ધોળો બગલો
આટલા બધા બગલાઓ!
મારી શેરીમાં ??
ઉદાસ ચહેરાઓ,
ધીરે ધીરે આગળ વધી
એક ડેલીએ અટક્યા,
ને અંદર ઘુસ્યા ...
ઓહ્હો ....આ તો પેલા કાગડાનું ઘર.
આ બધા ત્યાં કેમ ?
એ તો માથાભારે કાગડો,
સદાય એના કર્કશ અવાજે
આખી શેરી જગાડે .....
ઝઘડાળું એટલો કે
કોઈ ઘર બાકી નહિ.
જાણે ભગવાને એને જવાબદારી આપી હોય
કે ફળિયામાં કોઈ શાંતિથી સુવે નહિ.
આ એને ઘેર?
આ શાંતિદૂત જેવા બધા બગલાઓ ???
હમમમ....યાદ આવ્યું
રાતે પેલો કાળીયો બહુ ભસ્યો’તો.
હું ય ખુશીથી ડેલીમાં ઘુસ્યો
હાશ હવે શાંતિ થશે આ ફળિયામાં
ને જોર આવ્યુ પગના તળિયામાં
કબાટ ખોલીને કડક ઈસ્ત્રી કરેલી
એક જોડ ધોળા કપડાની
કાઢીને મેં ય પહેરી.
.....ને હુય એ બેસણામાં જવા
એક બગલો બની ગયો.
મજબુરીમાં
મહિનો વીતી ગયો
ના આવ્યોને !
હું નહોતી કે’તી રમા,
એ ભોળો નથી તને ભોળવી ગયો.
સમજાવી દીધું કે
જો મા તું રોજ ઘેર એકલી,
અને ત્યાં તો તને તારી ઉંમરના ઘણા મળશે.
અમે બંને રજાઓમાં ત્યાં આવીશું
અને બા કથાવાર્તા,મંદિર,પૂજા પણ ત્યાંજ.
હવે તારે રસોઈ સફાઈ કરવાની ક્યાં જરૂર છે?
ત્યાં તને બધું તૈયાર મળશે.
તું ત્યાં હોયને તો,
અમે નિરાંતે નોકરી કરી શકીએ
મન સાથે વાતો કરતી
રમા મનમાં બોલી :
‘ભરજુવાનીમાં મેં ય આજ રીતે
એણે સમજાવીને
હોસ્ટેલમાં મુક્યો,તો.’
મજબુરીમાં....