Je Taraf Tu Lai Jay Rakesh Hansaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Je Taraf Tu Lai Jay

જે

તરફ

તું લઈ

જશે ...

રાકેશ હાંસલિયા

અર્પણ

જ ે

કવિતાને પ્રેમ ક રે છ ે

એ બધાં ને ......

ધૂળ અને ઢેફાંથી

કલમ, કાગળ અને ‘કવિતા’ની યાત્રા વિશે થોડુંક ......

ખેડૂતપુત્ર એટલે સાંતી ચલાવવાનું અનેક વખત બન્યું છ ે, કલમ ચલાવવાનો યોગ સર્જાશે એવી તો કલ્પના સુદ્ધાં નહોતી. ધૂળ અને ઢેફાં સાથે બાળપણથી ગાઢ નાતો, શબ્દ સાથે પણ આત્મીય ભાવ બંધાશે એવું આજ પણ માની નથી શકાતું.

મારા હાથમાં હળને બદલે કલમ કઈ રીતે આવી એ જાણવું આપ સૌને ચોકકસ ગમશે. વાત કંઈક આવી છ ે : મારું દસમું ધોરણ. બોર્ડની પરીક્ષા. પરીક્ષા આપો એટલે રીઝલ્ટ તો આવે જ . આવ્યુંય ખરું. પરંતું ખોડખાંપણવાળું... ! માર્કશીટમાં સંસ્કૃતના ગુણનું ખાનું ભરાયેલું હતું, પરંતુ એબસન્ટથી... ! જ ેમાં વધુ ગુણ મળવાની આશા હતી એમાં જ એબસન્ટ ? ? આખું કુટુંબ સ્તબ્ધ ! હું હતપ્રભ ... ! ને પારાવાર પીડાની ક્ષણે જ ન્મી બે ચાર લીટીઓ. એ જ મારી જિ ન્દગીનું પહેલું સજર્ ન. રાજીપો એટલો કે એ ક્ષણે મારી ભીતર કવિતાનું બીજ વવાયું. વેદના ઉપકારક નીવડતી હોય છ ે એવું વાંચેલું, આજ ે અનુભવ્યું. આખરે સુધારેલી માર્કશીટ પણ મળી ગઈ અને નોકરી પણ....

ત્યારબાદ છ ંદ વગરનું સજર્ ન થયા કર્યું. માર્ગદશન, પ્રોત્સાહન, પરિણામ અને સાહિત્યિક માહોલ વગર લેખનીને ઉદાસી ઘેરી વળી. બધી જ ડાયરીઓને ભેગી કરી, પોટલું વાળી, ચડાવી માળિયે. માળિયું રાજી થયું, એટલો જ હું દુઃખી ! સજર્ કતાએ વચ્ચે બે’ક વર્ષ પીંછ ીનો હાથ ઝાલ્યો, ભીતરે ઢબુરાયેલી અભિવ્યક્તિ શબ્દના બદલે રંગના માધ્યમથી કેનવાસ પર ચિત્રરૂપે ઉતરી.

એક દિવસ અચાનક તાલીમ વર્ગમાં રાજ ેશ મહેતાનો ભેટો થયો. એણે પ્રેરણા આપી. સજર્ નાત્મકતા પર ચડેલી ધૂળને ખંખેરાવી. છ ંદમાં લખવા પ્રોત્સાહિત કર્યો. કેટલાક પ્રચલિત છ ંદોનો પરિચય કરાવ્યો. ને... ફરી નવોન્મેષ સાથે શરૂ થઈ મારી કાવ્યયાત્રા.

બદલી થતા રાજ કોટમાં વસવાટ કરવાનું બન્યું. અહીંના સાહિત્યિક માહોલે તથા મિત્રોએ મને ઘડયો. પછ ી તો લખવાનું આયાસે-અનાયાસે બનતું રહયું. મોટાભાગે અનુભૂતિના ખોળામાં બેસીને લખાયું છ ે. કેટલીક ગઝલો છ મિનિટમાં પૂર્ણ થઈ છ ે તો કેટલીક છ મહિને ! કેટલાંક શે’રોએ ઉજાગરા કરાવ્યા છ ે, તો કેટલાક ઝબકારાની માફક અવતર્યા છ ે. ગઝલની કેડી પર જ ેટલું પણ ચાલી શકાયું છ ે એની સાર્થકતા વિશે મને સ્હેજ પણ શંકા નથી. મેં શ્રદ્ધાથી ગઝલની આંગળી ઝાલી છ ે, મને ખાતરી છ ે ગઝલ યોગ્ય મુકામે લઈ જ શે જ ...

વ્યસ્તતાની વચ્ચે પણ પ્રસ્તાવના લખી આપવા બદલ આદરણીય શ્રી રાજ ેશ વ્યાસ ‘મિસ્કીન’ તથા ભાઈશ્રી ગૌરાંગ ઠાકરનો હૃદયપૂર્વક આભરી છુ ં.

- રાકેશ હાંસલિયા

સ્નેહ સ્મરણ

ડૉ. પ્રદીપ રાવલ, ડૉ. શૈલેષ ટેવાણી, ભાનુપ્રસાદ પંડયા, ‘સાહિલ’, ડૉ. મહેશ રાવલ, શૈલેન રાવલ, નટવર આહલપરા, દિલિપ જોષી, અરવિંદ ભટ્ટ, ભાસ્કર ભટ્ટ, દેવેન શાહ, મનોજ જોશી, અમિત વ્યાસ, મહેન્દ્ર જોશી, સંજુ વાળા, અંજુ મ ઉઝયાન્વી, ડૉ. લલિત ત્રિવેદી, જ ગદીશ ત્રિવેદી, મધુકાન્ત જોશી, આર.એસ. દૂધરેજીયા, સુરેશચંદ્ર

પંડિત, ડૉ. નીતિન વડગામા, રસિકભાઈ મહેતા, દત્તાત્રેય ભટ્ટ, રઈશ મનીયાર, વિનોદ ગાંધી, હર્ષદ ચંદારાણા, રિષભ મહેતા, ગાયત્રી ભટ્ટ, મનોજ રાવલ, નલિન સૂચક, રમણિક અગ્રાવત, અહમદ મકરાણી, આશિત હૈદરાબાદી, બી.કે. રાઠોડ, મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’, ગુણવંત ઉપાધ્યાય, મીરા આસિફ, રાજ લખતરવી, સોલિડ મહેતા, દાન વાઘેલા, પ્રફુલ્લ પંડયા, એસ.એસ. રાહી, ઉર્વિશ વસાવડા, ગોવિંદ ગઢવી, હરજીવન દાફડા, વંચિત કુકમાવાલા, નિરંજ ન રાજ યગુરૂ, ચંદ્રેશ શાહ, ફારૂક શાહ, દિનેશ ડોંગરે ‘નાદાન’

સફરના સાથી

દિનેશ કાનાણી, રાજ ેશ મહેતા‘રાજ ’, લક્ષ્મી ડોબરિયા, ગૌરાંગ ઠાકર, નિનાદ અધ્યારુ, અલ્પેશ પાઠક ‘પાગલ’, નરેશ સોલંકી, કુલદીપ કારિયા, ડૉ. નીરજ મહેતા, જિ તેન્દ્ર પ્રજાપતિ, કિરિટ ગોસ્વામી, કિરણસિંહ ચૌહાણ, કૃષ્ણ દવે, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, સુનિલ શાહ, જિ ગર જોષી ‘પ્રેમ’, કવિ રાવલ, મિલિન્દ ગઢવી, નિલેશ પટેલ, ઈલ્યાસ શેખ, છ ાયા ત્રિવેદી, હાર્દિક વ્યાસ, ભરત ભટ્ટ ‘પવન’, દર્શક આચાર્ય, જ યંત ડાંગોદરા, સંજ ય પંડયા, પ્રતિમા પંડયા, તુષાર વ્યાસ, ભાર્ગવ ઠાકર, પારસ હેમાણી, નમિતા વોરા, રાજ ેશ રામાણી, તુષાર વ્યાસ, સુરેશ ગઢવી ‘વરસાદ’

અનોખા ભાવક

રેવર કાકા (સાહિત્ય સ્નેહી) મુંબઈ, રચનાબેન અંતાણી, ધૃતિબેન મંકોડી, શ્રી શ્રેયાંશભાઈ શાહ, શ્રી રુચિર પંડયા, યોગેશ વૈદ્ય, કાન્તિ વાઘેલા, વિજ ય સુરેલિયા, પિયુષ દત્તાણી

ઋણ સ્વીકાર

ધીરૂ પરીખ, રમેશ પુરોહિત, હરિકૃષ્ણ પાઠક, પ્રફુલ્લ રાવલ, ડૉ. રશીદ મીર, પંકજ શાહ, સુરેશ વિરાણી, તુરાબ હમદમ, વિજ ય રોહિત, શકીલ કાદરી, ઉત્તમ ગજ જ ર, પ્રવીણ શાહ, ડૉ. વિવેક મનહર ટેલર, ધવલ શાહ, રાકેશ પટેલ, જિ જ્ઞેશ અધ્યારુ, જ ગદીપ ઉપાધ્યાય, જ યંત ઓઝા

આભાર

ગુજ રાતી કવિતાચયન-૦૭, કવિતા, અખંડ આનંદ, કવિલોક, ગઝલ વિશ્વ, ગઝલ ગરિમા, કાવ્યસૃષ્ટિ, ધબક, શહીદે-ગઝલ, બ્રહ્મનાદ, કવિ, શબ્દસર, સંનિધિ, ફૂલછ ાબ, સંદેશ, દિવ્ય ભાસ્કર, દૂરદર્શન કેન્દ્ર, છ ાલક, વિ-વિદ્યાનગર, હિંદુ મિલન મંદિર, અક્ષરનાદ.કોમ, ટહુકો.કોમ, લયસ્તરો.કોમ

- રાકેશ હાંસલિયા

નદી અને ઝરણાં દરિયા તરફ જ વહેતા હોય છે.

‘ઠપ્ હઝ્રર્હૃે હઝ્રજાદ્દ ૐઝ્ર ઠ્રૂઝ્રપ્’ ની તાજગી સભર ગઝલો....

- રાજ ેશ વ્યાસ ‘મિસ્કીન’

બાળપણમાં ઝરણાંઓ જોયા પછ ી હંમેશા એમ થતું કે આ બધા ઝરણાંઓ આટલી બધી ઝડપથી કયાં જ ઈ રહ્યા છ ે ? કઈ દિશામાં દોડી રહ્યા છ ે ? ટ્રેનમાંથી, પ્લેનમાંથી નદીઓ જોઉં ત્યારે થતું કે આ બધી આડી અવળી વ્હેતી નદીઓ કઈ દિશામાં વહે છ ે ? ખૂબ મોટો થયો પછ ી જાણ્યું કે પ્રત્યેક ઝરણું નદી બનવા માટે ખળખળતું દોડતું હોય છ ે. પ્રત્યેક નદી દરિયામાં ભળી જ વા, દરિયો બની જ વા, દરિયાની દિશામાં જ દોડતી હોય છ ે. આકાશમાંથી પડેલું વરસાદનું

પાણી હોય કે પર્વતમાંથી નીકળેલા ઝરણાં હોય, ભલે એમને કશી ખબર ન હોય, ભલે એમની પાસે પૃથ્વીનો નકશો ના હોય પણ... એ બધાની દિશા તો દરિયા તરફની જ હોય છ ે. આડો- અવળો, વાંકો-ચૂંકો વહેતો એમનો પ્રવાહ દરિયાની દિશામાં જ વહેતો હોય છ ે. શબ્દનું પણ આવું જ હોય છ ે.

એ જો આવ્યા આજ અચાનક, ઘરનો ખૂણેખૂણો થાનક ગુજ રાતી સાહિત્ય પરિષદના ગુજ રાતી કવિતા ચયન ૨૦૦૭માં આ ગઝલ વાંચ્યાનું યાદ છ ે. આ જ ગઝલનો એક શેર જોઈએ.

ફળિયે નાજુ ક નમણાં પગલાં,

મબલક મૂડી, અઢળક આવક.

ફળિયામાં આ નાજુ ક અને નમણાં પગલાં કોના હશે ? એ પગલા કેવા શુકનવંતા હશે ? મૂડી મબલક છ ે અને આવક અઢળક થઈ ગઈ છ ે. આ અઢળક આવક કઈ હશે ? શેની હશે ? આંસુની કે આનંદની ? અને એનો જ વાબ મળે છ ે રાકેશ હાંસલિયાની ગઝલના જ એક મત્લા માંથી.

આહમાંથી અવતરેલી હોય છ ે,

એ ગઝલ અભરે ભરેલી હોય છ ે.

રાકેશ હાંસલિયા અત્યારે ગઝલ લખતા ગઝલકારોમાં એક ઙજ્ઞિળશતશક્ષલ નામ છ ે. તેમની ગઝલોમાં એક અલગ જ માટીની મીઠ્ઠી અને તાજી મહેંક છ ે. મા, બાળપણ, ગામઠી વાતાવરણ અને પોતીકી અનુભૂતિની સરળ રજૂ આત આપણા હૃદયને સ્પર્શી જાય છ ે.

બાળકોની આંખ વાંચે કડકડાટ ‘મા’

ભલે થોડું ભણેલી હોય છ ે.

સ્વાદને આવ્યા વિના છૂ ટકો નથી,

રોટલી ‘મા’ એ વણેલી હોય છ ે.

થઈ ગયો પર્યાય એ ગુજ રાનનો

દૂધ પીવા ગાવડી રાખી હતી

ધૂળની સૂગ, એ ય બાળકને ?

શહેરમાં ઉછ રેલ લાગે છ ે

ઢીંગલીઓ પણ અહીં કેવી મળે ?

માઁ વિના પણ બાળકી રમતી રહી

થેલીનું કેવું રૂપાંતર થાય છ ે,

ચોપડી ભરવાથી દફતર થાય છ ે !

બાળપણ, ગામ અને શહેર વચ્ચે મૂંઝાતા રહીને મોટા થયેલા કવિના ઘણાં શેર રજૂ આતની તાજ ગી ધરાવે છ ે. કયારેક કીડી અને ચકલી પણ ગઝલનો શેર બને છ ે.

ઠાઠથી દાખલ થતી કીડી બધી,

જાણે દર એની હવેલી હોય છ ે.

વિશ્વએ ‘બેધ્યાન’ નું આપ્યું બિરૂદ,

જ ેને પગરવ કીડીનો સંભળાય છ ે.

કબીરજીની કીડીના પગના

ઝાંઝર યાદ આવી જાય.

એક ચકલી સાનમાં સમજી ગઈ !

હોઠ પર મેં આંગળી રાખી હતી.

સાનમાં સમજી જ તી ચકલીનો સંદર્ભ રાકેશની એક ગઝલના મત્લામાં સરસ રીતે સમજાય છ ે.

આંગણે આવીને ચકલી ગાય છ ે,

દીકરીની યાદ તાજી થાય છ ે.

આજ ે લખાતી ગુજ રાતી ગઝલની એક સૌથી મોટી વિશેષતા એ છ ે કે સરળ ભાષામાં પોતીકી સંવેદનાઓને ચોટદાર રીતે વ્યકત કરતી હોય છ ે. આજ ના ગઝલકાર પાસે ઉછ ીની કે કાલ્પનિક આધુનિકતા નથી. જ ે જીવે છ ે, જ ે અનુભવે છ ે, જ ે ઝીલે છ ે તે આજ ની ગઝલોમાં ધબકતું દેખાય છ ે. પરંપરા અને આધુનિકતાના સમન્વયનું રૂડું પરિણામ એ આજ ની ગઝલો છ ે. જ યાંથી જ ે શ્રેષ્ઠ મળ્યું તેના ઝીલાયેલા સંસ્કારો આજ ની ગઝલના પાયામાં છ ે. અને એટલે જ મને આજ ના ગઝલકારો માટે અપાર શ્રદ્ધા છ ે. ગઝલનું સ્વરૂપ આજ ે ગુજ રાતી ભાષામાં એ રીતે વિકસી રહ્યું છ ે કે ભવિષ્યમાં ગઝલ એટલે ગુજ રાતી, ગઝલ એટલે જ કવિતા એમ છ ાપ તેના ચાહકોમાં દ્રઢ થાય તો નવાઈ નહીં. ગઝલમાં દંભ ચાલી નથી શકતો. ગઝલ સ્વરૂપ જ એવું છ ે કે અચ્છ ા-અચ્છ ાના કપડા ઉતારી લે. ગઝલમાં જ ેટલું વિચાર સૌન્દર્યનું મહત્વ છ ે એટલું જ સચ્ચાઈનું છ ે. જ ેટલી મહત્વની રજૂ આત છ ે એટલું જ મહત્વનું ગઝલમાં પ્રગટતું શબ્દનું નાદ તત્ત્વ છ ે. ગઝલને અને આધ્યાત્મિકતાને પણ સીધો સંબંધ છ ે. આધ્યાત્મિકતાને માટે શબ્દ છ ે મારિફત. કવિ શ્રી મકરંદ દવેએ આ વિશે વિગતે ચર્ચાઓ કરી છ ે. આ બધુંય ભેગું મળીને, એક રસ થઈને ગઝલરૂપે પ્રગટે છ ે ત્યારે એ ગઝલ અનેક જીવોને જીવનભર પ્રેરણા, હૂંફ અને શાતા આપનારી બની રહે છ ે.

‘જ ે તરફ તું લઈ જ શે’... રાકેશ હાંસલિયાના આ પ્રથમ ગઝલસંગ્રહ ઉપર નજ ર

નાંખતા-નાંખતા આવું કંઈક સૂઝી રહ્યું છ ે. પ્રત્યેક ગઝલને અને ગઝલકારને આદર સાથે જોઉં છુ ં. પ્રત્યેક ગામમાં, પ્રત્યેક શહેરમાં કેટકેટલા દેરી અને મંદિર હશે ? એ દેરી અને મંદિર કોઈની

ને કોઈની શ્રદ્ધાના સ્થાનક હોય છ ે. એ અલગ વાત છ ે કે કોઈ ખૂબ જાણીતા થાય છ ે કોઈ કાળક્રમે નામશેષ થઈ જાય છ ે, ખંડેર થઈ જાય છ ે. કોઈની થોડાક સમયગાળા સુધી જ જાહોજ લાલી હોય છ ે. મેં અનુભવ્યું છ ે કે પ્રત્યેક ગઝલ એ કોઈને કોઈ શ્વાસનું સ્થાનક હોય છ ે. કોઈ ગઝલ અમર થવા સર્જાય હોય છ ે, કોઈ ગઝલ વર્ષો સુધી ટકી જાય છ ે, કોઈ ગઝલ ખંડેર બની જાય છ ે. પ્રત્યેક ગઝલને માટે આથી આદર ધરાવું છુ ં. બાકી તો બશીર બદ્ર કહે છ ે તેમ, ‘પ્રત્યેક ગઝલ પોતાનું નસીબ લઈને આવતી હોય છ ે.’

રાકેશની ગઝલોના ઘણાં શે’ર વાંચતા આ ગઝલકારના ભવિષ્ય માટે મનમાં ખૂબ આશા બંધાય છ ે.

થોડાક શેર જોઈએ.

હવે એ ફકત વારતામાં જીવે છ ે,

છ તાં લાગતું આટલામાં જીવે છ ે.

કોઈ એકાકી રમે આરંભમાં,

એ રમત દુનિયા રમે એવું બને.

એવું થોડું છ ે ગમીએ સર્વને,

જ ેમ આપણને ઘણાં ગમતા નથી.

ધૂળમાં બેસાડતાં હંમેશ એ,

આજ કાં ઢાળી દીધો બાજ ઠ મને ?

એવી એકાદ ભૂલ થઈ જાશે,

શ્વાસ સઘળાં વસૂલ થઈ જાશે ?

આંખ જો અંજાય તો ચિંતા કરો,

તેજ ના જીરવાય તો ચિંતા કરો.

લીમડાના છ ાંયડે બેઠા પછ ી,

હાશ જો ના થાય તો ચિંતા કરો.

વૃક્ષ સંતોની યાદ આપે છ ે,

છ ાંયડાનો પ્રસાદ આપે છ ે.

સાંભળે છ ે કોઈનું કયાં મન,

કોઈના કયાં એ કહ્યામાં છ ે.

મન બધાને કહ્યામાં રાખવા માંગે છ ે, પણ મન કોઈના કહ્યામાં રહેવા માંગતું નથી. મન પોતાની વાત બધાને કહેવા માંગે છ ે પણ કોઈની વાત એ સાંભળવા તૈયાર નથી. જ ે જાતના કહ્યામાં છ ે એ ભોગી અને મન જ ેના કહ્યામાં છ ે એ યોગી.

‘ને મગન ચાલ્યો ગયો’ જ ેવી રદીફ સાથે લખાયેલી ગઝલ ધ્યાન ખેંચે છ ે. રાજ કોટ ખાતે નિષ્ઠાથી ગઝલ લખતા જ ે ત્રણ-ચાર નામ છ ે તેમાનું એક નામ રાકેશ હાંસલિયા છ ે. તેમની ઓળખ બની જાય તેવી ગઝલ કે તેવો શે’ર હજુ તેમની પાસેથી મળવાના બાકી છ ે. પણ ... આ બધી ગઝલો જોતાં એમ જ રૂર લાગે છ ે કે ગઝલનું સ્વરૂપ અને ગઝલનો મિજાજ રાકેશ હાંસલિયાના શ્વાસમાં વણાઈ રહ્યા છ ે. ભવિષ્યના એક ઉમદા ગઝલકારની શ્રદ્ધા આ ગઝલોમાં રહેલી છ ે. ગઝલ ચાહકોને આ તાજ ગી સભર ગઝલ સંગ્રહ ગમશે એવી મને આશા છ ે. ભાઈ રાકેશને ખૂબ-ખૂબ શુભેચ્છ ાઓ અને અભિનંદન.

સળિ સઽ બશિ)ક્ષિ ’વ।‘ બઋ ’શિસજિ‘?

ફશ વદશક્ષ। ઢશુ ક્ષશ ફાળશક્ષ ષદિ।.

એક હોસ્પિટલ અહીં સામે જ છ ે,

ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છ ે.

માગવા જ ેવું તું કયાં માગે જ છ ે,

આપવા જ ેવું એ તો આપે જ છ ે.

આમ તો બદલી ગયો છ ે પારધિ,

તોય મનમાં જાળ તો નાંખે જ છ ે.

બાળકો, ઝરણાં, પતંગિયા, પહાડ,

કેટલાં ઈશ્વર નજ ર સામે જ છ ે !

આમ પૂરા થઈ ગયા છ ે નોરતા,

તોય ભીતર રાસ તો ચાલે જ છ ે.

આભ પાસેથી હવે શું માગવું ?

મા મને કાયમ દુવા આપે જ છ ે.

બસ, હવે મારે કંઈ કહેવું નથી,

આ નગરમાં એક ક્ષણ રહેવું નથી.

કોણ સમજાવે હૃદયને હર વખત,

આ જ ગત ધારે છ ે તું એવું નથી.

આવીને ખાબોચિયાની વાતમાં, લ્યો,

ઝરણ બોલ્યું, ‘હવે વહેવું નથી !’

હાથ ઝાલ્યો છ ે ઘણાંયે રાહમાં,

કેમ ક્‌હું, ‘માથા ઉપર દેવું નથી.’

માણવી છ ે મ્હેકની લીલા જ રા,

ફૂલ પાસેથી ક શું લેવું નથી.

ધૂળ, પગલાં ને પવન છ ે સાથમાં,

એક લો છુ ં માર્ગમાં એવું નથી.

બેઘડી બેસી જ વાયું આખરે,

જોકે અહિયા બેસવા જ ેવું નથી.

પ્યાસના આવેગથી કયાં પર હતા.

સિંધુના કાંઠે ભલેને ઘર હતા !

કૈંક કહેવું’તું ઘણાં વર્ષો પછ ી,

એ ક્ષણે સામે ફકત પથ્થર હતા !

છ ીપના અવશેષ પણ કયાંથી મળે ?

રણ હવે છ ે, જ યાં કદી સરવર હતાં.

તો ય કાં રડતો રહ્યો આ ઓરડો ?

આંગણે ઊભાં ઘણાં અવસર હતા.

ઓટ તો પણ આવવા દીધી નહીં,

પ્રશ્ન તો ‘રાકેશ’ને સત્તર હતા.

આહમાંથી અવતરેલી હોય છ ે,

એ ગઝલ અભરે ભરેલી હોય છ ે.

બાળકોની આંખ વાંચે કડકડાટ,

‘મા’ ભલે થોડું ભણેલી હોય છ ે.

ઠાઠથી દાખલ થતી કીડી બધી,

જાણે દર એની હવેલી હોય છ ે !

કયાંક એમાં સાર સઘળો હો નિહિત,

જ ે કડીને અવગણેલી હોય છ ે.

સ્વાદને આવ્યા વિના છૂ ટકો નથી,

રોટલી ‘મા’ એ વણેલી હોય છ ે.

શ્વાસની મૂડી ખરચતાં એમ સૌ,

જાણે રસ્તામાં મળેલી હોય છ ે.

ઝૂલવાની આપણી દાનત નથી,

કેટલી ડાળો નમેલી હોય છ ે.

તેં વિચાર્યું કાંકરી રાખી હતી,

મુઠ્ઠીમાં મેં ઝાંઝરી રાખી હતી.

ઓરડા આખાને મહેકાવી ગઈ,

મેં તો ખાલી છ ાબડી રાખી હતી !

એક ચકલી સાનમાં સમજી ગઈ !

હોઠ પર મેં આંગળી રાખી હતી

એક હાથે તેં દીધો ફુગ્ગો મને

બીજા હાથે ટાંકણી રાખી હતી

લાકડી સમજી સદા તેં અવગણી,

મેં તો પાસે વાંસળી રાખી હતી.

થઈ ગયો પર્યાય એ ગુજ રાનનો,

દૂધ પીવા ગાવડી રાખી હતી.

તારલાં મળવા તને આવ્યાં હતાં,

કયાં તેં ખુલ્લી ઝાંપલી રાખી હતી ?

આવળ બાવળ ને આંબાનું મંગલ થાજો,

ધરતી પરની હર આશાનું મંગલ થાજો.

ફૂલ બનીને ખરવાનો મળજો એને અવસર,

કારાગાર તણાં તાળાનું મંગળ થાજો.

ગ્રંથો, ગાથા ને સંહિતાઓ રોજ લખાજો,

ક ોરેક ોરા હર પાનાનું મંગલ થાજો.

અકબંધ રહેજો હરિયાળી મેદ ાનોની,

ખીણ, ખરાબા ને ખાડાનું મંગલ થાજો.

શુભ આશિષ છ ે ચાંદા, સૂરજ ને તારાના,

ઓલાયેલી દીપમાલાનું મંગલ થાજો.

આતુર કેવાં બેઠાં કોડ લગનમંડપમાં,

વરમાળાના ધબકારાનું મંગલ થાજો.

હવે એ ફકત વારતામાં જીવે છ ે,

છ તાં લાગતું આટલામાં જીવે છ ે.

આ ધરતી તો કેવળ ધરોહર છ ે એની,

સદા જ ે જ રા શી જ ગામાં જીવે છ ે.

બળાપા શું કાઢે છ ે ચપટીક દુઃખનાં,

અહીં કોણ કાયમ મજામાં જીવે છ ે ?

નદીઓ, પહાડો, ગગન ઓળખે છ ે,

ફકીરી ભલે કુટિયામાં જીવે છ ે.

અજ બ મોહિની જિં દગી પણ કરે છ ે,

ઘણાં મોતના યે કૂવામાં જીવે છ ે !

જ રા કોર પાલવની સ્પર્શી હતી બસ,

હજુ ટેરવાં તો નશામાં જીવે છ ે !

ટળી કારમી ઘાત ‘રાકેશ’ પરથી,

હવેનું જીવન એ નફામાં જીવે છ ે.

ચોતરફ છ ે ઉઘાડ, જોઈ લે,

નભનાં ખુલ્લાં કમાડ જોઈ લે.

ભીંત પાડે છ ે રાડ જોઈ લે,

આ વકરતી તિરાડ જોઈ લે.

છ ાંયડો શોધવા કયાં ભટકે છ ે ?

તારી ભીતર છ ે ઝાડ, જોઈ લે !

કેવી બેઠી છ ે વાડના ખભ્ભે !

બાળ-વેલીના લાડ જોઈ લે.

નિત કરે છ ે અસીમનું અપમાન,

તેં બનાવેલ વાડ જોઈ લે.

આ જ ગતનું નિદાન રે’વા દે,

તું પ્રથમ તારી નાડ જોઈ લે.

કેવો સોપો પડી ગયો ‘રાકેશ’ !

મૃત્યુએ પાડી ધાડ જોઈ લે.

બુંદ ના ભારે નમે એવું બને,

પાંદડું હેલી ખમે એવું બને !

ક ોઈ એક ાક ી રમે આરંભમાં,

એ રમત દુનિયા રમે એવું બને.

ખીણની સાથે શિખર વાતો કરે,

પ્હાડ મનમાં સમસમે એવું બને.

મૌનમાં ડૂબી ગઈ હો વાત જ ે,

એના પડઘા ના શમે એવું બને.

સૂર્ય જ ેવો સૂર્ય પણ સંજોગવશ,

ભરબપોરે આથમે એવું બને.

કોઈ શેરી સાંજ લગ સૂમસામ હોય,

રાત આખી ધમધમે એવું બને !

આજ ઘરમાં વાળું કર્યું.

પેટ માં અજ વાળું ક ર્યું.

વિષ હળાહળ કંઠે ધરી

સ્મિત પણ મર્માળું કર્યું.

સ્થાપના ગણપતિની કરી,

ત્યાં કરોળિયે જાળું કર્યું.

વેણ સમજાવટનાં કહ્યાં,

તોય સુખ કજિ યાળું કર્યું.

બે’ક યાદ ોનાં તાપણે,

આયખું હૂંફાળું ક ર્યું.

દૂ રથી જ ે મહેલ લાગે છ ે,

જાવ નીકટ તો જ ેલ લાગે છ ે.

ધૂળની સૂગ, એ ય બાળકને ?

શહેરમાં ઉછ રેલ લાગે છ ે !

ઘાસ પણ શિસ્તબદ્ધ ઊગ્યું છ ે,

જાણે કે પાથરેલ લાગે છ ે.

શીશ અમથું રહે ના ભારેખમ,

વ્યર્થ કૈં ઊંચકેલ લાગે છ ે.

સાવ નૂતન ભલે કહે વૃત્તાંત,

આમ એ, સાંભળેલ લાગે છ ે.

ચાલ વનને જ ઘર બનાવીએ,

અહિ બધું ગોઠવેલ લાગે છ ે.

પાર ઊતરીશ કઈ રીતે ‘રાકેશ’ ?

નાવ તો નાંગરેલ લાગે છ ે.

તારા હોઠે જ ે અજ બ મુસ્કાન છ ે,

મારા માટે એ જ તો ભયસ્થાન છ ે.

આંગણું કયાં એટલું વેરાન છ ે,

તારા પગલાંનાં હજુ નિશાન છ ે.

જ ેઓ તારા નામની રચના કરે,

એ બધાં અક્ષર ખરાં ધનવાન છ ે.

ઓરડો ભરચક છ ે તારી યાદથી,

એ જ મારો કિંમતી સામાન છ ે.

પ્રેમથી તું ના નિહાળે કોઈને,

એમાં તો તારું ફકત નુકસાન છ ે.

સાવ છ ેલ્લી પંકિતમાં બેસું ભલે,

કેટલાંના દિલમાં મારું સ્થાન છ ે.

જાતરા બ્રહ્માંડ ની ક રતી રહી,

ચેતના ચોમેર વિસ્તરતી રહી.

ના ભરાયો લોટથી ડબ્બો કદી,

એક ડોશી આજીવન દળતી રહી.

ઢીંગલીઓ પણ અહીં કેવી મળે !

મા વિના પણ બાળકી રમતી રહી !

આભની ચાદર હતી બસ ઓઢવા,

ને ગજ બની ટાઢ પણ પડતી રહી.

જ ેમ ભીંજાતું ગયું બાળોતિયું,

હૂંફની એમ જ અસર વધતી રહી.

મારી નજ રોની પતંગો હરવખત,

એના ઘરના આંગણે ઉડતી રહી.

વાદળી વરસ્યા વિના ચાલી ગઈ,

યાદ એની સૌને ભીંજ વતી રહી.

કાચા ફળ તો ના વેડ ભલા માણસ,

એમ પડે ના કૈં મેળ ભલા માણસ.

લહેરાતો, ગાતો મોલ પરાયો છ ે,

તું તારું ખેતર ખેડ ભલા માણસ.

સાવ અડોઅડ ઊભી છ ોને ભીંતો,

તો ય હોય ના મનમેળ ભલા માણસ.

ભીતર જ ન્મે જ યારે ઉન્નત વિચાર,

મંગલકારી એ વેળ ભલા માણસ.

ઈચ્છ ાઓનો મસમોટો આ ભારો,

ભાંગી નાખે ના કેડ ભલા માણસ.

બાળ હિબકતું ઊભું રસ્તા વચ્ચે,

વ્હાલપથી એને તેડ ભલા માણસ.

એ જ ટોળાથી અલગ પડતા નથી,

જાતને કયારેય જ ે મળતા નથી.

શું કહું એને, કૃપા કે અવકૃપા ?

પાંદડાં આ વૃક્ષનાં ખરતાં નથી !

ચીસ સાંભળતા નથી, એવું નથી,

પણ હવે લોકો જ ખળભળતાં નથી.

એવું થોડું છ ે ગમીએ સર્વને,

જ ેમ આપણને ઘણાં ગમતાં નથી.

એવું શું ફેંકયું સરોવરમાં તમે ?

કાં હજુ યે નીર આછ રતાં નથી !!

વ્યર્થ છ ે ખોબો ધરી નિત ઊભવું,

એમ કાંઈ પથ્થરો ઝમતા નથી.

છ ાંટાનો તું સરવાળો, રે’વા દેજ ે,

મળશે નહિ એનો તાળો, રે’વા દેજ ે.

એની મેળે શોધી લેશે મગ-ચોખા,

ચકલીના નામે ફાળો, રે’વા દેજ ે.

ઝાડ ઉપરથી પાન ખર્યું છ ે પીળેરું,

નાહકનો તું હોબાળો, રે’વા દેજ ે.

માણસની વેપારી દ્દષ્ટિ જ યાં પહોંચે,

પંખી ! એ ડાળે માળો, રે’વા દેજ ે.

મળશે સઘળું સૌને એના ભાગ્ય મુજ બ,

જીવા, તું લોહીઉકાળો, રે’વા દેજ ે.

અમૃતનું વરદાન મળ્યું છ ે, તો પીજ ે,

પણ મારો આ ઉકાળો, રે’વા દેજ ે.

ગ્રીષ્મનગરમાં વસવું ગમતું રોજ તને,

આ બાજુ તો છ ે હેમાળો, રે’વા દેજ ે.

ડગલે-પગલે થોર હશે અહિ કાંટાળા,

કાં શોધે છ ે ગરમાળો રે’વા દેજ ે ?

હું તો તારું નૂર થઈને ઊભો છુ ં.

તું કહે છ ે દૂર થઈને ઊભો છુ ં,

એટલે ઊભી શકું છુ ં હું સઘળે,

કયાં કદી મગરૂર થઈને ઊભો છુ ં.

તાર તું મારા હૃદયનાં છ ેડી જા,

આજ હું સંતૂર થઈને ઊભો છુ ં.

નીકળે છ ે કાફલા લૂ ના અહીંથી,

એટલે ઘેઘૂર થઈને ઊભો છુ ં.

ઓ કિનારા, ચેતવી દે વસ્તીને,

આજ ધસમસ પૂર થઈને ઊભો છુ ં.

આ ક્ષણે ઊભવું ય લાગે છ ે સાર્થક,

એટલો ભરપૂર થઈને ઉભો છુ ં.

ત્યાં જ આવીને ખભે ચકલી બેઠી,

તું કહે છ ે ક્રૂર થઈને ઊભો છુ ં.

ટે રવા બેભાન થાતાં જાય છ ે,

તો ય આ લેસન કયાં પૂરું થાય છ ે.

ઓટલાને છ ે રજ ેરજ ની ખબર,

રખડું ટોળી રોજ કયાં કયાં જાય છ ે.

ક ાચબો અંતે વિજ યશ્રીને વર્યો,

તોય આ સસલાઓ કયાં શરમાય છ ે !

સ્કૂ લમાંથી બાળકો જ યારે છૂ ટે ,

ચોક, ફળિયું ને ગલી હરખાય છ ે !

‘ત્યાં જ મા ભણવા મને બેસાડજ ે,’

કાળજી જ યાં સ્મિતની લેવાય છ ે.

ધૂળથી ખિસ્સાં ભરેલાં હો ભલે,

ભૂલકાં કાયમ ધની દેખાય છ ે !

હીંચકે ‘રાકે શ’ તું બેઠ ો ભલે,

બાળકોની જ ેમ કયાં ઝૂલાય છ ે !?

ખોરડું લાગે ભલે બિસ્માર જ ેવું,

એમને મન એ ય છ ે દરબાર જ ેવું.

મા એ બાંધ્યું એક દિ’ બસ તાર જ ેવું,

ના નજ ર લાગી પછ ી, ના ભાર જ ેવું.

હર વખત આવે અહીં એ સંધિ કરવા,

ને ચણીને જાય છ ે દીવાર જ ેવું.

આટલાં ખામોશ બેઠાં કાં તમે સૌ ?

કોઈને પણ લાગશે તકરાર જ ેવું.

પોપડાં પણ દૂરથી દેખાય એવાં,

હોય જાણે ભીંત પર શણગાર જ ેવું !

ડંખ જ ેવી વેદના ના થાય અમથી,

પગ તળે નક્કી હશે અખબાર જ ેવું.

એ ય ઊભો છ ે સ્વયંને વેચવા આજ ,

જ ે સદા જીવ્યો અહીં ખુદ્દાર જ ેવું.

તું કે’ છ ે નશાની અસર છ ે,

મને તો ખુદાની અસર છ ે !

વરસવા અધીરું રહે છ ે.

હૃદય પર ઘટાની અસર છ ે !

હજી કયાં સૂકાયો છ ે તડકો,

હજી માવઠાંની અસર છ ે !

સરી જાય છ ે મન ગહનમાં,

હજુ પણ ગુફાની અસર છ ે !

વધારો થયો છ ે પીડામાં,

અજ બ આ દવાની અસર છ ે !

રહે છ ે અટૂ લો અટૂ લો,

હૃદય પર સભાની અસર છ ે !

સાવ ચોખ્ખી આંખમાં નાખી કણું,

દૈ ગયો વંટ ોળિયો સંભારણું.

આ જ નમમાં હાથ લાગે તો ઘણું.

કયાંક મૂકાઈ ગયું છ ે ટાંકણું,

સાવ ખાલી હાથ તું આવ્યો અહીં,

બોલ જીવા ! શું પછ ી ખોવાપણું ?

કેવી કેવી કલ્પના લોકો કરે,

જો સવારે પણ ન ખૂલે બારણું.

દોરડું સમજીને તું ઉપર ચડે,

કયાંક ઝાલ્યું તો નથીને ધામણું ?

કોઈ લૂંટીને ગયું સઘળી મતા,

આગલા ભવનું ભરાયું માંગણું.

આયખું ખુદ ઈશ્વરે આપ્યું તને,

હોય કયાંથી એમાં કૈં કહેવાપણું.

કયાં બધે દિલથી જીવાતું હોય છ ે,

એટલે કાયમ થકાતું હોય છ ે.

કાયમી કોઈ દશા હોતી નથી,

બે-ઘડી ધુમ્મસ છ વાતું હોય છ ે.

સૌ ફરે છ ે આમ તો દેશાવરો,

તો ય ઘરને કયાં વટાતું હોય છ ે.

એક ખુલ્લી પાઠશાળા છ ે જીવન,

કંઈ ને કંઈ હરપળ ભણાતું હોય છ ે.

તાપ ભાદરવાનો વરસે તીર થઈ,

ને ઝરણ ભોળું ઘવાતું હોય છ ે.

નામ કયાં આવે છ ે હોઠે કોઈનું,

તોય ભીતર કંઈ રટાતું હોય છ ે.

એનાથી યે દૂર યા એની તરફ,

મન કશે અવિરત તણાતું હોય છ ે.

ભલે આજ છ ે આ ચલમનો ધુમાડો,

કદી એ જ બનશે અગમનો ધુમાડો.

નથી આયનામાં ચહેરો કળાતો,

નડે છ ે બધાંને અહમનો ધુમાડો.

હૃદયમાં, ગલીમાં, નગરમાં, જ ગતમાં,

સકળમાં ભમે છ ે ભરમનો ધુમાડો.

થશે કેમ ઝાંખી પ્રભુની ભગતને ?

નડે છ ે નજ રને ધરમનો ધુમાડો !

નહીં સાથ છ ોડે ભવોભવ બધાંનો,

સદા સંગ રહેશે કરમનો ધુમાડો.

હવામાં ભળ્યું છ ે કશું તો સુગંધી,

હશે ધૂપ જ ેવો પરમનો ધુમાડો !?

કશું સિદ્ધ થાતું નથી અંત લગ પણ,

અહીં સૌ કરે છ ે જ નમનો ધુમાડો.

મહેંકે છ ે તેથી જ લોબાન જ ેવું,

નથી આ ગઝલ કૈં કલમનો ધુમાડો !

કેટલાં અસ્તિત્ત્વ અહિ રીબાય છ ે,

તારી કરુણા પર મને શક જાય છ ે.

તૃપ્તિનો વર્તાય છ ે હર પળ અભાવ,

આમ તો કાયમ ઘણું પીવાય છ ે.

લ્હેર માટે જ યાં ઉઘાડું દ્વાર હું,

જાણે કયાંથી લૂ પ્રવેશી જાય છ ે ?

ઘરનું બંધન એટલે ગમતું રહે,

ચાર ભીંતો હાથથી સર્જાય છ ે.

ચાસ માટે ભાઈઓ જ યારે લડે,

રણ થવાનું ખેતને મન થાય છ ે.

માર્ગનાં નમણાં વળાંકો જોઈને,

દોડવાની ચાહ કયાં રોકાય છ ે.

વિશ્વએ ‘બેધ્યાન’ નું આપ્યું બિરૂદ,

જ ેને પગરવ કીડીનો સંભળાય છ ે !!

ઋ*કક્ષશિ લ।હશહ સિશિં વશિુ ઈિ,

બશકસશિ સળક સિશિં વશિુ ઈિ.

તને બસ ખુદાની ફિકર છ ે,

મને તો બધાની ફિકર છ ે.

વહેશે રૂધિર કેટલાનું ?

તને વાવટાની ફિકર છ ે !

તરસની વિષે હું વિચારૂં,

તને બસ ઘડાની ફિકર છ ે.

ગમે છ ે તને ઊંચી લ્હેરો,

મને ખારવાની ફિકર છ ે.

મને આશરાથી છ ે મતલબ,

તને છ ાપરાની ફિકર છ ે.

થશે મગ્ન તું શું રમતમાં ?

તને જીતવાની ફિકર છ ે.

ગમે છ ે મને તો ભીંજાવું,

તને તો ઝભાની ફિકર છ ે.

બધાં અવગણે છ ે ખૂણાને,

બધાંને છ જાની ફિકર છ ે.

આગિયાના તન મહીં જ ે તેજ હોય છ ે,

સૂર્યનાયે રોમરોમે એજ હોય છ ે.

સાવ નાનો હોય ટાવર ફૂલનો છ તાં,

મ્હેક નું ચારેતરફ કવરૅજ હોય છ ે.

શબ્દ છ ે, લય છ ે, નથી ઊર્મિનીયે કમી,

તોય કયાં રચના ગઝલની સહેજ હોય છ ે.

પીળું સૂકું પર્ણ સમજી અવગણો નહીં,

પાનખરનો એ તો દસ્તાવેજ હોય છ ે.

કોણ જાણે અશ્રુ કયાંથી આવતા હશે ?

આમ તો કયાં આંખમાં લીકેજ હોય છ ે !

શબ્દને છ ોડી અરથ ચાલ્યો ગયો,

કોણ જાણે કઈ તરફ ચાલ્યો ગયો ?

હાથનું પૂછ ો તો એના એ જ છ ે,

ટે રવામાંથી કસબ ચાલ્યો ગયો.

કોણ જાણે કેવું ફાટયું છ ે ખમીસ ?

ટેભા લેવામાં જ નમ ચાલ્યો ગયો !

ફૂલની ચર્ચા જ ગત કરતું રહ્યું,

મ્હેકથી મહેંકી પવન ચાલ્યો ગયો !

લો, હવે તો ફૂલ ડૂબી જાય છ ે !

તરતાં પથ્થર, એ વખત ચાલ્યો ગયો.

હમસફર સમજી હતી પરછ ાંઈને,

સાંજ ઢળતાં એ ભરમ ચાલ્યો ગયો.

કાં હજી ‘રાકેશ’ બેઠો છ ે અહીં ?

ઘેર જા, આખો મલક ચાલ્યો ગયો.

ઢ્રૂઝ્રઝ્ર - ૧

એટલો છ ે જિ ન્દગીનો સાર જીવા,

અલ્પ સુખ ને દર્દ પારાવાર જીવા.

ભેટ સમજી કર સહજ સ્વીકાર જીવા,

ઠેસ તો છ ે માર્ગનો ઉપહાર જીવા.

પાંજ રામાં પાંખને પૂરી શકો પણ,

કેદ થોડો થૈ શકે ટહુકાર જીવા.

વૃક્ષ અધ્ધર શ્વાસ ઊભું પાનખરમાં,

‘પાંદ ખરશે’ નો લઈ ઓથાર જીવા.

એમ કાંઈ શ્વાસથી નાતો ન તૂટે,

હો ભલેને સાવ કાચો તાર જીવા.

આમ તો વાદળ નહોતા કૈં અષાઢી,

તો ય વરસ્યો મેહ અનરાધાર જીવા.

ઢ્રૂઝ્રઝ્ર - ૨

ભીતર લાગે જો દવ જીવા,

ઠારો તો લાગે ભવ જીવા.

કયાં કયાં ધક્કા ખાતી ડોસી,

ફળિયે રમતા માધવ જીવા.

ચારેક ોર ભમે પડ છ ાયા,

ઝંખે છ ે તું પગરવ જીવા.

પંખીમય થઈ ડાળો એવી,

પર્ણો કરતાં કલરવ જીવા !

ધુમ્મસનું લ્હેરાતું જાવું,

કુદરતનો હો પાલવ જીવા !

તુજ ને નીરખે એની શેરી,

તારા માટે ગૌરવ જીવા.

રસ્તાએ ભટકાવ્યો એવો,

પાછ ાં ફરતાં થ્યો ભવ જીવા !

ઢ્રૂઝ્રઝ્ર - ૩

સાવ તૂટેલ ખાટ છ ે જીવા;

તો ય કોને ઉચાટ છ ે જીવા !

તારા હાથે જ બે’ક શબ્દો લખ,

સાવ કોરું લલાટ છ ે જીવા.

એકલા કાંકરાનું શું આવે ?

આજ તો ખાલી માટ છ ે જીવા.

યત્ન પેટાવવાના રે’વા દે,

દીવડીમાં કયાં વાટ છ ે જીવા ?

રકતમાં છ ેક એની સૉળ ઊઠે,

કાળની આ થપાટ છ ે જીવા !

એનાથી અછ તું ના રહે કાંઈ,

દ્દષ્ટિ એની વિરાટ છ ે જીવા.

ઢ્રૂઝ્રઝ્ર - ૪

છ ોડી દે સઘળાં છ ળ જીવા,

તો જ થવાશે ઝળહળ જીવા.

જ ન્મે કયાંથી ખળખળ જીવા ?

હોય બધું જો સમથળ જીવા.

એવી દ્દષ્ટિ લાવું કયાંથી ?

વાંચે કોરો કાગળ જીવા !

આંસુ લાગે નભમંડ ળના,

નીરખી લે તું ઝાકળ જીવા !

ગંગા ને જ મનાનાં જ ળ પણ,

લાગે છ ે કાં મૃગજ ળ જીવા ?

આભ સમી આ છ ત નીચે પણ,

કેમ રહે છ ે વિહ્‌વળ જીવા ?

ઢ્રૂઝ્રઝ્ર - ૫

હોય હૈયે હામ જીવા,

એ જ આવે કામ જીવા.

આજ ત્યાં ડમરી ઊડે છ ે,

જ યાં વસ્યું’તું ગામ જીવા.

ઠ ાઠ થી પીજ ે ક ટ ોરો,

હોય જાણે જામ જીવા.

ડૂ બતું ક ોઈ વમળમાં,

જોતું આખું ગામ જીવા !

ત્યાં કર્યો વસવાટ કોણે ?

ટેકરી થૈ ધામ જીવા !

કૈંક ગાતો ચાલજ ે તું,

પથ ભલે સૂમસામ જીવા.

દિલથી દેજ ે આવકારો,

એના કયાં છ ે દામ જીવા.

ઢ્રૂઝ્રઝ્ર - ૬

ખાટું, મીઠું, કડવું, ખારું જીવા,

લાગે એ જ બધાંને સારું જીવા.

આંખો મીચું તો ઝળહળ થાય બધું,

આંખો ખોલું તો અંધારું જીવા !

માથે છ ત છ ે ને છ ે સ્નેહીજ ન પણ,

તો પણ લાગે કાં નોધારું જીવા ?

રોજ તને હું કાગળ લખતો મનથી,

તું એને સમજ ે તો સારું જીવા.

પીવું ના હોયે તો ના બોલી દે,

કેમ કહે છ ે તું જ ળને ખારું જીવા ?

રણમાં ભટકે કાં તારી પ્યાસ હજી ?

તારું હોવું છ ે પાણીયારું જીવા !

મંથન કરવાથી પામ્યા દેવો પણ,

આપે કોણ અમી પરબારું જીવા ?

ઢ્રૂઝ્રઝ્ર - ૭

નભમંડળમાં વ્યાપો જીવા,

છ ોડો ઘરનો ઝાંપો જીવા.

રણમાં ભમતાં તડકાને પણ,

હૈયા સરસો ચાંપો જીવા !

હું પણ ઓઢું અજ વાળાને,

અવસર જ ેવું આપો જીવા.

ઓણ શિયાળો બર્ફિલો છ ે,

પાસે બેસી તાપો જીવા.

તેથી છ ે અફસોસ વધારે,

ફૂલે પાડયો ખાંપો જીવા !

કયાં જ ઈને તું સંતાવાનો ?

મૃત્યુ ક્‌હેશે થાપો જીવા !!

ઢ્રૂઝ્રઝ્ર - ૮

ચાલવું ફાવશે નહીં જીવા,

ઠેસ જો વાગશે નહીં જીવા.

દ્વાર તારાં ભલે રહયાં ખુલ્લાં,

એમ કોઈ આવશે નહીં જીવા.

માર્ગમાં એનું ગામ આવે છ ે,

આ ચરણ થાકશે નહીં જીવા.

એ ફરિશ્તા બની ભલે આવ્યાં,

ક ાંઈ ઉક ાળશે નહીં જીવા.

દૂર લગ તારી પ્હોંચ હોય ભલે,

પણ ‘ત્યાં’ કૈં ચાલશે નહીં જીવા.

ઢ્રૂઝ્રઝ્ર - ૯

મનમાં વ્યાપે ખુન્નસ જીવા,

સઘળું ભાસે ધુમ્મસ જીવા.

અજ વાળું છ ે તારી ભીતર,

તું કાં શોધે ફાનસ જીવા ?

માખણ મળતું મથનારાને,

જીવન તો છ ે ગોરસ જીવા !

સામા મળ્યા અણધાર્યા એ,

દિવસ લાગે પારસ જીવા.

ભૂલીને અણસાર નદીનો,

ઝરણું ભમતું રડમસ જીવા.

અનંત નભની આંખો સામે,

તું કાં જીવે ચોરસ જીવા ?

સળગાવીને વસ્તી આખી,

ઉત્સવ ઊજ વે બાકસ જીવા !!

ઢ્રૂઝ્રઝ્ર - ૧૦

છ ાતી ઠોકી બોલ જીવા,

સઘળું પોલંપોલ જીવા.

લ્હેર ભગવો પ્હેરી આવી,

ભીંત આખી ખોલ જીવા.

કાલ કોણે દીઠી, બોલો ?

આજ છ ે અણમોલ જીવા.

મૌન રે’વું બહુ વિકટ છ ે,

એટલું બસ બોલ જીવા.

રામ, રાવણ સૌ અદ્વિતીય,

જાતને ના તોલ જીવા.

એક કિસ્સો હાથમાં આવી ગયો,

ગામ આખાને એ બ્હેકાવી ગયો.

એ જ કારણ એના ટકવાનું હતું,

પાન સાથે એ ઘણું ચાવી ગયો !

નામ જ ેનું હોઠ પર રમતું હતું,

એ જ માણસ રૂ-બ-રૂ આવી ગયો !

ઠેસ લાગી; સાવ એવી વાતમાં,

આખે આખો માર્ગ ખોદાવી ગયો !

વાત ઈશ્વરની બધે કરતો હતો,

માણસોને એ જ બહેકાવી ગયો !

છ ોડ તુલસીનો લઈ ફરતો હતો,

આખરે એ બોરડી વાવી ગયો !

રાત ઓઢીને અહીં આવ્યો હતો,

એ બધે અજ વાસ ફેલાવી ગયો !

વાદળો વરસે જો અનરાધાર સઘળાં,

થાય હળવા આભનાયે ભાર સઘળાં.

એક અમથાં પર્ણનાં છ ાંયાની સામે,

સૂર્યના હેઠાં પડે હથિયાર સઘળાં !

કયાં જીવે છ ે કોઈ એકાકાર થઈને ? બસ,

નિભાવે શ્વાસના વે’વાર સઘળાં.

ગેબની સાથે સદ ા નાતો રહેશે,

એક દિ’ તૂટે ભલે આ તાર સઘળાં.

માણસો લાગે બધાં જ ંગલ સરીખા,

વૃક્ષ ઊભેલાં દીસે અવતાર સઘળાં !

ખીણ, પર્વત, રણ,નદી, મેદાન, સાગર,

છ ે ધરાનાં આમ તો શૃંગાર સઘળાં.

એવી એકાદ ભૂલ થઈ જાશે,

શ્વાસ સઘળાં વસૂલ થઈ જાશે !

આજ મન ઔર થઈ ગયું વ્યાકુળ,

શું દુવાઓ કબૂલ થઈ જાશે ?

સ્મિતની એક ઈંટ મૂકી દે,

આપણી વચ્ચે પુલ થઈ જાશે !!

આજ તો રોમ રોમ બોલે છ ે,

આજ વાણી ફિજૂ લ થઈ જાશે.

જ ે તરફ તું મને લઈ જાશે,

જીવવું ત્યાં ઉસૂલ થઈ જાશે.

ઠોકરો ખાઈ-ખાઈને ‘રાકેશ’,

એક દિ’ તું રસૂલ થઈ જાશે.

આ ખભે શાથી જ મેલો રાખીએ ?

સાવ ખાલી ‘હું’ નો થેલો રાખીએ.

શી ખબર અંધાર કયારે ખાબકે ?

એક દ ીપક પેટ વેલો રાખીએ.

સંત હોવાનો ટળે મિથ્યા ભરમ,

હાથને બસ સ્હેજ મેલો રાખીએ !

શકય છ ે કયારેક ઉત્તર પણ મળે,

પત્ર એને પાઠ વેલો રાખીએ.

જીવવા એકાદ કારણ જોઈએ,

જીવને કયાંક્‌ ગૂંચવેલો રાખીએ.

છ ોને થાતો શોર, જ વા દો,

ઉન્માદી છ ે દોર, જ વા દો.

દ ાતારી માણસની જોવી,

માણસમાં હો ચોર, જ વા દો.

ડૂંડે ડૂંડે સિક્કા જોતી,

હોય નજ ર કમજોર, જ વા દો.

આષાઢી હેલીમાં પણ લ્યો,

ના ભીંજાણી કોર, જ વા દો.

‘ભાદરવાના ભીંડા’ જ ેવો,

આદમનો આ તોર, જ વા દો.

બેઠાં હો કૂંપળની આશે,

પામો આખર થોર, જ વા દો.

કોઈ એવું પણ મળે રસ્તા ઉપર,

થાય દીવા એમના પગલાં ઉપર !

પાંપણો ચુપચાપ સાંભળતી રહી,

બોલતા’તા અશ્રુઓ સપના ઉપર.

રોજ ઝઘડે એકડો, બગડો છ તાં,

વાંક સઘળો આવતો તગડા ઉપર !

સ્વપ્નમાં પણ ત્રાકને જોઈ નથી,

ભાષણો આપે છ ે એ ચરખા ઉપર !

કોણ જાણે એની પાછ ળ શું હશે ?

દ્દશ્ય તો સુંદર છ ે આ પડદા ઉપર.

જ ેમ આરુઢ થાય કોઈ તખ્ત પર,

એમ માખી બેસી ગઈ મડદા ઉપર.

એટલી કયાં હોય છ ે દુનિયા ખરાબ ?

ધૂળ જામી જાય છ ે ચશ્મા ઉપર !

વિશ્વનાં અટકી પડે સઘળાંય કામ,

પેટ બેસી જાય જો ધરણા ઉપર !

સૂર્યની આપે સદા લાલચ મને,

એ કદી આપે નહીં ફાનસ મને.

એક ચકલી બેઠી મારા છ ાંયડે,

એ નિહાળી થઈ અજ બ ટાઢક મને.

હર જ ગાએથી ચૂવે નળિયા ભલે,

ઘરમાં છુ ં, છ ે એટલી રાહત મને.

ધૂળમાં બેસાડ તાં હંમેશ એ,

આજ કાં ઢાળી દીધો બાજ ઠ મને ?

કયાં લગાડે છ ે જ રા માઠું કદી,

જોખમી લાગે છ ે એ માણસ મને.

અશ્રુભીનો આપજ ે મલકાટ પણ,

એકલા સુખની નથી આદત મને.

એ જો આવ્યા આજ અચાનક,

ઘરનો ખૂણેખૂણો થાનક !

ધક ધક વ્યાપ્યું રોમે રોમે,

રહી ગ્યું જાણે ખુલ્લું ફાટક !

થાક, ઉદાસી, કળતર ગાયબ,

મસ્ત નજ રની લાગી છ ાલક.

શેરી દીસે નભગંગા શી,

પ્રેમ મલકનો કણકણ તારક !

ફળિયે નાજુ ક નમણાં પગલાં,

મબલક મૂડી, અઢળક આવક.

શ્વાસ લખ્યા મસ્તીનાં નામે,

આહા ! કેવું વિસ્મયકારક !

એક જાસો જાણે કે આપી ગયા,

ઈજ નેરો કેડીને માપી ગયા !

જ ેને બોલાવ્યાં અગનને ઠારવા,

એ બધાં તો આવીને તાપી ગયાં !

સાવ ખાલી જ ેમની મુઠ્ઠી હતી,

એ દુવા ખોબો ભરી આપી ગયા !!

ખોળિયામાં કેટલા સીમિત હતા,

રાખ થઈ એ ચોતરફ વ્યાપી ગયા !

બે-ઘડી બસ ટહેલવા એ નીકળ્યા,

ને હકૂમત શહેર પર સ્થાપી ગયા !

સૂચના અનુસાર જીવન પણ વીતાવે,

શ્વાસ લે સૌ આ પ્રમાણે, એ પ્રમાણે.

વાદળો શીખી ગયા લ્યો કેવું કેવું !

શ્રાવણી ઝરમરને હેલીમાં ખપાવે !

ઓ ! અલકનંદા ! તને આ શું થયું છ ે ?

નીર તારાં આજ કાં તન-મન દઝાડે ?

ભૂખને માએ ચડ ાવી તાવડ ીએ,

બેઠ ાં બેઠ ાં બાળક ો થાળી વગાડે .

નાવ તો બહુ દૂર પ્હોંચી ગઈ છ ે તો પણ,

આ હલેસું કાં ભમે છ ે હજુ કિનારે ?

કોઈ એની નમ્રતાની તોલે ના આવે,

લ્હેરખી હો કે પવન, તરુ શિશ ઝૂકાવે !

કેમ એનો સામનો ‘રાકેશ’ કરવો ?

શસ્ત્ર કાયમ એ અહિંસાનું ઉઠાવે !

આંખ જો અંજાય તો ચિંતા કરો,

તેજ ના જીરવાય તો ચિંતા કરો.

પ્રેમમાં કોઈ પડે તો શુભ ગણો,

પ્રેમમાં અટવાય તો ચિંતા કરો.

લીમડ ાના છ ાંયડે બેઠ ા પછ ી,

હાશ જો ના થાય તો ચિંતા કરો.

છ ેક ઘરની બારી લગ આવ્યા પછ ી,

વાયરો મૂંઝાય તો ચિંતા કરો.

આંગણે કોઈના તોરણ જોઈને,

હૈયું ના હરખાય તો ચિંતા કરો.

જિ ન્દગીમાં ઢાળ દેખીને ચરણ,

દોડવા લલચાય તો ચિંતા કરો.

હાથમાંથી બે’ક કણ વેરાય છ ે,

ને ઉજાણી કીડીઓને થાય છ ે.

અર્થ શું આજાનબાહુનો સરે ?

કયાં કશુંયે આપવા લંબાય છ ે.

સીમ તો ઉજ્જ ડ છ ે એવું સાંભળી,

ખાખરો પણ મૂછ માં મલકાય છ ે !

પથ્થરો સાથે જ ુગલબંધી થતાં,

જ ળના હોઠે ગીત આવી જાય છ ે !

કોઈને અડવા પગે હું જોઉં છુ ં,

ને બળતરા મારા પગમાં થાય છ ે !

વૃક્ષને કયાં હોય છ ે સ્હેજ ે ખબર,

એના છ ાંયે કોણ બેસી જાય છ ે ?

હાથમાં ગાંડીવ છ ે તો પણ હવે,

માછ લીની આંખ કયાં વીંધાય છ ે !

આ ચરણમાં તો કયાં ચાખડી છ ે ભલા,

તોય ટોચે સતત આંખડી છ ે ભલા.

થાય કોને તમન્ના સિંહાસન તણી,

ભૂમિની ભવ્યતમ સાદડી છ ે ભલા !

શું કરું સ્વર્ણનાં આ મુકુટ ને હવે ?

મારે તો આભની પાઘડી છ ે ભલા !

સાંજુ કી વેળ કોને ન ઘર સાંભરે ?

નાની સરખી ભલે ઝૂંપડી છ ે ભલા.

મ્હેલની હોય કે હોય મેડી તણી,

છ ાંયડી આખરે છ ાંયડી છ ે ભલા.

એક ક્ષણમાં કરાવે સફર પારની,

ચિત્ત એવી પવનપાવડી છ ે ભલા.

આ તે કેવા સ્થાનમાં આવી ગયા !

કેટલાં અભિમાનમાં આવી ગયા !

ભાવ છ ે હર ચીજ નો સરખો અહીં,

કેવી આ દુકાનમાં આવી ગયા ?

ગામ આખામાં છ ે ચર્ચાનો વિષય,

કઈ રીતે એ ભાનમાં આવી ગયા ?!

રાહ જોતી રહી બિચારી કેડીઓ,

ને તમે વિમાનમાં આવી ગયા.

નીક ળ્યા’તા વેશપલટ ીને અમે,

તો ય એના ધ્યાનમાં આવી ગયા.

પોટલું વાળી અને મૂકી દીધાં,

પત્ર પણ સામાનમાં આવી ગયા.

બે’ક ગઝલો થઈ પ્રગટ ત્યાં તો તમે,

રેશમી પરિધાનમાં આવી ગયા.

કોઈ ગીતો માંગલિક ગાતું નથી,

આ તે કોની જાનમાં આવી ગયા ?

કોણ સાંભળશે સબળ હોવા છ તાં ?

જૂ ઠની ભાષા પ્રબળ હોવા છ તાં.

માછ લી કેવી સહજ તાથી તરે !

જ ળ-થપાટો ને વમળ હોવા છ તાં.

સાવ અવળા ચાલતા કાં માનવી ?

માર્ગ સીધો ને સરળ હોવા છ તાં.

ભોગ બનતું તીરનો કાયમ હરણ,

સ્ફૂર્તિલું, ચંચળ, ચપળ હોવા છ તાં.

ના થવાયે પદ્મપાણિ એમ કંઈ,

હાથમાં સુરભિત કમળ હોવા છ તાં.

આંખ સામેનુંય ના દીસે ઘણું,

ને ઘણું દીસે પડળ હોવા છ તાં !

હામ અડધી થઈ જ તી તારા વિના,

આ જ ગતનું પીઠબળ હોવા છ તાં.

વૃક્ષ સંતોની યાદ આપે છ ે,

છ ાંયડાનો પ્રસાદ આપે છ ે !

આ સભાને થયું છ ે એવું શું ?

કેમ ખૂણો જ દાદ આપે છ ે ?

ઘેર આવે તું જ ેના પર ચાલી,

માર્ગને ધન્યવાદ આપે છ ે ??

શબ્દનો ખપ પડે પછ ી કયાંથી ?

એ નિરાકાર સાદ આપે છ ે !

ભૂમિને પણ તનાવ લાગે છ ે,

રોજ કોઈ વિવાદ આપે છ ે.

મારી સામે કશુંય ના રાખો,

આજ સઘળું વિષાદ આપે છ ે.

થડની કેવી બખોલ છ ે ‘રાકેશ’ !

માના ખોળાની યાદ આપે છ ે.

શું મહેકે છ ે બધે લોબાન જ ેવું ?

ઊર્મિઓનું થાતું હો સન્માન જ ેવું.

સ્થિર છ ે ચહેરાની એકકેએક રેખા,

ભીતરે નક્કી હશે તોફાન જ ેવું.

.... ને પ્રપંચોની પછ ી શરૂઆત થાશે,

બાળકોમાં જ યારે આવે ભાન જ ેવું.

જાત આખી ઓગળી રહી છ ે કશામાં,

આ હૃદયનું છ ે કશે સંધાન જ ેવું.

કૈંક પાથરણાં મળ્યા રેશમ સરીખા,

કયાં કદી ચાહ્યું હતું કંતાન જ ેવું. !

એક પ્રાચીન વૃક્ષનું ઊભું છ ે ઠૂંઠું,

કેટલી યે મોસમોનાં બયાન જ ેવું.

કેમ બારીને કરું હું બંધ ‘રાકેશ’ ?

આ હવાનું થાય ના અપમાન જ ેવું.

વાંચવા દે જ જર્ રિત કાગળ મને,

જીવવાનું સાંપડે છ ે બળ મને.

વાતવાતે કાં ગુમાવે છ ે મિજાજ ?

છ ીછ રું લાગે છ ે તારું તળ મને.

એક પળમાં મુકિતને પામી ગયો,

કેવી બાંધી આજ તેં સાંકળ મને ?!

તપ્ત રેતી ને ઢૂ વા ચારેતરફ,

તો ય કાં સંભળાય છ ે ખળખળ મને ?

સૂર્ય, તારા કિરણોને મ્યાન કર,

ના સમજ તો ફક્ત તું ઝાકળ મને.

એકડો પણ આવડે છ ે કયાં હજુ ,

તો ય તું બેસાડતો આગળ મને !!

પથ્થરો તોડી ઝરણ ફૂટયું નથી,

કેદમાંથી જ ળ હજી છૂટયું નથી.

છ ાંયડો કયાંથી છ વાયો આટલો ?

વૃક્ષ એકકે શીશ પર ઝૂકયું નથી.

હોય એના પણ પ્રભાવો ચોતરફ,

આ હવામાં નામ જ ે ગૂંજયું નથી !

આમ તો એને મળું છુ ં રોજ હું,

કોઈ સંબોધન હજી સૂયું નથી !

આ બધા તારા બળાપા વ્યર્થ છ ે,

કાચ જ ેવું પણ કશું તૂટયું નથી !

એટલે ખાંસતી સવાર નથી,

સૂર્યના હોઠ પર સિગાર નથી !

ઈશ્વરે જિ ન્દગીનો જામ દીધો,

તો ય કાં આંખમાં ખુમાર નથી ?

જા, નથી માગવું કશુંય હવે,

માગવામાં કશોય સાર નથી.

સૌને ટહુકાર તોય મુગ્ધ કરે,

મોર કંઠે ભલે સિતાર નથી !

આંખ મીંચીને કેમ બેસું સહજ ?

આજ આ પ્રાણ બેકરાર નથી.

હું અહીં એટલે જ ઊભી ગયો,

કે ‘મરણબારી’ એ કતાર નથી.

મનમાં ને મનમાં જ પડકારી ગયો,

જાત મારી એમ સંભાળી ગયો.

અન્યને જીતાડવા રમતો હતો !

એ જ માણસ જિ ન્દગી હારી ગયો.

ચાસ મનનાં આટલાં હરખાય કાં ?

આજ ખેતરમાં તું શું વાવી ગયો ?

ગર્વ ખોટો કર નહીં તું જાત પર,

એક બિંદુ હું ય વિસ્તારી ગયો !

બંધ આંખે સ્હેજ હું બેઠો હતો,

ડાયરો કૈં કેટલું ધારી ગયો !

ઓ ! ઘટા, આજ ે થયું છ ે શું તને ?

સ્હેજ ભીંજાયો છ તાં દાઝી ગયો !

આયખાને એવું ઈંધણ આપજ ે,

જિ ન્દગીભર બસ મથામણ આપજ ે.

કોણ કહે છ ે દાનમાં દે ખેતરો,

પંખીને ખોબો ભરી ચણ આપજ ે.

કોઈ લાગે ના પરાયું વિશ્વમાં,

આ નજ રને દિવ્ય આંજ ણ આપજ ે.

પાનખરનો સ્પર્શ પામે ના કદી,

બારણાંને એવું તોરણ આપજ ે.

બાંક ડ ાથી ગુફતગૂ ક રવી પડે ,

કોઈને એવું ન ઘડપણ આપજ ે.

વિદ્વત્તાને શું કરું ‘રાકેશ’ હું ?

કોઈ બાળક જ ેવી સમજ ણ આપજ ે !

પાલવની એ કોર વિશે તું બોલ હવે,

મસ્તીના એ દોર વિશે તું બોલ હવે.

ખૂબ કરી તેં અમરાઈની વાતો દોસ્ત,

બે શબ્દો તો થોર વિશે તું બોલ હવે !

તડકા, તડકા, તડકા નું તું છ ોડ રટણ,

ઝાકળભીના પ્હોર વિશે તું બોલ હવે.

ચૂપ રહીને શાને વ્હોરે મૂંઝારાને ?

પંખીના કલશોર વિશે તું બોલ હવે.

વાત અધૂરી રહેશે નહિતર ગ્રીષ્મ તણી,

મ્હોરેલા ગુલમ્હોર વિશે તું બોલ હવે.

રાધાના મોહનની વાતો ખૂબ કરી,

માખણના એ ચોર વિશે તું બોલ હવે.

શબરીનો વૃત્તાંત મૂકી દે એક તરફ,

થોડું એઠાં બોર વિશે તું બોલ હવે !

આમ તો સૌ ખ્વાબમાં મળતાં રહ્યા,

એકાબીજા કાજ ટળવળતાં રહ્યા.

સાત સાગર પી જ વાની લાહ્યમાં,

રોજ ઝરણાંઓને અવગણતાં રહ્યા.

તો ય નભની ગોદ સૂની થૈ નહીં,

તારલાંઓ રાતભર ખરતાં રહ્યા !

ઘર ઉપર તો છ ત્ર વાદળનું હતું.

તે છ તાં કાં આંગણાં બળતાં રહ્યા ?

લૂછ ી નાખ્યાં એમના આંસુ પછ ી,

મોતી મારી આંખથી ઝરતા રહ્યા !

માણસો તો એ તળેટીનાં હતાં,

ધ્યાન કાયમ ટોચનું ધરતાં રહ્યાં.

કૈંક જાણે કે થવામાં છ ે,

આજ મૂંઝારો હવામાં છ ે.

કેમ લંબાશે મદદ માટે ?

હાથ પંડિતના પૂજામાં છ ે !

સાંભળે છ ે કોઈનું કયાં મન ?

કોઈના કયાં એ કહ્યામાં છ ે !

ઉંચકાતા શ્વાસ સૌ તુજ થી,

જોર કયાં મારી ભૂજામાં છ ે !

શૂન્યથી મનને ભરી દેતું,

કૈંક એવું આ જ ગામાં છ ે !

મૌન બેઠાં છ ે બધાં શાથી ?

ખોફ કોનો આ સભામાં છ ે ?

પ્રાર્થના ? ‘રાકેશ’ ના હોઠે !

આજ નક્કી એ નશામાં છ ે !

થેલીનું કે વું રૂ પાંતર થાય છ ે,

ચોપડી ભરવાથી દફતર થાય છ ે !!

એક પડછ ાયો અહીં બેઠો રહ્યો,

બાંકડાને આજ કળતર થાય છ ે !

શીખવા મળતું નથી સંસારમાં,

માના ખોળામાં જ ે ભણતર થાય છ ે !!

એક તાકાના જ છ ે સંતાન પણ,

એક ખાપણ, એક ચાદર થાય છ ે !

અર્થ ત્યારે રાખ હોવાનો સરે,

કયારીમાં નાખો તો ખાતર થાય છ ે.

ખપ પડે છ ે વ્હાલનાં તોરણનો પણ,

માત્ર વખરીથી જ કયાં ઘર થાય છ ે ?

દોસ્ત તારો અભાવ આપી દે,

મૂળસોતો લગાવ આપી દે.

દોસ્તી જ ેવું સ્હેજ તો લાગે,

તું ય એકાદ ઘાવ આપી દે.

શકય છ ે કે તરસ છિ પાય નહીં,

તું ભલેને તળાવ આપી દે.

પાંપણો પર સજાવીને અશ્રુ,

આંખને તું ઉઠાવ આપી દે.

આ જ ગતનું ભલું પૂછ ો ‘રાકેશ’,

ફૂલ સાથે તનાવ આપી દે !

હોય ડાબા કે પછ ી જ મણા હાથમાં,

જિ ન્દગીની છ ે બધી ભ્રમણા હાથમાં !

એક હરણી આંગણામાં આવી ગઈ,

એક-બે રાખ્યાં હતાં તરણાં હાથમાં.

કોણ છ ોડાવે હવે બંધન રેશમી ?

આજ રહેવા દે મને નમણા હાથમાં.

એમ સ્પર્શુ રણની ધગધગતી રેતને,

ફૂટવાનાં હોય છ ે ઝરણાં હાથમાં.

સૃષ્ટિ આખી એમ દોડી રહી છ ે

સતત કે બધું સુખ આવશે હમણાં હાથમાં !

હસ્તરેખા એટલે બીજ ુ ં કંઈ નથી,

ચીતરેલી હોય છ ે રમણા હાથમાં !

ગામ આખાનો તું કાજી થાય છ ે,

બોલ, તુજ થી કોઈ રાજી થાય છ ે ?

આંગણે આવીને ચકલી ગાય છ ે,

દ ીક રીની યાદ તાજી થાય છ ે !

એમ તારી પણ નીલામી સંભવે,

જેમ ફૂલોની હરાજી થાય છ ે.

થાય છ ે હારી જ વાનું મન ફરી,

એના હાથે આજ બાજી થાય છ ેે.

સાદ સહુ સૂણે છ તાં દોડે નહીં,

આમ અહિયા ભીડ ઝાઝી થાય છ ે.

આજ ચૂલાને સળગતો જોઈને,

તાવડી પણ કેવી રાજી થાય છ ે !

શું ક રું ‘રાકે શ’ હું રોક ાઈને ?

આ સભામાં ‘હા-જી, હા-જી’ થાય છ ે.

પ્રેમથી લીંપેલ ઘરમાં આવી ગયા,

જાણે કે માના ઉદરમાં આવી ગયા !

આટલી બુલંદ કોની આ હાક છ ે ?

કે અપંગો પણ ડગરમાં આવી ગયા !

પથ્થરોને પથ્થરો કે ’વાતા નથી,

જ્યારથી આ કાચઘરમાં આવી ગયા.

સૂર્યના ઉજાસને ક ાળો ચીતરી,

આગિયાઓ પણ ખબરમાં આવી ગયા !

આ ચરણ ચાલે છ ે પૈડાંની જ ેમ કાં ?

શ્વાસ આ કેવી સફરમાં આવી ગયા ?

આમ તો પાષાણ ધારે છ ે મને,

હો મુસીબત તો પુકારે છ ે મને.

સાત દરિયા મેં ય પીધા’તા કદી,

આજ આ ઝરણુંય ડારે છ ે મને !

આજ લીસા ઢાળથી ડરતો નથી,

હાથ ઝાલી એ ઉતારે છ ે મને !

જીવની પાસે સતત રાખે મને,

જુ ગટામાં એ જ હારે છ ે મને !

આભની વાતો ભલે કરતા રહે,

આમ તો મનમાં વિચારે છ ે મને !

દૂર નજ રથી છ ાનું છ પનું; કોઈ મને બોલાવે છ ે,

ઢળતી સાંજ ે ઝાલર વેળા; રોજ હજી લોભાવે છ ે.

તું ધારે તો હૈયું ઠારે; ભીતર બળતી ઈચ્છ ાનું,

રણની ધગધગતી રેતીમાં; તું જ તરસને વાવે છ ે !

થોડી ઝાઝી રમણા આપી એ પણ તારી માયા છ ે,

કસ્તૂરી આપી નાભિમાં; રોજ મને દોડાવે છ ે !

રૂપ નદીનું ધરશે કે સરવરનું; એ વાત અલગ છ ે,

વાદળ વરસે ત્યારે મનમાં કયાં કૈં સ્વપ્ન સજાવે છ ે !

જ ેની તૃષા લોકોએ; મૃગજ ળથી ઠારી જીવનભર,

એ જ બધાં વાદળમાં એની લાશ હવે બંધાવે છ ે !

તારું આંગણ અજ વાળાંનાં રંગે રમવા ઝંખે છ ે.

‘રાકેશ’ હજી તું અંધારામાં કેમ સમય વિતાવે છ ે ?

કદી તો નિરંતર તરસવું પડે છ ે,

કદી બસ અકારણ વરસવું પડે છ ે.

કદી આશરો વન મહીંયે મળે છ ે,

કદી ઘર મહીં પણ રઝળવું પડે છ ે !

કદી તો મળે છ ે બધું આપમેળે,

કદી અંશ કાજ ે તલખવું પડે છ ે.

કદી તો ફળે છ ે અજાણ્યાય રસ્તાં,

કદી હર કદમ પર ભટકવું પડે છ ે.

કદી હર જ ગા હોય છ ે એક આસન,

કદી આસનેથી ઊતરવું પડે છ ે.

હોય છ ે તારું સ્મરણ મનમાં,

જાણે કોઈ અવતરણ મનમાં.

આંખ મીંચીને હું બેઠો છુ ં,

થૈ રહ્યું છ ે જાગરણ મનમાં.

સાવ ધુમ્મસ, ચોતરફ ધુમ્મસ,

કેવું છ ે વાતાવરણ મનમાં !

જ ંપીને કયાં બેસવા દે છ ે,

દોડતાં જાણે હરણ મનમાં !

પળ મહીં કાશી પહોંચાડે,

હોય છ ે એવા ચરણ મનમાં !

પ્યાસ તો અકબંધ છ ે ‘રાકેશ’,

આમ તો વહે છ ે ઝરણ મનમાં.

ખેત સાથે કયાં કરે તું વાત સરખી !

થાય એમાં કઈ રીતે મોલાત સરખી ?

કયારના રિસાઈને બેઠાં છ ે રંગો,

તું મનાવે તો પડે કૈં ભાત સરખી.

એક છ ત નીચે જ ઢાળો ઢોલિયા પણ,

માણસો પામે નહીં નિરાંત સરખી !

આ વળી કેવા નગરમાં જીવવાનું !

કોઈ પણ કરતું નથી જ યાં વાત સરખી !

રોજ એક જ મંચ પર બેસે ભલે સૌ,

કોઈની કયાં હોય છ ે રજૂ આત સરખી ?

વ્યસ્ત છ ે સૌ વાંક સૌનો શોધવામાં,

કયાં વખત મળતો કરે કૈં જાત સરખી.

ઘેરશે અંધાર ચારેક ોરથી,

એ જ ચિંતામાં બધાં છ ે ભોરથી.

બાજ રીની વાટકી મૂકી જ રા,

આંગણું છ લકી ગયું કલશોરથી.

કેમ હેઠે ફીરકી ફેંકી દીધી ?

આજ એવું શું કપાયું દોરથી ?

ફૂલથી પણ ભય હવે તો લાગતો,

એક દિ’ પાલો પડયો’તો થોરથી.

બંધ આંખોથી યે સઘળું નીરખે,

ના રહે છૂ પું કશું ઠાકોરથી.

લો, હવે ટહુકોય પાડે છ ે ખલેલ,

એટલો ટેવાઈ ગ્યો છુ ં શોરથી !

વાયરો તો વાય છ ે અટકયા વગર,

કાં રહે છ ે એ ધજા ફરકયા વગર.

તું રડે જો દર્દને સમજયા વગર,

અશ્રુ પણ કેમ રહે મલકયા વગર ?

મારગે ઢ ોળાવ લીસા આવશે,

ચાલવાનું આપણે લપસ્યા વગર.

જીદ કોઈને પકડવાની ન કર,

હાથ તારો દાઝશે અડકયા વગર.

આજ સ્ત્રોવર આંગણે આવ્યાં ભલે,

બુંદ પણ પીવી નથી તલસ્યા વગર.

એવું શું ઓઢયું હતું ‘રાકેશ’ તેં ?

કેમ હેલીમાં રહ્યો પલળ્યા વગર ?

આમ તો હું સૌની હારોહાર ઊભો છુ ં,

તોય લાગે છ ે કે બારોબાર ઊભો છુ ં.

એમ થઈને સાવ હું સૂનકાર ઊભો છુ ં,

જાણે હમણાં પાડીને પોકાર ઊભો છુ ં.

તું નિહાળી ના શકે એ દોષ છ ે તારો,

હું તો લૈને કેટલાં અણસાર ઊભો છુ ં.

હર જ ગા કયારેક ભાસે સાવ ઘર જ ેવી,

ને કદી ઘરમાંય લાગે બ્હાર ઊભો છુ ં.

આંગળી ચીંધુ છુ ં, કોઈ માર્ગ પૂછ ે તો,

કોણ કહે છ ે કે અહીં બેકાર ઊભો છુ ં ?

કયાં કદી ખુલ્લાં નયન જોઈ શકયા મુજ ને,

બંધ કર આંખો, તો હું સાકાર ઊભો છુ ં.

ફશ ષલિં ફશઊં।ુ િિંઅુ। વશિ, ફક્ષિ,

ફશાગિ સશિઊ તશિદિિ વશિઊફિ.

ડાળમાં વ્યાપી નથી સ્હેજ ે હતાશા,

કૂં પળો ફૂટ ીને આપે છ ે ખુલાસા.

માર બુંદોનો સતત ખાતાં રહીને,

પર્વતોનાયે જુ ઓ તુટયા છ ે વાંસા !

આજ પણ એનું સ્મરણ શબ્દો કરે છ ે,

જિ ન્દગીભર જ ેઓ બોલ્યા મૌન ભાષા !

ઘેન જ ેવું કૈં ક છ ે વાતાવરણમાં,

સૂર્યને તેથી જ આવે છ ે બગાસાં.

આ ઉમરમાં છ ીપલાં ને શંખ શોભે,

બાળકો પકડીને કાં બેઠાં છ ે પાસા ?

હાથ ઝાલીને જ રા સાથે તો ચાલો,

સાવ ઠાલા કયાં સુધી દેશો દિલાસા ?

નોતરું દીધું હશે ‘રાકેશ’ તેં ખુદ,

આંગણે આવે નહીં નહિતર નિરાશા !

સોંપી દે ઈશ્વરને સઘળાં ભાર મનવા,

હર ઘડી ના વ્યર્થ વલખાં માર મનવા.

સૌ સૂતાં છ ે ઓઢીને અંધાર મનવા,

કોણ સૂણે સૂર્યનો પોકાર મનવા ?

હોય છ ે સંકેત એમાં ગેબનો પણ,

આપણાં કયાં હોય છ ે નિર્ધાર મનવા.

ચાહતો રહે હર દિશાને, હર દશાને,

તો જ તારો શકય છ ે ઉદ્ધાર મનવા.

રાઈનાં દાણા નહીં, વાવ્યાં છ ે શબ્દો,

એને ફળતાં લાગશે બહુ વાર મનવા.

રોમરોમે લૂ ભલે વ્યાપી જ તી હો,

આપણે તો છ ેડવો મલ્હાર મનવા.

બાંધજ ે ના ધારણા કોઈ અમંગલ,

આખરે એ થાય છ ે સાકાર મનવા.

ભરવસંતે પાનખર છ ે આમ તો,

હરઘડી ખરવાનો ડર છ ે આમ તો.

છ ાપ પગલાની હજુ છ ે ધૂળમાં,

સાવ સૂની કયાં ડગર છ ે આમ તો.

તે છ તાં વર્તાય છ ે ઊણપ કશી,

કોઈ વાતે કયાં કસર છ ે આમ તો.

તોય ના અંધાર ઘટતો જ ગ મહીં,

રોશની આઠે-પ્રહર છ ે આમ તો.

આભ ઓઢી કેમ એ સૂતો હશે ?

એને ખુદનું એક ઘર છ ે આમ તો.

કેટલું દુષ્કર છ ે ખુદ લગ પ્હોંચવું,

ચાર ડગલાની સફર છ ે આમ તો.

તો ય એકલતા બધાંને પીડતી,

લોકથી ભરચક નગર છ ે આમ તો.

આ તને શું થાય છ ે વાત - વાતમાં ?

તું કયાં ચાલ્યો જાય છ ે વાત - વાતમાં ?

તળ-અતળની વાત કરવી સહેલ છ ે,

એમ કયાં ડૂબાય છ ે વાત - વાતમાં ?

ના સૂઝે તો ના સૂઝે એક પંકિત પણ,

ને ઘણું સર્જાય છ ે વાત - વાતમાં ?

હર વખત નળિયા ભલે ઊડતાં નથી,

કેટલું ફૂંકાય છ ે વાત - વાતમાં.

તું મથે જ ેને જ ગતથી છુ પાવવા,

એ જ બસ પડઘાય છ ે વાત - વાતમાં.

કે ટ લાં વર્ષે થયું હોય આપણું,

એ ય ચાલ્યું જાય છ ે વાત - વાતમાં.

કાલની છ ે આપણી ઓળખાણ તો ય,

વાત તારી થાય કાં વાત - વાતમાં ?

ઘોર અંઘારું થયું સારું થયું,

બે-ઘડી પાછુ ં સ્મરણ તારું થયું.

કેટલાં વર્ષો મથ્યા ને ના થયું,

ને થયું તો સાવ પરબારું થયું.

એના ઘરની ખુલ્લી બારી બંધ થઈ,

આખીયે શેરીમાં અંધારું થયું !

એ બહાને બે-ઘડી ઊભવા મળ્યું,

ઠેસ લાગી, આમ તો સારુ થયું !

આખરે એની કૃપા તો થાય છ ે,

આપણાથી રાહ કયાં જોવાય છ ે !?

એ પધારે દ્વાર પણ હરખાય છ ે,

ખુદ ઊઘડવાને અધીરા થાય છ ે !

કોણ બનવાકાળને ટાળી શકે ?

તે છ તાં કયાં સહેજ સ્વીકારાય છ ે ?

લ્હેરખી નાની ને નાજુ ક હો ભલે,

કૈંક શ્વાસો એનાથી સર્જાય છ ે !

કેટલો કટ્ટર કહેવો ગ્રીષ્મને ?

લ્હેરખી વટલાયને લૂ થાય છ ે !

માત્ર કં ક ર ફેંક વાના ખ્યાલથી,

જ ળમાં અણદીઠાં વમળ સર્જાય છ ે !

‘સર્વનું કલ્યાણ કરજો હે ! પ્રભુ’,

વેણ એવાં એમ કયાં બોલાય છ ે ! ?

એક ખૂણાને સજાવી રહ્યો છુ ં,

ખાલિપાને ઝળહળાવી રહ્યો છુ ં.

એટલે બેઠો છુ ં નિશ્ચિંત થઈને,

કોઈને પણ કયાં હટાવી રહ્યો છુ ં.

એમ ગમગીની સજાવી છ ે ચ્હેરે,

જાણે કે દિલ્હી ગુમાવી રહ્યો છુ ં.

એ રીતે તાકી રહ્યા આ તરફ સૌ,

જાણે સિતારા સજાવી રહ્યો છુ ં.

જાતની કરવી છ ે આજ ે પરીક્ષા,

એટલે દીવા બુઝાવી રહ્યો છુ ં !

કૈંક સંબંધો મને નિભાવે છ ે,

કૈંકને હું યે નિભાવી રહ્યો છુ ં.

પોથીમાં શોધે અરથ તું જીવનનો,

હું બધાં થોથાં જ લાવી રહ્યો છુ ં.

શબ્દની માનતા કરી છ ે મેં !

તારા ચરણે કલમ ધરી છ ે મેં.

કેમ પાછુ ં પડાય છ ે આજ ે ?

કેટલીયે નદી તરી છ ે મેં.

કોઈ ખૂણો અવાવરો ન રહે,

દ્દષ્ટિને એમ પાથરી છ ે મેં.

છ ાપ છ ોડી જ શે શબદ મારાં,

લેખનીમાં વ્યથા ભરી છ ે મેં.

પળ મહીં ઝળહળાં થશે સઘળું,

આભ સામે નજ ર કરી છ ે મેં.

સ્વપ્ન કયાં સાચા પડે છ ે,

વર્ષ પણ માઠાં પડે છ ે.

એમને બિંબિત ક રવા,

આયના ટ ાંચા પડે છ ે.

એટ લી દૂ ષિત હવા છ ે,

શ્વાસ પર ડાઘા પડે છ ે !

કે ટ લાંને બાળશે એ ?

કયારના છ ાંટ ા પડે છ ે.

ચોતરફ છ ે દ્દશ્ય કે વાં !

આંખમાં છ ાલા પડે છ ે !

મૌનને આલેખવામાં,

શબ્દ બહુ નાના પડે છ ે.

બાળક ોના સ્મિત સામે,

ફૂલ પણ ઝાંખા પડે છ ે !

કયાંથી લાવ્યા છ ો આ રેશમ ?

હાથમાં ક ાપા પડે છ ે !

તું ભલે ખોટું રડે ,

પણ અશ્રુ તો સાચા પડે છ ે.

આંખ મીંચી જ યાં સુધી બેઠો રહ્યો,

સર્વ સુખથી ત્યાં લગી છ ેટો રહ્યો.

કેમ ઓળંગી શકયો ના હું કદી ?

આમ તો વચમાં જ રા શેઢો રહ્યો.

તારલાએ આંગળી ઝાલી હતી,

એટ લે અંધારને ખેધો રહ્યો.

સ્વર્ગની વાતો જ તું કરતો રહ્યો,

એટલે તારાથી હું છ ેટો રહ્યો.

આસ્થાની મન મહીં પૂંજી હતી,

માર્ગમાં એનો ઘણો ટેકો રહ્યો.

આટલી ટાઢક બીજ ે તો કયાં મળે ?

આંગણે એના હું બસ બેઠો રહ્યો.

અક્ષરો ‘રાકેશ’ના સારા હતા,

યાદ કોઈને છ તાં છ ેકો રહ્યો.

આભની છ ત ને દિશાઓ દ્વાર છ ે !

આ ધરા મારે હવે ઘરબાર છ ે.

બે-ઘડી આળોટવા દે તું મને,

માટી મારી જિ ન્દગીનો સાર છ ે.

એ ભલે હોતી લખોટી જ ેવડી,

આંખમાં આકાશનો વિસ્તાર છ ે !!

આભને એક ીટ શે જોતો રહે,

કયાંક જોડાયેલ એના તાર છ ે.

સ્મિત આપે જયારે પણ બાળક મને,

મારા માટે એ જ પુરસ્કાર છ ે.

આમ વૅકેશન ઘણું લાંબું છ ે પણ,

‘એ ફરી ખુલી જ શે’ નો ભાર છ ે.

શાંતિપૂર્વક બેસવા દે શે નહીં,

આજ મારા હાથમાં અખબાર છ ે !

આમ તો ‘રાકેશ’ સારી છ ે ગઝલ,

પણ બધો રજૂ આત પર આધાર છ ે.

છ ેક આવી’તી નદી આંગણ સુધી,

તેં ન ડૂબાવ્યા ચરણ ઘૂંટણ સુધી.

હાથમાં ગુલાલ આવી જાય તો,

કોણ એને સાચવે ફાગણ સુધી ?

કોણ જાણે કયાં ગયું કોને ખબર ?

એક્‌ કિરણ આવ્યું હતું આંગણ સુધી.

આ હવાને કોઈ ‘થેન્કયુ’ તો કહો,

શ્વાસ આપે છ ે એ અંતિમ ક્ષણ સુધી.

મેં તો ડગ માંડયા હતા ઉપવન તરફ,

કઈ રીતે પ્હોંચી ગયો આ રણ સુધી ?

સપનું મારું સાચું પડશે,

તેજ એનુંયે ઝાંખું પડશે.

ફોરાંની જો આશા રાખો,

વાદળમાંથી આંસુ પડશે.

મુઠ્ઠે-મુઠ્ઠાં ઓરો તો પણ,

વાવેતરમાં ખાલું પડશે.

શેઢાં પણ કરતાં’તા ચર્ચા,

વર્ષ ઓણકૂ ું માઠું પડશે.

થાળાને કહેતો’તો કૂવો,

પાણ એકાદું ટાંચુ પડશે !

સપનામાંયે ધાર્યું નો’તું,

સામેનું પણ આઘું પડશે !

અમથું કયાં ધુમ્મસ છ વાયું હોય છ ે,

આ હવાથીયે રડાયું હોય છ ે !

ભીંતમાં કયાં હોય છ ે માટી ફકત,

હાથનું ચેતન લીંપાયું હોય છ ે !

આમ જુ ઓ તો નથી કયાંયે કશું,

આમ સઘળુંયે સમાયું હોય છ ે.

કોઈ પણ કયારેય લૂંટી ના શકે,

મૂલ્ય શબ્દોનું સવાયું હોય છ ે.

જ ે લખાયું ના કદીયે કયાંય પણ,

મનથી મનમાં એ વંચાયું હોય છ ે !

એમ નભ આખુંય ગોરંભાય છ ે,

જાણે જ ળના પારણા બંધાય છ ે !

ભેદ ભૂંસાતા બધા વરસાદ માં,

લીમડાની સાથ આંબો ન્હાય છ ે !

વાદળી નવજાત લાગે છ ે હજુ ,

એટલે ચોધાર કયાં વરસાય છ ે.

છ ાપરું તોફાનમાં ઊડી ગયું,

એ બહાને આખું નભ દેખાય છ ે !

કયારે આ ખાબોચિયા દરિયો થશે ?

વાદળો તો રોજ વરસી જાય છ ે.

સ્હેજ પણ અભિમાન કરજ ે ના અષાઢ,

કેટલા ઝરમર વગર ભીંજાય છ ે !

વૃત્તિ ઝરણાની શમી જાતી બધી,

આ સરોવર એ ક્ષણે સર્જાય છ ે.

આભમાં તો એક પણ વાદળ નથી,

તો ય મારું આંગણું ભીંજાય છ ે !

કાં સહન ઉન્માદ થૈ શકતો નથી ?

સાવ ઓછ ો ભાર થૈ શકતો નથી.

હું રમું છુ ં પણ નથી હરીફાઈમાં,

એટલે તો મ્હાત થૈ શકતો નથી !

શું મળ્યું મોટા થવાથી આખરે ?

કોઈ સાથે વાદ થૈ શકતો નથી.

આંગણાંની ધૂળથી ખિસ્સાં ભરું,

આજ એવો ઠાઠ થૈ શકતો નથી.

એક ક્ષણ પામું સ્વયંની હું ઝલક,

એટલો અજ વાસ થૈ શકતો નથી.

આમ તો રૂની કમી પણ છ ે જ કયાં ?

હું જ આખર ત્રાક થૈ શકતો નથી.

એવું કાં વરદાન માગે છ ે ?

જાણે કે વેરાન માગે છ ે !

તું પ્રથમ તલવાર શોધી લાવ,

હર વખત શું મ્યાન માગે છ ે ?

ઊભવા જ ેને જ ગા આપી,

બેસવા કં તાન માગે છ ે.

છ ાંવથી દાઝયા હશે કેવા ?

રાત દિ’ જ ે રાન માગે છ ે !

જોર કયાં છ ે ઊભવાનુંયે,

ને ચરણ મેદાન માગે છ ે !

ક ોઈને દે તા નથી આદર,

એ બધેથી માન માગે છ ે !

એકલું કયાં લગ ધબકતું રહે ?

દિલ હવે સંધાન માગે છ ે.

દશે દશ દિશાનું સ્મરણ થઈ જ વાનો,

સકલ સૃષ્ટિમાં વિસ્મરણ થઈ જ વાનો.

સ્વભાવે સહજ ને સરળ થઈ જ વાનો,

કણે કણ મહીં હું ગ્રહણ થઈ જ વાનો.

શબદ છુ ં, રજૂ આતનો પ્રાણ છુ ં હું,

જ બાને જ બાને રટણ થઈ જ વાનો.

ભલે સર્વ દુઃખો બહુ કારમા હો,

જ રા હું વધારે કઠણ થઈ જ વાનો.

રહું ખીલતો હું સતત જ ે જ ગામાં,

તહીં દૂઝતો એક વ્રણ થઈ જ વાનો.

પહાડ ો મહીં ચાલવાને નિરંતર,

તરલતર વહેતું ઝરણ થઈ જ વાનો.

આ પળેપળ માતબર હોઈ શકે !

હર પ્રહરની જો ખબર હોઈ શકે !!

એક ચિત્તે બેસવું પદ્માસને,

આમ જુ ઓ તો સફર હોઈ શકે !

કયાંથી આવી આ ફરિશ્તાઈ બધી ?

કોઈ ઉન્માદી અસર હોઈ શકે !

દૂર લગ ચોમેર ફેલાયેલ રણ,

કોઈ ઉપવનની કબર હોઈ શકે !

એક ઘરમાં હોય છ ે ઘર કેટલાં !

ને નગર પણ એક ઘર હોઈ શકે !

એમ પણ નિર્લેપતા વ્યાપી શકે,

મોહમાયાની અસર હોઈ શકે !

સૂર્ય સામે આંખ મિલાવી શકે,

તેજ દીપકનું પ્રખર હોઈ શકે !!

રોજ ઝરમરવું નથી ગમતું હવે,

કાયમી બળવું નથી ગમતું હવે.

ઓ, સમંદર, તું ડૂબાવી દે મને,

ઝાંઝવે તરવું નથી ગમતું હવે.

મંઝિલે લઈ જાય છ ે રસ્તો છ તાં,

એ તરફ વળવું નથી ગમતું હવે.

બાંક ડ ાના સાથમાં બેઠ ો રહું,

ભીડમાં ભળવું નથી ગમતું હવે.

ભીતરે બેઠ ો રહું આઠે પ્રહર,

બ્હાર નીકળવું નથી ગમતું હવે.

શ્લોક, મંત્રો, પ્રાર્થના, ભજ નો,

કથા, કૈં જ સાંભળવું નથી ગમતું હવે !

ધૂળમાં ઊંઘી ગયો ‘રાકેશ’ કાં ?

કેમ પાથરવું નથી ગમતું હવે !

કૈંક ઉચિત, કૈંક અનુચિત થાય છ ે,

જ ે થવાનું છ ે એ નિશ્ચિત થાય છ ે.

કોઈ પામે છ ત્ર અવકાશી વિશાળ,

કોઈ તૂટી છ તથી વંચિત થાય છ ે.

એ જ પરમેશ્વર છ ે મારે કાજ તો,

જ ેને જોઈ મન પ્રફુલ્લિત થાય છ ે.

રોજ દિલને હારતો માણસ કદી,

કોઈથી યે કયાં પરાજિ ત થાય છ ે ?

મેહ વરસે સાવ આડેધડ બધે,

તો ય હરિયાળી વ્યવસ્થિત થાય છ ે !

હોય છ ે અંતઃસ્તલે સંસદભવન,

એ નિયમ, મનમાં જ ે પારિત થાય છ ે.

જ ેટલું ‘રાકેશ’ સંચિત થાય છ ે,

માનવી એનાથી વંચિત થાય છ ે.

આંસુઓના ડાઘને જોતો રહ્યો,

હું ઠરેલી આગને જોતો રહ્યો.

ઊતરીને આવવાની હોય તું,

એમ અપલક ચાંદને જોતો રહ્યો.

આપવાની હો તું ગુલદસ્તો મને,

એમ તારા હાથને જોતો રહ્યો.

જાણે લાગી હોય મારી ભીતરે,

એવી રીતે આગને જોતો રહ્યો.

મ્હેંકતા શબ્દો હતાં સામે ઘણાં,

હું તો તારા નામને જોતો રહ્યો.

વ્યર્થ હો બાકી બધું નિહાળવું,

એવી રીતે આભને જોતો રહ્યો.

એક ચહેરો મારા માટે ખાસ પણ છ ે,

તો ય એકલતાનો કાં અહેસાસ પણ છ ે ?

આજ પાછ ો યોગ સર્જાયો અનોખો,

રિકત છ ે ઝોળી અને ઉપવાસ પણ છ ે !

એકલી સમજી લીધી કાં જાતને તેં ?

તારા મસ્તક પર હજી આકાશ પણ છ ે !

કૈં ક પીધાનોય છ ે સંતોષ કં ઠે ,

હોઠ પર કાયમ તરસનો વાસ પણ છ ે.

મ્હેફિલોમાં રોજ મલકાતો ફરે છ ે,

એ જ માણસ ભીતરે ઉદાસ પણ છ ે !

સીમને ‘રાકેશ’ ઉજજ ડ કેમ કહી દઉં ?

ખેતરોમાં ચાડિયાનો વાસ પણ છ ે !

શોધવામાં જીવ રેડી .... ને ‘મગન’ ચાલ્યો ગયો,

ના મળી એકકેય કેડી ... ને ‘મગન’ ચાલ્યો ગયો.

કારમા દુષ્કાળ સામે ઝીંક ઝીલે કયાં સુધી ?

લ્યો, ડૂબી દેવામાં મેડી ... ને ‘મગન’ ચાલ્યો ગયો.

પાકવાની રાહ તો જોતો હતો; પણ આખરે,

સાવ કાચી કેરી વેડી... ને ‘મગન’ ચાલ્યો ગયો.

આંગણામાં ફૂલ જ ેવાં બાળકો રમતાં હતાં,

ખેલ એનોયે બખેડી... ને ‘મગન’ ચાલ્યો ગયો.

ઊઠતાં ને બેસતાં કરતો ન’તો અળગી કદી,

ધૂળ ખાયે છ ે પછ ેડી ... ને ‘મગન’ ચાલ્યો ગયો.

સાદ પાડ ી આંગણું ઘરનું રહ્યું બોલાવતું,

વેણ એના પણ નનેડી... ને ‘મગન’ ચાલ્યો ગયો.

દિલ મહીં જિ જીવિષાનું બુંદ અંતે ના રહ્યું,

મોતની ઓઢી પછ ેડી... ને ‘મગન’ ચાલ્યો ગયો.

એ ભલે લાગે મવાલી,

ગાય છ ે સુંદર કવાલી.

કૈં ન માગી સઘળું માગ્યું !

આ તે કેવો છ ે સવાલી ?

લ્હેરખી કયાં છ ેક પહોંચી ?

ખૂબ માની’તી નમાલી.

ખત નથી કયારેય લાવ્યો,

તું વળી કેવો ટપાલી !

કોણ સીંચે છ ે અદીઠું ?

વેલ રણ વચ્ચેય ફાલી !

તેં મૂકયો પ્રસ્તાવ કેવો !

કાં મળી ગઈ તુર્ત બહાલી ?

રંક હો કે કોઈ રાજા,

હોય ‘મા’ સૌને વહાલી.

હાથ ખાલી, જાત ખાલી,

માર ‘જીવા’ આજ તાલી !