ઇસ્લામિક સ્ટોરી - 28 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇસ્લામિક સ્ટોરી - 28

ઈસ્લામિક સ્ટોરી 28

              પોતાના છ મહિનાના માસુમ બાળક હઝરત અલી અસગર કે જેમના માટે ઈમામ હુસૈને યઝીદના સૈનિકો પાસે બે ઘૂંટ પાણીની યાચના કરી હતી અને પાણીના બદલે તીરંદાઝ હુરમુલા બીન કાહિલે હઝરત અલી અસગની ગરદન ઉપર તીર ચલાવીને એમને શહીદ કરી દીધા.
અલી અસગરની શહાદત બાદ એમની દફન વિધિ કરી લીધા પછી હઝરત ઇમામ હુસૈન પોતાના જીવનના અંતિમ અને ઐતિહાસિક યુદ્ધ લડવા માટે મૈદાનમા ઉતર્યા. 
    મૈદાનમા જતા પહેલા ઈમામ હુસૈન પોતાની બહેન બીબી ઝૈનબ અને પત્ની બીબી રુબાબ અને ચાર વર્ષની પુત્રી સકીના સહિત તંબુમા એ વખતે હાજર તમામ મહિલાઓ અને બાળકોને ધીરજ અને સબ્ર રાખવાની સલાહ આપી. 
બહેન બીબી ઝૈનબને તેમણે કહ્યુ. 
"બહેન.મારા પછી હવે આ કાફલાની જવાબદારી તારી છે દુશ્મન ગમે તેટલો જુલમ કરે પણ તુ હિંમત ના હારતી." 
પોતાના બીમાર પુત્ર ઝૈનુલ આબેદીનને ગળે લગાવીને તેમને પોતાના પછીના ત્રીજા ઈમામ તરીકે જાહેર કર્યા.
અને પછી પોતાના અતી વફાદાર ઘોડા ઝુલજનાહ પર સવાર થઈને હાથમા પોતાના પિતા હઝરત અલીની તલવાર ઝુલ્ફીકાર લઈને તેમણે યઝીદના લશ્કર ઉપર જોરદાર આક્રમણ કર્યું.
ત્રણ દિવસથી તેઓ તરસ્યા હતા અને પોતાના ભાઈઓ.પુત્રો અને બહાદુર સાથીઓની શહાદતનો માનસિક આઘાત દુઃખ અને ગમ હોવા છતા ઈમામ હુસૈને એવી બહાદુરીથી યુદ્ધ કર્યું કે યઝીદના સૈનિકો સ્તબ્ધ થઈ ગયા.
  ઈમામ હુસૈન જે તરફ પોતાની તલવાર ઝુલ્ફીકાર ને ફેરવતા તે તરફના સૈનિકો ઘેટાં બકરાની જેમ નાસભાગ કરતા. પોતાની જાન બચાવવા એક બીજા ઉપર પડતા.
યઝીદના સૈનિકોને ઈમામ હુસૈનનુ આ પરાક્રમ અને તેમનુ આ રૌદ્ર રુપ જોઈને હઝરત અલી(અ.સ.)ની યાદ આવી ગઈ. લશ્કરના કમાન્ડરો એક બીજાને આપસમાં બુમો મારીને કહેવા લાગ્યા.
"આ..આ.હુસૈન નથી આતો મુર્તઝા અલી છે આમને હરાવવા ના મુમકીન છે." 
લશ્કરમાં થતો ખળભળાટ અને ઉભી થયેલી હતાશાની લાગણી જોઈને અને હઝરત ઈમામ હુસૈનનુ શૌર્ય અને તાકાત જોઈને સેનાપતિ સાદ અને શિમરે ફરી એકવાર છળકપટનો સહારો લીધો.
એમણે સૈનિકોની નાની નાની ટુકડીઓ બનાવી અને ચારે બાજુએથી ઈમામ હુસૈનને ઘેરી લીધા અને એક સાથે સેંકડો તીરો અને ભાલાઓ ચલાવીને ઈમામ હુસૈનને ઘાયલ કરી દીધા. 
ઈમામ હુસૈનના શરીર માંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી.તેઓને ભારે અશક્તિના કારણે ઘોડા ઉપર પોતાનુ સંતુલન જાળવી રાખવુ હવે અશક્ય લાગતુ હતુ.પણ વફાદાર ઘોડો ઝુલજનાહ ઈમામ હુસૈનની હાલત સમજી ગયો હતો. એણે પોતાના આગલા પગ ધીરેથી વાળ્યા જેથી ઈમામ હુસૈન પડી ના જાય અને આરામથી પોતાની પીઠ પરથી ઉતરી શકે.
ઈમામ હુસૈન યુદ્ધ ભૂમિની તપ્ત અને ગરમ રેતીમાં ઘોડા ઉપરથી નીચે ઉતર્યા.આ સમયે અશ્રની નમાઝનો સમય થઈ ગયો હતો.
ઈમામ હુસૈને દુનિયાને દેખાડી આપ્યુ કે તેઓની લડાઈ કોઈ સત્તા હાંસિલ કરવા માટેની લડાઈ ન હતી.પરંતુ દીને ઇસ્લામ ને બચાવવા માટેની એમની આ લડાઈ હતી.શરીરમા ચારે તરફ તીરો અને ભાલાઓ વાગ્યા હતા એમનુ શરીર લોહીથી લથબથ હતુ.છતા એમણે એજ અવસ્થામાં જ નમાઝ પઢવાનુ શરુ કર્યુ.અને અલ્લાહની ઇબાદતમા એમણે પોતાનુ સર સીજદામાં ઝૂકાવ્યુ.
ઈમામ હુસૈન જ્યારે સીજદામાં હતા ત્યારે યઝીદના સૈનિકોના મનમાં ઈમામ હુસૈનના મસ્તકને કાપી નાખવાની ઇચ્છા થઈ આવી.પણ પયગમ્બર સાહેબના નવાસા ઈમામ હુસૈનનુ નુર જોઈને કોઈની હિંમત ના ચાલી એમની આસપાસ પણ ફરકવાની.
ઈમામ હુસૈન સીજદામાં હતા અને એ જ અવસ્થામાં તેઓ મૃત્યુ પામ્યા.
યઝીદનો એ ક્રુર કમાન્ડર શિમર ઝીલ જવસાને સીજદામાં નિષ્પ્રાણ પડેલા ઈમામ હુસૈનના શરીર ઉપરથી ક્રૂરતાની હદ વટાવતા એમના ધડ પરથી માથુ ઉતારી લીધુ.
દસમી મોહરમ હિજરી સન 61 ની સાંજે ઈમામ હુસૈનની શહાદત સાથે કરબલા નુ આ યુદ્ધ પૂર્ણ થયુ.
ઈમામ હુસૈને શહાદત વહોરી લીધી પોતાનુ માથુ આપી દીધુ પણ અન્યાયી અને ઝુલમીઓ આગળ એટલે કે યઝીદની આગળ ઝૂક્યા નહિ.અને ઇતિહાસમાં અમર થઈ ગયા.
લોકો આજે પણ ઈમામ હુસૈનને યાદ કરે છે જ્યારે યઝીદનુ ક્યાંય નામો નિશાન પણ નથી.