તાવીજ Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તાવીજ


તાવીજ

દિલ્હી નો ડિસેમ્બર નો મહિનો એટલે અતિશય ઠંડી નાં દિવસો..અને આ થંડી માં દિવસો માં પણ જો કોઇને પસીના થતા હોય તો સમજવું જરૂરી છે કે એ લોકો કેટલાં ચિંતા માં હશે..અને આજે જાણે થોડે ઘણે અંશે દિલ્હી નાં બધા જ લોકો ને પસીના થતા હતા. કારણ આજે દિલ્હી માં એક બસ મં બોમ્બ બ્લાસ્ટ થયો હતો..બધાં માં એક અજાણ્યો ડર ગુસી ગયો હતો બધાં પોતાનાં પરીચીત લોકો ને ફોન લગાવવા મંડ્યા હતા.. બધાને પોતાનાં પરીચીતો ની ચિંતા થવા લાગી હતી..

પણ વિજય ની દોડધામ વધારે હતી વિજય હોસ્પીટલ માં દોડાદોડી કરતો હતો..પણ એને ક્યાંય મનન નહોતો મળતો..ન ગંભીર હાલત માં ન મ્રુત્યુ પામેલું શરીર અને ન તો સાજો નરવો..

ગોતવો ક્યાં એને..આ હાલત બહુ લોકો ની હતી જેનાં ફોન નહોતા લાગતા એ બધાને એમ થતુ હતુ કે મારું કોઈક એમાં તો નહી હોય ને..હોસ્પીટલ માં એવા મ્રુતદેહ મળ્યા કે જેમનાં હાથ અથવા પગ ઉડી ગયાં હતા..એટલી વિક્રુત હાલત થઈ ગઈ હતી લોકો ની કે એ ઓળખાતા ન હતા.. વિજય હજી આજે જ દિલ્હી પહોંચ્યો હતો..એ મનન નાં આવતી કાલ નાં બર્થ ડે માટે સરપ્રાઈસ આપવા આવ્યો હતો..તે ઇલ્હાબાદ માં રહેતો હતો..અને મનન ની માગ હતી ભાઇ મને એક કાઈનેટીક લઈ આપો મારાથી અહીંયાં ની બસ ની ગરદી માં મુસાફરી નથી થતી એટલે વિજય એ નક્કી કર્યું હતુ કે એને એની બર્થ ડે ગીફ્ટ જ કાઈનેટીક આપવી..હજી દસ દિવસ પહેલા તો મનને એની પાસે માંગ્યું અને એણે કહ્યું પણ હતુ કે હુ તારા બર્થ ડે માં આવીશ ત્યારે આપણે લઈ લેશું.અને મનન રાજી થઈ ગયો હતો..કાલે નીકળવા પહેલા એની સાથે વાત થઈ વિજય ની કે એ આવી રહ્યો છેં..મનન કેટલો ખુશ હતો અને એણે કહ્યું હતુ કે " ભાઈ કાઈનેટીક મળવાનું છે એની માટે હુ રાજી છું પણ કેટલે વખતે આપણે બંને મળશું "

વિજય એ કહ્યુ હતુ " હા મનન બે મહિના થવા આવ્યા આપણને મળે..કાલે આપણે મળશું"

વિજય અને મનન બંને ભાઈ પણ બંને જાણે એકબીજા માટે જીવતા હતા..વિજય , મનન કરતા છ વર્ષ મોટો એટલે એ એને પોતાનાં બાળક ની જેમ જ સમજતો.અમે ને મનન નું મોઢું પણ ભાઈ ભાઈ કરીને સુકાતું નહી,,

ઇલ્હાબાદ માં સારી યુનીવર્સીટી હોવા છતા મનન ને એમ હતુ એણે દિલ્હી ની સારી કોલેજ માં ભણવું છે..ફક્ત મનન ની ઇચ્છા પુરી કરવા એણે મનન ને દિલ્હી ભણવા મોકલ્યો..અને છુટ્ટા પડતા વખતે બંને કેટલું રડ્યા હતા ..વિજય એ એને કહ્યું હતુ કે " મનન કોઇ વાતે હેરાન ન થતો..ન ફાવે તો પાછો આવતો રહેજે અને કોઇ તકલીફ સહન ન કરતો..કંઇ પણ જરુરત હોય કહેજે.."

અને મનને હજી દસ દિવસ પહેલાં જ એણે કહ્યું હતુ અને વિજય ને એમ હતુ કે એને યાદગીરી રહે એ માટે એને બર્થડે પર આપે..હવે એને પોતા પર જ ગુસ્સો આવતો હતો..કે કેમ દસ દિવસ પહેલાં જ એ ન આવી ગયો..હજી એ વિચારતો હતો કે જો મનન મળી જાય એટલે હવે એને અહીયાં રાખવો જ નથી એને મારી નજરો ની સામે જ રાખીશ..ન્હલે થોડો નારાજ થશે એ ચાલશે..પણ હવે દિલ્હી માં તો નહી જ..

ાઅ બધુ વિચારતા વિચારતા એની દોડધામ એક હોસ્પીટલ માં થી બીજી હોસ્પીટલ માં ચાલુ હતી..નહોતો એનો ફોન લાગતો..આખરે એણે નક્કી કર્યું એક વાર પાછુ એની હોસ્ટેલ માં આટો મારી આવે..કદાચ ફોન હમણા અહીંયાં સરકારે બંધ કરાવી દીધા હોય..ાને પાછી એ આશા એ એનાંમા એક શક્તિ નો ઉમેરો કર્યોં અને એ હોસ્ટેલ તરફ જવા રવાનાં થયો.. હોસ્ટેલ પર પહોચ્યોં તો જોયુ એની ર્મ બંધ હતી તે લોકો પાંચ છોકરાઓ સાથે રહેતા હતા..એને જોઇને આજુબાજુ ની રુમ નાં છોકરાઓ એની પાસે આવ્યાં અને કહ્યું " આપ મનન નાં ભાઈ છો ને.." વીજય એ હા પાડી અને પુછ્યું " કે કેમ એની રુમ નાં બધા છોકરાઓ ક્યાં ગયાં છે ?? શું પીકનીક મનાવવા ગયા છે કે??"

અને વિજય એ લોકો નાં મોઢે થી હા સાંભળવા બેતાબ બન્યોં..

પણ એક છોકરા એ માથુ નીચે રાખીને કહ્યું " ભાઈ, મનન રોજ એ જ બસમાં મુસાફરી કરતો હતો એટલે અમે બધાં ડરેલા છેં અને એની રુમ નાં બધા એનાં ફ્રેન્ડસ એને જ શોધવા ગયાં છે.એનો ફોન પણ નથી લાગતો.."

આ સાંભળી વિજય માથુ પકડીને બેસી ગયો..કારણ આ છેલ્લી આશા હતી કે જેની માટે શાંત થઈને બેઠો હતો...હવે એનું હ્રદય કાબુ માં ન રહ્યું હવે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યોં ..કોઇ એમને શાંત ન રાખી શક્યું કારણ બધા જ રડતા હતા.બધાને મનન ની ચિંતા થતી હતી..આખરે વિજય ઉભો થયો કે હજી હુ શોધું એને ક્યાંક મળી જાય..પોતાનો મોબાઈલ નંબર ત્યાં ના છોકરાઓ ને આપ્યો અને કહ્યુ તમને કંઇ પણ સમાચાર મળે તો મને તરત ફોન કરો.. અને પાછો ત્યાંથી એ મનન ને શોધવા નીકળી ગયો..પાછી એજ હોસ્પીટલો માં એક વાર આંટા મર્યાં પણ કંઇ ન થયુ..હવે શું કરવુ એને સમજાતુ ન હતુ,,એ પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યું કે જો બીજાં કોઇ સમાચાર મળે તો..અને એને અચાનક વિચાર આવ્યોં કે ચલ ને જ્યાં બ્લાસ્ટ થયૉ છે ત્યાં જઈને જોવ..ાને એ ત્યાં જવા રવાના થયૉ..એક સરખું એ પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ મારા મનન ને બચાવી લ્યો..હવે તો એને હુ મારી સામે થી એક મીનીટ પણ દૂર નહી થવા દઉ..અને એ સાથે બ્લાસ્ટ થયો હતો એ જગ્યા પાસે જાણે એ ભાગતો હતો..

જેવો એ જગ્યા પર પહોચ્યો જોયુ બસ નાં ફુરચા ઉડી ગયા હતા એમાં બેસેલ કોઇ બચે એવા કોઇ નિશાન જ નહોતા દેખાતા..એણે ત્યાં આજુબાજુ નજર દોડાવી પણ એવી કોઇ જગ્યા એને ન મળી કે જ્યાં કોઇનો મ્રુતદેહ પડ્યો હોય..હવે શું કરવું એ જ એને નહોતુ સમજાતુ..ત્યાં ઉભેલા ઇન્સ્પેક્ટર પાસે એ ગયો.એણે બધી વાત કહી ..ઇન્સ્પેકટર એને શાંતી આપતા કહ્યું "જો અહીયા આ બસ માં જેટલાં લોકો મ્રુત્યુ પામ્યા છે એ બધાને જ અમે હોસ્પીટલ માં પહોચાડી દીધા છે તો જો તમને તમારો ભાઇ ત્યાં ન મળ્યો એનો મતલબ એમ કે એ જીવતો છે એનો ફોન નહી લાગતો હોય શાંતિ રાખો એ મળી જશે.."

આ સાંભળી ને વિજય ને બહુ જ સારું લાગ્યું ..પાછી એક આશા મન માં જાગી ..એને થયુ કે ચલ એક વાર પાછું હોસ્ટેલ માં ચક્કર મારી આવું..પણ પાછો વિચાર આવ્યો કે એના કોઇ ફ્રેન્ડસ નો ફોન તો નથી આવ્યો..પાછી ચિંતા ઓ ઘેરી વળી ..પણ તોય બીજો કોઇ રસ્તો એને નહોતો દેખાતો..એટલે એણે હોસ્ટેલ જવાનું જ નક્કી કર્યું..

એ જતો હતો ત્યાં એને દુર એક નાનો ખાડો દેખાણો..એને નહોતુ વિચારવુ પણ વિચારવુ પડ્યું એ ધીમે પગલે એ તરફ જવા લાગ્યોં..એનુ મન ચિત્કાર પોકારતુ હતુ કે એમાં મનન ન હોય..એ જેવો ખાડા ની નજીક પહોચ્યોં..એ ગંદા પાણી થી ભરેલો હતો..અને જેવો નજીક ગયો એને લાગ્યું કે કોઇક હતુ એમાં..એણે બૂમો પાડીને બધાને ભેગા કર્યાં ..કેટલાક લોકો એ એને બોડી ને બહાર કાઢી અને જોયુ તો ચહેરો પાણી માં રહીને એકદમ વિક્રુત થઈ ગયો હતો..શરીર ફુલી ગયુ હતુ..વિજય એની પાસે જઈને ઓળખવા ની કોશિશ કરવા લાગ્યો..ત્યાં એની નજર એનાં ગળા માં પડેલા કાળા દોરા પર પડી અને એણે એ દોરો ખેચીને બહાર કાઢ્યોં ..તો એને એ તાવીજ મળ્યું કે એણે મનન ને દિલ્હી આવવા પહેલાં ખરાબ નજર થી બચાવવા માટે પહેરાવ્યું હતુ. અને એ આખરે ભાંગી પડ્યો.. આ એનો જ મનન હતો..આંતકવાદી ઓ થી એને આ તાવીજ નહોતુ બચાવી શક્યું..