રેહાના જ્બ્બારીનો શું વાંક હતો? MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

રેહાના જ્બ્બારીનો શું વાંક હતો?

રેહાના જબ્બારીનો શું વાંક હતો?

અનુવાદક

સિદ્ધાર્થ છાયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

રેહાના જબ્બારીનો શું વાંક હતો?

રેહાના જબ્બારીને ૨૨મી ઓક્ટોબરે ઈરાનમાં ફાંસી આપી દેવામાં આવી. તે ૨૬ વર્ષની હતી. તેનો શું ગુનો હતો? રેહાના જ્બ્બારી એક એવી યુવતી હતી કે જેણે એક એવાં વ્યક્તિને ચાકુ હુલાવ્યું હતું જેણે એનાં પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. સમગ્ર દુનિયાની દયાની અપીલો ઉપરાંત પરમ વિરોધ હોવા છતાંપણ ઈરાને રેહાનાની સજા માફ ન કરી. પોતાનાં મૃત્યુ અગાઉ રેહાનાએ પોતાની માતા શોલેહને એક પત્ર લખ્યો હતો, શોલેહે રેહાનાની જગ્યાએ પોતાને ફાંસીએ ચડાવવાની પણ માંગ કરી હતી. આ હ્‌ર્દયદ્રાવક પત્રમાં રેહાનાએ એની માતાને પોતાનાં તમામ અંગો દાન કરી દેવાનું અને જો તેણે પેલા વ્યક્તિને કે જેણે એના પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી ચાકુ ન હુલાવ્યું હોત તો એની શું દશા થઇ હોત એનું ધ્રુજાવી નાખતું વર્ણન પણ કર્યું છે.

અડગ અને મજબુત શબ્દોનો ઉપયોગ કરાયેલા આ પત્રમાં રેહાનાએ પોતાનાં મૃત્યુને પોતાનો ‘બદલો’ કહ્યું છે. પત્રની ભાષા પરથી એવું લાગે છે કે રેહાનાએ પોતાનાં આવનારાં મૃત્યુ સાથે સમાધાન કરી લીધું છે પરંતુ એને પોતાનાં કૃત્ય બાબતે કોઈ પણ પસ્તાવો નથી. આ આખોયે પત્ર માનવ અધિકાર અને શાંતિ માટે લડતાં કાર્યકરોએ દુનિયાભરમાં ફેલાવ્યો છે.

રેહાનાએ પોતાની માતાને લખેલા પત્રનું સંપૂર્ણ ભાષાંતર નીચે મુજબ છે.

પ્રિય શોલેહ,

આજે મને એ બાબતનું જ્ઞાન થયું છે કે હવે ‘કિસાસ’ (ઈરાનના કાયદા મુજબ ‘બદલા’ને લાગતો કાયદો) નો સામનો કરવાનો મારો વારો આવી ગયો છે. મને એ બાબતનું દુઃખ છે કે તે મને એ બાબતની જાણ ન કરી કે હું અત્યારે મારી જિંદગીની કિતાબના છેલ્લાં પાનાં ઉપર પહોંચી ગઈ છું. શું તને એકવાર પણ એવું ન લાગ્યું કે મને આ બાબતની જાણ હોવી જોઈએ? તને ખબર છે? કે તારાં દુઃખી હોવાને કારણે મને કેટલી શરમ આવી રહી છે? તે કેમ એક મોકો ન લીધો મને તારા અને મારાં પિતાના હાથ છેલ્લીવાર ચૂમવા દેવાનો?

આ દુનિયાએ મને ૧૯ વર્ષ સુધી જીવવા દીધી. એ અપશુકનિયાળ રાત્રેજ મારે મરી જવું જોઈતું હતું. મારાં મૃત શરીરને શહેરના કોઈ ખૂણામાં ફેકી દેવાયું હોત તો સારું થાત. હવે થોડાંક દિવસો પછી પોલીસ તને એમની સાથે લઇ જશે અને એની ઓફીસના એક ખૂણામાં પડેલા મારાં મૃત શરીરને તને ઓળખવાનું કહેશે અને એવખતે તને એમ પણ ખ્યાલ આવશે કે મરતાં પહેલાં મારાં પર બળાત્કાર પણ થઇ ચુક્યો છે. મારાં હત્યારાઓ તને ક્યારે પણ નહીં મળી શકે કારણકે આપણી પાસે એટલો પૈસો કે એટલી સત્તા નથી. પણ જો મેં એમ ન કર્યું હોત તો તું તારી આખીયે જિંદગી શરમમાં જ જીવતી રહી હોત અને અમુક વર્ષો બાદ તું આમજ શરમની મારી મૃત્યુ પામી હોત અને પછી ...બસ બધું એમજ પતી ગયું હોત.

પણ પેલા શાપિત અનુભવ પછી આ વાર્તામાં પરિવર્તન આવ્યું છે. મારું શરીર હવે રસ્તા પર નહીં ફેંકી દેવામાં આવે પણ હવે એને જેલમાં જ દફનાવી દેવામાં આવશે. મારી કબર પણ હવે શહર-એ-રે નું એક જેલખાનું બની જશે. પણ જે રીતનું મારું નસીબ છે મારે એ બાબતે કોઈજ ફરિયાદ નથી. તને બહુ સારીરીતે ખબર છે કે મૃત્યુ મારાં જીવનનો અંત નથી.

તેં જ મને શીખવાડ્યું હતું ને કે આ દુનિયામાં મનુષ્ય અનુભવ લેવા માટે જ આવે છે અને દરેક જન્મ તેને એક પાઠ પણ શીખવાડે છે ઉપરાંત દરેક જન્મ સાથે મનુષ્ય પોતાને ખભે વધુને વધુ જવાબદારીઓ પણ ઉપાડતો જાય છે? મેં એ પણ જાણ્યું છે કે ઘણીવાર આપણે લડવું પણ જોઈએ. મને યાદ છે તે મને કીધું હતું કે ઘોડાગાડીવાળાએ પેલા વ્યક્તિનો વિરોધ કર્યો હતો જે મને ચાબુકના ફટકા મારી રહ્યો હતો પણ પેલા વ્યક્તિ ની ચાબુક ઘોડાગાડી વાળાના માથા અને ચહેરા ઉપર વાગવાને લીધે જ એનું મૃત્યુ થયું હતું. તે મને કહ્યું હતું કે મનુષ્યએ મરતાં સુધી પોતાની કિંમત જાળવી રાખવી પડે છે.

તે મને એમપણ શીખવાડ્યું હતું કે જયારે આપણે સ્કુલે જાઈએ ત્યારે કોઈક એક છોકરીએ તો ઝઘડા અને ફરિયાદોનો સામનો કરવા આગળ આવવું જ પડતું હોય છે. શું તને ખબર છે કે તે મનુષ્યના વર્તનને ઓછું આંક્યું હતું? તારો અનુભવ ખોટો હતો. જયારે મારી સાથે પેલો બનાવ બન્યો ત્યારે તારી આ શિખામણ મારાં કોઈ કામે નહોતી આવી. જયારે મને કોર્ટમાં લાવવામાં આવી ત્યારે મને એક નિર્દયી અને કઠોર ખૂની તરીકે રજુ કરવામાં આવી હતી. કારણકે મેં કોઈજ આંસુ સાર્યા ન હતા, મેં કોઈજ ભીખ માંગી ન હતી, કે ન તો મેં કોર્ટમાં આવ્યાં પહેલાં મારું ગળું કાપવાની કોશિશ નહોતી કરી કારણકે મને ન્યાય ઉપર વિશ્વાસ હતો.

પણ એનાથી ઉલટ મારાં ઉપર કાયદા પ્રત્યે બેપરવાહ હોવાનો આરોપ મુકાયો. તને ખબર છે કે હું ઘરમાં મચ્છર કે વાંદાને પણ નહોતી મારતી ઉલટું હું એમની મુછોથી એમને પકડીને ઘરની બહાર ફેંકી આવતી. પણ હવે હું એક પૂર્વનિયોજિત ખૂન કરી શકે તેવી ખૂની બની ચુકી હતી. પ્રાણીઓ પ્રત્યેની મારી હરકતોને એવી રીતે જોવામાં આવી જાણેકે હું એક છોકરો હોઉં અને પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર કરતી હોઉં અને જજે એકવાર પણ એવી તકલીફ ન લીધી કે તે મારો ચહેરો જોવે અને એ બાબતની નોંધ લે કે જયારે પેલો બનાવ બન્યો ત્યારે મારાં નખ લાંબા અને નેઈલ પોલીશ કરેલાં હતા.

એ કેટલો આશાવાદી જજ હતોને કે જે પોતે સાચો ન્યાય કરી શકે છે એવું માનતો હતો? એણે એકવાર પણ એ બાબતે ધ્યાન ન આપ્યું કે મારાં હાથ કોઈ ખેલાડી, ખાસકરીને બોક્સર જેવાં મજબુત નથી. અને આ દેશ કે જેના લોકોમાં તું મારાં પ્રત્યે પ્રેમ ઉભો કરવા માંગે છે એણે ક્યારેય મારું ભલું ન ઈચ્છ્યું અને એકવાર પણ એણે મારી વાતને ટેકો ન આપ્યો ત્યારે કે જયારે પેલો તપાસકર્તા અધિકારી મને મારી રહ્યો હતો, હું સતત રડી રહી હતી અને હું સતત અસાધારણ અશ્લીલ શબ્દો એનાં મોઢેથી સાંભળી રહી હતી. જયારે મારાં સૌંદર્યનાં છેલ્લાં ભાગ એવાં મારાં માથાનાં વાળની હજામત કરી નાખવામાં આવી ત્યારે મને તેનું ઇનામ મળ્યુંઃ ૧૧ દિવસનો એકાંતવાસ.

પ્રિય શોલેહ, હવે તું જે કઈપણ વાંચે એપછી તું રડતી નહીં. પહેલાં દિવસે એક મોટી ઉમરનો અપરણિત પોલીસ ઓફિસર મારી પાસે આવ્યો અને એણે મારાં નખને ઈજાઓ પહોંચાડી ત્યારે મને ખ્યાલ આવ્યો કે એના જમાનામાં કદાચ સુંદરતાની કોઈજ કિંમત નહોતી. આ સુંદરતા એટલે દેખાવની સુંદરતા, વિચારો અને ઇચ્છાઓની સુંદરતા, લેખનની સુંદરતા, આંખોની અને એની દ્રષ્ટિની સુંદરતા અને એક સરસ અવાજની સુંદરતા.

તો મારી પ્રિય માતા, મારી વિચારધારા હવે બદલાઈ ચુકી છે અને તું એના માટે બિલકુલ જવાબદાર નથી. મારાં શબ્દોનો કોઈજ અંત નથી અને એટલે જ મેં મારાં શબ્દો તને આપી દીધાં છે કારણકે જયારે મને ફાંસીએ લટકાવવામાં આવશે ત્યારે તું ત્યાં હાજર નહી હોય એટલે હું અત્યારથી જ તને મારાં શબ્દો ભેટમાં આપી દઉં છું. હું તને આ લખેલી સામગ્રી આપી રહી છું જેથી તું એને મારાં વારસા તરીકે સાચવી રાખે.

જો કે, મારાં મૃત્યુ પહેલાં મને તારી પાસેથી કશુંક જોઈએ છીએ, અને એ છે તારી શક્તિ અને બીજું કઈપણ કે જે તું મને ત્યાં બેઠાબેઠા આપી શકે. સાચું કહું તો આ એકજ વસ્તુ મને આ દુનિયા, આ દેશ અને તારી પાસેથી જોઈએ છીએ. મને ખ્યાલ છે તને આમ કરતાં થોડો સમય જોઇશે.

એટલેજ હું તને કહી રહી છું કે મારાં જીવનનો એક ભાગ બહુ જલ્દીથી ખતમ થવા જઈ રહ્યો છે. મહેરબાની કરીને તું રડ નહીં અને સાંભળ. હું એવું ઈચ્છું છું કે તું કોર્ટમાં જા અને મારી એક વિનંતી એમની સામે રાખ. હું એવો કોઈજ પત્ર નહીં લખી શકું કે જેની જેલર મંજુરી ન આપી શકે, એટલે તારે મારે ખાતર ફરી એકવાર તકલીફ લેવી પડશે. હું તને એકજ બાબત કહેવા માંગુ છું કે તું મારી સામે કોઇપણ ચીજની ભીખ ન માંગે કારણકે મેં તને કેટલીયે વાર કહ્યું છે કે તું મારી સજામાફી માટે ભીખ માંગે એ મને ગમતું નથી.

મારી દયાળુ માતા, પ્રિય શોલેહ, જે મને મારી જિંદગીથી પણ વધુ પ્રિય છે, મારે જમીન નીચે સડવું નથી. મારે મારું યુવાન હ્‌રદય અને આંખો ધૂળમાં મળી જવા નથી દેવી.તું મારાં માટે નહીં પણ મારાં અંગો જેવાકે હ્‌રદય, કીડની, આંખો, હાડકાં અને એવું કોઇપણ અંગ કે જે મારી ફાંસી બાદ ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે એ માટે તું ભીખ માંગ. આમ કરવાથી કોઈને મારાં શરીર માંથી એક અમુલ્ય ભેટ મળશે. મારાં અંગોને મેળવનારને મારું નામ ખબર પડે એવું હું નથી ઈચ્છતી, આમ કરવાથી એ મારાં માટે ફૂલોનો ગુલદસ્તો લાવશે અને મારી કબર ઉપર પ્રાર્થના કરશે.

હું મારાં હ્‌રદયના ઊંડાણથી તને કહું છું કે મારે એવી કબર નથી જોઈતી કે જ્યાં તું રોજ આવે અને શોક જતાવે અને દુખી થાય. તારે મારાં મૃત્યુ પછી કાળાં કપડાં પહેરવા પડે એ પણ હું નથી ઈચ્છતી. મારાં આ મુશ્કેલ દિવસોને ભૂલી જવાની તારાથી બનતી તમામ કોશિશ કર. તું મને કુદરતને સોંપી દે એ મને ક્યાંક દુર લઇ જશે.

આ દુનિયા આપણને પ્રેમ નથી કરતી. એને મારું નસીબ નથી જોઈતું. અને હવે હું પણ મૃત્યુને ભેટવા માંગુ છું. કારણકે ખુદાની અદાલતમાં હું પેલા ઇન્સ્પેકટરો પર આરોપ લગાવીશ, હું ઇન્સ્પેકટર શમલોઉ પર આરોપ લગાવીશ, હું પેલા ન્યાયાધીશ પર આરોપ લગાવીશ અને પેલી સુપ્રીમકોર્ટનાં ન્યાયાધીશો પર પણ આરોપ લગાવીશ કે જેમણે મને જાગ્રત અવસ્થામાં ફટકા માર્યા હતા અને મને ત્રાસ આપ્યો હતો.

દુનિયાના રચઈતાની અદાલતમાં હું ડોક્ટર ફરવંડી પર આરોપ મુકીશ, હું કાસીમ શબાની અને એવાં તમામ લોકો પર આરોપ મુકીશ કે જેમણે પોતાનાં અજ્ઞાન કે જૂઠને લીધે મને ગુનેગાર સાબિત કરી અને મારાં અધિકારોને કચડી નાખ્યા અને એ બાબતે જરાપણ ધ્યાન ન આપ્યું કે કોઈવાર હકીકત એ દેખાતી હોય એનાથી તે જુદી પણ હોઈ શકે.

મારી નરમ હ્‌રદય વળી પ્રિય શોલેહ, એક જુદી દુનિયામાં આપણે ફરિયાદી હોઈશું અને કોઈ બીજાં આરોપી હશું. જોઈએ ભગવાન શું ઈચ્છે છે? હું મરતાં સુધી તને ભેટીને રહેવા માગું છું. હું તને ખુબ પ્રેમ કરું છું.