શંકા ના વમળો ની વચ્ચે - 35 Jalanvi Jalpa sachania દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શંકા ના વમળો ની વચ્ચે - 35

આજે બપોર બારેક વાગે સોનાલીના વડસાસુ ગામડે થી ગઈ કાલે શ્યામવાડી માં આવ્યા હતા તે આવ્યા, સોનાલીએ તેમના માટે અલગ થી મરચા અને લસણ વગર ની રસોઈ બનાવી , જમીને તેમની સાથે થોડીવાર બેઠી ટયુશન નાં છોકરા આવ્યા એટલે સોનાલી ઉપર ગઈ, સાંજે નીચે આવીને ફટાફટ શાક લઈ આવીને રસોઈ બનાવી. મેઘલ આવ્યા એટલે જમીને તેઓ ચાલવા ગયા અને બા શ્યામવાડી માં ગયા, સોનાલી જોતી કે બા રોજ સવારે આવતા અને રાત્રે જતાં, સોનાલી બા ને ફોર્સ કરતી કે તે અહિંયા જ રોકાઈ જાય, પણ બા રોકાતા નહિ, આમ ને આમ સાત દિવસ થયા, બા, સોનાલી અને તેની સાસુ નુ બોન્ડીંગ જોતા, તે કેવી રીતે રહે છે તે જોતા, આજે સોનાલીની સાસુ કામ થી તેના સસરા સાથે બહાર ગયા હતા, સોનાલી અને બા ઘરમાં એકલા હતા, વાત વાત માં બા સોનાલીને કહેવા લાગ્યા કે તેમની એકેય વહુ સોનાલી તેના સાસુ સાથે જે રીતે રહે છે તેવી રીતે રહી નથી, ખાસ કરીને સોનાલીનાં સાસુ, બા તેમની બળતરા કાઢતા રહયા, તેમના કહેવા પ્રમાણે સોનાલીની સાસુ એ પરણીને આવ્યા ત્યાર થી ધોકા જ કર્યા હતા, મને આમ કર્યુ, મને તેમ કર્યુ , છેલ્લે બા એ બળતરા કાઢી કે આ ઓધવજી બાપા "હા" પાડીને આવ્યા અને તેમને પૂછવા પણ નહોતા રહયા, અને સોનાલીનાં સાસુ સાથે એમનો પનારો પડ્યો, સોનાલી કંઈ બોલી નહિ ચૂપચાપ સાંભળતી રહી, એમ પણ સોનાલીનાં સાસુ એ તેને દેરાણીઓ અને બધા સાથે બોલવાની ચોખ્ખી "ના" જ પાડી દીધી હતી, એમેય સોનાલી થોડા ડિસ્ટન્સ માં રહેતી, તે ઊભી થઈ  અંદર રસોડા માં કામ કરવા ગઈ, તેના સાસુ આવી ગયાં એટલે બધા એ જમી લીધુ, સોનાલીએ એના સાસુ ને બા એ કરેલી વાત કીધી નહી, વળી પાછુ મગજ માં ઊંધુ ભરાઈ જાય તો,?  તે નોર્મલ રહેતી, સોનાલીએ બા ની વાત ખંખેરી નાંખી હતી, એ જાણતી હતી કે કાયમ એને એની સાસુ સાથે જ રહેવાનુ છે, આ તો સળગાવીને જતાં રહે, સોનાલી અને મેઘલે મહામહેનતે ઘરમાં પોઝિટીવ લાઈફ કરી હતી એ બગાડવા નહોતી માંગતી,  સોનાલીએ ઊપર થી બા ને સાચવવા નાં પણ શરૂ કર્યા, તેમને એવુ નાં લાગે કે એમને કોઈએ આવી રીતે નથી રાખ્યા, ચાર - પાંચ દિવસ બધુ બરાબર ચાલ્યુ , પછી જમીને બપોરે થોડીવાર બેઠા ત્યારે  બા એ સોનાલીની સાસુ સામે દેરાણીઓની સાથે બોન્ડીંગ કેવુ હોય એનુ પોતાનુ ઉદાહરણ આપી ને તેઓ સોનાલીની સાસુ ને દેરાણીઓ સાથે નહિ બોલી ને વહુ સાથે આટલા મનમેળ થી રહે છે તેનુ ગિલ્ટ ફીલ કરાવતા, સોનાલી તો આંખો ફાડીને બા સામે જોતી જ રહી આ ઊંમરે બા કેટલી ખોટી ફાંકા ફોજદારી કરતાં હતા,  બા તો તેમના દેરાણી જોડે દસ વર્ષ સુધી નહોતા બોલતા, એવુ તેના સાસુ એ કીધેલુ સોનાલીને યાદ આવી ગયુ સોનાલીએ તરત વાત કાપી ને કહયુ કે એ તો તમે દસ વરસ નહોતા બોલ્યા એટલે અત્યારે એવુ બોન્ડીંગ હોય, એમ કહી આડકતરી રીતે  સોનાલીએ તેની સાસુ ને સભાન કરી દીધા, બા ના ચહેરા પર સોનાલી પ્રત્યે અણગમો સાફ હતો, તે કશું બોલ્યા વગર ટીપોઈ પર પડેલુ ન્યુઝ પેપર  વાંચવા લાગ્યા, સોનાલીએ જોયુ અને મનમાં જ નક્કી કર્યુ કે પોતે સભાન રહેવુ પડશે અને સાસુ ને પણ કરવા પડશે, કેમ કે હવે કોઈ બગાડી જાય એ સોનાલીને મંજૂર નહોતુ, સોનાલીએ અનુભવ્યુ કે બા ના માં એક બદલો લેવાની ભાવના હતી, તે જાણે બતાવવા માંગતા હોય કે મને તમે કર્યુ એ જ તમારી વહુ તમારી સાથે કરે તો શું થાય? પણ સોનાલીમાં એ ફાવતા નહી,  સોનાલી તેમની સાથે સારૂ વાણી-વર્તન અને વ્યવહાર કરતી પણ કોઈની વાતો માં આવતી નહી, તે સ્વતંત્ર મગજ થી વિચારતી, તે રોજ આવતા બા નું ધ્યાન રાખતી, આ ઊંમરે પણ હાથ માં માળા કે ભકિત નુ નામ બા નાં હૈયે કે હોઠે નહોતુ, હજુ તેમને તેમની પોતાની બળતરા હતી, રોજ આવી ને છાપુ વાંચતા બા સાથે  સોનાલી છાપા માં આવેલા ન્યૂઝ ની ચર્ચા કરતી, ક્યારેક ડીબેટ કરતી તો કયારેક મજાક, સોનાલી જાણે બા ને સમજાવતી કે વાતો આવી પણ થઈ શકે, સારી પણ થઈ શકે, હર હંમેશ પંચાત અને બળતરા કાઢવાની નાં હોય, સોનાલીએ જોયુ કે બા છાપા માં પણ કોના ઘર માં શું થયુ ? એના ન્યૂઝ જ રીડ કરતા, એ સિવાય નાં નોલેજબલ ન્યૂઝ માં એમને કોઈ જ રસ નહોતો, ગુજરાત સમાચાર માં આવતી ગુરુવાર ની પૂર્તિ " ધર્મલોક " એ જોતા પણ નહિ. આમ ને આમ બે મહિના થઈ ગયા, બા ની દખલગીરી ઘર માં બહુ ચાલતી નહી. સોનાલી અને એના સાસુ જેમ રહેતા હતા એમ જ રહેતા, સોનાલી ને એક વાત ની શાંતિ હતી, કે  હવે કંઈ માથાકૂટ નહી થાય પણ આ શુ? આજે રાત્રે બધા બેઠા હતા ત્યારે બા એ કીધુ કે સોનાલીની સાસુ ને ગામડે કામ છે એટલે આવવુ પડશે, બીજા બધાનાં ઘરે  છોકરા નાના છે એટલે એ બાઈ ઓ ના આવી શકે પણ સોનાલીના સાસુ ફ્રી છે એટલે આવવુ પડશે, કોઈ કંઈ બોલ્યુ નહિ, સોનાલીએ વિરોધ કર્યો કે એને નહિ ગમે ઘરમાં એકલા અને પોતે કોઈ દિવસ એકલા રહી નથી, સામે બા એ જવાબ આપ્યો કે આખી જિંદગી નહિ થોડાક દિવસ માટે જ તમારા સાસુ ને આવવાનુ કહુ છુ. સોનાલી કંઈ બોલી નહિ, ટાઈમ થયો એટલે મેઘલ અને સોનાલી ચાલવા નીકળ્યા, સોનાલી અને મેઘલ બંને કંઈ બોલતા નહોતા, પણ બંને ને ખબર હતી કે પાછુ જૂનૂ બધુ યાદ કરાવીને ગિલ્ટ આપવા એ સોનાલીની સાસુ ને લઈ જતાં હતા, આજે પાછા આઇસક્રીમ શૉપ પર એની એ જ ચર્ચા સોનાલી મેઘલ ને એક જ વાત કહેતી કે જયાં સુધી તે પોતે નહિ બોલે અને બધાને બંધ નહિ કરે ત્યાં સુધી બધા કરશે જ, ભલે સોનાલી માટે નહિ પણ તેની મમ્મી માટે તો મેઘલે બોલવુ જોઈએ, ભેગા રહેતા હોય ત્યારે કદાચ તેના મા-બાપ થી ભૂલ થઈ હોય કે વધારે પડતી સખ્તાઈ થઈ ગઈ હોય પણ એનો અર્થ એ નથી કે ભૂતકાળ યાદ કરાવી ગિલ્ટ આપી વર્તમાન બગાડે, મેઘલ નુ એક જ રટણ મારે આ કશા માં નથી પડવુ તું તારે સંભાળ હું તારી સાથે છું, આ સાંભળી સોનાલીએ હાથ માં રહેલો આઇસક્રીમ નો કપ ટેબલ પર પછાડયો , તેણે ખૂબ ગુસ્સા માં અવાજ દબાવીને મેઘલ ને કહયુ કે જો તે આ ઘરમાં મોટો થયો હોય, બધાના સ્વભાવ જાણતો હોય અને તોય કશું ના કરવુ હોય તો એ સોનાલી પાસે કેમ આશા રાખે છે ? હવે મેઘલે સોનાલી ને સમજાવવાનું શરૂ કર્યુ કે ગામડે જવાથી કંઈ એવુ નહિ થાય. અને થશે તો તે બોલશે મેઘલે પ્રોમિસ આપ્યુ. સોનાલી ને  સો ટકા વિશ્ર્વાસ હતો કે એ કરવા માટે જ લઈ જાય છે. સોનાલીએ સામે પ્રોમિસ લીધુ કે જો એવુ કંઈ થશે તો તે પિયર જતી રહેશે. એણે આ બધુ મેનેજ કરવા મેરેજ નથી કર્યા. શાંતિ થી સારી લાઈફ જીવવા માટે કર્યા છે, ઘરમાં શાંતિ તો જોઈએ જ. અને એ પ્રાથમિકતા પણ છે. થોડીવાર બંને ચૂપ બેઠા, સોનાલી આજે અસહાય, નિ: સહાય અને લાચાર ફીલ કરી રહી હતી, સામે પતિ હતો જેને પૈસા, અને પોતાના નિજાનંદ સિવાય કશા માં રસ નહોતો, સોનાલીની સ્થિતિ અત્યારે પાંડવો માં સહદેવ જેવી હતી, બધી ખબર હોવા છતાં બધુ સામે હોવા છતાં કશું જ કરી શકતી નહોતી.