સ્મરણાંજલિકા
ધ્રુવી અમૃતિયા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
•શ્રી ગણેશ સ્તુતિ
•ગણેશની આરતી
•પ્રભાતિયું
•જાગો જગાડે
•પ્રભાતિયું -સવારે બોલવાનું
•આરતી
•મંગળાની આરતી
•શ્રીનાથજીનાં દર્શનનો મહિમા
•દીપ દર્શન
•પ્રાતઃ સ્મરણ
•મંગલાચરણમ્
•શ્રી યમુનાષ્ટકમ્
•સર્વોત્તમ સ્તોત્રમ્
•શ્રી કૃષ્ણાશ્રય
•નવરત્નમ્
•શ્રી ગિરિરાજધાર્યષ્ટકમ્
•શ્રી મધુરાષ્ટકમ્
•બ્રહ્મસંબંધનો ભાવાર્થ
•યમુના જળમાં
•જય શ્રી વલ્લભ
•શ્રી યમુનાજીની સ્તુતિ
•શ્રી વલ્લભ દેવ કી જે
•શ્રી અર્જુન ગીતા
•એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ
•ચતુઃ શ્લોકી
•પુષ્ટિમાર્ગના પાંચ તત્ત્વો
•રાધે રાધે રટે
•ઓ શ્રીનાથજી આવજો તમે
•મટકી
•આજે યમુનાજી પધાર્યા મારે ઘેર
•લાલાને માખણ ભાવે રે
•શ્રીજી આવો તે રંગ
•થાળ સાત વારના
•પ્રાણ થકી મને વૈષ્ણવ પ્યારા
•* એકાદશીનાં ભજનો
•ધન્ય એકાદશી થાળ
•ઉત્તમવ્રત એકાદશી
•આવો મહારાણી
•રાધે રાધે ગોવિંદ રાધે
•*શ્રીનાથજીના ભજનો
•મારો ચાર પૈડાનો રથ
•કોડે કોડે એકાદશી
•મોગરાના ફૂલ
•એળે ના જાય જોજો
•ધીરે ધીરે મંદિર જાવા દે મને
•સાહેલી તું ક્યાં જઈ આવી
•કાગળ લખું શ્રીનાથજી
•શ્રીજીના શરણે જે જાય
•શ્રીમદ્ વલ્લભ કહો
•મને ગમે રે શ્રીનાથજીનાં ધામમાં
•ચપટી ભરી ચરણામૃતને
•મારા શ્રીનાથજીનો લટકો
•શ્રી ગોવર્ધનધારી મારા વ્હાલા
•*યમુનાજીનાં ભજનો
•તમારો જયજયકાર યમુના મહારાણી
•સોનાની ઘંટી
•રાસ
•શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે
•મારો કનૈયો પ્યારનો સાગર
•શ્રીજી બાવાને ઘણી ખમ્મા
•આવી છું સેવાને કાજ
•કેવો રૂપાળો દેખાય
•હિંડોળે ઝુલે ઘનશ્યામ
•શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોળ
•આવ રે કાના આવ હીંડોળો
•કદમડાળે હિંડોળે ઝુલે છે નંદલાલ
•તુલસીની માળા
•આજે મારા ઘરમાં દીવાળી
•કેવા રૂડા લાવ્યો ભગવાન
•પંખીડા ઓ પંખીડા
•પ્રભુનું ભજન અને સેવા
•કાનુડા ઓ કાનુડા
•પાંચ આંગળીઓ શ્યામની રે
•ઘણી ખમ્મા ઘણી ખમ્મા
•ઝગમગતા તારલાની હવેલી
•આજ મારા મંદિરયામાં
•હરિના ભજનમાં
•ગયેલા આત્માને
•ંજલિ ગીત
•મંગળ મંદિર ખોલો
•મારો સોનાનો ઘડુલો રે
•ગોપાલ કૃષ્ણ
•નંદ ઘેર આનંદ ભયો
•અમને રાસ રમાડો મારા વ્હાલા
•ઓ કનૈયા રાસલીલા થાય
•મારા શ્રીનાથજીને ગુંજાની માળા
•રહી ગઈ ગોકુળમા
•સખી આજનો લ્હાવો લિજીઅ
•વૃંદાવનમાં વાલો કરે રે કિલ્લોલ
•અતિ રે આનંદ ભર્યા
•ચાલો જળ જમુના
•સંધ્યા આરતી
•દીવા કરો દીવા કરો
•નિત્ય નિયમ
•શ્રી યમુનાજીનું ધોળ
શ્રી ગણેશ સ્તુતિ
પહેલાં સમરું ગણપતિદેવા, વિઘ્નો દેજો મારાં કાપી,
બીજે સમરું શારદામાતા, (૨) વાણી નિર્મળ આપી,
ત્રીજે સમરું ગુરૂચરણને, (૨) પાવન કીધાં પાપી,
ચોથે સમરું માત-પિતાને, (૨) સદ્બુદ્ધિ બહુ આપી,
પુનિત પંચમ પરમેશ્વરને, (૨) માનવ પદવી આપી...
ગણેશની આરતી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પારવતી પિતા મહાદેવા
લડુઅનકા ભોગ લગે સંત કરે સેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા...
એકદન્ત દયાવન્ત ચારભુજા ધારી
મસ્તક પર સિન્દૂર શોભે મૂષકકી સવારી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા...
અંધન કો આંખ દેત કોઢીન કો કાયા
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા...
હાર ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા
સબ કામ સિધ્ધ કરે સિધ્ધ ગણેશ દેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા...
પ્રભાતિયું
હે જાગને જાદવા શ્રીકૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે.... (૨)
ત્રણસોં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે? હે જાગને...
દહીં તણાં દહીંથરાં , ઘી તણાં ઘેબરાં
કઢિયલ દૂધ તે કોણ પીશે?
હરિ મારો હાથિયો, કાળીનાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ લેશે? હે જાગને...
જમુનાને તીરે વહાલા ગોધન ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે?
ભણે નરસૈયો તુજ ગુણ ગાઈ રીઝીઓ
બૂડતાંની બાંહડી કોણ સહારો? હે જાગને...
જાગો જગાડે
જાગો જગાડે માતા જશોદા
લાડકવાયા લાલ જાગો કૃષ્ણ કનૈયા...
સોનાને પારણે હીરની દોરી
લે છે ઓવારણાં જશોદા માત
નંદબાવાના બાળ જાગો કૃષ્ણ કનૈયા...
વહાણું વાયું જાગો છોગાળા
સુની છે ગાય ને સુના છે ગોવાળીયા
ધેનુના રખવાળ જાગો કૃષ્ણ ગોવાળીયા...
લાડકડાં નીંદરડીને ત્યાગો
જાગીને માખણ મીસરી માંગો
ગોકુળના ગોવાળ જાગો કૃષ્ણ કનૈયા...
ઘેસ ને ઘેબર ભાવે જમાડું
ગવરી ગાયનાં દૂધ પીવડાવું
વાટ જુએ વ્રજનાર જાગો કૃષ્ણ કનૈયા...
જમુના કાંઠે ગોપીયોની સાથે
કૃષ્ણ રમજો રાસ પ્રભાતે
ઝબકી દીન દયાળ જાગો કૃષ્ણ કનૈયા...
જાગો જગાડે માતા જશોદા
લાડકવાયા લાલ જાગો કૃષ્ણ કનૈયા.
પ્રભાતિયું -સવારે બોલવાનું
નમો નમો શ્રી નંદજીના લાલાને શ્રી ગોપીજનના વ્હાલાને
જશોદાના જીવણ જાણ છો ચતુર રસીયા વાલા પ્રાણ છો
વાલા અંગે તે આનંદદીસો છો
વ્હાલે હાથમાં તે માખણ લીધાં છે કેસરનાં તિલક કીધાં છે
મારા વ્હાલાને આગલાને ટોપી છે
અલબેલા અંગે ઓપી છે
શામળિયા સંગે ગોપી છે બેલડીએ રાધા પ્યારા છો
જાવો માધવદાસ બલિહારી છે નમો નમો શ્રીનંદજીના લાલાને
શ્રી ગોપીજનના વ્હાલાને
વનરાવનના રે વાસી વિનંતી રાખો તમસુ દાસી
હરિનો હાર હિરલે જડીયો તે થકી રવીસૂરજ ઝાંખો પડીયો
ચૂઆ ચંદન અલકા લે છે પાંપણ ઉપર પાઘ લે છે
મહિં લટકાળા તાર લે છે
તમે મને કંઈ કંઈ કામણ કીધાં
તમે મારું ચિત્તડું ચોરી લીધું મનના માન્યા રે માયા
તમને નહિ દઉં રે હું જાવા મોહન મોટપણે શું રહો છો
પ્રિતમ પ્રિત છોડીને શું જાવ છો
વનરાવનના રે વાસી વિનંતી રાખા તમસું દાસી
આરતી
આરતી શ્રીનાથજીની મંગળા કરી (૨)
ધનનન (૨) શંખ વાગ્યા ને શ્રીનાથજી જાગ્યા
ઉતાવળ તો કરી પ્રભુ, ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
નીરખતા મુખારવીંદ, નીરખતા મુખારવીંદ
યાચના કરી પ્રભુ, યાચના કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
વસ્ત્ર અંગીકાર કર્યા, વસ્ત્ર અંગીકાર કર્યા
ઝારીજી ભરી પ્રભુ, ઝારીજી ભરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
તાલ અને મૃદંગ વાગે, તાલ અને મૃદંગ વાગે
વાગે વેણું વાંસળી પ્રભુ, વાગે વેણું વાંસળી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
દાસ જાણીને દર્શન દેજો, દાસ જાણીને દર્શન દેજો
દયા તો કરી પ્રભુ, દયા તો કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
પ્રભુ મને ધરપત આપો, પ્રભુ મને ધરપત આપો
તમારી કરી પ્રભુ, તમારી કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
શ્રીનાથજીનાં દર્શનનો મહિમા
સવારનાં
મંગળાના દર્શન કરવાથી સદાય સુખી થવાય છે.
શ્રૃંગારના દર્શન કરવાથી સ્વર્ગલોક મળે છે.
ગ્વાલના દર્શન કરવાથી પ્રતિષ્ઠા બની રહે છે.
રાજભોગના દર્શન કરવાથી ભાગ્ય વૃધ્ધિ થાય છે.
સાંજના
ઉત્થાપાનના દર્શન કરવાથી ઉત્સાહ વધે છે.
ભોગના દર્શન કરવાથી ભરોસો વધે છે.
આરતીના દર્શન કરવાથી નિઃસ્વાર્થી થવાય છે.
શયનના દર્શન કરવાથી શાંતિ મળે છે.
દીપ દર્શન
શુભમ્ કરોતિ કલ્યાણમ્ આરોગ્યં ધનસંપદઃ ।
શત્રુબુધ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોડસ્તુ તે ।।
હે દિવાની જ્યોત! તું શુભ તથા કલ્યાણ કરે
છે. તેમજ આરોગ્ય અને ધનસંપત્તિ આપે છે.
કોઈપણ શત્રુ સમજવાની બુધ્ધિનો નાશ કરે છે.
માટે હું તમને નમન કરું છું.
***
દીપ જ્યોતિ! પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દનઃ
દીપો હરતુ મે પાપં દીપજ્યોતિર્નમોડસ્તુ તે
દીવાની પ્રકાશ પરબ્રહ્મ છે. દીપજ્યોતિ જગતનાં
દુઃખ હરનાર દેવ છે. દીવો મારા પાપ દૂર કરો. હે
દીપજ્યોતિ, તમને મારા નમસ્કાર છે.
પ્રાતઃ સ્મરણ
મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્ ।
યત્કૃપા તમહં વન્દે પરમાનંદમાધવમ્ ।।
શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્ ।
વિશ્વાધારં ગગનસદ્શં મેઘવર્ણ શુભાંગમ્ ।।
લક્ષ્મીકાન્ત કમલનયનમ્ યોગિભિર્ધ્યાનગમ્યમ્ ।
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકેનાથમ્ ।
મંગલાચરણમ્
ચિન્તા-સન્તાન્તારો, યત્પાદા મ્બુજ રેણવઃ ।
સ્વીયાનાં તાન્નિજાચાર્યન્, પ્રણમામિ મુહુર્મુહુઃ ।।
યદનુંગ્રહતો જન્તુઃ, સર્વદુઃખાતિગો ભવેત્ ।
તમહં સર્વદા વન્દે, શ્રીમદ્ વલ્લભનંદનમ્ ।।
અજ્ઞાનતિમિરાન્ધસ્ય, જ્ઞાનાંજનશલાક્યા ।
ચક્ષુરુન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરવે નમઃ ।।
નમામિ હૃદયે શેષે, લીલાક્ષી રાબ્ધિ શાયિનમ્ ।
લક્ષ્મીસહસ્ત્રલીલાભિઃ, સેવ્યમાનં કલા નિધિમ્ ।।
ચતુર્ભિશ્વ ચતુર્ભિશ્વ ચતુર્ભિશ્વ ત્રિભિસ્તથા ।
ષડ્ભિર્વિરાજતે યોડસૌ, પંચધા હૃદયે મમ ।।
શ્રી યમુનાષ્ટકમ્
નમામિ યમુનામહં, સકલ સિદ્ધિહેતું મુદા ।
મુરારિપદપંકજ, સ્ફુરદમન્દરેણૂત્કટામ્ ।।
તટસ્થનવકાનન, પ્રકટમોદ પુષ્પામ્બુના ।
સુરાસુરસુપૂજિત, - સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ્ ।।૧।।
કાલિંદગિરિમસ્તક્રે, પતદમંદપૂરોજ્જવલા ।
વિલાસગમનોલ્લસત્ પ્રકટ ગણ્ડશૈલૌન્નતા ।।
સઘોષગતિદન્તુરા, સમધિરૂઢદોલોત્તમા ।
મુકુન્દરરતિવર્ધિની, જયતિ પદ્મબન્ધોઃ સુતા ।।૨।।
ભુવં ભુવનપાવની, મધિગતા મનેકસ્વનૈઃ ।
પ્રિયાભિરવિ સેવિતાં, શુકમયૂરહંસાદિભિઃ ।।
તરંગભુજકંકણ, પ્રકટમુક્તિકાવાલુકા ।
નિતમ્બતટસુન્દરી, નમત કૃષ્ણતુર્યપ્રિયામ્ ।।૩।।
અનંતગુણભિષતે, શિવવિરંચિદેવસ્તુતે ।
ધનાધન નિભે સદા, ધ્રુવપરાશરાભીષ્ટદે ।।
વિશુદ્ધમથુરાતટે, સકલગોપગોપીવૃતે ।
કૃપાજલધિસંશ્રિતે, મમ મનઃ સુખં ભાવય ।।૪।।
યયા ચરણપદ્મજા, મુરરિપોઃ પ્રિયં ભાવુકા ।
સમાગમનતો ભવત્, સકલસિદ્ધિદા સેવતામ્ ।।
તયા સદશિતામિયાત્, કમલજા સપત્નીવયત્ ।
હરિપ્રિયકલિન્દયા, મનસિ મે સદા સ્થીયતામ્ ।।૫।।
નમોસ્તુ યમુને સદા, તવ ચરિત્રમત્યદ ભુતં ।
ન જાતુ યમયાતના, ભવતિ તે પાયઃપાનતઃ ।।
યમોપિ ભગિનીસુતાન્, કથ મુહન્તિ દુષ્ટાનપિ ।
પ્રિયો ભવતિ સેવનાત્, તવ હરેર્યથા ગોપિકાઃ ।।૬।।
મમાસ્તુ તવ સન્નિધૌ, તનુનવત્વમેતાવતા ।
ન દુર્લભતમા રતિ, ર્મુરરિપૌ મુકુંદપ્રિયે ।।
અતોસ્તુ તવ લાલના, સુરધુની પરં સંગમાત્ ।
તવૈવ ભુવિ કીર્તિતા, ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ।।૭।।
સ્તુતિં તવ કરોતિ કઃ, કમલજાસપત્નિ પ્રિયે ।
હરેર્યદનુસેવયા, ભવતિ સૌખ્યમામોક્ષતઃ ।।
ઈયં તવ કથાધિકા, સકલગોપિકા સંગમ ।
સ્મરશ્રમલાણુભિઃ સકલાગાત્રજૈઃ સંગમઃ ।।૮।।
તવાષ્ટકમિદં મુદા, પઠતિ સૂરસૂતે સદા ।
સમસ્તદુરિતક્ષયો, ભવતિ વૈ મુકુન્દે રતિઃ ।।
તથા સકલ સિધ્યયો, મુરરિપુશ્ચ સંતુષ્યતિ ।
સ્વભાવવિજયો ભવેત્, વદતિ વલ્લભઃ શ્રીહરે ।।૯।।
યમુના જળમાં
યમુનાજળમાં કેશર ઘોળી સ્નાન કરાવું તને શામળા,
હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શામળા,
અંગો લૂછી આપું વસ્ત્રો પીળું પીતાંબર શામળામાં
તેલ સુગંધી નાખી આપું, વાંકડીયા તુજ વાળમાં...
કુમકુમ કેરૂં તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં...
અલબેલી આંખોમાં આજું અંજન મારા વાલમાં...
હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું હું તાલમાં,
નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં,
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં
કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતડું ચાલમાં
મોર મુગટ માથે પહેરાવું, મોરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, વારી જઉં તારા વ્હાલમાં
દૂધ કટોરી ભરીને આપું, પીઓને મારા શામળા
ભક્તજનોને શરણે રાખો, વિનવું મારા શામળા
દાસના દાસની અરજી વહાલા, લેજો વહેલા ધ્યાનમાં
અંત સમયે દોડીને આવી, દર્શન દેજો વાલમા..
જય શ્રી વલ્લભ
જયશ્રી વલ્લભ જયશ્રી વિઠ્ઠલ જય યમુના શ્રીનાથજી.
કલિયુગના તો જીવ ઉધ્ધાર્યા મસ્તક ધરિયા હાથજી
મોર મુગટ ને કાને કુંડળ ગળે વૈજંતી માળાજી
નાસીકા પર મોતી લટકે એ છબી જોવા જઈએજી
શ્રી વલ્લભ વલ્લભ મુખથી કહીએ
તો ભવસાગર તરીએજી
અનેક દેવ ઉપાસના તજીને, વર વિઠ્ઠલને વરીએજી
કૃષ્ણદાસ પ્રભુ શ્રી ગિરિધરનાં ગુણ
ચરણકમળ ચિત્ત લઈએજી
જયશ્રી ગિરિધર જયશ્રી ગોવિંદ જયશ્રી બાલકૃષ્ણજી
જયશ્રી ગોકુલપતિ જયશ્રી રઘુપતિ
જયશ્રી યદુપતિ ઘનશ્યામજી
ગોકુલવાલે નાથ મેરી દોરી તમારે હાથજી
જયશ્રી યમુના જયશ્રી ગોવર્ધનનાથ
શ્રી મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલનાથ
જય જયશ્રી ગોકુલેશ કલેશ ના રહે શેષ.
શ્રી વલ્લભ દેવ કી જે
શ્રી વલ્લભ દેવ કી જે
પ્રાણ પ્યારે કી જે
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગોપીનાથ
દેવકીનંદન નંદકિશોર
શ્રી મોરલીધર માખણચોર
સુરદાસ, કૃષ્ણદાસ, જો પરમાનંદ, કુંભનદાસ
જો ચતુર્ભુજ નંદદાસ છીતસ્વામી શ્રી ગોવિંદ
વલ્લભ દેવકી જે, પ્રાણ પ્યારે કી જે
આચાર્ય શ્રી મહાપ્રભુજીકી જે
શ્રી ગોસાંઈજી પરમદયાળ કી જે
શ્યામસુંદર યમુને મહારાણી કી જે
શ્રી ગોવર્ધનનાથ કી જે શ્રી દ્વારકાધીશ કી જે
ચૌરાસી વૈષ્ણવ કી જે બસોબાવન ભગવદીય કી જે
અષ્ટ સખા કી જે અપને અપને ગુરુદેવ કી જે.
શ્રી વલ્લભકુળ પરિવાર કી જે આજકે આનંદકી જે
સર્વે આનંદ કરાનેવાલેકી જે
સર્વે ભગવદ મંડળીને જય શ્રી કૃષ્ણ.
શ્રી અર્જુન ગીતા
શ્રીકૃષ્ણ કહે સાંભળ અર્જુન ભક્તિ વિષે તમે રાખો મન
ભક્તિ થકી અળગો નવ ખસું હૃદયકમળમાં વાસો વસું
મારી દેહ મારા ભક્તોને સહી તેમાં ભિન્ન ભેદ તમે જાણો નહિ
મને ભક્ત વહાલા છે ઘણું હું કારજ કરું સેવક તણું
ભક્ત તણું હું રક્ષણ કરું હસ્ત છાયા મસ્તક શિર ધરું
ભક્તિ ઉપર છે મારું મન ધેનુ ચરાવા ઈચ્છું વન
ખરો મિત્ર મૂકું નહિ ઘડી મને સેવકની ચિંતા ઘણી
ખાય ખર્ચે મુજ નિયમ કરી અક્ષય ભંડાર તેને આપું સહી
સુખ દુઃખનો બાંધ્યો સંબંધ અક્ષર લખ્યા પહેલે દિન
મારું લખ્યું ફોગટ નવ થાય ચાહે દેશ મેલી પરદેશ જાય
મારી માયા કોઈ નવ લહે શ્રીફળમાં જેમ પાણી રહે
કોટી બ્રહ્માંડ ભાંગુ ને ઘડું એક પલકમાં હું પેદા કરું
જળ સ્થળ પૃથ્વી ને આકાશ સર્વ ભૂતલમાં મારો વાસ
જર તપ તીરથ મારું કરે એ સહુ નીર સાગરમાં ભરે
એવું જાણી જે મુજને ભજે મોહ માયા અહંકાર તજે
સર્વ લોકને સરખા જાણ કીડી કુંજર એક સમાન
રાત દિવસ હરિના ગુણ ગાય ત્યાં મારું મન પ્રસન્ન થાય
મને જે મન સોંપે તે ખરું તેની ઈચ્છા હું પૂર્ણ કરુ
એક તરફ ધન સીંચે દિન રાત તેને બાંધી આપે જમણે હાથ
મને સેવ્યાનું ફળ છે ઘણું વિમાન બેસાડી વૈકુંઠે મોકલું.
અર્જુન તું વહાલો છે ઘણું મુજની વાત તુજ આગળ કરું
ગીતાનો અર્થ હતો જેહ મેં તુજને સંભળાવ્યો તેહ
સહુ મળી લેજો હરિનું નામ રાતદિવસ ભજવા ભગવાન
તે માટે પ્રપંચથી પર હરો શ્રીકૃષ્ણ હૃદયમાં ધરો
કર જોડી કહે છે વલ્લભદાસ તમારે ચરણે અમારો વાસ
રાધે રાધે રટે
રાધે રાધે રટે ચલો આયેંગે બિહારી
આયેંગે બિહારી ચલો આયેંગે બિહારી
રાધે રાધે રટે ચલો આયેંગે બિહારી
રાધા મેરી ચંદા, ચકોર હૈ બિહારી, રાધે રાધે...
રાધા રાણી મિશ્રી તો સ્વાદ હૈ બિહારી, રાધે રાધે...
રાધા રાની ગંગા તો ઘાટ હૈ બિહારી, રાધે રાધે...
રાધા રાની તન હૈ તો પ્રાણ હૈ બિહારી, રાધે રાધે...
રાધા રાની સાગર, તરંગ હૈ બિહારી, રાધે રાધે...
રાધા રાની મોહની તો મોહન હૈ બિહારી, રાધે રાધે
રાધા રાની ભોલી-ભાલી, ચંચલ હૈ બિહારી, રાધે રાધે
રાધા રાની નથની તો કંકણ હૈ બિહારી રાધે રાધે...
રાધા રાની મોરલી તો તાન હૈ બિહારી, રાધે રાધે...
રાધે રાધે રટે ચલો આયેંગે બિહારી...
મટકી
જળ ભરવાને હું તો ગઈ, કે સામો મળ્યો કાનુડો
નજરો નજર એક થઈ કે સામો મળ્યો કાનુડો
આંખોના અણસારે મુજને બોલાવી
બાવરી બની હું તો ગઈ કે...
કાંકરી મારીને મારી મટુકી ફોડી
ન થવાની મારે થઈ કે...
પાલવડો ઝાલીને મને પૂછે પાતળીયો
તારે ને મારે શી સગાઈ કે...
નયણો ઢાળીને મેં તો કહી દીધું કાનમાં
ચૂંદડી ઓઢું બીજાની નહીં રે કે...
વૈષ્ણવોના શ્યામે મારી પ્રેમ કટારી
અંતરની આપલે થઈ કે...
શ્રીજી આવો તે રંગ
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો,
બીજો ચડતો નથી એકેય રંગ વિઠ્ઠલનાથ... આવો તે.
હું તો વ્રજમાં ગઈ ને મારું મન મોહ્યું,
મારી જાગી પૂર્વની પ્રીતિ વિઠ્ઠલનાથ..આવો તે.
મારે રહેવું અહિંયાને મેળ તારો થયો,
હવે કેમ કરી દહાડા જાય વિઠ્ઠલનાથ... આવો તે.
રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો,
નિત્ય તમારા દર્શન થાય તમારા વિઠ્ઠલનાથ.. આવો તે.
રંગ છાંટ્યો એવો કે મારું હૈયું રંગ્યું,
હૈયું રહેતું નથી હવે હાથ વિઠ્ઠલનાથ... આવો તે.
તારું મુખડું જોઈને મારું મન મોહ્યું
મારા તૂટે છે દિલડાનાં તાર વિઠ્ઠલનાથ.. આવો તે.
દાસ વૈષ્ણવને આશરો તમારો
તેણે સર્વે સમર્પણ કીધું વિઠ્ઠલનાથ... આવો તે.
શ્રીજી પ્રગટ મળો ને મારા પાપ બળે,
ભાંગે જન્મોજન્મની ભીડ વિઠ્ઠલનાથ.. આવો તે.
શ્રી વલ્લભના સ્વામી શામળા
અમને દેજો શ્રી વ્રજમાં વાસ વિઠ્ઠલનાથ.. આવો તે.
પ્રાણ થકી મને વૈષ્ણવ પ્યારા
પ્રાણ થકી મને વૈષ્ણવ પ્યારા
રાત દિવસ હૃદિયે ભાસુ રે વાલા...
તપ તીર્થ વૈકુંઠ મૂકીને
મારા વૈષ્ણવ હોય ત્યાં જાઉં રે...
અંબરીષ રાજા મને અતિ ઘણા વહાલા
દુર્વાસાએ માન ભેગું કીધું રે...
મેં મારું અભિમાન તજીને
ચક્ર સુદર્શન વારી લીધું રે વાલા...
ગજને ચારે હું તો પાળો પળિયો
હરિજનની સુદ લેવા રે વ્હાલા...
ઊંચને નીચના ભેદ ન જાણું
મુજને ભજે તે મુજ ને વાર વ્હાલા...
લક્ષ્મીજી રે અર્ધાંગીની મારી
તે મારા વૈષ્ણવની દાસી રે...
અડસઠ તીરથ મારા વૈષ્ણવના ચરણ
કોટી ગંગા ને કોટી કાશી રે વાલા...
વૈષ્ણવ ચાલે ત્યાં હું આગળ ચાલું
વૈષ્ણવ સુએ ત્યાં જાગું રે વ્હાલા
જે મારા વૈષ્ણવની નિંદા રે કરશે
કુળ સહિત હું ભાગું રે વાલા...
મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડે
વૈષ્ણવે બાંધ્યા જો નવ ઘુરે રે વાલા...
એકવાર વૈષ્ણવ મુજને બાંધે
તો તે બંધન નવ છુટે રે વાલા...
બંસીને ગાય તો હું ઊભો સંભાળું
ઊભો ઊભો ગાય તો હું નાચું રે વાલા...
વૈષ્ણવથી પણ નથી અળગો
ભણે નરસૈયો સાચું રે વાલા...
એકેકાદશીનાં ભજનો
રાધે રાધે ગોવિંદ રાધે
રાધે રાધે ગોવિંદ રાધે, ગોપાલ રાધે... (૨)
ગોકુલ મેં રાધે, નંદગામમેં રાધે... (૨)
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે... (૨)
વૃંદાવનમેં રાધે, બરસાનેમેં રાધે... (૨)
દાનગઢમે રાધે, માનગઢમેં રાધે... (૨)
રાધે રાધે ગોપાલ, ગોવિંદ રાધે... (૨)
ભવરવનમેં રાધે, મોરકુટમેં રાધે... (૨)
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે... (૨)
વૈષ્ણવજનમેં રાધે, સર્વ જગત મેં રાધે (૨)
રાધે રાધે ગોવિંદ, ગોપાલ રાધે.. (૨)
ગોકુલમેં રાધે, નંદગાવમેં રાધે...
નંદગાંવમેં રાધે, વૃંદાવનમેં રાધે...
બરસાનેમેં રાધે, દાનગઢમેં રાધે...
મોરકુટમેં રાધે, વનરાવનમેં રાધે,
બરસાનેમેં રાધે, સર્વજગતમેં રાધે,
રાધે, રાધે, રાધે, રાધે, રાધે, રાધે,...
જય જયશ્રી રાધે...
કોડે કોડે એકાદશી
કોડે કોડે એકાદશી કીજીએ રે,
એવું વ્રત જાવા નવ દીજીએ રે...
એ વ્રત કરે તે ધન્ય માનવી રે,
તે તો નાહ્યો કોટીક વાર જાહનવી રે...
જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે
તેણે કાર જ પોતાનું સર્વે કર્યું રે...
એનો મહિમા મુનિવર ગાય છે રે
અવિનાશી મળ્યાનો ઉપાય છે રે...
બ્રહ્માનંદ કહે એમાં હરિ રહ્યા વસી રે
કિધી ઉધ્વવ પ્રમાણે એકાદશી રે...
એળે ના જાય જોજો
એળે ના જાય જોજો, અવતાર માનવીનો.
જો જો ગુમાવશો ના, વિશ્વાસ માનવીનો.
એવું અમૂલ્ય જીવન, તુજને મળ્યું છે માનવ.
ભગવાન ખુદ ધરે છે, અવતાર માનવીનો.
એવા ન વેણ કાઢો, જેથી દિલમાં ઠેસ વાગે.
વાણી ઉપર બધો છે, વ્યવહાર માનવીનો.
ભક્તિથી તારી માનવ, પથરાંઓ પણ તરે છે.
મુશ્કિલ છે પ્રાપ્ત કરવો, એક પ્યાર માનવીનો.
યમુન્ુનાજીનાં ભજનો
સોનાની ઘંટી
મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, એમાં દળાય નહીં બાજરો બંટી
કેસર દળું તો ચંદન થાય, એલચી દળું તો મ્હારો કાનો ખાય
મારા શ્રીનાથજીને સોનાની ઘંટી...
માડી તારા કાનાને એવી કુટેવ,
હાલતો જાય, ચાલતો જાય, લાકડીને કામળી લેતો જાય
...મારા
હઠ કરીને એ માખણિયાં માગે, માખણ આપું ત્યારે મિસરી માગે,
ખાતો જાય, ખવડાવતો જાય, ઘરમાં માખણિયાં ઉડાડતો જાય.મારા
દસબાર ગોવાળોને સંગે લઈને, વ્રજમાં ફરે એ તો દીવાનો થઈને
કાળી કાળી કામળી ઓઢતો જાય, ગોપીઓનાં વસ્ત્રો ખેંચતો જાય
...મારા
માતા જશોદા અમે ક્યાં જઈ રહીએ, ગોકુળિયું મેલી અમે ક્યાં વાસ કરીએ,
એ તો રાવ ગોપીઓ કરતી જાય, કાનાને સાનમાં સમજાવતી જાય
... મારા
સત્સંગ હોય ત્યાં આવીને બેસે, કોઈના જાણે એવા છૂપા રે વેશે,
ડોલતો જાય, ડોલાવતો જાય, વૈષ્ણવોને દર્શન દેતો જાય..મારા
વલ્લભના સ્વામીને ઝાઝું શું કહેવું, મારે નથી કાંઈ લેવું કે દેવું
મનમાં હતી એક જ આશ, અમને દેજો વ્રજમાં વાસ,
મારા શ્રીનાથજીને સોનાની ઘંટી...
શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે
શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે
આંગણ અવસર આવ્યો રે...
આંગણ અવસર આવ્યો મારા વ્હાલા
આંગણ અવસર આવ્યો રે...
શ્રીનાથજી પધાર્યા ને યમુનાજી પધાર્યા
મહાપ્રભુજી પધાર્યા રે...
ફુલડે વધાવું ને મોતીડે વધાવું, ચોખલીએ વધાવું રે....
ગલીએ ગલીએ ફુલડાં વેરાવું, વાજીંત્રો વગડાવું રે...
શરણાઈઓના સુરે મારા વ્હાલા, આંગણ...
થાળ ભરીને સામગ્રી ધરાવું, માખણ-મિસરી ધરાવું રે...
જળ જમુનાની ઝારી ભરાવું, આંગણ...
વહુજી પધાર્યા ને બેટીજી પધાર્યા, વલ્લભકુળ પધાર્યા રે...
મંગળ ગીતડા ગવડાવું મારા વ્હાલા, આંગણ...
હું હરખાતી ઘેલી બનીને, કોને કહેવા જાઉં રે
રાસની રમઝટ જામી મારા વ્હાલા, આંગણ...
નાચી કુદીને ગાઉં મારા વ્હાલા, આંગણ...
મારો કનૈયો પ્યારનો સાગર
મારો કનૈયો પ્યારનો સાગર
હરતો જાય ફરતો જાય ગોપીઓને ઘેલી કરતો જાય
મારા કનૈયાને સોનાની મોરલી
હરતો જાય ફરતો જાય સૌનાં દિલડાં હરતો જાય
મારા કનૈયાને કાનોમાં કુંડળ
હરતો જાય ફરતો જાય કાનોમાં કુંડળ ડોલાવતો જાય
મારા કનૈયાને પગમાં ઝાંઝરા
હરતો જાય ફરતો જાય રૂમઝુમ ઝાંઝર વગાડતો જાય
મારા કનૈયાને એવી છે ટેવ
હરતો જાય ફરતો જાય મહીંની મટકી ફોડતો જાય
મારા કનૈયાને માખણીયા ભાવે
હરતો જાય ફરતો જાય ઘડી ઘડી માખણ ચાટતો જાય
મારા કનૈયાને વાલી છે ગાયો
હરતો જાય ફરતો જાય વનમાં ગાયો ચરાવતો જાય
મારો કનૈયો જગતનો નાથ છે
આવતો જાય, મળતો જાય, ભક્તોને દર્શન દેતો જાય.
ઘણી ખમ્મા ઘણી ખમ્મા
ઘણી ખમ્મા ઘણી ખમ્મા, ઘણી રે ખમ્મા
મારા શ્રીજી બાવાને ઘણી ખમ્મા, ઘણી રે ખમ્મા
મારા યમુના મહારાણીને ઘણી ખમ્મા, ઘણી રે ખમ્મા
મારા મહાપ્રભુજીને ઘણી ખમ્મા, ઘણી રે ખમ્મા
નંદનો દુલારો શ્યામ જશોદાનો પ્યારો
વ્રજનો વ્રજેશ કાન, મેવાડનો રાણો
હે... એવા મેવાડના રાયને ઘણી રે ખમ્મા...
મેવાડ દેશમાં બિરાજે મારો વ્હાલો
હે... એવા વ્રજના લાડીલાને ઘણી રે ખમ્મા...
ખમ્મા વ્રજધામને, ગોકુળીયા ગામને
નંદગામ, બરસાના, ગોપાલપુરી ગામને
હે... એવા ગાયોના ગોવાળને ઘણી રે...
કંસનો વેરી, કાળી નાગનો વેરી
મારા શ્રીજી છે સાચા ભક્તોના બેલી
હે... એવા ત્રિલોકના નાથને ઘણી રે ખમ્મા...
રંગે રૂપે શ્યામ, મુરલીધર નામ છે
મુરલીના સુરે રાણી રાધાજીનું નામ છે
હે... એવા મોરલીધર શ્યામને ઘણી રે ખમ્મા...
આવી છું સેવાને કાજ
આવી છું સેવાને કાજ
ફુલડાં લાવી છું છાબમાં
કેવા સુંદર તો ડોલરના ફુલ છે
બાલકૃષ્ણ તમારે કાજ.. ફુલડાં લાવી છું છાબમાં
ડોલરના ફુલની માળા બનાવી
તુલસીના નાખ્યા છે પાન... ફુલડાં લાવી છું
ઝીણી ઝીણી કળીઓની માળા બનાવી
આરતી લઈ આવી છું સાથ... ફુલડાં લાવી છું.
શ્યામ સુંદરની આરતી ઉતારું
વૈષ્ણવના મનડા હરખાય.. ફુલડાં લાવી છું
માધવ દાસના સ્વામી શામળીયા
દે જો શ્રી વ્રજમાં વાસ... ફુલડાં લાવી છું
આજે મારા ઘરમાં દીવાળી
આજે મારા ઘરમાં દીવાળી
મારે ઘેર પધાર્યા વનમાળી
આસોપાલવના તોરણ બંધાવ્યા
કંકુ કેસરના સાથીયા પુરાવ્યા
રંગોળી પુરી છે રૂપાળી.. મારે ઘેર પધાર્યા...
કંકુ ચોખા લઈને કાનાને વધાવું
કાનુડાના પગલે પુષ્પો વેરાવું
ધન્ય બની આંખલડી મારી... મારે ઘરે પધાર્યા...
સેવા ને સામગ્રી સજાવી દીધી છે
રસોઈ મારા હાથે બનાવી દીધી છે
હરખે હરખે કીધી તૈયારી... મારે ઘરે પધાર્યા...
રોમે રોમે પ્રગટ્યા છે ઝગમગતા દીવડા
આજે જાણે વૈષ્ણવના ઘરમાં વિવાહ
પાવન થઈ છે ઝુંપડી મારી... મારે ઘરે પધાર્યા...
પંખીડા ઓ પંખીડા
પંખીડા ઓ પંખીડા, પંખીડા ઓ પંખીડા...
પંખીડા તુ ઊડી જજે નાથદ્વારા રે
શ્રીજી બાવાને જઈને કહેજે દર્શન આપે રે
મારા ગામના સોનીડા વીરા વહેલા આવો રે
મારા શ્રીજી બાવા કાજે રૂડાં શણગાર લાવો રે
સારા લાવો સુંદીર લાવો વેલા આવો રે... શ્રીજી બાવાને...
પંખીડા તુ ઊડી જાજે કાંકરોલી ધામ રે,
દ્વારકાધીશને જઈને કહેજો દર્શન આપે રે
મારા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારા દ્વારકાધીશ કાજ રૂડા બંગલા લાવો રે
સારા લાવો સુંદીર લાવો વહેલા આવો રે... દ્વારકાધીશને...
પંખીડા તુ ઊડી જાજે મથુરા દેશ રે
મહારાણીમાને જઈને કે જો દર્શન આપે રે
મારા ગામના દરજીડા વીરા વેલા આવો રે
મારી મહારાણી માને કાજે રૂડી ચુંદડી લાવો રે
સારી લાવો સુંદીર લાવો વેલા આવો રે... મહારાણીમાને...
પંખીડા તું ઊડી જાજે ચંપારણ્ય દેશ રે
વલ્લભાધીશને જઈને કહેજો દર્શન આપે રે
મારા ગામના દરજીડા વીરા વેલા આવજો રે
મારા વલ્લભાધીશ કાજે રૂડા ધોતી ઊભરણા લાવો રે
સારા લાવો સુંદીર લાવો વેલા આવો રે... વલ્લભાધીશને...
પ્રભુનું ભજન અને સેવા
પ્રભુનું ભજન અને સેવા જેને ઘરે છે
એના જીવનમાં રોજ લીલા લહેર છે
મોરલીવાળાની સદા જેને માથે મહેર છે
એના જીવનમાં રોજ લીલાલહેર છે
હરિનો ભરોસો પાકો જેને વ્યવહારમાં
ફેરો સુધરે છે એનો આ રે સંસારમાં
મોહનની સાથે જેને સાચો મન મેળ છે
એના જીવનમાં રોજ લીલા લહેર છે
સંતોની વાણી જેણે હૈયામાં સંઘરી
એને સંભળાયે રોજ કાનાની બંસરી
કુળને કપટને બાજી જેને મન ઝેર છે
એના જીવનમાં રોજ લીલા લહેર છે.
રૂદિયે રંગાયો જે રણછોડના રંગમાં
દિવસ ને રાત એનો માણે આનંદમાં
સખીઓ આ જગમાં જેને કોઈથી ના વેર છે
એના જીવનમાં રોજ લીલા લ્હેર છે
કાનુડા ઓ કાનુડા
ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી રે ખમ્મા...
મારા મહારાણીમાને ઘણી રે ખમ્મા
મારા યમુનાજી માને ઘણી રે ખમ્મા
મારા દીન દયાળુ માને ઘણી રે ખમ્મા
મથુરા ગામમાં ને નિશ્રામઘાટમાં
વૈષ્ણવો આવે દોડી તારી પાસમાં...
હે... એવા મહારાણીમાને ઘણી રે ખમ્મા...
સુરજદેવના દીકરીને યમરાજાના બેનડી
હે... એવા યમના ભગીનીને ઝાઝી રે ખમ્મા
કાલિન્દી ટોચથી માડી પધાર્યા
તેથી મહારાણીમા કાલિન્દી કહેવાયા
હે... એવા શ્રીજી પટરાણીને ઘણી રે ખમ્મા...
ધીર ગંભીર માનું શીતળ જળ છે. (સ્વરૂપ)
પયપાન કરીને વૈષ્ણવ પાવન થાય છે.
હે... એવા વૈષ્ણવના લાડીલાને ઝાઝી રે...
ભાઈ પાસે માએ વરદાન લીધા
ભાઈને વચનથી બાંધી રે દીધા
હે...એવા ભક્તોના રખવાળાને ઘણી રે ખમ્મા...
ચણીયા ચોળીને માને ચુંદડી રે શોભતી
બાંહે બાજુબંધ બેરખાં રે સોપતા
હે... એવા કૃષ્ણ પ્રિયાને ઘણી રે ખમ્મા...
આજ મારા મંદિરયામાં
આજ મારા મંદિરયામાં ઝુલે શ્રીનાથજી
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી
... આજ મારા.
જશોદાના જાયા ને નંદના દુલારા
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી
જરકસી જામા ધરી ઊભા શ્રીનાથજી
જગતના છે સાચે સાચા શ્રીનાથજી
... આજ મારા.
મોહનમાળા મોતી માળા ધરી શ્રીનાથજી
પુષ્પોની માળાને જાઉં વારી શ્રીનાથજી
... આજ મારા.
શ્રીનાથજીને પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી
સ્વરૂપ દેખી મુનીવરના મન લોભે
...શ્રીનાથજી...
ભાવ ધરી તમે બાલકૃષ્ણ લાલજી.
વૈષ્ણવ જનોને ઘણા વહાલા શ્રીનાથજી
.. આજ મારા.
શ્રી વલ્લભના સ્વામીને અંતરયામી દેજો
અમને વ્રજમાં શ્રીનાથજી... આજ મારા
ગયેલા આત્માને
(૧) ગયેલાં આત્માને, મન હૃદયથી આપજે શાંતિ પૂરી બધી રીતે એનું, પ્રભુ કરાવજે, સર્વકલ્યાણ શ્રીજી બધા જીવો સાથે, ગત જીવનમાં જે થયેલો સંબંધ કરાવી દ્યો એને સહુ તરફથી સાવ નિશ્ચિંત મુક્ત.
(૨) કેવો રાસ રચાય છે પળે-પળે, મૃત્યુ અને જનમનો એની એ ઘટમાળમાં સરકતું. એ વિશ્વનો ખેલશો તેમાં જીવ રમ્યા કરે પણ ખરું, આ ભાન એને થતું કેવો આપ વહ્યાં કરે પ્રકૃતિથી, કોઈન ત્યાં જાગતું.
મંગળ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલો, દયામય!
મંગલ મંદિર ખોલો...
જીવન વન, અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો :
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો
શિશુને ઊરમાં લો લો...
નામ મધુર તમ રહ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક
પ્રેમ અમીરસ ઢોળો...
મારા શ્રીનાથજીને ગુંજાની માળા
મારા શ્રીનાથજીને મુંજાની માળા
બીજી શોભે છે મોતીઓની માળા
વલ્લભ સેવા કરતા જાય, કરાવતા જાય
વૈષ્ણવને દર્શન દેતા જાય... મારા
મારા શ્રીનાથજીને વેણુને નેય
ઊભા છે લઈને ગુલાબનું અત્તર
શ્રી અંગ ઉપર છાંટતા જાય, છંટાવતાં જાય
વૈષ્ણવને દર્શન દેતા જાય... મારા
મારા શ્રીનાથજીને બાજુબંધ બેરખા
કાનના કુંડળને કેડે કંદોરો શોભતા
પગમાં ઝાંઝર ઝમકાવતા જાય
ગોપીઓને રાસ રમાડતા જાય... મારા
મારા શ્રીનાથજીને વાંકળિયા વાળ છે
ઊભા છે એ તો સુંદર વેશે
વાંકળિયા વાળ ઊડાડતા જાય, રમતા જાય
રમાડતા જાય.. મારા
મારા ગુરુજીની ચોર્યાસી બેઠક
અગ્નિકુંડમાં પ્રગટ થાય છે
વૈષ્ણવને ઝારી ભરાવતા જાય,
બેઠકજીએ દંડવત કરાવતા જાય...મારા
મારા યમુનાજી ગોકુળમાં બિરાજે
ઠકરાણી ઘાટે ને વિશ્રામ ઘાટે
યમુનાજી આરતી કરતા જાય, કરાવતા જાય
વૈષ્ણવને દર્શન આપતા જાય.... મારા
સત્સંગ હોય ત્યાં આવીને બેસે,
કોઈ ન જાણે એવા છૂપા વેશે.
ઝૂલતા જાય, ઝૂલાવતા જાય,
વૈષ્ણવને દર્શન દેતા જાય.. મારા
વલ્લભના સ્વામીને ઝાઝું શું કહેવું
મારે નથી કાંઈ લેવું ને દેવું
લળી લળીને લાગુ તુજને પાય
તારી લીલા મને ન સમજાય... મારા
રહી ગઈ ગોકુળમાં
નંદબાવાને માતા જશોદાજી સાંભળે,
મમતાની મૂડી મારી રહી ગઈ ગોકુળમાં...
સોના રૂપાના અહીં વાસણ મઢાવ્યા (૨)
કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં...
છપ્પનભોગ અહીં સ્વાદના ભરેલા (૨)
માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં...
હીરા મોતીના હાર મઝાના (૨)
ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં...
હીરા માણેક ના મુગટ મઢાવ્યા (૨)
મોર પીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં...
હાથીને ઘોડા અહીં ઝુલે અંબાડીએ (૨)
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં...
શરણાઈના સૂર કેવા ગુંજે મજાના (૨)
વ્હાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં...
રાધાજીને એટલું કહેજો ઓધવજી (૨)
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં...
નંદબાવાને માતા જશોદાજી સાંભળે
મમતાની મૂડી મારી રહી ગઈ ગોકુળમાં...
વૃંદાવનમાં વાલો
વૃંદાવનમાં વાલો કરે રે કિલ્લોલ
કરે રે કિલ્લોલ બોલે જીણા જીણા મોર
સોમવારે વાલો શ્રીનાથજીના રૂપે
શણગાર સજીને વાલો કરે રે કિલ્લોલ... વૃંદાવન.
મંગળવારે વાલો માધવ સ્વરૂપે
મોરલી વગાડી વાલો કરે રે કિલ્લોલ... વૃંદાવન
બુધવારે વાલો બિહારી સ્વરૂપે
બંસરી બજાવી વાલો કરે રે કિલ્લોલ... વૃંદાવન
ગુરુવારે વાલો ગોવાળિયા સ્વરૂપે
ગાયો ચરાવી વાલો કરે રે કિલ્લોલ... વૃંદાવન
શુક્રવારે વાલો શામળશાના રૂપે
શેઠ બનીને વાલો કરે રે કિલ્લોલ... વૃંદાવન
શનિવારે વાલો શ્રીનાથજીના સ્વરૂપે
દર્શન આપીને વાલો કરે રે કિલ્લોલ... વૃંદાવન
રવિવારે વાલો રાસ-બિહારી સ્વરૂપે
રાધા સાથે રાસ રમી વાલો કરે રે કિલ્લોલ... વૃંદાવન
ગોપી મંડળની ગોપી કાનાને તેડાવે
ગોપી મંડળની સાથે કાનો કરે રે કિલ્લોલ...
વૃંદાવનમાં વાલો કરે રે કિલ્લોલ....
જીવનનાં બોધ વચનો
(૧) સંગ્રહ કરવા લાયક ત્રણ વાનાં છે...
સંતોષ, સન્મિત્રો, સાદાઈ
(૨) ત્યાગ કરવા લાયક ત્રણ વાનાં છે...
મિથ્યા ભાષણ, આળસ, અવગુણો
(૩) અનર્થ ઉપજાવનારા ત્રણ છે...
કામ, ક્રોધ, લોભ
(૪) ધિક્કારવા યોગ્ય ત્રણ છે...
ક્રુરતા, કૃતઘ્નતા, મગરૂરી
(૫) હૃદયનો નાશ કરનારા ત્રણ છે...
આળસ, કુબુદ્ધિ, કુચ્છંદ
(૬) સુખ વધારનારા ત્રણ છે...
સદ્ગુણી સ્ત્રી, સન્મિત્ર, સદ્વિદ્યા
(૭) આ ત્રણથી ભેદ રાખવો નહિ...
સદ્ગુણી સ્ત્રી, સન્મિત્ર, પ્રમાણિક નોકર
(૮) મિત્રતા કરવાના ત્રણ પ્રકાર છે...
મળતો સ્વભાવ, સંપ, સત્કાર
(૯) મિત્રતા છોડવાના ત્રણ પ્રકાર છે...
કડવીવાણી, વિશ્વાસઘાત, લેણ-દેણ
(૧૦) ધનની ગતિ ત્રણ પ્રકારની છે...
દાન, ભોગ, નાશ
(૧૨) પારકા આશ્રય પર જીવનારાં ત્રણ છે...
સિંહ, સત્યપુરૂષ, શુરવીર
(૧૩) કામ ત્રણ પ્રકારેથી થાય છે...
મનથી, વચનથી, કાયાથી
(૧૪) વિવેકના ત્રણ સ્થંભો છે...
સત્યતા, નમ્રતા, વાણીની મધુરતા
(૧૫) જગતમાં મોટાઈ આપનારા ત્રણ છે...
ઈશ્વરભક્તિ, ઉદારતા, ઉદ્યોગ
(૧૬) આરોગ્યતા આપનારાં ત્રણ છે...
પચતો ખોરાક, કસરત, સ્વચ્છતા
(૧૭) જગતમાં પૂજવા લાયક ત્રણ છે...
મા-બાપ, ગુરૂજનો, પ્રભુ
(૧૮) નિંદવા લાયક ત્રણ છે...
કલંકકામિની, કપુત, કુટિલ નોકર
(૧૯) સુખે સુનારાં ત્રણ છે...
સંતોષી, સારાં કામ કરનાર, સત્યપુરૂષ
(૨૦) ઉજાગરાં કરનારાં ત્રણ છે...
ચોર, વ્યભિચારી, ગમા શત્રુવાળો
(૨૧) વ્યાપારમાં જરૂરની ત્રણ બાબતો છે...
હામ (હિંમત), દામ (ધન), ઠામ (સ્થળ)
(૨૨) પાયમલ કરનારાં ત્રણ છે...
કરજ, કપટ, કુવચનો
(૨૩) ઉન્નતિ કરનારાં ત્રણ છે...
સત્સંગ, ધર્માચરણ, ધૈર્ય
(૨૪) લડાઈનાં મૂળ ત્રણ છે...
જર (ધન), જમીન, જોરૂ (સ્ત્રી)
(૨૫) બેશરમ ત્રણ છે...
ગરજવાન, દરવાન, વ્યસની
(૨૬) નાશવંત ત્રણ છે...
જીંદગી, ધન, અધિકાર
(૨૭) વિના અગ્નિએ બાળનારા ત્રણ છે...
ક્રોધ, કુટુંબકલેશ, કપુત
(૨૮) ત્રણ વાનાં મનુષ્યમાં પુરતાં હોતાં નથી...
અક્કલ, આકીન, ઈશ્વરની ઓળખ
(૨૯) ધનની સાથે ત્રણ વાનાં જાય છે...
માન, બુદ્ધિ, ક્રાંતિ (સુંદરતા)
(૩૦) દુનિયામાં યાત્રાના સ્થળ ત્રણ છે...
માતા, પિતા, ગુરૂ
(૩૧) ઘરની ગુપ્ત વાત ત્રણ પ્રકારેથી છાની રાખવી...
અજ્ઞાન સ્ત્રી, અનાડી નોકર, અજ્ઞાન બાળક
(૩૨) પરદેશ જવાથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે.
વિદ્યા, કળા, ધન
(૩૩) જ્ઞાન મેળવવાનાં ત્રણ સાધન છે...
વાચન, વાતચીત, નિરીક્ષણ
(૩૪) હલકાની સોબતમાં ત્રણ વાનાં જાય છે...
આબરૂ, ધન, જીવતર
(૩૫) આ જગતમાં જુસ્સો ચઢાવનારા ત્રણ છે...
વચનબાણ, વાજું, વીરતા
(૩૬) ધર્મના લક્ષણો ત્રણ છે...
દયા, દાન, દીનતા (ગરીબાઈ)
(૩૭) રાજાએ ત્રણની સલાહ કદી ન લેવી...
ખુશામતીઓ, મૂર્ખ, આળસુ
(૩૮) ચિંતા કરવાથી ત્રણ વાનાં નાશ પામે છે...
જ્ઞાન, બળ, ક્રાંતિ
(૩૯) ત્યજવા લાયક ત્રણ છે...
પરધન, પરનારી, પરનિંદા
(૪૦) પાસે રહેનારને વશ થનારાં ત્રણ છે...
પશુ, સ્ત્રી, રાજા
(૪૧) અપમાન સહન ન કરનારા ત્રણ છે...
સિંહ, સત્પુરૂષ, હાથી
(૪૨) ત્રણ જણને સુતાં જગાડવાં નહિ...
રાજા, મધમાખી, પારકું કુતરૂં
(૪૩) ફરવાથી ફળપ્રાપ્તિ કરાવનારાં ત્રણ છે...
ઘંટી, ધાણી, વકીલ
(૪૪) સંપીલા મનુષ્યોની ત્રણ કાર્યમાં જરૂર છે...
દેશોદયમાં, જ્ઞાનોદયમાં, વ્યાપારોદયમાં
(૪૫) આ ત્રણ રોકડીયા ગણાય...
વૈદ્ય, વેશ્યા, વકીલ
(૪૬) આ ત્રણ ખારીલા ગણાય.
પંડ્યો, પાડો, કુતરો
(૪૭) આ ત્રણથી પાછા હઠી જવું...
વહેતુ પાણી, સળગતી આગ, યોગીનો ક્રોધ
(૪૮) પૈસા કરતાં આ ત્રણ વધારે વહાલાં છે...
અક્કલ, ઈજ્જત, ઓલાદ (સંતાન)
(૩૩) જ્ઞાન મેળવવાનાં ત્રણ સાધન છે...
વાચન, વાતચીત, નિરીક્ષણ
(૩૪) હલકાની સોબતમાં ત્રણ વાનાં જાય છે...
આબરૂ, ધન, જીવતર
(૩૫) આ જગતમાં જુસ્સો ચઢાવનારા ત્રણ છે...
વચનબાણ, વાજું, વીરતા
(૩૬) ધર્મના લક્ષણો ત્રણ છે...
દયા, દાન, દીનતા (ગરીબાઈ)
(૩૭) રાજાએ ત્રણની સલાહ કદી ન લેવી...
ખુશામતીઓ, મૂર્ખ, આળસુ
(૩૮) ચિંતા કરવાથી ત્રણ વાનાં નાશ પામે છે...
જ્ઞાન, બળ, ક્રાંતિ
(૩૯) ત્યજવા લાયક ત્રણ છે...
પરધન, પરનારી, પરનિંદા
(૪૦) પાસે રહેનારને વશ થનારાં ત્રણ છે...
પશુ, સ્ત્રી, રાજા
(૪૧) અપમાન સહન ન કરનારા ત્રણ છે...
સિંહ, સત્પુરૂષ, હાથી
(૪૨) ત્રણ જણને સુતાં જગાડવાં નહિ...
રાજા, મધમાખી, પારકું કુતરૂં
(૪૩) ફરવાથી ફળપ્રાપ્તિ કરાવનારાં ત્રણ છે...
ઘંટી, ધાણી, વકીલ
(૪૪) સંપીલા મનુષ્યોની ત્રણ કાર્યમાં જરૂર છે...
દેશોદયમાં, જ્ઞાનોદયમાં, વ્યાપારોદયમાં
(૪૫) આ ત્રણ રોકડીયા ગણાય...
વૈદ્ય, વેશ્યા, વકીલ
(૪૬) આ ત્રણ ખારીલા ગણાય.
પંડ્યો, પાડો, કુતરો
(૪૭) આ ત્રણથી પાછા હઠી જવું...
વહેતુ પાણી, સળગતી આગ, યોગીનો ક્રોધ
(૪૮) પૈસા કરતાં આ ત્રણ વધારે વહાલાં છે...
અક્કલ, ઈજ્જત, ઓલાદ (સંતાન)
(૪૯) આ ત્રણથી દુર રહેવું સારૂં છે...
દુશ્મન, દુષ્ટ, દોઝખ (નરક)
(૫૦) આ ત્રણ સંપીલા ગણાય છે...
નાગર, કાગડો, કુકડો
(૫૧) કર્મ ત્રણ પ્રકારનાં છે...
પ્રારબ્ધ, સંચિત, ક્રિયમાણ
(૫૨) બીજાનું બુરૂ કરી પોતાનું ભલું ચાહનારા ત્રણ છે...
કંજુસ, કપટી, કુલક્ષણો
(૫૩) આ ત્રણ પૂર્વ જન્મનાં પાપોનાં ફળ છે...
બુરી સ્ત્રી, બુરાં છોકરાં, નીચ સગાં
(૫૪) ઈશ્વર મેળવવાના ત્રણ રસ્તા છે...
સત્ય, ઈશ્વર ભક્તિ, બુરાં કામોથી વેગળાઈ
(૫૫) આળસથી ત્રણ વાનાં જાય છે...
વિદ્યા, હુન્નર, અક્કલ
(૫૬) જે સ્થળે જાય તે સ્થળે પોતાનો દેશ કરી બેસનારા ત્રણ છે...
વિદ્વાન, પરાક્રમી, અક્કલવંત
(૫૭) જો કાબુમાં રાખીએ તો જ સુખી થવાય એવા ત્રણ છે...
સ્વભાવ, જીભ, ચાલ-ચાલગત
(૫૮) માંદગી લાવનાર ત્રણ છે...
અનિયમિત ખોરાક, આળસ, અસ્વચ્છતા
(૫૯) નકામાં ત્રણ છે...
ઈન્સાફ ન કરનારો રાજા, અક્કલ વિનાનો ઈન્સાફ,
વિદ્યા વિનાની અક્કલ
(૬૦) સદ્ગુણી સ્ત્રીનાં લક્ષણ ત્રણ છે...
ઘરની સંભાળ, સ્વામીની સેવા સંતાનોની કાળજી