શંકા ના વમળો ની વચ્ચે - 6 Jalanvi Jalpa sachania દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

શંકા ના વમળો ની વચ્ચે - 6

        ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફૂલ બની ને પાછી પોતાના રૂટિન માં પરોવાઈ ગઈ. 
       એ સ્કૂલ ની જોબ, ટ્યુશન, અને રૂટિન , દિવસો વહેતા રહ્યા. માર્ચ મહિનો આવી ગયો ખબર પણ નાં પડી, સાથે હોળી - ધુળેટી નો તહેવાર પણ આવી રહ્યો હતો, સોનાલી ખૂબ ખુશ હતી.
        આજે રવિવાર હતો એટલે સોનાલી રોજ કરતા એકાદ કલાક મોડી જ ઉઠી હતી, તે ફ્રેશ થઈ ને પોતાનો રૂમ ક્લીન કરવા ઉપર ગઈ , બધી બુક્સ ગોઠવી, રૂમ ક્લીન કર્યો, અગાશી ધોઈ ને ફ્લાવર પ્લાન્ટ માંથી સૂકા પાંદડા સાફ કરતી હતી ત્યાં જ એને મમ્મી ની બૂમ સાંભળી, તેઓ સોનાલી ને નીચે કિચન માં બોલાવતા હતા.
            સોનાલી નીચે drawing room ગઈ, જઈ ને જુએ તો તેનાં કાકીજી, બા અને સસરા આવ્યા હતા, સોનાલીએ પગે લાગીને જય શ્રી કૃષ્ણ કર્યા, પછી રસોડા માં મમ્મી પાસે ગઈ તો એને ખબર પડી કે તેઓ હોળી ની ગિફ્ટ આપવા આવ્યા હતા. સોનાલી ફટાફટ રસોઈ બનાવવા લાગી, વચ્ચે મમ્મી મદદ અને સજેશન કરી જતા, સોનાલી તે પ્રમાણે બધું બનાવતી જતી.
             બધા જમ્યા પછી શાંતિ થી આરામ કરી ને ઉઠ્યા અને લગભગ 4 વાગ્યા ત્યાં સોનાલી એ બધા માટે ચા બનાવીને સર્વ કરી, થોડી વાર પછી સોનાલી નાં કાકીજી એ તેની પાસે આવી ને એક સાડી ગિફ્ટ માં આપી સોનાલી એ લઈને પાસે નાં ટેબલ પર મૂકી, થોડી વાતો કરી, અને અમદાવાદ પાછા જવા માટે તૈયાર થવા લાગ્યા, સોનાલી નાં મમ્મી - પપ્પા એ ઘણી તાણ કરી રોકાઈ જવા માટે પણ ફરી થી રોકાવા આવશું એમ કહી થોડી હસી - મજાક કરી ને મહેમાન ઘરે થી વિદાય થયા.
              સોનાલી અંદર આવીને કિચન સાફ કરીને ઉપર drawing room માં એની મમ્મી પાસે ગઈ, શાંતિ થી બેઠી, અને એને આપેલી ગિફ્ટ ઓપન કરી, જાંબુડિયા અને ડાર્ક યેલો કલર ના કોમ્બિનેશન ની એ સાડી માં એકદમ ઝીણી પ્રિન્ટ ની ડીઝાઈન હતી, ફેબ્રિક પોલિસ્ટર નું હતું અને સાડી માં મેચિંગ બ્લાઉઝ પીસ પણ નહોતો, સોનાલી એ જોઈ ને સાઇડ માં મૂકી દીધી, એની મમ્મી પણ સોનાલી નાં હાવભાવ જોઈ કશું બોલી ના શકી.
               થોડીવાર એમ જ મૌન માં રહ્યા પછી સોનાલી એ મૌન તોડ્યું, તેણે રીતસર ની ફરિયાદ કરી કે આવી સાડી ??? મમ્મી તમે કલર જવાદો પણ ફેબ્રિક પણ પોલિએસ્ટર નું ??? સોનાલી ની મમ્મી એ કંઈ જવાબ નાં આપ્યો એ પણ વિચાર માં પડી ગયા હતા, કે કલર ડીઝાઈન તો પરફેક્ટ સિલેક્ટ નાં થાય સમજ્યા પણ ફેબ્રિક તો હાથ માં લેવાથી ખબર પડે, સોનાલી ની પણ એ જ argue હતી કે જે સ્ત્રી રાત - દિવસ ઘર માં સાડી જ પહેરતા હોય એને તો વધારે ખબર પડે કે કયું ફેબ્રિક પહેરવામાં કમફર્ટબલ હોય. 
        બધી છોકરીઓ ની જેમ સોનાલી ને પણ સ્વપ્ન હતા, સગાઈ નાં, સાસરે થી આવતી પહેલી ગિફ્ટ નાં, એ બહુ દુઃખી થઈ ગઈ, પણ કશું બોલ્યા વગર ઉપર પોતાના રૂમ માં જતી રહી, સોનાલી ની મમ્મી પણ કશું બોલ્યા વગર આંખ બંધ કરી ને એમ જ relax થતાં હતાં, ત્યાં લેન્ડલાઇન પર ફોન આવ્યો સોનાલી ની મમ્મી એ રિસિવ કર્યો, થોડી વાત કરીને એણે સોનાલી ને બૂમ પાડી બોલાવી, સોનાલી ની સાસુ નો ફોન હતો, 
સોનાલી વાત કરવા રીસીવર હાથ માં લીધું , વાત શરૂ કરી, સોનાલી ની સાસુ એ સોનાલી ને ફોન માં પૂછ્યું કે સાડી ગમી કે નહિ ?? એના માટે જ ફોન કર્યો , થોડું અટક્યા પછી સોનાલી એ સ્પષ્ટ જવાબ આપ્યો કે કલર ડીઝાઈન તો સમજ્યા કોઈ પરફેક્ટ સિલેક્ટ નાં કરી શકે પણ ફેબ્રિક પોલ્યસ્ટર છે, એ નાં ગમ્યું , એણે કોઈ દિવસ એવું ફેબ્રિક પહેર્યું નથી, સોનાલી નાં સ્પષ્ટ જવાબ થી થોડી વાર મૌન જેવી સ્થિતિ થઈ ગઈ હતી, એમ પણ સોનાલી ને જૂઠું બોલવાની આદત નહોતી, એ એના વિચારો માં સ્પષ્ટ હતી, થોડી વાર નાં મૌન પછી તેના સાસુ એ મૌન તોડ્યું , અને સામે સોનાલી ને કહ્યું કે આ સાડી તેમણે સિલેક્ટ નથી કરી, સામે હૉલ માં સુરત ની સાડી નો સેલ લાગ્યો છે, તો કાકી એ કહ્યું કે આ સાડી સોનાલી ને ખુબ સરસ લાગશે, આગળ વાત વધારતા સોનાલી ની સાસુ એ કહ્યું કે મે નાં પાડી કે સાવ આવી 90 રૂપિયા ની સાડી હોળી ની ગિફ્ટ માં નથી આપવી પણ તોય બધા કાકીઓ એ ફક્ત આજ સાડી સિલેક્ટ કરી, મારું કંઈ નાં ચાલ્યું, 
            આ સાંભળી સોનાલી મૌન થઈ ગઈ, એણે ટૂંક માં વાત પતાવી જય શ્રી કૃષ્ણા કહી ફોન મૂકી દીધો.
એણે એની મમ્મીને બધી વાત કરી, સાથે ગુસ્સો પણ વ્યક્ત કર્યો કંઈ નાં ચાલ્યું એટલે શું મમ્મી?? સાસુ વહુ માટે ગિફ્ટ માં સાડી લેવા જાય અને એનું કંઈ નાં ચાલે એવું તો બને જ નહીં શક્ય જ નથી, કોઈ શું કરવા નાં પાડે?? એ 1000 રૂપિયા ની સાડી સિલેક્ટ તો પણ કોઈ જ વિરોધ ના કરે ? કોઈ શું કામ વિરોધ કરે ? તેની સાસુ ની આ વાત સોનાલી નાં ગળે નહોતી ઉતરતી, અને એની મમ્મી ના ગળે પણ નહોતી ઉતરી.
             હવે વાત માત્ર સાડી કે ગિફ્ટ ની નહોતી પણ વિચારો ની હતી, વાત ઉપર થી સ્પષ્ટ હતું કે સોનાલી ની સાસુ બીજા નાં ખભા પર બંદૂક રાખતા હતા, અને કદાચ એટલે જ એ પોતે નહી આવ્યા હોય અને એમની દેરાણી ને ગિફ્ટ આપવા મોકલ્યા હોય એવું બની જ શકે. 
               રાત્રે મેઘલ નો ફોન આવ્યો એમણે પણ સોનાલી ને એ જ પ્રશ્ન પૂછ્યો, સોનાલી જવાબ આપવાની જગ્યા એ સામે સવાલ પૂછ્યો, કે તમે જ કહો ગિફ્ટ માં ખાસ શું લાગ્યું ? કંઈ વસ્તુ લાગી ? એટલે સામે મેઘલે કહ્યું કે એને નથી ખબર એની મમ્મી એ સવારે ઓફિસ જતા પહેલા ખાલી એને કીધું હતું કે આજે બરોડા ગિફ્ટ આપવા જવાના છે, એણે સાડી કે કશું જ જોયું જ નથી, સોનાલી એ વાત વાત માં એ પણ જાણી લીધું કે તે આગલી રાત્રે મોડા ઘરે નહોતા ગયા, ઉલ્ટા નું મેઘલ તો ઘર માં બધાંની સાથે બેઠા પણ હતા અને વાતો પણ કરી, મેઘલ પણ ફોન એમ જ કહેતા હતા કે મમ્મી એ રાત્રે વાત કરી હોત તો હું સાડી જોઈ લેત.
               બધી જ વાત સ્પષ્ટ થઈ ગયા પછી સોનાલી એ શાંતિથી મેઘલ ને સાડી કેવી લાગી એ અને એના મમ્મી સાથે વાત થઈ એ બધી જ વાતો સ્પષ્ટપણે કહી હતી, મેઘલ આ વાત સાંભળી કંઈ બોલી ના શક્યો, બસ એટલું બોલ્યો કે મમ્મી એ મને કંઈ નથી કીધું ,
સોનાલી એ વાત ને આગળ નહી વધારતા શાંતિ થી બીજી વાતો કરવા લાગી, થોડીવાર વાત કર્યા બાય કહીને ફોન મૂકી દીધો.