Burger recipe books and stories free download online pdf in Gujarati

Burger recipe

ગુજરાતી વાનગીઓ

બર્ગર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.આલુ બર્ગર

૨.બ્લેક બીન્સ બર્ગર

૩.હેલ્ધી બર્ગર

૪.આલુમૂંગ બર્ગર

૫.વેજ બર્ગર

૬.ચના મસાલા બર્ગર

૧. આલુ બર્ગર

સામગ્રી :

‘‘-૪ બટાકા

-૧ ચીઝ સ્લાઈસ

-૪ નાની વેજીટેબલ કટલેસ

-મિક્સ્ડ વેજીટેબલ્સ’’

રીત :

બટાકાની છાલ ઉતારી લો. તેની પહોળાઈ મુજબ બે ભાગમાં કાપી લો. તેને કાંટામા ભરાવીને તળી લો. નીચેના ભાગ પર વેજીટેબલ, કટલેટ અને ૧/૪ ચીઝ ગોઠવી દો. તેની પર બટાકાનો બીજો ભાગ ગોઠવી દો અને એક ટુથપીક ભરાવી દો.

૨. બ્લેક બીન્સ બર્ગર

સામગ્રી :

‘‘-૪ બર્ગર બન(બર્ગર બનાવવા માટે)

-૧ મોટું બર્ગર બન(ટૂકડાં કરેલું)

-૩ ચમચી ઓલિવ ઓઇલ

-૨ ચમચી લસણ સમારેલું

-૧૦૦ ગ્રામ રાજમા

-૧ ટેબલ સ્પૂન લાઇમ લિંડ

-૩/૪ ચમમી મરચું પાવડર

-૧/૨ ચમચી ફ્રેશ ઓરેગાનો

-૧/૪ ચમચી મીઠું

-૧ ફેંટેલું ઈંડું

-૧ મોટા ઈંડાની સફેદી(સામાન્ય ફેંટેલી)

-ટોમેટો સૉસ

-ટોમેટો સ્લાઇસ

-એવોકેડો

-ડુંગળી

-ગ્રીન લીવ્સ(કોબીજ).’’

રીત :

‘‘સૌથી પહેલા ક્રમ્બ્સ તૈયાર કરવા માટે બનના ટૂકડાંને ફૂડ પ્રોસેસરમાં ૪ વખત પ્રોસેસ કરો જેથી ઓછામાં ઓછું ૧ કપ ક્રમ્બ્સ તૈયાર થાય. હવે તેને બાઉલમાં કાઢી લો. હવે ફૂડ પ્રોસેસરમાં ૧ ચમચી ઓઇલ સાથે લસણ તથા બીન્સ નાંખી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. એક બાઉલમાં આ મિશ્રણની સાથે ક્રમ્બ્સ નાંખો. પછી લાઇમ રિંડ તથા બાકી બચેલી સામગ્રી પણ ઉમેરી દો. સૂકા હાથે મિશ્રણને ૪ બરાબર ભાગમાં વહેંચો. ચારેય ભાગને ત્રણ ઇંચની ટિક્કીનો આકાર આપો.

હવે એક નોનસ્ટિક પેનમાં ૨ ચમચી ઓઇલ નાંખી ટિક્કીઓને ૪ મિનિટ માટે સામાન્ય આંચ પર એ રીતે ચઢવો જેથી કિનારીઓ અને ઉપર નીચેનો ભાગ પૂરી રીતે ચઢી જાય. અંદાજે ત્રણ-ચાર મિનિટમાં ટિક્કી ચઢીને તૈયાર થઇ જશે. હવે ટિક્કીને એક બનમાં ટોમેટો સૉસ, ટોમેટો સ્લાઇસ, ગ્રીન લીવ્સ, એવોકેડો, ડુંગળી સાથે ગાર્નિશ કરી સર્વ કરો.’’

૩. હેલ્ધી બર્ગર

સામગ્રી :

‘‘બર્ગર માટે-

-૧ બાઉલ મગની ફોતરાવાળી દાળ પલાળેલી

-૧૧/૨ ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

-મીઠું સ્વાદાનુસાર

-૩ ટી સ્પૂન બાફેલા લીલા વટાણા

-૩ ટી સ્પૂન સમારેલી લીલી ડુંગળી

-૩ ટી સ્પૂન પાલક-કોથમીર-ફુદીનાની પેસ્ટ

પેટીસ માટે-

-૧/૪ કપ ઘઉંના ફાડા

-૧/૪ કપ ઓટ્‌સ

-૨ નંગ બટેટા

-૩ ટી સ્પૂન આદું-મરચા-લસણની પેસ્ટ

-૧ ટી સ્પૂન ચાટ મસાલો

-૧/૪ કપ બાફેલ ગાજર, વટાણા, ફણસી

-૧/૪ કપ કોથમીર

-૨ ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્બ્સ

-૧ ટી સ્પૂન કિચન કિંગ મસાલો

-૩ ટેબલ સ્પૂન કોર્નફલોર

-૨ ટી સ્પૂન કાજુ

-૨ ટી સ્પૂન કિસમિસ

-બટર જરૂર પ્રમાણે

-મીઠું સ્વાદાનુસાર

સલાડ માટે-

-બાફેલા બીટની ગોળ સ્લાઈસ

-કાકડીની સ્લાઈસ

-ટામેટાની સ્લાઈસ

-ડુંગળીની સ્લાઈસ

અન્ય સામગ્રી-

-લીલી ચટણી

-ટોમેટો કેચપ

-ચીઝ સ્લાઈસ’’

રીત :

‘‘સૌપ્રથમ બર્ગર બનાવવા માટે પલાળેલ મગની દાળને મિક્સરમાં ક્રશ કરી તેમાં આદું-મરચાની પેસ્ટ, હાફ ક્રશ કરેલ વટાણા, પાલક-કોથમીર-ફુદીનાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, મીઠું બધું જ નાખી ધોકડીયામાં ૧૦ મિનિટ બાફવું. ઠંડુ પડે એટલે એક મોટા કુકી-કટરથી ગોળ સ્લાઈસ કરી અલગ રાખવું. હવે પેટીસ બનાવા માટે

ઘઉંના ફાડા, ઓટ્‌સ, બાફેલ બટેટા, વટાણા, ગાજર, ફણસી, કોથમીર, આદું-મરચા-લસણની પેસ્ટ, ચાટ મસાલો, બ્રેડ ક્રમ્બ્સ, કાજુ-કીસમીસ, મીઠું બધું જ મિક્સ કરી બર્ગરમાં યુઝ કરેલ કુકી-કટરની સાઈઝ પ્રમાણે જ પેટીસનો શેપ આપવો. નોન-સ્ટીક તવા પર બે ચમચી અથવા જરૂર પ્રમાણે બટર મૂકી શેલો ફ્રાય કરી પેટીસ તૈયાર કરી લેવી.

સર્વિંગ કરતી વખતે લીલી મગની ફોતરાવાળી દાળના બર્ગરની એક સ્લાઈસ પર લીલી ચટણી લગાવી તેની ઉપર તૈયાર કરેલ પેટીસ મૂકી તેની ઉપર બીટ, કાકડી, ટામેટા, અને ડુંગળી મુકવી. તેના પર ચાટ મસાલો છાંટી તેની ઉપર ચીઝની સ્લાઈસ મુકવી. હવે બર્ગરની અન્ય એક સ્લાઈસ પર ટોમેટો કેચપ લગાવી પ્રથમ તૈયાર સ્લાઈસ પર મૂકી પરફેક્ટ બર્ગર તૈયાર કરવો. ચીઝની પાતળી કટ કરેલ પટ્ટી, લીલી ચટણીના કોન અને ટોમેટો કેચપના કોન વડે બર્ગરને ડેકોરેટ કરી સર્વ કરવો.’’

૪. આલુમૂંગ બર્ગર

સામગ્રી :

‘‘-૪ બર્ગર બન

-માખણ જરૂર મુજબ

-૨ ક્યુબ છીણેલુ ચીઝ

-૧ નંગ સફરજન સમારેલું

-૧/૨ ચમચી લીંબૂનો રસ ટિક્કિ માટે-

-૨ નંગ બટાકા છીણેલા

-૧/૨ કપ મગની દાળ પલાળેલી

-૧ મોટી ચમચી માખણ

-૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી

-૧ મોટી ચમચી ટોમેટો કેચઅપ

-મીઠું સ્વાદાનુસાર

-૧/૪ ચમચી આમચૂર પાવડર

-૧/૨ ચમચી જીરૂં પાવડર સેકેલો

-૧/૨ ચમચી ગરમ મસાલો

-૧ નંગ બ્રેડ સ્લાઈસ’’

રીત :

સૌપ્રથમ મગને પ્રેશર કૂકરમાં ૧/૪ કપ પાણી અને ૧/૪ નાની ચમચી મીઠુ નાખીને એક સીટી વગાડી લો. અને તેને જુદી મુકી દો. હવે એક મોટી ચમચી માખણ ગરમ કરીને તેમા ડુંગળીને ગુલાબી સેકી લો. તેમા મગની દાળ નાખો, એક મિનિટ પછી ઉતારી લો. મસલેળા બટાકા, ટોમેટો કેચઅપ, ચીઝ, જીરા પાવડર, ગરમ મસાલો, આમચૂર અને મીઠુ સ્વાદ મુજબ નાખીને મિક્સ કરી લો. બનના આકારની ટિક્કી બનાવો, આખી રાત ફ્રિજમાં મુકો. સવારે પેનમાં થોડુ તેલ ગરમ કરી તળી લો. હવે બર્ગર બનને વચ્ચેથી કાપી લો અને બંને ભાગ પર માખણ લગાવો અને ગરમ તવા પર સેકી લો. એક બનના પીસ પર ટિક્કી મૂકો. હવે સફરજનએન ગોળ કાપી લો, થોડો લીંબૂનો રસ છાંટી દો. બન પર ગોળ સફરજનની સ્લાઈસ મૂકો. બીજા બનના ભાગ વડે ઢાંકી દો અને સર્વ કરો.

૫. વેજ બર્ગર

સામગ્રી :

‘‘-૨ નંગ બર્ગર બન

-બટર બન શેકવા માટે

-૨ થી ૩ નંગ બાફેલા બટાકા

-૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી

-૧ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ

-૧ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા ગાજર

-૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોબીજ

-૧ નંગ બ્રેડ

-૨ થી ૩ નંગ લીલા મરચાં

-૧ ટી સ્પૂન આદુ ક્રશ કરેલું

-૧ ટી સ્પૂન ગરમ મસાલો

-૧ ટી સ્પૂન ખાંડ

-૨ ટેબલ સ્પૂન લીલી ચટણી

-૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ

-૧ નાની કાકડીની સ્લાઈસ

-૧ નાના ટામેટાની સ્લાઈસ

-૧ નાની ડુંગળીની સ્લાઈસ

-૪ થી ૫ પાન કોબીજના

-૨ સ્લાઈસ ચીઝ

-મીઠું સ્વાદાનુસાર

-ટોસનો ભૂકો

-ટોમેટો કેચપ’’

રીત :

સૌપ્રથમ બાફેલા બટાકાને છીણીને તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ડુંગળી, ગાજર અને કોબીજ નાખી સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ખાંડ, ગરમ મસાલો અને બ્રેડની સ્લાઈસ પલાળી નીચોવી નાખી મિક્સ કરીને, પેટીસ જેવું બનાવી લો. ત્યાર બાદ તેને ટોસના ભૂકામાં રગદોળી નોન સ્ટીક તવીમાં શેલો ફ્રાય કરીને સાઈડ પર રાખો. બર્ગરના બનને વચ્ચેથી કાપી તવી પર શેકી લો, નીચેના બન પર લીલી ચટણી લગાવી તેની પર કાકડીની સ્લાઈસ અને ટામેટાની સ્લાઈસ ગોઠવી તેની પર પેટીસ મૂકી તેની પર ડુંગળીની સ્લાઈસ અને કોબીજના પાન મૂકી ઉપરના બન પર કેચપ લગાવી તેની પર મુકો. નોન સ્ટીક તવી પર બર્ગરના બન એક મિનીટ માટે મૂકી ગરમ-ગરમ પીરસો. બર્ગરને વચ્ચેથી કાપી ટોમેટો કેચપ સાથે પીરસો. ચીઝ બર્ગર બનાવવું હોય તો કાકડી, ટામેટા, ડુંગળીની સ્લાઈસ અને કોબીજના પાનને બદલે ચીઝ સ્લાઈસ મુકવી.

૬. ચના મસાલા બર્ગર

સામગ્રી :

‘‘-૪૦૦ ગ્રામ બાફેલા કાબુલી ચણા

-૨ ચમચા છીણેલું આદું

-૫ થી ૬ લીલાં મરચાંની પેસ્ટ

-૧/૪ કપ કોથમીર ઝીણી સમારેલી

-૧/૪ કપ ફુદીનાનાં ઝીણાં સમારેલાં પાન

-૨૦૦ ગ્રામ પનીર

-૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી

-૧૧/૨ ચમચી ધાણાજીરૂં પાઉડર

-૧૧/૨ ચમચો ચાટ મસાલો

-૧ ચપટી આમચૂર પાઉડર

-૨ થી ૩ ચમચા ચણાનો લોટ

-મીઠું સ્વાદાનુસાર

-તેલ શેકવા માટે

-બર્ગરના પાઉં - વચ્ચેથી કાપેલા અને બટર લગાવેલા

-કાકડી, કાંદા અને ટમેટાની સ્લાઇસ જરૂર પ્રમાણે’’

રીત :

સૌપ્રથમ બાફેલા ચણા અને આદુંની પેસ્ટને મિક્સરમાં અધકચરા વાટી લો. એમાં પાણી ન ઉમેરવું. પનીરને છીણી લો. ત્યાર બાદ એમાં કાંદા, કોથમીર, ફુદીનો, લીલાં મરચાંની પેસ્ટ, મીઠું, ચાટ મસાલો, આમચૂર અને ધાણાજીરું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો અને મિશ્રણને ૩૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. હવે ચણાની પેસ્ટ અને પનીરવાળું મિશ્રણ મિક્સ કરો. એમાંથી ૧૦થી ૧૨ મધ્યમ કદની પૅટીસ બનાવો. આ પૅટીસને ચણાના લોટમાં રગદોળી નૉન-સ્ટિક પૅનમાં તેલ લગાવી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે બર્ગરનું બન લઈ એમાં કાંદા, ટમેટા અને કાકડીની સ્લાઇસ મૂકી તૈયાર કરેલી પૅટીસ મૂકો. ઉપરથી બીજો પાઉં મૂકી ટૂથપિક ખોસો અને ગરમ-ગરમ સર્વ કરો. ચીઝની સ્લાઇસ પણ મૂકી શકાય. સર્વિંગ-પ્લેટમાં કાઢીને એને સર્વ કરો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED