Anyamanaskta - 17 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anyamanaskta - 17

અન્યમનસ્કતા

પ્રકરણ - ૧૭

લેખક : ભવ્ય રાવલ

ravalbhavya7@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લેખકનો પરિચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

અન્યમનસ્કતા : પ્રકરણ ૧૭

જિંદગીની કણેકણમાં વ્યાપેલી શૂન્યતાભર દિવસોની કેટલીક રાતોના જડતાભર્યા આરામ પછી ક્યારેક સવારે પૂર્વાકાશમાં સૂર્ય ડોકાતો અને અસંખ્ય પાંખોનો ફફડાટ ગૂંજતો. ગાયો ભાંભરતી, દૂધવાળા ભરવાડ ડેલી-ડેલીએ સાદ કરતા. ક્યાંક છેક દૂર-દૂર ગવાતી હતી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન. આકાશમાં વિહાર કરતું ચહેકતું પંખી વિવેકના ફ્લેટની બારી પર માળો કરવા મથતું. ક્યારેક પંખીઓ તેના ફ્લેટની બારીએ કિનારીએ આવીને બેસતાં. શહેરથી દૂર જંગલ પ્રદેશમાં ઘટાટોપ બનેલા વૃક્ષોના મૂળિયાંની માટી ધોતાં ઝરણાંનાં કલકલ ઘ્‌વનિ, વાયુવેગથી નદીની છોળો કિનારાનાં પથ્થરની પાળ પર પછાડાવવાનો ધ્વનિ, મંગળા આરતીનો શંખનાદ કાનમાં ઘોળાતો અને ક્યારેક સૂઈ ગયેલા બાળકની ચૂપકીદીમાં વહાલથી વિવેક બાળકને પંપાળી લેતો.

વખતની સાથે અવાજો બદલાયા...

બપોરે શાળા છૂટ્‌યાના સમયે બાળકોનો અસ્પષ્ટ કોલાહલ થતો. વહેલી સાંજે પોતપોતાના માળા તરફ મંડાણ કરતાં પક્ષીઓનો મધુર કેકારવ થતો. સોનેરી અજવાળાનાં દીવાસમયે સંધ્યા આરતીનો કર્ણપ્રિય ઘંટારવ ગૂંજતો. રૂક્ષ ઝડતાં પત્તાંઓની ધીમી સરસરાહટ વાતાવરણમાં ફેલાતી. ખુલ્લી હવામાં અદૃશ્ય પવનના સૂસવાટા થતા અને રાત્રિની ગાઢ શાંતિમાં હિંચકાનું કર્કશ કિચૂંડ-કિચૂંડ થતું છતાં બાળકને ત્યાં સૂવાડાતું અને તે ઘેરી નિંદ્રામાં જવા પ્રયત્ન કરતું. રડતા બાળકને ચૂપ કરી સૂવાડવા હાલરડું ગવાતું. મોડી રાતે કૂતરાઓના અંદરોઅંદર ઝઘડવા-ભસવાના અને બાકીના ન સમજાય તેવા અપરિચિત અવાજો આવતા. જિંદગી આગળ ચાલી દોડી રહી હતી.

રોજ થોડાં થોડાં જીવન પ્રકરણનાં પાનાં પર આગળ ચાલતા રહેવાનું, પલટાતા રહેવાનું, બદલાતા રહેવાનું, દોડતા રહેવાનું. જીવનમૂલ્યો હવે તૂટતાં-ફૂટતા વેરવિખેર થઈ રહ્યાં હતાં. એકલી રાતોનો ઉજાગરો અને દિનભરના કાર્યોનો થાક વિવેકને પાણી વગરની માછલીની જેમ અસહ્ય તરફડિયાં મરાવતો હતો. કાળની ગર્તામાં વિલીન થયેલી અનેક વીતેલી વાતો તેની ઊંધ ઊડાડી મૂકતી. અંગત અને સાર્વજનિક ક્રિયાઓમાં એકાકીપણું વિવેકનું ચિત્તભ્રમ કરી વશ, વિવશ અને પરવશ બનાવી રહ્યું હતું.

ખંજન શું કરતી હશે? અને તેના પેટમાં બાળક હતું એ? સામાજિક, સંબંધિક માળખું સહેલાઈથી ચુંથાઈ ન જાય તે માટે અહમથી હાર માની લઈને અભાવ અને એકલતાથી છૂટકારો મેળવવા એક દિવસ વિવેકે ખંજનને પત્ર લખવાનું વિચાર્યું પછી તેને થયું, ‘મેસેજ કરૂં? ના. ના. ફોન જ કરી દેવો જોઈએ.’ જોકે કોઈ કોન્ટેક ન થયો. મોબાઈલ નંબર બંધ આવ્યો. ઊંડી તપાસને આધારે જાણવા મળ્યું, ખંજન મુંબઈ છોડીને લંડન ચાલી ગઈ છે. પાછળથી તેની સહેલીએ ઉમેર્યું કે કોઈ એન.આઈ.આર. સાથે લગ્નના સમાચાર છે. લગભગ તો એના કોલેજ ફ્રેન્ડ જોડે જ...

થોડા જ દિવસોમાં એક દિવસ ખાખી ટપાલમાં લાલ-લીલા કલરના સરકારી સ્ટેમ્પ મારેલા ડિવોર્સના કાગળીયા આવી ગયા! ભરણપોષણના બ્લેંક ચેક સાથે વિવેકે કાગળો પર વાંચ્યા-વિચાર્યા વિના સહી કરી નાંખી.

રાજકોટનું ઘર વેચાઈને હવે પાછળ છૂટી ગયું હતું. મુંબઈ સાથેના બધાં જોડાણો તૂટીને વેરવિખેર થઇ ગયા હતાં. સોનાલી બીજી દુનિયામાં ચાલી ગઈ તો ખંજન સેંકડો માઈલ દૂર જઈ પોતાની અલગ દુનિયા વસાવી બેઠી હતી. હવે એને ભૂલી જવાનું છે. કામ અને જવાબદારીના વજનમાં વિવેકે એકલા હાથે સંઘર્ષ ચાલુ રાખ્યો. બાળકને ડૉક્ટર પાસે લઈ જવું. નાહવાનો સમય, રમવાની ચીજો, પહેરવાના કપડાં, એક-એક નાની-મોટી વસ્તુનો વિવેક ખ્યાલ રાખતો હતો. બાળક જોડે રમતાં-રમતાં એ પણ બાળક જેવો બની જતો હતો.

શું નામ રાખીશું મારા વાહલા દીકરાનું?

દિવ્ય. દિવ્ય વિવેક જોષી. દિવ્ય એટલે પ્રકાશમાન. શિવનું હજારો નામમાંથી એક નામ. સોનાલીને દિવ્ય નામ બહુ પસંદ હતું. એ કોલેજકાળમાં જોડે હતી ત્યારે કહેતી, ‘વિવેક આપણે દીકરો થશે તો દિવ્ય નામ રાખીશું. દીકરી થશે તો દિવ્યા.’

‘કેમ એ નામ?’

‘કેમ કે તને અઢી અક્ષરવાળા નામ પસંદ છે. એટલે મેં અત્યારથી જ આ નામ પસંદ કરી રાખ્યાં.’

વિવેકે બાળકનું નામ દિવ્ય રાખ્યું. જીવનની કાયા બેરંગ રીતે પલટાતી રહેતી.

કેલેન્ડરના પન્નાં બદલતા ગયા. વાદળાં ફાટીને વરસાદ ચાલ્યો ગયો. ચોમાસું ઊતર્યું. ૠતુ બદલાઈ. નવવર્ષ નજીક હતું.

પરોક્ષ કે અપરોક્ષ અસરો હેઠળ ચક્રવત પરિવર્તન પામતા રહેતાં જીવનમાં વિવેકના મન-મગજનો અવિરત અજંપો તનાવભર્યા માહોલને સર્જતો જતો હતો. સતત વિચારોના બુદબુદા અંતરમાંથી ઊઠતા ચકરાયા ઘુમરાયા કરતાં.

વિવેક રોજ વાળ ઓળતા સમયે અરીસામાં પોતાની આંખમાં આવતાં આંસુ જોઈ રહેતો. સોનાલીનો અવાજ જાણે પોકારે છે... ‘ઈમાનદારની આંખોમાં આંસુ નહીં પશ્ચાતાપ હોય છે. તારૂં રડવું મારાં આત્માને દુઃખી કરે છે. વિવેક સ્માઈલ પ્લિઝ.’

‘પુરૂષમાં આંસુ વહાવી દેવાની નહીં પચાવી જવાની હિંમત હોય.’

...ને વિવેક પોતાના દર્દ છુપાવી હંમેશા હસતો અને બીજાને હસાવતો રહી શકે એટલે પાગલો જેવા કરતબો કરતો જાણે કશું બન્યું જ નથી!

‘ચહેરા પર હાસ્ય ઉત્પન્ન ન કરીએ તો દુઃખનો અહેસાસ જ ન થાય. મતલબ કે ગમમાં ખોટી મુસ્કાન દર્દને વધુ પ્રદર્શિત કરે છે. સ્મિત તમારી સેડનેસને ઢાંકવાનું એક સાધન છે. બધા લોકો દર્દનો ખારો દરિયો અંદર ભરી બહાર ખુશીના મીઠાં ધોધ ન પ્રગટાવી શકે. કોઈકને જ આવડે એ કરામત. નાટકબાજ પતિદેવ.’

...ને એકાએક ખંજનની વાત વિરોધી વૃત્તિ ઊભી કરે છે. લાગણીશીલ માણસોના ઘા હંમેશા લીલાંછમ જ રહેતાં હોય છે. ભગવાન પાસે જેટલા માર્ગ સજા (વિનાશ) કરવાનાં છે એટલાં માર્ગ સાજા (વિકાસ) કરવાના છે. એ પથદર્શક પણ છે અને રાહભક્ષક પણ.

ક્યારેક દાઢી કરી મુલાયમ ગાલ પર હાથ ફેરવતા વિવેકના કાને પડઘા પડે છે.

‘ફૂલો માત્ર કરમાવા ખીલતા નથી વિવેક. ખુલ્લી કિતાબ જેવું જીવવાનું બંધ મુઠઠી જેવું નહીં. વિવેક સિમ્પથી જતાવતા તમને સારી આવડે છે. વિવેક... વિવેક... ઓફઓ વિ...વે...ક... વે...ક...’

‘કઈ ટાઈ મેચિંગ છે? રૂમાલ લીધો? અરે... ટીફિન તો લેતા જાવ બાબા... આજે પણ રોજની જેમ સાંજે ઘર મોડા ન આવતા. ઓ...કે? ઓફિસ જઈ મારી યાદ આવે તો ફોન નહીં તો કંઈ નહીં, એકાદ મેસેજ, મિસ્ડકોલ તો આપજો. અને હા, બિલ ભરવાનું ન ભુલાય. આજ છેલ્લી તારીખ છે. ડિયર ધીમે... શું કરો છો?’

વિવેકના મગજમાં કંપન કરતો ખંજનનો મધુર તીણો સ્વર ગમની આવરદા વધારતો જતો હતો. અધૂરી આશા-ઈચ્છા પ્રત્યેનું આકર્ષણ જગાવનાર જીવનરીતિનાં અનેક સ્મરણીય દૃશ્યો અવારનવાર સર્વત્ર ચોતરફ તરી ઊઠે છે. વિવેક એ ઘરમાં રહેતો હતો જ્યાં ખંજનની યાદ રસોડાં, કોઠાર, દીવાનખાનું, વરન્ડાથી લઈને હરેક નાની-મોટી વસ્તુ સાથે સંકળાયેલી તેની અદૃશ્ય હાજરી પૂરતી. એ અતીતની ખૂલી ગયેલી અટારીએથી પ્રવેશીને આજને સ્પર્શી ગયેલી યાદોને મનમાં ઘૂમરાતી કેમ રોકવી? વિવેક અજવાબી, અજનબી બની ઊઠે છે.

વિવેક વર્તમાનમાં આવ્યો. મમ્મીના શબ્દો અસ્પષ્ઠ કાને પડયા.

‘દીકરા વિવેક, આજકાલ તારૂં ધ્યાન ક્યાં હોય છે? શું વિચારતો રહેતો હોય છે? જમી લે બેટા. તારૂં ભાવતું ભીંડાનું શાક બનાવ્યું છે.’

‘ભૂખ નથી મમ્મી.’ વિવેક જમવાના ટેબલ પરથી ઊઠીને ચાલ્યો જાય છે.

ભાવતી વાનગીઓથી ભરેલી થાળી પણ ખૂટતી નથી કારણ ખંજનના હાથે બંનેલી રસોઈનો સ્વાદ જીભને એવો વળગી ગયો હતો કે કોઈ બીજાના હાથની રસોઈ ભાવતી નથી.

‘વિવેક ક્યારેક તમે પણ મારાથી છૂપાઈને કે હું નહીં હોઉં ત્યારે શરીર અને પેટની ભૂખ સંતોષવા વેશ્યા સાથે શયન સુખ માણશો? કોઈ પારકીના હાથનું જમશો?’

‘પ્રેમિકાની જગ્યા કોઈ નવી દોસ્ત લઈ શકે. પત્નીનું સ્થાન કોઈ ન લઈ શકે. તું પણ કેવી વાતો કરે છે?’

‘કેમ ન પૂછી શકાય ક્યારેક મને પણ સવાલો ન થાય. કંઈ પૂછવાનું મન ન થાય?’

વિવેકના અંતરમાં વિષાદના ભંવરો ઊઠતા જાય છે. ખંજન સાથે રચેલા સંવાદના વિવેકનાં માથામાં ટકોરા પડતા હતાં.

સોનાલી બાદ ખંજનનું છોડી જવું એ વિવેકની દુનિયાદારીની સમજમાં ખોટું ઉતર્યાની હાર હતી. પ્રેમ બાદ લગ્નજીવનમાં નાકામયાબ નીવડવું એ અધઃપતનમાં પા પા પગલી હતી.

થોડાં જ દિવસોમાં એક બીજી દુઃખદ ઘટના ઘટી. જે પ્રોજેકટ પર વિવેક કામ કરી રહ્યો હતો તે તદ્દન નિષ્ફળ ગયો. કંપનીના શેરના ભાવ રાતોરાત ગબડી પડયા. વિવેકને કંપનીમાંથી રાજીનામું આપવું પડયું. પત્ની, પ્રેમિકા પછી જેમની પાછળ પૂર્ણ પવિત્રમય સમર્પણ હતું એવી પ્રતિષ્ઠાભરી નોકરી ગઈ. જે ન થવું જોઈતું હતું એ પણ થઈ ગયું. બરબાદી-બેકારીના, નિરાશા-નવરાશના દિવસો આવ્યા. વિવેક ફરી કામ મેળવવા, ખાલી થતાં જતા પૈસા કમાવવા બધી જાણીતી ઓફિસોના સરનામે ફરી વળ્યો. વારંવાર ઘડિયાળમાં સમય જોવાનો ક્રમ આવ્યો. ક્યારે પાછો સારો સમય આવશે?

કૃત્રિમ ઘડિયાળ બંધ પડી જાય અથવા બગડી જાય તો સચોટ સમયની જાણ ન થાય. એ સમયના ભરોસે વહેલા-મોડું થઈ જાય. અને ફરી બધું સમયસર કરવા બીજી ઘડિયાળમાં સમય જોઈ બંધ ઘડિયાળ કે આગળ-પાછળ સમય બતાવતી ઘડિયાળને સમયસર કરવી પડે. આ સમય મનુષ્યે નક્કી કરેલો છે જે ખોટો વખત દર્શાવી શકે... કુદરતની ઘડિયાળ ક્યારેય ખોટો સમય બતાવતી નથી. એ એની ગતિથી કોઈના માટે રોકાયા વિના ચાલતી રહે છે. જે દિવસે દુનિયા થંભી જશે તે દિવસ પછી પણ સમય વહેતો જ જશે. પસાર થતો જ જશે. પ્રકૃતિ પોતાનું કાર્ય કરતી રહે છે. આગળ વધવાનું. રાત્રે અંધકાર જામતો રહે છે. સવારથી સાંજ પ્રકાશ ફૂટતો રહે છે. આકાશમાં સૂર્ય અગમ્ય રીતે સરકતો રહે છે.

બેકારીની સ્થિતિમાં થોડી ઊણપ અને ઓછપ બહુ વધીને સામે આવે છે. વિવેકને પરિચિતો-અપરિચિતોની ખરી ઓળખાણ થતી ગઈ અને પોતાના કહી શકાય તેવાં પારકાં છોડીને દૂર જતાં રહ્યાં હતાં. બાકીના દૂર જઈ રહ્યાં હતાં. સફળ માણસોને દોસ્ત અને નિષ્ફળ માણસોને દુશ્મન હોતા નથી. ખિસ્સાનું ખાલીપણું અને અરમાનનો છલકાવ સાથેની નિસ્બત હિતચિંતકો ભગાવી મૂકે છે.

ખાલી પથારીમાં પડખાં ફરવાની, આળોટવાની ક્રિયા બેચેન કરતી રહે છે. આયના આગળથી ખસી જવું પડે છે. સિગારેટના ધુમાડામાં રાતે મોડી ઊંઘ આવે છે અને સવારે વહેલા જાગી જવાય છે. બાળક પણ રોજ રાત્રે વિવેકની સહવ્યથામાં રિબાતું મમતાની ચાહમાં રડતું રહે છે.

ખરેખર, એકલતા અદ્‌ભુત ચીજ છે અને એનાથીયે અદ્‌ભુત ચીજ છે અન્યમનસ્કતા. અન્યમનસ્કતા લીલની જેમ જિંદગી પર જીમી જાય છે. માણસના જીવનમાં એ અનેકવિધ સ્વરૂપે પ્રવેશે છે. સમયની અન્યમનસ્કતા, યાદોની અનમનસ્કતા, મન અને તનના તમાશાની, વિચારના માયાવી વૈભવની... માયાળું કે સ્વાર્થી સ્વભાવની. અસ્ખલિત વહેતી લાગણીની...

‘અન્યમનસ્કતા’ શબ્દ જેટલો વાંચવા-બોલવા-સમજવામાં અઘરો છે તેટલો જીવવામાં મુશ્કેલ છે. માનસિક-શારીરિક પરિસ્થિતિમાં રહેલી અન્યમનસ્કતા મનુષ્યના આત્માવિશ્વાસને મારી ચકનાચૂર કરી નાંખે છે. મનુષ્ય ઉચિત નિર્ણયશક્તિ ગુમાવીને અનુચિત પગલાં ભરતો જાય છે. માણસ પોતે જ એકમાત્ર સાચો છે એવી ધૂની અવસ્થા ઊભી થાય છે. અન્યમનસ્કતાના ઝાળાદાર પહેરામાં કશું નથી સૂઝતું ત્યારે એ ઈશ્વરની યાદ આવે છે જે પ્રભુએ અસ્તિત્વ આપ્યું અને એ પરમ કૃપાળુના અસ્તિત્વ વિશે સદાય શંકા ઊઠાવતા હોઈએ છીએ. ભગવાનનું સ્મરણ થાય છે. આપોઆપ બે હાથ જોડાઈ જાય છે. અનમનસ્કતાનું ઓસડ શું હોય શકે? વહેતી જીવનધારામાં એક આશાવાદ બંધાય છે. સંબંધોનું ખાલીપણું-ખોખલાપણું-ખડબચડાપણું દૂર કરવા અંતમાં અધૂરા હિસાબ જાણે કુદરત પૂરા કરવા માગતી હોય તેમ વિધાતા અતીત સાથ કડી જોડવાની પેરવી શરૂ કરે છે.

એક દિવસ રોજની જેમ સામાન્યતઃ સફેદ શર્ટ, બ્લેક પેન્ટ અને ટાઈ-શૂઝ પહેરેલા હાથમાં ફાઈલ લઈને નોકરીની તલાશમાં સરેઆમ રસ્તા પર ભટકાતાં, ઊંચા ઊંચા મકાનો તરફ જોતાં જોતાં વિવેકની પાસે એક મોટી કાળી આલિશાન કાર આવીને ઊભી. ગાડીનો દરવાજો ખૂલ્યો. તેમાં બેઠેલી બદામી ગાલ, ઘેરાશવાળી કાળી આંખો, કાનમાં લાંબા ગોળ ઝૂમકા, નાકમાં બાલી, હાથમાં ચમકદાર બ્રેસલેટ અને ફેશનેબલ જીન્સ-ટોપ પહેરેલી યુવતીએ ગોગલ્સ આંખો પરથી માથા ઉપર સરકાવી સાદ પાડયો,

‘એ... વિવેક... વિ...વેક...’

વિવેક કારમાં બેસી ગયો, ગાડી ચાલવા લાગી. સફર શરૂ થઈ.

ક્રમશઃ...