Svasanvad - Poems Aarti Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svasanvad - Poems

સ્વસંવાદ

આરતી ત્રિવેદી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

સ્ત્રી તરીકે ની મારી જીંદગી એક સામાન્ય વ્યક્તિ તરીકે પસાર થતી હતી. ઘણી વખત સમાજ ના સંબંધો ના કેટલાક નૈતિક વિષયો , મારી પોતાની લાગણી અને મન ને મોકળું કરવા માટે ઘણું બધું મન માંજ રહી જતું .

પરંતુ આજે મારા લેખન કાર્ય ના શોખે મારા શબ્દો ને જાણે વાચા આપી અને આજે હું સુદ્રઢ લેખન કાર્ય કવિતા , લેખન કે નિબંધિકા ના સ્વરુપે ખૂબજ નિડરતા પૂર્વક કરી શકું છું અને મારું લેખન એજ મારા વ્યક્તિત્વ નું પ્રતિબિંબ છે .

આજે હું ઘણી ખુશ છું કે મારા લેખન કાર્ય ને ઘણા બધા માધ્યમો દ્વારા સરાહવા મા આવ્યુ છે ,

આ પ્રસંગે ઇભદ્વદ્વક ના સંપાદકો નો હું હદય પૂર્વક આભાર માનું છું કે મારા જેવી નવોદિત લેખિકા ને પણ તેઓ માન ભેર ઇભદ્વદ્વક મા સ્થાન આપી રહ્યા છે. ખરેખર એ મારું સોભાગય છે.

આરતી ત્રિવેદી ( આરા )

ફુલ ગુલાબી આ ઠંડી ...

ને મોતી જેવા

ઝાકળબિંદુ ,

સાથે હૃદય માં

વલોવાતા ઉમળકા ના વમળ !

ને પાછા લાગેલા ,

તારા મીઠી નજર ના બાણ

કેમ કરી જીરવીસ

તારા વગર ની આ સવાર ...

લાગણીના ઝાંઝવામાં ઠેબે ચડી છું

ઇચ્છાઓને દબાવી બેસી ગઈ છું

બદલતો રહે છે, કાચિંડો રોજ રંગ

એના લીસોટા ને જોતી રહી ગઈ છું

સબંધ ના બદલાતા રંગો જોઇને

આંખો ના જળ ને દબાવી ગઈ છું

એની લાગણી છલ છે કે કપટ

એજ વિચારતી ઉભી રહી ગઈ છું

અંતરમાં ઉઠેલ દાવાનળ ને એકવાર ઓલવીતો જાવ

કરાવેલી અનુભૂતિ ને એકવાર સ્પર્શી તો જાવ

જાગ્યા છતાં સુઈ ગયા આંખ આડા કાન કરી

ખાખ થયેલ સ્મરણોને એકવાર જગાડી તો જાવ

ઘૂઘવાતા સાગર સમાં હૈયાની વર્ણવેલ વ્યથા ને

મીઠી વાણીના મંથન વડે એકવાર વલોવી તો જાવ

જગતે વણસાવેલ દરેક વાતો ને હવે નેવે મૂકી

વિતાવેલી હરેક પળને એકવાર વાગોળી તો જાવ

વિરહ ની અવિસ્મરણીય વેદના હવે નથી ખમાતી

પહાડ સમાં કાળજા હવે એકવાર કોતરી તો જાવ

મનના સપના ની હકીકત લખાય છે

અરમાનો ની વિહવળતા બતાવાય છે

પાલવ ની કોરે ઇચ્છાઓને ધબરાવી

શબ્દો વેતરી ને છબી બનાવાય છે

કાગળ પર ચાલતી શાહી ને અટકાવી

સંસાર રૂપી કાંચળી ને મઢાવાય છે

નયનથી ટપકતા ઝાકળ જેવા આંસુ થી

લખેલા શબ્દો ને પ્રસારી દેવાય છે

સાથે વિતાવેલી ઘડીયો ને યાદ કરતા

વિરહ ના શમણા ભૂલાઈ જવાય છે

એક કડી એવી મળી ગઈ

આંખ થી આંખ અંજાઈ ગઈ

પાંખો ફફડાવી ઉડી ગગને

આલાપ થી સુર રેલાઈ ગઈ

આકાશી ઉંચાઈ આંબીને

પ્રેમની ઊંડાઈ મપાઈ ગઈ

ઈચ્છાની માપદંડી માંથી

પગદંડી દોરાઈ ગઈ

પારેવાં ની પાંખે ઉડીને

પારેવડી માળે બેસી ગઈ

વ્હાલી જિંદગી તું મને માફક ન આવી

સ્નેહ માંગ્યો તે નફરત પણ ન આપી

આપેલા સ્નેહ ની તે રોયલ્ટી માંગી

આ પેનલ્ટી ની કેમ કરીશ ચુકવણી

જ્યાર થી થયા

આંખોથી ઓઝલ

સુકાઈ છે

દીલરુપી મધુરપ

આવવાના એધાણ

છે નહિવત

વારેવારે સમજાવવું

તો પણ

ભીનાશ ભરેલ દિલ પર

દસ્તક દેતી

તમારી આહટ !!!

મારી પાંપણના પલકારા ને સજાવી દેજે

આંખના પલકારા બનાવી સમાવી દેજે

મારી પ્રેમ ગોષ્ટી ને સમયાંતર ની સાથે

તારા દિલની ગહેરાઈઓ માં ઉતારી દેજે

મારી નજરથી મળેલ પ્રેમ રૂપી કિરણોને

તારા મહેલ રૂપી દિલમાં સમાવી દેજે

મારી આંખોથી નીકળતી આંસુધારા ને

તારા ધાગામાં મોતી બનાવી પરોવી દેજે

મારા જીવનની ક્યારી માંથી દર્દને નીચોડી

તારો પ્રેમ ભર્યો છલકતો જામ ભરી દેજે

આખીરમાં ચેતનવંતા શરીર રૂપી જીવને તું

તારા હાથે જીવનદાન રૂપી અર્ગ આપી દેજે

દર્દને જાણ્યું છતાં એણે અજાણ્યું કર્યું

હૈયેથી કાઢી જીભેથી હોઠે પહોચતું કર્યું

હર્ષ ભરેલી ઉમંગો ની છાલકને સમેટી

નયનથી કાઢી પાંપણ માં છલકતું કર્યું

એના મહેલમાં સુગંધિત મહેક મહેકાવી

મહેકી રહેલ બગીચાને કાંટાળું કર્યું

આથમતા રવિની આ સાંજ ચાલી જાય

લાલેરા આકાશમાં મીટ મંડાતી જાય

મનનું ચગડોળ ચડી ગયું હિંડોળે

સમીર આવી ગાલ થપથપાવી જાય

મનના પાલવડે અરમાનો ઝુલાવી

હૈયામાં પ્રીત કેરા છોડવા રોપી જાય

તારા પડછાયા ની ચાડી ખવડાવતું

આ કંપન દિલડાને ટટોળતું જાય