સમશ્યાનો ઉદય અને અંત Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમશ્યાનો ઉદય અને અંત

સમસ્યાઓને નાની હોય ત્યારે જ ઉકેલો, બાકી તે જૂની કાંકરીની જેમ પગમાં જડાઈને લાંબા ગાળાના ઘા અને પીડા આપી શકે છે.

"શું તમે પણ તમારા જૂતાની કાંકરીઓ સાચવી રહ્યા છો? આ વાર્તા તમને જીવનની સૌથી મોટી ભૂલમાંથી બચાવી શકે છે."

 


એક રમણીય સવાર હતી. દસ વર્ષનો કુમળો વયનો બાલક અને તેના પિતાજી પ્રતિદિનની જેમ પહાડની તળેટીમાં આટો મારવા નીકળ્યા હતા. વાતાવરણમાં તાજગી હતી, પણ આજે બાળકના મનમાં કંઈક અલગ જ ઉત્સાહ હતો. તેણે પિતાજી સામે જોઈને સ્મિત કર્યું અને પડકાર ફેંક્યો, "પિતાજી, આજે રેસ લગાવીએ? જે પહેલા પહાડની ટોચ પર લાગેલી પેલી ઝંડીને સ્પર્શ કરશે, તે વિજેતા!"

પિતાજીએ હસીને સ્વીકૃતિ આપી. બંનેએ દોડવાનું શરૂ કર્યું. દૂર સુધી પથરાયેલો રસ્તો, પથરાળ જમીન અને ચઢાણ. થોડે આગળ વધ્યા ત્યાં જ પિતાજી અચાનક થંભી ગયા.

પુત્ર પાછળ વળીને બોલ્યો, "પિતાજી, શું થયું? અત્યારથી જ હાર માની લીધી?"

પિતાજીએ શાંતિથી ઉત્તર આપ્યો, "બેટા, મારા જોડામાં કાંકરીઓ આવી ગઈ છે, તેને કાઢવા માટે થોડી ક્ષણો માટે થોભવું અનિવાર્ય છે."

બાળક ખડખડાટ હસ્યો, "અરે પિતાજી, કાંકરીઓ તો મારા જોડામાં પણ છે! પણ જો હું અત્યારે ઊભો રહી જઈશ તો હું રેસ હારી જઈશ." તે પોતાની ધૂનમાં આગળ દોડતો રહ્યો.

જીવનમાં જ્યારે નાની મુશ્કેલીઓ આવે ત્યારે તેને સમયસર ઉકેલવી જોઈએ, નહિ તો ભવિષ્ય માં તે કેન્સર થઇ જશે.

अनागतविधाता च प्रत्युत्पन्नमतिस्तथा ।

द्वावेतौ सुखमेधेते यद्भविष्यो विनश्यति ॥

જે વ્યક્તિ આવનારી મુશ્કેલીને જોઈને અગાઉથી જ તેનો ઉપાય વિચારી લે છે (અનાગતવિધાતા) અને જે મુશ્કેલી સામે આવી પડતા ત્વરિત બુદ્ધિ વાપરીને તેનો ઉકેલ લાવે છે (પ્રત્યુત્પન્નમતિ), આ બંને પ્રકારના લોકો જીવનમાં સુખી થાય છે. પરંતુ જે વ્યક્તિ માત્ર નસીબ પર ભરોસો રાખીને એમ વિચારે છે કે 'જે થશે તે જોઈ લેવાશે' (યદભવિષ્ય), તેનો વિનાશ થાય છે.

પિતાજીએ શાંતિથી પોતાની કાંકરીઓ દૂર કરી અને ફરી ચાલવા માંડ્યું. થોડે આગળ જતાં, બાળક જે અત્યાર સુધી પવનની ગતિએ દોડતો હતો, તેની ગતિ ધીમી પડવા લાગી. તેના પગમાં કણસતી પીડા વધતી જતી હતી. પાછળથી પિતાજીએ પ્રેમપૂર્વક સાદ દીધો, "બેટા, હજુ પણ સમય છે, કાંકરીઓ કાઢી નાખ, પીડા ઓછી થશે!"

પુત્ર દ્રઢતાથી બોલ્યો, "ના પિતાજી! મારી પાસે અત્યારે એ માટે સમય નથી!જોડા ની રસી ખોલું તેને સાફ કરું તો મોડું થાય ને રેસ હારી જાઉં."

'કામનું ભારણ' અને 'સમયનો અભાવ' – આ બહાના હેઠળ આપણે ઘણીવાર મોટી આફતોને આમંત્રણ આપીએ છીએ.

થોડી જ વારમાં બાળક થંભી ગયો. તેનાથી એક ડગલું પણ ભરાતું નહોતું. પીડા એટલી વધી ગઈ હતી કે આંખમાં આંસુ આવી ગયા. પિતાજી દોડીને પાસે આવ્યા, જૂતા કાઢ્યા તો જોયું કે પગમાંથી રક્ત વહી રહ્યું હતું. પિતાજીએ તેને તેડી લીધો અને ઘરે લાવી મલમપટ્ટી કરી.

શાંતિ સ્થપાયા બાદ પિતાજીએ ગહન અર્થમાં સમજાવ્યું, "બેટા, તેં જોયું? તેં એ એક મિનિટ બચાવવા માટે આ એક અઠવાડિયાની પીડા વહોરી લીધી. જે કાંકરી અત્યારે સરળતાથી નીકળી શકતી હતી, તેને અવગણતા તે તારા પગમાં જડાઈ ગઈ."

अनागतविधाता च प्रत्युत्पन्नमतिस्तथा।

द्वावेता सुखमेधेते यद्भविष्यो विनश्यति॥  ચાણક્ય નીતિ

"જે વ્યક્તિ આવનારી મુશ્કેલીને જોઈને અગાઉથી જ તેનો ઉપાય વિચારી લે છે (અનાગતવિધાતા) અને જે મુશ્કેલી સામે આવી પડતા ત્વરિત બુદ્ધિ વાપરીને તેનો ઉકેલ લાવે છે (પ્રત્યુત્પન્નમતિ), આ બંને પ્રકારના લોકો જીવનમાં સુખી થાય છે. પરંતુ જે વ્યક્તિ માત્ર નસીબ પર ભરોસો રાખીને એમ વિચારે છે કે 'જે થશે તે જોઈ લેવાશે' (યદભવિષ્ય), તેનો વિનાશ થાય છે."

જીવનના આ રસ્તા પર, નાની સમસ્યાઓ મોટા વળાંક લે તે પહેલાં તેને સુધારી લેવી જોઈએ. જેમ કે કોઈ કવિએ લખ્યું છે:

જીવનના આ રસ્તા પર, કાંકરા તો આવવાના જ, અવગણીને તું ચાલીશ તો, ઘા ઊંડા થવાના જ.સમય રહેતા કાઢી નાખ, જે પીડા આપે છે હૈયે,બાકી અંધારામાં પછી, આંસુ જ પામવાના જ.

યાદ રાખજો, "ઉતાવળથી નહીં, પણ યોગ્ય સમયે લીધેલા યોગ્ય નિર્ણયથી જ વિજય મળે છે."