Swatantriya Sangram ane Vivekanand MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Swatantriya Sangram ane Vivekanand

સ્વામી વિવેકાનંદ

અને

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રકાશકનું નિવેદન

૧૯૬૩માં એક અસાધારણ ઘટના બની - તે વર્ષમાં મહાન રાષ્ટ્રપ્રેમી સંત સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે આખો દેશ જાગી ગયો. પરિણામે દેશમાં એક નવી જ ચેતના ઉઠી અને તેને લીધે કન્યાકુમરી પાસેના કિનારા ઉપર ભવ્ય ‘વિવેકાનંદ શિલાસ્મારક’નું સર્જન થયું, અને માનવ ઘડતર અને રાષ્ટ્રના નવનિર્માણના હેતુથી વિવેકાનંદ સેવા સંગઠન જેવી અજોડ સંસ્થાનો જન્મ થયો. પરિણામે લાખો ભારતવાસીઓનો અવિરત પ્રવાહ વિવેકાનંદ શિલાસ્મારકને નિહાળવા તથા મહાન સંતના જીવનમાંથી પ્રેરણા મેળવવા માટે ઉમટ્યો. ૧૯૮પના વર્ષે સ્વામી વિવેકાનંદની વર્ષગાંઠને ‘રાષ્ટ્રિય યુવા દિવસ’ તરીકે ઉજવવાનું જાહેર થયું જે અત્યંત સાહજિક અને યોગ્ય હતું.

રાષ્ટ્રિય એકતાનું સ્વામીજીનું જે સ્વપ્ન હતું તે સ્વપ્નને સાકાર કરવા માટે તેમજ તેના ઉપર રાષ્ટ્રનું ધ્યાન કેન્દ્રિત કરાવ માટેની અદ્‌ભુત તક હવે આવી રહી છે ! ૧૯૯ર, ડિસેમ્બરમાં સ્વામીજીએ ‘શ્રીપાદ શિલા’ ઉપર ધ્યાન કર્યું હતું તેની શતાબ્દી પૂરી થાય છે - આ ધ્યાનમાં સ્વામીજીએ ભારતનો ભવ્ય ભૂતકાળ, વર્તમાનકાળ અને ઉજ્જવળ ભવિષ્ય અંગે ચિંતન કર્યું હતં, જે ચિંતનથી સ્વામીજીને ખાતરી થઈ હતી કે ભારત વિશ્વને સંદેશો આપશે. શિલા ઉપર ઊભા રહીને સ્વામીજીએ જોયું કે ભારત અખંડ છે અને તેમાં વસતા ભિન્ન-ભિન્ન લોકો એક જ છે. એકતાનું આ સ્વપ્ન વિસ્તૃત રીતે લોકો સમક્ષ રજૂ કરવાની જરૂર છે. આપણા દેશમાં તેનો ખંતથી પ્રચાર કરવાની અને આપણા યુવાનોને એક મહાન, એક નવા પડકારરૂપ કાર્યમાં લાગી જવા માટે તેમજ દેશની ભાવાત્મક એકતા અને રાષ્ટ્રના નવસર્જન માટે સ્વામીજીનાં સ્વપ્નોને સાકાર કરવાની જરૂર છે.

સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા તેની ઉજવણી વિવિધ સ્તરોએ કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી સાહિત્યને જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય પણ આ મહોત્સવનો એક અગત્યનો ભાગ છે. જે નિમિત્તે અનેક નાની-મોટી ચોપડીઓ છપાવવાનું નક્કી કરેલ છે. જે ચોપડીઓ સ્વામી વિવેકાનંદને યુવાનો સુધી લઈ જશે.

આજ ઉદ્દેશથી ‘સ્વામી વિવેકાનંદ અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ’ નામની આ પુસ્તિકાનું પુનઃમુદ્રણ કરવામાં આવી રહ્યું છે.

અમને આશા છે કે આ પુસ્તકનો સંદેશો આપણા લોકો યોગ્ય રીતે ગ્રહણ કરશે - ખાસ કરીને યુવાનો - જે તેમનામાં આત્મજાગૃતિ પ્રેરશે અને તેથી તેમનામાં આપણા દેશના મહાન આધ્યાત્મિક વારસાની સમજણ આવશે અને તે સાથે સંકળાયેલ સમસ્ત માનવજાત માટેનો સંદેશો તેઓ સમજતા થશે.

આપણા મહાન પ્રજાસત્તાક દેશમાં લોકોને જાગ્રત થવા માટે સ્વામી વિવેકાનંદ પ્રેરણા આપે એ પ્રાર્થના સાથે...

વિવેકાનંદ કેન્દ્ર

કન્યાકુમારી

સ્વામી વિવેકાનંદ અને

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ

આપણે શરૂઆતથી જ એટલું સમજી લઈએ કે સ્વામી વિવેકાનંદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સીધી રીતે સંકળાયેલા ન હતા. છતાંપણ, સ્વાતંત્ર્ય સંગ્રામના દરેક સ્તર પર, તેમની સીધી અથવા આડકતરી જબરજસ્ત અસર હતી. એમ કહેવામાં આવે છે કે ફ્રેન્ચ ક્રાંતિ પર રુસોની અથવા રશિયન અને ચાઈનીઝ ક્રાંતિ પર જે અસર માર્કસની હતી. તેના કરતા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ પર સ્વામી વિવેકાનંદની અસર ઓછી ન હતી. હું માનું છું કે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ જેનું પરિણામ સફળ રાજકીય સ્વાતંત્ર્યમાં આવ્યું તે એક મહાન ક્રાંતિ હતી. તે સમયની વિશ્વની મહાન શક્તિશાળી સામ્રાજ્યવાદી સત્તા હતી, એ ગ્રેટ બ્રિટને બુદ્ધિપૂર્વક અને શોષણની જાળ આ દેશ ઉપર સો વર્ષથી વધુ સમય માટે પાથરી હતી. તેવા દેશ સામે લડવું અને તેને આ દેશમાંથી હાંકી કાઢવાનું કામ એક ક્રાંતિથી જરાય ઓછું ન હતું, આમ કહેવાનો અર્થ એજ કે રાજકીય પરિભાષામાં એક મહાન પરિવર્તન હતું.

કોઈપણ સ્વાતંત્ર્ય ચળવળ વ્યાપક રાષ્ટ્રીય જાગૃતિ વિના શક્ય બનતી નથી. બધા સમકાલીન સ્ત્રોતો પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં સ્વામી વિવેકાનંદ એક મહાન શક્તિશાળી પાસુ હતા. ભગિની નવેદીતાના શબ્દોમાં જોઈએ તો “શ્રી વિવેકાનંદે રાષ્ટ્રીય ચળવળનાં પાયાનાં પથ્થર જેવું કાર્ય કર્યું હતું.” જેવી રીતે શ્રી રામકૃષ્ણ પરમહંસ પુસ્તકીયાં જ્ઞાન સિવાયનાં એક જીવંત વેદાંતી હતા, તેવી રીતે રાષ્ટ્રીય જીવનમાં સ્વામીજી પ્રેરણા સ્ત્રોત હતા.

રાષ્ટ્રીય ક્ષેત્રે વિવેકાનંદ પહેલા શું બન્યું તેની વિગતમં આપણે ઉતરીશું નહિ. અંગ્રેજી શિક્ષણ સ્વદેશી સાહિત્ય, ભારતીય પ્રેસ, સુધારા વાદી ચળવળ, રાજકીય મંડળો, ભારતીય કોંગ્રેસ સહિત, બધાજ પરિબળો હોવાં છતાં ૫

રાષ્ટ્રવ્યાપી ચેતના જોવા મળતી ન હતી. આની સાબિતીમાં મદ્રાસનું ‘હિન્દુ’ છાપું ૧૮૯૩ની શરૂઆતમાં ભારતની મુખ્ય કોમ, હિન્દુઓના ધર્મ વિષે લખે છે કે હિન્દુ ધર્મ મૃતઃપ્રાય સ્થિતિમાં છે અને તેનો પ્રવાહ અટકી ગયો છે. પરંતુ તેજ છાપાએ એંગ્લોઈન્ડિયન અને મિશનરી છાપાઓની સાથોસાથ એક વર્ષ કરતા પણ ટુંકા સમયમાં (અને પછી પણ) એમ કેમ લખ્યું કે હિન્દુ સમાજનાં ઇતિહાસમાં આ સમયને ભારતીય પુનરુત્થાનના સમય તરીકે વર્ણવ્યો છે. (મદ્રાસનાં ક્રિશ્ચિયન કોલેજનું મેગેઝિન’ ૧૮૯૭) આ સમયને રાષ્ટ્રીય જાગૃતિના મુખ્ય કાળ તરીકે કહ્યો છે. (મદ્રાસ ટાઈમ્સ, માર્ગ ર, ૧૮૯૭) એકાએક આવો ચમત્કાર કેમ થઈ ગયો ? તત્કાલીન ઘટનાઓમાંથી જવાબ મળે છે કે દુનિયાભરના ઉદારમતવાદીઓની ધાર્મિક સંસદમાં સ્વામીજી હાજર રહ્યાં, એટલુ જ નહી પણ ભારતીય ધર્મ (વેદાન્ત) અને તેની ભવ્ય સંસ્કૃતિથી તેમને વિદિત કર્યા. આમ, તેમણે ભારતનાં પ્રાચીન ભવ્ય વારસાની સૌને નોંધ લેવડાવી અને આ પ્રમાણે કરીને તેમણે દેશવાસીઓને એ લાંબા સમયથી ગુમાવેલ સ્વમાનની ભાવના અને આત્મવિશ્વાસ પુનઃપ્રાપ્ત કરાવ્યા.

સ્વદેશાગમન બાદ સ્વામીજીએ લોકોને હાકલ કરી કે તેમનામાં રહેલ અગાધ શક્તિમાં તેમણે શ્રદ્ધા રાખવી જોઈએ, અને અંધશ્રદ્ધાઓ અને સામાજિક શોષણ સામેના સંઘર્ષ તરફ માનથી જોવાની દૃષ્ટિ આપી. દેશવાસીઓને આધુનિક યાંત્રિક યુગની સવલતો તથા નવા વિચારો અને વૈજ્ઞાનિક જ્ઞાન સ્વીકારવા તેમણે આદેશ આપ્યો. વધુમાં મજબૂત પાયા પર રાષ્ટ્રનું નવઘડતર કરવાનો રસ્તો રાષ્ટ્રને બતાવ્યો. (ભૂતકાળનાં) ઇતિહાસમાં ડોકિયું કરતા જણાય છે કે આ દેશમાં રાષ્ટ્રીય ઉત્થાન હંમેશા ધાર્મિક ચળવળ દ્વારા થઈ છે. આ દેશમાં રાષ્ટ્રીય ઉત્થાન જનસમાજ-હિન્દુસમાન-ની હિન્દુત્વની ભાવનાની પુનઃ ચેતનાથી શક્ય હતુ. કારણકે જનધર્મ જ ‘હિન્દુ ધર્મ’ છે. વિવેકાનંદે આજ કર્યું, અને સાથે સાથે સ્પષ્ટ કર્યું કે હિન્દુધર્મ એમ અન્ય ધર્મો એકમેકનાં સમ્માનથી સાથે રહીને સૌ એકજ રાષ્ટ્રના સંતાનો છે, તેવી ભાવના પ્રતિત કરી શકે છે. વિવેકાનંદ ધાર્મિક નેતા જે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં સર્વમાન્ય આધ્યાત્મિક પિતા બની ગયા.

ભારતીય રાષ્ટ્રીયતા અને ખાસ કરીને ભારતીય વિપ્લવવાદી રાષ્ટ્રીયતા ક્ષેત્રે સ્વામી વિવેકાનંદનું યોગદાન નીચે મુજબનું હતું.

૧. આત્મગૌરવ અને આત્મવિશ્વાસ સ્થાપવાનું.

૨. ક્રિયાશીલ જુસ્સો, ઉઠો, જાગો, અને લક્ષ સાધ્ય ન થાય ત્યાં સુધી જંપીને બેસો નહીં, ‘વિકાસ એજ જીવન છે, જ્યારે સંકુચિતતા મૃત્યુ છે.’

૩. સંપૂર્ણ સમર્પણ : “એટલુ યાદ રાખો કે તમે માભોમની વેદીના બલી તરીકે જન્મ્યા છો. હૃદયમાં પડેલો ખજાનો સર્વસ્વ બદલાની આશા વગર સર્વસ્વ લુટાવી દો.

૪. શક્તિ અને સંઘર્ષનો સંદેશ : ‘જીવન એક સંઘર્ષ છે’ સંઘર્ષ, મૃત્યુ પર્યંતના સંઘર્ષમાં હું માનું છું ઉપનિષદો પણ ‘અભી :’નો પોકાર કરે છે.

૫. દેશ પ્રત્યે લાગણીયુક્ત પ્રેમ.

૬. ભારતમાતા સાથેનો જીવન સંબંધ.

૭. બધા પ્રજાજનો માટે, સમાન હક્ક અને અનુશંગિક ફરજો,

૮. બધા ધર્મો વચ્ચે સ્વરસંવાદ તેમજ સમાનતા અને સમભાવ - સુમેળ ભરો.

૯. દેશનાં વાસ્તવિક પ્રશ્નો અંગે જાગૃતિ.

૧૦. સામાજીક ઉત્થાન અને સામુહિક શિક્ષણની અગત્યતા.

૧૧. ચારિત્ર્ય નિર્માણની આવશ્યકતા (માનવનિર્માણ) એજ મારો ધર્મ.

૧૨. આ બધુ સિદ્ધ કરવા માટે, યુવાશક્તિનું દૃઢીકરણ કરીને રાષ્ટ્રનાં નવનિર્માણનાં કામે લગાડવી જોઈએ.

વધુ બે મુદ્દાઓ ઉમેરીએ તેઓએ દેશવાસીઓને અપીલ કરી કે સંકુચિત રાષ્ટ્રપ્રેમ રાખવો નહી અને બધા પ્રશ્નોનું આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં મૂલ્યાંકન કરવું, તેઓએ પ્રજાને રાષ્ટ્રીય સ્તરનાં સુધારાઓ લાવવા તેમજ રાષ્ટ્રીય ભાવાત્મક એકતા કેળવવા હાકલ કરી.

આ વિચારો સમગ્ર ભારતમાં તેમણે જ ફેલાવ્યા યા તો તેમના પુસ્તકો દ્વારા ફેલાયા. ડૉ. રાધાકૃષ્ણનના જણાવ્યા મુજબ સ્વામી વિવેકાનંદના લખાણો ક્યારેક ક્રાંતિકારી સાહિત્ય તરીકે ગણાયા અને તેની હસ્તલિખિત નકલો વિદ્યાર્થી આલમમાં વહેંચાઈ. જ્યારે કોઈપણ વિચાર હવા અને પાણી માફક સર્વત્ર પ્રસરી જાય છે, ત્યારે તેનો વ્યાપ નક્કી કરવાનું કઠિન બની જાય છે. વિવેકાનંદની બાબતમાં પણ આમજ બન્યું, છતાં પણ કેટલીક હકિકતો અથવા પુરાવાઓ ભાવિ ઇતિહાસકારો જ પૂરવાર કરી શકશે.

વિવેકાનંદે જે કામ ઉપાડ્યું તેના માટે તે તદ્દન યોગ્ય હતા. પૂર્વ અને પશ્ચિમના તત્વજ્ઞાન અને ઇતિહાસથી સ્વામીજી સંપૂર્ણ વાકે હતા. એટલું જ નહી પણ સાહિત્ય નિપુણ હતા. (સ્વામીજીને મહાન રામકૃષ્ણ એ જમાનાના માન્ય ધાર્મિક, નૈતિક અને સામાજિક વારસદાર પાસેથી આધ્યાત્મિક તાલીમ મળી હતી) આ ઉપરાંત વિવેકાનંદે તેમના છ વર્ષના સતત ભારતપ્રવાસ દરમ્યાન રાય થી રંક બધાની સાથે રહીને દેશવાસીના જનજીવનનો સાચો અનુભવ મેળવ્યો. પશ્ચિમનાં રીત-રીવાજ અને જીવન પદ્ધતિઓનો પણ તેમણે અનુભવ મેળવ્યો હતો. આ બધુ હોવા છતાં સ્વામીજીએ લાખો ભૂખ્યા ભાઈબહેનો માટેના સ્નેહને પ્રમુખ પ્રાધાન્ય આપી અને ભગીરથ કાર્ય રાષ્ટ્રીય ઉત્થાનને જીવનમંત્ર બનાવી જીંદગીનાં છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહ્યા. સ્વામીજીની ઊંડી બૌદ્ધિક સૂઝ, તેમનો અનુભવ વિશ્વ ઇતિહાસનું જ્ઞાન મળતા તેઓ બ્રિટિશ સામ્રાજ્યવાદને ઓળખી ગયા. પણ કમનસીબે ભારતના તે સમયનાં કહેવાતા રાષ્ટ્રવાદીઓ સ્વામીજીને સમજી ન શક્યા અને તેઓ એમ માનવા લાગ્યા કે ભારત ઉપર અંગ્રેજોનું શાસન એ ‘દૈવી’ બક્ષીસ છે, તો ઘણા બધાએ બ્રિટીશરો તરફ વફાદારીનાં સોગંદ પણ લીધા. પણ વિવેકાનંદ બ્રિટિશ રાજ્ય વહીવટને દુષ્ટતા તરીકે જ ઓળખતા. તેમની સામાજિક, વૈજ્ઞાનિક સુઝ સમજણથી બેધડક કહેતા કે બ્રિટિશ રાજ્ય વહીવટ એ ક્ષત્રિય ધર્મનો રાજ્ય વહીવટ નથી એટલે કે એમાં પ્રજાપાલનની ભાવના નથી પણ તે રાજ્ય વહીવટ વૈશ્યવૃત્તિથી પ્રેરાયેલો છે. એટલે એમાં પ્રજાનાં શોષણની ભાવના ભરેલ છે. નીચેની હકીકત ઉપરથી એમણે એ સમયનાં રાજ્ય વહીવટ અને રાજ્ય કક્ષાઓ માટે શું કહ્યું છે તે જાણી શકાય છે.

ઇંગ્લેન્ડનો ભારત ઉપરનો વિજય ઈશુખ્રિસ્ત કે બાઈબલનો વિજય નથી, તેમ માનવા આપણે ઘણીવાર પ્રેરાઈએ છીએ. હકીકતમાં આ વિજય, મોગલો અને પઠાણોએ મેળવેલાં વિજય કરતાં ઘણો જુદો છે. પણ ભગવાન ઈશુનાં નામ તેમજ બાઈબલ, ભવ્ય મહાલયો, લશ્કરની કવાયતો, યુદ્ધ શરૂ થવાનાં બ્યુગલો, નગારાઓ, રાજસિંહાસનની કૃતિ - આ તમામનાં નામ પાછળ ઈંગ્લેન્ડની હાજરી રહેલી છે. આ એવું ઈંગ્લેન્ડ છે કે જેની યુદ્ધ ધજા એ ફેક્ટરનીની ચીમની છે, સૈનિકદળએ વેપારીઓ છે, યુદ્ધ મેદાનો એ વિશ્વનાં બજારો છે, અને જેમની મહારાણીએ માત્ર સોનાથી લદાયેલી દેવી છે.

કોંગ્રેસ કે જેણે રાષ્ટ્રીય ચળવળમાં આગળ પડતો ભાગ ભજવ્યો છે, તે વિવેકાનંદના સમયની કોંગ્રેસ નથી. આમ છતા વિવેકાનંદે કોંગ્રેસને ચળવળનો માર્ગ બદલવા ચોક્કસ પણે અસરકારક પરોક્ષ રીતે માર્ગદર્શન આપ્યું હતું. તેઓ કોંગ્રેસની યાચકની નીતિનો વિરોધ કરતા હતા અને રાષ્ટ્રવાદીઓને તેમણે જણાવ્યું કે બુદ્ધિજીવીઓએ બુદ્ધિ અને સામાજિક મોભાને ત્યજીને સામાન્ય જનજીવનના સ્તર સુધી નીચે આવવું જોઈએ અને તે સામાન્ય સ્તરના નબળામાં નબળા લોકોને તેના દુઃખમાં સહભાગી થવા તૈયારી બતાવવી જોઈએ એમણે એમ પણ જણાવ્યું કે દેશના ભલા માટે સ્વાર્પણની ભાવનાથી અને માનવઘડતરનાં શિક્ષણ મારફત સ્વાવલંબી બનવાની પ્રેરણા આપવી જોઈએ. પાછળથી કોંગ્રેસે તેનો સ્વીકાર કર્યો. સ્વામીજીના લગભગ બધાજ માર્ગદર્શક સૂચનોનો સ્વીકાર કર્યો. સ્વામીજીનાં સૂચનોમાંથી પ્રથમ રાજકીય ચળવળ સ્વદેશી વસ્તુઓનાં વપરાશ માટેની હતી જે તેમના નિર્વાણ પછીનાં ત્રીજા વર્ષે કોંગ્રેસે કરી. બંગાળની સ્વદેશી વપરાશ ચળવળ સમગ્ર રાષ્ટ્રની સ્વાતંત્રની ચળવળમાં ફેરવાઈ ગઈ. જેને તે સમયનાં રાજકારણીઓએ માન્યતા આપી. સરકારના ખાનગી પત્રમાં પણ આજ વિચારોનો પડઘો જોઈ શકાય છે. થોડા વર્ષો પછી આ ચળવળ ગાંધી ચળવળના નામે આગળ વધી - અસહકાર અને ચરખો ચલાવવાની ગાંધીજીની નીતિમાં આ બાબત પાયામાં રહેલી છે. કોંગ્રેસનાં કેટલાક રાજ્યો આવી બધી પ્રવૃત્તિ સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિને પણ મહત્ત્વ આપતા હતા, તેના લીધે કોંગ્રેસમાં બે વિભાગ પડી ગયા એક પક્ષ એમ માનતો હતો કે બ્રિટીશ વહીવટકારો સાથે વાટાઘાટો શાંતિમય માર્ગે દેશની આઝાદી મેળવવી, જ્યારે બીજો પક્ષ એમ માનતો હતો કે જરૂર પડે ક્રાંતિનો માર્ગ પણ અપનાવો જોઈએ. ક્રાંતિકારીઓએ કહ્યું છે તે ગાંધીજી પણ જણાવે છે કે : “બંગાળના ભાગલાએ બ્રિટીશ સામ્રાજ્યનાં વિભાગીકરણ તરફ લઈ જાય છે.” ખૂબી તો એ છે કે આ રીતે ગાંધીજી, ક્રાંતિકારીઓને શાંતિ ચાહક દરેક પક્ષનાં વિચારોમાં વિવેકાનંદની અસર ઓછેવત્તે અંશે જણાઈ આવે છે.

ઉદારમત વાદીઓ

બ્રિટીશ સરકારની સામે લડત ચલાવવામાં બે પ્રકારનાં વિચારકનો સમાવેશ થાય છે. એક પક્ષ ઉદારમતવાદી અને બીજો પક્ષ ઉગ્ર ક્રાંતિકારી તરીકે ઓળખાય છે. એ વિચારકોમાંના સુરેન્દ્રનાથ બેનરજી અને ગોપાલકૃષ્ણ ગોખલે મુખ્ય આગેવાનો છે. સુરેન્દ્રનાથ બેનરજીએ ર૯, એપ્રિલ, ૧૯૧૩ના તેનાં ‘બંગાળ’ના અગ્રલેખમાં લખતા જણાવ્યું છે કે : “વિવેકાનંદ આપણે-સમજીએ છીએ તેના કરતાં કંઈક વધારે છે અને સાચા અર્થમાં દેશધર્મી છે.”

‘ઈન્ડીયન સોશીયલ રીફોર્મર’નો તંત્રી કામક્ષી નટરાજન શ્રી ગોખલે વિશે જણાવે છે કે, ગોખલેએ સુચવેલાં સામાજિક આદર્શો એ મોટેભાગે સ્વામી વિવેકાનંદ પ્રેરિત વિશાળ જનસમુદાયને ઉત્તેજન આપવાનો એક માર્ગ હોય તેમ દેખાય છે.

ઉગ્ર ક્રાંતિકારી

ઉગ્ર ક્રાંતિકારીઓમાં બાલગંગાધર ટિળક, બિપીનચંદ્ર પાલ, દેશબંધુ ચિત્તરંજનદાસ વગેરેનો સમાવેશ થાય છે. ટીળકનાં જીવનમાં રાજકીય અને ધાર્મિક વિચારોની ક્રાંતિમાં વિવેકાનંદની અસર સ્પષ્ટ દેખાય છે. જ્યારે તેઓ બેલુર મઠમાં મળ્યા ત્યારે વિવેકાનંદે તેમને દુશ્મનોનો સામનો કરવા માટે ક્રાંતિકારી પગલું ભરવા ભલામણ કરી. ટીળક પોતાના ‘મરાઠા’ નામના પત્રમાં લખે છે કે, : “વિવેકાનંદ ભારતની રાષ્ટ્રીયતાના સર્જક છે, અને દરેક ભારતીય આધુનિક ભારતનાં સર્જન માટે તેના વિચારો બદલ ગૌરવ અનુભવે છે.” એવું તા. ૧૪-૧-૧૯૧રનું ‘મરાઠા’ દૈનિક લખે છે.

૧૮ ઓટસ્ટ, ૧૯૧૬નાં ‘કોમનવેલ્થ’માં એની બેસન્ટે લખ્યું છે કે, આધુનિક ભારતનાં ઘડતર માટે વિવેકાનંદે આપણે એક ભવિષ્યવેતા અને ઉપદેશક ગણી શકીએ. આપણી દેશની સંસ્કૃતિક અને લાગણીને આ રીતે સજીવ કરનાર તે પ્રથમ વ્યક્તિ છે અને વખત જતાં આ વાત રાષ્ટ્રીયતાનાં નામે જાણીતી બની છે.

એની બેસન્ટે ભારતનાં બદલાતાં ઇતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ધાર્મિક નેતા તરીકે થીયોસોફીકલ સોસાયટી અને રાજકીય નેતા તરીકે હોમરૂલની ચળવળમાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ૧૯૧પમાં પ્રસિદ્ધ થયેલા તેમના પુસ્તક “ઇન્ડિયા”માં તેમણે સ્પષ્ટ લાગણી જન્માવી છે.

દેશબંધુ ચિત્તરંજનદાસ એ સમયના સામાજિક અને રાજકીય નેતા હતા. ગાંધીજીની સાથે વિચારોમાં મતભેદ થતાં “સ્વરાજપાર્ટી” નામે એક નવો પક્ષ સ્થાપ્યો અને “તે પક્ષ ભારતીય રાજકારણમાં એક પ્રબળ અંગ તરીકે કામ કરી શક્યો છે.” આ વિધાનને એક વખતનાં ગવર્નર જનરલ લોર્ડ રેડીગે પોતાના અંગત અહેવાલમાં સમર્થન આપ્યું છે. તેણે દરિદ્રનારાયણની સેવાની વિવેકાનંદની સમાજ જાગૃતિની નીચિને પોતાના કાર્યમાં અપનાવી છે. તે ભારતીય રીતે ભારતવાસીઓનં મનમાં સ્વદેશપ્રેમ જાગૃત કરવા ઈચ્છતા હતા. સુભાષચંદ્ર બોઝ પણ કહે છે કે, “સમાજવાદ” કાલ માર્ક્સનાં પુસ્તકમાંથી નહીં પણ ભારતીય સંસ્કૃતિ અને વિચારોમાંથી જન્મ્યો છે. દેશબંધુદાસ કહે છે કે, નારાયણ ત્યાં વસે છે કે જ્યાં ખેડૂત જમીન ખેડી પસીનો વહેવડાવી અન્યને પોષે છે, અને જેઓએ આપણા દેશની સંસ્કૃતિ જાળવીને ધર્મની મશાલ જલતી રાખી છે એવા દરિદ્રનારાયણ શ્રમજીવી વર્ગમાં વસે છે.

સરકાર તરફથી બહાર પડેલો અને પ્રસિદ્ધ થયેલો, રાજકીય નેતાઓનાં અહેવાલ પરથી જાણવા મળે છે કે, તેઓએ વિવેકાનંદના અનેક લખાણો વાંચ્યા છે અને આવા રાજકીય પક્ષોના સભ્યો બનતાં પહેલાં, વિવેકાનંદઅને રામકૃષ્ણ વિશે ઘણું વાંચીને સભ્યો બનવા પ્રેરણા મેળવતા અને તેથી જ સરકારને સ્વામીજી “પત્રાવલી” નામનાં પત્ર-સંગ્રહ પર તેમજ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવાનો વિચાર આવ્યો હતો. સ્વામીજી તરફ અંગ્રેજી વહીવટકારો હંમેશાં શંકાની નજરે જોતાં, તેમનાં પર પૂરી તપાસ રાખતાં અને એમને હેરાન કરતાં, જેની ખાત્રી માટે સરકારના ખાનગી અહેવાલનાં બે નમૂનાઓ અહીં નીચે આપવામાં આવેલ છે.

(૧) વેદાંત સોસાયટીનું શિક્ષણ એ રાજકારણમાં રાષ્ટ્રીયતા તરફી છે. આમ છતાં સ્વામીજી હમેશાં રાજકારણથી દૂર રહેતાં, પણ ઘણા હિન્દુ રાષ્ટ્રવાદીઓ તેમને આઝાદીની ચળવળના ગુરુ માનતા હતા.

(ર) વિવેકાનંદમાં લોકોને જાગૃત કરવાનું અદ્‌ભુત સામર્થ્ય છે. ક્રાંતિકારી વિચારોમાં માનતા લોકોએ તેમાંથી મહાન શક્તિની પ્રેરણા મેળવી. એ વખતનાં મઠ અને આશ્રમમાં ઘણાં રાજકીય કાર્યકરોએ સ્વદેશ માટે સાચું માર્ગદર્શન મળ્યું હતું અને બંગાળના મોટાભાગનાં પ્રદેશોમાં વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ પરમહંસની પ્રબળ છાપ ક્રાંતિકારીઓમાં જોઈ શકાય છે. નિવેદીતાએ પોતાના પ્રવચન, લખાણ અને વ્યક્તિગત સંપર્કથી રાષ્ટ્રીયતા જન્માવવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો અને ક્રાંતિની ચળવળનાં ઊંડાને ઊંડા ઊતરતા ગયા. એ વખતનાં જાણીતા પત્રકાર માનવતાવાદી શ્રી નેવીસન કહે છે કે, નિવેદીતા એ સળગતી મશાલ સાથેના સૈનિક હતી અને સ્વાતંત્ર્યની લડતમાં જ તેમની પ્રતિતી થઈ શકી છે. શ્રી નેવીસેન પોતે કહે છે કે, દુશ્મનની સાથે નિવેદીતાની આંખ તપેલા લોખંડની માફક ચમકી ઉઠતી હતી. દુશ્મનો ઠંડાગાર થઈ જતાં.

સ્વામીજીના નિધન પછી નિવેદીતાએ “વેબ ઓફ ઈન્ડિયન લાઈફ” નામનું ૧૯૦ર થી ૧૯૦પના સમયમાં પુસ્તક લખ્યું. આજે પણ ભારતનાં સામાજિક જીવન, ભારતીય વિચાર અને ભારતીય સંસ્કાર માટે એક આદર્શ પુસ્તક પૂરવાર થયેલ છે. નિવેદીતાએ બીજા અસંખ્ય પુસ્તકો, લેખો અને પ્રવચનો પોતાના નામેથી કે અનામે લખ્યા હતા. એ વખતના હેમચંદ્ર કાનુંગો નામના ક્રાંતિકારી તેમનાં વિશે કહે છે કે, તેમનાં લખાણો અને પ્રવચનો “ડાયનેમાઈટ” (વિસ્ફોટક) છે. એસ. કે. રેટક્લીફ નામના સ્ટેટ્‌સમેન વર્તમાનપત્રનાં તંત્રી લખે છે કે : “સિસ્ટર નિવેદીતાનાં શબ્દોએ નવા ભારતનાં ઘડતર માટે ઘણો ફાળો આપ્યો છે એટલું જ નહીં પણ ભારતીય ચારિત્ર્ય ઘડતર અને જીવનનાં અનેક પાસાઓને અસર કરી ગયેલ છે. છતાં પણ ઘણું બધું હજુ અપ્રસિદ્ધ અવસ્થામાં છે.” આ ઉપરથી કહી શકાય કે, સ્વામી વિવેકાનંદના રાજકીય પ્રદાનમાં સિસ્ટર નિવેદીતાના મુખ્ય વાહક હતા.

૧૯૦૪ થી ૧૯૧૦ વચ્ચે સ્વદેશી ચળવળ દરમિયાન અરવિંદ ઘોષે ક્રાંતિકારી વિચારોને કાર્યરત કરાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. તેઓ બહારથી નેશનાલીસ્ટ પાર્ટીનાં એક આગેવાન સભ્ય્‌ હતા પણ તેમના રાજકીય અને ધાર્મિક જીવનમાં તો શ્રી રામકૃષ્ણ અને વિવેકાનંદજીનો પ્રભાવ જાણીતો છે. આ સમય દરમિયાન તેઓ બંનેના આદર્શો વિશે ઘણું બધું નિયમીત રીતે લખતાં રહ્યાં અને પ્રવક્તા પાત્ર બન્યા. તેઓએ રામકૃષ્ણને મંદિરનાં ‘માનવદેવ’ કહ્યા છે અને વિવેકાનંદને તેમના સંદેશાવાહક કહ્યા છે. સફળ સ્વદેશીની ચળવળના મૂળમાં શ્રી રામકૃષ્ણ અને વિવેકાનંદ હતા. તેની સ્પષ્ટતા કરી. શ્રી અરવિંદ શ્રી રામકૃષ્ણને એક અવતારી પુરુષ લેખતા અને શ્રેષ્ઠતાની ટોચે બિરાજતા હતા. શ્રી રામકૃષ્ણે વિવેકાનંદને ભાવિ ભારતના એક રચયિતા તરીકે તૈયાર કર્યા. પ્રેરણાનો સ્ત્રોત વહેતો મૂક્યો જેનાથી મધ્યાહ્નનાં સૂર્યના પ્રકાશથી આખોય દેશ પ્રકાશી ઉઠ્યો. શ્રી અરવિંદે વિવેકાનંદનાં નામથી જણાવ્યું કે, વિવેકાનંદ આજે તો દરેક માતા અને સંતાનોનાં રૂપમાં જીવંત છે.

એ જમાનામાં અરવિંદના અનુયાયીઓ વિરેન્દ્ર, દેવવ્રત ભુપેન્દ્રનાથ અને તેઓનાં સામાયિક યુગાંતરે યુવા હૈયાઓને વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત કર્યા હતાં.

બંગાળના ક્રાંતિકારીઓ જે પાછળથી માર્કસવાદી બન્યા તેઓની શરૂઆતની કારકિર્દીમાં વિવેકાનંદના વિચારોનાં પ્રભાવને માન્યતા મળી હતી.

હવે આપણે ટાગોરનાં જીવન ઉપર દૃષ્ટિ નાખીએ. તેઓ ક્રાંતિકારી ચળવળનાં ટેકેદાર તરીકેનો દાવો કરતા નથી. અને આ ચળવળ ખોટી જકવાળી હતી તેવું તેમની નવલકથામાંથી પ્રતિપાદન થાય છે. આમ છતા તેઓ ચળવળની નિકટતા અને યુવા આત્મસમર્પણની ભાવનાને વખાણે છે. ટાગોરનાં શબ્દોમાં : “વિવેકાનંદનો સંદેશ જણાવે છે કે માનવને જાગૃત કરી સંપૂર્ણ માનવ બનાવવો અને તેનો સંદેશ યુવાનવર્ગને સ્વતંત્રતાના પવિત્ર માર્ગ તરફ દોરી બલીદાનથી આગળ વધવાનું કહે છે.” વિવેકાનંદના આ શબ્દોએ બંગાળના યુવાન વર્ગના આત્માને ઢંઢોળ્યો. આમ નવયુવકોની જાગૃતિના મૂળમાં વિવેકાનંદના વિચારો રહેલા છે.

સુભાષચંદ્ર બોઝ કે જેને અંગ્રેજો સૌથી વધારે જોખમી માણસ માનતા તેમણે પોતે જ લખ્યું છે કે : “મારા વિચારોમાં તથા મારા જીવન ઘડતરમાં વિવેકાનંદની મોટી અસર છે.” તેઓ કહે છે કે : ચારિત્ર્યનાં ઘડતર માટે શ્રી વિવેકાનંદે પૂરેપૂરો અગત્યનો ભાગ ભજવ્યો છે. સ્વામી વિવેકાનંદનો દેશપ્રેમનો ધગધગતો લાવારસ સુભાષચંદ્ર બોઝની નસોમાં વહેતો હોવાથી સ્વાર્પણ સાથે પરદેશોની સાથે ઝઝુમવા પ્રેરણા આપતો. તેમણે સ્વામીજીની શક્તિને પોતાની શક્તિ બનાવી, તેઓ કહે છે કે : “બલિદાન માટે બેફીકર અને પ્રવૃત્તિમાં અટક્યા વિના વિવેકાનંદ કાર્ય કરી રહ્યા છે. તેઓ અમર્યાદિત પ્રેમ અને દીર્ઘ ડહાપણથી કામ કરે છે. આમ છતાં તે બાળકના જેવા નિર્દોષ છે.” ઉપરની માહિતી બોઝના જીવન ઉપર વિવેકાનંદનાં વિચારોની અસર કેટલો પ્રબળ હતી તે દર્શાવે છે.

૧૯ર૧ થી ૧૯૪ર સુધીમાં ગાંધીજીએ આઝાદીની લડત માટે સામુહિક ચળવળ શરૂ કરી. રાજકીય આઝાદી મેળવવામાં ગાંધીજીનો ફાળો અગમ અને અમુલ્ય છે. ગાંધીજીનાં જીવનમાં રામકૃષ્ણદેવ અને વિવેકાનંદજીની અસર ઘણી દેખાઈ હતી. જે ઊંડા અભ્ય્સથી જોઈ શકાય છે. અસહકાર અને ચરખાનાં અર્થશાસ્ત્રમાં આપણને આ જોવા નહી મળે પણ ગાંધીજીએ ખુલ્લમ ખુલ્લા સ્વીકાર્યું છે કે વિવેકાનંદનાં લખાણોએ તેમની દેશભક્તિ વધારી છે. ગાંધીજી અને તેમની સાથે સંકળાયેલા વિનોબાભાવે, નિર્મળકુમાર બોઝ અને સી.એફ એન્ડ્રુ જેવી વ્યક્તિઓએ પોતાની આત્મકથામાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. ગાંધીજી રાજકીય સંચાલનને જેટલું મહત્ત્વ આપતા તેટલું જ મહત્ત્વ આત્મશુદ્ધિ પર આપતા હતા. જો આ બેમાંથી એક ન હોય તો તે બંને બાબતો નિષ્પ્રાણ બની જાય છે. વિવેકાનંદની દરિદ્રનારાયણ સેવાએ હરિજન અને પછાતલોકોની સેવાને નામે ગાંધીજીએ શરૂ કરી અને ભારતનાં ગામે ગામ પહોંચી અને તે દ્વારા ભૂખ્યા અને કચડાયેલા દેશબંધુઓને આગળ આવવાની તક મળી. ગાંધીજીએ રામકૃષ્ણનાં સત્ય અને અહિંસાનાં પ્રતિક દર્શન થયા હતાં. ગાંધીજી વિશે લખતાં પ્યારેલાલ કહે છે કે ભૌતિક સુખની અપેક્ષા સિવાય વિતાવેલ રામકૃષ્ણનાં જીવને ગાંધીજી ઉપર ખૂબજ અસર કરી છે. બ્રહ્મચર્ય વિશેનો આદર્શ વિચાર ગાંધીજીમાં આપણને જોવા મળે છે. પ્યારેલાલ આગળ ચાલતા જણાવે છે કે રામકૃષ્ણ ધર્મની બાબતમાં પ્રયોગની સફળતા પછી તેને સત્ય માનતા. આ બાબત આપણને ગાંધીજીની આત્મકથા “સત્યનાં પ્રયોગો”માં જોવા મળે છે. એ જ પ્રમાણે સર્વ ધર્મ પ્રત્યે ગાંધીજીનો સમભાવ એ રામકૃષ્ણનાં વિચારોનું જ પ્રતિબિંબ/પ્રતિપાદન છે. રામકૃષ્ણ કહે છે કે “સત્યને જુઓ”, અનુભવો અને તેની પ્રતીતિ તમને દરેક પળે થશે.” ગાંધીજી પણ મહત્ત્વનાં નિર્ણય લેતાં પહેલા અંતરાત્માનાં અવાજને અનુસરવા પ્રયત્ન કરતા હતા. ગાંધીજીનાં તત્વજ્ઞાનનાં મહાન સર્વોદય કાર્યકર વિનોબા ભાવેએ વિવેકાનંદ વિશે ઘણું લખ્યું છે. વિનોબાજી વિવેકાનંદને વેદાંતના એ જમાનાના પ્રખર વિદ્વાન માને છે. અદ્વૈતવાદ અને દરિદ્રનારાયણની સેવા આ બંનેનું મિશ્રણ સુયોગ્ય રીતે વિવેકાનંદમાં જોવા મળે છે. ઈશુખ્રિસ્તે પણ દ્વૈત અને અદ્વૈતની આજ રીતે રજુઆત કરી છે. તેમનાં આ વિચારોથી વિવિધ રીતે અદ્વૈતના દર્શન જે ભારતના સામાજિક જીવનમાં જોવા મળે છે.

જવાહરલાલ નહેરુએ ભારતીય રાજકારણનાં જીવનમાં વિશાળ અને અગત્યનો ભાગ ભજવ્યો છે. ગાંધીજીની આગેવાની નીચે આઝાદીની ચળવળમાં સુભાષચંદ્ર બોઝ સાથે તેઓ પણ યુવક ચળવળનાં મુખ્ય પ્રેણેતા હતા. તેઓ પણ ભારતમાં સમાજવાદની ભાવનાથી રંગાયેલા હતા. ભારતને આઝાદી મળ્યા પછી વડાપ્રધાન તરીકે ૧૪ વર્ષ સુધી દેશનું સુકાન સંભાળ્યું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં તેઓ આગવું વ્યક્તિત્વ ધરાવે છે. ધર્મની બાબતમાં બહુ ઉત્સાહ ન બતાવવા છતાં નેહરુ પણ પોતાના કુટુંબ સાથે રામકૃષ્ણ અને વિવેકાનંદ તરફ આકર્ષાયા હતા. રામકૃષ્ણ મીશન વિશે તેમને બહુ માન હતું. આ બે વ્યક્તિઓ વિશે તેમણે ઘણીવાર ઉલ્લેખ કર્યો છે. નેહરુના મતે “વિવેકાનંદ પ્રખર બુદ્ધિશક્તિ ધરાવતા હતા. તેનો દરેક શબ્દ પ્રજ્જવલિત જ્વાળા જેવો હતો. તેમનું લખાણ વાંચીએ ત્યારે હતાશા અને નિરાશા ખંખેરી નાખવાની ભાવના જાગી ઉઠે છે.” “૧૯૬રમાં ભારત પર ચીનનાં હુમલા સમયે યુવાનો માટે માત્ર એકજ વ્યક્તિ તેમની નજરે પડે છે અને તે છે વિવેકાનંદ.” તે રાજકારણી નથી, પણ ભારતની હાલ ચાલી રહેલી પ્રવૃત્તિઓના મુખ્ય પ્રણેતા છે. પોતાના “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” નામનાં પુસ્તકમાં જણાવે છે કે વિવેકાનંદે સમાનતા અને સમાજની જાગૃતિની બાબતમાં અગત્યનો ફાળો આપ્યો છે. “અભય” (નિડરતા) એના લખાણ અને પ્રવચનમાં અવશ્ય નજરે પડે છે. નીચેનાં ત્રણ વાક્યમાં વિવેકાનંદ વિશે નહેરુનાં વિચારોનો આપણને ખ્યાલ આવી શકે છે.

ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ પરની સ્વામી વિવેકાનંદની અસર માત્ર માનસિક કે આધ્યાત્મિક સ્તરે જ ગહન ન હતી પણ, તે દરેક માનવીને સ્પર્શતી હતી. સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રીય ચળવળનાં હિંસામાં માનનારો વર્ગ અને અહિંસામાં માનનારો વર્ગ, એમ બંને પ્રવાહનાં લોકોને પ્રેરિત કર્યા હતાં. આજ સમયમાં વિવેકાનંદ નવજીવનનાં સ્ત્રોત હતાં. ઉલ્લેખનીય છે કે તેમની આ પ્રેરણાએ સર્જનાત્મકતાની દરેક શાખાને ચેતનવંતી કરી હતી. તેમનાં વિશે લખતાં ડૉ. રાધાકૃષ્ણન કહે છે “તેમણે (વિવેકાનંદે) આ દેશની ચેતનાને સુસંગઠિત કરી છે. તેઓ આધ્યાત્મિક મહત્વાકાંક્ષા અને તેની પૂર્ણતાનાં પ્રતિક હતાં. આ એવી ચેતના હતી કે જે આપણા ભક્તોનાં ગીતોમાં, દૃષ્ટાંતોનાં તત્વજ્ઞાનમાં અને સામાન્ય માનવીની પ્રાર્થનામાં વ્યક્ત થયેલી છે. તેમણે ભારતની અનંત ચેતનાને દૃષ્ટિ અને અવાજ આપ્યો છે.”

મહાકવિ સુબ્રમણ્યમ્‌ કહે છે કે સાચા હિન્દુ ધર્મને નવ જાગૃત કરવામાં વિવેકાનંદનો ફાળો અમૂલ્ય છે.

તેમના વિશે સુભાષચંદ્ર બોઝ કહે છે કે તેઓ શક્તિનાં પુજારી હતા અને તેમણે દેશબંધુઓના ઉત્કર્ષ માટે વેદાન્તનું યોગ્ય અર્થઘટન કર્યું છે. ઉપનીષદ્‌માં દર્શાવેલ શક્તિ વિશે તેઓ કહે છે કે માનવ જીવનમાં તેની તાતી જરૂરિયાત છે. તેઓ જીવતા હોત તો હું મારું જીવન તેમના ચરણમાં સમર્પિત કરી આપત. આધુનિક ભારતનું ઘડતર એ એમનું મહત્ત્વનું પ્રદાન છે.