ઓનોડાની વીરગાથા Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓનોડાની વીરગાથા

આ વીરગાથા વાંચતા જ તમને અનુભવાશે કે દેશભક્તિ અને કર્તવ્યના પાલનમાં એક વ્યક્તિ કેવી રીતે ઈતિહાસ બદલી શકે છે અને કેવી રીતે ૩૦ વર્ષનો એકાંત પણ એક પળ જેવો લાગી શકે છે!

ત્રણ દાયકાની અંધારી ગુફામાં જેણે ફક્ત એક આદેશને ધ્યેય બનાવીને જીવ્યા, એ અવિચલ સૈનિકની ગાથા એટલે 'હીરો ઓનોડા'—જેમણે અજાણતા જંગલને રણમેદાન અને સમયને રોકી રાખ્યો હતો.

ફિલિપાઈન્સના લુબાંગ ટાપુના ગીચ જંગલો. જ્યાં માનવીનું પગલું પડવું પણ દુર્લભ હતું, ત્યાં એક વ્યક્તિ ત્રણ દાયકા સુધી કાળના ગર્ભમાં જીવંત સમાધિ લઈને બેઠી હતી. નામ હતું—હીરો ઓનોડા. એક જાપાની સૈનિક, જેની માટે યુદ્ધ તો પૂરું થયું હતું, પણ તેનું કર્તવ્ય પૂરું થવામાં ૩૦ વર્ષ લાગ્યા.

ડિસેમ્બર ૧૯૪૪ની એ કાળરાત્રિએ જ્યારે મેજર તનીગુચીનો આદેશ ઓનોડાના કર્ણપટ પર પડ્યો, ત્યારે જાણે સમય થંભી ગયો. આદેશ સ્પષ્ટ હતો: "ગમે તે થાય, આત્મસમર્પણ ન કરવું. મૃત્યુને વરવું નહીં. આપણે પાછા આવીશું."

જાપાની સંસ્કૃતિમાં આદેશ એ ઈશ્વરનું વચન છે. ઓનોડાએ પોતાનું સર્વસ્વ એ આદેશને સમર્પિત કરી દીધું.

"कर्तव्यमेव कर्तव्यं जीवितोऽपि विशेषतः ।

न त्याज्यं नैव मुञ्चेच्च प्राणैः कण्ठगतैरपि ॥"

કર્તવ્ય જ પાળવું, જીવતા હોઈએ ત્યારે તો ખાસ. પ્રાણ ગળા સુધી આવી જાય તો પણ પોતાના કર્તવ્યને ત્યજવું નહીં.

વર્ષો વીત્યા, દુનિયા બદલાઈ ગઈ. દ્વિતીય વિશ્વયુદ્ધના ભણકારા શાંત થયા, પણ ઓનોડાના જંગલમાં યુદ્ધનો સૂરજ ક્યારેય આથમ્યો જ નહીં. જ્યારે દુનિયા શાંતિના ગીતો ગાતી હતી, ત્યારે ઓનોડા અને તેના સાથીઓ વન્ય પશુઓની જેમ ભૂખ, તરસ અને એકલતા સાથે બાથ ભીડતા હતા. તેમણે પોતાના સાથીઓ ગુમાવ્યા, મિત્રોને ગોળીબારમાં ખતમ થતા જોયા, પણ તેમનું મન ડગ્યું નહીં.

"धैर्येणैव हि कार्याणि सिद्धयन्ति न मनोरथैः ।

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥"

કાર્યો ધૈર્યથી સિદ્ધ થાય છે, માત્ર ઈચ્છા કરવાથી નહીં. જેમ સૂતેલા સિંહના મુખમાં શિકાર પોતે પ્રવેશ કરતું નથી, તેમ પુરુષાર્થ વગર સિદ્ધિ મળતી નથી.

જંગલની એ વિકટ પરિસ્થિતિમાં તેમની સ્થિતિ એવી હતી કે જાણે પાંદડાંઓની પથારી ને આકાશનું છત્ર,

ત્રણ દાયકા સુધી એક સૈનિકનું જ હતું માત્ર મંત્ર.દુનિયા બદલાઈ ગઈ,

બદલાયા સૂરજ ને તારા,પણ ઓનોડા અડગ રહ્યા, જીવીને યુદ્ધના સંગ્રામો સારા.

૧૯૭૪માં જ્યારે નોરિયો સુઝુકી નામના પ્રવાસીએ તેમને જંગલમાં શોધ્યા, ત્યારે ઓનોડાએ જે પ્રતિક્રિયા આપી તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. તેમણે હથિયાર નીચે મૂકવાની ના પાડી દીધી. તેમને વિશ્વાસ જ નહોતો કે યુદ્ધ પૂરું થઈ ગયું છે. છેવટે, જ્યારે મેજર તનીગુચીને બોલાવવામાં આવ્યા અને તેમણે એ જ જૂના આદેશને નિવૃત્ત જાહેર કર્યો, ત્યારે ઓનોડાની આંખોમાં આત્મસમર્પણ નહીં, પણ 'કર્તવ્ય પૂરું થયાનો સંતોષ' હતો.

જ્યારે તેમણે પોતાની રાઈફલ સોંપી, ત્યારે તે હજુ પણ કાર્યરત હતી. આ જોઈને સ્થાનિકો પણ સ્તબ્ધ હતા.

હીરો ઓનોડાની આ ગાથા માત્ર એક સૈનિકની જીદ નથી, પણ એક માનવીની ઈચ્છાશક્તિનો પરાકાષ્ઠાનો પુરાવો છે. તે આપણને શીખવે છે કે જ્યારે મનુષ્ય એક લક્ષ્યને પોતાની આત્મા બનાવી લે છે, ત્યારે સમય અને કાળ પણ તેની સામે ઘૂંટણ ટેકવે છે.

 
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥ श्रीमद्भगवद्गीता ३-२२

"હે અર્જુન! ત્રણેય લોકમાં મારે માટે કંઈ પણ કરવા જેવું કર્તવ્ય નથી, અથવા તો કશું એવું મેળવવાનું બાકી નથી જે મેં મેળવ્યું ન હોય, તેમ છતાં હું કર્મમાં જ જોડાયેલો રહું છું."

વ્યક્તિએ પોતાના પદ કે સફળતાના આધારે કર્તવ્ય છોડવું ન જોઈએ. સમાજ અને વિશ્વની વ્યવસ્થા જાળવી રાખવા માટે દરેક વ્યક્તિએ પોતપોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ.

 

-