ઇસ્લામિક સ્ટોરી - 27 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇસ્લામિક સ્ટોરી - 27

ઈસ્લામિક સ્ટોરી 27

           ઈમામ હુસૈનના ભાઈ હઝરત અબ્બાસની શહાદત પછી ઈમામ હુસૈન હવે એકલા બચ્યા હતા. 
તેમનો છ મહિનાનો પુત્ર અલી અસગર જે માં ના દુધ ઉપર હતો એ તરસથી બેભાન થઈ ગયો હતો.
ત્રણ દિવસની સખત ભુખ અને તરસના કારણે ઈમામ હુસૈનના પત્નિ હઝરત બીબી રુબાબનુ દૂધ સુકાય ગયુ હતુ.
છ મહિનાના માસુમ અલી અસગર ભુખ અને તરસના કારણે હોઠ ઉપર જીભ ફેરવતા ફેરવતા બેભાન થઈ રહ્યા હતા.ઈમામ હુસૈનના બહેન હઝરત બીબી ઝૈનબ એ બાળકને ઈમામ હુસૈન પાસે લઈ આવ્યા અને કહ્યુ.
"ભાઈ જાન.આ બાળકની તરસ હવે જોવાતી નથી.એને થઈ રહેલી તકલીફ સહન નથી થતી.આને મેદાનમા લઈ જાઓ કદાચ આ માસુમ બાળકને જોઈને દુશ્મનોને દયા આવે અને તેને પીવા માટે બે ઘૂંટ પાણી આપે." 
ઈમામ હુસૈને અલી અસગરને પોતાના હાથોમાં લીધા અને તેમને કાબાના પવિત્ર કપડાથી ઢાંકીને યઝીદી સેનાની વચ્ચે લાવ્યા. ઈમામ હુસૈનના હાથોમાં કંઈક ઢંકાયેલું જોઈને યઝીદના લશ્કરને એમ લાગ્યું કે ઈમામના હાથમા કદાચ કુરઆન છે અને તેઓ શરણાગતિ સ્વીકારવા માંગે છે. 
પરંતુ જ્યારે ઈમામ હુસૈને અલી અસગર પરથી કપડુ હટાવ્યુ.ત્યારે તે લોકોએ જોયુ કે આ તો તેમના હાથમા નાનુ એવુ માસુમ બાળક છે.
ઇમામ હુસૈને જોરદાર અવાજમાં લશ્કરને કહ્યુ.
"એય લોકો.તમારી લડાઈ મારી સાથે છે આ છ મહિનાના બાળકે તમારુ કંઈ બગાડ્યું નથી.આ યુદ્ધ શરુ કરાવવામાં આ માસુમ નો કોઈ ગુનાહ નથી.એ પ્યાસથી બેભાન થઈ રહ્યો છે માટે એને બે ટીપા પાણીના આપો.જો તમને એમ લાગતુ હોય કે તમારુ આપેલુ પાણી હુ પી જઈશ તો હું એને અહીં ઝમીન પર મૂકી દઉં છુ તમે પોતે કોઈ પણ એને આવીને પાણી પીવરાવી જાવ."
ઈમામ હુસૈનનુ આ વાક્ય સાંભળીને યઝીદના લશ્કરમાં ખળભળાટ મચી ગયો.એ લોકો આપસમાં વાતો કરવા લાગ્યા કે ખરેખર આ બાળકનો કોઈ વાંક નથી.એ માસુમને પાણી આપવુ જોઈએ.
લશ્કરમાં થતી આવી વાતો સાંભળીને યઝીદના કમાન્ડર ઉમર બીન સાદને લાગ્યુ કે ક્યાંક તેનુ લશ્કર વિખેરાઈ જઈને હુરની જેમ ઈમામ હુસૈનની તરફેણમાં ના ચાલ્યુ જાય. 
આથી તેણે તેના ક્રૂર તીરંદાઝ હુરમુલા બીન કાહિલને બોલાવ્યો અને કહ્યુ.
"કાહિલ.આપણા સૈનિકો ઉપર હુસૈનના શબ્દોની ઉંડી અસર થઈ લાગે છે.આ અસરને ખતમ કરવાની જવાબદારી હું તને સોંપું છુ."
કમાન્ડરની વાત સાંભળીને પાપી હુરમુલા બીન કાહિલે પોતાના ધનુષ પર ત્રણ અણી વાળુ ઝેરી તીર ચઢાવ્યું. આવુ તીર ખાસ કરીને જંગલી જાનવરો ના શિકાર માટે વપરાતુ ત્યારે તે ઝેર વગરનુ રહેતુ.
અહીં ક્રૂરતાની હદ વટાવી દીધી હતી કાહિલે.
ઝેર પાયેલું એ તીર નિશાન લઈને એણે છ મહિનાના બાળક પર ચલાવ્યુ.
તે ભયાનક તીર માસુમ અલી અસગર ની ગરદનમા લાગ્યુ.તીર ગરદનમાં ખુપતા જ એ માસુમ બાળકે પોતાના પિતાની સામે એક મુશ્કુરાહટ ભરી આંખે જોયું અને પછી પોતાના પિતાના હાથોમાં જરાક તરફડ્યો અને પછી દમ તોડી નાખ્યો.
ઈમામ હુસૈન સ્તબ્ધ થઈ ગયા.
તેમણે આ ધાર્યું ન હતુ.કે આમ નાના માસૂમ અલી અસગર ઉપર તીર ચલાવવામાં આવશે.તેમના બન્ને હાથ પોતાના માસુમ બાળકના લોહીથી લથબથ થઈ ગયા હતા.ઈમામે તે લોહી પોતાના ચહેરા ઉપર લગાવતા આકાશ તરફ જોઈને કહ્યુ.
"યા અલ્લાહ.મારી આ કુરબાની પણ તારી રાહમા તુ કબૂલ કર." 
ઈમામ હુસૈન અલી અસગરના શબને લઈને તંબુની પાછળ ગયા અને પોતાના ખંજર વડે શોક મગ્ન હૃદયે ત્યા રેતીમાં કબર ખોદીને પોતાના પુત્રને કરબલાની રેતીમાં દફનાવી દિધો. જેથી પોતાના મૃત્યુ પછી કોઈ પોતાના પુત્રની લાશ સાથે ક્રુરતા ન કરે.
યઝીદ ના લશ્કરની સામે લડવા માટે હવે ઈમામ હુસૈન એકલા જ બચ્યા હતા.
હઝરત અલી અસગરની દફન વિધિ બાદ ઈમામ હુસૈન લડાઈના મૈદાનમા ઉતરવા સજ્જ થયા.