નશીલી રાત ની

    તોય કર્યા કરે એ ઉછળકૂદ સાથે ?

    કાશ અફવા ઊડે, નિલેશ નથી રહ્યો

    જોવી’તી આંખ એની થોડા બૂંદ સાથે

    - નિલેશ પંચાલ

    ભૂરા ને લાલ કરે એવા લિટમસની આ વાત છે

    હરહાલમાં તટસ્થ રહે એવા બેબસની આ વાત છે.

    એક આંખે રડતો ને બીજાની આંખને હસાવતો

    બબ્બે ચહેરા રાખે એવા માણસની આ વાત છે.

    પહેલાં કપાય ને પછી ટંકાય થોડોક ટાંકણા વડે

    અંતે ઘસાઈને ચમકે એવા આરસની આ વાત છે.

    તેલ પૂરી, નિશ્ચિંત થઈ જતો આ માનવી, પછી

    કુદરતી થપાટે બૂઝે એવા ફાનસની આ વાત છે.

    પાળતાં-પોષતાં રહ્યાં હંમેશા એકબીજાનાં અહમને

    તોય કદી ન સમજાય એવી આપસની આ વાત છે.

    - નિલેશ પંચાલ

    આપણે બે, રસ્તાની સામસામે, બસ ઇશારા થાય છે

    સંબંધ પણ ભાજી જેમ, અહી ભીને કપડે સચવાય છે

    વ્યર્થ જાય એ બધા મારા આંસુ જે ઓશિકે ફેલાય છે

    મહત્તા તો એની જ, જે તારી આંગળી ટેરવે ઝીલાય છે

    હું હતો નજર સામે જ, તોય તારાથી અટકી જવાયું

    લાગે આપણી વચ્ચે કોઈ પરિચિત ગયાનું જણાય છે.

    તારી વ્યથા મારી વ્યથા, આવી જ તો રહી આપણી કથા

    ક્યાં ચાર દીવાલો સિવાય, કદી કોઈ બીજાને કહેવાય છે

    જાણું છું, માંગીશ તોય નથી મળવાનું ક્યારેય મૃત્યુ મને

    રોજ સ્મશાન જવાનો અનુભવ ક્યાં કદી સ્વીકારાય છે ?

    - નિલેશ પંચાલ

    આ મારી ‘પ્રથમ ગઝલ’

    છંદ : રમલ

    માત્રા : ૨૬

    શું કહું આજે મને તારી કમી વરતાય છે

    ને વિના કારણ જો મારી આંખ પણ છલકાય છે

    બત્તી લીલી સિગ્નલે જો થઇ નથી ને ત્યાં સુધી

    ‘તું મળે’ની આશ મારા હૈયામાં બંધાય છે

    ડાયરીનાં પાનાંને હું જ આજ ઉથલાવ્યા કરું

    ફૂલ તાજાં થાય જે આંસુ વડે ભીંજાય છે

    સ્તબ્ધતા પણ પ્રસરી રહી ચારે દિશામાં આમ જો

    છાશવારે કોણ જાણે સાદ આપી જાય છે

    તો હું ગયો ઉતારવા જો ઓરડે તારી છબી

    ભીંતની ચીસોય મારી સાથે જો પડઘાય છે

    - નિલેશ પંચાલ

    ગુજરાતી પ્રાઈડ શું છે ?

    ગુજરાતી પ્રાઈડ એટલે ગુજરાતી સાહિત્યનું એવું વટવૃક્ષ જેનું મૂળ ટેકનોલોજી અને મોબીલીટી છે.

    ગુજરાતી પ્રાઈડ આપે છે ગુજરાતી સાહિત્યને તમારા એન્ડ્રોઈડ અથવા આઈફોન મોબાઈલ પર.

    ગુજરાતી પ્રાઈડ એપ નો સમૂહ છે જેમાં નીચે પ્રમાણેની એપ્સ શામેલ છે

    ગુજરાતી ઇબુક એપ : આ એપ તમને આપે છે ગુજરાતી સાહિત્યમાં ચર્ચાતો અને વખાણાતો પુસ્તકોનો ખજાનો.

    આમાં સામેલ છે સરસ્વતી ચંદ્ર, રસધારની વાર્તાઓ, સોરઠી બહારવટિયા અને મહાત્મા ગાંધીના પુસ્તકો.

    એ સિવાય બીજા ઘણાં પુસ્તકોનો ખજાનો છે ગુજરાતી પ્રાઈડ ઈબુક એપ. તમે મોટાભાગની બુક મફત વાંચી શકો અથવા ખરીદી પણ શકો છો.

    ગુજરાતી પ્રાઈડ મેગેઝીન : આ એપ તમને ગુજરાતી સાહિત્યની ઘણી રચનાઓનો રસપાન કરાવશે. જેમ કે શાયરી, કવિતા, વ્યંગ, વાર્તા, નિબંધ, સુવાક્ય અને વાનગી વિશેષ લેખો. આ એપ પણ એન્ડ્રોઇડ અને આઈફોન પર મફત ડાઉનલોડ કરી શકાય છે.

    ગુજરાતી પ્રાઈડ ગુજરાતી એડિટર : આ એપ છે ગુજરાતી પ્રેમી મિત્રો માટે જેમને પોતાના સ્માર્ટ ફોન પર ગુજરાતી લખવા માટે ટૂલની જરૂર છે. ગુજરાતી પ્રાઈડ ગુજરાતી એડિટર તમને તમારા એન્ડ્રોઈડ અને આઈફોન પર ગુજરાતીમાં લખવાની છૂટ સાથે સાથે તમે તમારું લખાણ સોશ્યલ નેટવર્ક પર શેર પણ કરી શકો અને ભવિષ્યમાં સુધારા વધારા માટે તેનો સંગ્રહ પણ કરી શકો.

    આ સિવાય ગુજરાતી પ્રાઈડ પાસે છે સાહિત્ય થકી મનોરંજન આપવાનો અખૂટ ખજાનો જેમ કે....

    ગુજરાતી શાયરી એપ, ગુજરાતી ગઝલ એપ, ગુજરાતી જોક્સ એપ, બાળવાર્તા એપ અને સુવાક્ય એપ. આ બધું તમને મળશે તમારા એન્ડ્રોઈડ અથવા આઈફોન પર ફક્ત ગુજરાતી પ્રાઈડ* સર્ચ કરવાથી ગુગલ પ્લે સ્ટોર અથવા તો એપલ એપ સ્ટોરમાં જાઓ અને ગુજરાતી પ્રાઈડ સર્ચ કરો.

    ગુજરાતી સાહિત્યની સેવા અને પ્રચાર માટે “ગુજરાતી પ્રાઈડ” અને “હૃદયની વાત શબ્દ સંગાથ” એકબીજા સાથે જોડાયા છે.

    હૃદયની વાત શબ્દ સંગાથ નવોદિત લેખકો અને કવિઓને એમની પ્રતિભા બહાર લાવવા માટે મંચ આપે છે.

    ગુજરાતી પ્રાઈડ નવોદિત લેખકોને એમની ઈ-પુસ્તકો ગુજરાતી ઈબુક એપમાં પ્રકાશિત કરવાની સુવર્ણ તક આપે છે.

    મહેન્દ્ર શર્મા એમના કંપની નિશટેક વતી ગુજરાતી પ્રાઈડ એપ્સનું સુકાન સાંભળી રહ્યાં છે.

    એમને મળવા અથવા સંપર્ક કરવા નીચેનું સરનામું નોંધી લેવું.

    ગુજરાતી પ્રાઈડ

    ૪૦૯, શીતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫

    ફોન : ૦૭૯ - ૨૬૭૩૦૦૯૧ અથવા મોબાઇલ : ૯૩૭૪૧૯૩૧૯૪

    ઈમેલ : info@GujaratiPride.com,

    Website : www.Gujaratipride.com