શંકા ના વમળો ની વચ્ચે - 4 Jalanvi Jalpa sachania દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શંકા ના વમળો ની વચ્ચે - 4


રોજ ના ક્રમ મુજબ પહેલા ટયુશન, પછી એક્સટ્રકલાસ અને જોબ આ બધા માં શાંતિ થી આનંદિત જીવન જીવતી સોનાલી ને તો એમ જ હતું કે સગાઈ પછી નો સમય ગોલ્ડન હોય છે, પણ અનુભવ તો કંઈક અલગ જ રહેતો, એને પોતાનો એક ગુણ બહુ ગમતો એ દુનિયા ના કોઈ પણ ટોપિક પર વાત કરી શકતી,એની સાથે કોઈ પણ માણસ કંટાળી ના જાય,
એની આસ-પાસ ના વાતાવરણ ને એ જીવંત રાખતી,
કોઈ પ્રવૃતિ દ્વારા, કે વાતો થી ઘર માં હંમેશા એની હાજરી ની તાજગી વર્તાતી, એને ખુદ ને એનો આવો સ્વભાવ ખૂબ જ ગમતો, સ્વયં ની ચાહક, પણ હવે એનું ધ્યાન પોતાના પર ઓછું અને મેઘલ પર વધારે રહેવા લાગ્યું હતું. એને મેઘલ વિશે જાણવું ગમતું, એનું ગમતું કરવું ગમતું, પણ મેઘલ નો બહુ જ ઓછું બોલવાનો સ્વભાવ એને ઓછો ગમતો, સોનાલી દ્રઢપણે માનતી જે ખુલી ને વાત ના કરી શકે એ ખુલી ને જીવી પણ ના શકે.
આજે ઘણા દિવસ પછી બધી ફ્રેંડસ ભેગી થઈ ને સાંજે બહાર જવાનો પ્લાન કર્યો હતો, સોનાલી મનોમન વિચારતી કે પહેલા કોલેજ માં હતા ત્યારે કેવા બધા રોજ મળતાં અને હવે અમુક બહેનપણી ના લગ્ન થઈ ગયા હતા, અને બાકીની એની જેમ જોબ કરતી હતી, સમય ના અભાવે ક્યારેક ક્યારેક આવો બહાર જવાનો પ્લાન થઈ જતો, સમય કેટલો ઝડપ થી વહેતો હોય છે, વિચારો કરતા કરતા પોતે તૈયાર થઈ ને ઘર ની બારી માં ડોકિયું કરીને પોતાની ફ્રેંડસ ની રાહ જોતી ઉભી હતી.
બધી ફ્રેંડસ આવી ગઈ, એટલે બધા નક્કી કરેલી હોટેલ માં ગયા, આજે ઘણા બધા દિવસો પછી બધા એ ખૂબ મજાક –મસ્તી કરી હતી, સાચા અર્થ માં હળવાશ અનુભવી હતી, ઘરે આવ્યા બાદ સોનાલી ડ્રેસ ચેન્જ કરી ઉપર પોતાના રૂમ માં ગઈ, બીજા દિવસે સ્ટુડન્ટ ને ભણાવવા ના લેસન વાંચવાનુ શરૂ કર્યું, આવતીકાલ ની તૈયારી કરતી હતી ત્યાં મેઘલ નો કોલ આવ્યો, સોનાલી એ વાત તો કરી, પણ બહુ જ ટૂંક માં
વાત પતાવી દીધી, એને સાચે જ ખબર નહોતી પડતી કે કેવી રીતે એ મેઘલ ના નેગેટિવ પોઇન્ટ જાણી શકે ? કેમ કે એનો સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ જ એ હતો કે
મેઘલ મોટે ભાગે ચૂપ જ રહેતા, કંઈ બોલે રિએક્ટ કરે તો ખબર પડે અહીંયા એવું કશું જ થતું નહી. બહુ લાબું વિચાર્યા વગર સોનાલી એ મ્યુઝિક સ્ટાર્ટ કરી ને એના ફેવરિટ ગીતો સાંભળ્યા, ઘણા દિવસો પછી આજ નો આખો દિવસ એનો આનંદદાયક રહ્યો હતો.
એની પર્સનલ નોટસ કાઢી એ લખવા બેઠી, સોનાલી ને પર્સનલ ડાયરી લખવી ગમતી, પોતાના વિચારો લખવા એને પહેલે થી જ ગમતા, આજે પહેલીવાર એને પોતાનું વ્યક્તિત્વ અંદર થી ગમ્યું હતું, આજે પહેલીવાર એને મેઘલ ના સ્વભાવ નો થોડો અંદાઝ આવ્યો હતો, આજે સોનાલી ને મેઘલ પોતાનું વ્યક્તિત્વ પરફેક્ટ લાગે એવું સમજી વિચારી ને જવાબ આપવાવાળા લાગ્યા, સોનાલી નું એવું નહોતું, એ જેવી હોય એવી જ રહેવામાં માનતી, પોતાના ભાવિ જીવનસાથી સામે સારા બનીને રહેવા કરતા જેવા હોય એવા રહેવા માં સ્પષ્ટપણે માનતી. આજે સોનાલીએ મેઘલ ને પોતાના થી વિરુદ્ધ સ્વભાવનાં અનુભવ્યા હતા.
પર્સનલ નોટસ લખતી વખતે સોનાલી ને એવો વિચાર પણ આવ્યો કે આખો દિવસ કામ કરી ને થાકી જતા હશે એટલે મેઘલ કદાચ બોલવામાં આળસુ હોય એવું બની શકે, પણ તોય રિએક્ટ તો નેચરલ હોય એ તો એમ જ થઈ જાય, જો પોતે પોતાના વિચારો માં સ્પષ્ટ હોય તો કોઈ દિવસ સમજવાની અને સમજાવવાની પરિસ્થિતિ ઉભી થતી નથી. એ આપોઆપ થઈ જતું હોય છે, એનો ઉછેર એવી રીતે થયો હતો કે એ બધું જ પોતાના ઘર માં સ્પષ્ટ બોલી શકે, પોતાના વિચારો ને પ્રાધાન્ય આપી શકે, ઘર નું વાતાવરણ એ રીતે નું જ રહેતું,સોનાલી ને ઊંડે ઊંડે એવું લાગ્યા કરતું કે કદાચ મેઘલ ના ઘર માં પોતાના ઘર જેવું વાતાવરણ નહીં હોય, અને એટલે જ કદાચ મેઘલ બહુ રિએક્ટ નહોતા કરી શકતા, સારા લાગવું અને સારા દેખાવું એનું જ મહત્વ મેઘલ ના મન માં વધારે રહેતું, વિચારો કરતા કરતા એને કયારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ન પડી.
(અપૂર્ણ)