Shabd ni safar books and stories free download online pdf in Gujarati

શબ્દ ની સફર

શબ્દની સફર

પૂજન ખખ્ખર

શબ્દની સફર..

એક એવી સફર કે જે થોડામાં જાજુમ કહી જાય..એક એવી સફર કે જેનાથી મને કાંઈકશીખવા મળ્યું ને મારા અનુભવને લોકો સુધી પહોંચાડી શક્યો.

શબ્દની સફર એટલે બીજું કાંઈ નહિં પણ મારા વિચારો મારા અનુભવો ને મેં જોયેલી દુનિયા..જીવનમાં મૈં જોયેલા સંકટો,એકલતાનો ભય ને મને લખવાનો જાગેલો શોખ..મને આવતા ખ્વાબ અને મને વાચકોનો મળતો બહોળો પ્રતિસાદ..

તો ચાલો શરૂ કરીએ આ સફર ને ..

સમાવેશ થતી રચનાઓ..

૧) રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી..!

૨) પ્રેમ પાગલ હોય છે..!

૩) આજે તે શાળાની યાદ આવી ગઈ..!

૪) મને આજે સમજાણું કેટલો અગત્યનો છે પરિવાર..!

૫) મુલાકાત વગર જ મિત્ર બની ગયા..!

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી..!

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી,

કરીને આંખ બંધ જોવે છે શું વળી..

ગયો નિકટ હું તપાસ્યુ મેં બે ઘડી,

લાગ્યુ ખ્વાબમાં હમણાં જ કોક ને મળી..

હાથમાં તેની પાસે હતી કોઇ નાની છડી,

લાગ છે જોડવા રાખી હશે કોઇ દિલની કડી..

ચમક જોઈ ચહેરાની આંખ મારી ઢળી,

મને તો જાણે પીધા વગર જ જામ ચડી..

નશામાં ધૂત હું જેવો દૂર ગયો,

મળ્યો મને ચિત્રકાર જેણે આ મૂર્તિ ઘડી..

રસ્તા પર ચાલતા ચાલતા છોકરી છે જડી,

કરીને આંખ બંધ જોવે છે શું વળી..

આ રચનામાં જેમ કહ્યું એમ દૂરથી દેખાતી છોકરી એ નજીકથી મૂર્તિ હોય છે. તે જ રીતે જીવનમાં પણ દૂરથી દેખાતી વ્યક્તિની સાધુતા એ પાખંડ ધર્મ હોય છે. એ જ રીતે દૂરથી દેખાતી મુશ્કેલી એ સરળતા હોય છે ને ક્યારેક લાગતો ભરોસો પણ વિશ્વાસઘાત હોય છે!
આમ, જીવનના દરેક પહેલું સાથે આપણે આને જોડી શકીએ..

પ્રેમ પાગલ હોય છે..!

ઝઘડા ને મુશ્કેલી તો બધા આપે માત્ર પ્રેમ નહિં,

ભલેને તકરારો થાય તો ય વ્હાલો હોય છે..

વખત આવતા તેઓ ગયા સરહદ પર ગયા..હતા જો લશ્કરમાં,

આ વર્ષોમાં પ્રેમ માટે ખત માત્ર સહારો હોય છે..

નવરાશની પળોમાં ચાલી ગઈ હું વિતેલા કાળમાં,

પ્રેમ થયો તે દિવસ કેવો મજાનો હોય છે..

અઢળક છબીઓ ને યાદગીરી છે અમારી તેમના પાસે,

માટે જ તે હંમેશા અમારા હ્રદયમાં હોય છે..

એક સાંજે તેમની શહીદીના સમાચાર મળ્યા ત્યારે લાગ્યુ,

પાગલ દિકરો પણ માં નો આશરો હોય છે..

હા, મારો દિકરો “પ્રેમ” પાગલ હોય છે..!


આ રચના પણ આપણને જીવનનો સંદેશો આપે છે. આજના લોકોને બોલવામાં કોઈ પણ જાતની રોકટોક નથી. લોકો બોલે છે બીજું સમજે છે બીજું ને અર્થ નીકળે છે બીજો

આ રીતે આ રચનાત્મક જમાનામાં જો શબ્દનું મહત્વ નહિં સમજાય તો બહું જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડશે..!


લોકોને બેમતલબ બોલવાની આદત છે પરંતુ ઓશો રજનીશ એ એમ કહેલું કે “બોલવું એ મારા માટે પીડા છે..”

આજે તે શાળાની યાદ આવી ગઈ..!

ભણ્યો હું જ્યાં એ શાળાની આજે મને યાદ આવી ગઈ,

સવારની પ્રાર્થનાની સાથે ત્યાંની ધૂન યાદ આવી ગઈ..

સવારના એક હાથ છૂટો રાખીને ઊભી રખાતી એક હરોળ,

તો રિસેસનો ઘંટ વાગતા જ વિદ્યાર્થીઓની તે દોડધામ યાદ આવી ગઈ..

સેલ્ફી તો ક્યાં હતા ક્યાં હતું વોટ્સએપ કે ફેસબુક,

વાળવાની અદપ કે હાથ સીધા એ ક્લાસની ફોટો યાદ આવી ગઈ..

હોય અન્યુઅલ ડે,સ્પોર્ટ્સ ડે કે નવરાત્રી કે પછી પેરન્ટસ મીટિંગ,

આર્ચીવિલા ને મુખ્ય શાળાની વચ્ચેના મેદાનની ઊજવણી યાદ આવી ગઈ..

ફુટબોલ,ક્રિકેટની સાથે સંગીતના પણ કેટકેટલા સાધનો,

તો વળી મને છેલ્લા પિરિયડમાં રમાતી કેચ કેચ ની રમત યાદ આવી ગઈ..

વિદ્યાર્થીઓ કેટલાય મળે છે..પણ એ શિક્ષકોને શાળા નહિં,

કદાચ એટલે જ તેમને થાતું હશે કે આજે આટલી એટકી કેમ આવી ગઈ..

તમને પણ તમારી શાળા યાદ આવી ગઈ હશે ને? કેટકેટલી મજા કેટકેટલી યાદો.. આમ, મારા મતે શાળા એટલે બીજું કશું જ નહિં પણ જુવાનીમાં યાદ આવતુ એ ઘર!

આ શાળાની યાદો એટલે એકલતાના સમયમાં મળતો ખોરાક..

મને આજે સમજાણું કેટલો અગત્યનો છે પરિવાર..!

હું ક્યારેય નહિં ભૂલું આપણા ઘરની એકેય સવાર,

યાદ છે મને કે શાળાએ જવા માટે ઊઠાડતા પપ્પા વારંવાર..

હરવાનું,ફરવાનું ને બારે ખાવાનું કેવા મજાના હતા એ રવિવાર,

સોમવારથી ફરી શરૂ થઈ જતા ભાઈ-બહેનના મીઠા તકરાર..

હવેલીને નાનકડી શેરી ને થતા તેમા કૃષ્ણના શૃંગાર,

નવા કપડા ને ચમકદાર ઓરડા એ હતા દિવાળીના તહેવાર..

શાળા ને કૉલેજના દરેક વિચાર માટે તમે આપ્યો અમને સહકાર,

પ્રેમ,પૈસો ને પતનમાં ત્રણેયમાં બન્યા અમારા સલાહકાર..

આપવું શું તમને? બધુ ઓછું પડે..લાગ્યુ ઠલવું મારા વિચાર,

આવ્યા આંખમાં આંસુ..ને શબ્દો સાથે કર્યા લાગણીના કરાર..

ભલે જઈ રહ્યો છું વિદેશ પણ બોલાવીશ તમને ફરી-ફરી વાર,

મમ્મી આવશે તારી યાદ હો.. ને નહિં ભૂલું આપણાં સંસ્કાર..

ખરેખર,

મને આજે સમજાણું કેટલો અગત્યનો છે પરિવાર..!


પરિવારની અગત્યતા તો અનાથને જ સમજાય.. માણસ જ્યારે હરખમાં હોય ત્યારે પણ પરિવાર સાથે હોય છે ને દુઃખમાં હોય ત્યારે પણ પરિવાર સાથે હોય છે.હા, અત્યારે જ યાદ કરો તમારા દરેક પરિવારના સદસ્યોને અને સતત સંપર્કમાં રહેવા વિનંતી!કેમ કે મને પણ અનુભવ પરથી જ ખબર પડી કે કેટલો અગત્યનો છે પરિવાર..!

મુલાકાત વગર જ મિત્ર બની ગયા..!

યાદ તમારી એવી આવી ક જાણે પાણી અશ્રુ બની ગયા,

જીવન એક મરજિયાત લાગ્યુ ને તમે ફરજિયાત બની ગયા..

મળવાની એવી તડપ કે તમારા દર્શન એજ અમારો ખોરાક,

ઓક્સિજન મળે કે નો મળે તમે હ્રદયની જરૂરિયાત બની ગયા..

દર્દ તો આપ્યો શ્વાસે શ્વાસે ને હમદર્દ બની આપ્યો વિશ્વાસ,

વન જેવા સફરની શરૂઆત કરી ને તમે જીવનના હમસફર બની ગયા..

જીવનને મરણના બધા હિસાબ સોંપી દિધા આપને,

લોકોને તમારામાં રસ જાગ્યો ને તમે અમારી તરસ બની ગયા..

કેટલાક નો સહકાર,કેટલાક ના સલાહકાર ને અર્જુનના સારથિ,

હે કૃષ્ણ! તમે ભગવાન નહિં પણ મિત્ર બની અમારી જિંદગી બની ગયા..

તો મૈં તો ભગવાન સાથે જ મિત્રતા કરિ લીધી.. કે જેથી હું તેમને મારી સુખ-દુઃખની વાત કરી શકું. તમે પણ ભગવાનને મિત્ર બની તેમની પાસે કશું ન માગી ને લોકોમાં ખુશી વહેંચો ભગવાન જરૂર તમને કઈંક આપશે..

આની ખાસિયત એ રહેશે કે તમે જેને મળ્યા નથી જેની સાથે મુલાકાત નથી છતા પણગાઢ સંબંધ છે.. બસ, આ જ સમજવાનું છે..!

આશા રાખું છું કે તમે પણ મુલાકાત વગર મિત્ર બનાવશો!

અહિં શબ્દની સફર પૂર્ણ નથી થતી.. જેમ જેમ મારા અનુભવો વધતા જશે તેમ તેમ આ સફર વધુ ને વધુ રોમાંચક બનતી જશે.. કેમકે, આ સફર એટલે જ હું તમે ને મારા અનુભવો.. દુનિયા ને મારા વિચારોના કેટલાક પાનાંઓ..

તે માટે જ હું રોજ કરું છુ શબ્દની ખોજ..

કારણકે, જીવનો અનુભવ જેમ સફરથી તે જ રીતે જ્ઞાનનો અનુભવ શબ્દથી..

હવે આ સફર ને વધારવા જરૂર છે તમારા પ્રતિસાદનો, તમારા ફીડબેકનો.

આશા રાખુ છું કે તમને આ રચનાઓ પસંદ પડી હશે..

તમને પસંદ પડી હોય તો જરૂર શેર કરજો..

વધુ રચનાઓ માટે એક વખત મુલાકાત લો..

sabdnisafar.blogspot.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED