શંકાના વમળોની વચ્ચે -32 Jalanvi Jalpa sachania દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શંકાના વમળોની વચ્ચે -32

આજે બપોરે સાડા બાર વાગે બસ ઉપડવાની હતી, સોનાલી અને મેઘલને તેના સસરા બસ માં મૂકવા આવ્યા હતા, સોનાલી જોતી જ રહી, મેધલ નાં હજાર વાર નાં પાડયા પછી પણ તેઓ આવ્યા હતા, સોનાલી ને એ સમજાતુ નહોતુ કે એના સસરા ને દિકરો પરણાવ્યા પછી ની અસુરક્ષિતતા છે કે પછી એમનો દિકરો મોટો થઈ ગયો એ સ્વીકારી નહિ શકતા હોય ? જે હોય એ પણ આજે એ મેઘલ ને આ રીતે બસમાં મૂકવા આવીને મેઘલને શરમ ફીલ કરાવી રહયા હતા, અંતે એક નાળિયેર વધેરી બસ ચાલુ થઈ, પહેલા ઉદેપુર જવાનુ હતુ, ત્યાં રાત્રે રહી બીજા દિવસે ઉદેપુર સીટી જોઈ દિલ્હી જવાનુ હતુ, અમદાવાદ થી થોડે દૂર ગયા પછી બસ નું એ.સી. બંધ થઈ ગયુ હતુ, હવે ખરૂ મનોરંજન બસ માં ચાલુ થઈ ગયુ હતુ, નાની પ્રાઈવેટ બસ માં પાંચ કપલ અને બાકી નો સ્ટાફ હતો, એ.સી બંધ થતા ની સાથે સોનાલી અને મેઘલ ની આગળ બેઠેલા પટેલ અંકલ અને આંટી જે અમેરિકાથી સેકન્ડ હનીમૂન માટે આવ્યા હતા, તે અંકલે બૂમાબૂમ ચાલુ કરી, બસ માં બેઠેલા મેનેજર ને ટ્રાવેલ કંપની એ કરેલા કમીટમેન્ટ ગણાવી ને પૂછપરછ કરવાની ચાલુ કરી, કાકાનો ભરોસો એ.સી બંધ થતાની સાથે તૂટી ગયો હતો, ગુસ્સો, અકળામણ, ગરમી, અને મેનેજર સાથે માથાકૂટ કરતા કરતા ઉદેપુર આવી ગયુ, બધા એ હોટલ માં ચેક ઈન કર્યુ, હોટલ સારી હતી, કમિટમેન્ટ કર્યુ એ પ્રમાણે હતી. બીજા દિવસે સવારે ઉદેપુર સીટી, પેલેસ જોઈ, બપોર જમીને દિલ્હી જવા નિકળ્યા, મોડી રાત્રે દિલ્હી પહોંચી હોટલ માં ચેક ઈન કર્યુ બીજા દિવસે સવારે દિલ્હીમાં મેઈન સાઈટ સીન કરાવી સાંજે સીમલા જવા નીકળ્યા સોનાલી માટે આ થકવી નાંખનાર અનુભવ હતો, પણ તે મેઘલ નો મૂડ ખરાબ ના થાય એટલે હસતા મોંઢે રહી લેતી, 
લગ્ન પછી ફક્ત મંદિરો માં ફરતી સોનાલીને એવુ હતુ કે તેને નેચર સાથે રહેવા મળશે, સાંજ નાં સમય માં સિમલા માં જ્યારે બસ પ્રવેશી ત્યારે જે અદ્ભૂત નજારો હતો, સોનાલી જોઈને જ ખુશ થઈ ગઈ, હોટલ માં પહોંચી તે ફ્રેશ થઈ, ખરેખર સિમલા ખૂબ સુંદર હતુ,બીજા દિવસે તેઓ સિમલા માં ફર્યા, સાંજે સિમલા ના બજારમાં ફર્યા, ત્રીજા દિવસે ક્યાંય ગયા વગર ખાલી હોટલ માં રેસ્ટ કર્યો, બપોરે જમીને સિમલા થી મનાલી જવા નિકળ્યા, મનાલી માં રસ્તા સિમલા જેટલા સરસ નહોતા, એકબાજુ પહાડ અને એકબાજુ નદી, અને ઉબડ ખાબડ રસ્તાઓ, પણ કુદરત ની સુંદરતા આહ ! સોનાલી સ્પીચલેસ થઈ ગઈ હતી, એને આ બધુ મનમાં ભરી લેવુ હતુ, તેને મનમાં થતુ કે કાશ ! સમય અહીં જ થંભી જાય, તેની નજર બારી માં થી હટતી જ નહોતી, લગભગ બે કલાક પછી એકીટશે બસ ની બારી ની બહાર સતત સાથે ચાલતી નદી, વૃક્ષો, પર્વતો, છૂટા છવાયા ઘર, સાંજ નો સમય, આ બધુ જોયા કરતી સોનાલીનુ અચાનક ધ્યાનભંગ થયુ, તેણે જોયુ તો એક ગુરુદ્વારા પાસે બસ ઊભી હતી, કોઈ હોટલ જેવુ લાગતુ નહોતુ, બધા નીચે ઉતર્યા , ત્યાં બહાર બેઠેલા લોકો એ જણાવ્યુ કે આગળ માત્ર જંગલ છે, જે રિસ્કી છે, હોટલ ઉપર હતી ડ્રાઇવર થી ટર્ન લેવાનુ ભૂલાઈ ગયુ હતુ, મેનેજર આખા રસ્તે સૂઈ ગયા હતા, અને છેક તળેટી માં બસ આવી ગઇ હતી, ત્યાંના લોકો એ જણાવ્યુ કે થોડી મિનિટ માં અંધારૂ થઇ જશે, વચ્ચે રસ્તા માં ચોરી - લૂંટ ફાટ થાય છે, તમે ધ્યાન રાખજો, ગાડી ક્યાંય ઊભી નાં રાખતા, બધા નાં ચહેરા પર ગુસ્સો સાફ દેખાતો હતો, પણ , ડ્રાઇવર ને ભાંગી પડેલો જોઈ બધાએ તેને હિંમત આપી, પાણી પીવડાવ્યુ અને બધા બસ માં બેઠા, અંધારૂ થઈ ગયુ હતુ જે રસ્તો અતિ સુંદર લાગતો એ રસ્તો અંધારા માં વધુ ડરામણો લાગતો હતો, કોઈ જ સ્ટ્રીટ લાઈટ નહિ, એકબાજુ ઊંડી નદી, બીજી બાજુ પર્વત અને જંગલ, ઉબડ ખાબડ સાંકડા ચઢાણવાળો રસ્તો, અને કોઈ જ વાહન કે માણસ ની અવરજવર નહી, ડ્રાઇવર ફરીવાર નર્વસ થઈ ગયો, બધા એ ચાલુ બસ માં તેને પાણી પીવડાવી હિંમત આપી, પોઝિટીવ વાતો કરતા હતા પણ બધા નાં જીવ પડીકે બંધાયેલા હતા, ધીમી ગતિ એ બસ ચલાવી ત્રણેક કલાક પછી હોટલ પર પહોંચ્યા, બસ માંથી ઉતરી બધાએ દબાવી રાખેલ ગુસ્સો મેનેજર અને ડ્રાઇવર પર ઉતાર્યો, પણ સોનાલીને કોઈ ફરિયાદ નહોતી તેણે સુપર નેચર એન્જોય કર્યુ હતુ, તે મનમાં થેંકયુ ફીલ કરી રહી હતી. બીજા દિવસે મનાલી થી ઉપર નાં ભાગમાં આવેલ પર્વત પર જયાં બરફ હતો ત્યાં ગયા, આ અનુભવ અવિસ્મરણીય રહયો, પછી સાંજે મનાલી ની સ્થાનિક બજાર માં ગયા, રાત્રે હોટલ માં પાછા આવ્યા ત્યારે સાડાસાત થયા હતા. બીજા દિવસે સવારે હિડમ્બા વન, બૌધ્ધ મઠ, અને મનુ મંદિર ગયા, હિડમ્બા વન સોનાલીને ખરેખર સુંદર લાગ્યુ, બૌધ્ધ મઠ ની અદ્ભૂત શાંતિ, મનુ મંદિર ની મુલાકાત વખતે ગાઈડે આપેલી માહિતી, સોનાલી વિચારતી કે જ્યારે પૃથ્વી જળબંબાકાર થઈ હશે ત્યારે મનાલી નાં આ પર્વત સુધી પાણી જ પાણી થઈ ગયુ હશે ફરી થી નવ સર્જન મનુ દ્વારા આ જગ્યા એ થી થયુ હશે. આ પર્વત પર સોનાલી ને વર્ણવી ના શકાય એવી આધ્યાત્મિક શાંતિ ફીલ થઈ, અહીં મળતા લાકડા માં કોતરેલા મનુ અને શતરૂપા ની શો પીસ માં રખાય તેવી મૂર્તિ લીધી, આખો દિવસ ફર્યા પછી સાંજે પાછા હોટલ પર આવ્યા. બીજા દિવસે સવાર નો નાસ્તો કરીને લગભગ અગિયાર વાગે ચેક આઉટ કરી જયપુર જવા બસ માં બેઠા, બપોર બે વાગે જમવા માટે બ્રેક લઈ પાછા જયપુર જવા નિકળ્યા આજે આખો દિવસ ટ્રાવેલિંગ માં જ જવાનો હતો, જયપુર પહોંચી ને આરામ કર્યો, બીજા દિવસે મહેલ અને સીટી જોઈ, લોકલ માર્કેટ માં ગયા, અહિંયા થી સોનાલીએ તેના સાસુ માટે જયપુર ની ફેમસ મહારાણી સાડી, તેમજ સુખડ ની નેચરલ સુગંધ કાયમ આવે એવી હાથ વણાટ ની સિલ્ક ની સાડીઓ લીધી, સોનાલીએ બહુ ખરીદી નહોતી કરી, એમપણ સિમલા માં થી ઘર નાં બધા માટે ખરીદી કરી હતી લગેજ એમ પણ વધી જાય, જયપુર માં રાત રહી બીજા દિવસે અમદાવાદ આવવા પરત આવવા નિકળ્યા. સોનાલીને હનીમૂન કરતા ટૂર એન્જોય કરીને પાછા ફરતાં હોય એવુ વધારે લાગ્યુ. રાત્રે એક વાગ્યા ની આસપાસ તેઓ ઘરે પહોંચ્યા, બધા સૂતા હતા, એટલે શાંતિ થી બધો સામાન એણે રૂમમાં મૂકી સોનાલી પાણીની બોટલ લઈ ઉપર ગઈ. બીજા દિવસે સવાર માં સોનાલીને ઉઠવામાં આઠ વાગી ગયા, તે ફટાફટ તૈયાર થઈ નીચે ગઈ, જેવી સોનાલી નીચે ગઈ કે તરત તેના સાસુ તેના પર ગુસ્સા થી વરસી પડ્યા, આજે સોનાલી રડી નહી પણ પહેલીવાર રીએક્ટ કર્યુ, તે બિન્દાસ્ત ઉપર જઈ પાછી સૂઈ ગઈ, એવુ થોડુ ચાલે ? આટલા મોડા આવ્યા હોય તો બે કલાક લેઈટ ઉઠયા તો શું થઈ ગયુ? જેને જે રીએકટ કરવુ હોય એ કરે, તે શાંતિ થી સૂઈ ગઈ, એમપણ હનીમૂન ની ટૂર માં સોનાલીએ મેઘલને ખૂબ નજીક થી અનુભવ્યા હતા, સોનાલીને એક વાત ની ખબર પડી કે ત્રણ ટાઈમ ખાવાનુ, પહેરવાના કપડા અને શિક્ષણ સિવાય કંઈ ખાસ મેઘલને મળ્યુ નહોતુ, સોનાલીનાં મન પર થી એના સાસુ નુ કોઈ માન રહયુ નહોતુ, એમપણ દીકરા ની વહુ ત્યારે જ સાસુ નુ ઓટોમેટિક માન સન્માન કરે જ્યારે તેને લાગે કે તેનો હસબન્ડ ધ બેસ્ટ છે, જ્યારે સ્ત્રી પોતાના પતિ નાં ગુણો, શિસ્ત, પ્રેમ, માન, હિંમત, નિડરતા અનુભવે ત્યારે આટોમેટિક એની જન્મદાત્રી પ્રત્યે માન જાગે, જેણે સંસ્કાર નુ સિંચન કરીને આવો પતિ આપ્યો હોય એના માટે આજીવન ઋણી રહીને નતમસ્તક રહેવાનુ મન થાય, પણ અહિંયા એવુ નહોતુ, સોનાલીએ જોઈ લીધુ કે તેના સાસુ -સસરા એ મેઘલ માં કંઈ ખાસ ધ્યાન આપ્યુ જ નથી, કદાચ એટલે જ હનીમૂન પર જવાનો વિરોધ કરતાં હશે, એમને બીક હશે કે સોનાલીને ખબર પડી જશે તો ખોટી ફાંકા ફોજદારી નહિ ચાલે, સોનાલીનાં મન પર કોઈ માન- પાન નહિ રહે, અને થયુ પણ એવુ જ. ડરતી, રડતી, ચૂપચાપ સાંભળી લેતી સોનાલી ઓટોમેટિક રીએકટ કરતી થઈ ગઈ હતી. તે બિન્દાસ્ત ઘડિયાળ માં અગિયાર વાગ્યાનુ એલાર્મ મૂકીને સૂઈ ગઈ.